Pravachan Ratnakar (Gujarati). Gatha: 390-404 ; Kalash: 235-237.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 182 of 210

 

PDF/HTML Page 3621 of 4199
single page version

અહા! કેવી છે જ્ઞાનચેતના? સદા આનંદરૂપ-પોતાના સ્વભાવના અનુભવરૂપ છે. જ્ઞાનચેતના નિજ સ્વભાવના અનુભવરૂપ સદા આનંદરૂપ છે એ અસ્તિથી વાત કરી, નાસ્તિથી કહીએ તો તે શુભાશુભને કરવા-ભોગવવાના ભાવના અભાવરૂપ છે. અહાહા..! આત્મા ચૈતન્યરત્નાકર પ્રભુ છે. તે પુણ્ય-પાપરૂપ વિભાવને કેમ કરે? જ્ઞાનાનંદના અનુભવરૂપ જ્ઞાનચેતનાને છોડી તે વિભાવને-શુભાશુભને કેમ કરે? આચાર્ય કહે છે- જ્ઞાનીજનો જ્ઞાનચેતનાને સદા ભોગવો; આનંદરસને સદા પીઓ.

બેનશ્રીના વચનામૃતમાં આવે છે ને કે- “જ્ઞાનીનું પરિણમન વિભાવથી પાછું વળી સ્વરૂપ તરફ ઢળી રહ્યું છે. જ્ઞાની નિજ સ્વરૂપમાં પરિપૂર્ણપણે ઠરી જવા તલસે છે.” તે વિચારે છે-

“આ વિભાવભાવ અમારો દેશ નથી. આ પરદેશમાં અમે ક્યાં આવી ચડયા? અમને અહીં ગોઠતું નથી. અહીં અમારું કોઈ નથી, જ્યાં જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર, આનંદ, વીર્ય આદિ અનંતગુણરૂપ અમારો પરિવાર વસે છે તે અમારો સ્વદેશ છે. અમે હવે તે સ્વરૂપ-સ્વદેશ તરફ જઈ રહ્યા છીએ. અમારે ત્વરાથી અમારા મૂળ વતનમાં જઈને નિરાંતે વસવું છે જ્યાં બધાં અમારાં છે.”

લ્યો, હવે બાયડી-છોકરાં ને ધન-સંપત્તિ વગેરે તો ક્યાંય રહી ગયાં; ને પુણ્ય- પાપના ભાવ પણ ક્યાંય વિલીન થઈ ગયા. ખરેખર ભગવાન આત્માની એ કાંઈ ચીજ જ નથી. એ તો પર્યાયબુદ્ધિના ભ્રમથી ઉત્પન્ન થતા હતા તે સ્વાત્મબુદ્ધિ-દ્રવ્યદ્રષ્ટિ પ્રગટ થતાં ક્યાંય દૂર થઈ ગયા. સમજાણું કાંઈ...?

સંવર અધિકારમાં તો એમ આવ્યું છે કે-વિકારની ઉત્પત્તિનું અને ત્રિકાળી ધ્રુવનું- બન્નેનું ક્ષેત્ર ભિન્ન છે, બન્નેના કાળ ભિન્ન છે, બન્નેના સ્વભાવ ભિન્ન છે. અરે ભાઈ! તારી મોટપની શી વાત કરીએ? ભગવાન સર્વજ્ઞદેવ પણ તારી મોટપની વાત વાણીમાં પૂરી કહી શક્યા નહિ. આવે છે ને કે-

“જે સ્વરૂપ દીઠું સર્વજ્ઞે જ્ઞાનમાં,
કહી શક્યા નહિ તે પણ શ્રી ભગવાન જો;”

PDF/HTML Page 3622 of 4199
single page version

આ તો અંતરનો મારગ બાપા! સ્વાનુભવથી પ્રાપ્ત થાય, પણ કાંઈ વાદવિવાદે પાર પડે નહિ. અહા! જગતમાં જીવો અનેક પ્રકારના છે, લબ્ધિના અનેક પ્રકાર છે, ઊંધાઈના અનેક પ્રકાર છે; હવે ત્યાં કોની સાથે ચર્ચાવાદ કરીએ?

અહીં કહે છે-જ્ઞાનચેતના સદા આનંદરૂપ છે, સ્વના અનુભવનરૂપ છે. ચોથા ગુણસ્થાનથી જ્ઞાનચેતના ઉત્પન્ન થાય છે. તેને જ્ઞાનીજનો સદા ભોગવો-એમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે. આવી વાત છે.

*

આ સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર છે, તેથી જ્ઞાનને કર્તાભોક્તાપણાથી ભિન્ન બતાવ્યું; હવેની ગાથાઓમાં અન્ય દ્રવ્યો અને અન્ય દ્રવ્યોના ભાવોથી જ્ઞાનને ભિન્ન બતાવશે. તે ગાથાઓની સૂચનારૂપ કાવ્ય પ્રથમ કહે છેઃ-

* કળશ ૨૩૪ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘इतः इह’ અહીંથી હવે (આ સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં હવેની ગાથાઓમાં એમ કહે છે કે-) समस्त–वस्तु–व्यतिरेक–निश्चयात् विवेचितं ज्ञानम्’ સમસ્ત વસ્તુઓથી ભિન્નપણાના નિશ્ચય વડે જુદું કરવામાં આવેલું જ્ઞાન, ‘पदार्थ–प्रथन–अवगुण्ठनात् कृतेः विना’ પદાર્થના વિસ્તાર સાથે ગૂંથાવાથી (અનેક પદાર્થો સાથે, જ્ઞેયજ્ઞાન સંબંધને લીધે એક જેવું દેખાવાથી) ઉત્પન્ન થતી (-અનેક પ્રકારની) ક્રિયા તેનાથી રહિત ‘एकम् अनाकुलम् ज्वलत्’ એક જ્ઞાનક્રિયામાત્ર, અનાકુળ (-સર્વ આકુળતાથી રહિત) અને દેદીપ્યમાન વર્તતું થકું, ‘अवतिष्ठते’ નિશ્ચળ રહે છે.

અહાહા...! જોયું? પદાર્થોથી ભિન્ન પડેલું જ્ઞાન અનેક પ્રકારની વિભાવની ક્રિયાથી રહિત છે અને જ્ઞાનક્રિયાથી સહિત છે. હવે લોકો રાડુ પાડે છે કે ક્રિયાનો લોપ ક્યોેર્, લોપ કર્યો. પણ કઈ ક્રિયા બાપુ? વિભાવ-ક્રિયાનો લોપ છે. સ્વભાવક્રિયા-જ્ઞાનક્રિયા તો છે, પુણ્યપાપરૂપ વિભાવક્રિયાનો નિષેધ-ત્યાગ છે. અહાહા...! સ્વરૂપમાં એકાગ્ર થતાં ઉત્પન્ન થયેલી જ્ઞાનક્રિયા આકુળતાથી રહિત અનાકુળ દેદીપ્યમાન વર્તે છે. આ સાધક દશા છે.

રાગનું કરવું ને રાગનું ભોગવવું એ દુઃખરૂપ છે. માટે પર્યાયબુદ્ધિ છોડી અનંત- ગુણરત્નાકર પ્રભુ અંદર અવિચલ બિરાજે છે ત્યાં જા. એ તારો દેશ છે.

ભાવાર્થઃ હવેની ગાથાઓમાં જ્ઞાનને સ્પષ્ટ રીતે સર્વ વસ્તુઓથી ભિન્ન બતાવે છે.

[પ્રવચન નં. ૪૭૭ થી ૪૮૮ *દિનાંક ૩૦-૧૦-૭૭ થી ૧૦-૧૧-૭૭]

PDF/HTML Page 3623 of 4199
single page version

ગાથા ૩૯૦ થી ૪૦૪
सत्थं णाणं ण हवदि जम्हा सत्थं ण याणदे किंचि ।
तम्हा अण्णं णाणं अण्णं सत्थं जिणा बेंति।। ३९०।।
सद्दो णाणं ण हवदि जम्हा सद्दो ण याणदे किंचि ।
तम्हा अण्णं णाणं अण्णं सद्दं जिणा बेंति।। ३९१।।
रूवं णाणं ण हवदि जम्हा रूवं ण याणदे किंचि ।
तम्हा अण्णं णाणं अण्णं रूवं जिणा बेंति।। ३९२।।
वण्णो णाणं ण हवदि जम्हा वण्णो ण याणदे किंचि ।
तम्हा अण्णं णाणं अण्णं वण्णं जिणा बेंति।। ३९३।।
गंधो णाणं ण हवदि जम्हा गंधो ण याणदे किंचि ।
तम्हा अण्णं णाणं अण्णं गंधं जिणा बेंति।। ३९४।।

એ જ અર્થની ગાથાઓ હવે કહે છેઃ-

રે! શાસ્ત્ર તે નથી જ્ઞાન, જેથી શાસ્ત્ર કંઈ જાણે નહીં,
તે કારણે છે જ્ઞાન જુદું, શાસ્ત્ર જુદું–જિન કહે; ૩૯૦.
રે! શબ્દ તે નથી જ્ઞાન, જેથી શબ્દ કંઈ જાણે નહીં,
તે કારણે છે જ્ઞાન જુદું, શબ્દ જુદો–જિન કહે; ૩૯૧.
રે! રૂપ તે નથી જ્ઞાન, જેથી રૂપ કંઈ જાણે નહીં,
તે કારણે છે જ્ઞાન જુદું, રૂપ જુદું–જિન કહે; ૩૯૨.
રે! વર્ણ તે નથી જ્ઞાન, જેથી વર્ણ કંઈ જાણે નહીં,
તે કારણે છે જ્ઞાન જુદું, વર્ણ જુદો–જિન કહે; ૩૯૩.
રે! ગંધ તે નથી જ્ઞાન, જેથી ગંધ કંઈ જાણે નહીં,
તે કારણે છે જ્ઞાન જુદું, ગંધ જુદી–જિન કહે; ૩૯૪.

