Atmadharma magazine - Ank 301
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 3

PDF/HTML Page 21 of 45
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : કારતક : ૨૪૯પ
શુદ્ધોપયોગનું ફળ – અતીન્દ્રિય મહાન સુખ
( – તે જ પ્રશંસનીય છે; રાગનું ફળ પ્રશંસનીય નથી)
આચાર્યભગવાને પ્રવચનસારની શરૂઆતમાં પંચપરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર
કરીને મોક્ષનો સ્વયંવરમંડપ માંડયો છે...અમે પંચપરમેષ્ઠીમાં ભળીને મોક્ષલક્ષ્મીને
સાધવા નીકળ્‌યા છીએ, તેનો આ મંગલઉત્સવ છે.
મોક્ષનું સાધન શું? કે શુદ્ધોપયોગરૂપ વીતરાગચારિત્ર તે જ મોક્ષનું સાધન છે; ને
વચ્ચે આવતો શુભરાગ તે તો બંધનું કારણ છે, તેથી તે હેય છે.–આમ શુભરાગને છોડીને
શુદ્ધોપયોગરૂપ મોક્ષમાર્ગને આચાર્યદેવે અંગીકાર કર્યો...પોતે શુદ્ધોપયોગી ચારિત્રદશારૂપે
પરિણમ્યા.
આ રીતે શુભ–અશુભપરિણતિને છોડીને અને શુદ્ધોપયોગપરિણતિને આત્મસાત
કરીને આચાર્યદેવ શુદ્ધોપયોગઅધિકાર શરૂ કરે છે; પોતે તે–રૂપે પરિણમીને તેનું કથન
કરે છે. તેમાં પ્રથમ શુદ્ધોપયોગના પ્રોત્સાહન માટે તેના ફળની પ્રશંસા કરે છે: અહો,
શુદ્ધોપયોગ જેમને પ્રસિદ્ધ છે એવા કેવળીભગવંતોને આત્મામાંથી જ ઉત્પન્ન અતીન્દ્રિય
પરમ સુખ છે. બધા સુખોમાં ઉત્કૃષ્ટ સુખ કેવળીભગવંતોને છે; તે સુખ રાગ વગરનું છે,
ઈન્દ્રિયવિષયો વગરનું છે, અનુપમ છે અને અવિનાશી છે, વચ્ચે ભંગ વગરનું
અવિચ્છિન્ન છે. સંસારના કોઈ વિષયોમાં એવું સુખ નથી.
અહો, આવું અપૂર્વ આત્મિકસુખ પરમ અદ્ભુત આહ્લાદરૂપ છે, તે જીવે પૂર્વે કદી
અનુભવ્યું નથી. સમ્યગ્દર્શનમાંય આવા અપૂર્વસુખના સ્વાદનો અંશ આવી જાય છે, પણ
અહીં શુદ્ધોપયોગના ફળરૂપ પૂર્ણ સુખની વાત છે.
શુદ્ધોપયોગથી આત્મા પોતે પોતામાં લીન થતાં. અતીન્દ્રિય સુખ ઉત્પન્ન થયું,
તેમા બીજા કોઈ સાધનનો આશ્રય નથી, એકલા આત્માના જ આશ્રયે તે સુખ પ્રગટ્યું
છે. તેને આત્માનો એકનો આશ્રય છે ને બીજાના આશ્રયથી નિરપેક્ષ છે, બીજા કોઈનો
આશ્રય તેને નથી,–આમ અસ્તિ–નાસ્તિથી કહ્યું. આત્માથી જ ઉત્પન્ન અને વિષયોથી
પાર–એવું સુખ તે જ સાચું સુખ છે, ને તે સુખનું સાધન શુદ્ધોપયોગ છે. માટે તે
શુદ્ધોપયોગ ઉપાદેય છે. આમ શુદ્ધોપયોગના ફળરૂપ પરમસુખનું સ્વરૂપ બતાવીને

PDF/HTML Page 22 of 45
single page version

background image
: કારતક : ૨૪૯પ આત્મધર્મ : ૧૯ :
તે તરફ આત્માને પ્રોત્સાહિત કર્યો છે. હે જીવ! ઈન્દ્રિયસુખના કારણરૂપ એવા
શુદ્ધોપયોગમાં ઉત્સાહથી આત્માને જોડ.
સંસારના જેટલા ઈન્દ્રિયસુખો તે બધાયથી આ શુદ્ધોપયોગનું સુખ તદ્ન જુદી
જાતનું છે, તેથી તે અનુપમ છે, બીજાની ઉપમા તેને આપી શકાતી નથી. અહો,
શુદ્ધોપયોગી જીવોનું પરમ અનુપમ સુખ, તે અજ્ઞાનીઓને લક્ષમાં પણ આવતું નથી.
આગળ કહેશે કે સિદ્ધભગવંતોના અને કેવળીભગવંતોના ઉત્કૃષ્ટ અતીન્દ્રિય સુખનું
સ્વરૂપ સાંભળતાંવેંત જે જીવ ઉત્સાહથી તેનો સ્વીકાર કરે છે તે આસન્નભવ્ય છે. આ
અતીન્દ્રિય સુખના વર્ણનને ‘આનંદ અધિકાર’ કહ્યો છે; હે જીવો! વિષયોમાં સુખબુદ્ધિ
છોડીને આત્માના આશ્રયે આવા પરમ આનંદરૂપે પરિણમો.
એ સુખ શુદ્ધોપયોગવડે પ્રગટે છે. શુદ્ધોપયોગ વડે પ્રગટેલું તે સુખ
સાદિઅનંતકાળમાં કદી નાશ પામતું નથી, તે અનંતકાળ રહેનારું છે. ‘સાદિ–અનંત
અનંત સમાધિસુખ’ એવું સુખ શુદ્ધોપયોગથી જ પમાય છે. અતીન્દ્રિયસુખમાં શુભરાગનું
તો ક્્યાંય નામનિશાન નથી; રાગથી ને રાગના ફળરૂપ સામગ્રીથી પાર એવું તે સુખ છે.
તે સુખ પ્રગટ્યા પછી વચ્ચે કદી તેમાં ભંગ પડતો નથી, અચ્છિન્નપણે નિરંતર તે સુખ
વર્તે છે. શુદ્ધોપયોગી જીવોને આવું ઉત્કૃષ્ટ અતીન્દ્રિય સુખ છે તે સર્વથા ઈષ્ટ છે,
આદરણીય છે, પ્રશંસનીય છે.–શુદ્ધોપયોગનું આવું ફળ બતાવીને આત્માને તેમાં
પ્રોત્સાહિત કર્યો. જેમ સૂર્યને ઉષ્ણતા માટે કે પ્રકાશ માટે બીજા પદાર્થની જરૂર નથી,
સ્વયમેવ તે ઉષ્ણ ને પ્રકાશરૂપ છે; તેમ સુખ અને જ્ઞાનને માટે આત્માને કોઈ બીજા
પદાર્થની જરૂર નથી, સ્વયમેવ આત્મા પોતે સ્વભાવથી જ સુખસ્વરૂપ ને જ્ઞાનસ્વરૂપ છે.
અહો, આવા આત્માને શ્રદ્ધામાં તો લ્યો. સિદ્ધભગવંતોના સુખને ઓળખતાં આવો
આત્મસ્વભાવ ઓળખાય છે. ઈન્દ્રિયોથી જ્ઞાન થવાનું માને, રાગથી સુખ થવાનું માને
તેણે સિદ્ધભગવંતોને કે કેવળીભગવંતોને માન્યા જ નથી; વીતરાગપરમેશ્વરને તે
ઓળખતો નથી, તેણે તો રાગને માન્યો છે. રાગ વગરનું જ્ઞાન ને સુખ પ્રતીતમાં લ્યે, તો
તો રાગથી ભિન્ન આત્મસ્વભાવ અનુભવમાં આવી જાય; પોતાને તેવા અતીન્દ્રિય
સુખનો ને અતીન્દ્રિયજ્ઞાનનો અંશ પ્રગટ્યો ત્યારે સર્વજ્ઞના સુખની ને જ્ઞાનની સાચી
પ્રતીતિ થઈ.

