PDF/HTML Page 1221 of 4199
single page version
ઉપર સ્થિર ચોંટી છે. પણ પૂર્ણદશા ન પ્રગટે ત્યાંસુધી અસ્થાનના રાગથી બચવા તેમને શુભરાગ આવે છે પણ તે શુભભાવ બંધનું કારણ છે એમ તે જાણે છે. જો કોઈ તેને બંધનું કારણ ન માનતાં મોક્ષનું કારણ માને તો તે મિથ્યાશ્રદ્ધાન છે, અજ્ઞાન છે.
અહીં ઘણી ગંભીર વાત કરી છે. મૂળ સૂત્રમાં તો એમ લીધું છે કે જીવ નવા બંધમાં નિમિત્તભૂત થાય છે. પરંતુ ટીકામાં આચાર્યદેવે એમ કહ્યું કે-આ લોકમાં ખરેખર આત્મા સ્વભાવથી પૌદ્ગલિકકર્મને નિમિત્તભૂત નથી. આત્માનો સ્વભાવ જ્ઞાતાદ્રષ્ટા છે. સ્વભાવથી આત્મા નવાં કર્મ બંધાય એમાં નિમિત્તભૂત નથી. સ્વભાવથી આત્મા નિમિત્તભૂત હોય તો ત્રણે કાળ તેને વિકાર કરવો પડે. કર્મબંધનમાં નિમિત્તપણે સદાય જીવને હાજર રહેવું પડે. તેને નિત્યકર્તૃત્વનો પ્રસંગ બનતાં મુક્તિ થાય જ નહિ.
દયા, દાન આદિના શુભભાવ આવે તેને જ્ઞાની બંધનું કારણ જાણે છે, તેને તેઓ ધર્મ કે ધર્મનું કારણ માનતા નથી. અહીં એ વાત પણ લીધી નથી. અહીં તો એમ કહે છે કે જ્ઞાનીને નવો બંધ થતો જ નથી, કેમકે જ્ઞાનીની દ્રષ્ટિ પોતાના જ્ઞાનાનંદ સ્વભાવ ઉપર રહેલી છે અને તેથી તેને સ્વભાવની પરિણતિ ઉત્પન્ન થાય છે. જે રાગના પરિણામ થાય તે જ્ઞાનીનું કાર્ય નથી. તેથી જ્ઞાની નવા કર્મબંધનમાં નિમિત્ત પણ નથી. અહો! ખૂબ ગંભીર વ્યાખ્યા કરી છે.
અરે ભાઈ! આ મનુષ્યજીવન એમ ને એમ ચાલ્યું જાય છે. ભગવાન કહે છે કે આ ત્રસમાં રહેવાની સ્થિતિ બે હજાર સાગરની છે. બે ઇન્દ્રિયથી પંચેન્દ્રિયની અવસ્થામાં રહેવાનો કાળ બે હજાર સાગર છે. તેમાં જો આત્માનું જ્ઞાન અને સમ્યગ્દર્શન પ્રગટ ન કર્યાં તો આ ત્રસની સ્થિતિ પૂરી કરીને નિગોદમાં ચાલ્યો જઈશ. અરે ભગવાન! તને આવો અવસર મળ્યો અને વિકારથી રહિત, વ્યવહારથી રહિત, બંધ અને બંધના નિમિત્તપણાથી રહિત એવા શુદ્ધ ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માનું ભાન પ્રગટ ન કર્યું તો ચાર ગતિનું ભ્રમણ કરતાં કરતાં નિગોદમાં-દુઃખના સમુદ્રમાં ચાલ્યો જઈશ.
નવાં કર્મ જે બંધાય તે દશા તો જડકર્મથી થાય છે અને તેમાં ઉપાદાનપણે કર્મના પરમાણુ વર્તે છે. તેમાં નિમિત્ત કોણ છે? તો જે વિકારીભાવ થાય છે તે નવા કર્મબંધનમાં નિમિત્ત છે, પણ ચૈતન્યરત્નાકર જ્ઞાતાદ્રષ્ટા અને આનંદના સ્વભાવથી ભરેલો ચિદાનંદઘન પ્રભુ આત્મા વિકારથી શૂન્ય છે. તેથી જ્ઞાયકમૂર્તિ પ્રભુ આત્મા નવા કર્મબંધનમાં નિમિત્તભૂત નથી. ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદથી ભરેલો ચૈતન્યમહાસાગર છે. તેમાં દયા, દાન આદિ વિકારના વિકલ્પ નથી તો તે નવા કર્મબંધનમાં નિમિત્તભૂત કેમ થાય? આત્મા સ્વભાવથી નવા કર્મબંધનમાં નિમિત્ત છે જ નહિ.
જ્ઞાન-આનંદથી પૂર્ણ અને રાગથી ખાલી એવી ચીજ શુદ્ધ જ્ઞાયકમૂર્તિ ભગવાન આત્મા છે. આવા આત્માનું જેને ભાન થયું છે તે સમકિતી જ્ઞાની છે. સમકિતીને દયા,
PDF/HTML Page 1222 of 4199
single page version
દાન, વ્રત અને વ્યવહારરત્નત્રયના વિકલ્પ આવે છે પણ તે એ વિકલ્પને પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપથી ભિન્ન જાણે છે. સમકિતીને જે સ્વભાવની દ્રષ્ટિ થઈ છે તે દ્રષ્ટિમાં રાગાદિ વિકારનો અભાવ છે અને તેથી જેમ સ્વભાવ નવા કર્મબંધનમાં નિમિત્તભૂત નથી તેમ સ્વભાવની જેને દ્રષ્ટિ થઈ છે એવો જ્ઞાની નવા કર્મબંધનમાં નિમિત્તભૂત નથી. સમકિતીને બંધ થતો નથી. (જે અલ્પ બંધ થાય તે અહીં ગણતરીમાં નથી.) માટે તે બંધમાં નિમિત્ત કેમ થાય? બંધમાં નિમિત્ત તો વિકારી ભાવ છે અને તે વિકારી ભાવ આત્મસ્વભાવ અને આત્મસ્વભાવની દ્રષ્ટિમાં છે જ નહિ. અહો! અદ્ભુત વાત છે!
નવ ગ્રૈવેયકના નવ દેવલોક છે. તે એકેક દેવલોકમાં અનંતવાર જઈ આવ્યો એવા ભાવ જીવે કર્યા છે. શુકલલેશ્યાના પરિણામ કરીને જીવ નવ ગ્રૈવેયક જાય છે. અત્યારે તો એવા શુભભાવ પણ નથી. જુઓ, શુકલલેશ્યા અને શુકલધ્યાન બે ભિન્ન ચીજ છે. શુકલધ્યાન તો ભાવલિંગી મુનિરાજને આઠમા ગુણસ્થાનથી હોય છે અને શુકલલેશ્યાના પરિણામ તો કોઈ અભવિ જીવને પણ થાય છે. શુકલલેશ્યાના પરિણામ કરીને જીવ નવમી ગ્રૈવેયક જાય છે પણ શુભભાવને તે પોતાના માને છે અને શુભભાવથી ધર્મ થાય એમ માને છે તેથી તે મિથ્યાદ્રષ્ટિ છે. શુભભાવ રાગ છે અને આત્માનો સ્વભાવ વીતરાગ છે. રાગ અને સ્વભાવને એક માનનાર ભલે નવમી ગ્રૈવેયક જાય પણ જે વડે જન્મમરણનો નાશ થાય એવી ક્રિયા એની પાસે નથી તેથી તે ચતુર્ગતિસંસારમાં રખડે જ છે.
ભગવાન આત્મા પરનો તો કર્તા નથી પણ પરનાં જે કાર્ય થાય તેમાં નિમિત્ત પણ નથી. દ્રવ્યસ્વભાવ જો પરના કાર્યમાં નિમિત્ત થાય તો જ્યાં જ્યાં પરનાં કાર્ય થાય ત્યાં ત્યાં આત્માને સદા હાજર રહેવું પડે. તેથી રાગથી ભિન્ન પડીને તેને કદીય સ્વભાવનું લક્ષ થાય નહિ. આ વાત ગાથા ૧૦૦માં આવી ગઈ છે. તેથી એ સિદ્ધ છે કે વાસ્તવમાં આત્મા સ્વભાવથી નવા કર્મબંધનમાં નિમિત્ત નથી.
હવે કહે છે કે સ્વભાવથી આત્મા નવા કર્મબંધનમાં નિમિત્ત ન હોવા છતાં અનાદિ અજ્ઞાનના કારણે પૌદ્ગલિક કર્મને નિમિત્તરૂપ થતા એવા અજ્ઞાનભાવે પરિણમતો હોવાથી નિમિત્તભૂત થતાં, પૌદ્ગલિક કર્મ ઉત્પન્ન થાય છે.
જુઓ, પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું ભાન નથી તે જીવ દયા, દાનના પરિણામનો હું કર્તા છું એવું માને છે. તે અજ્ઞાન એને અનાદિનું છે. તે અજ્ઞાનના કારણે પૌદ્ગલિક કર્મને નિમિત્તરૂપ થતા એવા અજ્ઞાનભાવે, વિકારરૂપે પરિણમતો હોવાથી પૌદ્ગલિક કર્મ ઉત્પન્ન થાય છે. આ નવાં કર્મબંધન જે થાય તેમાં અજ્ઞાનીના પુણ્ય-પાપના વિકારી ભાવ નિમિત્ત થાય છે. જડકર્મની પ્રકૃત્તિ બંધાય તે તો કર્મના કારણે બંધાય છે. તેમાં અજ્ઞાનીના રાગાદિ ભાવ નિમિત્ત છે.
