Atmadharma magazine - Ank 241
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 3

PDF/HTML Page 21 of 42
single page version

background image
ઃ ૧૮ઃ આત્મધર્મઃ ૨૪૧
ભગવાને સાધેલો ને બતાવેલો
પરિનિર્વાણનો પંથ
(વીર. સં.૨૪૮૮ આસો વદ અમાસઃ શીલપ્રાભૃત ગા. ૧૧–૧૨ના પ્રવચનમાંથી)
આજે ભગવાન મહાવીરપરમાત્મા પાવાપુરીથી મોક્ષ પામ્યા, ભગવાનનો આત્મા
આજે પૂર્ણ નિર્મળપર્યાયે પરિણમ્યો, ભગવાન આજે સિદ્ધ થયા. પાવાપુરીમાં ઇન્દ્રો અને
રાજાઓએ નિર્વાણનો મોટો મહોત્સવ ઊજવ્યો. તે દીવાળીનો તેમ જ મોક્ષના બેસતા
વર્ષનો આજે દિવસ છે. ભગવાનના મોક્ષને આજે ૨૪૮૮મું વર્ષ બેઠું. ભગવાન
પાવાપુરીથી સ્વભાવઊદ્ધર્વગમન કરીને ઉપર સિદ્ધાલયમાં બિરાજી રહ્યા છે.
અનાદિકાળમાં કદી નહોતી થઈ એવી અપૂર્વદશા આજે ભગવાનને પાવાપુરીમાં પ્રગટી.
તેથી પાવાપુરી પણ તીર્થધામ છે. સમ્મેદશિખરની યાત્રા વખતે પાવાપુરી યાત્રા કરવા
ગયા ત્યારે ત્યાં અભિષેક કર્યો હતો. ત્યાં (સરોવર વચ્ચે) જ્યાંથી ભગવાન મોક્ષ
પધાર્યા ત્યાં ભગવાનના ચરણકમળ છે. તીર્થંકરોનું

PDF/HTML Page 22 of 42
single page version

background image
કારતકઃ ૨૪૯૦ઃ ૧૯ઃ
દ્રવ્ય ત્રિકાળ મંગળરૂપ છે. જે જીવ કેવળજ્ઞાન પામનાર છે તેનું દ્રવ્ય ત્રિકાળ મંગળરૂપ છે.
ભગવાનનો આત્મા ત્રિકાળ મંગળરૂપ છે; તેનું દ્રવ્ય તો ત્રિકાળ મંગળરૂપ છે,
જ્યાંથી મોક્ષ પામ્યા તે ક્ષેત્ર પણ મંગળ છે, આજે મોક્ષ પામ્યા તેથી આજનો કાળ પણ
મંગળરૂપ છે, ને ભગવાનના કેવળજ્ઞાનાદિરૂપ ભાવ તે પણ મંગળરૂપ છે,–આ રીતે
ભગવાન મહાવીર પરમાત્મા દ્રવ્ય–ક્ષેત્ર–કાળ ને ભાવથી મંગળરૂપ છે. ભગવાન મોક્ષ
પામતાં અહીં ભરતક્ષેત્રમાં તીર્થંકરનો વિરહ પડયો. ભગવાનનું સ્મરણ કરીને
ભગવાનના ભક્તો કહે છે કે હે નાથ! આપે ચૈતન્યસ્વભાવમાં અંતર્મુખ થઈને
આત્માની મુક્તદશાને સાધી ને એવો જ આત્મા વાણીદ્વારા અમને દર્શાવ્યો. એવા
સ્મરણથી શ્રદ્ધા–જ્ઞાનની નિર્મળતા કરે તે મંગળકાળ છે, જ્યાં એવી નિર્મળદશા પ્રગટે તે
મંગળક્ષેત્ર છે. શ્રદ્ધા–જ્ઞાનનો જે ભાવ છે તે મંગળભાવ છે, ને તે આત્મા પોતે મંગળરૂપ
છે. ભગવાનનો મોક્ષકલ્યાણક ઉજવ્યા પછી ઇન્દ્રો અને દેવો નંદીશ્વરદ્વીપે જાય છે અને
ત્યાં આઠ દિવસ સુધી ઉત્સવ કરે છે.
આજે ભગવાનના નિર્વાણનો દિવસ છે ને આ અષ્ટપ્રાભૃતમાં પણ આજે
નિર્વાણની જ ગાથા વંચાય છે. કઈ રીતે નિર્વાણ થાય અને કેવા પુરુષને નિર્વાણ થાય તે
વાત શીલપાહુડની ગાથામાં કહે છે–
णाणेण दंसणेण य तवेण चरिएण सम्मसहिएण ।
होहदि परिणिव्वाणं जीवाणं चरित्तसुद्धाणं ।। ११।।
ઉપયોગને અંતરમાં ઊંડો વાળીને ચૈતન્યના શાંતરસને ધર્મી અનુભવે છે. જેમ
કૂવામાં ઊંડેથી પાણી ખેંચે છે, તેમ સમ્યક્ આત્મસ્વભાવરૂપ કારણપરમાત્માને ધ્યેયરૂપે
પકડીને, ઉપયોગને તેમાં ઊંડો ઊંડો ઉતારીને પૂર્ણ શુદ્ધતા થાય છે; આ રીતથી
પરિનિર્વાણ થાય છે. નિર્વાણ એ કોઈ બહારની ચીજ નથી પણ આત્માની પર્યાય પરમ
શુદ્ધ થઈ ગઈ ને વિકારથી છૂટી ગઈ તેનું નામ જ નિર્વાણ છે.
ભગવાનને મનુષ્યદેહ હતો માટે નિર્વાણ થયું કે વજ્રઋષભનારાચસંહનન હતું
માટે નિર્વાણ થયું–એમ નથી. પણ સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન–સમ્યક્ચારિત્ર અને
સમ્યક્તપથી ભગવાન મુક્તિ પામ્યા. આજે મહાવીર ભગવાન મુક્તિ પામ્યા, તેમનું આ
શાસન ચાલે છે. ભગવાન સમ્યગ્દર્શનપૂર્વક દર્શન–જ્ઞાન–ચારિત્ર અને તપથી
પરિનિર્વાણ પામ્યા અને એવો જ ઉપદેશ આપી રહ્યા છે. ભગવાન પોતાના પરમ
આનંદમાં મહાલી રહ્યા છે, અતીન્દ્રિય આનંદનો અનુભવ કરી રહ્યા છે. આવી નિર્વાણ
દશાનો આજનો મંગળ દિવસ છે ને આ નિર્વાણના ઉપાયની ગાથા પણ મંગળ છે. આ
રીતે દિવાળીમાં માંગળિક છે.

PDF/HTML Page 23 of 42
single page version

background image
૨૦ઃ આત્મધર્મઃ ૨૪૧
જેણે ચૈતન્યમાં જ ઉપયોગ જોડીને બાહ્યધ્યેયથી ઉપયોગને પાછો વાળ્‌યો છે
એટલે વિષયોથી વિરક્ત થઈને ચૈતન્યના આનંદના દૂધપાકનો સ્વાદ લ્યે છે, આનંદના
અનુભવને ઉગ્ર કરીને સ્વાદમાં લ્યે છે, એવા પુરુષ નિયમથી ચોક્કસ ધ્રુવપણે નિર્વાણને
પામે છે; તેમને સુમાર્ગશાળી કહ્યા છે.
જુઓ આ નિર્વાણનો ધ્રુવમાર્ગ! દર્શનશુદ્ધિપૂર્વક દ્રઢ ચારિત્ર વડે જે જીવ
ચૈતન્યમાં એકાગ્ર થાય છે તેને બાહ્યવિષયોથી વિરક્તિ થઈ જાય છે. એનું નામ જ શીલ
છે, ને એવા સમ્યક્શીલવાળો જીવ જરૂર નિર્વાણ પામે છે. ચૈતન્યધ્યેયને ચૂકીને જેણે
પરને ધ્યેય બનાવ્યું છે તે જીવને શીલની રક્ષા નથી, શરીરથી ભલે બ્રહ્મચર્ય પાળતો હોય
પણ જો અંદરમાં રાગની રુચિ છે તો તેને શીલની રક્ષા નથી, તેને દર્શનશુદ્ધિ નથી.
ચૈતન્ય સ્વભાવની રુચિ જેણે પ્રગટ કરી છે ને રાગની રુચિ છોડી છે તેને ચૈતન્યધ્યેયે
બાહ્યવિષયોનું ધ્યેય છૂટી જાય છે; આવું શીલ તે નિર્વાણમાર્ગમાં પ્રધાન છે. આ બે
ગાથામાં તો દર્શનશુદ્ધિ ઉપરાંત ચારિત્રની વાત કરીને સાક્ષાત્ નિર્વાણમાર્ગ કહ્યો.
હવે એક બીજી વાત કરે છેઃ કોઈ જ્ઞાની ધર્માત્માને કદાચ વિષયોથી સંપૂર્ણ
વિરક્તિ ન થઈ હોય પણ શ્રદ્ધા બરાબર છે, માર્ગ તો વિષયોની વિરક્તિરૂપ જ છે–એમ
યથાર્થમાર્ગ પ્રતિપાદન કરે છે, તો તે જ્ઞાનીને માર્ગની પ્રાપ્તિ કહેવામાં આવે છે.
સમ્યક્માર્ગનું પોતાને ભાન છે ને સમ્યક્માર્ગનું બરાબર પ્રતિપાદન કરે છે પણ હજી
વિષયથી અત્યંત વિરક્તિરૂપ મુનિદશા વગેરે નથી, અસ્થિરતા છે, તોપણ તે જ્ઞાની
ધર્માત્મા મોક્ષમાર્ગના સાધક છે. તેને ઇષ્ટમાર્ગની પ્રાપ્તિ છે અને તે યથાર્થ માર્ગ
બતાવનારા છે તેથી તેના ઉપદેશથી બીજાને પણ સમ્યક્માર્ગની પ્રાપ્તિ થાય છે. પણ જે
જીવ વિષયોથી–રાગથી લાભ મનાવે તેને તો સમ્યક્માર્ગની શ્રદ્ધા જ નથી, તે તો
ઉન્માર્ગે છે, અને ઉન્માર્ગનો બતાવનાર છે. ધર્મીને રાગ હોય પણ તેને તે બંધનું જ
કારણ જાણે છે; તેથી રાગ હોવા છતાં તેની શ્રદ્ધામાં વિપરીતતા નથી, તેને માર્ગની પ્રાપ્તિ
છે ને તેના ઉપયોગથી બીજા જીવો પણ માર્ગની પ્રાપ્તિ કરી શકશે.
અજ્ઞાની રાગથી પોતે લાભ માને છે, ને રાગથી લાભ થવાનું મનાવે છે, તો તે
પોતે માર્ગથી ભષ્ટ છે ને તેની પાસેથી માર્ગની પ્રાપ્તિ થઈ શકતી નથી. અહા, ચૈતન્યના
શ્રદ્ધા જ્ઞાન અને તેમાં લીનતારૂપ વીતરાગતા તે જ મોક્ષનો માર્ગ છે. મોક્ષાર્થીએ એવી
વીતરાગતા જ કર્તવ્ય છે, ક્યાંય જરાપણ રાગ કર્તવ્ય નથી. રાગનો એક કણિયો પણ
મોક્ષને રોકનાર છે, તે મોક્ષનું સાધન કેમ થાય? આમ જ્ઞાનીને શ્રદ્ધા છે; અહા, જ્યાં
પુણ્યભાવને પણ છોડવા જેવો માને છે ત્યાં જ્ઞાની પાપમાં તો સ્વચ્છંદે

