Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 180 of 210

 

PDF/HTML Page 3581 of 4199
single page version

અહાહા...! જ્ઞાની કોને કહીએ? કે અંદર પૂરણ જ્ઞાન અને પૂરણ આનંદના સ્વભાવથી ભરેલો ભગવાન આત્મા છતી વિદ્યમાન વસ્તુ છે તેનો આશ્રય કરી, નિમિત્ત, રાગ અને વર્તમાન પર્યાયનો આશ્રય છોડે છે તેને અંદર નિરાકુળ આનંદના સ્વાદયુક્ત જ્ઞાનદશા-ધર્મદશા પ્રગટ થાય છે અને તે જ્ઞાની જાણે છે કે પૂર્વે બાંધેલું જે કર્મ સત્તામાં પડયું હતું તે ઉદયમાં આવીને પ્રગટ થયું છે, તેના ફળને હું જ્ઞાતા-દ્રષ્ટા રહીને જાણુ-દેખું છું. જે વિકારના પરિણામ થયા તેને હું માત્ર જાણું-દેખું છું. તે પુણ્ય-પાપના ફળને હું મારામાં ભેળવતો નથી, તેઓ મારા છે એમ હું અનુભવતો નથી.

અરે! અજ્ઞાની જીવ અનાદિ કાળથી બહારની જંજાળને ચોંટી પડયો છે. તે દયા, દાન, વ્રત આદિના રાગની રુચિમાં એવો તો ફસાઈ પડયો છે કે પોતાનું નિરુપાધિ અકૃત્રિમ ચૈતન્યમય અસ્તિત્વ તેને નજરમાં આવતું નથી. અહા! પોતે ત્રિકાળ છે, છે ને છે એમ એને વિશ્વાસ બેસતો નથી. આ શુભાશુભ વિકારના પરિણામ થાય તે ક્ષણિક, કૃત્રિમ ઉપાધિ છે અને તે પુદ્ગલની છાયા છે. અને તેનું ફળ જે હરખ-શોક આવે તેય બધો પુદ્ગલનો જ પરિવાર છે. તથાપિ પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપને ભૂલીને એમાં જ પોતાપણું માનીને અનાદિકાળથી તે ત્યાં જ અટકી ગયો છે. આ મહા શલ્ય છે. આ મહાશલ્યને જેણે નિજ સ્વરૂપની દ્રષ્ટિ કરીને મટાડયું છે, નિવાર્યું છે તે જ્ઞાની છે. આ જ્ઞાની કહે છે કે-જે કર્મ ઉદયમાં આવે છે તેના ફળને હું માત્ર ઉદાસીનપણે જાણું-દેખું જ છું, હું તેનો ભોક્તા થતો નથી.

અહાહા...! અંદર આનંદનો નાથ પ્રભુ પોતે ત્રિકાળ ધ્રૂવ-ધ્રૂવ-ધ્રૂવ એવા ચૈતન્યના પ્રવાહસ્વરૂપ વિદ્યમાન વસ્તુ છે; તેમાં વિકાર નથી, અપૂર્ણતા નથી. અહા! આવી પોતાની વસ્તુની જેને અતિશય લય લાગી છે તે સ્વના આશ્રયે પરિણમી જાય છે અને ત્યારે તેને સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. સમ્યગ્દર્શન થતાં સાથે આનંદ સહિત અનંતગુણની અંશે વ્યક્તતા થાય છે. આવી જેને સ્વાનુભવની દશા પ્રગટી છે તે જ્ઞાની છે. તે જ્ઞાની એમ માને છે કે-જે કર્મનું ફળ ઉદયમાં આવે તેને હું ભોગવતો નથી, હું તો તેને માત્ર જ્ઞાતાદ્રષ્ટા પણે જાણું-દેખું જ છું. આવું શ્રદ્ધાન ચોથે ગુણસ્થાનેથી હોય છે. અહીં એથી વિશેષ ચારિત્રની વાત છે. તો કહે છે કે-હું (-જ્ઞાની) તેનો કર્તા-ભોક્તા નથી, માટે તે કર્મ મારા ભોગવ્યા વિના જ ખરી જાઓ; અર્થાત્ હું મારા ચૈતન્યસ્વરૂપમાં જ લીન રહું છું અને સ્વરૂપમાં લીન થયો થકો તેનો જ્ઞાતા-દ્રષ્ટા જ છું. આવી વાત!

હવે કહે છે- ‘અહીં એટલું વિશેષ જાણવું કે- અવિરત, દેશવિરત તથા પ્રમત્ત સંયત દશામાં તો આવું જ્ઞાન-શ્રદ્ધાન જ પ્રધાન છે, અને જ્યારે જીવ અપ્રમત્ત દશાને પામીને શ્રેણી ચડે છે ત્યારે આ અનુભવ સાક્ષાત્ હોય છે.’

જુઓ, ચોથા, પાંચમા ગુણસ્થાનોમાં રાગની એક્તા તૂટી છે, પણ હજુ અસ્થિરતા


PDF/HTML Page 3582 of 4199
single page version

છૂટી નથી. પાંચમા ગુણસ્થાને દેશવિરત શ્રાવકને આનંદની વૃદ્ધિ જરૂર થઈ છે, તથાપિ તેને અસ્થિરતાના ભાવ હોય છે. છઠ્ઠા ગુણસ્થાને ભાવલિંગી મુનિરાજને ત્રણ કષાયનો અભાવ થયો છે, પ્રચુર આનંદનું સંવેદન વર્તે છે, પણ હજુ પ્રમત્ત દશા છે, પ્રમાદ-જનિત રાગ છે. તેથી આ ત્રણેય દશામાં આવું જ્ઞાન-શ્રદ્ધાન જ મુખ્ય છે, અને જ્યારે જીવ અપ્રમત્તદશાને પામીને શ્રેણી ચડે છે ત્યારે આ અનુભવ સાક્ષાત્ હોય છે.

ચોથા, પાંચમા ને છઠ્ઠા ગુણસ્થાનમાં આવું જ્ઞાન-શ્રદ્ધાન મુખ્ય છે. સાતમા ગુણસ્થાનમાં જ્યારે મુનિ જાય ત્યારે અસ્થિરતા છૂટી જાય છે. ભાવલિંગી મુનિરાજને ક્ષણમાં છઠ્ઠું અને ક્ષણમાં સાતમું ગુણસ્થાન આવે છે. અહો! મુનિવરની આ કોઈ અલૌકિક દશા છે. અહા! અતીન્દ્રિય આનંદના ઝુલે ઝ્રુલતા હોય તેને જૈન-સંતમુનિવર કહીએ. બીજે તો આ વાત છે જ નહિ. સાતમેથી છઠ્ઠે આવે ત્યાં જ્ઞાન-શ્રદ્ધાનની મુખ્યતા છે, કેમકે ત્યાં અસ્થિરતા હજુ છે. રાગ આવે તેનો જ્ઞાની જાણનાર-દેખનાર માત્ર છે એ અપેક્ષાએ એને રાગ નથી એમ કહીએ, પણ જેટલી અસ્થિરતા છે એટલું એને દુઃખ છે. જ્ઞાનનીને સાધકદશામાં દુઃખ છે જ નહિ એવો એકાંત નથી. તેને મહાવ્રતનો જે વિકલ્પ ઉઠે છે તે આસ્રવ છે, અને એટલું તેને દુઃખ છે, કેમકે આનંદની પૂર્ણ દશાનો ત્યાં અભાવ છે. મુનિદશામાં છઠ્ઠે ગુણસ્થાને પંચ મહાવ્રત, સમિતિ, ગુપ્તિ, દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ વગેરેનો જે શુભરાગ હોય છે તેટલું તેને દુઃખ છે. શુભરાગ આવે છે તે જ્ઞાનીને ભઠ્ઠી જેવો ભાસે છે. છહઢાલામાં છે ને કે-

“રાગ આગ દહૈ સદા, તાતૈં સમામૃત સેઈએ;”

અરે ભાઈ! જે ભાવથી તીર્થંકર ગોત્રની પ્રકૃતિ બંધાય તે ભાવ રાગ છે, તે આગ છે. સાતમે અપ્રમત્ત દશામાં જતાં અસ્થિરતાનો રાગ છૂટી જાય છે. અહો! આવી અલૌકિક દશા! ધન્ય એ મુનિદશા! શ્રીમદ્ એવી ભાવના ભાવે છે ને કે-

“એકાકી વિચરતો વળી સ્મશાનમાં,
વળી પર્વતમાં વાઘ-સિંહ સંયોગ જો;
અડોલ આસન ને મનમાં નહિ ક્ષોભતા,
પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો.” -અપૂર્વ અવસર એવો
ક્યારે આવશે?

