Pravachan Ratnakar (Gujarati). Gatha: 316-318 ; Kalash: 197-198.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 155 of 210

 

PDF/HTML Page 3081 of 4199
single page version

ગાથા–૩૧૬
अण्णाणी कम्मफलं पयडिसहावट्ठिदो दु वेदेदि।
णाणी पुण कम्मफलं जाणदि उदिदं ण वेदेदि।। ३१६।।
अज्ञानी कर्मफलं प्रकृतिस्वभावस्थितस्तु वेदयते।
ज्ञानी पुनः कर्मफलं जानाति उदितं न वेदयते।। ३१६।।
હવે આ અર્થને ગાથામાં કહે છેઃ-
અજ્ઞાની વેદે કર્મફળ પ્રકૃતિસ્વભાવે સ્થિત રહી,
ને જ્ઞાની તો જાણે ઉદયગત કર્મફળ, વેદે નહીં. ૩૧૬.
ગાથાર્થઃ– [अज्ञानी] અજ્ઞાની [प्रकृतिस्वभावस्थितः तु] પ્રકૃતિના સ્વભાવમાં

સ્થિત રહ્યો થકો [कर्मफलं] કર્મફળને [वेदयते] વેદે (ભોગવે) છે [पुनः ज्ञानी] અને જ્ઞાની તો [उदितं कर्मफलं] ઉદિત (ઉદયમાં આવેલા) કર્મફળને [जानाति] જાણે છે, [न वेदयते] વેદતો નથી.

ટીકાઃ– અજ્ઞાની શુદ્ધ આત્માના જ્ઞાનના અભાવને લીધે સ્વપરના એકત્વજ્ઞાનથી,

સ્વપરના એકત્વદર્શનથી અને સ્વપરની એકત્વપરિણતિથી પ્રકૃતિના સ્વભાવમાં સ્થિત હોવાથી પ્રકૃતિના સ્વભાવને પણ ‘હું’ પણે અનુભવતો થકો (અર્થાત્ પ્રકૃતિના સ્વભાવને પણ ‘આ હું છું’ એમ અનુભવતો થકો) કર્મફળને વેદે છે-ભોગવે છે; અને જ્ઞાની તો શુદ્ધ આત્માના જ્ઞાનના સદ્ભાવને લીધે સ્વપરના વિભાગજ્ઞાનથી, સ્વપરના વિભાગદર્શનથી અને સ્વપરની વિભાગપરિણતિથી પ્રકૃતિના સ્વભાવથી નિવર્તેલો (-ખસી ગયેલો, છૂટી ગયેલો) હોવાથી શુદ્ધ આત્માના સ્વભાવને એકને જ ‘હું’ પણે અનુભવતો થકો ઉદિત કર્મફળને, તેના જ્ઞેયમાત્રપણાને લીધે, જાણે જ છે, પરંતુ તેનું ‘હું’ પણે અનુભવાવું અશક્ય હોવાથી, (તેને) વેદતો નથી.

ભાવાર્થઃ– અજ્ઞાનીને તો શુદ્ધ આત્માનું જ્ઞાન નથી તેથી જે કર્મ ઉદયમાં આવે તેને

જ તે પોતારૂપ જાણીને ભોગવે છે; અને જ્ઞાનીને શુદ્ધ આત્માનો અનુભવ થઈ ગયો છે તેથી તે પ્રકૃતિના ઉદયને પોતાનો સ્વભાવ નહિ જાણતો થકો તેનો જ્ઞાતા જ રહે છે, ભોક્તા થતો નથી.

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

PDF/HTML Page 3082 of 4199
single page version

(शार्दूलविक्रीडित)
अज्ञानी प्रकृतिस्वभावनिरतो नित्यं भवेद्वेदको
ज्ञानी तु प्रकृतिस्वभावविरतो नो जातुचिद्वेदकः।
इत्येवं नियमं निरूप्य निपुणैरज्ञानिता त्यज्यतां
शुद्धैकात्ममये महस्यचलितैरासेव्यतां ज्ञानिता।।
१९७।।
શ્લોકાર્થઃ– [अज्ञानी प्रकृति–स्वभाव–निरतः नित्यं वेदकः भवेत्] અજ્ઞાની

પ્રકૃતિસ્વભાવમાં લીન-રક્ત હોવાથી (-તેને જ પોતાનો સ્વભાવ જાણતો હોવાથી-) સદા વેદક છે, [तु] અને [ज्ञानी प्रकृति–स्वभाव–विरतः जातुचित् वेदकः नो] જ્ઞાની તો પ્રકૃતિસ્વભાવથી વિરામ પામેલો-વિરક્ત હોવાથી (-તેને પરનો સ્વભાવ જાણતો હોવાથી-) કદાપિ વેદક નથી. [इति एवं नियमं निरूप्य] આવો નિયમ બરાબર વિચારીને-નક્કી કરીને [निपुणैः अज्ञानिता त्यज्यताम्] નિપુણ પુરુષો અજ્ઞાનીપણાને છોડો અને [शुद्ध– एक–आत्ममये महसि] શુદ્ધ-એક-આત્મામય તેજમાં [अचलितैः] નિશ્ચળ થઈને [ज्ञानिता आसेव्यताम्] જ્ઞાનીપણાને સેવો. ૧૯૭.

*
સમયસાર ગાથા ૩૧૬ઃ મથાળું
હવે આ અર્થને ગાથામાં કહે છેઃ-
* ગાથા ૩૧૬ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘અજ્ઞાની શુદ્ધ આત્માના જ્ઞાનના અભાવને લીધે સ્વપરના એકત્વજ્ઞાનથી, સ્વપરના એકત્વદર્શનથી અને સ્વપરની એકત્વપરિણતિથી પ્રકૃતિના સ્વભાવમાં સ્થિત હોવાથી પ્રકૃતિના સ્વભાવને પણ ‘હું’ પણે અનુભવતો થકો (અર્થાત્ પ્રકૃતિના સ્વભાવને પણ ‘આ હું છું’ એમ અનુભવતો થકો) કર્મફળને વેદે છે- ભોગવે છે;...’

આત્મા ચિદાનંદઘન પ્રભુ એકલું આનંદનું દળ છે. અહાહા...! જ્ઞાનાનંદરસનો સમુદ્ર પ્રભુ આત્મા છે. આવા પોતાના ધ્રુવ સ્વરૂપને નહિ ઓળખવાથી તેને અનાદિથી સ્વરૂપનું અજ્ઞાન છે. તેથી અજ્ઞાનવશ રાગ તે હું છું એમ માનતો થકો તે સ્વપરના એકત્વજ્ઞાનથી, સ્વપરના એકત્વદર્શનથી અને સ્વપરની એકત્વપરિણતિથી પ્રકૃતિના સ્વભાવમાં સ્થિત થયો છે. ભાઈ! આ પુણ્ય-પાપનાં જે ભાવ થાય છે તે પ્રકૃતિનો સ્વભાવ છે. અહા! પ્રકૃતિના સ્વભાવમાં ઊભેલો તે પ્રકૃતિના સ્વભાવને ‘હું’ પણે અનુભવતો થકો કર્મફળને વેદે છે-ભોગવે છે.

અરે ભાઈ! ચોરાસી લાખના અવતારનો ઘોરાતિઘોર દુઃખોથી ભરેલો આ


PDF/HTML Page 3083 of 4199
single page version

ભવસિંધુ અપાર છે. અસંખ્ય જોજન ઉપર, અસંખ્ય જોજન નીચે-એમ એને ઉપજવાનાં સ્થાન અનંત છે; સ્થૂળપણે અસંખ્ય છે, અને એથીય સ્થૂળપણે ચોરાસી લાખ યોનિ છે. અહા! સ્વપરની એકત્વબુદ્ધિરૂપ મિથ્યાદશાને કારણે એણે લસણ, ડુંગળી, કીડા, કાગડા ને નરક-નિગોદ ઇત્યાદિના અનંત દુઃખમય ભવ કર્યા છે. શું થાય? ભાઈ! મિથ્યાત્વનું ફળ આવું બહુ આકરું છે બાપુ! ક્ષણિક વિકારની-શુભાશુભ રાગની દશાને નિજ સ્વરૂપ માની લે એનું ફળ બહુ આકરું છે પ્રભુ!

અરે ભાઈ! મિથ્યાત્વનું ફળ શાસ્ત્રમાં નિગોદ કહ્યું છે. તને ખબર નથી પણ નરકના દુઃખ કરતાં નિગોદનું દુઃખ અનંતગણું છે. નિગોદનો જીવ શક્તિએ તો પૂર્ણ જ્ઞાનાનંદઘન છે, પણ તેની જ્ઞાનની વર્તમાન પર્યાયમાં અક્ષરના અનંતમા ભાગ જેટલું અલ્પજ્ઞાન હોય છે. અહા! કેવી હીન દશા! અને એને જે પારાવાર દુઃખનું વેદન હોય છે તેને કેમ કહીએ?

અહા! પોતે અંદર સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન છે. આવા વાસ્તવિક નિજ-સ્વરૂપને નહિ માનતાં હું રાગનો કરનારો રાગી છું, રાગનો ભોગવનારો ભોક્તા છું એમ જે પોતાને આળ આપે છે, પોતાની છતી ચીજને અછતી કરી દે છે તે તેના ફળમાં નિગોદના સ્થાનમાં ઉપજે છે. હું રાગનો કર્તા-ભોક્તા છું એમ માનનાર પોતાની હયાતીને (-શુદ્ધ ચૈતન્યસત્તાને) માનતો નથી. અને જે પોતાની હયાતીને માનતો નથી તે એના ફળમાં નિગોદમાં ઉપજે છે જ્યાં દુનિયાના લોકો પણ એની હયાતીને માનવા તૈયાર ન થાય. શું થાય? આમાં કોઈનું કાંઈ ચાલે એમ નથી.

