PDF/HTML Page 3861 of 4199
single page version
જેમ હાથી ચુરમું અને ઘાસને જુદા પાડયા વિના જ ભેગા જ ખાય છે તેમ જ્ઞાનસ્વરૂપી આત્મા અને જ્ઞેયોને ભેળસેળ કરી આ બધું હું છું એમ અનુભવે છે તે બધા હાથીની જેમ ઢોર જેવા છે. લોકો માંગલિકમાં બોલે ખરા કે-ચત્તારિ મંગલમ્-અરિહંતા મંગલમ્, સિદ્ધા મંગલમ્, સાહૂ મંગલમ્, કેવલી પણ્ણત્તો ધમ્મો મંગલમ્- પણ એ બોલે એટલું. પૂછો કે કેવળીએ કહેલો ધર્મ શું? તો કાંઈ ખબર ન મળે. (એમ કે એ તો કેવળી જાણે.) આત્મા જ્ઞાનસ્વરૂપી છે, તે પોતાના જ્ઞાનસ્વરૂપે-તત્પણે પરિણમે અને જ્ઞેયસ્વરૂપે- અતત્પણે ન પરિણમે તેને ધર્મ કહ્યો છે. પણ લોકો તો વ્રત કરો, ને તપ કરો, ને ભક્તિ કરો ને દાનમાં પાંચ-પચીસ લાખ ખર્ચ કરો એટલે થઈ ગયો ધર્મ -એમ માને છે. પણ બાપુ! એ તો બધા રાગના પ્રકાર પરજ્ઞેય છે. પરથી-રાગથી લાભ-ધર્મ માનીને તું પરનું આચરણ કરે એ તો બાપુ! તારી ઢોર જેવી સ્વચ્છંદ ચેષ્ટા છે. કહ્યું ને અહીં કે-એવા જીવો ઢોરની જેમ સ્વચ્છંદપણે ચેષ્ટા કરે છે. આ તો ભાઈ! થોડા શબ્દો ઘણા ગંભીર અર્થથી ભરેલા છે.
અહા! પોતે સ્વસ્વરૂપથી તત્ ને પરથી અતત્ છે છતાં પરથી-પૈસાથી, ધન- સંપત્તિ-જર-જવાહરથી, શરીરથી, ઇન્દ્રિયથી ને વિષયોથી મને ઠીક છે, આનંદ છે એમ માનનારા બહિરાત્મા પશુ જેવા નિજાનંદસ્વરૂપને ભૂલીને સ્વચ્છંદે અજ્ઞાનનું આચરણ કરે છે. તેઓ મિથ્યાદ્રષ્ટિ રહ્યા થકા દુઃખમય ચાર ગતિમાં પરિભ્રમણ કર્યા જ કરે છે.
હવે કહે છે– ‘पुनः’ અને ‘स्याद्वाददर्शी’ સ્યાદ્વાદદર્શી તો (સ્યાદ્વાદનો દેખનાર તો), ‘यत् तत् तत् पररूपतः न तत् इति’ જે તત્ છે તે પરરૂપથી તત્ નથી (અર્થાત્ દરેક તત્ત્વને સ્વરૂપથી તત્પણું હોવા છતાં પરરૂપથી અતત્પણું છે) એમ માનતો હોવાથી, ‘विश्वात् भिन्नम् अविश्व–विश्वघटितं’ વિશ્વથી ભિન્ન એવા અને વિશ્વથી (-વિશ્વના નિમિત્તથી) રચાયેલું હોવા છતાં વિશ્વરૂપ નહિ એવા (અર્થાત્ સમસ્ત જ્ઞેય વસ્તુઓના આકારે થવા છતાં સમસ્ત જ્ઞેયવસ્તુથી ભિન્ન એવા) ‘तस्य स्वतत्त्वं स्पृशेत्’ પોતાના નિજતત્ત્વને સ્પર્શે છે-અનુભવે છે.
અહા! સ્યાદ્વાદ વડે વસ્તુને દેખનાર સ્યાદ્વાદદર્શી-ધર્મી તો...... , વસ્તુને કેવી દેખે છે? કે હું તો પોતાના જ્ઞાન ને આનંદસ્વરૂપથી તત્ છું, ને પરથી અતત્
PDF/HTML Page 3862 of 4199
single page version
છું. પરથી હું નથી માટે મારાં જ્ઞાન, દર્શન, સુખ, સમકિત, શાન્તિ સ્વમાં સ્વથી થાય, પરથી ન થાય. લ્યો, આવી વસ્તુ દેખે તે ડાહ્યો-વિચક્ષણ પુરુષ છે. બાકી દુનિયાનાં કામ કરનારા, દુનિયાનો ઉદ્ધાર કરવા નીકળેલા દુનિયાના (કહેવાતા) ડાહ્યા તો દુનિયામાં રખડવા ક્યાંય ઊંડા (નરકાદિમાં) જશે. તે ડાહ્યા નથી ભાઈ! તે તો મૂઢ, પાગલ છે. તેમને અહીં કળશમાં પશુ કહ્યા છે. આ તો જેને અંદર આત્મજ્ઞાન થયું છે તે ડાહ્યા છે, કેમકે તે ફાયા (ફાવ્યા) છે, તે તરી જશે. સમજાય છે કાંઈ...?
અહા! મારો ચૈતન્યમહાપ્રભુ મારા સ્વરૂપથી-જ્ઞાનસ્વરૂપથી તત્ છે, ને પરથી અતત્ છે. ભલે જ્ઞેયનું જ્ઞાન થાય, પણ એ જ્ઞેયનું જ્ઞાન નથી, જ્ઞાનનું જ જ્ઞાન છે. આમ સ્વ-રૂપથી તત્પણું ને પરરૂપથી અતત્પણું માનતો હોવાથી, સ્યાદ્વાદી, જ્ઞેયોનું જ્ઞાન- જાણવાપણું થવા કાળે, જ્ઞાનની રચના પોતાથી થઈ છે એમ જાણતો વિશ્વરૂપ નહિ એવા નિજતત્ત્વને અનુભવે છે. જેટલું વિશ્વ છે તેનું અહીં જ્ઞાન થાય એ તો આત્માનો નિજ સ્વભાવ છે. ‘વિશ્વથી ભિન્ન એવા અને વિશ્વથી રચાયેલું હોવા છતાં વિશ્વરૂપ નહિ એવા પોતાના નિજતત્ત્વને અનુભવે છે’ -એટલે શું? કે નિજ જ્ઞાયક તત્ત્વ છે તે વિશ્વથી ભિન્ન જ છે; અને વિશ્વને જાણવારૂપ એની જ્ઞાનદશા થઈ તેમાં વિશ્વ નિમિત્ત છે તેથી તે વિશ્વથી રચાયેલું હોવા છતાં જ્ઞાન જ્ઞાનરૂપ જ છે, વિશ્વરૂપ થયું નથી. લ્યો, આવું જાણતો સ્યાદ્વાદી વિશ્વરૂપ નહિ એવા નિજતત્ત્વને અનુભવે છે. વિશ્વને જાણે છે, છતાં વિશ્વરૂપે થતો નથી. વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે એમ આવ્યું ને ૧૨ મી ગાથામાં? લ્યો, એ આ વાત અહીં છે. અહા! આવી યથાર્થ દ્રષ્ટિ જેને થાય છે તે સ્વ-આશ્રયમાં જઈ સંસાર તરી જાય છે ને પૂર્ણાનંદને પામે છે. આ ધર્મ ને ધર્મનું ફળ છે.
‘એકાન્તવાદી એમ માને છે કે -વિશ્વ (-સમસ્ત વસ્તુઓ) જ્ઞાનરૂપ અર્થાત્ પોતારૂપ છે. આ રીતે પોતાને અને વિશ્વને અભિન્ન માનીને, પોતાને વિશ્વમય માનીને, એકાન્તવાદી, ઢોરની જેમ હેય-ઉપાદેયના વિવેક વિના સર્વત્ર સ્વચ્છંદપણે પ્રવર્તે છે.’
જોયું? એકાન્તવાદી, જ્ઞાનમાં પરજ્ઞેય દેખીને, આ પરજ્ઞેય ન હોય તો મારું જ્ઞાન કેમ હોય? -એમ વિચારતો-માનતો થકો પરજ્ઞેયોરૂપ-વિશ્વરૂપ કરે છે. ભગવાન આત્મા સ્વભાવથી જ્ઞાનાનંદસ્વરૂપ હોવા છતાં રાગાદિ પરવસ્તુ સાથે એકપણું માનતો પોતાને વિશ્વમય -સર્વરૂપ માની એકાન્તી ઢોરની જેમ હેય-ઉપાદેયના વિવેક વિના સર્વત્ર સ્વચ્છંદપણે પ્રવર્તે છે. નિમિત્તથી-પરથી મારામાં કાર્ય થાય, ને શુભરાગથી ધર્મ થાય એમ માનનાર, આ રાગાદિ પર હેય છે, ને નિજ જ્ઞાયકતત્ત્વ એક ઉપાદેય છે-એવા હેય-ઉપાદેયના વિવેક વિના સ્વચ્છંદપણે રાગાદિના જ આચરણરૂપ પ્રવર્તે છે. તે અપાર ઘોર સંસારમાં પરિભ્રમે છે. પરંતુ.....
PDF/HTML Page 3863 of 4199
single page version
‘સ્યાદ્વાદી તો એમ માને છે કે-જે વસ્તુ પોતાના સ્વરૂપથી તત્સ્વરૂપ છે, તે જ વસ્તુ પરના સ્વરૂપથી અતત્સ્વરૂપ છે; માટે જ્ઞાન પોતાના સ્વરૂપથી તત્સ્વરૂપ છે, પરંતુ પરજ્ઞેયના સ્વરૂપથી અતત્સ્વરૂપ છે અર્થાત્ પરજ્ઞેયોના આકારે થવા છતાં તેમનાથી ભિન્ન છે.’
જોયું? હું પોતાથી-નિજજ્ઞાનસ્વરૂપથી તત્ છું, ને પુણ્ય-પાપના પરિણામથી કે વ્યવહારના વિકલ્પથી અતત્ છું -એમ જ્ઞાની જાણે છે; અને એમ જાણતો થકો પરજ્ઞેયોથી ભિન્ન નિજ જ્ઞાનતત્ત્વને એકને સ્પર્શે છે-અનુભવે છે. હવે પરથી-નિમિત્તથી થાય ને વ્યવહારથી થાય -એવા વલણમાં ને વલણમાં એણે આવી અંતરમાં વાત કદી રુચિથી સાંભળી નથી; બહારમાં સંતુષ્ટ થઈને બેઠો છે, પણ બાપુ! આ જ મારગ છે, ને આ જ રીત છે.
અહીં પહેલા ભંગમાં પોતાથી એટલે પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયથી તત્ છે એમ સિદ્ધ કર્યું, ને આ બીજા ભંગમાં પરથી અતત્ છે, પરથી નથી એમ સિદ્ધ કર્યું. જ્ઞાની ધર્માત્મા, હું પરથી નથી એમ પરથી વિમુખ થઈ સ્વસ્વરૂપના આશ્રયે પ્રવર્તે છે ને એ રીતે નિર્મળ અંતરંગ જ્ઞાન-શ્રદ્ધાન-આચરણને પ્રાપ્ત થઈ નિરાકુળ આનંદને અનુભવે છે. આવી વાત છે.
