Gurudevshreena Vachanamrut (Gujarati). Bol: 167-205.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 7 of 11

 

Page 94 of 181
PDF/HTML Page 121 of 208
single page version

નિર્ણય થાય છે, એ નિર્ણયમાં અનંતો પુરુષાર્થ આવે છે. જ્ઞાન સાથે આનંદનો સ્વાદ આવે ત્યારે તેને સમ્યગ્દર્શન થયું છે. સર્વજ્ઞે દેખ્યું છે તેમ થાય, પર્યાય ક્રમબદ્ધ થાય, એના નિર્ણયનું તાત્પર્ય જ્ઞાનસ્વભાવ ઉપર દ્રષ્ટિ કરવી એ છે. આત્મા કર્તા નથી પણ જ્ઞાતા જ છે. ૧૬૬.

મારું સ્વરૂપ નિર્વિકારી છે, વીતરાગ પરમાત્મા જેવા છે તેવો હું છુંએવું નિજ શુદ્ધ સ્વરૂપનું ભાન કર્યું નહિ, તેથી પરિભ્રમણ ટળ્યું નહિ. વ્રતના પરિણામથી પુણ્ય બંધાય, અવ્રતના પરિણામથી પાપ બંધાય ને આત્માનો સ્વભાવપર્યાય પ્રગટાવે તો મોક્ષપર્યાય પ્રગટે. દયા, સત્ય વગેરે ભાવ પાપ ટાળવા માટે બરાબર છે, પણ એનાથી હળવે હળવે ધર્મ થશેચારિત્ર પ્રગટશે એમ માને તો તે માન્યતા ખોટી છે. આત્માની સમજણ વગર એકે ભવ ઘટે એમ નથી. ૧૬૭.

પરાલંબનદ્રષ્ટિ તે બંધભાવ છે ને સ્વાશ્રયદ્રષ્ટિ તે જ મુક્તિનો ભાવ છે. સ્વસન્મુખ દ્રષ્ટિ રહેવી તેમાં જ મુક્તિ છે અને બહિર્મુખ દ્રષ્ટિ થતાં જે વ્રત-દાન-ભક્તિના ભાવ આવે તે બધા પરાશ્રિત હોવાથી બંધભાવો છે. તે


Page 95 of 181
PDF/HTML Page 122 of 208
single page version

બધા શુભ પરિણામ આવે તે જુદી વાત છે, પણ તેને રાખવા જેવા કે લાભરૂપ માનવા તે પરાશ્રયદ્રષ્ટિ મિથ્યાદ્રષ્ટિ છે. ૧૬૮.

મોહી મનુષ્ય જ્યાં એમ મનોરથ સેવે છે કે ‘હું કુટુંબ ને નાતમાં આગળ આવું, ધન, ઘર ને છોકરાંમાં ખૂબ વધું અને લીલી વાડી મૂકીને મરું,’ ત્યાં ગૃહસ્થાશ્રમમાં રહેલા ધર્માત્માઓ આત્માની પ્રતીતિ સહિત પૂર્ણતાના લક્ષે આ ત્રણ પ્રકારના મનોરથ સેવે છેઃ (૧) હું સર્વ સંબંધથી નિવર્તું, (૨) સ્ત્રી આદિ બાહ્ય પરિગ્રહ તથા વિષય-કષાયરૂપ અભ્યંતર પરિગ્રહનો સ્વસન્મુખતાના પુરુષાર્થ વડે ત્યાગ કરીને નિર્ગ્રંથ મુનિ થાઉં, (૩) હું અપૂર્વ સમાધિમરણ પ્રાપ્ત કરું. ૧૬૯.

એક-એક ગુણનું પરિણમન સ્વતંત્ર સીધું થતું નથી પણ અનંતગુણમય અભેદ દ્રવ્યનું પરિણમન થતાં સાથે ગુણોનું પરિણમન થાય છે. એક-એક ગુણ ઉપર દ્રષ્ટિ મૂકતાં ગુણ શુદ્ધ પરિણમતો નથી પણ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ મૂકતાં અનંત ગુણોનું નિર્મળ પરિણમન થાય છે. ગુણભેદ ઉપરની દ્રષ્ટિ છોડીને અનંત ગુણમય દ્રવ્ય ઉપર દ્રષ્ટિ


Page 96 of 181
PDF/HTML Page 123 of 208
single page version

કરતાં દ્રવ્ય પર્યાયમાં શુદ્ધરૂપે પરિણમે છે. ૧૭૦.

જિનવાણીમાં મોક્ષમાર્ગનું કથન બે પ્રકારે છેઃ અખંડ આત્મસ્વભાવના અવલંબને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગ પ્રગટ્યો તે સાચો મોક્ષમાર્ગ છે, અને તે ભૂમિકામાં જે મહાવ્રતાદિના રાગ-વિકલ્પ છે તે મોક્ષમાર્ગ નથી પણ તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહેલ છે. આત્મામાં વીતરાગ શુદ્ધિરૂપ જે નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટ થયો તે સાચો, અનુપચાર, શુદ્ધ, ઉપાદાન અને યથાર્થ મોક્ષમાર્ગ છે, અને તે વખતે વર્તતા અઠ્યાવીસ મૂળગુણ વગેરેના શુભ રાગનેતે સહચર તેમ જ નિમિત્ત હોવાથી મોક્ષમાર્ગ કહેવો તે ઉપચાર છે, વ્યવહાર છે. પં શ્રી ટોડરમલજીએ કહ્યું છે ને!

