Panch Stotra (Gujarati). Kalyanmandir Aparnam Shree Parshvanath Stotra.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 6

 

Page 13 of 105
PDF/HTML Page 21 of 113
single page version

background image
ભક્તામરસ્તોત્ર ][ ૧૩
સ્ત્રીઓ ઘણાએ પુત્રોને જન્મ આપે છે; છતાં આપના સમાન પુત્રને તો બીજી
કોઈ જનેતા ઉત્પન્ન કરતી જ નથી. ૨૨.
त्वामामनंति मुनयः परमं पुमांस
मादित्यवर्णममलं तमसः पुरस्तात्
त्वामेव सम्यपुगलभ्य जयन्ति मृत्युं
नान्यः शिवः शिवपदस्य मुनींद्रपंथाः
।।२३।।
માને પરંપુરુષ સર્વ મુનિ તમોને,
ને અંધકાર સમીપે રવિ શુદ્ધ જાણે;
પામી તને સુરીત મૃત્યુ જીતે મુનીંદ્ર,
છે ના બીજો કુશળ મોક્ષ તણો જ પંથ. ૨૩.
ભાવાર્થ :હે મુનીંદ્ર! આપને મુનિઓ પરમ પુરુષ માને છે.
આપ અંધકાર વિનાના હોઈ અથવા અંધકાર અર્થાત્ જ્ઞાનાવરણી આદિ
કર્મો આપે નષ્ટ કરી દીધેલા હોવાથી તથા કેવળજ્ઞાન અવસ્થામાં ભામંડળ
સમાન તેજસ્વી હોવાથી સૂર્ય સમાન તેજસ્વી કહેવાઓ છો. આપ જ
અમલ
રાગદ્વેષ રહિત હોવાથી નિર્મળ કહેવાઓ છો. અને મન, વચન,
કાયાની શુદ્ધિથી આપનું આરાધન કરીને લોકો મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરે
છે. હે નાથ! સાચું તો એ છે કે આપને સમ્યક્ પ્રકારે પામ્યા વિના બીજો
કોઈ મોક્ષનો શ્રેષ્ઠ માર્ગ છે જ નહીં. ૨૩.
त्वामव्ययं विभुमचिंत्यमसंख्यमाद्यं
ब्रह्माणमीश्वरमनंतमनंगकेतुम्
योगीश्वरं विदितयोगमनेकमेकं
ज्ञानस्वरूपममलं प्रवदंति संतः
।।२४।।
તું આદ્ય, અવ્યય, અચિંત્ય, અસંખ્ય, વિભુ
છે બ્રહ્મા, ઈશ્વર, અનંત, અનંગકેતુ;

Page 14 of 105
PDF/HTML Page 22 of 113
single page version

background image
૧૪ ][ પંચસ્તોત્ર
યોગીશ્વરં, વિદિત યોગ, અનેક એક,
કે’છે, તને વિમળ જ્ઞાનસ્વરૂપ સંત. ૨૪.
ભાવાર્થ :પ્રભો! આપના અનંતજ્ઞાનાદિસ્વરૂપ આત્માનો કદિ
નાશ હોતો નથી તેથી યોગીજન આપને ‘અવ્યય’ કહે છે. આપનું જ્ઞાન
ત્રણે લોકમાં વ્યાપ્ત છે તેથી આપને ‘વિભુ વ્યાપક અથવા સમર્થ કહે છે.
આપનું સ્વરૂપ કોઈ ચિંતવન કરી શકતા નથી તેથી આપને ‘અચિંત્ય’ કહે
છે. આપના ગુણોની સંખ્યા નહીં હોવાથી આપને ‘અસંખ્ય’ કહે છે. એવી
રીતે સત્પુરુષો અનેક વિશેષણોથી જ્ઞાનના સાક્ષાત્ સ્વરૂપે વર્ણવી આપને
નિર્મળ કહે છે. હે પ્રભો! આપ કર્મોનો નાશ કરી સિદ્ધ થયા છો. અને
આપ અનાદિ મુક્ત નથી તેથી આપને ‘આદ્ય’ કહે છે અથવા યુગની
આદિમાં આપે કર્મભૂમિની રચના કરી, અને ચોવીશ તીર્થંકરોમાં આદ્ય
તીર્થંકર છો તેથી આપને ‘આદ્ય’ કહે છે. સઘળા કર્મોથી આપ રહિત છો
અથવા આનંદમય છો તેથી આપને ‘બ્રહ્મા’ કહે છે. આપ કૃતકૃત્ય છો
તેથી આપને ‘ઈશ્વર’ કહે છે. અનંતજ્ઞાન, અનંતદર્શનાદિથી આપ યુક્ત
છો અથવા અનીશ્વર છો તેથી આપને ‘અનંત’ કહે છે. સંસારનું કારણ
જે કામ તેને આપ નાશ કરનાર છો તેથી આપને ‘અનંગકેતુ’ કહે છે.
યોગી અર્થાત્ સામાન્ય કેવળી યા મન, વચન, કાયાના વ્યાપારને
જીતવાવાળા જે મુનિજન છે તેના આપ સ્વામી છો તેથી આપને
‘યોગીશ્વર’ કહે છે. આપથી ચઢિયાતું બીજું કોઈ નથી તેથી આપને ‘એક’
કહે છે. આપ કેવળજ્ઞાનસ્વરૂપ છો. અર્થાત્ સમગ્ર કર્મોનો ક્ષય કરીને
આપ ચિત્તસ્વરૂપ થયા છો, તેથી આપને ‘જ્ઞાનસ્વરૂપ’ કહે છે. આપ કર્મ
મલ રહિત છો તેથી આપને ‘અમલ’ કહે છે. ૨૪.
बुद्धस्त्वमेवविबुधार्चितबुद्धिबोधा
त्त्वं शंकरोऽसि भुवनत्रयशंकरत्वात्
धातासि धीर ! शिवमार्गविधेर्विधानाद्
व्यक्तं त्वमेव भगवन् पुरुषोत्तमोऽसि
।।२५।।

