Samaysar (Gujarati). Kalash: 164-170 ; Gatha: 58,242-257,259-261.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 21 of 34

 

Page 370 of 642
PDF/HTML Page 401 of 673
single page version

यथा नाम कोऽपि पुरुषः स्नेहाभ्यक्तस्तु रेणुबहुले
स्थाने स्थित्वा च करोति शस्त्रैर्व्यायामम् ।।२३७।।
छिनत्ति भिनत्ति च तथा तालीतलकदलीवंशपिण्डीः
सचित्ताचित्तानां करोति द्रव्याणामुपघातम् ।।२३८।।
उपघातं कुर्वतस्तस्य नानाविधैः करणैः
निश्चयतश्चिन्त्यतां खलु किम्प्रत्ययिकस्तु रजोबन्धः ।।२३९।।
यः स तु स्नेहभावस्तस्मिन्नरे तेन तस्य रजोबन्धः
निश्चयतो विज्ञेयं न कायचेष्टाभिः शेषाभिः ।।२४०।।
एवं मिथ्याद्रष्टिर्वर्तमानो बहुविधासु चेष्टासु
रागादीनुपयोगे कुर्वाणो लिप्यते रजसा ।।२४१।।
इह खलु यथा कश्चित् पुरुषः स्नेहाभ्यक्तः, स्वभावत एव रजोबहुलायां

ગાથાર્થઃ[यथा नाम] જેવી રીતે[कः अपि पुरुषः] કોઈ પુરુષ [स्नेहाभ्यक्तः तु] (પોતાના પર અર્થાત્ પોતાના શરીર પર) તેલ આદિ સ્નિગ્ધ પદાર્થ લગાવીને [च] અને [रेणुबहुले] બહુ રજવાળી (ધૂળવાળી) [स्थाने] જગ્યામાં [स्थित्वा] રહીને [शस्त्रैः] શસ્ત્રો વડે [व्यायामम् करोति] વ્યાયામ કરે છે, [तथा] અને [तालीतलकदलीवंशपिण्डीः] તાડ, તમાલ, કેળ, વાંસ, અશોક વગેરે વૃક્ષોને [छिनत्ति] છેદે છે, [भिनत्ति च] ભેદે છે, [सचित्ताचित्तानां] સચિત્ત તથા અચિત્ત [द्रव्याणाम्] દ્રવ્યોનો [उपघातम्] ઉપઘાત (નાશ) [करोति] કરે છે; [नानाविधैः करणैः] એ રીતે નાના પ્રકારનાં કરણો વડે [उपघातं कुर्वतः] ઉપઘાત કરતા [तस्य] તે પુરુષને [रजोबन्धः तु] રજનો બંધ (ધૂળનું ચોંટવું) [खलु] ખરેખર [किम्प्रत्ययिकः] કયા કારણે થાય છે [निश्चयतः] તે નિશ્ચયથી [चिन्त्यताम्] વિચારો. [तस्मिन् नरे] તે પુરુષમાં [यः सः स्नेहभावः तु] જે તેલ આદિનો ચીકાશભાવ છે [तेन] તેનાથી [तस्य] તેને [रजोबन्धः] રજનો બંધ થાય છે [निश्चयतः विज्ञेयं] એમ નિશ્ચયથી જાણવું, [शेषाभिः कायचेष्टाभिः] શેષ કાયાની ચેષ્ટાઓથી [न] નથી થતો. [एवं] એવી રીતે[बहुविधासु चेष्टासु] બહુ પ્રકારની ચેષ્ટાઓમાં [वर्तमानः] વર્તતો [मिथ्याद्रष्टिः] મિથ્યાદ્રષ્ટિ [उपयोगे] (પોતાના) ઉપયોગમાં [रागादीन् कुर्वाणः] રાગાદિ ભાવોને કરતો થકો [रजसा] કર્મરૂપી રજથી [लिप्यते] લેપાયબંધાય છે.

ટીકાઃજેવી રીતેઆ જગતમાં ખરેખર કોઈ પુરુષ સ્નેહના (અર્થાત્ તેલ


Page 371 of 642
PDF/HTML Page 402 of 673
single page version

भूमौ स्थितः, शस्त्रव्यायामकर्म कुर्वाणः, अनेकप्रकारकरणैः सचिताचित्तवस्तूनि निघ्नन्, रजसा बध्यते तस्य कतमो बन्धहेतुः? न तावत्स्वभावत एव रजोबहुला भूमिः, स्नेहानभ्यक्तानामपि तत्रस्थानां तत्प्रसङ्गात् न शस्त्रव्यायामकर्म, स्नेहानभ्यक्तानामपि तस्मात् तत्प्रसङ्गात् नानेकप्रकारकरणानि, स्नेहानभ्यक्तानामपि तैस्तत्प्रसङ्गात् न सचित्ता- चित्तवस्तूपघातः, स्नेहानभ्यक्तानामपि तस्मिंस्तत्प्रसङ्गात् ततो न्यायबलेनैवैतदायातं, यत्तस्मिन् पुरुषे स्नेहाभ्यङ्गकरणं स बन्धहेतुः एवं मिथ्याद्रष्टिः आत्मनि रागादीन् कुर्वाणः, स्वभावत एव कर्मयोग्यपुद्गलबहुले लोके कायवाङ्मनःकर्म कुर्वाणः, अनेकप्रकारकरणैः सचित्ता- चित्तवस्तूनि निघ्नन्, कर्मरजसा बध्यते तस्य कतमो बन्धहेतुः ? न तावत्स्वभावत एव


આદિ ચીકણા પદાર્થના) મર્દનયુક્ત થયેલો, સ્વભાવથી જ જે બહુ રજથી ભરેલી છે (અર્થાત્ બહુ રજવાળી છે) એવી ભૂમિમાં રહેલો, શસ્ત્રોના વ્યાયામરૂપી કર્મ (અર્થાત્ શસ્ત્રોના અભ્યાસરૂપી ક્રિયા) કરતો, અનેક પ્રકારનાં કરણો વડે સચિત્ત તથા અચિત્ત વસ્તુઓનો ઘાત કરતો, (તે ભૂમિની) રજથી બંધાય છેલેપાય છે. (ત્યાં વિચારો કે) તેમાંથી તે પુરુષને બંધનું કારણ કયું છે? પ્રથમ, સ્વભાવથી જ જે બહુ રજથી ભરેલી છે એવી ભૂમિ રજબંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો જેમણે તેલ આદિનું મર્દન નથી કર્યું એવા પુરુષો કે જેઓ તે ભૂમિમાં રહેલા હોય તેમને પણ રજબંધનો પ્રસંગ આવે. શસ્ત્રોના વ્યાયામરૂપી કર્મ પણ રજબંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો જેમણે તેલ આદિનું મર્દન નથી કર્યું તેમને પણ શસ્ત્રવ્યાયામરૂપી ક્રિયા કરવાથી રજબંધનો પ્રસંગ આવે. અનેક પ્રકારનાં કરણો પણ રજબંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો જેમણે તેલ આદિનું મર્દન નથી કર્યું તેમને પણ અનેક પ્રકારનાં કરણોથી રજબંધનો પ્રસંગ આવે. સચિત્ત તથા અચિત્ત વસ્તુઓનો ઘાત પણ રજબંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો જેમણે તેલ આદિનું મર્દન નથી કર્યું તેમને પણ સચિત્ત તથા અચિત્ત વસ્તુઓનો ઘાત કરવાથી રજબંધનો પ્રસંગ આવે. માટે ન્યાયના બળથી જ આ ફલિત થયું (સિદ્ધ થયું) કે, જે તે પુરુષમાં સ્નેહમર્દનકરણ (અર્થાત

્ તે પુરુષમાં જે તેલ આદિના મર્દનનું

કરવું), તે બંધનું કારણ છે. તેવી રીતેમિથ્યાદ્રષ્ટિ પોતામાં રાગાદિક (રાગાદિભાવો) કરતો, સ્વભાવથી જ જે બહુ કર્મયોગ્ય પુદ્ગલોથી ભરેલો છે એવા લોકમાં કાય-વચન- મનનું કર્મ (અર્થાત્ કાય-વચન-મનની ક્રિયા) કરતો, અનેક પ્રકારનાં કરણો વડે સચિત્ત તથા અચિત્ત વસ્તુઓનો ઘાત કરતો, કર્મરૂપી રજથી બંધાય છે. (ત્યાં વિચારો કે) તેમાંથી તે પુરુષને બંધનું કારણ કયું છે? પ્રથમ, સ્વભાવથી જ જે બહુ કર્મયોગ્ય પુદ્ગલોથી ભરેલો


