PDF/HTML Page 2401 of 4199
single page version
જુઓ, મૂળ ગાથામાં
જાણવાવાળો આત્મા. ધર્મીજીવ ચેતયિતા છે. ધર્મી જીવ એને કહીએ કે જે જાણવાવાળો છે; મતલબ કે તે પરને-રાગાદિ ને પુણ્યાદિ ભાવને-જાણે છે પણ પોતાનાં ન જાણે અને પોતાનાં ન માને. તે તે સર્વને પરજ્ઞેયપણે જાણે છે. અહા! તે પણ વ્યવહાર છે. ઝીણી વાત છે ભાઈ! જાણવાવાળો ભગવાન આત્મા જ્ઞ-સ્વભાવી, જ્ઞાયકસ્વભાવી, સર્વજ્ઞસ્વભાવી પ્રભુ છે અને તેની જેને દ્રષ્ટિ થઈ છે તે ચેતયિતા ધર્મી છે, સમ્યગ્દ્રષ્ટિ છે. ટીકામાં ચેતયિતાનો અર્થ સમ્યગ્દ્રષ્ટિ કર્યો છે.
અહા! ભગવાન આત્મા એક જ્ઞાયકભાવમય જ્ઞ-સ્વભાવી વસ્તુ છે. તે કોઈ પરનું પોતાનામાં પોતાથી કાર્ય કરે એવો નથી, અને પર વડે પોતાનામાં કાર્ય થાય એવો પણ નથી. અહા! પરને પોતાના માને એમ તો નહિ પણ પરને જાણે એવો વ્યવહાર પણ પોતાનામાં નહિ. ગાથામાં ચેતયિતા શબ્દ મૂકીને આ કહ્યું છે. અરે ભાઈ! એ તો પોતાને જાણે છે, ચેતે છે. તેને પોતાથી ભિન્ન રાગાદિ પરદ્રવ્યને જાણવાવાળો કહેવો એ તો વ્યવહાર છે. વાસ્તવમાં તો એ પોતાનો ચેતયિતા-પોતાને જાણવાવાળો છે. આવા સ્વસ્વરૂપને જેણે દ્રષ્ટિમાં ને અનુભવમાં લીધું છે તે ધર્મી, સમ્યગ્દ્રષ્ટિ છે. આવી વાત છે.
શું કહે છે? કે-‘સમ્યગ્દ્રષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે બધાંય કર્મફળો પ્રત્યે તથા બધા વસ્તુધર્મો પ્રત્યે કાંક્ષાનો (તેને) અભાવ હોવાથી, નિઃકાંક્ષ (નિર્વાંછક) છે.’
અહાહા...! સમ્યગ્દ્રષ્ટિ ચેતયિતા નામ એક જ્ઞાયકભાવમય છે. હું તો એક જ્ઞાયકભાવ છું એમ અનુભવતા જ્ઞાનીને કહે છે, બધાંય કર્મફળો પ્રત્યે કાંક્ષા નથી. અહા! ધર્મીને પુણ્યભાવરૂપ વ્યવહારધર્મની તથા પુણ્યકર્મના ફળોની વાંછા નથી. અહા! જૈનધર્મ કોઈ અલૌકિક વસ્તુ છે ભાઈ! અહા! ભગવાન આત્મા ચેતયિતા પ્રભુ એક જ્ઞાયકભાવમય જ્ઞાનાનંદનું ધામ છે. તેમાં વસેલા જૈનધર્મીને કર્મફળો પ્રત્યે કાંક્ષા નથી, અર્થાત્ પૂર્વે જે કર્મ બાંધ્યાં હતાં તેના ફળની વાંછા નથી. ગજબ વાત છે ભાઈ! જ્ઞાનીને પુણ્ય ને પુણ્યનાં ફળોની વાંછા નથી.
લ્યો, આજે ૨૬ મી જાન્યુઆરી-સ્વરાજ્ય દિન છે ને? અરે ભાઈ! સ્વરાજ્ય તો સ્વમાં હોય કે બહારમાં હોય? અનંતગુણોનું સામ્રાજ્ય પ્રભુ આત્મા છે, અને તેને પ્રાપ્ત કરવું તે સ્વરાજ્ય-પ્રાપ્તિ છે. અહીં કહે છે-આવી સ્વરાજ્ય પ્રાપ્તિ જેને થઈ છે તે કર્મફળોને-પુણ્ય ને પુણ્યનાં ફળોને-બહારની ચીજોને વાંછતો નથી. લ્યો, બહારમાં પોતાનું સ્વરાજ્ય છે એની અહીં ના પાડે છે. સમજાણું કાંઈ...?
PDF/HTML Page 2402 of 4199
single page version
‘બધાંય કર્મફળો’-એમ લીધું ને? મતલબ કે ૧૪૮ કર્મપ્રકૃતિમાંથી કોઈ પણ કર્મના ફળની વાંછા જ્ઞાનીને નથી. યશઃકીર્તિ કે તીર્થંકર પ્રકૃતિ બંધાય તેના ફળની પણ જ્ઞાનીને વાંછા નથી એમ કહે છે. અહા! અતીન્દ્રિય આનંદનો નાથ એવો ભગવાન આત્મા જ્યાં અંદર જાગ્રત થયો, નિજસ્વરૂપનું-અનંતગુણસામ્રાજ્યનું જ્યાં ભાન થયું ત્યાં પરસ્વરૂપની વાંછા કેમ થાય? ન થાય. આ સ્વરાજ્ય છે, બાકી બહારમાં તો ધૂળેય સ્વરાજ્ય નથી. ‘राजते–शोभते इति राजा’ પોતાના એક જ્ઞાયકભાવમાં-અનંત- ગુણસામ્રાજ્યમાં રહીને શોભાયમાન છે તે રાજા છે અને એવો સમ્યગ્દ્રષ્ટિ હોય છે જે બધાંય કર્મફળોને વાંછતો નથી. સમજાણું કાંઈ...?
આવો મારગ બાપા! એ મળ્યા વિના તે ૮૪ લાખના અવતારમાં એક એક યોનિમાં અનંત અનંત અવતાર કરીને દુઃખી થયો છે. અરેરે! મિથ્યાત્વને લીધે ઢોર- પશુના અનંત અવતાર ને નરક-નિગોદના અનંત અવતાર એણે અનંતવાર કર્યા છે. અહા! એ જન્મસમુદ્ર તો દુઃખનો જ સમુદ્ર છે અને વિના સમ્યગ્દર્શન તેને પાર કરી શકાય એમ નથી. અહો! સમ્યગ્દર્શન એ અપૂર્વ ચીજ છે, અને તે એક જ્ઞાયકભાવમય નિજ શુદ્ધ આત્મદ્રવ્યનો આશ્રય કરતાં પ્રગટ થાય છે. અહા! નિજ જ્ઞાનાનંદસ્વરૂપના આશ્રયે જેને અતીન્દ્રિય આનંદ પ્રગટ થયો છે તે ધર્મી, સમ્યગ્દ્રષ્ટિ છે અને તે સુખી છે કેમકે તે બધાંય કર્મફળોને-બીજી ચીજને-ઇચ્છતો નથી. આવી વાત!
અહીં કહે છે-જ્ઞાનીને બધાંય કર્મફળો અને સમસ્ત વસ્તુધર્મો પ્રતિ કાંક્ષાનો અભાવ છે. અહાહા...! સમસ્ત વસ્તુધર્મો કહેતાં હીરા-માણેક-મોતી અને પથ્થર, કાચ અને મણિરત્ન, સોનું-ચાંદી અને ધૂળ-કાદવ અને નિંદા-પ્રશંસા ઇત્યાદિ લોકના સમસ્ત પદાર્થો પ્રત્યે જ્ઞાનીને વાંછા નથી. કેમ? કેમકે સમ્યક્ નામ સત્દ્રષ્ટિવંતને એક જ્ઞાયકભાવમયપણું છે. અહા! નિંદા-પ્રશંસાના ભાવને તે માત્ર પરજ્ઞેયરૂપે જાણે જ છે, પણ પોતાની પ્રશંસા જગતમાં થાય એમ જ્ઞાની કદી ઇચ્છતા નથી. અહા! આવો ધર્મ લોકોએ બહારમાં-દયા પાળો ને તપ કરો ને ભક્તિ કરો. ઇત્યાદિ રાગમાં-ખતવી નાખ્યો છે. પણ અહીં તો કહે છે-જ્ઞાનીને રાગની-વ્યવહારની વાંછા નથી. ભાઈ! રાગમાં ધર્મ માને એ તો બહુ ફેર છે બાપા! એ તો મિથ્યાબુદ્ધિ જ છે.
અહા! કહે છે-‘સમ્યગ્દ્રષ્ટિ,... બધાંય કર્મફળો પ્રત્યે તથા બધા વસ્તુધર્મો પ્રત્યે કાંક્ષાનો (તેને) અભાવ હોવાથી, નિઃકાંક્ષ (નિર્વાંછક) છે, તેથી તેને કાંક્ષાકૃત બંધ નથી પરંતુ નિર્જરા જ છે.’
અહા! ધર્મીને પોતાના આનંદમૂર્તિ પ્રભુ આત્માની ભાવના હોવાથી પરની કાંક્ષાની ભાવનાનો તેને અભાવ છે. અહા! નિશ્ચયથી હું જ મારું જ્ઞેય ને હું જ મારો જ્ઞાતા છું- એમ અભેદપણે પોતાના આનંદસ્વરૂપને અનુભવતો જ્ઞાની પરની કાંક્ષા કરતો નથી.
PDF/HTML Page 2403 of 4199
single page version
પોતે ચેતયિતા છે ને? તો સ્વરૂપનું સંચેતન કરે છે, અતીન્દ્રિય આનંદને અનુભવે છે અને સ્વરૂપની જ ભાવનામાં રહે છે; તેથી તેને પરની કાંક્ષાનો અભાવ છે. માટે તેને કાંક્ષાકૃત બંધ નથી, પણ નિર્જરા જ છે. આનું નામ નિર્જરા છે પણ બહારમાં ઉપવાસાદિ કરે એ કાંઈ નિર્જરા નથી.
પ્રશ્નઃ– આ ઉપવાસ કરે છે તે તપ છે અને તપથી નિર્જરા કહી છે ને! સમાધાનઃ– તપથી નિર્જરા છે પણ એ કયું તપ? બાપુ! તને ખબર નથી. પોતાના ચૈતન્યસ્વભાવમાં ઉગ્રપણે લીન થવું તેને તપ કહ્યું છે અને તે તપમાં જે પૂર્વની ઇચ્છા આદિ હોય છે તે નિર્જરી જાય છે. ‘इच्छा निरोधः तपः’ એમ કહ્યું છે ને? પોતાના નિત્યાનંદ-પરમાનંદસ્વરૂપમાં સ્થિર થતાં-જામતાં ઇચ્છાની ઉત્પત્તિ ન થાય તે ઇચ્છાનો નિરોધ છે, તે આનંદની પ્રાપ્તિ છે અને તેને ભગવાન તપ કહે છે અને એ તપ વડે નિર્જરા કહી છે. ભાઈ! આ તો લૌકિકથી સાવ જુદો મારગ છે બાપા!
