Gurudevshreena Vachanamrut (Gujarati). Bol: 84-126.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 5 of 11

 

Page 54 of 181
PDF/HTML Page 81 of 208
single page version

જોઈએ. જો આત્માના લક્ષે છ માસ યથાર્થ ધૂન લાગે તો આત્માનો અનુભવ થયા વિના રહે જ નહિ. ૮૩.

શરીર શરીરનું કામ કરે છે ને આત્મા આત્માનું. બન્ને ભિન્ન-ભિન્ન સ્વતંત્ર છે. શરીરનું પરિણમન જે વખતે જે રીતે થવાનું હોય તે તેના પોતાથી જ થાય છે, એમાં માણસના હાથની વાત ક્યાં છે? આત્મામાં પણ રાગ ને જ્ઞાનના પરિણામ થાય છે તે, આત્મા પોતે કરે છે. ત્યાં પોતપોતાનું કાર્ય કરવામાં બન્ને પદાર્થ સ્વતંત્ર છે, ત્યાં બહારનાં કામ કેટલાં સરેડે ચડાવ્યાં, આટલાં કર્યાં ને આટલાં છેએ વાતને સ્થાન જ ક્યાં છે? ૮૪.

હિંસા, જૂઠું, ચોરી આદિ તો પાપભાવ છે, પણ દયા-દાન-પૂજા-ભક્તિ વગેરેનો શુભ રાગ પણ પરમાર્થે પાપ છે; કેમ કે સ્વરૂપમાંથી પતિત કરે છે. અરે! પાપને તો પાપ સહુ કહે છે પણ અનુભવી જ્ઞાની જીવ તો પુણ્યને પણ પાપ કહે છે. શ્રી યોગીન્દુદેવે કહ્યું છે ને

जो पाउ वि सो पाउ मुणि सव्वु इ को वि मुणेइ
जो पुण्णु वि पाउ वि भणइ सो बुह को वि हवेइ ।।


Page 55 of 181
PDF/HTML Page 82 of 208
single page version

બહુ ઝીણી વાત છે, અંતરથી સમજે તો સમજાય તેવી છે. ૮૫.

જ્ઞાનદર્શનસ્વભાવમાત્ર અભેદ નિજ તત્ત્વની દ્રષ્ટિ કરતાં તેમાં નવતત્ત્વરૂપ પરિણમન તો છે નહિ. ચેતના- સ્વભાવમાત્ર જ્ઞાયકવસ્તુમાં ગુણભેદ પણ નથી. તેથી ગુણભેદ કે પર્યાયભેદને અભૂતાર્થજૂઠા કહી દીધા. પર્યાય પર્યાય તરીકે સત્ય છે, પણ લક્ષઆશ્રય કરવા માટે જૂઠી છે. દયા-દાન વગેરે ભાવ તો રાગ છે, તે લક્ષ કરવા લાયક નથી, પણ સંવર-નિર્જરારૂપ વીતરાગ નિર્મળ પર્યાય પણ લક્ષઆશ્રય કરવા લાયક નથી; આશ્રય કરવા લાયકઆલંબન લેવા લાયક તો એકમાત્ર ત્રિકાળશુદ્ધ જ્ઞાયક ભાવ છે. ૮૬.

લોકો કુળદેવને હાજરાહજૂર રક્ષણ કરનાર માને છે, પણ તું અંદર માલવાળો છો કે નહિ? ત્રિકાળી સ્વાધીન સ્વભાવના લક્ષે અંદર તો જો! ત્રિકાળ સ્વતંત્રપણે ટકનાર ભગવાન જ્ઞાયક આત્મા કે જે જ્ઞાતાસ્વરૂપે સળંગ જાગ્રત છે તે જ હાજરાહજૂર દેવ છે. તેની જ શ્રદ્ધા કર, પરનો આશ્રય છોડ, પરથી જુદાપણું બતાવનાર નિર્મળ જ્ઞાનનો વિવેક કર, સ્વભાવના જોરે એકાગ્રતા કર; શ્રદ્ધા, જ્ઞાન


Page 56 of 181
PDF/HTML Page 83 of 208
single page version

અને સ્થિરતાને એકરૂપ સ્વભાવમાં જોડ. એ જ મોક્ષમાર્ગ છે. ૮૭.

ભાઈ! તું પંચમ કાળે ભરતક્ષેત્રે ને ગરીબ ઘરે જન્મ્યો છો તેથી ‘અમારે આજીવિકા આદિનું શું કરવું એમ ન જો! તું અત્યારે અને જ્યારે જો ત્યારે સિદ્ધ સમાન જ છો, જે ક્ષેત્રે ને જે કાળે જ્યારે જો ત્યારે તું સિદ્ધ સમાન જ છો. મુનિરાજને ખબર નહિ હોય કે બધા જીવો સંસારી છે? ભાઈ! સંસારી અને સિદ્ધ એ તો પર્યાયની અપેક્ષાથી છે. સ્વભાવે તો એ સંસારી જીવો પણ સિદ્ધ સમાન શુદ્ધ જ છે. ૮૮.

