PDF/HTML Page 4061 of 4199
single page version
સઘળોય ખરેખર એક આત્મા છે.” આમ આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ છે તેનું તદ્રૂપ-જ્ઞાનરૂપ, આનંદરૂપ, વીતરાગતારૂપ પરિણમન થાય તે ભવના અંતનો ઉપાય છે.
બહુ ઝીણી વાત છે પ્રભુ! અત્યારે તો ધર્મના નામે બહુ ગોટા ઉઠયા છે. દયા, દાન, વ્રત, ભક્તિ આદિના શુભભાવમાં લોકો ધર્મ માની બેઠા છે, પણ એ માન્યતા તો મિથ્યા છે બાપુ! અહીં કહે છે-સમ્યગ્દર્શનસ્વરૂપ જે પોતાની ચીજ અંદર અખંડ એકરૂપ છે તે ધ્યેયરૂપ નિજ વસ્તુમાં એક તત્ત્વશક્તિ પડી છે. તેનું તદ્રૂપ-જ્ઞાતાદ્રષ્ટારૂપ, વીતરાગતારૂપ, આનંદરૂપ પરિણમન થાય તે તત્ત્વશક્તિનું સ્વરૂપ છે. હવે આવો ઉપદેશ કદી સાંભળ્યો ન હોય, ને માત્ર મૂઢપણે જિંદગી વ્યતીત કર્યે જાય. બહારમાં કદાચિત્ ડાહ્યો ગણાય તોય શું? એ તે કાંઈ ડહાપણ છે? પોતાના હાથમાં રહેલું હથિયાર પોતાનું જ ગળું કાપે તો એ હથિયાર શું કામનું? તેવી રીતે જે ડહાપણથી તારા ભવ વધી જાય તે ડહાપણ શું કામનું? એ તો નરી મૂઢતા જ છે.
આ તત્ત્વશક્તિ છે તે ત્રિકાળ ધ્રુવ છે. તેના પરિણમનમાં તેની પ્રતીતિ થાય છે. પરિણમન થયા વિના તેની પ્રતીતિ કયાંથી થાય? આત્મા અતીન્દ્રિય આનંદસ્વરૂપ ત્રિકાળ છે, પણ પર્યાયમાં અતીન્દ્રિય આનંદના રસનું વેદન આવ્યા વિના અતીન્દ્રિય આનંદસ્વરૂપની પ્રતીતિ કયાંથી આવે? કારણ તો ત્રિકાળ ધ્રુવ છે, તદ્રૂપ કાર્ય થાય તેમાં કારણની પ્રતીતિ આવે છે, અને એનું નામ સમ્યગ્દર્શન છે. સમજાણું કાંઈ...? તત્ત્વદ્રષ્ટિ બહુ સૂક્ષ્મ છે બાપુ! પણ તેના વિના બધું ધૂળધાણી છે. આ દેહના રજકણ તો ગમે ત્યારે સાથ છોડી દેશે, ને તત્ત્વદૃષ્ટિ વિના એ ચોરાસીના ચક્કરમાં એ કયાંય અટવાઇ જશે. ભાઈ, હમણાં જ તત્ત્વદ્રષ્ટિનો પુરુષાર્થ કર.
પણ તત્ત્વદ્રષ્ટિ બહુ કઠણ છે ને? હા, કઠણ છે; અનંત કાળમાં તત્ત્વદ્રષ્ટિ કરી નહિ તેથી કઠણ કહી છે, પણ તે અશકય નથી. કળશ ટીકામાં આવે છે કે આ વસ્તુ સમજવી અતિ કઠણ છે, પણ શુદ્ધ સ્વરૂપનો વિચાર કરતાં આનંદનો અનુભવ થાય છે. શુદ્ધ સ્વરૂપનું અંતર્મુખ અનુભવન-તદ્રૂપ-જ્ઞાનાનંદરૂપ ભવન કરતાં આવો અનુભવ થઈ શકે છે. અરેરે! પુરુષાર્થ શું કહેવાય તેની લોકો ને ખબર નથી. આ કર્યું ને તે કર્યું-એમ અનેક પ્રકારના મિથ્યા વિકલ્પો કરે તેને લોકો પુરુષાર્થ કહે છે. બધા આંધળે-આંધળા હોય ત્યાં શું થાય? ચાલનારોય આંધળો ને માર્ગ દેખાડનારોય આંધળો; પછી બન્ને કૂવામાં (સંસારમાં) જ પડે ને!
અહા! ૩૨ લાખ વિમાનનો સ્વામી સૌધર્મ-ઇન્દ્ર ઇન્દ્રાણી સાથે ભગવાનની વાણી સાંભળવા આવે છે. અહા! તે વાણીનું શું કહેવું? તથાપિ ઇન્દ્ર તે વાણીમાં ને તેને સાંભળવાના રાગમાં તન્મય નથી. મારી પર્યાયમાં વાણીની ને રાગની નાસ્તિ છે એમ તે માને છે. હવે ઓલા ૩૨ લાખ વિમાનનું સ્વામીપણું તો કયાંય જતું રહ્યું. એ તો એ બધાને પરજ્ઞેયપણે જાણે છે. અહો! સમ્યગ્દ્રષ્ટિ પુરુષો આવી તત્ત્વદ્રષ્ટિ વડે બહારમાં કયાંય ગુંચાતા નથી, મુંઝાતા નથી.
અહા! તદ્રૂપભવનમય તત્ત્વશક્તિ છે. આ તત્ત્વશક્તિ દ્રવ્ય-ગુણ ને પર્યાય ત્રણેમાં વ્યાપે છે. અહા! શક્તિ શક્તિપણે ત્રિકાળ છે, તે પર્યાયમાં ક્યારે વ્યાપક થાય? કે તત્સ્વરૂપ ઉપર દ્રષ્ટિ થઈને પરિણમન થાય ત્યારે તે પર્યાયમાં વ્યાપક થાય છે. અહા! આમ શક્તિ પર્યાયમાં વ્યાપક થતાં દ્રવ્ય તત્સ્વરૂપ ત્રિકાળ, ગુણ તત્સ્વરૂપ ત્રિકાળ ને વર્તમાન પર્યાય પણ તત્સ્વરૂપ પ્રગટ થાય છે, ને આનું નામ ધર્મ છે. હવે કેટલાકને તો દ્રવ્ય-ગુણ-પર્યાય શું એય ખબર ન હોય અને માને કે એમ જૈન છીએ, પણ બાપુ જૈન કાંઈ સંપ્રદાયની ચીજ નથી, એ તો વસ્તુના તદ્રૂપ પરિણમનસ્વરૂપ છે. અરે ભગવાન! તારું રૂપ શું, તારું સ્વરૂપ શું ને તારું તદ્રૂપ ભવન શું-એ બધું સમજ્યા વિના તને ધર્મ કયાંથી થશે?
આગળ સ્વધર્મવ્યાપકત્વશક્તિનું વર્ણન આવી ગયું. તેમાં કહ્યું કે-રાગ છે તે પરધર્મ છે, તે રાગમાં આત્મા વ્યાપક નથી. અહીં કહે છે-તત્સ્વરૂપ પરિણમન થાય તે તારું રૂપ છે. જ્ઞાન ને આનંદનું પરિણમન થાય તે રૂપ તત્ત્વશક્તિ છે, ને તે તત્ત્વશક્તિમય તું ભગવાન આત્મા છો. ઓહો! આ તારી ચૈતન્ય ઋદ્ધિ-સંપદાને જરા જો તો ખરો! તારામાં શું ભર્યું છે તેની આ વાત ચાલે છે. પ્રભુ! તું ધૂળની સંપદામાં મૂર્છા પામી મૂઢ થઈ ગયો છો, પણ તારી ચૈતન્યવસ્તુમાં અનંત ચૈતન્યસંપદાઓ-અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય આદિ અનંત ગુણ સંપદાઓ ભરપુર ભરી છે. અહાહા...! જેની દ્રષ્ટિ કરતાં તું ન્યાલ થઈ જાય એવો ભગવાન! તું કારણપરમાત્મા છો.
એક વખતે પ્રશ્ન થયેલો કે-કારણ પરમાત્મા છે તો તેનું કાર્ય આવવું જોઈએ ને? ત્યારે કહેલું-કારણપરમાત્મા તો અંદર ત્રિકાળ છે, પણ તેનું પરિણમન થાય તેમાં તેની પ્રતીતિ થાય ને?
PDF/HTML Page 4062 of 4199
single page version
અંતર-પ્રતીતિ થયા વિના કારણપરમાત્મા કોને કહેવો? તત્સ્વરૂપની-શુદ્ધ એક જ્ઞાયકસ્વરૂપની દ્રષ્ટિ કરીને, જ્ઞાનમાં પોતાના સ્વદ્રવ્યને જ્ઞેય બનાવી, તેની અંતર-પ્રતીતિ કરે તેને, હું આ કારણપરમાત્મા છું એમ પ્રતીતિ થાય છે. તેને કારણપરમાત્મા પ્રસિદ્ધ થાય છે, ને તેને સમ્યગ્દર્શન-જ્ઞાન આદિ કાર્ય પ્રગટ થાય છે. પણ જે અંતર્મુખ દ્રષ્ટિ કરતો નથી તેને કારણપરમાત્મા કયાં છે? તેને તો તે હોવા છતાં નહિ હોવા બરાબર જ છે.
અહા! પરના પ્રેમમાં તે પોતાના પ્રભુને ભૂલી ગયો છે. આખો દિવસ બસ રળવું-કમાવું ને બૈરાં-છોકરાં સાચવવાં -એમ પરમાં જ તે રોકાઈ ગયો છે. આમ તેને પોતાના સ્વરૂપ-સ્વદ્રવ્ય પ્રત્યે અરુચિ-દ્વેષનો ભાવ વર્તે છે. “દ્વેષ અરોચક ભાવ”-જેને સ્વરૂપ રુચતું નથી, પરવસ્તુ રુચે છે તેને સ્વરૂપ પ્રત્યે દ્વેષ છે. જેને રાગની રુચિ છે, જે રાગમાં તન્મય છે, તેને પોતાના જ્ઞાનસ્વભાવમય અંતઃતત્ત્વ પ્રત્યે દ્વેષ છે. સ્તુતિમાં આવે છે ને કે-
સેવન કારણ પહેલી ભૂમિકા રે, અભય, અદ્વેષ, અખેદ.
અજ્ઞાની ભય પામીને ચંચળ થાય છે, તેના પરિણામ અંદર સ્વસ્વરૂપમાં જતા નથી; તેને સ્વરૂપનો ભય છે, સ્વરૂપ પ્રત્યે તેને દ્વેષ છે, અંદર પ્રવેશતાં તેને ભય અને ખેદ થાય છે.
અહા! સ્વરૂપમાં જતાં અજ્ઞાનીને ભય અને ખેદ-થાક લાગે છે, તેથી તેને સ્વરૂપ પ્રત્યે દ્વેષ વર્તે છે. પણ અરે ભાઈ! તારું સ્વરૂપ તો અભય, અખેદ છે. અહા! એકેક શક્તિમાં આચાર્યદેવે કેટકેટલું રહસ્ય ભર્યું છે! એક શક્તિનો ખ્યાલ આવે તો અનંત શક્તિમય વસ્તુનો ખ્યાલ આવી જાય એવી આ વાત છે. આચાર્ય જયસેનદેવે કહ્યું છે કે-એક ભાવને યથાર્થ જાણે તો અનંત ભાવ યથાર્થ જાણવામાં આવી જાય છે.
અહા! સર્વજ્ઞ પરમાત્મા જેઓ પૂર્ણ તત્ત્વસ્વરૂપ પરિણમીને સર્વજ્ઞત્વ, ને સર્વદર્શિત્વરૂપ દશાને પ્રાપ્ત થયા તે ભગવાનના શ્રીમુખેથી આ વાણી નીકળી કે-તારું સ્વરૂપ મારી જેમ પૂર્ણ તત્ત્વશક્તિમય છે. શરીરરૂપે થવું, ને રાગરૂપે થવું એવું તારું સ્વરૂપ નથી. શરીર-હાડમાંસનું પોટલું તો જડ માટી ધૂળ છે. શરીરની ક્રિયા થાય તેય જડની ક્રિયા છે, ને દયા, દાન, વ્રત, ભક્તિના વિકલ્પ ઉઠે તેય જડના સંગે થયેલા જડરૂપ પરિણામ છે, તે ચૈતન્યના તદ્રૂપ ભવનરૂપ નથી. આકરી વાત પ્રભુ! પણ આ સત્યાર્થ છે.
અહા! લોકો અનાદિથી પાપના ફંદમાં ફસાઈ રહ્યા છે. ત્યાંથી નીકળે તો દયા, દાન, વ્રત, આદિ બાહ્ય ક્રિયાકાંડમાં રોકાઈ જાય છે. પણ એય બધો વિકલ્પ-રાગ છે, ને રાગરૂપે થવું એ તદ્રૂપ ભવનમય શક્તિનું કાર્ય નથી. અરેરે! અજ્ઞાની જીવો શુભરાગની ક્રિયાનું શુદ્ધતાનું કારણ માની ધર્મના બહાને રાગનું જ સેવન કરે છે! પણ અરે ભાઈ! એ ક્રિયાના પ્રેમમાં તેં તારી ચીજને મરણતુલ્ય કરી નાખી છે, પોતાના ત્રિકાળ સત્ને તેં હણી નાખ્યું છે. સવારે ટેપરેકોર્ડીંગમાં કળશટીકાનો કળશ ૨૮મો ચાલ્યો હતો. બહુ જ સરસ વાત આવી હતી. શેઠ તો ખુશ થઈ બોલી ઉઠેલા-“દિવ્યધ્વનિ નીકળી.” અરે ભગવાન! ભગ નામ જ્ઞાન અને આનંદની લક્ષ્મીથી ભરપુર તારી ચીજ ભરી છે. તો સર્વ ભેદવિકલ્પનું લક્ષ છોડી અંતર્મુખ લક્ષ કર, જેથી આનંદનો અનુભવ પ્રગટ થશે. આનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે.
અહા! ભગવાન જિનેન્દ્રદેવ, સર્વજ્ઞ પરમાત્મા એમ ફરમાવે છે કે તદ્રૂપ ભવનરૂપ તારી શક્તિ છે, તારામાં તદ્રૂપ પરિણમનનું સામર્થ્ય છે. તારા પુરુષાર્થમાં આવું સામર્થ્ય ભર્યું છે, કેમકે તદ્રૂપ થવારૂપ તત્ત્વશક્તિનું પુરુષાર્થ શક્તિમાં રૂપ છે, પુરુષાર્થમાં પોતે શુદ્ધત્વરૂપ પરિણમે એવું તત્ત્વશક્તિનું રૂપ છે. સમજાણું કાંઈ...?
ભાઈ! આચાર્યદેવ તને ભગવાન કહીને બોલાવે છે. ૭૨મી ગાથામાં આચાર્યદેવે આત્માને ‘ભગવાન આત્મા’ કહીને જગાડયો છે. જેમ માતા બાળકને ઝુલામાં ઝુલાવે ત્યારે મીઠાં હાલરડાં ગાઈ તેની પ્રશંસા કરે છે, ને તેને સુવાડે છે. બાળકને અવ્યક્તપણે પ્રશંસા પ્રિય હોય છે. તેમ સંતો તને જગાડવા માટે તારા સ્વરૂપનાં મીઠાં ગીત ગાય છે. અરે ભાઈ! તારા ગુણનાં મીઠાં-મધુરાં ગીત શું તને પ્રિય નથી? જાગ નાથ! જાગ; ચૈતન્યની ચમત્કારિક શક્તિથી ભરેલો ભગવાન! તું સચ્ચિદાનંદસ્વરૂપ પરમાત્મા છો. તદ્રૂપ ભવનરૂપ તારા સ્વભાવને ભૂલીને દયા, દાન આદિ રાગના પ્રેમમાં તેં તારા ચૈતન્યદેવને મરણતોલ કરી નાખ્યો છે. રાગના પ્રેમમાં પ્રભુ! તારી ચૈતન્યસંપદા હણાઈ-લૂંટાઈ રહી છે.
કેટલાક તો વળી એમ માને છે કે-આ ધંધાપાણીમાં ને વિષયમાં લક્ષ જાય તેને રાગ કહેવાય, પણ વ્રત, તપ,
PDF/HTML Page 4063 of 4199
single page version
ભક્તિ, પૂજા ઇત્યાદિના વિકલ્પ કાંઈ રાગ ન કહેવાય, એ તો ધર્મ કહેવાય. અરે ભાઈ! રાગના સ્વરૂપની તને સાચી સમજ નથી. એ સર્વ ક્રિયાકાંડમાં લક્ષ જાય તે ભાવ પણ રાગ છે, બંધનું કારણ છે, દુઃખરૂપ છે. તે ભાવ કાંઈ ચૈતન્યના તદ્રૂપ પરિણમનરૂપ નથી.
પ્રશ્નઃ– તો શાસ્ત્રોમાં વ્રત-તપ આદિ પરિણામને ધર્મ કહ્યો છે? ઉત્તરઃ– હા, એ તો ધર્મી પુરુષની ધર્મ પરિણતિનો સહચર જાણીને આરોપ દઈ ઉપચારથી તેને (વ્રતાદિના વિકલ્પને) ધર્મ કહ્યો છે. તે ઉપચારમાત્ર સમજવો, તે કાંઈ વાસ્તવિક ધર્મ નથી.
પ્રશ્નઃ– તો પછી શું કરવું? ઉત્તરઃ– રાગ અને જ્ઞાન વચ્ચે સહજ જ ભિન્નતા છે તેનું ભાન કરી ભેદજ્ઞાન કરવું; રાગનું લક્ષ છોડી, સ્વભાવનું ગ્રહણ કરવું. લ્યો, આનું નામ ધર્મ છે. ધર્મી પુરુષને રાગ આવી જાય છે પણ તેમાં તેને હેયબુદ્ધિ હોય છે, તેમાં એને કર્તાબુદ્ધિ અને સ્વામિત્વ હોતાં નથી. શુભરાગને ઉપાદેય માનવાથી, આદરણીય માનવાથી ભગવાન ચિદાનંદસ્વરૂપનો અનાદર થઈ જાય છે. રાગ હેય છે તેને ઉપાદેય માનવાથી ચિદ્રૂપ, તદ્રૂપ ભવનમય ભગવાન આત્માનો દ્રષ્ટિમાં અભાવ થઈ જાય છે; કળશમાં આવ્યું છે કે-મરણને પ્રાપ્ત થાય છે.
