PDF/HTML Page 1201 of 4199
single page version
પંચમહાવ્રતના પરિણામ તે કર્મના વિપાકનું ફળ છે; તે આત્મા નથી. જ્ઞાની તે શુભરાગને જાણે જ છે. પોતાના જ્ઞાનસ્વરૂપમાં રહીને જ્ઞાની તેને જાણે છે. જ્ઞાની તો જ્ઞાનના કર્તા છે, આનંદના કર્તા છે. અહાહા...! પોતાનું સ્વરૂપ તો શુદ્ધ પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ છે એમ જેને અનુભવ થયો છે તે ધર્મી જીવ પોતાની જ્ઞાન અને આનંદની પર્યાયના કર્તા છે, પણ મહાવ્રતાદિના રાગના કર્તા નથી. રાગનો કોણ કર્તા થાય? રાગનો કર્તા થાય એ તો અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ જીવ છે. આવી વાત છે.
જેને પોતાના ચૈતન્યસ્વરૂપ આત્માનું ભાન નથી તે કર્મના ઉદયના નિમિત્તે જે અજ્ઞાનરૂપ શુભાશુભ ભાવો થાય તેનો કર્તા થાય છે. વ્રત-અવ્રતના પરિણામ મારી ચીજ છે એમ અજ્ઞાની માને છે. દયા, દાન, વ્રત, ભક્તિ આદિ કર્મના ઉદયે થતા ભાવ છે. અજ્ઞાની તે મારું કર્તવ્ય છે એમ માની તેનો કર્તા થાય છે. બહારના ક્રિયાકાંડમાં જે ધર્મ માને છે તેનું શ્રદ્ધાન મિથ્યા છે. તે અજ્ઞાની પાખંડી છે, જ્ઞાની તો રાગાદિ જે થાય તેના જ્ઞાતાપણે જ પરિણમે છે, તેનો કર્તા થતો નથી. પરભાવનો-પરદ્રવ્યના પરિણામનો કર્તા તો જ્ઞાની કે અજ્ઞાની કોઈ નથી.
PDF/HTML Page 1202 of 4199
single page version
न च परभावः केनापि कर्तुं पार्येत–
सो अण्णमसंकंतो कह तं परिणामए दव्वं।। १०३ ।।
सोऽन्यदसंक्रान्तः कथं तत्परिणामयति द्रव्यम्।। १०३ ।।
પરભાવને કોઈ (દ્રવ્ય) કરી શકે નહિ એમ હવે કહે છેઃ-
અણસંક્રમ્યું તે કેમ અન્ય પરિણમાવે દ્રવ્યને? ૧૦૩.
ગાથાર્થઃ– [यः] જે વસ્તુ (અર્થાત્ દ્રવ્ય) [यस्मिन् द्रव्ये] જે દ્રવ્યમાં અને [गुणे] ગુણમાં વર્તે છે [सः] તે [अन्यस्मिन् तु] અન્ય [द्रव्ये] દ્રવ્યમાં તથા ગુણમાં [न सक्रामति] સંક્રમણ પામતી નથી (અર્થાત્ બદલાઈને અન્યમાં ભળી જતી નથી); [अन्यत् असंक्रान्तः] અન્યરૂપે સંક્રમણ નહિ પામી થકી [सः] તે (વસ્તુ), [तत् द्रव्यम्] અન્ય વસ્તુને [कथं] કેમ [परिणामयति] પરિણમાવી શકે?
ટીકાઃ– જગતમાં જે કોઈ જેવડી વસ્તુ જે કોઈ જેવડા ચૈતન્યસ્વરૂપ કે અચૈતન્યસ્વરૂપ દ્રવ્યમાં અને ગુણમાં નિજ રસથી જ અનાદિથી જ વર્તે છે તે, ખરેખર અચલિત વસ્તુસ્થિતિની મર્યાદાને તોડવી અશકય હોવાથી, તેમાં જ (પોતાના તેવડા દ્રવ્ય-ગુણમાં જ) વર્તે છે પરંતુ દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે સંક્રમણ પામતી નથી; અને દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે નહિ સંક્રમતી તે, અન્ય વસ્તુને કેમ પરિણમાવી શકે? (કદી ન પરિણમાવી શકે.) માટે પરભાવ કોઈથી કરી શકાય નહિ.
ભાવાર્થઃ– જે દ્રવ્યસ્વભાવ છે તેને કોઈ પણ પલટાવી શકતું નથી, એ વસ્તુની મર્યાદા છે.
પરભાવને કોઈ (દ્રવ્ય) કરી શકે નહિ એમ હવે કહે છેઃ-
PDF/HTML Page 1203 of 4199
single page version
‘જગતમાં જે કોઈ જેવડી વસ્તુ જે કોઈ જેવડા ચૈતન્યસ્વરૂપ કે અચૈતન્યસ્વરૂપ દ્રવ્યમાં અને ગુણમાં નિજરસથી જ અનાદિથી જ વર્તે છે તે, ખરેખર અચલિત વસ્તુસ્થિતિની મર્યાદાને તોડવી અશકય હોવાથી, તેમાં જ (પોતાના તેવડા દ્રવ્ય-ગુણમાં જ) વર્તે છે પરંતુ દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે સંક્રમણ પામતી નથી.’
બહુ સરસ ગાથા છે. જેમ જગતકર્તા ઈશ્વર છે એમ માનનાર મિથ્યાદ્રષ્ટિ છે તેમ જૈન સંપ્રદાયમાં રહીને કોઈ એમ માને કે-હું શરીરને હલાવી શકું છું, ભાષા બોલી શકું છું, પર જીવની દયા પાળી શકું છું તો તે જીવ પણ મિથ્યાદ્રષ્ટિ છે. ભાઈ! પંચમહાવ્રતના જે પરિણામ છે તે શુભભાવ છે, આસ્રવ છે, જડ અચેતન છે, ઝેર છે. મોક્ષ અધિકારમાં શુભભાવને વિષકુંભ કહ્યો છે. તારી ચીજ તો અમૃતનો સાગર પ્રભુ અનાકુળ આનંદનો રસકંદ છે. અને શુભભાવ તો એનાથી વિપરીત ઝેર છે. આવા શુભભાવનો-ઝેરનો કર્તા થાય તે મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે. અરે! સમ્યગ્દર્શન શું ચીજ છે તેની લોકોને ખબર નથી!
અહીં કહે છે કે-જગતમાં જે કોઈ ચૈતન્યસ્વરૂપ કે અચૈતન્યસ્વરૂપ જેટલી વસ્તુ છે તે બધી પોતાના દ્રવ્યમાં, ગુણમાં નિજ રસથી જ અનાદિથી જ વર્તે છે. આત્મા પોતાની પર્યાયમાં વર્તે છે અને જડ પોતાની (જડની) પર્યાયમાં વર્તે છે. આ શરીર હાલેચાલે તે શરીરની પર્યાય છે. શરીરના પરમાણુઓ શરીરની પર્યાયમાં વર્તે છે. આત્મા તેને હલાવે છે વા હલાવી શકે છે એ વાત તદ્ન ખોટી છે.
વીતરાગનો માર્ગ બહુ સૂક્ષ્મ છે ભાઈ! અત્યારે માર્ગ લોપ થઈ ગયો છે. લોકોએ બહારથી ઘણું-બધું વિપરીત માની લીધું છે. અહીં કહે છે કે ચૈતન્યસ્વરૂપ આત્મા નિજ રસથી જ નિજ દ્રવ્યમાં, નિજ ગુણમાં એટલે નિજ પર્યાયમાં અનાદિથી જ વર્તે છે. ચાહે નિર્મળ પર્યાય હો કે વિકારી પર્યાય હો, આત્મા નિજ રસથી જ પોતાની પર્યાયમાં વર્તી રહ્યો છે. આ મહા સિદ્ધાંત છે.
જગતમાં સંખ્યાએ જેટલી વસ્તુ છે-ચેતન કે અચેતન-તે પ્રત્યેક વસ્તુ પોતાના દ્રવ્યમાં અને પોતાની પર્યાયમાં અનાદિથી જ વર્તી રહી છે. પ્રત્યેક આત્મા અને પ્રત્યેક પરમાણુ પોતાના દ્રવ્યમાં અને પોતાની પર્યાયમાં અનાદિથી વર્તી રહ્યા છે. મતલબ કે કોઈ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યની પર્યાયને કરતું નથી અને કોઈ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યની પર્યાયમાં વર્તતું નથી. તેથી આત્મા શરીરની ક્રિયા કરી શકે એ વાત ત્રણકાળમાં સત્ય નથી. આ પૈસા -ધૂળ જડ અજીવ તત્ત્વ છે. તે પોતાના દ્રવ્યમાં અને પોતાની પર્યાયમાં વર્તે છે. તેનું આવવું -જવું તે પોતાની જડની ક્રિયા છે. છતાં હું (આત્મા) પૈસા કમાઈ શકું અને પૈસા યથેચ્છ ખર્ચી શકું એમ જે માને તે એનાં મિથ્યા ભ્રમ અને અજ્ઞાન છે. આત્મા
PDF/HTML Page 1204 of 4199
single page version
(જ્ઞાની કે અજ્ઞાની) પરનું કાંઈ કરી શકતો નથી. વસ્તુનું સ્વરૂપ જ આવું છે અને ભગવાને એમ જ જાણ્યું અને કહ્યું છે. અજ્ઞાનીને ખબર નથી તેથી કાંઈ વસ્તુસ્વરૂપ બીજી રીતે થઈ જાય એમ-નથી.