હું જ્ઞાયક છું....જ્ઞાયક છું....જ્ઞાયક છુંએમ અંદરમાં રટણ રાખ્યા કરવું, જ્ઞાયક સન્મુખ ઢળવું, જ્ઞાયક સન્મુખ એકાગ્રતા કરવી. અહાહા! પર્યાયને જ્ઞાયક સન્મુખ વાળવી બહુ કઠણ છે, અનંતો પુરુષાર્થ માગે છે. જ્ઞાયકતળમાં પર્યાય પહોંચી, અહાહા! એની શી વાત! એવો પૂર્ણાનંદનાથ પ્રભુ એની પ્રતીતિમાં, એના વિશ્વાસમાં ભરોસામાં આવવો જોઈએ કે અહો! એક સમયની પર્યાય પાછળ આવડો મોટો ભગવાન તે હું જ. ૮૯.


Page 57 of 181
PDF/HTML Page 84 of 208
single page version

શરીરની એક એક તસુમાં ૯૬૯૬ રોગ છે; એ શરીર ક્ષણમાં દગો દેશે, ક્ષણમાં છૂટી જશે. કાંઈક સગવડતા હોય ત્યાં ઘુસી જાય છે, પણ ભાઈ! તારે ક્યાંક જવું છે ત્યાં કોનો મહેમાન થઈશ? કોણ તારું ઓળખીતું હશે? એનો વિચાર કરીને તારું તો કાંઈક કરી લે! શરીર સારું હોય ત્યાં સુધી આંખ ઊઘડે નહિ ને ક્ષણમાં દેહ છૂટતાં અજાણ્યા સ્થાને હાલ્યો જઈશ! નાની નાની ઉંમરના પણ ચાલ્યા જાય છે, માટે તારું કાંઈક કરી લે! શાસ્ત્રમાં કહ્યું છે કે વૃદ્ધાવસ્થા જ્યાં સુધી ન આવે, શરીરમાં વ્યાધિ જ્યાં સુધી ન આવે અને ઈન્દ્રિયો જ્યાં સુધી ઢીલી ન પડે ત્યાં સુધીમાં આત્મહિત કરી લેજે. ૯૦.

ધર્મ એટલે શું? ધર્મી જીવ કોને કહેવો? લોકો કહે છે કે અમારે ધર્મ કરવો છે. તો ધર્મ ક્યાંથી થાય? ધર્મ શરીર, વાણી, પૈસા વગેરેથી થાય નહિ; કેમ કે તે તો બધાં આત્માથી ભિન્ન અચેતન પરદ્રવ્યો છે, તેમાં આત્માનો ધર્મ રહેલો નથી. વળી મિથ્યાત્વ, હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય વગેરે પાપભાવ કે દયા, દાન, પૂજા, ભક્તિ વગેરે પુણ્યભાવથી પણ ધર્મ થતો નથી; કેમ કે તે બન્ને વિકારી ભાવ છે. આત્માની નિર્વિકારી શુદ્ધ દશા તે જ ધર્મ છે. તેનો કરનાર આત્મા


Page 58 of 181
PDF/HTML Page 85 of 208
single page version

પોતે જ છે. તે ધર્મ વીતરાગ દેવ-શાસ્ત્ર-ગુરુ કે જિનપ્રતિમા વગેરે ક્યાંય બહારથી આવતો નથી પણ નિજ શુદ્ધ જ્ઞાયક આત્માના જ આશ્રયે પ્રગટે છે. આત્મા જ્ઞાન ને આનંદ આદિ નિર્મળ ગુણોની શાશ્વત ખાણ છે; સત્સમાગમે શ્રવણ-મનન દ્વારા તેની યથાર્થ ઓળખાણ કરતાં આત્મામાંથી જે અતીન્દ્રિય આનંદયુક્ત નિર્મળ અંશ પ્રગટે તે ધર્મ છે. અનાદિ-અનંત એકરૂપ ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા તે અંશી છે, ધર્મી છે અને તેના આશ્રયે જે નિર્મળતા પ્રગટે છે તે અંશ છે, ધર્મ છે. સાધક જીવને આશ્રય અંશીનો હોય છે, અંશનો નહિ, અને વેદન અંશનું હોય છે પણ તેનું આલંબન હોતું નથી

તેના ઉપર વજન હોતું નથી. આલંબન તો સદાય શુદ્ધ અખંડ એક પરમપારિણામિકભાવસ્વરૂપ નિજ આત્મદ્રવ્યનું જ હોય છે. તેના જ આધારે ધર્મ કહો કે શાન્તિ કહો બધું થાય છે. ૯૧.

