Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 181 of 210

 

PDF/HTML Page 3601 of 4199
single page version

‘હું નિર્માણનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૧૨.

જે કર્મના ઉદયથી અંગોપાંગની ઠીક ઠીક રચના થાય તેને નિર્માણનામકર્મ કહે છે. તે પ્રકૃતિના ફળને, ધર્મીપુરુષ કહે છે, હું ભોગવતો નથી, અર્થાત્ કર્મપ્રકૃતિના ઉદય તરફ મારું વલણ નથી. ચોથે, પાંચમે અને છઠ્ઠે ગુણસ્થાને ધર્મી પુરુષને કંઈક અસ્થિરતા છે, તે કર્મપ્રકૃતિના ફળને માત્ર દેખે ને જાણે; સાતમા ગુણસ્થાને સ્થિરતા થતાં ત્યાં અસ્થિરતાનો ભાવ જ નથી. અહીં સાતમાની મુખ્યતાથી વાત છે.

‘હું અગુરુલઘુનામકર્મનાફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૧૩.

જે કર્મના ઉદયથી શરીર, લોઢાના ગોળાના જેવું ભારે અને આકડાના રૂના જેવું હલકું ન હોય તેને અગુરુલધુનામકર્મ કહે છે. તેને, ધર્માત્મા કહે છે, હું ભોગવતો નથી, હું આત્માના આનંદને જ વેદું છું.

‘હું ઉપઘાતનામકર્મનાફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૧૪.

જે કર્મના ઉદયથી પોતાનો ઘાત કરનારાં અંગ હોય તેને ઉપઘાત નામકર્મ કહે છે, તેના ફળને હું ભોગવતો નથી.

‘હું પરઘાતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૧પ.

જે કર્મના ઉદયથી બીજાનો ઘાત કરવાવાળાં અંગ-ઉપાંગ હોય તેને પરઘાત નામકર્મ કહે છે, તેના ફળને ધર્મી પુરુષ ભોગવતો નથી.

‘હું આતપનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૧૬.

જે કર્મના ઉદયથી પરને આતાપરૂપ શરીર હોય, જેમકે સૂર્યનું બિંબ, જ્ઞાની કહે છે, હું તેને ભોગવતો નથી, સ્વસ્વરૂપને જ સંચેતું છું.

‘હું ઉદ્યોતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’-૧૧૭.

જે કર્મના ઉદયથી ઉદ્યોતરૂપ શરીર થાય તેને ઉદ્યોત નામકર્મ કહે છે. તેના ફળને ધર્માત્મા ભોગવતો નથી.

‘હું ઉચ્છવાસનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૧૮.


PDF/HTML Page 3602 of 4199
single page version

જે કર્મના ઉદયથી શ્વાસોચ્છવાસ હોય તેને ઉચ્છવાસ નામકર્મ કહે છે, તેના ફળને ધર્મી પુરુષ ભોગવતો નથી.

હવે વિહાયોગતિ નામકર્મના બે ભેદ કહે છેઃ- ‘હું પ્રશસ્તવિહાયોગતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૧૯.

‘હું અપ્રશસ્તવિહાયોગતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૨૦.

જે કર્મના ઉદયથી આકાશમાં ગમન થાય તેને વિહાયોગતિ નામકર્મ કહે છે. તેના ફળને ધર્મી ભોગવતો નથી.

‘હું સાધારણશરીરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૨૧.

જે કર્મના ઉદયથી એક શરીરના અનેક જીવ સ્વામી હોય તેને સાધારણશરીર નામકર્મ કહે છે. સમકિતી કે મુનિને આવી પ્રકૃતિ પડી હોય, પણ તેનો એને ભોગવટો નથી.

‘હું પ્રત્યેકશરીરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૨૨.

જે કર્મના ઉદયથી એક શરીરનો એક જ સ્વામી હોય તેને પ્રત્યેકશરીર નામકર્મ કહે છે. તેના ફળને ધર્મી જીવ ભોગવતો નથી, આત્માને જ સંચેતે છે.

‘હું સ્થાવરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૨૩.

જે કર્મના ઉદયથી જીવ એકેન્દ્રિય જાતિમાં-પૃથ્વી, અપ, તેજ, વાયુ અને વનસ્પતિકાયમાં ઉપજે-જન્મે તેને સ્થાવર નામકર્મ કહે છે. તેના ફળને ધર્મી પુરુષ ભોગવતો નથી.

‘હું ત્રસનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૨૪.

જે કર્મના ઉદયથી જીવ દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિયોમાં ઉપજે-જન્મે તેને ત્રસનામકર્મ કહે છે, તેના ફળને, કહે છે, હું ભોગવતો નથી.

‘હું સુભગનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૨પ.


PDF/HTML Page 3603 of 4199
single page version

જે કર્મના ઉદયથી બીજા જીવો પોતાના ઉપર પ્રીતિ કરે એવું શરીર હોય તેને સુભગનામકર્મ કહે છે. તેના ફળને ધર્મી ભોગવતો નથી.

‘હું દુર્ભગનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૨૬.

જે કર્મના ઉદયથી બીજા જીવો પોતાના ઉપર અપ્રીતિ કરે, દ્વેષ કરે એવું શરીર હોય તેને દુર્ભગનામકર્મ કહે છે. તેના ફળને ધર્મી-જ્ઞાની પુરુષ ભોગવતો નથી.

‘હું સુસ્વરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૨૭.

જે કર્મના ઉદયથી મધુર-મીઠો સ્વર હોય તેને સુસ્વરનામકર્મ કહે છે. તેના ફળને ધર્મી ભોગવતો નથી.

‘હું દુઃસ્વરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૨૮.

જે કર્મના ઉદયથી મધુર સ્વર ન હોય, જેમ કાગડા, કુતરા, ગધેડા વગેરેને હોય છે તેવો કર્કશ હોય, તેને દુઃસ્વરનામકર્મ કહે છે. તેના ફળને ધર્મી ભોગવતો નથી.

‘હું શુભનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૨૯.

જે કર્મના ઉદયથી શરીરના અવયવ સુંદર હોય તેને શુભનામકર્મ કહે છે. તેના ફળને હું ભોગવતો નથી. અહાહા...! ધર્મી શું કહે છે? કે રાગને પર્યાયબુદ્ધિમાં હતી એનાથી મારી દિશા ફરી ગઈ છે, દશા પણ ફરી ગઈ છે. મારી દશા સમ્યક્ત્વરૂપ થઈ છે, અને દિશા શુદ્ધ ચૈતન્ય તરફ છે. કર્મ પ્રકૃતિના ફળ ઉપર હવે મારું લક્ષ નથી. લ્યો, આવી વાત!

‘હું અશુભનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૩૦.

જે કર્મના ઉદયથી શરીરના અવયવ સુંદર ન હોય, તેને અશુભનામકર્મ કહે છે. તેના ફળને, ધર્મી કહે છે, હું ભોગવતો નથી, હું સ્વસ્વરૂપને જ અનુભવું છું.

‘હું સૂક્ષ્મનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૩૧.

‘હું બાદરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૩૨.

જે કર્મના ઉદયથી શરીર, એવું સૂક્ષ્મ હોય કે તે બીજાને (પૃથ્વી આદિને)


PDF/HTML Page 3604 of 4199
single page version

રોકે નહિ, ને બીજાથી રોકાય નહિ તેને સૂક્ષ્મનામકર્મ કહે છે; અને જેના ઉદયથી શરીર એવું સ્થૂળ હોય કે તે બીજાને રોકે ને બીજાથી રોકાઈ જાય તેને બાદરનામકર્મ કહે છે. ધર્મી પુરુષ કહે છે-હું કર્મ પ્રકૃતિને ભોગવતો નથી, હું તો ચૈતન્યસ્વરૂપને જ સંચેતું છું.

‘હું પર્યાપ્તનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૩૩.

જે કર્મના ઉદયથી પોતપોતાને યોગ્ય પર્યાપ્તિ પૂર્ણ થાય તેને પર્યાપ્તિ નામકર્મ કહે છે. તેના ફળને ધર્મી જીવ ભોગવતો નથી.

‘હું અપર્યાપ્તનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૩૪.

જે કર્મના ઉદયથી જીવની લબ્ધ્યપર્યાપ્તક અવસ્થા હોય તેને અપર્યાપ્ત નામકર્મ કહે છે. જેની એકપણ પર્યાપ્તિ પૂર્ણ ન હોય તથા શ્વાસના અઢારમા ભાગમાં જ મરણ થવાવાળું હોય તેને લબ્ધ્યપર્યાપ્તક કહે છે. ધર્મી ચારિત્રવંત કહે છે- તે પ્રકૃતિના ફળને હું ભોગવતો, નથી, આત્માને જ સંચેતું છું.

‘હું સ્થિરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૩પ.

જે કર્મના ઉદયથી શરીરની ધાતુ અને ઉપધાતુ પોતપોતાના સ્થાને રહે તેને સ્થિર નામકર્મ કહે છે. હું તેના ફળને ભોગવતો નથી.

‘હું અસ્થિરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૩૬.

જે કર્મના ઉદયથી શરીરની ધાતુ અને ઉપધાતુ પોતપોતાના ઠેકાણે ન રહે તેને અસ્થિરનામકર્મ કહે છે. તેના ફળને ધર્મી ભોગવતો નથી.

‘હું આદેયનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૩૭.

જે કર્મના ઉદયથી કાન્તિસહિત શરીર ઉપજે તેને આદેયનામકર્મ કહે છે. ધર્માત્મા કહે છે- તેના ફળને હું ભોગવતો નથી.

‘હું અનાદેયનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૩૮.

જે કર્મના ઉદયથી કાન્તિસહિત શરીર ન ઉપજે તેને અનાદેય નામકર્મ કહે છે. ધર્મી પુરુષ તેના ફળને ભોગવતો નથી.


PDF/HTML Page 3605 of 4199
single page version

‘હું યશઃકીર્તિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું’ -૧૩૯.

