Page 430 of 642
PDF/HTML Page 461 of 673
single page version
भिन्नकरणासम्भवात्, भगवती प्रज्ञैव छेदनात्मकं करणम् । तया हि तौ छिन्नौ नानात्वम-
वश्यमेवापद्येते; ततः प्रज्ञयैवात्मबन्धयोर्द्विधाकरणम् । ननु कथमात्मबन्धौ चेत्यचेतकभावेनात्यन्त-
प्रत्यासत्तेरेकीभूतौ भेदविज्ञानाभावादेकचेतकवद्वयवह्रियमाणौ प्रज्ञया छेत्तुं शक्येते ? नियतस्व- लक्षणसूक्ष्मान्तःसन्धिसावधाननिपातनादिति बुध्येमहि । आत्मनो हि समस्तशेषद्रव्यासाधारणत्वा- च्चैतन्यं स्वलक्षणम् । तत्तु प्रवर्तमानं यद्यदभिव्याप्य प्रवर्तते निवर्तमानं च यद्यदुपादाय निवर्तते
तत्तत्समस्तमपि सहप्रवृत्तं क्रमप्रवृत्तं वा पर्यायजातमात्मेति लक्षणीयः, तदेकलक्षणलक्ष्यत्वात्; समस्तसहक्रमप्रवृत्तानन्तपर्यायाविनाभावित्वाच्चैतन्यस्य चिन्मात्र एवात्मा निश्चेतव्यः, इति यावत् ।
હોવાથી ભગવતી પ્રજ્ઞા જ ( – જ્ઞાનસ્વરૂપ બુદ્ધિ જ) છેદનાત્મક ( – છેદનના સ્વભાવવાળું) કરણ છે. તે પ્રજ્ઞા વડે તેમને છેદવામાં આવતાં તેઓ નાનાપણાને અવશ્ય પામે છે; માટે પ્રજ્ઞા વડે જ આત્મા અને બંધનું દ્વિધા કરવું છે (અર્થાત્ પ્રજ્ઞારૂપી કરણ વડે જ આત્મા ને બંધ જુદા કરાય છે).
(અહીં પ્રશ્ન થાય છે કે – ) આત્મા અને બંધ કે જેઓ *ચેત્યચેતકભાવ વડે અત્યંત નિકટતાને લીધે એક ( – એક જેવા – ) થઈ રહ્યા છે, અને ભેદવિજ્ઞાનના અભાવને લીધે, જાણે તેઓ એક ચેતક જ હોય એમ જેમનો વ્યવહાર કરવામાં આવે છે (અર્થાત્ જેમને એક આત્મા તરીકે જ વ્યવહારમાં ગણવામાં આવે છે) તેઓ પ્રજ્ઞા વડે ખરેખર કઈ રીતે છેદી શકાય?
(તેનું સમાધાન આચાર્યદેવ કરે છેઃ — ) આત્મા અને બંધનાં નિયત સ્વલક્ષણોની સૂક્ષ્મ અંતઃસંધિમાં (અંતરંગની સંધિમાં) પ્રજ્ઞાછીણીને સાવધાન થઈને પટકવાથી ( – નાખવાથી, મારવાથી) તેમને છેદી શકાય છે અર્થાત્ જુદા કરી શકાય છે એમ અમે જાણીએ છીએ.
આત્માનું સ્વલક્ષણ ચૈતન્ય છે, કારણ કે તે સમસ્ત શેષ દ્રવ્યોથી અસાધારણ છે (અર્થાત્ અન્ય દ્રવ્યોમાં તે નથી). તે (ચૈતન્ય) પ્રવર્તતું થકું જે જે પર્યાયને વ્યાપીને પ્રવર્તે છે અને નિવર્તતું થકું જે જે પર્યાયને ગ્રહણ કરીને નિવર્તે છે તે તે સમસ્ત સહવર્તી કે ક્રમવર્તી પર્યાયો આત્મા છે એમ લક્ષિત કરવું — લક્ષણથી ઓળખવું (અર્થાત્ જે જે ગુણપર્યાયોમાં ચૈતન્યલક્ષણ વ્યાપે છે તે તે સમસ્ત ગુણપર્યાયો આત્મા છે એમ જાણવું) કારણ કે આત્મા તે જ એક લક્ષણથી લક્ષ્ય છે (અર્થાત્ ચૈતન્યલક્ષણથી જ ઓળખાય છે). વળી સમસ્ત સહવર્તી અને ક્રમવર્તી અનંત પર્યાયો સાથે ચૈતન્યનું અવિનાભાવીપણું હોવાથી ચિન્માત્ર જ આત્મા છે એમ નિશ્ચય કરવો. આટલું આત્માના સ્વલક્ષણ વિષે. * આત્મા ચેતક છે અને બંધ ચેત્ય છે; અજ્ઞાનદશામાં તેઓ એકરૂપ અનુભવાય છે.
Page 431 of 642
PDF/HTML Page 462 of 673
single page version
बन्धस्य तु आत्मद्रव्यासाधारणा रागादयः स्वलक्षणम् । न च रागादय आत्मद्रव्यसाधारणतां बिभ्राणाः प्रतिभासन्ते, नित्यमेव चैतन्यचमत्कारादतिरिक्तत्वेन प्रतिभासमानत्वात् । न च यावदेव समस्तस्वपर्यायव्यापि चैतन्यं प्रतिभाति तावन्त एव रागादयः प्रतिभान्ति, रागादीनन्तरेणापि चैतन्यस्यात्मलाभसम्भावनात् । यत्तु रागादीनां चैतन्येन सहैवोत्प्लवनं तच्चेत्यचेतकभावप्रत्यासत्तेरेव, नैकद्रव्यत्वात्; चेत्यमानस्तु रागादिरात्मनः, प्रदीप्यमानो घटादिः प्रदीपस्य प्रदीपकतामिव, चेतकतामेव प्रथयेत्, न पुना रागादिताम् । एवमपि तयोरत्यन्तप्रत्यासत्त्या भेदसम्भावना- भावादनादिरस्त्येकत्वव्यामोहः, स तु प्रज्ञयैव छिद्यत एव ।
(હવે બંધના સ્વલક્ષણ વિષે કહેવામાં આવે છેઃ — ) બંધનું સ્વલક્ષણ તો આત્મદ્રવ્યથી અસાધારણ એવા રાગાદિક છે. એ રાગાદિક આત્મદ્રવ્ય સાથે સાધારણપણું ધરતા ( – ધારણ કરતા – ) પ્રતિભાસતા નથી, કારણ કે તેઓ સદાય ચૈતન્યચમત્કારથી ભિન્નપણે પ્રતિભાસે છે. વળી જેટલું, ચૈતન્ય આત્માના સમસ્ત પર્યાયોમાં વ્યાપતું પ્રતિભાસે છે, તેટલા જ, રાગાદિક પ્રતિભાસતા નથી, કારણ કે રાગાદિક વિના પણ ચૈતન્યનો આત્મલાભ સંભવે છે (અર્થાત્ રાગાદિક ન હોય ત્યાં પણ ચૈતન્ય હોય છે). વળી જે, રાગાદિકનું ચૈતન્ય સાથે જ ઊપજવું થાય છે તે ચેત્યચેતકભાવની ( – જ્ઞેયજ્ઞાયકભાવની) અતિ નિકટતાને લીધે જ છે, એકદ્રવ્યપણાને લીધે નહિ; જેમ (દીપક વડે) પ્રકાશવામાં આવતા ઘટાદિક (પદાર્થો) દીપકના પ્રકાશકપણાને જ જાહેર કરે છે — ઘટાદિપણાને નહિ, તેમ (આત્મા વડે) ચેતવામાં આવતા રાગાદિક (અર્થાત્ જ્ઞાનમાં જ્ઞેયરૂપે જણાતા રાગાદિક ભાવો) આત્માના ચેતકપણાને જ જાહેર કરે છે — રાગાદિપણાને નહિ.
આમ હોવા છતાં તે બન્નેની ( – આત્માની અને બંધની) અત્યંત નિકટતાને લીધે ભેદસંભાવનાનો અભાવ હોવાથી અર્થાત્ ભેદ નહિ દેખાતો હોવાથી (અજ્ઞાનીને) અનાદિ કાળથી એકપણાનો વ્યામોહ (ભ્રમ) છે; તે વ્યામોહ પ્રજ્ઞા વડે જ અવશ્ય છેદાય છે.
