Pravachan Ratnakar (Gujarati). Gatha: 19.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 17 of 210

 

PDF/HTML Page 321 of 4199
single page version

ભાઈ! સુખ શામાં છે એની તને ખબર નથી. શું સુખ પૈસામાં છે? સ્ત્રીના શરીરમાં છે? આબરૂમાં છે? પુણ્ય-પાપના ભાવ થાય એમાં છે? એમાં તો સુખ ધૂળેય (કાંઈ) નથી. અહાહા! સુખ તો ભગવાન આત્મા જે અનાકુળ આનંદના રસથી ભરેલો છે એમાં છે. આવી નિજસત્તાનો જેમને સ્વીકાર જ નથી તે ભલે કોઈ પુણ્ય કરે, એથી એને પુણ્યના ફળમાં સ્વર્ગાદિ (ભવ) મળે; પણ એ બધા દુઃખી છે, ચારગતિમાં રખડનારા છે. અહીં કહે છે કે એવા અતીન્દ્રિય આનંદસ્વરૂપ ભગવાન આત્માનાં દ્રષ્ટિ, જ્ઞાન અને રમણતા કરતાં અતીન્દ્રિય નિરાકુળ આનંદ-સુખનો જે સ્વાદ આવે છે તે સ્વાદમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણે સમાય છે. એમ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિશ્ચય મોક્ષમાર્ગનું જે ત્રણપણે પરિણમન છે એ પર્યાયાર્થિકનયનો વિષય છે.

અત્યારે સંપ્રદાયમાં તો અજૈનને જૈનપણું મનાવી રહ્યા છે. શું થાય? ભક્તિવાળા એમ કહે છે કે ભગવાનની ભક્તિ કરતાં કરતાં ધર્મ થાય, દયા પાળનારા એમ કહે છે કે પરની દયા પાળતાં પાળતાં ધર્મ થાય, પૈસાવાળા એમ કહે છે કે પાંચ પચાસ લાખનું દાનમાં ખર્ચ કરીએ તો ધર્મ થાય. એ ત્રણે જૂઠા છે. ધર્મ તો વસ્તુનો સ્વભાવ છે. કહ્યું છે ને કે वत्थु सहावो धम्मो ભગવાન આત્મા વસ્તુ જે ત્રિકાળ આનંદઘનસ્વભાવી છે એની દ્રષ્ટિ કરીને, એનું જ્ઞાન કરીને એમાં રમણતા કરવી એ વસ્તુનો સ્વભાવરૂપ ધર્મ છે.

જેને આવા ધર્મની દ્રષ્ટિ થઈ છે તેની પરિણતિમાં વર્તમાન પર્યાયદ્રષ્ટિથી જોઈએ તો ત્રણપણું પ્રાપ્ત છે ‘તોપણ શુદ્ધ દ્રવ્યદ્રષ્ટિથી જે એકપણાથી રહિત નથી થઈ....’ અહાહા! શુદ્ધ દ્રવ્યદ્રષ્ટિથી આ ત્રિકાળી આનંદકંદ પ્રભુ આત્માને એકપણું છે એ અજ્ઞાનીને કેમ બેસે? જ્યાં થોડીક અનુકૂળતા થાય, બહારમાં પાંચ પચાસ લાખનો સંયોગ થાય ત્યાં ખુશી ખુશી થઈ જાય એ રાંકાને આત્મા આનંદકંદ છે એ કેમ બેસે? પણ ભાઈ! આ તો જિનેન્દ્રદેવ ત્રિલોકનાથ સર્વજ્ઞ તીર્થંકરદેવે એમ કહ્યું છે કે તું અંદરમાં ત્રિકાળી એકરૂપ આનંદસ્વરૂપ જ્ઞાયક પરમાત્મતત્ત્વ છે. શુદ્ધ દ્રવ્યદ્રષ્ટિથી જોતાં એ એકપણું, જ્ઞાયકપણું કદી છૂટયું નથી. આવો માર્ગ કઠણ પડે, કેમ કે આખો દિવસ ધંધામાં પાપમાં જાય. ૭-૮ કલાક ઊંઘમાં જાય, ૧૦-૧૨ કલાક ધંધામાં જાય, ૨-૩ કલાક ખાવામાં જાય અને વખત મળે તો કોઈક દિવસ એકાદ કલાક સાંભળવામાં જાય. ત્યાં આવું સાંભળે કે વ્રત કરો, તપ કરો, ઉપવાસાદિ કરો, તેથી તમને ધર્મ થશે. અરેરે! બિચારાની જિંદગી લૂંટાઈ જાય છે. અહીં પરમાત્મા એમ કહે છે કે એ વ્રત, તપ, દયા, દાન, ભક્તિ આદિના ભાવ એ રાગના અને કષાયની મંદતાના ભાવ એ દુઃખના ભાવ છે.

જેમ સક્કરકંદમાં જે ઉપર લાલ પાતળી છાલ છે એ કાઢી નાખો તો બાકીનો આખો સક્કરકંદ મીઠાશનો પિંડ છે; એમ આ ભગવાન આત્મામાં પુણ્ય-પાપની વૃત્તિઓ, દયા, દાન, વ્રત આદિ વિકલ્પો એ છાલ છે. એની પાછળ જુઓ તો ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા આખો અતીન્દ્રિય આનંદનો કંદ છે. પણ શરીર અને પુણ્ય-પાપના વિકલ્પનું લક્ષ


PDF/HTML Page 322 of 4199
single page version

છોડી અંદરમાં ત્રણલોકનો નાથ આનંદકંદ ભગવાન વિરાજમાન છે તેનું લક્ષ કરતો નથી તેને આ કેમ બેસે? જેને એક બે બીડી પીએ તો ચૈન પડે અને તો પાયખાને દસ્ત ઉતરે આવી તો રાંકાઈ છે તેને આ કેમ બેસે? જેમ હરણની નાભિમાં કસ્તૂરી છે એની હરણને ખબર નથી; એને એમ લાગે કે આવી ગંધ બહારથી આવે છે એટલે બહારમાં રખડે છે. તેમ આ પરમાત્મા અંદર અતીન્દ્રિય આનંદનો રસકંદ પડયો છે એની એને ખબર નથી એટલે બિચારો બહારમાં આનંદ-સુખ માટે ફાંફાં મારે છે.

અહાહા! જેને અતીન્દ્રિય આનંદની એક ક્ષણમાં-સમ્યગ્દર્શનાદિ અનુભૂતિના સ્વાદમાં ઇન્દ્રના ઇન્દ્રાસનો અને ઇન્દ્રાણીના ભોગ સડેલાં કૂતરાં જેવાં (તુચ્છ, ફીકા) લાગે તેને ધર્મી કહીએ. આખો દિવસ રાગનાં ચૂંથણાં કર્યા કરે અને એમાં મજા-માણે એ તો મૂઢ છે. તેને ધર્મ કયાં છે? કદાચ પાપના પરિણામ છોડીને જરા પુણ્યભાવમાં આવે એટલે તો જાણે અમે કાંઈક છીએ એમ માનવા લાગે. લાખ બે લાખનું દાન કરે અને પત્થરની તક્તીમાં નામ મઢાવે કે ફલાણાની સ્મૃતિમાં ફલાણાએ દાન કર્યું, ઇત્યાદિ. ભાઈ! આમાં તો દયા, દાનના પરિણામનાં પણ કયાં ઠેકાણાં છે? કદાચિત્ રાગની મંદતાથી દાન કરે તોપણ એ પુણ્યભાવ છે, ધર્મ નથી. એ પરિણામ દુઃખ છે, દુઃખરૂપ છે. અને આ પૈસાને સાચવવા અને બાયડી-છોકરાં-પરિવારને પોષવાં ઇત્યાદિ તો એકલા પાપના પરિણામ છે, તીવ્ર દુઃખરૂપ છે. આ તો વીતરાગનો માર્ગ, ભાઈ! અત્યારે તો બધા અધર્મના ઢસરડા કરીને એમ માને કે અમે ધર્મ કરીએ છીએ. પણ જન્મ- મરણરહિત ભગવાન આત્માના ભાન વિના માથે જન્મ-મરણની ડાંગ ઊભી છે, ભાઈ! મોટા રાજા હોય તે મરીને નરકે જાય અને મોટા કરોડપતિ કે અબજોપતિ શેઠિયા હોય તે મરીને તિર્યંચમાં અવતરે-કૂતરીની કૂખે ગલુડિયાં થાય કે બકરીને પેટે લાવરાં થાય. માયા, કપટ આદિ ક્રિયાઓના ફળ એવાં જ હોય, બીજું કાંઈ ન હોય.

અહાહા! વીતરાગદેવ પરમેશ્વર આમ કહે છે, નાથ! કે દ્રવ્યદ્રષ્ટિથી એટલે વસ્તુની દ્રષ્ટિથી જોઈએ તો તેનું એકપણું કદીય છૂટયું નથી. અને તે એક જ્ઞાયક ભગવાન આત્માને-પોતાને એકપણે અનુભવીને દ્રષ્ટિ જ્ઞાન અને રમણતા કરે તેને પર્યાયદ્રષ્ટિએ ત્રણપણું પ્રાપ્ત છે એમ જાણવામાં આવે છે. બસ આટલી એની (સત્તાની) મર્યાદા છે. બાકી એ (એની સત્તા) નથી. દયા, દાન આદિ પરિણામમાં, શરીર, મન કે વાણીમાં કે કુટુંબાદિ પરમાં એની સત્તાનો અંશ પણ નથી.

હવે કહે છે કે દ્રવ્યદ્રષ્ટિથી જોતાં જે કદીય એકપણાથી રહિત થઈ નથી તથા જે અનંત ચૈતન્યસ્વરૂપ નિર્મળ ઉદ્રયને પ્રાપ્ત થઈ રહી છે એવી આત્મજ્યોતિનો અમે નિરંતર અનુભવ કરીએ છીએ. અહાહા! અવિનાશી જ્ઞાનસ્વરૂપ એ આત્મજ્યોતિ નિર્મળ પ્રકાશ વડે પર્યાયમાં પ્રગટ થઈ રહી છે. અમે નિરંતર એનો અનુભવ કરીએ છીએ એટલે પુણ્ય-પાપના


PDF/HTML Page 323 of 4199
single page version

વિકલ્પથી હઠી નિર્વિકલ્પ આનંદની પરિણતિને અમે સેવીએ છીએ. આ અનુભૂતિ- નિર્વિકલ્પ આનંદની અનુભૂતિ એ ધર્મ છે, સાક્ષાત્ ધર્મ છે. પણ દયા, દાન, પૂજા આદિ પરંપરા (ધર્મ) છે એમ નથી. પરંપરા ધર્મ કહ્યો છે ને? કહ્યો છે, પણ એ કોને લાગુ પડે? જેને રાગમાં ધર્મ છે એવી માન્યતા ટળી ગઈ છે અને આત્માનો આનંદ છે એ ધર્મ છે એવી દ્રષ્ટિ થઈ છે એને શુભભાવ પરંપરા ધર્મ છે એમ લાગુ પડે છે; કેમ કે એણે અશુભ ટાળ્‌યું છે અને આત્માની દ્રષ્ટિ વડે એ શુભ ટાળશે. પણ હજી જે શુભભાવમાં ધર્મ માને એને તો પરંપરા લાગુ પડતી નથી, કેમ કે એ તો મિથ્યાદ્રષ્ટિ છે. માર્ગ જુદા છે, બાપા! બહારના બધા ડહાપણમાં ગુંચાઈને મરી જાય પણ અરેરે! બિચારાને આ અંતરના ડહાપણની ખબર નથી. આચાર્યદેવે એ જ કહ્યું છે કે અમે નિરંતર આત્મજ્યોતિનો અનુભવ કરીએ છીએ કેમ કે એ અનુભવ વિના સાધ્ય આત્માની સિદ્ધિ નથી.

