PDF/HTML Page 1241 of 4199
single page version
तम्हा जीवोऽकत्ता गुणा य कुव्वंति कम्माणि।। ११२ ।।
मिथ्यात्वमविरमणं कषाययोगौ च बोद्धव्याः।। १०९ ।।
मिथ्याद्रष्टयादिः यावत् सयोगिनश्चरमान्तः।। ११० ।।
ते यदि कुर्वन्ति कर्म नापि तेषां वेदक आत्मा।। १११ ।।
तस्माज्जीवोऽकर्ता गुणाश्च कुर्वन्ति कर्माणि।। ११२।।
તેથી અકર્તા જીવ છે, ‘ગુણો’ કરે છે કર્મને. ૧૧૨.
ગાથાર્થઃ– [चत्वारः] ચાર [सामान्यप्रत्ययाः] સામાન્ય *પ્રત્યયો [खलु] નિશ્ચયથી [बन्धकर्तारः] બંધના કર્તા [भण्यन्ते] કહેવામાં આવે છે- [मिथ्यात्वम्] મિથ્યાત્વ, [अविरमणं] અવિરમણ [च] તથા [कषाययोगौ] કષાય અને યોગ (એ ચાર) [बोद्धव्याः] જાણવા. [पुनः अपि च] અને વળી [तेषां] તેમનો, [अयं] આ [त्रयोदशविकल्पः] તેર પ્રકારનો [भेदः तु] ભેદ [भणितः] કહેવામાં આવ્યો છે- [मिथ्याद्रष्टयादिः] મિથ્યાદ્રષ્ટિ (ગુણસ્થાન) થી માંડીને [सयोगिनः चरमान्तः यावत्] સયોગકેવળી (ગુણસ્થાન) ના ચરમ સમય સુધીનો, [एते] આ (પ્રત્યયો અથવા ગુણસ્થાનો) [खलु] કે જેઓ નિશ્ચયથી [अचेतनाः] અચેતન છે [यस्मात्] કારણ કે [पुद्गलकर्मोदयसम्भवाः] પુદ્ગલકર્મના ઉદ્રયથી ઉત્પન્ન થાય છે [ते] તેઓ [यदि] જો [कर्म] કર્મ [कुर्वन्ति] કરે તો ભલે કરે; [तेषां] તેમનો (કર્મોનો) [वेदकः अपि] ભોક્તા પણ [आत्मा न] આત્મા નથી. [यस्मात्] જેથી [एते] આ [गुणसंज्ञिताः तु] ‘ગુણ’ નામના [प्रत्ययाः] પ્રત્યયો [कर्म] કર્મ [कुर्वन्ति] કરે છે [तस्मात्] તેથી [जीवः] જીવ તો [अकर्ता] કર્મનો અકર્તા છે [च] અને [गुणाः] ‘ગુણો’ જ [कर्माणि] કર્મોને [कुर्वन्ति] કરે છે.
ટીકાઃ– ખરેખર પુદ્ગલકર્મનો, પુદ્ગલદ્રવ્ય જ એક કર્તા છે; તેના વિશેષો-મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ બંધના સામાન્ય હેતુઓ હોવાથી ચાર કર્તા છે; તેઓ જ ભેદરૂપ કરવામાં આવતાં (અર્થાત્ તેમના જ ભેદ પાડવામાં આવતાં), _________________________________________________________________ * પ્રત્યયો = કર્મબંધનાં કારણો અર્થાત્ આસ્રવો
PDF/HTML Page 1242 of 4199
single page version
મિથ્યાદ્રષ્ટિથી માંડીને સયોગકેવળી સુધીના તેર કર્તા છે. હવે, જેઓ પુદ્ગલકર્મના વિપાકના પ્રકારો હોવાથી અત્યંત અચેતન છે એવા આ તેર કર્તાઓ જ કેવળ વ્યાપ્યવ્યાપકભાવે કાંઈ પણ પુદ્ગલકર્મને જો કરે તો ભલે કરે; તેમાં જીવને શું આવ્યું? (કાંઈ જ નહિ.) અહીં આ તર્ક છે કે “પુદ્ગલમય મિથ્યાત્વાદિને વેદતો (ભોગવતો) જીવ પોતે જ મિથ્યાદ્રષ્ટિ થઈને પુદ્ગલકર્મને કરે છે”. (તેનું સમાધાનઃ-) આ તર્ક ખરેખર અવિવેક છે, કારણ કે ભાવ્યભાવકભાવનો અભાવ હોવાથી આત્મા નિશ્ચયથી પુદ્ગલદ્રવ્યમય મિથ્યાત્વાદિનો ભોક્તા પણ નથી, તો પછી પુદ્ગલકર્મનો કર્તા કેમ હોય? માટે એમ ફલિત થયું કે-જેથી પુદ્ગલદ્રવ્યમય ચાર સામાન્યપ્રત્યયોના ભેદરૂપ તેર વિશેષપ્રત્યયો કે જેઓ ‘ગુણ’ શબ્દથી કહેવામાં આવે છે (અર્થાત્ જેમનું નામ ગુણસ્થાન છે) તેઓ જ કેવળ કર્મોને કરે છે, તેથી જીવ પુદ્ગલકર્મોનો અકર્તા છે, ‘ગુણો’ જ તેમના કર્તા છે; અને તે ‘ગુણો’ તો પુદ્ગલદ્રવ્ય જ છે; તેથી એમ ઠર્યું કે પુદ્ગલકર્મનો પુદ્ગલદ્રવ્ય જ એક કર્તા છે.
ભાવાર્થઃ– શાસ્ત્રમાં પ્રત્યયોને બંધના કર્તા કહેવામાં આવ્યા છે. ગુણસ્થાનો પણ વિશેષ પ્રત્યયો જ છે તેથી એ ગુણસ્થાનો બંધના કર્તા છે અર્થાત્ પુદ્ગલકર્મના કર્તા છે. વળી મિથ્યાત્વાદિ સામાન્ય પ્રત્યયો કે ગુણસ્થાનરૂપ વિશેષ પ્રત્યયો અચેતન પુદ્ગલદ્રવ્યમય જ છે, તેથી એમ સિદ્ધ થયું કે પુદ્ગલદ્રવ્ય જ પુદ્ગલકર્મનું કર્તા (-કરનારું) છે; જીવ કર્તા નથી. જીવને પુદ્ગલકર્મનો કર્તા માનવો તે અજ્ઞાન છે.
હવે આગળની ગાથાની સૂચનિકારૂપ કાવ્ય કહે છેઃ-
‘यदि पुद्गलकर्म जीवः न एव करोति’ જો પુદ્ગલકર્મને જીવ કરતો નથી ‘तर्हि’ તો ‘तत् कः कुरुते’ તેને કોણ કરે છે? ‘इति अभिशङ्कया एव’ એવી આશંકા કરીને, -આશંકા કરીને એટલે આપે જે કહ્યું તે સત્ય ન હોય એમ શંકા કરીને નહિ, પણ સમજમાં ન બેસતાં આ કેવી રીતે છે એમ યથાર્થ સમજવાની જિજ્ઞાસા કરીને- ‘एतर्हि’ હવે ‘तीव्र–रय–मोह– निवर्हणाय’ તીવ્ર વેગવાળા મોહનો (કર્તાકર્મપણાના અજ્ઞાનનો) નાશ કરવા માટે, ‘पुद्गलकर्मकर्तृ सङ्कीर्त्यते’ પુદ્ગલકર્મનો કર્તા કોણ છે તે કહીએ છીએ; ‘शृणुत’ તે હે જ્ઞાનના ઇચ્છક પુરુષો! તમે સાંભળો. અહાહા...! દ્રવ્ય તો શુદ્ધ છે; તે કર્મનો કર્તા નથી. તો કર્મનો કર્તા કોણ છે તે મિથ્યાત્વના નાશ માટે કહીએ છીએ તો હે જિજ્ઞાસુ પુરુષો! સાંભળો એમ કહે છે.
PDF/HTML Page 1243 of 4199
single page version
પુદ્ગલકર્મનો કર્તા કોણ છે તે હવે કહે છેઃ-
‘ખરેખર પુદ્ગલકર્મનો, પુદ્ગલદ્રવ્ય જ એક કર્તા છે; તેના વિશેષો-મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ બંધના સામાન્ય હેતુઓ હોવાથી ચાર કર્તા છે; તેઓ જ ભેદરૂપ કરવામાં આવતાં (અર્થાત્ તેમના જ ભેદ પાડવામાં આવતાં), મિથ્યાદ્રષ્ટિથી માંડીને સયોગકેવળી સુધીના તેર કર્તા છે.’
તેર ગુણસ્થાનના જે ભેદ છે તે બધા અચેતન પુદ્ગલ છે એમ અહીં કહે છે. તેર ગુણસ્થાનો ભગવાન આત્મામાં-ત્રિકાળી શુદ્ધ દ્રવ્યમાં કયાં છે? આ વાત ગાથા ૬૮માં આવી ગઈ છે.
૧. પુદ્ગલકર્મનો પુદ્ગલદ્રવ્ય જ એક કર્તા છે. ૨. એના વિશેષો ચાર-મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ બંધના સામાન્ય હેતુઓ
૩. તેઓ જ ભેદરૂપ કરતાં મિથ્યાદ્રષ્ટિથી માંડીને સયોગકેવળી સુધીના તેર કર્તા છે.
જુઓ, પહેલાં એક કર્તા છે એમ કહ્યું, પછી તેના ચાર ભેદ કહ્યા અને પછી તેઓ જ ભેદરૂપ કરવામાં આવતાં મિથ્યાદ્રષ્ટિથી માંડીને સયોગીકેવળી સુધીના તેર કર્તા છે એમ કહ્યું. અહીં એમ સમજાવવું છે કે આત્મા જે અખંડ એક શુદ્ધ ચૈતન્યમય દ્રવ્ય છે તેનું લક્ષ કર તો મિથ્યાત્વાદિ જે ભાવ છે તેનો નાશ થઈ જશે. તેર ગુણસ્થાન છે તે જીવનું સ્વરૂપ નથી કેમકે એ તો પુદ્ગલકર્મના કારણે પડેલા ભેદ છે. તેને પુદ્ગલ-કર્મ કરે તો કરો; એમાં આત્માને શું છે? એમ કહીને આત્મા અભેદ એક શુદ્ધ ચૈતન્યઘન વસ્તુ છે એમ સિદ્ધ કરવું છે. શુદ્ધ જીવદ્રવ્ય છે તે આ તેર ગુણસ્થાનનું કર્તા નથી. હવે કહે છે-
‘હવે, જેઓ પુદ્ગલકર્મના વિપાકના પ્રકારો હોવાથી અત્યંત અચેતન છે એવા આ તેર કર્તાઓ જ કેવળ વ્યાપ્યવ્યાપકભાવે કાંઈ પણ પુદ્ગલકર્મને જો કરે તો ભલે કરે; તેમાં જીવને શું આવ્યું! (કાંઈ જ નહિ.)’