PDF/HTML Page 23 of 45
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : કારતક : ૨૪૯પ
[ધ્યાતાના ધ્યેયરૂપ નિજ–પરમાત્મતત્ત્વનું તથા મોક્ષના કારણરૂપ ભાવોનું વર્ણન]
[સમયસાર ગા. ૩૨૦ જયસેનસ્વામીની ટીકા ઉપર પ્રવચન]
(સોનગઢ: વીર સં. ૨૪૯૪ આસોવદ ૧ થી શરૂ)
આ પ્રવચનમાં અત્યંત પ્રમોદપૂર્વક ગુરુદેવે કહ્યું કે અહો! શુદ્ધ
પરમપારિણામિક આત્મસ્વભાવના આશ્રયે સન્તો મોક્ષમાર્ગને સાધે છે.
મોક્ષમાર્ગને સાધનારા સંતો તો સિદ્ધના સાધર્મી થઈને બેઠા છે.
સંસારભાવોથી દૂર દૂર ને અંતરમાં સિદ્ધના સાધર્મી થઈને તેઓ મોક્ષને
સાધી રહ્યા છે.
અહો, ભગવાને કહેલા સ્યાદ્વાદની સુગંધ અનેરી છે;
ભગવાનનો અનેકાન્તમાર્ગ અલૌકિક છે. જીવના પાંચ ભાવોની આવી
વાત સર્વજ્ઞભગવાન સિવાય બીજાના શાસનમાં હોય નહિ.
*
અહીં આત્મા પરનો ને રાગાદિનો અકર્તા–અભોક્તા છે–તે વાત સમજાવે છે.
જ્ઞાનસ્વભાવી આત્મા એવો છે કે પોતાના જ્ઞાનભાવથી ભિન્ન અન્ય ભાવોનો તે કર્તા–
ભોક્તા નથી. આનંદમૂર્તિ આત્મા તે જ્ઞાનભાવમાત્ર છે, તે શરીર–મન–વાણી–કર્મ વગેરે
જડને તો કરે નહિ, કર્મની બંધ–મોક્ષરૂપ અવસ્થાનો કર્તા આત્મા નથી; આત્મા તો
જ્ઞાતાભાવમાત્ર છે, તે પદાર્થોને કરતો નથી, વેદતો નથી. વ્યવહારસંબંધી રાગાદિવિકલ્પો
તેને પણ જ્ઞાન કરતું નથી કે ભોગવતું નથી. આવા જ્ઞાનસ્વભાવી આત્માને શ્રદ્ધામાં–
જ્ઞાનમાં–અનુભવમાં લેવો તે ધર્મ છે.
જેમ નેત્ર અગ્નિને દેખે છે પણ કરતું નથી, ને અગ્નિને તે વેદતું પણ નથી. તેમ
જ્ઞાન પણ નેત્રની માફક કર્મને કે રાગાદિને જાણે જ છે, પણ તેને કરતું કે વેદતું નથી.
જ્ઞાનમાં વિકારનું કે જડનું વેદન નથી. જેમ સંધૂકણ કરનાર અગ્નિનો કર્તા છે, ને અગ્નિથી
તપ્ત લોખંડનો ગોળો અગ્નિની ઉષ્ણતાને વેદે છે, પણ તેને જોનારી

PDF/HTML Page 24 of 45
single page version

background image
: કારતક : ૨૪૯પ આત્મધર્મ : ૨૧ :
દ્રષ્ટિ (આંખ) તો કાંઈ તે અગ્નિને કરતી કે ભોગવતી નથી, આંખ જો અગ્નિને વેદે તો
દાઝી જાય. તેમ શુદ્ધજ્ઞાન પણ રાગાદિ ભાવોને કે કર્મની બંધ–મુક્ત અવસ્થાને કરતું કે
વેદતું નથી, એટલે તે અકર્તા ને અભોક્તા છે. શુદ્ધજ્ઞાન, અથવા શુદ્ધજ્ઞાનપર્યાયરૂપે
પરિણમેલો ધર્મી જીવ–તે વિકારનો કે પરનો કર્તા નથી, ભોક્તા નથી; તે તન્મય થઈને
તે રૂપે પરિણમતો નથી, પણ દ્રષ્ટિની માફક જ્ઞાતા જ રહે છે. આવા જ્ઞાતા સ્વભાવરૂપ
પરિણમન તે ધર્મ છે. અશુદ્ધ એવા રાગાદિ વ્યવહારભાવો, તેને શુદ્ધજીવ શુદ્ધઉપાદાનરૂપે
કરતો નથી, જ્ઞાનરૂપે પરિણમેલો જ્ઞાની જીવ અશુદ્ધભાવમાં તન્મય થતો નથી; તન્મય
થતો નથી માટે તેને કરતો કે ભોગવતો નથી. આવું અકર્તા–અભોક્તાપણું સમજતાં
આત્માને ધર્મ થાય છે.–આવા જ્ઞાતાદ્રષ્ટાસ્વભાવની સન્મુખ થઈને રાગાદિના અકર્તા–
અભોક્તાપણે પરિણમવું તે વીતરાગદેવે કહેલો મોક્ષમાર્ગ છે–
આવો માર્ગ વીતરાગનો ભાખ્યો શ્રી ભગવાન,
સમવસરણની મધ્યમાં સીમંધર ભગવાન.
અહો, જ્ઞાતાદ્રષ્ટાસ્વભાવરૂપી આંખ, તેમાં રાગના કર્તૃત્વરૂપી કણિયો સમાય તેમ
નથી. શુભ–અશુભરાગ તે તો આગ સમાન છે તેને જ્ઞાનચક્ષુ કેમ કરે? ને તેને કેમ
ભોગવે? તેનાથી ભિન્નપણે રહીને તેને માત્ર જાણે છે. જુઓ, શાંત શીતળ
અકષાયસ્વરૂપ જ્ઞાતાદ્રષ્ટા આત્મા, તે કષાયઅગ્નિને સળગાવતો નથી, કે કષાયઅગ્નિમાં
બળતો નથી, આ રીતે તે કષાયોનો અકર્તા–અભોક્તા જ છે. આત્માનો સ્વભાવ ત્રિકાળ
તો આવો છે જ ને તેનું ભાન થતાં જે શુદ્ધજ્ઞાનપર્યાય પ્રગટીને આત્મા સાથે અભેદ થઈ,
તે પર્યાયમાં પણ રાગાદિનું કર્તા–ભોક્તાપણું નથી; રાગની શુભવૃત્તિ ઊઠે તેનું કર્તા–
ભોક્તાપણું જ્ઞાનીના જ્ઞાનમાં નથી; કેમકે તે શુભવૃત્તિ સાથે તેનું જ્ઞાન એકમેક થતું નથી
પણ જુદું જ પરિણમે છે. અરે, રાગ તો જ્ઞાનથી વિરુદ્ધભાવ છે, તેના વડે મોક્ષમાર્ગ
થવાનું માનવું તે તો દુશ્મન વડે લાભ માનવા જેવું છે. ભાઈ, રાગમાં જ્ઞાન કદી તન્મય
થતું નથી, તો તે રાગ જ્ઞાનનું સાધન કેમ થાય? અહો, અપૂર્વ માર્ગ છે, તેમાં રાગની
અપેક્ષા જ ક્્યાં છે? એકલા અંર્તસ્વભાવનો માર્ગ... બીજા બધાયથી નિરપેક્ષ છે.
ભાઈ, આવા કાળમાં આવા સત્ય સ્વરૂપને તું જાણ! તારું સત્સ્વરૂપ તો
જ્ઞાનમય છે, રાગમાં કાંઈ તારું સત્પણું નથી. રાગથી લાભ માનવા જઈશ તો તારા
સત્માં તું છેતરાઈ જઈશ. તારા સત્માં રાગાદિનું કર્તા–ભોક્તાપણું નથી, પણ
જાણવાપણું છે;

PDF/HTML Page 25 of 45
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : કારતક : ૨૪૯પ
જાણવારૂપ જ્ઞાનભાવમાં તારી સત્તા છે. અનંતગુણોથી અભેદ તારો આત્મા, તે જ્યાં
ગુણભેદના વિકલ્પવડેય અનુભવમાં આવતો નથી, ત્યાં રાગાદિનું કર્તા–ભોક્તાપણું
તેનામાં કેવું? બરફની ઠંડી પાટ જેવી જે શીતળ ચૈતન્યશિલા, તેમાંથી રાગાદિ
વિકલ્પોરૂપી અગ્નિ કેમ નીકળે? જેમાં જે તન્મય હોય તેને જ તે કરી કે ભોગવી શકે. પણ
જેનાથી જે ભિન્ન હોય તેને તે કરી કે વેદી શકે નહીં. જ્ઞાન સિવાય બીજા ભાવને કરે કે
વેદે તે સાચો આત્મા નહિ. દ્રવ્યના સ્વભાવમાં રાગદ્વેષાદિ નથી, એટલે તે સ્વભાવને
જોનારી જ્ઞાનદ્રષ્ટિમાં પણ રાગદ્વેષનું કર્તા–ભોક્તાપણું નથી. રાગદ્વેષની ઉત્પત્તિ
જ્ઞાનમાંથી થતી નથી. રાગ અને જ્ઞાન ત્રિકાળ ભિન્ન છે. આવું અપૂર્વ ભેદજ્ઞાન તે
જન્મ–મરણના અંતનો ઉપાય છે.
[અથવા, જયસેનાચાર્યની ટીકામાં એવું પાઠાંતર છે કે ‘दिट्ठी खयं पि णाणं...’
એટલે કે જેમ શુદ્ધદ્રષ્ટિ અકર્તા ને અભોક્તા છે તેમ ક્ષાયિકજ્ઞાન પણ કર્મના બંધ–મોક્ષ
વગેરેનું અકર્તા ને અભોક્તા જ છે. ચોથા ગુણસ્થાનની દ્રષ્ટિથી માંડીને ઠેઠ ક્ષાયિકજ્ઞાન
સુધી અકર્તા–અભોક્તાપણું છે. કેવળજ્ઞાન થતાં પુણ્યનું કે વાણી વગેરેનું કર્તા–
ભોક્તાપણું થઈ જાય–એમ નથી. એ પુણ્યફળ ને એ વાણી–સમવસરણ વગેરે બધુંય
જ્ઞાનથી ભિન્ન છે, જ્ઞાન તે કોઈને કરતુંય નથી ને ભોગવતુંય નથી, માત્ર જાણે છે. એવી
જ રીતે સાધકનું જ્ઞાન પણ માત્ર જાણનાર છે, તે કાળે વર્તતા રાગાદિને તે જ્ઞાન કરતું
નથી, ભોગવતું નથી.
અહો, જ્ઞાનસ્વભાવ આત્મા, તેને ભગવાને પ્રસિદ્ધ કર્યો છે. તીર્થંકરભગવાન
પહેલાં સાધકદશામાં મુનિપણે હતા ત્યારે તો મૌનપણે વનજંગલમાં રહેતા ને આત્માના
ધ્યાનમાં જ રહેતા, ને હવે કેવળજ્ઞાન થયું–ક્ષાયિકજ્ઞાન થયું ત્યારે તો પુણ્યફળના ઠાઠ
જેવા સમવસરણની વચ્ચે બેસે છે ને દિવ્યધ્વનિ કરે છે!–એમ પરનું કર્તૃત્વ દેખનારે
ભગવાનને ઓળખ્યા જ નથી. અરે ભાઈ, ભગવાનનો આત્મા જ્ઞાનમાત્રભાવમાં
તન્મયપણે વર્તે છે; એ વાણી, એ સમવસરણ, એ બારસભા, વગેરે પુણ્યના ઠાઠ તે કોઈ
ભગવાનના જ્ઞાનનું કાર્ય નથી, તેમાં ક્્યાંય ભગવાનનું જ્ઞાન પ્રવેશ્યું નથી. ભગવાને
વાણી કરી એમ શાસ્ત્રોમાં ઉપચારથી જ કહેવામાં આવે છે. ખરેખર જ્ઞાનમાં વાણી
વગેરેનું કર્તાભોક્તાપણું નથી. આવા જ્ઞાનસ્વરૂપ આત્માની ઓળખાણ તે ધર્મ છે.
* * *

