Atmadharma magazine - Ank 101
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 25
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૯
સળંગ અંક ૧૦૧
Version History
Version
NumberDateChanges
001July 2003First electronic version.

PDF/HTML Page 2 of 25
single page version

background image
ફાગણસંપાદકવર્ષ નવમું
રામજી માણેકચંદ દોશી
૨૪૭૮વકીલઅંકઃ પ
સિદ્ધના સંદેશ
જેને સાચી શ્રદ્ધા પ્રગટે તેનું
આખું અંતર ફરી જાય, હૃદયપલટો
થઈ જાય, અંતરમાં ઊથલપાથલ થઈ
જાય, આંધળામાંથી દેખતો થાય;
અંતરની જ્યોત જાગે તેની દશાની
દિશા આખી ફરી જાય; જેને
અંતરપલટો થાય તેને કોઈને પૂછવા
જવું ન પડે, તેનું અંતર બેધડક પડકાર
મારતું સાક્ષી આપે કે અમે હવે પ્રભુના
માર્ગમાં ભળ્‌યા છીએ. સિદ્ધના સંદેશા
આવી ચૂકયા છે, હવે ટૂંકા કાળે સિદ્ધ
થયે છૂટકો, તેમાં બીજું કાંઈ થાય
નહિ, ફેર પડે નહિ.
સમયસાર–બંધઅધિકારના પ્રવચનોમાંથી.
છુટક નકલ૧૦૧વાર્ષિક લવાજમ
શાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિક
ચાર આનાત્રણ રૂપિયા

PDF/HTML Page 3 of 25
single page version

background image
સોનગઢમાં શ્રી શ્રાવિકા–બ્રહ્મચર્યાશ્રમનો ઉદ્ઘાટન–મહોત્સવ
ગયા વર્ષે સીમંધર ભગવાનની પ્રતિષ્ઠાના વાર્ષિક મહોત્સવ દરમિયાન કલકત્તાથી શ્રીમાન વચ્છરાજજી શેઠ
(લાડનૂવાળા) તેમના ધર્મપત્ની સહિત પહેલી જ વાર સોનગઢ આવેલા, પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનો સાંભળીને તેમ જ
સોનગઢમાં થતી મહાન ધર્મપ્રભાવના દેખીને તેઓ ઘણા ખુશી થયા હતા. અને વિશેષ ઉલ્લાસ આવી જતાં તુરત જ
તેઓએ સોનગઢમાં જમીન ખરીદીને એક લાખ ઉપરાંત રૂા. ના ખર્ચે મકાનો બંધાવ્યા, તેનું નામ ‘श्रीमती गोगीदेवी
दि० जैन श्राविका–ब्रह्मचर्याश्रम’ આપ્યું છે. માહ સુદ પ ને ગુરુવારે ઘણા ઉત્સાહપૂર્વક આ આશ્રમનું ઉદ્ઘાટન થયું છે.
આ આશ્રમમાં પૂ. બેનશ્રીબેન જેવા પવિત્ર આત્માઓની મંગલ છાયામાં મુખ્યપણે બાલબ્રહ્મચારિણી બેનો વગેરે રહે છે.
ઉદ્ઘાટનના આગલા દિવસે આશ્રમમાં જાપ, શાંતિપાઠ, અભિષેક માટેની જલયાત્રા, અભિષેક, પૂજન
વગેરે વિધિ થયેલ હતી. આ પ્રસંગે શ્રી મહાવીરપ્રભુજીને આશ્રમમાં પધરાવ્યા હતા. અને ભક્તો હોંસપૂર્વક ગાતા
હતા કે–
‘મારા જીવન તણી શુદ્ધ શેરીએ પ્રભુ આવ્યા છે
મારા હૈયાના અણમૂલા હાર પ્રભુજી પધાર્યા છે.’
માહ સુદ પાંચમે સવારમાં પૂ. બેનશ્રીબેનના અગાઉના નિવાસસ્થાનેથી ગાજતે વાજતે પ્રભાતફેરી નીકળી
હતી અને ગામમાં ફરીને સ્વાધ્યાય મંદિર આવેલ હતી; ત્યાંથી પૂ. ગુરુદેવશ્રી સહિત સમસ્ત સંઘ આશ્રમમાં આવ્યો
હતો અને ત્યાં શ્રી વચ્છરાજજી શેઠે આશ્રમનું ઉદ્ઘાટન કર્યું હતું અને પૂ. ગુરુદેવશ્રીએ આશ્રમમાં મહાપુનિત– પગલાં
કરીને આશ્રમને પાવન કર્યો હતો... આ પ્રસંગે આશ્રમવાસી બેનોનો અને સંઘનો હરખ હૈયે સમાતો ન હતો.
ઉદ્ઘાટન બાદ આશ્રમના મંડપમાં જ પૂ. ગુરુદેવશ્રીએ માંગળિક સંભળાવ્યું હતું અને સંઘ તરફથી શ્રી
વચ્છરાજજી શેઠનો આભાર માનવામાં આવ્યો હતો. શ્રી વચ્છરાજજી શેઠે પૂ. ગુરુદેવશ્રીનો ઉપકાર વ્યક્ત કરીને,
હારતોરાથી પૂ. બેનશ્રીબેનનું સન્માન કર્યું હતું, અને આશ્રમના કાયમી સંચાલન માટે રૂા. ૨પ૦૦૧, ની ઉદાર
સહાયતા જાહેર કરી હતી.
ત્યારબાદ આશ્રમના શણગારેલા ભવ્ય મંડપમાં પૂ. ગુરુદેવશ્રીએ પ્રવચન કર્યું હતું. પ્રવચનમાં
સિદ્ધભગવાનની ભક્તિનું અદ્ભૂત વર્ણન આવ્યું હતું. (આ પ્રવચન આ જ અંકમાં છપાયેલું છે.) પ્રવચનબાદ પૂ.
ગુરુદેવશ્રીની સ્તુતિ કરવામાં આવી હતી. અને ‘પંચકલ્યાણક પ્રવચનો’ નામના પુસ્તકનું પ્રકાશન થયું હતું.
આજે પૂ. ગુરુદેવશ્રીના પુનિત આહારદાનનો પ્રસંગ આશ્રમના પ્રણેતા પૂ. બેનશ્રી–બેનને ત્યાં થયો હતો.
અહો! ઉલ્લાસભર્યા આહારદાનનો એ ભવ્ય પ્રસંગ નીરખતાં ભક્તોના અંતરમાંથી अहो दानम् अहो दानम्
એવા ઉદ્ગારો નીકળી જતા હતા.
આશ્રમના ઉદ્ઘાટનના ઉલ્લાસની સાથે સાથે બપોરે ‘માનસ્થંભ’ માટેના ફંડમાં ઘણા ઉત્સાહપૂર્વક ભાગ
લઈને મુમુક્ષુઓએ તે ફંડને ૭૦૦૦૦, સીતેર હજાર ઉપરાંત પહોંચાડી દીધું હતું. (આ ફંડની વિગત આ અંકમાં
આપી છે.)
બપોરે ભક્તિ તથા આરતી વગેરે ઉત્સાહપૂર્વક થયા હતા. રાત્રે આશ્રમમાં પણ ભક્તિ થતી હતી. અને
આજે રાત્રે વારિષેણ કુમારનો સંવાદ બાળકોએ કર્યો હતો.
આશ્રમની ઉદ્ઘાટન વિધિ કરાવવા માટે કારકલ (મ્હૈસુર) ના सुव्वय्य (સુવ્રત) शास्त्री આવ્યા હતા;
પ્રવચન અને તત્ત્વચર્ચા વગેરેથી તેઓ બહુ ખુશી થયા હતા, અને વારંવાર કહેતા હતા કે અહો! વક્તાની
પ્રમાણતાથી વચનની પ્રમાણતા છે. મદ્રાસ તરફ પધારવાની વિનંતિ કરતા પૂ. ગુરુદેવશ્રીને તેમણે કહ્યું હતું કે
આપશ્રી મદ્રાસ તરફ પધારો તો ત્યાં જ્ઞાનનો બહુ ઉદ્યોત થાય.
ઉદ્ઘાટન પ્રસંગે ઈંદોરથી શ્રી શેઠ સર હુકમીચંદજી શેઠનો પત્ર આવેલ, તેમાં શ્રી વછરાજજી શેઠ ઉપર તેઓ
લખે છે કે ‘हम आपको हार्दिक धन्यवाद देते है; आप व आप की धर्मपत्नी द्वारा इस शुभ धार्मिक संस्थाकी
स्थापना की गई तथा सत्यधर्मके प्रवृत्तक आत्मकल्याणके हेतु जैनधर्मके अध्यात्मवादके उपदेशक सद्गुरु
श्री कानजी स्वामी पर आपने श्रद्धा कर सच्चे धर्म व सेवाभाव को समझ लिया व वैसी ही प्रवृती में लगे
हैं, यह जानकर जो हमें खुशी हुई है उसको हम लेखनी द्वारा नहीं लिख सकते...
हमारी तो यही कामना है कि आपने सच्चे गुरु की श्रद्धा व सच्चे धर्मके तत्त्वोंके मर्मको पहिचान
लिया है तो श्री पूज्य कानजी स्वामी की सेवामें ही रहकर शेष अधिक काल आत्मकल्याणके हेतु ही व्यतीत
कर उच्च कोटिके धर्मलाभको प्राप्त करना चाहिये... हमें खेद है कि हम उक्त अवसर पर सम्मिलित नहीं
हो सकते हैं... हमारी आकांक्षा है कि उद्घाटन समारोह बडे आनंद व समारोह के साथ पूर्ण हो।
પૂ. ગુરુદેવશ્રીના પ્રથમ જ વારના ટૂંક સમાગમમાં જ શ્રીમાન શેઠ શ્રી વછરાજજી શેઠે તથા તેમના
ધર્મપત્ની શ્રીમતી મનફૂલાદેવીએ જે ભક્તિ–ઉત્સાહ અને ઉદારતા બતાવેલ છે તે માટે તેઓ ધન્યવાદને પાત્ર છે.
અંતમાં એ જ ભાવના કે, પરમ પૂજ્ય ગુરુદેવશ્રીના મહાન પ્રભાવના ઉદયના પ્રતાપે સ્થાપિત થયેલા આ
આશ્રમમાં, આશ્રમવાસી બહેનો આત્મલાભ પામો.....તેમાં વૃદ્ધિ હો!

PDF/HTML Page 4 of 25
single page version

background image
ફાગણઃ ૨૪૭૮ઃ ૮૭ઃ
રત્નત્રયનો ભક્ત
શ્રી શ્રાવિકા–બ્રહ્મચર્યાશ્રમના ઉદ્ઘાટનોત્સવ પ્રસંગે આશ્રમમાં
પૂ. ગુરુદેવશ્રીનું મંગલ–પ્રવચન
(વીર સં. ૨૪૭૮ માહ સુદ પઃ શ્રી નિયમસાર કલશઃ ૨૨૦ તથા સૂત્ર ૧૩પ)
આ નિયમસાર ભાગવત શાસ્ત્ર છે, તેનો પરમભક્તિ અધિકાર વંચાય છે. ભક્તિ કોને કહેવી? પોતાના
જ્ઞાતાદ્રષ્ટા આત્મસ્વભાવની નિર્વિકલ્પ શ્રદ્ધા–જ્ઞાન અને રમણતા તે સાચી ભક્તિ છે; દેવ–ગુરુ–શાસ્ત્ર વગેરે
પરની ભક્તિનો ભાવ તે શુભરાગ છે, તે ધર્મ નથી. ધર્મ તો પોતાના ચિદાનંદસ્વરૂપ આત્માની દ્રષ્ટિ અને
સ્વસંવેદન કરીને તેમાં લીન થવું તે જ છે, અને તેને જ ભગવાન પરમભક્તિ કહે છે.
એવી ભક્તિ કરનાર જીવ નિરંતર ભક્ત છે એમ હવે ૨૨૦ મા શ્લોકમાં કહે છે–
જે જીવ ભવભયના હરનારા આ સમ્યક્ત્વની, શુદ્ધ જ્ઞાનની અને ચારિત્રની ભવછેદક અતુલ ભક્તિ
નિરંતર કરે છે, તે કામક્રોધાદિ સમસ્ત દુષ્ટ પાપસમૂહથી મુક્ત ચિત્તવાળો જીવ–શ્રાવક હો કે સંયમી હો–નિરંતર
ભક્ત છે....ભક્ત છે.
જુઓ, આ આશ્રમના માંગળિકમાં ભક્તિની વાત આવી છે.
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ અને પદ્મપ્રભમલધારિ મુનિરાજ મહા અધ્યાત્મની મૂર્તિ હતા, અમૃતના
કંદ હતા; તેઓ અત્યારે સ્વર્ગમાં બિરાજે છે, ત્યાંથી મનુષ્ય થઈ કેવળજ્ઞાન પ્રગટ કરીને મુક્ત થઈ જશે.
તેઓ કહે છે કે અહો! શ્રમણ હો કે શ્રાવક હો, તેને શુભ કે અશુભરાગ વખતે પણ દ્રવ્યદ્રષ્ટિની મુખ્યતા
ખસતી નથી, ક્ષણે ક્ષણે સ્વભાવની દ્રષ્ટિથી તેમને રત્નત્રયની ભક્તિ વર્તે છે તેથી તેઓ ભક્ત છે, ભક્ત છે.
સર્વજ્ઞ પરમાત્માએ કહેલી વાતને સંતોએ નગારાં પીટીને જાહેર કરી છે. ધર્મી શ્રાવકને પણ નિરંતર
રત્નત્રયની ભક્તિ હોય છે; રાજપાટ હો, ગૃહસ્થાશ્રમ હો, સ્ત્રીઓ હો, છતાં અંદરમાં તે ધર્મીને ભાન છે કે
હું તો ચિદાનંદમૂર્તિ છું; શુદ્ધ ચિદાનંદસ્વરૂપની મુખ્યતા તેની દ્રષ્ટિમાંથી એક સમય પણ છૂટતી નથી. આવો
ધર્મી જીવ રત્નત્રયનો ભક્ત છે. દ્રષ્ટિમાં શુદ્ધદ્રવ્યની મુખ્યતા છૂટીને એક ક્ષણ પણ પર્યાયની કે નિમિત્તની
મુખ્યતા થઈ જાય તો મિથ્યાત્વ થઈ જાય છે. શુદ્ધઆત્માની શ્રદ્ધા–જ્ઞાનરૂપ ભક્તિ ધર્મીને એક ક્ષણ પણ
ખસતી નથી.
મારો જ્ઞાનાનંદ સ્વભાવ છે, તેમાં ગુણગુણીના ભેદનો વિકલ્પ પણ નથી–આમ શુદ્ધ આત્માનું ભાન કરવું
તે પહેલી અપૂર્વ ભક્તિ છે. જે શ્રાવક એવું ભાન કરે છે તે જ ભક્ત છે. શુદ્ધરત્નત્રયથી મુક્તિ થાય છે ને રાગથી
તો બંધન થાય છે. નીચલી ભૂમિકામાં ભગવાનની ભક્તિ, ગુરુની ભક્તિ વગેરેનો શુભભાવ આવે છે પણ જ્ઞાની
તેને આસ્રવ સમજે છે, તે નિશ્ચયથી પરમ ભક્તિ નથી; નિશ્ચયથી પરમ ભક્તિ તો પોતાના શુદ્ધપરમાત્માનું
ભજન કરવું તે જ છે. પરમાત્મતત્ત્વના આશ્રયે જે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ પર્યાય પ્રગટે તે ભવભયનો
નાશ કરનારી ભક્તિ છે. આ સિવાય નિમિત્તથી કે રાગથી આત્માને લાભ માને તો તે મિથ્યાત્વ છે; ભેદનો
વિકલ્પ ઊઠે તે પણ રાગ છે; ભેદનું પણ લક્ષ છોડીને અભેદ જ્ઞાન–આનંદસ્વભાવની ભક્તિ કરવી એટલે કે તેનો
આશ્રય કરીને તેમાં તન્મય થવું તે નિશ્ચયભક્તિ છે. જ્યાં આવી ભક્તિ હોય ત્યાં દેવ–ગુરુની ભક્તિના
શુભરાગને વ્યવહારભક્તિ કહેવાય છે. સર્વજ્ઞના માર્ગમાં જે શુદ્ધરત્નત્રયને ભજે તેને જ ભક્ત કહ્યો છે. જે જીવ
રત્નત્રયરૂપે પરિણમ્યો તે રત્નત્રયનો ભક્ત છે.
શુદ્ધ આત્માની શ્રદ્ધા કરીને રાગરહિત સ્વસંવેદનથી પોતાના આત્માને જ સ્વજ્ઞેય બનાવીને જે જાણે છે
તેને રત્નત્રયની ભક્તિ છે. ગૃહસ્થી હો કે મુનિ હો–જેને પોતાના શુદ્ધઆત્માનાં શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રની ભક્તિ છે

