Panch Stotra (Gujarati).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 3 of 6

 

Page 33 of 105
PDF/HTML Page 41 of 113
single page version

background image
કલ્યાણમંદિરસ્તોત્ર ][ ૩૩
त्वं तारको जिन कथं भविनां त एव,
त्वामुद्वहन्ति हृदयेन यदुत्तरन्तः
यद्वा दृतिस्तरति यज्जलमेष नून
मन्तर्गतस्य मरुतः स किलानुभावः ।।१०।।
કેવી રીતે ભવિજન તણો જિન! તું તારનાર?
ધારે તેઓ હૃદમહિં તને ઊતરે જેથી પાર;
વા એહી જે મશક તીરની નીરને નક્કી સાવ,
છે તે અંતર્ગત મરુતનો નિશ્ચયે જ પ્રભાવ. ૧૦.
અર્થ :જેમ પોતાની અંદર ભરેલા પવનના બળથી મશક
પાણીમાં તરે છે તેવી જ રીતે હે જિનવર! ભવ્ય જીવ આપને પોતાના
હૃદયમાં ધારણ કરીને સંસાર સમુદ્ર તરી જાય છે. ૧૦.
यस्मिन्हरप्रभृतयोऽपि हतप्रभावाः,
सोऽपि त्वया रतिपतिः क्षपितः क्षणेन
विध्यापिता हुतभुजः पयसाथ येन,
पीतं न किं तदपि दुर्द्धरवाडवेन
।।११।।
જેની પાસે શિવપ્રમુખ સૌ છે પ્રભાવે વિહીન,
તુંથી તેહ રતિપતિ ક્ષણે સર્વથા કીધ ક્ષીણ;
અગ્નિઓ જે જલ થકી અહો! નિશ્ચયે બૂઝવાય,
રે! શું તેહ દુઃસહ વડવાવહ્નિથી ના પીવાય! ૧૧.
અર્થ :જે કામદેવે હરિ, હરાદિ પ્રમુખ દેવોને પણ શક્તિ હીન
કરી નાખ્યા હતા તે કામદેવનો પણ આપે ક્ષણવારમાં નાશ કર્યો. તે યોગ્ય
જ છે કેમ કે જે પાણી અનેક અગ્નિઓને ઓલવી નાખે છે તે જ પાણી
સમુદ્રમાં પહોંચતાં સમુદ્રની મધ્યમાં રહેલા પ્રચંડ વડવાનળથી શોષાઈ જાય
છે. ૧૧.

Page 34 of 105
PDF/HTML Page 42 of 113
single page version

background image
૩૪ ][ પંચસ્તોત્ર
स्वामिन्ननल्पगरिमाणमपि प्रपन्नाः
त्वां जन्तवः कथमहो हृदये दधानाः
जन्मोदधिं लघु तरन्त्यतिलाघवेन,
चिन्त्यो न हन्त महतां यदि वा प्रभावः
।।१२।।
સ્વામી! તુંને બહુજ ગુરુતાવંતને આશ્રનારા,
સત્ત્વો સર્વે હૃદમહિં તને ધારીને કયા પ્રકારા;
જન્માબ્ધિને અતિ લઘુપણે રે! તેરે શીઘ્ર સાવ,
વા અત્રે તો મહદ્જનનો છે અચિન્ત્ય પ્રભાવ. ૧૨.
અર્થ :હે જગત્પતિ! અતિ ગૌરવવાન (અનંત ગુણરૂપ
મહાભાર સહિત) એવા આપને હૃદયમાં ધારણ કરનારા જીવો શીઘ્રપણે
સંસાર સમુદ્રનો પાર ઘણી સહેલાઈથી કેવી રીતે પામે છે? એ આશ્ચર્ય
છે. એનું સમાધાન એ છે કે મહાપુરુષોનો મહિમા અચિન્ત્ય હોય છે. ૧૨.
क्रोधस्त्वया यदि विभो ! प्रथमं निरस्तो,
ध्वस्तास्तदा वद कथं किल कर्मचौराः
प्लोषत्यमुत्र यदि वा शिशिरापि लोके,
नीलद्रुमाणि विपिनानि न किं हिमानी
।।१३।।
જો વિભુ હે! પ્રથમથી જ તેં ક્રોધ કીધો નિરસ્ત,
તો કીધા તેં કઈ જ રીતથી કર્મચોરો વિનષ્ટ?
લીલા વૃક્ષો યુત વનગણોને અહો! લોકમાંહી,
ના બાળે શું શિશિર પણ રે! હિમરાશિય આંહી? ૧૩.
અર્થ :હે સ્વામી! જો આપે ક્રોધનો પહેલાં જ નાશ કર્યો તો
પછી બતાવો કે આપે કર્મરૂપી ચોરોનો નાશ કેવી રીતે કર્યો? તેનું સમાધાન
કરે છે કે જેમ હિમ ઠંડો હોવા છતાં પણ શું લીલાંછમ વૃક્ષોવાળાં વનોને
બાળી નથી નાખતો? અર્થાત્ હિમ પડવાથી લીલાંછમ બધાં વૃક્ષ કરમાઈ

Page 35 of 105
PDF/HTML Page 43 of 113
single page version

background image
કલ્યાણમંદિરસ્તોત્ર ][ ૩૫
જાય છે તેવી જ રીતે સ્વભાવની મહાશાંતિમાં મગ્ન રહીને પણ આપે
કર્મોનો નાશ કરી નાખ્યો છે. ૧૩.
त्वां योगिनो जिन सदा परमात्मरूप
मन्वेषयन्ति हृदयाम्बुजकोशदेशे
पूतस्य निर्मलरुचेर्यदि वा किमन्य
दक्षस्य संभवपदं ननु कर्णिकायाः ।।१४।।
યોગીઓ તો જિનપતિ! સદા તું પરાત્મારૂપીને,
રે! શોધે છે હૃદયકજના કોશદેશે ફરીને;
શું કર્ણિકા વિણ અપર રે! સંભવે છે અનેરૂં,
સ્થાન હ્યાં તો પુનિત અમલા અબ્જના બીજ કેરૂં? ૧૪.
અર્થ :હે જિનેશ! મહર્ષિઓ સદા પરમાત્મસ્વરૂપ આપને
પોતાના હૃદયકમળના મધ્યભાગમાં (જ્ઞાનનેત્રદ્વારા) શોધે છે. તે યોગ્ય જ
છે કેમ કે જેમ પવિત્ર અને નિર્મળ કાંતિવાળા કમળના બીજનું ઉત્પત્તિસ્થાન
કમળની કર્ણિકા જ છે તેમ શુદ્ધાત્માને શોધવાનું સ્થાન હૃદયકમળનો
મધ્યભાગ જ છે. ૧૪.
ध्यानाज्जिनेश भवतो भविनः क्षणेन,
देहं विहाय परमात्मदशां व्रजन्ति
तीव्रानलादुपलभावमपास्य लोके,
चामीकरत्वमचिरादिव धातुभेदाः
।।१५।।
પામે ભવ્યો ક્ષણમહિં પ્રભુ હે! પરાત્માદશાને,
જિનેશા હે! શરીર તજીને આપશ્રીના જ ધ્યાને;
તીવ્રાગ્નિથી તજી દઈ અહો! ભાવ પાષાણ કેરો,
પામે લોકે ઝટ કનકતા જે રીતે ધાતુભેદો. ૧૫.
અર્થ :હે સ્વામી! જેમ લોકમાં તીવ્ર અગ્નિના સંબંધથી જુદા

