Hoon Parmatma (Gujarati). Pravachan: 6-8.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 3 of 13

 

Page 30 of 238
PDF/HTML Page 41 of 249
single page version

background image
૩૦] [હું
આત્માના શુદ્ધ સ્વરૂપના સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પ્રગટપણા વિના છેલ્લામાં
છેલ્લા શુભ પરિણામ કર તોપણ તે આત્માને સંવર-નિર્જરાનું કારણ નથી, તે બંધનું જ
કારણ છે. ચોથેકાળે પણ આ જ વાત છે ને પંચમકાળે પણ આ જ વાત છે. પાંચમો
આરો છે માટે શુભભાવ કાંઈક લાભનું કારણ હશે એમ નથી, શુભભાવ બંધનું જ
કારણ છે.
બહિરાત્મા મિથ્યાદ્રષ્ટિ દ્રવ્યલિંગીના આચરણ પાળે છે. શાસ્ત્રોક્ત વ્રત, સમિતિ,
ગુપ્તિ પાળે છે, તપ કરે છે પણ આત્મજ્ઞાન નથી તેથી મહાન પુણ્ય બાંધે છે ને નવમી
ગૈ્રવેયક જાય છે. પરંતુ શુદ્ધ ચિદાનંદ આત્માનો અંતર વિશ્વાસ આવ્યા વિના પુણ્યના
વિશ્વાસે ચઢી ગયો-ખોટા વિશ્વાસે ચઢી ગયો, ખોટે રસ્તે ચઢી ગયો, તેથી તે મોક્ષસુખને
પામતો નથી ને ચાર ગતિમાં ફરી ફરી ભ્રમણ કરે છે.
માટે અહીં તો કહે છે કે અશેષ પુણ્યના જેટલા ભાવ હો તેટલા કરવામાં આવે
છતાં તેનાથી ભિન્ન ભગવાન આત્માનું ભાન ન કરે તો તેને પરિભ્રમણ કદી મટે નહીં,
ચાર ગતિમાં રખડવાનું થાય ને તેને અવતાર કોઈ દી ઘટે નહીં.
* ઈસ સંસારમેં દેહાદિ સમસ્ત સામગ્રી અવિનાશી નહીં હૈ,
જૈસા શુદ્ધ બુદ્ધ પરમાત્મા અકૃત્રિમ હૈ, વૈસા દેહાદિમેંસે કોઈ ભી
નહીં હૈં. સબ ક્ષણભંગુર હૈ, શુદ્ધાત્મતત્ત્વકી ભાવનાસે રહિત જો
મિથ્યાત્વ વિષય-કષાય હૈં, ઉનસે આસક્ત હોકે જીવને જો કર્મ
ઉપાર્જન કિયે હૈં, ઉન કર્મોંસે જબ યહ જીવ પરભવમેં ગમન કરતા
હૈ, તબ શરીર ભી સાથ નહીં જાતા. ઈસલિયે ઈસ લોકમેં ઈન
દેહાદિક સબકો વિનશ્વર જાનકર દેહાદિકી મમતા છોડના ચાહિયે,
ઔર સકલ વિભાવ રહિત નિજ શુદ્ધાત્મ પદાર્થકી ભાવના કરની
ચાહિયે.
-શ્રી પરમાત્મપ્રકાશ

Page 31 of 238
PDF/HTML Page 42 of 249
single page version

background image
પરમાત્મા] [૩૧
[પ્રવચન નં. ૬]
જિન આદેશઃ
એક જ મોક્ષમાર્ગઃ પરમાત્મદર્શન
[શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૧ર-૬-૬૬]
આ યોગીન્દુદેવકૃત યોગસાર છે. યોગસારનો ખરો અર્થ તો એ છે કે યોગ
એટલે આત્મસ્વભાવનો વેપાર ને તેનો સાર; યોગ એટલે જોડાવું-ચૈતન્ય પૂરણ
દ્રવ્યસ્વભાવ સાથે જોડાણ કરવું, તેમાં એકાગ્રતા કરવી ને તેનો સાર એટલે કે પરમાર્થ
મોક્ષમાર્ગ; તેની વ્યાખ્યા અહીં કરી છે. તેમાં આ ૧૬મી ગાથામાં તો બહુ ઊંચી વાત
કરી છે.
अप्पा–दंसणु एक्कु परु अण्णु ण किं पि वियाणि ।
मोक्खह कारण जोइया णिच्छंइं एहउ जाणि ।। १६।।
નિજ દર્શન બસ શ્રેષ્ઠ છે, અન્ય ન કિંચિત્ત માન;
હે યોગી! શિવ હેતુ એ, નિશ્ચયથી તું જાણ.
૧૬
* આત્મદર્શન એ જ મોક્ષનું કારણ છે *
હે ધર્માત્મા! આ આત્માનું દર્શન તે એક જ દર્શન મોક્ષનો માર્ગ છે. આત્મા એક
સમયમાં અનંતગુણ સમ્પન્ન પ્રભુ છે, તેના દર્શન એટલે કે પહેલાં શાસ્ત્ર પદ્ધતિથી એવા
આત્માને જાણીને-સર્વજ્ઞના કથન દ્વારા બતાવેલી રીત વડે આત્માને પહેલાં જાણીને
મન-વચન ને કાયાથી ભિન્ન, પુણ્ય-પાપના રાગથી જુદો ને ગુણી અને ગુણના ભેદથી
રહિત એવા આત્માના દર્શન તે એક જ મોક્ષનો માર્ગ છે.
આત્માના દર્શન એટલે કે જ્યાં મનનું પહોંચવું નથી, વાણીની ગતિ નથી,
કાયાની ચેષ્ટા જ્યાં કામ કરતી નથી, વિકલ્પનો જ્યાં અવકાશ નથી અને ગુણી-ગુણના
ભેદનું અવલંબન નથી, એવો જે અભેદ અખંડ એકરૂપ આત્મા તેનું અંતર દર્શન કરવું,
પ્રતીત કરવી તે એક જ આત્મદર્શન-સમ્યગ્દર્શન કહેવાય છે. તે સમ્યગ્દર્શન એક જ
મોક્ષનો માર્ગ છે. અભેદ અખંડ શુદ્ધ આત્માને અનુસરીને તેનો અનુભવ કરવો તે એક
જ સમ્યગ્દર્શન છે, એ સિવાય બીજો કોઈ પ્રકાર સમ્યગ્દર્શનનો નથી. એકરૂપ અભેદ
અખંડ ચૈતન્ય તે આત્મા અને તેનું દર્શન અંતરમાં તેનો અનુભવ કરીને પ્રતીત કરવી
તે એક જ સમ્યગ્દર્શન છે, તે એક જ મોક્ષમાર્ગ છે, બે સમ્યગ્દર્શન નથી તેમ જ બે
મોક્ષમાર્ગ નથી.
આત્માનું દર્શન એક જ-એમ કહેતાં આત્મા સિવાય બીજી ચીજો પણ છે ખરી,
અજીવ છે, મન-વચન-કાયાની અજીવચેષ્ટાઓ પણ છે, અંદર આત્મામાં જેનો અભાવ
છે એવા

Page 32 of 238
PDF/HTML Page 43 of 249
single page version

background image
૩૨] [હું
પુણ્ય-પાપનો રાગ પણ છે-એમ તેમાં આવી ગયું. વિકલ્પના વિચાર વખતે મન પણ છે,
વાણીથી કહે છે ને સાંભળે છે એ પણ છે, પણ એ બધાં આત્મદર્શનમાં કામ કરતાં નથી.
કોઈ કહે છે કે સમ્યગ્દર્શન બે પ્રકારે છે, જ્ઞાન બે પ્રકારે છે, ચારિત્ર બે પ્રકારે
છે. તો અહીં કહે છે કે ના, બે પ્રકારે છે જ નહીં; કથન ભલે વ્યવહાર અને નિશ્ચયથી
બે પ્રકારે આવે પણ નિશ્ચય સમ્યગ્દર્શન તે એક જ સમ્યગ્દર્શન છે.
છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલનારા મહાસંત યોગીન્દ્રદેવ કહે છે કે આત્માનું દર્શન
તે એક જ સમ્યગ્દર્શન છે એ સિવાય નવ તત્ત્વોની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન નહીં, ભેદવાળી
શ્રદ્ધા તે સમ્યગ્દર્શન નહીં, દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન નહીં, છ દ્રવ્યોની
શ્રદ્ધા તે સમ્યગ્દર્શન નહીં, એક સમયમાં પૂરણ ચિદાનંદ વસ્તુ તે આત્મા, તેનું દર્શન,
તેનો અનુભવ, તેની પ્રતીતિ તે એક જ સમ્યગ્દર્શન છે. એ આત્મદર્શન વિના જે કોઈ
ક્રિયાકાંડમાં ધર્મ મનાય તે મિથ્યાદર્શન છે. એક સમયમાં પૂરણ અભેદ અનંતગુણનું
એકરૂપ જે ભગવાન આત્મા તેની પ્રતીતિ તે સમ્યગ્દર્શન છે ને સમ્યગ્દર્શનના પ્રકાશના
અભાવમાં પુણ્ય-દયા-દાન આદિના પરિણામમાં ધર્મ છે તેમ માનવું તે મિથ્યાદર્શન છે.
સમ્યગ્દર્શન પછી પુણ્ય-દયા-દાનના પરિણામ આવે, વચમાં વ્યવહાર આવે ખરો પણ
તેનાથી તે ધર્મ માને નહીં, એ વ્યવહાર તો બંધનું જ કારણ છે પણ અનુકૂળતાથી
કહીએ તો એ વ્યવહાર અંતર અનુભવની દ્રષ્ટિમાં તેને નિમિત્ત કહેવામાં આવે છે ને
પ્રતિકૂળતાથી કહીએ તો તે બંધનું કારણ છે.
* આત્મદર્શન સિવાય અન્યને જરીયે મોક્ષમાર્ગ માનવો નહીં *
ભગવાન આત્માના દર્શન તે એક જ મોક્ષનો માર્ગ છે. આત્માના દર્શન સિવાય
પર દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધાનો રાગ, નવ તત્ત્વોની શ્રદ્ધાનો રાગ, છ દ્રવ્યની શ્રદ્ધાનો
રાગ એ બધુંય પર-અન્ય છે, તેને જરીએ મોક્ષમાર્ગ માનવો નહીં, શુભરાગમાં, દેહની
ક્રિયામાં કે નવતત્ત્વોની શ્રદ્ધાના રાગમાં સમ્યગ્દર્શન અથવા મોક્ષનો માર્ગ જરીએ છે
નહીં. આત્માના દર્શન સિવાય અન્યમાં સમ્યગ્દર્શન ને મોક્ષનો માર્ગ જરીએ નથી.
આહાહા! સર્વજ્ઞ ત્રિલોકનાથ પરમેશ્વરના મુખમાંથી નીકળેલી આ દિવ્યધ્વનિમાં
જે આ આવ્યું એવું સંતોએ ચારિત્ર સહિત અનુભવ્યું ને એમણે જગત સમક્ષ મૂકયું કે
વસ્તુનું સ્વરૂપ આ છે.
આત્માનું દર્શન તે એક જ સમ્યગ્દર્શન છે અને તેનાથી અન્ય બીજું જે કાંઈ છે
તે કાંઈ પણ મોક્ષમાર્ગમાં ગણવામાં આવતું નથી. તેથી આત્મદર્શન સિવાય બીજી કોઈ
વાતને સમ્યગ્દર્શન માને તેને મિથ્યાદર્શન થાય છે. આત્માના અનુભવની દ્રષ્ટિ સિવાય
સમ્યગ્દર્શન બીજી કોઈ ચીજ વડે હોઈ શકે નહીં ને બીજી કોઈ ચીજમાં હોઈ શકે નહીં,
ગુણીને ગુણના ભેદ વડે પણ આત્મદર્શન થઈ શકે નહીં, તો પછી દયા-દાન આદિ
પાળો પછી સમ્યગ્દર્શન થશે એ વાત તો તદ્ન મિથ્યા છે.
હે ધર્મી!-સમ્યગ્દ્રષ્ટિને યોગી-ધર્મી જ કહ્યો છે. ચોથે ગુણસ્થાને હોય, ભરત
ચક્રવર્તી

