Atmadharma magazine - Ank 239
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 4

PDF/HTML Page 1 of 61
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૦
સળંગ અંક ૨૩૯
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 61
single page version

background image

આત્મધર્મ: તંત્રી: જગજીવન બાવચંદ દોશી
વર્ષ: ૨૦ અંક ૧૧ મો ભાદરવો
रयणत्तये अलद्धे ममिश्रोसी दीहसंसारे।
इव जिणवरेहिं भणियं तं रयणतं समायरह।।
રે જીવ! સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ રત્નત્રયને નહિ પામવાથી
તું આ દીર્ધસંસારમાં ભમ્યો; માટે હવે તું તે રત્નત્રયનું ઉત્તમ
પ્રકારે આચરણ કર–એમ શ્રી જિનેશ્વરદેવે કહ્યું છે.
દસલક્ષણધર્મ સહિત
બ્રહ્મચર્ય અંક (ત્રીજો)
(૨૩૯)

PDF/HTML Page 3 of 61
single page version

background image
માનનીય પ્રમુખશ્રી પાઠવે છે–
શુ ભે ચ્છા અ ને આ શી ર્વા દ
ભાદરવા સુદ એકમના રોજ આઠ કુમારિકા બહેનોએ સોનગઢમાં બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
અંગીકાર કરી; એ પ્રસંગે માનનીય પ્રમુખ શ્રી નવનીતલાલભાઈ સી. ઝવેરી મુંબઈથી
આવેલા, પણ એકમની સવારમાં અગત્યના કારણસર તેમને એકાએક મુંબઈ જવું પડ્યું; તેથી
તેઓશ્રી તરફથી બ્ર. બહેનો પ્રત્યે વાત્સલ્યપૂર્વક શુભેચ્છા અને આશીર્વાદનો સન્દેશ અહીં
આપવામાં આવ્યો છે:–
ધર્મવત્સલા બહેનો! આજે તમે જીવનના એક નુતનપંથે પ્રયાણ કરી રહ્યા છો–એ
આનંદનો પ્રસંગ છે, આત્મહિતના જે ઉત્તમધ્યેયપૂર્વક તમે આ મંગલમાર્ગે પ્રયાણ કરી રહ્યા છો
તેમાં અનુમોદનાપૂર્વક હું શુભેચ્છા અને આશીર્વાદ પાઠવું છું કે તમારા જીવનધ્યેયમાં તમે
જલ્દી સફળ થાઓ! બહેનો! જે જીવનધ્યેયથી તમે આજે આ બ્રહ્મચર્યદીક્ષા અંગીકાર કરી છે
તે ધ્યેયની સફળતા માટે તમે સતત પ્રયત્ન કરજો. ગુરુદેવના જ્ઞાનવૈરાગ્ય પોષક ઉપદેશને
અને સંતોના જ્ઞાનવૈરાગ્યમય જીવનને સદા હૃદયમાં આદર્શરૂપે રાખજો. ભગવતી બ્રાહ્મી–
સુંદરીના કે રાજીમતી–ચંદનાના આદર્શજીવનનું સ્મરણ કરાવે એવા જ આદર્શમૂર્તિઓ પૂ.
બેનશ્રી–બેન તમારા જીવન આદર્શરૂપે સાક્ષાત્ બિરાજી રહ્યા છે, તેઓશ્રીની મંગળછાયામાં
તમે તમારો આત્મવિકાસ સાધો ને જિનશાસનને દીપાવો... એવી અંતરની શુભેચ્છાપૂર્વક
તેમને ધન્યવાદ પાઠવું છું
બ્રહ્મચર્ય અંક (ત્રીજો)
‘આત્મધર્મ’ નો આ અંક પહેલાં તો ‘દસલક્ષણી–પર્યુષણ અંક’ તરીકે પ્રગટ કરવાની
તૈયારી હતી; પરંતુ પછી આઠ કુમારિકા બહેનોની બ્રહ્મચર્યપ્રતિજ્ઞાના પ્રસંગના હર્ષોપલક્ષમાં
આ અંક ‘બ્રહ્મચર્ય અંક’ તરીકે પ્રસિદ્ધ કરવાનું નક્કી થયું; આ રીતે આ ત્રીજો–બ્રહ્મચર્ય અંક
પ્રસિદ્ધ કરતાં અમને આનંદ થાય છે. પહેલો બ્રહ્મચર્યઅંક છ બહેનોની બ્રહ્મચર્યપ્રતિજ્ઞા પ્રસંગે
સં. ૨૦૦પમાં પ્રસિદ્ધ થયો હતો; સં. ૨૦૧૨માં ૧૪ બહેનોની બ્રહ્મચર્યપ્રતિજ્ઞા પ્રસંગે બીજો
બ્રહ્મચર્યઅંક પ્રસિદ્ધ થયો હતો ને આજે આ ત્રીજો બ્રહ્મચર્યઅંક પ્રસિદ્ધ થાય છે. ફરીફરીને પણ
ગુરુદેવની મંગલછાયામાં આવા સુઅવસર પ્રાપ્ત થાઓ. આ અંકને માટે મહાવીરસ્ટુડિઓના
ભાઈશ્રી કાન્તિલાલભાઈએ ફોટાઓ ઝડપથી તૈયાર કરી આપ્યા છે, ફૂલછાબ કાર્યાલયે બ્લોકો
તુરત જ કરી આપ્યા છે અને આનંદ પ્રેસના અનુભાઈ તથા હસુભાઈએ ઝડપથી છાપકામ
કરી આપ્યું છે, આ સૌના સહકાર બદલ તેમના આભારી છીએ. “આત્મધર્મ”

PDF/HTML Page 4 of 61
single page version

background image
બ્ર હ્મ ચ ર્ય ની
દી ક્ષા
એક સાથે ૮ કુમારિકા બહેનોએ લીધેલી બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
અમારા સાધર્મીઓને ત્રીજી વખત મહાન સમાચાર દેતાં અત્યંત હર્ષ થાય છે કે આ ભાદરવા
સુદ એકમ ને મંગળવારના શુભદિને એક સાથે આઠ કુમારિકા બહેનોએ પૂ. ગુરુદેવસમક્ષ
બ્રહ્મચર્યપ્રતિજ્ઞા અંગીકાર કરી છે. આ પ્રસંગ આનંદનો વૈરાગ્યનો અને શાસનની શોભાનો છે. આઠ
બહેનો નીચે મુજબ છે.

(૧) વીણા બહેન (ઉ. વ. ૨૧ સીતાબચંદજી હીરાલાલજીની સુપુત્રી... ... ખંડવા
(૨) સુબોધિની બહેન (
B. A. B. T.) ઉ. વ. ૨૩ હુકમીચંદજી ધન્નાલાલજીની સુપુત્રી ખંડવા
(૩) તારાબહેન (ઉ. વ. ૨૩ ભૂપતરાય જેચંદ દોશીના સુપુત્રી... ... અમરાપુર
(૪) કોકિલાબેન (
B. A. ઉ. વ. ૨૪ અનુપચંદ મૂળજીભાઈ ખારાના સુપુત્રી)... રાંચી
(પ) નિર્મળાબેન (ઉ. વ. ૨૧ પોપટલાલ છગનલાલની સુપુત્રી... ... જલગાંવ
(૭) રંજનબેન (ઉ. વ. ૨૪ ધીરજલાલ કસ્તુરચંદ ઝોબાળિઆના સુપુત્રી... નાગનેશ
(૮) શારદાબેન (
B. A ઉ. વ. ૨૭ જયસુખલાલ પોપટલાલ સંઘવીના સુપુત્રી રાજકોટ

આ આઠેય બહેનો અનેક વર્ષથી પૂ. ગુરુદેવના અધ્યાત્મરસઝરતા ઉપદેશનો લાભ લઈને
સત્સમાગમે તત્ત્વનો અભ્યાસ કરે છે, અને પૂ. બેનશ્રી–બેનની વાત્સલ્યભરી છાયામાં જ્ઞાન–વૈરાગ્યનું
પોષણ કરે છે; આત્મકલ્યાણની ભાવના પ્રબળ થતાં તેમને એમ થયું કે આપણું જીવન સંતોની છાયામાં
આત્મહિત સાધવાના પ્રયત્નમાં જ વીતે... આવી ઉત્તમ ભાવનાપૂર્વક પોતાનું સારૂંયે જીવન તેઓએ
સત્સમાગમે અર્પણ કર્યું ને નાની ઉંમરમાં આજીવન બ્રહ્મચર્યની દીક્ષા લીધી... તે પ્રશંસનીય કાર્ય બદલ
બધા બહેનોને ધન્યવાદ! આ કાર્યમાં અનુમતિ આપવા માટે બધા બહેનોના માતા–પિતા અને
વડીલોને પણ ધન્યવાદ. અમારા સાધર્મી બહેનો આજે જીવનના નુતનપંથે પ્રયાણ કરવા જે પગલું ભરી
રહ્યા છે... આત્મહિતના જે ઉત્તમધ્યેયપૂર્વક મંગલમાર્ગે