શું કહે છે? આ તેર ગુણસ્થાનો પુદ્ગલકર્મનો વિપાક છે. માટે તેઓ અચેતન છે. તેમાં ચિત્સ્વરૂપ ભગવાન આત્માનો પાક નથી. જીવની બધી અશુદ્ધ પર્યાયોને અહીં પુદ્ગલમાં નાખી દીધી છે.
ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઘન આનંદનો નાથ પ્રભુ છે. પુદ્ગલકર્મનો વિપાક જે મિથ્યાત્વથી માંડીને તેર ગુણસ્થાનો છે તે એમાં નથી. મિથ્યાત્વ છે તે પુદ્ગલકર્મનો
PDF/HTML Page 1244 of 4199
single page version
વિપાક છે. તે શુદ્ધ ચૈતન્યનું ફળ એટલે પરિણમન નથી. અહીં આત્મા જે ત્રિકાળી શુદ્ધ વસ્તુ છે તેની દ્રષ્ટિ કરાવવી છે કેમકે આત્માને શુદ્ધ જાણે તે શુદ્ધને અનુભવે અને અશુદ્ધને જાણે તે અશુદ્ધને અનુભવે-પામે. અહાહા...! આત્મા દ્રવ્ય જે વસ્તુ છે એ તો સકળ નિરાવરણ, અખંડ, એક, પ્રત્યક્ષ પ્રતિભાસમય, અવિનશ્વર, શુદ્ધ પારિણામિક-પરમભાવ લક્ષણ નિજ પરમાત્મદ્રવ્ય છે. તે દ્રવ્યકર્મને કેમ કરે? પર્યાયના જે ભેદ પડે તે પણ પુદ્ગલકર્મનો પાક છે.
મિથ્યાત્વ છે તે દર્શનમોહકર્મનો પાક છે, અવિરતિ છે તે ચારિત્રમોહકર્મનો પાક છે, મિથ્યાત્વથી માંડીને સયોગીકેવળી સુધીના તેર ગુણસ્થાનો કર્મનો વિપાક છે અને તેથી તેઓ અત્યંત અચેતન છે. સયોગી ગુણસ્થાન અચેતન છે. સયોગી છે ને? અહાહા...!! ચૈતન્યમૂર્તિ ભગવાન પૂર્ણાનંદસ્વરૂપ પરમપારિણામિકસ્વભાવરૂપ વસ્તુ આત્મામાં કયાં છે એ? નથી. જે પુદ્ગલકર્મનો પાક છે એવાં અચેતન તેર ગુણસ્થાનો-તેર કર્તાઓ વ્યાપ્યવ્યાપકભાવે કાંઈ પણ પુદ્ગલકર્મને કરે તો કરે; તેમાં જીવને શું આવ્યું? જીવ તો શુદ્ધ અકર્તા છે; નવું જે કર્મ બંધાય તે આ તેર કર્તાઓનું વ્યાપ્ય છે.
ખરેખર તો દરેક દ્રવ્ય પોતે વ્યાપક છે અને પોતાની પર્યાય તે વ્યાપ્ય છે. એ વાત અહીં નથી કહેવી. અહીં તો એમ કહેવું છે કે તેર ગુણસ્થાનો જે છે તે વ્યાપક છે અને નવાં કર્મ બંધાય તે વ્યાપ્ય છે. વિકારી ભાવ પ્રસરીને નવાં કર્મ જે વ્યાપ્ય તેને બાંધે છે-એમ અહીં સંબંધ લેવો છે.
વ્યાપ્યવ્યાપકભાવ ખરેખર એક જ દ્રવ્યમાં હોય છે. દ્રવ્ય કર્તા તે વ્યાપક અને તેનું કર્મ વા પર્યાય તે એનું વ્યાપ્ય છે. પણ અહીં જુદી શૈલીથી વાત કરી છે. આત્મા શુદ્ધ ચૈતન્યમય દ્રવ્ય છે અને તેર ગુણસ્થાનો અચેતન છે. ચૈતન્યસ્વભાવી પ્રભુ આત્મા એ તેર અચેતન ગુણસ્થાનને કેવી રીતે કરે? કદી ન કરે. અચેતન એવાં ગુણસ્થાનો શુદ્ધ આત્મદ્રવ્યમાં છે જ નહિ તો પછી આત્મા નવાં કર્મ બાંધે એ કયાં રહ્યું? અહો! ભેદજ્ઞાનની આ અલૌકિક વાત છે.
દ્રવ્ય જે છે એ તો શુદ્ધ ચૈતન્યઘન આનંદકંદ પ્રભુ છે. નવું કર્મ જે બંધાય તે તેર ગુણસ્થાનના કારણે બંધાય છે. ગુણસ્થાન તે વ્યાપક અને પુદ્ગલકર્મ તે એનું વ્યાપ્ય છે. આત્મા તેમાં વ્યાપક નથી. આત્મા જે તેર અચેતન ગુણસ્થાનમાં આવતો નથી તે નવા કર્મબંધનમાં કેમ આવે? કર્મબંધનને તે કેવી રીતે કરે? અહાહા...! શુદ્ધ દ્રવ્યનો આશ્રય કરવાની જેને રુચિ જાગી છે તેને મિથ્યાત્વાદિ હોય તે અલ્પકાળમાં ટળી જાય એવી આ અપૂર્વ વાત છે. કહે છે-તેર ગુણસ્થાનો અચેતન છે, પુદ્ગલ છે. તે નવા કર્મને કરે તો કરે; તેમાં જીવને શું આવ્યું? ખૂબ ગંભીર વાત છે, ભાઈ! જીવ તો શુદ્ધ ચૈતન્યમૂર્તિ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન છે. પર્યાયમાં ભલે મિથ્યાત્વાદિ હો, પણ શુદ્ધ ચૈતન્યમયસ્વરૂપનું લક્ષ કરતાં તે સર્વ છૂટી જશે, મટી જશે એમ વાત છે.
PDF/HTML Page 1245 of 4199
single page version
જયસેન આચાર્યની ટીકામાં આવે છે કે હળદર અને ફટકડી બેના મળવાથી લાલ રંગ થાય, એકથી ન થાય. પુત્ર થાય તે માતા-પિતા બેથી થાય; પુત્ર એકનો ન થાય. તેમ જે વિકાર થાય છે તે ચૈતન્યની પર્યાયની યોગ્યતાથી થાય છે તેમાં પુદ્ગલ ભેગું છે. એમ કહીને તે પુદ્ગલકર્મનું કાર્ય છે એમ બતાવવું છે. અહીં કહે છે કે આ તેર કર્તાઓ પુદ્ગલકર્મને કરે તો કરે; જીવને એમાં કાંઈ નથી. જીવ તો શુદ્ધ ચિદાનંદમય ભગવાન છે.
૬૮મી ગાથામાં આવી ગયું છે કે-જવપૂર્વક જે જવ થાય છે તે જવ જ હોય છે. એ ન્યાયે, મિથ્યાત્વાદિ ગુણસ્થાનો મોહકર્મની પ્રકૃતિના ઉદયપૂર્વક થતાં હોઈને સદાય અચેતન હોવાથી પુદ્ગલ જ છે, જીવ નથી. શુદ્ધ દ્રવ્યનું-ભગવાન સચ્ચિદાનંદ-સ્વરૂપનું જેને લક્ષ થયું છે તેને ભલે ગુણસ્થાનો થોડું પુદ્ગલકર્મ બાંધે, તે શુદ્ધના લક્ષે સ્વરૂપસ્થિરતાનો ઉગ્ર પુરુષાર્થ કરીને તેર ગુણસ્થાનથી રહિત થઈ અલ્પકાળમાં મુક્તિને પ્રાપ્ત થયા વિના રહેશે નહિ.
આચાર્ય કહે છે કે-હે જ્ઞાનના ઇચ્છક પુરુષ! તું સાંભળ. એકલા દ્રવ્યસ્વભાવથી જોતાં તું ચૈતન્યમૂર્તિ જ્ઞાનનો પુંજ, આનંદરસનો કંદ, શુદ્ધ જ્ઞાયક પ્રભુ આત્મા છો. એમાં આ મિથ્યાત્વાદિ તેર ગુણસ્થાનો કયાં છે? નથી; કેમકે એ તો બધાં પુદ્ગલકર્મનો વિપાક છે, પુદ્ગલનાં ફળ છે; ચૈતન્યનું ફળ નથી. જુઓ, અશુદ્ધ નિશ્ચયથી જે જીવની પર્યાય છે તેને વ્યવહાર ગણીને અહીં પુદ્ગલકર્મનો વિપાક કહ્યો છે. આમ કહીને આચાર્યદેવ ગુણસ્થાન-પર્યાયનું લક્ષ છોડાવીને ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનું લક્ષ કરાવે છે. કહે છે-હે ભાઈ! તે તેર કર્તાઓ થોડો વખત કર્મબંધનના કર્તા થાઓ તો થાઓ, તું શુદ્ધ ચૈતન્યમય નિજ પરમાત્મદ્રવ્યનું લક્ષ કર અને તેમાં જ રમણ કર; તેથી તને સર્વ કર્મબંધન મટી જશે. અહો! આચાર્યદેવે અદ્ભુત વાત કરી છે!
પ્રવચનસારની ૧૮૯મી ગાથામાં નિશ્ચયથી રાગ અને પુણ્ય-પાપના પરિણામનો કર્તા જીવ છે એમ કહ્યું છે. ત્યાં તો વિકારી ભાવ જીવની પર્યાયમાં છે એમ બતાવવું છે. રાગની પર્યાયમાં પોતાનું ઊંધું બળ છે એમ ત્યાં દર્શાવવાનું પ્રયોજન છે. અહીં સદા એકસ્વરૂપ જ્ઞાનાનંદસ્વરૂપ નિજ પરમાત્માનું લક્ષ કરાવવું છે. ગુણસ્થાનથી ભિન્ન શુદ્ધ ચિદાનંદમય પરમપારિણામિકભાવરૂપ આત્મદ્રવ્યનું લક્ષ કરાવવું છે. તેથી કહે છે કે ગુણ-સ્થાન છે તે પુદ્ગલકર્મના વિપાકરૂપ અચેતન છે. તેને શુદ્ધ ચૈતન્યમય આત્મા કેમ કરે? ન કરે. અને તો પછી આત્મા પુદ્ગલકર્મને કેમ કરે? ન જ કરે.