PDF/HTML Page 1223 of 4199
single page version
ભાઈ! સમયસારમાં ઘણી ગંભીરતા ભરી છે. આ તો જગતચક્ષુ છે. ભગવાનની સાક્ષાત્ દિવ્યધ્વનિમાંથી આવેલું આ શાસ્ત્ર છે. સંવત ૧૯૭૮ની સાલમાં જ્યારે સમયસાર હાથમાં આવ્યું ત્યારે તે વાંચીને એમ થયું હતું કે-‘‘આ શાસ્ત્ર તો અશરીરી થવાની ચીજ છે’’ આનો સ્વાધ્યાય ખૂબ ધીરજ રાખીને રોજ કરવો જોઈએ.
ત્રણલોકના નાથ સર્વજ્ઞ પરમેશ્વરને ઇચ્છા વિના દિવ્યધ્વનિ નીકળે છે. મહાવિદેહમાં સાક્ષાત્ ભગવાન બિરાજે છે. ત્યાં કુંદકુંદાચાર્યદેવ વાણી સાંભળવા પધારેલા. સાંભળવાનો વિકલ્પ હતો પણ વિકલ્પનું લક્ષ ન હતું; અંદર પોતાના શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપનું લક્ષ હતું. વાણી સાંભળવાનો અને ધર્મોપદેશનો જ્ઞાનીને વિકલ્પ આવે છે પણ તે વિકલ્પના જ્ઞાની કર્તા થતા નથી, જ્ઞાતા જ રહે છે. અહાહા...! આત્મા શુદ્ધ ચૈતન્યમય પ્રભુ છે, શુભરાગ જ્ઞેય છે અને જ્ઞાની તેના જ્ઞાતા જ છે, કર્તા નથી. તેથી જેમ આત્મા સ્વભાવથી કર્મબંધનમાં નિમિત્ત નથી તેમ જ્ઞાની પણ નવા કર્મબંધનમાં નિમિત્ત નથી.
અહાહા...! ભગવાન આત્મા નિરંજન નિર્વિકાર શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ છે. તેમાં શરીર, મન, વાણી, કર્મ, નોકર્મ તો નથી; એમાં શુભાશુભભાવરૂપ વિકાર પણ નથી. તેથી આત્મા સ્વભાવથી કર્મબંધનનું નિમિત્ત નથી. અને શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માના સ્વસંવેદનપૂર્વક જેને સ્વાનુભવ થયો છે તે સમકિતીને નવા કર્મબંધનમાં નિમિત્ત થાય એ રાગ થતો નથી. અલ્પ રાગ જે થાય છે તેને (દ્રષ્ટિના જોરમાં) અહીં ગણવામાં આવ્યો નથી. પરંતુ અજ્ઞાનીને પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું ભાન નથી તેથી તે અજ્ઞાનીનો રાગભાવ નવા બંધનમાં નિમિત્ત કહેવામાં આવે છે.
નવાં કર્મનો બંધ થાય તે આત્મા કરતો નથી. કર્મબંધન થાય એ તો પુદ્ગલની પર્યાય છે અને અજ્ઞાનીના અજ્ઞાનરૂપ પરિણામ તેમાં નિમિત્ત કહેવામાં આવે છે. આત્મ-દ્રવ્ય તેમાં નિમિત્ત નથી અને દ્રવ્યદ્રષ્ટિવંત જ્ઞાની પણ તેમાં નિમિત્ત નથી. અખંડાનંદ-સ્વરૂપ ભગવાન આત્માનું આકર્ષણ થવાથી જ્ઞાનીને બહારની સર્વ ચીજનું આકર્ષણ છૂટી ગયું છે. ચૈતન્યચમત્કારને જોયા પછી ધર્મીને બહાર કયાંય ચમત્કાર ભાસતો નથી. સ્વર્ગના ઇન્દ્રનો અપાર વૈભવ હો, ધર્મી જીવને તેના તરફ લક્ષ નથી; ધર્મીને એ તુચ્છ ભાસે છે. વિષયની વાસનાનો જે રાગ થાય તે ધર્મીને ઝેર સમાન ભાસે છે. અહાહા...! હું તો અતીન્દ્રિય આનંદનો કંદ પ્રભુ પરમાત્મસ્વરૂપ છું એવું જેને પર્યાયમાં ભાન થયું તે જ્ઞાની નવા કર્મબંધનમાં નિમિત્ત નથી. નવાં કર્મ જ્ઞાનીને બંધાતાં નથી એમ અહીં કહે છે.
અહો! શું દૈવી ટીકા છે! જાણે અમૃતનાં ઝરણાં ઝરે છે! અન્યત્ર તો આવી ટીકા નથી પણ દિગંબરમાંય આવી ગંભીર ટીકા બીજા શાસ્ત્રમાં નથી.
૯૬ મી ગાથામાં આવી ગયું છે કે આ શરીર મૃતક કલેવર છે. અમૃતસાગર પ્રભુ
PDF/HTML Page 1224 of 4199
single page version
આત્મા મૃતક કલેવરમાં મૂર્છાઈ ગયો છે. ‘‘પોતાનો કેવળ બોધ (-જ્ઞાન) ઢંકાયેલ હોવાથી અને મૃતક કલેવર (શરીર) વડે પરમ અમૃતરૂપ વિજ્ઞાનઘન (પોતે) મૂર્છિત થયો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે.’’ ત્રણલોકનો નાથ અમૃતનો સાગર અંદર છલોછલ ભરેલો છે. તેને ભૂલીને મૃતક કલેવરમાં મૂર્છિત થયો છે એવો અજ્ઞાની જીવ પોતાના શુભાશુભ ભાવોનો કર્તા પ્રતિભાસે છે. શરીર છે એ તો હાડ-માસ-ચામડાથી બનેલું મૃતક કલેવર છે. જીવ નીકળ્યા પછી મૃતક એમ નહિ; હમણાં જ તે મૃતક કલેવર છે. આત્મા આ મૃતક કલેવરમાં મૂર્છાઈ ગયો છે. તેથી શરીર હું છું, શરીરની ક્રિયા હું કરું છું એવું માને છે. તે અજ્ઞાની જીવ અજ્ઞાનના કારણે વિકારનો કર્તા થાય છે. આ અજ્ઞાનીનો વિકાર (પુણ્યપાપના ભાવ) નવા કર્મબંધનમાં નિમિત્ત થાય છે.
કેટલાક કહે છે કે સમન્વય કરો તો બધું એક થઈ જાય. અરે ભાઈ! આ શુદ્ધ તત્ત્વની સત્ય વાતનો જગતના બીજા કોઈ પંથ સાથે સમન્વય થઈ શકે એમ નથી. જેમ નેતરની છાલનો સૂતરના દોરા સાથે સમન્વય ન થાય તેમ જ્ઞાન અને અજ્ઞાનનો કદીય સમન્વય ન થાય, બેનો કદીય મેળ ન ખાય. પ્રભુ! માન કે ન માન; સત્ય આ છે. સત્ય માન્યા વિના તારો છૂટકારો નહિ થાય. ભાઈ! આ તારા હિતનો માર્ગ છે; અને રાગથી લાભ થાય એમ માનવું એ અહિતનો માર્ગ છે, અજ્ઞાન છે અને તેમાં તને મોટું નુકશાન છે.
શાસ્ત્રમાં ત્યાં સુધી કહ્યું છે કે દયા, દાન, હિંસા વગેરે શુભ-અશુભ ભાવની જે રચના કરે છે તે નપુંસક છે. ૪૭ શક્તિમાં એક વીર્યશક્તિનું વર્ણન છે. ત્યાં કહ્યું છે કે પોતાની વીતરાગ નિર્મળ પરિણતિની રચના કરે તે વીર્યશક્તિ છે. શુભાશુભ રાગની રચના કરે તે વીર્યશક્તિ નથી. શુભાશુભ રાગની રચના કરે એ તો નપુંસક છે. જેમ નપુંસકને પુત્રની પ્રાપ્તિ થતી નથી તેમ શુભરાગની પરિણતિથી નિર્મળ પરિણતિ પ્રગટ થતી નથી. પુણ્યની રુચિવાળા જીવો નપુંસક-હીજડા જેવા છે કેમકે તેઓ વીતરાગ-ભાવરૂપ ધર્મ પ્રગટ કરી શક્તા નથી. સમયસાર ગાથા ૩૯-૪૩ ની ટીકામાં તેમને નપુંસક કહ્યા છે અને પુણ્ય-પાપ અધિકારની ગાથા ૧પ૪ માં નામર્દ્ર કહ્યા છે. સંસ્કૃતમાં જે ‘કલીબ’ શબ્દ છે એનો અર્થ નપુંસક થાય છે.
