Page 74 of 181
PDF/HTML Page 101 of 208
single page version
કરવો, વિચાર-મનન કરીને તત્ત્વનો નિર્ણય કરવો અને શરીરાદિથી ને રાગથી ભેદજ્ઞાન કરવાનો અભ્યાસ કરવો. રાગાદિથી ભિન્નતાનો અભ્યાસ કરતાં કરતાં આત્માનો અનુભવ થાય છે. ૧૨૬.
પ્રશ્નઃ — આત્માનો મહિમા કેવી રીતે આવે?
ઉત્તરઃ — આત્મા જ્ઞાનસ્વરૂપ વસ્તુ છે, અનંત ગુણોનો પિંડ છે. તે પૂર્ણ જ્ઞાયકતત્ત્વ ત્રિકાળ અસ્તિરૂપ છે; તેનું સ્વરૂપ તેમ જ સામર્થ્ય અગાધ ને આશ્ચર્યકારી છે. આત્મવસ્તુ કેવા અસ્તિત્વવાળી ને કેવા સામર્થ્યવાળી છે તેનું સ્વરૂપ રુચિપૂર્વક ખ્યાલમાં લે, સમજે તો તેનું માહાત્મ્ય આવે, રાગનું ને અલ્પજ્ઞતાનું માહાત્મ્ય છૂટી જાય. ક્ષણે ક્ષણે જે નવી નવી થાય છે એવી એક સમયની કેવળજ્ઞાનની પર્યાય પણ ત્રણકાળ-ત્રણલોકને જાણવાના સામર્થ્યવાળી છે તો પછી તેને ધરનાર ત્રિકાળી દ્રવ્યનું સામર્થ્ય કેટલું? – એમ આત્માના આશ્ચર્યકારી સ્વભાવને ખ્યાલમાં બરાબર લે તો આત્માનો મહિમા આવે. ૧૨૭.
જેને જ્ઞાનધારામાં જ્ઞાયકનું જ્ઞાન થયું છે તેને રાગાદિ પરજ્ઞેયોનું જે જ્ઞાન થાય છે તે જ્ઞેયને લઈને
Page 75 of 181
PDF/HTML Page 102 of 208
single page version
થાય એવી પરાધીનતા જ્ઞાનને નથી. શુભાશુભ ભાવોથી ભિન્ન પડીને જેને ચૈતન્યની દ્રષ્ટિ થઈ છે તેને જ્ઞાનની પર્યાયમાં સ્વ-પરનું જે જ્ઞાન થયું તે, પરજ્ઞેય છે માટે પર સંબંધી જ્ઞાન થયું છે — એમ નથી; જ્ઞાનના સ્વપર- પ્રકાશકપણાને લઈને જ્ઞાન થયું છે. તેથી રાગને — જ્ઞેયને જાણતાં જ્ઞેયકૃત જ્ઞાન છે એમ નથી, પણ જ્ઞાનકૃત જ્ઞાન છે. ૧૨૮.
સ્વપર-પ્રકાશક જ્ઞાનપુંજ — જ્ઞાયક પ્રભુ — તો ‘શુદ્ધ’ જ છે, પણ રાગથી ભિન્ન પડીને ઉપાસવામાં આવે તેને તે ‘શુદ્ધ’ છે. સમસ્ત પરદ્રવ્યથી ભિન્ન પડીને સ્વમાં એકાગ્રતા કરતાં જેને શુદ્ધતા પ્રગટે છે તેને તે ‘શુદ્ધ’ છે. રાગના વિકલ્પપણે થયો નથી માટે રાગાદિથી ભિન્ન પડીને જ્ઞાયકને સેવવામાં આવતાં જેને પર્યાયમાં શુદ્ધતાનો નમૂનો આવ્યો તેને તે ‘શુદ્ધ’ છે એમ પ્રતીતિમાં આવે છે; રાગના પ્રેમીને તે ‘શુદ્ધ’ છે એમ પ્રતીતિમાં આવતો નથી. ૧૨૯.
બહુ બોલવાથી શું ઇષ્ટ છે? માટે ચૂપ રહેવું જ ભલું છે. જેટલું પ્રયોજન હોય એટલાં જ ઉત્તમ વચન બોલવાં. શાસ્ત્ર તરફના અભ્યાસમાં પણ જે અનેક વિકલ્પો છે તેમનાથી કાર્યસિદ્ધિ થતી નથી. માટે વચનનો બકવાદ
Page 76 of 181
PDF/HTML Page 103 of 208
single page version
ને વિકલ્પોની જાળ છોડીને, વિકલ્પથી જુદી એવી જ્ઞાનચેતના વડે શુદ્ધ પરમાત્માના અનુભવનો અભ્યાસ કરવો તે જ ઇષ્ટ છે, તે જ મોક્ષનો પંથ છે, તે જ પરમાર્થ છે. આત્માનો જેટલો અનુભવ છે તેટલો જ પરમાર્થ છે, બીજું કાંઈ પરમાર્થ નથી એટલે કે મોક્ષનું કારણ નથી. પં૦ બનારસીદાસજીએ કહ્યું છે ને! — शुद्धातम अनुभौ क्रि या, शुद्ध ज्ञान दृग दौर ।
શુદ્ધાત્માના અનુભવરૂપ જે ક્રિયા છે તે જ શુદ્ધ જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે, તે જ મોક્ષપંથ છે, તે જ મોક્ષનું સાધન છે. એ સિવાય બધી વિકલ્પજાળ છે. જેને આવા આત્માનો અનુભવ કરતાં આવડ્યું તેને બધું આવડી ગયું. ૧૩૦.
