PDF/HTML Page 2561 of 4199
single page version
कम्मोदएण जीवा दुक्खिदसुहिदा हवंति जदि सव्वे। कम्मं च ण देसि तुमं दुक्खिदसुहिदा कह कया ते।। २५४।। कम्मोदएण जीवा दुक्खिदसुहिदा हवंति जदि सव्वे। कम्मं च ण दिंति तुहं कदोसि कहं दुक्खिदो तेहिं।। २५५।। कम्मोदएण जीवा दुक्खिदसुहिदा हवंति जदि सव्वे। कम्मं च ण दिंति तुहं कह तं सुहिदो कदो तेहिं।। २५६।।
कर्म च न ददासि त्वं दुःखितसुखिताः कथं कृतास्ते।। २५४।।
कर्म च न ददति तव कृतोऽसि कथं दुःखितस्तैः।। २५५।।
कर्म च न ददति तव कथं त्वं सुखितः कृतस्तैः।। २५६।।
હવે પૂછે છે કે આ અધ્યવસાય અજ્ઞાન કઈ રીતે છે? તેનો ઉત્તર કહે છેઃ-
તું કર્મ તો દેતો નથી, તેં કેમ દુખિત–સુખી કર્યા? ૨પ૪.
તે કર્મ તુજ દેતા નથી, તો દુખિત કેમ કર્યો તને? ૨પપ.
તે કર્મ તુજ દેતા નથી, તો સુખિત કેમ કર્યો તને? ૨પ૬.
ગાથાર્થઃ– [यदि] જો [सर्वे जीवाः] સર્વ જીવો [कर्मोदयेन] કર્મના ઉદયથી [दुःखितसुखिताः] દુઃખી-સુખી [भवन्ति] થાય છે, [च] અને [त्वं] તું [कर्म] તેમને કર્મ તો [न ददासि] દેતો નથી, તો (હે ભાઈ!) તેં [ते] તેમને [दुःखितसुखिताः] દુઃખી-સુખી [कथं कृताः] કઈ રીતે કર્યા?
PDF/HTML Page 2562 of 4199
single page version
कर्मोदयान्मरणजीवित दुःखसौख्यम्।
अज्ञानमेतदिह यत्तु परः परस्य
कुर्यात्पुमान्मरणजीवितदुःखसौख्यम् ।। १६८।।
[यदि] જો [सर्वे जीवाः] સર્વ જીવો [कर्मोदयेन] કર્મના ઉદયથી [दुःखितसुखिताः] દુઃખી-સુખી [भवन्ति] થાય છે, [च] અને તેઓ [तव] તને [कर्म] કર્મ તો [न ददति] દેતા નથી, તો (હે ભાઈ!) [तैः] તેમણે [दुःखितः] તને દુઃખી [कथं कृतः असि] કઈ રીતે કર્યો?
[यदि] જો [सर्वे जीवाः] સર્વ જીવો [कर्मोदयेन] કર્મના ઉદયથી [दुःखितसुखिताः] દુઃખી-સુખી [भवन्ति] થાય છે, [च] અને તેઓ [तव] તને [कर्म] કર્મ તો [न ददति] દેતા નથી, તો (હે ભાઈ!) [तैः] તેમણે [त्वं] તને [सुखितः] સુખી [कथं कृतः] કઈ રીતે કર્યો?
ટીકાઃ– પ્રથમ તો, જીવોને સુખ-દુઃખ ખરેખર પોતાના કર્મના ઉદયથી જ થાય છે, કારણ કે પોતાના કર્મના ઉદયના અભાવમાં સુખ-દુઃખ થવાં અશક્ય છે; વળી પોતાનું કર્મ બીજાથી બીજાને દઈ શકાતું નથી, કારણ કે તે (પોતાનું કર્મ) પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે; માટે કોઈ પણ રીતે બીજો બીજાને સુખ-દુઃખ કરી શકે નહિ. તેથી ‘હું પર જીવોને સુખી-દુઃખી કરું છું અને પર જીવો મને સુખી-દુઃખી કરે છે’ એવો અધ્યવસાય ધ્રુવપણે અજ્ઞાન છે.
ભાવાર્થઃ– જીવનો જેવો આશય હોય તે આશય પ્રમાણે જગતમાં કાર્યો બનતાં ન હોય તો તે આશય અજ્ઞાન છે. માટે, સર્વ જીવો પોતપોતાના કર્મના ઉદયથી સુખી-દુઃખી થાય છે ત્યાં એમ માનવું કે ‘હું પરને સુખી-દુઃખી કરું છું અને પર મને સુખી-દુઃખી કરે છે’, તે અજ્ઞાન છે. નિમિત્તનૈમિત્તિકભાવના આશ્રયે (કોઈને કોઈનાં) સુખદુઃખનો કરનાર કહેવો તે વ્યવહાર છે; તે નિશ્ચયની દ્રષ્ટિમાં ગૌણ છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ– [इह] આ જગતમાં [मरण–जीवित–दुःख–सौख्यम्] જીવોને મરણ, જીવિત, દુઃખ, સુખ- [सर्व सदैव नियतं स्वकीय–कर्मोदयात् भवति] બધુંય સદૈવ નિયમથી (-ચોક્કસ) પોતાના કર્મના ઉદયથી થાય છે; [परः पुमान् परस्य मरण– जीवित–दुःख–सौख्यम् कुर्यात्] ‘બીજો પુરુષ બીજાનાં મરણ, જીવન, દુઃખ, સુખ કરે છે’ [यत् तु] આમ જે માનવું [एतत् अज्ञानम्] તે તો અજ્ઞાન છે. ૧૬૮.
PDF/HTML Page 2563 of 4199
single page version
पश्यन्ति ये मरणजीवितदुःखसौख्यम्।
कर्माण्यहंकृतिरसेन चिकीर्षवस्ते
मिथ्याद्रशो नियतमात्महनो भवन्ति।। १६९।।
ફરી આ જ અર્થને દ્રઢ કરતું અને આગળના કથનની સૂચનારૂપ કાવ્ય હવે કહે છેઃ-
શ્લોકાર્થઃ– [एतत् अज्ञानम् अधिगम्य] આ (પૂર્વે કહેલી માન્યતારૂપ) અજ્ઞાનને પામીને [ये परात् परस्य मरण–जीवित–दुःख–सौख्यम् पश्यन्ति] જે પુરુષો પરથી પરનાં મરણ, જીવન, દુઃખ, સુખ દેખે છે અર્થાત્ માને છે, [ते] તે પુરુષો- [अहंकृतिरसेन कर्माणि चिकीर्षवः] કે જેઓ એ રીતે અહંકાર-રસથી કર્મો કરવાના ઇચ્છક છે (અર્થાત્ ‘હું આ કર્મોને કરું છું’ એવા અહંકારરૂપી રસથી જેઓ કર્મ કરવાની- મારવા-જિવાડવાની, સુખી-દુઃખી કરવાની-વાંછા કરનારા છે) તેઓ- [नियतम्] નિયમથી [मिथ्याद्रशः आत्महनः भवन्ति] મિથ્યાદ્રષ્ટિ છે, પોતાના આત્માનો ઘાત કરનારા છે.
ભાવાર્થઃ– જેઓ પરને મારવા-જિવાડવાનો તથા સુખ-દુઃખ કરવાનો અભિપ્રાય કરે છે તેઓ મિથ્યાદ્રષ્ટિ છે. તેઓ પોતાના સ્વરૂપથી ચ્યુત થયા થકા રાગી, દ્વેષી, મોહી થઈને પોતાથી જ પોતાનો ઘાત કરે છે, તેથી હિંસક છે. ૧૬૯.
હવે પૂછે છે કે આ અધ્યવસાય અજ્ઞાન કઈ રીતે છે? તેનો ઉત્તર કહે છેઃ-
‘પ્રથમ તો, જીવોને સુખ-દુઃખ ખરેખર પોતાના કર્મના ઉદયથી જ થાય છે,...’ જુઓ, આ પાછું આવ્યું. જેમ અગાઉ ‘જીવોને જીવિત ખરેખર પોતાના આયુકર્મના ઉદયથી જ છે’-એમ કહ્યું હતું તેમ અહીં પણ લીધું કે ‘જીવોને સુખ-દુઃખ ખરેખર પોતાના કર્મના ઉદયથી જ થાય છે.’ આ વ્યવહારનું કથન છે. અહીં સિદ્ધ શું કરવું છે? કે જીવોને બીજો કોઈ સુખ-દુઃખ કરી શકતો નથી. આ સિદ્ધ કરવા જીવોને કર્મના ઉદયથી સુખદુઃખ થાય છે એમ કહ્યું છે. બાકી કર્મ તો જડ છે, એનાથી કાંઈ જીવને સુખ-દુઃખ થાય? ન થાય. આને સુખની સામગ્રી-પૈસા,
PDF/HTML Page 2564 of 4199
single page version
આહાર આદિ-મળે છે એ તો એના કારણે એના કાળે મળે છે અને ત્યારે ત્યાં શાતા- વેદનીય આદિ પુણ્યકર્મના ઉદયનું નિમિત્ત છે બસ એટલું જ. બાકી કર્મનો ઉદય કાંઈ પૈસા આદિ સામગ્રીનો સ્વામી નથી કે તે પૈસા આદિ આવે.