Page 36 of 105
PDF/HTML Page 44 of 113
single page version

background image
૩૬ ][ પંચસ્તોત્ર
જુદા પ્રકારની ધાતુઓ (જેમાં સોનું બનવાની યોગ્યતા છે તે પોતાનું
પત્થરરૂપ છોડીને શીઘ્ર જ સ્વયં સ્વર્ણ બની જાય છે તેવી જ રીતે હે પ્રભો!
આપના (નિજ શુદ્ધાત્માના) ધ્યાનથી સંસારી જીવ તત્ક્ષણ શરીર છોડીને
પરમાત્મ અવસ્થાને પ્રાપ્ત કરે છે. ૧૫.
अन्तः सदैव जिन यस्य विभाव्यसे त्वं,
भव्यै कथं तदपि नाशयसे शरीरम्
एतत्स्वरूपमथ मध्यविवर्तिनो हि,
यद्विग्रहं प्रशमयन्ति महानुभावाः
।।१६।।
જેની અંતઃ ભવિ થકી સદા તું વિભાવાય ભાવે,
જિનેશા હે! શરીર પણ તે નાશ કાં તું કરાવે?
વા વર્ત્તે આ નકી અહીં અરે! મધ્યવર્ત્તિ સ્વરૂપ,
મ્હાનુભાવો વિગ્રહ શમવે સર્વથા જિનભૂપ! ૧૬.
અર્થ :હે દેવાધિદેવ! ભવ્ય પ્રાણીઓ જે શરીરની મધ્યમાં સદૈવ
આપનું ધ્યાન કરે છે તે શરીરનો જ આપ કેમ નાશ કરાવો છો? અથવા
એ બરાબર જ છે કે મધ્યસ્થ મહાનુભાવોનો એ સ્વભાવ જ હોય છે કે
તેઓ વિગ્રહને શાંત જ કરી નાખે છે અર્થાત્ આ શરીરમાં રહીને આત્મા
આપનું (નિજ શુદ્ધાત્માનું) ધ્યાન કરે છે અને પરિણામે જન્મ-મરણ જે
શરીરના ધર્મ છે તેમનાથી આત્માને સદાને માટે મુક્તિ મળી જાય છે, એ
જ આપની મધ્યસ્થતા છે. ૧૬.
आत्मा मनीषिभिरयं त्वदभेदबुद्धया,
ध्यातो जिनेन्द्र ! भवतीह भवत्प्रभावः
पानीयमप्यमृतमित्यनुचिन्त्यमानं,
किं नाम नो विषविकारमपाकरोति
।।१७।।
આ આત્મા તો મનીષિ જનથી તુંથી નિર્ભેદ ભાવે,
ધ્યાયાથી હે જિનવર! બને તુજ જેવો પ્રભાવે.

Page 37 of 105
PDF/HTML Page 45 of 113
single page version

background image
કલ્યાણમંદિરસ્તોત્ર ][ ૩૭
અત્રે પાણી પણ અમૃત આ એમ રે! ચિંતવાતું,
નિશ્ચેથી શું વિષવિકૃતિને ટાળનારું ન થાતું? ૧૭.
અર્થ :જેમ પાણી પણ ‘આ અમૃત છે’ એવી અતૂટ શ્રદ્ધા
રાખવાથી વિષના વિકારથી ઉત્પન્ન થતી પીડાનો નાશ કરી નાખે છે તેવી
જ રીતે હે ભગવાન્! આ સંસારમાં જ્યારે યોગીજનો અભેદ બુદ્ધિથી
આપનું ધ્યાન કરે છે ત્યારે પોતાના આત્માને આપની સમાન ચિંતવીને
આપના જેવા થઈ જાય છે. ૧૭.
त्वामेव वीततमसं परवादिनोऽपि,
नूनं विभो हरिहरादिधिया प्रपन्नाः
किं काचकामलिभिरीश सितोऽपि शंखो,
नो गृह्यते विविधवर्णविपर्ययेण ।।१८।।
વિભુ તુંહી તમરહિતને વાદીઓએ અનેરા,
નિશ્વે શંભુ હરિ પ્રમુખની ધીથી માની રહેલા;
ધોળો શંખે તદપિ કમળાયુક્તથી જિનરાય!
નાના વર્ણે વિપરીત મતિએ ન શું તે ગ્રહાય? ૧૮.
અર્થ :જેમ કમળાનો રોગ જેને થયો હોય તે વ્યક્તિ સફેદ
વર્ણવાળા શંખને પણ લીલા, પીળા વગેરે વિપરીત વર્ણોવાળો કલ્પનાબુદ્ધિથી
દેખે છે તેવી જ રીતે હે સ્વામી! રાગદ્વેષાદિ અંધકારરહિત (પરમ વીતરાગ
એવા) આપને અન્યમતિ (મિથ્યાત્વાદિ રોગથી તેમનું ચિત્ત ગ્રસાયું હોવાથી)
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આદિની બુદ્ધિથી પૂજે છે. ૧૮.
धर्मोपदेशसमये सविघानुभावा
दास्तां जनो भवति ते तरुरप्यशोकः
अभ्युद्गते दिनपतौ समहीरुहोऽपि,
किं वा विबोधमुपयाति न जीवलोकः
।।१९।।