અહીં ભોક્તાપણાની વાત છે. સ્વરૂપથી તો આત્મા અભોક્તા છે. પરંતુ શરીર, મન, વાણી, ધન-સંપત્તિ, આબરૂ ઇત્યાદિ સાનુકૂળ પદાર્થોને દેખીને જે હરખ થાય છે તેને ‘હું’ પણે અનુભવતો જીવ અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ છે. પાપી છે. આ કસાઈખાનાં માંડે એ ભાવ તો પાપ છે જ, એ ભાવ વડે જીવ પાપી છે; પરંતુ આ દયા, દાનના જે ભાવ થાય તેય કષાયભાવ છે, રાગ છે અને તેને ‘હું’ પણે જે અનુભવે તે જીવ પણ મિથ્યાદ્રષ્ટિ પાપી છે. લોકોને હવે આવી વાત કેમ બેસે? આ તો ધીરાનાં કામ બાપુ! કહે છે ને કે- પ્રકૃતિના સ્વભાવને ‘હું’ પણે અનુભવતો જીવ કર્મફળને વેદે છે, ઝેરને વેદે છે.

ભગવાન આત્મા અમૃતનો સાગર પ્રભુ છે. તેને ભૂલીને જ્યાં સુધી પરમાં- રાગાદિમાં સુખબુદ્ધિ છે અને પ્રકૃતિના સ્વભાવને-શુભાશુભ રાગને ‘હું’ પણે જીવ અનુભવે છે ત્યાં સુધી તે મિથ્યાદ્રષ્ટિ થયો થકો કર્મફળને ભોગવે છે અને નવા નવા કર્મબંધને કરે છે. આવી વાત છે. હવે કહે છે-

‘અને જ્ઞાની તો શુદ્ધ આત્માના જ્ઞાનના સદ્ભાવને લીધે સ્વપરના વિભાગ-


PDF/HTML Page 3084 of 4199
single page version

જ્ઞાનથી, સ્વપરના વિભાગદર્શનથી અને સ્વપરની વિભાગપરિણતિથી પ્રકૃતિના સ્વભાવથી નિવર્તેલો (-ખસી ગયેલો, છૂટી ગયેલો) હોવાથી શુદ્ધ આત્માના સ્વભાવને એકને જ ‘હું’ પણે અનુભવતો થકો ઉદિત કર્મફળને, તેના જ્ઞેયમાત્રપણાને લીધે, જાણે જ છે, પરંતુ તેનું ‘હું’ પણે અનુભવાવું અશક્ય હોવાથી, (તેને) વેદતો નથી.’

જુઓ, અહીં ‘જ્ઞાની તો...’ એમ કહ્યું ને? ત્યાં ઘણું (ક્ષયોપશમ) જ્ઞાન હોય તે જ્ઞાની એમ વાત નથી. પરંતુ રાગથી ભિન્ન ચિદાનંદકંદ પ્રભુ આત્માને સ્વપણે જાણે- અનુભવે તેને અહીં જ્ઞાની કહ્યો છે. ચોથા ગુણસ્થાનથી ધર્મી જીવને જ્ઞાની કહેવામાં આવે છે, કેમકે તેને અંતરમાં સ્વપરનું ભેદજ્ઞાન થયું છે. બાકી કોઈ ૧૧ અંગ અને નવ પૂર્વ ભણ્યો હોય પણ જો એને પરમાં ને રાગમાં સુખબુદ્ધિ હોય તો તે અજ્ઞાની છે. અહા! જ્ઞાની તો એને કહીએ કે જેને અંદર અતીન્દ્રિય આનંદનો રસકંદ પ્રભુ આત્મા છે એનું વેદન-આસ્વાદન હોય છે. કેવો છે તે આસ્વાદ? તો કહે છે-તે અતીન્દ્રિય આનંદના આસ્વાદ આગળ ઇન્દ્ર-ઇન્દ્રાણીના ભોગ-વૈભવ પણ સડેલા મીંદડાના શરીર જેવા તુચ્છ ભાસે છે. લ્યો, અતીન્દ્રિય આનંદના રસનો રસિયો આવો જ્ઞાની હોય છે.

અહીં કહે છે- ‘જ્ઞાની તો શુદ્ધ આત્માના જ્ઞાનના સદ્ભાવને લીધે સ્વપરના વિભાગજ્ઞાનથી,...’ જોયું? જ્ઞાનીને શુદ્ધ આત્માના જ્ઞાનનો સદ્ભાવ છે. એટલે શું? કે આ શુદ્ધ ચૈતન્યના ધ્રુવ પ્રવાહરૂપ-ચૈતન્ય...ચૈતન્ય...ચૈતન્ય...એવા ચૈતન્યના ધ્રુવ પ્રવાહરૂપ જે આત્મા છે તે હું છું એમ જ્ઞાની અનુભવે છે; અને તેથી આ જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવ તે હું સ્વ અને જે રાગાદિ વિકાર છે તે પર છે એમ સ્વપરનું એને વિભાગજ્ઞાન નામ ભેદજ્ઞાન થયેલું છે. અહા! જ્ઞાની આવા ભેદજ્ઞાન વડે પ્રકૃતિના સ્વભાવથી નિવર્ત્યો છે. અહાહા....! હું રાગથી ભિન્ન અને નિજ ચૈતન્યસ્વભાવથી અભિન્ન છું એવું ભેદજ્ઞાન થયું હોવાથી જ્ઞાની પ્રકૃતિના સ્વભાવથી નિવર્તી ગયો છે.

તેવી રીતે આ જ્ઞાનાનંદસ્વરૂપ અંદર ભગવાન છે તે હું સ્વ અને આ હરખશોક ને રાગાદિ વિભાવ તે પર-એમ બેના વિભાગદર્શનથી સમ્યગ્દ્રષ્ટિ થયો થકો તે પ્રકૃતિના સ્વભાવથી નિવર્તેલો છે. શું કીધું? સ્વપરની વિભાગદ્રષ્ટિ વડે જ્ઞાની પ્રકૃતિના સ્વભાવથી હઠી ગયો છે. વળી તે સ્વપરની વિભાગપરિણતિથી પ્રકૃતિના સ્વભાવથી ખસી ગયેલો છે. અહાહા...! સ્વઆશ્રયે પ્રગટ નિર્મળ વીતરાગ પરિણતિ તે સ્વની પરિણતિ છે અને રાગની પરિણતિ તે પરપરિણતિ છે. આમ બે પરિણતિના વિભાગ વડે જે સંયત થયો છે તે જ્ઞાની પ્રકૃતિના સ્વભાવથી નિવર્તેલો છે. છે? અંદર પાઠમાં છે કે નહિ? આ પ્રમાણે ધર્મી-જ્ઞાની પુરુષ સ્વપરના વિભાગજ્ઞાનથી, સ્વપરના વિભાગદર્શનથી


PDF/HTML Page 3085 of 4199
single page version

અને સ્વપરની વિભાગપરિણતિથી પ્રકૃતિના સ્વભાવથી નિવર્તેલો છે, હઠી ગયેલો છે.

આ તો વીતરાગનો મારગ ભાઈ! એની જ્યારે ગણધરદેવ વ્યાખ્યા કરે ત્યારે એની શી વાત! કેવળીના મુખમાંથી ૐવાણી ઝરે અને એની ભગવાન ગણધર ગૂંથણી કરે એ તો અલૌકિક વાત છે ભાઈ! અહાહા...! કેવળજ્ઞાનના નિમિત્તે છૂટતી એ વાણી દિવ્ય અલૌકિક હોય છે. વાણી તો વાણી ના કારણે છુટે છે, ભગવાન સર્વજ્ઞદેવ એના કર્તા નથી, સર્વજ્ઞ તો માત્ર તેમાં નિમિત્ત છે અને તેથી એને ભગવાનની વાણી કહે છે. અહા! એ ભગવાનની વાણીમાં જે વિસ્તાર આવે એ આશ્ચર્યકારી અને અલૌકિક હોય છે. અહા! એને ગણધરો, ઇન્દ્રો, નરેન્દ્રો નમ્રીભૂત થઈ બહુ વિનય ભક્તિપૂર્વક એકચિત્તે સાંભળે. અહા! એ વાણીની ઉંડપ અને ગંભીરતાનું શું કહેવું! અપાર... અપાર ગંભીર બાપુ!

અહીં આ પંચમ આરાના મુનિવર એને (-ભગવાનની વાણીને) સાદી ભાષામાં કહે છે કે- જ્ઞાની ભેદજ્ઞાન આદિ વડે પ્રકૃતિના સ્વભાવથી નિવર્તેલો છે. આ તો ભાષા છે બાપુ! બાકી ભાવ તો એનો જે છે તે અતિ ગંભીર છે. ખેંચાય એટલો ખેંચવો, સમજાય એટલો સમજવો બાપુ! શું કહે છે? કે અજ્ઞાની સ્વપરના એકત્વજ્ઞાન આદિ વડે પ્રકૃતિના સ્વભાવમાં સ્થિત થયેલો છે, જ્યારે જ્ઞાની સ્વપરના ભેદજ્ઞાન આદિ વડે પ્રકૃતિના સ્વભાવથી નિવર્તેલો છે. સ્વપરની વિભાગપરિણતિથી અર્થાત્ શુદ્ધ ચૈતન્યની વીતરાગી પરિણતિથી જ્ઞાની સંયતપણે પરિણત છે. અહાહા...! વીતરાગપરિણતિએ પરિણમેલો તે ધર્મી સંયમી પુરુષ છે. સમજાય છે કાંઈ....?

આ પ્રમાણે જ્ઞાની પ્રકૃતિના સ્વભાવથી નિવર્તેલો હોવાથી શુદ્ધ આત્માના સ્વભાવને એકને જ ‘હું’ પણે અનુભવે છે, અને ઉદિત કર્મફળને તો, અન્યજ્ઞેયની જેમ, પરજ્ઞેયપણે જાણે જ છે, ભોગવતો નથી. કિંચિત્ હરખશોકના પરિણામ થાય તેને જ્ઞાની પરજ્ઞેયપણે જાણે જ છે, વેદતો-ભોગવતો નથી, કેમકે તેનું ‘હું’ પણે અનુભવાવું અશક્ય છે.