PDF/HTML Page 5 of 61
single page version

background image
: ૨ : આત્મધર્મ: ૨૩૯
પ્રયાણ કરી રહ્યા છે તે જીવનધ્યેયમાં ગુરુદેવના ઉપદેશના પ્રતાપે સંતોની છાયામાં તેઓ શીઘ્ર સફળ
થાઓ–એમ ઈચ્છીએ છીએ.
આજે પૂ. ગુરુદેવના મહાન પ્રતાપે જિનશાસનનો પ્રભાવ દિનપ્રતિદિન વધતો જાય છે...
અવનવા પ્રભાવનાના પ્રસંગો બનતા જાય છે... અને ગુરુદેવના અધ્યાત્મરસપોષક ઉપદેશથી પ્રભાવિત
થઈને અનેક જીવો સંત કેરી શીતલ છાંયડી માં આત્મહિતનો ઉદ્યમ કરી રહ્યા છે. એવા જ ઉદે્શપૂર્વક
એક સાથે આઠ–આઠ કુમારિકા બહેનોના આજીવન–બ્રહ્મચર્યના પ્રસંગો બની રહ્યા છે. આજીવન
બ્રહ્મચારી રહેવા ઉપરાંત જે ઉદે્શથી ને જે લક્ષથી આ કરવામાં આવે છે તે ઉદે્શની ને તે લક્ષની ખાસ
મહત્તા છે, અને તેમાંય જ્ઞાનીઓના સત્સંગના સાક્ષાત્ યોગમાં રહીને આ બધુંય થાય છે–તે સૌથી મોટી
વિશેષતા છે.
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞાના આગલા દિવસથી જ દીક્ષામહોત્સવ જેવું ઉલ્લાસકારી વાતાવરણ નજરે
પડતું હતું. બધા બહેનોના કુટુંબીજનો આ પ્રસંગે સોનગઢ આવ્યા હતા; ઠેરઠેર મંડપ બંધાયા હતા
ને સૌ ભાદરવા સુદ એકમની રાહ જોતા હતા. એકમની સવારમાં જિનમંદિરમાં બ્ર. બહેનો સહિત
સમૂહપૂજન થયું... ત્યારબાદ આજના પ્રસંગ નિમિત્તે શાસ્ત્રજીની રથયાત્રા નીકળી જેમાં બધા
બહેનો હાથમાં શાસ્ત્ર લઈને ફર્યા હતા. રથયાત્રા પ્રવચનમંડપમાં આવી હતી ને ગુરુદેવના પ્રવચન
પછી બ્રહ્મચર્યદીક્ષાની વિધિ થઈ હતી. પ્રતિજ્ઞા લેવા માટે એક સાથે આઠ વીરબાળાઓ જ્યારે
ગુરુદેવ સમક્ષ ઊભી થઈ તે વખતનું દ્રશ્ય વૈરાગ્યપ્રેરક હતું. બધી બહેનોના વડીલોની
અનુમતિપૂર્વક ગુરુદેવે બ્રહ્મચર્યની દીક્ષા આપતાં કહ્યું કે “આજે આ આઠ દીકરીઓ બ્રહ્મચર્ય લ્યે
છે તે સારૂં કામ કરે છે. કુલ ૩૭ બહેનો થયા છે. ૧૪ વર્ષ પહેલાં છ બહેનો થયા હતા, પછી સાત
વર્ષ પહેલાં ૧૪ બહેનો થયા હતા, વચ્ચે બીજા કેટલાક બહેનોએ બંધી લીધી હતી, ને આજે આ ૮
બહેનો વધે છે. આમ ૧૪ વર્ષમાં ૩૭ બહેનો બાળ બ્રહ્મચારી થાય છે. આ બધું આ બે બહેનોનો
(બેનશ્રીબેનનો) જોગ છે તેને લઈને છે. બધાયના માતાપિતાની ને વડીલોની સંમતિપૂર્વક આ
બ્રહ્મચર્ય દેવાય છે.” – આમ કહીને સભાના હર્ષ વચ્ચે ગુરુદેવે આઠ કુમારિકા બહેનોને
બ્રહ્મચર્યપ્રતિજ્ઞા કરાવી હતી.
ભારતના ઈતિહાસમાં વિરલ એવી બ્રહ્મચર્યદીક્ષાના આવા પ્રસંગો ગુરુદેવના પ્રતાપે
અવાર–નવાર બન્યા કરે છે. વિષયકષાયોથી ભરેલા અત્યારના હડહડતા વાતાવરણમાં આવા
પ્રસંગો સંસારને ચુનોતી આપે છે કે અરે જીવો! સુખ વિષયકષાયોમાં નથી, સુખ તો
અધ્યાત્મજીવનમાં છે... સુખને માટે વિષયોને ઠોકર મારીને, સંતની છાયામાં જઈ
અધ્યાત્મસાધનામાં જીવનને જોડો.
આ બધા બહેનોએ આત્મહિતને માટે જીવનસમર્પણ કરવાનું જે સાહસ પ્રાપ્ત કર્યું છે તેમાં,
પરમપૂજ્ય ગુરુદેવના આત્મસ્પર્શી ઉપદેશનો તો મુખ્ય પ્રભાવ છે જ, તે ઉપરાંત એવું જ મહત્વનું
એક બીજું પણ કારણ છે, અને તે છે–પૂ. બે બહેનોની શીતલછાયા ને વાત્સલ્યભરી હૂંફ! પરમપૂજ્ય
બેનશ્રી ચંપાબેન તથા પરમપુજ્ય બેન શાંતાબેન–એ બંને બહેનોનું ધર્મ રંગથી રંગાયેલું સહજ જીવન
તો નજરે જોવાથી જ જિજ્ઞાસુને ખ્યાલમાં આવી શકે. એ બંને

PDF/HTML Page 6 of 61
single page version

background image
[અમારું જીવન સંતોની છાયામાં આત્મહિત સાધવાના પ્રયત્નમાં જ વીતે એવી ભાવનાપૂર્વક
પ્રતિજ્ઞા લેવા માટે એક સાથે આઠ વીરબાળાઓ જ્યારે ગુરુદેવ સમક્ષ ઊભી થઈ તે વખતનું દ્રશ્ય
વૈરાગ્યપ્રેરક હતું... જે ઉદે્શથી ને જે લક્ષથી આ કરવામાં આવે છે તે ઉદે્શની ને તે લક્ષની ખાસ મહત્તા
છે, અને તેમાંય જ્ઞાનીઓના સત્સંગના સાક્ષાત્યોગમાં રહીને આ બધું થાય છે–તે સૌથી મોટી
વિશેષતા છે.)

PDF/HTML Page 7 of 61
single page version

background image
સંત કેરી શીતલ આ છાંયડી
પૂ. બેનશ્રીબેનની ચરણછાયામાં બ્ર. બહેનોનો સમૂહ.
ચિત્રમાં પૂ. બેનશ્રીબેનની શીતળ છાયામાં ૩૨ બ્ર બહેનો નજરે પડે છે;
તે ઉપરાંત કેટલાક બ્ર. બહેનો ફોટા વખતે ઉપસ્થિત નહતા.
“તમે આત્મહિતના હેતુએથી જીવન ગાળજો... દેવગુરુશાસ્ત્ર પ્રત્યે ભક્તિ અને બહુમાન
વધારજો... અરસપરસ એકબીજાની બેનો હો–એ રીતે વર્તજો ને વૈરાગ્યથી રહેજો... એમાં શાસનની
શોભા છે. આત્માનું કલ્યાણ કેમ થાય... ને તે માટે પૂ. ગુરુદેવ શું કહે છે–તેનો વિચાર કરવો...
સ્વાધ્યાય અને મનન વધારવું. બ્રહ્મચર્ય પ્રતિજ્ઞાને લીધે આત્માના વિચારને માટે નિવૃત્તિ મળે છે– એમ
પૂ. ગુરુદેવ વારંવાર કહે છે. માટે નિવૃત્તિ લઈને સ્વાધ્યાય–મનન કરવું. આમ તમારે તમારા જીવનમાં
આત્માનું કલ્યાણ કરવાનું લક્ષ રાખવું.”
(બ્રહ્મચર્ય અંક નં. ૨ માંથી) (પૂ. બેનશ્રીબેનની શિખામણ)

