PDF/HTML Page 4001 of 4199
single page version
એકલા દ્રવ્યની વાત છે; એમ કે પર્યાય તો નવી નવી ઉપજે છે માટે તેમાં તો પરનું કાર્ય-કારણપણું હોય.
અરે ભાઈ! તારી આ માન્યતા જૂઠી છે, કેમ કે દ્રવ્યની અકાર્યકારણત્વશક્તિ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે. જેમ દ્રવ્ય અન્યથી કરાય નહિ, ગુણ અન્યથી કરાય નહિ તેમ તેની પ્રત્યેક પર્યાય પણ પરથી કરાતી નથી. અહાહા...! દ્રવ્ય-ગુણ-પર્યાયસ્વરૂપ આખી વસ્તુ અહીં તો (પરના) અકાર્ય-કારણમય સિદ્ધ કરે છે. સ્વ-આશ્રયે જે આ સમ્યગ્દર્શનની પર્યાય થઈ તે પરથી (કર્મના ઉપશમાદિથી) કરાઈ નથી, તેમ તે પર્યાય પરમાં (કર્મમાં) કાંઈ કરે છે એમ નથી. અન્યનું કાર્ય અન્ય વડે કરાય એ જૈન સિદ્ધાંત નથી, અહા! આ કેવળજ્ઞાન થયું તો મોક્ષમાર્ગ કારણ અને કેવળજ્ઞાન તેનું કાર્ય એમ નથી, કેમ કે કેવળજ્ઞાનની પર્યાયમાં અકાર્યકારણત્વશક્તિ વ્યાપી છે. (અહીં પૂર્વ પર્યાય વર્તમાન કેવળજ્ઞાનની દશાનું પર છે). હવે આમ છે ત્યાં મનુષ્યપણું અને ઉત્તમ સંહનન છે માટે કેવળજ્ઞાન પ્રગટ થયું એ વાત કયાં રહી? એ તો બધાં નિમિત્તનાં કથન બાપુ! હવે આવી સૂક્ષ્મ વાત લોકોને કઠણ પડે છે, પરંતુ આ ન્યાયથી-લોજીકથી સિદ્ધ સત્ય વાત છે.
અહા! આત્માની પ્રત્યેક શક્તિમાં આ અકાર્યકારણસ્વભાવનું રૂપ છે. ચારિત્રની નિર્મળ પર્યાય જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે દ્રવ્યના આશ્રયે તે ઉત્પન્ન થાય છે. તેથી પોતાના દ્રવ્યના આશ્રયથી (કારણપણાથી) ચારિત્રદશા પ્રગટ થઈ એમ કહીએ, પણ એ વ્યવહાર છે, કેમકે ખરેખર તો ચારિત્રની પર્યાયનું કારણ તે પર્યાય પોતે છે. તે પર્યાય પોતે જ ષટ્કારકરૂપ પરિણમીને તે-રૂપે થઈ છે. હવે આવી વાત છે ત્યાં વ્યવહાર રત્નત્રયનો રાગ કારણ અને ચારિત્રની નિર્મળ પર્યાય પ્રગટી તે કાર્ય એમ કયાં રહ્યું? એમ છે જ નહિ. સમય-સમયની નિર્મળ પર્યાય પ્રગટ થાય છે તે શક્તિના કારણે પ્રગટે છે એમ કહીએ તે પણ વ્યવહાર છે, અહાહા...! એક સમયમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિર્મળ નિરાકુળ આનંદની અનુભૂતિની દશા પ્રગટી તે દશા-પર્યાયના સામર્થ્યનું શું કહેવું? અહાહા...! તે પર્યાય નિજ સામર્થ્યથી જ સ્વતંત્ર પ્રગટ થઈ છે, તે અન્યનું કાર્ય નથી, અન્યનું કારણ પણ નથી. અનુભવની નિર્મળ દશા થવા પહેલાં શુભભાવ હતો તો અનુભૂતિની દશા પ્રગટી છે એમ નથી. સમજાણું કાંઈ...?
અહાહા...! જ્ઞાનમાં, દર્શનમાં, આનંદમાં, ચારિત્રમાં, વીર્યમાં-એમ પ્રત્યેક ગુણમાં અકાર્યકારણપણાનો સ્વભાવ છે. ગુણ પ્રગટે તેમાં પરનું કાર્યકારણપણું કિંચિત્ નથી. આ અંતઃપુરુષાર્થ જાગૃત થાય તેમાં પરદ્રવ્ય (દેવ-ગુરુ-શાસ્ત્ર, કર્મ આદિ) નું કિંચિત્ કારણપણું નથી. ‘ભુદત્થમસ્સિદો ખલુ સમ્માદિટ્ઠી હવદિ જીવો’-ભૂતાર્થના આશ્રયે સમ્યગ્દર્શન પ્રગટ થાય છે એમ કીધું છે ને? પણ એ ય વ્યવહાર છે. અહા! સમ્યગ્દર્શન પ્રગટ થવામાં જેમ પરદ્રવ્ય કારણ નથી. તેમ પોતાના દ્રવ્ય-ગુણ પણ ખરેખર કારણ નથી એવો પર્યાયનો અકાર્યકારણ સ્વભાવ છે. આવી સૂક્ષ્મ વાત ભાઈ!
અહા! આ અકાર્યકારણસ્વભાવ જેને અંતરમાં બેસી જાય તેની શી વાત! તેની તો મતિ અને ગતિ ફરી (સુલટી) જાય. ‘હું પરનું શું કરું? કાંઈ પણ ન કરું’-એમ જાણતો તે પરથી (પરના કરવાપણાથી) હઠી જાય છે અને સ્વ ભણી વળી ત્યાં સ્વસ્વરૂપમાં જ લીન-સ્થિર થાય છે; અને ત્યારે મને મારા કાર્ય (સમ્યગ્દર્શનાદિ) માટે પરની કોઈ ઓશિયાળ-અપેક્ષા નથી એવી તેને નિર્મળ પ્રતીતિ થાય છે. લ્યો, આવો સ્વાધીનતાનો મારગ અને આ ધર્મ! બાકી અજ્ઞાની જીવો અનાદિકાળથી પરમાં પોતાનું કાર્યકારણપણું માની સ્વકાર્ય માટે પરના ઓશિયાળા થઈ પરમાં જ પ્રવર્તે-રમે છે, પણ એ તો સંસારમાં રઝળવાનો દુઃખનો પંથ બાપુ! એ મિથ્યા પંથ ભાઈ! માટે પર વિના મને ન ચાલે અને પરનાં કામ હું કરી દઉં એ વાત જવા દે ભાઈ! એ ભ્રમ છોડી પરથી ખસી સ્વમાં સાવધાન થા, ને સ્વમાં વસ; કેમ કે તારે સદાય પર વગર જ ચાલી રહ્યું છે, અને પરનાં કામ કદીય તું કરે એવું તારું સ્વરૂપ જ નથી. અહો! આત્માનો અકાર્યકારણસ્વભાવ કહીને આચાર્યદેવે પરથી ભેદજ્ઞાન કરાવી સ્વાધીન સુખનો માર્ગ બતાવ્યો છે. લ્યો, -
-આ પ્રમાણે અકાર્યકારણત્વશક્તિ પૂરી થઈ.
‘પર અને પોતે જેમનાં નિમિત્ત છે એવા જ્ઞેયાકારો તથા જ્ઞાનાકારોને ગ્રહણ કરવાના અને ગ્રહણ કરાવવાના સ્વભાવરૂપ પરિણમ્ય-પરિણામકત્વશક્તિ. (પર જેમનાં કારણ છે એવા જ્ઞેયાકારોને ગ્રહણ કરવાના અને પોતે જેમનું કારણ છે એવા જ્ઞાનાકારોને ગ્રહણ કરાવવાના સ્વભાવરૂપ પરિણમ્ય-પરિણામકત્વશક્તિ)’.
PDF/HTML Page 4002 of 4199
single page version
જુઓ, આત્માને પરદ્રવ્ય સાથે કાર્ય-કારણપણું નથી એવી અકાર્યકારણત્વશક્તિની વાત આવી ગઈ. હવે કહે છે-પર અને પોતે જેમનાં નિમિત્ત છે એવા જ્ઞેયાકારો તથા જ્ઞાનાકારોને ગ્રહણ કરવાના અને ગ્રહણ કરાવવાના સ્વભાવરૂપ આત્મામાં પરિણમ્ય-પરિણામકત્વશક્તિ છે. થોડી સૂક્ષ્મ વાત છે ભાઈ! જરા ધ્યાન રાખી સમજવું. પરજ્ઞેયોને ગ્રહણ કરવાના સ્વભાવરૂપ જે શક્તિ છે તે પ્રમાણ નામ પરિણમ્યશક્તિ છે, અને જ્ઞાનાકારોને ગ્રહણ કરાવવાના સ્વભાવરૂપ જે શક્તિ છે તે પ્રમેય નામ પરિણામકત્વશક્તિ છે. ધીરે ધીરે સમજો બાપુ અહીં શું કહેવું છે? કે આત્મામાં પ્રમાણ નામની એક શક્તિ છે અને પ્રમેય નામની પણ એક શક્તિ છે. પ્રમાણ તે પરિણમ્ય શક્તિ છે અને પ્રમેય તે પરિણામકત્વ શક્તિ છે. આ બન્ને મળીને આત્મામાં એક પરિણમ્ય-પરિણામકત્વ નામની શક્તિ ત્રિકાળ છે.
‘પરિણમ્ય’ એટલે પરજ્ઞેયો વડે આત્મા પરિણમાવાય છે વા પરજ્ઞેયો આત્માને જ્ઞાનને પરિણમાવે છે એમ નહિ, પણ સામે જેવા પરજ્ઞેયો છે તેવું જ્ઞાનનું સહજ જ પરિણમન પોતાના સ્વભાવથી થાય છે. આવો આત્માનો પરિણમ્ય સ્વભાવ છે. સ્વભાવથી જ પરને જાણવારૂપ પરિણમવાની આત્માની શક્તિ છે. આ પરિણમ્ય શક્તિ છે.
વળી ‘પરિણામકત્વ’ એટલે સામા અન્ય જીવના જ્ઞાનને આ આત્મા પરિણમાવે છે એમ નહિ, પણ પોતે સહજ જ જ્ઞેયપણે સામા જીવના પ્રમાણજ્ઞાનમાં ઝળકે એવો આત્માનો પરિણામકત્વ સ્વભાવ છે. પરના જ્ઞાનમાં જ્ઞેયપણે ઝળકવાનો આત્માનો પરિણામકત્વ સ્વભાવ છે. અહા! આત્મા પરને જાણે અને પરના જ્ઞાનમાં પોતે જણાય. આવા બન્ને સ્વભાવ તેમાં એકીસાથે રહેલા છે. તેને અહી ‘પરિણમ્ય-પરિણામકત્વ’ શક્તિ કહી છે.
આત્માની શક્તિનું અહીં આ સૂક્ષ્મ વર્ણન છે. આત્મા પરનો કર્તા થાય અથવા પર વડે આત્માનું કાર્ય થાય એવો તો આત્માનો સ્વભાવ નથી. પરંતુ સર્વ જ્ઞેયાકારોને-જે જ્ઞેય વસ્તુઓ અનંત છે તેને વિશેષપણે ગ્રહણ કરવાના સ્વભાવરૂપ આત્મામાં પ્રમાણ નામ પરિણમ્ય નામની શક્તિ છે; તેમજ પરના પ્રમાણમાં પ્રમેય થવાની અર્થાત્ પોતાના જ્ઞાનાકારોને ગ્રહણ કરાવવાના સ્વભાવરૂપ આત્મામાં પ્રમેયત્વ નામ પરિણામકત્વ નામની શક્તિ છે. આમાં સ્વ અને પર એમ બે વસ્તુઓ સિદ્ધ કરી છે. એકલો પર પરબ્રહ્મસ્વરૂપ આત્મા જ છે એમ નહિ, તથા એકલા પરજ્ઞેયો છે એમ પણ નહિ. અહા! જ્ઞેયો (જીવ-અજીવરૂપ) પણ અનંત છે અને જ્ઞાનસ્વરૂપી આત્મા જે પ્રમાણ-પ્રમેય સ્વભાવમય છે તે પણ ભાવથી અનંતરૂપ છે.
અહાહા...! આત્મામાં અનંત શક્તિ, અનંત ગુણ, અનંત સ્વભાવ ભર્યા છે. તેમાં એક પ્રમાણ નામની શક્તિ-સ્વભાવ છે. તેનું કાર્ય શું? તો કહે છે-સ્વપર સર્વ જ્ઞેયાકારોનું તેના વિશેષો સહિત જ્ઞાન કરવું તે પ્રમાણ શક્તિનું કાર્ય છે. અહીં સર્વ જ્ઞેયાકારો કહ્યા તેમાં પોતાનો આત્મા પણ એક જ્ઞેયાકાર તરીકે આવી ગયો. તેથી જો કોઈ એમ કહે કે-આત્મા પરને જાણે પણ સ્વને ન જાણે તો તેની એ વાત જૂઠી છે, કેમ કે આત્મામાં સ્વ-પરને જાણવારૂપ આ પ્રમાણ શક્તિ છે. વળી કોઈ એમ કહે કે-આત્મા સ્વને જાણે, પણ પરને ન જાણે તો તેની એ વાત પણ જૂઠી છે, તેને આત્મામાં સ્વપરને જાણવારૂપ પ્રમાણ શક્તિ છે તેની ખબર નથી.
વળી આત્મામાં એક પ્રમેય નામની શક્તિ પણ છે. તેનું કાર્ય શું? તો કહે છે-પરના પ્રમાણ જ્ઞાનમાં પોતાના જ્ઞાનાકારોને ગ્રહણ કરાવવાનો અર્પણ કરવાનો એનો સ્વભાવ છે. આ પ્રમાણે પ્રમાણ-પ્રમેય-બન્ને મળીને આ એક પરિણમ્ય-પરિણામકત્વ શક્તિ અહીં આચાર્યદેવે કહી છે. પરને રચે-રચાવે કે કરે-કરાવે એવો કોઈ આત્માનો સ્વભાવ નથી, પણ પરનો જ્ઞાતા પણ થાય અને જ્ઞેય પણ થાય એવો આત્માનો આ પરિણમ્ય-પરિણામકત્વ સ્વભાવ છે. આવી સૂક્ષ્મ વાત ભાઈ!
પ્રશ્નઃ– આત્મામાં સ્વ-પરના જ્ઞાનમાં જ્ઞેય થવાનો સ્વભાવ છે તથા સ્વપરને જાણવાનો સ્વભાવ છે તો અમને આત્મા જણાતો કેમ નથી?
ઉત્તરઃ– અરે ભાઈ! આત્મા ઇન્દ્રિયજ્ઞાનથી ન જણાય એવો સૂક્ષ્મ અતીન્દ્રિય અરૂપી પદાર્થ છે. તેને જાણવા ઇન્દ્રિયજ્ઞાન કામ નહિ આવે; તારે તારો ઉપયોગ અંતર્મુખ અતીન્દ્રિય સૂક્ષ્મ કરવો જોઈશે. આત્મા અતીન્દ્રિય સ્વસંવેદનમાં જ જણાય એવી ચીજ છે. સમજાણું કાંઈ...?
અહીંથી આ સત્-શાસ્ત્ર નામ જિનવાણી બહાર પડે છે ને? તે જ્ઞેય છે. તે જ્ઞેયનું જ્ઞાન કરવું તે ભગવાન આત્માનો સ્વભાવ છે. અહાહા...! અનંતા જ્ઞેયોને જાણે એવો ભગવાન! તારો સ્વભાવ છે. તે અનંતા જ્ઞેયોની રચના કરવી કે તેનું કાર્ય કરવું એમ નહિ (એવો તારો સ્વભાવ નહિ), તેમ તે જ્ઞેયો વડે તારા કાર્યની રચના (જ્ઞાનાકારોની રચના) થાય-કરાય
PDF/HTML Page 4003 of 4199
single page version
એમ પણ નહિ (એવો જ્ઞેયોનો ને તારો સ્વભાવ નથી); પરંતુ દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ અનંતા જ્ઞેયો પોતાના જ્ઞાનમાં પ્રમાણમાં ગ્રહણ થાય અને સ્વ-પર પ્રમાણજ્ઞાનમાં પોતાના જ્ઞાનાકારો પ્રમેયપણે જણાય એવો ભગવાન આત્માનો સ્વભાવ છે. ગજબ વાત છે ભાઈ! અનંતા સિદ્ધ ભગવંતો અને અરિહંતો વગેરેને પોતે પોતાના જ્ઞાનમાં જાણે તથા અનંતા સિદ્ધ ભગવંતો અને અરિહંતો વગેરેના જ્ઞાનમાં પોતે-પોતાના જ્ઞાનાકારો-પ્રમેય થઈ જણાય એવો પોતાનો- આત્માનો સ્વભાવ છે. ભગવાન! તારા આવા સ્વભાવ-સામર્થ્યને જાણ્યા વિના તું અનંતકાળ ચાર ગતિમાં રઝળી મર્યો છે. જો તારા સ્વભાવ-સામર્થ્યનો મહિમા તું સમજે-સ્વીકારે તો સંસાર-પરિભ્રમણના દુઃખનો અંત આવે એવી આ વાત છે. અહાહા...! તારી એકેક પર્યાયમાં સ્વ-પરનું જ્ઞાન કરવાની ને સ્વ-પરનું જ્ઞેય થવાની અદ્ભૂત શક્તિ પડી છે. આ સમજીને અંતર્મુખ થાય તો ‘મને આત્મા કેમ જણાતો નથી’ એવો સંદેહ મટી જાય, એવી શંકા રહે જ નહિ. એકલા પરને જ જાણવા-માનવારૂપ જે પ્રવર્તે છે તેને આત્મા જણાતો નથી; બાકી સ્વ-પર બન્નેને જાણે એવું ભગવાન આત્માનું સહજ સ્વભાવ-સામર્થ્ય છે. સમજાણું કાંઈ...?
અહો! અંદર સ્વસ્વરૂપના આનંદમાં ઝૂલતાં ઝૂલતાં આચાર્ય ભગવાને આત્માની શક્તિઓનું મહા અદ્ભુત વર્ણન કર્યું છે. કહે છે-આત્માની અનંત શક્તિઓ છે, પણ કહેવી કેટલી? એમ કે-શબ્દો તો પરિમિત છે, ને શક્તિઓ તો અપરિમિત અનંત છે. તેથી વચન દ્વારા અમે કેટલી કહીએ? અને અમને એને કહેવાની ફુરસદ પણ કયાં છે? અમે તો નિજાનંદરસલીન રહીએ છીએ. કેવળજ્ઞાન થયે બધીય-અનંત પ્રત્યક્ષ જણાશે, વાણીમાં કેટલી કહેવી? છતાં અહીં ૪૭ શક્તિઓનું વર્ણન કરીને આત્માનો અદ્ભુત વૈભવ આચાર્યદેવે ખુલ્લો કર્યો છે.