હવે કહે છે કે-‘આમ કહેવાથી એવો પણ આશય જાણવો કે જે સમ્યગ્દ્રષ્ટિ પુરુષ છે તે, જેવો અમે અનુભવ કરીએ છીએ તેવો અનુભવ કરે. સમ્યગ્દ્રષ્ટિને અતીંદ્રિય આનંદનો કંદ પ્રભુ આત્મા અનુભવમાં આવ્યો છે અને પ્રતીતિ થઈ છે. તને કહે છે કે- બાપુ! તારે સાધ્ય જે સિદ્ધદશા તેની પ્રાપ્તિ કરવી હોય તો અનુભૂતિથી થશે. ધવલમાં આવે છે કે निरपेक्षनयाः मिथ्याः એક નય, બીજાની અપેક્ષા વિના મિથ્યા છે. એનો અર્થ એ કે રાગાદિભાવ જે છે એ વ્યવહારનય છે. એને એ જાણે છે અને એની ઉપેક્ષા કરીને સ્વની અપેક્ષામાં આવી જાય છે. ભાઈ! આ કાંઈ વાદવિવાદથી પાર પડે એવું નથી. બનારસીદાસ તો કહે છે કે “સદ્ગુરુ કહે સહજકા ધંધા, વાદવિવાદ કરે સો અંધા” આ તો સહજનો ધંધો છે. વસ્તુ સહજાનંદ સહજ સ્વભાવ છે. આત્મસિદ્ધિમાં આવે છે કેઃ-

“પાંચે ઉત્તરથી થઈ, આત્મા વિષે પ્રતીત,
થાશે મોક્ષોપાયની, સહજ પ્રતીત એ રીત.”

આત્મા સહજ પ્રતીતિરૂપ સ્વભાવિક વસ્તુ અંદર છે. તેનાં દર્શન-જ્ઞાન-ચારિત્ર સહજપણે થાય છે-એમાં હઠ ન હોય. આવું સહજપણું જે સમ્યગ્દ્રષ્ટિને શ્રદ્ધા-જ્ઞાનમાં આવ્યું છે તેણે આવો અનુભવ કરવો એ જ મોક્ષનો માર્ગ છે. આત્માના સાધ્યની સિદ્ધિ અનુભવથી થાય છે-કહ્યું છે ને કેઃ-(સમયસાર નાટકમાં).

“અનુભવ ચિંતામનિ રતન, અનુભવ હૈ રસકૂપ,
અનુભવ મારગ મોખકૌ, અનુભવ મોખ સરૂપ”

આ ભાવાર્થ થયો.

* ગાથા ૧૭–૧૮ઃ ટીકા (આગળનો અંશ) ઉપરનું પ્રવચન *

“હવે, કોઈ તર્ક કરે કે આત્મા તો જ્ઞાન સાથે તાદાત્મ્યસ્વરૂપે છે, જુદો નથી,


PDF/HTML Page 324 of 4199
single page version

તેથી જ્ઞાનને નિત્ય સેવે જ છે; તો પછી તેને જ્ઞાનની ઉપાસના કરવાની શિક્ષા કેમ આપવામાં આવે છે?” અહીં શિષ્ય એમ કહે છે કે આત્મા અને જ્ઞાન બન્ને તત્સ્વરૂપ છે, એકરૂપ છે. જેમ સાકરને મીઠાશ તદ્રૂપ છે, જુદાં નથી; જેમ અગ્નિ સ્વભાવવાન અને ઉષ્ણતા તેનો સ્વભાવ-એ બન્ને એકરૂપ છે, જુદાં નથી તેમ આત્મા સ્વભાવવાન અને જ્ઞાન તેનો સ્વભાવ-એ બન્ને એકરૂપ છે, જુદા નથી. આમ જ્ઞાન અને આત્મા બન્ને અભેદ છે, એકરૂપ છે, જુદા નથી. તેથી આત્મા સદાય જ્ઞાનને સેવે જ છે. તો પછી જ્ઞાનને સેવવો, આત્માને સેવવો-એમ તેને જ્ઞાનની ઉપાસના કરવાનો ઉપદેશ કેમ આપવામાં આવે છે?

તેનું સમાધાનઃ-‘તે એમ નથી,’ કેમકે જ્ઞાન અને આત્મા અભેદ છે એવી (અનુભવરૂપ) પર્યાય પ્રગટ કરે તો સેવા કરી કહેવાય. ત્રણ વાત કરી છે ને? દ્રવ્ય તે આત્મા, જ્ઞાન તે સ્વભાવ અને એ સ્વભાવની એક્તા કરે તે સેવા એ પર્યાય. કેવી ગજબ શૈલી લીધી છે? કહે છે-‘તે એમ નથી. જોકે આત્મા જ્ઞાન સાથે તાદાત્મ્યસ્વરૂપે છે તોપણ એક ક્ષણમાત્ર પણ જ્ઞાનને સેવતો નથી.’ એટલે કે જ્ઞાન તે આત્મા એમ પર્યાયમાં એક્તા કરતો નથી તેથી જ્ઞાનને સેવતો નથી. લ્યો આ સેવા. ભગવાનની સેવા મૂકી દઈને આ સેવા તે સેવા છે. ભાઈ, ભગવાનની સેવાના ભાવ એ તો પુણ્ય છે, શુભભાવ છે (અશુદ્ધભાવ છે) અને આ નિજપરમાત્માની સેવા-એકાગ્રતા એ શુદ્ધભાવ છે, ધર્મ છે. એક સમયમાત્ર પણ જ્ઞાન તે આત્મા એવી અંતર અનુભવદ્રશા એણે કરી નથી એટલે એ જ્ઞાનને સેવતો જ નથી. એ તો પુણ્ય-પાપ, દયા, દાન, વ્રત, ભક્તિ આદિ રાગને સેવે છે.

કર્તા-કર્મ અધિકાર, ગાથા ૬૯-૭૦ માં આવે છે કેઃ- ‘આ આત્મા, જેમને તાદાત્મ્યસિદ્ધ સંબંધ છે એવા આત્મા અને જ્ઞાનમાં વિશેષ (તફાવત, જુદાં લક્ષણો) નહિ હોવાથી તેમનો ભેદ (જુદાપણું) નહિ દેખતો થકો, નિઃશંક રીતે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે અને ત્યાં વર્તતો તે, જ્ઞાનક્રિયા સ્વભાવભૂત હોવાને લીધે નિષેધવામાં આવી નથી માટે, જાણે છે-જાણવારૂપ પરિણમે છે.’ જુઓ, જ્ઞાન તે આત્મા એમ જ્ઞાનમાં પોતાપણે વર્તે તે જ્ઞાનનું-આત્માનું સેવન છે. જે આત્મા વસ્તુ છે તેની અસ્તિ-સત્તા જ્ઞાનસ્વભાવ સાથે તાદાત્મ્યરૂપે છે, પરંતુ તાદાત્મ્યરૂપે છે એવી દ્રષ્ટિ કરીને પર્યાયમાં એની એકાગ્રતા કરતો નથી. તેથી તે ક્ષણમાત્ર પણ આત્માને સેવતો નથી. અહાહા! પર્યાયને અંતર્મુખ વાળીને જ્ઞાન તે આત્મા એમ તદ્રૂપસ્વરૂપમાં એકાગ્ર થઈ એને જાણે તો એણે જ્ઞાનની સેવા કરી કહેવાય. આ સિવાય બધી રાગની સેવા છે, પણ આત્માની સેવા નથી.

આ જ્ઞાનની ક્રિયા વિના આત્માની સેવા થતી નથી. ક્રિયા ત્રણ પ્રકારે છેઃ- (૧) જડની ક્રિયા-જડનું પરિણમવું, બદલવું તે. (૨) વિકારની ક્રિયા-દયા, દાન, વ્રતાદિના પરિણામ તથા હિંસા, જૂઠ, ચોરી આદિ તથા ક્રોધાદિના પરિણામ તે. (૩) જ્ઞાનની ક્રિયા


PDF/HTML Page 325 of 4199
single page version

-આ જે આત્મા છે તે જ્ઞાનસ્વરૂપ છે એમ તાદાત્મ્યપણે એમાં એકાગ્ર થવું તે જ્ઞાનની ક્રિયા, ધાર્મિક ક્રિયા. આવી વાત છે. અહીં કહે છે કે આત્મા અને જ્ઞાન એકરૂપ હોવા છતાં તે એકરૂપ છે એવી એણે પર્યાયમાં અનુભૂતિ નથી કરી. કેવી શૈલી! આ તો સર્વજ્ઞ વીતરાગનો પંથ, બાપુ! આ કાંઈ સાધારણ વાત નથી.

સર્વજ્ઞ પરમેશ્વર એમ કહે છે કે આત્માનું જ્ઞાન સાથે છે તો તદ્રૂપપણું જ તોપણ તદ્રૂપ છે એવી પર્યાયમાં એણે પ્રતીતિ કયાં કરી છે? શિષ્ય પ્રશ્નમાં એમ તો કહે છે કે આત્મા અને જ્ઞાન તદ્રૂપે જ છે. સાકર અને સાકરની મીઠાશ તદ્રૂપે, છે તેથી મીઠાશને સેવે છે; નથી સેવતો એમ તમે કેમ કહો છો? સાંભળ, ભાઈ સાંભળ. સાકર અને તેની મીઠાશ છે તો તદ્રૂપે, પણ એનો સ્વાદ આવે ત્યારે તદ્રૂપે છે એમ સાચું થયું ને? એમ ગુણ (જ્ઞાન) અને ગુણી (આત્મા) છે એકરૂપ, પણ પર્યાયમાં એનો સ્વાદ આવે ત્યારે એની સેવના થઈ કહેવાય ને?

કોઈ કહે કે આ તે વળી કેવી વાત? જૈનમાં તો વળી આવી વાત હોય? આપણે જૈનમાં તો કંદમૂળ ન ખાવું, રાત્રે ચોવિહાર કરવો, સામાયિક કરવી, પ્રતિક્રમણ કરવું, પોસા કરવા, ઉપવાસ કરવા એવું આવે. અહીં કહે છે કે એ જૈનધર્મ જ નથી. એ તો રાગની-વિકારની ક્રિયાઓ છે. પર્યાયને અંતર્મુખ વાળી એકાગ્રતા કર્યા વિના જ્ઞાન અને આત્મા એકરૂપે છે એવી એને પ્રતીતિ ન થાય તેથી એણે આત્માની-જ્ઞાનની સેવા કરી જ નથી. દીન-દુઃખિયાંની, દરિદ્રીઓની માનવસેવા કરવી કે ભગવાનની સેવા કરવી એની તો વાત જ નથી. અહીં તો ભગવાન આત્મા ચૈતન્યસ્વભાવથી ભરેલો છે એવું જેણે અંતર્મૂખ થઈને પર્યાયમાં જાણ્યું એણે આત્માની સેવા કરી કહેવાય અને એ જૈનધર્મ છે એની વાત છે.

