PDF/HTML Page 3101 of 4199
single page version
તું અતીન્દ્રિય જ્ઞાન ને આનંદનો મહાન સમુદ્ર છો; તેમાં રાગેય નથી ને અલ્પજ્ઞતાય નથી. અહા! આવા તારા અંતર-નિધાનમાં દ્રષ્ટિ કર. જો તો ખરો! આ દ્રષ્ટિવંતોએ (આચાર્ય આદિ પુરુષોએ) અંતર્દ્રષ્ટિ વડે સમકિત સાથે સગાઈ કરી છે, અને રાગનું સગપણ (-બંધન) તેમણે છોડી દીધું છે. હવે તે કર્મના ઉદયને કેવળ જાણે જ છે. હવે તે રાગને કરે ને ભોગવે કેમ? અહા! સમકિતી ધર્મી પુરુષ ભલે છ ખંડના રાજ્યમાં પડયો હોય તોપણ તે પોતાનું હોવાપણું જ્ઞાન ને આનંદમાં જ દેખે છે; રાગને તો તે પોતાથી ભિન્ન કેવળ જાણે જ છે; કર્મના સ્વભાવને-પુણ્ય-પાપ આદિ ભાવોને-તે પોતાની નિર્મળ પરિણતિમાં ભેળવતો જ નથી. આનું નામ ધર્મ છે બાપુ!
ધર્મ કોઈ અપૂર્વ ચીજ છે ભાઈ! પૂર્વે કદીય એણે ધર્મ કર્યો નથી. અંદર વસ્તુ તો અંદર ‘पूर्णं’ પૂરણ જ્ઞાનઘનસ્વરૂપ પૂર્ણતાથી ભરેલી છે. અહાહા....! પૂરણ અનંતસ્વભાવોથી ભરેલી વસ્તુ તો અંદર પૂરણ જ્ઞાનઘનસ્વરૂપ છે. તેનાં જ્ઞાન-શ્રદ્ધાન ને રમણતા થયાં તે હવે સ્વભાવમાં રક્ત છે ને વિભાવથી વિરક્ત છે. ભક્તિ, પૂજા આદિનો રાગ આવે પણ તેનાથી જ્ઞાનીને એકત્વ નથી. વિરક્તિ છે. તે એને કેવળ કર્મનો સ્વભાવ જાણે છે. ભાઈ! આ કોઈ કલ્પિત વાત નથી, આ તો સર્વજ્ઞથી સિદ્ધ થયેલો માર્ગ છે. હવે કહે છે-
‘परं जानन्’ એમ કેવળ જાણતો થકો ‘करणवेदनयोः अभावात्’ કરણના અને વેદનના (-કરવાના અને ભોગવવાના-) અભાવને લીધે ‘शुद्धस्वभावनियतः स हि मुक्त एव’ શુદ્ધ સ્વભાવમાં નિશ્ચળ એવો તે ખરેખર મુક્ત જ છે.
અહાહા...! ધર્મી પુરુષ શુદ્ધ સ્વભાવમાં નિશ્ચળ એવો ખરેખર મુક્ત જ છે. સ્વભાવમાં એકત્વ થયું છે તે રાગથી મુક્ત જ છે. ભગવાન સિદ્ધ રાગથી સર્વથા મુક્ત છે તેમ દ્રષ્ટિની પ્રધાનતાએ જ્ઞાની રાગથી મુક્ત જ છે, કેમકે જ્ઞાનીને રાગનું કરવાપણું અને ભોગવવાપણું નથી. રાગનો ધર્મી પુરુષ કર્તાય નથી, ભોક્તાય નથી; માટે તે મુક્ત જ છે. લ્યો, આવી વાત!
અહાહા...! વસ્તુ આત્મા અંદર નિર્મળ નિર્વિકાર પૂર્ણ આનંદકંદ પ્રભુ છે. એના આશ્રયે જેને એનાં જ્ઞાન-શ્રદ્ધાન અને નિર્મળ આચરણ પ્રગટ થયાં તે જીવ વિભાવથી- કર્મના સ્વભાવથી વિરક્ત છે. જેમ સાકરની કટકી મોઢામાં મૂકતાં ભેગી ચીરોડીની કટકી આવી જાય તો ફડાક તેને ફેંકી દે છે; તેમ આનંદઘન પ્રભુ આત્માનો અનુભવ થતાં ચીરોડીની કણી સમાન ભેગો રાગ આવી જાય તો ફડાક તેને ફેંકી દે છે. વાસ્તવમાં રાગનો નિર્મળ અનુભવની પરિણતિમાં પ્રવેશ જ નથી. આ પ્રમાણે જ્ઞાની રાગથી મુક્ત જ છે.
PDF/HTML Page 3102 of 4199
single page version
‘જ્ઞાની કર્મનો સ્વાધીનપણે કર્તા-ભોક્તા નથી, કેવળ જ્ઞાતા જ છે; માટે તે કેવળ શુદ્ધ સ્વભાવરૂપ થયો થકો મુક્ત જ છે. કર્મ ઉદયમાં આવે પણ છે, તોપણ જ્ઞાનીને તે શું કરી શકે? જ્યાં સુધી નિર્બળતા રહે ત્યાં સુધી કર્મ જોર ચલાવી લે; ક્રમે સબળતા વધારીને છેવટે તે જ્ઞાની કર્મનો નિર્મૂળ નાશ કરશે જ.’
જુઓ, જ્ઞાનીને કર્મ ઉદયમાં આવે છે અને નિર્બળતાવશ તેને કિંચિત્ રાગ પણ થાય છે, પણ તેનો તે જ્ઞાતા જ રહે છે. જ્યાં સુધી નિર્બળતા છે ત્યાં સુધી કર્મનું જોર છે, પણ સ્વરૂપનો ઉગ્ર આશ્રય કરીને સબળતા વધારતો થકો જ્ઞાની છેવટે કર્મનો નિર્મૂળ નાશ કરશે જ. અહાહા...! અંદર આનંદનો નાથ પૂર્ણ બળિયો પૂરણ સ્વભાવથી ભરિયો છે. અનંત બળનો સ્વામી તે નિજસ્વભાવનો ઉગ્ર આશ્રય કરીને કર્મનો નિર્મૂળ નાશ કરશે જ. આ પ્રમાણે જ્ઞાની કેવળ શુદ્ધસ્વભાવરૂપ થયો થકો મુક્ત જ છે.
PDF/HTML Page 3103 of 4199
single page version
जानाति पुनः कर्मफलं बन्धं पुण्यं च पापं च।। ३१९।।
હવે આ જ અર્થને ફરી દ્રઢ કરે છેઃ-
બસ જાણતો એ બંધ તેમ જ કર્મફળ શુભ–અશુભને. ૩૧૯
ગાથાર્થઃ– [ज्ञानी] જ્ઞાની [बहुप्रकाराणि] બહુ પ્રકારનાં [कर्माणि] કર્મોને [न अपि करोति] કરતો પણ નથી, [न अपि वेदयते] વેદતો (ભોગવતો) પણ નથી; [पुनः] પરંતુ [पुण्यं च पापं च] પુણ્ય અને પાપરૂપ [बन्धं] કર્મબંધને [कर्मफलं] તથા કર્મફળને [जानाति] જાણે છે.
ટીકાઃ– કર્મચેતના રહિત હોવાને લીધે પોતે અકર્તા હોવાથી, અને કર્મફળ-ચેતના રહિત હોવાને લીધે પોતે અવેદક (-અભોક્તા) હોવાથી, જ્ઞાની કર્મને કરતો નથી તેમ જ વેદતો (-ભોગવતો) નથી; પરંતુ જ્ઞાનચેતનામય હોવાને લીધે કેવળ જ્ઞાતા જ હોવાથી, શુભ અથવા અશુભ કર્મબંધને તથા કર્મફળને કેવળ જાણે જ છે.
હવે આ જ અર્થને ફરી દ્રઢ કરે છેઃ-
‘કર્મચેતના રહિત હોવાને લીધે પોતે અકર્તા હોવાથી, અને કર્મફળચેતના રહિત હોવાને લીધે પોતે અવેદક (-અભોક્તા) હોવાથી, જ્ઞાની કર્મને કરતો નથી તેમ જ વેદતો (-ભોગવતો) નથી; પરંતુ જ્ઞાનચેતનામય હોવાને લીધે કેવળ જ્ઞાતા જ હોવાથી, શુભ અથવા અશુભ કર્મબંધને તથા કર્મફળને કેવળ જાણે જ છે.’
જેમાં રાગનું ચેતવું થાય છે, જ્ઞાનનું ચેતવું નથી તે કર્મચેતના છે. આ હિંસા, જૂઠ, ચોરી, વિષયવાસના આદિ અશુભરાગ ને દયા, દાન, વ્રત, ભક્તિ આદિ શુભરાગનું જે ચેતવું છે તે કર્મચેતના છે. એક વાર સાંભળ ભાઈ! અહીં કહે છે-જ્ઞાની કર્મ-ચેતના રહિત છે અને તેથી અકર્તા છે.
શું કીધું? કે આત્મા જ્ઞાનનો સાગર પ્રભુ છે. તેનો જેને અંતરમાં અનુભવ
PDF/HTML Page 3104 of 4199
single page version
થયો તે જ્ઞાની પુરુષ છે. આ જ્ઞાની પુરુષ એમ જાણે છે કે હું તો ચેતનામાત્ર સ્વભાવથી ભરેલો ભગવાન છું. કર્મચેતનાથી રહિત છું. પુણ્ય-પાપ આદિ ભાવ મારું સ્વરૂપ નથી. રાગમાં એકત્વ નથી ને? તેથી જ્ઞાની રાગના કરવાપણાથી રહિત હોવાને લીધે અકર્તા છે.