શિષ્યને આશંકા થઈ કે પુદ્ગલકર્મનો કર્તા આત્મા નથી તો તેનો કર્તા કોણ છે? તેને કહે છે કે આ મિથ્યાત્વાદિ તેર ગુણસ્થાનો કે જે પુદ્ગલકર્મનો વિપાક છે અને અચેતન છે તેઓ નવાં કર્મબંધનને કરે છે. વળી આચાર્યદેવ પ્રેરણા કરે છે કે તેઓ થોડો કાળ કર્મને કરે તો ભલે કરે; તેથી શુદ્ધ જીવને કાંઈ નથી. મતલબ કે તું શુદ્ધ
PDF/HTML Page 1246 of 4199
single page version
જીવદ્રવ્યનું લક્ષ કર; તેથી તને વીતરાગપરિણતિ પ્રગટ થશે અને અલ્પકાળમાં સર્વ કર્મથી મુક્તિ થઈ જશે.
ભગવાન આત્મા પરિપૂર્ણ ચિદ્ઘનસ્વરૂપ વસ્તુ છે. તે વ્યાપક થઈને ગુણસ્થાનને કરે એમ છે નહિ. તો પછી નવાં કર્મ જે બંધાય તેને દ્રવ્યસ્વભાવ કરે એ વાત કયાં રહી? આ પરથી કોઈ એમ માને કે વિકાર થાય છે તે કર્મને લઈને થાય છે તો તે બરાબર નથી. વિકાર તો જીવમાં અશુદ્ધ ઉપાદાનની યોગ્યતાથી થાય છે. શુદ્ધ જીવદ્રવ્યમાં વિકાર નથી અને વિકાર ઉત્પન્ન કરે એવી કોઈ એનામાં શક્તિ-ગુણ નથી. અશુદ્ધ ઉપાદાનની યોગ્યતાથી જીવમાં વિકાર પોતાથી ઉત્પન્ન થાય છે અને ત્યારે પુદ્ગલકર્મનો ઉદય તેમાં નિમિત્ત હોય છે. તેથી નિમિત્તની અપેક્ષાએ તેને પુદ્ગલનો વિપાક કહ્યો છે. અહીં દ્રવ્યસ્વભાવની સ્થિતિ સિદ્ધ કરવી છે. તેથી કહે છે-ભગવાન! તારો સ્વભાવ શુદ્ધ ચૈતન્યઘનરૂપ છે અને આ તેર ગુણસ્થાનો અચેતનસ્વભાવ છે. આમ બેની ભિન્નતા સિદ્ધ કરી છે. વળી જડ કર્મબંધન થાય તેમાં જડ કારણ છે, ચૈતન્ય કારણ નથી. આ તેર ગુણસ્થાન જડ છે અને તેઓ જડ પુદ્ગલકર્મના કર્તા છે. ભાઈ! આ દ્રવ્યદ્રષ્ટિની વાત છે. એકકોર ચૈતન્યદળ અને એકકોર જડનું દળ એમ બે ભાગ પાડી દીધા છે. અહાહા...! એકકોર રામ (આત્મા) અને એકકોર આખું ગામ (જડ ભાવો) છે. અચેતન એવાં ગુણસ્થાનો અચેતન કર્મને કરે તો કરો; એમાં ચેતનને શું છે? આ પ્રમાણે પુદ્ગલકર્મને કોણ કરે છે તે આશંકાનું અહીં સમાધાન કરે છે.
ભાઈ! તું શુદ્ધ ચૈતન્યમય શાશ્વત મહાપ્રભુ છે અને આ તેર ગુણસ્થાન છે તે પ્રત્યયો, આસ્રવો છે; તે પુદ્ગલકર્મનો પરિપાક છે. એ આસ્રવો થોડો (કર્મનો) આસ્રવ કરો તો કરો; તેમાં તને (દ્રવ્યને) શું છે? તું તો શુદ્ધ ઉપાદાનસ્વરૂપ પ્રભુ છે. જે અશુદ્ધ ઉપાદાન છે તે નિમિત્તને (પુદ્ગલકર્મને) આધીન-વશ થઈને વર્તે છે તેથી તે જડ અચેતન છે. મિથ્યાત્વાદિ જે ચાર ભેદ અથવા તેર ભેદ છે એ બધા અચેતન છે. અને ચેતનનો અચેતનમાં અને અચેતનનો ચેતનમાં કદીય પ્રવેશ નથી. અરે! ચેતન, અચેતન દ્રવ્યો પરસ્પર અડતાંય નથી. અહીં એમ કહેવું છે કે-પ્રભુ! તું તારા શુદ્ધ ચૈતન્યસ્વભાવમય શાશ્વત વસ્તુની પ્રતીતિ-વિશ્વાસ કર. તે (શુદ્ધ આત્મા) કદીય પુદ્ગલકર્મનો કર્તા નથી. હવે કહે છે-
‘અહીં આ તર્ક છે કે ‘‘પુદ્ગલમય મિથ્યાત્વાદિને વેદતો (ભોગવતો) જીવ પોતે જ મિથ્યાદ્રષ્ટિ થઈને પુદ્ગલકર્મને કરે છે.’’ (તેનું સમાધાનઃ-) આ તર્ક ખરેખર અવિવેક છે, કારણ કે ભાવ્યભાવકભાવનો અભાવ હોવાથી આત્મા નિશ્ચયથી પુદ્ગલદ્રવ્યમય મિથ્યાત્વાદિનો ભોક્તા પણ નથી, તો પછી પુદ્ગલકર્મનો કર્તા કેમ હોય?’
PDF/HTML Page 1247 of 4199
single page version
શિષ્ય તર્કપૂર્વક શંકા કરે છે કે-જીવ પુદ્ગલમય મિથ્યાત્વાદિને વેદે છે તો વેદતો થકો તે મિથ્યાદ્રષ્ટિ થઈને પુદ્ગલકર્મને કરે છે. જે વેદે છે તે કરે છે એમ તર્ક છે. તેને કહે છે કે ભાઈ! આ તર્ક તારો અવિવેક છે, કેમકે શુદ્ધ ચૈતન્યમય પ્રભુ આત્મા જડને ભોગવતો નથી. આ તેર ગુણસ્થાનો છે એ તો જડ અચેતન છે. તેને ચૈતન્યમય પ્રભુ કેમ ભોગવે? અહાહા...! તારું જીવદ્રવ્ય તો અખંડ અભેદ પરિપૂર્ણ ચૈતન્ય, ચૈતન્ય, ચૈતન્યમય વસ્તુ છે. આવું શુદ્ધ જીવદ્રવ્ય અચેતન એવાં ગુણસ્થાનને વેદતું નથી તો પછી પુદ્ગલકર્મને કેવી રીતે વેદે? ભાઈ! જીવદ્રવ્ય પુદ્ગલકર્મને ભોગવતું નથી માટે તે પુદ્ગલકર્મનું કર્તા નથી. પુદ્ગલકર્મને આત્મા વેદે નહિ માટે તેનો આત્મા કર્તા પણ નથી એ ન્યાય છે.
ભાવ્યભાવકભાવનો અભાવ છે માટે આત્મા પુદ્ગલદ્રવ્યમય મિથ્યાત્વાદિનો ભોક્તા નથી. આત્મા ભાવક અને કર્મના વિપાકથી નીપજેલાં ભેદરૂપ અચેતન ગુણસ્થાન ભાવ્ય-એવા ભાવ્યભાવકભાવનો અભાવ છે. ખરેખર તો આ ગુણસ્થાનો ભાવક એવા જડ પુદ્ગલકર્મનું ભાવ્ય છે. પુદ્ગલકર્મ ગુણસ્થાનને ભોગવે તો ભોગવો; એમાં આત્માને શું છે? આત્મા શુદ્ધ ચૈતન્યમય દ્રવ્ય છે અને તેમાં પુદ્ગલમય રાગાદિનો અભાવ છે. તો પછી આત્મા જડ રાગાદિને કેમ વેદે? ન વેદે. અહા! ખૂબ સૂક્ષ્મ અટપટી વાત છે પ્રભુ! ઉપયોગ સૂક્ષ્મ કરે તો સમજાય એમ છે. અહીં કહે છે કે અતીન્દ્રિય આનંદથી ઠસોઠસ ભરેલો શાશ્વત સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન અચેતનમાં કેમ આવે? ન આવે. અને જો ન આવે તો તે અચેતન ગુણસ્થાન અને પુદ્ગલકર્મને કેમ વેદે? (ન વેદે.) આ સુખદુઃખની જે કલ્પના છે તે જડકર્મરૂપી ભાવકનું ભાવ્ય છે, આત્મામાં-શુદ્ધ ચૈતન્યમાં તેનો અભાવ છે.
ભગવાન આત્મા સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય પરમાત્મા છે. તે અચેતન ગુણસ્થાનમાં કયાં આવે છે? ગુણસ્થાનો ભલે થોડાં કર્મ બાંધે તે બાંધે, આત્માને તેમાં કાંઈ નથી. આત્મા તો આનંદ અને શાંતિનો ત્રિકાળી ધ્રુવ ઢગલો છે. તે અચેતન કર્મનું ફળ જે મિથ્યાત્વાદિ ગુણસ્થાન તેને વેદતો ય નથી અને કરતો ય નથી. અને તો પછી તે પુદ્ગલકર્મને કરે છે એ વાત કયાં રહી?
વિકારનું વેદન એ જીવદ્રવ્યના સ્વરૂપમાં નથી. જીવદ્રવ્ય તો શુદ્ધ ચૈતન્યપ્રકાશનો પુંજ છે. એ તો જેવો છે તેવો ત્રિકાળ છે. પરંતુ રાગની આડમાં ઢંકાઈ ગયો છે. તે વિકારની અવસ્થાને અહીં અચેતન કહીને તેનાથી ભિન્ન શુદ્ધદ્રવ્યની દ્રષ્ટિ કરાવી છે, તેથી તો કહ્યું કે મિથ્યાત્વાદિ અચેતન ગુણસ્થાને થોડું અચેતન કર્મ કરે તો કરો, શુદ્ધ જીવને એમાં કાંઈ નથી અર્થાત્ શુદ્ધ જીવ કર્મનો કર્તા નથી.
આત્મામાં બધા ભાવ્યભાવકભાવનો અભાવ છે. જડ પુદ્ગલકર્મનો વિપાક ભાવક છે અને મિથ્યાત્વાદિ તેર ગુણસ્થાન તેનું ભાવ્ય છે. વળી તેર ગુણસ્થાન ભાવક છે અને
PDF/HTML Page 1248 of 4199
single page version
નવાં કર્મ જે બંધાય તે એનું ભાવ્ય છે. બન્ને પ્રકારે આત્મામાં ભાવ્યભાવકભાવનો અભાવ હોવાથી આત્મા ન ગુણસ્થાનને વેદે છે, ન પુદ્ગલકર્મને વેદે છે. અને નહિ વેદતો એવો તે પુદ્ગલકર્મનો કર્તા નથી. અહો! ચેતન-અચેતનના બે સ્પષ્ટ ભાગ પાડીને આચાર્યદેવે અલૌકિક ભેદજ્ઞાન કરાવ્યું છે.