Page 33 of 238
PDF/HTML Page 44 of 249
single page version

background image
પરમાત્મા] [૩૩
જેવા હોય પણ તેણે આત્મા સાથે યોગ જોડયો છે ને આખા સંસારથી અંદરમાં
ઉદાસીનપણું વર્તે છે. જેને ભોગની રુચિ નથી, ભોગમાં સુખબુદ્ધિ નથી તેવા ચોથે
ગુણસ્થાનવાળા સમ્યગ્દ્રષ્ટિને ધર્મી-યોગી કહ્યો છે.
અહીં તો સમ્યગ્દર્શનને મોક્ષનું કારણ કહ્યું છે, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની
ત્રણની વાત કરી નથી, કેમ કે અનુભવનું જોર દેવું છે. આત્માના અનુભવમાં
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણે આવી જાય છે તેમ કહેવું છે. શાંત, શાંત ધીરો થઈને
અંતરના સ્વભાવની એકતાને અવલંબતા જે સમ્યગ્દર્શન થાય તેમાં સમ્યગ્જ્ઞાન ને
સ્વરૂપાચરણરૂપ ચારિત્રનો અંશ પણ ભેગો ઉત્પન્ન થાય છે, માટે અહીં એક
સમ્યગ્દર્શનને જ મોક્ષનું કારણ કહ્યું તેમાં सम्यग्दर्शन–ज्ञान–चारित्राणि मोक्षमार्ग–
આવી ગયું. પોતાના સહજાનંદ સ્વભાવની દ્રષ્ટિ થઈને રુચિનું પરિણમન થયું તેમાં
સ્વરૂપની શ્રદ્ધા, સ્વરૂપનું જ્ઞાન ને સ્વરૂપમાં અંશે રમણતારૂપ ચારિત્ર આવી જાય છે.
એનો અર્થ એ થયો કે-ચોથે ગુણસ્થાને સમ્યગ્દર્શનમાં સ્વરૂપાચરણ હોય છે. કેમ કે
ભગવાન આત્મા પોતાના અંતર સ્વભાવ તરફ ઢળ્‌યો અને પ્રતિત ને જ્ઞાન થયા એમાં
એટલો જ અનંતાનુબંધીનો અભાવ થઈને સ્વરૂપની રમણતારૂપ ચારિત્ર પ્રગટ થયા
વિના સમ્યગ્દર્શન જ હોઈ શકે નહીં.
સમ્યગ્દર્શન એક જ મોક્ષમાર્ગ કહેતાં એકાંત થઈ જતું નથી?-કે ના, એમાં
અનેકાંત રહે છે. સ્વરૂપની દ્રષ્ટિ, સ્વરૂપનું જ્ઞાન ને સ્વરૂપાચરણ ત્રણે ભેગા છે ને તેમાં
વિકલ્પાદિ ભાવનો નાસ્તિભાવ છે. વ્યવહાર સમકિત તો રાગ છે, તેનો નિશ્ચય
સમ્યગ્દર્શનમાં અભાવ છે. આવા સમ્યગ્દર્શન વિના બીજાને સમ્યગ્દર્શન માને તેને
મિથ્યાદર્શનની પર્યાય હોય છે.
સર્વજ્ઞની વાણીમાં એમ આવે છે કે અમારા કહેલાં શાસ્ત્રોની શ્રદ્ધાને અમે
સમ્યગ્દર્શન કહેતાં નથી. તારા આત્માની સન્મુખ થઈને પ્રતીત થવી, અનુભવ થવો તે
એક જ સમ્યગ્દર્શન છે. બીજા પ્રકારનું સમ્યગ્દર્શન અમે કહ્યું નથી, કહેતાં નથી ને છે
પણ નહીં. ભગવાન તારામાં તું પૂરો પડયો છો, તારે કોઈની જરૂર નથી. પરસન્મુખના
જ્ઞાનની પણ તને જરૂર નથી, પર પદાર્થની તો જરૂર નથી. પર પદાર્થના શ્રદ્ધાનની તો
જરૂર નથી, પરસન્મુખના આશ્રયે થતાં દયા-દાન આદિના રાગભાવની તો જરૂર નથી;
એ તો ઠીક પણ ભગવાન આ અને ગુણ આ એવા મનના સંગે ઉત્પન્ન થતાં વિકલ્પની
પણ તને જરૂર નથી.
યોગીન્દ્રદેવ આદેશ કરે છે કે હે આત્મા! નિશ્ચયથી એ રીતે છે એમ તું જાણ
બાકી બધો વિકલ્પ હોય તેને વ્યવહાર નિમિત્ત તરીકે તું જાણ. બીજો મોક્ષમાર્ગ જરીયે
નથી. વ્યવહાર શ્રદ્ધાનો, શાસ્ત્રના જ્ઞાનનો કે કોઈ કષાયની મંદતાના વ્રતાદિનો ભાવ
કિંચિત્ છૂટકારાનો માર્ગ નથી, એ તો બંધનનો માર્ગ છે-એમ હે આત્મા! નિશ્ચયથી
જાણ! વ્યવહારનું સ્વરૂપ જે છે તે જાણવા લાયક છે પણ આદરવા લાયક નથી. ભાઈ!
તને પૂર્ણાનંદ સ્વરૂપ ભગવાનની મહિમા આવતી નથી ને તેની મહિમા વિના તને ભેદ
ને રાગની જેટલી મહિમા આવે છે એ મિથ્યાદર્શન છે, શલ્ય છે. બાપુ! વીતરાગ
પરમેશ્વરનો માર્ગ જગતને સાંભળવા મળ્‌યો નહીં તેથી ઊંધે રસ્તે ચઢીને માને કે અમે
ભગવાનને માનીયે છીએ, પણ ભગવાન તો એમ કહે છે કે જેમ

Page 34 of 238
PDF/HTML Page 45 of 249
single page version

background image
૩૪] [હું
રાખ ઉપર ગાર કરે તે ગાર નથી પણ લીંપણા છે, તેની જેમ આત્માના દર્શન વિના
તેને દેવ-શાસ્ત્ર-ગુરુની સાચી શ્રદ્ધા નથી, કેમ કે દેવ-શાસ્ત્ર-ગુરુ તો આત્માના દર્શનને
દર્શન કહે છે ને એ દર્શન વિના અમે દેવ-શાસ્ત્ર-ગુરુને માનીયે છીએ-એમ માને છે તે
માન્યતા જૂઠી છે. આત્મદર્શન વિના દેવ-શાસ્ત્ર-ગુરુની સાચી શ્રદ્ધા રહેતી નથી ને તેથી
એ વિના જે વ્રતાદિ ક્રિયા કરવામાં આવે તે રાખ ઉપર ગારના લીંપણા જેવું છે. ૧૬.
હવે ૧૭મી ગાથામાં કહે છે કે માર્ગણાસ્થાન ને ગુણસ્થાન તારામાં નથી-
मग्गण–गुण–ठाणइ कहिया विवहारेण वि दिठ्ठि ।
णिच्छय–णइ अप्पा मुणहि जिम पावहु परमेठ्ठि ।। १७।।
ગુણસ્થાનક ને માર્ગણા, કહે દ્રષ્ટિ વ્યવહાર;
નિશ્ચય આતમજ્ઞાન તે, પરમેષ્ઠિપદકાર.
૧૭.
ભગવાન સર્વજ્ઞદેવ ત્રિલોકનાથ પરમાત્મા દિવ્યધ્વનિ દ્વારા જે વાત ફરમાવે છે
તે વાત સંતોને વિકલ્પ દ્વારા વાણીથી આવી જાય છે. કહે છે કે આ જીવ કઈ ગતિમાં
છે, કઈ લેશ્યા છે ને ભવિ-અભવિ છે, કયા જ્ઞાનનો પર્યાય છે-એવા બધા ભેદોને
જાણવા તે વ્યવહારનયનો વિષય જાણવાલાયક છે, આદરવાલાયક નથી.
જિનેશ્વરદેવે માર્ગણા ને ગુણસ્થાન કહ્યા છે. ચૌદ માર્ગણા ને ચૌદ ગુણસ્થાનથી
આ જીવ આમ છે એમ નક્કી કરવું એ જાણવાની પર્યાય જાણવાલાયક છે પણ એના
આશ્રયે સમ્યગ્દર્શન થતું નથી. કેવળ વ્યવહારનયની દ્રષ્ટિથી માર્ગણા ને ગુણસ્થાન
જાણવાલાયક છે પણ આદરવાલાયક નથી. એના જ્ઞાન દ્વારા સમ્યગ્દર્શન થતું નથી.
જેની પર્યાયમાં ભૂલ છે તેની તો અહીં વાત કરતા નથી અથવા તો મુનિદશા આવી
હોય ને કેવળીની દશા આવી હોય કે સમ્યગ્દ્રષ્ટિની આ દશા હોય એનો જેને ખ્યાલ
પણ નથી તેની તો અહીં વાત કરતા નથી. જેને ખ્યાલ છે કે મુનિદશા આવી હોય,
ચોથા ગુણસ્થાનની ને મિથ્યાદ્રષ્ટિની દશા આવી હોય તે નક્કી કરે કે આ જીવ આ
ગુણસ્થાનમાં છે, આ માર્ગણાસ્થાનમાં છે-એ બધું જ્ઞાન ભલે હો, જાણવા માટે છે,
એટલો ભેદ છે તે જાણવા માટે છે પણ આદરવાલાયક કે તેનાથી સમ્યગ્દર્શન થાય એવી
તેમાં તાકાત નથી.
માર્ગણાસ્થાન ને ગુણસ્થાન વર્તમાન પર્યાયમાં અસ્તિરૂપ છે પણ એ તો કેવળ
વ્યવહારદ્રષ્ટિથી કથન છે. છે માટે નિશ્ચયથી છે એમ નથી, છે પણ તે વ્યવહાર છે. વસ્તુ છે,
વ્યવહારનયનો વિષય છે, પરંતુ ત્રિકાળ અભેદદ્રષ્ટિની અપેક્ષાએ એ બધા ભેદોને અભૂતાર્થ
કહેવામાં આવે છે, અસત્યાર્થ કહેવામાં આવે છે. જૂઠા છે-એમ કહેવામાં આવે છે.
ભવિ છું-એમ ખ્યાલ આવવો એ વ્યવહારનયનો વિષય છે. આ મતિજ્ઞાનનો
ઉપયોગ છે ને આ શ્રુતજ્ઞાનનો ઉપયોગ છે ને આ ક્ષાયિક સમકિત કહેવાય તથા આ
પાંચ ઇન્દ્રિયવાળો છે ને આ બે ઇન્દ્રિયવાળો છે-એ બધું અવસ્થાદ્રષ્ટિએ છે ખરું, પણ
ત્રિકાળ સ્વભાવના આશ્રય