ભાવાર્થઃ — આત્મા અને બંધ બન્નેને લક્ષણભેદથી ઓળખી બુદ્ધિરૂપી છીણીથી છેદી જુદા જુદા કરવા.
આત્મા તો અમૂર્તિક છે અને બંધ સૂક્ષ્મ પુદ્ગલપરમાણુઓનો સ્કંધ છે તેથી બન્ને જુદા છદ્મસ્થના જ્ઞાનમાં આવતા નથી, માત્ર એક સ્કંધ દેખાય છે (અર્થાત્ બન્ને એકપિંડરૂપ દેખાય છે); તેથી અનાદિ અજ્ઞાન છે. શ્રી ગુરુઓનો ઉપદેશ પામી તેમનાં લક્ષણ જુદાં જુદાં અનુભવીને જાણવું કે ચૈતન્યમાત્ર તો આત્માનું લક્ષણ છે અને રાગાદિક બંધનું લક્ષણ છે તોપણ માત્ર જ્ઞેયજ્ઞાયકભાવની અતિ નિકટતાથી તેઓ એક જેવા થઈ રહ્યા દેખાય છે. તેથી તીક્ષ્ણ બુદ્ધિરૂપી
Page 432 of 642
PDF/HTML Page 463 of 673
single page version
सूक्ष्मेऽन्तःसन्धिबन्धे निपतति रभसादात्मकर्मोभयस्य ।
बन्धं चाज्ञानभावे नियमितमभितः कुर्वती भिन्नभिन्नौ ।।१८१।।
છીણીને — કે જે તેમને ભેદી જુદા જુદા કરવાનું શસ્ત્ર છે તેને — તેમની સૂક્ષ્મ સંધિ શોધીને તે સંધિમાં સાવધાન (નિષ્પ્રમાદ) થઈને પટકવી. તે પડતાં જ બન્ને જુદા જુદા દેખાવા લાગે છે. એમ બન્ને જુદા જુદા દેખાતાં, આત્માને જ્ઞાનભાવમાં જ રાખવો અને બંધને અજ્ઞાનભાવમાં રાખવો. એ રીતે બન્નેને ભિન્ન કરવા.
શ્લોકાર્થઃ — [इयं शिता प्रज्ञाछेत्री] આ પ્રજ્ઞારૂપી તીક્ષ્ણ છીણી [निपुणैः] પ્રવીણ પુરુષો વડે [कथम् अपि] કોઈ પણ પ્રકારે ( – યત્નપૂર્વક) [सावधानैः] સાવધાનપણે (નિષ્પ્રમાદપણે) [पातिता] પટકવામાં આવી થકી, [आत्म-कर्म-उभयस्य सूक्ष्मे अन्तःसन्धिबन्धे] આત્મા અને કર્મ — બન્નેના સૂક્ષ્મ અંતરંગ સંધિના બંધમાં ( – અંદરની સાંધના જોડાણમાં) [रभसात्] શીઘ્ર [निपतति] પડે છે. કેવી રીતે પડે છે? [आत्मानम् अन्तः-स्थिर-विशद-लसद्-धाम्नि चैतन्यपूरे मग्नम् ] આત્માને તો જેનું તેજ અંતરંગમાં સ્થિર અને નિર્મળપણે દેદીપ્યમાન છે એવા ચૈતન્યપૂરમાં (ચૈતન્યના પ્રવાહમાં) મગ્ન કરતી [च] અને [बन्धम् अज्ञानभावे नियमितम्] બંધને અજ્ઞાનભાવમાં નિશ્ચળ (નિયત) કરતી — [अभितः भिन्नभिन्नौ कुर्वती] એ રીતે આત્મા અને બંધને સર્વ તરફથી ભિન્ન ભિન્ન કરતી પડે છે.
ભાવાર્થઃ — અહીં આત્મા અને બંધને ભિન્ન ભિન્ન કરવારૂપ કાર્ય છે. તેનો કર્તા આત્મા છે. ત્યાં કરણ વિના કર્તા કોના વડે કાર્ય કરે? તેથી કરણ પણ જોઈએ. નિશ્ચયનયે કર્તાથી ભિન્ન કરણ હોતું નથી; માટે આત્માથી અભિન્ન એવી આ બુદ્ધિ જ આ કાર્યમાં કરણ છે. આત્માને અનાદિ બંધ જ્ઞાનાવરણાદિ કર્મ છે, તેમનું કાર્ય ભાવબંધ તો રાગાદિક છે અને નોકર્મ શરીરાદિક છે. માટે બુદ્ધિ વડે આત્માને શરીરથી, જ્ઞાનાવરણાદિક દ્રવ્યકર્મથી તથા રાગાદિક ભાવકર્મથી ભિન્ન એક ચૈતન્યભાવમાત્ર અનુભવી જ્ઞાનમાં જ લીન રાખવો તે જ (આત્મા ને બંધનું) ભિન્ન કરવું છે. તેનાથી જ સર્વ કર્મનો નાશ થાય છે, સિદ્ધપદને પમાય છે, એમ જાણવું. ૧૮૧.
Page 433 of 642
PDF/HTML Page 464 of 673
single page version
आत्मबन्धौ हि तावन्नियतस्वलक्षणविज्ञानेन सर्वथैव छेत्तव्यौ; ततो रागादिलक्षणः समस्त एव बन्धो निर्मोक्तव्यः, उपयोगलक्षणः शुद्ध आत्मैव गृहीतव्यः । एतदेव किलात्म- बन्धयोर्द्विधाकरणस्य प्रयोजनं यद्बन्धत्यागेन शुद्धात्मोपादानम् ।
‘આત્મા અને બંધને દ્વિધા કરીને શું કરવું’ એમ પૂછવામાં આવતાં હવે તેનો ઉત્તર કહે છેઃ —
ગાથાર્થઃ — [तथा] એ રીતે [जीवः बन्धः च] જીવ અને બંધ [नियताभ्याम् स्वलक्षणाभ्यां] તેમનાં નિશ્ચિત સ્વલક્ષણોથી [छिद्येते] છેદાય છે. [बन्धः] ત્યાં, બંધને [छेत्तव्यः] છેદવો અર્થાત્ છોડવો [च] અને [शुद्धः आत्मा] શુદ્ધ આત્માને [गृहीतव्यः] ગ્રહણ કરવો.
ટીકાઃ — આત્મા અને બંધને પ્રથમ તો તેમનાં નિયત સ્વલક્ષણોના વિજ્ઞાનથી સર્વથા જ છેદવા અર્થાત્ ભિન્ન કરવા; પછી, રાગાદિક જેનું લક્ષણ છે એવા સમસ્ત બંધને તો છોડવો અને ઉપયોગ જેનું લક્ષણ છે એવા શુદ્ધ આત્માને જ ગ્રહણ કરવો. આ જ ખરેખર આત્મા અને બંધને દ્વિધા કરવાનું પ્રયોજન છે કે બંધના ત્યાગથી (અર્થાત્ બંધનો ત્યાગ કરી) શુદ્ધ આત્માનું ગ્રહણ કરવું.
ભાવાર્થઃ — શિષ્યે પૂછ્યું હતું કે આત્મા અને બંધને દ્વિધા કરીને શું કરવું? તેનો આ ઉત્તર આપ્યો કે બંધનો તો ત્યાગ કરવો અને શુદ્ધ આત્માનું ગ્રહણ કરવું.