હું દેશની સેવા કરું છું, બીજા જીવોની દયા પાળું છું, બીજાઓને ઉપદેશ દઉં છું ઇત્યાદિ પરદ્રવ્યની ક્રિયા હું કરું છું એવો અજ્ઞાનીને ભ્રમ છે. અરે ભાઈ! ઉપદેશની ભાષા તો જડ છે. ભાષાના પરમાણુ પોતાના દ્રવ્યમાં અને પોતાની પર્યાયમાં વર્તે છે. તેને આત્મા કેમ કરી શકે? ન કરી શકે.
આ દાળ, ભાત, રોટલી, શાક ઇત્યાદિ જે પરદ્રવ્યની ક્રિયા થાય તે આત્મા કરતો નથી. આ રોટલીના ટુકડા આંગળીથી થાય છે એમ કોઈ કહે તો એ બરાબર નથી. આંગળી પોતાના દ્રવ્ય અને પર્યાયમાં વર્તે છે અને રોટલીના ટુકડા થાય તે રજકણો પોતાના દ્રવ્ય અને પર્યાયમાં વર્તે છે. રોટલીના ટુકડા થાય તેને આત્મા તો કરતો નથી, તે આંગળીથી પણ થતા નથી. એક તત્ત્વનું બીજા તત્ત્વનું કાંઈ કરી શકે નહિ એ વીતરાગ-માર્ગનું કોઈ અજબ રહસ્ય છે.
પ્રશ્નઃ– परस्परोपग्रहो जीवानाम् – એમ તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે ને?
ઉત્તરઃ– હા કહ્યું છે; પણ એનો અર્થ શું? ઉપગ્રહ-ઉપકારનો અર્થ ત્યાં નિમિત્ત-માત્ર એમ થાય છે. પ્રત્યેક દ્રવ્યની પ્રત્યેક પર્યાય પોતાથી થાય છે તેમાં જે બાહ્ય ચીજ નિમિત્ત હોય તેને ઉપગ્રહ કહેવામાં આવે છે. પરનો ઉપકાર (પરનું કાર્ય) જીવ કરી શકે છે એમ ત્યાં અર્થ નથી. સર્વાર્થસિદ્ધિ ટીકાની વચનિકામાં ઉપગ્રહનો અર્થ પંડિત શ્રી જયચંદજીએ નિમિત્ત કર્યો છે. ઉપગ્રહ શબ્દથી નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. જીવ પરનો ઉપકાર (કાર્ય) કરે છે એમ કદીય નથી. પ્રત્યેક પદાર્થ-જડ કે ચેતન પોતાના દ્રવ્ય એટલે વસ્તુમાં અને પોતાની વર્તમાન પર્યાયમાં વર્તે છે. તેની પર્યાય કોઈ બીજું દ્રવ્ય કરે કે બીજું દ્રવ્ય વર્તાવે એમ ત્રણકાળમાં બનતું નથી. ભાઈ! નવ તત્ત્વની ભિન્નતા જેમ છે તેમ ભાસે નહિ તેને સમકિતી કેવી રીતે પ્રગટ થાય? ન જ થાય.
જગતમાં અનંત આત્માઓ છે અને અનંતાનંત પરમાણુ-રજકણો છે. પ્રત્યેક રજકણ પોતાથી રહ્યું છે, પરથી નહિ. પ્રત્યેક પરમાણુમાં કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ-એવી છ શક્તિઓ છે. તેથી તે દરેક પરમાણુ પોતાની શક્તિ અને પોતાની પર્યાયમાં વર્તે છે. પરની પર્યાયને પોતે વર્તાવે વા પોતાની પર્યાયને પર વર્તાવે એમ બનવું ત્રણકાળમાં સંભવિત નથી.
જુઓ, આ આગમમંદિરમાં આરસ ઉપર પોણાચાર લાખ અક્ષરો કોતરેલા છે. તે અક્ષર કોતરવાનું મશીન ત્રીસ હજારના ખર્ચે ઇટાલિથી આવેલું છે. તે મશીનનો એક એક રજકણ પોતાની શક્તિથી નિજ રસથી જ પોતાની પર્યાયમાં વર્તે છે; તે પરથી
PDF/HTML Page 1205 of 4199
single page version
વર્તે છે એમ નથી. તથા જે કોતરાયેલા અક્ષરો છે તેનો પ્રત્યેક રજકણ પણ પોતાની શક્તિથી નિજ રસથી જ પોતાની પર્યાયમાં વર્તે છે. મશીનથી અક્ષરો વર્તે છે એમ નથી. અહાહા...! આત્માથી અક્ષરો વર્તે (કોતરાયેલા) છે એમ નથી અને મશીનથી અક્ષરો વર્તે (કોતરાયેલા) છે એમ પણ નથી. ગજબ વાત છે! જગતમાં જે કોઈ જેટલી વસ્તુ છે તે બધી જ નિજ રસથી જ એટલે કે પોતાની શક્તિથી જ પોતાની વર્તમાન વર્તમાન વર્તતી પ્રત્યેક પર્યાયમાં વર્તી રહી છે. બહુ ઝીણી વાત છે, ભાઈ!
પ્રશ્નઃ– એક પરમાણુ બીજા પરમાણુના કાર્યમાં, એક પદાર્થ બીજા પદાર્થના કાર્યમાં પ્રભાવ તો પાડે છે ને?
ઉત્તરઃ– અરે ભગવાન! એ પ્રભાવ શું ચીજ છે? દ્રવ્ય, ગુણ કે પર્યાય? અહીં તો કહે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરે એમ જે માને તેને મૂળમાં જ ભૂલ છે. જેમ એક વત્તા બે બરાબર ત્રણ થાય એને બદલે કોઈ ચાર કહે અને પછી ચાર ચોક સોળ, સોળ દુ બત્રીસ એમ પલાખાં ગોઠવે પણ જે મૂળમાં જ ભૂલ છે તે ભૂલ તો બધે જ ચાલી આવે. તેમ હું પરનું કાર્ય કરી શકું છું એમ માનનારી મૂળમાં જ ભૂલ છે. તેથી હું વેપારધંધો કરું છું, કુટુંબનું ભરણ- પોષણ કરું છું, છોકરાંને ભણાવું છું, પરની દયા પાળું છું ઇત્યાદિ પરનું કરું છું એમ ભૂલ ચાલી જ આવે છે. ભાઈ! એક દ્રવ્ય બીજા દ્રવ્યના કાર્યમાં પ્રભાવ પાડે છે એ વાત છે જ નહિ. (કેમકે પ્રભાવ એ દ્રવ્ય, ગુણ કે પર્યાયથી કોઈ ભિન્ન ચીજ છે જ નહિ).
અરે ભાઈ! જડ અને ચેતન દરેક દ્રવ્ય પોતાની શક્તિ અને પોતાની પર્યાયમાં અનાદિથી નિજ રસથી જ વર્તી રહેલું છે. ખરેખર આ અચલિત વસ્તુસ્થિતિની મર્યાદા છે અને આ મર્યાદા તોડવી અશકય હોવાથી વસ્તુ તેમાં જ એટલે કે પોતાના તેવડા દ્રવ્ય-ગુણમાં જ વર્તે છે; પરંતુ દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે સંક્રમણ પામતી નથી.
જુઓ આ સિદ્ધાંત! અચલિત વસ્તુસ્થિતિ જ એવી છે કે પરમાણુ પરમાણુની પર્યાયમાં વર્તે અને આત્મા આત્માની પર્યાયમાં વર્તે. આત્મા કર્મને બાંધે કે કર્મ આત્માને વિકાર કરાવે એવું વસ્તુસ્વરૂપ જ નથી. કર્મથી જીવને વિકાર થાય છે એ વાત સત્યાર્થ નથી કેમકે કર્મ જડ પરમાણુમાં વર્તે છે અને વિકાર આત્માની પર્યાયમાં વર્તે છે. વિકારી પર્યાયને જડ કર્મ વર્તાવે અને જડ કર્મની પ્રકૃતિ આત્મા બાંધે એવું ત્રણ-કાળમાં બનવા યોગ્ય નથી. કેટલાક આ વાત સાંભળીને ખળભળી ઉઠે છે પણ ભાઈ! આ તો જૈનદર્શનનો મૂળ સિદ્ધાંત છે. એક દ્રવ્યની પર્યાય બીજું દ્રવ્ય ત્રણકાળમાં કરી શકે નહિ એ જિનશાસનનો અવિચળ સિદ્ધાંત છે. માટે આત્માની પર્યાય બીજાથી થાય અને બીજાની પર્યાય આત્માથી થાય એ વાત બીલકુલ સત્ય નથી.
ભગવાનની દિવ્યધ્વનિમાં જે આવ્યું છે તે શ્રી કુંદકુંદાચાર્યદેવે પરમાગમમાં કહ્યું છે, અને એની શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે આ ટીકા કરી છે તેઓ કહે છે-પ્રભુ! તું એકવાર
PDF/HTML Page 1206 of 4199
single page version
સાંભળ. અચલિત વસ્તુસ્થિતિ જ એવી છે કે આત્મા અને પરમાણુ નિજ રસથી જ પોતપોતાની પર્યાયમાં વર્તી રહ્યાં છે. બીજો બીજાનું કરી દે એ વસ્તુસ્થિતિમાં જ નથી. આવી વસ્તુની મર્યાદા તોડવી અશકય છે. તથાપિ પોતાની પર્યાયને બીજો કરે અને બીજાની પર્યાયને પોતે કરે એમ જે માને તે અચલિત વસ્તુસ્થિતિને (અભિપ્રાયમાં) તોડી નાખે છે અને માટે તે મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે.