‘સમ્યગ્દ્રષ્ટિને સમસ્ત કર્મનાં ફળોની વાંછા નથી.’ શું કહે છે? કે જેણે જાણવાવાળાને-એક જ્ઞાયકભાવને જાણ્યો તેને વાંછા હોતી નથી. પોતે ચેતયિતા છે ને? અહા! પોતે તો ભગવાન સર્વજ્ઞસ્વભાવ છે. કોણ ભગવાન? પોતે આત્મા હોં. અહા! સર્વજ્ઞ પરમાત્મા (અરિહંતાદિ) જે પર્યાયમાં સર્વજ્ઞ થયા તે પર્યાય કયાંથી આવી? અંદર સર્વજ્ઞસ્વભાવ પડયો છે એમાંથી આવી છે. કોઈને વળી થાય કે આ નાના મોંઢે મોટી વાત! પણ ભાઈ! એવી સર્વજ્ઞ પર્યાય અપરિમિત અનંત- અનંત સામર્થ્યથી ભરેલા સર્વજ્ઞસ્વભાવમાંથી આવી છે. અહા! અનંતકાળ સુધી સર્વજ્ઞ પર્યાય થયા જ કરે એવું અપરિમિત સર્વજ્ઞસ્વભાવનું સામર્થ્ય છે. સમકિતીને આવા પોતાના સર્વજ્ઞસ્વભાવની અંતરમાં સ્વસંચેતનમાં પ્રતીતિ થઈ છે તેથી કહે છે-જ્ઞાનીને સમસ્ત કર્મનાં ફળોની-રાજપદ, શેઠપદ, દેવપદ વા તીર્થંકરપદની કાંક્ષા નથી. ગજબ વાત છે ભાઈ! મારગ બહુ આકરો બાપા!
વળી કહે છે-‘વળી તેને સર્વધર્મોની વાંછા નથી.’ મૂળ ગાથામાં બે બોલ છે ને? ‘कम्मफलेसु અને सव्वधम्मेसु–એમ પાઠમાં બે બોલ છે. એક તો જ્ઞાનીને કર્મના ફળોની વાંછા નથી અને સર્વધર્મોની પણ વાંછા નથી. ‘સર્વધર્મો’ના તો ઘણા અર્થ છે. જેમકે-સોનું કે પત્થર કે હીરાની ખાણ દેખે તો (અજ્ઞાનીને) વાંછા થઈ જાય એ ધર્મીને છે નહિ.
કોઈને થાય કે-એમાં શું? એ તો પુણ્યનું ફળ છે. સમાધાનઃ– પુણ્યનું ફળ?-એમ નહિ બાપા! શું પુણ્યનાં ફળ તારાં છે?
PDF/HTML Page 2404 of 4199
single page version
એ તો પરચીજ છે, એ તો જ્ઞેયમાત્ર છે; વ્યવહારે જ્ઞેય છે. પહેલાં (૨૨૯ મી ગાથામાં) ન આવ્યું? કે પોતાના એક જ્ઞાયકભાવમાં પરદ્રવ્યનો-પુણ્યકર્મ આદિનો સંબંધ માનવો તે મિથ્યાત્વ છે, કેમકે ભગવાન આત્મા જ્ઞાયકસ્વરૂપ પ્રભુ ત્રિકાળ મુક્તસ્વરૂપ જ છે, તો પછી આ કર્મના ફળરૂપ શરીર, મન, વાણી, દીકરા, દીકરી, કુટુંબ-કબીલા ને ધનસંપત્તિ ઈત્યાદિ નોકર્મ સાથે સંબંધ માનવો એય મિથ્યાત્વ છે, ત્યારે કોઈ એડવોકેટ (મિથ્યાત્વનો હોં) કહે છે-
તો શું નોટીસ આપી દેવી કે તમારે ને અમારે સંબંધ નથી?
સમાધાનઃ– એમ નહિ ભાઈ! જરા ધીરો થા બાપુ! એમાં નોટીસની જરૂરત કયાં છે? એ સર્વને પર જાણી પોતાના એક જ્ઞાયકભાવને ગ્રહણ કરવો બસ એ નોટીસ થઈ ગઈ. બાકી સર્વ મારાં છે, પુણ્યનાં ફળ મારાં છે એમ જાણવું અને ‘કાંઈ સંબંધ નથી’ એમ નોટીસ દેવાનું કહેવું એ તો છળ છે બાપા! અજ્ઞાન છે, અનંતાનુબંધીનો માયાચાર છે. સમજાણું કાંઈ? પરદ્રવ્યથી (સ્વામિત્વનો) સંબંધ માનવો એ મિથ્યાત્વ છે ભાઈ!
અહા! જ્ઞાનીને તો અંદરથી નોટીસ જ છે કે-મારે (-મારા આત્માને) ને દીકરાને, મારે ને દીકરીને, મારે ને પત્નીને, મારે ને પતિને, મારે ને ધનસંપત્તિને સંબંધ જ નથી. એનું તો પરિણમન જ એવું જ્ઞાનમય છે. આવું! બીજે તો કયાંય સાંભળવા મળવું દુર્લભ છે.
અહા! પ્રભુ! તું કોણ છો? પ્રભુ! તું તો ચેતયિતા એક જ્ઞાયકભાવમય, જ્ઞ- સ્વભાવમય, આનંદસ્વભાવમય ત્રિકાળી ધ્રુવસ્વરૂપ આત્મા છો ને? તું તો જાણગ- જાણગ-જાણગ-એમ જાણવાસ્વરૂપે છો ને ભગવાન? તો શું જાણવાવાળો આ બધાં પરદ્રવ્ય મારાં છે એમ જાણે? કદીય નહિ. પરદ્રવ્યને જાણવાં એય જ્ઞેયમાત્રપણાનો વ્યવહાર છે; તો પછી એ પર બધાં મારાં એમ કયાંથી આવ્યું? અહા! તને શું થઈ ગયું પ્રભુ? સર્વજ્ઞ પરમેશ્વરે તો આત્માને એક ચિન્માત્રસ્વભાવી જ જોયો છે. તો એવો પોતાને પોતાનામાં દેખવાને બદલે આ બધાં પર મારાં છે એમ જાણવા લાગ્યો તો તને શું થઈ ગયું પ્રભુ? જો ને? કે સ્વરૂપમાં સદા સાવધાન એવો જ્ઞાની તો પરની-પરધર્મોની-વાંછા જ કરતો નથી.
અહીં કહે છે-‘વળી તેને સર્વધર્મોની વાંછા નથી, એટલે કે કનકપણું, પાષાણપણું વગેરે તથા નિંદા, પ્રશંસા આદિનાં વચન વગેરે વસ્તુધર્મોની અર્થાત્ પુદ્ગલસ્વભાવોની તેને વાંછા નથી-તેમના પ્રત્યે સમભાવ છે,...’
શું કહ્યું? કે વસ્તુધર્મોની અર્થાત્ પુદ્ગલસ્વભાવોની જ્ઞાનીને વાંછા નથી. સુવર્ણ હો કે પાષાણ હો, નિંદાનાં વચન હો કે પ્રશંસાનાં, કાચ હો મણિરત્ન હો,
PDF/HTML Page 2405 of 4199
single page version
જશ હો કે અપજશ હો-એ બધા જડ પદાર્થો પુદ્ગલસ્વભાવો છે, પરસ્વભાવો છે. અહા! નિજ જ્ઞાનાનંદ સ્વરૂપની ભાવના આગળ જ્ઞાનીને એ બધા પર પદાર્થોની વાંછા રહેતી નથી, સમાપ્ત થઈ જાય છે, ખલાસ થઈ જાય છે. અહા! જેણે અંતરમાં પોતાનું જ્ઞાનનિધાન જોયું, અનંતગુણમય જ્ઞાનનો અખૂટ આશ્ચર્યમય ખજાનો જોયો તેને ખજાને ખોટ કયાં છે કે તે પરની ઇચ્છા કરે? ધર્મીને પોતાના જ્ઞાનમાં ને પ્રતીતિમાં અનંતનિધાનસ્વરૂપ આખો ભગવાન આવી ગયો છે. હવે તે પરની કેમ ઇચ્છા કરે? આવે છે ને કે-
પરકી આશ કહા કરૈ પ્રીતમ...
પરકી આશ કહા કરૈ વહાલા...
કઈ બાતે તું અધૂરા? પ્રભુ મેરે? તું સબ બાતે પૂરા.”
પોતાની ચીજ જ અંદર પૂરણ છે તો પરની વાંછા જ્ઞાની કેમ કરે? ભાઈ! કોઈ ગમે તે કહે, મારગ તો આ છે બાપા!
શ્રીમદે કહ્યું છે ને કે-
અહા! ભગવાન! તું આખો ચૈતન્યનિધાન છો ને પરની ઇચ્છા કેમ કરે છે? પરની ઇચ્છા કરતાં તો ભાઈ! તારું ચૈતન્યનિધાન-ચૈતન્યચિંતામણિ પ્રભુ આત્મા ખોવાઈ જશે; તારું સર્વસ્વ ખોવાઈ જશે. પરની ઇચ્છા તો દુઃખનું મૂળ છે ભાઈ! અહા! કરોડો- અબજોની સંપત્તિ હોય તોપણ તેને પુદ્ગલસ્વભાવ જાણીને જ્ઞાની તેની ઇચ્છા કરતો નથી.