વિકૃત અવસ્થા પોતાથી પોતાના સ્વકાળે ક્રમબદ્ધ ઉત્પન્ન થાય છે. ક્રમબદ્ધ થાય છે એવું જ્ઞાન કરનારને શુદ્ધ દ્રવ્યનું લક્ષ હોય છે. ક્રમબદ્ધને જાણનારો અકર્તા છે; અને અકર્તા છે એટલે જ્ઞાતા છે. અંદર પોતાના શુદ્ધ જ્ઞાયકને જાણનારું જ્ઞાન, જે રાગાદિ ભાવ છે તે પોતાનો નથી, પરનો છે એમ જાણીને તેને કાઢી નાખે છે. આ ભેદજ્ઞાનની ક્રિયા છે. આવું ભેદજ્ઞાન જેને પ્રગટ છે એવા ધર્મી જીવને નિરંતર પર્યાયમાં આનંદનું વેદન છે. કર્મનું ફળ જે સુખદુઃખની કલ્પના તેને ધર્મી વેદતો નથી.
અહીં કહે છે કે આત્મા અનંતગુણનો રસકંદ ચૈતન્ય મહાપ્રભુ મહા-આત્મા છે. તેમાં વિકાર નથી અને વિકાર કરે એવો ગુણ પણ નથી. તો પછી આત્મા વિકારને અને મિથ્યાત્વાદિ ગુણસ્થાનને કેવી રીતે કરે અને કેવી રીતે ભોગવે? પર્યાયને રાગનો સંબંધ છે, શુદ્ધ ત્રિકાળી દ્રવ્યને રાગનો સંબંધ છે જ નહિ. માટે ભગવાન આત્મામાં રાગનું કરવું ય નથી અને રાગનું વેદવું ય નથી. આવો જ શુદ્ધ દ્રવ્યસ્વભાવ છે.
ત્રિલોકનાથ સર્વજ્ઞદેવ જિનેશ્વરદેવની આ વાણી છે. તેમાં કહે છે કે-ભગવાન! તું શુદ્ધ ચૈતન્યમય એકરૂપ ચિદ્રૂપ છો ને! સદા નિરાવરણ છો ને! જો આવરણ હોય તો ગુણસ્થાનના ભેદ પડે. પણ તારો દ્રવ્યસ્વભાવ તો ત્રિકાળ નિરાવરણ છે. તેમાં ગુણ-સ્થાન કેવાં? તેર ગુણસ્થાન તો અચેતન છે, પુદ્ગલ છે, જડ કર્મનો પાક છે. પ્રભુ! આનંદનો નાથ એવા તારામાં અતીન્દ્રિય આનંદનો પાક પાકે એવું તારું સ્વરૂપ છે. જ્યાં રાગ પાકે તે તું નહિ, એ તો પુદ્ગલ છે. રાગ છે એ તો ભાવક એવા પુદ્ગલકર્મનું ભાવ્ય છે. તેથી આત્મા પુદ્ગલદ્રવ્યમય મિથ્યાત્વાદિનો વેદનારો છે માટે તેનો કર્તા છે એવો તારો જે તર્ક છે તે મિથ્યા છે, અવિવેકથી ભરેલો છે. ભાઈ! જેમ આત્મા રાગનો કર્તા નથી તેમ રાગનો વેદક પણ નથી અને જેમ રાગનો વેદક નથી તેમ રાગનો કર્તા પણ નથી.
અહાહા...! પૂર્ણાનંદનો નાથ ચૈતન્યહીરલો શુદ્ધ ચૈતન્યસ્ફટિકરત્ન અંદર સદા બિરાજે છે. એમાં વિકારની ઝાંય કયાં છે? અહીં એકલું શુદ્ધ દ્રવ્ય સિદ્ધ કરવું છે. વર્તમાન પર્યાયમાં જે વિકાર છે તે તેની પોતાની યોગ્યતાથી છે. પણ અહીં વિકાર સિદ્ધ કરવો નથી. અહીં તો વિકારથી ભિન્ન ત્રિકાળ નિરાવરણ શુદ્ધ ચૈતન્યમય દ્રવ્ય સિદ્ધ કરવું છે. સમ્યગ્દર્શનનો વિષય જે ત્રિકાળી શુદ્ધ પરમાત્મદ્રવ્ય તે સિદ્ધ કરવું છે. તો કહે છે કે સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય શુદ્ધ પારિણામિકભાવ-સ્વરૂપ પરમભાવલક્ષણ નિજ પરમાત્મદ્રવ્ય તે હું છું, ખંડ જ્ઞાન તે હું નહિ-એમ
PDF/HTML Page 1249 of 4199
single page version
સમ્યગ્દ્રષ્ટિ ભાવે છે. સમ્યગ્દર્શન થવા પહેલાં પણ આવું નિર્વિકાર નિજ દ્રવ્ય છે તેની ભાવના કરવાથી સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. પ્રભુ! તું મોટો આવો મહાપ્રભુ છે તેને ભૂલીને અરેરે! રાગનો હું વેદનારો અને રાગનો હું કરનારો એવું માનવામાં ગુંચાઈ ગયો! ભગવાન આત્મા રાગ અને ગુણસ્થાનને વેદે અને કરે એવું એનું સ્વરૂપ જ નથી. હવે કહે છે-
‘માટે એમ ફલિત થયું કે-જેથી પુદ્ગલદ્રવ્યમય ચાર સામાન્ય પ્રત્યયોના ભેદરૂપ તેર વિશેષ પ્રત્યયો કે જેઓ ‘‘ગુણ’’ શબ્દથી કહેવામાં આવે છે (અર્થાત્ જેમનું નામ ગુણસ્થાન છે) તેઓ જ કેવળ કર્મોને કરે છે, તેથી જીવ પુદ્ગલકર્મોનો અકર્તા છે, ‘‘ગુણો’’ જ તેમના કર્તા છે; અને તે ‘‘ગુણો’’ તો પુદ્ગલદ્રવ્ય જ છે; તેથી એમ ઠર્યું કે પુદ્ગલકર્મનો પુદ્ગલદ્રવ્ય જ એક કર્તા છે.’
પ્રત્યય કહો કે આસ્રવ કહો તે એક જ વાત છે. તે બધા પુદ્ગલદ્રવ્યમય છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ચાર સામાન્ય પ્રત્યયો એટલે આસ્રવો છે. તેના ભેદરૂપ તેર વિશેષ આસ્રવો કે જેઓ ‘ગુણ’ શબ્દથી કહેવામાં આવે છે તેઓ જ કેવળ કર્મને કરે છે. અને આ ‘ગુણો’ એટલે ગુણસ્થાનો પુદ્ગલદ્રવ્ય જ છે. માટે એમ સિદ્ધ થયું કે પુદ્ગલકર્મનો પુદ્ગલ દ્રવ્ય જ એક કર્તા છે, જીવ તો અકર્તા જ છે.
અરે! લોકો બિચારા વિષયકષાયમાં ગરી ગયા છે. વેપારંધધા અને બાયડી-છોકરાંને સાચવવામાં આખી જિંદગી ગુમાવી દે છે. આવું તત્ત્વ સમજવાની ફુરસદ મેળવતા નથી. પણ ભાઈ! એ વિષયકષાયનું ફળ બહુ માઠું આવશે; એ સહન કરવું મહા આકરું પડશે ભાઈ! અહીં કહે છે કે પ્રભુ! તું ચૈતન્યમણિરત્ન છો. આવો તું અચેતન ધૂળમાં કેમ આવે? આ મિથ્યાત્વાદિ સામાન્ય ચાર અને વિશેષ તેર પ્રત્યયો અચેતન પુદ્ગલમય ધૂળમય જ છે, કેમકે તેઓ પુદ્ગલનું કાર્ય છે, જીવ તેનો કર્તા નથી. વળી તું એના વેદનની વાત કરે છે પણ ચિદાનંદઘનસ્વરૂપ એવો તું એ અચેતનને કેવી રીતે વેદે? અહાહા...! ચૈતન્યરત્નાકર પ્રભુ આત્મા અચેતનને કેવી રીતે વેદે? માટે આત્મા મિથ્યાત્વાદિને વેદે છે માટે કરે છે એવો જે તારો તર્ક છે તે જૂઠો છે. મિથ્યાદ્રષ્ટિને પણ મિથ્યાત્વાદિ જે પ્રત્યયો છે તેનો કર્તા પુદ્ગલ છે, આત્મદ્રવ્ય તેનો કર્તા નથી.
માટે એમ ફલિત થયું કે પુદ્ગલદ્રવ્યમય ચાર સામાન્ય પ્રત્યયો અને તેના ભેદરૂપ તેર વિશેષ પ્રત્યયો કે જેનું નામ ગુણસ્થાન છે તેઓ જ કેવળ કર્મોને કરે છે. ભગવાન આત્મા ગુણસ્થાનને કરતો નથી તો નવાં પુદ્ગલકર્મ બંધાય તેને કેમ કરે? તેથી જીવ પુદ્ગલકર્મોનો અકર્તા છે. ગુણો જ તેમના કર્તા છે; તે ગુણો-ગુણસ્થાનો પુદ્ગલદ્રવ્ય જ છે; તેથી એમ સિદ્ધ થયું કે પુદ્ગલકર્મનો પુદ્ગલદ્રવ્ય જ એક કર્તા છે.
આ તેર અચેતન ગુણસ્થાનો અચેતન કર્મને કરે તો કરો, એમાં આત્માને કાંઈ
PDF/HTML Page 1250 of 4199
single page version
લાગતું વળગતું નથી એમ કહીને આચાર્યે શુદ્ધ ચૈતન્યમય નિજ આત્માની દ્રષ્ટિ-દ્રવ્યદ્રષ્ટિ કરાવી છે.
‘શાસ્ત્રમાં પ્રત્યયોને બંધના કર્તા કહેવામાં આવ્યા છે. ગુણસ્થાનો પણ વિશેષ પ્રત્યયો જ છે. તેથી એ ગુણસ્થાનો બંધના કર્તા છે અર્થાત્ પુદ્ગલકર્મના કર્તા છે. વળી મિથ્યાત્વાદિ સામાન્ય પ્રત્યયો કે ગુણસ્થાનરૂપ વિશેષ પ્રત્યયો અચેતન પુદ્ગલદ્રવ્યમય જ છે, તેથી એમ સિદ્ધ થયું કે પુદ્ગલદ્રવ્ય જ પુદ્ગલકર્મનો કર્તા (-કરનારું) છે; જીવ કર્તા નથી. જીવને પુદ્ગલકર્મનો કર્તા માનવો તે અજ્ઞાન છે.’