PDF/HTML Page 3624 of 4199
single page version

background image
णरसो दु हवदि णाणं जम्हा दु रसो ण याणदे किंचि।
तम्हा अण्णं णाणं रसं च अण्णं जिणा बेंति।। ३९५।।
फासो ण हवदि णाणं जम्हा फासो ण याणदे किंचि।
तम्हा अण्णं णाणं अण्णं फासं जिणा बेंति।। ३९६।।
कम्मं णाणं ण हवदि जम्हा कम्मं ण याणदे किंचि।
तम्हा अण्णं णाणं अण्णं कम्मं जिणा बेंति।। ३९७।।
धम्मो णाणं ण हवदि जम्हा धम्मो ण याणदे किंचि।
तम्हा अण्णं णाणं अण्णं धम्मं जिणा बेंति।। ३९८।।
णाणमधम्मो ण हवदि जम्हाधम्मो ण याणदे किंचि।
तम्हा अण्णं णाणं अण्णमधम्मं जिणा बेंति।। ३९९।।
कालो णाणं ण हवदि जम्हा कालो ण याणदे किंचि।
तम्हा अण्णं णाणं अण्णं कालं जिणा बेंति।। ४००।।
રે! રસ નથી કંઈ જ્ઞાન, જેથી રસ કંઈ જાણે નહીં,
તે કારણે છે જ્ઞાન જુદું, રસ જુદો–જિનવર કહે; ૩૯પ.
રે! સ્પર્શ તે નથી જ્ઞાન, જેથી સ્પર્શ કંઈ જાણે નહીં,
તે કારણે છે જ્ઞાન જુદું, સ્પર્શ જુદો–જિન કહે; ૩૯૬.
રે! કર્મ તે નથી જ્ઞાન, જેથી કર્મ કંઈ જાણે નહીં,
તે કારણે છે જ્ઞાન જુદું, કર્મ જુદું–જિન કહે; ૩૯૭.
રે! ધર્મ તે નથી જ્ઞાન, જેથી ધર્મ કંઈ જાણે નહીં,
તે કારણે છે જ્ઞાન જુદું, ધર્મ જુદો–જિન કહે; ૩૯૮.
અધર્મ તે નથી જ્ઞાન, જેથી અધર્મ કંઈ જાણે નહીં,
તે કારણે છે જ્ઞાન જુદું, અધર્મ જુદો–જિન કહે; ૩૯૯.
રે! કાળ તે નથી જ્ઞાન, જેથી કાળ કંઈ જાણે નહીં,
તે કારણે છે જ્ઞાન જુદું, કાળ જુદો–જિન કહે; ૪૦૦.

PDF/HTML Page 3625 of 4199
single page version

आयासं पि ण णाणं जम्हायासं ण याणदे किंचि।
तम्हायासं अण्णं अण्णं णाणं जिणा बेंति।। ४०१।।
णज्झवसाणं णाणं अज्झवसाणं अचेदणं जम्हा।
तम्हा अण्णं णाणं अज्झवसाणं तहा अण्णं।। ४०२।।
जम्हा जाणदि णिच्चं तम्हा जीवो दु जाणगो णाणी।
णाणं च जाणयादो अव्वदिरित्तं मुणेयव्वं।। ४०३।।
णाणं सम्मादिट्ठिं दु संजमं सुत्तमंगपुव्वगयं।
धम्माधम्मं च तहा पव्वज्जं अब्भुवंति बुहा।। ४०४।।
शास्त्रं ज्ञानं न भवति यस्माच्छास्त्रं न जानाति किञ्चित्।
तस्मादन्यज्ज्ञानमन्यच्छास्त्रं जिना ब्रुवन्ति।। ३९०।।
शब्दो ज्ञानं न भवति यस्माच्छब्दो न जानाति किञ्चित्।
तस्मादन्यज्ज्ञानमन्यं शब्दं जिना ब्रुवन्ति।। ३९१।।

ગાથાર્થઃ– [शास्त्रं] શાસ્ત્ર [ज्ञानं न भवति] જ્ઞાન નથી [यस्मात्] કારણ કે [शास्त्रं किञ्चित् न जानाति] શાસ્ત્ર કાંઈ જાણતું નથી (-જડ છે,) [तस्मात्] માટે [ज्ञानम् अन्यत्] જ્ઞાન અન્ય છે, [शास्त्रम् अन्यत्] શાસ્ત્ર અન્ય છે- [जिनाः ब्रुवन्ति] એમ જિનદેવો કહે છે. [शब्दः ज्ञानं न भवति] શબ્દ જ્ઞાન નથી [यस्मात्] કારણ કે [शब्दः किञ्चित् न जानाति] શબ્દ કાંઈ જાણતો નથી, [तस्मात्] માટે [ज्ञानम् अन्यत्]

આકાશ તે નથી જ્ઞાન, એ આકાશ કંઈ જાણે નહીં,
તે કારણે આકાશ જુદું, જ્ઞાન જુદું–જિન કહે; ૪૦૧.
નહિ જ્ઞાન અધ્યવસાન છે, જેથી અચેતન તેહ છે,
તે કારણે છે જ્ઞાન જુદું, જુદું અધ્યવસાન છે. ૪૦૨.
રે! સર્વદા જાણે જ તેથી જીવ જ્ઞાયક જ્ઞાની છે,
ને જ્ઞાન છે જ્ઞાયકથી અવ્યતિરિક્ત ઇમ જ્ઞાતવ્ય છે. ૪૦૩.
સમ્યક્ત્વ, ને સંયમ, તથા પૂર્વાંગગત સૂત્રો, અને
ધર્માધરમ, દીક્ષા વળી, બુધ પુરુષ માને જ્ઞાનને. ૪૦૪.

PDF/HTML Page 3626 of 4199
single page version

रूपं ज्ञानं न भवति यस्माद्रूपं न जानाति किञ्चित्।
तस्मादन्यज्ज्ञानमन्यद्रूपं जिना ब्रुवन्ति।। ३९२।।
वर्णो ज्ञान न भवति यस्माद्वर्णो न जानाति किञ्चित्।
तस्मादन्यज्ज्ञानमन्यं वर्ण जिना ब्रुवन्ति।। ३९३।।
गन्धो ज्ञान न भवति यस्माद्गन्धो न जानाति किञ्चित्।
तस्मादन्यज्ज्ञानमन्यं गन्धं जिना ब्रुवन्ति।। ३९४।।
न रसस्तु भवति ज्ञानं यस्मात्तु रसो न जानाति किञ्चित्।
तस्मादन्यज्ज्ञानं रसं चान्यं जिना ब्रुवन्ति।। ३९५।।
स्पर्शो न भवति ज्ञानं यस्मात्स्पर्शो न जानाति किञ्चित्।
तस्मादन्यज्ज्ञानमन्यं स्पर्श जिना ब्रुवन्ति।। ३९६।।
कर्म ज्ञानं न भवति यस्मात्कर्म न जानाति किञ्चित्।
तस्मादन्यज्ज्ञानमन्यत्कर्म जिना ब्रुवन्ति।। ३९७।।

જ્ઞાન અન્ય છે, [शब्दं अन्यं] શબ્દ અન્ય છે- [जिनाः ब्रुवन्ति] એમ જિનદેવો કહે છે. [रूपं ज्ञानं न भवति] રૂપ જ્ઞાન નથી [यस्मात्] કારણ કે [रूपं किञ्चित् न जानाति] રૂપ કાંઈ જાણતું નથી, [तस्मात्] માટે [ज्ञानम् अन्यत्] જ્ઞાન અન્ય છે, [रूपम् अन्यत्] રૂપ અન્ય છે- [जिनाः ब्रुवन्ति] એમ જિનદેવો કહે છે, [वर्णः ज्ञानं न भवति] વર્ણ જ્ઞાન નથી [यस्मात्] કારણ કે [वर्णः किञ्चित् न जानाति] વર્ણ કાંઈ જાણતો નથી, [तस्मात्] માટે [ज्ञानम् अन्यत्] જ્ઞાન અન્ય છે, [वर्णम् अन्यम्] વર્ણ અન્ય છે- [जिनाः ब्रुवन्ति] એમ જિનદેવો કહે છે. [गन्धः ज्ञानं न भवति] ગંધ જ્ઞાન નથી [यस्मात्] કારણ કે [गन्धः किञ्चित् न जानाति] ગંધ કાંઈ જાણતી નથી, [तस्मात्] માટે [ज्ञानम् अन्यत्] જ્ઞાન અન્ય છે, [गन्धम् अन्यम्] ગંધ અન્ય છે- [जिनाः ब्रुवन्ति] એમ જિનદેવો કહે છે. [रसः तु ज्ञानं न भवति] રસ જ્ઞાન નથી [यस्मात् तु] કારણ કે [रसः किञ्चित् न जानाति] રસ કાંઈ જાણતો નથી, [तस्मात्] માટે [ज्ञानम् अन्यत्] જ્ઞાન અન્ય છે [रसं च अन्यं] અને રસ અન્ય છે- [जिनाः ब्रुवन्ति] એમ જિનદેવો કહે છે. [स्पर्शः ज्ञानं न भवति] સ્પર્શ જ્ઞાન નથી [यस्मात्] કારણ કે [स्पर्शः किञ्चित् न जानाति] સ્પર્શ કાંઈ જાણતો નથી, [तस्मात्] માટે [ज्ञानम् अन्यत्] જ્ઞાન અન્ય છે, [स्पर्श अन्यं] સ્પર્શ અન્ય છે- [जिनाः ब्रुवन्ति] એમ જિનદેવો કહે છે. [कर्म ज्ञानं न भवति] કર્મ જ્ઞાન નથી [यस्मात्] કારણ કે [कर्म किञ्चित् न जानाति] કર્મ કાંઈ જાણતું નથી, [तस्मात्] માટે [ज्ञानम् अन्यत्] જ્ઞાન અન્ય છે, [कर्म अन्यत्] કર્મ અન્ય છે- [जिनाः ब्रुवन्ति] એમ જિનદેવો કહે


