Atmadharma magazine - Ank 239
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 4

PDF/HTML Page 21 of 61
single page version

background image
(૧) ઉત્તમ ક્ષમાધર્મની આરાધના
ક્રોધના બાહ્યપ્રસંગ ઉપસ્થિત થવા
છતાં, રત્નત્રયની દ્રઢ આરાધનાના બળે
ક્રોધની ઉત્પત્તિ થવા ન દેવી ને વીતરાગ ભાવ
રહેવો, અસહ્ય પ્રતિકૂળતા આવે તોપણ ક્રોધવડે
આરાધનામાં ભંગ પડવા ન દેવો તે
ઉત્તમક્ષમાની આરાધના છે.
શ્રેણિક રાજાએ મહાન ઉપસર્ગ કરવા
છતાં શ્રી યશોધર મુનિરાજ સ્વરૂપ–
આરાધનાથી ડગ્યા નહિ; ક્ષમાભાવ ધારણ
કરીને શ્રેણીકને પણ ધર્મપ્રાપ્તિના આશીર્વાદ
આપ્યા.
બીજી તરફ શ્રેણીકરાજાએ પણ ધર્મની
વિરાધનાના અનંત ક્રોધપરિણામ છોડીને સમ્યગ્દર્શન વડે ધર્મની આરાધના પ્રગટ કરી. તે પણ ઉત્તમ
ક્ષમાની આરાધનાનો એક પ્રકાર છે. ઉત્તમક્ષમાના આરાધક સંતોને નમસ્કાર હો.
(૨) ઉત્તમ માર્દવધર્મની આરાધના
નિર્મળ ભેદજ્ઞાનવડે જેણે આખા
જગતને પોતાથી ભિન્ન અને સ્વપ્નવત્ જાણ્યું
છે, અને આત્મભાવનામાં જે તત્પર છે. તેને
જગતના કોઈ પદાર્થમાં ગર્વનો અવકાશ ક્યાં
છે?
રત્નત્રયની આરાધનામાં જ જેમનું
ચિત્ત તત્પર છે. એવા મુનિ ભગવંતોને ચક્રવર્તી
નમસ્કાર કરે તો પણ માન થતું નથી, ને કોઈ
તિરસ્કાર કરે તો દીનતા થતી નથી. આવા
નિર્માન મુનિ ભગવંતોએ ઉત્તમ માર્દવધર્મની
આરાધના હોય છે.
પંચ પરમેષ્ઠી વગેરે ધર્માત્મા ગુણીજનો
પ્રત્યે બહુમાન પૂર્વક વિનયપ્રવર્તન તે પણ માર્દવધર્મનો એક પ્રકાર છે.
ધ્યાનસ્થ બાહુબલીના ચરણોમાં આવીને ભરતચક્રવર્તીએ પૂજન કર્યું છતાં બાહુબલી ગર્વ ન
કરતાં, નિજધ્યાનમાં તત્પર થઈને તત્ક્ષણે જ કેવળજ્ઞાન પામ્યા. આવા ઉત્તમ માર્દવધારી સન્તોને
નમસ્કાર હો.

PDF/HTML Page 22 of 61
single page version

background image
ભાદરવો: ૨૪૮૯ : ૧૩ :
(૩)
ઉત્તમ આર્જવધર્મની આરાધના
જે ભવભ્રમણથી ભયભીત છે અને
રત્નત્રયની આરાધનામાં તત્પર છે એવા મુનિરાજને
પોતાની રત્નત્રયની આરાધનામાં લાગેલા નાના કે
મોટા દોષ છૂપાવવાની વૃત્તિ હોતી નથી, પણ જેમ
માતા પાસે બાળક સરલપણે બધું કહી દે તેમ ગુરુ
પાસે જઈને અત્યંત સરલપણે પોતાના દોષ પ્રગટ
કરે છે, ને એ રીતે અતિ સરળ પરિણામ વડે
આલોચના કરીને રત્નત્રયમાં લાગેલા દોષોને નષ્ટ
કરે છે. તેમજ ગુરુ વગેરેના ઉપકારને સરળપણે
પ્રગટ કરે છે. –આવા મુનિવરોને ઉત્તમ આર્જવધર્મની
આરાધના હોય છે. એવા આર્જવધર્મના આરાધક
સન્તોને નમસ્કાર હો.
હે આર્જવધારી આચાર્યો!
અમને આર્જવધર્મની આરાધના આપો.
(૪)
ઉત્તમ શૌચધર્મની આરાધના
ઉત્કૃષ્ટપણે લોભના ત્યાગરૂપ જે નિર્મળ
પરિણામ તે ઉત્તમર શૌચધર્મ છે. ભેદજ્ઞાનવડે
જગતના સમસ્ત પદાર્થોથી જેણે પોતાના આત્માને
ભિન્ન જાણ્યો છે, દેહને પણ અત્યંત જુદો જાણીને તેનું
આરાધનામાં તત્પર છે–એવા મુનિવરોને કોઈપણ
પરદ્રવ્યના ગ્રહણની લોભવૃત્તિ થતી નથી, ભેદજ્ઞાન
રૂપ પવિત્ર જળવડે મિથ્યાત્વાદિ અશુચીને ધોઈ નાખી
છે, તેઓ શૌચધર્મના આરાધક છે. અહા, જગતના
સમસ્ત પદાર્થો સંબંધી લોભ છોડીને, માત્ર ચૈતન્યને
જ સાધવામાં તત્પર એવા તે શૌચધર્મવંત મુનિવરોને
નમસ્કાર હો.
હે શૌચધારક સાધુવરો!
અમને ઉત્તમ શૌચધર્મની આરાધના આપો.

PDF/HTML Page 23 of 61
single page version

background image
: ૧૪ : આત્મધર્મ: ૨૩૯
(પ)
ઉત્તમ સત્યધર્મની આરાધના
મુનિવરો વચનવિકલ્પ છોડીને
સત્સ્વભાવને સાધવામાં તત્પર છે; અને જો વચન
બોલે તો વસ્તુસ્વભાવ અનુસાર સ્વ–પરહિતકારી
સત્યવચન બોલે છે, તેમને ઉત્તમ સત્યધર્મની
આરાધના છે. મુનિવરો સમ્યગ્જ્ઞાન વડે
વસ્તુસ્વભાવ જાણીને તેનો જ ઉપદેશ છે,
શ્રોતાજનો આત્મજ્યોતિની સન્મુખ થાય ને તેમનું
અજ્ઞાન દૂર થાય–એવો ઉપદેશ દે છે, અને પોતે પણ
આત્મજ્યોતિમાં પરિણત થવા માટે ઉદ્યુક્ત રહે છે.
એવા ઉત્તમ સત્યધર્મના આરાધક સંતોને નમસ્કાર
હો.
હે સત્સ્વભાવતત્પર સંતો!
અમને ઉત્તમ સત્યધર્મની આરાધના આપો.
(૬)
ઉત્તમ સંયમધર્મની આરાધના
અંતર્મુખ થઈને નિજસ્વરૂપમાં જેમનો
ઉપયોગ ગુપ્ત થઈ ગયો છે એવા મુનિવરોને સ્વપ્નેય
કોઈ જીવને હણવાની વૃત્તિ કે ઈન્દ્રિયવિષયોની વૃત્તિ
હોતી નથી, તે મુનિવરો ઉત્તમ સંયમના આરાધક છે.
ભગવાન રામચંદ્રજી મુનિ થઈને જ્યારે
નિજસ્વરૂપને સાધી રહ્યા હતા ત્યારે, પ્રતીન્દ્ર થયેલા
સીતાના જીવે તેમને ડગાવવા અનેક ચેષ્ટા કરી, પણ
પોતાના ઉત્તમ સંયમની આરાધનામાં તેએ દ્રઢ રહ્યા
અને કેવળજ્ઞાન પ્રગટ કર્યું. એ જ રીતે શ્રાવકોત્તમ
શ્રી સુદર્શનશેઠને પ્રાણાન્ત જેવો પ્રસંગ ઉપસ્થિત
થવા છતાં પોતાના સંયમના દ્રઢ રહ્યા... આગળ
વધીને મુનિ થઈને કેવળજ્ઞાન પામ્યા. આવા
ઉત્તમસંયમ આરાધક સંતોને નમસ્કાર હો.
હે ઉત્તમસંયમી સાધુઓ!
અમને ઉત્તમ સંયમધર્મની આરાધના આપો.

PDF/HTML Page 24 of 61
single page version

background image
ભાદરવો: ૨૪૮૯ : ૧પ :
(૭)
ઉત્તમ તપધર્મની આરાધના
શત્રુંજયગિરિ ઉપર ધ્યાનરત પાંડવ ભગવંતો
ધગધગતા અગ્નિનો ઉપદ્રવ થવા છતાં પણ પોતાના
ઉત્તમ ધ્યાનરૂપી તપથી ડગ્યા નહિ. એ જ રીતે
ચૈતન્યધ્યાનમાં રત બાહુબલીભગવાને એક વર્ષ
સુધી અડગપણે ટાઢ–તડકા ને વરસાદના ઉપસર્ગો
સહન કર્યા, ચૈતન્યના ધ્યાનદ્વારા વિષય–કષાયોને
નષ્ટ કર્યા ને ચૈતન્યના ઉગ્ર પ્રતપનવડે કેવળજ્ઞાન
પ્રગટ કર્યું. ઘોર ઉપસર્ગ થવા છતાં પાર્શ્વનાથ
તીર્થંકર નિજસ્વરૂપના ધ્યાનરૂપ તપથી ડગ્યા નહિ;
ન તો તેમણે ધરણેન્દ્ર ઉપર રાગ કર્યો કે ન તો કમઠ
ઉપર દ્વેષ કર્યો. વીતરાગ થઈને કેવળજ્ઞાન પ્રગટ
કર્યું. આવા સ્વસન્મુખ ઉપયોગના ઉગ્ર પ્રતાપવડે
કર્મોને ભસ્મ કરી નાખનારા ઉત્તમ તપધર્મના
આરાધક સંતોને નમસ્કાર હો.
હે ચૈતન્યઉપયોગી સંતો! અમને ઉત્તમ તપધર્મની આરાધના આપો.
(૮)
ઉત્તમ ત્યાગધર્મની આરાધના
હું શુદ્ધ ચૈતન્યમય આત્મા છું, દેહાદિ કાંઈ
પણ મારું નથી–એમ સર્વત્ર મમત્વના ત્યાગરૂપ
પરિણામ વડે ચૈતન્યમાં લીન થઈને મુનિવરો ઉત્તમ
ત્યાગધર્મને આરાધે છે.
વળી શ્રુતનું વ્યાખ્યાન કરવું, સાધર્મીઓને
પુસ્તક, સ્થાનકે સંયમના સાધન વગેરે દેવા તે પણ
ઉત્તમ ત્યાગનો પ્રકાર છે. કોઈ મુનિરાજ ઉત્તમ
નવીન શાસ્ત્ર વાંચતા હોય ને બીજા મુનિરાજમાં તે
શાસ્ત્ર વાંચવાની ઉત્કંઠા દેખે તો તુરત જ બહુમાન
પૂર્વક તે શાસ્ત્ર તેમને અર્પણ કરે છે... એ પણ ઉત્તમ
ત્યાગનો એક પ્રકાર છે. સર્વત્ર મમત્વ ત્યાગીને, સર્વ પરભાવના ત્યાગસ્વરૂપ જ્ઞાનસ્વભાવની
આરાધનામાં તત્પર ઉત્તમ ત્યાગી મુનિવરોને નમસ્કાર હો.
હે નિર્મમ મુનિવરો! અમને ઉત્તમ ત્યાગધર્મની આરાધના આપો.