તો શું જ્ઞાનીને હરખશોકનું વેદન બીલકુલ હોતું જ નથી? જ્ઞાનીને હરખશોકનું વેદન હોતું જ નથી એમ વાત નથી, તેને કિંચિત્ હરખશોકનું વેદન છે; પરંતુ તેને અંતરમાં સ્વભાવની અધિકતા છે, તો સ્વભાવને મુખ્ય કરીને, અને રાગનું વેદન છે તેને ગૌણ ગણીને તે રાગને વેદતો નથી એમ અહીં કહ્યું છે. કિંચિત્ રાગનું એને પરિણમન છે, તો એટલું એને વેદન પણ છે, પણ એને વ્યવહાર ગણી, અસત્યાર્થ કહી, તેનું વેદન નથી એમ અહીં કહ્યું છે. કર્મફળને-હરખશોકને અને આત્મસ્વભાવને એમ બેને નહિ પણ આત્મસ્વભાવને એકને જ જ્ઞાની ‘હું’ પણે અનુભવે છે એમ અહીં સિદ્ધ કરવું છે. સમજાય છે કાંઈ....?


PDF/HTML Page 3086 of 4199
single page version

પ્રવચનસારમાં છેલ્લે ૪૭ નયનો અધિકાર છે. ત્યાં કર્તાનય અને ભોક્તાનય-એમ બે નય જ્ઞાનીને હોય છે એની વાત છે. ત્યાં કહ્યું છે-

“આત્મદ્રવ્ય કર્તૃનયે, રંગરેજની માફક, રાગાદિપરિણામનું કરનાર છે.” “આત્મદ્રવ્ય ભોક્તૃનયે સુખદુઃખાદિનું ભોગવનાર છે, હિતકારી-અહિતકારી અન્નને ખાનાર રોગીની માફક.”

અહા! જેટલો વ્યવહારરત્નત્રયના મહાવ્રતાદિના વિકલ્પરૂપે જ્ઞાની પરિણમે છે તેટલા પરિણામનો તે કર્તાનયે કર્તા છે, પણ તે મારું સ્વ છે અને કરવાલાયક છે એમ નહિ. તેવી રીતે જેટલો હરખભાવ આવી જાય તેટલા પરિણામનો તે ભોક્તા પણ છે; તે ભોગવવા લાયક છે એમ સુખબુદ્ધિ એમાં જ્ઞાનીને નથી. અસ્થિરતાથી ભોગવવાના પરિણામ છે તેથી તેને ભોક્તા કહે છે, અહીં એ વાત નથી. અહીં તો કહે છે-જ્ઞાની ઉદિત કર્મફળને જાણે જ છે, પણ એનું ‘હું’ પણે અનુભવાવું અશક્ય હોવાથી વેદતો નથી. અહાહા....! જ્ઞાની હરખશોકના પરિણામનો ભોક્તા નથી; કેમકે તેને હરખશોકના પરિણામનું ‘હું’ પણે અનુભવાવું અશક્ય છે. ઉદિત કર્મફળ મારું સ્વ છે એમ જ્ઞાની કદીય અનુભવી શકતા નથી.

ભાઈ! આ તારી દયા પાળવાની વાત ચાલે છે. પોતે જેવડો છે તેવડો સ્વીકારીને, રાગથી ભિન્ન પડી સ્વસ્વરૂપમાં એકાગ્ર થઈ ઠરવું એનું નામ પોતાની દયા-સ્વદયા છે. અંદર વીતરાગમૂર્તિ પોતે આત્મા છે તેમાં નિમગ્ન થઈ વીતરાગપરિણતિએ પરિણમે તે જીવદયા નામ સ્વદયા છે. બાકી પરની દયા કોણ પાળી શકે છે? પરની દયા પાળવાનો વિકલ્પ આવે પણ તેને ‘હું’ પણે જ્ઞાની અનુભવતા નથી અને પરનું (ટકવારૂપ) પરિણમન તો જેમ થવું હોય તેમ તે કાળે થાય છે, તેનો કોઈ (બીજો) કર્તા નથી.

ભાઈ! જગતની પ્રત્યેક વસ્તુ-આત્મા કે પરમાણુ કોઈપણ સમયમાં નકામી (- પરિણમન વિનાની ખાલી) નથી. દરેક દ્રવ્ય, દરેક આત્મા ને પરમાણુ પ્રતિસમય પોતાની પર્યાયરૂપ કાર્ય કર્યા જ કરે છે; કાર્ય વિના કોઈ વસ્તુ કોઈ કાળે ખાલી હોય જ નહિ. જો આમ છે તોપછી પરનું કાર્ય, પરની દયા તું કેમ કરી શકે? ન કરી શકે.

અહા! જેણે રાગથી ભિન્ન પડીને અંદર ભેદજ્ઞાન પ્રગટ કર્યું તે જ્ઞાનનો બળિયો મોક્ષપંથે ચઢયો છે; તે હવે પાછો નહિ ફરે, મોક્ષ કરીને જ રહેશે. અહા! આવો ધર્મી પુરુષ, અહીં કહે છે, પ્રકૃતિના સ્વભાવથી ખસી ગયેલો હોવાથી, એક સ્વસ્વભાવને જ- ચિન્માત્રભાવને જ ‘હું’ પણે અનુભવે છે; ઉદિત કર્મફળને તો એ માત્ર જાણે જ છે, ભોગવતો નથી કેમકે તે મારું છે એવી દ્રષ્ટિનો એને અભાવ થઈ ગયો છે.


PDF/HTML Page 3087 of 4199
single page version

* ગાથા ૩૧૬ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘અજ્ઞાનીને તો શુદ્ધ આત્માનું જ્ઞાન નથી તેથી જે કર્મ ઉદયમાં આવે તેને જ તે પોતારૂપ જાણીને ભોગવે છે; અને જ્ઞાનીને શુદ્ધ આત્માનો અનુભવ થઈ ગયો છે તેથી તે પ્રકૃતિના ઉદયને પોતાનો સ્વભાવ નહિ જાણતો થકો તેનો જ્ઞાતા જ રહે છે, ભોક્તા થતો નથી.’

શું કહે છે? કે હું જ્ઞાનાનંદસ્વભાવી આત્મા છું એમ અજ્ઞાનીને સ્વસંવેદન નથી, જ્ઞાન નથી. તેથી કર્મના ઉદય નિમિત્તે તેને જે પુણ્ય-પાપ ને હરખ-શોકના ભાવ થાય તેને તે પોતાનું સ્વ જાણીને ભોગવે છે. જ્યારે જ્ઞાનીને હું પૂર્ણાનંદનો નાથ પૂરણ જ્ઞાન અને આનંદનો પિંડ છું એવો સ્વાનુભવ વર્તે છે, તેને સ્વના આશ્રયે નિરાકુળ આનંદનું વેદન થયું છે અને તેને જ તે પોતાનું સ્વ જાણે છે. તે પ્રકૃતિના ઉદયને-પુણ્ય-પાપના ને હરખ-શોકના ભાવને પોતાનું સ્વ માનતો નથી. તેથી તે રાગનો ભોક્તા નથી, જ્ઞાતા જ છે. ભાઈ! સમકિતી ચક્રવર્તી ૯૬૦૦૦ રાણીઓના વૃંદમાં રહેતો હોય તોપણ તે વિષયનો ભોક્તા નથી. વિષયમાં સ્વપણું ને સુખબુદ્ધિ નથી ને? તેથી તે ભોક્તા નથી. આવી વાત અજ્ઞાનીને બેસતી નથી.

પરંતુ ભાઈ! આ તો સર્વજ્ઞ પરમેશ્વરનો હુકમ છે; કે તારી જાતને તેં જાણી નહિ તેથી અજ્ઞાનપણે તું વિકારનો ભોગવનાર છો. આ સ્ત્રીનું શરીર, દાળ, ભાત, લાડવા ઇત્યાદિને આત્મા ભોગવે છે-ભોગવી શકે છે એ તો છે નહિ, કેમકે એ તો બધા પર અને જડ પદાર્થો છે. પરનો ને જડનો ભોગવટો જ્ઞાની-અજ્ઞાનીને કોઈને હોતો નથી. પણ અજ્ઞાની કર્મના સંગે ઉત્પન્ન થયેલા વિકારને ભોગવે છે; જ્યારે જ્ઞાનીને અંતરમાં ભેદજ્ઞાન થયું છે. તેણે અંતર્દ્રષ્ટિમાં સ્વભાવ-વિભાવ, સ્વપરિણતિ ને પરપરિણતિના વિભાગ પાડી દીધા છે. તેથી તે નિરાકુળ આનંદને સ્વપણે વેદે છે, અને પ્રકૃતિ-સ્વભાવને-વિકારને છોડી દે છે અર્થાત્ સ્વપણે અનુભવતો નથી. તે વિકારનો માત્ર જ્ઞાતા જ રહે છે, ભોક્તા થતો નથી.

આ પ્રમાણે જ્ઞાની કર્મફળનો જાણનાર-દેખનાર છે, ભોક્તા નથી.

*

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

* કળશ ૧૯૭ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘अज्ञानी प्रकृति–स्वभाव–निरतः नित्यं वेदकः भवेत्’ અજ્ઞાની પ્રકૃતિસ્વભાવમાં લીન-રક્ત હોવાથી (-તેને જ પોતાનો સ્વભાવ જાણતો હોવાથી) સદા વેદક છે, ‘तु’ અને ‘ज्ञानी प्रकृति–स्वभाव–विरतः जातुचित् वेदकः नो’ જ્ઞાની તો પ્રકૃતિસ્વભાવથી વિરામ


PDF/HTML Page 3088 of 4199
single page version

પામેલો-વિરક્ત હોવાથી (-તેને પરનો સ્વભાવ જાણતો હોવાથી) કદાપિ વેદક નથી.

પુણ્ય-પાપ આદિ શુભાશુભ ભાવ છે તે આત્માનો સ્વભાવ નથી, પણ જડ પ્રકૃતિનો સ્વભાવ છે. દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિના ભાવ પ્રકૃતિનો સ્વભાવ છે. અજ્ઞાની આ પ્રકૃતિના સ્વભાવને પોતાનો સ્વભાવ જાણે છે; તેથી તે વેદક છે, ભોક્તા છે. જ્યારે ધર્મી જીવને સ્વપરનું ભેદજ્ઞાન થયું છે. હું પરમ આનંદમય શુદ્ધ જ્ઞાયક તત્ત્વ છું અને આ પુણ્ય-પાપના ભાવ ભિન્ન આસ્રવ તત્ત્વ છે. આમ બન્નેનું ભેદજ્ઞાન થયેલું હોવાથી ધર્મી જીવ-પ્રકૃતિના સ્વભાવથી વિરામ પામેલો છે. તે વિકારના પડખેથી ખસીને સ્વભાવના પડખે આવેલો છે. તેથી તે વિકારનો વેદક કદીય થતો નથી. અહાહા...! નિરાકુળ આનંદના વેદનમાં ચઢેલો જ્ઞાની વિકારનો વેદક થતો નથી. જોકે તેને વ્રત, તપ, ભક્તિ, જાત્રા ઇત્યાદિના ભાવ આવે છે ખરા, પણ અંતરમાં તે એનાથી વિરત છે, ઉદાસીન છે; તેથી તે વિકારનો ભોક્તા નથી.