મોક્ષમાર્ગ તો કાંઈ બે નથી, મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે. જ્યાં સાચા મોક્ષમાર્ગને ‘મોક્ષમાર્ગ’ નિરૂપિત કર્યો છે તે ‘નિશ્ચયમોક્ષમાર્ગ’ છે, અને જ્યાં મોક્ષમાર્ગ તો છે નહિ, પરંતુ મોક્ષમાર્ગનું નિમિત્ત છે વા સહચારી છે તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહીએ તે ‘વ્યવહાર- મોક્ષમાર્ગ’ છે; કારણ કે નિશ્ચય-વ્યવહારનું સર્વત્ર એવું જ લક્ષણ છે. સાચું નિરૂપણ તે નિશ્ચય, ઉપચાર નિરૂપણ તે વ્યવહાર. માટે નિરૂપણની અપેક્ષાએ બે


Page 97 of 181
PDF/HTML Page 124 of 208
single page version

પ્રકારે મોક્ષમાર્ગ જાણવો. પરંતુ એક નિશ્ચયમોક્ષમાર્ગ છે તથા એક વ્યવહારમોક્ષમાર્ગ છેએમ બે મોક્ષમાર્ગ માનવા મિથ્યા છે. ૧૭૧.

સમ્યગ્દ્રષ્ટિ એટલે જેને આત્માના પૂર્ણ સ્વભાવનો અંદરમાં વિશ્વાસ લાવીને આત્માનું સાચું શ્રદ્ધાન સમ્યગ્દર્શનથયું હોય તે. હું જ્ઞાન-આનંદ આદિ અનંત શક્તિઓથી ભરપૂર પદાર્થ છુંએમ પહેલાં ભરોસો આવ્યો ત્યારે અંદર આત્માનો અનુભવ થયો. પૂર્ણ સ્વભાવને ગ્રહણ કરવાથી અંદર વિશ્વાસ થાય છે. અનાદિથી જીવનો વિશ્વાસ વર્તમાન પર્યાયમાં છે; પણ એ પર્યાય જ્યાં છે ત્યાં જ પાછળ ઊંડે, એના તળિયે આખી પૂર્ણ વસ્તુ છે; અનંત અનંત અપરિમિત શક્તિઓનો તે સાગર છે. એનો જેને અંદર વિશ્વાસ આવે અને જે અંતર અનુભવમાં જાય તેને સમ્યગ્દ્રષ્ટિ કહેવાય છે. ૧૭૨.

હું શુદ્ધ છુંશુદ્ધ છું’ એવી ધારણાથી કે એવા વિકલ્પથી પર્યાયમાં આનંદ ઝરતો નથી. પર્યાયમાં આનંદ ન ઝરે ત્યાં સુધી જ્ઞાન સાચું નથી. આત્માનો પરમાર્થ


Page 98 of 181
PDF/HTML Page 125 of 208
single page version

સ્વભાવ લક્ષમાં લઈને પર્યાય તેમાં અભેદ થતાં જ પર્યાયમાં પરમ આનંદનાં મોતી ઝરે છે. ‘દ્રવ્યસ્વભાવ શુદ્ધ છે’ એમ જ્યાં દ્રષ્ટિમાં લીધું ત્યાં પર્યાયમાં પણ શુદ્ધતા થઈ ગઈ. ૧૭૩.

ત્રિકાળી સત્ ચૈતન્યપ્રભુતારું ધ્રુવ તત્ત્વએની દ્રષ્ટિ તેં કદી કરી નથી. વર્તમાન રાગાદિની કે ઓછા જાણપણા વગેરેની જે હાલત છે, દશા છે, તે ક્ષણિક અવસ્થા ઉપર તારી દ્રષ્ટિ છે. પરને પોતાનું માને તે તો મોટી ભ્રમણા છે જ; પરંતુ જાણવા-દેખવાની વર્તમાન દશા જે તારી કરેલી છે, તારી છે, તારામાં છે, તારા દ્રવ્યનો વર્તમાન અંશઅવસ્થા છે, તેના ઉપર દ્રષ્ટિ પર્યાયદ્રષ્ટિતે પણ મિથ્યાત્વ છે. એ પર્યાયદ્રષ્ટિ અનાદિની છે. પર્યાય પરની દ્રષ્ટિ છોડી ત્રિકાળી દ્રવ્ય- સ્વભાવ ઉપર તારી દ્રષ્ટિ કદી આવી નથી. મિથ્યાત્વ ને રાગાદિના દુઃખથી છૂટવાનોવિકલ્પ તોડવાનોબીજો કોઈ ઉપાય નથી; અંતર ત્રિકાળી ધ્રુવ દ્રવ્યસ્વભાવની શુદ્ધ જ્ઞાયક પરમભાવનીદ્રષ્ટિ કરવી તે એક જ ઉપાય છે. ૧૭૪.