PDF/HTML Page 24 of 42
single page version

background image
કારતકઃ ૨૪૯૦ઃ ૨૧ઃ
કેમ પ્રવર્તે? ચારિત્રદશા રહિત હોય તો પણ સમ્યગ્દ્રષ્ટિ મોક્ષમાર્ગમાં જ છે, કેમકે તેને
ચારિત્રની ભાવના છે ને રાગની ભાવના નથી, ચૈતન્યને ધ્યેય બનાવીને રાગથી
ભિન્નતાનું ભાન થયું છે. આવા ભાન વગર રાગથી લાભ માને ને પ્રરૂપે તે તો
ઉન્માર્ગમાં છે, તેનો જ્ઞાનનો ઉઘાડ પણ બધોય નિરર્થક છે, ભગવાનના માર્ગને તેણે
જાણ્યો નથી, ભગવાન કઈ રીતે મોક્ષ પામ્યા તેની તેને ખબર નથી. સમકિતીને
અસ્થિરતાને લીધે બાહ્ય વિષયો સંપૂર્ણ ન છૂટે તો પણ તેનું જ્ઞાન બગડતું નથી, દ્રષ્ટિના
વિષયમાં શુદ્ધ ચૈતન્યસ્વભાવને પકડયો છે તે કદી છૂટતો નથી, તે સ્વ–ધ્યેયના આશ્રયે
તે સમ્યક્માર્ગમાં વર્તે છે, મોક્ષના માણેકસ્તંભ તેના આત્મામાં રોપાઈ ગયા છે.
પૂર્ણતારૂપ પરિનિર્વાણ મંગલરૂપ છે. ને
તેની શરૂઆતરૂપ સમ્યક્ત્વ પણ મંગળરૂપ છે.
એ બંનેની વાત આજે માંગળિકમાં આવી છે; આ રીતે દિપાવલીનું માંગળિક કર્યું.
ઉપકાર
અંતરસ્વભાવની સન્મુખતા કરાવે ને પરથી વિમુખતા–ઉપેક્ષા કરાવે,
એવો હિતોપદેશ જે સંતોએ આપ્યો તે સંતોના ઉપકારને મુમુક્ષુ–સત્પુરુષો
ભૂલતા નથી.
“હે જીવ! સ્વભાવ તરફ જવાથી જ તને શાંતિ થશે, બહારના લક્ષે
શાંતિ નહિ થાય; પરદ્રવ્ય તને શાંતિનું દાતાર નથી, સ્વદ્રવ્ય જ તને શાંતિનું
દાતાર છે....માટે પરથી પરાંગ્મુખ થઈને સ્વમાં અંતર્મુખ થા..........”
અહા! આવો ઉપદેશ ઝીલીને જે અંતર્મુખ થયો. તે મુમુક્ષુ તે ઉપદેશના
દેનારા સંતોના ઉપકારને ભૂલતો નથી.

PDF/HTML Page 25 of 42
single page version

background image
ઃ ૨૨ઃ આત્મધર્મઃ ૨૪૧
જ્ઞાનીની અદ્ભુત દશા
*
સમકિતી–ધર્માત્મા જાણે છે કે અમારા ચૈતન્યના અતીન્દ્રિય સ્વાદ
પાસે આખા જગતનો વૈભવ તુચ્છ છે....ચૈતન્યનો રસ અત્યંત
મધુર....અત્યંત શાં...ત...અત્યંત નિર્વિકાર...એના સંવેદનથી એવી
તૃપ્તિ થાય કે જગત આખાનો રસ ઊડી જાય. સાધકહૃદયના
ગંભીરભાવો ઓળખવાનું સાધારણ જીવોને મુશ્કેલ પડે તેવું છે.
*
અજ્ઞાનથી જ વિકારનું કર્તાપણું છે, ને જ્ઞાનથી તે કર્તાપણાનો નાશ થાય છે–
આમ જે જીવ જાણે છે તે સકલ પરભાવનું કર્તૃત્વ છોડીને જ્ઞાનમય થાય છે. નિશ્ચયને
જાણનારા જ્ઞાનીઓએ એમ કહ્યું છે કે આત્મા અજ્ઞાનથી જ વિભાવનો કર્તા થાય છે.
જ્યાં ભિન્ન ચૈતન્યસ્વભાવનું ભાન થયું ત્યાં પોતાના શુદ્ધ ચૈતન્ય સિવાય બીજે ક્યાંય
આત્મવિકલ્પ થતો નથી. એટલે તે જ્ઞાની સમસ્ત પરભાવને પોતાના સ્વભાવથી ભિન્ન
જાણતો થકો તેનું કર્તૃત્વ છોડી દે છે.
જુઓ, આ જ્ઞાનીનું કાર્ય! જ્ઞાની થયો તે આત્મા પોતાના ચૈતન્યના ભિન્નસ્વાદને
જાણે છે. જ્યાં ચૈતન્યના અત્યંત મધુર શાંતરસનો સ્વાદ જાણ્યો ત્યાં કડવા સ્વાદવાળા
કષાયોમાં આત્મબુદ્ધિ કેમ થાય? રાગાદિ ભાવો મારા સ્વભાવમાંથી ઉત્પન્ન થયેલા છે–
એમ જ્ઞાનીને જરા પણ ભાસતું નથી. શુદ્ધજ્ઞાનમય સ્વભાવના આધારે તેને નિર્મળ
જ્ઞાનભાવોની જ ઉત્પત્તિ થાય છે અને તેનો જ તે કર્તા થાય છે વિકલ્પની ઉત્પત્તિ જ જ્યાં
મારા જ્ઞાનમાં નથી તો પછી તે વિકલ્પ વડે જ્ઞાનની પુષ્ટિ થાય એ વાત ક્યાં રહી? આથી
જ્ઞાનથી ભિન્ન સમસ્ત વિકલ્પોનું કર્તૃત્વ છૂટી ગયું છે.
આ આત્મા અનાદિથી અજ્ઞાની વર્તે છે, તેને પોતાના સ્વભાવના સ્વાદનું અને
વિકારના સ્વાદનું ભેદજ્ઞાન નથી એટલે બન્નેને એકમેકપણે અનુભવે છે; દેહથી
ભિન્નતાની વાત તો સ્થૂળમાં ગઈ, અહીં તો અંદરના અરૂપી વિકલ્પોથી પણ ચૈતન્યની
ભિન્નતા બતાવવી છે. અજ્ઞાનીને ભેદજ્ઞાનની શક્તિ બીડાઈ ગઈ છે, ભેદજ્ઞાન કરવાની
શક્તિ તો દરેક આત્મામાં