જેને ભવનો થાક લાગ્યો હોય, જેને આત્મા કેવો છે તે સમજવાની સાચી જિજ્ઞાસા અંતરમાં જાગી હોય, તેને સાચા ગુરુ મળે જ. ૯૨.


Page 59 of 181
PDF/HTML Page 86 of 208
single page version

જે જમીનમાં ક્ષાર હોય તેમાં અનાજ વાવે તો ઊગે નહિ. અનાજ ઉગાડવા માટે જેમ ઉત્તમ ભૂમિ જોઈએ, તેમ નિર્મળ તત્ત્વનો સ્પષ્ટ ઉપદેશ જીરવવા માટે ઉત્તમ પાત્રતા જોઈએ. ૯૩.

પ્રત્યેક જીવ પોતાના ભાવને કરેભોગવે છે, પરવસ્તુને કરતોભોગવતો નથી. મોઢામાં લાડવાનું બટકું પડે, તે વખતે તે જડ-લાડવાને ભોગવતો નથી પણ તેના લક્ષે થનારા રાગને ભોગવે છે. શરીરમાં તીવ્ર રોગ થયો હોય તે વખતે જીવ જડ-રોગને ભોગવતો નથી પણ તેના લક્ષે થનારા દ્વેષને ભોગવે છે. શુદ્ધાત્માના અનુભવમાં ધર્મી જીવ મુખ્યપણે રાગદ્વેષના કર્તા કે ભોક્તા નથી, પણ સ્વભાવદ્રષ્ટિમાં નિર્મળ પર્યાયને કરે છે ને તેના આનંદને ભોગવે છે. ૯૪.

કોઈ આકરી પ્રતિકૂળતા આવી પડે, કોઈ આકરાં કઠોર મર્મચ્છેદક વચન કહે, તો શીઘ્ર દેહમાં સ્થિત પરમાનંદસ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરીને દેહનું લક્ષ છોડી દેવું, સમતાભાવ કરવો. ૯૫.


Page 60 of 181
PDF/HTML Page 87 of 208
single page version

પ્રશ્નઃદ્રવ્યમાં પર્યાય નથી તો પછી પર્યાયને કેમ ગૌણ કરાવવામાં આવે છે?

ઉત્તરઃદ્રવ્યમાં અર્થાત્ તેના ધ્રૌવ્યાંશમાં પર્યાય નથી, પણ તેનો જે વર્તમાન પ્રગટ પરિણમતો અંશ તે અપેક્ષાએ તો તેમાં પર્યાય છે. પર્યાય સર્વથા નથી જ એમ નથી. પર્યાય છે, પણ તેની ઉપેક્ષા કરીને, ગૌણ કરીને, ‘નથી’ એમ કહીને, તેનું લક્ષ છોડાવી, દ્રવ્યનું ધ્રુવ સ્વભાવનુંલક્ષ ને દ્રષ્ટિ કરાવવાનું પ્રયોજન છે. તેથી દ્રવ્યનેધ્રુવ સ્વભાવને મુખ્ય કરી, ભૂતાર્થ કહી, તેની દ્રષ્ટિ કરાવી છે; ને પર્યાયની ઉપેક્ષા કરી, ગૌણ કરી, પર્યાય નથી, અસત્યાર્થ છે’ એમ કહી, તેનું લક્ષ છોડાવ્યું છે. જો પર્યાય સર્વથા જ ન હોય તો ગૌણ કરવાનું પણ ક્યાં રહે છે? દ્રવ્ય (ધ્રૌવ્ય) અને પર્યાય બે થઈને આખું દ્રવ્ય (વસ્તુ) તે પ્રમાણજ્ઞાનનો વિષય છે. ૯૬.

ભાઈ! એક વાર હરખ તો લાવ કે અહો! મારો આત્મા આવો પરમાત્મસ્વરૂપ છે, જ્ઞાનાનંદની શક્તિથી ભરેલો છે; મારા આત્માની તાકાત હણાઈ ગઈ નથી. અરેરે! હું હીણો થઈ ગયો, વિકારી થઈ ગયો, હવે મારું શું થશે?’ એમ ડર નહિ, મૂંઝા નહિ, હતાશ થા નહિ. એક વાર સ્વભાવનો ઉત્સાહ લાવ. સ્વભાવનો


Page 61 of 181
PDF/HTML Page 88 of 208
single page version

મહિમા લાવીને તારી તાકાતને ઉછાળ. ૯૭.

દેહ તો તને છોડશે જ પણ તું દેહને (દ્રષ્ટિમાં) છોડ એની બલિહારી છે. આ તો શૂરવીરના ખેલ છે. ૯૮.