છઠ્ઠી ગાથામાં ‘ઉપાસના’-સેવાની વાત આવે છે. પરદ્રવ્ય અને પરદ્રવ્યના ભાવોનું લક્ષ છોડી આત્માના જ્ઞાયકભાવનું સેવન-ઉપાસના કરે તો ‘શુદ્ધ’ કહેવાય. વિકારનું લક્ષ છોડીને એમ ત્યાં નથી લીધું, પણ જે દ્રવ્યકર્મ છે તે પરદ્રવ્ય અને દ્રવ્યકર્મના ઉદ્રયરૂપ ભાવ તે પરદ્રવ્યના ભાવો-એનું લક્ષ છોડીને એક જ્ઞાયકભાવ આત્મામાં એકાગ્ર થાય છે ત્યારે પર્યાયમાં આત્માની ઉપાસના-સેવા થાય છે. પરદ્રવ્યનું લક્ષ છોડી આત્મામાં લીન થયો એટલે વિકારનું લક્ષ પણ છૂટી ગયું એમ ત્યાં લીધું છે. એ દ્રવ્યની સેવા- ઉપાસના થાય ત્યારે વસ્તુ ત્રિકાળી ‘શુદ્ધ’ છે એમ ખ્યાલમાં આવે છે. ત્રિકાળી ‘શુદ્ધ’, ‘શુદ્ધ’ છે એમ તો સૌ કોઈ કહે છે, પણ પર્યાયમાં અશુદ્ધતા છે એને કેમ ટાળવી એની ખબર ન હોય એટલે એ ત્રિકાળી ‘શુદ્ધ’ છે એમ જાણ્યું જ નથી. આત્મા જે જ્ઞાયકસ્વભાવ શુદ્ધ છે એની પર્યાયમાં દ્રષ્ટિ કરી અંતર્મુખ વળતાં એને જ્યારે શુદ્ધતાનું વેદન થાય ત્યારે વેદનમાં દ્રવ્ય આખું શુદ્ધ છે એમ આવે અને ત્યારે એણે ‘શુદ્ધ’ માન્યો કહેવાય.


PDF/HTML Page 326 of 4199
single page version

માર્ગ તો આ છે. ભાઈ! પણ સંપ્રદાયવાળાને લાગે કે આ તે વળી કઈ જાતનો માર્ગ? નવો કાઢયો હશે? અરે ભાઈ! તને ખબર નથી, બાપુ! આત્મા તો સર્વજ્ઞસ્વભાવી છે જ, પણ કોને? જેણે અંતર્મુખ થઈ એમાં એકાગ્રતા કરી પ્રતીતિમાં લીધો એને. આત્મા સર્વજ્ઞસ્વભાવી છે એની સત્તાનો સ્વીકાર કોણે કર્યો? એ પર્યાય એ તરફ ઢળીને આ છે એમ જ્યારે જાણ્યું ત્યારે તે શ્રદ્ધામાં આવ્યો. ત્યારે એણે જ્ઞાનની-આત્માની સેવા કરી એમ યથાર્થ કહેવાય.

જોકે આત્મા જ્ઞાન સાથે તદ્રૂપે છે તોપણ તે એક ક્ષણમાત્ર જ્ઞાનને સેવતો નથી, કેમકે પુણ્ય-પાપ, દયા, દાન, આદિ જે વિકલ્પ તે આત્મા એમ એની દ્રષ્ટિ પર્યાયમાં પડી છે. જ્ઞાનની પર્યાયે ગુલાંટ ખાઈને આ ‘જ્ઞાન તે આત્મા’ એમ એણે કદી અનુભવ કર્યો જ નથી. બીજા લોકો આવી વાતો સાંભળીને રાડો પાડે છે હોં. બિચારા! (કાયર છે તેથી કંપી ઊઠે છે) એકાન્ત છે, એકાન્ત છે એમ શોર કરે છે. પણ ભાઈ, એ સમ્યક્ એકાન્ત છે, ત્રિકાળી જ્ઞાયકસ્વભાવ આ છે એમ એ પર્યાયે જાણ્યું ત્યારે સમ્યક્ એકાન્ત થયું. (સમ્યક્ એકાન્ત એવા નિજપદની પ્રાપ્તિ થઈ.) ભાઈ! નિજઘરમાં શુદ્ધચૈતન્યઘનમાં જુએ નહીં અને બહારથી રાડો પાડે; પણ એમ કાંઈ ચાલે?

પોતે વીતરાગસ્વરૂપ ભગવાન આત્મા છે. આ વીતરાગની આજ્ઞા છે. કળશટીકામાં આવે છે ને કે जिनवचमि रमन्ते એટલે જિનવચનનો કહેવાનો ભાવ વીતરાગતા છે. જિનવચનનું તાત્પર્ય વીતરાગતા છે. પંચાસ્તિકાય ગાથા ૧૭૨ માં સૂત્રતાત્પર્ય અને શાસ્ત્રતાત્પર્ય એમ બે વાત લીધી છે. સૂત્રતાત્પર્ય સૂત્ર પ્રમાણે છે અને શાસ્ત્રતાત્પર્ય વીતરાગતા છે એમ લીધું છે. ચારેય અનુયોગોનું તાત્પર્ય વીતરાગતા બતાવ્યું છે. હવે વીતરાગતા કયારે પ્રગટે? સ્વનો આશ્રય લઈને પરનો આશ્રય છોડે ત્યારે. જિનવચનમાં શુદ્ધદ્રવ્યાર્થિકનયે એક શુદ્ધાત્માને ઉપાદેય કહ્યો છે. એનો અર્થ એ કે વીતરાગભાવ કેમ પ્રગટ થાય એનો ઉપદેશ આપ્યો છે. પરની અપેક્ષા છોડી એક શુદ્ધ જીવવસ્તુરૂપ સ્વમાં જાય ત્યારે વીતરાગતા થાય. સમજાણું કાંઈ? આ તો પરમાત્માનો ગહન માર્ગ, ભાઈ! અંદરથી ઉકેલ કર્યા વિના બહારથી વાદવિવાદ કરે કે આમ છે ને તેમ છે એમાં કાંઈ વળે નહિ.

હવે કેમ સેવતો નથી એનું કારણ આપતાં કહે છે કેઃ-‘કારણ કે સ્વયંબુદ્ધત્વ (પોતે પોતાની મેળે જાણવું તે) અથવા બોધિતબુદ્ધત્વ (બીજાના જણાવવાથી જાણવું તે)-એ કારણપૂર્વક જ્ઞાનની ઉત્પત્તિ થાય છે.’ સ્વયંબુદ્ધત્વ એટલે હું શુદ્ધ જ્ઞાનઘન ચૈતન્યસ્વરૂપી આત્મા છું એમ સ્વયં પોતાની મેળે સ્વ તરફ ઝૂકાવ થતાં જાણે તે. અને બોધિતબુદ્ધત્વ એટલે બીજા કોઈ ધર્માત્મા જ્ઞાનીના જણાવવાથી જાણે તે. સમક્તિ બે પ્રકારે થાય છે એમ આવે છે ને? निर्सगात् अधिगमात् वा ધર્માત્મા જ્ઞાની એને કહે કે-ભાઈ તારી પુંજી મોટી. શુદ્ધ આત્મતત્ત્વ એ તારી પુંજી-નિધાન છે; ત્યાં જો ને. જેમાં તું નથી ત્યાં તું


PDF/HTML Page 327 of 4199
single page version

જુએ છે, પણ જ્યાં તું આખો છે તેને જો ને. ત્યાં પછી એને દ્રવ્યદ્રષ્ટિ થતાં પોતાને જાણે તે બોધિતબુદ્ધત્વ છે. આમ સ્વયંબુદ્ધત્વ અને બોધિતબુદ્ધત્વ-એ કારણપૂર્વક જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. કાં તો કાળલબ્ધિ આવે ત્યારે પોતે જ જાણી લે અથવા કોઈ ઉપદેશ દેનાર મળે ત્યારે જાણે-જેમ સૂતેલો પુરુષ કાં તો પોતે જ જાગે અથવા તો કોઈ જગાડે ત્યારે જાગે.

પર્યાયમાં પોતાની મેળે જ જ્ઞાન તે આત્મા એવા જ્ઞાનની ઉત્પત્તિ થાય તે સ્વયં બુદ્ધત્વ અથવા કાળલબ્ધિ આવે ત્યારે થાય એ બે એક જ વાત છે. કાળલબ્ધિ એટલે શું? જે પર્યાયમાં-કાળમાં નિર્મળ સમ્યક્દશા થાય તે કાળલબ્ધિ. પણ એનું જ્ઞાન સાચું કોને થાય? જે જ્ઞાયકસ્વભાવની પ્રતીતિ અને અનુભવ કરે એને પર્યાયમાં આ કાળ પાકયો એમ સાચું જ્ઞાન થાય. (પરકાળ સામે જોવાથી કાળલબ્ધિ ન થાય.)

સંપ્રદાયમાં એમ કહેતાં કે કેવળજ્ઞાનીએ દીઠું હશે તે દિવસે (સમકિત આદિ) થશે, આપણે શું પુરુષાર્થ કરીએ? પરંતુ એક સમયમાં ત્રણકાળ ત્રણલોકને જાણે એવા કેવળજ્ઞાનની અસ્તિ જગતમાં છે એનો સ્વીકાર કર્યા વિના દીઠું, જાણ્યું એમ કોણે નક્કી કર્યું? કેવળજ્ઞાનની સત્તા જગતમાં હોવાપણે છે એનો નિર્ણય થયા વિના જે કેવળીએ દીઠું તે થાય એ કયાંથી આવ્યું? એ સર્વજ્ઞ ભગવાન કેવા છે, કેવડા છે ઇત્યાદિ શ્રદ્ધાનમાં બેસે એને જ ‘કેવળીએ દીઠું એમ થાય છે’ નો સાચો નિર્ણય હોય છે. (કેવળીનો નિર્ણય અર્થાત્ કેવળજ્ઞાન પર્યાયનો નિર્ણય પૂર્ણ કેવળજ્ઞાન સ્વરૂપ આત્માની સન્મુખ થયા વિના થઈ શક્તો નથી. આમ જે સ્વભાવ સન્મુખ થઈ કેવળજ્ઞાનનો નિર્ણય કરે છે, તેનો મોહ અવશ્ય નાશ પામે છે. અને સમ્યક્દર્શન થાય છે.)

પ્રવચનસાર ગાથા ૮૦ માં કહ્યું છે કેઃ-

‘‘जो जाणदि अरहंतं दव्वत्तगुणत्तपज्जयत्तेहिं।
सो जाणदि अप्पाणं मोहो खलु जादि तस्स लयं।। ’’

જેણે અરિહંતની એક સમયની પર્યાયમાં કેવળજ્ઞાન છે એમ સ્વભાવ સન્મુખ થઈ નિર્ણય કર્યો તેણે કેવળજ્ઞાનનો સ્વીકાર કર્યો કહેવાય. કેવળજ્ઞાન જે એક સમયની પર્યાય છે એને જે જાણે એને ભવ રહી શકે નહિં. તે દિવસ સં. ૧૯૭૨ માં આ ભાવ આવ્યો હતો. ત્યારે પ્રવચનસાર વાંચ્યું ન હતું.