Page 38 of 105
PDF/HTML Page 46 of 113
single page version

background image
૩૮ ][ પંચસ્તોત્ર
સાન્નિધ્યેથી તુજ ધરમના બોધવેળા વિલોક!
દૂરે લોકો! તરૂ પણ અહો! થાય અત્રે ‘અશોક’;
ભાનુકેરો સમુદય થયે નાથ! આ જીવલોક,
શું વિબોધ ત્યમ નહિ લહે સાથમાં વૃક્ષથોક? ૧૯.
અર્થ :હે જિનેશ્વર! ધર્મોપદેશ સમયે આપની સમીપતાના
પ્રભાવથી મનુષ્યની તો વાત જ શી, વૃક્ષ પણ અશોક (શોક રહિત) થઈ
જાય છે. અથવા સાચું જ છે કે સૂર્યનો ઉદય થતાં કેવળ મનુષ્યો જ જાગૃત
નથી થતા પરંતુ કમળાદિ વનસ્પતિ પણ પાંખડીઓની સંકોચરૂપ નિદ્રા
છોડીને વિકસિત થઈ જાય છે. (આ પ્રથમ પ્રાતિહાર્યનું વર્ણન છે.) ૧૯.
चित्रं विभो ! कथमवाङ्मुखवृन्तमेव,
विष्वक्पतत्यविरला सुरपुष्पवृष्टिः
त्वद्गोचरे सुमनसां यदि वा मुनीश,
गच्छन्ति नूनमध एव हि बन्धनानि
।।२०।।
રે! ચોપાસે વિમુખ ડિટડે માત્ર શાને પડે છે
વૃષ્ટિ ભારી સુરકુસુમની? હે વિભુ! ચિત્ર એ છે!
વા ત્હારા રે! દરશન પથે પ્રાપ્ત થાતાં જ નિશ્ચે,
મુનીશા હે! સુમન ગણના બંધનો જાય નીચે. ૨૦.
અર્થ :હે મુનિનાથ! દેવો દ્વારા ચારે તરફ જે સઘન પુષ્પવૃષ્ટિ
થાય છે તેના ડીંટિયા નીચે અને પાંખડીઓ ઉપર કેમ રહે છે? એ
આશ્ચર્યની વાત છે. અથવા તે યોગ્ય જ છે, હે મુનીશ! આપનો આત્મામાં
સાક્ષાત્કાર થતાં સુમનસો (સ્વચ્છ મનવાળા જીવો)ના (રાગદ્વેષ મોહાદિરૂપ)
બંધન નિશ્ચયથી નીચે જ જાય છે અર્થાત્ નષ્ટ થઈ જાય છે. (આ બીજા
પ્રાતિહાર્યનું વર્ણન છે.) ૨૦.
स्थाने गंभीरहृदयोदधिसम्भवायाः,
पीयूषतां तव गिरः समुदीरयन्ति

Page 39 of 105
PDF/HTML Page 47 of 113
single page version

background image
કલ્યાણમંદિરસ્તોત્ર ][ ૩૯
पीत्वा यतः परमसंमदसङ्गभाजा,
भव्या व्रजन्ति तरसाप्यजरामरत्वम्
।।२१।।
સ્થાને છે આ ગંભીર હૃદયાબ્ધિ થકી ઉદ્ભવેલી,
ત્હારી વાણી તણી પીયૂષતા છે જનોએ કથેલી;
તેને પીને પર પ્રમદના સંગભાગી વિરામે,
નિશ્ચે ભવ્યો અજર અમરાભાવને શીઘ્ર પામે. ૨૧.
અર્થ :હે ત્રિભુવનપતે! આપની વાણી (દિવ્યધ્વનિ) જે અતિ
અગાધ હૃદયરૂપી સમુદ્રમાંથી નીકળી છે તેમાં લોકો અમૃતત્ત્વ બતાવે છે
તે સાચું જ છે કેમ કે ભવ્ય જીવ તેનું પાન કરીને પરમાનંદ પામતા થકા
બહુ જ જલ્દી અજરામરપણું પ્રાપ્ત કરી લે છે. (આ ત્રીજા પ્રાતિહાર્યનું
વર્ણન છે.) ૨૧.
स्वामिन् ! सुदूरमवनम्य समुत्पतन्तो,
मन्ये वदन्ति शुचयः सुरचामरौघाः
येऽस्मै नतिं विदधते मुनिपुङ्गवाय,
ते नूनमूर्ध्वगतयः खलु शुद्धभावाः
।।२२।।
હે, સ્વામિશ્રી! અતિ દૂર નમી ને ઉંચે ઊછળંતા,
માનું શુચિ સુરચમરના વૃંદ આવું વંદતા
‘‘જેઓ એહી યતિપતિ પ્રભુ રે! પ્રણામો કરે છે,
નિશ્ચે તેઓ ઉરધ ગતિને શુદ્ધભાવે લહે છે.’’ ૨૨.
અર્થ :હે ભગવાન્! હું એમ માનું છું કે પવિત્ર દેવતાઓના
ચામર સમૂહ આપની ઉપર ઢોળતી વખતે અતિશય નીચે નમીને ઉપર
તરફ જતાં લોકોને એમ કહી રહ્યાં છે કે જે વિશુદ્ધ પરિણામના ધારક
જીવ આ મુનિનાથ પ્રત્યે નમ્રીભૂત થઈને નમસ્કાર કરે છે તે જીવ
નિશ્ચયથી અમારા સમાન ઊર્ધ્વગતિ જે મોક્ષ તેને પામે છે. (આ ચોથા
પ્રાતિહાર્યનું વર્ણન છે.) ૨૨.

