Pravachan Ratnakar (Gujarati). Gatha: 259-264.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 130 of 210

 

PDF/HTML Page 2581 of 4199
single page version

ગાથા–૨પ૯

एसा दु जा मदी दे दुक्खिदसुहिदे करेमि सत्ते त्ति। एसा दे मूढमदी सुहासुहं बंधदे कम्मं।। २५९।।

एषा तु या मतिस्ते दुःखितसुखितान् करोमि सत्त्वानिति।
एषा ते
मूढमतिः शुभाशुभं बध्नाति कर्म।। २५९।।

હવે, આ અજ્ઞાનમય અધ્યવસાય જ બંધનું કારણ છે એમ ગાથામાં કહે છેઃ-

આ બુદ્ધિ જે તુજ–‘દુખિત તેમ સુખી કરુ છું જીવને’,
તે મૂઢ મતિ તારી અરે! શુભ અશુભ બાંધે કર્મને. ૨પ૯.

ગાથાર્થઃ– [ते] તારી [या एषा मतिः तु] જે આ બુદ્ધિ છે કે હું [सत्त्वान्] જીવોને [दुःखितसुखितान्] દુઃખી-સુખી [करोमि इति] કરું છું, [एषा ते मूढमतिः] તે આ તારી મૂઢ બુદ્ધિ જ (મોહસ્વરૂપ બુદ્ધિ જ) [शुभाशुभं कर्म] શુભાશુભ કર્મને [बध्नाति] બાંધે છે.

ટીકાઃ– ‘પર જીવોને હું હણું છું, નથી હણતો, દુઃખી કરું છું, સુખી કરું છું’ એવો જે આ અજ્ઞાનમય અધ્યવસાય મિથ્યાદ્રષ્ટિને છે, તે જ (અર્થાત્ તે અધ્યવસાય જ) પોતે રાગાદિરૂપ હોવાથી તેને (-મિથ્યાદ્રષ્ટિને) શુભાશુભ બંધનું કારણ છે.

ભાવાર્થઃ– મિથ્યા અધ્યવસાય બંધનું કારણ છે.

* * *
સમયસાર ગાથા ૨પ૯ઃ મથાળું

હવે, આ અજ્ઞાનમય અધ્યવસાય જ બંધનું કારણ છે એમ ગાથામાં કહે છેઃ-

* ગાથા ૨પ૯ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘પર જીવોને હું હણું છું, નથી હણતો, દુઃખી કરું છું, સુખી કરું છું-એવો જે આ અજ્ઞાનમય અધ્યવસાય મિથ્યાદ્રષ્ટિને છે, તે જ પોતે રાગાદિરૂપ હોવાથી તેને (- મિથ્યાદ્રષ્ટિને) શુભાશુભ બંધનું કારણ છે.’

આત્મા સચ્ચિદાનંદ પ્રભુ નિત્ય નિરંજન એક જ્ઞાનસ્વભાવ માત્ર વસ્તુ છે. એમાં આ હું પરને હણું ને ન હણું એવો જે અજ્ઞાનમય રાગ-દ્વેષ-મોહના, પાપ ને પુણ્યના પરિણામ થાય તે, કહે છે, મિથ્યાદ્રષ્ટિને બંધનું કારણ છે.


PDF/HTML Page 2582 of 4199
single page version

અહાહા...! અનંત-અનંત ગુણોનું ગોદામ પ્રભુ આત્મા છે. તેમાં જેમ જાણગ- જાણગ-જાણગ એવો એક જ્ઞાનસ્વભાવ ગુણ છે તેવો કર્તાસ્વભાવ એક ગુણ છે, જે પોતાની શુદ્ધ નિર્મળ વીતરાગી પરિણતિને કરે છે. શું કીધું? આત્મામાં એક અનંતસામર્થ્યયુક્ત કર્તા નામનો ગુણ છે જે પોતાની નિર્મળ નિર્વિકાર પરિણતિનો-કર્મનો કરનારો છે વળી એમાં જેના વડે નિર્મળ નિર્વિકાર રત્નત્રયરૂપ કર્મ નામ કાર્ય થાય એવો કર્મ નામનો પણ ગુણ છે, અહાહા...! પોતામાં કર્મ નામ કાર્ય થાય એવો આત્મામાં કર્મ નામનો ગુણ છે. અહાહા...! પરને લઈને કર્મ નામ કાર્ય થાય એ વસ્તુસ્વભાવ જ નથી. હવે આવું સાંભળવાય મળે નહિ એને ધર્મ-નિર્મળ કર્મ ક્યાંથી થાય?

