PDF/HTML Page 3021 of 4199
single page version
अज्ञानादेव कर्तायं तदभावादकारकः।। १९४।।
अथात्मनोऽकर्तृत्वं द्रष्टान्तपुरस्सरमाख्याति– જીવ-અજીવ, કર્તાકર્મ, પુણ્ય-પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ-એ આઠ સ્વાંગ આવ્યા, તેમનું નૃત્ય થયું અને પોતપોતાનું સ્વરૂપ બતાવી તેઓ નીકળી ગયા. હવે સર્વ સ્વાંગો દૂર થયે એકાકાર સર્વવિશુદ્ધજ્ઞાન પ્રવેશ કરે છે.
ત્યાં પ્રથમ જ, મંગળરૂપે જ્ઞાનપુંજ આત્માના મહિમાનું કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ– [अखिलान् कर्तृ–भोक्तृ–आदि–भावान् सम्यक् प्रलयम् नीत्वा] સમસ્ત કર્તા-ભોક્તા આદિ ભાવોને સમ્યક્ પ્રકારે નાશ પમાડીને [प्रतिपदम्] પદે પદે (અર્થાત્ કર્મના ક્ષયોપશમના નિમિત્તથી થતા દરેક પર્યાયમાં) [बन्ध–मोक्ष–प्रक्ऌप्तेः दूरीभूतः] બંધ-મોક્ષની રચનાથી દૂર વર્તતો, [शुद्धः शुद्धः] શુદ્ધ-શુદ્ધ (અર્થાત્ જે રાગાદિક મળ તેમ જ આવરણ-બન્નેથી રહિત છે એવો), [स्वरस–विसर–आपूर्ण– पुण्य–अचल–अर्चिः] જેનું પવિત્ર અચળ તેજ નિજરસના (-જ્ઞાનરસના, જ્ઞાનચેતનારૂપી રસના) ફેલાવથી ભરપૂર છે એવો, અને [टङ्कोत्कीर्ण–प्रकट–महिमा] જેનો મહિમા ટંકોત્કીર્ણ પ્રગટ છે એવો [अयं ज्ञानपुञ्जः स्फूर्जति] આ જ્ઞાનપુંજ આત્મા પ્રગટ થાય છે.
ભાવાર્થઃ– શુદ્ધનયનો વિષય જે જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે કર્તાભોક્તાપણાના ભાવોથી રહિત છે, બંધમોક્ષની રચનાથી રહિત છે, પરદ્રવ્યથી અને પરદ્રવ્યના સર્વ ભાવોથી રહિત હોવાથી શુદ્ધ છે, પોતાના સ્વરસના પ્રવાહથી પૂર્ણ દેદીપ્યમાન જ્યોતિરૂપ છે અને ટંકોત્કીર્ણ મહિમાવાળો છે. એવો જ્ઞાનપુંજ આત્મા પ્રગટ થાય છે. ૧૯૩.
હવે સર્વવિશુદ્ધ જ્ઞાનને પ્રગટ કરે છે. તેમાં પ્રથમ, ‘આત્મા કર્તા-ભોક્તાભાવથી રહિત છે’ એવા અર્થનો, આગળની ગાથાની સૂચનિકારૂપ શ્લોક કહે છેઃ-
શ્લોકાર્થઃ– [कर्तृत्वं अस्य चितः स्वभावः न] કર્તાપણું આ ચિત્સ્વરૂપ આત્માનો સ્વભાવ નથી, [वेदयितृत्ववत्] જેમ ભોક્તાપણું સ્વભાવ નથી. [अज्ञानात् एव अयं कर्ता] અજ્ઞાનથી જ તે કર્તા છે, [तद्–अभावात् अकारकः] અજ્ઞાનનો અભાવ થતાં અકર્તા છે. ૧૯૪.
હવે આત્માનું અકર્તાપણું દ્રષ્ટાંતપૂર્વક કહે છેઃ-
PDF/HTML Page 3022 of 4199
single page version
जह कडयादीहिं दु पज्जएहिं कणयं अणण्णमिह।। ३०८।।
जीवस्साजीवस्स दु जे परिणामा दु देसिदा सुत्ते।
तं जीवमजीवं वा तेहिमणण्णं वियाणाहि।। ३०९।।
उप्पादेदि ण किंचि वि कारणमवि तेण ण स होदि।। ३१०।।
कम्मं पडुच्च कत्ता कत्तारं तह पडुच्च कम्माणि।
उप्पज्जंति य णियमा सिद्धी दु ण दीसदे अण्णा।। ३११।।
जीवस्याजीवस्य तु ये परिणामास्तु दर्शिताः सूत्रे।
तं जीवमजीवं वा तैरनन्यं विजानीहि।। ३०९।।
ગાથાર્થઃ– [यत् द्रव्यं] જે દ્રવ્ય [गुणैः] જે ગુણોથી [उत्पद्यते] ઊપજે છે [तैः] તે ગુણોથી [तत्] તેને [अनन्यत् जानीहि] અનન્ય જાણ; [यथा] જેમ [इह] જગતમાં [कटकादिभिः पर्यायैः तु] કડાં આદિ પર્યાયોથી [कनकम्] સુવર્ણ [अनन्यत्] અનન્ય છે તેમ.
[जीवस्य अजीवस्य तु] જીવ અને અજીવના [ये परिणामाः तु] જે પરિણામો
જ્યમ જગતમાં કટકાદિ પર્યાયોથી કનક અનન્ય છે. ૩૦૮.
જીવ અજીવના પરિણામ જે દર્શાવિયા સૂત્રો મહીં,
તે જીવ અગર અજીવ જાણ અનન્ય તે પરિણામથી. ૩૦૯.
ઊપજે ન આત્મા કોઈથી તેથી ન આત્મા કાર્ય છે,
ઉપજાવતો નથી કોઈને તેથી ન કારણ પણ ઠરે. ૩૧૦.
રે! કર્મ–આશ્રિત હોય કર્તા, કર્મ પણ કર્તા તણે
આશ્રિતપણે ઊપજે નિયમથી, સિદ્ધિ નવ બીજી દીસે. ૩૧૧.
PDF/HTML Page 3023 of 4199
single page version
उत्पादयति न किञ्चिदपि कारणमपि तेन न स भवति।। ३१०।।
कर्म प्रतीत्य कर्ता कर्तारं तथा प्रतीत्य कर्माणि।
उत्पद्यन्ते च नियमात्सिद्धिस्तु न द्रश्यतेऽन्या।। ३११।।
[सूत्रे दर्शिताः] સૂત્રમાં દર્શાવ્યા છે, [तैः] તે પરિણામોથી [तं जीवम् अजीवम् वा] તે જીવ અથવા અજીવને [अनन्यं विजानीहि] અનન્ય જાણ.
[यस्मात्] કારણ કે [कुतश्चित् अपि] કોઈથી [न उत्पन्नः] ઉત્પન્ન થયો નથી [तेन] તેથી [सः आत्मा] તે આત્મા [कार्य न] (કોઈનું) કાર્ય નથી, [किञ्चित् अपि] અને કોઈને [न उत्पादयति] ઉપજાવતો નથી [तेन] તેથી [सः] તે [कारणम् अपि] (કોઈનું) કારણ પણ [न भवति] નથી.
[नियमात्] નિયમથી [कर्म प्रतीत्य] કર્મના આશ્રયે (-કર્મને અવલંબીને) [कर्ता] કર્તા હોય છે; [तथा च] તેમ જ [कर्तारं प्रतीत्य] કર્તાના આશ્રયે [कर्माणि उत्पद्यन्ते] કર્મો ઉત્પન્ન થાય છે; [अन्या तु] બીજી કોઈ રીતે [सिद्धिः] કર્તાકર્મની સિદ્ધિ [न द्रश्यते] જોવામાં આવતી નથી.
ટીકાઃ– પ્રથમ તો જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઊપજતો થકો જીવ જ છે, અજીવ નથી; એવી રીતે અજીવ પણ ક્રમબદ્ધ પોતાના પરિણામોથી ઊપજતું થકું અજીવ જ છે, જીવ નથી; કારણ કે જેમ (કંકણ આદિ પરિણામોથી ઊપજતા એવા) સુવર્ણને કંકણ આદિ પરિણામો સાથે તાદાત્મ્ય છે તેમ સર્વ દ્રવ્યોને પોતાના પરિણામો સાથે તાદાત્મ્ય છે. આમ જીવ પોતાના પરિણામોથી ઊપજતો હોવા છતાં તેને અજીવની સાથે કાર્યકારણભાવ સિદ્ધ થતો નથી, કારણ કે સર્વ દ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે ઉત્પાદ્ય- ઉત્પાદકભાવનો અભાવ છે; તે (કાર્યકારણભાવ) નહિ સિદ્ધ થતાં, અજીવને જીવનું કર્મપણું સિદ્ધ થતું નથી; અને તે (-અજીવને જીવનું કર્મપણું) નહિ સિદ્ધ થતાં, કર્તા- કર્મની અન્યનિરપેક્ષપણે (-અન્યદ્રવ્યથી નિરપેક્ષપણે, સ્વદ્રવ્યમાં જ) સિદ્ધિ હોવાથી, જીવને અજીવનું કર્તાપણું સિદ્ધ થતું નથી. માટે જીવ અકર્તા ઠરે છે.
ભાવાર્થઃ– સર્વ દ્રવ્યોના પરિણામ જુદા જુદા છે. પોતપોતાના પરિણામોના, સૌ દ્રવ્યો કર્તા છે; તેઓ તે પરિણામોના કર્તા છે, તે પરિણામો તેમનાં કર્મ છે. નિશ્ચયથી કોઈનો કોઈની સાથે કર્તાકર્મસંબંધ નથી. માટે જીવ પોતાના પરિણામનો જ કર્તા છે, પોતાના પરિણામ કર્મ છે. એવી જ રીતે અજીવ પોતાના પરિણામનું જ કર્તા છે, પોતાના પરિણામ કર્મ છે. આ રીતે જીવ બીજાના પરિણામોનો અકર્તા છે.