જે કર્મના ઉદયથી લોકમાં જીવની પ્રશંસા થાય, નામના થાય તેને યશઃકીર્તિનામકર્મ કહે છે. તેના ફળને ધર્મી ભોગવતો નથી. ધર્મી કહે છે-બહારમાં યશ મળે તે હું નહિ, અંદર આત્માના ગુણો પ્રગટે તે વાસ્તવિક યશ છે. જેમાં નિરાકુળ આનંદનું વેદન થાય તે હું છું, તેમાં મારો યશ છે. હું જશ પ્રકૃતિને વેદતો નથી. બહારમાં લોકો પ્રશંસા કરે એ તો પ્રકૃતિનું ફળ છે, તેને હું ભોગવતો નથી, હું તો અતીન્દ્રિય આનંદના સ્વરૂપને જ વેદું છું. આવું! સમજાણું કાંઈ...?

‘હું અયશઃકીર્તિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૪૦.

જે કર્મના ઉદયથી જીવની લોકમાં પ્રશંસા ન થાય તેને અયશઃકીર્તિનામકર્મ કહે છે. તેના ફળને ધર્મી પુરુષ ભોગવતો નથી.

‘હું તીર્થંકરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૪૧.

અર્હંતપદના કારણભૂત કર્મને તીર્થંકર નામકર્મ કહે છે. તેના ફળને, ધર્મી કહે છે, હું ભોગવતો નથી. અજ્ઞાની તીર્થંકર પ્રકૃતિનું નામ સાંભળી રાજી રાજી થઈ જાય, જ્યારે જ્ઞાની કહે છે-તીર્થંકર પ્રકૃતિના ફળને હું ભોગવતો નથી. અહાહા -! જુઓ તો ખરા! કેટલો બધો ફેર! બાપુ! જે ભાવે તીર્થંકર પ્રકૃતિ બંધાય તે ભાવ અબંધ નથી, ધર્મ નથી, અને તેનાથી જે પ્રકૃતિ બંધાય તેને અહીં વિષવૃક્ષનું ફળ કહ્યું છે.

શાસ્ત્રમાં આવે કે તીર્થંકર પ્રકૃતિ પરંપરા મોક્ષનું કારણ છે; પરંતુ એ તો નિમિત્તનું કથન છે ભાઈ! પ્રકૃતિ બંધાણી એ તો જડ રજકણ છે. તેને તો વિષવૃક્ષનું ફળ કહ્યું. વળી તેનો ઉદય ક્યારે આવે? કે કેવળજ્ઞાન થાય ત્યારે. હવે ત્યાં પ્રકૃતિના ફળમાં સંયોગ આવે તેમાં મારે શું? હું તો કેવળજ્ઞાની છું, સર્વ લોકાલોકનો જાણનારો છું. ભાઈ! ધર્મી જીવ તો પહેલેથી જ કહે છે કે-તીર્થંકર પ્રકૃતિના ફળને હું નથી ભોગવતો. તીર્થંકર પ્રકૃતિ બધાને ન હોય; જેને હોય તેની વાત સમજવી. અહીં તો સામાન્યપણે બધી ૧૪૮ પ્રકૃતિઓની વાત કરી છે.

હવે ગોત્રકર્મની પ્રકૃતિના બે ભેદ છે તેની વાત કરે છેઃ- ‘હું ઉચ્ચગોત્રકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૪૨.


PDF/HTML Page 3606 of 4199
single page version

જે કર્મના ઉદયથી ઉચ્ચ કુળમાં જન્મ થાય તેને ઉચ્ચ ગોત્રકર્મ કહે છે. તેના ફળને ધર્મી ભોગવતો નથી, ઉચ્ચગોત્રકર્મના ઉદયથી રાજા થાય, મોટો શેઠ થાય તેને ધર્મી પુરુષ ભોગવતો નથી.

‘હું નીચગોત્રકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૪૩.

જે કર્મના ઉદયથી ચંડાલ આદિ નીચકુળમાં જન્મ થાય તેને નીચગોત્રકર્મ કહે છે. તેના ફળને જ્ઞાની ભોગવતો નથી.

હવે અંતરાય કર્મની પાંચ પ્રકૃતિઓ કહે છેઃ- ‘હું દાનાંતરાયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૪૪.

‘હું લાભાંતરાયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૪પ.

‘હું ભોગાંતરાયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૪૬.

‘હું ઉપભોગાંતરાયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૪૭.

‘હું વીર્યાંતરાયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૪૮.

અહા! જે કર્મ દાનાદિકમાં વિઘ્ન-અંતરાય કરે છે તે અંતરાય કર્મ છે, અને તેને, ધર્મી કહે છે, હું ભોગવતો નથી. પ્રકૃતિના ફળ પ્રતિ મને લક્ષ નથી, હું તો નિત્યાનંદસ્વરૂપ એક આત્માને જ સંચેતું છું.

આ પ્રમાણે જ્ઞાની સકળ કર્મોના ફળના સંન્યાસની ભાવના કરે છે. જેમ સકળ પુણ્ય-પાપના ભાવના સંન્યાસની અર્થાત્ કર્મચેતનાના ત્યાગની ભાવના કરી તેમ સકળ કર્મોના ફળના સંન્યાસની ભાવના કરી.

‘અહીં ભાવના એટલે વારંવાર ચિંતવન કરીને ઉપયોગનો અભ્યાસ કરવો તે. જ્યારે જીવ સમ્યગ્દ્રષ્ટિ-જ્ઞાની થાય છે ત્યારે તેને જ્ઞાન-શ્રદ્ધાન તો થયું જ કે-“હું શુદ્ધનયે સમસ્ત કર્મથી અને કર્મના ફળથી રહિત છું.” પરંતુ પૂર્વે બાંધેલાં કર્મ ઉદયમાં આવે તેમનાથી થતા ભાવોનું કર્તાપણું છોડીને, ત્રણે કાળ સંબંધી ઓગણપચાસ ઓગણપચાસ ભંગો વડે કર્મચેતનાના ત્યાગની ભાવના કરીને તથા સર્વ કર્મનું ફળ ભોગવવાના ત્યાગની ભાવના કરીને, એક ચૈતન્યસ્વરૂપ આત્માને જ ભોગવવાનું બાકી રહ્યું .’


PDF/HTML Page 3607 of 4199
single page version

એક બાજુ એમ કહે કે- મુનિને, ગણધર ભગવાનને પણ રાગનું પરિણમન હોય છે ને વળી બીજી બાજુ એમ કહે કે-સમ્યગ્દ્રષ્ટિ રાગનો કર્તા નથી; આ કેવી રીતે છે?

સમાધાનઃ– સમ્યગ્દ્રષ્ટિ, મુનિ, ગણધર કે છદ્મસ્થદશાસ્થિત તીર્થંકરને પણ ભૂમિકા અનુસાર વ્રતાદિના વિકલ્પ થતા હોય છે. જેટલું ત્યાં રાગનું પરિણમન છે તેટલા અંશે તે કર્તા છે. આ વાત પ્રવચનસારમાં ૪૭ નયના અધિકારમાં આવે છે. સાધકને જેટલા અંશે રાગનું પરિણમન છે તેટલા અંશે તે તે પરિણમનનો કર્તા છે, ભોક્તા પણ છે; પરંતુ સમ્યગ્દ્રષ્ટિને, ધર્માત્માને રાગની રુચિ નથી, રાગ મારું કર્તવ્ય છે એવી બુદ્ધિ નથી, રાગમાં સ્વામિત્વ નથી તેથી તે અકર્તા છે. રાગ કરવાલાયક છે, ભોગવવાલાયક છે એવી માન્યતા જ્ઞાનીને ચોથે ગુણસ્થાનેથી જ હોતી નથી તેથી તે અકર્તા છે, અભોક્તા છે. આવી વાત છે. જ્યાં જે અપેક્ષાથી વાત હોય તેને તે રીતે યથાર્થ સમજવી જોઈએ.

જુઓ, પરવસ્તુ-દાળ, ભાત, લાડુ, શાક, સ્ત્રીનું શરીર ઈત્યાદિને આત્મા ભોગવી શકતો નથી; અજ્ઞાની પણ તેને ભોગવતો નથી. તેના લક્ષે જે રાગાદિ ઉપજે છે તેને અજ્ઞાની ભોગવે છે અને માને છે કે હું પરને ભોગવું છું; આ અજ્ઞાની જીવનો મિથ્યા ભ્રમ છે. અહીં એમ કહે છે કે રાગ અને દ્વેષના ભાવ હોવા છતાં જ્ઞાની તેને ભોગવતો નથી, તે તો માત્ર તેનો જાણનાર-દેખનાર જ રહે છે; કર્તા-ભોક્તા થતો નથી.

‘અવિરત, દેશવિરત અને પ્રમત્ત અવસ્થાવાળા જીવને જ્ઞાન શ્રદ્ધાનમાં નિરંતર એ ભાવના તો છે જ; અને જ્યારે જીવ અપ્રમત્ત દશા પ્રાપ્ત કરીને એકાગ્ર ચિત્તથી ધ્યાન કરે, કેવળ ચૈતન્યમાત્ર આત્મામાં ઊપયોગ લગાવે અને શુદ્ધોપયોગરૂપ થાય, ત્યારે નિશ્ચયચારિત્રરૂપ શુદ્ધોપયોગભાવથી શ્રેણી ચઢીને કેવળજ્ઞાન ઉપજાવે છે. તે વખતે એ ભાવનાનું ફળ જે કર્મચેતનાથી અને કર્મફળચેતનાથી રહિત સાક્ષાત્ જ્ઞાનચેતનારૂપ પરિણમન તે થાય છે, પછી આત્મા અનંત કાળ સુધી જ્ઞાનચેતનારૂપ જ રહેતો થકો પરમાનંદમાં મગ્ન રહે છે.’

જુઓ, ચોથે, પાંચમે, છટ્ઢે ગુણસ્થાને વ્યવહારનયનો વિષય-કિંચિત્ રાગ હોય છે, પરંતુ જ્ઞાનીને તેના ત્યાગની ભાવના અર્થાત્ જ્ઞાતાદ્રવ્યની ભાવના સદાય હોય છે. તે વારંવાર ત્રિકાળી ચૈતન્યમાત્ર આત્મામાં ઉપયોગને જોડે છે અને એ રીતે શુદ્ધોપયોગ જામે છે, દ્રઢ થાય છે.

