PDF/HTML Page 3781 of 4199
single page version
(અહીં તત્-અતત્ના ૨ ભંગ, એક-અનેકના ૨ ભંગ, સત્-અસત્ના દ્રવ્ય-ક્ષેત્ર- કાળ-ભાવથી ૮ ભંગ, અને નિત્ય-અનિત્યના ૨ ભંગ-એમ બધા મળીને ૧૪ ભંગ થયા. આ ચૌદ ભંગોમાં એમ બતાવ્યું કે-એકાંતથી જ્ઞાનમાત્ર આત્માનો અભાવ થાય છે અને અનેકાંતથી આત્મા જીવતો રહે છે; અર્થાત્ એકાંતથી આત્મા જે સ્વરૂપે છે તે સ્વરૂપે સમજાતો નથી, સ્વરૂપમાં પરિણમતો નથી, અને અનેકાંતથી તે વાસ્તવિક સ્વરૂપે સમજાય છે, સ્વરૂપમાં પરિણમે છે.)
અહીં નીચે પ્રમાણે (૧૪ ભંગોના કળશરૂપે) ૧૪ કાવ્યો પણ કહેવામાં આવે છેઃ-
PDF/HTML Page 3782 of 4199
single page version
भवन्ति चात्र श्लोकाः–
विश्रान्तं पररूप एव परितो ज्ञानं पशोः सीदति ।
यत्तत्तत्तदिह स्वरूपत इति स्याद्वादिनस्तत्पुन–
र्दूरोन्मग्नघनस्वभावभरतः पूर्णं समुन्मज्जति।। २४८।।
भूत्वा विश्वमयः पशुः पशुरिव स्वच्छन्दमाचेष्टते ।
यत्तत्तत्पररूपतो न तदिति स्याद्वाददर्शी पुन–
र्विश्वाद्भिन्नमविश्वविश्वघटितं तस्य स्वतत्त्वं स्पृशेत्।। २४९।।
(પ્રથમ, પહેલાં ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ-) શ્લોકાર્થઃ– [बाह्य–अर्थैः परिपीतम्] બાહ્ય પદાર્થો વડે સમસ્તપણે પી જવામાં આવેલું, [उज्झित–निज–प्रव्यक्ति–रिक्तीभवत्] પોતાની વ્યક્તિને (-પ્રગટતાને) છોડી દેવાથી ખાલી (-શૂન્ય) થઈ ગયેલું, [परितः पररूपे एव विश्रान्तं] સમસ્તપણે પરરૂપમાં જ વિશ્રાંત (અર્થાત્ પરરૂપ ઉપર જ આધાર રાખતું) એવું [पशोः ज्ञानं] પશુનું જ્ઞાન (-તિર્યંચ જેવા એકાંતવાદીનું જ્ઞાન) [सीदति] નાશ પામે છે; [स्याद्वादिनः तत् पुनः] અને સ્યાદ્વાદીનું જ્ઞાન તો, [‘यत् तत् तत् इह स्वरूपतः तत्’ इति] ‘જે તત્ છે તે સ્વરૂપથી તત્ છે (અર્થાત્ દરેક તત્ત્વને-વસ્તુને સ્વરૂપથી તત્પણું છે)’ એવી માન્યતાને લીધે, [दूर–उन्मग्न–घन–स्वभाव–भरतः] અત્યંત પ્રગટ થયેલા જ્ઞાનઘનરૂપ સ્વભાવના ભારથી, [पूर्णं समुन्मज्जति] સંપૂર્ણ ઉદિત (-પ્રગટ) થાય છે.
ભાવાર્થઃ– કોઈ સર્વથા એકાંતી તો એમ માને છે કે-ઘટજ્ઞાન ઘટના આધારે જ થાય છે માટે જ્ઞાન સર્વ પ્રકારે જ્ઞેયો પર જ આધાર રાખે છે. આવું માનનાર એકાંતવાદીના જ્ઞાનને તો જ્ઞેયો પી ગયાં, જ્ઞાન પોતે કાંઈ ન રહ્યું. સ્યાદ્વાદી તો એમ માને છે કે-જ્ઞાન પોતાના સ્વરૂપથી તત્સ્વરૂપ જ (-જ્ઞાનસ્વરૂપ જ) છે, જ્ઞેયાકાર થવા છતાં જ્ઞાનપણાને છોડતું નથી. આવી યથાર્થ અનેકાંત સમજણને લીધે સ્યાદ્વાદીને જ્ઞાન (અર્થાત્ જ્ઞાનસ્વરૂપ આત્મા) પ્રગટ પ્રકાશે છે.
આ પ્રમાણે સ્વરૂપથી તત્પણાનો ભંગ કહ્યો. ૨૪૮. (હવે બીજા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ-) શ્લોકાર્થઃ– [पशुः] પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, [‘विश्वं ज्ञानम्’
PDF/HTML Page 3783 of 4199
single page version
ज्ज्ञेयाकारविशीर्णशक्तिरभितस्त्रुटयन्पशुर्नश्यति ।
एकद्रव्यतया सदाप्युदितया भेदभ्रमं ध्वंसय–
न्नेकं ज्ञानमबाधितानुभवनं पश्यत्यनेकान्तवित्।। २५०।।
इति प्रतर्क्य] ‘વિશ્વ જ્ઞાન છે (અર્થાત્ સર્વ જ્ઞેયપદાર્થો આત્મા છે)’ એમ વિચારીને [सकलं स्वतत्त्व–आशया द्रष्टवा] સર્વને (-સમસ્ત વિશ્વને) નિજતત્ત્વની આશાથી દેખીને [विश्वमयः भूत्वा] વિશ્વમય (-સમસ્ત જ્ઞેયપદાર્થમય) થઈને, [पशुः इव स्वच्छन्दम् आचेष्टते] ઢોરની માફક સ્વચ્છંદપણે ચેષ્ટા કરે છે-વર્તે છે; [पुनः] અને [स्याद्वाददर्शी] સ્યાદ્વાદદર્શી તો (-સ્યાદ્વાદનો દેખનાર તો), [‘यत् तत् तत् पररूपतः न तत्’ इति] ‘જે તત્ છે તે પરરૂપથી તત્ નથી (અર્થાત્ દરેક તત્ત્વને સ્વરૂપથી તત્પણું હોવા છતાં પરરૂપથી અતત્પણું છે)’ એમ માનતો હોવાથી, [विश्वात् भिन्नम् अविश्व–विश्वघटितं] વિશ્વથી ભિન્ન એવા અને વિશ્વથી (-વિશ્વના નિમિત્તથી) રચાયેલું હોવા છતાં વિશ્વરૂપ નહિ એવા (અર્થાત્ સમસ્ત જ્ઞેય વસ્તુઓના આકારે થવા છતાં સમસ્ત જ્ઞેયવસ્તુથી ભિન્ન એવા) [तस्य स्वतत्त्वं स्पृशेत्] પોતાના નિજતત્ત્વને સ્પર્શે છે-અનુભવે છે.
ભાવાર્થઃ– એકાંતવાદી એમ માને છે કે-વિશ્વ (-સમસ્ત વસ્તુઓ) જ્ઞાનરૂપ અર્થાત્ પોતારૂપ છે. આ રીતે પોતાને અને વિશ્વને અભિન્ન માનીને, પોતાને વિશ્વમય માનીને, એકાંતવાદી, ઢોરની જેમ હેય-ઉપાદેયના વિવેક વિના સર્વત્ર સ્વચ્છંદપણે પ્રવર્તે છે. સ્યાદ્વાદી તો એમ માને છે કે-જે વસ્તુ પોતાના સ્વરૂપથી તત્સ્વરૂપ છે, તે જ વસ્તુ પરના સ્વરૂપથી અતત્સ્વરૂપ છે; માટે જ્ઞાન પોતાના સ્વરૂપથી તત્સ્વરૂપ છે, પરંતુ પર જ્ઞેયોના સ્વરૂપથી અતત્સ્વરૂપ છે અર્થાત્ પર જ્ઞેયોના આકારે થવા છતાં તેમનાથી ભિન્ન છે.
આ પ્રમાણે પરરૂપથી અતત્પણાનો ભંગ કહ્યો. ૨૪૯. (હવે ત્રીજા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ-) શ્લોકાર્થઃ– [पशुः] પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, [बाह्य–अर्थ– ग्रहण–स्वभाव–भरतः] બાહ્ય પદાર્થોને ગ્રહણ કરવાના (જ્ઞાનના) સ્વભાવની અતિશયતાને લીધે, [विष्वग्–विचित्र–उल्लसत्–ज्ञेयाकार–विशीर्ण–शक्तिः] ચારે તરફ (સર્વત્ર) પ્રગટ થતા અનેક પ્રકારના જ્ઞેયાકારોથી જેની શક્તિ વિશીર્ણ થઈ ગઈ છે એવો થઈને (અર્થાત્ અનેક જ્ઞેયોના આકારો જ્ઞાનમાં જણાતાં જ્ઞાનની શક્તિને છિન્નભિન્ન- ખંડ-ખંડરૂપ-થઈ જતી માનીને) [अभितः त्रुटयन्] સમસ્તપણે તૂટી જતો થકો (અર્થાત્ ખંડખંડરૂપ-અનેકરૂપ-
PDF/HTML Page 3784 of 4199
single page version
न्नेकाकारचिकीर्षया स्फुटमपि ज्ञानं पशुर्नेच्छति ।
वैचिक्र्येऽप्यविचित्रतामुपगतं ज्ञानं स्वतःक्षालितं
पर्यायैस्तदनेकतां परिमृशन् पश्यत्यनेकान्तवित्।। २५१।।
થઈ જતો થકો) [नश्यति] નાશ પામે છે; [अनेकान्तवित्] અને અનેકાંતનો જાણનાર તો, [सदा अपि उदितया एक–द्रव्यतया] સદાય ઉદિત (-પ્રકાશમાન) એકદ્રવ્યપણાને લીધે [भेदभ्रमं ध्वंसन्] ભેદના ભ્રમને નષ્ટ કરતો થકો (અર્થાત્ જ્ઞેયોના ભેદે જ્ઞાનમાં સર્વથા ભેદ પડી જાય છે એવા ભ્રમનો નાશ કરતો થકો), [एकम् अबाधित–अनुभवनं ज्ञानम्] જે એક છે (-સર્વથા અનેક નથી) અને જેનું અનુભવન નિર્બાધ છે એવા જ્ઞાનને [पश्यति] દેખે છે-અનુભવે છે.