સત્યની પ્રસિદ્ધિ કરનાર આ સત્શાસ્ત્ર છે. આ મસ્તકના પરમાણુ છે તે જીવના આધારે રહેલા નથી. તથા ઉપરના પરમાણુ છે તે નીચેના પરમાણુઓના આધારે રહેલા નથી. પ્રત્યેક પરમાણુમાં કર્તા, કર્મ આદિ ષટ્કારકરૂપ શક્તિઓ રહેલી છે અને તેથી પ્રત્યેક પરમાણુ પોતાના કારણે પોતાની પર્યાયમાં વર્તી રહ્યો છે, તેને કોઈ પરનો આધાર નથી. દેહમાંથી જીવ ચાલ્યો જતાં દેહ ઢળી જાય છે તે અવસ્થા દેહના કારણે છે, જીવના કારણે નહિ. જીવ છે તો દેહ આમ ટટાર રહે છે અને જીવ નીકળી જતાં દેહ ઢળી ગયો એવી માન્યતા યથાર્થ નથી. દેહની પ્રત્યેક અવસ્થામાં દેહના પરમાણુઓ વર્તી રહ્યા છે, એમાં જીવનું કાંઈ કાર્ય નથી.
આત્માનાં ઘણાં વિશેષણો આપવામાં આવે છે, જેમકે-અનંતગુણના વૈભવની વિભૂતિ, પરમેશ્વર, પુરુષાર્થનો પિંડ, ગુણોનું ગોદામ, શક્તિનું સંગ્રહાલય, સ્વભાવનો સાગર, શાન્તિનું સરોવર, આનંદની મૂર્તિ, ચૈતન્યસૂર્ય, જ્ઞાનનો નિધિ, ધ્રુવધામ, તેજના નૂરનું પૂર, અતીન્દ્રિય મહાપ્રભુ, જ્ઞાનની જ્યોતિ, વિજ્ઞાનઘન, ચૈતન્ય ચમત્કાર ઇત્યાદિ. વળી ભૈયા ભગવતીદાસે અક્ષરબત્તીસી લખી છે તેમાં આત્માની વાત ક, ખ, ગ.... ઇત્યાદિ કક્કાવારીમાં ઉતારી છે; જેમકે-કક્કો કેવળજ્ઞાનનો કંદ, ખખ્ખો ખબરદાર આત્મા, ગગ્ગો જ્ઞાનનો ભંડાર,.. .. ઇત્યાદિ. અહીં કહે છે કે આવો આત્મા પોતાના દ્રવ્યમાં અને પોતાની પર્યાયમાં સદાય વર્તે છે. આત્મા પરદ્રવ્યમાં જતો નથી અને પરદ્રવ્ય આત્મામાં આવતાં નથી. પોતાની પર્યાય પોતાથી થાય છે, નિમિત્તથી નહિ અને પરદ્રવ્યનું કાર્ય તે પરદ્રવ્યથી થાય છે, આત્માથી નહિ. આવી જ અચલિત વસ્તુસ્થિતિ છે.
એક શ્રીમંત પાસે બે અજબ ચાલીસ કરોડની સંપત્તિ હતી. તેમના એક સગાએ એકવાર તેમને કહ્યું કે-આટલી અઢળક લક્ષ્મી છે તો હવે તમારે કમાવાની શી જરૂર છે? આ બધી પ્રવૃત્તિની જંજાળ છોડી દો. ત્યારે એ શ્રીમંતે કહ્યું કે-આ ધંધા અમે અમારા માટે કરતા નથી, કેટલાય લોકોના પોષણ માટે કરીએ છીએ. જુઓ, આ વિચારની વિપરીતતા! અરે ભાઈ! પરનું તો કોઈ કાંઈ કરતું નથી. પરની મમતા કરી કરીને પોતાના રાગદ્વેષનું પોષણ કરે છે. પરના કામ હું કરું છું એવો તને મિથ્યા અહંકાર થઈ ગયો છે. અરે ભાઈ! તારી પર્યાય તારાથી થાય અને પર જીવની પર્યાય તે તે પર જીવથી થાય. તું પર જીવની પર્યાયનો કર્તા નથી. પ્રભુ! કોણ કોની પર્યાય
PDF/HTML Page 1207 of 4199
single page version
કરે? તારી પર્યાયને કોઇ બીજો કરી દે અને બજાની પર્યાયને તું કરી દે એ ત્રણકાળમાં સંભવિત નથી.
જુઓ, આ પાણી ઉનું થાય છે તે પાણીના પરમાણુથી પોતાથી થાય છે; અગ્નિથી નહિ.
પ્રશ્નઃ– પાણી અગ્નિથી ઉનું થતું દેખાય છે ને?
ઉત્તરઃ– અરે ભાઈ! તું સંયોગથી દેખે છે, પણ વસ્તુના (પરિણમનશીલ) સ્વભાવને જોતો નથી. સ્વભાવથી જોનાર જ્ઞાનીને તો પાણીની શીત અને ઉષ્ણ અવસ્થાઓમાં પાણીના પરમાણુઓ વર્તી રહેલા દેખાય છે, અગ્નિ નહિ. અગ્નિ પાણીમાં પેઠી જ નથી. અજબ વાત છે ભાઈ! દુધીના શાકના કટકા થાય તે છરીથી થતા નથી. દુધીના કટકા થવાનું કાર્ય દુધીના પરમાણુઓથી થાય છે અને છરીનું કાર્ય છરીના પરમાણુઓથી થાય છે. છરીનું કાર્ય જીવ કરે છે એમ નથી અને દુધીના કટકા થવાનું કાર્ય છરી કરે છે એમ પણ નથી. જીવ અને પરમાણુ પ્રત્યેક પોતપોતાની પર્યાયમાં વર્તી રહ્યા છે એ જ વસ્તુસ્થિતિ છે. આ ચોખા પાકે છે તે ચોખાની પાકેલી અવસ્થા ચોખાના પરમાણુઓથી થઇ છે; પાણીથી ચોખા પાકયા છે એમ નથી. ચોખાના પરમાણુ પોતાની શક્તિ અને પોતાની પર્યાયમાં વર્તી રહ્યા છે. ચોખાની પાકવાની પર્યાય પરથી થઈ છે એ વાત ત્રણકાળમાં સત્ય નથી. લોકોને આ વાત ભારે અચરજ પમાડે તેવી છે પણ તે એમ જ છે. અજ્ઞાની માને છે કે હું પહાડને તોડી શકું, ગઢને પાડી શકું, ઇત્યાદિ; પણ એ બધો ભ્રમ છે. પરની પર્યાયને કોણ કરે?
પ્રશ્નઃ– કેમ ઈંજનેરો કરે છે ને?
ઉત્તરઃ– ઈંજનેર પોતામાં રાગ કરે છે, પણ પરનું કાંઈ કરી શક્તો નથી. જડની ક્રિયા જડ પરમાણુઓથી થાય છે, તેને આત્મા કરતો નથી. આવું સ્વતંત્ર તત્ત્વ સમજ્યા વિના ધર્મ કેમ થાય? એક પરમાણુની પર્યાય બીજો પરમાણુ કરી શકે નહિ એવી અચલિત વસ્તુની મર્યાદા તોડવી અશકય છે. એક આત્મા જડ પરમાણુમાં કાંઈ કરી શકે એ અશકય છે.
આ ન્યાયથી-લોજીકથી વાત છે. પરમાત્મા કહે છે કે જગતમાં અનંત આત્મા અને અનંતાનંત પુદ્ગલો છે. તે અનંતપણે કયારે રહી શકે? પ્રત્યેક દ્રવ્ય પોતાની શક્તિ અને પોતાની પર્યાયમાં વર્તે તો અનંત દ્રવ્ય અનંતપણે રહી શકે. એકનું કાર્ય બીજું દ્રવ્ય કરે તો તેઓ એકમેક થઈ જાય અને અનંત દ્રવ્યનું અનંતપણું રહી શકે નહિ, અનંતપણું ખલાસ થઈ જાય. કોઈ દ્રવ્ય પરદ્રવ્યમાં વર્તે તો અનંત દ્રવ્યોનું અનંતપણું નાશ પામી જાય. ભાઈ! આ વીતરાગી શાસનનું તત્ત્વ ન્યાયથી બરાબર સમજવું જોઈએ.
PDF/HTML Page 1208 of 4199
single page version
આનંદમાં ઝૂલનારા સંતોને જરાક વિકલ્પ આવ્યો અને આ શાસ્ત્ર શાસ્ત્રના કારણે રચાઈ ગયાં. તે વિકલ્પના જ્ઞાની કર્તા નથી. તે વિકલ્પ પોતાના અપરાધથી આવ્યો છે, પરના કારણે નહિ. દરેક દ્રવ્ય એટલે વસ્તુ પોતાના ગુણ એટલે પોતાની પર્યાયમાં વર્તે છે. બીજાનું કાર્ય બીજાથી થાય એ વસ્તુસ્થિતિ જ નથી. બે કારણથી કાર્ય થાય એમ જે વાત આવે છે એ તો કાર્યકાળે જે બીજી ચીજ નિમિત્ત હોય છે તેનું જ્ઞાન કરાવવા માટે વાત કરેલી છે. બાકી બે કારણથી કાર્ય નીપજે છે એમ નથી. કાર્યનાં વાસ્તવિક કારણ બે નથી, એક ઉપાદાન જ વાસ્તવિક કારણ છે.
જગતમાં કોઈ પણ વસ્તુ પોતાના દ્રવ્ય-ગુણમાં જ વર્તે છે. પરંતુ દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે સંક્રમણ પામતી નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં પ્રવેશે કે એક પર્યાય બીજાની પર્યાયરૂપે થાય એમ કદીય બનતું નથી. જીવની પર્યાયનું સંક્રમણ થઈને શરીરની અવસ્થારૂપે થાય એમ ત્રણકાળમાં બનતું નથી. પ્રત્યેક વસ્તુની વર્તમાન પર્યાય સંક્રમણ પામીને પરની પર્યાયને કરે એવું કદીય બનતું નથી. ભાઈ! પરની દયા કોઈ પાળી શકતું નથી. આ તો પોતાની સ્વદયા પાળવાની વાત છે. સંતોએ સ્વતંત્રતાનો આ ઢંઢેરો પીટયો છે. છતાં જેને વાત બેસતી નથી તે દુર્ભાગી છે. શું થાય? દરેક દ્રવ્ય સ્વતંત્ર છે ને?