Page 35 of 238
PDF/HTML Page 46 of 249
single page version

background image
પરમાત્મા] [૩પ
કરવાની અપેક્ષાએ એ બધું નથી, મને લાભદાયક નથી માટે એ નથી અને મને
લાભદાયક અભેદ છે માટે એ છે.
કેવળ વ્યવહારનયથી આ જીવ પર્યાયમાં અહીં છે, આ જીવ આ ગુણસ્થાનમાં છે
એમ કહેવામાં આવ્યું છે. અભેદ સ્વભાવની દ્રષ્ટિથી કહેવામાં આવે તો આત્મા
આત્મારૂપ જ છે, ભેદ એમાં નથી. આ ભવિ છે કે આ સમકિતી છે કે આ જ્ઞાન
ઉપયોગ છે-એ ભેદો અભેદ વસ્તુમાં નથી. આ રાગ હજુ એકાદ બે ભવ કરશે-એ
જાણવાલાયક છે પણ આદરવાલાયક નથી.
અશેષ કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે,
એથી દેહ એક ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે....
શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે અમને થોડો રાગ વર્તે છે તેથી જણાય છે કે થોડો
કાળ હજું રાગનું વેદન રહેશે, એથી એમ જણાય છે કે એકાદ ભવ કરવો પડશે-એવું જે
પર્યાયનું જ્ઞાન તે હો, પણ તે આદરણીય નથી.
ભગવાનની વાણીમાં જે વ્યવહાર આવ્યો-માર્ગણાસ્થાન-ગુણસ્થાન-તે છે,
ભેદરૂપ છે, અંશરૂપી દશાવાળા ભાવો છે પણ તે જાણવાલાયક ભાવો છે, આશ્રય કરવા
લાયક નથી. પરમેશ્વર ત્રિલોકનાથે જે માર્ગણાસ્થાન આદિ પર્યાયના ભેદો જોયા ને કહ્યાં
અને એમ છે-તેને તું જાણ તો હજુ તો તે વ્યવહાર છે.
ભગવાન આત્માને જાણ કે જેમાં કેવળજ્ઞાનના કંદ પડયા છે, જે અનંત ગુણની
રાશિ પ્રભુ આત્મા છે, જેમાં ‘આ આત્મા’ એવો ભેદ પણ નથી એવા આત્માને
આત્મારૂપે જાણ. આમ જાણવાનું ફળ શું?-કે તેનાથી અરિહંત ને સિદ્ધપદ મળશે. જે
અભેદ ચિદાનંદ આત્માને જાણશે, તેનો આશ્રય કરશે તે નિશ્ચયથી અરિહંત ને
સિદ્ધપદને પામશે.
પોતાના આત્માને જાણવાથી સિદ્ધ થઈશ, વ્યવહારને જાણવાથી સિદ્ધ નહિ થા.
કેટલાક કહે છે કે જે ભાવે તીર્થંકરગોત્ર બંધાયું એ ભાવથી મુક્તિ થશે કેમ કે તીર્થંકર
પ્રકૃતિ બંધાણી ને! માટે મુક્તિ થશે. તેને અહીં કહે છે કે એ ખોટી વાત છે. તારું એ
જ્ઞાન જ ખોટું છે. આત્મા આત્મામાં ઠરશે ત્યારે કેવળજ્ઞાનને પામશે, રાગ આવ્યો ને
બંધ પડયો માટે કેવળજ્ઞાન થશે એમ છે જ નહીં. સમ્યગ્દ્રષ્ટિને વિકલ્પ આવ્યો ને
તીર્થંકર પ્રકૃતિનો બંધ પડયો-એવું જ્ઞાન પણ આશ્રય કરવાલાયક નથી, વિકલ્પ અને
પ્રકૃતિનો બંધ જાણવાલાયક છે, પણ એનાથી મુક્તિ થશે કે એના જ્ઞાનથી મુક્તિ થશે
એમ નથી.
એક જ વાત! જે આત્મા આત્માને જાણશે ને જે આત્મા આત્મામાં ઠરશે તે
સિદ્ધપદને પામશે.
શ્રેણીકરાજાને વિકલ્પ ઊઠયો, ભગવાને કહ્યું કે હે શ્રેણીક! તું ભવિષ્યમાં તીર્થંકર
થઈશ. શ્રેણીક સમવસરણમાં ક્ષાયિક સમકિત પામ્યા. પરંતુ તેઓ સ્વભાવના અવલંબન
વડે ક્ષાયિક પામ્યા. વળી એ ક્ષાયિક થયું એમ જાણ્યું તે જ્ઞાન અને તીર્થંકર થઈશ એનું
જ્ઞાન એ જ્ઞાન તેને કેવળજ્ઞાનનું કારણ નથી. જેને આત્મદર્શન થયું, સમ્યગ્દર્શન થયું
તેને વિકલ્પ

Page 36 of 238
PDF/HTML Page 47 of 249
single page version

background image
૩૬] [હું
આવ્યો ને તીર્થંકર પ્રકૃતિ બંધાણી-એ સંબંધીનું જ્ઞાન તેને કેવળજ્ઞાન પમાડશે નહીં. માટે
કહે છે કે વ્યવહારદ્રષ્ટિથી એ જાણવા લાયક છે પણ એ જ્ઞાનનો મહિમા નથી. ભગવાન
આત્માનું જ્ઞાન કર, એમાં એકાગ્રતા કર, એનાથી કેવળજ્ઞાન થશે. પ્રકૃતિથી, વિકલ્પથી
કે તેના જ્ઞાનથી કેવળજ્ઞાન થશે નહીં. ભગવાનની વાણીથી જ્ઞાનમાં નક્કી થઈ ગયું કે
હું તીર્થંકર થઈશ. છતાં એ જ્ઞાન આશ્રય કરવા લાયક નથી.
વ્યવહારદ્રષ્ટિથી જે કહ્યું તેને જાણ; પણ ભગવાન આત્મા એકરૂપ પ્રભુને જાણતા
જ નક્કી તું કેવળજ્ઞાનને-સિદ્ધપદને પામીશ. ત્રણકાળમાં અમારી આ વાત ફરી એવી
નથી એમ કહે છે. નિશ્ચયનયથી આત્મા સ્વયં અરિહંત ને પરમાત્મા છે. વસ્તુ સદા
સિદ્ધ પરમાત્મા છે એવી અંતરની દ્રષ્ટિ ને તેનું જ્ઞાન તે પર્યાયમાં સિદ્ધપદને પામવાનું
કારણ છે. એ સિવાય અન્ય કોઈ શ્રદ્ધા, અન્ય કોઈ જ્ઞાન કે અન્ય કોઈ આચરણ
આત્માને મુક્તિનું કારણ નથી.
જે પરમેષ્ઠિપદ વ્યવહારનયે જાણવાલાયક કહ્યું હતું; તેના આશ્રયે પરમેષ્ઠીપદ
નહીં પમાય. એક સમયમાં અભેદ પરિપૂર્ણ પ્રભુ તેની દ્રષ્ટિ થતાં, તેનું જ્ઞાન થતાં, તે
શ્રદ્ધા-જ્ઞાન પરમેષ્ઠિપદની પ્રાપ્તિનું કારણ થશે, પણ વ્યવહારરત્નત્રય મુક્તિનું કારણ નહિ
થાય એમ કહે છે. ૧૭.
હવે કોઈ એમ કહે કે આ માર્ગ તો મહા ત્યાગી મુનિ જંગલમાં હોય તેના માટે
હોય, ગૃહસ્થ માટે શું? તેના ઉત્તરરૂપે ૧૮ મી ગાથામાં કહેશે કે ગૃહસ્થાશ્રમમાં પણ આ
માર્ગ હોય શકે છે. રાજપાટમાં દેખાય, ઇન્દ્રના ઇન્દ્રાસનમાં દેખાય છતાં એ
ગૃહસ્થાશ્રમમાં પણ એ જીવ નિર્વાણમાર્ગ ઉપર ચાલી શકે છે. કેમ કે ભગવાન આત્મા
પૂરણ અખંડ વસ્તુ તો મૌજૂદ છે, અખંડ વસ્તુનો આશ્રય કરનાર ગૃહસ્થાશ્રમમાં પણ
નિર્વાણને પામવાને લાયક થઈ જાય છે. આટલા આટલા ધંધાદિ હોય તોપણ?-કે હા;
ધંધાદિ એનામાં રહ્યાં, એ તો જાણવાલાયક છે. ભગવાન આત્માનો આશ્રય કરીને
ગૃહસ્થાશ્રમના ધંધાદિમાં જો હેયાહેયનું જ્ઞાન વર્તે તો તે પણ નિર્વાણને લાયક છે.
સંસારમાં ઈન્દ્રિય-જન્ય જેટલા સુખ છે તે બધા આ આત્માને
તીવ્ર દુઃખ આપનારા છે. આ રીતે જે જીવ ઈન્દ્રિય-જન્ય વિષય-સુખોના
સ્વરૂપનું ચિંતવન કરતો નથી તે બહિરાત્મા છે.
- શ્રી રયણસાર

Page 37 of 238
PDF/HTML Page 48 of 249
single page version

background image
પરમાત્મા] [૩૭
[પ્રવચન નં. ૭]
ગૃહસ્થાશ્રમમાં નિજ પરમાત્મ–અનુભવ
[શ્રી યોગસાર ઉપર પરમપૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી, તા ૧૩-૬-૬૬]
શ્રી યોગીન્દ્રદેવ કૃત આ યોગસાર ચાલે છે. તેમાં કહે છે કે ગૃહસ્થાશ્રમમાં પણ
આત્મ-અનુભવ થઈ શકે છે. ગૃહસ્થમાં રહેલો જીવ મોક્ષના માર્ગ પર ચાલી શકે છે.
એમ નથી કે સાધુ જ મોક્ષમાર્ગમાં ચાલી શકે-એ અર્થની ગાથા કહે છેઃ-
गिहि–वावार–परिठ्ठिया हेयाहेउ मुणंति
अणुदिणु सायहिं देउ जिणु लहु णिव्वाणु लहंति ।। १८।।
ગૃહકામ કરતાં છતાં, હેયાહેયનું જ્ઞાન;
ધ્યાવે સદા જિનેશપદ, શીઘ્ર લહે નિર્વાણ. ૧૮.
ગૃહસ્થના વેપાર ધંધામાં લાગેલો હોવા છતાં હેયાહેયનું જ્ઞાન હોય છે એટલે કે
છોડવાયોગ્ય શું છે ને આદરવાયોગ્ય શું છે એનું જ્ઞાન હોય છે. ગૃહસ્થાશ્રમમાં રહ્યા
છતાં ધર્મ કઈ રીતે હોય છે?-કે ગૃહસ્થાશ્રમમાં રહ્યાં છતાં હેયાહેયનું જ્ઞાન હોય છે. હેય
એટલે પુણ્ય-પાપના ભાવ, વેપાર-ધંધાના ભાવ કે પૂજા-ભક્તિ ના ભાવ તે હેય છે-
એવું એને જ્ઞાન વર્તવું જોઈએ.
ગૃહસ્થાશ્રમમાં ધર્મ થઈ શકે છે ને મોક્ષના માર્ગે ચાલી શકે છે તેની અહીં વાત
છે. ગૃહસ્થાશ્રમમાં આપણને ધર્મ ન થાય. આપણે ધર્મ ન કરી શકીએ. એ તો મુનિ
થાય, ત્યાગી થાય તેને ધર્મ હોય-એમ નથી. મુનિ ઉગ્રપણે પુરુષાર્થથી શીઘ્રપણે મોક્ષનું
સાધન ઉત્કૃષ્ટ કરે છે અને ગૃહસ્થાશ્રમમાં સમ્યગ્દ્રષ્ટિને એને યોગ્ય હેયાહેયનું જ્ઞાન
વર્તતું હોય છે. ધંધામાં હોય છતાં તેને દરેક ક્ષણે રાગાદિ ભાવ હેય છે, પર વસ્તુની,
શરીર આદિની ક્રિયાનો કર્તા હું નથી-એવું જ્ઞાન વર્તે છે.
પાપના-પુણ્યના ભાવ હો, દેહની ક્રિયા હો પણ એ બધાને સમ્યગ્દ્રષ્ટિ હેય તરીકે
જાણે છે. શુદ્ધ ચૈતન્ય પરમાનંદની મૂર્તિ પ્રભુ આત્મા એ જ મારે આદરણીય ને ધ્યાન
કરવાલાયક છે. ગૃહસ્થાશ્રમમાં સમકિતી આ પ્રમાણે વર્તન કરી શકે છે. ગૃહસ્થાશ્રમમાં
નિર્વાણમાર્ગ ન હોય એમ કેટલાક કહે છે ને? અહીં તો કહે છે કે ગૃહસ્થાશ્રમમાં આ
રીતે નિર્વાણમાર્ગ સમકિતીને હોય છે.
આત્મા પોતે નિર્વાણસ્વરૂપ છે. ભગવાન આત્મા મોક્ષસ્વરૂપ છે. તેનું સાધન
પોતામાં છે. તેથી ગૃહસ્થાશ્રમમાં તે કેમ ન કરી શકે? એક સમયનો વિકાર છે તે હેય
છે ને તેને છોડીને