તેમાં આત્માની એક શક્તિ એવી છે કે પોતે સ્વ-પરનો જ્ઞાતા પણ થાય અને સ્વ-પરનો જ્ઞેય પણ થાય. અહીં સ્વપરનો જ્ઞેય થાય એમ કહ્યું ત્યાં પરનો એટલે પરજીવોના જ્ઞાનમાં જ્ઞેય થાય એમ વાત છે, કાંઈ જડનો- ઇન્દ્રિયાદિ જડ પદાર્થોનો જ્ઞેય થાય એમ નહિ. જડમાં તો કયાં જ્ઞાન છે કે આત્મા એનો જ્ઞેય થાય? હવે જડને- ઇન્દ્રિયાદિને તો પોતાની જ ખબર નથી ત્યાં તે બીજાને શું જાણે? એક આત્માને જ સ્વ-પરની ખબર છે. અહો! આત્માના પોતાના આવા જ્ઞેય-જ્ઞાયક સ્વભાવને અંતર્મુખ થઈ જાણતાં પોતાને પોતાની ખબર પડે છે. પોતે સૂક્ષ્મ અરૂપી ચીજ છે તેથી પોતે પોતાને ન જાણે એમ કોઈ અજ્ઞાનીઓ માને છે પણ એવી વસ્તુ નથી. અરે ભાઈ! પોતાને પોતાની ખબર ન પડે તો પોતાની નિઃશંક પ્રતીતિકયાંથી થાય? અને નિજ સ્વભાવની નિઃશંકતા થયા વિના સાધક જીવ કોની સાધના કરે? અરે ભાઈ! અંદર તારો સ્વભાવ જ એવો છે કે અંતરમાં જાગ્રત થતાં સ્વરૂપની નિઃસંદેહ પ્રતીતિ થાય છે. આનું નામ ધર્મ છે. આવો મારગ!
હવે લોકોને તો પૂજા કરવી, ભક્તિ કરવી, ને વ્રત-ઉપવાસાદિ કરવાં ઠીક પડે છે, પણ ભાઈ! એ કાંઈ ધર્મ નથી; ધર્મનું કારણેય નથી.
તો જ્ઞાની-ધર્મી પુરુષો પણ આ બધું કરે તો છે? શું કરે છે? અશુભથી બચવા માટે જ્ઞાનીને ભક્તિ, પૂજા ઇત્યાદિ શુભભાવના પરિણામ થતા હોય છે, પણ તેને તે ધર્મ વા પોતાનું કર્તવ્ય જાણતા નથી. એ સઘળા શુભભાવો જ્ઞાનીને હેયપણે જ હોય છે. હવે જ્ઞાનીના અંતરને જાણે નહિ, ને કરે છે, કરે છે એમ માને, પણ એ જ તો અજ્ઞાન છે!
ખરેખર તો સાચાં ભક્તિ, પૂજા ઇત્યાદિ શુભભાવો સમકિતીને જ હોય છે, અજ્ઞાનીને નહિ. પંચાસ્તિકાયની (ગાથા ૧૩૬) ટીકામાં આવે છે કે ભક્તિ આદિ પ્રશસ્ત રાગ, અસ્થાનનો રાગ અટકાવવા અર્થે વા તીવ્ર રાગ જ્વર નિવારવા અર્થે, કદાચિત્ જ્ઞાનીને હોય છે. વાસ્તવમાં સમ્યગ્દ્રષ્ટિને જ યથાર્થ વ્યવહાર હોય છે. બાકી અજ્ઞાનીને વ્યવહાર કેવો?
એક વખત સંપ્રદાયમાં ચર્ચા થઈ હતી. એક શેઠ તરફથી પ્રશ્ન થયેલો કે-જ્યાં સુધી જીવ મિથ્યાદ્રષ્ટિ હોય ત્યાં સુધી જ મૂર્તિ-પૂજા હોય છે, સમ્યગ્દર્શન થયા પછી મૂર્તિ-પૂજા આદિ હોતાં નથી; બરાબર ને?
ત્યારે ઉત્તર આપેલો કે-ભાઈ! સમ્યગ્દ્રષ્ટિને જ સાચાં ભક્તિ, પૂજા આદિનો વ્યવહાર હોય છે, કેમ કે વાસ્તવમાં સમ્યગ્દર્શન થાય ત્યારે જ તેને સમ્યક્ ભાવશ્રુતજ્ઞાન પ્રગટ થાય છે. આ સમ્યક્ શ્રુતજ્ઞાન અવયવી છે, ને નિશ્ચય-વ્યવહાર નય તેના અવયવ છે. અંદર ભાવશ્રુત પ્રગટ થયું હોય એવા સમકિતીને જ આ બન્ને નય હોય છે. અજ્ઞાનીને નિશ્ચય પણ નથી ને વ્યવહારેય નથી. એની બધી જ ક્રિયા, તેથી અજ્ઞાનમય હોય છે. આવી વાત! સમજાણું કાંઈ...?
નિશ્ચય અને વ્યવહાર એ બે નય શ્રુતપ્રમાણના ભેદ છે. નયના વિષયને નિક્ષેપ કહે છે. આ નિક્ષેપના ચાર ભેદ
PDF/HTML Page 4004 of 4199
single page version
છે-નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. આ ચાર નિક્ષેપ તે જ્ઞેયના ભેદ છે. તેમાં સ્થાપના નિક્ષેપ તે વ્યવહારનયનો વિષય છે. તેથી અરિહંતની સ્થાપનારૂપ પ્રતિમા તે ધર્મી-સમકિતીને પૂજનીક છે, અને તે યથાર્થ નિમિત્ત છે. આ પ્રમાણે સમ્યગ્દર્શન થયા પછી ભગવાનની ભક્તિ, સ્તુતિ અને પૂજાના ભાવ જ્ઞાનીને અવશ્ય થતા હોય છે, અને તેને વ્યવહાર કહેવામાં આવે છે. અહા! જ્ઞાનીને ભક્તિ, પૂજા ઇત્યાદિનો પ્રશસ્ત રાગ જરૂર થતો હોય છે, પણ તેની તેને પકડ (પરિગ્રહ) નથી. અમે તો આ વાત પ૦ વર્ષ પહેલાં સંપ્રદાયમાં હતા ત્યારે કરેલી. ત્યારેય સંપ્રદાયમાં ચાલતી વાત એમ ને એમ માની લેવી તે અમારી રીતિ નહોતી. સ્વ-હિતની ઝંખના હતી ને! એ તો અંતરમાં ન્યાયથી બેસે તે જ સ્વીકારવાની અમારી પદ્ધતિ હતી.
અહા! સ્વ-પર જ્ઞેયોને ગ્રહણ કરવાનો જીવનો સ્વભાવ છે. ગ્રહણ કરવું એટલે શું? ગ્રહણ કરવું એટલે હાથથી જેમ કોઈ ચીજ પકડીએ તેમ જ્ઞેયોને પકડવું એમ નહિ, કેમ કે જીવને કયાં હાથ-પગ છે? ગ્રહણ કરવું એટલે જાણવું એમ વાત છે. અહીં સ્વ-પર જ્ઞેય કહ્યાં તેમાં અનંત ગુણમય ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય ને તેમાં અભેદ-તન્મય થયેલી વીતરાગ પરિણતિ તે સ્વજ્ઞેય છે, અને વ્યવહાર રત્નત્રયનો રાગ તથા દેવ-ગુરુ આદિ પરજ્ઞેય છે, કેમ કે રાગ અને દેવ-ગુરુ આદિ કાંઈ જીવસ્વરૂપ નથી. અહા! આવું અંતરમાં સમજે તેના જ્ઞાનમાં નિજ શુદ્ધ ચૈતન્યનું ગ્રહણ થાય છે, ને પરજ્ઞેયો મારા છે એવું વિપરીત શ્રદ્ધાન દૂર થાય છે. આ અપૂર્વ ધર્મ છે.
અહાહા....! ભગવાન, તું એકલા ચૈતન્યસ્વરૂપ છો નાથ! ગાથા ૧૭-૧૮માં આવ્યું છે કે આબાળ-ગોપાળ સર્વને સદાકાળ જ્ઞાનની પર્યાયમાં સ્વજ્ઞેય જાણવામાં આવે એવો જ્ઞાનની પર્યાયનો સ્વભાવ છે. પણ અરે! અનાદિની એની બહિર્દષ્ટિ છે! ત્રિકાળી એક જ્ઞાયકભાવની દ્રષ્ટિ ન હોઇ તેની દ્રષ્ટિ પરથી ખસતી નથી; પરંતુ અંતદ્રષ્ટિ કરતાં જ શુદ્ધ ચૈતન્યનું ગ્રહણ થાય એવો ભગવાન આત્માનો જ્ઞાનસ્વભાવ છે. અહા તારો જ્ઞાનસ્વભાવ સ્વ-પર જ્ઞેયોને જાણવાના પ્રમાણજ્ઞાનરૂપ છે, અને તારા જ્ઞાનાદિ અનંત સ્વભાવ પરના જ્ઞાનમાં (કેવળી આદિના જ્ઞાનમાં) ગ્રહણ કરાવવાના પ્રમેયસ્વભાવરૂપ છે. અહા! આવી તારામાં પરિણમ્ય-પરિણામકત્વશક્તિ છે.
અરે ભાઈ! આ પૈસા મારા એમ તું માને પણ એવો તારો-જીવનો સ્વભાવ નથી. લક્ષ્મી, મકાન, સ્ત્રી- કુટુંબ-પરિવાર, દેવ-ગુરુ આદિ એ બધું જ્ઞેયપણે તારા જ્ઞાનમાં જણાવાલાયક છે, પણ એ બધા જ્ઞેયો તારા છે એવું કયાં છે? તે જ્ઞેયો મારા છે એમ તું માને પણ એ તો કેવળ ભ્રમ છે, કેમ કે એવો વસ્તુસ્વભાવ નથી. વળી પરના પ્રમાણમાં પ્રમેય થાય એવો તારો સ્વભાવ છે, પણ પરનો તું થાય, પરનો પિતા ને પરનો પુત્ર તું થાય, એવો તારો સ્વભાવ નથી.
સાંભળ તો ખરો પ્રભુ! જગતની સઘળી ચીજો જ્ઞેય તરીકે તારા જ્ઞાનમાં જાણવામાં આવે એવો તારા જ્ઞાનનો સ્વભાવ છે. ભાઈ! તું તે ચીજોનો કાંઈ માલીક નથી. અહા! પરજ્ઞેયોને ગ્રહણ કરવારૂપ જે પ્રમાણજ્ઞાન તેનો તું માલીક છો, પણ પરજ્ઞેયોનો માલીક નથી. ભગવાન મારા ને ગુરુ મારા-એમ તું માને, પણ એ બધા તો તારા જ્ઞાનના જ્ઞેય છે બસ; મારા ભગવાન ને મારા ગુરુ એવી તો જગતમાં કોઈ વસ્તુ છે નહિ વળી જ્ઞાનાનંદ સ્વભાવે પરિણમેલા હોય એવા જીવના પ્રમાણજ્ઞાનમાં પ્રમેય થઈને તેમાં જણાવાલાયક તું છો, પણ પરનો તું થા એવી તારી લાયકાત નથી. ભાઈ, પરનો તું કાંઈ નથી, અને પર તારા કાંઈ નથી. પરનો તું થા ને પર તારા થાય એવો વસ્તુસ્વભાવ જ નથી. સમજાણું કાંઈ...?
હા, પણ ભગવાનને ૧૪૦૦૦ સાધુ-શિષ્યો હતા, ને ૩૬૦૦૦ આર્જિકાઓ-શિષ્યા હતી એમ શાસ્ત્રમાં આવે છે ને?
ઉત્તરઃ– આવે છે; પણ આ બધાં કથન વ્યવહારનયનાં છે બાપુ! બાકી ભગવાનનું કાંઈ નથી, ને ભગવાન કોઈના નથી. અહીં તો આ વાત છે કે ભગવાનના કેવળજ્ઞાનમાં લોકના સર્વ જ્ઞેયાકારોને યુગપત્ ગ્રહણ કરવાનો સ્વભાવ છે, અને પર કેવળીના જ્ઞાનમાં જ્ઞેયાકારોને ગ્રહણ કરાવવાનો તેનો પ્રમેય સ્વભાવ છે. ભાઈ! તારા જ્ઞાનસ્વભાવમાં સર્વ જ્ઞેયો જણાવાલાયક છે બસ એટલું રાખ. પરજ્ઞેયો મારા, ને હું પરનો-એ વાત જવા દે ભાઈ! (કેમ કે) એવી વસ્તુ નથી. અહો! આચાર્યદેવે એકલાં અમૃત રેડયાં છે!
અહા! આવો અનંત સ્વભાવમય અમૃતસાગર ઉછળે ત્યાં વાંધા-વિરોધની વાતો શોભે નહિ. અહીં તો કહે છે-જગતમાં કોઈ પ્રાણી વિરોધી-દુશ્મન છે નહિ; સર્વ પ્રાણી જ્ઞેયમાત્ર છે. આવો ભગવાનનો ન્યાયમાર્ગ ભાઈ! જેવું પદાર્થોનું સ્વરૂપ છે તેવું તેનું જ્ઞાન કરવું તે ન્યાય છે; તેવી તેની પ્રતીતિ કરવી તે સમ્યગ્દર્શન છે, અને તે ધર્મ છે. અહીં તો આટલી વાત છે કે-પર જ્ઞેયાકારો પોતાના જ્ઞાનમાં નિમિત્ત છે બસ, અને પોતાના જ્ઞાનાકારો પરના જ્ઞાનમાં નિમિત્ત છે બસ. આવો જ આત્માનો પરિણમ્ય-પરિણામકત્વસ્વભાવ છે.
PDF/HTML Page 4005 of 4199
single page version
ભાઈ! વીતરાગ સર્વજ્ઞદેવ એમ કહે છે કે-મારા જ્ઞાનમાં તું જ્ઞેય તરીકે જણાવાલાયક છો, પણ મારો તું કાંઈ નથી, વળી હું પણ પર કેવળજ્ઞાની જીવના જ્ઞાનમાં પ્રમેય થવાને લાયક છું, પણ તેનો હું કાંઈ નથી. આવો વસ્તુસ્વભાવ છે ભાઈ!
કેટલાક સ્ત્રીને અર્ધાંગના કહે છે ને! ધૂળેય અર્ધાંગના નથી સાંભળને, એ તો તારા જ્ઞાનનું પરજ્ઞેય છે. તે જ્ઞેયનું જ્ઞાન કરે એવી જે જ્ઞાનની પરિણતિ છે તે તારી છે, કેમ કે સ્વપરને જાણવાનો આત્માનો સ્વભાવ છે. પરજ્ઞેયનું કાર્ય કરે કે પરજ્ઞેય પોતાના થઈ જાય એવો આત્માનો સ્વભાવ નથી. અહા! આવો વસ્તુ-સ્વભાવ જેણે યથાર્થ ઓળખ્યો તે ન્યાલ થઈ જાય એવી આ વાત છે.
લોકોને આ વાત સૂક્ષ્મ પડે છે, પણ આ મૂળ મુદની વાત છે. પરના ગુરુ થવું કે પરના શિષ્ય થવું એ કાંઈ આત્માનો સ્વભાવ નથી. શક્તિનું પર્યાયમાં પરિણમન થયું એની આ વાત છે. શક્તિ દ્રવ્યમાં ગુણપણે તો ત્રિકાળ પડી છે, પણ દ્રવ્યસ્વભાવની દ્રષ્ટિ થતાં શક્તિનું પરિણમન પર્યાયમાં થાય છે. તે પર્યાયમાં બહારના અનંત જ્ઞેયો જણાય છે. પણ તે જ્ઞેયો મારા છે એમ કોઈ માને તો એવું કયાં છે? એ તો તદ્ન વિપરીત દ્રષ્ટિ છે. બીજા જીવને કેવળજ્ઞાન પ્રગટયું હોય વા મતિ-શ્રુતજ્ઞાન હોય-તેના જ્ઞાનમાં જ્ઞેય થઈને જ્ઞાનાકારોને ગ્રહણ કરાવાનો તારો સ્વભાવ છે, પણ પરનો તું થઈ જા એવો તારો સ્વભાવ નથી. ભગવાન! તું એક જ્ઞાતા-દ્રષ્ટા છો; બસ આ વાત અહીં વિશેષપણે સિદ્ધ કરે છે.
અહા! સમ્યગ્દ્રષ્ટિ જીવને અંતરમાં એવી પ્રતીતિ થઈ છે કે-સર્વ પરજ્ઞેયો-શરીર, મન, વાણી, કર્મ, ભાવકર્મ, રાગાદિ બધા મારા જ્ઞાનમાં જણાવાલાયક છે; વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ ઉઠે તે પણ પરજ્ઞેયપણે જ્ઞાનમાં જણાવાલાયક છે, પણ તેમાં સ્વામિત્વની બુદ્ધિ નથી. હવે લોકોને આના જ મોટા વાંધા છે, એમ કે-વ્યવહાર-શુભરાગ મોક્ષનો માર્ગ છે-એમ તેઓ માને છે. પણ અહીં તેની ના પાડે છે. શુભરાગ પણ પરજ્ઞેય છે, અનાત્મા છે. તે જ્ઞેયને ગ્રહણ કરવાનો એટલે કે જાણવાનો આત્માનો સ્વભાવ છે. ૧૨મી ગાથામાં પણ આવી ગયું કે વ્યવહારનય જાણેલો પ્રયોજનવાન છે. ૧૧મી ગાથામાં પણ આવી ગયું કે-પોતાનો એક ત્રિકાળી જ્ઞાયકભાવ સત્યાર્થ છે, કેમ કે તેના આશ્રયે સમ્યગ્દર્શન ને ધર્મ થાય છે. ચારેકોરથી દેખો તો આ એક જ સિદ્ધાંત સિદ્ધ થાય છે. સમ્યગ્દ્રષ્ટિને જે રાગાંશ બાકી છે તે તેને પરજ્ઞેય તરીકે જ્ઞાનમાં જાણવાલાયક છે પણ; રાગ મારો છે, વા રાગથી જ્ઞાન થાય છે એમ નથી. અહા! રાગથી ભિન્ન પડી વીતરાગ થવા નીકળ્યો છે તે રાગને પોતાનો કેમ જાણે? ને રાગને ભલો કેમ માને? રાગ તો એના જ્ઞાનનું જ્ઞેય છે બસ. બાકી રાગ રાગપણે રાગમાં છે, ને જ્ઞાન જ્ઞાનપણે જ્ઞાનમાં છે. (પરસ્પર કાંઈ લેવાદેવા નથી). સમજાણું કાંઈ...? (રાગથી જ્ઞાન નહિ, ને જ્ઞાનથી રાગ નહિ.) આવી વાત છે બાપુ!
આચાર્યશ્રી અમૃતચંદ્રસ્વામી કહે છે-જે સમયે જેટલો રાગ હોય છે તે તે સમયે વ્યવહારે જાણવાલાયક છે. બારમી ગાથાની ટીકામાં ‘तदात्वे’ શબ્દ પડયો છે, એટલે કે તે તે કાળે રાગ જાણવાલાયક છે. એટલે શું? કે રાગ મારા જ્ઞાનનું જ્ઞેય છે એમ કહેવું એ વ્યવહાર છે. વાસ્તવમાં તે તે કાળે જ્ઞાનની સ્વ-પર-પ્રકાશક પર્યાય સ્વયં પોતાથી પ્રગટ થાય છે, અને તેમાં રાગ પરજ્ઞેયપણે જણાય છે બસ. રાગ જ્ઞેય છે માટે જ્ઞાનની પરપ્રકાશક પર્યાય પ્રગટ થાય છે એમ નથી. સ્વપરને જાણવાની જ્ઞાનની ક્રમવર્તી પર્યાય પોતાના સામર્થ્યથી પ્રગટ થાય છે, રાગના-નિમિત્તના કારણે પ્રગટ થાય છે એમ નથી.