Page 372 of 642
PDF/HTML Page 403 of 673
single page version

कर्मयोग्यपुद्गलबहुलो लोकः, सिद्धानामपि तत्रस्थानां तत्प्रसङ्गात् न कायवाङ्मनःकर्म, यथाख्यातसंयतानामपि तत्प्रसङ्गात् नानेकप्रकारकरणानि, केवलज्ञानिनामपि तत्प्रसङ्गात् सचित्ताचित्तवस्तूपघातः, समितितत्पराणामपि तत्प्रसङ्गात् ततो न्यायबलेनैवैतदायातं, यदुपयोगे रागादिकरणं स बन्धहेतुः


છે એવો લોક બંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો સિદ્ધો કે જેઓ લોકમાં રહેલા છે તેમને પણ બંધનો પ્રસંગ આવે. કાય-વચન-મનનું કર્મ (અર્થાત્ કાય-વચન-મનની ક્રિયાસ્વરૂપ યોગ) પણ બંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો યથાખ્યાત- સંયમીઓને પણ (કાય-વચન-મનની ક્રિયા હોવાથી) બંધનો પ્રસંગ આવે. અનેક પ્રકારનાં કરણો પણ બંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો કેવળજ્ઞાનીઓને પણ (તે કરણોથી) બંધનો પ્રસંગ આવે. સચિત્ત તથા અચિત્ત વસ્તુઓનો ઘાત પણ બંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો જેઓ સમિતિમાં તત્પર છે તેમને (અર્થાત

્ જેઓ

યત્નપૂર્વક પ્રવર્તે છે એવા સાધુઓને) પણ (સચિત્ત તથા અચિત્ત વસ્તુઓના ઘાતથી) બંધનો પ્રસંગ આવે. માટે ન્યાયબળથી જ આ ફલિત થયું કે, જે ઉપયોગમાં રાગાદિકરણ (અર્થાત્ ઉપયોગમાં જે રાગાદિકનું કરવું), તે બંધનું કારણ છે.

ભાવાર્થઃઅહીં નિશ્ચયનય પ્રધાન કરીને કથન છે. જ્યાં નિર્બાધ હેતુથી સિદ્ધિ થાય તે જ નિશ્ચય છે. બંધનું કારણ વિચારતાં નિર્બાધપણે એ જ સિદ્ધ થયું કેમિથ્યાદ્રષ્ટિ પુરુષ જે રાગદ્વેષમોહભાવોને પોતાના ઉપયોગમાં કરે છે તે રાગાદિક જ બંધનું કારણ છે. તે સિવાય બીજાંબહુ કર્મયોગ્ય પુદ્ગલોથી ભરેલો લોક, મન-વચન-કાયના યોગ, અનેક કરણો તથા ચેતન-અચેતનનો ઘાતબંધનાં કારણ નથી; જો તેમનાથી બંધ થતો હોય તો સિદ્ધોને, યથાખ્યાત ચારિત્રવાળાઓને, કેવળજ્ઞાનીઓને અને સમિતિરૂપે પ્રવર્તનારા મુનિઓને બંધનો પ્રસંગ આવે છે. પરંતુ તેમને તો બંધ થતો નથી. તેથી આ હેતુઓમાં (કારણોમાં) વ્યભિચાર આવ્યો. માટે બંધનું કારણ રાગાદિક જ છે એ નિશ્ચય છે.

અહીં સમિતિરૂપે પ્રવર્તનારા મુનિઓનું નામ લીધું અને અવિરત, દેશવિરતનું નામ ન લીધું તેનું કારણ એ છે કેઅવિરત તથા દેશવિરતને બાહ્યસમિતિરૂપ પ્રવૃત્તિ નથી તેથી ચારિત્રમોહ સંબંધી રાગથી કિંચિત્ બંધ થાય છે; માટે સર્વથા બંધના અભાવની અપેક્ષામાં તેમનું નામ ન લીધું. બાકી અંતરંગની અપેક્ષાએ તો તેઓ પણ નિર્બંધ જ જાણવા.


Page 373 of 642
PDF/HTML Page 404 of 673
single page version

(पृथ्वी)
न कर्मबहुलं जगन्न चलनात्मकं कर्म वा
न नैककरणानि वा न चिदचिद्वधो बन्धकृत्
यदैक्यमुपयोगभूः समुपयाति रागादिभिः
स एव किल केवलं भवति बन्धहेतुर्नृणाम्
।।१६४।।
जह पुण सो चेव णरो णेहे सव्वम्हि अवणिदे संते
रेणुबहुलम्मि ठाणे करेदि सत्थेहिं वायामं ।।२४२।।
छिंददि भिंददि य तहा तालीतलकयलिवंसपिंडीओ
सच्चित्ताचित्ताणं करेदि दव्वाणमुवघादं ।।२४३।।

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ

શ્લોકાર્થઃ[बन्धकृत्] કર્મબંધ કરનારું કારણ, [न कर्मबहुलं जगत् ] નથી બહુ કર્મયોગ્ય પુદ્ગલોથી ભરેલો લોક, [न चलनात्मकं कर्म वा] નથી ચલનસ્વરૂપ કર્મ (અર્થાત્ કાય-વચન-મનની ક્રિયારૂપ યોગ), [न नैककरणानि] નથી અનેક પ્રકારનાં કરણો [वा न चिद्- अचिद्-वधः] કે નથી ચેતન-અચેતનનો ઘાત. [उपयोगभूः रागादिभिः यद्-ऐक्यम् समुपयाति] ‘ઉપયોગભૂ’ અર્થાત્ આત્મા રાગાદિક સાથે જે ઐક્ય પામે છે [सः एव केवलं] તે જ એક (માત્ર રાગાદિક સાથે એકપણું પામવું તે જ) [किल] ખરેખર [नृणाम् बन्धहेतुः भवति] પુરુષોને બંધનું કારણ છે.

ભાવાર્થઃઅહીં નિશ્ચયનયથી એક રાગાદિકને જ બંધનું કારણ કહ્યું છે. ૧૬૪.

સમ્યગ્દ્રષ્ટિ ઉપયોગમાં રાગાદિક કરતો નથી, ઉપયોગનો અને રાગાદિકનો ભેદ જાણી રાગાદિકનો સ્વામી થતો નથી, તેથી તેને પૂર્વોક્ત ચેષ્ટાથી બંધ થતો નથીએમ હવે કહે છેઃ

જેવી રીતે વળી તે જ નર તે તેલ સર્વ દૂરે કરી,
વ્યાયામ કરતો શસ્ત્રથી બહુ રજભર્યા સ્થાને રહી; ૨૪૨.
વળી તાડ, કદળી, વાંસ આદિ છિન્નભિન્ન કરે અને
ઉપઘાત તેહ સચિત્ત તેમ અચિત્ત દ્રવ્ય તણો કરે. ૨૪૩.

Page 374 of 642
PDF/HTML Page 405 of 673
single page version

उवघादं कुव्वंतस्स तस्स णाणाविहेहिं करणेहिं
णिच्छयदो चिंतेज्ज हु किंपच्चयगो ण रयबंधो ।।२४४।।
जो सो दु णेहभावो तम्हि णरे तेण तस्स रयबंधो
णिच्छयदो विण्णेयं ण कायचेट्ठाहिं सेसाहिं ।।२४५।।
एवं सम्मादिट्ठी वट्टंतो बहुविहेसु जोगेसु
अकरंतो उवओगे रागादी ण लिप्पदि रएण ।।२४६।।
यथा पुनः स चैव नरः स्नेहे सर्वस्मिन्नपनीते सति
रेणुबहुले स्थाने करोति शस्त्रैर्व्यायामम् ।।२४२।।
छिनत्ति भिनत्ति च तथा तालीतलकदलीवंश पिण्डीः
सचित्ताचित्तानां करोति द्रव्याणामुपघातम् ।।२४३।।
उपघातं कुर्वतस्तस्य नानाविधैः करणैः
निश्चयतश्चिन्त्यतां खलु किम्प्रत्ययिको न रजोबन्धः ।।२४४।।
यः स तु स्नेहभावस्तस्मिन्नरे तेन तस्य रजोबन्धः
निश्चयतो विज्ञेयं न कायचेष्टाभिः शेषाभिः ।।२४५।।
एवं सम्यग्द्रष्टिर्वर्तमानो बहुविधेषु योगेषु
अकुर्वन्नुपयोगे रागादीन् न लिप्यते रजसा ।।२४६।।
બહુ જાતનાં કરણો વડે ઉપઘાત કરતા તેહને,
નિશ્ચય થકી ચિંતન કરો, રજબંધ નહિ શું કારણે? ૨૪૪.
એમ જાણવું નિશ્ચય થકીચીકણાઈ જે તે નર વિષે
રજબંધકારણ તે જ છે, નહિ કાયચેષ્ટા શેષ જે. ૨૪૫.
યોગો વિવિધમાં વર્તતો એ રીત સમ્યગ્દ્રષ્ટિ જે,
રાગાદિ ઉપયોગે ન કરતો રજથી નવ લેપાય તે. ૨૪૬.

