PDF/HTML Page 1 of 21
single page version
Atmadharma is a magazine that has been published from
Songadh, since 1943. We have re-typed and uploaded the
old Atmadharma Magazines to our website
We have taken utmost care while re-typing, from the
original Atmadharma Magazines. There may be some
typographical errors, for which we request all readers to
kindly inform us about the same, to enable us to correct
and improve. Please send your comments to
Shree Kundkund-Kahan Parmarthik Trust
(Shree Shantilal Ratilal Shah-Parivar)
PDF/HTML Page 2 of 21
single page version
છૂટવાનો ઉપાય નથી. વીતરાગી ચૈતન્યસ્વભાવને ભૂલીને પરથી
માન્યતા જ સંસારભ્રમણનું મૂળકારણ છે. ચૈતન્યસ્વભાવની
ઓળખાણ કરીને એ મૂળકારણને છેદયા વિના બીજા જે કાંઈ
PDF/HTML Page 3 of 21
single page version
પણ હું પરને છોડું એમ જે માને છે તે પોતાના સ્વભાવધર્મને છોડે છે.
શ્રવણ પણ નથી કર્યું. ખરેખર શ્રવણ કર્યું તો ત્યારે કહેવાય કે જેવો તેનો ભાવ છે તેવો અંતરમાં લક્ષગત કરીને
સમજે. સમજણ વગરનું શ્રવણ તે ખરું શ્રવણ કહેવાય નહિ.
એ વાત જ ખોટી છે. સાચી સમજણ કરવી એ જ ધર્મનું પહેલું કાર્ય છે. જે ખરેખર સમજે તેને કાર્યની શંકા રહે નહિ,
અને જેને શંકા રહે તેને ખરેખર સમજાયું જ નથી. સમજાય છે પણ કાર્ય નથી થતું એમ કહેનારને ખરેખર સમજણ
સાચી થઈ નથી. હું સમજું છું, એમ તે ભ્રમણાથી માને છે; જો ખરેખર સમજે તો કાર્ય થવાની શંકા રહે જ નહિ.
અને જેને રાગની રુચિ છે તેને આત્માની રુચિ હોતી નથી. આ મંદરાગ કરતાં કરતાં તે રાગના અવલંબને
અંર્તસ્વભાવમાં જવાશે–એવી જેની બુદ્ધિ છે તેને રાગની રુચિ છે ને ચૈતન્યસ્વભાવની અરુચિ છે, તે અનંતાનુબંધી
ક્રોધ છે. રાગથી ચૈતન્યસ્વભાવ પમાય એમ માન્યું તેણે ચૈતન્યસ્વભાવના આધારે આત્મા નથી માન્યો પણ રાગના જ
આધારે આત્મા માન્યો છે, એટલે રાગનું સન્માન કરીને ચૈતન્ય સ્વભાવનું અપમાન કર્યું, રાગનો આદર કરીને
આત્મસ્વભાવનો તિરસ્કાર કર્યો, તે મોટું પાપ છે, ને તે જ મોટી હિંસા છે; તેણે હાથમાં તલવાર લીધી નથી, બહારમાં
કોઈ જીવને માર્યો નથી છતાં પણ તે અનંત હિંસા કરનાર છે, કેમકે રાગથી લાભ માનીને અંતરના ચિદાનંદસ્વભાવને
તેણે હણી નાખ્યો છે. અને જેને ચિદાનંદસ્વભાવનું ભાન છે, ચૈતન્ય અને વિકારનું ભેદજ્ઞાન વર્તે છે એવા સમકિતી
ધર્માત્મા ચોથા ગુણસ્થાને હોય ને હાથમાં તલવાર લઈને લડાઈ કરતા હોય તે જાતનો પાપભાવ પણ થતો હોય, છતાં તે
જ વખતે અંતરમાં ચિદાનંદસ્વભાવની દ્રષ્ટિમાં તેને ક્રોધાદિનો અભાવ છે, ચૈતન્યના ઉપયોગમાં ક્રોધાદિને જરાપણ
કરતા નથી, એટલે અનંતાનુબંધી કષાય તો તેને થતો જ નથી; રાગ વખતે પણ ચૈતન્યસ્વભાવનો આદર છોડીને
રાગનો આદર તેને કદી થતો જ નથી. જુઓ, આ દ્રષ્ટિનો ખરો મહિમા છે. રાગથી ભિન્ન ચૈતન્યતત્ત્વ શું છે તેને
વૈરાગ્ય છે. ઉપયોગમાં મારો આત્મા છે ને રાગમાં મારો આત્મા નથી એમ જાણ્યું એટલે રાગથી વિરક્ત થઈને જ્ઞાન
પોતાના સ્વભાવમાં વળ્યું તે જ સાચો વૈરાગ્ય છે. આ સિવાય જે જીવ રાગથી આત્માને લાભ માને છે તે તો મહારાગી
છે–મિથ્યાદ્રષ્ટિ છે. જેને રાગની પ્રીતિ છે અને રાગથી ચૈતન્યની ભિન્નતાનું ભાન નથી તેનો સાચો વૈરાગ્ય ક્યાંથી હોય?
ભેદજ્ઞાન વગર સાચો વૈરાગ્ય હોય જ નહિ. અજ્ઞાની જીવ બહારમાં ત્યાગી થઈને ભલે રાગની મદંતા કરે તોપણ તેને
સાચો વૈરાગ્ય કહેવાતો નથી; રાગ ઉપર જ જેની દ્રષ્ટિ પડી છે તેને વૈરાગ્ય કેવો? રાગમાં મારો ઉપયોગ નથી ને મારા
આવતી, પણ અંતરમાં ધ્રુવ ચિદાનંદસ્વરૂપ આત્માના અવલંબનથી જ તે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની
વીતરાગીદશા પ્રગટે છે. આત્માને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રમાં પોતાના આત્મા સિવાય બીજા કોઈનું અવલંબન
નથી, એટલે આત્માના સ્વભાવને ઓળખીને તેનું અવલંબન કરવું તે જ ધર્મનો ઉપાય છે, આ સિવાય બીજો
કોઈ ધર્મનો ઉપાય નથી. આ સિવાય બીજા કોઈ પણ વિપરીત ઉપાયથી ધર્મ માનીને જે જીવ રાગનો આદર કરે
છે તે જીવ પોતાના ચિદાનંદ સ્વભાવની સામે કુટિલતા કરે છે. લાભનું કારણ અંતરમાં પોતાના ચૈતન્યસ્વભાવનું
અવલંબન કરવું તે જ છે એમ ન માનતાં, બહારના નિમિત્તોથી મને લાભ થાય અથવા શુભરાગ હોય તો ધર્મ
લોભ પડ્યા છે, તે મોટો અધર્મ છે. અને મારો ચિદાનંદસ્વભાવ રાગના અવલંબનથી પાર છે–એમ જાણીને
સ્વભાવનું અવલંબન કરતાં જે સમ્યગ્દર્શનાદિ વીતરાગીભાવ પ્રગટે તે અપૂર્વ ધર્મ છે, ને તે જ મોક્ષનો માર્ગ છે.
PDF/HTML Page 4 of 21
single page version
કર્યો નથી. માટે હે ભાઈ! હવે જાગૃત થઈને સત્સમાગમે
આત્માની સમજણનો પ્રયત્ન કર, જેથી તારા અનાદિના
ભવભ્રમણનો અંત આવે.
છે ને નિર્મોહી–ધર્માત્માને તેનો બોધ થાય છે. અજ્ઞાની તો દેહ અને રાગાદિને જ પોતાનું સ્વરૂપ
માને છે એટલે દેહથી ને રાગથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ તેને દુર્ગમ્ય છે. આ શરીર વગેરે તો
અચેતન છે, તેનાથી આત્મા જુદો છે, અને રાગાદિક ભાવોથી પણ આત્માનો ચૈતન્યસ્વભાવ
જુદો છે. જેવો સિદ્ધ પરમાત્માનો સ્વભાવ છે તેવો જ સ્વભાવવાળો આત્મા આ દેહમાં રહેલો
છે; સિદ્ધ ભગવાનમાં અને આ આત્માના સ્વભાવમાં પરમાર્થે કાંઈ ફેર નથી, જેટલું સામર્થ્ય
સિદ્ધ ભગવાનના આત્મામાં છે તેટલું સામર્થ્ય દરેક આત્મામાં ભર્યું છે. સિદ્ધપરમાત્મા પોતાના
સ્વભાવસામર્થ્યની પ્રતીત કરીને તેમાં લીનતા વડે પૂર્ણ જ્ઞાન–આનંદ પ્રગટ કરીને મુક્ત થઈ
ગયા; અને અજ્ઞાની જીવ પોતાના સ્વભાવસામર્થ્યને ભૂલીને. રાગાદિમાં જ પોતાપણું માનીને
સંસારમાં રખડે છે.
દયા–વ્રત વગેરેના શુભરાગમાં ધર્મ માનીને ત્યાં અટકી જાય છે; પણ શરીરાદિની ક્રિયાથી ભિન્ન
ને શુભરાગથી પણ પાર એવા પોતાના જ્ઞાનાનંદસ્વરૂપ આત્માનું લક્ષ કરતો નથી, તેથી તેના
જન્મ–મરણના દુઃખનો અંત આવતો નથી. અનાદિકાળમાં પુણ્ય કર્યા તોપણ જીવ સંસારમાં જ
રખડ્યો છે, તો તે સંસારનું મૂળ કારણ શું છે તે જાણીને તેને ટાળવાનો ઉપાય કરવો જોઈએ.
અનંતવાર પુણ્ય કરવા છતાં જીવનું સંસારભ્રમણ ન અટક્યું માટે નક્કી કરવું જોઈએ કે પુણ્ય તે
સંસાર ભ્રમણથી છૂટવાનો ઉપાય નથી. વીતરાગી ચૈતન્ય સ્વભાવને ભૂલીને, પરથી કે પુણ્યથી
આત્માને કિંચિત્ પણ ધર્મનો લાભ થાય એવી મિથ્યા માન્યતા જ સંસારભ્રમણનું મૂળ કારણ
છે, ચૈતન્યસ્વભાવની ઓળખાણ કરીને એ મૂળ કારણને છેદયા વિના બીજા જે કાંઈ ઉપાય જીવ
કરે તે બધાય સંસારનું કારણ થાય છે.