અરે ભગવાન! તારો માર્ગ તો જો. અહા! તારી ચીજ અંદર એવી છે કે જે સમયે રાગ આવ્યો તે સમયે તે રાગ સંબંધી જ્ઞાન થાય એવો તારો સ્વભાવ છે. તથાપિ તે રાગથી જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય છે એમ છે નહિ; જ્ઞાનની પર્યાય પોતાથી જ ઉત્પન્ન થાય છે. તેમાં જ્ઞેયનું-રાગનું જ્ઞાન થયું એમ કહેવું વ્યવહાર છે. વળી જ્ઞાનની દશાનો જાણનાર હું છું-એ પણ ભેદરૂપ વ્યવહાર છે. હું તો એક જ્ઞાયક છું. અહાહા...! એવું અંદર પરિણમન થઈ ગયું ત્યાં જ્ઞાયક થઈ ગયો. સૂક્ષ્મ વાત છે ભાઈ! અંદર જે ગંભીરતા ભાસે છે એટલું બધું કહેવાનું બને નહિ, કેમ કે શબ્દોની એટલી તાકાત નથી. ભગવાન કેવળીએ અને દિગંબર સંતોએ જે કહ્યું છે તેની ઉંડપ અપાર છે. અરે! ભગવાનના અને કેવળીના કેડાયતી દિગંબર સંતોના અહીં આ કાળે વિરહ પડયા! પોતાના જ્ઞાનમાં પરવસ્તુ જ્ઞેય છે અને પરના જ્ઞાનમાં પોતે જ્ઞેય છે-એવી જીવની પ્રમાણ-પ્રમેય શક્તિને જે યથાર્થસ્વરૂપે માને તેને અંતરમાં શક્તિવાન દ્રવ્યની પ્રતીતિ થાય છે, અને તેનું નામ સમ્યગ્દર્શન છે.
અહા?ં અહીં આ પરિણમ્ય-પરિણામકત્વ નામની શક્તિનું વર્ણન ચાલે છે. આચાર્ય શ્રી જયસેનાચાર્યદેવ કહે છે કે એકધારાએ એક શક્તિ કે એક ભાવ જો યથાર્થ સમજે તો બધા ભાવ યથાર્થ સમજી જાય એવું આ વસ્તુસ્વરૂપ છે.
PDF/HTML Page 4006 of 4199
single page version
અહા? આત્મા સ્વ-પર જ્ઞેયોને-સર્વને જાણે એમ કહીએ એ વ્યવહાર છે. જાણે-એમ ભેદ પડયો ને! માટે વ્યવહાર છે. આત્મા તો બસ એક જ્ઞાયક છે. અહાહા...! જ્ઞાન વડે જાણે એવો ભેદ પણ જેમાં નથી એવો ત્રિકાળી ભૂતાર્થ એક જ્ઞાયક પ્રભુ આત્મા છે અને તે સમ્યગ્દર્શનનો વિષય છે. અહો! વીતરાગ સર્વજ્ઞ પરમાત્માની વાણીની આ અસાધારણ અમૃતધારા છે.
જુઓ, ડુંગળીની એક રાઈના દાણા જેવડી નાની કટકીમાં અસંખ્ય ઔદારિક શરીર છે, અને તે એકેક શરીરમાં અનંત નિગોદિયા જીવ છે. શું કીધું? છ મહિના ને આઠ સમયમાં છસો આઠ જીવ મોક્ષ પામે છે. હવે આજ સુધીમાં જેટલા (અનંતા) સિદ્ધ થયા છે તેના કરતાં અનંતગુણા જીવો નિગોદના એક શરીરમાં છે. તે બધા જીવો ભગવાન જ્ઞાયકના જ્ઞાનનું જ્ઞેય છે. અહો! ભગવાન જ્ઞાયકનું કોઈ અદ્ભુત અપરિમિત જ્ઞાન સામર્થ્ય છે. ભાઈ! લોકમાં અનંતા જીવો છે તેમની માત્ર દયા પાળવા જ તેમનું વર્ણન છે એમ નથી, પણ ભગવાન જ્ઞાયકના સ્વ-પર ને જાણવાના પરમ અદ્ભુત જ્ઞાનસ્વભાવનો મહિમા લાવી અંતર્મુખ થવું એમ એનો વિશેષ આશય છે. સમજાણું કાંઈ...?
વળી પરની રક્ષાનો ભાવ પાપ છે એમ કોઈ લોકો માને છે, પણ એ માન્યતા ખોટી છે, મિથ્યા છે. વળી પરની રક્ષા કરી શકાય છે એ માન્યતા પણ બરાબર નથી, મિથ્યા છે. પર જીવોની રક્ષાના પરિણામ પુણ્યભાવ છે, અને તે જ્ઞાની-ધર્મીને પણ થતા હોય છે, પણ તે એટલા માટે સાર્થક નથી કે પર જીવોની રક્ષા કરી શકાય છે-એમ વસ્તુ સ્વરૂપ નથી. પર જીવોની રક્ષાના પરિણામ થાય, પણ તદનુસાર પર જીવોની રક્ષા થાય કે કરી શકાય એવું વસ્તુ સ્વરૂપ નથી. બહુ ગંભીર વાત છે ભાઈ! લોકો સત્યને સમજ્યા વિના વિરોધ કરે, પણ શું થાય? ભાઈ! નિજ અનંતગુણસ્વભાવમય દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જતાં સ્વાનુભૂતિ પ્રગટે છે અને તેનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે.
લ્યો, આ પ્રમાણે પંદરમી આ પરિણમ્ય-પરિણામકત્વશક્તિ પૂરી થઈ.
‘જે ઘટતું-વધતું નથી એવા સ્વરૂપમાં નિયતત્ત્વરૂપ (નિશ્ચિતપણે જેમનું તેમ રહેવારૂપ) ત્યાગોપાદાનશૂન્યત્વશક્તિ.’
આ સોળમી શક્તિ છે. ભગવાન આત્મા સોળે કળાએ-પૂર્ણ ભગવાન છે એમ આ શક્તિમાં બતાવ્યું છે. શું કહે છે? ભગવાન જ્ઞાયક જે ધ્રુવ નિત્યાનંદ પૂર્ણાનંદ પ્રભુ છે તેમાં, કહે છે, કમી કે વૃદ્ધિ થતી નથી. અહાહા...! ભગવાન આત્મા એક જ્ઞાયક પ્રભુ ભરિતાવસ્થ છે, અર્થાત્ પરિપૂર્ણ અવસ્થિત છે. અહાહા...! પૂરણ પરમાત્મસ્વરૂપ એવો જ્ઞાયકદેવ પ્રભુ આત્મા છે, એમાં અશુદ્ધતાનું તો નામ-નિશાન નથી.
ભાઈ! અહીં શુદ્ધતાની અલ્પ-અપૂર્ણ પર્યાય પ્રગટ છે તો અંદર ત્રિકાળી ધ્રુવ દ્રવ્યસ્વરૂપમાં વિશેષ શુદ્ધતા છે, ને પૂર્ણ શુદ્ધ કેવળજ્ઞાનની દશા પ્રગટ થયે ત્યાં ત્રિકાળી સ્વરૂપમાં શુદ્ધતાની કમી થઈ ગઈ એમ છે નહિ. અહા! ભગવાન જ્ઞાયકસ્વરૂપ તો અંદર જેમનું તેમ રહેવારૂપ ત્રિકાળ પૂર્ણ નિયતરૂપ છે. હવે આવું એક જ્ઞાયકતત્ત્વ-પૂરણ સારભૂત વસ્તુ-કોઈક વિરલા જીવ પામી જાય છે. એક પદમાં આવે છે ને કે-
વિરલા થા સો માખણ પાયા, છાશે જગત ભરમાયા....
અહાહા...!
સૌ સૂણો રે ભાઈ! વલોણું વલોવે સો તત્ત્વ અમૃત કો પાઈ.
અહાહા...! ભગવાન અરિહંત પરમાત્મા આકાશમાં-સમોસરણમાં રત્નજડિત સિંહાસન ઉપર અંતરિક્ષ બિરાજે છે. પ૦૦ ધનુષની ઉંચાઈ છે. ત્યાં ભગવાનના શ્રી મુખેથી ૐકાર ધુનિરૂપે અમૃતની ધારા છુટે છે. આ રેડિયો વાગે છે ને? તેને આકાશવાણી કહે છે, તેમ ભગવાનની ૐ ધ્વનિ છૂટી તે ગગનમંડળમાં ગૌઆ વિયાણી છે. અહાહા...! એ અમૃતધારાને કોઈ વિરલા ભવ્ય જીવો કર્ણરૂપી અંજલિ વડે ભરપુર પીએ છે, ને અંતર્મુખ દ્રષ્ટિ વડે સારભૂત નિજ જ્ઞાયકતત્ત્વને પ્રાપ્ત થાય છે. અને બીજા ઘણા (દીર્ઘ સંસારીઓ) તો પુણ્યકર્મરૂપી છાશમાં જ ભરમાઈ જાય છે. (એમ
PDF/HTML Page 4007 of 4199
single page version
કે પુણ્ય કરતાં કરતાં ધર્મ થશે એમ ભરમાઈ જાય છે). આવી વાત!
અરે ભાઈ! તું એક વાર આ તારી વાત સાંભળ તો ખરો! અહા! તું કોણ છો, કેવો છો? તો કહે છે-જેમાં કદીય ઘટ-વધ થતી નથી એવો એક જ્ઞાયકસ્વરૂપ પૂર્ણાનંદ-જ્ઞાનાનંદ પ્રભુ છો. અહાહા...! સિદ્ધપદની પર્યાય પ્રગટ થઈ, એટલી પૂર્ણ શુદ્ધતા પર્યાયમાં આવી તો અંદર ત્રિકાળીમાં કાંઈ કમી થઈ કે નહિ? તો કહે છે-ના, એમ છે નહિ. વળી ચોથે ગુણસ્થાને સમ્યગ્દર્શનની શુદ્ધ પર્યાય થઈ ત્યાં પૂર્ણ સ્થિરતા થઈ નથી તો અંદર દ્રવ્ય સ્વરૂપમાં શુદ્ધતા વિશેષ (વિશેષ શુદ્ધતા) છે કે નહિ? તો કહે છે-ના, એમ છે નહિ. અહાહા...! અંદર દ્રવ્યસ્વભાવ તો જેવો છે તેવો જ ત્રિકાળ પરિપૂર્ણ છે, તેમાં કાંઈ ઘટ-વધ થતી જ નથી.
હવે આવો મારગ પ્રભુનો છે. બહારમાં તો આ કરો ને તે કરો-પૂજા કરો ને ભક્તિ કરો, વ્રત કરો ને તપ કરો-એમ કરો-કરો-ની જ પ્રરૂપણા ચાલે છે; પણ એ તો બધા શુભભાવ છે બાપા! એ ધર્મ નહિ પ્રભુ!
પણ ધર્મીને એ શુભભાવ હોય છે ને? હા, હોય છે, અને હોય છે એટલે એને વ્યવહારથી ધર્મ કહે છે, પણ એ કાંઈ વાસ્તવિક ધર્મ નથી. ધર્મીને એ શુભભાવો હેયબુદ્ધિએ હોય છે, એમાં એને કાંઈ કર્તાપણાની બુદ્ધિ હોતી નથી. અહીં શક્તિના અધિકારમાં એ મલિન ભાવની કાંઈ સ્થિતિ જ નથી. સમજાણું કાંઈ...?
અહાહા...! જે શક્તિ ત્રિકાળ શુદ્ધ છે તે દ્રવ્ય-ગુણમાં તો અનાદિથી વ્યાપક છે, અને શક્તિવાન દ્રવ્ય જે છે તેની અંતર્મુખ પ્રતીતિ થતાં શક્તિ પર્યાયમાં પણ વ્યાપક થાય છે, અને ત્યારે પર્યાયમાં શક્તિનું નિર્મળ કાર્ય પ્રગટ થાય છે. અહાહા...! ત્રિકાળી દ્રવ્ય-ગુણ તો પરદ્રવ્ય ને વિકારના ગ્રહણ-ત્યાગથી રહિત ત્યાગોપાદાન શૂન્ય છે, પણ તેની નિર્મળ પર્યાય જે પ્રગટ થાય તેય પરદ્રવ્ય ને વિકારના ગ્રહણ-ત્યાગથી રહિત ત્યાગોપાદાન શૂન્ય છે, અર્થાત્ તેમાં કોઈ ઘટ-વધ નથી. પર્યાય અપૂર્ણ શુદ્ધ હો કે પૂર્ણ શુદ્ધ હો, દ્રવ્યમાં-ત્રિકાળીમાં જેમ કોઈ ઘટ-વધ થતી નથી, તેમ તે પર્યાયમાં પણ પરદ્રવ્યનાં કે વિકારનાં ગ્રહણ-ત્યાગ નહિ હોવાથી ઘટ-વધ થતી નથી. આવી સૂક્ષ્મ વાત!
વધ ઘટ રહિત નિયતત્ત્વરૂપ શક્તિ છે તેનું પર્યાયમાં પરિણમન થાય છે. તેથી પર્યાયમાં શક્તિ વ્યાપક થતાં દ્રવ્યની પર્યાયમાં (નિર્મળ પર્યાયમાં) પણ ઘટ-વધ થતી નથી. ભાઈ! ભલે પર્યાયમાં અલ્પ-અપૂર્ણ શુદ્ધતાં હોય, પણ તે પૂર્ણ ત્રિકાળી, દ્રવ્યને પ્રસિદ્ધ કરે છે, તે કાંઈ વિકારને કે પરદ્રવ્યને પ્રસિદ્ધ કરતી નથી. પરદ્રવ્યની કે વિકારની તેમાં ઘૂસ-પેઠ જ કયાં છે? ભાઈ! એક પણ પર્યાયમાં જો કમી-વૃદ્ધિ થવાનું માનો (પરદ્રવ્યની કે વિકારની ઘૂસ-પેઠમાનો) તો ત્રિકાળી દ્રવ્ય સિદ્ધ નહિ થાય. (અર્થાત્ મિથ્યાત્વ જ થશે) પણ અહીં અશુદ્ધતાની વાત જ નથી. આ રીતે દ્રવ્યની ક્રમવર્તી (નિર્મળ, નિર્મળ) પર્યાયોમાં આ ત્યાગોપાદાનશૂન્યત્વશક્તિનું પણ ભેગું પરિણમન થાય છે.
વસ્તુ જે છે એ તો ત્રિકાળ ત્યાગોપાદાનરહિત છે. પરનું (કે વિકારનું) ગ્રહણ કે પરનો (કે વિકારનો) ત્યાગ એ તો જીવના સ્વરૂપમાં જ નથી. શું કીધું? રાગનો ત્યાગ કરવો એ એનું સ્વરૂપ નથી. એણે રાગને કયાં ગ્રહ્યો છે કે ત્યાગ કરે? રાગનો ત્યાગ કરવો અને નિર્મળ પર્યાયને કરવી એ એના સ્વરૂપમાં નથી, એ તો પર્યાય સહજ જ ઉત્પન્ન થાય છે. ત્યાં જે નિર્મળ પર્યાય પ્રગટ થઈ તે, કહે છે, ઘટ-વધ રહિત છે, અર્થાત્ તેમાં વિકારનાં ગ્રહણ-ત્યાગ નથી. હવે આવી વાત સર્વજ્ઞ સિવાય બીજે કયાંય મળે એમ નથી.
ભાઈ! તું જો તો ખરો અંદર પૂરણ શુદ્ધ તારી ચીજ કેવી છે? તને પૂર્ણ શુદ્ધતા પ્રગટ થાય તો તેમાં શું કાંઈ કમી થાય છે? અને કદાચ અપૂર્ણ શુદ્ધતા રહી છે તો શું અંદર ચીજમાં વિશેષ-વધારે શુદ્ધતા છે? અહીં કહે છે-ના, એમ છે જ નહિ; ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયકભાવમય દ્રવ્ય છે એ તો જેમ છે તેમ જ છે, તેમાં કાંઈ કમી-વૃદ્ધિ થતી જ નથી, કેમ કે તેમાં પરદ્રવ્ય-પરભાવનાં ગ્રહણ-ત્યાગ નથી. અહા! અહીં તો વિશેષ-પર્યાયની વાત સિદ્ધ કરવી છે. અહા! શક્તિ જે છે તે દ્રવ્યમાં ત્રિકાળ વ્યાપક છે, અને દ્રષ્ટિવંતને તે પર્યાયમાં વ્યાપક થાય છે. અહાહા...! શક્તિવાન એવું જે દ્રવ્ય છે તેની અંતર્દ્રષ્ટિ અને અંતર-રમણતાં થતાં જે નિર્મળ રત્નત્રય પ્રગટ થયાં તેમાં, કહે છે, ઘટ વધ નથી, કેમ કે તેમાં પણ પરદ્રવ્ય-પરભાવનાં ગ્રહણ-ત્યાગ થતાં નથી. અહો! આ અલૌકિક વાત છે.
અરે! પરમાત્માના વિરહ પડયા! તથાપિ ભરતમાં પરમાત્માની વાણી આ સમયસારમાં રહી ગઈ એ સદ્ભાગ્ય છે. આ વાણી સાક્ષાત્ શબ્દ બ્રહ્મ છે. તત્ત્વ સ્વરૂપથી અજાણ કોઈ એનો વિરોધ કરો તો કરો, પણ આ સત્ય વાત
PDF/HTML Page 4008 of 4199
single page version
છે, જિન વચન છે. ભાઈ! તું રાગથી લાભ થવાનું માને પણ એ તો મિથ્યા માન્યતા છે, કેમ કે રાગ તારા સ્વરૂપમાં જ નથી તો તે તને કેમ લાભદાયક થાય? ખરેખર તો પર્યાયને ગ્રહવી-છોડવી એ વાત પણ દ્રવ્યમાં નથી; ત્યાં તું પરના જે રાગનાં ગ્રહણ-ત્યાગ પોતાને માને એ તો નર્યું મિથ્યાત્વ છે, કેમ કે પરનાં ગ્રહણ-ત્યાગ આત્મામાં છે જ નહિ. વિચાર તો કર. શું જીવે રજકણોને પકડયા છે કે તેને છોડે? સ્ત્રી-કુટુંબ-પરિવાર, મહેલ-મકાન-હજીરા ને ધનાદિ સામગ્રી વગેરેને શું જીવે પકડયાં છે કે એને છોડે? બીલકુલ નહિ; એને પકડયાંય નથી, ને એને છોડવાય નથી.
પ્રશ્નઃ– તો દીક્ષા વખતે મુનિરાજ એ બધું-ઘરબાર વગેરે છોડે છે ને? ઉત્તરઃ– શું છોડે છે? ઘરબાર વગેરે બધું તો જ્યાં છે ત્યાં જ છે. એ તો પહેલાં એ પદાર્થોમાં-ઘરબાર વગેરેમાં-આસક્તિ હતી તે, વૈરાગ્યવિશેષ થતાં સ્વરૂપલીનતા દ્રઢ-ગાઢ થવાથી, છૂટી જાય છે તો મુનિરાજે એ બધું છોડી દીધું એમ કથનમાત્ર વ્યવહાર કરવામાં આવે છે; બાકી પરદ્રવ્યનાં ગ્રહણ-ત્યાગ વાસ્તવમાં આત્માને છે જ નહિ; દીક્ષાકાળે મુનિરાજના આત્મામાં કાંઈ ઘટ-વધ થાય છે એમ છે જ નહિ. આવી વાત! સમજાણું કાંઈ...? અહા! વસ્ત્રાદિને છોડે કે આહારને ગ્રહણ કરે એવો ચારિત્ર પર્યાયનો સ્વભાવ નથી, ચારિત્ર પર્યાય તો આત્મલીનતારૂપ છે, તેમાં પરના ગ્રહણ-ત્યાગ છે જ નહિ.