અહીં સુખ-દુઃખ એટલે અનુકૂળ-પ્રતિકૂળ સંયોગની વાત છે. હવે એ અનુકૂળ- પ્રતિકૂળ સંયોગ તો એના ઉપાદાનના કારણે આવે છે, અને એમાં પૂર્વકર્મ નિમિત્ત છે; અનુકૂળતામાં પુણ્યકર્મનું નિમિત્ત છે ને પ્રતિકૂળતામાં પાપકર્મનું નિમિત્ત છે. આવો નિમિત્તનૈમિત્તિકભાવ જાણી અહીં કહ્યું કે-જીવોને સુખ-દુઃખ ખરેખર પોતાના કર્મના ઉદયથી જ થાય છે. અહીં સિદ્ધ આ કરવું છે કે કોઈ બીજો જીવોને સુખ-દુઃખ કરી શકતો નથી. આવી ઝીણી વાત! અહો! દિગંબર સંતોએ ગજબ કામ કર્યાં છે. તત્ત્વને પીંખી- પીંખીને સ્પષ્ટ કર્યું છે.
અહાહા...! શું કહે છે? કે-‘જીવોને સુખ-દુઃખ ખરેખર પોતાના કર્મના ઉદયથી જ થાય છે, કારણ કે પોતાના કર્મના ઉદયના અભાવમાં સુખ દુઃખ થવાં અશક્ય છે.’
જોયું? જો એને કર્મનો ઉદય ન હોય તો સુખ-દુઃખની અનુકૂળ-પ્રતિકૂળ સામગ્રી મળવી શક્ય નથી. મતલબ કે બીજો કોઈ એને સુખ-દુઃખ કરવા સમર્થ નથી.
હવે કહે છે-‘વળી પોતાનું કર્મ બીજાને બીજાથી દઈ શકાતું નથી, કારણ કે તે (પોતાનું કર્મ) પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે.’
‘પોતાનું કર્મ’- એમ કેમ કહ્યું? કેમ કે આ કર્મનો સંબંધ બીજા સાથે નથી એમ બતાવવું છે. બાકી કર્મ તો જડ છે, કર્મ ક્યાં આત્માનું છે? પણ એના પોતાના પરિણામના નિમિત્તે ઉપજેલું છે માટે પોતાનું કર્મ છે એમ વ્યવહારથી કહ્યું છે. કહે છે- પોતાનું કર્મ બીજાથી બીજાને દઈ શકાતું નથી. બીજો કોઈ પોતાનું કર્મ બીજાને આપે અને એને સુખી-દુઃખી કરે એમ બની શકતું અથી. અહા! પોતાના કર્મના ઉદયથી જ પોતાને અનુકૂળ-પ્રતિકૂળ સંયોગ મળે છે.
અહા! બીજાથી પોતાનું કર્મ બીજાને દઈ શકાતું નથી. કેમ? કેમકે તે પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે. એ સુખ-દુઃખના જે પરમાણુ બંધાણા તે એના પરિણામથી જ એટલે કે એના પરિણામના નિમિત્તે બંધાણા છે. આ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ દર્શાવ્યો છે. પૂર્વે પોતાને જે વિભાવરૂપ પરિણામ થયા તે નિમિત્ત, અને તે જ સમયે કાર્મણવર્ગણાના રજકણો સ્વયં પોતાની યોગ્યતાથી કર્મરૂપે થયા તે નૈમિત્તિક. એ કર્મ બંધાણાં તે જ કાળે જીવના પરિણામનું નિમિત્ત દેખીને, ‘પોતાનું કર્મ પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે’ એમ વ્યવહારથી કહ્યું. અહીં આટલું
PDF/HTML Page 2565 of 4199
single page version
સિદ્ધ કરવું છે કે-બીજાથી પોતાનું કર્મ બીજાને દઈ શકાતું નથી, કેમકે પોતાના પરિણામના નિમિત્તથી પોતાનું કર્મ બંધાય છે.
અત્યારે તો બધો ગોટો ઉઠયો છે કે બધું કર્મથી જ થાય; જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનને રોકે ઇત્યાદિ.
બાપુ! એ તો શાસ્ત્રમાં નિમિત્તનું કથન છે. શું એ જડ કર્મ ચેતનને રોકે? અરે, એ બે વચ્ચે તો અત્યંતાભાવ છે. હવે જ્યાં અત્યંત અભાવ છે ત્યાં કર્મ જીવને શું કરે? કાંઈ નહિ. એ તો જીવ પોતે પોતાની ઉપાદાનયોગ્યતાથી અત્યંત હીણાપણે પરિણમે છે અને પોતે જ પોતાનો ઘાત કરે છે ત્યારે કર્મનું નિમિત્ત હોય છે બસ એટલું જ. ભાઈ! એક તત્ત્વને બીજા તત્ત્વની સાથે ભેળવી નાખે તો એમ ભળે નહિ, પણ તારી માન્યતા ઊંધી થાય, તને મિથ્યાત્વ થાય.
હવે કહે છે-‘માટે કોઈ પણ રીતે બીજો બીજાને સુખ-દુઃખ કરી શકે નહિ. તેથી હું પર જીવોને સુખી-દુઃખી કરું છું અને પર જીવો મને સુખી-દુઃખી કરે છે-એવો અધ્યવસાય ધ્રુવપણે અજ્ઞાન છે.’ લ્યો, હું પરને સુખ-દુઃખ કરું એવો અધ્યવસાય નિશ્ચયથી અજ્ઞાન છે, મિથ્યાત્વ છે. મિથ્યાદ્રષ્ટિને આવો અધ્યવસાય હોય છે અને તેને તે અનંત સંસારનું કારણ બને છે.
શ્રી જયસેનાચાર્યની ટીકામાં કાયા, મન, વચન અને શસ્ત્ર-એમ ચાર બોલથી વાત લીધી છે. ‘કાયાથી હું બીજાને સુખી-દુઃખી કરી શકું મનથી હું બીજાને સુખી-દુઃખી કરી શકું, વાણીથી હું બીજાને સુખી-દુઃખી કરી શકું કે શસ્ત્રોથી બીજાને કાપી શકું’-એવો અધ્યવસાય-અભિપ્રાય મિથ્યાત્વભાવ છે; કેમકે બીજો તો એના કર્મના ઉદયને લઈને સુખી-દુઃખી થાય છે.
હું શસ્ત્રથી એને કાપું-મારું એ અધ્યવસાય મિથ્યાત્વ છે. અરે ભાઈ! શસ્ત્રને તું અડતોય નથી ત્યાં શસ્ત્રને તું કેમ ચલાવે? અહાહા...! ભગવાન તો એમ કહે છે કે- પ્રત્યેક દ્રવ્ય પોતાના ગુણ પર્યાયને ચુંબે છે, અડે છે; પણ પરદ્રવ્યને ચુંબતું નથી, અડતું નથી. બે ભિન્ન દ્રવ્યોમાં અત્યંતાભાવ છે. તો પછી મન, વચન, કાય, શસ્ત્ર આદિ જડ પદાર્થોથી તું બીજાને સુખી-દુઃખી કેમ કરી શકે? ન કરી શકે. તથાપિ હું બીજાને સુખી- દુઃખી કરી શકું છું એમ તું માને છે તો તું મિથ્યાદ્રષ્ટિ છે. પરથી પરનું કાર્ય થાય, કર્મથી જીવને વિકાર થાય એવી માન્યતા મિથ્યાદ્રષ્ટિની છે. સમજાણું કાંઈ...?
‘જીવનો જેવો આશય હોય તે આશય પ્રમાણે જગતમાં કાર્યો બનતાં ન હોય તો તે આશય અજ્ઞાન છે.’
PDF/HTML Page 2566 of 4199
single page version
હું બીજાને સુખી-દુઃખી કરું એમ આશય-અભિપ્રાય રાખે પણ એમ બનતું નથી, કોઈ બીજાને સુખી-દુઃખી કરી શકાતું નથી. તેથી તે અભિપ્રાય અજ્ઞાન છે, મિથ્યાત્વ છે.
‘માટે, સર્વ જીવો પોતપોતાના કર્મના ઉદયથી સુખી-દુઃખી થાય છે ત્યાં એમ માનવું કે-હું પરને સુખી-દુઃખી કરું છું અને પર મને સુખી-દુઃખી કરે છે, તે અજ્ઞાન છે.’ અહા! આવી સ્પષ્ટ વાત છે.
‘નિમિત્તનૈમિત્તિકભાવના આશ્રયે (કોઈને કોઈનાં) સુખદુઃખનો કરનાર કહેવો તે વ્યવહાર છે; તે નિશ્ચયની દ્રષ્ટિમાં ગૌણ છે.
વ્યવહારથી પરને પરનો કર્તા કહેવામાં આવે એ બીજી વાત છે, પણ વસ્તુસ્થિતિ એમ છે નહિ એમ યથાર્થ સમજવું જોઈએ.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
‘इह’ આ જગતમાં ‘मरण–जीवित–दुःख–सौख्यम्’ જીવોને મરણ, જીવિત, દુઃખ, સુખ-‘सर्व सदैव नियतं स्वकीय–कर्मोदयात भवति’ બધુંય સદૈવ નિયમથી (-ચોક્કસ) પોતાના કર્મના ઉદયથી થાય છે.
શું કીધું? જીવોને જીવન, મરણ અને સુખ-દુઃખના સંજોગો મળે એ બધુંય હમેશાં નિયમથી પોતાના કર્મના ઉદયથી મળે છે. કોઈ બીજો બીજાના જીવન-મરણને કે સુખ- દુઃખને કરે છે એમ છે જ નહિ.
‘परः पुमान् परस्य मरण–जीवित–दुःख–सौख्यम कुर्यात्-બીજો પુરુષ બીજાનાં મરણ, જીવન, દુઃખ, સુખ કરે છે ‘यत् तુ’ આમ જે માનવું ‘एतत् अज्ञानम’ તે તો અજ્ઞાન છે.