અસલી સ્વભાવ તરફ કદી વલણ કર્યું નથી; તારો આત્મા એક સમયમાં પરિપૂર્ણ જ્ઞાન ને
PDF/HTML Page 5 of 21
single page version
ટળી જાય છે ને સર્વજ્ઞતા પ્રગટી જાય છે, માટે રાગ તે તારું ખરું સ્વરૂપ નથી પણ પૂર્ણજ્ઞાન તે
તારું સ્વરૂપ છે. આ પ્રમાણે રાગથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ આત્માનો નિર્ણય કરવો તે મુક્તિના
ઉપાયનું પહેલું સોપાન છે.
એમ માનીને તેમાં મોહથી રાગ–દ્વેષ કરે છે તે જ સંસાર પરિભ્રમણના દુઃખનું કારણ છે.
અનાદિકાળથી સંસારમાં રખડતાં જીવ પુણ્ય કરીને સ્વર્ગમાં પણ ગયો ને પાપ કરીને નરકમાં
પણ ગયો, મોટો રાજા પણ અનંતવાર થયો ને રંક ભીખારી પણ અનંતવાર થયો, પણ ‘હું કોણ
છું–મારો જ્ઞાનાનંદ સ્વભાવ શું છે’ એ વાત તેણે કદી લક્ષમાં પણ લીધી નહિ. આત્મા અખંડ
જ્ઞાનસ્વરૂપ છે, તેનામાં અનંત ગુણો હોવા છતાં તે અભેદ સ્વરૂપ એક છે, ગુણભેદના વિકલ્પથી
પણ પાર થઈને એક અભેદ સ્વરૂપ આત્માની પ્રતીતિ કરવી તે અપૂર્વ સમ્યગ્દર્શન–ધર્મ છે. એક
સમયનું સમ્યગ્દર્શન અનંત જન્મ–મરણના મૂળને છેદી નાંખે છે. અંતરના ચિદાનંદસ્વભાવની
ઓળખાણ કરીને આવું અપૂર્વ સમ્યગ્દર્શન અનાદિથી એક સેકંડ પણ જીવે કર્યું નથી. બીજું બધું
કરી ચૂક્યો–શુભભાવથી વ્રત તપ–પૂજા ને ત્યાગ કર્યાં પણ ‘હું પોતે ચૈતન્યજ્યોત ભગવાન છું’
એવા આત્મભાન વગર એક પણ ભવ ઘટ્યો નહિ.
પણ અંતરમાં પોતાનો જ્ઞાનાનંદ સ્વરૂપ આત્મા શું ચીજ છે તે સમજવાનો પ્રયોગ તેં તારા
જ્ઞાનમાં કદી એક ક્ષણ પણ ન કર્યો, ને મનુષ્ય અવતાર વ્યર્થમાં ગુમાવીને પાછો સંસારમાં જ
રખડ્યો. માટે હે ભાઈ! હવે જાગૃત થઈને સત્સમાગમે આત્માની સમજણનો પ્રયત્ન કર, જેથી
તારા અનાદિના ભવભ્રમણનો અંત આવે.
સ્વતંત્ર છે ને તે ભૂલ ભાંગીને સાચી સમજણ કરવામાં પણ પોતે સ્વતંત્ર છે, ભૂલ તે ક્ષણિક
વિકૃતિ છે તે ટળી શકે છે, ને ભૂલ વગરનો સ્વભાવ કાયમ છે; તે સ્વભાવમાં અંતર્લક્ષ કરતાં
અનાદિની ભૂલ ટળીને અપૂર્વ જ્ઞાનદશા પ્રગટે છે. અજ્ઞાનભાવ તેમજ હિંસા કે દયાનો ભાવ તે
ક્ષણિક વિકૃતિ છે, આત્મામાં તે કાયમ રહેનાર નથી; આત્માનો કાયમી ચિદાનંદ સ્વભાવ તેમાં
તેનો અભાવ છે. જીવે અનાદિથી ક્ષણિક વિકાર સામે જ જોયું છે, પણ વિકારનો જેમાં અભાવ
છે એવા પોતાના કાયમી ચિદાનંદસ્વભાવની સામે કદી જોયું નથી. અંતર્મુખ થઈને સ્વભાવની
સમજણ કરવી તે અપૂર્વ છે. આ સિવાય પૂર્વે અનંત ભવમાં જે કર્યું તે કાંઈ અપૂર્વ નથી.
બહારમાં જ ભમાવે છે પણ અંર્તસ્વભાવમાં
PDF/HTML Page 6 of 21
single page version
ને પુણ્ય બાંધીને સ્વર્ગે જાય, પણ તેનાથી ભવભ્રમણના દુઃખનો અંત ન આવે. આ તો
અનાદિકાળના ભવભ્રમણના દુઃખનો અંત કેમ આવે ને અપૂર્વ આત્મસુખની પ્રાપ્તિ કેમ થાય તેની
વાત છે. અરે જીવ! અનંતકાળમાં દુર્લભ એવો આ મનુષ્ય અવતાર પામ્યો ને આવો સત્સમાગમ
મળ્યો ત્યારે જો આત્માની દરકાર કરીને સત્ ન સમજ્યો ને આત્મજ્ઞાન ન કર્યું, તો આયુષ્ય પૂરું
થતાં મનુષ્યઅવતાર હારી જઈશ. આવો અવસર પામીને જે જીવ સત્સમાગમે ચૈતન્યસ્વરૂપની
સમજણનો ઉદ્યમ કરતો નથી અને એમ કહે છે કે ‘હમણાં સંસારનાં કામ કરી લઈએ પછી આત્માની
સમજણ કરશું.’ તો તે જીવ ‘લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા જાય’ એના જેવો મૂર્ખ છે.
જ્યાં લક્ષ્મી ચાંદલો કરવા આવી, ત્યાં મૂરખો કહે કે હું મોઢું ધોઈ આવું. જ્યાં તે મોઢું ધોવા ગયો, ત્યાં
લક્ષ્મી તો ચાલી ગઈ. તેમ આ મનુષ્ય–અવતાર અને સત્સમાગમે જ્યાં સત્ સમજીને ભવનો અંત
કરવાનું ટાણું આવ્યું–ચૈતન્યલક્ષ્મી પ્રાપ્ત કરવાનો અવસર આવ્યો, ત્યાં મૂર્ખ અજ્ઞાની જીવ કહે છે કે
પહેલાંં હું દેશની ને કુટુંબની વ્યવસ્થા કરી દઉં, પહેલાંં બીજો વ્યવહાર કરી લઉં ને પછી આત્મા
સમજાશે. આમ માનીને જ્યાં તે વ્યવહારમાં ને બહારમાં રોકાય ત્યાં તો જીવન પૂરું થતાં આ અપૂર્વ
સમજણનું ટાણું તે ગુમાવી બેસે છે. માટે ભાઈ! આ અવસર પ્રમાદમાં ગુમાવવા જેવો નથી.
ચોરાસીના ભવચક્રમાંથી બહાર નીકળવાનું આ ટાણું આવ્યું તેમાં જે જીવ ‘આંધળાની જેમ’
આત્માની બેદરકારી કરે છે તે પાછો ચોરાસીના ચકરાવામાં રખડે છે. આંધળાનો દાખલો આ પ્રમાણે
છે: એક આંધળો હતો, તેને નગરમાં જવું હતું. તે નગરને ફરતો ગઢ હતો ને તેમાં પ્રવેશવાનો એક
જ દરવાજો હતો. કોઈએ કરુણા કરીને આંધળાને કહ્યું કે ‘જો ભાઈ! આ નગરીને ફરતો જે ગઢ છે
તે ગઢને હાથ અડાડી અડાડીને તું ચાલ્યો જા, ચાલતાં ચાલતાં જ્યારે બારણું આવે ત્યારે તેમાં થઈને
નગરમાં પ્રવેશ કરજે. પણ બારણું એક જ છે માટે બરાબર ધ્યાન રાખજે.” તે પ્રમાણે ગઢને હાથ
અડાડીને આંધળાએ ચાલવા માંડ્યું, ઘણું ફરતાં ફરતાં માંડ દરવાજો નજીક આવ્યો; પણ જ્યાં
દરવાજો આવ્યો, ત્યાં જ બરાબર આંધળાને પગમાં ખંજવાળ આવી, ને ગઢને અડાડેલો હાથ ઊંચો
કરીને ખંજવાળતો ખંજવાળતો તે ચાલ્યો (–ઊભો ન રહ્યો પણ ચાલ્યો.) ત્યાં તો દરવાજો ચાલ્યો
ગયો ને પાછો તે ચક્કરમાં પડ્યો તેમ–અહીં ચૈતન્યઘનસ્વરૂપ આત્મા તે
PDF/HTML Page 7 of 21
single page version
અનાદિકાળથી સંસારચક્રમાં પરિભ્રમણ કરતા આંધળા જીવને એટલે કે અજ્ઞાની જીવને આ
મનુષ્યઅવતારમાં સત્સમાગમે સાચી સમજણ કરીને સ્વરૂપ નગરમાં પ્રવેશવાનું ટાણું આવ્યું
અને જ્ઞાનીઓએ આત્મસ્વરૂપની સાચી સમજણનો ઉપદેશ આપીને સ્વરૂપનગરમાં પેસવાનું
બારણું બતાવ્યું. હવે જ્યાં સાચી સમજણ કરીને સ્વરૂપનગરમાં પેસવાનુ ટાણું આવ્યું ત્યાં
અજ્ઞાનથી આંધળો પ્રાણી સાચી સમજણ કરવાને બદલે, શરીરની ખંજવાળમાં એટલે કે
ઈન્દ્રિયવિષયોમાં ને રાગમાં જ લુબ્ધ થઈને આ અવસર ગુમાવી બેસે છે, ને મનુષ્યપણું હારી
જઈને પાછો ચોરાસીના ચક્કરમાં જ રખડે છે. હું તો જ્ઞાન છું, મારો આનંદ મારા સ્વરૂપમાં જ
છે –એમ સાચી સમજણ કરીને ચૈતન્યસ્વરૂપમાં પ્રવેશ કરે તો આનંદનો અનુભવ થાય ને આ
ભવભ્રમણથી છૂટકારો થાય. પણ અજ્ઞાની જીવ, આનંદનું ધામ એવા સ્વરૂપ નગરમાં પ્રવેશ
કરતો નથી–તેનાં શ્રદ્ધા–જ્ઞાન કરતો નથી, ને પુણ્યથી મારું કલ્યાણ થશે અથવા હમણાં પરનાં
કાંઈક કામ કરી દઉં, શરીરનાં કામ કરી દઉં એમ માનીને, મિથ્યાત્વથી આંધળો થઈને આ
અવસર ગુમાવી દે છે અને ચોરાસીના ચક્કરમાં જ રખડે છે. ચોરાસીના ચક્કરમાં ફરી અનંત
કાળે પણ આવો અવસર મળવો મુશ્કેલ છે. માટે જ્ઞાની કહે છે કે હે ભાઈ! આ અવસર પામીને
હવે તું સત્સમાગામે ચૈતન્યસ્વરૂપની સમજણનો રસ્તો લે. ચૈતન્ય–સ્વરૂપ આત્માની સાચી
સમજણ કરવી તે જ અંતરની આનંદસ્વરૂપ નગરીમાં પ્રવેશવાનો દરવાજો છે ને તે જ આ
ભવભ્રમણથી છૂટકારાનો માર્ગ છે, એ સિવાય બીજો કોઈ માર્ગ નથી.