તો શું ધર્મીને રાગ હોતો નથી? ધર્મીને રાગ હોય છે, પણ એનું સ્વામીપણું એને નથી. જેને સચ્ચિદાનંદમય નિજ આત્મવસ્તુનું સ્વામીપણું થયું છે તેને (-ધર્મીને) રાગનું સ્વામીપણું નથી. જેમ બે ઘોડે સવારી થાય નહિ તેમ આત્માનું અને રાગનું-બન્નેનું સ્વામીપણું બનતું નથી. તેથી આનંદના નાથ ભગવાન આત્માનું જેને સ્વામીપણું થયું તેને રાગનું સ્વામીપણું નથી અને તેથી તે રાગનો અકર્તા છે. જ્ઞાની જાણનાર બન્નેનો છે, પણ સ્વામી બંનેનો નથી.
વળી જ્ઞાની કર્મફળચેતના રહિત હોવાને લીધે પોતે અવેદક છે. વિકાર અર્થાત્ હરખશોકનું સુખદુઃખનું જે ચેતવું થાય તે કર્મફળચેતના છે. વિકારી પરિણામના ફળનું વેદવું તે કર્મફળચેતના છે. ધર્મી જીવ કર્મફળચેતનાથી રહિત છે અને તેથી અવેદક છે. અહા! નિજઘરમાં એકલો જ્ઞાન ને આનંદ ભરેલો છે; જ્ઞાની તેનો વેદનારો છે. નિરાકુળ આનંદના વેદનમાં પડેલો જ્ઞાની હવે વિકારનો -ઝેરનો સ્વાદ કેમ લે? ન લે. આ પ્રમાણે કર્મફળચેતના રહિત હોવાને લીધે જ્ઞાની અભોક્તા જ છે. દયા, દાન, ભક્તિ ઇત્યાદિ ભાવ એને થાય છે પણ એનો એ ભોક્તા નથી.
આ પ્રમાણે જ્ઞાની કર્મને (-રાગાદિને) કરતોય નથી, ભોગવતોય નથી. અહાહા...! ચિદ્બ્રહ્મસ્વરૂપ ભગવાન આત્માનો એક જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવ છે. સ્વ અને પરને જાણે એવો એનો સહજ સ્વભાવ છે. અહા! આવો નિજસ્વભાવ અનુભવમાં આવ્યો હોવાથી જ્ઞાનીને એક જ્ઞાનચેતના જ છે. અહાહા...! કહે છે- જ્ઞાનચેતનામય હોવાને લીધે કેવળ જ્ઞાતા જ હોવાથી જ્ઞાની શુભાશુભ કર્મબંધને તથા કર્મફળને કેવળ જાણે જ છે.
અહીં ત્રણ વાત કરીઃ ૧. જ્ઞાની કર્મચેતના રહિત હોવાથી અકર્તા છે, કર્મનો-રાગનો કર્તા નથી. ર. જ્ઞાની કર્મફળચેતના રહિત હોવાથી અવેદક છે, કર્મફળનો-સુખદુઃખાદિનો ભોક્તા નથી.
૩. જ્ઞાની જ્ઞાનચેતનામય હોવાથી કેવળ જ્ઞાતા જ છે; શુભાશુભ કર્મને અને કર્મફળને કેવળ જાણે જ છે.
અહા! આવો સાક્ષીપણે માત્ર જાણનાર જ રહે એવો ધર્મી પુરુષ હોય છે. આવી વાત!
PDF/HTML Page 3105 of 4199
single page version
जाणदि य बंधमोक्खं कम्मुदयं णिज्जरं चेव।। ३२०।।
तमेव अकर्तृत्वभोक्तृत्वभावं विशेषेण समर्थयति; [दिट्ठी सयं पि णाणं अकारयं तह अवेदयं चेव] यथा द्रष्टिः कर्त्री द्रश्यमग्निरूपं वस्तुसंघुक्षणं पुरुषवन्न करोति तथैव च तप्तायःपिंडवदनुभवरूपेण न वेदयति। तथा शुद्धज्ञानमप्यभेदेन शुद्धज्ञानपरिणत जीवो वा स्वयं शुद्धोपादानरूपेण न करोति न च वेदयति। अथवा पाठांतरं [दिट्ठी खयंपि णाणं] तस्य व्याख्यानं–न केवलं द्रष्टिः क्षायिकज्ञानमपि निश्चयेन कर्मणामकारक तथैवावेदकमपि। तथाभूतः सन् किं करोति? [जाणदि य बंधमोखं] जानाति च। कौ? बंधमोक्षौ। न केवलं बंधमोक्षौ [कम्मुदयं णिज्जरं चेव] शुभाशुभरूपं कर्मोदयं सविपाकाविपाकरूपेण सकामाकामरूपेण वा द्विधा निर्जरां चैव जानाति इति।
एवं सर्वविशुद्धपारिणामिकपरमभावग्राहकेण शुद्धोपादानभूतेन शुद्धद्रव्यार्थिकनयेन कर्तृत्व भोक्तृत्व बंध–मोक्षादिकारणपरिणामशून्यो जीव इति सूचितं। समुदायपातनिकायां पश्चाद्नाथाचतुष्टयेन जीवस्याकर्तृत्वगुणव्याख्यानमुख्त्यवेन सामान्यविवरणं कृतं। पुनरपि गाथाचतुष्टयेन शुद्धस्यापि यत्प्रकृतिभिर्बंधो भवति तदज्ञानस्य माहात्म्यमित्यज्ञानसामर्थ्यकथनरूपेणे विशेषविवरणं कृतं। पुनश्च गाथाचतुष्टयेन जीवस्याभोक्तृत्वगुणव्याख्यानमुख्यत्वेन व्याख्यानं कृतं। तदनन्तरं शुद्धनिश्चयेन तस्यैव कर्तृत्वबंधमोक्षादिककारणपरिणामवर्जनरूपस्य द्वादशगाथा– व्याख्यानस्योपसंहाररूपेण गाथाद्वयं गतं।। इति समयसारव्याख्यायां शुद्धात्मानुभूतिलक्षणायां तात्पर्यवृत्तौ मोक्षाधिकार संबंधिनी चूलिका समाप्ता। अथवा द्वितीयव्याख्यानेनात्र मोक्षाधिकार समाप्तः।
PDF/HTML Page 3106 of 4199
single page version
किं च विशेषः– औपशमिकादिपंचभावानां मध्ये केन भावेन मोक्षो भवतीति विचार्यते। तत्रौपशमिकक्षायोपशमिकक्षायिकौदयिकभावचतुष्टयं पर्यायरूपं भवति, शुद्धपारिणामिकस्तु द्रव्यरूप इति। तच्च परस्परसापेक्षं द्रव्यपर्यायद्धयात्मा पदार्थो भण्यते।
तत्र तावज्जीवत्वभव्यत्वाभव्यत्वत्रिविधपरिणामिकभावमध्ये शुद्ध जीवत्व शक्तिलक्षणं यत्पारिणामिकत्वं तच्छुद्धद्रव्यार्थिकनयाश्रितत्वान्निरावणं शुद्धपारिणा– मिकभावसंज्ञं ज्ञातव्यं तत्तु बंधमोक्षपर्यायपरिणतिरहितं। यत्पुनर्दशप्राणरूपं जीवत्वं भव्याभव्यत्वद्वयं तत्पर्यायार्थिकनयाश्रितत्वादशुद्धपारिणामिकभावसंज्ञमिति। कथम– शुद्धमिति चेत्, संसारिणां शुद्धनयेन सिद्धानां तु सर्वथेव दशप्राणरूप जीवत्वभव्याभव्यत्वद्वयाभावादिति।
तत्र त्रयस्य मध्ये भव्यत्वलक्षणपारिणामिकस्तु यथासंभवं सम्यक्त्वादि– जीवगुणघातकं देशघातिसर्वघातिसंज्ञं मोहादिकर्मसामान्यं पर्यायार्थिकनयेन प्रच्छादकं भवति इति विज्ञेयं। तत्र च यदा कालादिलब्धिवशेन भव्यत्वशक्तर्व्यक्तिभवति तदायं जीवः सहजशुद्धपारिणामिकभावलक्षणनिजपरमात्मद्रव्यसम्यक्श्रद्धानज्ञानानुचरणपर्या– येण परिणमति। तच्च परिणमनमागमभाषयौपशमिकक्षायोपशमिकक्षायिक भावत्रयं भण्यते। अध्यात्मभाषया पुनः शुद्धात्माभिमुखपरिणामः शुद्धोपयोग इत्यादि पर्यायसंज्ञां लभते।
स च पर्यायः शुद्धपारिणामिकभावलक्षणशुद्धात्मद्रव्यात्कथंचिद्भिन्नः। कस्मात्? भावनारूपत्वात्। शुद्धपारिणामिकस्तु भावनारूपो न भवति। यद्यकांतेन शुद्धपारिणामिकादभिन्नो भवति तदास्य भावनारूपस्य मोक्षकारणभूतस्य मोक्षप्रस्तावे विनाशे जाते सति शुद्धपारिणामिकभावस्यापि विनाशः प्राप्नोपि; न च तथा।
ततःस्थितं–शुद्धपारिणामिकभावविषये या भावना तद्रूपं यदौपशमिकादि भावत्रयं तत्समस्तरागादिरहितत्वेन शुद्धोपादानकारणत्वात् मोक्षकारणं भवति, न च शुद्धपारिणामिकः।
यस्तु शक्तिरूपो मोक्षः स शुद्धपारिणामिकपूर्वमेव तिष्ठति। अयं तु व्यक्तिरूप मोक्षविचारो वर्तते।
तथा चोक्त सिद्धान्ते– ‘निष्क्रियः शुद्धपारिणामिकः’ निष्क्रिय इति कोऽर्थः?