PDF/HTML Page 25 of 61
single page version

background image
: ૧૬ : આત્મધર્મ: ૨૩૯
(૯)
આકિંચન્યધર્મની આરાધના
ભેદજ્ઞાનના બળે સર્વત્ર મમત્વ છોડીને ચૈતન્યભાવનામાં રત થયેલા મુનિઓ, શાસ્ત્રના ઊંડા
રહસ્યનું જ્ઞાન બીજા મુનિઓને પણ વિના સંકોચે
આપે છે. સિંહ આવીને શરીરને ખાઈ જાય તો પણ
દેહનું મમત્વ કરતા નથી. ભરતચક્રવર્તી જેવા ક્ષણમાં
છખંડનો વૈભવ છોડીને, ‘જ્ઞાતાસ્વભાવ સિવાય કાંઈ
પણ મારું નથી’ એવી અકિંચનભાવનારૂપે પરિણમ્યા.
‘શુદ્ધ જ્ઞાનદર્શનમય એક આત્મા જ મારો છે,
એ સિવાય અન્ય કાંઈ પણ મારું નથી’ –એવા
ભેદજ્ઞાનના બળે દેહાદિ સમસ્ત પર દ્રવ્યોમાં ને
રાગાદિ સમસ્ત પરભાવોમાં મમત્વ પરિત્યાગીને
જેઓ અકિંચનભાવમાં તત્પર છે એવા ઉત્તમ
આકિંચન્યધર્મના આરાધક મુનિવરોને નમસ્કાર હો.
હે ચૈતન્યરત સંતો!
અમને આકિંચન્યધર્મની આરાધના આપો.
(૧૦)
ઉત્તમ બ્રહ્મચર્યની આરાધના
જે સીતાજીના વિરહમાં પોતે પાગલ જેવા
બની ગયા હતા તે જ સીતાદ્વારા લલચાવવા છતા
ભગવાન રામચંદ્રજી વિષયભોગોમાં લલચાય નહિ
ને ઉત્તમ બ્રહ્મચર્યધર્મની આરાધનામાં લીન થઈને
સર્વજ્ઞ પરમાત્મા થયા. ધર્માત્મા જયકુમાર
દેવીઓદ્વારા પણ બ્રહ્મચર્યથી ડગ્યા નહિ. ધર્માત્મા
શેઠ સુદર્શન પ્રાણાંત જેવા પ્રસંગે પણ પોતાના
બ્રહ્મચર્યવ્રતથી ડગ્યા નહિ. રાવણ વડે અનેક પ્રકારે
લલચાવવા છતાં ભગવતી સીતા પોતાના બ્રહ્મચર્યથી
ડગ્યા નહિ.
જગતના સર્વ વિષયોથી ઉદાસીન થઈને બ્રહ્મસ્વરૂપ નિજ આત્મામાં જ જેમણે ચર્યા પ્રગટ કરી
એવા ઉત્તમ બ્રહ્મચર્યધર્મના આરાધક સંત–ધર્માત્માઓને નમસ્કાર હો.
હે નિજાનંદલીન સંતો! અમને ઉત્તમ બ્રહ્મચર્યની આરાધના આપો.

PDF/HTML Page 26 of 61
single page version

background image
ભાદરવો: ૨૪૮૯ : ૧૭ :
મુક્ષુવીનો
જીમંત્ર
શાંતિ દ્વારા વિ

જ્ઞાનમૂર્તિ આત્મા શાંત–અકષાયસ્વરૂપી છે, ક્રોધ તેના સ્વરૂપની ચીજ નથી; એટલે,
ક્રોધવડે શત્રુ ઉપર મેળવાતો વિજય એ ખરો વિજય નથી, પણ ક્ષમાવડે ક્રોધ ઉપર મેળવાતો
વિજય એ જ ખરો વિજય છે. ચૈતન્યનો સાધક મોક્ષાર્થી વીર, ગમે તેવા પ્રતિકૂળતાના પહાડ
ખડા થાય તોપણ પોતે પોતાની સાધનાથી ન ડગે, શાંતભાવમાં નિશ્ચલ રહે, ક્રોધાદિ થવા ન દે
કે વેરબુદ્ધિ જાગવા ન દે, તેમાં તેનો ખરો વિજય છે. એવા વિજયવંત વીરોથી જૈનશાસન શોભે છે.
ભગવાન પારસનાથ ઉપર કમઠે ઉપસર્ગ કર્યો.. પાર્શ્વનાથ પ્રભુ શક્તિમાન હતા કે જો ધારે તો
ક્ષણમાત્રમાં કમઠના ચૂરા કરી નાંખે... પરંતુ નહિ! ચૈતન્યના સાધક એ સંત પોતાની સાધનામાં અડોલ
રહ્યા... કમઠ પ્રત્યે ક્રોધવૃત્તિ તેમને જાગી જ નહિ; નેઅંતે શું થયું? શું કમઠ જીત્યો? –ના; ભગવાન
જીત્યા. એનું નામ શાંતિદ્વારા વિજય.
જો ભગવાને પ્રતિકાર વડે કમઠ ઉપર વિજય મેળવ્યો હોત તો તે વિજયની એવી જગપ્રસિદ્ધ
મહત્તા ન હોત–કે જેવી મહત્તા અડોલ શાંતિદ્વારા મેળવેલા વિજયની છે.
(૧) એક રાજા બીજા રાજાને તલવારના બળે હરાવીને વિજેતા બને છે.
(૨) એક મુનિને કોઈ બાણથી વીંધી નાખે છે, –સામર્થ્ય હોવા છતાં મુનિ તેનો પ્રતિકાર નથી
કરતા, ને શાંતભાવે પ્રાણ છોડે છે.
–બેમાં વીર કોણ? ..... વિજયી કોણ?
કોના જેવા થવાનું આપણને ગમશે?
(૧) રાજા તો ક્રોધ કરીને કર્મથી બંધાયો એટલે કર્મ પાસે તેની હાર થઈ.
(૨) અને મુનિએ તો શાંતિદ્વારા કર્મોને ભસ્મ કરી નાંખ્યા એટલે કર્મો ઉપર તે વિજેતા
થયા.
ભગવાન બાહુબલીએ પહેલાં દેહબળે ચક્રવર્તી ઉપર વિજય મેળવ્યો..... ને પછી
વૈરાગ્યબળે વિજય મેળવ્યો. –પરંતુ તેમાંથી વૈરાગ્યબળે મેળવેલો વિજય વધુ બળવાન હતો, અને
એ વિજયે જ બાહુબલીને જગપ્રસિદ્ધ બનાવીને જગતને વૈરાગ્યનો સન્દેશ આપ્યો. બાહુબલીએ
માત્ર દેહબળે ક્રોધથી ચક્રવર્તી ઉપર વિજય મેળવીને રાજ્ય કર્યું હોત તો તે વિજયની એવી

PDF/HTML Page 27 of 61
single page version

background image
: ૧૮ : આત્મધર્મ: ૨૩૮
કિંમત ન થાત કે જેવી વૈરાગ્યદ્વારા મેળવેલા વિજયની થઈ. – તો જગત તેને માત્ર એક રાજા તરીકે
જોત, ભગવાન તરીકે નહીં.
આ રીતે ક્રોધદ્વારા સામાને હરાવીને મેળવાતો વિજય એ સાચો વિજય નથી. ચૈતન્યની અડોલ
સાધનાના બળે શાંતિદ્વારા મેળવાતો વિજય એ જ સાચો વિજય છે. આ વાત સમજે તે ક્રોધનો વિજેતા
બને. માટે, મુમુક્ષુવીરનો મંત્ર છે કે–
‘શાંતિદ્વારા વિજય’
ગમે તે પરિસ્થિતિ આવે પણ હું ક્રોધિત ન થાઉં ને મારી અડગ સ્વરૂપસાધનાની
શાંતિમાંથી હું ન ડગું, મારી આરાધનામાં (સ્વરૂપસાધનામાં) હું અડોલ રહું, તો પછી કોની
તાકાત છે વિશ્વમાં કે મને હરાવે! અકષાયી શાંતિદ્વારા કષાયોને અને કર્મોને જીતીને હું મોક્ષનો
વિજેતા બનીશ.
–આ છે મુમુક્ષુવીરનો જીવનમંત્ર!
ગુપ્તજ્ઞાન
આત્મસ્વભાવની સન્મુખ થતાં સમભાવરૂપ
આત્માનંદ થાય છે. તે સ્વભાવને ભગવાનની વાણીએ
પ્રકાશિત કર્યો છે. સ્વાનુભવ તે સંસારથી તારનાર છે,
અને સ્વાનુભવરૂપ જે મોક્ષમાર્ગ તેનું ગુપ્તજ્ઞાન અનુભવી
જ્ઞાની સન્તોએ પ્રગટ કર્યું છે.
– અષ્ટપ્રવચન
સમ્યગ્દર્શન
મોક્ષાર્થીને સૌથી પહેલાં સમ્યગ્દર્શન આવશ્યક છે;
સમ્યગ્દર્શન વગર મોક્ષમાર્ગમાં એક પગલું પણ જવાતું
નથી. સમ્યગ્દર્શન વગરનું બધુંય નીરસ છે, નિઃસાર છે;
માટે સમ્યગ્દર્શનની શ્રેષ્ઠતા જાણીને તેનો પ્રયત્ન મુમુક્ષુએ
કર્તવ્ય છે.
– અષ્ટપ્રવચન

PDF/HTML Page 28 of 61
single page version

background image
ભાદરવો: ૨૪૮૯ : ૧૯ :
તીવ્ર વૈરાગ્ય
અને ઉત્તમ ક્ષમા
(ભાવપ્રભુત ગા. ૧૦૬ થી ૧૧૦ના
પ્રવચનમાંથી તીવ્ર વૈરાગ્યભાવના અને
ઉત્તમ ક્ષમાભાવનાનો સુંદર ઉપદેશ)

અહીં ભાવશુદ્ધિ માટે સરળ પરિણામનો ઉપદેશ છે. પોતાના દોષને, ગુણથી અધિક એવા
ધર્માત્મા ગુરુ પાસે સરળતાથી, માનમરતબો મુકીને નિવેદન કરે, જે કાંઈ દોષ થયો હોય તે મન–
વચન–કાયાની સરળતાથી પ્રગટ કરી દ્યે. પોતાની મહત્તા છોડીને, બાળક જેવો સરળ થઈને પોતાના
દોષની નિંદા કરવી તે ભાવશુદ્ધિનું કારણ છે. નિષ્કપટપણે ગુરુ પાસે કહેવાથી દોષ ટળી જાય છે.
દુર્જનના વચનરૂપી ચપટી એટલે નિષ્ઠુર–કડવા આકરા વચન કહે છતાં પણ સજ્જન ધર્માત્મા
મુનિ તે સહન કરીને ક્ષમા રાખે છે. સ્વભાવની શાંતિને સાધનારા મુનિઓ દેહ–વચનની મમતાથી
રહિત છે, અબંધય–અકષાય પરિણામથી તે સહન કરે છે. સામાના વચનની પકડ નથી, તે પોતાને
માન–અપમાન કે દેહનું મમત્વ નથી. અરે, મારું અપમાન થયું–એવું શલ્ય પણ નથી રાખતા. ને પોતાને
કંઈ વચનની મમતા નથી કે આણે મને આમ કહ્યું માટે હું તેને કંઈક કહું, જેથી બીજીવાર કાંઈ કહે નહીં.
અંદરમાં ચૈતન્યના ઉપશમભાવને સાધવામાં મશગુલ મુનિઓ જગતના વચનના કલેશમાં પડતા નથી,
એમને એવી નવરાશ જ ક્યાં છે કે એવામાં પડે. વચનનો ઉપદ્રવ આવે કે દેહ ઉપર ઉપદ્રવ આવે તોપણ
મુનિઓ શાંતિથી ચલિત થતા નથી, ક્ષમા છોડીને ક્રોધિત થતા નથી. દેહમાં કે વચનમાં મમત્વ નથી તે
શુદ્ધ પરિણામથી સહન કરી શકે છે. અરે, અંદર જેને કષાયની આગ સળગે છે તે ઘરમાં રહે કે વનમાં
જાય પણ તેને તો વનમાં પણ લા લાગી છે. જે અંદર ચૈતન્યની શાંતિમાં વર્તે છે તેને સર્વત્ર શાંતિ જ
છે, બહારનો ઉપદ્રવ આવે કે દેવ આવીને ઉપસર્ગ કરે તોપણ તેને શાંતિ જ છે.
જગતમાં રાજપાટ કાંઈ શરણ નથી. ભયમાં શરણ એક ચૈતન્ય નિર્ભયરામ જ છે, તેના શરણે
કોઈ પણ પ્રતિકૂળતાને મુનિઓ શાંતિથી સહન કરે છે. દુર્વચન સાંભળતા ક્રોધ કરે તો તે મહાન શેનો?
જે મુનિવરો ક્ષમાવડે ક્રોધને જીતે છે તેઓ જ મહાન છે. હજારો યોદ્ધાને જીતનારા યોદ્ધા કરતાં ક્રોધને
જીતનારા મુનિઓ મહાન છે. અરે મુનિ! દુષ્ટ જીવના વચનોને તું તારા પાપના નાશનું કારણ બનાવ.
ક્ષમાવંત મુનિવરોની પ્રશંસા દેવો ને મનુષ્યો કરે છે. મુનિઓ કેવા છે?
भव–भोग–तन वैराग्यधार, निहार शिवतप तपत है...
અહા, ભવથી ઉદાસ, શરીરથી ઉદાસ, સંસારભોગોથી ઉદાસ... એવા વૈરાગ્યવંત મુનિવરો
મોક્ષને અર્થે ચૈતન્યને આરાધે છે... એવા મુનિઓ જગતમાં પૂજ્ય થાય છે.