PDF/HTML Page 8 of 61
single page version

background image
સંત કેરી શીતલ આ છાંયડી
પૂ. બેનશ્રીબેનની ચરણછાયામાં આઠ બ્ર. બહેનો
ઊભેલી લાઈન: વીણાબેન, નિર્મળાબેન, તારાબેન, શારદાબેન, રંજનબેન, હર્ષાબેન,
બંને બાજુ બેઠેલા: સુબોધિનીબેન તથા કોકિલાબેન.
આત્માના પ્રયત્ન બાબતમાં દિશા બતાવતાં પૂ. ગુરુદેવ ઘણા ઊંડાણમાંથી કહે છે કે
“આત્મસ્વરૂપ શું છે તેનો નિર્ણય કરવાની ધૂન લાગવી જોઈએ... બધા ન્યાયોથી નક્કી કરવાની લગન
લાગવી જોઈએ. બધાય પડખેથી અંદર નક્કી ન થાય ત્યાં સુધી સખ ન પડે. એમ ને એમ ઉપરટપકે
જતું કરી ન દેવાય. અંદર મંથન કરી કરીને એવો દ્રઢ નિર્ણય કરે કે જગત આખું ફરી જાય તોય પોતાના
નિર્ણયમાં શંકા ન પડે. આત્માના સ્વરૂપનો આવો નિર્ણય કરતાં પરિણતિનો વેગ અંતરમાં વળે છે.
આત્માનો અર્થી થઈને આત્માનું હિત સાધવા જે જાગ્યો તે જરૂર આત્મહિત સાધે જ.
(બ્રહ્મચર્ય અંક નં. ૨ માંથી) (–પૂ. ગુરુદેવ.)

PDF/HTML Page 9 of 61
single page version

background image
[બ્રહ્મચર્યપ્રતિજ્ઞાના ઉપલક્ષમાં શાસ્ત્રજી સાથે બ્રહ્મચારી બહેનો સહિતના સરઘસનું દ્રશ્ય]

PDF/HTML Page 10 of 61
single page version

background image
ભાદરવો: ૨૪૮૯ : ૩ :
બહેનોની પવિત્રતા, અનુભવ, સંસ્કાર, વૈરાગ્ય, તેમજ દેવગુરુધર્મ પ્રત્યેની અપાર ભક્તિ અને
અર્પણતા, વિનય અને વાત્સલ્ય વગેરેનું વિગતવાર વર્ણન અહીં થઈ શકે તેમ નથી. તેઓ શ્રીની
છત્રછાયાને લીધે જ નાની વયના બહેનો માતાપિતાને છોડીને આવી હિંમત કરી શક્્યા છે. આ
બહેનોના જીવનમાં પૂ. બેનશ્રીબેન અપાર વાત્સલ્યપૂર્વક નિરંતર જ્ઞાનવૈરાગ્યનું સીંચન કરે છે. આ રીતે
જીવનમાં પૂ. બેનશ્રી–બેનનો પણ મહાન ઉપકાર છે. તેઓશ્રીનું આદર્શજીવન સહેજે સહેજે
જ્ઞાનવૈરાગ્યની પ્રેરણા આપે છે.
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લેનારા આ બહેનોએ અનેક વર્ષો સુધી પરમપૂજ્ય ગુરુદેવના ઉપદેશના શ્રવણ
ઉપરાંત અનેક શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે. દર્શન –પૂજનાદિ કાર્યક્રમો તો તેમને માટે સહજ છે.
રાત્રિભોજન ત્યાગ વગેરે યોગ્ય આચારોનું પણ તેઓ પાલન કરે છે. બ્રહ્મચર્યજીવન ગાળવાનો નિર્ણય
સૌએ પોતાના દ્રઢ વિચારબળથી કર્યો છે. આ બધા સાધર્મી બહેનો પ્રત્યે હાર્દિક અભિનંદનપૂર્વક,
સંતોની છાયામાં આત્મપ્રયત્નપૂર્વક સૌ પોતાના ધ્યેયને શીઘ્ર પ્રાપ્ત કરીએ... એવી ભાવના ભાવીએ
છીએ.
× × × ×
બ્રહ્મચર્ય–પ્રતિજ્ઞાની વિધિ બાદ વિદ્વાન વડીલ બંધુશ્રી હિંમતલાલભાઈએ સંઘ તરફથી બહેનોને
અભિનંદન આપતું ભાવભીનું ભાષણ કર્યું હતું–જે આ અંકમાં અક્ષરશ: આપવામાં આવ્યું છે. ભાષણ
બાદ બ્રહ્મચારી બહેનોના વડીલો તરફથી તેમજ બીજા અનેક મુમુક્ષુઓ તરફથી આ પ્રસંગ નિમિત્તે
અનેક રકમો જાહેર કરવામાં આવી હતી... આ ઉપરાંત બીજી વિવિધ વસ્તુઓની પણ જાહેરાત કરવામાં
આવી હતી. શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તફરથી દરેક બ્ર. બહેનોને અભિનંદનપૂર્વક એકેક સાડલો
તથા ચાંદીનો ગ્લાસ ભેટ આપવામાં આવ્યો હતો. અંતમાં ૮ બ્રહ્મચારી બહેનો તરફથી શ્રીફળની
લાણીપૂર્વક આ પ્રસંગ પૂર્ણ થયો હતો.
આજે પૂ. ગુરુદેવનું આહારદાન બ્ર. બહેનો તરફથી ગોગીદેવી આશ્રમના સ્વધ્યાયભવનમાં થયું
હતું. આ ઉપરાંત જુદાજુદા બ્રહ્મચારી બહેનોના વડીલો તરફથી ચાર દિવસ સુધી સંઘ જમણ થયું હતું.
બહારગામથી શુભેચ્છાના અનેક સંદેશાઓ પણ આવ્યા હતા. ‘આત્મધર્મ’ પણ તેમાં સૂર પૂરાવીને
બ્રહ્મચારી બહેનોના જીવનધ્યેયની સફળતા ઈચ્છે છે.
બ્ર. હરિલાલ જૈન
સુ... ન્દ... ર... વ... સ્તુ
પરમ સુખદાયી સિદ્ધપદકે લાભ કે લિયે ભવ્ય જીવકા પરમ
કર્તવ્ય હૈ કિ વહ સમ્યગ્દર્શનકો પ્રાપ્ત કરકે આત્માકા અનુભવ કરતા
ચલા જાવે. જિતના જિતના આત્માનન્દકા સાધન હૈ વહ વિકારોંકો
હટાનેવાલા હૈ, કષાયોંકો મિટાનેવાલા હૈ, વહી કર્મોકી નિર્જરા કરનેવાલા
હૈ વ વહી મોક્ષનગરમેં પહૂંચાનેવાલા હૈ. આત્માનુભવ હી યથાર્થ
મોક્ષમાર્ગ હૈ વ જિનધર્મ હૈ, આત્માકો છોડકર ઔર કોઈ સુન્દર વસ્તુ
નહીં હૈ. (‘અષ્ટપ્રવચન’ માંથી)