આ પ્રમાણે પરરૂપથી અતત્પણાનો ભંગ કહ્યો.
હવે ત્રીજા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ-
‘पशुः’ પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, ‘बाह्य–अर्थ–ग्रहणस्वभाव– भरतः’ બાહ્ય પદાર્થોને ગ્રહણ કરવાના (જ્ઞાનના) સ્વભાવની અતિશયતાને લીધે, ‘विष्वग्–विचित्र–उल्लसत्–ज्ञेयाकार–विशीर्ण–शक्तिः’ ચારે તરફ (સર્વત્ર) પ્રગટ થતા અનેક પ્રકારના જ્ઞેયાકારોથી જેની શક્તિ વિશીર્ણ થઈ ગઈ છે એવો થઈને (અર્થાત્ અનેક જ્ઞેયોના આકારો જ્ઞાનમાં જણાતાં જ્ઞાનની શક્તિને છિન્નભિન્ન-ખંડખંડરૂપ-થઈ જતી માનીને) ‘अभितः त्रुटयन्’ સમસ્તપણે તૂટી જતો થકો (અર્થાત્ ખંડખંડરૂપ અનેકરૂપ -થઈ જતો થકો) ‘नश्यति’ નાશ પામે છે;......
જોયું? જે મિથ્યાત્વથી બંધાય છે તેને અહીં પશુ કહીને બોલાવ્યો છે. એકાન્તવાદી અજ્ઞાની પશુ છે, કેમકે તે મિથ્યાભાવયુક્ત હોવાથી બંધાય છે. કેવી રીતે? પોતાની જ્ઞાનની પર્યાયમાં અનેકપણું-અનેક જ્ઞેયાકારો જણાતાં જાણે હું અનેક થઈ ગયો એમ માનતો અજ્ઞાની પોતાના સ્વરૂપની અસ્તિનો-હોવાપણાનો નાશ કરે છે, અર્થાત્ તે મિથ્યાભાવથી બંધાય છે. એક સમયની જ્ઞાનની પર્યાયમાં છએ દ્રવ્યોના દ્રવ્ય-
PDF/HTML Page 3864 of 4199
single page version
ગુણ-પર્યાયોને જાણવાનો આત્માનો સ્વભાવ છે. પરંતુ અજ્ઞાની માને છે કે અનેક પ્રકારના જ્ઞેયાકારોથી મારી જ્ઞાનશક્તિ ખંડિત-છિન્નભિન્ન થઈ ગઈ, મારામાં એકપણું ના રહ્યું. ખરેખર તો વસ્તુ જે એકસ્વરૂપ છે તે જ અનેકસ્વરૂપ છે. પર્યાયમાં અનેકપણું હોવા છતાં દ્રવ્યના એકપણાને કાંઈ આંચ આવી નથી. પરંતુ એકાન્તે એકપણું ઈચ્છનારને આ વિભ્રમ થઈ ગયો છે કે હું અનેક થઈ ગયો; અરે! આ અનેકપણું ક્યાંથી? જ્ઞાનમાં અનેકપણું જણાય એ હું નહિ, એ મારી ચીજ નહિ. એમ અનેકપણાથી પોતાની જ્ઞાનશક્તિ ખંડખંડરૂપ થઈ જતી માનીને, સમસ્તપણે તૂટી જતો થકો, અર્થાત્ એકપણું તો પ્રાપ્ત થયું નહિ અને અનેકને જાણવાનું પરિણમન જોઈ પોતે ખંડખંડ થઈ ગયો એમ માનતો થકો, અનેકપણાનો ઇન્કાર કરી પોતાની સત્તાનો નાશ કરે છે; અર્થાત્ મિથ્યાત્વભાવે પરિણમે છે.
અહા! દ્રષ્ટિના વિષયભૂત એવો જે એકરૂપ સ્વભાવ-તેની પ્રાપ્તિ-તેનો આશ્રય તો પર્યાયમાં હોય છે. હવે જે વસ્તુના પર્યાયને ને પર્યાયના સ્વભાવને જ એકાંતે સ્વીકારતો નથી એને યથાર્થ દ્રષ્ટિ-સમ્યક્ દ્રષ્ટિ કેમ હોય? હોતી નથી. વસ્તુ તો બાપુ! દ્રવ્યપર્યાયરૂપ છે, દ્રવ્યપણે પણ છે ને પર્યાયપણે પણ છે. દ્રવ્યપણે જે એક છે, તે જ પર્યાયથી અનેક છે. એકાંતે દ્રવ્યરૂપ-એકરૂપ જ વસ્તુ છે એમ નથી. પરંતુ એકાંતવાદી એકાન્તે એકપણું ગોતીને પર્યાયને છોડી દે છે, ને એ રીતે તે પોતાના સત્ત્વનો જ નાશ કરે છે. સમજાણું કાંઈ....?
હવે કહે છે- ‘अनेकान्तवित्’ અને અનેકાન્તનો જાણનાર તો, ‘सदा अपि उदितया एक–द्रव्यतया’ સદાય ઉદિત (-પ્રકાશમાન) એક દ્રવ્યપણાને લીધે ‘भेदभ्रमं ध्वंसयन्’ ભેદના ભ્રમને નષ્ટ કરતો થકો (અર્થાત્ જ્ઞેયોના ભેદે જ્ઞાનમાં સર્વથા ભેદ પડી જાય છે એવા ભ્રમનો નાશ કરતો થકો) ‘एकम् अबाधित–अनुभवनं ज्ञानं’ જે એક છે (-સર્વથા અનેક નથી.) અને જેનું અનુભવન નિર્બાધ છે એવા જ્ઞાનને ‘पश्यति’ દેખે છે-અનુભવે છે.
શું કીધું? વસ્તુના અનંત ધર્મોને યથાવત્ જાણનાર સ્યાદ્વાદી સમ્યગ્દ્રષ્ટિ તો, પર્યાયમાં અનેકને જાણવાપણું ભલે હો, હું તો નિત્ય ઉદયમાન અખંડ એકદ્રવ્યપણાને લીધે એક છું. પર્યાયમાં અનેકને જાણવાપણું છે એય મારો સ્વભાવ છે. પણ તેથી સદાય પ્રકાશમાન એકરૂપ દ્રવ્યસ્વભાવને શું છે? એ તો એક અખંડિત જ છે. અહા! આમ જ્ઞેયોના ભેદોથી જ્ઞાનમાં-વસ્તુમાં ભેદ-ખંડ પડી ગયો એવા ભ્રમનો નાશ કરતો થકો, અનેકપણાને ગૌણ કરતો, તે નિર્બાધપણે એક જ્ઞાનસ્વરૂપને દેખે છે- અનુભવે છે. લ્યો, આનું નામ ધર્મ છે. આ સિવાય બધું થોથે-થોથાં છે. સમજાણું કાંઈ......?
PDF/HTML Page 3865 of 4199
single page version
‘જ્ઞાન છે તે જ્ઞેયોના આકારે પરિણમવાથી અનેક દેખાય છે, તેથી સર્વથા એકાંતવાદી તે જ્ઞાનને સર્વથા અનેક-ખંડખંડરૂપ -દેખતો થકો જ્ઞાનમય એવા પોતાનો નાશ કરે છે.’
અહા! પર્યાયમાં અનેક જ્ઞેયાકારો જોઈને, એકાન્તવાદીને વસ્તુપણે અંદર એકલો હું અખંડાનંદ-નિત્યાનંદ-જ્ઞાનાનંદ પ્રભુ છું એમ એને પોતાનું એકપણું બેસતું નથી. જાણે સર્વથા હું ખંડખંડ થઈ ગયો એમ દેખતો થકો તે જ્ઞાનમય એવા પોતાનો નાશ કરે છે.
‘અને સ્યાદ્વાદી તો જ્ઞાનને, જ્ઞેયાકાર થવા છતાં, સદા ઉદયમાન દ્રવ્યપણા વડે એક દેખે છે.’
અહા! સ્યાદ્વાદી -જ્ઞાની પુરુષ તો, અનેક જ્ઞેયાકારોને જાણવારૂપ પર્યાયને ગૌણ કરીને, સદા ઉદયમાન દ્રવ્યપણા વડે જ્ઞાનને એક દેખે છે, એક જ્ઞાનસ્વરૂપને દેખે છે- અનુભવે છે. વસ્તુપણે હું આ એક છું એમ અનુભવે છે. સમજાણું કાંઈ....?
આ પ્રમાણે એકપણાનો ભંગ કહ્યો.
હવે ચોથા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ-
‘पशुः’ પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, ‘ज्ञेयाकार–कलङ्क–मेचक–चिति प्रक्षालनं कल्पयन्’ જ્ઞેયાકારોરૂપી કલંકથી (અનેકાકારરૂપ) મલિન એવા ચેતનમાં પ્રક્ષાલન કલ્પતો થકો (અર્થાત્ ચેતનની અનેકાકારરૂપ મલિનતાને ધોઈ નાખવાનું કલ્પતો થકો), ‘एकाकार–चिकीर्षया स्फुटम् अपि ज्ञानं न इच्छति’ એકાકાર કરવાની ઈચ્છાથી જ્ઞાનને-જો કે તે જ્ઞાન અનેકાકારપણે પ્રગટ છે તો પણ -ઇચ્છતો નથી (અર્થાત્ જ્ઞાનને સર્વથા એકાકાર માનીને જ્ઞાનનો અભાવ કરે છે);......
આ પોતાને સર્વથા એકપણું માને ને પર્યાયથી અનેકપણું છે તે સ્વીકારે નહિ તે પશુ-એકાંતવાદી અજ્ઞાની છે એમ કહે છે. અહાહા....! વસ્તુ તો સહજ જ દ્રવ્યપર્યાયરૂપ છે. દ્રવ્યરૂપથી એકપણું ને પર્યાયથી અનેકપણું એ વસ્તુગત સ્વભાવ છે. જે અપેક્ષા એક છે તે અપેક્ષા અનેક છે એમ નહિ, તથા જે અપેક્ષા અનેક છે તે અપેક્ષા એક છે એમ નહિ. ત્રિકાળી ધ્રુવ દ્રવ્યસ્વભાવથી આત્મા એક છે, અને તેમાં અનંતગુણ ને પ્રતિ સમય તેની અનંત પર્યાય છે, જ્ઞાનમાં તે જણાય પણ છે-એ અપેક્ષા -પર્યાય અપેક્ષા તે અનેક છે. પરંતુ અજ્ઞાની, તેની જ્ઞાનની પર્યાયમાં જે અનેક પરજ્ઞેયો જણાય છે તેને કલંક માની કાઢી નાખવા ઈચ્છે છે. જ્ઞાનમાં જણાતા જ્ઞેયાકારોનો નાશ કરવા માગે છે.