PDF/HTML Page 3024 of 4199
single page version
स्फुरच्चिज्ज्योतिर्भिश्छुरितभुवनाभोगभवनः ।
तथाप्यस्यासौ स्याद्यदिह किल बन्धः प्रकृतिभिः
स खल्वज्ञानस्य स्फुरति महिमा कोऽपि गहनः।। १९५।।
‘આ રીતે જીવ અકર્તા છે તોપણ તેને બંધ થાય છે એ કોઈ અજ્ઞાનનો મહિમા છે’ એવા અર્થનું કળશરૂપ કાવ્ય હવે કહે છેઃ-
શ્લોકાર્થઃ– [स्वरसतः विशुद्धः] જે નિજરસથી વિશુદ્ધ છે, અને [स्फुरत्–चित्– ज्योतिर्भिः छुरित–भुवन–आभोग–भवनः] સ્ફુરાયમાન થતી જેની ચૈતન્યજ્યોતિઓ વડે લોકનો સમસ્ત વિસ્તાર વ્યાપ્ત થઈ જાય છે એવો જેનો સ્વભાવ છે, [अयं जीवः] એવો આ જીવ [इति] પૂર્વોક્ત રીતે (પરદ્રવ્યનો અને પરભાવોનો) [अकर्ता स्थितः] અકર્તા ઠર્યો, [तथापि] તોપણ [अस्य] તેને [इह] આ જગતમાં [प्रकृतिभिः] કર્મપ્રકૃતિઓ સાથે [यद् असौ बन्धः किल स्यात्] જે આ (પ્રગટ) બંધ થાય છે [सः खलु अज्ञानस्य कः अपि गहनः महिमा स्फूरति] તે ખરેખર અજ્ઞાનનો કોઈ ગહન મહિમા સ્ફૂરાયમાન છે.
ભાવાર્થઃ– જેનું જ્ઞાન સર્વ જ્ઞેયોમાં વ્યાપનારું છે એવો આ જીવ શુદ્ધનયથી પરદ્રવ્યનો કર્તા નથી, તોપણ તેને કર્મનો બંધ થાય છે તે કોઈ અજ્ઞાનનો ગહન મહિમા છે-જેનો પાર પમાતો નથી. ૧૯પ.
પરને કરે ન ભોગવે, જાણે જપિ તસુ નામ.
પ્રથમ ટીકાકાર આચાર્યદેવ કહે છે કે-હવે સર્વવિશુદ્ધજ્ઞાન પ્રવેશ કરે છે. મોક્ષતત્ત્વનો સ્વાંગ નીકળી ગયા પછી સર્વવિશુદ્ધજ્ઞાન પ્રવેશ કરે છે. રંગભૂમિમાં જીવ-અજીવ, કર્તા-કર્મ, પુણ્ય-પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ-એ આઠ સ્વાંગ આવ્યા, તેમનું નૃત્ય થયું અને પોતપોતાનું સ્વરૂપ બતાવી તેઓ નીકળી ગયા. હવે સર્વ સ્વાંગો દૂર થયે એકાકાર સર્વવિશુદ્ધજ્ઞાન પ્રવેશ કરે છે.
ત્યાં પ્રથમ જ, મંગળરૂપે જ્ઞાનપુંજ આત્માના મહિમાનું કાવ્ય કહે છેઃ-
PDF/HTML Page 3025 of 4199
single page version
‘अखिलान् कर्तृ–भोक्तृ–आदि–भावान् सम्यक् प्रलयं नीत्वा’ સમસ્ત કર્તા- ભોક્તા આદિ ભાવોને સમ્યક્ પ્રકારે નાશ પમાડીને.....
અહાહા...! જોયું? ધર્મી પુરુષને અંતર્દ્રષ્ટિ થતાં અર્થાત્ પોતે અંદર ત્રિકાળી શુદ્ધ એક ચૈતન્યમાત્ર વસ્તુ આત્મા છે એની દ્રષ્ટિ થતાં, એને પર્યાયમાં જે દયા, દાન, વ્રત, ભક્તિ આદિનો રાગ છે એનું એને કર્તાપણું નથી, ભોક્તાપણુંય નથી. એણે કર્તા-ભોક્તા આદિ ભાવોને સમ્યક્ પ્રકારે અર્થાત્ સ્વસ્વરૂપના આશ્રયે નાશ પમાડી દીધા છે. અહા! આવો અંતર-અવલંબનનો વીતરાગનો મારગ બહુ સૂક્ષ્મ છે ભાઈ! આ સિવાય બહારની ક્રિયાઓ બધી થોથાં છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે ને કે
અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કાંઈ ન બાહ્ય સ્હાશે.
અહાહા...! અહીં કહે છે - સમસ્ત કર્તા-ભોક્તા આદિ ભાવોને સમ્યક્ પ્રકારે નાશ પમાડીને ‘प्रतिपदम्’ પદે પદે (અર્થાત્ કર્મના ક્ષયોપશમથી થતા દરેક પર્યાયમાં) ‘बन्ध– मोक्ष–प्रक्ऌप्तेः दूरीभूतः’ બન્ધમોક્ષની રચનાથી દૂર વર્તતો ‘शुद्धः शुद्धः’ શુદ્ધ શુદ્ધ (અર્થાત્ જે રાગાદિક મળ તેમજ આવરણ-બન્નેથી રહિત છે એવો), ‘स्वरस–विसर– आपूर्ण–पुण्य–अचल–अर्चिः’ જેનું પવિત્ર અચળ તેજ નિજરસના (-જ્ઞાનરસના, જ્ઞાનચેતનારૂપી રસના) ફેલાવથી ભરપૂર છે એવો, અને ‘टंकोत्कीर्ण–प्रकट–महिमा’ જેનો મહિમા ટંકોત્કીર્ણ પ્રગટ છે એવો ‘अयं ज्ञानपुञ्जः स्फूर्जति’ આ જ્ઞાનપુંજ આત્મા પ્રગટ થાય છે.
આ ચૈતન્યમાત્ર વસ્તુ અંદર છે તે કેવી છે? તો કહે છે-પદે પદે અર્થાત્ પ્રત્યેક પર્યાયે બંધ-મોક્ષની રચનાથી રહિત છે. અંદર જે ત્રિકાળી ધ્રુવ દ્રવ્યસ્વરૂપ છે તે બંધ- મોક્ષની રચનાથી દૂર વર્તે છે. એટલે શું? કે રાગનું જે બંધન પર્યાયમાં છે તે બંધથી અને રાગના અભાવસ્વરૂપ જે અબંધ મોક્ષની દશા તે મોક્ષથી-એ બન્ને દશાથી વસ્તુ શુદ્ધ ચૈતન્યમય અંદર ભિન્ન છે; એ બન્ને દશાની રચનાથી રહિત ભગવાન આત્મા છે. સમજાણું કાંઈ?
મિથ્યાત્વનું પહેલું ગુણસ્થાન હો કે અયોગી કેવળીનું ચૌદમું ગુણસ્થાન હો, નરક દશા હો કે તિર્યંચ, મનુષ્યદશા હો કે દેવ-એ પ્રત્યેક પર્યાયે પર્યાયની રચનાથી રહિત વસ્તુ અંદર જે એકલા ચૈતન્યનું દળ છે તે સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ પર્યાયથી ભિન્ન છે. અહાહા...! કર્મના ક્ષયોપશમના નિમિત્તે થતી નવી નવી પર્યાય કે ગુણસ્થાનની પર્યાય કે એકેન્દ્રિયાદિ પર્યાય-તે સમસ્ત પર્યાયોથી અંદર વસ્તુ ચિદાનંદઘન છે તે ભિન્ન છે. આવી વાત છે!
PDF/HTML Page 3026 of 4199
single page version
આ દેહમાં રહેલો ભગવાન આત્મા દેહથી તો ભિન્ન છે, કર્મથી તો ભિન્ન છે, પણ તેની એક સમયની દશામાં જે વિકારના- હિંસા, જૂઠ, ચોરી, વિષયવાસના આદિ પાપના ને દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિ પુણ્યના ભાવ થાય છે એનાથીય ભગવાન આત્મા અંદર ભિન્ન વસ્તુ છે. અહાહા...! ચૌદ ગુણસ્થાનથી વસ્તુ અંદર ત્રિકાળી ભિન્ન છે. લ્યો, આ જૈન પરમેશ્વર ભગવાન કેવળીનો ઢંઢેરો છે કે પર્યાયે-પર્યાયે બંધ-મોક્ષની પર્યાયની રચનાથી રહિત ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય છે તે ભિન્ન છે. અહા! આવી પોતાની ચીજનો આદર અને સ્વીકાર કરી તેમાં લીન થતાં પર્યાયમાંથી મલિનતાનો નાશ થાય છે અને નિર્મળતા ઉત્પન્ન થાય છે. આનું નામ ધર્મ અને મોક્ષનો મારગ છે.
‘शुद्धः शुद्धः’ -એમ કહ્યું છે ને? મતલબ કે આત્મદ્રવ્ય ત્રિકાળી ધ્રુવ વસ્તુ અંદર રાગાદિ મેલથી રહિત પરમ પવિત્ર નિરાવરણ શુદ્ધ છે, અત્યંત શુદ્ધ છે. અહાહા....! સમ્યગ્દર્શન અર્થાત્ ધર્મની પહેલી સીડી-એનો વિષય જે ત્રિકાળી દ્રવ્ય છે તે રાગાદિક મળ તેમ જ આવરણ-એ બન્નેથી રહિત અત્યંત શુદ્ધ છે. હવે આવી વાત એને કેમ બેસે?
પણ બાપુ! અંદર પોતાની ચીજ શુદ્ધ એક જ્ઞાનાનંદરસથી ભરેલી છે. એના ભાન વિના અનંતકાળથી ચોરાસીના અવતાર કરી કરીને એ દુઃખી થયો છે. અનંત અનંત ભવોમાં પારાવાર અકથ્ય વેદનાથી એના સોથા નીકળી ગયા છે. અરે! અનંત-કાળમાં એ સાધુ થયો, ત્યાગી થયો, અનંતવાર નગ્ન દિગંબર મુનિ થયો, પણ એ દશાઓથી ભિન્ન શુદ્ધ એક ચૈતન્યરસથી-આનંદરસથી ભરેલી પોતાની ચીજ અંદરમાં છે એની દ્રષ્ટિ કરી નહિ! અરે! ભગવાન સચ્ચિદાનંદની મૂર્તિ પ્રભુ અંદરમાં શાશ્વત ત્રિકાળ વિરાજે છે એને જોવાની એણે દરકાર કરી નહિ! અરે ભાઈ! અંતર્દ્રષ્ટિ વિના તારી બહારની ક્રિયાઓ બધી જ ફોગટ છે.
