PDF/HTML Page 1181 of 4199
single page version
કર્મની પર્યાયમાં નિમિત્તકર્તા કહેવામાં આવે છે. જેમ ખાટા-મીઠા ગોરસના પરિણામનો તટસ્થ પુરુષ જોનાર છે, કર્તા નથી બસ તેમ જ્ઞાની જ્ઞાનાવરણાદિનો જાણનાર છે, કર્તા નથી. અહાહા...! હું તો ચૈતન્યમૂર્તિ જાણગસ્વભાવી ભગવાન આત્મા છું એવું જેને ભાન થયું તે સમ્યગ્દ્રષ્ટિ જ્ઞાનાવરણીયાદિ કર્મ જે બંધાય તેનો જાણનાર છે, કર્તા નથી. છ કારણે જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે એમ તત્ત્વાર્થસૂત્રમાં આવે છે, તે જ્ઞાનાવરણીય-કર્મની પર્યાયમાં અજ્ઞાનીનો રાગ નિમિત્તકર્તા કહેવામાં આવે છે, જ્ઞાની તો નિમિત્તકર્તા પણ નથી. ચોથા, પાંચમા, છઠ્ઠા ગુણસ્થાનમાં જે જ્ઞાનાવરણાદિ પ્રકૃતિનો બંધ થાય તેને જ્ઞાની જાણે છે પણ તેનો કર્તા નથી.
હવે કહે છે-‘પરંતુ જેવી રીતે તે ગોરસનો જોનાર, પોતાથી વ્યાપ્ત થઈને ઉપજતું જે ગોરસ-પરિણામનું દર્શન (જોવાપણું) તેમાં વ્યાપીને માત્ર જુએ જ છે, તેવી રીતે જ્ઞાની, પોતાથી (જ્ઞાનીથી) વ્યાપ્ત થઈને ઉપજતું, પુદ્ગલદ્રવ્ય-પરિણામ જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન તેમાં વ્યાપીને, માત્ર જાણે જ છે. આ રીતે જ્ઞાની જ્ઞાનનો જ કર્તા છે.’
હું આમ કરું ને તેમ કરું એમ પરદ્રવ્યની પર્યાયનો જે કર્તા થાય તે મૂઢ છે, અજ્ઞાની છે. અહીં કહે છે કે ગોરસનો જોનાર ગોરસપરિણામનું જે દર્શન તેમાં વ્યાપીને માત્ર જુએ જ છે. દેખવાના પરિણામમાં તે પુરુષ વ્યાપ્ત છે, પણ ગોરસના પરિણામમાં તે વ્યાપ્ત નથી. દેખનારો ગોરસની પર્યાય છે તો તેને દેખે છે એમ નથી. પોતાથી સ્વતઃ દેખે છે. ખાટા-મીઠા પરિણામને દેખે છે તે સ્વતઃ પોતાથી પોતાના પરિણામને દેખે છે. ગોરસના પરિણામને જોનારને ખરેખર તો સ્વતઃ પોતાથી પોતાના દ્રષ્ટાપરિણામનું જ્ઞાન થાય છે. જડની પર્યાયને જોનાર જ્ઞાની જોવાના પોતાના પરિણામમાં વ્યાપીને માત્ર જાણે જ છે.
જ્ઞાનાવરણીય કર્મ જે બંધાય તે પર્યાય તો જડની જડથી થઈ છે. તે જ્ઞાનાવરણીયના બંધમાં નિમિત્ત થાય એવો જે વિકારી ભાવ તેનો જ્ઞાની કર્તા નથી, જ્ઞાની માત્ર તેનો જ્ઞાતા છે. તે પરિણામને જાણનારો જ્ઞાની જ્ઞાનાવરણીયની પર્યાયમાં નિમિત્ત પણ નથી, જ્ઞાનાવરણીયનું જે જ્ઞાન થયું તે જ્ઞાનમાં જ્ઞાની વ્યાપ્ત છે, જ્ઞાનાવરણીયમાં વ્યાપ્ત નથી.
અરે ભાઈ! જન્મ-મરણ કરીને જીવે અત્યાર સુધી અનંત ભવ કર્યા છે અને મિથ્યાત્વ પડયું છે ત્યાં સુધી બીજા અનંત ભવ કરશે કેમકે મિથ્યાત્વના ગર્ભમાં અનંત ભવ પડેલા છે. હજારો રાણીઓને છોડીને સાધુ થાય, જંગલમાં રહે અને વ્રત પાળે પણ જડની ક્રિયાનો કર્તા પોતાને માને તે મિથ્યાદ્રષ્ટિ છે અને તે ચાર ગતિમાં રખડપટ્ટી જ પામે છે.
જ્ઞાનાવરણીય આદિ કર્મબંધના પરિણામમાં, અજ્ઞાની કે જે રાગનો કર્તા છે તેના યોગ અને ઉપયોગ નિમિત્તકર્તા કહેવામાં આવે છે. જ્ઞાની સમકિતી તો સ્વતઃ જાણવાવાળા
PDF/HTML Page 1182 of 4199
single page version
પોતાના પરિણામમાં વ્યાપીને જડકર્મની પર્યાયને જાણે જ છે, કરતો નથી. જ્ઞાની જડકર્મને જાણવાની જે જ્ઞાનની પર્યાય તેમાં વ્યાપ્ત છે. તે જ્ઞાન-પર્યાય સ્વપરપ્રકાશકપણે પોતાથી થઈ છે. તે જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનાવરણાદિ આઠ કર્મની પર્યાય નિમિત્તમાત્ર છે.
જુઓ, લોજીકથી-ન્યાયથી વાત ચાલે છે. સમજવાની તો પોતાને જિજ્ઞાસા હોવી જોઈએ. જેણે રાગથી ભિન્ન થઈ પોતાના જ્ઞાનાનંદસ્વભાવી જ્ઞાયકસ્વરૂપનો અનુભવ કર્યો છે તે જ્ઞાની જીવ જ્ઞાનાવરણીય કર્મની પર્યાયનો કર્તા નથી, જાણનાર છે. જ્ઞાનાવરણીય કર્મની જે પર્યાય થાય તેમાં જ્ઞાની નિમિત્ત પણ નથી, નિમિત્તકર્તા પણ નથી. ઉપાદાન તો તે તે પુદ્ગલકર્મની પ્રકૃત્તિ છે. જ્ઞાની તેના નિમિત્તકર્તા પણ નથી કેમકે જ્ઞાનાવરણીય કર્મનું નિમિત્ત જે અજ્ઞાન તેનો જ્ઞાની કર્તા નથી. જ્ઞાની પોતાના સ્વપરપ્રકાશક જ્ઞાનના પરિણામમાં વ્યાપ્ત થઇને જ્ઞાનના પરિણામને કરે છેેે અને ત્યારે તે જ્ઞાનમાં જ્ઞાનાવરણીય કર્મની પર્યાયને નિમિત્ત કહે છે. ખૂબ ગંભીર વાત છે.
જુઓને! દ્રષ્ટાંત પણ કેવું સરસ આપ્યું છે! ગોરસના પરિણામને દેખનારો પુરુષ, પોતાના ગોરસને દેખનારા પરિણામમાં વ્યાપ્ત થઈને, ગોરસના પરિણામને દેખે છે, પણ તેને કરતો નથી. તેમ જ્ઞાનાવરણીય કર્મની પર્યાય જે પુદ્ગલથી થઈ છે તેને દેખનાર જ્ઞાની પોતાના જ્ઞાનમાં વ્યાપ્ત થઈને, જ્ઞાનનો કર્તા થઈને જ્ઞાતાપણે રહે છે. તે જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનાવરણીય કર્મની પર્યાય નિમિત્ત છે. જ્ઞાનનું ઉપાદાન તો પોતાનું છે તેમાં જડકર્મની પર્યાય નિમિત્ત છે. નિમિત્ત સંબંધી જ્ઞાનની પર્યાય ઉપાદાનથી પોતાથી સ્વતંત્ર થઈ છે, નિમિત્તની કાંઈ એમાં અપેક્ષા નથી.
અહો! ગાથા બહુ અલૌકિક છે. શ્રી સીમંધર ભગવાન પાસે આચાર્યશ્રી કુંદકુંદદેવ વિદેહમાં ગયા હતા. ત્યાંથી આ સંદેશ લઈને ભરતમાં આવ્યા અને આ શાસ્ત્રો રચ્યાં છે. જેમ પરદેશથી કોઈ પુરુષ વતનમાં આવે તો પત્ની પૂછે કે મારે માટે સાડી લાવ્યા? પુત્રી પૂછે કે મારે માટે ઘડિયાળ લાવ્યા? નાનો પુત્ર હોય તે પૂછે કે-પપ્પા મારે માટે મીઠાઈ-હલવો લાવ્યા? તેમ શ્રી કુંદકુંદાચાર્યદેવ વિદેહથી ભરતમાં પધાર્યા તો ભક્તો પૂછે કે-ભગવાન! અમારે માટે કાંઈ લાવ્યા? તો આચાર્યદેવ કહે છે કે તમારા માટે આ માલ-માલ લાવ્યો છું. ભગવાનની આ પ્રસાદી છે તે લઈને પ્રસન્ન થાઓ. કહે છે કે ચોથા ગુણસ્થાને જ્ઞાનીને જે જ્ઞાનાવરણીય કર્મ બંધાય તેનો તે કર્તા નથી, જાણનાર જ છે. જ્ઞાનાવરણીય કર્મની પર્યાય જડથી પુદ્ગલથી થાય છે તેમાં જ્ઞાની નિમિત્ત પણ નથી. ચોથા ગુણસ્થાને આ પ્રકૃતિ જે બંધાય એનું જ્ઞાન સ્વયં પોતાથી થાય છે, અને ત્યારે તેમાં જ્ઞાનાવરણીય કર્મ તેમાં નિમિત્તમાત્ર છે.
જ્ઞાની કર્મને બાંધતો નથી એમ અહીં કહ્યું છે. અજ્ઞાની પણ જડકર્મને બાંધતો નથી, પરંતુ અજ્ઞાની રાગનો કર્તા છે તો કર્મબંધની પર્યાયમાં નિમિત્તકર્તા કહેવામાં
PDF/HTML Page 1183 of 4199
single page version
આવે છે. અહા! ભગવાનનો માર્ગ બહુ સૂક્ષ્મ છે ભાઈ! અને એનું ફળ પણ મહાન છે! મોક્ષનો માર્ગ પ્રગટે એના ફળમાં ભવિષ્યમાં અનંત જ્ઞાન અને અનંત સુખ પ્રગટ થશે અને તે આદિ અનંત કાળ રહેશે.
રાગનો જે કર્તા થાય અને જડકર્મની અવસ્થામાં જેનો રાગ નિમિત્ત થાય તે અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ છે. પરંતુ જેને પોતાના ત્રિકાળી સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માનું ભાન થયું છે તેવો ધર્મી જીવ જાણે છે કે રાગ અને પુદ્ગલની જે ક્રિયા થાય તે મારી નથી. આવો જેને ક્ષણેક્ષણે વિવેક વર્તે છે તે જ્ઞાનીને જે સમ્યગ્જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ તે જ્ઞાનાવરણીય કર્મની પર્યાયને જાણે જ છે. તે જ્ઞાન સ્વતઃ પોતાથી સ્વપરને જાણતું પ્રગટ થયું છે, કર્મની પર્યાયની તેને અપેક્ષા નથી. આ રીતે જ્ઞાની જ્ઞાનનો જ કર્તા છે.