PDF/HTML Page 5 of 25
single page version

background image
ઃ ૮૮ઃ આત્મધર્મઃ ૧૦૧
તે જ સાચો ભક્ત છે. આ ભક્તિ કેવી છે?–ભવની છેદક છે. આ સિવાય, આત્માના ભાન વગર સાક્ષાત્
ભગવાન પાસે જઈને ભક્તિ કરે અને તેનાથી કલ્યાણ થઈ જશે એમ માને તેને ભક્ત કહેતા નથી.
ચિદાનંદ ભગવાન આત્મામાં ભવ નથી, તેની જે ભક્તિ છે તે ભવછેદક છે. ચૈતન્યસ્વભાવને ચૂકીને
વિકાર જેટલો પોતાને માનવો તે મિથ્યાત્વનું ભજન છે અને તે ભવનું કારણ છે. હું તો ત્રિકાળ જ્ઞાન–
આનંદસ્વરૂપ છું, એક સમયનો ક્ષણિક વિકાર તે હું નથી–એવા શ્રદ્ધા–જ્ઞાન–રમણતારૂપ નિજ શુદ્ધઆત્માની જે
ભક્તિ છે તે ભવનો નાશ કરનારી છે.
અંતરમાં આવી શુદ્ધરત્નત્રયદશા પ્રગટે ત્યારે મુનિપણું હોય છે. જેને જ્ઞાતા ચિદાનંદસ્વભાવનું ભાન થયું
અને તેમાં લીન થઈને મુનિદશા પ્રગટી તેવા સંતને ગણધરદેવના પણ નમસ્કાર પહોંચે છે; णमो लोए सव्व
साहूणं એમ બોલે ત્યારે સમસ્ત ભાવલિંગી સંતોને નમસ્કાર આવી જાય છે.
નમો અરિહંતાણં
નમો સિદ્ધાણં
નમો આઈરિયાણં
નમો ઉવજઝાયાણં
નમો લોએ સવ્વ સાહૂણં
–અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ પાંચે પરમેષ્ઠી છે; ગણધરદેવ જ્યારે નમસ્કાર મંત્ર બોલે
ત્યારે તે પાંચે પરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર આવી જાય છે. ગણધરદેવ પોતે પણ પરમેષ્ઠી પદમાં ભળેલા છે.
જેઓ આત્માના પરમ આનંદપદમાં સ્થિર થયા છે તેઓ પરમેષ્ઠી છે.
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ મહા મુનિરાજ ભાવલિંગી સંત હતા; પોતાના અંતરના અનુભવમાં
સિદ્ધભગવાન જેવા આનંદનો ઘણો અનુભવ તેઓ કરતા હતા; જેવું અનુભવમાં આવ્યું તેવું જ વસ્તુસ્વરૂપ તેમણે
કહ્યું છે. સ્વભાવના આનંદની મસ્તીમાં ઝૂલતાં ઝૂલતાં, શુભ વિકલ્પ ઊઠતાં આ શાસ્ત્રની રચના થઈ ગઈ છે.
સંતમુનિ તે શબ્દના કે રાગના પણ કર્તા નથી, ચિદાનંદ સ્વભાવના ભાનપૂર્વક તેની રમણતામાં ઝૂલતાં આ શાસ્ત્ર
રચાઈ ગયું તેના તેઓ જ્ઞાતા છે. ટીકાકાર શ્રી પદ્મપ્રભમલધારિદેવ છે તેઓ પણ આવા જ મહા ભાવલિંગી સંત
હતા. અંતરમાં સચ્ચિદાનંદ પરમાત્માનો અનુભવ કરતાં કરતાં આ ટીકા રચાઈ ગઈ છે. તેમાં આ કલશમાં
ભક્તિનું સ્વરૂપ કહ્યું, કે જે જીવ વિકારથી રહિત થઈને શુદ્ધ રત્નત્રયને નિરંતર ભજે છે–આરાધે છે તે જ ભક્ત છે.
ભગવાનની ભક્તિમાં કષાયની મંદતાનો ભાવ તે શુભભાવ છે, તેમાં ધર્મ નથી પણ પુણ્ય છે; શબ્દો
બોલાય કે હાથ જોડાય વગેરે દેહની ક્રિયા છે તેનાથી તો પુણ્ય પણ નથી, તે તો જડ છે. દેહથી ભિન્ન અને રાગથી
પાર ચિદાનંદસ્વભાવી આત્માના શ્રદ્ધા–જ્ઞાન–રમણતા તે ધર્મ છે, અને તે જ પરમ ભક્તિ છે.
અહીં શુદ્ધરત્નત્રયની ‘અતુલ ભક્તિ’ ની વાત લીધી છે. ‘અતૂલભક્તિ’ કહીને વ્યવહારનો અને રાગનો
નિષેધ બતાવ્યો છે. સ્વભાવના શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રરૂપ રત્નત્રયની જે ભક્તિ છે તે એવી અતૂલ છે કે કોઈ સાથે
તેની તુલના થઈ શકતી નથી, તેને કોઈ રાગની કે વ્યવહારની ઉપમા દઈ શકાતી નથી. વળી કહ્યું છે કે
રત્નત્રયની અતૂલભક્તિ ‘નિરંતર’ કરે છે એટલે કે સ્વભાવના આશ્રયની મુખ્યતા એક સમય પણ તૂટતી નથી,
સ્વભાવનું જેટલું અવલંબન વર્તે છે તેટલી રત્નત્રયની ભક્તિ નિરંતર વર્તે છે. સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્માને પણ
નિશ્ચયસ્વભાવની મુખ્યતા ક્ષણમાત્ર કદી ખસતી નથી માટે તેને નિરંતર સમ્યગ્દર્શનાદિની ભક્તિ છે. મુનિરાજ
કહે છે કે અહો! શુદ્ધ રત્નત્રયની ભક્તિ કરનારા તે શ્રાવકો તેમજ શ્રમણો ભક્ત છે–ભક્ત છે. બે વાર ‘ભક્ત
છે’ એમ કહીને પોતાનો પ્રમોદ જાહેર કર્યો છે.
ભગવાન! તારો આત્મા જ પરમાત્મા છે, પરમાત્મપદ તારી આત્મશક્તિમાં ભર્યું છે, તેની શ્રદ્ધા અને
જ્ઞાન કરીને તેમાં લીન થા, તે જ પરમભક્તિ છે. આવી નિશ્ચય ભક્તિના ભાન સહિત સમ્યગ્દ્રષ્ટિ શ્રાવકો પણ
તીર્થંકર ભગવાનની ભક્તિ કરે છે, એક ભવ અવતારી ઇન્દ્રો અને ઇન્દ્રાણીઓ પણ ભગવાન પાસે ભક્તિથી
થનગન કરતાં બાળકની જેમ નાચી ઊઠે છે, પરંતુ તે વખતેય અંદરમાં શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવની દ્રષ્ટિ ખસતી
નથી. નંદીશ્વરદ્વીપમાં શાશ્વત જિનબિંબો છે, ત્યાં જઈને ઈંદ્ર વગેરે સમકિતીઓ પણ ભક્તિથી નાચી ઊઠે છે, તે
વ્યવહારભક્તિ છે, અને અંદરમાં શુદ્ધસ્વભાવની દ્રષ્ટિ પડી છે તે નિશ્ચયભક્તિ છે.
લોકોમાં પણ કહે છે કે શક્તિમાનને ભજો. પોતાનો ધુ્રવ કારણ પરમાત્મા તે જ પરમ શક્તિમાન છે,
પરમા–

PDF/HTML Page 6 of 25
single page version

background image
ફાગણઃ ૨૪૭૮ઃ ૮૯ઃ
ત્મપદ આપવાની શક્તિ તેનામાં જ પડી છે, એ સિવાય કોઈ પરમાં–નિમિત્તમાં, રાગમાં કે પર્યાયમાં એવી તાકાત
નથી કે તે પરમાત્મપદને આપે; માટે પોતાના ધુ્રવ ચિદાનંદ કારણ પરમાત્માને જ ધ્યેયરૂપ કરીને તેના ઉપર
દ્રષ્ટિનું ત્રાટક લગાવવું તેનું નામ શક્તિમાનનું ભજન છે અને તે જ ખરી ભક્તિ છે. હું એક સમયમાં પરિપૂર્ણ
પરમાત્મા છું–એવી દ્રષ્ટિનું અંર્તપરિણમન થયું તેમાં ધર્મીને એક સમય પણ વિરહ નથી પડતો; બહારમાં
વિષયાદિના અશુભ રાગ વખતે પણ તેવી દ્રષ્ટિ નિરંતર રહે છે.–આવી દ્રષ્ટિવાળો જીવ રત્નત્રયનો ભક્ત છે. જો
એક ક્ષણ પણ આવી ભક્તિ કરે તો અલ્પકાળમાં મુક્તિ થયા વિના રહે નહીં.
જે જીવ ચૈતન્યમહિમામાં લીન થઈને શુદ્ધરત્નત્રયની અતૂલ ભક્તિ કરે છે, તે સમસ્ત વિષય–કષાયથી
વિમુક્ત ચિત્તવાળો જીવ ભક્ત છે; તેના અંતરની રત્નત્રયની ભક્તિ ભવભયનો નાશ કરનારી છે. જેણે ચિદાનંદ
પરમાત્મતત્ત્વની ભક્તિ કરી–તેની રુચિ કરીને આરાધના કરી–તેને વિષયોની કે વિકારની રુચિ રહે જ નહિ,
પરિણતિ જ્યાં સ્વભાવમાં અંતર્મુખપણે પરિણમી ગઈ ત્યાં બહારના કામ–ક્રોધાદિથી વિમુખતા થઈ ગઈ.–આ
રીતે વિષયકષાયથી વિમુક્ત ચિત્તવાળો જે જીવ શુદ્ધરત્નત્રયની ભક્તિ કરે છે તે જીવ નિરંતર ભક્ત છે..... ભક્ત
છે.–પછી ભલે તે શ્રાવક હો કે મુનિ હો.
શ્રી મુનિરાજ પોકાર કરે છે કે અહો! ચિદાનંદ પરમાત્મતત્ત્વની શ્રદ્ધા કરીને તેને જે આરાધે છે તે જીવ
નિરંતર ભક્ત છે–ભક્ત છે; તેને હાલતાં–ચાલતાં ખાતાં–પીતાં નિરંતર ચૈતન્યનું ભજન વર્તે છે. શ્રાવકને
કદાચિત્ લડાઈ વગેરેનો જરાક અશુભભાવ આવી જાય તો તે વખતે પણ દ્રષ્ટિમાંથી શુદ્ધ ચૈતન્યતત્ત્વનું
અવલંબન તેને ખસતું નથી માટે કહ્યું કે તે નિરંતર ભક્ત છે, ભક્ત છે.
હવે, નિશ્ચયભક્તિની સાથે વ્યવહારભક્તિ પણ કેવી હોય તે બતાવે છે–
વળી મોક્ષગત પુરુષો તણો ગુણભેદ જાણી તેમની
જે પરમ ભક્તિ કરે, કહી શિવભક્તિ ત્યાં વ્યવહારથી.–૧૩પ.
સિદ્ધ જેવા પોતાના શુદ્ધાત્માની અભેદભક્તિ તે નિશ્ચય છે અને પોતાથી ભિન્ન એવા સિદ્ધ પરમાત્માની
ભક્તિ તે વ્યવહારભક્તિ છે.
જે જીવ મોક્ષગત પુરુષોનો ગુણભેદ જાણીને તેમની પણ પરમભક્તિ કરે છે તે જીવને વ્યવહારનયે
નિર્વાણભક્તિ છે. જેને શુદ્ધ ચૈતન્ય–સ્વભાવનું ભાન છે પણ હજી પૂર્ણ વીતરાગતા થઈ નથી તે જીવ શુભરાગ
વખતે સિદ્ધ ભગવાનના ગુણોને લક્ષમાં લઈને ભક્તિ કરે છે. પોતાનો આત્મા સિદ્ધ જેવો છે એવા ભાનપૂર્વક
તેમાં લીનતા તે નિશ્ચયભક્તિ છે. અને ત્યાં સિદ્ધભગવાનની ભક્તિનો ભાવ તે વ્યવહારભક્તિ છે.
મોક્ષ એટલે આત્માની પરિપૂર્ણ જ્ઞાન–આનંદમય નિર્વિકારી પર્યાય; અને સંસાર એટલે એક સમયપૂરતો
વિકારી ભાવ. સ્વભાવના શ્રદ્ધા–જ્ઞાન–રમણતારૂપ શુદ્ધરત્નત્રયથી જેઓ મુક્તિ પામ્યા એવા મોક્ષગત સિદ્ધ–
ભગવંતોના ગુણને ઓળખીને તેમની ભક્તિ પણ શ્રાવકો અને શ્રમણો કરે છે. શ્રાવકો અને શ્રમણો પોતે શુદ્ધ–
રત્નત્રયના આરાધક છે તેથી પૂર્વે શુદ્ધરત્નત્રયને આરાધીને જેઓ મુક્તિ પામ્યા તેમનો પણ આદર–બહુમાન કરે
છે. અહીં સિદ્ધ ભગવાનની વાત કરી છે તેની સાથે અરિહંત ભગવાન વગેરેની ભક્તિની વાત પણ સમજી લેવી.
અત્યારે શ્રી સીમંધર ભગવાન વગેરે તીર્થંકરો અને લાખો કેવળજ્ઞાની ભગવંતોનાં ટોળાં મહાવિદેહક્ષેત્રમાં
બિરાજી રહ્યા છે; અનંત સિદ્ધભગવંતો લોકના છેડે બિરાજી રહ્યા છે; તેઓ અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય
અને અનંતસુખ વગેરે ગુણો સહિત છે, તેમને ઓળખીને તેમના બહુમાન વગેરેનો સમ્યગ્જ્ઞાનીનો ભાવ તે
વ્યવહારથી નિર્વાણભક્તિ છે.
જુઓ, આજે આશ્રમના માંગળિકમાં આત્માની ભક્તિ આવી, તેમ જ સિદ્ધભગવાનની ભક્તિ પણ
આવી. અહીં વ્યવહારની પ્રધાનતાથી સિદ્ધભક્તિનું કથન છે, પણ વ્યવહારની પ્રધાનતા તે મોક્ષમાર્ગ નથી.
સિદ્ધભગવાનની ભક્તિને વ્યવહારથી નિર્વાણભક્તિ કહી તેથી એમ ન સમજવું કે તે મોક્ષમાર્ગ છે. મોક્ષમાર્ગ તો
સ્વભાવના આશ્રયે જે નિશ્ચયરત્નત્રય પ્રગટે તે જ છે. વચ્ચે રાગ આવે તે ખરેખર મોક્ષમાર્ગ નથી. ધર્મીને
શુદ્ધસ્વભાવનું ભાન છે ને રાગ પણ થાય છે, પણ ત્યાં તે સમજે છે કે આ રાગ મારો સ્વભાવ નથી, ને તેના
આશ્રયે મારો મોક્ષમાર્ગ નથી; છતાં રાગ વખતે સિદ્ધભગવાન પ્રત્યેની ભક્તિનો ઉલ્લાસ પણ આવ્યા વિના
રહેતો નથી.–આ રીતે નિશ્ચય–વ્યવહારની સંધિ છે.
* સિદ્ધ ભગવંતો કઈ રીતે સિદ્ધિ પામ્યા? *
અહીં સિદ્ધની ભક્તિની વાત કરતાં તે સિદ્ધભગવંતો કઈ રીતે સિદ્ધિ પામ્યા તે પણ ઓળખાવે છે.