એક દ્રવ્યનું બીજા દ્રવ્યમાં સંક્રમણ ન થાય; એક ગુણ એટલે પર્યાયનું અન્ય દ્રવ્યની પર્યાયપણે સંક્રમણ ન થાય. સમયસમયમાં પ્રત્યેક આત્મા અને પ્રત્યેક પરમાણુ પોતપોતાની પર્યાયના કર્તા છે પણ પરની પર્યાયના કર્તા નથી. ભગવાન ત્રણલોકના નાથ કહે છે કે એક દ્રવ્યની પર્યાય અન્યદ્રવ્યની પર્યાયને કરે એવું માને તે મૂર્ખ છે, અજ્ઞાની છે, મૂઢ છે, પાખંડી છે. બીજાનું કાર્ય કોઈ બીજો કેમ કરે? ન કરે. અહાહા...! જગતનાં અનંત દ્રવ્યો, એની દરેક શક્તિ અને એની દરેક પર્યાય સ્વતંત્ર છે.
એક વખત એવો પ્રશ્ન થયેલો કે-મહારાજ! સિદ્ધ ભગવાન શું કરે?
ત્યારે જવાબમાં કહ્યું કે-સિદ્ધ ભગવાન પરનું કાંઈ કરતા નથી. અહાહા...! પોતાની પર્યાયમાં અનંત આનંદ પ્રગટ થયો છે તેનું સિદ્ધ ભગવાન વેદન કરે છે.
ત્યારે તે કહે કે-એવા કેવા ભગવાન? ભગવાન જેવા ભગવાન કોઈનું કાંઈ ન કરે! અમે તો બીજાનું ભલું કરીએ છીએ.
જુઓ, અજ્ઞાનીનો ભ્રમ! ભાઈ! કોઈ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યનું કાંઈ ન કરી શકે એ અચલિત વસ્તુમર્યાદા છે. તેને તોડવી અશકય છે. પોતાની પર્યાય પરમાં ન જાય અને પરની પર્યાય પોતામાં ન આવે. તો પછી એક વસ્તુ અન્ય વસ્તુને કેમ પરિણમાવી શકે? દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે નહિ સંક્રમતી તે અન્ય વસ્તુને કેમ પરિણમાવી શકે? કદી ન પરિણમાવી શકે. માટે પરભાવ કોઈથી કરી શકાય નહિ. અજ્ઞાની પોતાના શુભાશુભ
PDF/HTML Page 1209 of 4199
single page version
ભાવને કરે છે પણ પરભાવને કરતો નથી અને જ્ઞાની પોતાના જ્ઞાતાદ્રષ્ટાના પરિણામને કરે છે, રાગને કે પરને જ્ઞાની કરતો નથી.
દુઃખીને સહાય કરે, ભૂખ્યાંને અન્ન આપે, તરસ્યાંને પાણી પાય, નગ્નને વસ્ત્ર આપે - ઇત્યાદિ પરનાં કાર્ય જીવ કરે છે એવો અજ્ઞાનીનો ભ્રમ છે. અજ્ઞાની માને ભલે પણ પરનાં કાર્ય ત્રણકાળમાં કોઈ જીવ કરી શક્તો નથી.
ભાવાર્થઃ– જે દ્રવ્યસ્વભાવ છે તેને કોઈ પણ પલટાવી શકતું નથી, એ વસ્તુની મર્યાદા છે.
PDF/HTML Page 1210 of 4199
single page version
अतः स्थितः खल्वात्मा पुद्गलकर्मणामकर्ता–
दव्वगुणस्स य आदा ण कुणदि पोग्गलमयम्हि कम्मम्हि। तं उभयमकुव्वंतो तम्हि कहं तस्स सो कत्ता।। १०४ ।।
तदुभयमकुर्वस्तस्मिन्कथं तस्य स कर्ता।। १०४ ।।
આ (ઉપર કહેલા) કારણે આત્મા ખરેખર પુદ્ગલકર્મોનો અકર્તા ઠર્યો એમ હવે કહે છેઃ-
તે ઉભયને તેમાં ન કરતો કેમ તત્કર્તા બને? ૧૦૪.
ગાથાર્થઃ– [आत्मा] આત્મા [पुद्गलमये कर्मणि] પુદ્ગલમય કર્મમાં [द्रव्यगुणस्य च] દ્રવ્યને તથા ગુણને [न करोति] કરતો નથી; [तस्मिन्] તેમાં [तद् उभयम्] તે બન્નેને [अकुर्वन्] નહિ કરતો થકો [सः] તે [तस्य कर्ता] તેનો ર્ક્તા [कथं] કેમ હોય?
ટીકાઃ– જેવી રીતે-માટીમય ઘડારૂપી કર્મ કે જે માટીરૂપી દ્રવ્યમાં અને માટીના ગુણમાં નિજ રસથી જ વર્તે છે તેમાં કુંભાર પોતાને કે પોતાના ગુણને નાખતો-મૂકતો-ભેળવતો નથી કારણ કે (કોઈ વસ્તુનું) દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે સંક્રમણ થવાનો વસ્તુસ્થિતિથી જ નિષેધ છે; દ્રવ્યાંતરરૂપે (અર્થાત્ અન્યદ્રવ્યરૂપે) સંક્રમણ પામ્યા વિના અન્ય વસ્તુને પરિણમાવવી અશકય હોવાથી, પોતાનાં દ્રવ્ય અને ગુણ બન્નેને તે ઘડારૂપી કર્મમાં નહિ નાખતો એવો તે કુંભાર પરમાર્થે તેનો કર્તા પ્રતિભાસતો નથી; તેવી રીતે-પુદ્ગલમય જ્ઞાનાવરણાદિ કર્મ કે જે પુદ્ગલદ્રવ્યમાં અને પુદ્ગલના ગુણમાં નિજ રસથી જ વર્તે છે તેમાં આત્મા પોતાના દ્રવ્યને કે પોતાના ગુણને ખરેખર નાખતો-મૂકતો-ભેળવતો નથી કારણ કે (કોઈ વસ્તુનું) દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે સંક્રમણ થવું અશકય છે; દ્રવ્યાંતરરૂપે સંક્રમણ પામ્યા વિના અન્ય વસ્તુને પરિણમાવવી અશકય હોવાથી, પોતાનાં દ્રવ્ય અને ગુણ-બન્નેને તે જ્ઞાનાવરણાદિ કર્મમાં નહિ નાખતો એવો તે આત્મા પરમાર્થે તેનો કર્તા કેમ હોઈ શકે? (કદી ન હોઈ શકે.) માટે ખરેખર આત્મા પુદ્ગલકર્મોનો અકર્તા ઠર્યો.
PDF/HTML Page 1211 of 4199
single page version
આ (ઉપર કહેલા) કારણે આત્મા ખરેખર પુદ્ગલકર્મોનો અકર્તા ઠયો એમ હવે કહે છેઃ-
‘જેવી રીતે-માટીમય ઘડારૂપી કર્મ કે જે માટીરૂપી દ્રવ્યમાં અને માટીના ગુણમાં નિજરસથી જ વર્તે છે તેમાં કુંભાર પોતાને કે પોતાના ગુણને નાખતો-મૂક્તો-ભેળવતો નથી કારણે કે (કોઈ વસ્તુનું) દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે સંક્રમણ થવાનો વસ્તુસ્થિતિથી જ નિષેધ છે...’
માટીમય ઘડારૂપી જે કાર્ય છે તે માટીરૂપી દ્રવ્યમાં એટલે માટીરૂપી પદાર્થમાં અને માટીના ગુણમાં એટલે માટીની પર્યાયમાં નિજરસથી જ વર્તે છે. માટીમાં જે ઘડારૂપી કાર્ય થયું તે માટીની નિજશક્તિથી થયું છે; કુંભારથી-નિમિત્તથી તે કાર્ય થયું નથી. જુઓ, નિમિત્તથી કાર્ય થાય એવી વાત ખૂબ ચાલે છે પણ એનો અહીં નિષેધ કર્યો છે. નિમિત્તથી પરનું કાર્ય થતું નથી એમ અહીં સિદ્ધ કર્યું છે. ભાઈ! આ રોટલીરૂપી જે કાર્ય થાય છે તે આટાથી થાય છે, બાઈથી નહિ અને તાવડી, વેલણ કે પાટલીથી પણ નહિ.
ભાઈ! શુદ્ધ અંતઃતત્ત્વના શ્રદ્ધાન વિના બાહ્યક્રિયાકાંડ કરીને ધર્મ થવો માને પણ એ (માન્યતા) તો મિથ્યાત્વ છે. પર જીવની દયા પાળવામાં ધર્મ માને તે મિથ્યાત્વ છે કેમકે પરજીવની દયા આ જીવ પાળી શક્તો નથી.
પ્રશ્નઃ– દયા ધર્મનું મૂળ છે એમ કહેવાય છે ને?
ઉત્તરઃ– હા, પણ એનો અર્થ એ છે કે રાગની ઉત્પત્તિ ન થવી તે સ્વદયા છે અને તે સ્વદયા ધર્મનું મૂળ છે. પુરુષાર્થસિદ્ધયુપાયમાં (શ્લોક ૪૪માં) હિંસા-અહિંસાના સ્વરૂપનું કથન આવે છે ત્યાં આ સ્પષ્ટ કર્યું છે. પરની દયા પાળવી એ તો નામમાત્ર કથન છે. પરની દયા કોણ પાળી શકે? બીજા જીવનું જ્યાં સુધી આયુ હોય ત્યાં સુધી તે જીવે છે. તેને બીજો જીવાડી શક્તો નથી; તેમ બીજો તેને મારી પણ શક્તો નથી. બહારની જે ક્રિયાઓ થાય તેનો આત્મા કર્તા નથી એ મૂળ સિદ્ધાંત છે.
