Panch Stotra (Gujarati). Vishapahar Stotrano Padhyanuvad.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 5 of 6

 

Page 73 of 105
PDF/HTML Page 81 of 113
single page version

background image
વિષાપહાર સ્તોત્ર ][ ૭૩
ચાહવાનો અભિપ્રાય એ છે કે આપે ઇન્દ્રિયજનિત તુચ્છ સુખ છોડીને
અતીન્દ્રિયજન્ય પરમસુખ મોક્ષની ચાહ કરી. આ પ્રમાણે અર્થ કરવાથી
વાસ્તવમાં કોઈ પણ વિરોધ નથી. ૯.
स्मरः सुदग्धो भवतैव तस्मि
न्नुद्धलितात्मा यदि नाम शम्भुः
अशेत वृन्दोपहतोऽपि विष्णुः
किं गृह्यते येन भवानजागः ।।१०।।
અર્થ :હે અનંતવીર્યના ધારક! લોકવિજયી કામને વાસ્તવમાં
આપે જ ભસ્મ કર્યો છે, બીજા કોઈએ નહિ. જો મહાદેવને કામને ભસ્મ
કરવાને કારણે ઈશ્વર કહો તો તે બરાબર નથી કારણ કે તે પણ પાછળથી
કામથી પીડિત થઈ ગયા હતા. વિષ્ણુ પણ લક્ષ્મીની સાથે શયન કરવાને
કારણે અનેક આકુળતાઓથી પીડિત છે પરંતુ આપ સદૈવ આત્મામાં જાગૃત
રહેવાને કારણે કામનિદ્રામાં અચેત થયા નહિ અર્થાત્ હરિહરાદિક બધા દેવ
બાહ્ય પરિગ્રહથી લિપ્ત, નિદ્રા આદિ અઢાર દોષ સહિત તથા કામદ્વારા
પીડિત છે અને આપ અઢાર દોષરહિત બાહ્ય અંતરંગ બધા પરિગ્રહોથી
રહિત, નિરાકુળ અને સાચા કામવિજેતા છો. ૧૦.
स नीरजीस्यादपरोऽधवान्वा,
तदोषकीर्त्यैव न ते गुणित्वम्
स्वतोऽम्बुराशेर्महिमा न देव !
स्तोकापवादेन जलाशयस्य ।।११।।
અર્થ :હે જિનદેવ! આપનાથી ભિન્ન તે હરિહરાદિ દેવ નિર્દોષ
હોય કે સદોષ હોય, તેમના દોષોનું વર્ણન કરવા માત્રથી જ આપનું
ગુણીપણું નથી. જેમ વાવ, કૂવો, તળાવ આદિની નિંદા કરવાથી સમુદ્રનો
મહિમા હોય એમ બાબત નથી પરંતુ સમુદ્રનો મહિમા સ્વભાવથી જ હોય
છે તેવી જ રીતે અનંત જ્ઞાનાદિ અપરિમિત ગુણોના સ્વામી હોવાથી આપનો
સર્વોપરિ મહિમા સ્વભાવથી જ છે. ૧૧.

Page 74 of 105
PDF/HTML Page 82 of 113
single page version

background image
૭૪ ][ પંચસ્તોત્ર
कर्मस्थितिं जन्तुरनेकभूमिं,
नयत्यमुं सा च परस्परस्य
त्वं नेतृभावं हि तयोर्भवाब्धौ,
जिनेन्द्र नौनाविकयोरिवाख्यः ।।१२।।
અર્થ :હે ભગવાન! જેમ સમુદ્રમાં હોડી નાવિકને અને નાવિક
હોડીને લઈ જાય છે તેવી જ રીતે સંસારી જીવ કર્મોની સ્થિતિને અને કર્મ
સંસારીજીવોને પરસ્પર જુદી જુદી અવસ્થાઓમાં લઈ જાય છે પરિણામે
હે જિનેન્દ્રદેવ! આપે સંસારરૂપી ઘોર સમુદ્રમાં પરસ્પર એકબીજાનું નેતૃત્વ
(વ્યવહારનયથી) કહ્યું છે. ૧૨.
सुखाय दुःखानि गुणाय दोषा -
न्धर्माय पापानि समाचरंति
तैलाय बालाः सिकतासमूहं
निपीडयंति स्फु टमत्वदीयाः ।।१३।।
અર્થ :હે ત્રિભુવનપતિ! આપના શાસનથી બાહ્ય સર્વથા
એકાન્તવાદી જનો સુખની પ્રાપ્તિ માટે દુઃખોનું (પર્વત ઉપરથી પડવું,
અગ્નિમાં પ્રવેશ કરવો આદિ ઘોર દુઃખોનું ), ગુણોની પ્રસિદ્ધિ માટે
(હાડકાની ખોપરીઓની માળા પહેરવી, મૃગના ચામડાનું આસન રાખવું
ઇત્યાદિ) પ્રત્યક્ષ દોષોનું, ધર્મ માટે (અશ્વમેઘ, નરમેઘ અને નરપશુયજ્ઞરૂપ)
પાપોનું આચરણ કરે છે. આ પ્રમાણે હેયોપાદેય (હિતાહિત) જ્ઞાન રહિત
જીવ તેલની પ્રાપ્તિ માટે રેતીનો સમૂહ પીલે છે. ૧૩.
विषापहारं मणिमौषधानि
मंत्रं समुद्दिश्य रसायनं च
भ्राम्यन्त्यहो न त्वमिति स्मरन्ति
पर्यायनामानि तवैव तानि ।।१४।।