ભાવાર્થઃ– જ્ઞાન છે તે જ્ઞેયોના આકારે પરિણમવાથી અનેક દેખાય છે, તેથી સર્વથા એકાંતવાદી તે જ્ઞાનને સર્વથા અનેક-ખંડખંડરૂપ-દેખતો થકો જ્ઞાનમય એવા પોતાનો નાશ કરે છે; અને સ્યાદ્વાદી તો જ્ઞાનને, જ્ઞેયાકાર થવા છતાં, સદા ઉદયમાન દ્રવ્યપણા વડે એક દેખે છે.
આ પ્રમાણે એકપણાનો ભંગ કહ્યો. ૨પ૦. (હવે ચોથા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ-) શ્લોકાર્થઃ–
मेचक–चिति प्रक्षालनं कल्पयन्] જ્ઞેયકારોરૂપી કલંકથી (અનેકાકારરૂપ) મલિન એવા ચેતનમાં પ્રક્ષાલન કલ્પતો થકો (અર્થાત્ ચેતનની અનેકાકારરૂપ મલિનતાને ધોઈ નાખવાનું કલ્પતો થકો), [एकाकार–चिकीर्षया स्फुटम् अपि ज्ञानं न इच्छति] એકાકાર કરવાની ઇચ્છાથી જ્ઞાનને-જોકે તે જ્ઞાન અનેકાકારપણે પ્રગટ છે તોપણ-ઇચ્છતો નથી (અર્થાત્ જ્ઞાનને સર્વથા એકાકાર માનીને જ્ઞાનનો અભાવ કરે છે); [अनेकान्तवित्] અને અનેકાંતનો જાણનાર તો, [पर्यायैः तद्–अनेकतां परिमृशन्] પર્યાયોથી જ્ઞાનની અનેક્તા જાણતો (અનુભવતો) થકો, [वैचिक्र्ये अपि अविचित्रताम् उपगतं ज्ञानं] વિચિત્ર છતાં અવિચિત્રતાને પ્રાપ્ત (અર્થાત્ અનેકરૂપ છતાં એકરૂપ) એવા જ્ઞાનને [स्वतःक्षालितं] સ્વતઃક્ષાલિત (સ્વયમેવ ધોયેલું-શુદ્ધ) [पश्यति] અનુભવે છે.
ભાવાર્થઃ– એકાંતવાદી જ્ઞેયાકારરૂપ (અનેકાકારરૂપ) જ્ઞાનને મલિન જાણી, તેને ધોઈને-તેમાંથી જ્ઞેયાકારો દૂર કરીને, જ્ઞાનને જ્ઞેયાકારો રહિત એક-આકારરૂપ કરવા ઇચ્છતો થકો, જ્ઞાનનો નાશ કરે છે; અને અનેકાંતી તો સત્યાર્થ વસ્તુસ્વભાવને જાણતો
PDF/HTML Page 3785 of 4199
single page version
स्वद्रव्यानवलोकनेन परितः शून्यः पशुर्नश्यति।
स्वद्रव्यास्तितया निरूप्य निपुणं सद्यः समुन्मज्जता
स्याद्वादी तु विशुद्धबोधमहसा पूर्णो भवन् जीवति।। २५२।।
जानन्निर्मलशुद्धबोधमहिमा स्वद्रव्यमेवाश्रयेत्।। २५३।।
હોવાથી, જ્ઞાનને સ્વરૂપથી જ અનેકાકારપણું માને છે.
આ પ્રમાણે અનેકપણાનો ભંગ કહ્યો. ૨પ૧. (હવે પાંચમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ-) શ્લોકાર્થઃ–
स्फुट–स्थिर–परद्रव्य–अस्तिता–वञ्चितः] પ્રત્યક્ષ *આલિખિત એવાં પ્રગટ (-સ્થૂલ) અને સ્થિર (-નિશ્ચળ) પરદ્રવ્યોના અસ્તિત્વથી ઠગાયો થકો, [स्वद्रव्यअनवलोकनेन परितः शून्यः] સ્વદ્રવ્યને (-આત્મદ્રવ્યના અસ્તિત્વને) નહિ દેખતો હોવાથી સમસ્તપણે શૂન્ય થયો થકો [नश्यति] નાશ પામે છે; [स्याद्वादी तु] અને સ્યાદ્વાદી તો, [स्वद्रव्य–अस्तितया निपुणं निरूप्य] આત્માને સ્વદ્રવ્યરૂપે અસ્તિપણે નિપુણ રીતે અવલોક્તો હોવાથી, [सद्यः समुन्मज्जता विशुद्ध–बोध–महसा पूर्णः भवन्] તત્કાળ પ્રગટ થતા વિશુદ્ધ જ્ઞાનપ્રકાશ વડે પૂર્ણ થતો થકો [जीवति] જીવે છે-નાશ પામતો નથી.
ભાવાર્થઃ– એકાંતી બાહ્ય પરદ્રવ્યને પ્રત્યક્ષ દેખી તેનું અસ્તિત્વ માને છે, પરંતુ પોતાના આત્મદ્રવ્યને ઇંદ્રિયપ્રત્યક્ષ નહિ દેખતો હોવાથી તેને શૂન્ય માની આત્માનો નાશ કરે છે. સ્યાદ્વાદી તો જ્ઞાનરૂપી તેજથી પોતાના આત્માનું સ્વદ્રવ્યથી અસ્તિત્વ અવલોક્તો હોવાથી જીવે છે-પોતાનો નાશ કરતો નથી.
આ પ્રમાણે સ્વદ્રવ્ય-અપેક્ષાથી અસ્તિત્વનો (-સત્પણાનો) ભંગ કહ્યો. ૨પ૨. (હવે છઠ્ઠા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ-) શ્લોકાર્થઃ– [पशुः] પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, [दुर्वासना–वासितः] _________________________________________________________________
* આલિખિત = આળેખાયેલાં; ચિત્રિત; સ્પર્શાતાં; જણાતાં.
PDF/HTML Page 3786 of 4199
single page version
सीदत्येव बहिः पतन्तमभितः पश्यन्पुमांसं पशुः।
स्वक्षेत्रास्तितया निरुद्धरभसः स्याद्वादवेदी पुन–
स्तिष्ठत्यात्मनिखातबोध्यनियतव्यापारशक्तिर्भवन्।। २५४।।
દુર્વાસનાથી (-કુનયની વાસનાથી) વાસિત થયો થકો, [पुरुषं सर्वद्रव्यमयं प्रपद्य] આત્માને સર્વદ્રવ્યમય માનીને, [स्वद्रव्य–भ्रमतः परद्रव्येषु किल विश्राम्यति] (પરદ્રવ્યોમાં) સ્વદ્રવ્યના ભ્રમથી પરદ્રવ્યોમાં વિશ્રામ કરે છે; [स्याद्वादी तु] અને સ્યાદ્વાદી તો, [समस्तवस्तुषु परद्रव्यात्मना नास्तितां जानन्] સમસ્ત વસ્તુઓમાં પરદ્રવ્યસ્વરૂપે નાસ્તિત્વ જાણતો થકો, [निर्मल–शुद्ध–बोध–महिमा] જેનો શુદ્ધજ્ઞાનમહિમા નિર્મળ છે એવો વર્તતો થકો, [स्वद्रव्यम् एव आश्रयेत्] સ્વદ્રવ્યનો જ આશ્રય કરે છે.
ભાવાર્થઃ– એકાંતવાદી આત્માને સર્વદ્રવ્યમય માનીને, આત્મામાં જે પરદ્રવ્ય- અપેક્ષાએ નાસ્તિત્વ છે તેનો લોપ કરે છે; અને સ્યાદ્વાદી તો સર્વ પદાર્થોમાં પરદ્રવ્ય- અપેક્ષાએ નાસ્તિત્વ માનીને નિજ દ્રવ્યમાં રમે છે.
આ પ્રમાણે પરદ્રવ્ય-અપેક્ષાથી નાસ્તિત્વનો (-અસત્પણાનો) ભંગ કહ્યો. ૨પ૩. (હવે સાતમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ-) શ્લોકાર્થઃ–
निषण्ण–बोध्य–नियत–व्यापार–निष्ठः] ભિન્ન ક્ષેત્રમાં રહેલા જ્ઞેયપદાર્થોમાં જે જ્ઞેયજ્ઞાયક સંબંધરૂપ નિશ્ચિત વ્યાપાર તેમાં પ્રવર્તતો થકો, [पुमांसम् अभितः बहिः पतन्तम् पश्यन्] આત્માને સમસ્તપણે બહાર (પરક્ષેત્રમાં) પડતો દેખીને (-સ્વક્ષેત્રથી આત્માનું અસ્તિત્વ નહિ માનીને) [सदा सीदति एव] સદા નાશ પામે છે; [स्याद्वादवेदी पुनः] અને સ્યાદ્વાદનો જાણનાર તો, [स्वक्षेत्र–अस्तितया निरुद्ध–रभसः] સ્વક્ષેત્રથી અસ્તિપણાને લીધે જેનો વેગ રોકાયેલો છે એવો થયો થકો (અર્થાત્ સ્વક્ષેત્રમાં વર્તતો થકો), [आत्म– निखात–बोध्य–नियत–व्यापार–शक्तिः भवन्] આત્મામાં જ આકારરૂપ થયેલાં જ્ઞેયોમાં નિશ્ચિત વ્યાપારની શક્તિવાળો થઈને, [तिष्ठति] ટકે છે-જીવે છે (-નષ્ટ થતો નથી).