ધર્મી જીવ શુભાશુભભાવને કર્મની ઉપાધિજનિત ઔપાધિકભાવ જાણે છે; તેથી તે એનાથી વિરક્ત થયેલો છે; કદાપિ એ તેનો વેદક થતો નથી. બીજે એમ આવે કે જ્ઞાનીને આનંદધારા અને રાગધારા બન્ને સાથે હોય છે. રાગથી તે વિરક્ત છે છતાં તેનો વેદક પણ છે. એક સમયમાં આનંદ અને દુઃખનું વેદન સાથે હોય છે. અહીં એ વાત નથી. અહીં તો દુઃખના વેદનને ગૌણ કરી તેને વ્યવહાર ગણી અસત્યાર્થ જાણી કાઢી નાખ્યું છે. તેથી કહ્યું કે જ્ઞાની પ્રકૃતિના સ્વભાવનો વેદક નથી.

જ્ઞાનીને સર્વથા દુઃખનું વેદન છે જ નહિ એમ કોઈ કહે તો તે બરાબર નથી. જુઓ, છઠ્ઠા ગુણસ્થાનવર્તી ભાવલિંગી મુનિવરને અંદર અતીન્દ્રિય આનંદનું પ્રચુર સ્વસંવેદન હોય છે છતાં જેટલો અલ્પ રાગ છે એટલું દુઃખનું વેદન પણ છે. અહીં દ્રષ્ટિની પ્રધાનતામાં એને દુઃખનું વેદન નથી એમ કહીએ છીએ. ભાઈ! અપેક્ષા સમજ્યા વિના કોઈ એકાન્ત ખેંચે તો તે ભગવાનનો મારગ નથી.

જ્ઞાની રાગના ભાવથી વિરામ પામેલો હોવાથી કદાપિ વેદક નથી. જેમ સક્કરકંદની ઉપરની રાતડને લક્ષમાં ન લો તો તે અંદર સાકરની મીઠાશનો પિંડ છે. તેમ આ ભગવાન આત્માને પર્યાયમાં થતા રાતડ સમાન શુભાશુભભાવને લક્ષમાં ન લો તો અંદર તે અતીન્દ્રિય જ્ઞાન ને આનંદનો રસકંદ છે. અજ્ઞાનીઓ રાતડ સમાન રાગને વેદે છે, જ્યારે જ્ઞાની અંદરના જ્ઞાનાનંદરસને વેદે છે. આમાં લોકોને લાગે કે આ તો નિશ્ચયની વાત એટલે સત્યાર્થ વાત અને વ્યવહાર એટલે ઉપચાર અસત્યાર્થ. વ્યવહાર વ્યવહારપણે સત્યાર્થ છે. પણ નિશ્ચયની દ્રષ્ટિમાં વ્યવહાર અસત્યાર્થ જ છે. આવી વાત છે.

મહાવિદેહમાં ભગવાન સાક્ષાત્ વિરાજે છે. ત્યાં આ જીવ અનંતવાર ઉપજ્યો


PDF/HTML Page 3089 of 4199
single page version

અને અનંતવાર ભગવાનના સમોસરણમાં જઈ આવ્યો. ભગવાનનાં દર્શન, પૂજા કર્યાં અને મણિરત્નના દીવાથી આરતી ઉતારી. પણ ભાઈ! એ બધો શુભરાગ પ્રકૃતિનો સ્વભાવ બાપુ! અજ્ઞાનદશામાં જીવ એને ધર્મ માનીને વેદે છે, જ્યારે ધર્મીને એવા શુભભાવ આવે છે ખરા, પણ એનો તે કર્તા-ભોક્તા થતો નથી, માત્ર જાણનારપણે જ રહે છે; ધર્મી તો અતીન્દ્રિય આનંદરસના સ્વાદને વેદે છે.

લોકોને દયા, દાન, ભક્તિ વગેરેનો સહેલો માર્ગ ગમે; પણ ભાઈ! એ તો માર્ગ જ નથી. એ તો બધી રાગની ક્રિયાઓ પ્રકૃતિનો સ્વભાવ છે અને એ વડે ધર્મ થવાનું માને એ મિથ્યાદર્શન છે. હવે કહે છે-

અજ્ઞાની રાગનો સદા વેદક છે; જ્ઞાની રાગનો કદાપિ વેદક નથી. ‘इति एवं नियमं निरूप्य’ આવો નિયમ બરાબર વિચારીને-નક્કી કરીને ‘निपुणैः अज्ञानिता त्यज्यताम’ નિપુણ પુરુષો અજ્ઞાનીપણાને છોડો અને ‘शुद्ध–एक–आत्ममये महसि’ શુદ્ધ એક આત્મામય તેજમાં ‘अचालतैः’ નિશ્ચળ થઈને ‘ज्ञानिता आसेव्यताम’ જ્ઞાનીપણાને સેવો.

જુઓ, આ ઉપદેશ! શું કહે છે? કે હે નિપુણ પુરુષો! અજ્ઞાનીપણાને છોડી દઈને, રાગને મારાપણે વેદવાનું છોડી દઈને શુદ્ધ એક આત્મામય તેજમાં નિશ્ચળ થઈને જ્ઞાનીપણાને સેવો, નિરાકુળ આનંદને અનુભવો. જુઓ, અહીં પરવસ્તુને છોડો એમ વાત નથી, કેમકે પરનાં ગ્રહણ- ત્યાગ તો આત્મામાં કદી ત્રણકાળમાં નથી. અહીં તો એણે રાગ અને પુણ્ય પરિણામ મારા છે એમ જે અનાદિ અજ્ઞાનવશ પકડ કરી છે તે મિથ્યાત્વ ભાવ છે અને તેને છોડો એમ ઉપદેશ છે. ભાઈ! આવા રૂડા અવસર મળ્‌યા, ભગવાન જિનેન્દ્રની વાણી કાને પડવાનો યોગ મળ્‌યો તો કહે છે- આ નિયમ બરાબર જાણીને રાગને પોતાનો સ્વભાવ જાણવાનું છોડી દે અને શુદ્ધ એક ચૈતન્યતેજમાં નિશ્ચળ થઈને જ્ઞાનીપણાનું સેવન કર.

જુઓ, સામે મોટો જળનો દરિયો ભર્યો હોય, પણ નજર સામે ચાદરની આડ આવી જાય તો મોટો દરિયો દેખાય નહિ; તેમ અંદર અનંત ગુણ-સ્વભાવનો ભરેલો જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ આત્મા મોટો દરિયો છે; પણ પુણ્ય-પાપભાવ મારા છે એવી માન્યતાની આડમાં બેહદ સ્વભાવથી ભરેલો મોટો ચૈતન્યસિંધુ એને દેખાતો નથી. તેથી કહે છે-ભાઈ! પુણ્ય-પાપના ભાવ મારા છે એવા અજ્ઞાનભાવને છોડી દે. પુણ્ય-પાપના ભાવ મારા છે એવી માન્યતા અજ્ઞાનભાવ છે.

હા, પણ તેને છોડીને શું કરવું? શુદ્ધ એક આત્મામય ચૈતન્યતેજમાં નિશ્ચળ થઈને જ્ઞાનભાવનું સેવન કર. અહાહા..! અંદર જ્ઞાનાનંદસ્વરૂપ પોતે ભગવાન છે તેની સેવા કર, તેમાં રમી જા અને તેમાં જ ઠરી જા; તેથી તને પરમાનંદની પ્રાપ્તિ થશે. આવો મારગ છે બાપુ!


PDF/HTML Page 3090 of 4199
single page version

ભાઈ! આ દેહ તો જડ-માટી-ધૂળ છે. તેની અવધિ થતાં તે ફડાક છૂટી જશે, અને તું ભવસમુદ્રમાં ક્યાંય ડૂબી જઈશ. ત્યાં તારી કોઈ ખબર લેનારું નહિ હોય (એમ કે ત્યાં તારી અયોગ્યતા જાણીને કોઈ ઉપદેશ દેનારું નહિ હોય). જો આ અવસરે મિથ્યાત્વ ન છૂટયું તો અનંતભવ માથે ઊભા છે. અરે! કીડા, કીડી, કાગડા, કુતરા, કોળ, નોળ ઇત્યાદિના અનંતા ભવ ઊભા થશે. માટે ‘રાગ હું નહિ, જ્ઞાન જ હું છું’ એવા દ્રઢ સંસ્કાર નાખ. ઓહો! કહે છે-- નિજ શુદ્ધ ચૈતન્યતેજમાં નિશ્ચળ થઈને જ્ઞાનીપણાનું સેવન કર. લ્યો, ભવ્ય જીવોને સંતોએ કરુણા કરીને આવો ઉપદેશ કર્યો છે.