અહા! આ શરીર મારું નથી, મારે ખપનું નથી. જંગલમાં વાઘ-સિંહ આવી ચઢે અને શરીર લઈ જાય તો ભલે લઈ જાય. મને જોઈતું નથી ને લઈ જાય છે એ તો મિત્રનું કામ કરે છે. અમે તો અંદર સ્વરૂપનું નિશ્ચલપણે ધ્યાન ધરી મોક્ષ સાધશું. અહા! આવી વીતરાગી સમતા મુનિવરને ઘુંટાય ત્યારે તે અંદર સ્થિર થઈ શ્રેણી ચડે છે અને ત્યારે આ (-જ્ઞાતાદ્રષ્ટાનો) સાક્ષાત્ અનુભવ હોય છે, તેને એકલા (નિર્ભેળ)


PDF/HTML Page 3583 of 4199
single page version

*
(હવે ટીકામાં સકળ કર્મફળના સંન્યાસની ભાવનાને નચાવે છેઃ-)
* ટીકા ઉપરનું પ્રવચન *

‘હું (જ્ઞાની હોવાથી) મતિજ્ઞાનાવરણીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. અર્થાત્ એકાગ્રપણે અનુભવું છું.’ (અહીં “ચેતવું” એટલે અનુભવવું, વેદવું, ભોગવવું. “સં” ઉપસર્ગ લાગવાથી “સંચેતવું” એટલે “ એકાગ્રપણે અનુભવવું” એવો અર્થ અહીં બધા પાઠોમાં સમજવો.)

જુઓ, અહીં સમજવા જેવી વાત છે. ભગવાન આત્મા અંદર જ્ઞાન અને આનંદનો સાગર છે. તેને જેણે સ્વસન્મુખ થઈને જાણ્યો-અનુભવ્યો તેને જ્ઞાની કહેવામાં આવે છે. તે જ્ઞાની કહે છે કે-હું મતિજ્ઞાનાવરણીય કર્મના ફળને ભોગવતો નથી. જુઓ, મતિજ્ઞાનાવરણીય કર્મ હજુ છે, તેના નિમિત્તે જ્ઞાનની હીણી દશા પણ છે. પણ એ બધા વ્યવહારને છોડીને તેનાથી અધિક-ભિન્ન હું મારા શુદ્ધ ચૈતન્યને અનુભવું છું. એમ વાત છે.

કર્મ પ્રકૃતિના આઠ ભેદ છે. ૧. જ્ઞાનાવરણીય, ૨. દર્શનાવરણીય, ૩. મોહનીય, ૪. વેદનીય, પ. આયુ, ૬. નામ, ૭. ગોત્ર અને ૮. અંતરાય. તેમાં જ્ઞાનાવરણીય કર્મની પાંચ પ્રકૃતિઓ છે. ૧. મતિજ્ઞાનાવરણીય, ૨. શ્રુતજ્ઞાનાવરણીય, ૩. અવધિજ્ઞાનાવરણીય, ૪. મનઃપર્યયજ્ઞાનાવરણીય અને પ. કેવળજ્ઞાનાવરણીય. મુનિને પણ આ પ્રકૃતિઓ હોય છે. અહીં જ્ઞાની કહે છે કે-મતિજ્ઞાનાવરણીય કર્મનું ફળ જે મારા જ્ઞાનની હીણી દશા છે તેના ઉપર મારું લક્ષ નથી. મારું લક્ષ ત્રિકાળ જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્મા ઉપર છે. તેથી હું મતિજ્ઞાનાવરણીય કર્મના ફળને ભોગવતો નથી, હું તેનાથી અધિક જે મારું જ્ઞાન (જ્ઞાનસ્વભાવ) તેને સંચેતું છું. અર્થાત્ તેને એકાગ્રપણે અનુભવું-વેદું છું.

મતિજ્ઞાનાવરણીય કર્મ નિમિત્ત, અને જ્ઞાનની વર્તમાન હીણી દશા તે નૈમિત્તિક. આવો વ્યવહાર છે તે હેય છે. તેથી, જ્ઞાની કહે છે, તેને હું ભોગવતો નથી. ઝીણી વાત છે પ્રભુ! મતિજ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિ પડી છે, તેનો ઉદય પણ છે, અને તેના નિમિત્તે જ્ઞાનની હીણી દશા પણ છે- તે હીણી દશા કર્મનું ફળ છે, તેને હું કેમ ભોગવું? હું તો ભિન્ન સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન છું તેને સંચેતું છું. હવે શરીર, વાણી, બૈરાં- છોકરાં, મહેલ-મકાન ને આબરૂ-આ બધા સંજોગો તો બહારની ચીજ છે.


PDF/HTML Page 3584 of 4199
single page version

તેને આત્મા ભોગવે (ભોગવી શકે) એ તો ક્યાંય ગયું, અહીં તો જ્ઞાની કહે છે- જ્ઞાનની વર્તમાન જે હીણી દશા તે કર્મનું ફળ છે, તેને હું ભોગવતો નથી, આવી વાત!

હવે અત્યારે તો જ્યાં હોય ત્યાં કર્મને લઈને વિકાર થાય એમ વાત હાલે છે. પણ ભાઈ! કર્મને લઈને વિકાર થાય એ વાત બરાબર નથી. કર્મ તો નિમિત્તમાત્ર છે. વિકાર પોતે કરે તો પોતાના કારણે થાય છે. વિકાર થવામાં હીણી દશાનું પરિણમન મારામાં મારાથી છે. અહીં જ્ઞાની કહે છે- તે હીણી દશા હું નથી, હું તેને ભોગવતો નથી. મારું લક્ષ હવે સ્વભાવથી જોડાયું છે, સ્વભાવ સન્મુખ થયું છે. રાગ અને હીણી-દશાના પડખાને છોડીને હવે હું સ્વભાવના પડખે ગયો છું. ભાઈ! જન્મ-મરણથી છૂટવાની આ એક જ રીત અને એક જ મારગ છે, ચૈતન્યસ્વરૂપ નિજ આત્મતત્ત્વની - જ્ઞાયકતત્ત્વની દ્રષ્ટિ કરવી એ એક જ માર્ગ છે. પર્યાયની આમાં વાત જ નથી લીધી. જો કે ચૈતન્યસ્વરૂપ આત્માનો અનુભવ તે પર્યાય છે, પણ તેને પર્યાયનો આશ્રય નથી, ત્રિકાળી દ્રવ્યનો જ આશ્રય છે. આવી વાત! સમજાણું કાંઈ....?