કોઈને વળી થાય કે-આ કોની વાત છે? (એમ કે મુનિની વાત છે) સમાધાનઃ– આ તો ભાઈ! જેણે અંદર પોતાનું મુક્તસ્વરૂપ એવું ચૈતન્યરૂપ ભાળ્યું છે એવા સમ્યગ્દ્રષ્ટિની વાત છે. જેનું ધ્યેય મોક્ષસ્વરૂપ આત્મા છે એવા સમકિતીની આ વાત છે. અહાહા...! કહે છે કે ચક્રવર્તીની સંપદા હો કે ઇન્દ્રનાં ઇન્દ્રાસન હો, સમકિતીને એ કશાયની ઇચ્છા નથી. આવે છે ને કે-
અહા! સમ્યગ્દ્રષ્ટિ ધર્મી, હજી પહેલા દરજ્જાનો જૈન કે જેણે પોતાનો જૈન- પરમેશ્વર પ્રભુ આત્મા અંદર ભાળ્યો છે તે ઇન્દ્રના ઇન્દ્રાસન ને ચક્રવર્તીની સંપદાને કાગડાની વિષ્ટા સમાન તુચ્છ માને છે; તે એની ઇચ્છાથી વિરત્ત થઈ ગયો છે. અહા! આ સમ્યગ્દ્રષ્ટિ છે બાપા! પોતાની નિજ સંપદા-સ્વરૂપ-સંપદા આગળ
PDF/HTML Page 2406 of 4199
single page version
ઇન્દ્રના ભોગ આદિ બધું આપદા છે, દુઃખ છે એમ એને ભાસે છે. ઇન્દ્રાસનનાં સુખ પણ દુઃખ છે ભાઈ! તો ધર્મી દુઃખની ભાવના કેમ કરે? અહા! આવું જૈનપણું પ્રગટવું કોઈ અપૂર્વ ચીજ છે બાપા! લોકો તો સાધારણ એમ માની લે કે-અમે જૈન છીએ પણ બાપુ! જૈનપણું તો સ્વરૂપના આશ્રયે જે પરની વાંછાને જીતે છે તેને છે. સમજાણું કાંઈ...?
પ્રશ્નઃ– હા; પણ બીજા આ માનતા નથી, અને અમે તો આ માનીએ છીએ; માટે બીજાઓ કરતાં તો અમે સારા છીએ કે નહિ?
ઉત્તરઃ– અરે ભાઈ! બીજાની સાથે તારે શું સંબંધ છે? બીજા ગમે તે માને અને ગમે તે કરે; એની સાથે તને શું કામ છે? અહીં તો હું એક જ્ઞાયકસ્વભાવમય આત્મા છું- એમ અંતર્મુખાકાર થઈ અનુભવ કરે એનાથી કામ છે. આવો અનુભવ કરે એની બલિહારી છે. બાકી તારામાં અને બીજામાં કોઈ ફરક નથી.
અહીં જ્ઞાયકસ્વભાવની મુખ્યતા કેમ લીધી? કારણ કે પર્યાયમાં જ્ઞાનનો અંશ પ્રગટ છે તો (તે અંશ દ્વારા) આખો જ્ઞાયકભાવ આત્મા છે એમ દ્રષ્ટિ કરાવવા અહીં એક જ્ઞાયકભાવની મુખ્યતા લીધી છે. જ્યારે આનંદ તો જ્ઞાયકભાવની દ્રષ્ટિ થાય છે ત્યારે પ્રગટ થાય છે. (વર્તમાન નથી).
અહીં કહે છે-જેને આત્માનુભવ થયો છે તેને વસ્તુધર્મોની અર્થાત્ પુદ્ગલસ્વભાવોની વાંછા નથી-તેમના પ્રત્યે સમભાવ છે. કનક-પાષાણ પ્રતિ, કે નિંદા- પ્રશંસાના વચનો પ્રતિ કે જશ-અપજશ પ્રતિ જ્ઞાનીને સમભાવ છે. અહા! પુણ્ય-પાપ ને પુણ્ય-પાપના ફળો પ્રતિ જ્ઞાનીને સમભાવ છે, કેમકે એ સર્વને તે પુદ્ગલસ્વભાવો જાણે છે. જ્ઞાની તો એ સર્વ પ્રસંગમાં એક જ્ઞાતાભાવે રહે છે, પણ તેના પ્રતિ વાંછાભાવ કરતો નથી. લ્યો આવો મારગ બહુ ઝીણો બાપા! અરે ભાઈ! અનંતકાળથી તું ચારગતિના પરિભ્રમણથી હેરાન હેરાન થઈ રહ્યો છો તો આચાર્યદેવ અહીં કરુણા કરીને તારાં દુઃખ ટાળવાનો ઉપાય બતાવે છે. (માટે સાવધાન થા).
વળી વિશેષ કહે છે કે-‘અથવા તો અન્યમતીઓએ માનેલા અનેક પ્રકારના સર્વથા એકાંતપક્ષી વ્યવહારધર્મોની તેને વાંછા નથી-તે ધર્મોનો આદર નથી.
શું કહ્યું? કે અનેક પ્રકારે અજ્ઞાનીઓએ પુણ્યકર્મ આદિ વ્યવહારકાર્યોમાં ધર્મ માન્યો છે. કોઈ ઇશ્વરની ભક્તિ વડે ધર્મ માને છે તો કોઈ દયા, દાન આદિ ક્રિયાઓમાં ધર્મ માને છે. અહીં કહે છે-એવા એકાંતધર્મી અજ્ઞાનીઓના વ્યવહારધર્મોની જ્ઞાનીને વાંછા નથી. અહા! ઇશ્વરની ભક્તિ કરનારા કોઈ મોટા રાજા-મહારાજા હોય કે અબજો દ્રવ્યના સ્વામી હોય તો, આવા મોટા લોકો ઇશ્વરના ભક્ત છે માટે એમાં કાંઈ માલ હશે-એમ જ્ઞાનીને એમાં વાંછા નથી; કેમ? કેમકે તે સ્વરૂપમાં નિઃશંક છે.
PDF/HTML Page 2407 of 4199
single page version
અહા! જૈનમાં પણ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ બાહ્ય ક્રિયાકાંડ વડે ધર્મ માનનાર એકાંત વ્યવહારી અજ્ઞાની છે. વ્રત, તપ, ઉપવાસ આદિ કરતાં કરતાં ધર્મ પ્રગટી જશે એમ માનવાવાળા પણ એકાંત વ્યવહારી મિથ્યાદ્રષ્ટિ છે કેમકે તેઓ કદીય રાગથી ભિન્ન પડી આત્મદ્રષ્ટિ પામતા નથી. આવા એકાંત વ્યવહારધર્મોને અનુસરનારા બહારમાં ભલે ગમે તેવા મહાન (મહા મુનિરાજ) હો, મિથ્યાદ્રષ્ટિ દેવો પણ તેમની સેવા કરતા હોય તેવા મહાન હો, તોપણ એમાં પણ કાંઈક છે-એમ જ્ઞાનીને એમાં વાંછા થતી નથી કેમકે જ્ઞાની સ્વરૂપમાં નિઃશંક છે. આ પ્રમાણે જ્ઞાની નિઃકાંક્ષ છે; તેને સમસ્ત કર્મફળોની કે સર્વધર્મોની-વ્યવહારધર્મો સહિત સર્વધર્મોની-વાંછા હોતી નથી.
હવે કહે છે-‘આ રીતે સમ્યગ્દ્રષ્ટિ વાંછારહિત હોવાથી તેને વાંછાથી થતો બંધ નથી.’
અહા! ધર્મીને અંદરમાં એક જ્ઞાયકભાવમય નિજ આત્માનો સત્કાર થયો છે. અતીન્દ્રિય આનંદનો અનુભવ કર્યો છે ને? તેથી અંદરમાં તેને એક ચૈતન્યભાવનું જ સ્વાગત છે. શું કહ્યું? અનાદિથી રાગનું ને પર્યાયનું સ્વાગત હતું, પણ હવે જ્યાં પૂર્ણાનંદનો નાથ એક જ્ઞાયકભાવમય પ્રભુ આત્માનો અનુભવ થયો ત્યાં તેનું સ્વાગત થયું છે. હવે તે અતીન્દ્રિય આનંદની ભાવના છોડીને પરનું ને રાગનું સ્વાગત કેમ કરે? ન કરે. આચાર્ય કહે છે-આ રીતે ધર્મી વાંછારહિત થયો છે. માટે તેને વાંછાથી થતો બંધ નથી. લ્યો, આ અરિહંતદેવ શ્રી સીમંધરનાથની દિવ્યધ્વનિમાં પ્રગટ થયેલો ઢંઢેરો આચાર્ય શ્રી કુંદકુંદ જાહેર કરે છે. કહે છે-જ્ઞાની સમસ્ત કર્મફળો ને સર્વધર્મોની વાંછારહિત હોવાથી વાંછાથી થતો બંધ તેને નથી, તેને નિર્જરા જ છે.
પ્રશ્નઃ– આમાં બહાર તો કાંઈ કરવાનું આવ્યું નહિ?
સમાધાનઃ– અરે ભાઈ! બહારનું એ શું કરે? બહારમાં કયાં કોઈ ચીજ એની છે? આ શરીર, મન, વાણી ઇત્યાદિ જડ માટી-ધૂળ છે; તથા આ કરોડોના મકાન-મહેલ પણ જડ માટી-ધૂળ છે. એ બધાં અજીવ તત્ત્વ છે. વળી કુટુંબ-કબીલા પણ પરદ્રવ્ય છે. આમ છે તો પછી તેનું તે શું કરે? શું પરરૂપે-જડરૂપે એ થાય છે કે તે પરનું કરે? બાપુ! પરનું એ કાંઈ કરી શકતો જ નથી. માત્ર ‘કરું છું’-એમ અભિમાન કરે પણ એ તો મિથ્યાત્વ છે ભાઈ! અહીં કહે છે-રાગનું કરવું પણ સમકિતીને નથી. શું કહ્યું? કે રાગના કર્તાપણાની ભાવના-વાંછા જ્ઞાનીને નથી; વ્યવહારરત્નત્રયને કરવાની વાંછા જ્ઞાનીને નથી. ભાઈ! રાગ છે એ તો દુઃખ છે, વિભાવ છે. જેને નિર્મળ સ્વભાવની દ્રષ્ટિ થઈ છે તે વિભાવની ભાવના કેમ કરે? તે વિભાવનો કર્તા કેમ થાય? ન થાય. અરેરે! અનંતકાળથી તે જિનેશ્વર ભગવાનના કહેલા માર્ગે આવ્યો નથી અને રખડયા જ કરે છે!
PDF/HTML Page 2408 of 4199
single page version
અહાહા...! ધર્મીને પુણ્ય ને પુણ્યના ફળોનો આદર નથી, અર્થાત્ પુણ્યાદિ ભાવોને ધર્મ માનવાવાળા વ્યવહારધર્મોનો (તેઓ પુદ્ગલસ્વભાવ હોવાથી) પણ આદર નથી, સ્વીકાર નથી. આ રીતે સમ્યગ્દ્રષ્ટિ વાંછારહિત હોવાથી તેને વાંછાથી થતો બંધ નથી, નિર્જરા જ છે.
ત્યારે કોઈ કહે છે-ધર્મીને પણ કોઈ ઇચ્છા આદિ વૃત્તિ દેખાય છે? અરે ભાઈ! તે તો ‘વર્તમાન પીડા સહી શકાતી નથી તેથી તેને મટાડવાના ઈલાજની વાંછા સમ્યગ્દ્રષ્ટિને ચારિત્રમોહના ઉદયને લીધે હોય છે, પરંતુ તે વાંછાનો કર્તા પોતે થતો નથી, કર્મનો ઉદય જાણી તેનો જ્ઞાતા જ રહે છે;...’