PDF/HTML Page 3627 of 4199
single page version

धर्मो ज्ञानं न भवति यस्माद्धर्मो न जानाति किञ्चित्।
तस्मादन्यज्ज्ञानमन्यं धर्म जिना ब्रुवन्ति।। ३९८।।
ज्ञानमधर्मो न भवति यस्मादधर्मो न जानाति किञ्चित्।
तस्मादन्यज्ज्ञानमन्यमधर्म जिना ब्रुवन्ति।। ३९९।।
कालो ज्ञानं न भवति यस्मात्कालो न जानाति किञ्चित्।
तस्मादन्यज्ज्ञानमन्यं कालं जिना ब्रुवन्ति।। ४००।।
आकाशमपि न ज्ञानं यस्मादाकाशं न जानाति किञ्चित्।
तस्मादाकाशमन्यदन्यज्ज्ञानं जिना ब्रुवन्ति।। ४०१।।
नाध्यवसानं ज्ञानमध्यवसानमचेतनं यस्मात्।
तस्मादन्यज्ज्ञानमध्यवसानं तथान्यत्।। ४०२।।
यस्माज्जानाति नित्यं तस्माज्जीवस्तु ज्ञायको ज्ञानी।
ज्ञानं च ज्ञायकादव्यतिरिक्तं ज्ञानव्यम्।। ४०३।।

છે. [धर्मः ज्ञानं न भवति] ધર્મ (અર્થાત્ ધર્માસ્તિકાય) જ્ઞાન નથી [यस्मात्] કારણ કે [धर्मः किञ्चित् न जानाति] ધર્મ કાંઈ જાણતો નથી, [तस्मात्] માટે [ज्ञानम् अन्यत्] જ્ઞાન અન્ય છે, [धर्म अन्यं] ધર્મ અન્ય છે- [जिनाः ब्रुवन्ति] એમ જિનદેવો કહે છે. [धर्मः ज्ञानं न भवति] ધર્મ (અર્થાત્ ધર્માસ્તિકાય) જ્ઞાન નથી [यस्मात्] કારણ કે [धर्मः किञ्चित् न जानाति] ધર્મ કાંઈ જાણતો નથી, [तस्मात्] માટે [ज्ञानम् अन्यत्] જ્ઞાન અન્ય છે, [धर्म अन्यं] ધર્મ અન્ય છે- [जिनाः ब्रुवन्ति] એમ જિનદેવો કહે છે. [अधर्मः ज्ञानं न भवति] અધર્મ (અર્થાત્ અધર્માસ્તિકાય) જ્ઞાન નથી [यस्मात्] કારણ કે [अधर्मः किञ्चित् न जानाति] અધર્મ કાંઈ જાણતો નથી, [तस्मात्] માટે [ज्ञानम् अन्यत्] જ્ઞાન અન્ય છે, [अधर्म अन्यम्] અધર્મ અન્ય છે- [जिनाः ब्रुवन्ति] એમ જિનદેવો કહે છે. [कालः ज्ञानं न भवति] કાળ જ્ઞાન નથી [यस्मात्] કારણ કે [कालः किञ्चित् न जानाति] કાળ કાંઈ જાણતો નથી, [तस्मात्] માટે [ज्ञानम् अन्यत्] જ્ઞાન અન્ય છે, [कालं अन्यं] કાળ અન્ય છે- [जिनाः ब्रुवन्ति] એમ જિનદેવો કહે છે. [आकाशम् अपि ज्ञानं न] આકાશ પણ જ્ઞાન નથી [यस्मात्] કારણ કે [आकाशं किञ्चित् न जानाति] આકાશ કાંઈ જાણતું નથી, [तस्मात्] માટે [ज्ञानं अन्यत्] જ્ઞાન અન્ય છે, [आकाशम् अन्यत्] આકાશ અન્ય છે- [जिनाः ब्रुवन्ति] એમ જિનદેવો કહે છે. [अध्यवसानं ज्ञानम् न] અધ્યવસાન જ્ઞાન નથી [यस्मात्] કારણ કે [अध्यवसानम् अचेतनं] અધ્યવસાન અચેતન છે, [तस्मात्] માટે [ज्ञानम् अन्यत्] જ્ઞાન અન્ય છે [तथा अध्यवसानं अन्यत्] તથા અધ્યવસાન અન્ય છે (-એમ જિનદેવો કહે છે).

[यस्मात्] કારણ કે [नित्यं जानाति] (જીવ) નિરંતર જાણે છે [तस्मात्] માટે [ज्ञायकः जीवः तु] જ્ઞાયક એવો જીવ [ज्ञानी] જ્ઞાની (-જ્ઞાનવાળો, જ્ઞાનસ્વરૂપ) છે,


PDF/HTML Page 3628 of 4199
single page version

ज्ञानं सम्यग्द्रष्टिं तु संयमं सूत्रमङ्गपूर्वगतम्।
धर्माधर्म च तथा प्रव्रज्यामभ्युपयान्ति बुधाः।। ४०४।।

[ज्ञानं च] અને જ્ઞાન [ज्ञायकात् अव्यतिरिक्तं] જ્ઞાયકથી અવ્યતિરિક્ત છે (-અભિન્ન છે, જુદું નથી) [ज्ञातव्यम्] એમ જાણવું.

[बुधाः] બુધ પુરુષો (અર્થાત્ જ્ઞાની જનો) [ज्ञानं] જ્ઞાનને જ [सम्यग्द्रष्टिं तु] સમ્યગ્દ્રષ્ટિ [संयमं] (જ્ઞાનને જ) સંયમ, [अङ्गपूर्वगतम् सूत्रम्] અંગપૂર્વગત સૂત્ર, [धर्माधर्म च] ધર્મ-અધર્મ (પુણ્ય-પાપ) [तथा प्रव्रज्याम्] તથા દીક્ષા [अभ्युपयान्ति] માને છે.

ટીકાઃ– શ્રુત (અર્થાત્ વચનાત્મક દ્રવ્યશ્રુત) જ્ઞાન નથી, કારણ કે શ્રુત અચેતન છે; માટે જ્ઞાનને અને શ્રુતને વ્યતિરેક (અર્થાત્ ભિન્નતા) છે. શબ્દ જ્ઞાન નથી, કારણ કે શબ્દ (પુદ્ગલદ્રવ્યનો પર્યાય છે,) અચેતન છે; માટે જ્ઞાનને અને શબ્દને વ્યતિરેક (અર્થાત્ ભેદ) છે. રૂપ જ્ઞાન નથી, કારણ કે રૂપ (પુદ્ગલદ્રવ્યનો ગુણ છે,) અચેતન છે; માટે જ્ઞાનને અને રૂપને વ્યતિરેક છે (અર્થાત્ બન્ને જુદાં છે). વર્ણ જ્ઞાન નથી, કારણ કે વર્ણ (પુદ્ગલદ્રવ્યનો ગુણ છે,) અચેતન છે; માટે જ્ઞાનને અને વર્ણને વ્યતિરેક છે (અર્થાત્ જ્ઞાન અન્ય છે, વર્ણ અન્ય છે). ગંધ જ્ઞાન નથી, કારણ કે ગંધ (પુદ્ગલદ્રવ્યનો ગુણ છે,) અચેતન છે; માટે જ્ઞાનને અને ગંધને વ્યતિરેક (-ભેદ, ભિન્નતા) છે. રસ જ્ઞાન નથી, કારણ કે રસ (પુદ્ગલદ્રવ્યનો ગુણ છે,) અચેતન છે; માટે જ્ઞાનને અને રસને વ્યતિરેક છે. સ્પર્શ જ્ઞાન નથી, કારણ કે સ્પર્શ (પુદ્ગલદ્રવ્યનો ગુણ છે,) અચેતન છે; માટે જ્ઞાનને અને સ્પર્શને વ્યતિરેક છે. કર્મ જ્ઞાન નથી, કારણ કે કર્મ અચેતન છે; માટે જ્ઞાનને અને કર્મને વ્યતિરેક છે. ધર્મ (-ધર્મદ્રવ્ય) જ્ઞાન નથી, કારણ કે ધર્મ અચેતન છે; માટે જ્ઞાનને અને ધર્મને વ્યતિરેક છે. અધર્મ (-અધર્મદ્રવ્ય) જ્ઞાન નથી, કારણ કે અધર્મ અચેતન છે; માટે જ્ઞાનને અને અધર્મને વ્યતિરેક છે. કાળ (-કાળદ્રવ્ય) જ્ઞાન નથી, કારણ કે કાળ અચેતન છે; માટે જ્ઞાનને અને કાળને વ્યતિરેક છે. આકાશ (-આકાશદ્રવ્ય) જ્ઞાન નથી, કારણ કે આકાશ અચેતન છે; માટે જ્ઞાનને અને આકાશને વ્યતિરેક છે. અધ્યવસાન જ્ઞાન નથી, કારણ કે અધ્યવસાન અચેતન છે; માટે જ્ઞાનને અને (કર્મના ઉદયની પ્રવૃત્તિરૂપ) અધ્યવસાનને વ્યતિરેક છે. આમ આ રીતે જ્ઞાનનો સમસ્ત પરદ્રવ્યો સાથે વ્યતિરેક નિશ્ચયસાધિત દેખવો (અર્થાત્ નિશ્ચય વડે સિદ્ધ થયેલો સમજવો-અનુભવવો).

હવે, જીવ જ એક જ્ઞાન છે, કારણ કે જીવ ચેતન છે; માટે જ્ઞાનને અને જીવને જ અવ્યતિરેક (-અભિન્નતા) છે. વળી જ્ઞાનનો જીવની સાથે વ્યતિરેક જરા પણ શંકનીય નથી (અર્થાત્ જ્ઞાનની જીવથી ભિન્નતા હશે એમ જરાય શંકા કરવાયોગ્ય નથી),


PDF/HTML Page 3629 of 4199
single page version

હવે, એ પ્રમાણે સર્વ પરદ્રવ્યો સાથે વ્યતિરેક વડે અને સર્વ દર્શનાદિ જીવસ્વભાવો સાથે અવ્યતિરેક વડે અતિવ્યાપ્તિને અને અવ્યાપ્તિને દૂર કરતું થકું, અનાદિ વિભ્રમ જેનું મૂળ છે એવા ધર્મ-અધર્મરૂપ (પુણ્ય-પાપરૂપ, શુભ-અશુભરૂપ) પરસમયને દૂર કરીને, પોતે જ પ્રવ્રજ્યારૂપને પામીને (અર્થાત્ પોતે જ નિશ્ચયચારિત્રરૂપ દીક્ષાપણાને પામીને), દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિતિરૂપ સ્વસમયને પ્રાપ્ત કરીને, મોક્ષમાર્ગને પોતામાં જ પરિણત કરીને, જેણે સંપૂર્ણ વિજ્ઞાનઘનસ્વભાવને પ્રાપ્ત કર્યો છે એવું, ત્યાગ-ગ્રહણથી રહિત, સાક્ષાત્ સમયસારભૂત, પરમાર્થરૂપ શુદ્ધ-જ્ઞાન એક અવસ્થિત (-નિશ્ચળ રહેલું) દેખવું (અર્થાત્ પ્રત્યક્ષ સ્વસંવેદનથી અનુભવવું).