અહાહા...! ભગવાન આત્મા ચિદાનંદ પ્રભુ પૂર્ણાનંદનો નાથ છે. તેનામાં કદીય ઘટ-વધ ન થાય એવો તેનો ત્યાગોપાદાનશૂન્યત્વ સ્વભાવ છે. અહાહા...! આ ત્યાગોપાદાનશૂન્યત્વશક્તિ છે તે દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે. આ શક્તિ દ્રવ્યની બીજી અનંત શક્તિમાં વ્યાપક છે, ને અનંત ગુણની પર્યાયમાં પણ આ શક્તિનું રૂપ છે. તેથી તો દ્રવ્ય-પર્યાયમાં ઘટ-વધ થતી નથી, અર્થાત્ દ્રવ્ય-પર્યાયમાં પરદ્રવ્યની ઘૂસ-પેઠ થતી નથી.
ભાઈ! અપૂર્ણ શુદ્ધ અને પૂર્ણ શુદ્ધ એવો ભેદ પર્યાયમાં ભલે હો; પણ જે અપૂર્ણ શુદ્ધ પર્યાય છે તેય ઘટ-વધ રહિત આખા-પૂર્ણ દ્રવ્યને સિદ્ધ કરે છે. તેથી એક પર્યાયને પણ ન માનો તો આખું દ્રવ્ય સિદ્ધ નહિ થાય, કેમ કે સર્વ અનંત પર્યાયોનો પિંડ તે દ્રવ્ય છે. સમજાય એટલું સમજો બાપુ! આ તો ગજબની વાત છે. આ તો ખ્યાલમાં આવે તેવું છે, આના પછી અગુરુલઘુત્વગુણ નામની શક્તિનું સૂક્ષ્મ વર્ણન આવશે. તેનું સ્વરૂપ તો કેવળીગમ્ય કહ્યું છે.
બંધ અધિકારમાં (જયસેનાચાર્યદેવની ટીકા) આવે છે કે બંધના નાશ માટે આમ ભાવના કરવી. શું! કે-‘હું નિર્વિકલ્પ છું, હું ભરિતાવસ્થ છું.’ ભરિતાવસ્થ એટલે પર્યાય નહિ, પણ ભરિતાવસ્થ એટલે નિશ્ચય શક્તિથી પરિપૂર્ણ ભરપુર ભરેલો અવસ્થિત છું. અહાહા...! આવી ઘટ-વધ રહિત અનંત શક્તિથી પૂર્ણ ભરપુર સહજ શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ હું છું લ્યો, આ બંધના નાશ માટેની ભાવના કહી છે.
સંવત ૧૯૬૪ની સાલમાં અમે વડોદરા માલ લેવા ગયેલા. ત્યારે ત્યાં ‘સતિ અનસૂયા’ નામનું નાટક જોવા ગયેલા. તે નાટકમાં આમ વાત આવતી. અનસૂયાને પુત્ર નહોતો. તે જ્યારે સ્વર્ગમાં ગઈ તો તેને કહેવામાં આવ્યું કે- ‘अपुत्रस्य गतिर्नास्ति’-જેને પુત્ર ન હોય તેની સદ્ગતિ થતી નથી. આ તો એક મતની આવી માન્યતા છે, એવું વસ્તુસ્વરૂપ છે એમ ન સમજવું. અહીં તો દ્રષ્ટાંતમાત્ર વાત છે. તો સ્વર્ગમાં અનસૂયાને કહેવામાં આવ્યું કે-પુત્ર રહિતને સ્વર્ગમાં સ્થાન ન મળે, માટે નીચે જા, અને પહેલાં જે કોઈ પુરુષ સામો મળે તેને વર. આમ તે નીચે આવી ને પ્રથમ સામે મળનાર અંધ બ્રાહ્મણ સાથે તેણે લગ્ન કર્યા. તેને એક પુત્ર થયો. માતા અનસૂયા પુત્રને પારણામાં ઝુલાવતાં આમ કહેતી કે-‘બેટા, શુદ્ધોડસિ, બુદ્ધોડસિ, નિર્વિકલ્પોડસિ, ઉદાસીનોડસિ’-બેટા, તું શુદ્ધ છો, નિર્વિકલ્પ છો, ઉદાસીન છો. લ્યો, નાટકમાં પણ ત્યારે આવી વૈરાગ્યભરપુર વાતો કહેવાતી. અત્યારે તો ઘણી બધી ગરબડ થઈ ગઈ છે. અરે, જૈનમાં પણ આ વાત ચાલતી નથી!
અહીં કહે છે-ત્રિકાળી દ્રવ્યમાં કમી-વૃદ્ધિ થતી નથી. એવો હું ત્રિકાળ નિર્વિકલ્પ, અભેદ, ઉદાસીન છું. અહાહા...! ધર્મી જીવ એમ ભાવે છે કે-નિત્ય નિરંજન શુદ્ધ ચિદાત્માના સમ્યક્ શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ, નિશ્ચય નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન, વીતરાગ સહજાનંદરૂપ, સદાય અનુભૂતિમાત્રથી જાણવામાં આવે છે એવો હું સ્વસંવદ્યમાન પૂર્ણ છું. અહાહા...! રાગ-દ્વેષ-મોહથી રહિત, દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મથી રહિત, પંચેન્દ્રિયના વિષય વ્યાપારથી ને મન-વચન-કાયના વ્યાપારથી રહિત એવો ત્રિકાળ જ્ઞાનરસ, આનંદરસ, શ્રદ્ધારસ, ચારિત્રરસ, શાંતરસ- એમ અનંત ગુણોના રસથી ભરિત-પૂર્ણ એક હું છું. જુઓ, આ ભાવના!
PDF/HTML Page 4009 of 4199
single page version
પ્રવચનસારમાં (નય અધિકાર) આવે છે કે હું પોતાથી અશૂન્ય છું, પૂર્ણ છું અને પરથી શૂન્ય છું. શું કીધું આ? કે હું પરથી-રાગાદિ વિકારથી શૂન્ય છું, શુભાશુભભાવથી હું શૂન્ય છું, હું સર્વ વિભાવપરિણતિથી રહિત છું. હવે આમ છે છતાં લોકો તો શુભભાવથી કલ્યાણ થવાનું માને છે. પણ ભાઈ! તારી એ માન્યતા ખોટી છે, કેમકે શુભભાવ છે તે બંધરૂપ છે, બંધનું કારણ છે, અને ભગવાન આત્મા તેનાથી શૂન્ય છે. અહા! લોકમાં નિગોદથી માંડી સિદ્ધ પર્યંતના સર્વ જીવો નિજસ્વભાવથી પૂર્ણ ભરપુર છે, ને પરથી શૂન્ય છે. નિગોદની દશાના કાળે કે સિદ્ધની દશાના કાળે-સર્વ અવસ્થાઓમાં એક જ્ઞાયકપ્રભુ ભગવાન આત્મા નિજ ચૈતન્ય સ્વભાવથી પૂર્ણ ભરપૂર છે, ને પરથી શૂન્ય છે. ભાઈ! દ્રવ્યસ્વભાવ ત્રિકાળ એવો ને એવો છે, તેમાં કદીય ઘટ-વધ થતી નથી. અહા! અનંત અનંત કેવળજ્ઞાનની ને સિદ્ધદશાની પર્યાયો પ્રગટી જાય તોય દ્રવ્યસ્વભાવ તો એવો ને એવો જ ઘટ-વધ રહિત રહે છે. આમ સ્વરૂપથી પ્રત્યેક આત્મા નિર્વિકલ્પ, ભરિતાવસ્થ, પૂર્ણ, ચિદાનંદસ્વરૂપ છે. આવો પૂર્ણ નિજસ્વભાવ છે તેને સ્વીકારી તેના આશ્રયે પરિણમતાં શુદ્ધતા ને પૂર્ણશુદ્ધતા પ્રગટે છે. આનું નામ ધર્મ છે.
સમયસારની ૩૪મી ગાથામાં આવ્યું છે કે-આત્માને રાગના ત્યાગનું કર્તાપણું નામમાત્ર છે. પરમાર્થે આત્મા રાગના ત્યાગનો કર્તા નથી. એ તો પોતાના સ્વરૂપમાં જ્યાં રમણતા-સ્થિરતા થઈ ત્યાં રાગની ઉત્પત્તિ જ ન થઈ તો તેણે રાગનો ત્યાગ કર્યો એમ વ્યવહારથી કહેવામાં આવે છે. પોતાનું સ્વરૂપ નિજસ્વભાવથી ભરપુર ભર્યું છે, તેની પ્રતિતિ કરી સ્વરૂપમાં સ્થિરતા કરવી તે ચારિત્ર છે. સ્વરૂપસ્થિરતારૂપ આ ચારિત્ર રાગના ત્યાગસ્વરૂપ છે, તેથી રાગનો ત્યાગ કર્યો એમ નામમાત્ર કહેવામાં આવે છે. પરમાર્થથી રાગનો ત્યાગ કરવો એ વાત આત્માને લાગુ પડતી નથી, કેમકે પરમાર્થે ભગવાન જ્ઞાયકમાં રાગનાં ગ્રહણ-ત્યાગ છે જ નહિ. અહા! આવા જ્ઞાયકસ્વભાવને અનુસરીને- આલંબીને જે પર્યાય (ચારિત્રની દશા) પ્રગટ થાય. તે પણ રાગના ગ્રહણ-ત્યાગ રહિત છે. આ રીતે દ્રવ્ય-ગુણ- પર્યાય ત્રણેય રાગના-વિકારના ગ્રહણથી ને ત્યાગથી શૂન્ય છે. અહા! આવી અલૌકિક વાત ભગવાન સર્વજ્ઞના શાસન સિવાય કયાંય નથી. પણ શું થાય? જૈનમાં જન્મેલાને પણ આની ખબર નથી! ભાઈ! જેમ પિતાની મૂડી- વારસો હોંશથી સંભાળે તેમ પરમ પિતા-જૈન પરમેશ્વરનો આ વારસો ખૂબ હોંશ લાવી સંભાળવો જોઈએ. (તેમાં જ પોતાનું કલ્યાણ છે).
અહાહા...! ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા એકલા (શુદ્ધ) ચૈતન્યસ્વભાવથી પૂર્ણ ભરપુર છે. તે પરના ગ્રહણ- ત્યાગથી શૂન્ય છે; આવો આત્માનો ત્યાગોપાદાન-શૂન્યત્વ ગુણ નામ સ્વભાવ છે. નિજ ત્રિકાળી દ્રવ્યની સન્મુખ થઈ પરિણમતાં ભેગું ત્યાગોપાદાનશૂન્યત્વ ગુણનું પરિણમન પણ થાય છે, જેથી પ્રગટ પર્યાયમાં પરદ્રવ્ય-પરભાવનાં ગ્રહણ-ત્યાગ થતાં નથી, પ્રગટ પર્યાય ઘટ-વધ રહિત છે. આ શુદ્ધ પર્યાયની વાત છે, અહીં અશુદ્ધ પર્યાયની વાત નથી. પોતામાં પ્રગટ થતી આવી પર્યાય પૂર્ણ શુદ્ધ હો કે અપૂર્ણ શુદ્ધ હો, તે પર્યાય પૂર્ણ દ્રવ્યને સિદ્ધ કરે છે. સમ્યગ્દર્શનની પર્યાય હો તો પણ તે પર્યાય પૂર્ણ દ્રવ્યને સિદ્ધ કરે છે. માટે તે પર્યાયને પણ પૂર્ણ કહેવામાં આવે છે. હવે આવો મારગ જૈન પરમેશ્વરનો! આ કાંઈ કલ્પનાથી ઊભો કરેલો મારગ નથી, આ તો વસ્તુસ્વરૂપ છે ભાઈ! કહ્યું છે ને કે-
યહી વચનસે સમજ લે, જિન પ્રવચન કા મર્મ.
અહા! અંદર ભગવાન જ્ઞાયક પરિપૂર્ણ ભરપુર છે. તેમાં આ એક શક્તિ એવી છે કે દરેક ગુણની પર્યાય પૂર્ણ ભરિતાવસ્થ છે, દરેક ગુણની પર્યાયમાં ત્યાગોપાદાનશૂન્યત્વશક્તિનું રૂપ છે. જેથી જ્ઞાનની પર્યાય પરજ્ઞેયના ગ્રહણ- ત્યાગથી શૂન્ય છે, શ્રદ્ધાની પર્યાય મિથ્યાત્વના ગ્રહણ-ત્યાગથી શૂન્ય છે, ચારિત્રની પર્યાય રાગના-વિકારના ગ્રહણ- ત્યાગથી શૂન્ય છે. આનંદની પર્યાય આકુલતાના ગ્રહણ-ત્યાગથી શૂન્ય છે. અહા! આ તો અમૃતનાં ઝરણાં વહ્યાં છે ભાઈ! દિગંબર સંતો-મુનિવરો સિવાય કયાંય આ ઝરણાં છે નહિ. કહે છે-ભગવાન! તું પરિપૂર્ણ છો નાથ! ને પરિપૂર્ણમાંથી જે પર્યાય પ્રગટી તેય પૂર્ણ છે, પરના ગ્રહણ-ત્યાગ રહિત છે.
આખું દ્રવ્ય છે તે ગુણી છે, તેમાં શક્તિઓ છે તે ગુણ છે. તે ગુણનું અહીં વર્ણન ચાલે છે. ગુણ કહો, સ્વભાવ કહો કે સત્નું સત્ત્વ કહો-બધાનો એક જ અર્થ છે. શરુમાં જ આચાર્યદેવે કહ્યું છે કે-“જ્ઞાનમાત્રમાં અચલિતપણે સ્થાપેલી દ્રષ્ટિ વડે, ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતો, તદ્ અવિનાભૂત અનંતધર્મસમૂહ જે કાંઈ જેવડો લક્ષિત થાય છે,
PDF/HTML Page 4010 of 4199
single page version
તે સઘળોય ખરેખર એક આત્મા છે.” શું કીધું? જે અનંત શક્તિઓ છે તે અક્રમરૂપ છે, ને શક્તિઓનું જે પરિણમન છે તે ક્રમરૂપ પ્રવર્તે છે. અહીં ક્રમમાં અશુદ્ધતાની વાત ન લેવી, ક્રમરૂપ પ્રવર્તતા પરિણામમાં શુદ્ધતાની વાત લેવી. અશુદ્ધતાની વાત ન લેવી, અશુદ્ધતા છે તેનું જે જ્ઞાન થાય છે તે પોતાની પર્યાયમાં પોતાથી થાય છે. એવું જ જ્ઞાનનું સહજ સ્વપરપ્રકાશક સામર્થ્ય છે. જ્ઞાનની પર્યાય સ્વપરને પ્રકાશતી થકી પોતે પોતાથી જ પ્રગટ થાય છે. ૧૨મી ગાથામાં જે કહ્યું છે કે-વ્યવહારનય, વિચિત્ર (અનેક) વર્ણમાળા સમાન હોવાથી, જાણેલો તે કાળે પ્રયોજનવાન છે તેનો પણ આ જ અર્થ છે. સમજાણું કાંઈ...?
અહીં ક્રમવર્તીરૂપ અને અક્રમવર્તીરૂપ જે અનંતધર્મોનો સમૂહ છે તે સઘળોય ખરેખર એક આત્મા છે એમ કહ્યું છે. તેમાં આ શક્તિ ને શક્તિવાન, આ પર્યાય ને પર્યાયવાન-એવા ભેદરૂપ વ્યવહારને દૂર (ગૌણ) કરીને, શક્તિવાન જે ત્રિકાળી એક દ્રવ્ય છે તેની દ્રષ્ટિ કરવી એનું નામ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શનનો વિષય બહુ સુક્ષ્મ, અચિન્ત્ય ને અલૌકિક છે.
અહીં શક્તિનું વર્ણન છે તે દ્રવ્યની (દ્રવ્યદ્રષ્ટિની) પ્રધાનતાથી છે. તેથી ક્રમવર્તી પરિણામમાં એકલી શુદ્ધતાની જ વાત કરી છે. તે શુદ્ધતાના ક્રમમાં અશુદ્ધતાની-વ્યવહારની નાસ્તિ છે, આનું નામ અનેકાન્ત છે. પ્રવચનસારના પરિશિષ્ટમાં છેલ્લે (નયનું) વર્ણન છે તે જ્ઞાનપ્રધાન કથન છે. ત્યાં જ્ઞાનપ્રધાન શૈલી હોવાથી રાગનો કર્તા આત્મા છે એમ કહ્યું છે.
તેમાં સાચું કયું સમજવું? બન્ને વાત અપેક્ષાથી સાચી છે. જ્યાં જે અપેક્ષાથી વાત કરી છે ત્યાં તે અપેક્ષાથી યથાર્થ સમજવી જોઈએ. શક્તિ એટલે સ્વભાવ, અને સ્વભાવવાન જે આત્મા-તેની દ્રષ્ટિ કરાવવી છે ત્યાં અશુદ્ધતાની વાત છે જ નહિ, કેમકે દ્રવ્યદ્રષ્ટિ નિર્વિકલ્પ છે, તેનો વિષય પણ નિર્વિકલ્પ છે. અશુદ્ધતા થાય એવી દ્રવ્યમાં કોઈ શક્તિ જ નથી. તથાપિ જ્યાંસુધી સાધકપણું છે ત્યાંસુધી રાગ હોય છે. દ્રવ્યદ્રષ્ટિની સાથે જે જ્ઞાન થયું છે તે રાગને પણ જાણે છે. જ્ઞાન તો સ્વ-પરપ્રકાશક છે ને? તેથી જ્ઞાનપ્રધાન જ્યાં કથન હોય ત્યાં રાગનું પરિણમન પોતામાં છે, તેથી રાગનો કર્તા પોતે છે-એમ પર્યાય અપેક્ષા કહેવામાં આવે છે. જ્ઞાનપ્રધાન કથનમાં રાગનો કર્તા પોતે છે-એમ પર્યાય અપેક્ષા કહેવામાં આવે છે. જ્ઞાનપ્રધાન કથનમાં રાગનો ભોક્તા પણ પોતે આત્મા છે એમ કહેવામાં આવે છે. પ્રવચનસારમાં વિકારનો અંશ જીવનો છે એમ લીધું છે; કેમકે એક સમયના વિકારી અંશને જો કાઢી નાખો તો, ત્રણ કાળની પર્યાયોનો સમૂહ તે દ્રવ્ય-એ વાત સિદ્ધ નહિ થાય. અહીં શક્તિના અધિકારમાં શુદ્ધ પર્યાયની જ વાત લીધી છે. શુદ્ધ પર્યાય ભલે અલ્પ હો, પણ તે પર્યાય પરિપૂર્ણ દ્રવ્યને સિદ્ધ કરે છે, પ્રસિદ્ધ કરે છે; અંશ છે તે પૂરણ અંશીને સિદ્ધ કરે છે. એક અંશને કાઢી નાખો તો પૂર્ણ દ્રવ્ય સિદ્ધ નહિ થાય. લ્યો, આવી વાત છે.