કેવળજ્ઞાન એક સમયમાં એક ગુણની (જ્ઞાનગુણની) પર્યાય જેની મુદ્ત એક સમય તે ત્રણ કાળ જાણે! અહાહા! સ્વયંભૂસ્તોત્રમાં સ્વામી સમંતભદ્રાચાર્યે કહ્યું છે કે-હે નાથ!


PDF/HTML Page 328 of 4199
single page version

આપ સર્વજ્ઞ છો એમ અમે નિર્ણય કર્યો છે; કેમ કે આપની સર્વજ્ઞની પર્યાયમાં ભૂત- વર્તમાન-ભાવિ પર્યાયો સહિત તથા એક સમયનો કાળ અને જગતના અનંતા દ્રવ્યોને એક સમયમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સહિત આપે જાણ્યા, એક સમયમાં ત્રણનો નિર્ણય કર્યો. કાળ ત્રણ, અનંતા દ્રવ્યો ત્રણ (ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય) સહિત અને સમય એકમાં (એક સમયમાં) આપે જાણ્યાં. આમ એક સમયમાં ત્રણ, સર્વજ્ઞ સિવાય કોઈ કહી શકે નહિ તેથી આપ સર્વજ્ઞ છો એમ અમે નિશ્ચય કર્યો છે. આ રીતે કેવળજ્ઞાનનો સ્વીકાર કર્યો કહેવાય.

હવે ફરીથી શિષ્ય પૂછે છે કે જ્ઞાનની ઉત્પત્તિ સ્વયંબુદ્ધત્વથી એટલે પોતે પોતાથી આત્મામાં જ્ઞાન અને આનંદની જાગૃતિ કરે અથવા બોધિતબુદ્ધત્વથી એટલે બીજો કોઈ સમજાવવાવાળો મળે ત્યારે સમજે-‘જો આમ છે તો જાણવાના કારણ પહેલાં શું આત્મા અજ્ઞાની જ છે કેમ કે તેને સદાય અપ્રતિબુદ્ધપણું છે?’ શિષ્યનો પ્રશ્ન એમ છે કે ભગવાન આત્મા જ્ઞાતા-દ્રષ્ટા છે એવું ભાન હજુ થયું નથી તો પહેલાંથી એ અજ્ઞાની છે, અપ્રતિબુદ્ધ છે? આત્મા તો જ્ઞાનસ્વરૂપી છે, જાણવાના સ્વભાવવાળો જ્ઞાનવાળો તો છે, તો પછી એને અજ્ઞાની કેમ કહેવાય?

ઉત્તરઃ–એ વાત એમ જ છે, તે અજ્ઞાની જ છે. કેમ કે એણે આત્મા જ્ઞાતા-દ્રષ્ટા છે એવો અનુભવ કદી કર્યો નથી. અહાહા! વસ્તુ ત્રિકાળી જ્ઞાનસ્વભાવી હોવા છતાં ‘જ્ઞાન તે આત્મા’ એવો અનુભવ કર્યો નથી ત્યાંસુધી તે અજ્ઞાની અને મૂઢ છે. ચાહે તે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ લાખ-કરોડ-અનંતવાર કરે તોપણ અજ્ઞાની જ છે, કેમ કે એ તો શુભરાગ છે, ધર્મ નથી.

ધર્મ તો વસ્તુના સ્વભાવને કહે છે. કહ્યું છે ને કે-वत्थु सहावो धम्मो વસ્તુનો સ્વભાવ તે ધર્મ. વસ્તુ જે આત્મા છે તેમાં અનંતગુણો (ધર્મો) રહેલા છે, વસેલા છે. તેથી તેને વસ્તુ કહે છે. ગોમ્મટસારમાં આવે છે કે જેમાં અનંત ગુણ વસ્યા-રહેલા છે તેને વસ્તુ કહે છે. અહાહા! જ્ઞાન, આનંદ, શાંતિ, વીતરાગતા, સ્વચ્છતા, ઇશ્વરતા ઇત્યાદિ અનંતગુણ વસ્તુમાં વસેલા છે એવી અંતરદ્રષ્ટિપૂર્વક સ્વીકાર, શ્રદ્ધા-પ્રતીતિ કરીને, અનંત-ગુણસંપન્ન ભગવાન આત્મા છે તેની તરફના ઝૂકાવથી-સ્વભાવસન્મુખતાથી એકતા થવી તેનું નામ ધર્મ છે. બાકી બધી વાતો છે, ભાઈ!

જ્યારે એ જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા પોતે પોતાથી અંદરમાં એકાગ્ર થાય અથવા કોઈ સમજાવવાવાળો મળે તેનાથી અંદર એકાગ્ર થાય ત્યારે એ જ્ઞાની થાય છે. શિષ્ય


PDF/HTML Page 329 of 4199
single page version

પૂછે છે કે એ જ્ઞાની થયા પહેલાં અજ્ઞાની હતો? તો કહે છે હા, એ અજ્ઞાની જ હતો. ભલે પછી એ દિગંબર સાધુ હોય, હજારો રાણીઓનો ત્યાગી હોય કે બાળબ્રહ્મચારી હોય; જ્યાંસુધી આત્માના જ્ઞાનની એક્તારૂપ ધર્મ ન કર્યો ત્યાંસુધી અજ્ઞાની જ છે.

વળી ફરી પૂછે છે કે આ આત્મા કેટલા વખત સુધી (કયાં સુધી) અપ્રતિબુદ્ધ છે તે કહો, તેના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છેઃ-

[પ્રવચન નંબર પ૮ થી ૬૧ * તારીખ ર૭-૧-૭૬ થી ૩૦-૧-૭૬]






PDF/HTML Page 330 of 4199
single page version

વળી ફરી પૂછે છે કે આ આત્મા કેટલા વખત સુધી (કયાં સુધી) અપ્રતિબુદ્ધ છે તે કહો. તેના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છેઃ-

कम्मे णोकम्मम्हि य अहमिदि अहकं च कम्म णोकम्मं। जा एसा खलु बुद्धी अप्पडिबुद्धो हवदि ताव।। १९ ।।


कर्मणि नोकर्मणि चाहमित्यहकं च कर्म नोकर्म।
यावदेषा खलु बुद्धिरप्रतिबुद्धो भवति तावत्।। १९ ।।

નોકર્મ–કર્મે ‘હું’, હુંમાં વળી ‘કર્મ ને નોકર્મ છે’,
–એ બુદ્ધિ જ્યાં લગી જીવની, અજ્ઞાની ત્યાં લગી તે રહે. ૧૯.

ગાથાર્થઃ– [यावत्] જ્યાં સુધી આ આત્માને [कर्मणि] જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ, ભાવકર્મ [च] અને [नोकर्मणि] શરીર આદિ નોકર્મમાં [अहं] ‘આ હું છું’ [च] અને [अहकं कर्म नोकर्म इति] હુંમાં (-આત્મામાં) ‘આ કર્મ-નોકર્મ છે’- [एषा खलु बुद्धिः] એવી બુદ્ધિ છે, [तावत्] ત્યાં સુધી [अप्रतिबुद्धः] આ આત્મા અપ્રતિબુદ્ધ [भवति] છે.

ટીકાઃ– જેવી રીતે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ ભાવોમાં તથા પહોળું તળિયું, પેટાળ આદિના આકારે પરિણત થયેલ પુદ્ગલના સ્કંધોમાં ‘આ ઘડો છે’ એમ, અને ઘડામાં ‘આ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ ભાવો તથા પહોળું તળિયું, પેટાળ આદિના આકારે પરિણત પુદ્ગલ-સ્કંધો છે’ એમ વસ્તુના અભેદથી અનુભૂતિ થાય છે, તેવી રીતે કર્મ-મોહ આદિ અંતરંગ પરિણામો તથા નોકર્મ-શરીર આદિ બાહૃા વસ્તુઓ-કે જેઓ (બધાં) પુદ્ગલના પરિણામ છે અને આત્માનો તિરસ્કાર કરનારા છે-તેમનામાં ‘આ હું છું’ એમ અને આત્મામાં ‘આ કર્મ-મોહ આદિ અંતરંગ તથા નોકર્મ-શરીર આદિ બહિરંગ, આત્મ-તિરસ્કારી (આત્માનો તિરસ્કાર કરનારા) પુદ્ગલ-પરિણામો છે’ એમ વસ્તુના અભેદથી જ્યાં સુધી અનુભૂતિ છે ત્યાં સુધી આત્મા અપ્રતિબુદ્ધ છે; અને જ્યારે કોઈ વખતે, જેમ રૂપી દર્પણની સ્વ-પરના આકારનો


PDF/HTML Page 331 of 4199
single page version

(मालिनी)
कथमपि हि लभन्ते भेदविज्ञानमूला–
मचलितमनुभूतिं ये स्वतो वान्यतो वा।
प्रतिफलननिमग्नानन्तभावस्वभावै–
र्मुकुरवदविकाराः सन्ततं स्युस्त एव।। २१ ।।

__________________________________________________ પ્રતિભાસ કરનારી સ્વચ્છતા જ છે અને ઉષ્ણતા તથા જ્વાળા અગ્નિની છે તેવી રીતે અરૂપી આત્માની તો પોતાને ને પરને જાણનારી જ્ઞાતૃતા (જ્ઞાતાપણું) જ છે અને કર્મ તથા નોકર્મ પુદ્ગલનાં છે એમ પોતાથી જ અથવા પરના ઉપદેશથી જેનું મૂળ ભેદવિજ્ઞાન છે એવી અનુભૂતિ ઉત્પન્ન થશે ત્યારે જ (આત્મા) પ્રતિબુદ્ધ થશે.

ભાવાર્થઃ– જેમ સ્પર્શાદિમાં પુદ્ગલનો અને પુદ્ગલમાં સ્પર્શાદિનો અનુભવ થાય છે અર્થાત્ બન્ને એકરૂપ અનુભવાય છે, તેમ જ્યાં સુધી આત્માને, કર્મ-નોકર્મમાં આત્માની અને આત્મામાં કર્મ-નોકર્મની ભ્રાંતિ થાય છે અર્થાત્ બન્ને એકરૂપ ભાસે છે, ત્યાં સુધી તો તે અપ્રતિબુદ્ધ છે; અને જ્યારે તે એમ જાણે કે આત્મા તો જ્ઞાતા જ છે અને કર્મ-નોકર્મ પુદ્ગલનાં જ છે ત્યારે જ તે પ્રતિબુદ્ધ થાય છે. જેમ અરીસામાં અગ્નિની જ્વાળા દેખાય ત્યાં એમ જણાય છે કે “જ્વાળા તો અગ્નિમાં જ છે, અરીસામાં નથી પેઠી, અરીસામાં દેખાઈ રહી છે તે અરીસાની સ્વચ્છતા જ છે”; તે પ્રમાણે “કર્મ-નોકર્મ પોતાના આત્મામાં નથી પેઠાં; આત્માની જ્ઞાન-સ્વચ્છતા એવી જ છે કે જેમાં જ્ઞેયનું પ્રતિબિંબ દેખાય; એ રીતે કર્મ-નોકર્મ જ્ઞેય છે તે પ્રતિભાસે છે”-એવો ભેદજ્ઞાનરૂપ અનુભવ આત્માને કાં તો સ્વયમેવ થાય અથવા ઉપદેશથી થાય ત્યારે જ તે પ્રતિબુદ્ધ થાય છે.