જેમ દૂધપાકના સ્વાદ આગળ લાલ જુવારના


Page 99 of 181
PDF/HTML Page 126 of 208
single page version

રોટલાનો સ્વાદ ન આવે, તેમ જેણે આનંદસ્વરૂપ નિજ જ્ઞાયક પ્રભુના સ્વાદ લીધા છે તેને જગતની કોઈ ચીજમાં પ્રેમ લાગતો નથી, રસ આવતો નથી, એકાકારપણું થતું નથી. સ્વ-સ્વભાવ સિવાય જેટલા વિકલ્પ અને બાહ્ય જ્ઞેયો તે બધાંનો રસ તૂટી ગયો છે. ૧૭૫.

કોઈને એમ લાગે કે જંગલમાં મુનિરાજને એકલા- એકલા કેમ ગમતું હશે? અરે ભાઈ! જંગલ વચ્ચે નિજાનંદમાં ઝૂલતા મુનિરાજો તો પરમ સુખી છે; જગતના રાગદ્વેષનો ઘોંઘાટ ત્યાં નથી. કોઈ પરવસ્તુ સાથે આત્માનું મિલન જ નથી, એટલે પરના સંબંધ વગર આત્મા સ્વયમેવ એકલો પોતે પોતામાં પરમ સુખી છે. પરના સંબંધથી આત્માને સુખ થાયએવું તેનું સ્વરૂપ નથી. સમ્યગ્દ્રષ્ટિ જીવો પોતાના આવા આત્માને અનુભવે છે અને તેને જ ઉપાદેય જાણે છે. ૧૭૬.

જ્ઞાનસ્વરૂપ આત્મા છે’ એવા ગુણગુણીના ભેદનો વિકલ્પ, આત્માનો અનુભવ કરવા જતાં વચ્ચે આવશે ખરો, પણ તેનો આશ્રય સમ્યગ્દર્શનમાં નથી. સમ્યગ્દ્રષ્ટિ તે વિકલ્પરૂપ વ્યવહારનું શરણ લઈને અટકતા નથી, પણ તેનેય છોડવા જેવો સમજીને અંતરમાં શુદ્ધાત્માને તે


Page 100 of 181
PDF/HTML Page 127 of 208
single page version

વિકલ્પથી જુદો અનુભવે છે. આવો અનુભવ તે જ વીતરાગનો માર્ગ છે. મોક્ષમહેલ માટે આત્મામાં સમ્ય- ગ્દર્શનરૂપી શિલાન્યાસ કરવાની આ વાત છે. સમયસારમાં શ્રી કુંદકુંદાચાર્યદેવે જૈનધર્મનું રહસ્ય બતાવતાં કહ્યું છે ને! વ્યવહારનય અભૂતાર્થ દર્શિત, શુદ્ધનય ભૂતાર્થ છે;

ભૂતાર્થને આશ્રિત જીવ સુદ્રષ્ટિ નિશ્ચય હોય છે.

નિશ્ચય-વ્યવહાર સંબંધી બધા ઝઘડા ઊકલી જાય ને આત્માને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય એવા ભાવો આ ગાથામાં ભર્યા છે. ૧૭૭.

સ્વસ્વભાવ સન્મુખનું જ્ઞાન તે સમ્યગ્જ્ઞાન છે. એકલા પર સન્મુખનું જ્ઞાન તે અજ્ઞાન છે; કારણ કે સ્વ- સ્વભાવની સંપૂર્ણતાના ભાન વિના, એક સમયની પર્યાયની અપૂર્ણતામાં પૂર્ણતા માની છે. તેથી પૂર્ણ સ્વભાવને લક્ષમાં લઈ પૂર્ણ સાધ્યને સાધવું. ૧૭૮.

આત્માને યથાર્થ સમજવા માટે પ્રમાણ, નય, નિક્ષેપરૂપ શુભ વિકલ્પનો વ્યવહાર વચ્ચે આવ્યા વિના રહેતો નથી, પણ આત્માના એકપણાના અનુભવ વખતે તે


Page 101 of 181
PDF/HTML Page 128 of 208
single page version

વિકલ્પ છૂટી જાય છે તેથી તે અભૂતાર્થ છે, આત્માને મદદગાર નથી. વસ્તુનો અભેદપણે નિર્ણય કરવા જતાં અને તેમાં એકાગ્રપણે ઠરવા જતાં વચ્ચે નવ તત્ત્વ તથા નય, પ્રમાણ વગેરેના રાગમિશ્રિત વિચારો આવ્યા વિના રહેતા નથી; પણ તેનાથી અભેદમાં જવાતું નથી. આંગણું છોડે ત્યારે ઘરમાં જવાય છે, તેમ વ્યવહારરૂપ આંગણું છોડે ત્યારે સ્વભાવરૂપ ઘરમાં જવાય છે. ૧૭૯.