સમ્યગ્દર્શન થવાના કાળે પણ શુદ્ધોપયોગ તો હોય છે. ચોથે ગુણસ્થાને સમ્યગ્દર્શન થાય છે તે શુદ્ધોપયોગના કાળે થાય છે. પછી પણ કોઈ કોઈ વાર ધ્યાતા-ધ્યાન-ધ્યેયના વિકલ્પોથી છૂટી તે શુદ્ધોપયોગમાં આવી જાય છે. ચોથે-પાંચમે ગુણસ્થાને શુદ્ધોપયોગ અલ્પકાળ રહે છે તેથી તેને ન ગણતાં સાતમા ગુણસ્થાને શુદ્ધોપયોગ જામી જાય છે તેને અહીં શુદ્ધોપયોગ કહ્યો છે. ચારિત્રદશાની ઊત્કૃષ્ટતા બતાવવી છે ને! તેથી ત્યાં


PDF/HTML Page 3608 of 4199
single page version

સાતમે ગુણસ્થાને શુદ્ધોપયોગરૂપ થાય છે એમ કહ્યું છે, કેમકે ત્યાં ઉપયોગની સ્થિરતા થઈ છે. અહા! આવો શુદ્ધોપયોગ થાય ત્યારે નિશ્ચયચારિત્રરૂપ શુદ્ધોપયોગ ભાવથી શ્રેણી ચડીને કેવળજ્ઞાન ઉપજાવે છે. અને તે વખતે એ ભાવનાનું ફળ જે સાક્ષાત્ જ્ઞાનચેતનારૂપ પરિણમન તે થાય છે. પછી તે અનંતકાળ જ્ઞાનચેતનારૂપ રહ્યો થકો પરમાનંદમાં મગ્ન રહે છે.

સમ્યગ્દ્રષ્ટિને પણ જ્ઞાનચેતના તો હોય છે; પણ સાથે પર્યાયમાં તેને કર્મચેતના અને કર્મચેતના પણ હોય છે; તેને તે જાણે-દેખે જ છે એ બીજી વાત છે. પણ તેને કિંચિત્ રાગનું વેદન અવશ્ય હોય છે. કોઈ એમ કહે કે સમ્યગ્દ્રષ્ટિને સર્વથા રાગ નથી, દુઃખ નથી તો તે એની એકાંત મિથ્યા માન્યતા છે. સમ્યગ્દર્શન થતાં, દ્રવ્યદ્રષ્ટિની મુખ્યતામાં, તેને જે રાગ છે તેને ગૌણ કરીને નથી એમ કહીએ છીએ એ બીજી વાત છે, બાકી છઠ્ઠે, સાતમે અને દસમા પર્યંત કિંચિત્ આસ્રવ છે. ‘દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ’ માં સોગાનીજીએ શુભરાગને ભઠ્ઠી કહેલ છે. છઠ્ઠે મુનિરાજને જે વ્રતાદિના વિકલ્પ આવે છે તે તેને ભઠ્ઠી સમાન લાગે છે. સમકિતીને એકલી શુદ્ધ પરિણતિ જ હોય છે એ વાત બરાબર નથી.

સમયસારની અગિયારમી ગાથામાં સર્વ પર્યાયોને અભૂતાર્થ કહી છે; મોક્ષમાર્ગની અને કેવળજ્ઞાનની પર્યાયને પણ ત્યાં અભૂતાર્થ કહી છે. તેનો આશય શું છે? ભાઈ! એ તો પર્યાયને ગૌણ કરીને, વ્યવહાર કહીને તેને અભૂતાર્થ-અસત્યાર્થ કહી છે, અને ત્રિકાળી દ્રવ્યને મુખ્ય કરી, નિશ્ચય કહી ભૂતાર્થ કહેલ છે. ત્યાં તો બાપુ! ત્રિકાળી દ્રવ્યનો જ આશ્રય કરાવવાનું પ્રયોજન છે એમ યથાર્થ સમજવું. જ્યાં એ અપેક્ષાથી વાત હોય તેને બરાબર મેળવીને યથાર્થ સમજવું જોઈએ. એમાં જરાય ફરક પડે તો બધું જ ફરી જાય. સમજાણું કાંઈ....?

નિશ્ચયની મુખ્યતાથી કહ્યું હોય કે સમકિતીને આસ્રવ-બંધ નથી, ત્યાં એકાંત પકડી લે કે ચોથા ગુણસ્થાનવાળાને રાગ છે જ નહિ તો તેમ વસ્તુનું સ્વરૂપ નથી. દસમે ગુણસ્થાને પણ સૂક્ષ્મ રાગ હોય છે. જ્યાં (રાગ) નથી એમ કહ્યું હોય ત્યાં ગૌણ કરીને દ્રષ્ટિની પ્રધાનતામાં નથી એમ કહ્યું છે એમ યથાર્થ સમજવું. બાકી જ્યાં સુધી પૂર્ણ વીતરાગતા ને પૂર્ણ આનંદ પ્રગટયો નથી ત્યાં સુધી દુઃખનું વેદન અવશ્ય છે જ.

જુઓ, મિથ્યાદ્રષ્ટિને બિલકુલ આનંદ નથી, એકલું દુઃખ જ છે; કેવળીને બિલકુલ દુઃખ નથી, એટલું સુખ જ છે. સાધકને આનંદ અને દુઃખ બન્ને યથાસંભવ સાથે છે; અને તેથી તો તે સાધક કહેવાય છે. પર્યાયમાં તેને અંશે બાધકભાવ પડયો છે. ત્યાં જેટલી અસ્થિરતા છે તેટલો આસ્રવ-બંધ છે. જ્યાં સુધી યથાખ્યાત ચારિત્રની પૂરણ રમણતા ન થાય ત્યાં સુધી જ્ઞાનીને આસ્રવ-બંધ છે, દુઃખ છે.

પ્રશ્નઃ– તો સમકિતીને આસ્રવ-બંધ નથી એમ કહ્યું છે ને?


PDF/HTML Page 3609 of 4199
single page version

ઉત્તરઃ– હા, કહ્યું છે; પણ કઈ અપેક્ષાએ? એ તો મિથ્યાત્વ અને અનંતાનુંબુધીનો અભાવ તેને થયો છે એ અપેક્ષાએ ત્યાં વાત કરી છે. મિથ્યાત્વ અને અનંતાનુબંધીને જ મુખ્યપણે આસ્રવ-બંધ ગણેલ છે એ અપેક્ષાએ વાત છે. અહીં કહે છે- જ્યારે જીવ અપ્રમત્ત દશાને પ્રાપ્ત કરીને કેવળ ચૈતન્યમાત્ર આત્મામાં ઉપયોગને જોડી દે, જડી દે અને શુદ્ધોપયોગરૂપ થાય ત્યારે શ્રેણી ચડીને કેવળજ્ઞાન ઉપજાવે છે અને તે વખતે જે કર્મચેતનાથી અને કર્મફળચેતનાથી રહિત સાક્ષાત્ જ્ઞાનચેતનારૂપ પરિણમન તે થાય છે; પછી આત્મા અનંતકાળ સુધી જ્ઞાનચેતનારૂપ રહેતો થકો પરમાનંદમાં મગ્ન રહે છે.

‘સાદિ અનંત અનંત સમાધિ સુખમાં’

એમ તો જ્ઞાનચેતના અંશે ચોથા ગુણસ્થાને પ્રગટ થાય છે. પંચાસ્તિકાયમાં (ગાથા ૩૯ માં) જે એમ કહ્યું છે કે જ્ઞાનચેતના કેવળીને જ હોય છે એ તો ત્યાં પૂર્ણતાની અપેક્ષાએ વાત છે; બાકી જ્ઞાનચેતનારૂપ અનુભવ ચોથે ગુણસ્થાનેથી શરૂ થાય છે. રાગથી ખસીને જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મામાં એકાગ્ર થવું તે જ્ઞાનચેતના છે, અને તે ચોથેથી શરૂ થાય છે. સમ્યગ્દ્રષ્ટિને જ્ઞાનચેતના હોય છે, પણ પૂર્ણ નથી, સાથે કર્મચેતના અને કર્મફળચેતના પણ હોય છે.

અહાહા...! અહીં કહે છે- સાક્ષાત્ જ્ઞાનચેતનારૂપ પરિણમન થાય પછી આત્મા અનંતકાળ સુધી જ્ઞાનચેતનારૂપ રહેતો થકો પરમાનંદમાં મગ્ન રહે છે. જુઓ, ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયકભાવના આશ્રયે જે નિર્મળ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ પ્રગટયો તેનો કાળ અસંખ્ય સમય છે; અને તેનું ફળ જે કેવળજ્ઞાન અને મોક્ષદશા પ્રગટી તેનો કાળ અનંત છે. સાધકપણાનો કાળ અસંખ્ય સમય છે, અનંત નહિ અને સિદ્ધદશા પ્રગટે તેનો કાળ અનંત છે. અહાહા...! આત્મા દ્રવ્ય છે તેનો કાળ અનાદિ-અનંત છે. તેમાં મિથ્યાદ્રષ્ટિ ભવ્ય જીવનો સંસાર અનાદિ-સાંત છે, સાધકપણાનો કાળ સાદિ-સાંત અસંખ્ય સમય છે, અને તેનું ફળ જે સિદ્ધદશા તેનો કાળ સાદિ-અનંત અનંત છે. અહાહા...! પરમ સુખમય સિદ્ધદશા પ્રગટી તે હવે અનંત અનંતકાળ રહેશે. કહ્યું ને અહીં કે-અનંતકાળ સુધી જ્ઞાનચેતનારૂપ જ રહેતો થકો પરમાનંદમાં મગ્ન રહે છે. અહાહા...! સિદ્ધ પરમાત્મા અનંતકાળ સુધી પરમાનંદમાં મગ્ન રહે છે.