PDF/HTML Page 7 of 25
single page version

background image
ઃ ૯૦ઃ આત્મધર્મઃ ૧૦૧
‘પુરાણપુરુષો સમસ્ત કર્મક્ષયના ઉપાયના હેતુભૂત કારણપરમાત્માને અભેદ–અનુપચાર રત્નત્રય
પરિણતિથી સમ્યક્પણે આરાધીને સિદ્ધ થયા’ .....અનાદિકાળથી આ રીતે જીવો સિદ્ધ થતાં જ આવે છે.
આજ પહેલાં શુદ્ધરત્નત્રયવડે પોતાના કારણ પરમાત્માને આરાધી–આરાધીને અનંત તીર્થંકરો, કેવળી
ભગવંતો તથા ગણધરો સિદ્ધ થઈ ગયા છે. મહાવિદેહક્ષેત્રમાં મોક્ષનો માર્ગ કદી બંધ પડતો નથી, ત્યાં સદાય
જીવોનો મોક્ષ થયા જ કરે છે.–કઈ રીતે? કે શુદ્ધરત્નત્રયવડે કારણપરમાત્માની આરાધનાથી. કોઈ જીવો
કુળપરંપરા વગેરેની પક્કડ કરીને વ્યવહારના આશ્રયથી ધર્મ માનતા હોય તો અહીં કહે છે કે અરે ભાઈ!
તારી કુળપરંપરા સાચી કે અનંતા સિદ્ધભગવંતો થઈ ગયા તેમની પરંપરા સાચી? જે અનંતા પુરાણપુરુષો
મોક્ષ પામ્યા તેઓ કોઈ વ્યવહારના કે ભેદરત્નત્રયના આશ્રયથી મોક્ષ નથી પામ્યા, પણ તેઓ તો અભેદ
રત્નત્રયવડે શુદ્ધ આત્માને જ આરાધીને મુક્તિ પામ્યા છે; માટે તે જ એક મુક્તિ માર્ગ છે; તો તું બીજો
ઉપાય કયાંથી લાવ્યો?
અનંત સંતો સિદ્ધિ પામ્યા તે કઈ રીતે પામ્યા? કે શુદ્ધ કારણ પરમાત્માને અભેદ રત્નત્રયપરિણતિથી
આરાધીને તેઓ સિદ્ધિ પામ્યા છે. ત્રણે કાળે આ એક જ સિદ્ધિનો ઉપાય છે.–‘એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો
પંથ.’ આત્માની આરાધના, આત્માની પ્રસન્નતા, આત્માની કૃપા, આત્માની ભક્તિ, આત્માની સિદ્ધિ તે
શુદ્ધરત્નત્રય વડે જ થાય છે, રાગાદિવડે થતી નથી. શુદ્ધ રત્નત્રયપરિણતિથી અંતરસ્વરૂપમાં વળી ગયા નમી
ગયા–ઝૂકી ગયા–પ્રણમી ગયા તે જ રીતથી બધા સિદ્ધભગવંતો સિદ્ધિને પામ્યા છે. અંદરમાં રાગરહિત
શુદ્ધરત્નત્રય વડે આત્મસ્વભાવની આરાધના કરવી તે એક જ ત્રણેકાળે મોક્ષમાર્ગ છે, અને સત્સમાગમે
સ્વભાવની રુચિ–જ્ઞાન–મનનનો અભ્યાસ કરવો તે વ્યવહાર છે.
અહીં રત્નત્રયપરિણતિવડે શુદ્ધ કારણ પરમાત્માની આરાધના કરવાનું કહ્યું છે. કારણપરમાત્મા એટલે
શું? ત્રિકાળી શક્તિથી પરિપૂર્ણ દ્રવ્ય તે કારણપરમાત્મા છે ને વર્તમાન કેવળજ્ઞાનાદિ પૂર્ણ પર્યાય પ્રગટે તે
કાર્યપરમાત્મા છે. તે પૂર્ણ કાર્ય પ્રગટવાના કારણરૂપ સામર્થ્ય દ્રવ્યમાં ત્રિકાળ છે. એક સમયની પર્યાયને ગૌણ
કરીને જે પૂર્ણ સામર્થ્યરૂપ વર્તમાન તત્ત્વ છે તેને જ કારણપરમાત્મા કહેવાય છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ
નિર્વિકલ્પપર્યાય કે પરમાત્મપર્યાય પ્રગટે તે કાર્ય છે, તે કાર્ય ધુ્રવ આત્મદ્રવ્યમાંથી આવે છે તેથી તે ધુ્રવ
દ્રવ્યસ્વભાવને કારણપરમાત્મા કહ્યો છે; તે સદાકાળ એકરૂપ પરિપૂર્ણ છે. મોક્ષમાર્ગની પર્યાયને મોક્ષનું કારણ
કહેવું તે વ્યવહારથી છે, ખરેખર કાંઈ મોક્ષમાર્ગની પર્યાયમાંથી મોક્ષપર્યાય નથી આવતી; મોક્ષપર્યાય તો
આત્મદ્રવ્યમાંથી આવે છે માટે ધુ્રવઆત્મા જ મોક્ષનું નિશ્ચયકારણ છે. તેને જ નિયમસારમાં ‘કારણપરમાત્મા’
કહીને ગાયો છે. સમ્યગ્દર્શનથી માંડીને સિદ્ધદશા સુધીની બધી પર્યાયો તે ધુ્રવકારણપરમાત્માના અવલંબને
પ્રગટે છે. તેનો પરમ મહિમા કરીને તેનું અવલંબન લેવું તે જ પરમાર્થ ભક્તિ છે અને તે જ મોક્ષમાર્ગ છે.
જે ‘શુદ્ધકારણપરમાત્મા’ કહેવાય છે તે સિદ્ધભગવાનની જ વાત નથી પણ બધાય આત્માઓ તેવા
છે. સિદ્ધભગવાનનું ત્રિકાળી દ્રવ્ય તે તેમનો કારણપરમાત્મા છે તથા તેના આશ્રયે તેમને જે પૂર્ણ શુદ્ધપર્યાય
પ્રગટી તે તેમનો કાર્ય પરમાત્મા છે; એ જ પ્રમાણે આ આત્માનો ધુ્રવસ્વભાવ છે તે પોતાનો કારણપરમાત્મા
છે અને તેનો આશ્રય કરતાં કેવળજ્ઞાનદશા પ્રગટી જાય તે પોતાનો કાર્યપરમાત્મા છે.–આ રીતે પોતાનો શુદ્ધ
કારણ પરમાત્મા તે જ પરમાત્મદશાનું પરમ કારણ છે, એ સિવાય બહારના કોઈ કારણથી પરમાત્મદશા
પ્રગટતી નથી.
જગતમાં સિદ્ધ ભગવંતો અનાદિથી છે ને સિદ્ધિનો ઉપાય પણ અનાદિથી છે. છ માસ અને આઠ સમયમાં
છસો ને આઠ જીવો મોક્ષમાં જાય છે એવો ક્રમ નિરંતર ચાલ્યા જ કરે છે. અત્યારે આ ભરતક્ષેત્રમાં મોક્ષ નથી
પણ મહાવિદેહમાંથી છ માસ અને આઠ સમયમાં ૬૦૮ જીવો મોક્ષમાં જાય છે. તેઓ પોતાના શુદ્ધ કારણ–
પરમાત્માને શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રરૂપ અભેદ રત્નત્રયપરિણતિથી આરાધીને જ સિદ્ધ થાય છે. નિજ શુદ્ધ આત્માના
અવલંબને જે શુદ્ધ રત્નત્રયપરિણતિ પ્રગટી તેના વડે કારણપરમાત્માની ભક્તિ કરી કરીને પુરાણ પુરુષો સિદ્ધિ
પામ્યા છે, વર્તમાનમાં પણ એ જ ઉપાય છે અને ભવિષ્યમાં પણ સિદ્ધિનો એ જ ઉપાય છે. નિમિત્તથી, રાગથી કે
ભેદરત્નત્રયથી પણ ત્રણ કાળમાં મુક્તિ થતી નથી. ચૈતન્ય–સ્વરૂપની ભાવના કરતાં કરતાં તેમાં રાગરહિત
લીનતા થઈ જાય તેનું નામ અનુપચારરત્નત્રય છે ને તેનાથી જ મુક્તિ થાય છે. તીર્થંકરનામકર્મના કારણરૂપ જે
સોળકારણ ભાવનાનો ભાવ છે તે પણ વ્યવહાર છે, તે આસ્રવ

PDF/HTML Page 8 of 25
single page version

background image
ફાગણઃ ૨૪૭૮ઃ ૯૧ઃ
શ્રી શ્રાવીકા–બ્રહ્મચર્યાશ્રમના ઉદ્ઘાટન પ્રસંગે પૂ. ગુરુદેવશ્રીએ આશ્રમમાં પ્રવચન કર્યું તે પ્રસંગનું
દ્રશ્ય; પ્રવચન પછી શ્રીમાન વછરાજજી શેઠ ઊભા થઇને પૂ. ગુરુદેવશ્રીનો ઉપકાર માની રહ્યા છે.
છે–ધર્મ નથી. પ્રથમ તો દર્શનશુદ્ધિ વગર અજ્ઞાનીને સોળકારણભાવના જ યથાર્થ હોતી નથી. સોળકારણભાવના
જ્ઞાનીને જ હોય છે, પણ જ્ઞાની તે ભાવને આદરણીય માનતા નથી; જ્ઞાની તો જાણે છે કે શુદ્ધરત્નત્રયવડે નિજ
કારણ–પરમાત્માને આરાધવો તે જ સિદ્ધિનો ઉપાય છે.
પરમાત્મદશા કયાંથી પ્રગટે છે! અંદરમાં દરેક આત્મા પરમાત્મશક્તિથી પૂરો છે તેમાંથી જ પરમાત્મદશા
પ્રગટે છે. જેમ લીંડીપીપરને ઘસતાં ચોસઠપોરી તીખાસ પ્રગટે છે, તે કયાંથી પ્રગટે છે? ખરલમાંથી નથી પ્રગટતી
પણ તેનામાં જ ચોસઠપોરી તીખાસ શક્તિપણે હતી તે જ પ્રગટી છે; બહારથી નથી આવી તેમજ એક થી માંડીને
ત્રેસઠ પોરી સુધીની તીખાસમાંથી પણ ચોસઠપોરી તીખાસ આવી નથી, તે અધૂરી તીખાસનો તો અભાવ થઈને
પીપરના સામર્થ્યમાંથી જ પૂરી તીખાસ આવી છે. ઉંદરની લીંડી પણ લીંડીપીપર જેવી લાગે, પણ તેને ઘસતાં
તેમાંથી તીખાસ નહિ પ્રગટે, કેમ કે તેનામાં તેવો સ્વભાવ નથી. લીંડીપીપરમાં સ્વભાવ છે તેમાંથી જ તીખાસ
પ્રગટે છે, તે કોઈ સંયોગને લીધે નથી. તેમ આત્મા પરિપૂર્ણ પરમાત્મશક્તિથી ભર્યો છે, તેનાં શ્રદ્ધા–જ્ઞાન–
એકાગ્રતા વડે તેમાંથી પરમાત્મદશા પ્રગટે છે. પણ કાંઈ શરીરાદિને ઘસી નાંખવાથી પરમાત્મદશા પ્રગટતી નથી
કેમ કે તેનામાં તેવો સ્વભાવ નથી; તેમ જ અધૂરી દશામાંથી પણ પૂર્ણદશા આવતી નથી. ધુ્રવસ્વભાવ ત્રિકાળ
ભર્યો છે તેના જ અવલંબને અધૂરીદશાનો વ્યય થઈને પૂર્ણ પરમાત્મદશા પ્રગટી જાય છે. આ રીતે શુદ્ધઆત્માની
આરાધના તે જ સિદ્ધિનો ઉપાય છે. આ ઉપાયથી જ ભૂતકાળમાં અનંત સિદ્ધો થયા, વર્તમાનમાં આ ઉપાયથી જ
સિદ્ધ થાય છે અને ભવિષ્યમાં આ ઉપાયથી જ

PDF/HTML Page 9 of 25
single page version

background image
ઃ ૯૨ઃ આત્મધર્મઃ ૧૦૧
સિદ્ધ થશે, સિદ્ધિનો બીજો ઉપાય નથી. મારી પરિપૂર્ણ પરમાત્મદશા મારા આત્મામાંથી જ પ્રગટવાની છે–એવી
ઓળખાણ વિના ધર્મ થાય નહિ. લૂગડું લેવા જાય કે શાક વગેરે લેવા જાય તથા સોનું કે હીરા–માણેક લેવા જાય
તો ત્યાં તેને પહેલાં ઓળખે છે, તેમ ધર્મ કરવા માટે પહેલાં ઓળખવું તો જોઈએને કે ધર્મ કયાંથી નીકળે છે?
સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ ત્રણ ચૈતન્યરત્નવડે મોક્ષની પ્રાપ્તિ થાય છે. કારણ પરમાત્મામાં
દ્રષ્ટિ, તેનું જ્ઞાન અને તેમાં એકાગ્રતા કરીને જે જીવ રત્નત્રયની ભક્તિ કરે છે તે ભક્ત છે અને તે પરમાત્મદશાને
પામે છે. આવા ઉપાયથી અનંત સિદ્ધભગવંતો મુક્ત થયા તેમને ઓળખીને તેમની ભક્તિ કરવી તે નિર્વાણના
પરંપરા–હેતુભૂત વ્યવહાર ભક્તિ છે; પણ અંદરમાં નિજ પરમાત્મસ્વભાવની આરાધનારૂપ નિશ્ચયભક્તિ વર્તે છે
ત્યારે તેને વ્યવહારભક્તિ કહે છે. જે આસન્નભવ્યજીવ પોતાના સ્વભાવમાં અંતર્મુખ થઈને શુદ્ધરત્નત્રય પ્રગટ કરે
છે તેને પરમાર્થભક્તિ છે અને તે ભક્તિ મુક્તિનું કારણ છે.
* * *
દર્શનશુદ્ધિપૂર્વક શ્રાવકની
અગિયાર પડિમાઓનું વર્ણન
(વીર સં. ૨૪૭૮ માહ સુદ ત્રીજના રોજ શ્રી નિયમસાર ગાથા. ૧૩૪ ઉપર પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન)
સૌથી પહેલાં દર્શનવિશુદ્ધિ ચોથા ગુણસ્થાને હોય છે; ત્યાર
પછી શુદ્ધાત્મસ્વભાવના અવલંબને શુદ્ધતા વધતાં પાંચમું
ગુણસ્થાન પ્રગટે છે. તે પંચમગુણસ્થાનવર્તી શ્રાવકને અંતરની
શુદ્ધતાઅનુસાર અનુક્રમે અગિયાર પડિમાઓ હોય છે.–તે
પડિમાઓનું સ્વરૂપ સમજાવતું આ ખાસ પ્રવચન ધ્યાનપૂર્વક
વાંચવા દરેક જિજ્ઞાસુઓને ભલામણ કરવામાં આવે છે.–સંપાદક.
સૌથી પહેલાં ચોથા ગુણસ્થાને દર્શનશુદ્ધિ હોય છે, ત્યાર પછી જ પાંચમાગુણસ્થાને દર્શનપડિમા વગેરે
અગિયાર પડિમા હોય છે; તે પડિમા અંતરના ગુણને અનુસાર હોય છે, બહારની ક્રિયાઅનુસાર નથી. શ્રાવકોના
અગિયાર પદો છે પણ તે બધાય શ્રાવકોને અંતરમાં આત્માનું ભાન હોય છે અને તેમાં અંશે સ્થિરતારૂપ
રત્નત્રયની ભક્તિ હોય છે. આ સિવાય શ્રાવકની એક પણ પડિમા હોય નહિ.
એકાદશપદી શ્રાવકોમાં જઘન્ય છ છે, મધ્યમ ત્રણ છે અને ઉત્તમ બે છે.–આ બધા શુદ્ધરત્નત્રયની ભક્તિ
કરે છે. શ્રાવકોના અગિયાર ભેદ છે એટલે કે અગિયાર પડિમા છે, તે દરેક સમ્યગ્દર્શન–જ્ઞાનપૂર્વક જ હોય છે.
અહીં આચાર્યદેવ કહે છે કે બધાય શ્રાવકો પણ શુદ્ધરત્નત્રયની ભક્તિ–આરાધના કરે છે. જેટલી સમ્યગ્દર્શન–
જ્ઞાનપૂર્વક વીતરાગતા છે તેટલી શુદ્ધરત્નત્રયની ભક્તિ છે ને તેટલો શ્રાવકનો ધર્મ છે; જે રાગ છે તે કાંઈ
શ્રાવકનો ધર્મ નથી. એકથી માંડીને અગિયાર પડિમાવાળા શ્રાવકો શું કરે?–કે શુદ્ધરત્નત્રયની ભક્તિ કરે.
સ્વભાવના આશ્રયે જેટલી રત્નત્રયની આરાધના કરે તેટલો જ ધર્મ છે.
આ નિયમસાર ભાગવતશાસ્ત્ર છે; અત્યારે આ ભાગવતશાસ્ત્રનો ભક્તિઅધિકાર વંચાય છે. શ્રાવકોને કે
શ્રમણોને સાચી ભક્તિ કોને કહેવાય કે જેનાથી મુક્તિ મળે? તે અહીં આચાર્યદેવ બતાવે છે. મુનિવરોને કે
ગૃહસ્થશ્રાવકોને પણ પોતાના શુદ્ધપરમાત્મતત્ત્વનાં શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રરૂપ શુદ્ધરત્નત્રયનું જે ભજન તે જ ભક્તિ
છે. રત્નત્રયની ભક્તિ કહો કે રત્નત્રયની આરાધના કહો, તે મુક્તિનું કારણ છે.
પહેલાં શુદ્ધઆત્માનું નિર્વિકલ્પ સમ્યગ્દર્શન તે પણ ભક્તિ છે. હું તો શુદ્ધચિદાનંદ છું, રાગનો એક અંશ
પણ મારો નથી–એવું યથાર્થ ભાન કરીને શુદ્ધઆત્માની આરાધના કરવી તે પરમભક્તિ છે. શુદ્ધપરમાત્મતત્ત્વનું
સમ્યક્ ભાન થયા પછી તેમાં અંશે સ્થિરતા વડે રત્નત્રયની