આ શુભ રાગના-વ્યવહારરત્નત્રયના પરિણામથી જીવને ધર્મ નામ ધર્મરૂપી કર્મ- કાર્ય થાય એમ છે નહિ; પણ એનામાં કર્મ નામનો ગુણ નામ શક્તિ છે જેને લઈને નિર્મળ ધર્મરૂપી કાર્ય (-કર્મ) પ્રગટ થાય છે. અહીં કર્મ એટલે જડ કર્મ (જ્ઞાનાવરણાદિ) કે ભાવ કર્મ (રાગાદિ) ની વાત નથી. અહીં તો આત્મામાં કર્તા-શક્તિની જેમ બેહદ કે સામર્થ્યવાળી કર્મ નામની એક શક્તિ છે જેનાથી નિર્મળ વીતરાગપરિણતિરૂપ દશા (ધર્મરૂપી કાર્ય) થાય છે. લ્યો, આવી વાત છે; પણ વ્યવહારરત્નત્રયના કારણથી નિર્મળ રત્નત્રયરૂપી કર્મ-કાર્ય થાય છે એમ છે નહિ. આવું આકરું લાગે બાપુ! પણ શું થાય? મારગ તો આવો છે.

હવે આમાં કોઈ પંડિતો વાંધા કાઢે છે, એમ કે વ્યવહારથી નિશ્ચય થાય.

વાંધા કાઢે એ તો પોતાની ઊંધાઈ છે ભાઈ! બાકી ન્યાયથી તો સમજવું પડશે કે નહિ? અરે ભાઈ! પોતાની સત્તાનું કાર્ય પોતાની સત્તાથી છે કે પોતાની સત્તાનું કાર્ય બીજી સત્તા કરે? શું બીજી સત્તા પોતામાં ભળી જાય છે કે તે પોતાની સત્તાનું કાર્ય કરે? એમ તો બનતું નથી. એ તો કીધું ને કે-આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ નિત્ય નિરંજન પૂરણ પવિત્ર પરમાત્મસ્વરૂપ છે. એમાં જેમ પોતાની નિર્મળ પરિણતિરૂપ કાર્યને કરે એવો કર્તાગુણ છે તેમ પોતાની નિર્મળ પરિણતિરૂપ કર્મ થાય એવો કર્મ નામનો પણ ગુણ છે.

અહા! આ દેહ છે એ તો જડ માટી છે, અને જે દયા, દાન, ભક્તિ આદિના વિકલ્પ થાય છે તે વિકાર છે, વિભાવ છે. જ્યારે ભગવાન આત્મા દેહ ને વિભાવથી ભિન્ન એક જ્ઞાયકભાવમાત્ર ચૈતન્યમૂર્તિ પ્રભુ છે. તેમાં જેનાથી નિર્મળ રત્નત્રયરૂપ કર્મ થાય એવો કર્મ નામનો ગુણ છે. અહાહા...! અનંત ગુણની નિર્મળ પરિણતિનું કારણ એવો ‘કર્મ’ નામનો આત્મામાં ગુણ છે. ભાઈ! આ જે શુદ્ધ ચેતન્યપરિણતિરૂપ રત્નત્રયની પર્યાય પ્રગટ થાય એનું કારણ એમાં કર્મ નામનો ગુણ છે. પણ એમ નથી કે આ દયા, દાન, ભક્તિ આદિ વ્યવહારરત્નત્રયના રાગથી એ સ્વભાવપરિણતિ પ્રગટ


PDF/HTML Page 2583 of 4199
single page version

થાય છે. રાગ તો વિભાવ છે; એનાથી સ્વભાવ કેમ પ્રગટ થાય? રાગ કાંઈ આત્માનો ગુણ નથી કે એનાથી આત્માનું ચૈતન્યસ્વભાવમય કાર્ય પ્રગટે. આવી વાતુ છે પ્રભુ! બેસે ન બેસે એમાં જગત સ્વતંત્ર છે. બાકી અંદર દેહમાં દેહાતીત ચૈતન્યમહાપ્રભુ વિરાજમાન છે તે નિઃસંદેહ બેસે એવી જ ચીજ છે.

