Panch Stotra (Gujarati). Kalyan-Kalpdrum-Ekibhav Stotra; Vishapahar Stotra.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 4 of 6

 

Page 53 of 105
PDF/HTML Page 61 of 113
single page version

background image
શ્રીમદ્ વાદિરાજઆચાર્યવિનિર્મિત
કલ્યાણકલ્પદ્રુમએકીભાવ સ્તોત્ર
(मन्दाकन्ता)
एकीभावं गत इव मया यः स्वयं कर्मबन्धो
घोरं दुःखं भवभवगतो दुर्निवारः करोति
तस्याप्यस्य त्वयि जिनरवे भक्तिरुन्मुक्तये चेज
जेतुं शक्यो भवति न तया कोऽपरस्तापहेतुः ।।।।
જો અતિ એકીભાવ ભયો માનો અનિવારી,
સો મુજ કર્મ પ્રબધ કરત ભવભવ દુઃખ ભારી;
તાહિ તિહારી ભક્તિ જગતરવિ જો નિરવારૈ,
તો અબ ઔર કલેશ કૌન સો નાહિં વિદારૈ. ૧.
અર્થ :હે જિનસૂર્ય! આ જે કર્મબંધ મારી સાથે સ્વયં એકપણાને
પ્રાપ્ત થયો હોય તેવો થઈ રહ્યો છે, ને દુર્નિવાર છે અને જે પ્રત્યેક ભવમાં
સાથે જઈને ઘોર દુઃખો આપે છે તેને પણ જો આપની ભક્તિ દૂર કરી
શકે છે તો બીજું એવું કષ્ટનું કર્યું કારણ છે કે જેને તે ભક્તિ જીતી ન
શકે? અર્થાત્ કોઈ પણ નથી
જિનભક્તિના પ્રસાદથી બધા કષ્ટો અને
સંતાપોનું સહજ જ નિવારણ થઈ જાય છે. ૧.
ज्योतीरूपं दुरितनिवहध्वान्तविध्वंसहेतुं
त्वामेवाहुर्जिनवर चिरं तत्त्वविद्याभियुक्ताः
चेतोवासे भवसि च मम स्फारमुद्भासमानम्-
तस्मिन्नंहः कथमिव तमो वस्तुतो वस्तुमीष्टे ।।।।

Page 54 of 105
PDF/HTML Page 62 of 113
single page version

background image
૫૪ ][ પંચસ્તોત્ર
તુમ જિન જોતિસ્વરૂપ દુરિતઅંધિયારિનિવારી,
સો ગણેશ ગુરૂ કહૈં તત્ત્વવિદ્યાધનધારી;
મેરે ચિતઘરમાહિં બસૌ તેજોમય યાવત્,
પાપતિમિર અવકાશ તહાં સો ક્યોંકરિ પાવત. ૨.
અર્થ :હે જિનવર! દીર્ઘ તત્ત્વજ્ઞાનીઓ આપને એવા જ્યોતિરૂપ
બનાવે છે કે જે પાપસમૂહરૂપ અંધકારના વિનાશના હેતુ છે. જો આપ
મારા હૃદયમંદિરમાં ખૂબ પ્રકાશિત થઈ રહ્યા છે તો પછી તેમાં પાપરૂપી
અંધકાર વાસ્તવમાં કેવી રીતે ટકી શકે? જો પાપ ટકી શકતું ન હોય તો
પાપનું ફળ એવું દુઃખ પણ રહી શકે નહિ. ૨.
आनन्दाश्रुस्नपितवदनं गद्गदं चाभिजल्पन्
यश्चायेत त्वयि दृढमनाः स्तोत्रमन्त्रैः भवन्तम्
तस्याभ्यस्तादपि च सुचिरं देहवल्मीकमध्यान्
निष्कास्यन्ते विविधविषमव्याधयो काद्रवेयाः ।।।।
આનંદ આંસૂવદન ધોય તુમસોં ચિત સાનૈ,
ગદગદ સુરસો સુયશમંત્ર પઢિ પૂજા ઠાનૈં;
તાકે બહુવિધ વ્યાધિ વ્યાલ ચિરકાલ નિવાસી,
ભાજૈં થાનક છોડ દેહબાંબઈ કે વાસી. ૩.
અર્થ :હે જિનેન્દ્રદેવ! આપમાં ચિત્તની સ્થિરતા કરીને જે
ભક્તજન આનંદના અશ્રુઓથી જેનું મુખ ધોવાયું છે તે ગદગદ સ્વરે
સ્તોત્ર
મંત્રો દ્વારા આપની પૂજા કરે છે તેના શરીરરૂપી રાફડામાંથી જુદી
જુદી જાતના વિષમ રોગરૂપ સર્પો બહાર નીકળી જાય છે કે જે તેમાં
ચિરકાળથી રહેવાના અભ્યાસી હતા. ૩.
प्रागेवेह त्रिदिवभवनादेष्यता भव्यपुण्यात्
पृथ्वीचक्रं कनकमयतां देव निन्ये त्वयेदम्

Page 55 of 105
PDF/HTML Page 63 of 113
single page version

background image
કલ્યાણ-કલ્પદ્રુમ-એકીભાવ સ્તોત્ર ][ ૫૫
ध्यानद्वारं मम रुचिकरं स्वान्तगेहं प्रविष्टस्
तत् किं चित्रं जिन वपुरिदं यत्सुवर्णीकरोषि ।।।।
દિવિતૈં આવનહાર ભયે ભવિભાગ ઉદયબલ,
પહલેહી સુર આય કનકમય કીય મહીતલ;
મનગૃહધ્યાનદુવાર આય નિવસો જગનામી,
જો સુવરન તન કરો કૌન યહ અચરજ સ્વામી. ૪.
અર્થ :હે જિનદેવ! ભવ્યજીવોના પુણ્યપ્રભાવથી દેવલોકમાંથી
અહીં આપના પધારવાના (છ મહિના) અગાઉથી જ દેવો દ્વારા કરવામાં
આવતી રત્નો આદિની વૃષ્ટિથી આ ભૂમંડળ સુવર્ણમય બન્યું હતું. હવે
જ્યારે આપ ધ્યાનરૂપી દ્વારવાળા મારા રુચિકર અંતઃકરણમાં પ્રવેશ પામ્યા
છો તો હે દેવ! આપ મારા આ (કોઢના રોગથી ઘેરાયેલા) શરીરને
સુવર્ણમય બનાવી દો એમાં કઈ આશ્ચર્યની વાત છે? કોઈ પણ આશ્ચર્યની
વાત નથી. ૪.
लोकस्यैकस्त्वमसि भगवन् निर्निमित्तेन वन्धुसू
त्वय्येवासौ सकलविषया शक्तिरप्रत्यनीका
भक्तिस्फीतां चिरमधिवसन्मामिकां चित्तशय्यां
मय्युत्पन्नं कथमिव ततः क्लेशयूथं सहेथाः ।।।।
પ્રભુ સબ જગકે વિના હેતુ બાંધવ ઉપકારી,
નિરાવરન સર્વજ્ઞ શક્તિ જિનરાજ તિહારી;
ભક્તિરચિત મમચિત્ત સેજ નિત વાસ કરોગે,
મેરે દુઃખસંતાપ દેખ કિમ ધીર ધરોગે. ૫.
અર્થ :હે ભગવાન્! આપ લોકના અદ્વિતીય કારણ વિશેષ
વિનાનાં બંધુ છો અને આપમાં જ સર્વ પદાર્થોને જાણનારી જેને કોઈ
પ્રતિપક્ષી નથી એવી શક્તિ છે, આપ મારી ભક્તિથી સમૃદ્ધ એવી
ચિત્તરૂપી શય્યામાં ચિરકાળથી નિવાસ કરો છો તેથી મારામાં ઉત્પન્ન થતા