PDF/HTML Page 3866 of 4199
single page version
જુઓ, અરિસામાં સામે કોલસો હોય તો કોલસો જણાય, અને સામે વીંછી હોય તો વીંછી જણાય. પરંતુ ત્યાં અરિસામાં જે જણાય છે તે (ખરેખર) કોલસો કે વીંછી નથી, એ તો અરિસાની જ અવસ્થા છે. હવે તે અવસ્થામાંથી કોલસો ને વીંછી કાઢી નાખવા માગે તો અરિસાની અવસ્થાનો જ નાશ થઈ જાય, અને તેમ થતાં અરિસાનો નાશ થઈ જાય. તેમ આ આત્મા ચૈતન્ય-અરિસો છે. તે દ્રવ્યરૂપથી કાયમ એકરૂપ રહીને, તેની એક સમયની જ્ઞાનની પર્યાય, પરજ્ઞેયોને અડયા વિના જ, તેનો આશ્રય લીધા વિના જ અનેક જ્ઞેયોને જાણવાપણે થાય છે. સામે પરજ્ઞેયો છે માટે જ્ઞેયાકારે એનું જ્ઞાન થાય છે એમ નથી; એ તો એની જ્ઞાનની પર્યાયનો એવડો સ્વભાવ છે કે અનંતા જ્ઞેયાકારોના જ્ઞાનનું પરિણમન પોતાનું પોતામાં પોતાથી થાય છે. અજ્ઞાની તેને કલંક માની ધોઈ નાખવા માગે છે. તે વિચારે છે-હું તો એકરૂપ છું, તેમાં આ અનેકતા કેવી? આ જ્ઞાનની દશામાં પરમાણુ ને નિગોદાદિ બીજા જીવો જણાય છે તે શું? આ તો કલંક છે. એમ માની તે જ્ઞેયાકારોને દૂર કરવાની ઈચ્છા વડે તે પોતાની સત્તાનો નાશ કરે છે; અહા! અનંતના જાણવાપણે પરિણમવું એ પોતાની પર્યાયનો સહજ ભાવ છે એમ તે જાણતો નથી!
આ તો ધીરાનાં કામ બાપુ! ધર્મ કાંઈ બહારમાં ભર્યો નથી કે બહારથી મળી જાય.
પ્રશ્નઃ– પણ આપ ધર્મ કેમ થાય એની વાત કરોને? આ બધું શું માંડયું છે? ઉત્તરઃ– આ ધર્મની (વાત) તો માંડી છે ભાઈ! ધર્મ કરનારો, એનું હોવાપણું, એનું દ્રવ્ય, એનું ક્ષેત્ર, એનો કાળ (પર્યાય) અને એના ભાવ-સ્વભાવ-ઈત્યાદિનું શું સ્વરૂપ છે એ તો નક્કી કરીશ કે નહિ? એમ ને એમ ધર્મ ક્યાં થશે ભાઈ! કોના આશ્રયે ધર્મ થાય એ જાણ્યા વિના ધર્મ કેમ પ્રગટ કરીશ? આ દયા-દાન ને ભક્તિ-પૂજાના પરિણામ એ કાંઈ ધર્મ નથી, એ તો બધો વિકલ્પ-રાગ છે. સ્વના આશ્રયમાં ગયા વિના ભવનો અભાવ કરવાના બીજરૂપ સમ્યગ્દર્શન ત્રણકાળમાં થતું નથી.
ધર્મના સ્વરૂપની ભાઈ! તને ખબર નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ જે નિર્મળ રત્નત્રય જેને નિશ્ચય મોક્ષમાર્ગ કહીએ તે ધર્મ છે. અષ્ટપાહુડમાં તેને ‘અક્ષય અમેય’ કહ્યો છે. અહા! શુદ્ધ એક જ્ઞાયકના અવલંબને પ્રગટ થયેલી ધર્મની પર્યાયને કદી નાશ ન થાય તેવી અક્ષય અને અનંત સામર્થ્યવાળી કહી છે. અહા! એકરૂપ જ્ઞાયકનું જેમાં જ્ઞાન થયું તેને ‘અક્ષય અમેવ’ કહી, કેમકે તે પર્યાયમાં અનંતને જાણવાની તાકાત પોતાથી જ છે. તેવી રીતે એક શુદ્ધ જ્ઞાયકનું જેમાં શ્રદ્ધાન થયું તે પર્યાય પણ ‘અક્ષય અમેય’ છે, કેમકે અનંતને શ્રદ્ધવાની (નિશ્ચયથી અનંત સામર્થ્યવાન એવા પોતાને) શ્રદ્ધવાની એની તાકાત પોતાને લઈને છે. તેવી રીતે ચારિત્રની, આનંદની, વીર્યની પર્યાય ‘અક્ષય અમેય’ છે. અક્ષય અનંત સામર્થ્યવાળા આત્મતત્ત્વનો, શુદ્ધ એક જ્ઞાયકનો આશ્રય કરે છે તેથી તે પર્યાયોને પણ ‘અક્ષય અમેય’ કહી છે. આમ અનંત
PDF/HTML Page 3867 of 4199
single page version
ગુણની એક સમયમાં અનંત પર્યાય અક્ષય અમેય છે. અહાહા....! જેમ વસ્તુ ત્રિકાળી શુદ્ધ જ્ઞાયક તત્ત્વ અક્ષય અમેય છે તેમ તેના આશ્રયે પ્રગટ થયેલી (નિર્મળ) પર્યાયો અક્ષય અમેય છે. લ્યો, આવો (અલૌકિક) ધર્મ! અરે! લોકોને રાગથી ધર્મ મનાવવો છે! પણ રાગને તો પરનો આશ્રય છે, ને તે વડે તો બંધન જ થાય છે. એનાથી ધર્મ કેમ થાય?
અહીં કહે છે- અજ્ઞાની એકાકારની ઈચ્છાથી જ્ઞાનને-જો કે તે જ્ઞાન અનેકાકારપણે પ્રગટ છે-તો પણ ઇચ્છતો નથી, અર્થાત્ જ્ઞાનને સર્વથા એકાકાર માનીને, અનેકાકારે થયેલા જ્ઞાનના ઈન્કાર દ્વારા તે જ્ઞાનનો -પોતાનો અભાવ કરે છે. શું કીધું? વસ્તુપણે અનંતગુણનું એકરૂપ પોતે હોવા છતાં એક સમયમાં અનંતગુણની અનંત પર્યાયો છે, અને તે એક એક પર્યાયમાં અનંતતા છે. જ્ઞાનની એક પર્યાયમાં રાગથી માંડી આખું વિશ્વ જ્ઞેયપણે-નિમિત્તપણે છે. આવું વસ્તુનું સ્વરૂપ છે તેને નહિ માનતાં, એકાંતે એકપણાને જ ઇચ્છતો તે અનંતપણાને તોડી નાખે છે. ત્યાં અનંતપણાને કલંક માનીને અનંતપણાને કાઢવા જતાં પોતાની પર્યાયના નાશ દ્વારા દ્રવ્યનો નાશ કરે છે. એટલે શું? કે એની પર્યાયમાં દ્રવ્યનું યથાર્થ સ્વરૂપ હાથ આવતું નથી.
એકને લક્ષમાં લેનાર તો અનંતને જાણવાવાળી પર્યાય છે. પણ અનંતને જાણે એ તો કલંક થઈ ગયું એમ જાણી પર્યાયને છોડી દે છે. તેને પોતાનું એકાકાર દ્રવ્ય પણ છૂટી જાય છે, હાથ લાગતું નથી. આમ અજ્ઞાની પોતાને સર્વથા એકાકાર માનીને જ્ઞાનનો- પોતાનો અભાવ કરે છે. સમજાણું કાંઈ.....?
હવે કહે છે– ‘अनेकान्तवित्’ અને અનેકાન્તનો જાણનાર તો, ‘पर्यायैः तद्– अनेकतां परिमृशन’ પર્યાયોથી જ્ઞાનની અનેકતા જાણતો (અનુભવતો) થકો, ‘वैचिक्र्ये अपि अविचित्रतां उपगतं ज्ञानं’ વિચિત્ર છતાં અવિચિત્રતાને પ્રાપ્ત (અર્થાત્ અનેકરૂપ છતાં એકરૂપ) એવા જ્ઞાનને ‘स्वतः क्षालितं’ સ્વતઃ ક્ષાલિત (સ્વયમેવ ધોયેલું-શુદ્ધ) ‘पश्यति’ અનુભવે છે.
શું કહે છે? કે એક પણ છું, અનેક પણ છું- એમ સ્યાદ્વાદ વડે વસ્તુના સ્વરૂપનો જાણનાર અનેકાન્તવાદી તો પર્યાયોથી જ્ઞાનની અનેકતા જાણતો થકો અર્થાત્ એક સમયમાં અનંતગુણની અનંતપર્યાય, અને એક એક પર્યાયમાં અનંતી તાકાત-એમ જાણતો થકો, અનેકરૂપ છતાં હું દ્રવ્યરૂપથી એકરૂપ જ છું એમ જાણી એકરૂપ એવા જ્ઞાનને સ્વતઃક્ષાલિત-સ્વતઃ શુદ્ધ જાણી એકને શુદ્ધને અનુભવે છે. આ અનેકપણાનું જ્ઞાન છે તે કલંક છે, મલિનતા છે એમ સ્યાદ્વાદી માનતો નથી, કેમકે અનંતને જાણવું એ તો સહજ વસ્તુસ્વભાવ છે. એ તો એને ગૌણ કરી સહજ શુદ્ધ વસ્તુને-એકને
PDF/HTML Page 3868 of 4199
single page version
અંતરંગમાં અનુભવે છે. ભાઈ! આમાં તો મિથ્યાદર્શનનો નાશ થઈ ધર્મ-સમ્યગ્દર્શન આદિ-કેમ થાય એની વાત છે. લ્યો.
‘એકાંતવાદી જ્ઞેયાકારરૂપ (અનેકાકારરૂપ) જ્ઞાનને મલિન જાણી, તેને ધોઈને- તેમાંથી જ્ઞેયાકારો દૂર કરીને, જ્ઞાનને જ્ઞેયાકારો રહિત એક-આકારરૂપ કરવા ઇચ્છતો થકો જ્ઞાનનો નાશ કરે છે;.....’
અહા! પોતાનું જે ટકતું તત્ત્વ તે પર્યાયમાં અનંત જ્ઞેયાકારોને જાણવાપણે થયું છે તે એનો-પર્યાયનો સ્વભાવ છે એમ ન માનતાં, એ કલંક થઈ ગયું એમ માની જ્ઞાનને જ્ઞેયાકારો રહિત એક આકારરૂપ કરવા ઈચ્છતો થકો તે પર્યાયનો નાશ કરે છે, અને એ રીતે પોતાનો નાશ કરે છે.
‘અને અનેકાંતી તો સત્યાર્થ વસ્તુસ્વભાવને જાણતો હોવાથી, જ્ઞાનને સ્વરૂપથી જ અનેકાકારપણું માને છે.’