જે ભાવથી નવાં કર્મ આવે તે ભાવને આસ્રવ કહે છે. પ્રત્યયો એટલે કે આસ્રવો. તેના મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એમ ચાર ભેદ છે. તેને સિદ્ધાંતશાસ્ત્રોમાં બંધનાં કારણો કહેલા છે. તે રીતે તેર ગુણસ્થાનો પણ બંધનાં કારણ છે, કેમકે તેઓ પણ વિશેષ પ્રત્યયો છે. ચાર સામાન્ય પ્રત્યયો અને તેર વિશેષ પ્રત્યયો એ બધા બંધના કર્તા છે.
જેમ સીડી ચઢવાનાં પગથિયાં હોય છે તેમ આત્માની પર્યાયમાં ચૌદ પ્રકારના ભાવ થાય છે. તેમાંથી મિથ્યાત્વાદિ તેર પ્રકારના ભાવ છે તે ચાર સામાન્ય પ્રત્યયોના વિશેષ ભેદો છે. તે તેર ગુણસ્થાનો પુદ્ગલકર્મના બંધના કર્તા છે.
ગુણસ્થાનો અશુદ્ધ નિશ્ચયથી એટલે કે વ્યવહારથી જીવની પર્યાયના ભેદો છે. પણ અહીં શુદ્ધનિશ્ચયનું કથન છે. ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ પ્રભુ શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ વસ્તુ છે. તેમાં આ અચેતન આસ્રવો નથી એમ અહીં કહ્યું છે. અહાહા...! એકલો જાણગ-જાણગ- જાણગ જેનો સ્વભાવ છે એવા જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ આત્મામાં પરદ્રવ્ય જે શરીર, મન, વાણી, લક્ષ્મી, સ્ત્રી, પરિવાર ઇત્યાદિ તો નથી કેમકે એ તો તદ્ન ભિન્ન ચીજ છે; પણ પર્યાયમાં જે રાગ થાય છે તે પણ આત્મામાં નથી. મિથ્યાત્વાદિ સામાન્ય પ્રત્યયો અને ગુણસ્થાનરૂપ વિશેષ પ્રત્યયો જેઓ અચેતન છે તે આત્મામાં નથી એમ કહે છે.
આત્મામાં અનંત ગુણ છે. તેમાં રાગનો કર્તા થાય એવો કોઈ ગુણ નથી. સામાન્ય પ્રત્યયો ચાર અને વિશેષ પ્રત્યયો તેર જે અચેતન છે તેનો કર્તા પુદ્ગલકર્મ છે, જીવ તેનો કર્તા નથી. તથા જે નવાં કર્મબંધન થાય તેનો પણ આત્મા કર્તા નથી. તો કોણ કર્તા છે? આ ગુણસ્થાનાદિ જે અચેતન પ્રત્યયો છે તે જ નવા પુદ્ગલકર્મબંધનના કર્તા છે. આ અચેતનભાવો-પ્રત્યયો આત્માના શુદ્ધ ચૈતન્યસ્વભાવથી ભિન્ન છે. અશુદ્ધ નિશ્ચયથી તેમને જીવની પર્યાય કહેવાય છે પણ અશુદ્ધ નિશ્ચય તે વ્યવહાર છે અને તે વ્યવહારનો અહીં નિષેધ કર્યો છે.
PDF/HTML Page 1251 of 4199
single page version
અરે! આવી શુદ્ધ તત્ત્વની વાત લોકોને સાંભળવા મળવી અત્યારે મહા મુશ્કેલ છે. આસ્રવના મલિન ભાવ મારા છે એવું માનીને ચોરાસીના અનંત અવતાર જીવ કરી ચૂકયો છે. અને જ્યાં સુધી મિથ્યાત્વાદિ ભાવ મારા છે એમ માનશે ત્યાં સુધી ભવનું પરિભ્રમણ ઊભું રહેશે, અનંત જન્મ-મરણમાં રખડવું પડશે. ભાઈ! આ અવસર તત્ત્વની સમજણ કરવાનો છે. અહીં ત્રણ વાત કરી છે-
૧. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ચાર સામાન્ય પ્રત્યયો એટલે આસ્રવો છે. ૨. તેર ગુણસ્થાનો તે વિશેષ પ્રત્યયો છે; તે પણ આસ્રવો છે.
૩. નવા કર્મબંધનના તેઓ કારણ છે; આત્મા બંધનું કારણ નથી. ભગવાન આત્મા
ચૈતન્યસ્વરૂપ જ્ઞાયકભાવનો અભાવ છે અને શુદ્ધ જ્ઞાયકમાં તેમનો અભાવ છે. તેથી
ગુણસ્થાનોને અચેતન કહ્યા છે.
એકકોર આત્મા એકલું ચૈતન્યદળ અને બીજીકોર ગુણસ્થાન આદિ અનેક ભેદરૂપ અચેતન દળ-બન્નેના તદ્ન જુદા ભાગ પાડી દીધા છે. જન્મ-મરણના અંત કરવાનો આ જ માર્ગ છે, ભાઈ! અજ્ઞાનીઓ રખડવાના માર્ગમાં ભૂલા પડયા છે. અહા! મોટો રાજા હોય ને મરીને ભૂંડ થાય અને મોટો શેઠ હોય ને મરીને ભેંસ થાય! આત્મા ચીજ શું છે એની જેને ખબર નથી એના આવા જ હાલ થાય. આચાર્યદેવ અહીં સંસારપરિભ્રમણથી છૂટવાનો માર્ગ બતાવે છે. કહે છે-
આત્મા અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો કંદ પ્રભુ છે. એમાં દયા, દાન, વ્રત, ભક્તિ અને વિષય-કષાયના ભાવ નથી. એ બધા ભાવ તો આસ્રવ છે અને તે અચેતન છે. તે ભાવ નવા કર્મબંધનનું કારણ છે.
વેપારધંધા અને કુટુંબ-કબીલાને સાચવવાના ભાવ એ પાપભાવ છે. દયા, દાન, વ્રત, ભક્તિ વગેરે ભાવ એ પુણ્યભાવ છે. પુણ્ય અને પાપના બંને ભાવ બંધનું કારણ છે કેમકે તેઓ અચેતન છે. તેઓ અચેતન કેમ છે? તો કહે છે કે એ પુણ્યપાપના ભાવોમાં ચૈતન્યનું કિરણ નથી. જેમ સૂર્યનું કિરણ પ્રકાશમય હોય છે તેમ ચૈતન્યપ્રકાશનો પુંજ પ્રભુ આત્મા છે તેનું કિરણ જ્ઞાનના પ્રકાશમય હોય છે. પણ આ પુણ્યપાપના ભાવમાં જ્ઞાનનું કિરણ નથી માટે તેઓ અચેતન છે. ભાઈ! આ બાર વ્રતના પરિણામ અને પંચમહાવ્રતના પરિણામ અચેતન છે, કેમકે તેમાં ચૈતન્યપ્રકાશનું કિરણ નથી. કદી સાંભળ્યું નથી એટલે લોકોને આકરું પડે છે. પણ અહીં તો કહે છે કે પ્રત્યયો-તેર ગુણસ્થાનો બધા અચેતન છે, પુદ્ગલદ્રવ્યમય જ છે અને તેઓ જ નવા કર્મબંધનાં કારણ છે.
PDF/HTML Page 1252 of 4199
single page version
બાપુ! તેં આ કદી સાંભળ્યું નહિ! કદી શુદ્ધ તત્ત્વ અનુભવ્યું નહિ! અરે! બહારના ઢસરડા કરી કરીને મરી ગયો! આખો દિવસ પાપ કરી કરીને તું ચાર ગતિમાં રખડી મર્યો છે. પ્રભુ! એકવાર ઉલ્લાસ લાવીને સાંભળ. આ અવસર છે. ભગવાન ત્રિલોકનાથ સર્વજ્ઞદેવનો હુકમ આચાર્યદેવ તને સંભળાવે છે. કહે છે કે-
ભગવાન આત્મા અંદર એકલો શુદ્ધ ચૈતન્ય અને આનંદસ્વરૂપ છે. અને પુણ્ય-પાપરૂપ જે શુભાશુભ ભાવ થાય તે આસ્રવ છે, ભગવાન આત્માથી બાહ્ય છે, ભિન્ન છે. આ હીરા, માણેક, મોતી વગેરે છે તે અચેતન પુદ્ગલદ્રવ્યમય છે. અને હીરા વગેરે વેચીને ધૂળ (પૈસા) કમાવાનો જે ભાવ થાય તે મમતાનો ભાવ પણ અચેતન છે. વળી રાગ મંદ કરીને પૈસા દાનમાં, પૂજા-પ્રભાવનામાં ખર્ચવાનો જે શુભભાવ થાય તે પણ અચેતન છે; કેમકે રાગમાં જ્ઞાન કયાં છે? માટે રાગ સઘળોય અચેતન છે. જેમ સાકરના ગાંગડા ઉપર બાળકનો મેલો હાથ અડકી જાય તો તેના ઉપર મેલ ચોંટે છે; એ મેલ છે તે સાકરથી ભિન્ન છે, સાકરના સ્વરૂપભૂત નથી. તેમ ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદસ્વરૂપ સાકરનો ગાંગડો છે; તેમાં (પર્યાયમાં) આ પુણ્યપાપના ભાવ છે તે મેલ છે અને એ મેલ છે તે આત્માથી ભિન્ન છે, શુદ્ધ ચૈતન્યના સ્વરૂપભૂત નથી.
અહાહા...! આ શરીર, મન, વાણી, કર્મ, નોકર્મ, ધન-ધાન્ય આદિ ધૂળ-માટી તો કયાંય દૂર (ભિન્ન) રહી ગયાં. અહીં તો કહે છે કે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ એમ ચાર પ્રત્યયો અને તેર ગુણસ્થાનરૂપ વિશેષ પ્રત્યયો-એ સર્વ અચેતન છે, પુદ્ગલદ્રવ્યમય છે. તે સર્વ અચેતનને કોઈ મારી ચીજ છે એમ માને તો એ મિથ્યાત્વ છે. મિથ્યાત્વના, જૂઠા શ્રદ્ધાનના ભાવમાં અનંતભવ કરવાનો ગર્ભ પડેલો છે, ભાઈ! માટે સ્વરૂપની સમજણ કરીને યથાર્થ શ્રદ્ધાન કરવું જોઈએ.
મિથ્યાત્વાદિ ચાર સામાન્ય પ્રત્યયો અને ગુણસ્થાનરૂપ તેર વિશેષ પ્રત્યયો અચેતન પુદ્ગલદ્રવ્યમય જ છે; તેથી એમ સિદ્ધ થયું કે પુદ્ગલદ્રવ્ય જ પુદ્ગલકર્મનું કર્તા છે. અચેતન જે તેર ગુણસ્થાનરૂપ પુદ્ગલદ્રવ્ય છે તે જ પુદ્ગલકર્મનું કર્તા છે, આત્મા તેનો કર્તા નથી.