Page 56 of 105
PDF/HTML Page 64 of 113
single page version

background image
૫૬ ][ પંચસ્તોત્ર
કે થનારા દુઃખસમૂહને આપ કેવી રીતે સહન કરી શકો? સહન કરી
શકતા નથી. ૫.
जन्माटव्यां कथमपि मया देव दीर्घं भ्रमित्वा
प्राप्तैयेयं तव नयकथास्फारपियूषवापी
तस्यां मध्ये हिमकरहिमव्यूहशीते नितान्तं
निर्मग्नं मां न जहति कथं दुःखदावोपतापः ।।।।
ભવવનમેં ચિરકાલ ભ્રમ્યો કછુ કહિય ન જોઈ,
તુમ ધુતિકથાપિયૂષવાપિકા ભાગન પાઈ;
શશિ તુષાર ઘનસાર હાર શીતલ નહિં જા સમ,
કરત ન્હૌન તામાહિં કયો ન ભવતાપ બુઝૈ મમ. ૬.
અર્થ :હે જિનદેવ! ભવવનમાં દીર્ઘકાળપર્યંત ભ્રમણ કર્યાં પછી
આપની આ નયકથાવાર્તારૂપ ઉદાર અમૃતરસથી પૂર્ણ વિસ્તીર્ણ વાવ કોઈ
પણ રીતેમહા કષ્ટથીમને પ્રાપ્ત થઈ છે. તે ચન્દ્રમા અને હિમપૂંજ સમાન
શીતળ વાયમાં હું પૂર્ણપણે નિમગ્ન થઈ ગયો છું, એવી સ્થિતિમાં દુઃખરૂપી
દાવાનળનો આતાપ મને કેમ નહિ છોડે? છોડશે જ, મારા ઉપર દુઃખનો
કોઈ પ્રભાવ રહી શકશે નહિ. ૬.
पादन्यासादपि च पुनतो यात्रया ते त्रिलोकीं
हेमाभासो भवति सुरभिः श्रीनिवासश्व पद्मः
सर्वाङ्गेण स्पृशति भगवंस्त्वय्यशेषं मनो मे
श्रेयः किं तत् स्वयमहरहर्यन्न मामभ्युपैति ।।।।
શ્રી વિહાર પરિવાહ હોત શુચિરૂપ સકલ જગ,
કમલકનક આભાવ સુરભિ શ્રીવાસ ધરત પગ;
મેરો મન સર્વંગ, પરસ પ્રભુકો સુખ પાવૈ,
અબ સો કૌન કલ્યાન જો ન દિન દિન ઢિગ આવૈ. ૭.

Page 57 of 105
PDF/HTML Page 65 of 113
single page version

background image
કલ્યાણ-કલ્પદ્રુમ-એકીભાવ સ્તોત્ર ][ ૫૭
અર્થ :હે ભગવાન્! આપના વિહાર દ્વારા ત્રણ લોકને પવિત્ર
કરતાં આપના ચરણોના નિક્ષેપ (મૂકવા) માત્રથી કમળો સુવર્ણની
આભાસહિત, સુગંધિત અને શ્રીલક્ષ્મીનું નિવાસસ્થાન થઈ જાય છે. (આમ
વાત છે ત્યાં) મારું સંપૂર્ણ મન જો ધ્યાનદ્વારા આપનો સર્વાંગે સ્પર્શ કરે
છે તો પછી એવું કયું કલ્યાણ છે કે જે મને સ્વયં પ્રતિદિન પ્રાપ્ત ન
થાય?
હું બધા જ શ્રેયો પ્રાપ્ત કરવાનું પાત્ર છું. ૭.
पश्यन्तं त्वद्वचनममृतं भक्तिपात्र्या पिबन्तं
कर्मारण्यात्पुरूषमसमानन्दधामप्रविष्टम्
त्वां दुर्वारस्मरमदहरं त्वत्प्रसादैकभूमिं
क्रूराकाशः कथमिव रुजाः कण्टका निर्लुठन्ति ।।।।
ભવતજ સુખપદ બસે કામમદસુભટ સંહારે,
જો તુમકો નિરખંત સદા પ્રિયદાસ તિહારે;
તુમ વચનામૃતપાન ભક્તિઅંજુલિસોં પીવૈ,
તિન્હૈં ભયાનક ક્રૂરરોગરિપુ કૈસે છીવૈ. ૮.
અર્થ :હે જિનરાજ! આપ દુર્નિવાર કામદેવના મદને દૂર
કરનાર છો અને કર્મરૂપ (દુઃખદાયક) વનમાંથી નીકળીને અનુપમ સુખનું
સ્થાન જે મુક્તિધામ છે તેમાં પ્રવેશી ચુક્યા છો, આપનું આવું રૂપ
જોનારને, આપના વચનામૃત ભક્તિરૂપ કટોરીથી પીનારને અને આપની
કૃપા
પ્રસાદની એક ભૂમિ બનેલા પુરુષને ક્રૂર આકૃતિવાળા રોગરૂપી
કાંટા કેવી રીતે પીડિત કરી શકે? કોઈ પણ પ્રકારે પીડા આપી શકે
નહિ. ૮.
पाषाणात्मा तदितरसमः केवलं रत्नमूर्तिर्
मानस्तम्भो भवति च परस्तादृशो रत्नवर्गः
दृष्टिप्राप्तो हरति स कथं मानरोगं नाराणां
प्रत्यासत्तिर्यथी न भवतस्तस्य तच्छक्ति हेतुः ।।।।