ભાવાર્થઃ– એકાંતવાદી ભિન્ન ક્ષેત્રમાં રહેલા જ્ઞેય પદાર્થોને જાણવાના કાર્યમાં પ્રવર્તતાં આત્માને બહાર પડતો જ માનીને, (સ્વક્ષેત્રથી અસ્તિત્વ નહિ માનીને,) પોતાને નષ્ટ કરે છે; અને સ્યાદ્વાદી તો, ‘પરક્ષેત્રમાં રહેલાં જ્ઞેયોને જાણતાં પોતાના ક્ષેત્રમાં રહેલો આત્મા સ્વક્ષેત્રથી અસ્તિત્વ ધારે છે’ એમ માનતો થકો ટકી રહે છે-નાશ પામતો નથી.
PDF/HTML Page 3787 of 4199
single page version
स्याद्वादी तु वसन् स्वधामनि परक्षेत्रे विदन्नास्तितां
त्यक्तार्थोऽपि न तुच्छतामनुभवत्याकारकर्षी परान्।। २५५।।
આ પ્રમાણે સ્વક્ષેત્રથી અસ્તિત્વનો ભંગ કહ્યો. ૨પ૪. (હવે આઠમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ-) શ્લોકાર્થઃ–
पृथग्विध–परक्षेत्र–स्थित–अर्थ–उज्झनात्] સ્વક્ષેત્રમાં રહેવા માટે જુદા જુદા પરક્ષેત્રમાં રહેલા જ્ઞેય પદાર્થોને છોડવાથી, [अर्थैः सह चिद्–आकारान् वमन्] જ્ઞેય પદાર્થોની સાથે ચૈતન્યના આકારોને પણ વમી નાખતો થકો (અર્થાત્ જ્ઞેય પદાર્થોના નિમિત્તે ચૈતન્યમાં જે આકારો થાય છે તેમને પણ છોડી દેતો થકો) [तुच्छीभूय] તુચ્છ થઈને [प्रणश्यति] નાશ પામે છે; [स्याद्वादी तु] અને સ્યાદ્વાદી તો [स्वधामनि वसन्] સ્વક્ષેત્રમાં રહેતો, [परक्षेत्रे नास्तितां विदन्] પરક્ષેત્રમાં પોતાનું નાસ્તિત્વ જાણતો થકો, [त्यक्त–अर्थः अपि] (પરક્ષેત્રમાં રહેલા) જ્ઞેય પદાર્થોને છોડતાં છતાં [परान् आकारकर्षी] તે પર પદાર્થોમાંથી ચૈતન્યના આકારોને ખેંચતો હોવાથી (અર્થાત્ જ્ઞેય પદાર્થોના નિમિત્તે થતા ચૈતન્યના આકારોને છોડતો નહિ હોવાથી) [तुच्छताम्–अनुभवति न] તુચ્છતા પામતો નથી.
ભાવાર્થઃ– ‘પરક્ષેત્રમાં રહેલા જ્ઞેય પદાર્થોના આકારે ચૈતન્યના આકારો થાય છે તેમને જો હું પોતાના કરીશ તો સ્વક્ષેત્રમાં જ રહેવાને બદલે પરક્ષેત્રમાં પણ વ્યાપી જઈશ’ એમ માનીને અજ્ઞાની એકાંતવાદી પરક્ષેત્રમાં રહેલા જ્ઞેય પદાર્થોની સાથે સાથે ચૈતન્યના આકારોને પણ છોડી દે છે; એ રીતે પોતે ચૈતન્યના આકારો રહિત તુચ્છ થાય છે, નાશ પામે છે. સ્યાદ્વાદી તો સ્વક્ષેત્રમાં રહેતો, પરક્ષેત્રમાં પોતાની નાસ્તિતા જાણતો થકો, જ્ઞેય પદાર્થોને છોડતાં છતાં ચૈતન્યના આકારોને છોડતો નથી; માટે તે તુચ્છ થતો નથી, નાશ પામતો નથી.
આ પ્રમાણે પરક્ષેત્રની અપેક્ષાથી નાસ્તિત્વનો ભંગ કહ્યો. ૨પપ. (હવે નવમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ-) શ્લોકાર્થઃ–
नाश–समये ज्ञानस्य नाशं विदन्] પૂર્વાલંબિત જ્ઞેય પદાર્થોના નાશ સમયે જ્ઞાનનો પણ નાશ જાણતો થકો, [न किञ्चन अपि कलयन्] એ રીતે જ્ઞાનને કાંઈ પણ (વસ્તુ) નહિ
PDF/HTML Page 3788 of 4199
single page version
सीदत्येव न किञ्चनापि कलयन्नत्यन्ततुच्छः पशुः ।
अस्तित्वं निजकालतोऽस्य कलयन स्याद्वादवेदी पुनः
पूर्णस्तिष्ठति बाह्यवस्तुषु मुहुर्भूत्वा विनश्यत्स्वपि।। २५६।।
र्ज्ञेयालम्बनलालसेन मनसा भ्राम्यन् पशुर्नश्यति।
नास्तित्वं परकालतोऽस्य कलयन् स्याद्वादवेदी पुन–
स्तिष्ठत्यात्मनिखातनित्यसहजज्ञानैकपुञ्जीभवन् ।। २५७।।
જાણતો થકો (અર્થાત્ જ્ઞાનવસ્તુનું અસ્તિત્વ જ નહિ માનતો થકો), [अत्यन्त–तुच्छः] અત્યંત તુચ્છ થયો થકો [सीदति एव] નાશ પામે છે; [स्याद्वादवेदी पुनः] અને સ્યાદ્વાદનો જાણનાર તો [अस्य निज–कालतः अस्तित्वं कलयन्] આત્માનું નિજ કાળથી અસ્તિત્વ જાણતો થકો, [बाह्यवस्तुषु मुहुः भूत्वा विनश्यत्सु अपि] બાહ્ય વસ્તુઓ વારંવાર થઈને નાશ પામતાં છતાં પણ, [पूर्णः तिष्ठति] પોતે પૂર્ણ રહે છે.
ભાવાર્થઃ– પહેલાં જે જ્ઞેય પદાર્થો જાણ્યા હતા તે ઉત્તર કાળમાં નાશ પામી ગયા; તેમને દેખી એકાંતવાદી પોતાના જ્ઞાનનો પણ નાશ માની અજ્ઞાની થયો થકો આત્માનો નાશ કરે છે. સ્યાદ્વાદી તો, જ્ઞેય પદાર્થો નષ્ટ થતાં પણ, પોતાનું અસ્તિત્વ પોતાના કાળથી જ માનતો થકો નષ્ટ થતો નથી.
આ પ્રમાણે સ્વકાળ-અપેક્ષાથી અસ્તિત્વનો ભંગ કહ્યો. ૨પ૬.
(હવે દસમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ-)
શ્લોકાર્થઃ– [पशुः] પશુ અર્થાત્ અજ્ઞાની એકાંતવાદી, [अर्थ–आलम्बन–काले एव ज्ञानस्य सत्त्वं कलयन्] જ્ઞેય પદાર્થોના આલંબન કાળે જ જ્ઞાનનું અસ્તિત્વ જાણતો થકો, [बहिः– ज्ञेय–आलम्बन–लालसेन मनसा भ्राम्यन्] બાહ્ય જ્ઞેયોના આલંબનની લાલસાવાળા ચિત્તથી (બહાર) ભમતો થકો [नश्यति] નાશ પામે છે; [स्याद्वादवेदी पुनः] અને
PDF/HTML Page 3789 of 4199
single page version
नश्यत्येव पशुः स्वभावमहिमन्येकान्तनिश्चेतनः
सर्वस्मान्नियतस्वभावभवनज्ञानाद्विभक्तो भवन्
स्याद्वादी तु न नाशमेति सहजस्पष्टीकृतप्रत्ययः।। २५८।।
સ્યાદ્વાદનો જાણનાર તો [पर–कालतः अस्य नास्तित्वं कलयन्] પરકાળથી આત્માનું નાસ્તિત્વ જાણતો થકો, [आत्म–निखात–नित्य–सहज–ज्ञान–एक–पुञ्जीभवन्] આત્મામાં દ્રઢપણે રહેલા નિત્ય સહજ જ્ઞાનના એક પુંજરૂપ વર્તતો થકો [तिष्ठति] ટકે છે- નષ્ટ થતો નથી.
ભાવાર્થઃ– એકાંતી જ્ઞેયોના આલંબનકાળે જ જ્ઞાનનું સત્પણું જાણે છે તેથી જ્ઞેયોના આલંબનમાં મનને જોડી બહાર ભમતો થકો નષ્ટ થાય છે. સ્યાદ્વાદી તો પર જ્ઞેયોના કાળથી પોતાનું નાસ્તિત્વ જાણે છે, પોતાના જ કાળથી પોતાનું અસ્તિત્વ જાણે છે; તેથી જ્ઞેયોથી જુદા એવા જ્ઞાનના પુંજરૂપ વર્તતો થકો નષ્ટ થતો નથી.