અહીં કહે છે-હું પર જીવોને હણું છું, નથી હણતો અર્થાત્ જિવાડું છું- એવો જે મિથ્યાદ્રષ્ટિને અધ્યવસાય છે તે રાગ-દ્વેષ-મોહરૂપ હોવાથી તેને બંધનું કારણ છે.

અહાહા...! પ્રત્યેક દ્રવ્ય પોતાના ગુણ-પર્યાયથી સ્વતંત્ર છે. કોઈ અન્યના ગુણપર્યાયને કરવા શક્તિમાન નથી. વળી કોઈ અન્યના પુણ્ય-પાપના ઉદયને કરવા કે બદલવા શક્તિમાન નથી. આ વસ્તુસ્થિતિ છે. આમ છતાં કોઈ એમ માને કે હું આને (- પરને) હણું છું તો તે એનું અજ્ઞાન છે. ના, આને હણવો નથી, આને હું જિવાડું-જીવતો રાખું-એમ અભિપ્રાય કરે તે પણ એનું અજ્ઞાન છે, મૂઢતા છે અરે ભાઈ! પરને હણવા- જિવાડવાની કે પરને સુખી-દુઃખી કરવાની તારી શક્તિ જ નથી. પરનાં કાર્ય કરવાનું તારા અધિકારમાં જ નથી. તેથી તું એ બધા વિકલ્પ કરે તે મિથ્યા છે, બંધનું કારણ છે. સમજાણું કાંઈ....? અહાહા....! આ નાગાને વસ્ત્ર, ભૂખ્યાને અન્ન, નિરાશ્રિતને આશ્રય ઈત્યાદિ વડે બીજાને હું સુખી કરું એવો વિકલ્પ ભગવાન! મિથ્યા છે, કેમકે તે સુખી થાય છે એ તો પોતાના પુણ્યના ઉદયે થાય છે, તારાથી નહિ. અહા! બીજાને જિવાડું, સુખી કરું,-એ વિકલ્પ અવશ્ય શુભભાવ છે પણ તે પરના એકત્વરૂપ મિથ્યાત્વસહિત છે; તે બંધનું જ કારણ છે.

અત્યારે કોઈ પંડિતો કહે છે-હું પરને જિવાડું-એવો અધ્યવસાય (પરમાં એકત્વબુદ્ધિ) બંધનું કારણ છે, પણ એને જિવાડવાનો ભાવ કાંઈ બંધનું કારણ નથી.

અરે ભાઈ! તું શું કહે છે આ? આ બહારની ખાલી પંડિતાઈ તને નુકશાન કરશે બાપુ! આ ચોખ્ખું તો અહીં લીધું છે કે-‘એવો જે અજ્ઞાનમય અધ્યવસાય મિથ્યાદ્રષ્ટિને છે, તે જ (અધ્યવસાય) પોતે રાગાદિરૂપ હોવાથી તેને (-મિથ્યાદ્રષ્ટિને) શુભાશુભ બંધનું કારણ છે.’ લ્યો, આમાં સ્પષ્ટ ભાષામાં લીધું કે-તે અધ્યવસાય પોતે રાગાદિરૂપ અર્થાત્ રાગ-દ્વેષ-મોહરૂપ, પુણ્ય-પાપરૂપ હોવાથી શુભાશુભ બંધનું કારણ છે. જિવાડવાનો શુભભાવ પણ બંધનું જ કારણ છે. સમજાણું કાંઈ...?