જ્ઞાનાવરણીય કર્મ છ પ્રકારના ભાવથી બંધાય છે. જ્ઞાનમાં અંતરાય કરવી, માત્સર્ય, પ્રદોષ, નિન્હવ, આસાદન, ઉપઘાત-એમ છ પ્રકારના ભાવના નિમિત્તે જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. આ છ પ્રકારના ભાવનો અજ્ઞાની કર્તા થાય છે. તેથી જ્ઞાનાવરણીયના બંધમાં આ અજ્ઞાનીના વિકારીભાવને નિમિત્તકર્તા કહેવામાં આવે છે. પરંતુ જ્ઞાનીને તો આસ્રવ તત્ત્વ, અજીવ તત્ત્વ અને નિજ જ્ઞાયકતત્ત્વનું ભેદજ્ઞાન થયું છે. માટે જ્ઞાની રાગનો કર્તા નથી. ભેદજ્ઞાનનો ઉદય થવાથી રાગથી ભિન્ન હું જ્ઞાયકતત્ત્વ છું એમ ધર્મી જીવ જાણે છે. ધર્મીને રાગથી ભિન્ન જ્ઞાયકતત્ત્વનું જે જ્ઞાન થયું તે સ્વપરપ્રકાશક જ્ઞાન પોતાથી પ્રગટ થયું છે અને રાગ અને જડની દશા તેમાં નિમિત્તમાત્ર કહેવામાં આવે છે.
આ દશલક્ષણી પર્વના દશ દિવસ વીતરાગભાવની વિશેષ આરાધનાના દિવસ છે. વીતરાગભાવની આરાધના કયારે થાય? કે રાગથી ભિન્ન શુદ્ધ ચૈતન્યસ્વભાવમય ભગવાન આત્માનું ભાન થાય ત્યારે. અહીં કહે છે-એવા આત્મજ્ઞ પુરુષને જે સ્વપરપ્રકાશક જ્ઞાન પ્રગટ થાય છે તે પોતાથી થાય છે અને તેમાં રાગ અને પરવસ્તુ નિમિત્ત છે. પરંતુ નિમિત્ત છે તો તેનું જ્ઞાન થાય છે એમ નથી. દયા, દાન, વ્રત આદિ વિકલ્પ રાગ છે, આસ્રવ છે. આસ્રવથી આત્મતત્ત્વ ભિન્ન છે. આવું સમ્યગ્જ્ઞાન પ્રગટ થાય તેને આ આસ્રવ છે, રાગ છે એવું જ્ઞાન પોતાથી પોતામાં થાય છે ત્યારે તે જ્ઞાનમાં રાગ નિમિત્ત કહેવામાં આવે છે.
દયાનો ભાવ છે તે શુભરાગ છે, વિકાર છે. તે ભાવના કાળે જે શાતા વેદનીય-કર્મ બંધાય તે જડની પર્યાય છે અને તે જડથી થાય છે. અનુકંપાનો ભાવ અને આત્મા-બંનેને જે એક માને છે એવા અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિનો અનુકંપાનો ભાવ શાતાવેદનીય કર્મ જે પોતાથી બંધાય છે તેનો નિમિત્તકર્તા છે. પરંતુ દયાના રાગથી પોતાનો જ્ઞાયક ભગવાન ભિન્ન છે એવું ભેદજ્ઞાન જેને પ્રગટ થયું છે એવો ધર્મી જીવ દયાના રાગને
PDF/HTML Page 1184 of 4199
single page version
કરતો નથી, જાણે જ છે. પોતાને-સ્વને અને રાગને-પરને જાણતું સ્વપરપ્રકાશક જ્ઞાન તેને પોતાથી પ્રગટ થાય છે અને ત્યારે રાગ તેમાં નિમિત્ત છે.
જુઓ, સર્વ તત્ત્વ ભિન્ન ભિન્ન છે. -શાતાવેદનીય કર્મ જે બંધાય છે તે જડ પુદ્ગલની પર્યાય છે. એ અજીવ તત્ત્વ છે. -દયા, દાન આદિ અનુકંપાનો રાગ થાય તે વિકારી ભાવ આસ્રવ તત્ત્વ છે. -રાગથી ભિન્ન ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યમય જ્ઞાયકતત્ત્વ છે તે જીવતત્ત્વ છે. -રાગથી ભિન્ન આત્માનું જેને ભાન નથી તે રાગનો કર્તા થાય છે. તે રાગ અને
-રાગ અને આત્માને જેણે એક માન્યા છે તે અજ્ઞાનીનો શુભરાગ, તે સમયે
તેનો (જડકર્મનો) નિમિત્તકર્તા કહેવામાં આવે છે.
-જ્ઞાનીને સ્વભાવની દ્રષ્ટિ થઈ છે. કર્મબંધ અજીવતત્ત્વ છે, રાગ આસ્રવ તત્ત્વ છે અને
ભિન્ન ભિન્ન જાણે છે. તેથી તે રાગનો કર્તા નથી પણ જ્ઞાતા જ છે અને તેના
જ્ઞાનમાં રાગ અને જડ કર્મની પર્યાય નિમિત્ત થાય છે.
અહો! આચાર્યદેવે ગજબ વાત કરી છે. ૩૨-૩૩ ગાથામાં સોળ બોલ હતા. અહીં કર્મના આઠ બોલ વધારે છે; ૨૪ બોલ છે. ભાઈ! શાંતિથી સમજવું. કેટલાક રાડ પાડે છે કે ‘એકાન્ત છે, એકાન્ત છે;’ અરે ભાઈ! આ ચીજ શું છે તેની તને ખબર નથી. આ એકાન્ત છે પણ સમ્યક્ એકાન્ત છે.
‘વળી એવી જ રીતે ‘‘જ્ઞાનાવરણ’’ પદ પલટીને કર્મ-સૂત્રનું (કર્મની ગાથાનું) વિભાગ પાડીને કથન કરવાથી દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાયનાં સાત સૂત્રો તથા તેમની સાથે મોહ, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, નોકર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, ઘ્રાણ, રસના અને સ્પર્શનનાં સોળ સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં અને આ ઉપદેશથી બીજા પણ વિચારવાં.’
‘દર્શનાવરણીય’ નામની એક જડકર્મની પ્રકૃતિ છે. પરમાણુમાં તે સમયે તે પ્રકૃતિ થવાની યોગ્યતાથી તે પર્યાય થઈ છે. તે સમયે દર્શનદોષ પોતામાં ઉત્પન્ન કરી તેનો જે કર્તા થાય છે તે દર્શનદોષ અને આત્માને એક માને છે. તે દર્શનદોષ દર્શનાવરણીય કર્મના બંધમાં નિમિત્તકર્તા કહેવામાં આવે છે.
ધર્મી જીવ સાત તત્ત્વને ભિન્ન ભિન્ન જાણે છે. અજીવ, આસ્રવ અને આત્મા ત્રણેને ભિન્ન ભિન્ન જાણે છે. અહીં ત્રણની મુખ્ય વાત છે. જ્ઞાનીને રાગ અને પરથી હું ભિન્ન જ્ઞાયક તત્ત્વ છું એમ ભેદજ્ઞાન થયું છે. રાગ અને પર અજીવ પદાર્થ હું નહિ; હું તો જ્ઞાતાદ્રષ્ટા છું. આવા જ્ઞાતાદ્રષ્ટાના જ્ઞાનપરિણમનમાં રાગ અને દર્શનાવરણીય કર્મ નિમિત્ત છે.
PDF/HTML Page 1185 of 4199
single page version
રમકડાનો મોટો વેપારી હોય તો લોકો કહે કે આ રમકડાનો રાજા છે. અહીં કહે છે- ભગવાન! તું જ્ઞાતાદ્રષ્ટાસ્વરૂપ ચૈતન્યરાજા છો. રાગનો પણ તું રાજા નહિ તો રમકડાના રાજાની વાત કયાં રહી? જુઓ, આચાર્યદેવ સ્વતત્ત્વ અને પરતત્ત્વની ભિન્નતા બતાવી ભેદજ્ઞાન કરાવે છે. રાગના ભાવને પોતાના સ્વપરપ્રકાશક જ્ઞાનમાં જાણનાર ભેદજ્ઞાની જીવ રાગનો ર્ક્તા નથી, જ્ઞાતાદ્રષ્ટા જ છે. વિકલ્પ છે તે રાગ છે અને હું જ્ઞાયક છું એમ ભેદજ્ઞાનની કરવતથી બન્નેને જ્ઞાનીએ ભિન્ન પાડી દીધા છે. તે જ્ઞાનીના જ્ઞાનમાં રાગ અને રાગના નિમિત્તે બંધાતું કર્મ નિમિત્તમાત્ર છે.
અજ્ઞાની રાગનો સ્વામી થાય છે. તેનો તે રાગ નવા કર્મબંધનમાં નિમિત્ત થાય છે. લોકો માને છે કે વ્યવહારથી ધર્મ થાય. તેને કહે છે કે-પ્રભુ! તું સાંભળ તો ખરો. વ્યવહાર તો જ્ઞાનમાં પરજ્ઞેયપણે જણાય છે. તેનાથી ધર્મ કેમ થાય? મહાવ્રતાદિ વ્યવહારરત્નત્રયના પરિણામ જ્ઞાનીના સ્વપરપ્રકાશક જ્ઞાનમાં પરજ્ઞેયપણે નિમિત્તમાત્ર છે. એનાથી નિશ્ચય ધર્મ કેમ પ્રગટે? ન પ્રગટે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે. પોતાના જ્ઞાનસ્વરૂપનું જ્યાં ભાન થયું ત્યાં જ્ઞાનની પર્યાય પોતાથી પ્રગટ થઈ. તે સમયે જ્ઞાનીને રાગ ભલે આવ્યો; તે રાગ અને જે નવું કર્મબંધન થયું તેને જ્ઞાની જાણે જ છે, કરતો નથી. તે રાગ અને કર્મની પર્યાય જ્ઞાનીના જ્ઞાનમાં નિમિત્તમાત્ર છે.
વેદનીયકર્મની જડ પ્રકૃતિનો કર્તા જડકર્મ છે. શાતાવેદનીય કર્મ બંધાય તે પરમાણુની તત્કાલિન યોગ્યતા અને ઉત્પત્તિ કાળ છે. શુભરાગ થયો માટે શાતાવેદનીય કર્મ બંધાયું છે એમ નથી. તે કાળે જ્ઞાની રાગ અને કર્મથી પોતાને ભિન્ન જાણે છે. જ્ઞાનીને જે સ્વપરપ્રકાશક જ્ઞાનની પર્યાય પ્રગટ થાય તેમાં શુભરાગ અને શાતાવેદનીય કર્મ નિમિત્ત કહેવામાં આવે છે.