અહાહા! આખી દુનિયા ભુલાઈ જાય એવું તારું પરમાત્મતત્ત્વ છે. અરેરે! ત્રણ લોકનો નાથ થઈને રાગમાં રોળાઈ ગયો! રાગમાં તો દુઃખની જ્વાળા સળગે છે, ત્યાંથી દ્રષ્ટિને છોડી દે! અને જ્યાં સુખનો સાગર ભર્યો છે ત્યાં તારી દ્રષ્ટિને જોડી દે! રાગને તું ભૂલી જા! તારા પરમાત્મતત્ત્વને પર્યાય સ્વીકારે છે, પણ એ પર્યાયરૂપ હું છું એ પણ ભૂલી જા! અવિનાશી ભગવાન પાસે ક્ષણિક પર્યાયનાં મૂલ્ય શાં? પર્યાયને ભૂલવાની વાત છે ત્યાં રાગ ને દેહની વાત ક્યાં રહી? અહાહા! એક વાર તો મડદાં ઊભાં થઈ જાય એવી વાત છે, એટલે કે સાંભળતાં જ ઊછળીને અંતરમાં જાય એવી વાત છે. ૯૯.

ખરેખર તો એક પોતે જ છે ને બીજી વસ્તુ છે જ નહિ. હું જ એક છું, મારે હિસાબે બીજી વસ્તુ છે જ


Page 62 of 181
PDF/HTML Page 89 of 208
single page version

નહિ. કેવળી હો, સિદ્ધ હો, તે તેમના હિસાબે ભલે હો, પણ મારા હિસાબે તે નથી. સ્વભાવની અપેક્ષાએ રાગ પણ પોતાનો નથી. દેહ-ધન-સ્ત્રી-પુત્ર આદિ તો મારાં છે જ નહિ પણ રાગ પણ મારો નથી. જ્ઞાનસ્વરૂપ એકલો હું જ છુંએમ જોર આવવું જોઈએ.

પ્રશ્નઃહું જાણનાર જ છું એવું જોર આવતું નથી તે કેમ આવે?

ઉત્તરઃજોર પોતે કરતો નથી તેથી આવતું નથી. બહારના સંસારના પ્રસંગોમાં કેટલી હોંશ ને ઉત્સાહ આવે છે? એમ અંદરમાં પોતાના સ્વભાવની હોંશ ને ઉત્સાહ આવવો જોઈએ. ૧૦૦.

જે જીવ ધર્મ કરવા માગે છે તેને ધર્મ કરીને પોતામાં ટકાવી રાખવો છે, પોતે જ્યાં રહે ત્યાં ધર્મ સાથે જ રહે એવો ધર્મ કરવો છે. ધર્મ જો બહારના પદાર્થોથી થતો હોય તો તો તે બાહ્ય પદાર્થ ખસી જતાં ધર્મ પણ ખસી જાય. માટે ધર્મ એવો ન હોય. ધર્મ તો અંતરમાં આત્માના જ આશ્રયે થાય છે, આત્મા સિવાય બહારના કોઈ પદાર્થના આશ્રયે આત્માનો ધર્મ થતો નથી. લોકો ભગવાનનાં દર્શન કરવા જાય ત્યાં એમ માની લે છે કે ‘અમે ધર્મ કરી આવ્યા’; કેમ જાણે


Page 63 of 181
PDF/HTML Page 90 of 208
single page version

ભગવાન પાસે એનો ધર્મ હોય! અરે ભાઈ! જો બહારમાં ભગવાનનાં દર્શનથી જ તારો ધર્મ હોય તો તે ભગવાનનાં દર્શન કરે એટલો વખત ધર્મ રહે ને ત્યાંથી ખસી જતાં તારો ધર્મ પણ ખસી જાય, એટલે કે મંદિર સિવાય ઘરમાં તો કોઈને ધર્મ થાય જ નહિ! જેવા ભગવાન વીતરાગ છે તેવો જ સ્વભાવે હું ભગવાન છું એમ ભાન કરીને અંતરમાં ચૈતન્યમૂર્તિ નિજ ભગવાનનું સમ્યગ્દર્શન કરે તો તે પોતાના ભગવાનનાં દર્શનથી ધર્મ થાય છે, ને એ ભગવાન તો પોતે જ્યાં જ્યાં જાય ત્યાં સાથે જ છે એટલે તે ધર્મ પણ સદાય રહ્યા જ કરે છે. જો એક વાર પણ એવાં ભગવાનનાં દર્શન કરે તો જન્મ-મરણ ટળી જાય. ૧૦૧.

સમ્યગ્દર્શન કોઈના કહેવાથી કે આપવાથી મળતું નથી. આત્મા પોતે અનંત ગુણોનો પિંડસર્વજ્ઞ ભગવાને જેવો કહ્યો તેવોછે તેને સર્વજ્ઞના ન્યાય અનુસાર સત્સમાગમ વડે બરાબર ઓળખે અને અંદર અખંડ ધ્રુવ જ્ઞાયકસ્વભાવનો અભેદ નિશ્ચય કરે તે જ સમ્યગ્દર્શનઆત્મસાક્ષાત્કાર છે. તેમાં કોઈ પરવસ્તુની જરૂર પડતી નથી. આટલાં પુણ્ય કરું, શુભરાગ કરું, તેનાથી ધીમે ધીમે સમ્યગ્દર્શન થશેએ વાત ખોટી છે.