Page 15 of 105
PDF/HTML Page 23 of 113
single page version

background image
ભક્તામરસ્તોત્ર ][ ૧૫
છો બુદ્ધિ બોધથકી હે સુરપૂજ્ય બુદ્ધ,
છો લોકને સુખદ શંકર તેથી શુદ્ધ;
છો મોક્ષમાર્ગ વિધિ ધારણાથી જ ધાતા,
છો સ્પષ્ટ આપ પુરુષોત્તમ સ્વામી ત્રાતા. ૨૫.
ભાવાર્થ :પ્રભો! આપના કેવળજ્ઞાનની ગણધરો તથા સ્વર્ગના
દેવોએ પૂજા કરી છે તેથી આપ જ સાચા ‘બુદ્ધ’ છો પરંતુ જેઓ
ક્ષણિકવાદી છે, સંસારના પદાર્થોને ક્ષણિક બતાવે છે, વળી તેમનામાં
કેવળજ્ઞાન ન હોવાથી વસ્તુસ્વરૂપને ઠીકઠીક જાણતા નથી તેથી તેઓ સાચા
બુદ્ધ નથી. આપ ત્રણ લોકનું કલ્યાણ કરવાવાળા, સુખ આપવાવાળા છો
તેથી આપ જ સાચા ‘શંકર’ છો. વળી આપ સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને
સમ્યક્ચારિત્રરૂપ સત્યાર્થ મોક્ષમાર્ગનો ઉપદેશ આપો છો તેથી આપ જ
સાચા ‘બ્રહ્મા’ છો. નાથ! આપ જ સાક્ષાત્ ‘પુરુષોત્તમ’ અર્થાત્ પુરુષ
શ્રેષ્ઠ શ્રી નારાયણ છો. ૨૫.
तुभ्यं नमस्रिभुवनार्तिहराय नाथ !
तुभ्यं नमः क्षितितलामलभूषणाय
तुभ्यं नमस्त्रिजगतः परमेश्वराय
तुभ्यं नमो जिन ! भवोदधिशोषणाय
।।२६।।
ત્રૈલોક દુઃખહર નાથ! તને નમોસ્તુ,
તું ભૂતળે અમલભૂષણને નમોસ્તુ;
ત્રલોકના જ પરમેશ્વરને નમોસ્તુ,
હે જિન શોષક ભવાબ્ધિ! તને નમોસ્તુ. ૨૬.
ભાવાર્થ :હે નાથ! આપ જ ત્રણે ભુવનોના જીવોના દુઃખ નાશ
કરવાવાળા છો, પૃથ્વીના એક અત્યંત સુંદર ભૂષણ છો અને સંસારરૂપ
સમુદ્રને સુકાવવાવાળા છો અર્થાત્ ભવ્ય જીવોને મોક્ષ પ્રાપ્ત કરાવવાવાળા
છો તેથી આપને મારા નમસ્કાર હો. ૨૬.

Page 16 of 105
PDF/HTML Page 24 of 113
single page version

background image
૧૬ ][ પંચસ્તોત્ર
को विस्मयोऽत्र यदि नाम गुणैरशेषै
स्त्वं संश्रितो निरवकाशतया मुनीश
दोषैरुपात्तविविधाश्रयजातगर्वैः,
स्वप्नांतरेऽपि न कदाचिदपीक्षितोऽसि
।।२७।।
આશ્ચર્ય શું ગુણ જ સર્વ કદિ મુનીશ,
તારો જ આશ્રય કરી વસતા હંમેશ;
દોષો ધરી વિવિધ આશ્રય ઉપજેલા,
ગર્વાદિકે ન તમને સ્વપને દીઠેલા. ૨૭.
ભાવાર્થ :હે મુનીંદ્ર! તમામ ગુણો જ તમારામાં પરિપૂર્ણ રીતે
આશ્રય કરીને રહેલા છે એમાં શું આશ્ચર્ય છે? કેમકે અનેક સ્થળે આશ્રય
મળવાથી જેમને ગર્વ ઉત્પન્ન થયેલો છે, એવા ગર્વાદિદોષો તો આપને વિષે
સ્વપ્નાંતરે પણ જોયેલા જ નથી. ૨૭.
उच्चैरशोकतरुसंश्रितमुन्मयूख
माभातिरुपममलं भवतो नितांतम्
स्पष्टोल्लसत्किरणमस्ततमोवितानं
बिंबं रवेरिव पयोधरपार्श्ववर्ति
।।२८।।
ઊંચા અશોકતરુ આશ્રિત કીર્ણ ઊંચ,
અત્યંત નિર્મળ દીસે પ્રભુ આપ રૂપ;
તે જેમ મેઘ સમીપે રહી સૂર્યબિંબ;
શોભે પ્રસારી કિરણો હણીને તિમિર. ૨૮.
ભાવાર્થ :હે જિનેશ્વર! જેનાં કિરણો ઉપરની તરફ ફેલાઈ રહ્યાં
છે, એવું આપનું ઉજ્જ્વલ શરીર, ઊંચા અશોક વૃક્ષની નીચે બહુ સુંદર
દેખાય છે માનો, જેનાં કિરણો સર્વે દિશાઓને પ્રકાશિત કરી રહ્યા છે અને
અંધકારનો સર્વથા નાશ કરે છે એવો સૂર્ય પણ મેઘોની આસપાસ શોભે
તેમ આપ શોભી રહ્યા છો. ૨૮.

Page 17 of 105
PDF/HTML Page 25 of 113
single page version

background image
ભક્તામરસ્તોત્ર ][ ૧૭
सिंहासने मणिमयूखशिखाविचित्रे,
विभ्राजते तव वपुः कनकावदातम्
बिंम्बं वियद्विलसदंशुलतावितानं,
तुंगोदयाद्रिशिरसीव सहस्त्ररश्मेः
।।२९।।
સિંહાસને મણિ તણા કિરણે વિચિત્ર,
શોભે સુવર્ણ સમ આપ શરીર ગૌર;
તે સૂર્યબિંબ ઉદયાચળ શિર ટોચે,
આકાશમાં કિરણ જેમ પ્રસરી શોભે. ૨૯.
ભાવાર્થ :હે ભગવન્! જેવી રીતે ઉદયાચળ પર્વતની ઉપર
આકાશને વિષે પ્રકાશમાન કિરણો રૂપી લતાઓના સમૂહ વડે સૂર્યનું બિંબ
શોભે છે તેવી જ રીતે હે જિનેન્દ્ર! મણીઓના કિરણોની પંક્તિઓ વડે
કરીને વિચિત્ર દેખાતા સિંહાસન પર સુવર્ણ જેવું મનોહર આપનું શરીર
અત્યંત શોભે છે. ૨૯.
कुंदावदातचलचामरचारुशोभं,
विभ्राजते तव वपुः कलधौतकान्तम्
उद्यघ्छशांकशुचिनिर्झरवारिधार
मुच्चैस्तटं सुरगिरेरिव शातकौंभम् ।।३०।।
ધોળાં ઢળે અમરકુંદ સમાન એવું,
શોભે સુવર્ણમય રમ્ય શરીર તારું;
તે ઉગતા શશિસમા જળ ઝર્ણ ધારે,
મેરુ તણા કનકના શિર પેઠ શોભે. ૩૦.
ભાવાર્થ :જેમ ઉદય પામેલા ચંદ્રમાના જેવી નિર્મળ પાણીના
ઝરણની ધારાઓ વડે, મેરૂ પર્વતનું સુવર્ણમય ઊંચું શિખર શોભી રહે છે,
તેમ મોગરાના પુષ્પ જેવા ધોળા (ફરતા) વીંજાતા ચામરો વડે, સોનાના જેવું
મનોહર, આપનું શરીર શોભી રહેલ છે. ૩૦.