[પ્રવચન નં. ૩૮૦ (શેષ) ૩૮૧ * દિનાંક ૨૭-૬-૭૭ થી ૨૯-૬-૭૭]

PDF/HTML Page 3091 of 4199
single page version

ગાથા–૩૧૭

अज्ञानी वेदक एवेति नियम्यते–

ण मुयदि पयडिमभव्वो सुट्ठु वि अज्झाइदूण सत्थाणि।
गुडदुद्धं पि पिबंता ण पण्णया णिव्विसा होंति।। ३१७।।
न मुञ्चति प्रकृतिमभव्यः सुष्ठ्वपि अधीत्य शास्त्राणि।
गुडदुग्धमपि पिबन्तो न पन्नगा निर्विषा भवन्ति।। ३१७।।

હવે, ‘અજ્ઞાની વેદક જ છે’ એવો નિયમ કરવામાં આવે છે (અર્થાત્ ‘અજ્ઞાની ભોક્તા જ છે’ એવો નિયમ છે-એમ કહે છે)ઃ-

સુરીતે ભણીને શાસ્ત્ર પણ પ્રકૃતિ અભવ્ય નહીં તજે,
સાકરસહિત ક્ષીરપાનથી પણ સર્પ નહિ નિર્વિષ બને. ૩૧૭

ગાથાર્થઃ– [सुष्ठु] સારી રીતે [शास्त्राणि] શાસ્ત્રો [अधीत्य अपि] ભણીને પણ [अभव्यः] અભવ્ય [प्रकृतिम्] પ્રકૃતિને (અર્થાત્ પ્રકૃતિના સ્વભાવને) [न मुञ्चति] છોડતો નથી, [गुडदुग्धम्] જેમ સાકરવાળું દૂધ [पिबन्तः अपि] પીતાં છતાં [पन्नगाः] સર્પો [निर्विषाः] નિર્વિષ [न भवन्ति] થતા નથી.

ટીકાઃ– જેમ આ જગતમાં સર્પ વિષભાવને પોતાની મેળે છોડતો નથી અને વિષભાવ છોડાવવાને (મટાડવાને) સમર્થ એવા સાકરસહિત દૂધના પાનથી પણ છોડતો નથી, તેમ ખરેખર અભવ્ય પ્રકૃતિસ્વભાવને પોતાની મેળે છોડતો નથી અને પ્રકૃતિસ્વભાવ છોડાવવાને સમર્થ એવા દ્રવ્યશ્રુતના જ્ઞાનથી પણ છોડતો નથી; કારણ કે તેને સદાય, ભાવશ્રુતજ્ઞાનસ્વરૂપ શુદ્ધાત્મજ્ઞાનના (-શુદ્ધ આત્માના જ્ઞાનના) અભાવને લીધે, અજ્ઞાનીપણું છે. આથી એવો નિયમ કરવામાં આવે છે (અર્થાત્ એવો નિયમ ઠરે છે) કે અજ્ઞાની પ્રકૃતિસ્વભાવમાં સ્થિત હોવાથી વેદક જ છે (-કર્મનો ભોક્તા જ છે).

ભાવાર્થઃ– આ ગાથામાં, અજ્ઞાની કર્મના ફળનો ભોક્તા જ છે-એવો નિયમ કહ્યો. અહીં અભવ્યનું ઉદાહરણ યુક્ત છે. અભવ્યનો એવો સ્વયમેવ સ્વભાવ છે કે દ્રવ્યશ્રુતનું જ્ઞાન આદિ બાહ્ય કારણો મળવા છતાં અભવ્ય જીવ, શુદ્ધ આત્માના જ્ઞાનના અભાવને લીધે, કર્મના ઉદયને ભોગવવાનો સ્વભાવ બદલતો નથી; માટે આ


PDF/HTML Page 3092 of 4199
single page version

ઉદાહરણથી સ્પષ્ટ થાય છે કે શાસ્ત્રોનું જ્ઞાન વગેરે હોવા છતાં જ્યાં સુધી જીવને શુદ્ધ આત્માનું જ્ઞાન નથી અર્થાત્ અજ્ઞાનીપણું છે ત્યાં સુધી તે નિયમથી ભોક્તા જ છે.

*
સમયસાર ગાથા ૩૧૭ઃ મથાળું

હવે, ‘અજ્ઞાની વેદક જ છે’ એવો નિયમ કરવામાં આવે છે. (અથાર્ત ‘અજ્ઞાની ભોક્તા જ છે’ એવો નિયમ છે’ - એમ કહે છે)ઃ-

* ગાથા ૩૧૭ઃ ટીકા ઉપરનું પ્રવચન *

જેમ આ જગતમાં સર્પ વિષભાવને પોતાની મેળે છોડતો નથી અને વિષભાવને છોડાવવાને (મટાડવાને) સમર્થ એવા સાકરસહિત દૂધના પાનથી પણ છોડતો નથી, તેમ ખરેખર અભવ્ય પ્રકૃતિસ્વભાવને પોતાની મેળે છોડતો નથી અને પ્રકૃતિ સ્વભાવ છોડાવવાને સમર્થ એવા દ્રવ્યશ્રુતના જ્ઞાનથી પણ છોડતો નથી; કારણ કે તેને સદાય, ભાવશ્રુતજ્ઞાનસ્વરૂપ શુદ્ધાત્મજ્ઞાનના (-શુદ્ધ આત્માના જ્ઞાનના) અભાવને લીધે, અજ્ઞાનીપણું છે.’

જુઓ, સર્પની દાઢમાં ઝેર હોય છે. તે પોતાની મેળે એને છોડતો નથી, તથા વિષ છોડાવવાને સમર્થ એવા સાકરસહિત દૂધપાનથી પણ એને એ છોડતો નથી. આ દ્રષ્ટાંત કીધું.

તેમ, કહે છે, અભવ્ય જીવ પ્રકૃતિસ્વભાવને પોતાની મેળે છોડતો નથી તથા પ્રકૃતિસ્વભાવને છોડાવવા સમર્થ એવા દ્રવ્યશ્રુતના જ્ઞાનથી પણ છોડતો નથી. જુઓ, વીતરાગ સર્વજ્ઞ પરમાત્માની ૐધ્વનિ અનુસાર રચાયેલાં પરમાગમ તે દ્રવ્યશ્રુત છે. મિથ્યાત્વનું વમન કરાવી દે એવી વીતરાગની વાણી છે. વીતરાગની વાણી-દ્રવ્યશ્રુત મિથ્યાત્વભાવ છોડવાનું નિમિત્ત છે. અહીં કહે છે, આવાં દ્રવ્યશ્રુત ભણીને પણ પ્રકૃતિસ્વભાવને- મિથ્યાત્વાદિને અજ્ઞાની છોડતો નથી. જેમ સર્પ સાકરવાળું દૂધ પીતાં છતાં વિષભાવને છોડતો નથી તેમ અભવિ જીવ અગિયાર અંગ ને નવપૂર્વનું જ્ઞાન કરતાં છતાં મિથ્યાત્વાદિભાવને છોડતો નથી; કારણ કે તેને સદાય ભાવશ્રુતજ્ઞાનસ્વરૂપ શુદ્ધાત્મજ્ઞાનના અભાવને લીધે અજ્ઞાનીપણું છે.

શું કીધું? અભવિ જીવ અગિયાર અંગ ને નવપૂર્વનો પાઠ ભણવા છતાં મિથ્યાત્વાદિને છોડતો નથી, કેમ? કેમકે તેને સદાય અતીન્દ્રિય આનંદના વેદનયુક્ત શુદ્ધાત્મજ્ઞાનનો અભાવ છે નિર્મળ ભાવશ્રુતજ્ઞાનનો અભાવ છે. અહા! ભગવાન આત્મા વીતરાગી નિર્મળ ભાવશ્રુતજ્ઞાનથી જણાય એવી ચીજ છે, કોરા શાસ્ત્રજ્ઞાનથી એ જણાય એમ નથી. તેથી ભગવાને કહેલાં હજારો શાસ્ત્રોનું જ્ઞાન કરીને પણ તે સ્વસ્વરૂપને જાણતો નથી અને મિથ્યાત્વાદિને કદી છોડતો નથી.


PDF/HTML Page 3093 of 4199
single page version

અહા! ધર્મપિતા દેવાધિદેવ અરિહંત પરમાત્મા કહે છે- હે જીવ! તારા સ્વભાવમાં અંદર જ્ઞાનાનંદરસ ભર્યો છે, તેને ભાવશ્રુતજ્ઞાનથી જાણ-અનુભવ. અરે! એમ ન કરતાં ભગવાન! તું રાગની મંદતાની વ્યભિચારી ક્રિયામાં રોકાઈ ગયો! અહા! તારું ભર્યુંભાદરું (જ્ઞાનાનંદરસથી ભરેલું પૂરણ) ઘર મૂકીને તું રાગને ઘર ક્યાં ચઢી ગયો પ્રભુ! ભાઈ! ભગવાનના શાસ્ત્રોમાં તો વીતરાગભાવ પ્રગટ કરવાનો ઉપદેશ છે. અહા! એ દ્રવ્યશ્ર્રુતને સાંભળીને તેં વીતરાગભાવ પ્રગટ ન કર્યો ને રાગમાં જ ધર્મ માનીને રોકાઈ ગયો! તો દ્રવ્યશ્રુતથી તને શું લાભ થયો? કાંઈ જ નહિ. દ્રવ્યશ્રુતમાં પરસન્મુખતા છોડીને સ્વસન્મુખ થવાનો ઉપદેશ છે. પણ સ્વસન્મુખતા કરી નહિ તો એનો શું ગુણ થયો? કાંઈ ન થયો.

હવે કહે છે - ‘આથી એવો નિયમ કરવામાં આવે છે (અર્થાત્ એવો નિયમ ઠરે છે) કે અજ્ઞાની પ્રકૃતિસ્વભાવમાં સ્થિત હોવાથી વેદક જ છે (-કર્મનો ભોક્તા જ છે).’

લ્યો, આ નિયમ કહ્યો કે અજ્ઞાની પ્રકૃતિસ્વભાવમાં એટલે કે મિથ્યાત્વાદિ ભાવોમાં સ્થિત હોવાથી રાગાદિભાવોનો વેદનારો જ છે. અહીં અભવિનું તો દ્રષ્ટાંત છે, બાકી ભવિ અજ્ઞાની જીવ પણ અનેક શાસ્ત્રો ભણવા છતાં જ્યાંસુધી નિર્મળ ભાવ-શ્રુતજ્ઞાન પ્રગટ કરતો નથી ત્યાંસુધી અજ્ઞાનીપણાને લીધે ભોક્તા જ છે. રાગનું વેદન છોડ, અને સ્વસન્મુખ થઈ સ્વરૂપનું વેદન કર-દ્રવ્યશ્રુતમાં તો આ આજ્ઞા આવી છે. આ સાંભળીને પણ જો કોઈ જીવ પ્રકૃતિસ્વભાવને-રાગાદિને છોડતો નથી તો તે અજ્ઞાનીપણાને લીધે ભોક્તા જ છે. જેમ અભવિ ભોક્તા જ છે તેમ અજ્ઞાની જીવ પણ ભોક્તા છે.