Page 40 of 105
PDF/HTML Page 48 of 113
single page version

background image
૪૦ ][ પંચસ્તોત્ર
श्यामं गंभीरगिरमुज्जवणहेमरत्न
सिंहासनस्थमिह भव्यशिखण्डिनस्त्वाम्
आलोकयन्ति रभसेन नदन्तमुच्चै
श्चामीकराद्रिशीरसीव नवाम्बुवाहम् ।।२३।।
બિરાજેલા કનકમણિના શુભ્ર સિંહાસને ને,
‘હ્યાં ગર્જંતા ગંભીર ગિરથી, નીલવર્ણા તમોને;
ઉત્કંઠાથી ભવિજન રૂપી મોરલાઓ નિહાળે,
સુવર્ણાદિ શિખરપર જાણે નવો મેઘ ભાળે! ૨૩.
અર્થ :હે જિનેન્દ્ર! ઉજ્જ્વળ સુવર્ણના બનેલા અને અનેક રત્નો
જડેલા સિંહાસન ઉપર બિરાજેલું આપનું શ્યામવર્ણ શરીરકે જેમાંથી
ગંભીર દિવ્યધ્વનિ થઈ રહી છેએવું લાગે છે કે જાણે સુવર્ણમય સુમેરુ
પર્વત ઉપર નવીન વર્ષાકાળના કાળાં વાદળાં ગર્જના કરી રહ્યાં છે અને
તે વાદળાઓને જાણે મોર ઘણી ઉત્સુકતાથી નીરખી રહ્યા છે. એવી જ રીતે
ભવ્ય જીવો ઘણી ઉત્સુકતાથી આપને દેખે છે. આપની દિવ્યધ્વનિ અને
દર્શન પામીને ભવ્યજીવ કૃતકૃત્ય થઈ જાય છે. (આ પાંચમા પ્રાતિહાર્યનું
વર્ણન છે.) ૨૩.
उद्गच्छता तव शितिद्युतिमण्डलेन,
लुप्तच्छदच्छविरशोकतरुबभूव
सांन्निध्यतोऽपि यदि वा तव वीतराग,
नीरागतां व्रजति को न सचेतनोऽपि
।।२४।।
ઉંચે જાતા તુજ નીલ પ્રભામંડલેથી વિલોક!
પત્રો કેરી દ્યુતિથકી થયો હીન અત્રે અશોક;
વા નીરાગી! ભગવાન! વળી આપના સન્નિધાને,
નીરાગિતા નહિં અહીં કિયો ચેતનાવંત પામે? ૨૪.
અર્થ :હે નાથ! જો આપના દેદીપ્યમાન ભામંડળના તેજ દ્વારા

Page 41 of 105
PDF/HTML Page 49 of 113
single page version

background image
કલ્યાણમંદિરસ્તોત્ર ][ ૪૧
અશોક વૃક્ષના પાંદડાઓની લાલાશ દૂર થઈ જાય છે અર્થાત્ આપની
સમીપતાથી જો વૃક્ષોનો રાગ (લાલાશ) પણ જતો રહે છે તો એવો કયો
સચેતન પુરુષ હોય કે જે આપના ધ્યાન દ્વારા આપની સમીપતાથી
વીતરાગતા ન પામે? અર્થાત્ અવશ્ય પામે. (આ છઠ્ઠા પ્રાતિહાર્યનું વર્ણન
છે.) ૨૪.
भो भोः प्रमादमवधूय भजध्वमेन
मागत्य निर्वृतिपुरीं प्रति सार्थवाहम्
एतन्निवेदयति देव जगत्त्रयाय,
मन्ये नदन्नभिनभः सुरदुन्दुभिस्ते
।।२५।।
‘‘ભો ભો ભવ્યો! અવધૂણી તમારા પ્રમાદો સહુને,
આવી સેવા શિવપુરીતણા સાર્થવાહ પ્રભુને.’’
માનું આવું ત્રણ જગતને દેવ! નિવેદનારો,
વ્યાપી વ્યોમે ગરજત અતિ દેવદુંદુભિ ત્હારો. ૨૫.
અર્થ :હે વિભો! હું એમ માનું છું કે આકાશમાં દેવો દ્વારા
ગરજતો દુંદુભિનાદ ત્રણે લોકને એમ સૂચિત કરે છે કે હે જગતના જનો!
પ્રમાદ છોડીને મોક્ષનગરી તરફ લઈ જતા આપના (શ્રી પાર્શ્વનાથના) શરણે
આવીને આમની ભક્તિ કરો. (આ સાતમા પ્રાતિહાર્યનું વર્ણન છે.) ૨૫.
उद्योतितेषु भवता भुवनेषु नाथ,
तारान्तिवतो विधुरयं विहताधिकारः
मुक्ताकलापकलितोल्लसितातपत्र
व्याजात्त्रिधा धृततनुध्रुवमभ्युपेतः ।।२६।।
ત્હારા દ્વારા સકલ ભુવનો આ પ્રકાશિત થાતાં,
તારાવૃંદો સહિત શશિ આ સ્વાધિકારે હણાતાં;
મૌક્તિકોના ગણયુત ઉઘાડેલ ત્રિ છત્ર બ્હાને,
આવ્યો પાસે ત્રિવિધ તનુને ધારી નિશ્ચે જ જાણે. ૨૬.

Page 42 of 105
PDF/HTML Page 50 of 113
single page version

background image
૪૨ ][ પંચસ્તોત્ર
અર્થ :હે પ્રભુવર! આપે ત્રણે લોકોને પ્રકાશિત કરી નાખ્યા છે
હવે ચન્દ્ર કોને પ્રકાશિત કરશે? એટલે જ જાણે કે મોતીઓની ઝાલરથી
સુશોભિત ત્રણ છત્રોના બ્હાને પોતાના જગતને પ્રકાશવાના અધિકારથી
ભ્રષ્ટ થઈને તારાગણોથી વિંટળાયેલ આ ચન્દ્રમા પોતાના ત્રણ શરીર ધારણ
કરીએ નિશ્ચયથી આપની સેવા કરી રહ્યો છે. (આ આઠમા પ્રાતિહાર્યનું
વર્ણન છે.) ૨૬.
स्बेन प्रपूरितजगत्त्रयपिण्डितेन,
कान्ति प्रतापयशसामिवसञ्चायेन
माणिक्यहेमरजतप्रविनिर्मितेन,
सालत्रयेण भगवन्नभितो विभासि
।।२७।।
ત્રિલોકોને બહુ બહુ ભરી પિંડરૂપી થયેલા,
જાણે કાતિપ્રતપયશના સંચથી નિજ કેરા?
માણિ કયો ને કનક રજતે એ રચેલા ગઢોથી,
વિભાસે છે ભગવન અહો! તું હી સર્વે દિશોથી. ૨૭.
અર્થ :હે ભગવાન! આપ (સમવસરણ ભૂમિમાં) માણેક, સુવર્ણ
અને ચાંદીના બનેલા ત્રણ કોટોથી શોભી રહ્યા છો. હે પ્રભો! આ ત્રણ
કોટ નથી પણ એ આપની કાંતિ, પ્રતાપ અને યશના જાણે કે ત્રણ પૂંજ
છે કે જે ચારે તરફ સંપત્તિથી પરિપૂર્ણ ભરેલ ત્રણે જગતના એક પિંડ છે
અર્થાત્ રત્નનિર્મિત પ્રથમ કોટ જાણે કે શ્રી પાર્શ્વનાથ ભગવાનના શરીરની
કાંતિનો જ સમૂહ છે, સુવર્ણ નિર્મિત બીજો કોટ જાણે કે તેમના પ્રતાપનો
જ પૂંજ છે અને ચાંદી નિર્મિત બીજો કોટ જાણે ભગવાનની કીર્તિનો જ
સમૂહ છે. ૨૭.
दिव्यस्रजो जिन नमत्त्रिदशाधिपाना
मुत्सृज्य रत्नरचितानपि मौलिबन्धान्
पादौ श्रयन्ति भवतो यदि वापरत्र,
त्वत्सङ्गमे सुमनसो न रमन्त एव
।।२८।।