Page 18 of 105
PDF/HTML Page 26 of 113
single page version

background image
૧૮ ][ પંચસ્તોત્ર
छत्रत्रयं तव विभाति शशांककांत
मुच्चैः स्थितं स्थगितभानुकरप्रतापम्
मुक्ताफलप्रकरजालविवृद्धशोभं
प्रख्यापयन्निजगतः परमेश्वरत्वम्
।।३१।।
ઢાંકે પ્રકાશ રવિનો, શશિતુલ્ય રમ્ય,
મોતી સમૂહ રચનાથી દીપાયમાન;
એવાં પ્રભુજી તમને ત્રણ છત્ર શોભે,
ત્રૈલોકનું અધિપતિપણું તે જણાવે. ૩૧.
ભાવાર્થ :હે ભગવાન્! તારા સહિત ચંદ્રમા જેવા મનોહર,
સૂર્યનાં કિરણના તાપનું નિવારણ કરનાર અને મોતીઓના સમૂહની રચનાથી
શોભાયમાન, એવા આપના ઉપર રહેલાં ત્રણ છત્રો શોભી રહ્યાં છે તે જાણે
જગતમાં આપનું અધિપતિપણું જાહેર કરતાં હોય એમ શોભે છે. ૩૧.
गंभीरताररवपूरितदिग्विभाग
स्त्रैलोकयलोकशुभसंगमभूतिदक्षः
सद्धर्मराजजयघोषणघोषकः सन्,
खे दुंदुभिर्ध्वनति ते यशसः प्रवादी
।।३२।।
ગંભીર ઊંચ સ્વરથી પુરી છે દિશાઓ,
ત્રૈલોકને સરસ સંપદ આપનારો;
સદ્ધર્મરાજ જયને કથનાર ખુલ્લો,
વાગે છે દુંદભી નભે યશવાદી તારો. ૩૨.
ભાવાર્થ :હે નાથ! જેણે પોતાના ગંભીર અને મનોહર શબ્દો
વડે દિશાઓને શબ્દમય કરી દીધી છે, ત્રિભુવનના પ્રાણીઓને ઉત્તર
વસ્તુઓ પ્રાપ્ત કરાવવામાં સમર્થ છે, જે સદ્ધર્મરાજ અર્થાત્ પરમ ભટ્ટારક,
તીર્થંકર ભગવાનની સંસારમાં જયઘોષણા કરી રહ્યા છે, અર્થાત્ એ બતાવી

Page 19 of 105
PDF/HTML Page 27 of 113
single page version

background image
ભક્તામરસ્તોત્ર ][ ૧૯
રહ્યા છે કે પવિત્ર ધર્મના અધિશ્વર અને પ્રવર્તક આપ જ છો એવી રીતે
આપનો જે સુયશ પ્રગટ કરી રહ્યા છે તેના દુંદુભિ આકાશને વિષે
જયઘોષણા કરી તેની ગર્જના કરી રહ્યા છે. ૩૨.
मंदारसुंदरनमेरुसुपारिजात
सन्तानकादिकुसुमोत्करवृष्टिरुद्धा
गंधोदबिंदुशुभमंदमरुत्प्रपाता
दिव्या दिवः पतति ते वचसां ततिर्वा
।।३३।।
મંદાર સુંદર નમેરુજ પારિજાતે,
સંતાનકાદિ ફુલની બહુ વૃષ્ટિ ભારે;
પાણીકણે સુરભિ મંદ સમીર પ્રેરે,
શું દિવ્ય વાણી તુજ સ્વર્ગ થકી પડે તે. ૩૩.
ભાવાર્થ :મંદાર, સુંદર નમેરૂ, પારિજાત અને સંતાનક ઇત્યાદિ
કલ્પવૃક્ષોના ફૂલોની જે દિવ્ય વૃષ્ટિ, સુગંધદાર પાણીના બિંદુઓ વડે શીતળ
અને મંદ વાયુએ પ્રેરાયેલી, સ્વર્ગમાંથી ઘણી જ પડે છે. તે જાણે આપના
દિવ્યધ્વનિની માળા જ પડતી હોય એમ શું નથી? ૩૩.
शुंभत्प्रभावलयभूरिविभा विभोस्ते
लोकत्रये द्युतिमतां द्यतिमाक्षिपन्ती
प्रोद्यद्विवाकरनिरंतरभूरिसंख्या
दीप्त्या जयत्यपि निशामपि सोमसौम्याम्
।।३४।।
શોભે વિભો પ્રસરતી તુજ કાન્તિ હારે,
ત્રૈલોકના દ્યુતિ સમૂહની કાન્તિ ભારે;
તે ઉગતા રવિસમી બહુ છે છતાંયે,
રાત્રિ જીતે શીતલ ચંદ્ર સમાન તેજે. ૩૪.
ભાવાર્થ :હે પ્રભુ! ત્રિભુવનના બધા કાન્તિવાન પદાર્થોની