Page 38 of 238
PDF/HTML Page 49 of 249
single page version

background image
૩૮] [હું
અનંતગુણનો પિંડ આખો પૂર્ણાનંદ પ્રભુ ઉપાદેય છે અને એ સ્વરૂપ તો પોતાનું છે. તેથી
ગૃહસ્થાશ્રમમાં એ કામ ન કરી શકે-એ કેમ હોઈ શકે?
આત્મા પોતે અનંત જ્ઞાન-આનંદ આદિ ગુણનો પિંડ છે, તેને ઉપાદેય છે એમ
કેમ ન કરી શકે? ગૃહસ્થાશ્રમમાં આત્મા છે કે નથી? આત્મા છે અને તે પોતાનો શુદ્ધ
સ્વભાવ રાખીને પડયો છે. વીતરાગના સ્વરૂપમાં ને આત્માના સ્વરૂપમાં કાંઈ ફેર નથી.
એવું પોતાનું સ્વરૂપ છે, એનું ઉપાદેયપણું કરી શકે છે, કેમ કે એનું સાધન પણ પોતામાં
છે, કાંઈ બાહ્ય ક્રિયામાં કે રાગમાં નથી.
રાગાદિ તો દૂર છે, તારામાં નથી; તારામાં નથી એ કાંઈ તારું સાધન હોય?
માટે રાગાદિ કોઈ તારું સાધન નથી. તારામાં જે છે એ તારું સાધન છે. ધંધાદિ હોય કે
રાગાદિ હોય-એ તો એનામાં રહ્યાં, હું તો શુદ્ધ પરમાત્મા છું-આ જ હું છું-એમ માનવું
તેનું નામ જ ઉપાદેયપણું.
વીતરાગના સ્વરૂપમાં ને મારા સ્વરૂપમાં પરમાર્થે કાંઈ ફેર નથી-એમ અંતરમાં
રુચિ કરીને દ્રષ્ટિ કરીને આત્માને સ્વીકારવો-એ ગૃહસ્થાશ્રમમાં કેમ ન થઈ શકે? દ્રષ્ટિ દૂર
હતી, તે દ્રષ્ટિ સમીપમાં કરે કે આ આત્મા જ હું છું-એ તો ગૃહસ્થાશ્રમમાં થઈ શકે છે.
વસ્તુ શુદ્ધ છે ને એનું જ્ઞાન, એની શ્રદ્ધા ને એનું આચરણ-એ સ્વભાવનું સાધન
પણ શુદ્ધ છે અને તે પણ પોતાની સમીપમાંથી-સ્વભાવમાંથી આવે છે, કાંઈ દૂરથી,
રાગમાંથી કે પરમાંથી આવતાં નથી માટે ગૃહસ્થાશ્રમમાં આત્માને મોક્ષનો માર્ગ કેમ ન
થઈ શકે? જરૂર થઈ શકે છે-એમ કહે છે. વસ્તુ પોતે છે ને એ જ કિંમતી ચીજ છે,
બીજી કોઈ પણ ચીજ-અલ્પજ્ઞતા, રાગ કે પર-મારી દ્રષ્ટિમાં કિંમતી ચીજ નથી-એમ
દ્રષ્ટિમાં ઉપાદેય તરીકે વસ્તુને ગ્રહણ કરવી-એ ગૃહસ્થાશ્રમમાં કેમ ન થઈ શકે? જરૂર
થઈ શકે. વળી એનું સાધન પણ અંદર છે. જ્ઞાનાનંદ ચૈતન્યસ્વભાવનું સાધન પણ
એની સમીપમાં-એમાં છે, સાધન કાંઈ બહારમાં નથી.
ભગવાન આત્મા પરમાનંદનું રતન છે. એ પરમાનંદ સ્વરૂપ રતન પોતે જ છે,
એમ જ્યાં દ્રષ્ટિમાં આદર આવ્યો ત્યાં સ્વભાવનું સાધન પણ પોતે જ છે અને એમાં
એકાગ્ર થતાં સાધનથી જે દશા પ્રગટ થાય, સાધક દશા-એ પણ એના સમીપમાં-સાધન
પણ એની સમીપમાં-એમાં છે, સાધન કાંઈ બહારમાં નથી.
ધંધાનો ભાવ તો હેય છે પણ એ કાળે પણ એ જીવની શક્તિનું સત્ત્વ છે ને!
તેથી ગૃહસ્થના અશુભભાવને હેય જાણે ને આ આત્મા અનંતગુણનો પિંડ છે તે હું-એમ
હેયાહેયનું જ્ઞાન થઈ શકે છે. બાપુ! તું છો ને તારું ન કરી શકે એનો અર્થ શું? તું છો
ને તારું જરૂર કરી શકે. ગૃહસ્થાશ્રમમાં રહ્યાં છતાં હેય-ઉપાદેયનો જ્ઞાનમાં વિવેક જરૂર
કરી શકે. પહેલાં શાસ્ત્રથી, ગુરુગમથી, તીવ્ર જિજ્ઞાસાથી હેયઉપાદેયનું જ્ઞાન કરે અને
પછી એની દ્રષ્ટિમાં આવે કે અહો! આ આત્મા! અનંતગુણસ્વરૂપ ભગવાન આત્મા તે
હું પોતે છું.
ગૃહસ્થાશ્રમમાં વેપારધંધાના કાળ વખતે શું આત્મા ક્યાંય ચાલ્યો ગયો છે? -ના; તો

Page 39 of 238
PDF/HTML Page 50 of 249
single page version

background image
પરમાત્મા] [૩૯
એ આત્માને ઉપાદેય તરીકે શ્રદ્ધા, જ્ઞાનમાં ગ્રહણ કરે ને રાગાદિને હેય જાણે-એવો ધર્મ
ગૃહસ્થાશ્રમમાં થઈ શકે છે.
શરીર-વાણી ને મનની જે ક્રિયા થવા કાળે થાય છે, તે તો ચૈતન્યના સત્ત્વમાં
નથી ને ચૈતન્ય તેનો કર્તા નથી ને ગૃહસ્થાશ્રમમાં તેનું જ્ઞાન થઈ શકે છે કે આ લક્ષ
કરવા લાયક નથી. ગૃહસ્થાશ્રમમાં જે ધંધાદિના પરિણામ થાય તેનાથી અધિકપણે અંદર
અનંતગુણનું ધામ આત્મા બિરાજે છે, તેને ઉપાદેય તરીકે સ્વીકારીને રાગાદિને હેય
તરીકે સ્વીકારી શકાય છે, પણ પછી એને ધંધાદિમાં રસ ન રહે હો!
પણ ધંધામાં રસ ન રહે તો પૈસા શી રીતે કમાય?
ધંધામાં રસ હોય તો પૈસા કમાય કે પુણ્યને લઈને કમાય? પુણ્ય હોય તો પૈસા
મળે. અહીં તો કહે છે કે બે વાત છે. એક તું પોતે ને બીજો તારાથી વિરુદ્ધ વિકારનો
ભાવ. ધંધાદિના વિકારી પરિણામ વખતે આત્મા ક્યાંય ચાલ્યો ગયો નથી. ધંધાદિના
પરિણામ દુઃખરૂપ છે, હેયરૂપ છે, આદરવાયોગ્ય નથી-એમ એણે જ્ઞાન કરવું જોઈએ
અને એનાથી રહિત ત્રિકાળી જ્ઞાયકમૂર્તિ ચિદાનંદ શુદ્ધ આત્મા છું, એનો અંતર્મુખ થઈને
આદર કરવો જોઈએ. આટલું તો ગૃહસ્થાશ્રમમાં રહીને પણ થઈ શકે છે-એમ કહે છે.
ગૃહસ્થાશ્રમમાં પણ છૂટેલું જ્ઞાયક તત્ત્વ તું છો, તેના સાધન વડે છૂટવાનો ઉપાય
થઈ શકે છે એટલે કે ધંધાદિના પરિણામ ને બાહ્ય ક્રિયામાં રહેવાથી આ ન થઈ શકે
એમ છે નહીં. પરંતુ નનૂર થઈને એણે એની કિંમત કદી કરી નથી. વસ્તુ તરીકે તું
જિનસ્વરૂપે જ છો. પરંતુ એનામાં જે છે એને દ્રષ્ટિમાં ન લે અને જે વસ્તુમાં નથી
એવા રાગાદિને દ્રષ્ટિમાં લે-વસ્તુ છે છતાં તેને ભૂલીને એ ભાવ કરે તો અજ્ઞાન
કરવામાં પણ જીવ સ્વતંત્ર છે. જ્ઞાનાનંદમૂર્તિ વસ્તુનો અંતરમાં સ્વીકાર કરીને આ
આત્મા તે હું-એમ સ્વીકાર થતાં પછી જે વિકલ્પ ઊઠે તે તેના સ્વરૂપમાં ન હોવાથી
તેને હેય જાણીને ગૃહસ્થાશ્રમમાં હેયાહેયનું જ્ઞાન કરી શકે છે.
સિદ્ધ સમાન સદા પદ મેરો-સિદ્ધ સમાન તારું આત્મતત્ત્વ છે પણ એની તને
ખબર નથી ને કહે કે મારે ધર્મ કરવો છે, પણ ક્યાંથી ધર્મ થાય? ધર્મ કરનાર ધર્મી
મહાન પદાર્થ છે એવી ઉપાદેય બુદ્ધિ ગૃહસ્થાશ્રમમાં કરે તો ધર્મ થઈ શકે છે. એનો અર્થ
એ થયો કે ભગવાન આત્મા ગૃહસ્થાશ્રમમાં ધંધાદિની પર્યાયમાં હો કે બાહ્ય ક્રિયામાં
નિમિત્ત તરીકે ઉપસ્થિતિ દેખાતી હો છતાં તેને હેય જાણી પોતાના શુદ્ધ આનંદસ્વરૂપ
આત્માને ઉપાદેય જાણી અંતરના આનંદમાં વર્તી શકે છે, ગૃહસ્થાશ્રમમાં પણ અંતરમાં
આનંદસ્વરૂપનો સ્વીકાર કરી શકે છે, રાગને હેય કરી શકે છે અને કોઈ કોઈ કાળે તે
આનંદના અનુભવમાં વર્તી શકે છે. પણ વાત એમ છે કે એનો આત્મા કેવડો છે એની
એને ખબર નથી.
ગૃહસ્થ એટલે ગૃહમાં રહેલો એટલે કે ધંધાદિમાં રહેલો જીવ, પણ એ વખતે પણ
આત્મા તો મોજૂદ છે ને! જેમાં અનંત સિદ્ધ પરમાત્મા બિરાજે છે એવા પૂર્ણાનંદનો નાથ
તો ધંધાદિના કાળે પણ મોજૂદ છે ને! તો એવા આત્માને દ્રષ્ટિમાં ઉપાદેય કરીને,
ધંધાદિના કે દયા-દાન આદિના રાગ હોય છે એમ દ્રષ્ટિમાં રાગનો ત્યાગ ને શુદ્ધાત્માનો
આદર કરી શકે છે.