અહીં કહે છે-ભગવાન આત્મા જેનું પવિત્ર અચળ તેજ નિજરસના-ચૈતન્યરસના ફેલાવથી ભરપૂર છે એવો, અને જેનો મહિમા ટંકોત્કીર્ણ પ્રગટ છે એવો છે. અહાહા...! ભગવાન આત્મા કદીય ચળે નહિ એવા અચળ એક શુદ્ધ જ્ઞાનપ્રકાશનો પુંજ છે. અહો! નિજરસથી-શુદ્ધ એક ચૈતન્યરસથી-ચિદાનંદરસથી ભરપૂર ભરેલી શું અદ્ભૂત આત્મવસ્તુ! શું એનો મહિમા અહીં કહે છે-એનો મહિમા ટંકોત્કીર્ણ પ્રગટ છે અર્થાત્ સદા એકરૂપ પ્રગટ છે. અહા! આવો જેનો મહિમા સદા એકરૂપ પ્રગટ છે તે ભગવાન આત્મા સ્વાનુભવગમ્ય છે, સ્વસંવેદ્ય છે.
અહાહા....! કહે છે– ‘अयं ज्ञानपुञ्जः स्फूर्जति’ આ જ્ઞાનપુંજ આત્મા પ્રગટ થાય છે. એટલે શું? એટલે કે જેનું અચળ પવિત્ર તેજ નિજરસના-ચિદાનંદરસના
PDF/HTML Page 3027 of 4199
single page version
વિસ્તારથી ભરપૂર છે એવો આ જ્ઞાનપુંજ પ્રભુ આત્મા પ્રગટ થાય છે અર્થાત્ સ્વસંવેદનમાં જણાય છે. બાપુ! અતીન્દ્રિય આનંદનું જેમાં વેદન થાય એવા સ્વસંવેદનમાં જ જણાય એવો ભગવાન આત્મા મહિમાવંત પદાર્થ છે; સ્વાનુભવગમ્ય જ એનો સ્વભાવ છે.
પણ અરે! લોકો તો આ વ્રત કરો ને તપ કરો ને દાન કરો ને ભક્તિ કરો-એમ બહારની ધમાલમાં જ ધર્મ માનીને અટકી ગયા છે. પરંતુ ભાઈ! એ તો બધો શુભરાગ છે. એ સ્થૂળ રાગમાં અતીન્દ્રિય સૂક્ષ્મ ચૈતન્ય-મહાપ્રભુ ક્યાં જણાય એમ છે? અહા! જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ આત્મા સ્થૂળ શુભરાગના ભાવથી જણાય એવી વસ્તુ નથી. અહા! રાગ તો શું ચૌદ ગુણસ્થાનાદિના પર્યાયભેદથી પણ ભિન્ન એવો ભગવાન આત્મા એક સ્વાનુભવમાં-સ્વસંવેદનમાં જ પ્રગટ થાય એવો એનો સ્વભાવ છે. સમજાણું કાંઈ....?
હા, પણ ગુણસ્થાન આદિ પર્યાય ક્યાં ગઈ?
સમાધાનઃ– પર્યાય ક્યાંય ગઈ નથી, પર્યાય પર્યાયમાં રહી છે. અહીં તો શુદ્ધ ચૈતન્યમાત્રવસ્તુ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય પ્રભુ પોતે છે તે બતાવવું છે. તેથી કહીએ છીએ કે- અરે ભાઈ! આ સ્ત્રીનું, પુરુષનું, ઢોરનું, નારકીનું શરીર (સંયોગી અવસ્થા) ન જો; શરીર તો જડ છે, અને ભગવાન ત્રણલોકનો નાથ તો અંદર એનાથી ભિન્નપણે વિરાજી રહ્યો છે. શરીર શરીરમાં ભલે હો, પણ જ્ઞાનાનંદનો સમુદ્ર પ્રભુ આત્મા તો અંદર ભિન્ન જ છે. તેમ પર્યાયે પર્યાયે પર્યાયથી ભિન્ન ચૈતન્યરસનો પુંજ પ્રભુ આત્મા અંદર ગુણસ્થાન આદિના ભેદોથી ભિન્ન જ છે અને તે સ્વાનુભવ વડે જ પ્રગટ થાય છે. ઓહોહો....! આવી વાત છે!
‘શુદ્ધનયનો વિષય જે જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે કર્તા-ભોક્તાપણાના ભાવોથી રહિત છે, બંધમોક્ષની રચનાથી રહિત છે.’
શું કીધું? શુદ્ધનયનો વિષય જ્ઞાનસ્વરૂપી ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્ય છે. અહાહા...! જાણવું... જાણવું... જાણવું-એમ જાણવાપણું જેનો સ્વભાવ છે એવો જ્ઞાનનો પુંજ પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ પ્રભુ આત્મા શુદ્ધનયનો વિષય છે અને તે કહે છે, કર્તા-ભોક્તાપણાના ભાવોથી રહિત છે. એટલે શું? કે શરીર, મન, વાણી ઇત્યાદિ પરદ્રવ્યનું કરવું ને ભોગવવું તો એને (શુદ્ધ આત્મદ્રવ્યને) નથી, પણ એથીય વિશેષ એની એક સમયની પર્યાયમાં જે દયા, દાન આદિ વા હિંસાદિ શુભાશુભ વિકલ્પ ઊઠે છે તે વિકલ્પનુંય કરવું ને ભોગવવું એને નથી. સૂક્ષ્મ વાત છે પ્રભુ! અહીં એમ કહેવું છે કે શુદ્ધ
PDF/HTML Page 3028 of 4199
single page version
આત્મદ્રવ્યમાં એવો ગુણ-સ્વભાવ નથી કે જેથી તે રાગને કરે ને રાગને ભોગવે. સ્વભાવથી જ શુદ્ધ આત્મવસ્તુ કર્તાભોક્તાપણાના ભાવોથી રહિત છે.
વળી શુદ્ધ આત્મદ્રવ્ય ચિદાનંદઘન પ્રભુ બંધ-મોક્ષની રચનાથી પણ રહિત છે. આ રાગાદિભાવ જે બંધ અને રાગાદિનો અભાવ જે અબંધ-મોક્ષ-એ બન્ને બંધ-મોક્ષની દશાઓની રચનાથી રહિત અંદર ધ્રુવ એકરૂપ ભગવાન આત્મા છે. અહો! શુદ્ધ આત્મવસ્તુ ધ્રુવ-ધ્રુવ-ધ્રુવ ત્રિકાળ આનંદકંદ પ્રભુ બંધ-મોક્ષની રચનાથી રહિત છે.
હવે બહારના ક્રિયાકાંડમાં, એમાં ધર્મ માનીને, ગળાડૂબ પડયા હોય એ બિચારાઓને કહીએ કે- ‘બંધમોક્ષની રચનાથી રહિત તું ભગવાન આત્મા છો’ -તે એને કેમ બેસે? બેસે કે ન બેસે, આ વસ્તુસ્વરૂપ છે. રાગની-બંધની રચના કરે એવો વસ્તુનો-ચૈતન્યપુંજ પ્રભુ આત્માનો સ્વભાવ જ નથી. હવે આવા પોતાના સ્વરૂપને જાણ્યા વિના પ્રભુ! તું વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિના રાગમાં એકાંતે રાચે પણ ભાઈ! એ તો બધું રણમાં પોક મૂકવા જેવું છે. હવે કહે છે-
આત્માનો સ્વ-ભાવ ‘પરદ્રવ્યથી અને પરદ્રવ્યના સર્વ ભાવોથી રહિત હોવાથી શુદ્ધ છે, પોતાના સ્વરસના પ્રવાહથી પૂર્ણ દેદીપ્યમાન જ્યોતિરૂપ છે અને ટંકોત્કીર્ણ મહિમાવાળો છે.’
જોયું? શરીર, મન, વાણી, ઈન્દ્રિય અને દેવ-ગુરુ-શાસ્ત્ર ઇત્યાદિ પરવસ્તુથી તો ભિન્ન છે પણ પરવસ્તુના નિમિત્તથી થતા પુણ્ય-પાપરૂપ જે શુભાશુભભાવ એનાથીય અંદર આનંદનો નાથ ચૈતન્યમૂર્તિ પ્રભુ ભિન્ન છે અને તેથી શુદ્ધ છે. અહા! આવો ભગવાન આત્મા અત્યંત શુદ્ધ પવિત્ર છે. વળી તે પોતાના સ્વ-રસના-શુદ્ધ એક ચૈતન્યરસના ધ્રુવ એકરૂપ પ્રવાહથી પૂર્ણ દેદીપ્યમાન જ્યોતિરૂપ છે. અહાહા....! એક કળશમાં આચાર્યદેવે કેટલું ભરી દીધું છે? કહે છે-ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યની પૂર્ણ દેદીપ્યમાન જ્યોતિરૂપ નિજરસથી-ચૈતન્યરસથી ભરેલો ત્રિકાળી ધ્રુવ-ધ્રુવ પ્રવાહ છે. અહા! આવો આત્મા ટંકોત્કીર્ણ સદાય એકરૂપ મહિમાવાળો છે.
અરે! પોતાની ચીજનો મહિમા શું છે એને જાણ્યા વિના એ (-જીવ) અનંતકાળથી સંસારમાં પરિભ્રમણ કરે છે. અહા! મનુષ્ય પણ એ અનંતવાર થયો પણ પોતાની ચીજને જાણવાની દરકાર જ કરી નહિ! ધર્મના નામે એણે વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ ક્રિયાઓ કરી, મોટાં મંદિરો બંધાવ્યાં, વરઘોડા કાઢયા, હજારો-લાખો લોકો ભેગા થાય એવા ગજરથ કાઢયા; પણ એથી શું? એ તો બધી ક્રિયાઓ પરની બાપા! એમાં જો રાગની મંદતા હોય તો પુણ્યબંધ થાય, પણ
PDF/HTML Page 3029 of 4199
single page version
એથી કાંઈ ધર્મ ન થાય. અહીં કહે છે-આવા પુણ્યના ભાવથી પણ અંદર સચ્ચિદાનંદમય જ્ઞાનપુંજ પ્રભુ આત્મા ભિન્ન ચીજ છે અને તે સ્વાનુભવમાં પ્રગટ થાય છે, એ જ કહે છે કે-
‘એવો જ્ઞાનપુંજ આત્મા પ્રગટ થાય છે.’ એટલે કે આવો આત્મા જ્ઞાનપ્રકાશનો પુંજ પ્રભુ અંતર્મુખાકાર સ્વસંવેદનમાં જણાય છે. રાગ વડે જણાય એવો એનો સ્વભાવ જ નથી. આવી વાત છે.