ભગવાન! જ્ઞાન અને આનંદમય તારું જીવન છે. જીવનશક્તિથી શક્તિનો અધિકાર શરુ કર્યો છે ને? અહાહા...! જીવનશક્તિમાં તત્ત્વશક્તિનું રૂપ છે, ને તત્ત્વશક્તિમાં જીવનશક્તિનું રૂપ છે. એટલે શું? કે ભગવાન આત્માનું તત્ત્વ જે જ્ઞાનાનંદસ્વભાવમય છે તે-રૂપે-તદ્રૂપ પરિણમન કરવું, તે રીતે જીવનું જીવવું એ વાસ્તવિક જીવન છે. શરીરથી ને રાગથી જીવવું એ જીવન નથી, એ તો મરણ બરાબર જ છે.
હવે લોકોને આવી વાત સમજાય નહિ, ને પોતાના માનેલા (મિથ્યા) આચરણનો આગ્રહ છૂટે નહિ એટલે વિરોધ કરે, પણ કોનો વિરોધ? એ તો પોતાનો જ વિરોધ છે બાપુ! પરનો વિરોધ કોણ કરી શકે છે? કોઈ જ નહિ. અમે તો ‘મંદિર બનાવો ને મહોત્સવ કરાવો’ ઇત્યાદિ કોઈ દિવસ કોઈને કહેતા નથી. અમે તો સત્શાસ્ત્રના અભ્યાસથી સત્ય સમજવાનો ને અંતરમાં સમ્યક્ પુરુષાર્થ કરી સમ્યગ્દર્શન પ્રગટ કરવાનો ઉપદેશ કરીએ છીએ. અત્યારે તો સત્શાસ્ત્રના અભ્યાસ વડે સત્ય સમજવાનો કાળ છે.
અરેરે! અંદર પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ છે તે દ્રષ્ટિમાં ન આવ્યો, તેનું તદ્રૂપ ભવનમય પરિણમન ન કર્યું તો જીવનમાં શું કર્યું? કાંઈ જ ના કર્યું, જીવતર એળે ગયું. ભાઈ! આ બહારની ધૂળ-લાખ-ક્રોડની સંપત્તિ મળી જાય તો એમાં શું છે? એ તો ધૂળની ધૂળ છે. મુંબઈમાં અમે ઉતર્યા હતા એ મકાન ૭૦ લાખની કિંમતનું હતું. પણ એમાં શું આવ્યું? આ મનુષ્ય દેહ છૂટયા પછી જીવ ચોરાસીના અવતારમાં કયાંય રઝળતો થઈ જશે. અમે તો વારંવાર કહીએ છીએ કે જેમ વંટોળિયે ચઢેલું તણખલું કયાં જઈ પડશે તે નિશ્ચિત નથી તેમ મિથ્યાત્વના વંટોળિયે ચઢેલો જીવ ચોરાસીના અવતારમાં કયાંય કાગડે-કુતરે-કંથવે... જઈ પડશે, -કાંઈ નિશ્ચિત નથી. અરે ભગવાન! જરા અંદર તો નજર કર; એકલું ચૈતન્યનું દળ ચૈતન્ય-ચમત્કાર પ્રભુ તું આત્મા છો, અને તદ્રૂપ ભવન-પરિણમન એ તારું કાર્ય છે.
અહો! દિગંબર સંતોની આ રામબાણ વાણી છે. શું થાય? જીવને આ વાણી મળી નથી, ને કદાચિત્ મળી તો પ્રેમથી જિજ્ઞાસા કરી સાંભળી નથી. “ઝીણી વાત છે, સૂક્ષ્મ વાત છે, આમાં આપણું કામ નહિ”-આમ બહાનાં કાઢીને તેણે સમજવાનું છોડી દીધું છે. અહાહા...! પણ ભગવાન આત્મા જ્ઞાનાદિ અનંત સ્વભાવનો દરિયો છે. સમુદ્રના કાંઠે સમુદ્રના પાણીની જેમ ભરતી આવી તેમ ભગવાન આત્મામાં દ્રષ્ટિ કરતાં પર્યાયમાં તદ્રૂપ ભવનરૂપ જ્ઞાન ને આનંદની ભરતી આવે છે, ને આનું નામ ધર્મ છે.
અહા! ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યસ્વભાવમય છે, તે એક ચૈતન્યરૂપે પરિણમે તે તેનું તદ્રૂપ ભવન છે. અરે ડાહ્યા! તારું આવું પરિણમન થાય ત્યારે તારું ડહાપણ કહેવાય. ૧૯૬૪ની વાત છે. પાલેજમાં અમારી દુકાન હતી. ડાહ્યાભાઈ ધોળશાની ભરૂચમાં નાટક કંપની આવેલી. મીરાંબાઈનું નાટક હતું. તે નાટક કંપનીના માલીકનું નામ ડાહ્યાભાઈ હતું. તે મરતી વખતે એમ બોલેલા-ડાહ્યા! શાંતિપૂર્વક તારો દેહ છૂટે ત્યારે તારું ડહાપણ કહેવાય. તેમ અહીં સર્વજ્ઞ પરમાત્મા કહે છે-નિજ ચૈતન્યસ્વરૂપ આત્મદ્રવ્યનો આશ્રય કરી અંતરમાં નિર્વિકલ્પ આનંદની અનુભવ દશા પ્રગટ કરે ત્યારે તારું ડહાપણ કહેવાય. બાકી રાગ મંદ કરીને લાખોનાં દાન આપે તોય શું? એથી પુણ્ય બંધાય, સંસાર મળે,
PDF/HTML Page 4064 of 4199
single page version
પણ તદ્રૂપ ભવનરૂપ ચૈતન્યની નિરાકુલ આનંદની પરિણતિ ન થાય.
ભાઈ! તારા આત્મામાં તદ્રૂપ ભવનમય તત્ત્વશક્તિ છે; તેને ઓળખી અંતર્મુખ થતાં જ તેનું તદ્રૂપ પરિણમન થાય છે, અને આ જ ધર્મ છે, આ જ મોક્ષમાર્ગ છે.
આ પ્રમાણે તત્ત્વશક્તિનું અહીં વર્ણન પૂરું થયું.
‘અતદ્રૂપ ભવનરૂપ એવી અતત્ત્વશક્તિ.’ (તત્સ્વરૂપ ન હોવારૂપ અથવા તત્સ્વરૂપે નહિ પરિણમવારૂપ અતત્ત્વ-શક્તિ આત્મામાં છે. આ શક્તિથી ચેતન જડરૂપ થતો નથી.)
અહાહા...! રાગરૂપે ન થવું, પુણ્યના ભાવપણે ન થવું, પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવપણે ન થવું એવી અતત્ત્વ નામની જીવમાં શક્તિ છે. પોતાના સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવપણે રહેવું... નિર્મળ નિર્મળ થવું-તે તત્ત્વશક્તિમાં વાત કરી. અને રાગપણે ન થવું તેમ જ પરના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવપણે ન થવું એવો જે આત્માનો સ્વભાવ છે તે અતત્ત્વશક્તિ છે.
લ્યો, હવે લોકો તો કહે છે કે-વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થશે, ત્યારે અહીં આ સ્પષ્ટ કહે છે કે- વ્યવહારરૂપે ન થવું એવી આત્માની અતત્ત્વશક્તિનું સ્વરૂપ છે. અહાહા...! અનંત અનંત શક્તિનો ભંડાર પ્રભુ આત્મા છે. ભાઈ! તારા ભંડારમાં અક્ષય નિધાન ભર્યાં છે. અહા! તે નિધાન એવાં ભર્યાં છે કે કેવળજ્ઞાન થાય તોય તેમાં કાંઈ ઘટાડો થતો નથી; અને નિગોદમાં ગયો ત્યાં અક્ષરના અનંતમા ભાગે મતિજ્ઞાન હતું ત્યારેય અંતરનાં અક્ષય નિધાન તો એવાં ને એવાં પૂર્ણ રહ્યાં છે. આ લસણ ને ડુંગળીમાં નિગોદના જીવો છે. એક નાનકડી કણીમાં અસંખ્ય શરીર છે, ને એકેક શરીરમાં અનંતા જીવો રહ્યા છે. પણ એ જીવો સ્વરૂપથી તો તદ્રૂપ ભવનરૂપ છે.
કાલે વાત કરી હતી કે નારકીને સ્વર્ગનું સુખ નથી. આ લૌકિક સુખની વાત છે; સાચું સુખ તો સ્વર્ગની ધૂળમાંય કયાં છે? કોઈ નારકી જીવની આયુષ્યની સ્થિતિ દસ હજાર વર્ષની હોય છે, ને વધારેમાં વધારે ૩૩ સાગરનું આયુષ્ય હોય છે. તે નારકીના જીવને સ્વર્ગનું સુખ બીલકુલ નથી, તેમ જ સ્વર્ગના દેવને નારકી જીવોનું દુઃખ બીલકુલ હોતું નથી. તેવી રીતે પરમાણુમાં પીડા નથી, તથા ભગવાન આત્મામાં વિકાર કે શરીર નથી. એક પરમાણુ છૂટો છે તે શુદ્ધ હોય છે, સ્કંધમાં ભળતાં તે વિભાવરૂપે થાય છે. સ્કંધમાં વૈભાવિક પર્યાય થાય છે. કર્મરૂપ પર્યાય છે તે વૈભાવિક પર્યાય છે; કર્મપણે થાય એવો કોઈ ગુણ પરમાણુમાં નથી. વિભાવરૂપ પર્યાય પોતાથી સ્વતંત્ર થાય છે. પરમાણુ સ્વતંત્રપણે, કોઈ ગુણ વિના, પર્યાયમાં કર્મરૂપે-વિભાવરૂપે પરિણમે છે. આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય, પૈસા-ધૂળ એ બધા સ્કંધો છે તે વૈભાવિક દશારૂપે થયેલા છે. તેવી રીતે ભગવાન આત્મામાં વિકાર થાય એવો કોઇ ગુણ નથી, બલ્કે વિકારપણે ન થાય એવો આત્માનો અતત્ત્વ સ્વભાવ-ગુણ છે. આવી વાત! સમજાણું કાંઈ...? વિકાર થાય એ તો પરના લક્ષે સ્વતંત્ર થયેલી વૈભાવિક દશા છે, તે કાંઈ શક્તિના કાર્યરૂપ નથી. આવી ઝીણી વાત ભાઈ!
બેનના વચનામૃતમાં આવે છે કે-જેમ અગ્નિમાં ઉધઈ નથી, કંચનમાં કાટ નથી, તેમ આત્મામાં આવરણ નથી, ઉણપ નથી, અશુદ્ધિ નથી. અહાહા...! ભગવાન આત્મા પૂર્ણવિજ્ઞાનઘન, પરમ પવિત્ર, પૂર્ણાનંદનો નાથ પ્રભુ છે, તેમાં પરદ્રવ્યરૂપે ન થવારૂપ એક અતત્ત્વશક્તિ ત્રિકાળ પડી છે. અહા! રાગરૂપે ને શરીરરૂપે ન થાય એવી આત્મામાં અતત્ત્વ-શક્તિ ત્રિકાળ છે. હવે આવી વાત કોઈ ભાગ્યશાળી હોય તેના કાને પડે. સ્તુતિમાં આવે છે ને કે-
તુમ ધુનિ હ્યૈ સુનિ વિભ્રમ નશાય.
પુણ્યના ફળમાં આ ધૂળ-લક્ષ્મી મળે તે ભાગ્યશાળી એમ નહિ, ભગવાનની વાણી કાને પડે તે ભાગ્યશાળી છે; એ ધૂળવાળા-લક્ષ્મીવાળા તો ભાંગશાળી છે, કેમકે એમને તો એનો નશો ચઢે છે ને!
ભાઈ! આ તો ત્રણલોકના નાથ સર્વજ્ઞ પરમાત્માની વાણી છે. ભગવાન મહાવીર સ્વામી તો મોક્ષ પધાર્યા. તેઓ
PDF/HTML Page 4065 of 4199
single page version
તો ‘णमो सिध्दाणं’-સિદ્ધપદમાં હાલ વિરાજે છે. શ્રી સીમંધર ભગવાન મહાવિદેહક્ષેત્રમાં હાલ બિરાજે છે. તેઓ ‘णमो अरिहंताणं’-અરિહંતપદે વિરાજે છે. તેમની ૐધ્વનિ હંમેશાં નીકળે છે. ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ સંવત ૪૯ની સાલમાં વિદેહક્ષેત્રમાં પધાર્યા હતા, ત્યાં આઠ દિવસ રહ્યા હતા. તેમણે ત્યાં સાક્ષાત્ ભગવાનની વાણી સાંભળી છે, ને ત્યાંથી આવીને પછી આ બધાં શાસ્ત્રો રચ્યાં છે. આમ આ ભગવાનની વાણી છે.
તેમાં કહે છે-રાગરૂપે, વિકારરૂપે ન થવું એવી એક આત્માની અતત્ત્વશક્તિ છે. દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિના ભાવ એ રાગ છે. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા-વિનય-ભક્તિનો ભાવ એય રાગ છે, શાસ્ત્ર ભણવાં એય રાગ-વિકલ્પ છે. નવ તત્ત્વની ભેદરૂપ શ્રદ્ધા ને પંચમહાવ્રતના પરિણામ એ પણ બધો વિકલ્પ-રાગ છે. અહીં કહે છે- એ વ્યવહાર રત્નત્રયના રાગરૂપે ન થવું એવો અતત્ત્વશક્તિસ્વરૂપ ભગવાન આત્મા છે. હવે આમ છે ત્યાં બૈરાં- છોકરાં ને મહેલ-મકાન ને હજીરા ને ધન-સંપત્તિ ઇત્યાદિપણે થવું એ કયાં રહ્યું? અરે, એ તો બધાં કયાંય દૂર રહી ગયાં. ભાઈ! એ બધાંને પોતાનાં માનીને તું અનંતકાળમાં હેરાન-હેરાન થઈ ગયો છે. અપનેકો આપ ભૂલકે હેરાન હો ગયા. અરે, પોતાનું સ્વરૂપ અંદર કેવું છે એની વાત એણે અંદર પ્રીતિ લાવીને કદી સાંભળી નથી. શ્રી પદ્મનંદિ સ્વામી પદ્મનંદિ પંચવિંશતિમાં કહે છે ને કે-
निश्चितं स भवेद्भव्यो भाविनिर्वाणभाजनम्।।
અહા! જીવે રાગથી ભિન્ન નિજ ભગવાન આત્માની વાત પ્રીતિપૂર્વક કદી સાંભળી નથી. આચાર્ય કહે છે- અંતરમાં પ્રીતિ લાવીને જે નિજ શુદ્ધાત્માની વાત સાંભળે છે તે અવશ્ય ભાવિ નિર્વાણનું ભાજન થાય છે.
જુઓ, પહેલાં કહ્યું કે-આનંદરૂપે પરિણમે એવી આત્માની તત્ત્વશક્તિ છે. અહીં કહે છે-રાગરૂપે ને જડપણે પરિણમે નહિ એવી આત્માની અતત્ત્વશક્તિ છે. આવી વાત! હવે અત્યારે તો બહાર બધે પ્રરૂપણા જ એવી ચાલે છે કે -દયા પાળો, વ્રત કરો, તપસ્યા કરો, ભક્તિ કરો, ને એમ કરતાં કરતાં આત્મ-કલ્યાણ થઈ જશે. પણ આવી પ્રરૂપણા બરાબર નથી, કેમકે પરરૂપે કે રાગરૂપે પરિણમે એવી આત્મામાં કોઈ શક્તિ જ નથી; ઉલટાનું કહે છે- આત્મામાં અતદ્ભવનરૂપ અતત્ત્વશક્તિ છે. શરીરપણે ન થવું એ તો ઠીક વાત, પણ પર્યાયમાં રાગાદિરૂપ પરિણમન છે તે-રૂપે-તદ્રૂપે ન થાય એવી અતત્ત્વશક્તિ આત્મામાં ત્રિકાળ પડી છે.
શુદ્ધ ચૈતન્યપણે થવું એવી આત્માની તત્ત્વશક્તિ છે, ને રાગરૂપે ન થવું એવી એની અતત્ત્વશક્તિ છે. એવો જ એનો સ્વભાવ છે. તેથી રાગ કરો ને તમારું કલ્યાણ થઈ જશે એવી વાત તદ્ન વિપરીત છે. મિથ્યાત્વના જોરમાં અજ્ઞાની ભલે ગમે તે કહે, પણ રાગાદિરૂપ ન થવું એવો ભગવાન આત્માનો ત્રિકાળી સ્વભાવ છે. હવે આમ છે ત્યાં આ પૈસા કમાવા, ને સગાંવહાલાંને રાજી રાખવાં, ને વિષયભોગ ભોગવવા ઇત્યાદિરૂપે આત્મા થાય એ વાત કયાં રહે છે? એ તો બધું કયાંય દૂર રહી ગયું. હવે તત્ત્વ-સમજણ કરતો નથી, ને આખો દિ’ સંસારના પ્રપંચમાં જ રચ્યો રહે છે, પણ એનું ફળ બહુ આકરું આવશે ભાઈ! મિથ્યાત્વનું ફળ પરંપરા નિગોદ છે બાપુ!
અહીં કહે છે-જે એનામાં નથી તે-રૂપે થવું એવો વસ્તુનો સ્વભાવ જ નથી; પરરૂપે ને રાગાદિરૂપે ન થાય એવો આત્માનો સ્વભાવ છે.
ચક્રવર્તીને નવ નિધાન હોય છે; એ તો ધૂળ-જડ નિધાન છે. અને ભગવાન આત્મામાં અનંત ચૈતન્યશક્તિનાં નિધાન ભર્યાં છે. પણ એનો મહિમા લાવી એની રુચિ એણે કદી કરી નથી. કદીક શાસ્ત્રનું જ્ઞાન થયું તો એમાં ખુશી થઈ ગયો, સંતુષ્ટ થઈ ગયો; પરંતુ ભાઈ, શાસ્ત્રજ્ઞાન એ વાસ્તવમાં જ્ઞાન જ નથી, આત્મજ્ઞાન જ્ઞાન છે. અહીં કહે છે-અજ્ઞાનપણે ન થવું એવી આત્માની અતત્ત્વશક્તિ છે. જેમ પરમાણુમાં કર્મ થાય એવો કોઈ ગુણ નથી; ગુણ વિના અદ્ધરથી પરમાણુમાં કર્મરૂપી પર્યાય થાય છે, તેમ આત્મામાં વિકાર થાય એવી કોઈ શક્તિ નથી; અદ્ધરથી, ગુણ વિના, પર્યાયમાં સ્વતંત્ર પોતાથી વિકાર થાય છે. બાકી વિકારપણે ન થવું એવો જ દ્રવ્યનો ત્રિકાળી સ્વભાવ છે; આવું અતત્ત્વશક્તિનું સ્વરૂપ છે.