આપ્તમીમાંસામાં એમ લીધું છે કે-અશુદ્ધ પર્યાય હો કે શુદ્ધ પર્યાય હો, તે પર્યાય આખા દ્રવ્યને સિદ્ધ કરે છે, કેમકે નય-ઉપનયના વિષયનો સમૂહ તે દ્રવ્ય છે. ત્યાં અશુદ્ધનય પણ લીધો છે. અશુદ્ધતા-જે રાગ છે, તે ક્રમવર્તી જ્ઞાનની પર્યાયમાં જણાય છે. રાગ છે તો રાગનું જ્ઞાન થાય છે એમ નહિ, સ્વપરપ્રકાશક જ્ઞાનની ક્રમવર્તી પર્યાય તે સમયે પોતાથી જ ઉત્પન્ન થાય છે. રાગને પરજ્ઞેયપણે જાણે છે એમ કહેવું તે વ્યવહાર છે; નિશ્ચયથી તો સ્વપરપ્રકાશક જ્ઞાનની પર્યાય જ્ઞાન જ છે.
સર્વદર્શિત્વશક્તિ ને સર્વજ્ઞત્વશક્તિને આત્મદર્શનમયી અને આત્મજ્ઞાનમયી કહી છે. સર્વજ્ઞ પરને જાણે છે માટે સર્વજ્ઞ છે-શું એમ છે? ના, એમ નથી. એક સમયમાં પોતાના ત્રિકાળી દ્રવ્ય-ગુણ-પર્યાયનું જ્ઞાન કરે, અને પરના દ્રવ્ય-ગુણ-પર્યાયનું જ્ઞાન કરે એવી સર્વજ્ઞ પર્યાય જે છે તે આત્મજ્ઞાનમયી છે. સ્વરૂપથી જ કેવળજ્ઞાન એક સમયમાં સ્વપરપ્રકાશક છે, પરને પ્રકાશે છે માટે સર્વજ્ઞ છે એમ છે જ નહિ; આત્મજ્ઞાનરૂપે પરિણમવું-જાણવું તે એનો સ્વભાવ છે. પરને જાણે છે એમ કહેવું એ તો અસદ્ભૂત વ્યવહાર છે. લોકાલોકને જાણે એવી જ્ઞાનની પર્યાય છે તે આત્મજ્ઞાનમયી છે. લોકાલોક છે તો આત્મજ્ઞાનમયી સર્વજ્ઞ પર્યાય છે એમ છે નહિ.
PDF/HTML Page 4011 of 4199
single page version
સંવત ૧૯૮૩ની સાલમાં આ વિષયને લગતી ચર્ચા થયેલી. એક શેઠ હતા તે કહે-લોકાલોક છે તો કેવળજ્ઞાનની પર્યાય થઈ. ત્યારે અમે કહેલું-ના, એમ નથી; કેવળજ્ઞાનની પર્યાય પોતાથી થઈ છે, લોકાલોકની એને અપેક્ષા નથી. લોકાલોક છે માટે કેવળજ્ઞાન છે એમ છે નહિ. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં આ વાત આવી ગઈ છે. કેવળજ્ઞાન લોકાલોકને નિમિત્ત છે, અને લોકાલોક કેવળજ્ઞાનને નિમિત્ત છે-આવો પાઠ છે. નિમિત્ત છે એનો અર્થ શું? બીજી ચીજ છે બસ એટલું. લોકાલોક છે માટે કેવળજ્ઞાન છે એમ છે નહિ, અને કેવળજ્ઞાન છે તો લોકાલોક છે એમ પણ છે નહિ.
‘वत्थु सहावो धम्मो’ -વસ્તુ જે ભગવાન જ્ઞાયક આત્મા છે એની જે શક્તિઓ, તે એનો સ્વભાવ છે, અને તે સ્વભાવ એનો ધર્મ છે. ત્યાં આ ધર્મ અને આ ધર્મી-એમ ભેદની દ્રષ્ટિ છોડીને ધર્મી-નિજ જ્ઞાયક પ્રભુ ઉપર દ્રષ્ટિ દેવાથી પર્યાયમાં વીતરાગતારૂપી ધર્મ પ્રગટ થાય છે. સદાય આવો મારગ છે.
પણ અમે વરસી તપ કરીએ તો ધર્મ થાય કે નહિ? ધૂળેય ન થાય સાંભળને. અંતરમાં મારગ સમજ્યા વિના ખૂબ આકરાં તપ તપે તો પણ એ તો બધાં થોથાં છે બાપા! અંદરમાં આનંદનો સાગર ભગવાન આત્મા ઉછળે એનું નામ તપ છે. અહાહા...! ભગવાન આત્મામાં અંદર શક્તિરૂપે આનંદ પૂર્ણ-પૂર્ણ ભર્યો છે. ત્યાં આ આનંદ અને આ આનંદદાતા-એવો ભેદ દ્રષ્ટિમાંથી કાઢી નાખીને પૂર્ણાનંદસ્વરૂપ નિજ ભગવાન જ્ઞાયક ઉપર દ્રષ્ટિ કરી અંતર-રમણતા કરે તેને, જેમ સમુદ્રમાં ભરતી આવે તેમ, પર્યાયમાં આનંદની છોળ ઉછળે છે. આનું નામ તપ અને આ ધર્મ છે; બાકી તો તપ નહિ, લાંઘણ છે. આવી વાત! સમજાણું કાંઈ...?
લોકોને ભગવાન કેવળીની શ્રદ્ધા નથી. જુઓ, દ્રવ્યની પર્યાય પ્રતિસમય ક્રમબદ્ધ થાય છે. શાસ્ત્રમાં (સમયસાર ગાથા ૩૦૮-૩૧૧ની ટીકામાં) ‘ક્રમનિયમિત’ શબ્દ પડયો છે. તેનો અર્થ પં. શ્રી હિમ્મતભાઈએ ‘ક્રમબદ્ધ’ કર્યો છે. ભાઈ! આ કાંઈ સોનગઢની વાત નથી, આ કોઈ પક્ષની વાત નથી. આ તો વસ્તુસ્વરૂપ છે, તેને જેમ છે તેમ સ્વીકારવું જોઈએ.
પ્રશ્નઃ– પણ તમે આ નવો મારગ કયાંથી કાઢયો? ઉત્તરઃ– આ નવો મારગ નથી બાપુ! આ તો અનાદિનો છે. અનંતા સર્વજ્ઞ પરમાત્માએ કહેલી આ વાત છે. વર્તમાનમાં આ વાત ચાલતી ન હતી ખોવાઈ ગઈ હતી-તે અત્યારે પ્રસિદ્ધિમાં આવી છે.
સંવત ૧૯૭૨ની સાલમાં અમારે સંપ્રદાયમાં ચર્ચા થયેલી. અમારા ગુરુભાઈ કહે-ભગવાન કેવળજ્ઞાનીએ જ્યારે જેમ થવાનું દીઠું હોય ત્યારે તેમ થાય જ, માટે આપણે વળી પુરુષાર્થ શું કરવો? તે વખતે અમે નવદીક્ષિત, માત્ર રપ વર્ષની ઉંમર, ને ચર્ચા નીકળેલી તો ત્યારે કહેલું-કેવળજ્ઞાનીએ જ્યારે જેમ થવાનું દીઠું હોય ત્યારે તેમ થાય એ તો બરાબર; પણ તમને કેવળજ્ઞાનની સત્તાનો સ્વીકાર છે? અહાહા! જે કેવળજ્ઞાનની દશામાં એક સમયમાં અનંતા સિદ્ધો, અનંતા નિગોદના જીવો સહિત છ દ્રવ્ય-ગુણ-પર્યાય સહિત જણાય તે કેવળજ્ઞાનની સત્તાનો સ્વીકાર છે? જેને એનો સ્વીકાર હોય તેની દ્રષ્ટિ નિજ જ્ઞાનસ્વભાવ ઉપર જાય છે, જવી જોઈએ; અને એનું જ નામ પુરુષાર્થ છે. અંદર સર્વજ્ઞસ્વભાવ છે તેને જાણ્યા વિના ભાઈ! લોકમાં સર્વજ્ઞ છે એમ તું કયાંથી નક્કી કરીશ?
ભગવાન આત્મા સર્વજ્ઞસ્વરૂપ પૂર્ણ ભરિતાવસ્થ છે. આ વાત શાસ્ત્રોમાં ત્રણ જગાએ આવી છે. સમયસાર બંધ અધિકારમાં, સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં (જયસેન આચાર્યદેવની ટીકા) અને પરમાત્મ પ્રકાશમાં આ વાત આવી છે. અહાહા...! સર્વ જીવ નિર્વિકલ્પ, નિરંજન, ભરિતાવસ્થ છે. ભરિતાવસ્થ એટલે શક્તિથી પૂર્ણ ભરેલા છે. અહાહા...! વર્તમાન પર્યાયને લક્ષમાંથી છોડી દો તો અંદર વસ્તુ છે પૂર્ણ પરમાત્મસ્વરૂપ-સર્વજ્ઞસ્વરૂપ છે. તેની ભાવના કરવી તે પુરુષાર્થ છે.
સંવત ૧૯૭૨માં અમે ગજસુકુમારનું દ્રષ્ટાંત આપતા. શ્રીકૃષ્ણ ભગવાન શ્રી નેમિનાથનાં દર્શન કરવા હાથી ઉપર બેસીને જતા હતા. તેમના નાના ભાઈ ગજસુકુમાર ખોળામાં બેઠા હતા. રસ્તામાં શ્રીકૃષ્ણે એક સોનીની કન્યાને સોનાના દડે રમતી દૂરથી જોઈ. કન્યા ખૂબ સ્વરૂપવાન ને ખૂબસુરત હતી. તેને જોઈને તેમણે નોકરને આજ્ઞા કરી કે- આ કન્યાને અંતઃપુરમાં લઈ જાઓ; ગજસુકુમાર સાથે આ કન્યાનાં લગ્ન કરવામાં આવશે. નોકરો કન્યાને અંતઃપુરમાં લઈ ગયા.
PDF/HTML Page 4012 of 4199
single page version
હવે શ્રીકૃષ્ણ, ગજસુકુમાર સાથે ભગવાનના સમોસરણમાં આવી પહોંચ્યા. ભગવાનનાં દર્શન કરી ભગવાનની વાણી સાંભળવા લાગ્યા. વાણી સાંભળતાં જ ગજસુકુમારનો પુરુષાર્થ અંદરથી ઉછળ્યો. તેઓ બોલ્યો, “ભગવન! હું તો આગાર છોડી અણગાર થવા માગું છું, મુનિદીક્ષા અંગીકાર કરવાની મારી ભાવના છે.” જુઓ, આ પુરુષાર્થ! ગજસુકુમારે જ્યાં ભગવાનની વાણી સાંભળી ત્યાં અંતર્લીન થવાનો પુરુષાર્થ ઉછળ્યો! ભગવાને દીઠું હશે ત્યારે થશે એમ માનીને પુરુષાર્થહીન ન થયા પણ અંદર વૈરાગ્યભાવના પ્રદીપ્ત થઈ. તેઓશ્રી માતા દેવકી પાસે રજા લેવા જાય છે. કહે છે-માતા, હું મુનિદીક્ષા અંગીકાર કરવા ઇચ્છું છું; માતા રજા આપ.
દેવકી કહે છે-‘બેટા, દેવનું આરાધન કરવાથી તો તારો જન્મ થયો છે; તું કેવા કેવા લાડમાં ઉછર્યો છે? હાથીના તાળવા જેવું આ તારું કોમળ શરીર! તને વનવાસ જવાની રજા કેમ અપાય? ત્યારે ગજસુકુમાર કહે છે- માતા! અંદર મારો આનંદસ્વરૂપ ચિદાનંદ-નિત્યાનંદ-પૂર્ણાનંદ પ્રભુ આત્મા છે તેમાં જઈ ત્યાં જ નિવાસ કરવા હું અધીર છું; હવે એક પળ પણ હું અહીં રહી શકું નહિ, માટે હે માતા! મને રજા દેં. માતાને રુદન કરતી જોઈ કહે છે- માતા! તારે રુદન કરવું હોય તો કરી લે, પણ હવે હું ક્ષણવાર પણ થોભું તેમ નથી; હું કોલકરાર કરું છે કે ફરીને હવે હું બીજી માતા નહિ કરું, હવે હું (સંસારમાં) પાછો નહિ ફરું. હવે હું નિજ શુદ્ધાત્માની શરણમાં શીઘ્ર જ જાઉં છું. અહાહા...! જુઓ તો ખરા, જેને અંતરમાં કેવળજ્ઞાન બેઠું તેનો પુરુષાર્થ કેવો નિજ જ્ઞાનસ્વભાવની સન્મુખ ઝૂકી જાય છે! આનું નામ પુરુષાર્થ ને આ કેવળીની પ્રતીતિ છે.
વાસ્તવમાં ચાર અનુયોગનું તાત્પર્ય વીતરાગતા છે. આ વીતરાગતા કયારે પ્રગટ થાય? કેવળજ્ઞાનની સત્તાનો જે અંતર્મુખ થઈ સ્વીકાર કરે તેને વીતરાગતા પ્રગટ થાય છે. કેવળજ્ઞાન માને (-કહે) અને વળી આપણે પુરુષાર્થ શું કરીએ? -એમ કહે તેને તો કેવળજ્ઞાન બેઠું જ નથી. વાસ્તવમાં જેને કેવળજ્ઞાનની સત્તાનો અંતરમાં સ્વીકાર થયો છે તે અંતઃપુરુષાર્થી છે ને તેના કેવળજ્ઞાનીએ ભવ દીઠા હોય એમ છે જે નહિ.
અમને પૂર્વના સંસ્કાર હતા એટલે આ વાત અંદરથી તે વખતેય આવતી. જુઓ આ પુરુષાર્થનું સ્વરૂપ. કેવળજ્ઞાનની સત્તાનો સ્વીકાર કરે તેને તો અનંતો પુરુષાર્થ છે, અને ભગવાન કેવળજ્ઞાનીએ તે જીવના ભવ દીઠા હોય એમ છે જ નહિ; કેમકે જગતમાં કેવળજ્ઞાન છે અને તેનું સામર્થ્ય શું? -એનો સ્વીકાર અંદર કેવળજ્ઞાનસ્વભાવમાં ઝૂકવાથી જ થાય છે. અહા! પૂરણ ભરિતાવસ્થ કેવળજ્ઞાનસ્વભાવી ભગવાન આત્મા છે તે ઘટ- વધ રહિત સદાય એવો ને એવો જ છે એમ સ્વીકારી તેના આશ્રયે પરિણમવું તે ધર્મ છે.
આમ કહી ત્યાગોપાદાનશૂન્યત્વશક્તિ પૂરી થઈ.
‘ષટ્સ્થાનપતિત વૃદ્ધિહાનિરૂપે પરિણમતો, સ્વરૂપ-પ્રતિષ્ઠત્વના કારણરૂપ (-વસ્તુને સ્વરૂપમાં રહેવાના કારણરૂપ) એવો જે વિશિષ્ટ (-ખાસ) ગુણ તે-સ્વરૂપ અગુરુલઘુત્વશક્તિ. [આ ષટ્સ્થાનપતિત વૃદ્ધિહાનિનું સ્વરૂપ “ગોમ્મટસાર” શાસ્ત્રમાંથી જાણવું. અવિભાગ પરિચ્છેદોની સંખ્યારૂપ ષટ્સ્થાનોમાં પડતી-સમાવેશ પામતી- વસ્તુસ્વભાવની વૃદ્ધિહાનિ જેનાથી (-જે ગુણથી) થાય છે અને જે (ગુણ) વસ્તુને સ્વરૂપમાં ટકવાનું કારણ છે એવો કોઈ ગુણ આત્મામાં છે; તેને અગુરુલઘુત્વગુણ કહેવામાં આવે છે. આવી અગુરુલઘુત્વશક્તિ પણ આત્મામાં છે.]’
PDF/HTML Page 4013 of 4199
single page version
‘ષટ્સ્થાનપતિત વૃદ્ધિહાનિરૂપે પરિણમતો, સ્વરૂપ-પ્રતિષ્ઠત્વના કારણરૂપ એવો જે વિશિષ્ટ (-ખાસ) ગુણ તે-સ્વરૂપ અગુરુલઘુત્વશક્તિ’ શું કહ્યું આ? અહાહા...! આત્મામાં આ કોઈ એવી શક્તિ નામ સ્વભાવ છે કે પ્રત્યેક સમયમાં ષટ્ગુણ, વૃદ્ધિહાનિ થાય છે અને તે સ્વરૂપ-પ્રતિષ્ઠત્વના કારણરૂપ છે. ગજબની સૂક્ષ્મ વાત છે ભાઈ! અહાહા...! ષટ્ગુણવૃદ્ધિ ષટ્ગુણહાનિ અને સમય એક. એક સમયમાં ષટ્ગુણ વૃદ્ધિહાનિ થાય એવો જીવનો કોઈ અચિન્ત્ય અગુરુલઘુત્વ સ્વભાવ છે.
આ અગુરુલઘુત્વશક્તિ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે. અગુરુલઘુત્વ સ્વભાવ અનંત ગુણમાં વ્યાપક છે. અગુરુલઘુત્વ ગુણ બીજા અનંત ગુણમાં છે એમ નહિ, પણ બીજા અનંત ગુણમાં અગુરુલઘુત્વ ગુણનું રૂપ છે. આ રીતે દર્શનની પર્યાયમાં અગુરુલઘુપણું છે, જ્ઞાનની પર્યાયમાં અગુરુલઘુપણું છે, ચારિત્રની પર્યાયમાં અગુરુલઘુપણું છે, ઇત્યાદિ. અહાહા...! આત્મામાં જે આ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, કેવળજ્ઞાન આદિ પર્યાય થાય છે તેમાં પ્રત્યેકમાં ષટ્ગુણ હાનિવૃદ્ધિ થાય એવો અગુરુલઘુત્વ સ્વભાવ છે. આ કેવળીગમ્ય છે. પં. દીપચંદજીએ ‘ચિદ્-વિલાસ’ ગ્રંથમાં આ શક્તિનું વર્ણન કર્યું છે. સિદ્ધભગવાન છે તેમના વિષે ષટ્ગુણ વૃદ્ધિહાનિનું સ્વરૂપ કહ્યું છે તે માત્ર ત્યાં દ્રષ્ટાંતરૂપ કથન છે. બાકી અગુરુલઘુત્વ ગુણનું સૂક્ષ્મ પરિણમન કેવળજ્ઞાનગમ્ય છે, વચનઅગોચર છે, તર્ક-અગોચર છે. (જુઓ, આલાપ પદ્ધતિ પૃ. ૮૯) ભાઈ! શ્રુતજ્ઞાનમાં જો બધું સમજાઈ જાય તો કેવળજ્ઞાનનો દિવ્ય મહિમા શું?
અહા! કેવળજ્ઞાનની પર્યાયમાં પણ એક સમયમાં ષટ્ગુણ વૃદ્ધિહાનિ થાય છે. કેવળજ્ઞાન તો છે તેવું જ છે, ત્રણકાળ-ત્રણલોક સહિત લોકાલોકને જાણે છે; ષટ્ગુણ વૃદ્ધિહાનિ થતાં તેમાં કાંઈ વધ-ઘટ થતી નથી. અહા! આવો જ કોઈ અગુરુલઘુત્વ સ્વભાવ છે જે ભગવાન સર્વજ્ઞદેવે કહ્યો છે ને પરમાગમમાં બતાવ્યો છે. આ વાત કાંઈ તર્કથી- યુક્તિથી પમાય એમ નથી; તે આગમપ્રમાણથી માનવી જોઈએ.