PDF/HTML Page 26 of 42
single page version

background image
કારતકઃ ૨૪૯૦ઃ ૨૩ઃ
છે પણ અજ્ઞાની તે શક્તિ પ્રગટ કરતો નથી, તેને તે શક્તિ અનાદિથી બીડાઈ ગયેલી છે.
આવા અજ્ઞાનને લીધે જ તે પોતાને અને પરને એકમેક માને છે, જ્ઞાનને અને રાગને
એકમેક અનુભવે છે. ‘હું ચૈતન્ય છું’–એવો સ્વાનુભવ કરવાને બદલે ‘હું ક્રોધ છું, હું
રાગ છું’ એમ તે અનુભવે છે. અહો, દિવ્યધ્વનિ ચૈતન્યના એકત્વ સ્વભાવનો ઢંઢેરો
વગાડે છે. ગણધરો સંતો અને ચારે અનુયોગના શાસ્ત્રો ભેદજ્ઞાનનો ઢંઢેરો પીટીને કહે છે
કે, ચૈતન્યસ્વભાવ તો અનાદિ અનંત, અકૃત્રિમ, નિર્મળ, વિજ્ઞાનઘન છે, ને
રાગાદિભાવો તો ક્ષણિક, નવા, પરાશ્રયે ઉત્પન્ન થયેલા મલિનભાવો છે, તેમને એકતા
કેમ હોય? ન જ હોય. પણ અજ્ઞાની આવા વસ્તુસ્વભાવથી ભ્રષ્ટ થઈને વારંવાર અનેક
વિકલ્પરૂપે તદ્રૂપ પરિણમતો થકો તેનો કર્તા પ્રતિભાસે છે.
અહીં તો તે કર્તાપણું છૂટવાની વાત સમજાવવી છે. “રાગાદિનું કર્તાપણું
અજ્ઞાનથી જ છે”–એમ જે જીવ જાણે છે તે જીવ તે રાગાદિનાં કર્તૃત્વને અત્યંતપણે
છોડે છે. મારા ચૈતન્યસ્વભાવમાં રાગનું કર્તૃત્વ છે જ નહિ. રાગની ખાણ મારા
ચૈતન્યમાં નથી. મારી ચૈતન્યખાણમાં તો નિર્વિકલ્પ અનાકુળ શાંતરસ ભર્યો છે.
શાંતરસનો સ્વાદ તે જ મારો સ્વાદ છે, જે આકુળતા છે તે મારો સ્વાદ નથી, તે તો
રાગનો સ્વાદ છે–એમ બન્નેના સ્વાદને અત્યંત ભિન્ન જાણતો થકો જ્ઞાની, ચૈતન્યને
અને રાગને એકસ્વાદપણે નથી અનુભવતો, પણ ચૈતન્યના સ્વાદને રાગથી જુદો જ
અનુભવે છે. ચૈતન્યના આનંદના નિધાનને પહેલાં અજ્ઞાનથી તાળાં દીધા હતા તે
તાળાંને ભેદજ્ઞાનરૂપી ચાવી વડે ખોલી નાખ્યા, ચૈતન્યના આનંદનિધાનને ખુલ્લા
કરીને તેનું સ્વસંવેદન કર્યું. જ્યાં પોતાના નિજરસને જાણ્યો ત્યાં વિકારનો રસ છૂટી
ગયો, તેનું કર્તૃત્વ છૂટી ગયું. પહેલાં નિરંતર વિકારનો સ્વાદ લેતો તેને બદલે હવે
નિરંતર સ્વભાવના આનંદનો સ્વાદ લે છે.
જુઓ, આ ચોથા ગુણસ્થાનવાળા સમકિતી ધર્માત્માની દશા! જે સાધક થયો, જે
મોક્ષના પંથે ચડયો, અંતરમાં જેને ચૈતન્યના ભેટા થયા, એવા ધર્માત્માજ્ઞાની મુનિ
શ્રુતજ્ઞાનથી ચૈતન્યના અતીન્દ્રિય આનંદનું સ્વસંવેદન કરે છે. અહા, જગતના રસથી
જુદી જાતનો ચૈતન્યનો રસ છે. ઇન્દ્રપદના વૈભવમાં પણ તે રસ નથી. સમકિતી ઇન્દ્ર
જાણે છે કે અમારા ચૈતન્યના અતીન્દ્રિય સ્વાદ પાસે આ ઇન્દ્રપદ તો શું! આખા
જગતનો વૈભવ પણ તૂચ્છ છે. ચૈતન્યનો રસ અત્યંત મધુર અત્યંત શાં....ત! અત્યંત
નિર્વિકાર....જેના સંવેદનથી એવી તૃપ્તિ થાય કે આખા જગતનો રસ ઊડી જાય.
શાં...ત...શાંત ચૈતન્યનું મધુરું વેદન થયું ત્યાં આકુળતાજનક એવા કષાયોનું કર્તૃત્વ કેમ
રહે? કષાયોથી અત્યંત ભિન્નતાનું ભાન થયું. જુઓ, સ્વસન્મુખ થઈને આવા સ્વાદનું
સ્વસંવેદન કરવાની મતિ–શ્રુતજ્ઞાનની તાકાત છે. મતિ–શ્રુતને સ્વસન્મુખ કરીને
ધર્માત્મા આવા ચૈતન્યસ્વાદનું પ્રત્યક્ષ સ્વસંવેદન કરે છે.

PDF/HTML Page 27 of 42
single page version

background image
ઃ ૨૪ઃ આત્મધર્મઃ ૨૪૧
અહા, જુઓ તો ખરા...કેવા શાંતભાવો આચાર્યદેવે ભર્યા છે! અમૃતના સાગર
કેમ ઊછળે–તે વાત અમૃતચંદ્રાચાર્યદેવે આ સમયસારમાં સમજાવી છે. સાધકની અંદરની
શું સ્થિતિ છે તેની જગતના જીવોને ખબર નથી; તેના હૃદયના ગંભીર ભાવો
ઓળખવાનું સાધારણ જીવોને મુશ્કેલ પડે તેવું છે. સમજવા માગે તો બધું સુગમ છે. આ
ભાવો સમજે તો અમૃતના સાગર ઊછળે ને ઝેરનો સ્વાદ છૂટી જાય. ભેદજ્ઞાનનો આ
મહિમા છે. ભેદજ્ઞાન થતાં જ જીવની આવી દશા થાય છે. જ્ઞાની ધર્માત્મા ચૈતન્યરસના
સ્વાદ પાસે જગતના બધા સ્વાદ પ્રત્યે સદાય ઉદાસીન અવસ્થાવાળો થયો છે. રાગાદિને
પણ અત્યંત ઉદાસીન અવસ્થાવાળો રહીને માત્ર જાણે જ છે; પણ તેનો કર્તા થતો નથી.
આ રીતે જ્ઞાયકસ્વભાવને જ સ્વપણે અનુભવતો જ્ઞાની નિર્વિકલ્પ અકૃત્રિમ એક
વિજ્ઞાનઘનપણે પરિણમતો થકો અન્યભાવોનો અત્યંત અકર્તા જ છે. આવી અદ્ભુત
દશાથી સાધક ઓળખાય છે.
(સ. ગા. ૯૭ ના પ્રવચનમાંથી)
પ્રસિદ્ધ થઈ ચૂકયું છેઃ મંગલ તીર્થયાત્રા
જિજ્ઞાસુઓ જેની રાહ જોતા હતા તે પુસ્તક “મંગલ
તીર્થયાત્રા” ગત આસો વદ અમાસના રોજ પ્રસિદ્ધ થઈ ગયું છે.
૧પ૦ જેટલાં આર્ટપેપરના પેઈજ સહિત કૂલ ૬૦૦ ઉપરાંત પાનાં
અને ૩પ૦ ઉપરાંત તીર્થયાત્રાનાં વિવિધ પ્રકારના ભક્તિપ્રેરક
ચિત્રો–જોતાં જ તીર્થોનાં પવિત્ર સ્મરણો તાજા થાય છે. (લેખક
બ્ર. હરિલાલ જૈન) સુંદર ચૌરંગી જેકેટ; જેનું ચિત્ર આ અંકની
સાથે મોકલવામાં આવ્યું છે. આ જેકેટ મુંબઇના જેચંદ તલકશી
એન્ડ સન્સ તરફથી ભેટ આપવામાં આવ્યું છે. (કિંમત
રૂા. આઠ)
સુચનાઃ–
[આ ચૌરંગી જેકેટની ફક્ત બે હજાર નકલો છે એટલે
બે હજાર સુધીના ગ્રાહકોને જ તે મળી શકશે. V. P. ના અંકોની
સાથે આ ચિત્ર નહિ મોકલાય.]
પ્રાપ્તિસ્થાનઃ જૈન સ્વાધ્યાય મંદિર, સોનગઢ


PDF/HTML Page 29 of 42
single page version

background image
કારતકઃ ૨૪૯૦ઃ ૨પઃ
શ્રી જિનેન્દ્રદેવાય નમઃ
મુંબઈનગરીમાં પૂજ્ય કાનજીસ્વામીની ૭પમી જન્મજયંતિના
હીરક મહોત્સવસમારોહના હર્ષોપલક્ષમાં પ્રસિદ્ધ થનાર
अभिनंदन–ग्रन्थ
संयोजक
શ્રી મુંબઈ દિગંબર જૈન મુમુક્ષુમંડળઃ
મણિલાલ જે. શેઠ (પ્રમુખ)
ભારતના જિજ્ઞાસુઓને એ જાણીને અત્યંત હર્ષ થશે કે ભારતના જૈનસમાજના
અધ્યાત્મસંત પૂ. શ્રી કાનજીસ્વામીનો ૭પમો જન્મોત્સવ હીરકજયંતિના મહાન ઉત્સવરૂપે
મુંબઈનગરીમાં આગામી વૈશાખ સુદ બીજે ઉજવાશે, ને આ પ્રસંગે એક ખાસ સુશોભિત
સચિત્ર અભિનંદન–ગ્રંથ પ્રગટ થશે....જેમાં પૂ. ગુરુદેવના જીવનનું અને ઉપદેશનું