ભાઈ! એક દ્રવ્ય બીજા દ્રવ્યને કરે અર્થાત્ એક દ્રવ્ય બીજા દ્રવ્યની ક્રિયાનો- જીવિત મરણ, સુખ, દુઃખ ઇત્યાદિનો કર્તા છે એમ માનવું તે અજ્ઞાન છે. અહા! એક દ્રવ્યને બીજા દ્રવ્યનો કર્તા માને કે ઈશ્વરને બધાયનો કર્તા માને-એ બેય માન્યતા એક સરખું અજ્ઞાન છે. જગતને ઈશ્વરનો કર્તા માને, વા એક દ્રવ્યને બીજા દ્રવ્યનો કર્તા માને એ બન્નેય મિથ્યાદ્રષ્ટિ છે, દીર્ઘસંસારી છે.
ફરી આ જ અર્થને દ્રઢ કરતું અને આગળના કથનની સૂચનારૂપ કાવ્ય હવે કહે છેઃ-
‘एतत् अज्ञानम् अधिगम्य’ આ (-પૂર્વે કહેલી માન્યતારૂપ) અજ્ઞાનને પામીને
PDF/HTML Page 2567 of 4199
single page version
‘ये परात् परस्य मरण–जीवित–दुःख–सौख्यम पश्यन्ति’ જે પુરુષો પરથી પરનાં મરણ, જીવન, દુઃખ, સુખ દેખે છે અર્થાત્ માને છે ‘तે’ તે પુરુષો..........
અહાહા..! શું કહે છે? કે જે પુરુષો એમ માને છે કે-પરના ઈન્દ્રિય, મન-વચન- કાય, આયુ ને શ્વાસોચ્છ્વાસ-એમ પ્રાણોને હરી શકું છું, રાખી શકું છું વા તેમને ઈષ્ટ- અનિષ્ટ સંજોગો દઈને સુખી-દુઃખી કરી શકું છું તેઓ મિથ્યાદ્રષ્ટિ છે.
કેવા છે તે પુરુષો? તો કહે છે- ‘अहंकृतिरसेन कर्माणि चिकीर्षवः’ અહંકારરસથી કર્મો કરવાના ઈચ્છક છે, અર્થાત્ હું આ કર્મોને કરું છું-એવા અહંકારરૂપી રસથી કર્મો કરવાની-મારવા-જિવાડવાની, સુખી-દુઃખી કરવાની વાંછા કરનારા છે.
હવે આમાંથી બીજા કેટલાક ઊંધો અર્થ કાઢે છે; એમ કે બીજાનું કામ તો કરવું પણ એનો અહંકાર ન કરવો; અહંકારનો નિષેધ છે બાકી પરનું કામ ન કરવું કે પરનું કરી શકતો નથી-એમ નથી. પરને મારી શકીએ, જિવાડી શકીએ, સુખ-દુઃખ આપી શકીએ, પણ એનો અહંકાર ન કરવો. ભારે (વિપરીત) વાત ભાઈ!
અરે ભાઈ! તારી સમજમાં બહુ ફેર છે બાપુ! જો પરનું કરી શકે તો ત્યાં અહંકાર કરવામાં શું દોષ છે? કાંઈ દોષ નથી. અહીં તો કહે છે કે- પરનું કર્મ-ક્રિયા આત્મા કરી શકતો જ નથી. હું પરનું કરું-એવો અધ્યવસાય જ અહંકારરસથી ભરેલો છે- અને તે મિથ્યાત્વનો દોષ છે. અહાહા...! આત્મા બીજાને આહાર પાણી, ઔષધ, વસ્ત્ર, આદિ દઈ શકતો જ નથી, બીજાનાં જીવન-મરણ તે કરી શકતો જ નથી એ મૂળ સિદ્ધાંત છે. એને આહારાદિ ઈષ્ટ સંયોગ આવે તે એના પુણ્યકર્મના ઉદયને લઈને છે, તથા એને રોગાદિ પ્રતિકૂળતા થાય તે એના પાપકર્મના ઉદયને લઈને છે. વળી એના પ્રાણોનું રક્ષણ એના આયુકર્મના ઉદયથી છે તથા એનું મરણ આયુકર્મના ક્ષયને લઈને છે પણ કોઈ જીવ કોઈ અન્યનું કાર્ય કરે એ માન્યતા જ અજ્ઞાન છે, મિથ્યાત્વ છે. માટે પરનું કરવું ખરું, પણ એનો અહંકાર ન કરવો-એ વાત નરી ભ્રાન્તિ છે સમજાણું કાંઈ...?
લોકો તો એવું માને કે-આપણે એક બીજાને મદદ કરવી, એકબીજાનાં કામ કરવાં- એ આપણી ફરજ છે. પણ ભાઈ! ત્રિલોકનાથ જૈનપરમેશ્વરની આજ્ઞામાં તો આ આવ્યું છે કે આત્મા, બીજાના પ્રાણોની રક્ષા કરવી, બીજાનું મોત નીપજાવવું કે બીજાને આહાર- ઔષધાદિ સગવડો આપવી ઇત્યાદિ પરનાં કોઈ પણ કાર્ય કરી શકતો જ નથી.
પ્રશ્નઃ– બીજાને ઝેર દઈને મારવાનો ભાવ આવે તે ક્યો ભાવ છે?
ઉત્તરઃ– ‘હું ઝેર દઈ, એના પ્રાણોને હરું’-એવો જે ભાવ છે તે મિથ્યાત્વભાવ છે. ભાઈ! મારવાનો અભિપ્રાય મિથ્યાત્વભાવ છે. અને તેવી જ રીતે ‘હું બીજાના પ્રાણોની રક્ષા કરું’- એવો બીજાને જિવાડવાનો અભિપ્રાય પણ મિથ્યાત્વભાવ છે. કેમ?
PDF/HTML Page 2568 of 4199
single page version
કેમકે તું તેમ કરી શકતો નથી. જીવ મરે કે ન મરે તે તો તેના આયુકર્મને લઈને છે. આયુનો ઉદય હોય તો ન મરે, જીવે; ઝેરના પ્રસંગમાં પણ જીવે, અને આયુનો ક્ષય થયો હોય તો મરે; જિવાડવાનો પ્રયત્ન હોય છતાં મરે. આયુકર્મના ઉદયે જીવે ને આયુકર્મના ક્ષયથી મરે એમ કહેવું એ પણ વ્યવહાર છે. વાસ્તવમાં તો જીવની દેહમાં રહેવાની સ્થિતિની જેટલી યોગ્યતા હોય તેટલો કાળ તે દેહમાં રહે અને ત્યારે આયુકર્મના ઉદયનું નિયમથી નિમિત્ત છે તેથી આયુકર્મથી જીવે છે એમ વ્યવહારથી કહેવાય છે. તે જ પ્રમાણે સ્થિતિ પૂરી થતાં દેહ છૂટે ત્યારે આયુકર્મના ક્ષયથી મર્યો એમ વ્યવહારથી કહેવાય છે. અહા! વીતરાગનો માર્ગ બહુ ઝીણો છે ભાઈ!
આ વસ્તુસ્થિતિ છે, છતાં જેઓ પરથી પરનાં જીવન, મરણ, સુખ-દુઃખ માને છે તેઓ અહંકારરસથી કર્મો કરવાના ઇચ્છક છે. છે ને પાઠમાં કે-‘अहंकृतिरसेन कर्माणि चिकिर्षवः’ તેઓ અહંકારરસથી કર્મો કરવાના ઈચ્છક છે. આવો અર્થકાર શ્રી જયચંદજીએ બરાબર ચોકખો અર્થ કર્યો છે. પરનું કરવું, પણ એનો અહંકાર ન કરવો-એમ નહિ; પણ હું પરનું કાર્ય કરું છું એવા અહંકારરસથી ભરેલા પરનાં કાર્ય કરવાની ઈચ્છાવાળા તેઓ મૂઢ અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ છે એમ વાત છે. હું પરનું કરું છું-એ માન્યતા જ અહંકારરસયુક્ત મિથ્યાત્વ છે ભાઈ! શાસ્ત્રના અર્થ કરવામાં ફેર એ આખો દ્રષ્ટિનો ફેર છે બાપુ!
ઘરમાં દસ-વીસ માણસ હોય ને આ એકલો રળતો હોય એટલે માને કે હું બધાંને પોષું છું. પણ એમ નથી હોં. અહીં કહે છે-તું બીજાને પોષી શકે જ નહિ. હું સૌને પોષું- એમ મફતનો અહંકાર કરીને તું તારા મિથ્યાત્વ ને કષાયને પુષ્ટ કરે એ બીજી વાત છે, બાકી બીજાનું પોષણ તું ત્રણકાળમાં કરી શકતો નથી. ઘરમાં સ્ત્રી હોય તે દાળ-ભાત- શાક-રોટલી ઇત્યાદિ બરાબર કરીને ટાણે આપે, રોટલી ઉની-ઉની કરીને થાળીમાં પીરસે એટલે આ માને કે મારી સગવડ બરાબર સાચવે છે. પણ ભાઈ! એ તારી માન્યતા સાવ મિથ્યા છે. ભાઈ! એ રોટલી આદિ કોણ કરે? ને કોણ થાળીમાં પીરસે? એ તો પુદગલના રજકણો પોતાના કારણે તે તે કાળે રોટલી આદિરૂપે પરિણમે છે અને પોતાની પર્યાયથી ત્યાંથી ખસીને થાળીમાં જાય છે; સ્ત્રી તો તેમાં નિમિત્તમાત્ર છે. ત્યાં તું એમ માને કે સ્ત્રીએ મને સગવડ આપી તો તે તારી માન્યતા મિથ્યા છે, કેમકે બીજો બીજાનું કામ-કાર્ય કરી શકતો જ નથી. અહા! આવો ભગવાન જિનેશ્વરનો માર્ગ સમજવો બહુ કઠણ બાપા!