પોતાના આનંદના નાથને ભૂલીને જે પુણ્ય-પરિણામમાં રોકાઈ જાય અને રાગની રચના કરે એવા અજ્ઞાનીનો રાગ નવા કર્મબંધનમાં નિમિત્ત છે. જ્ઞાની તો શુદ્ધ પરિણતિની રચના કરે છે. રાગ આવે છે તેને ગૌણ કરીને જ્ઞાની નિર્મળ પરિણતિને રચે છે. તેથી નવાં કર્મ જ્ઞાનીને બંધાતાં નથી. માટે નવા કર્મબંધનમાં જ્ઞાની નિમિત્ત નથી.
અજ્ઞાની અજ્ઞાનભાવે પરિણમતો હોવાથી તેનો તે ભાવ નિમિત્તભૂત થતાં પૌદ્ગલિક કર્મ ઉત્પન્ન થાય છે. અજ્ઞાનીના પુણ્ય-પાપના ભાવ નવા કર્મબંધનમાં નિમિત્ત થાય છે.
PDF/HTML Page 1225 of 4199
single page version
તેથી ‘પૌદ્ગલિક કર્મ આત્માએ કર્યું’ એવો નિર્વિકલ્પ વિજ્ઞાનસ્વભાવથી ભ્રષ્ટ, વિકલ્પ-પરાયણ અજ્ઞાનીઓનો વિકલ્પ છે; તે વિકલ્પ ઉપચાર જ છે, પરમાર્થ નથી.
આત્મા રાગરહિત નિર્વિકલ્પ વિજ્ઞાનઘનસ્વભાવરૂપ છે. આવા નિજસ્વભાવથી અજ્ઞાની ભ્રષ્ટ છે. અજ્ઞાની વિકલ્પપરાયણ એટલે વિકલ્પમાં તત્પર છે, સ્વભાવમાં તત્પર નથી. વિકલ્પમાં તત્પર એવો અજ્ઞાની જે શુભાશુભ વિકલ્પ કરે છે તે વિકલ્પ નવા કર્મબંધનમાં નિમિત્ત થાય છે. તેથી અજ્ઞાની માને છે કે હું કર્મબંધનનો ઉપચારથી-વ્યવહારથી કર્તા છું. આવો ઉપચાર અજ્ઞાનીને લાગુ પડે છે. સ્વભાવને ભૂલીને રાગમાં તત્પર એવો અજ્ઞાની જે વિકલ્પ કરે છે તે નવા કર્મબંધનમાં નિમિત્ત છે તેથી આત્માથી કર્મ બંધાણું એમ ઉપચારથી કહેવામાં આવે છે; તે પરમાર્થ નથી.
પરની, જડની અવસ્થા તો પરથી એનાથી થાય છે. તેને કોણ કરે? શુભભાવ આવે પણ પરની ક્રિયા તે શુભભાવથી થાય છે એમ નથી. આ રથયાત્રામાં ભગવાન બિરાજમાન કરે અને રથને ચલાવે ઇત્યાદિ પરની ક્રિયા આત્મા કરતો નથી. ભાઈ! આ વીતરાગનો માર્ગ તદ્ન જુદો છે. તેનું સ્વરૂપ સમજે તેને ભવ રહે નહિ એવો આ માર્ગ છે. એક બે ભવ રહે એ તો જ્ઞાતાનું જ્ઞેય છે. અહીં કહે છે કે અજ્ઞાનીનો રાગ નવા કર્મબંધનમાં નિમિત્ત છે તેથી કર્મ આત્માએ બાંધ્યું એવો અજ્ઞાનીઓનો જે વિકલ્પ છે તે ઉપચાર જ છે; પરમાર્થ નથી.
‘કદાચિત્ થતા નિમિત્તનૈમિત્તિકભાવમાં કર્તાકર્મભાવ કહેવો તે ઉપચાર છે.’ કદાચિત્ એટલે અજ્ઞાનપણે અજ્ઞાની જીવ વિકારનો કર્તા છે તેથી બંધનમાં તેના વિકારને નિમિત્ત કહેવામાં આવે છે. તે નિમિત્તનૈમિત્તિકભાવમાં કર્તાકર્મભાવ કહેવો તે ઉપચાર છે, અજ્ઞાની રાગનો કર્તા છે. તે રાગ પરની ક્રિયામાં નિમિત્ત છે. ત્યાં અજ્ઞાની પોતાને પરનો કર્તા માને છે તે ઉપચાર છે. પરમાર્થે આત્મા પરનો કર્તા છે જ નહિ.
PDF/HTML Page 1226 of 4199
single page version
कथमिति चेत्–
ववहारेण तह कदं णाणावरणादि जीवेण।। १०६ ।।
व्यवहारेण तथा कृतं ज्ञानावरणादि जीवेन।। १०६ ।।
હવે, એ ઉપચાર કઈ રીતે છે તે દ્રષ્ટાંતથી કહે છેઃ-
એમ જ કર્યાં વ્યવહારથી જ્ઞાનાવરણ આદિ જીવે. ૧૦૬.
ગાથાર્થઃ– [योधः] યોદ્ધાઓ વડે [युद्ध कृते] યુદ્ધ કરવામાં આવતાં, ‘[राज्ञा कृतम्] રાજાએ યુદ્ધ કર્યું’ [इति] એમ [लोकः] લોક [जल्पते] (વ્યવહારથી) કહે છે [तथा] તેવી રીતે ‘[ज्ञानावरणादि] જ્ઞાનાવરણાદિ કર્મ [जीवेन कृतं] જીવે કર્યું’ [व्यवहारेण] એમ વ્યવહારથી કહેવાય છે.
ટીકાઃ– જેમ યુદ્ધપરિણામે પોતે પરિણમતા એવા યોદ્ધાઓ વડે યુદ્ધ કરવામાં આવતાં, યુદ્ધપરિણામે પોતે નહિ પરિણમતા એવા રાજા વિષે ‘રાજાએ યુદ્ધ કર્યું’ એવો ઉપચાર છે, પરમાર્થ નથી; તેમ જ્ઞાનાવરણાદિકર્મપરિણામે પોતે પરિણમતા એવા પુદ્ગલદ્રવ્ય વડે જ્ઞાનાવરણાદિ કર્મ કરવામાં આવતાં, જ્ઞાનાવરણાદિકર્મપરિણામે પોતે નહિ પરિણમતા એવા આત્મા વિષે ‘આત્માએ જ્ઞાનાવરણાદિ કર્મ કર્યું’ એવો ઉપચાર છે, પરમાર્થ નથી.
ભાવાર્થઃ– યોદ્ધાઓએ યુદ્ધ કર્યું હોવા છતાં ‘રાજાએ યુદ્ધ કર્યું’ એમ ઉપચારથી કહેવાય છે તેમ પુદ્ગલદ્રવ્યે જ્ઞાનાવરણાદિ કર્મ કર્યું હોવા છતાં ‘જીવે કર્મ કર્યું’ એમ ઉપચારથી કહેવાય છે.
હવે, એ ઉપચાર કઈ રીતે છે તે દ્રષ્ટાંતથી કહે છેઃ-
‘જેમ યુદ્ધપરિણામે પોતે પરિણમતા એવા યોદ્ધાઓ વડે યુદ્ધ કરવામાં આવતાં,
PDF/HTML Page 1227 of 4199
single page version
યુદ્ધપરિણામે પોતે નહિ પરિણમતા એવા રાજા વિષે ‘‘રાજાએ યુદ્ધ કર્યું’’ એવો ઉપચાર છે, પરમાર્થ નથી;...’
એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાયને કરી શક્તું નથી એ વાત સિદ્ધ કરે છે. માટીમય ઘડારૂપી કાર્ય માટી કરે છે, કુંભાર તેને કરતો નથી. તેમ આત્મા રાગ-દ્વેષ, પુણ્ય-પાપના ભાવ કરે ત્યારે જે કર્મ બંધાય તે જીવના ભાવથી બંધાતા નથી. જડકર્મની અવસ્થા જડ પરમાણુ દ્રવ્યથી થઈ છે અને તેમાં જીવના વિકારી ભાવ નિમિત્ત કહેવામાં આવે છે.
પ્લાસ્ટીકના કારખાનામાં જે માલ તૈયાર થાય તે ક્રિયા પરમાણુઓથી થાય છે. એકેક પરમાણુ પોતે પોતાથી સ્વતંત્રપણે પરિણમે છે. તે ક્રિયાને અન્ય પરમાણુ કે આત્મા કરે એમ બનતું નથી. તે ક્રિયાના કાળમાં જીવ પોતાના વિકારી પરિણામને કરે છે, પણ જડની ક્રિયા જે થાય તેને આત્મા કરતો નથી. જેટલા પ્રમાણમાં જીવ રાગદ્વેષાદિ ભાવ કરે તેટલા પ્રમાણમાં નવું કર્મ બંધાય છે છતાં જે કર્મ બંધાય છે તે ક્રિયાનો આત્મા કર્તા નથી. પોતાના રાગદ્વેષાદિ વિકારી ભાવનો તે અજ્ઞાની જીવ કર્તા હો, પણ પરના કાર્યનો તે જીવ કર્તા નથી.