ભાવાર્થઃ– અહીં જ્ઞાનને સર્વ પરદ્રવ્યોથી ભિન્ન અને પોતાના પર્યાયોથી અભિન્ન બતાવ્યું, તેથી અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ નામના જે લક્ષણના દોષો તે દૂર થયા. આત્માનું લક્ષણ ઉપયોગ છે, અને ઉપયોગમાં જ્ઞાન પ્રધાન છે; તે (જ્ઞાન) અન્ય અચેતન દ્રવ્યોમાં નથી તેથી તે અતિવ્યાપ્તિવાળું નથી, અને પોતાની સર્વ અવસ્થાઓમાં છે તેથી અવ્યાપ્તિવાળું નથી. આ રીતે જ્ઞાનલક્ષણ કહેવાથી અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ દોષો આવતા નથી.

અહીં જ્ઞાનને જ પ્રધાન કરીને આત્માનો અધિકાર છે, કારણ કે જ્ઞાનલક્ષણથી જ આત્મા સર્વ પરદ્રવ્યોથી ભિન્ન અનુભવગોચર થાય છે. જોકે આત્મામાં અનંત ધર્મો છે, તોપણ તેમાંના કેટલાક તો છદ્મસ્થને અનુભવગોચર જ નથી; તે ધર્મોને કહેવાથી છદ્મસ્થ જ્ઞાની આત્માને કઈ રીતે ઓળખે? વળી કેટલાક ધર્મો અનુભવગોચર છે, પરંતુ તેમાંના કેટલાક તો-અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ આદિ તો-અન્ય દ્રવ્યો સાથે સાધારણ અર્થાત્ સમાન છે માટે તેમને કહેવાથી જુદો આત્મા જાણી શકાય નહિ, અને કેટલાક (ધર્મો) પરદ્રવ્યોના નિમિત્તથી થયેલા છે તેમને કહેવાથી પરમાર્થભૂત આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવી રીતે જણાય? માટે જ્ઞાનને કહેવાથી જ છદ્મસ્થ જ્ઞાની આત્માને ઓળખી શકે છે.

અહીં જ્ઞાનને આત્માનું લક્ષણ કહ્યું છે એટલું જ નહિ, પણ જ્ઞાનને જ આત્મા જ કહ્યો છે; કારણ કે અભેદવિવક્ષામાં ગુણગુણીનો અભેદ હોવાથી, જ્ઞાન છે તે જ આત્મા છે. અભેદવિવક્ષામાં જ્ઞાન કહો કે આત્મા કહો-કાંઈ વિરોધ નથી; માટે અહીં જ્ઞાન કહેવાથી આત્મા જ સમજવો.


PDF/HTML Page 3630 of 4199
single page version

(शार्दूलविक्रीडित)
अन्येभ्यो व्यतिरिक्तमात्मनियतं बिभ्रत्पृथग्वस्तुता–
मादानोज्झनशून्यमेतदमलं ज्ञानं तथावस्थितम्।
मध्याद्यन्तविभागमुक्तसहजस्फारप्रभाभासुरः
शुद्धज्ञानघनो यथाऽस्य महिमा नित्योदितस्तिष्ठति।। २३५।।

ટીકામાં છેવટે એમ કહેવામાં આવ્યું કે-જે, પોતામાં અનાદિ અજ્ઞાનથી થતી શુભાશુભ ઉપયોગરૂપ પરસમયની પ્રવૃત્તિને દૂર કરીને, સમ્યગ્દ્રર્શન-જ્ઞાન-ચારિત્રમાં પ્રવૃત્તિરૂપ સ્વસમયને પ્રાપ્ત કરીને, એવા સ્વસમયરૂપ પરિણમનસ્વરૂપ મોક્ષમાર્ગમાં પોતાને પરિણમાવીને, સંપૂર્ણવિજ્ઞાનઘનસ્વભાવને પામ્યું છે, અને જેમાં કાંઈ ત્યાગ-ગ્રહણ નથી, એવા સાક્ષાત્ સમયસારસ્વરૂપ, પરમાર્થભૂત, નિશ્ચળ રહેલા, શુદ્ધ, પૂર્ણ જ્ઞાનને (પૂર્ણ આત્મદ્રવ્યને) દેખવું. ત્યાં ‘દેખવું’ ત્રણ પ્રકારે સમજવું. શુદ્ધનયનું જ્ઞાન કરીને પૂર્ણ જ્ઞાનનું શ્રદ્ધાન કરવું તે પહેલા પ્રકારનું દેખવું છે. તે અવિરત આદિ અવસ્થામાં પણ હોય છે. જ્ઞાન-શ્રદ્ધાન થયા પછી બાહ્ય સર્વ પરિગ્રહનો ત્યાગ કરી તેનો (-પૂર્ણ જ્ઞાનનો) અભ્યાસ કરવો, ઉપયોગને જ્ઞાનમાં જ થંભાવવો, જેવું શુદ્ધનયથી પોતાના સ્વરૂપને સિદ્ધ સમાન જાણ્યું-શ્રદ્ધયું હતું તેવું જ ધ્યાનમાં લઈને ચિત્તને એકાગ્ર-સ્થિર કરવું, ફરી ફરી તેનો જ અભ્યાસ કરવો, તે બીજા પ્રકારનું દેખવું છે. આ દેખવું અપ્રમત્ત દશામાં હોય છે. જ્યાં સુધી એવા અભ્યાસથી કેવળજ્ઞાન ન ઊપજે ત્યાં સુધી તે અભ્યાસ નિરંતર રહે. આ, દેખવાનો બીજો પ્રકાર થયો. અહીં સુધી તો પૂર્ણ જ્ઞાનનું શુદ્ધનયના આશ્રયે પરોક્ષ દેખવું છે. કેવળજ્ઞાન ઊપજે ત્યારે સાક્ષાત્ દેખવું થાય છે તે ત્રીજા પ્રકારનું દેખવું છે તે સ્થિતિમાં જ્ઞાન સર્વ વિભાવોથી રહિત થયું થકું સર્વનું દેખનાર-જાણનાર છે, તેથી આ ત્રીજા પ્રકારનું દેખવું તે પૂર્ણ જ્ઞાનનું પ્રત્યક્ષ દેખવું છે.

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ- શ્લોકાર્થઃ–

[अन्येभ्यः व्यतिरिक्तम्] અન્ય દ્રવ્યોથી ભિન્ન, [आत्म–नियतं]

પોતામાં જ નિયત, [पृथक्–वस्तुताम् बिभ्रत्] પૃથક્ વસ્તુપણાને ધારતું (-વસ્તુનું સ્વરૂપ સામાન્યવિશેષાત્મક હોવાથી પોતે પણ સામાન્યવિશેષાત્મકપણાને ધારણ કરતું), [आदान–उज्झन–शून्यम्] ગ્રહણ-ત્યાગ રહિત, [एतत् अमलं ज्ञानं] આ અમલ (-રાગાદિક મળથી રહિત) જ્ઞાન [तथा–अवस्थितम् यथा] એવી રીતે અવસ્થિત (-નિશ્ચળ રહેલું) અનુભવાય છે કે જેવી રીતે [मध्य–आदि–अन्त–विभाग–मुक्त– सहज–स्फार–प्रभा–भासुरः अस्य शुद्ध–ज्ञान–घनः महिमा] આદિ-મધ્ય-અંતરૂપ વિભાગોથી રહિત એવી સહજ ફેલાયેલી


PDF/HTML Page 3631 of 4199
single page version

(उपजाति)
उन्मुक्तमुन्मोच्यमशेषतस्तत्
तथात्तमादेयमशेषतस्तत् ।
यदात्मनः संहृतसर्वशक्तेः
पूर्णस्य सन्धारणमात्मनीह।। २३६।।
(अनुष्टुभ्)
व्यतिरिक्तं परद्रव्यादेवं ज्ञानमवस्थितम्।
कथमाहारकं तत्स्याद्येन देहोऽस्य शङ्कयते।। २३७।।

પ્રભા વડે દેદીપ્યમાન એવો એનો શુદ્ધજ્ઞાનઘનરૂપ મહિમા [नित्य–उदितः तिष्ठति] નિત્ય-ઉદિત રહે (-શુદ્ધ જ્ઞાનના પુંજરૂપ મહિમા સદા ઉદયમાન રહે).

ભાવાર્થઃ– જ્ઞાનનું પૂર્ણ રૂપ સર્વને જાણવું તે છે. તે જ્યારે પ્રગટ થાય છે ત્યારે સર્વ વિશેષણો સહિત પ્રગટ થાય છે; તેથી તેના મહિમાને કોઈ બગાડી શક્તું નથી. સદા ઉદયમાન રહે છે. ૨૩પ.

‘આવા જ્ઞાનસ્વરૂપ આત્માનું આત્મામા ધારણ કરવું તે જ ગ્રહવાયોગ્ય સર્વ ગ્રહ્યું અને ત્યાગવાયોગ્ય સર્વ ત્યાગ્યું’-એવા અર્થનું કાવ્ય હવે કહે છેઃ-

શ્લોકાર્થઃ– [संहृत–सर्व–शक्तेः पूर्णस्य आत्मनः] જેણે સર્વ શક્તિઓ સમેટી છે (-પોતામાં લીન કરી છે) એવા પૂર્ણ આત્માનું [आत्मनि इह] આત્મામાં [यत् सन्धारणम्] ધારણ કરવું [तत् उन्मोच्यम् अशेषतः उन्मुक्तम्] તે જ છોડવાયોગ્ય બધું છોડયું [तथा] અને [आदेयम् तत् अशेषतः आत्तम्] ગ્રહવાયોગ્ય બધું ગ્રહ્યું.