PDF/HTML Page 29 of 61
single page version

background image
: ૨૦ : આત્મધર્મ: ૨૩૯
અરે જીવ! તું ક્રોધને છોડ! ને ક્ષમાગુણને ધારણ કર. મુનિનું સંબોધન છે પણ સર્વ જીવોને માટે
ઉપદેશ છે. સામા જીવોના પરિણામ તેના પાસે રહ્યા, બીજાના પરિણામની જવાબદારી પોતાના ઉપર
નથી. પણ પોતાના પરિણામમાં જીવ ક્ષમા રાખે. જગતની પ્રતિકૂળતાના પ્રસંગે સંતો અંદર
ચૈતન્યની શાંતિના કુવામાં ફડાક કરતા ઊંડે ઉતરી જાય છે... શ્રાવક તે પણ મુનિનો ભક્ત અને
ઉપાસક છે–તેણે પણ આવી પરિણામ શુદ્ધિ પ્રગટ કરવા યોગ્ય છે. પંચમ કાળમાં પ્રતિકૂળતા તો
અનાદિ કાળથી સંચિત એવી જે ક્રોધજ્વાળા તેને દુઃખદાયક જાણીને, ક્ષમારૂપી જળવડે તું
બુઝાવ! મન–વચન–કાયાથી સર્વે જીવો ઉપર ક્ષમા પ્રગટ કરીને, ચિદાનંદની શાંતિને સાધજે.
માતા બાળકને કહે કે હે ભાઈ! તું તો ડાહ્યો છો... તારે આમ ન કરાય, તેમ આચાર્યદેવ કહેછે કે
હે ક્ષમાવંત! હે ક્ષમાગુણના ધારક! તારા ભાવને ન જાણનારા બીજા તારી નિંદા કરે તોપણ તું ક્ષમા
રાખજે. અરિહંતો ક્ષમામાં શૂરવિર છે, હે મુનિ! તું પણ ક્ષમામાં શૂરવીર થા! ક્રોધ કરે તે વીર નથી. તે
તો નિર્બળ છે. ક્ષમા તે આત્માનો સ્વભાવ છે, તેનાથી આત્માની મહાનતા છે. પણ ખરી ક્ષમા ક્યારે
રાખી શકે? કે દેહ અને માનનું મહત્વ છોડીને તેનાથી આત્માની મહાનતા છે. પણ ખરી ક્ષમા ક્યારે
રાખી શકે? કે દેહ અને માનનું મહત્વ છોડીને તેનાથી ભિન્ન ચૈતન્યને જ્યારે જાણે ત્યારે સાચી ક્ષમા
પ્રગટે. મારા ચૈતન્યમાં જગતના શબ્દોનો પ્રવેશ જ ક્યાં છે? પછી શબ્દ કહેનાર પ્રત્યે હું ક્રોધ કેમ કરું?
સામાના શબ્દથી નુકશાન નથી થતું પણ ક્રોધથી જ નુકશાન થાય છે. ક્રોધ કરનાર પોતે પોતાને
નુકશાન કરે છે, પણ ગાળ દેનાર કાંઈ નુકશાન કરતો નથી. માટે હે જીવ! ક્રોધના પ્રસંગ ઉપસ્થિત
થવાના પ્રસંગે તું તારા ચૈતન્યના શાંત ક્ષમા જળવડે તે ક્રોધાગ્નિને બુઝાવી દેજે.
કરોડો પૂર્વનો સંયમ હોય. પણ ક્રોધવડે તેનું ફળ ક્ષણમાં દગ્ધ થઈ જાય છે. ચૈતન્યને સાધનાર
મુનિપણારૂપ જે વૃક્ષ તે મોક્ષફળ આપવાની તૈયારીવાળું છે. પણ જો તેમાં ક્રોધરૂપી અગ્નિ લાગે તો તે
વૃક્ષને દગ્ધ કરી નાખે છે. માટે હે મુનિ! સંયમાદિની રક્ષાને અર્થે તું ક્ષમાભાવ ધારણ કરજે, ભેદ
જ્ઞાનની ભાવનાના બળે તું ક્ષમાભાવ પ્રગટ કરજે, ક્રોધને પ્રગટ થવા દઈશ નહીં. ચૈતન્યની ભાવના
સિવાય બીજો કોઈ ક્રોધના નાશનો ઉપાય નથી.
હવે ઉત્તમ બોધિ–રત્નત્રયની સિદ્ધિને અર્થે એકદમ વૈરાગ્યભાવના ભાવવાનો ઉપદેશ કરે છે.
दीक्खाकालईयं भावय अविचार दंसणविसुद्धो।
उत्तम बोहिणिमित्तं असार साराणि मुणिऊण।। ११०।।
જુઓ, આ વૈરાગ્યનો ઉપદેશ! સંસારને અસાર જાણી, સ્વરૂપને સાધવા માટે જ્યારે વૈરાગ્યથી
મુનિ દીક્ષા લીધી તે વખતના તીવ્ર વૈરાગ્યને ઉત્તમબોધિ નિમિત્તે હે જીવ! તું સ્મરણ કર. તેની ભાવના
ભાવ. વિશુદ્ધચિત્તથી એટલે કે સમ્યગ્દર્શનાદિ નિર્મળ પરિણામ સહિત થઈને તું ઉત્કૃષ્ટ વૈરાગ્યની
ભાવના કર. મુનિ થતી વખતે આખા જગતથી ઉદાસ થઈને સ્વરૂપમાં જ રહેવાની કેવી ઉગ્ર ભાવના
હતી! જાણે સ્વરૂપથી બહાર હવે કદી આવવું જ નથી–આવા ઉત્તમ વૈરાગ્ય પ્રસંગની ભાવનાને ફરીફરી
ભાવીને હે જીવ! તું તારા રત્નત્રયની નિર્મળતા કર.
ચિદાનંદસ્વભાવને જ સાર જાણ્યો ને સંસારને અસાર જાણ્યો તે જીવ ચૈતન્યની ઉગ્ર ભાવનાવડે
ભાવશુદ્ધિ પ્રગટ કરે છે. ચિદાનંદ સ્વભાવ પવિત્ર–અકષાય છે, તેની ભાવનાથી કષાયો નષ્ટ થઈને
સમ્યગ્દર્શનાદિ પવિત્ર ભાવ પ્રગટે છે. ચૈતન્યને સાધવા માટે જે વૈરાગ્યની ધારા ઉલ્લસી, કે રાગના
કાળે જે વૈરાગ્યભાવના જાગી કે મરણપ્રસંગ આવી પડે તે વખતે જેવી વૈરાગ્ય ભાવના હોય–એવા
વૈરાગ્યને તું સદાય નિરંતર ધ્યાનમાં રાખીને વારંવાર ભાવના ભાવજે. વૈરાગ્ય ભાવનાને શિથિલ થવા
દઈશ નહિ. જે આરાધના ઉપાડી તેને જીવનપર્યંત નિર્વહન કરજે. આરાધક જીવને તીવ્ર રોગ વગેરે
પ્રતિકૂળ પ્રસંગે વૈરાગ્યની ધારા વિશેષ ઉપડે