જેમ એક પરમાણુ દ્રવ્યમાં પીડા નથી, પીડાનો અભાવ છે, તેમ ત્રિકાળી આત્મદ્રવ્યમાં વિકાર નથી, વિકારનો અભાવ છે. વિકારને ઉત્પન્ન કરે એવી આત્મામાં કોઈ શક્તિ નથી. આત્મામાં એક વૈભાવિકશક્તિ છે, પણ તે શક્તિ વિકાર કરે છે, વિભાવરૂપ પરિણમન કરે છે એવો એનો અર્થ નથી. એ તો ધર્માસ્તિકાય આદિ ચાર દ્રવ્યોમાં નથી એવી વિશેષ શક્તિને વૈભાવિકશક્તિ કહેવામાં આવી છે. જીવ અને પુદ્ગલ પરમાણુ-આ બે દ્રવ્યોમાં આવી ખાસ શક્તિ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એ ચાર દ્રવ્યોનું તો શુદ્ધ પરિણમન સદા પારિણામિકભાવરૂપ છે.
PDF/HTML Page 4066 of 4199
single page version
તે ચારનાં દ્રવ્ય-ગુણ પારિણામિકભાવે છે, અને તેની પર્યાય પણ પારિણામિકભાવરૂપ કહેવામાં આવી છે, કેમકે તેમાં ઉત્પાદ-વ્યયરૂપ પર્યાયની ધારા શુદ્ધ એકરૂપ વર્તે છે.
જીવદ્રવ્યમાં એક ધ્રુવ કારણશુદ્ધપર્યાય પારિણામિકભાવરૂપ કહેવામાં આવી છે. નિયમસારમાં ધ્રુવ કારણશુદ્ધપર્યાયની વાત આવી છે. ધર્માસ્તિકાય આદિ ચારે દ્રવ્યનાં દ્રવ્ય-ગુણ અને પર્યાય પારિણામિકભાવરૂપ એકરૂપ છે; તેમાં ઉત્પાદ-વ્યયરૂપ પર્યાયની ધારા એકરૂપ વર્તે છે, પણ આત્મદ્રવ્યમાં એકરૂપ ઉત્પાદ-વ્યય નથી. તેની સંસાર દશામાં વિકારી પર્યાયના ઉત્પાદ-વ્યય થાય છે, મોક્ષમાર્ગમાં શુદ્ધ-અશુદ્ધ પર્યાયના ઉત્પાદ-વ્યય થાય છે, અને સિદ્ધ દશામાં એકલી શુદ્ધ પર્યાયના ઉત્પાદ-વ્યય હોય છે. આ પ્રમાણે જીવમાં ઉત્પાદ-વ્યયવાળી પર્યાય એકરૂપ નથી. ચાર દ્રવ્યમાં જેમ ઉત્પાદ-વ્યયની એકરૂપ ધારા ત્રિકાળ ચાલે છે, તેમ જીવમાં ઉત્પાદ-વ્યયની ધારા ત્રિકાળ એકરૂપ નથી.
જીવદ્રવ્યમાં ધ્રુવ કારણશુદ્ધપર્યાય છે તે ત્રિકાળ ધારાવાહી એકરૂપ છે, પણ આ કારણશુદ્ધપર્યાય પ્રગટ ઉત્પાદ- વ્યયરૂપ નથી. સામાન્ય... સામાન્ય એવું જે આત્મદ્રવ્ય ત્રિકાળ ધ્રુવ છે તેના વિશેષરૂપ ધ્રુવ કારણશુદ્ધપર્યાય છે; તેમાં ઉત્પાદ-વ્યય નથી. સમુદ્રની (એકરૂપ)સપાટીની જેમ કારણ-શુદ્ધપર્યાય ત્રિકાળ ધ્રુવ છે. નિયમસારની ગાથા ૧ થી ૧૯ સુધીનાં પ્રવચનો છપાઈને બહાર પડયાં છે તેમાં આ વિષય સ્પષ્ટ કર્યો છે, સામાન્ય વસ્તુ જે ધ્રુવ છે, તેમાં એક વિશેષ ધ્રુવ કારણશુદ્ધપર્યાય અનાદિઅનંત વર્તે છે. તેને નિયમસારમાં ૧પમી ગાથામાં પંચમભાવની પૂજનીક પરિણતિ કહી છે. હવે આવા સૂક્ષ્મ વિષયનું શ્રવણ, વિચાર, ધારણા, મંથન હોય નહિ એટલે વિદ્વાનોને પણ આ વાત બેસે નહિ, પણ શું થાય? ભાઈ, ઉંડાં તલસ્પર્શી વિચાર ને મંથન કરી આનો સમ્યક્ નિર્ણય કરવો જોઈએ. આ કારણશુદ્ધપર્યાય છે તે પ્રગટ પર્યાયરૂપ નથી, સમુદ્રમાં જેમ પાણીની સપાટી હોય છે તેમ આ ભગવાન આત્મા અનંત ગુણની ધ્રુવ પિંડરૂપ વસ્તુ છે તેમાં સપાટી સમાન અનાદિઅનંત ધ્રુવ કારણશુદ્ધપર્યાય છે. આ તદ્ન નવી વાત છે. સૂક્ષ્મ ચિંતન-મનન વડે તેનો યથાર્થ નિર્ણય કરવો જોઈએ.
જેમ ગુણ ત્રિકાળ ધ્રુવ છે, તેમ દરેક ગુણની પર્યાય ત્રિકાળ ધ્રુવ અનાદિઅનંત શુદ્ધ છે; આ ઉત્પાદવ્યય વિનાની કારણ-શુદ્ધપર્યાય છે. અહાહા...! આ કારણશુદ્ધપર્યાયમાં પણ અતત્ત્વશક્તિ વ્યાપક છે. દ્રવ્ય-ગુણનો તો આ સ્વભાવ છે કે વિકારપણે ન થવું, કારણશુદ્ધપર્યાયનોય એવો સ્વભાવ છે કે વિકારરૂપે ન થવું. આ અતત્ત્વશક્તિ છે તે દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે. ભગવાન આત્મા શુદ્ધ કારણપરમાત્મા છે તેના ઉપર દ્રષ્ટિ રહેતાં પ્રગટ પર્યાયમાં પણ રાગરૂપે ન થવું એવું શુદ્ધ પરિણમન થઈ જાય છે. ભાઈ! આ ત્રણલોકના નાથ ભગવાન જિનેન્દ્રદેવની વાણી છે. બહારમાં તો અનેક પ્રકારની ક્રિયા કરો, વ્રત-તપ કરો ને ધર્મ થઈ જશે એમ વાત ચાલે છે, પણ તે યથાર્થ નથી. ન્યાલચંદભાઈએ ‘દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ’ નામના પુસ્તકમાં કહ્યું છે કે-‘કરના સો મરના હૈ’, કેમકે કરવામાં તો એકલા વિકલ્પ છે. આ વિકલ્પોમાં ગુંચાઈને જીવ પોતાના ચૈતન્ય જીવનનું મરણ કરે છે. અહીં કહે છે-ચૈતન્ય છે તે ચૈતન્યરૂપે પરિણમન કરે છે, તે જડરૂપે કદીય ન થાય એવી એની અતત્ત્વશક્તિ છે. ભગવાન આત્મા ત્રિકાળ એક જ્ઞાયકપણે રહ્યો છે, તે શુભાશુભભાવરૂપે કદી થયો જ નથી. તે જડરૂપે કદી થયો જ નથી. અજીવ અધિકારમાં શુભાશુભભાવને અજીવ-જડ કહ્યા છે.
સમયસારની છટ્ઠી ગાથામાં આચાર્યદેવે આ છટ્ઠીના લેખ લખ્યા છે કે-જ્ઞાયકભાવસ્વરૂપ આત્મા ત્રિકાળ જ્ઞાયકબિંબ છે, તે કદીય શુભાશુભભાવરૂપે થયો જ નથી. ચૈતન્યનું તેજ એ શુભાશુભભાવમાં પ્રસરતું જ નથી. ભાઈ, મારગ તો આવો છે, ને આ જ હિતનો મારગ છે. ભાઈ, તારા દ્રવ્ય-ગુણ ને કારણપર્યાયની સહજ શક્તિ જ એવી છે કે આત્મા રાગરૂપે, વ્યવહાર રત્નત્રયપણે થાય નહિ. એ તો સ્વભાવની દ્રષ્ટિ જેણે છોડી દીધી છે એવા પર્યાયદ્રષ્ટિવાળા અજ્ઞાનીને પર્યાયમાં વિકાર ઉત્પન્ન થાય છે બાકી દ્રવ્ય વિકારને ઉત્પન્ન કરે એવું એમાં છે જ નહિ.
અરેરે! તત્ત્વદ્રષ્ટિ વિના જીવ અનાદિકાળથી દુઃખી-દુઃખી થઈને ચાર ગતિમાં રઝળી રહ્યો છે. જુઓ, બ્રહ્મદત્ત નામે એક ચક્રવર્તી થયા. તેમનું ૭૦૦ વર્ષનું આયુષ્ય હતું. તે પૂરું થતાં સાતમી નરકે જઈ પડયા. અહાહા...! હીરાજડિત પલંગમાં સુનારા, ને જેની હજારો દેવ સેવા કરે એવા બ્રહ્મદત્ત ચક્રવર્તી મરીને પાપના ફળરૂપે સાતમી નરકમાં ૩૩ સાગરની આયુની સ્થિતિમાં ગયા છે. પોતાને ભૂલીને અજ્ઞાનપણે ઘોર પાપ કર્યાં તેથી અહીંના એક શ્વાસના કલ્પેલા સુખના ફળમાં ત્યાં ૧૧, પ૬, ૯૭પ (અગીયાર લાખ છપ્પન હજાર નવસો પંચોતેર) પલ્યોપમનું દુઃખ પ્રાપ્ત થયું છે. એક પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં અસંખ્ય અબજ વર્ષ વીતી જાય છે. અહીં ૭૦૦ વર્ષના આયુષ્યના ભોગવટામાં એવા દુષ્ટ ભાવ
PDF/HTML Page 4067 of 4199
single page version
કર્યા કે તેના ફળરૂપે સાતમી નરકમાં જવું પડયું. મિથ્યાત્વ સહિતના માઠા ભાવનું ફળ આટલું દુઃખ, અને આત્મજ્ઞાન પ્રગટ કરે, તત્ત્વદ્રષ્ટિ પ્રગટ કરે તો તેના ફળમાં અનંત કાળ અનંત આનંદ એને પ્રાપ્ત થાય છે. માટે ભાઈ, આવું આત્મજ્ઞાન તું શીઘ્ર પ્રગટ કર, આ તારા માટે અવસર છે.
પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ તે આત્મામાં અતત્રૂપ છે; આવી આત્માની અતત્ત્વશક્તિ છે. પોતાના સ્વદ્રવ્ય- ક્ષેત્ર-કાળ-ભાવથી અસ્તિરૂપ છે તે તત્ત્વશક્તિ, ને પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી નાસ્તિરૂપ છે તે અતત્ત્વશક્તિ છે. આ બન્ને પરસ્પર વિરુદ્ધ છે. સ્વપણે હોવું ને પરપણે ન હોવું એવી જીવમાં એક વિરુદ્ધધર્મત્વશક્તિ ત્રિકાળ છે. આથી પરસ્પર વિરોધી પ્રતીત થતા ધર્મો એક સાથે દ્રવ્યમાં અવિરોધપણે રહે છે, ને દ્રવ્યને સુસ્થિત પ્રસ્થાપિત કરે છે. આ તત્ત્વશક્તિ અને અતત્ત્વશક્તિના પરિણમનમાં વીતરાગતાનું વેદન થાય છે; રાગના અભાવરૂપ અને વીતરાગભાવના સદ્ભાવરૂપ પરિણમન ત્યાં થાય છે. આનું નામ ધર્મ છે. આ સમજ્યા વિના વ્રત-તપ બધુંય વ્યર્થ છે.
અધ્યાત્મ પંચસંગ્રહમાં લીધું છે કે-ઘેટાં, બકરાં નગ્ન રહે છે. પશુ નગ્ન રહે, મુંડન કરાવે, પરિષહ સહન કરે એમાં તેમને શું આવ્યું? અંદર પૂર્ણાનંદસ્વરૂપ પ્રભુ પોતે છે એના ભાન વિના ખાલી બાહ્ય ત્યાગથી કાંઈ લાભ નથી.
અહા! સ્વસ્વરૂપ-એક જ્ઞાયકસ્વરૂપના અવલંબને પરિણમે એવી તત્ત્વશક્તિ, અને વિકારરૂપે ન પરિણમે એવી અતત્ત્વશક્તિ ભગવાન આત્મામાં છે; તેને યથાર્થ ઓળખી સ્વ-આલંબન કરવું તે હિતરૂપ છે, લાભ છે.
આ પ્રમાણે અહીં અતત્ત્વશક્તિનું વર્ણન પૂરું થયું.
‘અનેક પર્યાયોમાં વ્યાપક એવા એકદ્રવ્યમયપણારૂપ એકત્વશક્તિ.’ અહા! આત્મામાં એકત્વ નામનો એક ત્રિકાળી ગુણ-સ્વભાવ છે. અનેક ગુણપર્યાયમાં-ભેદમાં વ્યાપક એવું એકદ્રવ્યમયતારૂપ એકપણું-એવો આત્માનો સ્વભાવ છે. કળશ ટીકામાં એક-અનેકપણું આવ્યું છે તે બીજી વાત છે. ત્યાં તો હું એક છું-અનેક છું એવા વિકલ્પો છોડાવ્યા છે. અહીં તો એક જ્ઞાયકમાત્ર વસ્તુ આત્મા છે. તેનો આશ્રય કરતાં એકત્વશક્તિનું પર્યાયમાં પરિણમન થાય છે એ એકત્વ ગુણની વાત છે. ૪૭ નયમાં પણ એક-અનેક નય આવે છે. આમ ત્રણ પ્રકારે એક-અનેકનું વર્ણન આવે છેઃ-
૧. અહીં એકત્વ, અનેકત્વશક્તિની વાત છે. ૨. કળશ ટીકામાં એક-અનેકના વિકલ્પ છોડવાની વાત છે. ૩. પ્રવચનસારમાં નય અધિકારમાં એક-અનેક અપેક્ષિત ધર્મની વાત છે. જેમ અગ્નિનો ઢગ હોય તેમાં એકલું અગ્નિપણું છે, તેમ એક જ્ઞાયકસ્વરૂપ આત્મામાં જ્ઞાન, લોકાલોકપ્રમાણ એકરૂપ જ્ઞાન અદ્વૈત છે. અદ્વૈત એટલે એક, બે નહિ, અનેક નહિ. વેદાંતી જે અદ્વૈત-એક કહે છે એ તો વિપરીત છે. જગતમાં કશું દ્વૈત નથી, બધું અદ્વૈત છે-એક છે-આમ વેદાંતી કહે છે તે તદ્ન વિપરીત-જૂઠી વાત છે.
પ્રવચનસાર, નયપ્રજ્ઞાપન અધિકારમાં અદ્વૈત-દ્વૈતનય કહ્યા છે. ત્યાં કહ્યું છેઃ- “આત્મદ્રવ્ય જ્ઞાનજ્ઞેય-અદ્વૈતનયે (જ્ઞાન અને જ્ઞેયના અદ્વૈતરૂપ નયે), મોટા ઇંધન સમૂહરૂપે પરિણત અગ્નિની માફક, એક છે.”-૨૪
“આત્મદ્રવ્ય જ્ઞાનજ્ઞેય દ્વૈતનયે, પરના પ્રતિબિંબોથી સંયુક્ત દર્પણની માફક, અનેક છે. (અર્થાત્ આત્મા જ્ઞાન અને જ્ઞેયના દ્વૈતરૂપ નયે અનેક છે, જેમ પર-પ્રતિબિંબોના સંગવાળો અરીસો અનેકરૂપ છે તેમ.)”-૨પ
અગ્નિ ઇંધન સાથે એકરૂપ થઈ જાય છે તેમ આત્મદ્રવ્ય, જ્ઞાનજ્ઞેય અદ્વૈતનયથી એક છે. એટલે શું? જ્ઞેયનું જ્ઞાન અને જ્ઞાનનું જ્ઞાન એક છે. જ્ઞેય તો જ્ઞેયમાં રહી ગયા, પણ જ્ઞેયનું જ્ઞાન તે આત્માનું જ્ઞાન છે-એમ અદ્વૈત પણ છે.
PDF/HTML Page 4068 of 4199
single page version
મોટો ઇંધનનો ઢગલો બળીને અગ્નિમય થાય છે. ઇંધનની અગ્નિ તે અગ્નિની અગ્નિ છે-એમ અદ્વૈત છે. આમ આત્મદ્રવ્ય એક છે. આ એક છે તે અપેક્ષિત ધર્મ છે. જેમ અગ્નિ ઇંધનરૂપ થઈ જાય છે તેમ જ્ઞેયનું જ્ઞાન અને પોતાનું જ્ઞાન એકરૂપ થાય છે. આ અદ્વૈત નય છે.
દ્વૈતનયે આત્મદ્રવ્ય અનેક છે, પરનાં પ્રતિબિંબોથી સંપૃક્ત અરિસાની જેમ. પરના પ્રતિબિંબના સંગવાળો અરીસો જેમ અનેક છે, તેમ ભગવાન આત્મા જ્ઞાનમાં જ્ઞેયના સંગથી અનેકરૂપ છે. જ્ઞાન તો પોતાથી થાય છે, જ્ઞેયનું તેમાં નિમિત્ત છે બસ. અરીસામાં પ્રતિબિંબ પડે છે ત્યાં અરીસો ને પ્રતિબિંબ બે થઈ ગયાં-દ્વૈત થયું, તેમ જ્ઞેયનું જ્ઞાન, ને પોતાનું જ્ઞાન-એમ બેરૂપ થયું, દ્વૈત થયું.