આ શેઠિયાઓને ઘણાં અભિમાન હોય, -એમ કે અમને પાંચ-દસ કરોડ રૂપિયા છે એનાથી આટલા બધા નોકરોને નિભાવીએ છીએ. ધૂળેય નથી, સાંભળને. શું રૂપિયા તારા છે? અને શું પરનાં (શરીરાદિનાં) કાર્ય તું કરી શકે છે? અહા! હું પરનું કરું છું એમ મિથ્યા અભિમાન કરે, પણ પરનું એ કદીય કરી શકતો નથી.
PDF/HTML Page 2569 of 4199
single page version
આ વસ્તુસ્વરૂપ છે બાપુ! આત્મામાં એવી કોઈ શક્તિ નથી કે તે પરનું (શરીર, પૈસા કે બીજા જીવનું) કાર્ય કરી શકે. દરેક દ્રવ્ય પોતે જ પોતાનું કાર્ય કરવા સમર્થ છે, એને બીજું કોઈ દ્રવ્ય કરી શકે નહિ.
પ્રશ્નઃ– તો ચરણાનુયોગમાં એમ આવે છે કે-શ્રાવકે મુનિને આહારદાન આપ્યું તો માનો એણે મુનિને મોક્ષમાર્ગ આપ્યો. આપ તો કોઈ બીજાનું કાંઈ કરે નહિ એમ કહો છો તો આ કેવી રીતે છે?
ઉત્તરઃ– ભાઈ! એ તો નિમિત્તની મુખ્યતાથી વ્યવહારનું કથન છે. એ તો ત્યાં નિમિત્તનૈમિત્તિક સંબંધનું જ્ઞાન કરાવ્યું છે. ત્યાં શ્રાવક આહારદાન દઈ શકે છે એમ સિદ્ધ નથી કરવું. એ તો મોક્ષમાર્ગમાં સ્થિત મુનિરાજને આહાર લેવાનો વિકલ્પ જે કાળમાં થયો હોય તે જ કાળમાં શ્રાવકને આહારદાનનો વિકલ્પ થાય છે ને બહારમાં આહારની આવવાની ક્રિયા એનામાં જે થવા યોગ્ય હોય તે થઈ હોય છે તો વ્યવહારથી કહેવામાં આવે છે કે શ્રાવકે મુનિને આહારદાન દીધું; બાકી આહારનું દાન કોણ કરે ને કોણ લે? પરદ્રવ્યની ક્રિયા આત્મા કરે એ ત્રણકાળમાં સત્ય નથી.
તેવી રીતે મોક્ષમાર્ગમાં સ્થિત મુનિરાજને શ્રાવકે કોઈ મોક્ષમાર્ગ દીધો છે એમેય નથી. મોક્ષમાર્ગ તો બાપુ! અંતરની ચીજ છે ભાઈ! એ તો શુદ્ધ અંત તત્ત્વ એક જ્ઞાયકસ્વભાવી આત્માના અંતર-અવલંબને પ્રગટ થાય છે; એને બીજો કોણ દે? એ તો ત્યાં દાન અધિકારમાં શ્રાવકને અવશ્ય આહારદાનના પરિણામ થતા હોય છે એટલું સિદ્ધ કરવા દાનનો મહિમા પ્રગટ કર્યો છે. બાકી એ સર્વ ઉપચારકથન જાણવું. સમજાણું કાંઈ...?
અહીં કહે છે-આ જડ શરીર ને ઈન્દ્રિયો દ્વારા બીજા જીવોને-સ્ત્રી-પુત્ર-પરિવાર આદિને હું ભોગાદિ સુખ આપું છું એવી માન્યતા અહંકારરસથી ભરેલી છે અને તે મિથ્યાત્વ છે, કેમકે શરીર-ઈન્દ્રિયાદિ જડની ક્રિયા તથા પર જીવોના સુખ-દુઃખની ક્રિયા આત્મા કરી શકતો જ નથી. શરીર-ઇન્દ્રિયાદિની ક્રિયા સ્વયં એના પુદગલો વડે થાય છે અને બીજા જીવો સૌ પોતપોતાના ભાવથી જ સુખી-દુઃખી થાય છે. ભાઈ! આવું જ જૈન પરમેશ્વરે કહેલું વસ્તુનું સ્વરૂપ છે. અરે! દુનિયાએ જૈનના નામે પણ ચિદાનંદરસને છોડીને અહંકારરસને જ પોષ્યો છે!
આ દુકાનના થડે બેઠો હોય ને વેપાર-ધંધો બરાબર ચાલે, માલ આવે ને જાય, પૈસા આવે ને જાય, ત્યાં આ એમ માને કે-હું આ બધું ચલાવું છું તેને કહે છે ભાઈ! એ તારો મિથ્યા અહંકાર છે; કેમકે એક એક પરમાણુની પ્રતિસમય થતી એક એક પર્યાય સ્વયં તે તે પરમાણુથી થાય છે. પરમાણુની ક્રિયા, કોઈ બીજો કહે કે હું કરું છું તો તે એનું અજ્ઞાન છે. આ રોટલાના બે બટકાં થાય ને! તેને હું કરું છું એમ માને તે મિથ્યા અહંકાર છે, અજ્ઞાન છે.
PDF/HTML Page 2570 of 4199
single page version
અહા! પરદ્રવ્યની પરિણતિને હું કરું છું એવા અહંકારરસથી ભરેલા, પરનાં કાર્ય કરવાની વાંછાવાળા તે પુરુષો ‘नियतम’ નિયમથી ‘मिथ्याद्रशः आत्महनः भवन्ति’ મિથ્યાદ્રષ્ટિ છે પોતાના આત્માનો ઘાત કરનારા છે.
શું કીધું? કે હું પરનાં કાર્ય કરી શકું છું એવા અહંકારથી પરનાં કાર્ય કરવાની જેઓને વાંછા છે તેઓ નિયમથી મિથ્યાદ્રષ્ટિ છે, પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો ઘાત કરનારા છે. પરની રક્ષા તો કરવી, પણ એનો અહંકાર ન કરવો-એમ વાત નથી આ. આ તો તું પરની રક્ષા કરી શકતો જ નથી એમ વાત છે. તથાપિ જો પરની રક્ષા કરવાની તને વાંછા છે તો તું મિથ્યાદ્રષ્ટિ છો, આત્મઘાતી છો. આવું આકરું લાગે એવું છે. મારગ બહુ ઝીણો છે ભાઈ! લોકોએ વીતરાગના તત્ત્વને સમજ્યા વિના એમ ને એમ હાંકે રાખ્યું છે. (પણ એથી શું લાભ છે?)
આ મંદિર મેં બનાવ્યાં અને અંદર પ્રતિમાની પ્રતિસ્થાપના મેં કરી ઇત્યાદિ પરની ક્રિયા મેં કરી એમ જેઓ માને છે તેઓ મિથ્યા અહંકારથી ભરેલા પરનાં કર્મ કરવાની વાંછાવાળા ‘आत्महनઃ’ આત્માનો ઘાત કરનારા મહાપાપી છે. અહા! આત્માનો તો શુદ્ધ જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવ છે. તેને જાણવા-દેખવાના સ્વભાવવાળો ન માનતાં પરનાં કર્મ કરવાવાળો માન્યો તેમાં પોતાના સ્વભાવનો ઘાત થયો, સ્વભાવની હિંસા થઈ. ભાઈ! આ તો ભગવાન સર્વજ્ઞદેવનો આ હુકમ છે. સમજાણું કાંઈ...? ‘કાંઈ’ એટલે કઈ પદ્ધતિથી આ કહેવાય છે અને એમાં શું ન્યાય છે તે સમજાય છે કે નહિ-એમ વાત છે. બધું સમજાય તો તો ન્યાલ થઈ જાય.
પ્રશ્નઃ– પણ અનાસક્તિભાવે તો તે પરનાં કર્મ કરે ને?
ઉત્તરઃ– અરે ભાઈ! તું શું કહે છે આ? પરનું કરવું ને અનાસક્તિ-એ બે ભાવ સાથે હોઈ જ શકે નહિ. બીજે (અન્યમતમાં) એવો ઉપદેશ છે કે અનાસક્તિભાવે પરનાં કામ કરવાં, પરની સેવા કરવી ઇત્યાદિ; પણ અહીં વીતરાગના શાસનમાં તો આ વાત છે કે-‘પરનું કરી શકું છું’ એ જ આસક્તિ નામ મિથ્યાત્વભાવ છે. અહા! કેટલું ભર્યું છે આ કળશમાં? જુઓ ને! હું પરને હણી શકું છું, વા તેનો અંગછેદ કરી દુઃખી કરી શકું છું એવો મિથ્યાભાવ તો આત્માની હિંસા કરનારો મહાપાપમય છે જ; પણ હું બીજાનું જીવતર કરી શકું છું, એની દયા પાળી શકું છું, વા અનુકૂળતા દઈને સુખી કરી શકું છું ઇત્યાદિ અભિપ્રાય પણ મિથ્યાભાવ છે અને તે આત્માનો ઘાત કરનાર મહાપાપમય છે; કેમકે બીજો બીજાને હણે વા જિવાડે એ વાત ત્રણકાળમાં સાચી નથી.