અહા! ભગવાનને સર્વજ્ઞપદ પ્રગટયું તે ક્યાંથી પ્રગટયું? શું કર્મ ખસ્યાં ત્યાંથી એ પ્રગટયું? ના, બિલકુલ નહિ; તો શું અપૂર્ણદશા ગઈ ત્યાંથી પ્રગટયું? ના, બિલકુલ નહિ. અંદર સર્વજ્ઞપદ પડયું છે ત્યાંથી તે પ્રગટયું છે. ઝીણી વાત છે ભાઈ! પણ જ્ઞાનમાં પહેલાં આ નક્કી કરવું પડશે. વર્તમાન પર્યાયમાં ભલે પૂર્ણતા ન હોય, પણ પૂરણ આનંદથી ભરેલો સચ્ચિદાનંદ પ્રભુ પોતે છે તેને, જ્ઞાની કહે છે, હું સંચેતું છું, એકાગ્રપણે અનુભવું છું. હવે આમાં જે અનુભવે છે તે પર્યાય છે, પણ તેને પર્યાયનો આશ્રય નથી, તેને આશ્રય તો ત્રિકાળી ધ્રુવ દ્રવ્યનો જ છે. હવે આવી વાત! બિચારા રાંકને અંદર પરમઋદ્ધિ પડી છે તેની ખબર ન મળે, પણ ધર્માત્મા કહે છે-હું કર્મફળને ભોગવતો નથી, હું તો ત્રિકાળી પરમ ઋદ્ધિસ્વરૂપ નિજ ચૈતન્યને જ અનુભવું છું. આવી વાત છે-૧.

હવે કહે છે- ‘હું શ્રુતજ્ઞાનાવરણીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું-અનુભવું છું.’

જુઓ, શ્રુતજ્ઞાનાવરણીય કર્મ છે; તેના નિમિત્તે જ્ઞાનની હીણી દશા પણ છે. આમ તે બેનો વ્યવહાર સબંધ છે, પણ ધર્મી કહે છે, મને તેનું લક્ષ નથી. અહાહા...! મારુ ધ્યેય તો ધ્રુવધામ પ્રભુ આત્મા છે, તેનું મને આલંબન છે. હું તો શુદ્ધ ચૈતન્યસ્વરૂપને સંચેતું છું-અનુભવું છું. હવે આવી વાત કોઈ દિ’ કાનેય ન પડી હોય એટલે નવી લાગે, પણ આ તો એક સમયમાં ત્રણકાળ-ત્રણલોકને જેણે જાણ્યા તે કેવળીની વાણી છે ભાઈ! અહાહા...! શું એના ભાવ! --૨.


PDF/HTML Page 3585 of 4199
single page version

વળી કહે છે- ‘હું અવધિજ્ઞાનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’

અવધિજ્ઞાનાવરણીય કર્મની એક જડ પ્રકૃતિ છે, તેના નિમિત્તે અવધિજ્ઞાનના અભાવમય જ્ઞાનની હીણી દશા છે. શું કીધું? અવધિજ્ઞાનાવરણીય કર્મ તે નિમિત્ત, અને અવધિજ્ઞાન રહિત જ્ઞાનની હીણી દશા તે નૈમિત્તિક. અહીં કહે છે-તે નૈમિત્તિક દશાને હું ભોગવતો નથી, તેના પર મારું લક્ષ નથી. હું તો શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું-અનુભવું છું. આ ત્રીજો બોલ થયો. -૩. હવે ચોથો બોલ.

‘હું મનઃપર્યયજ્ઞાનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’

મનઃપર્યયજ્ઞાન નથી, તેનો અભાવ છે. તેને નથી ભોગવતો એટલે શું? સાંભળ ભાઈ! અહીં તો કર્મફળનું ધણીપણું જ નથી એમ વાત છે. અહાહા...! જ્ઞાનીને પર્યાય તરફનું જોર જ નથી, એક નિજાનંદસ્વરૂપ પ્રભુ આત્માનું જ જોર છે.

વળી કોઈ કહે છે- અભવિને મનઃપર્યય અને કેવળજ્ઞાન થતું નથી, માટે તેને પાંચેય પ્રકૃતિઓનું આવરણ ન હોય; મનઃપર્યયજ્ઞાનાવરણીય અને કેવળજ્ઞાનાવરણીય પ્રકૃતિઓનું આવરણ ન હોય. આની ચર્ચા સંપ્રદાયમાં ઘણા વરસ પહેલાં થઈ હતી. ત્યારે કહ્યું હતું કે અભવિને જ્ઞાનાવરણીય કર્મની પાંચેય પ્રકૃતિઓનું આવરણ હોય છે. અભવિને પણ અંદર મનઃપર્યયજ્ઞાન થવાની ને કેવળજ્ઞાન થવાની શક્તિ પડેલી હોય છે, પણ તેની તેને વ્યક્તતા કદી થતી નથી, અભવિ છે ને? માટે તેને પાંચેય પ્રકૃતિઓનું આવરણ હોય છે, અહીં ધર્મી પુરુષ કહે છે- મનઃપર્યયજ્ઞાનાવરણીય કર્મના ઉદય નિમિત્તે મને મનઃપર્યયજ્ઞાનનો અભાવ છે, પણ તેના તરફ મારું લક્ષ નથી, તેને હું ભોગવતો નથી. કોઈ મહા મુનિવરને મનઃપર્યયજ્ઞાન હોય પણ છે. છતાં ધર્મી કહે છે- હું તો મારી ધ્રુવ ચૈતન્ય સત્તાને જ અનુભવું છું. અનુભવ છે તે તો પર્યાય છે, પણ એનું જોર દ્રવ્ય તરફનું છે. આવી વાત! -૪.

હવે પાંચમો બોલઃ- ‘હું કેવળજ્ઞાનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’

કેવળજ્ઞાનાવરણીય નામની જડકર્મની પ્રકૃતિ છે. તેના નિમિત્તે કેવળજ્ઞાનનો સ્વતઃ અભાવ છે. ધર્મી જીવ કહે છે- કર્મનું નિમિત્ત અને નૈમિત્તિક એવા કેવળજ્ઞાનનાં અભાવરૂપ દશા-એના ઉપર મારી દ્રષ્ટિ નથી; હું તો મારા શુદ્ધ એક ચિન્માત્રસ્વરૂપને જ સમ્યક્ પ્રકારે અનુભવું છું.

જુઓ, કર્મની ૧૪૮ કર્મપ્રકૃતિ છે. તેમાં જ્ઞાનાવરણીયની પાંચ છે. બધાને ૧૪૮


PDF/HTML Page 3586 of 4199
single page version

પ્રકૃતિની સત્તા હોય એવું નથી. પણ સામાન્ય વર્ણન કરે ત્યાં બધી પ્રકૃતિઓની વાત કરે. ક્ષાયિક સમકિતીને મિથ્યાત્વની ૩ પ્રકૃતિઓની સત્તા હોતી નથી; મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યક્મોહનીય-આ ત્રણ પ્રકૃતિ ક્ષાયિક સમકિતીને નથી, પણ બધા સમ્યગ્દ્રષ્ટિઓને હોતી નથી એમ નહિ. સમ્યગ્દ્રષ્ટિ હોવા છતાં આ ત્રણ પ્રકૃતિ સત્તામાં પડી હોય તો તેના તરફ સમ્યગ્દ્રષ્ટિનું લક્ષ-વલણ નથી. તેથી તે કહે છે- હું તેને ભોગવતો નથી, હું તો શુદ્ધ આત્મસ્વરૂપને જ સંચેતું છું.

આહારક નામકર્મની પ્રકૃતિનાં ચાર ભેદ આવે છે- આહારક શરીર નામકર્મ, આહારક અંગ-ઉપાંગ નામકર્મ, આહારક બંધ નામકર્મ આહારક સંઘાત નામકર્મ. આ પ્રકૃતિ બધાને ન હોય. આ પ્રકૃતિ મુનિને હોય છે. તેના ઉદયના ફળને જ્ઞાની ભોગવતા નથી.