હવે જેને ત્યાગોપાદાનશૂન્યત્વશક્તિની વાતમાં પર્યાયની પૂર્ણતા માનવી કઠણ પડે છે તેને આ ષટ્ગુણ વૃદ્ધિહાનિનું સ્વરૂપ સમજવું મુશ્કેલ પડે એવી આ વાત છે. કહે છે-એક સમયની પર્યાયમાં ષટ્ગુણ વૃદ્ધિહાનિ થાય છે. ભલે એક સમયની ક્ષાયિક સમકિતની કે ક્ષાયિક જ્ઞાનની પર્યાય હો, તો પણ તેમાં એક સમયમાં આ ષટ્ગુણ વૃદ્ધિહાનિ થાય છે એવો જીવનો કોઈ અચિન્ત્ય અગુરુલઘુત્વ સ્વભાવ છે.
એક સમયની પર્યાયમાં ષટ્ગુણ વૃદ્ધિહાનિ થાય છે તે આ પ્રમાણેઃ- (૧) અનંતગુણ વૃદ્ધિ (૨) અસંખ્યગુણ વૃદ્ધિ (૩) સંખ્યાતગુણ વૃદ્ધિ (૪) અનંતભાગ વૃદ્ધિ (પ) અસંખ્યભાગ વૃદ્ધિ અને (૬) સંખ્યાતભાગ વૃદ્ધિ.
આ પ્રમાણે હાનિના છ બોલઃ (૧) અનંતગુણ હાનિ (૨) અસંખ્યગુણ હાનિ (૩) સંખ્યાતગુણ હાનિ (૪) અનંતભાગ હાનિ (પ) અસંખ્યભાગ હાનિ અને (૬) સંખ્યાતભાગ હાનિ.
આ પ્રમાણે એક સમયમાં ષટ્ગુણ વૃદ્ધિહાનિરૂપે અગુરુલઘુત્વ ગુણનું કોઈ સૂક્ષ્મ પરિણમન થાય છે અને તે કેવળીગમ્ય છે.
ત્યાગોપાદાનશૂન્યત્વશક્તિમાં એમ કહ્યું કે દ્રવ્ય-ગુણ-પર્યાયમાં કમી-વૃદ્ધિ થતી નથી એવો એનો સ્વભાવ છે. એકેક ગુણની એકેક પર્યાયમાં ઘટ-વધ થતી નથી. એક સમયની જ્ઞાનની પર્યાયમાં, દર્શનની પર્યાયમાં, આનંદની પર્યાયમાં, વીર્યની પર્યાયમાં, અનંત ચતુષ્ટયની પર્યાયમાં ને સિદ્ધની પર્યાયમાં કમી-વૃદ્ધિ થતી નથી. ભલે અલ્પ પર્યાય હો તો પણ તે ઘટ-વધ રહિત પરિપૂર્ણ છે એમ ત્યાં કહ્યું છે. ક્ષયોપશમ સમકિતની પર્યાય હો કે ક્ષાયિકની પર્યાય હો, મતિ-શ્રુતજ્ઞાન હો કે કેવળજ્ઞાનની પર્યાય હો, ચારિત્રની અલ્પ નિર્મળ પર્યાય હો કે પૂરણ વીતરાગતાની પર્યાય હો, તે એકેક પર્યાય પૂર્ણ દ્રવ્યને સિદ્ધ કરે છે ને પરના ગ્રહણ-ત્યાગથી શૂન્ય ઘટ-વધ રહિત છે, માટે પૂર્ણ છે. અહા! આવી સૂક્ષ્મ ગંભીર વાત કેવળીના શાસન સિવાય કયાંય નથી. અહાહા...! તું કેવડો મોટો છો! ભગવાન! તને તારી મોટપની-પ્રભુતાની ખબર નથી. અહાહા...! જેની પ્રભુતામાં કયાંય ઘટ-વધ થતી નથી એવો ભગવાન! તું પરિપૂર્ણ પ્રભુ છો.
PDF/HTML Page 4014 of 4199
single page version
અહાહા...! આ (-આત્મા) તો મોટો દરિયો છે. અસંખ્ય જોજનના વિસ્તારવાળો છેલ્લો સ્વયંભૂરમણ સમુદ્ર તો સાધારણ છે. આત્મા તો અનંત અનંત ભાવથી ભરેલો મહાસમુદ્ર છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ ભગવાનની વાણીનો મહિમા કરતાં કહ્યું છે કેઃ-
... જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે.
હવે ૐધ્વનિ જ્યાં આવી છે ત્યાં તેની વાચ્યવસ્તુ-અનંત અનંત સ્વભાવથી ભરપુર ભગવાન આત્માનું શું કહેવું?
ભાઈ, આ શક્તિના વર્ણનમાં તો ઘણું ઘણું ભર્યું છે; તેમાંથી શક્તિ અનુસાર થોડું થોડું કહેવાય છે. કંકોત્રીમાં લખે છે ને કે-થોડું લખ્યું ઝાઝું કરી માનજો ને મંડપની શોભામાં અભિવૃદ્ધિ કરવા વહેલાં વહેલાં આવજો. તેમ અહીં પણ શક્તિના વર્ણનમાં થોડું કહ્યું ઝાઝું કરી માનજો અને અંતર્દ્રષ્ટિ કરી આત્માની શોભા વધારજો. ભાઈ! તારો આત્મા સ્વસ્વરૂપમાં-નિજ એકત્વ-શુદ્ધત્વસ્વરૂપમાં સદાય સુપ્રતિષ્ઠિત શોભારૂપ છે. અહા! આવો તેનો અગુરુલઘુત્વ સ્વભાવ છે તેને ઓળખી તેમાં જ અંતર્લીન થઈ પરિણમે તે શોભા છે.
આ રૂપાળું શરીર, વસ્ત્ર-આભૂષણ, ધન-સંપત્તિ ને બાગ-બંગલા એ તો બધાં જડ પુદ્ગલરૂપ છે બાપુ! એનાથી કાંઈ આત્માની પ્રતિષ્ઠા-શોભા નથી. એ તો બધાં પુણ્યકર્મને આધીન છે ને જોતજોતામાં વિલીન થઈ જાય છે, વિખરાઈ જાય છે. સ્વસ્વરૂપમાં પ્રતિષ્ઠિત એવો આત્મા-ચૈતન્યબિંબ પ્રભુ-નિજ ચૈતન્યપ્રકાશથી સ્વયં શાશ્વત શોભાયમાન છે. અહાહા...! તેને ઓળખી, અંતરદ્રષ્ટિ વડે ત્યાં જ લીન થઈ રહેવું તે પર્યાયની વાસ્તવિક શોભા છે. અહાહા...! અંતરાત્મા થઈ પરમાત્મા તું થા એનાથી બીજી કઈ શોભા? અહાહા...! ભગવાન આત્મા-ચૈતન્ય મહાપ્રભુ અનાદિઅનંત પોતાના સ્વસ્વરૂપમાં-ચિદ્રૂપસ્વરૂપમાં જ પ્રતિષ્ઠિત છે, કોઈ બીજા (શરીરાદિ) વડે તેની પ્રતિષ્ઠા નથી. આવા નિજ સ્વરૂપના આલંબને પર્યાયમાં નિર્મળ રત્નત્રયરૂપ નવી શોભા-પ્રતિષ્ઠા પ્રગટે છે. આનું નામ ધર્મ છે. અહો! આવો આત્માનો અચિન્ત્ય અગુરુલઘુત્વ સ્વભાવ છે જે દ્રવ્ય-ગુણ-પર્યાયમાં વ્યાપક થાય છે.
જુઓ, અહીં આ શક્તિના અધિકારમાં વ્યવહારની કાંઈ વાત જ લીધી નથી. વ્યવહારના રસવાળાને- પક્ષવાળાને તો આ વાત બેસે નહિ. ભાઈ! રાગ આવે તેનું જ્ઞાન કરવું તે વ્યવહાર છે. એ જ્ઞાન તો પોતાની પર્યાયમાં પોતાથી થાય છે, રાગને કારણે નહિ. હવે આમાં લોકો ભડકે છે. એમ કે-આ નિશ્ચય છે, એકાંત છે-એમ કહી તેઓ ભડકે છે, ને ભડકાવે છે. પણ ભાઈ, આ તો સમ્યક્ એકાંત છે બાપુ! સમ્યક્ એકાંતનું જ્ઞાન થાય તેને પોતાની પર્યાયમાં અપૂર્ણતા છે તેનું જ્ઞાન થાય છે; આનું નામ અનેકાન્ત છે. હવે આમાં વાંધા ઉઠાવી તકરાર કરે, પણ શું થાય? (વસ્તુ જ આવી છે એમાં શું થાય?)
હા, પણ ઘરબાર, કુટુંબ-પરિવાર, દુકાન-ધંધા વગેરે ત્યાગવાં પડે ને! ઉત્તરઃ– અરે ભાઈ, રાગનો ત્યાગ પણ જ્યાં આત્માના સ્વરૂપમાં નથી ત્યાં પરના ત્યાગની શી કથા? ઘરબાર, કુટુંબ-પરિવાર ઇત્યાદિ છોડયાં એટલે સંસાર છોડયો એમ તેં માન્યું છે પણ તે માન્યતા યથાર્થ નથી. વાસ્તવમાં તો સ્વસ્વરૂપમાં લીનતા-રમણતા થયે ઘરબાર ઇત્યાદિ પર પદાર્થો સંબંધી મમત્વ ને આસક્તિ મટી જાય છે, થતાં-ઉપજતાં નથી તો તે છોડયા એમ કથનમાત્ર વ્યવહારથી કહેવામાં આવે છે. અરે! લોકોને અંદર નિર્વિકલ્પ અનુભવની દશારૂપ-અતીન્દ્રિય આનંદની દશારૂપ ધર્મ છે તેની ખબર નથી, ને એકલા બહારના ત્યાગ વડે ધર્મ થવાનું માને છે, પણ તે માન્યતા યથાર્થ નથી.
સોળમી ત્યાગોપાદાનશૂન્યત્વશક્તિનું સ્વરૂપ તો ખ્યાલમાં આવે એવું છે, પણ આ સત્તરમી અગુરુલઘુત્વશક્તિનું સ્વરૂપ તો આગમગમ્ય એટલે આગમથી પ્રમાણિત કરવા યોગ્ય છે, તે તર્કગોચર નથી, કેવળજ્ઞાનમાં પ્રત્યક્ષ થવા યોગ્ય છે. અહાહા...! એક સમયમાં-એક સમયની પર્યાયમાં, કહે છે, છ પ્રકારે વૃદ્ધિ ને છ પ્રકારે હાનિ એમ બારેય બોલ એક સાથે લાગુ પડે છે. દરેક ગુણની, દરેક સમયની દરેક પર્યાયમાં ષટ્ગુણવૃદ્ધિહાનિ થાય છે. એક સમયમાં ષટ્ગુણ
PDF/HTML Page 4015 of 4199
single page version
વૃદ્ધિ, ને બીજા સમયમાં ષટ્ગુણ હાનિ થાય એમ વાત નહિ, પ્રત્યેક પર્યાયમાં બારેય બોલ એક સાથે લાગુ પડે છે. ભગવાન સર્વજ્ઞ પરમેશ્વરે એક સમયમાં ષટ્ગુણવૃદ્ધિહાનિ પ્રત્યેક પર્યાયમાં જોયા છે. અહાહા...! આવો-ષટ્ગુણ વૃદ્ધિહાનિરૂપ થતો-પરિણમતો, સ્વરૂપ-પ્રતિષ્ઠત્વના કારણભૂત એવો આત્માનો કોઈ અચિન્ત્ય અદ્ભુત અગુરુલઘુત્વ સ્વભાવ છે. ભાઈ, છદ્મસ્થના જ્ઞાનમાં આવી જાય એવી આ વાત નથી. જો છદ્મસ્થના જ્ઞાનમાં બધું આવી જાય તો કેવળજ્ઞાનનો મહિમા શું? કેવળજ્ઞાનમાં જણાય તે બધું છદ્મસ્થ ન જાણી શકે. હા, સ્વહિત અર્થે પ્રયોજનભુત હોય તેને તો છદ્મસ્થ જ્ઞાની-સમ્યગ્જ્ઞાની નિઃશંકપણે જાણે છે, તથાપિ આ અગુરુલઘુત્વ ગુણનું સૂક્ષ્મ પરિણમન તો કેવળ કેવળજ્ઞાન-ગોચર છે.
અહા! દરેક ગુણમાં અગુરુલઘુપણું છે, તેની દરેક પર્યાયમાં પણ અગુરુલઘુપણુ આવે છે. આ અતિ સૂક્ષ્મ વિષય છે. જ્ઞાનની કેવળજ્ઞાનની પર્યાય હો કે મતિ-શ્રુતજ્ઞાનની પર્યાય હો, પ્રત્યેક પર્યાયમાં ષટ્ગુણ વૃદ્ધિહાનિ થાય છે. નિગોદના જીવને અક્ષરના અનંતમા ભાગે જ્ઞાનનો ઉઘાડ છે; તેમાં પણ આ ષટ્ગુણ વૃદ્ધિહાનિ થાય છે, ને કેવળીને અનંતજ્ઞાન-કેવળજ્ઞાન છે, તેમાં પણ ષટ્ગુણ વૃદ્ધિહાનિ થાય છે. એમાં ક્રમ નથી-એક સમયે વૃદ્ધિ અને બીજા સમયે હાનિ એવું નથી. અહાહા...! એક જ સમયમાં અનંતગુણ વૃદ્ધિ, અનંતગુણ હાનિ; અસંખ્યગુણ વૃદ્ધિ, અસંખ્યગુણ હાનિ; સંખ્યગુણ વૃદ્ધિ, સંખ્યગુણ હાનિ; અનંતભાગ વૃદ્ધિ, અનંતભાગ હાનિ; અસંખ્યભાગ વૃદ્ધિ અસંખ્યભાગ હાનિ; સંખ્યભાગ વૃદ્ધિ, સંખ્યભાગ હાનિ-એમ બારેય બોલ એક સાથે હોય છે. અહાહા...! ભગવાન આત્માનો અગુરુલઘુત્વ સ્વભાવ અને તેનું પર્યાયમાં સૂક્ષ્મ પરિણમન જેવું ભગવાને જોયું છે તેવું કહ્યું છે. અહીં તેનું આ સામાન્ય કથન કર્યું છે. શાસ્ત્રમાં કહ્યું છે કે આ ષટ્ગુણ વૃદ્ધિહાનિનું સ્વરૂપ છે તે શ્રુતજ્ઞાનગમ્ય નથી, આગમગમ્ય છે. તેમાં તર્ક ન ઉઠાવવો, કેમકે તર્કથી બેસે એવો આ વિષય નથી.
આ ષટ્સ્થાનપતિત વૃદ્ધિહાનિનું સ્વરૂપ ‘ગોમ્મટસાર’ શાસ્ત્રમાંથી જાણવાયોગ્ય છે. અવિભાગ પરિચ્છેદોની સંખ્યારૂપ ષટ્સ્થાનોમાં પડતી-સમાવેશ પામતી-વસ્તુસ્વભાવની વૃદ્ધિહાનિ જેનાથી થાય છે અને જે વસ્તુને સદા સ્વરૂપમાં ટકવાનું કારણ છે એવો કોઈ આશ્ચર્યકારી ગુણ આત્મામાં છે; તેને અગુરુલઘુત્વશક્તિ કહે છે. અવિભાગ પ્રતિચ્છેદ એટલે શું? કે અંશને છેદતાં છેદતાં જેના બે ભાગ ન પડે એવા એક અંશને અવિભાગ પ્રતિચ્છેદ કહેવામાં આવે છે. નિગોદના જીવના અક્ષરના અનંતમા ભાગપ્રમાણ જ્ઞાનપર્યાયમાં પણ આવા અનંત અવિભાગ પ્રતિચ્છેદ છે. અરે ભાઈ! આ કોઈ અચિન્ત્ય અલૌકિક વાત છે એમ લક્ષ કરી તેનો મહિમા તો કર. આ તો-
ભાગ્યવાન કર વાવરે, એની મોતીયે મૂઠિયું ભરાય.
-આવી અલૌકિક વાત છે. આસ્થાથી, શ્રદ્ધાથી, ઉત્સાહ ને ઉમંગ લાવી આ કબુલે-સ્વીકારે તે ન્યાલ થઈ જાય એવી આ ચીજ છે.
અહાહા...! ષટ્સ્થાનપતિત વૃદ્ધિહાનિરૂપે પરિણમિત છે છતાં દ્રવ્યના સ્વરૂપ-પ્રતિષ્ઠત્વના કારણરૂપ આ શક્તિ વિશિષ્ટ ગુણસ્વરૂપ છે. એટલે શું? કે ભગવાન આત્મા-અનંતગુણનિધાન પ્રભુ-સદાય પોતાના સ્વરૂપમાં જ પ્રતિષ્ઠિત રહે છે-ટકી રહે છે; તે પોતાના સ્વરૂપથી પડીને કદીય પરરૂપ-જડરૂપ થઈ જતો નથી, તેનો કોઈ ગુણ અન્યગુણરૂપ થઈ જતો નથી, તથા તેના અનંત ગુણ દ્રવ્યથી છૂટા પડી વિખરાઈ જતા નથી, તેમ જ દ્રવ્યની-આત્માની કોઈ પર્યાય અન્યપર્યાયરૂપે થઈ જતી નથી. સૌ પોતપોતાના સ્વરૂપમાં ટકી રહે છે. અહો! સ્વરૂપમાં પ્રતિષ્ઠિત રહેવારૂપ આત્માનો આ કોઈ અલૌકિક સ્વભાવ છે. સ્વરૂપ ઘટે નહિ, વધે નહિ, સ્વરૂપનો કોઈ અંશ (ગુણ) કદી છૂટે નહિ, અન્યરૂપ થાય નહિ, ને નવું કાંઈ તેમાં આવે નહિ. આવો અગુરુલઘુસ્વભાવી ભગવાન આત્મા છે તેને ઓળખી દ્રષ્ટિગત કરતાં પર્યાયમાં નિર્મળતા-નિર્મળતા પ્રગટે છે અને આ ધર્મ છે. ગજબની અગમ-નિગમની વાતો બાપુ! લ્યો,
આ પ્રમાણે અહીં અગુરુલઘુત્વશક્તિનું વર્ણન પૂરું થયું.
PDF/HTML Page 4016 of 4199
single page version
ક્રમવૃત્તિરૂપ અને અક્રમવૃત્તિરૂપ વર્તન જેનું લક્ષણ છે એવી ઉત્પાદવ્યયધ્રુવત્વશક્તિ. (ક્રમવૃત્તિરૂપ પર્યાય ઉત્પાદવ્યયરૂપ છે અને અક્રમવૃત્તિરૂપ ગુણ ધ્રુવત્વરૂપ છે).’
જુઓ, અનંત શક્તિઓનો પિંડ પ્રભુ આત્મા છે. તેમાં એક ઉત્પાદવ્યયધ્રુવત્વશક્તિ ત્રિકાળ છે. કેવી છે આ શક્તિ? તો કહે છે-‘ક્રમવૃત્તિરૂપ અને અક્રમવૃત્તિરૂપ વર્તન જેનું લક્ષણ છે એવી ઉત્પાદવ્યયધ્રુવત્વશક્તિ, આમાં ક્રમવૃત્તિરૂપ અર્થાત્ એક પછી એક વર્તવારૂપ પર્યાયો છે, ને અક્રમવૃત્તિરૂપ અર્થાત્ એક સાથે ત્રિકાળ વર્તવારૂપ ગુણો છે. દ્રવ્યમાં ગુણો બધા અક્રમવૃત્તિરૂપ ત્રિકાળ એક સાથે પડયા છે, ને પર્યાય એક પછી એક સળંગ ઉંચાઈ- ઉર્ધ્વપ્રવાહરૂપે ક્રમબદ્ધ થાય છે. પર્યાયો ક્રમવર્તી છે, તેથી ક્રમે પ્રવર્તવું જેનું લક્ષણ છે એવી પર્યાયો ઉત્પાદવ્યયરૂપ છે, ને અક્રમવૃત્તિરૂપ ગુણો ધ્રુવત્વરૂપ છે. આમ આખું દ્રવ્ય ક્રમ-અક્રમવૃત્તિ વડે ઉત્પાદવ્યયધ્રુવ સ્વભાવવાળું છે. સમજાણું કાંઈ...!