શું કીધું? અનંતને જાણવું એ તો વસ્તુનો-પર્યાયનો સ્વભાવ છે. આ રીતે જ્ઞાનને સ્વરૂપથી જ અનેકાકારપણું છે ત્યાં મલિનતા કેવી? જ્ઞાનમાં અનંતુ જણાય એ તો જ્ઞાનની નિર્મળતા છે. કેવળજ્ઞાનમાં જણાય છે કે નહિ? અહીં મતિ-શ્રુતજ્ઞાનની પર્યાયમાં અનંતુ જણાય છે એમ લીધું છે. પર્યાયમાં અનંતુ જણાય છતાં પર્યાય તો એક જ્ઞાનરૂપ જ છે, જ્ઞેયરૂપ થતી નથી, અને વસ્તુપણે તો હું એક જ છું એમ અનેકાન્તી વસ્તુને-જ્ઞાનને સમ્યક્ પ્રકારે જાણે-અનુભવે છે.
આ પ્રમાણે અનેકપણાનો ભંગ કહ્યો.
હવે પાંચમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ-
‘पशुः’ પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, ‘प्रत्यक्ष–आलिखित–स्फुट– स्थिर–परद्रव्य–अस्तिता–वञ्चितः’ પ્રત્યક્ષ આલિખિત એવાં પ્રગટ (-સ્થૂલ) અને સ્થિર (-નિશ્ચળ) પરદ્રવ્યોના અસ્તિત્વથી ઠગાયો થકો, ‘स्वद्रव्य–अनवलोकनेन परितः शून्यः’ સ્વદ્રવ્યને (-આત્મદ્રવ્યના અસ્તિત્વને) નહિ દેખતો હોવાથી સમસ્તપણે શૂન્ય થયો થકો ‘नश्यति’ નાશ પામે છે;......
શું કીધું આ? કે શરીર, ઇન્દ્રિય, સ્ત્રી-પુત્ર આદિ પરદ્રવ્યો વડે મને ઠીક છે એમ માનનારા બધા મૂઢ, પશુ જેવા છે. અરે ભાઈ! એ સ્ત્રી-પુત્ર આદિ ચીજો થોડા
PDF/HTML Page 3869 of 4199
single page version
હા, પણ કોઈને પતિ-પત્ની બે જ હોય ને પત્ની મરી જાય તો પતિ એકલો પડી જાય કે નહિ?
આત્મા તો સદાય એકલો જ છે ભાઈ! પત્નીથી તેં ઠીકપણું માન્યું છે એ જ તારું પાગલપણું છે. શું થાય? હવે પોતે કોણ છે એની ખબર ન મળે ને એમ ને એમ પાગલની જેમ જિંદગી પૂરી થઈ જાય!
અહીં કહે છે- અજ્ઞાની પ્રત્યક્ષ આલિખિત એવાં પ્રગટ-સ્થૂલ અને સ્થિર-નિશ્ચલ પરદ્રવ્યોના અસ્તિત્વથી ઠગાયો થકો..... , જુઓ, ઇન્દ્રિય (આંખ વગેરે) વડે શરીર, સ્ત્રી, દીકરા, દીકરી ઈત્યાદિને સામે પ્રત્યક્ષ દેખીને એને લઈને હું છું, એનાથી મને ઠીક છે-એમ જે માને છે તે, કહે છે, ઠગાઈ ગયો છે. આ શરીર ઠીક-નિરોગી હોય, પત્ની-દીકરા-દીકરી સેવા કરતાં હોય, રહેવા મકાન અનુકૂળ હોય, ખાવા-પીવાની સામગ્રી ભરપુર હોય, ને મિત્રો-સાથીઓ ખબર પૂછનારા હોય એટલે મને ઠીક પડે છે એમ માનનાર પરથી ઠગાઈ ગયો છે. અને એના વિના મને ઠીક નથી એમ માનનાર પણ ઠગાઈ ગયા છે. અહા! આવા બધા પરના હોવાપણાથી પોતાનું હોવાપણું માને છે ને? વળી તેઓ તે પરદ્રવ્યોને થોડો કાળ સ્થિર દેખીને સ્થિર માને છે ને? અહા! તેઓ મોહવશ ઠગાઈ ગયા છે. કેમ? કેમકે પરદ્રવ્યો કદી નિજ આત્મરૂપ થઈ શકતા નથી ને તેઓ પર્યાયપણે સ્થિર પણ નથી. તેમનો સંયોગ રહ્યા જ કરશે એવા તેઓ સ્થિર નથી. સમજાણું કાંઈ....?
અહા! અતીન્દ્રિય પ્રત્યક્ષ એવું જે પોતાનું અવ્યક્ત (ઇન્દ્રિય-અપ્રત્યક્ષ) આત્મદ્રવ્ય- ત્રિકાળ જ્ઞાનાનંદમય-તેને અજ્ઞાની માનતો નથી, તેને જાણવા-દેખવાની કદી દરકાર પણ કરતો નથી. આમ પોતાના આત્મદ્રવ્યના અસ્તિત્વને નહિ દેખતો, સમસ્તપણે શૂન્ય થયો થકો, જે બાહ્ય ચીજોને જાણે છે તે જ હું છું એમ માને છે. શ્રીમદે કહ્યું છે ને કે-
જાણનારને માન નહિ, કહિએ કેવું જ્ઞાન?
અહા! જાણનારની હયાતીમાં-જ્ઞાનભૂમિકામાં આ બધી બાહ્ય ચીજો દેખીને, આ જાણનારો તે હું છું એમ ન માનતાં, આ બાહ્ય ચીજો તે હું છું એમ માનીને, પોતે શૂન્ય- અભાવરૂપ થયો થકો અજ્ઞાની પોતાનો નાશ કરે છે. અહો! મોહનો કોઈ ગજબ મહિમા છે. આખું જગત મોહથી મૂર્ચ્છા પામી ઠગાઈ રહ્યું છે. આચાર્યદેવે આખા જગતનો ચિતાર ખડો કર્યો છે.
PDF/HTML Page 3870 of 4199
single page version
કોઈને ચાલીસ વર્ષની ઉંમરે પત્ની મરી જાય એટલે ખૂબ શોકાતુર ને વ્યગ્ર થાય. પછી વિચાર કરે કે આના કરતાં દસ વરસ પહેલાં મરી ગઈ હોત તો સારું; એમ કે ત્યારે બીજી તો પરણી શકાત. જુઓ, આ પહેલાં તો સ્ત્રીને મારી, મારી એમ કહીને તૂટી જતો હતો, ને હવે કહે છે-દસ વર્ષ પહેલાં મરી હોત તો સારું. જુઓ, આ સંસારની વિચિત્રતા! બધા આવા ને આવા મૂઢ ભેગા થયા છે. એ તો નિયમસારમાં એક કળશમાં આવ્યું છે કે -મા, બાપ, સ્ત્રી, દીકરા-દીકરી, કુટુંબ-પરિવાર ઈત્યાદિ બધાં ધુતારાની ટોળી છે. પેટ ભરવા બધાં ભેગાં થયાં છે; અનુકૂળ હોય ત્યાંસુધી સાથ આપે, બાકી કોઈ સામુંય ના જુએ. આ જોતા નથી? ઘરમાં પ૦ વરસની બા હોય ને બિમાર પડે, લકવો પડી જાય ને બિમારી લંબાય, ઘરમાં કાંઈ કામના ન રહે એટલે કોઈ સામુંય ના જુએ; બધાં એમ જ વિચારવા લાગી જાય કે બા ક્યારે મરે. લ્યો, બા, બા, બા એમ બાને જોઈને હરખ કરનારાં હવે વિચારે છે કે બા ક્યારે મરે? આ તો બધું જોયું છે બાપુ! બધાં સ્વાર્થના પૂતળાં છે ભાઈ! અહીં કહે છે- પરદ્રવ્યોથી મને ઠીક છે (વા એના અભાવમાં ઠીક નથી) એમ માનનારા ઠગાઈ ગયા છે; કેમકે પરદ્રવ્ય આ જીવસ્વરૂપ પણ નથી, ને સંયોગથી સ્થિર પણ નથી.
અહા! પોતાની ચૈતન્યવસ્તુ પોતાથી-સ્વદ્રવ્યથી છે એના ભાન વિના સ્વદ્રવ્યને નહિ દેખતો પરને લઈને મને ઠીક પડે છે, પરથી મારું હોવાપણું છે એમ અજ્ઞાની માને છે. હું સ્વદ્રવ્યથી સંપૂર્ણ છું એમ જાણવા-અનુભવવાને બદલે, પરવસ્તુઓ હોય તો ભરેલો દેખાઉં એમ માનીને અજ્ઞાની પોતાના ભાવથી ખાલી-શૂન્ય થયો થકો પોતાની અનાદિઅનંત નિત્ય સ્વદ્રવ્યરૂપ ચૈતન્યસત્તાનો નાશ કરે છે. વાસ્તવમાં તે સ્વદ્રવ્યનું ખૂન કરનારો ખૂની છે. સમજાણું કાંઈ.....? હવે કહે છે-
‘स्याद्वादी तु’ અને સ્યાદ્વાદી તો, ‘स्वद्रव्य–अस्तितया निपुणं निरूप्य’ આત્માને સ્વદ્રવ્યને અસ્તિપણે નિપુણ રીતે અવલોકતો હોવાથી, ‘सद्यः समुन्मज्जता विशुद्ध–बोध– महसा पूर्णः भवन्’ તત્કાળ પ્રગટ થતા વિશુદ્ધ જ્ઞાનપ્રકાશ વડે પૂર્ણ થતો થકો ‘जीवति’ જીવે છે-નાશ પામતો નથી.
અહાહા....! કહે છે-ધર્મી-સ્યાદ્વાદી તો શુદ્ધ ચૈતન્યસત્તામય સ્વદ્રવ્યથી હું સત્ છું એમ નિપુણપણે આત્માને અવલોકે છે. અહા! અસ્તિપણે હું પૂર્ણ છું એમ જ્યાં અંદરમાં પોતાના જ્ઞાન-શ્રદ્ધાનમાં સ્વીકાર થયો કે તત્કાળ અંદર અસ્તિમાંથી જ્ઞાન ઉછળ્યું, ને તે જ્ઞાનની દશામાં ભાસ થયો કે-અહો! આ પૂર્ણ જ્ઞાનઘનવસ્તુ હું મારાથી જ અસ્તિરૂપ છું. આમ તત્કાળ પ્રગટ થતા વિશુદ્ધ જ્ઞાનપ્રકાશ વડે પૂર્ણ થતો થકો સ્યાદ્વાદી જીવે છે અર્થાત્ પોતાનું જેવું સત્યાર્થ જીવન છે તેને જીવતું રાખે છે, નિરાકુળ આનંદથી ધબકતું રાખે છે.