Page 40 of 238
PDF/HTML Page 51 of 249
single page version

background image
૪૦] [હું
દ્રષ્ટિમાં પૂર્ણ આત્માનો સ્વીકાર થતાં પરમેશ્વરનો સ્વીકાર થયો ને હેય એવા
રાગાદિ હોવા છતાં દ્રષ્ટિમાં તેનો ત્યાગ થઈ ગયો. આ રીતે ગૃહસ્થાશ્રમમાં દ્રષ્ટિમાં
રાગના ત્યાગરૂપ ને સ્વભાવના આદરરૂપ ધર્મ થઈ શકે છે. પરંતુ પૈસાદિમાં લાભ માને
તેને સ્વભાવનો લાભસ્વભાવનો સ્વીકાર શી રીતે થઈ શકે? એક બાજુ પૈસાની
મમતાનો ભાવ ને બીજી બાજુ સમતાનો પિંડ સ્વભાવ! મમતાના કાળે પણ સમતાનો
પિંડ પ્રભુ ક્યાંય ચાલ્યો ગયો નથી, માત્ર સમતાના પિંડનો સ્વીકાર ને મમતાનો
અસ્વીકાર કરવો જોઈએ; તો ગૃહસ્થાશ્રમમાં પણ ધર્મ થાય.
* ધ્યાવે સદા જિનેશપદ *
રાત-દિવસ જિનેન્દ્રદેવનું ધ્યાન કરે છે. જિનેન્દ્ર એટલે વિતરાગ; અંદર
વિતરાગની લગની લાગી છે. જિનેન્દ્ર એટલે વિતરાગી આત્મા. વીતરાગી ભગવાન ને
વસ્તુમાં કાંઈ ફેર નથી. સમકિતી ગૃહસ્થાશ્રમમાં ધંધામાં પડયો હોય, હજારો રાણીઓના
વૃંદમાં પડયો હોય છતાં રાત-દિન જિનેન્દ્રદેવનું ધ્યાન કરે છે. વીતરાગ...
શુદ્ધ...શુદ્ધ...સ્વભાવ આદરણીય છે, અશુદ્ધતા આદરણીય નથી. આવું જો સમકિતીને ન
હોય તો સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન જ ન હોય.
પરને પર તરીકે, હેય તરીકે જાણ્યા વિના ઉપાદેય તરીકે ચિદાનંદ ભગવાન
આત્માનું જ્ઞાન યથાર્થ થઈ શકે નહીં. ઉપાદેય તરીકે આત્માને આદરણીય જાણ્યો એટલે
રાગાદિ હેય તરીકે વર્તે એટલે તેમાં લાભનું કારણ કેમ માને? એ તો નુકશાનનું કારણ
છે, શુભાશુભભાવ થાય પણ તે નુકશાનનું કારણ છે.
મોક્ષ સાધનનો મોટો ભાગ મુનિ કરે પણ ગૃહસ્થાશ્રમમાં એકદેશ તો સાધન થઈ
શકે છે. મોટા ભાગનું સાધન મુનિ કરે, મુનિ એટલે? બહારના ત્યાગી એટલે મુનિ-
એમ નથી. શુદ્ધ ચિદાનંદના ભાનપૂર્વક તેમાં ખૂબ ઠરે ને ખૂબ આનંદને વેદે તે મુનિ; તે
મોક્ષના મોટા ભાગનું સાધન કરે. પરંતુ મોક્ષના માર્ગનો નાનો ભાગ તો ગૃહસ્થને મળે
એમ છે હો!
જ્યાં એકલો પૂર્ણાનંદનો નાથ ચૈતન્યપ્રભુ દ્રષ્ટિમાં પડયો છે ત્યાં આખા
સંસારનોઉદય ભાવનો દ્રષ્ટિમાં ત્યાગ વર્તે છે, આત્માનો આદર થયો ને મિથ્યાત્વનો
ત્યાગ થયો ત્યાં તે મોટો ત્યાગી થઈ ગયો. આવા ત્યાગ વિના બહારની ક્રિયાને ત્યાગ
કહે ને દયા-દાનના ભાવથી મને લાભ થાય એમ માનનાર ત્યાગીએ આખા આત્માનો
જ ત્યાગ કર્યો છે. એણે રાગનો ત્યાગ કર્યો નથી પણ ત્યાગ કર્યો છે પોતાના
આત્માનો. જ્ઞાનીએ તો જે ભાવે તીર્થંકરગોત્ર બંધાય તે રાગનો પણ દ્રષ્ટિમાંથી ત્યાગ
કર્યો છે.
પ્રભુ અંતરમાં બિરાજે છે ને તેનું સાધન પણ દૂર-રાગમાં નથી પણ નજીકમાં
અંતરમાં છે. અંતરમાં એકાગ્ર થવું તે એનું સાધન છે. આવા સાધનને ને સાધનના
ધ્યેયને ન જાણે તેને આ હેય ને આ ઉપાદેય એમ જ્ઞાનમાં વર્તતું નથી. તેથી તેને
દ્રષ્ટિમાં આત્માનો ત્યાગ વર્તે છે પણ દ્રષ્ટિમાં રાગનો ત્યાગ વર્તતો નથી.

Page 41 of 238
PDF/HTML Page 52 of 249
single page version

background image
પરમાત્મા] [૪૧
ધર્મી જીવ ગૃહસ્થાશ્રમમાં ૯૬ હજાર રાણીઓના વૃંદમાં પડયા હોય પણ એ
ભોગના કાળે પણ દ્રષ્ટિમાં એનો ત્યાગ વર્તે છે. મારો આનંદ મારી પાસે છે પણ
અરેરે! આ સમાધાન થતું નથી એટલે રાગ આવે છે પણ સમકિતી એ અસ્થિરતાને
હેય તરીકે જાણે છે. એ પ્રકારના અસ્થિરતાના રાગમાંથી બીજે જ ક્ષણે કદાચિત્
ધ્યાનમાં આવે તો અતીન્દ્રિય આનંદનું ધ્યાન પણ કરી લે. વાસનાના વિકલ્પમાં દોરાઈ
ગયો પણ અંદર તો સચ્ચિદાનંદ પ્રભુને દ્રષ્ટિમાંથી છોડયો નથી.
ગૃહસ્થાશ્રમમાં પણ સ્વસ્વરૂપ મોજૂદ છે છતાં તેને આદરણીય કેમ કરી શકતો
નથી?-કે પોતાના સ્વસ્વરૂપનો એને મહિમા નથી એટલે વિકાર ને પરના મહિમામાં
તેની દ્રષ્ટિ પડી છે તેથી મિથ્યાત્વમાં પડયો છે. પરંતુ ગૃહસ્થાશ્રમમાં રહ્યાં છતાં જ્યાં
સ્વનો મહિમા આવ્યો કે આ અખંડાનંદ પ્રભુ જ મારે કરવાનું કામ, વિશ્રામનું ધામ છે-
એમ અંતર્દષ્ટિ ને જ્ઞાન કર્યા ત્યાં પૂજા-ભક્તિના ભાવને પણ ત્યાગબુદ્ધિએ દેખે છે.
પ્રભુ! તું છો કે નહીં? છો તો કેવડો છો?-કેઃ-
અનંતા ગુણનો દરિયો છો, જ્ઞાન સ્વરૂપે ભરિયો છો.
આનંદનો તું કંદ છો, વીર્યની તું કાતળી છો,
શાંતિનો તું સાગર છો, અનંત પુરુષાર્થના વીર્યથી ભરેલો પદાર્થ છો, સ્વચ્છતાનું
ધામ છો, અનંત ગુણમાં એક-એક ગુણમાં પ્રભુતાથી ભરેલો પ્રભુ તું છો.
આવા ભગવાનને જેણે ગૃહસ્થાશ્રમમાં રહ્યાં છતાં એનો શ્રદ્ધા-જ્ઞાનમાં સ્વીકાર
કર્યો એણે અનંતકાળથી જેનો ત્યાગ વર્તતો હતો તેને ગ્રહણ કર્યો ને અનંતકાળથી
રાગાદિ પુણ્યપરિણામને ગ્રહણ કરવાયોગ્ય માનતો હતો તેનો દ્રષ્ટિમાં ત્યાગ વર્ત્યો.
સમકિતી જિનેન્દ્રદેવનું સદા ધ્યાન કરે છે એટલે કે સમકિતીને આત્માના શ્રદ્ધા-
જ્ઞાન તો નિરંતર છે પણ કોઈ વખતે ધ્યાનમાં અંદર સ્થિર થઈ જાય છે. ગૃહસ્થીને
ધ્યાન પણ હોય છે એમ કહે છે. ગૃહસ્થાશ્રમમાં રહ્યાં છતાં ધર્મીને રાત-દિવસ ભગવાન
આત્માના શુદ્ધજ્ઞાનરૂપ પરિણતિ કાયમ વર્તે છે ને કોઈ વખતે નિર્વિકલ્પ ધ્યાન પણ
ગૃહસ્થીને થઈ જાય.
ગૃહસ્થાશ્રમમાં આત્મા શું આત્મા મટીને વિકારરૂપે થઈ ગયો છે? ગૃહસ્થાશ્રમમાં
રહેલો આત્મા શું જડ અને શરીરરૂપે થઈ ગયો છે?-ના; તો એ ત્રિકાળ સ્વભાવની
દ્રષ્ટિ થતાં વિકારપણે હું નથી એમ દ્રષ્ટિ થતાં દ્રષ્ટિમાં વિકારનો ત્યાગ વર્તે છે;
ગૃહસ્થાશ્રમમાં પણ એને ધ્યાન વર્તે છે. જેને લક્ષમાં લીધો છે, તેમાં વારંવાર ઠરવારૂપ
નિર્વિકલ્પ ધ્યાન પણ વર્તે છે.
સ્વરૂપ શુદ્ધ છે એમ અનુભવપૂર્વક સમ્યગ્દ્રષ્ટિને જ્ઞાન થયા પછી સામાયિકમાં
પ્રયોગ કરે છે કે હું પરમાત્મા છું તો ઉપયોગ એમાં સ્થિર રહી શકે છે કે નહીં એનો
અજમાયશ ને પ્રયોગ સામાયિકમાં કરે છે. રોજ સામાયિકમાં અજમાયશને પ્રયોગ કરે છે
તથા પંદર દિવસે, મહિને ચોવીશ કલાક પ્રયોગ કરે કે આત્મા અંદર સ્વરૂપમાં કેટલો
રહી શકે છે. તે