ચિદાનંદ સ્વભાવની સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન–એકાગ્રતા તે મોક્ષમાર્ગ છે.
જેને પુણ્યની કે પુણ્યના ફળની રુચિ છે તેને આત્માના અબંધ
પુણ્યનો અને બહારના ઠાઠનો મહિમા આવી જાય છે. પૈસા
વગેરેનો ઠાઠ તે પૂર્વના પુણ્યનું ફળ છે, પણ તેમાં ક્યાંય ચૈતન્યનો
આનંદ નથી. માટે તે પુણ્યની અને પુણ્યના ફળની મીઠાશ છોડ.
છે; હે ભાઈ! તારા ચૈતન્યસ્વરૂપના મહિમાને જાણીને તેની
સન્મુખ થા તો આત્માના અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય.
નહિ. અજ્ઞાનીને અનાદિથી પુણ્યનો ને પુણ્યના ફળનો મહિમા
ભાસે છે પરંતુ ચૈતન્ય સ્વભાવનો મહિમા તેને ભાસતો નથી.
PDF/HTML Page 8 of 21
single page version
હે જીવ! પૂર્વે કદી તેં તારા આત્માને જાણવાની દરકાર કરી
આવ્યું છે; તો હવે અંતરના પ્રયત્ન વડે આત્માની એવી અપૂર્વ
સમજણ પ્રગટ કર કે જેથી તારા ભવભ્રમણનો અંત આવી જાય.
અનંતકાળથી સંસારમાં રખડી રહેલા જીવનું હિત કેમ થાય તેની આ વાત છે. આત્માનો સ્વભાવ
અજ્ઞાની જીવ અનાદિથી બહારમાં પોતાના હિતનું સાધન માનીને સંસારમાં રખડે છે. હું તો શુદ્ધ ચૈતન્યસ્વરૂપ
આત્મા છું, જગતથી હું જુદો છું, મારામાં જગત નથી ને જગતના પદાર્થોમાં હું નથી, મારા માથે જગતના કામનો
કાંઈ પણ બોજો નથી, હું તો અનંતગુણથી ભરપૂર મારી ચૈતન્યનગરીનો સ્વામી છું એમ અંતરમાં નિજસ્વરૂપને
ઓળખીને તેનું શરણ લેવું તે અપૂર્વ હિતનો માર્ગ છે.
ભવનો અંત આવે. આત્માના યથાર્થ જ્ઞાન વિના જ જીવને અત્યાર સુધી સંસાર પરિભ્રમણ થયું છે. જીવે બીજું
બધું અનંતવાર કર્યું છે પણ આત્માનું વાસ્તવિક જ્ઞાન કદી પણ કર્યું નથી; વ્રત–તપ અને પૂજા–ભક્તિના
શુભભાવ અનંતવાર કરી ચૂક્યો છે ને તેના ફળથી સ્વર્ગમાં અનંતવાર જઈ આવ્યો છે, પણ મારું સ્વરૂપ આ
રાગથી ને સંયોગથી પાર છે એમ પોતાના ચૈતન્યસ્વરૂપ તત્ત્વને અંતરમાં કદી લક્ષગત કર્યું નથી. ચૈતન્યસ્વરૂપ
જેટલો જ હું છું, સંયોગનો હું જાણનાર છું પણ સંયોગ તે હું નથી, રાગનો જાણનાર હું છું પણ રાગ તે હું નથી,
આ પ્રમાણે ભિન્ન ચૈતન્યતત્ત્વને લક્ષમાં લેવું તે અનંતકાળમાં કદી નહિ કરેલ એવી અપૂર્વ ધર્મક્રિયા છે, ને તે
ક્રિયા મુક્તિનું કારણ છે.
તારા ભવભ્રમણનો અંત આવી જાય.
થઈ જતો નથી, પરંતુ હું તો જ્ઞાનરૂપ જ રહું છું. શુભ–અશુભ લાગણીઓ તો પહેલી ક્ષણે નવી ઉત્પન્ન થઈને
બીજી ક્ષણે પલટી જાય છે અને સંયોગો પણ પલટી જાય છે, તે કોઈ મારા આત્મા સાથે કાયમ રહેતાં નથી માટે
તે કોઈ મારું વાસ્તવિક સ્વરૂપ નથી, હું તો અનાદિ અનંત એકરૂપ ચિદાનંદ સ્વરૂપ છું, મારું સ્વરૂપ મારાથી કદી
જુદું પડતું નથી. આ પ્રમાણે અંતરમાં શુદ્ધ ચિદાનંદ આત્માના સમ્યગ્જ્ઞાનથી જ ધર્મની શરૂઆત થાય છે, આ
સિવાય બીજા કોઈ ઉપાયથી ધર્મની શરૂઆત થતી નથી. માટે પોતાના ચૈતન્યતત્ત્વની રુચિ કરવી અને તેનું
યથાર્થ જ્ઞાન કરવું તે અપૂર્વ હિતનો ઉપાય છે. પોતાના શુદ્ધ ચૈતન્યતત્ત્વનો અનાદર કરીને
PDF/HTML Page 9 of 21
single page version
રુચિ કરવી તે મુક્તિનો પાયો છે, અને તેનાથી વિપરીત એવા વિકારની રુચિ કરવી તે સંસારનો પાયો છે. પુણ્ય
જુદી ચીજ છે ને ધર્મ જુદી ચીજ છે, પુણ્ય તો પરના અવલંબને થાય છે ને ધર્મ તો ચૈતન્યસ્વરૂપના અવલંબને
થાય છે; પુણ્ય તો આસ્રવ–બંધનું કારણ છે એટલે સંસારનું કારણ છે, અને ધર્મ તો સંવર–નિર્જરા–મોક્ષનું કારણ
છે; તેને બદલે અજ્ઞાની લોકો પુણ્ય અને ધર્મ બંનેને એક જ ચીજ માનીને, રાગને ધર્મ માને છે, તે ઊંધી
માન્યતામાં રાગનો આદર છે ને આત્માના ચિદાનંદસ્વભાવનો અનાદર છે, તે જ સંસારનું મૂળ કારણ છે. હું શુદ્ધ
ચૈતન્યસ્વરૂપ છું ને રાગાદિ ભાવો મારા સ્વરૂપથી વિપરીત છે–જુદા છે, એ પ્રમાણે રાગરહિત ચિદાનંદસ્વરૂપને
ઓળખીને તેનો આદર કરવો તે મોક્ષનું કારણ છે.
થાય ને પરમાનંદમય મુક્તદશા પામે. માટે પોતાનો શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપ
આત્મા જ આ આત્માને ધ્યેયરૂપ છે; તેની શ્રદ્ધા, જ્ઞાન અને એકાગ્રતારૂપ
ક્રિયા તે મોક્ષનું કારણ છે.
કેમ થાય? મારો આત્મા અનાદિથી આ સંસારમાં રખડે છે તો હવે એવો
શું ઉપાય કરું કે જેથી સંસારભ્રમણનો અંત આવે ને આત્માની મુક્તિ
થાય? હું શરીરથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ છું એમ પોતાના સ્વરૂપની
ઓળખાણ કરવી તે જ આ મનુષ્યપણામાં કરવા જેવું ધ્યેય છે, અને તે
જ ધર્મ છે.
એવો ને એવો અનાદિ અનંત છે પણ જીવે કદી પોતાના સ્વરૂપની
સંભાળ કરી નથી તેથી જ તે સંસારમાં રખડે છે. એક ક્ષણ પણ પોતાના
વાસ્તવિક સ્વરૂપની સંભાળ કરે તો મુક્તિ થયા વિના રહે નહિ.
PDF/HTML Page 10 of 21
single page version
તે જણાય છે.’
ભાવનય(૧૬–૧૭) સામાન્યનય, વિશેષનય (૧૮–૧૯) નિત્યનય, અનિત્યનય (૨૦–૧૧)
સર્વગતનય, અસર્વગતનય (૨૨–૨૩) શૂન્યનય, અશૂન્યનય (૨૪–૨૫) જ્ઞાનજ્ઞેયઅદ્વૈતનય,
જ્ઞાનજ્ઞેયદ્વૈતનય (૨૬–૨૭) નિયતિનય, અનિયતિનય;
(૨૮–૨૯) સ્વભાવનય, અસ્વભાવનય (૩૦–૩૧) કાળનય, અકાળનય (૩૨–૩૩)
(૩૮–૩૯) કર્તૃનય અકર્તૃનય (૪૦–૪૧) ભોકતૃનય, અભોકતૃનય (૪૨–૪૩) ક્રિયાનય,
જ્ઞાનનય (૪૪–૪૫) વ્યવહારનય, નિશ્ચયનય, (૪૬–૪૭) અશુદ્ધનય અને શુદ્ધનય.
તોપણ અને પ્રમાણ વડે જુએ તોપણ સ્પષ્ટ અનંત ધર્મોવાળા નિજ આત્મદ્રવ્યને અંદરમાં શુદ્ધ
ચૈતન્યમાત્ર દેખે છે જ.’ શુદ્ધ ચૈતન્યદ્રવ્ય ઉપર દ્રષ્ટિ જાય તે જ આ બધા નયોનું પરમાર્થ
તાત્પર્ય છે, કેમકે આત્માના જેટલા ધર્મો છે તે બધાય શુદ્ધ ચૈતન્યદ્રવ્યના આશ્રયે જ અભેદપણે
રહેલા છે. માટે બધા નયોના વર્ણનમાં આ વાત લક્ષમાં રાખવી.