Page 75 of 105
PDF/HTML Page 83 of 113
single page version

background image
વિષાપહાર સ્તોત્ર ][ ૭૫
અર્થ :હે ભગવાન! આશ્ચર્યની વાત છે કે સંસારી જીવો વિષ
દૂર કરનાર મણિ, ઔષધ, મંત્ર, રસાયણ અને કલ્પવૃક્ષ આદિની પ્રાપ્તિ
માટે અહીં તહીં ભટકે છે પરંતુ આપનું સ્મરણ કરતા નથી. જો કે મણિ
આદિ બધા શબ્દો આપના પવિત્ર નામના જ પર્યાયવાચી છે. ૧૪.
चित्ते न किञ्चित्कृतवानसि त्वं
देवःकृतश्चेतसि येन सर्वम्
हस्ते कृतं तेन जगद्विचित्रं
सुखेन जीवत्यपि चित्तबाह्यः ।।१५।।
અર્થ :હે ત્રિભુવનારાધ્ય! આપના હૃદયમાં (વીતરાગ હોવાથી
રાગદ્વેષાદિ) કાંઈ પણ નથી પરંતુ જે મનુષ્ય આપને પોતાના હૃદયમાં
ધારણ કરે છે તેને વશ આખું જગત થઈ જાય છે એ આશ્ચર્યની વાત
છે. આપ મનરહિત છો તોપણ સુખેથી (અનંતજ્ઞાનાદિ ગુણોથી સંપન્ન
હોવાને કારણે) જીવો છો અથવા જેમના ચિત્તમાંથી આપ બહાર છો
તેઓ સુખપૂર્વક રહી શકતા નથી અને આપ અચિંત્ય હોવા છતાં પણ
અનંત સુખમાં લીન છો. ૧૫.
त्रिकालतत्त्वं त्वमवैस्त्रिलोकी
स्वामीति संख्यानियतेरमीषां
बोधाधिपत्यं प्रति नाभविष्यं
स्तेऽन्येऽपि चेद्वद्याप्स्यदमूनपीदं ।।१६।।
અર્થ :હે જિનેન્દ્રદેવ! આપ ત્રણે કાળના જીવાદિ પદાર્થોને
યથાર્થરૂપે જાણો છો તથા ત્રણે લોકોના સ્વામી છો. આમ કહેવાનો
અભિપ્રાય એ નથી કે આપના જ્ઞાન અને પ્રભુત્વની સીમા આટલી જ છે
કેમ કે કાળ અને લોકની સંખ્યા નિશ્ચિત છે તેથી આપ ત્રિકાળજ્ઞાની અને
ત્રિભુવનપતિ કહેવાઓ છો. જો આ ઉપરાંત બીજા પણ અનંતકાળ અને
લોક હોત તો તે પણ આપના જ્ઞાન અને પ્રભુત્વમાં સમાઈ જ જાત. ૧૬.

Page 76 of 105
PDF/HTML Page 84 of 113
single page version

background image
૭૬ ][ પંચસ્તોત્ર
नाकस्य पत्युः परिकर्म रम्यं
नागम्यरूपस्य तवोपकारि
तस्यैव हेतुः स्वसुखस्य
भानोरुद्बिभ्रतच्छत्रमिवादरेण ।।१७।।
અર્થ :હે ગુણસમુદ્ર! ઇન્દ્રની મનોહારી સેવા નિત્ય નિરંજન
જ્ઞાનમૂર્તિસ્વરૂપ આપનો ઉપકાર કરતી નથી. તેની મનોહારી સેવા તે
ઇન્દ્રના જ આત્મસુખનું કારણ છે. જેમ કોઈ આદરપૂર્વક છત્ર ધારણ કરે
છે તો તેનાથી તેને જ છાયાદિરૂપ સુખની પ્રાપ્તિ થાય છે. તેનાથી સૂર્યનો
કાંઈ થોડો જ ઉપકાર થાય છે? તેવી જ રીતે ભગવાનની સેવા દ્વારા ઇન્દ્ર
સંસારનાશક અતિશય પુણ્યની પ્રાપ્તિ કરે છે. ૧૭.
क्वोपेक्षकस्त्वं क्व सुखोपदेशः
स चेत्किमिच्छाप्रतिकूलवादः
क्वासौ क्व वा सर्वजगत्प्रियत्वं
तन्नायथातथ्यमवेविचं ते ।।१८।।
અર્થ :હે વીતરાગ પ્રભુ! પરમ વીતરાગી આપ ક્યાં? આપનો
સુખદાયક ઉપદેશ ક્યાં? જો સુખદાયક ઉપદેશ હોય તો પછી ઇચ્છાથી
પ્રતિકૂળ ઉપદેશ કેમ? ક્યાં ઇચ્છાથી પ્રતિકૂળ આપનો આ ઉપદેશ? અને
ક્યાં તેમાં સર્વ સંસારી જીવોનું પ્રિયપણું? આ બધું પરસ્પર વિરોધી હોવા
છતાં પણ વિરોધ રહિત યથાર્થ છે એમ મને દ્રઢ વિશ્વાસ છે. ૧૮.
ભાવાર્થ :જો કે વીતરાગ પ્રભુ આપ પરમ વીતરાગ છો છતાં
પણ ભવ્ય જીવોના પુણ્યોદયથી આપની દિવ્યધ્વનિ ખરે છે. આપને
ભવ્યજીવો પ્રત્યે કોઈ રાગ નથી તેથી વીતરાગી હોવામાં અને ઉપદેશ
દેવામાં કોઈ વિરોધ નથી. હિતકારી હોવા છતાં પણ તે ઇન્દ્રિયવિષયના
તુચ્છ ક્ષણિક સુખથી પ્રતિકૂળ છે કેમ કે ઇન્દ્રિયવિષય સુખનો વિપાક અત્યંત
કડવો છે છતાં પણ શિવસુખ આપવાનું મુખ્ય કારણ હોવાથી બધાને પ્રિય
છે તેથી આપના ઉપદેશમાં કોઈ વિરોધ નથી.

Page 77 of 105
PDF/HTML Page 85 of 113
single page version

background image
વિષાપહાર સ્તોત્ર ][ ૭૭
तुङ्गात्फलं यत्तदकिंचनाश्च,
प्राप्यं समृद्धान्न धनेश्वरादेः
निरम्भसोऽप्युच्चतमादिवाद्रे
र्नैकापि निर्याति धुनी पयोधेः ।।१९।।
અર્થ :હે પરમાત્મા! જેમ પર્વત જળરહિત છે પરંતુ સ્વભાવથી
જ ઉન્નત પ્રકૃતિ ધારણ કરે છે તેથી તેમાંથી ગંગાદિ અનેક નદીઓ નીકળે
છે અને જળથી સમુદ્ર સમુદ્રમાંથી એક પણ નદી નીકળતી નથી તેવી જ
રીતે હે ભગવાન! આપની પાસે પરમાણુમાત્ર પણ પરિગ્રહ નથી તોપણ
અનંતજ્ઞાનાદિ ગુણો દ્વારા અત્યંત ઉન્નત સ્વભાવ હોવાથી આપના દ્વારા જે
અનંત સુખાદિરૂપ ફળની પ્રાપ્તિ થઈ શકે છે તે ધનપતિ કુબેરથી કદી થઈ
શકતી નથી. ૧૯.
त्रैलोक्यसेवानियमाय दण्डं
दध्रे यद्रिंद्रो विनयेन तस्य
तत्प्रातिहार्यं भवतः कुतस्त्यं,
तत्कर्मयोगाद्यदि वा तवास्तु ।।२०।।
અર્થ :હે ત્રિલોક કે નાથ! ઇન્દ્રે ત્રણ લોકના જીવોની સેવા
કરવા માટે જે વિનયપૂર્વક દંડ ધારણ કર્યો હતો તેથી પ્રતીહારપણું ઇન્દ્રને
જ હો કેમ કે પ્રતિહારપણાનું કાર્ય તેણે જ કર્યું છે, આપને તે પ્રાતિહાર્ય
(પ્રતહારનું કાર્ય) કેવી રીતે હોય? અથવા બરાબર છે કે પૂર્વોપાર્જિત
તીર્થંકર પ્રકૃતિરૂપ કર્મના ઉદયથી અશોકવૃક્ષાદિ આઠ પ્રાતિહાર્ય હોય છે એ
કારણે તે કર્મયોગથી આપને પણ ‘પ્રાતિહાર્ય’ હો. ૨૦.
श्रिया परं पश्यति साधु निःस्वः,
श्रीमान्न कश्चित्कृपणं त्वदन्यः
यथा प्रकाशस्थितमन्धकार
स्थायीक्षतेऽसौ न तथा तमःस्थम् ।।२१।।