આ કાળમાં શુદ્ધ રત્નત્રયરૂપ ધર્મ કઠણ-દુર્લભ થઈ પડયો છે. જીવોનો સમય પ્રાયઃ સંસારના પાપકાર્યોમાં જ વ્યતીત થાય છે, અને પુણ્ય કરે છે તો એનાંય કાંઈ ઠેકાણાં નથી. કોઈવાર તેઓ થોડું પુણ્ય કરે છે પણ એ તો ‘એરણની ચોરી અને સોયનું દાન’ એના જેવી વાત છે. ધનાદિ ખર્ચવામાં, દાન, ભક્તિ ઇત્યાદિમાં રાગ મંદ કરે તો થોડું પુણ્ય બંધાય પણ મિથ્યાત્વ તેને ખાઈ જાય છે. તેથી મહદંશે તો તે પાપ જ ઉપજાવે છે. તેને કહે છે કે ભાઈ! આત્મા એક જ્ઞાયકસ્વરૂપ ભગવાન અંદર બિરાજે છે તેની દ્રષ્ટિ કર્યા વિના બીજી કોઈ રીતે (પુણ્ય ઉપજાવીને પણ) તારા જન્મ-મરણના ફેરા નહિ મટે. પ્રભુ! તું નરકના, પશુના, કાગડા, કૂતરા ને કંથવાના ભવ અનંતવાર કરી કરીને મરી ગયો છે, દુઃખીદુઃખી થયો છે. હે ભાઈ! તારે જો આ
PDF/HTML Page 1253 of 4199
single page version
ભવના દુઃખથી છૂટવું હોય તો અંદર રાગથી ભિન્ન શુદ્ધ ચૈતન્યમૂર્તિ બિરાજે છે તેની દ્રષ્ટિ કર, તેનો જ અનુભવ કર તેનું જ સેવન કર, દયા, દાન આદિ વિકલ્પમાં-રાગમાં ન ઊભો રહે; અંદર જા અને શુદ્ધ ચૈતન્યતત્ત્વને પકડ. તેથી તારું કલ્યાણ થશે.
આફ્રિકામાં બે હજાર વર્ષથી દિગંબર જિનમંદિર ન હતું. ત્યાં હમણાં જિનાલયનું ખાતમુહૂર્ત થયું. તેમાં કોઈ બે-પાંચ લાખનું દાન આપે અને તેમાં રાગની મંદતા કરે તો એનાથી તેને પુણ્યબંધ થાય, પણ ધર્મ ન થાય. ક્રોડ રૂપિયા આપે તોય શું? ક્રોડનું ધન મારું છે એમ માનીને તેને દાનમાં ખર્ચે તો એની માન્યતા મિથ્યાત્વ છે. અને એ મિથ્યાત્વ મહાપાપ છે. જન્મ-મરણરહિત થવાનો માર્ગ બહુ જુદો છે બાપુ! આકરી પડે પણ આ જ વાત સત્ય છે, પ્રભુ! અરે ભાઈ! હજુ જેને ચારગતિમાં રઝળવાના કારણરૂપ ભાવના સ્વરૂપની પણ ખબર નથી તેને ધર્મ કેમ પ્રાપ્ત થાય?
પ્રભુ! તું અનંત અનંત ગુણનો પિંડ ચિન્માત્ર ચૈતન્યહીરલો છો. અહાહા.......! તેની કિંમત શું? અણમોલ-અણમોલ ચીજ ભગવાનસ્વરૂપે જિનસ્વરૂપે અંતરમાં વિરાજી રહી છે! કહ્યું છે ને કે-
અહાહા...! ભગવાન ત્રિકાળ વીતરાગસ્વરૂપ પ્રભુ અંદર વિરાજે છે; અત્યારે હોં! તેનું ત્રિકાળસ્વરૂપ વીતરાગતા છે. ચૈતન્યસ્વરૂપ, અકષાયરૂપ, પરમાનંદમય પરમપ્રભુતા-સ્વરૂપ ભગવાન દ્રવ્યસ્વભાવ છે. તેનાથી વિપરીત જે આ પુણ્ય-પાપ અને ગુણસ્થાનના ભાવ છે તે નવાબંધના કારણ છે. આ વિકારી ભાવ સંસારની રઝળપટ્ટીનું કારણ છે. મિથ્યાપક્ષરૂપી મદિરાના સેવનથી ઉન્મત્ત થયેલો જીવ અરેરે! આ સમજતો નથી!
વાણિયા ઘાસલેટ બાળીને વેપારમાં નામું મેળવે પણ ભગવાન સર્વજ્ઞદેવની શું આજ્ઞા છે તે જાણીને તેની સાથે પોતાના પરિણામ મેળવતા નથી. પરંતુ ભાઈ! આ ભવ (અવસર) ભવનો (સંસારનો) અભાવ કરવા માટે છે. તેમાં આ વાત ન સાંભળી તો તું કયાં જઈશ, પ્રભુ! જેમ વંટોળિયામાં તણખલું ઉડીને કયાં જઈ પડશે તે ખબર નથી તેમ આત્મભાનરહિત થઈને સંસારમાં રઝળતો જીવ મરીને કાગડે, કૂતરે.......કયાં ચાલ્યો જશે? વિચાર કર.
અહા! પંડિત જયચંદજીએ કેવો સરસ ભાવાર્થ કર્યો છે. કહે છે કે-તેથી એમ સિદ્ધ થયું કે પુદ્ગલદ્રવ્ય જ પુદ્ગલકર્મનું કર્તા છે; જીવ કર્તા નથી. જીવને પુદ્ગલકર્મનો કર્તા માનવો તે અજ્ઞાન છે.
મિથ્યાત્વાદિ ભાવો છે તે આસ્રવ છે, બંધનું કારણ છે કેમકે તેઓ અચેતન છે, પુદ્ગલદ્રવ્યમય છે, જીવરૂપ નથી. દ્રવ્ય વસ્તુ છે તે તો શુદ્ધ ચિન્માત્ર પરમબ્રહ્મસ્વરૂપ
PDF/HTML Page 1254 of 4199
single page version
પરમાત્મા છે. તે વિકાર કેમ કરે? કદી ન કરે તેથી પર્યાયમાં જે આ વિકાર થાય છે તે અચેતન પુદ્ગલદ્રવ્યમય છે. જેમ સૂર્યમાંથી પ્રકાશનાં અસંખ્ય કિરણ નીકળે પણ કોલસા જેવું કાળું અંધકારનું કિરણ ન નીકળે, તેમ ચૈતન્યપ્રકાશનો પુંજ પ્રભુ આત્મા જે ચૈતન્યસૂર્ય છે તેમાંથી ચૈતન્યપ્રકાશનાં કિરણ નીકળે પણ રાગાદિ અંધકારનું કિરણ ન નીકળે. તેથી પર્યાયમાં જે રાગાદિ ભાવ છે, ગુણસ્થાનરૂપ ભાવ છે તે ચૈતન્યના પ્રકાશરહિત હોવાથી અચેતન છે અને અચેતન છે માટે જડ પુદ્ગલદ્રવ્યમય છે. તથા આ ગુણસ્થાન આદિ ભાવો-આસ્રવો બંધના કર્તા હોવાથી એમ સિદ્ધ થયું કે પુદ્ગલદ્રવ્ય જ પુદ્ગલકર્મોનું કર્તા છે, જીવ કર્તા નથી.
ગુણસ્થાન આદિ પ્રત્યયો નવા પુદ્ગલકર્મબંધનના કર્તા છે, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા કર્તા નથી. આમ છે છતાં એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે એવો આત્મા પુદ્ગલકર્મનો કર્તા છે એમ માનવું તે અજ્ઞાન છે, મૂઢપણું છે, મિથ્યાત્વ છે.
PDF/HTML Page 1255 of 4199
single page version
न च जीवप्रत्यययोरेकत्वम्
जीवस्साजीवस्स य एवमणण्णत्तमावण्णं।। ११३ ।।
अयमेयत्ते दोसो पच्चयणोकम्मकम्माणं।। ११४ ।।
जह कोहो तह पच्चय कम्मं णोकम्ममवि अण्णं।। ११५ ।।
जीवस्याजीवस्य चैवमनन्यत्वमापन्नम् ।। ११३ ।।
अयमेकत्वे दोषः प्रत्ययनोकर्मकर्मणाम्।। ११४ ।।
यथा क्रोधस्तथा प्रत्ययाः कर्म नोकर्माप्यन्यत्।। ११५ ।।
વળી જીવને અને તે પ્રત્યયોને એકપણું નથી એમ હવે કહે છેઃ-
તો દોષ આવે જીવ તેમ અજીવના એકત્વનો. ૧૧૩.
નોકર્મ, પ્રત્યય, કર્મના એકત્વમાં પણ દોષ એ. ૧૧૪.
તો ક્રોધવત્ નોકર્મ, પ્રત્યય, કર્મ તે પણ અન્ય છે. ૧૧પ.
ગાથાર્થઃ– [यथा] જેમ [जीवस्य] જીવને [उपयोगः] ઉપયોગ [अनन्यः] અનન્ય અર્થાત્ એકરૂપ છે [तथा] તેમ [यदि] જો [क्रोधः अपि] ક્રોધ પણ [अनन्यः] અનન્ય હોય તો [एवम्] એ રીતે [जीवस्य] જીવને [च] અને [अजीवस्य] અજીવને [अनन्यत्वम्] અનન્યપણું [आपन्नम्] આવી પડયું. [एवम् च] એમ થતાં, [इह]
PDF/HTML Page 1256 of 4199
single page version
આ જગતમાં [यः तु] જે [जीवः] જીવ છે [सः एव तु] તે જ [नियमतः] નિયમથી [तथा] તેવી જ રીતે [अजीवः] અજીવ ઠર્યો; (બન્નેનું અનન્યપણું હોવામાં આ દોષ આવ્યો;) [प्रत्ययनोकर्मकर्मणाम्] પ્રત્યય, નોકર્મ અને કર્મના [एकत्वे] એકપણામાં અર્થાત્ અનન્યપણામાં પણ [अयम् दोषः] આ જ દોષ આવે છે. [अथ] હવે જો (આ દોષના ભયથી) [ते] તારા મતમાં [क्रोधः] ક્રોધ [अन्यः] અન્ય છે અને [उपयोगात्मकः] ઉપયોગસ્વરૂપ [चेतयिता] આત્મા [अन्यः] અન્ય [भवति] છે, તો [यथा क्रोधः] જેમ ક્રોધ [तथा] તેમ [प्रत्ययाः] પ્રત્યયો [कर्म] કર્મ અને [नोकर्म अपि] નોકર્મ પણ [अन्यत्] આત્માથી અન્ય જ છે.