Page 43 of 105
PDF/HTML Page 51 of 113
single page version

background image
કલ્યાણમંદિરસ્તોત્ર ][ ૪૩
*તારા પ્રાદે નમન કરતા ઇન્દ્રના શેખરોને,
છોડી, રત્ને વિરચિત છતાં, ઇન્દ્રની પુષ્પમાળા;
સેવે તારા પદયુગલને, તો પછી ભવ્ય સુમના,
તારા સંગે, જરૂર જિનજી! અન્ય સ્થાને રમે ના. ૨૮.
અર્થ :હે દેવાધિદેવ! દિવ્યપુષ્પોની માળાઓ આપના ચરણોમાં
પ્રણામ કરતા દેવેન્દ્રોના રત્નોથી જડેલા મુકુટોનાં બંધનો પણ છોડીને
આપના ચરણોનો આશ્રય લે છે અથવા યોગ્ય જ છે કે આપનો સમાગમ
થતાં સુમનસૂ અર્થાત્ પુષ્પમાળાઓ અથવા સ્વચ્છ મનવાળા ભવ્ય પ્રાણી
બીજી જગ્યાએ સંતોષ પામતા નથી. ૨૮.
त्वं नाथ जन्मजलधेर्विपराङ्मुखोऽपि,
यत्तारयस्यसुमतो निजपृष्ठलग्नान्
युक्तं हि पार्थिवनिपस्य सतस्तवैव,
चित्रं विभो यदसि कर्मविपाकशून्यः
।।२९।।
જન્માબ્ધિથી વિમુખ વરતે તોય તું જિનરાજ?
તારે છે જે સ્વપીઠ પર લાગેલ પ્રાણી સમાજ;
તે તું પાર્થિવ નીરૂપને યુક્ત નિશ્ચે જ અત્રે,
તું આશ્ચર્ય! પ્રભુ! કરમવિપાક વિહીન વર્તે! ૨૯.
અર્થ :હે નાથ! જેમ જળમાં ઉલટો મૂકેલો પાકો ઘડો પોતાની
પીઠ ઉપર બેસનારાઓને કિનારે લઈ જાય છે તેવી જ રીતે હે સ્વામી!
સંસારસમુદ્રથી વિમુખ થઈ જવા છતાં આપ આપના અનુયાયી ભવ્યજીવોને
(સંસાર સમુદ્રના) કિનારે લઈ જાવ છો. પૃથ્વીના સ્વામી અને સંરક્ષક એવા
આપને માટે એ યોગ્ય જ છે જેમ પરિપક્વ ઘટને (માટે જળમાંથી તારવાનું
ઉચિત છે તેમ.) પરંતુ હે પ્રભુ! મોટું આશ્ચર્ય તો એ છે કે આપ કર્મોના
વિપાકથી શૂન્ય છો. ૨૯.
* ઉપલબ્ધ ગુજરાતી પદ્યાનુવાદમાં આ શ્લોકનો અનુવાદ નહીં મળવાથી નવું
બનાવેલ છે.

Page 44 of 105
PDF/HTML Page 52 of 113
single page version

background image
૪૪ ][ પંચસ્તોત્ર
ભાવાર્થ :હે પ્રભો! આપના સમસ્ત કર્મ નષ્ટ થઈ ગયા છે તો
પછી તેમનો વિપાક ક્યાંથી હોય? છતાં પણ આપ ભવ્ય જીવોને સંસાર
સમુદ્રથી પાર ઉતારી દ્યો છો એ જ મોટું આશ્ચર્ય છે કેમ કે જે ઘડો વિપાક
સહિત (પકાવેલો) હોય તે જ તેના ઉપર બેઠેલાને પાણીમાં તારી શકે છે
પરંતુ આપ તો વિપાકરહિત હોવા છતાં તારો છો એ જ આપનો અચિંત્ય
મહિમા છે. ૨૯.
विश्वेश्वरोऽपि जनपालक दुर्गतस्त्वं,
किं वाक्षरप्रकृतिरप्यलिपिस्त्वमीश
अज्ञानवत्यपि सदैव कथंचिदेव,
ज्ञानं त्वयि स्फु रति विश्वविकासहेतु
।।३०।।
તું વિશ્વેશો દુરગત છતાં લોકરક્ષી! કહાવે!
વા સ્વામી! તું અલિપિ તદપિ અક્ષર સ્વસ્વભાવે!
અજ્ઞાનીમાં તમ મહિં નકી સર્વદા કો પ્રકાર,
જ્ઞાન સ્ફુરે ત્રણ જગતને હેતુ ઉદ્યોતનાર!!! ૩૦.
અર્થ :હે જગપાલક! આપ ત્રિભુવનપતિ હોવા છતાં પણ દરિદ્ર
છો, અક્ષર સ્વભાવી હોવા છતાં પણ લિપિથી લખી શકાતા નથી, અજ્ઞાની
હોવા છતાં પણ ત્રણ લોકના પદાર્થોનો પ્રકાશ કરનાર જ્ઞાન આપનામાં
સદૈવ સ્ફુરાયમાન રહે છે. ૩૦.
ભાવાર્થ :અહીં વિરોધાભાસ અલંકાર છે. જેમાં શબ્દનો વિરોધ
લાગવા છતાં પણ વાસ્તવમાં તત્ત્વદ્રષ્ટિએ વિરોધ ન હોય તેને વિરોધાભાસ
અલંકાર કહે છે. ઉપરના શ્લોકમાં દેખાડેલ વિરોધનો પરિહાર આ પ્રમાણે
છે. હે ભગવન્ ! આપ ત્રિભુવનનાથ છો અને કઠિનતાથી જાણી શકાવ છો.
એનો બીજો અર્થ આ રીતે પણ છે
(हे जनप ! विश्वेश्वरोऽपि
अलकदुर्गतः) હે જગત્પતિ ! આપ વિશ્વપતિ છો અને કેશરહિત છો.
તીર્થંકર ભગવાનને દીક્ષા પછી કેશ વધતા નથી, એવો નિયમ છે. આપ
મોક્ષસ્વરૂપ છો અને નિરાકાર હોવાના કારણે જોઈ શકાતા નથી અથવા