અહા! સમ્યગ્દ્રષ્ટિ-ધર્મી એને કહીએ કે જે ઇચ્છાનો કર્તા નથી. અહા! ઇચ્છા એ રાગ છે, વિભાવ છે અને વિભાવ દુઃખ છે. તો એવા દુઃખનો કર્તા ધર્મી કેમ થાય? ધર્મી તો નિરંતર અતીન્દ્રિય આનંદનું પરિણમન કરવાવાળો ને અતીન્દ્રિય આનંદના સ્વાદને ભોગવવાવાળો છે. અહા! તે વિભાવનો-દુઃખનો કર્તા કેમ થાય? અરે! અનંતકાળમાં જૈનધર્મ શું છે તે એણે સાંભળ્યું નથી, આવે છે ને કે-
અહા! એ મહાવ્રતાદિના પરિણામ પણ રાગ છે, દુઃખ છે. તેથી ધર્મીને તેની વાંછા નથી એમ કહે છે. તથાપિ કમજોરીથી ચારિત્રમોહને વશ થતાં જ્ઞાનીને રાગ આવે છે, પણ તે રાગની તેને વાંછા નથી. જેમ શરીરમાં રોગ આવે છે તેની વાંછા નથી તેમ ધર્મીને રાગ આવે છે તેની વાંછા નથી. અહા! ઇન્દ્રના ઇન્દ્રાસનનો સંયોગ હો તોપણ તેના ભોગની ધર્મીને વાંછા નથી. લ્યો, આવો મારગ છે પ્રભુનો! આ ચોખ્ખું આમાં લખાણ છે પણ બિચારાને ફુરસદ હોય ત્યારે જુએ ને? અરે ભાઈ! આ નિર્ભેળ તત્ત્વને સમજ્યા વિના તારો અવતાર એળે જશે; જેમ અળસિયા આદિના અવતાર એળે ગયા તેમ આ અવતાર પણ વિના સમજણ એળે જશે ભાઈ!
અહીં કહે છે-‘તે વાંછાનો કર્તા પોતે થતો નથી.’ અહા! કિંચિત્ રાગનું પરિણમન થઈ જાય તોપણ રાગ-વાંછા કરવાલાયક છે એવું ધર્મીને-પહેલા દરજ્જાના સમકિતીને- ચોથે ગુણસ્થાને પણ હોતું નથી. અહા! શ્રાવકદશા ને મુનિદશા તો કોઈ અલૌકિક ચીજ છે. તેની તો શી વાત! આ તો ચોથે ગુણસ્થાને ધર્મીને કમજોરીથી કોઈ વાંછા થઈ આવે છે તોપણ તે વાંછાનો તે કર્તા થતો નથી, સ્વામી થતો નથી -એમ કહે છે. પૂર્ણાનંદમય ચૈતન્યનિધાન આખું દ્રષ્ટિમાં-પ્રતીતિમાં આવ્યું પછી બીજાની વાંછા શું હોય? અહા! ઝીણી વાત છે ભાઈ! જ્યાં સ્વરૂપમાં નિઃશંકતા થઈ ત્યાં અન્યત્ર (મારાપણે) વાંછા કેમ થાય? ન થાય. તથાપિ ચારિત્રમોહવશ
PDF/HTML Page 2409 of 4199
single page version
કિંચિત્ વાંછા ધર્મીને થઈ આવે છે તે વાંછાનો તે કર્તા થતો નથી પણ કર્મનો ઉદય જાણી તેનો જ્ઞાતા જ રહે છે. લ્યો, આવો મારગ! સાધારણ (અજ્ઞાની) લોકોએ માન્યો છે એવો જૈનધર્મ નથી બાપા!
શું કહે છે? કે-‘તે વાંછાનો કર્તા પોતે થતો નથી, કર્મનો ઉદય જાણી તેનો જ્ઞાતા જ રહે છે; માટે વાંછાકૃત બંધ તેને નથી.’
પોતે ચેતયિતા છે ને? તો કિંચિત્ રાગ થાય છે તેને કર્મનો ઉદય જાણી તેનો જ્ઞાતા રહે છે. અહા! આને જૈન-સમ્યગ્દ્રષ્ટિ કહીએ. રાગની-વ્યવહારની વાંછા કરે તે સમ્યગ્દ્રષ્ટિ કેવો? તે તો મિથ્યાદ્રષ્ટિ જ છે. આ બીજો (નિઃકાંક્ષિતનો) બોલ થયો.
પહેલા બોલમાં નિઃશંકની વાત કરી. ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ સદા પરમેશ્વરસ્વરૂપ છે. શું કહ્યું? પરમાત્મા સ્વરૂપ જ પોતાની ચીજ છે. કેમકે તેમાંથી જ પરમાત્મા થાય છે. પરમાત્મા કાંઈ બહારથી નથી આવતા. અહા! ભગવાન અરિહંતદેવ વીતરાગ સર્વજ્ઞ થયા તે કયાંથી થયા? શું તે બહારમાંથી (ક્રિયાકાંડથી) થયા છે? અંદર આત્મામાં તે-રૂપે ચીજ પડી છે તેમાંથી થયા છે. અહા! આવી જેને પોતાના સ્વરૂપસંબંધી નિઃશંકતા થઈ તે ધર્મી છે, જ્ઞાની છે. એ તો આવી ગયું ને? કે સમ્યગ્દ્રષ્ટિ નિઃશંક છે. કેમ? કારણ કે બંધનું કારણ એવા જે મિથ્યાત્વાદિ ભાવો છે તેનો તેને અભાવ છે. ‘હું પૂર્ણ નથી’ વા ‘રાગનો મને સંબંધ છે’-એવા સંદેહનો તેને અભાવ છે. અહા! જ્ઞાનીને નિઃશંકતામાં સર્વ સંદેહનો નાશ થઈ ગયો છે.
શું કહ્યું? કે પૂર્ણાનંદમય પ્રભુ આત્મા સદા વીતરાગસ્વરૂપે, મુક્તસ્વરૂપે અંદર બિરાજમાન છે. તેમાં જ્ઞાનીને નિઃશંકતા છે, પણ શંકા નથી, સંદેહ નથી, કેમકે સંદેહ કરનારા મિથ્યાત્વાદિ ભાવોનો તેને અભાવ છે. સમ્યગ્દ્રષ્ટિ મિથ્યાત્વાદિ ચારેયનો છેદવાવાળો થયો છે અને તેથી તે સ્વરૂપમાં નિઃશંક છે. ખાલી વાંચી જાય તો સમજાય એવું નથી બાપુ! આ તો કેવળી ભગવાનની વાણી બાપા! ખૂબ ગરજ કરીને ખાસ ફુરસદ લઈને નિરંતર સ્વાધ્યાય કરવો જોઈએ.
અહા! ધર્મીને પોતાના પૂરણ જ્ઞાનાનંદસ્વરૂપમાં નિઃશંકતા છે. કેમ? કારણ કે ‘હું અપૂર્ણ છું’ અને ‘હું રાગના સંબંધવાળો છું’ એવા સંદેહનો તેણે નિજ સ્વરૂપના લક્ષે નાશ કરી દીધો છે. અહા! પોતે પૂરણ આનંદસ્વરૂપ ને વીતરાગસ્વરૂપ જ છે અને પર્યાયમાં જે આનંદ ને વીતરાગતા આવે છે તે અંદર નિજ સ્વરૂપના આશ્રયમાંથી જ આવે છે આવી દ્રઢ પ્રતીતિ ધર્મીને થઈ છે. તેથી તે બહારના ક્રિયાકાંડ આદિ સર્વ પરસ્વભાવો પ્રતિ નિરુત્સુક છે, નિઃવાંછક છે. આ નિઃશંક ને નિઃકાંક્ષ એ બેનો સરવાળો છે.
અહા! નિઃશંકિતમાં એમ આવ્યું કે-હું પૂર્ણ જ્ઞાનસ્વરૂપ, પૂર્ણ આનંદસ્વરૂપ, પૂર્ણ વીતરાગસ્વરૂપ, પૂર્ણ પ્રભુતાસ્વરૂપ, પૂર્ણ સ્વચ્છતાસ્વરૂપ-એમ પૂર્ણ અનંતગુણ-
PDF/HTML Page 2410 of 4199
single page version
સ્વરૂપ પ્રભુ આત્મા છું અને એવા સ્વરૂપમાં અંતરએકાગ્ર થવા વડે જ પૂર્ણ દશા પ્રગટ થાય છે; અહા! ધર્મીને સ્વાનુભવમાં આવી નિઃસંદેહદશા પ્રગટ થઈ છે અને તેથી તે નિઃશંક છે. અહા! સંતોની-કેવળીના કેડાયતીઓની શૈલી તો જુઓ! આવો મારગ ને આવી વાત બીજે કયાંય છે નહિ.
હવે બીજા નિઃકાંક્ષિત ગુણમાં એમ આવ્યું કે-હું પોતે જ પોતાથી પરિપૂર્ણ છું તો મને અન્ય પદાર્થની શું અપેક્ષા છે? મને અન્ય પદાર્થથી શું કામ છે? આમ પોતાની પરિપૂર્ણતાના ભાનમાં ધર્મીને પરપદાર્થની વાંછાનો અભાવ થઈ ગયો છે. ‘હું પરિપૂર્ણ જ છું’ -એમ પરિપૂર્ણની ભાવનામાં ધર્મી જીવ પુણ્ય ને પુણ્યના ફળો પ્રતિ અને અન્ય વસ્તુધર્મો પ્રતિ નિઃકાંક્ષ છે, ઉદાસીન છે. દયા, દાન, વ્રતાદિના પરિણામ તેને જે થાય તેના પ્રતિ પણ નિઃકાંક્ષ છે. ભાઈ! દુનિયાને મળી નથી એટલે આ વાત આકરી લાગે છે, પણ શું થાય? આ તો વસ્તુસ્વરૂપ જ આવું છે.
અહા! સમ્યગ્દર્શનનું ધ્યેય પૂરણ ધ્રુવ પરમાત્મદ્રવ્ય છે. તે કારણે સમકિતીને કદીય શંકા પડતી નથી કે હું પૂરણ નથી. તેથી પોતાની પૂર્ણતાની પ્રતીતિના ભાનમાં તેને પોતાના સિવાય પરપદાર્થની કાંક્ષા જાગતી નથી, અને વાંછા થાય તેનો તે કર્તા થતો નથી આવી વાતુ છે! આ બે ગુણમાં આવું સમાડયું છે. આ પ્રમાણે નિઃશંકિત અને નિઃકાંક્ષિત બે સમકિતીના ગુણ નામ પર્યાય છે. છે તો પર્યાય પણ ગુણ કહેવાય છે. આવો મારગ છે પ્રભુનો! કોઈ કોઈને તો સાંભળવોય કઠણ પડે છે. એ તો આવે છે ને કે-
તેમ અહીં કહે છે-
અહા! આ તો વીતરાગનો મારગ બાપા! વીરોનો મારગ છે. પુણ્યથી ધર્મ થાય ને નિમિત્તથી લાભ થાય એવું માનવાવાળા પામરોનું આમાં કામ નથી. ભલે ને મોટો અબજોપતિ શેઠ હોય કે રાજા હોય કે દેવ હોય, પુણ્ય ને નિમિત્તની વાંછા કરનારા એ બધા પામર છે, ભિખારા છે. જેને આત્માની-પોતાની પૂર્ણતાનું ભાન નથી તે બધા પામર-ભિખારા છે. અહીં તો આવું છે બાપા!