પ્રવચનસાર ગાથા ૧૯૮ ના ભાવાર્થમાં કહ્યું છે કે-“સર્વજ્ઞ ભગવાનને કોઈ પદાર્થ પ્રત્યે અભિલાષા, જિજ્ઞાસા કે સંદેહ નથી તો પછી તેઓ કયા પદાર્થને ધ્યાવે છે? આ ગાથામાં તેનો ઉત્તર આ પ્રમાણે આપવામાં આવ્યો છે.

એક અગ્રનું-વિષયનું સંવેદન તે ધ્યાન છે. સર્વ આત્મપ્રદેશે પરિપૂર્ણ આનંદ અને જ્ઞાનથી ભરેલા સર્વજ્ઞ ભગવાન પરમાનંદથી અભિન્ન એવા નિજાત્મારૂપી એક વિષયનું સંવેદન કરતા હોવાથી તેમને પરમાનંદનું ધ્યાન છે; અર્થાત્ તેઓ પરમ સૌખ્યને


PDF/HTML Page 3610 of 4199
single page version

ધ્યાવે છે.” અહાહા...! શુદ્ધોપયોગના ફળમાં જે પરમાનંદમય દશા પ્રગટી તેમાં સાદિ અનંતકાળ તેઓ મગ્ન રહે છે. આવી વાત! સમજાણું કાંઈ...?

*

હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

* કળશ ૨૩૧ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

(સકળ કર્મોના ફળનો ત્યાગ કરી જ્ઞાનચેતનાની ભાવના કરનાર જ્ઞાની કહે છે કેઃ) एवं’ પૂર્વોક્ત રીતે ‘निःशेष–कर्म–फल–संन्यसनात्’ સમસ્ત કર્મના ફળનો સંન્યાસ કરવાથી ‘चैतन्य–लक्ष्म आत्मतत्त्वं भृशम्’ भजतः सर्व–क्र्रियान्तर–विहार–निवृत्त–वृत्तः’ હું ચૈતન્ય જેનું લક્ષણ છે એવા આત્મતત્ત્વને અતિશયપણે ભોગવું છું અને તે સિવાયની અન્ય સર્વ ક્રિયામાં વિહારથી મારી વૃત્તિ નિવૃત્ત છે (અર્થાત્ આત્મતત્ત્વના ભોગવટા સિવાયની અન્ય જે ઉપયોગની ક્રિયા-વિભાવરૂપ ક્રિયા-તેમાં મારી પરિણતિ વિહાર કરતી નથી-પ્રવર્તતી નથી);

અહાહા......! જ્ઞાની કહે છે કે..... , જ્ઞાની એટલે? નિજ ચૈતન્યસ્વભાવના આશ્રયે જેણે અંદર જ્ઞાનચેતના પ્રગટ કરી છે તે જ્ઞાની છે.

ભાઈ! આ શરીર તો જડ માટી-ધૂળ છે. ભગવાન આત્મા એનાથી ભિન્ન ચીજ છે. મરી જાય ત્યારે દેહથી ભિન્ન એમ નહિ, અત્યારે પણ દેહથી આત્મા ભિન્ન વસ્તુ છે. અરે, મરે કોણ? જડ કે ચેતન? કોઈ જ મરતું નથી; ફક્ત દેહની (પરમાણુની) અવસ્થા બદલી જાય છે. હાડ-માંસનું પોટલું છે તે બદલીને મસાણની રાખ થાય છે; બસ. તે કાંઈ આત્મા નથી. વળી પર્યાયમાં થતા વિકારી ભાવોથી પણ અંદર શુદ્ધ ચૈતન્ય તત્ત્વ ભિન્ન છે. બાપુ! વિકારવાળો અજ્ઞાનીએ પોતાને માન્યો છે. એ તો એની મિથ્યા કલ્પના છે, ભ્રમ છે, વસ્તુ ક્યાં એવી છે? ભગવાન સર્વજ્ઞદેવ ફરમાવે છે કે તારું ચૈતન્યતત્ત્વ અંદર કર્મચેતના અને કર્મફળચેતનાથી ભિન્ન છે. વિકારી ભાવમાં એકાગ્ર થઈ ને ચેતવું તે કર્મચેતના છે, ને તેમાં હરખ-શોક થાય તે કર્મફળચેતના છે; બન્ને દુઃખદાયક છે. અહાહા...! એ બન્નેથી ભિન્ન પડી અંદર ચિન્માત્ર નિજ સ્વરૂપના આશ્રયે જ્ઞાનચેતના પ્રગટ કરી છે તેને જ્ઞાની કહીએ.

આત્મા વસ્તુ ત્રિકાળ છે, તેનો જ્ઞાનાનંદસ્વભાવ પણ ત્રિકાળ છે. અહા! આવા નિજ સ્વભાવનું ભાન કરી અંતર-એકાગ્રતાથી આનંદની રમતમાં જોડાવું તેનું નામ જ્ઞાનચેતના છે. જુઓ, ઈન્દ્રિયના વિષયોને આત્મા ભોગવતો નથી, કેમકે તેઓ જડ માટી-ધૂળ છે. પણ ભોગ-વિષય મારા છે, મને તેમાં ઠીક છે એવો જે ભાવ-અભિપ્રાય છે તે મહાપાપ છે. તે વિકારી ભાવનું વેદન તે પાપનું વેદન છે, દુઃખનું વેદન છે. અહા! તેના તરફનું


PDF/HTML Page 3611 of 4199
single page version

અમેરિકામાં કોઈ જાય અને ત્યાં માસિક દસ-વીસ હજાર ડોલર મળે એટલે માની લે કે અમે સુખી; પણ બાપુ! એ ધૂળમાં (-ડોલરમાં, ધનમાં) ક્યાં સુખ છે? અજ્ઞાની પાગલ લોકો તેમાં સુખ માનો તો માનો, વાસ્તવમાં તો તેના લક્ષે જીવ દુઃખી જ છે, અહાહા...! સુખનો ભંડાર તો અંદર સુખધામ પ્રભુ નિજ જ્ઞાનાનંદસ્વભાવી આત્મા છે. આવા નિજ સ્વરૂપની સન્મુખ થઈ તેના શરણમાં જતાં, તેમાં જ એકાગ્ર થતાં જ્ઞાનચેતના પ્રગટ થાય છે, અને તે ભવનો અંત કરનારી અને પરમ સુખની દેનારી છે; એને ધર્મ કહેવામાં આવે છે. બાકી પરના લક્ષે થનારા પુણ્ય-પાપના ભાવ તો ચારગતિમાં પરિભ્રમણ કરાવનારા દુઃખના ભાવ છે. શુભભાવ આવે એય દુઃખરૂપ જ ભાવ છે. સમજાણું કાંઈ...?

કોઈ પાંચ-પચીસ લાખ દાનમાં આપે અને ત્યાં રાગની મંદતા હોય તો તેને પુણ્યબંધ થાય, ધર્મ નહિ. વળી દાન આપતી વેળા મેં પૈસા આપ્યા એવું જો અંદર શલ્ય હોય તો તો એકલું પાપ જ બાંધે. બહુ આકરી વાત બાપા! પણ શું થાય? વસ્તુસ્થિતિ આવી છે. કદાચિત્ રાગની મંદતા કરી હોય તો તે વડે પુણ્યબંધ થાય; પણ બંધ જ થાય, ધર્મ નહિ; કેમકે તે શુભભાવ પણ આત્માના સ્વભાવથી વિરુદ્ધ ભાવ છે; અંદર સચ્ચિદાનંદ પ્રભુ વિરાજે છે તેને ઘાયલ કરનારો તે વિરુદ્ધ ભાવ છે. આવી વાત છે. સમજાણું કાંઈ..?

અહીં જેને જ્ઞાનચેતના પ્રગટ થઈ છે તે જ્ઞાની કહે છે- રાગરૂપી કર્મ અને તેનું ફળ-એ મારી ચીજ નહિ; હું તો જ્ઞાનસ્વરૂપ છું. સમસ્ત કર્મના ફળનો સંન્યાસ કરવાથી ચૈતન્ય જેનું લક્ષણ છે એવા શુદ્ધ આત્મતત્ત્વને હું અતિશયપણે ભોગવું છું. અહાહા...! કહે છે-શુભાશુભ ભાવ અને તેનાથી થતા હરખ-શોકના ભાવ-તેનો ત્યાગ કરીને હું ચૈતન્યલક્ષણ એક નિજતત્ત્વને અતિશયપણે અનુભવું છું. અહાહા...! જાણવું-દેખવું એક જેનું લક્ષણ છે એવા આનંદના નાથ પરમાનંદસ્વરૂપ પ્રભુ નિજ આત્મસ્વરૂપને હું સંચેતું- વેદું છું, ભોગવું છું. આવી વાત!

અરે! ૮૪ લાખ યોનિમાં અવતાર ધરીધરીને અનંતકાળ એ રઝળી મર્યા છે! મોટો અબજોપતિ પણ અનંતવાર થયો અને ભટકતો ભિખારી પણ અનંતવાર થયો. ઢોરમાં અને નરકમાં પણ અનંતવાર જન્મ્યો. ભાઈ! તારા જન્મ-મરણના દુઃખની શું કથની કહીએ? ક્યાંય પણ તને આત્માની સુખ-શાન્તિ ન મળ્‌યાં; કેમકે સુખનો ભંડાર તો પોતે છે તેની નજર કરી નહિ.

અરે ભાઈ; તું વિચાર તો ખરો કે તું કોણ છો? અહીં કહે છે-હું તો ચૈતન્ય


PDF/HTML Page 3612 of 4199
single page version

જેનું લક્ષણ છે એવું આત્મતત્ત્વ છું. શું કીધું? આ રળવા-કમાવાના ભાવ જે તને થાય છે તે પાપતત્ત્વ છે, ને દયા, દાનના ભાવ પુણ્યતત્ત્વ છે. અને એનાથી ભિન્ન અંદર ચૈતન્યના ઉપયોગસ્વરૂપ આત્મતત્ત્વ છે. ભાઈ! ભગવાન કેવળી દેવાધિદેવ અરિહંત પરમાત્માએ ઈન્દ્રો ને ગણધરોની ઉપસ્થિતિમાં ધર્મસભામાં ફરમાવેલી આ વાત છે. જુઓ, જ્ઞાની પુરુષ કહે છે-હું ચૈતન્યલક્ષણ એક આત્મતત્ત્વને અતિશયપણે ભોગવું છું. જુઓ, આ ધર્મની રીત!