એક તીર્થંકર નામકર્મની પ્રકૃતિ છે તે પણ બધાને ન હોય. મિથ્યાદ્રષ્ટિની તો અહીં વાત જ નથી. અહીં તો ક્ષણિક રાગાદિ ભાવથી ભિન્ન પડી ત્રિકાળી ચૈતન્યસ્વભાવનો આશ્રય લીધો છે તેની વાત છે. અહીં કહે છે- પ્રકૃતિના ઉદયના ફળને હું ભોગવતો નથી. ઉદયતો તેરમા ગુણસ્થાનમાં આવે છે, પણ પ્રકૃતિ સત્તામાં પડી છે તેના ફળ તરફ એનું લક્ષ નથી એમ વાત છે; ભવિષ્યમાં હું તિર્થંકર થવાનો છું એમ એનું લક્ષ નથી. શ્રેણીક રાજાનો જીવ તીર્થંકર થવાનો છે. ભગવાને કહ્યું છે એની ખબર છે. છતાં હું આવતી ચોવીશીમાં પહેલો તીર્થંકર થવાનો છું એમ એનું લક્ષ નથી. તે તો તીર્થંકર પ્રકૃતિના ફળને પણ વિષ-વૃક્ષનું ફળ જાણે છે. અહાહા...!

‘દર્શનવિશુદ્ધ ભાવના ભાય, સોલહ તીર્થંકર પદ પાય’

અહાહા...! સમ્યગ્દ્રષ્ટિને તીર્થંકર પ્રકૃતિ બંધાણી હોય તે કહે છે- હું કર્મની પ્રકૃતિના ફળને ભોગવતો નથી. મારું લક્ષ તો અંદર ભગવાન જ્ઞાનાનંદસ્વરૂપમાં જોડાઈ ગયું છે; હું કર્મ પ્રકૃતિના ફળને ભોગવવાનો કામી નથી. અહો! સમ્યગ્દર્શન અને એનો વિષય શુદ્ધ ચિન્મય પ્રભુ મહા અલૌકિક ચીજ છે ભાઈ!

હવે કેટલાક લોકો દેવ-ગુરુ-શાસ્ત્રનાં વિનય-ભક્તિ તે શ્રદ્ધાન-સમ્યગ્દર્શન અને વ્રત, તપ આચરો તે ચારિત્ર-એમ માની બેઠા છે, પણ એ મારગ નથી ભાઈ! એ તો ભ્રમણા છે બાપુ! સમ્યગ્દર્શન-જ્ઞાન અને ચારિત્ર તો આત્મસ્વરૂપ, આત્માની નિર્મળ પરિણતિસ્વરૂપ છે ભાઈ! આ સનાતન જૈનદર્શન છે બાપુ! અહીં ધર્મી સમ્યગ્દ્રષ્ટિ પુરુષ કહે છે- હું જ્ઞાનાવરણીય કર્મના ફળને ભોગવતો નથી, હું તો જેમાં વિકાર નથી, અપૂર્ણતા નથી, પામરતા નથી એવો ત્રણ લોકનો નાથ પૂરણ જ્ઞાનાનંદસ્વરૂપી ભગવાન આત્મા છું; હું તેને સંચેતું છું.’ અનુભવું છું. વર્તમાન જ્ઞાનની અધુરી દશા પર મારું લક્ષ નથી, હું પૂર્ણ વસ્તુને સંચેતું છું. આવી વાત! સમજાણું કાંઈ...! આ જ્ઞાનાવરણીયની પાંચ પ્રકૃતિઓની વાત થઈ.-પ.


PDF/HTML Page 3587 of 4199
single page version

હવે દર્શનાવરણીય નામનું જે એક કર્મ છે તેની પ્રકૃતિના નવ ભેદ છે તેની વાત કરે છેઃ-

‘હું ચક્ષુદર્શનાવરણીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’

ચક્ષુદર્શનાવરણીય કર્મ અને તેના નિમિત્તે ચક્ષુદર્શનની પર્યાયની હીણી દશા-તેને હું ભોગવતો નથી. હું તો આનંદધામ-સુખધામ એવા ભગવાન આત્માને જ અનુભવું છું, ભગવાન આત્મામાં જ લીન છું. -૬.

‘હું અચક્ષુદર્શનાવરણીય કર્મના ફળને નથી ભોગવતો, હું ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’

આંખ સિવાયની બાકીની ચાર ઇન્દ્રિયોના નિમિત્તે અચક્ષુદર્શન ઉપયોગ થાય છે. તેની હીણી દશા અને અચક્ષુદર્શનાવરણીય કર્મનો ઉદય-તે તરફ, જ્ઞાની કહે છે, મારું લક્ષ નથી; તેને હું ભોગવતો નથી. હું તો ચૈતન્યમૂર્તિ નિજસ્વરૂપને જ વેદું છું. - ૭.

‘હું અવધિદર્શનાવરણીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’

ધર્મી જીવ કહે છે કે- મને અવધિજ્ઞાન નથી, અવધિદર્શન નથી. તો પણ અવધિદર્શનાવરણીય કર્મના ફળ તરફ મારું વલણ નથી, મારી દ્રષ્ટિ તો શુદ્ધ એક ચિદાનંદકંદ પ્રભુ આત્મા પર જ છે. અહા! આવા મારા નિજસ્વરૂપમાં અવધિદર્શન શું? અહાહા...! જેમાં બેહદ-બેહદ જ્ઞાન અને આનંદ ભર્યો છે એવું મારું સ્વરૂપ છે. અવધિદર્શનાવરણીય કર્મ અને તેના નિમિત્તે હીણી દશા ભલે છે, પણ તે મને કાંઈ નથી, તેના પર મારું લક્ષ નથી.

અહાહા...! જેમાંથી કેવળદર્શન અને કેવળજ્ઞાનની પૂર્ણ દશા નીકળ્‌યા જ કરે એવો ચૈતન્યચમત્કારી પ્રભુ હું આત્મા છું. હું તેને જ અનુભવું છું. - ૮.

‘હું કેવળદર્શનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, હું તો ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’

પ્રકૃતિ પડી છે તેના નિમિત્તે હીણી દશા છે, પણ તેના વેદન પ્રત્યે મારું વલણ નથી. હું તો પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન છું. તેના તરફનું મારે જોર છે ને તેને જ હું વેદું છું-૯.

‘હું નિદ્રાદર્શનાવરણીય કર્મના ફળને નથી ભોગવતો, હું તો ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’


PDF/HTML Page 3588 of 4199
single page version

સમ્યગ્દ્રષ્ટિને નિદ્રા આવે છે, તે પ્રકૃતિનો ઉદય છે. જ્ઞાની કહે છે-હું એને ભોગવતો નથી, અર્થાત્ એના વેદન પ્રતિ મને લક્ષ નથી. હું તો એનાથી અધિક-ભિન્ન મારું ચૈતન્યસ્વરૂપ ત્રિકાળ છે તેને જ વેદું છું. મારા સ્વરૂપમાં નિદ્રા ક્યાં છે? હું તો એનાથી ભિન્ન સ્વરૂપ નિજ ચૈતન્યમાં જ વર્તું છું. -૧૦.

‘હું નિદ્રાનિદ્રાદર્શનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, હું તો ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’

વિશેષ નિદ્રા આવી જાય તેને હું ભોગવતો નથી, હું તો નિજ જ્ઞાનાનંદસ્વરૂપને જ વેદું છું. -૧૧.