Page 45 of 105
PDF/HTML Page 53 of 113
single page version

background image
કલ્યાણમંદિરસ્તોત્ર ][ ૪૫
કર્મલેપ રહિત છો. આપ અજ્ઞાની છદ્મસ્થ જીવોને સંબોધન કરો છો અને
આપમાં સદૈવ કેવળજ્ઞાન સ્ફુરાયમાન રહે છે. ૩૦.
[दुर्गतःદરિદ્ર,
કઠિનતાથી જણાય તેવા. अक्षरप्रकृतिઅક્ષર સ્વભાવવાળા, મોક્ષસ્વરૂપ.
अलिपि :લિપિથી લખી શકાતા નથી. કર્મલેપ રહિત. अज्ञानवति :
અજ્ઞાની હોવા છતાં પણ, છદ્મસ્થ અજ્ઞાની જીવોને સંબોધન કરનાર.]
प्राग्भारसम्भृतनभांसि रजांसि रोषा
दुत्थापितानि कमठेन शठेन यानि
छायापि तैस्तव न नाथ हता हताशो,
ग्रस्तस्त्वमीभिरयमेव परं दुरात्मा
।।३१।।
વ્યાપ્યા જેણે અતિ અતિ મહા ભારદ્વારા નભોને,
ઉડાડી’તી શઠ કમઠડે રોષથી જે રજોને;
તેથી છાયા પણ તમતણી ના હણાણી જિનેશ!
દુરાત્મા એહજ રજ થકી તે ગ્રસાયો હતાશ. ૩૧.
અર્થ :હે પ્રભુવર! દુષ્ટ કમઠે ક્રોધથી સમસ્ત આકાશમાં
વ્યાપનારી જે ધૂળ ઉડાડી હતી તે રજથી આપના શરીરની છાયા પણ
હણાણી નહોતી, આપનો પરાજય થવાની વાત તો દૂર જ રહી. ઊલ્ટું
હતાશ બનેલ દુષ્ટ તે કમઠ જ તે રજોથી (પાપકર્મોથી) ઘેરાઈ ગયો. ૩૧.
यद्गर्जदूर्जितघनौघमदभ्रभीमं,
भ्रश्यत्तडिन्मुसलमांसलघोरधारम्
दैस्येन मुक्तमथ दुस्तरवारि दध्रे,
तेनैव तस्य जिन दुस्तर वारिकृत्यम्
।।३२।।
જ્યાં ગર્જંતા પ્રબળ ઘનના ઓઘથી ભ્રમ ભીમ;
વિદ્યુત્ ત્રુટ મુસલ સમ જ્યાં ઘોર ધારા અસીમ;
દૈત્યે એવું જ દુસ્તરવારિ અરે! મુક્ત કીધું,
તેનું તેથી જ દુસ્તરવારિ થયું કાર્ય સીધું. ૩૨.

Page 46 of 105
PDF/HTML Page 54 of 113
single page version

background image
૪૬ ][ પંચસ્તોત્ર
અર્થ :હે જિનેશ્વર! જ્યાં ભયંકર વાદળાઓ ખૂબ ગર્જે છે, મહા
ભયાનક ચમકારા કરતી વીજળીઓ આમ તેમ પડી રહી છે, અને સાંબેલાની
ધારે જ્યાં ભયંકર જળ વરસી રહ્યું છે એવી ભયંકર વર્ષા દૂષ્ટ કમઠે આપના
ઉપર કરી, તેમાં હે ભગવાન્! આપનું તો કાંઈ બગડ્યું નહિ પરંતુ તે કમઠે
પોતાને માટે તે ભયંકર જળવૃષ્ટિ દ્વારા તીક્ષ્ણ તરવારનું કામ કર્યું અર્થાત્ આવું
દુષ્કૃત્ય કરવાને કારણે તેણે ઘોર પાપકર્મોનો બંધ કર્યો. ૩૨.
ध्वस्तोर्ध्वकेश विकृताकृति मर्त्यमुण्ड
प्रालम्बभृद्भयदवक्त्रविनिर्यदग्निः
प्रेतव्रजः प्रति भवन्तमपीरितो यः,
सोऽस्याभवत्प्रतिभवं भवदुःखहेतुः
।।३३।।
છૂટા કેશોથી વિકૃતિરૂપી જે ધરે મુંડમાલા,
ને જેના રે! ભયદ મુખથી નીકળે અગ્નિજ્વાળા;
વિકૃર્વ્યો જે પ્રભુ! તમ પ્રતિ એહવો પ્રેતવૃંદ,
તે તો તેને ભવભવ થયો સંસૃતિ દુઃખકંદ. ૩૩.
અર્થ :હે ત્રિભુવનપતિ! વિખરાયેલા વાળવાળા, ભયંકર
આકૃતિવાળા, એવા મનુષ્યોની ખોપરીઓની લાંબી લાંબી માળાઓ ધારણ
કરનાર અને જેમના મોઢામાંથી આગની જ્વાળા નીકળી રહી છે એવા
પિશાચોને જેણે આપના તરફ દોડાવ્યા તે પિશાચો પણ તે દુષ્ટ કમઠને માટે
જન્મોજન્મ સાંસારિક દુઃખોનું કારણ થયા. ૩૩.
धन्यास्त एव भुवनाधिप ये त्रिसंध्य
माराधयंति विधिवद्विधुतान्यकृत्जाः
भक्त्योल्लसत्पुलकपक्ष्मददेहदेशाः,
पादद्वयं तव विभो भुवि जन्मभाजः
।।३४।।
છે ધન્ય તે જ અવનીમહિં જેહ પ્રાણી,
ત્રિસંધ્ય તેજ પદ ભુવનનાથ નાણી!