પરને દુઃખ દેવાનો જે ભાવ થયો તે ભાવના નિમિત્તે અશાતાવેદનીય કર્મ બંધાય છે. તે ભાવ આસ્રવ છે. આસ્રવ અને આત્માને એક માને તે અજ્ઞાનીના પરિણામ અશાતાવેદનીયના બંધમાં નિમિત્ત છે.
પ્રથમ સ્વર્ગ-સૌધર્મસ્વર્ગમાં ૩૨ લાખ વિમાન છે. તેનો ઇન્દ્ર અને ઇન્દ્રાણી શચી બન્ને સમકિતી છે. તેઓ એક ભવ કરીને મોક્ષ જવાનાં છે. તે જાણે છે કે આ ૩૨ લાખ વિમાન છે તે પરદ્રવ્ય છે. દેવના વૈભવ પ્રતિ લક્ષ જતાં રાગ થાય તે આસ્રવ છે. પરંતુ તે જ્ઞાની છે; તો જે રાગ આવ્યો તેને જાણે જ છે. પોતાને જે સ્વપરપ્રકાશક જ્ઞાન પોતાથી ઉત્પન્ન થયું છે તે જ્ઞાનમાં રાગ અને પરદ્રવ્ય પરજ્ઞેયપણે માત્ર જણાય છે. તો રાગ અને પરદ્રવ્ય જ્ઞાનમાં નિમિત્ત છે એમ કહેવામાં આવે છે. અહા! ઉપાદાન અને નિમિત્તનું સ્વરૂપ તો જુઓ! બન્ને તદ્ન સ્વતંત્ર છે.
અગ્નિથી પાણી ઊનું થયું અને કુંભારે ઘડો કર્યો એમ માનનાર મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે કેમકે તેઓ રાગ અને પરદ્રવ્યને પોતાનાથી એકપણે માને છે.
PDF/HTML Page 1186 of 4199
single page version
પ્રશ્નઃ– તો શું ચોખા પાકે છે તે ગરમ પાણીથી પાકે છે કે નહિ?
ઉત્તરઃ– ભાઈ! ગરમ પાણીમાં ચોખા પાકે છે તે ગરમ પાણીથી પાકે છે એમ નથી. તે ચોખા પોતાથી પાકે છે. ચોખાની પાકેલી અવસ્થા પોતાથી થઈ છે, પાણીથી થઈ છે એ વાત ત્રણકાળમાં નથી. પાણી ભિન્ન છે, ચોખા ભિન્ન છે. પરદ્રવ્યની પર્યાય બીજું પરદ્રવ્ય કરી શકે જ નહિ આવો સિદ્ધાંત છે.
જ્ઞાનીને રાગ આવે છે તે કાળે ભેદજ્ઞાન કરવું પડતું નથી. ભેદજ્ઞાન સહજ જ હોય છે. રાગ અને અજીવની ક્રિયા થાય તે કાળે સહજપણે ભેદજ્ઞાન હોય છે. રાગનું અને કર્મબંધનું જ્ઞાન પોતાથી સહજ થાય છે, કર્મ અને રાગ છે તો જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય છે એમ નથી.
મોહનીય કર્મની એક જડ પ્રકૃતિ છે. ચારિત્રમોહનીયની પર્યાયની અહીં વાત છે. જ્ઞાનીને દર્શનમોહનીયની પર્યાય હોતી નથી. નવું ચારિત્રમોહનીય કર્મ બંધાય તેમાં રાગ દ્વેષ નિમિત્ત છે. અજ્ઞાનીના રાગ-દ્વેષ નવા કર્મબંધનમાં નિમિત્ત કહેવાય છે. જ્ઞાનીને તો જે રાગ થાય અને જે ચારિત્રમોહનીય કર્મ બંધાય તેનું તે સમયે સ્વપરપ્રકાશક જ્ઞાન સહજ પોતાથી થાય છે. તેને તે રાગ અને કર્મબંધનની પર્યાય જ્ઞાનમાં નિમિત્ત થાય છે.
ભાઈ! તત્ત્વોની સ્થિતિ સ્વતંત્ર છે. રાગ કર્યો માટે કર્મને બંધાવું પડયું એમ નથી. કર્મ બંધાય એ તો અજીવ તત્ત્વ છે. અજીવની પર્યાય અજીવથી થાય છે. અને પરદ્રવ્ય પ્રત્યે સાવધાનીનો જે રાગ છે તે આસ્રવ છે, દોષ છે. તે દોષનો કર્તા થાય તે અજ્ઞાની છે. તેનો રાગ ચારિત્રમોહનીય કર્મ બંધાય તેનો નિમિત્તકર્તા છે. જ્ઞાની તો તે દોષ અને ચારિત્રમોહનીય બંધનની પર્યાયના જ્ઞાતા જ છે. તેના જ્ઞાનમાં તે દોષ અને જડકર્મની પર્યાય નિમિત્ત કહેવામાં આવે છે. આવી ઉપાદાન નિમિત્તની સ્વતંત્રતા છે.
નિમિત્ત, ઉપાદાન, નિશ્ચય, વ્યવહાર અને ક્રમબદ્ધ આ પાંચ વિષયમાં વર્તમાનમાં ખૂબ વાંધા ઉઠયા છે. ‘ક્રમબદ્ધ માનીએ તો પુરુષાર્થ ઉડી જાય’ એમ કેટલાક માને છે પણ એમને વસ્તુના સ્વરૂપની ખબર નથી. અરે ભાઈ! ક્રમબદ્ધનો સાચો નિર્ણય કરવામાં તો અનંત પુરુષાર્થ રહેલો છે. સંપ્રદાયમાં કેટલાક એવું માને છે કે-‘‘કેવળી ભગવાને જે દીઠું છે તેમ થશે; એમાં આપણે શું કરી શકીએ?’’ તેને પૂછીએ છીએ કે-ભગવાને જે દીઠું છે તેમ થશે એ તો બરાબર છે પણ કેવળી ભગવાન એક સમયમાં ત્રણકાળ ત્રણલોકને જાણે છે એવી જ્ઞાનની પર્યાયની જગતમાં સત્તા છે એનો સ્વીકાર તને થયો છે? પોતાના જ્ઞાયકસ્વભાવ પ્રતિ ઝુકયા સિવાય ત્રણકાળ ત્રણલોકને એક સમયમાં જાણનાર કેવળજ્ઞાનની સત્તાનો સ્વીકાર થઈ શક્તો નથી. આવો સ્વીકાર કરવા જાય ત્યાં પાંચેય સમવાય સિદ્ધ થઈ જાય છે, અને તેમાં પુરુષાર્થ પણ આવી જાય છે.
આત્મામાં અનંત ગુણો છે. તેમાં જ્ઞાનગુણની એક સમયની એક પર્યાયમાં ત્રિકાળી દ્રવ્ય, ત્રિકાળી ગુણો અને તેની ત્રણકાળની પર્યાયોને તથા લોકાલોકની દ્રવ્ય-ગુણસહિત
PDF/HTML Page 1187 of 4199
single page version
ત્રણકાળની પર્યાયોને જાણે તેવું અચિંત્ય સામર્થ્ય છે. આવી પર્યાયની સત્તાનો સ્વીકાર અંતરંગમાં સર્વજ્ઞસ્વભાવ જે પડયો છે તેનું લક્ષ કર્યા વિના થઈ શકતો નથી અને આવી પર્યાયની સત્તાના સ્વીકાર વિના ભગવાને જે દીઠું તેમ થશે એમ કેવી રીતે યથાર્થ કહી શકાય? પ્રવચનસાર ગાથામાં પણ એમ કહ્યું છે કે-જે અરિહંત ભગવાનના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણે તે પોતાના આત્માને જાણે છે અને તેનો મોહ ક્ષય પામે છે.
અરિહંત પરમાત્માની કેવળજ્ઞાનની પર્યાયનું અદ્ભુત અચિંત્ય સામર્થ્ય છે તે એક સમયની પર્યાયમાં ત્રિકાળવર્તી અનંતા સિદ્ધો સહિત આખા લોકાલોકને જાણવાનું સામર્થ્ય છે. ભગવાનને સર્વજ્ઞસ્વભાવમાં જે સામર્થ્ય છે તે પર્યાયમાં પ્રગટ થયું છે. અરે ભાઈ! જે એક સમયની પર્યાયની આવી તાકાત છે એવી અનંત અનંત પર્યાયનો પિંડ એક જ્ઞાનગુણ છે. અને આવો જ્ઞાનગુણ જે દ્રવ્યમાં છે એ ભગવાન સર્વજ્ઞસ્વભાવી આત્માની દ્રષ્ટિ થતાં સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. ત્યારે સર્વજ્ઞસ્વભાવની પ્રતીતિ થતાં સર્વજ્ઞની પ્રતીતિ થાય છે અને એનું જ નામ પુરુષાર્થ છે. પુરુષાર્થ કોઈ બીજી ચીજ નથી.
અહીં કહે છે-જ્ઞાનીને રાગ અને કર્મથી ભિન્ન પોતાના આત્માનું જ્ઞાન છે. તે જ્ઞાનમાં રતિ-અરતિ આદિ પરિણામ અને ચારિત્રમોહનીયકર્મની પર્યાય નિમિત્ત છે. જ્ઞાની તેને જાણે છે, કરતા નથી. આત્મામાં ચારિત્રગુણ છે. આવા અનંતગુણનો પિંડ પ્રભુ આત્મા છે. તેમાં લીનતા- રમણતા કરવી તે ચારિત્ર છે. આવા ચારિત્રવંત જ્ઞાની જે રતિના પરિણામ થાય તેને જાણે જ છે, તેના કર્તા નથી. જ્ઞાનમાં તે રતિના પરિણામ નિમિત્તમાત્ર છે. અહાહા...! આચાર્યદેવે ગજબ વાત કરી છે! ઉપાદાન અને નિમિત્તની સ્વતંત્રતાની કેવી બલિહારી છે! બનારસીવિલાસમાં આવે છે કે-
પ્રત્યેક દ્રવ્યની પર્યાય પોતાથી સ્વતંત્ર ઉત્પન્ન થાય છે, તેમાં નિમિત્તનો કાંઈ દાવ નથી. (મતલબ કે નિમિત્ત કાંઈ કરતું નથી).
આયુષ્ય નામનું જડ કર્મ છે. તે પરમાણુની પર્યાય છે. આયુષ્યનો બંધ થવામાં જે ભાવ નિમિત્ત થાય તે ભાવનો કર્તા થનાર અજ્ઞાની છે. તેનો તે ભાવ આયુકર્મના બંધની પર્યાયમાં નિમિત્તકર્તા કહેવામાં આવે છે.
જ્ઞાનીને આયુકર્મ અને જે ભાવથી આયુકર્મ બંધાય તે ભાવ-એ બન્નેથી હું ભિન્ન છું એવું જ્ઞાન થાય છે અને તે જ્ઞાનમાં આયુકર્મ અને તેે ભાવ નિમિત્ત કહેવાય છે.