Page 42 of 238
PDF/HTML Page 53 of 249
single page version

background image
૪૨] [હું
પ્રયોગને પૌષધ કહે છે. દેહના ત્યાગના કાળે નિર્વિકલ્પ કેટલો રહી શકું છું, ભવના
અભાવના કાળે ભવના અભાવસ્વરૂપ ભગવાન આત્મામાં સ્થિરતા કેટલીક રહી શકે
છે? તેનો પ્રયોગ કરવો તેને ‘સંથારો-સમાધિ મરણ’ કહે છે. આ બધું ગૃહસ્થાશ્રમમાં
થઈ શકે છે એમ અહીં તો કહેવું છે હો!
-આ રીતે ગૃહસ્થાશ્રમમાં રહ્યાં છતાં જે આત્માને ઉપાદેય જાણે ને રાગાદિને
હોય જાણે તે અલ્પકાળમાં નિર્વાણને પામે છે. ૧૮.
હવે ૧૯મી ગાથામાં કહે છે કે જિનેન્દ્રદેવનું સ્મરણ પરમપદનું કારણ છે.
जिणु सुमिरहु जिणु चिंतवहु जिणु झायहु सुमणेण ।
सो झायंतहं परम–पउ लब्भइ एक्क–खणेण ।। १९।।
જિન સમરો જિન ચિંતવો, જિન ધ્યાવો મન શુદ્ધ;
તે ધ્યાતાં ક્ષણ એકમાં, લહો પરમપદ શુદ્ધ.
૧૯.
હે આત્મા! વીતરાગ પરમેશ્વર અને તારો આત્મા-તે બન્નેના સ્વભાવમાં કાંઈ
ફેર નથી. વર્તમાન પર્યાયમાં-અવસ્થામાં ફેર છે. ભગવાનની દશા પૂર્ણાનંદરૂપ થઈ
ગઈને તારી દશામાં રાગ ને મલિનતા છે પરંતુ વસ્તુ સ્વભાવમાં ને ભગવાનના
સ્વભાવમાં કાંઈ ફેર નથી. તેથી અહીં કહે છે કે કેવળજ્ઞાની પરમેશ્વરે જેવો ભગવાન
આત્મા જોયો છે તેવો આત્મા જેને શ્રદ્ધા-જ્ઞાનમાં બેઠો છે એવો ધર્મીજીવ એનું વારંવાર
સ્મરણ કરે છે. રાગનું, નિમિત્તનું કે સંયોગનું સ્મરણ કરતાં નથી પણ ભગવાન
આત્માનું સ્મરણ કરે છે.
હે આત્મા! શુદ્ધભાવથી જિનેન્દ્રનું સ્મરણ કરો. જિનેન્દ્ર એટલે આત્મા, તેનું
શુદ્ધભાવથી સ્મરણ કરો. ભગવાન આત્માનો સ્વભાવ વીતરાગી ઇન્દ્ર-ઈશ્વર છે પણ
પોતે પોતાને રાંકો માનીને બેઠો, આની વિના ચાલે નહીં ને તેની વિના ચાલે નહીં-
એને કેમ બેસે? આબરૂમાં જરાક ખામી થઈ જાય ત્યાં તો...એને કેમ બેસે કે પોતે
પરમેશ્વર પ્રભુ છે! આબરૂમાં જરાક ધક્કો લાગે ત્યાં તેને કાંઈ થઈ જાય, પણ બાપુ!
અનાદિનો તને આબરૂનો આ મોટો ધક્કો લાગી ગયો છે તેનું શું? ભગવાન
સચ્ચિદાનંદ પ્રભુ જિનેન્દ્ર છે તેને રાગવાળો માનવો એ તને મોટું કલંક છે બાપુ!
ભાઈ! ભગવાન આત્મા વીતરાગમૂર્તિ પ્રભુ છે તેનું ચિંતવન કર ને! આ રાગ
ને દયા-દાન આદિના વિકલ્પ છે એ તો છોડવાલાયક છે, એને વારંવાર યાદ શું કામ
કરે છો? આવે તોપણ તેને યાદ શું કરવા કરે છો? આત્મા સાક્ષાત્ વસ્તુ તરીકે જિનેન્દ્ર
પ્રભુ છે ને તેની દશામાં જિનેન્દ્રપણું પ્રગટ કરવા માટે એ જિનેન્દ્ર પ્રભુમાં એકાગ્ર થઈને
ધ્યાન કરવું એ પ્રગટ જિનેન્દ્ર થવાનો ઉપાય છે.
આહાહા! ઘરે પરમેશ્વર પ્રભુ આદિનાથ મુનિ પધારે ને તેનો આદર ન કરે અને
સડેલાં રોગવાળી વાઘરણનો આદર કરે! તેમ ત્રણ લોકનો નાથ ભગવાન પોતે
સમીપમાં

Page 43 of 238
PDF/HTML Page 54 of 249
single page version

background image
પરમાત્મા] [૪૩
બિરાજે છે તેનો આદર ન કરતાં પુણ્ય ને પાપ મેલ-ભિખારી જેવા વિકારને શરીરાદિનો
સત્કાર કરે!!
જિન સમરો-ભગવાન આત્મા ચૈતન્યપ્રભુ ઉપાદેય છે ને રાગાદિ મેલ હેય છે એમ
જેને પહેલાં સમ્યગ્જ્ઞાનમાં વિવેક પ્રગટયો છે તે જિનેન્દ્રનું સ્મરણ કરે છે. બહારની હોળીના
સ્મરણ કરે છો તેના કરતાં સમીપમાં ચિદાનંદપ્રભુ બિરાજે છે તેનું સ્મરણ કર ને! એનું
સ્મરણ કરતાં એ પ્રગટ થાય એવો છે. માટે અંદર જે રાગ ને પુણ્યભાવ આવે એને યાદ
ન કર! ઝેરને યાદ કરવા જેવા નથી, છોડી દે લક્ષમાંથી! પવિત્ર પ્રભુ ભગવાન આત્મા છે
તેનું સ્મરણ કરવા જેવું છે, તે તને હિતનું કારણ છે.
અહો! હું જ તીર્થંકર છું, હું જ જિનવર
છું, મારામાં જ જિનવર થવાના બીજડાં પડયા છે.
પરમાત્માનો એટલો ઉલ્લાસ...કે જાણે પરમાત્માને
મળવા જતો હોય! પરમાત્મા બોલાવતા હોય કે
આવો......આવો......ચૈતન્યધામમાં આવો! આહાહાહા!
ચૈતન્યનો એટલો આહ્લાદ જ હોય! ચૈતન્યમાં
એકલો આહ્લાદ જ ભર્યો છે. એનો મહિમા, માહાત્મ્ય
ઉલ્લાસ, ઉમંગ અસંખ્ય પ્રદેશે આવવો જોઈએ
– પૂજ્ય ગુરુદેવશ્રી

Page 44 of 238
PDF/HTML Page 55 of 249
single page version

background image
૪૪] [હું
[પ્રવચન નં. ૮]
હે મોક્ષાર્થી! નિજ પરમાત્મામાં ને જિનેન્દ્રમાં
કિંચિત્ ભેદ ન જાણ!
[શ્રી યોગસાર ઉપર પરમપૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી, તા ૧૪-૬-૬૬]
આ યોગસાર શાસ્ત્ર છે. આત્માનું હિત જેમાંથી પ્રગટ થાય એવો જે પોતાનો
આત્મા તેની એકાગ્રતાનો જે ભાવ તે યોગ છે અને તે યોગથી જે વીતરાગતા પ્રગટ
થાય તે યોગસાર છે. અહીં આપણે ૧૯મી ગાથા ચાલી રહી છે.
जिणु सुमिरहु जिणु चिंतवहु जिणु झायहु सुमणेण ।
सो झायंतह परम–पउ लब्भइ एक्क–खणेण ।। १९।।
જિન સમરો જિન ચિંતવો, જિન ધ્યાવો મન શુદ્ધ,
તે ધ્યાતાં ક્ષણ એકમાં, લહો પરમપદ શુદ્ધ. ૧૯
* શુદ્ધ ભાવે જિનેન્દ્રનું સ્મરણ કરો *
શુદ્ધ ભાવે જિનેન્દ્રનું સ્મરણ કરો એટલે શું?-જિનેન્દ્ર એટલે જે પૂરણ પરમાત્મા
થઈ ગયા એવો જ આ આત્મા જિનેન્દ્ર છે; એ જિનેન્દ્રનું શુદ્ધભાવથી સ્મરણ કરવું
એટલે કે રાગ વિનાની વીતરાગી દશા દ્વારા ભગવાન આત્માનું સ્મરણ કરવું.
રાગનો આશ્રય એ કાંઈ જિનેન્દ્રનું સ્મરણ નથી, એ તો વિકારનું સ્મરણ છે.
પુણ્યપાપના રાગમાં તો જિનેન્દ્રથી વિરુદ્ધ વિકારભાવનું સ્મરણ કર્યું, તેથી તેને સંસાર
અનાદિ જેમ છે તેમ રહે છે. ભાઈ! તારે એ સંસારનો અંત લાવવો હોય, સુખી થવું
હોય તો જિનેન્દ્રનું સ્મરણ કરવું એટલે કે જિનેન્દ્ર સમાન તારો સ્વભાવ છે તેનું સ્મરણ
કરવું. એ સ્મરણ ક્યારે કરી શકે?-કોણ કરી શકે?-કે પહેલાં નિર્ણય કર્યો હોય કે હું
પોતે પરિપૂર્ણ પરમાત્મા છું, મારા સ્વભાવમાં પૂર્ણાનંદ ને પૂરણ નિર્દોષતા ભરી પડી
છે-આમ જેને શ્રદ્ધામાં ધારણામાં આવ્યું હોય એ જિનેન્દ્રનું સ્મરણ કરી શકે.
જેનો જેને પ્રેમ હોય તેનું તે સ્મરણ કરે. લગ્નની ધમાલમાં અરે! મોટીબેન ને
ભાણીયા ન આવી શક્યા-એમ ઓરતો કરે-યાદ કરે; કેમ કે પ્રેમ છે ને! એટલે લગ્નની
ધમાલમાં પણ સ્મરણ કરે! તેમ શુદ્ધ અખંડાનંદ પરમાત્માનું સ્વરૂપ તે જ મારુ સ્વરૂપ
છે-એમ નિર્ણયમાં આત્માનો જેને પ્રેમ જાગ્યો હોય તે તેનું વારંવાર સ્મરણ કરે
જેણે નિર્ણય કર્યો છે કે પૂરણ શુદ્ધ આનંદસ્વરૂપ પરમાત્મા હોય છે, તેને એવો
નિર્ણય આવે કે હું પોતે વસ્તુ તરીકે પરમાત્મા છું, મારું સ્વરૂપ જ વીતરાગ બિંબ છે.
વસ્તુમાં