ભાવાર્થઃ– પૂર્ણજ્ઞાનસ્વરૂપ, સર્વ શક્તિઓના સમૂહરૂપ જે આત્મા તેને આત્મામાં ધારણ કરી રાખવો તે જ, ત્યાગવાયોગ્ય જે કાંઈ હતું તે બધુંય ત્યાગ્યું અને ગ્રહણ કરવાયોગ્ય જે કાંઈ હતું તે બધુંય ગ્રહણ કર્યું. એ જ કૃતકૃત્યપણું છે. ૨૩૬.

‘આવા જ્ઞાનને દેહ જ નથી’-એવા અર્થનો, આગળની ગાથાની સૂચનારૂપ શ્લોક હવે કહે છેઃ-

શ્લોકાર્થઃ– [एवं ज्ञानम् परद्रव्यात् व्यतिरिक्तं अवस्थितम्] આમ (પૂર્વોક્ત રીતે) જ્ઞાન પરદ્રવ્યથી જુદું અવસ્થિત (-નિશ્ચળ રહેલું) છે; [तत् आहारकं कथम् स्यात् येन अस्य देहः शङ्कयते] તે (જ્ઞાન) આહારક (અર્થાત્ કર્મ-નોકર્મરૂપ આહાર કરનારું) કેમ હોય કે જેથી તેને દેહની શંકા કરાય? (જ્ઞાનને દેહ હોઈ શકે જ નહિ, કારણ કે તેને કર્મ- નોકર્મરૂપ આહાર જ નથી.) ૨૩૭.

*

PDF/HTML Page 3632 of 4199
single page version

સમયસાર ગાથા ૩૯૦ થી ૪૦૪ઃ મથાળુ

એ જ અર્થની ગાથાઓ હવે કહે છેઃ-

* ગાથા ૩૯૦ થી ૪૦૪ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘શ્રુત (અર્થાત્ વચનાત્મક દ્રવ્યશ્રુત) જ્ઞાન નથી. કારણ કે શ્રુત અચેતન છે; માટે જ્ઞાનને અને શ્રુતને વ્યતિરેક (અર્થાત્ ભિન્નતા) છે.’

શું કીધું આ? કે દ્રવ્યશ્રુત એટલે શાસ્ત્રના શબ્દો એ જ્ઞાન નથી, જુઓ ભગવાનની દિવ્યધ્વનિ તે દ્રવ્યશ્રુત, કહે છે, જ્ઞાન નથી, આત્મા નથી. કેમ? કારણ કે તે અચેતન છે, જડ છે; અને જ્ઞાન નામ આત્મા ચેતન છે.

તો ભગવાનની વાણીમાં ભાવશ્રુતથી ઉપદેશ કર્યો છે એમ ધવલમાં આવે છે ને? હા, વાણી તો જડ છે, પણ વાણીના સાંભળનારાઓ વાણી સાંભળીને, અંતર્મુખ થઈને ભાવશ્રુતપણે પરિણમે છે. તેથી ભગવાનની વાણીમાં ભાવશ્રુતથી ઉપદેશ છે એમ કહ્યું છે વાણી કાંઈ ભાવશ્રુત નથી, વાણીમાં કેવળજ્ઞાનેય નથી; વાણી તો દ્રવ્યશ્રુત અચેતન જ છે. સમજાણું કાંઈ...?

અહાહા...! કહે છે-દ્રવ્યશ્રુત તે જ્ઞાન નથી, કેમકે દ્રવ્યશ્રુત અચેતન છે; માટે જ્ઞાન અને શ્રુતને ભિન્નતા છે, જુદાઈ છે. એટલે શું? કે દ્રવ્યશ્રુતથી અહીં (-આત્મામાં) જ્ઞાન થાય છે એમ નથી. તો કેવી રીતે છે? સાંભળનાર-શ્રોતાને પોતાના ઉપાદાનની યોગ્યતાથી જ્ઞાન થાય છે, અને દ્રવ્યશ્રુત તો ત્યારે નિમિત્તમાત્ર છે. વળી દ્રવ્યશ્રુતનું જ્ઞાન તે પરલક્ષી જ્ઞાન છે, સ્વલક્ષી નથી; માટે દ્રવ્યશ્રુતનું જ્ઞાન પણ ખરેખર અચેતન છે.

પરમાર્થવચનિકામાં આવે છે કે જે જેટલું પરસત્તાવલંબી જ્ઞાન છે તે જ્ઞાનને વાસ્તવમાં મોક્ષમાર્ગ કહેતા નથી. દ્રવ્યશ્રુત-વાણી જે છે તે જડ છે, તે આત્મા નથી અને તેને સાંભળવાથી આત્મા (-જ્ઞાન) પ્રગટે છે એમ પણ નથી. પણ જે શ્રુતવિકલ્પ છે તેનું લક્ષ મટાડી અંદર જ્ઞાનનો દરિયો પ્રભુ આત્મા છે તેને સ્પર્શીને જે જ્ઞાન પ્રગટ થાય તે વાસ્તવિક જ્ઞાન છે. આ સિવાય અગિયાર અંગ અને નવ પૂર્વ ભણી જાય તોય તે જ્ઞાન નથી.

અહાહા...! દ્રવ્યશ્રુત તે જ્ઞાન નથી, આત્મા નથી; એનાથી આત્મા ભિન્ન છે. વળી દ્રવ્યશ્રુતનું જે જ્ઞાન થાય એનાથી પણ આત્મા ભિન્ન છે. પ્રવચનસારમાં આવે છે કે દ્રવ્યશ્રુતને બાદ કરીએ તો એકલું જ્ઞાન રહી જાય છે. અહા! સમયસાર, પ્રવચનસાર આદિ શાસ્ત્રોમાં ગજબની રામબાણ વાતો છે. બાપુ! શબ્દોનું જ્ઞાન તે વાસ્તવિક જ્ઞાન નથી- (આત્મજ્ઞાન નથી).


PDF/HTML Page 3633 of 4199
single page version

જુઓ, આચારાંગમાં ૧૮૦૦૦ પદ છે, ને એકેક પદમાં એકાવન ક્રોડ જેટલા ઝાઝ્રેરા શ્લોક છે. તેનું જે જ્ઞાન થાય તે શબ્દજ્ઞાન છે. અહા! જે જ્ઞાન અતીન્દ્રિય નથી, જેમાં અતીન્દ્રિય આનંદ નથી તે જ્ઞાન જ્ઞાન નથી. પાંચ-પચાસ હજાર શ્લોક કંઠસ્થ થઈ જાય તેથી શું? અંદર ભગવાન જ્ઞાનસ્વભાવનો સાગર છે તેને સ્પર્શીને જે ન થાય તેને જ્ઞાન કહેતા નથી.

આચારાંગ આદિનું જ્ઞાન તે જ્ઞાન, નવ પદાર્થોનું શ્રદ્ધાન તે સમકિત અને છ જીવ નિકાયના રક્ષાના ભાવ તે ચારિત્ર-એમ વ્યવહાર નય છે (જુઓ ગાથા ૨૭૬), પરંતુ જેમાં આત્માનો આશ્રય ન હોય તે જ્ઞાન-શ્રદ્ધાન-ચારિત્રને નિશ્ચય જ્ઞાન-શ્રદ્ધાન-ચારિત્ર કહેતા નથી. આત્માના આશ્રયે પ્રગટ થાય તે જ પરમાર્થે જ્ઞાન-શ્રદ્ધાન-ચારિત્ર છે અને તે જ મોક્ષમાર્ગ છે. સમજાણું કાંઈ..?

આજે ભગવાન શ્રી મહાવીરના નિર્વાણનો દિવસ છે. આ કથન નૈગમનયથી સમજવું. ભગવાનનો જન્મ થતાં તેમના પિતાજીના ભંડારમાં લક્ષ્મીની એકદમ વૃદ્ધિ થઈ ગઈ, તેથી તેમનું નામ વર્દ્ધમાનકુમાર પડયું. તેમને આ છેલ્લો દેહ છે. પોતે તીર્થંકરનું દ્રવ્ય છે અને તે જ ભવમાં મોક્ષ જનાર છે.

માતાની કુખમાં હતા ત્યારે ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શન સહિત હતા. મતિ-શ્રુત- અવધિ એ ત્રણ જ્ઞાન અને ચક્ષુ-અચક્ષુ-અવધિ એ ત્રણ દર્શન સહિત હતા. મતલબ કે તેઓ આત્મજ્ઞાન-અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય દર્શન સાથે જ લઈને ગર્ભમાં આવ્યા હતા.

તેમનો જન્મ થયા પછી, તેઓ બાળક-અવસ્થામાં હતા ત્યારે એક સંતમુનિવરને કોઈ શંકા પડવાથી સમજવા માટે ભગવાન (બાળક) પાસે ગયા. પોતે મુનિવર છે એટલે વંદન તો ન કરે, પણ આમ ભગવાનને જોયા કે તરત જ શંકાનું સમાધાન થઈ ગયું. જુઓ, આ નિમિત્ત-નૈમિત્તિક મેળ! મુનિ તો છઠ્ઠે ગુણસ્થાને છે, ને ભગવાન (-બાળક) ને ચોથું ગુણસ્થાન છે, પણ આમ નજર કરતાં જ સમાધાન થઈ ગયું તેથી તેમને સન્મતિનાથ નામ આપવામાં આવ્યું.

જક્ષ સાથે યુદ્ધ થતાં જક્ષને જીતી લીધો તેથી વીર નામ આપવામાં આવ્યું. મુનિદશામાં ઘોર ઉપસર્ગ પણ જીતી લીધા તેથી તેઓ ‘મહાવીર’ કહેવાયા. આ રીતે તેઓ પાંચ નામથી ઓળખાય છેઃ વર્દ્ધમાન, સન્મતિનાથ, વીર, અતિવીર ને મહાવીર. તેમણે સાડા બાર વર્ષ તપ કર્યું; થોડા દિવસ આહાર લીધો. ઘણા દિવસ તો ઈચ્છાઓનો નિરોધ કરી તપ કર્યું; બહારમાં આહાર સહજ છૂટી ગયો, અંદર અતીન્દ્રિય આનંદનું-અમૃતનું ભોજન કરવા લાગ્યા. જુઓ, આ તપ!