* ગાથા ૩૧૭ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘આ ગાથામાં, અજ્ઞાની કર્મના ફળનો ભોક્તા જ છે-એવો નિયમ કહ્યો. અહીં અભવ્યનું ઉદાહરણ યુક્ત છે. અભવ્યનો એવો સ્વયમેવ સ્વભાવ છે કે દ્રવ્યશ્રુતનું જ્ઞાન આદિ બાહ્ય કારણો મળવા છતાં અભવ્ય જીવ, શુદ્ધ આત્માના જ્ઞાનના અભાવને લીધે, કર્મના ઉદયને ભોગવવાનો સ્વભાવ બદલતો નથી; માટે આ ઉદાહરણથી સ્પષ્ટ થાય છે કે શાસ્ત્રોનું જ્ઞાન વગેરે હોવા છતાં જ્યાં સુધી જીવને શુદ્ધ આત્માનું જ્ઞાન નથી અર્થાત્ અજ્ઞાનીપણું છે ત્યાંસુધી તે નિયમથી ભોક્તા જ છે.

આત્મા અંદર અતીન્દ્રિય જ્ઞાન ને આનંદનો રસકંદ છે. એના અંતર-અનુભવની જેને દશા નથી તે અજ્ઞાની છે. ચિદાનંદઘન પ્રભુ આત્માની અંતર્દ્રષ્ટિ વિના પુણ્ય-પાપના ભાવ જે થાય તે મારું નિજસ્વરૂપ છે એમ જે માને છે તે અજ્ઞાની છે. અહીં કહે છે- આવો અજ્ઞાની જીવ કર્મફળનો ભોક્તા જ છે. હરખ-શોક વિનાની પોતાની ચીજ અંદર ત્રિકાળ આનંદસ્વરૂપ છે. તેનું ભાન કર્યા વિના કર્મોદયના નિમિત્તે જે શુભાશુભ ભાવ થાય તેનો એ કર્તા થઈને ભોગવનારો જ છે. સાનુકૂળ


PDF/HTML Page 3094 of 4199
single page version

ચીજના લક્ષે તેને હરખ થાય અને પ્રતિકૂળ ચીજના લક્ષે તેને શોક થાય. પરમ પવિત્ર પોતાના આત્મસ્વરૂપના ભાન વિના અજ્ઞાની જીવ આ હરખ-શોકના ભાવોને ભોગવે જ છે. આ નિયમ કહ્યો.

અહીં યોગ્ય રીતે જ અભવ્યનું દ્રષ્ટાંત આપ્યું છે. અભવ્ય જીવની એક જાતિ છે. જેમ કોરડું મગ હોય તેને ગમે તેટલો નીચેથી પાક આપો તોપણ તે પાણીમાં બફાય-ચઢે નહિ. તેમ જીવની અભવ્ય એક જાતિ એવી છે કે તેને કોઈપણ પ્રકારે આત્માનુભવ ન થાય, તે કોઈપણ પ્રકારે ક્યારેય સીઝે નહિ. અભવ્ય એટલે ધર્મ પામવાને નાલાયક. તેને સદાય કર્મફળનું જ વેદન હોય છે.

ભગવાનની વાણી છૂટી તેમાંથી આ શાસ્ત્રો રચાયાં છે. તેમાં આ આવ્યું છે કે જગતમાં મોક્ષને લાયક અનંતા ભવ્ય જીવો છે, અને તેના અનંતમા ભાગે અભવ્યો છે. પં. શ્રી જયચંદજી કહે છે -અહીં અભવ્યનું ઉદાહરણ યુક્ત છે, કેમકે અભવ્યનો સ્વયમેવ સ્વભાવ છે કે દ્રવ્યશ્રુત આદિ અનેક બાહ્ય કારણો મળવા છતાં તે શુદ્ધ આત્માના જ્ઞાનના અભાવને લીધે, કર્મના ઉદયને ભોગવવાનો સ્વભાવ બદલતો નથી.

અભવ્ય જીવ હજારો શાસ્ત્રો ભણે, હજારો રાણીઓ છોડી નગ્ન દિગંબર મુનિ દશા અંગીકાર કરે અને બહારમાં મહાવ્રતાદિ બરાબર પાળે; બહારમાં એને વ્યવહાર શ્રદ્ધા બરાબર હોવા છતાં અંદર નિજાનંદસ્વરૂપનું જ્ઞાન શ્રદ્ધાન તેને કદીય થતું નથી. હું પરમ પવિત્ર શુદ્ધ એક જ્ઞાનાનંદસ્વભાવી આત્મા છું એવો અનુભવ એને કદાપિ થતો નથી. તેથી તે કર્મના ઉદયને ભોગવવાનો સ્વભાવ બદલતો જ નથી. સ્વરૂપશ્રદ્ધાનનો તેને સદાય અભાવ હોવાથી તે કર્મફળને સદા ભોગવે જ છે.

અત્યારે તો લોકો આ કરો ને તે કરો એમ બાહ્ય ક્રિયાઓમાં જ ધર્મ થવાનું સાધન બતાવે છે; પણ ભાઈ! બાહ્ય ક્રિયાકાંડ કોઈ વાસ્તવિક સાધન નથી, કેમકે અનેક ક્રિયાકાંડ કરવા છતાં અભવિ જીવને ધર્મપ્રાપ્તિ થતી નથી, આત્માનુભવ થતો નથી; તે કર્મના ઉદયને ભોગવવાનો સ્વભાવ બદલતો નથી. આ તો ઉદાહરણ આપ્યું છે.

આ ઉદાહરણ પરથી સ્પષ્ટ થાય છે કે શાસ્ત્રોનું જ્ઞાન વગેરે હોવા છતાં જ્યાં સુધી જીવને શુદ્ધ આત્માનું જ્ઞાન નથી એટલે કે અજ્ઞાનીપણું છે ત્યાં સુધી જીવ નિયમથી ભોક્તા જ છે. અહાહા...! શાસ્ત્રનું જ્ઞાન વગેરે હોય, પણ અંદર શુદ્ધ ચૈતન્યસત્તા છે તેનું જ્ઞાન ન હોય તો એ બહારના સાધનોથી કાંઈ લાભ નથી. શાસ્ત્રનું જ્ઞાન, દેવ-ગુરુ- શાસ્ત્રનું અને નવતત્ત્વોનું ભેદરૂપ શ્રદ્ધાન અને મહાવ્રતાદિનું પાલન-એ તો બધો શુભરાગ છે; એનાથી કાંઈ લાભ નથી. અંદર સ્વસ્વરૂપના વેદનમાં એ જ્યાં સુધી ગયો નથી ત્યાં સુધી તે અજ્ઞાની જ છે અને ત્યાં સુધી તે


PDF/HTML Page 3095 of 4199
single page version

નિયમથી ભોક્તા જ છે. અંતર-સ્વરૂપના જ્ઞાન-શ્રદ્ધાન ને રમણતા થયા વિના બાહ્ય સાધનો કોઈ આત્માને તારી દે એમ નથી.

અહા! પોતે કેવડો છે ને કેવો છે- એનું સ્વસન્મુખ થઈને જ્ઞાન (સ્વસંવેદનજ્ઞાન) કર્યા વિના એક શાસ્ત્રજ્ઞાનથી સંસાર તરી શકાતો નથી. હજુ તો વેપાર-ધંધા, સ્ત્રી-પુત્ર પરિવાર અને વિષયભોગ ઇત્યાદિ સંસારી પ્રવૃત્તિઓ આડે એને શાસ્ત્રભણતરનાંય ઠેકાણાં નથી ત્યાં એને ધર્મ તો શું, સરખું પુણ્યેય ક્યાંથી થાય? અરે! જીવનનો મોટો ભાગ તો એને સંસારની પાપમય પ્રવૃત્તિઓમાં જ ચાલ્યો જાય છે. માંડ કલાક બે કલાક સાંભળવાનો વખત મળે તો એને સંભળાવનારા કુગુરુ મળી જાય. તેઓ આને રાગની ક્રિયામાં ધર્મ મનાવી દે. બસ થઈ રહ્યું. આ રીતે જીવન લૂંટાઈ જાય છે, વેડફાઈ જાય છે.

વીતરાગ જૈન પરમેશ્વરે કહેલો ધર્મનો મારગ અપૂર્વ ને અલૌકિક છે. ભાઈ! જ્યાં સુધી શુદ્ધ ચૈતન્યમાત્ર પોતાના આત્માનું જ્ઞાન નથી. ત્યાં સુધી તે અજ્ઞાની છે અને અજ્ઞાનમયપણાને લીધે તે વિકારનો ભોક્તા જ છે.

જગતના ભૌતિક પદાર્થો, સ્ત્રીનું શરીર, ખાન-પાનના પુદ્ગલો ઇત્યાદિ તો અનંતવાર અનુભવમાં આવી ગયા છે. તેથી તે બધા એંઠ છે. જ્ઞાની તે બધાને એંઠવત્ જાણે છે. આવે છે ને કે-

સકળ જગત તે એંઠવત્, અથવા સ્વપ્ન સમાન;
તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચા જ્ઞાન.

પરંતુ રે! અંદર પૂર્ણાનંદનો નાથ પ્રભુ પોતે છે તેનું વેદન ન કરે ત્યાં સુધી અજ્ઞાની જીવ શુભાશુભનો ને હરખશોકનો ભોક્તા જ છે.

[પ્રવચન નં. ૩૮૧*દિનાંક ૨૯-૬-૭૭]

PDF/HTML Page 3096 of 4199
single page version

ગાથા–૩૧૮

ज्ञानी त्ववेदक एवेति नियम्यते–

णिव्वेयसमावण्णो णाणी कम्मप्फलं वियाणेदि।
महुरं कडुयं बहुविहमवेयओ तेण सो होइ।। ३१८।।
निर्वेदसमापन्नो ज्ञानी कर्मफलं विजानाति।
मधुरं कटुकं बहुविधमवेदकस्तेन स भवति।। ३१८।।

હવે જ્ઞાની તો કર્મફળનો અવેદક જ છે-એવો નિયમ કરવામાં આવે છેઃ-

નિર્વેદને પામેલ જ્ઞાની કર્મફળને જાણતો,
–કડવા મધુર બહુવિધને, તેથી અવેદક છે અહો! ૩૧૮.