Page 20 of 105
PDF/HTML Page 28 of 113
single page version

background image
૨૦ ][ પંચસ્તોત્ર
કાન્તિને જીતવાવાળી, આપની તેજસ્વી પ્રભામંડળની અનંત પ્રભા ત્રણે
જગતના તેજસ્વી પદાર્થોના તેજને ઝાંખું પાડે છે તે આપની કાન્તિ
એકસાથ ઉગેલા અનેક સૂર્યોની માફક તેજસ્વી છે, અને ચંદ્રના જેવી
શીતળ ચાંદની રાતને પણ પરાજિત કરે તેવી છે અર્થાત્ આપની પ્રભા
સૂર્યથી પણ અધિક તેજસ્વી હોવાથી લોકોને સંતાપ કરતી નથી અર્થાત્ તે
બહુ જ શીતળ છે. ૩૪.
स्वर्गापवर्गगममार्गविमार्गणेष्टः
सद्धर्मतत्त्वकथनैकपटुस्त्रिलोक्याः
दिव्यध्वनिर्भवति ते विशदार्थसर्व
भाषास्वभावपरिणामगुणैः प्रयोज्यः ।।३५।।
જે સ્વર્ગ - મોક્ષસમ માર્ગ જ શોધી આપે,
સદ્ધર્મ તત્ત્વકથવે પટુ ત્રૈણ લોકે;
દિવ્યધ્વનિ તુજ થતો વિશદાર્થ સર્વ,
ભાષા - સ્વભાવ - પરિણામ ગુણોથી યુક્ત. ૩૫.
ભાવાર્થ :હે નાથ! સ્વર્ગ અને મોક્ષના માર્ગને બતાવનારા તથા
ત્રિભુવનના લોકોને શ્રેષ્ઠ ધર્મ તત્ત્વનો ઉપદેશ કરવામાં સમર્થ આપની
દિવ્યધ્વનિ સ્વભાવથી જ બધી ભાષાઓમાં પરિણમી જાય છે તેથી
સંસારના બધા પ્રાણીઓ પોતપોતાની ભાષાઓમાં તેને વિસ્તારપૂર્વક સમજી
જાય છે એ આપનો અચિંત્ય પ્રભાવ છે. ૩૫.
उन्निद्रहेमनवपंकजपुंजकांती
पर्युल्लसन्नखमयूखशिखाभिरामौ
पादौ पदानी तव यत्र जिनेंद्र धत्तः
पद्मानि तत्र विबुधाः परिकल्पयन्ति
।।३६।।
ખીલેલ હેમ કમળો સમ કાન્તિવાળા,
ફેલી રહેલ નખતેજ થકી રૂપાળા;

Page 21 of 105
PDF/HTML Page 29 of 113
single page version

background image
ભક્તામરસ્તોત્ર ][ ૨૧
એવા જિનેન્દ્ર તુમ પાદ ડગો ભરે છે,
ત્યાં કલ્પના કમળની વિબુધો કરે છે. ૩૬.
ભાવાર્થ :હે જિનેન્દ્ર! સુવર્ણના નવા ખીલેલાં કમળોના સમૂહની
કાન્તિ જેવી પ્રસરી રહેલા નખોના કિરણોની પંક્તિ વડે જે સુંદર દેખાય
છે એવા આપના ચરણો પૃથ્વી ઉપર જ્યાં જ્યાં આપ ધરો છો, તે તે ઠેકાણે
દેવો સુવર્ણકમળની રચના કરે છે. ૩૬.
इत्थं यथा तव विभूतिरभूज्जिनेंद्र !
धर्मोपदेशनविधौ न तथा परस्य
याद्वक् प्रभा दिनकृतः प्रहतांधकारा
ता
द्रक्कुतो ग्रहगणस्य विकाशिनोऽपि ।।३७।।
એવી જિનેન્દ્ર થઈ જે વિભૂતિ તમોને,
ધર્મોપદેશ સમયે નહિ તે બીજાને;
જેવી પ્રભા તિમિરહારી રવિતણી છે,
તેવી પ્રકાશિત ગ્રહોની કદિ બની છે? ૩૭.
ભાવાર્થ :હે જિનેન્દ્ર! સમવસરણ વખતે જે પ્રકારની સંપત્તિઓ
ધર્મનો ઉપદેશ કરતી વખતે આપને પ્રગટ થઈ તેવી અન્ય દેવો પૈકી કોઈને
કદી પણ થઈ નહીં. એ સાચું છે કે ગાઢ અંધકારનો નાશ કરવાવાળા
સૂર્યની પ્રભા જેવી પ્રભા નક્ષત્રોની થતી નથી. ૩૭.
श्च्योतन्मदाविलविलोलकपोलमूल
मत्तभ्रमद्भ्रमरनादविवृद्धकोपम्
ऐरावताभमिमुद्धतमापतंतं,
दृष्ट्वा भयं भवति नो भवदाश्रितानाम्
।।३८।।
વ્હેતા મદે મલિન ચંચળ શિર તેવો,
ગુંજારવે ભ્રમરના બહુ ક્રોધી એવો;

Page 22 of 105
PDF/HTML Page 30 of 113
single page version

background image
૨૨ ][ પંચસ્તોત્ર
ઐરાવતે તુલિત ઉદ્ધત હાથી સામે,
આવેલ જોઈ તુમ આશ્રિત ભો ન પામે. ૩૮.
ભાવાર્થ :જેનું ગંડસ્થળ ઝરતા મદ વડે કરીને ખરડાયેલું છે,
વળી જે માથું ધુણાવ્યા કરે છે અને તેની આજુબાજુ ભમતા ઉન્મત્ત
ભમરાઓના ગુંજારવ વડે જેનો કોપ વૃદ્ધિને પામેલો છે, એવો જે ઉદ્ધત
ઐરાવત હાથી પણ જો કદાચ સામો આવે તોપણ તેને દેખીને આપનો જે
આશ્રિત હોય છે તેને ભય ઉપજતો નથી. ૩૮.
भिन्नेभकुंभमगलदुज्वलशोणिताक्त
मुक्ताफलप्रकरभूषितभूमिभागः
बद्धत्र्क्रमः क्रमगतं हरिणाधिपोऽपि,
नाक्रामति क्रमयुगाचलसंश्रितं ते
।।३९।।
ભેદી ગજેન્દ્ર શિર શ્વેત રુધિરવાળા,
મોતી સમૂહ થકી ભૂમિ દીપાવી એવા;
દોડેલ સિંહ તણી દોટ વિષે પડે જે,
ના તુજ પાદગિરિ આશ્રયથી મરે તે. ૩૯.
ભાવાર્થ :જેણે હાથીઓના કુંભસ્થળ છેદીને (તેમાં છેદ
પાડીને) તેમાંથી ગળતાં ઉજ્જ્વળ અને લોહીથી ખરડાયલા મોતી વડે
પૃથ્વી શોભાવી છે; એવા બળવાન દોડતા સિંહના અડફટમાં જો માણસ
આવી પડ્યો હોય તો તે પણ જો આપના ચરણરૂપી પર્વતનો આશ્રય લે
તો તેને સિંહ પણ મારી શકતો નથી
આક્રમણ કરી શકતો નથીપંજામાં
લઈ શકતો નથી. ૩૯.
कल्पांतकालपवनोद्धतवह्निकल्पं,
दावानलं ज्वलितमुज्जवलमुत्स्फु लिंगम्
विश्वं जिघत्सुभिव संमुखमापतंतं
त्वन्नामकीर्तनजलं शमयत्यशेषम्
।।४०।।