PDF/HTML Page 3871 of 4199
single page version
હું પરને લઈને છું, પર વડે મારું સત્ત્વ છે-એમ માનીને અજ્ઞાની પોતાના ત્રિકાળી સ્વતત્ત્વનો શ્રદ્ધાનમાં નાશ કરે છે, જ્યારે ધર્મી પુરુષ, પોતાના જ્ઞાનઘનસ્વરૂપ પૂર્ણ દ્રવ્યને સ્વપણે અસ્તિરૂપ સ્વીકારીને આત્માને જેવો છે તેવો જીવતો-ટકતો રાખે છે. આવો મારગ! આ તો એકલો ન્યાયનો માર્ગ બાપા! અરે! એણે અંદર ઊંડા ઉતરીને કોઈદિ’ વિચાર જ કર્યો નથી; બહારમાં -સ્ત્રી-પુત્ર-પરિવાર, બાગ-બંગલા, ધન ને પરિજન ઈત્યાદિમાં-રોકાઈને કે ક્રિયાકાંડમાં રોકાઈને એ પોતાના ચૈતન્યના સત્ત્વરૂપ સ્વદ્રવ્યને ભૂલી ગયો છે, જાણે શૂન્ય થઈ ગયો છે.
સ્યાદ્વાદી, હું સ્વદ્રવ્યપણે સત્ છું એમ પોતાને નિપુણપણે અવલોકે છે એટલે શું? કે હું એક જ્ઞાયકભાવમાત્ર છું એમ પોતાને અભેદપણે અનુભવે છે. હું અને જ્ઞાયકભાવ એમ ભેદ પણ એમાં રહેતો નથી; અભેદ તન્માત્ર વસ્તુનો અનુભવ છે આવી ઝીણી વાત!
સમયસાર કળશટીકામાં આ કળશના અર્થમાં વિશેષ સૂક્ષ્મતાથી વાત કરી છે. ત્યાં નિર્વિકલ્પમાત્ર અભેદ વસ્તુ જેમાં ગુણભેદ પણ નહિ તેને સ્વદ્રવ્ય કહ્યું છે, આધારમાત્ર વસ્તુનો પ્રદેશ અર્થાત્ અસંખ્ય પ્રદેશી હોવા છતાં એવા ભેદથી રહિત એકક્ષેત્ર તેને સ્વક્ષેત્ર કહ્યું છે, વસ્તુમાત્રની મૂળ અવસ્થા-આખી ત્રિકાળસ્થિત એક વસ્તુ તેને સ્વકાળ કહ્યો છે અને વસ્તુની મૂળની સહજ શક્તિ તેને સ્વ-ભાવ કહ્યો છે.
વળી ત્યાં જ સવિકલ્પ ભેદકલ્પના કરવી અર્થાત્ અખંડ એક દ્રવ્યરૂપ વસ્તુમાં આ ગુણ ને આ ગુણી એમ ભેદ પાડવો તેને પરદ્રવ્ય કહ્યું છે. શું કીધું? આ શરીરાદિ પરદ્રવ્ય તો પરદ્રવ્ય છે, અહીં તો એક જ ચીજમાં ભેદકલ્પના કરવી તેને પરદ્રવ્ય કહ્યું છે. વસ્તુનો આધારભૂત પ્રદેશ-તેમાં સવિકલ્પ ભેદકલ્પનાથી આ અસંખ્યાત પ્રદેશ એમ ભેદને લક્ષમાં લેવું તે પરક્ષેત્ર થઈ ગયું. પંચાસ્તિકાયમાં અસંખ્ય પ્રદેશી આત્માને અસંખ્ય પ્રદેશ હોવા છતાં એકપ્રદેશી કહ્યો છે, કેમકે અસંખ્ય પ્રદેશ અભેદ એકવસ્તુપણે રહેલા છે. તેને અસંખ્ય પ્રદેશનો ભેદ પાડી સમજવું તે પરક્ષેત્ર છે. દ્રવ્યની મૂળ નિર્વિકલ્પ દશા અર્થાત્ એકરૂપ ત્રિકાળી વસ્તુ તે સ્વકાળ, તેમાં એક સમયની અવસ્થાનો ભેદ પાડવો તે પરકાળ છે. તેમ દ્રવ્યની મૂળની સહજ શક્તિ તે સ્વભાવ, તેમાં આ જ્ઞાન, આ દર્શન એમ ભેદ પાડવો તે પરભાવ છે.
ટુંકમાં ત્રિકાળી એકરૂપ વસ્તુ તે સ્વદ્રવ્ય, તે જ સ્વક્ષેત્ર, તે જ સ્વકાળ અને તે જ સ્વભાવ છે. એમાં જે ભેદકલ્પના કરવામાં આવે તે પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવ છે. અહા! આવી ભેદકલ્પના રહિત અભેદ એક જે સ્વદ્રવ્ય વસ્તુ તેને સ્યાદ્વાદી નિપુણપણે અવલોકે છે-અનુભવે છે. શા વડે? નિર્મળ ભેદજ્ઞાનના પ્રકાશ વડે. સમજાણું કાંઈ....? લ્યો, આ ધર્મ અને આ સાચું જીવન.
PDF/HTML Page 3872 of 4199
single page version
‘એકાંતી બાહ્ય પરદ્રવ્યને પ્રત્યક્ષ દેખી તેનું અસ્તિત્વ માને છે, પરંતુ પોતાના આત્મદ્રવ્યને ઇન્દ્રિયપ્રત્યક્ષ નહિ દેખતો હોવાથી તેને શૂન્ય માની આત્માનો નાશ કરે છે.’
જુઓ, આ શરીર, ઇન્દ્રિય, વાણી, સ્ત્રી-કુટુંબ પરિવાર ઇત્યાદિ બધું એને ઇન્દ્રિયો દ્વારા પ્રત્યક્ષ જણાય છે તેથી તેની હયાતી માને છે. કર્મ એને પ્રત્યક્ષ નથી દેખાતાં. છતાં એનું ફળ જે અનુકૂળ-પ્રતિકૂળ સંયોગો તે તેને દેખાય છે તેથી કર્મનું અસ્તિત્વ-હોવાપણું પણ તે સ્વીકારે છે. પણ એ સર્વનો જાણનારો હું એ સર્વથી ન્યારો છું એમ તે સ્વીકારતો નથી. અહાહા...! અંદર આનંદનું ધામ જ્ઞાનઘન પ્રભુ પોતે સ્વપણે સત્ વિરાજે છે છતાં તે ઈન્દ્રિયપ્રત્યક્ષ નથી તેથી તેને સ્વીકારતો નથી. કાંઈ નથી એમ શૂન્ય માની અજ્ઞાની આ રીતે પોતાનો નાશ કરે છે. પર જીવને કોઈ બચાવે કે નાશ કરે એ તો આત્માના અધિકારની વાત નથી, પણ અરેરે! અજ્ઞાની પ્રાણી, અંદર પૂર્ણ ચૈતન્યસત્તાપણે સ્વસ્વરૂપે પોતે વિરાજે છે તોપણ કાંઈ નથી એમ પોતાને શૂન્ય માની પોતાનો નાશ કરે છે. કેવી વિડંબના!
હવે કહે છે- ‘સ્યાદ્વાદી તો જ્ઞાનરૂપી તેજથી પોતાના આત્માનું સ્વદ્રવ્યથી અસ્તિત્વ અવલોકતો હોવાથી જીવે છે- પોતાનો નાશ કરતો નથી.’
અહા! ધર્મી-સ્યાદ્વાદી વર્તમાન દશાને અંતરમાં વાળીને પોતે એક શુદ્ધ ચૈતન્યની હયાતીવાળું તત્ત્વ છે એમ સ્વીકારે છે. તેથી તે જીવિત છે, તે પોતાને આપઘાતથી બચાવે છે. પરથી-રાગથી હું છું એમ માનતો અજ્ઞાની પોતાના સ્વદ્રવ્યનો જ નિષેધ કરીને આપઘાત કરે છે, મિથ્યાભાવ વડે પોતાને મરણતોલ કરી નાખે છે; જ્યારે સ્યાદ્વાદી નિજસ્વરૂપનો યથાતથ્ય સ્વીકાર કરીને જિવિત રહે છે, નિરાકુળ આનંદનું જીવન જીવે છે. લ્યો, આવી વાત છે.
આ પ્રમાણે સ્વદ્રવ્ય-અપેક્ષાથી અસ્તિત્વનો (-સત્પણાનો) ભંગ કહ્યો.
હવે છઠ્ઠા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ-
‘पशुः’ પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, ‘दुर्वासना–वासितः’ દુર્વાસનાથી (-કુનયની વાસનાથી) વાસિત થયો થકો, ‘पुरुषं सर्वद्रव्यमयं प्रपद्य’ આત્માને સર્વદ્રવ્યમય માનીને, ‘स्वद्रव्य–भ्रमतः परद्रव्येषु किल विश्राम्यति’ (પરદ્રવ્યોમાં) સ્વદ્રવ્યના ભ્રમથી પરદ્રવ્યોમાં વિશ્રામ કરે છે;.....
PDF/HTML Page 3873 of 4199
single page version
અહાહા....! જુઓ, પરવસ્તુ છે તો હું છું, પરવસ્તુ ન રહે તો હું ન રહું-એમ પરથી જ પોતાને માનવાવાળા એકાંતવાદી બધા પશુ છે એમ કહે છે. ભાઈ! આ પશુની વ્યાખ્યા! બહુ આકરી પણ આ સત્ય છે. અહા! આવો એકાંતી દુર્વાસનાથી -કુનયથી વાસનાથી વાસિત છે. એના ચિત્તમાં, પરવસ્તુથી હું છું -એવા કુનયની ગંધ ગરી ગઈ છે.
અહા! જુઓ તો ખરા, સંસારમાં કેવી વિચિત્રતા છે. કોઈ કહે-અરે, સ્ત્રી મરી ગઈ. હવે એક ક્ષણ પણ કેમ જીવી શકું? તો કોઈ નાના બાળકનાં મા-બાપનો વિયોગ થતાં લોક કહે -અરે, બિચારો નોધારો થઈ ગયો; તો કોઈનું ધન લૂંટાઈ જાય તો રોકકળ કરે કે -હાય, હાય! હવે કેમ જીવીશ? કોઈ કોઈ તો આબરૂના માર્યા ઝેર ખાઈને પણ મરી જાય. મરીને પણ આબરૂ રાખવા માગે છે. લ્યો. અહા! આવા જીવો બધા અહીં કહે છે, કુનયની દુર્વાસનાથી વાસિત છે. પરદ્રવ્યથી-પરવસ્તુથી મારું જીવન છે એવી દુર્વાસના એમને ઘર કરી ગઈ છે.
તેને જ્ઞાની પુરુષ કહે છે- અરે, આ તને શું થઈ ગયું ભાઈ? શું તારું હોવાપણું પરને લઈને છે? પરથી તો તું નાસ્તિ છો ને પ્રભુ! તારું ચૈતન્ય તત્ત્વ સદાય નિજ ભાવથી ભિન્ન ટકી રહ્યું છે ને! તારે પરથી શું કામ છે? આ તે કેવી ભ્રમણા કે જે તારા નથી તેને કલ્પના વડે-કલ્પિતપણે તારા માને છે? દુર્વાસનાથી દૂર થા. જો તો ખરો, જેના વિના એક ક્ષણ પણ નહિ જીવાય એમ માનતો હતો, એના વિના તારો અનંતકાળ વીત્યો છે. શ્રીમદ્ના એક પત્રમાં આવે છે ભાઈ! કે-વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ હું નહિ જીવી શકું એવા કેટલાક પદાર્થો સ્ત્રી, પુત્ર, લક્ષ્મી વગેરે તે અનંતવાર છોડતાં તેનો વિયોગ થયો, અનંતકાળ પણ થઈ ગયો વિયોગનો..... ઇત્યાદિ. મતલબ કે ઈષ્ટના વિરહપૂર્વક અનંતકાળ આત્માનો ગયો છે. અને સંયોગકાળમાં પણ એ ચીજ તારી ક્યાં છે? એના વિના જ તું ટકી રહ્યો છો.