(‘આત્મા અને બંધને ભિન્ન તો પ્રજ્ઞા વડે કર્યા પરંતુ આત્માને ગ્રહણ શા વડે કરાય?’ — એવા પ્રશ્નની તથા તેના ઉત્તરની ગાથા કહે છેઃ —
Page 434 of 642
PDF/HTML Page 465 of 673
single page version
ननु केन शुद्धोऽयमात्मा गृहीतव्यः ? प्रज्ञयैव शुद्धोऽयमात्मा गृहीतव्यः, शुद्धस्यात्मनः स्वय- मात्मानं गृह्णतो, विभजत इव, प्रज्ञैककरणत्वात् । अतो यथा प्रज्ञया विभक्तस्तथा प्रज्ञयैव गृहीतव्यः ।
कथमयमात्मा प्रज्ञया गृहीतव्य इति चेत् —
ગાથાર્થઃ — (શિષ્ય પૂછે છે કે – ) [सः आत्मा] તે (શુદ્ધ) આત્મા [कथं] કઈ રીતે [गृह्यते] ગ્રહણ કરાય? (આચાર્યભગવાન ઉત્તર આપે છે કે – ) [प्रज्ञया तु] પ્રજ્ઞા વડે [सः आत्मा] તે (શુદ્ધ) આત્મા [गृह्यते] ગ્રહણ કરાય છે. [यथा] જેમ [प्रज्ञया] પ્રજ્ઞા વડે [विभक्तः] ભિન્ન કર્યો, [तथा] તેમ [प्रज्ञया एव] પ્રજ્ઞા વડે જ [गृहीतव्यः] ગ્રહણ કરવો.
ટીકાઃ — શુદ્ધ એવો આ આત્મા શા વડે ગ્રહણ કરવો? પ્રજ્ઞા વડે જ શુદ્ધ એવો આ આત્મા ગ્રહણ કરવો; કારણ કે શુદ્ધ આત્માને, પોતે પોતાને ગ્રહતાં, પ્રજ્ઞા જ એક કરણ છે — જેમ ભિન્ન કરતાં પ્રજ્ઞા જ એક કરણ હતું તેમ. માટે જેમ પ્રજ્ઞા વડે ભિન્ન કર્યો તેમ પ્રજ્ઞા વડે જ ગ્રહણ કરવો.
ભાવાર્થઃ — ભિન્ન કરવામાં અને ગ્રહણ કરવામાં કરણો જુદાં નથી; માટે પ્રજ્ઞા વડે જ આત્માને ભિન્ન કર્યો અને પ્રજ્ઞા વડે જ ગ્રહણ કરવો.
હવે પૂછે છે કે — આ આત્માને પ્રજ્ઞા વડે કઈ રીતે ગ્રહણ કરવો? તેનો ઉત્તર કહે છેઃ —
Page 435 of 642
PDF/HTML Page 466 of 673
single page version
यो हि नियतस्वलक्षणावलम्बिन्या प्रज्ञया प्रविभक्तश्चेतयिता, सोऽयमहं; ये त्वमी अवशिष्टा अन्यस्वलक्षणलक्ष्या व्यवह्रियमाणा भावाः, ते सर्वेऽपि चेतयितृत्वस्य व्यापकस्य व्याप्यत्वमनायान्तोऽत्यन्तं मत्तो भिन्नाः । ततोऽहमेव मयैव मह्यमेव मत्त एव मय्येव मामेव गृह्णामि । यत्किल गृह्णामि तच्चेतनैकक्रियत्वादात्मनश्चेतय एव; चेतयमान एव चेतये, चेतयमानेनैव चेतये, चेतयमानायैव चेतये, चेतयमानादेव चेतये, चेतयमाने एव चेतये, चेतयमानमेव चेतये । अथवा — न चेतये; न चेतयमानश्चेतये, न चेतयमानेन चेतये, न चेतयमानाय चेतये, न चेतयमानाच्चेतये, न चेतयमाने चेतये, न चेतयमानं चेतये; किन्तु सर्वविशुद्धचिन्मात्रो भावोऽस्मि ।
ગાથાર્થઃ — [प्रज्ञया] પ્રજ્ઞા વડે [गृहीतव्यः] (આત્માને) એમ ગ્રહણ કરવો કે — [यः चेतयिता] જે ચેતનારો છે [सः तु] તે [निश्चयतः] નિશ્ચયથી [अहं] હું છું, [अवशेषाः] બાકીના [ये भावाः] જે ભાવો છે [ते] તે [मम पराः] મારાથી પર છે [इति ज्ञातव्यः] એમ જાણવું.
ટીકાઃ — નિયત સ્વલક્ષણને અવલંબનારી પ્રજ્ઞા વડે જુદો કરવામાં આવેલો જે ચેતક ( – ચેતનારો), તે આ હું છું; અને અન્ય સ્વલક્ષણોથી લક્ષ્ય (અર્થાત્ ચૈતન્યલક્ષણ સિવાય બીજાં લક્ષણોથી ઓળખાવાયોગ્ય) જે આ બાકીના વ્યવહારરૂપ ભાવો છે, તે બધાય, ચેતકપણારૂપી વ્યાપકના વ્યાપ્ય નહિ થતા હોવાથી, મારાથી અત્યંત ભિન્ન છે. માટે હું જ, મારા વડે જ, મારા માટે જ, મારામાંથી જ, મારામાં જ, મને જ ગ્રહણ કરું છું. આત્માની, ચેતના જ એક ક્રિયા હોવાથી, ‘હું ગ્રહણ કરું છું’ એટલે ‘હું ચેતું જ છું’; ચેતતો જ (અર્થાત્ ચેતતો થકો જ) ચેતું છું, ચેતતા વડે જ ચેતું છું, ચેતતા માટે જ ચેતું છું, ચેતતામાંથી જ ચેતું છું, ચેતતામાં જ ચેતું છું, ચેતતાને જ ચેતું છું. અથવા — નથી ચેતતો; નથી ચેતતો થકો ચેતતો, નથી ચેતતા વડે ચેતતો, નથી ચેતતા માટે ચેતતો, નથી ચેતતામાંથી ચેતતો, નથી ચેતતામાં ચેતતો, નથી ચેતતાને ચેતતો; પરંતુ સર્વવિશુદ્ધ ચિન્માત્ર ( – ચૈતન્યમાત્ર) ભાવ છું.
ભાવાર્થઃ — પ્રજ્ઞા વડે ભિન્ન કરવામાં આવેલો જે ચેતક તે આ હું છું અને બાકીના ભાવો મારાથી પર છે; માટે (અભિન્ન છ કારકોથી) હું જ, મારા વડે જ, મારા માટે જ, મારામાંથી જ, મારામાં જ, મને જ ગ્રહણ કરું છું. ‘ગ્રહણ કરું છું’ એટલે ‘ચેતું છું’, કારણ
Page 436 of 642
PDF/HTML Page 467 of 673
single page version
चिन्मुद्राङ्कितनिर्विभागमहिमा शुद्धश्चिदेवास्म्यहम् ।
भिद्यन्तां न भिदास्ति काचन विभौ भावे विशुद्धे चिति ।।१८२।।
કે ચેતવું તે જ આત્માની એક ક્રિયા છે. માટે હું ચેતું જ છું; ચેતનારો જ, ચેતનાર વડે જ, ચેતનાર માટે જ, ચેતનારમાંથી જ, ચેતનારમાં જ, ચેતનારને જ ચેતું છું. અથવા દ્રવ્યદ્રષ્ટિએ તો — છ કારકોના ભેદ પણ મારામાં નથી, હું તો શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવ છું. — આ પ્રમાણે પ્રજ્ઞા વડે આત્માને ગ્રહણ કરવો અર્થાત્ પોતાને ચેતનાર તરીકે અનુભવવો.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [यत् भेत्तुं हि शक्यते सर्वम् अपि स्वलक्षणबलात् भित्त्वा] જે કાંઈ ભેદી શકાય છે તે સર્વને સ્વલક્ષણના બળથી ભેદીને, [चिन्मुद्रा-अङ्कित-निर्विभाग-महिमा शुद्धः चिद् एव अहम् अस्मि] જેનો ચિન્મુદ્રાથી અંકિત નિર્વિભાગ મહિમા છે (અર્થાત્ ચૈતન્યની છાપથી ચિહ્નિત વિભાગરહિત જેનો મહિમા છે) એવો શુદ્ધ ચૈતન્ય જ હું છું. [यदि कारकाणि वा यदि धर्माः वा यदि गुणाः भिद्यन्ते, भिद्यन्ताम्] જો કારકોના, અથવા ધર્મોના, અથવા ગુણોના ભેદો પડે, તો ભલે પડો; [विभौ विशुद्धे चिति भावे काचन भिदा न अस्ति] પરંતુ *વિભુ એવા શુદ્ધ ( – સમસ્ત વિભાવોથી રહિત – ) ચૈતન્યભાવમાં તો કોઈ ભેદ નથી. (આમ પ્રજ્ઞા વડે આત્માને ગ્રહણ કરાય છે.)