PDF/HTML Page 30 of 42
single page version

background image
ઃ ૨૬ઃ આત્મધર્મઃ ૨૪૧
દિગ્દર્શન કરાવવાનો પ્રયત્ન થશે. આ માટે પૂ. ગુરુદેવદ્વારા ઉપકૃત થયેલા સમસ્ત
મુમુક્ષુઓના સહકારની અમે આશા રાખીએ છીએ અને આપ પણ ગુરુદેવના
જીવનને લગતી કોઈ ઉત્તમકૃતિ (લેખ, કાવ્ય, ચિત્ર વગેરે) મોકલાવશો એવું હાર્દિક
નિમંત્રણ છે.
પૂ. ગુરુદેવના જીવનનો ઝૂકાવ પહેલેથી જ આત્મશોધ તરફ છે.....૭પ વર્ષ પહેલાં
ઉમરાળામાં તેઓ જન્મ્યા ત્યારે જ ‘આત્માની શોધ’ના સંસ્કાર ને ભણકાર સાથે લઈને
આવ્યા હતા.....નાનપણથી જ તેમનો આત્મશોધનો પ્રબળ પ્રયત્ન ચાલુ હતો....આત્માર્થ
માટેનો પુરુષાર્થ એ એમનો જીવનમંત્ર હતો. ‘આત્મા’ સાધવા માટે એમનું જીવન એક
ઉત્તમ આદર્શરૂપ છે....“આ જીવન છે તે આત્માને સાધવા માટે જ છે”–એવી પ્રેરણા
તેમના જીવનમાંથી મુમુક્ષુઓને મળે છે.
મુમુક્ષુઓને તેમનો સતત ધારાવાહી ઉપદેશ છે કે આત્માનું વાસ્તવિક
સ્વરૂપ તમે ઓળખો....જડ–ચેતનની અત્યંત ભિન્નતા સમજીને, તે સંબંધમાં
ચાલતી ભૂલો દૂર કરો....ને....સાક્ષાત્ સત્સમાગમે સર્વ પ્રકારના પ્રયત્નવડે
સમ્યગ્દર્શન અને ભેદજ્ઞાન કરો. સમ્યગ્દર્શનનો અચિંત્ય મહિમા સમજાવીને તેના
પ્રયત્ન ઉપર તેઓશ્રી જે ભાર આપે છે તે સાંભળીને મુમુક્ષુ–આત્માર્થિના
ચિત્તમાંથી બીજી બધી બાબતોનો મહિમા ઊડી જાય છે ને એક સમ્યક્ત્વની પ્રાપ્તિ
માટે જ તે દિનરાત ઝંખે છે. એના વગરનું બધુંય એને નિષ્ફળ ને કિંમત વગરનું
લાગે છે. મોક્ષમાર્ગનો દરવાજો સમ્યગ્દર્શનદ્વારા જ ખૂલે છે....માર્ગ ભૂલેલા જીવોને
આવા મોક્ષદ્વાર ખોલવાનો રસ્તો જે ગુરુએ બતાવ્યો....તે ગુરુ પ્રત્યે ઉપકાર વ્યક્ત
કરવાનો અને હૃદયની ઉર્મિથી તેઓશ્રીને અભિનંદવાનો સુઅવસર પ્રાપ્ત થતાં
કોને હર્ષ ન થાય? ગુરુદેવના ૭પમા જન્મોત્સવ પ્રસંગે સૌ મુમુક્ષુઓ એ
અભિનંદનની ઉર્મિઓ વ્યક્ત કરશે ને ભારતભરના મુમુક્ષુસમાજ તરફથી એક
સુંદર સચિત્ર અભિનંદન ગ્રંથ પ્રસિદ્ધ થશે.
ગુરુદેવનો જન્મ સૌરાષ્ટ્રના ઉમરાળા ગામમાં વૈશાખ શુદ બીજે સં. ૧૯૪૬માં
થયો. આત્મશોધક એ આત્માનું ચિત્ત સંસારમાં ચોંટતું ન હતું....૨૪ વર્ષની ઉંમરે
સંસાર છોડીને સ્થાનકવાસી સંપ્રદાયમાં દીક્ષા લીધી....ને તે સંપ્રદાયનું કડક ચારિત્ર
પાળ્‌યું....શાસ્ત્રોનોય ઘણો અભ્યાસ કર્યો...છતાં એમના આત્માને સંતોષ ન
થયો....અંતે દિગંબર જૈનધર્મનું મહા પરમાગમ સમયસાર હાથમાં આવ્યું ને તેમાં
કુંદકુંદાચાર્ય જેવા પરમ દિગંબર સંતોએ નિરુપેલી સ્વાનુભૂતિદ્વારા માર્ગદર્શન
મળ્‌યું....ને બીજા અનેક પાવન

PDF/HTML Page 31 of 42
single page version

background image
કારતકઃ ૨૪૯૦ઃ ૨૭ઃ
પ્રસંગો બન્યા....સં. ૧૯૯૧માં જાહેર રીતે સંપ્રદાય–પરિવર્તન કરીને દિગંબર જૈનધર્મનો
સ્વીકાર કર્યો...સમાજની પરવા કર્યા વગર પોતાના માર્ગમાં એક આત્મસાધનાને
લક્ષમાં રાખીને આગળ વધ્યા....નિઃશંકતાના બીજા અનેક કારણો પણ આવી મલ્યા....
પછી તો ધીમે ધીમે સત્યના જિજ્ઞાસુ જીવો એ સંત પ્રત્યે આકર્ષાયા...ને એમની
આત્મસ્પર્શી વાણી ઝીલીને પાવન થયા.....
સૌરાષ્ટ્રમાં તેમનો વિહાર થતાં એક અનોખી જાગૃતિ સમગ્ર જૈનસમાજમાં ફેલાઈ
ગઈ....તેમના દ્વારા પ્રરુપેલ તત્ત્વની ચર્ચા ઠેરઠેર ચાલવા લાગી...ભગવાન
સીમંધરનાથના જિનમંદિરની સ્થાપના સોનગઢમાં થઈ....ગામેગામ બીજા અનેક
દિગંબર જિનમંદિરો સ્થપાયા....લાખો પુસ્તકોદ્વારા સાહિત્યપ્રચાર થયો....૪૦ ઉપરાંત
કુમાર ભાઈ–બહેનોએ આજીવન બ્રહ્મચર્યપ્રતિજ્ઞા લઈને આત્મહિતના ધ્યેયને
અપનાવ્યું.....ગીરનાર–શત્રુંજય વગેરે તીર્થોની યાત્રા થઈ....સમ્મેદશિખર અને બાહુબલી
વગેરે તીર્થોની વિશાળ સંઘસહિત યાત્રા દ્વારા ભારતભરમાં મહાન પ્રભાવ
ફેલાયો....પ્રભાવનાના અનેક અસાધારણ પ્રસંગો બન્યા....
આવા મહાન પ્રભાવશાળી કહાનગુરુદેવના ૭પમા રત્નજયંતિમહોત્સવ પ્રસંગે
સમસ્ત જૈનસમાજના અભિનંદનરૂપ જે અભિનંદનગ્રંથ બહાર પડશે તેમાં આપનો
સહકાર તુરત જ મોકલી આપવા હાર્દિક નિમંત્રણ છે. આપના તરફથી શ્રદ્ધાંજલી અને
પ્રસંગોચિત સાહિત્ય લેખ–કવિતા–ચિત્ર–પ્રસંગ વગેરે તુરત મોકલવા વિનંતિ છે.
સંપાદક સમિતિ
પં. ફૂલચંદજી શાસ્ત્રીખીમચંદ જે. શેઠ
પં. હિંમતલાલ જે. શાહબ્ર. હરિલાલ જૈન
નીચેના બેમાંથી કોઈપણ સરનામે આપનું લખાણ વગેરે મોકલાવશો–
(૧)શ્રીકાનજીસ્વામીઅભિનંદનગ્રંથસમિતિ, (૨)શ્રીકાનજીસ્વામીઅભિનંદનગ્રંથસમિતિ
C/o. દિગંબર જૈન મુમુક્ષુમંડળC/o. જૈન સ્વાધ્યાય મંદિર
૧૭૩–૧૭પ મુમ્બાદેવી રોડ, મુંબઈ–૨સોનગઢ (સૌરાષ્ટ્ર)
[ગુરુદેવને લગતા ખાસ ફોટાઓ આપની પાસે હોય તો તે તુરત (સોનગઢ
ઉપરોક્ત સરનામે) મોકલવા વિનંતિ છે જેથી તેનો ઉપયોગ કરી શકાય. જે ફોટા પાછા
મંગાવવાના હોય તેની પાછળ આપનું સરનામું લખવું. અભિનંદનગ્રંથ સંબંધી
સલાહસૂચનો આપ મોકલી શકો છો.]