PDF/HTML Page 10 of 25
single page version

background image
ફાગણઃ ૨૪૭૮ઃ ૯૩ઃ
આરાધના કરનારા શ્રાવકોની અગિયાર ભૂમિકાઓ છે; તેમાં એકથી છ પડિમા સુધીના જઘન્ય શ્રાવકો છે,
સાતથી નવ પડિમા સુધીના મધ્યમ શ્રાવકો છે અને છેલ્લી બે પડિમાવાળા ઉત્તમ શ્રાવકો છે.–પણ આ બધાંય
પદો શુદ્ધપરમાત્મતત્ત્વના શ્રદ્ધા–જ્ઞાનપૂર્વક જ હોય છે; કેમ કે પડિમા તો પાંચમા ગુણસ્થાને હોય છે ને દર્શનશુદ્ધિ
તો ચોથા ગુણસ્થાને હોય છે. શુદ્ધઆત્માના ભાનથી દર્શનશુદ્ધિ થયા વગર તો ચોથું ગુણસ્થાન પણ હોતું નથી,
તોપછી પાંચમા ગુણસ્થાનનું શ્રાવકપણું કે પડિમા તો હોય જ કયાંથી? દર્શનશુદ્ધિ પછી આત્મસ્વભાવનું
અવલંબન જેમ જેમ વધતું જાય તેમ તેમ ગુણાનુસાર શ્રાવકની અગિયાર ભૂમિકાઓ હોય છે. અંતરમાં
અખંડાનંદ પરિપૂર્ણ પરમાત્મસ્વભાવની શ્રદ્ધા પછી તેમાં જેટલી રમણતા થાય તેટલે અંશે પડિમા વગેરે હોય છે.
સ્વભાવના અવલંબને જેમ જેમ શુદ્ધતા વધતી જાય છે તેમ તેમ રાગ છૂટતો જાય છે અને તે અનુસાર રાગના
નિમિત્તો સાથેનો સંબંધ પણ સહજપણે છૂટતો જાય છે. અંતરની શુદ્ધતા સિવાય બાહ્યક્રિયાકાંડમાં કે રાગમાં ધર્મ
માની લ્યે તેને તો મિથ્યાત્વ છે, તેને એક પણ પડિમા હોતી નથી. અંતરની શુદ્ધપરિણતિપૂર્વક શુભરાગ હોય તેને
તો વ્યવહારથી પડિમા કહેવાય, પરંતુ અંતરની શુદ્ધપરિણતિ વગરના એકલા શુભરાગને તો વ્યવહાર પડિમા પણ
કહેવાય નહિ.
એ ખાસ ધ્યાન રાખવું કે શ્રાવકોનાં જે અગિયાર પદો છે તે બધાંય સમ્યક્ત્વપૂર્વક હઠ વિનાની
સહજદશા છે. દર્શનશુદ્ધિપૂર્વક શ્રાવકની અગિયાર પડિમાઓનું સ્વરૂપ આ પ્રમાણે છેઃ–
(૧) દર્શનપડિમાઃ આ પાંચમા ગુણસ્થાનવાળા શ્રાવકની વાત છે; દર્શનશુદ્ધિ તો ચોથા ગુણસ્થાને હોય
છે ને આ દર્શનપડિમા પાંચમા ગુણસ્થાને હોય છે; આ પડિમાવાળા શ્રાવકને મધ, માંસ, મદિરા વગેરેના
ત્યાગરૂપ આઠ મૂળગુણ પ્રતિજ્ઞાપૂર્વક હોય છે, સ્વભાવના આશ્રયમાં તેને એટલી શુદ્ધતા પ્રગટી ગઈ છે કે ત્યાં તે
પ્રકારનો રાગ હોતો જ નથી.–દર્શનશુદ્ધિપૂર્વક આવી દશા પ્રગટે તેનું નામ પહેલી પડિમા છે.
(૨) વ્રતપડિમાઃ ચૈતન્યના ભાનપૂર્વક તેમાં લીનતા વધતાં શ્રાવકના બાર અણુવ્રત પ્રગટે છે. ત્યાં બાર
વ્રતનો જે શુભવિકલ્પ છે તે તો રાગ છે–આસ્રવ છે, તે ખરેખર પડિમા નથી; અંતરમાં ચૈતન્યસ્વભાવના
અવલંબને જેટલો રાગનો અભાવ થઈને વીતરાગતાની વૃદ્ધિ થાય છે તેટલી આરાધના અને ભક્તિ છે, અને તેને
અનુસાર પડિમા હોય છે. દર્શન–પડિમા પછી ચૈતન્યનું અવલંબન વધતાં શુદ્ધતાના વિશેષ અંશો પ્રગટે ત્યારે
બીજી વ્રતપડિમા પ્રગટે છે. એ પ્રમાણે દરેક પડિમામાં સમજી લેવું. જેમ જેમ શુદ્ધતાના અંશો વધતા જાય છે તેમ
તેમ રાગ છૂટતો જાય છે અને તેમ તેમ પડિમા વધતી જાય છે. આ રીતે બધી પડિમાઓમાં શુદ્ધ ચૈતન્યનું જ
અવલંબન છે.
(૩) સામાયિક પડિમાઃ ચૈતન્યના ભાનપૂર્વક તેના આશ્રયે જેટલી નિર્વિકલ્પશાંતિ રહે તેટલી સામાયિક
છે; શ્રાવક હંમેશાં એકાગ્રતાનો મહાવરો કરે છે. સ્વભાવના અવલંબને જેટલી વીતરાગતા થઈ ગઈ છે તેટલી
સામાયિક તો તેને સદાકાળ ચોવીસે કલાક વર્તે છે, ને તે ઉપરાંત વિશેષ લીનતાનો પ્રયત્ન કરે છે.–આવી
સામાયિક પડિમા છે.
સ્વભાવના અવલંબને શુદ્ધતા વધતાં જેને સામાયિક પડિમા પ્રગટી, તે શ્રાવક જ્યારે સામાયિકમાં બેઠો
હોય ત્યારે જ તેને સામાયિક પડિમા હોય અને પછી ખાતાં–પીતાં વખતે તેને તે પડિમા ન હોય–એમ નથી;
સ્વભાવના આશ્રયે જેટલી વીતરાગતા પ્રગટી છે તે અનુસાર પડિમા સદાય વર્તે જ છે.
બાર વ્રતમાં સામાયિકવ્રત આવે છે પણ તેમાં નિયમપૂર્વક નથી ને ત્રીજી પડિમામાં તો નિયમપૂર્વક
સામાયિક હોય છે.
સ્વભાવના ભાનપૂર્વક દર્શનપડિમાવાળા શ્રાવકને દર્શનપડિમા કાયમ હોય છે, વ્રતપડિમાવાળાને
વ્રતપડિમા કાયમ હોય છે, સામાયિકપડિમાવાળાને સામાયિકપડિમા કાયમ હોય છે.–સ્વભાવના અવલંબને તેટલી
તેટલી શુદ્ધતા વર્ત્યા જ કરે છે.
(૪) પ્રોષધોપવાસ પડિમાઃ આઠમ–ચૌદસ પર્વતિથિઓના દિવસે ચૈતન્યની શાંતિપૂર્વક ઉપવાસ કરે ને
આહારનો રાગ છૂટી જાય;–આવી શુદ્ધતા પ્રગટે તેનું નામ ચોથી પડિમા છે. તેમાં જે સ્થિરતાના અંશની વૃદ્ધિ છે
તેનું નામ પડિમા છે, ત્યાં જે રાગ છે તે કાંઈ ધર્મ નથી.

PDF/HTML Page 11 of 25
single page version

background image
ઃ ૯૪ઃ આત્મધર્મઃ ૧૦૧
જુઓ, ‘આઠમ–ચૌદસનો ઉપવાસ કરે છે ત્યારે જ આ પડિમા હોય છે ને બીજા દિવસોમાં આ પડિમા
નથી હોતી’ એમ નથી; તેને તેટલી સ્થિરતાનો અંશ વધીને રાગ તૂટી ગયો છે એટલે પ્રૌષધોપવાસપડિમા તેને
સદાય વર્ત્યા જ કરે છે; બીજા દિવસોમાં આહાર કરતો હોય ત્યારે પણ તેને આ પડિમા તો વર્તે જ છે, કેમ કે તે
વખતેય આઠમ–ચૌદસે આહાર કરવાના રાગનો તો તેને અભાવ જ વર્તે છે.
શ્રાવકને અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાનાવરણીય એ બે કષાયોનો તો અભાવ થઈ ગયો છે; એ
ઉપરાંત સ્વભાવનું અવલંબન જેમ જેમ વધતું જાય છે તેમ તેમ ત્રીજો પ્રત્યાખ્યાનાવરણીય કષાય પણ મંદ પડતો
જાય છે અને આત્માની શુદ્ધિ વધતી જાય છે; તે શુદ્ધતા અનુસાર આ અગિયાર પડિમા હોય છે; શુદ્ધતા ના જ આ
અગિયાર પ્રકારો છે.
(પ) સચિત્ત ત્યાગ પડિમાઃ આગળ વધતાં સચિત્ત વસ્તુના ગ્રહણનો ભાવ ન થાય એટલી સહજ–
વીતરાગતા થઈ જાય તેનું નામ પાંચમી પડિમા છે. આ પાંચમી પડિમાવાળાને પોતે સચિત્તમાંથી અચિત કરે
એવો ભાવ હોય, પણ પોતે સચિત્તઆહાર–પાણીને ગ્રહણ કરે નહિ.
અંતરમાં કારણ શુદ્ધપરમાત્માના અવલંબને પહેલાં સમ્યગ્દર્શન થતાં અપૂર્વ આત્મશાંતિ પ્રગટે છે, ને
પછી તેના વિશેષ અવલંબને અકષાય શાંતિ વધતાં પાંચમા ગુણસ્થાનની પડિમા પ્રગટે છે. સચેત આહારાદિનો
ત્યાગ તે તો બહારની વાત છે. ખરેખર આત્મા આહારાદિને ગ્રહી કે છોડી શકતો નથી, પણ અંતરમાં ચિદાનંદ
જ્ઞાતાની શાંતિ વધતાં તેવો સચેત આહાર પાણીનો આજ પતો નથી એટલે સચેત વસ્તુની સાથેનો નિમિત્ત–
નૈમિત્તિક સંબંધ પણ છૂટી જાય છે.–આનું નામ સચિત્તત્યાગ પડિમા છે. હું સચિત્ત આહારને ગ્રહી કે છોડી શકું
છું–એવી જેની બુદ્ધિ છે તેને સચિત્તત્યાગ પડિમા હોતી જ નથી, તેને તો દર્શનશુદ્ધિ પણ નથી. દર્શનશુદ્ધિ પછી
શ્રાવકને સ્વભાવના આશ્રયે જેમ જેમ વિશેષ રાગ છૂટતો જાય છે તેમ તેમ પડિમા વધતી જાય છે. જુઓ, આ
શ્રાવકના ધર્મની આરાધના! મુનિદશા અને શ્રાવકદશા તે અંતરની ચીજ છે.
(૬) રાત્રિભોજન ત્યાગ પડિમાઃ– છઠ્ઠી પડિમાવાળા શ્રાવકને સ્વભાવના આશ્રયે એવી શુદ્ધતા થઈ
ગઈ છે કે રાત્રીભોજનનો નિયમપૂર્વક અતિચારરહિત ત્યાગ થઈ ગયો છે. અંદર ચિદાનંદ સ્વરૂપમાં સ્થિરતા
વધતાં ચારે પ્રકારનાં રાત્રિભોજનનો વિકલ્પ પણ નથી આવતો તેનું નામ રાત્રિભોજનત્યાગપડિમા છે. આ
પડિમાવાળા શ્રાવકને દિવસના ભાગમાં ખાવાનો ભાવ આવે અને ખાતો હોય ત્યારે પણ
રાત્રિભોજનત્યાગપડિમા વર્તે છે.
સામાન્યપણે તો રાત્રિભોજનનો ત્યાગ શ્રાવકને હોય જ, પણ આ પડિમાવાળાને તો નિયમપૂર્વક
રાત્રિભોજનનો ત્યાગ છે ને અંદર સ્વભાવની તેટલી શુદ્ધતા વધી છે. અંતરમાં શુદ્ધતા થઈ માટે બહારમાં
રાત્રિભોજન છૂટયું, અથવા તો બહારમાં રાત્રિભોજન છૂટયું માટે અંદર શુદ્ધતા થઈ–એમ નથી; પણ એવો સહજ
નિમિત્તનૈમિત્તિક સંબંધ છે કે અંતરમાં સ્વરૂપની શુદ્ધતા વધતાં રાગ છૂટયો તે અનુસાર તેનાં નિમિત્તો પણ છૂટી
જાય છે. દેહની ને આહારની ક્રિયા તો તે ક્ષણે તેનાં કારણ થાય છે ને તેના કારણે અટકે છે, હું તો જ્ઞાતા છું–એવા
ભાનપૂર્વક સ્વરૂપમાં સ્થિરતાના અંશો જેમ જેમ વધતાં જાય છે તેમ તેમ આ પડિમાઓ હોય છે.
(૭) બ્રહ્મચર્યપડિમાઃ આ શ્રાવકના ધર્મની વાત ચાલે છે. સ્વભાવનાં આશ્રયે રત્નત્રયની
આરાધના કરતાં જેમ જેમ રાગ છૂટતો જાય તેમ તેમ આ પડિમાઓ હોય છે. જ્ઞાનાનંદ પરમ બ્રહ્મસ્વરૂપ
નિજ આત્માનું ભાન થઈને તેમાં એટલી લીનતા પ્રગટી કે વિષયનો ભાવ જ છૂટી ગયો, અને બહારમાં
નિમિત્તપણે દેહની તેવી ક્રિયા પણ છૂટી ગઈ, તેનું નામ બ્રહ્મચર્યપડિમા છે. અંતરની શુદ્ધપરિણતિ સાથે
સંધિપૂર્વકની આ વાત છે. આ બ્રહ્મચર્યપડિમામાં નિયમપૂર્વકનું શુદ્ધ બ્રહ્મચર્ય હોય છે. આ પહેલાં સામાન્ય
બ્રહ્મચર્યનો શુભભાવ હોય પણ તેને પડિમા ન કહેવાય. અંતરમાં ચિદાનંદ સ્વરૂપના ભાન સહિત વિશેષ
શુદ્ધતાં પ્રગટતાં રાગનો સહજ ત્યાગ થાય ત્યારે જ પડિમા કહેવાય. એકલું બહારમાં છોડીને કે શુભરાગ
કરીને પોતાને વ્રત કે પડિમાધારી માની બેસે, ને અંદરમાં શુદ્ધપરિણતિનું તો ઠેકાણું ન હોય તેને વ્રત કે
પડિમા હોય નહિ. તેને માટે તો કહ્યું છે કે–
લહ્યુંસ્વરૂપ ન વૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન,
ગ્રહે નહિ પરમાર્થને લેવા લૌકિક માન.