ભાવાર્થઃ — જેમનું સ્વલક્ષણ ચૈતન્ય નથી એવા પરભાવો તો મારાથી ભિન્ન છે, માત્ર શુદ્ધ ચૈતન્ય જ હું છું. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણરૂપ કારકભેદો, સત્ત્વ, અસત્ત્વ, નિત્યત્વ, અનિત્યત્વ, એકત્વ, અનેકત્વ આદિ ધર્મભેદો અને જ્ઞાન, દર્શન આદિ ગુણભેદો જો કથંચિત્ હોય તો ભલે હો; પરંતુ શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવમાં તો કોઈ ભેદ નથી. — આમ શુદ્ધનયથી અભેદરૂપે આત્માને ગ્રહણ કરવો. ૧૮૨.
(આત્માને શુદ્ધ ચૈતન્યમાત્ર તો ગ્રહણ કરાવ્યો; હવે સામાન્ય ચેતના દર્શનજ્ઞાન- સામાન્યમય હોવાથી અનુભવમાં દર્શનજ્ઞાનસ્વરૂપ આત્માને આ પ્રમાણે અનુભવવો — એમ કહે છેઃ — ) * વિભુ = દ્રઢ; અચળ; નિત્ય; સમર્થ; સર્વ ગુણપર્યાયોમાં વ્યાપક.
Page 437 of 642
PDF/HTML Page 468 of 673
single page version
चेतनाया दर्शनज्ञानविकल्पानतिक्रमणाच्चेतयितृत्वमिव द्रष्टृत्वं ज्ञातृत्वं चात्मनः स्वलक्षणमेव । ततोऽहं द्रष्टारमात्मानं गृह्णामि । यत्किल गृह्णामि तत्पश्याम्येव; पश्यन्नेव पश्यामि,
ગાથાર્થઃ — [प्रज्ञया] પ્રજ્ઞા વડે [गृहीतव्यः] એમ ગ્રહણ કરવો કે — [यः द्रष्टा] જે દેખનારો છે [सः तु] તે [निश्चयतः] નિશ્ચયથી [अहम्] હું છું, [अवशेषाः] બાકીના [ये भावाः] જે ભાવો છે [ते] તે [मम पराः] મારાથી પર છે [इति ज्ञातव्याः] એમ જાણવું.
[प्रज्ञया] પ્રજ્ઞા વડે [गृहीतव्यः] એમ ગ્રહણ કરવો કે — [यः ज्ञाता] જે જાણનારો છે [सः तु] તે [निश्चयतः] નિશ્ચયથી [अहम्] હું છું, [अवशेषाः] બાકીના [ये भावाः] જે ભાવો છે [ते] તે [मम पराः] મારાથી પર છે [इति ज्ञातव्याः] એમ જાણવું.
ટીકાઃ — ચેતના દર્શનજ્ઞાનરૂપ ભેદોને ઉલ્લંઘતી નહિ હોવાથી, ચેતકપણાની માફક દર્શકપણું અને જ્ઞાતાપણું આત્માનું સ્વલક્ષણ જ છે. માટે હું દેખનારા આત્માને ગ્રહણ કરું છું. ‘ગ્રહણ કરું છું’ એટલે ‘દેખું જ છું’; દેખતો જ (અર્થાત્ દેખતો થકો જ) દેખું છું, દેખતા
Page 438 of 642
PDF/HTML Page 469 of 673
single page version
पश्यतैव पश्यामि, पश्यते एव पश्यामि, पश्यत एव पश्यामि, पश्यत्येव पश्यामि, पश्यन्तमेव पश्यामि । अथवा — न पश्यामि; न पश्यन् पश्यामि, न पश्यता पश्यामि, न पश्यते पश्यामि, न पश्यतः पश्यामि, न पश्यति पश्यामि, न पश्यन्तं पश्यामि; किन्तु सर्वविशुद्धो द्रङ्मात्रो भावोऽस्मि । अपि च — ज्ञातारमात्मानं गृह्णामि । यत्किल गृह्णामि तज्जानाम्येव; जानन्नेव जानामि, जानतैव जानामि, जानते एव जानामि, जानत एव जानामि, जानत्येव जानामि, जानन्तमेव जानामि । अथवा — न जानामि; न जानन् जानामि, न जानता जानामि, न जानते जानामि, न जानतो जानामि, न जानति जानामि, न जानन्तं जानामि; किन्तु सर्वविशुद्धो ज्ञप्तिमात्रो भावोऽस्मि । વડે જ દેખું છું, દેખતા માટે જ દેખું છું, દેખતામાંથી જ દેખું છું, દેખતામાં જ દેખું છું, દેખતાને જ દેખું છું. અથવા — નથી દેખતો; નથી દેખતો થકો દેખતો, નથી દેખતા વડે દેખતો, નથી દેખતા માટે દેખતો, નથી દેખતામાંથી દેખતો, નથી દેખતામાં દેખતો, નથી દેખતાને દેખતો; પરંતુ સર્વવિશુદ્ધ દર્શનમાત્ર ભાવ છું. વળી એવી જ રીતે — હું જાણનારા આત્માને ગ્રહણ કરું છું. ‘ગ્રહણ કરું છું’ એટલે ‘જાણું જ છું’; જાણતો જ (અર્થાત્ જાણતો થકો જ) જાણું છું, જાણતા વડે જ જાણું છું, જાણતા માટે જ જાણું છું, જાણતામાંથી જ જાણું છું, જાણતામાં જ જાણું છું, જાણતાને જ જાણું છું. અથવા — નથી જાણતો; નથી જાણતો થકો જાણતો, નથી જાણતા વડે જાણતો, નથી જાણતા માટે જાણતો, નથી જાણતામાંથી જાણતો, નથી જાણતામાં જાણતો, નથી જાણતાને જાણતો; પરંતુ સર્વવિશુદ્ધિ જ્ઞપ્તિમાત્ર (જાણનક્રિયામાત્ર) ભાવ છું. (આમ દેખનારા આત્માને તેમ જ જાણનારા આત્માને કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણરૂપ કારકોના ભેદપૂર્વક ગ્રહણ કરીને, પછી કારકભેદોનો નિષેધ કરી આત્માને અર્થાત
્ પોતાને દર્શનમાત્ર ભાવરૂપે તેમ જ જ્ઞાનમાત્ર ભાવરૂપે અનુભવવો અર્થાત્ અભેદરૂપે અનુભવવો.)
(ભાવાર્થઃ — આ ત્રણ ગાથાઓમાં, પ્રજ્ઞા વડે આત્માને ગ્રહણ કરવાનું કહ્યું છે. ‘ગ્રહણ કરવું’ એટલે કોઈ અન્ય વસ્તુને ગ્રહવાની – લેવાની નથી; ચેતનાનો અનુભવ કરવો, તે જ, આત્માનું ‘ગ્રહણ કરવું’ છે.
પ્રથમની ગાથામાં સામાન્ય ચેતનાનો અનુભવ કરાવ્યો હતો. ત્યાં, અનુભવ કરનાર, જેનો અનુભવ કરવામાં આવે તે, જેના વડે અનુભવ કરવામાં આવે તે — ઇત્યાદિ કારકભેદરૂપે આત્માને કહીને, અભેદવિવક્ષામાં કારકભેદનો નિષેધ કરી, આત્માને એક શુદ્ધ ચૈતન્યમાત્ર કહ્યો હતો.