ધર્મી જીવ તો એમ જાણે છે કે-હું તો શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છું જેવું સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ છે તેવું જ મારું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે. અહાહા...! ‘સિદ્ધ સમાન સદા પદ મેરો’-આવી શુદ્ધ સ્વરૂપની દ્રષ્ટિ થવાથી જ્ઞાનીને પંચપરમેષ્ઠીની ભક્તિનો જે રાગ આવે છે તે રાગનો તે કર્તા થતો નથી. ભગવાનની ભક્તિનો રાગ તે અનર્થનું કારણ છે એમ તે જાણે છે. પંચાસ્તિકાય ગાથા ૧૬૮માં કહ્યું છે કે-‘‘આ, રાગલવ-મૂલક દોષ પરંપરાનું નિરૂપણ છે. (અર્થાત્ અલ્પ રાગ જેનું મૂળ છે એવી દોષોની સંતતિનું અહીં કથન છે.) અહીં (આ લોકમાં) ખરેખર અર્હંતાદિ પ્રત્યેની ભક્તિ પણ રાગપરિણતિ વિના હોતી નથી. રાગાદિપરિણતિ હોતાં, આત્મા બુદ્ધિપ્રસાર વિનાનો (ચિત્તના ભ્રમણથી રહિત) પોતાને કોઈપણ રીતે રાખી શકતો નથી; અને બુદ્ધિપ્રસાર હોતાં (-ચિત્તનું ભ્રમણ હોતાં) શુભ વા અશુભ કર્મનો નિરોધ હોતો નથી. માટે, આ અનર્થસંતતિનું મૂળ રાગરૂપ કલેશનો વિલાસ જ છે.’’
શુભરાગ કરતાં કરતાં મોક્ષ થાય, પરંપરા મોક્ષ થાય એ વાત છે જ નહિ. રાગ તો વિકાર છે, આસ્રવ છે, ઝેર છે. મુનિવરોને પંચમહાવ્રતનો શુભરાગ આવે છે પણ તે શુભરાગ અનર્થનું મૂળ છે એમ તેઓ જાણે છે. વળી ત્યાં પંચાસ્તિકાય ગાથા ૧૭૦માં કહ્યું છે કે-‘‘આ, રાગરૂપ કલેશનો નિઃશેષ નાશ કરવા યોગ્ય હોવાનું નિરૂપણ છે.’’ મતલબ કે રાગ રાખવા લાયક નથી પણ સંપૂર્ણપણે, જરાય બાકી ન રહે એવો નાશ કરવા યોગ્ય છે.
પ્રશ્નઃ– તો પંચાસ્તિકાય ગાથા ૧૭૦ની ટીકામાં અર્હંતની ભક્તિ આદિ શુભ-રાગને પરંપરા મોક્ષનો હેતુ કહ્યો છે ને?
PDF/HTML Page 1228 of 4199
single page version
ઉત્તરઃ– હા, ત્યાં કહ્યું છે કે-‘‘અહીં, અર્હંતાદિની ભક્તિરૂપ પરસમયપ્રવૃત્તિમાં સાક્ષાત્ મોક્ષહેતુપણાનો અભાવ હોવા છતાં પરંપરાએ મોક્ષહેતુપણાનો સદ્ભાવ દર્શાવ્યો છે.’’ ભાઈ! આ જે કથન છે તે આરોપથી કરવામાં આવ્યું છે એમ સમજવું. આવો કથંચિત્ મોક્ષહેતુત્વનો આરોપ પણ જ્ઞાનીને જ વર્તતા ભક્તિ આદિરૂપ શુભભાવોમાં કરી શકાય છે. અજ્ઞાનીને તો શુદ્ધિનો અંશમાત્ર પણ પરિણમનમાં નહિ હોવાથી યથાર્થ મોક્ષહેતુ બીલકુલ પ્રગટયો જ નથી, વિદ્યમાન જ નથી. તો પછી તેના ભક્તિ આદિરૂપ શુભભાવોમાં આરોપ કોનો કરવો? જ્ઞાનીને પુણ્યભાવથી દેવલોકાદિ જે મળે તે કલેશ છે, દાહ છે; તે કાંઈ સુખ નથી. તેનો જ્યારે તે અભાવ કરશે ત્યારે પરમસુખસ્વરૂપ મોક્ષ પામશે.
જેમ હલવો, સાકર, ઘી અને આટામાંથી બને છે તેમ મોક્ષપદની પ્રાપ્તિ શુદ્ધ જ્ઞાન- દર્શન-ચારિત્રથી થાય છે. પૂર્ણાનંદનો નાથ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્માની દ્રષ્ટિ થવી તે સમ્યગ્દર્શન છે, શુદ્ધ આત્મતત્ત્વને સ્પર્શીને જે જ્ઞાન થાય તે સમ્યગ્જ્ઞાન છે, સ્વરૂપમાં નિમગ્ન થઈને તેમાં જ લીન રહેવું, અતીન્દ્રિય આનંદનું ભોજન કરવું તે ચારિત્ર છે. આ મોક્ષનો માર્ગ છે.
સોગાનીજી સૌ પ્રથમ આવ્યા ત્યારે આટલું જ કહેલું કે પરલક્ષે જે વિકલ્પ ઉઠે છે તેનાથી અંદર ભગવાન ભિન્ન છે. આ વાત સાંભળીને તેમને અંદર સ્વ તરફ ઢળી જવાની ધૂન ચઢી ગઈ. સમિતિના ઓરડામાં ઉંડું મંથન અને ધ્યાન કરતાં તેમને સમ્યગ્દર્શન પ્રગટ થઈ ગયું. તેઓ અલ્પ ભવમાં મોક્ષ જશે. તેઓએ દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશમાં લખ્યું છે કે-શુભરાગ આવે છે તે ધધકતી ભઠ્ઠી સમાન ભાસે છે. અહાહા...! નિર્મળાનંદસ્વરૂપ પોતે છે એવું જેને ભાન થયું તેને ભક્તિ આદિના શુભભાવનો રાગ કષ્ટરૂપ લાગે છે. જેમ સાકરના સ્વાદ સામે અફીણનો સ્વાદ કડવો લાગે છે તેમ અનુભવ થતાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ જેને આવ્યો તેને શુભરાગનો સ્વાદ કડવો લાગે છે. જે ભાવથી તીર્થંકરગોત્ર બંધાય તે શુભભાવ ધર્મીને કલેશરૂપ, દુઃખરૂપ ભાસે છે.
અજ્ઞાનીના શુભભાવ અનર્થનું કારણ છે; તે પરંપરા મોક્ષનું કારણ નથી. સમ્યગ્દ્રષ્ટિના શુભભાવને ઉપચારથી મોક્ષનું પરંપરા કારણ કહેવાય છે, કેમકે રાગના ફળમાં તે સ્વર્ગના કલેશ ભોગવી, મનુષ્યગતિમાં આવી સ્વરૂપમાં ઠરવાનો ઉગ્ર પુરુષાર્થ કરીને મોક્ષપદ પામશે. આ પ્રમાણે ધર્મી જીવના શુભરાગને મોક્ષનો પરંપરા હેતુ ઉપચારથી જ કહેવામાં આવે છે.
અહીં કહે છે કે-યુદ્ધના પરિણામે યોદ્ધા પરિણમે છે; રાજા યુદ્ધના પરિણામે પરિણમતો નથી. રાજા તો આદેશ દઈ એકકોર બેઠો છે. આદેશના નિમિત્તે યુદ્ધના ભાવે પરિણમેલા યોદ્ધાઓ યુદ્ધ કરે છે. રાજા યુદ્ધમાં જોડાતો નથી. એવા રાજા વિષે ‘‘રાજાએ યુદ્ધ કર્યું’’ એવો ઉપચાર છે, પરમાર્થ નથી. હવે કહે છે-‘તેમ જ્ઞાનાવરણાદિકર્મપરિણામે
PDF/HTML Page 1229 of 4199
single page version
પોતે પરિણમતા એવા પુદ્ગલદ્રવ્ય વડે જ્ઞાનાવરણાદિ કર્મ કરવામાં આવતાં, જ્ઞાનાવરણાદિ- કર્મપરિણામે પોતે નહિ પરિણમતા એવા આત્મા વિષે ‘‘આત્માએ જ્ઞાનાવરણાદિ કર્મ કર્યું’’ એવો ઉપચાર છે, પરમાર્થ નથી.’
પુદ્ગલદ્રવ્ય પોતે જ્ઞાનાવરણાદિ કર્મરૂપે પરિણમે છે, અજ્ઞાની જીવ જ્ઞાનાવરણાદિ કર્મરૂપે પરિણમતો નથી. અજ્ઞાની જીવ તો અજ્ઞાનભાવે પોતાના રાગદ્વેષાદિ પરિણામને કરતો એકકોર છે. તે રાગદ્વેષાદિના નિમિત્તે પુદ્ગલદ્રવ્ય સ્વયં કર્મરૂપે પરિણમી જાય છે. તેમાં, અજ્ઞાની જીવનું કાંઈ કર્તવ્ય નથી. બધી વસ્તુ સ્વતંત્ર જુદી છે. રજકણો સ્વતંત્ર ચીજ છે. રજકણો સ્વયં જ્ઞાનાવરણાદિરૂપે પરિણમી જાય છે. તેમાં અજ્ઞાની જીવ કાંઈ કરતો નથી. છતાં આત્માએ કર્મ કર્યું એમ કહેવું તે ઉપચાર છે, આરોપ છે; પરમાર્થ નથી. આત્મા જડકર્મની અવસ્થાનો કર્તા નથી તો તે બીજાનો ઉદ્ધાર કરે અને દેશની સેવા કરે ઇત્યાદિ વાત કયાં રહી? સમાજનાં, દેશનાં કે બીજાં બહાર જે પરદ્રવ્યનાં કાર્ય થાય તેનો આત્મા કર્તા નથી.