ગાથાર્થઃ[यथा पुनः] વળી જેવી રીતે[सः च एव नरः] તે જ પુરુષ, [सर्वस्मिन् स्नेहे] સમસ્ત તેલ આદિ સ્નિગ્ધ પદાર્થને [अपनीते सति] દૂર કરવામાં આવતાં, [रेणुबहुले]


Page 375 of 642
PDF/HTML Page 406 of 673
single page version

यथा स एव पुरुषः, स्नेहे सर्वस्मिन्नपनीते सति, तस्यामेव स्वभावत एव रजोबहुलायां भूमौ तदेव शस्त्रव्यायामकर्म कुर्वाणः, तैरेवानेकप्रकारकरणैस्तान्येव सचित्ताचित्तवस्तूनि निघ्नन्, रजसा न बध्यते, स्नेहाभ्यङ्गस्य बन्धहेतोरभावात्; तथा सम्यग्द्रष्टिः, आत्मनि रागादीनकुर्वाणः सन्, तस्मिन्नेव स्वभावत एव कर्मयोग्यपुद्गलबहुले लोके तदेव कायवाङ्मनःकर्म कुर्वाणः, तैरेवानेकप्रकारकरणैस्तान्येव सचित्ताचित्तवस्तूनि निघ्नन्, कर्मरजसा न बध्यते, रागयोगस्य बन्धहेतोरभावात्


બહુ રજવાળી [स्थाने] જગ્યામાં [शस्त्रैः] શસ્ત્રો વડે [व्यायामम् करोति] વ્યાયામ કરે છે, [तथा] અને [तालीतलकदलीवंशपिण्डीः] તાડ, તમાલ, કેળ, વાંસ, અશોક વગેરે વૃક્ષોને [छिनत्ति] છેદે છે, [भिनत्ति च] ભેદે છે, [सचित्ताचित्तानां] સચિત્ત તથા અચિત્ત [द्रव्याणाम्] દ્રવ્યોનો [उपघातम्] ઉપઘાત [करोति] કરે છે; [नानाविधैः करणैः] એ રીતે નાના પ્રકારનાં કરણો વડે [उपघातं कुर्वतः] ઉપઘાત કરતા [तस्य] તે પુરુષને [रजोबन्धः] રજનો બંધ [खलु] ખરેખર [किम्प्रत्ययिकः] કયા કારણે [न] નથી થતો [निश्चयतः] તે નિશ્ચયથી [चिन्त्यताम्] વિચારો. [तस्मिन् नरे] તે પુરુષમાં [यः सः स्नेहभावः तु] જે તેલ આદિનો ચીકાશભાવ હોય [तेन] તેનાથી [तस्य] તેને [रजोबन्धः] રજનો બંધ થાય છે [निश्चयतः विज्ञेयं] એમ નિશ્ચયથી જાણવું, [शेषाभिः कायचेष्टाभिः] શેષ કાયાની ચેષ્ટાઓથી [न] નથી થતો. (માટે તે પુરુષમાં ચીકાશના અભાવના કારણે જ તેને રજ ચોંટતી નથી.) [एवं] એવી રીતે[बहुविधेसु योगेषु] બહુ પ્રકારના યોગોમાં [वर्तमानः] વર્તતો [सम्यग्द्रष्टिः] સમ્યગ્દ્રષ્ટિ [उपयोगे] ઉપયોગમાં [रागादीन् अकुर्वन्] રાગાદિકને નહિ કરતો થકો [रजसा] કર્મરજથી [न लिप्यते] લેપાતો નથી.

ટીકાઃજેવી રીતે તે જ પુરુષ, સમસ્ત સ્નેહને (અર્થાત્ સર્વ ચીકાશનેતેલ આદિને) દૂર કરવામાં આવતાં, તે જ સ્વભાવથી જ બહુ રજથી ભરેલી ભૂમિમાં (અર્થાત્ સ્વભાવથી જ બહુ રજથી ભરેલી તે જ ભૂમિમાં) તે જ શસ્ત્રવ્યાયામરૂપી કર્મ (ક્રિયા) કરતો, તે જ અનેક પ્રકારનાં કરણો વડે તે જ સચિત્ત-અચિત્ત વસ્તુઓનો ઘાત કરતો, રજથી બંધાતો લેપાતો નથી, કારણ કે તેને રજબંધનું કારણ જે તેલ આદિનું મર્દન તેનો અભાવ છે; તેવી રીતે સમ્યગ્દ્રષ્ટિ, પોતામાં રાગાદિકને નહિ કરતો થકો, તે જ સ્વભાવથી જ બહુ કર્મયોગ્ય પુદ્ગલોથી ભરેલા લોકમાં તે જ કાય-વચન-મનનું કર્મ (અર્થાત્ કાય-વચન-મનની ક્રિયા) કરતો, તે જ અનેક પ્રકારનાં કરણો વડે તે જ સચિત્ત-અચિત્ત વસ્તુઓનો ઘાત કરતો, કર્મરૂપી રજથી બંધાતો નથી, કારણ કે તેને બંધનું કારણ જે રાગનો યોગ (રાગમાં જોડાણ) તેનો અભાવ છે.

ભાવાર્થઃસમ્યગ્દ્રષ્ટિને પૂર્વોક્ત સર્વ સંબંધો હોવા છતાં પણ રાગના સંબંધનો


Page 376 of 642
PDF/HTML Page 407 of 673
single page version

(शार्दूलविक्रीडित)
लोकः कर्मततोऽस्तु सोऽस्तु च परिस्पन्दात्मकं कर्म तत्
तान्यस्मिन्करणानि सन्तु चिदचिद्वयापादनं चास्तु तत्
रागादीनुपयोगभूमिमनयन् ज्ञानं भवन्केवलं
बन्धं नैव कुतोऽप्युपैत्ययमहो सम्यग्
द्रगात्मा ध्रुवम् ।।१६५।।

અભાવ હોવાથી કર્મબંધ થતો નથી. આના સમર્થનમાં પૂર્વે કહેવાઈ ગયું છે.

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ

શ્લોકાર્થઃ[कर्मततः लोकः सः अस्तु] માટે તે (પૂર્વોક્ત) બહુ કર્મથી (કર્મયોગ્ય પુદ્ગલોથી) ભરેલો લોક છે તે ભલે હો, [परिस्पन्दात्मकं कर्म तत् च अस्तु] તે મન-વચન -કાયાના ચલનસ્વરૂપ કર્મ (અર્થાત્ યોગ) છે તે પણ ભલે હો, [तानि करणानि अस्मिन् सन्तु] તે (પૂર્વોક્ત) કરણો પણ તેને ભલે હો [च] અને [तत् चिद्-अचिद्-व्यापादनं अस्तु] તે ચેતન-અચેતનનો ઘાત પણ ભલે હો, પરંતુ [अहो] અહો! [अयम् सम्यग्द्रग्-आत्मा] સમ્યગ્દ્રષ્ટિ આત્મા, [रागादिन् उपयोगभूमिम् अनयन्] રાગાદિકને ઉપયોગભૂમિમાં નહિ લાવતો થકો, [केवलं ज्ञानं भवन्] કેવળ (એક) જ્ઞાનરૂપે થતોપરિણમતો થકો, [कुतः अपि बन्धम् ध्रुवम् न एव उपैति] કોઈ પણ કારણથી બંધને ચોક્કસ નથી જ પામતો. (અહો! દેખો! આ સમ્યગ્દર્શનનો અદ્ભુત મહિમા છે.)

ભાવાર્થઃઅહીં સમ્યગ્દ્રષ્ટિનું અદ્ભુત માહાત્મ્ય કહ્યું છે અને લોક, યોગ, કરણ, ચૈતન્ય-અચૈતન્યનો ઘાતએ બંધનાં કારણ નથી એમ કહ્યું છે. આથી એમ ન સમજવું કે પરજીવની હિંસાથી બંધ કહ્યો નથી માટે સ્વચ્છંદી થઈ હિંસા કરવી. અહીં તો એમ આશય છે કે અબુદ્ધિપૂર્વક કદાચિત્ પરજીવનો ઘાત પણ થઈ જાય તો તેનાથી બંધ થતો નથી. પરંતુ જ્યાં બુદ્ધિપૂર્વક જીવ મારવાના ભાવ થશે ત્યાં તો પોતાના ઉપયોગમાં રાગાદિકનો સદ્ભાવ આવશે અને તેથી ત્યાં હિંસાથી બંધ થશે જ. જ્યાં જીવને જિવાડવાનો અભિપ્રાય હોય ત્યાં પણ અર્થાત્ તે અભિપ્રાયને પણ નિશ્ચયનયમાં મિથ્યાત્વ કહ્યું છે તો મારવાનો અભિપ્રાય મિથ્યાત્વ કેમ ન હોય? હોય જ. માટે કથનને નયવિભાગથી યથાર્થ સમજી શ્રદ્ધાન કરવું. સર્વથા એકાંત માનવું તે તો મિથ્યાત્વ છે. ૧૬૫.