Page 64 of 181
PDF/HTML Page 91 of 208
single page version

કોઈ બાહ્ય ક્રિયા કરે, જાપ કરે, હઠયોગ કરે, તો તેનાથી તેને કદી પણ સહજ ચૈતન્યમય શુદ્ધાત્મસ્વભાવ પ્રગટે નહિ, ધર્મ થાય નહિ; ધર્મ તો આત્માનો સહજ સુખદાયક સ્વભાવ છે. ૧૦૨.

અહો! અડોલ દિગંબરવૃત્તિને ધારણ કરનારા, વનમાં વસનારા અને ચિદાનંદસ્વરૂપ આત્મામાં ડોલનારા મુનિવરો કે જેઓ છઠ્ઠે-સાતમે ગુણસ્થાને આત્માના અમૃતકુંડમાં મગ્ન થયા થકા ઝૂલે છે, તેમનો અવતાર સફળ છે. એવા સંત મુનિવરો પણ વૈરાગ્યની બાર ભાવના ભાવીને વસ્તુસ્વરૂપ ચિંતવે છે. અહા! તીર્થંકરો પણ દીક્ષા પહેલાં જેમનું ચિંતવન કરે છે એવી વૈરાગ્યરસથી રસબસતી આ બાર ભાવનાઓ ભાવતાં કયા ભવ્યને આનંદ ન થાય? અને કયા ભવ્યને મોક્ષમાર્ગનો ઉત્સાહ ન જાગે? ૧૦૩.

શ્રી અરિહંતદેવ અને તેમનાં શાસ્ત્ર એમ કહે છે કેપ્રભુ! તું જ્ઞાનમાત્ર છો, ત્યાં પ્રીતિ કર ને અમારા પ્રત્યે પણ પ્રીતિ છોડી દે. તારો ભગવાન તો અંદર શીતળશીતળ ચૈતન્યચંદ્ર, જિનચંદ્ર છે; ત્યાં પ્રીતિ કર. ગગનમાં જે ચંદ્ર છે તે શીતળ હોય છે પણ એ તો


Page 65 of 181
PDF/HTML Page 92 of 208
single page version

જડની શીતળતા જડરૂપ છે. આ શાંત-શાંત-શાંત ચૈતન્યચંદ્રની શીતળતા તો અતીન્દ્રિય શાંતિમય છે, એકલું શાંતિનું ઢીમ છે. તેને શાંતિનું ઢીમ કહો કે જ્ઞાનનું ઢીમ કહોબન્ને એક જ છે. માટે જેટલું આ જ્ઞાન છે તેટલો જ પરમાર્થ આત્મા છે એમ નિશ્ચય કરીને તેમાં જ પ્રીતિવંત બન. ૧૦૪.

અહો! આ તો વીતરાગશાસન છે. રાગથી ધર્મ થાય ને વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પ્રગટે એ બધો વીતરાગમાર્ગ નથી. ભગવાન આત્મા વીતરાગસ્વરૂપ છે, ને તેના આશ્રયે જે વીતરાગ દશા થાય એ જ ધર્મ છે. શુભરાગ હો કે અશુભબન્ને પરના આશ્રયે થાય છે, સ્વયં અપવિત્ર છે અને દુઃખરૂપ છે; માટે તે ધર્મ નથી. રાગથી ભિન્ન પડતાં તો અંદર આત્મામાં જવાય છે, તો પછી એનાથી લાભ થાય એ કેમ બને? બાપુ! માર્ગ આકરો છે. વ્યવહારથી નિશ્ચય કદીય ન થાય અને નિમિત્તથી ઉપાદાનમાં કદીય કાર્ય ન થાય. આવું જ વસ્તુસ્વરૂપ છે. ૧૦૫.

દ્રષ્ટિનો વિષય દ્રવ્યસ્વભાવ છે, તેમાં તો


Page 66 of 181
PDF/HTML Page 93 of 208
single page version

અશુદ્ધતાની ઉત્પત્તિ છે જ નહિ. સમકિતીને એકેય અપેક્ષાએ અનંત સંસારનું કારણ એવાં મિથ્યાત્વ ને અનંતાનુબંધી કષાયનો બંધ નથી; પણ એના ઉપરથી કોઈ એમ જ માની લે કે એને જરીયે વિભાવ તેમ જ બંધ નથી જ, તો તે એકાન્ત છે. અંદરમાં શુદ્ધ સ્વરૂપની દ્રષ્ટિ અને અનુભવ હોવા છતાં હજુ આસક્તિ છે તે દુઃખરૂપ લાગે છે. રુચિ ને દ્રષ્ટિ અપેક્ષાએ ભગવાન આત્મા તો અમૃતસ્વરૂપ આનંદનો સાગર છે, એના નમૂનાના વેદન આગળ શુભ ને અશુભ બન્ને રાગ દુઃખરૂપ લાગે છે, અભિપ્રાયમાં ઝેર ને કાળો સર્પ લાગે છે. ૧૦૬.