અરે, અજ્ઞાની જનો રાતદિવસ (પુણ્ય-પાપના વિકલ્પોની) મજુરી કર્યા કરે છે, પણ પોતાની જરાય દરકાર કરતા નથી. તેથી ઘણા જીવો તો બિચારા મરીને ઢોરમાં ચાલ્યા જાય છે. પુણ્ય-પાપના ભાવ મારા-એમ સ્વભાવ વિરુદ્ધ આડોડાઈ કરીને! એ આડોડાઈના ફળમાં શરીર પણ આડાં ઢોરનાં મળે છે. અને માંસ ખાનારા, મદિરાનું સેવન કરનારા ને શિકાર ખેલનારા બધા હિંસક જીવો નરકમાં જાય છે. ત્યાં તેઓ અતિ તીવ્ર અસહ્ય દુઃખો ભોગવે છે. આવા હિંસક લોકોની નરકમાં પાર્લામેન્ટ મળે છે, ત્યાં તેઓ પરસ્પર વેર વસુલ કરે છે ને તીવ્ર દુઃખ સહે છે. વળી કોઈ જીવો દયા, દાન, વ્રત, ભક્તિ આદિ વિશેષ શુભભાવ વડે મરીને સ્વર્ગે જાય છે. ત્યાં પણ મિથ્યાદર્શન વડે તેઓ દુઃખી જ છે. કાંઈક સરળતા હોયને પુણ્ય ઉપજાવે તો જીવ મરીને મનુષ્યપણું પામે છે. આ ચારેય ગતિમાં જીવ ભમ્યાં જ કરે છે ને દુઃખી થયા કરે છે જ્યારે ધર્મી પુરુષ કહે છે- અમે તો પુણ્ય-પાપથી રહિત થઈને એક આત્માના આનંદને ભોગવીએ છીએ, અમે અતિશયપણે સુખી છીએ. આવે છે ને કે--

સુખિયા જગતમાં સંત, દુરિજન દુઃખિયા રે.

અહા! ચૈતન્યલક્ષણે લક્ષિત નિજ શુદ્ધાત્માને ધર્મી પુરુષ અનુભવે છે; તે મહા સુખી છે. અહા! આત્મતત્ત્વના ભોગવટા સિવાયની અન્ય જે ક્રિયા-વિભાવક્રિયા તેમાં ધર્મી પુરુષની પરિણતિ વિહાર કરતી નથી, પ્રવર્તતી નથી. અહા! ધર્મી કહે છે- જેટલા પુણ્ય-પાપના ભાવ છે તે વિકારી ભાવ મારી ભોગવવાની ક્રિયાથી અનેરા છે, જુદા છે; તે દુઃખના ભાવમાં મારી વૃત્તિ વિહાર કરતી નથી; અતીન્દ્રિય આનંદને ભોગવવા સિવાયની અન્ય હરકોઈ ક્રિયામાં મારી વૃત્તિ વિહાર કરતી નથી.

જુઓ ક્રિયાના ત્રણ પ્રકાર છેઃ ૧. શરીર, મન, વાણીની ક્રિયા તે જડની ક્રિયા છે; તેને આત્મા કરતો નથી. ૨. પુણ્ય-પાપના ભાવ થાય તે વિભાવ ક્રિયા છે, તે દુઃખરૂપ છે; જ્ઞાનીની વૃત્તિ તે ક્રિયાથી નિવૃત્ત છે.


PDF/HTML Page 3613 of 4199
single page version

૩. વિભાવથી ભિન્ન પડી અંદર ચૈતન્યસ્વભાવમાં એકાગ્રતાનો અભ્યાસ કરવો તે સ્વભાવ ક્રિયા છે, ધર્મની ક્રિયા છે. આનું નામ ચારિત્ર છે.

પર જીવોની દયા પાળવી તે ચારિત્ર એમ નહિ; બાપુ! પરની દયા તો કોણ કરી શકે છે? પરને કોણ બચાવી શકે છે? સામા જીવનું આયુષ્ય હોય તો બચે છે, બાકી કોણ બચાવે? ભાઈ! તું (-આત્મા) જેવડો અને જેટલો છું તેવડો ને તેટલો માની ને તેમાં ઠરે તે સાચી દયા છે, સ્વદયા છે. સ્વદયા તે સાચી દયા, બાકી તો વ્યવહાર છે. મુનિરાજને પણ પર દયાનો ભાવ આવે, પણ તે પુણ્ય છે, ધર્મ નહિ, વાસ્તવિક દયા નહિ. અહીં ચારિત્રવંત ધર્મી પુરુષ કહે છે- શુભાશુભભાવની ક્રિયામાં વિહાર કરવાથી મારી વૃત્તિ નિવૃત્ત છે. અહા! સ્વદેશમાં-નિજ ચૈતન્યધામમાં-વિહાર કરવાનું છોડી પુણ્ય-પાપરૂપ પરદેશમાં હવે અમે કેમ ભટકીએ?

બેનશ્રીના વચનામૃતમાં આવે છે કે- વિભાવ તે અમારો દેશ નહિ, એ તો પરદેશ છે. અહીં ધર્મી પુરુષ કહે છે- નિજાનંદમય સ્વદેશને છોડી વિભાવરૂપ પરદેશમાં વિહાર કરવાથી અમારી વૃત્તિ નિવૃત્ત છે. હવે આવી વાત સાંભળવાય મળે નહિ તે બિચારા શું કરે? સ્વરૂપ સંપદાની ખબર વિના તેઓ બિચારા રાંકા દુઃખી છે. આ અબજોપતિ બધા રાંકા દુઃખી છે હો. બહુ આકરી વાત બાપા!

આ તો ચારિત્રની વ્યાખ્યા છે. સ્વરૂપમાં અંદર રમવું તેનું નામ ચારિત્ર છે. આત્મા (-પરિણતિ) આત્મારામમાં ચરે-રમે તેને ચારિત્ર કહીએ. ધર્મી પુરુષ કહે છે- ‘अचलस्य मम’ એમ આત્મતત્ત્વના ભોગવટામાં અચળ એવા મને, ‘इयम् काल–आंवली’ કાળની આવલી કે જે ‘अनन्ता’ પ્રવાહરૂપે અનંત છે તે, ‘वहतु’ આત્મતત્ત્વના ભોગવટામાં જ વહો -જાઓ. (ઉપયોગની વૃત્તિ અન્યમાં કદી પણ ન જાઓ).

જુઓ, આ ધર્માત્માની ભાવના! તે અનંતકાળ પર્યંત સ્વસ્વરૂપમાં જ રહેવાની ભાવના કરે છે.

* કળશ ૨૩૧ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘આવી ભાવના કરનાર જ્ઞાની એવો તૃપ્ત થયો છે કે જાણે ભાવના કરતાં સાક્ષાત્ કેવળી જ થયો હોય; તેથી તે અનંતકાળ સુધી એવો જ રહેવાનું ચાહે છે. અને તે યોગ્ય જ છે; કારણ કે આ જ ભાવનાથી કેવળી થવાય છે. કેવળજ્ઞાન ઉપજવાનો પરમાર્થ ઉપાય આ જ છે.’

જુઓ, આ અંતર-રમણતાની ચારિત્રની વાત છે. સમ્યગ્દર્શન પછી અંદર જેને સ્વરૂપ-રમણતાની જમાવટ થઈ છે તે એવો તૃપ્ત-તૃપ્ત થયો છે કે ભાવના કરતાં કરતાં જાણે સાક્ષાત્ કેવળી જ થયો હોય. હવે તેને સ્વસ્વરૂપમાંથી બહાર નીકળવું જ ગમતું નથી; અનંત કાળ સ્વરૂપમાં જ રહેવા ચાહે છે. પં. જયચંદજી કહે છે- તે યોગ્ય જ


PDF/HTML Page 3614 of 4199
single page version

છે, કેમકે આ જ ભાવનાથી કેવળી થવાય છે. વ્રત, તપ, આદિ ક્રિયાકાંડના વિકલ્પથી કાંઈ કેવળજ્ઞાન પ્રગટતું નથી. સ્વરૂપનો અનુભવ, તેનો અભ્યાસ અને સ્વરૂપરમણતાની જમાવટ-બસ આજ એક ઉપાય છે. હવે કહે છે. --

‘બાહ્ય વ્યવહારચારિત્ર છે તે આના જ સાધનરૂપ છે; અને આના વિના વ્યવહાર ચારિત્ર શુભકર્મને બાંધે છે, મોક્ષનો ઉપાય નથી.’

બાહ્ય વ્યવહારચારિત્ર છે તે આના જ સાધનરૂપ છે-એટલે શું? કે જેને અંતરંગમાં સ્વરૂપની રમણતારૂપ સાધન પ્રગટયું છે તેને સહચરપણે રાગાંશ વિદ્યમાન હોય છે તેને વ્યવહારથી સાધન કહીએ છીએ. આ (વ્યવહાર) સાધનથી સાધ્ય પ્રગટે છે એમ અર્થ નથી. સાધ્ય નામ મોક્ષનું સાધન તો સ્વરૂપરમણતા જ છે. પણ રાગાંશને તેનો સહચર વા નિમિત્ત જાણી તેને વ્યવહારથી સાધન કહેવામાં આવે છે; તે કાંઈ વાસ્તવિક સાધન નથી. સમજાણું કાંઈ...?

વાસ્તવિક સાધન વિના વ્યવહારચારિત્ર કાંઈ જ નથી, અર્થાત્ તે શુભકર્મને જ બાંધે છે. અહાહા...! અંતરંગમાં શુદ્ધ સ્વરૂપના આશ્રયે સ્વાનુભવ અને સ્વરૂપલીનતા થયા વિના વ્રત, તપ આદિ જે રાગના પરિણામ છે તે પુણ્યબંધનું જ કારણ થાય છે, તે ભવબંધનું જ કારણ થાય છે, તે કાંઈ મોક્ષનો ઉપાય નથી.