ભગવાન આત્માને એક અપેક્ષાથી સર્વગત કહેવાય છે. પ્રવચનસારમાં શ્રી કુંદકુંદાચાર્યદેવે આત્માને અપેક્ષાથી સર્વગત કહ્યો છે. તેમાં લોકાલોક-સર્વનું જ્ઞાન થઈ જાય છે એ અપેક્ષાએ આત્મા સર્વગત છે એમ કહ્યું છે. પૂર્ણજ્ઞાન- કેવળજ્ઞાન સર્વને જાણે છે માટે સર્વગત કહ્યું છે. પણ સર્વગત એટલે પરમાં વ્યાપક થઈ જાય, પ્રસરી જાય એવો તેનો અર્થ નથી. બરફ અને અગ્નિ અરીસાની બહાર હોય છે. તેનું અરીસામાં પ્રતિબિંબ દેખાય છે. અરીસાની અંદર કાંઈ બરફ કે અગ્નિ નથી. જે દેખાય છે એ તો અરીસાની સ્વચ્છ અવસ્થા છે. ત્યાં અરીસો અને સ્વચ્છતાગત પ્રતિબિંબ - એમ દ્વૈત થયું. તેમ જ્ઞેયનું જ્ઞાન અને આત્માનું જ્ઞાન-એમ દ્વૈત થયું. આમ દ્વૈત નયે આત્મદ્રવ્ય અનેક છે.
કળશ ટીકામાં એક-અનેક આવ્યું, નય અધિકારમાં એક-અનેક કહ્યું, અને અહીં શક્તિના અધિકારમાં એક- અનેક શક્તિ કહી. આમ તત્ત્વ અતિ વિશાળ છે. અહીં કહે છે-અનેક ગુણ-પર્યાયોમાં વ્યાપક એવા એકદ્રવ્યમયતારૂપ આત્મા એક છે. અહા! એકત્વ એ આત્માનો સ્વભાવગુણ છે. તેનું સ્વરૂપ શું? તો કહે છે-અનેક નિર્મળ નિર્મળ પર્યાયોમાં વ્યાપક થવા છતાં, આત્મા દ્રવ્યરૂપથી એક જ રહે છે, અનેક થતો નથી. સૂક્ષ્મ વાત છે પ્રભુ! આ દ્વૈત- અદ્વૈત કહ્યા તે ગુણ નથી, એ અપેક્ષિત ધર્મ છે, એનું પરિણમન ન હોય. આ એકત્વશક્તિનું પરિણમન થતાં દ્રવ્યના- ભગવાન જ્ઞાયકના એકપણાનું જ્ઞાન થઈ આનંદની અનુભૂતિ થાય છે. અહો! આ અલૌકિક વાત છે. આત્મદ્રવ્યના એકપણાની અનુભૂતિ-વેદન વિના જે કાંઈ-કાયકલેશ કરે, વ્રત પાળે, શાસ્ત્ર ભણે-એ બધો ય સંસાર છે. આવી વાત! સમજાય છે કાંઈ...?
ભગવાન આત્મા પોતાની એકત્વશક્તિથી સર્વ પર્યાયોમાં વ્યાપે, પ્રસરે-ફેલાય-એકરૂપ ત્રિકાળ એકદ્રવ્યમય વસ્તુ છે. ગજબ વાત છે ભાઈ! અહાહા...! પોતાના સર્વ ગુણ-પર્યાયોમાં વ્યાપક, એવો સર્વવ્યાપક એકદ્રવ્યમય, એકત્વરૂપ ભગવાન આત્મા છે. અરે ભાઈ! તારો આત્મા પરમાં વ્યાપક નથી, અને તે ક્રોધાદિ વિકારમાં વ્યાપક થતો નથી, તથા નિર્મળ ગુણ-પર્યાયોમાં વ્યાપે એવો તે એક જ્ઞાયકપણે જ રહ્યો છે, અને અનેકરૂપ-ભેદરૂપ થયો નથી, થતો નથી. માટે અનેકનું-ભેદનું લક્ષ છોડી એક જ્ઞાયકનું લક્ષ કર. એમ કરતાં તને સ્વભાવ સાથે એકમેક એવી સમ્યક્ત્વાદિ નિર્મળ પર્યાયો પ્રગટ થશે. આવી વાત!
અહા! આ એકત્વશક્તિનું પરિણમન થતાં પર્યાયમાં આત્મદ્રવ્યનું એકપણું પ્રગટ થાય છે. વેદાંતમાં જે અદ્વૈત- એકપણું કહ્યું છે તે વાત અહીં નથી. આ તો પોતાના ગુણપર્યાયોમાં વ્યાપકપણું એવા એકમયપણાની વાત છે. જુઓ, અહીં શું કહ્યું છે? ‘અનેક પર્યાયોમાં વ્યાપક...’ -એમ કહ્યું છે. સર્વ દ્રવ્યોમાં વ્યાપક એમ વાત નથી. આત્મા પરદ્રવ્યમાં કદી ય વ્યાપક નથી. પોતાના અનેક પર્યાયો-ભેદો, અનંતગુણની નિર્મળ પર્યાયો સાથે આત્મા વ્યાપક થાય છે એમ વાત છે. આમાં મલિન પર્યાયની કોઈ વાત નથી, કેમકે આત્મદ્રવ્ય રાગાદિ મલિન પર્યાયમાં વ્યાપક થતું નથી. અહાહા...! પોતાની અનેક... અનંત નિર્મળ પર્યાયોમાં વ્યાપક એવા એક દ્રવ્યમય એકત્વશક્તિ આત્મદ્રવ્યમાં છે.
હા, પણ આમાં ધર્મ શું આવ્યો? અરે ભાઈ! મારો આત્મા શરીરાદિ પરદ્રવ્યમાં ને વિકારમાં વ્યાપક નથી, એ તો માત્ર પોતાની અનંત નિર્મળ પર્યાયોમાં જ વ્યાપક થાય છે; આવું જાણનાર-નિશ્ચય કરનારની દ્રષ્ટિ વિકારથી ને પરદ્રવ્યથી ખસી ત્રિકાળી નિજ આત્મદ્રવ્ય ઉપર સ્થિર થાય છે, અને તેનું જ નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે. ભાઈ રે! તારા ગુણ-પર્યાયોથી બહાર બીજે કયાંય તારો આત્મા નથી, માટે તું બહાર ન શોધ, અંતરમાં શોધ, અંતર્મુખ થઈ સ્વરૂપમાં એકમેક ઢળી જા, કેમકે ધર્મ ધર્મી સાથે જ એકમેક છે. સમજાણું કાંઈ...! ભેદનું પણ લક્ષ છોડી નિજ એકત્વરૂપ ત્રિકાળી આત્મદ્રવ્યની દ્રષ્ટિ કરે તેને પર્યાયમાં આનંદનો સ્વાદ આવે છે, ને એનું જ નામ સમ્યગ્દર્શન-સમ્યગ્જ્ઞાન છે.
શાસ્ત્રજ્ઞાન ગમે તેટલું હોય, નવપૂર્વની લબ્ધિ હોય તોપણ એથી શું? અભવ્યને પણ એવું જ્ઞાન તો હોય છે. એક
PDF/HTML Page 4069 of 4199
single page version
વાર અહીં વાત થઈ હતી કે અભવ્યને ત્રિકાળી જ્ઞાનશક્તિ છે, પણ તેને જ્ઞાનની પરિણતિ નથી. તે ૧૧ અંગ અને નવ પૂર્વની લબ્ધિ સહિત હોય તો પણ તેને જ્ઞાન-પરિણતિ નથી. જ્ઞાન-પરિણતિ એટલે શું? કે જ્ઞાનસ્વભાવ ઉપર એકમેક થઈ દ્રષ્ટિ કરતાં, જ્ઞાનની પર્યાય જ્ઞાનસ્વભાવનો સ્પર્શ કરીને પ્રગટ થાય તેનું નામ જ્ઞાનપરિણતિ છે. તેને જ્ઞાન-પરિણતિ કહો, સમ્યગ્જ્ઞાન કહો, આત્મજ્ઞાન કહો, કે ધર્મીનું જ્ઞાન કહો-બધું એક જ છે.
પ્રશ્નઃ– તો શું આવું સમજ્યા વિના ધર્મ ન થાય? ઉત્તરઃ– ના, ન થાય. સમજણ-વિવેક વિના બીજી કોઈ રીતે ધર્મ ન થાય. પ્રશ્નઃ– પશુને જ્ઞાન થાય છે; તે કયાં ભણવા જાય છે? ઉત્તરઃ– પશુને પણ જ્ઞાનમાં બધો ખ્યાલ આવી જાય છે. હું જ્ઞાનાનંદસ્વરૂપ છું, રાગ થાય છે તે દુઃખ છે- આમ જ્ઞાન અને રાગ વચ્ચેનું ભેદજ્ઞાન પશુને થાય છે. નામ ભલે ન આવડે, પણ તત્ત્વોનું જ્ઞાન-શ્રદ્ધાન એને બરાબર થાય છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં આનો ખુલાસો કીધો છે. ત્યાં કહ્યું છે કે-તિર્યંચને નવ તત્ત્વનાં નામ ભલે ન આવડે, પણ તેનું ભાવભાસન તેને યથાર્થ થાય છે. અતીન્દ્રિય આનંદસ્વરૂપ હું ભગવાન આત્મા છું એમ નિશ્ચય કરી, નિમિત્ત, રાગ ને પર્યાયનો આશ્રય છોડી, ત્રિકાળી નિજ જ્ઞાયકભાવનો આશ્રય કરતાં અનાકુળ આનંદનો સ્વાદ આવે છે એનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે. અહા! આવી ધર્મ-પરિણતિ પશુને પણ થતી હોય છે; તેમાં શાસ્ત્ર ભણવાની અટક નથી.
આનંદ ઘનજી કહે છેઃ
મતવાલા તો ગિર પડે, ભિન્નતા પડે રચાઈ.
જે શાસ્ત્રજ્ઞાનનું અભિમાન કરે, વ્રતાદિનું અભિમાન કરે તેને અનુભવરસ પ્રગટતો નથી. અમે વ્રત કરીએ છીએ, તપસ્યા કરીએ છીએ, જીવોની દયા પાળીએ છીએ-એમ મોહ-મદ વડે જે મતવાલા છે તેઓ અનુભવથી બહાર રહી જાય છે, બહિરાત્મા રહી જાય છે. પરંતુ પરના મમત્વથી ભિન્ન પડી, પોતાના એકત્વસ્વરૂપ એક જ્ઞાયકનો જેઓ આશ્રય કરે છે તેમને આત્માનુભવ પ્રગટ થાય છે, તેઓ ધરાઈને અનુભવ-રસ પીએ છે, આનંદરસ પીએ છે.
પશુને ખીલા સાથે બાંધે તો પછી તે ફરી શકે નહિ. તેમ આત્માને એકત્વરૂપ ધ્રુવના ખૂંટે બાંધી દીધો હોય તો તે પરિભ્રમણ ન કરે. અહાહા...! ભગવાન આત્મા જ્ઞાયક પ્રભુ સ્વયં અતીન્દ્રિય આનંદમય ધ્રુવ ખૂંટો છે. તે ધ્રુવને ધ્યેય બનાવી તેનું જે ધ્યાન કરે છે તેને એકલા આનંદનો સ્વાદ આવે છે, તેને સ્વાનુભવરસ પ્રગટ થાય છે. હવે તે ચાર ગતિમાં પરિભ્રમણ નહિ કરે.
હું ધ્રુવ છું-એમ ધ્યેય તરફનો વિકલ્પ કરવાની આ વાત નથી. ધ્રુવ તરફ પર્યાય લક્ષ કરી પરિણમે એમ વાત છે. પર્યાય, પરસન્મુખતા છોડી, સ્વસન્મુખતા-ધ્રુવ એક જ્ઞાયકની સન્મુખતા કરી પરિણમે છે એવી વાત છે. અહા! ધ્રુવને લક્ષમાં લેનારી પર્યાય ધ્રુવ સાથે એકમેક થઈ છે, હવે તે પરિભ્રમણ કરશે નહિ. જે છૂટો ફરે છે, સ્વદ્રવ્યથી ભિન્ન જે રાગાદિ વિકાર સાથે ને પરદ્રવ્ય સાથે એકમેક થઈ પરિણમે છે તે જીવ ચાર ગતિમાં પરિભ્રમે છે; પરંતુ રાગથી ભિન્ન અંદર પોતે આનંદકંદ એક જ્ઞાયક પ્રભુ છે ત્યાં દ્રષ્ટિ લગાવી પર્યાયને ધ્રુવ ખૂંટા સાથે બાંધી દીધી તે હવે ભવમાં ભટકશે નહિ, વિકારમાં ભટકશે નહિ. તે હવે નિર્ભય અને નિઃશંક છે, વિકારનો ને ભવનો નાશક છે; અલ્પકાળમાં જ તે મુક્તિ પામશે. સમજાણું કાંઈ...!
આ શક્તિના વર્ણનમાં થોડા શબ્દોમાં ઘણું રહસ્ય ભર્યું છે. હમણાં ડો. ચંદુભાઈનો પત્ર આવ્યો છે. તેમાં અમારા બ્લડનો-લોહીનો રિપોર્ટ કેવો છે તે જણાવ્યું છે. ડોકટરનું કહેવું છે કે આ બ્લડ-કેન્સર નથી, લોહીમાં જરા વિકૃતિ છે, પણ એમાં ચિંતાનું કોઈ કારણ નથી; આ તો સાધારણ રોગ છે, બહાર પ્રગટ થાય એવો કોઈ રોગ નથી. અરે, આ દેહની સ્થિતિ જે રહેવાની હોય તે રહે, અમને એમાં શું ચિંતા છે? જુઓ ને, અહીં સંતો કહે છે-હું એક છું, શુદ્ધ જ્ઞાયક છું-એવા વિકલ્પની ચિંતામાં પણ ભગવાન આત્મા વ્યાપક નથી તો પછી તે આ દેહમાં કેમ વ્યાપક થાય? અજ્ઞાની જીવને એમ થાય કે આત્મા દેહમાં રહ્યો નથી તો કયાં રહ્યો છે? શું અધ્ધર આકાશમાં રહ્યો છે? તેને કહીએ-ભાઈ! ધીરો થા બાપા! દેહ જેમ જડ છે તેમ આકાશ પણ જડ છે. શું જડમાં આત્મા રહે? આત્મા તો નિજ ચૈતન્યની નિર્મળ નિર્મળ પર્યાયોમાં રહ્યો છે. હવે આવો નિશ્ચય થાય તેને દેહની શું ચિંતા? અમને તો કાંઈ ખબરે ય પડતી નથી કે
PDF/HTML Page 4070 of 4199
single page version
શરીરમાં રોગ છે.
અહા? મારો આત્મા મારી પર્યાયોમાં જ વ્યાપક છે, બીજે નહિ, ને મારી પર્યાયોમાં એક શુદ્ધ આત્મા વ્યાપક છે. બીજો નહિ-એવો નિર્ણય કરે તેની દ્રષ્ટિ જ બદલાઈ જાય છે. આવો નિશ્ચય થતાં તેને પરાશ્રયપણાની બુદ્ધિ મટી જાય છે, ને સ્વ-આશ્રયની ભાવના જાગ્રત થાય છે. હવે તે સ્વદ્રવ્યનું એકનું જ આલંબન કરીને શુદ્ધ પર્યાયોરૂપે નિરંતર પરિણમ્યા કરે છે. પર્યાયે પર્યાયે તેને એકત્વસ્વરૂપ નિજ આત્મદ્રવ્યનું જ આલંબન વર્તે છે, ને શુદ્ધ આત્મદ્રવ્યના આલંબને પ્રગટ થતી પર્યાયો તેને નિર્મળ નિર્મળ જ થાય છે. અહા! ધર્મી પુરુષની બધી પર્યાયો એક શુદ્ધ આત્મદ્રવ્યને જ ઉપાદેય કરીને પરિણમે છે, તેની પર્યાયમાં વ્યવહારરત્નત્રયનો વિકલ્પ આદિ બીજું કાંઈ ઉપાદેય નથી.
તો મુનિરાજને પંચમહાવ્રતાદિ વ્યવહાર ચારિત્ર હોય છે ને? હા, મુનિરાજને પંચમહાવ્રતાદિ વ્યવહાર આચરણ હોય છે, પણ એ તો વિકલ્પ-રાગ છે; મુનિરાજને તે ઉપાદેય નથી, હેય છે. ઉપાદેય તો એક શુદ્ધ આત્મદ્રવ્ય જ છે. અધ્યાત્મ પંચસંગ્રહમાં આવે છે કે-
યે હુ પર જાનૈ નાંહિ, ઇનમેં ઉમૈયા હૈ।
અજ્ઞાની જીવ દયા, દાન, વ્રત આદિ શુભભાવ પર છે એમ જાણતો નથી, તે એમાં જ ઉલ્લસિત થાય છે. હું કાંઈક (ધર્મ) કરું છું એમ તે માને છે. જ્યારે જ્ઞાની પુરુષ-
જુઓ આ ભગવાનની વાણીનો નિચોડ! શું? કે શુભાશુભની રીતિને ત્યાગી, હું પુણ્યપાપ ને ક્રિયાકાંડના રાગથી ભિન્ન શુદ્ધ એક ચિદાનંદમય ભગવાન આત્મા છું એમ જ્ઞાની અનુભવે છે, અરે, અજ્ઞાની પોતાના સ્વરૂપને ભૂલીને ભિખારીની જેમ મારે પૈસા જોઈએ, ને બંગલા જોઈએ, ને આબરૂ જોઈએ-એમ તૃષ્ણાવંત થઈને શુભાશુભ આચરણ કર્યા કરે છે. પણ એથી શું? જ્ઞાનદર્પણમાં દ્રષ્ટાંત આપી કહ્યું છે કે-જટા વધારવાથી જો સિદ્ધિ થતી હોય તો વડને મોટી જટા હોય છે. “મૂંડનતેં ઉરની, નગન રહતે પશુ; કષ્ટ સહન કરતે તરુ”-વળી વાળ તો ઘેટાં પણ કપાવે છે, નગ્ન તો પશુ પણ ફરે છે અને વૃક્ષો ટાઢ-તાપ સહે છે. તથા ‘પઢનતે શુક’ -પોપટ મોઢેથી પાઠ કરે છે અને ‘ખગધ્યાન’ -બગલા પણ ધ્યાન કરે છે. પરંતુ તેથી શું થયું? તેઓ કોઈ ધર્મ પામતા નથી. એટલે કે એમાં આત્માને શું આવ્યું? કાંઈ જ નહિ. ભાઈ! અંદર ચૈતન્ય ચિંતામણિ એવો ભગવાન ચિદાનંદસ્વરૂપ આત્મા છે તેના આશ્રયે નિર્વિકલ્પ આનંદનો અનુભવ કરવો એ જ પોતાના હિતરૂપ ધર્મ છે.