PDF/HTML Page 11 of 61
single page version

background image
: ૪ : આત્મધર્મ: ૨૩૯
બ્રહ્મચર્યઅંક (૧) અને (૨) માંથી કેટલાક અવતરણો
* અરે જીવ! બાહ્યવિષયો તો મૃગજળ જેવા છે, તેમાં ક્યાંય તારી શાંતિનું ઝરણું નથી... એમ
સમજીને હવે તો તેનાથી પાછો વળ... ને ચૈતન્યસ્વરૂપમાં અંતર્મુખ થા. ચૈતન્યસન્મુખ થતાં શાંતિના
ઝરણામાં તારો આત્મા તૃપ્ત–તૃપ્ત થઈ જશે.
* હે પરમકૃપાળુ ગુરુદેવ! અધ્યાત્મરસની ખુમારીથી ને બ્રહ્મચર્યના રંગથી આપનું જીવન
રંગાયેલું છે... તેથી, આપની મહા પ્રતાપી છાયામાં નિરંતર વસતા... ને આપશ્રીના પાવન
ઉપદેશનું પાન કરતા આપના નાના નાના બાળક–બાળિકાઓ પણ બ્રહ્મજીવન પ્રાપ્ત કરે તેમાં શું
આશ્ચર્ય છે!
* પૂ. ગુરુદેવે વૈરાગ્યપૂર્વક કહ્યું: આ શરીર તો ધૂળનું ઢીંગલું છે, તેમાં ક્યાંય આત્માનું સુખ
નથી; તેના ઉપરથી દ્રષ્ટિ હઠાવીને, ચૈતન્યસ્વભાવમાં એકાગ્ર થતાં અંદરથી શાંતિનું એક ઝરણું આવે છે.
જીવ જે શાંતિ લેવા માગે છે તે કોઈ સંયોગમાંથી નથી આવતી, પણ પોતાના સ્વભાવમાંથી જ આવે
છે.
* ગુરુદેવે કહ્યું: આ પ્રસંગતો ખરેખર આ બે બેનોને આભારી છે... આ બેનોનાં આત્મા
અલૌકિક છે... આ કાળે આ બેનો પાક્યા તે મંડળની બેનુંના મહાભાગ્ય છે... જેનાં ભાગ્ય હશે તે
તેમનો લાભ લેશે.
* “निसंदेह आज यह भौतिकताके उपर आध्यात्मिकताकी विजय है (પં. નાથુલાલજી,
ઈન્દોર)
* આ સમ્યગ્દર્શનની વાત અપૂર્વ મંગલકારી છે. બરાબર લક્ષ રાખીને સમજવા જેવી છે...
જો આત્માનું લક્ષ રાખીને અંતરમાં આ વાત સમજે તો અનંતકાળે નહિ મળેલો એવો અપૂર્વ
સમ્યગ્દર્શનનો લાભ થાય. આ વાત સંભાળવા મળવી પણ મોંઘી છે, ને સમજવામાં સ્વભાવનો
અપૂર્વ પુરુષાર્થ છે.
* હે જીવ! તું પહેલાં આ વાતનો નિર્ણય કર કે આત્માના સ્વભાવ સિવાય બહારના કોઈ
વિષયોમાં સુખ નથી, આત્મસ્વરૂપમાં અંતર્મુખ થયે જ સુખ છે. આમ નક્કી કરીને બાહ્ય વિષયોમાંથી
સુખબુદ્ધિ છોડ ને અંત અંતમુર્ખ ચૈતન્યના આનંદને અનુભવવાનો ઉદ્યમ કર... આનંદનું પૂર તારા
આત્મામાં વહે છે.
* સાચું બ્રહ્મજીવન જીવવાના અભિલાષી જીવોનું પહેલું કર્તવ્ય એ છે કે, અતીન્દ્રિય આનંદથી
ભરપૂર અને સર્વે પરવિષયોથી ખાલી એવા પોતાના આત્મસ્વભાવની રુચિ કરવી... તેનું લક્ષ કરવું...
તેનો અનુભવ કરીને તેમાં તન્મય થવાનો પ્રયત્ન કરવો.
પૂ. ગુરુદેવના બપોરના પ્રવચનમાં હાલમાં સ્વયંભૂ–સ્તોત્ર વંચાય છે. સમન્તભદ્રસ્વામી
જેવા ધૂરંધર આચાર્યદ્વારા રચાયેલી ૨૪ તીર્થંકર ભગવંતોની સ્તુતિ ઉપરના આધ્યાત્મસઝરતાં
ભક્તિભર્યા પ્રવચનો શ્રોતાજનોને આનંદિત કરે છે. બીજા એક હર્ષદાયક સમાચાર એ છે કે
મુંબઈની માફક રાજકોટ શહેરમાં પણ સુંદર સમવસરણ (તેમજ માનસ્તંભ) બનાવવાનો વિચાર
ત્યાંના શ્રી સંઘે કર્યો છે.

PDF/HTML Page 12 of 61
single page version

background image
ભાદરવો: ૨૪૮૯ : પ :
બ્રહ્મચર્યજીવનની
ભૂમિકા
કેવી હોય?
સોનગઢમાં ભાદરવા સુદ એકમના રોજ આઠ
કુમારિકા બહેનોએ બ્રહ્મચર્યપ્રતિજ્ઞા લીધી તે પ્રસંગે તેમને
અભિનંદનરૂપે વિદ્વાન ભાઈશ્રી હિંમતલાલ જે. શાહે જે
ભાવભીનું વૈરાગ્યપ્રેરક ભાષણ કરેલ તે અહીં અક્ષરશ:
આપવામાં આવ્યું છે. તેમાં બ્રહ્મચર્યજીવનની યથાર્થ
ભૂમિકા કેવી હોય–તેનું તેમણે સુંદર વર્ણન કર્યું છે;
આત્મતત્ત્વને પામવાની ગડમથલ કરતાં, એની ઝંખના
કરતાં, એનું મંથન કરતાં આવા બ્રહ્મચર્યાદિના
જાતજાતના શુભ ભાવો જીવને સહેજે આવી જાય છે. –
એટલે મુખ્યતા છે આત્મતત્ત્વને પામવાની પ્રયત્નની.
વિશેષ તો તેઓશ્રીનું ભાષણ જ બોલશે..
આજનો પ્રસંગ મહા શુભ પ્રસંગ છે. આ કળિકાળની અંદર જૈન તેમજ જૈનોતરોમાં આવા
અસ્તિધારાવ્રત લેવાના પ્રસંગો ઘણા લાંબા કાળથી ભાગ્યે જ બન્યા હશે. આજે આઠ કુમારિકા
બહેનો કે જેઓ ઉચ્ચ કેવળણી પામેલ ને સાધનસંપન્ન છે તેઓ આજીવન બ્રહ્મચર્ય જેવું મહાન
મેરુસમ–મેરુ તોળવા જેવું દુર્ઘટ–વ્રત અંગીકાર કરે છે, અને કુલ તો ૩૭–૩૭ કુમારિકા બહેનોએ
ગુરુદેવ પાસે બ્રહ્મચર્ય ગ્રહણ કરી સત્સંગને અર્થે પોતાનું જીવન ન્યોચ્છાવર કર્યું છે. આવા પ્રસંગો
પરમપૂજ્ય ગુરુદેવની સ્વાનુભવઝરતી વાણીના પ્રતાપથી બન્યા કરે છે. ‘આત્મા એક અમર તત્ત્વ
છે અને દેહ ક્ષણિક છે; અમરતત્ત્વની ઓળખાણ એ જ આ મનુષ્યભવમાં કર્તવ્ય છે, નહિ તો આ
જીવનની એક ફૂટી બદામની પણ કિંમત નથી’ – એવા સ્વાનુભવઝરતા ઉપદેશના પ્રતાપે આવી
આજીવન– બ્રહ્મચર્ય જેવી અશક્્ય–અસંભવિત જેવી વાતોને નાની નાની બાળાઓ પણ શક્્ય કરી
બતાવે છે. આ દુર્લભ મનુષ્યભવ વિષયોની અંદર રમવામાં જ ગાળવામાં આવે તો એ રાખને
માટે રતનને બાળવા જેવું છે એમ શ્રી કાર્તિકેયસ્વામીએ કહ્યું છે, અને પૂજ્ય ગુરુદેવ આપણને
અનેકવાર કહે છે. અનાજની અંદર રાખ નાખવા માટે રાખ જોઈતી હોય ને તેને માટે રતનનો ઢગ
કોઈ બાળે, –એના કરતાં અનંતગુણો મૂર્ખ એ મનુષ્ય છે કે વિષયોમાં રમવા માટે આ મનુષ્યભવ–
સત્સંગને અધિષ્ઠિત એવો આ