PDF/HTML Page 3107 of 4199
single page version
बंधकारणभूता या क्रिया रागादिपरिणतिः तद्रूपो न भवति, मोक्षकारणभूता च क्रिया शुद्धभावनापरिणतिस्तद्रूपश्च न भवति। ततो ज्ञायते शुद्धपारिणामिकभावो ध्येयरूपो भवति ध्यानरूपो न भवति। कस्मात्? ध्यानस्य विनश्वरत्वात्। तथा योगीन्द्रदेवैप्युक्तं– णवि उपज्जइ णवि मरइ बंध ण मोक्खु करेइ। जिउ परमत्थे जोइया जिणवर एउ भणेइ।।
किंच विवक्षितैकदेशशुद्धनयाश्रितेयं भावना निर्विकारस्वसंवेदनलक्षण– क्षायोपशमिकन्यत्वेन यद्यप्येकदेशव्यक्तिरूपा भवति तथापि ध्यातापुरुषः यदेव सकल निरावरणमखंडैकप्रत्यक्षप्रतिभासमयमविनश्वरं शुद्धपारिणामिकपरमभावलक्षणं निजपरमात्मद्रव्यं तदेवाहमिति भावयति, न च खंडज्ञानरूपमिति भावार्थः।
इदं तु व्याख्यानं परस्पसापेक्षागमाध्यात्मनयद्वयाभिप्रायस्यानिरोधेनैव कथितं सिद्धयतीति ज्ञातव्यं विवेकिभिः।। ३२०।।
PDF/HTML Page 3108 of 4199
single page version
જાણે જ કર્મોદય, નિરજરા, બંધ તેમ જ મોક્ષને. ૩૨૦.
તે જ અકર્તૃત્વભોક્તૃત્વભાવને વિશેષપણે દ્રઢ કરે છે-
[दिट्ठी सयं पि णाणं अकारयं तह अवेदयं चेव] જેવી રીતે નેત્ર-કર્તા-દ્રશ્ય એવી અગ્નિરૂપ વસ્તુને, સંધુક્ષણ (સંધૂકણ) કરનાર પુરુષની માફક, કરતું નથી અને, તપેલા લોખંડના પિંડની માફક, અનુભવરૂપે વેદતું નથી; તેવી રીતે શુદ્ધ જ્ઞાન પણ અથવા અભેદથી શુદ્ધજ્ઞાનપરિણત જીવ પણ પોતે શુદ્ધ-ઉપાદાનરૂપે કરતો નથી અને વેદતો નથી. અથવા પાઠાન્તરઃ ‘दिट्ठी खयं पि णाणं’ – તેનું વ્યાખ્યાનઃ- માત્ર દ્રષ્ટિ જ નહિ પરંતુ ક્ષાયિક જ્ઞાન પણ નિશ્ચયથી કર્મોનું અકારક તેમ જ અવેદક પણ છે. તેવો હોતો થકો (શુદ્ધજ્ઞાનપરિણત જીવ) શું કરે છે? [जाणदि य बंधमोक्खं] જાણે છે. કોને? બંધ- મોક્ષને. માત્ર બંધ-મોક્ષને નહિ, [कम्मुदयं णिज्जरं चेव] શુભ-અશુભરૂપ કર્મોદયને તથા સવિપાક-અવિપાકરૂપે ને સકામ-અકામરૂપે બે પ્રકારની નિર્જરાને પણ જાણે છે”
સર્વવિશુદ્ધ-પારિણામિક-પરમભાવગ્રાહક શુદ્ધ-ઉપાદાનભૂત શુદ્ધદ્રવ્યાર્થિકનયે જીવ કર્તૃત્વ-ભોક્તૃત્વથી તથા બંધ-મોક્ષનાં કારણ ને પરિણામથી શૂન્ય છે એમ સમુદાયપાતનિકામાં કહેવામાં આવ્યું હતું. પછી ચાર ગાથા દ્વારા જીવનું અકર્તૃત્વગુણના વ્યાખ્યાનની મુખ્યતાથી સામાન્ય વિવરણ કરવામાં આવ્યું. ત્યાર પછી ચાર ગાથા દ્વારા ‘શુદ્ધને પણ જે પ્રકૃતિ સાથે બંધ થાય છે તે અજ્ઞાનનું માહાત્મ્ય છે’ એમ અજ્ઞાનનું સામર્થ્ય કહેવારૂપે વિશેષ વિવરણ કરવામાં આવ્યું. ત્યાર પછી ચાર ગાથા દ્વારા જીવનું અભોક્તૃત્વગુણના વ્યાખ્યાનની મુખ્યતાથી વ્યાખ્યાન કરવામાં આવ્યું. ત્યાર પછી બે ગાથા કહેવામાં આવી જેના દ્વારા, પૂર્વે બાર ગાથામાં શુદ્ધ નિશ્ચયથી કર્તૃત્વ-ભોક્તૃત્વના અભાવરૂપ તથા બંધ-મોક્ષનાં કારણ ને પરિણામના અભાવરૂપ જે વ્યાખ્યાન કરવામાં આવ્યું તેનો જ ઉપસંહાર કરવામાં આવ્યો. આ રીતે સમયસારનીશુદ્ધાત્માનુભૂતિલક્ષણ ‘તાત્પર્યવૃત્તિ’ નામની ટીકામાં મોક્ષાધિકાર સંબંધી ચૂલિકા સમાપ્ત થઈ. અથવા બીજી રીતે વ્યાખ્યાન કરતાં, અહીં મોક્ષાધિકાર સમાપ્ત થયો.
વળી વિશેષ કહેવામાં આવે છેઃ- ઔપશમિકાદિ પાંચ ભાવોમાં ક્યા ભાવથી મોક્ષ થાય છે તે વિચારવામાં આવે છે. ત્યાં ઔપશમિક, ક્ષાયોપશમિક, ક્ષાયિક અને ઔદયિક એ ચાર ભાવો પર્યાય-
PDF/HTML Page 3109 of 4199
single page version
રૂપ છે અને શુદ્ધ પારિણામિક (ભાવ) દ્રવ્યરૂપ છે. એ પરસ્પર સાપેક્ષ એવું દ્રવ્યપર્યાયદ્વય (દ્રવ્ય અને પર્યાયનું જોડકું) તે આત્મા-પદાર્થ છે.
ત્યાં, પ્રથમ તો જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એમ ત્રણ પ્રકારના પારિણામિક ભાવોમાં, શુદ્ધજીવત્વ એવું જે શક્તિલક્ષણ પારિણામિકપણું તે શુદ્ધદ્રવ્યાર્થિકનયાશ્રિત હોવાથી નિરાવરણ અને ‘શુદ્ધપારિણામિકભાવ’ એવી સંજ્ઞાવાળું જાણવું; તે તો બંધમોક્ષપર્યાયપરિણતિ રહિત છે. પરંતુ જે દશપ્રાણરૂપ જીવત્વ અને ભવ્યત્વ અભવ્યત્વદ્વય તે પર્યાયાર્થિકનયાશ્રિત હોવાથી ‘અશુદ્ધપારિણામિકભાવ’ સંજ્ઞાવાળાં છે. પ્રશ્નઃ- ‘અશુદ્ધ’ કેમ? ઉત્તરઃ- સંસારીઓને શુદ્ધનયથી અને સિદ્ધોને તો સર્વથા જ દશપ્રાણરૂપ જીવત્વનો અને ભવ્યત્વ-અભવ્યત્વદ્વયનો અભાવ હોવાથી.
તે ત્રણમાં, ભવ્યત્વલક્ષણ પારિણામિકને તો યથાસંભવ સમ્યક્ત્વાદિ જીવગુણોનું ઘાતક ‘દેશઘાતી’ અને ‘સર્વઘાતી’ એવાં નામવાળું મોહાદિકર્મસામાન્ય પર્યાયાર્થિકનયે ઢાંકે છે એમ જાણવું. ત્યાં, જ્યારે કાળાદિ લબ્ધિના વશે ભવ્યત્વશક્તિની વ્યક્તિ થાય છે ત્યારે આ જીવ સહજ-શુદ્ધ-પારિણામિકભાવક્ષણ નિજપરમાત્મદ્રવ્યનાં સમ્યક્શ્રદ્ધાન-જ્ઞાન- અનુચરણરૂપ પર્યાયે પરિણમે છે; તે પરિણમન આગમભાષાથી ‘ઔપશમિક’ , ‘ક્ષાયોપશમિક’ તથા ‘ક્ષાયિક’ એવા ભાવત્રય કહેવાય છે, અને અધ્યાત્મભાષાથી ‘શુદ્ધાત્માભિમુખ પરિણામ’ , ‘શુદ્ધોપયોગ’ ઇત્યાદિ પર્યાયસંજ્ઞા પામે છે.
તે પર્યાય શુદ્ધપારિણામિકભાવલક્ષણ શુદ્ધાત્મદ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે. શા માટે? ભાવનારૂપ હોવાથી. શુદ્ધપારિણામિક (ભાવ) તો ભાવનારૂપ નથી. જો (તે પર્યાય) એકાંતે શુદ્ધ-પારિણામિકથી અભિન્ન હોય, તો મોક્ષનો પ્રસંગ બનતાં આ ભાવનારૂપ મોક્ષકારણભૂત (પર્યાય) નો વિનાશ થતાં શુદ્ધપારિણામિકભાવ પણ વિનાશને પામે. પણ એમ તો બનતું નથી (કારણ કે શુદ્ધપારિણામિકભાવ તો અવિનાશી છે.)
માટે આમ ઠર્યુંઃ- શુદ્ધપારિણામિકભાવવિષયક (શુદ્ધપારિણામિકભાવને અવલંબનારી) જે ભાવના તે-રૂપ જે ઔપશમિકાદિ ત્રણ ભાવો તેઓ સમસ્ત રાગાદિથી રહિત હોવાને લીધે શુદ્ધ-ઉપાદાન-કારણભૂત હોવાથી મોક્ષકારણ (મોક્ષનાં કારણ) છે, પરંતુ શુદ્ધપારિણામિક નહિ (અર્થાત્ શુદ્ધપારિણામિકભાવ મોક્ષનું કારણ નથી).