Page 58 of 105
PDF/HTML Page 66 of 113
single page version

background image
૫૮ ][ પંચસ્તોત્ર
માનથંભ પાષાન આન પાષાન પટંતર,
એસે ઔર અનેક રતન દીખૈં જગ અંતર;
દેખત દ્રષ્ટિપ્રમાન માનમદ તુરત મિટાવૈ,
જો તુમ નિકટ ન હોય શક્તિ યહ કયોં કર પાવૈ. ૯.
અર્થ :હે જિનદેવ! આપના સમવસરણમાં સ્થિત જે માનસ્તંભ
છે તે પાષાણનો છે તેથી અન્ય પાષાણો સમાન છે અને કેવળ રત્નપાષાણ
નિર્મિત મૂર્તિ છે, તેવા રત્નો બીજા પણ છે, તો પાછી તે મનુષ્યોના
માનરૂપી રોગને દર્શનમાત્રથી જ કેવી રીતે દૂર કરે છે, જો આપની
સમીપતાના પ્રભાવથી જ તેમાં તે શક્તિ ઉત્પન્ન ન થતી હોય? અર્થાત્
આપની સમીપતાના પ્રભાવથી જ તેનામાં તેવી શક્તિનો સંચાર થાય છે
કે જે બીજા પાષાણ તથા રત્નોમાં હોતી નથી, માટે આપનો જ અપૂર્વ
મહિમા છે. ૯.
हृद्यः प्राप्तो मरुदपि भवन्मूर्तिशैलोपवाही
सद्यः पुंसां निरवधिरुजाधूलिबन्धं धुनोति
ध्यानाहूतो हृदयकमलं यस्य तु त्वं प्रविष्टम्
तस्याशक्यः क इह भुवने देव लोकोपकारः ।।१०।।
પ્રભુતન પર્વતપરસ પવન ઉરમેં નિવહૈ હૈ,
તાસોં તતછિન સકલ રોગરજ બાહિર હ્વૈ હૈ;
જાકે ધ્યાનાહૂત બસો ઉરઅંબુજમાંહીં,
કૌન જગત ઉપકારકરન સમરથ સો નાહીં. ૧૦.
અર્થ :હે જિનદેવ! આપની મૂર્તિરૂપી પર્વતને અડીને વહેતો
પવન પણ અનુકૂળપણે પ્રાપ્ત થઈને મનુષ્યોના નિઃસીમ રોગરૂપી ધૂળના
સમૂહને શીઘ્ર ખંખેરી નાખે છે તો પછી ધ્યાન દ્વારા બોલાવાયેલ આપ જેના
હૃદયકમળમાં પ્રવેશ કરો છો તે મનુષ્ય દ્વારા એવો કયો લોકોપકાર છે કે
જે આ લોકમાં અશક્ય હોય? ૧૦.

Page 59 of 105
PDF/HTML Page 67 of 113
single page version

background image
કલ્યાણ-કલ્પદ્રુમ-એકીભાવ સ્તોત્ર ][ ૫૯
जानासि त्वं मम भवभवे यच्च याद्रक् च दुःखं
जातं यस्य स्मरणमपि मे शसवन्निष्पिनष्टि
त्वं सर्वेशः सकृप इति च त्वामुपेतोऽस्मि भक्त्या
यत्कर्तव्यं तदिह विषये देव एव प्रमाणम् ।।११।।
જનમ જનમકે દુઃખ સહે સબ તે તુમ જાનો,
યાદ કિયે મુઝ હિયે લગૈ આયુધસે માનોં;
તુમ દયાલ જગપાલ સ્વામિ મૈ શરન ગહી હૈ,
જો કછુ કરનો હોય કરો પરમાન વહી હૈ. ૧૧.
અર્થ :હે જિનેન્દ્રદેવ! (આ ચતુર્ગતિરૂપ સંસારમાં અનાદિકાળથી
ભ્રમણ કરતા) મને ભવભવમાં જે, જેટલું અને જે પ્રકારનું દારૂણ દુઃખ
પ્રાપ્ત થયું છે કે જેનું સ્મરણ પણ મને શસ્ત્ર આઘાતની જેમ કષ્ટ આપે
છે તે બધું આપ જાણો છો, આપ સર્વ રીતે સમર્થ છો, દયાળુ છો તેથી
જ હું ભક્તિભાવપૂર્વક આપના શરણમાં આવ્યો છું. હવે આ વર્તમાન
દુઃખ
સંતાપના વિષયમાં જે કાંઈ પણ કર્તવ્ય હોય તે જ મને પ્રમાણ છે
આપ જે કાંઈ પણ કરશો તે મને માન્ય છે, મેં આપના ઉપર બધું છોડી
દીધું છે. ૧૧.
प्रापद्रैव तव नुतिपदैर्जीवकेनोपदिष्टैः
पापाचारी मरणसमये सारमेयोऽपि सौख्यम्
कः सन्देहो यदुपलभते वासवश्रीप्रभुत्वं
जल्पन् जाप्यैर्मणिभिरमलैस्त्वन्नमस्कारचक्रम् ।।१२।।
મરન સમય તુમ નામ મંત્ર જીવકતૈં પાયો,
પાપાચારી શ્વાન પ્રાન તજ અમર કહાયો,
જો મણિમાલા લેય જપૈ તુમ નામ નિરંતર,
ઇન્દ્રસંપદા લહૈ કૌન સંશય ઇસ અંતર. ૧૨.

Page 60 of 105
PDF/HTML Page 68 of 113
single page version

background image
૬૦ ][ પંચસ્તોત્ર
અર્થ :હે જિનેન્દ્રભગવાન! એક પાપાચારીઆખી જિંદગી
પાપમાં લીનકૂતરો પણ મરતી વખતે જીવક દ્વારા કાનમાં જપવામાં
આવેલા આપના નમસ્કાર મંત્રના પ્રભાવથી દેવગતિનું સુખ પામ્યો છે તો
પછી કોઈ નિર્મળ મણિની માળાથી આપના નમસ્કારચક્રનો ભાવપૂર્વક જાપ
કરતો થકો મરીને ઇન્દ્રની વિભૂતિનો સ્વામી બને એમાં શો સંદેહ છે?
અર્થાત્ એમાં કોઈ સંદેહનો અવસર નથી. ૧૨.
शुद्धे ज्ञाने शुचिनि चरिते सत्यपि त्वय्यनीचा
भक्तिर्नाे चेदनवधिसुखावञ्चिका कुच्चिकेयम्
शक्योद्घाटं भवति हि कथं मुक्तिकामस्य पुंसो
मुक्तिद्वारं परिदृढमहामोहमुद्राकपाटम् ।।१३।।
જો નર નિર્મલ જ્ઞાન માન શુચિ ચારિત સાધૈ,
અનવધિ સુખકી સાર ભક્તિ કૂચી નહિં લાધૈ;
સો શિવવાંછક પુરૂષ મોક્ષપટ કેમ ઉધારૈ,
મોહ મુહર દિઢ કરી મોક્ષમંદિરકે દ્વારૈ. ૧૩.
અર્થ :હે ભગવાન! શુદ્ધ જ્ઞાન અને નિર્મળ ચારિત્ર હોવા છતાં
પણ જો મુમુક્ષુ જીવની આપના પ્રત્યે આ ઊંચા પ્રકારની ભક્તિ ન હોય
કે જે અમર્યાદિત
અનંત સુખ પ્રાપ્તિની અચુક કૂંચી છેતો તે મુક્તિનું
દ્વાર કેવી રીતે ખોલી શકશે કે જે સુદ્રઢ મહામોહની મુદ્રા યુક્ત તાળાવાળા
દ્વારથી બંધ છે? અર્થાત્ નહિ ખોલી શકે. ૧૩.
प्रच्छन्नः खल्वयमद्यमयैरन्धकारैः समन्तात्
पन्था मुक्तेः स्थफु टितपदः क्लेशगर्तैरगाधैः
तत्कस्तेन व्रजति सुखतो देव तत्त्वावभासी
यद्यग्रेऽग्रे न भवति भवद्भारतीरत्नदीपः ।।१४।।
શિવપુરકેરો પંથ પાપતમસો અતિછાયો,
દુખસરૂપ બહુ કૂપખાડ સોં વિકટ બતાયો;