PDF/HTML Page 26 of 45
single page version

background image
: કારતક : ૨૪૯પ આત્મધર્મ : ૨૩ :
જ્ઞાનસ્વભાવી આત્મા પરનો અકર્તા ને અવેદક છે, તેને ભૂલીને પરના
કર્તૃત્વની ને ભોક્તૃત્વની મિથ્યાબુદ્ધિથી જીવ સંસારમાં દુઃખી થઈ રહ્યો છે; તેને અહીં
આચાર્યદેવે આત્માનો પરથી ભિન્ન અકર્તા–અભોક્તા જ્ઞાનમાત્ર સ્વભાવ બતાવ્યો
છે.
ભાઈ! તું તો જ્ઞાનસ્વરૂપ છો. તારું ચૈતન્યનેત્ર જગતનું સાક્ષી છે, પણ
પોતાથી બાહ્ય એવા રાગાદિને કે જડની ક્રિયાને તે કરનાર નથી. શુદ્ધ જ્ઞાનમાં પરનું
કર્તા–ભોક્તાપણું સમાતું નથી, જ્ઞાનમાં રાગાદિનું કર્તાપણું માનવું તે તો આંખ પાસે
પથરા ઉપડાવવા જેવું છે. જ્ઞાનભાવની મૂર્તિ આત્મા છે, તે જ્ઞાનરૂપે પરિણમેલા
જ્ઞાની રાગાદિના કર્તા–ભોક્તાપણે પરિણમતા નથી. જ્ઞાનના પરિણમનમાં રાગનું
પરિણમન નથી. શુદ્ધપરિણતિમાં અશુદ્ધ પરિણતિનું કર્તૃત્વ કેમ હોય?
શુદ્ધપરિણતિરૂપે પરિણમેલો જીવ પણ રાગાદિ અશુદ્ધતાનો કર્તા–ભોક્તા નથી. તેનું
ઉપાદાન શુદ્ધપણે પરિણમી રહ્યું છે. શુદ્ધ ઉપાદાનરૂપે પરિણમતો તે જીવ શુદ્ધભાવનો
જ કર્તા–ભોક્તા છે, તે અશુદ્ધતાનો કર્તા–ભોક્તા નથી. આવી શુદ્ધતારૂપે પરિણમેલો
આત્મા તે શુદ્ધઆત્મા છે.
અરે જીવ! તારી ચૈતન્યજાત કેવી છે? તારી ચૈતન્યઆંખ કેવી છે? તેની આ
વાત છે. જગતનું પ્રકાશક પણ જગથી જુદું એવું જ્ઞાનનેત્ર તે તારું સ્વરૂપ છે. આવા
જ્ઞાનસ્વરૂપની શ્રદ્ધા ને અનુભવ કરવો તે કરવાનું છે. પરભાવનું કર્તૃત્વ–ભોક્તૃત્વ
જ્ઞાનને સોંપવું તે તો બોજો છે, કોઈ આંખ પાસે રેતી ઉપડાવવા માંગે તો તે
આંખનો નાશ કરવા જેવું છે; તેમ જડનું ને પુણ્ય–પાપનું કાર્ય જ્ઞાન પાસે કરાવવા
માગે છે તેને જ્ઞાનની શ્રદ્ધા જ નથી. ધર્મી તો વિકાર વગરના જ્ઞાનમાત્રભાવે પોતાને
અનુભવે છે. શુદ્ધદ્રષ્ટિની જેમ શુદ્ધજ્ઞાન (ક્ષાયિકજ્ઞાન) પણ રાગાદિનું અકર્તા–
અભોક્તા છે. ક્ષાયિકજ્ઞાન કહેતાં તેરમા ગુણસ્થાનની જ વાત ન સમજવી; ચોથા
ગુણસ્થાનથી પણ જે શુદ્ધ જ્ઞાનપરિણમન થયું છે તે પણ ક્ષાયિકજ્ઞાનની જેમ જ
રાગાદિનું અકર્તા ને અભોક્તા છે. જ્ઞાનનો સ્વભાવ જ રાગાદિનો અકર્તા–અભોક્તા
છે. અહો! મિથ્યાત્વ છૂટતાં જીવ સિદ્ધસદ્રશ છે. જેમ કેવળજ્ઞાન થતાં રાગાદિનું કર્તા–
ભોક્તાપણું જરાપણ રહેતું નથી તેમ અહીં પણ જ્ઞાનનો એવો જ સ્વભાવ છે–એમ
ધર્મીજીવ જાણે છે.

PDF/HTML Page 27 of 45
single page version

background image
: ૨૪ : આત્મધર્મ : કારતક : ૨૪૯પ
અહો! જેમ કેવળજ્ઞાનમાં રાગનું કે પરનું કર્તા–ભોક્તાપણું નથી, તેમ જ્ઞાનના
કોઈ અંશમાં પરનું કે રાગનું કર્તા–ભોક્તાપણું નથી. આત્મા આવા જ્ઞાનસ્વભાવથી
ભરપૂર છે. જ્ઞાનમાં એવું કોઈ બળ નથી કે પરને કરી દ્યે. કેવળજ્ઞાન થતાં જ્ઞાનનું જોર
ઘણું વધી ગયું તેથી જ્ઞાન પરમાં કાંઈ કરે–એમ બનતું નથી. ભાઈ, તારું જ્ઞાન તો
પોતાના આનંદને ભોગવનારું છે, એ સિવાય પરને તો તે કરતું–ભોગવતું નથી. જ્ઞાનની
અનંતી તાકાત પ્રગટી–પણ તે તાકાત શું કરે?–પોતાના પૂરા આનંદને તે વેદે, પણ પરમાં
કાંઈ કરે નહિ. ભાઈ! અનંત વીર્યસહિત એવું જે ક્ષાયિકજ્ઞાન તેમાં પણ પરને કરવા–
ભોગવવાની તાકાત નથી તો તારામાં એ વાત ક્્યાંથી લાવ્યો? તને ક્ષાયિકજ્ઞાનની
ખબર નથી એટલે તારા જ્ઞાનસ્વભાવનીયે તને ખબર નથી.
આવા જ્ઞાનસ્વભાવને ઓળખીને જે શુદ્ધ જ્ઞાનપરિણતિરૂપે પરિણમ્યો તે જીવ શું
કરે છે?–કે બંધ–મોક્ષને તેમજ ઉદય–નિર્જરાને જાણે જ છે. કર્મની બંધ–મોક્ષ કે ઉદય–
નિર્જરારૂપ અવસ્થાને જ્ઞાન જાણે જ છે. જેમ કેવળજ્ઞાન સાતા વગેરેના પરમાણુ આવે કે
જાય તેને માત્ર જાણે જ છે, તેમ સર્વજ્ઞસ્વભાવની દ્રષ્ટિવાળો ધર્મીજીવ પણ કર્મના બંધ–
મોક્ષને કે ઉદય–નિર્જરાને જાણે જ છે. રાગાદિને પણ તે જાણે જ છે, પણ તેનું જ્ઞાન તે
અશુદ્ધતા સાથે ભળી જતું નથી, જુદું જ રહે છે. જ્ઞાન સાથે અતીન્દ્રિય આનંદનો
ભોગવટો છે, પરંતુ રાગનો કે પરનો ભોગવટો જ્ઞાનમાં નથી.
ત્રિકાળી દ્રવ્યસ્વભાવમાં તો પરનું કર્તા–ભોક્તાપણું નથી, અને તે સ્વભાવની
દ્રષ્ટિરૂપ જે નિર્મળ પરિણતિ થઈ તેમાં પણ પરનું કર્તા–ભોક્તાપણું નથી. મેં રાગ કરીને
પુણ્યકર્મ બાંધ્યાં, ને તે પુણ્યના ફળને હું ભોગવું છું–એમ ધર્મી માનતા નથી, હું તો જ્ઞાન
જ છું, ને જ્ઞાનના ફળરૂપ અતીન્દ્રિયઆનંદને ભોગવું છું.–એમ ધર્મી પોતાને જ્ઞાન–
આનંદરૂપે જ અનુભવે છે.
વળી કોઈ અશુભકર્મનો ઉદય આવી પડે (–જેમ કે શ્રેણીકને નરકમાં પાપકર્મનો
ઉદય છે–) ત્યાં પણ ધર્મીજીવ તે અશુભકર્મના ફળરૂપે પોતાને નથી અનુભવતા, તે તો
તેનાથી ભિન્ન જ્ઞાનપણે જ પોતાને અનુભવે છે, પોતાના આત્મિક આનંદને જ અનુભવે
છે. જે શુભાશુભ છે તેના વેદનને પોતાના જ્ઞાનથી ભિન્ન જાણે છે. જેમ સૂર્ય જગતના
અનેક શુભાશુભ