સમકિતીને દેવ અને મનુષ્ય-એ બે ગતિના આયુનો બંધ પડે છે, તિર્યંચ અને નરકગતિના આયુષ્યનો બંધ પડતો નથી. મનુષ્ય સમકિતીને દેવનું આયુષ્ય બંધાય છે અને દેવમાં હોય તેને મનુષ્યનું આયુષ્ય બંધાય છે. આ આયુષ્યકર્મ પરમાણુની પર્યાય છે. તે સમયે જે વિકારનો પરિણામ થાય તે પરિણામનો જ્ઞાની જ્ઞાતા જ છે. તે સમયે
PDF/HTML Page 1188 of 4199
single page version
જ્ઞાનની જે સ્વપરપ્રકાશક પર્યાય પોતાથી પ્રગટી તેમાં આયુષ્ય કર્મ અને તેના નિમિત્તરૂપ ભાવને જ્ઞાની જાણે છે, તેનો કર્તા નથી. ભાઈ! તારું સ્વરૂપ તો જ્ઞાન છે અને જ્ઞાન-સ્વભાવથી સ્વપરપ્રકાશક છે. માટે જ્ઞાન સ્વ અને પરને જેમ છે તેમ જાણે છે. જાણવા સિવાય તે બીજું શું કરે? જેમ કાગળમાં લખે છે કે-થોડું લખ્યું ઘણું કરીને માનજો તેમ સંતો કહે છે કે-ભાઈ! આ થોડું લખ્યું ઘણું કરીને માનજો. (મતલબ કે તેનો વિસ્તાર યથાર્થ ભાવે સમજજો.)
તત્ત્વાર્થસૂત્રમાં સૂત્ર છે કે-‘ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્તમ્ સત્’ આ દ્રવ્યનું લક્ષણ છે. ઉત્પાદ થાય છે તે પોતાની પર્યાયમાં પોતાથી થાય છે. દયા, દાન, વ્રત આદિના પરિણામ તે આસ્રવ છે. તે પરિણામ પોતાથી ઉત્પન્ન થાય છે; તેમાં જડ કર્મ નિમિત્ત છે પણ નિમિત્તથી તે પરિણામ ઉત્પન્ન થાય છે એમ નથી. જડકર્મ તે કર્તા અને આસ્રવ તેનું વ્યાપ્ય કર્મ એમ છે નહિ.
અહીં આ ગાથાના એક બોલમાં નિમિત્ત, ઉપાદાન, નિશ્ચય, વ્યવહાર-એ પાંચેયના ખુલાસા આવી જાય છે. ૧. શાતાવેદનીય કર્મનો બંધ થયો ત્યાં તે પર્યાય તેના સ્વકાળે થઈ છે. તે કાળે જે શુભભાવ
૨. જ્ઞાનીને તે રાગ અને કર્મબંધન જ્ઞાનમાં તે કાળે નિમિત્ત છે. આ નિમિત્ત સિદ્ધ થયું. ૩. તે કાળે સ્વપરપ્રકાશક જ્ઞાનની પર્યાય પોતાથી પ્રગટ થઈ છે, નિમિત્તથી નહિ. આ ઉપાદાન
૪. જે રાગ આવ્યો તે અશુચિ છે, જડ છે, દુઃખરૂપ છે, તે રાગને જ્ઞાન જાણે છે. આ વ્યવહાર
પ. અને તે વખતે જ્ઞાન સ્વને જાણે છે તે નિશ્ચય સિદ્ધ થયો. આ રીતે વ્યવહારથી નિશ્ચય
ક્રમબદ્ધ થાય છે માટે અક્રમે-આડું અવળું થાય એ વાત પણ ઉડી ગઈ. આમ પાંચે વાતનું
આ ગાથામાં સ્પષ્ટીકરણ આવી જાય છે.
આવું સ્વરૂપના લક્ષે જ્ઞાન થતાં તે કાળે જે જાતના રાગપરિણામ થાય તેને તે કાળે ધર્મી જાણે છે. રાગસંબંધીનું જ્ઞાન અને સ્વસ્વરૂપનું જ્ઞાન જ્ઞાનમાં વ્યાપ્ત થઈને પ્રગટ થાય છે. જ્ઞાની તે જ્ઞાનનો કર્તા છે પણ રાગ અને તે કાળે થતા કર્મબંધનો કર્તા નથી. રાગ અને કર્મબંધની દશા તો પોતાથી ઉત્પન્ન થયેલા સ્વપરપ્રકાશક જ્ઞાનમાં નિમિત્તમાત્ર છે.
PDF/HTML Page 1189 of 4199
single page version
ભાઈ! આ તો ભગવાનનાં લોજીક અને કાયદા છે. આ સમજ્યા વિના ધર્મ નહિ થાય. કેવળજ્ઞાનની એક સમયની પર્યાય લોકાલોકને જાણે છે અને પોતાના સ્વદ્રવ્યને જાણે છે. પરંતુ તે પર્યાય સ્વદ્રવ્યમાં પ્રવેશ કરીને સ્વને જાણતી નથી તથા તે પર્યાય લોકાલોકને સ્પર્શ કરીને લોકાલોકને જાણતી નથી. આવી જ્ઞાનની એક પર્યાયની તાકાત છે. તેવી રીતે શ્રદ્ધા, ચારિત્ર ઇત્યાદિ અનંતગુણની પર્યાયની તાકાત છે. જ્ઞાનની ભવિષ્યની અનંતી પર્યાયો જ્ઞાનગુણમાં શક્તિરૂપે પડી છે. આવા અનંતગુણનો પિંડ પ્રભુ આત્મા છે. તેની નિર્મળ નિર્વિકલ્પ પ્રતીતિ તે સમ્યગ્દર્શન છે. આ સમ્યગ્દર્શન અલૌકિક ચીજ છે ભાઈ! આ સમકિતની પર્યાયમાં સ્વની અને પરની, સમસ્ત લોકાલોકની યથાર્થ પ્રતીતિ સમાઈ જાય છે. અહો! આ ૧૦૧ મી ગાથામાં જ્ઞાનાનંદનો દરિયો ઉછાળ્યો છે! અનંતગુણનો પિંડ પ્રભુ આત્મા નિજ સ્વજ્ઞેયનું જ્ઞાન કરી પ્રતીતિ કરે તે પ્રતીતિનો મહિમા અપરંપાર છે. આવી પ્રતીતિ થયા વિના જેટલાં પણ વ્રત, તપ આદિ કરે તે એકડા વિનાનાં મીડાં જેવાં છે.
અરે ભાઈ! અનંત ગુણનો પિંડ પ્રભુ આત્મા છે. તેની નિર્વિકલ્પ પ્રતીતિ કરવી એ પ્રથમ કરવા યોગ્ય છે. સમકિત વિના ચારિત્ર હોતું નથી. સમ્યગ્દર્શન વિનાનાં વ્રત-તપને બાળવ્રત અને બાળતપ એટલે મૂર્ખાઈ ભરેલાં મિથ્યા વ્રત-તપ કહ્યાં છે. પ્રભુ! સાંભળતો ખરો નાથ! તારા ઘરની ચીજ શું છે તેની તને ખબર નથી. ભજનમાં શ્રી દોલતરામે કહ્યું છે કે-
પર ઘર ફિરત બહુત દિન બીતે, નામ અનેક ધરાયે....હમ તો.’
નિજાનંદસ્વરૂપ નિજઘરને છોડીને ભગવાન! તેં રાગ, નિમિત્ત અને પુણ્યના ઘરમાં પ્રવેશ કર્યો છે. ત્યાંથી નિજઘરમાં આવવું તે ભવનો અંત કરવાનો નિર્ગ્રંથનો માર્ગ છે. રાગની ગ્રંથિથી ભિન્ન પડીને પૂર્ણાનંદના નાથનો અનુભવ કરવો, તેની પ્રતીતિ-શ્રદ્ધા કરવી એનું નામ નિર્ગ્રંથદશા છે. છઠ્ઠા ગુણસ્થાને જે નિર્ગ્રંથદશા છે એ તો કોઈ અલૌકિક દશા છે, બાપુ!
જેમ રૂનાં ધોકડાં હોય છે તેમાં રૂ બધે ઠાંસીઠાંસીને ભર્યું છે. તેમ ભગવાન આત્મા જ્ઞાનનું ધોકડું, આનંદનું ધોકડું-જ્ઞાનાનંદસ્વરૂપ ગાંસડી છે. રાગથી ભિન્ન પડીને જેણે પોતાના શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવનું વેદન કર્યું તે સમકિતી ધર્મી છે. આવા ધર્મી જીવને હજુ અપૂર્ણતા છે તો રાગ આવ્યા વિના રહેતો નથી. દયા, દાનનો શુભરાગ આવે છે અને કદીક અશુભરાગ પણ આવે છે. જે જાતના રાગાદિ અને વાસનાના પરિણામ થાય તે પ્રકારે આત્મા સ્વના અને રાગાદિના જ્ઞાનપણે સ્વતઃ પરિણમે છે. ધર્મીને જ્ઞાતાદ્રષ્ટાના પરિણમનમાં જે રાગાદિનું જ્ઞાન થાય છે તે જ્ઞાન પોતાથી થાય છે. તે જ્ઞાનમાં રાગાદિ
PDF/HTML Page 1190 of 4199
single page version
ભાવ અને કર્મબંધન નિમિત્ત કહેવામાં આવે છે. ધર્મી જીવ રાગનો કર્તા નથી. એ તો રાગના કાળે પણ પોતાના અને પરના જ્ઞાનપણે પરિણમતો એવો જ્ઞાનનો જ કર્તા છે.
અરે! જીવ નવમી ગ્રૈવેયક પણ અનંતવાર ગયો છે અને નરક-નિગોદના ભાવ પણ અનંત અનંત કર્યા છે. નિગોદમાં જે એક શ્વાસમાં અઢાર ભવ કર્યા છે તે મિથ્યા-દર્શનનું ફળ છે. રાગ અને અજીવ ભિન્ન ચીજ છે છતાં તે પોતાની ચીજ છે અને તેનાથી લાભ થાય એવું માને તે મિથ્યાદર્શન છે. તે મિથ્યાત્વના કારણે જીવે નરક-નિગોદના અનંતા ભવ કર્યા છે. ભાઈ! જગતને વિશ્વાસ બેસે ન બેસે પણ ચીજ કાંઈ ફરી જાય એમ નથી. અહીં કહે છે કે સમ્યગ્દ્રષ્ટિ જીવ દયા, દાન આદિ વિકલ્પના કર્તા નથી, જ્ઞાતા જ છે. તેવા જીવને પૂર્ણ વીતરાગતા થઈ નથી તો આયુષ્યકર્મની પ્રકૃતિ બંધાય છે. સમ્યગ્દ્રષ્ટિ મનુષ્યને સ્વર્ગના આયુનો બંધ થાય છે. ત્યાં આયુષ્યના પરમાણુ બંધાય તે પરમાણુના કારણે બંધાય છે. તે સમયે ધર્મીને જે રાગ આવે છે તે રાગ અને આયુકર્મનો બંધ તે જ્ઞાનીના જ્ઞાનમાં નિમિત્ત છે. ગોરસનું દ્રષ્ટાંત આપીને આચાર્યદેવે વસ્તુસ્વરૂપ અત્યંત સ્પષ્ટ કરી દીધું છે. જ્ઞાનીને રાગ હોય તે કાળે આયુષ્યનો બંધ પડે છે. તે અજીવની પર્યાય અજીવથી થાય છે. ધર્મી જીવ રાગ અને આયુકર્મની પર્યાયના જ્ઞાતા જ છે, કર્તા નથી. જ્ઞાની તો સ્વપરપ્રકાશક પોતાના જ્ઞાનમાં વ્યાપીને સ્વપરને માત્ર જાણે જ છે.