Page 23 of 105
PDF/HTML Page 31 of 113
single page version

background image
ભક્તામરસ્તોત્ર ][ ૨૩
જે જોરમાં પ્રલયના પવને થયેલો,
ઓઢા ઉડે બહુ જ અગ્નિ દવે ધીકેલો;
સંહારશે જગત સન્મુખ તેમ આવે,
તે તુજ કીર્તનરૂપી જળ શાંત પાડે. ૪૦.
ભાવાર્થ :જો પ્રલયકાળના પવનથી ઉદ્ધત થયેલો અગ્નિ જેની
અંદરથી ઘણા તણખા ઉડે છે અને ઘણા જ પ્રકાશવાળો છે એવો દાવાનળ
વનનો અગ્નિ જાણે જગતને બાળી નાંખવાની ઇચ્છા કરતો હોય નહીં, તેવો
જોરમાં સળગતો સળગતો અગ્નિ સન્મુખ આવે તો તેને પણ આપના
નામનું કીર્તન
સ્તવન રૂપી જળ સમગ્ર રીતે બુઝાવી નાંખે છે. ૪૦.
रक्तेक्षणं समदकोकिलकंठनीलं,
क्रोधोद्धतं फणिनमुत्फ णमापतंतम्
आक्रामति क्रमयुगेन निरस्तशंक
स्त्वन्नामनागदमनी हृदि यस्य पुंसः ।।४१।।
જે રક્તનેત્ર, પીકકંઠ સમાન કાળો,
ઊંચી ફણે સરપ સન્મુખ આવનારો;
તેને નિઃશંક જન તેહ ઉલંઘી ચાલે,
ત્વં નામ નાગદમની દિલ જેહ ધારે. ૪૧.
ભાવાર્થ :લાલચોળ આંખોવાળા મદોન્મત્ત અને કોયલના કંઠ
જેવો કાળો અને ક્રોધે કરીને છંછેડાયેલો એવો સર્પ ઊંચી ફેણ કરીને સામો
ધસી આવતો હોય તેને પણ, જે માણસની પાસે આપના નામરૂપી
નાગદમની ઔષધિ હોય તો તે માણસ નિશંકપણે તેને ઓળંગી જાય છે
એવો સાપ પણ આપના ભક્તને કરડી શકતો નથી. ૪૧.
वल्गत्तुरंगगजगर्जितभीमनाद
माजौ बलं बलवतामपि भूपतीनाम्

Page 24 of 105
PDF/HTML Page 32 of 113
single page version

background image
૨૪ ][ પંચસ્તોત્ર
उद्यद्विाकरमयुखशिखापविद्धं,
त्वत्कीर्तनात्तम ईवाशु भिदामुपैति
।।४२।।
નાચે તુરંગ ગજ શબ્દ કરે મહાન,
એવું રણે નૃપતિનું બળવાન સૈન્ય;
ભેદાય છે તિમિર જેમ રવિ કરેથી,
છેદાય શીઘ્ર ત્યમ તે તુજ કીર્તનેથી. ૪૨.
ભાવાર્થ :જેની અંદર ઘોડાઓ કૂદી રહ્યા છે અને હાથીઓની
ગર્જનાના ભયાનક શબ્દો ગૂંજી રહ્યા છે. એવા રણને વિષે રહેલા બળવાન
રાજાના સૈન્યને પણ, જેમ ઉદય પામેલા સૂર્યનાં કિરણોની શિખાઓ વડે,
અંધકારનો નાશ કરી શકાય છે તેવી રીતે આપના કીર્તનથી અને ભક્તિથી
જીતી શકાય છે. ૪૨.
कुंताग्रभिन्नगजशोणितवारिवाह
वेगावतारतरणातुरयोधभीमे,
युद्धे जयं विजितदुर्जयजेयपक्षा
स्त्वत्पादपंकजवनाश्रयिणो लभंते ।।४३।।
બર્છી થકી હણિત હસ્તિ રૂધિર વ્હે છે,
યોદ્ધા પ્રવાહ થકી આતુર જ્યાં તરે છે;
એવા યુદ્ધે અજીત શત્રુ જીતેજનો તે
ત્વત્પાદપંકજરૂપી વન શર્ણ લે જે. ૪૩.
ભાવાર્થ :ભાલાઓની અણીઓ વડે છેદાઈ ગયેલા હાથીઓના
રૂધિરનો પ્રવાહ જ્યાં આગળ વહે છે અને જ્યાં તે પ્રવાહની અંદર યોદ્ધાઓ
તરવામાં આતુર થઈ ગયા છે એવા ભયાનક યુદ્ધને વિષે, જેને આપના
ચરણકમળરૂપી વનનો આશ્રય હોય છે તેઓ અજિત શત્રુઓને પણ જીતી
શકે છે. ૪૩.

Page 25 of 105
PDF/HTML Page 33 of 113
single page version

background image
ભક્તામરસ્તોત્ર ][ ૨૫
अंभोनिधौ क्षुभितभीषणनक्रचक्र
पाठीनपीठभयदोल्वणवाडवाग्नौ
रंगतरंगशिखरस्थितयानपात्रा
स्रासं विहाय भवतः स्मरणाद् वृजन्ति ।।४४।।
જ્યાં ઉછળે મગરમચ્છ તરંગ ઝાઝા,
ને વાડવાગ્નિ ભયકારી થકી ભરેલા;
એવા જ સાગર વિષે સ્થિત નાવ જે છે,
તે નિર્ભયે તુજ તણા સ્મરણે તરે છે. ૪૪.
ભાવાર્થ :ભયંકર મગમચ્છ આદિ જળચર પ્રાણીઓ જેની અંદર
ઉછળી રહ્યા છે અને ભયાનક વડવાગ્નિ જેની અંદર વસે છે એવા ભયંકર
સાગર મધ્યે વહાણમાંનાં માણસો આવી પડેલા હોય છે તે પણ આપના
સ્મરણથી નિર્ભયપણે જોખમાયા વગર તરીપાર જઈ શકે છે. ૪૪.
उद्भूतभीषणजलोदरभारभुग्नाः
शोच्यां दशामुपगताश्च्युतजीविताशाः
त्वत्पादपंकजरजोऽमृतदिग्धदेहा
मर्त्या भवंति मकरध्वजतुल्यरुषाः
।।४५।।
જે છે નમ્યા ભયદ રોગ જલોદરેથી
પામ્યા દશા દુઃખદ આશ ન દેહે તેથી;
ત્વત્પાદપદ્મ રજ અમૃત નિજ દેહે
ચોળે બને મનુજ કામ સમાન રૂપે. ૪૫.
ભાવાર્થ :પ્રભો! જે માણસો ભયંકર જળોદર વગેરે દર્દના
ભારથી દુઃખી થઈ ગયા છે, અને જેમની સ્થિતિ અત્યંત શોચનીય થઈ
ગઈ છે અથવા જેઓ પોતાના જીવનથી સર્વથા નિરાશ થઈ ગયા છે એવા
મનુષ્યો પણ આપના ચરણકમળોની રજ
ધૂળ પણ પોતાના શરીર પર
લગાડવાથી કામદેવ જેવા સુંદર થઈ જાય છે. ૪૫.