Page 439 of 642
PDF/HTML Page 470 of 673
single page version
ननु कथं चेतना दर्शनज्ञानविकल्पौ नातिक्रामति येन चेतयिता द्रष्टा ज्ञाता च स्यात् ? उच्यते — चेतना तावत्प्रतिभासरूपा; सा तु, सर्वेषामेव वस्तूनां सामान्यविशेषात्मकत्वात्, द्वैरूप्यं नातिक्रामति । ये तु तस्या द्वे रूपे ते दर्शनज्ञाने । ततः सा ते नातिक्रामति । यद्यतिक्रामति, सामान्यविशेषातिक्रान्तत्वाच्चेतनैव न भवति । तदभावे द्वौ दोषौ — स्वगुणोच्छेदाच्चेतनस्या- चेतनतापत्तिः, व्यापकाभावे व्याप्यस्य चेतनस्याभावो वा । ततस्तद्दोषभयाद्दर्शनज्ञानात्मिकैव चेतनाभ्युपगन्तव्या ।
दात्मा चान्तमुपैति तेन नियतं द्रग्ज्ञप्तिरूपाऽस्तु चित् ।।१८३।।
હવે આ બે ગાથાઓમાં દ્રષ્ટા અને જ્ઞાતાનો અનુભવ કરાવ્યો છે, કારણ કે ચેતનાસામાન્ય દર્શનજ્ઞાનવિશેષોને ઉલ્લંઘતી નથી. અહીં પણ, છ કારકરૂપ ભેદ-અનુભવન કરાવી, પછી અભેદ- અનુભવનની અપેક્ષાએ કારકભેદ દૂર કરાવી, દ્રષ્ટાજ્ઞાતામાત્રનો અનુભવ કરાવ્યો છે.)
(ટીકાઃ — ) અહીં પ્રશ્ન થાય છે કે — ચેતના દર્શનજ્ઞાનભેદોને કેમ ઉલ્લંઘતી નથી કે જેથી ચેતનારો દ્રષ્ટા તથા જ્ઞાતા હોય છે? તેનો ઉત્તર કહેવામાં આવે છેઃ — પ્રથમ તો ચેતના પ્રતિભાસરૂપ છે. તે ચેતના દ્વિરૂપતાને અર્થાત્ બે-રૂપપણાને ઉલ્લંઘતી નથી, કારણ કે સમસ્ત વસ્તુઓ સામાન્યવિશેષાત્મક છે. (બધીયે વસ્તુઓ સામાન્યવિશેષસ્વરૂપ છે, તેથી તેમને પ્રતિભાસનારી ચેતના પણ બે-રૂપપણાને ઉલ્લંઘતી નથી.) તેનાં જે બે રૂપો છે તે દર્શન અને જ્ઞાન છે. માટે તે તેમને ( – દર્શનજ્ઞાનને) ઉલ્લંઘતી નથી. જો ચેતના દર્શન જ્ઞાનને ઉલ્લંઘે તો સામાન્યવિશેષને ઉલ્લંઘવાથી ચેતના જ ન હોય (અર્થાત્ ચેતનાનો અભાવ થાય). તેના અભાવમાં બે દોષ આવે — (૧) પોતાના ગુણનો નાશ થવાથી ચેતનને અચેતનપણું આવી પડે, અથવા (૨) વ્યાપકના ( – ચેતનાના – ) અભાવમાં વ્યાપ્ય એવા ચેતનનો (આત્માનો) અભાવ થાય. માટે તે દોષોના ભયથી ચેતનાને દર્શનજ્ઞાનસ્વરૂપ જ અંગીકાર કરવી.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [जगति हि चेतना अद्वैता] જગતમાં ખરેખર ચેતના અદ્વૈત છે [अपि चेत् सा द्रग्ज्ञप्तिरूपं त्यजेत्] તોપણ જો તે દર્શનજ્ઞાનરૂપને છોડે [तत्सामान्यविशेषरूपविरहात्] તો
Page 440 of 642
PDF/HTML Page 471 of 673
single page version
भावाः परे ये किल ते परेषाम् ।
भावाः परे सर्वत एव हेयाः ।।१८४।।
સામાન્યવિશેષરૂપના અભાવથી [अस्तित्वम् एव त्यजेत्] (તે ચેતના) પોતાના અસ્તિત્વને જ છોડે; [तत्-त्यागे] એમ ચેતના પોતાના અસ્તિત્વને છોડતાં, (૧) [चितः अपि जडता भवति] ચેતનને જડપણું આવે અર્થાત્ આત્મા જડ થઈ જાય, [च] અને (૨) [व्यापकात् विना व्याप्यः आत्मा अन्तम् उपैति] વ્યાપક વિના ( – ચેતના વિના – ) વ્યાપ્ય જે આત્મા તે નાશ પામે ( – આમ બે દોષ આવે છે). [तेन चित् नियतं द्रग्ज्ञप्तिरूपा अस्तु] માટે ચેતના નિયમથી દર્શનજ્ઞાનરૂપ જ હો.
ભાવાર્થઃ — સમસ્ત વસ્તુઓ સામાન્યવિશેષાત્મક છે. તેથી તેમને પ્રતિભાસનારી ચેતના પણ સામાન્યપ્રતિભાસરૂપ ( – દર્શનરૂપ) અને વિશેષપ્રતિભાસરૂપ ( – જ્ઞાનરૂપ) હોવી જોઈએ. જો ચેતના પોતાની દર્શનજ્ઞાનરૂપતાને છોડે તો ચેતનાનો જ અભાવ થતાં, કાં તો ચેતન આત્માને (પોતાના ચેતનાગુણનો અભાવ થવાથી) જડપણું આવે, અથવા તો વ્યાપકના અભાવથી વ્યાપ્ય એવા આત્માનો અભાવ થાય. (ચેતના આત્માની સર્વ અવસ્થાઓમાં વ્યાપતી હોવાથી વ્યાપક છે અને આત્મા ચેતન હોવાથી ચેતનાનું વ્યાપ્ય છે. તેથી ચેતનાનો અભાવ થતાં આત્માનો પણ અભાવ થાય.) માટે ચેતના દર્શનજ્ઞાનસ્વરૂપ જ માનવી.
અહીં તાત્પર્ય એવું છે કે — સાંખ્યમતી આદિ કેટલાક લોકો સામાન્ય ચેતનાને જ માની એકાંત કહે છે, તેમનો નિષેધ કરવા માટે ‘વસ્તુનું સ્વરૂપ સામાન્યવિશેષરૂપ છે તેથી ચેતનાને સામાન્યવિશેષરૂપ અંગીકાર કરવી’ એમ અહીં જણાવ્યું છે. ૧૮૩.
હવે આગળના કથનની સૂચનારૂપ શ્લોક કહે છેઃ —
શ્લોકાર્થઃ — [चितः] ચૈતન્યનો (આત્માનો) તો [एकः चिन्मयः एव भावः] એક ચિન્મય જ ભાવ છે, [ये परे भावाः] જે બીજા ભાવો છે [ते किल परेषाम्] તે ખરેખર પરના ભાવો છે; [तत :] માટે [चिन्मयः भावः एव ग्राह्यः] (એક) ચિન્મય ભાવ જ ગ્રહણ કરવાયોગ્ય છે, [परे भावाः सर्वतः एव हेयाः] બીજા ભાવો સર્વથા છોડવાયોગ્ય છે. ૧૮૪.
હવે આ ઉપદેશની ગાથા કહે છેઃ —
Page 441 of 642
PDF/HTML Page 472 of 673
single page version
यो हि परात्मनोर्नियतस्वलक्षणविभागपातिन्या प्रज्ञया ज्ञानी स्यात्, स खल्वेकं चिन्मात्रं भावमात्मीयं जानाति, शेषांश्च सर्वानेव भावान् परकीयान् जानाति । एवं च जानन् कथं परभावान्ममामी इति ब्रूयात् ? परात्मनोर्निश्चयेन स्वस्वामिसम्बन्धस्यासम्भवात् । अतः सर्वथा चिद्भाव एव गृहीतव्यः, शेषाः सर्वे एव भावाः प्रहातव्या इति सिद्धान्तः ।
ગાથાર્થઃ — [सर्वान् भावान्] સર્વ ભાવોને [परकीयान्] પારકા [ज्ञात्वा] જાણીને [कः नाम बुधः] કોણ જ્ઞાની, [आत्मानम्] પોતાને [शुद्धम्] શુદ્ધ [जानन्] જાણતો થકો, [इदम् मम] ‘આ મારું છે’ ( – ‘આ ભાવો મારા છે’) [इति च वचनम्] એવું વચન [भणेत्] બોલે?