અરે ભગવાન! તારું સ્વરૂપ અંદર જો ને! અરેરે! તારા સ્વરૂપની તને ખબર ન મળે તો કયાં ઉતારો કરીશ ભાઈ! દેહ તો જોતજોતામાં છૂટી જશે; પછી કયાં જઈશ પ્રભુ! પ્રભુ! તું પૂરણ પ્રભુ છો એવા તારા સ્વરૂપને અંદર જો; એને જોતાં જ તને શંકા ને વાંછા મટી જશે.
PDF/HTML Page 2411 of 4199
single page version
सो खलु णिव्विदिगिच्छो सम्मादिट्ठी मुणेदव्वो।। २३१।।
स खलु निर्विचिकित्सः सम्यग्द्रष्टिर्ज्ञातव्यः।। २३१।।
હવે નિર્વિચિકિત્સા ગુણની ગાથા કહે છેઃ-
ચિન્મૂર્તિ નિર્વિચિકિત્સ સમકિતદ્રષ્ટિ નિશ્ચય જાણવો. ૨૩૧.
ગાથાર્થઃ– [यः चेतयिता] જે ચેતયિતા [सर्वेषाम् एव] બધાય [धर्माणाम्] ધર્મો (વસ્તુના સ્વભાવો) પ્રત્યે [जुगुप्सां] જુગુપ્સા (ગ્લાનિ) [न करोति] કરતો નથી [सः] તે [खलु] નિશ્ચયથી [निर्विचिकित्सः] નિર્વિચિકિત્સ (-વિચિકિત્સાદોષ રહિત) [सम्यग्द्रष्टिः] સમ્યગ્દ્રષ્ટિ [ज्ञातव्यः] જાણવો.
ટીકાઃ– કારણ કે સમ્યગ્દ્રષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે બધાય વસ્તુધર્મો પ્રત્યે જુગુપ્સાનો (તેને) અભાવ હોવાથી, નિર્વિચિકિત્સ (-જુગુપ્સા રહિત છે, તેથી તેને વિચિકિત્સાકૃત બંધ નથી પરંતુ નિર્જરા જ છે.
ભાવાર્થઃ– સમ્યગ્દ્રષ્ટિ વસ્તુના ધર્મો પ્રત્યે (અર્થાત્ ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણ આદિ ભાવો પ્રત્યે તથા વિષ્ટા આદિ મલિન દ્રવ્યો પ્રત્યે) જુગુપ્સા કરતો નથી. જુગુપ્સા નામની કર્મપ્રકૃતિનો ઉદય આવે છે તોપણ પોતે તેનો કર્તા થતો નથી તેથી જુગુપ્સાકૃત બંધ તેને થતો નથી, પરંતુ પ્રકૃતિ રસ દઈને ખરી જાય છે તેથી નિર્જરા જ થાય છે.
હવે નિર્વિચિકિત્સા ગુણની ગાથા કહે છેઃ- જુઓ, પોતાના સ્વદ્રવ્યને છોડીને જેને પરપદાર્થોની અભિલાષા છે તેને હું એક શુદ્ધ પરિપૂર્ણ આત્મદ્રવ્ય છું-એમ પોતાના પૂરણ સ્વરૂપમાં સંદેહ છે, અવિશ્વાસ છે અને તેથી તે મિથ્યાદ્રષ્ટિ છે. તે જૂઠી દ્રષ્ટિમાં રહેલો બિચારો દુઃખના પંથે છે. પરંતુ
PDF/HTML Page 2412 of 4199
single page version
જ્યારે તે પરદ્રવ્યની રુચિ છોડી પરિપૂર્ણ એક જ્ઞાનાનંદસ્વભાવી શુદ્ધ આત્મદ્રવ્યનાં રુચિ ને એકાગ્રતા કરે છે ત્યારે તે સમ્યગ્દ્રષ્ટિ થાય છે. તેને પોતાના પૂરણ સ્વરૂપમાં હવે સંદેહ નથી; હવે તે નિઃશંક છે અને તેથી તેને પરદ્રવ્યની વાંછા હોતી નથી. અહા! સમકિતીને જેમ પરની વાંછા થતી નથી તેમ પરપદાર્થ કોઈ પ્રતિકૂળ હોય તોપણ તેના પ્રતિ તેને ગ્લાનિ-દુર્ગંછા કે દ્વેષ થતો નથી એમ હવે ગાથામાં કહે છેઃ-
‘કારણ કે સમ્યગ્દ્રષ્ટિ,...’ અહા! જેને હું સચ્ચિદાનંદસ્વરૂપ પૂરણ પરમાત્મસ્વરૂપ આત્મદ્રવ્ય છું-એમ દ્રષ્ટિમાં-શ્રદ્ધાનમાં આવ્યું તે સમ્યગ્દ્રષ્ટિ છે. અહા! સમ્યગ્દ્રષ્ટિ એને કહીએ કે જેને આખો ભગવાન પોતાની પ્રતીતિમાં-ભરોસામાં આવી ગયો છે.
૮૭ ની સાલમાં એક ભાઈએ રાજકોટમાં પ્રશ્ન કર્યો હતો કે-મહારાજ! આપ ‘આત્મા છે અને તેની પ્રતીતિ થાય છે’ એમ આપ કહો છો તો તે સાચું કેમ હોય?
ત્યારે કહ્યું કે-તમે જે બાઈ સાથે લગ્ન કરો છો તે પરણીને પહેલ-વહેલી આવે ત્યારે તો તે અજાણ હોય છે. અહા! અજાણી ને કયાંકથી (-બીજેથી) આવેલી હોય છતાં પ્રથમ દિવસેય તમને શંકા પડે છે કે આ સ્ત્રી મને કદાચ મારી નાખશે તો? નથી પડતી. કેમ? કેમકે તમને ત્યાં વિષયમાં રસ છે, પ્રેમ છે. તે પ્રેમમાં એવો વિશ્વાસ જ છે કે તે મને મારી નહિ નાખે. તેમ જેને પૂર્ણાનંદના નાથ પ્રભુ આત્મામાં રસ-રુચિ જાગ્યાં છે, જેને નિર્મળાનંદનો નાથ દ્રષ્ટિમાં આખો આવ્યો છે તેને તેનો વિશ્વાસ થયો છે, સંદેહ નથી. શું કહ્યું? પ્રથમ દ્રષ્ટિમાં જ હું આવો છું એમ પ્રતીતિ થાય છે, સંદેહ રહેતો નથી. અહા! હું આવો પૂરણસ્વરૂપ પરમાત્મા છું એમ જ્યાં પોતાના સ્વરૂપનો વિશ્વાસ આવ્યો ત્યાં ધર્મીને પર પદાર્થની કાંક્ષા રહેતી નથી. લ્યો, આવો મારગ! વીતરાગનો મારગ બાપા! બહુ અલૌકિક છે. લોકો એને બહારમાં-દયા, દાન, વ્રત, ભક્તિ આદિમાં-ધર્મ મનાવી બેઠા છે પણ ભાઈ! એ તો રાગ છે, જૈનધર્મ નથી. જૈનધર્મ તો પોતાના સ્વરૂપનાં શ્રદ્ધાન, જ્ઞાન ને રમણતારૂપ જે વીતરાગી દશા પ્રગટ થાય તે જૈનધર્મ છે.
અહીં કહે છે-સમ્યગ્દ્રષ્ટિ,...’ શું કહ્યું? કે જેને ભગવાન આત્માની-સ્વદ્રવ્યની પૂર્ણતાની-અંદર પ્રતીતિ થઈ છે તે ધર્મની શરૂઆતવાળો સમ્યગ્દ્રષ્ટિ, ‘ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે...’ અહા! જોયું? સમ્યગ્દ્રષ્ટિને એક જ્ઞાયકભાવમયપણું છે. એટલે કે જાણગ-જાણગ-જાણગ એવા સ્વભાવના પરિપૂર્ણ ભાવથી ભરેલો પોતે ભગવાન આત્મા છે એમ તે જાણે છે. અહા! ચેતયિતા શબ્દ છે ને પાઠમાં? એનો અહીં અર્થ કર્યો છે એક જ્ઞાયકસ્વભાવમય-જાણગ-જાણગસ્વભાવી પ્રભુ આત્મા. અહીં જ્ઞાનની પ્રધાનતાથી
PDF/HTML Page 2413 of 4199
single page version
એક જ્ઞાયકભાવમય આત્મા કહ્યો. બાકી વસ્તુ તો છે અનંતગુણસ્વભાવમય ને તેને જ અહીં એક જ્ઞાયકભાવમય કહી છે. સમજાણું કાંઈ...? અહા! વસ્તુ બાપા! અદ્ભુત અલૌકિક છે! એનું દર્શન થતાં દુનિયાની-સંસારની હોંશુ તત્કાલ છૂટી જાય એવી પોતાની ચીજ છે; હમણાં જ એને ભગવાન-ભગવાન એટલે પોતાનો ભગવાન હોં-મળી જાય એવી ચીજ છે.
અહા! ‘સમ્યગ્દ્રષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવપણાને લીધે બધાય વસ્તુધર્મો પ્રત્યે જુગુપ્સાનો (તેને) અભાવ હોવાથી, નિર્વિચિકિત્સ (-જુગુપ્સા રહિત) છે,...’
શું કહ્યું? કે દુર્ગંધમય અશુચિ શરીર હોય કે વિષ્ટા આદિ દુર્ગંધમય પદાર્થો હોય કે નિંદાદિનાં કઠોર વચન હોય તો તેના પ્રત્યે સમકિતીને દ્વેષ થતો નથી, દુર્ગંછા થતી નથી. અહા! જેમ પ્રશંસાના વચનો પ્રતિ વાંછા થતી નથી તેમ ધર્મીને નિંદાના વચનો પ્રતિ દ્વેષ થતો નથી. અહા! આવો ધર્મ છે! પ્રથમ દરજ્જાના જૈન સમકિતીને પણ આવો ધર્મ હોય છે.