Page 377 of 642
PDF/HTML Page 408 of 673
single page version

(पृथ्वी)
तथापि न निरर्गलं चरितुमिष्यते ज्ञानिनां
तदायतनमेव सा किल निरर्गला व्यापृतिः
अकामकृतकर्म तन्मतमकारणं ज्ञानिनां
द्वयं न हि विरुध्यते किमु करोति जानाति च
।।१६६।।
(वसन्ततिलका)
जानाति यः स न करोति करोति यस्तु
जानात्ययं न खलु तत्किल कर्मरागः
रागं त्वबोधमयमध्यवसायमाहु-
र्मिथ्या
द्रशः स नियतं स च बन्धहेतुः ।।१६७।।

હવે ઉપરના ભાવાર્થમાં કહેલો આશય પ્રગટ કરવાને, કાવ્ય કહે છેઃ

શ્લોકાર્થઃ[तथापि] તથાપિ (અર્થાત્ લોક આદિ કારણોથી બંધ કહ્યો નથી અને રાગાદિકથી જ બંધ કહ્યો છે તોપણ) [ज्ञानिनां निरर्गलं चरितुम् न इष्यते] જ્ઞાનીઓને નિરર્ગલ (મર્યાદારહિત, સ્વચ્છંદપણે) પ્રવર્તવું યોગ્ય નથી કહ્યું, [सा निरर्गला व्यापृतिः किल तद्-आयतनम् एव] કારણ કે તે નિરર્ગલ પ્રવર્તન ખરેખર બંધનું જ ઠેકાણું છે. [ज्ञानिनां अकाम-कृत-कर्म तत् अकारणम् मतम्] જ્ઞાનીઓને વાંછા વિના કર્મ (કાર્ય) હોય છે તે બંધનું કારણ કહ્યું નથી, કેમ કે [जानाति च करोति] જાણે પણ છે અને (કર્મને ) કરે પણ છે[द्वयं किमु न हि विरुध्यते] એ બન્ને ક્રિયા શું વિરોધરૂપ નથી? (કરવું અને જાણવું નિશ્ચયથી વિરોધરૂપ જ છે.)

ભાવાર્થઃપહેલા કાવ્યમાં લોક આદિને બંધનાં કારણ ન કહ્યાં ત્યાં એમ ન સમજવું કે બાહ્યવ્યવહારપ્રવૃત્તિને બંધનાં કારણોમાં સર્વથા જ નિષેધી છે; બાહ્યવ્યવહારપ્રવૃત્તિ રાગાદિ પરિણામનેબંધના કારણનેનિમિત્તભૂત છે, તે નિમિત્તપણાનો અહીં નિષેધ ન સમજવો. જ્ઞાનીઓને અબુદ્ધિપૂર્વકવાંછા વિનાપ્રવૃત્તિ થાય છે તેથી બંધ કહ્યો નથી, તેમને કાંઈ સ્વચ્છંદે પ્રવર્તવાનું કહ્યું નથી; કારણ કે મર્યાદા રહિત (અંકુશ વિના) પ્રવર્તવું તે તો બંધનું જ ઠેકાણું છે. જાણવામાં અને કરવામાં તો પરસ્પર વિરોધ છે; જ્ઞાતા રહેશે તો બંધ નહિ થાય, કર્તા થશે તો અવશ્ય બંધ થશે. ૧૬૬.

‘‘જે જાણે છે તે કરતો નથી અને જે કરે છે તે જાણતો નથી; કરવું તે તો કર્મનો રાગ છે, રાગ છે તે અજ્ઞાન છે અને અજ્ઞાન છે તે બંધનું કારણ છે.’’ આવા અર્થનું કાવ્ય હવે કહે છેઃ

48

Page 378 of 642
PDF/HTML Page 409 of 673
single page version

जो मण्णदि हिंसामि य हिंसिज्जामि य परेहिं सत्तेहिं
सो मूढो अण्णाणी णाणी एत्तो दु विवरीदो ।।२४७।।
यो मन्यते हिनस्मि च हिंस्ये च परैः सत्त्वैः
स मूढोऽज्ञानी ज्ञान्यतस्तु विपरीतः ।।२४७।।

परजीवानहं हिनस्मि, परजीवैर्हिंस्ये चाहमित्यध्यवसायो ध्रुवमज्ञानम् स तु यस्याास्ति सोऽज्ञानित्वान्मिथ्यादृष्टिः, यस्य तु नास्ति स ज्ञानित्वात्सम्यग्द्रष्टिः

શ્લોકાર્થઃ[यः जानाति सः न करोति] જે જાણે છે તે કરતો નથી [तु] અને [यः करोति अयं खलु जानाति न] જે કરે છે તે જાણતો નથી. [तत् किल कर्मरागः] જે કરવું તે તો ખરેખર કર્મરાગ છે [तु] અને [रागं अबोधमयम् अध्यवसायम् आहुः] રાગને (મુનિઓએ) અજ્ઞાનમય અધ્યવસાય કહ્યો છે; [सः नियतं मिथ्यादृशः] તે (અજ્ઞાનમય અધ્યવસાય) નિયમથી મિથ્યાદ્રષ્ટિને હોય છે [च] અને [सः बन्धहेतुः] તે બંધનું કારણ છે. ૧૬૭.

હવે મિથ્યાદ્રષ્ટિના આશયને ગાથામાં સ્પષ્ટ રીતે કહે છેઃ

જે માનતોહું મારું ને પર જીવ મારે મુજને,
તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે. ૨૪૭.

ગાથાર્થઃ[यः] જે [मन्यते] એમ માને છે કે [हिनस्मि च] ‘હું પર જીવોને મારું છું (હણું છું) [परैः सत्त्वैः हिंस्ये च] અને પર જીવો મને મારે છે’, [सः] તે [मूढः] મૂઢ (મોહી) છે, [अज्ञानी] અજ્ઞાની છે, [तु] અને [अतः विपरीतः] આનાથી વિપરીત (અર્થાત્ આવું નથી માનતો) તે [ज्ञानी] જ્ઞાની છે.

ટીકાઃ‘પર જીવોને હું હણું છું અને પર જીવો મને હણે છે’એવો અધ્યવસાય ધ્રુવપણે (નિશ્ચિતપણે, નિયમથી) અજ્ઞાન છે. તે અધ્યવસાય જેને છે તે અજ્ઞાનીપણાને લીધે મિથ્યાદ્રષ્ટિ છે; અને જેને તે અધ્યવસાય નથી તે જ્ઞાનીપણાને લીધે સમ્યગ્દ્રષ્ટિ છે.

ભાવાર્થઃ‘પર જીવોને હું મારું છું અને પર મને મારે છે’ એવો આશય અજ્ઞાન છે તેથી જેને એવો આશય છે તે અજ્ઞાની છેમિથ્યાદ્રષ્ટિ છે અને જેને એવો આશય નથી તે જ્ઞાની છેસમ્યગ્દ્રષ્ટિ છે.

નિશ્ચયનયે કર્તાનું સ્વરૂપ એ છે કેપોતે સ્વાધીનપણે જે ભાવરૂપે પરિણમે તે


Page 379 of 642
PDF/HTML Page 410 of 673
single page version

कथमयमध्यवसायोऽज्ञानमिति चेत्

आउक्खयेण मरणं जीवाणं जिणवरेहिं पण्णत्तं
आउं ण हरेसि तुमं कह ते मरणं कदं तेसिं ।।२४८।।
आउक्खयेण मरणं जीवाणं जिणवरेहिं पण्णत्तं
आउं ण हरंति तुहं कह ते मरणं कदं तेहिं ।।२४९।।
आयुःक्षयेण मरणं जीवानां जिनवरैः प्रज्ञप्तम्
आयुर्न हरसि त्वं कथं त्वया मरणं कृतं तेषाम् ।।२४८।।
आयुःक्षयेण मरणं जीवानां जिनवरैः प्रज्ञप्तम्
आयुर्न हरन्ति तव कथं ते मरणं कृतं तैः ।।२४९।।

ભાવનો પોતે કર્તા કહેવાય છે. માટે પરમાર્થે કોઈ કોઈનું મરણ કરતું નથી. જે પરથી પરનું મરણ માને છે, તે અજ્ઞાની છે. નિમિત્તનૈમિત્તિકભાવથી કર્તા કહેવો તે વ્યવહારનયનું વચન છે; તેને યથાર્થ રીતે (અપેક્ષા સમજીને) માનવું તે સમ્યગ્જ્ઞાન છે.