પાંચ ઇન્દ્રિયો સંબંધી કોઈ પણ વિષયોમાં આત્માનું સુખ નથી, સુખ તો આત્મામાં જ છે.આમ જાણીને સર્વ વિષયોમાંથી સુખબુદ્ધિ ટળે ને અસંગી આત્મસ્વરૂપની રુચિ થાય, ત્યારે જ વાસ્તવિક બ્રહ્મચર્યજીવન હોય. બ્રહ્મસ્વરૂપ આત્મામાં જેટલે અંશે પરિણમનઆત્મિક સુખનો અનુભવથાય તેટલે અંશે બ્રહ્મચર્યજીવન છે. જેટલી બ્રહ્મમાં ચર્યા તેટલો પરવિષયોનો ત્યાગ હોય છે.

જે જીવ પરવિષયોથી ને પરભાવોથી સુખ માનતો હોય તે જીવને બ્રહ્મચર્યજીવન હોય નહિ, કેમ કે તેને વિષયોના સંગની ભાવના પડી છે.

ખરેખર આત્મસ્વભાવની રુચિની સાથે જ બ્રહ્મચર્ય વગેરે સર્વ ગુણોનાં બીજડાં પડેલાં છે. માટે સાચું બ્રહ્મજીવન જીવવાના અભિલાષી જીવોનું પહેલું કર્તવ્ય એ


Page 102 of 181
PDF/HTML Page 129 of 208
single page version

છે કેઅતીન્દ્રિય આનંદથી ભરપૂર અને સર્વ પરવિષયોથી ખાલી એવા પોતાના આત્મસ્વભાવની રુચિ કરવી, તેનું લક્ષ કરવું, તેનો અનુભવ કરીને તેમાં તન્મય થવાનો પ્રયત્ન કરવો. ૧૮૦.

હે મોક્ષના અભિલાષી! મોક્ષનો માર્ગ તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રસ્વરૂપ છે. તે સમ્યગ્દર્શન આદિ શુદ્ધ ભાવરૂપ મોક્ષમાર્ગ અંતર્મુખ પ્રયત્ન વડે સધાય છે એમ ભગવાને ઉપદેશ્યું છે. ભગવાને પોતે પ્રયત્ન વડે મોક્ષમાર્ગને સાધ્યો છે ને ઉપદેશમાં પણ એમ જ કહ્યું છે કે ‘મોક્ષનો માર્ગ પ્રયત્નસાધ્ય છે’. માટે તું સમ્યગ્દર્શનાદિ શુદ્ધ ભાવોને જ મોક્ષનો પંથ જાણીને સર્વ ઉદ્યમ વડે તેને અંગીકાર કર. હે ભાઈ! સમ્યગ્દર્શનાદિ શુદ્ધ ભાવોથી રહિત એવા દ્રવ્યલિંગથી તારે શું સાધ્ય છે? મોક્ષ તો સમ્યગ્દર્શન આદિ શુદ્ધ ભાવોથી જ સાધ્ય છે માટે તેનો પ્રયત્ન કર. ૧૮૧.

તત્ત્વવિચારમાં ચતુર ને નિર્મળ ચિત્તવાળો જીવ ગુણોમાં મહાન એવા સદ્ગુરુનાં ચરણકમળની સેવાના પ્રસાદથી અંતરમાં ચૈતન્ય પરમતત્ત્વનો અનુભવ કરે છે. રત્નત્રય આદિ ગુણોથી મહાન એવા ગુરુ શિષ્યને કહે છે


Page 103 of 181
PDF/HTML Page 130 of 208
single page version

કેપરમભાવને જાણ, પરથી ભલું-બૂરું માનવું છોડીને, દેહમાં રહેલું હોવા છતાં પણ દેહ અને શુભાશુભ રાગથી ભિન્ન નિજ અસંગ ચૈતન્ય પરમતત્ત્વને અંતરમાં દેખ. આ જ હું છુંએવા ભાવભાસન દ્વારા ચૈતન્યનો અનુભવ થાય છે. શ્રીગુરુનાં આવાં વચનો દ્રઢતાથી સાંભળીને નિર્મળ ચિત્તવાળો શિષ્ય અંતરમાં તદ્રૂપ પરિણમી જાય છે. આવી સેવાઉપાસનાના પ્રસાદથી પાત્ર જીવ આત્માનુભૂતિ પ્રાપ્ત કરે છે. ૧૮૨.

દ્રવ્યમાં ઊંડો ઊતરી જા, દ્રવ્યના પાતાળમાં જા. દ્રવ્ય તે ચૈતન્ય-વસ્તુ છે, ઊંડું ઊંડું ગંભીર ગંભીર તત્ત્વ છે, જ્ઞાન-આનંદ આદિ અનંત અનંત ગુણોના પિંડરૂપ અભેદ એક પદાર્થ છે; તેમાં દ્રષ્ટિ લગાવી અંદર ઘૂસી જા. ‘ઘૂસી જા’ નો અર્થ એમ નથી કે પર્યાય દ્રવ્ય થઈ જાય છે; પરંતુ પર્યાયની જાતિ, દ્રવ્યનો આશ્રય કરવાથી, દ્રવ્ય જેવી નિર્મળ થઈ જાય છે; તેને, પર્યાય દ્રવ્યમાં ઊંડી ઊતરીઅભેદ થઈ એમ કહેવાય છે. ૧૮૩.