અહા! પોતાના સ્વરૂપના ભાન વિના કોઈ રાજ્ય છોડે, રાણીઓ છોડે, પંચમહાવ્રતનું પાલન કરે, પણ એ બધી ક્રિયા બંધનું-સંસારનું જ કારણ થાય છે. અંદર આત્મા પોતે વીતરાગસ્વભાવી છે તેમાં લીનતા-સ્થિરતા થતાં ચારિત્ર પ્રગટે છે. તેને સહચરપણે મંદરાગ હોય છે તેને વ્યવહાર સાધન કહેવામાં આવે છે. પરંતુ સમકિત થયા વિના એકલા ક્રિયાકાંડ-વ્રત, તપ, ભક્તિ આદિ સંસારનું જ કારણ બને છે; તે મોક્ષનું કારણ નથી.

આત્મા અતીન્દ્રિય આનંદનું દળ છે. તેનો અનુભવ કરવો અને તેની લીનતા કરવી તે મોક્ષમાર્ગ છે. તે વિનાના કોરા ક્રિયાકાંડ તે મોક્ષનો ઉપાય નથી, બંધનનો માર્ગ છે. આવી ચોકખી વાત છે. ભાઈ! વ્રતાદિના રાગને કોઈ મોક્ષનું કારણ માને તો તે અજ્ઞાની છે. અહીં આ સ્પષ્ટ કહે છે કે-આત્માના અનુભવ વિના વ્યવહારચારિત્ર શુભકર્મને બાંધે, પુણ્યને બાંધે; તેનાથી ભવ મળશે, મોક્ષ નહિ. આવી વાત છે.

*

ફરી કાવ્ય કહે છેઃ-

* કળશ ૨૩૨ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘पूर्व–भाव–कृत–कर्म–विषद्रुमाणां फलानि यः न भुंक्ते’ પૂર્વે અજ્ઞાનભાવથી કરેલાં જે કર્મ તે કર્મરૂપી વિષવૃક્ષોનાં ફળને જે પુરુષ (તેનો સ્વામી થઈને) ભોગવતો નથી અને


PDF/HTML Page 3615 of 4199
single page version

‘खलु स्वतःएव तृप्तः’ ખરેખર પોતાથી જ (આત્મસ્વરૂપથી જ) તૃપ્ત છે, ‘सःआपात– कालरमणीयम् उदर्क रम्यम् निष्कर्म–शर्ममयम् दशान्तरम् एति’ તે પુરુષ જે વર્તમાન કાળે રમણીય છે અને ભવિષ્યમાં પણ જેનું ફળ રમણીય છે એવી નિષ્કર્મ-સુખમય દશાન્તરને પામે છે (અર્થાત્ જે પૂર્વે સંસાર-અવસ્થામાં કદી થઈ નહોતી એવી જુદા પ્રકારની કર્મરહિતસ્વાધીન સુખમય દશાને પામે છે).

જોયું? કહે છે- પૂર્વે અજ્ઞાનદશામાં જે કર્મ બાંધ્યું હતું તેનું ફળ ચૈતન્યના પ્રાણોનો ઘાત કરનારું વિષવૃક્ષનું ફળ છે. ભગવાન આત્મા અમૃતનું ઝાડ છે, અને કર્મનુંફળ તો વિષવૃક્ષનો પાક છે. બે ભિન્ન વસ્તુ છે ભાઈ! અહાહા..! ભગવાન આત્મા અમૃતસ્વરૂપ છે. તેને અવલંબીને પરિણમતાં સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્રરૂપ અમૃતનાં ફળ પાક્યાં છે. પણ પૂર્વે અજ્ઞાનદશા હતી. અહા! તે અજ્ઞાનદશામાં અજ્ઞાનથી જે કર્મ બંધાયાં તેનું ફળ વિષવૃક્ષનું ફળ છે. તે કર્મના ફળરૂપે શાતાનો ઉદય આવે કે અશાતાનો ઉદય આવે-તે બધુંય વિષવૃક્ષનું ફળ છે. અહીં ધર્મી પુરુષ કહે છે- અંતરંગમાં નિશ્ચળ ચારિત્રભાવને પ્રાપ્ત એવો હું તે કર્મના ફળને ભોગવતો નથી. તીર્થંકરનામકર્મની પ્રકૃતિનો ઉદય આવે તે પણ વિષવૃક્ષનું ફળ છે. એ તો જ્યારે કેવળજ્ઞાન થાય ત્યારે તીર્થંકર પ્રકૃતિનો ઉદય આવે છે, અને ભગવાન કેવળી તેના ફળને ભોગવતા નથી. આવી વાત છે.

સમયસારમાં ૪૭ શક્તિઓમાં સૌ પ્રથમ જીવત્વ શક્તિ કહી છે. બીજી ગાથામાં ‘जीवो चरित्त–दंसण–णाणठिदो’ એમ કહ્યું છે ને? ત્યાં जीवो’ શબ્દ પડયો છે એમાંથી જીવત્વશક્તિ કાઢી છે. નિર્મળ દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત થયો તેનું જીવન જીવન છે અને તેને જીવ કહ્યો છે. બાકી રાગ-દ્વેષ-મોહના ભાવમાં રમે તેને જીવ કેમ કહીએ? તે તો અનાત્મા છે, તેને વ્યવહાર આત્મા કહીએ એનો અર્થ જ એ છે કે નિશ્ચયથી તે અનાત્મા છે.

અહીં કહે છે- કર્મરૂપી વિષવૃક્ષનાં જે ફળ છે તેને જ્ઞાની ભોગવતો નથી, કેમકે જ્ઞાની તેનો સ્વામી થતો નથી. ૭૩મી ગાથામાં (સમયસારમાં) કહ્યું છે કે-પુણ્ય- પાપના ભાવોનું સ્વામી પુદ્ગલ દ્રવ્ય છે, આત્મા નહિ. ભાઈ! દ્રષ્ટિ અને દ્રષ્ટિના વિષયમાં વિકારની વૃત્તિ નથી; માટે તે વિકારી ભાવનો સ્વામી જડ પુદ્ગલકર્મ છે. સમજાણું કાંઈ...?

તો પ્રવચનસારમાં છેલ્લે એમ આવે છે કે-મારા વિકારી અને અવિકારી જેટલા ધર્મો છે તેનો હું અધિષ્ઠાતા છું; મારા અનંતધર્મોનો હું સ્વામી છું?

સમાધાનઃ ભાઈ! જ્યાં જે અપેક્ષાથી વાત હોય ત્યાં તે અપેક્ષાથી તે યથાર્થ સમજવી જોઈએ. એ તો પર્યાયમાં જે વિકાર થાય છે તે પરદ્રવ્યના કારણે નહિ, પણ તે પોતાની પર્યાયની યોગ્યતાથી જ થાય છે એમ ત્યાં કહેવું છે. સર્વવિશુદ્ધજ્ઞાન


PDF/HTML Page 3616 of 4199
single page version

અધિકારમાં પણ કહ્યું છે કે-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થાય તે આત્મા છે, અને પુણ્ય-પાપના વિકલ્પ થાય તે પણ આત્મા છે. ત્યાં પણ જે પુણ્ય-પાપના ભાવ પર્યાયમાં થાય તે પરમાં થતા નથી અને પરદ્રવ્ય તેનું કર્તા નથી-એમ પરદ્રવ્યથી પોતાને ભિન્ન સિદ્ધ કર્યો છે. ભાઈ! દ્રવ્ય-પર્યાય, ભેદ-અભેદ ઈત્યાદિ બધાં પડખાનું (સ્યાદ્વાદથી) યથાર્થ જ્ઞાન કરવું જોઈએ.

અરે! વસ્તુનું અનેકાન્ત સ્વરૂપ એણે જેવું છે તેવું જાણ્યું નથી! અનેકાન્તનું ફળ તો બાપુ! અમૃત છે. દ્રષ્ટિ અને દ્રષ્ટિના વિષયની વાત ચાલતી હોય ત્યારે એમ કહે કે સમ્યગ્દ્રષ્ટિને આસ્રવ-બંધ નથી. પણ એનો અર્થ શું? તેનો અર્થ એમ છે કે સમ્યગ્દ્રષ્ટિને મિથ્યાત્વ અને અનંતાનુબંધી સંબંધી આસ્રવ-બંધ નથી. સમ્યગ્દ્રષ્ટિને આસ્રવ (-મંદરાગ પણ) કર્તવ્ય છે એમ અભિપ્રાય નથી, પણ તેને પર્યાયમાં સર્વથા આસ્રવ-બંધ છે જ નહિ એમ અર્થ નથી. યથાખ્યાત ચારિત્ર પ્રગટ ન થાય ત્યાં સુધી યથાસંભવ જ્ઞાનીને કિંચિત્ આસ્રવ-બંધ છે.

અહાહા...! જ્ઞાની કહે છે--હું તો ત્રિકાળ શુદ્ધ એક ચૈતન્યમાત્ર પ્રભુ આત્મા છું. જ્ઞાનાનંદ-સ્વભાવ તે મારું સ્વરૂપ છે, રાગ કાંઈ મારું સ્વરૂપ નથી. તેથી રાગનો હું સ્વામી નથી. શું કીધું? રાગ છે, પણ જ્ઞાની સ્વામી નથી. સ્વામીપણે જ્ઞાની રાગને ભોગવતો નથી. જ્ઞાની તો નિજ જ્ઞાનાનંદસ્વરૂપમાં લીન છે અને નિજ સ્વરૂપથી જ ખરેખર તે તૃપ્ત છે, પરિતૃપ્ત છે.

‘चरित्तं खलु धम्मो’ એમ કહ્યું છે ને? અહાહા..! મોક્ષનું કારણ એવા એ ચારિત્ર નામ ધર્મની અહીં વ્યાખ્યા છે. કહે છે- જે કર્મફળને ભોગવતો નથી એવો જ્ઞાની ખરેખર પોતાના સ્વરૂપથી જ તૃપ્ત છે. કેવો તૃપ્ત છે? કે તે પુરુષ જે વર્તમાન કાળે રમણીય છે અને ભવિષ્યમાં પણ જેનું ફળ રમણીય છે એવી નિષ્કર્મ સુખમય દશાંતરને તે પામે છે.