PDF/HTML Page 30 of 61
single page version

background image
ભાદરવો: ૨૪૮૯ : ૨૧ :
છે. પ્રતિકૂળતા આવે ત્યાં આર્તધ્યાન ન કરે પણ સ્વભાવ તરફ ઝૂકે. ને તીવ્ર વૈરાગ્યવડે રત્નત્રયની
આરાધનાને પુષ્ટ કરે. મુનિની જેમ શ્રાવકને પણ આ ઉપદેશ લાગુ પડે છે. હે જીવ! સમ્યગ્દર્શનની
નિર્મળતા પ્રગટ કરી, સંસારને અસાર જાણી, અંતર્મુખ થઈને સારભૂત એવા ચૈતન્યની ભાવના ભાવ
વૈરાગ્યના પ્રસંગને યાદ કરીને તેની ભાવના ભાવ કે જેથી તારા રત્નત્રયની શુદ્ધતા થઈને કેવળજ્ઞાનની
પ્રાપ્તિ થાય. સાર શું અને અસાર શું એને ઓળખીને તું સારભૂત આત્માની ભાવના કર.
દીક્ષા વખતના ઉગ્ર વૈરાગ્ય પ્રસંગની વાત લઈને આચાર્યદેવ કહે છે કે અહા દીક્ષા વખતે શાંત
ચૈતન્ય દરિયામાં લીન થઈ જવાની જે ભાવના હતી, જાણે તે ચૈતન્યના આનંદમાંથી કદી બહાર જ ન
આવું, એવી વૈરાગ્યભાવના હતી. તે વખતની વિરક્તદશાની ધારા તું ટકાવી રાખજે... જે સંસારને
છોડતાં પાછું વાળીને જોયું નહિ, વૈરાગ્યથી ક્ષણમાં સંસારને છોડી દીધો, હવે આહારાદિમાં ક્યાંય રાગ
કરીશ નહીં. તેમ જેણે ચૈતન્યને સાધવો છે તેણે આખા સંસારને અસાર જાણી પરમ વૈરાગ્ય ભાવનાથી
સારભૂત ચૈતન્યરત્નની ભાવના વડે સમ્યગ્દર્શનાદિ શુદ્ધતા પ્રગટ કરવી.
ભવ, ભોગ અને તન ત્રણેથી અત્યંત ઉદાસ થઈ અંતરમાં ચૈતન્ય તરફ વળ. મુનિઓની પૂજામાં
આવે છે કે:–
भव भोग तन वैराग्यधार, निहार शिव तप तपत है।
तिहुं जगतनाथ अराध साधु सु पूजनीक गुण जपत है।।
જીવનમાં ઉત્કૃષ્ટ વૈરાગ્યના જે પ્રસંગો હોય, જ્યારે વૈરાગ્યની સીતાર ઝણઝણી ઊઠી હોય. એવા
પ્રસંગની વૈરાગ્ય ધારાને બરાબર જાળવી રાખજે. ફરીફરી તેની ભાવના કરજે. કોઈ મહાન પ્રતિકૂળતા,
અપજશ, વગેરે ઉપદ્રવ પ્રસંગે જાગેલી તારી ઉગ્ર વૈરાગ્ય ભાવનાને અનુકૂળતા વખતે પણ જાળવી
રાખજે. અનુકૂળતામાં વૈરાગ્યને ભૂલી જઈશ નહીં.
ધર્માત્મા પ્રતિકૂળતાથી ઘેરાઈ જતા નથી, પરિણામ બગડવા દેતા નથી, પણ તેવા પ્રસંગે ઉલટી
વૈરાગ્યની ધારા ઉપડે છે. પ્રતિકૂળતામાં આર્તધ્યાન ન કરે, પણ ઊલટું પુરુષાર્થની પ્રબળતા કરીને
વૈરાગ્ય વધારે છે. જેમ જેમ ધર્મીને વેદનાની તીવ્રતા તેમ તેમ તેને વીર્યની વિશેષ સ્ફુરણા જાગે છે.
આવા વૈરાગ્યની તીવ્ર ભાવના વડે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની ઉત્તમતા પ્રગટે છે, ને અલ્પકાળમાં
કેવળજ્ઞાન થાય છે.
એવો પ્રસંગ આવી પડ્યો હોય કે જેમાં જીવન મરણનો પણ સંદેહ હોય–એવા પ્રસંગે ધર્માત્માને
વૈરાગ્ય અને આરાધનાનું જોર વધી જાય છે. એવા વૈરાગ્યની ધારાને નિરંતર ટકાવી રાખીને
રત્નત્રયધર્મની શુદ્ધતા પ્રગટ કરજે. આવો ભાવશુદ્ધિનો ઉપદેશ છે. ભાવશુદ્ધિ વગર બાહ્યમાં ત્યાગી
થાય તો પણ બાહ્ય વિષયોમાં લુબ્ધતા તો પડી જ છે. ચૈતન્ય તરફના ચેતના તો છે નહિ એટલે
આહારમાં–ભયમાં–મૈથુનમાં કે પરિગ્રહમાં ક્યાંક ને ક્યાંક પરવિષયમાં પરિણામને રોકે છે. આત્મવશતા
તો છે નહિ, એટલે ઈન્દ્રિય વિષયોને જ વશ વર્તે છે; આવા ભાવે અનાદિકાળથી જીવ સંસારવનમાં
ભ્રમણ કરે છે, માટે અરે જીવ! હવે તો તું તે ભાવ છોડ. જગતનો ભય છોડીને ચૈતન્યને સાધવા માટે
સાવધાન થા. અતીન્દ્રિય ચૈતન્યની સન્મુખતાવડે તીવ્ર વૈરાગ્યભાવના પ્રગટ કરી મૈથુનસંજ્ઞાને કે
પરદ્રવ્યના મમત્વરૂપ પરિગ્રહસંજ્ઞાને તું છેદી નાખ. જે ભાવે ભવવનમાં તું ભમ્યો તે ભાવનું સેવન હવે
છોડ ને ચૈતન્યના સેવનવડે ભાવશુદ્ધિ પ્રગટ કર જગતના માન–પૂજાની દરકાર છોડીને તું તારા
આત્માના સુધારા માટે નીકળ્‌યો છો ને! તો એવી ભાવશુદ્ધિ પ્રગટ કર કે જેથી તારું ભવભ્રમણ ટળે...
ને મુક્તિ થાય એવો ઉપદેશ છે.

PDF/HTML Page 31 of 61
single page version

background image
: ૨૨ : આત્મધર્મ: ૨૩૯
ચા... લો... શો... ધી... એ...
અહીં જે સોનેરીસુવાક્યો આપ્યાં છે તે સોનગઢના કોઈને કોઈ પવિત્ર સ્થાનમાં
લખેલા છે... ક્યું સુવાક્ય ક્યા સ્થળે લખેલ છે... તે શોધી કાઢવાનું છે.
ચાલો શોધીએ – (ન મળે તો આગામી અંકમાં શોધી લેશો.)
(૧)... એકલું નિરપેક્ષ તત્ત્વ જ લક્ષમાં લેવામાં આવે તો સ્વપર્યાય પ્રગટે છે
(૨) જીવ બંધ બંને નિયત નિજનિજ લક્ષણે છેદાય છે, પ્રજ્ઞાછીણી થકી છેદતાં બંને જુદા પડી
જાય છે.
(૩) હે ભાઈ! તું કોઈ પણરીતે મહાકષ્ટે અથવા મરીને પણ તત્ત્વોનો કૌતુહલી થઈ આ
શરીરાદિ મૂર્તદ્રવ્યોનો એક મૂહૂર્ત (બે ઘડી) પાડોશી થઈ આત્માનો અનુભવ કર...
(૪) જિન સમરો, જિન ચિંતવો, જિન ધ્યાવો મન શુદ્ધ, તે ધ્યાતાં ક્ષણ એકમાં લહો પરમપદને શુદ્ધ.
(પ) હે શિવપુરીના પથિક! ....... શિવપુરીનો પંથ જિનભગવંતોએ પ્રયત્નસાધ્ય કહ્યો છે.
(૬) નિધિ પામીને જન કોઈ નિજ વતને રહી ફળ ભોગવે.
ત્યમ જ્ઞાની પરજન સંગ છોડી જ્ઞાનનિધિને ભોગવે.
(૭) “અહો! આ અપરાજિત તીર્થંકર અને હું પૂર્વભવે અપરાજિત–વિમાનમાં સાથે જ હતા....”
(૮) જૈનધર્મને કાળની મર્યાદામાં કેદ કરી શકાય નહીં.
(૯) ते धन्याः सुकृतार्थः ते शूराः तेऽपि पंडिता मनुजाः।
सम्यक्त्वं सिद्धिकरं स्वप्नेऽपि न मलिनितं यैः।।
(૧૦)... કોઈ સત્ઉપદેશ પ્રસંગે થયેલી પરમ આત્મિકભાવનાને, કોઈ પુરુષાર્થના ધન્યપ્રસંગે
જાગેલી પવિત્ર અંર્તભાવનાને સ્મરણમાં રાખજે, નિરંતર સ્મરણમાં રાખજે, ભૂલીશ નહિ.
(૧૧) હવે પછીની અનંત કાળાવલી આત્મતત્ત્વના ભોગવટામાં જ વહો.
(૧૨)... દેવો ઉપકારવશતાને લીધે મેઘકુમારને વિમાનમાં બેસાડી અઢીદ્વીપની યાત્રા કરાવે છે.
(૧૩)... યાત્રા દરમિયાન ક્યાંક વનમાં ભક્તો સાથે તીર્થના મહિમા સંબંધી ચર્ચાવાર્તા કરે છે.
(૧૪) જે કોઈ સિદ્ધ થયા છે તે ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે.
(૧પ)... ઉજ્જવલ આત્માઓનો સ્વત: વેગ વૈરાગ્યમાં ઝંપલાવવું એ છે.
(૧૬) સંયમસુધસાગરને આત્મભાવનાથી પૂજું.
(૧૭) ઋષભદેવ અને શ્રેયાંસકુમારના જીવો... બે ચારણમુનિઓને આવતા દેખી આશ્ચર્ય પામે
છે અને તેમના ઉપદેશથી સમ્યગ્દર્શન પામે છે... પ્રીતિંકમુનિરાજ પૂર્વભવના સ્નેહને લીધે તેને સમ્યક્ત્વ
પમાડવાની ભાવના થવાથી અહીં આવેલ છે.
(૧૮) અર્હંત સૌ કર્મોતણો કરી નાશ એ જ વિધિ વડે, ઉપદેશ પણ એમ જ કરી, નિવૃત્ત થયા,
નમું તેમને.
(૧૯)... આ જગતપ્રસિદ્ધ સત્યને હે ભવ્ય! તું જાણ.
(૨૦) વિદેહક્ષેત્રમાં દેવો અને મનુષ્ય શ્રી સીમંધરભગવાનનો તપકલ્યાણમહોત્સવ ઊજવે છે...
ત્યાંથી ફરતાં ફરતાં નારદ અયોધ્યા તરફ આવે છે... પરમ હર્ષથી કહે છે: હે રાજન્! વિદેહક્ષેત્રની
પુંડરીકિણીનગરીમાં મેં સીમંધરસ્વામીને તપકલ્યાણકમહોત્સવ પ્રત્યક્ષ દેખ્યો.

PDF/HTML Page 32 of 61
single page version

background image
ભાદરવો: ૨૪૮૯ : ૨૩ :
(૨૧) જીવે મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં
અવશ્ય એવો નિશ્ચય રાખવો કે જે કાંઈ મારે કરવું
છે તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે.
(૨૨) वत्थुसहावो धम्मो– વસ્તુસ્વભાવ તે
ધર્મ.
(૨૩) णमो अरिहंताण णमो सिद्धाणं णमो
आइरियाणं णमो उवज्झायाणं णमो लोए
सव्वसाहूणं।
(૨૪)... આનંદમાં સુસ્થિત અચળ જેની
જ્યોત છેએવો આ આત્મા સદા ઉદયમાન હો.
(૨પ) उत्कृष्टानंतसारं परमसुखमतः तस्य
सिद्धस्य जातम्। (શ્રી સિદ્ધભક્તિ)
(૨૬) ભવાવર્ત્તમાં પૂર્વે કદી નહિ ભાવેલી
ભાવના હવે ભાવો.
(૨૭) ત્રણેકાળના જગદુદ્વારક
તીર્થંકરભગવંતોને પરમોત્કૃષ્ટ ભક્તિથી નમસ્કાર.
(૨૮) પાત્ર થવા સેવો સદા બ બ્રહ્મચર્ય
મતિમાન.
(૨૯)... તત્કાળ બંને મુનિઓને કેવળજ્ઞાન
થાય છે; આનંદિત રામ–લક્ષ્મણ–સીતા, બંને
કેવળીભગવંતોની પૂજા કરી દિવ્યધ્વનિનું શ્રવણ
કરે છે...
(૩૦) સાતે મુનિવરો સગા ભાઈ છે, સાથે જ
દીક્ષિત થયેલા છે અને શ્રુતકેવળી છે.
(૩૧) दंसणमूलो धम्मो (૩૨)... ઉદાહરણ
તરીકે આઠ આચાર્યાદિક બતાવેલ છે.
(૩૩) વિચારદશાનું મુખ્યસાધન સત્પુરુષનાં
વચનોનું યથાર્થ ગ્રહણ છે.
(૩૪) નિજજ્ઞાનની કળાના બળથી આ પદને
અભ્યાસવાને જગત સતત પ્રયત્ન કરો.
(૩પ) દર્શનશુદ્ધિથી જ આત્મસિદ્ધિ.
(૩૬) એ જીવ કેમ ગ્રહાય? જીવ ગ્રહાય છે
પ્રજ્ઞા વડે.
(૩૭) “... તે મુનિઓ ત્રણવાર કેમ આવ્યા?
વળી મને તેમના પ્રત્યે પુત્રના જેવો પ્રેમ કેમ
ઉભરાગ છે?”
(૩૮) શ્રી કુંદકુંદાચાર્યદેવે ભાવપ્રાભૃતમાં કહ્યું છે
કે શિવકુમાર નામના ભાવશ્રમણ કે જે યુવતીજન
વેષ્ટિત હોવા છતાં વિશુદ્ધમતિ અને ધીર હતા તે
સંસારથી મુક્ત થયા.
(૩૯) વસ્તુ વિચારત ધ્યાવતે, મન પાવે વિશ્રામ,
રસ સ્વાદત સુખ ઊપજે, અનુભવ યાકો નામ.
(૪૦) સુખકી સહેલી હૈ અકેલી ઉદાસીનતા.
(૪૧) સીમંધર ભગવાનના સમવસરણમાં..
ચક્રવર્તી આશ્ચર્યથી પૂછે છે.
(૪૨)
वंद्रित्त्तु सष्वसिध्धे धुमवचलमणो–
वमंमणोवमं गइं पत्त्ते।
वोच्छामि समयपाहुडमिणमो सुयकेवली भणियं।।
(૪૩) સમયસારથી ઊંચું ખરેખર બીજું કાંઈ
પણ નથી.
(૪૪) ગુરુચરણોના સમર્થનથી ઉત્પન્ન થયેલા
નિજ મહિમાને જાણતો કોણ વિદ્વાન ‘આ પરદ્રવ્ય
મારું છે’ એમ કહે?
(૪પ) મુનિ ભગવંતોને શ્રી કાનજીસ્વામી
અત્યંત ભક્તિભાવે વંદના કરે છે અને તેમનાં
રચેલાં ચાર અનુયોગમય આગમોનો અત્યંત
અર્પણતાપૂર્વક સ્વાધ્યાય કરે છે.
(૪૬) હે માત...! જિસ સમય સમવસરમેં તું
ભગવાન અર્હંતકે મુખસે દિવ્યધ્વનિકે રૂપમેં પ્રકટ
હૂઈ થી ઉસ સમય તેરી ધ્વનિ સમુદ્રકે સમાન ધીર
તથા ગંભીર થી... ઔર તુઝકો સુનકર સમસ્ત
જીવ આશ્ચર્ય કરતે થે.
(૪૭) નિર્વિકલ્પધ્યાનની પ્રસિદ્ધિ માટે તારા
ચિત્તને સ્થિર કરવા ચાહતો હો તો હે ભવ્ય! ઈષ્ટ–
અનિષ્ટ પદાર્થોમાં મોહી ન થા, રાગી ન થા, દ્વેષી
ન થા.
(૪૮) મિથ્યાત્વ–આદિક ભાવને ચિરકાળ
ભાવ્યા છે જીવે; સમ્યક્ત્વ–આદિક ભાવરે! ભાવ્યા
નથી પૂર્વે જીવે.
(૪૯)
देवपूजा गुरोपास्तिः स्वाध्यायः
संयमस्तपः।
दानश्चेति गृहस्थानां षट्कर्माणि
दिनेदिने।।७।।
(પ૦) રત્નત્રયનાસાધક સન્તો મુજ આંગણીયે
આવો...