‘હું પ્રચલાદર્શનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’

બેઠાં બેઠાં જરી ઝોકું આવી જાય તે દશાને હું ભોગવતો નથી એમ કહે છે. તે દશાના કાળમાં પણ મારી ચીજ અંદર ભિન્ન પડી છે તેને જ હું અનુભવું છું. -૧૨.

‘હું પ્રચલાપ્રચલાદર્શનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’

ઘોડા ઉપર બેઠા બેઠા જરી નિદ્રા આવી જાય એવી દશાના વેદન તરફ મારું લક્ષ નથી. સચ્ચિદાનંદ પ્રભુ અંતરમાં બિરાજે છે તેના ઉપર જ મારી દ્રષ્ટિ છે. હું તેના જ વેદનમાં સાવધાન છું. તેથી હું પ્રચલાપ્રચલાદર્શનાવરણીય કર્મના ફળને ભોગવતો નથી. હું તો શુદ્ધ ચૈતન્યના જ વેદનમાં લીન છું. હવે આમ છે ત્યાં દાળ, ભાત, લાડુ ને સ્ત્રીને ભોગવવાની વાત જ ક્યાં રહી? એ તો બધા પર જડપદાર્થો છે, તેને કદીય આત્મા ભોગવતો નથી. સમજાણું કાંઈ...? -૧૩.

‘હું સ્ત્યાનગૃદ્ધિદર્શનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’

આ એક નિદ્રાનો પ્રકાર છે જેમાં ઊંઘમાં ઊભો થઈ જાય, ઘરનું કામ કરે, પાછો સૂઈ જાય. નિદ્રામાં ઢોર-ગાય, ભેંસ વગેરે પાઈને આવી જાય એવી નિદ્રા હોય છે. ધર્મી કહે છે- મારું ત્યાં લક્ષ નથી. હું તો ચૈતન્યસ્વરૂપને જ અનુભવું છું. - ૧૪.

‘હું શાતાવેદનીય કર્મનાં ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’

વેદનીય કર્મની બે પ્રકૃતિ છે. તેમાં શાતાવેદનીય પ્રકૃતિના નિમિત્તે બહારમાં સામગ્રી-ધન, કુટુંબ, પરિવાર, શરીરની નીરોગતા ઇત્યાદિ સામગ્રી મળે તે પ્રત્યે, કહે છે, મારું લક્ષ નથી. અહાહા...! શાતાના ઉદયનું ફળ આવે તે મારું સ્વરૂપ નથી,


PDF/HTML Page 3589 of 4199
single page version

‘હું અશાતાવેદનીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’

અહીં ચારિત્રની મુખ્યતાથી વાત છે. ભગવાન આત્મા ચૈતન્યસ્વરૂપ અંદર બિરાજે છે. તેનું વેદન અને સાક્ષાત્કાર થઈને તે ઉપરાંત સ્વરૂપની રમણતા થઈ છે તે ધર્મી પુરુષ કહે છે- હું અશાતા કર્મના ઉદયને ભોગવતો નથી. જુઓ, સનતકુમાર ચક્રવર્તી થઈ ગયા- ચક્રવર્તીના વૈભવનું શું કહેવું? દેહ પણ ખૂબ રૂપાળો-સુંદર, ૬૪ હજાર દેવતાઓ તેની સેવા કરે. તેમણે દીક્ષા લીધી ને કોણ જાણે પુણ્ય ક્યાં ગયું? અશાતાનો ઉદય આવતા શરીરમાં ગળત કોઢનો રોગ થયો. વીસ આંગળા ગળવા માંડયાં. પણ અહીં કહે છે - એ અશાતા વેદનીયના ફળને તે ભોગવતા નહોતા. જ્ઞાની કહે છે- અશાતાના ઉદયને હું ભોગવતો નથી, હું તો મારો સચ્ચિદાનંદ પ્રભુ અંદર બિરાજ્યો છે તેને જ વેદું છું. અનુભવું છું. ભાઈ! આવા તારા સ્વરૂપનો એક વાર તો મહિમા કર!

કોઈ સમ્યગ્દ્રષ્ટિ સાતમી નરકે હોય તો ત્યાં એને અશાતા વેદનીયનું વેદન પરમાર્થે અંતરમાં નથી; રાગ આવે તેનું કિંચિત્ વેદન છે પણ તે ગૌણ છે. મુખ્ય પણે તે ભગવાન ચૈતન્યસ્વરૂપ આત્માના આનંદને વેદે છે- અહીં ચારિત્રની વાત લેવી છે. અંદર આનંદના નાથના અનુભવની જમાવટ જામી છે, જેમ કોઈ બહુ તૃષાવંત પુરુષ શેરડીના રસને ઘુંટડા ભરી ભરીને પી જાય તેમ આનંદરસનું રસપાન જે કરે છે તે ધર્મી જીવ કહે છે- હું અશાતાના ફળને વેદતો નથી, હું દુઃખી નથી; હું તો આનંદના નાથમાં લીન છું. આવી વાત! સમજાણું કાંઈ...? -૧૬.

હવે મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિઓની વાત કરે છેઃ- ‘હું સમ્યક્ત્વમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’

જુઓ, આ પ્રકૃતિ બધા સમ્યગ્દ્રષ્ટિઓને હોય છે એમ નહિ. એ તો સમ્યગ્દર્શનમાં દર્શનમોહનીય કર્મની પ્રકૃતિના ત્રણ ભાગ પડી જાય છે. હજુ આ પ્રકૃતિ હોય એની વાત છે. તે જ્ઞાની કહે છે- સમ્યક્ત્વ મોહનીય કર્મના ફળને હું ભોગવતો નથી. કર્મ પ્રકૃતિ નિમિત્ત છે, વિકૃત અવસ્થા તે નૈમિત્તિક છે. તે બન્નેનો સંબંધ છે તેને જાણવો તે વ્યવહાર છે. કર્મથી વિકાર થાય છે એમ નહી, પણ કર્મને આધીન થતા તેની દશામાં


PDF/HTML Page 3590 of 4199
single page version

વિકાર થાય છે, કર્મ તેમાં નિમિત્તમાત્ર છે બસ. ક્ષાયિક સમકિતીને આ પ્રકૃતિ હોતી નથી. જેને તે પ્રકૃતિનો ઉદય છે તે જ્ઞાની તેના ફળને ભોગવતો નથી. સમ્યક્ત્વ મોહનીય પ્રકૃતિના ઉદયે જરી દોષ તો લાગે છે, પણ અહીં કહે છે- તેને ભોગવતો નથી, હું તો સ્વરૂપને જ સંચેતું છું. - ૧૭.

‘હું મિથ્યાત્વ મોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’

સમકિત થયું છે, પણ મિથ્યાત્વ કર્મ સત્તામાં પડયું છે. તેના ઉદયના ફળ પ્રતિ મારું લક્ષ નથી; મારું લક્ષ તો ભગવાન ચિદાનંદ આનંદના નાથ તરફ જ છે એમ કહે છે. મારા ધ્યાનનાં ધ્યેયમાં આત્મા જ છે- એમ વાત છે. - ૧૮.

‘હું સમ્યક્ત્વમિથ્યાત્વમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’

આ પ્રકૃતિને મિશ્ર મોહનીય પ્રકૃતિ કહે છે. તેનો ઉદય ત્રીજા ગુણસ્થાને હોય છે. આ પ્રકૃતિ સત્તામાં પડી હોય તો જ્ઞાની કહે છે- મને તેનું ફળ નથી, અર્થાત્ હું તેને ભોગવતો નથી, તેને ભોગવવા પ્રતિ મારું લક્ષ નથી, હું તો શુદ્ધ ચૈતન્યસ્વરૂપને જ અનુભવું છું. હવે આવી વાત કદી સાંભળવા મળી ન હોય એટલે એને ઉડાવી દે અને કહે કે - વ્રત, તપ આદિ કરવાનું તો કહેતા નથી. પણ અરે ભાઈ! વ્રત કોને કહીએ? તપ કોને કહીએ? પોતે અતીન્દ્રિય આનંદકંદ ભગવાન છે તેમાં વિંટળાઈ રહેવું તેનું નામ વ્રત છે, અને ઈચ્છાનો નિરોધ થાય તેનું નામ તપ છે. અહાહા...! સ્વરૂપમાં લીનપણે રહેવું તે વ્રત અને તપ છે. આ સિવાય બીજું (વ્રત, તપ) કાંઈ નથી, સમજાણું કાંઈ....? - ૧૯.