દુનિયામાં મારું જ્ઞાન પ્રસિદ્ધ થાઓ, દુનિયા મારી પ્રશંસા કરે અને હું જે કહું છું તેનાથી દુનિયા રાજી


Page 104 of 181
PDF/HTML Page 131 of 208
single page version

થાયએમ અંદર અભિમાનનું જેને પ્રયોજન હોય તેનું ધારણારૂપ જ્ઞાન, ભલે સાચું હોય તોપણ, ખરેખર અજ્ઞાન છેમિથ્યાજ્ઞાન છે. ભાષા બહુ મલાવે તો અંદર વસ્તુ હાથ આવી જાય એમ નથી. અંદર સ્વભાવની દ્રષ્ટિ કરે, તેનું લક્ષ કરે, તેનો આશ્રય કરે, તેની સન્મુખ જાય, ત્યારે અતીન્દ્રિય શાન્તિ અને આનંદ મળે છે. ૧૮૪.

જેમ સિદ્ધભગવંતો કોઈના આલંબન વગર સ્વયમેવ પૂર્ણ અતીન્દ્રિય જ્ઞાનાનંદરૂપે પરિણમનારા દિવ્ય સામર્થ્યવાળા દેવ છે, તેમ બધાય આત્માનો સ્વભાવ પણ એવો જ છે. અહા! આવો નિરાલંબી જ્ઞાન ને સુખ- સ્વભાવરૂપ હું છું!એમ લક્ષમાં લેતાં જ જીવનો ઉપયોગ અતીન્દ્રિય થઈને તેની પર્યાયમાં જ્ઞાન ને આનંદ ખીલી જાય છે, પૂર્વે કદી નહિ અનુભવાયેલી ચૈતન્યશાંતિ વેદનમાં આવે છે;આમ આનંદનો અગાધ સમુદ્ર તેને પ્રતીતિમાં, જ્ઞાનમાં ને અનુભૂતિમાં આવી જાય છે; પોતાનું પરમ ઇષ્ટ એવું સુખ તેને પ્રાપ્ત થાય છે, ને અનિષ્ટ એવું દુઃખ દૂર થાય છે. ૧૮૫.

અંતરમાં સ્વસંવેદનજ્ઞાન ખીલ્યું ત્યાં પોતાને તેનું


Page 105 of 181
PDF/HTML Page 132 of 208
single page version

વેદન થયું, પછી તેને કોઈ બીજો જાણે કે ન જાણે તેની કાંઈ જ્ઞાનીને અપેક્ષા નથી. જેમ સુગંધી ફૂલ ખીલે છે તેની સુગંધ બીજા કોઈ લે કે ન લે તેની અપેક્ષા ફૂલને નથી, તે તો પોતે પોતામાં જ સુગંધથી ખીલ્યું છે, તેમ ધર્માત્માને પોતાનું આનંદમય સ્વસંવેદન થયું છે તે કોઈ બીજાને દેખાડવા માટે નથી; બીજા જાણે તો પોતાને શાંતિ થાયએવું કાંઈ ધર્મીને નથી; તે તો પોતે અંદર એકલો-એકલો પોતાના એકત્વમાં આનંદરૂપે પરિણમી જ રહ્યો છે. ૧૮૬.

જડ શરીરના અંગભૂત ઇન્દ્રિયો તે કાંઈ આત્માના જ્ઞાનની ઉત્પત્તિનું સાધન નથી. અતીન્દ્રિય જ્ઞાનસ્વભાવને સાધન બનાવીને જે જ્ઞાન થાય, તે જ આત્માને જાણનારું છે. આવા જ્ઞાનની અનુભૂતિથી સમ્યગ્દર્શન થયા પછી મુમુક્ષુને આત્મા સદાય ઉપયોગસ્વરૂપ જ જણાય છે. ૧૮૭.

અનાદિ-અનંત એવું જે એક નિજ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ તેનું, સ્વસન્મુખ થઈ આરાધન કરવું તે જ પરમાત્મા થવાનો સાચો ઉપાય છે. ૧૮૮.


Page 106 of 181
PDF/HTML Page 133 of 208
single page version

અહા! આઠ વર્ષનો એ નાનકડો રાજકુમાર જ્યારે દીક્ષા લઈને મુનિ થાય ત્યારે વૈરાગ્યનો એ અબધૂત દેખાવ! આનંદમાં લીનતા! જાણે નાનકડા સિદ્ધભગવાન ઉપરથી ઊતર્યા! વાહ રે વાહ! ધન્ય એ મુનિદશા!

જ્યારે એ નાનકડા મુનિરાજ બે-ત્રણ દિવસે આહાર માટે નીકળે ત્યારે આનંદમાં ઝૂલતાં ઝૂલતાં ધીમે ધીમે ચાલ્યા આવતા હોય, યોગ્ય વિધિનો મેળ ખાતાં આહારગ્રહણ માટે નાનકડા બે હાથની અંજલિ જોડીને ઊભા હોય, અહા! એ દેખાવ કેવો હશે!