અરે ભાઈ, એક સમયની પર્યાયમાં ભૂલ છે, તેને ટાળતાં કેટલો કાળ લાગે? તો કહે છે-એક સમયમાં તે ભૂલ મટી શકે છે, કેમકે ક્રમે વર્તવું જેનું લક્ષણ છે એવી પર્યાય ક્રમવૃત્તિરૂપ છે. અહા! જે સમયે નિજ સ્વભાવને જાણી સ્વ-આશ્રયે પરિણમે તે જ સમયે ભૂલ મટી નિર્મળ પરિણમન અર્થાત્ મોક્ષમાર્ગ પ્રગટ થાય છે. શું થાય? અજ્ઞાની જીવ અનાદિથી નિજ સ્વભાવને ભૂલી પર-આશ્રયે પરિણમે છે તેથી તેને વિકારી પરિણમન નામ ભૂલ અને સંસાર છે. અહાહા...! ક્રમ-અક્રમવૃત્તિરૂપ વર્તવાના સ્વભાવવાળું જે સ્વદ્રવ્ય તેના રુચિ અને લીનતારૂપ પરિણમતા જીવ નિર્મળ રત્નત્રયરૂપે પરિણમે છે; આ ધર્મ છે ને આ જ શક્તિનું વાસ્તવિક પરિણમન છે.
પર્યાયમાં ક્રમવર્તીપણું તો જ્ઞાની અજ્ઞાની બન્નેને છે; ત્યાં અજ્ઞાનીને પરાશ્રયે પરિણમવાને લીધે ક્રમવર્તી અશુદ્ધ-ભૂલવાળી મલિન પર્યાયો થાય છે, જ્યારે જ્ઞાનીને સ્વાશ્રયે પરિણમવાને લીધે ક્રમવર્તી નિર્મળ-નિર્મળ સમકિત આદિ મોક્ષમાર્ગની પર્યાયો થાય છે. આ પર્યાયમાં ભૂલ હોવાનું ને ભૂલ મટાડવાનું સંક્ષેપમાં રહસ્ય છે. આવી વાત છે.
આ ક્રમ-અક્રમપણે વર્તવાનો સ્વભાવ આત્માની એકેક શક્તિમાં લાગુ પડે છે, કેમકે ક્રમવૃત્તિરૂપ અને અક્રમવૃત્તિરૂપ વર્તન જેનું લક્ષણ છે એવી ઉત્પાદવ્યયધ્રુવત્વશક્તિ આત્માની એકેક શક્તિમાં વ્યાપક છે. એ તો પ્રથમ કહેવાઈ ગયું છે કે ક્રમ અને અક્રમરૂપ પ્રવર્તતા અનંત ધર્મોનો સમુદાય તે આત્મા છે. આમ દરેક શક્તિનું ઉત્પાદવ્યયપણે ક્રમે પ્રવર્તવું અને અક્રમપણે ધ્રુવ રહેવું તે સ્વરૂપ છે. અહાહા...! જ્ઞાનમાત્ર ભાવની અંદર આવી જતી અનંત શક્તિઓ એક સાથે પર્યાયમાં ઉલ્લસે છે, ઉછળે છે. અહો! દ્રવ્યના બધાય ગુણનો એવો સ્વભાવ છે કે ગુણપણે ધ્રુવ રહીને તે ક્રમવર્તી પર્યાયે પરિણમે છે.
તું સાંભળ તો ખરો બાપુ! તારા આત્મદ્રવ્યની- -એકેક શક્તિ અનંત ગુણોમાં વ્યાપક છે. -એકેક શક્તિ અનંતમાં (ગુણોમાં) નિમિત્ત છે. -એકેક શક્તિ દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણેમાં વ્યાપે છે. -એકેક શક્તિ ધ્રુવ ઉપાદાન છે, અને તેની પર્યાય ક્ષણિક ઉપાદાન છે. તેમાં અક્રમે રહેવું તે ધ્રુવ ઉપાદાન છે,
-એકેક શક્તિમાં વ્યવહારનો-રાગનો ને નિમિત્તનો અભાવ છે. એકેક શક્તિ ક્રમે પ્રવર્તે છે તે નિર્મળ પરિણતિએ પ્રવર્તે છે, ને તેમાં વ્યવહારનો-રાગનો ને નિમિત્તનો અભાવ નામ નાસ્તિ છે. આ અનેકાન્ત છે. વ્યવહારના કે નિમિત્તના કારણે અહીં શક્તિનું પરિણમન થયું છે એમ છે નહિ.
અહીં આ શક્તિના અધિકારમાં વ્યવહારની વાત જ કરી નથી. સાધકને દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ વ્યવહારના-શુભરાગના પરિણામ હોય છે ખરા, પણ તેને તે માત્ર જાણે જ છે, તેમાં તન્મય નથી. જ્ઞાન રાગથી છૂટું ને છૂટું જ જ્ઞાનપણે રહે છે. તેની તે જ્ઞાન પર્યાય પોતામાં પોતાના સામર્થ્યથી પોતાથી જ થાય છે, તેમાં વ્યવહારનો- રાગનો અભાવ જ છે. જ્ઞાનની પર્યાય, સમકિતની પર્યાય, ચારિત્રની પર્યાય, આનંદની પર્યાય, પરની અપેક્ષા વિના જ પોતાથી થાય છે. આવી સૂક્ષ્મ વાત! સમજાણું કાંઈ...!
PDF/HTML Page 4017 of 4199
single page version
અહાહા...! ક્રમ-અક્રમવર્તીપણારૂપ આ ઉત્પાદવ્યયધ્રુવત્વશક્તિ આત્માની એકેક શક્તિમાં (-બધી અનંત શક્તિમાં) વ્યાપક છે, જેથી પ્રત્યેક ગુણમાં જે સમયે જે પર્યાય થવાનો કાળ છે તે ત્યાં ઉત્પન્ન થાય છે. પ્રત્યેક સમયે પૂર્વ પર્યાયનો વ્યય થઈ ક્રમવર્તી નવી પર્યાયનો ઉત્પાદ થાય એવો આ શક્તિનો સ્વભાવ છે; મતલબ કે પ્રતિ સમય ક્રમે ઉત્પન્ન થવાવાળી પર્યાય પરને-નિમિત્તને લઈને ઉત્પન્ન થાય એમ છે જ નહિ. દયા, દાન, પંચમહાવ્રત આદિરૂપ રાગની મંદતાના (ભેદ રત્નત્રયના) પરિણામ છે માટે ક્રમે નિર્મળ રત્નત્રયના પરિણામ પ્રગટ થયા એવું વસ્તુના સ્વરૂપમાં છે નહિ. દ્રવ્યના સહજ પરિણમનને, ઉત્પાદ-વ્યયને કોઈની અપેક્ષા છે નહિ, ઝીણી વાત છે પ્રભુ! કહ્યું છે ને કે-‘વાત છે ઝીણી, ને લોઢું કાપે છીણી.’ લોઢું કાપવામાં લોઢાની છીણી જોઈએ, બીજું કામ ન આવે; તેમ આ ભેદજ્ઞાનની સૂક્ષ્મ વાતો છે તે અંતરના સૂક્ષ્મ અભ્યાસથી પમાય તેવી છે, તેમાં સ્થૂળ ઉપયોગ કામ ન આવે. અહાહા...! જેને અંતર્દ્રષ્ટિ થઈ, શક્તિનું પરિણમન શરૂ થયું તે સાધક છે. તેને કાંઈક રાગ છે. પણ તે રાગની, શક્તિ અને શક્તિના પરિણમનમાં નાસ્તિ છે. આમ એકેક શક્તિમાં વ્યવહારનો અભાવ છે; આ અનેકાન્ત છે. અહાહા...! શક્તિની નિર્મળતાની અસ્તિ, ને તેમાં વિકારની ને વ્યવહારની-રાગની નાસ્તિ-આવું અનેકાન્તમય સાધકનું પરિણમન હોય છે.
-વળી એકેક શક્તિ છે તે પારિણામિકભાવે છે. કોઈએ પ્રશ્ન કરેલો કે- પ્રશ્નઃ– મોક્ષમાર્ગ ક્યો ભાવ છે? ત્યારે કહ્યું- ઉત્તરઃ– મોક્ષમાર્ગ ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિકભાવરૂપ છે. ભગવાન આત્મામાં ઉત્પાદવ્યયધ્રુવત્વશક્તિ છે તે પારિણામિકભાવે છે. આ શક્તિના નિમિત્તે-કારણે જે ઉત્પાદવ્યયરૂપ ક્રમવર્તી પર્યાયો થાય છે તે નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપે થાય છે, અને તે ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષાયિકભાવસ્વરૂપે છે. (જેમાં જે ભાવ લાગુ પડતો હોય તે સમજવો). આ નિર્મળ પર્યાયોમાં ઉદયભાવનો અભાવ છે, કેમકે ઉદયભાવ શક્તિના કાર્યરૂપ નથી. હવે આમાં કોઈને થાય કે અમારે કેટકેટલું યાદ રાખવું? અરે ભાઈ! આવા મોંઘા મનુષ્યપણા મળ્યા ને એમાં તું અત્યારે આ નહિ સમજ તો કે’દિ’ સમજીશ? (એમ કે હમણાં નહિ સમજે તો પછી સમજવાનું સામર્થ્ય જ રહેશે નહિ એવી એકેન્દ્રિયાદિ હલકી દશા આવી પડશે).
ભાઈ! આ સર્વજ્ઞસ્વભાવી ભગવાન આત્મા અંદર શક્તિઓનો દરિયો છે. તેમાં કેવળજ્ઞાનની પર્યાય જેવી અનંતી પર્યાયો ક્રમસર થાય છે. કેવળજ્ઞાનની પર્યાય છે તે એક સમય પૂરતી છે, બીજે સમયે એવી બીજી થાય છે. સાદિ અનંતકાળ એવી પર્યાયો ક્રમે થાય એવો વસ્તુનો સ્વભાવ છે. એવી અનંત પર્યાયોનો સમુદાય તે જ્ઞાનગુણ છે. તેમ શ્રદ્ધાગુણની અનંતી પર્યાય, ચારિત્ર ગુણની અનંતી પર્યાય, આનંદ ગુણની અનંતી પર્યાય, ... ઇત્યાદિ. અહા! આવી અનંત પર્યાય અને અનંતા ગુણોનો પિંડ તે નિજ આત્મદ્રવ્ય છે. હવે આવા નિજ અંતઃતત્ત્વનો અભ્યાસ કદી કરે નહિ અને બહારમાં ઉપવાસાદિ કરે અને માને કે કલ્યાણ થઈ જાય; પણ ધૂળેય ન થાય સાંભળને, કેમકે વસ્તુ એવી નથી. લોકોને આ આકરું પડે, પણ ભગવાનનો માર્ગ આવો છે ભાઈ!
અહાહા...! આત્મા સત્ શાશ્વત વસ્તુ છે. તેમાં શક્તિઓ છે તે પણ ત્રિકાળ શાશ્વત છે. દ્રવ્ય છે તે પારિણામિકભાવે છે, તેમાં રહેલી શક્તિઓ પણ પારિણામિકભાવે છે. એક શક્તિ છે તે બીજી અનંતને નિમિત્ત છે, પણ એક શક્તિ બીજી શક્તિને (તેની પર્યાયને) ઉત્પન્ન કરે એમ નથી. દરેક શક્તિમાં ક્રમ-અક્રમવર્તીપણારૂપ ઉત્પાદવ્યયધ્રુવત્વનું રૂપ છે. જ્ઞાનની પર્યાયનો જે સમયે નિર્મળપણે ક્રમવર્તી ઉત્પાદ થાય છે તે જ્ઞાન ગુણનો ક્રમ- અક્રમવર્તીપણાનો સ્વભાવ છે. ઉત્પાદવ્યયધ્રુવત્વ તેમાં નિમિત્ત છે. અહાહા...! એકેક શક્તિમાં-જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, સ્વચ્છતા, પ્રભુતા ઇત્યાદિમાં -ઉત્પાદવ્યયરૂપે જે પર્યાય સમયે સમયે થાય છે તે પરની અપેક્ષા વિના જ, પોતાના ષટ્કારકથી થાય છે. આવો જ દ્રવ્યનો ઉત્પાદવ્યયધ્રુવત્વ સ્વભાવ છે. આમ જ્ઞાનમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન કે કેવળજ્ઞાનની પર્યાયનો જે ક્રમવર્તી ઉત્પાદ થાય છે તે આ ઉત્પાદવ્યયધ્રુવત્વશક્તિના કારણે થાય છે. આવી સૂક્ષ્મ ગંભીર વાત છે બાપુ!
પ્રશ્નઃ– ચાર ઘાતિકર્મના ક્ષયથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે-શાસ્ત્રમાં-તત્ત્વાર્થસૂત્રમાં તો એમ કહ્યું છે? ઉત્તરઃ– હા, કહ્યું છે. તે નિમિત્તનું કથન છે; અર્થાત્ કેવળજ્ઞાન થવા કાળે બાહ્ય નિમિત્ત શું હોય છે તેનું તેમાં જ્ઞાન કરાવ્યું છે, બાકી જ્ઞાન ગુણમાં ઉત્પાદવ્યયધ્રુવત્વશક્તિનું રૂપ છે તેથી જ્ઞાનની કેવળજ્ઞાનરૂપ પર્યાય તેના કાળે પોતાથી જ પ્રગટ થાય છે. કર્મનો ક્ષય બાહ્ય નિમિત્ત હો, પણ કર્મની કે બીજા કોઈની તેમાં અપેક્ષા નથી. આવું જ વસ્તુસ્વરૂપ છે.
‘સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા’માં એમ કહ્યું છે કે પૂર્વપર્યાયયુક્ત દ્રવ્ય તે કારણ છે, અને ઉત્તરપર્યાયયુક્ત દ્રવ્ય તે તેનું
PDF/HTML Page 4018 of 4199
single page version
કાર્ય છે. જૈન તત્ત્વમીમાંસામાં પણ પં. શ્રી ફૂલચંદજીએ આ વાત લીધી છે. એ તો દ્રવ્યની પૂર્વ પર્યાયનું જ્ઞાન કરાવવા ત્યાં વાત કરી છે. અહીં એ વાતને વ્યવહાર ગણી ઉડાવી દીધી છે. ભાઈ! ઉત્પાદવ્યયધ્રુવત્વ એ વસ્તુનો-દ્રવ્યનો સ્વભાવ છે. અહાહા...! દ્રવ્યની એકેક પર્યાયમાં સહજ સ્વતંત્ર ઉત્પાદવ્યય સમયે સમયે થાય છે. અહા! બાહ્ય નિમિત્તના કારણે પર્યાયનો ઉત્પાદ થાય છે એમ નથી, ને તેમાં પૂર્વ પર્યાયનું કારણપણું છે એમ પણ નથી. પોતાના ક્રમે પ્રગટ થયેલી પર્યાય પોતે જ તેના ઉત્પાદનું વાસ્તવિક કારણ છે. બાહ્ય નિમિત્તને, વ્રતાદિ વ્યવહારને ને પૂર્વ પર્યાયને કારણ કહેવું તે વ્યવહાર છે બસ. તથા વર્તમાન એક ગુણની પર્યાય બીજી (બીજા ગુણની) પર્યાયનું વાસ્તવિક કારણ નથી. સમ્યગ્દર્શનના કારણે સમ્યગ્જ્ઞાન થાય છે એમ નથી. (વિવક્ષાથી એમ કહેવું એ બીજી વાત છે).
ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ ત્રિકાળ ધ્રુવ... ધ્રુવ... ધ્રુવ છે. તેની એકેક શક્તિ પણ ધ્રુવ છે. તે શક્તિ અને શક્તિવાન દ્રવ્યના ભેદનું લક્ષ છોડી અભેદની દ્રષ્ટિ કરવાથી, અહાહા...! અભેદ શુદ્ધ ચૈતન્યના તળમાં સ્પર્શ કરવાથી, સ્પર્શ કરવાથી એટલે કે ધ્રુવની સન્મુખ થઈ પરિણમવાથી નિર્મળ પર્યાયનો સહજ જ પોતાના કારણે ઉત્પાદ થાય છે. ત્યારે પૂર્વ પર્યાયનો વ્યય પણ પોતાથી સ્વતંત્ર થાય છે. કોઈ કોઈના કારણે છે એમ છે જ નહિ. દ્રવ્ય-ગુણ ધ્રુવ એકરૂપ સદ્રશ રહે છે તે પણ પોતાથી જ છે. અહો! આવું અલૌકિક વસ્તુસ્વરૂપ છે ભાઈ! સાધકને વચ્ચે શુભરાગ આવે તે વ્યવહાર હો ભલે, પણ નિર્મળ પર્યાય ઉત્પન્ન થવાનું તે કારણ નથી; ને પૂર્વ પર્યાય પણ વાસ્તવિક કારણ નથી. આ બધું ઝીણું પડે તોય જાણવું પડશે હોં. આ જગતના હીરા-માણેક-મોતી, બાગ-બંગલા-બગીચા, સ્ત્રી-પુત્ર-પરિવાર ને આ રૂપાળું શરીર એ તો કાંઈ નથી ભાઈ! એ તો બીજી ચીજ બાપુ! એને જાણતાં કાંઈ સુખ ન થાય, કેમકે એમાં સુખ નથી; સ્વસન્મુખ થઈને સ્વ નામ નિજ શુદ્ધાત્મસ્વરૂપને જાણતાં સુખ થાય છે, કેમકે તેમાં સુખ છે, અરે તે (-પોતે) સુખસ્વરૂપ જ છે. સમજાણું કાંઈ...?
નિમિત્તથી ઉપાદાનનું કાર્ય થાય, વ્યવહારથી નિશ્ચય થાય અને પર્યાય ક્રમનિયત નહિ પણ નિયત-અનિયત છે. એમ આ વિષયો પર વર્તમાનમાં ઘણો વિરોધ ચાલે છે. અરે ભાઈ! આ વિષયોનું યથાર્થ સ્વરૂપ સમજી વિરોધ મટાડવા જેવું છે બાપુ!
પંચાસ્તિકાયની ગાથા ૧પપમાં નિયત-અનિયતની વાત આવી છે. આ ગાથામાં સ્વસમય અને પરસમયની વ્યાખ્યા કરવામાં આવી છે. ત્યાં સ્વભાવલીન પરિણામને નિયત કહેલ છે, અને વિભાવ પરિણામને અનિયત કહેલ છે. અનિયત એટલે પરિણામ ક્રમનિયત નહિ થતાં આગળ-પાછળ થાય છે એવો અર્થ નથી, પણ અનિયત એટલે સ્વભાવમાં અનવસ્થિત, સ્વભાવમાં લીન નહિ એવી વિભાવ પર્યાય એમ ત્યાં અર્થ છે.
વળી પ્રવચનસારમાં ૪૭ નયનો અધિકાર છે. તે ૪૭ ધર્મો આત્મામાં એકી સાથે છે. ત્યાં પણ કાળનય, અકાળનય કહ્યા છે.