PDF/HTML Page 32 of 42
single page version

background image
ઃ ૨૮ઃ આત્મધર્મઃ ૨૪૧
સુપ્રભાતરૂપ સંતોનો આત્મા પોતે તો આનંદરૂપ છે,
ને બીજા જીવોને માટે પણ તે આનંદનું કારણ છે.
(બેસતા વર્ષનું મંગલ પ્રવચનઃ વીર સં. ૨૪૮૮)
આજે બેસતું વર્ષ છે. ખરેખર તો આત્મામાં સમ્યગ્દર્શનરૂપી સુપ્રભાતનો સૂર્ય
ઊગે તે પ્રથમ દરજ્જાનું સુપ્રભાત છે અને આત્માની શક્તિમાંથી અનંતચતુષ્ટય
પ્રગટે.–કેવળજ્ઞાન–કેવળદર્શન–અનંતસુખ ને અનંતવીર્યરૂપ સ્વચતુષ્ટયનું પ્રગટ
પરિણમન થઈને ઝળહળતું સુપ્રભાત પ્રગટે, તે ઉત્કૃષ્ટ સુપ્રભાત છે. તે મંગલપ્રભાત
ઊગ્યું તે ઊગ્યું હવે કદી આથમે નહિ. બહારમાં કારતક સુદ એકમના સૂર્ય તો
અનંતવાર ઊગ્યા ને પાછા આથમી ગયા પણ ચૈતન્યના અનુભવમાંથી જે અનંત
ચતુષ્ટય પ્રગટયા તે સાદિઅનંત છે. સાદિઅનંત આનંદરૂપ સુપ્રભાત પ્રગટયું તે
મહામંગળ છે. તેમાં સંસારરૂપી રાત્રિના અંધકારનો અભાવ છે. મિથ્યાત્વરૂપી
રાત્રિનો નાશ કરીને સમ્યગ્દર્શનરૂપી સૂર્ય પ્રગટયો તે પણ મંગળ સુપ્રભાત છે.અને
સંસારરૂપી રાત્રિના અંધકારનો નાશ કરીને કેવળજ્ઞાનરૂપી ઝળહળતો ચૈતન્યપ્રકાશ
પ્રગટયો તે મહામંગળરૂપ છે. સમયસારમાં આવા મંગલ સુપ્રભાતનો કળશ
(૨૬૮ મો) છે, તેમાં કહે છે કેઃ–
આત્મામાં સુપ્રભાતનો ઉદય થયો છે–કઈ રીતે? કે દરેક આત્મામાં કેવળજ્ઞાનાદિ
સ્વભાવચતુષ્ટય શક્તિરૂપે તો ત્રિકાળ રહેલા છે, તેમાં અંતર્મુખ થતાં પર્યાયમાં
કેવળજ્ઞાન આદિ સ્વચતુષ્ટયનો ઉદય થાય છે. જે પુરુષ અનેકાન્તવડે ઓળખીને
અનંતધર્મસ્વરૂપ આ ચૈતન્યપિંડનો આશ્રય કરે છે તેને ચૈતન્યના વિલાસથી શોભતું
અતીન્દ્રિય જ્ઞાન અને આનંદ

PDF/HTML Page 33 of 42
single page version

background image
કારતકઃ ૨૪૯૦ઃ ૨૯ઃ
વગેરે ચતુષ્ટયથી ઝળહળતું સુપ્રભાત ઉદય પામે છે. વિકાર તો અંધકાર છે ને ચૈતન્ય તો
પ્રકાશ છે. આ રીતે રાગ અને જ્ઞાનના ભેદજ્ઞાનવડે આત્મસ્વભાવની દ્રષ્ટિ કરતાં
અતીન્દ્રિય આનંદમય અમૃતના સ્વાદસહિત સમ્યગ્દર્શનરૂપી સુપ્રભાત ઊગે છે. જેને
આવું સુપ્રભાત ઊગ્યું તેને આત્મામાંથી અનાદિના અંધારા ટળ્‌યા ને અપૂર્વ પ્રકાશ
ખીલ્યો. તે આત્મા પોતે તો સ્વયં આનંદરૂપ છે ને બીજા (તેને સેવનારા) જીવોને
માટે પણ તે આનંદનું કારણ છે.
આવું સુપ્રભાત કેમ ખીલે? ચિદાનંદસ્વભાવનો આશ્રય ને વિભાવનો આશ્રય
નહિ–એ રીતે ચૈતન્યભૂમિકાના આશ્રયે ચૈતન્યકળી ખીલીને અનંત પાંખડીથી શોભતું
કેવળજ્ઞાનરૂપી કમળ ખીલી જાય છે. સમ્યગ્દર્શનરૂપી પ્રભાત પણ ચિદાનંદસ્વભાવના
આશ્રયથી થાય છે ને કેવળજ્ઞાનરૂપી પ્રભાત પણ તેના જ આશ્રયથી થાય છે. આ
સમ્યગ્દર્શન તેમ જ કેવળજ્ઞાન એ બન્ને આનંદમય સુપ્રભાત છે, બન્નેનો શુદ્ધપ્રકાશ
અતિશય છે. અહો, જ્યાં સમ્યગ્દર્શન અને કેવળજ્ઞાનરૂપી દીવડા પ્રગટયા ત્યાં
આત્મામાં દીવાળી (–દીપાવલી, એટલે કે સમ્યગ્દર્શન આદિ નિર્મળ પર્યાયરૂપ
દીપકોની હારમાળા) પ્રગટી, ને સાદિ અનંત મંગળરૂપ નવું અપૂર્વવર્ષ બેઠું. જેને
ચૈતન્યસ્વરૂપ આત્માની અનુભૂતિ પ્રગટી તે જીવ મોક્ષની નજીક આવ્યો ને તેને ખરું
સુપ્રભાત ઊગ્યું.
વળી ચૈતન્યતત્ત્વ અનંત આનંદરસથી–ચૈતન્યરસથી ભરેલું છે, તેના આશ્રયે જે
સુપ્રભાત ખીલ્યું તે આનંદમાં સુસ્થિત છે, ભગવાન આત્મા આનંદના અનુભવમાં સ્થિર
થયો છે. આનંદનો સ્વાદ લેવામાં લયલીન થઈને ઠર્યો છે. જે આવી દશા પ્રગટી તે
સદાય અસ્ખલિત છે, તેમાં કર્મ વગેરેની કોઈ બાધા નથી, તેમાં ફરીને સ્ખલના નથી,
વિઘ્ન નથી, ભંગ નથી. ચૈતન્યના આશ્રયે પ્રગટેલું તે સુપ્રભાત ચૈતન્યની સાથે જ સદાય
અસ્ખલિતપણે ટકી રહેશે. તેના પ્રકાશને કોઈ રોકી શકે નહિ; તેમાં વિકારનું કોઈ કલંક
નથી ને કર્મનું કોઈ આવરણ નથી; એકલા શુદ્ધ આનંદથી તે ભરપૂર છે. આત્મામાં જ્યાં
આવું અપૂર્વ વર્ષ બેઠું, અપૂર્વ પર્યાય ખીલી, ત્યાં તે આનંદના અનુભવરૂપી લાપશીનાં
ભોજન કરે છે. લ્યો, આ નવા વરસની લાપસી પીરસાય છે. સુપ્રભાત એટલે
સમ્યગ્દર્શનથી માંડીને કેવળજ્ઞાન સુધીની પર્યાયરૂપી સુપ્રભાત છે તે અતીન્દ્રિય આનંદના
અનુભવથી ભરેલું છે. સમ્યગ્દર્શન પણ અતીન્દ્રિય આનંદથી ભરેલું છે ને કેવળજ્ઞાન
પૂર્ણ આનંદથી ભરપૂર છે. અહા, અસંખ્યપ્રદેશે આનંદમય ચૈતન્યદીવડાથી ભગવાન
આત્મા ઝળહળી ઊઠયો–શોભી ઊઠયો તે મંગલ પ્રભાત છે. તેનો પ્રકાશ હવે કોઈથી ડગે
નહિ, તેથી તેની જ્યોત

PDF/HTML Page 34 of 42
single page version

background image
૩૦ઃ આત્મધર્મઃ ૨૪૧
અચલ છે. કેવળજ્ઞાનની કે સમ્યગ્દર્શનની જ્યોતિ અચલ છે. આ રીતે ચૈતન્યમાં સ્થિર
થઈને સ્વવીર્યથી કેવળજ્ઞાનાદિ અનંતચતુષ્ટયની રચના કરીને ભગવાન આત્મા સાદિ
અનંત સુપ્રભાતપણે શોભે છે. તે અપૂર્વ માંગળિક છે.
અનેકાન્તદ્રષ્ટિ વડે ચિદાનંદસ્વભાવનો જેણે નિર્ણય કર્યો તેને સ્વસન્મુખતામાં
ચૈતન્યના જ્ઞાનાનંદથી વિલસતું, શુદ્ધ પ્રકાશથી શોભતું, આનંદમય સુપ્રભાત ખીલે છે.
અહા, જ્ઞાનસ્વરૂપ આત્માને ઓળખીને તેમાં જેણે પ્રવૃત્તિ કરી અને પરભાવોથી નિવૃત્તિ
કરી–એ રીતે ચૈતન્યભૂમિકાનો આશ્રય કર્યો તેને સમ્યક્ શ્રદ્ધા જ્ઞાન આનંદ અને વીર્યથી
ઝળહળતું મંગલ–પ્રભાત ઊગ્યું....આત્મામાં આ પ્રભાત ઊગ્યું તે ઊગ્યું. હવે ફરીને કદી
તે આથમશે નહિ; તેના વિકાસને કોઈ રોકી શકે નહીં.
અહા, આવું સુપ્રભાત ખીલવનારા સંતો, જંગલમાં બેઠાબેઠા કેવળજ્ઞાન–
ખજાનાને શોધવામાં મસ્ત, અંદરમાં ઊંડા ઊંડા ઊતરીને આનંદના દરિયામાં મગ્ન
હોય.... તેને જોતાં ચક્રવર્તી જેવાને પણ એમ થાય કે વાહ! પ્રભો, આપ ચૈતન્યને સાધી
રહ્યા છો...હમણાં આપનો આત્મા અનંત ચતુષ્ટયરૂપ સાધ્યને પ્રગટાવી સુપ્રભાતપણે
ઝળહળી ઊઠશે.–એમ કહીને એનાં ચરણોમાં ચક્રવર્તી પણ શીર ઝૂકાવે છે.
ચૈતન્યસ્વભાવની અંતર્મુખ થઇને જે શ્રદ્ધા કરશે તેને અલ્પકાળમાં
કેવળજ્ઞાનપ્રકાશથી ઝળકતું સુપ્રભાત પૂર્ણપણે ખીલી જશે એવા સંતોના આશીર્વાદ છે.
આ રીતે બેસતા વર્ષનું માંગલિક કર્યું.
(સમયસાર કળશ ૨૬૮ના પ્રવચનમાંથી)
* જિનેન્દ્રદેવનો જન્મ જગતને માટે આનંદકારી છે.
* બધા પદાર્થો કરતાં આત્મા જ ઉત્તમ અર્થ છે.
* બધાં કાર્યો કરતાં આત્માની આરાધના એ જ ઉત્તમ કાર્ય છે.
* * *
* ધર્મ આનંદરૂપ છે ને ધર્મપરિણત ધર્માત્માનો સ્વભાવ પણ જગતને
આનંદ દેવાનો છે.