પછી તો એ આઠ વર્ષના મુનિરાજ આત્માના ધ્યાનમાં લીન થઈને કેવળજ્ઞાન પ્રગટાવીને સિદ્ધ થઈ જાય.આવી આત્માની તાકાત છે. અત્યારે પણ વિદેહક્ષેત્રમાં શ્રી સીમંધરાદિ ભગવાન પાસે આઠ આઠ વર્ષના રાજકુમારોની દીક્ષાના આવા પ્રસંગ બને છે. ૧૮૯.

શાસ્ત્રમાં બે નયની વાત હોય છે. એક નય તો જેવું સ્વરૂપ છે તેવું જ કહે છે અને બીજો નય જેવું સ્વરૂપ હોય તેવું કહેતો નથી, પણ નિમિત્તાદિની અપેક્ષાએ કથન કરે છે. આત્માનું શરીર છે, આત્માનાં કર્મ છે, કર્મથી વિકાર થાય છેતે કથન વ્યવહારનું


Page 107 of 181
PDF/HTML Page 134 of 208
single page version

છે; તેથી તેને સત્ય માની લેવું નહિ. મોક્ષમાર્ગ- પ્રકાશકમાં પં ટોડરમલજીએ કહ્યું છે કે

વ્યવહારનયનું શ્રદ્ધાન છોડી નિશ્ચયનયનું શ્રદ્ધાન કરવું યોગ્ય છે. વ્યવહારનય સ્વદ્રવ્ય-પરદ્રવ્યને વા તેમના ભાવોને વા કારણ-કાર્યાદિકને કોઈને કોઈમાં મેળવી નિરૂપણ કરે છે, માટે એવા જ શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે, તેથી તેનો ત્યાગ કરવો. તથા નિશ્ચયનય તેમને જ યથાવત્ નિરૂપણ કરે છે, કોઈને કોઈમાં મેળવતો નથી, માટે એવા જ શ્રદ્ધાનથી સમ્યક્ત્વ થાય છે, તેથી તેનું શ્રદ્ધાન કરવું. ૧૯૦.

બહુ જ અલ્પ કાળમાં જેને સંસારપરિભ્રમણથી મુક્ત થવું છે એવા અતિ-આસન્નભવ્ય જીવને નિજ પરમાત્મા સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી. જેનામાં કર્મની કોઈ અપેક્ષા નથી એવું જે પોતાનું શુદ્ધપરમાત્મતત્ત્વ તેનો આશ્રય કરવાથી સમ્યગ્દર્શન થાય છે, તેનો જ આશ્રય કરવાથી સમ્યક્ચારિત્ર થાય છે, ને તેનો જ આશ્રય કરવાથી અલ્પ કાળમાં મુક્તિ થાય છે; માટે મોક્ષના અભિલાષી એવા અતિ-નિકટભવ્ય જીવે પોતાના શુદ્ધાત્મ- તત્ત્વનો જ આશ્રય કરવા જેવો છે, એનાથી બીજું કાંઈ આશ્રય કરવા જેવું નથી. તેથી હે મોક્ષાર્થી જીવ! તારા


Page 108 of 181
PDF/HTML Page 135 of 208
single page version

શુદ્ધાત્મતત્ત્વને જ તું ઉપાદેય કર;તે જ ઉપાદેય છે એમ શ્રદ્ધા કર, તેને જ ઉપાદેય તરીકે જાણ, ને તેને જ ઉપાદેય કરીને તેમાં ઠર. આમ કરવાથી અલ્પ કાળમાં તારી મુક્તિ થશે. ૧૯૧.

દેવ-શાસ્ત્ર-ગુરુનો પોતાની રુચિપૂર્વક સમાગમ થયા પછી, તેઓ જે નિરાળી વસ્તુ કહેવા માગે છે તે પોતાના રુચિપૂર્વકના પુરુષાર્થથી સમજે ત્યારે પરાશ્રયદ્રષ્ટિ છૂટીને સ્વાશ્રયદ્રષ્ટિ થાય છે ને ત્યારે અગૃહીત મિથ્યાત્વ છૂટે છે. પ્રથમ તો દેવ-શાસ્ત્ર-ગુરુ પ્રત્યે ભક્તિ હોય ત્યારે મિથ્યાત્વ મંદ થાય છે ને તેથી ગૃહીત મિથ્યાત્વ છૂટે છે; માટે પ્રથમ સત્ દેવ-શાસ્ત્ર-ગુરુ પ્રત્યે ભક્તિ-વિનયનો ભાવ હોય પણ વ્રત-તપ પ્રથમ ન હોય. સાચું સમજે ત્યારે દેવ-શાસ્ત્ર-ગુરુ નિમિત્ત કહેવાય છે, પરંતુ વ્રતાદિ સાચું સમજવામાં નિમિત્તરૂપ પણ નથી.

પ્રથમ સત્ની રુચિ થાય, ભક્તિ થાય, બહુમાન થાય, પછી સ્વરૂપ સમજે ને પછી વ્રત આવે; પ્રથમ મિથ્યાત્વ જાય, પછી વ્રત આવે, તે ક્રમ છે; પણ મિથ્યાત્વ છૂટ્યા પહેલાં વ્રત-સમિતિનો ઉપદેશ તે ક્રમ-ભંગ ઉપદેશ છે. ૧૯૨.