કોઈને એમ થાય કે આવો મારગ ક્યાંથી કાઢયો વળી? તેને કહીએ છીએ કે ભાઈ! આ તો અનંતકાળથી પ્રવાહરૂપે ચાલ્યો આવતો માર્ગ છે. તેં કોઈ દિ’
PDF/HTML Page 2571 of 4199
single page version
સાંભળ્યો ન હોય એટલે તને નવો લાગે, પણ આ તો મૂળ સનાતન માર્ગ છે જેને કુંદકુંદ આદિ સંતોએ અહીં પ્રસિદ્ધ કર્યો છે.
અહા! બાપુ! તેં અનંતકાળમાં પરનાં કામ કર્યાનાં મિથ્યા અભિમાન કર્યાં છે. બાકી તું પોતાની (ચૈતન્ય) સત્તાને છોડીને શું પરની સત્તામાં પ્રવેશ કરે છે કે તું પરનાં કાર્ય કરી શકે? તારું હોવાપણું જે છે તે શું પરનાં હોવાપણામાં જાય છે કે તું પરનું કરી શકે? ના; કદીય નહિ. તો પછી તું પરનાં કામ કરી શકતો જ નથી એ ન્યાય છે. ભાઈ! આ વીતરાગ પરમેશ્વરનો મારગ ન્યાયથી છે. કોઈને ન બેસે એટલે કાંઈ સત્ય બદલાઈ જાય! અહા! આ તો વીતરાગના ન્યાયથી સિદ્ધ થયેલી વાત! તે કદી ન બદલાય બાપુ!
જુઓ, સંવત ૧૯૯૭ માં મુંબઈથી એક મોટા વકીલ આવ્યા હતા. તે કહેતા હતા કે-કોઈ પરદ્રવ્યનું કાંઈ કરી શકે નહિ એમ આપ કહો છો પણ (હાથ લાંબો કરીને કહે) દેખો, આ હું કરી શકું છું કે નહિ?
અહા! પ્રભુ! તને આ શું થયું? એ (હાથ લાંબો થયો તે) કોણે કર્યું એની તને ખબર નથી ને માને છે કે મેં કર્યું? બાપુ! એ હાથના રજકણો તો પોતે પોતાથી તે કાળે એ દશારૂપ થયા છે, તેમાં તારા આત્માએ કાંઈ કર્યું નથી. આત્મા તો એનો જાણનાર વા અહંકાર કરનાર છે, પણ એ જડની ક્રિયાનો કરનાર તો કદીય નથી. અહા! અમે પરની- દેશની, સમાજની સેવા કરીએ છીએ, આંધળા-બહેરાં-મૂગાં લોકોની શાળાઓ ચલાવીએ છીએ, સારાં સારાં મકાનો બનાવીએ છીએ, મોટાં કારખાનાં ચલાવીએ છીએ ઇત્યાદિ પરનાં કામ કરવા સંબંધી બધી માન્યતા મૂઢ મિથ્યાદ્રષ્ટિની છે. અરે ભાઈ! કોણ કોની સેવા કરે? કોણ મકાનો બનાવે? કોણ કારખાનાં ચલાવે? એ બધું પુદ્ગલનું કાર્ય એના પરમાણુથી થાય છે; એને આત્મા કદીય કરી શકતો નથી.
અહા! દેવાધિદેવ અરિહંત પરમાત્મા જૈન પરમેશ્વરની આ આજ્ઞા છે કે-ભાઈ! તું પરનું કાંઈ કરી શકતો નથી. આ પાંપણ હાલે છે ને? એ પાંપણને પણ તું હલાવી શકતો નથી; કેમકે એ તો જડ પુદ્ગલ-માટી છે, તે આમ-તેમ થાય છે એ જડ પરમાણુની ક્રિયા તો એના પોતાના કારણે થાય છે. હવે એને બદલે હું એને કરું છું એમ માને એ મિથ્યા અહંકાર છે. અહીં કહે છે-
નિશ્ચયથી પરના જીવન-મરણને, પરનાં સુખ-દુઃખને હું કરું છું એમ જેઓ દેખે છે તેઓ મિથ્યા અહંકારથી ભરેલા પરનાં કામ કરવાની વાંછાવાળા મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે અને ‘આત્મહનઃ’-આત્માનો ઘાત કરનારા છે. આત્માનો ઘાત કરનારા છે એટલે શું? કે આત્મા ત્રિકાળ ધ્રુવ વસ્તુ છે તે તો જેવી છે તેવી છે, તેનો તો ઘાત થતો નથી, પણ પર્યાયમાં તેની શાંતિ હણાય છે. હું આને (-પરને) કરું છું એવા
PDF/HTML Page 2572 of 4199
single page version
માન્યતા એની શાન્તિને હણે છે અર્થાત્ એ માન્યતા એની વીતરાગી શાન્તિના પરિણામને પ્રગટ થવા દેતી નથી.
અહા! ‘તેઓ મિથ્યાદ્રષ્ટિ, આત્માના હણનારા છે’-આ શબ્દોએ તો ગજબ કર્યો છે. પરને હણી શકતો નથી, છતાં ‘પરને હણી શકું છું’-એવી માન્યતામાં, કહે છે, પોતે હણાઈ જાય છે; પરને જિવાડી શકતો નથી, છતાં ‘પરને જિવાડી શકું છું’-એવી માન્યતાથી પોતાનું જીવન હણાઈ જાય છે; પોતે પરનાં સુખ-દુઃખ કરી શકતો નથી, આહાર-ઔષધાદિ વડે પરનો ઉપકાર કરી શકતો નથી વા શસ્ત્રાદિના ઘાત વડે પરનો અપકાર કરી શકતો નથી, છતાં ‘પરનાં સુખ-દુઃખ, ઉપકાર-અપકાર કરી શકું છું’-એવી માન્યતાથી પોતાનો આત્મા હણાઈ જાય છે. તેથી કહ્યું કે -‘પરનાં કાર્ય હું કરું’-એવી માન્યતા વડે અહંકાર કરનારા તેઓ મિથ્યાદ્રષ્ટિ આત્માને હણનારા મહાપાપી જ છે. લ્યો, આવી વાત છે!
‘જેઓ પરને મારવા-જિવાડવાનો તથા સુખ-દુઃખ કરવાનો અભિપ્રાય કરે છે તેઓ મિથ્યાદ્રષ્ટિ છે.’
શું કીધું? પરને મારવા-જિવાડવાનો એટલે પરના પ્રાણોને હરવાનો અને પરના પ્રાણોની રક્ષા કરવાનો જેને અભિપ્રાય છે તે મિથ્યાદ્રષ્ટિ છે. વળી પરનાં સુખ-દુઃખ કરવાનો એટલે પરને અનુકૂળ સંયોગો દેવાનો અને પરને પ્રતિકૂળ સંયોગો દેવાનો જે અભિપ્રાય કરે છે તે પણ મિથ્યાદ્રષ્ટિ છે.
હમણાં ઈન્દોરમાં ત્રણ-ત્રણ મંદિરમાં ચોરી થઈ. ભગવાનની મૂર્તિ ઉપાડી ગયા, અને પોલીસે આઠ જણને પકડયા. અહા! ધર્મના સ્થાનમાં પણ ચોરી! ગજબ વાત છે ને! અહીં કહે છે-તે મૂર્તિ ચોરવાની ક્રિયા (તેનું સ્થાનાંતર થવાની ક્રિયા) તો તું કરી શકતો નથી. પણ હું પરને ચોરી શકું છું એમ અભિપ્રાયથી ચોરવાની વાંછા છે ને! અહીં કહે છે-તે મિથ્યાત્વભાવ છે. અહા! પરની ક્રિયા કરવાનો અભિપ્રાય છે તે મિથ્યાત્વભાવ છે અને તેવા જીવો મિથ્યાદ્રષ્ટિ છે. હવે કહે છે-
‘તેઓ પોતાના સ્વરૂપથી ચ્યુત થયા થકા રાગી, દ્વેષી, મોહી થઈને પોતાથી જ પોતાનો ઘાત કરે છે, તેથી હિંસક છે.’
જુઓ, શું કહે છે? કે હું બીજાના પ્રાણોની રક્ષા કરી શકું છું, વા બીજાને મારી શકું છું તથા બીજાને અનુકૂળ-પ્રતિકૂળ સંજોગો દઈ શકું છું-ઇત્યાદિ જેનો અભિપ્રાય છે તેઓ પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપથી ભ્રષ્ટ થઈને રાગી, દ્વેષી, મોહી થઈને પોતાથી જ પોતાના આત્માનો ઘાત કરે છે અને તેથી તેઓ હિંસક છે. અહા! હું પરનાં કામ કરી શકું છું એમ માનનારે, હું પોતે શુદ્ધ અખંડ એક જ્ઞાનાનંદ-
PDF/HTML Page 2573 of 4199
single page version
સ્વભાવી આત્મા છું-એમ માન્યું નહિ તેથી તે પોતે પોતાનો જ નિષેધ કરતો થકો, પોતાના શુદ્ધ જ્ઞાન-દર્શનરૂપ ચૈતન્યપ્રાણોની રક્ષા નહિ કરતો હોવાથી હિંસક છે.
અહાહા...! આત્મા ત્રણે કાળ પોતાના ચૈતન્યપ્રાણોથી-જ્ઞાન-દર્શન આદિ પ્રાણોથી જીવે છે; એ એનું વાસ્તવિક જીવતર છે. પણ એને ભૂલીને, એનાથી ભ્રષ્ટ થઈને હું પરનું જીવતર કરું એવો અભિપ્રાય કરે એ તો પોતાના શુદ્ધ પ્રાણોનો ઘાત કરનાર પોતાનો જ હિંસક છે. આવું લોકોને આકરું લાગે, પણ શું થાય?