આત્માની આ એકત્વશક્તિ છે તે ત્રિકાળી ધ્રુવ ઉપાદાન છે, ને તેના પરિણમનરૂપ પર્યાય પ્રગટ થાય છે તે ક્ષણિક ઉપાદાન છે. શક્તિ તો ત્રિકાળ છે, પણ તેનું પરિણમન થયા વિના શક્તિ છે એની પ્રતીતિ થતી નથી. શક્તિ સાથે ભળીને -એકમેક થઈને શુદ્ધતારૂપે પરિણમ્યા વિના શક્તિનો ને શક્તિવાન આત્માનો વાસ્તવિક સ્વીકાર થતો નથી. સત્તાનો સ્વીકાર કયારે થાય? કે સ્વાભિમુખ-સ્વસન્મુખ થઈને સત્દ્રવ્યના આશ્રયે પરિણમે ત્યારે; જ્યાં સત્તાનો સ્વીકાર થાય કે (સ્વીકારનારી) પર્યાય તેમાં એકમેક ભળી જાય છે, ને તે પર્યાય નિર્મળ નિર્મળ અપૂર્વ-અપૂર્વભાવે પ્રગટ થાય છે. આ ધર્મ છે, આ મોક્ષનો પંથ છે. આ સિવાય બધું થોથેથોથાં છે. સમજાણું કાંઈ...?
આ પ્રમાણે અહીં એકત્વશક્તિનું વર્ણન પૂરું થયું.
PDF/HTML Page 4071 of 4199
single page version
‘એક દ્રવ્યથી વ્યાપ્ય (વ્યપાવા યોગ્ય) જે અનેક પર્યાયો તે-મયપણારૂપ અનેકત્વશક્તિ.’ ભગવાન આત્મા જે ત્રિકાળ એકત્વસ્વરૂપ દ્રવ્ય છે તેનાથી વ્યાપ્ય અનેક પર્યાયો છે, તે-મયપણારૂપ આત્માની અનેકત્વ શક્તિ છે. દ્રવ્યપણે આત્મા એક હોવા છતાં અનેક પર્યાયોપણે પણ પોતે જ થાય છે એવી તેની અનેકત્વશક્તિ છે. આમ એકત્વની જેમ અનેકત્વ પણ આત્માનો ગુણ-સ્વભાવ છે. વેદાંતવાળા બધું મળીને એક માને છે, અનેક માનતા નથી, પણ તેમની એવી માન્યતા ખોટી-વિપરીત છે. તેઓ કહે છે-“આત્મા અનુભવો”-એમાં તો બે ચીજ થઈ ગઈ, આત્મા અને તેનો અનુભવ-એમ બે ચીજ થઈ ગઈ; આમ તેઓ અનેકપણાનો નિષેધ કરે છે, પણ એ તો દ્રષ્ટિ મિથ્યા છે. ભક્તામર સ્તોત્રમાં (૨૪મા શ્લોકમાં) આવે છેઃ
છે બ્રહ્મ ઈશ્વર અનંત અનંગકેતુ;
યોગીશ્વર વિદિતયોગ અનેક એક,
કે’, છે તને વિમળ જ્ઞાનસ્વરૂપ સંત.
હે નાથ! આપ આદ્ય છો, કદી નાશ ન થાય એવા આપ અવ્યય છો, વિકલ્પ વડે ચિંતવતાં પાર ન પમાય એવા આપ અચિન્ત્ય છો, અસંખ્ય છો, વિભુ છો, બ્રહ્મ છો; લૌકિકમાં બ્રહ્મ કહે છે તે નહિ હોં, આ તો કેવળજ્ઞાનની જ્યોતિ ઝળહળતી પ્રગટ થઈ છે એવા આપ બ્રહ્મ છો-એમ વાત છે. આપ યોગીશ્વર છો, વિદિતયોગ છો, અનંત છો, અનંગકેતુ છો, એક છો, અનેક છો. જુઓ, અહીં પણ આવ્યું ને? કે આપ એક છો, અનેક પણ છો. ભાઈ! એકપણું અને અનેકપણું -એમ બન્ને ગુણો-શક્તિઓ આત્મામાં ત્રિકાળ એકસાથે જ છે. વળી આપ વિમળ જ્ઞાનસ્વરૂપ છો. - એવું કોણ કહે છે? કે સંતો-મુનિવરો-ગણધરો. અહાહા...! એકલા જ્ઞાનના પુંજ પ્રભુ આપ છો. આ બધા પરમાત્માના ગુણ તે આત્માના જ છે ભાઈ! આ તો પ્રાપ્તની પ્રાપ્તિરૂપ અહીં સ્તુતિમાં વર્ણવ્યા છે. તત્ત્વજ્ઞાન તરંગિણીમાં દરેક શ્લોકમાં આવે છે“ચિદ્રૂપોડહં” હું એકલા જ્ઞાનસ્વરૂપ છું. લ્યો, આવી વાત! આ તો સમજીને અંદર ઠરવાનો- રમવાનો, સુખી થવાનો મારગ છે. ભાવદીપિકામાં લખ્યું છે કે-
આત્મિક જ્ઞાનકા લખૈયા સુખ કરૈ હૈં.
આત્મિક જ્ઞાનના જાણવાવાળા સુખ પામે છે, બાકી તો બધા ભવ-ક્લેશમાં છે. જુઓ, અહીં અનેકત્વશક્તિની વાત ચાલે છે. એક દ્રવ્યથી વ્યાપ્ય અનેક પર્યાયોરૂપ પોતે આત્મદ્રવ્ય થાય છે એવી આત્માની અનેકત્વશક્તિ અહીં સિદ્ધ કરી છે. જીવમાં એકત્વશક્તિની જેમ અનેકત્વશક્તિ પણ ત્રિકાળ વર્તે છે. એકપણે રહેવું, અને અનેકપણે થવું-એ બન્ને સ્વભાવ ભગવાન આત્મામાં સાથે જ રહેલા છે. જો એકલું એકત્વ હોય તો દ્રવ્ય શેમાં પ્રસરે? એક પર્યાય પલટીને બીજી નિર્મળ પર્યાયરૂપે કેમ થાય? અને જો એકલું અનેકત્વ હોય તો અનેક પર્યાયો કોના આશ્રયે થાય? આમ આત્મામાં એકીસાથે એકત્વ અને અનેકત્વ બન્ને શક્તિઓ ત્રિકાળ હોવાપણે સિદ્ધ થાય છે.
અહા! આત્માની સમ્યગ્દર્શન આદિ નિર્મળ પર્યાયોમાં કોણ વ્યાપે છે? પરદ્રવ્ય નહિ, કોઈ નિમિત્ત નહિ, વિકાર-રાગાદિ પણ નહિ; અહાહા...! શુદ્ધ ચૈતન્યમૂર્તિ એવો આત્મા જ પોતે પરિણમીને સમ્યગ્દર્શનાદિ પર્યાયોમાં વ્યાપે-તે રૂપ થાય એવી એની અનેકત્વશક્તિ છે. માટે હે ભાઈ! સમ્યગ્દર્શન આદિ નિર્મળ પર્યાયની સિદ્ધિ માટે તું સિદ્ધ સમાન નિજ આત્મદ્રવ્યમાં જો; શુદ્ધ એક સ્વરૂપનું આલંબન કર. એક આત્મા જ બધી નિર્મળ પર્યાયોમાં પ્રસરી જાય છે એવી તારી અનેકત્વશક્તિ જાણી, નિમિત્તને ભેદનું લક્ષ મટાડી શક્તિવાન ધ્રુવ એક આત્મદ્રવ્યનો આશ્રય કર, સ્વસન્મુખતા કર; તેમ કરતાં જ પર્યાયો ક્રમે નિર્મળ નિર્મળ પ્રગટ થાય છે; આનું જ નામ ધર્મ છે; ને આ જ મારગ છે. સમજાય છે કાંઈ...?
પ્રવચનસાર, નય પ્રજ્ઞાપન અધિકારમાં ક્રિયાનય અને જ્ઞાનનયથી મોક્ષ થાય એમ વાત આવે છે. તે આ પ્રમાણેઃ
“આત્મદ્રવ્ય ક્રિયાનયે અનુષ્ઠાનની પ્રધાનતાથી સિદ્ધિ સધાય એવું છે, થાંભલા વડે માથું ભેદાતાં દ્રષ્ટિ ઉત્પન્ન
PDF/HTML Page 4072 of 4199
single page version
થઈને જેને નિધાન મળે છે એવા અંધની માફક.”-૪૨.
“આત્મદ્રવ્ય જ્ઞાનનયે વિવેકની પ્રધાનતાથી સિદ્ધિ સધાય એવું છે, ચણાની મુઠ્ઠી દઈને ચિંતામણિ ખરીદનાર એવો જે ઘરના ખૂણામાં રહેલો વેપારી તેની માફક.”-૪૩.
જુઓ, ક્રિયાનયે અનુષ્ઠાનની પ્રધાનતાથી મોક્ષ થાય એમ કહ્યું છે ત્યાં કયું અનુષ્ઠાન? રાગના અભાવરૂપ અનુષ્ઠાનની આમાં વાત છે. અધિકારમાં ત્યાં પ્રથમ જ વાત કરી છે કે-
“પ્રથમ તો, આત્મા ખરેખર ચૈતન્ય સામાન્ય વડે વ્યાપ્ત અનંત ધર્મોનું અધિષ્ઠાતા (સ્વામી) એક દ્રવ્ય છે, કારણ કે અનંત ધર્મોમાં વ્યાપનારા જે અનંત નયો તેમાં વ્યાપનારું જે એક શ્રુતજ્ઞાનસ્વરૂપ પ્રમાણ તે પ્રમાણપૂર્વક સ્વાનુભવ વડે (તે આત્મદ્રવ્ય) પ્રમેય થાય છે (-જણાય છે).”
જુઓ, શ્રુતજ્ઞાનપ્રમાણમાં એક સાથે અનંત ધર્મો દેખાય છે માટે ક્રિયાનયના વિષયરૂપ ધર્મ ને જ્ઞાનનયના વિષયરૂપ ધર્મ ભિન્ન ભિન્ન કાળે છે એમ નથી. આ તો અપેક્ષિત ધર્મ છે. રાગના અભાવરૂપ અનુષ્ઠાનથી ક્રિયાનયે મોક્ષની સિદ્ધિ છે એમ ત્યાં કહ્યું છે; પણ તે જ કાળે જ્ઞાનનયે વિવેકની પ્રધાનતાથી મોક્ષ થાય એવો ધર્મ સાથે જ છે. શ્રુતજ્ઞાન પ્રમાણ એકસાથે બધા જ ધર્મોને દેખે છે. પહેલાં જ્ઞાનનય અને પછી ક્રિયાનય એવું કાંઈ છે નહિ. ક્રિયાનયથી મોક્ષ કહ્યો ત્યાં રાગના અભાવરૂપ ધર્મની અપેક્ષા લેવી. ‘જ્ઞાનક્રિયાભ્યામ્ મોક્ષઃ’ એમ કહ્યું છે ત્યાં પણ વીતરાગી ક્રિયાથી મોક્ષ થવાની વાત છે.
નયોના વિષયભૂત ધર્મો દ્રવ્યમાં એકીસાથે રહેલા છે. શ્રુતજ્ઞાનને પ્રમાણ કહ્યું છે, તે શ્રુતજ્ઞાન પ્રમાણ એક સમયમાં દ્રવ્યમાં એક સાથે રહેલા સર્વધર્મોને જાણે છે. માટે કોઈને ક્રિયાનયથી મોક્ષ થાય ને કોઈને જ્ઞાનનયથી મોક્ષ થાય એમ છે નહિ; વસ્તુ જ એવી નથી. તેથી જ અહીં ‘શ્રુતજ્ઞાનસ્વરૂપ પ્રમાણ તે પ્રમાણપૂર્વક સ્વાનુભવ વડે (તે આત્મદ્રવ્ય) પ્રમેય થાય છે’-એમ શબ્દ લીધા છે.
ભાઈ! એક સમયની યોગ્યતાને જ્ઞાન જાણે છે. જે સમયે મુક્તિ થવાની હોય તે જ સમયે તે થાય છે. કાળનયે મુક્તિ અને અકાળનયે મુક્તિ-એમ પણ નયના વર્ણનમાં આવે છે. ત્યાં મુક્તિ તો તેના સ્વકાળે થાય છે (આગળ-પાછળ નહિ), પણ કાળનયમાં કાળની અપેક્ષાએ વાત છે, ને અકાળનયમાં કાળ સિવાયનાં બીજાં નિમિત્તોની (સમવાય કારણોની) અપેક્ષાથી વાત છે. તેથી કોઈને કાળનયે મુક્તિ થાય, ને કોઈને અકાળનયે મુક્તિ થાય એમ વસ્તુ નથી. અરે, અત્યારે તો શાસ્ત્રના અર્થ કરવામાં ઘણી ગરબડ ચાલે છે. ભાઈ! લોકો તારી માનેલી (મિથ્યા) લૌકિક વાત માની લેશે, પણ તને ખૂબ નુકસાન થશે.
નિશ્ચયનયના વિષયરૂપ એક ધર્મ અને વ્યવહારનયના વિષયરૂપ બીજો ધર્મ-એ વાત પણ ત્યાં છે. આ બધા અપેક્ષિત ધર્મો એકસાથે ગણવામાં આવ્યા છે. ત્યાં કોઈને નિશ્ચયનયે મુક્તિ ને કોઈને વ્યવહારનયથી મુક્તિ-એમ વાત છે નહિ. શાસ્ત્રમાં કઈ અપેક્ષાથી કહ્યું છે તે સમજે નહિ, ને મતિ-કલ્પનાથી અર્થ કરે તો મહા વિપરીતતા થાય, માટે અપેક્ષા સમજીને અર્થ કરવા જોઈએ.
એકત્વશક્તિના વર્ણનમાં એકદ્રવ્યમયતા કહી હતી, અહીં અનેકત્વશક્તિના કથનમાં એક દ્રવ્યથી વ્યાપ્ય જે અનેક પર્યાયો તેપણામય અનેકત્વશક્તિ કહી છે. એક આત્મદ્રવ્ય પોતે જ અનેક પર્યાયોરૂપ થાય છે એવી એની અનેકત્વ શક્તિ છે. એકત્વ અને અનેકત્વ-બન્ને સ્વભાવરૂપ આત્મા પોતે જ છે, તેથી આત્મસન્મુખતાથી જ તેની યથાર્થ પ્રતીતિ થાય છે; રાગથી ને પર-નિમિત્તથી નહિ, કેમકે રાગનો ને પરનો શક્તિઓમાં અભાવ જ છે. આવી વાત છે.
આ પ્રમાણે અહીં અનેકત્વશક્તિનું વર્ણન પૂરું થયું.
‘વિદ્યમાન-અવસ્થાવાળાપણારૂપ ભાવશક્તિ. (અમુક અવસ્થા જેમાં વિદ્યમાન હોય એવાપણારૂપ ભાવશક્તિ.)’
જુઓ, આત્મામાં એક ભાવશક્તિ એવી છે કે તેની કોઈ એક નિર્મળ પર્યાય વર્તમાન-વિદ્યમાન હોય જ છે. પર્યાય કરવી પડે એમ નહિ, કોઈ નિમિત્તથી થાય એમે ય નહિ; ભાવશક્તિનું સ્વરૂપ જ એવું છે કે વર્તમાન નિર્મળ પર્યાય
PDF/HTML Page 4073 of 4199
single page version
વિદ્યમાન હોય છે. અહાહા...! જે સમયમાં ભાવશક્તિનું પરિણમન થાય છે તે સમયે નિર્મળ પર્યાય વિદ્યમાન હોય છે. અહા! વિદ્યમાન-પર્યાયવાળાપણે ભાવશક્તિ છે. નિર્મળ પર્યાયને હું કરું તો તે હોય એવી વાત નથી.
અહાહા...! અનંતગુણનું ચૈતન્યનિધાન પ્રભુ આત્મા છે. તેમાં જેમ જ્ઞાનશક્તિ છે, આનંદશક્તિ છે, શ્રદ્ધાશક્તિ છે, તેમ એક ભાવશક્તિ છે. ભાવશક્તિનું સ્વરૂપ શું? તેનું કાર્ય શું? તો કહે છે-ભાવ નામ ભવન-નિર્મળ પરિણમનના ભવનરૂપ પર્યાય વર્તમાન વિદ્યમાન હોય છે. અનંત ગુણોની નિર્મળતારૂપ પર્યાય વર્તમાન વિદ્યમાન હોય જ છે એવું આ શક્તિનું સ્વરૂપ છે. અહીં શક્તિનું જેને પરિણમન થયું છે એવા સમ્યગ્દ્રષ્ટિની વાત છે, મિથ્યાદ્રષ્ટિની વાત નથી, મિથ્યાદ્રષ્ટિને તો શક્તિની પ્રતીતિ જ નથી. ભાવશક્તિ અને શક્તિવાન આત્મા-તેનો જેને અનુભવ વર્તે છે તેને, કહે છે, નિર્મળ પર્યાય વર્તમાન વિદ્યમાન હોય જ છે. અહાહા...! જેને ભગવાન આત્માની અંતર-પ્રતીતિ થઈ, જ્ઞાનમાં નિજ જ્ઞાયક જણાયો, ને નિર્મળ જ્ઞાન સાથે અનાકુળ આનંદ પ્રગટ થયો તેને ભાવશક્તિનું પરિણમન થયું છે જેથી તેને વર્તમાન નિર્મળ અવસ્થા વિદ્યમાન જ છે. આવી સૂક્ષ્મ વાત! સમજાય છે કાંઈ...?
હવે ભાવશક્તિનું આવું સ્વરૂપ છે ત્યાં પર નિમિત્તથી થાય, ને વ્યવહાર-રાગથી થાય એમ કયાં રહ્યું? અરે, પૂર્વની પર્યાય નિર્મળ હતી માટે વર્તમાન પર્યાય નિર્મળ થઈ એમે ય નથી. વર્તમાન વિદ્યમાન પર્યાયને પૂર્વની પર્યાયની અપેક્ષા નથી. ધીરજથી સમજવું બાપુ! આ શક્તિના અધિકારમાં દ્રષ્ટિની પ્રધાનતા છે. આત્માનો ભાવશક્તિમય સ્વભાવ જ એવો છે કે તેમાં વર્તમાન નિર્મળ પર્યાય વિદ્યમાન હોય જ છે.
‘સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા’માં કાર્તિકેય સ્વામીએ કહ્યું છે કે-પ્રત્યેક દ્રવ્યની પર્યાયમાં કાળલબ્ધિ હોય છે. એટલે શું? કે જે સમયે જે પર્યાય થાય તે તેની કાળલબ્ધિ છે. પ્રવચનસારની ગાથા ૧૦૨માં પર્યાયની ઉત્પત્તિની જન્મક્ષણ હોવાની વાત આવી છે. મતલબ કે વર્તમાનમાં જીવની મોક્ષદશા છે તે તેની કાળલબ્ધિ છે, પૂર્વની મોક્ષમાર્ગની પર્યાય તેનું વાસ્તવિક કારણ નથી. (કારણ કહેવું તે વ્યવહાર છે.)