સમકિતી કે સાધુ જે આત્મજ્ઞાની ધર્માત્મા છે તે આ પંચકાળમાં સ્વર્ગમાં જ જાય છે. સ્વર્ગના આયુષ્યની જે પ્રકૃતિ બંધાય છે તે તો પરમાણુની યોગ્યતાથી બંધાય છે. તે કાળે જે રાગ આવ્યો તેને આયુના બંધમાં નિમિત્ત કહેવામાં આવે છે. ધર્મી જીવને જે આયુષ્ય બંધાય અને તે કાળે જે રાગ હોય તેનું જ્ઞાન હોય છે. જીવનો જ્ઞાનદર્શનસ્વભાવ છે. તે સ્વભાવની જેને દ્રષ્ટિ થઈ છે તે ધર્મી જીવ રાગ અને કર્મબંધન થાય તેના જ્ઞાતાદ્રષ્ટા છે.
સ્વર્ગમાં સમકિતી હોય તેને મનુષ્યના આયુનો બંધ પડે છે. મિથ્યાદ્રષ્ટિ જીવ તો સ્વર્ગમાંથી નીકળી તિર્યંચગતિમાં પણ જાય છે, એકેન્દ્રિયમાં પણ જાય છે. જે જીવ રાગને અને પોતાને એક કરે છે તે મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાની એકેન્દ્રિયમાં લીલોતરીમાં પણ ચાલ્યો જાય છે.
ખાણમાં-પૃથ્વીમાં એક કણમાં અસંખ્ય જીવ છે. પાણીના એક બિંદુમાં અસંખ્યજીવ છે, લીમડાના એક પત્તામાં અસંખ્ય જીવ છે. લીમડાના પત્તામાં અસંખ્ય શરીર છે અને એક એક શરીરમાં એક એક જીવ છે. લસણની એક કટકીમાં અસંખ્ય શરીર છે અને પ્રત્યેક શરીરમાં અનંતાનંત જીવ છે.
PDF/HTML Page 1191 of 4199
single page version
ભાઈ! આત્માના ભાન વિના વ્રત, તપ, ભક્તિ આદિના પરિણામ કરે તો જીવ સ્વર્ગમાં જાય છે. ત્યાં પણ આત્માનું ભાન નહિ હોવાથી આયુનો બંધ પડતાં કોઈ મનુષ્યમાં તો કોઈ પશુમાં જાય છે, તથા કોઈ એકેન્દ્રિયમાં પણ ચાલ્યા જાય છે. દોલતરામજીએ કહ્યું છે ને કે-
અજ્ઞાની જડની ક્રિયા અને રાગનો કર્તા થાય છે. જ્ઞાની રાગનો અને કર્મબંધનની ક્રિયાનો કર્તા નથી, જ્ઞાતા જ છે.
આઠમો નંદીશ્વરદ્વીપ છે. તેમાં બાવન જિનાલયની રચના છે. પ્રત્યેક જિનાલયમાં ૧૦૮ રતનની પ્રતિમાઓ શોભાયમાન છે. ત્યાં અષ્ટાન્હિકા પર્વમાં ઇન્દ્ર અને ઇન્દ્રાણી દર્શન-પૂજા આદિ કરવા માટે જાય છે અને મહા મહોત્સવ ઉજવે છે. ખૂબ પ્રસન્નચિત્ત થઈને નાચે પણ છે. પણ સમકિતી છે ને? જે રાગ ભક્તિનો આવે તે રાગના અને નૃત્ય આદિ બાહ્ય ક્રિયાના તે કર્તા નથી, જ્ઞાતાદ્રષ્ટા જ છે. અજ્ઞાની તો રાગનો કર્તા થાય છે અને બહારની શરીરની જે ક્રિયા થાય તે હું કરું છું એમ માનીને મિથ્યાત્વનું સેવન કરે છે. ખૂબ ગંભીર વાત છે ભાઈ!
શ્રેણીક રાજા ક્ષાયિક સમકિતી હતા. તીર્થંકરગોત્ર બાંધ્યું છે. હમણાં પ્રથમ નરકમાં ગયેલા છે. અહીં હતા ત્યારે ભગવાનના સમોસરણમાં ગયા હતા. ત્યાં રાગ આવ્યો અને તીર્થંકરગોત્ર બંધાઈ ગયું. પરંતુ તેના તેઓ જ્ઞાતા છે, કર્તા નથી. ત્યાં નરકમાં છ માસનું આયુષ્ય બાકી રહેશે ત્યારે મનુષ્યગતિના આયુનો બંધ થશે. હમણાં પણ પ્રતિસમય તીર્થંકરગોત્ર બંધાય છે. પરંતુ ધર્મી જીવ રાગ અને કર્મબંધની પર્યાયના જ્ઞાતા જ છે. આવતી ચોવીસીમાં પ્રથમ તીર્થંકર થશે. હમણાં વ્રત, તપ, ચારિત્ર નથી પણ સ્વાનુભવની દશા થયેલી છે. તેમને રાગની મંદતાના કાળમાં મનુષ્યના આયુનો બંધ પડશે. સમકિતીને અશુભભાવ પણ આવે છે. પરંતુ અશુભના કાળમાં તેને આયુનો બંધ પડતો નથી. સમ્યગ્દ્રષ્ટિને શુભરાગના કાળમાં આયુષ્યનો બંધ પડે છે. આવી સમ્યગ્દર્શનની બલિહારી છે! બાપુ! સમ્યગ્દર્શન શું ચીજ છે એના મહિમાની લોકોને ખબર નથી.
અહો! ભાવલિંગી મુનિવરોએ ગજબ કામ કર્યાં છે. અંતમુહૂર્તમાં તેમને છઠ્ઠું અને સાતમું ગુણસ્થાન આવે છે. છઠ્ઠે વિકલ્પ ઉઠે છે અને ક્ષણભરમાં વિકલ્પ તોડીને અપ્રમત્તદશામાં આવે છે. આવા ભાવલિંગી દિગંબર સંતોને જ્યારે છઠ્ઠા ગુણસ્થાને શુભભાવ આવે છે ત્યારે આગામી આયુનો બંધ પડે છે. ધર્મી જીવ તે શુભભાવ અને જે આયુકર્મ બંધાય તેને જાણે જ છે, કરતા નથી. સ્વને જાણતાં પરનું-રાગનું જ્ઞાન પોતાથી થાય છે. જ્ઞાનની પર્યાય તો નિજ ઉપાદાનથી ઉત્પન્ન થાય છે. એમાં રાગ અને પર કર્મ નિમિત્ત કહેવામાં આવે છે.
PDF/HTML Page 1192 of 4199
single page version
સમકિતી નારકી હોય કે દેવ હોય, તે મનુષ્યગતિમાં આવે છે. અને મિથ્યાદ્રષ્ટિ નારકીનો જીવ હોય તે કોઈ મનુષ્યમાં આવે છે તો કોઈ તિર્યંચમાં જાય છે. અજ્ઞાનીને જે રાગ થયો અને કર્મબંધન થયું તે રાગનો તે કર્તા થાય છે. અજ્ઞાની રાગને પોતાનું કર્તવ્ય માને છે. પણ ભાઈ! વસ્તુ તો જ્ઞાનદર્શનસ્વરૂપ છે, તેનું રાગ કર્તવ્ય કેમ હોઈ શકે?
મિથ્યાદ્રષ્ટિ દેવ હોય તેમાં આઠમા સ્વર્ગ સુધીના કોઈ દેવને તિર્યંચગતિના આયુષ્યનો બંધ થાય છે. સમ્યગ્દર્શન વિના વ્રત-તપના પરિણામથી કોઈ મિથ્યાદ્રષ્ટિ બીજા સ્વર્ગે ગયો હોય ત્યાંથી કોઈ એકેન્દ્રિયમાં જન્મે છે. અરે! સમ્યગ્દર્શન અને મિથ્યાદર્શનમાં કેટલો ફરક છે તેની લોકોને ખબર નથી. બાહ્ય ત્યાગનો મહિમા કરે પણ સમ્યગ્દર્શનના અચિંત્ય મહિમાની તેને ખબર નથી.
અઢીદ્વીપ બહાર અસંખ્ય સમ્યગ્દ્રષ્ટિ તિર્યંચ છે. આખરનો સ્વયંભૂરમણ સમુદ્ર છે. તેમાં હજાર જોજન એટલે ચાર હજાર ગાઉ લાંબા શરીરવાળા મચ્છ છે. તેમાં કોઈ પંચમગુણસ્થાનવર્તી છે. સ્વાનુભવની દશા પ્રાપ્ત થવાથી અંદર શાંતિ અને આનંદ અનુભવે છે. એવા અસંખ્ય તિર્યંચો છે, શ્રાવક-શ્રાવિકાઓ છે. અસંખ્ય મિથ્યાદ્રષ્ટિનું પ્રમાણ છે તોપણ સમકિતી અસંખ્ય છે. તેને શુભરાગના કાળમાં દેવગતિના આયુષ્યનો બંધ પડશે. મનુષ્યગતિનું આયુષ્ય તેને બંધાતું નથી. પરંતુ આયુષ્યબંધના કારણરૂપ જે રાગ છે તેના એ કર્તા નથી, જ્ઞાતાદ્રષ્ટા છે. જે કર્મ બંધાય તેના પણ જ્ઞાતા જ છે, કર્તા નથી.
કર્મની ૧૪૮ પ્રકૃતિ છે. ધર્મી કહે છે કે તે કર્મના ફળને હું ભોગવતો નથી. મૂળ પ્રકૃતિ જ્ઞાનાવરણાદિ આઠ છે. તેના ભેદ ૧૪૮ છે. તેનો જે ઉદયભાવ છે તેને ધર્મી કહે છે કે હું ભોગવતો નથી; હું તો માત્ર જ્ઞાતાદ્રષ્ટા થઈને જ્ઞાનને ભોગવનારો છું.
અહો! આ સમયસાર ભારતનું અદ્વિતીય ચક્ષુ છે. સમયસાર બે છે-એક શબ્દ સમયસાર શાસ્ત્ર શબ્દબ્રહ્મ છે અને બીજો જ્ઞાનસમયસાર ભગવાન આત્મા ચિદ્બ્રહ્મ. ત્રણલોકનો નાથ ચૈતન્યબિંબ પ્રભુ જ્ઞાનસમયસાર છે અને શબ્દસમયસાર તેને બતાવે છે, નિરૂપે છે. તથાપિ શબ્દસમયસારમાં જ્ઞાનસમયસાર નથી અને જ્ઞાનસમયસારમાં શબ્દ સમયસાર નથી. ભગવાનની ૐધ્વનિથી ૐસ્વરૂપ ભગવાન આત્મા ભિન્ન છે. આવું જેને ભાન થયું છે તે સમ્યગ્દ્રષ્ટિ છે. ખૂબ સૂક્ષ્મ વાત ભાઈ! અહીં કહે છે કે ભગવાનની ૐધ્વનિ સાંભળવાના રાગનો સમ્યગ્દ્રષ્ટિ કર્તા નથી, માત્ર જ્ઞાતા જ છે. અહો! આ તો અલૌકિક વાત છે! જ્ઞાની રાગ અને બંધનો જાણનાર છે, કરનાર નથી.