જે શક્તિરૂપ મોક્ષ છે તે તો શુદ્ધપારિણામિક છે, પ્રથમથી જ વિદ્યમાન છે. આ તો વ્યક્તિરૂપ મોક્ષનો વિચાર ચાલે છે.
એવી જ રીતે સિદ્ધાંતમાં કહ્યું છે કે ‘निष्क्रियः शुद्धपारिणामिकः’ અર્થાત્ શુદ્ધપારિણામિક (ભાવ) નિષ્ક્રિય છે. નિષ્ક્રિયનો શો અર્થ છે? (શુદ્ધપારિણામિક ભાવ) બંધના કારણભૂત જે ક્રિયા-રાગાદિપરિણતિ, તે-રૂપ નથી અને મોક્ષના કારણભૂત જે
PDF/HTML Page 3110 of 4199
single page version
ક્રિયા-શુદ્ધભાવનાપરિણતિ, તે-રૂપ પણ નથી. માટે એમ જાણવામાં આવે છે કે શુદ્ધપારિણામિકભાવ ધ્યેયરૂપ છે, ધ્યાનરૂપ નથી. શા માટે? કારણ કે ધ્યાન વિનશ્વર છે. (અને શુદ્ધપારિણામિકભાવ તો અવિનાશી છે). શ્રી યોગીન્દ્રદેવે પણ કહ્યું છે કે ‘ण वि उपज्जइ ण वि मरइ बंधु ण मोक्खु करेइ। जिउ परमत्थे जोइया जिणवर एउ भणेइ।।’ (અર્થાત્ હે યોગી! પરમાર્થે જીવ ઊપજતો પણ નથી, મરતો પણ નથી અને બંધ-મોક્ષ કરતો નથી-એમ શ્રી જિનવર કહે છે.)
વળી તે સ્પષ્ટ કરવામાં આવે છેઃ- વિવક્ષિત-એકદેશશુદ્ધનયાશ્રિત આ ભાવના (અર્થાત્ કહેવા ધારેલી આંશિક શુદ્ધિરૂપ આ પરિણતિ) નિર્વિકાર-સ્વસંવેદનલક્ષણ ક્ષાયોપશમિકજ્ઞાનરૂપ હોવાથી જો કે એકદેશ વ્યક્તિરૂપ છે તોપણ ધ્યાતા પુરુષ એમ ભાવે છે કે ‘જે સકલનિરાવરણ-અખંડ-એક-પ્રત્યક્ષપ્રતિભાસમય-અવિનશ્વર-શુદ્ધપારિણામિકપ- રમભાવલક્ષણનિજપરમાત્મદ્રવ્ય તે જ હું છું’ , પરંતુ એમ ભાવતો નથી કે ‘ખંડજ્ઞાનરૂપ હું છું.’ -આમ ભાવાર્થ છે.
આ વ્યાખ્યાન પરસ્પર સાપેક્ષ એવાં આગમ-અધ્યાત્મના તેમ જ નયદ્વયના (દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકનયના) અભિપ્રાયના અવિરોધપૂર્વક જ કહેવામાં આવ્યું હોવાથી સિદ્ધ છે. (-નિર્બાધ છે) એમ વિવેકીઓએ જાણવું.
એ જ અકર્તૃત્વભોકતૃત્વભાવને વિશેષપણે દ્રઢ કરે છેઃ-
“[दिट्ठी सयं पि णाणं अकारयं अवेदयं चेव] જેવી રીતે નેત્ર- કર્તા, દ્રશ્ય એવી અગ્નિરૂપ વસ્તુને, સંધુક્ષણ (સંધૂકણ) કરનાર પુરુષની માફક, કરતું નથી અને, તપેલા લોખંડના પિંડની માફક, અનુભવરૂપે વેદતું નથી; તેવી રીતે શુદ્ધ જ્ઞાન પણ અથવા અભેદથી શુદ્ધજ્ઞાનપરિણત જીવ પણ પોતે શુદ્ધ-ઉપાદાનરૂપે કરતો નથી અને વેદતો નથી. અથવા પાઠાન્તરः [दिट्ठी खयं पि णाणं] -તેનું વ્યાખ્યાનઃ માત્ર દ્રષ્ટિ જ નહિ પરંતુ ક્ષાયિક જ્ઞાન પણ નિશ્ચયથી કર્મોનું અકારક તેમ જ અવેદક પણ છે. તેવો હોતો થકો (શુદ્ધજ્ઞાનપરિણત જીવ) શું કરે છે? [जाणदि य–बंध–मोक्खं] – જાણે છે. કોને? બંધ- મોક્ષને. માત્ર બંધ મોક્ષને નહિ, [कम्मुदयं णिज्जरं चेव] શુભ-અશુભરૂપ કર્મોદયને તથા સવિપાક-અવિપાકરૂપ ને સકામ-અકામરૂપ બે પ્રકારની નિર્જરાને પણ જાણે છે.”
PDF/HTML Page 3111 of 4199
single page version
અહાહા...! ભગવાન આત્માનો તો જ્ઞાન સ્વભાવ છે. રાગને કરે અને રાગને ભોગવે એવો એનો સ્વભાવ નથી. શું કીધું? આ શરીરાદિ પરપદાર્થ છે તેને તો આત્મા કરે નહિ પણ રાગાદિનું કરવું ને રાગાદિનું વેદવું એવું આત્માના જ્ઞાન-સ્વભાવમાં નથી. લ્યો, આ દ્રષ્ટાંતથી સમજાવે છેઃ-
નેત્ર-આંખ દ્રશ્ય એવી અગ્નિરૂપ વસ્તુને દેખે છે પણ સંધુક્ષણ કરનાર પુરુષની માફક આંખ અગ્નિરૂપ વસ્તુને કરતી નથી. જેમ અગ્નિને સળગાવનાર પુરુષ અગ્નિરૂપ વસ્તુને કરે છે તેમ આંખ દ્રશ્ય પદાર્થને દેખે છે પણ તેને કરતી નથી. તેમ જ તપેલા લોખંડના ગોળાની માફક આંખ અગ્નિને અનુભવરૂપે વેદતી નથી. લોઢાનો ઉનો ગોળો હોય તે જેમ ઉનાપણું વેદે છે તેમ આંખ વેદતી નથી, લ્યો, દ્રષ્ટાંત કીધું.
તેમ, કહે છે, આત્મા કે જેનો એક જ્ઞાયકભાવ સ્વભાવ છે તે પુણ્ય અને પાપના ભાવને કરતો નથી તેમ જ વેદતો નથી. આ દયા પાળે, દાન કરે, વ્રતાદિ પાળે પણ ભાઈ! એ તો બધો રાગ છે. એ રાગનું કરવું ને રાગનું વેદવું તે, કહે છે, આત્માના જ્ઞાનસ્વભાવમાં નથી. અહા! આવો પોતાનો સ્વભાવ જ્યાં સુધી દ્રષ્ટિમાં ન આવે ત્યાં સુધી જીવ અજ્ઞાની છે.
કહ્યું ને કે- ‘તેવી રીતે શુદ્ધ જ્ઞાન પણ અભેદથી શુદ્ધજ્ઞાનપરિણત જીવ પણ પોતે શુદ્ધ-ઉપાદાનરૂપે કરતો નથી અને વેદતો નથી.’ જુઓ, શુદ્ધપણે પરિણમ્યો છે એવા જીવની અહીં વાત છે. શુદ્ધ જ્ઞાન તે ગુણ લીધો અને શુદ્ધ જ્ઞાન પરિણત જીવ તે દ્રવ્ય લીધું છે. અહાહા...! હું એક શુદ્ધ જ્ઞાનસ્વભાવી આત્મા છું એમ જેને અંતરમાં શુદ્ધ જ્ઞાનમય પરિણમન થયું છે તે જીવ શુદ્ધ ઉપાદાનરૂપે દયા, દાન, વ્રત આદિ રાગના ભાવને કરતો નથી અને વેદતોય નથી કેમકે આત્માનું શુદ્ધ ઉપાદાન તો શુદ્ધ એક ચૈતન્યમય છે.
અહીં બે વાત થઈઃ ૧. જ્ઞાનગુણ ત્રિકાળ છે તે પણ દયા, દાન આદિ રાગને-વિકલ્પને કરતો કે વેદતો નથી અને
૨. તેમ શુદ્ધજ્ઞાનપરિણતિ જીવ પણ રાગને કરતો કે વેદતો નથી. બાપુ! આ બહારનાં બધાં કામ હું વ્યવસ્થિત કરી શકું છું એમ જે માને છે તે તો મિથ્યાદ્રષ્ટિ છે. અહીં તો કહે છે-સ્વભાવસન્મુખની દ્રષ્ટિ વડે શુદ્ધજ્ઞાનરૂપે પરિણમેલો જીવ, બહારનાં કામ કરવાનું તો દૂર રહો, પુણ્ય ને પાપના ભાવને કરે અને વેદે એમ પણ છે નહિ. અહાહા...! જ્ઞાનગુણ પણ એવો નથી અને શુદ્ધજ્ઞાનરૂપે પરિણમેલું દ્રવ્ય પણ એવું નથી. અહીં શુદ્ધજ્ઞાનપરિણત જીવ દ્રવ્ય કેમ કહ્યું? કેમકે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તો રાગને કરતુંય નથી અને વેદતુંય નથી; એવો જ એનો સ્વભાવ છે;
PDF/HTML Page 3112 of 4199
single page version
પણ પરિણમન શુદ્ધ થયા વિના રાગને કરતું નથી અને વેદતું નથી એ સિદ્ધ ક્યાંથી થાય? દ્રવ્ય શુદ્ધજ્ઞાનરૂપે પરિણમે ત્યારે તે રાગને કરતું નથી ને વેદતું નથી એમ સિદ્ધ થાય. ભાઈ! આ તો ઘણો ગહન વિષય છે.