હા, તો પછી તેનું કારણ શું? એ જ અહીં કહે છે; વર્તમાન અવસ્થા વિદ્યમાનપણે હોય જ એવી આત્માની ભાવશક્તિ તેનું કારણ છે. વર્તમાન વર્તમાન વર્તતી પ્રતિસમયની અવસ્થા તેના સ્વકાળે વિદ્યમાન થાય એવી આત્માની ભાવશક્તિ છે તે કારણે છે.
હવે આમ છે ત્યાં રાગની ક્રિયાથી-વ્યવહાર-રત્નત્રયના રાગથી આત્માનું જ્ઞાન પ્રગટ થાય, વ્યવહારથી નિશ્ચય થાય એ વાત કયાં રહી? રાગ તો બાપુ! બંધનું જ કારણ છે. તેનાથી અબંધસ્વરૂપ એવો મોક્ષમાર્ગ અને મોક્ષ કદી ય પ્રગટ થતો નથી. મોક્ષમાર્ગથી મોક્ષ પ્રગટે છે એમ નથી, ત્યાં રાગની શું કથા? અહાહા...! અબંધસ્વરૂપ નિત્યાનંદ પ્રભુ આત્મા છે તેના આશ્રયે ક્રમે મોક્ષમાર્ગ અને મોક્ષ પ્રગટે છે. એ તો પહેલાં આવી ગયું કે જ્ઞાનમાત્ર વસ્તુનું પરિણમન થતાં ભેગી અનંત શક્તિઓ નિર્મળપણે ઊછળે છે. આવી સ્વાનુભવની દશા હોય છે. એ સ્વાનુભવની દશા કાંઈ વિકલ્પથી કે નિમિત્તથી ઉત્પન્ન થાય છે એમ નથી. સ્વકાળે વિદ્યમાન એ દશા, અહીં કહે છે, ભાવશક્તિનું કાર્ય છે, ને પોતાના દ્રવ્યસ્વભાવની સન્મુખ થતાં તે પ્રગટ થાય છે.
જો કે આ આત્મા શરીરપ્રમાણ છે, તથાપિ તે શરીરથી તદ્ન ભિન્ન છે. શરીર તેનું કાંઈ સંબંધી નથી. આવો ભગવાન આત્મા અસંખ્યપ્રદેશી વસ્તુ અનંત ગુણોથી વિરાજમાન મોટો (સર્વોત્કૃષ્ટ) ચૈતન્ય બાદશાહ છે, અસંખ્ય પ્રદેશ તેનો દેશ છે, તેમાં વ્યાપક અનંત ગુણ તેનાં ગામ છે, ને એકેક ગામમાં અનંતી નિર્મળ પર્યાયરૂપ પ્રજા છે. આ પર્યાયરૂપ પ્રજા કેવી રીતે પ્રગટ થઈ? તો કહે છે-અનંત ગુણમાં ભાવશક્તિનું રૂપ છે, તેથી પ્રત્યેકને વર્તમાન વિદ્યમાન અવસ્થાવાળાપણું છે. આવી ઝીણી વાત છે. (મતલબ કે ઉપયોગને ઝીણો કરતાં સમજાય તેમ છે).
જુઓ, આકાશમાં ધ્રુવનો તારો હોય છે. તેને લક્ષમાં રાખીને સમુદ્રમાં વહાણ ચાલે છે. ધ્રુવ તારો તો જ્યાં છે ત્યાં છે, તેનું સ્થાન ફરતું નથી, પણ મોટાં વહાણો હોય છે તે આ ધ્રુવના તારાને લક્ષમાં રાખી નિશ્ચિત સ્થાન પ્રતિ ગતિ કરે છે. તેમ ભગવાન આત્મા ધ્રુવ, ચિદાનંદ પ્રભુ, આનંદરસ, જ્ઞાનરસ, શાંતરસ, વીતરાગ રસ, જીવનરસ-એવા અનંત ગુણના નિજરસથી ભરપૂર ભરેલો ધ્રુવ-ધ્રુવ-ધ્રુવ છે. આવા ધ્રુવના લક્ષે વર્તમાન પર્યાયને અંદર ઊંડે (સન્મુખ) લઈ જતાં પર્યાયની ધ્રુવમાં એકતા થાય છે. રાગ અને પર નિમિત્ત સાથે એકતા હતી તે પલટીને ધ્રુવના લક્ષે ધ્રુવમાં એકતા થાય છે; આનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે. એકતા એટલે શું? ધ્રુવ ને પર્યાય કાંઈ પરસ્પર ભળીને એક થઈ જાય છે
PDF/HTML Page 4074 of 4199
single page version
એમ નહિ, પણ પર્યાય ધ્રુવની સન્મુખ થઈ તો તેને એકતા થઈ એમ કહેવામાં આવે છે. હવે આવું સત્ય અંદર બેસે નહિ, અંતર-અનુભવ કરે નહિ ને ખાલી વ્રતાદિ વડે કલ્યાણ થઈ જવાનું માને, પણ એ તો ભ્રાન્તિ છે, મિથ્યાદશા છે.
ભગવાન આત્મા ચૈતન્ય ગુણરત્નોથી ભરેલો રત્નાકર પ્રભુ છે. તેમાં એક ભાવશક્તિ નામનો ગુણ છે. આ ભાવશક્તિ વર્તમાન વિદ્યમાન અવસ્થાને પ્રગટ કરે છે, પ્રગટ કરે છે શું? શક્તિ પરિણમતાં વર્તમાન વિદ્યમાન અવસ્થા હોય જ છે. ભાવશક્તિનું ભવન-પરિણમન હોતાં આત્માને વર્તમાન વિદ્યમાન-અવસ્થાયુક્તપણું હોય જ છે; અવસ્થા કરવી પડે એમ નહિ. અહીં નિર્મળ અવસ્થા લેવી, મલિન અવસ્થા શક્તિના કાર્યરૂપ નથી.
પ્રશ્નઃ– આત્મા અને તેની અવસ્થા પોતાથી વિદ્યમાન છે એ તો માન્યું, પણ અમારી અવસ્થામાં મિથ્યાત્વ વર્તે છે ને?
ઉત્તરઃ– અરે ભાઈ! આત્માની અવસ્થા પોતાથી જ છે એમ તેં કોની સામે જોઈને માન્યું? જો આત્માની સામે જોઈને માન્યું હોય તો પર્યાયમાં-અવસ્થામાં મિથ્યાત્વ રહે જ નહિ. પોતાની અવસ્થા પોતાથી જ વિદ્યમાન છે એવો દ્રવ્યસ્વભાવ જેણે સ્વીકાર્યો તેને નિર્મળ અવસ્થાનું જ વિદ્યમાનપણું હોય છે. ઓઘે-ઓઘે, જ ‘આત્માના ભાવ પોતાથી છે’ એમ જો તું માને છે તો દ્રવ્યસ્વભાવની સમ્યક્ પ્રતીતિ વિના તને મિથ્યાત્વાદિ વિકાર જ વિદ્યમાન છે; તેમાં અમે શું કરીએ? આવી મિથ્યાદશા તને અનાદિથી છે, તે સ્વભાવની-સ્વદ્રવ્યની સન્મુખ થઈ પરિણમતાં ટળી જાય છે, ને નિર્મળ પર્યાયોનો ક્રમ શરૂ થાય છે.
અરે! જીવે સમ્યગ્દર્શન કદી પ્રગટ કર્યું નહિ! અનંતકાળમાં બહારની માથાકૂટ કરીને મરી ગયો. એક તો સંસારનાં-પાપનાં કામ આડે એને ફુરસદ મળી નહિ, ને કદાચિત્ ફુરસદ મળી તો વ્રત, તપ, ભક્તિ આદિ રાગની મંદતાની ક્રિયામાં રોકાઈ ગયો, શું કરીને? ધર્મ માનીને. પણ ભાઈ! રાગની ક્રિયા મંદ હો તો પણ તે બંધનું જ કારણ છે, સંસારરૂપ છે અને સંસારનું કારણ છે; ભેગું મિથ્યાભાવનું મહાપાપ તો ઊભું જ છે, જે અનંત સંસારનું કારણ છે. જ્યારે જીવનશક્તિની વિદ્યમાન પર્યાય છે તે અબંધ છે. મોક્ષમાર્ગ-કે મોક્ષરૂપ છે; તેમાં વિકારનો-વિકલ્પનો અભાવ છે. શું કીધું? જેમાં ભાવશક્તિનું રૂપ છે એવી ભાવશક્તિનું રૂપ છે એવી જીવન શક્તિ પરિણમતાં જીવનની વર્તમાન નિર્મળ અવસ્થા નિયમથી વિદ્યમાન હોય છે, તેમાં વિકારનો અભાવ છે. વસ્તુમાં વિકાર નહિ, ને તેના પરિણમનમાં ય વિકારનો અભાવ છે. આ અનેકાન્ત અને સ્યાદ્વાદ છે. સ્વભાવના અસ્તિરૂપ પરિણમનમાં વિકારની નાસ્તિ છે; આ અનેકાન્ત છે.
પ્રશ્નઃ– એક ભાઈ પ્રશ્ન કરતા કે અમે આ વ્રત, તપ, ભક્તિ આદિ કરીએ છીએ, ને ઘરબાર-કુટુંબને છોડી નિવૃત્તિ લીધી છે તે શું ધર્મ નહિ? જો એ ધર્મ ન હોય તો અમારે શું કરવું?
ઉત્તરઃ– એની તો અહીં વાત છે. શું? કે રાગથી ભિન્ન હું એક જ્ઞાયકસ્વરૂપ છું-એમ સ્વસન્મુખ થઈ ભેદજ્ઞાન પ્રગટ કરવું તે ધર્મ છે. દયા કરું, ને વ્રત કરું, ને તપ કરું-એમ કરવાનું માને છે એ તારું નિયમથી મરણ છે. સોગાનીજીએ કહ્યું છે કે ‘કરના સો મરના હૈ.’ હું રાગ કરું એ અભિપ્રાયમાં તારું ભાવમરણ થાય છે. અનંત ચૈતન્યશક્તિઓનો પિંડ તે હું નહિ, પણ રાગના કર્તાસ્વરૂપ હું છું એમ માનનાર પોતાની ચૈતન્યશક્તિનો ઘાત કરે છે, પોતાના સ્વભાવની હિંસા કરે છે. અહા! આવો આત્મ-ઘાત મહાપાપ છે.
અરેરે! એણે પોતાની દરકાર કરી નહિ. પચાસ-સો વર્ષનાં આયુષ્ય તો જોતજોતામાં વીતી જાય ભાઈ! ને ત્રસમાં રહેવાની સ્થિતિ ઉત્કૃષ્ટ બે હજાર સાગરોપમ છે. ત્યાં સુધીમાં જો ધર્મ પ્રગટ ન કર્યો તો સમજવું કે સ્થિતિ પૂરી થયે જીવ નિયમથી નિગોદમાં ચાલ્યો જશે, પછી અવસર નહિ રહે. આ બૈરાં-છોકરાં, ધન-સંપત્તિ ઇત્યાદિ કામ નહિ આવે, ને તેના લક્ષે એકલું પાપ જ થશે. કદાચિત્ પુણ્યના ભાવ કર્યા હોય તો ય તેના ફળરૂપે ભવ મળશે. પુણ્યના ભાવ પણ સંસાર છે ને તેનું ફળ પણ સંસાર છે.
અહીં કહે છે-પ્રભુ! તારી શક્તિમાં સંસાર નથી. એ શક્તિ વર્તમાન વિદ્યમાન અવસ્થા સહિત છે, તે અવસ્થામાં પણ સંસાર નથી. સંસારનો જે વિકલ્પ છે તેનો ભાવશક્તિ અને વિદ્યમાન અવસ્થામાં અભાવ છે. હવે આવી ચોખ્ખી વાત છે, છતાં લોકો રાડ નાખે છે કે-વ્યવહાર કરીએ છીએ તે સાધન છે. અરે ભાઈ! નિમિત્તનું જ્ઞાન કરાવવા તેને ઉપચારથી સાધન કહ્યું છે, તે કાંઈ ખરેખર સાધન નથી. લોકોને એમ લાગે છે કે-અહીં નિશ્ચય... નિશ્ચય... ને નિશ્ચયની જ વાત કરે છે, પણ ભાઈ! નિશ્ચય એટલે સત્ય અને વ્યવહાર એટલે ઉપચાર. આમ નિશ્ચય- વ્યવહાર યથાર્થ
PDF/HTML Page 4075 of 4199
single page version
સમજવા જોઈએ.
વ્યવહારના-શુભભાવના ફળમાં એકાદ સ્વર્ગનો ભવ આવે, પણ તેથી શું? પૂજામાં તો આવ્યું છે ને કે-
એકાદ ભવ સ્વર્ગનો મળી જાય, પણ પછી ત્યાંથી નીકળીને પાછો પશુગતિ કે નરકગતિમાં ચાલ્યો જાય. વર્તમાનમાં બહુ શુભભાવ કર્યા હોય તો જીવ સ્વર્ગમાં જાય, તિર્યંચ મરીને આઠમા સ્વર્ગ સુધી જાય છે. ત્યાંનુ આયુષ્ય પૂરું કરીને પાછા તિર્યંચમાં પણ જવા સંભવિત છે.
પ્રશ્નઃ– સમ્મેદશિખરની જાત્રા કરે તો તેના ભવનો નાશ થાય એ તો ખરું ને? ઉત્તરઃ– ના, એમ નથી. સમ્મેદશિખરની ગમે તેટલી જાત્રા કરે તો ય એ શુભભાવ છે, અને શુભભાવથી બંધ થાય છે, મુક્તિ નહિ, ભવનાશ નહિ. એ તો સમકિતી જીવને જાત્રા આદિના ભાવ હોય છે તો તેના એવા શુભભાવને આરોપથી ઉપચાર કરીને ભવનાશક કહ્યો હોય છે, પણ વાસ્તવમાં જાત્રાનો શુભભાવ બંધરૂપ જ છે.
પ્રશ્નઃ– તો લોકોમાં કહેવાય છે ને કે શત્રુંજય અને સમ્મેદશિખરની જાત્રા કરો તો કલ્યાણ થાય છે? ઉત્તરઃ– ધૂળે ય કલ્યાણ ન થાય સાંભળને. જાત્રાના પરિણામ શુભરાગ છે ને એનાથી પુણ્યબંધ થાય, ધર્મ નહિ, કલ્યાણ નહિ. તેનો ઉપચારથી મહિમા કરવામાં આવ્યો હોય તો તેને ઉપચારમાત્ર જ સમજવો જોઈએ. વાસ્તવમાં તારા કલ્યાણનું કારણ તો ભાવશક્તિ છે. ભાવશક્તિની વર્તમાન વિદ્યમાન નિર્મળ અવસ્થા તે તારા કલ્યાણનું કારણ છે. આ ભાવશક્તિ દ્રવ્ય-ગુણમાં-અનંતમાં વ્યાપક છે, જેથી અનંત ગુણ સહિત દ્રવ્યની વર્તમાન અવસ્થા નિર્મળ વિદ્યમાન હોય જ છે, ને તે મુક્તિનું કારણ છે. આવી વાત છે.
ત્રિકાળી ભાવશક્તિ છે તે પારિણામિક ભાવે છે. તેનું પરિણમન થાય છે તે ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક એવા ત્રણ ભાવરૂપ હોય છે. ઉદયભાવ તે શક્તિનું કાર્ય નથી. અહા! નિર્મળ પર્યાયની વર્તમાન હયાતી હોય એવી ભાવશક્તિ જીવમાં ત્રિકાળ છે. ‘અમુક અવસ્થા’ એટલે અહીં નિશ્ચિત નિર્મળ પર્યાયની વાત છે. દ્રવ્યસ્વભાવની દ્રષ્ટિપૂર્વક જેને ભાવશક્તિની પ્રતીતિ થઈ છે તેને ભાવશક્તિના કાર્યરૂપ નિયમથી નિશ્ચિત નિર્મળ અવસ્થા વિદ્યમાન હોય છે. ‘અમુક અવસ્થા’ એટલે ક્રમબદ્ધ જે નિર્મળ અવસ્થા થવાની હોય તે અવસ્થા વર્તમાન-વર્તમાન વિદ્યમાન હોય છે એમ વાત છે; અમુક અવસ્થા એટલે ગમે તે અવસ્થા એમ વાત નથી, પણ અમુક નિર્મળ નિશ્ચિત અવસ્થાની વાત છે.
અહા! આ ભાવશક્તિના વર્ણનમાં ઘણું રહસ્ય ભર્યું છે. ભાવશક્તિ પરિણમતાં-
• નિયમથી વર્તમાન નિર્મળ અવસ્થા વિદ્યમાન હોય છે; તેથી
• દ્રવ્યની પર્યાયનું (નિર્મળ પર્યાયનું) વ્યવહારરત્નત્રયનો વિકલ્પ કારણ નથી.
• દ્રવ્યની નિર્મળ પર્યાયનું દેવ-ગુરુ આદિ પર નિમિત્ત કારણ નથી.
• દ્રવ્યની પર્યાય કરવી પડે છે એમ નથી.
• દ્રવ્યની પર્યાય સ્વકાળે પ્રગટ થાય જ છે.
• દ્રવ્યમાં પ્રગટ થતી પર્યાય નિયત ક્રમથી ક્રમબદ્ધ પ્રગટ થાય છે. ઇત્યાદિ અનેક રહસ્યો આ ભાવશક્તિના વર્ણનમાં ભર્યાં છે.
અરે, લોકો તો પાંચ-પચીસ લાખ ખર્ચી મંદિર બનાવે ને જિનબિંબ પધરાવે એટલે કલ્યાણ થઈ જશે એમ માને છે, પણ એવું વસ્તુસ્વરૂપ નથી. મંદિર બનાવવાના શુભભાવથી પુણ્ય બંધાય, પણ ધર્મ ન થાય. અમે તો સંપ્રદાયમાં હતા ત્યારે ય આ વાત બહુ જોર દઈને કહેતા. અરે ભાઈ! શુદ્ધ આત્મદ્રવ્યના લક્ષે નિર્મળ અવસ્થાયુક્ત શુદ્ધ રત્નત્રયનાં પરિણામ થાય તે મોક્ષનું કારણ છે. અહા! ભાવશક્તિનું ભવન... નિર્મળ વિદ્યમાન પર્યાયયુક્ત થવું તે તેનું કાર્ય છે. આ નિર્મળ અવસ્થાનું વ્યવહારરત્નત્રય કારણ નથી. વ્યવહારરત્નત્રય ધર્મીને હો, પણ એ તેની ધર્મપરિણતિનું-નિશ્ચય રત્નત્રયનું કારણ નથી. વ્યવહારરત્નત્રય નિર્મળ અવસ્થાનું કારણે ય નથી, કાર્ય પણ નથી.