હવે પૂછે છે કે આ અધ્યવસાય અજ્ઞાન કઈ રીતે છે? તેના ઉત્તરરૂપે ગાથા કહે છેઃ

છે આયુક્ષયથી મરણ જીવનું એમ જિનદેવે કહ્યું,
તું આયુ તો હરતો નથી, તેં મરણ ક્યમ તેનું કર્યું? ૨૪૮.
છે આયુક્ષયથી મરણ જીવનું એમ જિનદેવે કહ્યું,
તે આયુ તુજ હરતા નથી, તો મરણ ક્યમ તારું કર્યું? ૨૪૯.

ગાથાર્થઃ(હે ભાઈ! ‘હું પર જીવોને મારું છું’ એમ જે તું માને છે, તે તારું અજ્ઞાન છે.) [जीवानां] જીવોનું [मरणं] મરણ [आयुःक्षयेण] આયુકર્મના ક્ષયથી થાય છે એમ [जिनवरैः] જિનવરોએ [प्रज्ञप्तम्] કહ્યું છે; [त्वं] તું [आयुः] પર જીવોનું આયુકર્મ તો [न हरसि] હરતો નથી, [त्वया] તો તેં [तेषाम् मरणं] તેમનું મરણ [कथं] કઈ રીતે [कृतं] કર્યું?

(હે ભાઈ! ‘પર જીવો મને મારે છે’ એમ જે તું માને છે, તે તારું અજ્ઞાન છે.) [जीवानां] જીવોનું [मरणं] મરણ [आयुःक्षयेण] આયુકર્મના ક્ષયથી થાય છે એમ


Page 380 of 642
PDF/HTML Page 411 of 673
single page version

मरणं हि तावज्जीवानां स्वायुःकर्मक्षयेणैव, तदभावे तस्य भावयितुमशक्यत्वात्; स्वायुःकर्म च नान्येनान्यस्य हर्तुं शक्यं, तस्य स्वोपभोगेनैव क्षीयमाणत्वात्; ततो न कथञ्चनापि अन्योऽन्यस्य मरणं कुर्यात् ततो हिनस्मि, हिंस्ये चेत्यध्यवसायो ध्रुवमज्ञानम्

जीवनाध्यवसायस्य तद्विपक्षस्य का वार्तेति चेत् [जिनवरैः] જિનવરોએ [प्रज्ञप्तम्] કહ્યું છે; પર જીવો [तव आयुः] તારું આયુકર્મ તો [न हरन्ति] હરતા નથી, [तैः] તો તેમણે [ते मरणं] તારું મરણ [कथं] કઈ રીતે [कृतं] કર્યું?

ટીકાઃપ્રથમ તો, જીવોને મરણ ખરેખર સ્વ-આયુકર્મના (પોતાના આયુકર્મના) ક્ષયથી જ થાય છે, કારણ કે સ્વ-આયુકર્મના ક્ષયના અભાવમાં (અર્થાત્ પોતાના આયુકર્મનો ક્ષય ન હોય તો) મરણ કરાવું (થવું) અશક્ય છે; વળી સ્વ-આયુકર્મ બીજાથી બીજાનું હરી શકાતું નથી, કારણ કે તે (પોતાનું આયુકર્મ) પોતાના ઉપભોગથી જ ક્ષય પામે છે; માટે કોઈ પણ રીતે બીજો બીજાનું મરણ કરી શકે નહિ. તેથી ‘હું પર જીવોને મારું છું અને પર જીવો મને મારે છે’ એવો અધ્યવસાય ધ્રુવપણે (નિશ્ચિતપણે) અજ્ઞાન છે.

ભાવાર્થઃજીવની જે માન્યતા હોય તે માન્યતા પ્રમાણે જગતમાં બનતું ન હોય, તો તે માન્યતા અજ્ઞાન છે. પોતાથી પરનું મરણ કરી શકાતું નથી અને પરથી પોતાનું મરણ કરી શકાતું નથી, છતાં આ પ્રાણી વૃથા એવું માને છે તે અજ્ઞાન છે. આ કથન નિશ્ચયનયની પ્રધાનતાથી છે.

વ્યવહાર આ પ્રમાણે છેઃપરસ્પર નિમિત્તનૈમિત્તિકભાવથી પર્યાયના ઉત્પાદ-વ્યય થાય તેને જન્મ-મરણ કહેવામાં આવે છે; ત્યાં જેના નિમિત્તથી મરણ (પર્યાયનો વ્યય) થાય તેના વિષે એમ કહેવામાં આવે છે કે ‘આણે આને માર્યો’, તે વ્યવહાર છે.

અહીં એમ ન સમજવું કે વ્યવહારનો સર્વથા નિષેધ છે. જેઓ નિશ્ચયને નથી જાણતા, તેમનું અજ્ઞાન મટાડવા અહીં કથન કર્યું છે, તે જાણ્યા પછી બન્ને નયોને અવિરોધપણે જાણી યથાયોગ્ય નયો માનવા.

ફરી પૂછે છે કે ‘‘(મરણનો અધ્યવસાય અજ્ઞાન છે એમ કહ્યું તે જાણ્યું; હવે) મરણના અધ્યવસાયનો પ્રતિપક્ષી જે જીવનનો અધ્યવસાય તેની શી હકીકત છે?’’ તેનો ઉત્તર કહે છેઃ


Page 381 of 642
PDF/HTML Page 412 of 673
single page version

जो मण्णदि जीवेमि य जीविज्जामि य परेहिं सत्तेहिं
सो मूढो अण्णाणी णाणी एत्तो दु विवरीदो ।।२५०।।
यो मन्यते जीवयामि च जीव्ये च परैः सत्त्वैः
स मूढोऽज्ञानी ज्ञान्यतस्तु विपरीतः ।।२५०।।

परजीवानहं जीवयामि, परजीवैर्जीव्ये चाहमित्यध्यवसायो ध्रुवमज्ञानम् स तु यस्यास्ति सोऽज्ञानित्वान्मिथ्याद्रष्टिः, यस्य तु नास्ति स ज्ञानित्वात् सम्यग्द्रष्टिः

कथमयमध्यवसायोऽज्ञानमिति चेत्

आऊदयेण जीवदि जीवो एवं भणंति सव्वण्हू
आउं च ण देसि तुमं कहं तए जीविदं कदं तेसिं ।।२५१।।
જે માનતોહું જિવાડું ને પર જીવ જિવાડે મુજને,
તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે. ૨૫૦.

ગાથાર્થઃ[यः] જે જીવ [मन्यते] એમ માને છે કે [जीवयामि] હું પર જીવોને જિવાડું છું [च] અને [परैः सत्त्वैः] પર જીવો [जीव्ये च] મને જિવાડે છે, [सः] તે [मूढः] મૂઢ (મોહી) છે, [अज्ञानी] અજ્ઞાની છે, [तु] અને [अतः विपरीतः] આનાથી વિપરીત (અર્થાત્ જે આવું નથી માનતો, આનાથી ઊલટું માને છે) તે [ज्ञानी] જ્ઞાની છે.

ટીકાઃ‘પર જીવોને હું જિવાડું છું અને પર જીવો મને જિવાડે છે’ એવો અધ્યવસાય ધ્રુવપણે (અત્યંત ચોક્કસ) અજ્ઞાન છે. તે અધ્યવસાય જેને છે તે જીવ અજ્ઞાનીપણાને લીધે મિથ્યાદ્રષ્ટિ છે; અને જેને તે અધ્યવસાય નથી તે જીવ જ્ઞાનીપણાને લીધે સમ્યગ્દ્રષ્ટિ છે.

ભાવાર્થઃ‘પર મને જિવાડે છે અને હું પરને જિવાડું છું’ એમ માનવું તે અજ્ઞાન છે. જેને એ અજ્ઞાન છે તે મિથ્યાદ્રષ્ટિ છે; જેને એ અજ્ઞાન નથી તે સમ્યગ્દ્રષ્ટિ છે.

હવે પૂછે છે કે આ (જીવનનો) અધ્યવસાય અજ્ઞાન કઈ રીતે છે? તેનો ઉત્તર કહે છેઃ

છે આયુ-ઉદયે જીવન જીવનું એમ સર્વજ્ઞે કહ્યું,
તું આયુ તો દેતો નથી, તેં જીવન ક્યમ તેનું કર્યું? ૨૫૧.