Page 78 of 105
PDF/HTML Page 86 of 113
single page version

background image
૭૮ ][ પંચસ્તોત્ર
અર્થ :હે જિનેશ્વર! દરિદ્ર મનુષ્ય ધનવાનને આદરભાવથી દેખે
છે પરંતુ આપના સિવાય બીજી કોઈ પણ ધનવાન વ્યક્તિ પુણ્યોદય રહિત
નિર્ધનને સારી રીતે જોતી નથી. તે યોગ્ય જ છે કારણ કે અંધારામાં ઉભેલો
મનુષ્ય પ્રકાશમાં ઉભેલા પુરુષને જેમ જોઈ લે છે તેમ પ્રકાશમાં ઉભેલો
પુરુષ અંધારામાં ઉભેલા પુરુષને જોઈ શકતો નથી. ૨૧.
ભાવાર્થ :ઐશ્વર્યના મદથી અંધ સંસારના સંપત્તિશાળી મનુષ્યો
નિર્ધનો તરફ આંખ ઉઘાડીને જોતા પણ નથી પણ આપ શ્રીમાન્ હોવા છતાં
પણ જ્ઞાનાદિ સંપત્તિ રહિત મનુષ્યોને હિતનો ઉપદેશ આપીને સુખી કરો
છો. આ રીતે આપ સંસારના શ્રીમાનોથી ભિન્ન પ્રકારના જ શ્રીમાન્ છો.
स्ववृद्धिनिःश्वासनिमेषभाजि,
प्रत्यक्षमात्मानुभवेऽपि मूढः
किं चाखिलज्ञेयविवर्तिबोध
स्वरूपमध्यक्षमवैति लोकः ।।२२।।
અર્થ :હે જગતના નાથ! પોતાના શરીરની વૃદ્ધિ, પ્રાણધારણ
અને આંખના પલકારવાળા વાસ્તવમાં પોતાના સ્વરૂપનો અનુભવ કરવામાં
પણ અશક્ત જીવો સ્વસંવેદન પ્રત્યક્ષથી આત્માને ક્યાંથી જાણી શકે?
અને જ્યાં પ્રત્યક્ષરૂપ સ્વાત્માને જ જાણતા નથી તો પછી કેવળજ્ઞાન-
સ્વરૂપ, અમૂર્ત અને ચિન્માત્ર એવા આપને કેવી રીતે જાણી શકે? અર્થાત્
જાણી શકે નહિ. ૨૨.
तस्यात्मजस्तस्य पितेति देव
त्वां येऽवगायन्ति कुलं प्रकाश्य
तेऽद्यापि नन्वाश्मनमित्यवश्यं
पाणौ कृतं हेम पुनस्त्यजन्ति ।।२३।।
અર્થ :હે પરમાત્મા! આપ નાભિરાજાના પુત્ર છો અને
ભરતેશ્વરના પિતા છો આ પ્રમાણે આપના વંશનું વર્ણન કરીને જે મૂઢબુદ્ધિ

Page 79 of 105
PDF/HTML Page 87 of 113
single page version

background image
વિષાપહાર સ્તોત્ર ][ ૭૯
જીવ આપની અવહેલના કરે છે તે બુદ્ધિહીનોની જેમ હાથમાં આવેલા
સુવર્ણને એમ કહીને છોડી દે છે કે આ પાષાણ છે અથવા પાષાણથી
ઉત્પન્ન થયું છે. ૨૩.
दत्तस्त्रिलोक्यां पटहोऽभिभूताः
सुरासुरास्तस्य महान्स लाभः
मोहस्य मोहस्त्वयि को विरोद्धु
र्मूलस्य नाशो वलवद्धिरोधः ।।२४।।
અર્થ :હે ત્રિભુવનનાથ! ત્રણે લોકમાં વિજયનું નગારું વગાડવાથી
મોહને ઘણો મોટો વિજયલાભ થયો કારણ કે તેનાથી સુર અને અસુર બધા
અપમાનિત થયા. પરંતુ આપની સમક્ષ તે મોહ સ્વયં મૂર્ચ્છિત થઈ ગયો.
તે યોગ્ય જ છે, વિરોધીનો બળવાનની સાથે વિરોધ કરવાથી મૂળ સહિત
નાશ થાય છે. ૨૪.
मार्गस्त्वयैको ददृशे विमुक्ते
श्चतुर्गतीनां गहनं परेण
सर्वं मया दृष्टमिति स्मयेन
त्वं मा कदाचिद्भुजमालुलोक ।।२५।।
અર્થ :હે જિનેન્દ્રદેવ! આપે એક મોક્ષનો જ માર્ગ જોયો છે
અને આપનાથી ભિન્ન અન્યમતી દેવોએ ચારે ગતિનો ગહન માર્ગ જોયો
છે તેથી મેં બધું જ જોયું છે એવા અહંકારથી આપે કદી પણ આપનો
હાથ જોયો નહિ. ૨૫.
स्वर्भानुरर्कस्य हविर्भुजोऽम्भः,
कल्पान्तवातोऽम्बुनिधेर्विधातः
संसारभोगस्य वियोगभावो,
विपक्षपूर्वाभ्युदयास्त्वदन्ये ।।२६।।