Page 61 of 105
PDF/HTML Page 69 of 113
single page version

background image
કલ્યાણ-કલ્પદ્રુમ-એકીભાવ સ્તોત્ર ][ ૬૧
સ્વામી સુખસોં તહાં કૌન જન મારગ લાગૈં,
પ્રભુ પ્રવચન મણિદીપ જોન કે આગૈં આગૈં. ૧૪.
અર્થ :હે જિનદેવ! મુક્તિનો આ માર્ગ બધી બાજુથી પાપરૂપ
અંધકારથીમિથ્યાદર્શનાદિરૂપ તિમિરપટલોથીઆચ્છાદિત છે અને બહુ
ઊંડા ક્લેશકારી ખાડાઓ દ્વારાનરક, નિગોદાદિના દુઃખોથી પૂર્ણ સ્થાનોથી
ઊબડખાબડ વિષમ સ્થાન બનેલ છે; ત્યાં કયો મનુષ્ય સુખપૂર્વક તે માર્ગ
ઉપર ચાલી શકે? જો યથાર્થ વસ્તુતત્ત્વનો પ્રકાશક આપના વચનરૂપ રત્ન
દીપક આગળ આગળ ન ચાલતો હોય. ભાવાર્થ એમ છે કે આપની
વાણીનો પ્રકાશ પામ્યા વિના કોઈ પણ મનુષ્ય તે મુક્તિના માર્ગ પર
સુખપૂર્વક ચાલવામાં સમર્થ થઈ શકે નહિ. ૧૪.
आत्मज्योतिर्निधिरनवधिर्द्रष्टुरानन्दहेतुः
कर्मक्षोणीपटलपिहितो योऽनवाप्यः परेषाम्
हस्ते कुर्वन्त्यनतिचिरतस्तं भवद्भक्तिभाजः
स्तोत्रैर्बन्धप्रकृतिपरुषोद्दामधात्रीखनित्रैः ।।१५।।
કર્મપટલભૂમાહિં દબી આતમનિધિ ભારી,
દેખા અતિસુખ હોય વિમુખજન નાહિં ઉધારી;
તુમ સેવક તતકાલ તાહિ નિહચૈ કર ધારૈ,
થુતિ કુદાલસોં ખોદ બંદ ભૂ કઠિન વિદારે. ૧૫.
અર્થ :આત્મજ્યોતિરૂપ નિધિ અમર્યાદિતરૂપે સ્થિત છે તેનો
ક્યાંય અંત નથીજ્ઞાનાવરણાદિ કર્મરૂપ પૃથ્વીના પડોથી તે આચ્છાદિત છે,
જોનારને આનંદનું કારણ છેદર્શનમાત્રથી જેના આનંદનો ઉદ્ભવ થાય છે
અને જે બીજાઓ દ્વારાઅભક્ત હૃદયો દ્વારા અપ્રાપ્ય છે, તેને આપના
ભક્તો તરત જ તે સ્તોત્રો દ્વારા પ્રાપ્ત કરી લે છે કે જે ( પ્રકૃતિ, સ્થિતિ,
અનુભાગ
પ્રદેશરૂપ) દ્રઢ બંધનપ્રાપ્ત કઠોર અને અતિ ઉગ્ર (કર્મરૂપ)
ભૂમિને ખોદવામાં સમર્થ તીક્ષ્ણ કોદાળી સમાન છે. ૧૫.

Page 62 of 105
PDF/HTML Page 70 of 113
single page version

background image
૬૨ ][ પંચસ્તોત્ર
प्रत्युत्पन्ना नय हिमगिरेरायता चामृताब्धे -
र्या देव त्वत्पदकमलयोः संगता भक्ति - गंगा
चेतस्तस्यां मम रूचिवशादाप्लुतं क्षालितांहः
कल्माषं यद्भवति किमियं देव सन्देहभूमि ।।१६।।
શ્યાદ્વાદગિરિ ઉપજૈ મોક્ષ સાગર લોં ધાઈ,
તુમ ચરણાંબુજ પરસ ભક્તિગંગા સુખદાઈ;
મો ચિત્ત નિર્મલ થયો ન્હોન રુચિપૂરવ તામૈં,
અબ વહ હો ન મલીન કૌન જિન સંશય યામૈં. ૧૬.
અર્થ :હે જિનદેવ! આપના ચરણકમળોને પ્રાપ્ત થયેલી જે
ભક્તિગંગા છે તે (સ્યાદ્વાદ) નયરૂપ હિમાલયમાંથી ઉત્પન્ન થઈને
પ્રવાહિત થઈ અમૃતસાગરરૂપ મોક્ષમાં જઈને મળી છે. તેમાં મારું મન
સ્વરુચિથી ડૂબકી લગાવીને જો પાપરૂપ મેલને ધોઈ નાખે તો એમાં શું કોઈ
સંદેહ કરવા જેવી વાત છે? જરા પણ સંદેહ કરવા યોગ્ય વાત નથી. ૧૬.
प्रादुर्भूतस्थिरपदसुख त्वामनुध्यायतो मे
त्वय्येवाहं स इति मतिरूपत्पद्यते निर्विकल्पा
मिथ्यैवेयं तदपि तनुते तृप्तिमभ्रेषरूषां
दोषात्मनोऽप्यनिमतफलास्त्वत्प्रसादाद्भवन्ति ।।१७।।
તુમ શિવસુખમય પ્રગટ કરત પ્રભુ ચિંતન તેરો,
મૈં ભગવાન સમાન ભાવ યોં વરતૈ મેરો;
યદપિ જૂઠ હૈ તદપિ તૃપ્તિ નિશ્ચલ ઉપજાવૈ,
તુવ પ્રસાદ સકલંક જીવ વાંછિત ફલ પાવૈ. ૧૭.
અર્થ :સ્થિર પદના સુખની પ્રગટતા પામેલ હે જિનેન્દ્ર
ભગવાન! આપનું ધ્યાન કરતાં મને આપના વિષયમાં સોહંની નિર્વિકલ્પ
બુદ્ધિજે આપ છો તેજ હું છું એવી નિઃસંશય બુદ્ધિ ઉત્પન્ન થઈ છે. આ