PDF/HTML Page 12 of 25
single page version

background image
ફાગણઃ ૨૪૭૮ઃ ૯પઃ
અંતરની શુદ્ધપરિણતિના ભાન વગર, બાહ્યક્રિયાકાંડમાં કે રાગમાં ધર્મ માનીને જે પોતાને વ્રતધારી માને
છે તેને ખરેખર વ્રત નથી પણ વ્રતનું અભિમાન છે, અંતરના સ્વરૂપના ભાનપૂર્વક તેમાં એકાગ્રતા વધતાં તેમાંથી
વ્રત અને પડિમા આવે છે, કાંઈ બહારમાંથી વ્રત કે પડિમા આવતાં નથી. કોઈ કહે કે ‘મને સાત પડિમા આપો.’
ત્યાં સામો કહે કે ‘લ્યો, આ સાત પડિમા.’–તો શું કોઈ બીજા પાસેથી પડિમા આવતી હશે? પડિમા કોઈ બીજા
પાસેથી આવતી નથી તેમ જ બહારમાં વેશ ફેરવવાથી પડિમા થઈ જતી નથી. પડિમા તો અંતરની વસ્તુ છે.
સ્વભાવમાં સ્થિરતા વધતાં રાગરહિત પર્યાય પ્રગટે છે તે અનુસાર પડિમા છે; એવી પડિમા પોતે પોતાના
સ્વભાવમાંથી જ્યારે પ્રગટ કરે ત્યારે શ્રીગુરુએ પડિમા આપી એમ વ્યવહારથી કહેવાય છે.
(૮) આરંભ ત્યાગ પડિમાઃ– પાંચમી પડિમામાં સચેતનો ત્યાગ હતો, પણ ત્યાં હજી સચેતમાંથી
અચેત કરવાના આરંભપરિણામનો ત્યાગ ન હતો; અહીં તો સ્વરૂપમાં એટલી સ્થિરતા વધી કે સચેતમાંથી
અચેત કરવાના આરંભનો ભાવ પણ આવતો નથી. લીલોતરી કાપવી, ચૂલો સળગાવવો વગેરે આરંભના
ભાવ આઠમી પડિમાવાળા શ્રાવકને હોતા નથી. કોઈ પરને હણવાની કે બચાવવાની પર્યાય હું કરી શકતો
નથી, હું તો જ્ઞાનસ્વરૂપ છું–આવું ભાન તો ધર્મીને ચોથા ગુણસ્થાને થઈ ગયું છે, ત્યારપછી જ્ઞાનસ્વરૂપના
અવલંબનમાં સ્થિર થતાં એવી શુદ્ધતા વધી કે આરંભનો રાગ જ છૂટી ગયો ને બહારમાં આરંભની ક્રિયા
પણ સ્વયમેવ છૂટી ગઈ,–આનું નામ આઠમી પડિમા છે. ‘આરંભનો ત્યાગ’ એમ નિમિત્તથી કહેવાય છે,
ખરેખર આત્માએ બહારની ક્રિયાને છોડી નથી. તેમ જ બહારમાં આરંભ છૂટયો તેથી અંદરમાં શુદ્ધતા
પ્રગટી–એમ પણ નથી. અંદરમાં શુદ્ધતા વધતાં રાગ છૂટી ગયો ત્યાં નિમિત્તથી એમ બોલાય કે આત્માએ
આરંભનો ત્યાગ કર્યો. ખરેખર બહારના ત્યાગમાં આત્માની પડિમા નથી, પણ અંદરના ચિદાનંદસ્વભાવમાં
એકાગ્રતા વધતાં શુદ્ધતાનો અંશ વધ્યો ને આરંભનો ભાવ છૂટી ગયો તેનું નામ પડિમા છે. આ
પડિમાવાળા શ્રાવકને સ્વભાવનું અવલંબન એટલું વર્તે છે કે ચોવીસે કલાક આરંભત્યાગ પડિમા વર્તે છે,
આરંભનો ભાવ તેને ઉત્પન્ન જ થતો નથી.
(૯) પરિગ્રહ ત્યાગ પડિમાઃ આઠમી પડિમા સુધી પરિગ્રહનો રાગ હોય, પણ પછી અંદરમાં ચિદાનંદ
સ્વરૂપનું વિશેષ આલંબન લેતાં પરિગ્રહનો રાગ છૂટી જાય છે, ત્યાં પરિગ્રહને છોડયો એમ નિમિત્તથી કહેવાય છે.
ખરેખર તો સ્વભાવના આશ્રયે શુદ્ધતા થતાં રાગ થતો જ નથી, તેથી રાગનો ત્યાગ પણ વ્યવહારથી છે. જુઓ,
આમાં વ્યવહાર પણ આવી જાય છે.–કઈ રીતે? કે ધુ્રવ ચૈતન્યનું અવલંબન લેતાં શુદ્ધતા થઈ તે નિશ્ચય, અને
રાગ છૂટયો તે વ્યવહાર; તેમ જ રાગ છૂટતાં રાગના નિમિત્તો સાથેનો સંબંધ છૂટી ગયો, ત્યાં આત્માએ તે
નિમિત્તોને છોડયા–એમ કહેવું તે અસદ્ભૂતવ્યવહાર છે. શુદ્ધતા વધતાં રાગનો અને તેના નિમિત્તનો સંબંધ છૂટી
જ જાય એવો નિયમ છે. આ નવમી પડિમાવાળાને હજી વસ્ત્ર હોય છે, પણ પૈસા વગેરેનો પરિગ્રહ હોતો નથી.
પૈસા નજીક આવવા કે દૂર જવા તે તો જડની ક્રિયા છે, તેનો કર્તા આત્મા નથી. રાગ હતો ત્યારે લક્ષ્મી વગેરેનો
પરિગ્રહ કહ્યો અને રાગ છૂટતાં લક્ષ્મી વગેરે પરિગ્રહને છોડયો–એમ કહ્યું. આ તરફ ચૈતન્યમાં સ્થિરતા વધી ત્યાં
પૈસા વગેરે પરિગ્રહ તરફનો ભાવ છૂટી ગયો–તેનું નામ પરિગ્રહ ત્યાગ પડિમા છે.
જુઓ, આ વીતરાગદર્શનમાં શ્રાવકની પડિમા! આમાં હઠ નથી પણ સહજ છે; સ્વરૂપમાં જેમ જેમ
સ્થિરતા થતી જાય છે તેમ તેમ આ પડિમા હોય છે.
(૧૦) અનુમતિ ત્યાગ પડિમાઃ આ પડિમાવાળા શ્રાવક પોતાને માટે આહાર વગેરેની અનુમતિ
આપતા નથી. મારે માટે આમ કરજો–એવું દસમી પડિમાવાળા કહે નહિ; શરીરમાં રોગાદિ થાય ત્યાં ‘મારે માટે
અમુક ચીજ બનાવજો’ એમ પોતાના માટે આહારની અનુમોદનાનો વિકલ્પ પણ આવતો નથી, એવી અંદરની
શુદ્ધતા વધી ગઈ છે. કોઈ તેને પૂછે કે ‘તમારે માટે શું કરું?’ તો તે જવાબ આપે નહિ. હજી આ પડિમાવાળા
પોતાને માટે બનાવેલો આહાર લ્યે, પણ પોતે એવી અનુમતિ ન આપે કે મારા માટે અમુક ચીજ કરજો.
(૧૧) ઉદિૃષ્ટ ત્યાગ પડિમાઃ– આ પડિમાવાળા શ્રાવક પોતાને માટે તૈયાર કરેલો આહાર લેતા નથી.
સહજપણે તેને તેવા આહારનો વિકલ્પ તૂટી જાય છે–એટલી સ્વરૂપની સ્થિરતા વધી ગઈ છે. આ પડિમાવાળા
શ્રાવકમાં ક્ષુલ્લક

PDF/HTML Page 13 of 25
single page version

background image
ઃ ૯૬ઃ આત્મધર્મઃ ૧૦૧
અને એલક એવા બે પ્રકાર છે. તે ક્ષુલ્લક કે એલકને પોતાને માટે કરેલો આહાર લેવાની વૃત્તિ ન ઊઠે. તેને રોગ
થયો હોય ને તેને માટે કોઈ ખાસ આહારાદિ બનાવે તો તે લ્યે નહિ. તેને તે આહાર લેવાનો ભાવ જ ન આવે, એવી
ચૈતન્યના આશ્રયે શુદ્ધતા વધી ગઈ છે. શુદ્ધતા વધતાં રાગ છૂટયો ત્યાં ઉદિષ્ટ આહારને છોડયો એમ નિમિત્તથી
કહેવાય છે. ખરેખર આહાર છૂટયો તે તો નિમિત્તના કારણે સ્વયં છૂટયો છે, આત્માએ તેને છોડયો નથી.
અગિયાર પડિમાની વસ્તુસ્થિતિ આવી છે. તેમાં પહેલી છ પડિમાવાળા જઘન્ય શ્રાવક છે; સાત–આઠ–નવ
પડિમાવાળા મધ્યમ શ્રાવક છે અને દસ–અગિયાર પડિમાવાળા ઉત્તમ શ્રાવક છે. પણ એ ખાસ ધ્યાન રાખવાયોગ્ય
છે કે આ પડિમાઓ સમ્યગ્દર્શનપૂર્વક જ હોય છે. સમ્યગ્દર્શનપૂર્વક ચૈતન્યના આનંદનો અનુભવ વધતાં હઠ વગર
સહજપણે આવી પડિમાઓ હોય છે. જુઓ, શ્રાવકની આવી દશા હોય છે. તેનું નામ ભક્તિ છે, તેનું નામ
રત્નત્રયની આરાધના છે અને તે શ્રાવકોનો ધર્મ છે; તે સિવાય રાગમાં ધર્મ નથી, તેમ જ બહારનાં પદાર્થોનું તો
ગ્રહણ કે ત્યાગ આત્મા કરી શકતો જ નથી. આત્મામાં ‘ત્યાગોપાદાન શૂન્યત્વ’ નામનો ધર્મ છે એટલે આત્મા
પરનું ગ્રહણ કે ત્યાગ કરતો નથી. આવા આત્માના ભાનપૂર્વક હઠ વિનાની વીતરાગી દશા પ્રગટે ત્યાં આવી પડિમા
હોય છે. હઠ કરીને બહારમાં ત્યાગ કરે તેથી કાંઈ પડિમા થઈ જતી નથી શુદ્ધ સ્વભાવમાં અંતર્મુખ વલણથી જેમ
જેમ ગુણની શુદ્ધતા પ્રગટતી જાય છે તેમ તેમ આવી વીતરાગી પડિમા શ્રાવકને પ્રગટતી જાય છે.
આ રીતે જે વીતરાગીપર્યાયને ભજે તે શ્રાવક ભક્ત છે, તે રત્નત્રયનો આરાધક છે. સ્વભાવના આશ્રયે
જેટલી ગુણની નિર્મળતા થાય છે તેટલી પડિમા કાયમ હોય છે; ત્યાં ગુણની શુદ્ધિ અનુસાર રાગનો ત્યાગ અને
તેના નિમિત્તોનો ત્યાગ હોય છે. અંતરમાં શુદ્ધરત્નત્રયની આરાધના વગરના વ્રત–તપ ત્યાગ અને પડિમા એ તો
બધાંય બાળવ્રત, બાળતપ, બાળત્યાગ ને બાળપડિમા છે; ‘બાળ’ એટલે મૂર્ખાઈ ભરેલાં–અજ્ઞાનીનાં વ્રત–તપ–
ત્યાગ–પડિમા છે. ચૈતન્યસ્વભાવનું ભાન કરીને શ્રાવક રત્નત્રયને જેટલો ભજે છે તેટલી ભક્તિ છે અને તેટલો
ધર્મ છે, તેને જ શુદ્ધતા અનુસાર યથાર્થ પડિમા વગેરે હોય છે.
શ્રાવકની પડિમાનું આવું સ્પષ્ટ વર્ણન આ પહેલી જ વાર વ્યાખ્યાનમાં આવ્યું છે. *
પં..... ચા..... મૃ..... ત
૧. આત્મજ્ઞાનીની સેવા
(દેશનાલબ્ધિનો નિયમ)
સમયસારની ચોથી ગાથામાં શ્રી આચાર્યદેવ કહે છે કે આત્માને જાણનારાઓની સંગતિ–સેવા–ઉપાસના પૂર્વે
કદી કરી નથી.–આમ કહીને અહીં અપૂર્વ દેશનાલબ્ધિ સિદ્ધ કરવા માંગે છે. પૂર્વે શુદ્ધાત્માના શબ્દો તો કાને પડયા પણ
તેને શુદ્ધાત્માના શ્રવણ તરીકે એટલે કે દેશનાલબ્ધિ તરીકે અહીં નથી સ્વીકારતાં. અહીં તો એવી જ દેશનાલબ્ધિ
લીધી છે કે જે દેશનાલબ્ધિ મળ્‌યા પછી જીવ પાછો ન ફરે. અને એ દેશનાલબ્ધિ આત્મજ્ઞાની પાસેથી જ મળે છે–એવો
નિયમ બતાવવા અહીં આત્મજ્ઞાનીની સેવા–સંગતિ કરવાની વાત મૂકી છે. જો અજ્ઞાનીના ઉપદેશથી પણ અનાદિ
મિથ્યાદ્રષ્ટિને દેશનાલબ્ધિ થઈ જતી હોય તો ‘આત્મજ્ઞાનીની સેવા’ ની વાત શા માટે કરે? આચાર્યદેવ કહે છે કે
જીવોને ભિન્ન આત્માનું એકપણું જ પૂર્વે કદી સાંભળવામાં, પરિચયમાં કે અનુભવમાં આવ્યું નથી;–કેમ? કે પોતામાં
અનાત્મજ્ઞપણું હોવાથી, અને બીજા આત્માને જાણનારાઓની સંગતિ –સેવા નહિ કરી હોવાથી. અહીં અનાદિ
અજ્ઞાનીને જ્ઞાની બનાવવા માટે વાત લીધી છે, તેથી દેશનાલબ્ધિ જ્ઞાની પાસેથી જ મળે–એ વાત મૂકી છે. આ
સંબંધમાં અત્યારે ઘણી ગરબડ ચાલી રહી છે, પણ આચાર્યદેવે સ્પષ્ટ વાત કરી છે તે વિચારતા નથી.
સમયસાર ગા. ૪ ઉપરના પ્રવચનમાંથીઃ અષાડ સુદ૧ ૨૪૭૬
૨ઃ પર્યાયમૂઢ પરસમય છે,
(નામથી જૈન પણ ભાવથી બૌદ્ધ)
આત્મા અનંત ધર્મોથી અભેદરૂપ નિત્ય ટકનારું દ્રવ્ય છે; તે નિત્ય આત્માના આશ્રયે નિર્મળદશા પ્રગટે
છે–એમ ન માનતાં જે ક્ષણિક પર્યાયના આશ્રયે નિર્મળદશા પ્રગટવાનું માને છે તે જીવ પર્યાયમૂઢ છે, તે બૌદ્ધમતિ
જેવો છે. વસ્તુ તો દ્રવ્ય–ગુણ–પર્યાયસ્વરૂપ છે; તેમાં ત્રિકાળી દ્રવ્ય–ગુણના આશ્રયે નવી નવી પર્યાયો પ્રગટે છે.–
જો આમ જાણે તો તો પર્યાય દ્રવ્ય તરફ વળી જાય, એટલે કે દ્રવ્યનો આશ્રય કરીને પર્યાય નિર્મળપણે પરિ–