‘હું અનંતાનુંબંધીક્રોધકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’

જુઓ, અહીં ‘અનંતાનુંબંધીક્રોધકષાયવેદનીયમોહનીયકર્મ’ એવો શબ્દ પડયો છે. મતલબ કે અનંતસંસારનું કારણ એવો જે ક્રોધ એનું જે વેદન તેને અનંતાનુંબંધીક્રોધકષાયવેદનીયમોહનીયકર્મ કહ્યું છે. મિથ્યાત્વની સાથે અનંતાનુબંધીનો ક્રોધ હોય છે તે અનંત સંસારનું કારણ છે. સમકિતીને તેનો ઉદય હોતો નથી. સત્તામાં કોઈ કર્મ પડયું હોય, ક્ષય થયો ન હોય તો, જ્ઞાની કહે છે, હું તેને ભોગવતો નથી, હું તો શુદ્ધ એક ચૈતન્યસ્વરૂપને જ સંચેતું છું. આવી વાત છે. - ૨૦.

‘હું અપ્રત્યાખ્યાનાવરણીયક્રોધકષાયવેદનીયમોહનીય કર્મના ફળને નથી ભોગવતો, હું તો ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’


PDF/HTML Page 3591 of 4199
single page version

જુઓ, અહીં પાંચમા ગુણસ્થાને કાંઈક ચારિત્રદશા છે, દેશ ચારિત્ર પ્રગટ થયું છે. ત્યાં કર્મના ઉદયમાં અગિયારમી પડિમા સુધીના વિકલ્પ છે તે રાગ છે. જ્ઞાની કહે છે, હું તે રાગને ભોગવતો નથી, મારી દ્રષ્ટિ એ પ્રતિમાના વિકલ્પ પર નથી, હું તો ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. -૨૧.

‘હું પ્રત્યાખ્યાનાવરણીયક્રોધકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’

અહીં ચારિત્રની વિશેષ વિશેષ નિર્મળતાની વાત છે. અહાહા...! આત્મા નિજાનંદસ્વરૂપમાં મસ્ત રમે છે તેનું નામ ચારિત્ર છે. અહા! આવા આત્માના આનંદના સ્વાદિયા ધર્મી પુરુષને ઇન્દ્રના ઇન્દ્રાસનના ભોગ સડેલા તણખલા જેવા તુચ્છ ભાસે છે. સ્વર્ગના દેવોને કંઠમાંથી અમૃત ઝરે ને ભૂખ મટી જાય. અહા! એવા ભોગ સમકિતીને આત્માના આનંદની પાસે, ઝેરના પ્યાલા જેવા લાગે છે. ધર્મી જીવ કહે છે-હું પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ કષાય વેદનીય મોહનીય કર્મના ફળને ભોગવતો નથી, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. -૨૨.

‘હું સંજ્વલનક્રોધકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’

આ ચોથી સંજ્વલન ચોકડીની વાત છે. સમ્યક્ પ્રકારે જ્વલન એટલે કાંઈક શાંતિ બળે છે એવું ક્રોધકષાયવેદનીયમોહનીયપ્રકૃતિનું ફળ હું ભોગવતો નથી, હું ચૈતન્યસ્વરૂપ આત્માને જ ભોગવું છું-૨૩.

આ પ્રમાણે ક્રોધની ચોકડીની વાત કરી, હવે માન આદિ પ્રકૃતિઓના ભેદ કહે છે. ‘હું અનંતાનુબંધીમાનકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૨૪.

‘હું અપ્રત્યાખ્યાનાવરણીયમાનકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૨પ.

‘હું પ્રત્યાખ્યાનાવરણીયમાનકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૨૬.

‘હું સંજ્વલનમાનકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૨૭.

હવે માયા પ્રકૃતિની ચોકડીની વાત કરે છેઃ- ‘હું અનંતાનુબંધીમાયાકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૨૮.


PDF/HTML Page 3592 of 4199
single page version

‘હું અપ્રત્યાખ્યાનાવરણીય માયાકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ - ૨૯.

‘હું પ્રત્યાખ્યાનાવરણીયમાયાકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ - ૩૦.

‘હું સંજ્વલનમાયાકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૩૧.

હવે લોભકષાયની ચોકડીનાં ભેદ કહે છેઃ- ‘હું અનંતાનુબંધીલોભકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૩૨.

‘હું અપ્રત્યાખ્યાનાવરણીયલોભકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ - ૩૩.

‘હું પ્રત્યાખ્યાનાવરણીય લોભકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ - ૩૪.

‘હું સંજ્વલનલોભકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૩પ.

હવે નોકષાય મોહનીય કર્મની પ્રકૃતિના નવ ભેદ કહે છેઃ- ‘હું હાસ્યનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૩૬.

હાસ્ય, કૂતુહલ, વિસ્મય ઇત્યાદિ ભાવને હું નથી ભોગવતો, હું તો શુદ્ધ આત્મસ્વરૂપને જ ભોગવું છું.

‘હું રતિનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૩૭.

રાજી થવું, ખુશ થવું-તે રતિનોકષાયકર્મનું ફળ છે, તે તરફ મારું વલણ નથી, હું તેને ભોગવતો નથી, હું તો મારા ચૈતન્યસ્વરૂપને જ એકને વેદું છું. અહા! હું તો અંદર આનંદના અનુભવના રાજીપામાં છું. જુઓ, આ ચારિત્રવંત ધર્મી પુરુષની અંતરદશા!

‘હું અરતિનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૩૮.


PDF/HTML Page 3593 of 4199
single page version

અહા! ઘેર છ મહિનાના પરણેતરવાળો જુવાનજોધ દીકરો ગુજરી જાય, સોળ વર્ષની બાઈને વિધવા મૂકીને ચાલ્યો જાય તે વખતે જે અરતિના-નારાજગીના પરિણામ થાય તે મોહનીય કર્મનું ફળ છે. ધર્મી કહે છે-હું તે અરતિને ભોગવતો નથી. હું તો આનંદના નાથ એવા આત્માને જ વેદું છું. અહા! મારે વળી અરતિ કેવી? જેમ બરફની પાટ શીતળ-શીતળ હોય છે તેમ ભગવાન આત્મા અંદર અતીન્દ્રિય શાંતિની શિલા છે. તેના વેદનમાં જ્ઞાની અતીન્દ્રિય શાંતિ-આનંદને વેદે છે. સમકિતીને કિંચિત્ અરતિ ભાવ હોય છે, તેને તે દ્રષ્ટિની મુખ્યતામાં ગૌણ છે; જ્યારે અહીં તો મહા ચારિત્રવંત ધર્માત્માની વાત છે. અહા! આવા ધર્મી પુરુષ જે નિજસ્વભાવમાં લીનપણે વર્તે છે તેમને તો અરતિનો ભાવ જ નથી. હવે આવી વાત બિચારો બહારની ધમાલમાં-વ્રત, તપના વિકલ્પ-રાગમાં પડયો હોય તેને ગોઠે નહિ, પણ બાપુ! એ વ્રત, તપ આદિનો રાગ એ કાંઈ તારું ચૈતન્યપદ નથી, એનાથી (-રાગથી) કાંઈ તારું રક્ષણ નહિ થાય. ધર્મી પુરુષ, અહીં કહે છે, અરતિને ભોગવતો નથી, આત્મલીન જ છે, અને ત્યાં જ એની સુરક્ષા છે. સમજાણું કાંઈ....?