ભગવાન! તારો તો ચૈતન્યદેશ છે. તેમાં જ્ઞાન આદિ અનંત ગુણથી ભરેલો કિંમતી માલ છે. શ્રીમદે કહ્યું છે કે-
અહાહા...! જ્ઞાની કહે છે કે આ હિંદુસ્તાન અને સૌરાષ્ટ્ર તે અમારો દેશ નથી. અમારો દેશ તો જ્ઞાન અને આનંદસ્વરૂપ છે. આવા પોતાના દેશને ઓળખી તેમાં જ સ્થિર થઈને વસવું-રહેવું તે સમ્યગ્દર્શન અને ધર્મ છે, તે મોક્ષમાર્ગ અને મોક્ષપદરૂપ છે.
‘યોદ્ધાઓએ યુદ્ધ કર્યું હોવા છતાં ‘‘રાજાએ યુદ્ધ કર્યું’’ એમ ઉપચારથી કહેવાય છે તેમ પુદ્ગલદ્રવ્યે જ્ઞાનાવરણાદિ કર્મ કર્યું હોવા છતાં ‘‘જીવે કર્મ કર્યું એમ ઉપચારથી કહેવાય છે.’
પુદ્ગલદ્રવ્ય પોતે જ્ઞાનાવરણાદિ કર્મરૂપે પરિણમે છે. આત્મા જડકર્મપણે પરિણમતો નથી. આત્માએ જડકર્મ કર્યું એમ ઉપચારથી કહેવાય છે. જડકર્મની જે પ્રકૃતિ બંધાય તે પુદ્ગલથી બંધાય છે, તેનો આત્મા કર્તા નથી. તો પછી વેપાર, ઉદ્યોગ વગેરે જે બહારની પરદ્રવ્યની ક્રિયા થાય તેને આત્મા કરે એ વાત જ કયાં રહી? પરપરિણતિને કોણ કરે? અજ્ઞાનભાવે જે વિકારી ભાવ થાય તે એમાં નિમિત્ત છે. તેથી આત્માએ જડકર્મ કર્યું એમ કહેવું તે ઉપચાર છે, પરમાર્થ નથી.
સંયોગદ્રષ્ટિવાળાને આ વાત બેસવી મહા કઠણ છે. પરનાં કાર્ય જીવ કરે એમ માનવું એ બે દ્રવ્યોની એકતાબુદ્ધિ છે. તેણે બે દ્રવ્યોની ભિન્નતા માની નથી. બે દ્રવ્યો
PDF/HTML Page 1230 of 4199
single page version
વચ્ચે અત્યંત અભાવ છે અને એક પરમાણુની પર્યાય અને બીજા પરમાણુની પર્યાય વચ્ચે અન્યોન્ય અભાવ છે. સંયોગીદ્રષ્ટિવાળાને બધું એક ભાસે છે. પણ ભાઈ! અભાવ શું કરે? જડકર્મ બંધાય તે તે પર્યાયની જન્મક્ષણ છે. જડકર્મની પર્યાય સ્વતંત્ર પરમાણુથી થઈ છે; રાગના પરિણામથી કર્મની પર્યાય થઈ છે એમ છે જ નહિ.
આત્મા પરનું કાર્ય કરી શકતો નથી; આત્મા જડકર્મ બાંધતો નથી, જડકર્મને છોડતો નથી. પરને આત્મા શું કરે? ન જ કરે. ભાઈ! આવી સૂક્ષ્મ તત્ત્વદ્રષ્ટિ થયા વિના ધર્મ થવો સુલભ નથી. ભેદજ્ઞાન કરવું એ જ સાચો ઉપાય છે.
PDF/HTML Page 1231 of 4199
single page version
अत एतत्स्थितम्–
आदा पोग्गलदव्वं ववहारणयस्स वत्तव्वं।। १०७ ।।
आत्मा पुद्गलद्रव्यं व्यवहारनयस्य वक्तव्यम्।। १०७ ।।
હવે કહે છે કે ઉપરના હેતુથી આમ ઠર્યુંઃ-
પુદ્ગલદરવને આતમા–વ્યવહારનયવક્તવ્ય છે. ૧૦૭.
ગાથાર્થઃ– [आत्मा] આત્મા [पुद्गलद्रव्यम्] પુદ્ગલદ્રવ્યને [उत्पादयति] ઉપજાવે છે, [करोति च] કરે છે, [बध्नाति] બાંધે છે, [परिणामयति] પરિણમાવે છે [च] અને [गृह्णाति] ગ્રહણ કરે છે-એ [व्यवहारनयस्य] વ્યવહારનયનું [वक्तव्यम्] કથન છે.
ટીકાઃ– આ આત્મા ખરેખર, વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે, પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય-એવા પુદ્ગલદ્રવ્યાત્મક (-પુદ્ગલદ્રવ્યસ્વરૂપ) કર્મને ગ્રહતો નથી, પરિણમાવતો નથી, ઉપજાવતો નથી, કરતો નથી, બાંધતો નથી; અને વ્યાપ્ય- વ્યાપકભાવનો અભાવ હોવા છતાં પણ, “પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય-એવા પુદ્ગલ- દ્રવ્યાત્મક કર્મને આત્મા ગ્રહે છે, પરિણમાવે છે, ઉપજાવે છે, કરે છે અને બાંધે છે” એવો જે વિકલ્પ તે ખરેખર ઉપચાર છે.
ભાવાર્થઃ– વ્યાપ્યવ્યાપકભાવ વિના કર્તાકર્મપણું કહેવું તે ઉપચાર છે; માટે આત્મા પુદ્ગલદ્રવ્યને ગ્રહે છે, પરિણમાવે છે, ઉપજાવે છે, ઇત્યાદિ કહેવું તે ઉપચાર છે.
હવે કહે છે કે ઉપરના હેતુથી આમ ઠર્યુંઃ-
‘આ આત્મા ખરેખર, વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે, પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય-એવા પુદ્ગલદ્રવ્યાત્મક (-પુદ્ગલદ્રવ્યસ્વરૂપ) કર્મને ગ્રહતો નથી, પરિણમાવતો નથી, ઉપજાવતો નથી, કરતો નથી, બાંધતો નથી;....’
PDF/HTML Page 1232 of 4199
single page version
જેમ યોદ્ધા યુદ્ધ લડે ત્યાં એમ કહેવું કે રાજા યુદ્ધ લડે છે-એ ઉપચારકથન છે તેમ જે કર્મનું બંધન થાય છે તે તેની પર્યાયની યોગ્યતાથી પોતાથી થાય છે તેને એમ કહેવું કે આત્મા કર્મ બાંધે છે તે ઉપચારનું, વ્યવહારનું કથન છે.
જે કર્મ બંધાય છે તે વ્યાપ્ય અને આત્મા તેનો વ્યાપક એવા ભાવનો અભાવ છે. જડ કર્મ બંધાય છે તે વ્યાપ્ય અને પરમાણુ તેમાં વ્યાપક છે. જડ કર્મની પર્યાયનો કર્તા જડ પરમાણુ છે. આત્માને તે પર્યાય સાથે વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે. માટે આત્મા જડ કર્મનો કર્તા નથી, અને જડ કર્મ આત્માનું કાર્ય નથી. જીવના જેવા વિકારી ભાવ હોય તેને અનુસાર જ કર્મપ્રકૃત્તિ બંધાય છે છતાં જે કર્મબંધનની પર્યાય થાય છે તે તેના પોતાના કારણે થાય છે; જીવના વિકારી ભાવના કારણે તે પર્યાય થતી નથી.
જેટલું યોગનું કંપન અને કષાયભાવ હોય તેટલો ત્યાં સામે જડ કર્મમાં પ્રકૃત્તિ-બંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ અને અનુભાગબંધ થાય છે. યોગને લઈને પ્રકૃતિ અને પ્રદેશબંધ થાય અને કષાયને લઈને સ્થિતિ અને અનુભાગબંધ થાય એમ જે શાસ્ત્રમાં આવે છે તે નિમિત્તનું કથન છે. અહીં કહે છે કે કર્મબંધની જે અવસ્થા થાય તે વ્યાપ્ય એટલે કાર્ય અને આત્મા તેનો વ્યાપક એટલે કર્તા એવા વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે. કર્મબંધની અવસ્થા તે પરિણામ અને આત્મા પરિણામી-એવા પરિણામ-પરિણામીભાવનો અભાવ છે. જે ચાર પ્રકારે બંધ થાય તે પુદ્ગલપરમાણુની પર્યાય છે અને પરમાણુ તેમાં વ્યાપક છે. માટે કર્મબંધનની પર્યાયનો કર્તા પુદ્ગલપરમાણુ છે, પણ આત્મા તેનો કર્તા અને તે કર્મબંધ આત્માનું કાર્ય એમ છે નહિ.