PDF/HTML Page 11 of 21
single page version
નયથી જોતાં, આત્માનો જે સ્વભાવ છે તેમાં કોઈના સંસ્કાર પડતા નથી. સંસ્કાર તો ક્ષણિક
પર્યાયમાં કામ કરી શકે, ધ્રુવસ્વભાવ તો એકરૂપ છે તેમાં સંસ્કાર શું કરે? જેમ કે ભવ્યજીવનો
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પામવાની લાયકાતરૂપ ભવ્ય સ્વભાવ છે, તે ભવ્યજીવે અનાદિથી
પર્યાયમાં ગમે તેટલો અધર્મ કર્યો, મહાકષાય અને પાપભાવો કર્યાં છતાં તેનો ભવ્ય સ્વભાવ
પલટી જતો નથી એટલે પર્યાયના જે સંસ્કાર છે તે સ્વભાવમાં પડતા નથી, એ રીતે સ્વભાવમાં
સંસ્કારો નિરર્થક છે. પર્યાયમાં મહાકષાય હિંસા વગેરેના સંસ્કાર છે પણ તે સંસ્કાર
ધ્રુવસ્વભાવમાં કાંઈ ફેરફાર કરી શકતા નથી; ધ્રુવસ્વભાવમાં પાપના સંસ્કાર પડીને, ભવ્યનો
સ્વભાવ પલટીને તે અભવ્ય થઈ જાય એમ કદી બનતું નથી. તીવ્ર પાપ કરે માટે ભવ્યમાંથી
અભવ્ય થઈ જાય–એમ પણ બનતું નથી; તેમજ વ્રત–તપ વગેરેના ઘણા શુભભાવ કરવાથી
અભવ્યનો સ્વભાવ પલટીને તે ભવ્ય થઈ જાય એમ પણ બનતું નથી. આ રીતે જેનો જે
સ્વભાવ છે. તે ફરતો નથી, એટલે સ્વભાવમાં સંસ્કાર કામ કરી શકતા નથી. ‘અનાદિથી
નિગોદમાં રખડયો અને પર્યાયમાં ઘણી અશુદ્ધતા કરી, તેના સંસ્કાર આત્મામાં પડી ગયા માટે
હવે કદી અશુદ્ધતા ટાળીને તેની શુદ્ધતા થઈ શકશે જ નહિ’ એમ નથી, કેમકે પર્યાયના સંસ્કાર
દ્રવ્યસ્વભાવમાં પડી ગયા નથી; પર્યાયમાં અનાદિથી અશુદ્ધતા કરી હોવા છતાં દ્રવ્યસ્વભાવ
એવો ને એવો શુદ્ધ છે; તેનું અવલંબન કરતાં જ પર્યાયમાંથી અશુદ્ધતાના સંસ્કાર ટળીને
શુદ્ધતાના સંસ્કાર પ્રગટે છે.
ભાવો કર્યાં પણ તે ભાવો ધ્રુવ ચૈતન્યસ્વભાવને ફેરવી નાંખવા સમર્થ નથી, ધ્રુવસ્વભાવને
અશુદ્ધ કરી નાંખે એવી તેની તાકાત નથી. કોઈ જીવ ઘણાં પાપ કરે માટે તેનો ચૈતન્યસ્વભાવ
મટીને તે જડ થઈ જાય એમ કદી બને નહિ, કેમકે આત્માનો સ્વભાવ સંસ્કારને નિરર્થક કરી
નાંખે છે.
નાંખે એવા સ્વભાવવાળો છે, પર્યાયના સંસ્કારો મારા સ્વભાવનાં બગાડી શકતા નથી, મારા
સ્વભાવમાં વિકાર પેઠો જ નથી એમ જ્યાં સ્વભાવની ખબર પડી, ત્યાં પૂર્વે જેટલા અધર્મભાવો
કર્યા હતા તેના સંસ્કાર નિરર્થક થઈ ગયા.
સંસ્કાર પડતા નથી. માટે હે ભાઈ! ક્ષણિક વિકારથી તું મૂંઝા નહિ, પણ આત્માના સ્વભાવને
જો, તારો સ્વભાવ ત્રિકાળ એવો ને એવો સિદ્ધસ્વરૂપી ભગવાન છે. જ્યાં પર્યાયે અંદર
સ્વભાવમાં જોયું ત્યાં પૂર્વના સંસ્કારને નિરર્થક જાણ્યા, ને વિકાર સાથેની એકતાબુદ્ધિ છૂટી ગઈ.
તેમાં વાંધો નથી’ તો એમ કહેનારની દ્રષ્ટિ એકદમ ઊંધી છે, તે આ વાતને સમજ્યો જ નથી;
PDF/HTML Page 12 of 21
single page version
હોય જ નહિ. ‘પર્યાયનો વિકાર સ્વભાવમાં નુકસાન કરતો નથી’ એમ કહેનાર કોની સામે
જોઈને તે કહે છે? સ્વભાવ સામે જોઈને કહે છે, જેની દ્રષ્ટિ સ્વભાવ સામે હોય તેને વિકારની
ભાવના હોય જ નહિ.
થશે?’ એમ મૂંઝવણ ન કર; પાપ ક્યાં કર્યાં? માત્ર એક સમયની પર્યાયમાં તે પાપ થયાં છે.
પણ તારા ધ્રુવ ચૈતન્ય સ્વભાવમાં તે પાપ થયાં જ નથી; તે એક સમયની પર્યાયના સંસ્કારને
તારો સ્વભાવ નિરર્થક કરી નાંખે છે, માટે તે સ્વભાવની સામે જો. જેનો સ્વભાવ અલ્પકાળમાં
મોક્ષ જવાનો છે તેને પૂર્વના અધર્મભાવો રોકી શકે નહિ. જેમાંથી પરમાત્મદશા પ્રગટે એવો
સ્વભાવ આત્મામાં ત્રિકાળ છે. ચિદાનંદ ભગવાન એવો ને એવો ચૈતન્યમૂર્તિ છે, તેના
સ્વભાવને નવો બનાવવો પડતો નથી. જેમ મોરલો સ્વભાવથી જ રંગબેરંગી ચિત્રામણવાળો
હોય છે, તેને ચીતરવો પડતો નથી, તેમ આત્મામાં પરમાત્મદશા પ્રગટવાનો સ્વભાવ સ્વયંસિદ્ધ
છે, તે કોઈથી નવો બનતો નથી, તેમજ બીજા કોઈ સંસ્કારથી તે સ્વભાવને અન્યથા કરી શકાતો
નથી. તે સ્વભાવના આશ્રયે સમ્યક્ પુરુષાર્થ કરતાં પર્યાયમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર કે
સિદ્ધપદ પ્રગટે, પણ તે સ્વભાવમાંથી કાંઈ ઓછું થઈ જતું નથી; સ્વભાવનયથી તે એવો ને એવો
ત્રિકાળ એકરૂપ છે.
ઓછું સામર્થ્ય બાકી રહ્યું એમ બનતું હશે? ના; પર્યાયમાં અલ્પ નિર્મળતા હો કે ઘણી હો, પણ
શક્તિરૂપ સ્વભાવ તો એવો ને એવો જ પરિપૂર્ણ રહે છે, તેમાં કાંઈ હીનાધિકપણું થતું નથી. આ
રીતે સંસ્કારને નિરર્થક કરી નાંખે એવો આત્માનો સ્વભાવ છે. નિગોદ પર્યાય કે સિદ્ધપર્યાય,
અજ્ઞાનપર્યાય કે કેવળજ્ઞાન પર્યાય, તે દરેક વખતે પણ ધ્રુવ સ્વભાવ એવો ને એવો જ વિદ્યમાન
છે, તે સ્વભાવનો નાશ થઈ ગયો નથી તેમજ તેમાં જરાપણ હાનિ થઈ નથી. તેથી, ‘અરેરે!
અત્યાર સુધી અમે પાપ કર્યાં, હવે અમારું શું થશે?’ એમ મૂંઝવણ કરવાનું ન રહ્યું, કેમકે
સ્વભાવમાં તે સંસ્કાર પેસી ગયા નથી. જ્યાં દ્રષ્ટિ ફેરવીને સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરી ત્યાં પાપના
સંસ્કાર રહેતા નથી. એક સમયમાં પર્યાય ફેરવીને સ્વભાવદ્રષ્ટિથી સમ્યગ્દર્શન થઈ શકે છે.
ધ્રુવસ્વભાવની મોટી ઓથ છે, તે સ્વભાવ બધા વિકારના સંસ્કારને નિરર્થક કરી નાંખે છે. માટે
હે ભાઈ! તું તારા આવા ધ્રુવસ્વભાવની રુચિ કર ને તેનું અવલંબન કર. હું ભગવાન
સિદ્ધપરમાત્મા જેવા નિત્યાનંદ અશરીરી શુદ્ધ ચૈતન્યમૂર્તિ સદાય એવો ને એવો છું, મારો
સ્વભાવ જરાય ઓછો થયો નથી આમ સહજ એકરૂપ સ્વભાવને જાણીને તેનું અવલંબન કરે
તેને જ વાસ્તવિકપણે સ્વભાવનય હોય છે.
અણી કાઢવામાં આવી હોય છે, તેમ અસ્વભાવનયે આત્માને સંસ્કાર ઉપયોગી છે એટલે કે તેની
PDF/HTML Page 13 of 21
single page version
સમ્યગ્જ્ઞાન ન થઈ કે એમ નથી, પણ સવળી રુચિના સંસ્કાર વડે અનાદિનું અજ્ઞાન ટળીને એક
ક્ષણમાં સમ્યગ્જ્ઞાન થઈ શકે છે. અનાદિકાળના ઊંધા ભાવોના સંસ્કાર ટાળીને વર્તમાન
પર્યાયમાં સવળા ભાવ થઈ શકે છે, એ રીતે આત્મા સંસ્કારને સાર્થક કરનાર છે.