‘હું શોકનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૩૯.

અહા! ઘેર કોઈ જુવાનજોધ દીકરાનું મરણ થાય તો એકદમ ઉદાસ-ઉદાસ એવું ગમગીન વાતાવરણ થઈ જાય. અરે ભાઈ! કોણ મરે ને કોણ જીવે? વસ્તુ ભગવાન આત્મા તો શાશ્વત, ધ્રુવ, અનાદિઅનંત છે. અહાહા...! ભગવાન આત્મા તો નિત્ય જાગતો ઊભો છે. બેનમાં (વચનામૃતમાં) આવે છે ને કે- “જાગતો જીવ ઊભો છે, તે ક્યાં જાય? જરૂર પ્રાપ્ત થાય.” અહાહા...! શાશ્વત ધ્રુવ પ્રભુ આત્મા અંદર બિરાજે છે તેના સામું તો જો; તને જરૂર તે પ્રાપ્ત થશે જ. અરે! એને પરની લત-લગની લાગી છે, પણ પોતાની સામું કદી જોતો જ નથી! અહીં જે નિરંતર સ્વસન્મુખતા વડે શાંતિને ભોગવે છે તે કહે છે-હું શોકને ભોગવતો નથી, હું તો એક આત્મસ્વરૂપને જ વેદું છું. આવી વાત છે.

‘હું ભયનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૪૦.

જુઓ, ભય નામની એક પ્રકૃતિ છે. તેના નિમિત્તે નૈમિત્તિક ભયની દશા થાય તેને, કહે છે, હું ભોગવતો નથી. હું નિર્ભયતાનો સમુદ્ર એવા ભગવાન આત્માને જ સંચેતું છું. અહાહા...! ધર્મી પુરુષ તો સદાય નિઃશંક અર્થાત્ નિર્ભય હોય છે. નિઃશંકતા - નિર્ભયતા એ તો સમકિતીનું અંગ છે; તેને કોઈ ભય હોતો નથી.

‘હું જુગુપ્સાનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૪૧.


PDF/HTML Page 3594 of 4199
single page version

જુગુપ્સા-દુર્ગંછા નામની એક પ્રકૃતિ છે. તેને, ધર્મી કહે છે, હું ભોગવતો નથી. અહા! અંદર ભગવાન આત્મા સૌંદર્યધામ પ્રભુ છે, તેનો અનુભવ થયો ત્યાં દુર્ગંછા કેવી? અહા! શરીર કુષ્ઠરોગથી સડે ત્યાં પણ ધર્માત્મા પુરુષ દુર્ગંછા પામતા નથી; તે તો જાણનાર-દેખનાર એવા નિજ જ્ઞાયકસ્વરૂપને સંચેતે છે. આવી વાત!

‘હું સ્ત્રીવેદનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૪૨.

‘હું પુરુષવેદનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૪૩.

‘હું નપુંસકવેદનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૪૪.

જુઓ, અહીં સમકિતી ચારિત્રવંત પુરુષની વાત છે. કોઈ પ્રકૃતિ સત્તામાં પડી હોય તો તેના તરફ મારું વલણ નથી. વિષયવાસનાના ભાવને હું ભોગવતો નથી, અર્થાત્ હું તો પ્રચુર આનંદના ભોગવટામાં છું, તેમાં વેદ પ્રકૃતિનો ઉદય સમાતો નથી. કોઈ પ્રકૃતિ પડી હોય તેને વેદવા પ્રતિ મારું લક્ષ જ નથી; હું તો અંદર ભગવાન ચિદાનંદઘન પ્રભુ અંદર વિરાજે છે તેમાં જ લીન છું. મારા ધ્યાનનું ધ્યેય તો મારો ભગવાન આત્મા જ છે. હવે આવી વાત બહાર આવી એટલે કોઈ તો ખળભળી ઉઠયા. કોઈ વળી કહેવા લાગ્યા-

ઠીક, આ સોનગઢવાળાઓને તો આત્મા-આત્મા કીધા કરવું, ખાવું, પીવું ને લહેર કરવી- એટલે થઈ ગયો ધર્મ. અરે બાપુ! અહીં તું કહે છે એવા ભોગ ભોગવવાની વાત જ ક્યાં છે? અહીં તો અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ પોતે છે તેનો સ્વાનુભવ કરી સમ્યગ્દર્શન અને ધર્મ પ્રગટ કરવાની વાત છે. બાકી ઇન્દ્રના ભોગ પણ સમકિતીને તો કાળા નાગ જેવા લાગે છે. આવે છે ને કે-

ચક્રવર્તીની સંપદા, ઇન્દ્ર સરિખા ભોગ;
કાગ વિટ્ સમ ગિનત હૈ સમ્યગ્દ્રષ્ટિ લોગ.

અહીં તો બાપુ! ઇન્દ્રિયોના વિષયો ભોગવવાની સ્વચ્છંદતાની વાત તો છે જ નહિ. ‘હું નરક-આયુકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૪પ.

‘હું તિર્યંચ-આયુકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૪૬.


PDF/HTML Page 3595 of 4199
single page version

‘હું મનુષ્ય-આયુકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૪૭.

‘હું દેવ-આયુકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’-૪૮. આ પ્રમાણે આયુકર્મની પ્રકૃતિના ચાર ભેદ છે. તેના પ્રતિ ધર્મી પુરુષનું લક્ષ નથી. હવે નામકર્મની પ્રકૃતિના ૯૩ ભેદ છે તેનું કથન કરે છેઃ-

‘હું નરકગતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૪૯.

‘હું તિર્યંચગતિ-નામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -પ૦.

‘હું મનુષ્યગતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -પ૧.

‘હું દેવગતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -પ૨.

‘હું એકેન્દ્રિયજાતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -પ૩.

‘હું દ્વીન્દ્રિયજાતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -પ૪.

‘હું ત્રીન્દ્રિયજાતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -પપ.

‘હું ચતુરિન્દ્રિયજાતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -પ૬.

‘હું પંચેન્દ્રિયજાતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -પ૭.

‘હું ઔદારિકશરીરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -પ૮.

‘હું વૈક્રિયિકશરીરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’-પ૯.

‘હું આહારકશરીરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૬૦.


PDF/HTML Page 3596 of 4199
single page version

જુઓ, કોઈ કોઈ મુનિરાજને આહારક પ્રકૃતિ હોય છે, મુનિને બધાને હોય એવું નહિ. પ્રકૃતિ બંધાઈ ગઈ હોય તો, મુનિરાજ કહે છે, તેના ફળને હું ભોગવતો નથી. મુનિને કોઈ શંકા ઉઠે, તો આહારક શરીર બનાવે અને જ્યાં કેવળી ભગવાન બિરાજતા હોય ત્યાં જઈને શંકાનું સમાધાન કરે. તો મુનિરાજ કહે છે એ આહારક પ્રકૃતિના ફળને હું ભોગવતો નથી; એનું મને લક્ષ નથી, હું તો એક ભગવાન આત્માને જ સંચેતું છું. મુનિરાજને આહારક શરીરની પ્રકૃતિનું વલણ હોતું નથી, આવી વાત! સમજાણું કાંઈ....?

‘હું તૈજસશરીરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૬૧.

‘હું કાર્મણશરીરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૬૨.

‘હું ઔદારિકશરીરઅંગોપાંગનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૬૩.