નિજ સ્વરૂપનો ઉપયોગ તે સુખ છે; તે આબાલ- ગોપાલ કરી શકે છે. એ વિના શાન્તિનો બીજો કોઈ ઉપાય નથી. ૧૩૧.
તત્ત્વના આદરમાં સિદ્ધગતિ છે ને તત્ત્વના અનાદરમાં નિગોદગતિ છે. સિદ્ધગતિમાં જતાં વચ્ચે એકાદ બે ભવ થાય તેની ગણતરી નથી; અને નિગોદમાં જતાં વચ્ચે અમુક
Page 77 of 181
PDF/HTML Page 104 of 208
single page version
ભવ થાય તેની ગણતરી નથી, કારણ કે ત્રસનો કાળ થોડો છે ને નિગોદનો કાળ અનંત છે. તત્ત્વના અનાદરનું ફળ નિગોદગતિ અને આદરનું ફળ સિદ્ધગતિ છે. ૧૩૨.
પરલક્ષ વિના શુભાશુભ રાગ થઈ શકે નહિ. જેટલા શુભાશુભ રાગ છે તે અશુદ્ધ ભાવ છે. શુભાશુભ ભાવને પોતાનું સ્વરૂપ માનવું, તેને ગુણકર માનવા, કરવા જેવા માનવા, તે નિશ્ચય મિથ્યાત્વ — અગૃહીત મિથ્યાત્વ છે. વિકારને કર્તવ્ય માન્યું તેણે અવિકારી સ્વભાવ માન્યો નહિ. પોતાના સ્વભાવને પૂર્ણ અવિકારીપણે માનવો તે સાચી દ્રષ્ટિ છે. તેના જોર વિના ત્રણ કાળમાં કોઈનું હિત થતું નથી. ૧૩૩.
આત્મા અચિન્ત્ય સામર્થ્યવાળો છે. તેમાં અનંત ગુણસ્વભાવ છે. તેની રુચિ થયા વિના ઉપયોગ પરમાંથી પલટીને સ્વમાં આવી શકતો નથી. પાપભાવોની રુચિમાં જે પડ્યા છે તેમની તો વાત જ શી? પણ પુણ્યની રુચિવાળા બાહ્ય ત્યાગ કરે, તપ કરે, દ્રવ્યલિંગ ધારે તોપણ જ્યાં સુધી શુભની રુચિ છે ત્યાં સુધી ઉપયોગ પર તરફથી પલટીને સ્વમાં આવી શકતો નથી. માટે પહેલાં પરની રુચિ પલટાવવાથી ઉપયોગ પર તરફથી
Page 78 of 181
PDF/HTML Page 105 of 208
single page version
પલટીને સ્વમાં આવી શકે છે. માર્ગની યથાર્થ વિધિનો આ ક્રમ છે. ૧૩૪.
જ્ઞાયકસ્વભાવ સાથે એકતા કરીને જે જ્ઞાયકભાવરૂપ પરિણમન થયું તે મોક્ષનો માર્ગ છે. માટે, જ્ઞાની કહે છે કે હે વત્સ! તું તારા જ્ઞાયકસ્વભાવનો નિર્ણય કરીને, તારી પરિણતિને તેમાં જ વાળ; તારી પરિણતિને પર તરફથી પાછી વાળીને સ્વ તરફ વાળ; સ્વભાવના મહિમામાં જ તેને એકાગ્ર કર. સમયસારમાં આવે છે ને —
યોગસારમાં પણ કહ્યું છે કે —
પોતાના ચિદાનંદસ્વભાવના અભિમુખ થઈને તેના અતીન્દ્રિય આનંદનો અનુભવ કરવો તે જ આત્માનું સાચું અભિનંદન છે. આ સિવાય જગતના લોકો ભેગા થઈને પ્રશંસા કરે કે અભિનંદનપત્ર આપે તેમાં આત્માનું કાંઈ હિત નથી. અરે પ્રભુ! તને તારા આત્માનું સાચું
Page 79 of 181
PDF/HTML Page 106 of 208
single page version
બહુમાન જ કદી આવ્યું નથી. તારા ચૈતન્યસ્વરૂપની મહત્તા ભૂલીને તું સંસારમાં રખડ્યો. સર્વજ્ઞપરમાત્મા જેવી તાકાત તારા સ્વભાવમાં પડી છે, તેનું બહુમાન કરીને સ્વભાવસન્મુખ થા, અને સ્વભાવના આનંદનું વેદન કરીને તું પોતે તારા આત્માનું અભિનંદન કર; તેમાં જ તારું હિત છે. ૧૩૬.