પછી ભગવાનને વૈશાખ સુદી દશમના દિને કેવળજ્ઞાન થયું; પણ તત્કાલ દિવ્યધ્વનિ


PDF/HTML Page 3634 of 4199
single page version

છૂટી નહિ. ભગવાનની દિવ્યધ્વનિ છૂટે ને ધર્મ પામનારા ન હોય એમ કદી બને નહિ. પૂર્વે વિકલ્પ ઉઠયો હતો કે- અહો! જગતના જીવો ધર્મને પામો; એમાં તીર્થંકર પ્રકૃતિ બંધાઈ ગઈ. છાસઠ દિવસ વાણી ન છૂટી. વાણી છૂટવાનો કાળ આવ્યો ત્યાં વેદાંતના પારગામી ગૌતમસ્વામી સભામાં પધાર્યા. માનસ્થંભ જોયો ત્યાં જ માન ગળી ગયું. સમવસરણમાં આવતાં જ સ્વયં સ્વતઃજ સમ્યગ્દર્શન પામ્યા. તરત જ મુનિદશા અંગીકાર કરી. અશાડ વદી ૧ ના દિને ભગવાનની ૐધ્વનિ છૂટી. તે વાણી સાંભળી ગૌતમસ્વામીએ બાર અંગની રચના કરી. અહા! તે વાણીની પરંપરામાં આ તત્ત્વ આવ્યું છે. આ સમયસાર આદિ શાસ્ત્ર એ ભગવાનની વાણીની પરંપરામાં રચાયેલું શાસ્ત્ર છે.

ભગવાન કેવળજ્ઞાન પામ્યા પછી ૩૦ વર્ષ સુધી અરિહંતપદમાં રહી આજે આસો વદી ચૌદસની પાછલી રાત્રે એકદમ ચૌદમા ગુણસ્થાનની અકંપ દશાને પામ્યા. તેરમા ગુણસ્થાને એક સમય પરમાણુ આવીને ખરી જતા, ઈર્યાપથ આસ્રવ હતો. ચૌદમે ગુણસ્થાને અકંપ દશા રહી, થોડો કાળ અસિદ્ધ દશા રહી. પછી ચૌદસની રાત્રિના પાછલા પહોરમાં દેહથી છૂટી ચૈતન્ય ગોળો સમશ્રેણીએ લોકાગ્રે બિરાજમાન થઈ સિદ્ધદશાને પામ્યો. હાલ જે ક્ષેત્રે દેહ છૂટયો ત્યાંથી સમશ્રેણીએ ભગવાન ઉપર લોકાગ્રે સિદ્ધાલયમાં બિરાજે છે. પાવાપુરી જલમંદિર ઉપર સમશ્રેણીએ ભગવાન લોકાગ્રે બિરાજે છે. તે ક્ષેત્રે જતાં તેમનું સ્મરણ થવા માટે જાત્રા છે.

ઇન્દ્રોએ દિવાની રોશની કરી ભગવાનનો નિર્વાણ મહોત્સવ ઉજવ્યો, તેથી આ દિન દિવાળી-દીપાવલી કહેવામાં આવે છે.

આ દિવસે ભગવાનના સ્મરણનો વિચાર આવે તે છે તો વિકલ્પ; એમ કે ‘આવા સિદ્ધ’ -એમ સ્મરણ માટે આ દિવસે મહોત્સવ ઉજવવામાં આવે છે. બાકી અંદર પોતાના સ્વરૂપમાં ઠરે તેને પર સંબંધી વિકલ્પથી શું છે? કોઈ પ્રયોજન નથી, કોઈ અપેક્ષા નથી.

ભગવાનને સિદ્ધદશા થઈ તે થઈ. “સાદિ અનંત અનંત સમાધિ સુખમાં”- ભગવાન અનંતકાળ પર્યંત અનંત સુખના ભોગવટામાં સિદ્ધપદમાં બિરાજે છે. ભાઈ! બાહ્યઅભ્યંતર નિર્ગ્રંથ દશા થયા વગર કેવળજ્ઞાન અને સિદ્ધદશા થાય નહિ. આ પ્રમાણે કેવળજ્ઞાનનું કારણ ચારિત્ર, અને ચારિત્રનું મૂળ સમ્યગ્દર્શન છે. એ સમ્યગ્દર્શનનો વિષય શું-એની અહીં વાત ચાલે છે.

અહીં કહે છે-શબ્દ જ્ઞાન નથી, કેમકે શબ્દ પુદ્ગલ દ્રવ્યનો પર્યાય છે. માટે જ્ઞાનને અને શબ્દને વ્યતિરેક એટલે ભિન્નતા છે. ભાઈ! ભગવાનની ૐધ્વનિ નીકળે તે જ્ઞાન નથી, અચેતન પુદ્ગલની પર્યાય છે. ધવલમાં પાઠ છે કે-ભગવાન ભાવશ્રુતથી


PDF/HTML Page 3635 of 4199
single page version

‘રૂપ જ્ઞાન નથી, કારણ કે રૂપ (પુદ્ગલ દ્રવ્યનો ગુણ છે) અચેતન છે; માટે જ્ઞાનને અને રૂપને વ્યતિરેક છે (અર્થાત્ બન્ને જુદાં છે.) .’

વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ તે ચારનું એકરૂપ તેને અહીં રૂપ કહ્યું છે. અહીં રૂપ એટલે રંગની વાત નથી; રંગની જુદી વાત કરશે. કહે છે-રૂપ તે જ્ઞાન નથી, કેમકે રૂપ પુદ્ગલની પર્યાય છે, અચેતન છે. માટે જ્ઞાન અને રૂપને વ્યતિરેક છે, ભિન્નતા છે. શાસ્ત્રમાં એમ આવે છે કે ભગવાનના શરીરનું પ્રભામંડળ એવું હોય છે કે તેને દેખનારને સાત ભવનું જ્ઞાન થાય છે. આ એક પુણ્ય પ્રકૃતિનો પ્રકાર છે. તે ભગવાનના ભામંડળના તેજથી કાંઈ જ્ઞાન થયું નથી, અને તેને જોતાં જે જ્ઞાન થયું તે જ્ઞાન નથી. ભવ વિનાનો આત્મા ભાળે તે જ્ઞાન છે). વસ્તુસ્થિતિ આવી છે. રૂપ અને જ્ઞાન જુદાં છે હવે રૂપના ચાર ભેદ પાડી કથન કરે છેઃ-

‘વર્ણ જ્ઞાન નથી, કારણ કે વર્ણ (પુદ્ગલદ્રવ્યનો ગુણ છે) અચેતન છે. માટે જ્ઞાનને અને વર્ણને વ્યતિરેક છે (અર્થાત્ જ્ઞાન અન્ય છે, વર્ણ અન્ય છે).

ભગવાનના શરીરના રંગની વાત શાસ્ત્રમાં આવે છે. તે શરીરના રંગથી અહીં જ્ઞાન થાય છે એમ નથી; રંગ તો નિમિત્તમાત્ર છે. રંગ તે જ્ઞાન નથી, અને રંગના નિમિત્તે જે જ્ઞાન થાય તે ય વાસ્તવમાં જ્ઞાન નથી. સુંદર સ્વરૂપવાન ચિદ્રૂપ અંદર ભગવાન આત્મા છે, તેના આશ્રયે જ્ઞાન થાય તે પરમાર્થ જ્ઞાન છે.

દર્શન, જ્ઞાન, ને ચારિત્ર-એ ત્રણ મળીને મોક્ષનો માર્ગ છે. તેમાં સમ્યગ્જ્ઞાન- આત્મજ્ઞાન તે મોક્ષમાર્ગનો એક અવયવ છે. જ્ઞાન સાથે અતીન્દ્રિય આનંદનો અનુભવ અવિનાભાવી છે. તે જ્ઞાન સ્વના લક્ષે થાય છે. પરના-રંગના લક્ષે જ્ઞાન થાય તે જ્ઞાન (આત્મજ્ઞાન) નથી, તે તો અચેતન છે. માટે રંગ જુદો અને જ્ઞાન જુદું છે. આવી વાત! સમજાણું કાંઈ...? હવે કહે છે-


PDF/HTML Page 3636 of 4199
single page version

‘ગંધ જ્ઞાન નથી, કારણ કે ગંધ (પુદ્ગલદ્રવ્યનો ગુણ છે) અચેતન છે; માટે જ્ઞાનને અને ગંધને વ્યતિરેક (-ભેદ, ભિન્નતા) છે.’

આ કેટલાકને શ્વાસ ગંધાતો નથી હોતો? ભગવાનને શ્વાસ સુગંધિત હોય છે. શરીરના પરમાણુઓમાં સુગંધ-સુગંધ હોય છે. અહા! તેના નિમિત્તે જે ગંધનું જ્ઞાન થાય તે, અહીં કહે છે, જ્ઞાન નથી; ગંધને અને જ્ઞાનને ભિન્નતા છે. ગંધ તે જ્ઞાન નહિ, ને ગંધનું જ્ઞાન થાય તેય જ્ઞાન નહિ. આત્મજ્ઞાન જ એક જ્ઞાન છે. હવે કહે છે-

‘રસ જ્ઞાન નથી, કારણકે રસ (પુદ્ગલ દ્રવ્યનો ગુણ છે) અચેતન છે; માટે જ્ઞાનને અને રસને વ્યતિરેક છે.’

જુઓ, ખાટો, મીઠો ઈત્યાદિ ભેદપણે જે રસ છે તે જ્ઞાન નથી, અને તે રસનું જ્ઞાન થાય તેય જ્ઞાન નથી. રસ તો બાપુ! જડ છે, ને જડનું જ્ઞાન થાય તેય જડ છે. ભગવાન આત્મા ચૈતન્યજ્યોતિસ્વરૂપ પ્રભુ છે તેનું જ્ઞાન થાય તે જ્ઞાન છે; અહાહા...! સ્વસંવેેદન જ્ઞાન તે જ્ઞાન છે, તે સમ્યગ્જ્ઞાન છે અને તેને મોક્ષમાર્ગમાં ગણ્યું છે. સમજાય છે કાંઈ...? હવે કહે છે-

‘સ્પર્શ જ્ઞાન નથી, કારણ કે સ્પર્શ (પુદ્ગલદ્રવ્યનો ગુણ છે) અચેતન છે; માટે જ્ઞાનને અને સ્પર્શને વ્યતિરેક છે.’