ભગવાન સર્વજ્ઞદેવ એમ કહે છે કે જે ઘડારૂપી કાર્ય થયું તેમાં માટી પોતે વર્તી રહી છે, તેમાં કુંભાર વર્તતો નથી. હાથની હલનચલનની ક્રિયા થાય તે હાથના પરમાણુથી થાય છે; તે ક્રિયા આત્માથી થતી નથી. આત્મા તો પોતાના ગુણ અને પર્યાયમાં વર્તી રહ્યો છે. પરની પર્યાય થાય તેમાં આત્મા વર્તતો નથી. અરે! આંખની પાંપણ હાલે તેમાં પાંપણના પરમાણુ નિજરસથી વર્તે છે, આત્મા નહિ. પાંપણ હલાવવાની ક્રિયાનો પરમાણુ કર્તા છે, આત્મા નહિ. બાપુ! તત્ત્વની સાચી દ્રષ્ટિ થયા વિના યા ભેદજ્ઞાન થયા વિના ધર્મ ન થાય.
PDF/HTML Page 1212 of 4199
single page version
અહીં જીવ અને અજીવની ભિન્નતાની વાત ચાલે છે. અજીવની કોઈ પણ ક્રિયાનો અંશ જીવ કરી શકે એ વાત ત્રણકાળ ત્રણલોકમાં સાચી નથી. તેવી રીતે જીવની અવસ્થા -શુભાશુભ ભાવ કે શુદ્ધભાવ-જડ કર્મથી થાય એવું પણ ત્રણકાળમાં સંભવિત નથી. ભાઈ! જીવાદિ સાતેય તત્ત્વ ભિન્ન ભિન્ન છે. અજ્ઞાની દયા, દાન, વ્રત આદિ આસ્રવપરિણામને આત્મા સાથે એક કરીને રાગનો કર્તા થાય છે અને પરનાં કાર્ય હું કરી શકું છું એમ વિપરીત માને છે. અરે! લોકોને આ જીવ-અજીવના અને આસ્રવ અને આત્માના ભેદની સૂક્ષ્મ વાતની ખબર નથી એટલે તેમને બેસવી કઠણ પડે છે.
અહીં કહે છે કે માટીરૂપી દ્રવ્યમાં માટીરૂપ ગુણ (ઘટ પરિણામ) નિજ રસથી વર્તી રહ્યો છે. ગુણનો અર્થ અહીં પર્યાય થાય છે. તેમાં કુંભાર પોતાના દ્રવ્યને કે પર્યાયને નાખતો કે ભેળવતો નથી. કુંભાર ઘડો કરવાનો જે રાગ કરે છે તે રાગ ઘડારૂપ પર્યાયમાં પેસતો નથી. તો તે રાગ ઘડારૂપ પર્યાયને કેમ કરે? અજ્ઞાની જીવ રાગ કરે, પણ પરનું કાર્ય કદીય ન કરે-ન કરી શકે. જે જ્ઞાનાવરણીયાદિ કર્મ બંધાય તેમાં નિમિત્તરૂપ જે રાગાદિ ભાવ છે તેનો અજ્ઞાની કર્તા છે પણ જે કર્મનું બંધન થાય તેનો તે કર્તા નથી. કર્મબંધન થાય એ તો જડની પર્યાય છે. જડની પર્યાયને આત્મા ત્રણ કાળમાં કરી શકે નહિ. અહીં આ વાત સિદ્ધ કરવા ઘડાનું દ્રષ્ટાંત આપ્યું છે.
રાગ અને આત્માનો જે ભેદ જાણે છે તેવો સમકિતી ધર્મી જીવ રાગનો પણ કર્તા થતો નથી. જુઓ! પહેલાંના સમયમાં મીરાંબાઈનું વૈરાગ્યમય નાટક બતાવતા. તેમાં વાત એમ આવતી કે ચિત્તોડના રાણા સાથે મીરાંબાઈનાં લગ્ન થયેલાં. પણ સાધુનો સંગ કરતાં મીરાંબાઈને ખૂબ વૈરાગ્ય થઈ ગયેલો. રાણાએ મીરાંબાઈને કહેવડાવ્યું કે-‘‘મીરાં ઘરે આવો સંગ છોડી સાધુનો, તને પટ્ટરાણી બનાવું.’’ પરંતુ મીરાંને તો ઈશ્વરની ભારે લય લાગેલી. તે લયની ધૂનમાં રાણાને કહેવા લાગી-
ઇશ્વરના પ્રેમમાં ઘેલી મીરાંએ કહી દીધું કે મેં તો મારા નાથની (ઇશ્વરની) સાથે લગ્ન કરી દીધાં છે એટલે હવે મને બીજો પતિ ન હોય. તેમ સમકિતી ધર્મી જીવની પરિણતિ અંદર રાગથી ભિન્ન પડીને શુદ્ધ ચૈતન્ય સાથે જોડાઈ ગઈ છે. તેથી તે કહે છે કે મારી નિર્મળ ચૈતન્યપરિણતિનો હું સ્વામી છું, રાગનો સ્વામી હું નહિ અને રાગ મારો સ્વામી નહિ. શુભાશુભ ભાવ થાય તે વિકાર છે. તેનો સંગ હું ન કરું કેમકે તેનો સંગ કરવો વ્યભિચાર છે. અહાહા...! હું તો નિત્યાનંદસ્વરૂપ ચૈતન્યમૂર્તિ જ્ઞાયકબિંબ પ્રભુ છું. તેને પુણ્ય-પાપના સંગમાં જોડવો તે વ્યભિચાર છે. આમ ચૈતન્યઘનસ્વરૂપ નિજ ચિદાનંદ ભગવાનની જેને લગની લાગી તે ધર્મી જીવ
PDF/HTML Page 1213 of 4199
single page version
નિર્મળ જ્ઞાન અને આનંદની પરિણતિનો કર્તા છે, પણ રાગનો કર્તા નથી. જ્યાં રાગનો કર્તા નથી ત્યાં તે પરનો કર્તા હોવાની તો વાત જ કયાં રહી?
અહીં એમ સિદ્ધ કરવું છે કે પરદ્રવ્યની પર્યાયનો અજ્ઞાની પણ કર્તા નથી. ઘડારૂપ કાર્ય થાય એમાં કુંભાર પોતાના દ્રવ્યને, ગુણને અને પર્યાયને તે ઘડાની પર્યાયમાં મૂક્તો કે ભેળવતો નથી કારણ કે કોઈ વસ્તુનું દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે સંક્રમણ થવાનો વસ્તુસ્થિતિથી જ નિષેધ છે. વસ્તુસ્થિતિ જ એવી છે કે કુંભારનું આત્મદ્રવ્ય પલટીને ઘડાની પર્યાયમાં જતું નથી, તેમજ કુંભારની રાગની પર્યાય પણ પલટીને ઘડાની પર્યાયમાં જતી નથી. તો કુંભાર ઘડાને કેવી રીતે કરે? ઝીણી વાત છે ભગવાન! તારી જ્ઞાયક વસ્તુ તદ્ન ભિન્ન છે પ્રભુ! આત્મા જ્ઞાયક તો જગતના જ્ઞેયોનો જ્ઞાતા છે, કર્તા નથી. રાગનો પણ તે ખરેખર તો જ્ઞાતા છે, કર્તા નથી. આત્માને રાગનો અને પરદ્રવ્યની પર્યાયનો કર્તા બનાવવો એ મોટી મિથ્યાત્વરૂપી વિટંબણા છે.
૧. કુંભારનું દ્રવ્ય પલટીને ઘડાની પર્યાયમાં જતું નથી. ૨. કુંભારની જે રાગની પર્યાય છે તે પલટીને ઘડાની પર્યાયમાં જતી નથી. ૩. માટે કુંભાર માટીની પર્યાય બદલીને ઘડાની પર્યાય કરે એ વાત ત્રણકાળ ત્રણલોક
આટામાંથી જે રોટલી બનવાની ક્રિયા થાય તે જડની પર્યાય આટાના પરમાણુઓથી થાય છે. રસોઈ કરનારી બાઈ તેમાં પોતાની પર્યાયને નાખતી કે ભેળવતી નથી. માટે બાઈ તે રોટલીની પર્યાયની કર્તા નથી. બાપુ! આ વીતરાગનો માર્ગ કોઈ અલૌકિક છે! જડ અને ચેતનનો-બન્નેનો સદાય પ્રગટ ભિન્ન સ્વભાવ છે. જડની પર્યાય જડથી થાય એમાં બીજો પોતાનું દ્રવ્ય કે પોતાની પર્યાયને નાખતો નથી, મૂકતો નથી, ભેળવતો નથી. માટે જડની ક્રિયાને આત્મા કદીય કરતો નથી એમ સિદ્ધ થાય છે. ભાઈ! હું ખાઉં છું, હું બોલું છું, હું શરીરને હલાવી-ચલાવી શકું છું ઇત્યાદિ અનેક પ્રકારે પરદ્રવ્યની ક્રિયા હું કરી શકું છું એમ માનવું એ મિથ્યાશ્રદ્ધાન છે અને એનું ફળ ચાર ગતિની રખડપટ્ટી છે.