PDF/HTML Page 33 of 61
single page version

background image
: ૨૪ : આત્મધર્મ: ૨૩૯
શ્રાવણ... માસનાં... સરવણાં

જેમ શ્રાવણ માસની મધુરવર્ષાના સરવણાં સંતપ્ત
પૃથ્વીને તૃપ્ત અને શીતલ કરીને નવીન અંકુરા જગાડે
છે... તેમ ગુરુદેવની વાણીમાં વરસેલા શ્રાવણ માસના
આ મધુર સરવણાં શ્રોતાજનોના સંતપ્તહૃદયમાં
શાંતરસનું સીંચન કરીને તેને તૃપ્તિ અને શીતળતા
પમાડે છે ને ધાર્મિકભાવનાના નવીન અંકુરા જગાડે છે.


આત્મતત્ત્વની આ ગંભીર વાત છે. આત્મતત્ત્વ શું ચીજ છે અને તેનું શું કાર્ય છે, ને ધર્માત્માનું
કેવું કાર્ય હોય–તેની સમજણની ખીલવટ આ કર્તાકર્મઅધિકારમાં આચાર્યદેવે કરી છે.
મિથ્યાત્વ છેદીને ધર્મદ્રષ્ટિ ખીલવવી હોય તેણે, પર મારાં કાર્ય ને હું તેનો કર્તા– એ દ્રષ્ટિ છોડવી,
ને જ્ઞાનાનંદસ્વભાવ હું છું–એવી દ્રષ્ટિ કરવી.
પહેલાં પરનો અને રાગનો આશ્રય માનીને દ્રષ્ટિ ત્યાં રોકાઈ ગઈ હતી–તે મહાન અધર્મ હતો,
હવે સ્વભાવની દ્રષ્ટિ કરીને, અપૂર્વપુરુષાર્થની જાગૃતિ વડે, રાગ અને પરનો આશ્રય છોડયો ને જ્ઞાન
નિજસ્વભાવમાં પરિણમ્યું–તે જ્ઞાનનું અપૂર્વ આચરણ છે; આ ધર્માત્માનું આચરણ છે.
રાજ–પાટ વગેરે છોડીને બહારનો ત્યાગ અનંતવાર કર્યો, આહાર–પાણી પણ અનંતવાર
છોડયા, પણ અંતરમાંથી મિથ્યાત્વ કેમ છૂટે તેની કળા જીવ શીખ્યો નથી. શુભરાગ કરીને એમ
માન્યું કે હું પરનો છોડનાર ને હું આ રાગનો ગ્રહનાર, –ત્યાં પોતાના સ્વભાવધર્મનો ત્યાગ થઈને
મિથ્યાત્વ થાય છે. ભાઈ, તારો ચિદાનંદસ્વભાવ રાગનોય કર્તા નથી, તોપછી પરનું ગ્રહણ–ત્યાગ
તેમાં કેમ હોય?
જેવા મહાવીર પરમાત્મા અહીં બિરાજતા હતા, તેવા સર્વજ્ઞ પરમાત્મા સીમંધર ભગવાન
અત્યારે વિદેહક્ષેત્રમાં સાક્ષાત્ તીર્થંકરપણે બિરાજી રહ્યા છે, દિવ્યધ્વનિ છૂટે છે, તેમાં જે ઉપદેશ આવ્યો
તે ઝીલીને અને જાતે અનુભવીને કુંદકુંદાચાર્યદેવે આ રચના કરી છે. ચૈતન્યસ્વભાવની આ ગંભીર–ઊંડી
વાત છે, તે સમજ્યા વગર આરો આવે તેમ નથી. આ સમજે તો અંતરમાં ‘અમૃત’ એટલે અતીન્દ્રિય
આનંદનો સ્વાદ આવે, ને જન્મ–મરણ ટળીને અમૃતપદ એટલે મોક્ષપદની પ્રાપ્તિ થાય. સાધકધર્માત્માની
જ્ઞાનપરિણતિની સાથે જે રાગ વર્તે છે તે કાંઈ જ્ઞાનનું કાર્ય નથી. રાગનું કર્તૃત્વ અમારું નહિ, અમે તો
જ્ઞાન છીએ–આવું ધર્મીનું પરિણમન છે.

PDF/HTML Page 34 of 61
single page version

background image
ભાદરવો: ૨૪૮૯ : ૨પ :
ભરતચક્રવર્તી છ ખંડના રાજમાં રહેલા છતાં ચિદાનંદતત્ત્વના ભાનસહિત વૈરાગી હતા. અરે!
અમે આ રાજના કામ કરનારા નહિ, અમે તો ચૈતન્યનો અનુભવ કરીને આનંદના ખજાના ખોલનારા
છીએ. બીજા ભાવોના કર્તા અમે નથી, ને તે અમારું સ્વરૂપ નથી. એ જ રીતે શ્રેણીકરાજા જે અત્યારે
નરકના સંયોગમાં છે, –તીર્થંકરપ્રકૃતિ બંધાય છે, –પણ અંદરની પરિણતિમાં ભાન છે કે આ નરકનો
સંયોગ, આ તીર્થંકરપ્રકૃતિનો સંયોગ કે તેના કારણરૂપ પરિણામ– તે બધાય મારી ચૈતન્યપરિણતિથી
ભિન્ન છે. ચૈતન્યની પરિણતિ તે જ હું છું. –આવી પરિણતિ વગર જ્ઞાનદશા કહેવાય નહિ.
જ્ઞાનપરિણતિ જેને ખીલી છે તે ધર્માત્મા રાગાદિના પરિણામને જાણે છે, પણ તે પરિણામને
જ્ઞાનભૂમિમાં દાખલ કરતો નથી, જ્ઞાનભૂમિથી તેને જુદા જ જાણે છે. મિથ્યાત્વની ભૂમિકાવાળા તીવ્ર
રાગદ્વેષ કે કષાયો તો ધર્મીને હોતા જ નથી; નરકાદિનું હલકું આયુષ્ય પણ ધર્મની ભૂમિકામાં બંધાતું
નથી; તે ઉપરાંત અહીં તો કહે છે કે ધર્મની ભૂમિકામાં દેવાદિનું જે ઊંચું આયુષ્ય બંધાય છે તેનો કર્તા
ધર્મીજીવ નથી; શુભ પરિણામનુંય કર્તૃત્વ જ્ઞાનમાં નથી.
અહો, એક તરફ જ્ઞાનભાવ, ને બીજી તરફ બધાય પરભાવ, બંનેની જાત જ જુદી; બંનેની ધારા
જ જુદી. સમકિતીને તીર્થંકરપ્રકૃતિ બંધાય–એમ કહેવાય પણ ખરેખર એ તીર્થંકરપ્રકૃતિનું કે તેના
કારણરૂપ શુભરાગનું કર્તૃત્વ સમકિતીની પરિણતિમાં નથી. સમકિતીનું પરિણમન તો જ્ઞાનમય જ છે.
જ્ઞાનમય પરિણમનમાં વિકારનું કે જડનું કર્તૃત્વ કેમ હોય?
વિકાર તો મેલો છે, ને જ્ઞાન તો પવિત્ર છે; પવિત્ર જ્ઞાનભાવમાં મેલનું કર્તૃત્વ કેમ હોય?
જ્ઞાનપરિણતિ તે જ જ્ઞાતાની ચાલ છે. મલિનતા તે જ્ઞાતાની ચાલ નથી. અરે, એકવાર આવું ભેદજ્ઞાન
તો કરો! જ્ઞાનનું સ્વરૂપ શું ને વિકારનું વિરૂપ શું–તે બંનેની ભિન્ન ભિન્ન જાત ઓળખીને જ્યાં જ્ઞાનરૂપ
પરિણમ્યો ત્યાં બધાય પરભાવનું કર્તૃત્વ છૂટી ગયું. –આનું નામ ધર્મ છે.
પ્રભુ આત્માનો સ્વાદ તો વિજ્ઞાનઘનરૂપ છે, આનંદમય નિજરસથી ભરેલો સ્વાદ તે જ
આત્માનો સ્વાદ છે. કષાયનો સ્વાદ આકુળતાથી ભરેલો છે, તે સ્વાદ આત્માનો નથી. જ્યાં ચૈતન્યમાં
ડૂબકી મારે ત્યાં નિરાકુળ અચલિત શાંતરસનો સ્વાદ આવે છે. જે સ્વાદ બહિદ્રષ્ટિમાં જીવે કદી ચાખ્યો
નથી; જે સ્વાદ ચાખતાં અનંત સંસારનો થાક ક્ષણમાત્રમાં ઊતરી જાય છે.
આત્મા... એટલે આનંદથી ભરેલું સરોવર!
આત્મા... એટલે ચૈતન્યપ્રકાશી સૂર્ય!
આત્મા... એટલે વિજ્ઞાનરસનો ભંડાર!
આત્મા... એટલે શાંત ચૈતન્યસ્વાદની સમુદ્ર!
ચૈતન્યતત્ત્વ ઊંડું છે; ઊંડું એટલે શુભાશુભ લાગણીઓથી પાર; તે ચૈતન્યતત્ત્વને સ્પર્શ્યા વિના
પરભાવના કર્તૃત્વથી જ જીવ સંસારમાં રખડે છે. સંસારમાંય તે કાંઈ શરીરાદિનાં કામ નથી કરતો.
ભાઈ, તારે પરનાં કાર્યો સાથે તો સંબંધ નથી, ને શુભ–અશુભ ભાવો પણ ખરેખર તારા
સ્વભાવ સાથે સંબંધવાળા નથી, –તો તું તેનો કર્તા કેમ થાય છે? જ્ઞાનાનંદસ્વભાવ તરફ વળ તો
આનંદરસની સ્ફુરણા થાય.
સાકર વગેરેમાં સ્વાદ હોય, પણ શું આત્મામાં સ્વાદ હોય? તો કહે છે કે હા; વીતરાગી
શાંતરસનો અનાકુળ સ્વાદ આત્મામાં છે. શાંત ચૈતન્યરસનો પિંડ આત્મા છે, અનુભવમાં તેનો સ્વાદ
આવે છે. –ચૈતન્યનો આવો નિરાકુળ શાંત સ્વાદ જગતના બીજા કોઈ પદાર્થમાં નથી.
શુભાશુભરાગમાં આકુળતાનો કષાયેલો સ્વાદ છે; તેના કર્તૃત્વમાં જે અટકે છે તે ચૈતન્યના
આનંદ–