‘બધાય વસ્તુધર્મો પ્રત્યે’-એટલે શું? એટલે કે પોતાની વસ્તુનો ધર્મ તો જણાયો છે, પરંતુ હવે પોતાના સિવાય બીજી વસ્તુના ધર્મો અર્થાત્ ક્ષુધા, તૃષા, ઠંડી, ગરમી, શરીરના રોગ, વિષ્ટા આદિ મલિન દ્રવ્યો, નિંદાદિ કઠોર વચનો ઇત્યાદિ સર્વ પરદ્રવ્યના ધર્મો પ્રત્યે ધર્મીને દોષબુદ્ધિ અર્થાત્ દ્વેષબુદ્ધિ થતી નથી. બધાય વસ્તુધર્મો કહ્યા તો બધાય એટલે કે પોતાના આત્મા સિવાય બધાય. આત્માના સ્વરૂપનું તો તેને ભાન થયું છે તેથી તે નિજ સ્વરૂપમાં તો નિઃશંક છે અને તેથી તેને પોતાના સિવાય બીજી જેટલી વસ્તુઓ છે તે સર્વ પ્રત્યે ગ્લાનિનો, દ્વેષનો, દુર્ગંછાનો, જુગુપ્સાનો અભાવ છે.
અહા! સમ્યગ્દ્રષ્ટિને બધાય વસ્તુધર્મો પ્રત્યે જુગુપ્સાનો અભાવ છે. અહા! સડેલાં કૂતરાં આદિ હોય ને ગ્લાનિ થઈ આવે તેવી દુર્ગંધ મારતાં હોય તોપણ ધર્મીને તેના પ્રતિ જુગુપ્સા થતી નથી? કેમ? કેમકે એ તો પરદ્રવ્યના ધર્મ છે એમ તે જાણે છે. દુર્ગંધાદિ પદાર્થો તો જડના જડમાં છે, તેઓ આત્મામાં કયાં છે? આત્મા તો પૂરણ આનંદ ને જ્ઞાનનું ઢીમ છે. આવું જાણતા જ્ઞાનીને બધાય વસ્તુધર્મો પ્રત્યે દુર્ગંછા કે જુગુપ્સા થતી નથી. જુઓ, આ સમ્યદ્રષ્ટિ ધર્મીનું લક્ષણ! અહા! જેમ તેને અનુકૂળ વિષયો પ્રત્યે પ્રેમ નથી તેમ પ્રતિકૂળ પ્રત્યે દ્વેષ પણ નથી. અહો! વીતરાગ મારગની આવી કોઈ અદ્ભુત લીલા છે!
જુઓ, એક ભાઈ હતા. તેમનું શરીર બહુ સડી ગયેલું અને ગંધ મારે; એમ કહો કે મરવાની તૈયારી હતી. ત્યારે તેમનાં પત્ની કહે-આજે આપણે બ્રહ્મચર્ય લઈએ. તો તે ભાઈ કહે-આજ નહિ, આજ નહિ; જા’ શું પછી. અહા! જુઓ આ જગતના રસ! અરે! આ સંસાર તો જુઓ! અહા! બાપુ આ (-શરીર) તો જડ છે, ત્યાં
PDF/HTML Page 2414 of 4199
single page version
કાંઈ અમૃતનાં ઝરણાં નથી. અહા! મરવાની તૈયારી ને શરીર ગંધ મારતું હતું છતાં વિષયનો રસ છૂટયો નહિ, શરીરનો રસ-પ્રેમ છૂટયો નહિ. અરે! વિષયના રસિયાઓને, શરીર દુર્ગંધમય હોય ને મરવા ભણી હોય તોપણ વિષયોને છોડવા ગમતા નથી! અહીં કહે છે-જ્ઞાનીને વિષયો પ્રત્યે વાંછા તો શું, પ્રતિકૂળ વિષયો પ્રતિ જુગુપ્સા પણ થતી નથી, દ્વેષ પણ થતો નથી.
અહા! એક વાર વીંછીના ડંખપણે પરિણમેલા પરમાણુઓ અત્યારે અહીં આ શરીરપણે પરિણમ્યા છે, અને પાછા કોઈ વાર તેઓ વીંછીના ડંખપણે પરિણમશે. કેમ? કેમકે એ તો જડની પર્યાયનો સ્વભાવ છે. પણ એમાં જીવને શું? જીવ તો ભિન્ન એક જ્ઞાયકસ્વભાવમય, આનંદસ્વભાવમય છે. અહા! આવા પોતાના સ્વરૂપને નિઃશંક જાણતો- અનુભવતો જ્ઞાની પર વસ્તુધર્મો પ્રત્યે દુર્ગંછા પામતો નથી અને તેથી તે નિર્વિચિકિત્સ અર્થાત્ જુગુપ્સારહિત છે. અહા! આવો વીતરાગનો મારગ ત્રિલોકીનાથ ભગવાન અરિહંતદેવે જગતના હિત માટે કહ્યો છે.
હવે કહે છે-‘તેથી તેને વિચિત્સાકૃત બંધ નથી પરંતુ નિર્જરા જ છે.’ અહા! જ્ઞાની વિચિકિત્સારહિત છે. ગમે તેવા નરકાદિના પ્રતિકૂળ સંયોગના ઢગલામાં પડયો હોય તોપણ જ્ઞાનીને દુર્ગંછા, દ્વેષ કે અણગમો થતો નથી. ચારિત્રમોહના નિમિત્તને વશ થતાં જરી ભાવ થઇ આવે છતાં તેનો તે કર્તા નથી. માટે જ્ઞાનીને દ્વેષ નથી, વિચિકિત્સા નથી. તેથી તેને વિચિકિત્સાકૃત બંધ નથી, પરંતુ નિર્જરા જ છે. જરી પરિણામ એવા કમજોરીના કારણે થયા હોય તે ખરી જાય છે એમ કહે છે.
‘સમ્યગ્દ્રષ્ટિ વસ્તુના ધર્મો પ્રત્યે (અર્થાત્ ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણ આદિ ભાવો પ્રત્યે તથા વિષ્ટા આદિ મલિન દ્રવ્યો પ્રત્યે) જુગુપ્સા કરતો નથી.’
અહા! ભૂખ, તરસ, ઠંડી, ગરમી આદિ ભાવો પ્રત્યે કે વિષ્ટા, સડેલાં શરીર ઇત્યાદિ મલિન દ્રવ્યો પ્રત્યે કે નિંદા યુક્ત કર્કશ વચનો પ્રત્યે જ્ઞાની દુર્ગંછા, જુગુપ્સા કે દ્વેષ કરતો નથી. અહા! મુનિનું શરીર કોઢિયું દુર્ગંધવાળું દેખાય કે મલિન દેખાય તોપણ જ્ઞાની જુગુપ્સા કરતો નથી કેમકે એ તો શરીરનો (પરનો) ધર્મ છે એમ તે જાણે છે.
જુઓ, એક માણસને દામનગરમાં ઉલટી થતી હતી. તો એક વખત ઉલટીનું એવું જોર થયું કે અંદરથી ઉલટીમાં વિષ્ટા આવી. જુઓ આ દેહ! શરીરની આવી સ્થિતિ થવા છતાં ધર્મીને તેના પ્રત્યે દ્વેષ થતો નથી. અહા! જેના મોઢે મીઠાં પાણી ને મીઠી સાકર આવે તેના મોઢે અંદરથી વિષ્ટા આવી! અને છતાં જેણે અંદર પોતાના ભગવાનને ભાળ્યા છે. અહા! ત્રણલોકનો નાથ ચિદાનંદ પ્રભુ આત્માનો જેને અંદર ભાસ થઈને ભરોસો પ્રગટયો છે તે ધર્મીને એમાં દુર્ગંછા દ્વેષ કે અણગમો થતો નથી.
PDF/HTML Page 2415 of 4199
single page version
બીલકુલ અણગમો થતો નથી? અરે ભાઈ! કમજોરીના કારણે કિંચિત્ એવો ભાવ આવે છે પણ તેનો ધર્મી કર્તા થતો નથી ને માટે તેને અણગમો નથી. એ જ કહે છે જુઓ-
‘જુગુપ્સા નામની કર્મપ્રકૃતિનો ઉદય આવે છે તોપણ પોતે તેનો કર્તા થતો નથી તેથી જુગુપ્સાકૃત બંધ તેને થતો નથી, પરંતુ પ્રકૃતિ રસ દઈને ખરી જાય છે તેથી નિર્જરા જ થાય છે.’
જોયું? પ્રકૃતિના જોડાણમાં જરી એવો અસ્થિરતાનો ભાવ (અણગમો) થઈ જાય પણ તેનો તે કર્તા થતો નથી, તેનો માત્ર જ્ઞાતા રહે છે. પોતે જ્ઞાયક છે એમ ભાસ્યું છે ને? તેથી અસ્થિરતાના ભાવનો સ્વામી થતો નથી પણ જાણનારો રહે છે. તેથી જુગુપ્સાકૃત બંધ તેને થતો નથી, પરંતુ પ્રકૃતિ રસ દઈને ખરી જાય છે તેથી નિર્જરા જ થાય છે.
જુઓને! શાસ્ત્રમાં આવે છે ને કે ચોથા આરે રાજાએ મુનિવરોને ઘાણીમાં પીલ્યા. અહા! તે કાળ કેવો હશે? અરે! રાજાએ હુકમ કર્યો કે મુનિવરોને ઘાણીમાં પીલો. તોપણ અહા! શાંતરસમાં લીન મુનિવરો તો શાંત-શાંત-શાંત પરમ શાંત રહ્યા; રાજા પ્રત્યે તેઓને દ્વેષ ન થયો.
અહા! મુનિવરો તો મહા પવિત્રતાના પિંડરૂપ હતા. પરંતુ જિનમતનો દ્વેષ કરનારાઓએ છટકું ગોઠવ્યું હતું. વિરોધીઓએ કોઈકને નગ્ન સાધુ બનાવ્યો ને તેને રાજાની રાણી સાથે વાર્તાલાપમાં રોકયો. અને બીજી બાજુ રાજાને કહ્યું-મહારાજ! જુઓ આ નગ્ન સાધુ! તમારી રાણી સાથે પણ સંબંધ કરે છે! રાજાને શંકા પડી કે આ નગ્ન સાધુ બધા આવા જ છે. એટલે હુકમ કર્યો કે તેઓને ઘાણીએ પીલો. અહા! વીતરાગરસના રસિયા તે મુનિવરો જ્યારે પ્રસંગ આવ્યો ત્યારે ધ્યાનમાં-નિજાનંદરસમાં મગ્ન થઈ ગયા પરંતુ એ પીલનાર પ્રતિ કે રાજા પ્રત્યે દ્વેષનો અંશ પણ તેમને થયો નહિ. અહીં કહે છે-જ્ઞાનીને બધાય વસ્તુધર્મો પ્રત્યે જુગુપ્સાનો અભાવ છે, દ્વેષનો અભાવ છે. અસ્થિરતાવશ કદાચિત્ કોઈ પ્રકૃતિના ઉદયમાં જરી જોડાય તોપણ તેનું કર્તાપણું નહિ હોવાથી તેને બંધ થતો નથી પણ પ્રકૃતિ ઉદયમાં આવી ખરી જાય છે ને અશુદ્ધતા પણ ખરી જાય છે ને તેથી તેને નિર્જરા જ છે. આ ત્રણ બોલ થયા. હવે અમૂઢતાની વાત કહેશે.