‘હું વૈક્રિયિકશરીરઅંગોપાંગનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૬૪.

‘હું આહારકશરીરઅંગોપાંગનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૬પ.

‘હું ઔદારિકશરીરબંધનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૬૬.

‘હું વૈક્રિયકશરીરબંધનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૬૭.

‘હું આહારકશરીરબંધનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૬૮.

‘હું તૈજસશરીર-બંધનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૬૯.

‘હું કાર્મણશરીરબંધનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૭૦.

‘હું ઔદારિકશરીર-સંઘાતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૭૧.


PDF/HTML Page 3597 of 4199
single page version

‘હું વૈક્રિયિકશરીર-સંઘાતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૭૨.

‘હું આહારકશરીર-સંઘાતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૭૩.

‘હું તૈજસશરીર-સંઘાતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૭૪.

‘હું કાર્મણશરીરસંઘાતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૭પ.

શરીરની આકૃતિના છ પ્રકાર છે. તેના છ ભેદનું વર્ણન કરે છેઃ- ‘હું સમચતુરસ્રસંસ્થાનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૭૬.

‘હું ન્યગ્રોધપરિમંડલસંસ્થાનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૭૭.

‘હું સાતિકસંસ્થાનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૭૮.

‘હું કુબ્જકસંસ્થાનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૭૯.

‘હું વામનસંસ્થાનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૮૦.

‘હું હુંડકસંસ્થાનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૮૧.

અહા! છ પ્રકારના આ જે સંસ્થાન નામકર્મની પ્રકૃતિ છે તેનો ઉદય આવે છે, પણ તે તરફ મારું લક્ષ નથી, સંસ્થાન પ્રતિ મારું જોર નથી. મને તો અંદર ભગવાન આત્મા પ્રતિ વલણ થયું છે. તેના પડખે હું ચઢયો છું; તેને જ હું અનુભવું છું.

હવે હાડકાંની મજબુતાઈના છ પ્રકારના સંહનનનું કથન કરે છેઃ- ‘હું વજ્રર્ષભનારાચસંહનનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૮૨.

‘હું વજ્રનારાચસંહનનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૮૩.


PDF/HTML Page 3598 of 4199
single page version

‘હું નારાચસંહનનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૮૪.

‘હું અર્ધનારાચસંહનનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૮પ.

‘હું કીલિકાસંહનનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૮૬.

‘હું અસંપ્રાપ્તાસૃપાટિકાસંહનનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૮૭.

અહીં ધર્મી ચારિત્રવંત પુરુષની વાત છે. તેને આ બધી પ્રકૃતિ હોય એમ નહિ, પણ જેને જે પ્રકૃતિ હોય તેને, કહે છે, હું ભોગવતો નથી, અર્થાત્ જડ પ્રકૃતિના ફળ પ્રતિ મારું લક્ષ નથી; હું તો એક શુદ્ધ આનંદસ્વરૂપ આત્માને જ અનુભવું છું.

હવે સ્પર્શનામકર્મની પ્રકૃતિના આઠ ભેદ કહે છેઃ- ‘હું સ્નિગ્ધસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૮૮.

‘હું રૂક્ષસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૮૯.

‘હું શીતસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૯૦.

‘હું ઉષ્ણસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૯૧.

‘હું ગુરુસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૯૨.

‘હું લઘુસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૯૩.

‘હું મૃદુસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૯૪.

‘હું કર્કશસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૯પ.

સ્પર્શનામકર્મની જડ પ્રકૃતિ જે સત્તામાં પડી હોય તે ઉદયમાં આવે છે. અહીં ધર્મી પુરુષ કહે છે - હું તેના ફળને ભોગવતો નથી, અનાકુળ આનંદનો દરિયો અંદર


PDF/HTML Page 3599 of 4199
single page version

હવે રસનામકર્મની પાંચ પ્રકૃતિની વાત કરે છેઃ- ‘હું મધુરરસનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૯૬.

‘હું આમ્લરસનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૯૭.

‘હું તિક્તરસનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૯૮.

‘હું કટુકરસનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૯૯.

‘હું કષાયરસનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૦૦.

અહાહા...! ભગવાન આત્મા મહાન્ બાદશાહ છે. તે અનંતગુણોનો ધણી પ્રભુ છે. તેના પ્રત્યેક ગુણમાં અનંત ગુણનું રૂપ છે. અહા! અનંત ધર્મત્વ નામની આત્મામાં એક શક્તિ છે. બીજા અનંતગુણ છે તેમાં દરેકમાં બીજા અનંતગુણનું રૂપ છે. જ્ઞાનમાં, દર્શનમાં, આનંદમાં, વીર્યમાં, અસ્તિત્વમાં, વસ્તુત્વમાં એમ પ્રત્યેકમાં બીજા અનંત ગુણનું રૂપ છે. જેમકે જ્ઞાન ગુણમાં અસ્તિત્વનું રૂપ છે. જ્ઞાનગુણ તે અસ્તિત્વ એમ નહિ, પણ જ્ઞાન અસ્તિ છે એમ જ્ઞાનમાં અસ્તિત્વનું રૂપ છે. સૂક્ષ્મ વાત ભાઈ! અહાહા...! આવો અનંતગુણનો સમુદ્ર પ્રભુ હું આત્મા છું, તે એકને જ, ધર્મી પુરુષ કહે છે, હું અનુભવું છું, કર્મપ્રકૃતિના ફળને હું ભોગવતો-અનુભવતો નથી. આવી વાત!

હવે ગંધનામકર્મની પ્રકૃતિના બે ભેદ કહે છેઃ- ‘હું સુરભિગંધનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૦૧.

‘હું અસુરભિગંધનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૦૨.


PDF/HTML Page 3600 of 4199
single page version

હવે વર્ણનામકર્મની પ્રકૃતિના પાંચ ભેદનું વર્ણન કરે છેઃ- ‘હું શુક્લવર્ણનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૦૩.

‘હું રક્તવર્ણનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૦૪.

‘હું પીતવર્ણનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૦પ.

‘હું હરિતવર્ણનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૦૬.

‘હું કૃષ્ણવર્ણનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૦૭.

ધોળો, લાલ, પીળો, લીલો, કાળો વર્ણ તે જડકર્મપ્રકૃતિનું ફળ છે, તેને હું ભોગવતો નથી, હું તો આત્મામાં જ લીન છું.

હવે આનુપૂર્વીનામકર્મના ચાર ભેદ છે તે કહે છેઃ- ‘હું નરકગત્યાનુપૂર્વીનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૦૮.

‘હું તિર્યંચગત્યાનુપૂર્વીનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૦૯.

‘હું મનુષ્યગત્યાનુપૂર્વીનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૧૦.

‘હું દેવગત્યાનુપૂર્વીનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૧૧.

જે કર્મના ઉદયથી મરણ પછી અને જન્મ પહેલાં વિગ્રહગતિમાં રસ્તામાં આત્માના પ્રદેશ મરણ પહેલાંના શરીરના આકારે રહે છે તે આનુપૂર્વી કર્મ છે. ધર્મી પુરુષ કહે છે-હું તેના ફળને ભોગવતો નથી, હું એક શુદ્ધ આત્માને જ સંચેતું-અનુભવું છું. જુઓ, શ્રેણીક રાજા ક્ષાયિક સમકિતી હતા. નરકગતિને સન્મુખ થયેલો તેમનો જીવ નરકગત્યાનુપૂર્વીકર્મના ફળને ભોગવતો નથી. ગત્યાનુપૂર્વીકર્મના ઉદયે જે પ્રદેશોના આકારની યોગ્યતા થઈ તેનું ધર્મી પુરુષને લક્ષ નથી, તે તે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતે છે. હવે કહે છે-