જ્ઞાન વડે તારી પર્યાયમાં એક ક્ષણમાં પરમાત્મપણાના સંસ્કાર થઈ શકે છે; માટે હે ભાઈ! ‘હું
પામર, હું પાપી’ –એવી તુચ્છ માન્યતાના સંસ્કાર કાઢી નાંખ, અને મારો આત્મા જ પરમાત્મા
છે’ એમ તારા સ્વભાવ સામર્થ્યની શ્રદ્ધા કરીને સ્વભાવના અપૂર્વ સંસ્કાર પ્રગટ કર. જુઓ,
આ આત્માના સંસ્કાર! લોકો કહે છે કે સારા સંસ્કાર પાડવા. તો આત્મામાં સારા સંસ્કાર કેમ
પડે તેની આ વાત છે. ભાઈ! પરના સંસ્કાર તારામાં નથી, ‘હું રાગી, હું જડનો કર્તા’ એવા જે
કુસંસ્કાર છે તે કાઢી નાંખ, અને ‘હું તો રાગરહિત ચિદાનંદ સ્વભાવ છું’ એમ અંતર–સન્મુખ
થઈને તારી પર્યાયમાં સ્વભાવના સંસ્કાર પાડ, તે જ ખરા સુસંસ્કાર છે. જેમ તીરમાં નવી અણી
કઢાય છે તેમ આત્માની પર્યાયમાં નવા સંસ્કાર પડે છે. માટે હે જીવ! તું મૂંઝા નહિ, ઘણા
કાળના ઊંધા સંસ્કાર તે હવે મારાથી કેમ ટળશે? એમ હતાશ ન થા, પણ હું મારા સ્વભાવની
જાગૃતિ વડે અનાદિના ઊંધા સંસ્કારને એક ક્ષણમાં દૂર કરીને અપૂર્વ સંસ્કાર પ્રગટ કરી શકું છું
એવું મારામાં સામર્થ્ય છે, એમ સ્વસામર્થ્યની પ્રતીત કરીને તું પ્રસન્ન થા.
પોતે જ પોતાનો લુહાર છે એટલે કે પોતાની પર્યાયનું ઘડતર કરીને પોતે જ તેમાં સંસ્કાર
પાડનાર છે, કોઈ બીજો આત્માની પર્યાયને ઘડનાર નથી, એમ સમજવું. ‘હું પામર છું, મારે
પરચીજ વગર એક ક્ષણ પણ ન ચાલે?’ એવા ઊંધા સંસ્કાર છે, તેને બદલે ‘હું પોતે ચિદાનંદ
ભગવાન છું, મારે ત્રણેકાળ પરચીજ વિના જ ચાલે છે, પણ મારી પરમાત્મ–શક્તિ વગર મારે
એક ક્ષણ પણ ન ચાલે’ એમ સ્વસન્મુખ થઈને આત્મા પોતે પોતાની પર્યાયમાં સવળા સંસ્કાર
પાડી શકે છે. આત્મા સવળો થાય તો અનંતકાળના પાપ એક ક્ષણમાં પલટી જાય છે ને ધર્મના
અપૂર્વ સંસ્કાર પ્રગટે છે, માટે અવસ્થામાં આત્મા સંસ્કારને સાર્થક કરનારો છે.
નથી; પણ અસ્વભાવનયથી જોતાં આત્માની અવસ્થામાં ક્ષણે ક્ષણે નવા સંસ્કાર થાય છે.
પર્યાયમાં અનાદિના ઊંધા સંસ્કાર છે તેને ફેરવીને સ્વભાવની રુચિ કરતાં સમ્યગ્દર્શન વગેરેના
નવા સંસ્કાર પડે છે, એટલે પર્યાયમાં પુરુષાર્થ સાર્થક થઈ શકે છે. દ્રવ્ય–સ્વભાવમાં તો કાંઈ
ફેરફાર થતો નથી, પણ પર્યાયમાં પુરુષાર્થ વડે ઊંડા સંસ્કાર પલટીને સવળા સંસ્કાર થઈ શકે
છે. ‘ચેતનરૂપ અનૂપ અમૂરત સિદ્ધ સમાન સદા પદ મેરો’ એવા સ્વીકાર વડે પર્યાયમાં શુદ્ધ
સંસ્કાર પડે છે. એક સમયની પર્યાયનું પાપ ત્રિકાળી સ્વભાવમાં તો નથી, તેમજ
PDF/HTML Page 14 of 21
single page version
પાપ કર્યું માટે બીજા સમયે તે સુધરી ન શકે એમ નથી, બીજી પર્યાયમાં પોતે જેવા સંસ્કાર પાડે
તેવા પડી શકે છે; પોતાની સમય–સમયની પર્યાયનું ઘડતર કરવામાં આત્મા સ્વતંત્ર છે. સંસાર
તો એક સમય માત્રનો છે પણ ઊંધા સંસ્કારથી તેને મોટું રૂપ આપી દીધું છે, પણ જો
અંર્તસ્વભાવ તરફ વળે તો સ્વભાવના સંસ્કાર પડે ને સંસારના સંસ્કાર ટળે. ત્રિકાળી દ્રવ્યમાં
સંસ્કારની અસર નથી પણ પર્યાયમાં પોતે જેવા સંસ્કાર પાડે તેવા પડે છે. ભવ્ય સ્વભાવ
પલટીને અભવ્ય ન થાય, જીવ સ્વભાવ પલટીને અજીવ ન થાય, પણ અજ્ઞાન પલટીને
સમ્યગ્જ્ઞાન થાય, સંસાર પલટીને મોક્ષ થાય. આ રીતે પર્યાયમાં સંસ્કાર પડે છે.
સમજવું કે પર્યાયના ક્રમને ફેરવીને અન્યથા થઈ શકે છે. જે ક્રમબદ્ધપર્યાય છે તેનો ક્રમ તો કદી
તૂટતો જ નથી. પરંતુ ક્રમબદ્ધપર્યાયનો યથાર્થ નિર્ણય કરનારને જ્ઞાનસ્વભાવની દ્રષ્ટિ થતાં
પર્યાયમાં નવા વીતરાગી સંસ્કાર શરૂ થાય છે, ત્યાં પણ પર્યાયનો તે પ્રકારનો જ ક્રમ છે. પરંતુ
પર્યાયમાં પહેલાંં તેવી નિર્મળતા ન હતી ને હવે જ્ઞાનસ્વભાવની દ્રષ્ટિથી નિર્મળતા પ્રગટી તે
અપેક્ષાએ પર્યાયના સંસ્કાર ફર્યા કહેવાય, પણ કાંઈ પર્યાયનો ક્રમ ફર્યો નથી.
સ્વભાવના આશ્રયે પર્યાયમાં નવા સંસ્કાર પડ્યા છે; દ્રવ્યસ્વભાવ તો તેનો તે જ છે પણ
પર્યાયમાં સંસ્કાર પલટી ગયા છે. નિગોદદશામાં તેવા સંસ્કાર ન હતા ને કેવળજ્ઞાન દશામાં તેવા
અપૂર્વ સંસ્કાર પડ્યા, છતાં દ્રવ્યસ્વભાવ એવો ને એવો છે.
વિમાનમાં બેસીને સિદ્ધલોકમાં જાઉં છું, મારા અસંખ્ય પ્રદેશ આ દેહથી જુદા પડી ગયા છે, હું
અલ્પકાળમાં ભગવાન થઈશ.’ અને સ્વભાવની તીવ્ર વિરોધના કરીને જેણે ઘણા ઊંધા સંસ્કાર
પાડ્યા હોય તેને આભાસ પણ એવો થાય કે ‘હું મરીને તિર્યંચમાં જઈશ, હું વાંદરી થઈશ, મને
કોઈક ખેંચી જાય છે.’ આ રીતે જેવા સંસ્કાર પાડે તેવા ભણકાર જાગે. માટે હે ભાઈ! તારી
પર્યાયને અંર્તસ્વભાવમાં વાળીને એવા સંસ્કાર પાડ કે ‘હું પરમાત્મા છું. આ સંસારને ટાળીને
હું હવે અલ્પકાળમાં પરમાત્મા થવાનો છું; મારી પર્યાયમાં મેં સ્વભાવના સંસ્કાર પાડ્યા તેથી
હવે ઊંધા સંસ્કાર મારામાં રહી જ ન શકે; મારી પર્યાયમાં મોક્ષના સંસ્કાર પાડતા હવે સંસાર
ક્યાંય રહે જ નહિ.’ આ રીતે પર્યાયને અંર્તસ્વભાવસન્મુખ કરીને આત્મામાં સ્વભાવના
સંસ્કાર પ્રગટ કરે તેને વિચાર અને સ્વપ્નાં પણ એવાં સારાં આવે કે હું સંતમુનિઓના ટોળામાં
બેઠો છું, હું ભગવાન થયો, મારું અસંખ્યપ્રદેશી ચૈતન્યબિંબ આ શરીરમાંથી છૂટું પડી ગયું.....આ
રીતે સ્વભાવના ભાનથી પર્યાયમાં અપૂર્વ સંસ્કાર પ્રગટ કરી શકાય છે. શુદ્ધસ્વભાવને પ્રતીતમાં
લઈને પર્યાયમાં તેના સંસ્કાર પાડતાં જેવો શુદ્ધસ્વભાવ છે તેવી જ શુદ્ધ પર્યાય થઈ જાય છે.
અનંતકાળના ઊંધા સંસ્કારની ગૂલાંટ
PDF/HTML Page 15 of 21
single page version
અરે! એક સેકંડનો ય અસંખ્યમો ભાગ! એકવાર એવો સમ્યક્ પુરુષાર્થ કરીને પર્યાયમાં
શુદ્ધસ્વભાવના સંસ્કાર પાડતાં અનાદિના ઊંધા સંસ્કાર ટળે છે ને અલ્પકાળમાં જ મુક્તિ થાય
છે.
જો ભાઈ! તારા આત્મામાં અનંતા ધર્મો એક સાથે છે, તારા આત્માના અનંતા ધર્મની ઋદ્ધિ
તારામાં ભરી છે, તેને જાણીને તું ખુશી થા..... ખુશી થા! શુદ્ધ ચૈતન્યદ્રવ્યમાં ડૂબકી મારીને
પર્યાયમાં પ્રમોદ કર... આનંદિત થા...કે અહો! મારી સંપૂર્ણ ચૈતન્યરિદ્ધિનો દરિયો મારામાં ભર્યો
છે, શાંતરસનો સાગર મારા આત્મામાં ઊછળી રહ્યો છે.