PDF/HTML Page 2416 of 4199
single page version
सो खलु अमूढदिट्ठी सम्मादिट्ठी मुणेदव्वो।। २३२।।
स खलु अमूढद्रष्टिः सम्यग्द्रष्टिर्ज्ञातव्यः।। २३२।।
હવે અમૂઢદ્રષ્ટિ અંગની ગાથા કહે છેઃ-
તે મૂઢદ્રષ્ટિરહિત સમકિતદ્રષ્ટિ નિશ્ચય જાણવો. ૨૩૨.
ગાથાર્થઃ– [यः चेतयिता] જે ચેતયિતા [सर्वभावेषु] સર્વ ભાવોમાં [असम्मूढः] અમૂઢ છે- [सद्रृष्टिः] યથાર્થ દ્રષ્ટિવાળો [भवति] છે, [सः] તે [खलु] ખરેખર [अमूढद्रष्टिः] અમૂઢદ્રષ્ટિ [सम्यग्द्रष्टिः] સમ્યગ્દ્રષ્ટિ [ज्ञातव्यः] જાણવો.
ટીકાઃ– કારણ કે સમ્યગ્દ્રષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે બધાય ભાવોમાં મોહનો (તેને) અભાવ હોવાથી, અમૂઢદ્રષ્ટિ છે, તેથી તેને મૂઢદ્રષ્ટિકૃત બંધ નથી પરંતુ નિર્જરા જ છે.
ભાવાર્થઃ– સમ્યગ્દ્રષ્ટિ સર્વ પદાર્થોના સ્વરૂપને યથાર્થ જાણે છે; તેને રાગદ્વેષમોહનો અભાવ હોવાથી તેની કોઈ પદાર્થ પર અયથાર્થ દ્રષ્ટિ પડતી નથી. ચારિત્રમોહના ઉદયથી ઇષ્ટાનિષ્ટ ભાવો ઊપજે તોપણ તેને ઉદયનું બળવાનપણું જાણીને તે ભાવોનો પોતે કર્તા થતો નથી તેથી તેને મૂઢદ્રષ્ટિકૃત બંધ થતો નથી પરંતુ પ્રકૃતિ રસ દઈને ખરી જતી હોવાથી નિર્જરા જ થાય છે.
હવે અમૂઢદ્રષ્ટિ અંગની ગાથા કહે છેઃ- અહા! કોઈ માર કે પ્રહાર કરે તો-અહા! હું તો આવો મુનિવર-આવો ધર્માત્મા છતાં આમ કેમ? એવી જ્ઞાનીને મુંઝવણ થતી નથી-એમ અમૂઢદ્રષ્ટિની ગાથા કહે છે-
PDF/HTML Page 2417 of 4199
single page version
‘કારણ કે સમ્યગ્દ્રષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે.......’ અહા! છઠ્ઠી ગાથામાં આવ્યું ને? કે ‘હું એક જ્ઞાયકભાવ છું.’ તો ધર્મીની દ્રષ્ટિ એક જ્ઞાયકભાવ ઉપર છે; પ્રમત્ત-અપ્રમત્તની દ્રષ્ટિ-પર્યાયદ્રષ્ટિ તેને ઉડી ગઈ છે. અહા! મારગ બહુ ઝીણો બાપા! ઓલા રૂપિયા મળી ગયા એવું આ નથી. રૂપિયા તો પુણ્યનો ઉદય હોય તો મહાપાપીને પણ મળે છે.
પ્રશ્નઃ– આપ વારંવાર તો એમ કહો છો કે રૂપિયા કોઈને (આત્માને) મળતા નથી?
સમાધાનઃ– હા, નિશ્ચયથી એમ જ છે; કોઈને મળતા નથી. પણ પૈસા તેની પાસે (ક્ષેત્રે નિકટ) આવે છે ત્યારે (અજ્ઞાનીને) તેની મમતા મળે છે ને? તેથી, પૈસા મળ્યા એમ કથનમાત્ર કહેવાય છે. બાકી એમ છે નહિ. તે કયાં એના દ્રવ્ય-ગુણ-પર્યાયમાં આવે છે?
અહા! અમેરિકામાં એક જણને દોઢ માઈલમાં જનાવરોને કાપવાનું કારખાનું છે, અને છતાં તે મોટો ધનાઢય છે. જ્યારે બીજી બાજુ કોઈ ધર્માત્મા મહામુનિ સંત હોય તેને ઘાણીમાં પીલે. અહા! આ જગતના ખેલ-તમાશા તો જુઓ! અરે! જગત હણાઈ રહ્યું છે. અહા! આવા પ્રસંગમાં આમ કેમ?-એમ ધર્મીને મુંઝવણ નામ મૂઢતા નથી; એને તો સમભાવ છે, અમૂઢદ્રષ્ટિ છે-એમ કહે છે. જુઓ છે અંદર? કે-‘બધાય ભાવોમાં મોહનો (તેને) અભાવ હોવાથી અમૂઢદ્રષ્ટિ છે.’ અહા! તે મુંઝાતો નથી કે આ શું? અમને- આત્માના આરાધકોને-અહા! આ લોકો શું કરે છે?-એમ મુંઝાતો નથી.
અહા! મિથ્યાદ્રષ્ટિઓના મોટા હાથીએ સત્કાર થતા હોય, સ્વાગત થતાં હોય જ્યારે કોઈ ધર્માત્માનો લોકો અનાદર કરતા હોય તો તેવે પ્રસંગે-આ શું?-એમ જ્ઞાની મુંઝાતો નથી. કેમ? કેમકે એ તો બધી જે તે કાળે થવાયોગ્ય જડની સ્થિતિ છે-એમ જ્ઞાની જાણે છે. અહા! એવું બને કે ધર્મીને સગવડતાનો અભાવ હોય ને પાપીને સગવડતાનો પાર ન હોય તો, આમ કેમ?-એમ જ્ઞાની મુંઝાતો નથી; કેમકે પોતે સ્વસ્વરૂપમાં નિઃશંક છે. હું એક જ્ઞાયકભાવ જ છું અને આ તો બધી જડની સ્થિતિ એ એમ જ્ઞાની નિઃશંક છે.
શ્રી નિયમસારમાં (ગાથા ૧૮૬ માં) આચાર્ય કુંદકુંદ ભગવાને ન કહ્યું? કે હે ભાઈ! તું વીતરાગસ્વરૂપની દ્રષ્ટિવાળો ધર્માત્મા છો; અને તારી કોઈ નિંદા કરે તો માર્ગ પ્રતિ અભક્તિ ન કરીશ. અરે! આવી ચીજમાં હું છું અને આ લોકો શું કહે છે? -એમ મુંઝાઈશ નહિ. એ તો શીખામણનો અર્થ એમ છે કે જ્ઞાની મુંઝાતો નથી, મુઢપણે પરિણમતો નથી. સમજાણું કાંઈ...?
PDF/HTML Page 2418 of 4199
single page version
કહે છે-‘બધાય ભાવોમાં’-એટલે કે દેવ, ગુરુ, ધર્મ આદિ બધાય ભાવોમાં જ્ઞાનીને મુંઝવણ અર્થાત્ મૂઢતા નથી. અહા! ભગવાન કેવળીને આવું કેવળજ્ઞાન કે જે એક સમયમાં ત્રણકાળ-ત્રણલોકના અનંતા દ્રવ્ય-ગુણ-પર્યાયોને જાણે? અહા! એક સમયમાં ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય-એમ ત્રણેયને જાણે? -એમ જ્ઞાનીને મૂઢતા કે સંદેહ નથી.
શ્રી સમંતભદ્રાચાર્યે બૃહત્સ્વયંભૂસ્તોત્રમાં (૧૧૪ મા શ્લોકમાં) કહ્યું ને? કે પ્રભુ! તારું સર્વજ્ઞપણાનું લક્ષણ અમે જાણ્યું છે. કેવી રીતે? કે પ્રભુ! તારી એક સમયની જ્ઞાનપર્યાયમાં જગતના અનંતા દ્રવ્યોના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય તેં જાણ્યા છે. અહા! સર્વ અનંતને આપે જાણ્યા છે માટે આપ સર્વજ્ઞ છો-એમાં અમને સંદેહ નથી. વળી અમારો આત્મા પણ તેવો જ સર્વજ્ઞસ્વભાવ છે એમાં અમને સંદેહ નથી. અહા! સર્વજ્ઞનો નિર્ણય કરનારો એવો અમારો આત્મા પોતે સર્વજ્ઞસ્વભાવી છે એ નિઃશંક છે; અમને અમારા સ્વરૂપમાં કોઈ શંકા કે મુંઝવણ નથી.
અહા! ‘બધાય ભાવોમાં...’ , જુઓ, બધે ઠેકાણે સર્વ-સર્વ શબ્દ છે. આ ગાથામાં છે કે ‘सव्वभावेसु,’ ૨૩૧ મી ગાથામાંય હતું કે ‘सव्वेसिमेव,’ અને ૨૩૦ માંય છે કે ‘सव्वधम्मेसु’ બધેય આવી પૂર્ણની વાત લીધી છે. નિઃશંક્તિમાં (ગાથા ૨૨૯) માં તો છેદે છે એમ આવ્યું. અહા! જેણે પૂરણ જ્ઞાનસ્વભાવી પ્રભુ આત્માને જાણ્યો ને અનુભવ્યો છે તેને જ્ઞાનસ્વભાવમાં કાંઈ શંકા પડતી નથી કે આ કેમ હશે? કોઈ અજ્ઞાનીને એકદમ જ્ઞાનનો વિકાસ દેખાય ને પોતાને જ્ઞાનનો વિકાસ થોડો હોય તો તે આમ કેમ?-એમ મુંઝાતો નથી. પોતાની પરિણતિમાં એટલી કમી છે એમ તે જાણે છે.