PDF/HTML Page 13 of 61
single page version

background image
: ૬ : આત્મધર્મ: ૨૩૯
મનુષ્યભવ–એળે ગુમાવે છે. ગુરુદેવના આવા પુરુષાર્થપ્રેરક ઉપદેશને પામીને આ બહેનોએ મહાન
દુર્ઘટ વાતને પણ સુગમ બનાવી છે.
પૂ. ગુરુદેવના ઉપદેશના પ્રતાપે આ કાળમાં ઘણા ઘણા પ્રકારે પ્રભાવના થઈ છે;
આત્મતત્ત્વને ઓળખો, અંદર જ્ઞાનમૂર્તિ ભગવાન છે–એને ઓળખ્યા વિના બધા કાર્યો નિષ્ફળ
જાય છે,’ –
એવા ગુરુદેવના પાવન ઉપદેશને અનુસરીને, એવા આત્મતત્ત્વને પામવાની ગડમથલ
અંતરમાં કરતાં, એની ઝંખના કરતાં, એનું મંથન કરતાં જાતજાતના શુભભાવો સહજપણે,
કષ્ટદાયક જુદો પ્રયત્ન કર્યા વિના, આપોઆપ જીવને આવી જાય છે. આખા ભારતવર્ષની અંદર
અનેક અનેક જીવો અનેક ગામોની અંદર સ્વાધ્યાય, વાંચન, મનન, તત્ત્વજ્ઞાનનો વિચાર, મંથન,
આત્મસ્વરૂપ ઓળખવાની ઝંખના–એવા ઊંચા પ્રકારના શુભભાવો કરતા ગુરુદેવના પરમ પ્રતાપે
થયા છે. વળી અંદર સર્વજ્ઞસ્વભાવી તત્ત્વ પડ્યું છે–એ જ્યાંસુધી ઓળખાતું નથી ત્યાંસુધી, જેમણે
સર્વજ્ઞપદ પ્રાપ્ત કર્યું છે એવા અર્હંતો અને સિદ્ધો પ્રત્યે જીવને ભક્તિના ભાવ વહે છે; એવો
ભક્તિનો પ્રવાહ–એવા શુભભાવો પણ ગુરુદેવના અધ્યાત્મ–ઉપદેશના પ્રતાપે ધોધમાર નદીની જેમ
વહ્યા છે. લોભ પણ અનેક જીવોના મોળા પડ્યા છે; તન, ધન, યૌવન, સ્ત્રી, પુત્ર એ બધું
વિદ્યુતના જેવું ચંચળ છે એમ લાગવાથી, એક આત્મા જ અમરતત્ત્વ છે એવું ઘૂંટણ રહેવાથી, અંદર
લોભ મોળો પડે છે, માયા મોળી પડે છે, સમતાના ભાવ ખીલે છે; એ રીતે જીવોને લોભની મદતા
થતાં ઠેકઠેકાણે સર્વજ્ઞ ભગવાનના મંદિરો પણ થયા છે. આ રીતે અનેક જીવોને પોતાની
યોગ્યતાનુસાર આત્મતત્ત્વને પામવાની ધગશમાં, એમાં પડતાં–આખડતાં, –એની ગડમથલ
સેવતાંસેવતાં, પોતાની યોગ્યતાનુસાર અનેક સદ્ગુણો ઉદ્ભવ પામ્યા છે. એવા એક પ્રકારનો આ
બ્રહ્મચર્યનો સદ્ગુણ પણ જીવને ઉદ્ભવ થાય છે; તે જીવોને વૈરાગ્ય થાય છે કે ‘ધિક્કાર છે આ
આત્માને કે જે વિષયોની અંદર રમીને પ્રાપ્ત–સત્સંગનો પણ લાભ લઈ શકતો નથી. એ જો નહિ લે
તો અનંત ભવસાગરની અંદર ગળકાં ખાતાં ખાતાં મહાભાગ્યથી આ હાથમાં આવેલું નૌકાનું
લાકડું છૂટી જશે, અને જીવને પશ્ચાત્તાપનો પાર નહિ રહે, –એમ વૈરાગ્યભાવના સેવતાં જીવોને
બ્રહ્મચર્ય સહજપણે આવે છે. (સહજપણે એટલે આત્મસ્વરૂપની ઓળખાણપૂર્વક–એવા અર્થમાં
નહિ, પરંતુ કષ્ટયુક્તપણે નહિ, પરાણે નહિ, “ આ રીતે કષ્ટ સહન કર્યા વિના આપણને મોક્ષ નહિ
પ્રાપ્ત થાય માટે કષ્ટ સહન કરીએ,” એવા ભાવથી નહિ, પરંતુ આત્મસ્વરૂપની પ્રાપ્તિની ગડમથલ
કરતાં કરતાં સુગમપણે.
–આમ તો આ બહેનો જાણે છે કે આત્મઅનુભવ પહેલાંની બ્રહ્મચર્યપ્રતિજ્ઞા તે માત્ર
શુભભાવ જ છે, અને એ શુભભાવ એ મુક્તિનો પ્રયત્ન નથી, એ મુક્તિનો પુરુષાર્થ નથી.
મુક્તિનો પુરુષાર્થ તો આત્મસ્વભાવની ઓળખાણ થતાં પ્રગટ થાય છે; આત્મતત્ત્વ–ચિંતામણિની
ઓળખાણ જ્યારે થાય ત્યારે એની પહેલૂરૂપે દર્શન–જ્ઞાન–ચારિત્ર આદિ મોક્ષમાર્ગની પર્યાયો પ્રગટ
થાય છે, ત્યારપહેલાં નહી. બીજા અન્ય માર્ગ પ્રરૂપનારાજીવો તો, એમ કહે છે કે જો એકવાર
બ્રહ્મચર્ય કષ્ટે કરીને પણ સહન કરો તો મોક્ષ જરૂર મળશે. –એવું માનનારામાં પણ, એવા માર્ગમાં
પણ, એ બ્રહ્મચર્ય પાળનારા અત્યંત અલ્પ નીકળે છે; ગુરુદેવકથિત

PDF/HTML Page 14 of 61
single page version

background image
આત્મધર્મ: ૨૩૯ : ૬:
સ્વાનુભૂત અમરતત્ત્વની વાત એવી અદ્ભુત છે કે શ્રોતાઓને એ સોંસરી ઊતરી જાય છે,
શુદ્ધિના પુરુષાર્થમાં એ પડે છે, અને શુદ્ધિના પુરુષાર્થની અંદર પડતાં શુભ ભાવો પ્રગટ થાય છે.
આ રીતે પ્રગટ થયેલો શુભભાવ એ આ બહેનોએ અંગીકાર કરેલું બ્રહ્મચર્ય છે. એ રીતે, શુદ્ધિના
પુરુષાર્થના પ્રયત્નની ગડમથલ કરતાં, એની પાછળ પ્રયત્ન કરતાં કરતાં આ બહેનોને આ
શુભભાવ આવેલો છે.
કોઈ ક્ષણિક વૈરાગ્યની અંદર, કોઈના ઉપદેશની તાત્કાલિક અસરની અંદર, અથવા
સ્વતંત્ર રહેવાની ધૂનની અંદર લેવાયેલું બ્રહ્મચર્ય એ જુદી વાત છે, અને વર્ષોના સત્સંગ, વર્ષોના
અભ્યાસ પછી, એક આત્મહિતના નિમિત્તે, પૂજ્ય ગુરુદેવની સુધાસ્યંદિની વાણીના નિરંતર
સેવનના અર્થે, એ સુધાપાન પાસે બીજા સાંસારિક, કથનમાત્ર, કલ્પિત સુખો તો અત્યંત ગૌણ
થઈ જવાથી, અને પરમપૂજ્ય બેનશ્રીબેન (ચંપાબેન–શાન્તાબેન) ની શીતળ છાયામાં રહીને
કલ્યાણ કરવાની ભાવનાથી લેવાયેલું આ બ્રહ્મચર્ય–એ તદ્ન જુદી વાત છે. સામાન્ય રીતે પહેલા
પ્રકારનું બ્રહ્મચર્ય પણ જગતમાં અત્યંત અલ્પ–નહિવત જેવું–હોય છે, તો આ પ્રકારનું બ્રહ્મચર્ય
તો ખૂબ પ્રશંસનીયપણાને પામે છે.
ધન્ય છે તે કાળ કે જ્યારે તીર્થંકર ભગવંતો વિચરતા હતા અને સહજ મુનિદશાનું નિરુપણ
કરતા હતા, એ સાંભળીને–
त्यजाम्येतत् सर्वें ननु नवकषायात्मकमहं, मुदा संसारस्त्रीजनितसुख दुःखावलिकरं।
महामोहान्धानां सतत सुलभं दुर्लभतरं समाधौनिष्ठानां अनवरतमानन्दमनसाम्।।