Page 80 of 105
PDF/HTML Page 88 of 113
single page version

background image
૮૦ ][ પંચસ્તોત્ર
અર્થ :હે અનંત સુખધારક! રાહુ સૂર્યનો, જળ અગ્નિનો,
પ્રલયકાળનો પવન સમુદ્રનો તથા વિયોગભાવ સંસારના ભોગોનો પ્રતિપક્ષી
છે, આ પ્રમાણે કેવળ આપના સિવાય સંસારના બધા પદાર્થોનો અભ્યુદય
તેમના પ્રતિપક્ષ સહિત છે. ૨૬.
ભાવાર્થ :હે પ્રભુવર! કેવળ આપનો જ અભ્યુદય એવો છે કે
એ પ્રતિપક્ષી ભાવોથી સુરક્ષિત છે કેમકે આપના સર્વ વિભાવોનો સર્વથા
નાશ થઈ ગયો છે તેથી કેવળ આપના ભક્ત જ શાશ્વત સુખનો રસાસ્વાદ
લે છે.
अजानतस्त्वां नमतः फलं यत्,
तज्जानतोऽन्यं न तु देवतेति
हरिन्मणिं काचधियादधान
स्तं तस्य बुद्धया वहतो न रिक्तः ।।२७।।
અર્થ :હે મુનિનાથ! આપને જાણ્યા વિના (પણ) નમસ્કાર
કરનાર મનુષ્યને જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ આપનાથી ભિન્ન બીજાઓને
‘દેવ’ જાણીને નમસ્કાર કરનારને પણ મળતું નથી કેમકે નીલમણિને કાચ
માનીને ધારણ કરનાર મનુષ્ય, કાચને નીલમણિ માનીને ધારણ કરનાર
મનુષ્ય કરતાં દરિદ્ર નથી. ૨૭.
प्रशस्तवाचश्चतुराः कषायै
र्दग्धस्य देवव्यवहारमाहुः
गतस्य दीपस्य हि नंदितत्वं,
दृष्टं कपालस्य च मंगलत्वम् ।।२८।।
અર્થ :હે જિનપતિ! પ્રશસ્ત વચન બોલનાર ચતુર વ્યવહારી
મનુષ્ય ક્રોધાદિકષાયોથી જલતા પુરુષને પણ દેવ શબ્દથી સંબોધે છે. આ
વ્યવહાર એવો છે જેમ ઓલવાતા દીપકને લોકો કહે છે કે દીપક વધી
ગયો અને ફૂટેલા ઘડાને કહે છે કે ઘડાનું કલ્યાણ થઈ ગયું. ૨૮.

Page 81 of 105
PDF/HTML Page 89 of 113
single page version

background image
વિષાપહાર સ્તોત્ર ][ ૮૧
नानार्थमेकार्थमदस्त्वदुक्तं,
हितं वचस्ते निशमय्य वक्तुः
निर्दोषतां के न विभावयन्ति,
ज्वरेण मुक्तः सुगमः स्वरेण ।।२९।।
અર્થ :હે સ્યાદ્વાદ નાયક! જેમ કોઈનો નિરોગી સ્વર સાંભળતાં
જ ખબર પડી જાય છે કે એ જ્વર રહિત છે તેવી જ રીતે હે દેવાધિદેવ!
જુદા જુદા અર્થવાળા, એક અર્થવાળા તથા હિતકારી આપના દ્વારા
પ્રતિપાદિત વચનો સાંભળીને કયો પરીક્ષક આપના જેવા સત્યવાદીની
નિર્દોષતાનો અનુભવ ન કરે અર્થાત્ બધાં જ કરે છે. ૨૯.
न क्वापि वाञ्छा ववृते च वाकते
काले क्वचित्कोऽपि तथा नियोगः
न पूरयाम्यम्बुधिमित्यदंशुः
स्वयं हि शीतद्युतिरभ्युदेति ।।३०।।
અર્થ :હે ૠષભદેવ! આ આપનો કોઈ અચિંત્ય ગુણ જ છે
કે આપની ક્યાંય કોઈ પણ પ્રકારની ઇચ્છા વિના જ આપના વચનો
(દિવ્યધ્વનિ)ની પ્રવૃત્તિ સ્વભાવથી જ થાય છે, એવો કાંઈક નિયોગ જ છે.
જેમ ચન્દ્રનો ઉદય સ્વભાવથી જ થાય છે, ‘હું સમુદ્રને પૂરેપૂરો ભરી દઉં’
એવી ઇચ્છાથી ચન્દ્રનો ઉદય થતો નથી, તેવી જ રીતે આપની દિવ્યધ્વનિ
સ્વભાવથી જ ખરે છે. ૩૦.
गुणा गंभीराः परमांः प्रसन्ना
बहुप्रकाराबहवस्तबेति
दृष्टोयमन्तः स्तवने न तेषां
गुणो गुणानां किमतः परोस्ति ।।३१।।
અર્થ :હે ગુણ સમુદ્ર? આપના ગુણ ગંભીર, સર્વોત્કૃષ્ટ,
સુપ્રસિદ્ધ, ભિન્ન ભિન્ન પ્રકારના અને તે ઘણા છે. સ્તુતિમાં તે ગુણોનો

Page 82 of 105
PDF/HTML Page 90 of 113
single page version

background image
૮૨ ][ પંચસ્તોત્ર
અંત દેખાતો નથી કેમ કે તે અનંત છે. જો તેમનો ક્યાંય અંત હોય તો
આપમાં જ છે. અર્થાત્ આપ સર્વગુણસંપન્ન છો, આપનામાં કોઈ ગુણની
કમી નથી. ૩૧.
स्तुत्या परं नाभिमतं हि भक्त्या
स्मृत्या प्रणत्या च ततो भजामि
स्मरामि देवं प्रणमामि नित्यं
केनाप्युपायेन फलं हि साध्यम् ।।३२।।
અર્થ :હે દેવાધિદેવ! કેવળ સ્તુતિદ્વારા જ ઇચ્છિત ફળની પ્રાપ્તિ
થતી નથી પરંતુ ભક્તિ, સ્મરણ, નમસ્કારથી પણ થાય છે. તેથી હું સદૈવ
આપની ભક્તિ કરું છું, ધ્યાન કરું છું અને આપને પ્રણામ કરું છું કેમ
કે કોઈ પણ ઉપાય દ્વારા પોતાના વિભાવ ભાવો મટાડીને ઇચ્છિત ફળ સિદ્ધ
કરી લેવું જોઈએ. ૩૨.
ततस्त्रिलोकीनगराधिदेवं
नित्यं परंज्योतिरनंतशक्तिम्
अपुण्यपापं परपुण्यहेतुं
नमाम्यहं वन्द्यमवन्दितारम् ।।३३।।
અર્થ :હે ગુણનિધિ! આપ અવિનાશી છો, કેવળજ્ઞાન સ્વરૂપ
જ્યોતિથી પ્રકાશમાન છો, અનંત વીર્યના ધારક છો, સ્વયં પુણ્યપાપ રહિત
છો છતાં પણ ભવ્યજીવોના પુણ્યના કારણ છો. આપ ઇન્દ્ર, ચક્રવર્તી બધા
દ્વારા વંદ્ય છો પરંતુ આપ કોઈને વંદન કરતા નથી. ત્રણે લોકના સ્વામી
એવા આપને હું (ધનંજય કવિ) સદૈવ નમસ્કાર કરું છું. ૩૩.
अशब्दमस्पर्शमरूपगंधं
त्वां नीरसं तद्विषयावबोधम्
सर्वस्य मातारममेयमन्यै
र्जिनेन्द्रमस्मार्यमनुस्मरामि ।।३४।।