PDF/HTML Page 14 of 25
single page version

background image
ફાગણઃ ૨૪૭૮ઃ ૯૭ઃ
ણમે; અનંત ધર્મોથી અભેદ એવા ધુ્રવ દ્રવ્યના આશ્રયે અવસ્થા પ્રગટવાનું ન માનતાં, પર્યાયમાંથી પર્યાય પ્રગટે કે
નિમિત્તથી પ્રગટે–એમ જે માને છે તે જીવે વસ્તુને દ્રવ્ય–ગુણ–પર્યાયસ્વરૂપ નથી માની પણ ક્ષણિક પર્યાયને જ
વસ્તુ માની છે, એટલે તે ક્ષણિકવાદી બૌદ્ધ જેવો છે,–તે પર્યાયમૂઢ મિથ્યાદ્રષ્ટિ છે. વ્યવહાર (શુભરાગ) કરતાં
કરતાં નિશ્ચય પ્રગટે–એવી જેની માન્યતા છે તે પણ પર્યાયમૂઢ છે. જે જીવ ધુ્રવ આત્મસ્વભાવનો આશ્રય કરે છે
તે જ સમ્યગ્દ્રષ્ટિ છે, ને તે સ્વસમય છે. જેની દ્રષ્ટિ પર્યાય ઉપર છે એટલે કે પર્યાયના આશ્રયથી જે લાભ માને છે
તે જીવ, નામથી ભલે જૈન હોય પણ ભાવથી તો બૌદ્ધ છે.
–પ્રવચનમાંથી, સમયસાર ગા. ૨ઃ વીર સં. ૨૪૭૬ પ્ર. અષાડ વદ ૮
૩ઃ જ્ઞાનજ્યોતીનો ઝણેણાટ.
જીવ અજ્ઞાનભાવે સ્વર્ગમાં પણ અનંતવાર ગયો અને નરકમાં પણ અનંતવાર ગયો, પુણ્ય–પાપને
આત્મા સાથે અભેદભાવની માન્યતાથી ચારે ગતિમાં અનંતકાળથી રખડયો; પણ જ્યાં આ જ્ઞાનજ્યોતિ ઝણેણાટ
કરતી જાગી ને ચારે ગતિના કારણને મૂળમાંથી ઉખેડતી પ્રગટ થઈ ત્યાં પરિભ્રમણ ટળી ગયું ને અંશે મુક્તિની
પર્યાય પ્રગટ થઈ. સાચી સમજણે અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કર્યો છે. મારો આત્મા જ્ઞાતા–દ્રષ્ટા વીતરાગી
સ્વભાવ જ છે–એમ જ્ઞાનમાં સ્વીકારતી જ્ઞાનજ્યોતિ સારી રીતે સજ્જ થઈ છે.
જેમ તલવારને સજ્જ કરે છે તેમ જ્ઞાન જ્યોતિ સારી રીતે સજ્જ થઈ છે એટલે કે તૈયાર થઈ છે,–એવી
તૈયાર થઈ છે કે જે પ્રગટ થઈને કેવળજ્ઞાન લીધે છૂટકો, કેવળજ્ઞાન લેવામાં વચ્ચે વિઘ્ન કાંઈ આવવાનું જ નહિ;
જ્ઞાનજ્યોતિ પ્રગટી તે પ્રગટી, હવે અખંડધારાએ કેવળજ્ઞાન સુધી પહોંચી જ જવાની; જ્ઞાનજ્યોતિ એવી સજ્જ
થઈ કે જ્ઞાન–આનંદ કરતી કેવળજ્ઞાન–સમુદ્રમાં ભળી જવાની.–એવો તેનો ફેલાવ તેને કોઈ આવરી શકે નહિ,
રોકી શકે નહિ; ચૈતન્યની જ્ઞાનજ્યોતિ જાગી તેને રોકવાને–આવરવાને સમર્થ આ જગતમાં કોઈ પદાર્થ નથી,
કોઈ પદાર્થનો એવો ગુણ નથી કે કોઈ પદાર્થની એવી પર્યાય નથી. જાગનાર જાગે તેને આવરણ કરનાર ત્રણકાળ
ત્રણલોકમાં કોઈની શક્તિ નથી.
–માટે આચાર્યદેવ કહે છે કેઃ
અરે આત્મા! તું જાગ.....તું જાગીને જો તો તારા સ્વભાવમાં બંધન છે જ નહિ.–એમ ભાન થતાં દ્રવ્યબંધ
પણ તૂટી જ જશે, રહેશે નહિ. જ્યારે જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે રાગાદિક રહેતા નથી ને તેમનું કાર્ય જે બંધ તે પણ
રહેતો નથી, ત્યારે પછી જ્ઞાનને આવરણ કરનારું કોઈ રહેતું નથી, તે જ્ઞાન સદા પ્રકાશમાન જ રહે છે.
–સમયસાર–બંધઅધિકારના પ્રવચનોમાંથી.
૪ઃ જ્ઞાયકભાવની ઊપાસના
શ્રી સમયસારની છઠ્ઠી ગાથામાં ભગવાન શ્રીકુંદકુંદઆચાર્યદેવ પોતાના સ્વાનુભવપૂર્વક કહે છે કેઃ
જ્ઞાયકમૂર્તિ આત્મા અપ્રમત્ત કે પ્રમત્ત નથી. ક્ષણિક પર્યાયમાં જે પ્રમત્ત–અપ્રમત્તના ભાવ છે તેટલો જ આત્મા
નથી; ભગવાન આત્મા તો એક જ્ઞાયકભાવ છે તે શુભ–અશુભ ભાવોપણે પરિણમતો જ નથી. પર્યાયમાં વ્યવહાર
હોવા છતાં સ્વભાવદ્રષ્ટિથી જોઈએ તો જ્ઞાયકભાવ તે–પણે પરિણમતો નથી.–આવો જ્ઞાયકભાવ છે તેનો જ્યાં
નિર્ણય કર્યો ત્યાં પર્યાય અંતરમાં અભેદ થઈ ને શુદ્ધતા પ્રગટી. આનું નામ જ્ઞાયકભાવની ઉપાસના છે. આ રીતે
જ્ઞાયકભાવની ઉપાસનાથી જ ક્રમેક્રમે શુદ્ધતા વધતી જાય છે. અહીં પંચપરમેષ્ઠીની કે શુભરાગની ઉપાસના
કરવાનું ન કહ્યું, કેમ કે પંચપરમેષ્ઠી તો પોતાથી પર છે અને શુભરાગ વિકાર છે તે કોઈના આશ્રયે આત્માને
શુદ્ધપણું કે મોક્ષમાર્ગ પ્રગટતો નથી. એકરૂપ જ્ઞાયકસ્વભાવના આશ્રયે જ શુદ્ધપણું ને મોક્ષમાર્ગ પ્રગટે છે, તેથી
એક જ્ઞાયકભાવની ઉપાસના કરવાનું જ કહ્યું છે. દ્રવ્યદ્રષ્ટિથી જ્ઞાયકભાવ તો સદા જ્ઞાયક જ છે. ‘હું જ્ઞાયક છું’
એમ સ્વભાવદ્રષ્ટિ વડે નિર્ણય કરીને તેમાં ઠર્યો ત્યારે તે આત્માને ‘શુદ્ધ’ કહેવાય છે. જ્ઞાયકભાવમાં પર્યાય અભેદ
થઈને શુદ્ધ થઈ તેથી તે આત્માને ‘શુદ્ધ’ કહ્યો.–આનું નામ જ્ઞાયકભાવની ઉપાસના છે.
‘સ્વભાવદ્રષ્ટિથી જ્ઞાયકભાવ પ્રમત્ત–અપ્રમત્ત નથી’ એમ કહેતાં જ પર્યાયમાં તે ભાવો છે એવો વ્યવહાર
આવી જાય છે, પણ અહીં સ્વભાવદ્રષ્ટિમાં તેની ગૌણતા છે. અભેદ એક જ્ઞાયકસ્વભાવની સન્મુખ થઈને જે
પર્યાયે તેને સ્વીકાર્યો તે પર્યાયમાં શુદ્ધતા થઈ ગઈ; પણ તે પર્યાય ઉપર સમ્યગ્દર્શનની દ્રષ્ટિ નથી, એકરૂપ
જ્ઞાયકભાવ

PDF/HTML Page 15 of 25
single page version

background image
ઃ ૯૮ઃ આત્મધર્મઃ ૧૦૧
ઉપર જ દ્રષ્ટિ છે. આવી જ્ઞાયકભાવની ઉપાસના એટલે કે તેની શ્રદ્ધા તેનું જ્ઞાન અને તેમાં લીનતા તે મોક્ષમાર્ગ છે.
૨૪૭૬ અષાડ સુદ ૯ઃ શ્રી સમયસાર ગા. ૬ ઉપરના પ્રવચનમાંથી.
પઃ સ્વભાવ અને વિભાવનું ભેદજ્ઞાન
(પર્યાયનું સત્પણું)
એક વસ્તુમાં બીજી વસ્તુનો અભાવ છે તેથી એક વસ્તુને બીજી વસ્તુ કાંઈ લાભ કે નુકસાન કરી શકે
નહિ, આવો સિદ્ધાંત છે. અહીં પ્રશ્ન થાય છે કેઃ આત્મસ્વભાવમાં રાગનો અભાવ છે, જેમાં જેનો અભાવ હોય
તેમાં તે કાંઈ નુકસાન કરે નહિ, તો રાગ આત્માને નુકસાનનું કારણ છે કે નથી?
નીચેના ત્રણ પ્રકારથી તે પ્રશ્નનો ઉત્તર આપવામાં આવે છે–
(૧) દ્રષ્ટિની અપેક્ષાએ આત્મામાં રાગનો અભાવ જ છે, દ્રષ્ટિના વિષયભૂત અખંડ સ્વભાવમાં રાગ છે જ
નહિ તેથી તે નુકશાન કરે નહિ; એટલે રાગ અખંડ સ્વભાવને નુકસાન કરતો નથી ને સ્વભાવની દ્રષ્ટિને
પણ નુકસાન કરતો નથી. રાગને લીધે પ્રતીત કાંઈ કાચી થઈ ગઈ–એમ નથી.
(૨) જે રાગ છે તે જ્ઞાનની અપેક્ષાએ જ્ઞેય છે, રાગને અને જ્ઞાનને જ્ઞેયજ્ઞાયકસંબંધ છે. રાગ છે તેને સાધક
જાણે છે પણ જ્ઞાનને અને રાગને એકમેક માનતા નથી; એટલે ખરેખર રાગ આત્માને નુકશાન કરતો
નથી પણ આત્માનું જ્ઞેય જ છે.
(૩) હવે ચારિત્ર અપેક્ષાએ જોતાં જરા સૂક્ષ્મ વાત છે. રાગ તે ચારિત્રગુણની વિકારી દશા છે, પરંતુ તે રાગ
ચારિત્રની પ્રગટેલી નિર્મળતાને કાંઈ નુકસાન કરતો નથી. રાગ વખતે પણ ચારિત્રની વર્તમાન પર્યાયમાં
જે નિર્મળતા પ્રગટી છે તે તો પ્રગટી જ છે, તે નિર્મળતાનો કાંઈ રાગ અભાવ કરતો નથી. માટે ચારિત્રની
વર્તમાન પ્રગટેલી નિર્મળતામાં તે સમયનો રાગ નુકસાન કરતો નથી. જુઓ, સ્વભાવ અને રાગ બંને
જુદા પડી ગયા, સ્વભાવમાં રાગનો અભાવ, રાગમાં સ્વભાવનો અભાવ.
જેમકે ચોથા ગુણસ્થાને સમ્યગ્દ્રષ્ટિને સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટયું છે તેટલી ચારિત્રની નિર્મળતા પ્રગટી
છે અને તે પર્યાયમાં અપ્રત્યાખ્યાનનો રાગ પણ છે, છતાં તે રાગ ચારિત્રની પ્રગટેલી નિર્મળતાને
(સ્વરૂપાચરણને) નુકસાન કરતો નથી. વળી એ જ પ્રમાણે છઠ્ઠા–સાતમા ગુણસ્થાને મુનિને ચારિત્રની ઘણી
નિર્મળતા પ્રગટી છે અને સંજ્વલનનો અતિ અલ્પ રાગ રહ્યો છે; પણ તે રાગ તે ભૂમિકામાં પ્રગટેલા
નિર્મળચારિત્રને કાંઈ નુકશાન કરતો નથી.–આમ છતાં ચારિત્રમાં રાગને નુકસાનકર્તા કહેવામાં આવે છે તેનું
કારણ શું છે તે સમજવું જોઈએ. તે આ પ્રમાણે છેઃ સમ્યગ્જ્ઞાને વસ્તુના અભેદસ્વભાવને જાણ્યો છે તેમજ દર્શન–
જ્ઞાન–ચારિત્ર આદિ ગુણભેદને પણ જાણ્યા છે તથા તેની પર્યાયને પણ જાણી છે. તે જ્ઞાનમાં ચારિત્રની પૂર્ણતાનું
સ્વરૂપ જણાયું છે; ચારિત્ર ગુણનું પૂર્ણ સ્વરૂપ રાગરહિત હોવું જોઈએ તેવું વર્તમાન પર્યાયમાં નથી માટે પર્યાયમાં
તેટલું નુકસાન છે.
આમ ગુણ પર્યાયની સરખામણી અપેક્ષાએ, જેટલો રાગ છે તેટલું ચારિત્રપર્યાયમાં નુકસાન છે–એમ
કહેવામાં આવે છે. ચારિત્રનું પરિણમન પૂરું નથી, ચારિત્રની પૂર્ણદશા પ્રગટી નથી એ અપેક્ષાએ નુકસાન કહ્યું;
પણ જેટલી નિર્મળતા પ્રગટી છે તેમાં તો કાંઈ રાગ નુકસાન કરતો નથી, તે પર્યાય સત્ છે. જે નિર્મળતા છે તેમાં
રાગનો અભાવ છે તેથી તે નિર્મળતાને રાગ નુકસાન કરતો નથી.
અહો! પ્રગટેલી નિર્મળ પર્યાયને રાગ પણ નુકસાન કરતો નથી તો પછી કર્મ કાંઈ નુકસાન કરે એ તો
વાત જ કયાં રહી? કર્મ કોને નુકસાન કરે? જેટલી નિર્મળતા પ્રગટી છે તે તો પ્રગટી જ છે, તેમાં કર્મ કાંઈ કરી
શકે નહિ, અને જે નિર્મળતા પોતે પ્રગટી જ નથી તેમાં પણ કર્મ શું કરે? જે પર્યાય પ્રગટેલી છે તે તો સત્ છે,
તેમાં કર્મ કાંઈ ફેરફાર ન કરી શકે, અને જે પર્યાય પ્રગટી જ નથી એટલે કે અસત્ છે તેમાં પણ કર્મ કાંઈ કરી શકે
નહિ. આ રીતે કર્મ આત્માની પર્યાયમાં કાંઇ કરતું નથી. આવા સમય–સમયના સત્ની નિરપેક્ષતા જે જીવ
યથાર્થપણે જાણે તે જીવ પરથી નિરપેક્ષ થઈને દ્રવ્યસન્મુખ થયાં વિના રહે નહીં.
રાત્રિચર્ચા–અષાડ સુદ ૧ઃ ૨૪૭૭