હવે નામકર્મની પ્રકૃતિની વાત કરે છે. આઠ કર્મમાં એક નામકર્મ છે. તેની પ્રકૃતિના પેટાભેદ ૯૩ છે. સમકિતીને તીર્થંકરનામકર્મના બંધના કારણરૂપ ષોડશકારણ-
PDF/HTML Page 1193 of 4199
single page version
ભાવનાનો રાગ આવે છે. તે રાગ આસ્રવ અને દુઃખરૂપ છે. ભગવાન આત્મા આનંદઘન-સ્વરૂપ ચૈતન્યમૂર્તિ પ્રભુ છે. તેનું જેને ભાન થયું છે એવા સમકિતીને કોઈને જે વડે તીર્થંકરનામકર્મ બંધાય તેવો રાગ આવે છે, અને તીર્થંકરનામકર્મનો તેને બંધ પડે છે. પરંતુ જ્ઞાની જીવ તે વિકલ્પ અને બંધ પ્રકૃતિના જ્ઞાતાદ્રષ્ટાપણે જ પરિણમે છે; તેના એ કર્તા નથી. અજ્ઞાનીને તીર્થંકરનામકર્મના કારણરૂપ શુભભાવ આવતો જ નથી.
નામકર્મની ૯૩ પ્રકૃતિ છે. તેમાં છેલ્લી તીર્થંકરનામકર્મની પ્રકૃતિ છે. જે ભાવે તીર્થંકરનામકર્મ બંધાય તે ભાવ ધર્મ નથી. જે ભાવથી ધર્મ થાય તે ભાવથી બંધ નહિ અને જે ભાવથી બંધ થાય તે ભાવથી ધર્મ નહિ.
હવે ગોત્રકર્મની પ્રકૃતિની વાત કરે છે. ગોત્રકર્મની પ્રકૃતિ બંધાય એ તો જડ પ્રકૃતિનું કાર્ય છે, આત્માનું નહિ. ગોત્રકર્મના બે ભેદ છે-નીચ ગોત્ર, ઉચ્ચ ગોત્ર, જે શુભ, અશુભ ભાવથી ઉચ્ચ, નીચ ગોત્ર બંધાય તે ભાવ વિકાર છે. એ શુભાશુભ ભાવનો અજ્ઞાની કર્તા થાય છે. તેથી ગોત્રકર્મની પર્યાયમાં અજ્ઞાનીના વિકારી ભાવને નિમિત્તકર્તા કહેવામાં આવે છે. જ્ઞાની તો તે પ્રકૃતિ અને તે કાળના પરિણામના જ્ઞાતા છે, કર્તા નથી.
ભગવાન આત્મા જ્ઞાનદર્શનનો પિંડ પ્રભુ છે. એમાંથી નીકળે તો જ્ઞાન, દર્શન અને આનંદની પર્યાય નીકળે છે. એમાંથી શું રાગની પર્યાય નીકળે? ના; ન નીકળે. પરંતુ નિમિત્તાધીન બનીને અજ્ઞાની રાગનો કર્તા થાય છે અને કર્તા થતો થકો તે મિથ્યાદ્રષ્ટિ છે. વ્રત- તપ ઇત્યાદિ વડે ચાહે તો સ્વર્ગ મળી જાય પણ આત્માના ભાન વિના તે મિથ્યાદ્રષ્ટિ છે અને મિથ્યાદર્શન રહે ત્યાં સુધી તેને સંસારમાં ચારગતિના પરિભ્રમણનું દુઃખ મટતું નથી.
અંતરાયકર્મ નામનું એક જડકર્મ છે. એની દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યાંતરાય-એમ પાંચ પ્રકૃતિ છે. અંતરાયની પ્રકૃતિ બંધાય તેમાં રાગ નિમિત્ત છે. પરંતુ જ્ઞાની તો જે પ્રકૃતિ બંધાય તેના અને તે કાળે જે રાગ આવ્યો તેના જ્ઞાતા જ છે.
આ પ્રમાણે કર્મસૂત્રનું વિભાગ પાડીને કથન કરવાથી સાત સૂત્રો તથા તેમની સાથે મોહ, રાગ, દ્વેષ, ક્રોધ, માન માયા, લોભ, નોકર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, ઘ્રાણ, રસન અને સ્પર્શનનાં સોળ સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં; અને આ ઉપદેશથી બીજા પણ વિચારવાં.
ત્રણ કષાયોનો જેમને અભાવ છે એવા વીતરાગી મુનિરાજ ભગવાન તુલ્ય છે. અહાહા...! સાચા ભાવલિંગી મુનિવરોને એક સેકન્ડની નિંદર હોય છે. એક સેકન્ડથી વધારે વખત નિદ્રાધીન રહે તો મુનિપણું રહેતું નથી. આવા જ્ઞાનીને પર તરફ લક્ષ જતાં જરા રાગાદિ આવી જાય છે. પણ તેઓ તે રાગાદિ ભાવના કર્તા નથી, જ્ઞાતા છે.
PDF/HTML Page 1194 of 4199
single page version
મુનિને છઠ્ઠા ગુણસ્થાને આર્ત્તધ્યાનના પરિણામ પણ આવી જાય છે. પાંચમા ગુણસ્થાનવાળાને રૌદ્રધ્યાનના પરિણામ પણ થઈ જાય છે. પરંતુ ધર્મી જીવ તે સઘળા રાગાદિ પરિણામના જ્ઞાતાદ્રષ્ટા છે, કર્તા નથી. જે કર્મ બંધાય તેના પણ જ્ઞાતા છે, કર્તા નથી. જ્ઞાનીને ક્રોધાદિ પરિણામ પણ થઈ જાય છે પણ તે પરિણામના તે જ્ઞાતા જ છે.
જ્ઞાનીને ક્રોધ પરિણામ થાય તેના તે જ્ઞાતા જ છે, કર્તા નથી. સમ્યગ્દર્શન કોઈ અલૌકિક ચીજ છે ભાઈ! જેને આનંદનો નાથ ચૈતન્યસ્વરૂપ ભગવાન ચિદાનંદ જાગી ગયો છે તેને ક્રોધ, માન, માયા લોભના પરિણામ નબળાઈથી થઈ જાય તોપણ તે એના જ્ઞાતાદ્રષ્ટા છે. ધર્મીને અંતરમાં જ્ઞાન-દર્શનની પ્રવાહધારા સતત ચાલુ જ હોય છે.
અજ્ઞાનીને ક્રોધ, માન, માયા, લોભના પરિણામ થાય તેમાં તે તન્મય હોય છે. તેથી તે વિકારનો કર્તા થાય છે. અને જે જે કર્મબંધન થાય તેમાં તેના વિકારી ભાવ નિમિત્તકર્તા કહેવામાં આવે છે.
તેવી રીતે નોકર્મ, મન, વચન, કાય, પાંચ ઇન્દ્રિયોના જે જે પરિણામ થાય તેનો ધર્મી જ્ઞાતા જ રહે છે. જ્ઞાની જ્ઞાનનો જ કર્તા છે, રાગ અને જડના જે જે પરિણામ થાય તેનો તે કર્તા નથી.
PDF/HTML Page 1195 of 4199
single page version
अज्ञानी चापि परभावस्य न कर्ता स्यात्–
तं तस्स होदि कम्मं सो तस्स दु वेदगो अप्पा।। १०२ ।।
तत्तस्य भवति कर्म स तस्य तु वेदक आत्मा।। १०२ ।।
વળી અજ્ઞાની પણ પરદ્રવ્યના ભાવનો કર્તા નથી એમ હવે કહે છેઃ-
તેનું બને તે કર્મ, આત્મા તેહનો વેદક બને. ૧૦૨.
ગાથાર્થઃ– [आत्मा] આત્મા [यं] જે [शुभम् अशुभम्] શુભ કે અશુભ [भावं] (પોતાના) ભાવને [करोति] કરે છે [तस्य] તે ભાવનો [सः] તે [खलु] ખરેખર [कर्ता] ર્ક્તા થાય છે, [तत्] તે (ભાવ) [तस्य] તેનું [कर्म] કર્મ [भवति] થાય છે [सः आत्मा तु] અને તે આત્મા [तस्य] તેનો (તે ભાવરૂપ કર્મનો) [वेदकः] ભોક્તા થાય છે.
ટીકાઃ– પોતાનો અચલિત વિજ્ઞાનઘનરૂપ એક સ્વાદ હોવા છતાં પણ આ લોકમાં જે આ આત્મા અનાદિ કાળના અજ્ઞાનને લીધે પરના અને પોતાના એકપણાના અધ્યાસથી મંદ અને તીવ્ર સ્વાદવાળી પુદ્ગલકર્મના વિપાકની બે દશાઓ વડે પોતાના (વિજ્ઞાનઘનરૂપ) સ્વાદને ભેદતો થકો અજ્ઞાનરૂપ શુભ કે અશુભ ભાવને કરે છે, તે આત્મા તે વખતે તન્મયપણે તે ભાવનો વ્યાપક હોવાથી તેનો કર્તા થાય છે અને તે ભાવ પણ તે વખતે તન્મયપણે તે આત્માનું વ્યાપ્ય હોવાથી તેનું કર્મ થાય છે; વળી તે જ આત્મા તે વખતે તન્મયપણે તે ભાવનો ભાવક હોવાથી તેનો અનુભવનાર (અર્થાત્ ભોક્તા) થાય છે અને તે ભાવ પણ તે વખતે તન્મયપણે તે આત્માનું ભાવ્ય હોવાથી તેનું અનુભાવ્ય (અર્થાત્ ભોગ્ય) થાય છે. આ રીતે અજ્ઞાની પણ પરભાવનો કર્તા નથી.
ભાવાર્થઃ– પુદ્ગલકર્મનો ઉદય થતાં, જ્ઞાની તેને જાણે જ છે અર્થાત્ જ્ઞાનનો જ કર્તા થાય છે અને અજ્ઞાની અજ્ઞાનને લીધે કર્મોદયના નિમિત્તે થતા પોતાના અજ્ઞાનરૂપ શુભાશુભ ભાવોનો કર્તા થાય છે. આ રીતે જ્ઞાની પોતાના જ્ઞાનરૂપ ભાવનો કર્તા છે અને અજ્ઞાની પોતાના અજ્ઞાનરૂપ ભાવનો કર્તા છે; પરભાવનો કર્તા તો જ્ઞાની કે અજ્ઞાની કોઈ નથી.