Page 382 of 642
PDF/HTML Page 413 of 673
single page version

आऊदयेण जीवदि जीवो एवं भणंति सव्वण्हू
आउं च ण दिंति तुहं कहं णु ते जीविदं कदं तेहिं ।।२५२।।
आयुरुदयेन जीवति जीव एवं भणन्ति सर्वज्ञाः
आयुश्च न ददासि त्वं कथं त्वया जीवितं कृतं तेषाम् ।।२५१।।
आयुरुदयेन जीवति जीव एवं भणन्ति सर्वज्ञाः
आयुश्च न ददति तव कथं नु ते जीवितं कृतं तैः ।।२५२।।

जीवितं हि तावज्जीवानां स्वायुःकर्मोदयेनैव, तदभावे तस्य भावयितुमशक्यत्वात्; स्वायुःकर्म च नान्येनान्यस्य दातुं शक्यं, तस्य स्वपरिणामेनैव उपार्ज्यमाणत्वात्; ततो न कथञ्चनापि अन्योऽन्यस्य जीवितं कुर्यात् अतो जीवयामि, जीव्ये चेत्यध्यवसायो ध्रुवमज्ञानम्

છે આયુ-ઉદયે જીવન જીવનું એમ સર્વજ્ઞે કહ્યું,
તે આયુ તુજ દેતા નથી, તો જીવન ક્યમ તારું કર્યું? ૨૫૨.

ગાથાર્થઃ[जीवः] જીવ [आयुरुदयेन] આયુકર્મના ઉદયથી [जीवति] જીવે છે [एवं] એમ [सर्वज्ञाः] સર્વજ્ઞદેવો [भणन्ति] કહે છે; [त्वं] તું [आयुः च] પર જીવોને આયુકર્મ તો [न ददासि] દેતો નથી [त्वया] તો (હે ભાઈ!) તેં [तेषाम् जीवितं] તેમનું જીવિત (જીવતર) [कथं कृतं] કઈ રીતે કર્યું?

[जीवः] જીવ [आयुरुदयेन] આયુકર્મના ઉદયથી [जीवति] જીવે છે [एवं] એમ [सर्वज्ञाः] સર્વજ્ઞદેવો [भणन्ति] કહે છે; પર જીવો [तव] તને [आयुः च] આયુકર્મ તો [न ददति] દેતા નથી [तैः] તો (હે ભાઈ!) તેમણે [ते जीवितं] તારું જીવિત [कथं नु कृतं] કઈ રીતે કર્યું?

ટીકાઃપ્રથમ તો, જીવોને જીવિત ખરેખર પોતાના આયુકર્મના ઉદયથી જ છે, કારણ કે પોતાના આયુકર્મના ઉદયના અભાવમાં જીવિત કરાવું (થવું) અશક્ય છે; વળી પોતાનું આયુકર્મ બીજાથી બીજાને દઇ શકાતું નથી, કારણ કે તે (પોતાનું આયુકર્મ) પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે (મેળવાય છે); માટે કોઈ પણ રીતે બીજો બીજાનું જીવિત કરી શકે નહિ. તેથી ‘હું પરને જિવાડું છું અને પર મને જિવાડે છે’ એવો અધ્યવસાય ધ્રુવપણે (નિયતપણે) અજ્ઞાન છે.

ભાવાર્થઃપૂર્વે મરણના અધ્યવસાય વિષે કહ્યું હતું તે પ્રમાણે અહીં પણ જાણવું.


Page 383 of 642
PDF/HTML Page 414 of 673
single page version

दुःखसुखकरणाध्यवसायस्यापि एषैव गतिः

जो अप्पणा दु मण्णदि दुक्खिदसुहिदे करेमि सत्ते त्ति
सो मूढो अण्णाणी णाणी एत्तो दु विवरीदो ।।२५३।।
य आत्मना तु मन्यते दुःखितसुखितान् करोमि सत्त्वानिति
स मूढोऽज्ञानी ज्ञान्यतस्तु विपरीतः ।।२५३।।

परजीवानहं दुःखितान् सुखितांश्च करोमि, परजीवैर्दुःखितः सुखितश्च क्रियेऽहमित्य- ध्यवसायो ध्रुवमज्ञानम् स तु यस्यास्ति सोऽज्ञानित्वान्मिथ्याद्रष्टिः, यस्य तु नास्ति स ज्ञानित्वात् सम्यग्द्रष्टिः

कथमयमध्यवसायोऽज्ञानमिति चेत्

દુઃખ-સુખ કરવાના અધ્યવસાયની પણ આ જ ગતિ છે એમ હવે કહે છેઃ

જે માનતોમુજથી દુખીસુખી હું કરું પર જીવને,
તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે. ૨૫૩.

ગાથાર્થઃ[यः] જે [इति मन्यते] એમ માને છે કે [आत्मना तु] મારા પોતાથી [सत्त्वान्] હું (પર) જીવોને [दुःखितसुखितान्] દુઃખી-સુખી [करोमि] કરું છું, [सः] તે [मूढः] મૂઢ (મોહી) છે, [अज्ञानी] અજ્ઞાની છે, [तु] અને [अतः विपरीतः] આનાથી વિપરીત તે [ज्ञानी] જ્ઞાની છે.

ટીકાઃ‘પર જીવોને હું દુઃખી તથા સુખી કરું છું અને પર જીવો મને દુઃખી તથા સુખી કરે છે’ એવો અધ્યવસાય ધ્રુવપણે અજ્ઞાન છે. તે અધ્યવસાય જેને છે તે જીવ અજ્ઞાનીપણાને લીધે મિથ્યાદ્રષ્ટિ છે; અને જેને તે અધ્યવસાય નથી તે જીવ જ્ઞાનીપણાને લીધે સમ્યગ્દ્રષ્ટિ છે.

ભાવાર્થઃ‘હું પર જીવોને સુખી-દુઃખી કરું છું અને પર જીવો મને સુખી-દુઃખી કરે છે’ એમ માનવું તે અજ્ઞાન છે. જેને એ અજ્ઞાન છે તે મિથ્યાદ્રષ્ટિ છે; જેને એ અજ્ઞાન નથી તે જ્ઞાની છેસમ્યગ્દ્રષ્ટિ છે.

હવે પૂછે છે કે આ અધ્યવસાય અજ્ઞાન કઈ રીતે છે? તેનો ઉત્તર કહે છેઃ


Page 384 of 642
PDF/HTML Page 415 of 673
single page version

कम्मोदएण जीवा दुक्खिदसुहिदा हवंति जदि सव्वे
कम्मं च ण देसि तुमं दुक्खिदसुहिदा कह कया ते ।।२५४।।
कम्मोदएण जीवा दुक्खिदसुहिदा हवंति जदि सव्वे
कम्म च ण दिंति तुहं कदोसि कहं दुक्खिदो तेहिं ।।२५५।।
कम्मोदएण जीवा दुक्खिदसुहिदा हवंति जदि सव्वे
कम्मं च ण दिंति तुहं कह तं सुहिदो कदो तेहिं ।।२५६।।
कर्मोदयेन जीवा दुःखितसुखिता भवन्ति यदि सर्वे
कर्म च न ददासि त्वं दुःखितसुखिताः कथं कृतास्ते ।।२५४।।
कर्मोदयेन जीवा दुःखितसुखिता भवन्ति यदि सर्वे
कर्म च न ददति तव कृतोऽसि कथं दुःखितस्तैः ।।२५५।।
कर्मोदयेन जीवा दुःखितसुखिता भवन्ति यदि सर्वे
कर्म च न ददति तव कथं त्वं सुखितः कृतस्तैः ।।२५६।।
જ્યાં કર્મ-ઉદયે જીવ સર્વે દુખિત તેમ સુખી થતા,
તું કર્મ તો દેતો નથી, તેં કેમ દુખિત-સુખી કર્યા? ૨૫૪.
જ્યાં કર્મ-ઉદયે જીવ સર્વે દુખિત તેમ સુખી બને,
તે કર્મ તુજ દેતા નથી, તો દુખિત કેમ કર્યો તને? ૨૫૫.
જ્યાં કર્મ-ઉદયે જીવ સર્વે દુખિત તેમ સુખી બને,
તે કર્મ તુજ દેતા નથી, તો સુખિત કેમ કર્યો તને? ૨૫૬.

ગાથાર્થઃ[यदि] જો [सर्वे जीवाः] સર્વ જીવો [कर्मोदयेन] કર્મના ઉદયથી [दुःखितसुखिताः] દુઃખી-સુખી [भवन्ति] થાય છે, [च] અને [त्वं] તું [कर्म] તેમને કર્મ તો [न ददासि] દેતો નથી, તો (હે ભાઈ!) તેં [ते] તેમને [दुःखितसुखिताः] દુઃખી-સુખી [कथं कृताः] કઈ રીતે કર્યા?