Page 45 of 238
PDF/HTML Page 56 of 249
single page version

background image
પરમાત્મા] [૪પ
સદોષતાનો અંશ નથી કે અપૂરણતા નથી, એવી મારી વસ્તુ છે-એવો જેણે જ્ઞાનમાં
નિર્ણય કરીને અનુભવ કર્યો છે કે આ વસ્તુ આમ જ છે, એને વારંવાર એ વસ્તુ
સ્મરણમાં આવે છે.
સંસારના ભોગમાં, પૈસા કમાવા આદિમાં કેવી હોંશ આવે છે?-કેમ કે અજ્ઞાનમાં
એને એનો પ્રેમ છે ને? માને ભલે મજા પણ અત્યારેય દુઃખી છે ને ચાર ગતિમાં
રખડવાનો છે. આમ કમાવું, આમ પરણવું, આનું આમ કરવું-એમ કષાયમાં હોંશ કેટલી
છે-એ તો એકલા દુઃખની ઘાણીમાં પીલાઈ રહ્યો છે.
અહીં તો એમ કહે છે કે જેનો જેને પ્રેમ તેને તે વારંવાર સંભાર્યા કરે ને તેમાં
તેનું ઉલ્લસિત વીર્ય કામ કર્યા કરે છે. પરનું કાંઈ કરતો નથી પણ આનું આમ કર્યું ને
તેમ કર્યું-એમ એનું ઉલ્લસિત વીર્ય ત્યાં કામ કર્યા કરે છે. રુચિ અનુયાયી વીર્ય. જેની
જેને રુચિ તેનું વીર્ય ત્યાં કામ કર્યા વિના રહે નહીં, તેનું જ્ઞાન, તેની શ્રદ્ધા, તેનું વીર્ય
જ્યાં રુચિ હોય ત્યાં કામ કર્યા કરે.
જેને આ આત્મા સુખી કેમ થાય-એવી જરૂરીયાત જણાય, આ આત્માની દયા
આવે કે અરે આત્મા! અનંત કાળથી ૮૪ લાખ યોનિના અવતારમાં ક્યાંય કોઈ શરણ
નથી, ક્યાંય કોઈ આધાર નથી, એકલો દુઃખી થઈને તરફડે છો, તરફડે છો! -એમ
એને દયા આવવી જોઈએ કે અરે આત્મા! તને કાંઈક સુખ થાય એવો રસ્તો લે
ભાઈ! તું જિનેન્દ્રસ્વરૂપી છો-એમ શ્રદ્ધા-જ્ઞાનમાં લે. એમ જેણે શ્રદ્ધા-જ્ઞાનમાં લીધું છે
ને તે વારંવાર જિનેન્દ્રનું સ્મરણ કરે છે.
ભાઈ! વસ્તુ સ્વરૂપ પૂર્ણાનંદની મૂર્તિ છે, એના શ્રદ્ધા-જ્ઞાનપૂર્વક તેનું વારંવાર
સ્મરણ કરતાં એટલે કે એકાગ્રતા કરતાં મુક્તિની પ્રાપ્તિ થાય છે. તેથી અહીં કહે છે કે
જિન સમરો, જિન ચિંતવો, જિન ધ્યાવો. હું પોતે વીતરાગ પરમાત્મા છું એમ સ્મરણ
કર, ચિંતવન કર ને એમાં ને એમાં એકાગ્રતા કર.
ત્રસની સ્થિતિ તો બે હજાર સાગરની છે, પછી તો એકેન્દ્રિયની લાંબી સ્થિતિએ
આત્મા ચાલ્યો જાય. કેમ?-કે જિનેન્દ્ર સ્વરૂપી આત્માના સ્મરણ ને ધ્યાનના અભાવને
લઈને વિકારના સ્મરણ ને ધ્યાનને લઈને ત્રસની સ્થિતિ પૂરી કરીને નિગોદમાં
અનંતકાળ ચાલ્યો જશે.
અરે આત્મા! તું પરમાત્મા છો ને આ પરિભ્રમણના પંથે ક્યાં ચઢી ગયો!
પરિભ્રમણના પંથનો અભાવ કરવાની તારામાં તાકાત છે. અરિહંત પરમાત્માએ ભવનો
અભાવ કર્યો છે ને એ ભવનો અભાવ કરવાની તાકાતવાળો હું આત્મા છું-એમ પલટો માર.
* ક્ષણમાં કેવળજ્ઞાન લઈ શકે એવો તું છો *
હવે કહે છે કે એક ક્ષણમાં કેવળજ્ઞાન લઈ શકે એવો આત્મા છે. એક ક્ષણમાં
કરોડો રૂપિયાનો બંગલો બાંધવો હોય તો બાંધી ન શકે પણ એક ક્ષણમાં કેવળજ્ઞાનરૂપી
બંગલો પ્રગટ કરી શકે એવો તૈયાર પરમાત્મા છે. ભગવાન આત્મા પરમાનંદની મૂર્તિ,
જ્ઞાનસૂર્ય વીતરાગ સ્વરૂપી છે, તેનું ધ્યાન કરતાં-તેને ધ્યેય બનાવીને તેમાં લીન થતાં
ક્ષણમાં કેવળજ્ઞાન

Page 46 of 238
PDF/HTML Page 57 of 249
single page version

background image
૪૬] [હું
પામે-સાદિ અનંતકાળ રહે એવું કેવળજ્ઞાન ક્ષણ એકમાં પામે એવો આત્મા પોતે છે,
પણ એની સામે એણે કદી જોયું નથી.
ભગવાન આત્માને રુચિમાં લઈ, જ્ઞાનમાં એને જ્ઞેય બનાવીને, તેનું સ્મરણ,
ચિંતવન કરે ને તેમાં ઠરે તો ક્ષણમાં કેવળજ્ઞાન પામે અને સમ્યગ્દર્શન, જ્ઞાન ને
ચારિત્રના અંશમાં જેટલો સ્વરૂપમાં ઠરે એટલો આનંદનો સ્વાદ આવે. એ આનંદના
સ્વાદીયા સમ્યગ્દ્રષ્ટિ જગતને એમ જુએ છે કે અહો! આ બધા પરમાત્મા પ્રભુ છે,
એની ભૂલ છે તે એક સમયની છે. તેથી કોઈ આત્મા પ્રત્યે સમ્યગ્દ્રષ્ટિને વિષમભાવ
થતો નથી. બધા આત્માઓ પરમાત્મસ્વરૂપે પરમાત્મા છે. એક સમયની વિકૃત દશા છે,
એ વિકૃત દશાને જેણે સ્વભાવના આશ્રયે તોડીને જિનેન્દ્રસ્વરૂપે પોતે છે એમ જાણ્યો-
માન્યો એ બધા આત્માને એવા જ સ્વભાવે જુએ છે એટલે કોને કહેવા નાના ને કોને
કહેવા મોટા?
જેની શ્રદ્ધામાં વીતરાગ સ્વભાવી આત્માની કિંમત થઈ છે ને વારંવાર એ કિંમતી
ચીજને યાદ કરીને સ્મરણ કરીને ઠરે છે. તે જો અલ્પકાળ ઠરે તો તેટલો આનંદ આવે છે
ને વિશેષ ઠરે તો અલ્પકાળમાં કેવળજ્ઞાન પામે છે, ક્ષણમાત્રમાં પરમાત્મા થઈ જાય.
વીતરાગ સ્વરૂપ પરિપૂર્ણ ભગવાન આત્મા છે એમ વિશ્વાસ કરે, મારું પરમપદ
નિજાનંદસ્વરૂપે ત્રિકાળ બિરાજમાન છે એવો જેને અંતર રુચિપૂર્વક જ્ઞાન થઈને વિશ્વાસ
આવ્યો ને એની જ્યાં લગન લાગી ને અંદર ઠર્યો ત્યાં ક્ષણમાં પરમાત્મા! સાદિ અનંત
સિદ્ધ દશા! પરમાત્મા સમાન છું...પરમાત્મા સમાન છું... પરમાત્મા છું...પરમાત્મા છું...-
એમ ધ્યાન કરતાં કરતાં પરમાત્મા પોતે થઈ જાય છે. હું રાગી છું...હું રાગી છું...હું
રાગનો કર્તા છું-એમ કરતાં કરતાં મૂઢ થઈ જાય છે. રાગનો કર્તા ને પરનો કર્તા
આત્મા નથી, જો કર્તા હોય તો તન્મય થઈ જાય. પણ એ રૂપે આત્મા થયો જ નથી.
એવો ભગવાન આત્મા વીતરાગ સ્વરૂપી પરમપદનું કારણ છે. ૧૯.
હવે કહે છે કે પોતાના આત્મામાં ને જિનેન્દ્રમાં ફેર નથી. એક સમયની દશામાં
વિકાર છે એ કાંઈ અસલી આત્મા નથી. એક સમયની અલ્પજ્ઞ દશા, વર્તમાન પર્યાય
ને રાગ એ કાંઈ આત્માનું અસલી સ્વરૂપ નથી. એ તો વિકૃત ને અપૂર્ણરૂપ છે.
ભગવાન આત્મામાં એક સમયમાં ત્રણ પ્રકાર છે. પુણ્ય-પાપની વિકૃત દશા અને
તેનાથી મને લાભ થાય એવી ભ્રાંતિ એ એક પ્રકાર છે તેને જાણનારી વર્તમાન પર્યાય
અલ્પજ્ઞતા તે બીજો પ્રકાર છે અને એ વિકૃત તથા અલ્પજ્ઞદશા વખતે જ પૂરણ શુદ્ધ
પવિત્ર સર્વજ્ઞ સ્વરૂપ તે ત્રીજો પ્રકાર છે. એક સમયની પર્યાયમાં અલ્પજ્ઞતા છે ત્યારે
પોતે સર્વજ્ઞ છે, પર્યાયમાં જ્યારે રાગાદિ ભાવ છે ત્યારે પોતે વીતરાગનું બિંબ છે.
આવો આત્મા-સર્વજ્ઞ સ્વરૂપી વીતરાગ બિંબ ભગવાન આત્મા અને જિનેન્દ્રમાં ભેદ
નથી. જિનેન્દ્ર ભગવાનના દ્રવ્ય ને ગુણ શુદ્ધ છે અને એવા જ મારા દ્રવ્ય-ગુણ શુદ્ધ છે,
જિનેન્દ્ર દેવની પર્યાય અપૂર્ણની પૂર્ણ થઈ ગઈ ને વિકારની અવિકારી વીતરાગી પર્યાય
થઈ ગઈ-એ પોતાના ત્રિકાળ પરમાત્મસ્વરૂપના આશ્રયે થઈ છે અને એવી જ સર્વજ્ઞતા
ને વીતરાગતા મારા ત્રિકાળી સ્વરૂપમાં પડી છે.