ગાથાર્થઃ– [निर्वेदसमापन्नः] નિર્વેદપ્રાપ્ત (વૈરાગ્યને પામેલો) [ज्ञानी] જ્ઞાની [मधुरम् कटुकम्] મીઠા-કડવા [बहुविधम्] બહુવિધ [कर्मफलम्] કર્મફળને [विजानाति] જાણે છે [तेन] તેથી [सः] તે [अवेदकः भवति] અવેદક છે.

ટીકાઃ– જ્ઞાની તો જેમાંથી ભેદ દૂર થયા છે એવું ભાવશ્રુતજ્ઞાન જેનું સ્વરૂપ છે એવા શુદ્ધાત્મજ્ઞાનના (-શુદ્ધ આત્માના જ્ઞાનના-) સદ્ભાવને લીધે, પરથી અત્યંત વિરક્ત હોવાથી પ્રકૃતિસ્વભાવને (-કર્મના ઉદયના સ્વભાવને) સ્વયમેવ છોડે છે તેથી ઉદયમાં આવેલા અમધુર કે મધુર કર્મફળને જ્ઞાતાપણાને લીધે કેવળ જાણે જ છે, પરંતુ જ્ઞાન હોતાં (-જ્ઞાન હોય ત્યારે-) પરદ્રવ્યને ‘હું’ પણે અનુભવવાની અયોગ્યતા હોવાથી (તે કર્મફળને) વેદતો નથી. માટે, જ્ઞાની પ્રકૃતિસ્વભાવથી વિરક્ત હોવાથી અવેદક જ છે.

ભાવાર્થઃ– જે જેનાથી વિરક્ત હોય તે તેને સ્વવશે તો ભોગવે નહિ, અને પરવશે ભોગવે તો તેને પરમાર્થે ભોક્તા કહેવાય નહિ. આ ન્યાયે જ્ઞાની-કે જે પ્રકૃતિસ્વભાવને (-કર્મના ઉદયને) પોતાનો નહિ જાણતો હોવાથી તેનાથી વિરક્ત છે તે-સ્વયમેવ તો પ્રકૃતિસ્વભાવને ભોગવતો નથી, અને ઉદયની બળજોરીથી પરવશ થયો થકો પોતાની નિર્બળતાથી ભોગવે તો તેને પરમાર્થે ભોક્તા કહેવાય નહિ, વ્યવહારથી ભોક્તા કહેવાય. પરંતુ વ્યવહારનો તો અહીં શુદ્ધનયના કથનમાં અધિકાર નથી; માટે જ્ઞાની અભોક્તા જ છે.

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-


PDF/HTML Page 3097 of 4199
single page version

(वसन्ततिलका)
ज्ञानी करोति न न वेदयते च कर्म
जानाति केवलमयं किल तत्स्वभावम्।
जानन्परं करणवेदनयोरभावा–
च्छुद्धस्वभावनियतः स हि मुक्त एव।। १९८।।

શ્લોકાર્થઃ– [ज्ञानी कर्म न करोति च न वेदयते] જ્ઞાની કર્મને કરતો નથી તેમ જ વેદતો નથી, [तत्स्वभावम् अयं किल केवलम् जानाति] કર્મના સ્વભાવને તે કેવળ જાણે જ છે. [परं जानन्] એમ કેવળ જાણતો થકો [करण–वेदनयोः अभावात्] કરણના અને વેદનના (-કરવાના અને ભોગવવાના-) અભાવને લીધે [शुद्ध–स्वभावनियतः सः हि मुक्तः एव] શુદ્ધ સ્વભાવમાં નિશ્ચળ એવો તે ખરેખર મુક્ત જ છે.

ભાવાર્થઃ– જ્ઞાની કર્મનો સ્વાધીનપણે કર્તા-ભોક્તા નથી, કેવળ જ્ઞાતા જ છે; માટે તે કેવળ શુદ્ધસ્વભાવરૂપ થયો થકો મુક્ત જ છે. કર્મ ઉદયમાં આવે પણ છે, તોપણ જ્ઞાનીને તે શું કરી શકે? જ્યાં સુધી નિર્બળતા રહે ત્યાં સુધી કર્મ જોર ચલાવી લે; ક્રમે ક્રમે સબળતા વધારીને છેવટે તે જ્ઞાની કર્મનો નિર્મૂળ નાશ કરશે જ. ૧૯૮.

*
સમયસાર ગાથા ૩૧૮ઃ મથાળું

હવે જ્ઞાની તો કર્મફળનો અવેદક જ છે-એવો નિયમ કરવામાં આવે છેઃ-

* ગાથા ૩૧૮ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘જ્ઞાની તો જેમાંથી ભેદ દૂર થાય છે એવું ભાવશ્રુતજ્ઞાન જેનું સ્વરૂપ છે એવા શુદ્ધાત્મજ્ઞાનના (-શુદ્ધ આત્માના જ્ઞાનના-) સદ્ભાવને લીધે, પરથી અત્યંત વિરક્ત હોવાથી પ્રકૃતિસ્વભાવને (-કર્મના ઉદયના સ્વભાવને) સ્વયમેવ છોડે છે તેથી ઉદયમાં આવેલા અમધુર કે મધુર કર્મફળને જ્ઞાતાપણાને લીધે કેવળ જાણે જ છે, પરંતુ જ્ઞાન હોતાં (-જ્ઞાન હોય ત્યારે-) પરદ્રવ્યને ‘હું’ પણે અનુભવવાની અયોગ્યતા હોવાથી (તે કર્મફળને) વેદતો નથી.’

‘જ્ઞાની તો....’ અહાહા...! જ્ઞાની નામ ધર્મી એને કહીએ જેને પોતાના શુદ્ધ એક જ્ઞાતાદ્રષ્ટાસ્વરૂપ ત્રિકાળી ધ્રુવની દ્રષ્ટિ થઈ છે. અહાહા...! પૂર્ણાનંદનો નાથ પૂર્ણ જ્ઞાનઘન પ્રભુ પોતે આત્મા છે તેનો પોતાની દશામાં જેને સ્વીકાર થયો છે તે જ્ઞાની છે. અહીં કહે છે-જ્ઞાની તો જેમાંથી ભેદ દૂર થયા છે એવું ભાવશ્રુતજ્ઞાન જેનું સ્વરૂપ છે એવા શુદ્ધાત્મજ્ઞાનના સદ્ભાવને લીધે પરથી અત્યંત વિરક્ત છે. ભાઈ! આ પુણ્ય-પાપ કે હરખ-શોક ઇત્યાદિ જે પરિણામ થાય એનાથી જ્ઞાની અત્યંત


PDF/HTML Page 3098 of 4199
single page version

વિરક્ત છે. એટલે શું? કે તે ભાવ મારા છે એમ જ્ઞાનીને સ્વીકાર નથી. અહા! સમકિતી ધર્માત્મા કોઈ રાજપાટમાં હો તોપણ રાજપાટ એને મન ધૂળધાણી છે. રાગનો એક કણ પણ મારો છે એમ ધર્મી પુરુષ સ્વીકારતા નથી. આવે છે ને કે-

ચક્રવર્તીકી સંપદા, ઇન્દ્ર સરિખા ભોગ;
કાગવિટ્ સમ ગિનત હૈ સમ્યગ્દ્રષ્ટિ લોગ.

અહાહા....! રાજપાટ તો હું નહિ પણ એક સમયની પર્યાયનો જે ભેદ પડે છે તેય હું નહિ; હું તો શુદ્ધ એક ચિન્માત્ર-વસ્તુ આત્મા છું એમ સમકિતી-જ્ઞાની અનુભવે છે. સમજાણું કાંઈ...?

‘જેમાંથી ભેદ દૂર થયા છે એવું ભાવશ્રુતજ્ઞાન’ -એટલે શું? કે જેમાંથી ભેદ નામ પુણ્ય-પાપનો રાગ ભિન્ન પડી ગયો છે અને જેમાં અભેદ એક નિત્યાનંદ-સ્વરૂપનું સંવેદન-જ્ઞાન પ્રગટ થયું છે એવું ભાવશ્રુતજ્ઞાન. અહાહા...! દ્રવ્યશ્રુતજ્ઞાન એટલે ભગવાનની વાણીમાંથી રચાયેલાં શાસ્ત્રોનું વાંચવું, સાંભળવું, મનન કરવું ઇત્યાદિ જે વિકલ્પ છે તે જેમાંથી દૂર થઈ ગયા છે એવું જે ભાવશ્રુતજ્ઞાન તેના સદ્ભાવને લીધે જ્ઞાની પરથી અત્યંત વિરક્ત છે. આવી વાત!

ભગવાન આત્મા સેકન્ડના અસંખ્યાત ભાગમાં પૂર્ણાનંદનો નાથ પ્રભુ છે. તે વિકલ્પથી નહિ પણ ભાવશ્રુતજ્ઞાનથી જણાય એવો નિર્વિકલ્પ અચિંત્ય પદાર્થ છે. અહાહા...! ભાવશ્રુતજ્ઞાનમાં આખો આનંદનો નાથ એવો આત્મા સ્વજ્ઞેયપણે જણાય છે. આવા ભાવશ્રુતજ્ઞાનનો જ્ઞાનીને સદ્ભાવ હોવાને લીધે તે પરથી અર્થાત્ રાગાદિ ભાવોથી અત્યંત વિરક્ત છે. આ પ્રમાણે પરથી અત્યંત વિરક્ત હોવાથી જ્ઞાની કર્મના ઉદયના સ્વભાવને અર્થાત્ હરખ-શોક, રતિ-અરતિ આદિ ભાવને સ્વયમેવ છોડે છે.