Page 83 of 105
PDF/HTML Page 91 of 113
single page version

background image
વિષાપહાર સ્તોત્ર ][ ૮૩
અર્થ :હે ત્રિલોકીનાથ! આપ શબ્દ, સ્પર્શ, રૂપ, ગંધ અને
રસરહિત છો પરંતુ તેમના વિષયના પૂર્ણ જ્ઞાતા છો. આપ સર્વને જાણો
છો પરંતુ આપને કોઈ જાણતું નથી. આપના અનંતગુણોનું સ્મરણ પણ કરી
શકાતું નથી એવા શ્રી જિનેન્દ્ર ભગવાનનું હું સદૈવ વારંવાર ચિંતવન કરું
છું. ૩૪.
अगाधमन्यैर्मनसाप्यलंध्यं
निष्किंचनं प्रार्थितमर्थवद्भिः
विश्वस्य पारं तमदृष्टपारं
पतिं जनानां शरणं व्रजामि ।।३५।।
અર્થ :હે નરનાથ! આપ ગુણોથી ગંભીર છો તેથી બીજા તે
ઊંડાણ સુધી પહોંચી શકતા નથી, મનથી આપનું ચિંતવન કરી શકાતું નથી,
પરમાણુમાત્ર પણ પરિગ્રહ આપની પાસે નથી છતાં પણ ઇન્દ્ર ચક્રવર્તી
વગેરે આપની પાસે યાચના કરે છે. (કારણ કે અનંત ચતુષ્ટયસ્વરૂપ
અંતરંગ
લક્ષ્મીથી આપ શોભી રહ્યા છો અને ઇન્દ્ર, ચક્રવર્તી વગેરે તેનાથી
રહિત છે તેથી તેમનું યાચકપણું સ્વાભાવિક જ છે.) આપ વિશ્વના સકળ
પદાર્થોનો પાર પામ્યા છો અને બીજાને પણ પાર પહોંચાડો છો, પરંતુ
આપનો પાર કોઈ પામ્યું નથી, એવા તે જિનપતિનું હું શરણ ગ્રહું છું. ૩૫.
त्रैलोक्यदीक्षागुरवे नमस्ते
योऽवर्धमानोऽपि निजोन्नतोऽभूत्
प्राग्मण्डशैलः पुनरद्धिकल्पः
पश्चान्न मेरुः कुलपर्वतोऽभूत् ।।३६।।
અર્થ :હે ત્રિભુવનપતિ! સુમેરુ પર્વત પહેલાં ગોળ પત્થરોનો
ઢગલો, પછી નાનો પહાડ અને પછી કુલાચલ થયો નહોતો પરંતુ સ્વભાવથી
જ તે મહામેરુ હતો તેવી જ રીતે આપ ક્રમપૂર્વક ન વધતાં સ્વયં ઉન્નત
હતા. એવા ત્રણલોકના દીક્ષાગુરુ સ્વરૂપ આપને નમસ્કાર. ૩૬.

Page 84 of 105
PDF/HTML Page 92 of 113
single page version

background image
૮૪ ][ પંચસ્તોત્ર
स्वयंप्रकाशस्य दिवा निशा वा,
न बाध्यता यस्य न बाधकत्वम्
न लाघवं गौरवमेकरूपं
वन्दे विभुं कालकलामतीतम् ।।३७।।
અર્થ :હે ત્રિલોકી પ્રભુ! આપ સ્વયં સતત પ્રકાશસ્વરૂપ છો તેથી
દિવસ કે રાત્રિની જેમ બાધ્ય બાધકપણું નથી, જેમને નથી લઘુતા કે નથી
ગુરુતા. તે સદૈવ એકરૂપ રહેનાર અને કાળની કળાથી રહિત અર્થાત્
અવિનાશી ત્રિલોકીનાથને હું નમસ્કાર કરું છું. ૩૭.
इति स्तुति देव विधाय दैन्या
द्वरं न याचे त्वमुपेक्षकोऽसि
छायातरूं संश्रयतः स्वतः स्यात्,
कश्छायया याचितयात्मलाभः ।।३८।।
અર્થ :હે નાથ! આ પ્રમાણે સ્તુતિ કરીને હું દીનતાપૂર્વક વરદાન
માંગતો નથી કેમકે હું જાણું છું કે આપ રાગદ્વેષરહિત છો. અથવા બરાબર
જ છે કે વૃક્ષોનો આશ્રય લેનાર પુરુષને છાંયો સ્વયં પ્રાપ્ત થઈ જાય છે
તો પછી છાંયો માગવાથી શો લાભ થાય? ૩૮.
अथास्ति दित्सा यदि वोपरोध
स्त्वय्येव सक्तां दिश भक्तिबुद्धिम्
करिष्यते देव तथा कृपां मे,
को वात्मपोष्ये सुमुखो न सूरिः ।।३९।।
અર્થ :હે સ્વામી! જો આપની કાંઈ દેવાની ઇચ્છા હોય અથવા
કાંઈ અનુગ્રહ હોય તો હું એ જ માગું છું કે આપના ચરણોમાં જ મારી
ભક્તિ રહો. મને વિશ્વાસ છે કે હે દેવ! આપ મારા ઉપર આટલી કૃપા
અવશ્ય કરશો. પોતા વડે પોષાવા યોગ્ય શિષ્ય ઉપર ક્યા વિદ્વાન પુરુષ
અનુકૂળ નથી થતા? બધા જ થાય છે. ૩૯.

Page 85 of 105
PDF/HTML Page 93 of 113
single page version

background image
વિષાપહાર સ્તોત્ર ][ ૮૫
वितरति विहिता यथा क थञ्चि
ज्जिन विनताय मनीषितानि भक्तिः
त्वयि नुतिविषया पुनर्विशेषा
िद्रशति सुखानि यशो धनं जयं च ।।४०।।
અર્થ :હે જિનેન્દ્રદેવ! જેમ કોઈ પણ રીતે કરેલી ભક્તિ પણ
વિનયશીલ ભક્તને મનોવાંછિત ફળ આપે છે તો પછી વિશુદ્ધ પરિણામોથી
કરેલી આપની સ્તુતિ અને ભક્તિ વિશેષપણે સુખ, યશ, ધન અને વિજય
આપે છે. ૪૦.
ભાવાર્થ :હે ભગવાન! સમ્યગ્દર્શનપૂર્વક વિશુદ્ધ પરિણામો દ્વારા
આપની સ્તુતિ કરવાથી વિશિષ્ટ સુખ, નિર્મલ યશ, ધન-વૈભવ અને વિજય
લાભ મળે છે અને અંતે સર્વોપરિ મોક્ષનું સુખ પ્રાપ્ત થાય છે.
એ પ્રમાણે મહાકવિ ધનંજયકૃત વિષાપહાર સ્તોત્રની
પં. શ્રેયાંસકુમારજી શાસ્ત્રીકૃત ભાષાટીકાનો
ગુજરાતી અનુવાદ પૂરો થયો.