બિહારપ્રાંતની એક બનેલી ઘટના છે. ત્યાં એક કરોડપતિ શેઠ હતા. એક દિવસ બહાર ઘોડાગાડીમાં બેસીને ફરવા ગયેલા. ત્યાં એટલામાં ભૂકંપ થયો. તેમાં તેની સ્ત્રી, છોકરાં, કુટુંબ, મકાન, ધન-સંપત્તિ બધું જ જમીનદોસ્ત થઈ દટાઈ ગયું. ફક્ત પોતે જીવતા રહી ગયા. પછી વિલાપ કરી તે કહે-અરે! મારું બધું જ ગયું! તેને જ્ઞાની કહે છે- ધીરો થા ભાઈ! તારું કાંઈ જ ગયું નથી; તું પૂર્ણ વિજ્ઞાનઘન જેવો ને તેવો છો. જે બધાં ગયાં તે તારાં હતાં જ કે દિ’ ? જો તારાં હોય તો તને છોડી જાય કેમ? તારાથી જુદાં પડે જ કેમ? માટે મારાં હતા એ દુર્વાસનાથી દૂર થઈ અંદર તારો એક વિજ્ઞાનઘનસ્વભાવ છે તેની સંભાળ કર.
કોઈ તો વળી અમુક સગાવહાલાં સારો-મીઠો સંબંધ રાખતાં હોય એટલે કહ્યા
PDF/HTML Page 3874 of 4199
single page version
કરે કે-આ તો અમારા અંગત માણસ છે. ધૂળેય અંગત નથી સાંભળને હવે. જ્યાં પદાર્થો જ ભિન્ન ભિન્ન છે ત્યાં અંગત કેવા? કોઈ કોઈને અંગત નથી.
જેમ કોઈ તંબુ બાંધ્યો હોય અને એની એક ખીલી ખસે તો ત્યાં જીવને ભારે ઉચાટ-ખળભળાટ થઈ જાય છે, તેમ અજ્ઞાની, પરવસ્તુથી હું છું એવી દુર્વાસનાથી વાસિત થયો થકો, આત્માને-પોતાને સર્વદ્રવ્યમય માનીને-સર્વદ્રવ્યો હું જ છું એમ માનીને- જગતની બધી સગવડતાઓ-અનુકૂળતાઓમાંથી એક જ્યાં ઘટે ત્યાં હું ઘટી ગયો-ખંડખંડ થઈ ગયો -એમ ભારે રોકકળ કરી મૂકે છે. સ્ત્રી, પુત્ર, ધન, માત, પિતા, ઇત્યાદિનો વિયોગ થતાં અજ્ઞાની ભારે આકુળ-વ્યાકુળ થઈ આક્રન્દ કરે છે. તેને કહીએ- ભાઈ! તું અંદર જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન છો ને! ભગવાન જેવો ભગવાન અંદર હોવા છતાં આ શું કરે છે? તારાથી જુદી પડી એ ચીજ તારી ક્યાંથી આવી? ત્રણ કાળમાં તારી નથી. મોહનો દારૂ પીને જ તું આવી પાગલની ચેષ્ટા કરે છે. પરદ્રવ્યોમાં તને સ્વદ્રવ્યનો ભ્રમ છે તે ભ્રમથી દૂર થા; ને સ્વદ્રવ્યને અંગીકાર કર.
અહીં કહે છે- પશુ-એકાંતવાદી અજ્ઞાની આત્માને સર્વદ્રવ્યમય માનીને, સ્વદ્રવ્યના ભ્રમથી પરદ્રવ્યોમાં વિશ્રામ કરે છે. મારો આધાર પરદ્રવ્યો જ છે એમ પરદ્રવ્યોમાં જ પોતાનું અસ્તિપણું સ્થાપે છે. હું પરદ્રવ્યથી અસત્ છું, પરદ્રવ્યથી નથી, ભિન્ન છું- એમ એને બેસતું નથી. અંદર દુર્વાસના ઘર કરી ગઈ છે ને! તેથી સ્વદ્રવ્યનું ભિન્ન અસ્તિત્વ એને બેસતું નથી, પરમાં જ તે આધાર-વિશ્રામ શોધે છે, અને એ રીતે પોતાનો નાશ કરે છે.
અહા! એકાન્તવાદી અજ્ઞાની પરદ્રવ્યથી મને લાભ થાય એવી કુનયની વાસનાથી વાસિત છે. કદાચિત્ કુટુંબ-પરિવાર, ધન-લક્ષ્મી ઈત્યાદિ છોડી દે તો આ દેવ-ગુરુ- શાસ્ત્રથી, આ મંદિર ને આ જિનબિંબથી મને લાભ છે, એનાથી મને જ્ઞાન થાય છે એમ તે માને છે. આ પંચપરમેષ્ઠીની ભક્તિથી મને લાભ-ધર્મ થાય છે એમ તે માને છે. અરે ભાઈ! એ પંચપરમેષ્ઠી, એ જિનબિંબ અને એ દેવ-ગુરુ-શાસ્ત્ર એ બધુંય પરદ્રવ્ય છે; એનાથી તને કેમ લાભ થાય? હવે આવી વાત એને આકરી પડે છે. શું થાય?
દેવ-ગુરુ-શાસ્ત્ર સાચું જ્ઞાન થવામાં અવશ્ય નિમિત્ત હોય છે, તથાપિ એ નિમિત્તથી અહીં (-આત્મામાં) સાચું જ્ઞાન થઈ જાય છે એમ નથી. નિમિત્ત હો, પણ નિમિત્ત (ઉપાદાનમાં) કાંઈ જ કરતું નથી. નિમિત્ત (કાર્ય થવામાં) અનુકૂળ છે છતાં નૈમિત્તિક ભાવને-અનુરૂપને તે કરે છે એમ નથી. અહીં (આત્મામાં) સમ્યગ્દર્શન પ્રગટ થાય છે તેમાં નિશ્ચયથી તો પોતાનું સ્વદ્રવ્ય જ (સ્વદ્રવ્યનો આશ્રય જ) કારણ છે, ને વ્યવહારે દર્શનમોહકર્મનો અભાવ તેમાં નિમિત્ત છે. (દેવ-ગુરુ-શાસ્ત્ર બાહ્ય નિમિત્ત છે). હવે ત્યાં આ અનુકૂળ નિમિત્ત છે માટે અનુરૂપ પર્યાય (સમ્યગ્દર્શન) થઈ છે એમ
PDF/HTML Page 3875 of 4199
single page version
પ્રશ્નઃ– શ્રેણીક રાજાનો જીવ અત્યારે નરકમાં છે. તે નરક ગતિના ઉદયને લઈને છે કે નહિ?
ઉત્તરઃ– નરકગતિના ઉદયને લઈને તેઓ (શ્રેણીક રાજા) નરકમાં ગયા છે એમ કહેવું તે નિમિત્તપરક વ્યવહારનું કથન છે. વાસ્તવમાં એમ નથી, નિશ્ચયથી તો પોતે પોતાના પરિણામની યોગ્યતાથી જ નરકમાં રહેલા છે, નરકગતિનો ઉદય તો નિમિત્તમાત્ર છે. કર્મનિમિત્ત છે ખરું, પણ એનાથી નરકમાં ગયા છે એમ નથી. નિમિત્ત છે તે અનુકૂળ છે, પણ તે અનુકૂળ (-નિમિત્ત) અનુરૂપને (નૈમિત્તિક પર્યાયને) રચતું નથી.
જુઓ, શાસ્ત્રમાં આવે છે કે જ્ઞાનાવરણીય કર્મ છ પ્રકારે બંધાય છે. તે છ પ્રકાર જે છે તે નવાં કર્મ બંધાય એને અનુકૂળ છે, અને કર્મ બંધાય તે નૈમિત્તિક કાર્ય અનુરૂપ છે. ત્યાં અનુકૂળ (નિમિત્ત) છે તે નૈમિત્તિક-અનુરૂપને રચતું નથી. છ પ્રકારથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે એમ નથી. પરંતુ અજ્ઞાની જ્યાં હોય ત્યાં સર્વત્ર પરથી જ કાર્ય થવાનું ને પરથી જ પોતાને લાભ થવાનું માને છે. આ રીતે તે પોતાને સર્વદ્રવ્યમય માનીને સ્વદ્રવ્યના ભ્રમથી અર્થાત્ હું પર વડે જ છું એવા ભ્રમથી પરદ્રવ્યોમાં વિશ્રામ કરે છે, અંદરમાં હું પરથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન છું એમ તેનું લક્ષ થતું નથી. ખરેખર તો સ્વદ્રવ્યની અપેક્ષા પરદ્રવ્ય અદ્રવ્ય છે અર્થાત્ કાંઈ નથી, પણ આણે (અજ્ઞાનીએ) તો પરદ્રવ્યમાં સ્વદ્રવ્યનો ભ્રમ કરી પોતાને અદ્રવ્ય (કાંઈ નહિ, શૂન્ય) કરી નાખ્યું. લ્યો, આવો મોટો અપરાધ! આ પજુસણ પછી ક્ષમાપના દિન મનાવે છે ને! ખરેખર તો ક્ષમાપના એણે પોતાના નિજ ભગવાન આત્મા પાસે લેવાની છે. તે આમ કે-હે નાથ! મેં અનાદિથી આજ પર્યંત પરને પોતાના માન્યા, અને પોતાને પરરૂપ માન્યો; નાથ! ક્ષમા કરો. લ્યો, આમ પરદ્રવ્યથી ભિન્ન સ્વદ્રવ્યનો અસ્તિપણે નિશ્ચય કરવો એનું નામ ક્ષમાપના છે. એ જ કહે છે-
‘स्याद्वादी तु’ અને સ્યાદ્વાદી તો, ‘समस्तवस्तुषु परद्रव्यात्मना नास्तितां जानन्’ સમસ્ત વસ્તુઓમાં પરદ્રવ્યસ્વરૂપે નાસ્તિત્વ જાણતો થકો, ‘निर्मल–शुद्ध–बोध– महिमा’ જેનો શુદ્ધ જ્ઞાનમહિમા નિર્મળ છે એવો વર્તતો થકો, ‘स्वद्रव्यम् एव आश्रयेत्’ સ્વદ્રવ્યનો જ આશ્રય કરે છે.