Page 63 of 105
PDF/HTML Page 71 of 113
single page version

background image
કલ્યાણ-કલ્પદ્રુમ-એકીભાવ સ્તોત્ર ][ ૬૩
બુદ્ધિ જો કે મિથ્યા જ છે તો પણ તે મને અચળ તૃપ્તિ આપે છે અને
તે યોગ્ય છે કારણ કે આપના પ્રસાદથી દોષી મનુષ્ય પણ અભિમત ફળની
પ્રાપ્તિ કરી લે છે. ૧૭.
मिथ्यावादं मलमपनुदन् सप्तभंगीतरङ्गै
र्वागम्भोदिर्भुवनमखिलं देव पर्यति यस्ते
तस्यावृतिं सपदि विबुधाश्चेतसैवाचलेन
व्यातन्वन्तः सुचिरममृतासे वयातृप्नुवन्मि ।।१८।।
વચન જલધિ તુમ દેવ સકલ ત્રિભુવનમેં વ્યાપૈ,
ભંગ તરંગિનિ વિકથવાદમલ મલિન ઉથાપૈ;
મનસુમેરુસો મથૈ તાહિ જે સમ્યગ્જ્ઞાની
પરમામૃત સોં તૃપત હોહિં તે ચિરલોં પ્રાની. ૧૮.
અર્થ :હે અર્હન્ ભગવન્! આપનો જે વચનસમુદ્ર છેદિવ્ય -
ધ્વનિ દ્વારા મુખારિત થયેલો શ્રુતસાગર છેતે પોતાની સપ્તભંગાત્મક
તરંગોદ્વારા મિથ્યાવાદરૂપ મળનેસર્વથા એકાન્તમય વસ્તુતત્ત્વના કથન
વિકારનેદૂર કરતો થકો આખાય વિશ્વમાં ફેલાયેલ છે. જે વિબુધજન છે
તેઓ શીઘ્ર જ પોતાના એકાગ્ર ચિત્ત દ્વારા તેનું મંથન કરીને જે અમૃત
મોક્ષતત્ત્વને પ્રાપ્ત કરે છે તેની ભરપૂર સેવાથી ચિરકાળ સુધી તૃપ્ત અને
સુખી બની રહે છે. ૧૮.
आहार्य्येभ्यः स्पृहयति परं यः स्वभावादहृद्यः
शस्त्रग्राही भवति सततं वैरिणा यश्च शक्यः
सर्वाङ्गेषु त्वमसि सुभगस्त्वं न शक्यः परेषां
तत्किं भूषावसनकुसुमैः किं च शस्त्रैरुदस्रैः ।।१९।।
જો કુદેવ છબિહીન વસન ભૂષણ અભિલાખૈ;
વૈરી સોં ભયભીત હોય સો આયુધ રાખૈ;
તુમ સુંદર સર્વાંગ શત્રુ સમરથ નહિં કોઈ,
ભૂષણ વસન ગદાદિ ગ્રહન કાહેકો હોઈ. ૧૯.

Page 64 of 105
PDF/HTML Page 72 of 113
single page version

background image
૬૪ ][ પંચસ્તોત્ર
અર્થ :જે સ્વભાવથી અમનોજ્ઞ હોય તે શૃંગારોની ઇચ્છા કરે છે
અને જે શત્રુ દ્વારા જીતાઈ જવા યોગ્ય હોય તે ભયથી સદા શસ્ત્રોનું ગ્રહણ
કરે છે. ભગવાન્! આપ તો સર્વાંગ સુંદર છો, બીજાઓ દ્વારા આપ અજેય
છો; તો પછી (સ્વભાવથી જ સુંદર હોવાને લીધે) વસ્ત્રો આભૂષણો અને
પુષ્પોનું આપને શું પ્રયોજન હોય? તથા શત્રુઓથી અજેય હોવાના કારણે
શસ્ત્રો
અશસ્ત્રોથી પણ શું પ્રયોજન હોય ૧૯.
इन्द्रः सेवां तव सुकुरुतां किं तया श्लाघनं ते
तस्यैवेयं भवलयकारी श्लाध्यतेमातनोति
त्वं निस्तारी जननजलधेः सिद्धिकान्तापतिस्त्वं
त्वं लोकानां प्रभुरिति तव श्लाध्यते स्तोत्रमित्थम् ।।२०।।
સુરપતિ સેવા કરૈ કહા પ્રભુ પ્રભુતા તેરી,
સો સલાધના લહૈ મિટૈ જગસોં જગ કેરી;
તુમ ભવજલધિ જિહાજ તોહિ શિવકંત ઉચરિયે,
તુહીં જગતજનપાલ નાથથુતિકી થુતિ કરીયે. ૨૦.
અર્થ :હે તીર્થંકર ભગવાન! ઇન્દ્ર આપની જે સારી રીતે
સેવા પૂજાભક્તિ કરે છે તેનાથી આપનો શું મહિમા અથવા પ્રશંસા
છે? કાંઈ પણ નહિ. આ સેવા તો તે ઇન્દ્રના જ મહિમા પ્રશંસાનું
કારણ બને છે; કેમ કે તે તેના ભવભ્રમણનો નાશ કરે છે.
વાસ્તવમાં આપ સંસાર-સમુદ્રથી પાર કરનાર છો, સિદ્ધિકાન્તાના સ્વામી
છો અને ત્રણે લોકના સ્વામી છો આ જાતનું સ્તોત્ર આપની પ્રશંસાનું
દ્યોતક છે. ૨૦.
वृत्तिर्वाचामपरसदृशी न त्वमन्येन तुल्यः
स्तुत्युद्गाराः कथमिव ततः त्वय्यमी नः क्रमन्ते
भैवं भूवंस्तदपि भगवन् भक्तिपीयूष पुष्टाम्
ते भव्यानामभिमतफलाः पारिजाता भवन्ति ।।२१।।