PDF/HTML Page 35 of 61
single page version

background image
: ૨૬ : આત્મધર્મ: ૨૩૯
પ્રવાહને ભેદે છે. બહારમાં કદાચ શુભના ઉદયથી અનુકૂળ સંયોગ મળે, પણ તે તરફના હર્ષના વેદનમાં જે
અટકે છે તે પોતાના વિજ્ઞાનઘનની આનંદદશાને તોડે છે. અનુકૂળ સામગ્રીમાં કાંઈ એવી તાકાત નથી કે
ચૈતન્યના આનંદનો સ્વાદ આપે. પરલક્ષે સુખની કલ્પના કરે તો પોતાના આનંદનો ઘાત કરે છે; તેમજ
પ્રતિકૂળ સંયોગમાં દુઃખની કલ્પના કરીને પરિણમે તે પણ પોતાના સ્વાધીન અસંયોગી સુખને ભૂલે છે.
અરે જીવ! પરમાં સુખ–દુઃખની કલ્પના વ્યર્થ છે; તારો આત્મા સ્વયમેવ વિજ્ઞાનઘન એક
આનંદસ્વાદથી ભરેલો છે. તારો સ્વભાવ કાંઈ હર્ષ–શોકની ઉત્પત્તિનું સ્થાન નથી. ચૈતન્યધામમાંથી
તોઆનંદની ઉત્પત્તિ થાય ને કેવળજ્ઞાન ઊપજે, –એવું તારું સ્વક્ષેત્ર છે. સ્વસન્મુખ આનંદપરિણતિમાં
વર્તતો જ્ઞાની હર્ષશોકનો ભોકતા થતો નથી, તે તો નિજાનંદના સ્વાદને જ વેદે છે.
પ્રભો, તારા આનંદસ્વભાવની વાત એકવાર રુચિમાં ને જ્ઞાનમાં તો લે. નિજસ્વભાવ તરફ
વળતાં એકરૂપ આનંદનો અનુભવ થાય–એવો સ્વભાવ છે. અરે, તારા સ્વાદની તને ખબર નહિ, ને
પરભાવના આકુળસ્વાદને તું તારો માનીને વેદી રહ્યો છે! તેમાં તો તારો આનંદરસ લૂંટાઈ જાય છે.
સ્વભાવ તરફ જો તો તેમાં પરમ શાંતિનો સ્વાદ ભર્યો છે.
જુઓ, આ ચૈતન્યની પરમશાંતિની વાત!
વચનામૃત વીતરાગનાં પરમ શાંતરસમૂળ,
ઔષધ જે ભવરોગનાં કાયરને પ્રતિકૂળ.
અરે, વીતરાગનાં વચન તો સ્વભાવ અને પરભાવની વહેંચણી કરાવીને, જીવને
અંતરસ્વભાવમાં લઈ જાય છે... જેનાથી ભવરોગનો નાશ થાય–એવી સ્વસન્મુખતા વીતરાગનાં વચન
બતાવે છે. પણ પુરુષાર્થહીન કાયર જીવો શુભરાગમાં અટકી રહ્યા છે.
ત્રિલોકનાથ પરમાત્મા તીર્થંકરદેવ એમ ફરમાવે છે કે અરે આત્મા! પરની ક્રિયામાં તું ક્યાં
અટક્યો? એ કાર્ય તારાં નથી. અજ્ઞાની પણ પરની ક્રિયા કરી શકતો નથી. તું તો જ્ઞાન છો; તારા
જ્ઞાનભાવમાં પરભાવનુંય કર્તવ્ય નથી. જેમ સૂર્યના તેજમાં પરભાવ નથી. રાગથી જુદો પડીને તારા
જ્ઞાનસ્વભાવમાં આવ, તો તને તારા જ્ઞાનનો સ્વાદ અનુભવમાં આવે.
હે જીવ! આત્મભાનમાં તું તારા નિર્મળ પરિણામને કર, અને અજ્ઞાનભાવમાં તું રાગ–દ્વેષ–હર્ષ–
શોકના પરિણામ કર; પણ બહારમાં કોઈ જીવને બચાવવો કે મારવો તે ક્રિયા તારા આત્માથી બહાર છે.
પરની ક્રિયા આત્મામાં નથી. વીતરાગના જેને ઉપાસક થવું હોય, દાસ થવું હોય–તેની આ વાત છે.
સમન્તભદ્રસ્વામી સ્વયંભૂસ્તોત્રમાં કહે છે કે હે નાથ! હે સર્વજ્ઞ પરમાત્મા! આપના ગુણગાન કરવા
માટે હું તો આપનો ચારણ છું, હું તો આપનો ચાકર ને દાસ છું. આપની સર્વજ્ઞતા વગેરે ગુણો પ્રત્યેની પરમ
ભક્તિને લીધે ચારણની જેમ હું આપનાં ગુણગાન કરું છું. જુઓ, આ આત્મગુણોનું બહુમાન!
આચાર્યદેવ કહે છે કે હે ભાઈ, સંસારની વાત તે બહું સાંભળી, એકવાર હવે અમારી વાત
સાંભળ! તારા ચૈતન્યમાં ભરેલા આનંદના નિધાન અમે તને દેખાડીએ છીએ તે સાંભળ. લક્ષ્મી
મળવાની વાત કેવી હોંશથી સાંભળે છે! –તો આ ચૈતન્યલક્ષ્મીના નિધાન તારાઅંતરમાં છે–તેની વાત
સાંભળવામાં ઉત્સાહ કર.
આત્માનો સ્વાદ અચલિત વિજ્ઞાનઘન છે. જેમ લીંડીપીપરમાં તીખો સ્વાદ છે સાકરમાં મીઠો સ્વાદ
છે, મીઠામાં ખારો સ્વાદ છે, તેમ ચૈતન્યમાં શાંતરસ–વિજ્ઞાનરસ ભર્યો છે, જેનો સ્વાદ આનંદમય છે.
આનંદનો સ્વાદ શુભરાગમાંય નથી. અતીન્દ્રિય આનંદરસનો સ્વાદ નિજસ્વભાવના
અવલોકનથી આવે છે. આત્મામાં એકરૂપ આનંદરસની ધારાનો પ્રવાહ

PDF/HTML Page 36 of 61
single page version

background image
ભાદરવો: ૨૪૮૯ : ૨૭ :
વહે છે, –તેનો જ ધર્મી ‘ભાવક’ છે. ધર્મીજીવ ભાવક થઈને પોતાના નિજાનંદને જ પોતાનું ‘ભાવ્ય’
બનાવે છે, વિકારને તે પોતાનું ભાવ્ય બનાવતો નથી, તેને તો જ્ઞેયપણે ભિન્ન રાખે છે.
અજ્ઞાની જીવ નિજાનંદરસની ભાવનાને ભૂલીને, વિકારનો જ ભાવક થાય છે ને હર્ષ–શોક વગેરે
વિકારને પોતાનું ભાવ્ય બનાવે છે. આવા વિકારી ભાવ્ય ભાવક વડે અજ્ઞાનીએ આ સંસારમાં અનંત
અવતાર કર્યા. અનંત ભવથી તે સંસારદુઃખ ભોગવી રહ્યો છે. તેનાથી છૂટવાની આરીત છે.
અરે આત્મા! તારી ચીજ અંતરમાં આનંદસ્વાદથી ભરેલી એકરૂપ છે. શુભ કે અશુભ એ બંને
ભાવો તારા એકરૂપ સ્વભાવથી જુદી જાતના છે. વિરુદ્ધ જાત છે, દુઃખ દેનારા છે. આત્મામાં આનંદ છે,
વિકારમાં આકુળતા છે. શુભ કે અશુભ, તેનાથી બંધાતા પુણ્ય કે પાપ, તેના ફળરૂપ હર્ષ કે શોક અથવા
અનુકૂળતા કે પ્રતિકૂળતા–એ બધુંય ચિદાનંદમૂર્તિ આત્માથી બહાર છે, તે બધાયની રુચિ છોડીને
આનંદકંદ આત્માની રુચિ કરે ત્યારે જ ધર્મ અને આનંદ થાય છે.
વાહ! આત્મામાં ઊતરવા માટે કેવી સરસ વાત છે! એકવાર તો જગતથી જુદો પડીને અંદરમાં
આવ! અંદરમાં ઊતરીને આત્માનો અપૂર્વસ્વાદ એકવાર તો ચાખી જો. અત્યાર સુધી તો પરભાવના
સ્વાદમાં તું લૂંટાણો, હવે નિજભાવનો સ્વાદ ચાખીને અપૂર્વ નિધાનને પ્રાપ્ત કર.
પરભાવમાં ને સંયોગમાં જે સુખ માને છે તેને કહે છે કે અરે, પરભાવના ભીખારી! અરે,
સંયોગના ભીખારી! તારું સુખ એમાં ક્યાંય નથી; સુખ તો તારા અંતરમાં ભરેલું છે; તું પોતે
નિજાનંદનો બાદશાહ છો, અનંતા ચૈતન્યનિધાનનો સ્વામી તું છો... પણ તારા નિધાનને ભૂલીને તું
ભીખારીની જેમ બીજા પાસે તારા સુખની ભીખ માંગી રહ્યો છે. તે હવે છોડ, ને એકલો અંદર ઊતરીને
નિજનિધિને ભોગવ.
ભાઈ, સંયોગના લક્ષે અત્યારસુધી તેં ફક્ત દુઃખ જ ભોગવ્યા છે... સંયોગો કાંઈ આત્મામાં નથી
આવ્યા, ને તે સંયોગો ને કાંઈ આત્માએ નથી ભોગવ્યા... આત્માએ અજ્ઞાનીપણે પોતાના વિકારનું
દુઃખ જ ભોગવ્યું છે. જ્ઞાન થતાં આ જીવ વિકારનું વેદન છોડીને સ્વભાવના સુખને અનુભવે છે. હર્ષ
અને શોક એ બંનેથી જુદી આ ત્રીજી ચીજ છે.
અરે ભાઈ, અત્યારસુધી તેં તારા આત્માની સામે ન જોયું; આત્માની શુદ્ધતાને તે જાણી નહિ,
આત્માની શુદ્ધતાને તેં શ્રદ્ધામાં ન લીધી, ને આત્માની શુદ્ધતાના સ્વાદને તેં વેદનમાં ન લીધો, તેં
વિકારનું જ વેદન કર્યું–તે વેદનમાં તને કદી શાંતિ ન મળી. એકવાર ઉપયોગને અંતરમાં વાળીને,
વિકારને જુદો પાડીને, વેદન પલટાવી નાંખ તો તારા અંર્તવેદનમાં આનંદરસની ધારા વરસે.
અરે, તે શું કર્યું ને શું ભોગવ્યું? તેનીયે તને ખબર નથી? તારામાં જે થઈ રહ્યું છે તેની યે
ખબર તને ન પડે? –આટલો બધો બેખબરો? ઘરમાં મામા આવીને ચાલ્યા જાય ને ખબર ન રહે–તો
બેખબરો કહીને લોકો ઠપકો આપે છે; અહીં સન્તો ઠપકો આપીને સમજાવે છે કે અરે બેખબરા જીવ! તું
તારા આનંદઘન આત્માને ભૂલીને વિકારને ભોગવે છે, પરને કાંઈ તું નથી ભોગવતો, –છતાં પરને હું
ભોગવું છું એમ માની રહ્યો છે! જેમ મોઢામાં શું ખાય છે તેની પોતાને ખબર ન હોય–તો કવું કહેવાય?
–તેમ પોતે જે ભોગવી રહ્યો છે તેની પોતાને ખબર ન હોય–એ તો કેવું અજ્ઞાન! અહીં તો વિકારનાય
વેદનથી પાર ચૈતન્યના અતીન્દ્રિય આનંદનું વેદન કેમ થાય તેની વાત છે. એકવાર એનું વેદન કર તો
અપૂર્વ શાંતરસની ધારા આત્મામાં વરસે.
(આવા છે શ્રાવણમાસનાં સરવણાં)

PDF/HTML Page 37 of 61
single page version

background image
: ૨૮ : આત્મધર્મ: ૨૩૯
રત્નત્રયન
આરાધના
(મોક્ષપ્રાભૃત ગા. ૪૭ થી પ૩ ઉપરના પ્રવચનોમાંથી)

આરાધનાના આ દિવસોમાં, આરાધનાનું સ્વરૂપ
સમજાવતું અને આરાધના પ્રત્યે તથા આરાધક સંતો
પ્રત્યે પરમ બહુમાન જગાડતું આ પ્રવચન સૌને
આહ્લાદિત કરશે.


સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની આરાધના તે જિનમુદ્રા છે, તે વીતરાગી જિનમુદ્રા જ મોક્ષના
કારણરૂપ છે ને તે પોતે સિદ્ધિસુખ છે. મોક્ષના કારણરૂપ જે રત્નત્રયસ્વરૂપ જિનમુદ્રા તેને જ
મોક્ષસુખ કહ્યું છે. જેમ પ્રવચનસારના પંચરત્નમાં ભાવલિંગી મુનિને જ મોક્ષતત્ત્વ કહ્યું છે, તેમ
અહીં રત્નત્રયની આરાધનારૂપ જિનમુદ્રા તે મોક્ષસુખનું કારણ હોવાથી, તેમાંજ કાર્યનો ઉપચાર
કરીને તેને જ મોક્ષસુખ કહ્યું છે. જિનમુદ્રા કેવી છે? કે ભગવાને જેવી આરાધી અને કહી તેવી
છે; સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રના આરાધક, વીતરાગતાના પિંડ મુનિ ચાલ્યા આવતા હોય–એ તો
જાણે સાક્ષાત્ મોક્ષતત્ત્વ આવ્યું! અહા, આવી મુનિદશારૂપ જિનમુદ્રા જેને ન રુચે તેને
આરાધનાનો જ પેમ નથી. આવી જિનમુદ્રાધારક મુનિના સાક્ષાત્ દર્શન થતાં મુમુક્ષુજીવનું
હૃદય આરાધના પ્રત્યેની ભક્તિથી ઊછળી જાય છે.
અરે, સ્વપ્નમાં પણ જેને આવી મુનિદશા
પ્રત્યે અણગમો આવે, કે તેની અરુચિ થાય, તે જીવ ગહન ભવવનમાં ભટકે છે, કેમકે તેને
આરાધના પ્રત્યે તિરસ્કાર છે. ધર્મીને તો સ્વપ્નમાં પણ વીતરાગી સંતધર્માત્માનું બહુમાન આવે,
સ્વપ્નમાં પણ મુનિ વગેરે ધર્માત્માના દર્શન થતાં ભક્તિથી તેના રોમ રોમ ઉલ્લસી જાય.
સમ્યગ્દર્શન સહિતની ચારિત્રદશા હોય ત્યાં બહારમાં પણ દિગંબર દ્રવ્યલિંગ હોય; આ
રીતે અંતરમાં ને બહારમાં વીતરાગ જિનમુદ્રા ધારણ કરનારા સંત મુનિઓ સ્વાધીન
આત્મસુખને અનુભવે છે. આચાર્યદેવ પોતે આવા સ્વાધીનસુખને અનુભવે છે. આવી
જિનમુદ્રાધારક ધર્માત્મા મુનિઓના દર્શનથી જેને પ્રમોદ અને ભક્તિ નથીઆવતા તે જીવા
આરાધનાથી ભ્રષ્ટ વર્તતો થકો સંસારમાં જ રખડે છે. ધર્મી જીવ તો આવા આરાધક મુનિને
જોતાં પ્રમોદિત થાય કે વાહ! ધન્ય આપની આરાધના!! ધન્ય આપની ચારિત્રદશા!!
ધન્યઆપનો અવતાર!! સાક્ષાત્ મોક્ષનું સાધન આપ કરી રહયા છો. –આમ પ્રમોદથી ધર્મીજીવ
રત્નત્રયની આરાધનાની ભાવના પુષ્ટ કરે છે.

PDF/HTML Page 38 of 61
single page version

background image
ભાદરવો: ૨૪૮૯ : ૨૯ :
રત્નત્રયના આરાધક ભાવલિંગી મુનિઓ આ લોક કે પરલોક બંનેના લોભરહિત
નિરપેક્ષવૃત્તિથી અંતરમાં ચિદાનંદ પરમતત્ત્વના ધ્યાનમાં મગ્ન હોય છે, તેઓ વર્તમાનમાં જ મોક્ષસુખમાં
મહાલી રહ્યા છે, ને અલ્પકાળે પૂર્ણ મોક્ષસુખને પામશે. જેના અંતરમાં લોભ રહે, આ લોકની
સગવડતાની આકાંક્ષા રહે, પ્રતિકૂળતાનો ભય રહે. કે પરલોકસંબંધી આકાંક્ષા રહે તે જીવ
પરમાત્મતત્ત્વના ધ્યાનમાં રહી શકતો નથી. અરે, મોક્ષસુખની ઈચ્છા તે પણ લોભ છે, તે પણ દોષ અને
આસ્રવ છે, ને તેટલો લોભ પણ મોક્ષસુખને રોકનાર છે. માટે ભાવલિંગી મુનિવરો તો નિર્લોભ થઈને
પરમાત્મતત્ત્વને ધ્યાવે છે, તેમાં પરમ આનંદરસનો જ પ્રવાહ વહે છે.
નીચેની ભૂમિકામાં ધર્મીને જરાક રાગ હોય છે, પણ તે રાગનો લોભ નથી, આ રાગ ઠીક છે–
એવો લોભ નથી. રાગના ફળમાં ઈન્દ્રપદ મળશે– એવો લોભ નથી. વિદેહક્ષેત્રમાં અવતાર થાય તો
સારું–એવો પણ લોભ નથી, નિર્લોભ એવા પરમાત્મતત્ત્વને તેણે જાણ્યું છે. સર્વ પ્રકારના લોભરહિત
થઈને પરમાત્મતત્ત્વના ધ્યાનમાં લીનતાથી મોક્ષ થાય છે. મોક્ષપ્રાપ્તિ નો લોભ પણ મોક્ષને અટકાવે છે,
તો બીજા લૌકિક પદાર્થના કે રાગના લોભની તો શી વાત? અરે જીવ! આવા વીતરાગભાવરૂપ
આરાધના તે મોક્ષનું કારણ છે.
મુનિવારોની મતિ દ્રઢ સમ્યક્ત્વવડે ભાવિત છે, એટલે દર્શનશુદ્ધિની દ્રઢતાપૂર્વક તેમને
જ્ઞાનની પણ શુદ્ધતા પ્રગટી છે. આવા સમ્યગ્દર્શન અને જ્ઞાનસહિત દ્રઢચારિત્ર હોય છે, ગમે તેવા
પરિષહ આવે તોપણ આત્મધ્યાનથી ડગે નહિ–એવી સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની દ્રઢ આધારના
વડે આત્માને ધ્યાવતાં ધ્યાવતાં તેઓ મોક્ષપદને સાધે છે, પરમાત્મપદને પામે છે. આવા આરાધક
જીવોનું સ્વરૂપ બતાવીને આચાર્યદેવ ભવ્ય જીવોને આવી આરાધનામાં જોડે છે. આરાધકજીવોનું
વર્ણન સાંભળતાં આરાધના પ્રત્યે ઉત્સાહ અને ભક્તિ જાગે છે. આ રત્નત્રયની આરાધના તે સર્વ
ઉપદેશના સારભૂત છે.
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની આરાધના કરવાનું કહ્યું. તેમાં દર્શન અને જ્ઞાન તો આત્માના
શ્રદ્ધાજ્ઞાનરૂપ છે, પરંતુ ચારિત્ર કહેતાં બહારની ક્રિયારૂપ ચારિત્ર કોઈ ન સમજે, તે માટે
આચાર્યદેવ ચારિત્રનું સ્વરૂપ સ્પષ્ટ દર્શાવતાં કહે છે કે ચારિત્ર તે આત્માનો સ્વધર્મ છે, અને તે
આત્માનો સ્વભાવ જ છે; રાગ–રોષરહિત જીવના અનન્ય પરિણામ તે જ ચારિત્રધર્મ છે. તેમાં
પરમ સામ્યભાવ છે, ક્યાંય ઈષ્ટ–અનિષ્ટબુદ્ધિ નથી. અહા, બધાય જીવો જ્ઞાનમય સિદ્ધસમાન છે,
વસ્તુદ્રષ્ટિએ જીવ અને જિનવરમાં કાંઈ ફેર નથી. જિનવર તે જીવ, ને જીવ તે જિનવર; આવી
દ્રષ્ટિ તો ચોથા ગુણસ્થાનવર્તી સમ્યગ્દ્રષ્ટિને પણ હોય છે, તે ઉપરાંત મુનિઓ તો ધ્યાનમાં એવા
લીન થયા છે કે વીતરાગપરિણામરૂપ સ્વધર્મ પ્રગટ્યો છે. પરિણતિમાં રાગ–દ્વેષ રહ્યા નથી, આનું
નામ ચારિત્રધર્મ છે. ચારિત્ર એ કોઈ બહારની વસ્તુ કે બહારની ક્રિયા નથી, એ તો જીવના
અનન્ય વીતરાગપરિણામ છે, તેમાં પરમ શાંતિ–નિરાકૂળતા છે. અહા, આવી ચારિત્રદશામાં
ઝૂલતા સંત મોક્ષને સાધે છે. પરમાત્મા હો કે પરમાણુ હો, કોઈ વંદન કરતો હોય કે કોઈ નિંદા
કરતો હોય–સર્વત્ર સમભાવપૂર્વક આત્મસ્વરૂપમાં એકાગ્રતા રહેવી–તેનું નામ ચારિત્ર છે. જુઓ,
આ જીવનો સ્વધર્મ! જેમ જ્ઞાન તે જીવનો સ્વધર્મ છે તેમ આવું ચારિત્ર તે જીવનો સ્વધર્મ છે, તે
જીવથી ભિન્ન નથી. જેમ જ્ઞાનદર્શન તે આત્માથી જુદું નથી. દેહમાં ચારિત્ર નથી, રાગમાં પણ
ચારિત્ર નથી. રાગ તો આત્માના સ્વભાવથી જુદા પરિણામ છે, સિદ્ધદશામાં તે રાગ નીકળી જાય
છે, પણ ચારિત્ર તો રહે છે, સ્વરૂપમાં સ્થિતિરૂપ તે ચારિત્ર