આ પ્રમાણે પરકાળ-અપેક્ષાએ નાસ્તિત્વનો ભંગ કહ્યો. ૨પ૭. (હવે અગિયારમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ-) શ્લોકાર્થઃ– [पशुः] પશુ અર્થાત્ એકાંતવાદી અજ્ઞાની, [परभाव–भाव–कलनात्] પરભાવોના *ભવનને જ જાણતો હોવાથી, (એ રીતે પરભાવોથી જ પોતાનું અસ્તિત્વ માનતો હોવાથી,) [नित्यं बहिः– वस्तुषु विश्रान्तः] સદાય બાહ્ય વસ્તુઓમાં વિશ્રામ કરતો થકો, [स्वभाव–महिमनि एकान्त–निश्चेतनः] (પોતાના) સ્વભાવના મહિમામાં અત્યંત નિશ્ચેતન (જડ) વર્તતો થકો, [नश्यति एव] નાશ પામે છે; [स्याद्वादी तु] અને સ્યાદ્વાદી તો [नियत–स्वभाव–भवन–ज्ञानात् सर्वस्मात् विभक्तः भवन्] (પોતાના) નિયત સ્વભાવના ભવનસ્વરૂપ જ્ઞાનને લીધે સર્વથી (-સર્વ પરભાવોથી) ભિન્ન વર્તતો થકો, [सहज–स्पष्टीकृत–प्रत्ययः] જેણે સહજ સ્વભાવનું પ્રતીતિરૂપ જાણપણું સ્પષ્ટ- પ્રત્યક્ષ-અનુભવરૂપ કર્યું છે એવો થયો થકો, [नाशम् एति न] નાશ પામતો નથી.
ભાવાર્થઃ– એકાંતવાદી પરભાવોથી જ પોતાનું સત્પણું માનતો હોવાથી બાહ્ય વસ્તુઓમાં વિશ્રામ કરતો થકો આત્માનો નાશ કરે છે; અને સ્યાદ્વાદી તો, જ્ઞાનભાવ જ્ઞેયાકાર થવા છતાં જ્ઞાનભાવનું સ્વભાવથી અસ્તિત્વ જાણતો થકો, આત્માનો નાશ કરતો નથી.
આ પ્રમાણે સ્વ-ભાવની (પોતાના ભાવની) અપેક્ષાથી અસ્તિત્વનો ભંગ કહ્યો. ૨પ૮.
(હવે બારમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ-) ____________________________________________________________ * ભવન = અસ્તિત્વ; પરિણમન.
PDF/HTML Page 3790 of 4199
single page version
स्याद्वादी तु विशुद्ध एव लसति स्वस्य स्वभावं भरा–
दारूढः परभावभावविरहव्यालोकनिष्कम्पितः।। २५९।।
स्याद्वादी तु चिदात्मना परिमृशंश्चिद्वस्तु नित्योदितं
टङ्कोत्कीर्णघनस्वभावमहिम ज्ञानं भवन् जीवति।। २६०।।
શ્લોકાર્થઃ– [पशुः] પશુ અર્થાત્ અજ્ઞાની એકાંતવાદી, [सर्व–भाव–भवनं आत्मनि अध्यास्य शुद्ध–स्वभाव–च्युतः] સર્વ ભાવોરૂપ ભવનનો આત્મામાં અધ્યાસ કરીને (અર્થાત્ સર્વ જ્ઞેય પદાર્થોના ભાવોરૂપે આત્મા છે એમ માનીને) શુદ્ધ સ્વભાવથી ચ્યુત થયો થકો, [अनिवारितः सर्वत्र अपि स्वैरं गतभयः क्रीडति] કોઈ પરભાવને બાકી રાખ્યા વિના સર્વ પરભાવોમાં સ્વચ્છંદતાથી નિર્ભયપણે (નિઃશંકપણે) ક્રીડા કરે છે; [स्याद्वादी तु] અને સ્યાદ્વાદી તો [स्वस्य स्वभावं भरात् आरूढः] પોતાના સ્વભાવમાં અત્યંત આરૂઢ થયો થકો, [परभाव–भाव–विरह–व्यालोक–निष्कम्पितः] પરભાવોરૂપ ભવનના અભાવની દ્રષ્ટિને લીધે (અર્થાત્ આત્મા પરદ્રવ્યોના ભાવોરૂપે નથી-એમ દેખતો હોવાથી) નિષ્કંપ વર્તતો થકો, [विशुद्धः एव लसति] શુદ્ધ જ વિરાજે છે.
ભાવાર્થઃ– એકાંતવાદી સર્વ પરભાવોને પોતારૂપ જાણીને પોતાના શુદ્ધ સ્વભાવથી ચ્યુત થયો થકો સર્વત્ર (સર્વ પરભાવોમાં) સ્વેચ્છાચારીપણે નિઃશંક રીતે વર્તે છે; અને સ્યાદ્વાદી તો, પરભાવોને જાણતાં છતાં, પોતાના શુદ્ધ જ્ઞાનસ્વભાવને સર્વ પરભાવોથી ભિન્ન અનુભવતો થકો શોભે છે.
આ પ્રમાણે પરભાવ-અપેક્ષાથી નાસ્તિત્વનો ભંગ કહ્યો. ૨પ૯. (હવે તેરમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ-) શ્લોકાર્થઃ–
वहत्–ज्ञान–अंश–नाना–आत्मना निर्ज्ञानात्] ઉત્પાદ-વ્યયથી લક્ષિત એવા જે વહેતા (- પરિણમતા) જ્ઞાનના અંશો તે-રૂપ અનેકાત્મકપણા વડે જ (આત્માનો) નિર્ણય અર્થાત્ જ્ઞાન કરતો થકો, [क्षणभङ्ग–सङ्ग–पतितः] *ક્ષણભંગના સંગમાં પડેલો, [प्रायः नश्यति] બાહુલ્યપણે ____________________________________________________________ * ક્ષણભંગ = ક્ષણે ક્ષણે થતો નાશ; ક્ષણભંગુરતા; અનિત્યતા.
PDF/HTML Page 3791 of 4199
single page version
स्याद्वादी तदनित्यतां परिमृशंश्चिद्वस्तुवृत्तिक्रमात्।। २६१।।
નાશ પામે છે; [स्याद्वादी तु] અને સ્યાદ્વાદી તો [चिद्–आत्मना चिद्–वस्तु नित्य– उदितं परिमृशन्] ચૈતન્યાત્મકપણા વડે ચૈતન્યવસ્તુને નિત્ય-ઉદિત અનુભવતો થકો, [टङ्कोत्कीर्ण–घन–स्वभाव–महिम ज्ञानं भवन्] ટંકોત્કીર્ણઘનસ્વભાવ (-ટંકોત્કીર્ણપિંડરૂપ સ્વભાવ) જેનો મહિમા છે એવા જ્ઞાનરૂપ વર્તતો, [जीवति] જીવે છે.
ભાવાર્થઃ– એકાંતવાદી જ્ઞેયોના આકાર અનુસાર જ્ઞાનને ઊપજતું-વિણસતું દેખીને, અનિત્ય પર્યાયો દ્વારા આત્માને સર્વથા અનિત્ય માનતો થતો, પોતાને નષ્ટ કરે છે; અને સ્યાદ્વાદી તો, જોકે જ્ઞાન જ્ઞેયો અનુસાર ઊપજે-વિણસે છે તોપણ, ચૈતન્યભાવનો નિત્ય ઉદય અનુભવતો થકો જીવે છે-નાશ પામતો નથી.
આ પ્રમાણે નિત્યત્વનો ભંગ કહ્યો. ૨૬૦. (હવે ચૌદમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ-) શ્લોકાર્થઃ–
बोध–विसर–आकार–आत्म–तत्त्व–आशया] ટંકોત્કીર્ણ વિશુદ્ધ જ્ઞાનના ફેલાવરૂપ એક આકાર (સર્વથા નિત્ય) આત્મતત્ત્વની આશાથી, [उच्छलत्–अच्छ–चित्परिणतेः भिन्नं किञ्चन वाञ्छति] ઊછળતી નિર્મળ ચૈતન્યપરિણતિથી જુદું કાંઈક (આત્મતત્ત્વને) ઇચ્છે છે (પરંતુ એવું કોઈ આત્મતત્ત્વ છે નહિ); [स्याद्वादी] અને સ્યાદ્વાદી તો, [चिद्–वस्तु– वृत्ति–क्रमात् तद्–अनित्यतां परिमृशन्] ચૈતન્યવસ્તુની વૃત્તિના (-પરિણતિના, પર્યાયના) ક્રમ દ્વારા તેની અનિત્યતાને અનુભવતો થકો, [नित्यम् ज्ञानं अनित्यता परिगमे अपि उज्ज्वलम् आसादयति] નિત્ય એવા જ્ઞાનને અનિત્યતાથી વ્યાપ્ત છતાં ઉજ્જ્વળ (-નિર્મળ) માને છે-અનુભવે છે.
ભાવાર્થઃ– એકાંતવાદી જ્ઞાનને સર્વથા એકાકાર-નિત્ય પ્રાપ્ત કરવાની વાંછાથી, ઊપજતી-વિણસતી ચૈતન્યપરિણતિથી જુદું કાંઈક જ્ઞાનને ઇચ્છે છે; પરંતુ પરિણામ સિવાય જુદો કોઈ પરિણામી તો હોતો નથી. સ્યાદ્વાદી તો એમ માને છે કે-જોકે દ્રવ્યે જ્ઞાન નિત્ય છે તોપણ ક્રમશઃ ઊપજતી-વિણસતી ચૈતન્યપરિણતિના ક્રમને લીધે જ્ઞાન અનિત્ય પણ છે; એવો જ વસ્તુસ્વભાવ છે.
આ પ્રમાણે અનિત્યત્વનો ભંગ કહ્યો. ૨૬૧. ‘પૂર્વોક્ત રીતે અનેકાંત, અજ્ઞાનથી મૂઢ થયેલા જીવોને જ્ઞાનમાત્ર આત્મતત્ત્વ
PDF/HTML Page 3792 of 4199
single page version
आत्मतत्त्वमनेकान्तः स्वयमेवानुभूयते।। २६२।।
अलङ्गयं शासनं जैनमनेकान्तो व्यवस्थितः।। २६३।।
પ્રસિદ્ધ કરી દે છે-સમજાવી દે છે’ એવા અર્થનું કાવ્ય હવે કહેવામાં આવે છેઃ-
શ્લોકાર્થઃ– [इति] આ રીતે [अनेकान्तः] અનેકાંત અર્થાત્ સ્યાદ્વાદ [अज्ञान– विमूढानां ज्ञानमात्रं आत्मतत्त्वम् प्रसाधयन्] અજ્ઞાનમૂઢ પ્રાણીઓને જ્ઞાનમાત્ર આત્મતત્ત્વ પ્રસિદ્ધ કરતો [स्वयमेव अनुभूयते] સ્વયમેવ અનુભવાય છે.