PDF/HTML Page 35 of 42
single page version

background image
કારતકઃ ૨૪૯૦ઃ ૩૧ઃ
ગુરુદેવ સાથે સિદ્ધિધામની યાત્રા
એ મંગલ તીર્થયાત્રાના મધુરસ્મરણોની થોડીક પ્રસાદી
“અનંતા તીર્થંકરો અને સંત–મુનિવરો રત્નત્રયરૂપ તીર્થની આરાધના વડે
સંસારને તરીને અહીંથી મોક્ષ પામ્યા છે; તેથી આ સમ્મેદશિખરજી મંગલતીર્થ છે.
જુઓ અહીંથી ઉપર અનંત સિદ્ધભગવંતો બિરાજે છે. આત્માનો જ્ઞાન–આનંદ
સ્વભાવ જે ભાવથી પ્રગટયો તે સમ્યગ્દર્શનાદિ ભાવ પણ મંગળ છે. ‘ધવલા’
ટીકામાં શ્રી વીરસેનાચાર્ય કહે છે કે ભવિષ્યમાં મોક્ષ પામનાર આત્મદ્રવ્ય પણ ત્રિકાળ
મંગળ છે, અલ્પકાળમાં થનાર કેવળજ્ઞાનાદિ મંગળપર્યાય સાથે તે સંકળાયેલું છે; અને
જે કાળે આત્મા મુક્તિ પામ્યો કે મુક્તિનો માર્ગ પામ્યો તે કાળ પણ મંગળ છે. જેણે
આત્માના જ્ઞાનાનંદસ્વભાવની પ્રતીત કરીને પોતાના આત્મામાં સમ્યગ્દર્શન–જ્ઞાનરૂપ
મંગળ પ્રગટ કર્યું તે જીવ ભગવાનને પણ પોતાના મંગળનું કારણ કહે છે, ને
ભગવાન જ્યાંથી મોક્ષ પધાર્યા એવા આ સમ્મેદશિખરજી વગેરે તીર્થધામને પણ તે
મંગળ કહે છે. આવી નિર્વાણભૂમિ જોતાં તેને મોક્ષતત્ત્વનું સ્મરણ થાય છે; એટલે
મોક્ષતત્ત્વની પ્રતીતમાં અને સ્મરણમાં આ ભૂમિ નિમિત્ત છે તેથી આ ભૂમિ પણ
મંગળરૂપ તીર્થ છે. તેની યાત્રા માટે અહીં આવ્યા છીએ. આ રીતે દ્રવ્ય ક્ષેત્ર કાળ ને
ભાવ સર્વ પ્રકારે માંગળિક કર્યું.”
તીર્થધામમાં આવું ઉલ્લાસભર્યું માંગળિક સાંભળીને સૌને ઘણો આનંદ થયો
હતો. ગુરુદેવ આ તીર્થધામમાં પધારતાં અહીંનું આખું વાતાવરણ ઘણું ઉમંગભર્યું ને
પ્રફુલ્લતામય લાગતું હતું; ઇષ્ટધામમાં આવ્યાનો સૌને સંતોષ હતો. ધર્મપિતાના ધામમાં
ધર્માત્માઓને આનંદથી વિચરતા દેખીને જિજ્ઞાસુ ભક્તોનાં હૃદય ઉલ્લસતા હતા. અહીં
યાત્રા સંઘમાં ૧પ૦૦ જેટલા યાત્રિકો થઇ ગયા હતા, ને બીજા યાત્રિકો પણ બે હજાર
જેટલા હતા. ગુરુદેવ સાથે આ શાશ્વત સિદ્ધિધામને ભેટવા સૌનાં હૃદય આતુર થઇ રહ્યા
હતાં. ક્યારે સિદ્ધિધામને ભેટીએ! ને ક્યારે ગુરુદેવ સાથે યાત્રા કરીને સિદ્ધિધામના
વૈભવને દેખીએ! એમ સૌ ભાવના ભાવી રહ્યા હતા. સિદ્ધક્ષેત્રમાં ડગલે ને પગલે
સિદ્ધોનું ને સાધક સંતોનું સ્મરણ થતું હતું. સિદ્ધનું સ્મરણ સંસારને ભૂલાવી દે છે, તેમ
સિદ્ધિધામમાં પહોંચેલા યાત્રિકો સંસારના વાતાવરણને ભૂલી ગયા હતા. જેમ સિદ્ધપદ
પામ્યા પહેલાં પણ સાધકને તેનો આનંદ હોય છે તેમ સિદ્ધિધામની યાત્રા કર્યા પહેલાં
પણ તેની છાયામાં યાત્રિકોને યાત્રા જેવો આનંદ થતો હતો. ખરેખર તો યાત્રાની
શરૂઆત પર્વત ઉપર ચડીએ ત્યારે

PDF/HTML Page 36 of 42
single page version

background image
૩૨ઃ આત્મધર્મઃ ૨૪૧
નહીં પરંતુ યાત્રાનો સંકલ્પ કરીને ઘરેથી નીકળ્‌યા ત્યારથી જ યાત્રાની શરૂઆત થઇ
ગઇ; ને પર્વત પર પહોંચ્યા ત્યારે તો એ સંકલ્પનું ફળ આવ્યું,–જેમ યથાર્થ નિર્ણયનું ફળ
અનુભવ આવે છે તેમ.
અહા! સિદ્ધિધામને ભેટવાની કહાનગુરુદેવની ભાવના આજે પૂરી થાય છે.
ગુરુદેવ સાથે સમ્મેદશિખરજી શાશ્વત સિદ્ધિધામની યાત્રા કરવાની હજારો યાત્રિકોની
ભાવના આજે ઉલ્લાસપૂર્વક પૂરી થાય છે. મંગળ તીર્થયાત્રાનો આ પવિત્ર પ્રસંગ
જીવનમાં સિદ્ધિપંથ પ્રત્યેની પુનિત પ્રેરણા સદાય આપ્યા કરો.
સેંકડો–હજારો જયજયકાર સહિત ને પંચપરમેષ્ઠીના નમોક્કારમંત્રના
સ્મરણસહિત આનંદભરેલા વાતાવરણમાં ગુરુદેવે સિદ્ધિધામની યાત્રાનો મંગલ પ્રારંભ
કર્યો. સિદ્ધિધામ પ્રત્યે પહેલું પગલું મુકતાં જ અનેરો આહ્લાદ જાગે છે....રોમેરોમમાં
કોઇ નવો જ ઝણઝણાટ વ્યાપી જાય છે. નૂતન સમકિતી જેમ ચૈતન્યને ભેટે ને
આનંદિત થાય તેમ ગુરુદેવ એ તીર્થને ભેટયા ને આનંદિત થયા. ગુરુદેવના પગલે
પગલે ચાલી રહેલા યાત્રિકોને પણ આજે અનેરો હર્ષ હતો. પહાડ ચડવાના પ્રારંભે
જાણે પરાક્રમનો કોઇ નવો જ યુગ પ્રારંભાયો હતો. સિદ્ધો અને સાધકોનું સ્મરણ થતું
હતું, પંચ પરમેષ્ઠી પ્રત્યે પ્રણમન થતું હતું, રત્નત્રયની ભાવનાઓ જાગતી હતી. આવી
ભાવનાસહિત ગુરુદેવ સાથે સિદ્ધોને હૃદયમાં સ્થાપીને સિદ્ધિધામ પ્રત્યે પગલાં માંડયા.
અહો સિદ્ધભગવંતો! મારા ગુરુદેવ સાથે તમારા પવિત્રધામ પ્રત્યે મેં પ્રસ્થાન કર્યું.
પગલે પગલે પ્રભુજીનું સ્મરણ થાય છે, ને હૃદયમાં એવી ઝણઝણાટી જાગે છે....જાણે કે
સિદ્ધભગવાનને દેખીને પ્રદેશે પ્રદેશેથી કર્મો ખરી રહ્યા હોય! જીવનનો આ પવિત્ર
પ્રસંગ મુમુક્ષુહૈયામાં કોતરાઇ ગયો છે.
જેમ મોક્ષમાર્ગના પથિકને પર્યાયે પર્યાયે નવીન આનંદની સ્ફુરણા થાય છે તેમ
સિદ્ધિધામના યાત્રિકોને પગલે પગલે નવીન હર્ષની ઉર્મિઓ જાગે છે. જેમ જેમ શાશ્વત
તીર્થનું આરોહણ કરીએ છીએ તેમ તેમ ગુરુદેવ બધાના હૃદયમાં આનંદ કરાવે છે. જરાક
ચાલતાં વનરાજી શરૂ થાય છે. આખોય સમ્મેદશિખર પર્વત અતિશય ગીચ મનોહર
વનરાજીથી છવાયેલો છે. અહા, મુનિવરોએ જેની વચ્ચે બેસીને આત્મસાધના કરી એવી
આ વનરાજી બહુ જ શોભી રહી છે. સુંદર વનરાજીનાં આ અદ્ભુત દ્રશ્યો! સુંદર ઝાડ–
પાન ને પુષ્પોથી ખીલેલું એ વન–જાણે મુનિદર્શનની પ્રસન્નતા હજીયે અનુભવી રહ્યું હોય
એવું પ્રફુલ્લ લાગે છે. એ પ્રફુલ્લિત વનરાજી વચ્ચેથી પસાર થતી વખતે હૃદયમાં વનવાસી
દિગંબર મહામુનિઓ, સ્વરૂપમાં ઝૂલતા એ સંતો, જ્યારે અહીં વિચરતા હતા એ દ્રશ્ય ખડું
થાય છે, ને મુમુક્ષુહૃદયમાં એ દશાની ભાવના જાગે છે. જેમ સુપ્રભાતમાં કમળ ખીલે તેમ
આ વનમાં જ્ઞાનીઓનાં હૃદય–