હવે, આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

શ્લોકાર્થઃ– [ये] જે પુરુષો [स्वतः वा अन्यतः वा] પોતાથી જ અથવા પરના ઉપદેશથી [कथम् अपि हि] કોઈ પણ પ્રકારે [भेदविज्ञानमूलाम्] ભેદવિજ્ઞાન જેનું મૂળ ઉત્પત્તિકારણ છે એવી [अचलितम्] અવિચળ (નિશ્ચળ) [अनुभूतिम्] પોતાના આત્માની અનુભૂતિને [लभन्ते] પામે છે, [ते एव] તે જ પુરુષો [मुकुरवत्] દર્પણની જેમ [प्रतिफलन–निमग्न–अनन्त–भाव–स्वभावैः] પોતામાં પ્રતિબિંબિત થયેલા અનંત ભાવોના સ્વભાવોથી [सन्ततं] નિરંતર [अविकाराः] વિકારરહિત [स्युः] હોય છે, - જ્ઞાનમાં જે જ્ઞેયોના આકાર પ્રતિભાસે છે તેમનાથી રાગાદિ વિકારને પ્રાપ્ત થતા નથી. ર૧.


PDF/HTML Page 332 of 4199
single page version

ઉપોદ્ઘાતઃ–

હવે શિષ્યનો પ્રશ્ન છે કે-આત્મા કેટલા વખત સુધી અપ્રતિબુદ્ધ રહે છે? મહારાજ! આપ આ આત્માને અનાદિથી અપ્રતિબુદ્ધ કહો છો. તેણે અનંતવાર દયા, વ્રત, તપ, બ્રહ્મચર્ય, આદિ પાળ્‌યાં તોપણ આત્માનું સેવન કર્યું નથી એમ કહો છો તો હવે તે કયાં સુધી અપ્રતિબુદ્ધ રહેશે તે કહો. તેના ઉત્તરરૂપે ગાથાસૂત્ર કહે છેઃ-

* ગાથા ૧૯ઃ ટીકા ઉપરનું પ્રવચન *

અમૃતચંદ્રાચાર્ય દ્રષ્ટાંત આપે છેઃ-જેવી રીતે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ ભાવોમાં તથા પહોળું તળિયું, પેટાળ આદિના આકારે પરિણત થયેલ પુદ્ગલ સ્કંધોમાં, આ ઘડો છે’ એમ, અને ઘડામાં ‘આ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ ભાવો તથા પહોળું તળીયું, પેટાળ આદિના આકારે પરિણત પુદ્ગલ સ્કંધો છે’ એમ વસ્તુના અભેદથી અનુભૂતિ થાય છે; આ દ્રષ્ટાંત થયું. તેવી રીતે કર્મ-મોહ-શુભાશુભરાગ આદિ અંતરંગ પરિણામો તથા નોકર્મ-શરીરાદિ બાહ્ય વસ્તુઓ-એ બધાં પુદ્ગલનાં પરિણામ છે. જેમ સ્પર્શ, રસ, ગંધ, વર્ણમાં ઘડો છે અને ઘડામાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ છે એમ પુણ્ય- પાપના અંતરંગ પરિણામ ભાવકર્મ અને જડકર્મ તથા નોકર્મ-શરીર, મન, વાણી આદિ બહિરંગ પુદ્ગલ પરિણામો છે. અહાહા! અંદરમાં દયા, દાન, વ્રત, ભક્તિ આદિ જે રાગભાવ થાય તે બાહ્ય વસ્તુ છે, કેમ કે જેમ આત્મામાં જ્ઞાન અને આનંદ સ્વભાવ છે તેમ પુણ્ય-પાપના ભાવ તેનો સ્વભાવ નથી. એ આત્મા નથી.

ભગવાન આત્મામાં અંતરંગમાં જે પુણ્ય-પાપ દેખાય છે તે, જડ કર્મ તથા શરીરાદિ નોકર્મ-એ ત્રણેય પુદ્ગલપરિણામો આત્માનો તિરસ્કાર કરનારા છે. જુઓ, શુભ-અશુભભાવને પુદ્ગલપરિણામ કહ્યા કેમકે તે આત્માનો અનાદર કરવાવાળા છે. જેઓ રાગની રુચિવાળા છે તેઓ આત્માનો અનાદર કરે છે. રાગભાવ જ આત્માનો અનાદર કરવાવાળો છે.

પુણ્ય-પાપરૂપ ભાવકર્મ, જડ દ્રવ્યકર્મ અને શરીરાદિ નોકર્મ એ ત્રણેય પુદ્ગલની જાત છે; ભગવાન આત્મા જ્ઞાનની જાત છે. પુણ્ય-પાપના ભાવમાં જ્ઞાનના અંશનો અભાવ છે. એ ત્રણેય પુદ્ગલપરિણામોનો ચૈતન્યભાવમાં અભાવ છે. એ ત્રણેય ભગવાન આત્માના પરિણામ નથી, કેમકે ભગવાન આત્મા જ્ઞાનસ્વભાવી વસ્તુ હોવાથી એના પરિણામ જ્ઞાનરૂપ હોય; જ્યારે આ ત્રણેયમાં ચૈતન્યના અંશનો અભાવ છે. વ્યવહારરત્નત્રય એ શુભરાગ છે, એ પુદ્ગલના પરિણામ છે કેમકે એ (રાગ) ચૈતન્યથી ખાલી છે. આવી વાત બહુ ભારે, ભાઈ. લોકોને તો એવું લાગે કે આ સોનગઢવાળાઓએ ‘નિશ્ચયથી ધર્મ’ એ નવો શોધ્યો. સહેલો સટ લઈને બેઠા છે. વ્રત અને તપમાં દુઃખ પડે, કષ્ટ પડે એટલે સહેલો ધર્મ કાઢયો. બસ આત્મા જાણો, આત્મા જાણો-એ ધર્મ. અરે ભગવાન! તું સાંભળ તો ખરો. પ્રભુ! તું આત્મા ચૈતન્યચમત્કાર વસ્તુ છે. એ ચૈતન્યચમત્કારમાં એકાગ્ર થવું એનું નામ ધર્મ


PDF/HTML Page 333 of 4199
single page version

છે. એ ચૈતન્યચમત્કારને છોડી જે દયા, દાન, વ્રતાદિ છે તે અચેતન છે. તે જ્ઞાનસ્વરૂપ ચૈતન્યની જાત નથી. સીધી સાદી ભાષા છે. વસ્તુ આવી છે, ભાઈ.

ઘડાના દ્રષ્ટાંતે-એ પુણ્ય-પાપ આદિ ભાવકર્મ, અને દ્રવ્યકર્મ તથા શરીર, મન, વાણી આદિ નોકર્મ એ ત્રણેમાં આત્મા છે અને એ ત્રણેય ચીજ આત્મામાં છે એવી જેની માન્યતા છે તે મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાની-અપ્રતિબુદ્ધ છે. પરસત્તાનું પોતામાં હોવાપણું માનવું એ મિથ્યાત્વભાવ છે. કોઈ કહે કે વ્યવહારથી (ધર્મ) થાય. પણ ભાઈ, વ્યવહાર એ શુભરાગની ક્રિયા છે અને શુભરાગ છે એ અચેતન છે, પુદ્ગલપરિણામ છે. ચેતન આત્મા અચેતન પુદ્ગલપરિણામમાં છે અને પુદ્ગલપરિણામ આત્મામાં છે એવી માન્યતા અજ્ઞાનીની છે. ભલે ને નગ્ન સાધુ કેમ ન હોય, ‘રાગના પરિણામમાં હું છું અને મારામાં રાગના પરિણામ છે’-એવી માન્યતા જો તેને હોય તો તે અજ્ઞાની છે, અપ્રતિબુદ્ધ છે. અહાહા! કર્મ-મોહ આદિ અંતરંગ પરિણામ એટલે મોહ-રાગ-દ્વેષાદિ ભાવકર્મ અને જડ કર્મ તથા નોકર્મ-શરીરાદિ-એ બધી બાહ્ય વસ્તુઓ છે. આ બાહ્ય વસ્તુમાં હું છું અને બાહ્ય વસ્તુ મારામાં છે એમ માનનાર બહિરાત્મા-મિથ્યાદ્રષ્ટિ છે. અહો! આચાર્યદેવે સત્ને સમજાવનારી મીઠી અને મધુર ટીકા કરી છે.

ભગવાન! બહિરાત્મા કોને કહીએ અને અંતરાત્મા કોને કહીએ? કે જે અંદર રાગની ક્રિયાના પુણ્ય-પાપરૂપ, દયા, દાન, ભક્તિ, વ્રત આદિરૂપ ભાવ થાય છે તે પુદ્ગલ-પરિણામ છે અને બાહ્ય છે. તેમાં હું છું અને તેથી મને લાભ છે એમ માનનાર બહિરાત્મા છે. બહુ આકરું પડે. પેલા ભક્તિવાળા એમ કહે કે ભક્તિ કરો, એમ કરતાં કરતાં ધર્મ થશે; આ દયા પાળવાવાળા એમ કહે કે પરની દયા પાળો, તેથી ધર્મ થશે અને શરીરના બળિયા હોય તે એમ કહે ઉપવાસાદિ તપ કરો, એમ કરવાથી ધર્મ થશે. આ ત્રણે મંદરાગની ક્રિયા છે. આ મંદરાગની ક્રિયાથી લાભ માનનારા રાગની રુચિવાળા બહિરાત્મા છે, અજ્ઞાની છે.

અહાહા! અહીં તો દાંડી પીટીને કહેવાય છે કે ભગવાન જિનેન્દ્રદેવનો કહેલો ધર્મ એ અલૌકિક ચીજ છે. એવી ચીજ બીજે કયાંય નથી. પણ એના ઘરમાં (દિગંબર જૈનમાં) જેણે જન્મ લીધો છે એને ય ખબર નથી. અહીં ત્રણ વાત કહે છેઃ-પુણ્ય- પાપરૂપભાવ એ ભાવકર્મ, જ્ઞાનાવરણાદિ જડ કર્મ અને શરીરાદિ નોકર્મ એ ત્રણેય પુદ્ગલપરિણામ છે, એક વાત. એ આત્માના તિરસ્કાર કરવાવાળા છે એ બીજી વાત અને આમ હોવા છતાં તેમાં હું છું અને એ પરિણામ મારામાં છે એમ વસ્તુના અભેદથી જ્યાં સુધી અનુભૂતિ છે ત્યાં સુધી આત્મા અપ્રતિબુદ્ધ છે, મિથ્યાદ્રષ્ટિ છે. શું કહે છે? શુભરાગ આદિ પુદ્ગલ-પરિણામ છે. એ જીવસ્વભાવમાં તો નથી પણ જીવનો તિરસ્કાર કરવાવાળા છે. તેથી પુણ્યભાવ આદિ ભાવકર્મ તથા શરીર, મન, વાણી, સ્ત્રી, કુટુંબ, પરિવાર આદિ નોકર્મનો


PDF/HTML Page 334 of 4199
single page version

પ્રેમ આદર કરીશ વા તેથી પોતાને લાભ છે એમ માનીશ તો ભગવાન આત્માનો અનાદર થશે. આ ત્રણેયમાં અભેદપણે અનુભૂતિ એ તો મિથ્યાદર્શન છે, અજ્ઞાન છે.