ભાવાર્થઃ– જ્ઞાનમાત્ર આત્મવસ્તુ અનેકાંતમય છે. પરંતુ અનાદિ કાળથી પ્રાણીઓ પોતાની મેળે અથવા તો એકાંતવાદનો ઉપદેશ સાંભળીને જ્ઞાનમાત્ર આત્મતત્ત્વ સંબંધી અનેક પ્રકારે પક્ષપાત કરી જ્ઞાનમાત્ર આત્મતત્ત્વનો નાશ કરે છે. તેમને (અજ્ઞાની જીવોને) સ્યાદ્વાદ જ્ઞાનમાત્ર આત્મતત્ત્વનું અનેકાંતસ્વરૂપપણું પ્રગટ કરે છે-સમજાવે છે. જો પોતાના આત્મા તરફ દેખી અનુભવ કરી જોવામાં આવે તો (સ્યાદ્વાદના ઉપદેશ અનુસાર) જ્ઞાનમાત્ર આત્મવસ્તુ આપોઆપ અનેક ધર્મોવાળી પ્રત્યક્ષ અનુભવગોચર થાય છે. માટે હે પ્રવીણ પુરુષો! તમે જ્ઞાનને તત્સ્વરૂપ, અતત્સ્વરૂપ, એકસ્વરૂપ, અનેકસ્વરૂપ, પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી સત્સ્વરૂપ, પરના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અસત્સ્વરૂપ, નિત્યસ્વરૂપ, અનિત્યસ્વરૂપ ઇત્યાદિ અનેક ધર્મસ્વરૂપ પ્રત્યક્ષ અનુભવગોચર કરી પ્રતીતિમાં લાવો. એ જ સમ્યગ્જ્ઞાન છે. સર્વથા એકાંત માનવું તે મિથ્યાજ્ઞાન છે. ૨૬૨.
‘પૂર્વોક્ત રીતે વસ્તુનું સ્વરૂપ અનેકાંતમય હોવાથી અનેકાંત અર્થાત્ સ્યાદ્વાદ સિદ્ધ થયો’ એવા અર્થનું કાવ્ય હવે કહેવામાં આવે છેઃ-
શ્લોકાર્થઃ– [एवं] આ રીતે [अनेकान्तः] અનેકાંત- [जैनम् अलङ्गयं शासनम्] કે જે જિનદેવનું અલંધ્ય (કોઈથી તોડી ન શકાય એવું) શાસન છે તે- [तत्त्व– व्यवस्थित्वा] વસ્તુના યથાર્થ સ્વરૂપની વ્યવસ્થિતિ (વ્યવસ્થા) વડે [स्वयम् स्वं व्यवस्थापयन्] પોતે પોતાને સ્થાપિત કરતો થકો [व्यवस्थितः] સ્થિત થયો-નિશ્ચિત ઠર્યો-સિદ્ધ થયો.
ભાવાર્થઃ– અનેકાંત અર્થાત્ સ્યાદ્વાદ, જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવું જ સ્થાપન કરતો થકો, આપોઆપ સિદ્ધ થયો. તે અનેકાંત જ નિર્બાધ જિનમત છે અને યથાર્થ વસ્તુસ્થિતિનો કહેનાર છે કાંઈ કોઈએ અસત્ કલ્પનાથી વચનમાત્ર પ્રલાપ કર્યો નથી. માટે હે નિપુણ પુરુષો! સારી રીતે વિચાર કરી પ્રત્યક્ષ અનુમાન-પ્રમાણથી અનુભવ કરી જુઓ. ૨૬૩.
PDF/HTML Page 3793 of 4199
single page version
‘અહીં સુધીમાં ભગવાન કુંદકુંદાચાર્યની ૪૧પ ગાથાઓનું વ્યાખ્યાન ટીકાકાર શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે કર્યું અને તે વ્યાખ્યાનમાં કળશરૂપે તથા સૂચનિકારૂપે ૨૪૬ કાવ્યો કહ્યાં. હવે ટીકાકાર આચાર્યદેવે વિચાર્યું કે- આ શાસ્ત્રમાં જ્ઞાનને પ્રધાન કરીને જ્ઞાનમાત્ર આત્મા કહેતા આવ્યા છીએ; તેથી કોઈ તર્ક કરશે કે “જૈનમત તો સ્યાદ્વાદ છે; તો પછી આત્માને જ્ઞાનમાત્ર કહેવાથી શું એકાન્ત આવી જતો નથી? અર્થાત્ સ્યાદ્વાદ સાથે વિરોધ આવતો નથી? વળી એક જ જ્ઞાનમાં ઉપાયતત્ત્વ અને ઉપેયતત્ત્વ - એ બન્ને કઈ રીતે ઘટે છે?” -આમ તર્ક કોઈને થશે. માટે આવા તર્કનું નિરાકરણ કરવાને ટીકાકાર આચાર્યદેવ હવે પરિશિષ્ટરૂપે થોડું કહે છે. તેમાં પ્રથમ શ્લોક કહે છેઃ-’
‘अथ’ અહીં ‘स्याद्वाद–शुद्धि–अर्थ’ સ્યાદ્વાદની શુદ્ધિને અર્થે ‘वस्तु–तत्त्व– व्यवस्थितिः’ વસ્તુ તત્ત્વની વ્યવસ્થા ‘च’ અને ‘उपाय–उपेय–भावः’ (એક જ જ્ઞાનમાં ઉપાયપણું અને ઉપેયપણું કઈ રીતે ઘટે છે તે બતાવવા) ઉપાય-ઉપેયભાવ ‘मनाक् भूयः अपि’ જરા ફરીને પણ ‘चिन्त्यते’ વિચારવામાં આવે છે.
જુઓ, જેવી ભગવાને કેવળજ્ઞાનમાં આત્મવસ્તુ જોઈ તેની સિદ્ધિ અર્થે પૂર્વે સમયસારમાં ભરપુર કહેવાઈ ગયું છે; તો પણ ટીકાકાર આચાર્ય ભગવાન ફરીને કાંઈક વિચાર આવતાં વિશેષ કહે છે. શું? કે સ્યાદ્વાદની શુદ્ધિ અર્થે વસ્તુ તત્ત્વની જે વ્યવસ્થા તે વિશેષ કહે છે. તેમાં ‘સ્યાત્’ એટલે કોઈ અપેક્ષાએ અને ‘વાદ’ એટલે કથન. અહાહા....! આત્મા જે અનેકાન્તમય વસ્તુ છે તેનું અપેક્ષાએ કથન કરવું તેનું નામ સ્યાદ્વાદ છે. અનેકાન્તમય વસ્તુને અપેક્ષા વડે કહેનારી શૈલિ તે સ્યાદ્વાદ છે.
શિષ્યનો તર્ક છે ને? કે આખા સમયસારમાં તમે આત્માને જ્ઞાનમાત્ર વસ્તુ કહેતા આવ્યા છો તો તેમાં એકાંત થઈ જતું નથી? તો કહે છે-ના, એકાંત થઈ જતું નથી, અનેકાન્ત સિદ્ધ થાય છે. કેવી રીતે તે સમજાવે છેઃ જ્ઞાનમાત્રવસ્તુ આત્મા આત્માપણે છે, ને શરીર, મન, વાણી કે રાગાદિ પરજ્ઞેયપણે નથી એમ અનેકાન્ત સિદ્ધ થાય છે. આત્મા સ્વપણે છે તે અસ્તિ અને પરજ્ઞેયપણે નથી તે નાસ્તિ-એમ અસ્તિ-નાસ્તિરૂપ અનેક ધર્મ સિદ્ધ થાય છે, અને એનું જ નામ વસ્તુનું અનેકાન્તસ્વરૂપ છે. અહાહા....! જે છે તે નથી એ જ અનેકાન્ત છે અને તેનું કથન કરનાર સ્યાદ્વાદ છે. સમજાણું કાંઈ....! અહાહા! વસ્તુમાં વસ્તુપણાની નીપજાવનારી પરસ્પર બે વિરુદ્ધ શક્તિઓનું એકી સાથે પ્રકાશવું તે અનેકાન્ત છે; અર્થાત્ અનંતધર્મમય વસ્તુ પોતે જ અનેકાન્તસ્વરૂપ છે.
ધર્મ એટલે ત્રિકાળી આત્માના આશ્રયે સમ્યગ્દર્શનાદિરૂપે ધર્મ પ્રગટ થાય એની અહીં વાત નથી. વસ્તુએ ધારી રાખેલો ભાવ એને અહીં ધર્મ કહ્યો છે. એ રીતે ગુણ
PDF/HTML Page 3794 of 4199
single page version
અને પર્યાય એ બન્નેને અહીં ધર્મ કહ્યો છે. પુણ્ય-પાપના ભાવને પણ એક સમયની પર્યાયમાં ધારી રાખ્યા છે માટે તેને પણ ધર્મ કહીએ છીએ. અહીં અસ્તિ-નાસ્તિ, એક- અનેક, નિત્ય-અનિત્ય આદિ ધર્મના ૧૪ બોલ લઈને સ્યાદ્વાદને સિદ્ધ કરશે.