અહા! હું આત્મજ્ઞાની છતાં આવું જ્ઞાન અલ્પ? અને આ બધા મિથ્યાદ્રષ્ટિ મોટી જ્ઞાનની વાતુ કરે? (તેમને જ્ઞાનનો આટલો વિકાસ?)-જ્ઞાની એમ મુંઝાતો નથી કેમકે પોતે એક જ્ઞાયકભાવમય પૂરણ છે એમ વિશ્વાસ છે. જ્ઞાનનો ક્ષયોપશમ ઓછો-વત્તો હોય એથી શું છે? કરવા યોગ્ય તો એક જ્ઞાયકભાવની દ્રષ્ટિ ને સ્થિરતા છે. એ તો પ્રવચનસાર ગાથા ૩૩ માં ન આવ્યું? કે-“વિશેષ આકાંક્ષાના ક્ષોભથી બસ થાઓ; સ્વરૂપ નિશ્ચળ જ રહીએ છીએ.” એમ કે હવે અમારે બહુ ક્ષયોપશમની આકાંક્ષા નથી; બહુ ક્ષયોપશમની આકાંક્ષાથી બસ થાઓ; અમે તો એક આત્મસ્વરૂપમાં જ નિશ્ચળપણે રહીએ છીએ. મતલબ કે જેને અખંડ એક જ્ઞાયકની પ્રતીતિ થઈ છે તે ઓછા-વત્તા ક્ષયોપશમમાં ગુંચાઈ જતો નથી, પણ સ્વરૂપસ્થિરતાનો પુરુષાર્થ કરે છે.
અહા! ધર્મી કેવો હોય? તો કહે છે કે ધર્મી એને કહીએ કે જેણે એક
PDF/HTML Page 2419 of 4199
single page version
જ્ઞાયકભાવમય પૂર્ણાનંદ પ્રભુ આત્માનો અનુભવ કર્યો છે. અહા! પોતે સદાય અકષાયસ્વભાવ, પૂરણ વીતરાગસ્વભાવ છે એમ જેની પ્રતીતિમાં આવ્યું છે તે ધર્મી છે. આવા ધર્મીને જગતના કોઈ પદાર્થમાં મુંઝવણ નથી. અહા! અમે ધર્મી છીએ ને અમને માનનારા થોડા ને જગતમાં બધા જૂઠાને માનનારા ઘણા-એમ ધર્મીને મુંઝવણ નથી. ધર્મી તો જાણે છે કે જગતમાં જૂઠાઓની ત્રણે કાળ બહુલતા છે. વળી સત્ને સંખ્યાથી શું કામ છે? સત્ તો સ્વયંસિદ્ધ સ્વભાવથી સત્ છે. અહા! આવો મારગ બાપા! પ્રભુ! તારા મોક્ષના પંથડા અલૌકિક છે ભાઈ! આ સત્ કેવું છે ને તેને માનનારા સાચા કેવા હોય તે તને કદી સાંભળવા મળ્યું નથી. પણ ભાઈ! એના વિના જિંદગી એળે જશે હોં.
અહા! દેહદેવળમાં ભગવાન આત્મા અનંતગુણનો સાગર પ્રભુ સદા એક જ્ઞાયકભાવપણે બિરાજે છે. અંતરમાં તેનો આદર કરીને તેના ઉપર જેણે દ્રષ્ટિ સ્થાપી છે તે ધર્મી-સમ્યગ્દ્રષ્ટિ છે. ધર્મીને એક જ્ઞાયકભાવમયપણું છે એમ આવ્યું ને? એટલે શું? એટલે એમ કે ધર્મી જીવનો વિષય પર નથી, રાગ નથી ને પર્યાયેય નથી; પણ તેનો વિષય એક જ્ઞાયકભાવ જ છે. તેથી કહે છે કે ધર્મીને કોઈ પર પ્રત્યે સાવધાની થતી જ નથી. બહારમાં પ્રતિકૂળતા હોય તો રંજ નહિ ને બહારમાં અનુકૂળતા હોય તો રાજીપો નહિ. સર્વ પરપદાર્થ જ્યાં જ્ઞેયમાત્ર છે ત્યાં અનુકૂળ -પ્રતિકૂળ શું?-અહા! આમ જાણતો તે પરમાં સાવધાની કરતો નથી ને સ્વસ્વરૂપની સાવધાની છોડતો નથી. ભાષા જ એમ છે જુઓને? કે ‘મોહનો (તેને) અભાવ હોવાથી...’ , મોહ કહેતાં પરમાં સાવધાનીનો વા પરમાં મુંઝાઈ જવાનો સમકિતીને અભાવ છે. મોહ એટલે જ પરમાં સાવધાની અથવા મોહ એટલે પરમાં મુંઝવણ. તો તે મોહ જ્ઞાનીને નથી માટે તે અમૂઢદ્રષ્ટિ છે-એમ કહે છે.
હવે કહે છે-‘તેથી તેને મૂઢદ્રષ્ટિકૃત બંધ નથી પરંતુ નિર્જરા જ છે.’
જોયું? સમકિતીને સ્વરૂપમાં સાવધાની હોવાથી કોઈ પર પદાર્થમાં મૂઢતા નથી. જુઓ, ક્ષાયિક સમકિતી શ્રેણીક રાજાને પહેલાં નરકનું આયુષ્ય બંધાઈ ગયું તો તેઓ હાલ નરકમાં છે જ્યારે કોઈ અનંત સંસારી અભવિ જીવ પંચમહાવ્રતાદિ ચોખ્ખાં પાળીને શુક્લલેશ્યાની નવમી ગ્રૈવેયક જાય. પણ એમાં શું છે? એ તો જે તે સમયની પર્યાયની યોગ્યતા છે એમ જ્ઞાની યથાર્થ જાણતો હોવાથી નરકના સંયોગમાં મુંઝાતો નથી. તેથી તેને મૂઢદ્રષ્ટિકૃત બંધ નથી પણ નિર્જરા જ છે એમ કહે છે.
‘સમ્યગ્દ્રષ્ટિ સર્વ પદાર્થોના સ્વરૂપને યથાર્થ જાણે છે.’
જોયું? પુણ્યના ભાવને, પાપના ભાવને, નિમિત્તને, સંયોગને ઇત્યાદિ જગતના
PDF/HTML Page 2420 of 4199
single page version
પ્રત્યેક પદાર્થના સ્વરૂપને જ્ઞાની યથાર્થ જાણે છે. અહા! કહે છે-‘સર્વ પદાર્થોના સ્વરૂપને...,’ અહા! ભાષા તો દેખો! એક ભગવાન આત્માને જાણ્યો તો સર્વ પદાર્થોના સ્વરૂપને, તેઓ જેવા છે તેવા યથાર્થ જાણવાની સમકિતીમાં શક્તિ પ્રગટ થઈ છે. અહા! ગજબ વાત છે ભાઈ! અત્યારે તો સમ્યગ્દર્શન ને આત્મજ્ઞાનની મૂળ વાત જ લુપ્ત થઈ ગઈ છે, જ્યાં જુઓ તો વ્રત કરો ને તપસ્યા કરો ને ભક્તિ કરો દાન કરો-એમ પ્રરૂપણા ચાલે છે. પણ એમાં તો પુણ્ય થાય ને ભવ મળે, ભવકટ્ટી ન થાય.
અહીં ભગવાન કહે છે-ભગવાન! તારે પુણ્યનું શું કામ છે! (એક જ્ઞાયકની દ્રષ્ટિમાં) તારે જ્યાં પર્યાયનુંય પ્રયોજન નથી ત્યાં વળી તારે પુણ્યનું શું કામ છે? ગંભીર વાત છે ભાઈ! એ તો પહેલાં આવી ગયું કે-જ્ઞાની પુણ્યને ઇચ્છતો નથી. જ્ઞાનીને દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિનો પુણ્યભાવ આવે ખરો પણ એની એને ઇચ્છા હોતી નથી. પુણ્યભાવનું એને કાંઈ પ્રયોજન નથી; એને તો એક જ્ઞાયકભાવથી જ પ્રયોજન છે. અહા! જેને વીતરાગસ્વભાવી ભગવાનના ભેટા થયા તે રાગને-રાંકને કેમ ઇચ્છે? ન ઇચ્છે. અહા! પોતાના સ્વરૂપમાં નિઃશંક પરિણમેલો જ્ઞાની જગતના દરેક પદાર્થની સ્થિતિ જેવી છે તેવી યથાર્થ જાણે છે, પછી તે એમાં મોહ કેમ પામે? ન પામે.
અહા! જોયું? આમાં તો બધાયને જાણે છે એમ કહ્યું છે. સમ્યગ્દ્રષ્ટિનું જ્ઞાન સર્વ પદાર્થોના સ્વરૂપને યથાર્થ જાણે છે. અહા! ભાષા તો જુઓ! કોઈને થાય કે શું એટલું બધું જ્ઞાન સમ્યગ્દ્રષ્ટિને થઈ ગયું? હા, ભાઈ! શ્રુતજ્ઞાનમાં સર્વ પદાર્થોના સ્વરૂપને જાણવાનું સામર્થ્ય છે. તે જેને પહોંચે છે તે સર્વને યથાર્થ જાણી લે છે; અને તેથી સમકિતીને પર પદાર્થોમાં મુંઝવણ રહેતી નથી. અહા! જેણે એક જ્ઞાયકને યથાર્થ જાણ્યો છે તેણે બધાયને યથાર્થ જાણ્યા એમ કહે છે, કેમકે તેનું બધું જ્ઞાન યથાર્થ થઈ ગયું છે. અહો! આત્મજ્ઞાનનો મહિમા અપરંપાર છે. બાકી દયા, દાન, વ્રત આદિનો કાંઈ મહિમા નથી કેમકે એ તો રાગ છે; એ ધર્મ નથી અને ધર્મનું કારણેય નથી.
જુઓ, કોઈ પ્રથમ મહાપાપી હોય તે કારણ પામીને સમકિત પામે ને પછી ઉગ્ર પુરુષાર્થ દ્વારા કેવળ પામીને મોક્ષે જાય. ત્યારે કોઈ ધર્માત્મા લાખો વર્ષ સુધી ચારિત્રમાં રહે, મોક્ષ ન પામે; તો ત્યાં તે મુંઝાય નહિ. અહા! તે પર્યાયમાં મુંઝાય નહિ ને પર્યાયમાં ગુંચાય (રોકાય) પણ નહિ કેમકે તેને તો એક જ્ઞાયકભાવનું જ અવલંબન છે. પર્યાયની કચાસ તો તે તે પર્યાયની યોગ્યતા જ છે-એમ તે યથાર્થ જાણે છે, અને તે માટે તે મુંઝાતો નથી. અહા! આચાર્યદેવે ‘सव्व’ શબ્દ મૂકીને તો ગજબ કામ કર્યું છે.
અહા! સમકિતી થયો તે શું સર્વ પદાર્થને જાણે?
ભાઈ! શ્રુતજ્ઞાન સાથે છે ને? તો, તે જ્ઞાન શું ન જાણે? જ્ઞાનમાં શું ન જણાય? શ્રુતજ્ઞાનમાં બધાયનું સ્વરૂપ જણાય એવી તાકાત છે.