PDF/HTML Page 28 of 45
single page version

background image
: કારતક : ૨૪૯પ આત્મધર્મ : ૨પ :
પદાર્થોને રાગ–દ્વેષ વગર પ્રકાશે જ છે, પણ તેને કરતો કે ભોગવતો નથી, એવો જ એનો
પ્રકાશકસ્વભાવ છે; તેમ જ્ઞાનસૂર્ય–આત્મા પણ પોતાના ચૈતન્યકિરણો વડે
શુભાશુભકર્મના ઉદયને કે નિર્જરાને, બંધને કે મોક્ષને જાણે જ છે, પણ તેને કરવા–
ભોગવવાનો તેનો સ્વભાવ નથી. જ્ઞાન તો જ્ઞાનપણે જ રહે છે. જ્ઞાનનું જ્ઞાનપણું પોતાથી
જ છે. કર્મની જે અવસ્થા થાય તેને તે જાણે છે. આવો જ્ઞાનસ્વભાવી આત્મા છે–તેને
જાણીને તે જ્ઞાનસ્વભાવની ભાવના કરવી એવો ઉપદેશ છે.
[ક્રમશ:]
ગુરુદેવ કહે છે કે––
આત્મા તે અતીન્દ્રિય–
આનંદનું ઝાડ છે. સમ્યગ્દર્શનથી
માંડીને કેવળજ્ઞાન સુધી જે
આનંદદાયી ફળ છે તે આ અતીન્દ્રિય
ચૈતન્ય–ઝાડમાં પાકે છે.
બધી ઋતુમાં મીઠાં ફળ આપે
એવું અતીન્દ્રિય આનંદનું ઝાડ
આત્મા જ છે. સર્વ શોકને હરનારું
અશોકવૃક્ષ પણ તે જ છે.

PDF/HTML Page 29 of 45
single page version

background image
: ૨૬ : આત્મધર્મ : કારતક : ૨૪૯પ
(સ. ગા. ૧૧ ચાલુ) (શ્રી આસો વદ ૪)
[હે જીવો! સ્વભાવસન્મુખ થઈને આનંદને આજે જ અનુભવો]
પરથી ભિન્ન આત્મવસ્તુ, તે બે અંશરૂપ છે–ત્રિકાળ દ્રવ્યસ્વભાવ, અને
ક્ષણિકપર્યાય; તેમાં ત્રિકાળી દ્રવ્યસ્વભાવ શુદ્ધ છે, તેના આશ્રયે પર્યાયની શુદ્ધતા થાય છે;
તેથી દ્રવ્યસ્વભાવને મુખ્ય કર્યો ને પર્યાયને ગૌણ કરી. પર્યાયનો અભાવ નથી પણ ગૌણ
છે.–આ રીતે વસ્તુ સધાય છે એટલે સમ્યક્શ્રદ્ધા–જ્ઞાનપૂર્વક વીતરાગભાવ થાય છે.
ધ્રુવસ્વભાવને દેખનારી તો પર્યાય છે. તે પર્યાયનો નિષેધ કરે તો ધ્રુવને દેખશે
કોણ? દેખનારી પર્યાય અંદર ઝુકી ત્યારે શુદ્ધનયઅનુસાર સાચા આત્માનો બોધ થયો.
શુદ્ધનય તો પર્યાય છે, પણ તે રાગથી ભિન્ન થઈને ભૂતાર્થસ્વભાવમાં એકાગ્ર થઈ–સ્વધ્યેયને
પકડીને તેમાં લીન થઈ, ત્યારે ભૂતાર્થનો આશ્રય થયો ને ત્યારે શુદ્ધઆત્માનું સમ્યક્ દર્શન
થયું; આત્માનું સાચું જીવન તેને પ્રગટ્યું... જ્ઞાયકભાવ તેને પર્યાયમાં પ્રગટ્યો, પરમાત્માનાં
તેને દર્શન થયા; સિદ્ધપ્રભુ તેની પર્યાયમાં પધાર્યા. આવી અપૂર્વ આ વાત છે.
રાગાદિ વિકલ્પોથી પરમાત્મા દૂર છે; અંતર્મુખ જ્ઞાનપર્યાયમાં પરમાત્મા સમીપ વર્તે
છે. સમ્યગ્દ્રષ્ટિ તેને કહ્યો કે જે શુદ્ધ–જ્ઞાયકભાવપણે જ પોતાને અનુભવે છે, તેમાં અશુદ્ધતા
નથી. જ્ઞાયકસ્વભાવ શુદ્ધ છે ને તેમાં પર્યાય એકાગ્ર થઈ એટલે શુદ્ધનો જ અનુભવ રહ્યો.
ભૂતાર્થસ્વભાવમાં દ્રષ્ટિ કરી ત્યાં અભૂતાર્થ એવા બંધભાવો બહાર રહી ગયા.–તે પર્યાયમાં
શુદ્ધનો જ અનુભવ રહ્યો. તે સાચો આત્મા, તે ભૂતાર્થઆત્મા, ને તે સમ્યગ્દર્શન છે.
પ્રભુ! એકવાર સુન તો સહી...આ તારા સમ્યગ્દર્શનની મધુરી વાત! તારું
શુદ્ધદ્રવ્ય તારામાં છે, તેના આશ્રયે તારી શુદ્ધપર્યાય તારામાં છે, તારો મોક્ષ તારામાં છે,
તારો મોક્ષમાર્ગ તારામાં છે. પર સાથે કે રાગ સાથે તારે કદી તન્મયતા નથી. આવું
ભેદજ્ઞાન કરીને અંતર્મુખ થતાં સ્વમાં પર્યાય અભેદ થઈ, ત્યાં તેમાં ગુણભેદ કે
પર્યાયભેદનું લક્ષ રહેતું નથી; જ્ઞાન–દર્શન–ચારિત્રપર્યાયના ભેદો આત્માના સ્વભાવમાં
નથી. તે પર્યાયોનો અભાવ નથી, જ્ઞાનદર્શનાદિ ગુણોનો અભાવ નથી, પણ અભેદરૂપ
એક ભૂતાર્થ આત્માને દેખતાં તેમાં ગુણ–પર્યાયના ભેદોનો વિકલ્પ રહેતો નથી.
શુદ્ધઆત્માની આવી અનુભૂતિ તે શુદ્ધનય છે, તે સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન એટલે
અતીન્દ્રિયઆનંદનું મધુરું ઝરણું!

PDF/HTML Page 30 of 45
single page version

background image
: કારતક : ૨૪૯પ આત્મધર્મ : ૨૭ :
હું એક છું–અભેદ છું–એવોય વિકલ્પ કાંઈ સમ્યગ્દર્શનમાં નથી,–પણ સમજાવવું
કઈ રીતે? સામો સમજનાર જો ભૂતાર્થસ્વભાવરૂપ વાચ્યને લક્ષમાં પકડી લ્યે તો તેને
‘ભેદરૂપ વ્યવહારદ્વારા અભેદ બતાવ્યો’–એમ કહેવાય. પણ ભેદમાં જ અટકી રહે ને
અભેદસ્વભાવને ન અનુભવે–તેનો તો વ્યવહાર પણ સાચો નથી–કેમકે તે તો ભેદના
વિકલ્પને જ ભૂતાર્થ માનીને તેના જ અનુભવમાં રોકાઈ ગયો છે. ધર્મી તો સમજે છે કે
શુદ્ધસ્વભાવના અનુભવ તરફ જતાં જતાં વચ્ચે ‘હું જ્ઞાનસ્વરૂપ છું’ ઈત્યાદિ ભેદવિકલ્પ
ઊઠે છે, પણ તે વિકલ્પનો પ્રવેશ અંર્તસ્વભાવમાં નથી, તેથી તે અભૂતાર્થ છે; તે
અનુભવનું ખરૂં સાધન નથી, ને તેના આશ્રયે સમ્યગ્દર્શન થતું નથી. સમ્યગ્દર્શનમાં તો
એકલો શુદ્ધઆત્મા જ પ્રકાશે છે. તે પર્યાય અંદરમાં વળીને અભેદ થઈ છે, તેમાં ભેદ
દેખાતો નથી. પણ આત્મા એકલો નિત્ય જ છે ને પર્યાય તેમાં છે જ નહિ–એમ નથી.
આત્મા એકાંત નિત્ય જ છે ને અનિત્ય નથી, અથવા દ્રવ્ય જ છે ને પર્યાય છે જ નહિ,–
એમ એકાંત નથી. દ્રવ્યપર્યાયરૂપ અનેકાન્તવસ્તુને જાણીને, તેના ભેદના વિકલ્પમાં ન
અટકતાં પર્યાયને અંતર્મુખ કરીને અનુભવ કરવો તે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે. તેમાં
નિર્વિકલ્પતા થતાં આનંદનો અનુભવ થાય છે.–ને જીવનું આ જ પ્રયોજન છે. આવા
પ્રયોજનની સિદ્ધિ માટે પર્યાયભેદરૂપ વ્યવહારને ગૌણ કરીને તેને અભૂતાર્થ કહ્યો છે; ને
શુદ્ધ–ભૂતાર્થ સ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શન કહ્યું છે.
પરવસ્તુ તો આત્મામાં (–પર્યાયમાં પણ) છે જ નહિ, એટલે તેને ગૌણ કરવાનો પ્રશ્ન
જ નથી. પણ પોતામાં જે ભાવો વિદ્યમાન છે તેને ગૌણ–મુખ્ય કરવાની વાત છે. જ્ઞાનાદિ ગુણો
કે સમ્યક્ત્વાદિ પર્યાયો તેનો ભેદથી વિચાર કરતાં વિકલ્પ ઊઠે છે ને અભેદનો આનંદ
અનુભવમાં આવતો નથી, જ્યારે તે ભેદના વિકલ્પો છોડીને, અભેદરૂપ આત્માને અનુભવમાં
લ્યે ત્યારે તે ભેદો ગૌણ થઈ જાય છે, તેનું લક્ષ છૂટી જાય છે, ને એકત્વનિશ્ચયરૂપ પરિણતિ
થતાં અતીન્દ્રિય આનંદ અનુભવાય છે. આવો આનંદ એ જ જીવનું પ્રયોજન છે.
હે જીવો! અભેદ સ્વભાવસન્મુખ થઈને એવા આનંદને તમે આજે અનુભવો
ટૂંકી ટચ વાત એટલું કરવું
જાણો હે ભ્રાત; અંદર ઠરવું
સિદ્ધોની સાથ સ્વરૂપ ચુકી
રે’ વું છે આજ. બીજે ન જાવું.