અંદર શુદ્ધ ચૈતન્યવસ્તુનું ભાન – સમ્યગ્દર્શન, જ્ઞાન ને સ્વરૂપસ્થિરતા – ચારિત્ર થયાં છે; ત્યાં વિશેષ સ્વરૂપ- સ્થિરતા – શુદ્ધોપયોગ ન થાય તો તે કાળે આગ્રહ ન કરવો જોઈએ કે – અરે! શુભ ભાવ આવશે તો હું ભ્રષ્ટ થઈ જઈશ. વચ્ચે શુભ ભાવ આવે તે અપવાદમાર્ગ છે. અપવાદ આવ્યો એટલે શુદ્ધિથી ભ્રષ્ટ થઈ ગયો એમ જ્ઞાની ન માને. શુદ્ધિમાં વધુ ટકી શકતો નથી તેથી અપવાદ આવ્યા વિના રહે નહિ એમ પણ એ જાણે. અપવાદ આવે, છતાં ઉત્સર્ગમાં જવાની — શુદ્ધોપયોગરૂપ થવાની — ભાવના તે કાળે પણ હોય. અપવાદમાં જ રહેવું એવો તેને આગ્રહ ન હોય. ૧૩૭.
જ્ઞાનીને યથાર્થ દ્રવ્યદ્રષ્ટિ પ્રગટી છે; દ્રવ્યના
Page 80 of 181
PDF/HTML Page 107 of 208
single page version
આલંબને તે અંદર સ્વરૂપસ્થિરતા વધારતો જાય છે; પણ જ્યાં સુધી અધૂરો છે, પુરુષાર્થ મંદ છે, શુદ્ધ- સ્વરૂપમાં પૂર્ણપણે ઠરી શકતો નથી, ત્યાં સુધી શુભ પરિણામમાં જોડાય છે, પરંતુ તેને તે આદરણીય માનતો નથી; સ્વભાવમાં તેની ‘નાસ્તિ’ છે તેથી દ્રષ્ટિ તેનો નિષેધ કરે છે. જ્ઞાનીને ક્ષણે ક્ષણે એ ભાવના હોય છે કે આ ક્ષણે પૂર્ણ વીતરાગ થવાતું હોય તો આ શુભ પરિણામ પણ જોઈતા નથી, પણ અધૂરાશને કારણે તે ભાવો આવ્યા વગર રહેતા નથી. ૧૩૮.
શુભ પરિણામ પણ ધર્મીને આફતરૂપ અને બોજારૂપ લાગે છે; તેનાથી પણ તે છૂટવા જ માગે છે, પરંતુ તે આવ્યા વગર રહેતા નથી. તે ભાવો આવે છે તોપણ તે સ્વરૂપમાં ઠરવાનો જ ઉદ્યમી રહે છે. કોઈ કોઈ વાર બુદ્ધિપૂર્વકના બધા વિકલ્પો છૂટી જાય છે અને સ્વરૂપમાં સહજ ઠરી જાય છે તે વખતે સિદ્ધભગવાન જેવો અંશે અનુભવ કરે છે; પરંતુ ત્યાં કાયમ ઠરી શકતો નથી તેથી શુભ પરિણામમાં જોડાય છે. ૧૩૯.
એક નયનો સર્વથા પક્ષ ગ્રહણ કરે તો તે મિથ્યાત્વ સાથે મળેલો રાગ છે ને પ્રયોજનના વશે એક નયને
Page 81 of 181
PDF/HTML Page 108 of 208
single page version
પ્રધાન કરી તેનું ગ્રહણ કરે તો તે મિથ્યાત્વ સિવાય માત્ર અસ્થિરતાનો રાગ છે. ૧૪૦.
જ્ઞાની તત્ત્વજ્ઞાન થયા પછી પોતાની શક્તિ તેમ જ બહારનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જોઈને પ્રતિમા કે મુનિપણું લે છે, દેખાદેખીથી પ્રતિમા લેતા નથી. તે બધી દશા સહજ હોય છે. ૧૪૧.