નયોમાં સપ્તભંગી (અસ્તિત્વ–નાસ્તિત્વ વગેરે) ના સાત નયો છે, નામ–સ્થાપના–દ્રવ્ય ને
ભાવ એ ચાર બોલના ચાર નયો છે, અને દ્રવ્ય–પર્યાય, નિત્ય–અનિત્ય ઈત્યાદિ અઢાર જોડકાંના
છત્રીસ નયો છે. આ પ્રમાણે ૪૭ નયોથી વર્ણન કરીને છેવટે આચાર્યદેવ કહેશે કે સ્યાદ્વાદ
અનુસાર કોઈપણ નયથી જુઓ, કે પ્રમાણથી જુઓ, તોપણ અંદરમાં અનંતધર્મવાળો પોતાનો
આત્મા શુદ્ધચૈતન્યમાત્ર દેખાય છે. માટે આવા શુદ્ધચૈતન્યમાત્ર આત્મસ્વભાવને અંર્તદ્રષ્ટિથી
દેખવો તે જ બધા નયોનું તાત્પર્ય છે. કેમકે નય જે ધર્મને વિષય કરે છે તે એક ધર્મ કાંઈ જુદો
રહેતો નથી, તે ધર્મ તો ધર્મી એવા અભેદ આત્માના આશ્રયે જ રહેલો છે એટલે અખંડ ધર્મી
એવો જે શુદ્ધ ચૈતન્યમાત્ર આત્મા, તેને દ્રષ્ટિમાં લીધા વિના તેના એકેક ધર્મનું જ્ઞાન પણ સાચું
ન થાય, એટલે કે શુદ્ધ ચૈતન્ય સ્વભાવની દ્રષ્ટિ વગર એકપણ નય સાચો હોય નહિ. માટે
બધાય નયોના વર્ણનમાં શુદ્ધસ્વભાવની દ્રષ્ટિ તો સાથે ને સાથે રાખીને સમજવું.
પર્યાયમાં જે કેવળજ્ઞાન અને મોક્ષદશા પ્રગટે છે તે દ્રવ્યસ્વભાવમાં તાકાત પડી
છે તેમાંથી જ પ્રગટે છે. જો દ્રવ્યના સ્વભાવમાં તાકાત ન હોય તો પર્યાયમાં
આવે નહિ. સિદ્ધ ભગવંતોને અને અરિહંત ભગવંતોને જે કેવળજ્ઞાન પ્રગટ્યું છે
કરવી હોય તેણે દ્રવ્યના સ્વભાવની તાકાતનો નિર્ણય કરીને તેનું જ અવલંબન
લેવું જોઈએ. દ્રવ્યસ્વભાવનું અવલંબન કરતાં તેમાં જે તાકાત ભરી છે તે તાકાત
પર્યાયમાં પ્રગટી જાય છે. આ રીતે દ્રવ્યસ્વભાવના અવલંબન સિવાય બીજો કોઈ
મોક્ષનો ઉપાય નથી. કોઈ નિમિત્તોમાં, રાગમાં કે અલ્પજ્ઞતામાં કેવળજ્ઞાનની
તાકાત ભરી નથી, તેથી તે કોઈના અવલંબને કેવળજ્ઞાન થતું નથી.
PDF/HTML Page 16 of 21
single page version
પ્રત્યે પણ સાચી પ્રીતિ જીવે કદી કરી નથી. જે શરીરાદિકને પોતાનાં માને છે, રાગથી ધર્મ માને છે, કુદેવ–કુગુરુનો
આદર કરે છે એવા મોહી જીવને ચિદાનંદસ્વરૂપ આત્માનો પ્રેમ અનાદિથી આવ્યો નથી તેથી તેને તે
ચિદાનંદસ્વભાવ અગમ્ય છે. અજ્ઞાનીને બહારનો અને રાગનો પ્રેમ છે તેથી બહારથી ને રાગથી ધર્મ મનાવનારા
પ્રત્યે પણ તેને પ્રીતિ છે, પણ રાગ રહિત ભગવાન આત્માના ચિદાનંદસ્વભાવનો પ્રેમ તે કદી કરતો નથી, તેમજ
તે સ્વભાવ સમજાવનારા જ્ઞાનીને ઓળખીને તેના પ્રત્યે યથાર્થ પ્રેમ કદી કર્યો નથી, તેથી અજ્ઞાની મોહી જીવને
ચૈતન્યસ્વરૂપ આત્મા અગમ્ય છે; ચૈતન્યસ્વરૂપ આત્માને જાણ્યા વિના તે અનાદિકાળથી સંસારમાં રખડી રહ્યો
છે. જેને શુદ્ધચિદ્રૂપ આત્માનો પ્રેમ અને ઓળખાણ નથી, ને તે સિવાય પુણ્યની કે પુણ્યના ફળની પ્રીતિ છે તથા
તે પુણ્યથી ધર્મ મનાવનારા પ્રત્યે આદર છે–એવા જીવને સંસાર પરિભ્રમણ કદી મટતું નથી. જેને પોતાનો આત્મા
ખરેખર વહાલો લાગ્યો હોય તે જીવ રાગથી હિત માને નહિ–રાગની પ્રીતિ કરે નહિ, તેમજ રાગથી ધર્મ
મનાવનારા કુદેવ–કુગુરુ પ્રત્યે તેને પ્રીતિ આવે નહિ. અહો! આત્મા ચિદાનંદસ્વરૂપ ભગવાન છે એમ બતાવનારા
વીતરાગી દેવ–ગુરુ–શાસ્ત્રનો આદર અને પ્રીતિ કર્યા વિના, તથા તેનાથી વિરુદ્ધ–રાગથી ધર્મ કહેનારા એવા
કુદેવ–કુગુરુ–કુશાસ્ત્રને સાક્ષાત્ આત્મઘાતના નિમિત્ત જાણીને છોડ્યા વિના, જીવનું કદી કલ્યાણ થાય નહિ.
ચૈતન્યસ્વરૂપ આત્માનું ભાન નથી અને રાગને જ સ્વભાવ માને છે એવા જીવો તો મોહી છે, નિર્મોહદશા પ્રગટ
કરનારને એવા મોહી જીવોનું સેવન હોય નહિ. સત્સમાગમે સત્–અસત્નો નિર્ણય કરીને, અંતરમાં
શુદ્ધઆત્મસ્વરૂપની પ્રીતિ વડે જેણે મોહનો નાશ કર્યો એવા જીવને ચૈતન્યતત્ત્વની શીઘ્ર પ્રાપ્તિ થાય છે. ચૈતન્યના
ભાન વિના સંસાર પરિભ્રમણમાં જેટલો કાળ વીત્યો તેટલો કાળ સંસારનો નાશ કરીને મોક્ષદશા પ્રગટ કરવામાં
ન લાગે, માટે કહે છે કે અંતરમાં ચૈતન્યની પ્રીતિ કરતાં શીઘ્ર તેની પ્રાપ્તિ થાય છે. ચોથા ગુણસ્થાને ગૃહવાસમાં
રહેલા સમકિતી જીવ પણ નિર્મોહી છે, તેણે અંર્તશ્રદ્ધામાં શુદ્ધચૈતન્યતત્ત્વને પ્રાપ્ત કરી લીધું છે. અને દ્રવ્યલિંગી
દિગંબર જૈન સાધુ થઈને પંચમહાવ્રત પાળે પણ તે મહાવ્રતના શુભવિકલ્પને આશ્રિત મોક્ષમાર્ગ માને તો તે જીવ
મોહી છે, તેણે ચૈતન્યતત્ત્વને પ્રાપ્ત કર્યું નથી પણ તે વિકલ્પમાં જ અટક્યો છે.
બહારમાં માનવું તે મોહ છે ને તે મોહથી જીવ દુઃખી છે. મારું સુખ મારા અંર્તસ્વભાવમાં જ છે, બહારમાં મારું
સુખ નથી એમ ઓળખીને આત્મસ્વભાવની પ્રીતિ કરે તો એવા નિર્મોહી સમકિતી જીવને પોતાના આનંદ સ્વરૂપ
આત્માની શીઘ્ર પ્રાપ્તિ થાય છે એટલે કે આત્માના અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય છે.
સ્વરૂપ આત્મા છે તે પોતાની વસ્તુ છે, જો તેની પ્રીતિ કરીને અંતરમાં તેની પ્રાપ્તિનો ઉદ્યમ કરે તો તે શીઘ્ર પ્રાપ્ત
થાય છે–તેનો અનુભવ પ્રગટ થાય છે. શરીર વગેરે પર ચીજો આત્માથી જુદી છે, તે આત્માને આધીન નથી પણ
શુદ્ધચૈતન્યસ્વરૂપ આત્મા તે પોતાની ચીજ છે, અંતર્મુખ થઈને જ્યારે તેનો અનુભવ કરવા માંગે ત્યારે થઈ શકે
છે.
PDF/HTML Page 17 of 21
single page version
સુગંધનો વિશ્વાસ આવતો નથી એટલે બહારમાંથી સુગંધ આવે છે–એમ માનીને તે બહાર ભટકે
છે; તેમ આનંદ તો આત્માના સ્વભાવમાં જ ભર્યો છે; સિદ્ધ ભગવંતોને જે આનંદનો અનુભવ
છે તે આનંદ આત્મામાંથી જ પ્રગટ્યો છે, અને આ આત્માના સ્વભાવમાં પણ તેવો આનંદ
ભર્યો છે, પણ અનાદિથી જીવને પોતાના સ્વભાવનો વિશ્વાસ આવતો નથી તેથી બહારમાં ને
રાગમાં આનંદ માનીને ભવવનમાં ભટકે છે. તેને જ્ઞાની સમજાવે છે કે અરે ભાઈ! તું શાંત થા!
શાંત થા! તું કોણ છો તેની ઓળખાણ કર. જેવા સિદ્ધભગવાન છે તેવી જ તારા આત્માની જાત
છે, તારો આત્મા પોતે જ આનંદથી ભરેલો છે. આ શરીર તો જડ–પુદ્ગલનું ઢીંગલું છે તેમાં
ક્યાંય તારો આનંદ નથી. ને રાગમાં આકુળતા છે, તેમાં પણ તારો આનંદ નથી.તારો અવિકારી
ચિદાનંદ આત્મા જ આનંદસ્વરૂપ છે, માટે તેમાં જ તારા આનંદને શોધ. પહેલાંં આવા આત્માની
સન્મુખ થઈને તેની સમ્યક્ પ્રતીતિ કરતાં નિર્વિકલ્પ આનંદનો અંશ અનુભવમાં આવે છે. આવી
પ્રતીતિ પૂર્ણાનંદરૂપ મોક્ષદશાની પ્રાપ્તિનું પહેલું સોપાન છે.