પોતાના ગુણ-પર્યાયને પરમાં નાખ્યા-ભેળવ્યા સિવાય પરનું કાર્ય કેમ કરી શકાય? પોતાના ગુણ-પર્યાયને પરમાં તો નાખી શકાતા નથી, કેમકે વસ્તુસ્થિતિથી જ તેનો નિષેધ છે. માટે પરનાં કાર્ય કોઈ કરી શકતું નથી એ સિદ્ધાંત છે. લોકો બહારની ક્રિયાનું કર્તાપણું માનીને મિથ્યાત્વનું સેવન કરે છે. પણ જેને સત્ય માનવું હોય તેણે આ માનવું પડશે. બાકી અસત્ય તો અનાદિથી માનેલું જ છે અને તેથી તો સંસારાવસ્થા છે. ભાઈ! સર્વજ્ઞદેવે કહેલાં નવ તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન જેને કરવું હોય તેણે આ વાત માનવી જ પડશે. નિમિત્તથી કાર્ય થાય એ વાતની ભગવાન લાખવાર ના પાડે છે. આ સત્યનો ઢંઢેરો છે.
PDF/HTML Page 1214 of 4199
single page version
આ પુસ્તકનું પાનું ફરે છે તે અવસ્થા પાનાના રજકણોથી થઈ છે; તેનો કર્તા આંગળી નથી અને આત્મા પણ નથી. જગતની પ્રત્યેક ચીજ પોતે પોતાથી કાર્યરૂપે પરિણમે છે; તેને બીજો પરિણમાવી શકતો નથી. ખૂબ ગંભીર વાત છે!
જગતમાં અનંત જીવ છે અને અનંત અજીવ જડ પદાર્થો છે. તે બધા અનંતપણે કયારે રહી શકે? અનંત દ્રવ્યો-પ્રત્યેક પોતાના દ્રવ્યથી અને પોતાની પર્યાયથી પોતાના પરિણામ કરે છે એવું યથાર્થ માને તો અનંત દ્રવ્યો સિદ્ધ થશે. પરથી પરિણમન થાય એમ માનતાં બધાં એકમેક થઈ જવાથી અનંત ભિન્ન દ્રવ્યો રહી શકશે નહિ. માટે પ્રત્યેક દ્રવ્યનું પરિણમન પરનિરપેક્ષ છે એ મુદની રકમની વાત છે.
જેમ પાંચ લાખ રૂપિયા ટકાના વ્યાજથી કોઈને ધીર્યા હોય તે વ્યાજ ભરીને પાંચ લાખ ભરવાની ના કહે તો તે મૂળ રકમની ના પાડે છે. તે અનર્થ છે. તેમ પરદ્રવ્યની પર્યાયને આત્મા કરી શક્તો નથી એ મુદની મૂળ રકમની વાત છે. એ મૂળ રકમની ના પાડે તેને ધર્મ કેમ થાય? ભલેને બાહ્ય ક્રિયાકાંડ લાખ કરે તોપણ તેને ધર્મ નહિ થાય. ભાઈ! આ ભગવાનનાં મંદિર બન્યાં છે ને તે ક્રિયા આત્માએ કરી છે એમ નથી.
પ્રશ્નઃ– કારીગરે તો કરી છે કે નહિ?
ઉત્તરઃ– ના; બીલકુલ નહિ, કારણ કે કારીગર પોતાના દ્રવ્યને કે પર્યાયને મંદિરની પર્યાયમાં નાખતો કે ભેળવતો નથી. માટે મંદિર નિર્માણની ક્રિયાનો કર્તા કારીગર નથી. બાપુ! જડ તત્ત્વ અને ચેતન તત્ત્વની સદાકાળ ભિન્નતા છે. અજીવની પર્યાયનો અંશ જો જીવ કરે તો જીવ જડ થઈ જાય. પણ એમ બનતું જ નથી. તેમ છતાં અજીવની પર્યાયને જીવ કરે છે એમ માને તે મિથ્યાત્વ છે, અજ્ઞાન છે અને તેનું ફળ સંસાર-પરિભ્રમણ છે.
ખજૂરમાંથી અંદરના કઠણ ઠળિયા જુદા પાડવાની જે ક્રિયા થાય તે ક્રિયા આંગળીથી થાય છે એમ નથી. વળી આત્માથી પણ તે ક્રિયા થઈ શકતી નથી. જેમ કુંભાર ઘડો બનાવી શકે નહિ તેમ આત્મા ખજૂરમાંથી ઠળિયા જુદા પાડી શકે નહિ. આ સાંભળીને કેટલાક પોકારી ઉઠે છે કે ‘એકાન્ત છે, એકાન્ત છે.’ ભલે કહો, પરંતુ આ સમ્યક્ એકાન્ત છે. મોક્ષમાર્ગ પ્રકાશકના ચોથા અધિકારમાં પંડિતપ્રવર શ્રી ટોડરમલજીએ સંસારી જીવોને મિથ્યાદર્શનની પ્રવૃત્તિ કેવી હોય છે તેનું વર્ણન કર્યું છે. ત્યાં કહ્યું છે કે-
‘‘સંસારી જીવ અનાદિકાળથી કર્મનિમિત્ત વડે અનેક પર્યાય ધારણ કરે છે, પૂર્વ પર્યાયને છોડી નવીન પર્યાય ધારણ કરે છે. ત્યાં એક તો પોતે આત્મા તથા અનંત પુદ્ગલપરમાણુમય શરીર એ બંનેના એકપિંડબંધાનરૂપ એ પર્યાય હોય છે. તેમાં આ જીવને ‘આ હું છું’ એવી અહંબુદ્ધિ થાય છે... વળી જીવને અને શરીરને નિમિત્ત-
PDF/HTML Page 1215 of 4199
single page version
નૈમિત્તિક સંબંધ છે તેનાથી જે ક્રિયા થાય છે તેને પોતાની માને છે.’’ હું બોલી શકું છું, હું ખાઈ શકું છું, હું હાથ હલાવી શકું છું, આંખથી દેખી શકું છું, જીભથી ચાખી શકું છું ઇત્યાદિ પરદ્રવ્યની ક્રિયાનું કર્તાપણું માને તે બધું મિથ્યાદ્રષ્ટિનું કર્તવ્ય (મંતવ્ય) છે. અરે! આવા સાતિશય પ્રજ્ઞાના ધારક અતિ વિચક્ષણ પંડિત શ્રી ટોડરમલજીનો દ્વેષથી પ્રેરાઈને ષડ્યંત્ર દ્વારા ક્રોધિત કરવામાં આવેલા રાજા દ્વારા અલ્પ વયમાં જ દેહાંત થયો હતો! પંડિતજીએ મિથ્યાદર્શનનું સ્વરૂપ અત્યંત સ્પષ્ટ કર્યું છે.
‘રાજતે શોભતે ઇતિ રાજા.’ જે પોતાના જ્ઞાતાદ્રષ્ટાસ્વભાવનું અનુસરણ કરી જ્ઞાન અને આનંદની પર્યાયને ઉત્પન્ન કરે અને તે વડે શોભાયમાન રહે તે રાજા-જીવરાજા છે. બાકી રાગની પર્યાય અને પરદ્રવ્યની પર્યાયને પોતાની માને એ તો રાંકો-ભિખારી છે. દયા, દાન, વ્રત, તપ ઇત્યાદિના રાગથી મારું કલ્યાણ થઈ જશે એમ માનનાર બહારથી મહારાજ ભલે કહેવાતો હોય તોપણ તે રાંકો-ભિખારી છે. ભાઈ! તારી ચીજ અંદર સર્વપ્રદેશે જ્ઞાન અને આનંદથી ભરેલી છે. તેમાં દ્રષ્ટિ દીધા વિના તે રાગથી પ્રગટ કેમ થાય? પ્રભુ! રાગથી પ્રગટ થાય એવી તારી ચીજ નથી.
ભગવાન કુંદકુંદાચાર્યદેવે સમયસારના બંધ અધિકારમાં કહ્યું છે કે-બીજાને હું જીવાડી શકું, બીજાને મારી શકું, બીજાને સુખી-દુઃખી કરી શકું, બીજાને બંધ કરી શકું અને બીજાને મોક્ષ કરી શકું-એમ જે માને તે મિથ્યાદ્રષ્ટિ છે, મૂઢ છે. ત્યાં શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે ૧૭૩માં કળશ દ્વારા કહ્યું છે કે-‘‘સર્વ વસ્તુઓમાં જે અધ્યવસાન થાય છે તે બધાંય (અધ્યવસાન) જિન ભગવાનોએ પૂર્વોક્ત રીતે ત્યાગવા યોગ્ય કહ્યાં છે તેથી અમે એમ માનીએ છીએ કે ‘પર જેનો આશ્રય છે એવો વ્યવહાર જ સઘળોય છોડાવ્યો છે.’ તો પછી, આ સત્પુરુષો એક સમ્યક્ નિશ્ચયને જ નિષ્કંપપણે અંગીકાર કરીને શુદ્ધજ્ઞાનઘનરૂપ નિજ મહિમામાં (આત્મસ્વરૂપમાં) સ્થિરતા કેમ ધરતા નથી.’’