અહો! મુનિવરો તો આત્માના પરમ આનંદમાં ઝૂલતાં ઝૂલતાં મોક્ષને સાધી રહ્યા છે. આત્માના અનુભવપૂર્વક દિગંબર ચારિત્રદશા વડે મોક્ષ સધાય છે. દિગંબર સાધુ એટલે સાક્ષાત્ મોક્ષનો માર્ગ. એ તો નાના સિદ્ધ છે, અંતરના ચિદાનંદસ્વરૂપમાં ઝૂલતાં ઝૂલતાં વારંવાર શુદ્ધોપયોગ વડે નિર્વિકલ્પ આનંદને અનુભવે છે. પંચપરમેષ્ઠીની પંક્તિમાં જેમનું સ્થાન છે એવા મુનિરાજના મહિમાની શી વાત! એવા મુનિરાજનાં દર્શન મળે તે પણ મહાન આનંદની વાત છે. એવા મુનિવરોના તો અમે દાસાનુદાસ છીએ. તેમનાં ચરણોમાં અમે નમીએ છીએ. ધન્ય એ મુનિદશા! અમે પણ એની ભાવના ભાવીએ છીએ. ૧૪૨.
Page 82 of 181
PDF/HTML Page 109 of 208
single page version
શુદ્ધ ચિદાનંદસ્વરૂપ નિજ આત્માની સમીપ વસવું તેને ઉપવાસ કહે છે. જ્યાં આહારત્યાગનીયે ઇચ્છા નથી, પુણ્ય-પાપની ઇચ્છા નથી ને આહારપાણી વગેરે પરપદાર્થ તરફના વલણનો સહજ ત્યાગ છે, તેને ઉપવાસ કહે છે. અજ્ઞાનીને કાંઈ ભાન નથી તેથી પુણ્ય-પાપની વૃત્તિ રોકાય કઈ રીતે? ન જ રોકાય. અકષાય સ્વભાવના ભાન વિના કદી ઉપવાસ થઈ શકતો નથી. આત્માના ભાન વિના આહારત્યાગસ્વરૂપ જે ઉપવાસ છે તેને લાંઘણ કહી છે.
અરેરે! દેહ તો ક્ષણે ક્ષણે મૃત્યુની સન્મુખ જઈ રહ્યો છે. અવસર તો ચાલ્યો જાય છે. અંતરમાં સન્મુખતા કર્યા વિના ક્યાંય શાન્તિ નહિ થાય. જ્ઞાની તો અંતરમાં નિજ સ્વભાવને ગ્રહીને શિવચાલ ચાલે છે; પોતે પોતામાં મોક્ષમાર્ગને સાધે છે. ૧૪૪.
આત્મા પોતે વિકાર કરે અને દોષ નાખે કર્મ ઉપર, તો તે પ્રમાદી થઈને મિથ્યાદ્રષ્ટિ રહે છે. પં૦ બનારસીદાસજીએ કહ્યું છેઃ ‘બે દ્રવ્ય ભેગાં થઈને એક
Page 83 of 181
PDF/HTML Page 110 of 208
single page version
પરિણામ કરે નહિ અને બે પરિણામ એક દ્રવ્યથી થાય નહિ’. માટે કર્મના કારણે દોષ થાય છે એમ માનવું નહિ. ૧૪૫.
સંસાર ને પુણ્ય-પાપ આત્મા વિના થતાં નથી; જડકર્મ કે શરીરમાં એ ભાવો નથી, માટે આત્મામાં એ ભાવો થાય છે એમ માનવું. પણ રાગાદિ ભાવોનું નિમિત્ત કર્મોને જ માની પોતાને રાગાદિનો અકર્તા માને છે, તે પોતે કર્તા હોવા છતાં પોતાને અકર્તા માની, નિરુદ્યમી બની, પ્રમાદી રહેવું છે તેથી જ કર્મોનો દોષ ઠરાવે છે. પરંતુ એ તેનો દુઃખદાયક ભ્રમ છે. ૧૪૬.
આ મનુષ્ય-અવતાર પામીને જો ભવના અંતના ભણકાર અંદરમાં ન જગાડ્યા તો જીવન શા કામનું? જેણે જીવનમાં ભવથી છૂટવાનો ઉપાય ન કર્યો તેના જીવનમાં ને કીડા-કાગડાના જીવનમાં શો ફેર છે? સત્સમાગમે અંતરના ઉલ્લાસપૂર્વક ચિદાનંદસ્વભાવનું શ્રવણ કરીને, તેની પ્રતીતિ કરતાં જ તારા આત્મામાં ભવ-અંતના ભણકારા આવી જશે. માટે ભાઈ! ભવ-ભ્રમણના અંતનો આ ઉપાય સત્સમાગમે શીઘ્ર કર. ૧૪૭.
Page 84 of 181
PDF/HTML Page 111 of 208
single page version
દિગંબર મુનિરાજ એટલે પંચ પરમેષ્ઠીમાં ભળેલા ભગવાન. અહા! શ્રી કુંદકુંદાચાર્યભગવાને કહ્યું છે ને! — અરિહંતભગવંતથી માંડીને અમારા ગુરુપર્યંત બધા વિજ્ઞાનઘનમાં નિમગ્ન હતા, રાગ ને નિમિત્તમાં તો નહોતા પણ ભેદમાંય નહોતા; એ બધા વિજ્ઞાનઘનમાં નિમગ્ન હતા. ૧૪૮.