PDF/HTML Page 37 of 42
single page version

background image
કારતકઃ ૨૪૯૦ઃ ૩૩ઃ
કમળ સંયમભાવનાથી ખીલી ઊઠે છે. તીર્થંકર–મુનિવરોના પ્રતાપે સમ્મેદશિખરજી પહાડ
તો શોભિત ને પૂજિત છે, પરંતુ તેના ઉપરનું એકેક વૃક્ષ, તેનાં પુષ્પ ને પાંદડાં પણ કેવા
સુંદર શોભી રહ્યા છે! અને અહીં વિચરનારા સંતોના હૃદયમાં ખીલેલી
રત્નત્રયપરિણતિની તો શી વાત! અહો, ગીચ વનમાં ગુપ્તપણે રત્નત્રયના અતીન્દ્રિય
આનંદનો સ્વાદ લેનારા એ સન્તો!
અહા, આ યાત્રાસંઘમાં ગુરુદેવના ભાવોની શી વાત! ગુરુદેવ અપૂર્વ ભાવે
સિદ્ધિધામને નીહાળી રહ્યા છે ને યાત્રિકોમાં કાલીઘેલી ભક્તિ અને ઉમંગ દેખીને પોતે
પણ પ્રસન્ન થાય છે; વારંવાર કહે છે કે આપણે તો પહેલીવહેલી યાત્રા છે. સિદ્ધિધામનું
અને સિદ્ધપદસાધકસંતોનું આ મિલન કોઇ અનેરું પ્રેરણાદાયી છે. જેમ સિદ્ધસ્વરૂપના
સાક્ષાત્કારથી સાધક પરમ આનંદિત થાય તેમ અહીં સિદ્ધિધામના સાક્ષાત્કારથી
સાધકોનું હૃદય પરમ આહ્લાદિત થાય છે.
જેમ જીવનની કોઇ વિરલક્ષણે થયેલું ચૈતન્યવેદન ધર્માત્માને જીવનમાં કદી
ભૂલાતું નથી ને જ્યારે જ્યારે યાદ કરે ત્યારે ત્યારે તેને પ્રમોદિત કરે છે, તેમ જીવનમાં
પ્રાપ્ત થયેલ આ મંગલયાત્રાનો વિરલ પ્રસંગ મુમુક્ષુને જીવનમાં કદી ભૂલાશે નહિ, ને
જ્યારે જ્યારે યાદ કરે ત્યારે ત્યારે તેને પ્રમોદિત કરશે.
અહીં દુનિયા દેખાતી નથી, સંસાર યાદ આવતો નથી; બસ, હૃદયમાં એક વહાલા
સિદ્ધ ભગવાન જ બિરાજે છે,–ક્યારે પ્રભુજીને ભેટીએ! ક્યારે સિદ્ધ થઇએ! સંતોની
આરાધનાના આ ધામમાં આરાધક સંતોની સાથે વિચરતાં આરાધના માટેની
ભાવનાઓ સેવાય છે. ખરેખર, આરાધના માટે જીવન વીતે એ જ ખરું જીવન છે.
જ્ઞાનીઓ સાથેની તીર્થયાત્રાની બલિહારી છે. એક તો જ્ઞાનીનો આત્મા સ્વયં
તીર્થ છે, ને વળી તેમની સાથે ભારતના સર્વોત્કૃષ્ટ તીર્થધામની યાત્રા થાય છે,–એવી આ
મંગળ તીર્થયાત્રાના આનંદની શી વાત!!
‘સમ્મેદશિખર!’ જેનાં દર્શન કરતાં અનંત સિદ્ધભગવંતોનું સ્મરણ થાય....ને
સિદ્ધપદને સાધનારા તીર્થંકરો તથા સંતોના સમૂહ સ્મૃતિસમક્ષ તરવરતો થકો આપણને
મોક્ષમાર્ગની પ્રેરણા જગાડે.....એવા આ સિદ્ધિધામની યાત્રા તે મુમુક્ષુજીવનનો એક
આનંદપ્રસંગ છે. રત્નત્રયતીર્થના પ્રવર્તક તીર્થંકરો અને તેને સાધનારા સન્તો આ
ભૂમિમાં વિચર્યા; એ તીર્થસ્વરૂપ સન્તોના પવિત્ર ચરણના પ્રતાપે આ ભૂમિનો
રજકણેરજકણ પાવનતીર્થ તરીકે જગતમાં પૂજ્ય બન્યો. આવી ભારતની આ શાશ્વત
તીર્થભૂમિની મંગલયાત્રા કરવા માટે તલસી રહેલા ભક્તોના હૃદય આજે તૃપ્ત થતા હતા.

PDF/HTML Page 38 of 42
single page version

background image
૩૪ઃ આત્મધર્મઃ ૨૪૧
યાત્રિકો હોંસે હોંસે પર્વત ચડી રહ્યા છે....જેમ પોતાનું પરમ ઇષ્ટ પરમ વહાલું
એવું સિદ્ધપદ સાધતાં સાધકને થાક નથી લાગતો, ઉલટો આનંદ વધતો જાય છે, તેમ
સિદ્ધિધામ તરફ જવા માટે પહાડ ચડતાં ચડતાં યાત્રિકોને થાક નથી લાગતો પણ ઉલટો
ઉત્સાહ વધતો જાય છે. લગભગ સાડા પાંચ વાગે થોડો થોડો પ્રકાશ થયો. હજુ પહેલી
ટૂંક આવવાને થોડી વાર હતી, ત્યાં દૂરદૂર એક ટૂંકના દર્શન થયા. એને જોતાં જ ગુરુદેવ
કહે–જુઓ, એ....ટૂંક દેખાય! ટૂંકના દર્શન થતાં યાત્રિકો હર્ષોલ્લાસમાં આવી ગયા. જેમ
ચંદ્રને દેખીને દરિયો ઉલ્લસે તેમ તીર્થધામની ટૂંકના દર્શનથી તેને ભેટવા ભક્તહૃદયમાં
હર્ષનો દરિયો ઉલ્લસવા લાગ્યો. દૂરદૂરથી દેખાતી એ સૌથી ઊંચી ‘સુવર્ણભદ્ર’ ટૂંક હતી.
પારસનાથની એ સૌથી ઊંચી ટૂંકના દર્શન થતાં સૌએ લળીલળીને આખા શિખરજી
તીર્થને ભક્તિથી વંદન કર્યા અને જયઘોષપૂર્વક પહેલી ટૂંકે પહોંચવા ઝડપથી આરોહણ કર્યું.
જેમ દર્શનસહિતના પુરુષાર્થમાં જુદું જ જોર હોય છે તેમ ટૂંકના દર્શન પછી યાત્રિકોના
આરોહણમાં જુદું જ જોર આવ્યું....ને થોડી જ વારમાં પહેલી ટૂંકે આવી પહોંચ્યા.
“ચૈતન્યસ્વભાવ સહજ છે....એનાં મૂળ ઊંડા છે....મેરુ પર્વત ડગે પણ
એ સ્વભાવ ન ડગે. સ્વભાવના મૂળ ઊંડા છે. વિભાવના મૂળ ઊંડા નથી,
એને ઉખેડવા માંગે તો તે ઉખડી શકે છે.”