જીવ એકલો આવ્યો, એકલો રહે છે અને એકલો જાય છે; તે એકલો જ છે, તેને જગત સાથે શો સંબંધ છે? ભાઈ! આ શરીરના રજકણ અહીં પડ્યા રહેશે અને આ મકાનમહેલ પણ બધાં પડ્યાં રહેશે. એમાંની કોઈ ચીજ તારા સ્વરૂપમાં નથી, એ બધી જીવસ્વરૂપથી ભિન્ન છે. પ્રભુ! તું તેમના મોહપાશમાંથી નીકળી જા. હવે લુંટાવાનું રહેવા દે. તું તારા એકત્વવિભક્તપણાને પામી એકલો નિજાનંદને ભોગવ. ૧૦૭.


Page 67 of 181
PDF/HTML Page 94 of 208
single page version

જૈનધર્મની મહત્તા એ છે કે મોક્ષના કારણભૂત સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર વગેરે શુદ્ધ ભાવની પ્રાપ્તિ તેમાં જ થાય છે. એનાથી જ જૈનધર્મની શ્રેષ્ઠતા છે. માટે હે જીવ! આવા શુદ્ધભાવ વડે જ જૈનધર્મનો મહિમા જાણીને તું તેને અંગીકાર કર, અને રાગનેપુણ્યને ધર્મ ન માન. જૈનધર્મમાં તો સર્વજ્ઞ ભગવાને એમ કહ્યું છે કે પુણ્યને જે ધર્મ માને છે તે કેવળ ભોગને જ ઇચ્છે છે, કેમ કે પુણ્યના ફળમાં તો સ્વર્ગાદિના ભોગની જ પ્રાપ્તિ થાય છે; તેથી જેને પુણ્યની ભાવના છે તેને ભોગની જ એટલે કે સંસારની જ ભાવના છે, પણ મોક્ષની ભાવના નથી. ૧૦૮.

પર્યાયદ્રષ્ટિ કાઢી નાખી ને દ્રવ્યદ્રષ્ટિ પ્રગટ કરી તે બીજાને પણ દ્રવ્યદ્રષ્ટિએ પૂર્ણાનંદ પ્રભુ જ જુએ છે. પર્યાયનું જ્ઞાન કરે, પણ આદરણીય તરીકેદ્રષ્ટિના આશ્રયરૂપેતો તેને ત્રિકાળી ધ્રુવ શુદ્ધ દ્રવ્ય જ છે. ૧૦૯.

પરમપારિણામિક ભાવ છું, કારણપરમાત્મા છું, કારણજીવ છું, શુદ્ધોપયોગોઽહં, નિર્વિકલ્પોઽહં. ૧૧૦.


Page 68 of 181
PDF/HTML Page 95 of 208
single page version

એક તરફ વિકારની ધારા અનાદિથી છે ને બીજી તરફ સ્વભાવસામર્થ્યની ધારા પણ અનાદિથી સાથે ને સાથે જ ચાલી રહી છે; વિકારની ધારા વખતે સ્વભાવસામર્થ્યની ધારા કાંઈ તૂટી નથી ગઈ, સ્વભાવસામર્થ્યનો કાંઈ અભાવ નથી થયો. પરિણતિ જ્યાં સ્વભાવસામર્થ્ય તરફ વળી ત્યાં જ વિકારની પરંપરાનો પ્રવાહ તૂટ્યો ને અધ્યાત્મ- પરિણતિની પરંપરા શરૂ થઈ, જે પૂરી થઈને સાદિ-અનંત કાળ રહેશે. ૧૧૧.

એક વાર પરને માટે તો મૃતકવત્ થઈ જવું જોઈએ. પરમાં તારો કાંઈ અધિકાર જ નથી. અરે ભાઈ! તું રાગને તથા રજકણને કરી શકતો નથી એવો જ્ઞાતાદ્રષ્ટા પદાર્થ છો. એવા જ્ઞાતાદ્રષ્ટાસ્વભાવની દ્રષ્ટિ કર. ચારે બાજુથી ઉપયોગને સંકેલીને એક આત્મામાં જ જા. ૧૧૨.