ભાઈ! આ તો સર્વજ્ઞના ઘરની અંતરની વાતુ છે. આત્માનો જ્ઞાનસ્વભાવ છે તે તો માત્ર જ્ઞાનરૂપે જ પરિણમે છે. રાગને કરે કે વેદે એ તો જ્ઞાનસ્વભાવમાં છે જ નહિ; પણ જ્ઞાનનો જ્યારે અનુભવ થાય ત્યારે તે સમજાય ને? અહાહા...! નિશ્ચયથી જીવદ્રવ્ય છે તે રાગનો કર્તા કે ભોક્તા નથી, પણ જીવ રાગનો કર્તા-ભોક્તા નથી એવો નિર્ણય કોને થાય? શુદ્ધજ્ઞાનપરિણત જીવને આવો નિર્ણય થાય છે.
ભગવાન આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ ત્રિકાળ શુદ્ધ અને પવિત્ર છે. તેને ધ્યેય બનાવી તેના લક્ષ્યે-આશ્રયે જ્યાં પર્યાયમાં શુદ્ધ પરિણમન થતું ત્યાં તે જીવ રાગનો કર્તા નથી અને હરખ-શોકનો ભોક્તા નથી. શુદ્ધપણે પરિણમન થયા વિના દ્રવ્ય-સ્વભાવ રાગનો કર્તા-ભોક્તા નથી એમ નિર્ણય કેવી રીતે થાય? આ પ્રમાણે ગુણ અને ગુણી બન્નેનું શુદ્ધ જ્ઞાનમય પરિણમન થાય ત્યારે તે જીવ વ્યવહારના જે વિકલ્પ આવે તેનો કર્તા નથી અને ભોક્તા પણ નથી એમ યથાસ્થિત સિદ્ધ થાય છે. જ્ઞાનીને અશુભ રાગ પણ આવે તેનો પણ તે કર્તા-ભોક્તા નથી. લ્યો, આવી વાત! સમજાણું કાંઈ...? જ્ઞાનસ્વરૂપી આત્મા સ્વભાવપણે પરિણમે તે વિભાવપણે કેમ થાય! ન જ થાય.
ધર્મી એવો ભગવાન આત્મા-તેનો ધર્મ, જ્ઞાન અને આનંદ છે; તેનું પર્યાયમાં જેને પરિણમન થાય તે જીવ કે તે જીવનું જ્ઞાન દયા, વ્રત, તપ આદિના વિકલ્પને કરે કે વેદે એમ કદી છે નહિ. આવી સૂક્ષ્મ વાત!
અથવા પાઠાન્તરઃ ‘दिट्ठी खयं पि णाणं’ તેનું વ્યાખ્યાનઃ શું કહે છે? કે માત્ર દ્રષ્ટિ જ નહિ પરંતુ ક્ષાયિક જ્ઞાન પણ નિશ્ચયથી કર્મોનું અકારક તેમ જ અવેદક પણ છે. જેમ નેત્ર છે તે પરને કરતું કે વેદતું નથી તેમ ક્ષાયિક જ્ઞાન અને જ્ઞાનપરિણત જીવ પણ દયા-દાન આદિ વિકલ્પને કરતો નથી અને વેદતો પણ નથી.
જુઓ, પહેલા બે બોલમાં દ્રષ્ટિનું (દ્રવ્યદ્રષ્ટિનું) જોર આપ્યું છે. અહીં હવે ક્ષાયિક જ્ઞાનની વાત કરે છે. જેવું શક્તિરૂપે સર્વજ્ઞપણું છે એવું પર્યાયમાં પણ સર્વજ્ઞપણું પ્રગટયું તે ક્ષાયિકજ્ઞાન છે. તે ક્ષાયિકજ્ઞાન પણ, કહે છે, નિશ્ચયથી રાગનું અકારક તેમ જ અવેદક છે. અહા! સર્વજ્ઞ પરમાત્માને જે યોગનું કંપન છે તેના પણ તેઓ અકર્તા અને અવેદક છે. ‘ક્ષાયિકજ્ઞાન પણ’ -એમ ‘પણ’ શબ્દ કેમ કીધો? કે પ્રથમ બે બોલમાં વાત કરી તે પ્રમાણે આ ક્ષાયિકજ્ઞાન પણ નિશ્ચયથી કર્મોનું અકારક તેમ જ અવેદક છે એમ કહેવું છે. અહીં કર્મ શબ્દે રાગદ્વેષ આદિ ભાવકર્મ સમજવું.
PDF/HTML Page 3113 of 4199
single page version
ઘણાં વર્ષ પહેલાં એક ભાઈએ પ્રશ્ન કરેલ કે-મહારાજ! સિદ્ધ ભગવાન શું કરે? અથવા મોટા ભગવાન છે તો જગતનું કાંઈ ન કરે? લ્યો, આવો પ્રશ્ન કરે!
ત્યારે કહ્યું કે-ભાઈ! સિદ્ધ ભગવાન જગતનું કાંઈ ન કરે, એ તો પોતાના (અતીન્દ્રિય) જ્ઞાન આનંદને વેદે. જગતનાં પદાર્થોના તેઓ અકર્તા અને અભોક્તા છે. લોકોને (અજ્ઞાનીઓને) એમ લાગે કે અમે સંસારમાં પાંચ-પચીસ માણસોને નભાવીએ છીએ, કુંટુંબનું ભરણ-પોષણ કરીએ છીએ, ધંધા-પાણીની વ્યવસ્થા કરીએ છીએ, ઇત્યાદિ પણ ભાઈ! એ તારી મિથ્યા માન્યતા છે; વસ્તુસ્થિતિ એમ નથી ભાઈ! તને બાહ્ય સ્થૂળ દ્રષ્ટિમાં એમ ભાસે કે અમે પરનાં કામ કરીએ છીએ પણ વાસ્તવમાં પરનાં કાર્ય કોઈ (આત્મા) કરી શકતો જ નથી. પરને અડે નહિ તે પરનું શું કરે? અહી કહે છે- ક્ષાયિકજ્ઞાન પરનું કાંઈ કરે તે વાત તો છે નહિ પણ તે રાગાદિ કર્મોનું પણ અકારક અને અવેદક છે. સમજાણું કાંઈ...?
આમ ક્ષાયિકજ્ઞાનની વાત કરી. હવે ફરીથી શુદ્ધજ્ઞાનપરિણત સાધક જીવની વાત કરે છે. એમ કે જે પોતે હજુ સિદ્ધ થયો નથી, હજુ જેને કેવળજ્ઞાન થયું નથી એવો શુદ્ધજ્ઞાનપરિણત સાધક જીવ છે તે શું કરે છે? કે અવસ્થામાં જે રાગાદિ થાય તેને જાણે છે, કરે છે એમ નહિ, માત્ર જાણે છે. આવી વાત!
સવારના પ્રવચનમાં આવ્યું કે રાગ અને પરથી ભિન્ન અંદર ત્રિલોકીનાથ ભગવાન અમે તને બતાવ્યો તો ત્રણલોકમાં એવો ક્યો જીવ હોય કે જેને જ્ઞાનનું પરિણમન ન થાય? સમયસાર ગાથા ૩૧, ૩૨, ૩૩ માં વિકલ્પથી ભિન્ન ચૈતન્યઘન પ્રભુ આત્મા બતાવ્યો છે. અહા! ચૈતન્યના અસ્તિત્વથી આત્મા છે અને રાગના અસ્તિત્વથી આત્મા નથી-આવો ભિન્ન આત્મા બતાવ્યો છે; અહો! તેને જાણીને એવો કોણ પુરુષ છે કે જેને ભેદજ્ઞાન ન થાય?
આ શાસ્ત્રની પાંચમી ગાથામાં પણ આચાર્યદેવે કહ્યું કે ‘जदि दाएज्ज पमाणं’ જો હું શુદ્ધજ્ઞાનઘન એકત્વ-વિભક્ત એવો આત્મા તને દેખાડું તો હે શિષ્ય! તું પ્રમાણ કરજે. પ્રમાણ કરજે એટલે? એટલે કે સ્વાભિમુખ થઈ સ્વાનુભવ કરીને પ્રમાણ કરજે. ‘હું તને દેખાડું તો’ -એમ કહ્યું ને આચાર્યદેવે? મતલબ કે એને (શુદ્ધાત્માને) દેખનારો- સ્વાનુભવથી પ્રમાણ કરનારો પણ છે ત્યાં. અહો! આવી અદ્ભુત અલૌકિક વાત કરીને આચાર્યદેવે જગતને ન્યાલ કરી દીધું છે. અહા! અંતરમાં જ્યાં ખબર પડી કે અંદરમાં મોટો પ્રભુ-ચૈતન્યમહાપ્રભુ પોતે આત્મા છે ત્યારે તેની સંભાળ કરી તેનો અનુભવ કેમ ન કરે? અવશ્ય કરે જ.
જુઓ, અહી પણ સ્વાનુભવમંડિત શુદ્ધજ્ઞાનપરિણત જીવ લીધો છે; એકલો
PDF/HTML Page 3114 of 4199
single page version
સાંભળનારો લીધો નથી. અહા! એ શુદ્ધજ્ઞાનપરિણત જીવ શું કરે છે? જાણે છે. કોને? બંધ-મોક્ષને.
અહાહા...! અંદર આત્મા ચૈતન્યમહાપ્રભુ શુદ્ધજ્ઞાનપ્રકાશનો પુંજ છે. એ તો જ્ઞાનપણે પ્રકાશે કે રાગમાં અટકીને રાગને કરે ને રાગને વેદે? જે રાગ છે તે ભાવબંધ છે, અને જડ કર્મનો બંધ નિમિત્ત છે. અહીં કહે છે -જ્ઞાનપરિણત જીવ રાગ અને જડ કર્મબંધને દૂર રહી પૃથક્પણે જાણે છે.