હવે સર્વવિશુદ્ધ જ્ઞાનને પ્રગટ કરે છે. તેમાં પ્રથમ, ‘આત્મા કર્તા-ભોક્તાભાવથી રહિત છે’ એવા અર્થનો આગળની ગાથાની સૂચનિકારૂપ શ્લોક કહે છેઃ-
‘कर्तृत्वं अस्य चितः स्वभावः न’ કર્તાપણું આ ચિત્સ્વરૂપ આત્માનો સ્વભાવ નથી, ‘वेदयितृत्ववत्’ જેમ ભોક્તાપણું સ્વભાવ નથી.
શું કીધું? અહાહા....! આત્મા સચ્ચિદાનંદ પ્રભુ શુદ્ધ એક ચિન્માત્ર વસ્તુ છે. એમાં રાગ ને રાગનું કરવું ક્યાં છે? અહાહા.....! અનંત ગુણ-સ્વભાવોથી ભરેલા ચિત્સ્વરૂપ ભગવાન આત્મામાં એવો ગુણ-સ્વભાવ જ નથી કે જેથી તે રાગને કરે કે ભોગવે. અહા! જેમ ભોક્તાપણું એનો સ્વભાવ નથી તેમ રાગનું કર્તાપણું એનો સ્વભાવ નથી.
હવે એક બીડી સરખાઈની પીવે ત્યારે તો ભાઈસા’બના મગજને ચેન પડે એવી જેની માન્યતા છે એને આવી વાત કેમ બેસે? (ન બેસે). પણ શું થાય? અહીં તો ચોકખી વાત છે કે ભગવાન આત્મા જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવી છે. તેની એક સમયની પર્યાયની અસ્તિમાં દયા, દાન, ભક્તિ, પૂજા ઇત્યાદિનો રાગ થાય તેનો તે જાણનારો (એય વ્યવહારે) છે પણ એનો કર્તા-ભોક્તા તો નથી જ નથી.
અહા! આ ચિત્સ્વરૂપ આત્માનો સ્વભાવ જ એવો છે કે એમાં જ્યાં અંતર્દ્રષ્ટિ થઈ ત્યાં પોતાને જાણવાની જે પર્યાય થઈ તે જ્ઞાનની પર્યાય રાગને પણ જાણે; ત્યાં રાગ સંબંધીનું જે જ્ઞાન પોતાના સ્વપરપ્રકાશક સામર્થ્યથી પોતાના કારણે થયું તે જ્ઞાનનો કર્તા આત્મા છે, પણ રાગનો કર્તા તે નથી. આવી વાત! બાપુ! કર્તાપણું આત્માનો સ્વભાવ જ નથી, જેમ ભોક્તાપણું સ્વભાવ નથી. હવે કહે છે-
‘अज्ञानात् एव अयं कर्ता’ અજ્ઞાનથી જ તે કર્તા છે, तद्–अभावात् अकारकः’ અજ્ઞાનનો અભાવ થતાં અકર્તા છે.
PDF/HTML Page 3030 of 4199
single page version
આત્મા સ્વભાવથી તો અકર્તા જ છે. પણ એ સ્વભાવનું ભાન કરે ત્યારે અકર્તા છું એમ સમજાય ને? દયા, દાન આદિ રાગ ભલો છે, કર્તવ્ય છે એમ જ્યાં સુધી રાગની રુચિ છે ત્યાં સુધી અજ્ઞાન છે; અને અજ્ઞાનથી એ રાગાદિનો કર્તા છે. સ્વભાવની રુચિ વડે જ્યારે અજ્ઞાનનો અભાવ થાય ત્યારે અકર્તા છે. માટે તારી રુચિ પલટી દે ભાઈ! જો; રાગની રુચિવાળો અજ્ઞાની જીવ ગમે તેવાં દુર્દ્ધર વ્રત, તપ આદિ આચરે તોય શાસ્ત્રમાં તેને ‘કલીબ’ -નપુંસક કહ્યો છે. કેમ? કેમકે જેમ પાવૈયાને (-નપુંસકને) પ્રજા ન હોય તેમ રાગની રુચિવાળાને ધર્મને પ્રજા (-પર્યાય) ઉત્પન્ન થતી નથી. આકરી વાત બાપા! પણ આ ત્રણલોકના નાથ સર્વજ્ઞ પરમાત્માએ કહેલી સત્ય વાત છે.
અહા! એકલી પવિત્રતાનો પિંડ એવા જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવી પ્રભુ આત્માને પર્યાયમાં કર્તાપણું હોવું એ કલંક છે. માટે હે ભાઈ! રાગની રુચિ છોડીને સ્વભાવની રુચિ કર; તે વડે અજ્ઞાનનો અભાવ થતાં તે સાક્ષાત્ (-પર્યાયમાં) અકર્તા થાય છે. સમજાણું કાંઈ....?
હવે આત્માનું અકર્તાપણું દ્રષ્ટાંતપૂર્વક કહે છેઃ-
‘પ્રથમ તો જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઉપજતો થકો જીવ જ છે, અજીવ નથી;...’
જુઓ, પાઠમાં-સંસ્કૃતમાં ‘तावत्’ શબ્દ પડયો છે. ‘तावत’ એટલે પ્રથમ તો.... , અર્થાત્ મૂળમાં વાત આ છે કે.... , શું? કે ‘જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઉપજતો થકો જીવ જ છે, અજીવ નથી.’ અહા! જીવમાં પ્રત્યેક સમયે જે પર્યાય થાય છે તે ક્રમબદ્ધ છે. તેમાં ત્રિકાળ જે જે પર્યાયો થાય છે તે બધીય ક્રમબદ્ધ થાય છે. એમ કહે છે. જેમ માળામાં મણકા પોતપોતાના સ્થાનમાં રહેલા એક પછી એક હોય છે, તે મણકા આડા-અવળા ન હોય-પછીનો મણકો આગળ ન આવી જાય અને આગળનો મણકો પાછળ ન ચાલ્યો જાય-તેમ જીવમાં જે સમયે જે પર્યાયની ઉત્પત્તિનો કાળ હોય તે સમયે તે જ પર્યાય ઉત્પન્ન થાય છે. આમ જીવનની બધી પર્યાયો પોતપોતાના કાળે ક્રમબદ્ધ ઉત્પન્ન થાય છે, આડી અવળી નહિ.
હવે આમાં કેટલાકને વાંધા છે; એમ કે પર્યાય એક પછી એક ક્રમસર થાય એ તો બરાબર પણ આના પછી આ જ થાય એમ ક્રમબદ્ધ નથી એમ તેઓ કહે છે.
ભાઈ! તારી આ માન્યતા યથાર્થ નથી. દ્રવ્યમાં જે પર્યાય જે કાળે થવાયોગ્ય હોય તે જ પર્યાય તે કાળે ક્રમબદ્ધ થાય છે. જુઓને, અહીં ટીકામાં શું કહે છે?
PDF/HTML Page 3031 of 4199
single page version
‘जीवो हि तावत्क्रमनियमितात्मपरिणामैरुत्पद्यमानो जीव एव, ना जीवः.....’ ‘ક્રમ નિયમિત’ શબ્દ છે. એટલે કે ક્રમ તો ખરો અને ક્રમથી નિયમિત-નિશ્ચિત, અર્થાત્ દ્રવ્યમાં આ સમયે થવાયોગ્ય આ જ પર્યાય થશે એમ નિશ્ચિત છે.
ભાઈ! તું ભગવાન સર્વજ્ઞદેવને માને છે કે નહિ? અહાહા....! ત્રણકાળ-ત્રણલોકને એક સમયમાં યુગપત્ પ્રત્યક્ષ જાણનાર ભગવાન સર્વજ્ઞદેવને જો તું માને છે તો (બધી) પર્યાયો દ્રવ્યમાં (પ્રત્યેક દ્રવ્યમાં) ક્રમબદ્ધ થાય છે એમ સિદ્ધ થઈ જાય છે. ભગવાન સર્વજ્ઞદેવ દ્રવ્યની ત્રણે કાળની પર્યાયોને યુગપત્ જાણે છે એનો અર્થ જ એ થયો કે દ્રવ્યની ત્રણે કાળની પર્યાયોનો ક્રમ નિશ્ચિત છે. અહા! દ્રવ્યમાં જે સમયે જે પર્યાય થવાની હોય તે સમયે તે જ પર્યાય થાય; એમ સમસ્ત પર્યાયો પોતપોતાના સમયે ક્રમબદ્ધ ઉત્પન્ન થાય છે. સમજાણું કાંઈ...?
હા, પણ આવું બધું ક્રમબદ્ધ માને તો ધર્મ કરવા માટે પુરુષાર્થ કરવાનું ક્યાં રહ્યું? લ્યો, આવો કેટલાકનો પ્રશ્ન છે. એમ કે ક્રમબદ્ધમાં ધર્મ થવાનો હશે તે દિ’ થશે.
સમાધાનઃ– ભાઈ! એમ આ વાત નથી. બાપુ! તું એકવાર સાંભળ. ક્રમબદ્ધનો નિર્ણય કરનારની દ્રષ્ટિ ત્રિકાળી શુદ્ધ એક નિજ જ્ઞાયકભાવમાત્રવસ્તુ આત્મા પર હોય છે. ભાઈ! જ્ઞાયકસ્વભાવ પર દ્રષ્ટિ જાય ત્યારે જ ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય થાય છે-એવી આ વાત છે. ક્રમબદ્ધનો નિર્ણય પર્યાયના આશ્રયે થતો નથી પણ ક્રમબદ્ધનો નિર્ણય ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયક તત્ત્વના આશ્રયે થાય છે. આ પ્રમાણે ક્રમબદ્ધનો નિર્ણય કરનારને જ્ઞાયકસ્વભાવી આત્માના આશ્રયનો પુરુષાર્થ થતો હોય છે અને એનું જ નામ ધર્મ છે. સમજાણું કાંઈ....? અહા! ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય કરનારને તો કર્તાબુદ્ધિ ઉડી જાય છે ને સ્વભાવ પ્રતિ સમ્યક્ પુરુષાર્થ જાગ્રત થાય છે. આવી આ વાત છે.