આત્મા જ્ઞાનમાત્ર છે એમ કહ્યું એમાં શરીરાદિ પરજ્ઞેયોની નાસ્તિ આવી જાય છે. આમ જ્ઞાનમાત્ર વસ્તુ આત્મામાં અનેક ધર્મ આવી જાય છે. જ્ઞાનમાત્ર વસ્તુ આત્મા છે તે દ્રવ્ય અપેક્ષા નિત્ય છે, પર્યાય અપેક્ષા અનિત્ય છે. આમ નિત્ય-અનિત્ય ધર્મ વસ્તુમાં સમાઈ જાય છે. ‘જ્ઞાન છે’ એમ કહેતાં જ તેમાં અસ્તિપણું ને ભેગું વસ્તુપણું આવી જાય છે. ‘જ્ઞાન છે’ એમ કહેતાં તે જ્ઞેય પણ થાય એવું પ્રમેયપણું ભેગું આવી જાય છે. વળી ‘જ્ઞાન છે’ એમ કહેતાં જ્ઞાન સાથે ભેગું સુખ પણ આવી ગયું; કેમકે જ્ઞાન અર્થાત્ જાણવું-જાણવું-જાણવું એવો જે ભાવ તે સહજ હોવાથી અનાકુળ આનંદમય છે. એ રીતે એમાં ભેગો આનંદ-સુખ પણ આવી જાય છે. અહા! આવી વાત જૈન પરમેશ્વર વીતરાગ સર્વજ્ઞના માર્ગ સિવાય બીજે ક્યાંય નથી.
અહો! ત્રણકાળ-ત્રણલોકને જાણવાનું સામર્થ્ય જેને પર્યાયમાં પ્રગટ થયું તે સર્વજ્ઞ વીતરાગ પરમેશ્વર અરિહંત પરમાત્માએ જેવું વસ્તુસ્વરૂપ જાણ્યું તેવું જગત પાસે વિના ઈચ્છા જાહેર કર્યું. ભગવાન અરિહંતદેવને ઈચ્છા હોતી નથી, કેમકે એ તો પૂર્ણ વીતરાગ હોય છે. ઇચ્છા વિના જ તેઓને ૐધ્વનિ -દિવ્યધ્વનિ નીકળે છે. એ વાણીમાંથી સંત- મુનિવરોએ શાસ્ત્ર રચ્યાં અને તેમાં અનેકાન્તમય વસ્તુના સ્વરૂપનું વર્ણન કર્યું. કેવી રીતે? તો કહે છે-સ્યાદ્વાદ પદ્ધતિથી.
અહા! વસ્તુ ‘છે’ એમ કહેતાં જ તેમાં પરની નાસ્તિ આવી જાય છે. જુઓ, આ આંગળી છે એમ કહેતાં જ એમાં બીજી આંગળી નથી એમ ભેગું આવી જાય છે. જો એમ ન સ્વીકારે તો વસ્તુ જ સિદ્ધ નહિ થાય, બે વસ્તુ જુદી સિદ્ધ નહિ થાય; બધું જ ભેળસેળ થઈ જશે. તેવી રીતે ભગવાન આત્મા જ્ઞાતા-દ્રષ્ટા પ્રભુ જ્ઞાનમાત્રપણે છે એમ કહેતાં જ એના જ્ઞાનમાં જે શરીર, મન, વાણી, ઈન્દ્રિય અને રાગાદિ પરજ્ઞેયો જણાય છે તેની એમાં નાસ્તિ છે એમ ભેગું આવી જાય છે. અહો! આવા અનેકાન્તસ્વરૂપની દ્રષ્ટિ તે પરમામૃત છે, તે સમ્યક્ દ્રષ્ટિ છે અને એ જ સમ્યગ્દર્શન છે. સમજાણું કાંઈ...! અહા! આત્મા જ્ઞાનસ્વરૂપ છે, રાગસ્વરૂપ નથી, પરરૂપ નથી; આત્મા આનંદરૂપ છે, આકુળતારૂપ નથી; - આવા આત્મસ્વરૂપની દ્રષ્ટિ કરે એને સમ્યગ્દર્શનરૂપ પ્રથમ ધર્મ પ્રગટ થાય છે. તેમાં લીનતા-રમણતા કરે એની તો શી વાત! એ તો સાક્ષાત્ ધર્મ છે. ભાઈ! આવો વીતરાગનો ધર્મ છે. તેને જે ઓળખે તેને તે શરણ થાય છે. બાકી વિના ઓળખ્યે ‘કેવળી પણ્ણત્તો ધમ્મો શરણં’ કહે પણ એથી શું? અંતરમાં ધર્મનું સ્વરૂપ ઓળખ્યા વિના ધર્મનું શરણ ક્યાંથી પ્રાપ્ત થાય? કેવળીનેય ઓળખે નહિ ને ધર્મનેય ઓળખે નહિ એને ધર્મ કેમ થાય?
PDF/HTML Page 3795 of 4199
single page version
અરે! લોકોએ તો વીતરાગમાર્ગને બહારથી માન્યો-મનાવ્યો છે. કોઈ કહે દયા પાળીએ તો ધર્મ થાય, તો કોઈ કહે ભગવાનની મૂર્તિની પૂજા કરીએ તો ધર્મ થાય, તો કોઈ વળી કહે કે લુગડાં ઉતારી નગ્ન રહીએ તો ધર્મ થાય. પણ આ તો બધી બહારની ચીજ છે બાપા! (ધર્માત્માને તે હોય છે પણ તે ધર્મ નથી). ધર્મ તો અંતરની ચીજ છે ભાઈ! ભગવાને જેવો જ્ઞાનમાત્ર આત્મા કહ્યો છે તેની અંતર્દ્રષ્ટિ કરી તેમાં જ રમણતા કરે તેનું નામ ધર્મ છે.
અહા! ભગવાન આત્મા ચૈતન્યનો તેજપુંજ પ્રભુ છે. આ કર્મ તો જડ પર છે, અને દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવ થાય તે પુણ્યરૂપ વિકાર છે, તથા હિંસા, જૂઠ આદિ ભાવ થાય તે પાપરૂપ વિકાર છે; એ એક સમયની પર્યાયના ધર્મ છે. તથાપિ ત્રિકાળી જે એક ચૈતન્યભાવ તેમાં એ પુણ્ય-પાપરૂપ વિકાર નથી, ત્રિકાળી સ્વભાવભાવ સદા નિર્વિકાર છે. અહા! આવા સ્વભાવભાવની અંતર્દષ્ટિ ને રમણતા કરવાં તે ધર્મ છે. અહા! આવી પોતાની ચીજને છોડીને લોકો બહારમાં ધર્મ માને-મનાવે એ તો અજ્ઞાન છે.
વળી કોઈ લોકો જ્ઞાનાનંદસ્વભાવી નિજ આત્માને છોડીને બહારમાં શરીર રૂપાળું હોય, પૈસા-ધન હોય ને કાંઈક આબરૂ-પ્રતિષ્ઠા હોય એટલે એમાં અનુકુળતા માની ત્યાં જ હરખ કરે છે, તેમાં હરખ-ઘેલાં થઈ જાય છે. પણ ભાઈ! એ તો મિથ્યાત્વરૂપી સન્નિપાતનો રોગ તને લાગુ પડયો છે. આ સન્નિપાત થાય છે ને! તો આદમી દાંત કાઢે છે. શું તેને સુખ છે? ના, એ તો ગાંડપણ છે. તેમ બીજી ચીજમાં હરખ કરે એ ગાંડપણ- ઘેલછા છે, સન્નિપાત છે, એ કાંઈ વાસ્તવિક સુખ નથી.
આ જોતા નથી? એ શરીર ને પૈસા તો ક્યાંય એક કોર રહ્યા ને સંસારમાં લોકો એક પછી એક ક્યાંય (નરક-નિગોદાદિમાં) હાલ્યા જાય છે. મિથ્યાત્વનું અંતિમ ફળ નિગોદ છે ભાઈ! કે જ્યાં ક્ષણમાં અનંતા જીવ જન્મ-મરણ કર્યા કરે છે. આ લસણ, ડુંગળી, બટાટા નથી આવતા? તેની એક રાઈ જેટલી કટકીમાં અસંખ્ય ઔદારિક શરીર છે, તે એક એક શરીરમાં, સર્વજ્ઞ ભગવાન કહે છે કે અત્યાર સુધી જે અનંતા સિદ્ધ થયા તેનાથી અનંતગુણા જીવ છે. અરેરે! આ જીવોએ આત્માની (-પોતાની જેવડી સત્તા છે તેવડી) હયાતી કબુલી નથી એટલે એના ફળમાં દુનિયા એને આત્મા છે એમ માને એ રહ્યું નહીં. અહા! જેણે વાસ્તવિક તત્ત્વને ઓળવીને જુઠાં આળ આપ્યાં એ એવો જુઠો થઈ ગયો કે એને દુનિયા જીવ માને એ રહ્યું નહિ. અહા! એક શરીરમાં અનંત જીવ! ને કેવી હીણી દશા! કોઈ માને નહિ કે આ જીવ છે. ભાઈ! આ હંબગ નહિ હોં; આ સત્ય છે. અહા! હું એક આત્મા છું ને બીજા મારા જેવા અનંતા આત્માઓ છે એમ અનંત જ્ઞેયોને જે ઉડાડે છે તેનું જ્ઞાન ઉડી જાય છે, અર્થાત્ અત્યંત હીણમૂર્છિત થઈ જાય છે. સમજાણું કાંઈ....?
PDF/HTML Page 3796 of 4199
single page version
અહીં બે વાત કરી છેઃ ૧. આત્મા જ્ઞાનમાત્ર વસ્તુ છે એમ કહેતાં એકાન્ત નથી, પણ સ્યાદ્વાદ છે. (અનેકાન્ત છે.)
૨. એક જ્ઞાનમાત્રવસ્તુ આત્મામાં, ઉપાય-ઉપેયપણું ઘટિત થાય છે. કેવી રીતે તે અહીં વિચારવામાં આવ્યું છે.