–એમ કરીને રાજપુત્રો ચાલી નીકળતા ને ભાવમુનિપણે વિચારતા. ‘મહા મોહના અંધા
પ્રાણીઓને અબ્રહ્મચર્ય સુલભ છે, અમને અબ્રહ્મચર્ય દુર્લભ છે; અબ્રહ્મચર્ય એ અમને મેરુ તોળવા જેવું
લાગે છે, અબ્રહ્મચર્ય એ અમને અગ્નિની શિખા ગળવા જેવું લાગે છે, અબ્રહ્મચર્ય એ અસિધારા પર
ચાલવા જેવુ દુર્ઘટ લાગે છે’ અને બ્રહ્મચર્યમાં રહેવું એ સહજ લાગે છે, એ અમૃતના પાન જેવું લાગે છે,
અમૃતસરોવરની અંદર સ્નાન જેવું લાગે છે, એ અમારું પોતાનું લાગે છે, બીજું બધું પારકું લાગે છે. –
એવા ભાવથી રાજપાટ છોડી રાજાઓ જ્યારે ચાલ્યા જતા, અને નિરંતર બ્રહ્મનિષ્ઠ રહીને હંમેશા
સુધાપાન કરતા, એ કાળ તો ધન્ય હશે. ધન્ય છે એ કાળ કે જ્યારે આવી મુનિદશાનાં દર્શન થતાં હશે.
આ કાળે તો એવી મુનિદશાનું નિરૂપણ કરનાર પણ બહુ અલ્પ છે. મુનિદશા પણ જાણે કષ્ટસાધ્ય હોય–
એવું નિરૂપણ જૈનદર્શનમાં પણ વ્યાપક થઈ ગયું છે, જૈનદર્શન જાણે એક થોથાં જેવી ક્રિયામાં સમાતું
હોય, ક્રિયાઓથી જ મોક્ષપ્રાપ્તિ થતી હોય, –એવું જૈનદર્શનનું વિકૃત સ્વરૂપ અપાઈ ગયું છે. –એવાઆ
કાળમાં પૂ. ગુરુદેવે સ્વાનુભવ કરીને, “આત્મા એ જ્ઞાનાનંદમૂર્તિ પદાર્થ છે અને એનો પ્રયત્ન એ
જ્ઞાનાનંદમૂર્તિના દર્શન થતાં સહજભાવે પ્રગટે છે, જ્યાં અબ્રહ્મચર્ય અત્યંત કષ્ટપ્રદ લાગે છે અને
બ્રહ્મચર્ય સુખદ લાગે છે, કષ્ટસાધ્ય મોક્ષમાર્ગ નથી પણ સહજાનંદમય છે” –એવું નિરૂપણ કર્યું, –અને
એને લઈને

PDF/HTML Page 15 of 61
single page version

background image
: ૬: આત્મધર્મ: ૨૩૯
વીતરાગપ્રણીત સાચો મોક્ષમાર્ગ પ્રકાશિત થયો; અને વાંચન–મનન, તત્ત્વજ્ઞાન ભક્તિ, વૈરાગ્ય,
બ્રહ્મચર્ય આદિ શુભભાવોની અંદર પણ નવું તેજ પ્રગટ્યું.
આ કુમારિકા બહેનોએ બ્રહ્મચર્ય ગ્રહણ કરી સત્સંગને અર્થે બધું ન્યોચ્છાવર કરવાના જે
શુભ ભાવ પ્રગટાવ્યા છે તે અતિ પ્રશંસનીય છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે –પ્રથમ તો સર્વ
સાધનને ગૌણ જાણી, મુમુક્ષુ જીવે એક સત્સંગ જ સર્વાર્પણપણે ઉપાસવા યોગ્ય છે. એની
ઉપાસનામાં સર્વ સાધનો આવી જાય છે. જેને એ સાક્ષીભાવ પ્રગટ થયો છે કે આ જ સત્પુરુષ છે,
અને આ જ સત્સંગ છે, –એણે તો પોતાના દોષો કાર્યે કાર્યે, પ્રસંગે પ્રસંગે, ક્ષણેક્ષણે જોવા, જોઈને
તે પરિક્ષીણ કરવા, અને સત્સંગને પ્રતિબંધક જે કાંઈ હોય એને દેહત્યાગના જોખમે પણ છોડવું;
દેહત્યાગનો પ્રસંગ આવે તોપણ એ સત્સંગને ગૌણ કરવા યોગ્ય નથી. આવા મળેલા સત્સંગને
આપણે સર્વે પુરુષાર્થથી આરાધીએ. આ બહેનોએ સત્સંગને અર્થે સર્વસ્વ ન્યોચ્છાવર કરવાની જે
ભાવના પ્રગટાવી છે તે આપણને પણ પુરુષાર્થપ્રેરક હો. નાના નાના પ્રસંગોમાં પણ સત્સંગને
આપણે આવરણ ન કરીએ, અને નાના કલ્પિત સુખોની અંદર આપણે અનંતભવનું દુઃખ
ટાળવાનો જે પ્રયત્ન એને ન ભૂલીએ. આજે આ બ્રહ્મચારી બહેનોએ જે અસિધારાવ્રત લીધું છે
તેનાથી તેમણે તેમના કુળને ઉજ્વળ કર્યું છે અને સારાય મુમુક્ષુમંડળનું તેમણે ગૌરવ વધાર્યું છે.
તેમને સર્વ મુમુક્ષુમંડળ તરફથી, આપણા બધા તરફથી, હૃદયનાં, વાત્સલ્યપૂર્ણ, ભાવભીનાં
અભિનંદન છે. તેમન બ્રહ્મચર્યજીવન દરમ્યાન સત્સંગનું માહાત્મ્ય તેમના અંતરમાં કદી મંદ ન હો
અને સત્સંગસેવન દરમ્યાન ચૈતન્યતત્ત્વની પ્રાપ્તિનું ધ્યેય તેમના હૃદયમાં હંમેશા બની રહો એમ
આપણી સૌની અંતરની શુભેચ્છાઓ છે.
એ જ એક ચૈતન્યપદ છે કે જે પદ આસ્વાદયોગ્ય છે. અને એ પદના આસ્વાદનની ધૂનની
અંદર બીજા બધાં સાંસારિક ઝેરી આસ્વાદ–અમૃત જેવા ભલે મનાતા હોય તોપણ એ બધા ઝેરી
આસ્વાદોને–છોડવાની આપણને વૃત્તિ હો... અને જ્યાંસુધી એ પરમપદનો આસ્વાદ આપણને ન
આવે ત્યાંસુધી એ આસ્વાદ લેનારા સત્પુરુષોની નિરંતર ચરણરજની આપણને આરાધના હો–કે
જે આરાધનાના ફળરૂપે આપણે એ પરમપદને પામીએ, અને અનંતઅનંત કાળના ભવસાગરના
જે મહાદુઃખ તેને તરી જઈએ...
× × × ×
જરાક આ પણ વાંચશો:–
* પૃ. ૧૩ હેડીંગમાં આરાધના ને બદલે આરાધના છપાઈ ગયું છે.
* પૃ. ૨૩ (નં. ૪૨) માં સમયસારની પહેલી ગાથા છપાયેલ છે તેમાં કેટલીક અશુદ્ધિ રહી ગઈ
છે તે સમયસાર પ્રમાણે સુધારી લેવી.

PDF/HTML Page 16 of 61
single page version

background image
ભાદરવો: ૨૪૮૯ : ૭ :
મોહના ક્ષયનો
અમોઘ ઉપાય
સમ્યગ્દર્શન માટે પ્રાપ્ત થયેલો સોનેરી અવસર
શ્રાવણવદબીજના પ્રવચનમાં પૂ. ગુરુદેવે મોહક્ષયનો અપૂર્વ માર્ગ
દર્શાવ્યો.. અહા, જે ઉપાય ઉલ્લાસથી સાંભળતાં પણ મોહબંધન ઢીલા
પડવા માંડે... અને જેનું ઊંડું અંતર્મથન કરતાં ક્ષણવારમાં મોહ ક્ષય પામે
એવો અમોઘ ઉપાય સન્તોએ દર્શાવ્યો છે. જગતમાં ઘણો જ વિરલ ઘણો
જ દુર્લભ એવો જે સમ્યક્ત્વાદિનો માર્ગ, તે આ કાળે સન્તોના પ્રતાપે
સુગમ બન્યો છે... એ ખરેખર મુમુક્ષુ જીવોના કોઈ મહાન સદભાગ્ય છે.
આવો અલભ્ય અવસર પામીને સંતોની છાયામાં બીજું બધું ભૂલીને
આપણે આપણા આત્મહિતના પ્રયત્નમાં કટિબદ્ધ થઈએ... એ જ
ભાવના. –બ્ર. હ. જૈન.