Page 86 of 105
PDF/HTML Page 94 of 113
single page version

background image
વિષાપહારસ્તોત્રનો
પદ્યાનુવાદ
અપને મેં હી સ્થિર રહતા હૈ, ઔર સર્વગત કહલાતા,
સર્વ - સંગ - ત્યાગી હોકર ભી, સબ વ્યાપારોંકા જ્ઞાતા;
કાલમાનસે વૃદ્ધ બહુત હૈ, ફિર ભી અજર અમર સ્વયમેવ,
વિપદાઓંસે સદા બચાવે, વહ પુરાણ પુરુષોત્તમ દેવ. ૧.
જિસને પર - કલ્પનાતીત, યુગ - ભાર અકેલે હી ઝેલા,
જિસકે સુગુનગાન મુનિજન ભી, કર નહિં સકે એક વેલા;
ઉસી વૃષભકી વિશદ વિરદ યહ, અલ્પબુદ્ધિ જન રચતા હૈ,
જાહાં ન જાતા ભાનુ, વહાં ભી દીપ ઉજેલા કરતા હૈ. ૨.
શક્ર સરીખે શક્તિવાન ને, તજા ગર્વ ગુણ ગાને કા,
કિન્તુ મૈં ન સાહસ છોડૂંગા, વિરદાવલી બનાનેકા;
અપને અલ્પજ્ઞાન સે હી મૈં, બહુત વિષય પ્રકટાઊંગા,
ઇસ છોટે વાતાયનસે હી, સારા નગર દિખાઊંગા. ૩.
તુમ સબ - દર્શી દેવ, કિન્તુ, તુમકો ન દેખ સકતા કોઈ,
તુમ સબકે હી જ્ઞાતા, પર તુમકો ન જાન પાતા કોઈ;
‘કિતને હો’ ‘કૈસે હો, યોં કુછ કહા ન જાતા હે ભગવાન્,
ઇસસે નિજ અશક્તિ બતલાના, યહી તુમ્હારા સ્તવન મહાન. ૪.
બાલક સમ અપને દોષોંસે, જો જન પીડિત રહતે હૈં,
ઉન સબકો હે નાથ, આપ, ભવતાપ રહિત નિત કરતે હૈં;
યોં અપને હિત ઔર અહિતકા, જો ન ધ્યાન ધરનેવાલે,
ઉન સબકો તુમ બાલવૈદ્ય હો, સ્વાસ્થ્યદાન કરનેવાલે. ૫.

Page 87 of 105
PDF/HTML Page 95 of 113
single page version

background image
વિષાપહાર સ્તોત્ર પદ્યાનુવાદ ][ ૮૭
દેને લેનેકા કામ કુછ, આજ કલ્ય પરસોં કરકે,
દિન વ્યતીત કરતા અશક્ત રવિ, વ્યર્થ દિલાસા દે કરકે;
પર હે અચ્યુત, જિનપતિ, તુમ યોં પલ ભર ભી નહિં ખોતે હો,
શરણાગત નત ભક્તજનોકો, ત્વરિત ઇષ્ટ ફલ દેતે હો. ૬.
ભક્તિભાવસે સુમુખ આપકે રહનેવાલે સુખ પાતે,
ઔર વિમુખ જન દુઃખ પાતે હૈં, રાગદ્વેષ નહિં તુમ લાતે;
કમલ સુદુતિમય ચારુ આરસી, સદા એકસી રહતી જ્યોં,
ઉસમેં સુમુખ વિમુખ દોનોં હી, દેખેં છાયા જ્યોં કી ત્યોં. ૭.
ગહરાઈ નિધિ કી, ઊંચાઈ ગિરિ કી, નભ - થલ કી ચૌડાઈ,
વહીં વહીં તક જહાં જહાં તક, નિધિ આદિક દેં દિખલાઈ;
કિન્તુ નાથ, તેરી અગાધતા, ઔર તુંગતા, વિસ્તરતા,
તીન ભુવનકે બાહિર ભી હૈ, વ્યાપ રહી હૈ જગત્પિતા. ૮.
અનવસ્થાકો પરમ તત્ત્વ, તુમને અપને મતમેં ગાયા,
કિન્તુ બડા અચરજ યહ ભગવાન્, પુનરાગમન ન બતલાયા;
ત્યોં આશા કરકે અદષ્ટકી, તુમ સુદ્રષ્ટ ફલકો ખોતે,
યોં તબ ચરિત દેખેં ઉલટેસે, કિન્તુ ઘટિત સબહી હોતે. ૯.
કામ જલાયા તુમને સ્વામી, ઇસીલિયે બહુ ઉસકી ધૂલ,
શંભુ રમાઈ નિજ શરીરમેં, હોય અધીર મોહ મેં ભૂલ;
વિષ્ણુ પરિગ્રહયુત સોતે હૈં; લૂટે ઉન્હેં ઇસીસે કામ,
તુમ નિર્ગ્રંથ જાગતે રહતે, તુમસે ક્યા છીને વહ વામ. ૧૦.
ઔર દેવ હોં ચાહે જૈસે, પાપ સહિત અથવા નિષ્પાપ,
ઉનકે દોષ દિખાનેસે હી, ગુણી કહે નહિં જાતે આપ;
જૈસે સ્વયં સરિતપતિ કી અતિ, મહિમા બઢી દિખાતી હૈ,
જલાશયોંકે લઘુ કહનેસે, વહ ન કહીં બઢ જાતી હૈ. ૧૧.