કોઈએ કોઈને ત્રણ કાળમાં છેતર્યો નથી, કપટના ભાવ કરી જીવ પોતે જ પોતાને છેતરે છે. કોઈ એમ માને કે ‘મેં ફલાણાને કેવો છેતર્યો?’ પણ ભાઈ! તેમાં તે છેતરાણો નથી, પણ તું જ છેતરાણો છો. સામાનાં પુણ્ય એટલાં ઓછાં કે તારા જેવો કપટી એને મળ્યો, પરંતુ કપટના, દગાપ્રપંચના ભાવ કરીને તને પોતાને જ તેં છેતર્યો છે, બાકી ત્રણ કાળમાં કોઈ કોઈને છેતરી શકતું નથી. ૧૪૯.
વિકારી અવસ્થા આત્માની પર્યાયમાં થાય છે તે વાત સ્વભાવદ્રષ્ટિએ ગૌણ છે. સ્વભાવદ્રષ્ટિએ તો જેટલા પર- વલણવાળા ભાવ થાય તે બધા પૌદ્ગલિક છે. પર્યાય- દ્રષ્ટિએ તે વિકારી પર્યાય આત્માની છે પણ સ્વભાવદ્રષ્ટિએ તે આત્માનો સ્વભાવ નથી માટે પૌદ્ગલિક છે. ૧૫૦.
Page 85 of 181
PDF/HTML Page 112 of 208
single page version
આવો ઉત્તમ યોગ ફરી ક્યારે મળશે? નિગોદમાંથી નીકળીને ત્રસપણું પામવું એ ચિંતામણિ તુલ્ય દુર્લભ છે, તો મનુષ્યપણું પામવું, જૈનધર્મ મળવો એ તો મહા દુર્લભ છે. પૈસો ને આબરૂ મળવાં એ દુર્લભ નથી. આવો ઉત્તમ યોગ મળ્યો છે તે લાંબો કાળ નહિ રહે, માટે વિજળીના ઝબકારે મોતી પરોવી લેવા જેવું છે. આવો યોગ ફરીને ક્યારે મળશે? માટે તું દુનિયાનાં માન-સન્માન ને પૈસાનો મહિમા છોડીને, દુનિયા શું કહેશે તેનું લક્ષ છોડીને, મિથ્યાત્વને છોડવા એક વાર મરણિયો પ્રયત્ન કર. ૧૫૧.
જેમ લૌકિકમાં મોસાળના ગામના કોઈ મોટા માણસને ‘મામો’ કહે છે પણ તે સાચો મામો નથી, કહેવામાત્ર — ‘કહેણો મામો’ — છે; તેમ જેને આત્માની શ્રદ્ધા, જ્ઞાન ને રમણતારૂપ નિશ્ચય ‘ધર્મ’ પ્રગટ્યો હોય તે જીવના દયાદાનાદિના શુભરાગને ‘કહેણા મામા’ની જેમ વ્યવહારે ‘ધર્મ’ કહેવાય છે. એમ ‘ધર્મ’ના કથનનાં નિશ્ચય-વ્યવહાર એ બન્ને પડખાં જાણવાં તેનું નામ બન્ને નયોનું ‘ગ્રહણ કરવું’ કહ્યું છે. ત્યાં વ્યવહારને અંગીકાર કરવાની વાત નથી. ‘ઘીનો ઘડો’ કહેતાં ઘડો ઘીનો નથી પણ માટીનો છે; તેમ વ્રતાદિને
Page 86 of 181
PDF/HTML Page 113 of 208
single page version
ધર્મ કહેતાં વ્રતાદિના શુભ રાગપરિણામ ધર્મ નથી પણ આસ્રવ છે, કહેવામાત્ર ‘ધર્મ’ છે. — આમ જાણવું તેને ‘ગ્રહણ કરવું’ કહ્યું છે. જ્યાં વ્યવહારનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન હોય ત્યાં ‘એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચાર કર્યો છે’ — એમ જાણવું. બન્ને નયોનાં વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી ભ્રમરૂપ ન પ્રવર્તવું. પં૦ ટોડરમલજીએ મોક્ષમાર્ગ- પ્રકાશકમાં કહ્યું છે ને! —
‘‘પ્રશ્નઃ — જો એમ છે, તો જિનમાર્ગમાં બન્ને નયોને ગ્રહણ કરવાનું કહ્યું છે — એ કેવી રીતે?