વીતરાગનો માર્ગ બહુ સૂક્ષ્મ છે, ભાઈ! રુચિ-લગનીથી અભ્યાસ કરે તો પકડાય એમ છે. આત્મા જડકર્મ કરે અને આત્મા જડકર્મ ભોગવે-એ વાત ખોટી છે એમ અહીં કહે છે. જડકર્મ જે બંધાય તે પુદ્ગલથી પોતાથી બંધાય છે. પ્રકૃતિ એટલે સ્વભાવ, પ્રદેશ એટલે પરમાણુની સંખ્યા-તે બન્ને જડકર્મની અવસ્થા પોતાના કારણે પરમાણુથી થાય છે. તેવી જ રીતે સ્થિતિ એટલે તેની મુદત અને અનુભાગ એટલે ફળદાનશક્તિ-તે કાર્ય પણ જડ પરમાણુથી પોતાના કારણે થાય છે. આત્માને તેની સાથે વ્યાપ્ય-વ્યાપકભાવનો અભાવ છે. પરમાણુની કર્મબંધરૂપ પર્યાય વ્યાપ્ય અને આત્મા તેનો વ્યાપક એમ નથી. માટે આત્મા કર્મબંધનની પર્યાયનો કર્તા નથી. અને તે પર્યાય આત્માનું કાર્ય નથી.
લોકો બિચારા બહારના વેપારધંધાની પાપની પ્રવૃત્તિમાં ગુંચાઈ ગયા છે. મજુરની જેમ રાતદિવસ કષાયની મજુરી-વેઠ કરીને કાળ ગુમાવે છે. પણ ભાઈ! એ તો ચાર-ગતિમાં રખડપટ્ટીની મજુરી છે. ફુરસદ લઈને આ તત્ત્વ નહિ સમજે તો તારું કલ્યાણ નહિ થાય ભાઈ!
વ્યવહાર તો બોલવા માટે છે, કલ્પનામાત્ર છે. લૌકિક વ્યવહાર બધોય જૂઠો છે.
PDF/HTML Page 1233 of 4199
single page version
આત્માને જડકર્મ સાથે પરિણામી-પરિણામ સંબંધ નથી, કર્તાકર્મસંબંધ નથી. જડકર્મની પર્યાયનો આત્મા કર્તા નથી તો બહારનાં જે વેપારાદિ કામ થાય-જેમ કે માલ લીધો-દીધો, પૈસા લીધા- દીધા ઇત્યાદિ-તેનો કર્તા આત્મા કેમ હોય? ત્રણકાળમાં નથી. બહારના પદાર્થોની ક્રિયા તે વ્યાપ્ય અને આત્મા તેનો વ્યાપક એમ છે નહિ. અરે ભાઈ! વિશ્વનો પ્રત્યેક પદાર્થ સ્વતંત્ર છે. પોતપોતાના પરિણામનો તે તે દ્રવ્ય કર્તા છે; બીજો તેનો કર્તા થાય એમ ત્રણકાળમાં બનતું નથી. કુંભાર ઘટરૂપી કાર્યનો કર્તા નથી તેમ આત્મા જડકર્મની પર્યાયનો કર્તા નથી.
જડકર્મનો બંધ થાય તેના ચાર પ્રકાર છે; પરમાણુની સંખ્યા તેનું નામ પ્રદેશબંધ, તેનો સ્વભાવ તે પ્રકૃતિ બંધ, અમુક કાળની મુદત પડે તે સ્થિતિબંધ, અને ફળદાનશક્તિ તે અનુભાગબંધ. આ ચારેય અવસ્થાના તે તે પરમાણુ કર્તા છે, આત્મા તેનો કર્તા નથી. ચારેય પ્રકારે જે કર્મબંધનની અવસ્થા થાય તે પરમાણુનું પ્રાપ્ય કર્મ છે. તે કર્મબંધની અવસ્થાને તે સમયે પરમાણુ પહોંચી વળે છે, તેને બીજો (જીવ) પહોંચતો નથી. માટે તે પરમાણુનું પ્રાપ્ય કર્મ છે.
આ રોટલી થઈ તે કાર્ય છે. તે પરમાણુનું પ્રાપ્ય કર્મ છે. રોટલીના પરમાણુ તે નિયત પર્યાયને પહોંચીને પ્રાપ્ત કરે છે, રસોઈ કરનારી બાઈ તેને પહોંચીને પ્રાપ્ત કરતી નથી. બાઈએ રોટલી કરી એ તો બોલવામાત્ર કથન છે, વસ્તુસ્વરૂપ નથી. તેમ જડકર્મ જે સમયે બંધાય તે બંધની અવસ્થા તે કર્મના પરમાણુનું પ્રાપ્ય કર્મ છે. તેને તે પરમાણુ પ્રાપ્ત કરે છે, આત્મા તેને પ્રાપ્ત કરતો નથી.
આ પરમાગમ મંદિરની રચના થઈ તે કાર્ય છે. તે પુદ્ગલ પરમાણુનું પ્રાપ્ય કર્મ છે. મંદિર સ્થિત પુદ્ગલદ્રવ્યના પરમાણુઓએ તે નિયત પર્યાયને પહોંચીને પ્રાપ્ત કરી છે. કારીગર કે અન્ય કોઈએ તે અવસ્થાને પહોંચીને પ્રાપ્ત કરી નથી. તેથી મંદિરની રચના તે પુદ્ગલપરમાણુનું કાર્ય છે, અન્ય કોઈનું તે કાર્ય નથી. આ લાદીના પથરા ઊંચા, નીચા થયા અને ગોઠવાઈ ગયા એ બધું જડનું પુદ્ગલનું કાર્ય છે. પુદ્ગલદ્રવ્ય તેને પહોંચી વળ્યું છે માટે તે પુદ્ગલનું પ્રાપ્ય કર્મ છે; તે આત્માનું કાર્ય નથી. ગજબ વાત છે!
પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય કર્મની વાત સમયસારની ગાથા ૭૬, ૭૭, ૭૮ અને ૭૯ માં આવી ગઈ છે. તે વાત અહીં આ ૧૦૭ મી ગાથામાં કરી છે. પ્રવચનસાર ગાથા પર માં પણ આ શબ્દ આવે છે.
આ અક્ષર ‘ૐ વીતરાગાય નમઃ’ લખાય તે કાર્ય છે. તે પરમાણુનું પ્રાપ્ય કર્મ છે. પરમાણુમાં તે સમયે તે અક્ષરો લખવારૂપ કાર્ય થવા યોગ્ય છે તે થાય છે અને તેને તે તે પરમાણુ પ્રાપ્ત કરે છે તેથી તેને પ્રાપ્ય કર્મ કહે છે. વળી પરમાણુની પૂર્વની
PDF/HTML Page 1234 of 4199
single page version
અવસ્થા બદલીને તે કાર્ય થાય છે માટે તેને વિકાર્ય કર્મ કહે છે. અને નવીન પર્યાયરૂપે ઊપજે છે માટે તેને નિર્વર્ત્ય કર્મ કહે છે. દ્રવ્યમાં જે ધ્રુવપણે (સ્વકાળ નિયત) પર્યાય છે તેને પ્રાપ્ત કરી માટે તે પ્રાપ્ય, પૂર્વ અવસ્થા બદલીને થઈ માટે વિકાર્ય અને નવી ઊપજી માટે નિર્વર્ત્ય-એમ ત્રણે એક જ સમયની પર્યાયના ભેદ છે. તેનો કર્તા તે તે પુદ્ગલપરમાણુ છે; જીવ તેનો કર્તા નથી.
જુઓ, સામા જીવનું આયુ અને તેના શરીરની જે અવસ્થા છે તે પરમાણુનું પ્રાપ્ય છે, તેનો કર્તા તે પરમાણુ છે. ત્યાં બીજો કોઈ કહે કે મેં એની દયા પાળી તો તે મિથ્યાદ્રષ્ટિ છે. વીતરાગ જિનેશ્વરદેવનો માર્ગ બહુ જુદી જાતનો છે ભાઈ! આવી વાત જગતમાં બીજે કયાંય નથી.
પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય-એ ત્રણેય એક સમયની પર્યાયના ભેદ છે. તે વસ્તુની પરિપૂર્ણ સ્વતંત્રતા જાહેર કરે છે. પુદ્ગલદ્રવ્યાત્મક કર્મ જે બંધાય તેને આત્મા ગ્રહતો નથી. જોગને લઈને કર્મપરમાણુને ગ્રહે છે એમ કહેવું એ તો નિમિત્તનું કથન છે, ઉપચાર છે. તે વાસ્તવિક કથન નથી. મોહનીય કર્મમાં ઉત્કૃષ્ટ ૭૦ કોડાકોડી સાગરો-પમની સ્થિતિ પડે છે અને જઘન્ય અંતર્મુહૂર્તની સ્થિતિ પડે છે તે તે પર્યાયની પોતાની યોગ્યતાથી છે. તે પર્યાયનો કર્તા કર્મના પરમાણુ છે. અહીં જીવને કષાય થયો માટે ત્યાં સ્થિતિબંધ થયો એમ છે નહિ. તેવી રીતે કર્મનો અનુભાગ બંધ થાય, ફળદાનશક્તિનો બંધ પડે તે તેની યોગ્યતાથી થાય છે. તે પુદ્ગલદ્રવ્યનું પ્રાપ્ય કર્મ છે. કર્મબંધની અવસ્થાને પુદ્ગલદ્રવ્ય ગ્રહે છે, આત્મા ગ્રહતો નથી. અરે ભાઈ! કર્મની સાથે તદ્ન નજીકનો નિમિત્તનૈમિત્તિક સંબંધ છે છતાં તેનો આત્મા કર્તા નથી તો પછી બીજાં બહારનાં હાલવું, ચાલવું, ખાવું, પીવું, બોલવું ઇત્યાદિ કાર્ય થાય તેનો આત્મા કર્તા થાય એમ કેમ બને? ત્રણકાળમાં ન બને.