આત્મા જ્ઞાનસ્વરૂપ છે ને! એ એક જ્ઞાનસ્વરૂપમાં સાધકપણું અને સાધ્યપણું, ઉપાય-ઉપેયપણું વા કારણ-કાર્યપણું ઘટે છે. જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા વસ્તુપણે એક હોવા છતાં સાધક અને સાધ્ય, ઉપાય અને ઉપેય એમ બે ભેદ (પર્યાયભેદ) તેમાં પડે છે. જે જ્ઞાન સાધકપણે પરિણમે એને ઉપાય નામ મારગ કહીએ, અને એ જ જ્ઞાન પરિપૂર્ણ પરિણમે એને સાધ્ય નામ મોક્ષ કહીએ.
અહા! આવું સાધક-સાધ્યનું સ્વરૂપ કહ્યું એમાં એ સિદ્ધ થઈ ગયું કે વચ્ચે જે દયા, દાન, વ્રતાદિના પરિણામ આવે છે એ સાધકભાવ નથી, (મોક્ષનો) મારગ નથી, એ તો પુણ્યબંધનું જ કારણ છે. સર્વજ્ઞસ્વભાવી પ્રભુ પોતે છે તેમાં એકાગ્ર થઈ જે શ્રદ્ધા- જ્ઞાન-શાન્તિ પ્રગટ કરે તે જ માર્ગ છે અને તે જ્ઞાનની જ (આત્માની જ) દશા છે, રાગની નહીં. અહાહા....! ભગવાન આત્મા ચિદાનંદમય પ્રભુ પૂર્ણ એક છે. તેની પર્યાયમાં અપૂર્ણ સાધકપણું જે પ્રગટ થાય છે એ જ્ઞાનની-આત્માની (નિર્મળ) દશા છે અને એના ફળરૂપે કેવળજ્ઞાનની પૂરણ સાધ્યદશા જે પ્રગટ થાય એ પણ જ્ઞાનની-આત્માની દશા છે. આમ દ્રવ્ય (સ્વભાવથી) એકરૂપ હોવા છતાં પર્યાયમાં બે ભંગ પડી જાય છે.
‘વસ્તુનું સ્વરૂપ સામાન્યવિશેષાત્મક અનેક-ધર્મસ્વરૂપ હોવાથી તે સ્યાદ્વાદથી જ સાધી શકાય છે.’
અહા! ભગવાનના જ્ઞાનમાં જે છ દ્રવ્યો આવ્યાં તેને વસ્તુ કહે છે. અનંત આત્મા, અનંતાનંત પરમાણુ, અસંખ્ય કાલાણુ, એક ધર્માસ્તિકાય, એક અધર્માસ્તિકાય અને એક આકાશ -તે પ્રત્યેક વસ્તુનું સ્વરૂપ સામાન્યવિશેષાત્મક છે. વસ્તુ છે તે પ્રત્યેક ત્રિકાળરૂપ સામાન્યપણે છે અને પર્યાયરૂપ વિશેષપણે છે. આત્મા, પરમાણુ આદિ પ્રત્યેક દ્રવ્ય સામાન્ય અને વિશેષ એમ બેય સ્વભાવે છે. ત્રિકાળ ધ્રુવપણે રહે તે સામાન્ય, અને પલટીને વર્તમાન-વર્તમાન અવસ્થાએ થવું તે વિશેષ. આ સામાન્ય અને વિશેષ બન્નેય વસ્તુનો સ્વભાવ છે. હવે આવું વસ્તુનું સ્વરૂપ જાણ્યા વિના ધર્મ કેમ થાય? અત્યારે તો મૂળ તત્ત્વની વાત લુપ્ત થઈ ગઈ અને લોકો બિચારા બાહ્ય ક્રિયાકાંડમાં
PDF/HTML Page 3797 of 4199
single page version
અહીં કહે છે- આત્મામાં અનેક ધર્મ છે. ધર્મ એટલે વસ્તુએ ધારી રાખેલો ભાવ. સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ -એમ વસ્તુમાં બે ધર્મ છે. એકરૂપ ધ્રુવ ટકી રહેવું તે સામાન્યધર્મ છે, ને પલટવું તે વિશેષધર્મ છે. એમ વસ્તુમાં અનેક ધર્મ છે. અહા! આમ વસ્તુ અનેકધર્મયુક્ત હોવાથી, સ્યાદ્વાદથી એટલે કે અપેક્ષાના કથનથી જ સાધી શકાય છે, સિદ્ધ થઈ શકે છે. અપેક્ષા ન રાખે અને સામાન્ય જ છે, વિશેષ નથી; વા વિશેષ જ છે, સામાન્ય નથી -એમ એકાંત પકડે તો વસ્તુ સિદ્ધ નહિ થાય; કેમકે વસ્તુ સ્વભાવથી જ સામાન્યવિશેષસ્વરૂપ છે. સામાન્ય જે ત્રિકાળી ધ્રુવે છે તેનો નિર્ણય કરનાર વિશેષ પર્યાય છે. આવું જ સહજ વસ્તુ સ્વરૂપ છે. હવે કહે છે-
એ રીતે સ્યાદ્વાદની શુદ્ધતા (-પ્રમાણિકતા, સત્યતા, નિર્દોષતા, નિર્મળતા, અદ્વિતીયતા) સિદ્ધ કરવા માટે આ પરિશિષ્ટમાં વસ્તુનું સ્વરૂપ વિચારવામાં આવે છે.
અહા! જુઓ તો ખરા! સ્યાદ્વાદ માટે કેવા કેવા શબ્દો વાપર્યા છે! કહે છે- વીતરાગનો સ્યાદ્વાદ -માર્ગ સત્ય છે, પ્રમાણિક છે, નિર્દોષ છે, અદ્વિતીય છે. બીજે ક્યાંય આવી વાત છે નહિ. સ્યાદ્વાદની શુદ્ધતા સિદ્ધ કરવા માટે અહીં વસ્તુનું સ્વરૂપ વિચારવામાં આવે છે. એમાં એમ બતાવવામાં આવશે કે આ શાસ્ત્રમાં આત્માને જ્ઞાનમાત્ર કહ્યો હોવા છતાં સ્યાદ્વાદ સાથે વિરોધ આવતો નથી.
‘વળી બીજું, એક જ જ્ઞાનમાં સાધકપણું તથા સાધ્યપણું કઈ રીતે બની શકે તે સમજાવવા જ્ઞાનનો ઉપાય-ઉપેયભાવ અર્થાત્ સાધકસાધ્યભાવ પણ આ પરિશિષ્ટમાં વિચારવામાં આવે છે.’
જુઓ, જ્ઞાનસ્વરૂપી આત્મા જ સાધકપણે થઈને સાધ્યપણે થાય છે. વચ્ચે દયા, દાન, વ્રતાદિનો શુભરાગ થાય તે સાધક નથી, ઉપાય નથી. જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મામાં એકાગ્રતા-લીનતા થતાં દર્શન-જ્ઞાન-શાન્તિ પ્રગટે તે મોક્ષનું સાધક છે, તે મોક્ષનો ઉપાય છે; અને એના ફળરૂપે કેવળજ્ઞાન અને મોક્ષદશા પ્રગટે તે સાધ્ય નામ ઉપેય છે. પોતે ચૈતન્યપ્રકાશનો પુંજ છે એમાં આ રીતે બેપણું ઘટે છે તે પણ આ પરિશિષ્ટમાં વિચારવામાં આવશે.
હવે પ્રથમ આચાર્યદેવ વસ્તુસ્વરૂપના વિચાર દ્વારા સ્યાદ્વાદને સિદ્ધ કરે છેઃ-
સ્યાદ્વાદ સમસ્ત વસ્તુઓના સ્વરૂપને સાધનારું અર્હંત્ સર્વજ્ઞનું એક અસ્ખલિત
PDF/HTML Page 3798 of 4199
single page version
(-નિર્બાધ) શાસન છે. તે (સ્યાદ્વાદ) “બધું અનેકાન્તાત્મક છે” એમ ઉપદેશે છે, કારણ કે સમસ્ત વસ્તુ અનેકાન્ત સ્વભાવવાળી છે.’
સ્યાદ્વાદ એટલે શું? સ્યાત્ નામ અપેક્ષાએ, વાદ નામ કથન. કોઈ અપેક્ષાથી વસ્તુને કહેવી તે સ્યાદ્વાદ છે. જેમકે- આત્મા નિત્ય છે, કઈ અપેક્ષાએ? કાયમ ટકે છે એ અપેક્ષાએ. આત્મા અનિત્ય છે, કઈ અપેક્ષાએ? બદલતી અવસ્થાની અપેક્ષાએ. આમ વસ્તુને અપેક્ષાએ કહેવી એનું નામ સ્યાદ્વાદ છે. આ સ્યાદ્વાદ, અહીં કહે છે, સમસ્ત વસ્તુઓના સ્વરૂપને સાધનારું ભગવાન અર્હંતદેવનું અસ્ખલિત શાસન છે. અહાહા....! સ્યાદ્વાદ, બધી વસ્તુઓને અપેક્ષાથી નિત્ય-અનિત્ય, એક-અનેક, સત્-અસત્ ઈત્યાદિપણે સાધનારું ભગવાન સર્વજ્ઞદેવનું નિર્બાધ શાસન છે. ભાઈ! આવી વાત ભગવાન સર્વજ્ઞદેવના શાસન સિવાય બીજે ક્યાંય નથી. હવે કોઈ આત્માને એકાંતે સર્વવ્યાપક માને, એકાંતે નિત્ય માને તેને સ્યાદ્વાદ કેવો? આ તો દ્રવ્ય-ગુણ-પર્યાયમય વસ્તુ માને, દ્રવ્ય એક, ગુણ અનંત, પર્યાય અનંત-એમ માને એના મતમાં સ્યાદ્વાદ છે. હવે દ્રવ્ય શું? ગુણ શું? પર્યાય શું? કાંઈ ખબર ન મળે એની તો આંધળો દોરે ને આંધળો ચાલે એના જેવી સ્થિતિ છે; બિચારો જઈને પડે ખાડામાં.