પ્રશ્નઃ–અનુભૂતિ છે તોપણ અજ્ઞાની?

ઉત્તરઃ–એ અનુભૂતિ છે એમાં શું? એ તો જડની અનુભૂતિ છે. (અજ્ઞાન છે) એને અનુભૂતિ કહેતા જ નથી. અનુભૂતિ એટલે અનુભવવું, થવું. સ્વને અનુસરીને થવું, પરિણમવું. એટલે પોતાના દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સ્વભાવને અનુસરીને થવું-પરિણમવું તેને આત્માની અનુભૂતિ કહે છે. પરંતુ જડને, રાગને અનુસરીને થવું-પરિણમવું એ આત્માની અનુભૂતિ નથી. પહેલાં બીજી ગાથામાં આ આવી ગયું છે.

આહાહા! શું કહ્યું? જડકર્મ અને શરીરાદિ નોકર્મ એ તો પુદ્ગલપરિણામ છે જ. પણ આ આત્મા જે એક જ્ઞાયકભાવ જ્ઞાતાદ્રષ્ટા ચૈતન્યચમત્કાર વસ્તુ છે તેમાં થતા ક્ષણિક પુણ્ય-પાપના જે ભાવ તે પણ પુદ્ગલપરિણામ છે, અચેતન છે. એ ચૈતન્યચમત્કાર જ્ઞાયક-ભાવરૂપ આત્મા એક વસ્તુ અને પુણ્ય-પાપના ભાવ એ બીજી વસ્તુ. આ બે વસ્તુ ભિન્ન હોવા છતાં દ્રષ્ટિમાં જ્યાંસુધી બન્નેમાં એકપણાની અભેદબુદ્ધિ છે ત્યાંસુધી આત્મા અપ્રતિબુદ્ધ-અજ્ઞાની છે, પછી ભલે લાખો શાસ્ત્રો ભણ્યો હોય.

અહીં કોઈ કહે કે આમાં જરા ઢીલું કરો. થોડો રાગથી લાભ થાય અને થોડો રાગથી લાભ ન થાય એમ સ્યાદ્વાદ કરો. તો આપણે બધા એક થઈ જઈએ. પણ ભાઈ, આમાં ઢીલું મૂકવાનો પ્રશ્ન જ કયાં છે? ત્રિલોકીનાથ ભગવાન અને સંતો જાહેર કરે છે કે તું ચૈતન્યચમત્કારી વસ્તુ છે. તારામાં ચૈતન્યચમત્કારની ઈશ્વરતા ભરેલી છે. એવા નિજ આત્મસ્વરૂપને દયા, દાન, વ્રત, ભક્તિ આદિ શુભભાવરૂપ જાણે અને માને, એ શુભભાવો મારા છે અને એથી મને લાભ (ધર્મ) થશે એમ માને તો મિથ્યાદ્રષ્ટિ, અજ્ઞાની છે, મૂઢ છે, જૈન નથી.

નવા માણસને જરા આકરું લાગે. પહેલાં સાંભળ્‌યું હોય ને કે વ્રત, તપ, જાત્રા આદિ કરો એટલે ધર્મ થઈ જશે. પણ કોઈની જાત્રા, ભાઈ? બહારની કે અંદરની? તીર્થે જાઓ પણ કયું તીર્થ? આત્માની અંદર કે આત્માની બહાર? કાંઈ ખબર ન મળે બિચારાને. ભગવાન આત્મા સ્વયં તીર્થરૂપે-દેવરૂપે છે. એ પરમાનંદસ્વભાવવાળું દ્રવ્ય છે. તેમાં અંદર જાત્રા કરે-અંદર જાય એ ધર્મ છે. બહારની જાત્રા એ તો રાગની ક્રિયા છે. એ રાગક્રિયા જે આત્માનો તિરસ્કાર કરવાવાળી છે એનાથી લાભ થશે એવી માન્યતા તો અપ્રતિબુદ્ધ-અજૈનની છે. ભાઈ! વ્રત, તપ આદિ શુભભાવ એ તો પુદ્ગલના પરિણામ છે, અચેતન છે. જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એ ભાવ પુદ્ગલપરિણામ છે, અચેતન છે. એમાં ચૈતન્યની જાત નથી. તેથી એ શુભરાગાદિ ભાવકર્મ, દ્રવ્યકર્મ તથા શરીરાદિ નોકર્મ એ બાહ્ય વસ્તુઓ સાથે જ્યાંસુધી એકપણાની અભેદપણે અનુભૂતિ છે ત્યાંસુધી તે અપ્રતિબુદ્ધ છે, બહિરાત્મા


PDF/HTML Page 335 of 4199
single page version

છે. તથા એ ત્રણેય પુદ્ગલપરિણામો બાહ્ય ચીજ હોવાથી મારા-પોતાનામાં નથી એમ માની જે પોતાનો દર્શન-જ્ઞાન-ચારિત્રસ્વભાવરૂપ એક જ્ઞાયકભાવ આત્મા છે તેવી શ્રદ્ધા કરી તેની સાથે જ એકપણાની નિર્મળ જ્ઞાન, આનંદની અનુભૂતિ કરે તે અંતરાત્મા છે. પોતાના દર્શન-જ્ઞાન-ચારિત્ર આદિની પૂર્ણદશા પ્રગટ થવી એ પરમાત્મા છે. આ બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માની વ્યાખ્યા છે.

પહેલાં ઘડાનું દ્રષ્ટાંત આપ્યું. હવે દર્પણનું દ્રષ્ટાંત આપીને સમજાવે છે. ‘જેમ રૂપી દર્પણની સ્વ-પરના આકારનો પ્રતિભાસ કરનારી સ્વચ્છતા જ છે અને ઉષ્ણતા તથા જ્વાળા અગ્નિની છે....શું કહે છે? જ્યારે દર્પણની સામે અગ્નિ હોય ત્યારે દર્પણમાં જે પ્રતિબિંબ (અગ્નિ જેવો આકાર) દેખાય છે તે દર્પણની સ્વચ્છતાની પર્યાય છે, પણ અગ્નિની પર્યાય નથી. જે બહારમાં જ્વાળા અને ઉષ્ણતા છે તે અગ્નિનાં છે. પરંતુ દર્પણમાં જે પ્રતિબિંબ દેખાય છે તે તો દર્પણની સ્વ-પરના આકારનો-સ્વરૂપનો પ્રતિભાસ કરનારી સ્વચ્છતા જ છે. ‘તેવી રીતે અરૂપી આત્માની તો પોતાને ને પરને જાણનારી જ્ઞાતૃતા (જ્ઞાતાપણું) જ છે અને કર્મ તથા નોકર્મ પુદ્ગલનાં છે.’ શું કહે છે? રાગ-દયા, દાન, પુણ્ય-પાપ આદિ જે વિકલ્પ એના આકારે એટલે જ્ઞેયાકારે જ્ઞાન થયું એ તો જ્ઞાનની પર્યાય છે, પણ રાગની નથી. જેમ અગ્નિની પર્યાય અગ્નિમાં રહી, પણ તેનો આકાર (પ્રતિબિંબ) જે અરીસામાં દેખાય છે તે અગ્નિની પર્યાય નથી પણ એ તો અરીસાની સ્વચ્છતાની આકૃતિની પર્યાય છે, તેમ ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છે એ જ્ઞેયાકાર સ્વનું જ્ઞાન કરે છે અને દયા, દાન, વ્રત, આદિ વિકલ્પનું જ્ઞાન કરે છે. એ પરનું જ્ઞાન થાય છે એ પોતાની પર્યાયમાં થાય છે. એ પરનું જ્ઞાન પરમાં તો થતું નથી, પણ પરને લીધે પણ થતું નથી. પોતાના જ્ઞાનની સ્વચ્છત્વ શક્તિને લીધે થાય છે.

સ્વનું જ્ઞાન થવું અને પર-રાગનું જ્ઞાન થવું એ તો પોતાની જ્ઞાનની પરિણતિનો સ્વ-પરપ્રકાશક સ્વભાવ છે. રાગ છે તો રાગનું જ્ઞાન થયું એમ નથી. પરંતુ તે સમયે પોતાની જ્ઞાનની પર્યાય સ્વયં રાગના જ્ઞેયાકારરૂપે પરિણમતી થકી જ્ઞાનાકારરૂપ થઈ છે. તે પોતાથી થઈ છે, પોતામાં થઈ છે, પરથી (જ્ઞેયથી) નહીં. અરૂપી આત્માને તો પોતાને અને પરની જાણવાવાળી જ્ઞાતૃતા છે. એ જ્ઞાતૃતા પોતાની છે, પોતાથી સહજ છે, રાગથી નહિ અને રાગની પણ નહીં. એ રાગ છે તો જ્ઞાતૃતા (જાણપણું) છે એમ નથી. વસ્તુનું સહજસ્વરૂપ જ આવું છે. અહો! આચાર્યદેવે મીઠી, મધુરી ભાષામાં વસ્તુ ભિન્ન પાડીને બતાવી છે. એમાં ઠર તો તારું કલ્યાણ થશે.

જેમ રૂપી દર્પણની સ્વચ્છતામાં સ્વ-પરનો પ્રતિભાસ કરવાની પોતાની શક્તિ છે તેમ જ્ઞાનની પર્યાયમાં પોતાનું જ્ઞાન થવું અને પર એવા વ્યવહારરત્નત્રયનું જ્ઞાન થવું-એ સ્વપરનું જાણવારૂપ પરિણમન થવું એ પોતાની શક્તિના કારણે છે, પણ રાગના (વ્યવહારરત્નત્રયના) કારણે નહિ અને રાગમાં પણ નહિ. ૧૨ મી ગાથમાં આવે છે


PDF/HTML Page 336 of 4199
single page version

ને કે તે કાળે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. (व्यवहारनयो परिज्ञायम नस्तदात्वे प्रयोजनवान्’) એનું સ્પષ્ટીકરણ છે. પોતાની જ્ઞાનની પર્યાય પોતાને જાણે છે અને રાગને જાણે છે. રાગ છે તો જાણે છે એમ નથી, પણ તે કાળે પોતાની જ્ઞાનપર્યાય જ એવી સ્વ-પરપ્રકાશક પ્રગટ થાય છે. આવો માર્ગ, ભાઈ. હવે આ વાણિયાને વેપાર કરવો, બાયડી-છોકરાંનું કરવું કે આવું સાંભળવા બેસવું? ધૂળમાંય વેપારાદિ કરતો નથી; એ તો રાગ અને દ્વેષ કરે છે શું વેપાર કરી શકે છે? પરની ક્રિયા કરી શકે છે? ના. એ (પર) તો જડ છે.