PDF/HTML Page 31 of 45
single page version

background image
: ૨૮ : આત્મધર્મ : કારતક : ૨૪૯પ
અનાદિ–અનંત
મંગળરૂપ આત્મા
*
‘षट्खंडागम’ એ જિનેન્દ્રભગવાનની વાણીનો સીધો
પ્રસાદ છે, તેમાં વીતરાગતાની અનેક અવનવી વાનગી ભરેલી
છે; ગુરુદેવ પણ કોઈવાર તેમાંથી અદ્ભુત વાનગી પીરસે છે.
એવી એક સુંદર પ્રસાદી દીવાળીના પ્રસંગે અહીં આપી છે.
અવારનવાર આવી વાનગી ‘આત્મધર્મ’ માં આપવાની
ભાવના છે.
શ્રી ધવલશાસ્ત્રના ભાગ ૧ પૃ. ૩૪ થી ૩૯ માં આત્માના માંગળિકનો અધિકાર
ઘણો જ અપૂર્વ છે. આ અધિકાર દ્વારા આચાર્યભગવાન જીવસ્વભાવની ઓળખાણ
કરાવે છે: જીવ મંગળ છે, પણ જીવની અવસ્થામાં થતા મિથ્યાત્વાદિ ભાવો મંગળરૂપ
નથી, એમ સ્વભાવ અને વિભાવ વચ્ચે અપૂર્વ રીતે ભેદવિજ્ઞાન કરાવ્યું છે. ખરેખર એ
મંગળ અધિકાર પોતે મહા મંગળરૂપ છે.
પૃ. ૩૬માં આચાર્યપ્રભુ જણાવે છે કે–દ્રવ્યાર્થિકનયની પ્રધાનતાથી જીવ અનાદિ
અનંત મંગળસ્વરૂપ છે.
ત્યાં શિષ્ય પ્રશ્ન કરે છે કે એ રીતે જીવને અનાદિ–અનંત મંગળ કહેતાં તો
મિથ્યાત્વઅવસ્થામાં પણ જીવને મંગળપણાની પ્રાપ્તિ થઈ જશે?
ત્યાં સમાધાન કરતાં આચાર્યદેવ વીરસેનસ્વામી જણાવે છે કે એવો પ્રસંગ તો
અમને ઈષ્ટ જ છે! વાહ, અહીં આચાર્યભગવાન કહે છે કે વિકારીદશા વખતે પણ
જીવનો સ્વભાવ મંગળરૂપ છે તે તો અમારે સિદ્ધ કરવું છે. વિકાર વખતે તારો સ્વભાવ
તે વિકારમય થઈ ગયો નથી; પણ વિકાર વખતે ય તારો સ્વભાવ મંગળરૂપ જ છે.
એટલે અવસ્થાને ગૌણ કરીને સ્વભાવદ્રષ્ટિથી જીવસ્વભાવની ઓળખાણ કરાવે છે. આ
સંબંધી વિશેષ ખુલાસો કરતાં આચાર્યપ્રભુ જણાવે છે કે–

PDF/HTML Page 32 of 45
single page version

background image
: કારતક : ૨૪૯પ આત્મધર્મ : ૨૯ :
વિકારીદશા વખતે જીવને મંગળરૂપ માનવાથી પણ તે મિથ્યાત્વાદિ વિકાર
ભાવોમાં કાંઈ મંગળપણું આવી જતું નથી કેમકે તેમાં જીવત્વ નથી અર્થાત્ તે
મિથ્યાત્વાદિ ભાવો જીવ જ નથી.
અહીં આચાર્યદેવશ્રીએ જીવને અનાદિઅનંત મંગળરૂપ કહીને વિકારથી ભિન્ન
બતાવ્યો છે. અને એ રીતે મહામંગળ કર્યું છે. જે જીવ પોતાના અનાદિઅનંત મંગળ
સ્વરૂપને સ્વીકારે તે જીવને વર્તમાન અવસ્થામાં પણ મંગળપણું અવશ્ય થઈ જાય છે.
પોતાના ત્રિકાળી મંગળસ્વભાવને સ્વીકારનાર અવસ્થા પોતે તે ત્રિકાળ મંગળ સાથે
અભેદ થઈને મંગળરૂપ થઈ જાય છે. એ રીતે ત્રિકાળી માંગળિક દ્રવ્ય સાથે વર્તમાન
માંગળિક પર્યાયની પણ અપૂર્વ સંધિ છે. એ માંગળિકનો અધિકાર ખાસ મનન કરવા
યોગ્ય છે. (એક વાર ગુરુદેવે પ્રવચનમાં પણ આ અધિકારના ભાવો ખોલ્યા હતા, ને
તીર્થંકર વગેરેના આત્મા અનાદિઅનંત મંગળરૂપ છે તે સંબંધી મહિમા સમજાવ્યો હતો.
વાહ! મોક્ષગામી જીવ સદાય મંગળરૂપ જ છે.)
–– દીપાવલી અભિનંદન –– : આત્મધર્મના પાઠક સમસ્ત સાધર્મી–
બંધુઓને, તેમ જ સમસ્ત બાલસભ્યોને ઉત્તમ ભાવનાઓ સાથે હાર્દિક દીપાવલી
અભિનંદન! બંધુઓ, આપણા વીરપ્રભુ મોક્ષ પામ્યા તેની યાદગીરીમાં આ દીપાવલી–
ઉત્સવ ઉજવાય છે, અને આપણે પણ ‘વીરનાં સન્તાન’ છીએ, આપણે પણ આપણા એ
વીરપિતાના જ માર્ગે જવાનું છે...તેમણે બતાવેલા માર્ગને આપણે ઓળખીએ ને વીર
થઈ ને વીરમાર્ગે જઈએ–એવી ઉત્તમ ભાવના સાથે નુતન વર્ષ શરૂ થાય છે.
અત્યારે વીર નિર્વાણનું ૨૪૯પ મું વર્ષ ચાલે છે. પાંચમા વર્ષે અઢી હજારમો
નિર્વાણોત્સવ આવશે. ભારતમાં કોઈ અનેરી શૈલીથી એ ઉત્સવ ઉજવાશે ને જૈનધર્મનો
મંગલ ધ્વજ ઊંચા ઊંચા આકાશને શોભાવશે. એ ધર્મધ્વજની છાયામાં આપણે આપણું
જીવન ઊંચું ને ઊચું લઈ જઈએ એવી ભાવના સાથે–जय महावीर. –બ્ર. હ. જૈન.
આ વર્ષે બધા બાલસભ્યોને દીપાવલીના અભિનંદન કાર્ડ મોકલવામાં આવ્યા છે.
આપણા સ્વ. બાલસભ્ય રીટાબેનની યાદીમાં છબીલદાસભાઈ સંઘવી (બીલીમોરા)
તરફથી, તથા બાલસભ્યો પ્રત્યે પ્રેમ ધરાવનાર મુંબઈના શ્રી જુગરાજજી શેઠ તરફથી
(તેમના સુપુત્રના વેવિશાળ પ્રંસગે)–એ બંને તરફથી આ અભિનંદન કાર્ડ મોકલવાનું
ખર્ચ આપવામાં આવ્યું છે, તે બદલ તેમનો આભાર.
કેટલાક બાલસભ્યો તરફથી તેમજ જિજ્ઞાસુઓ તરફથી સંપાદક ઉપર તેમ જ બધા
બાલસભ્યો ઉપર અભિનંદન કાર્ડ આવેલ છે, તે બધાનો પણ આભાર.–जय जिनेन्द्र