ટીકાઃ– જેમ જીવના ઉપયોગમયપણાને લીધે જીવથી ઉપયોગ અનન્ય છે તેમ જડ ક્રોધ પણ અનન્ય જ છે એવી જો ૧પ્રતિપત્તિ કરવામાં આવે, તો ૨ચિદ્રૂપના અને જડના અનન્યપણાને લીધે જીવને ઉપયોગમયપણાની માફક જડ ક્રોધમયપણું પણ આવી પડે. એમ થતાં તો જે જીવ તે જ અજીવ ઠરે, -એ રીતે અન્ય દ્રવ્યનો લોપ થાય. આ પ્રમાણે પ્રત્યય, નોકર્મ અને કર્મ પણ જીવથી અનન્ય છે એવી પ્રતિપત્તિમાં પણ આ જ દોષ આવે છે. હવે જો આ દોષના ભયથી એમ સ્વીકારવામાં આવે કે ઉપયોગાત્મક જીવ અન્ય જ છે અને જડસ્વભાવ ક્રોધ અન્ય જ છે, તો જેમ ઉપયોગાત્મક જીવથી જડસ્વભાવ ક્રોધ અન્ય છે તેમ પ્રત્યય, નોકર્મ અને કર્મ પણ અન્ય જ છે કારણ કે તેમના જડસ્વભાવપણામાં તફાવત નથી (અર્થાત્ જેમ ક્રોધ જડ છે તેમ પ્રત્યય, નોકર્મ અને કર્મ પણ જડ છે). આ રીતે જીવને અને પ્રત્યયને એકપણું નથી.
ભાવાર્થઃ– મિથ્યાત્વાદિ આસ્રવ તો જડસ્વભાવ છે અને જીવ ચેતનસ્વભાવ છે. જો જડ અને ચેતન એક થઈ જાય તો ભિન્ન દ્રવ્યનો લોપ થઈ જાય એ મોટો દોષ આવે. માટે આસ્રવને અને આત્માને એકપણું નથી એ નિશ્ચયનયનો સિદ્ધાંત છે.
વળી જીવને અને તે પ્રત્યયોને એકપણું નથી એમ હવે કહે છેઃ-
‘જેમ જીવના ઉપયોગમયપણાને લીધે જીવથી ઉપયોગ અનન્ય છે તેમ જડ ક્રોધ પણ અનન્ય જ છે એવી જો પ્રતિપત્તિ કરવામાં આવે, તો ચિદ્રૂપના અને જડના અનન્યપણાને લીધે જીવને ઉપયોગમયપણાની માફક જડ ક્રોધમયપણું પણ આવી પડે. એમ થતાં તો જે જીવ તે જ અજીવ ઠરે-એ રીતે અન્યદ્રવ્યનો લોપ થાય.’ _________________________________________________________________ ૧. પ્રતિપત્તિ = પ્રતીતિ; પ્રતિપાદન. ૨. ચિદ્રૂપ = જીવ.
PDF/HTML Page 1257 of 4199
single page version
ભાષા જુઓ, જીવ છે તે ઉપયોગમય જાણન-દેખનસ્વભાવ છે. જેમ ઉષ્ણતા અને અગ્નિ એક છે તેમ ભગવાન આત્મા અને જાણવા-દેખવારૂપ ઉપયોગ એક છે. આત્માનો જાણન-જાણનસ્વભાવ અને દેખન-દેખનસ્વભાવ આત્મા સાથે અભિન્ન છે, એક છે. તેમ જડ ક્રોધ પણ આત્માથી અનન્ય જ છે એમ પ્રતીતિ કરવામાં આવે તો જીવ, અજીવ થઈ જાય. વિકારના પરિણામ ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિના વિકલ્પ હોય, તેને ક્રોધ કહેવાય છે, કેમકે સ્વભાવથી તે વિરુદ્ધ ભાવ છે. જેમ આત્મા ઉપયોગમય પરમાત્મા છે તેમ જો આત્મા રાગમય હોય તો રાગ અચેતન હોવાથી જીવ અજીવ થઈ જાય. ગાથા બહુ સૂક્ષ્મ છે.
શરીર જડ છે એ વાત પછી લેશે. અહીં તો શુભભાવ જે થાય છે તે વિકાર-ક્રોધ અચેતન છે, અને ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય ઉપયોગમય છે. તે બન્નેને એક-અભિન્ન માનવામાં આવે તો જીવ છે તે અજીવ થઈ જાય એમ કહે છે.
શુદ્ધદ્રવ્યાર્થિકનયથી આત્મદ્રવ્ય જ્ઞાયકસ્વભાવી વીતરાગભાવરૂપ સચ્ચિદાનંદસ્વરૂપ ટંકોત્કીર્ણ શાશ્વત નિત્ય પદાર્થ છે. અહાહા...! અતીન્દ્રિય સુખરૂપ અમૃતથી તૃપ્તતૃપ્ત (અતિશય ભરેલી) વસ્તુ છે. આવો ભગવાન આત્મા ચૈતન્યમય ઉપયોગથી જાણવા દેખવાના સ્વભાવથી અભિન્ન છે, એક છે. એ રીતે રાગભાવ જે ક્રોધરૂપ છે અને અચેતન છે તેની સાથે જીવને એકપણું માનવામાં આવે તો જીવ છે તે અજીવ થઈ જાય.
આ દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ ભાવ છે તે અચેતન છે, કેમકે તેમાં ચૈતન્યનું કિરણ નથી. મહાવ્રતના પરિણામમાં ચૈતન્યનું કિરણ નથી. જેમ શરીર છે તે સ્પર્શ-રસ-ગંધ- વર્ણસહિત અજીવ છે કેમકે તેમાં જ્ઞાનનો અભાવ છે તેમ રાગભાવ છે તે સ્પર્શ-રસ-ગંધ- વર્ણરહિત અજીવ છે કેમકે તેમાં પણ જ્ઞાનનો અભાવ જ છે. અહીં કહે છે કે આત્મા જેમ જ્ઞાનદર્શનસ્વભાવથી અનન્ય છે તેમ જડ રાગ સાથે પણ અનન્ય હોય તો ચેતન આત્મા અચેતન જડ થઈ જાય. પંચમહાવ્રતના પરિણામ જો ચૈતન્યમય આત્માથી અભિન્ન હોય તો રાગ અચેતન હોવાથી આત્મા ચેતન મટી અચેતન થઈ જાય.
પર્યાયમાં જે શુભાશુભ રાગ છે તે જડસ્વભાવ છે. આવું સાંભળીને અજ્ઞાનીઓનાં કાળજાં કંપી ઊઠે છે કેમકે રાગ મારો અને હું રાગનો કર્તા તથા શુભરાગ કરતાં કરતાં ધર્મ થાય એવી એને અનાદિથી વિપરીત બુદ્ધિ છે. તેને અહીં દ્રવ્યદ્રષ્ટિ કરાવતાં કહે છે કે ભાઈ! રાગ છે તે જડ છે, આત્મા એનો કર્તા નથી. આત્મા જો રાગને કરે તો રાગ જડ હોવાથી આત્મા જડ થઈ જાય. અહીં ગાથામાં ક્રોધ શબ્દ કહ્યો છે. ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય ઉપયોગમય અમૃતસ્વરૂપ પ્રભુ છે. તેને ભૂલીને વ્યવહાર-રત્નત્રયના રાગની જેને રુચિ છે તેને પોતાના ભગવાનસ્વરૂપ સ્વભાવ પ્રત્યે દ્વેષ છે. કહ્યું છે ને કે-‘દ્વેષ અરોચક ભાવ.’ પરભાવની રુચિ અને સ્વભાવની જે અરુચિ છે તે દ્વેષ
PDF/HTML Page 1258 of 4199
single page version
છે, ક્રોધ છે. અહીં કહે છે કે ઉપયોગ જેમ આત્માથી અનન્ય છે તેમ જડ ક્રોધ જો આત્માથી અનન્ય છે એમ માનવામાં આવે તો આત્મા જડ થઈ જાય.
પુદ્ગલકર્મનો કર્તા કોણ છે? પુદ્ગલકર્મનો કર્તા પુદ્ગલદ્રવ્ય જ છે એ વાત ગાથા ૧૦૯-૧૦-૧૧-૧૨ માં આવી ગઈ છે. ત્યાં તેર ગુણસ્થાનના ભાવો પુદ્ગલદ્રવ્યમય જ છે અને તેઓ જ નવા કર્મબંધનના કર્તા છે, આત્મા નહિ-એ વાત સિદ્ધ કરી છે. અહીં કહે છે કે આત્મા શુદ્ધ ઉપયોગમય વસ્તુ છે. તે રાગનો કર્તા નથી. આત્મા જો રાગને કરે તો તે રાગમય થઈ જાય અને તો પછી આત્મા જેમ ઉપયોગમય છે તેમ તે જડ રાગમય પણ છે તેમ આવી પડે. એમ થતાં જે જીવ છે તે જ અજીવ ઠરે વા એ રીતે અન્યદ્રવ્યનો લોપ થઈ જાય.
રાગનો કર્તા આત્મા નથી એમ અહીં સિદ્ધ કરવું છે. પુણ્યપાપરૂપ જે રાગાદિ ભાવ થાય તે ઉપર ઉપર (પર્યાયમાં) થાય છે. તે વિકારી ભાવનો શુદ્ધ ચૈતન્યમાં પ્રવેશ થઈ શક્તો નથી. જેમ પાણીમાં તેલનું બિંદુ ઉપર ઉપર જ તરે છે, અંદર પ્રવેશી શકતું નથી તેમ શુદ્ધ ચૈતન્યપ્રકાશમય ભગવાન આત્મામાં રાગના વિકલ્પો પ્રવેશી શકતા નથી, ઉપર ઉપર જ રહે છે. અહાહા...! રાગ આત્મામાં પેસી શકે નહિ અને આત્મા રાગમાં જાય નહિ તો પછી આત્મા રાગને કેવી રીતે કરે? કદીય ન કરે. તેથી કહે છે કે જો આત્મા રાગને કરે એમ માનવામાં આવે તો આત્મા જેમ શુદ્ધ ઉપયોગમય છે તેમ જડ રાગમય પણ છે એમ આવી પડે; અને એમ આવતાં ચેતનસ્વરૂપ જીવ અજીવ છે એમ ઠરે વા ચેતનનો લોપ થઈ જાય. સૂક્ષ્મ વાત છે પ્રભુ!
દુકાનના નામાના ચોપડા ઝીણવટથી ફેરવે અને સિલક વગેરે બરાબર મેળવે પણ આ ધર્મના ચોપડા (પરમાગમ શાસ્ત્ર) જુએ નહિ તો પોતાના જે પરિણામ થાય છે તેને કોની સાથે મેળવે? ભાઈ! બહુ ધીરજ અને શાંતિથી શાસ્ત્ર સાંભળવું જોઈએ, એટલું જ નહિ બહુ સૂક્ષ્મ બુદ્ધિ કરીને નિરંતર શાસ્ત્રનાં સ્વાધ્યાય અને મનન કરવાં જોઈએ જેથી પોતાના પરિણામોની સમતા-વિષમતાનો યથાર્થ ભાસ થાય. રોજ પોતે પોતાની મેળે સ્વાધ્યાય-મનન કરે તો ગુરુએ બતાવેલા અર્થની પણ સાચી પ્રતીતિ અંતરમાં બેસે છે.