વળી કોઈ તો કહે છે-પરની દયા પાળવી એ જીવનો સ્વભાવ છે. લ્યો, હવે આવી વિપરીત વાત! અરે ભાઈ! જીવનો તો એક જ્ઞાનસ્વભાવ છે. અહાહા....! જ્ઞાનમાત્ર વસ્તુ ભગવાન આત્મા છે. તેમાં પરનું કરવું આવ્યું ક્યાંથી? ભાઈ! તારી માન્યતામાં બહુ ફેર છે બાપા! પરની દયા પાળવાના અભિપ્રાયને તો અહીં મિથ્યાત્વભાવ કહ્યો છે ભાઈ! દયાને જ્યાં જીવનો સ્વભાવ કહ્યો છે ત્યાં એ સ્વદયાની વાત છે. અહાહા....! જેવો પોતે રાગરહિત વીતરાગ એક જ્ઞાનસ્વભાવી આત્મા છે તેવો પર્યાયમાં પ્રસિદ્ધ કરવો એનું નામ વાસ્તવિક દયા ને અહિંસા છે અને તે આત્માનો સ્વભાવ છે. બાકી પરની દયા પાળવાનો રાગ ઉત્પન્ન કરવો એ કાંઈ જીવ-સ્વભાવ નથી; એને જીવ-સ્વભાવ માને તે મિથ્યાદ્રષ્ટિ છે, પોતાનો જ હિંસક છે.
ગજબ વાત છે ભાઈ! જન્મ-મરણથી રહિત થવાનો માર્ગ આખાય જગતથી જુદો-નિરાળો છે. પરને મારવા-જિવાડવાનો અભિપ્રાય, સ્વરૂપથી ચ્યુત થયેલો એવો વિપરીતભાવ છે, એ તારા સ્વરૂપનો ઘાતક છે પ્રભુ! અહા! આવી વાત સાંભળવાય ભાગ્ય હોય તો મળે, બાકી દુનિયા તો આખી રખડવાના પંથે છે. અરે! અનંતકાળમાં એ કીડા-કાગડા-કૂતરા-નારકી ને મનુષ્યના અવતાર કરી કરીને મરી ગયો છે; તેને એ ચોરાસીના ચક્રાવામાંથી ઉગારી લેવાનો આ એક જ માર્ગ છે; અહા! આ મારગ સમજ્યા વિના તેનો ઉદ્ધાર ક્યાંથી થાય?
PDF/HTML Page 2574 of 4199
single page version
तम्हा दु मारिदो दे दुहाविदो चेदि ण हु मिच्छा।। २५७।।
जो ण मरदि ण य दुहिदो सो वि य कम्मोदएण चेव खलु।
तम्हा ण मारिदो णो दुहाविदो चेदि ण हु मिच्छा।। २५८।।
तस्मात्तु मारितस्ते दुःखितश्चेति न खलु मिथ्या।। २५७।।
तस्मान्न मारितो नो दुःखितश्चेति न खलु मिथ्या।। २५८।।
હવે આ અર્થને ગાથા દ્વારા કહે છેઃ-
તેથી ‘હણ્યો મેં, દુખી કર્યો’–તુજ મત શું નહિ મિથ્યા ખરે? ૨પ૭.
વળી નવ મરે, નવ દુખી બને, તે કર્મના ઉદયે ખરે,
‘મેં નવ હણ્યો, નવ દુખી કર્યો’–તુજ મત શું નહિ મિથ્યા ખરે? ૨પ૮.
ગાથાર્થઃ– [यः म्रियते] જે મરે છે [च] અને [यः दुःखितः जायते] જે દુઃખી થાય છે [सः सर्वः] તે સૌ [कर्मोदयेन] કર્મના ઉદયથી થાય છે; [तस्मात् तु] તેથી [मारितः च दुःखितः] ‘મેં માર્યો, મેં દુઃખી કર્યો’ [इति] એવો [ते] તારો અભિપ્રાય [न खलु मिथ्या] શું ખરેખર મિથ્યા નથી?
[च] વળી [यः न म्रियते] જે નથી મરતો [च] અને [न दुःखितः] નથી દુઃખી થતો [सः अपि] તે પણ [खलु] ખરેખર [कर्मोदयेन च एव] કર્મના ઉદયથી જ થાય છે; [तस्मात्] તેથી [न मारितः च न दुःखितः] ‘મેં ન માર્યો, મેં ન દુઃખી કર્યો’ [इति] એવો તારો અભિપ્રાય [न खलु मिथ्या] શું ખરેખર મિથ્યા નથી?
ટીકાઃ– જે મરે છે અથવા જીવે છે, દુઃખી થાય છે અથવા સુખી થાય છે, તે ખરેખર પોતાના કર્મના ઉદયથી જ થાય છે, કારણ કે પોતાના કર્મના ઉદયના
PDF/HTML Page 2575 of 4199
single page version
य एवाध्यवसायोऽयमज्ञानात्माऽस्य द्रश्यते।। १७०।।
અભાવમાં તેનું તે પ્રમાણ થવું (અર્થાત્ મરવું, જીવવું, દુઃખી થવું કે સુખી થવું) અશક્ય છે. માટે ‘મેં આને માર્યો, આને જિવાડયો, આને દુઃખી કર્યો, આને સુખી કર્યો’ એવું દેખનાર અર્થાત્ માનનાર મિથ્યાદ્રષ્ટિ છે.
ભાવાર્થઃ– કોઈ કોઈનું માર્યું મરતું નથી, જિવાડયું જીવતું નથી, સુખી-દુઃખી કર્યું સુખી-દુઃખી થતું નથી; તેથી જે મારવા, જિવાડવા આદિનો અભિપ્રાય કરે તે તો મિથ્યાદ્રષ્ટિ જ હોય-એમ નિશ્ચયનું વચન છે. અહીં વ્યવહારનય ગૌણ છે.
હવે આગળના કથનની સૂચનારૂપ શ્લોક કહે છેઃ- શ્લોકાર્થઃ– [अस्य मिथ्याद्रष्टेः] મિથ્યાદ્રષ્ટિને [यः एव अयम् अज्ञानात्मा अध्यवसायः द्रश्यते] જે આ અજ્ઞાનસ્વરૂપ *અધ્યવસાય જોવામાં આવે છે [सः एव] તે અધ્યવસાય જ, [विपर्ययात्] વિપર્યયસ્વરૂપ (-વિપરીત, મિથ્યા) હોવાથી, [अस्य बन्धहेतुः] તે મિથ્યાદ્રષ્ટિને બંધનું કારણ છે.
ભાવાર્થઃ– જૂઠો અભિપ્રાય તે જ મિથ્યાત્વ, તે જ બંધનું કારણ-એમ જાણવું. ૧૭૦.
હવે આ અર્થને ગાથા દ્વારા કહે છેઃ-
‘જે મરે છે અથવા જીવે છે, દુઃખી થાય છે અથવા સુખી થાય છે, તે ખરેેખર પોતાના કર્મના ઉદયથી જ થાય છે, કારણ કે પોતાના કર્મના ઉદયના અભાવમાં તેનું તે પ્રમાણે થવું અશકય છે.’
જીવ મરે છે ને જીવ જીવે છે એટલે શું? અહાહા...! આત્મા તો અનાદિઅનંત વસ્તુ સદા પોતાના શુદ્ધ ચૈતન્યપ્રાણોથી જીવિત છે, તે કદીય મરતો નથી એવો અમર છે. તો પછી જીવ મરે છે ને જીવે છે એ શું છે? ભાઈ! એને બહારના પ્રાણો-પાંચ ઈન્દ્રિયો, મન-વચન-કાય, આયુને શ્વાસોચ્છ્વાસ-નો વિયોગ થવાથી એ મરે છે એમ કહેવાય છે અને તે પ્રાણોનો સંયોગ રહે તો તે જીવે છે એમ કહેવાય છે. એ જ પ્રમાણે એને અનુકૂળ સાધનોનો સંયોગ થવાથી એ સુખી છે અને પ્રતિકૂળ સાધનોનો સંયોગ થવાથી એ દુઃખી છે એમ લોકમાં કહે છે.
PDF/HTML Page 2576 of 4199
single page version
અહીં કહે છે-જે મરે છે અથવા જીવે છે, દુઃખી થાય છે અથવા સુખી થાય છે, તે ખરેખર પોતાના કર્મના ઉદયથી જ થાય છે. એટલે શું? કે બીજો કોઈ એને મારી કે જિવાડી શકતો નથી, બીજો કોઈ એને દુઃખી-સુખી કરી શકતો નથી. જે મરે છે તે ખરેખર પોતાના આયુકર્મના ક્ષયથી જ મરે છે, કોઈ બીજાનો માર્યો મરે છે એમ છે જ નહિ. વળી જે જીવે છે તે ખરેખર પોતાના આયુકર્મના ઉદયથી જ જીવે છે, કોઈ બીજાનો જિવાડયો જીવે છે એમ છે જ નહિ. તેવી જ રીતે આહાર, વસ્ત્ર, પાત્ર, ધન આદિ અનુકૂળ સામગ્રી વડે જે સુખી થાય છે તે શાતાવેદનીયના ઉદયથી જ સુખી થાય છે અને રોગ આદિ પ્રતિકૂળતા વડે દુઃખી થાય છે તે અશાતાવેદનીયના ઉદયથી જ દુઃખી થાય છે. એને કોઈ બીજો સુખી-દુઃખી કરે છે એમ છે નહિ. આવી વસ્તુવ્યવસ્થા છે.