હવે આમાં વ્રત, તપ, ભક્તિ, જાત્રા-તે ચારિત્ર એમ ક્યાં વાત છે? અહાહા...! અતીન્દ્રિય આનંદનો સાગર બેહદ જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ આત્મા છે તેને સાક્ષાત્ અનુભવમાં લઈ તેમાં જ ઠરી જવું તે ચારિત્ર છે. અહાહા...! જેનું ફળ પૂરણ શુદ્ધતા- વીત-રાગતા છે તેનું નામ ચારિત્ર છે. ચારિત્રમાં રાગનું સ્વામીપણું ને રાગનું કર્તાપણું છે જ નહિ--અહાહા..! રાગ અને રાગના ફળને ચારિત્રવંત પુરુષ કરતો ય નથી ને ભોગવતોય નથી.

રાગનું ફળ જ્ઞાનીને ખરેખર આવતું જ નથી. કિંચિત્ રાગ આવે તેને તે કેવળ જાણે-દેખે છે, તેનો તે સ્વામી થતો નથી. બહુ ઝીણી વાત પ્રભુ! નિર્જરા અધિકારમાં ગાથા ૧૯૪માં કહ્યું છે- “ઉત્પન્ન થયેલા તે સુખ-દુઃખને વેદે છે-અનુભવે છે, પછી તે સુખદુઃખ ભાવ નિર્જરી જાય છે.” અશુદ્ધતા ઉત્પન્ન થઈને જ્ઞાનીને ખરી જાય છે. અશુદ્ધતાના કાળે જ્ઞાનીને કિંચિત્ સુખ-દુઃખ તો થાય છે પણ તત્કાળ તે ખરી જાય


PDF/HTML Page 3617 of 4199
single page version

આત્મામાં અનંતા ગુણ અને પર્યાયનાં અનંતાં પાસાં છે. વિકારી-અવિકારી પર્યાયોનો સમુદાય તે દ્રવ્ય-એમ મોક્ષમાર્ગપ્રકાશકમાં સાતમા અને નવમા અધિકારમાં કહ્યું છે. અહા! શુદ્ધ-અશુદ્ધ પર્યાયોનો પિંડ તે દ્રવ્ય છે. અશુદ્ધ પર્યાય પણ અંદર દ્રવ્યમાં છે, તે દ્રવ્યની વસ્તુ છે. પૂર્વે અશુદ્ધતા હતી, ને વર્તમાન અશુદ્ધતા છે એમ જે ન માને તેને (-તે નિશ્ચયાભાસીને) આ કહ્યું છે કે શુદ્ધ પર્યાયો અને અશુદ્ધ પર્યાયોનો પિંડ તે દ્રવ્ય છે. અહો! મોક્ષમાર્ગપ્રકાશકમાં સ્યાદ્વાદ શૈલીથી તત્ત્વનું સ્વરૂપ-દ્રવ્ય-પર્યાયની શુદ્ધતા-અશુદ્ધતા જેમ જે રીતે છે તેમ અત્યંત સ્પષ્ટ કરવામાં આવેલ છે. અહો! સમકિતી જીવનું જ્ઞાન- શ્રદ્ધાન યથાતથ્ય હોય છે. ત્યાં રહસ્યપૂર્ણ ચિટ્ઠીમાં કહ્યું છે કે-તીર્યંચના જીવનું સમકિત અને સિદ્ધનું સમકિત સમાન છે; બેના સમકિતમાં ફરક નથી. સ્થિરતામાં ફેર છે.

અહીં કહે છે- ચારિત્રવંત ધર્મી પુરુષ ‘स्वतः एव तृप्तः’ પોતાના સ્વરૂપથી જ તૃપ્ત છે, અર્થાત્ અતીન્દ્રિય આનંદનો મહાસાગર તેને પર્યાયમાં ઉછળે છે. કિંચિત્ રાગ થાય તેને તે માત્ર જાણે જ છે. અહા! નિજ નિર્મળ જ્ઞાનાનંદ-સ્વભાવનો અનુભવી જ્ઞાની પૂર્વકર્મના ફળમાં જોડાતો નથી. સ્થિરતાભર્યા આચરણમાં રમતા મુનિવરને વર્તમાનમાં રમણીય સુખનો અનુભવ વર્તે છે, અને ભવિષ્યમાં તેનું ફળ આવે તે પણ રમણીય નિષ્કર્મ પૂરણ સુખમય દશા છે. હવે ચારિત્રની આવી વાત છે, ત્યારે લોકો ચારિત્રને દુઃખદાયક માને છે. એમ કે ચારિત્ર ધારવું તે લોઢાના ચણા ચાવવા જેવું કષ્ટદાયક છે. અરે ભાઈ! તને ચારિત્રના વાસ્તવિક સ્વરૂપની ખબર નથી, જો તો ખરો, મુનિપદ અંગીકાર કરનારો દીક્ષાર્થી માતા પાસે આજ્ઞા માગવા જાય ત્યારે એમ કહે છે કે-જનેતા! હું આનંદને સાધવા વનવાસ જાઉં છું; માતા! મને રજા દે. માતા! હું કોલકરાર કરીને કહું છું કે સ્વરૂપની રમણતામાં સ્થિર થઈને હું પરમ સુખની સિદ્ધિને પામીશ; માતા! હવે હું બીજી માતા નહિ કરું, બીજી માતાની કૂખે હવે હું નહિ અવતરું. ભાઈ! ચારિત્ર તો આવા પરમ સુખનું દેનારું છે.

ચારિત્ર કોઈ અલૌકિક ચીજ છે બાપુ! અતીન્દ્રિય આનંદના સ્વરૂપમાં રમવું તે ચારિત્ર છે. સ્વરૂપની રમણતાની ઉગ્રતા તે તપ છે. આ બહારના ઉપવાસ કરે તે તપ એમ નહિ. સ્વરૂપની રમણતાનો ઉગ્ર પુરુષાર્થ કરે ત્યાં ઈચ્છાનો સહેજે અભાવ વર્તે તેનું નામ તપ છે. જેમાં અતિ પ્રચુર આનંદનું વેદન છે એવી સ્વરૂપલીનતા તે ચારિત્ર છે અને તે આનંદની ધારા વર્દ્ધમાન થતી થકી મુક્તિ-પૂર્ણાનંદની દશા થઈ જાય છે. કહ્યું ને અહીં કે- વર્તમાન કાળમાં ચારિત્ર રમણીય સુખમય અને ભવિષ્યકાળમાં તેનું ફળ


PDF/HTML Page 3618 of 4199
single page version

જે આવે તે પણ રમણીય નિષ્કર્મ સુખમય દશાંતર છે. અહો! ચારિત્રવંત પુરુષ અંતર- લીનતાના અતિ ઉગ્ર પુરુષાર્થ વડે પૂર્વે સંસાર દશામાં કદીય થઈ ન હોતી એવી વિશિષ્ઠ પ્રકારની સર્વકર્મરહિત સ્વાધીન સુખમય પૂર્ણાનંદની દશાને પામે છે. અહા! એક શ્લોકમાં કેટલું ભર્યું છે! ભગવાનની દિવ્યધ્વનિનો સાર ભર્યો છે.

* કળશ ૨૩૨ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘જ્ઞાનચેતનાની ભાવનાનું આ ફળ છે. તે ભાવનાથી જીવ અત્યંત તૃપ્ત રહે છે- અન્ય તૃષ્ણા રહેતી નથી, અને ભવિષ્યમાં કેવળજ્ઞાન ઉપજાવી સર્વ કર્મથી રહિત મોક્ષ- અવસ્થાને પામે છે.’

જુઓ, રાગમાં એકાગ્ર થવું તે કર્મચેતના છે અને હરખ-શોકમાં એકાગ્ર થવું તે કર્મફળચેતના છે. તેનાથી ભિન્ન અંદર ભગવાન આત્મા જ્ઞાનાનંદસ્વભાવી ચિન્માત્ર વસ્તુ છે તેમાં એકાગ્ર થવું તે જ્ઞાનચેતના છે. તે જ્ઞાનચેતનાની ભાવનાનું, કહે છે, આ ફળ છે કે તે ભાવનાથી જીવ અત્યંત તૃપ્ત રહે છે; અહા! તેના અંતરંગમાં સ્વરૂપરમણતા વડે અતીન્દ્રિય આનંદનાં એવાં ઝરણાં ઝરે છે કે તેને અન્ય તૃષ્ણા રહેતી નથી. આ ચારિત્ર દશાની વાત છે.

ભાઈ! છઠ્ઠા ગુણસ્થાને મહાવ્રતનો વિકલ્પ આવે તે પ્રમાદ છે, તે જગપંથ છે. કોઈને એમ થાય કે ચોથે ગુણસ્થાને સમ્યગ્દ્રષ્ટિને આસ્રવ-બંધ નથી એમ કહો છો ને વળી છઠ્ઠે ગુણસ્થાને વ્રતાદિના વિકલ્પ જગપંથ! આ કેવું?

અરે ભાઈ! ચોથે ગુણસ્થાને આસ્રવ-બંધ નથી એમ કહ્યું એ તો મિથ્યાત્વ અને અનંતાનુબંધીના અભાવની અપેક્ષાએ કહ્યું છે. અને છઠ્ઠે ગુણસ્થાને મહાવ્રતના વિકલ્પ આવે તે પ્રમાદ છે તે અપેક્ષા તેને જગપંથ કહ્યો. મુનિરાજને જેટલી અંતરંગમાં નિર્મળતા પ્રગટી છે તે તો મોક્ષમાર્ગ જ છે, અને જેટલો પ્રમાદ-રાગાંશ વિદ્યમાન છે તેને જગપંથ કહ્યો. રાગ છે તે જગપંથ છે. ભાઈ! આ સમજવાનો આ અવસર છે.