કર્મનો વિપાક તે કારણ ને રાગાદિ ભાવ થવા તે કાર્યએમ નથી, પણ અજ્ઞાનભાવે આત્મા પોતે શુભાશુભ રાગનો કર્તા થયો ને શુભાશુભ રાગ કાર્ય થયું. એ રીતે જડકર્મનો અભાવ થયો તેથી મોક્ષદશારૂપ કાર્ય પ્રગટ થયુંએમ નથી, પરંતુ જ્ઞાનભાવે મોક્ષની નિર્મળ પર્યાયનો કર્તા આત્મા છે અને મોક્ષની નિર્મળ


Page 69 of 181
PDF/HTML Page 96 of 208
single page version

પર્યાય પ્રગટ થઈ તે આત્માનું કાર્ય છે. ૧૧૩.

ધ્રુવની કિંમત વધુ છે. આનંદની પર્યાય તો એક સમયની છે ને ધ્રુવમાં તો આનંદના ઢગલા ભર્યા છે. ૧૧૪.

અહો! આ મનુષ્યપણામાં આવા પરમાત્મસ્વરૂપનો આદર કરવો એ જીવનની કોઈ ધન્ય પળ છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાયક જ છે, તે એને ખ્યાલમાં આવે, ગમે તેવા પ્રસંગમાં પણ હું જ્ઞાયક છું....જ્ઞાયક છું એમ ભાસમાં આવે, જ્ઞાયકનું લક્ષ રહે તો તે તરફ ઢળ્યા જ કરે. ૧૧૫.

સર્વજ્ઞ ભગવાને કહેલું સત્ય સાંભળવા માગતો હો તો જેવા પરમાત્મા પૂર્ણ પવિત્ર છે તેવો તું પણ છો તેની ‘હા’ પાડ; ‘ના’ પાડીશ નહિ. ‘હા’ માંથી ‘હા આવશે; પૂર્ણનો આદર કરનાર પૂર્ણ થઈ જશે. ૧૧૬.

દેવાધિદેવ સર્વજ્ઞ તીર્થંકર ભગવાનનું પ્રવચન નિર્દોષ હોય છે. સહજ વાણી ઊઠે છે, ‘ઉપદેશ આપું’ એવી


Page 70 of 181
PDF/HTML Page 97 of 208
single page version

પણ ઇચ્છા હોતી નથી. મેઘની ગર્જના જેમ સહજ ઊઠે છે તેમ ‘’ ધ્વનિ પણ સહજ ઊઠે છે. તે ગણધરદેવ દ્વારા દ્વાદશાંગ સૂત્રરૂપે રચાય છે. તેને જિનાગમ અર્થાત જિનપ્રવચન કહેવાય છે. ૧૧૭.

અધ્યાત્મશાસ્ત્રના ભાવ કોઈ ગમે તેની પાસેથી સાંભળી લે અથવા તો પોતાની મેળે વાંચી લે તો સ્વચ્છંદે અપૂર્વ આત્મબોધ પ્રગટે નહિ. ગુરુગમરૂપે એક વાર જ્ઞાની પાસે સાક્ષાત્ સીધું સાંભળવું જોઈએ. ‘દીવે દીવો પ્રગટે.’ સત્ ઝીલવા માટે પોતાનું ઉપાદાન તૈયાર હોય ત્યાં જ્ઞાનીના નિમિત્તપણાનો યોગ સહજ હોય જ. શ્રીમદે કહ્યું છેઃ બૂઝી ચહત જો પ્યાસકો, હૈ બૂઝનકી રીત;

પાવે નહિ ગુરુગમ બિના, એહી અનાદિ સ્થિત.
૧૧૮.

ઘણા જીવોને સત્ સમજવાની અંતરથી તાલાવેલી થાય, ત્યારે સંસારમાંથી ઉન્નતિક્રમમાં આગળ વધેલા કોઈ જ્ઞાની તીર્થંકરપણે જન્મે. તેમના નિમિત્તે જે લાયક જીવો હોય તે સત્યને સમજી લેએવો મેળ સહજ થઈ જ જાય છે. તીર્થંકર કોઈ અન્ય માટે


Page 71 of 181
PDF/HTML Page 98 of 208
single page version

અવતાર લેતા નથી. ૧૧૯.

શુદ્ધતા ને અશુદ્ધતા બંને હોવા છતાં જો શુદ્ધસ્વભાવ ઉપર દ્રષ્ટિ નહિ કરે તો અશુદ્ધતાને જાણશે કોણ? ઉપાદાન ને નિમિત્ત બન્ને હોવા છતાં, ઉપાદાન તરફ વળ્યા વગર નિમિત્તનું યથાર્થ જ્ઞાન કરશે કોણ? શુદ્ધસ્વભાવ ને રાગ, અથવા નિશ્ચય અને વ્યવહાર બન્ને હોવા છતાં, નિશ્ચય દ્રવ્યસ્વભાવ તરફ દ્રષ્ટિ કર્યા વગર વ્યવહાર કહેશે કોણ? નિર્મળ જ્ઞાયકસ્વભાવ તરફના વલણ વગર સ્વ-પરને જાણવાનો વિવેક ઊઘડશે નહિ. અભેદ સ્વભાવ તરફ ઢળવું તે જ અનેકાન્તનું પ્રયોજન છે. ૧૨૦.