Page 26 of 105
PDF/HTML Page 34 of 113
single page version

background image
૨૬ ][ પંચસ્તોત્ર
आपादकंठमुरुशृंखलवेष्टितांगा
गाढं बृहन्निगडकोटिनिघृष्टजंघाः
त्वन्नाममंत्रमनिशं मनुजाः स्मरंतः
सद्यः स्वयं विगतबंधभया भवंति
।।४६।।
બેડી જડી પગથી છેક ગળા સુધીની,
તેની ઝીણી અણિથી જાંગ ઘસાય જેની;
એવા અહોનિશ જપે તુજ નામમંત્ર,
તો તે જનો તુરત થાય રહિત બંધ. ૪૬.
ભાવાર્થ :હે નાથ! જેના પગથી માથા સુધી આખું શરીર મોટી
મોટી લોઢાની સાંકળોથી ખૂબ મજબૂત જકડાઈ ગયું છે તથા કઠોર, તીક્ષ્ણ
બેડીઓથી જેઓની જાંઘો ખૂબ ઘસાઈ રહી છે એવા લોક પણ આપના
નામરૂપી પવિત્ર મંત્રનું નિરંતર સ્મરણ કરવાથી બહુ જલદીથી એ બંધનના
ભયથી મુક્ત થઈ જાય છે. ૪૬.
मत्तद्विपेंद्रमृगराजदवानलाहि
संग्रामवारिधिमहोदरबंधनोत्थम्
तस्याशु नाशमुपयाति मयं भियेव
यस्तावकं स्तवमिमं मतिमानधीते
।।४७।।
જે મત્ત હસ્તિ, અહિ, સિંહ, દવાનલાગ્નિ,
સંગ્રામ, સાગર, જલોદર, બંધનોથી;
પેદા થયેલ ભય તે ઝટ નાશ પામે,
ત્હારૂં કરે સ્તવન આ મતિમાન પાઠે. ૪૭.
ભાવાર્થ :હે નાથ! જે બુદ્ધિમાન મનુષ્ય આ સ્તોત્રનો નિરંતર
(હરહંમેશ) પાઠ કરે છે તે ઉન્મત્ત હાથી, સિંહ, દાવાનળ, સર્પ, યુદ્ધ,
સમુદ્ર, જલોદર અને બંધન વિગેરેથી થતા ભયથી તુરત જ મુક્ત થઈ જાય
છે. મતલબ કે એવા લોકો આગળથી ભય ડરી ગયો હોય તેમ નષ્ટ થઈ
જાય છે. ૪૭.

Page 27 of 105
PDF/HTML Page 35 of 113
single page version

background image
ભક્તામરસ્તોત્ર ][ ૨૭
स्तोत्रस्त्रजं तव जिनेंद्र गुणैर्निबद्धां,
भक्त्या मया विविधवर्णविचित्रपुष्पाम्
धत्ते जनो य इह कण्ठगतामजस्त्रं,
तं मानतुंगमवशा समुपैति लक्ष्मीः
।।४८।।
આ સ્તોત્રમાળ તુજના ગુણથી ગુંથી મૈં
ભક્તિથકી વિવિધ વર્ણરૂપી જ પુષ્પે;
તેને જિનેન્દ્ર! જન જે નિત્ય કંઠ નામે,
તે માનતુંગ અવશા શિવ લક્ષ્મી પામે. ૪૮.
ઇતિ આદિનાથ સ્તોત્રં
ભાવાર્થ :હે જિનેન્દ્ર! આપના પવિત્ર ગુણોથી અથવા પ્રસાદ
આદિ માધૂર્ય આદિ ગુણોથી ગુંથાએલી આ સ્તોત્રરૂપી માળાને જે મનુષ્ય
પોતાના કંઠમાં ધારણ કરે છે
સુંદર સુંદર અક્ષરરૂપી વિચિત્ર ફૂલથી
ગુંથાએલી પુષ્પમાળા ધારણ કરે છે તેવા ઉન્નત હૃદયવાળા લોકોને તથા
આ સ્તોત્ર રચવાવાળા શ્રી માનતુંગ આચાર્યને રાજવૈભવ તથા સ્વર્ગ
મોક્ષરૂપી લક્ષ્મી અવશ્ય પ્રાપ્ત થાય છે. અર્થાત્ આ પવિત્ર સ્તોત્રનો
હરહંમેશ શ્રદ્ધા ભક્તિ સાથે, પાઠ કરનાર લોકોને ધન સંપત્તિ, રાજ વૈભવ,
સ્વર્ગ વિગેરે વિભૂતિ કોઈપણ જાતના કષ્ટ ભોગવ્યા સિવાય પ્રાપ્ત થાય
છે. આ મંત્રના પ્રભાવથી રાજ્ય, ધન, વૈભવ, ઐશ્વર્ય, પુત્ર, નિરોગતા
આદિ પ્રાપ્ત થાય છે એ તો સ્તોત્રના અનુષાંગિક
કોઈપણ જાતના કષ્ઠ
વિના મળી જાય એવું ફળ છે. પરંતુ આ સ્તોત્રનું મુખ્ય ફળ તો સર્વત્ર
મોક્ષ પદની પ્રાપ્તિ હોઈને મોક્ષલક્ષ્મી પ્રાપ્ત કરે છે. રાજવૈભવ
ધનસંપત્તિ
આદિ મળવું એ એનું અનુષાંગિક ફળ છે. ૪૮.
સ્તોત્ર કર્તાની ઇચ્છા છે કે ભવ્યજનો આ સ્તોત્રનો નિરંતર પાઠ કરી
ધર્મલાભ ઉઠાવી પોતાના આત્માનું કલ્યાણ કરે.
ઇતિ શ્રી માનતુંગઆચાર્યવિરચિત શ્રી આદિનાથસ્તોત્ર......