સ્વભાવની સન્મુખતા વડે લીન થઈને, મોહનો ક્ષય કરીને જેઓ સર્વજ્ઞ અરિહંત
પરમાત્મા થયા, તેમણે ઉપદેશેલો મોહના નાશનો ઉપાય શું છે? તે અહીં આચાર્યદેવ બતાવે છે.
પહેલાં એમ બતાવ્યું કે ભગવાન અર્હંતદેવનો આત્મા દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેથી શુદ્ધ છે, એમના
આત્માના શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાયને ઓળખીને, પોતાના આત્માને તેની સાથે મેળવતાં, જ્ઞાન અને
રાગનું ભેદજ્ઞાન થઈને, સ્વભાવ અને પરભાવનું પૃથક્કરણ થઈને, જ્ઞાનનો ઉપયોગ
અંતરસ્વભાવમાં વળે છે, ત્યાં એકાગ્ર થતાં ગુણ–પર્યાયના ભેદનો આશ્રય પણ છૂટી જાય છે, ને
ગુણભેદનો વિકલ્પ છૂટીને, પર્યાય શુદ્ધાત્મામાં અંતર્લીન થાય છે; પર્યાય અંતર્લીન થતાં મોહનો
ક્ષય થાય છે.
એ રીતે ભગવાન અર્હંતના જ્ઞાનદ્વારા મોહના નાશનો ઉપાય બતાવ્યો; હવે એ જ વાત
બીજા પ્રકારે બતાવે છે તેમાં શાસ્ત્રના જ્ઞાનદ્વારા મોહના નાશની રીત બતાવે છે: પ્રથમ તો જેણે
પ્રથમભૂમિકામાં ગમન કર્યું છે એવા જીવની વાત છે. સર્વજ્ઞભગવાન કેવા હોય? મારો આત્મા
કેવો છે? મારા આત્માનું સ્વરૂપ સમજીને મારે મારું હિત કરવું છે–એવું જેને લક્ષ હોય તે જીવ
મોહના નાશને માટે શાસ્ત્રનો અભ્યાસ ક્યા પ્રકારે કરે? તે બતાવે છે. તે જીવ સર્વજ્ઞોપજ્ઞ એવા
દ્રવ્યશ્રુતને પ્રાપ્ત કરીને, એટલે કે ભગવાનના કહેલા સાચા આગમ કેવા હોય તેનો નિર્ણય કરીને,
પછી તેમાં જ ક્રીડા કરે છે... એટલે આગમમાં ભગવાને શું કહ્યું છે–તેના નિર્ણય માટે સતત
અંતર મંથન કરે છે. દ્રવ્યશ્રુતના વાચ્યરૂપ શુદ્ધઆત્મા કેવો છે તેનું ચિંતન–મનન કરવું–એનું જ
નામ દ્રવ્યશ્રુતમાં ક્રીડા છે.

PDF/HTML Page 17 of 61
single page version

background image
: ૮ : આત્મધર્મ: ૨૩૯
દ્રવ્યશ્રુતના રહસ્યના ઊંડા વિચારમાં ઊતરે ત્યાં મુમુક્ષુને એમ થાય કે આહા! આમાં આવી
ગંભીરતા છે!! રાજા પગ ધોતો હોય ને જે મજા આવે–તેના કરતાં શ્રુતના સૂક્ષ્મ રહસ્યોના ઉકેલમાં જે
મજા આવે–તે તો જગતથી જુદી જાતની છે. શ્રુતના રહસ્યના ચિંતનનો રસ વધતાં જગતના વિષયોને
રસ ઊડી જાય છે. અહો, શ્રુતજ્ઞાનના અર્થના ચિંતનવડે મોહની ગાંઠ તૂટી જાય છે. શ્રુતનું રહસ્ય જ્યાં
ખ્યાલમાં આવ્યું કે અહો, આ તો ચિદાનંદસ્વભાવમાં સ્વસન્મુખતા કરાવે છે... વાહ! ભગવાનની
વાણી! વાહ, દિગંબર સંતો! –એ તો જાણે ઉપરથી સિદ્ધભગવાન ઊતર્યા! અહા, ભાવલિંગી દિગંબર
સંતમુનિઓ! –એ તો આપણા પરમેશ્વર છે, એ તો ભગવાન છે. ભગવાનની વાણી ને કુંદકુંદાચાર્ય,
પૂજ્યપાદસ્વામી, ધનસેનસ્વામી, વીરસેનસ્વામી, જિનસેનસ્વામી, નેમિચંદ્રસિદ્ધાંતચક્રવર્તી,
સમન્તભદ્રસ્વામી, અમૃતચંદ્રસ્વામી, પદ્મપ્રભસ્વામી, અકલંકસ્વામી, વિદ્યાનંદસ્વામી, ઉમાસ્વામી,
કાર્તિકેયસ્વામી એ બધાય સન્તોએ અલૌકિક કામ કર્યા છે.
“વાહ દિગંબર સન્તો! એ તો આપણા પરમેશ્વર!”

અહા! સર્વજ્ઞની વાણી અને સન્તોની વાણી ચૈતન્યશક્તિના રહસ્યો ખોલીને આત્મસ્વભાવની
સન્મુખતા કરાવે છે, એવી વાણીને ઓળખીને તેમાં ક્રીડા કરતાં, તેનું ચિંતન–મનન કરતાં જ્ઞાનના
વિશિષ્ટ સંસ્કાર વડે આનંદની સ્ફુરણા થાય છે, આનંદના ફૂવારા ફૂટે છે, આનંદના ઝરા ઝરે છે. જુઓ,
આ શ્રુતજ્ઞાનની ક્રીડાનો લોકોત્તર આનંદ! હજી શ્રુતનો પણ જેને નિર્ણય ન હોય તે શેમાં ક્રીડા કરશે?
અહીં તો જેણે ભૂમિકામાં ગમન કર્યું છે એટલે દેવ–ગુરુ–શાસ્ત્ર કેવા હોય તેની કંઈક ઓળખાણ કરી છે
તે જીવ કઈ રીતે આગળ વધે છે ને કઈ રીતે મોહનો નાશ કરીને સમ્યક્ત્વ પ્રગટ કરે છે–તેની આ વાત
છે. દ્રવ્યશ્રુતમાં ભગવાને એવી વાત કરી છે કે જેના અભ્યાસથી આનંદના ફૂવારા છૂટે! ભગવાન
આત્મામાં આનંદનું સરોવર ભર્યું છે, તેની સન્મુખતાના અભ્યાસથી એકાગ્રતા વડે આનંદના ફૂવારા
છૂટે છે. અનુભૂતિમાં આનંદના ઝરા ચૈતન્ય–સરોવરમાંથી વહે છે.
આચાર્યદેવે કહ્યું હતું કે હે ભવ્ય શ્રોતા! તું અમારા નિજવૈભવની–સ્વાનુભવની આ વાતને તારા
સ્વસંવેદન–પ્રત્યક્ષથી પ્રમાણ કરજે. એકત્વસ્વભાવનો અભ્યાસ કરતાં અંતરમાં સ્વસન્મુખ સ્વસંવેદન
જાગ્યું ત્યારે તે જીવ દ્રવ્યશ્રુતના રહસ્યને પામ્યો. જ્યાં એવું રહસ્ય પામ્યો ત્યાં અંતરની અનુભૂતિમાં
આનંદના ઝરણાં ઝરવા માંડ્યાં... શાસ્ત્રના અભ્યાસથી, તેના સંસ્કારથી

PDF/HTML Page 18 of 61
single page version

background image
ભાદરવો: ૨૪૮૯ : ૯ :
વિશિષ્ટ સ્વસંવેદન શક્તિરૂપ સંપદા પ્રગટ કરીને, આનંદના ફૂવારા સહિત પ્રત્યક્ષાદિ પ્રમાણથી યથાર્થ
વસ્તુસ્વરૂપ જાણતાં મોહનો ક્ષય થાય છે. અહો, મોહના નાશનો અમોઘ ઉપાય–કદી નિષ્ફળ ન જાય
એવો અફર ઉપાય સંતોએ પ્રસિદ્ધ કર્યો છે.
વિકલ્પ વિનાની જ્ઞાનની વેદના કેવી છે–તેનું અંતર્લક્ષ કરવું તેનું નામ ભાવશ્રુતનું લક્ષ છે.
સગની અપેક્ષા છોડીને સ્વનું લક્ષ કરતાં ભાવશ્રુત ખીલે છે, ને તે ભાવશ્રુતમાં આનંદના ફૂવારા છે.
પ્રત્યક્ષ સહિતનું પરોક્ષ પ્રમાણ હોય તો તે પણ આત્માને યથાર્થ જાણે છે. પ્રત્યક્ષની અપેક્ષા વગરનું
એકલું પરોક્ષજ્ઞાન તો પરાલંબી છે, તે આત્માનું યથાર્થ સંવેદન કરી શકતું નથી. આત્મા તરફ ઝૂકીને
પ્રત્યક્ષ થયેલું જ્ઞાન, અને તેની સાથે અવિરુદ્ધ એવું પરોક્ષપ્રમાણ, તેનાથી આત્માને જાણતાં અંદરથી
આનંદના ઝરણાં વહે છે, –આ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાનો ને મોહનો નાશ કરવાનો અમોઘ ઉપાય છે.