હવે આવી વાત અત્યારે ક્યાં છે? અરે! લોકોએ તો તદ્ન સ્થૂળ કરી નાખ્યું છે. એમ કે વસ્ત્ર-લુગડાં સહિત હોય તે શ્વેતાંબર ને વસ્ત્ર-લુગડાં રહિત હોય તે દિગંબર. બાપુ! દિગંબર તો વસ્તુનું સ્વરૂપ છે. અહાહા...! અંદરમાં રાગથી નગ્ન શૂન્ય બીનમૂરત ચિન્મૂરત પ્રભુ આત્મા વિરાજી રહ્યો છે તે યથાર્થ દિગંબરસ્વરૂપ છે. અહાહા...! આવા નિજ સ્વરૂપનું અંદરમાં જેને ભાન થયું છે તે શુદ્ધજ્ઞાનપરિણત ધર્મી પુરુષ પર્યાયમાં બંધ છે તેને જાણે જ છે.
જેમ જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા એકલા જ્ઞાનપ્રકાશનો પુંજ ત્રિકાળ અસ્તિ છે, એમ રાગાદિ બંધ પણ વર્તમાન અસ્તિ છે. અવસ્થામાં બંધ છે જ નહિ એમ નથી. પણ સમ્યગ્દ્રષ્ટિ ધર્મી જીવ તે રાગાદિ બંધભાવને દૂર રહીને જાણે છે; તેમાં ભળીને તેને કરે કે તેને વેદે એમ છે નહિ.
જો રાગમાં ભળીને રાગને કરે અને રાગને વેદે તો તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે. શું કીધું? આ દયા, દાન, વ્રત, તપ આદિના જે શુભરાગના વિકલ્પ છે તેને જીવ કરે અને વેદે એમ જેણે માન્યું છે તેની તો દ્રષ્ટિ જ મિથ્યા છે કેમકે તેને રાગથી અધિક-ભિન્ન જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્માનું ભાન થયું નથી. તે તો રાગને જ એકત્વપણે કરે છે અને રાગને એકત્વપણે વેદે છે. આવા જીવની અહીં વાત નથી.
અહીં તો જેને જાણવામાં ને પ્રતીતિમાં આવ્યું કે હું રાગથી ભિન્ન પૂર્ણ જ્ઞાનઘનસ્વરૂપ ભગવાન આત્મા છું એવા શુદ્ધજ્ઞાનપરિણત જીવની વાત છે. અહાહા...! તેણે વ્યક્ત જ્ઞાનના અંશમાં એમ જાણ્યું કે આ વ્યક્તિરૂપ છે તે તો અંશ છે પણ મારી વસ્તુ તો અંદર ધ્રુવ પરિપૂર્ણ છે. ધ્રુવમાં ધ્રુવ જણાય એમ નહિ, પણ ધ્રુવના ધ્યેયે જે પરિણમન થયું તે પરિણમનમાં ધ્રુવને જાણ્યું છે. અહા! તે જ્ઞાનનો અંશ અવસ્થામાં જે રાગ અને બંધ છે તેને પણ જાણે છે. જેમ જ્ઞાન સ્વને જાણે છે તેમ જે રાગ આવે છે તેને પણ જાણે છે, બસ. હવે આવી વાત કઠણ લાગે પણ આ સત્ય વાત છે, અત્યારે તો આ સાંભળવા મળવી પણ મુશ્કેલ છે.
અહાહા...! ભગવાન આત્મા સદા જ્ઞાનસ્વરૂપી પ્રભુ પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ છે. તેનો પૂરણ આશ્રય જેને થયો તે સર્વજ્ઞ પરમાત્માને એક સમયમાં ત્રણકાળ અને ત્રણલોકનું
PDF/HTML Page 3115 of 4199
single page version
જ્ઞાન હોય છે. તેમનું શરીર નગ્ન હોય છે અને તેમને આહાર-પાણી હોતાં નથી. અહાહા...! તેઓ અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય આનંદના કર્તા-ભોક્તા છે. એ તો આવી ગયું કે ક્ષાયિકજ્ઞાન પણ નિશ્ચયથી કર્મોનું અકારક તેમ જ અવેદક છે. અહા! આવું ક્ષાયિકજ્ઞાન જેમને પ્રગટ થયું છે તેમને પરમાત્મા કહીએ. અહા! તે સર્વજ્ઞ પરમાત્મા પૂર્ણ આનંદની-અનંત આનંદની દશાના વેદનમાં રહેલા છે. તેઓ કોઈનું કાંઈ કરે કે કોઈને કાંઈ આપે એ વાત જ ક્યાં રહે છે?
હા, પણ ભગવાન કરુણા કરે કે નહિ? ભગવાન કરુણાસાગર તો કહેવાય છે? સમાધાનઃ– ના, ભગવાન કોઈની કરુણા ના કરે, ભાઈ! કરુણાનો ભાવ એ તો વિકલ્પ-રાગ છે, અને ભગવાન તો પૂરણ વીતરાગ છે. ભગવાનને કરુણાનો વિકલ્પ હોતો નથી.
તો કેવી રીતે છે! ભગવાનની ઓમ્ધ્વનિ સાંભળીને વા ભગવાનના વીતરાગસ્વરૂપને જાણીને કોઈ ભવી જીવ પોતે પોતાની કરુણા-દયા કરે અને પોતાના હિતરૂપ પ્રવર્તે તો તે ભગવાનની કરુણા-દયા છે એમ વ્યવહારથી કહેવામાં આવે છે. ભગવાન કરુણાસાગર છે એ પણ વ્યવહારનું જ કથન સમજવું. ભગવાન તો શું નિશ્ચયે કોઈ જીવ કોઈ અન્ય જીવની દયા કરી શકે એવી વસ્તુસ્થિતિ જ નથી. તેથી તો પ્રવચનસાર ગાથા ૮પ માં કહ્યું કે-
પદાર્થોનું અયથાગ્રહણ (અર્થાત્ પદાર્થોને જેમ છે તેમ સત્યસ્વરૂપે ન માનતા તેમના વિષે અન્યથા સમજણ), અને તિર્યંચ-મનુષ્યો પ્રત્યે કરુણાભાવ, તથા વિષયોનો સંગ (અર્થાત્ ઈષ્ટ વિષયો પ્રત્યે પ્રીતિ અને અનિષ્ટ વિષયો પ્રત્યે અપ્રીતિ) -આ મોહનાં લિંગો છે. બાપુ! આ તો મારગડા જુદા છે નાથ! પોતાને રાગનો કર્તા માને એ તો મિથ્યાદ્રષ્ટિ છે. અને ભગવાન પરને અને રાગને કરે અને ભોગવે એમ માને એય મિથ્યાદ્રષ્ટિ છે. સમજાણું કાંઈ...?
અહીં તો અવસ્થામાં કિંચિત્ રાગ વિદ્યમાન છે એવો શુદ્ધજ્ઞાન પરિણત ધર્મી જીવ પણ રાગનો અને પરનો અકર્તા અને અવેદક છે એમ કહે છે. સૂક્ષ્મ વાત છે પ્રભુ! શક્તિરૂપે તે આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ ત્રિકાળ છે. અહા! આવા આત્માનો આશ્રય થતાં જેને જ્ઞાન અને આનંદની રચના કરે એવું વીર્ય પર્યાયમાં જાગ્યું અને જેને અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો સ્વાદ આવ્યો એવો ધર્મી સાધક જીવ જે છે તે, કહે છે, જાણે છે; કોને? કે બંધ અને મોક્ષને.
PDF/HTML Page 3116 of 4199
single page version
શું કીધું? કે કેવળી ભગવાનને તો રાગેય નથી ને બંધેય નથી. પૂરણ વીતરાગ છે ને? પણ જેને સચ્ચિદાનંદસ્વરૂપ પૂર્ણાનંદ પ્રભુ આત્માનું અંતરમાં ભાન થયું છે એવો અંશે શુદ્ધતારૂપ પરિણમેલો ધર્મી જીવ પણ રાગનો અકારક અને અવેદક છે-એમ કહે છે. અહા! તે રાગને-બંધને જાણે છે, કરતો નથી. ધર્મી પુરુષ રાગ હોય છે તેને જ્ઞાનની દશામાં તે જાણે કે આ રાગ (બીજી ચીજ) છે, મારો છે અને તેનું વેદન મને છે એમ નહિ. અહો! ધર્મનું સ્વરૂપ આવું અલૌકિક છે ભાઈ! ધર્મી જીવ બંધને જાણે અને મોક્ષને પણ જાણે. અહાહા...! તે રાગ થાય તેને જાણે અને રાગનો અભાવ થાય તેને પણ જાણે, પણ રાગ થાય તેને વા રાગનો અભાવ થાય તેને કરે એમ નહિ. સમજાણું કાંઈ...? અહો! ચિત્ચમત્કાર પ્રભુ ભગવાન આત્માનું જેને ભાન થયું તે ધર્મી પુરુષની અંતરદશા કોઈ અદ્ભુત અલૌકિક હોય છે.
ત્યારે કલકત્તાના એક સામાયિકમાં આવ્યું છે કે-કાનજીસ્વામી તો બધાને ‘ભગવાન આત્મા’ કહીને સંબોધન કરે છે.
હા, ભાઈ! અમે તો સૌને ભગવાન આત્મા તરીકે દેખીએ છીએ, અમે તો તેને ભગવાન! બાળક, યુવાન કે વૃદ્ધપણે દેખતા જ નથી. અહાહા...! અંદરમાં તું પૂરણ જ્ઞાનાનંદસ્વરૂપ છો ને પ્રભુ! ‘ભગ’ નામ જ્ઞાનાનંદની લક્ષ્મીનો ધ્રુવ-ધ્રુવ ભંડાર એવો ભગવાન છો ને નાથ! અહો! આવા નિજસ્વરૂપને અનુભવ્યું તેની અંતરદશા અલૌકિક છે.