Page 28 of 105
PDF/HTML Page 36 of 113
single page version

background image
શ્રી પાર્શ્વનાથાય નમઃ ।
કલ્યાણમંદિર અપરનામ શ્રી પાર્શ્વનાથ સ્તોત્ર
અર્થસહિત
તાર્કિકચક્રચૂડામણિ શ્રી કુમુદચન્દ્રાચાર્ય
અપરનામ શ્રી સિદ્ધસેન દિવાકર વિરચિત
(वसंततिलिका)
कल्याणमन्दिर मुदारमवद्यभेदि
भीताभयप्रदमनिन्दितमङ्घ्रिपद्मम्
संसारसागरनिमज्जदशेषजंतु
पोतायमानमभिनम्य जिनेश्वरस्य ।।।।
यस्य स्वयं सुरगुरुर्गरिमाम्बुराशेः
स्तोत्रं सुविस्तृतमतिर्न विभुर्विधातुम्
तीर्थेश्वरस्य कमठस्मयधूमकेतो
स्तस्याहमेष किल संस्तवनं करिष्ये ।।।। युग्मम् ।।
(મંદાક્રાંતા)
કલ્યાણોના મહાન વળી જે પાપભેદી ઉદાર;
તે ભીતોને અભયપ્રદ જે જે અનિન્દિત સાર;
જન્માબ્ધિમાં ડુબત સઘળા જંતુને નાવ છે જે,
જિનેંદાના ચરણકમળો એહવા વંદીને તે. ૧.
જેના મોટા મહિમજલધિ કેરૂં સુસ્તોત્ર અત્ર,
સુમેધાવી સુરગુરુ સ્વયં ગુંથવા નાંહિ શક્ત,
જે તીર્થેશા કમઠમદને ધૂમકેતુ જગીશ,
એવા તેનું સ્તવન વર આ નિશ્ચયે હું કરીશ. (યુગ્મ)

Page 29 of 105
PDF/HTML Page 37 of 113
single page version

background image
કલ્યાણમંદિરસ્તોત્ર ][ ૨૯
અર્થ :કલ્યાણોના મંદિર, ઉદાર, પાપોનો નાશ કરનાર,
સંસારના દુઃખોથી ડરનારાઓને નિર્ભય પદ આપનાર, અનિંદ્ય (અતિશય
સુંદર) અને સંસાર
- સમુદ્રમાં ડૂબતા સર્વ જીવોનો ઉદ્ધાર કરવામાં જહાજ
સમાન જિનેન્દ્ર ભગવાનના ચરણકમળોને નમસ્કાર કરીને, જે સાક્ષાત્
મહિમાના સમુદ્ર છે, જેમની સ્તુતિ કરવાને સ્વયં વિશાળબુદ્ધિ (બાર
અંગના જ્ઞાતા) બૃહસ્પતિ પણ સમર્થ નથી, જેમણે કર્મઠનો ગર્વ
ભસ્મીભૂત કર્યો હતો તે પાર્શ્વનાથ તીર્થંકરની આશ્ચર્યની વાત છે કે હું
સ્તુતિ કરું છું. ૧
૨.
सामान्यतोऽपि तव वर्णयितु स्वरूप -
मस्मादृशाः कथमधीश ! भवन्त्यधीशाः
धृष्ठोऽपि कौशिकशिशुर्यदि वा दिवान्धो,
रूपं प्ररूपयति किं किल घर्मरश्मेः
।।।।
(મંદાક્રાંતા)
સામાન્યેથી પણ સ્વરૂપ તો વર્ણવા તારું અત્ર,
કેવી રીતે અમ સરિખડા નાથ હે! થાય શકત?
ધીઠો તોયે ઘુવડ શિશુ રે! દિવસે આંધળો જે,
શું ભાનુનું સ્વરૂપ પ્રરૂપે નિશ્ચયે એહવો તે? ૩.
અર્થ :હે સ્વામી! મારા જેવો અલ્પબુદ્ધિ સામાન્યપણે પણ
આપના ગુણોનું વર્ણન કરવા કેવી રીતે સમર્થ થઈ શકે? અર્થાત્ થઈ શકે
નહિ, જેમ દિવસે જે દેખી શકતું નથી એવું ઘુવડનું બચ્ચું ધીઠ થઈને પણ
શું સૂર્યના બિંબનું વર્ણન કરી શકે છે? ૩.
मोहक्षयादनुभवन्नपि नाथ ! मर्त्यो,
नूनं गुणान्गणयितुं न तव क्षमेत
कल्पान्तवान्तपयसः प्रकटोऽपि यस्मा -
न्मीयेत केन जवधेर्ननु रत्नराशिः ।।।।

Page 30 of 105
PDF/HTML Page 38 of 113
single page version

background image
૩૦ ][ પંચસ્તોત્ર
હે જિનેંદા! અનુભવ કરે મોહવિનાશ દ્વારા,
તોયે મર્ત્યો સમરથ નથી ગુણવા ગુણ ત્હારા;
કલ્પાંતે જ્યાં નીરનિધિતણું નીર નિશ્ચે વમાય,
કોનાથી ત્યાં પ્રકટ પણ રે! રત્નરાશિ મપાય? ૪.
અર્થ :હે નાથ! મનુષ્ય, મોહનો ક્ષય થવાથી અનુભવ કરવા
છતાં પણ આપના ગુણો ગણવાને સમર્થ થઈ શકતો નથી જેમ પ્રલય સમયે
સમુદ્ર પોતાનું બધું જળ બહાર ફેંકીને બિલ્કુલ ખાલી થઈ જાય છે અને
તે વખતે તેમાં રહેલ રત્નો સ્પષ્ટપણે પ્રગટ થવા છતાં તેને કોઈ ગણી શકતું
નથી. ૪.
अभ्युद्यतोऽस्मि तव नाथ जड़ाशयोऽपि,
कर्तुं स्तवं लसदसंख्यगुणाकरस्य
बालोऽपि किं न निज बाहुयुगं वितत्य,
विस्तीर्णतां कथयति स्वधियाम्बुराशेः
।।।।
સંખ્યાતીતા મહદ્ ગુણની ખાણ એવા તમારું,
સ્તોત્ર સ્વામી! જડમતિ છતાં ગુંથવા બુદ્ધિ ધારૂં!
ભાખે ના શું શિશુય જલધિ કેરી વિસ્તિર્ણતાને,
હ્યાં વિસ્તારી સ્વભુજયુગને નિજ બુદ્ધિ પ્રમાણે! ૫.
અર્થ :હે ભગવાન્! જો કે હું જડબુદ્ધિ છું તો પણ અસંખ્ય
ગુણોથી સુશોભિત એવા આપનો મહિમા ગાવાને તૈયાર થયો છું જેમ
બાળક પણ પોતાની બુદ્ધિ પ્રમાણે પોતાના બન્ને હાથ ફેલાવીને સમુદ્રની
વિશાળતા બતાવે છે કે સમુદ્ર આવડો મોટો છે. ૫.
ये योगिनामपि न यान्ति गुणास्तवेश !
वक्तुं कथं भवति तेषु ममावकाशः
जाता तदेवमसमीक्षितकारितेयं,
जल्पन्ति वा निजगिरा ननु पक्षिणोऽपि
।।।।