PDF/HTML Page 33 of 45
single page version

background image
: ૩૦ : આત્મધર્મ : કારતક : ૨૪૯પ
સિદ્ધનો સાધર્મી
* ભલે સિદ્ધ મોટા, ને હું નાનો,–પણ છીએ તો અમે બંને સાધર્મી.
* જેવા સિદ્ધ જ્ઞાનમય છે, તેવો હું જ્ઞાનમય છું.
* જેવા શુદ્ધ આત્માને સિદ્ધ જાણે છે, તેવા શુદ્ધાત્માને હું પણ જાણું છું.
* આમ સિદ્ધ સાથે સમાનતારૂપ સાધર્મીપણું છે.
* અહા, જુઓ તો ખરા સાધકદશા! જાણે પોતે અનંતસિદ્ધોની સભામાં જ બેઠો
છે!
* શ્રુતજ્ઞાને જાણેલો આત્મા નાનો, ને કેવળજ્ઞાને જાણેલો આત્મા મોટો – એમ
નથી.
* જેવા આત્માને કેવળીભગવાન કેવળજ્ઞાનથી જાણે છે, શ્રુતજ્ઞાની શ્રુતજ્ઞાનથી
પણ તેવા જ આત્માને જાણે છે. – એમાં કાંઈ ફેર નથી.
* શ્રુતજ્ઞાન નાનું છે માટે તે નાના આત્માને જાણે, ને કેવળજ્ઞાન મોટું છે માટે તે
મોટા આત્માને જાણે, – એવો તો કાંઈ ફરક નથી.
* તેથી શ્રુતજ્ઞાનવડે કેવળીની જેમ જ શુદ્ધાત્માને જાણતા થકા જ્ઞાની સંતુષ્ટ
છે...પ્રયોજનભૂત, પ્રાપ્ત કરવા યોગ્ય જે શુદ્ધાત્મતત્ત્વ છે તે તો શ્રુતજ્ઞાનવડે પણ જાણી જ
લીધું છે, જેવું કેવળીએ જાણ્યું તેવું જ પોતે જાણી લીધું છે,–પછી બીજું જાણવાની
આકુળતા ક્્યાં રહી? જાણેલા શુદ્ધાત્મામાં જ ઠરવાનું રહ્યું.
* સિદ્ધ અને અરિહંતોએ કેવળજ્ઞાનરૂપ મોટા જ્ઞાનવડે શુદ્ધઆત્માને જાણ્યો, ને
અમે સાધકદશાના નાના જ્ઞાનવડે તે શુદ્ધાત્માને જાણ્યો, પણ શુદ્ધાત્મામાં કાંઈ ફેર નથી,
શુદ્ધાત્મા તો બંનેનો સરખો છે. કેવળજ્ઞાનવડે જે શુદ્ધાત્મા જણાયો તે મોટો ને
શ્રુતજ્ઞાનવડે જે શુદ્ધાત્મા જણાયો તે નાનો–એવો તો કોઈ ફેર નથી. જેવો ભગવાને
જાણ્યો તેવો જ શુદ્ધાત્મા અમે જાણી લીધો છે–માટે સાધક કહે છે કે અમે સિદ્ધના સાધર્મી
છીએ. (પ્ર્રવ. ગાથા ૩૪ના પ્ર્રવચનમાંથી)

PDF/HTML Page 34 of 45
single page version

background image
: કારતક : ૨૪૯પ આત્મધર્મ : ૩૧ :
પુનરાવર્તનરૂપ પરીક્ષા.....
(જોઈને લખવાની છૂટ)
જેમાં આત્મધર્મના બધા જ વાંચકો ભાગ લઈ શકે એવો એક નવો વિભાગ
આ પાનાં પર શરૂ થાય છે...જે સૌને ગમશે.
અહીં નીચે દશ પ્રશ્નો આપ્યા છે. એ દશે પ્રશ્નોના જવાબ ગત માસના અંકમાં
(અંક ૩૦૦માં) આવી ગયેલા છે તેમાંથી તમારે શોધી કાઢવાના છે; કામ તો સહેલું
છે, પણ તે માટે તમારે બે વાત કરવી પડશે (૧) ગયા માસના અંકો સાચવી
રાખવા પડશે, ને (૨) તે આખો અંક ધ્યાનપૂર્વક વાંચવો પડશે. ભાગ લેનારને
૧૦૦ ટકા સફળતાની ખાતરી છે, કેમકે જોઈને લખવાની છૂટ છે.
(૧) સમયસારનું મંગલાચરણ એટલે સિદ્ધપદની ધૂન...ને પ્રવચનસારનું મંગલાચરણ એટલે...?
(૨) અનેકાન્તમય જિનવાણી–રથના બે પૈડાં! એ બંને પૈડાં ઉપર જિનવાણીનો રથ આજેય
મોક્ષમાર્ગ તરફ દોડી રહ્યો છે.–એ બે પૈડાં કયા?
(૩) સોનગઢમાં તો જાણે સિદ્ધભગવંતોનો અને પંચપરમેષ્ઠી ભગવંતોનો મોટો મંગળ મેળો
ભરાયો હોય!–‘આ મેળામાં આવ્યો તે મુમુક્ષુ જરૂર મોક્ષ પામશે’ ...એમ લખ્યું છે, પણ સાથે એક શરત
મુકી છે, તે શરત કઈ?
(૪) ‘समयसार’ માં શબ્દોની સંધિ એવી રીતે છૂટી પાડો કે તેમાંથી રત્નત્રય નીકળે.
(પ) ગુરુદેવના હાથમાં એક શાસ્ત્ર આવ્યું ત્યારે તેઓના અંતરમાંથી એવા ઉદ્ગાર નીકળ્‌યા કે
‘આત્માના અશરીરી ભાવને દર્શાવનારું આ શાસ્ત્ર છે.’–તે શાસ્ત્ર કયું?
(૬) ‘બોલો સમયસાર ભગવાનનો...જય હો’–એમ જય બોલાવી,–તે કોણે? અને ક્્યારે?
(૭) સોનગઢમાં અદ્ભુત કારખાનું છે–તે શેનું?
(૮) એક બહેને લખ્યું છે કે...પુસ્તક વાંચ્યું...વાંચીને જાણે એમ લાગે છે કે બસ, ચારે બાજુથી
જ્ઞાનના દરવાજા ઉઘડી ગયા છે,–તે કયું પુસ્તક?
(૯) “અનંત સિદ્ધભગવંતોને આત્મામાં બોલાવીને આરાધકભાવની ઝણઝણાટી બોલાવતું
અપૂર્વ મંગલાચરણ”–તે કઈ ગાથામાં છે?
(૧૦) દેવગઢથી સોનગઢમાં આવ્યું છે–તે કોણ?

PDF/HTML Page 35 of 45
single page version

background image
: ૩૨ : આત્મધર્મ : કારતક : ૨૪૯પ
અમે જિનવરનાં સંતાન: (નવા સભ્યોનાં નામ)
૨૧૩૩ હિનાબેન દોલતરાય જૈન રાજકોટ ૨૧પ૦ A વિનોદચંદ્ર હિંમતલાલ જૈન અમદાવાદ
૨૧૩૪ ભરતકુમાર મોતીલાલ જૈન મુંબઈ ૨૧પ૦ B રશ્મીબેન હિંમતલાલ જૈન અમદાવાદ
૨૧૩પ અરૂણકુમાર મનસુખલાલ જૈન વિંછીયા ૨૧પ૦ C અરવિંદકુમાર હિંમતલાલ જૈન અમદાવાદ
૨૧૩૬ જયેશકુમાર હરિલાલ જૈન વિંછીયા ૨૧પ૦ D નીતીનકુમાર હિંમતલાલ જૈન અમદાવાદ
૨૧૩૭ દિલીપકુમાર દેવચંદ જૈન વિંછીયા ૨૧પ૧ A ભારતી રમણિકલાલ જૈન અમદાવાદ
૨૧૩૮ જસવંત શાંતિલાલ જૈન વિંછીયા ૨૧પ૧ B મુકેશ રમણીકલાલ જેન અમદાવાદ
૨૧૩૯ શરદકુમાર શાંતિલાલ જૈન વિંછીયા ૨૧પ૧ C બકુલ રમણીકલાલ જૈન અમદાવાદ
૨૧૪૦ A નીલાબેન બાબુભાઈ જૈન અમદાવાદ ૨૧પ૧ D શીરીષ રમણીકલાલ જૈન અમદાવાદ
૨૧૪૦ B શૈલેષ બાબુભાઈ જૈન અમદાવાદ ૨૧પ૧ E ઉમંગ રમણીકલાલ જૈન અમદાવાદ
૨૧૪૧ સુબોધચંદ્ર વૃજલાલ જૈન અમદાવાદ ૨૧પ૨ A ભાવનાબેન કારૂલાલ જૈન અમદાવાદ
૨૧૪૨ હંસાબેન વૃજલાલ જૈન અમદાવાદ ૨૧પ૨ B કૌશલ્યાબેન કારૂલાલ જૈન અમદાવાદ
૨૧૪૨ A તરંગીણીબેન ચારૂચંદ્ર જૈન અમદાવાદ ૨૧પ૨ C રમાકાન્ત કારૂલાલ જૈન અમદાવાદ
૨૧૪૩ B અતુલકુમાર કાંતિલાલ જૈન અમદાવાદ ૨૧પ૨ D કમલેશકુમાર કારૂલાલ જૈન અમદાવાદ
૨૧૪૪ A ભરતકુમાર પ્રભાકર જૈન અમદાવાદ ૨૧પ૨ E અરવિંદકુમાર કારૂલાલ જૈન અમદાવાદ
૨૧૪૪ B હરેશકુમાર પ્રભાકર જૈન અમદાવાદ ૨૧પ૩ A વર્ષાબેન રસિકલાલ જૈન અમદાવાદ
૨૧૪પ પ્રવિણચંદ્ર વાડીલાલ જૈન અમદાવાદ ૨૧પ૩ B ભવ્યેશ રસિકલાલ જૈન અમદાવાદ
૨૧૪૬ ચંદ્રબાળા ચુનીલાલ જૈન અમદાવાદ ૨૧પ૪ રાજેશ કીર્તિકુમાર જૈન અમદાવાદ
૨૧૪૭ A વિનોદકુમાર ચુનીલાલ જૈન અમદાવાદ ૨૧પપ જિતેન્દ્રકુમાર વિમળભાઈ જૈન અમદાવાદ
૨૧૪૭ B પ્રતીમાબેન ચુનીલાલ જૈન અમદાવાદ ૨૧પ૬ પ્રદિપકુમાર નરોત્તમદાસ જૈન અમદાવાદ
૨૧૪૭ C અલ્પાબેન ચુનીલાલ જૈન અમદાવાદ ૨૧પ૭ સનતકુમાર અમૃતલાલ જૈન અમદાવાદ
૨૧૪૮ A મીનાબેન કલ્યાણભાઈ જૈન અમદાવાદ ૨૧પ૮ પ્રકાશચંદ્ર કનૈયાલાલ જૈન અમદાવાદ
૨૧૪૮ Bજ્યોતીબેન કલ્યાણભાઈ જૈન અમદાવાદ ૨૧પ૯ પ્રવિણચંદ્ર ચીમનલાલ જૈન અમદાવાદ
૨૧૪૯ Aભોગીલાલન્યાલચંદભાઈ જૈન અમદાવાદ ૨૧૬૦ મનોજકુમાર મનસુખલાલ જૈન વિંછીયા
૨૧૪૯ Bઅશોકકુમારન્યાલચંદભાઈ જૈન અમદાવાદ ૨૧૬૧ A કિરણકુમાર શશીકાંત જૈન વિંછીયા