જુઓ, અહીં પહેલાં જીવની પર્યાયોની વાત કરી છે. જીવ જાણનાર જ્ઞાયક તત્ત્વ છે ને? પોતાની જે પર્યાયો ક્રમબદ્ધ થાય તેનો જાણનારો છે ને? માટે જીવની વાત પ્રથમ કરીને પછી અજીવની વાત કરી છે. અજીવમાં-જડમાં પણ પર્યાયો તો બધી ક્રમબદ્ધ થાય છે, પણ જડને કાંઈ નથી અર્થાત્ જડ કાંઈ જાણતું નથી, જીવ એનો જાણનારો છે. અહા! જીવને પોતાનું જ્ઞાન (-આત્મજ્ઞાન) થાય ત્યારે તે જાણે છે કે પોતામાં જે ક્રમબદ્ધ પર્યાયો થાય છે તેનો હું જાણનાર છું અને જડમાં-અજીવમાં જે ક્રમબદ્ધ પર્યાયો થાય છે તેનોય હું જાણનાર છું. (કર્તા છું એમ નહિ). અહા! ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયકસ્વભાવની જેને અંતર્દ્રષ્ટિ થઈ છે તે જીવને પર્યાયમાં રાગાદિ ભાવ જે ક્રમબદ્ધ થાય છે તેનો તે કર્તા થતો નથી પણ માત્ર તેનો જ્ઞાતા-
PDF/HTML Page 3032 of 4199
single page version
સાક્ષી રહે છે. અહો! ધર્મી પુરુષની આવી કોઈ અલૌકિક અંતરદશા હોય છે.
પરંતુ અજ્ઞાની જીવ, પોતાને નિજ જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવમાત્ર આત્માનું ભાન નહિ હોવાથી જે જે રાગાદિ પર્યાયો ક્રમબદ્ધ પ્રગટ થાય છે તેનો તે કર્તા થાય છે અને તેથી તે દીર્ઘ સંસારમાં રખડી મરે છે.
શું કહીએ? ભાઈ! તારો અનંત અનંત કાળ ચતુર્ગતિ પરિભ્રમણમાં ગયો છે. અરે! ચોરાસી લાખ યોનિમાં પ્રત્યેક યોનિમાં ભગવાન! તું અનંતવાર ઉપજ્યો! પણ અરે! એણે કદી પોતાનો વિચારેય કર્યો નથી. અરેરે! ક્યાં ક્યાં એણે અવતાર કર્યા? નિજ સ્વરૂપના ભાન વિના નરકમાં, ઢોરમાં, કીડા-કાગડા-કંથવામાં અને પૃથ્વી પાણી ને વનસ્પતિ આ એકેન્દ્રિયમાં અરેરે! એણે અનંત અનંત વાર અવતાર કર્યા છે. અરે! એણે જે પારાવાર કષ્ટ-દુઃખ સહ્યાં તેને કેમ કરીને કહીએ? ભાઈ! અહીં આચાર્યદેવ તારાં દુઃખ દૂર કરવાનો ઉપાય બતાવે છે. કહે છે-
‘પ્રથમ તો જીવ ક્રમબદ્ધ પોતાના પરિણામોથી ઉપજતો થકો જીવ જ છે, અજીવ નથી.’ આ મૂળ મુદની વાત છે. શું? કે ભગવાન આત્મા અનંતગુણનું વાસ્તુ પ્રભુ વસ્તુપણે તો પર્યાયથી ભિન્ન છે. છતાં તેનું પર્યાયમાં જે પરિણમન-બદલવું થાય છે એમાં બદલતી જે અવસ્થાઓ સમયે સમયે પ્રગટ થાય છે તે, કહે છે, ક્રમબદ્ધ થાય છે; આઘી- પાછી કે આડી-અવળી નહિ. જેમ મોતીની માળામાં પોતપોતાના સ્થાનોમાં પ્રકાશતાં મોતી જો આઘાં-પાછાં થાય તો માળા તૂટી જાય. તેમ દ્રવ્યમાં પોતપોતાના અવસરોમાં પ્રગટ થતી પર્યાયોમાં જો ક્રમભંગ થાય તો દ્રવ્ય જ ના રહે. એટલે કે પોતપોતાના અવસરોમાં પ્રગટ થતી પર્યાયો આઘી-પાછી કે વહેલી-મોડી થવાનું જો કોઈ માને તો તેની એ માન્યતા વિપરીત છે, મિથ્યાશ્રદ્ધાન છે. વાસ્તવમાં દ્રવ્યમાં જે પર્યાય જે સમયે થવાની હોય તે સમયે જ તે પર્યાય પ્રગટ થાય છે; વર્તમાન થવાની હોય તે વર્તમાન થાય છે ને ભવિષ્યમાં થવાની હોય તે ભવિષ્યમાં એના કાળે થાય છે. આવી ઝીણી વાત છે ભાઈ!
જુઓ, એક વખતે એક છોકરાએ બીજા છોકરાને વાતવાતમાં ગુસ્સે થઈને ગાલ ઉપર જોશથી થપ્પડ લગાવી દીધી. પછી કોઈ સમજુ માણસે એને ઠપકો આપ્યો તો તે કહે-“એ તો જે સમયે જે થવાનું હતું તે થયું છે. મેં એમાં શું કર્યું છે? એક દ્રવ્ય બીજા દ્રવ્યનું શું કરી શકે છે? ” લ્યો, આવું એણે કહ્યું.
પણ ભાઈ! એની એ વાત બરાબર નથી. જડમાં-શરીરમાં જે ક્રિયા તે સમયે થવાની હતી તે થઈ તથા તે જડની ક્રિયા છે એ તો યથાર્થ છે. પરંતુ ક્રમબદ્ધ જે હિંસાનો-મારવાનો ભાવ થયો તે કોણે કર્યો? તે ભાવનો અજ્ઞાની જીવ અવશ્ય
PDF/HTML Page 3033 of 4199
single page version
કર્તા છે. કોઈ કર્તા થઈને પરિણમે અને જે સમયે જે રાગ થવાનો હતો તે થયો એમ ક્રમબદ્ધનું નામ લે તો એ તો સ્વચ્છંદી મિથ્યાદ્રષ્ટિ છે; એને ક્રમબદ્ધનું સાચું શ્રદ્ધાન જ નથી. બાપુ! આ કાંઈ સ્વચ્છંદ પોષવા માટે વાત નથી પણ સ્વભાવના આશ્રયે સાચો નિર્ણય કરી સ્વચ્છંદ મટાડવાની આ વાત છે.
ભાઈ! ભગવાનની વાણીનો, ચારે અનુયોગનો સાર એકમાત્ર વીતરાગતા છે. પંચાસ્તિકાય ગાથા ૧૭૨ની ટીકામાં કહ્યું છે કે-“વિસ્તારથી બસ થાઓ. જયવંત વર્તો વીતરાગપણું કે જે સાક્ષાત્ મોક્ષમાર્ગનો સાર હોવાથી શાસ્ત્રતાત્પર્યભૂત છે.” અહા! આ વીતરાગતા કેમ પ્રગટે? કે જીવને જ્યારે પર્યાયબુદ્ધિ મટીને દ્રવ્યદ્રષ્ટિ થાય ત્યારે વીતરાગતા પ્રગટે છે. અહાહા...! ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયકની દ્રષ્ટિ થાય એ એક જ વીતરાગતા પ્રગટ થવાનું કારણ-સાધન છે.
ત્યારે કોઈ વળી ક્રમબદ્ધની ઓથ લઈને કહે છે-વીતરાગતાની પર્યાય જે કાળે થવાની હશે તે કાળે તે ઉત્પન્ન થશે. (એમ કે એમાં દ્રવ્યદ્રષ્ટિનું શું પ્રયોજન છે?)
હા, વીતરાગતાની પર્યાય તો જે કાળે થવાની હશે તે કાળે તે ઉત્પન્ન થશે; એ તો એમ જ છે, પણ એવો નિર્ણય કોની સન્મુખ થઈને કર્યો? અહા! ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયકસ્વરૂપની સન્મુખ થઈને હું આ એક ચિન્માત્ર-જ્ઞાનમાત્ર જ્ઞાતાદ્રષ્ટા-સ્વભાવી વસ્તુ આત્મા છું એમ જેણે નિર્ણય કર્યો તેને જે કાળે જે પર્યાય થવાની હશે તે થશે એમ યથાર્થ નિર્ણય હોય છે; અને તેને જ ક્રમબદ્ધ વીતરાગતા થાય છે. બાકી રાગની રુચિ છોડે નહિ અને વીતરાગતા જે કાળે થવાની હશે ત્યારે થશે એમ કહે એ તો મિથ્યાદ્રષ્ટિ છે. એને તો ક્રમબદ્ધ રાગનું જ અજ્ઞાનમય પરિણમન થયા કરે છે. આમાં સમજાણું કાંઈ...! એમ કે કઈ પદ્ધતિએ કહેવાય છે એની કાંઈ ગંધ આવે છે કે નહિ? અહા! પૂરું સમજાઈ જાય એનું તો તત્કાળ કલ્યાણ થઈ જાય એવી વાત છે.
જુઓ, દ્રવ્ય-પર્યાયસ્વરૂપ વસ્તુ આખી આત્મા છે. તેમાં જ્ઞાન, દર્શન, આનંદ આદિ અનંત ગુણથી રચાયેલું જે ત્રિકાળી ધ્રુવ દ્રવ્યમાન છે તે દ્રવ્ય છે અને પ્રતિસમય ઉત્પાદ- વ્યયરૂપ પલટતી જે અવસ્થા છે તે પર્યાય છે. તેમાં ગુણો છે તે અક્રમ અર્થાત્ એકસાથે રહેનારા સહવર્તી છે અને પર્યાયો ક્રમવર્તી છે. તે પર્યાયો એક પછી એક થતી ક્રમબદ્ધ થાય છે એમ વાત છે. મતલબ કે જીવમાં જે પર્યાય જે સમયે થવાની હોય તે તેના સ્વ- અવસરે જ પ્રગટ થાય છે. શું કીધું? વર્તમાન-વર્તમાન જે પર્યાય પ્રગટ થાય તે તેની ઉત્પત્તિનો કાળ છે, જન્મક્ષણ છે. પ્રત્યેક સમયે પ્રગટ થતી પર્યાય તે તેની જન્મક્ષણ છે. સૂક્ષ્મ વાત છે; પણ આ સર્વજ્ઞ પરમાત્માના પેટની વાતુ છે પ્રભુ! આમાં બે મુદ રહેલા છે.