‘આત્મદ્રવ્ય કાળનયે જેની સિદ્ધિ સમય પર આધાર રાખે છે એવું છે.’ વળી, આત્મદ્રવ્ય અકાળનયે જેની સિદ્ધિ સમય પર આધાર રાખતી નથી એવું છે.’ હવે આમાં અકાળનો અર્થ પર્યાય ક્રમઅનિયત અર્થાત્ આગળ-પાછળ થાય છે એમ કયાં છે? પર્યાય તો ક્રમનિયત સ્વકાળે જ ઉત્પન્ન થાય છે, પણ સાથે સ્વભાવ અને પુરુષાર્થ હોય છે તે બતાવવા માટે ત્યાં અકાળનયની વાત કરી છે. વસ્તુતઃ એક જ પર્યાય એકી સાથે કાળનય અને અકાળનયનો વિષય થાય છે. ત્યાં કાળને ગૌણ કરી પુરુષાર્થ અને સ્વભાવની વિવક્ષા હોય ત્યારે તે અકાળનયનો વિષય થાય છે. આમ કોઈ પર્યાય આગળ-પાછળ થાય છે એમ ત્યાં અભિપ્રાય છે જ નહિ. વાસ્તવમાં દરેક પર્યાય ક્રમબદ્ધ પોતાના સ્વકાળે જ ઉત્પન્ન થાય છે.
અહા! જેમ દ્રવ્યના બધા ગુણ એક સાથે જ દ્રવ્યમાં ત્રિકાળ સર્વ પ્રદેશે વ્યાપક છે, તેમાં કદીય ઘટ-વધ થતી નથી; તેમ દ્રવ્યના અનાદિઅનંત પ્રવાહક્રમમાં ત્રણેકાળની પ્રતિસમય પ્રગટ થનારી પર્યાયોનો સ્વકાળ નિયત છે. ભાઈ! ત્રણેકાળની પર્યાયોનો પ્રવાહ દ્રવ્યમાં નિયત પડયો છે, પર્યાયોની ક્રમનિયત ધારામાં કદી ભંગ પડતો નથી. અહા! આવું ક્રમ-અક્રમવર્તીપણું એ દ્રવ્યનો સ્વભાવ છે. હવે આમાં કોઈ વળી કહે છે-ક્રમવર્તીપણું એટલે પર્યાયો એક પછી એક થાય બસ એટલું જ, પણ ક્રમે પ્રગટ થતી પર્યાયો અમુક નિશ્ચિત જ થાય એમ નહિ, પણ આ માન્યતા બરાબર નથી. ક્રમવર્તીપણું એટલે દ્રવ્યમાં પર્યાયો એક પછી એક થાય એટલું જ નહિ, પ્રવાહક્રમમાં કયા સમયે કઈ પર્યાય થાય તે પણ નિયત-નિશ્ચિત જ છે. જેમ સાત વાર (સોમ, મંગળ વગેરે) નિશ્ચિત ક્રમબદ્ધ છે તેમ દ્રવ્યની ત્રણકાળની પર્યાયો
PDF/HTML Page 4019 of 4199
single page version
પણ નિશ્ચિત ક્રમબદ્ધ છે. ‘પ્રમેયકમલમાર્તંડ’ માં ‘ક્રમભાવ’ને સમજાવતું નક્ષત્રોનું દ્રષ્ટાંત પણ આ જ વાત સિદ્ધ કરે છે.
સમયસાર, સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારની ગાથા ૩૦૮થી ૩૧૧ની ટીકામાં આચાર્યદેવે આ વાત ખુલ્લી કરી છે. ત્યાં અતિ સ્પષ્ટ કહ્યું છે કે-જીવ ને અજીવ બધા દ્રવ્યો પોતાના ક્રમનિયમિત પરિણામોથી ઉપજે છે. ક્રમનિયમિત કહો કે ક્રમબદ્ધ કહો-એક જ વાત છે. ભાઈ! ધ્રુવ રહીને ક્રમનિયમિત ભાવે પરિણમવાનો પ્રત્યેક દ્રવ્યનો સ્વભાવ છે. આખું દ્રવ્ય જ આવું છે. અહા! દ્રવ્યના આવા ક્રમ-અક્રમવર્તીપણાના સ્વભાવને યથાર્થ જાણે તો પર્યાયો આડી- અવળી-આગળપાછળ થાય, નિમિત્તથી થાય ને નિમિત્તથી બદલી શકાય-એવી ઉંધી-વિપરીત દ્રષ્ટિ મટી જાય અને તેને સ્વસન્મુખ-દ્રષ્ટિ વડે નિર્મળ પરિણમનની ધારા શરૂ થાય છે. આમ દ્રવ્યમાં થતી પર્યાયો સ્વકાળે ક્રમબદ્ધ પ્રગટ થાય છે એમ નિર્ણય કરનારનું જોર સ્વદ્રવ્ય ભણી, શુદ્ધ એક જ્ઞાયકસ્વભાવ પ્રતિ વળે છે અને તેને નિર્મળ પરિણમનની ક્રમવર્તી ધારા ઉલ્લસે છે. આ ધર્મ છે.
પ્રશ્નઃ– સમયસાર કળશટીકામાં કળશ ૨પ૨માં ત્રિકાળી દ્રવ્યને સ્વકાળ કહેલ છે તે શું છે? ઉત્તરઃ– સમયસાર કળશટીકામાં કળશ ૨પ૨માં ત્રિકાળી દ્રવ્યને સ્વકાળ કહેલ છે. વર્તમાન પર્યાયનો ભેદ પાડવો તેને ત્યાં પરકાળ કહેલ છે. ત્યાં કહ્યું છેઃ- “સ્વદ્રવ્ય એટલે નિર્વિકલ્પમાત્ર વસ્તુ, સ્વક્ષેત્ર એટલે આધારમાત્ર વસ્તુનો પ્રદેશ, સ્વકાળ એટલે વસ્તુમાત્રની મૂળ અવસ્થા, સ્વભાવ એટલે વસ્તુની મૂળની સહજ શક્તિ; પરદ્રવ્ય એટલે સવિકલ્પ ભેદ-કલ્પના, પરક્ષેત્ર એટલે જે વસ્તુનો આધારભૂત પ્રદેશ નિર્વિકલ્પ વસ્તુમાત્રરૂપે કહ્યો હતો તે જ પ્રદેશ સવિકલ્પ ભેદ-કલ્પનાથી પરપ્રદેશ બુદ્ધિગોચરરૂપે કહેવાય છે, પરકાળ એટલે દ્રવ્યની મૂળની નિર્વિકલ્પ અવસ્થા તે જ અવસ્થાન્તર ભેદરૂપ કલ્પનાથી પરકાળ કહેવાય છે, પરભાવ એટલે દ્રવ્યની સહજ શક્તિના પર્યાયરૂપ અનેક અંશ દ્વારા ભેદ-કલ્પના, તેને પરભાવ કહેવાય છે.’ જુઓ બહારના અન્યદ્રવ્યની પર્યાય તે પરકાળ છે એ વાત તો કયાંય દૂર રહી ગઈ, અહીં તો દ્રવ્યની પોતાની અવસ્થાને જ ભેદકલ્પનાથી પરકાળ કહે છે. ભેદ ઉપરથી દ્રષ્ટિ ઉઠાવવી છે ને! તો પરમાર્થે જે સ્વદ્રવ્ય છે તે જ સ્વક્ષેત્ર, સ્વકાળ, સ્વભાવ છે એમ કહીને અભેદદ્રષ્ટિ કરાવી છે. અહા! દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના ચાર ભેદ પણ ખરેખર ત્રિકાળી વસ્તુમાં નથી. હવે આમ છે ત્યાં પર્યાય નિમિત્તથી- પરદ્રવ્યથી થાય એવી પરાશ્રયની વાતને અવકાશ જ કયાં છે? વાસ્તવમાં પ્રત્યેક દ્રવ્યનો ઉત્પાદવ્યયધ્રુવત્વ સ્વભાવ છે, અને તેથી દ્રવ્યની પ્રત્યેક પર્યાય પોતાથી સ્વતંત્ર પ્રગટ થાય છે, તેનું કોઈ પરદ્રવ્ય કારણ નથી, પૂર્વ પર્યાય પણ તેનું કારણ નથી. દ્રવ્ય પોતે પોતાના સ્વભાવથી જ એક અવસ્થાથી પલટીને નિયત અવસ્થાન્તરરૂપ થાય છે. આ તો એકલું અમૃત છે ભાઈ! આનો અંતરમાં નિર્ણય કરે તેને ભેદની દ્રષ્ટિ તથા મારી અવસ્થા કોઈ બીજો પલટાવી દેશે એવી પરાશ્રયની દ્રષ્ટિ છૂટી જાય છે, અને અભેદ એક જ્ઞાયકની દ્રષ્ટિ થઈ નિર્મળ નિર્મળ પરિણમન થાય છે. આવી વાત! સમજાણું કાંઈ...?
અહાહા...! વસ્તુ ત્રિકાળી ભગવાન આત્મા છે તે ગુણ-પર્યાયના ભેદથી રહિત, કર્મ-નોકર્મથી રહિત અભેદ એકરૂપ જ્ઞાયક પ્રભુ છે. તેમાં પૂર્વ પર્યાયનો વ્યય થઈ નવી પર્યાયનો ઉત્પાદ થાય તથા વસ્તુ ચિન્માત્ર સદા એકરૂપ સદ્રશ રહે તેવો તેનો ઉત્પાદવ્યયધ્રુવત્વ સ્વભાવ છે. તેમાં પરદ્રવ્યનું-નિમિત્તનું-કર્મનું કાંઈ કારણપણું નથી. અરે, તેની એક શક્તિનું કારણ બીજી શક્તિ નથી, કેમકે એકેક શક્તિમાં ઉત્પાદવ્યયધ્રુવત્વનું રૂપ છે; અર્થાત્ પ્રત્યેક શક્તિનું પોતાનું ઉત્પાદવ્યયધ્રુવત્વ પોતાથી છે. અહા! આવા પોતાના ક્રમ-અક્રમવર્તી સ્વભાવને ઓળખતાં ગુણ-પર્યાયના ભેદ ઉપરથી દ્રષ્ટિ ખસીને, દ્રષ્ટિ અભેદ એક જ્ઞાયકસ્વભાવ ઉપર થંભે છે, ને તે દ્રષ્ટિમાં ક્રમે નિર્મળ પર્યાયની ઉત્પત્તિ થાય છે. આ સાધક દશા અને આ મોક્ષમાર્ગ છે. હવે લોકો પોતાના અંતરંગ સ્વરૂપને જાણવા દરકાર કરે નહિ ને બહારના ક્રિયાકાંડમાં મોક્ષમાર્ગ માની રચ્યા રહે, પણ ભાઈ! એવી ક્રિયાકાંડના શુભ વિકલ્પ તો એણે પૂર્વે અનંત વાર કર્યા છે. એમાં નવું શું છે? અપૂર્વ શું છે? છહઢાલામાં આવે છે ને કે-
પૈ નિજ આતમજ્ઞાન વિના, સુખ લેશ ન પાયો.
અરે ભાઈ! તું અંદર જો ને બાપુ! ત્યાં અંદર તળમાં એકલો (નિર્ભેળ) આનંદ ભર્યો છે. અહાહા...! જેમ સમુદ્રના તળિયે સોનું, હીરા, મોતી પડયાં છે તેમ ભગવાન આત્માના તળમાં જ્ઞાન, દર્શન, આનંદ, શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા ઇત્યાદિ અનંત ગુણરત્નોનો ભંડાર ભર્યો છે. અહાહા...! તે દરેક ગુણ-શક્તિ, કહે છે, પોતાના ઉત્પાદવ્યયધ્રુવત્વ સ્વભાવને કારણે પોતે પોતાનું કાર્ય કરે છે, તેમાં બીજું કોઈ કારણ નથી. દ્રવ્યદ્રષ્ટિવંતને સમ્યગ્દર્શનની નિર્મળ પર્યાયનો ઉત્પાદ થાય છે
PDF/HTML Page 4020 of 4199
single page version
તે સ્વકાળે પોતાથી થાય છે તેમાં બીજું-કર્મનો ઉપશમાદિ વાસ્તવિક કારણ નથી. જ્ઞાનના ઉત્પાદ-વ્યય-ધ્રુવ પોતાથી છે, પરથી કે વાણીના કારણે છે-એમ નથી. અહાહા...! અંતરસન્મુખ પરિણમતા જ્ઞાનસ્વભાવ પોતે જ વિશેષ જ્ઞાનપણે પરિણમે છે, વાણીના કારણે જ્ઞાનની ઉત્પત્તિ થાય છે એમ નથી. આવી વાત!
પ્રશ્નઃ– તો પછી જિનવાણી સાંભળવાનું શું પ્રયોજન છે? ઉત્તરઃ– અરે ભાઈ! વાણીના કારણે જ્ઞાનની ઉત્પત્તિ ન થાય, પણ જ્ઞાનસ્વભાવી નિજ જ્ઞાયકની સન્મુખ થઈને પરિણમતા જ્ઞાન થાય છે એમ સમજવું એ જિનવાણી સાંભળવાનું વાસ્તવિક પ્રયોજન છે. તેથી જિજ્ઞાસુને બહુ વિનય ને ભક્તિપૂર્વક જ્ઞાની પાસેથી સત્ના શ્રવણનો પ્રેમ અને ઉત્સાહ આવે છે. ‘વાણીથી જ્ઞાન થતું નથી માટે સાંભળવાનું શું કામ છે?’ એવી સ્વચ્છંદતાનો ભાવ તેને હોતો નથી. સત્ના શ્રવણકાળે પણ તેને ભાવ તો અંદર પોતાનો જ ઘૂંટાય છે. તેનું વલણ અને વજન નિમિત્ત પર ન હોતાં, જ્ઞાની જે દ્રવ્યસ્વભાવ બતાવે છે તેના પર હોય છે. આ જ વાણી સાંભળવાનું પ્રયોજન છે. જ્ઞાનીને પણ વારંવાર સત્ના શ્રવણનો ભાવ આવે છે. તેમાં તેની રુચિનું જોર એક નિજ જ્ઞાયકસ્વભાવ પર હોય છે, નિમિત્ત પર કે રાગ પર તેની રુચિનું જોર હોતું નથી. જેને આત્મસ્વભાવમાં જ રુચિનું જોર વળી જાય તેને વાણી સાંભળવાનું પ્રયોજન સિદ્ધ થાય છે. સમજાણું કાંઈ...?
ભાઈ, તારે બીજાથી-નિમિત્તથી શું કામ છે? અંદર તારી જ્ઞાનમાત્ર વસ્તુમાં એક સાથે અનંત ગુણો ધ્રુવપણે રહ્યા છે. અહા! અનંત ગુણનું અભેદ એકરૂપ ત્રિકાળી સ્વદ્રવ્ય-તેમાં તું દ્રષ્ટિ કર તો અનંત ગુણની નિર્મળ પર્યાયો પ્રગટ થશે. અહાહા...! સ્વદ્રવ્યના આશ્રયમાં જતાં જ જ્ઞાન, આનંદ, શ્રદ્ધા, સ્વચ્છતા, પ્રભુતા, વીર્ય ઇત્યાદિ બધી અનંત શક્તિઓ નિર્મળપણે ઉલ્લસીને પર્યાયમાં વ્યક્ત થાય છે. અહા! તે સ્વસંવેદનમાં-સ્વાનુભવમાં અનંત શક્તિની નિર્મળતા એક સાથે સમાય છે. અહો! આવો અદ્ભુત ચૈતન્ય ગુણરત્નાકર પ્રભુ તું છો, અંદર નજર કરતાં જ સમ્યગ્દર્શન આદિ અપૂર્વ અપૂર્વ રત્નો પ્રગટ થાય છે. હવે અંદર ઢંઢોળે નહિ, ને બહારમાં-રાગની ક્રિયામાં ને નિમિત્તમાં-ફાંફાં મારે. પણ તેથી શું થાય? ધૂળેય ન થાય. અંતરસન્મુખતાના પુરુષાર્થ વિના બધું જ થોથેથોથાં છે.
જુઓ, સ્વરૂપની રચનાના સામર્થ્યરૂપ આત્મામાં એક વીર્યશક્તિ ત્રિકાળ છે. તેનું કાર્ય શું? તો કહે છે- સ્વરૂપસ્થિત દર્શન, જ્ઞાન, ચારિત્ર, આનંદ ઇત્યાદિ ગુણોની નિર્મળ પર્યાયોની રચના કરવી તે તેનું કાર્ય છે. જુઓ, વીર્યશક્તિનું સામર્થ્ય! અહાહા...! આત્મા પોતે સ્વવીર્યથી-અંતઃપુરુષાર્થ વડે પોતાની સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પર્યાયને રચે છે. નિર્મળ પર્યાયની રચના થાય તેમાં સ્વવીર્યને છોડી કોઈ પરવસ્તુ કારણ નથી.
આત્મા પોતે સ્વવીર્યથી-જાગ્રત થયેલા અંતઃપુરુષાર્થથી જ કર્તા થઈને નિર્મળ સમ્યગ્દર્શનાદિરૂપ કાર્યને રચે છે. ઓહો! પોતાની નિર્મળ પર્યાયોને રચનારો આત્મા પોતે જ અનંતવીર્યવાન ઈશ્વર છે. આવી વાત!
પ્રશ્નઃ– હા, પણ સમ્યગ્દર્શન આદિ પર્યાયો ક્રમબદ્ધ સ્વકાળે પ્રગટ થાય છે એમ આપ કહો છો, તો પછી વીર્યશક્તિનું શું કામ? (એમ કે વીર્ય નામ પુરુષાર્થનું એમાં શું કામ રહ્યું?)
સમાધાનઃ– એમ નથી ભાઈ! પર્યાયો ક્રમબદ્ધ પ્રગટ થાય છે માટે વીર્યશક્તિ કાંઈ કાર્યકારી નથી એમ નથી. સમ્યગ્દર્શન આદિ પર્યાયો તો ક્રમબદ્ધ સ્વકાળે પ્રગટ થાય છે એ બરાબર છે, પણ ત્યારે વીર્યશક્તિના કાર્યરૂપ અંતઃપુરુષાર્થ પણ ભેગો જ હોય છે. ઓહો! નિર્મળ રત્નત્રયનો સ્વકાળ કાંઈ સ્વરૂપસન્મુખતા ને સ્વરૂપલીનતા- સ્વરૂપરમણતાના અંતઃપુરુષાર્થ વિનાનો હોય છે એવું નથી. વાસ્તવમાં નિર્મળ રત્નત્રયના સ્વકાળમાં અનંત ગુણની નિર્મળ પર્યાયો ભેગી જ હોય છે, અંતઃપુરુષાર્થ પણ ભેગો હોય જ છે. પર્યાયો સ્વકાળે ક્રમબદ્ધ પ્રગટ થાય છે એ એક વિવક્ષાથી વાત છે, પણ તેથી કાંઈ તે કાળે પુરુષાર્થનો અભાવ હોય છે એવું નથી. જ્ઞાનમાત્ર ભાવના પરિણમનમાં અનંત ગુણની પર્યાયો એકી સાથે ઉલ્લસે છે એમ યથાર્થ સમજવું જોઈએ; આ અનેકાન્ત છે. સમજાણું કાંઈ...?
અરે, પરમાણુમાં પણ પોતાની વીર્યશક્તિ છે, જેથી સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિગુણો પોતપોતાના કાર્યની રચનારૂપે પરિણમે છે. દરેક ગુણ પોતાના કારણે પોતાના કાર્યરૂપે પરિણમે છે; પરના કારણે તે કાર્ય થતું નથી. એક છૂટો પરમાણુ