ઉત્તરઃ — જિનમાર્ગમાં ક્યાંક તો નિશ્ચયનયની મુખ્યતાથી વ્યાખ્યાન છે, તેને તો ‘સત્યાર્થ આમ જ છે’ એમ જાણવું; તથા ક્યાંક વ્યવહારનયની મુખ્યતાથી વ્યાખ્યાન છે, તેને ‘આમ છે નહિ, નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચાર કર્યો છે’ એમ જાણવું. આ પ્રમાણે જાણવાનું નામ જ બન્ને નયોનું ગ્રહણ છે. પરંતુ બન્ને નયોનાં વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી ‘આમ પણ છે અને આમ પણ છે’ એમ ભ્રમરૂપ પ્રવર્તવા વડે તો બન્ને નયોને ગ્રહણ કરવાનું કહ્યું નથી.’’ ૧૫૨.
Page 87 of 181
PDF/HTML Page 114 of 208
single page version
પ્રત્યેક દ્રવ્ય પોતાનાં દ્રવ્ય-ગુણ-પર્યાયથી છે. જીવ જીવનાં દ્રવ્ય-ગુણ-પર્યાયથી છે અને અજીવ અજીવનાં દ્રવ્ય-ગુણ-પર્યાયથી છે. આ રીતે બધાંય દ્રવ્યો પરસ્પર અસહાય છે; દરેક દ્રવ્ય સ્વસહાયી છે તથા પરથી અસહાયી છે. દરેક દ્રવ્ય કોઈ પણ પરદ્રવ્યની સહાય લેતું પણ નથી તથા કોઈ પણ પરદ્રવ્યને સહાય દેતું પણ નથી. શાસ્ત્રમાં ‘परस्परोपग्रहो जीवानाम्’ કથન આવે છે, પરંતુ તે કથન ઉપચારથી છે. તે તો તે-તે પ્રકારના નિમિત્ત-નૈમિત્તિક સંબંધનું જ્ઞાન કરાવવા માટે છે. તે ઉપચારનું સાચું જ્ઞાન વસ્તુસ્વરૂપની મર્યાદા સમજવામાં આવે તો જ થાય છે, અન્યથા નહિ. ૧૫૩.
એક જીવ નિગોદથી નીકળીને મોક્ષમાર્ગમાં આવ્યો તે પોતાના ચારિત્રાદિગુણની ઉપાદાનશક્તિથી જ આવ્યો છે તથા એ જ રીતે પોતાના ભાવકલંકની પ્રચુરતાના કારણે નિગોદમાં રહ્યો છે. બન્ને દશામાં પોતાનું જ સ્વતંત્ર ઉપાદાન છે; તેમાં નિમિત્ત — કર્મ વગેરે — અકિંચિત્કર છે. ૧૫૪.
નિમિત્તની પ્રધાનતાથી કથન તો થાય, પરંતુ કાર્ય કદી પણ નિમિત્તથી થતું નથી. જો નિમિત્ત જ
Page 88 of 181
PDF/HTML Page 115 of 208
single page version
ઉપાદાનનું કાર્ય કરવા માંડે તો નિમિત્ત જ સ્વયં ઉપાદાન બની જાય, એટલે કે નિમિત્ત નિમિત્તરૂપે નહિ રહે અને ઉપાદાનનું સ્થાન નિમિત્તે લઈ લીધું તેથી નિમિત્તથી જુદું ઉપાદાન પણ નહિ રહે. એ રીતે નિમિત્તથી ઉપાદાનનું કાર્ય માનવા જતાં ઉપાદાન અને નિમિત્ત બન્ને કારણોનો લોપ થઈ જશે. ૧૫૫.
પહેલાં સ્વરૂપસન્મુખ થઈને નિર્વિકલ્પ અનુભૂતિ થાય — આનંદનું વેદન થાય, ત્યારે જ યથાર્થ સમ્યગ્દર્શન થયું કહેવાય. તે સિવાય પ્રતીતિ યથાર્થ કહેવાય નહિ. પહેલાં તત્ત્વવિચાર કરીને દ્રઢ નિર્ણય કરે, પછી અનુભૂતિ થાય. તત્ત્વનિર્ણયમાં જ જેની ભૂલ હોય તેને તો યથાર્થ અનુભૂતિ ક્યાંથી થાય? ન જ થાય. એકલા વિકલ્પથી તત્ત્વવિચાર કર્યા કરે તે જીવ પણ સમ્યક્ત્વ પામતો નથી. અંતરમાં ચૈતન્યસ્વભાવનો મહિમા લાવીને તેની નિર્વિકલ્પ અનુભૂતિ કરવી તે જ સમ્યગ્દર્શન છે. ૧૫૬.