જુઓ, વીતરાગ સર્વજ્ઞદેવને ઇચ્છા વિના જ ૐધ્વનિ નીકળે છે. અહાહા....! ૐ .. ૐ...ૐ એમ દિવ્યધ્વનિ છૂટે છે. આવે છે ને કે-
અહાહા....! ભગવાનની વાણી આપણા જેવી ક્રમવાળી ન હોય, સર્વાંગેથી સ્ફુરતી તે નિરક્ષરી હોય છે. અહા! આવી પરમાત્માની શ્રી સીમંધરનાથની વાણી વિદેહમાંથી અહીં ભરતક્ષેત્રમાં આવી છે. અહા! તે વાણીમાં એમ આવ્યું છે કે જે શુદ્ધજ્ઞાનપરિણત જીવ છે તે બંધ અને મોક્ષને જાણે છે બસ, અહાહા...! અંતરમાં સ્વસ્વરૂપના આશ્રયે ધર્મ પ્રગટ થયો છે તે ધર્મપરિણત જીવ જે રાગ આવે તેને ય જાણે અને જે રાગ ટળે તેનેય જાણે છે, પણ રાગને કરેય નહિ અને રાગને ટાળેય નહિ. અહા! જેને અંદર જ્ઞાનચક્ષુ પ્રગટ થયું છે તે સમકિતી ધર્મી પુરુષ આવો હોય છે.
હવે કહે છે-“માત્ર બંધ-મોક્ષને નહિ, ‘कम्मुदयं णिज्जरं चेव’ શુભ-અશુભરૂપ કર્મોદયને તથા સવિપાક-અવિપાકરૂપ ને સકામ-અકામરૂપ બે પ્રકારની નિર્જરાને પણ જાણે છે.”
PDF/HTML Page 3117 of 4199
single page version
અહા! જ્યાં સુધી પૂરણ વીતરાગ સર્વજ્ઞ થયો નથી ત્યાં સુધી સાધક જીવને અંશે બાધકપણું પણ છે. કર્મના ઉદયના નિમિત્તે તેને શુભ ને અશુભ ભાવ થતા હોય છે. પણ એ બન્નેને સાધક ધર્મી જીવ માત્ર જાણે છે, કરે છે એમ નહિ. કોઈને થાય કે આ તો નવો માર્ગ કાઢયો; પણ અરે ભાઈ! આ તો અનાદિથી પરંપરામાં ચાલ્યો આવતો અનંતા તીર્થંકર ભગવંતોએ પ્રરૂપેલો સનાતન માર્ગ છે. એકવાર ધીરજ અને શાંતિથી સાંભળ તો ખરો પ્રભુ! અનાદિનો જે સત્ય માર્ગ છે તે આ છે. ભગવાન આત્મા પોતે સહજ જ જ્ઞાન-સ્વરૂપ છે તે શું કરે? બસ જાણે. અરે! અનંતકાળમાં ધર્મ શું ચીજ છે તે સમજવાની એણે દરકાર કરી નથી. કદાચિત્ સાંભળવા ગયો તો સંભળાવનારા પણ દયા, દાન, વ્રત, ભક્તિ આદિના શુભભાવથી ધર્મ થાય એવું માનનારા ને કહેનારા મળ્યા. ત્યાં એ નવું શું કરે? અરે! આમ ને આમ બિચારો સ્વરૂપને વિસારીને ચાર ગતિમાં રઝળી મર્યો છે!
જુઓને! કોઈ પાંચ-પચીસ લાખનું દાન આપે એટલે એને ધર્મધુરંધરનો ઈલ્કાબ આપી દે. શું કહેવું? આવા જીવોને ધર્મ શું ચીજ છે એની ખબર જ નથી. એક કરોડપતિ શેઠે એક વાર પચાસ હજારનું દાન દીધું તો તેને શ્રાવક-શિરોમણિનો ઈલ્કાબ આપ્યો. અરે ભાઈ! શ્રાવક-શિરોમણિ કોને કહેવાય? બિચારાઓને શ્રાવક કોને કહેવાય એનીય ખબર ન મળે! શ્રાવકની વ્યાખ્યા તો આવી છે. શું? કે-‘શ્ર’ એટલે કે વાસ્તવિક તત્ત્વસ્વરૂપ જેમ છે તેમ શ્રવણ કરીને તેની શ્રદ્ધા કરી હોય, ‘વ’ એટલે રાગથી આત્મા-પોતે ભિન્ન છે એમ વિવેક કર્યો હોય અને ‘ક’ એટલે સ્વાનુભવની ક્રિયાનો કરનારો હોય-લ્યો, આનું નામ શ્રાવક છે. ભાઈ! આ વસ્તુસ્થિતિ છે.
આ જાણીને એ કરોડપતિ શેઠ અહીં બોલ્યા, -મહારાજ! મને તો એકેય વ્રત ને પડિમા નથી, આત્માનું ભાનેય નથી. લોકોએ સમજ્યા વિના જ મને આવું ‘શ્રાવક- શિરોમણિ’ નું બિરૂદ આપ્યું.
ત્યારે કહ્યું કે ભાઈ! લોકો તો પૈસા ખર્ચે એને ધર્મ-ધુરંધર આદિ નામ આપી દે; પણ બાપુ! ધર્મનું સ્વરૂપ બહુ જુદું છે. (પૈસાથી નહિ પણ ધર્મ અંતરના આશ્રયે પ્રાપ્ત થાય છે.)
પ્રભાવનાના હેતુથી લાખો રૂપિયા દાનમાં આપે, મોટાં મંદિરો બનાવે, જિનપ્રતિમા પધરાવે ઇત્યાદિ ભાવ ગૃહસ્થને અવશ્ય આવે અને આવવા જોઈએ, પણ ત્યાં રાગની મંદતા કરી હોય તો શુભભાવને કારણે પુણ્યબંધ થાય છે પણ ધર્મ નહિ. ધર્મી જીવ તો પુણ્યના જે પરિણામ થાય તેનો અકારક અને અવેદક છે.
ભગવાન આત્મા જ્ઞાનમૂર્તિ પ્રભુ ચૈતન્યચક્ષુ છે. જેમ આંખ દ્રશ્ય પદાર્થને દેખતાં દ્રશ્યમાં જતી નથી તેમ ચૈતન્યચક્ષુ પ્રભુ આત્મા પરને જાણતાં પરમાં જતો
PDF/HTML Page 3118 of 4199
single page version
નથી, પરથી ભિન્ન રહીને પરને જાણે છે, આ સર્વ તત્ત્વજ્ઞાનનો નિચોડ છે. અજ્ઞાની એને જાણે નહિ. સમકિતી જ તેને યથાર્થ જાણે છે.
સમકિતી એકલા બંધ અને મોક્ષને જાણે એમ નહિ, તે કર્મના ઉદયે જે શુભાશુભ ભાવ થાય તેને પણ જાણે છે. ધર્મીને શુભ હોય તેમ અશુભ પણ હોય છે. ચારિત્રમોહના ઉદયમાં એને આર્ત્તધ્યાન અને રૌદ્રધ્યાનના પરિણામ પણ પોતાની કમજોરીથી થાય છે. સ્ત્રી સંબંધી વિષયનો રાગ પણ આવે છે. પરંતુ જ્ઞાની તે શુભાશુભ કર્મોદયથી પૃથક્ રહીને તેને જાણે છે. અહાહા...! જ્ઞાન શું કરે? બસ જાણે. આંખ છે તે બીજી ચીજને શું કરે? બસ દેખે; પણ આંખ બીજી ચીજને રચે કે તોડે એવું આંખનું કાર્ય નથી, તેમ જ્ઞાન શુભાશુભને કરે કે તોડે એવું જ્ઞાનનું કાર્ય નથી. સમજાણું કાંઈ....? અહાહા....! ધર્મી જીવ કર્મના ઉદયને જાણે, કર્મના ઉદયે જે શુભાશુભ ભાવ થાય તેનેય જાણે અને દેહની જે ક્રિયા થાય તેને પણ જાણે છે; કેમકે જ્ઞાની પોતાની જ્ઞાનભૂમિકામાં રહ્યો છે પણ તે રાગની ભૂમિકામાં પ્રવેશતો જ નથી. લ્યો, આવી વાત!
નાની ઉંમરમાં મૂળજી નામે એક બ્રાહ્મણ અમારી પડોશમાં રહેતા. અમારી બા ભૂંભલીના હતાં. તેઓ પણ ભૂંભલીના વતની હતા. અમે તેમને મૂળજી મામા કહીને બોલાવતા. તેઓ સવારમાં વહેલા ઉઠીને નાહ્યા બાદ બોલતા કે-
આમ બોલતા. ૭૭ વર્ષ પહેલાંની આ વાત છે. તે વખતે અમે તો નાના બાળક હતા; પણ અમને લાગેલું કે મામા બોલે છે કાંઈક જાણવા જેવું. મામાને તો ક્યાં ખબર હતી કે એમાં શું ભાવ છે? પણ અમને ખ્યાલ રહી ગયો કે મામા બોલે છે કાંઈક રહસ્ય ભર્યું. લ્યો, એ રહસ્ય આ કે- અનુભવી એટલે સમ્યગ્દ્રષ્ટિ-ધર્મી-જ્ઞાની- તેને તો બસ એટલું કે આનંદમાં સદા રહેવું. ભલે શરીર હો, સગાં હો, પરિવાર હો-એ બધું ભલે રહ્યું એના ઘરે, -અનુભવીને તો બસ એટલું કે સદાય અતીન્દ્રિય આનંદના અનુભવમાં મસ્ત રહેવું. ભગવાન આત્મા પરિબ્રહ્મ નામ સમસ્ત પ્રકારે આનંદનો નાથ છે. અહાહા..! આવો જે પોતાનો આત્મા છે તેને ભજવો-અનુભવવો બસ એ એક જ ધર્મીનું કાર્ય છે. આવી વાત!