આ આંગળી હલે તે આંગળીના પરમાણુનું પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય કર્મ છે. આત્મા આંગળીને હલાવી શકે નહિ. અહીં કહે છે કે જડ કર્મબંધનની અવસ્થા થાય તે પુદ્ગલદ્રવ્યનું પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય કર્મ છે, જીવ તેનો કર્તા નથી. જડ અને આત્માને વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ હોવાથી આત્મા જડ કર્મને ગ્રહતો નથી, પરિણમાવતો નથી, ઊપજાવતો નથી, કરતો નથી, બાંધતો નથી. હવે કહે છે કે-
‘અને વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ હોવા છતાં પણ, ‘‘પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય - એવા પુદ્ગલદ્રવ્યાત્મક કર્મને આત્મા ગ્રહે છે, પરિણમાવે છે, ઉપજાવે છે, કરે છે અને બાંધે છે’’ એવો જે વિકલ્પ તે ખરેખર ઉપચાર છે.’
PDF/HTML Page 1235 of 4199
single page version
આ માટીમય ઘડો છે તે કાર્ય છે. તે માટીનું કાર્ય છે. માટી તેમાં વ્યાપક થઈને રહેલી છે તેથી માટી તેનો કર્તા છે. ઘડો તે કુંભારનું વ્યાપ્ય કર્મ નથી. કુંભાર ઘડામાં વ્યાપક થઈને, પ્રસરીને રહેલો નથી. ઘડાની અવસ્થાને અને કુંભારને વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે. માટે ઘડારૂપ કાર્યનો કુંભાર કર્તા નથી. ઘડો માટીમાંથી પોતાની અવસ્થારૂપે થાય છે અને કુંભાર તેમાં નિમિત્તમાત્ર છે. તેથી કુંભારે ઘડો કર્યો એમ ઉપચારથી કહેવાય છે. વાસ્તવમાં કુંભારે ઘડો કર્યો નથી.
પર પદાર્થનાં જે કાર્ય થાય તે તેનાથી થાય છે. છતાં નિમિત્ત દેખીને બીજાએ તે કાર્ય કર્યું એમ કહેવું તે વ્યવહારનું કથન છે, ઉપચારકથન છે; તે વાસ્તવિક કથન નથી. અજ્ઞાની જીવનો જે વિકલ્પ છે કે પરનાં કામ હું કરું છું તે વિકલ્પ ઉપચાર છે. જ્ઞાનીને તો પોતાના જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવનું ભાન છે. તેથી તેના પરિણામ બંધમાં નિમિત્ત નથી. ખરેખર તો જ્ઞાનીને બંધ નથી. ધર્મીને વીતરાગ પરિણામ હોય છે. તેથી તેને કર્મનું બંધન થાય અને તેમાં તેના પરિણામ નિમિત્ત થાય એવું બનતું નથી.
ધર્મી જીવને પોતાના શુદ્ધ જ્ઞાયકસ્વરૂપનું ભાન થયેલું છે. તે જાણે છે કે હું તો શુદ્ધ ચૈતન્યમય અખંડ અભેદ એકરૂપ આત્મા છું. તે કાળે જે રાગ થાય અને જડ કર્મની પ્રકૃતિ બંધાય તે તેના જ્ઞાનમાં નિમિત્ત છે. જ્ઞાન તો સ્વપરને જાણતું થકું પોતાના ઉપાદાનથી થયું છે તેમાં રાગ અને કર્મની અવસ્થા નિમિત્ત કહેવામાં આવે છે. કર્મના પ્રકૃતિ અને પ્રદેશબંધમાં જ્ઞાની નિમિત્ત છે એમ છે નહિ.
અજ્ઞાની જોગ અને રાગનો કર્તા છે. તે અજ્ઞાનીના જોગ અને રાગ જે કર્મબંધ થાય એમાં નિમિત્ત છે. છતાં જો એમ કહ્યું હોય કે જોગ અને રાગથી કર્મબંધ થાય છે તો તે વ્યવહારનું ઉપચારકથન છે; તે પરમાર્થકથન નથી. ઉપચારનો અર્થ વ્યવહાર કલ્પના છે. પરનો કર્તા નથી છતાં કહેવું તે ઉપચાર છે.
વિશ્વનો પ્રત્યેક પદાર્થ સ્વતંત્ર છે. પ્રતિસમય પદાર્થની જે અવસ્થા થાય તે તેના કાળે તેનાથી થાય છે. તે કાર્ય થવાની તે જન્મક્ષણ છે. પદાર્થની તે પર્યાયને કોઈ અન્ય કરે તે વાત તદ્ન ખોટી છે. પુદ્ગલદ્રવ્યસ્વરૂપ કર્મબંધની જે સમયે જે પર્યાય થાય તે તેનાથી પોતાથી થાય છે અને તે તેની જન્મક્ષણ છે. પરમાણુમાં તે પર્યાય ઉત્પન્ન થવાનો સ્વકાળ છે તેથી ત્યાં તે કર્મબંધની પર્યાય ઉત્પન્ન થાય છે. આત્મા તે કર્મબંધની પર્યાયને ગ્રહતો કે ઉપજાવતો નથી. જીવે રાગ કર્યો માટે તે કર્મબંધરૂપ કાર્ય થયું છે એમ નથી. રાગ તો નિમિત્તમાત્ર છે. રાગથી કર્મબંધન થયું વા આત્માએ કર્મબંધન કર્યું એમ કહેવું તે ઉપચાર છે.
PDF/HTML Page 1236 of 4199
single page version
‘વ્યાપ્યવ્યાપકભાવ વિના કર્તાકર્મપણું કહેવું તે ઉપચાર છે; માટે આત્મા પુદ્ગલ-દ્રવ્યને ગ્રહે છે, પરિણમાવે છે, ઉપજાવે છે, ઇત્યાદિ કહેવું તે ઉપચાર છે.’
વ્યાપ્યવ્યાપકભાવ વિના કર્તાકર્મભાવ હોતો નથી. છતાં ત્યાં કર્તાકર્મ કહેવામાં આવે તે ઉપચાર છે. આત્મા જડને ગ્રહે, પરિણમાવે, ઉપજાવે-એમ કહેવું તે ઉપચારકથન છે, વાસ્તવિક નથી.
PDF/HTML Page 1237 of 4199
single page version
कथमिति चेत्–
तह जीवो ववहारा दव्वगुणुप्पादगो भणिदो।। १०८ ।।
तथा जीवो व्यवहारत् द्रव्यगुणोत्पादको भणितः।। १०८ ।।
હવે પૂછે છે કે એ ઉપચાર કઈ રીતે છે? તેનો ઉત્તર દ્રષ્ટાંતથી કહે છેઃ-
ત્યમ દ્રવ્યગુણઉત્પન્નકર્તા જીવ કહ્યો વ્યવહારથી. ૧૦૮.
ગાથાર્થઃ– [यथा] જેમ [राजा] રાજાને [दोषगुणोत्पादकः इति] પ્રજાના દોષ અને ગુણનો ઉત્પન્ન કરનાર [व्यवहारात्] વ્યવહારથી [आलपितः] કહ્યો છે, [तथा] તેમ [जीवः] જીવને [द्रव्यगुणोत्पादकः] પુદ્ગલદ્રવ્યના દ્રવ્ય-ગુણનો ઉત્પન્ન કરનાર [व्यवहारात्] વ્યવહારથી [भणितः] કહ્યો છે.
ટીકાઃ– જેમ પ્રજાના ગુણદોષોને અને પ્રજાને વ્યાપ્યવ્યાપકભાવ હોવાને લીધે સ્વ- ભાવથી જ (પ્રજાના પોતાના ભાવથી જ) તે ગુણદોષોની ઉત્પત્તિ થતાં-જોકે તે ગુણદોષોને અને રાજાને વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે તોપણ-‘તેમનો ઉત્પાદક રાજા છે’ એવો ઉપચાર કરવામાં આવે છે; તેવી રીતે પુદ્ગલદ્રવ્યના ગુણદોષોને અને પુદ્ગલદ્રવ્યને વ્યાપ્યવ્યાપકભાવ હોવાને લીધે સ્વ-ભાવથી જ (પુદ્ગલદ્રવ્યના પોતાના ભાવથી જ) તે ગુણદોષોની ઉત્પત્તિ થતાં-જોકે તે ગુણદોષોને અને જીવને વ્યાપ્ય- વ્યાપકભાવનો અભાવ છે તોપણ-‘તેમનો ઉત્પાદક જીવ છે’ એવો ઉપચાર કરવામાં આવે છે.
ભાવાર્થઃ– જગતમાં કહેવાય છે કે જેવો રાજા તેવી પ્રજા. આમ કહીને પ્રજાના ગુણદોષનો ઉત્પન્ન કરનાર રાજાને કહેવામાં આવે છે. એવી જ રીતે પુદ્ગલદ્રવ્યના ગુણદોષનો ઉત્પન્ન કરનાર જીવને કહેવામાં આવે છે. પરમાર્થદ્રષ્ટિએ જોતાં એ સત્ય નથી, ઉપચાર છે.