Page 47 of 105
PDF/HTML Page 55 of 113
single page version

background image
કલ્યાણમંદિરસ્તોત્ર ][ ૪૭
આરાધતા વિધિથી કાર્ય બીજા ફગાવી,
રોમાંચ ભક્તિ થકી અંગ મહિં ધરાવી. ૩૪.
અર્થ :હે જિનનાથ! ભક્તિભાવજન્ય રોમાંચ જેમના શરીરમાં
વ્યાપી ગયા છે એવા જે ભવ્યપ્રાણી સંસારના અન્ય સમસ્ત કાર્યો છોડીને
વિધિપૂર્વક આપના બન્ને ચરણોની સવાર, બપોર અને સાંજે આરાધના કરે
છે, તે જ જીવો સંસારમાં ધન્ય છે. ૩૪.
अस्मिन्नपारभववारिनिधौ मुनीश !
मन्ये न मे श्रवणगोचरतां गतोऽसि
आकर्णिते तु तव गोत्रपवित्रमंत्रे,
किं वा विपद्विषघरी सविधं समेति
।।३५।।
માનું અપાર ભવસાગરમાં જિનેશ!
તું કર્ણગોચર મને ન થયો જ લેશ;
સુણ્યા પછી તુજ સુનામ પુનિત મંત્ર,
આવે કને વિપદનાગણ શું? ભદંત! ૩૫.
અર્થ :હે મુનિનાથ! મને એમ લાગે છે કે આ અપાર સંસાર
સમુદ્રમાં મેં આપનો યશ કાને સાંભળ્યો નથી કેમકે જો આપના નામરૂપી
પવિત્ર મંત્ર મેં કાનથી સાંભળ્યો હોત તો શું આપત્તિરૂપી સાપણ મારી
સમીપ આવત? અર્થાત્ ન જ આવત. ૩૫.
जन्मान्तरेऽपि तव पादयुगं न देव !
मन्ये मया महित मीहितदानदक्षम्
तेनेह जन्मनि मुनीश ! पराभवानां,
जातो निकेतनमहं मथिताशयानाम्
।।३६।।
જન્માંતરેય જિન! વાંચ્છિત દાનદક્ષ,
પૂજ્યા ન મેં તુજ પદોરૂપ કલ્પવૃક્ષ;

Page 48 of 105
PDF/HTML Page 56 of 113
single page version

background image
૪૮ ][ પંચસ્તોત્ર
આ જન્મમાં હૃદયમંથિ પરાભવોનો,
નિવાસ હું થઈ પડ્યો ઇશ મુનિઓના! ૩૬.
અર્થ :હે મુનીશ! મને વિશ્વાસ છે કે પૂર્વભવોમાં મેં મનોવાંછિત
ફળ દેવાને સમર્થ એવા આપના બન્ને ચરણોની પૂજા કરી નહિ તે જ કારણે
હે મુનિનાથ! આ જન્મમાં હું હૃદયને વ્યથિત કરનાર તિરસ્કારોનું પાત્ર
બન્યો છું. ૩૬.
नूनं न मोहतिमिरावृतलोचनेन,
पूर्वं विभो सकृदपि प्रविलोकितोऽसि
मर्माविधो विधुरयन्ति हि मामनर्थाः,
प्रोद्यत्प्रबन्धगतयः कथमन्यथैते
।।३७।।
મેં મોહતિમિરથી આવૃત નેત્રવાળે,
પૂર્વે તને ન નિરખ્યો નકી એક વારે;
ના તો મને દુઃખી કરે ક્યમ મર્મભેદી,
એહી અનર્થ ઉદયાગત વિશ્વવેદી! ૩૭.
અર્થ :હે પ્રભો! મોહરૂપી અંધકારથી નેત્રો અતિ આચ્છાદિત
હોવાના કારણે મેં પૂર્વે એકવાર પણ આપના દર્શન કર્યા નહિ એવો મને
પૂર્ણ વિશ્વાસ છે. જો મેં આપના દર્શન કર્યા હોત તો ઉત્કટરૂપે ઉત્પન્ન
થતા, સંતાનની પરંપરા વધારનારા અને મર્મસ્થાનને ભેદનારા આ અનર્થ
(દુઃખદાયક મોહભાવ) મને શા માટે સતાવેત? ૩૭.
ભાવાર્થ :જડઇન્દ્રિયરૂપ નેત્રોથી તો મેં આપના અનેક વાર
દર્શન કર્યા પણ મોહાન્ધકાર રહિત જ્ઞાનરૂપી નેત્રોથી એકવાર પણ દર્શન
કર્યા નહિ અર્થાત્ કદી પણ આપના જ જેવા મારા શુદ્ધાત્માને જોયો નહિ
અને એ જ કારણે મને દુઃખદાયક મોહભાવો સતાવી રહ્યા છે. ૩૭.
आकर्णितोऽपि महितोऽपि निरीक्षितोऽपि,
नूनं न चेतसि मया विधृतोऽसि भक्त्या

Page 49 of 105
PDF/HTML Page 57 of 113
single page version

background image
કલ્યાણમંદિરસ્તોત્ર ][ ૪૯
जातोऽस्मि तेन जनबान्धव दुःखपात्रं,
यस्मात्क्रियाः प्रतिफलन्ति न भावशून्याः
।।३८।।
પૂજ્યો છતાં શ્રુત છતાં નિરખ્યો છતાંય,
ધાર્યો ન ભક્તિથી તને મુજ ચિત્તમાંય;
તેથી થયો હું દુઃખભાજન જિનરાય!
ના ભાવવિહીન ક્રિયા ફલવંત થાય. ૩૮.
અર્થ :હે જગબંધુ! જન્મજન્માન્તરોમાં જો મેં આપનું નામ
સાંભળ્યું પણ હોય, આપની પૂજા કરી પણ હોય તથા આપના દર્શન પણ
કર્યા હોય પરંતુ એ તો નિશ્ચય છે કે મેં આપને ભક્તિપૂર્વક કદી પણ મારા
હૃદયમાં ધારણ કર્યા નથી. એનું પરિણામ એ આવ્યું કે હજી સુધી હું આ
સંસારમાં દુઃખનું ભાજન જ બની રહ્યો છું કારણ કે ભાવરહિત ક્રિયા
ફળદાયક થતી નથી. ૩૮.
त्वं नाथ दुःखिजनवत्सल हे शरण्य,
कारुण्यपुण्यवसते वशिनां वरेण्य
भक्त्या नते मयि महेश दयां विधाय,
दुःखांकुरोद्दलनतत्परतां विधेहि
।।३९।।
હે નાથ! દુઃખીજનવત્સલ! હે શરણ્ય!
કારૂણ્યપુણ્યગૃહ! સંયમીમાં અનન્ય!
ભક્તિથી હું નત પ્રતિ ધરી તું દયાને,
થા દેવ! તત્પર દુઃખાંકુર છેદવાને! ૩૯.
અર્થ :હે નાથ, હે દીનદયાળ, હે શરણાગતપાળ, હે કરુણા-
નિધાન, હે ઇન્દ્રિયવિજેતા યોગીન્દ્ર, હે મહેશ્વર, સાચી ભક્તિપૂર્વક નમેલા
એવા મારા ઉપર દયા લાવીને, મારા દુઃખાંકુરોનો (મોહભાવોનો) સમૂળ
નાશ કરવામાં તત્પર થાવ. ૩૯.