Page 65 of 105
PDF/HTML Page 73 of 113
single page version

background image
કલ્યાણ-કલ્પદ્રુમ-એકીભાવ સ્તોત્ર ][ ૬૫
વચન જાલ જડરૂપ આપ ચિન્મૂરતિ ઝાંઈ,
તાતૈં યુતિ આલાપ નાહિં પહુંચૈ તુમ તાંઈ;
તો ભી નિર્ફલ નાહિં ભક્તિરસભીને વાયક,
સંતનકો સુરતરુ સમાન વાંછિત વરદાયક. ૨૧.
અર્થ :હે ભગવન્! વચનોની પ્રવૃત્તિ અપરસદ્રશ છેઅચેતન
પુદ્ગલ જેવી છે અને આપ અન્યસમપુદ્ગલરૂપ નથી તેથી અમારા
સ્તુતિરૂપ વચનો આપની પાસે કેવી રીતે પહોંચી શકે? ન પહોંચી શકે;
પરંતુ ભલે ન પહોંચે છતાં પણ ભક્તિરૂપ સુધારસથી પુષ્ટ થયેલા આ
સ્તુતિરૂપ ઉદ્ગાર ભવ્યજીવોને માટે અભિષ્ટ ફળ આપનાર કલ્પવૃક્ષ સમાન
બને છે. ૨૧.
कोपावेशो न तव न तव क्वापि देवप्रसादो
व्याप्तं चेतस्तव हि परमोपेक्षयैवानपेक्षम्
आज्ञावश्यं तदपि भुवनं सन्निधिर्वैरहारी
क्वैंवंभूतं भुवनतिलक प्राभवं त्वत्परेषु ।।२२।।
કોપ કભી નહિં કરો પ્રીતિ કબહૂ નહિં ધારો,
અતિ ઉદાસ બેચાહ ચિત્ત જિનરાજ તિહારો;
તદપિ આન જગ બહૈ બૈર તુમ નિકટ ન લહિયે,
યહ પ્રભુતા જગ તિલક કહાં તુમ વિન સરદહિયે. ૨૨.
અર્થ :હે ત્રિભુવનતિલક દેવ! આપ કોઈના પણ ઉપર ક્રોધ
કરતા નથી અને કોઈના પણ ઉપર પ્રસન્નતાનો ભાવ પણ પ્રગટ કરતા
નથી. વાસ્તવમાં આપનું ચિત્ત જે કોઈની અપેક્ષા રાખતું નથી તે સદા પરમ
ઉપેક્ષાથી
વીતરાગતાથી વ્યાપ્ત રહે છે. આમ હોવા છતાં પણ આ લોક
આપની આજ્ઞાને આધીન છે અને આપનું સામીપ્ય વેરને દૂર કરે છે
આપની સમીપ આવતાં જાતિવિરોધી જીવોનું વેર ચાલ્યું જાય છે, કોઈ એક
બીજાને દ્વેષભાવથી જોતું નથી. આવી જાતનો પ્રભાવ આપનાથી ભિન્ન
કોપાદિયુક્ત સરાગ દેવોમાં ક્યાં હોય? ક્યાંય ન હોય ૨૨.

Page 66 of 105
PDF/HTML Page 74 of 113
single page version

background image
૬૬ ][ પંચસ્તોત્ર
देव स्तोतुं त्रिदिवगणिकामण्डलीगीतकीर्ति
तोतूर्ति त्वां सकलविषयज्ञानमूर्तिं जनो यः
तस्य क्षेमं न पदमटतो जातु जोहूर्ति पन्थासू
तत्त्वग्रन्थस्मरणविषये नैष भोमूर्ति मर्त्यः ।।२३।।
સુરતિય ગાવૈં સુયશ સર્વગતિ જ્ઞાનસ્વરૂપી,
જો તુમકો થિર હોહિં નમૈં ભવિઆનંદરૂપી;
તાહિ છેમપુર ચલનવાટ બાકી નહિ હો હૈં,
શ્રુતકે સુમરનમાંહિ સો ન કબહૂ નર મોહૈં. ૨૩.
અર્થ :હે જિનદેવ! આપ એવા જ્ઞાનની મૂર્તિ છો કે જેણે સકળ
પદાર્થોને પોતાનો વિષય કર્યો છે અને સ્વર્ગોની અપ્સરાઓએ મળીને
આપના ખૂબ યશોગાન કર્યા છે. આપની સ્તુતિ કરવા માટે જે ઉત્સુક અને
ઉદ્યત થાય છે તે ક્ષેમરૂપ મોક્ષ તરફ ગમન કરનાર મનુષ્યોનો માર્ગ કદી
પણ કુટિલ અને જટિલ બનતો નથી અને તે તત્ત્વગ્રન્થોના સ્મરણમાં કદી
મોહ પામતા નથી
તત્ત્વસમૂહના વિષયમાં તેમને કદી કોઈ સંદેહ ઉત્પન્ન
થતો નથી. ૨૩.
चित्त कुर्वन्निरवधिसुखज्ञानद्रद्रग्दवीर्यरूपं
देव ! त्वां यः समयनियमादादरेण स्तवीति
श्रेयोमार्गं स खलु सुकृती तावता पूरयित्वा
कल्याणानां भवति विषयः पञ्चधा पञ्चितानाम्
।।२४।।
અતુલ ચતુષ્ટયરૂપ તુમૈં જો ચિત્તમૈં ધારૈ,
આદરસોં તિહુંકાલમાહિં જગથુતિ વિસ્તારે;
સો સુક્રત શિવપંથ ભક્તિરચના કર પૂરૈ!
પંચકલ્યાનક ૠદ્ધિપાય નિહચૈ દુઃખ ચૂરૈ. ૨૪.
અર્થ :હે તીર્થંકર જિનદેવ! જે કોઈ ભવ્યપ્રાણી આપને

Page 67 of 105
PDF/HTML Page 75 of 113
single page version

background image
કલ્યાણ-કલ્પદ્રુમ-એકીભાવ સ્તોત્ર ][ ૬૭
અનંતસુખ, અનંતજ્ઞાન, અનંત દર્શન અને અનંતવીર્યરૂપ હૃદયમાં ધારણ
કરતો થકો
ધ્યાતો થકો નિશ્ચિત સમયના નિયમપૂર્વક નિત્ય આદર સહિત
આપની સ્તુતિ કરે છે તે પુણ્યવાન પુરુષ એટલા માત્રથી જ કલ્યાણમાર્ગને
પૂર્ણ કરીને પાંચ પ્રકારના વિસ્તૃત કલ્યાણકોનો પાત્ર બને છે. ૨૪.
भक्तिप्रह्वमहेन्द्रपूजितपद त्वत्कीर्तने न क्षमाः
सूक्ष्मज्ञानद्रशोऽपि संयमभृतः के हन्त मन्दा वयम्
अस्माभिः स्तवनच्छलेन तु परस्त्वय्यादरस्तन्यते
स्वात्माधीन
सुखैषिणां स खलु नः कल्याणकल्पद्रुमः ।।२५।।
અહો જગતપતિ પૂજ્ય અવધિજ્ઞાની મુનિ હારૈ,
તુમ ગુનકીર્તનમાહિં કૌન હમ મંદ વિચારૈ;
થુતિ છલસોં તુમ વિષૈ દેવ આદર વિસ્તારે!
શિવમુખ પૂરનહાર કલ્પતરુ યહી હમારે. ૨૫.
અર્થ :હે જિનેન્દ્ર ભગવાન! ભક્તિથી નમ્રીભૂત થઈને મહાન
દેવેન્દ્ર આપના ચરણોને પૂજે છે, સૂક્ષ્મ જ્ઞાનદર્શનના ધારક અને સંયમથી
ભરપૂર (સ્વામી સમન્તભદ્ર જેવા સ્તુતિકાર) મુનિરાજ પણ આપનું કીર્તન
કરવામાં સમર્થ નથી; તો અમારા જેવા મન્દબુદ્ધિવાળાઓની તો વાત જ
શી કરવી? અમે તો સ્તવનના બહાને આપના પ્રત્યે મારા ઉચ્ચ આદરનો
વિસ્તાર કર્યો છે. આ સ્તવનરૂપ ઉચ્ચ આદર અમારા જેવા સ્વાત્માધીન
સુખના ઇચ્છકોને માટે ‘કલ્યાણ
કલ્પદ્રુમ’ છેકલ્યાણ પ્રદાન કરનાર
કલ્પવૃક્ષ છે. ૨૫.
પ્રશસ્તિ
वादिराजमनु शाब्दिकलोको
वादिराजमनु तार्किकसिंहः
वादिराजमनु काव्यकृतस्ते
वादिराजमनु भव्य सहायः ।।।।