જુઓ, એક સમ્યક્ નિશ્ચયને જ અંગીકાર કરવાનું કહ્યું છે, કેમકે તે જ એક મોક્ષમાર્ગ છે. વ્યવહાર ક્રિયાકાંડના અનેક વિકલ્પ કાંઈ મોક્ષમાર્ગ નથી; એ તો બંધનાં કારણ છે, હેય છે, ત્યાગવા યોગ્ય છે. ભાઈ! દયા, દાન, વ્રત, ભક્તિ આદિ પરિણામની દ્રષ્ટિથી હઠીને ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્ય ઉપર દ્રષ્ટિ દે તો સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટ થશે; અન્યથા નહિ થાય. કળશમાં એ જ કહ્યું છે કે પર જેનો આશ્રય છે એવો વ્યવહાર જ સઘળોય છોડાવ્યો છે તો પછી આ સત્પુરુષો એક સમ્યક્ નિશ્ચયને જ નિષ્કંપપણે અંગીકાર કરીને નિજ મહિમામાં સ્થિતિ કેમ ધરતા નથી? લોકોને આવી સત્ય વાત સાંભળવા મળી નથી એટલે નવી લાગે છે. પણ આ નવી વાત નથી. આ તો કેવળીઓએ કહેલી વાત પુરાણી છે. શ્રીમદ્ રાજચંદ્ર થઈ ગયા. તેમણે પ૦ વર્ષ પહેલાં આ વાત કરી છે પણ પોતે ગૃહસ્થાશ્રમી હતા એટલે વાત વિશેષ બહાર આવવા ન પામી.
PDF/HTML Page 1216 of 4199
single page version
અહાહા...! એકેક ગાથામાં જડ અને ચેતનને તથા રાગ અને જ્ઞાનને ભિન્ન પાડીને વર્ણન કર્યું છે. ભગવાન! શુદ્ધ ચૈતન્યસ્વરૂપ એવો તું પરનાં કામ કરે-કરી શકે એ વાત ત્રણકાળમાં સત્ય નથી. મોક્ષમાર્ગપ્રકાશકમાં અતિ સ્પષ્ટ કહ્યું છે કે-‘‘પોતાનો સ્વભાવ દર્શન- જ્ઞાન છે, તેની પ્રવૃત્તિને નિમિત્તમાત્ર શરીરનાં અંગરૂપ સ્પર્શનાદિક દ્રવ્ય ઇંદ્રિયો છે. હવે આ જીવ તે સર્વને એકરૂપ માની એમ માને છે કે-હાથ વગેરે સ્પર્શ વડે મેં સ્પર્શ્યું, જીભ વડે મેં ચાખ્યું, નાસિકા વડે મેં સૂંઘ્યું, નેત્ર વડે મેં દીઠું, કાન વડે મેં સાંભળ્યું’’ ઇત્યાદિ આ પ્રમાણે માનનાર અજ્ઞાની મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે. જડનાં કાર્ય આત્મા કરતો નથી અને તે કાળે જે રાગ થાય તેનો અજ્ઞાની કર્તા થાય છે. માર્ગ બહુ સૂક્ષ્મ છે ભાઈ! અજ્ઞાની કહે છે કુંભાર વિના ઘડો ન થાય. જ્ઞાની કહે છે માટી વિના ઘડો ન થાય. ઘડાનો કર્તા માટી છે, કુંભાર નહિ. દુનિયાની તદ્ન નિરાળો માર્ગ છે.
અહીં કહે છે-‘દ્રવ્યાંતરરૂપે સંક્રમણ પામ્યા વિના અન્ય વસ્તુને પરિણમાવવી અશકય હોવાથી, પોતાનાં દ્રવ્ય અને ગુણ બન્નેને તે ઘડારૂપી કર્મમાં નહિ નાખતો એવો તે કુંભાર પરમાર્થે તેનો કર્તા પ્રતિભાસતો નથી.’ જુઓ, કોઈ દ્રવ્ય પોતાની સત્તા છોડીને પરદ્રવ્યમાં પ્રવેશ કરતું નથી. વા પરદ્રવ્યરૂપ થઈ જતું નથી. અને દ્રવ્યાંતરરૂપ થયા વિના અન્ય દ્રવ્યને પરિણમાવવું અશકય છે. માટીરૂપ થયા વિના માટીને ઘડાપણે પરિણમાવવી અશકય છે. માટે ઘડારૂપ કર્મમાં નહિ પ્રવેશતો એવો કુંભાર ઘડાનો કર્તા પ્રતિભાસતો નથી એમ આચાર્યદેવ કહે છે. આ દ્રષ્ટાંત છે.
લોકો શુદ્ધ તત્ત્વની વાત ભૂલીને ક્રિયાકાંડના માર્ગે ચઢી ગયા છે. વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થશે એ વાત પર ચઢી ગયા છે. પરંતુ ભાઈ! દયા, દાન, વ્રત, તપ આદિ ક્રિયા, મહિના-મહિનાના ઉપવાસની ક્રિયા-એ તો બધી રાગની ક્રિયા છે. એનાથી સમ્યગ્દર્શન અને ધર્મ થતો નથી. અને એમાં બહારની શરીરાદિની ક્રિયા તો આત્મા કરી શક્તો નથી. તથાપિ હું પરદ્રવ્યની ક્રિયા કરું છું એમ જો માને તો એ મિથ્યાત્વ છે, મૂઢતા છે. અનંત કેવળીઓએ અને સંતોએ આમ કહ્યું છે.
હવે સિદ્ધાંત કહે છે-‘તેવી રીતે-પુદ્ગલમય જ્ઞાનાવરણાદિ કર્મ કે જે પુદ્ગલ-દ્રવ્યમાં અને પુદ્ગલના ગુણમાં નિજરસથી જ વર્તે છે તેમાં આત્મા પોતાના દ્રવ્યને કે પોતાના ગુણને ખરેખર નાખતો-મૂક્તો-ભેળવતો નથી કારણ કે (કોઈ વસ્તુનું) દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે સંક્રમણ થવું અશકય છે......’
પુદ્ગલમય જ્ઞાનાવરણાદિ કર્મ પુદ્ગલદ્રવ્યમાં અને પુદ્ગલમય પોતાના ગુણમાં
PDF/HTML Page 1217 of 4199
single page version
એટલે પર્યાયમાં નિજ રસથી જ વર્તે છે. તેમાં આત્મા પોતાના દ્રવ્યને કે ગુણ એટલે પર્યાયને નાખતો વા ભેળવતો નથી. આઠ કર્મ જે બંધાય તેમાં આત્માના દ્રવ્ય-પર્યાય પેસતાં નથી; કેમકે આત્મદ્રવ્યનું દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે સંક્રમણ થવું અશકય છે. આત્માનું પુદ્ગલરૂપ કે પુદ્ગલકર્મરૂપ થવું અશકય છે. માટે જીવ (અજ્ઞાની) રાગ-દ્વેષ કરે ત્યારે એનું નિમિત્ત પામીને જે જડકર્મનું બંધન થાય તેનો આત્મા કર્તા નથી.
અરે! આવી વાત કદી સાંભળવા મળી ન હોય અને કદાચિત્ સાંભળવા મળી જાય તો ‘એકાન્ત છે’ એમ માનીને જતી કરે, પણ ભાઈ! મિથ્યાત્વનો સરવાળો મહાદુઃખરૂપ આવશે. એ તીવ્ર દુઃખના પ્રસંગ તને ભારે પડશે બાપા! અહીં કહે છે કે પુણ્ય-પાપના શુભાશુભ ભાવ અજ્ઞાનભાવે જીવ કરે છે પણ તે કાળે જે કર્મબંધનની પર્યાય થાય તેનો જીવ અજ્ઞાનભાવે પણ કર્તા નથી. કર્મબંધન તો જડની પર્યાય છે અને તે જડ પુદ્ગલથી થાય છે. તેને જીવ કેમ કરે? જ્ઞાનાવરણાદિનું કાર્ય પોતાના પુદ્ગલ-દ્રવ્યમાં અને પોતાની પર્યાયમાં નિજ રસથી જ વર્તે છે. તેમાં આત્મા પોતાના દ્રવ્ય-પર્યાયને નાખતો નથી, કેમકે આત્મદ્રવ્ય પરદ્રવ્યમાં જાય કે આત્માની પર્યાય પરદ્રવ્યની પર્યાયમાં જાય એમ બનવું અશકય છે.
અજ્ઞાની જે વિકાર કરે, શુભાશુભ ભાવ કરે તેટલા પ્રમાણમાં સામે કર્મ બંધાય છે; છતાં તે કર્મબંધનની પર્યાયનો આત્મા કર્તા નથી. જીવે રાગાદિ ભાવ કર્યા માટે કર્મને બંધાવું પડયું એમ નથી. ભાઈ! આત્મા કર્મ બાંધે અને આત્મા કર્મ છોડે એ વસ્તુસ્થિતિમાં જ નથી. અજ્ઞાની પર્યાયમાં વિકારને કરે અને વિકારને છોડે એ તો છે, પણ તે જડકર્મને બાંધે વા જડકર્મને છોડે એ વાત ત્રણકાળમાં સત્ય નથી. ભગવાન અરિહંતદેવે કર્મ હણ્યાં એમ કહેવું એ તો નિમિત્તનું કથન છે. કર્મ તો જડ છે; તેને કોણ હણે? જેણે પોતાના ભાવકર્મને હણ્યાં અને અનંતચતુષ્ટયને પ્રાપ્ત થયા તે અરિહંત છે. જડકર્મ તો પોતાના કારણે નાશ પામે છે, અકર્મરૂપ પરિણમી જાય છે. જડકર્મમાં આત્માનું કાંઈ કર્તવ્ય નથી.
જડ અને ચેતનનો સદા પ્રગટ ભિન્ન સ્વભાવ છે. જડની પર્યાય ચેતન કરે અને ચેતનની પર્યાય જડ કરે એમ કદીય બનતું નથી. હજુ જડ અને ચેતન-બે દ્રવ્યો સદાય ભિન્ન છે એની જેને ખબર નથી તેને પુણ્ય-પાપના ભાવથી-આસ્રવથી આત્મા ભિન્ન છે એવી ભેદજ્ઞાનની દ્રષ્ટિ કયાંથી થાય? અને એવી દ્રષ્ટિ થયા વિના સમ્યગ્દર્શન કયાંથી થાય? અને સમ્યગ્દર્શન વિના જ્ઞાન અને ચારિત્ર કયાંથી થાય? ભાઈ! સમ્યગ્દર્શન વિના બધા ક્રિયાકાંડ એકડા વિનાનાં મીંડા જેવા છે.