શરીરના સ્પર્શનું જ્ઞાન થાય તે જ્ઞાન નથી; તેનાથી જે જ્ઞાન થાય તે તો જડનું જ્ઞાન છે, એ ક્યાં આત્માનું જ્ઞાન છે? ભાઈ! જેના પાતાળના ઉંડા તળમાં ચૈતન્યપ્રભુ પરમાત્મા બિરાજે છે તે ધ્રુવના આશ્રયે જ્ઞાન થાય. તે વાસ્તવિક જ્ઞાન છે. અહાહા...! અસંખ્ય પ્રદેશમાં અનંત ગુણનો પિંડ પ્રભુ આત્મા છે. તેની પર્યાય અંદર ઉંડે ધ્રુવ તરફ જઈને પ્રગટ થાય તે જ્ઞાન છે, તે ધર્મ છે. આવી વાત!

પ્રશ્નઃ– હા, પણ કેટલે ઊંડે એ (-ધ્રુવ) છે? ઉત્તરઃ– અહાહા...! અનંત અનંત ઉંડાણમય જેનું સ્વરૂપ છે તેની મર્યાદા શું? દ્રવ્ય તો બેહદ અગાધ સ્વભાવવાન છે, તેના સ્વભાવની મર્યાદા શું? અહાહા...! આવું અપરિમિત ધ્રુવ-દળ અંદરમાં છે ત્યાં પર્યાયને લઈ જવી (કેન્દ્રિત કરવી) તેનું નામ સમ્યગ્જ્ઞાન છે. ઈન્દ્રિયોથી પ્રવર્તતું જ્ઞાન કાંઈ જ્ઞાન નથી. હવે કહે છે-

‘કર્મ જ્ઞાન નથી, કારણ કે કર્મ અચેતન છે; માટે જ્ઞાનને અને કર્મને વ્યતિરેક છે.’ જુઓ, શું કીધું? કે આઠ કર્મ જે છે તે જ્ઞાન નથી, કેમકે કર્મ અચેતન છે. કર્મ તરફનું જ્ઞાન થાય તેય જ્ઞાન નથી, કર્મનો બંધ, સત્તા, ઉદય, ઉદીરણા ઈત્યાદિ કર્મ સંબંધી જે જ્ઞાન થાય તે જ્ઞાન નથી. કર્મ સંબંધી જ્ઞાન થાય પોતામાં પોતાથી, કર્મ તો તેમાં નિમિત્તમાત્ર છે; પણ તે જ્ઞાન આત્માનું જ્ઞાન નથી. અહાહા...! ભગવાન


PDF/HTML Page 3637 of 4199
single page version

હવે બીજે તો આનાથી વિરુદ્ધ સાંભળવા મળે આવી ચૈતન્યની અવિરુદ્ધ વાત સાંભળવાય ન મળે એ બિચારા ધર્મ કે દિ’ પામે? અહા! જેને ચોવીસ કલાકમાં કલાક- બે કલાક સત્ શ્રવણ દ્વારા પુણ્યનો પ્રસંગ પણ નથી તેને અંદર ઊંડા તળમાં ભગવાન બિરાજમાન છે તેનો અંતઃસ્પર્શ કેમ થાય? અરે! કેટલાકને તો નિરંતર પાપની પ્રવૃત્તિ આડે આવી સત્ય વાત સાંભળવાનીય ફુરસદ ન મળે! અહીં તો સત્સમાગમે સત્શ્રવણ આદિ જે પુણ્યનો ભાવ એનાથી અંદર પોતાનો ભગવાન ભિન્ન છે તેનું જ્ઞાન (- સ્વસંવેદન જ્ઞાન) કરવું તે જ્ઞાન છે એમ વાત છે. હવે આવો વીતરાગનો મારગ છે, એમાં લોકો કાંઈ ને કાંઈ માની બેઠા છે.

કર્મની ૧૪૮ પ્રકૃતિ જડ છે. મિથ્યાદ્રષ્ટિને બધી ૧૪૮ પ્રકૃતિ ન હોય. આ વાત પહેલાં આવી ગઈ છે. તીર્થંકર નામકર્મ, આહારક શરીર, આહારક અંગોપાંગ આદિ, સમ્યક્મોહનીય, મિશ્રમોહનીય એ પ્રકૃતિ કાંઈ બધાને ન હોય. આહારક પ્રકૃતિ કોઈ મુનિને હોય છે, તો તીર્થંકર પ્રકૃતિ પણ કોઈ સમ્યગ્દ્રષ્ટિને દર્શનવિશુદ્ધિ આદિ સહિત હોય તેને બંધાઈ જાય છે. આ તીર્થંકર પ્રકૃતિ પણ ઝ્રેરનું ઝાડ છે. ભગવાન આત્મા અમૃતનું કલ્પવૃક્ષ છે. પુણ્ય અને પુણ્યના ભાવથી જડ પ્રકૃતિ બંધાય તે આત્માથી વિરુદ્ધ ઝ્રેરનું ઝાડ છે. ધર્મી જીવ તો કહે છે કે ઝ્રેરનું ઝાડ એવા કર્મના ફળને અમે ભોગવતા નથી, કર્મના ફળ પ્રત્યે અમારું વલણ નથી; અમે તો અંદર આનંદનો નાથ પ્રભુ અમારો છે તેને અનુભવીએ છીએ. અંદર પૂરણ પ્રભુતા ભરી પડી છે તે તરફ અમારું વલણ અને ઢલણ છે.

હા, પણ કર્મ હેરાન તો કરે છે ને? ભાઈ! તારી એ માન્યતા ખોટી છે. તું વિકારના પરિણામ સેવીને હેરાન થાય છે; બાકી કર્મ શું કરે? કર્મ તો વિકારી પર્યાયને અડતાંય નથી. આવે છે ને કે-

‘કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ’

ભાઈ! કર્મ છે એવું શાસ્ત્ર કહે, અને એવો તને ખ્યાલ (જ્ઞાનમાં) આવે તો પણ તે કર્મ સંબંધીનું જ્ઞાન તે આત્માનું જ્ઞાન નથી. કર્મ અચેતન છે; માટે જ્ઞાન જુદું અને કર્મ જુદાં છે. આત્મા પોતાની સત્તાએ બિરાજમાન છે, કર્મ કર્મની સત્તાએ ત્યાં પડયું છે; બન્નેને વ્યતિરેક નામ ભિન્નતા છે. આવી વાત! સમજાણું કાંઈ...? હવે કહે છે-

‘ધર્મ (ધર્મદ્રવ્ય) જ્ઞાન નથી, કારણ કે ધર્મ અચેતન છે; માટે જ્ઞાનને અને ધર્મને વ્યતિરેક છે.’


PDF/HTML Page 3638 of 4199
single page version

ધર્માસ્તિકાય નામનું એક લોકવ્યાપી દ્રવ્ય છે. દેવાધિદેવ સર્વજ્ઞ ભગવાને જોયું છે. અન્યમતમાં તો આ વાત છે જ નહિ. જેના મતમાં સર્વજ્ઞ નથી તેના મતમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આદિની વાત હોઈ શકે નહિ. શ્રી કેવળી ભગવાને છ દ્રવ્ય અસ્તિપણે જોયાં છે. તેમાં એક ધર્માસ્તિકાય છે. તે સ્વયં ગમન કરતા જીવ-પુદ્ગલોને નિમિત્ત છે. તે ગમન કરાવે એમ નહિ, માત્ર નિમિત્ત છે બસ. અહીં કહે છે- આ ધર્માસ્તિકાય જ્ઞાન નથી. વળી ધર્માસ્તિકાયમાં છે એવો ખ્યાલ (જ્ઞાનમાં) આવ્યો તો તે જ્ઞાન પણ જ્ઞાન નથી. ધર્માસ્તિકાયમાં જ્ઞાનસ્વભાવ ભયોેર્ નથી; ભગવાન આત્મા અંદર જ્ઞાનસ્વભાવથી ભરપૂર ભર્યો છે. અહા! તેનાં આશ્રયે જે જ્ઞાન પ્રગટ થાય તે સમ્યજ્ઞાન છે અને તે જ્ઞાન મોક્ષનો માર્ગ છે. આગળ કહે છે-

‘અધર્મ (-અધર્મ દ્રવ્ય) જ્ઞાન નથી, કારણ કે અધર્મ અચેતન છે; માટે જ્ઞાનને અને અધર્મને વ્યતિરેક છે.’

જુઓ, જીવ-પુદ્ગલો ગતિપૂર્વક સ્વયં સ્થિતિ કરે તેમાં અધર્માસ્તિકાય દ્રવ્ય નિમિત્ત છે. આ અધર્માસ્તિકાય પણ એક લોકવ્યાપી અચેતન દ્રવ્ય છે. તે ગતિ કરતા જીવ-પુદ્ગલોને સ્થિતિ કરાવે એમ નહિ, એ તો માત્ર નિમિત્ત છે બસ; બાકી ગતિ કરવી અને સ્થિતિ થવી એ તો જીવ-પુદ્ગલોની પોતાની તત્કાલીન યોગ્યતા છે. અહીં કહે છે- આ અધર્માસ્તિકાય જ્ઞાન નથી. વળી અધર્માસ્તિકાય છે એવો ખ્યાલ જે (જ્ઞાનમાં) આવ્યો તે જ્ઞાન પણ જ્ઞાન નથી; અહા! આત્મા જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ છે તેના આશ્રયમાં જતાં જે સ્વસંવેદનજ્ઞાન પ્રગટ થયું તે જ્ઞાન છે અને તે જ મોક્ષમાર્ગ છે. સમજાણું કાંઈ...? હવે કહે છે-

‘કાળ (-કાળ દ્રવ્ય) જ્ઞાન નથી, કારણ કે કાળ અચેતન છે; માટે જ્ઞાનને અને કાળને વ્યતિરેક છે.’