Page 31 of 105
PDF/HTML Page 39 of 113
single page version

background image
કલ્યાણમંદિરસ્તોત્ર ][ ૩૧
યોગીઓને પણ તુજ ગુણો ગમ્ય જે હોય નાંહિ,
તે કહેવામાં ક્યમ પ્રસર રે! માહરો થાય આંહી!
તેથી આ તો થઈ વગર વિચારી પ્રવૃત્તિ આહા!
વા જલ્પે જે ખગગણ ખરે! નિજ કેરી ગિરામાં. ૬.
અર્થ :હે સ્વામી! જ્યાં યોગીઓ પણ આપના ગુણોનું વ્યાખ્યાન
કરી શકતા નથી ત્યાં હું તેમનું વર્ણન કેવી રીતે કરી શકું? તેથી આ
પ્રકારની સ્તુતિ વિચાર કર્યા વિના થઈ છે કેમ કે જ્યાં કથન કરવાની શક્તિ
જ નથી ત્યાં કરવામાં આવેલી કોઈ પણ સ્તુતિ વિચાર રહિત જ ગણાય.
છતાં પણ જેમ પક્ષીઓ મનુષ્યની ભાષામાં બોલવા અસમર્થ હોવા છતાં
પોતાની ભાષામાં બોલ્યા કરતા હોય છે તેમ હું પણ સ્તુતિ કરવાને પ્રવૃત્ત
થયો છું. ૬.
आस्तामचिन्त्यमहिमा जिन - संस्तवस्ते,
नामापि पाति भवतो भवतो जगन्ति
तीव्रातपोपहतपान्थजनान्निदाधे,
प्रीणाति पद्मसरसः सरसोऽनिलोऽपि
।।।।
દૂરે તારૂં સ્તવ જિન! અચિંત્ય પ્રભાવી રહોને!
રક્ષે નામે પણ તમપણું જન્મથી ભુવનોને;
વાયુ રૂડો કમલસરનો સુરસીલો વહે જે,
તીવ્રોત્તાપે હત પથિકને ગ્રીષ્મમાં રીઝવે તે. ૭.
અર્થ :હે જિનેન્દ્ર! અચિન્ત્ય મહિમા ધારણ કરનાર આપની
સ્તુતિ તો દૂર જ રહો, આપનું નામ માત્ર પણ સંસારના પ્રાણીઓને
દુઃખોથી બચાવી લે છે. જેમ ગરમીની ૠતુમાં અસહ્ય તાપથી વ્યાકુળ
બનેલા મુસાફરોને કેવળ કમળવાળા સરોવર જ સુખ આપતાં નથી પરંતુ
તેમના સૂક્ષ્મ જળકણોથી મળેલો પવન પણ સુખ આપે છે. ૭.

Page 32 of 105
PDF/HTML Page 40 of 113
single page version

background image
૩૨ ][ પંચસ્તોત્ર
हृद्वर्तिनि त्वयि विभो ! शिथिलीभवन्ति,
जन्तोः क्षणेन निबिडा अपि कर्मबन्धाः
सद्यो भुजङ्गममया इव मध्यभाग
मभ्यागते वनशिखण्डिनि चन्दनस्य ।।।।
પ્રાણીઓના નિબિડ પણ તે કર્મબંધો અહા! હ્યાં,
વિભુ થાયે શિથિલ ક્ષણમાં વર્તતા તું હૃદામાં;
રે! શિખંડી સુખડવનની મધ્યમાં આવી જાતાં,
જેવી રીતે ભુજગમય તે શીઘ્ર શિથિલ થાતાં. ૮.
અર્થ :જેમ મોરના આગમનમાત્રથી જ ચંદનના વૃક્ષોને
વિંટળાયેલા સર્પોની પકડ તત્કાલ ઢીલી થઈ જાય છે તેવી જ રીતે હે
પ્રભો! આપ જ્યારે ભવ્ય જીવોના મનમંદિરમાં નિવાસ કરો છો ત્યારે
તેમના દ્રઢ કર્મોના બંધન પણ તત્ક્ષણ ઢીલાં પડી જાય છે. ૮.
मुच्यन्त एव मनुजाः सहसां जिनेन्द्र, !
रौद्रेरूपद्रवशतैस्त्वयि वीक्षितेऽपि
गोस्वामिनि स्फु रिततेजसि दृष्टमात्रेः
चोरैरिवाशु पशवः प्रपलायमानैः
।।।।
મૂકાયે છે મનુજ સહસા રૌદ્ર ઉપદ્રવોથી,
અત્રે સ્વામી! જિનપતિ! તને માત્ર નિરીક્ષવાથી;
ગોસ્વામીને સ્ફુરિત પ્રભને માત્ર અત્રે દીઠાથી,
જેવી રીતે ઝટ પશુગણો ભાગતા ચોરટાથી. ૯.
અર્થ :જેમ ગોસ્વામીને (તેજસ્વી સૂર્ય, પ્રતાપી રાજા અથવા
બળવાન ગોવાળિયાઓને) દેખતાં જ ભયભીત થઈને શીઘ્ર ભાગી જતા
ચોરોના પંજામાંથી ગાય, ભેંસ આદિ પશુઓ મુક્ત થઈ જાય છે તેવી જ
રીતે હે જિનેન્દ્ર! આપના સમ્યક્ પ્રકારે દર્શન કરતાં જ મનુષ્યો મહા
ભયાનક સેંકડો ઉપદ્રવોથી તત્કાલ મુક્તિ પામે છે. ૯.