Page 47 of 238
PDF/HTML Page 58 of 249
single page version

background image
પરમાત્મા] [૪૭
सुद्धप्पा अरु जिणवरहं भेउ म मिं पि वियाणि ।
मोक्खहं कारणे जोइया णिच्छईं एउ विजाणि।। २०।।
જિનવર ને શુદ્ધાત્મમાં, કિંચિત્ ભેદ ન જાણ;
મોક્ષાર્થે હે યોગીજન! નિશ્ચયથી એ માન.
ર૦.
આહાહા! આમાં તો એકલા માખણ ભર્યા છે. ગળ્‌યા સાટા પીરસ્યા છે! દાંત
વિનાના છોકરાય ખાય, દાંતવાળા છોકરાય ખાય, યુવાન પણ ખાય ને વૃદ્ધો પણ
ખાય-એવા સાટા પીરસ્યા છે!
હે યોગી એટલે કે જેને પોતાના સ્વરૂપની કિંમત ભાસી છે એવા હે યોગી!
પોતાના આત્મામાં જે જિનેન્દ્રમાં કોઈ ભેદ ન સમજો. અંતર વલણમાં જ્યાં વીતરાગી
ચૈતન્યની કિંમત થઈ છે, રાગના ભાવથી જ્યાં ભગવાન આત્માને જુદો જાણ્યો છે,
એવા હે યોગી! આત્મામાં ને પરમાત્મામાં જરીયે ભેદ ન જાણ.
સર્વજ્ઞ પરમાત્મા વીતરાગ દેવ પોતાના જ્ઞાનમાં જ્ઞાનથી બધું જેમ ભિન્ન છે તેમ
જાણે છે-એ સર્વજ્ઞમાં ને તારામાં કાંઈ ફેર નથી. તું પણ જાણનાર જ્ઞાનસ્વરૂપી પ્રભુ જ
છો. સર્વજ્ઞદેવ સર્વજ્ઞની પર્યાય દ્વારા જાણે છે ને તું અલ્પજ્ઞ પર્યાય દ્વારા સર્વજ્ઞપદને
લક્ષમાં લઈને જાણવાનું કામ કરે છે. માટે સર્વજ્ઞમાં ને તારામાં કાંઈ ફેર નથી.
વસ્તુસ્વભાવ જ એવો છે માટે તારામાં ને સર્વજ્ઞમાં ભેદ ન જાણ, જુદા ન પાડ!
સમ્યગ્જ્ઞાનદીપિકામાં કહ્યું છે કે એક ક્ષણ પણ સિદ્ધ પરમાત્માથી જુદો પાડે તે મિથ્યાદ્રષ્ટિ
સંસારી છે. કેમ?-કે એક ક્ષણ પણ સિદ્ધ પરમાત્માથી પોતાને જુદો માને છે તેણે રાગ ને
વિકલ્પની એકતા માની છે, રાગનો ને પરનો કર્તા થઈને ત્યાં રોકાયો છે, તેથી વીતરાગ
પરમાત્માથી એક ક્ષણ પણ જુદો રહ્યો તો મૂઢ મિથ્યાદ્રષ્ટિ સંસારી નિગોદગામી છો!
સર્વજ્ઞ જિનેશ્વરદેવ પણ જાણે....જાણે...ને...જાણે, ભલે પૂરણ પર્યાય દ્વારા જાણે
પણ જાણે...જાણે ને જાણે છે અને તું અલ્પજ્ઞ પણ પૂરણ સ્વભાવના આશ્રયે જાણે છે.
જેમ જિનેન્દ્ર પણ રાગાદિના કર્તા નથી તેમ તું પણ રાગાદિ આવે તેનો કર્તા નથી-
જિનેન્દ્રદેવને રાગાદિ છે નહીં ને કર્તા નથી અને અહીં નીચલી ભૂમિકામાં રાગાદિ છે
પણ તારા સ્વરૂપમાં નથી ને રાગનો કર્તા છો જ નહીં. માટે કહે છે કે જિનેન્દ્રમાં ને
તારા સ્વરૂપમાં કાંઈ પણ ભેદ ન જાણ! જુદા ન પાડ!
સર્વજ્ઞ પરમાત્માથી પોતાને જુદો જે પાડે તે રાગનો કર્તા થાય છે, તે આત્મા
રહેતો નથી. જેમ જેના અન્ન જુદા તેના મન જુદા, તેમ પરમાત્મા સર્વજ્ઞદેવ ત્રિલોકનાથ
પરમેશ્વર સ્વરૂપી હું આત્મા છું-એવી જેને અંતરમાં પ્રતીત થઈ છે તેણે આત્મા
રાગવાળો માન્યો નથી તેથી તે પરમાત્માથી જુદો પડયો નથી. પરંતુ જેણે પોતાને
પરમાત્માથી જુદો પાડયો છે તે રાગ મારો ને પર મારા એમ પરમાત્માથી જુદો પડીને
પરમાં-ચાર ગતિમાં રખડશે.

Page 48 of 238
PDF/HTML Page 59 of 249
single page version

background image
૪૮] [હું
* નિશ્ચયથી મોક્ષનું સાધન *
નિશ્ચયથી મોક્ષનું સાધન આ છે, બીજું કાંઈ નિશ્ચયથી મોક્ષનું સાધન નથી.
વીતરાગ પરમાત્માનો જેવો સ્વભાવ છે તેવો જ મારો સ્વભાવ છે એમ પ્રતીતિ કરીને
તેના ધ્યાન વડે અંતરમાં એકાગ્ર થવું એ જ મોક્ષનું સાધન છે, એ સિવાય મોક્ષનું કોઈ
બીજું સાધન નથી. મોક્ષસ્વરૂપે પણ પોતે છે અને મોક્ષનું સાધન પણ પોતે છે.
વ્યવહારરત્નત્રય મોક્ષનું સાધન છે કે ગુરુ મોક્ષનું સાધન છે-એ બધું કાઢી
નાખ્યું! એક જ મોક્ષનું સાધન છે કે પરમાત્માને ને આત્માને જુદા ન જાણવા! એટલે
કે સર્વજ્ઞદેવ વીતરાગી પર્યાયવાળા પૂરણ પરમાત્મા છે અને હું પણ એવી સર્વજ્ઞ
વીતરાગી પર્યાય પ્રગટ કરવાની તાકાતવાળો વીતરાગી સ્વરૂપી આત્મા છું અને એની
પ્રતીતિ, જ્ઞાન ને સ્થિરતા એ સર્વજ્ઞ વીતરાગી પર્યાય પ્રગટ કરવાનું સાધન મારામાં છે.
વીતરાગભાવે જ્ઞાતાને જોવો-જાણવો એ જ મોક્ષનું સાધન છે. રાગવાળો છું કે મેં રાગ
કર્યો-એ કાંઈ મોક્ષનું સાધન નથી.
વીતરાગ પરમાત્મા અને તારા સ્વભાવમાં-બેમાં ફેર નથી. એ જ મોક્ષનું કારણ
છે. બેમાં ફેર ન પાડ તો મોક્ષનું કારણ છે, ફેર પાડ કે હું રાગવાળો છું ને કર્મવાળો છું
તો એ મોક્ષનું કારણ નથી પણ એ બંધનું સાધન છે.
નિશ્ચયથી એમ જાણ એટલે કે સત્ય આમ જ છે-એમ જાણ. વિકલ્પનો કર્તા
વીતરાગ પરમાત્મા નથી તેમ તું પણ નથી, સિદ્ધ ભગવાન નિમિત્તને મેળવતા નથી કે
છોડતા નથી, જાણે છે તેમ તું પણ નિમિત્તને મેળવે કે છોડે એવું તારામાં નથી, તું તો
જાણનાર દેખનાર છો! એવા જાણનાર-દેખનાર ભગવાન આત્માને સર્વજ્ઞદેવ જેવો
જાણવો એ જ મોક્ષનું કારણ છે.
અરે! અનંતકાળથી ભૂલ્યો ભાઈ! અને હવે એ ભૂલ ભાંગવાના આ ટાણા
આવ્યા ત્યાં આમ નહીં ને તેમ નહીં-એમ ઊંધાઈ ક્યાં કરવા બેઠો? ભાઈ! એ તને
નડશે હો! ખાવા ટાણે બીજી હોળી ક્યાં કરે છો?-ટાણું ગયા પછી ખાવાનું ઠરી જશે ને
પછી તને ભાવશે નહીં તેમ આ ભૂલ ભાંગવાના ટાણા આવ્યા છે હો! ટાણું ચૂકીશ
નહીં બાપુ!
ભગવાન આત્માને પરમાત્મામાં કાંઈ આંતરો નથી. એની નાતનો હું છું એમ
જાણ. સ્તુતિમાં પણ આવે છે કે હે તીર્થંકર દેવ! રાગને વિકારને ને સંયોગને મારા
સ્વભાવમાં એકત્વ ન કરવા એ આપના કુળની રીત છે. આપે રાગને ને સંયોગને
સ્વભાવમાં મેળવ્યા નથી અને અમે આપના ભગત છીએ માટે અમે પણ દયા-દાન-
વ્રત ભક્તિના વિકલ્પને ને સંયોગને આત્મામાં નહીં આવવા દઈએ, એકપણે થવા નહીં
દઈએ. પ્રભુ! અમે પણ આપના જેવા છીએ તો અમે એ રાગાદિને સ્વભાવમાં એકપણે
કેમ થવા દઈએ?-એમ સ્તુતિમાં પણ આવે છે.
ભગવાન આત્મા કોણ છે? એની પર્યાય શું છે? અલ્પજ્ઞ પર્યાયની હદ શું છે?
વિકારમાં સ્વરૂપની સ્થિતિ શું છે? એને જાણ્યા વિના આત્માનો પત્તો ક્યાંથી લાગે?
ભાઈ! તારા સ્વરૂપની પૂરણતામાં અપૂરણતા કેમ કહેવી? તારા સ્વરૂપને વિકારવાળું
કેમ કહેવું? તારા સ્વરૂપને સંયોગના સંબંધવાળું કેમ કહેવું? ભાઈ! સંબંધ વિનાનો,
વિકાર વિનાનો,

Page 49 of 238
PDF/HTML Page 60 of 249
single page version

background image
પરમાત્મા] [૪૯
અલ્પજ્ઞતા વિનાના તારો આત્માનો સ્વભાવ પરમાત્માના સ્વભાવ જેવો જ નિશ્ચયથી તું
જાણ. એમ જાણતા તને વીતરાગતા પ્રગટ થશે ને વીતરાગતા પ્રગટ થતાં તને
અલ્પકાળમાં કેવળજ્ઞાન થશે.
જેમ સિંહનું બચ્ચું પહેલેથી બકરાંના ટોળામાં ઉછર્યું હોય તેથી તે માને કે હું પણ
આ બધા જેવો જ છું-બકરું છું; પણ જ્યાં બીજો મોટો સિંહ આવ્યો ને ત્રાડ પાડી ત્યારે
બધાં બકરાં ભાગી ગયા તોપણ સિંહનું બચ્ચું ભાગ્યું નહીં. કેમ ન ભાગ્યું?-કે એ
ત્રાડથી એને કોઈ ભય ન લાગ્યો માટે ન ભાગ્યું. ત્યારે સિંહ કહે કે તું મારી નાતનો
છો, તારું મોઢું પાણીમાં જો, બકરાં, જેવું નથી, મારી જેવું છે, તું સિંહ છો, બકરાના
ટોળામાં તું ન હોઈ શકે, આવી જા મારી સાથે.
તેમ સર્વજ્ઞદેવ કહે છે કે તું રાગ ને દ્વેષ ને અજ્ઞાનમાં પડયો હોવાથી હું રાગી
છું, હું સંસારી છું-એમ બકરાંના ટોળામાં સિંહના બચ્ચાની જેમ ભેળસેળ થઈ ગયો!
હવે પરમાત્માની જ્યાં ત્રાડ પડી કે તું પરમાત્મા છો, મારી નાતનો ને જાતનો છો!
તારી ચીજને તું જો તો ખરો! મારામાં પૂરણતા પ્રગટી એવી પૂરણતા પ્રગટાવવાની
તારામાં તાકાત પડી છે કે નહિ! અંદર જો તો ખરો! કર્મ કર્મમાં રહ્યા, રાગ રાગમાં
રહ્યો ને અલ્પજ્ઞતા પર્યાયમાં રહી, તારા પૂરણ સ્વરૂપમાં અલ્પજ્ઞતા, કર્મ કે વિકાર
આવતા નથી-એમ તું તને જો તો ખરો!
એકવાર વિશ્વાસ દ્વારા જો તો ખરો કે પરમાત્મામાં ને મારામાં કાંઈ ફેર નથી.
આખો પરમાત્મા તારી પડખે ઊભો છે. તારે! બીજાની જરૂર શું છે? તું તારામાં ને
પરમાત્મામાં ભેદ ન જાણ. આહાહા! ગજબ વાત કરી છે ને!
દશાશ્રીમાળી કરોડપતિને ત્યાં નાતનું જમણ હોય તેમાં ગરીબ દશાશ્રીમાળી
વાણિયો જમવા બેસી જાય કે અમે એક જ નાતના છીએ. પરંતુ બંગલાવાળો વાઘરી
જમવા નહિ જઈ શકે. તેમ સિદ્ધ ભગવાનના મંડપમાં પેસી જનારા અમે આત્મા છીએ,
દૂર આઘા ઊભા રહીએ એવા અમે નથી પણ એક નાતના, મંડપમાં અંદર પેસી જનારા
આત્મા છીએ-એમ એકવાર તો નક્કી કર!
ભગવાન આત્મામાં ને સિદ્ધ પરમાત્મામાં કાંઈ ફેર નથી-એમ ફેર કાઢી નાખ
તો સિદ્ધ થયા વિના નહીં રહે. માટે પરમાત્મામાં ને તારામાં કિંચિત્ ભેદ ન પાડ-એ જ
મોક્ષનું સાધન છે. બીજું કોઈ મોક્ષનું સાધન છે નહિ.