આત્માના સ્વરૂપમાં એકાગ્ર થાય તે જ્ઞાનચેતના સુખમય છે, આનંદમય છે. અતીન્દ્રિય આનંદના સ્વાદવાળી તે જ્ઞાનચેતના વડે જીવ એવો તૃપ્ત છે કે તેને બીજી કોઈ તૃષ્ણા રહેતી નથી. જુઓ, આ પંચમ આરાના મુનિરાજ આ કહે છે. તેઓ કહે છે કે આ દેહ છૂટીને અમે સ્વર્ગમાં જાશું, પણ અમને તેની તૃષ્ણા નથી. અમે અમારા સ્વરૂપમાં અતિ તૃપ્ત છીએ, અમને ભવસુખની તૃષ્ણા નથી. અહો! આવા મુનિવરો સ્વરૂપમાં ઉગ્રપણે તલ્લીન પ્રવર્તીને કેવળજ્ઞાન ઉપજાવી કર્મરહિત સ્વાધીન સુખમય એવી પરમ ઉત્કૃષ્ટ મોક્ષદશાને પામે છે. મુનિવરો મહાવ્રતની ક્રિયાને કરતાં


PDF/HTML Page 3619 of 4199
single page version

*

‘પૂર્વોક્ત રીતે કર્મચેતના અને કર્મફળચેતનાના ત્યાગની ભાવના કરીને અજ્ઞાનચેતનાના પ્રલયને પ્રગટ રીતે નચાવીને, પોતાના સ્વભાવને પૂર્ણ કરીને, જ્ઞાનચેતનાને નચાવતા થકા જ્ઞાનીજનો સદાકાળ આનંદરૂપ રહો’ - એવા ઉપદેશનું કાવ્ય હવે કહે છેઃ-

* કળશ ૨૩૩ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘अविरतं कर्मणः तत्फलात् च विरतिम् अत्यन्तं भावयित्वा’ જ્ઞાની જનો, અવિરત પણે કર્મથી અને કર્મના ફળથી વિરતિને અત્યંત ભાવીને (અર્થાત્ કર્મ અને કર્મફળ પ્રત્યે અત્યંત વિરક્તભાવને નિરંતર ભાવીને), ‘अखिल–अज्ञान–सञ्चेतनायाः प्रलयनम् प्रस्पष्टं नाटयित्वा’ (એ રીતે) સમસ્ત અજ્ઞાનચેતનાના નાશને સ્પષ્ટપણે નચાવીને, ‘स्व–रस–परिगतं स्वभावं पूर्ण कृत्वा’ નિજ રસથી પ્રાપ્ત પોતાના સ્વભાવને પૂર્ણ કરીને, ‘स्वां ज्ञानसञ्चेतनाम् सानन्दं नाटयन्तः इतः सर्वकालं प्रशम्–रसम् पिबन्तु’ પોતાની જ્ઞાનચેતનાને આનંદપૂર્વક નચાવતા થકા હવેથી સદાકાળ પ્રશમરસને પીઓ. (અર્થાત્ કર્મના અભાવરૂપ આત્મિક રસને-અમૃતરસને-અત્યારથી માંડીને અનંતકાળ પર્યંત પીઓ. આમ જ્ઞાનીજનોને પ્રેરણા છે.)

પુણ્ય-પાપના ભાવનું કરવું તે કર્મચેતના અને તેનું ફળ જે હરખ-શોક તેને ભોગવવું તે કર્મફળચેતના-તે બન્નેની નિવૃત્તિને નિરંતર ભાવીને, એ રીતે સમસ્ત અજ્ઞાનચેતનાના નાશને સ્પષ્ટ નચાવીને, નિજરસથી પ્રાપ્ત પોતાના સ્વભાવને પૂર્ણ કરીને, પોતાની જ્ઞાનચેતનાને આનંદપૂર્વક નચાવતા થકા હવેથી સદાકાળ પ્રશમરસને પીઓ, વીતરાગભાવના રસને પીઓ. જુઓ, આ પૂર્ણાનંદની પ્રાપ્તિની વિધિ. અહા! વિકલ્પના રસ તો ઝેરના પ્યાલા છે; સંસારમાં રખડતાં તે અનંતકાળ પીધા. હવે, કહે છે. અજ્ઞાનચેતનાનો નાશ કરી, સહજ નિજ સ્વભાવ-જ્ઞાનાનંદ સ્વભાવના પૂર્ણ આલંબન વડે પોતાની જ્ઞાનચેતનાને આનંદપૂર્વક નચાવતા થકા સદાકાળ ચૈતન્યરસને-અમૃતરસને અનંતકાળ સુધી પીઓ. આચાર્ય મહોદયની જ્ઞાનીજનોને આ પ્રેરણા છે.

* કળશ ૨૩૩ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘પહેલાં તો ત્રણે કાળ સંબંધી કર્મના કર્તાપણારૂપ કર્મચેતનાના ત્યાગની ભાવના (૪૯ ભંગપૂર્વક) કરાવી. પછી ૧૪૮ કર્મ પ્રકૃતિના ઉદયરૂપ કર્મફળના ત્યાગની ભાવના કરાવી. એ રીતે અજ્ઞાનચેતનાનો પ્રલય કરાવીને જ્ઞાનચેતનામાં પ્રવર્તવાનો ઉપદેશ કર્યો.


PDF/HTML Page 3620 of 4199
single page version

છે. એ જ્ઞાનચેતના સદા આનંદરૂપ-પોતાના સ્વભાવના અનુભવરૂપ-છે. તેને જ્ઞાનીજનો સદા ભોગવો-એમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે.’

શું કહે છે? કે પૂર્વે જે પુણ્ય-પાપના ભાવ થયા હતા, વર્તમાન થાય છે ને ભવિષ્યમાં થશે- તે કર્મચેતના છે. તેનો મન-વચન-કાયાથી, કૃત-કારિત-અનુમોદના ઈત્યાદિ વડે ૪૯ ભંગપૂર્વક ત્યાગ કરાવ્યો. કર્મ એટલે અહીં જડકર્મની વાત નથી. પુણ્ય- પાપના ભાવ થાય તે કર્મ નામ કાર્ય, -તેની ચેતના અર્થાત્ તેનું કર્તાપણું તે મિથ્યાત્વભાવ છે. વળી તેનું ફળ જે હરખ-શોક તેનું વેદન-ભોગવવું તે ઝેરનું વેદન છે. તેનો ત્યાગ કરાવ્યો છે. કર્મચેતના અને કર્મફળચેતના તે શયનદશા છે, દુઃખની દશા છે; અને જ્ઞાનચેતના તે જાગૃત દશા છે, આનંદરૂપ દશા છે. ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છે. તેના આશ્રયે પ્રગટ થયેલી જ્ઞાનચેતના જાગ્રત દશા છે; તે જ્ઞાનચેતના પ્રગટતાં અજ્ઞાનચેતનાનો વિલય થાય છે, અભાવ થાય છે. અહીં કહે છે- આ રીતે અજ્ઞાનચેતનાનો પ્રલય કરાવીને જ્ઞાનચેતનારૂપ સદા પ્રવર્તો. આવી વાત છે.

મૂળ તો શુભ-અશુભ ભાવ તે આત્માનું કોઈ નિજ સ્વરૂપ નથી; એ તો વિભાવ અર્થાત્ વિરુદ્ધ ભાવ છે, અને વિભ્રમ તેનું મૂળ છે. શું કીધું? આ પુણ્ય-પાપના ભાવ થાય તેનું વિભ્રમ મૂળ છે. હવેની ગાથામાં આ વાત આવે છે. પુણ્ય-પાપના ભાવ થાય છે આત્માની પર્યાયમાં, માટે તે આત્મા છે એમ કહીએ. મતલબ કે શુભ-અશુભભાવ થાય તેને પરદ્રવ્ય સાથે સંબંધ નથી, પરદ્રવ્ય એનું કર્તા નથી. ભ્રમણા જ વિકારી ભાવ ઉત્પન્ન થવાનું મૂળ છે, તેનાથી પુણ્ય-પાપના ભાવની ઉત્પત્તિ છે. ભ્રમણા ગયા પછી વિકારી ભાવ ઉત્પન્ન થતા નથી. પછી તો તે જ્ઞાનનું જ્ઞેય છે. પર્યાયદ્રષ્ટિ-ભ્રમણા છોડી, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ મૂકતાં પુણ્ય-પાપના ભાવ દૂર થઈ જાય છે, પછી વિશેષ વિશેષ સ્થિર થતાં ચારિત્ર થાય છે- એમ અહીં સિદ્ધ કરવું છે.

જુઓ, ભગવાન આત્મા અનંતગુણમણિ-ખાણ ચૈતન્યરત્નાકર પ્રભુ છે. તેમાં અનંત ગુણ-શક્તિઓ છે, પણ વિકારને ઉત્પન્ન કરે એવી કોઈ શક્તિ નથી. અહાહા...! વસ્તુના સ્વભાવમાં શુભાશુભ ઉત્પન્ન થાય એવી કોઈ શક્તિ નથી.

તો પછી રાગદ્વેષ ઉત્પન્ન થાય છે તેનું શું? પર્યાયબુદ્ધિથી-ભ્રમણાથી રાગદ્વેષ ઉત્પન્ન થાય છે. પોતાના ત્રિકાળી શુદ્ધ એક ચૈતન્ય-સ્વરૂપનું એને જ્ઞાન-શ્રદ્ધાન નથી એ ભ્રમણા છે. વર્તમાન પર્યાયમાત્ર હું છું એ એની ભ્રમણા છે. એ ભ્રમણા જ રાગદ્વેષની-વિકારની ઉત્પત્તિનું કારણ છે.

અહાહા...! ભગવાન આત્મા ચૈતન્યમૂર્તિ પ્રભુ ત્રણલોકનો નાથ છે. એની એક સમયની પર્યાયમાં ત્રણકાળ ત્રણલોકને જાણવાનું સામર્થ્ય છે. અહાહા...! એની એક સમયની પર્યાય સ્વ-પર સહિત અનંતા દ્રવ્ય-ગુણ-પર્યાયને-પૂરા લોકાલોકને જાણે એવા