અહીં, ‘ખરેખર કર્મના ઉદયથી જ’-એમ લીધું છે ને? તો કોઈ વળી કહે છે- જુઓ, કર્મને લઈને થાય છે કે નહિ?
અરે ભાઈ! એ તો નિમિત્તની મુખ્યતાથી વાત કરી છે. ‘બીજો બીજાનાં જીવન- મરણ, સુખ-દુઃખ કરી શકે છે’-એવા અભિપ્રાયનો નિષેધ કરવા ‘ખરેખર કર્મના ઉદયથી જ’ જીવનું જીવવું-મરવું તથા સુખી-દુઃખી થવું થાય છે એમ અહીં કહ્યું છે. બાકી જીવ જીવે છે તે પોતાની દેહમાં રહેવાની સ્થિતિની યોગ્યતાથી જ જીવે છે અને જીવ મરે છે તે પણ તેના દેહ-વિયોગની તે કાળે યોગ્યતા છે તેથી મરે છે. આયુકર્મના ક્ષયથી મરે છે ને આયુકર્મના ઉદયથી જીવે છે એમ કહેવું એ તો નિમિત્તનું જ્ઞાન કરાવનારું વ્યવહારનું કથન છે.
તેવી રીતે બહારના આહારાદિ અનુકૂળ સંયોગો આવે છે તે તો એના પોતાના કારણે પોતાથી આવે છે ને તેમાં શાતાના ઉદયનું નિમિત્ત છે તથા રોગ આદિ પ્રતિકૂળ સંયોગો આવે છે તે પણ એના પોતાના કારણે આવે છે ને એમાં અશાતાના ઉદયનું નિમિત્ત છે. અહા! બહારના સંયોગો-રજકણે રજકણ-પોતાની જે તે અવસ્થા સહિત આવવાના હોય તે જ આવે છે અને તે કાળે શાતા કે અશાતાનું નિમિત્ત હોય છે; પણ નિમિત્તના કારણે સંયોગ આવે છે એમ નથી. લોકમાં કહે છે ને કે-‘દાણે દાણે ખાનારનું નામ છે;’ મતલબ કે જે રજકણો જેના સંયોગમાં જવાના છે તે પ્રતિનિશ્ચિતપણે તેના સંયોગમાં જવાના જ છે; કોઈ બીજો બીજાને સંયોગ આપે વા એના સંયોગ બદલી દે એમ છે જ નહિ.
એ પરમાણુ-આહાર-ઔષધાદિના રજકણો-જે આવવા યોગ્ય હોય તે તેના કાળે સંયોગમાં પોતાની યોગ્યતાથી જ આવે છે અને તેમાં આને શાતાનું નિમિત્ત હોય છે. હવે ત્યાં બીજો એમ કહે કે-‘આ હું દઉં છું’ તો કહે છે-એમ નથી. ‘એ ભૂખથી પીડાતો હતો ને મેં એને શીરો ખવડાવ્યો’-એમ કોઈ માને તો કહે છે કે
PDF/HTML Page 2577 of 4199
single page version
એ માન્યતા યથાર્થ નથી, કેમકે શીરો એને મળ્યો એ તો એના શાતાના ઉદયને લઈને મળ્યો છે, એમાં તારું કાંઈ કર્તવ્ય નથી. એ જ કહ્યું ને કે-જીવને પોતાના કર્મના ઉદયના અભાવમાં તેનું જીવન-મરણ, સુખી-દુઃખી થવું અશક્ય છે. અહા! બીજો બીજાનું કામ કરી દે એ અશક્ય છે.
હવે કહે છે- ‘માટે મેં આને માર્યો, આને જિવાડયો, આને દુઃખી કર્યો, આને સુખી કર્યો-એવું દેખનાર અર્થાત્ માનનાર મિથ્યાદ્રષ્ટિ છે.’
જીવોને જીવન-મરણ, સુખ-દુઃખ પોતાના કર્મના ઉદયથી જ થાય છે. આમ વસ્તુવ્યવસ્થા હોવા છતાં, જે એમ માને છે કે- મેં આને શસ્ત્રથી મારી નાખ્યો, મેં આને સર્પ કરડાવીને મારી નાખ્યો, મેં આને ઝેર આપીને મારી નાખ્યો- તે મિથ્યાદ્રષ્ટિ છે, અજ્ઞાની છે; કેમકે એના આયુકર્મના ક્ષય વિના કોઈનું મરણ થઈ શકતું નથી, તેવી રીતે જે એમ માને છે કે- મેં આને આહાર-પાણી, ઔષધાદિ વડે જિવાડયો તો એ પણ મિથ્યાદ્રષ્ટિ છે, અજ્ઞાની છે; કેમકે એના આયુકર્મના ઉદય વિના કોઈનું જીવન ટકી શકતું નથી.
વળી બીજો જીવ સુખી થાય છે તે શાતાના ઉદયના કારણે સુખી થાય છે. હવે એને બદલે આ એમ માને કે મેં અનુકૂળ સામગ્રી દીધી માટે સુખી થયો તો કહે છે- તે મિથ્યાદ્રષ્ટિ છે, કેમકે શાતાકર્મના અભાવમાં કોઈ સુખી થઈ શકતું નથી, એ જ રીતે બીજો જીવ દુઃખી થાય છે તે અશાતાવેદનીયના ઉદયથી દુઃખી થાય છે. હવે એને બદલે આ એમ માને કે-મેં પ્રતિકૂળતા દઈને દુઃખી કર્યો તો તે મિથ્યાદ્રષ્ટિ છે, કેમકે અશાતા વેદનીયના ઉદય વિના કોઈ દુઃખી થઈ શકતો નથી. આવી વાત છે.
કહે છે-મેં આને માર્યો, જિવાડયો, સુખી કર્યો કે દુઃખી કર્યો-એવું દેખનાર અર્થાત્ માનનાર મિથ્યાદ્રષ્ટિ છે. મિથ્યા અહંકાર છે ને એમાં? અહીં અહંકાર શબ્દ નથી નાખ્યો, પણ ભાઈ! હું બીજાને મારી-જિવાડી શકું છું કે સુખી-દુઃખી કરી શકું છું- એ અભિપ્રાય પોતે જ મિથ્યા અહંકાર છે અને તે વડે જીવ મિથ્યાદ્રષ્ટિ છે. કોઈ એમ માને કે-આપણે કરીએ, કરી શકીએ, પણ એનો અહંકાર ન કરવો-તો એમ છે નહિ. આપણે પરનું કરીએ વા કરી શકીએ એ અભિપ્રાય પોતે જ અહંકાર રૂપ મિથ્યાભાવ છે. એવા અભિપ્રાયવાળો મિથ્યાદ્રષ્ટિ છે, એને સત્યની ખબર નથી.
સમયસાર નાટકમાં શ્રી બનારસીદાસે કહ્યું છે ને કે-
અહાહા...! આ પરનાં લેવા દેવાનાં, જીવન-મરણનાં ને સુખ-દુઃખનાં કાર્યોનો
PDF/HTML Page 2578 of 4199
single page version
કર્તા થાય તે અજ્ઞાની છે. પરનાં કાર્ય કરવાનો અભિપ્રાય સેવે છે તે જાણનાર રહેતો નથી. પણ જે કર્તા થતો નથી તે જાણનાર રહે છે અને તે જ્ઞાની છે. અહા! હું તો એક જ્ઞાનસ્વરૂપ છું, પરનાં કાર્યો તો પરથી-એનાથી થાય, હું તો એનો જાણનાર માત્ર સાક્ષી છું એમ જાણવામાત્રપણે પરિણમે તે જ્ઞાની છે.
અહાહા......! આત્મા નિર્મળાનંદનો નાથ પ્રભુ સદા જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન છે. તેના અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિનો આ ઉપાય છે. શું? કે- પરની ક્રિયા હું કરી શકતો નથી, પરનાં જીવન-મરણ કે સુખ દુઃખ હું કરી શકતો નથી, પરનાં કાર્યો પરમાં પરથી થાય, હું તો જાણનાર-દેખનારમાત્ર છું-એમ જાણવા-દેખવામાત્રપણે પરિણમવું તે સાચા આનંદની પ્રાપ્તિનો ઉપાય છે. ભાઈ! કરવાનો અભિપ્રાય એ તો બોજો-દુઃખ છે, અને જાણવાપણે રહેવું એમાં નિરાકુળ આનંદ છે. જ્ઞાની સદા નિરાકુળ આનંદની મોજમાં રહે છે.
‘કોઈ કોઈનું માર્યું મરતું નથી, જિવાડયું જીવતું નથી, સુખી-દુઃખી કર્યું સુખી- દુઃખી થતું નથી; તેથી જે મરવા, જિવાડવા આદિનો અભિપ્રાય કરે તે તો મિથ્યાદ્રષ્ટિ જ હોય-એમ નિશ્ચયનું વચન છે.
આ પુરુષો બધા સ્ત્રી-પુત્ર-પરિવારને જિવાડે છે કે નહિ? અને આ બધા શેઠિયા નોકરોને જિવાડે છે કે નહિ?