Page 109 of 181
PDF/HTML Page 136 of 208
single page version

સાચી તત્ત્વદ્રષ્ટિ થયા પછી પણ દેવ-શાસ્ત્ર-ગુરુની ભક્તિ વગેરેના શુભ ભાવમાં જ્ઞાની જોડાય, પણ તેનાથી ધર્મ થશે એમ તે માને નહિ. સમ્યગ્દર્શન થયા પછી સ્થિરતામાં આગળ વધતાં વ્રતાદિના પરિણામ આવે, પરંતુ તેનાથી ધર્મ ન માને. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો નિર્મળ શુદ્ધ પર્યાય જેટલે જેટલે અંશે પ્રગટે તેને જ ધર્મ માને. દયા-પૂજા-ભક્તિ વગેરેના શુભ પરિણામ તો વિકારી ભાવ છે; તેનાથી પુણ્યબંધ થાય પણ ધર્મ ન થાય. ૧૯૩.

જ્ઞાતાપણાને લીધે નિશ્ચયથી સમ્યગ્દ્રષ્ટિ વિરાગી ઉદયમાં આવેલાં કર્મને માત્ર જાણી જ લે છે. ભોગોપ- ભોગમાં હોવા છતાં જ્ઞાની રાગની અને શરીરાદિની ક્રિયા બધી પર છે એમ જાણે છે, પોતે જ્ઞાતાપણે પરિણમી રહ્યો છે ને! ૧૯૪.

દેવ-શાસ્ત્ર-ગુરુની ભક્તિ, પૂજા, પ્રભાવના વગેરેના શુભભાવ જેવા જ્ઞાનીને થાય એવા અજ્ઞાનીને થાય જ નહિ. ૧૯૫.

શુભભાવ પોતામાં થાય છે માટે તેને ‘અભૂતાર્થ’ ન


Page 110 of 181
PDF/HTML Page 137 of 208
single page version

કહેવાયએમ નથી. શુભભાવ પોતાની પર્યાયમાં થતો હોવા છતાં તેના આશ્રયે હિતની પ્રાપ્તિ થતી નથી, તેથી તેને ‘અભૂતાર્થ’ કહેવામાં આવે છે. પોતાની પર્યાયમાં તેનું અસ્તિત્વ જ નથીએમ કાંઈ ‘અભૂતાર્થનું તાત્પર્ય નથી; પણ તેના આશ્રયથી કલ્યાણની પ્રાપ્તિ થતી નથી, કેમ કે સ્વભાવભૂત નથી,એમ બતાવીને તેનો આશ્રય છોડાવવા માટે તેને ‘અભૂતાર્થ’ કહ્યો છે. ત્રિકાળી એકરૂપ રહેનાર દ્રવ્યસ્વભાવ ભૂતાર્થ છે, તેના આશ્રયે કલ્યાણ થાય છે. તે ભૂતાર્થસ્વભાવની દ્રષ્ટિથી ભેદરૂપ કે રાગરૂપ સમસ્ત વ્યવહાર અભૂતાર્થ છે. અભૂતાર્થ કહો કે પરિહરવાયોગ્ય કહો. તેનો પરિહાર કરીને સહજ સ્વભાવને અંગીકાર કરવાથી ઘોર સંસારનું મૂળમિથ્યાત્વછેદાઈ જાય છે, ને જીવ શાશ્વત પરમ સુખનો માર્ગ પામે છે. ૧૯૬.

સમ્યગ્દ્રષ્ટિ મનુષ્યને અશુભ રાગ આવે છે, પણ અશુભ રાગના કાળે આયુષ્યનો બંધ ન થાય; કેમ કે સમ્યગ્દ્રષ્ટિ મનુષ્ય મરીને વૈમાનિક દેવમાં ઉત્પન્ન થાય છે, તેથી શુભ રાગમાં જ આયુષ્ય બંધાય. ૧૯૭.

પ્રશ્નઃજેમ સ્વદ્રવ્ય આદરણીય છે તેમ તેની ભાવનારૂપ નિર્મળ પર્યાય આદરણીય કહેવાય?


Page 111 of 181
PDF/HTML Page 138 of 208
single page version

ઉત્તરઃહા. રાગ હેય છે તેની અપેક્ષાએ નિર્મળ પર્યાયને આદરણીય કહેવાય; અને દ્રવ્યની અપેક્ષાએ પર્યાય તે વ્યવહાર છે, તે આશ્રયયોગ્ય નહિ હોવાથી હેય કહેવાય. ક્ષાયિક પર્યાય પણ દ્રવ્યની અપેક્ષાએ હેય કહેવાય, પણ રાગની અપેક્ષાએ ક્ષાયિક ભાવને આદરણીય કહેવાય. ૧૯૮.