અહા! સ્યાદ્વાદ બધું અનેકાન્તાત્મક છે એમ ઉપદેશે છે. જુઓ, આ ભગવાન અર્હંતનું નિર્બાધ શાસન! જગતમાં છ દ્રવ્યો છે તે, કહે છે, અનેકધર્મસ્વરૂપ છે. અહીં ધર્મ એટલે સામાન્ય-વિશેષ, એક-અનેક, ગુણ-પર્યાય, નિત્ય-અનિત્ય, સત્-અસત્ આદિ વસ્તુએ ધારી રાખેલા ભાવ-સ્વભાવને ધર્મ કહીએ. આત્મા એક પણ છે, અનેક પણ છે; વસ્તુપણે એક છે અને ગુણ-પર્યાયોની અપેક્ષા અનેક છે. આમ સમસ્ત વસ્તુઓ-દરેક આત્મા ને દરેક પરમાણુ આદિ-અનેકાન્તસ્વભાવવાળા છે. જુઓ, આ આંગળી છે તે અનેક પરમાણુ ભેગા થઈને થઈ છે. પરંતુ તેમાં રહેલો પ્રત્યેક પરમાણુ સામાન્ય-વિશેષ, એક-અનેક, નિત્ય-અનિત્ય આદિ અનેકાન્ત સ્વભાવવાળો છે. તેમ પ્રત્યેક આત્મા પણ અનેકાન્તસ્વરૂપ છે, અર્થાત્ આત્મામાં જ્ઞાન, દર્શન, સુખ, આનંદ, વીર્ય, અસ્તિ-નાસ્તિ, નિત્ય-અનિત્ય, એક-અનેક આદિ અનેક અર્થાત્ અનંતા ધર્મો ધારી રાખેલા છે- એમ જે સ્યાદ્વાદ કહે છે તે અસત્યાર્થ કલ્પના નથી, પરંતુ જેવો વસ્તુનો અનેકાન્ત સ્વભાવ છે તેવો જ સ્યાદ્વાદ કહે છે.
હવે આત્મા નામની વસ્તુને સિદ્ધ કરે છેઃ ‘અહીં આત્મા નામની વસ્તુને જ્ઞાનમાત્રપણે ઉપદેશવામાં આવતાં છતાં પણ સ્યાદ્વાદનો કોપ નથી; કારણ કે જ્ઞાનમાત્ર આત્મવસ્તુને સ્વયમેવ અનેકાન્તપણું છે.’
જુઓ, શું કીધું? કે રાગાદિથી રહિત, પરદ્રવ્યોથી ભિન્ન આત્મવસ્તુને જ્ઞાનમાત્રપણે ઉપદેશવામાં આવવા છતાં, અર્થાત્ આત્મા જ્ઞાનસ્વરૂપ છે એમ કહેવામાં આવ્યું હોવા
PDF/HTML Page 3799 of 4199
single page version
‘ત્યાં (અનેકાન્તનું એવું સ્વરૂપ છે કે), જે (વસ્તુ) તત્ છે તે જ અતત્ છે,....’ જુઓ, આ સ્યાદ્વાદ ન્યાય! જ્ઞાનમાત્રવસ્તુ જે તત્ છે તે જ અતત્ છે. અહાહા....! તત્-અતત્ બન્ને વસ્તુના ધર્મ છે. જે તત્ છે તે જ અતત્ છે; એટલે શું? કે આત્મા જ્ઞાનસ્વરૂપથી અંદર તત્ છે, તે-પણે છે, ને પરજ્ઞેયસ્વરૂપથી અતત્ છે અર્થાત્ તે-પણે નથી, પરજ્ઞેયપણે નથી. આ પ્રમાણે વસ્તુમાં એકીસાથે બન્ને ધર્મો સિદ્ધ થઈ ગયા, અર્થાત્ વસ્તુ અનેકાન્તસ્વરૂપ સિદ્ધ થઈ ગઈ.
હવે આત્મવસ્તુ પરરૂપે નથી તો પર એને શું નુકશાન કરે? પર એને શું લાભ કરે? તથા જે પરવસ્તુ પરપણે છે, આત્માપણે નથી તેનું આત્મા શું કરે? કાંઈ ન કરે. આ વાણી-ધ્વનિ ઉઠે છે તે શું આત્મા છે? ના; એ તો જડ-અજીવ પર છે. તો તે આત્માનું શું કરે? વાણી જો આત્મા નથી તો વાણીથી જ્ઞાન થાય? ન થાય.
હા, પણ તેનો પ્રભાવ તો પડે ને! આપની વાણીનો પ્રભાવ તો પડે છે ને? ધૂળેય પ્રભાવ ન પડે સાંભળને. પ્રભાવ શું છે? દ્રવ્ય, ગુણ, પર્યાય-કાંઈક તો હશે ને! પણ અહીં કહે છે- આત્મવસ્તુ જે સ્વસ્વરૂપથી તત્ છે તે પરપણે અતત્ છે. તેથી પરનો-વાણીનો આત્મવસ્તુમાં પ્રભાવ હોઈ શકતો નથી. અરે ભાઈ! ગુરુના શ્રી મુખેથી વાણી નીકળે છે તે કાળે જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્માની પર્યાય છે કે નથી? તો શું તે ભાષાને લઈને થઈ છે? ભાષાથી તો તે અતત્ છે; તે ભાષાથી કેમ થાય? ન થાય. જ્ઞાનગુણ ત્રિકાળ છે તેની તે પર્યાય પોતાથી થઈ છે. આવું વસ્તુસ્વરૂપ છે.
PDF/HTML Page 3800 of 4199
single page version
થાય છે અને તે જ પ્રથમ ધર્મ છે. એ વિના બધું એકડા વિનાનાં મીંડા જેવું છે. અરે! આ શેઠિયા બિચારાઓને આ સમજવાની નવરાશ ન મળે એ બધા મોટા મજુર છે. રાત- દિ’ પાપની મજૂરી કર્યા કરે છે! ભલે રોજના લાખ બે લાખ પેદા કરે, પણ તેથી શું! તે મોટા મજુર જ છે. બહારના મજુર તો રોજ આઠ કલાક કામ કરે, પણ આમને તો નવરાશ જ નહિ! આખો દિ’ વેપાર-વેપાર-વેપાર! (ભાઈ! આ તો રોજ ફુરસદ લઈ સ્વાધ્યાય વડે તત્ત્વનિર્ણય કરવાનો અવસર છે).
અહીં કહે છે-જ્ઞાનસ્વરૂપ વસ્તુ જે તત્ છે તે જ અતત્ છે. અહાહા...! કહે છે-તે છે, તે નથી. તે છે એટલે પોતે સ્વસ્વરૂપથી છે, અને તે નથી એટલે પોતે આ જે પરજ્ઞેય છે તે-પણે નથી. અહા! જુઓ ને, પહેલા ધડાકે જ બધું (અજ્ઞાન) ઉડાવી દીધું. ભાઈ! આ રીતે જો તું વસ્તુને ન માને તો બીજી કોઈ રીતે વસ્તુ સિદ્ધ નહિ થાય.
અહાહા....! ભગવાન આત્મા જે તત્ છે તે જ અતત્ છે. આત્મવસ્તુ જે તે- સ્વરૂપે છે તે તે-સ્વરૂપે નથી. ઝીણી વાત છે ભાઈ! ભગવાન આત્મા જે ચૈતન્યના પ્રકાશસ્વરૂપે છે તે પરસ્વરૂપે નથી; કર્મ, મન, વાણી, શરીર ઈત્યાદિ જડસ્વરૂપે આત્મા નથી. ભાઈ! આવો યથાર્થ નિર્ણય કરે તો અંદર તત્ત્વ સધાય છે. જ્ઞાનમાત્ર-પણે એને જોતાં અંદર સમ્યગ્દર્શન થાય છે, અને ત્યારે એને ધર્મની શરુઆત થાય છે. આ વિના બધું થોથેથોથાં છે. સમજાણું કાંઈ....?
અહા! જાણગ... જાણગ.... જાણગ જાણનાર વસ્તુ જે તત્ છે તે જ અતત્ છે. અર્થાત્ આત્મવસ્તુ પોતાના સિવાય બીજી કોઈ ચીજપણે-શરીર-મન-વાણીપણે કે દેવગુરુશાસ્ત્રપણે નથી મતલબ આત્મા ક્યાંય પરમાં (નિમિત્તમાં) જતો નથી, અને પર, (નિમિત્ત) કોઈ ચીજ અહીં આત્મામાં પેસતી નથી. હવે આમ છે ત્યાં નિમિત્તથી (પરથી) આત્મામાં કાંઈ થાય એ વાત ક્યાં રહી? જ્ઞાન જ્ઞાનપણે છે, ને બીજી કોઈ ચીજપણે-નિમિત્તપણે તે નથી એમ હોતાં નિમિત્તથી આંહી (-આત્મામાં) જ્ઞાન થાય એ વાત જ રહેતી નથી. આ તો ન્યાયથી-લોજીકથી વાત છે.
અહા! તારી ચીજ જ (આત્મવસ્તુ જ) એવી છે ને પ્રભુ! કે તે પોતાથી તત્પણે છે ને પરચીજથી-શરીર, મન, વાણી, ઈન્દ્રિયથી-અતત્પણે છે. વળી તે પરપદાર્થો પોતાથી તત્પણે છે, ને જ્ઞાનથી-આત્માથી અતત્પણે છે. હવે જે-પણે આત્મા-પોતે નથી તેનું એ શું કરે? કાંઈ જ ન કરે. અને જે-પણે (આત્માપણે) પરવસ્તુ નથી તેનું (-આત્માનું) પરવસ્તુ શું કરે? કાંઈ જ ન કરે. જુઓ, આ આંગળી છે તે પોતાપણે તત્ છે, પણ તે જ અતત્ છે અર્થાત્ બીજી આંગળીપણે નથી. આ એક આંગળી છે તે બીજી આંગળીપણે નથી, તો એનું આ શું કરે? ન્યાય સમજાય છે કાંઈ...?