ભાઈ! કોણ જિવાડે? હું પરને જિવાડું-એવો અહંકાર છે એ તો મિથ્યાત્વશલ્ય છે. એ શલ્યના કારણે ભગવાન! તું નરક નિગોદના ને કીડી-કીડાના અનંત-અનંત ભવ કરીને મરી ગયો છે. ભાઈ! તારા અપાર-પારાવાર દુઃખને જોનારા પણ કંપી ઊઠે એવા તેં દુઃખ સહન કર્યાં છે. એ દુઃખ કેમ કહ્યાં જાય? ભાઈ! એ દુઃખથી ઉગરવું હોય તો સુલટી જા, પરનાં કાર્ય કરું-એ અભિપ્રાય છોડી દે. આ છોકરાંને પાળું-પોષું, મોટા કરું ને સુખી કરું-એ વાત જવા દે અને અંદર જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન વિરાજી રહ્યો છે તેમાં જા, તને અતીન્દ્રિય સુખ થશે.
અહા! કોઈ કોઈનું કાંઈ કરી શકતું નથી એ મૂળ સિદ્ધાંત છે. તેથી જે બીજાને મારવા-જિવાડવા આદિનો અભિપ્રાય કરે છે તે નિયમથી મિથ્યાદ્રષ્ટિ છે. આ નિશ્ચયનું વચન છે એટલે આ સત્યાર્થ છે. અહીં વ્યવહારનય ગૌણ છે. આણે આને માર્યો-જિવાડયો એમ વ્યવહારથી કહેવાય પણ વસ્તુસ્વરૂપ એમ નથી. તેથી અહીં વ્યવહારનય ગૌણ છે. આવી વાત છે.
હવે આગળના કથનની સૂચનારૂપ શ્લોક કહે છેઃ-
PDF/HTML Page 2579 of 4199
single page version
‘अस्य मिथ्याद्रष्टेः’ મિથ્યાદ્રષ્ટિને એટલે જેની જૂઠી દ્રષ્ટિ છે, સમ્યક્દ્રષ્ટિથી વિરુદ્ધ અસત્યદ્રષ્ટિ છે તેને ‘यઃ एव अयम् अज्ञानात्मा अध्यवसायः द्रश्यते’ જે આ અજ્ઞાનસ્વરૂપ અધ્યવસાય જોવામાં આવે છે ‘सः एव’ તે અધ્યવસાય જ, विपर्ययात्’ વિપર્યયસ્વરૂપ હોવાથી, ‘अस्य बन्धहेतुः’ તે મિથ્યાદ્રષ્ટિને બંધનું કારણ છે.
અહાહા...! શું કહે છે? કે મેં આને જિવાડયો, આ બધાં છોકરાંને પાળી-પોષીને મોટાં કર્યાં, ભણાવ્યાં-ગણાવ્યાં, સારા સંસ્કાર દઈને સંસ્કારી કર્યાં-ઈત્યાદિ બધો અજ્ઞાનરૂપ અધ્યવસાય છે.
જુઓ, જે પરિણામ મિથ્યા અભિપ્રાય સહિત હોય (-સ્વપરના એકત્વના અભિપ્રાય સહિત હોય) અથવા વૈભાવિક હોય તે પરિણામ માટે અધ્યવસાય શબ્દ વપરાય છે.
ત્યારે કોઈ વળી કહે છે- બીજાને મારવા જિવાડવાનો અધ્યવસાય એટલે અભિપ્રાય બંધનું કારણ છે, અર્થાત્ જે એકત્વબુદ્ધિ હોય તે બંધનું કારણ છે, પણ એવો ભાવ નહિ.
અરે ભાઈ! અધ્યવસાયનો અર્થ ભાવ પણ થાય ને એકત્વબુદ્ધિ થાય-એમ એના બે અર્થ થાય છે.
ત્યારે તે કહે છે- જિવાડવાનો ભાવ છે એ તો પ્રશસ્ત જ છે, એનું ફળ પણ પ્રશસ્ત જ છે. (એટલે કે એનું ફળ મોક્ષ છે)
પ્રવચનસારમાં શ્રાવકના અધિકારમાં (ગાથા રપપ માં) ‘रागो पसत्थभूदो ‘એમ આવે છે. ત્યાં આશય એમ છે કે જે પ્રશસ્ત પદ (તીર્થંકર, ચક્રવર્તી, બળદેવ આદિ પદ) મળે છે તે એને (-સમ્યગ્દ્રષ્ટિને) પ્રશસ્તરાગ-સ્વરૂપ શુભોપયોગથી મળે છે, લ્યો, આમાંથી તે આવો અર્થ કાઢે છે કે- પ્રશસ્તરાગથી પ્રશસ્તપદ મળે અને એ પદથી મોક્ષ થાય; માટે પ્રશસ્તરાગ બંધનું કારણ નથી. પરંતુ ભાઈ! પ્રશસ્તરાગ પણ છે તો બંધનું જ કારણ. અહીં સમ્યગ્દ્રષ્ટિના પ્રસંગમાં એ ગૌણ છે એ બીજી વાત છે.
વળી કોઈ લોકો એમ કહે છે કે-સમયસારના પુણ્ય-પાપ અધિકારમાં (ગાથા ૧૪૭માં) જે શુભાશુભ કર્મ સાથે રાગ અને સંસર્ગનો નિષેધ કરવામાં આવ્યો છે તે જડકર્મની વાત છે, શુભાશુભ ભાવ સાથે રાગ અને સંસર્ગનો નિષેધ નથી કર્યો.
અરે ભાઈ! શાસ્ત્રમાં (સ. ગા. ૧પ૩ માં) અમૃતચંદ્રાચાર્યે ‘કર્મ’ શબ્દનો અર્થ કરતાં વ્રત, નિયમ, શીલ, તપ, વગેરે બધાને કર્મ કહ્યું છે. વળી પ્રશસ્ત રાગના હેતુ, સ્વભાવ, અનુભવ અને આશ્રય- એમ ચાર ભેદનો નિષેધ કરીને શુભાશુભ કર્મ એક જ છે એમ સિદ્ધ કર્યું છે. એટલે શુભાશુભ પરિણામ પણ કર્મ કહેવાય છે અને એનું બંધન પણ કર્મ કહેવાય છે. ભાઈ! શાસ્ત્રના અભિપ્રાય સાથે પોતાની દ્રષ્ટિ કેળવવી જોઈએ. પોતાની દ્રષ્ટિએ શાસ્ત્રના ઊંધા અર્થ કરે એ તો મહા વિપરીતતા છે.
PDF/HTML Page 2580 of 4199
single page version
અધ્યવસાયના આટલા અર્થ છે.ઃ- જે પરિણામ સ્વ-પરના એકત્વના અભિપ્રાય સહિત હોય અથવા વૈભાવિક હોય તે પરિણામ માટે અધ્યવસાય શબ્દ વપરાય છે. કોઈ ઠેકાણે સ્વ-પરની એકત્વબુદ્ધિ સહિત હોય તે પરિણામને અજ્ઞાનસ્વરૂપ અધ્યવસાય અથવા મિથ્યા અભિપ્રાય કહેવામાં આવે છે.
વળી કોઈ ઠેકાણે એકલા (સ્વપરની એકત્વબુદ્ધિ રહિત) પરિણામ હોય તેને પણ અધ્યવસાય કહેવામાં આવે છે; અને
કોઈ ઠેકાણે નિર્મળ (શુદ્ધ) પરિણામ માટે પણ અધ્યવસાય શબ્દ વપરાયો છે. અહીં કહે છે-જે આ અજ્ઞાનસ્વરૂપ અધ્યવસાય જોવામાં આવે છે તે અધ્યવસાય વિપર્યયસ્વરૂપ-મિથ્યા હોવાથી તે મિથ્યાદ્રષ્ટિને બંધનું કારણ છે.
ભાઈ! આને (-પરને) હું મારી-જીવાડી શકું કે સુખી-દુઃખી કરી શકું, સુખ- દુઃખનાં સાધનો દઈ શકું’-એ બધી આત્માના જ્ઞાનસ્વરૂપથી તદ્ન વિપરીત માન્યતા છે; આત્માના સ્વભાવથી વિરુદ્ધ ભાવ હોવાથી તેને વિભાવ પરિણામ કહો કે અધ્યવસાય કહો-એ અધ્યવસાય જ મિથ્યાદ્રષ્ટિને બંધનું કારણ છે.
ભાઈ! હું પરને જિવાડું-એમ અધ્યવસાય તું કરે પણ ત્રણકાળમાં એમ કરી શકે નહિ. એનું આયુ હોય તો જીવે ને ન હોય તો ન જીવે; પણ તારું જિવાડયું જીવે એમ ત્રણકાળમાં બની શકે નહિ. આ શેઠિયાઓ બહુ ધનવાન હોય અને ઘણા નોકરો રાખે ને માને કે અમે બધાને નભાવીએ છીએ તો કહે છે-ધૂળેય નભાવતો નથી તું, સાંભળને. ‘હું પરને નભાવું છું’-એ માન્યતા જ તારી જૂઠી છે, કેમકે જગતની પ્રત્યેક વસ્તુ સ્વતંત્ર છે.
અહાહા...! ભગવાન તું સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ અખંડ એક જ્ઞાનમાત્ર વસ્તુ સ્વતંત્ર છો. તને ખબર નથી પ્રભુ! પણ તું શાશ્વત જ્ઞાન અને આનંદનો ભંડાર અંદર સદા પરમાત્મસ્વરૂપે શાશ્વત બિરાજમાન છો. અહા! તારા આનંદ-સુખની પ્રાપ્તિ પ્રભુ! તારાથી જ (સ્વના આશ્રયથી જ) થાય છે; પણ પર મને સુખી કરશે કે પરને કંઈક દઉં તો હું સુખી થઈશ એ માન્યતા જ મિથ્યા શલ્ય છે, બંધનું કારણ છે સમજાણું કાંઈ...?