ટીકાઃ — જે (પુરુષ) પરના અને આત્માના નિયત સ્વલક્ષણોના વિભાગમાં પડનારી પ્રજ્ઞા વડે જ્ઞાની થાય, તે ખરેખર એક ચિન્માત્ર ભાવને પોતાનો જાણે છે અને બાકીના સર્વ ભાવોને પારકા જાણે છે. આવું જાણતો થકો (તે પુરુષ) પરભાવોને ‘આ મારા છે’ એમ કેમ કહે? (ન જ કહે;) કારણ કે પરને અને પોતાને નિશ્ચયથી સ્વસ્વામિસંબંધનો અસંભવ છે. માટે, સર્વથા ચિદ્ભાવ જ (એક) ગ્રહણ કરવાયોગ્ય છે, બાકીના સમસ્ત ભાવો છોડવાયોગ્ય છે — એવો સિદ્ધાંત છે.
ભાવાર્થઃ — લોકમાં પણ એ ન્યાય છે કે — જે સુબુદ્ધિ હોય, ન્યાયવાન હોય, તે પરનાં ધનાદિકને પોતાનાં ન કહે. તેવી જ રીતે જે સમ્યગ્જ્ઞાની છે, તે સમસ્ત પરદ્રવ્યોને પોતાનાં કરતો નથી, પોતાના નિજભાવને જ પોતાનો જાણી ગ્રહણ કરે છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
Page 442 of 642
PDF/HTML Page 473 of 673
single page version
शुद्धं चिन्मयमेकमेव परमं ज्योतिः सदैवास्म्यहम् ।
स्तेऽहं नास्मि यतोऽत्र ते मम परद्रव्यं समग्रा अपि ।।१८५।।
શ્લોકાર્થઃ — [उदात्तचित्तचरितैः मोक्षार्थिभिः] જેમના ચિત્તનું ચરિત્ર ઉદાત્ત ( – ઉદાર, ઉચ્ચ, ઉજ્જ્વળ) છે એવા મોક્ષાર્થીઓ [अयम् सिद्धान्तः] આ સિદ્ધાંતને [सेव्यताम्] સેવન કરો કે — ‘[अहम् शुद्धं चिन्मयम् एकम् परमं ज्योतिः एव सदा एव अस्मि] હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ જ સદાય છું; [तु] અને [एते ये पृथग्लक्षणाः विविधाः भावाः समुल्लसन्ति ते अहं न अस्मि] આ જે ભિન્ન લક્ષણવાળા વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય છે તે હું નથી, [यतः अत्र ते समग्राः अपि मम परद्रव्यम्] કારણ કે તે બધાય મને પરદ્રવ્ય છે’. ૧૮૫.
હવે આગળના કથનની સૂચનાનો શ્લોક કહે છેઃ —
શ્લોકાર્થઃ — [परद्रव्यग्रहं कुर्वन्] જે પરદ્રવ્યને ગ્રહણ કરે છે [अपराधवान्] તે અપરાધી છે [बध्येत एव] તેથી બંધમાં પડે છે, અને [स्वद्रव्ये संवृतः यतिः] જે સ્વદ્રવ્યમાં જ સંવૃત છે (અર્થાત્ જે પોતાના દ્રવ્યમાં જ ગુપ્ત છે — મગ્ન છે — સંતુષ્ટ છે, પરદ્રવ્યને ગ્રહતો નથી) એવો યતિ [अनपराधः] નિરપરાધી છે [न बध्येत] તેથી બંધાતો નથી. ૧૮૬.
હવે આ કથનને દ્રષ્ટાંતપૂર્વક ગાથામાં કહે છેઃ —
Page 443 of 642
PDF/HTML Page 474 of 673
single page version
यथात्र लोके य एव परद्रव्यग्रहणलक्षणमपराधं करोति तस्यैव बन्धशङ्का सम्भवति, यस्तु
ગાથાર્થઃ — [यः] જે પુરુષ [स्तेयादीन् अपराधान्] ચોરી આદિ અપરાધો [करोति] કરે છે [सः तु] તે ‘[जने विचरन्] લોકમાં ફરતાં [मा] રખે [केन अपि] મને કોઈ [चौरः इति] ચોર જાણીને [बध्ये] બાંધશે – પકડશે’ એમ [शङ्कितः भ्रमति] શંકિત ફરે છે; [यः] જે પુરુષ [अपराधान्] અપરાધ [न करोति] કરતો નથી [सः तु] તે [जनपदे] લોકમાં [निश्शङ्कः भ्रमति] નિઃશંક ફરે છે, [यद्] કારણ કે [तस्य] તેને [बद्धुं चिन्ता] બંધાવાની ચિંતા [कदाचित् अपि] કદાપિ [न उत्पद्यते] ઊપજતી નથી. [एवम्] એવી રીતે [चेतयिता] અપરાધી આત્મા ‘[सापराधः अस्मि] હું અપરાધી છું [बध्ये तु अहम्] તેથી હું બંધાઈશ’ એમ [शङ्कितः] શંકિત હોય છે, [यदि पुनः] અને જો [निरपराधः] નિરપરાધી (આત્મા) હોય તો ‘[अहं न बध्ये] હું નહિ બંધાઉં’ એમ [निश्शङ्कः] નિઃશંક હોય છે.
ટીકાઃ — જેમ આ જગતમાં જે પુરુષ, પરદ્રવ્યનું ગ્રહણ જેનું લક્ષણ છે એવો અપરાધ કરે છે તેને જ બંધની શંકા થાય છે અને જે અપરાધ કરતો નથી તેને બંધની શંકા થતી
Page 444 of 642
PDF/HTML Page 475 of 673
single page version
तं न करोति तस्य सा न सम्भवति; तथात्मापि य एवाशुद्धः सन् परद्रव्यग्रहणलक्षणमपराधं करोति तस्यैव बन्धशङ्का सम्भवति, यस्तु शुद्धः संस्तं न करोति तस्य सा न सम्भवतीति नियमः । अतः सर्वथा सर्वपरकीयभावपरिहारेण शुद्ध आत्मा गृहीतव्यः, तथा सत्येव निरपराधत्वात् ।
को हि नामायमपराधः ? —
નથી, તેમ આત્મા પણ જે અશુદ્ધ વર્તતો થકો, પરદ્રવ્યનું ગ્રહણ જેનું લક્ષણ છે એવો અપરાધ કરે છે તેને જ બંધની શંકા થાય છે અને જે શુદ્ધ વર્તતો થકો અપરાધ કરતો નથી તેને બંધની શંકા થતી નથી — એવો નિયમ છે. માટે સર્વથા સર્વ પારકા ભાવોના પરિહાર વડે (અર્થાત્ પરદ્રવ્યના સર્વ ભાવોને છોડીને) શુદ્ધ આત્માને ગ્રહણ કરવો, કારણ કે એમ થાય ત્યારે જ નિરપરાધપણું થાય છે.
ભાવાર્થઃ — જો માણસ ચોરી આદિ અપરાધ કરે તો તેને બંધનની શંકા થાય; નિરપરાધને શંકા શા માટે થાય? તેવી જ રીતે જો આત્મા પરદ્રવ્યના ગ્રહણરૂપ અપરાધ કરે તો તેને બંધની શંકા થાય જ; જો પોતાને શુદ્ધ અનુભવે, પરને ન ગ્રહે, તો બંધની શંકા શા માટે થાય? માટે પરદ્રવ્યને છોડી શુદ્ધ આત્માનું ગ્રહણ કરવું. ત્યારે જ નિરપરાધ થવાય છે.
હવે પૂછે છે કે આ ‘અપરાધ’ એટલે શું? તેના ઉત્તરમાં અપરાધનું સ્વરૂપ કહે છેઃ —
Page 445 of 642
PDF/HTML Page 476 of 673
single page version
परद्रव्यपरिहारेण शुद्धस्यात्मनः सिद्धिः साधनं वा राधः । अपगतो राधो यस्य चेतयितुः सोऽपराधः । अथवा अपगतो राधो यस्य भावस्य सोऽपराधः, तेन सह यश्चेतयिता वर्तते स सापराधः । स तु परद्रव्यग्रहणसद्भावेन शुद्धात्मसिद्धयभावाद्बन्धशङ्कासम्भवे सति स्वयमशुद्धत्वादनाराधक एव स्यात् । यस्तु निरपराधः स समग्रपरद्रव्यपरिहारेण शुद्धात्मसिद्धिसद्भावाद्बन्धशङ्काया असम्भवे सति उपयोगैकलक्षणशुद्ध आत्मैक एवाहमिति
ગાથાર્થઃ — [संसिद्धिराधसिद्धम्] સંસિદ્ધિ, *રાધ, સિદ્ધ, [साधितम् आराधितं च] સાધિત અને આરાધિત — [एकार्थम्] એ શબ્દો એકાર્થ છે; [यः खलु चेतयिता] જે આત્મા [अपगतराधः] ‘અપગતરાધ’ અર્થાત્ રાધથી રહિત છે [सः] તે આત્મા [अपराधः] અપરાધ [भवति] છે.