PDF/HTML Page 39 of 61
single page version

background image
: ૩૦ : આત્મધર્મ: ૨૩૯
આત્માનો સ્વાભાવિક ગુણ છે, તે સિદ્ધદશામાં પણ આત્મા સાથે અભેદ રહે છે.
આત્માના સ્વાભાવિક પરિણામ તો વિશુદ્ધ છે, વીતરાગ છે. પણ પરદ્રવ્ય પ્રત્યે રાગ–દ્વેષ–મોહથી
તેના પરિણામમાં મલિનતા થાય છે. જેમ સ્ફટિકમણિ સ્વભાવથી તો ઉજ્જવળ–નિર્મળ છે, તેમાં
અન્યદ્રવ્યના સંસર્ગથી કાળા–રાતા વગેરે રંગની ઝાંઈ દેખાય છે; તેમ જીવદ્રવ્યમાં સ્વભાવથી રાગ–દ્વેષ–
મોહ નથી પણ તેના પરિણામ સ્વરૂપથી ચ્યૂત થઈ પરદ્રવ્ય સાથે સંબંધ કરીને રાગાદિરૂપ થાય છે. તે
રાગાદિભાવો ખરેખર તેના સ્વધર્મો નથી. પરિણમન તો તે પોતાની પર્યાયમાં છે પણ તે પરિણામ
સ્વભાવ સાથે અનન્યભૂત નથી. માટે તેને સ્વભાવથી અનેરાપણે જાણીને, અને જીવના વિશુદ્ધ
ચૈતન્યસ્વભાવને જાણીને તેમાં એકાગ્રતાથી વીતરાગી ચારિત્ર પ્રગટ કરવું અને રાગાદિ દોષ ટાળવા–
એવો ઉપદેશ છે.
રત્નત્રયના આરાધક ધર્માત્મા જ્યાંસુધી વીતરાગ ન થયા હોય ને નિર્વિકલ્પ ધ્યાનમાં સ્થિર ન
હોય ત્યારે, ધ્યાનની પરમ પ્રીતિપૂર્વક તેને ધ્યાન કરનારાઓ પ્રત્યે પણ વિનય–બહુમાન ને વાત્સલ્ય
આવે છે. શ્રી અરિહંતદેવ તથા સિદ્ધપરમાત્મા પ્રત્યે અને ગુરુ પ્રત્યે વિનય–બહુમાન અને ભક્તિ આવે
છે, ને પોતાના સમાન બીજા સાધર્મી ધર્માત્માઓ પ્રત્યે અનુરાગ અનુમોદના આવે છે. મુનિઓને આવો
ભાવ હોય છે એમ કહેતાં તેના પેટામાં સમકિતી શ્રાવક–ગૃહસ્થોની વાત પણ આવી જાય છે. દેવગુરુ
પ્રત્યે, સાધર્મી ધર્માત્મા જેને વિનય–ભક્તિ–અનુરાગ ન હોય તેને તો ધર્મની પ્રીતિ જ નથી. ધર્મની જેને
રુચિ હોય તેને ધર્મવાનની પણ રુચિ જરૂર હોય. ધર્મવાનની જેને રુચિ–પ્રીતિ નથી તેને ધર્મની જ
રુચિ–પ્રીતિ નથી.
અહા, મુનિઓનું અને ધર્માત્માઓનું ધ્યેય તો ચૈતન્યધ્યાનમાં ઠરીને પૂર્ણ વીતરાગ થવાનું છે;
પણ જ્યાં સુધી રાગ છે ત્યાં સુધી વીતરાગતાને પામેલા દેવ અને વીતરાગતાના ઉપાસક એવા ગુરુ
પ્રત્યે વિનય–ભક્તિ–બહુમાન આવે છે. પોતાને ધ્યાનની રુચિ છે એટલે ધ્યાનવંત ધર્માત્માને દેખાતાં
તેમના પ્રત્યે પણ ભક્તિભાવ આવે છે કુંદકુંદઆચાર્ય જેવાને પોતાને પણ આવો દેવ–ગુરુની ભક્તિનો
ભાવ અને સાધર્મી પ્રત્યે પ્રમોદ આવે છે. અહા, જેમના નિમિત્તથી આત્મા સમજાયો તેમના પ્રત્યે પરમ
ભક્તિ આવે છે. સમ્યગ્દ્રષ્ટિને જ દેવ–ગુરુ પ્રત્યે સાચી ભક્તિ ઉલ્લસે છે, કેમકે તેને જ ખરી ઓળખાણ
સહિતની ભક્તિ છે. મિથ્યાદ્રષ્ટિ તો રાગનો કેડાયત છે, રાગના પંથે ચાલનારો છે. તેને વીતરાગ
પરમાત્માની ખરી ભક્તિ હોતી નથી. અને ધર્મી તો વીતરાગનો કેડાયત છે એટલે વીતરાગ પ્રત્યે ખરી
ભક્તિ તેને હોય છે. બહારથી કદાચિત અજ્ઞાનીને અને જ્ઞાનીને ભક્તિનું સરખાપણું દેખાય પણ
અંતરમાં મોટો આંતરો છે, જ્ઞાનીના અંતરમાં વીતરાગસ્વભાવના સેવનપૂર્વકની ભક્તિ છે, અજ્ઞાનીના
અંતરમાં રાગનું જ સેવન છે.
જ્ઞાની શિષ્ય જેનાથી આત્મજ્ઞાન પામ્યો તે ગુરુને કહે કે હે ગુરુ! આપના પ્રતાપે અમે
ભવસાગરને તર્યા... અનંત ભવસમુદ્રમાંથી આપે અમને પાર ઊતાર્યા.. આપ મળ્‌યા ન હોત તો અમે
સંસારમાં રખડતા હોત! આપે અમને પરમકૃપા કરીને પાર ઊતાર્યા આપના ચરણના પ્રસાદથી જ
અમને રત્નત્રયની આરાધનાની પ્રાપ્તિ થઈ... આપનો મહા ઉપકાર છે. –એ વાત નેમિચન્દ્ર
સિદ્ધાંતચક્રવર્તીએ ગોમટ્ટસારમાં કરી છે.
સાધર્મી ધર્માત્મા કે ધર્મનું સેવન કરનારા સરખા સાધર્મી તેના પ્રત્યે જેને પ્રેમ ન આવે,
અનુમોદના ન આવે તેને ધર્મની ને ધ્યાનની રુચિ જ નથી. ધર્મની પ્રીતિ હોય તેને સમ્યગ્દર્શનાદિ
ધરનાર પ્રત્યે પણ પ્રેમ હોય છે. ધર્મ ધર્મી વગર હોતો નથી.

PDF/HTML Page 40 of 61
single page version

background image
ભાદરવો: ૨૪૮૯ : ૩૧ :
ધ્યાનનો દંભ કરે ને ધ્યાનવંત સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા પ્રત્યે પ્રેમ–વાત્સલ્ય–ભક્તિ ન આવે તો ધ્યાનની
અનુરક્તિ તેને નથી. અરે, દેવ–ગુરુ–ધર્માત્માના અમે દાસાનુદાસ છીએ–એમ જેને વિનય–બહુમાન નથી
તેની વૃત્તિ ધર્મમાં નથી, તેની વૃત્તિ બહાર બીજે ક્યાંક ફરે છે એમ સમજવું. જે દેવ–ગુરુની ભક્તિ
સહિત છે અને સંયમી–સાધર્મીઓ પ્રત્યે અનુરક્ત છે તે જ સમ્યક્ત્વનો ઉદ્વહક છે એટલે કે
સમ્યક્ત્વની આરાધના સહિત છે, અને તે જ ધ્યાનરકત હોય છે. જેને દેવ–ગુરુ પ્રત્યે ભક્તિ કે સાધર્મી
પ્રત્યે અનુરક્તિ નથી તેને સમ્યગ્દર્શન કે ધ્યાન હોતું નથી, એનું ધ્યાન તે તો કલ્પના તરંગ છે.
ધ્યાન સમ્યગ્દ્રષ્ટિને જ હોય છે. સમ્યગ્દર્શન સહિત જ્ઞાની અંતર્મુહૂર્તમાત્રમાં જે કર્મો ખપાવશે તે
અજ્ઞાની ઉગ્ર તપ વડે પણ ખપાવી શકતો નથી. અજ્ઞાનીના ઉગ્ર તપ કરતાં પણ સમ્યગ્જ્ઞાનનું મહાન
સામર્થ્ય છે. જ્ઞાની અંતરમાં ચૈતન્ય ઉપર મીટ માંડીને એક ક્ષણમાં અનંતા કર્મોને ખપાવી નાખશે.
અજ્ઞાની ઘોર તપના કષ્ટ સહન કરીને ભણા ભવોમાં જે કર્મ ખપાવશે, તે કર્મો ચૈતન્યની આરાધના
વડે જ્ઞાની–ધર્માત્માના તપ વગર પણ ક્ષણમાત્રમાં ખપાવી નાખશે... આવું સમ્યગ્જ્ઞાનનું પરમ સામર્થ્ય
છે. માટે સમ્યગ્દર્શન–જ્ઞાન સહિત ચારિત્રની આરાધનાનો ઉપદેશ છે.
આ... રા... ધ... ના...
* રત્નત્રયની આરાધનામાં સ્વદ્રવ્યનું જ સેવન છે, પરદ્રવ્યનું સેવન નથી.
આવા રત્નત્રયને જે જીવ આરાધે છે તે આરાધક છે. અને એવા આરાધક જીવ
રત્નત્રયની આરાધનાવડે કેવળજ્ઞાન પામે છે, એ વાત જિનમાર્ગમાં પ્રસિદ્ધ છે.
રત્નત્રયની આરાધના પરના પરિહારપૂર્વક આત્માના ધ્યાનથી થાય છે.
* સમ્યગ્દર્શનથી જે શુદ્ધ છે તે શુદ્ધ છે.
સમ્યગ્દર્શનનો આરાધકજીવ અલ્પકાળે સિદ્ધિ પામે છે.
સમ્યગ્દર્શન વગરનો જીવ ઈષ્ટ સિદ્ધિને પામતો નથી.
આ રીતે મોક્ષની સિદ્ધિ માટે સમ્યગ્દર્શનની આરાધના પ્રધાન છે.
*જિનવર ભગવાને ગણધરાદિ શિષ્ય જનોને ઉપદેશમાં એમ કહ્યું છે કે હે
ભવ્ય જીવો! ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન વગર કોઈ ધર્મ હોતો નથી.
જગતમાં પ્રસિદ્ધ છે કે જે વસ્તુની પ્રાપ્તિ કરવી હોય તેની પ્રીતિ–રુચિ–ઓળખાણ કરે
છે, તેમ મોક્ષની પ્રાપ્તિ માટે પહેલાં તેની પ્રતીતિ–રુચિ–ઓળખાણ કરવી જોઈએ.
મોક્ષ કહો કે શુદ્ધઆત્મા કહો, તેની પ્રતીતિ તે સમ્યગ્દર્શન છે.
* સમ્યગ્દર્શન પ્રયત્ન માટે અંતરમાં રાત–દિન એક જ ધોલન અને મંથન
કરી કરીને અંદર સ્વરૂપનો નિર્ણય કરે; પોતાનું કાર્ય સાધવા માટે પરમ ઉત્સાહથી,
ગાઢ રંગથી દિનરાત તે માટે મંથન કરીને નિર્ણય કરે. નિર્ણયનું જોર દ્રષ્ટિને અંતર્મુખ
કરે છે.
* હે જીવ! સમ્યગ્દર્શનપૂર્વક ચારિત્રની આરાધના પણ થઈ શકે તો તો તે
ઉત્તમ જ છે, તે તો સાક્ષાત્ મોક્ષનું કારણ છે અને જો એવું ચારિત્ર આરાધવાની
તારી શક્તિ અત્યારે ન હોય તો, યથાર્થ માર્ગની શ્રદ્ધારૂપ સમ્યગ્દર્શનની આરાધના
તો તું અવશ્ય કરજે.