પણ જેણે અંતરની ચૈતન્યકળા જાણી તે જીવ મોક્ષના પંથે છે; અને જેણે અંતરની ચૈતન્યકળા ન
જાણી, તે ભલે બીજી ગમે તેટલી કળા જાણતો હોય તોપણ તે મોક્ષના પંથે નથી. જુઓ, ઘણાં
શાસ્ત્રો વાંચે ને ઘણું ભણે પછી જ આ વાત સમજાય એમ નથી, અંતરમાં પાત્ર થઈને પ્રયત્ન
કરતા આઠ–આઠ વર્ષનાં બાળકો પણ આ વાત સમજી જાય છે ને અપૂર્વ આત્મકલ્યાણ પામી
જાય છે. મહાવિદેહમાં અત્યારે ભગવાન સીમંધર પરમાત્મા અરિહંતપણે બિરાજે છે, ત્યાં
ભગવાનની ધર્મસભામાં આઠ આઠ વર્ષની રાજકુંવરીઓ પણ આ વાત સમજે છે; ભગવાનની
વાણી સાંભળતાં જ અંદર ઊતરી જાય છે કે : અહો! અમે તો આત્મા છીએ, આ દેહ અમે નથી,
અમે દેહથી ભિન્ન ચિદાનંદ સ્વરૂપ છીએ. આમ અંતરમાં ઊતરીને આત્માનો અનુભવ કરતાં
સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનની અપૂર્વ કળા પ્રગટે છે. જ્યાં આવું અપૂર્વ આત્મભાન થયું ત્યાં
ધર્મી જીવ બહારના સંયોગના ઠાઠથી પોતાના ચૈતન્યની શોભા માનતા નથી; શરીરની શોભા તે
અમારી શોભા નથી, અમારી શોભા તો અમારા સ્વભાવથી છે; જેમ મૃતક કલેવરને ચંદનની
શૈયા ઉપર સૂવાડો ને સુગંધી ફૂલના હાર પહેરાવો પણ તેમાં ક્યાંય તે શોભા માનતું નથી, તેમ
જેના અંતરમાંથી મોહનો નાશ થઈ ગયો છે એવા ધર્માત્મા શરીરથી કે રાગથી પોતાની શોભા
માનતા નથી, પોતાના ચૈતન્યસ્વભાવની શોભા પાસે બીજે બધેયથી તેની દ્રષ્ટિ ઊડી ગઈ છે.
અજ્ઞાની તો પોતાના ચૈતન્યસ્વભાવની શોભાને ચૂકીને પરને સારાં માને છે, પરથી મારી શોભા
એટલે કે હું નમાલો એમ તે પોતાના આત્માને તુચ્છ માને છે. પણ ભાઈ! તું વિચાર તો કર કે
પરને તું મોટાઈ આપે છે તો તારા પોતામાં કાંઈ મોટાઈ ખરી કે નહિ? પરને જાણતાં ‘આ
સારું’ એમ તું માને છે, પણ તેને જાણનારું તારું જ્ઞાન છે તે જ્ઞાનમાં કાંઈ સારાપણું છે કે નહિ?
ભગવાન! તારી શોભા તો તારા જ્ઞાનસ્વભાવમાં જ છે. અરિહંત અને સિદ્ધ ભગવંતોને જે
પરમાત્મદશા પ્રગટી તે ક્યાંથી આવી?
PDF/HTML Page 18 of 21
single page version
છે, તારા આત્મામાં પણ તેવી તાકાત ભરી છે. તેમાંજ તારી શોભા અને મોટપ છે. જ્યાં
અંતરમાં આવા આત્મસ્વભાવનું ભાન થયું ત્યાં ધર્મીની દ્રષ્ટિ ને રુચિ પલટી જાય છે. જેમ
કુંવારી કન્યા બાપના ઘરને અને તેની મૂડીને પોતાનાં કહેતી હોય, તેના બાપ પાસે કરોડની
મૂડી હોય તો તે પણ કહે કે અમે કરોડપતિ છીએ. પણ જ્યાં તેનું સગપણ કર્યું ત્યાં તેની
દ્રષ્ટિ પલટી જાય છે કે આ બાપના ઘરની મિલ્કત મારી નહિ પણ જ્યાં સગપણ કર્યું તે
ઘરની મૂડી મારી. હજી બાપના ઘરે રહે છે પણ તે ઘરની મૂડીને પોતાની માનતી નથી.
જુઓ, સગપણ કર્યું ત્યાં એક ક્ષણમાં દ્રષ્ટિ પલટી ગઈ. તેમ અજ્ઞાની જીવ અનાદિથી
પોતાના ચૈતન્ય–સ્વભાવની મૂડીને ચૂકીને રાગને અને સંયોગને પોતાની મૂડી માનતો હતો,
પણ જ્યાં સત્સમાગમે શ્રવણ કરતાં અંતરના ચિદાનંદસ્વભાવ સાથે સગાઈ કરી ત્યાં એક
ક્ષણમાં તેની દ્રષ્ટિ પલટી જાય છે કે હું તો ચૈતન્ય છું, મારા જ્ઞાન–આનંદની મિલ્કત મારામાં
જ છે; પરમાં મારું સુખ નહિ ને પરથી મારી શોભા નહિ, મારું સુખ ને મારી શોભા તો
મારા આત્મામાં જ છે. હજી બહારમાં સંયોગો તેમજ રાગ વર્તતા હોવા છતાં ધર્મીને તેમાંથી
સ્વામીપણું છૂટી ગયું છે, પોતાના ચિદાનંદ સ્વભાવ સિવાય રાગનો કે સંયોગનો સ્વામી
ધર્મી થતો નથી. કુળ–કુટુંબ વગેરે સંયોગથી કાંઈ શોભા મનાવે તો ધર્મી કહે છે કે શરીરનાં
કુળ કે કુટુંબ તે અમારાં નથી ને તેનાથી અમારી શોભા નથી. અમે તો કેવળી ભગવાનના
કુટુંબી છીએ ને સિદ્ધ ભગવાનના કુળના છીએ, જેવો ભગવાનનો આત્મા છે તેવો જ
અમારો આત્મા છે. ભગવાનની ને અમારી એક જ જાત છે. અમે પણ અમારા
સ્વભાવમાંથી અમારું સિદ્ધપણું પ્રગટ કરવાના છીએ. આત્માના સ્વભાવની આવી દ્રષ્ટિ
પ્રગટ કરવી તે ધર્મની શરૂઆત છે.
પરચૂરણ રકમો તો કબૂલે ને મૂળ મોટી રકમ આવે તે ઊડાડે, તો તે દેણામાંથી છૂટે નહિ;
તેમ આ આત્મસ્વભાવની સમજણ કરવી તે મૂળ વાત છે, કોઈ જીવ દયા–દાન વગેરે
શુભરાગની વાત તો કરે પણ જો આત્મસ્વભાવની સાચી સમજણ ન કરે તો તે જન્મ–
મરણના ફેરામાંથી છૂટે નહિ. પુણ્યથી ને સંયોગથી લાભ થાય એવી વાત તો જીવને
અનાદિથી બેઠી છે, પણ ચૈતન્યતત્ત્વ પુણ્યથી ને સંયોગથી પાર છે એવી સાચી સમજણ તેણે
પૂર્વે કદી કરી નથી. તેથી તેનું ભવભ્રમણ અટક્યું નહિ. અરેરે આત્મા! અનાદિકાળથી
ચોરાસીના અવતારમાં પરિભ્રમણ કરતાં તારા જન્મ–મરણનો હજી આરો ન આવ્યો, તો
હવે આવા અવસર પામીને વિચાર તો કર કે આત્માનું પરિભ્રમણ કેમ મટે? ને આત્માની
મુક્તિ કેમ થાય? આ દેહ તો રાખમાં મળી જશે. જો સત્સમાગમે અંતરના ચૈતન્યરત્નને ન
જાણ્યું તો ચાર ગતિમાં રખડવાનો ક્યાંય આરો નથી. માટે આ વાત સમજીને આત્માનું
હિત કરી લેવા જેવું છે.
PDF/HTML Page 19 of 21
single page version
તોપણ તે પ્રશંસનીય નથી. હું અખંડ જ્ઞાન આનંદસ્વરૂપ છું એવી
અંતર્મુખદ્રષ્ટિ કરવી તે ભેદજ્ઞાનની ક્રિયા છે; જે જીવ એક સેકંડ પણ
આવું અપૂર્વ ભેદજ્ઞાન કરે તેને અલ્પકાળમાં મુક્તિ થયા વિના રહે નહિ.