તત્ત્વવિચારના અભ્યાસથી જીવ સમ્યગ્દર્શન પામે છે. જેને તત્ત્વનો વિચાર નથી તે, દેવ-શાસ્ત્ર-ગુરુ ને ધર્મની પ્રતીતિ કરે છે, ઘણાં શાસ્ત્રોનો અભ્યાસ કરે છે,
Page 89 of 181
PDF/HTML Page 116 of 208
single page version
વ્રત-તપ વગેરે કરે છે, તોપણ સમ્યક્ત્વની સન્મુખ નથી — સમ્યક્ત્વનો અધિકારી નથી; અને તત્ત્વવિચારવાળો એ વિના પણ સમ્યક્ત્વનો અધિકારી થાય છે. સમ્યગ્દર્શન માટે મૂળ તો તત્ત્વવિચારનો ઉદ્યમ જ છે; માટે તત્ત્વવિચારની મુખ્યતા છે. ૧૫૭.
સ્વભાવ સિવાય બીજે ક્યાંય મીઠાશ રહી ગઈ હશે તો તને એ ચૈતન્યની મીઠાશમાં નહિ આવવા દે. પરની મીઠાશ તને ચૈતન્યની મીઠાશમાં વિઘ્ન કરશે. માટે હે ભાઈ! સમજીને પરની મીઠાશ છોડ. ૧૫૮.
આત્મા સમજવા માટે જેને અંતરમાં ખરેખરી ધગશ અને તાલાવેલી જાગે તેને અંતરમાં સમજણનો માર્ગ થયા વિના રહે જ નહિ. પોતાની ધગશના બળે અંતરમાં માર્ગ કરીને તે નિજ શુદ્ધાત્મસ્વરૂપને પામે જ. ૧૫૯.
વ્રત-તપ-જપથી આત્મપ્રાપ્તિ થશે – એ માન્યતા જેમ શલ્ય છે, તેમ શાસ્ત્રાભ્યાસથી આત્મા પ્રાપ્ત થશે એવી જે માન્યતા છે તે પણ શલ્ય છે. આત્મવસ્તુ
Page 90 of 181
PDF/HTML Page 117 of 208
single page version
તરફ દ્રષ્ટિ કરતાં જ આત્મપ્રાપ્તિ થાય છે. ૧૬૦.
જીવ જે વખતે રાગ-દ્વેષના ભાવ કરે તે વખતે જ તેને તેના ફળનું – આકુળતાનું – વેદન હોય છે. માટે કર્તાપણું અને ભોક્તાપણું બન્ને એકસાથે જ છે. લોકો બાહ્ય દ્રષ્ટિથી જુએ છે કે આણે પાપ કર્યાં તો તે નરકમાં ક્યારે જશે? આ જૂઠું બોલે છે તો એની જીભ કેમ તરત કપાતી નથી? પણ ભાઈ! જે વખતે તે હિંસા અને જૂઠા વગેરેના ભાવ કરે છે તે વખતે જ તેના ભાવમાં આકુળતાનું વેદન હોય છે; આકુળતાનું વેદન છે તે અવગુણનું જ વેદન છે. પોતાના સુખાદિ સ્વભાવનો ઘાત કર્યો તેથી તે વખતે જ તેના ભાવમાં ફળ મળી ગયું; તે વખતે જ ગુણની શક્તિનું પરિણમન જે ઘટી ગયું તે જ તેને ઊંધું ફળ મળી ગયું; જે અંતરમાં ફળ આવે છે તે જોતો નથી અને બહારથી ફળ આવે છે તેને જ જુએ છે તે પરાશ્રયદ્રષ્ટિવાળો છે. બહારથી ફળ મળવું તે વ્યવહાર છે. બહારથી ફળ કોઈ વાર લાંબા કાળે અને કોઈ વાર ટૂંકા કાળે મળે છે, પણ અંતરનું ફળ તો તરત જ — તે ક્ષણે જ મળી જાય છે. ૧૬૧.
Page 91 of 181
PDF/HTML Page 118 of 208
single page version
આત્મા ત્રિકાળ છે તો તેનો ધર્મ પણ ત્રિકાળ એકરૂપ વર્તે છે. ધર્મનું સ્વરૂપ ત્રણે કાળે એક જ છે. જૈનધર્મ એ વસ્તુસ્વરૂપ છે અર્થાત્ આત્માની સાધનામય શુદ્ધતા તે જૈનધર્મ છે. તેને કાળની મર્યાદામાં કેદ કરી શકાય નહિ; વસ્તુસ્વરૂપનો નિયમ કાળભેદે ફેરવી શકાય નહિ. કોઈ કાળે વસ્તુસ્વરૂપ વિપરીત થતું નથી. જેમ ચેતનવસ્તુ જડ, કે જડવસ્તુ ચેતન થઈ જાય એમ કોઈ કાળે પણ બનતું નથી, તેમ જે વિકારી ભાવ છે તેનાથી ધર્મ થઈ જાય – એમ પણ કોઈ કાળે બનતું નથી. માટે વસ્તુસ્વભાવરૂપ જૈનધર્મને કાળની મર્યાદામાં કેદ કરી શકાતો નથી. ૧૬૨.