ઘડાનું દ્રષ્ટાંત પહેલાં દઈને હવે દર્પણનું દ્રષ્ટાંત આપ્યું. ઘડાના દ્રષ્ટાંતમાં તો જેમ વર્ણ, ગંધ, રસ, સ્પર્શમાં ઘડો છે અને ઘડામાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે તેમ પુણ્ય- પાપમાં હું છું અને મારામાં એ છે એવી અનુભૂતિ એ અજ્ઞાન છે એમ કહ્યું. આમાં કહે છે કે લોકાલોક છે તો કેવળજ્ઞાનની પર્યાય છે એમ નથી. જ્ઞાનની સ્વપરપ્રકાશક પરિણતિ એ પોતાની પોતાના સ્વભાવથી થાય છે, લોકાલોકથી નહીં. સ્વ-પરનો પ્રતિભાસ થવો એ પોતાનું સહજ સામર્થ્ય છે. પર છે તો પરનો પ્રકાશ થાય છે એમ નથી. આત્માની તો સ્વપરને જાણનારી જ્ઞાતૃતા છે અને કર્મ અને નોકર્મ પુદ્ગલનાં જ છે એમ જણાય છે. રાગાદિ કર્મ અને શરીરાદિ નોકર્મ પુદ્ગલનાં છે એમ પોતાથી જાણે અથવા પરના ઉપદેશથી. જેનું મૂળ ભેદવિજ્ઞાન છે-એટલે રાગથી અને શરીરાદિ પરથી ભિન્ન પડવું એ જેના મૂળમાં છે-એવી અનુભૂતિ ઉત્પન્ન થશે ત્યારે જ આત્મા પ્રતિબુદ્ધ થશે.

* કળશ ૧૯ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

જેમ સ્પર્શાદિમાં પુદ્ગલનો અને પુદ્ગલમાં સ્પર્શાદિનો અનુભવ થાય છે અર્થાત્ બન્ને (ઘડાના દ્રષ્ટાંતની જેમ) એકરૂપ અનુભવાય છે તેમ જ્યાંસુધી આત્માને કર્મ-જડ કર્મ અને અંતરંગ રાગાદિ ભાવકર્મ અને નોકર્મ-શરીર, મન, વાણી ઇત્યાદિમાં આત્માની અને આત્મામાં કર્મ-નોકર્મની ભ્રાંતિ થાય છે ત્યાંસુધી તે અપ્રતિબુદ્ધ છે.

ભગવાન આનંદસ્વરૂપ જ્ઞાયક આત્મા છે. એને આ રાગ તે હું છું અને એ રાગ મારામાં છે એવી ભ્રાંતિ છે ત્યાંસુધી એ મિથ્યાદ્રષ્ટિ છે. હવે કેટલાક કહે છે કે વ્યવહાર - રાગ કરતાં કરતાં આત્માની અનુભૂતિ-નિશ્ચય થાય, પણ એમ નથી. એ રાગ તો વિકલ્પરૂપ છે. અને આત્મા તો નિર્વિકલ્પરૂપ આનંદકંદ છે. આત્મા તો શુદ્ધ પવિત્ર આનંદઘન જ્ઞાયકરૂપ છે. અને વ્યવહારના શુભભાવ તો જડસ્વભાવી, અશુદ્ધ, અપવિત્ર અને દુઃખરૂપ છે. તેથી આત્મા તે રાગ છે અને રાગ તે આત્મામાં છે એવી એકપણાની માન્યતા ભ્રમ છે. જ્યાંસુધી બન્ને એકરૂપ ભાસે ત્યાંસુધી તે અજ્ઞાની-અપ્રતિબુદ્ધ છે. પુણ્ય-પાપના ભાવ સ્વરૂપમાં તો નથી, એ તો સ્વરૂપનો તિરસ્કાર કરવાવાળા-અનાદર કરવાવાળા છે. આમ છે તોપણ એ પોતાપણે એકરૂપ ભાસે એ અજ્ઞાન છે.


PDF/HTML Page 337 of 4199
single page version

હવે જ્યારે તે એમ જાણે છે કે આત્મા તો જ્ઞાતા જ છે અને કર્મ-નોકર્મ પુદ્ગલનાં જ છે ત્યારે જ તે પ્રતિબુદ્ધ થાય છે. શું કહ્યું? કે આ જાણનાર, જાણનાર છે તે જ આત્મા છે. જે આ જાણે છે તે જ આત્મા છે. અને પર તરફના લક્ષે ઉત્પન્ન થએલાં રાગાદિ ભાવકર્મ અને શરીર, મન, વાણી ઇત્યાદિ નોકર્મ એ પુદ્ગલના જ છે. જુઓ, આ પૈસા, બાયડી, છોકરાં, વેપારંધધો એ તો બહુ દૂર રહી ગયા. એ તો બધી પુદ્ગલની પર્યાયની જ જાત છે. અહીં તો દયા, દાન, વ્રતાદિ વિકલ્પ ઊઠે એ પણ પુદ્ગલના જ છે એમ વાત છે. એ ચૈતન્ય-જ્ઞાયકની સત્તામાં-જ્ઞાયકના હોવાપણામાં એ રાગની સત્તા નથી અને રાગની સત્તામાં ભગવાન જ્ઞાયકની સત્તા નથી. એમ શરીરની સત્તામાં આત્માની સત્તા નથી અને આત્માના હોવાપણામાં શરીરની સત્તા નથી. ભગવાનની ભક્તિ થાય, વ્રત અને તપનો વિકલ્પ આવે ઉપવાસ કરું, બ્રહ્મચર્યપાળું એવો શુભરાગ આવે એ બધા શુભરાગની સત્તામાં ચૈતન્યસ્વરૂપ આત્મા નથી અને ચૈતન્યસ્વરૂપ આત્મામાં એ શુભરાગની સત્તા નથી. આવું જ્યારે ભેદજ્ઞાન થાય ત્યારે તે પ્રતિબુદ્ધ થાય છે. લ્યો, આમ રાગાદિથી ભેદ કરી જ્ઞાયકમાં એકપણે એકાગ્રતા કરે ત્યારે પ્રતિબુદ્ધ થાય છે.

જેમ અરીસામાં અગ્નિની જ્વાળા દેખાય ત્યાં એમ જણાય છે કે-જ્વાળા તો અગ્નિમાં જ છે; અરીસામાં નથી પેઠી. અરીસામાં દેખાઈ રહી છે તે અરીસાની સ્વચ્છતા જ છે. શું કહે છે? તેમાં જે અગ્નિની જ્વાળા (પ્રતિબિંબ) દેખાય છે તે જ્વાળા અગ્નિની નથી અને અગ્નિથી પણ નથી. એ તો અરીસાની સ્વચ્છતાની દશા છે. એ (એ અરીસાના સ્વભાવને કારણે છે) અરીસાની સ્વચ્છતાનો સ્વભાવ જ એવો છે કે તે પોતાની સ્વચ્છતાને બતાવે અને સામે ચીજ છે એનો જે પોતામાં પ્રતિભાસ થાય એને પણ બતાવે. ખરેખર અરીસામાં જે દેખાય છે એ જ્વાળા નથી પણ એ તો અરીસાની સ્વચ્છતા છે. સામે બરફ હોય અને પીગળતો જાય એ અરીસામાં દેખાય છે. એ બરફને લઈને નથી કે બરફ એમાં છે એમ પણ નથી. ત્યાં તો અરીસાની સ્વચ્છતાનું જ અસ્તિત્વ છે, બરફનું નથી. તેમ જેની સત્તામાં-હોવાપણામાં આનંદ અને જ્ઞાન ભર્યું છે તેમાં રાગનું જે જ્ઞાન થાય એ જ્ઞાન એની પોતાની સત્તામાં છે, પણ રાગ એની સત્તામાં નથી. ભગવાન આત્મા જ્ઞાયકજ્યોતિ ચૈતન્યઅરીસો છે. એમાં શુભાશુભભાવની વૃત્તિઓ જે છે તેનો પ્રતિભાસ-જ્ઞાન થાય, એ જ્ઞાનનું અસ્તિત્વ તો પોતામાં છે, પણ શુભાશુભભાવની વૃત્તિઓનું અસ્તિત્વ આત્મામાં નથી. એ જ્ઞાનમાં એ (શુભાશુભભાવની વૃત્તિઓ) જણાય અને આત્મા જણાય, પણ પરને (શુભાશુભભાવની વૃત્તિઓને) લઈને જ્ઞાનનું અસ્તિત્વ છે એમ નથી. એ રાગ છે માટે રાગનું અહીં જ્ઞાન થયું એમ નથી.

ઝીણો માર્ગ, ભાઈ! સંપ્રદાયના માણસો નવા આવે એમને થાય કે આ તે શું કહે છે? આવો ધર્મ? બાપા! જિનેશ્વરના માર્ગનો ધર્મ તો આવો છે. ચૈતન્યબિંબ પડયું છે ને અંદર! તેમાં સામી જે ચીજ છે એ પ્રકારના (જ્ઞેયના) જ્ઞાનરૂપે પરિણમવું,


PDF/HTML Page 338 of 4199
single page version

એને જાણવું એ તો પર્યાયનો તે ક્ષણનો ધર્મ છે. ખરેખર તો એ જ્ઞેય સંબંધી પોતાની જે જ્ઞાનની પરિણતિ એને એ જાણે છે. આ બધા (અજ્ઞાની) કહે છે કે દેવ-ગુરુની ભક્તિ કરો, તેથી એમાંથી માર્ગ મળી જશે. અહીં કહે છે કે ભક્તિ એ રાગ છે. એ રાગ જે થાય તે જ સમયનું જ્ઞાન સ્વ અને પરને જાણતું પરિણમે એવી પર્યાયની તાકાતથી એ રાગને જાણી રહ્યું છે. રાગને જાણી રહ્યું છે એ પણ વ્યવહારથી છે. નિશ્ચયથી તો રાગ સંબંધી જ્ઞાન અને પોતા સંબંધી જ્ઞાનને જાણી રહ્યું છે. મૂળ વાત-પ્રથમ દશા સમજાય નહિ અને પછી ચારિત્ર અને વ્રત કયાંથી આવે? મૂળ એકડા વિનાનાં મીંડાં શા કામનાં?

ભગવાન આત્મા જ્ઞાયકભાવસ્વભાવરૂપ છે. એમાં વ્યવહારરત્નત્રયનો જે રાગ થાય તે રાગસંબંધીનું પણ તે કાળે પોતાનું જ્ઞાન પરિણમે છે. એ જ્ઞેયાકારે પરિણમે છે એમ કહેવું તે વ્યવહાર અને એ જ્ઞાનાકારે થઈ રહ્યું છે એ નિશ્ચય છે. ભાઈ! અહીં તો તળિયે-વસ્તુના તળમાં જાય તો પત્તો ખાય એવું છે. કોઈ ને એમ લાગે કે આ તો નિશ્ચયાભાસ છે. ભગવાન! તને સ્વભાવની સત્તાની ખબર નથી. ભગવાન આત્માની જ્ઞાનસત્તા જ્ઞાનના હોવાપણે છે. એમાં વ્યવહારના જે વિકલ્પ ઊઠે એ સંબંધીનું જ્ઞાન થવું તે તે કાળે જ્ઞાનની પરિણતિના સ્વભાવથી થાય છે, પણ રાગને લીધે નહિ. તે કાળે સ્વપરને જાણવાની પરિણતિ પોતાના અસ્તિત્વને લઈને ઊભી થાય છે, પણ રાગને લઈને નહિ. ભગવાન આત્માનો સ્વ-પરને પ્રકાશવાના સામર્થ્યવાળો ચૈતન્યપ્રકાશ જ એવો છે કે જેમ અરીસામાં સામેની ચીજ-બિંબનું પ્રતિબિંબ દેખાય છે તેમ જ્ઞાનમાં રાગાદિ કર્મ-નોકર્મ જે જ્ઞેય છે તે પ્રતિભાસે છે. તેથી રાગને કાળે રાગનું જે જ્ઞાન થાય એ રાગને લઈને નહિ પણ જ્ઞાનના સ્વપરપ્રકાશક સામર્થ્યને લઈને એ જ્ઞાન થાય છે. જ્યારે રાગનું જ્ઞાન રાગને લઈને નથી તો પછી રાગથી (રાગ કરતાં કરતાં) આત્માની નિર્મળદશા કેમ પ્રગટ થાય? શુભરાગ-વ્યવહાર સાધન (કારણ) અને નિર્મળદશા કાર્ય એમ શી રીતે થાય? ન જ થાય.