ઘણા એમ માને છે કે આત્મા તો બુદ્ધિપૂર્વક પુરુષાર્થ

કરે પણ કર્મ નાશ થાય કે ન પણ થાય; પરંતુ એમ નથી. આત્મા પુરુષાર્થ કરે અને કર્મનો નાશ ન થાય એમ બને જ નહિ; અને આત્માએ પુરુષાર્થ કર્યો છે માટે પુરુષાર્થથી કર્મનો નાશ થયો છેએમ પણ નથી. આત્માનો સમ્યગ્દર્શનનો કાળ છે તે વખતે દર્શન- મોહનીયના નાશ વગેરેનો કાળ છે, જ્ઞાનના ઉઘાડનો કાળ છે તે વખતે જ્ઞાનાવરણીયના ક્ષયોપશમનો કાળ છે અને


Page 72 of 181
PDF/HTML Page 99 of 208
single page version

રાગાદિના અભાવનો કાળ છે તે વખતે ચારિત્રમોહનીયના નાશનો કાળ છે; પણ કર્મના કારણે તે સમ્યગ્દર્શન વગેરે નથી અને આત્માના પુરુષાર્થના કારણે કર્મનો નાશ નથીએમ સમજવું. ૧૨૧.

કારણપરમાત્મા એ જ ખરેખર નિત્ય આત્મા છે. નિત્યનો નિર્ણય કરે છે અનિત્ય પર્યાય, પણ તેનો વિષય છે કારણપરમાત્મા; તેથી તે જ ખરેખર આત્મા છે. પર્યાયને અભૂતાર્થ કહીને, વ્યવહાર કહીને, અનાત્મા કહ્યો છે. ૧૨૨.

અરે જીવો! ઠરી જાઓ, ઉપશમરસમાં ડૂબી જાઓ એમ જાણે કે ભગવાનની પ્રતિમા ઉપદેશતી હોય! માટે સ્થાપના પણ પરમપૂજ્ય છે. ત્રણ લોકમાં વીતરાગ- મુદ્રાયુક્ત શાશ્વત જિનપ્રતિમા છે. જેમ લોક અનાદિ અકૃત્રિમ છે, લોકમાં સર્વજ્ઞ પણ અનાદિથી છે, તેમ લોકમાં સર્વજ્ઞની વીતરાગ પ્રતિમા પણ અનાદિથી અકૃત્રિમ શાશ્વત છે. જેમણે આવી પ્રતિમાની સ્થાપનાને ઉડાડી છે તે ધર્મને સમજ્યા નથી. ધર્મી જીવને પણ ભગવાનના જિનબિંબ પ્રત્યે ભક્તિનો ભાવ આવે છે. ૧૨૩.


Page 73 of 181
PDF/HTML Page 100 of 208
single page version

જ્ઞાનસ્વભાવ સ્વ-પરપ્રકાશક છે. તે પરને જાણે તે કાંઈ આસ્રવ-બંધનું કારણ નથી, છતાં અજ્ઞાની ‘પરનો વિચાર કરશું તો આસ્રવ-બંધ થશે’ એમ માનીને પરના વિચારથી દૂર રહેવા માગે છે; તેની તે માન્યતા જૂઠી છે. હા, ચૈતન્યના ધ્યાનમાં એકાગ્ર થઈ ગયો હોય તો પરદ્રવ્યનું ચિંતવન છૂટી જાય; પણ અજ્ઞાની તો ‘પરને જાણનાર જ્ઞાનનો ઉપયોગ જ બંધનું કારણ છે’ એમ માને છે. જેટલો અકષાય વીતરાગભાવ થયો તેટલાં સંવર-નિર્જરા છે, અને જેટલા રાગાદિભાવ છે તેટલા આસ્રવ-બંધ છે. જો પરનું જ્ઞાન બંધનું કારણ હોય તો કેવળીભગવાન તો સમસ્ત પદાર્થોને જાણે છે, છતાં તેમને બંધન જરા પણ થતું નથી. તેમને રાગદ્વેષ નથી માટે બંધન નથી. તે જ પ્રમાણે બધા જીવોને જ્ઞાન બંધનું કારણ નથી. ૧૨૪.

તત્ત્વજ્ઞાન થતાં આત્માની દ્રષ્ટિ થઈ, ‘સંયોગમાં અનુકૂળતા-પ્રતિકૂળતા છે’ એવી દ્રષ્ટિ છૂટી ગઈ, અને આસ્રવની ભાવના છૂટી ગઈ, તેને આત્મામાં લીનતા થતાં ઇચ્છાઓનો જે નિરોધ થાય છે, તે તપ છે. ૧૨૫.

આત્મા પામવા માટે (ગુરુગમે) શાસ્ત્રનો અભ્યાસ