અરે! શુદ્ધ આત્માના જ્ઞાન વિના આ જીવે નરકાદિના અનંત અનંત ભવ પૂર્વે કર્યા છે. ક્રૂર પરિણામના ફળરૂપે જીવ નરકગતિમાં અવતાર ધારણ કરે છે. અહા! એ નરકગતિના દુઃખનું શું વર્ણન કરીએ? ૨પ વર્ષનો જુવાન-જોધ રાજકુમાર હોય અને એને જમશેદપુરની ભઠ્ઠીમાં જીવતો નાખે ને જે તીવ્ર દુઃખ થાય એથી અનંતગણું દુઃખ ત્યાં નરકમાં હોય છે. વળી ત્યાં ઓછામાં ઓછા દસ હજાર વર્ષથી માંડીને ઉત્કૃષ્ટ અસંખ્યાત અબજો વર્ષ પર્યંતની (૩૩ સાગરોપમ પર્યંતની) આયુની સ્થિતિ હોય છે. ત્યાં એક પળ જાય ને અનંતુ દુઃખ થાય એવા સ્થાનમાં પ્રભુ! તું અનંતવાર જન્મ-મરણ કરી ચૂક્યો છે. અહીં અત્યારે મનુષ્યપણું મળ્‌યું ને થોડી સગવડતા મળી ત્યાં તું બધું ભૂલી ગયો! અરે ભાઈ! આ અવસરમાં જો સ્વરૂપનું જ્ઞાન ન કર્યું તો માથે નરકાદિનાં દુઃખ ઉભાં જ છે માનો.

અહાહા...! અંદર આત્મા અમૃતનો સાગર પ્રભુ છે. તેનાથી ઉલટો ભાવ થાય


PDF/HTML Page 3099 of 4199
single page version

તે ઝેર છે, દુઃખ છે. અજ્ઞાની જીવો શુભાશુભભાવમાં રોકાઈ રહીને નિરંતર ઝેરનો સ્વાદ લે છે કેમકે શુભાશુભભાવનો સ્વાદ ઝેરનો સ્વાદ છે.

જ્યારે ધર્મી જીવ તો ઉદયમાં આવેલા અમધુર કે મધુર કર્મફળને જ્ઞાતાપણાને લીધે કેવળ જાણે જ છે. શુભભાવ આવે, હરખ થાય તે મધુર સ્વાદ છે (વાસ્તવમાં તો ઝેરનો જ સ્વાદ છે). અને અશુભભાવ થાય, હિંસા, જૂઠ, ચોરી, વિષયવાસના, કામ, ક્રોધ આદિ ભાવ થાય તેનો અમધુર-કડવો સ્વાદ છે. પરંતુ ધર્મી જીવ તો એ બેયનો જ્ઞાતાદ્રષ્ટા જ છે, વેદક નથી; કેમકે શુદ્ધ આત્માનું જ્ઞાન થતાં પરદ્રવ્યને ‘હું’ પણે અનુભવવાની અયોગ્યતા છે. શું કીધું? જ્ઞાનીને પરદ્રવ્યને-શુભાશુભ વિકારના ભાવને- ‘હું’ પણે, સ્વપણે અનુભવવાની અયોગ્યતા છે. ‘માટે, જ્ઞાની પ્રકૃતિસ્વભાવથી વિરક્ત હોવાથી અવેદક જ છે.’ ધર્મી જીવ હરખશોકના, સુખ-દુઃખના જે ભાવ થાય તેનો જ્ઞાતા જ છે, વેદક નથી કેમકે તે પરદ્રવ્યના ભાવો તેને ‘હું’ પણે અનુભવાતા નથી. આવી વાત છે.

* ગાથા ૩૧૮ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘જે જેનાથી વિરક્ત હોય તે તેને સ્વવશે તો ભોગવે નહિ, અને પરવશે ભોગવે તો તેને પરમાર્થે ભોક્તા કહેવાય નહિ.’

જુઓ, આ સિદ્ધાંત કહ્યો. હવે કહે છે- ‘આ ન્યાયે જ્ઞાની-કે જે પ્રકૃતિસ્વભાવને (-કર્મના ઉદયને) પોતાનો નહિ જાણતો હોવાથી તેનાથી વિરક્ત છે તે -સ્વયમેવ તો પ્રકૃતિસ્વભાવને ભોગવતો નથી, અને ઉદયની બળજોરીથી પરવશ થયો થકો પોતાની નિર્બળતાથી ભોગવે તો તેને પરમાર્થથી ભોક્તા કહેવાય નહિ, વ્યવહારથી ભોક્તા કહેવાય. પરંતુ વ્યવહારનો તો અહીં શુદ્ધનયના કથનમાં અધિકાર નથી; માટે જ્ઞાની અભોક્તા જ છે.’

આત્મા પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ પરમાત્મદ્રવ્ય છે. અહા! આવી નિજવસ્તુની જેને દ્રષ્ટિ થઈ તે જ્ઞાની છે. અહીં કહે છે-જ્ઞાની પ્રકૃતિસ્વભાવને પોતાનો નહિ જાણતો હોવાથી તેનાથી વિરક્ત છે. શું કીધું? આ પુણ્ય-પાપના જે ભાવ થાય તેને જ્ઞાની જાણતો નથી. ધર્મી જીવ વ્યવહારરત્નત્રયના ભાવ મારા છે ને મારા કર્તવ્યરૂપ છે એમ જાણતો નથી. શુભાશુભ ભાવ થાય તે તો કર્મનો ઉદય છે; તેને જ્ઞાની પોતાનો કેમ જાણે? અહાહા...! પોતાનો તો એક જ્ઞાનાનંદસ્વભાવ છે, અને જ્ઞાન ને આનંદનું (પર્યાયમાં) પ્રગટવું થાય તે પોતાનો ઉદય છે. અહા! આવા નિર્મળ જ્ઞાન ને આનંદને અનુભવતો જ્ઞાની કર્મના ઉદયને પોતાનો કેમ જાણે? ન જાણે. તેથી જ્ઞાની પ્રકૃતિના સ્વભાવથી વિરક્ત છે. વર્તમાનમાં કિંચિત્ અસ્થિરતા છે, પણ એનાથી વિરક્ત છે.

રાગ થાય એ તો પ્રકૃતિનો સ્વભાવ છે, જીવનો નહિ. જીવનો તો એક જ્ઞાયક-


PDF/HTML Page 3100 of 4199
single page version

સ્વભાવ-ચૈતન્યસ્વભાવ છે; તેમાં રાગનું કરવાપણું ક્યાં છે? આત્મામાં અનંત શક્તિઓ છે, પણ વિકારને કરે એવી એનામાં કોઈ શક્તિ નથી. તેથી ત્રિકાળી દ્રવ્યની દ્રષ્ટિ થઈ છે એવો જ્ઞાની રાગમાં રક્ત નથી; તે રાગથી વિરક્ત છે, તેને રાગમાં એકત્વબુદ્ધિ નથી. રાગમાં એકત્વ હોય તો તે જ્ઞાની શાનો?

જુઓ, ભરત ચક્રવર્તીને છ ખંડનું રાજ્ય અને છન્નું હજાર રાણીઓ હતી; છતાં અંતરમાં રાગથી-વિષયથી વિરક્ત હતા. અહા! જેણે આનંદનો સાગર અંદર જોયો, જાણ્યો ને અનુભવ્યો તે વિરસ વિકારથી કેમ રંગાય? તેને દયા, દાન, ભક્તિ ઇત્યાદિના ભાવ આવે પણ તેને તે સ્વભાવમાં ભેળવતો નથી. આ રીતે જ્ઞાની વિકારથી-રાગાદિથી વિરક્ત છે.

તેથી, કહે છે, જ્ઞાની સ્વયમેવ તો પ્રકૃતિસ્વભાવને ભોગવતો નથી અને ઉદયની બળજોરીથી પરવશ થયો થકો પોતાની નિર્બળતાથી ભોગવે તો તેને પરમાર્થે ભોક્તા કહેવાય નહિ. હવે આવી વાત બીજે ક્યાં છે પ્રભુ? અહાહા...! જેને આત્માના નિરાકુળ આનંદસ્વભાવનું અંતરમાં ભાન થયું, વેદન થયું તે ઝેર જેવા વિકારના સ્વાદને કેમ લે? ન લે. તથાપિ અસ્થિરતાને લીધે કિંચિત્ રાગમાં જોડાય તોપણ ત્યાં વિરક્તિ હોવાથી પરમાર્થે જ્ઞાની તેનો ભોક્તા નથી. વ્યવહારથી તેને ભોક્તા કહીએ, પણ અહીં શુદ્ધનયના કથનમાં વ્યવહારનો અધિકાર નથી. માટે જ્ઞાની અભોક્તા જ છે.

*

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

* કળશ ૧૯૮ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘ज्ञानी कर्म न करोति च न वेदयते’ જ્ઞાની કર્મને કરતો નથી તેમ જ વેદતો નથી. ‘तत्स्वभावम् अयं किल केवलम् जानाति’ કર્મના સ્વભાવને તે કેવળ જાણે જ છે.

અનાદિથી કર્મને કર્તા થઈને જીવ દુઃખના પંથે પડયો હતો, તે હવે સ્વભાવનું જ્ઞાન કરીને સુખના પંથે દોરાણો છે. જ્ઞાની થયો થકો તે હવે કર્મને કરતો નથી, વેદતોય નથી. આનંદસ્વરૂપ નિજ આત્મદ્રવ્યનું ભાન થયું છે તે હવે દુઃખના ભાવને કેમ વેદે? કિંચિત્ રાગનો ભાવ છે તેને કેવળ તે જાણે જ છે, પણ વેદતો નથી. કર્મના સ્વભાવને-પુણ્ય-પાપ આદિ ભાવને ધર્મી પુરુષ કેવળ જાણે જ છે પણ તેને કરતો કે ભોગવતો નથી. દયા, દાન, ભક્તિ, પૂજા ઇત્યાદિના ભાવ જ્ઞાનીને આવે ખરા, પણ એનો એ કર્તા-ભોક્તા થતો નથી. ધર્મી જીવ અતીન્દ્રિય આનંદમાં રક્ત છે ને રાગથી વિરક્ત છે. તેથી રાગમાં ભળ્‌યા વિના, જે રાગ થાય છે તેને કેવળ તે જાણે જ છે.

બાપુ! આ તો મોટા ઘરનાં (-કેવળીના ઘરનાં) કહેણ આવ્યાં છે કે -ભગવાન!