PDF/HTML Page 19 of 61
single page version

background image
: ૧૦ : આત્મધર્મ: ૨૩૯
અરિહંતભગવાનના આત્માને જાણીને, તેવું જ પોતાના આત્માનું સ્વરૂપ ઓળખતાં,
જ્ઞાનપર્યાય અંતર્લીન થઈને સમ્યગ્દર્શન થાય છે ને મોહનો ક્ષય થાય છે... પછી તેમાં જ લીન થતાં
પૂર્ણ શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય છે ને સર્વે મોહનો નાશ થાય છે. –બધાય તીર્થંકર ભગવંતો અને
મુનિવરો આ જ એક ઉપાયથી મોહનો નાશ કરીને મુક્તિ પામ્યા.. ને તેમની વાણીદ્વારા જગતને
પણ આ એક જ માર્ગ ઉપદેશ્યો. આ એકજ માર્ગ છે ને બીજો માર્ગ નથી–એમ પહેલાં કહ્યુંજ હતું;
ને અહીં ગાથા ૮૬ માં કહ્યું કે સમ્યક્પ્રકારે શ્રુતના અભ્યાસથી, તેમાં ક્રીડા કરતાં તેના સંસ્કારથી
વિશિષ્ટ જ્ઞાનસંવેદનની શક્તિરૂપ સંપદા પ્રગટ કરતાં, આનંદના ઉદ્ભેદ સહિત ભાવશ્રુતજ્ઞાનવડે
વસ્તુસ્વરૂપ જાણતાં મોહનો નાશ થાય છે. આરીતે ભાવજ્ઞાનના અવલંબનવડે દ્રઢ પરિણામથી
દ્રવ્યશ્રુતનો સમ્યક્ અભ્યાસ તે મોહક્ષયનો ઉપાય છે. –આથી એમ ન સમજવું કે પહેલાં કહયો
હતો તે ઉપાય અને અહીં કહયો તે ઉપાય જુદા પ્રકારનો છે; કાંઈ જુાદા જુદા બે ઉપાય નથી. એક
જ પ્રકારનો ઉપાય છે, તે જુદી જુદી શૈલીથી સમજાવ્યો છે. અરિહંતદેવનું સ્વરૂપ ઓળખવા જાય
તો તેમાં આગમનો અભ્યાસ આવી જ જાય છે, કેમકે આગમ વગર અરિહંતનું સ્વરૂપ ક્યાંથી
જાણશે? અને સમ્યક્ દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરવામાં પણ સર્વજ્ઞની ઓળખાણ ભેગી આવે જ છે,
કેમકે આગમના મૂળ પ્રણેતા તો સર્વજ્ઞ અરિહંતદેવ છે, તેમની ઓળખાણ વિના આગમની
ઓળખાણ થાય નહિ.
હવે એ રીતે અરિહંતની ઓળખાણ વડે કે આગમના સમ્યક્ અભ્યાસ વડે જ્યારે
સ્વસન્મુખજ્ઞાનથી આત્માના સ્વરૂપનો નિર્ણય કરે ત્યારે જ મોહનો નાશ થાય છે. એટલે બંને શૈલીમાં
મોહના નાશનો મૂળ ઉપાય તો આ જ છે કે શુદ્ધ ચેતનાથી વ્યાપ્ત એવા દ્રવ્ય–ગુણ–પર્યાયસ્વરૂપ શુદ્ધ
આત્મામાં સ્વસન્મુખ થવું. અહીં એકલા શાસ્ત્રના અભ્યાસની વાત નથી કરી, પણ ‘ભાવશ્રુતના
અવલંબનવડે દ્રઢ કરેલા પરિણામથી સમ્યક્ પ્રકારે અભ્યાસ’ કરવાનું કહયું છે. ભાવશ્રુત ત્યારે જ થાય
કે જ્યારે દ્રવ્યશ્રુતના વાચ્યરૂપ શુદ્ધઆત્મા તરફ જ્ઞાનનો ઝૂકાવ થાય. –આવા પ્રકારના દ્રઢ અભ્યાસથી
અવશ્ય સમ્યગ્દર્શન થાય છે.
એવા સમ્યક્ત્વસાધન સન્તોને નમસ્કાર હો.
આ રા ધ ના નો ઉ ત્સા હ
સમ્યક્ત્વાદિની આરાધનાની ભાવના કરવી, આરાધના પ્રત્યેનો ઉત્સાહ વધારવો,
આરાધક જીવો પ્રત્યે બહુમાનથી પ્રવર્તવું–ઈત્યાદિ સર્વ પ્રકારના ઉદ્યમ વડે
આત્માને આરાધનામાં જોડવો–એ મુનિઓનું તેમજ શ્રાવકોનું–સર્વેનું કર્તવ્ય છે.
આરાધનાને પામેલા જીવોનું દર્શન અને સત્સંગ
આરાધના પ્રત્યે ઉલ્લાસ જગાડે છે.

PDF/HTML Page 20 of 61
single page version

background image
ભાદરવો: ૨૪૮૯ : ૧૧ :
(આરાધના પ્રત્યેનો ઉત્સાહ)
धण्णा ते भयवंता दंसणणाणग्गपवरहत्थेहिं।
विषयमयरहरपडिया भविया उत्तारिया जेहिं।। १५७।।

અહો, જગતમાં ધન્ય હોય તો તે આવા ધર્માત્મા છે કે જેઓ દર્શન–જ્ઞાનરૂપી બે બળવાન
હાથની પ્રધાનતા વડે ભવસમુદ્રને તરી જાય છે, ને વિષયોરૂપી મગરથી ભરેલો જે સંસાર તેમાં
પડેલા ભવ્યજીવોને પણ પાર ઉતારે છે. આવા ભગવંતો જગતમાં ધન્ય છે. આચાર્યદેવ પ્રમોદથી
કહે છે કે અહો, જેઓ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન સહિત છે, તે ઉપરાંત ચિદાનંદસ્વરૂપમાં લીન
થયા છે, એ રીતે ઉત્તમ આરાધના વડે સંસારને તરે છે–તેમનો અવતાર સફળ છે, અને બીજા
જીવોને પણ તેઓ આરાધનામાં જોડીને સંસારથી પાર ઉતારે છે–આવા ભગવંતો ધન્ય છે.
હે સત્પુરુષ જ્ઞાનીધર્માત્મા! આપ તો રત્નત્રયની આરાધનાવડે સંસારસમુદ્રથી પાર ઊતર્યા,
ને એવી આરાધનાનો ઉપદેશ આપીને બીજા જીવોને પણ સંસારસમુદ્રથી પાર ઉતાર્યા. ઘોર
સંસારસમુદ્રમાં પડેલા જીવોને સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનરૂપી બે હાથના અવલંબન વડે પાર
ઉતાર્યા. હે ભગવાન! આપ ધન્ય છો... પોતાને તરતાં આવડે તે જ બીજાને તારવાનું નિમિત્ત
થાય. આ જગતના પ્રાણીઓ ચૈતન્યને ચૂકીને વિષયકષાયથી ભરેલા ભવસમુદ્રમાં ડુબી રહ્યા છે,
ત્યાં મહાઆરાધક સંતો પોતે તો સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની આરાધનાથી તર્યા ને બીજા ભવ્ય
જીવોને તેનો માર્ગ દર્શાવીને ભવથી પાર ઉતાર્યા. કુંદકુંદાચાર્યદેવ કહે છે કે અહો! ધન્યા તે
ભગવંતા!
સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન તો તેમના બે મુખ્ય હાથ છે, તેના બળે ભવ્યજીવોને તારે
છે. આવા સંતધર્માત્મા કે ઈન્દ્રોવડે પણ પૂજ્ય છે, જગતમાં તે જ ખરેખર ધન્ય છે. એ સિવાય
બીજા વૈભાવવાળાને કે રાજા–મહારાજાઓને પણ ખરેખર ધન્ય કહેતા નથી. આમ જાણીને તું
આરાધક જીવો પ્રત્યે ભક્તિથી આરાધનાનો ઉત્સાહ કર, –એમ ઉપદેશ છે.
આરાધક જીવોને ધન્ય છે.
તેમને ભક્તિથી નમસ્કાર હો.