Page 88 of 105
PDF/HTML Page 96 of 113
single page version

background image
૮૮ ][ પંચસ્તોત્ર
કર્મસ્થિતિકો જીવ નિરન્તર, વિવિધ થલોંમેં પહુંચાતા,
ઔર કર્મ ઇન જગ - જીવોકો, સબ ગતિયોંમેં લે જાતા;
યોં નૌકા નાવિકકે જૈસે, ઇસ ગહરે ભવ - સાગરમેં,
જીવ કર્મકે નેતા હો પ્રભુ, પાર કરો કર કૃપા હમેં. ૧૨.
ગુણકે લિએ લોગ કરતે હૈં; અસ્થિધારણાદિક બહુ દોષ,
ધર્મહેતુ પાપોંમેં પડતે, પશુવધાદિકો કહ નિર્દોષ;
સુખહિત નિજ તનકો દેતે હૈં, ગિરિપાતાદિ દુઃખમેં ઠેલ,
યોં જો તવ મતબાહ્ય મૂઢ વે, બાલૂ પેલ નિકાલેં તેલ. ૧૩.
વિષનાશક મણિ મંત્ર રસાયન, ઔષધકે અન્વેષણમેં,
દેખો તો યે ભોલે પ્રાણી, ફિરેં ભટકતે વન વન મેં;
સમઝ તુમ્હેં હી મણિમંત્રાદિક, સ્મરણ ન કરતે સુખદાયી,
ક્યોંકિ તુમ્હારે હી હૈં યે સબ, નામ દૂસરે પર્યાયી. ૧૪.
હે જીનેશ, તુમ અપને મનમેં, નહીં કિસીકો લાતે હો,
પર જિસ કિસી ભાગ્યશાલીકે, મનમેં તુમ આ જાતે હો;
વહ નિજ - કરમેં કર લેતા હૈં, શકલ જગતકો નિશ્ચય સે,
તવ મન સે બાહર રહકર ભી, અચરજ હૈ રહતા સુખસે. ૧૫.
ત્રિકાલજ્ઞ ત્રિજગતકે સ્વામી, ઐસા કહનેસે જિનદેવ,
જ્ઞાન ઔર સ્વામીપનકી, સીમા નિશ્ચિત હોતી સ્વયમેવ;
યદિ ઇસસે ભી જ્યાદા હોતી, કાલ જગતકી ગિનતી ઔર,
તો ઉસકો ભી વ્યાપિત કરતે, યે તવ ગુણ દોનોં સિરમૌર. ૧૬.
પ્રભુકી સેવા કરકે સુરપતિ, બીજ સ્વસુખકે બોતા હૈ,
હે અગમ્ય અજ્ઞેય ન ઇસસે, તુમ્હેં લાભ કુછ હોતા હૈ;
જૈસે છત્ર સૂર્યકે સમ્મુખ, કરનેસે દયાલુ જિનદેવ,
કરનેવાલે હી કો હોતા, સુખકર આતપહર સ્વયમેવ. ૧૭.

Page 89 of 105
PDF/HTML Page 97 of 113
single page version

background image
વિષાપહાર સ્તોત્ર પદ્યાનુવાદ ][ ૮૯
કહાં તુમ્હારી વીતરાગતા, કહાં સૌખ્યકારક ઉપદેશ!
હો ભી તો કૈસે બન સકતા, ઇન્દ્રિયસુખવિરુદ્ધ આદેશ?
ઔર જગતકી પ્રિયતા ભી તબ, સંભવ કૈસે હો સકતી?
અચરજ, યહ વિરુદ્ધ ગુણમાલા, તુમમેં કૈસે રહ સકતી? ૧૮.
તુમ સમાન અતિ તુંગ કિન્તુ નિધનોંસે, જો મિલતા સ્વયમેવ,
ધનદ આદિ ધનિકોંસે વહ ફલ, કભી નહીં મિલ સકતા દેવ;
જલવિહીન ઊંચે ગિરિવરસે, નાના નદિયાં બહતી હૈં,
કિન્તુ વિપુલ જલયુક્ત જલધિસે, નહીં નિકલતીં ઝરતી હૈં. ૧૯.
કરો જગતજન જિનસેવા, યહ સમઝાનેકા સુરપતિ ને,
દંડ વિનયસે લિયા, ઇસલિએ પ્રાતિહાર્ય પાયા ઉસને;
કિન્તુ તુમ્હારે પ્રાતિહાર્ય વસુવિધિ હૈં સો આએ કૈસે?
હે જિનેંદ્ર; યદિ કર્મયોગસે, તો વે કર્મ હુએ કૈસે? ૨૦.
ધનિકોંકો તો સભી નિધન, લખતે હૈં ભલા સમઝતે હૈં,
પર નિધનોંકો તુમ સિવાય જિન, કોઈ ભલા ન કહતે હૈં;
જૈસે અંધકારવાસી ઉજિયાલેવાલેકો દેખે,
વૈસે ઉજિયાલાવાલા નર, નહિં, તમવાસીકો દેખે. ૨૧.
નિજ શરીરકી વૃદ્ધિ શ્વાસઉચ્છ્વાસ ઔર પલકેં ઝપના,
યે પ્રત્યક્ષ ચિહ્ન હૈ જિસ મેં, ઐસા ભી અનુભવ અપના;
કર ન સકેં જો તુચ્છબુદ્ધિ વે, હે જિનવર; ક્યા તેરા રુપ,
ઇન્દ્રિયગોચર કર સકતે હૈં, સકલ જ્ઞેયમય જ્ઞાનસ્વરૂપ? ૨૨.
‘ઉનકે પિતા’ ‘પુત્ર હૈં ઉનકે,’ કર પ્રકાસ યોં કુલકી બાત,
નાથ; આપકી ગુણગાથા જો, ગાતે હૈં રટ રટ દિનરાત;
ચારુ ચિત્તહર ચામીકરકો, સચમુચ હી વે વિના વિચાર,
ઉપલશકલસે ઉપજા કહકર, અપને કરસે દેતે ડાર. ૨૩.