આત્મા સર્વજ્ઞસ્વભાવી પ્રભુ શુદ્ધચૈતન્યપ્રકાશના નૂરનું પૂર છે; અને રાગાદિ ભાવ જે આસ્રવ છે તે જડ અચેતન છે. ભગવાને નવ તત્ત્વ ભિન્ન-ભિન્ન કહ્યાં છે. તેમાં જીવ છે તે શુદ્ધ જ્ઞાયકતત્ત્વ છે, અને રાગ છે તે આત્માથી ભિન્ન આસ્રવતત્ત્વ છે. સમયસાર ગાથા ૭૨માં આસ્રવને જડ કહેલ છે કેમકે આસ્રવો પોતાને જાણતા નથી, પરને પણ જાણતા નથી. અહીં કહે છે કે આવો શુદ્ધ ચૈતન્યપ્રકાશનો પુંજ પ્રભુ આત્મા જો જડ રાગને કરે તો તે જડ રાગમય થઈ જાય અને એમ થતાં જીવ છે તે જ અજીવ ઠરે અર્થાત્ જીવનો લોપ થઈ જાય.
PDF/HTML Page 1259 of 4199
single page version
ભાઈ! જિનેન્દ્રદેવે પ્રરૂપેલા ધર્મનું સ્વરૂપ બહુ સૂક્ષ્મ અને અલૌકિક છે. પૂજા, ભક્તિ, વ્રત ઇત્યાદિ જે ભાવ છે તે શુભરાગ છે, ધર્મ નથી. ધર્મ તો શુદ્ધ વીતરાગ-પરિણતિ છે અને તે શુદ્ધ ચૈતન્યના લક્ષે ઉત્પન્ન થાય છે. ધર્મ છે તે સ્વાશ્રિત પરિણામ છે. અહાહા...! આવા સ્વાશ્રિત તત્ત્વની વાત સાંભળીને જો અંતરથી શુદ્ધ અંતઃતત્ત્વનો આદર અને સ્વીકાર થઈ જાય તો અનંતસુખમય સિદ્ધતત્ત્વની પ્રાપ્તિ થાય, નહિતર નિગોદગતિ તો ઊભી જ છે. ભાઈ! તત્ત્વના આદરમાં સિદ્ધત્વ અને તેના અનાદરમાં નિગોદગતિ છે; વચ્ચે થોડાક ભવ કરવા પડે તેની અહીં ગણતરી નથી. હે જીવ! ત્રસનો કાળ બહુ થોડો (બે હજાર સાગરથી કાંઈક અધિક) છે એમ જાણી તું તત્ત્વદ્રષ્ટિ કર, તત્ત્વનો આદર કર.
આ સમયસાર, નિયમસાર, પ્રવચનસાર ઈત્યાદિ છે તે સંતોની વાણી છે. તેમાં ભગવાનની દિવ્યધ્વનિનો સાર ભર્યો છે. તેમાં સંતો કહે છે કે-જાગ રે જાગ, નાથ! તારો આત્મા શુદ્ધ જ્ઞાયકસ્વભાવી ભગવાન છે. તે જો રાગ કરે તો તે રાગમય થઈ જાય, આસ્રવરૂપ થઈ જાય, જડ થઈ જાય. એમ થતાં પ્રભુ! તારા ચૈતન્યનો જ નાશ થઈ જાય. પણ એમ છે નહિ; આત્મા રાગનો કર્તા છે નહિ. પર્યાયમાં જે રાગ થાય છે તેનો આત્મા જાણનાર છે પણ રાગનો કરનારો કર્તા નથી. જ્ઞાયકસ્વરૂપ જ આવું છે.
અહાહા...! શુદ્ધ જ્ઞાયકસ્વરૂપની જેને દ્રષ્ટિ થઈ છે તે ધર્મીને પર્યાયમાં જે રાગ થાય છે તે રાગ તેના જ્ઞાનમાં નિમિત્ત છે. રાગનું જે જ્ઞાન થયું તે જ્ઞાનનો આત્મા કર્તા છે. સ્વપરને જાણનારી એવી જે સ્વપરપ્રકાશક જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય તેનો આત્મા કર્તા છે અને તે જ્ઞાનની પર્યાય એનું કર્મ છે. પરંતુ રાગ થાય છે તેનો તે કર્તા નથી. વ્યવહારરત્નત્રયનો જે રાગ થાય છે તેનો જ્ઞાની કર્તા નથી, જ્ઞાતા જ છે.
અહીં કહે છે કે દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધાનો રાગ, શાસ્ત્રજ્ઞાનનો વિકલ્પ અને અણુ-વ્રત- મહાવ્રતાદિના ભાવ છે તે શુભરાગ છે, આસ્રવ છે. અને ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાનમય, ઉપયોગમય છે. આવો આત્મા જો રાગનો કર્તા હોય તો આત્મા રાગથી અનન્ય -એક થઈ જાય. આત્મા અને આસ્રવ બે ભિન્ન તત્ત્વ એકરૂપ થઈ જાય. અને તો પછી રાગથી આત્મા અભિન્ન ઠરતાં પોતાના ચૈતન્યનો નાશ થઈ જાય, જીવ પોતે જ અજીવ ઠરતાં જીવનો લોપ થઈ જાય.
હવે કહે છે-‘આ પ્રમાણે પ્રત્યય, નોકર્મ અને કર્મ પણ જીવથી અનન્ય છે એવી પ્રતિપત્તિમાં પણ આ જ દોષ આવે છે.’
પુણ્યપાપના ભાવ અને મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ-એ બધા આસ્રવો પ્રત્યયો છે, શરીર, મન, વાણી ઇત્યાદિ નોકર્મ છે અને જ્ઞાનાવરણાદિ આઠ જડકર્મ છે. તે બધાને જો આત્મા કરે તો તે બધાથી આત્મા અનન્ય એટલે એક થઈ જાય અને તો
PDF/HTML Page 1260 of 4199
single page version
પછી તે બધા જડસ્વરૂપ હોવાથી આત્મા જડ થઈ જાય અર્થાત્ ચૈતન્યદ્રવ્યનો લોપ થઈ જાય. ભગવાન આત્મા તો સ્વરૂપથી શુદ્ધ જ્ઞાતાદ્રષ્ટા છે. પુણ્યપાપના ભાવનો જ્ઞાતાદ્રષ્ટા, શરીર-મન- વાણીનો અને નોકર્મ-કર્મ સર્વનો જ્ઞાતાદ્રષ્ટા છે. જ્ઞાતાદ્રષ્ટા છે તે પરનો થતો નથી અને પરપદાર્થો જ્ઞાતાદ્રષ્ટાના થતા નથી. તેથી જીવથી રાગ અનન્ય છે એમ માનતાં જે દોષ આવે છે તે જ દોષ પ્રત્યયો, કર્મ અને નોકર્મ આત્માથી એક છે એમ માનતાં આવે છે. હવે કહે છે-
‘હવે જો આ દોષના ભયથી એમ સ્વીકારવામાં આવે કે ઉપયોગાત્મક જીવ અન્ય જ છે અને જડસ્વભાવ ક્રોધ અન્ય જ છે, તો જેમ ઉપયોગાત્મક જીવથી જડસ્વભાવ ક્રોધ અન્ય છે તેમ પ્રત્યય, નોકર્મ, અને કર્મ પણ અન્ય જ છે કારણ કે તેમના જડ-સ્વભાવપણામાં તફાવત નથી (અર્થાત્ જેમ ક્રોધ જડ છે તેમ પ્રત્યય, નોકર્મ અને કર્મ પણ જડ છે). આ રીતે જીવને અને પ્રત્યયને એકપણું નથી.’
લ્યો, આ સિદ્ધ કર્યું કે ચૈતન્યઉપયોગમય જ્ઞાનસ્વરૂપ જીવ અન્ય છે અને જડ-સ્વભાવ ક્રોધ અન્ય છે. શુભાશુભભાવ જડ છે અને તે ચૈતન્યમય આત્માથી અન્ય છે. અરે ભાઈ! તારું ચૈતન્યતત્ત્વ કોણ છે તેની તને ખબર નથી. પ્રભુ! તારું ચૈતન્યતત્ત્વ જ્ઞાનાદિ અનંત ગુણનું ગોદામ છે, અનંત સ્વભાવનો સાગર છે, અનંત શક્તિઓનું સંગ્રહસ્થાન છે. તે ક્રોધનું, રાગાદિ ભાવનું સ્થાન નથી. અહાહા...! અમૃતથી તૃપ્તતૃપ્ત (પૂર્ણ ભરેલો) અંદર અમૃતનો સાગર પ્રભુ ઉછળી રહ્યો છે. ધ્રુવ-ધ્રુવ-ધ્રુવસ્વરૂપ ત્રિકાળ ચિદાનંદઘનસ્વરૂપ વીતરાગસ્વરૂપ ભગવાન આત્મા છે. તેને રાગવાળો માને વા રાગનો કર્તા માને તો તે જડરૂપ થઇ જાય. માટે ભગવાન આત્મા અન્ય છે અને જડસ્વભાવ ક્રોધ અન્ય છે એ જ નિર્દોષ સ્વરૂપસ્થિતિ છે. અને જો એમ છે તો એ જ રીતે આઠ કર્મ, શરીરાદિ નોકર્મ અને મિથ્યાત્વાદિ પ્રત્યયો જીવથી અન્ય છે, કેમકે તે બધાના જડસ્વભાવપણામાં કાંઈ ફરક નથી.
જુઓ! વ્યવહારથી નિશ્ચય થાય એમ કેટલાક લોકોનો જે પોકાર છે તેનો અહીં નિષેધ કરે છે. વ્યવહાર અન્ય છે અને ચૈતન્યમય વસ્તુ અન્ય છે એમ અહીં કહ્યું છે. અરે ભાઈ! જેમ અંધકારથી પ્રકાશ ન થાય તેમ વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય ન થાય. શુભરાગ મારું કાર્ય અને શુભરાગનો હું કર્તા એવી માન્યતાથી અનાદિ કાળથી તું સંસાર-સાગરમાં ડૂબી ગયો છે. આ તારા હિતની વાત કરતાં આચાર્ય કહે છે કે રાગ અન્ય છે અને શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા અન્ય છે.
આત્મા જ્ઞાનનો કર્તા છે પણ જે રાગપરિણામ થાય તેનો નિશ્ચયથી કર્તા નથી. રાગ થાય છે પણ રાગનો કર્તા નથી. આ રીતે જીવ અને પ્રત્યયો એક નથી, જીવ અને આસ્રવો એક નથી; અન્ય-અન્ય છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ-આ બધા