જુઓ, સ્યાદ્વાદી-ધર્મી તો એમ માને છે કે-પરદ્રવ્ય હો તો હો, મને એ કાંઈ નથી; અર્થાત્ પરદ્રવ્યથી મારી નાસ્તિ છે. મારું હોવું પરદ્રવ્યને લઈને નથી, અને મારે લઈને પરદ્રવ્ય નથી. આમ સમસ્ત વસ્તુઓમાં પરદ્રવ્યસ્વરૂપે નાસ્તિત્વ જાણતો થકો,
PDF/HTML Page 3876 of 4199
single page version
હું એક પૂર્ણ શુદ્ધજ્ઞાનઘન ચૈતન્યસ્વભાવમય ભગવાન આત્મા જ છું એમ વર્તતો થકો સ્વદ્રવ્યનો જ આશ્રય કરે છે. લ્યો, આનું નામ ધર્મ છે.
ત્યારે કોઈ વળી કહે છે- દિગંબરમાં જન્મ્યા એટલે જૈન તો થઈ ગયા, હવે ચારિત્ર કરવાનું રહ્યું. અરે ભગવાન! આ તું શું કહે છે? જૈન ધર્મના વાડામાં જન્મ્યો એટલે સમકિત છે એમ ક્યાં છે? હવે નિમિત્તથી-પરદ્રવ્યથી લાભ થાય ને દયા, દાન આદિ શુભભાવથી ધર્મ થાય એમ માને ત્યાં સુધી તો નર્યું અજ્ઞાન ભર્યું છે બાપુ! પરદ્રવ્ય અને પરભાવથી ભેદજ્ઞાન કર્યા વિના સમકિત નહિ, અને વિના સમકિત ચારિત્ર-ધર્મ પણ નહિ. ધર્માત્મા પરદ્રવ્યથી ને શુભરાગથી લાભ-ધર્મ થાય એમ કદી માનતા નથી. એ તો પરદ્રવ્યથી પોતાનું નાસ્તિત્વ માનીને એક સ્વદ્રવ્યનો જ આશ્રય કરે છે. સમજાણું કાંઈ....?
‘એકાંતવાદી આત્માને સર્વદ્રવ્યમય માનીને, આત્મામાં જે પરદ્રવ્ય-અપેક્ષાએ નાસ્તિત્વ છે તેનો લોપ કરે છે;......’
વેદાંત આદિ જે બધાને (બધું થઈને) એક માને છે, વા જે પરદ્રવ્યથી સ્વદ્રવ્યને લાભ માને છે તે બધા પરદ્રવ્યને જ આત્મા (સ્વદ્રવ્ય) માને છે. તેવા જીવો, આત્મામાં જે પરદ્રવ્ય અપેક્ષા નાસ્તિત્વ છે તેનો લોપ કરે છે, તેઓ ઊંડે ઊંડે પણ પરદ્રવ્યને સાધન માની પોતાના સત્ને ખોઈ બેસે છે.
‘અને સ્યાદ્વાદી તો સર્વ પદાર્થોમાં પરદ્રવ્ય-અપેક્ષાએ નાસ્તિત્વ માનીને નિજ દ્રવ્યમાં રમે છે.’
જુઓ, ધર્મી-સ્યાદ્વાદી તો મારી પુંજી-મારી સંપદા-લક્ષ્મી ને મારું સાધન સંપૂર્ણ મારી પાસે છે અને તે હું જ છું, પર સાધનની-પરની મને કાંઈ જ જરૂર-અપેક્ષા નથી, પરથી તો હું નાસ્તિસ્વરૂપ જ છું એમ માનતો થકો સ્વદ્રવ્યમાં જ રમે છે.
પ્રશ્નઃ– જો એમ છે તો, જો દેવ-ગુરુ આદિ આત્માને તારી દેતા નથી તો નાહક તેમને શા માટે માનો છો? (એમ કે એમની ભક્તિ-પૂજા-સ્તુતિ-વિનય શા સારુ કરો છો?)
ઉત્તરઃ– ભાઈ! એ તારી દેશે એમ તો કોણ માને? અજ્ઞાની માને. જ્ઞાનીને તો પરમ વીતરાગતા-પરમ શુદ્ધતા જ ઈષ્ટ છે. પણ શું થાય? જ્યાંસુધી પૂર્ણ વીતરાગતા થઈ નથી, કાંઈક અસ્થિરતા છે, ત્યાંસુધી ધર્મીને દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રતિ વિનય-ભક્તિ
PDF/HTML Page 3877 of 4199
single page version
આ પ્રમાણે પરદ્રવ્ય-અપેક્ષાથી નાસ્તિત્વનો (-અસત્પણાનો) ભંગ કહ્યો.
હવે સાતમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ-
‘पशुः’ પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, ‘भिन्न–क्षेत्र–निषण्ण–बोध्य– नियत–व्यापार–निष्ठः’ ભિન્ન ક્ષેત્રમાં રહેલા જ્ઞેયપદાર્થોમાં જે જ્ઞેયજ્ઞાયકસંબંધરૂપ નિશ્ચિત વ્યાપાર તેમાં પ્રવર્તતો થકો, ‘पुमांसम् अभितः बहिः पतन्तम् पश्यन्’ આત્માને સમસ્તપણે બહાર (પરક્ષેત્રમાં) પડતો દેખીને (-સ્વક્ષેત્રથી આત્માનું અસ્તિત્વ નહિ માનીને) ‘सदा सीदति एव’ સદા નાશ પામે છે;....
જુઓ, જેમ તિર્યંચને ચુરમુ અને ખડ બે જુદી ચીજ છે એમ ભાન-વિવેક નથી, તેમ અજ્ઞાનીઓને-એકાંતીઓને મકાન, પૈસા, શરીર આદિ પરદ્રવ્યોનું ક્ષેત્ર ભિન્ન છે અને અસંખ્યપ્રદેશી પોતાનું સ્વક્ષેત્ર ભિન્ન છે એનો વિવેક નથી. તેઓ, અહીં કહે છે, પશુ છે, પશુ જેવા છે. મિથ્યાત્વના ખીલે બંધાય છે ને! તેથી તેઓ પશુ છે. આવી વાત ભાઈ!
પોતાનો જે એક જ્ઞાયકભાવ છે તે સ્વક્ષેત્રરૂપ છે, અને પરજ્ઞેયો બધા પરક્ષેત્રરૂપ છે. બન્ને ભિન્ન ભિન્ન છે. બન્ને વચ્ચે જ્ઞેય-જ્ઞાયકપણાનો વ્યવહાર સંબંધ હો, પણ કાંઈ જ્ઞાયક જ્ઞેયરૂપ થઈ જતો નથી, ને જ્ઞેયો જ્ઞાયકરૂપ થઈ જતા નથી. આ વસ્તુસ્થિતિ છે. તોપણ અજ્ઞાની પ્રાણી, પરક્ષેત્ર-આકારે જ્ઞાનની પર્યાય થતાં, આ મારી જ્ઞાન પર્યાય છે એમ ન માનતા, હું પરક્ષેત્રમાં ચાલ્યો ગયો, જ્ઞાન પરક્ષેત્રમય થઈ ગયું-એમ માને છે. અહા! પોતે સદા પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ પ્રભુ છે. સ્વપરને જાણવાપણે થવું એ એનો સ્વભાવ છે, તેથી સામે શરીર, બાગ, બંગલા ઈત્યાદિ અનેક પરક્ષેત્રસ્થિત પદાર્થો એના જ્ઞાનમાં જણાય છે. એ જેમાં જણાય છે એ સ્વક્ષેત્રમાં રહેલી જ્ઞાનની અવસ્થાનો આકાર છે, એ કાંઈ પરક્ષેત્રનો આકાર નથી. છતાં અજ્ઞાની પરક્ષેત્રનું જ્ઞાન થતાં હું બહાર પરક્ષેત્રમાં વહ્યો ગયો એમ માનતો થકો પોતાનો નાશ કરે છે. સમજાણું કાંઈ.......?
ગિરનાર, સમ્મેદશિખર, શેત્રુંજો આદિ તીર્થક્ષેત્રે જાય ત્યાં જ્ઞાનની પર્યાયમાં એ જણાય છે. એ જણાતાં અજ્ઞાની માને છે કે મારી પર્યાય તે ક્ષેત્રમય થઈ ગઈ, અર્થાત્ તે તે ક્ષેત્રથી મારી પર્યાય પવિત્ર થઈ ગઈ. મને આ ક્ષેત્ર વડે ધર્મલાભ થયો. હવે પરક્ષેત્રથી પવિત્રતા ને લાભ થવા માને તે પોતાને પરક્ષેત્રરૂપ કરે છે. તે કહે છે- ઘેર બેઠાં બેઠાં કાંઈ ભગવાન મળે? એ તો સિદ્ધક્ષેત્રે જઈએ તો મળે. હવે આવા ને આવા મૂઢ ભેગા થયા છે બધા; પરક્ષેત્રથી પોતામાં લાભ-ધર્મ થાય અને ભગવાન મળે એમ
PDF/HTML Page 3878 of 4199
single page version
માનનારા બધા મૂઢ છે ભાઈ! શું અંતરંગમાં સ્વક્ષેત્રમાં પવિત્રતા પ્રગટે છે એ પરક્ષેત્રથી પ્રગટે છે? એમ છે નહિ. ઘરમાં રહે, ચાહે તીર્થક્ષેત્રે જાય, પરક્ષેત્રથી લાભ-ધર્મ થવો માનનારને, પરક્ષેત્ર મને ઠીક છે એમ માનનારને, કોઈ લાભ થતો નથી. તે મિથ્યાત્વથી જ બંધાય છે.
પ્રશ્નઃ– તો ધર્માત્મા પણ તીર્થક્ષેત્રની વંદનાએ જાય છે? ઉત્તરઃ– એ તો એવો એને શુભભાવ આવે છે. તે અસ્થિરતાજન્ય ધર્માનુરાગ છે, પણ એનાથી પોતાને ધર્મ થાય છે, પવિત્રતાની વૃદ્ધિ થાય છે એમ તે માનતા નથી. સમજાણું કાંઈ.....?
આત્માનું-પોતાનું સ્વક્ષેત્ર અંદરમાં છે. અહા! જેટલામાં પોતાનું જ્ઞાન અને આનંદસ્વરૂપ રહેલું છે તે એનું સ્વક્ષેત્ર છે અને ત્યાં જ એનું હોવાપણું છે. એના સ્વક્ષેત્રમાં જ એના ગુણો-ધર્મો રહેલા છે, પરક્ષેત્રમાં એના કોઈ ગુણો કે પર્યાયો નથી. આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય, બાગ-બંગલા, સમોસરણ કે તીર્થક્ષેત્ર ઇત્યાદિ પરક્ષેત્રમાં એના કોઈ ગુણ-પર્યાયો નથી. અહા! આવું બધું જ પોતાનું અસ્તિપણું સ્વક્ષેત્રમાં હોવા છતાં, ભિન્નક્ષેત્રે રહેલા પદાર્થો-જ્ઞેયો જ્ઞાનમાં જણાતાં હું પરક્ષેત્રથી છું, મને પરક્ષેત્રથી આનંદ છે એમ મૂઢ જીવ માને છે. તેને કહીએ -
અરે ભાઈ! લૌકિકમાં પણ કહે છે કે- બીજાને ઘેર ચૈન ન પડે, ત્યાં સરખી ઊંઘ ન આવે; એ તો ઘરે આવે ત્યારે જ ચૈન પડે ને નિરાંતે ઊંઘ આવે. તો પછી ભાઈ! આ તું પરક્ષેત્રમાં-શરીરાદિમાં ક્યાં ગરી ગયો? ત્યાં તને સુખ નહિ થાય, આનંદ નહિ મળે. આનંદનો ભંડાર અંદર તારું સ્વક્ષેત્ર છે, ત્યાં જા, તું સુખી થઈશ. આ સિવાય પરક્ષેત્રમાં તો ભટકી-ભટકીને મહાદુઃખી થઈશ, નાશ પામીશ. અરે! સ્વક્ષેત્રને છોડી પરક્ષેત્રમાં વ્યાપેલો છું એમ માની અજ્ઞાની પોતાનો નાશ કરે છે!