પ્રશ્નઃ–વ્યવહારને સાધન કહ્યું છે ને?

ઉત્તરઃ–એ તો બીજી રીતે કહ્યું છે. (નિશ્ચય) સાધનની જોડે બીજી ચીજ (વ્યવહાર) છે એને આરોપ કરીને સાધન કહ્યું છે, પણ ખરેખર એ સાધન નથી. શુભરાગ-વ્યવહાર છે એ નિશ્ચયને સાધે છે, વ્યવહારથી નિશ્ચય થાય છે, વ્યવહાર જે રાગ છે એનાથી વીતરાગતા થાય છે, વ્યવહાર જે દુઃખ છે એનાથી સુખ થાય છે’-એમ નથી, ભાઈ! (એ તો બધાં વ્યવહારનાં કથન છે)

ભાઈ! તારા જ્ઞાનનું સામર્થ્ય કોઈ અચિન્ત્ય છે. જે કાળે જેવા રાગાદિ (જ્ઞેય) હોય તેવું જ જ્ઞાન થઈ જાય છે એ જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય છે. તેમ છતાં આવો રાગ


PDF/HTML Page 339 of 4199
single page version

છે માટે આવું જ્ઞાન થયું એમ નથી, કેમકે રાગના અસ્તિત્વથી જ્ઞાનની પરિણતિનું અસ્તિત્વ ભિન્ન છે. આ તો સ્વાતંત્ર્યનો ઢંઢેરો છે, ભાઈ. રાગાદિ છે તે પર છે, અને પર્યાયમાં રાગાદિનું જે જ્ઞાન છે એ (સ્વ) મારું છે એવો ભેદજ્ઞાનસ્વરૂપ અનુભવ કયારે થાય? કે જ્યારે રાગાદિનું લક્ષ છોડી સ્વના લક્ષમાં જાય ત્યારે એની પરિણતિમાં ભેદજ્ઞાન થાય. શરીર, મન, વાણી ઇત્યાદિ નોકર્મ અને રાગાદિ કર્મ એ પર પુદ્ગલના જ છે અને એ જ્ઞેયોને જાણનારું જ્ઞાન તે મારું જ્ઞાયકનું છે એમ ભિન્નતા જાણી એક જ્ઞાયકની સત્તામાં જ લક્ષ કરે તેને ભેદજ્ઞાન થાય છે. આવો ભેદજ્ઞાનરૂપ અનુભવ કાં તો સ્વયમેવ निसर्गात् અથવા તો ઉપદેશથી अधिगमात् જ્યારે થાય છે ત્યારે જ તે પ્રતિબુદ્ધ થાય છે. થાય છે તો આ રીતે જ. (બીજી કોઈ રીત નથી) નિમિત્ત આવે તો ઉપાદાનમાં (કાર્ય) થાય એમ નથી. ભાઈ! ઉપાદાનના કાળે સ્વ પરપ્રકાશક પરિણતિ સ્વયં પોતાથી થાય છે. તે કાળે નિમિત્ત હોય, પણ નિમિત્તને લઈને, નિમિત્તની સત્તા છે માટે એને જ્ઞાન-પરિણતિ ઉત્પન્ન થઈ એમ નથી. આ ૧૯ મી ગાથાની ટીકાનો ભાવાર્થ કર્યો.

હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

* કળશ ૨૧ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

ये જે પુરુષો स्वतो वा अन्यतो वा પોતાથી જ અથવા પરના ઉપદેશથી कथम् अपि हि કોઈ પણ પ્રકારે भेदविज्ञानमूलाम् ભેદવિજ્ઞાન જેનું મૂળ ઉત્પત્તિકારણ છે એવી अनुभूतिम् अचलितम् लभन्ते અવિચળ (નિશ્ચળ) પોતાના આત્માની અનભૂતિને પામે છેઃ-શું કહે છે? જો કોઈ આત્મા પોતાથી જ એવું ભેદજ્ઞાન પ્રગટ કરે-એટલે રાગથી ભિન્ન જે જ્ઞાયકસ્વભાવરૂપ નિજ દ્રવ્ય તેનું લક્ષ કરે તો તે અવિચળ એટલે કદી ન પડે એવી આત્માની અનુભૂતિને પ્રાપ્ત થાય છે.

અરે ભાઈ! ચારે ગતિઓમાં રખડી રખડીને અનંતકાળ ગયો. ભ્રમણામાં ને ભ્રમણામાં અનંતભવના અનંત અવતાર કર્યા. એ બધું ભૂલી ગયો છે. પણ એ ભ્રમણા ભાંગે (દૂર થાય) તો ભવના અંત આવે એમ છે. એ કેમ ભાંગે? તો કહે છે કોઈ પણ પ્રકારે એટલે મહા પુરુષાર્થ કરીને પણ સ્વથી સીધો જ ભગવાન જ્ઞાયકભાવ ઉપર દ્રષ્ટિ કરતાં તે રાગથી ભિન્ન પડી જાય છે. મોક્ષ અધિકાર, ગાથા ૨૯૪ માં શિષ્યનો પ્રશ્ન છે કે-‘આત્મા અને બંધ બન્નેને કંઈ રીતે છેદી શકાય છે?’ તેનું સમાધાન આચાર્યદેવે કર્યું છે કે- “આત્મા અને બંધના નિયત સ્વલક્ષણોની સૂક્ષ્મ અંતઃસંધિમાં (અંતરંગની સંધિમાં) પ્રજ્ઞાછીણીને સાવધાન થઈને પટકવાથી (નાખવાથી, મારવાથી) તેમને છેદી શકાય છે અર્થાત્ જુદા કરી શકાય છે એમ અમે જાણીએ છીએ.” એટલે કે પ્રજ્ઞા- જ્ઞાનપર્યાયને રાગથી ભિન્ન કરીને પછી દ્રવ્યમાં એક્તા કરવાથી પરને (રાગાદિને) છેદી શકાય છે. આમ


PDF/HTML Page 340 of 4199
single page version

સ્વથી અથવા પરના ઉપદેશથી કોઈ પણ પ્રકારે એટલે મહાપુરુષાર્થથી જ્યારે આ અનુભૂતિ (જ્ઞાન) રાગનું લક્ષ છોડીને સ્વદ્રવ્યના-જ્ઞાયકના લક્ષે જાય છે ત્યારે ભેદવિજ્ઞાન જેનું મૂળ છે એવી આત્માની અનુભૂતિ ઉત્પન્ન થાય છે.

‘ભેદવિજ્ઞાન જેનું મૂળ ઉત્પત્તિકારણ છે’-એમ કેમ કહ્યું? તેનું સમાધાનઃ કોઈ એમ કહે કે રાગની ઘણી મંદતા કરતાં કરતાં (એટલે શુભભાવ કરતાં કરતાં) અનુભૂતિ થાય તો એ વાત બરાબર નથી. પરંતુ રાગ અને આત્માનાં ભિન્ન ભિન્ન લક્ષણો જાણીને, રાગનું લક્ષ છોડી પ્રજ્ઞા-છીણી એટલે જ્ઞાનની પરિણતિ વડે આત્મા અને રાગાદિ બંધને છેદી નાખવા-જુદા પાડવા. જેને આવું ભેદજ્ઞાન થાય તે આવી અવિચળ પોતાના આત્માની અનુભૂતિને પામે છે. ભગવાન આત્માની અનુભૂતિનું મૂળ કારણ ભેદજ્ઞાન કહ્યું છે પણ વ્યવહાર સાધન-શુભરાગને આત્માનુભૂતિનું કારણ કહ્યું નથી. જુઓ, આમાં વ્યવહાર સાધન-શુભરાગનો નિષેધ આવી જાય છે.

ભાઈ! આ તો ધીરાનાં કામ છે. પહેલાં વિકલ્પ દ્વારા લક્ષમાં, પ્રતીતિમાં તો લે કે અંતરનો અનુભવ ભેદવિજ્ઞાનના કારણે થાય છે, પરથી ભિન્ન પડવાના કારણે થાય છે. પર કે જેનાથી જુદું પડવું છે એનાથી અનુભૂતિ થાય? (ન જ થાય.) રાગાદિ જે ક્રિયા, ભલે તે પંચમહાવ્રતાદિ હોય, એનાથી તો જુદું પડવું છે. હવે જેનાથી જુદું પડવું છે એ (રાગાદિ) અહીં સાધન કેમ થાય? (ન થાય) વસ્તુની સ્થિતિ જ આવી છે, ભાઈ! ઘણું ગંભીર તત્ત્વ ભર્યું છે. વળી કેટલાક એમ કહે છે કે-રાગની મંદતારૂપ શુભોપયોગ છેલ્લો (અનુભવ પહેલાં) તો હોય છે ને? (ભલે) એનાથી જુદું, પણ શુભોપયોગ એટલું તો સાધન થયું ને? અશુભ ઉપયોગ હોય ને ભેદજ્ઞાન થાય એમ બનતું નથી માટે અશુભ- ઉપયોગ સાધન ન થાય, પણ શુભ-ઉપયોગ તો સાધન ખરું ને? (ઉત્તર) છેલ્લો જે શુભોપયોગ હોય તેનાથી તો જુદું પડવાનું છે તો (જુદા પાડવામાં) શુભોપયોગે શું મદદ કરી? (કાંઈ જ નહિ) એ શુભરાગના કાળે રાગથી જે ભેદજ્ઞાન તે અનુભૂતિનું કારણ થાય છે પણ રાગને લઈને અનુભૂતિ થાય છે એમ નથી.

પ્રશ્નઃ–‘भेदविज्ञानमूलाम् એમ લખ્યું છે ને? ભેદવિજ્ઞાન જેનું મૂળ કારણ છે. (બીજું શુભોપયોગ ઉત્તર કારણ?) એટલે એમ બે કારણથી કાર્ય થાય છે. અષ્ટસહસ્ત્રીમાં (તત્ત્વાર્થસૂત્રની ટીકામાં) બે કારણ આવે છે ને?

ઉત્તરઃ–એ તો બીજું હોય એનું જ્ઞાન કરાવ્યું છે. બાકી અહીં તો રાગથી ભેદજ્ઞાન કરવું (એ એક જ) અનુભૂતિની ઉત્પત્તિનું કારણ છે એમ કહ્યું છે. છેલ્લો શુભરાગ હતો માટે એનાથી કાંઈક મદદ થઈ-એમ નથી.

હવે કહે છે-જે પુરુષો કોઈપણ પ્રકારે પોતાથી અથવા પરના ઉપદેશથી અંતઃસ્વભાવના