PDF/HTML Page 16 of 25
single page version

background image
ફાગણઃ ૨૪૭૮ઃ ૯૯ઃ
“અહો, શુદ્ધાત્મ–પ્રાપ્તિની દુર્લભતા!”
હે જીવ! શુદ્ધાત્માની રુચિ પ્રગટ કરીને એકવાર સાચો શ્રોતા બન!
અનંતકાળથી સંસારમાં રખડતા જીવોને શુદ્ધ આત્માની સમજણ દુર્લભ છે એમ બતાવતાં શ્રી આચાર્યદેવ
સમયસારની ચોથી ગાથામાં કહે છે કે (૧) કામભોગ–બંધનની કથા તો સર્વ જીવોને સાંભળવામાં આવી ગઈ
છે; પણ (૨) ભિન્ન આત્માના એકત્વની વાત જીવે કદી સાંભળી નથી. તેમાંથી ન્યાયઃ
(૧) નિગોદમાં એવા અનંત જીવો છે કે જેમણે કદી મનુષ્યભવ કર્યો જ નથી, જેઓ કદી
નિગોદમાંથી નીકળ્‌યા જ નથી, જેમને કદી શ્રવણેન્દ્રિય જ મળી નથી, તો તેમણે કઈ રીતે કામ–ભોગની કથા
સાંભળી? શ્રી આચાર્યદેવ કહે છે કે તે જીવોએ શબ્દો ભલે ન સાંભળ્‌યા હોય, પરંતુ કામ–ભોગની કથાના
શ્રવણનું જે કાર્ય છે તેને તો તેઓ કરી જ રહ્યા છે, શબ્દો ન સાંભળવા છતાં તેના ભાવ પ્રમાણે ઊંધુંં વર્તન
તો તેઓ કરી જ રહ્યા છે; કામ–ભોગની કથા સાંભળનારા અજ્ઞાની જીવો જે (વિકારનો અનુભવ) કરી
રહ્યા છે અને કહી રહ્યા છે તેવું તે જીવો કથા સાંભળ્‌યા વગર પણ કરી જ રહ્યા છે, માટે તેમણે પણ કામ–
ભોગ–બંધનની કથા સાંભળી છે એમ આચાર્યદેવે કહ્યું. શુદ્ધાત્માના ભાન વગર અનંતવાર નવમી
ગ્રૈવેયકના ભવ કરનારો જીવ, અને બીજો નિત્યનિગોદનો જીવ–એ બંને એક જ જાતના છે, બંને
અશુદ્ધઆત્માનો જ અનુભવ કરી રહ્યા છે. નિગોદના જીવને શ્રવણનું નિમિત્ત મળ્‌યું નથી અને નવમી
ગ્રૈવેયક જનાર જીવને શ્રવણનું નિમિત્ત મળવા છતાં તેનું ઉપાદાન સુધર્યું નથી માટે તેણે શુદ્ધાત્માની વાત
સાંભળી એમ અહીં અધ્યાત્મશાસ્ત્રમાં ગણતા નથી. કામ–ભોગની કથા તો નિમિત્ત છે, તે સાંભળવાનું ફળ
શું?–કે વિકારનો અનુભવ; તે વિકારનો અનુભવ તો નિગોદનો જીવ કરી જ રહ્યો છે, માટે તે જીવે કામ–
ભોગની કથા સાંભળી છે.
(૨) ઉપરના નિગોદના જીવ કરતાં ઊલટી વાત; અજ્ઞાની જીવે અનંતવાર તીર્થંકર ભગવાનના
સમવસરણમાં જઈને તેમના દિવ્યધ્વનિમાં શુદ્ધાત્માની વાત સાંભળી છતાં અહીં આચાર્યભગવાન કહે છે કે
આત્માના શુદ્ધ સ્વભાવની વાર્તા તે જીવોએ કદી સાંભળી નથી. કેમ કે અંતરની રુચિથી તેનું પરિણમન કર્યું નથી,
શુદ્ધાત્માનો અનુભવ કર્યો નથી માટે તેણે શુદ્ધાત્માની વાત સાંભળી પણ નથી. શુદ્ધાત્માનું શ્રવણ કર્યું એમ તો
ત્યારે કહેવાય કે જો તેનો આશય સમજી તે–અનુસાર પરિણમે! એટલે ભાવપૂર્વકના શ્રવણને જ અહીં શ્રવણમાં
ગણ્યું છે. નિમિત્ત સાથે ઉપાદાનના ભાવનો મેળ થાય તો જ તે નિમિત્ત કહેવાય. અનાદિથી કામ–ભોગ–બંધનની
કથાના નિમિત્તો સાથે જીવના ઉપાદાનનો મેળ થયો છે, પરંતુ શુદ્ધજ્ઞાયક–એકત્વ–વિભક્ત આત્મસ્વરૂપને
બતાવનાર નિમિત્ત સાથે તેના ઉપાદાનનો મેળ થયો નથી માટે તેણે શુદ્ધ આત્માની વાત સાંભળી પણ નથી.
અહીં તો ઉપાદાન–નિમિત્તની સંધિપૂર્વક કથન છે; નિમિત્ત તરીકે એવા અપૂર્વ શ્રવણને સ્વીકાર્યું છે કે જેવું શ્રવણ
કર્યું તેવી રુચિ અને અનુભવ પણ કરે જ.
ભલે ભગવાનની સભામાં દિવ્યધ્વનિ સાંભળતો હોય, પણ જો અંતરમાં વ્યવહારના પક્ષનો આશય
રાખે તો તેણે ખરેખર શુદ્ધાત્માનું શ્રવણ નથી કર્યું, તેને માટે તો તે વિકથાનું જ શ્રવણ છે. માત્ર આત્માના
શબ્દો કાને પડયા તે કાંઈ શુદ્ધાત્માનું શ્રવણ નથી પણ શ્રવણ પરિચય અને અનુભવ ત્રણેની એકતા એટલે
કે જેવો શુદ્ધાત્મા સાંભળ્‌યો તેવો જ પરિચયમાં–રુચિમાં લઈને તેનો અનુભવ કરે એનું નામ શુદ્ધાત્માનું
શ્રવણ છે, એવું શ્રવણ જીવે પૂર્વે કદી કર્યું નથી માટે હવે તું શુદ્ધાત્માની રુચિના અપૂર્વભાવે આ સમયસારનું
શ્રવણ

PDF/HTML Page 17 of 25
single page version

background image
ઃ ૧૦૦ઃ આત્મધર્મઃ ૧૦૧
કરજે એમ આચાર્યદેવ કહે છે.
ધર્મકથા કે વિકથા માત્ર શબ્દોમાં નથી પણ ભાવ ઉપર તેનો આધાર છે. લડાઈનું કે શરીરના રૂપ વગેરેનું
વર્ણન આવે ત્યાં તે સાંભળનાર જો પોતાના વૈરાગ્યભાવને પોષતો હોય તો તેને માટે તે વૈરાગ્ય કથા છે, અને તે
જ શબ્દો સાંભળીને જે જીવ પોતાના વિષય–કષાયના ભાવને પોષતો હોય તો તેને માટે તે વિકથા છે. તેમ અહીં
જે જીવ શુદ્ધાત્માની રુચિ કરે તેણે જ શુદ્ધ આત્માની વાત શ્રવણ કરી કહેવાય, શુદ્ધાત્માના શબ્દો કાને પડવા છતાં
જો વિકારની રુચિ ન છોડે તો તેણે શુદ્ધાત્માની વાત સાંભળી નથી. એટલે નિમિત્ત ઉપર કાંઈ વજન ન રહ્યું પણ
પોતાના ઉપાદાનમાં રુચિના ભાવ ઉપર વજન આવ્યું.
જેમ કોઈ પિતા પોતાના પુત્રને કહે કે બજારમાંથી સાકર લઈ આવ! તેનો પુત્ર સાકરને બદલે જો અફીણ
લઈ આવે તો તેણે તેના બાપની વાત સાંભળી ન કહેવાય. તેમ સર્વજ્ઞભગવાન અને સંતો શુદ્ધઆત્માનું સ્વરૂપ
બતાવીને તેનો અનુભવ કરવાનું કહે છે. જે જીવ શુદ્ધઆત્માનો તો અનુભવ ન કરે ને વિકારની રુચિ કરીને તેનો
જ અનુભવ કરે તો તે જીવે ખરેખર શુદ્ધઆત્માની વાત સાંભળી જ નથી.
ભગવાનની દિવ્ય વાણીમાં તો એક સાથે નિશ્ચય, વ્યવહાર વગેરે બધું વર્ણન આવે છે. તે સાંભળતાં
‘વ્યવહાર છે ને! રાગ છે ને! નિમિત્ત છે ને!’ એમ જે જીવ વ્યવહાર ઉપર જોર દે છે, પણ ‘આત્માનો સ્વભાવ
શુદ્ધ જ્ઞાયક છે’ એમ શુદ્ધાત્માના અસ્તિત્વ ઉપર જોર નથી દેતો–એટલે કે પોતાની રુચિને શુદ્ધાત્મા તરફ નથી
વાળતો–તે જીવે ભગવાનની વાણી સાંભળી નથી; કેમ કે ભગવાનની વાણી સાંભળ્‌યા પહેલાં તેનો જેવો ભાવ
હતો તેવા જ ભાવને ભગવાનની વાણી સાંભળ્‌યા પછી પણ તે સેવી રહ્યો છે. જેટલા જીવો શુદ્ધ આત્માની રુચિ
તરફ નથી વળતા ને અશુદ્ધ આત્માની (–વ્યવહારની, રાગની, નિમિત્તની, પરાશ્રયની) રુચિ કરે છે તે બધાય
જીવોએ કામ–ભોગ બંધનની જ કથા સાંભળી છે પણ શુદ્ધ આત્માની વાત સાંભળી નથી. જેવું કાર્ય તે જીવો કરે
છે તેવું જ કાર્ય નિત્ય નિગોદના જીવો પણ કરી જ રહ્યા છે. અનાદિથી વાણી નહોતી સાંભળી ત્યારે જે દશા હતી
તેમાં વાણી સાંભળ્‌યા પછી કાંઈ ફેર ન પડયો ને તેવી જ દશા રહી, તો તેણે આત્મસ્વભાવની વાત સાંભળી–એમ
જ્ઞાની સ્વીકારતા નથી.
જો આત્માના શુદ્ધ સ્વભાવની વાત પ્રીતિપૂર્વક એક વાર પણ સાંભળે તો અલ્પકાળમાં જ તેની મુક્તિ
થયા વિના રહે નહી.ં
***
જીવે પોતાના એકત્વસ્વભાવનું કદી સાચા નિમિત્ત પાસે શ્રવણ કર્યું નથી, સાચા લક્ષપૂર્વક તેનો પરિચય
કર્યો નથી અને વિકલ્પ તોડીને અનુભવ કર્યો નથી. અહીં તો એવા જ શ્રવણને ‘શ્રવણ’ તરીકે લીધું છે કે જે
શ્રવણના ફળમાં યથાર્થ આત્મસ્વરૂપનો પરિચય અને અનુભવ પણ હોય; પરિચય અને અનુભવ વગરનું શ્રવણ
તે ખરેખર શ્રવણ નથી.
સમયસારનું શ્રવણ કરનાર શિષ્ય પણ એવો સુપાત્ર છે કે સમયસારમાં બતાવેલું આત્માનું એકત્વસ્વરૂપ
સાંભળવામાં તેને ઉત્સાહ આવે છે ને તેમાં તેને અપૂર્વતા ભાસે છે. વર્તમાન જે ભાવે હું શ્રવણ કરું છું એવા ભાવે
મેં પૂર્વે કદી સાંભળ્‌યું જ નથી–આમ પોતાના ભાવમાં અપૂર્વતા લાવીને તે સાંભળે છે, તેથી નિમિત્તમાં પણ
અપૂર્વતાનો જ આરોપ આવે છે. પૂર્વે જે શુદ્ધ આત્માનું શ્રવણ–પરિચય ને અનુભવ નહોતો કર્યો તે હવે અપૂર્વ
રુચિ પ્રગટ કરીને આત્માનું શ્રવણ–મંથન ને સ્વાનુભવ કરવા તૈયાર થયો છે.
અહીં આચાર્યદેવ પૂર્વના શ્રવણને નિમિત્ત તરીકે સ્વીકારતા નથી. કેમકે તે વખતે જીવમાં નૈમિત્તિકભાવ
ન હતો; એકત્વસ્વભાવના નૈમિત્તિકભાવ વગર નિમિત્ત કોનું? ‘શુદ્ધ આત્માની વાત પૂર્વે કદી સાંભળી નથી’
એમ કહીને શ્રી આચાર્યદેવ એકત્વસ્વભાવના શ્રવણને ‘અપૂર્વ’ તરીકે સ્વીકારે છે; નિમિત્તની અપૂર્વતા છે તે
એમ પ્રસિદ્ધ કરે છે કે અહીં નૈમિત્તિકભાવમાં પણ અપૂર્વતાની શરૂઆત પ્રગટી છે. જો ઉપાદાનમાં અપૂર્વતા શરૂ ન
થઈ હોય તો નિમિત્તની અપૂર્વતાને સ્વીકારશે કોણ? નિમિત્ત–નૈમિત્તિક બંનેના મેળપૂર્વક એકત્વ–સ્વભાવનું
શ્રવણ પૂર્વે કદી કર્યું નથી. નિમિત્ત–નૈમિત્તિકભાવના મેળવાળું શ્રવણ તે અપૂર્વ છે; તેમાં જીવનો નૈમિત્તિકભાવ
પણ અપૂર્વ છે, અને તે અપૂર્વ ભાવનું નિમિત્ત હોવાથી તે નિમિત્ત પણ અપૂર્વ છે.
પૂ. ગુરુદેવશ્રીના શ્રી સમયસાર ગા. ૪ ઉપરના પ્રવચનમાંથી (૨૪૭૬ પ્ર. અષાડ વદ ૧૪)

PDF/HTML Page 18 of 25
single page version

background image
ફાગણઃ ૨૪૭૮ઃ ૧૦૧ઃ
‘દર્શાવું તો કરજો પ્રમાણ.....’
‘આ શબ્દ બ્રહ્મરૂપ પરમાગમથી દર્શાવેલા
એકત્વવિભક્ત આત્માને પ્રમાણ કરજો, હા જ પાડજો,
કલ્પના કરશો નહિ. આનું બહુમાન કરનાર પણ મહા
ભાગ્યશાળી છે.’
–પૂ. ગુરુદેવશ્રી.
શ્રી આચાર્યભગવાન કહે છે કે આ સમયસાર દ્વારા હું મારા આત્માના સ્વવૈભવથી એકત્વ–વિભક્ત શુદ્ધ
આત્માનું સ્વરૂપ દર્શાવું છું. તેનું શ્રવણ કરનાર હે શ્રોતાઓ! શ્રવણ કરતાં તમે પણ એકત્વ–વિભક્ત શુદ્ધ આત્મા
સિવાય બીજી વાત તમારામાં વચ્ચે લાવશો નહીં, અને મારામાં પણ તે જોશો નહીં. હું એકત્વ–વિભક્ત શુદ્ધ
આત્મા જ કહેવા માંગું છું. તો તે સાંભળતાં તમે પણ તેનું જ લક્ષ રાખજો.
આત્માના એકત્વ–વિભક્ત સ્વરૂપનું કથન કરતાં વચ્ચે ક્યાંક વિભક્તિ વગેરેનો દોષ આવી જાય તો તે
દોષને જોવામાં અટકશો નહિ, અને તમને વ્યાકરણાદિ ન આવડે તો તમારામાં પણ તે દોષને જોશો નહિ; કેમ કે
મારા લક્ષનું જોર ભાષા ઉપર નથી પણ શુદ્ધ આત્મા ઉપર જ છે, તેમાં તો મારી ભૂલ નહિ જ થાય, માટે તમે પણ
હું જેવો શુદ્ધ આત્મા દર્શાવવા માંગુ છું તેવા શુદ્ધ આત્માને જ લક્ષમાં રાખીને ઉપાદાન–નિમિત્તના ભાવની સંધિ
કરજો. એટલે હું મારા સ્વાનુભવથી જેવો શુદ્ધાત્મા કહેવા માંગુ છું તેવો શુદ્ધાત્મા તમે પણ સ્વાનુભવથી સમજી
જશો.
અહીં વ્યાકરણ વગેરેના જાણપણાનો મહિમા નથી પણ જે જ્ઞાન આત્મસ્વભાવ તરફ વળીને
શુદ્ધઆત્માનો સ્વાનુભવ કરે તે જ્ઞાનનો જ મહિમા છે. માટે આચાર્યદેવ કહે છે કે હે જીવ! તું શુદ્ધાત્માને જ પ્રમાણ
કરજે; અમારી વાણીના લક્ષે નહિ પણ તારા સ્વાનુભવથી તું પ્રમાણ કરજે; વાણીના લક્ષે તો વિકલ્પ થશે, તેની
મુખ્યતા કરીશ નહિ, બીજા કોઈ જાણપણાની મુખ્યતા કરીશ નહિ પણ શુદ્ધઆત્માની મુખ્યતા કરીને તેનો
સ્વાનુભવ કરજે. કોઈ કહે કે આ સમયસાર સાંભળીને શું કરવું?–તો આચાર્ય કુંદકુંદપ્રભુ કહે છે કે સ્વાનુભવથી
શુદ્ધઆત્માને પ્રમાણ કરવો.
આચાર્યદેવ કહે છે કે મારા આત્માનો જેટલો નિજવૈભવ છે તે સર્વથી હું આ એકત્વ–વિભક્ત આત્માને
દર્શાવીશ. હું જે રીતે દર્શાવું તે જ રીતે શ્રોતાએ સ્વયમેવ પોતાના અનુભવપ્રત્યક્ષથી પરીક્ષા કરીને પ્રમાણ કરવું.
બહારના જાણપણાના બોલમાં ક્યાંય ચૂકી જાઉં તો તે ગ્રહણ કરવામાં સાવધાન ન થવું. સાવધાની તો શુદ્ધ
આત્મામાં જ રાખવી.
હે જીવ! જો તું એકત્વ–વિભક્ત આત્મા સિવાય મારામાં બીજું લક્ષ કરીને અટકીશ તો તારામાં જ
દોષની ઉત્પત્તિ થશે. પર તરફ લક્ષ કરીને અટકયો તે જ દોષ છે. પ્રથમ તો તું તારામાં દોષ કરીને અટકીશ ત્યારે
બીજાના દોષ તરફ તારું લક્ષ જશે ને? પણ તું એકત્વ–વિભક્ત શુદ્ધાત્મા સિવાય બીજે ક્યાંય લક્ષ કરીને અટકીશ
નહિ એટલે મારામાં પણ તને દોષ જોવાનો વિકલ્પ ઊભો નહિ થાય. હું શુદ્ધાત્મા કહું છું અને તું તેની હા જ
પાડજે. હું જે બતાવવા નથી માગતો તેના ઉપર તું પણ વજન આપીશ નહિ, હું જે એકત્વ–વિભક્ત આત્મા
દર્શાવવા માંગુ છું તે લક્ષમાં લઈને તેની હા પાડજે.
શ્રી આચાર્યદેવ નિર્માનતાપૂર્વક કહે છે કે હું હજી છદ્મસ્થ છું. શ્રી તીર્થંકર–ભગવાનના દિવ્યધ્વનિમાં કે
ગણધરદેવની રચનામાં તો કોઈ પ્રકારની ભૂલ ન આવે, પણ મારું એટલું સામર્થ્ય નથી એટલે ક્યાંક વ્યાકરણ
વગેરેમાં દોષ આવી જવાનો સંભવ છે. સ્વાનુભવમાં તો હું નિઃશંક છું, મારા સ્વાનુભવથી હું શુદ્ધાત્માનું જે કથન
કરીશ તેમાં તો ક્યાંય ચૂક નહિ જ પડે. અહો! આચાર્યદેવને જેટલી નિઃશંકતા છે તેટલી જ નિર્માનતા છે. તેથી
કહે છે કે હું સર્વજ્ઞ નથી પણ છદ્મસ્થ છું, છતાં મને શુદ્ધ આત્માનું પ્રચુર સ્વસંવેદન વર્તે છે એટલે હું મારા
સ્વાનુભવથી શુદ્ધાત્માનું જે વર્ણન કરીશ તેમાં તો