ક્રોધાદિકમાં જ પોતાપણું માનીને અનાદિથી સંસારમાં રખડે છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે, ને ક્રોધાદિભાવો વિકાર સ્વરૂપ
છે. જ્ઞાનસ્વરૂપ આત્મામાં ક્રોધાદિક નથી અને ક્રોધાદિકમાં જ્ઞાન નથી, આ રીતે તે બંનેનું જુદાપણું ઓળખીને,
જ્ઞાનસ્વરૂપ આત્મામાં જ્ઞાનની એકતા થાય ને ક્રોધાદિક વિકારથી ભિન્નતા થાય તેનું નામ ભેદજ્ઞાન છે; આત્મામાં આવું
અપૂર્વ ભેદજ્ઞાન પ્રગટ કરવું તે સંવર થવાનો ઉપાય છે; અને તે જ ધર્મ છે. તથા તે જ મોક્ષનું કારણ છે. આ રીતે
ભેદજ્ઞાન તે જ સંવર થવાનો ઉત્કૃષ્ટ ઉપાય છે તેથી અહીં આચાર્યદેવ માંગળિક તરીકે તે ભેદજ્ઞાનની પ્રશંસા કરે છે :–
છે ક્રોધ ક્રોધ મહીં જ, નિશ્ચય ક્રોધ નહિ ઉપયોગમાં. ૧૮૧
ઉપયોગ છે નહિ અષ્ટવિધ કર્મો અને નોકર્મમાં,
કર્મો અને નોકર્મ કંઈ પણ છે નહિ ઉપયોગમાં. ૧૮૨
–આવું અવિપરીત જ્ઞાન જ્યારે ઉદ્ભવે છે જીવને
ત્યારે ન કંઈ પણ ભાવ તે ઉપયોગશુદ્ધાત્મા કરે. ૧૮૩
આત્મા છે; પણ ક્રોધાદિકમાં આત્મા નથી. અહીં ‘ક્રોધ’ કહેતાં સામાન્ય ક્રોધની વાત નથી પણ ‘રાગ તે હું’ એવી
વિકારમાં એકત્વબુદ્ધિથી ચૈતન્યનો જે અરુચિ ભાવ તે ક્રોધ છે, તેમાં આત્મા નથી. આત્મા અનાદિ અનંત
ઉપયોગ–સ્વરૂપ છે, તે પોતાના નિર્મળ ઉપયોગમાં જ છે પણ ક્રોધદિમાં તે નથી; અને ક્રોધાદિકમાં તે ક્રોધાદિ છે
પણ ઉપયોગમાં ક્રોધાદિ નથી. આ રીતે ‘ઉપયોગ–સ્વરૂપ આત્મા’ અને ‘ક્રોધાદિસ્વરૂપ આસ્રવો’ એ બંનેનું
યથાર્થ ભેદજ્ઞાન થતાં જીવ પોતાના ઉપયોગ સ્વરૂપ આત્મામાં જ એકતા કરીને પોતાના શુદ્ધ ઉપયોગ ભાવને જ
કરે છે, પરંતુ શુદ્ધ ઉપયોગ સિવાય ક્રોધાદિ ભાવોને પોતામાં જરાપણ કરતો નથી, તેથી તેને તે ક્રોધાદિકનો સંવર
થાય છે. આ રીતે ભેદજ્ઞાનથી જ જીવને સંવર થાય છે માટે તે ભેદજ્ઞાન અત્યંત પ્રશંસનીય છે. આવા ભેદજ્ઞાન
સિવાય અજ્ઞાની જીવ ગમે તેટલાં વ્રતાદિક કરે તોપણ તે પ્રશંસનીય નથી.
ભેદનો બરાબર નિર્ણય કરીને, ‘હું જ્ઞાતા–દ્રષ્ટા શુદ્ધ ઉપયોગમય છું’ એમ સ્વભાવ સન્મુખ વલણથી રાગનો અભાવ
કરીને જે નિર્મળ પર્યાય પ્રગટે તેના આધારે આત્મા છે, પણ રાગના આધારે આત્મા નથી. નિર્મળ
PDF/HTML Page 20 of 21
single page version
થઈને જે વીતરાગી જ્ઞાનદશા પ્રગટી તેને આત્મા સાથે અભિન્નપણું છે ને ક્રોધાદિથી ભિન્નપણું છે; જ્ઞાનને
અંર્તસ્વભાવમાં વાળીને એકાગ્ર કરતાં જે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ વીતરાગી ક્રિયા થાય તેમાં આત્મા છે, અને
ક્રોધાદિકનો તે ક્રિયામાં અભાવ છે. આવું ભેદજ્ઞાન કરવું તે અવિપરીતજ્ઞાન છે એટલે કે સમ્યગ્જ્ઞાન છે. આ સિવાય
રાગાદિભાવોથી લાભ થવાનું માને કે રાગને કારણે જ્ઞાન માને તો તેને જ્ઞાન એ ક્રોધાદિનું ભેદજ્ઞાન નથી પણ
વિપરીતજ્ઞાન છે એટલે કે મિથ્યાજ્ઞાન છે. તે મિથ્યાજ્ઞાન સંસારનું કારણ છે અને ભેદજ્ઞાન તે મુક્તિનું કારણ છે.
તેવી નથી. ભેદજ્ઞાનની લાયકાતવાળા જીવને પોતાના ભાવમાં નિમિત્ત તરીકે સત્ નિમિત્તનો જ આદર હોય, અસત્
નિમિત્તોને તે આદરે નહિ. હજી નિમિત્તમાં પણ જેની ભૂલ છે, નિમિત્ત જ જેનાં ખોટાં છે, કુદેવ–કુગુરુ–કુશાસ્ત્રને
નિમિત્ત તરીકે જે આદરે છે તેને તો ઉપાદાનમાં પણ સત્ની પાત્રતા નથી, કોઈકના શબ્દો લઈને તે ભલે અધ્યાત્મની
વાતો કરે પણ તેને યથાર્થ ભેદજ્ઞાન હોય જ નહિ. જેને પોતાના ઉપાદાનમાં ભેદજ્ઞાનની લાયકાત થઈ છે તેને નિમિત્ત
તરીકે યથાર્થ ભેદજ્ઞાનનું સ્વરૂપ બતાવનારા સાચા દેવ–ગુરુ–શાસ્ત્રનો જ આદર હોય. આમ છતાં પણ નિમિત્તના
અવલંબને ભેદજ્ઞાન થતું નથી. સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર પણ અનંતવાર મળ્યા, પરંતુ જીવે પોતામાં ઉપાદાનની પાત્રતા
પ્રગટ ન કરી તેથી ભેદજ્ઞાન ન થયું ને નિમિત્ત–નૈમિત્તિકનો યથાર્થ મેળ ન થયો. અહીં તો ભેદજ્ઞાનની સૂક્ષ્મ વાત છે.
નિમિત્તથી તો આત્મા જુદો છે, ને નિમિત્ત તરફનો જે ભાવ થાય તેનાથી પણ ચૈતન્યસ્વરૂપ આત્મા જુદો છે; નિમિત્ત
કે નિમિત્ત તરફનો વિકારી ભાવ, તેમાં આત્મા નથી, માટે નિમિત્તની રુચિ છોડી, નિમિત્ત તરફના રાગની પણ રુચિ
છોડી, તે વખતની જ્ઞાનપર્યાયને અંતરમાં વાળીને, ‘હું અખંડ જ્ઞાન–આનંદ સ્વરૂપ છું’ એવી અંતર્મુખ દ્રષ્ટિ કરવી તે
ભેદ જ્ઞાનની ક્રિયા છે, તેમાં આત્મા છે એટલે કે આવી અંતર્મુદ્રષ્ટિથી આત્મા અનુભવમાં આવે છે ને ભેદજ્ઞાન થાય છે.
આવું ભેદજ્ઞાન પ્રગટ કરવું તે સંવર ને મુક્તિનો ઉપાય છે. જે જીવ એક સેકંડ પણ આવું અપૂર્વ ભેદજ્ઞાન કરે તેને
અલ્પકાળમાં મુક્તિ થયા વિના રહે નહિ.
જ્ઞાનપર્યાય વળી તેમાં આત્માની પ્રસિદ્ધિ છે; રાગમાં આત્માની પ્રસિદ્ધિ નથી, ને આત્માની પ્રસિદ્ધિમાં રાગ નથી.
ચૈતન્ય–સ્વભાવ તે અત્યંત સૂક્ષ્મ છે ને રાગ તો અત્યંત સ્થૂળ પરિણામ છે એ રીતે તે બંનેની ભિન્નતા છે. રાગ તો
સ્થૂળ છે ને તે રાગમાં એકાગ્ર થયેલું જ્ઞાન પણ સ્થૂળ છે; સૂક્ષ્મ તો ચિદાનંદ સ્વભાવ છે. અને રાગથી છૂટીને ચિદાનંદ
સ્વભાવમાં વળેલું જ્ઞાન પણ સૂક્ષ્મ છે. જે જ્ઞાન અંતરમાં વળીને આત્મસ્વભાવ સાથે અભેદ થયું તેને સૂક્ષ્મજ્ઞાન કહો,
અતીન્દ્રિય જ્ઞાન કહો કે ભેદજ્ઞાન કહો કે સંવર કહો, તેમાં આત્મા છે. શરીરાદિ અજીવની ક્રિયામાં આત્મા નથી એટલે
તેના વડે આત્માની પ્રસિદ્ધિ થતી નથી, રાગની ક્રિયામાં પણ આત્મા નથી એટલે તેના વડે આત્માની પ્રસિદ્ધિ થતી નથી,
રાગ તરફ વળેલી જ્ઞાનપર્યાયમાં પણ ખરેખર આત્મા નથી એટલે તે પરલક્ષી જ્ઞાન વડે પણ આત્માની પ્રસિદ્ધિ થતી
આત્માની પ્રસિદ્ધિ થાય છે; આવા જ્ઞાન વડે આત્માને જાણવો તે જ ભેદજ્ઞાન છે, તે જ સંવર અને ધર્મ છે. આવા અપૂર્વ
ભેદજ્ઞાન વગર જ્ઞાનમાં પર તરફનો જાણપણાનો ઘણો વિકાસ હોય તોપણ ભગવાન તેને સ્થૂળ કહે છે. દેહથી–મનથી ને
રાગથી પાર, સૂક્ષ્મ ચૈતન્યસ્વભાવ અંતરમાં કોણ છે તેની જેને ઓળખાણ નથી તેનું બધું જાણપણું સ્થૂળ છે; જે જ્ઞાને
અંતર્મુખ થઈને પરમ સૂક્ષ્મ એવા ચૈતન્યસ્વભાવને લક્ષમાં લીધો તે જ જ્ઞાન સૂક્ષ્મ છે.
પણ ઉપયોગ સ્વભાવમાં અત્યંત અભાવ છે. ઉપયોગસ્વરૂપ આત્મા તો પોતાના સ્વ સન્મુખ ઉપયોગમાં જ છે.
રાગમાં કે સંયોગમાં તે નથી. આવા ચિદાનંદ સ્વભાવને ચૂકીને જે એમ માને છે કે મને બહારના સંયોગથી કે
અનંત ગુણસ્વભાવનો અનાદર કરીને રાગનો આદર કર્યો તેને આત્માના સ્વભાવ ઉપર અનંતાનુંબંધી ક્રોધ છે,
ને તે જ અનંત સંસારનું મૂળીયું છે. આત્માનો ઉપયોગસ્વભાવ રાગના અને પરના ત્યાગસ્વરૂપ જ છે, તેને ન
માનતાં, રાગથી મને લાભ થાય ને હું પરને ત્યાગું એમ જે માને છે