[यदि] જો [सर्वे जीवाः] સર્વ જીવો [कर्मोदयेन] કર્મના ઉદયથી [दुःखितसुखिताः] દુઃખી સુખી [भवन्ति] થાય છે, [च] અને તેઓ [तव] તને [कर्म] કર્મ તો [न ददति] દેતા નથી,


Page 385 of 642
PDF/HTML Page 416 of 673
single page version

सुखदुःखे हि तावज्जीवानां स्वकर्मोदयेनैव, तदभावे तयोर्भवितुमशक्यत्वात्; स्वकर्म च नान्ये- नान्यस्य दातुं शक्यं, तस्य स्वपरिणामेनैवोपार्ज्यमाणत्वात्; ततो न कथञ्चनापि अन्योऽन्यस्य सुख- दुःखे कुर्यात् अतः सुखितदुःखितान् करोमि, सुखितदुःखितः क्रिये चेत्यध्यवसायो ध्रुवमज्ञानम्

(वसन्ततिलका)
सर्वं सदैव नियतं भवति स्वकीय-
कर्मोदयान्मरणजीवितदुःखसौख्यम्
अज्ञानमेतदिह यत्तु परः परस्य
कुर्यात्पुमान्मरणजीवितदुःखसौख्यम्
।।१६८।।

તો (હે ભાઈ!) [तैः] તેમણે [दुःखितः] તને દુઃખી [कथं कृतः असि] કઈ રીતે કર્યો?

[यदि] જો [सर्वे जीवाः] સર્વ જીવો [कर्मोदयेन] કર્મના ઉદયથી [दुःखितसुखिताः] દુઃખી -સુખી [भवन्ति] થાય છે, [च] અને તેઓ [तव] તને [कर्म] કર્મ તો [न ददति] દેતા નથી, તો (હે ભાઈ!) [तैः] તેમણે [त्वं] તને [सुःखितः] સુખી [कथं कृतः] કઈ રીતે કર્યો?

ટીકાઃપ્રથમ તો, જીવોને સુખ-દુઃખ ખરેખર પોતાના કર્મના ઉદયથી જ થાય છે, કારણ કે પોતાના કર્મના ઉદયના અભાવમાં સુખ-દુઃખ થવાં અશક્ય છે; વળી પોતાનું કર્મ બીજાથી બીજાને દઇ શકાતું નથી, કારણ કે તે (પોતાનું કર્મ) પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે; માટે કોઈ પણ રીતે બીજો બીજાને સુખ-દુઃખ કરી શકે નહિ. તેથી ‘હું પર જીવોને સુખી-દુઃખી કરું છું અને પર જીવો મને સુખી-દુઃખી કરે છે’ એવો અધ્યવસાય ધ્રુવપણે અજ્ઞાન છે.

ભાવાર્થઃજીવનો જેવો આશય હોય તે આશય પ્રમાણે જગતમાં કાર્યો બનતાં ન હોય તો તે આશય અજ્ઞાન છે. માટે, સર્વ જીવો પોતપોતાના કર્મના ઉદયથી સુખી-દુઃખી થાય છે ત્યાં એમ માનવું કે ‘હું પરને સુખી-દુઃખી કરું છું અને પર મને સુખી-દુઃખી કરે છે’, તે અજ્ઞાન છે. નિમિત્તનૈમિત્તિકભાવના આશ્રયે (કોઈને કોઈનાં) સુખ-દુઃખનો કરનાર કહેવો તે વ્યવહાર છે; તે નિશ્ચયની દ્રષ્ટિમાં ગૌણ છે.

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ

શ્લોકાર્થઃ[इह] આ જગતમાં [मरण-जीवित-दुःख-सौख्यम्] જીવોને મરણ, જીવિત, દુઃખ, સુખ[सर्वं सदैव नियतं स्वकीय-कर्मोदयात् भवति] બધુંય સદૈવ નિયમથી (ચોક્કસ) પોતાના કર્મના ઉદયથી થાય છે; [परः पुमान् परस्य मरण-जीवित-दुःख-सौख्यम् कुर्यात्] ‘બીજો પુરુષ બીજાનાં મરણ, જીવન, દુઃખ, સુખ કરે છે’ [यत् तु] આમ જે માનવું

49

Page 386 of 642
PDF/HTML Page 417 of 673
single page version

(वसन्ततिलका)
अज्ञानमेतदधिगम्य परात्परस्य
पश्यन्ति ये मरणजीवितदुःखसौख्यम्
कर्माण्यहंकृतिरसेन चिकीर्षवस्ते
मिथ्या
द्रशो नियतमात्महनो भवन्ति ।।१६९।।
जो मरदि जो य दुहिदो जायदि कम्मोदएण सो सव्वो
तम्हा दु मारिदो दे दुहाविदो चेदि ण हु मिच्छा ।।२५७।।
जो ण मरदि ण य दुहिदो सो वि य कम्मोदएण चेव खलु
तम्हा ण मारिदो णो दुहाविदो चेदि ण हु मिच्छा ।।२५८।।

[एतत् अज्ञानम्] તે તો અજ્ઞાન છે. ૧૬૮.

ફરી આ જ અર્થને દ્રઢ કરતું અને આગળના કથનની સૂચનારૂપ કાવ્ય હવે કહે છેઃ

શ્લોકાર્થઃ[एतत् अज्ञानम् अधिगम्य] આ (પૂર્વે કહેલી માન્યતારૂપ) અજ્ઞાનને પામીને [ये परात् परस्य मरण-जीवित-दुःख-सौख्यम् पश्यन्ति] જે પુરુષો પરથી પરનાં મરણ, જીવન, દુઃખ, સુખ દેખે છે અર્થાત્ માને છે, [ते] તે પુરુષો[अहंकृतिरसेन क र्माणि चिकीर्षवः] કે જેઓ એ રીતે અહંકાર-રસથી કર્મો કરવાના ઇચ્છક છે (અર્થાત્ ‘હું આ કર્મોને કરું છું’ એવા અહંકારરૂપી રસથી જેઓ કર્મ કરવાનીમારવા-જિવાડવાની, સુખી-દુઃખી કરવાની વાંછા કરનારા છે) તેઓ[नियतम्] નિયમથી [मिथ्याद्रशः आत्महनः भवन्ति] મિથ્યાદ્રષ્ટિ છે, પોતાના આત્માનો ઘાત કરનારા છે.

ભાવાર્થઃજેઓ પરને મારવા-જિવાડવાનો તથા સુખ-દુઃખ કરવાનો અભિપ્રાય કરે છે તેઓ મિથ્યાદ્રષ્ટિ છે. તેઓ પોતાના સ્વરૂપથી ચ્યુત થયા થકા રાગી, દ્વેષી, મોહી થઈને પોતાથી જ પોતાનો ઘાત કરે છે, તેથી હિંસક છે. ૧૬૯.

હવે આ અર્થને ગાથા દ્વારા કહે છેઃ

મરતો અને જે દુખી થતોસૌ કર્મના ઉદયે બને,
તેથી ‘હણ્યો મેં, દુખી કર્યો’તુજ મત શું નહિ મિથ્યા ખરે? ૨૫૭.
વળી નવ મરે, નવ દુખી બને, તે કર્મના ઉદયે ખરે,
‘મેં નવ હણ્યો, નવ દુખી કર્યો’તુજ મત શું નહિ મિથ્યા ખરે? ૨૫૮.

Page 387 of 642
PDF/HTML Page 418 of 673
single page version

यो म्रियते यश्च दुःखितो जायते कर्मोदयेन स सर्वः
तस्मात्तु मारितस्ते दुःखितश्चेति न खलु मिथ्या ।।२५७।।
यो न म्रियते न च दुःखितः सोऽपि च कर्मोदयेन चैव खलु
तस्मान्न मारितो नो दुःखितश्चेति न खलु मिथ्या ।।२५८।।

यो हि म्रियते जीवति वा, दुःखितो भवति सुखितो भवति वा, स खलु स्वकर्मोदयेनैव, तदभावे तस्य तथा भवितुमशक्यत्वात् ततः मयायं मारितः, अयं जीवितः, अयं दुःखितः कृतः, अयं सुखितः कृतः इति पश्यन् मिथ्याद्रष्टिः

(अनुष्टुभ्)
मिथ्याद्रष्टेः स एवास्य बन्धहेतुर्विपर्ययात्
य एवाध्यवसायोऽयमज्ञानात्माऽस्य द्रश्यते ।।१७०।।

ગાથાર્થઃ[यः म्रियते] જે મરે છે [च] અને [यः दुःखितः जायते] જે દુઃખી થાય છે [सः सर्वः] તે સૌ [कर्मोदयेन] કર્મના ઉદયથી થાય છે; [तस्मात् तु] તેથી [मारितः च दुःखितः] ‘મેં માર્યો, મેં દુઃખી કર્યો’ [इति] એવો [ते] તારો અભિપ્રાય [न खलु मिथ्या] શું ખરેખર મિથ્યા નથી?