PDF/HTML Page 19 of 25
single page version

background image
ઃ ૧૦૨ઃ આત્મધર્મઃ ૧૦૧
ક્યાંય દોષ નહિ જ આવે, પણ વ્યાકરણની વિભક્તિ વગેરેમાં કદાચ કંઈ દોષ આવી જાય અને તારા જ્ઞાનના
ક્ષયોપશમમાં તે જણાઈ જાય તો તું તે જાણપણા ઉપર કે દોષ ઉપર મુખ્યપણે જોઈશ નહિ, પણ તેને ગૌણ કરીને
એકત્વસ્વભાવને જ મુખ્યપણે જોજે, તે સ્વભાવ તરફ જ વળજે.
જુઓ! આચાર્યભગવંતને શુદ્ધાત્મા દર્શાવવાનો વિકલ્પ ઊઠયો છે તે સામા શિષ્યની પણ શુદ્ધાત્માનો
અનુભવ કરવાની પાત્રતા સૂચવે છે. ‘હું દર્શાવું છું અને તમે તે પ્રમાણ કરજો’ એમ આચાર્યદેવે કહ્યું તો સામે
તે શુદ્ધાત્માને પ્રમાણ કરનારા જીવો ન હોય એમ બને જ નહિ. ‘દર્શાવું તો કરજો પ્રમાણ’ એમ કહેવામાં
આચાર્યદેવને ખાતરી છે કે શિષ્યે પૂર્વે અનંતકાળમાં જે રીતે શુદ્ધાત્માનું યથાર્થ શ્રવણ નથી કર્યું તે ભાવ
ટાળીને હવે જુદી જ રીતે અપૂર્વપણે શુદ્ધાત્માનું યથાર્થ શ્રવણ કરીને તે શુદ્ધાત્માને સમજી જશે. પૂર્વે તેં કદી
જેને નથી જાણ્યો એવો શુદ્ધાત્મા હું તને અત્યારે દર્શાવું છું, માટે તું અપૂર્વ ભાવે તે પ્રમાણ કરીને સ્વાનુભવ
કરજે.
આ રીતે આ સમયસારના સાંભળનાર અને કહેનાર બંનેને શુદ્ધાત્મા પ્રત્યેની અપાર હોંશ છે. ‘હું શુદ્ધ
આત્મા બતાવું છું અને તું તેની હા જ પાડીને તારા સ્વાનુભવથી પ્રમાણ કરજે’–આમ કહીને પછી તરત છઠ્ઠી
ગાથામાં શ્રી આચાર્યદેવ આત્માનો એકત્વ–વિભક્ત જ્ઞાયકસ્વભાવ દર્શાવે છે.
–શ્રી સમયસાર ગાથા પ ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી. વીર સં. ૨૪૬૭ અષાડ સુદ ૨
***
શ્રી સમયસારની છઠ્ઠી ગાથામાં આત્માને ‘જ્ઞાયક’ કહીને ૧–ઉપચરિતસદ્ભુત, ૨–અનુપચરિતઅસદ્ભુત
અને ૩–ઉપચરિતસદ્ભુત–એ ત્રણ પ્રકારના વ્યવહારનો નિષેધ કર્યો. છેલ્લે ગુણગુણીભેદરૂપ અનુપચરિત
સદ્ભૂત–વ્યવહાર બાકી રહ્યો તેનો નિષેધ સાતમી ગાથામાં કર્યો. એ રીતે છઠ્ઠી–સાતમી ગાથામાં
‘શુદ્ધજ્ઞાયકભાવ’ બતાવીને તેના આશ્રયે ચારે પ્રકારના વ્યવહારનો નિષેધ કર્યો. આ ‘જ્ઞાયકભાવ’ તે નિશ્ચય છે
અને તેનો આશ્રય કરવો તે મોક્ષમાર્ગ છે.
ભગવાન શ્રી આચાર્યદેવ અખંડજ્ઞાયકસ્વરૂપનો આશ્રય કરીને અપ્રમત્ત અને પ્રમત્તભાવરૂપ
મુનિદશામાં વર્તી રહ્યા છે. ક્ષણમાં વિકલ્પ ઊઠે છે અને વળી ક્ષણમાં તે વિકલ્પ તોડીને અભેદઅનુભવમાં
લીન થઈ જાય છે, તે વખતે તો ‘પ્રમત્ત–અપ્રમત્ત નથી ને જ્ઞાયક છું’ એવો વિકલ્પ પણ નથી, ત્યાં તો
જ્ઞાયકનો અનુભવ જ વર્તે છે. આવી દશામાં ઝૂલતાં ઝૂલતાં આ સમયસારની અદ્ભુત રચના થઈ ગઈ છે,
તેમાં અપૂર્વ ગંભીર ભાવો ભર્યા છે. ‘સમયસાર’ એટલે શુદ્ધઆત્મા, તેના વર્ણનની શરૂઆત કરતાં છઠ્ઠી
ગાથામાં જ ‘જે જ્ઞાયકભાવ છે તે પ્રમત્ત કે અપ્રમત્ત નથી’ એમ કહીને તે એક ગાથામાં જ આચાર્યદેવે ચાર
નયોનું વર્ણન સમાવી દીધું છે. તે આ પ્રમાણે–
(૧) ‘હું પ્રમત્ત–અપ્રમત્ત નથી’ એવો જે વિકલ્પ ઊઠે છે તેને જાણતાં ‘આ વિકલ્પ આત્માનો છે’ એમ
લક્ષમાં લેવું તે ઉપચરિત–અસદ્ભુત વ્યવહાર છે. અહીં આચાર્યદેવે ‘પ્રમત્ત–અપ્રમત્ત નથી’ એમ કહીને તે
વ્યવહારનું જ્ઞાન તો ગર્ભિતપણે કરાવી દીધું, અને ‘જ્ઞાયકભાવ’ બતાવીને તેનો નિષેધ પણ કર્યો.
(૨) જ્યાં છદ્મસ્થને જણાય તેવો રાગ છે ત્યાં છદ્મસ્થને ન જણાય તેવો રાગ પણ હોય જ છે; કેમ કે
જ્યાં બુદ્ધિપૂર્વકનો રાગ હોય ત્યાં જ્ઞાન એટલું સૂક્ષ્મ ન જ હોય કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ રાગને પણ પકડી શકે. જે જ્ઞાન
રાગમાં જોડાયેલું છે તે જ્ઞાનનો ઉપયોગ સ્થૂળ છે. જો અબુદ્ધિપૂર્વકના રાગને પણ પકડી શકે એવો સૂક્ષ્મ ઉપયોગ
થાય તો તો કેવળજ્ઞાન હોય અને ત્યાં રાગનો બિલકુલ અભાવ હોય. અહીં તો સાધકની વાત છે. સાધકને જે
અબુદ્ધિપૂર્વકનો વિકલ્પ છે તે અનુપચરિત અસદ્ભુત વ્યવહારનયનો વિષય છે. ‘જ્ઞાયકભાવ અપ્રમત્ત પણ નથી’
એમ કહીને ગર્ભિતપણે તે વ્યવહારનું જ્ઞાન કરાવીને તેનો નિષેધ કર્યો.
(૩) જ્ઞાન પરને જાણે છે–એમ કહેવું તે ઉપચરિતસદ્ભુત વ્યવહાર છે; ‘જ્ઞાયક તો જ્ઞાયક જ છે’ એમ
કહીને તે વ્યવહારનો પણ નિષેધ કર્યો. વ્યવહારનો નિષેધ કરવામાં ‘તે વ્યવહાર છે’ એમ તેનું જ્ઞાન તો

PDF/HTML Page 20 of 25
single page version

background image
ફાગણઃ ૨૪૭૮ઃ ૧૦૩ઃ
–૨–
શ્રી સમયસારની છઠ્ઠી–સાતમી ગાથામાં આવી જતા – વ્યવહારના ચાર પ્રકારો અને
નિશ્ચયના આશ્રયે તેમનો નિષેધ
(આ વિષયનો પહેલો હપ્તો પૂર્વે અપાઈ ગયો છે, અહીં બીજો હપ્તો આપવામાં આવ્યો છે.)
આવી જાય છે, કેમ કે સાધકને પોતાની પર્યાયમાં જે વ્યવહાર છે તેનો નિષેધ કરે છે ને! જો વ્યવહાર બિલકુલ
હોય જ નહિ તો તેનો નિષેધ કરવાનું પણ રહેતું નથી.
(૪) આત્માને ‘શુદ્ધજ્ઞાયકભાવ’ કહીને શુદ્ધનયનું સ્થાપન કર્યું છે.
એ પ્રમાણે એક જ ગાથામાં ત્રણ પ્રકારના વ્યવહાર અને એક નિશ્ચય એમ ચાર પ્રકાર સમાડી દીધા છે;
અને શુદ્ધ નયનો અભેદ વિષય બતાવીને ત્રણે પ્રકારના વ્યવહારનો નિષેધ કર્યો છે. જો કે અહીં છઠ્ઠી ગાથામાં
આત્માને શુદ્ધ જ્ઞાયક કહ્યો તેમાં ગર્ભિતપણે ગુણગુણી ભેદરૂપ વ્યવહારનો નિષેધ પણ આવી જાય છે; છતાં
સાતમી ગાથામાં તેનો સ્પષ્ટપણે નિષેધ કર્યો છે. આ રીતે સમયસારમાં સર્વ પ્રકારના વ્યવહારનો નિષેધ કરીને
અભેદ જ્ઞાયક–સ્વભાવની દ્રષ્ટિ કરાવવાનો શ્રી આચાર્યદેવનો આશય છે.
ગુણભેદવડે આત્માને લક્ષમાં લેવા જતાં પણ અશુદ્ધતાનું વેદન થાય છે, ગુણભેદના લક્ષે શુદ્ધઆત્મા
અનુભવમાં આવતો નથી. છઠ્ઠી ગાથા સાંભળીને શિષ્ય એટલો તો તૈયાર થઈ ગયો છે કે ગુણભેદનો વિકલ્પ પણ
અશુદ્ધતા છે–અને શુદ્ધાત્માનો અનુભવ તે વિકલ્પથી પણ પાર છે–એમ તેણે પકડી લીધું છે; તેથી પૂછે છે કે
પ્રભો! દર્શન–જ્ઞાન–ચારિત્રથી પણ આત્માને અશુદ્ધપણું આવે છે તો એ ત્રણભેદ કેમ કહેવામાં આવ્યા છે? તેના
ઉત્તરમાં આચાર્યદેવ ગુણભેદનો પણ નિષેધ કરીને અભેદ જ્ઞાયકસ્વરૂપ બતાવે છે, તે જ સમ્યગ્દર્શનનો વિષય છે.
છઠ્ઠી અને સાતમી આ બે ગાથામાં તો આખા સમયસારના મૂળિયાં છે.
ગુણ–ગુણીભેદ તે વ્યવહારનો ઊંચો એટલે કે છેલ્લો પ્રકાશ છે. જ્યાં તેનો નિષેધ કર્યો ત્યાં તેની નીચેના
વ્યવહારોનો તો નિષેધ આવી જ ગયો. ‘જ્ઞાન તે આત્મા’ એટલો ભેદરૂપ વ્યવહાર પણ જ્યાં નથી પાલવતો ત્યાં
‘રાગ તે આત્મા’ એવો વ્યવહાર તો કેમ પાલવે? ‘ચારે પ્રકારના વ્યવહારનો નિષેધ કરીને જ્ઞાયક–સ્વભાવની
દ્રષ્ટિ કર’ એમ ઉપદેશમાં કહેવાય, પણ ખરેખર તો જ્ઞાયક–સ્વરૂપની દ્રષ્ટિ કરતાં તે ચારે પ્રકારના વ્યવહારનો
નિષેધ થઈ જાય છે,–નિશ્ચયસ્વભાવનો આશ્રય લેતાં જ વ્યવહારનો આશ્રય છૂટી જાય છે.
આ વિષય ખાસ સમજવા જેવો છે.
***
છ ગાથા સુધીમાં ક્યાંય ‘વ્યવહાર’ શબ્દ નહોતો આવ્યો; પહેલવહેલો આ સાતમી ગાથામાં ‘વ્યવહાર’
શબ્દ કહ્યો છે; આ ગાથામાં ગુણ–ગુણી ભેદરૂપ સૂક્ષ્મ વ્યવહારની વાત છે. જ્યાં ગુણ–ગુણીભેદને પણ વ્યવહાર
કહીને તેનો નિષેધ કર્યો ત્યાં તેની નીચેના નયો તો વ્યવહાર છે જ–એ વાત આવી જાય છે.
બે ગાથામાં નીચેના પાંચ નયોની વાત આવી–
(૧) ઉપચરિત અસદ્ભુત વ્યવહાર(૨) અનુપચરિત અસદ્ભુત વ્યવહાર
(૩) ઉપચરિત સદ્ભુત વ્યવહાર(૪) અનુપચરિત સદ્ભુત વ્યવહાર
(પ) શુદ્ધ નિશ્ચય.
હવે આ પાંચે પ્રકારોમાં પહેલો–પહેલો પ્રકાર બીજા–બીજા પ્રકારનો સાધક છે, એટલે વ્યવહાર દ્વારા પણ
પરમાર્થ જ બતાવવાનો અભિપ્રાય છે–તે વાત કરે છે.
રાગ–દ્વેષ તે પોતાનું પરિણમન છે તેથી તેને આત્મા જાણવો ત્યાંથી નયની શરૂઆત કરી છે. પણ પર
વસ્તુ સાથે આત્માની એકતા જાણે તેને તો આત્માનો વ્યવહાર ગણ્યો નથી. પરથી તો આત્મા ભિન્ન જ છે.
રાગને આત્મા કહેનારો અસદ્ભુત વ્યવહારનય છે તે પરથી આત્માની ભિન્નતા બતાવે છે, અને રાગ અસદ્ભુત
છે. એમ બતાવીને તેનો નિષેધ કરવાનું જણાવે છે.
(૧–૨) આત્મા જ્ઞાયક છે, તેના સ્વરૂપમાં વિકાર નથી, પણ તેની પર્યાયમાં વિકાર થવાની લાયકાત છે. તેમાં
જે બુદ્ધિપૂર્વક વિકાર થાય તે વિકારને આત્માનો જાણવો તે ઉપચરિત અસદ્ભુત વ્યવહારનય છે. વિકાર તે ઔપા–