PDF/HTML Page 1196 of 4199
single page version
વળી અજ્ઞાની પણ પરદ્રવ્યના ભાવનો કર્તા નથી એમ હવે કહે છેઃ-
‘પોતાનો અચલિત વિજ્ઞાનઘનરૂપ એક સ્વાદ હોવા છતાં પણ આ લોકમાં જે આ આત્મા અનાદિ કાળના અજ્ઞાનને લીધે પરના અને પોતાના એકપણાના અધ્યાસથી મંદ અને તીવ્ર સ્વાદવાળી પુદ્ગલકર્મના વિપાકની બે દશાઓ વડે પોતાના (વિજ્ઞાનઘનરૂપ) સ્વાદને ભેદતો થકો અજ્ઞાનરૂપ શુભ કે અશુભ ભાવને કરે છે, તે આત્મા તે વખતે તન્મયપણે તે ભાવનો વ્યાપક હોવાથી તેનો કર્તા થાય છે અને તે ભાવ પણ તે વખતે તન્મયપણે તે આત્માનું વ્યાપ્ય હોવાથી તેનું કર્મ થાય છે.’
આત્માનો અચલિત એટલે ચળે નહિ તેવો એક વિજ્ઞાનઘનરૂપ સ્વાદ છે. પરંતુ એનાથી અજાણ અજ્ઞાની તેમાં બે ભાગ પાડે છે. તેને શુભ-અશુભ જે પરિણામ થાય છે એ જ મારું સ્વરૂપ છે એમ માનીને તે શુભાશુભભાવરૂપ વિકારના સ્વાદને અનુભવે છે.
દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ જે પરિણામ છે તે મંદ છે અને અવ્રતના પરિણામ તીવ્ર છે. તે બંને પરિણામ પુદ્ગલનો વિપાક છે, આત્માનો સ્વભાવ નથી. અજ્ઞાનીને તે મંદ અને તીવ્ર રાગનો સ્વાદ આવે છે. ભગવાન આત્મા વિજ્ઞાનઘન પ્રભુ નિત્ય આનંદ-સ્વરૂપ છે. તેનો સ્વાદ ન લેતાં શુભરાગ જે મંદ પરિણામ છે તેનો અજ્ઞાની સ્વાદ લે છે.
દાળ, ભાત, લાડુ, મૈસૂબ ઇત્યાદિનો સ્વાદ જીવને આવતો નથી. પૈસા-કરોડોનું ધન હોય તેનો પણ સ્વાદ આવતો નથી અને સ્ત્રીના શરીરનો પણ સ્વાદ આવતો નથી. એ તો બધાં જડ માટી-ધૂળ છે. પરંતુ પોતાના વિજ્ઞાનઘનસ્વરૂપ આત્માની દ્રષ્ટિ નહિ હોવાથી બહારની સામગ્રીમાં અનુરાગ કરીને જે અશુભરાગ ઉત્પન્ન કરે છે તે અશુભરાગનો સ્વાદ જીવ લે છે અને તે મિથ્યાદર્શન છે.
પાણીનું પુર ચાલ્યું જતું હોય અને વચ્ચે પૂલ આવી જાય તો પાણીના પુરના બે ભાગ પડી જાય છે. એમ ભગવાન આત્મા અતીન્દ્રિય જ્ઞાન અને આનંદના પ્રવાહનું એકરૂપ પુર છે. તેમાં અજ્ઞાની પુદ્ગલકર્મના વિપાકરૂપ તીવ્ર અને મંદ રાગના સ્વાદવાળી બે દશાઓ વડે બે ભાગ પાડી રાગનો સ્વાદ લે છે. ધર્મીની દ્રષ્ટિ તો આનંદઘન પ્રભુ આત્મા ઉપર હોય છે તેથી તે નિરાકુળ આનંદનો સ્વાદ લે છે અને એનું નામ ધર્મ છે. સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્માના એકરૂપ આનંદના સ્વાદને ભેદીને અજ્ઞાની શુભાશુભ રાગનો-વિકારનો સ્વાદ લે છે તે મિથ્યાદર્શન છે.
દયા, દાન, વ્રત આદિ શુભભાવ અને હિંસા, જૂઠ, ચોરી આદિ અશુભભાવ-એ બન્ને ભાવ અજ્ઞાનભાવ છે કેમકે આત્માનો તે સ્વભાવ નથી. અજ્ઞાની જીવ ઘરબાર, કુટુંબ-પરિવાર, પૈસા, આબરૂ, ખાવું-પીવું ઇત્યાદિ અશુભભાવમાં ગુંચાઈ ગયો છે.
PDF/HTML Page 1197 of 4199
single page version
તેમાંથી ખસીને કદીક સાધુ થાય તો શુભભાવમાં ગુંચાઈ જાય છે. શુભભાવની ક્રિયામાં તે ધર્મ માનવા લાગે છે. પહેલાં અશુભભાવને કર્તવ્ય સમજતો હતો, હવે શુભભાવને કર્તવ્ય સમજે છે. પરંતુ ભાઈ! શુભ અને અશુભભાવ બન્ને અજ્ઞાનરૂપ છે. શુભ અને અશુભભાવ બન્નેમાં જ્ઞાનનું-ચૈતન્યનું કિરણ નથી; બન્ને ભાવ અચેતન છે. દયા, દાન, વ્રત આદિના શુભભાવ અચેતન છે કેમકે તે ચૈતન્યની જાતિના નથી. તે શુભરાગ ન પોતાને જાણે છે, ન નિકટવર્તી ભગવાન આત્માને જાણે છે; તેઓ તો ચૈતન્યદ્વારા જણાવા યોગ્ય છે; માટે તેઓ અચેતન છે, અજ્ઞાનરૂપ છે. આ વાત પહેલાં ગાથા ૭૨માં આવી ગઈ છે.
અહીં કહે છે કે આત્મા પરનો કર્તા તો છે જ નહિ; પણ શુભ અને અશુભ-ભાવનો જે કર્તા થાય તે અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ છે. શુભ અને અશુભભાવ બન્ને પુદ્ગલકર્મના વિપાકના નિમિત્તે ઉત્પન્ન થતી દશાઓ છે. બન્નેનો સ્વાદ કલુષિત છે. શુભભાવનો સ્વાદ કલુષિત છે અને અશુભભાવનો સ્વાદ તીવ્ર કલુષિત છે.
જેને વિજ્ઞાનઘનસ્વરૂપ આત્માની દ્રષ્ટિ અને એના આનંદનો અનુભવ નથી તે પુણ્ય અને પાપના બે ભાગ પાડીને તીવ્ર અને મંદ વિકારનો સ્વાદ લે છે. લાખોના મકાનમાં રહીને જે ખુશી ઉપજે તે અશુભભાવ પાપ છે. તે અશુભભાવનો સ્વાદ મીઠો નથી, તીવ્ર કડવો છે. અને દયા, દાન, વ્રત, ભક્તિના શુભભાવ થાય તેનો સ્વાદ પણ મીઠો નથી, કડવો છે. એક આત્માના એકરૂપ નિરાકુળ આનંદનો સ્વાદ જ મિષ્ટ અને ઇષ્ટ છે.
અનંતકાળમાં જે પ્રાપ્ત થયો નથી તે આત્માના આનંદના અનુભવની આ વાત ચાલે છે. અહાહા...! આત્મા આનંદકંદ પ્રભુ સુખકંદ છે. જેમ સક્કરકંદની ઉપરની છાલ તે સક્કરકંદ નથી. છાલને કાઢી નાખો તો પાછળ મીઠાશનો જે પિંડ છે તે સક્કરકંદ છે. તેમ આ ભગવાન આત્માને શુભાશુભ ભાવ થાય તે ઉપરની છાલ છે, તે આત્મા નથી. શુભાશુભભાવથી ભિન્ન અંદર જે આનંદકંદ પ્રભુ વિરાજે છે તે આત્મા છે. શુભાશુભ ભાવનું લક્ષ છોડીને અંતર્દ્રષ્ટિ કરો તો આત્માનુભૂતિ પ્રગટ થાય છે. અને એ જ સમ્યગ્દર્શન છે, એ જ ધર્મ છે.
શુભરાગમાં ધર્મ માને તે દ્રષ્ટિ જ મિથ્યાત્વ છે. મિથ્યાદ્રષ્ટિ જીવ વિજ્ઞાનઘનસ્વભાવના સ્વાદને ભેદીને-છેદીને શુભાશુભભાવના સ્વાદનું વેદન કરે છે. પરંતુ તે ભાવ અજ્ઞાનરૂપ છે. ૨૮ મૂળગુણના પાલનનો જે શુભરાગ છે તે અજ્ઞાનરૂપ છે અને તેનો સ્વાદ ઝેર સમાન કલુષિત છે. ભાઈ! આત્માના નિરાકુળ આનંદના સ્વાદને ભેદીને શુભભાવ ઉત્પન્ન થાય છે તો તેનો સ્વાદ આનંદરૂપ કેમ હોય? અજ્ઞાની તે ભાવનો કર્તા થાય છે.
અરે ભાઈ! જે ભાવથી તીર્થંકરગોત્ર બંધાય તે ભાવ અજ્ઞાનરૂપ છે અને એનો સ્વાદ કલુષિત છે. તે કાંઈ આત્માની ચીજ નથી. ભલભલાનાં પાણી ઉતરી જાય એવી આ વાત છે. નાટક સમયસારમાં આવે છે કે-
PDF/HTML Page 1198 of 4199
single page version
અજ્ઞાની પોતાના નિત્યાનંદ સુખકંદ પ્રભુ આત્માના આનંદનો સ્વાદ તોડીને શુભ- ભાવનો કર્તા થાય છે. જ્ઞાતા રહેતો નથી. જ્યારે ધર્મી સમકિતીને આનંદકંદ પ્રભુ આત્મા ઉપર નજર છે. તે પોતાના આનંદના સ્વાદને તોડતો નથી. જ્ઞાનીને તો એકરૂપ આનંદનો સ્વાદ આવે છે. ભગવાન! એકવાર સાંભળ, નાથ! તારી ચીજ અંદર શુભા-શુભભાવથી ભિન્ન અમૃતસ્વરૂપ છે. વ્રત અને અવ્રતના બન્ને ભાવથી ભગવાન આત્મા ભિન્ન વસ્તુ છે. આવી જ્ઞાનાનંદસ્વરૂપ પોતાની વસ્તુનું જેને ભાન થયું છે તે ધર્મીને રાગ આવે છે પણ તે રાગનો જ્ઞાતા રહે છે, કર્તા થતો નથી. અજ્ઞાની શુભાશુભ રાગનો કર્તા થાય છે.
આ ગાથા બે હજાર વર્ષ પૂર્વે રચાઈ છે. તેની ટીકા (આત્મખ્યાતિ) હજાર વર્ષ પહેલાં અમૃતચંદ્રાચાર્યદેવે રચી છે. જેમ ગાયના આઉમાં દૂધ ભર્યું હોય તે બળુકી બાઈ દોહીને બહાર કાઢે તેમ ગાથામાં જે ભાવ ભર્યા છે તે ભાવને આચાર્યદેવે ટીકામાં એકદમ ખુલ્લા કરી દીધા છે. કહે છે-અજ્ઞાની શુભભાવરૂપ કષાયનો સ્વાદ લે છે અને તે ભાવનો તે કર્તા થાય છે. શુભભાવ છે તે કષાય છે અને તેનો સ્વાદ કલુષિત છે. છહઢાળામાં આવે છે કે-
ચાહે શુભરાગ હો તોપણ તે આગ છે, સ્વભાવને દઝાડનારી આગ છે. માટે રાગથી ભિન્ન ભગવાન આત્માની દ્રષ્ટિ કરીને સમામૃતરૂપ ધર્મનું સેવન કર.