હવે કહે છે-‘દ્રવ્યાંતરરૂપે સંક્રમણ પામ્યા વિના અન્ય વસ્તુને પરિણમાવવી અશકય હોવાથી, પોતાનાં દ્રવ્ય અને ગુણ-બંનેને તે જ્ઞાનાવરણાદિ કર્મમાં નહિ નાખતો
PDF/HTML Page 1218 of 4199
single page version
એવો તે આત્મા પરમાર્થે તેનો કર્તા કેમ હોઈ શકે? (કદી ન હોઈ શકે.) માટે ખરેખર આત્મા પુદ્ગલકર્મોનો અકર્તા ઠર્યો.’
જુઓ, આ નિષ્કર્ષ કહ્યો. જીવ રાગ કરે તે કાળે ત્યાં જે કર્મબંધન થાય છે તે કર્મબંધનની પર્યાયને આત્મા કેમ કરી શકે? અજ્ઞાની પોતાની પર્યાયમાં રાગદ્વેષના ભાવને કરે પણ તે વખતે જે કર્મબંધન થાય છે તે રાગથી થતું નથી કેમકે રાગ તેમાં પેસતો નથી. માટે આત્મા પુદ્ગલકર્મોનો અકર્તા ઠર્યો. જડની પર્યાયનો અજ્ઞાની જીવ પણ કર્તા નથી એવું અકર્તાપણું સિદ્ધ થયું.
PDF/HTML Page 1219 of 4199
single page version
अतोऽन्यस्तूपचारः–
जीवेण कदं कम्मं भण्णदि उवयारमेत्तेण।। १०५ ।।
जीवेन कृतं कर्म भण्यते उपचारमात्रेण।। १०५ ।।
માટે આ સિવાય બીજો-એટલે કે આત્માને પુદ્ગલકર્મોનો કર્તા કહેવો તે-ઉપચાર છે, એમ હવે કહે છેઃ-
ઉપચારમાત્ર કથાય કે આ કર્મ આત્માએ કર્યું. ૧૦પ.
ગાથાર્થઃ– [जीवे] જીવ [हेतुभूते] નિમિત્તભૂત્ત બનતાં [बन्धस्य तु] કર્મ બંધનું [परिणामम्] પરિણામ થતું [द्रष्ट्वा] દેખીને, ‘[जीवेन] જીવે [कर्म कृतं] કર્મ કર્યું’ એમ [उपचारमात्रेण] ઉપચારમાત્રથી [भण्यते] કહેવાય છે.
ટીકાઃ– આ લોકમાં ખરેખર આત્મા સ્વભાવથી પૌદ્ગલિક કર્મને નિમિત્તભૂત નહિ હોવા છતાં પણ, અનાદિ અજ્ઞાનને લીધે પૌદ્ગલિક કર્મને નિમિત્તરૂપ થતા એવા અજ્ઞાનભાવે પરિણમતો હોવાથી નિમિત્તભૂત થતાં, પૌદ્ગલિક કર્મ ઉત્પન્ન થાય છે, તેથી ‘પૌદ્ગલિક કર્મ આત્માએ કર્યું’ એવો નિર્વિકલ્પ વિજ્ઞાનઘનસ્વભાવથી, ભ્રષ્ટ, વિકલ્પપરાયણ અજ્ઞાનીઓનો વિકલ્પ છે; તે વિકલ્પ ઉપચાર જ છે, પરમાર્થ નથી.
ભાવાર્થઃ– કદાચિત્ થતા નિમિત્તનૈમિત્તિકભાવમાં કર્તાકર્મભાવ કહેવો તે ઉપચાર છે.
માટે આ સિવાય બીજો-એટલે કે આત્માને પુદ્ગલકર્મોનો કર્તા કહેવો તે-ઉપચાર છે, એમ હવે કહે છેઃ-
આ લોકમાં ખરેખર આત્મા સ્વભાવથી પૌદ્ગલિક કર્મને નિમિત્તભૂત નહિ હોવા છતાં પણ, અનાદિ અજ્ઞાનને લીધે પૌદ્ગલિક કર્મને નિમિત્તરૂપ થતા એવા અજ્ઞાનભાવે
PDF/HTML Page 1220 of 4199
single page version
પરિણમતો હોવાથી નિમિત્તભૂત થતાં, પૌદ્ગલિક કર્મ ઉત્પન્ન થાય છે, તેથી ‘‘પૌદ્ગલિક કર્મ આત્માએ કર્યું’’ એવો નિર્વિકલ્પ વિજ્ઞાનઘનસ્વભાવથી, ભ્રષ્ટ, વિકલ્પપરાયણ અજ્ઞાનીઓનો વિકલ્પ છે; તે વિકલ્પ ઉપચાર જ છે, પરમાર્થ નથી.
ભગવાન આત્મા સ્વભાવથી શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ છે. તે નવા કર્મબંધનમાં નિમિત્ત નથી. કર્મબંધનને નિમિત્તરૂપ એવો જે વિકાર-રાગદ્વેષ અને પુણ્ય-પાપના ભાવ-તેનાથી ભિન્ન શુદ્ધ ચિદ્રૂપ એકરૂપ વસ્તુ આત્મા છે. તેથી આત્મા નવા કર્મબંધનનું નિમિત્ત નથી. જુઓ, શુદ્ધ ચૈતન્યમય વસ્તુ આત્મામાં તો રાગાદિ વિકાર નથી, પણ શુદ્ધ ચૈતન્ય-સન્મુખ થઈને જે દ્રષ્ટિ થઈ છે તે દ્રષ્ટિમાં પણ રાગનો નિષેધ છે. તેથી શુદ્ધ જ્ઞાયક-સ્વભાવી ભગવાન આત્માની જેને દ્રષ્ટિ થઈ છે એવો નિર્મળ દ્રષ્ટિવંત જ્ઞાની પણ કર્મબંધનમાં નિમિત્ત નથી. અહો! પરમ અલૌકિક વાત છે! પૂર્ણ વીતરાગ દશા ન થાય ત્યાંસુધી જ્ઞાનીને અશુભથી બચવા શુભભાવ આવે છે, પરંતુ જ્ઞાનીની દ્રષ્ટિ સ્વભાવ ઉપર સ્થિર થઈ હોવાથી તે શુભભાવનો કર્તા થતો નથી અને તેથી તે નવા કર્મબંધનનું નિમિત્ત નથી. બહુ સૂક્ષ્મ વાત છે, ભાઈ!
ભગવાન આત્મા આનંદનો નાથ પ્રભુ શુદ્ધ ચૈતન્યસ્વભાવમય શુદ્ધ વસ્તુ છે. તે વ્યવહારરત્નત્રયના વિકલ્પથી ભિન્ન છે. અહાહા...! શુદ્ધ વસ્તુમાં અને શુદ્ધ વસ્તુની દ્રષ્ટિમાં- બન્નેમાં વ્યવહારરત્નત્રયનો વિકલ્પ નથી. તેથી જેમ શુદ્ધ વસ્તુ પ્રભુ આત્મા નવા કર્મબંધનમાં નિમિત્ત નથી તેમ શુદ્ધ વસ્તુનો દ્રષ્ટિવંત જ્ઞાની ધર્મી જીવ પણ નવા કર્મબંધનમાં નિમિત્ત નથી. જે રાગપરિણામ નવા કર્મબંધનને નિમિત્તરૂપ થાય તે રાગ-પરિણામ જ્ઞાનીને નથી કેમકે જ્ઞાની એનાથી ભિન્ન પડી ગયો છે. જે રાગપરિણામ થાય તેને જ્ઞાની માત્ર જાણે જ છે, કરતો નથી અને તેથી જ્ઞાની નવા કર્મબંધનનું નિમિત્ત નથી. ખૂબ ગંભીર વાત છે, ભાઈ!
વ્યવહાર કરતાં કરતાં સમકિત પામીશું એમ કેટલાક માને છે પણ એ માન્યતા તદ્ન મિથ્યાશ્રદ્ધાનરૂપ છે કેમકે શુદ્ધનિશ્ચયની દ્રષ્ટિમાં વ્યવહારરત્નત્રયનો વિકલ્પ સમાતો નથી, ભિન્ન રહી જાય છે. આ અંતરની વાત છે ભાઈ! આમાં જરાય આઘુપાછું કે ઢીલું માને તેને સાચું શ્રદ્ધાન નહિ થાય. સમ્યગ્દર્શન પ્રગટ થવામાં વ્યવહારની કોઈ અપેક્ષા નથી. નિયમસાર (ગાથા ૨ ની ટીકા)માં શુદ્ધરત્નત્રયાત્મક મોક્ષનો માર્ગ પરમ નિરપેક્ષ છે એમ કહ્યું છે. ધર્મીને પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપની ભાવના હોય છે; તેને પુણ્યરૂપી વ્યવહારધર્મની વાંછા હોતી નથી. જ્યાં સુધી પૂર્ણ વીતરાગભાવ ન પ્રગટે ત્યાં સુધી વ્યવહારના ભાવ આવે ખરા પણ તેની જ્ઞાનીને ભાવના હોતી નથી.
આનંદકંદ નિજસ્વરૂપમાં ઝૂલનારા મુનિવરોને છઠ્ઠા ગુણસ્થાનમાં ભગવાનની ભક્તિ, વંદના, સ્મરણ તથા પંચમહાવ્રતના વિકલ્પ આવે છે પણ તે બંધનું કારણ છે એમ તેઓ જાણે છે. શુદ્ધ ચૈતન્યની પરિણતિને ધરનારા તે મુનિવરોની દ્રષ્ટિ ચૈતન્યસ્વભાવ