[च] વળી [यः न म्रियते] જે નથી મરતો [च] અને [न दुःखितः] નથી દુઃખી થતો [सः अपि] તે પણ [खलु] ખરેખર [कर्मोदयेन च एव] કર્મના ઉદયથી જ થાય છે; [तस्मात्] તેથી [न मारितः च न दुःखितः] ‘મેં ન માર્યો, મેં ન દુઃખી કર્યો’ [इति] એવો તારો અભિપ્રાય [न खलु मिथ्या] શું ખરેખર મિથ્યા નથી?

ટીકાઃજે મરે છે અથવા જીવે છે, દુઃખી થાય છે અથવા સુખી થાય છે, તે ખરેખર પોતાના કર્મના ઉદયથી જ થાય છે, કારણ કે પોતાના કર્મના ઉદયના અભાવમાં તેનું તે પ્રમાણે થવું (અર્થાત્ મરવું, જીવવું, દુઃખી થવું કે સુખી થવું) અશક્ય છે. માટે ‘મેં આને માર્યો, આને જિવાડ્યો, આને દુઃખી કર્યો, આને સુખી કર્યો’ એવું દેખનાર અર્થાત્ માનનાર મિથ્યાદ્રષ્ટિ છે.

ભાવાર્થઃકોઈ કોઈનું માર્યું મરતું નથી, જિવાડ્યું જીવતું નથી, સુખી-દુઃખી કર્યું સુખી -દુઃખી થતું નથી; તેથી જે મારવા, જિવાડવા આદિનો અભિપ્રાય કરે તે તો મિથ્યાદ્રષ્ટિ જ હોય એમ નિશ્ચયનું વચન છે. અહીં વ્યવહારનય ગૌણ છે.

હવે આગળના કથનની સૂચનારૂપ શ્લોક કહે છેઃ

શ્લોકાર્થઃ[अस्य मिथ्याद्रष्टेः] મિથ્યાદ્રષ્ટિને [यः एव अयम् अज्ञानात्मा अध्यवसायः द्रश्यते]


Page 388 of 642
PDF/HTML Page 419 of 673
single page version

एसा दु जा मदी दे दुक्खिदसुहिदे करेमि सत्ते त्ति
एसा दे मूढमदी सुहासुहं बंधदे कम्मं ।।२५९।।
एषा तु या मतिस्ते दुःखितसुखितान् करोमि सत्त्वानिति
एषा ते मूढमतिः शुभाशुभं बध्नाति कर्म ।।२५९।।

परजीवानहं हिनस्मि, न हिनस्मि, दुःखयामि, सुखयामि इति य एवायमज्ञानमयो- ऽध्यवसायो मिथ्याद्रष्टेः, स एव स्वयं रागादिरूपत्वात्तस्य शुभाशुभबन्धहेतुः

अथाध्यवसायं बन्धहेतुत्वेनावधारयति જે આ અજ્ઞાનસ્વરૂપ *અધ્યવસાય જોવામાં આવે છે [सः एव] તે અધ્યવસાય જ, [विपर्ययात्] વિપર્યયસ્વરૂપ (વિપરીત, મિથ્યા) હોવાથી, [अस्य बन्धहेतुः] તે મિથ્યાદ્રષ્ટિને બંધનું કારણ છે.

ભાવાર્થઃજૂઠો અભિપ્રાય તે જ મિથ્યાત્વ, તે જ બંધનું કારણએમ જાણવું. ૧૭૦.

હવે, આ અજ્ઞાનમય અધ્યવસાય જ બંધનું કારણ છે એમ ગાથામાં કહે છેઃ

આ બુદ્ધિ જે તુજ‘દુખિત તેમ સુખી કરું છું જીવને’,
તે મૂઢ મતિ તારી અરે! શુભ અશુભ બાંધે કર્મને. ૨૫૯.

ગાથાર્થઃ[ते] તારી [या एषा मतिः तु] જે આ બુદ્ધિ છે કે હું [सत्त्वान्] જીવોને [दुःखितसुखितान्] દુઃખી-સુખી [करोमि इति] કરું છું, [एषा ते मूढमतिः] તે આ તારી મૂઢ બુદ્ધિ જ (મોહસ્વરૂપ બુદ્ધિ જ) [शुभाशुभं कर्म] શુભાશુભ કર્મને [बध्नाति] બાંધે છે.

ટીકાઃ‘પર જીવોને હું હણું છું, નથી હણતો, દુઃખી કરું છું, સુખી કરું છું’ એવો જે આ અજ્ઞાનમય અધ્યવસાય મિથ્યાદ્રષ્ટિને છે, તે જ (અર્થાત્ તે અધ્યવસાય જ) પોતે રાગાદિરૂપ હોવાથી તેને (મિથ્યાદ્રષ્ટિને) શુભાશુભ બંધનું કારણ છે.

ભાવાર્થઃમિથ્યા અધ્યવસાય બંધનું કારણ છે.

હવે, અધ્યવસાયને બંધના કારણ તરીકે બરાબર નક્કી કરે છેઠરાવે છે (અર્થાત્ * જે પરિણામ મિથ્યા અભિપ્રાય સહિત હોય (સ્વપરના એકત્વના અભિપ્રાય સહિત હોય) અથવા

વૈભાવિક હોય તે પરિણામ માટે અધ્યવસાય શબ્દ વપરાય છે. (મિથ્યા) નિશ્ચય, (મિથ્યા) અભિપ્રાય
એવા અર્થમાં પણ તે શબ્દ વપરાય છે.

Page 389 of 642
PDF/HTML Page 420 of 673
single page version

दुक्खिदसुहिदे सत्ते करेमि जं एवमज्झवसिदं ते
तं पावबंधगं वा पुण्णस्स व बंधगं होदि ।।२६०।।
मारिमि जीवावेमि य सत्ते जं एवमज्झवसिदं ते
तं पावबंधगं वा पुण्णस्स व बंधगं होदि ।।२६१।।
दुःखितसुखितान् सत्त्वान् करोमि यदेवमध्यवसितं ते
तत्पापबन्धकं वा पुण्यस्य वा बन्धकं भवति ।।२६०।।
मारयामि जीवयामि च सत्त्वान् यदेवमध्यवसितं ते
तत्पापबन्धकं वा पुण्यस्य वा बन्धकं भवति ।।२६१।।

य एवायं मिथ्याद्रष्टेरज्ञानजन्मा रागमयोऽध्यवसायः स एव बन्धहेतुः इत्यव- મિથ્યા અધ્યવસાય જ બંધનું કારણ છે એમ નિયમથી કહે છે)ઃ

કરતો તું અધ્યવસાન‘દુખિત-સુખી કરું છું જીવને’,
તે પાપનું બંધક અગર તો પુણ્યનું બંધક બને. ૨૬૦.
કરતો તું અધ્યવસાન‘મારું જિવાડું છું પર જીવને’,
તે પાપનું બંધક અગર તો પુણ્યનું બંધક બને. ૨૬૧.

ગાથાર્થઃ[सत्त्वान्] હું જીવોને [दुःखितसुखितान्] દુઃખી-સુખી [करोमि] કરું છું’ [एवम्] આવું [यत् ते अध्यवसितं] જે તારું *અધ્યવસાન, [तत्] તે જ [पापबन्धकं वा] પાપનું બંધક [ पुण्यस्य बन्धकं वा] અથવા પુણ્યનું બંધક [भवति] થાય છે.

[ सत्त्वान् ] હું જીવોને [मारयामि च जीवयामि] મારું છું અને જિવાડું છું’ [एवम्] આવું [यत् ते अध्यवसितं] જે તારું અધ્યવસાન, [तत्] તે જ [पापबन्धकं वा] પાપનું બંધક [पुण्यस्य बन्धकं वा] અથવા પુણ્યનું બંધક [भवति] થાય છે.

ટીકાઃમિથ્યાદ્રષ્ટિને જે આ અજ્ઞાનથી જન્મતો રાગમય અધ્યવસાય છે તે જ બંધનું * જે પરિણમન મિથ્યા અભિપ્રાય સહિત હોય (સ્વપરના એકત્વના અભિપ્રાય સહિત હોય) અથવા

વૈભાવિક હોય તે પરિણમન માટે અધ્યવસાન શબ્દ વપરાય છે. (મિથ્યા) નિશ્ચય કરવો, (મિથ્યા)
અભિપ્રાય કરવો
એવા અર્થમાં પણ તે શબ્દ વપરાય છે.