PDF/HTML Page 36 of 45
single page version

background image
: કારતક : ૨૪૯પ આત્મધર્મ : ૩૩ :
૨૧૬૧ B પ્રજ્ઞાબેન શશીકાંત જૈન વિંછીયા ૨૧૬૨ અશોકકુમાર રસિકલાલ જૈન ગોંડલ
૨૧૬૧ C દક્ષાબેન ભોગીલાલ જૈન વિંછીયા ૨૧૬૩ સંગીતાબેન મનુભાઈ જૈન મુંબઈ
૨૧૬૧ D કલ્પનાબેન શશીકાંત જૈન વિંછીયા
(બીજા નામો આવતા અંકે)
ગતાંકમાં પૂછેલ ૧૨ માસની ગોઠવણી નીચે મુજબ છે––
૧ કારતક સુદ ૧પ શ્રીમદ્ રાજચંદ્રનો જન્મદિવસ (વવાણીયામાં)
૨ માગશર વદ ૮ શ્રી કુંદકુંદસ્વામીની આચાર્યપદવીનો દિવસ.
૩ પોષ વદ ૧૪ શ્રી ઋષભદેવ ભગવાન કૈલાસગિરિથી મોક્ષ પામ્યા.
૪ માહ સુદ ૧૩ શ્રી ધર્મનાથભગવાનનો જન્મ અને દીક્ષા.
પ ફાગણ સુદ બીજ સોનગઢમાં સીમંધરભગવાનની પ્રતિષ્ઠા.
૬ ચૈત્ર સુદ ૧૦ સોનગઢ–માનસ્તંભમાં ભગવાનની પ્રતિષ્ઠા.
૭ વૈશાખ સુદ ૩ શ્રેયાંસકુમારે ઋષભમુનિરાજને સૌથી પહેલું
આહારદાન દીધું– (હસ્તિનાપુરમાં)
૮ જેઠ સુદ પાંચમ અંકલેશ્વરમાં જિનવાણી–ષટ્ખંડાગમની મહાન
પૂજાનો ઉત્સવ (શ્રુતપંચમી)
૯ અષાડ વદ એકમ રાજગૃહીમાં મહાવીરપ્રભુ સમીપ ગૌતમસ્વામી
ગણધર થયા ને ભગવાનની પહેલવહેલી દિવ્યવાણી
નીકળી.
૧૦ શ્રાવણ સુદ પૂનમ હસ્તિનાપુરમાં વિષ્ણુકુમારે ૭૦૦ મુનિવરોની
વાત્સલ્યપૂર્વક રક્ષા કરી. (રક્ષાપર્વ)
૧૧ ભાદરવા સુદ પ થી ૧૪ દશલક્ષણ–પર્યુષણપર્વ
૧૨ આસો વદ ૦) ) પાવાપુરીથી મહાવીર ભગવાન મોક્ષ પધાર્યા.
આત્મધર્મ: લવાજમ રૂા. ૪ આત્મધર્મ કાર્યાલય, સોનગઢ.

PDF/HTML Page 37 of 45
single page version

background image
: ૩૪ : આત્મધર્મ : કારતક : ૨૪૯પ
અમદાવાદના સ. નં. ૯૮૪ ઉષાબેન લખે છે કે–‘આ વખતનું ‘આત્મધર્મ’
વાંચતાં જાણે સિદ્ધપદના ભણકારા વાગતા હતા. જ્યારે એ અપૂર્વદશા પ્રાપ્ત થશે. ત્યારે
તો અલૌકિક આનંદ થશે.” સાથે તેમણે દર્શના અને ચેતના નામની બે બહેનપણીનો
સંવાદ લખીને તે–દ્વારા ઉત્તમ ભાવના વ્યક્ત કરી છે, તે પણ અહીં આપીએ છીએ:–
બે સખીનો સંવાદ
દર્શના:– હે સખી! આ અસાર સંસારમાં સાચું સુખ ક્્યાં હશે?
ચેતના:– હે પ્રિય સખી! સાચું સુખ તો પોતામાં જ રહેલું છે.
દર્શના:– હે સખી! તો પછી આ જીવને સુખ કેમ મળતું નથી?
ચેતના:– હે સખી! સાંભળ,
જેમ રાજાનો રાજવૈભવ અખૂટ ભંડારથી ભરપૂર હોય છતાં પણ એક સાધારણ
પ્રજાજન પાસે ભીખ માંગે તો તે મૂર્ખ કહેવાય, તેમ આ જીવ પોતે અનંત અનંત જ્ઞાન–
દર્શનાદિ ગુણોનો પિંડ સુખસ્વરૂપી હોવા છતાં પણ પરદ્રવ્યમાં સારા–નરસાપણાની
(ઈષ્ટ–અનિષ્ટ) મિથ્યાકલ્પના કરીને અનંત ભવભ્રમણ કરી રહ્યો છે.
દર્શના:– હે સખી! તું શું કહે છે? આ જીવ...રાજા સમાન છે? હું તો તદ્ન
અજાણ છું, અજ્ઞાન છું.
ચેતના:– અરે, હે પ્રિય સખી! રાજાનો રાજવૈભવ તો એક પર્યાય પૂરતો
ક્ષણભંગુર વિનશ્વર છે, પણ આ ચૈતન્યરાજા તો એવો છે કે, જેમ જેમ એનો અનુભવ
કરે તેમ તેમાંથી નવું નવું સુખ પ્રગટે, જે અનંત અનંતકાળ સુધી પણ અક્ષયસુખ આપે.
દર્શના:– હે સખી! આત્માનો અનુભવ કેવી રીતે થાય?
ચેતના:– જો તને સાંભળવાની, સમજવાની જિજ્ઞાસા થઈ છે તો સાંભળ, આજે
તો આ જ વાત કરીએ. આ આત્મા અનાદિ અનંત છે, જ્ઞાનસ્વભાવી છે તેને જ્યારે એમ
ભેદજ્ઞાન થાય કે, આ શરીર, રાગદ્વેષના ભાવ તે હું નહિ અને માત્ર જ્ઞાન તે જ હું,–ત્યારે
તેને આત્માનો અનુભવ થાય, તેને સમ્યગ્દર્શન કહે છે, તેને ભેદજ્ઞાન કહે છે, તેને
આત્મસાક્ષાત્કાર કહે છે.