Page 90 of 105
PDF/HTML Page 98 of 113
single page version

background image
૯૦ ][ પંચસ્તોત્ર
તીન લોકમેં ઢોલ બજાકર, કિયા મોહ ને યહ આદેશ,
સભી સુરાસુર હુએ પરાજિત, મિલા વિજય ઉસે વિશેષ;
કિન્તુ નાથ; વહ નિબલ આપસે, કર સકતા થા કહાં વિરોધ,
વૈર ઠાનના બલવાનોસે, ખો દેતા હૈ ખુદકો ખોદ. ૨૪.
તુમને કેવલ એક મુક્તિકા, દેખા માર્ગ સૌખ્યકારી,
પર ઔરોને ચારો ગતિ કે, ગહન પંથ દેખે ભારી;
ઇસસે સબ કુછ દેખા હમને, યહ અભિમાન ઠાન કરકે,
હે જિનવર, નહિં કભી દેખના, અપની ભુજા તાન કરકે. ૨૫.
રવિકો રાહુ રોકતા હૈ, પાવકકો વારિ બુઝાતા હૈ,
પ્રલયકાલકા પ્રબલ પવન, જલનિધિકો નાચ નચાતા હૈ;
એસે હી ભવ - ભોગોંકો, ઉનકા વિયોગ હરતા સ્વયમેવ,
તુમ સિવાય સબકી બઢતી પર, ઘાતક લગે હુએ હૈં દેવ. ૨૬.
બિન જાને ભી તુમ્હેં નમન કરનેસે જો ફલ ફલતા હૈ,
વહ ઔરોંકો દેવ માન, નમનેસે ભી નહિં મિલતા હૈ;
જ્યોં *મરક્તકો કાચ માનકર, કરગત કરનેવાલા નર,
સમઝ સુમણિ જો કાચ ગહે, ઉસકે સમ રહે ન ખાલી કર. ૨૭.
વિશદ મનોજ્ઞ બોલનેવાલે, પંડિત જો કહલાતે હૈં,
ક્રોધાદિકસે જલે હુએકો, વે યોં ‘દેવ’ બતાતે હૈં;
જૈસે ‘બુઝે હુએ’ દીપકકો, ‘બઢા હુઆ’ સબ કહતે હૈં,
ઔર કપાલ બિઘટ જાનેકો, ‘મંગલ હુઆ’ સમઝતે હૈં. ૨૮.
નયપ્રમાણયુત અતિહિતકારી, વચન આપકે કહે હુએ,
સુનકર શ્રોતાજન તત્ત્વોંકે, પરિશીલન મેં લગે હુએ;
વક્તાકા નિર્દોષપના જાનેંગે, ક્યોં નહિં હે ગુણમાલ,
જ્વરવિમુક્ત જાના જાતા હૈ, સ્વર પરસે સહજહિ તત્કાલ. ૨૯.
* મરક્તનીલમણિ.

Page 91 of 105
PDF/HTML Page 99 of 113
single page version

background image
વિષાપહાર સ્તોત્ર પદ્યાનુવાદ ][ ૯૧
યદ્યપિ જગકે કિસી વિષયમેં અભિલાષા તવ રહી નહીં,
તૌ ભી વિમલ વાણિ તબ ખિરતી, યદા કદાચિત્ કહીં કહીં;
એસા હી કુછ હૈ નિયોગ યહ, જૈસે પૂર્ણચન્દ્ર જિનદેવ,
*જ્વાર બઢાનેકો ન ઊગતા, કિન્તુ ઉદિત હોતા સ્વયમેવ. ૩૦.
હે પ્રભુ; તેરે ગુણ પ્રસિદ્ધ હૈ, પરમોત્તમ હૈ, ગહરે હૈ,
વહુ પ્રકાર હૈ, પાર રહિત હૈ, નિજ સ્વભાવમેં ઠહરે હૈ,
સ્તુતિ કરતે કરતે યોં દેખા, છોર ગુણોંકા આખિરમેં,
ઇનમેં જો નહિં કહા, રહા વહ, ઔર કૌન ગુણ જાહિર મેં ૩૧.
કિન્તુ ન કેવલ સ્તુતિ કરનેસે, મિલતા હૈ નિજ અભિમત ફલ,
ઇસસે પ્રભુકો ભક્તિભાવસે, ભજતા હું, પ્રતિદિન પ્રતિપાલ;
સ્મૃતિ કરકે સુમરન કરતા હૂં, પુનિ વિનમ્ર હો નમતા હૂં,
કિસી યત્નસે ભી, અભીષ્ટસાધન કી ઇચ્છા રખતા હૂં. ૩૨.
ઇસીલિયે શાશ્વત તેજોમય, શક્તિ અનન્તવન્ત અભિરામ,
પુણ્ય પાપ બિન્, પરમ પુણ્યકે કારણ, પરમોત્તમ ગુણધામ;
વન્દનીય, પર જો ન ઔરકી, કરૈ વન્દના કભી મુનીશ,
એસે ત્રિભુવન નગર - નાથકો, કરતા હું પ્રણામ ધર સીસ. ૩૩.
જો નહિં સ્વયં શબ્દ રસ સપરસ, અથવા રૂપ ગંધ કુછ ભી,
પર ઇન સબ વિષયોંકે જ્ઞાતા, જિન્હેં કેવલી કહેં સભી;
સબ પદાર્થ જો જાનેં, પર ન જાન સકતા કોઈ જિનકો,
સ્મરણ મેં ન આ સકતે હૈં જો, કરતા હું સુમરન ઉનકો. ૩૪.
લંધ્ય ન ઔરોંકે મનસે ભી, ઔર ગૂઢ ગહરે અતિશય,
ધનવિહીન જો સ્વયં કિન્તુ, જિનકા કરતે ધનવાન વિનય;
જો ઇસ જગકે પાર ગયે પર, પાયા જાય ન જિનકા પાર,
એસે જિનપતિ કે ચરણોંકી, લેતા હૂઁ મૈં શરણ ઉદાર. ૩૫.
* જ્વાર = ભારતી

Page 92 of 105
PDF/HTML Page 100 of 113
single page version

background image
૯૨ ][ પંચસ્તોત્ર
મેરુ બડાસા પત્થર પહલે, ફિર છોટાસા ફલસ્વરૂપ,
ઔર અન્ત મેં હુઆ ન કુલગિરિ, કિન્તુ સદાસે ઉન્નત રૂપ;
ઇસી તરહ જો વર્ધમાન હૈં કિન્તુ ન ક્રમસે હુઆ ઉદાર,
સહજોન્નત ઉસ ત્રિભુવન - ગુરુકો, નમસ્કાર હૈ બારમ્બાર. ૩૬.
સ્વયં પ્રકાશમાન જિસ પ્રભુકો, રાત દિવસ નહિં રોક સકા,
લાઘવ ગૌરવ ભી નહિં જિસકો, બાધક હોકર ટોક સકા;
એકરૂપ જો રહે નિરંતર, કાલકલાસે સદા અતીત,
ભક્તિભાર સે ઝુઠકર ઉસકી, કરું વંદના પરમ પુનીત. ૩૭.
ઇસ પ્રકાર ગુણકીર્તન કરકે, દીન ભાવસે હે ભગવાન,
વર ન માંગતા હું મૈં કુછ ભી, તુમ્હેં વીતરાગી વર જાન;
વૃક્ષતલે જો જાતા હૈ, ઉસ પર છાયા હોતી સ્વયમેવ,
છાંહયાચના કરનેસે ફિર, લાભ કૌનસા હે જિનદેવ? ૩૮.
યદિ દેનેકી ઇચ્છા હી હો, યા ઇસકા કુછ આગ્રહ હો,
તો નિજચ રનકમલરત નિર્મલ બુદ્ધિ દીજિએ નાથ અહો;
અથવા કૃપા કરોગે હી પ્રભુ, શંકા ઇસમેં જરા નહીં,
અપને પ્રિય સેવક પર કરતે, કૌન સુધી જન દયા નહીં. ૩૯.