જિજ્ઞાસુ વિચારે છે કેઅરેરે! પૂર્વે મેં અનંતી વાર મોટાં મોટાં શાસ્ત્રો વાંચ્યાં, સત્સમાગમે સાંભળ્યાં અને તેનાં ઉપર વ્યાખ્યાનો કર્યાં; પણ શુદ્ધ ચિદ્રૂપ આત્માને મેં કદી જાણ્યો નહિ, તેથી મારું ભવપરિભ્રમણ દૂર ન થયું. બહારમાં મેં આત્માને શોધ્યો પણ અંતર્મુખ થઈને કદી મેં મારા આત્માને શોધ્યો નહિ. આત્મામાં જ પોતાની સ્વભાવસાધનાનું સાધન થવાની તાકાત છે. એ સિવાય બહારનાં શાસ્ત્રોમાં પણ એવી તાકાત નથી કે આત્મ- સાધનાનું સાધન થાય. ૧૯૯.

આત્મામાં અકર્તૃત્વસ્વભાવ તો અનાદિ-અનંત છે; તે સદાય વિકારથી ઉપરમસ્વરૂપ જ છે; તે સ્વરૂપની અપેક્ષાએ આત્મા વિકારનો કર્તા છે જ નહિ. જેણે આવા સ્વભાવને સ્વીકાર્યો તેને પર્યાયમાં પણ મિથ્યા-


Page 112 of 181
PDF/HTML Page 139 of 208
single page version

ત્વાદિનું અકર્તાપણું થઈ જાય છે. મિથ્યાત્વભાવ થાય છે ને તેનો અકર્તા છેએમ નહિ, પરંતુ મિથ્યાત્વભાવ તેને થતો જ નથી; અને અસ્થિરતાનો જે અલ્પ રાગ રહે છે તેનો શ્રદ્ધામાં સ્વીકાર નથી, માટે તેનો પણ અકર્તા છે. ૨૦૦

સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્માની દ્રષ્ટિ અંતરના જ્ઞાનાનંદસ્વભાવ ઉપર છે, ક્ષણિક રાગાદિ ઉપર નહિ. તેની દ્રષ્ટિમાં રાગાદિનો અભાવ હોવાથી તેને (દ્રષ્ટિ-અપેક્ષાએ) સંસાર ક્યાં રહ્યો? રાગ રહિત જ્ઞાનાનંદસ્વભાવ ઉપર દ્રષ્ટિ હોવાથી તે મુક્ત જ છે, તેની દ્રષ્ટિમાં મુક્તિ જ છે; મુક્તસ્વભાવ ઉપરની દ્રષ્ટિમાં બંધનનો અભાવ છે. સ્વભાવ ઉપરની દ્રષ્ટિ બંધભાવને પોતામાં સ્વીકારતી નથી, માટે સ્વભાવદ્રષ્ટિવંત સમકિતી મુક્ત જ છે. शुद्ध- स्वभावनियतः स हि मुक्त एवશુદ્ધ સ્વભાવમાં નિશ્ચળ એવો જ્ઞાની ખરેખર મુક્ત જ છે. ૨૦૧.

રાગાદિ વિકાર થાય છે તે પોતામાં થાય કે પરમાં? પોતામાં જ થાય. ચૈતન્યની પર્યાયમાં વિકાર કાંઈ પરવસ્તુ કરાવી દેતી નથી. વિકાર થવામાં નિમિત્ત બીજી ચીજ છે ખરી, પણ તે કાંઈ વિકાર કરાવી દેતી નથી.


Page 113 of 181
PDF/HTML Page 140 of 208
single page version

એકલો કોઈ બગડે નહિ, બે થાય એટલે બગડે. બે બંગડી ભેગી થાય તો ખખડે, તેમ આત્મા પરવસ્તુ ઉપર દ્રષ્ટિ મૂકે છે ત્યારે ભૂલ થાય છે, એકલો હોય તો ભૂલ થાય નહિ. જેમ કોઈ પુરુષ પરસ્ત્રી ઉપર દ્રષ્ટિ મૂકે તો ભૂલ થાય છે, તેમ આત્મા પર ઉપર દ્રષ્ટિ મૂકે તો ભૂલ થાય છે, પણ પોતાના સ્વભાવ ઉપર દ્રષ્ટિ મૂકે તો ભૂલ થતી નથી. માટે આત્માને વિકાર થવામાં પરચીજ નિમિત્ત છે, પરંતુ પરચીજ વિકાર કરાવી દેતી નથી. ૨૦૨.

દર્શનમોહ મંદ કર્યા વિના વસ્તુસ્વભાવ ખ્યાલમાં આવે નહિ અને દર્શનમોહનો અભાવ કર્યા વિના આત્મા અનુભવમાં આવે એવો નથી. ૨૦૩.

બહારની વિપદા એ ખરેખર વિપદા નથી અને બહારની સંપદા એ સંપદા નથી. ચૈતન્યનું વિસ્મરણ એ જ મોટી વિપદા છે અને ચૈતન્યનું સ્મરણ એ જ ખરેખર સાચી સંપદા છે. ૨૦૪.

સિંહ ચારે કોર ફરતા હોય ને જેમ ઊંઘ ન આવે, હથિયારબંધ પોલીસ પોતાને મારવા ફરતો