PDF/HTML Page 39 of 42
single page version

background image
કારતકઃ ૨૪૯૦ઃ ૩પઃ
વૈ....રા....ગ્ય....સ....મા....ચા....ર
આ અધ્રુવ સંસારમાં જીવને પોતાના ચિદાનંદ સ્વભાવ સિવાય બીજું કાંઇ શરણ
નથી....શરીરાદિનો સંયોગ અધ્રુવ અને અશરણ છે. મધદરિયા વચ્ચેનું વહાણ–કે જ્યાં ચારે કોર અગાધ
પાણી ને ઉપર નિરાલંબી આકાશ સિવાય બીજું કાંઇ નથી, એવા વહાણમાં બેઠેલા પંખીની જેમ વહાણ
સિવાય બીજું કોઇ શરણ નથી, તેમ આ સંસાર સમુદ્રમાં જીવને પોતાના ચિદાનંદસ્વભાવ સિવાય બીજું
કાંઇ શરણ નથી. સંસારની પરિસ્થિતિ મુમુક્ષુ વિચારવાનને ડગલે ને પગલે વૈરાગ્ય ઉપજાવે છે. તેમાં દેવ–
ગુરુ–ધર્મના શરણે આત્મસ્વભાવની ઉપાસના સદૈવ કર્તવ્ય છે.
*રાજકોટના શેઠશ્રી મૂળજીભાઈ ચત્રભુજ લાખાણી તા. ૮–૧૧–૬૩ ના રોજ ૮૧
વર્ષની વયે હૃદયરોગના હૂમલાથી રાજકોટમાં સ્વર્ગવાસ પામી ગયા. સ્વર્ગવાસના દિવસે
સવારમાંથી જ તેમને લાગતું હતું કે આજે મારી તબીયત બરાબર નથી ને આજે છેલ્લો
દિવસ છે....તેમના કુટુંબીજનોએ ડોકટરને બોલાવવાની વાત કરી, તો તેમણે કહ્યું કે હવે
દાક્તર શું કરશે? એને બદલે લાલુભાઈને બોલાવો! લાલુભાઈ આવતા તેમણે ધાર્મિક
વાતચીત પ્રેમથી સાંભળી, ને કહ્યું કે આજે દેહની છેલ્લી સ્થિતિ લાગે છે. તેમને
રાજકોટના માનસ્તંભ અને સમવસરણ માટેની ભાવના ઘૂંટાતી હતી. તેને માટે પોતે
અગાઉ જે ૪૦,૦૦૦ (ચાલીસ હજાર)રૂા. નોંધાવેલા તેમાં આ પ્રસંગે દસ હજાર
ઉમેરીને સવાયા કરવાનું તેમણે જાહેર કર્યું. અને કુટુંબ કે ધંધા વગેરેની લાગણીને
એકકોર મૂકીને તેમણે ધર્મભાવનામાં મન પરોવ્યું. લગભગ છેલ્લી ઘડી સુધી વાતચીત
કરતાં કરતાં ને ધર્મશ્રવણ કરતાં કરતાં બપોરે તેઓ દેહ છોડીને સ્વર્ગસ્થ થયા. તેઓ
રાજકોટ મુમુક્ષુમંડળના મુખ્ય આગેવાન હતા. રાજકોટ મુમુક્ષુ મંડળના વિકાસમાં તેમનો
અને તેમના કુટુંબનો ઘણો મહત્વનો ફાળો છે. તેમનું આખું કુટુંબ ધર્મનો સારો પ્રેમ
ધરાવે છે. તેમના સ્વર્ગવાસથી રાજકોટને એક કુશળ આગેવાનની મોટી ખોટ પડી છે.
ગુરુદેવ પ્રત્યે તેમને ઘણો જ ભક્તિભાવ હતો. એક વર્ષ પહેલાં જ્યારે ગુરુદેવ રાજકોટથી
સોનગઢ પધાર્યા ત્યારે ગુરુદેવ સાથે મોટરમાં તેઓ સાથે હતા ને ઘણી પ્રમોદભરી
વાતચીત કરી હતી. તેઓ ધર્મભાવનાના સંસ્કાર બળે આગળ વધીને આત્મહિત સાધે–
એ જ ભાવના.
* સોનગઢમાં ભાઈશ્રી હીરાચંદ કશળચંદ (માસ્તર સાહેબ) આસો વદ ૧૧ તા.
૧૧–૧૧–૬૩ ના રોજ સ્વર્ગવાસ પામી ગયા. તેઓ છેલ્લા કેટલાક વખતથી બિમાર હતા;
તેમની ખાસ ભાવનાથી ગુરુદેવ રોજ તેમને દર્શન દેવા પધારતા, ને તે પ્રસંગે વૈરાગ્યભર્યા
વચનો સંભળાવતા. તે સાંભળીને તેમને ઉત્સાહ આવતો. સ્વર્ગવાસના દિવસે બપોરે
તેમની સ્થિતિ ગંભીર લાગતાં પ્રવચન પછી ગુરુદેવ ત્યાં પધાર્યા હતા ને “શુદ્ધબુદ્ધ
ચૈતન્યઘન....” વગેરે સંભળાવ્યું હતું....મુમુક્ષુમંડળના ઘણા ખરા ભાઈ–બેનો પણ આ
પ્રસંગે ત્યાં ઉપસ્થિત હતા ને વૈરાગ્યભર્યા વાતાવરણમાં આત્મ–

PDF/HTML Page 40 of 42
single page version

background image
ઃ ૩૬ઃ આત્મધર્મઃ ૨૪૧
સિદ્ધિ વગેરે ગાથાઓ બોલતા હતા. પૂ. બેનશ્રીબેન પણ વૈરાગ્યપ્રેરક પદ બોલતા હતા.
આ રીતે થોડોક ટાઇમ ચાલ્યા બાદ લગભગ ચાર વાગે માસ્તર સાહેબ હીરાચંદભાઈ પૂ.
ગુરુદેવની ઉપસ્થિતિમાં સ્વર્ગવાસ પામી ગયા હતા. તેઓ ભાગ્યશાળી કે છેલ્લી
સ્થિતિમાં પણ ગુરુદેવની વાણી અને દર્શનનો લાભ મળ્‌યા કર્યો. તેઓને શિક્ષણવર્ગનો
ખાસ રસ હતો, શિક્ષણવર્ગમાં પ્રશ્નોત્તર દ્વારા શિખવવાની તેમની શૈલિ સૌને ગમતી. પૂ.
ગુરુદેવના પરિચયમાં તેઓ ઘણા વર્ષોથી આવ્યા હતા ને છેલ્લા અનેક વર્ષોથી નિવૃત્ત
જીવન ગાળીને સોનગઢમાં જ રહીને શ્રવણ–વાંચન કરતા, ને પોતાના કુટુંબમાં સૌને
ધાર્મિક સંસ્કારનું સીંચન કરતા. તેમના સુપુત્ર શ્રી રતિલાલભાઈ સોનગઢ હાઇસ્કુલમાં
હેડમાસ્તર છે. સ્વર્ગસ્થ હીરાચંદભાઈ માસ્તર સાહેબનો આત્મા તત્ત્વજ્ઞાનના રસમાં
આગળ વધીને દેવગુરુધર્મના પ્રતાપે આત્મહિત સાધે–એ જ ભાવના.
* ખંડવા શહેરમાં શેઠશ્રી પ્રેમચંદજીના ધર્મ પત્ની શ્રી માણેકબેન તા. ૨૦–૧૧–
૬૩ના રોજ હાર્ટફેઇલથી આકસ્મિક સ્વર્ગવાસ પામી ગયા....હજી આ દિવસે સવારમાં
તો તેઓ જિનમંદિર ગયેલા, ત્યાંથી આવીને પોન્નૂરની તીર્થયાત્રામાં આવવા માટે
નક્કી કરીને યાત્રા સંઘનું ફોર્મ ભરવાની વાત કરી, પછી રસોઇ પણ બનાવી....ને ૧૨
વાગતાં છાતીમાં સહેજ દુખાવો થઇને હાર્ટફેઇલથી તેઓ સ્વર્ગવાસ પામી ગયા. તેઓ
ડો. ધરમચંદજીના ભાભી થાય; તેમની એક પુત્રી (ચંદ્રિકાબહેન) સોનગઢ આશ્રમમાં
રહે છે. તેમનું આખુંય કુટુંબ ગુરુદેવ પ્રત્યે ઘણો ભક્તિભાવ ધરાવે છે. થોડા મહિના
પહેલાં જ ગુરુદેવ ખંડવા પધારેલા ત્યારે તેમના ઘરે જ ગુરુદેવનો ઉતારો હતો ને તેમને
ત્યાં આહારદાનનો લાભ મળેલો. તે પ્રસંગે તેમને ઘણો ઉલ્લાસ હતો. સ્વર્ગસ્થ
આત્માના તીર્થયાત્રાના મનોરથ સફળ થાઓ અને ધર્મપ્રેમમાં આગળ વધીને
આત્મહિત પામો–એ જ ભાવના.
* લીંબડી શહેરમાં તા. ૧૯–૧૧–૬૩ ના રોજ શ્રી મનસુખલાલ ગુલાબચંદ
દફતરીના ધર્મપત્ની શ્રી દીવાળીબેન સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ ગુરુદેવ પ્રત્યે ભક્તિ
ધરાવતા હતા ને પોતાના ગામમાં જિનમંદિરની સ્થાપના થતાં તેમને ઘણો હર્ષ થયો
હતો. તેઓ દેવ–ગુરુના પ્રતાપે આત્મહિત પામો–એ જ ભાવના.
* અમરેલીના વયોવૃદ્ધ ભાઈશ્રી તારાચંદ ત્રિભોવનદાસ કામદાર શ્રાવણ સુદ
૧૩ના રોજ સોનગઢમાં સ્વર્ગવાસ પામી ગયા. તેમની ઉમર ૯૧ વર્ષની હતી; સોનગઢના
મંડળમાં તેઓ સૌથી વયોવૃદ્ધ હતા. ઘણા વર્ષોથી તેઓ સોનગઢમાં જ રહેતા અને
વયોવૃદ્ધ અવસ્થા હોવા છતાં ગુરુદેવના પ્રવચનનો લાભ લેતા હતા. તેઓ ધર્મ
સંસ્કારમાં આગળ વધીને આત્મહિત સાધે એ જ ભાવના.