Page 68 of 105
PDF/HTML Page 76 of 113
single page version

background image
૬૮ ][ પંચસ્તોત્ર
વાદિરાજ મુનિતૈં અનુ, વૈયાકરણી સારે,
વાદિરાજ મુનિતૈં અનુ તાર્કિક વિદ્યાવારે;
વાદિરાજ મુનિતૈં અનુ હૈં કાવ્યનકે જ્ઞાતા,
વાદિરાજ મુનિતૈં અનુ હૈં ભવિજનકે ત્રાતા.
અર્થ :(વર્તમાનમાંવાદિરાજના સમયમાં) જે શાબ્દિક લોક છે
શબ્દશાસ્ત્રના જ્ઞાતાઓ (વૈયાકરણો)નો સમૂહ છેતે વાદિરાજનો અનુવર્તી
છેપ્રસ્તુત સ્તોત્રના કર્તા વાદિરાજમુનિ તેમના અગ્રણી છેજે તાર્કિક
સિંહોનો સમૂહ છે, તે વાદિરાજનો અનુવર્તી છે; જે કાવ્યકર્તા છે તે બધા
વાદિરાજના અનુવર્તી છે અને જે ભવ્યજીવોની સહાય કરનારાઓનો
સમુદાય છે, તે પણ વાદિરાજનો અનુવર્તી છે
વાદિરાજ મુનિને જ તેમાં
પ્રમુખ સ્થાન પ્રાપ્ત છે.

Page 69 of 105
PDF/HTML Page 77 of 113
single page version

background image
°
શ્રી મહાકવિ ધનંજય રચિત
વિષાપહાર સ્તોત્ર
(उपजाति)
स्वात्मस्थितः सर्वगतः समस्त
व्यापारवेदी विनिवृत्तसंगः
प्रवृद्धकालोप्यजरो वरेण्यः,
पायादपायात्पुरुषः पुराणः ।।।।
અર્થ :પોતાના આત્મસ્વરૂપમાં સ્થિત હોવા છતાં પણ
સર્વવ્યાપક, સમસ્ત વ્યાપારોના જ્ઞાતા હોવા છતાં પણ પરિગ્રહરહિત,
દીર્ઘાયુ હોવા છતાં પણ વૃદ્ધાવસ્થા રહિત, એવા સર્વશ્રેષ્ઠ પુરાણ પુરુષ શ્રી
આદિનાથ જિનેન્દ્રદેવ ભવ્ય જીવોને સાંસારિક દુઃખોથી છોડાવીને મોક્ષસુખ
પ્રદાન કરો. ૧.
परैरचिन्त्यं युगभारमेकः,
स्तोतुं वहन्योगिभिरप्यशक्यः
स्तुत्योऽद्य मेऽसौ वृषभो न भानोः,
किमप्रवेशे विशति प्रदीपः ।।।।
અર્થ :હે પ્રભો! આપ ચક્રવર્ત્તી આદિ દ્વારા અચિંત્ય છો,
કર્મભૂમિની શરૂઆતમાં કર્મભૂમિનો ભાર આપે એકલાએ જ વહન કર્યો
હતો, આપની સ્તુતિ કરવામાં પરમ ૠદ્ધિસંપન્ન યોગીઓ પણ અસમર્થ
છે. આજ તે જ શ્રી ૠષભનાથ ભગવાનની હું સ્તુતિ કરી રહ્યો છું. તે
બરાબર છે કેમકે જ્યાં સૂર્યનો પ્રકાશ નથી પહોંચતો ત્યાં શું દીપક પ્રકાશ
નથી કરતો? અર્થાત્ કરે જ છે. ૨.

Page 70 of 105
PDF/HTML Page 78 of 113
single page version

background image
૭૦ ][ પંચસ્તોત્ર
तत्याज शक्रः शकनाभिमानं,
नाहं त्यजामि स्तवनानुबंधम्
स्वल्पेन बोधेन ततोऽधिकार्थं,
वातायनेनेव निरूपयामि ।।।।
અર્થ :હે ત્રિલોકનાથ! ઇન્દ્રે આપની સ્તુતિ કરવાની શક્તિનું
અભિમાન છોડી દીધું હતું પરંતુ હું આપની સ્તુતિ કરવાનો પ્રયત્ન છોડતો
નથી. જેમ નાનકડા વાબારામાંથી ડોકાઈને તેના કરતા અનેકગણા મોટા
પદાર્થોનું વર્ણન કરવામાં આવે છે તેવી જ રીતે હું (મારા) થોડાક જ્ઞાન
દ્વારા ઘણા મહાન પદાર્થનું વર્ણન કરું છું. ૩.
त्व विश्वद्रश्व सकलैरदृश्यो,
विद्वानशेषं निखिलैरवेद्यः
वक्तुं कियान्कीदृशमित्यशक्यः,
स्तुतिस्ततोऽशक्तिकथा तवास्तु ।।।।
અર્થ :હે સર્વજ્ઞદેવ! આપ સકળ વિશ્વને દેખો છો પરંતુ આપ
બધાથી અદ્રશ્ય રહો છો. આપ પૂર્ણજ્ઞાતા છો પરંતુ આપને કોઈ જાણતું
નથી. આપ કેવડા અને કેવા છો એ કહેવાને કોઈ સમર્થ નથી માટે આપની
સ્તુતિ ન કરી શકવારૂપ જે કથા છે તે જ આપની સ્તુતિ છે. ૪.
व्यापीडितं बालमिवात्मदोषै
रुल्लाघतां लोकमवापिपस्त्वं
हिताहितान्वेषणमांद्यभाजः
सर्वस्य जंतोरसि बालवैद्यः ।।।।
અર્થ :હે જિનેશ્વર! જેમ બાળકો અણસમજણા હોવાને કારણે
વાતાદિ દોષોથી પીડાતા હોય છે તે સમયે બાળરોગોના નિષ્ણાત વૈદ્ય તેમને
નિરોગ કરે છે તેવી જ રીતે સંસારી જીવો પોતાના આત્માની ભ્રાન્તિરૂપ
રોગથી અત્યંત દુઃખી થઈ રહ્યા છે તેમને આપે મોક્ષમાર્ગરૂપી નીરોગતાની