PDF/HTML Page 3034 of 4199
single page version
૧. જીવની જે સમયે જે પર્યાય થવાથી હોય તે સમયે તે જ થાય એ તેની કાળલબ્ધિ છે. અને
૨. જે પર્યાય થાય તે બાહ્ય નિમિત્તથી, તેના દ્રવ્ય-ગુણથી અને તેની પૂર્વ પર્યાયના વ્યયથી પણ નિરપેક્ષ છે; અર્થાત્ તે પર્યાયને બાહ્ય નિમિત્તનીય અપેક્ષા નથી, એના દ્રવ્ય-ગુણનીય એને અપેક્ષા નથી અને પૂર્વ પર્યાયના વ્યયનીય એને અપેક્ષા નથી. અહા! જીવની એક સમયની પર્યાય જે વિકારરૂપે પરિણમે તે પોતાના ષટ્કારકથી પોતે સ્વતંત્રપણે પરિણમે છે. આ વાત પંચાસ્તિકાયની ગાથા ૬૨ માં આવી છે.
જીવદ્રવ્યની જે પર્યાય થાય તે જીવ જ છે; અર્થાત્ તેનો કર્તા જીવ જ છે અન્ય દ્રવ્ય નથી, જડ કર્મ નથી. જડ કર્મની પર્યાય જડ કર્મના કારણે ક્રમબદ્ધ થાય છે અને જીવની પર્યાય જીવના કારણે ક્રમબદ્ધ થાય છે. દ્રવ્ય પોતે જ પોતાની પર્યાયને કરે છે, પણ ભિન્ન પદાર્થ તે પર્યાયને કરે એમ ત્રણકાળમાં નથી. ચાહે જીવની વિકારી પર્યાય હો કે સમકિત આદિ નિર્મળ નિર્વિકારી પર્યાય હો, તે પર્યાય તેના ક્રમમાં થવાની હોય તે જ થાય છે અને એમાં તેને કર્મ વગેરે કોઈ પરકારકોની અપેક્ષા નથી. આવી વાત છે.
અહો! સંતો આડતિયા થઈને ભગવાન કેવળીના ઘરનો માલ જગતને આપે છે. કહે છે-જો તો ખરો પ્રભુ! કેવો આશ્ચર્યકારી માલ છે! અહા! સર્વજ્ઞદેવે જીવની જે પર્યાય જે સમયે થવાની જોઈ છે તે સમયે તે જ પર્યાય થાય છે, અને તે થાય છે તેમાં કોઈ અન્યદ્રવ્યની અપેક્ષા નથી; અરે! તે પૂર્વ પર્યાયના વ્યયના કારણે થાય છે એમ પણ નથી.
જુઓ, ભગવાન કેવળી સર્વજ્ઞદેવના નામથી પર્યાયને ક્રમબદ્ધ સિદ્ધ કરવી એ તો પરથી સિદ્ધ કરવાની વાત છે. અને પૂર્વ પર્યાયના વ્યયપૂર્વક વર્તમાન પર્યાય થઈ એમ કહેવું એ પણ પરથી પર્યાયને સિદ્ધ કરવાની વાત છે. (કેમકે પૂર્વ પર્યાય વર્તમાન પર્યાયનું પર છે). વાસ્તવમાં તો જે સમયે જે પર્યાય-વિકારી કે નિર્વિકારી પ્રગટ થાય છે તે તે કાળે પોતાના કર્તા, કર્મ, કરણ આદિ ષટ્કારકથી સ્વતંત્રપણે પ્રગટ થાય છે. અહો! આ અલૌકિક સિદ્ધાંત છે કે જીવ પોતાની ક્રમબદ્ધ એકેક પર્યાયના ષટ્કારકથી પોતાની તે તે પર્યાયપણે ઉપજતો થકો જીવ જ છે, અજીવ નથી. બાપુ! તેં બહાર લૌકિકમાં ઘણું-બધું સાંભળ્યું હોય એનાથી આ તદ્ન જુદી વાત છે.
જુઓ, પાંચ વાત અહીંથી મુખ્ય બહાર આવી છે. ૧. નિમિત્ત, ૨. ઉપાદાન, ૩. નિશ્ચય, ૪. વ્યવહાર, અને પ. આ ક્રમબદ્ધ.
નિમિત્ત છે તે પરવસ્તુ છે, તે ઉપાદાનમાં કાંઈ કરે નહિ. નિમિત્ત છે ખરું, એના
PDF/HTML Page 3035 of 4199
single page version
અસ્તિપણાનો નિષેધ નથી, પણ તે ઉપાદાનની પર્યાયનું કાંઈપણ કરે નહિ.
તેમ વ્યવહાર છે તે નિશ્ચયનું કાંઈ કરે નહિ. કેમકે વ્યવહાર છે તે પણ નિમિત્ત છે. વ્યવહાર છે ખરો, પણ વ્યવહાર નિશ્ચયનું કાંઈ કરે નહિ.
પાંચમો આ ક્રમબદ્ધનો વિષય; પ્રત્યેક દ્રવ્યની સર્વ પર્યાયો તેના થવાના કાળે સ્વતંત્રપણે પોતાથી જ ક્રમબદ્ધ થાય છે. તેમાં કાંઈ આઘું-પાછું કદીય થાય નહિ.
હવે એક છઠ્ઠી વાતઃ બહાર એમ વાત આવી છે કે-પર્યાય અશુદ્ધ હોય તો દ્રવ્ય પણ અશુદ્ધ થઈ જાય.
પરંતુ આ માન્યતા યથાર્થ નથી. વસ્તુ જે દ્રવ્ય છે એ તો અનાદિ અનંત એકરૂપ પવિત્રતાનો પિંડ છે. વિકારી-નિર્વિકારી સર્વ પર્યાયોના કાળે દ્રવ્ય તો શાશ્વત એકરૂપ શુદ્ધ છે. અરે! તીવ્ર મિથ્યાત્વના કાળે પણ દ્રવ્ય-વસ્તુ તો જેવી છે તેવી શુદ્ધ જ છે.
પ્રશ્નઃ– તો શુદ્ધ-અશુદ્ધ દ્રવ્ય એમ કહે છે ને?
સમાધાનઃ– હા, પણ એ તો પર્યાય-અપેક્ષાએ વાત છે. શુદ્ધતા ને અશુદ્ધતા એ તો પર્યાયની વાત છે ભાઈ! વસ્તુ-દ્રવ્ય તો ત્રિકાળ એકરૂપ શુદ્ધ જ છે. અરે! પોતે કોણ છે? કેવો છે? કેવડો છે? એની પોતાને કાંઈ ખબર ન મળે અને બધી પરની માંડી છે. કહેવત છે ને કે- ‘ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને પાડોશીને આટો’ -એમ આ પણ પોતાની ખબર કરે નહિ અને બહારમાં ડહાપણ ડહોળે-જાણે દેવનો દીકરો; પણ ભાઈ! સ્વને જાણ્યા વિના એ બધું તારું ડહાપણ તો નરી મૂઢતા છે, પાગલપણું છે-બાપુ!
ભાઈ! તું સાંભળ તો ખરો કે અહીં આ શું કહે છે! અહાહા....! કહે છે-પ્રથમ તો જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઉપજતો થકો જીવ જ છે, અજીવ નથી. જુઓ, ત્રિકાળી શુદ્ધ જીવ-વસ્તુ છે એ તો ધ્રુવ અપરિણામી છે; તેમાં બદલવું (ક્રિયા) નથી. પણ વર્તમાન પર્યાય છે તે એની બદલતી દશા છે. અહીં કહે છે-તે વર્તમાન-વર્તમાન બદલતી દશા છે તે ક્રમબદ્ધ છે. મૂળ પાઠમાં ‘ક્રમનિયમિત’ શબ્દ છે, તેનો અહીં ‘ક્રમબદ્ધ’ અર્થ કર્યો છે. મતલબ કે જીવની અનાદિ અનંત ત્રણકાળની જે પર્યાયો છે તે પ્રત્યેક પોતાના સ્વકાળે ક્રમનિયમિત-ક્રમબદ્ધ પ્રગટ થાય છે. વળી જીવની તે પ્રત્યેક બદલતી-ઉપજતી દશા-પર્યાય જીવ જ છે, અજીવ નથી. એટલે શું? કે તે તે ઉપજતા પરિણામોમાં જીવ જ તન્મય છે, પણ એમાં
PDF/HTML Page 3036 of 4199
single page version
અજીવ તન્મય છે એમ નથી. અહા! તે તે પરિણામ અજીવના છે વા તે અજીવથી નીપજ્યા છે એમ નથી. જીવના પરિણામ જીવ જ છે એમ અહીં વાત છે.
પ્રશ્નઃ– હા, પણ એક બાજુ આપ કહો છો કે જીવ પર્યાયને કરે નહિ અને વળી અહીં કહો છો-જીવના પરિણામ જીવ જ છે-આ કેવી રીતે છે?
સમાધાનઃ– હા; સમયસાર ગાથા ૩૨૦ માં એમ આવે છે કે પર્યાયનો કર્તા જીવ નથી. પર્યાય પોતાના કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ એવા ષટ્કારકના પરિણમનથી સ્વયં સ્વતઃ સહજપણે સ્વકાળે ઉપજે છે. ત્યાં દ્રવ્યથી પર્યાયને ભિન્ન બતાવી દ્રવ્યદ્રષ્ટિ કરાવવાનું પ્રયોજન છે. ત્રિકાળી દ્રવ્યસ્વભાવ સિદ્ધ કરવો છે ને! તો કહ્યું કે દ્રવ્ય પર્યાયનું કર્તા નથી, દ્રવ્ય પર્યાયનું દાતા નથી; આવો અક્રિય એકરૂપ દ્રવ્યસ્વભાવ છે.