PDF/HTML Page 38 of 45
single page version

background image
: કારતક : ૨૪૯પ આત્મધર્મ : ૩પ :
દર્શના:– હે સખી! એવો આત્મ–અનુભવ આપણને થાય?
ચેતના:– હે બહેન, કેમ ન થાય! આપણે પણ જીવ છીએ; ને આત્માનો અનુભવ
કરી શકીએ છીએ.
દર્શના:– બહેન! આવા અનુભવી આત્માઓ આપણા દેશમાં અત્યારે છે?
ચેતના:– હા બહેન! સૌરાષ્ટ્રમાં સુવર્ણપુરી ધામ (સોનગઢ) છે ત્યાં આત્માના
અનુભવી ધર્માત્માઓ બિરાજે છે; અને અનુભવ માટેનો ધોધમાર ઉપદેશ ત્યાં સાંભળવા
મળે છે.
દર્શના:– હે સખી! આવી વાત સાંભળતાં તો મને પણ સોનગઢ જઈને એ
ધર્માત્માઓનાં દર્શન કરવાની અને અનુભવનો ઉપદેશ સાંભળવાની તીવ્ર ઈચ્છા થઈ છે,
તો આપણે ક્્યારે જઈશું?
ચેતના:– ચાલ આજે જ જઈએ. ધર્મના કામમાં ઢીલ શું?
દર્શના:– હે સખી! ચાલ આજે જ સંતની છાયામાં જઈએ, અને આ ત્રિવિધ
તાપથી બચવા શીઘ્રમેવ આત્માનો અનુભવ કરીએ.
* *
બધા સભ્યોને ખાસ સૂચના કરવાની કે આ દિવાળીથી જન્મદિવસની ભેટ યોજના
ફરી ચાલુ કરી છે, તે દિવસે સભ્યોને એક સુંદર ફોટો અને કાર્ડ ભેટ મોકલાય છે. તો આ
માટે એકવાર ફરીથી નીચેની વિગત દરેક સભ્ય લખી મોકલે– (નામ અને સરનામું,
સભ્ય નંબર ઉંમર...અભ્યાસ...જન્મદિવસ.) ઘણા સભ્યોનાં સરનામા અધૂરા છે,
ઘણાયના જન્મદિવસની નોંધ નથી,–તો તમને તમારી જન્મદિવસની ભેટ ક્્યાંથી મળશે?
માટે ઉપરની બધી વિગત તરત લખી મોકલાવજો.
– આત્મધર્મ બાલવિભાગ, સોનગઢ (સૌરાષ્ટ્ર)
* [અમદાવાદના સભ્યોને સૂચના કરવામાં આવે છે કે હવેથી પોતાના
જન્મદિવસની ભેટ અમદાવાદમાંથી જ મેળવી લેવી; તથા ‘મહારાણી ચેલણા’ નું પુસ્તક
જેમને ન મળ્‌યું હોય તેમણે પણ રવિવારે જઈને મેળવી લેવું. સરનામું–દિ. જિનમંદિર
ખાડીયા ચાર રસ્તા.) અમદાવાદના ૨પ બાલસભ્યો તલોદ શિક્ષણશિબિરમાં ગયેલા, ને
ત્યાં તેમનો ઉત્સાહ જોઈને સૌ પ્રસન્ન થયા હતા.
*મુંબઈના મુ. શ્રી મુલચંદભાઈ તલાટીએ પત્ર દ્વારા આસો માસના અંક બાબત
પોતાનો ખૂબ જ પ્રમોદ વ્યક્ત કર્યો છે, અને આત્મધર્મ પ્રત્યે વિશેષ લાગણી બતાવી છે.

PDF/HTML Page 39 of 45
single page version

background image
: ૩૬ : આત્મધર્મ : કારતક : ૨૪૯પ
* પોસ્ટ ઓફિસને ધન્યવાદ! ભારત બહાર એડિસઅબાબા (ઈથીઓપીઆ) માં
આપણા એક સભ્ય (No. ૧૬૧૬) છે. ગત દિવાળીએ (એક વર્ષ પહેલાં) તેમને
દીવાળીનું અભિનંદન કાર્ડ આપણે મોકલેલ, પણ ભૂલથી કાર્ડ ઉપર છ પૈસાની જ ટીકીટ
લગાડેલી; એમાં તો તે કાર્ડ પરદેશ પહોંચ્યું, ત્યાં ત્રણ વખત તપાસ કરી, અંતે નવ
મહિને ભારત પાછું આવ્યું ને કાંઈપણ વધુ ચાર્જ વગર આપણને મળ્‌યું–જે અત્યારેય
બાલવિભાગની ફાઈલને શોભાવી રહ્યું છે.
* દિલ્હીથી દીપક જૈન લખે છે–“આત્મધર્મ વાંચી ખૂબ જ આનંદ થયો.
સોનગઢમાં પંચપરમેષ્ઠી ભગવંતોનો મેળો ભરાયો છે, તો તે મેળામાં આવવાનું ખૂબ જ
મન થાય છે.”
* અમેરિકાના આપણા સભ્ય મધુબેન જૈન લખે છે કે: જન્મદિવસનું કાર્ડ મળતાં
ખૂબ આનંદ થયો. અહીં આત્મધર્મ મળતાં તો જાણે સોનગઢ જ મળ્‌યું હોય એવો આનંદ
થાય છે. ‘આત્મધર્મ’ રસપૂર્વક વાંચું છું ને અમારા જેવા માટે તો તે આશીર્વાદરૂપ છે.
ભારતના મારા બાલવિભાગના મિત્રોની પ્રગતિ જણાવતા રહેશો.”
* ગોરેગાંવથી શૈલાબેન જૈન (નં. ૨૯પ) લખે છે કે આત્મધર્મ તથા તેનો
બાલવિભાગ ઘણા ઉત્સાહથી વાંચીએ છીએ. તેમાં પ્રશ્નો પૂછો ત્યારે એવા પ્રશ્ન પૂછશો કે
આત્મધર્મમાંથી જ તેનો જવાબ મળી રહે...ને અમારે તે શોધવા માટે ફરજિયાત આખું
‘આત્મધર્મ’ વાચંવું પડે. (બહેન, આવી યોજના આ અંકમાં જ રજુ થાય છે.) તમારા
પ્રશ્નોના જવાબ હવે પછી આપીશું; તમે તથા તમારા ભાઈ–બહેને દરરોજ સ્વાધ્યાય
કરવાનો જે નિયમ કર્યો તે બદલ ધન્યવાદ!
– –
–: વૈરાગ્ય સમાચાર :–
અંક છાપતાં છાપતાં ગોંડલના સમાચાર છે કે ત્યાંના પટેલ ભુરાભાઈ
રૂડાભાઈને તા. ૧પ–૧૦–૬૮ ના રોજ સર્પદંશ થતાં તેઓ સ્વર્ગવાસ પામી ગયા છે.
તેમની ઉંમર માત્ર ૩૭ વર્ષની હતી. તેઓ કોઈ કોઈ વાર સોનગઢ પણ આવતા, ને
ગોંડલમાં લગભગ દરરોજ જિનમંદિરે જતા હતા. સર્પદંશ પછી તેઓ ચાલીને ઈસ્પિતાલે
ગયેલા ને મુમુક્ષુભાઈઓ સાથે ધર્મસંબંધી વાત કરતા હતા. દેવ–ગુરુ–ધર્મના શરણે તેઓ
આત્મહિત પામે–એ જ ભાવના.

PDF/HTML Page 40 of 45
single page version

background image
: કારતક : ૨૪૯પ આત્મધર્મ : ૩૭ :
સાચો આત્મા... ઉત્તમ આત્મા
શુદ્ધઆત્માના અનુભવ વડે જેણે વીતરાગ–રત્નત્રય પ્રગટ કર્યા તેણે આત્માનું
સાચું ધન પ્રાપ્ત કર્યું...ને તેણે સ્વઘરમાં વાસ્તુ કર્યું...તે સાચો આત્મા થયો...
[સોનગઢ ધનતેરસના રોજ ભાઈશ્રી પ્રેમચંદ કેશવજી (નાઈરોબીવાળા) ના
મકાનના વાસ્તુપ્રસંગે સ. કળશ ૬ ઉપર પૂ. ગુરુદેવનું પ્રવચન]
અનંતકાળમાં પૂર્વે નહિ થયેલું એવું આત્માનું સમ્યગ્દર્શન કેમ થાય? એટલે
અપૂર્વ સુખની શરૂઆત કેમ થાય તેની આ વાત છે. આત્મા અતીન્દ્રિય આનંદથી,
અતીન્દ્રિયજ્ઞાનથી પૂર્ણ વસ્તુ છે; આવા આત્માની સન્મુખ થઈને શ્રદ્ધા કરતાં સમ્યગ્દર્શન
અને અતીન્દ્રિયસુખ પ્રગટ થાય છે. એ સિવાય નવતત્ત્વ સંબંધી ભેદ–વિકલ્પ તે રાગ છે,
તે કાંઈ સમ્યગ્દર્શન નથી; તે વિકલ્પમાં સાચો આત્મા અનુભવાતો નથી. સાચો આત્મા
એટલે કે પરિપૂર્ણ આત્મા પોતાના શુદ્ધ ગુણ–પર્યાયમાં જ વ્યાપનારો છે, તે વિકલ્પમાં
વ્યાપતો નથી. નવતત્ત્વના વિકલ્પમાં લાભ માનીને અટકતાં મિથ્યાત્વ છે. નિજ–
પરમાત્માને અનુભવમાં લઈને પ્રતીત કરતાં સુખનો સ્વાદ આવે છે, તે જ સાચો આત્મા
છે, તે જ સમ્યક્ત્વ છે.
આવા શુદ્ધ આત્માને શ્રદ્ધા–જ્ઞાન–અનુભવમાં લેવો તે જ આત્માનું સાચું ધન છે;
ધર્મી તેને જ ચાહે છે, એ સિવાય બીજાની ચાહના ધર્મીને નથી, સંયોગની કે વિકલ્પની
ભાવના તેને નથી. વીતરાગતાની જ ભાવના છે, ને વીતરાગતા શુદ્ધ આત્માના
અનુભવથી થાય છે, એટલે શુદ્ધઆત્માની જ ભાવના છે. ‘જેવા છઈએ તેવા થઈએ’
એટલે જેવો સ્વભાવ છે તેવો જ પર્યાયમાં પ્રગટે,–એ સિવાય બીજાની ભાવના નથી.
‘શુદ્ધ છું–શુદ્ધ છું’ એમ વિકલ્પ કર્યા કરે તેથી કાંઈ શુદ્ધનો અનુભવ થતો નથી; શુદ્ધના
વિકલ્પનો પક્ષ કરે તોપણ મિથ્યાત્વ રહે છે. દ્રવ્ય–પર્યાય બંને જેમ છે તેમ બરાબર
જાણીને, જ્ઞાનને અંતર્મુખ કરીને પ્રતીત કરતાં વિકલ્પાતીત આત્મા અનુભવમાં આવે છે;
આવા અનુભવવડે જ વીતરાગતા થાય છે. જેવો સ્વભાવ હતો તેવો પ્રગટ અનુભવમાં
આવ્યો, એટલે જેવો હતો તેવો થયો, જેવો હતો તેવો પરિણમ્યો,–તે આત્મા સાચો
આત્મા થયો.