‘स्याद्वादवेदी पुनः’ અને સ્યાદ્વાદનો જાણનાર તો, ‘स्वक्षेत्र–अस्तितया– निरुद्ध–रभसः’ સ્વક્ષેત્રથી અસ્તિપણાને લીધે જેનો વેગ રોકાયેલો છે એવો થયો થકો (અર્થાત્ સ્વક્ષેત્રમાં વર્તતો થકો), ‘आत्म–निखात–बोध्य–नियत–व्यापार–शक्तिः भवन्’ આત્મામાં જ આકારરૂપ થયેલાં જ્ઞેયોમાં નિશ્ચિત વ્યાપારની શક્તિવાળો થઈને, ‘तिष्ठति’ ટકે છે -જીવે છે (નષ્ટ થતો નથી).
શું કીધું? સાચો ધર્મ પામ્યો છે તે સ્યાદ્વાદી તો એમ જાણે છે કે-પરક્ષેત્રનું જાણપણું મારી પર્યાયમાં થતું હોવા છતાં હું પરમાં જતો નથી, હું તો મારામાં જ રહેલો છું જ્યાં મારો સચ્ચિદાનંદ પ્રભુ બિરાજે છે ત્યાં હું મારામાં જ છું. આવું માનતો ધર્મી, જેનો વેગ પરક્ષેત્રમાં જતો અટકી ગયો છે તેથી સ્વક્ષેત્રમાં જ રહેતો થકો આનંદના પાકને પ્રગટ અનુભવે છે.
PDF/HTML Page 3879 of 4199
single page version
ધર્મી આત્મામાં જ આકારરૂપ થયેલાં જ્ઞેયોમાં નિશ્ચિત વ્યાપારની શક્તિવાળો થઈને ટકે છે-જીવે છે. એટલે શું? કે પોતાના સ્વક્ષેત્રમાં જ ઉત્પન્ન થયેલી જ્ઞાન પર્યાયમાં પરક્ષેત્રનું જ્ઞાન થવા છતાં, હું જ મારા જ્ઞાનમાં છું, મારા જ્ઞાનમાં પરક્ષેત્રનો પ્રવેશ નથી- એમ પોતામાં-પરક્ષેત્રને જાણવારૂપ વિશેષતા થઈ તેના વ્યાપારની શક્તિવાળો થઈને પોતે જીવે છે, નષ્ટ થતો નથી. બહુ ઝીણું ભાઈ! પરક્ષેત્રને જાણવા છતાં, પર્યાય પરની નથી, મારા સ્વક્ષેત્રમાં ઉત્પન્ન થયેલી મારી પર્યાય છે, તે નિજ શક્તિના વ્યાપારરૂપ છે. લ્યો, આમ નિજશક્તિના વ્યાપારમાં (નિજશક્તિરૂપ પરિણમનમાં) રહીને ધર્મી પોતાના જીવનને ટકાવી રાખે છે.
આ બોલો તો ભાઈ! એકલા સૂક્ષ્મ ન્યાયથી ભરેલા છે. આમાં કોઈ દાખલો નથી. પશુ કહીને તો અજ્ઞાનનું ભારે માઠું ફળ બતાવ્યું છે, બાકી દાખલો નથી. અજ્ઞાની જીવો મિથ્યાત્વના આવરણથી બંધાય છે તે પશુ જેવા છે. એમ કે એમના પરિણામ પશુના જેવા છે. લ્યો, આવી વાત!
‘એકાંતવાદી ભિન્ન ક્ષેત્રમાં રહેલા જ્ઞેયપદાર્થોને જાણવાના કાર્યમાં પ્રવર્તતાં આત્માને બહાર પડતો જ માનીને, (સ્વક્ષેત્રથી અસ્તિત્વ નહિ માનીને,) પોતાને નષ્ટ કરે છે;.........
અહાહા.....! શું કીધું? કે એકાંતવાદી ભિન્નક્ષેત્રમાં-પરક્ષેત્રમાં રહેલા શરીરાદિ જ્ઞેયપદાર્થોને જાણતાં મારી પર્યાય શરીરાદિના પરક્ષેત્રરૂપ થઈ ગઈ એમ માને છે. પરજ્ઞેયોને જાણવારૂપ આકારે પોતાની જ પર્યાય થઈ છે એમ ન માનતાં, જાણવાપણે પ્રવર્તતા જ્ઞાનને-આત્માને બહાર પડતો માનીને અજ્ઞાની પોતાના અસ્તિપણાનો લોપ કરે છે, નાશ કરે છે. અહા! પોતામાં જે પરજ્ઞેયનું જ્ઞાન થાય તે પરને લઈને છે એમ માનનાર અજ્ઞાની પોતાને પરક્ષેત્રરૂપ જ કરે છે; તે સ્વક્ષેત્રનો નાશ કલ્પીને પોતાનો નાશ કરે છે.
કેટલાક કહે છે ને કે-તીર્થક્ષેત્રમાં જઈએ તો શાન્તિ મળે, અહીં ધંધાના સ્થાનમાં તો અશાન્તિ જ અશાન્તિ રહે છે. તેને કહીએ-ભાઈ! તીર્થક્ષેત્રે જાય તોય ધૂળેય શાન્તિ ન મળે. તીર્થક્ષેત્રેય ભાઈ! તું અનંતવાર ગયો, ભગવાનના સમોસરણમાં પણ અનંતવાર ગયો, પણ પરક્ષેત્રથી એકત્વ ના ગયું તેથી બધું જ ફોગટ ગયું. અજ્ઞાની પરક્ષેત્રથી લાભ થવાનું માનીને, તેને જાણતાં પરક્ષેત્રમય થઈ જાય છે અને એ રીતે પોતાને જ નષ્ટ કરે છે. સમજાય છે કાંઈ......?
ભાઈ આ તો એકલા મિથ્યાત્વ, અને તેના અભાવરૂપ સમ્યક્ત્વની વાત છે. હવે કહે છે- ‘અને સ્યાદ્વાદી તો, પરક્ષેત્રમાં રહેલાં જ્ઞેયોને જાણતાં પોતાના ક્ષેત્રમાં
PDF/HTML Page 3880 of 4199
single page version
રહેલો આત્મા સ્વક્ષેત્રથી અસ્તિત્વ ધારે છે-એમ માનતો થકો ટકી રહે છે-નાશ પામતો નથી.’
શું કીધું? કે પરક્ષેત્રનું જ્ઞાન સ્વક્ષેત્રમાં થવા છતાં આત્મા પોતાના જ ક્ષેત્રમાં રહેતો, પરક્ષેત્રરૂપે પોતે થયો જ નથી એમ જાણતો સ્યાદ્વાદી-ધર્મી ટકી રહે છે, નાશ પામતો નથી. પરક્ષેત્રને જાણવા છતાં પોતે તો સદાય સ્વક્ષેત્રના અસ્તિત્વમય જ છે એમ સ્વક્ષેત્રસ્થિત નિજસ્વરૂપને જાણતો-અનુભવતો ધર્મી જિવિત રહે છે.
આ પ્રમાણે સ્વક્ષેત્રથી અસ્તિત્વનો ભંગ કહ્યો.
હવે આઠમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ-
‘पशु’ પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, ‘स्वक्षेत्रस्थितये पृथग्विध– परक्षेत्र–स्थित–अर्थं–उज्झनात्’ સ્વક્ષેત્રમાં રહેવા માટે જુદા જુદા પરક્ષેત્રમાં રહેલા જ્ઞેય પદાર્થોને છોડવાથી, ‘अर्थैः सह चिद्–आकारान् वमन्’ જ્ઞેય પદાર્થોની સાથે ચૈતન્યના આકારોને પણ વમી નાખતો થકો (અર્થાત્ જ્ઞેય પદાર્થોના નિમિત્તે ચૈતન્યમાં જે આકારો થાય છે તેમને પણ છોડી દેતો થકો) ‘तुच्छीभूय’ તુચ્છ થઈને ‘प्रणश्यति’ નાશ પામે છે;..........
શું કહે છે? આ આત્મા પોતાના અસંખ્યપ્રદેશી સ્વક્ષેત્રમાં પોતાથી જ રહેલો છે. પોતાની પર્યાયમાં એને જે પરક્ષેત્રનું જ્ઞાન થાય છે એ તો એનો પોતાનો સ્વભાવ છે. પરક્ષેત્રને જાણવાપણે જ્ઞાનાકાર થયો તે સ્વક્ષેત્રસ્થિત પોતાની જ જ્ઞાનની દશા છે; એમાં કાંઈ પરક્ષેત્ર પેસી ગયું છે કે પોતે પરક્ષેત્રમાં ગયો છે એમ નથી. આમ વસ્તુસ્થિતિ હોવા છતાં, સ્વક્ષેત્રમાં રહેવાના આશયથી, પરક્ષેત્રમાં રહેલા જ્ઞેયપદાર્થોનું જે પોતાનું જ્ઞાન તેને છોડી દઉં તો સ્વક્ષેત્રમાં રહી શકું એમ માનીને અજ્ઞાની-એકાંતવાદી જ્ઞેય પદાર્થોની સાથે ચૈતન્યના આકારોને-નિજ જ્ઞાનાકારોને પણ વમી નાખે છે, છોડી દે છે. આ પ્રમાણે જ્ઞાનાકારોથી તુચ્છ થયો થકો તે પોતાનો નાશ કરે છે.
અહા! એકાંતી પોતાના આત્માને દ્રષ્ટિમાં લેતો નથી. તેને સંતો કહે છે- અરે ભગવાન! તું તો તારા, અસંખ્યપ્રદેશી સ્વક્ષેત્રમાં જ રહ્યો છું ને! આ પરક્ષેત્રસંબંધી જ્ઞાન તો તારા જ્ઞાનસ્વભાવના કારણે થાય છે, પરક્ષેત્રના કારણે કાંઈ એ થાય છે એમ નથી, તારા ક્ષેત્રમાં કાંઈ પરક્ષેત્ર-પરજ્ઞેયો પેસી ગયા છે એમ નથી; વા તારું જ્ઞાન પરક્ષેત્રમય થઈ ગયું છે એમ નથી. પરક્ષેત્રને જાણનારું જ્ઞાન તે પોતાના સ્વપ્રદેશમાં થયેલી પોતાની જ જ્ઞાનની દશા છે. લ્યો, આવી વાત! તોપણ એકાન્તી પોતાની જ્ઞાનની