‘હવે પૂછે છે કે એ ઉપચાર કઈ રીતે છે? તેનો ઉત્તર દ્રષ્ટાંતથી કહે છેઃ-
PDF/HTML Page 1238 of 4199
single page version
‘જેમ પ્રજાના ગુણદોષોને અને પ્રજાને વ્યાપ્યવ્યાપકભાવ હોવાને લીધે સ્વભાવથી જ (પ્રજાના પોતાના ભાવથી જ) તે ગુણદોષોની ઉત્પત્તિ થતાં-જોકે તે ગુણદોષોને અને રાજાને વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે તોપણ-‘‘તેમનો ઉત્પાદક રાજા છે’’ એવો ઉપચાર કરવામાં આવે છે;....’
લોકમાં કહેવાય છે કે ‘જેવો રાજા તેવી પ્રજા.’ આ તો કથનમાત્ર છે, નિમિત્તનું કથન છે. બાકી રાજાની પર્યાય રાજામાં અને પ્રજાની પર્યાય પ્રજામાં છે. પ્રજાના ગુણદોષ અને પ્રજાને વ્યાપ્યવ્યાપકભાવ છે. પરંતુ પ્રજાના ગુણદોષ અને રાજાને વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે. રાજાના કારણે કાંઈ પ્રજા ગુણ કે દોષ કરતી નથી. રાજા પોતાના દુષ્ટ પરિણામથી નરકગતિમાં જાય, અને પ્રજા પોતાના ગુણથી મોક્ષપદ પામે. ભાઈ! દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. રાજા તેવી પ્રજા એ તો વ્યવહાર કર્યો છે, બાકી એ કાંઈ વાસ્તવિકતા નથી.
પ્રજાના પોતાના ભાવથી પોતાના ગુણદોષની ઉત્પત્તિ થાય છે. પ્રજાના ગુણદોષને રાજા ઉત્પન્ન કરે છે વા રાજાના કારણે પ્રજામાં ગુણદોષ ઉત્પન્ન થાય છે એમ નથી, કેમકે પ્રજાના ગુણદોષ વ્યાપ્ય અને એનો રાજા વ્યાપક-એવો વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે. આમ છે છતાં પ્રજાના ગુણદોષનો ઉત્પાદક રાજા છે એવો ઉપચાર કરવામાં આવે છે. ‘બાપ એવા બેટા’ એ પણ નિમિત્તનું ઉપચારકથન છે. બાપ હોય તે નર્કે જાય અને દીકરો મોક્ષ જાય. તીવ્ર માનાદિ કષાય કરીને બાપ ઢોરગતિમાં જાય અને મંદરાગના પરિણામથી યુક્ત દીકરો મરીને સ્વર્ગે જાય, વા મનુષ્ય થાય. ‘બાપ એવા બેટા’ એ કયાં નિયમ રહ્યો? એ તો માત્ર ઉપચારકથન છે.
આ સ્ત્રીને લોકમાં અર્ધાંગના નથી કહેતા? એમ કે મારું અડધું અંગ અને સ્ત્રીનું અડધું અંગ એમ બે મળીને એક છીએ. ધૂળેય એક નથી, સાંભળને. સ્ત્રી મરીને સ્વર્ગે જાય અને પતિ દુષ્ટભાવથી મરીને નર્કે જાય; કયાં એકપણું રહ્યું? અરે! જીવ પરને પોતાનું માની માનીને અનંતકાળથી મરી રહ્યો છે-રઝળી રહ્યો છે! વાસ્તવમાં કોઈ કોઈનું કાંઈ કરતું નથી. પરદ્રવ્યની પર્યાયને જીવ કરે છે એમ કહેવું તે ઉપચારકથન છે.
હવે કહે છે-‘તેવી રીતે પુદ્ગલદ્રવ્યના ગુણદોષોને અને પુદ્ગલદ્રવ્યને વ્યાપ્ય-વ્યાપકભાવ હોવાને લીધે સ્વ-ભાવથી જ (પુદ્ગલદ્રવ્યના પોતાના ભાવથી જ) તે ગુણદોષોની ઉત્પત્તિ થતાં-જોકે તે ગુણદોષોને અને જીવને વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે તોપણ-‘‘તેમનો ઉત્પાદક જીવ છે’’ એવો ઉપચાર કરવામાં આવે છે.’
સ્વ-ભાવથી જ એટલે કે પુદ્ગલદ્રવ્યના પોતાના ભાવથી જ જડ કર્મ બંધાય છે. કર્મની પ્રકૃતિના ગુણદોષને અને આત્માના વિકારી ભાવને નિમિત્તનૈમિત્તિકસંબંધ છે, પણ
PDF/HTML Page 1239 of 4199
single page version
આત્મા તેનો કર્તા નથી. અજ્ઞાની જોગ અને રાગનો કર્તા છે. તેના તે પરિણામ જડ કર્મની પર્યાયને નિમિત્ત કહેવામાં આવે છે, પણ તે પરિણામ જડ કર્મના કર્તા નથી.
કોઈ સમકિતી વેપારી હોય અને દુકાનના થડે બેઠો હોય. ત્યાં માલની જે લેવડ-દેવડની ક્રિયા થતી હોય તેનો તે જ્ઞાતા-જાણનાર છે, કર્તા નથી. જ્ઞાનીના જ્ઞાનમાં તે પદાર્થની ક્રિયા નિમિત્ત થાય છે, જ્ઞાની તેને નિમિત્ત નથી. જ્ઞાની તો જ્ઞાનની સ્વપરપ્રકાશક પર્યાયમાં વ્યાપક થઈને જ્ઞાનની પર્યાયને પ્રાપ્ત કરે છે. તે કાળે જે રાગ આવ્યો અને પ્રકૃતિ બંધાઈ તેનું અહીં જ્ઞાન થયું પણ તે જડ પ્રકૃતિની પર્યાય અને જોગ અને રાગની પર્યાયનો જ્ઞાની કર્તા નથી.
પુદ્ગલમાં શાતા બંધાય, અશાતા બંધાય એ બધા પુદ્ગલના ગુણદોષ કહેવામાં આવે છે. પુદ્ગલના ગુણદોષને પુદ્ગલ કરે છે, આત્મા તેને કરતો નથી. પુદ્ગલના ગુણદોષને અને જીવને વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે. પુદ્ગલની પર્યાય તે કાર્ય અને આત્મા તેનો કર્તા એવા ભાવનો અભાવ છે, તોપણ ‘તેમનો ઉત્પાદક જીવ છે’ એમ ઉપચાર કરવામાં આવે છે. નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે ઉપચાર કરવામાં આવે છે.
ભાવાર્થઃ– જગતમાં કહેવાય છે કે જેવો રાજા તેવી પ્રજા. આમ કહીને પ્રજાના ગુણદોષનો ઉત્પન્ન કરનાર રાજાને કહેવામાં આવે છે. એવી જ રીતે પુદ્ગલદ્રવ્યના ગુણદોષનો ઉત્પન્ન કરનાર જીવને કહેવામાં આવે છે. પરમાર્થદ્રષ્ટિએ જોતાં એ સત્ય નથી, ઉપચાર છે.
PDF/HTML Page 1240 of 4199
single page version
कस्तर्हि तत्कुरुत इत्यभिशङ्कयैव।
एतर्हि तीव्ररयमोहनिवर्हणाय
सङ्कीर्त्यते शृणुत पुद्गलकर्मकर्तृ।। ६३ ।।
मिच्छत्तं अविरमणं कसायजोगा य बोद्धव्वा।। १०९ ।।
मिच्छादिट्ठीआदी जाव सजोगिस्स चरमंतं।। ११० ।।
ते जदि करेंति कम्मं ण वि तेसिं वेदगो आदा।। १११ ।।
હવે આગળની ગાથાની સૂચનિકારૂપ કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ– ‘[यदि पुद्गलकर्म जीवः न एव करोति] જો પુદ્ગલકર્મને જીવ કરતો નથી [तर्हि] તો [तत् कः कुरुते] તેને કોણ કરે છે?’ [इति अभिशङ्कया एव] એવી આશંકા કરીને, [एतर्हि] હવે [तीव्र–रय–मोह–निवर्हणाय] તીવ્ર વેગવાળા મોહનો (કર્તાકર્મપણાના અજ્ઞાનનો) નાશ કરવા માટે, [पुद्गलकर्मकतृं सङ्कीर्त्यते] ‘પુદ્ગલકર્મનો કર્તા કોણ છે’ તે કહીએ છીએ; [शृणुत] તે (હે જ્ઞાનના ઇચ્છક પુરુષો!) તમે સાંભળો. ૬૩.
પુદ્ગલકર્મનો કર્તા કોણ છે તે હવે કહે છેઃ-
–મિથ્યાત્વ ને અવિરમણ તેમ કષાયયોગો જાણવા. ૧૦૯.
–મિથ્યાત્વથી આદિ કરીને ચરમ ભેદ સયોગીનો. ૧૧૦.
તે જો કરે કર્મો ભલે, ભોક્તાય તેનો જીવ ના. ૧૧૧.