જ્યારે અહીં પરદ્રવ્ય પર્યાયનું કર્તા નથી, દાતા નથી એમ સિદ્ધ કરવું છે. તો દ્રવ્ય-પર્યાયને અભેદ કરીને વાત કરી છે કે જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઉપજતો થકો જીવ જ છે, અજીવ નથી. અહાહા....! જે કાળે ક્રમબદ્ધ જે પર્યાય થઈ તે જીવ છે એમ અહીં કેમ કહ્યું? કેમકે તે પર્યાયમાં તે કાળે જીવ તન્મય છે, પણ અજીવ તન્મય નથી. તે પર્યાય પરથી કે અજીવથી થઈ છે એમ નથી. ભાઈ! આ વિકારના પરિણામ જે થાય છે તે કર્મથી થાય છે એમ નથી; તથા સમ્યગ્દર્શનની પર્યાય થઈ તે દર્શનમોહનો અભાવ થયો માટે થઈ છે એમ નથી. તે કાળે જીવની તે તે પર્યાય જીવસ્વરૂપ છે. લ્યો, આવી વસ્તુસ્થિતિ છે. ભાઈ! જ્યાં જે અપેક્ષાથી વાત હોય તેને તે રીતે યથાર્થ સમજવી જોઈએ.
અત્યારે તો આ વિષયમાં કેટલાકે ગડબડ ઊભી કરી છે. તેઓ કહે છે-જો ક્રમબદ્ધ માનો તો બધું નિયત થઈ જાય છે અને તો આત્માને કાંઈ પુરુષાર્થ કરવાનો રહેતો નથી.
ભાઈ! વસ્તુ-વ્યવસ્થા તો નિયત અને સ્વાધીન જ છે. એમાં ફેરફાર કરવાની તું ચેષ્ટા કરે એને તું શું પુરુષાર્થ કહે છે? બાપુ! એ પુરુષાર્થ નથી પણ તારા મિથ્યા (- વાંઝણા) વિકલ્પ છે. વાસ્તવમાં તો દ્રવ્યની પર્યાય તેના કાળે, પરના કર્તાપણા વિના સ્વતંત્ર-સ્વાધીનપણે પોતાથી ક્રમબદ્ધ ઉત્પન્ન થાય છે એમ જેણે યથાર્થ માન્યું તે પુરુષાર્થી છે, કેમકે એમ માનનાર પરથી હઠીને સ્વાભિમુખ થાય છે અને સ્વાભિમુખ થવું ને રહેવું એ જ સમ્યક્ પુરુષાર્થ છે.
તો બે કારણથી કાર્ય થાય છે એમ તત્ત્વાર્થરાજવાર્તિક આદિ સિદ્ધાંત-ગ્રંથોમાં આવે છે ને?
PDF/HTML Page 3037 of 4199
single page version
ભાઈ! એ તો વાસ્તવિક કારણ જે નિશ્ચય ઉપાદાન તેના સહચરપણે બાહ્ય નિમિત્ત શું હોય છે તેનું જ્ઞાન કરાવવાની ત્યાં વાત છે. બાકી નિમિત્ત કાંઈ વાસ્તવિક કારણ છે એમ નથી. વાસ્તવમાં જે સમયે જે પર્યાય થાય તે પર્યાય તે સમયનું સત્ છે. તે કોઈથી આઘું-પાછું ન થાય. ભાઈ! તે પર્યાય પરના કારણે તો થતી નથી પણ તેને પૂર્વ પર્યાયનીય અપેક્ષા નથી. સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષામાં આવે છે ને? કે પૂર્વપર્યાયયુક્ત દ્રવ્ય તે કારણ અને ઉત્તરપર્યાયયુક્ત દ્રવ્ય તે કાર્ય-એય વ્યવહારની વાત છે. ભાઈ! સામાન્ય જે વસ્તુ છે તે, તે સમયના પર્યાયરૂપ વિશેષમાં ઉપજે છે અને તે પર્યાય-વિશેષ તે સમયનું સત્ છે. લ્યો, આવી વાત! સમજાણું કાંઈ...?
તો આ પૈસા દાનમાં દેવા, મંદિરો બનાવવાં, આરસની મૂર્તિ સ્થાપવી-આ બધું શું છે? એમ કે આ બધું કોણ કરે?
ભાઈ! તે તે અવસ્થાની વ્યવસ્થા કરનાર તે તે દ્રવ્ય-પરમાણુ છે; જીવ તેને કરતો નથી, કરાવતોય નથી. અહા! બીજા દ્રવ્યના કર્યા વિના જ, તે તે અવસ્થાની વ્યવસ્થા સ્વતંત્રપણે તેનાથી તેના કાળે થાય છે. અહો! ભગવાન વીતરાગદેવે કહેલું તત્ત્વ આવું સૂક્ષ્મ ગંભીર છે! પરને લઈને ઉત્પાદ થાય એમ તો નહિ પણ વ્યયને લઈને ઉત્પાદ થાય એમેય નહિ. ઉત્પાદથી ઉત્પાદ છે. ઉત્પાદપણે ઉત્પાદનો તે સમયે ત્યાં કાળ છે અને દ્રવ્ય ત્યાં ઉપજે છે. આવી વાત છે!
પં. દેવકીનંદન સાથે આ ક્રમનિયમિતની વાત થયેલી ત્યારે તેઓ બોલ્યા-“ઓહો! આ તો અપૂર્વ વાત છે. ભાઈ! આ તો પરમેશ્વર ત્રિલોકનાથ જિનેશ્વરદેવની વાણી- આગમ! આગમ તો આંખ-ચક્ષુ છે. મુનિરાજને આગમચક્ષુ કહેલ છે ને? અહા! એવા આગમમાં કહ્યું છે કે-ભગવાન! તું જ્ઞાનસ્વરૂપ છો. અને તારી જે જે પર્યાયો-વિકારી કે નિર્વિકારી-થાય છે તે તે સર્વ પર્યાયો ક્રમસર પોતપોતાના કાળે થાય છે.
કળશટીકામાં ચોથા કળશની ટીકામાં આવે છે કે-“સમ્યક્ત્વ-વસ્તુ યત્નસાધ્ય નથી, સહજરૂપ છે.” ત્યાં વિશેષ આમ કહ્યું છે કે-“તે જીવ સંસારમાં ભમતાં ભમતાં જ્યારે અર્ધપુદ્ગલપરાવર્તનમાત્ર રહે છે ત્યારે જ સમ્યક્ત્વ ઉપજવાને યોગ્ય છે. આનું નામ કાળલબ્ધિ કહેવાય છે. યદ્યપિ સમ્યક્ત્વરૂપ જીવદ્રવ્ય પરિણમે છે તથાપિ કાળલબ્ધિ વિના કરોડ ઉપાય કરવામાં આવે તોપણ જીવ સમ્યક્ત્વરૂપ પરિણમનને યોગ્ય નથી એવો નિયમ છે. આથી જાણવું કે સમ્યક્ત્વ-વસ્તુ યત્નસાધ્ય નથી, સહજરૂપ છે.”
ત્યાં આ પહેલાં ઉપર આમ કહ્યું છે કે-“ભવ્યજીવોમાં કેટલાક જીવો મોક્ષ
PDF/HTML Page 3038 of 4199
single page version
જવાને યોગ્ય છે. તેમને મોક્ષ પહોંચવાનું કાળ પરિમાણ છે. વિવરણ-આ જીવ આટલો કાળ જતાં મોક્ષ જશે એવી નોંધ કેવળજ્ઞાનમાં છે.”
જુઓ, આ જીવ આટલો કાળ વીતતાં મોક્ષ જશે એવી નોંધ કેવળજ્ઞાનમાં છે. એટલે શું? કે આ જીવને આ કાળે સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, સમ્યક્ચારિત્ર અને કેવળજ્ઞાન થશે-એમ એની બધી પર્યાયો કેવળજ્ઞાનમાં પ્રત્યક્ષ જાણવામાં આવે છે. અહા! જે સમયે જે દ્રવ્યની જે પર્યાયો જે પ્રકારે થવા યોગ્ય છે તે તે બધી પર્યાયો એકી સાથે કેવળજ્ઞાનમાં પ્રત્યક્ષ થાય છે. અહો! કેવળજ્ઞાનનું આવું કોઈ અદ્ભૂત દિવ્ય સામર્થ્ય હોય છે.
કેવળજ્ઞાનમાં નોંધ છે એમ કહ્યું એટલે કે કેવળજ્ઞાનની એક સમયની પર્યાયમાં ત્રણકાળના સમસ્ત દ્રવ્ય-ગુણ-પર્યાય એક સાથે પ્રત્યક્ષ થાય છે. અહાહા...! વસ્તુની ભૂત, વર્તમાન અને ભવિષ્યની જે રીતે જે પર્યાયો થઈ, થાય છે અને થશે તે સમસ્ત પર્યાયોને કેવળજ્ઞાન વર્તમાન પ્રત્યક્ષ જાણે છે. ભવિષ્યની પર્યાય થઈ નથી માટે ભવિષ્યની પર્યાય થશે ત્યારે જાણશે એમ કોઈ માને તો તે બરાબર નથી. અરે ભગવાન! સાંભળ તો ખરો. ક્ષાયિક જ્ઞાન કોને ન જાણે? તેને શું અપેક્ષા છે? (કાંઈ નહિ). પ્રવચનસાર ગાથા ૪૭ ની ટીકામાં આચાર્યદેવ કહે છે-“અતિ વિસ્તારથી બસ થાઓ; અનિવારિત જેનો ફેલાવ છે એવા પ્રકાશવાળું હોવાથી ક્ષાયિક જ્ઞાન અવશ્યમેવ સર્વદા, સર્વત્ર, સર્વથા, સર્વને જાણે છે.” ભાઈ! ભવિષ્યની જે પર્યાયો જે સમયે જે પ્રકારે થશે તે સર્વને કેવળજ્ઞાન વર્તમાન પ્રત્યક્ષ જાણે છે. બાપુ! તને કેવળજ્ઞાન બેસવું કઠણ પડે છે તો ક્રમબદ્ધ પણ બેસવું કઠણ છે.
‘સમ્યક્ત્વ-વસ્તુ યત્નસાધ્ય નથી, સહજરૂપ છે’ -એમ કળશટીકામાં કહ્યું એ તો પુરુષાર્થને ગૌણ ગણીને કાળલબ્ધિની મુખ્યતાથી વાત કરી છે. બાકી સમ્યગ્દર્શન થાય ત્યાં તો પાંચેય સમવાય કારણો એકસાથે હોય છે; કાળલબ્ધિ હોય છે ને પુરુષાર્થેય ભેગો હોય છે.