પંચસંગ્રહમાં કહ્યું છે કે- અગ્નિના તાપથી જો લાભ થતો હોય તો પતંગિયાં અગ્નિમાં પડે છે તેને લાભ થવો જોઈએ.
PDF/HTML Page 4076 of 4199
single page version
જળમાં સ્નાન કરવાથી જો લાભ થતો હોય તો જળચર પ્રાણીઓ જળમાં ડૂબકી મારે છે તેમને લાભ થવો જોઈએ. નગ્ન રહેવાથી જો મુક્તિ થતી હોય તો પશુઓ નગ્ન જ રહે છે, તેમને મુક્તિ થવી જોઈએ. કેશલુંચનથી જો ધર્મ થતો હોય તો ઘેટાના વાળ બારે મહિને કાપે છે તેને ધર્મ થવો જોઈએ. પરંતુ આ બધી તો જડની ક્રિયા બાપા! એનાથી ધર્મ ન થાય, ને રાગથી ય ધર્મ ન થાય. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં કાંઈ કરે એ તો વસ્તુસ્થિતિ જ નથી.
આ શક્તિના વર્ણનમાં પર્યાયના પરિણમન સહિતની વાત છે. પરિણમનમાં એકેક શક્તિ અને શક્તિવાન દ્રવ્યની પ્રતીતિ થાય છે. શુદ્ધ પરિણમન વિના ત્રિકાળી શુદ્ધ દ્રવ્યની પ્રતીતિ-સિદ્ધિ થતી નથી. પર્યાયરૂપ પરિણમન વિના કોની પ્રતીતિ? શેમાં પ્રતીતિ? વર્તમાન સહિત ત્રિકાળી દ્રવ્ય અને શક્તિની પ્રતીતિ પર્યાયમાં થાય છે. જીવને જ્યાં સુધી દ્રવ્ય ઉપર દ્રષ્ટિ ન હોય ત્યાં સુધી તેને શક્તિનું પરિણમન નથી, તેથી તેની પ્રતીતિમાં ત્રિકાળી દ્રવ્યની હયાતી નથી, તેને તો રાગની જ હયાતી છે. મલિન રાગની રુચિમાં તેને આત્મા ભાસતો નથી, તેને રાગ જ-મલિન અવસ્થા જ વિદ્યમાન છે. વાસ્તવમાં જેને પુણ્યની-રાગની મીઠાશ છે તેને નિજ જ્ઞાનસ્વભાવની અરુચિ-દ્વેષ છે. ‘દ્વેષ અરોચક ભાવ’-પરની રુચિ ને સ્વરૂપની અરુચિ તે નિજ આત્મદ્રવ્ય પ્રત્યેનો દ્વેષ છે. ધર્મીને રાગની રુચિ-પ્રેમ હોતાં નથી. રાગ હો, યથાસંભવ રાગ હોય છે, પણ ધર્મી પુરુષને તેની રુચિ હોતી નથી; તે તો રાગનો જ્ઞાતા-દ્રષ્ટા જ છે. સમજાણું કાંઈ...?
દરેક શક્તિ વીતરાગ સ્વરૂપ છે. શક્તિ અને શક્તિવાનને ઓળખી જ્યાં દ્રવ્ય-દ્રષ્ટિ કરે ત્યાં વીતરાગી પર્યાય પણ વિદ્યમાન થાય છે; રાગ એમાં વિદ્યમાનપણે છે જ નહિ. ધર્મી તો રાગને મારા જાણે છે બસ; તે જાણે છે એમ કહીએ એ ય વ્યવહાર છે, કેમકે રાગ છે તો રાગને જાણનારી જ્ઞાનની દશા થઈ છે એમ નથી. પોતાને જાણે ને રાગને-પરનેય જાણે એવો સહજ જ એનો સ્વપર પ્રકાશક સ્વભાવ છે, તે જ્ઞાનની દશા પોતાથી પ્રગટ થઈ છે, રાગને લીધે નહિ, તેમાં રાગનો તો અભાવ જ છે. લ્યો, આવું વર્તમાન નિર્મળ અવસ્થાના હોવારૂપે ભાવશક્તિ છે તેનું વર્ણન પૂરું થયું.
આ પ્રમાણે અહીં ભાવશક્તિનું વર્ણન પૂરું થયું.
‘શૂન્ય (-અવિદ્યમાન) અવસ્થાવાળાપણારૂપ અભાવશક્તિ’ (અમુક અવસ્થા જેમાં અવિદ્યમાન હોય એવાપણારૂપ અભાવશક્તિ)’
આ સમયસારનો શક્તિનો અધિકાર છે. શક્તિ એટલે ગુણ; આત્મા ગુણી શક્તિવાન છે. ભગવાન આત્મા ત્રિકાળી સત્ અવિનાશી વસ્તુ છે, ગુણા તેનું સત્ત્વ છે, સામર્થ્ય છે. અહાહા...! ગુણ કહો, શક્તિ કહો, સ્વભાવ કહો- બધું એક જ છે.
અહીં અભાવશક્તિનું વર્ણન છે. શું કહે છે? કે ‘શૂન્ય અવસ્થાવાળાપણારૂપ અભાવશક્તિ છે.’ અહાહા...! આત્મા ચૈતન્ય દ્રવ્ય છે, તેની આ શક્તિ ત્રિકાળ ધ્રુવ છે. તેનું સ્વરૂપ શું? તો કહે છે-તેની વિદ્યમાન અવસ્થા પર નામ આઠકર્મના અભાવરૂપ અવસ્થા છે, અને તે વર્તમાન વિદ્યમાન અવસ્થામાં પૂર્વોત્તર અવસ્થાઓનો પણ અભાવ છે.
અહા! ભાવશક્તિની જેમ આત્મામાં અભાવશક્તિ ત્રિકાળ છે. જેને અંતર્દ્રષ્ટિ-આત્મદ્રષ્ટિ થઈ તેને ભાવશક્તિનું પરિણમન થયું, અભાવશક્તિનું પણ પરિણમન થયું; તેથી તેને જે વર્તમાન નિર્મળ અવસ્થાની વિદ્યમાનતા થઇ તેમાં, અહીં કહે છે, આઠ કર્મની અવસ્થાનું અવિદ્યમાનપણું-શૂન્યપણું છે. અહા! આત્માના અનંતગુણની નિર્મળ અવસ્થાનું વર્તમાન વિદ્યમાનપણું છે તે, કહે છે, આઠ કર્મની અવસ્થાથી શૂન્ય છે.
અજ્ઞાનીઓ પોક મૂકે છે કે-અરે! કર્મનું જોર ઘણું! કર્મ મહા બળવાન! તેને કહે છે-ભાઈ, તારી પર્યાયમાં કર્મનો તો અભાવ છે, તે તને શું કરે? આઠ કર્મથી આત્મા શૂન્ય છે, ને તેના નિમિત્તે થતા વિકારથી-ભાવકર્મથી પણ તેની વિદ્યમાન નિર્મળ અવસ્થા શૂન્ય છે; ભાવકર્મની અવસ્થા અવિદ્યમાન છે. શું કીધું? આ દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ જે વિકલ્પ છે તેનાથી આત્માની વિદ્યમાન અવસ્થા શૂન્ય છે. અરે, લોકોને પોતાની શક્તિ અને શક્તિવાનની તથા તેના પરિણમનની ખબર નથી, ને કર્મનું જોર છે એમ ખાલી રાડો પાડે છે.
PDF/HTML Page 4077 of 4199
single page version
ભાઈ! તારી વર્તમાન વિદ્યમાન દશામાં કર્મનો-દ્રવ્યકર્મ-ભાવકર્મનો તો અભાવ છે, તદુપરાંત અહીં એમ કહેવું છે કે-તારી વિદ્યમાન દશામાં પૂર્વ પર્યાયનો પણ અભાવ વર્તે છે. માટે, અરેરે! પૂર્વે બહુ અપરાધ-પાપ કર્યા છે, હવે તેનાથી મુક્ત કેમ થવાય?-એવી કાયરતા છોડી, તારી વર્તમાન પર્યાયને સ્વભાવમાં વાળ તો પૂર્વના સર્વદોષનું નિવારણ થઈ તને નિર્મળ ધર્મપરિણતિ પ્રગટ થશે. અજ્ઞાનીને પણ પોતાની વર્તમાન ઉંધાઈની જ મલિનતા છે, કાંઈ પૂર્વની મલિનતા વર્તમાનમાં વિદ્યમાન નથી; પૂર્વની મલિનતાનો તો વર્તમાનમાં અભાવ જ છે. અહો! આમાં પ્રતિસમય વર્તમાન વર્તતી પર્યાયનો ‘ભાવ’ અને તેમાં બીજી પર્યાયોનો ‘અભાવ’-એમ બતાવીને તો પર્યાય- પર્યાયની સ્વતંત્રતા સિદ્ધ કરી છે, ને વર્તમાન પર્યાયને વર્તમાન ત્રિકાળી દ્રવ્યનું જ આલંબન બતાવ્યું છે. આ તો ગજબ વાત છે ભાઈ!
અહો! દ્રવ્યમાં જ્યારે જુઓ (દ્રષ્ટિ કરો) ત્યારે તેની નિર્મળ અવસ્થા પોતાથી જ વિદ્યમાનપણે વર્તે છે, અને તે અવસ્થામાં બીજી આગળ-પાછળની બધી અવસ્થાઓ અવિદ્યમાન જ છે. વર્તમાન વિદ્યમાન પર્યાયનું વર્તવાપણું તે ‘ભાવ’ ને ત્યારે બીજી પર્યાયનું નહિ વર્તવાપણું, અવિદ્યમાનપણું તે ‘અભાવ’. અહા! આવી બન્ને શક્તિઓ આત્મામાં એકસાથે ત્રિકાળ વર્તે છે.
તારું જ્ઞાન અજ્ઞાનના અભાવવાળું છે,
તારી શ્રદ્ધા વિપરીતતાના અભાવવાળી છે,
તારું ચારિત્ર કષાયના અભાવવાળું છે,
તારો આનંદ આકુળતાના અભાવવાળો છે.
-એમ તારી બધી જ શક્તિઓ વિભાવના અભાવવાળી છે. અહા! આવા નિજ સ્વભાવનો સ્વીકાર કરતાં જ પર્યાયમાં પણ સ્વભાવના તદ્રૂપ પરિણમન થઈ જાય છે, -આ જ ધર્મની રીત છે. શુદ્ધ ચૈતન્ય સ્વભાવને પ્રતીતિમાં લઈને તેના આશ્રયે પરિણમન કર્યા વિના ધર્મનો બીજો કોઈ ઉપાય નથી.
તો કેટલાક લોકો કહે છે કે-દયા, દાનના શુભભાવને નહિ માનો તો નરકમાં જશો. અરે ભાઈ! સાંભળ તો ખરો પ્રભુ! તું એક વસ્તુ છો કે નહિ? જો છો તો તેમાં વસેલી ત્રિકાળી શક્તિઓ છે કે નહિ? વસ્તુ તો તેને કહીએ કે જેમાં શક્તિનો વસવાટ હોય, જેમ ગામ તેને કહીએ જેમાં પ્રજાનો વસવાટ હોય. આ દયા, દાન, વ્રત આદિ ભાવ તો વિકારી વિભાવદશા છે, તે ભાવકર્મ છે; તેની શક્તિની વિદ્યમાન નિર્મળ દશામાં અવિદ્યમાનતા જ છે એવી આત્માની અભાવશક્તિ છે. અહાહા...! ભાવકર્મથી ભગવાન આત્મા શૂન્ય છે, ને તેના નિર્મળ પરિણમનમાં પણ ભાવકર્મનો અભાવ જ છે. શુભભાવને આ રીતે માનવા તે માનવું યથાર્થ છે. બાકી કેટલાક આવી વાત સમજે નહિ એટલે વિરોધ કરે, પણ આ વિરોધ કરવા જેવી ચીજ નથી બાપુ! આમાં તો તારા હિતની વાત છે. એનો વિરોધ તો પોતાનો જ વિરોધ છે. અમને તો કરુણા જ છે. શ્રીમદે કહ્યું છે ને કે-
માને મારગ મોક્ષનો, કરુણા ઉપજે જોઈ.
શુભભાવની રુચિવાળાને ક્રિયાજડ કહ્યા છે, ને બહાર જ્ઞાનની વાતો કરે, પણ અંદર ચૈતન્યનું ભિન્ન પરિણમન થવું જોઈએ તેનો જેને સ્વાભિમુખ ઉદ્યમ નથી તેને શુષ્કજ્ઞાની કહ્યા છે. બન્ને અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ છે.
તો જ્ઞાનીને શુભરાગ તો હોય છે? હા, જ્ઞાનીને શુભરાગઆવે છે, પણ તેને રાગની રુચિ, રાગનો પ્રેમ હોતો નથી. અહા! આત્મામાં વિકારી પરિણામના અભાવરૂપ સ્વભાવ છે તે જ્ઞાનીને પરિણમ્યો છે, જેથી તેની નિર્મળ વિદ્યમાન દશામાં વિકારની અવિદ્યમાનતા જ વર્તે છે. કિંચિત્ રાગ પર્યાયમાં છે તેને અહીં આત્મા કહેતા-ગણતા નથી. આત્માની શક્તિના અધિકારમાં વિકારને શક્તિના કાર્યરૂપ ગણવામાં આવતો નથી. આ અભાવશક્તિ દ્રવ્ય-ગુણ અને પર્યાય ત્રણેમાં વ્યાપે છે. તેથી શક્તિમાં જેનો અભાવ છે, શક્તિની પર્યાયમાં પણ તેનો અભાવ-અવિદ્યમાનતા જ છે.
જ્ઞાનાવરણ આદિ આઠ કર્મની અવસ્થાથી ભગવાન આત્મા શૂન્ય છે. અજ્ઞાની કહે છે-મને કર્મ નડે છે. અરે ભગવાન! કર્મ તો બિચારાં જડ છે. તે તને શું નડે? પૂજાની જયમાલામાં આવે છે ને કે-
PDF/HTML Page 4078 of 4199
single page version
કર્મની અવસ્થાથી તો ભગવાન આત્મા શૂન્ય છે. જે તારામાં નથી તે તને શું કરે? અરે, કર્મ તો શું, કર્મના નિમિત્તે ઉત્પન્ન થતા વિકારથી પણ આત્મા શૂન્ય છે, ને પોતાના આનંદસ્વભાવથી અશૂન્ય છે. અહા! આ ભાવ-અભાવશક્તિ વર્ણવીને આચાર્યદેવે ગજબની વાત કરી છે.
આઠ કર્મની ૧૪૮ પ્રકૃતિનો આત્મામાં અભાવ છે. નામકર્મની તીર્થંકર પ્રકૃતિથી આત્મા શૂન્ય છે, ને તીર્થંકર પ્રકૃતિના કારણરૂપ સોલહકારણ ભાવનાથી પણ આત્મા શૂન્ય છે. અહા! આ અભાવશક્તિમાં તો ગજબની વાત છે.
તો, ‘દરશવિશુદ્ધિ ભાવના ભાય, સોલહ તીર્થંકરપદ પાય, પરમગુરુ હો, જય જય નાથ પરમગુરુ હો.’ એમ સોલહકારણની પૂજા કરવામાં આવે છે ને?
એ તો બધો બાહ્ય વ્યવહાર બાપુ! બાકી એ ભાવનાથી અંદર ભગવાન આત્મા ભિન્ન છે. જે ભાવથી કર્મપ્રકૃતિ બંધાય તે ભાવની આત્માની વર્તમાન ભાવરૂપ નિર્મળ દશામાં અવિદ્યમાનતા જ છે એવી આત્માની આ અભાવશક્તિ છે. આવી વાત લોકોને મળી નથી એટલે પરંપરા તૂટી ગઈ, સત્ગુરુ પણ રહ્યા નહિ. પં. જયચંદજીએ લખ્યું છે કે-આ ગ્રંથના ગુરુ-સંપ્રદાયનો (-ગુરુપરંપરાગત ઉપદેશનો) વ્યુચ્છેદ થઈ ગયો છે, માટે જેટલો બની શકે તેટલો (-યથાશક્તિ) અભ્યાસ થઈ શકે છે. તોપણ જેઓ સ્યાદ્વાદમય જિનમતની આજ્ઞા માને છે, તેમને વિપરીત શ્રદ્ધાન થતું નથી. કયાંક અર્થનું અન્યથા સમજવું પણ થઈ જાય તો વિશેષ બુદ્ધિમાનનું નિમિત્ત મળ્યે યથાર્થ થઈ જાય છે. જિનમતની શ્રદ્ધાવાળાઓ હઠગ્રાહી હોતા નથી.
અહાહા...! ભગવાન આત્મા પૂર્ણ પવિત્રતાનો પિંડ છે. તેની વર્તમાન વિદ્યમાન અવસ્થા પણ પવિત્ર છે; તે અપવિત્રતાથી શૂન્ય છે. દ્રવ્યકર્મ, નો કર્મ ને ભાવકર્મથી તે શૂન્ય છે. પાંચ શરીરથી તે શૂન્ય છે. જો કે જ્ઞાનીને જ તીર્થંકર પ્રકૃતિ હોય છે, અજ્ઞાનીને હોતી નથી; આહારક બંધનની પ્રકૃતિ પણ સમકિતીને (મુનિવરને) હોય છે, અજ્ઞાનીને હોતી નથી. તથાપિ તેની વિદ્યમાન નિર્મળ અવસ્થામાં તે દ્રવ્યકર્મ, નોકર્મ ને ભાવકર્મનો અભાવ છે. આ રીતે કર્મથી હું હેરાન છું-એવી માન્યતા બરાબર નથી. વાસ્તવમાં ‘અપને કો આપ ભૂલકે હેરાન હો ગયા’-અમે વાત છે.