Page 50 of 105
PDF/HTML Page 58 of 113
single page version

background image
૫૦ ][ પંચસ્તોત્ર
निःसंख्यसारशरणं शरणं शरण्य
मासाद्य सादितरिपुप्रथितावदातम्
त्वत्पादपङ्कजमपि प्रणिधानवन्ध्यो,
वन्घ्योऽस्मि तद्भुवनपावन हा हतोऽस्मि
।।४०।।
નિઃસંખ્ય સત્ત્વગૃહ ખ્યાત પ્રભાવવાળા,
ને શત્રુનાશક શરણ્ય અહો! તમારા;
પાદાબ્જ શર્ણ લઈ જો છઉં ધ્યાન વંધ્ય,
તો નષ્ટ હું ભુવનપાવન! હું જ વંધ્ય. ૪૦.
અર્થ :અરે! દુઃખની વાત છે કે હું મોહભાવના કારણે નિર્બળ
થઈ રહ્યો છું. હે ત્રણલોકને પાવન કરનાર, અશરણ શરણ,
શરણાગતપ્રતિપાલક, કર્મવિજેતા, પ્રભાવધારક! આપના ચરણકમળ પ્રાપ્ત
કરવા છતાં પણ જો મેં તેમનું ધ્યાન ન કર્યું તો હે પ્રભો! મારા જેવો
અભાગી કોઈ નથી. ૪૦.
देवेन्द्रवन्द्य विदिताखिल वस्तुसार,
संसारतारक विभो भुवनाधिनाथ
त्रायस्व देव करुणाहृद मां पुनीहि,
सीदन्तमद्य भयदव्यसनाम्बुराशेः
।।४१।।
દેવેન્દ્રવંદ્ય! વિભુ! વસ્તુરહસ્ય જાણ!
સંસારતારક! જગત્પતિ! જિનભાણ?
રક્ષો મને ભયદ દુઃખ સમુદ્રમાંથી!
આજે કરૂણહૃદ! પુણ્ય કરો દયાથી! ૪૧.
અર્થ :હે દેવેન્દ્રો વડે વંદનીય, હે સર્વજ્ઞદેવ, હે જગત
તારણહાર, હે વિભો, હે ત્રિલોકીનાથ, હે દયા સમુદ્ર, હે જિનેન્દ્રદેવ! આજે
મમ દુઃખિયારાની રક્ષા કરો અને અતિ ભયાનક દુઃખ સમુદ્રથી મને
બચાવો. ૪૧.

Page 51 of 105
PDF/HTML Page 59 of 113
single page version

background image
કલ્યાણમંદિરસ્તોત્ર ][ ૫૧
यद्यस्ति नाथ भवदंध्रिसरोरूहाषां,
भक्तेः फलं किमपि सन्ततसञ्चितायाः
तन्मे त्वदेकशरणस्य शरण्य भूयाः
स्वामी त्वमेव भुवनेऽत्र भवान्तरेऽपि
।।४२।।
ત્હારા પદાબ્જતણીસંતતિથી ભરેલી,
ભક્તિતણું કંઈય જો ફલ વિશ્વબેલી!
તો તું જ એક શરણું જસ એહ મુજ,
હો શર્ણ આ ભવ ભવાંતરમાંય તું જ! ૪૨.
અર્થ :હે પ્રભુવર! કેવળ આપનું જ શરણ લેનાર એવા મને,
ચિરકાળથી સંચિત કરેલી આપના ચરણકમળોની ભક્તિનું જો કાંઈ પણ
ફળ મળે તો હે અશરણોને શરણ આપનાર! તે એટલું જ હો કે આ લોક
અને પરલોકમાં પણ આપ જ મારા સ્વામી હો અર્થાત્ મારો આત્મા
આપના સમાન શુદ્ધ અને પૂર્ણ થઈ જાય. ૪૨.
इत्थं समाहितधियो विधिवज्जिनेन्द्र,
सान्द्रोल्लसत्पुलक कञ्चुकिताङ्गभागाः
त्वद्विम्बनिर्मलमुखाम्बुजबद्धलक्ष्या,
ये संस्तवं तव विभो स्वयन्ति भव्याः
।।४३।।
जननयनकुमुदचन्द्र,
प्रभास्वराः स्वर्गसमादो भुक्त्वा
ते विगलितमलनिचया,
अचिरान्मोक्षं प्रपद्यन्ते
।।४४।।
રે! આમ વિધિથી સમાધિમને ઉમંગે,
રોમાંચ કંચુક ધરી નિજ અંગઅંગે;
સદ્દબિબ્બ નિર્મળ મુખાંબુજ દ્રષ્ટિ બાંધી,
ભવ્યો રચે સ્તવન જે તુજ ભક્તિ સાંધી. ૪૩.

Page 52 of 105
PDF/HTML Page 60 of 113
single page version

background image
૫૨ ][ પંચસ્તોત્ર
તે હે જિનેન્દ્ર! જનનેત્ર ‘કુમુદચન્દ્ર’
હ્યાં ભોગવી સ્વરગ સંપદવૃંદ ચંગ;
નિઃશેષ કર્મમલ સંચય સાવ વામે,
તે શીઘ્ર તેહ ‘ભગવાન્’! શિવધામ પામે. (યુગ્મ) ૪૪.
અર્થ :હે જિનપતિ, હે વિભુવર, હે જનનયન કુમુદચન્દ્ર
અર્થાત્ પ્રાણીઓના નેત્રકુમુદોને પ્રકાશિત કરનાર ચન્દ્ર! (આ પદ
દ્વારા શ્રી સિદ્ધસેન દિવાકરાચાર્યે ‘કુમુદચન્દ્ર’ એ પોતાના ગુરુએ આપેલું
દીક્ષાનામ પણ બતાવ્યું છે.) જે ભવ્ય જીવ આપના પ્રતિમાના મુખકમલ
તરફ એકીટશે જોઈને, સઘન અને રોમાંચરૂપ વસ્ત્રોથી પોતાના શરીરના
અંગ ઢાંકીને, એકાગ્ર ધ્યાનયુક્ત બુદ્ધિ દ્વારા આપની સ્તુતિ કરે છે,
તેઓ સ્વર્ગલોકના અનેક પ્રકારના મનોહર સુખો ભોગવીને તથા
આત્મામાંથી ભાવકર્મરૂપી મળ દૂર કરીને અતિ શીઘ્રપણે મોક્ષસુખની
પ્રાપ્તિ કરે છે. ૪૩
૪૪.
એ પ્રમાણે શ્રીકલ્યાણમંદિર સ્તોત્રની પં. શ્રેયાંસકુમારજી શાસ્ત્રીએ
કરેલ ભાષા ટીકાનો ગુજરાતી અનુવાદ સંપૂર્ણ થયો.