૭૨મી ગાથામાં આત્માને ભગવાન કહીને બોલાવ્યો છે. એ ભગવાન આત્માના એકરૂપ આનંદના સ્વાદને તોડીને અજ્ઞાની શુભ કે અશુભભાવનો, મંદ કે તીવ્ર રાગનો સ્વાદ લે છે તે ધર્મ નથી, અધર્મ છે. ભગવાન આત્મા તો શુદ્ધોપયોગ વડે પ્રાપ્ત થાય તેમ છે અને તે શુદ્ધોપયોગ જ ધર્મ છે. અજ્ઞાનીને આત્માની ખબર નહિ હોવાથી તે આત્માના સ્વાદને ભેદતો અજ્ઞાનરૂપ જે શુભાશુભભાવ તેને કરે છે. તે વખતે તે આત્મા તન્મયપણે તે ભાવનો વ્યાપક હોવાથી તેનો કર્તા થાય છે. અજ્ઞાની શુભાશુભ રાગ મારો છે એમ માની તે ભાવનો તન્મયપણે કર્તા થાય છે. અજ્ઞાની શુભાશુભ રાગમાં એકાકાર થઈ ગયો હોય છે.
મુનિવરોએ દાંડી પીટીને સત્ય વાત જગત પાસે જાહેર કરી છે. દુનિયા માનશે કે નહિ માને એની લેશ પણ દરકાર રાખી નથી. કહે છે-પોતાના શુદ્ધ જ્ઞાયકભાવને ભૂલીને અજ્ઞાની શુભ અને અશુભભાવમાં તન્મય-એકાકાર થાય છે અને એ રીતે તે
PDF/HTML Page 1199 of 4199
single page version
ભાવનો તે કર્તા થાય છે. અને તે ભાવ પણ તે વખતે તન્મયપણે તે આત્માનું વ્યાપ્ય હોવાથી તેનું કર્મ થાય છે. જ્ઞાની તો શુભ ભાવના પણ કર્તા નથી તો પછી જડના કર્તાની તો વાત જ કયાં રહી? અજ્ઞાની કર્તા થઈને જ્યાં ત્યાં આ ‘મેં કર્યું, મેં કર્યું’ એમ પરનું કર્તૃત્વ માને છે તેને અહીં કહે છે કે-ભાઈ! પરનું તો આત્મા કાંઈ કરી શક્તો નથી પણ શુભાશુભ રાગનો જે તું કર્તા થાય છે તે તારું અજ્ઞાન છે, મિથ્યાદર્શન છે. મિથ્યાદ્રષ્ટિ જીવ જ શુભાશુભ રાગનો કર્તા થાય છે.
હવે કહે છે-‘વળી તે જ આત્મા તે વખતે તન્મયપણે તે ભાવનો ભાવક હોવાથી તેનો અનુભવનાર (અર્થાત્ ભોક્તા) થાય છે. અને તે ભાવ પણ તે વખતે તન્મયપણે તે આત્માનું ભાવ્ય હોવાથી તેનું અનુભાવ્ય (અર્થાત્ ભોગ્ય) થાય છે. આ રીતે અજ્ઞાની પણ પરભાવનો કર્તા નથી.
શુભ-અશુભભાવનો અજ્ઞાની ભોક્તા છે. વિકારી ભાવનો ભાવક હોવાથી તે ભાવનો અજ્ઞાની ભોક્તા છે. આત્મા શરીરનો ભોક્તા નથી. શરીર તો જડ માટી છે. તેને કેમ ભોગવે? અજ્ઞાની શરીરને ભોગવતો નથી પણ શરીરની ક્રિયાના કાળમાં જે અશુભભાવ થાય છે તેમાં તન્મય થઈને તે ભાવનો તે જીવ ભોક્તા થાય છે.
સમ્યગ્દ્રષ્ટિ ચક્રવર્તીને ૯૬૦૦૦ રાણીઓ હોય છે. તેના લક્ષે વિષયવાસનાનો જે રાગ થાય તેનો જ્ઞાની કર્તા નથી, જ્ઞાતા જ છે. ધર્મીના જ્ઞાનમાં તે જડની ક્રિયા અને રાગ નિમિત્ત છે ધર્મીનો આત્મા જડની ક્રિયા અને તે વખતના રાગને નિમિત્ત નથી પણ ધર્મીના જ્ઞાનમાં તે નિમિત્ત છે. જ્ઞાનીએ તો ગુલાંટ ખાધી છે, પલટો ખાધો છે. જ્યાં સુધી પર્યાયબુદ્ધિ હતી ત્યાં સુધી રાગનો કર્તા અને રાગનો ભોક્તા હતો. પરનો તો જ્ઞાની કે અજ્ઞાની કોઈ કર્તા-ભોક્તા નથી. પણ જ્યાં પર્યાયબુદ્ધિ છૂટી અને જ્ઞાયકનું ભાન થયું ત્યારથી તે જ્ઞાનનો કર્તા અને ભોક્તા છે, અને જે રાગ અને જડની ક્રિયા થાય તે તેના જ્ઞાનનાં નિમિત્તમાત્ર છે. હવે તે આનંદનો કર્તા અને ભોક્તા છે; રાગનો કર્તા નહિ, રાગનો ભોક્તા પણ નહિ.
ભરત ચક્રવર્તી છ ખંડના સ્વામી હતા. સમકિતી જ્ઞાની હતા. એક સોનીને સંદેહ થયો કે ૯૬૦૦૦ રાણીઓ અને આવો વૈભવનો ઢગલો હોવા છતાં ભરત મહારાજ જ્ઞાની કહેવાય છે તે કેમ સંભવે? ભરત મહારાજને ખબર પડતાં સોનીને બોલાવ્યો અને કહ્યું-આ તેલનો ભરેલો કટોરો હાથમાં રાખીને આ અયોધ્યા નગરીની શોભા જોવા માટે જાઓ. નગરીની શોભા જોતાં તેલનું એક ટીપુ પણ ન ઢોળાય તે ધ્યાન રાખો. જો એક ટીપુ પણ ઢોળાવા પામશે તો તલવારથી શિરચ્છેદ કરવામાં આવશે. સોની તો આખીય નગરી ફરીને પાછો આવ્યો. ત્યારે ભરતજીએ પૂછયુ-બોલો મહારાજ! નગરીની શોભા કેવી? તમે શું શું જોયું? ત્યારે સોનીએ કહ્યું-મહારાજ! મારું લક્ષ તો આ કટોરા પર હતું; નગરીની શોભાની તો મને કાંઈ જ ખબર નથી. તો ભરત
PDF/HTML Page 1200 of 4199
single page version
મહારાજે કહ્યું-ભાઈ! એ જ પ્રમાણે અમારું લક્ષ આત્મામાં ચોંટેલું છે; આ બહારના વૈભવ શું છે એ અમને ખબર નથી. અમારું લક્ષ આત્માના વૈભવ પર છે, બહારના વૈભવ પર નથી.
અજ્ઞાની શુભ-અશુભ ભાવનો કર્તા અને ભોક્તા છે, પણ પરનો કર્તા કે ભોક્તા નથી. જ્ઞાની તો રાગનો પણ કર્તા-ભોક્તા નથી, જ્ઞાતા-દ્રષ્ટા જ છે, ત્યાં પરના કર્તા-ભોક્તાની તો વાત જ કેવી?
આ ધન-સંપત્તિ, બાગ, બંગલા, મોટર, રોટલી, દાળ ભાત, દ્રાક્ષ, મોસંબી, હલવો ઇત્યાદિ બધું આત્મા ભોગવતો નથી. પરંતુ અજ્ઞાનીને તે કાળે જે અશુભ રાગ થાય છે તેનો તે ભોક્તા છે. જ્ઞાનીને તો સ્વભાવની દ્રષ્ટિ હોવાથી તે કાળે થતો જે રાગ અને પરની ક્રિયા તે તેના જ્ઞાનમાં નિમિત્ત થાય છે.
પુણ્ય-પાપના ભાવ થાય તે ભાવ્ય એટલે ભોગવવા યોગ્ય છે, અને અજ્ઞાની તેનો ભાવક એટલે ભોગવનાર છે. પરંતુ પરવસ્તુ દાળ, ભાત આદિ તે આત્માનાં ભાવ્ય નથી. આત્મા તેનો ભોક્તા નથી. અહાહા...! પુણ્યપાપના ભાવ છે તે અજ્ઞાનીનું ભાવ્ય છે. અને અજ્ઞાની તેનો ભાવક-ભોક્તા છે; પરંતુ પરવસ્તુનો અજ્ઞાની કર્તા-ભોક્તા નથી.
જ્ઞાનીને પૂજા-ભક્તિ ઇત્યાદિ શુભભાવ આવે છે, પણ તેના તેઓ જ્ઞાતા જ છે, કર્તા- ભોક્તા નથી. અહાહા...! જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્માની જેને દ્રષ્ટિ થઈ છે તે જ્ઞાની તો જ્ઞાનાનંદસ્વરૂપના કર્તા અને જ્ઞાનાનંદના જ ભોક્તા છે. પરંતુ શુદ્ધ આત્મ-સ્વરૂપનું જેને ભાન નથી તે અજ્ઞાની રાગનો કર્તા અને ભોક્તા થાય છે. પરનો તો અજ્ઞાની પણ કર્તા-ભોક્તા નથી.
‘પુદ્ગલકર્મનો ઉદય થતાં, જ્ઞાની તેને જાણે જ છે અર્થાત્ જ્ઞાનનો જ કર્તા થાય છે અને અજ્ઞાની અજ્ઞાનને લીધે કર્મોદયના નિમિત્તે થતા પોતાના અજ્ઞાનરૂપ શુભાશુભ ભાવોનો કર્તા થાય છે. આ રીતે જ્ઞાની પોતાના જ્ઞાનભાવનો કર્તા છે અને અજ્ઞાની પોતાના અજ્ઞાનરૂપ ભાવનો કર્તા છે; પરભાવનો કર્તા તો જ્ઞાની કે અજ્ઞાની કોઈ નથી.’
ભગવાન આત્મા નિર્મળાનંદ પ્રભુ શુદ્ધ ચિદાનંદકંદ છે. તેની જેને અંતર્દ્રષ્ટિ થઈ છે તે જ્ઞાની કર્મનો ઉદય થતાં તેને જાણે જ છે. આ શુભાશુભભાવ થાય છે તે કર્મનો પાક છે, તે ધર્મ નથી, સ્વભાવની ચીજ નથી એમ જ્ઞાની તેને પોતાથી ભિન્ન જાણે છે. સમકિતી ભલે ગૃહસ્થાશ્રમમાં હોય, તેને શુભાશુભ ભાવ જે થાય છે તેને તે પુદ્ગલ-કર્મના ફળપણે પોતાનાથી ભિન્ન જાણે છે. અહાહા...! હું તો રાગથી ભિન્ન, કર્મથી ભિન્ન ચિદાનંદઘન પ્રભુ આત્મા છું એવું જેને ભાન થયું છે તે ધર્મી જીવ જે શુભાશુભ ભાવ થાય તેને જાણે જ છે, તે પોતાનું કર્તવ્ય છે એમ કદીય માનતો નથી.