અહાહા...! ભગવાન આત્મા પરમ પવિત્ર ચૈતન્યરત્નાકર પ્રભુ પોતાની પવિત્રતાનો રક્ષક-નાથ છે. પોતાના યોગક્ષેમનો કરનારો હોય તેને નાથ કહીએ, કેમકે તે મેળવેલી ચીજની રક્ષા કરે છે, અને નહીં મેળવેલી ચીજને મેળવી આપે છે. ભગવાન આત્મા વર્તમાનમાં વિદ્યમાન નિર્મળ દશા છે તેની રક્ષા કરે છે. પોતે વિકારના અભાવસ્વભાવે છે ને! તો વિકારને પ્રવેશવા દેતો નથી, અને વર્તમાનમાં કેવળજ્ઞાનનો અભાવ છે તેને તે અંતઃપુરુષાર્થની પૂર્ણ પ્રકર્ષતા વડે મેળવી આપે છે. અહા! આવો ભગવાન આત્મા નાથ છે. સમજાય છે કાંઈ...? અહો! પંચમ આરાના મુનિવર શ્રી કુંદકુંદાચાર્યદેવે તીર્થંકર તુલ્ય કામ કર્યું છે, ને અમૃતચંદ્રસૂરિએ તેમના ગણધર જેવું કામ કર્યું છે. આ શક્તિઓનું સ્પષ્ટીકરણ પં. દીપચંદજીએ વિશેષતાથી કર્યું છે. થોડું સમયસાર નાટકમાં પણ છે.
અહા! આત્મા અનંત શક્તિનું એકરૂપ ધ્રુવ ચૈતન્યદળ છે. તેની દ્રષ્ટિ સહિત અનુભવ જેને અંતરમાં પ્રગટ થયો તેની વર્તમાન વિદ્યમાન શુદ્ધ અવસ્થામાં વિકારનું અવિદ્યમાનપણું છે. અહાહા...! જ્ઞાની-ધર્મી પુરુષ, રાગની અવસ્થાથી, મારી વિદ્યમાન જ્ઞાનની દશા શૂન્ય છે એમ અનુભવે છે. રાગ છે એ તો અજ્ઞાનીને પર્યાયદ્રષ્ટિમાં વિદ્યમાન છે. કર્મના નિમિત્તે જે દશા થાય તેને અજ્ઞાની પોતાની માને છે, અને આ માન્યતા જ તેને સંસાર પરિભ્રમણનું અને દુઃખનું કારણ છે.
પ્રશ્નઃ– તો ગોમટસારમાં જ્ઞાનાવરણીયના નિમિત્તથી જ્ઞાન રોકાય છે એમ આવે છેને? ઉત્તરઃ– હા, આવે છે; પણ એ તો નિમિત્તનાં કથન બાપુ! જીવને પોતાની દ્રવ્યદ્રષ્ટિની દશાનો અભાવ છે તો તે પોતે જ્ઞાનની હીણી દશારૂપે પરિણમે છે, અને ત્યારે જ્ઞાનાવરણીય કર્મ તેમાં નિમિત્ત હોય છે બસ. કર્મ જ્ઞાન રોકે છે એવો એનો અર્થ નથી. કર્મપ્રકૃતિએ આવરણ કર્યું એ તો નિમિત્તની પ્રધાનતાથી જીવની હીણી દશા બતાવવા માટેનું વ્યવહારનયનું કથન છે વાસ્તવમાં ભાવઘાતી કર્મથી વિકૃત દશા થાય છે, દ્રવ્યઘાતીકર્મ તો તેનું નિમિત્તમાત્ર છે. અહીં તો એમ સિદ્ધ કર્યું છે કે આત્મા ભાવઘાતી કર્મ ને દ્રવ્યઘાતી કર્મની અવસ્થાથી શૂન્ય-અવિદ્યમાન છે. સ્વભાવની દ્રષ્ટિ થતાં અનંત ગુણની નિર્મળ વિદ્યમાન અવસ્થા હોય છે, ને તેમાં કર્મ, શરીર અને રાગની અવસ્થા અવિદ્યમાન છે. હવે આવી વાત સર્વજ્ઞ સિવાય કયાં હોય? કયાંય ન હોય.
PDF/HTML Page 4079 of 4199
single page version
અહા! તારાં ચૈતન્યનિધાન તો જો. તેમાં રાગનો અભાવ છે. જેમ નરકમાં સ્વર્ગના સુખની ગંધ નથી, સ્વર્ગમાં નરકની પીડા નથી, પરમાણુમાં પીડા નથી, તેમ ભગવાન ચૈતન્યપ્રભુમાં વિકાર નથી. અહાહા...! ચૈતન્ય- સૂર્યના પ્રકાશમાં રાગના અંધકારનો અભાવ છે.
અરે, આ શરીર છે તે તો હાડ-માંસનું દુર્ગંધમય પોટલું છે. તેમાં શું રાચવું? તેમાંથી બહુબહુ તો રાખ ને ધુમાડો નીકળે, તેની ક્રિયામાંથી કાંઈ સમ્યગ્દર્શન આદિ રત્નો ન નીકળે; તેના લક્ષે રાગદ્વેષના અપવિત્ર, મલિન- ગંધાતા ભાવો થાય, કાંઈ જ્ઞાનમય ભાવ ન થાય. પણ અરે ભાઈ! અંદર આ તારું ચૈતન્યનિધાન અનંત ગુણરત્નોથી ભર્યું છે, તેમાં એકાગ્ર થઈને તું જો તો ખરો! અહાહા...! તેમાં જોતા ને જોતા રહેતાં તેમાંથી સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, સમ્યગ્ચારિત્ર, મુનિદશા, કેવળજ્ઞાન અને સિદ્ધપદ ઇત્યાદિ નિર્મળ નિર્મળ રત્નોની હારમાળા ગુંથાએલી છે તે ક્રમે પ્રગટ થાય છે. અહો! અહીં કહે છે-કર્મ, શરીર ને રાગની દશાની અવિદ્યમાનતા જ હોય એવો ભગવાન આત્માનો અભાવશક્તિરૂપ સ્વભાવ છે.
પ્રશ્નઃ– તો પ્રવચનસારમાં કર્તૃનય કહ્યો છે તે શું છે? ઉત્તરઃ– પ્રવચનસારમાં ત્યાં જ્ઞાનપ્રધાન શૈલિથી વાત છે. ત્યાં કહ્યું છે- ‘આત્મદ્રવ્ય કર્તૃનયે, રંગરેજની માફક, રાગાદિપરિણામનું કરનાર છે (અર્થાત્ આત્મા કર્તાનયે રાગાદિ પરિણામોનો કર્તા છે, જેમ રંગારો રંગકામનો કરનાર છે તેમ)’.
અહા! ધર્મીને સમ્યગ્દર્શન સાથે જ્ઞાનની-સમ્યગ્જ્ઞાનની દશા થઈ છે. તે જ્ઞાનમાં એમ જાણે છે કે-મારી પર્યાયમાં વિકાર છે. અને પરિણમન અપેક્ષા તેનો હું કર્તા છું. પરંતુ દ્રષ્ટિ વિકારને પોતાના સ્વરૂપમાં સ્વીકારતી નથી. તેથી દ્રષ્ટિની પ્રધાનતામાં ‘હું તો વિકારથી શૂન્ય છું’ -એમ જ્ઞાની અનુભવે છે. અહીં સમયસારમાં દ્રષ્ટિની પ્રધાનતા છે. દ્રષ્ટિની પ્રધાનતામાં વિકાર ગૌણ ગણી, નથી-અભાવરૂપ છે એમ કથન હોય છે. જ્યારે જ્ઞાન તો ક્રમમાં જે કિંચિત્ રાગ છે તેને પોતાના અપરાધરૂપ જાણે છે. (તેને પોતામાં ભેળવે છે એમ નહિ)
આચાર્ય અમૃતચંદ્રસ્વામી ત્રીજા કળશમાં કહે છે કે-
‘अविरतमनुभाव्य–व्याप्ति कल्माषितायाः’-હું તો દ્રવ્યદ્રષ્ટિએ શુદ્ધ ચૈતન્યમાત્ર છું, પરંતુ મારી પરિણતિ મોહકર્મના ઉદયનું નિમિત્ત પામીને મેલી છે-રાગાદિરૂપ થઈ રહી છે. મારી પર્યાયમાં દુઃખનું વેદન છે. જ્યારે અહીં શક્તિના વર્ણનમાં આચાર્યદેવ કહે છે કે-દુઃખના વેદનની અવસ્થાનો મારી વર્તમાન વિદ્યમાન નિર્મળ અવસ્થામાં અભાવ છે. ભાઈ, જ્યાં જે અપેક્ષાએ કથન હોય ત્યાં તેને અપેક્ષાથી યથાર્થ સમજવું જોઈએ. ભાઈ! તારી ચીજ અલૌકિક છે, તે લૌકિક ક્રિયાથી પ્રાપ્ત થાય તેવી નથી. દ્રવ્યસંગ્રહમાં વ્યવહારનયને લૌકિક કહ્યો છે. માટે પુણ્યની- રાગની રુચિ છોડી સ્વભાવનું ગ્રહણ કર. જ્ઞાનીને રાગ આવે છે, પણ તે રાગને ગ્રહતા-પકડતા નથી; તેથી જ્ઞાની રાગની અવસ્થાથી શૂન્ય છે, એવો જ આત્મદ્રવ્યનો સ્વભાવ છે. અરે ભાઈ! આ તો પ્રસન્નતાના અંકુરો ફૂટે ને તું ન્યાલ થઈ જાય એવી આ વાત છે; વિદેહક્ષેત્રમાં ભગવાન સીમંધરસ્વામી બિરાજે છે ત્યાંથી આવેલી આ વાણી છે. સમજાય છે કાંઈ...?
દ્રવ્ય સ્વભાવ છે તે અશુદ્ધ અવસ્થાથી શૂન્ય છે, સર્વ ગુણની પર્યાયો પણ અશુદ્ધતાથી શૂન્ય છે. અસ્તિત્વ, વસ્તુત્વ આદિ સામાન્ય ગુણો અશુદ્ધ થતા નથી, અમુક ગુણની પર્યાય અશુદ્ધ થાય છે. સામાન્ય ગુણોમાં એક પ્રદેશત્વ ગુણની પર્યાય (સંસાર દશામાં) મલિન થાય છે. અગાઉ વાત કરી હતી કે અમુક ગુણની પર્યાયમાં અશુદ્ધતા થાય છે, બધા અનંત ગુણ કાંઈ અશુદ્ધરૂપે થતા નથી. અમુક દર્શન, ચારિત્ર, આનંદ ઇત્યાદિ ગુણની પર્યાયમાં અશુદ્ધતા થાય છે. પણ આ તો જ્ઞાન કરવા માટે છે, મતલબ કે જ્ઞાની એને જાણે છે બસ. (તદ્રૂપ થતો નથી). દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિમાં તો પ્રદેશત્વ ને જ્ઞાન આદિ ગુણની અશુદ્ધતાની દશાનો અભાવ જ છે.
અરે પ્રભુ! તને તારી મોટપની ખબર નથી. અશુદ્ધતાથી શુદ્ધતા-ધર્મ થાય એમ માનીને તેં તારી ચીજનો ઘાત કર્યો છે, કેમકે શુદ્ધ દશામાં અશુદ્ધતાનો અભાવ વર્તે છે. તારા દ્રવ્યનો જ આવો સ્વભાવ છે. અંદર પૂર્ણ શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય છે તે દ્રવીને શુદ્ધ થાય છે એમ ન માનતાં અશુદ્ધતામાંથી શુદ્ધ દશા પ્રગટ થાય, વા વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય એમ માનતાં તારા સ્વભાવનો અનાદર થાય છે, અને તે જ આત્મઘાત છે. માટે વ્યવહારનો આશ્રય છોડી ત્રિકાળી દ્રવ્યસ્વભાવનો આશ્રય કર; કેમકે દ્રવ્યસ્વભાવ ત્રિકાળ પવિત્ર છે, પરમ પવિત્ર છે, અને તેના આશ્રયે જ પવિત્રતાની પર્યાય પ્રગટ થાય છે.
PDF/HTML Page 4080 of 4199
single page version
અહા! જડકર્મ અને ભાવકર્મની દશાનો તો વર્તમાન વિદ્યમાન દશામાં અભાવ છે, ને ભૂત-ભવિષ્યની પોતાની અવસ્થાઓનો પણ તેમાં પ્રાગભાવ ને પ્રધ્વંસાભાવ છે. જો તેમ ન હોય ને ભૂત-ભવિષ્યની પર્યાયો પણ વર્તમાનમાં વિદ્યમાન હોય તો વર્તમાન સાધક પર્યાયમાં ભૂતકાળની અજ્ઞાનદશા પણ વર્ત્યા કરે, તથા વર્તમાન સાધકપર્યાયમાં કેવળજ્ઞાન દશા પણ હમણાં જ થઈ જાય. આમ થતાં સાધકદશા વગેરે એકેય પર્યાય સિદ્ધ ન થાય, અને પર્યાય સિદ્ધ ન થતાં, દ્રવ્ય પણ સિદ્ધ ન થાય, અર્થાત્ અજ્ઞાન જ રહે. માટે વર્તમાન સાધકદશાનું વિદ્યમાન સ્વભાવવાળાપણું છે તેમાં અન્ય (આગળ-પાછળની ને વર્તમાન વિકારની) અવસ્થાઓનો અભાવ જ છે એમ જાણી શુદ્ધ ચૈતન્યના લક્ષમાં દક્ષ થા, કેમકે ચૈતન્યના લક્ષમાં દક્ષ થતાં આત્મા પોતાની નિર્મળ અવસ્થાપણે વિદ્યમાન વર્તે છે. આવો વીતરાગનો મારગ છે.
આ પ્રમાણે અહીં અભાવશક્તિનું વર્ણન પૂરું થયું.
‘ભવતા (-વર્તતા, થતા, પરિણમતા) પર્યાયના વ્યયરૂપ ભાવાભાવશક્તિ’. અહા! આત્મામાં એક એવી શક્તિ છે જે વડે વર્તમાનમાં જે પર્યાય વિદ્યમાન-ભાવરૂપ છે તેનો નિયમથી બીજે સમયે અભાવ થાય. ભાવ-અભાવનો એવો અર્થ છે કે વર્તમાન પવિત્રતાની જે વિદ્યમાન-ભાવરૂપ અવસ્થા છે તેનો બીજા સમયે અભાવ થાય છે. જરા શાંતિથી સાંભળવું બાપુ! આ તો ભગવાન કેવળીનો મારગ કોઈ અલૌકિક છે. અહા! ભગવાન કેવળીએ આત્મામાં જેવાં નિધાન પ્રત્યક્ષ જોયાં છે તેવાં, ભગવાન! તને અજ્ઞાન મટીને જ્ઞાનમાં ભાસિત થાય એવી તારી ચીજ છે.
અહા! અનંત ગુણની જે નિર્મળ પર્યાય વર્તમાન વિદ્યમાન છે તે ભવતા ભાવનો-પરિણામનો બીજે સમયે વ્યય થાય એવી આત્માની ભાવ-અભાવશક્તિ છે. આ પર્યાય છે તેનો હું અભાવ કરું એમ નથી, ને તેને હું પકડી રાખું એમ પણ નથી, કારણ કે વર્તમાન ભાવનો બીજે સમયે અભાવ થાય જ એવો આત્માનો ભાવ-અભાવ સ્વભાવ છે.
અરે ભાઈ! તું મુંઝાઈશ મા... , અરેરે! ઘણા લાંબા કાળથી સેવેલું અજ્ઞાન હવે કેમ ટળશે, ને સમ્યગ્જ્ઞાન કેમ થશે?-આમ તું મુંઝાઈશ મા; કેમકે અનાદિથી જે અજ્ઞાન સેવ્યું તે અજ્ઞાન સદાય ટકી જ રહે-એમ નથી. અનાદિથી સમયે સમયે વિદ્યમાન એવા અજ્ઞાનનો અભાવ થઈને, અપૂર્વ સમ્યગ્જ્ઞાનનો ભાવ થાય એવી શક્તિઓ તારામાં ત્રિકાળ ભરી છે. બસ તું સ્વ સન્મુખ થા, ને તારી બધી જ મુંઝવણ મટી જશે.
જુઓ, આ અનેકાન્તનો અધિકાર છે. આચાર્યદેવ અહીં અનેકાન્તને વિશેષ ચર્ચે છે. શિષ્યે પ્રશ્ન કર્યો હતો- પ્રશ્નઃ– આત્મા અનેકાન્તમય હોવા છતાં પણ અહીં તેનો જ્ઞાનમાત્રપણે કેમ વ્યપદેશ કરવામાં આવે છે? (આત્મા અનંત ધર્મોવાળો હોવા છતાં તેને જ્ઞાનમાત્રપણે કેમ કહેવામાં આવે છે? જ્ઞાનમાત્ર કહેવાથી તો અન્ય ધર્મોનો નિષેધ સમજાય છે.) તેનો આચાર્યદેવ ઉત્તર કરે છે-
ઉત્તરઃ– લક્ષણની પ્રસિદ્ધિ વડે લક્ષ્યની પ્રસિદ્ધિ કરવા માટે આત્માનો જ્ઞાનમાત્રપણે વ્યપદેશ કરવામાં આવે છે. આત્માનું જ્ઞાન લક્ષણ છે, કારણ કે જ્ઞાન આત્માનો અસાધારણ ગુણ છે. (-અન્ય દ્રવ્યોમાં જ્ઞાનગુણ નથી). માટે જ્ઞાનની પ્રસિદ્ધિ વડે તેના લક્ષ્યની-આત્માની-પ્રસિદ્ધિ થાય છે.
જ્ઞાનમાત્ર ચેતનસ્વરૂપ આત્મા છે, તેની પરિણતિરૂપ જ્ઞાનની પર્યાય છે તેની સાથે અનંત ગુણોની પર્યાય ઉત્પન્ન થાય છે. જ્ઞાનમાત્ર કહેતાં તેમાં અનંત શક્તિઓ આવી જાય છે, તેમાં રાગ-પુણ્ય-પાપ ભાવોનો નિષેધ છે, કાંઈ શક્તિઓનો નિષેધ નથી. આત્માની પર્યાયમાં વર્તમાન જ્ઞાનની દશા વિદ્યમાન હોય છે; આ ભાવ છે ને તેમાં રાગનો-વ્યવહારનો અભાવ છે. આ અનેકાન્ત છે. લોકો વ્યવહારથી નિશ્ચય થાય એમ માને છે, તેમની આ વિપરીત માન્યતાનો અનેકાન્તની ચર્ચા દ્વારા આચાર્યદેવે નિષેધ કર્યો છે.
આત્માની અનંત શક્તિઓ છે. તેમાં ભાવશક્તિનું રૂપ છે. તેથી તેની પ્રત્યેક શક્તિની વર્તમાન નિર્મળ અવસ્થા