Page 71 of 105
PDF/HTML Page 79 of 113
single page version

background image
વિષાપહાર સ્તોત્ર ][ ૭૧
પ્રાપ્તિ કરાવી છે. હિતમોક્ષ (આત્માની પૂર્ણ અવસ્થા) અને મોક્ષના કારણ
(પૂર્ણતાની શ્રદ્ધા) તથા અહિતસંસાર (આત્માની અપૂર્ણ દશા) અને
સંસારના કારણ (અપૂર્ણતાની શ્રદ્ધા) બન્નેનો નિર્ણય કરવામાં અસમર્થ બધા
અજ્ઞાની જીવોના આપ ખરેખર બાળવૈદ્ય છો. ૫.
दाता न हर्ता दिवसं विवस्वा
नद्यश्व इत्यच्युत दर्शिताशः
सव्याजमेवं गमयत्यशक्तः
क्षणेन दत्सेऽभिमतं नताय ।।।।
અર્થ :હે અચ્યુત! આપ નમ્ર મનુષ્યને ક્ષણમાત્રમાં મનોવાંછિત
સિદ્ધિ આપો છો. અર્થાત્ આપ સમાન નિજ શુદ્ધાત્માનું ધ્યાન કરનાર
જીવોને આપ ક્ષણવારમાં મોક્ષદશાની પ્રાપ્તિ કરાવી દ્યો છો. પરંતુ સૂર્ય જેમ
આજ અને કાલ એમ કરતો દિશા દેખાડીને દિવસ વીતાવી દે છે પરંતુ
દેતો લેતો કાંઈ નથી તેવી જ રીતે આપના સિવાય બીજું કોઈ પણ આજ
આપીશ, કાલ આપીશ, અને ઇચ્છિતપદ આપવાની આશા દેખાડીને સમય
વીતાવી દે છે કેમ કે તે સ્વતઃ અસમર્થ છે. ૬.
उपैति भक्त्या सुमुखः सुखानि,
त्वयि स्वभावाद्विमुखश्च दुःखं
सदावदातद्युतिरेकरूप -
स्तयोस्त्वमादर्श इवावभासि ।।।।
અર્થ :હે પ્રભુવર! આપના પ્રત્યે ભક્તિ હોવાથી સમ્યગ્દ્રષ્ટિ
જીવ સ્વભાવથી જ સુખ પામે છે અને આપથી વિમુખ મિથ્યાદ્રષ્ટિ જીવ
દુઃખ પામે છે. કેવળજ્ઞાન રૂપી પરમદ્યુતિને ધારણ કરનાર આપ સદૈવ તે
બન્ને તરફ દર્પણની જેમ સમતા સ્વભાવ ધારણ કરીને શોભાયમાન થાવ
છો અર્થાત્ પુજારી ઉપર આપ પ્રસન્ન થતા નથી અને નિન્દક ઉપર કોપ
કરતા નથી છતાં પણ તેઓ પોતપોતાના પરિણામો અનુસાર સુખ
દુઃખ
પામે છે. ૭.

Page 72 of 105
PDF/HTML Page 80 of 113
single page version

background image
૭૨ ][ પંચસ્તોત્ર
अगाधताब्धेः स यतः पयोधि
र्मेरोश्च तुङ्गा प्रकृति स यत्र
घावापृथिव्यो पृथुता तथैव,
व्याप त्वदीया भुवनान्तराणि ।।।।
અર્થ :હે જિનેશ્વર! સમુદ્રની ઊંડાઈ સમુદ્ર સુધી જ સીમિત
છે અને મેરુ પર્વતની ઊંચાઈ મેરુ પર્વત સુધી જ સીમિત છે અને
આકાશ તથા પૃથ્વીની વિશાળતા પણ તેમના સુધી જ સીમિત છે પરંતુ
આપની ધીરજ, ઉન્નત પ્રકૃતિ અને ઉદારતા સમસ્ત લોકાલોકમાં વ્યાપી
રહી છે. ૮.
तवानवस्था परमार्थतत्त्वं,
त्वया न गीतः पुनरागमश्च
दृष्टं विहाय त्वमदृष्टमैषी
र्विरुद्धवृत्तोऽपि समञ्जसस्त्वं ।।।।
અર્થ :હે જિનેન્દ્રદેવ! આપના શાસનમાં પરમાર્થતત્ત્વ
(નિશ્ચયતત્ત્વ) અનવસ્થા (અનિયતસ્થિતિ અથવા પરિવર્તનશીલતા) છે તથા
આપે અનવસ્થા (પરિવર્તનશીલતા) બતાવીને પુનરાગમનનો અભાવ કહ્યો
છે. આપ પ્રત્યક્ષ ફળ છોડીને અદ્રષ્ટ ફળ ચાહો છો; આ પ્રમાણે આપ
વિરુદ્ધ આચરણ સહિત હોવા છતાં પણ વિરુદ્ધ આચરણ રહિત છો, એ
મહાન્ આશ્ચર્ય છે. ૯.
ભાવાર્થ :પ્રસ્તુત શ્લોકમાં વિરોધાભાસ અલંકાર છે. વસ્તુતત્ત્વ
અનેક ધર્માત્મક છે. સર્વથા નિત્યત્વ, એકત્વાદિ સ્વરૂપ નથી. કેમ કે
દ્રવ્યદ્રષ્ટિથી નિત્ય અને પર્યાયદ્રષ્ટિથી અનિત્ય ધર્માત્મક છે. સંસારી જીવોની
અપેક્ષાએ પુનરાગમન છે પરંતુ મુક્ત જીવોની અપેક્ષાએ પુનરાગમન નથી
કેમ કે સંસારી જીવ રાગ દ્વેષ, મોહભાવોને વશ થવાના કારણે જુદી જુદી
યોનિઓમાં પરિભ્રમણ કર્યા કરે છે પરંતુ મુક્ત જીવોમાં કર્મકલંકનો અભાવ
થઈ ગયો છે તેથી તેમને પુનરાગમન થતું નથી. દ્રષ્ટફળ છોડીને અદ્રષ્ટફળ