અહીં પણ એમ કહે છે કે ચોથા ગુણસ્થાને સમકિતી ધર્માત્મા, તેને કર્મના ઉદયના નિમિત્તે જે જે શુભ-અશુભ ભાવ આવે છે તેનો તે અકારક અને અવેદક છે, માત્ર તેને તે ભિન્ન રહીને જાણે છે. અહાહા...! મિથ્યાદ્રષ્ટિ કર્મોદયમાં અને શુભાશુભભાવમાં એકરૂપ-તદ્રૂપ થઈને તેનો કર્તા ને ભોક્તા થાય છે જ્યારે સમ્યગ્જ્ઞાની ધર્મી પુરુષ તેને દૂરથી માત્ર જાણે છે, તેમાં એકરૂપ થતો નથી.
PDF/HTML Page 3119 of 4199
single page version
જ્ઞાની કર્મોદયને જાણે છે તેમ સવિપાક-અવિપાક નિર્જરાને પણ જાણે છે; કરે છે એમ નહિ. સૂક્ષ્મ વાત ભાઈ! આત્મા એકલા જ્ઞાન અને આનંદસ્વરૂપ છે. અહા! આવું જેને અંતરમાં ભાન થયું તે જ્ઞાતા-દ્રષ્ટા થયો, જાણનાર-દેખનાર થયો. વસ્તુ સહજ જ્ઞાતા- દ્રષ્ટા સ્વભાવી છે. તેનું ભાન થતાં વર્તમાન, દશામાં જ્ઞાતા-દ્રષ્ટાપણું આવ્યું-પ્રગટયું. અહા! આવો જ્ઞાની અહીં કહે છે, સવિપાક-અવિપાકરૂપ ને સકામ-અકામરૂપ-એમ બે પ્રકારની નિર્જરાને બસ જાણે છે.
જુઓ, વર્તમાનમાં આ મનુષ્યગતિ છે છતાં ત્યાં અંદર નરકગતિ, દેવગતિ આદિ ચાર ગતિનો ઉદય હોય છે. પૂર્વનાં બાંધેલાં કર્મ પડયાં છે તેથી દેવગતિનો ઉદય તો આવે છે પણ તે ખરી જાય છે. તેને સવિપાક નિર્જરા કહે છે. એની મેળે પાક આવીને કર્મ ખરી ગયાં તેને જ્ઞાની જાણે છે. આત્માનું ભાન થતાં શાંતિ અને આનંદનું પરિણમન થયું છે તે જીવને પૂર્વે બાંધેલાં ગતિ આદિ કર્મો હોય તે ઉદયમાં આવીને ખરી જાય તેને સવિપાક નિર્જરા કહે છે અને જ્ઞાની તેને જાણે છે. વિપાક એટલે કર્મનું ફળ દઈને ખરી જવું. સ્થિતિ પૂરી થયે ઉદયમાં આવીને કર્મનું ખરી જવું તેનું નામ સવિપાક નિર્જરા છે. વિપાક એટલે વિશેષે પાક, સત્તામાં કર્મ પડયાં છે તે પાક આવીને ખરી જાય તે સવિપાક નિર્જરાને જ્ઞાની જાણે છે.
હવે બીજી વાતઃ અવિપાક નિર્જરાઃ ભગવાન જ્ઞાનાનંદસ્વરૂપી આત્માના અનુભવમાં પુરુષાર્થ કરતાં આત્મા-પોતે જ્ઞાતા-દ્રષ્ટા થયો. આવા સ્વરૂપના ભાનમાં ઉગ્ર પુરુષાર્થ હોતાં કર્મ ઉદયમાં ન આવે, આવવાની યોગ્યતા છે પણ તત્કાલ ઉદયમાં આવ્યું નહિ અને ખરી જાય તેને અવિપાક નિર્જરા કહે છે. વર્તમાન અહીં મનુષ્ય ગતિનો ઉદય છે. વર્તમાન એક ગતિ વિપાકપણે છે, બીજી ત્રણ વિપાકપણે નથી; પણ અંદર ઉદયમાં આવ્યા વિના ખરી જાય તે અવિપાક નિર્જરાને જ્ઞાની જાણે છે. આનંદનો નાથ પ્રભુ ત્રિકાળી આત્મા છે તેમાં અંતઃપુરુષાર્થ કરવામાં આવતાં કર્મ પુરુષાર્થથી ખરી જાય તેને અવિપાક નિર્જરા કહે છે; તેને પણ જ્ઞાની પુરુષ બસ જાણે છે, કરે છે એમ નહિ, સમજાણું કાંઈ....?
સકામ-અકામરૂપ બે પ્રકારની નિર્જરાને પણ જ્ઞાની જાણે છે. અહો! ધર્મી જીવ જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવે પરિણમે છે. તેને રોજ દસ વાગે ભોજન લેવાનો ટાઈમ હોય પણ પ્રસંગવશ કોઈ વાર મોડું થાય ને બપોરે બે ત્રણ વાગે ભોજન લેવાનું બને તો ત્યાં તે આકુળ-વ્યાકુળ થતો નથી પણ સમભાવથી સહન કરે છે. ત્યારે જે નિર્જરા થાય છે તે અકામ નિર્જરા છે. અજ્ઞાનીને પણ અકામ નિર્જરા થતી હોય છે પણ તે સમભાવપૂર્વક હોતી નથી. અહીં કહે છે-જ્ઞાની તેને જે અકામ નિર્જરા થાય છે તેને જાણે છે, કરે છે એમ નહિ.
PDF/HTML Page 3120 of 4199
single page version
વળી સમકિતીને પુરુષાર્થપૂર્વક તપ વગેરે દ્વારા જે નિર્જરા થાય છે તે સકામ નિર્જરા છે. તેના પણ જ્ઞાની જ્ઞાતા છે, કર્તા નથી. અહા! રાગ થાય તેનેય જ્ઞાની જાણે, કરે નહિ; અને રાગ ટળે તેનેય જ્ઞાની જાણે પણ કરે નહિ. અહા! જ્ઞાતાસ્વભાવે પરિણમેલા જ્ઞાની-ધર્મી જીવની અંતર દશા અદ્ભુત અલૌકિક હોય છે.
લોકો તો બહાર દાનાદિમાં પૈસા ખરચે અને વ્રતાદિમાં રાગની મંદતાએ પરિણમે એટલે ધર્મ થવાનું માને છે. પણ ભાઈ! ધર્મનું એવું સ્વરૂપ નથી. ધર્મ તો અંતરની ચીજ છે અને તે શુદ્ધ જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવના આશ્રયે પ્રગટ થાય છે. હવે આવું કઠણ પડે તોય બાપુ! સત્ય તો આ જ છે.
જેમ ભગવાન કેવળીનો આત્મા એક જ્ઞાનમાત્ર ભાવમાં તન્મય છે તેમ ધર્મી સમકિતી પણ એક જ્ઞાનમાત્રભાવમાં તન્મય વર્તે છે. અહાહા...! જુઓ તો ખરા! ભગવાનનું એ સમોસરણ, એ બારસભા, એ દિવ્યધ્વનિ! ઓહોહોહો...! એકલા પુણ્યના ઢગલા!! પણ બાપુ! ભગવાન એના કાંઈ કર્તા નથી. ભગવાન એમાં ક્યાંય પ્રવેશ્યા- સ્પર્શ્યા નથી. ‘ભગવાનની વાણી’ -એ તો એમ ઉપચારથી કહેવાય છે, વાણીના કાળમાં ભગવાન કેવળીનું જ્ઞાન નિમિત્ત છે બસ એટલું જ્ઞાન કરાવવા ઉપચારથી ‘ભગવાનની વાણી’ -એમ કહેવાય છે. બાકી વાણી આદિના કર્તા-ભોક્તા ભગવાન નથી. અહા! આવા જ્ઞાનસ્વરૂપે ભગવાનને જે ઓળખે તે જ ભગવાનને યથાર્થ ઓળખે છે.
તીર્થંકરોને વાણીનો અદ્ભુત દિવ્ય યોગ હોય છે-એ ખરું, બીજાને તેવી વાણી હોય નહિ; છતાં તે વાણી જડ વર્ગણાઓનું પરિણમન છે, ભગવાનનું તે કાર્ય નથી. વાણી કાર્ય અને ક્ષાયિકજ્ઞાન તેનું કર્તા-એમ છે નહિ. વળી ગણધરદેવને, તે વાણીના કાળમાં જે બાર અંગરૂપ ભાવશ્રુતજ્ઞાન ખીલ્યું ત્યાં વાણી કર્તા ને ગણધરનું જ્ઞાન તેનું કાર્ય-એમ પણ છે નહિ. અહાહા...! શું જ્ઞાનનો નિરાલંબી સ્વભાવ! જ્ઞાન વાણીને ઉપજાવે નહિ અને વાણીથી જ્ઞાન ઉપજે નહિ. ભલે દિવ્યધ્વનિ થવામાં ભગવાન કેવળીનું કેવળજ્ઞાન જ નિમિત્તરૂપ હોય, અજ્ઞાનીનું જ્ઞાન નિમિત્ત ન હોય, તોપણ તેથી કાંઈ જ્ઞાનને અને વાણીને કર્તાકર્મપણું છે એમ છે નહિ. બન્નેય તત્ત્વો જુદાં જુદાં જ છે. લ્યો, આવી વાત છે.
જો એમ છે કે આત્મા બોલતો નથી તો લ્યો, હવે અમે નહિ બોલીએ; મૌન જ રહીશું.
અરે ભાઈ! પહેલાં પણ તું ક્યાં બોલતો હતો તે હવે બોલવાની ના પાડે છે? હું વાણી નહિ બોલું અર્થાત્ ભાષાને નહિ પરિણમાવું-એમ માને એને પણ જડની કર્તાબુદ્ધિ ઊભી જ છે. બાપુ! જેમ ભાષા બોલાય એ જડની ક્રિયા છે તેમ ભાષા