સમ્યગ્દ્રષ્ટિને જે અવ્રતાદિ ભાવો છે તે કાંઈ કર્મની બળજોરીથી નથી થયા, પણ આત્માએ પોતે સ્વયં તેને કર્યા છે. વિકાર કરવામાં ને વિકાર ટાળવામાં આત્માની જ પ્રભુતા છે, બંનેમાં આત્મા પોતે સ્વતંત્રપણે કર્તા છે.
જુઓ, ‘રાગાદિરૂપે પરિણમવામાં પણ આત્મા પોતે સ્વતંત્ર પ્રભુ છે’ એમ કહ્યું, તેનો અર્થ એવો નથી કે રાગ ક્રમબદ્ધ-પર્યાયમાં ભલે થયા કરે. રે ભાઈ! શું એકલા વિકારમાં જ પરિણમવાની આત્માની પ્રભુતા
Page 92 of 181
PDF/HTML Page 119 of 208
single page version
કહી છે, કે વિકાર ને અવિકાર બંનેમાં પરિણમવાની આત્માની પ્રભુતા કીધી છે? વિકાર ને અવિકાર બંનેમાં સ્વતંત્રપણે પરિણમવાની મારા આત્માની પ્રભુતા છે — આમ જે નિર્ણય કરે તે ‘પ્રભુ’ થઈને નિર્મળરૂપે પરિણમે, વિકારરૂપ અલ્પ પરિણમન હોય તેની તેને રુચિ ન હોય. એકાન્ત આસ્રવ-બંધરૂપ મલિન ભાવે પરિણમે તેણે ખરેખર આત્માની પ્રભુતા જાણી જ નથી. ૧૬૩.
મોક્ષમાર્ગમાં વ્યવહારનું અસ્તિત્વ છે પણ તેનો આશ્રય નથી. સાધકની પર્યાયમાં રાગ હોય છે પણ સાધકપણું તેના આશ્રયે નથી. ધર્મીને ભૂમિકાનુસાર રાગ હોય છે પણ રાગ પોતે ધર્મ નથી. ધર્મીને શુભ રાગરૂપ વ્યવહાર હોય છે પણ તેના આશ્રયે તેઓ લાભ માનતા નથી. જેને સાચો વ્યવહાર છે તેને વ્યવહારની રુચિ હોતી નથી અને જેને વ્યવહારની રુચિ છે તેને સાચો વ્યવહાર હોતો નથી. જેને દુઃખનું યથાર્થ જ્ઞાન હોય તેને એકલું દુઃખ હોતું નથી અને જેને એકલું દુઃખ છે તેને તેનું યથાર્થ જ્ઞાન હોતું નથી. સાચા પુરુષાર્થીને અનંત ભવની શંકા હોતી નથી અને અનંત ભવની શંકાવાળાને સાચો પુરુષાર્થ હોતો નથી. સર્વજ્ઞને જે ઓળખે છે તેને અનંત ભવ હોતા નથી
Page 93 of 181
PDF/HTML Page 120 of 208
single page version
તથા સર્વજ્ઞે તેના અનંત ભવ દેખ્યા નથી. ૧૬૪.
રે જીવ! તું બાહ્ય વિષયોમાં સુખ માનીને ત્યાં જ આસક્ત થાય છે, પરંતુ ‘આત્મા’ પણ એક વિષય છે તેને તું કેમ ભૂલી જાય છે? જેને લક્ષમાં લેતાં અતીન્દ્રિય આનંદનું વેદન થાય એવા પરમશાંત આનંદસ્વરૂપ સ્વવિષયને છોડીને દુઃખદાયી એવા પરવિષયોમાં જ તું કાં રાચી રહ્યો છે? રે ભાઈ! હવે તારા સ્વવિષયની સામે જો. આવા મહાન વિષયને ભૂલી ન જા. મંગલ, ઉત્તમ અને સુખદાયી એવા સ્વવિષયને છોડીને અધ્રુવ, અશરણ અને દુઃખદાયી એવા પરવિષયને કોણ આદરે? આ સ્વવિષયમાં એકાકાર થતાં જ તને એમ થશે કે ‘અહો, આવો મારો આત્મા!’ અને પછી આ સ્વવિષયના અતીન્દ્રિય આનંદના સ્વાદ પાસે જગતના બધા વિષયો તને અત્યન્ત તુચ્છ લાગશે. ૧૬૫.
ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરતાં દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે ત્યારે ક્રમબદ્ધ પર્યાયનો સાચો નિર્ણય થાય છે. પર્યાયના ક્રમ સામું જોતાં ક્રમબદ્ધનો સાચો નિર્ણય થઈ શકે નહિ, જ્ઞાયક તરફ ઢળે છે ત્યારે જ્ઞાયકનો સાચો