[पुनः] વળી [यः चेतयिता] જે આત્મા [निरपराधः] નિરપરાધ છે [सः तु] તે [निश्शङ्कितः भवति] નિઃશંક હોય છે; [अहम् इति जानन्] ‘શુદ્ધ આત્મા તે જ હું છું’ એમ જાણતો થકો [आराधनया] આરાધનાથી [नित्यं वर्तते] સદા વર્તે છે.
ટીકાઃ — પરદ્રવ્યના પરિહાર વડે શુદ્ધ આત્માની સિદ્ધિ અથવા સાધન તે રાધ. જે આત્મા ‘અપગતરાધ’ અર્થાત્ રાધ રહિત હોય તે આત્મા અપરાધ છે. અથવા (બીજો સમાસવિગ્રહ આ પ્રમાણે છેઃ) જે ભાવ રાધ રહિત હોય તે ભાવ અપરાધ છે; તે અપરાધ સહિત જે આત્મા વર્તતો હોય તે આત્મા સાપરાધ છે. તે આત્મા, પરદ્રવ્યના ગ્રહણના સદ્ભાવ વડે શુદ્ધ આત્માની સિદ્ધિના અભાવને લીધે બંધની શંકા થતી હોઈને સ્વયં અશુદ્ધ હોવાથી, અનારાધક જ છે. અને જે આત્મા નિરપરાધ છે તે, સમગ્ર પરદ્રવ્યના પરિહાર વડે શુદ્ધ આત્માની સિદ્ધિના સદ્ભાવને લીધે બંધની શંકા નહિ થતી હોવાથી ‘ઉપયોગ જ જેનું એક લક્ષણ છે એવો એક શુદ્ધ આત્મા જ હું છું’ એમ નિશ્ચય કરતો થકો શુદ્ધ આત્માની સિદ્ધિ * રાધ = આરાધના; પ્રસન્નતા; કૃપા; સિદ્ધિ; પૂર્ણતા; સિદ્ધ કરવું તે; પૂર્ણ કરવું તે.
Page 446 of 642
PDF/HTML Page 477 of 673
single page version
निश्चिन्वन् नित्यमेव शुद्धात्मसिद्धिलक्षणयाराधनया वर्तमानत्वादाराधक एव स्यात् ।
स्पृशति निरपराधो बन्धनं नैव जातु ।
भवति निरपराधः साधु शुद्धात्मसेवी ।।१८७।।
ननु किमनेन शुद्धात्मोपासनप्रयासेन ? यतः प्रतिक्रमणादिनैव निरपराधो
भवत्यात्मा; सापराधस्याप्रतिक्रमणादेस्तदनपोहकत्वेन विषकुम्भत्वे सति प्रतिक्रमणा-
જેનું લક્ષણ છે એવી આરાધનાથી સદાય વર્તતો હોવાથી, આરાધક જ છે.
ભાવાર્થઃ — સંસિદ્ધિ, રાધ, સિદ્ધિ, સાધિત અને આરાધિત — એ શબ્દોનો અર્થ એક જ છે. અહીં શુદ્ધ આત્માની સિદ્ધિ અથવા સાધનનું નામ ‘રાધ’ છે. જેને તે રાધ નથી તે આત્મા સાપરાધ છે અને જેને તે રાધ છે તે આત્મા નિરપરાધ છે. જે સાપરાધ છે તેને બંધની શંકા થાય છે માટે તે સ્વયં અશુદ્ધ હોવાથી અનારાધક છે; અને જે નિરપરાધ છે તે નિઃશંક થયો થકો પોતાના ઉપયોગમાં લીન હોય છે તેથી તેને બંધની શંકા નથી, માટે ‘શુદ્ધ આત્મા તે જ હું છું’ એવા નિશ્ચયપૂર્વક વર્તતો થકો સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપના એક ભાવરૂપ નિશ્ચય આરાધનાનો આરાધક જ છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [सापराधः] સાપરાધ આત્મા [अनवरतम्] નિરંતર [अनन्तैः] અનંત પુદ્ગલપરમાણુરૂપ કર્મોથી [बध्यते] બંધાય છે; [निरपराधः] નિરપરાધ આત્મા [बन्धनम्] બંધનને [जातु] કદાપિ [स्पृशति न एव] સ્પર્શતો નથી જ. [अयम्] જે સાપરાધ આત્મા છે તે તો [नियतम् ] નિયમથી [स्वम् अशुद्धं भजन् ] પોતાને અશુદ્ધ સેવતો થકો [सापराधः] સાપરાધ છે; [निरपराधः] નિરપરાધ આત્મા તો [साधु] ભલી રીતે [शुद्धात्मसेवी भवति] શુદ્ધ આત્માનો સેવનાર હોય છે. ૧૮૭.
(હવે વ્યવહારનયાવલંબી અર્થાત્ વ્યવહારનયને અવલંબનાર તર્ક કરે છે કેઃ — ) ‘‘એવો શુદ્ધ આત્માની ઉપાસનાનો પ્રયાસ (મહેનત) કરવાનું શું કામ છે? કારણ કે પ્રતિક્રમણ આદિથી જ આત્મા નિરપરાધ થાય છે; કેમ કે સાપરાધને, જે અપ્રતિક્રમણ આદિ છે તે, અપરાધને દૂર કરનારાં નહિ હોવાથી, વિષકુંભ છે, માટે જે પ્રતિક્રમણ આદિ છે તે, અપરાધને દૂર કરનારાં
Page 447 of 642
PDF/HTML Page 478 of 673
single page version
देस्तदपोहकत्वेनामृतकुम्भत्वात् । उक्तं च व्यवहाराचारसूत्रे — अप्पडिकमणमप्पडिसरणं अप्पडिहारो अधारणा चेव । अणियत्ती य अणिंदागरहासोही य विसकुंभो ।।१।। पडिकमणं पडिसरणं परिहारो धारणा णियत्ती य । णिंदा गरहा सोही अट्ठविहो अमयकुंभो दु ।।२।।
अत्रोच्यते — હોવાથી, અમૃતકુંભ છે. વ્યવહારાચારસૂત્રમાં ( – વ્યવહારને કહેનારા આચારસૂત્રમાં – ) પણ કહ્યું છે કે —
[અર્થઃ — અપ્રતિક્રમણ, અપ્રતિસરણ, અપરિહાર, અધારણા, અનિવૃત્તિ, અનિંદા, અગર્હા અને અશુદ્ધિ — એ (આઠ પ્રકારનો) વિષકુંભ અર્થાત્ ઝેરનો ઘડો છે. ૧.
૧પ્રતિક્રમણ, ૨પ્રતિસરણ, ૩પરિહાર, ૪ધારણા, ૫નિવૃત્તિ, ૬નિંદા, ૭ગર્હા અને ૮શુદ્ધિ — એ આઠ પ્રકારનો અમૃતકુંભ છે. ૨.]’’