લોકમાં રત્નોની રાશિની જેમ એક પર એક ગોઠવાયેલાં કાળદ્રવ્યો અસંખ્ય છે. તેમાં પ્રત્યેકમાં ઉત્પાદ-વ્યય થાય છે. આ કાળદ્રવ્ય જ્ઞાન નથી, કેમકે તે અચેતન-જડ છે. વળી તેના લક્ષે કાળદ્રવ્યનું જ્ઞાન થયું તેય પરમાર્થ જ્ઞાન નથી. માટે જ્ઞાન અને કાળદ્રવ્ય બન્ને જુદેજુદા છે. આવી વાત! વળી-

‘આકાશ (આકાશ દ્રવ્ય) જ્ઞાન નથી, કારણ કે આકાશ અચેતન છે; માટે જ્ઞાનને અને આકાશને વ્યતિરેક છે.’

ઓહો! આકાશ નામનો એક અનંત પ્રદેશી અચેતન મહાપદાર્થ છે. આ આકાશ દ્રવ્ય તે, કહે છે, જ્ઞાન નથી. વળી તેનું લક્ષ થતાં ‘આ આકાશ છે’ એવું જે જ્ઞાન થાય તે પરલક્ષી જ્ઞાન પણ પરમાર્થે જ્ઞાન નથી. અહીં તો સ્વસંવેદનજ્ઞાનને જ પરમાર્થે જ્ઞાન કહ્યું છે. પરલક્ષી જ્ઞાન થાય તેય પરની જેમ અચેતન છે. માટે જ્ઞાન અને આકાશ


PDF/HTML Page 3639 of 4199
single page version

અધ્યવસાન જ્ઞાન નથી, કારણકે અધ્યવસાન અચેતન છે; માટે જ્ઞાનને અને (કર્મના ઉદયની પ્રવૃત્તિરૂપ) અધ્યવસાનને વ્યતિરેક છે.’

રાગમાં એકતાબુદ્ધિ તે અધ્યવસાન છે. રાગ અને આત્મા એક છે એવો ભ્રમ તે અધ્યવસાન છે. આ અધ્યવસાન, કહે છે, જ્ઞાન નથી, કેમકે અધ્યવસાન અચેતન છે. માટે કર્મના ઉદયની પ્રવૃત્તિરૂપ અધ્યવસાન અને જ્ઞાન જુદાં છે.

જુઓ, અહીં અધ્યવસાન આત્મા નથી એમ કહ્યું છે ને! હવે પછી નીચે જ્ઞાન જ પુણ્ય-પાપ છે એમ કહેશે. આવી અટપટી વાત! એકકોર પુણ્ય-પાપને અનાત્મા કહે અને વળી પાછા તેને આત્મા કહે-આ કેવી વાત!

એ તો ભાઈ! પુણ્યપાપ એની પર્યાયમાં થાય છે માટે તેને ત્યાં (નીચે) આત્મા કહેલ છે. પોતાની પર્યાય છે તો તેને આત્મા કહ્યો. પ્રવચનસારમાં ૪૭ નયના અધિકારમાં પુણ્ય-પાપનો અધિષ્ઠાતા આત્મા છે એમ કહ્યું છે. જ્યારે સમયસારની ૭૩મી ગાથામાં પુણ્ય-પાપના ભાવોનો સ્વામી પુદ્ગલ દ્રવ્ય છે એમ કહ્યું છે ભાઈ! આ તો અનેકાન્ત માર્ગ છે. દ્રવ્યથી વાત આવે તેય અને પર્યાયથી વાત આવે તેય યથાસ્થિત જાણવી જોઈએ. એકલા દ્રવ્યને માને અને પર્યાયને જાણેય નહિ તો એ તો મિથ્યા એકાન્ત થઈ જાય.

પુણ્ય-પાપના ભાવ જીવની પર્યાયમાં થાય છે તેથી તેને જીવ કહ્યા, પણ તે જીવનો સ્વભાવ નથી (વિભાવ છે) અને પર્યાયમાંથી નીકળી જાય છે માટે તેને પુદ્ગલના પરિણામ કહીને પુદ્ગલ દ્રવ્ય કહ્યું છે. એ તો ત્યાં પર્યાયની-પુણ્ય-પાપની રુચિ છોડાવી દ્રવ્યસ્વભાવની દ્રષ્ટિ કરાવવાના પ્રયોજનથી વાત છે. પણ તેથી કોઈ પુણ્ય-પાપના ભાવ પુદ્ગલમાં થાય છે એમ માને તો તે બરાબર નથી, તથા કોઈ તેને પોતાનો સ્વભાવ જ માને તો તે પણ વિપરીત જ છે. આવી ઝ્રીણી વાત છે.

‘આમ આ રીતે જ્ઞાનનો સમસ્ત પરદ્રવ્યો સાથે વ્યતિરેક નિશ્ચયસાધિત દેખવો.’ શું કીધું? કે આત્મા નિશ્ચયથી સર્વ પરદ્રવ્યોથી ભિન્ન છે એમ દેખવું-અનુભવવું. આ આત્માની પરદ્રવ્યથી નાસ્તિ કહી, હવે અસ્તિથી વાત કરે છે-

‘હવે, જીવ જ એક જ્ઞાન છે; કારણ કે જીવ ચેતન છે; માટે જ્ઞાનને અને જીવને જ અવ્યતિરેક (-અભિન્નતા) છે. વળી જ્ઞાનનો જીવની સાથે વ્યતિરેક જરાપણ શંકનીય નથી (અર્થાત્ જ્ઞાનની જીવથી ભિન્નતા હશે એમ જરાય શંકા કરવાયોગ્ય નથી), કારણ કે જીવ પોતે જ જ્ઞાન છે.’


PDF/HTML Page 3640 of 4199
single page version

જુઓ, શું કહે છે? કે-જીવ જ એક જ્ઞાન છે, કારણ કે જીવ ચેતન છે. અહીં જ્ઞાન અને જીવની અભિન્નતા-એકતા બતાવવી છે. જ્ઞાન અને જીવ-એમ બે શબ્દનો ધ્વનિ ઉઠે છે માટે જ્ઞાન અને જીવ બે જુદા હશે એમ, કહે છે, શંકા ન કરવી. ભગવાન આત્મા ભાવવાન અને જ્ઞાન ભાવ-એમ ભાવ અને ભાવવાન ભિન્ન છે એમ જરાય શંકા ન કરવી, કેમકે બન્ને વસ્તુપણે એક જ છે. બેનાં નામ જુદાં છે, પણ બે વસ્તુ જુદી નથી. ગુણ અને ગુણી બે પૃથક્ વસ્તુ નથી, બન્ને તાદાત્મ્યપણે એક જ છે.

સમયસાર ગાથા ૬૯-૭૦ માં આવી ગયું કે-“જેમને તાદાત્મ્યસિદ્ધ સંબંધ છે એવાં આત્મા અને જ્ઞાનમાં વિશેષ (તફાવત, જુદાં લક્ષણો) નહિ હોવાથી તેમનો ભેદ (જુદાપણું) નહિ દેખતો થકો, નિઃશંક રીતે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે અને ત્યાં (જ્ઞાનમાં પોતાપણે) વર્તતો તે, જ્ઞાનક્રિયા સ્વભાવભૂત હોવાને લીધે નિષેધવામાં આવી નથી માટે, જાણે છે, જાણવારૂપ પરિણમે છે.” જુઓ, આમાં નિઃશંક રીતે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે એમ કહ્યું એનો અર્થ જ એ છે કે જ્ઞાન અને પોતે-આત્મા એક જ છે, અર્થાત્ આત્મામાં જ પોતે વર્તે છે, અને તે જ સ્વભાવભૂત જ્ઞાનક્રિયા નામ સમ્યગ્જ્ઞાનની ક્રિયા છે. અહીં પણ કહે છે- “જીવ જ એક જ્ઞાન છે” અર્થાત્ જીવ પોતે જ જ્ઞાન છે. અહાહા..! અભેદથી કહેતાં પોતે જ્ઞાનસ્વરૂપ જ છે; નામ, લક્ષણથી ભેદ હો, પણ વસ્તુસ્વરૂપથી બન્ને નિઃશંક એક જ છે. હવે કહે છે-

‘આ પ્રમાણે (જ્ઞાન જીવથી અભિન્ન) હોવાથી, જ્ઞાન જ સમ્યગ્દ્રષ્ટિ છે, જ્ઞાન જ સંયમ છે, જ્ઞાન જ અંગપૂર્વરૂપ સૂત્ર છે, જ્ઞાન જ ધર્મ-અધર્મ (અર્થાત્ પુણ્ય-પાપ) છે, જ્ઞાન જ પ્રવ્રજ્યા (દીક્ષા, નિશ્ચયચારિત્ર) છે- એમ જ્ઞાનનો જીવપર્યાયોની સાથે પણ અવ્યતિરેક નિશ્ચયસાધિત દેખવો (અર્થાત્ નિશ્ચય વડે સિદ્ધ થયેલો સમજવો- અનુભવવો).’

અહા! કહે છે- જ્ઞાન જ સમ્યગ્દ્રષ્ટિ છે. સમ્યગ્દ્રષ્ટિ છે તે આત્મા છે કે નહિ? છે ને? તો કહે છે-જ્ઞાન નામ આત્મા જ સમ્યગ્દ્રષ્ટિ છે, કેમકે આત્માથી જુદું કાંઈ સમ્યગ્દર્શન તો છે નહિ. અહાહા...! આત્મા પૂર્ણ જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ છે. તે જ્ઞાનમાં જ્ઞેય થતાં તેની જે પ્રતીતિ થઈ કે- ‘આ હું’ - તે સમ્યગ્દર્શન છે. આ સમ્યગ્દર્શન આત્મસ્વરૂપ છે. કાંઈ સમ્યગ્દર્શન જુદું ને આત્મા જુદો છે એમ નથી. માટે કહેે છે- જ્ઞાન જ સમ્યગ્દ્રષ્ટિ છે. અહીં જ્ઞાન શબ્દે અભેદપણે આત્મા કહેવો છે. સમજાણું કાંઈ...!

વળી ‘જ્ઞાન જ સંયમ છે.’ શું કીધું? જ્ઞાન નામ આત્મા જ સંયમ છે. પાંચ ઈન્દ્રિયના વિષય અને મનથી પાછા ફરવું તે સંયમ-એ તો નાસ્તિથી વાત છે, અસ્તિથી કહીએ તો જ્ઞાન નામ આત્મા આત્મામાં જ રમે તે સંયમ, અને તે આત્મા જ છે.