પહેલાં સંપ્રદાયમાં અમારે આ વિષયની ચર્ચા ચાલેલી; તેઓ કહે-ભગવાને દીઠું હોય ત્યારે (સમકિત આદિ) થાય, આપણા પુરુષાર્થથી કાંઈ ન થાય. આપણે પુરુષાર્થ શું કરીએ?
ત્યારે કહ્યું-અરે ભાઈ! આ તમે શું કહો છો? ભગવાને દીઠું હોય ત્યારે થાય એ વાત તો એમ જ છે, યથાર્થ જ છે. પણ ભગવાનનું કેવળજ્ઞાન કે જે એક સમયમાં ત્રણકાળ ત્રણલોકને પ્રત્યક્ષ જાણે છે તેની સત્તાનો-હયાતીનો અંદર તને સ્વીકાર છે? જો નથી તો ‘ભગવાને દીઠું ત્યારે થાય’ -એમ તું ક્યાંથી લાવ્યો! અને જો છે તો એનો સ્વીકાર તેં કોની સન્મુખ થઈને કર્યો છે? જો કેવળજ્ઞાન-
PDF/HTML Page 3039 of 4199
single page version
સ્વભાવી શુદ્ધ એક ચિન્મૂર્તિ નિજ આત્મદ્રવ્યની સન્મુખ થઈ એનો સ્વીકાર કર્યો છે તો તે યથાર્થ છે અને એ જ પુરુષાર્થ છે. અહા! જે જીવ પોતાના જ્ઞાનસ્વભાવનો અંતર્મુખ થઈ નિર્ણય કરે છે તેને ‘આપણે પુરુષાર્થ શું કરીએ? ’ એમ સંદેહ રહેતો નથી, કેમકે એને તો પુરુષાર્થની ધારા ક્રમબદ્ધ શરૂ જ થઈ ગઈ છે. સમજાણું કાંઈ....?
અહાહા...! કેવળજ્ઞાનની એક સમયની પર્યાયની તાકાત કેટલી? જેમાં ત્રણકાળના અનંત કેવળી, અનંતા સિદ્ધો અને અનંતા નિગોદ પર્યંતના સંસારી જીવો વર્તમાનમાં પ્રત્યક્ષ જણાય. અહા! એ કેવળજ્ઞાનની કોઈ અદ્ભૂત તાકાત છે. અહા! આવા કેવળજ્ઞાનની સત્તા જગતમાં છે તેનો સ્વીકાર પર્યાયના કે પરના અવલંબને થતો નથી, પણ પોતાના ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાનસ્વભાવના જ અવલંબને તેનો સ્વીકાર થાય છે. અહા! જેની દ્રષ્ટિ પર્યાય પરથી ખસીને શુદ્ધ એક જ્ઞાનસ્વભાવના અવલંબનમાં ગઈ તેને સર્વજ્ઞની સત્તાનો સ્વીકાર થઈ ગયો, તેને જ્ઞાનસ્વભાવના પુરુષાર્થનો ક્રમ પણ શરૂ થઈ ગયો, અને કાળલબ્ધિ આદિ પાંચે સમવાય થઈ ગયાં. ભાઈ! સર્વજ્ઞની સત્તાનો અને ક્રમબદ્ધપર્યાયનો યથાર્થ નિર્ણય પોતાના જ્ઞાનસ્વભાવના લક્ષે-આશ્રયે જ થાય છે અને એનું નામ ધર્મ છે. આવી વાત છે.
અહીં કહે છે-જીવ ક્રમનિયમિત એવા પોતાના પરિણામોથી ઉપજતો થકો જીવ જ છે, અજીવ નથી. અહા! પોતાના ક્રમબદ્ધ નીપજતા પરિણામને, કહે છે, પરની કોઈ અપેક્ષા નથી; પરની અપેક્ષા વિના જ ક્રમબદ્ધ પોતાના પરિણામ પ્રતિ-સમય નીપજે છે.
ત્યારે કોઈ વળી કહે છે-તમે એક નિશ્ચયની વાત કરો છો, પણ બે કારણોથી કાર્ય થાય છે એમ શાસ્ત્રોમાં આવે છે.
હા, આવે છે. પણ એ તો ભાઈ! ત્યાં સાથે નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે વાત કરી છે, જેમ મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારે છે તેમ. મોક્ષમાર્ગપ્રકાશકમાં આચાર્યકલ્પ પં. શ્રી ટોડરમલજી કહે છે-“હવે મોક્ષમાર્ગ તો બે નથી પણ મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે. જ્યાં સાચા મોક્ષમાર્ગને મોક્ષમાર્ગ નિરૂપણ કર્યો છે તે નિશ્ચયમોક્ષમાર્ગ છે તથા જ્યાં જે મોક્ષમાર્ગ તો નથી પરંતુ મોક્ષમાર્ગનું નિમિત્ત છે વા સહચારી છે તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહીએ તે વ્યવહારમોક્ષમાર્ગ છે, કારણ કે નિશ્ચય-વ્યવહારનું સર્વત્ર એવું જ લક્ષણ છે. અર્થાત્ સાચું નિરૂપણ તે નિશ્ચય તથા ઉપચાર નિરૂપણ તે વ્યવહાર. માટે નિરૂપણની અપેક્ષાએ બે પ્રકારે મોક્ષમાર્ગ જાણવો. પણ એક નિશ્ચયમોક્ષમાર્ગ છે અને એક વ્યવહારમોક્ષમાર્ગ છે એમ બે મોક્ષમાર્ગ જાણવા મિથ્યા છે.”
અહાહા...! એક શબ્દમાં કેટલું સિદ્ધ કર્યું છે? જીવદ્રવ્યની જે સમયે જે
PDF/HTML Page 3040 of 4199
single page version
અવસ્થાની વ્યવસ્થા થાય તેનો કરનાર તે જીવ જ છે, તેનો કરનાર કોઈ બીજી ચીજ નથી. તત્ત્વાર્થરાજવાર્તિક આદિમાં જે બે કારણોથી કાર્ય થાય એમ કહ્યું છે એ તો ત્યાં પ્રમાણનું જ્ઞાન કરાવવા નિશ્ચયની વાત રાખીને કથન કર્યું છે. નિશ્ચયની વાત રાખીને વ્યવહારનું જ્ઞાન કરે તો તે પ્રમાણજ્ઞાન છે, પરંતુ નિશ્ચયની વાત ઉડાડીને એકાંતે વ્યવહારનું જ્ઞાન કરે તો ત્યાં પ્રમાણજ્ઞાન ક્યાં રહ્યું? એ તો મિથ્યાજ્ઞાન થયું.
આ પ્રમાણે જીવ પોતાના પરિણામનો, બીજાના કર્તાપણા વિના જ, પોતે કર્તા છે. બીજી ચીજ સહાયક છે એમ કહ્યું હોય એનો અર્થ એ જ છે કે તે કાળે બીજી ચીજ હોય છે અને તેને નિમિત્ત કહેવામાં આવે છે. બાકી એને (બીજી ચીજને) લઈને અહીં જીવના પરિણામ થાય છે વા તેમાં કોઈ વિલક્ષણતા આવે છે એવું વસ્તુનું સ્વરૂપ નથી. ભાઈ! સત્નું જેવું સ્વરૂપ છે તેવી જ તેની પ્રતીતિ કરે તો તે સાચી પ્રતીતિ છે. બાપુ! જીવની કોઈપણ પર્યાય આઘીપાછી કે આડી-અવળી ત્રણકાળમાં થવી સંભવિત નથી. ત્યાં બીજી ચીજ (નિમિત્ત) શું કરે? અહા! આ તો ભગવાન કેવળીએ કહેલી પરમ સત્યાર્થ વાત છે. ભાઈ! તારે તે એ રીતે જ માનવું છે કે સ્વચ્છંદે કલ્પનાથી માનવું છે? સત્ને સત્રૂપે સ્વીકારે તો જ ધર્મ થાય; બાકી બીજું બધું તો સંસારની રખડપટ્ટી માટે જ છે.
હવે બીજા બોલમાં અજીવની વાત કરે છેઃ- ‘એવી રીતે અજીવ પણ ક્રમબદ્ધ પોતાના પરિણામોથી ઉપજતું થકું અજીવ જ છે, જીવ નથી;...’
જુઓ, પ્રથમ જીવની વાત કરી; ને હવે કહે છે-એવી રીતે અજીવ પણ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઉપજતું થકું અજીવ જ છે, જીવ નથી. અહા! અજીવમાં- પુદ્ગલાદિમાં પણ પ્રગટ થતી ત્રણેકાળની પર્યાયો પોતાના સ્વકાળે પ્રગટતી થકી ક્રમબદ્ધ જ છે. આ માટીમાંથી ઘડો થાય છે ને? ત્યાં ઘડાની પર્યાય જે કાળે થવાની હોય તે કાળે ઘડો માટીથી થાય છે. માટી જ (માટીના પરમાણુ) ક્રમબદ્ધ એવા પોતાના પરિણામથી ઉપજતી થકી ઘડો ઉપજાવે છે, પણ કુંભાર ઘડો ઉપજાવે છે એમ નથી; કુંભાર ઘડાનો કર્તા નથી. કુંભારના કર્તાપણા વિના જ, માટી પોતે ઘડાનો કર્તા છે.
આ બાઈઓ ખાટલા ઉપર લાકડાનું પાટિયું રાખીને ઘઉંની સેવ નથી વણતી? અહીં કહે છે તે કાર્ય બાઈથી થયું નથી, બાઈના હાથથીય થયું નથી અને લાકડાના પાટિયાથીય થયું નથી, એ તો લોટના પરમાણુ છે તે તે સમયે ક્રમબદ્ધ પરિણમતા થકા સેવની અવસ્થારૂપે ઉપજે છે. અહા! આવી વાત? માનવીને બહુ કઠણ પડે પણ આ સત્ય વાત છે. જુઓને, કહ્યું છે ને કે-અજીવ પણ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઉપજતું થકું અજીવ જ છે, જીવ નથી. અજીવ પુદ્ગલાદિનું કાર્ય જીવ