ઉપરના તર્કનું સમાધાન આચાર્યભગવાન (નિશ્ચયનયની પ્રધાનતાથી) ગાથામાં કરે છેઃ — ૧. પ્રતિક્રમણ = કરેલા દોષોનું નિરાકરણ કરવું તે ૨. પ્રતિસરણ = સમ્યક્ત્વાદિ ગુણોમાં પ્રેરણા ૩. પરિહાર = મિથ્યાત્વાદિ દોષોનું નિવારણ ૪. ધારણા = પંચનમસ્કારાદિ મંત્ર, પ્રતિમા વગેરે બાહ્ય દ્રવ્યોના આલંબન વડે ચિત્તને સ્થિર કરવું તે ૫. નિવૃત્તિ = બાહ્ય વિષયકષાયાદિ ઇચ્છામાં વર્તતા ચિત્તને પાછું વાળવું તે ૬. નિંદા = આત્મસાક્ષીએ દોષોનું પ્રગટ કરવું તે ૭. ગર્હા = ગુરુસાક્ષીએ દોષોનું પ્રગટ કરવું તે ૮. શુદ્ધિ = દોષ થતાં પ્રાયશ્ચિત્ત લઈને વિશુદ્ધિ કરવી તે
Page 448 of 642
PDF/HTML Page 479 of 673
single page version
यस्तावदज्ञानिजनसाधारणोऽप्रतिक्रमणादिः स शुद्धात्मसिद्धयभावस्वभावत्वेन स्वयमेवापराधत्वाद्विषकुम्भ एव; किं तस्य विचारेण ? यस्तु द्रव्यरूपः प्रतिक्रमणादिः
ગાથાર્થઃ — [प्रतिक्रमणम्] પ્રતિક્રમણ, [प्रतिसरणम्] પ્રતિસરણ, [परिहारः] પરિહાર, [धारणा] ધારણા, [निवृत्तिः] નિવૃત્તિ, [निन्दा] નિંદા, [गर्हा] ગર્હા [च शुद्धिः] અને શુદ્ધિ — [अष्टविधः] એ આઠ પ્રકારનો [विषकुम्भः] વિષકુંભ [भवति] છે (કારણ કે એમાં કર્તાપણાની બુદ્ધિ સંભવે છે).
[अप्रतिक्रमणम्] અપ્રતિક્રમણ, [अप्रतिसरणम्] અપ્રતિસરણ, [अपरिहारः] અપરિહાર, [अधारणा] અધારણા, [अनिवृत्तिः च] અનિવૃત્તિ, [अनिन्दा] અનિંદા, [अगर्हा] અગર્હા [च एव] અને [अशुद्धिः] અશુદ્ધિ — [अमृतकुम्भः] એ અમૃતકુંભ છે (કારણ કે એમાં કર્તાપણાનો નિષેધ છે — કાંઈ કરવાનું જ નથી, માટે બંધ થતો નથી).
ટીકાઃ — પ્રથમ તો જે અજ્ઞાનીજનસાધારણ (અર્થાત્ અજ્ઞાની લોકોને સાધારણ એવાં) અપ્રતિક્રમણાદિ છે તેઓ તો શુદ્ધ આત્માની સિદ્ધિના અભાવરૂપ સ્વભાવવાળાં હોવાને લીધે સ્વયમેવ અપરાધરૂપ હોવાથી વિષકુંભ જ છે; તેમનો વિચાર કરવાનું શું પ્રયોજન છે? (તેઓ
Page 449 of 642
PDF/HTML Page 480 of 673
single page version
स सर्वापराधविषदोषापकर्षणसमर्थत्वेनामृतकुम्भोऽपि प्रतिक्रमणाप्रतिक्रमणादिविलक्षणा- प्रतिक्रमणादिरूपां तार्तीयीकीं भूमिमपश्यतः स्वकार्यकरणासमर्थत्वेन विपक्षकार्यकारित्वाद्विषकुम्भ एव स्यात् । अप्रतिक्रमणादिरूपा तृतीया भूमिस्तु स्वयं शुद्धात्मसिद्धिरूपत्वेन सर्वापराधविषदोषाणां सर्वङ्कषत्वात् साक्षात्स्वयममृतकुम्भो भवतीति व्यवहारेण द्रव्यप्रतिक्रमणादेरपि अमृतकुम्भत्वं साधयति । तयैव च निरपराधो भवति चेतयिता । तदभावे द्रव्यप्रतिक्रमणादिरप्यपराध एव । अतस्तृतीयभूमिकयैव निरपराधत्वमित्यवतिष्ठते । तत्प्राप्त्यर्थ एवायं द्रव्यप्रतिक्रमणादिः । ततो मेति
मंस्था यत्प्रतिक्रमणादीन् श्रुतिस्त्याजयति, किन्तु द्रव्यप्रतिक्रमणादिना न मुञ्चति, अन्यदपि प्रतिक्रमणाप्रतिक्रमणाद्यगोचराप्रतिक्रमणादिरूपं शुद्धात्मसिद्धिलक्षणमतिदुष्करं किमपि कारयति । वक्ष्यते चात्रैव — कम्मं जं पुव्वकयं सुहासुहमणेयवित्थरविसेसं । तत्तो णियत्तदे अप्पयं तु जो
सो पडिक्कमणं ।। इत्यादि ।
તો પ્રથમ જ ત્યાગવાયોગ્ય છે.) અને જે દ્રવ્યરૂપ પ્રતિક્રમણાદિ છે તેઓ સર્વ અપરાધરૂપી વિષના દોષોને ઘટાડવામાં ( – ક્રમે ક્રમે મટાડવામાં) સમર્થ હોવાથી અમૃતકુંભ છે (એમ વ્યવહાર આચારસૂત્રમાં કહ્યું છે) તોપણ પ્રતિક્રમણ-અપ્રતિક્રમણાદિથી વિલક્ષણ એવી અપ્રતિક્રમણાદિરૂપ ત્રીજી ભૂમિને નહિ દેખનાર પુરુષને તે દ્રવ્યપ્રતિક્રમણાદિ (અપરાધ કાપવારૂપ) પોતાનું કાર્ય કરવા અસમર્થ હોવાને લીધે વિપક્ષ કાર્ય (અર્થાત્ બંધનું કાર્ય) કરતાં હોવાથી વિષકુંભ જ છે. જે અપ્રતિક્રમણાદિરૂપ ત્રીજી ભૂમિ છે તે, સ્વયં શુદ્ધાત્માની સિદ્ધિરૂપ હોવાને લીધે સર્વ અપરાધરૂપી વિષના દોષોને સર્વથા નષ્ટ કરનારી હોવાથી, સાક્ષાત્ સ્વયં અમૃતકુંભ છે અને એ રીતે (તે ત્રીજી ભૂમિ) વ્યવહારથી દ્રવ્યપ્રતિક્રમણાદિને પણ અમૃતકુંભપણું સાધે છે. તે ત્રીજી ભૂમિથી જ આત્મા નિરપરાધ થાય છે. તેના (અર્થાત્ ત્રીજી ભૂમિના) અભાવમાં દ્રવ્ય-પ્રતિક્રમણાદિ પણ અપરાધ જ છે. માટે, ત્રીજી ભૂમિથી જ નિરપરાધપણું છે એમ ઠરે છે. તેની પ્રાપ્તિ અર્થે જ આ દ્રવ્યપ્રતિક્રમણાદિ છે. આમ હોવાથી એમ ન માનો કે (નિશ્ચયનયનું) શાસ્ત્ર દ્રવ્યપ્રતિક્રમણાદિને છોડાવે છે. ત્યારે શું કરે છે? દ્રવ્યપ્રતિક્રમણાદિથી છોડી દેતું નથી ( – અટકાવી દેતું નથી, સંતોષ મનાવી દેતું નથી); તે સિવાય બીજું પણ, પ્રતિક્રમણ-અપ્રતિક્રમણાદિથી અગોચર અપ્રતિક્રમણાદિરૂપ, શુદ્ધ આત્માની સિદ્ધિ જેનું લક્ષણ છે એવું, અતિ દુષ્કર કાંઈક કરાવે છે. આ શાસ્ત્રમાં જ આગળ કહેશે કે — *कम्मं जं पुव्वकयं सुहासुहमणेय-वित्थरविसेसं । तत्तो णियत्तदे अप्पयं तु जो सो पडिक्कमणं ।। (અર્થઃ — અનેક પ્રકારના વિસ્તારવાળાં જે પૂર્વે કરેલાં શુભાશુભ કર્મ છે તેમનાથી જે પોતાના આત્માને નિવર્તાવે છે તે આત્મા પ્રતિક્રમણ છે.) વગેરે. * જુઓ ગાથા ૩૮૩ — ૩૮૫; ત્યાં નિશ્ચયપ્રતિક્રમણ વગેરેનું સ્વરૂપ કહ્યું છે.