અહા! આત્મા અંદર ચિન્માત્ર એક પૂરણ પરમાત્મસ્વરૂપ પ્રભુ છે. એ પરનું શું કરે? અને એ પરમાંથી શું લે? એનામાં શું ખામી છે કે તે પરને ઈચ્છે? અરે! પોતાના પૂરણ પરમાત્મપદના ભાન વિના તે અનાદિથી પરાધીન થઈ રહ્યો છે! આ તો જેમ ચક્રવર્તીને કોઈ ભૂલથી વાઘરણ પરણી હોય તે પોતે મહારાણી છે તોપણ જૂની ટેવ પ્રમાણે ગોખમાં ટોપલી મૂકીને કહે- બટકું રોટલો આપજો બા!-તેમ આ મોટો


PDF/HTML Page 2584 of 4199
single page version

ચૈતન્યચક્રવર્તી પૂરણ આનંદનો નાથ પ્રભુ પોતે છે છતાં પોતાની પ્રભુતાના ભાન વિના ભિખારીની પેઠે બહારથી-પરથી માગે કે-સુખ દેજો મને. આ ભોગમાંથી-વિષયમાંથી- પૈસા-ધૂળમાંથી સુખ માગે છે. અહીં કહે છે- હું પરને સુખી કરું વા પર મને સુખી કરે એ અધ્યવસાય મિથ્યાત્વ છે અને તે બંધનું કારણ છે, દુઃખનું કારણ છે.

અહાહા....! ભગવાન તું વસ્તુ છો કે નહિ? અનંત-અનંત ગુણનું વાસ્તુ એવી તું વસ્તુ છો પ્રભુ! તારી પ્રભુતાની તને ખબર નથી પણ જેમાં અનંત શક્તિઓ એક પણે વસેલી છે એવો તું અનંત ગુણોનું સંગ્રહાલય-ગોદામ ભગવાન આત્મા છો. જેમ ગળપણ સાકરનો સ્વભાવ છે તેમ જ્ઞાન અને આનંદ તારો સ્વભાવ છે નાથ! એમાંથી કાઢવું હોય તેટલું કાઢ, તોય કદી ખૂટે નહિ એવો તારો બેહદ સ્વભાવ છે. આવો જ્ઞાનાનંદરૂપ સ્વરૂપલક્ષ્મીનો અખૂટ ભંડાર પ્રભુ તું, અને આ દેહમાં ને રાગમાં ને વિષયોમાં ક્યાં મુંઝાઈ ગયો! એનાથી (દેહ, રાગ ને વિષયોથી) હું સુખી છું એ વાત (-અધ્યવસાય) જવા દે પ્રભુ! આનંદનો ભંડાર તું પોતે છે એમાં જા. આ બીજાની દયા કરું, ને બીજાને દાન દઉં ને બીજાની ભક્તિ કરું-એમ રાગનો અભિપ્રાય છોડી દે; અને પોતાની દયામાં, પોતાને દાન દેવામાં જે પોતાની ભક્તિમાં પોતાને લગાવી દે. આ તારા હિતનો માર્ગ છે.

અહા! અશુભથી બચવા, દયા, દાન, ભક્તિ ઈત્યાદિનો શુભરાગ આવે, પણ એનાથી પોતાનું કલ્યાણ થઈ જાય એ વાત ત્રણ કાળમાં સત્ય નથી.

અહીં કહે છે-હું પરને જિવાડું, હણું, સુખી-દુઃખી કરું-ઈત્યાદિ જે અધ્યવસાય છે તે અધ્યવસાય પોતે પુણ્ય-પાપના ભાવરૂપ, રાગાદિરૂપ હોવાથી શુભાશુભ બંધનું કારણ છે. આવો અધ્યવસાય મિથ્યાદ્રષ્ટિને હોય છે અને તેને તે બંધનું જ કારણ છે. (જ્ઞાની તો જે દયા, દાનનો વિકલ્પ આવે તેનો સ્વામી-કર્તા થતો જ નથી, એ તો જાણનાર જ રહે છે). આવી વાત છે.

[પ્રવચન નં. ૩૧૭*દિનાંક ૧ર-ર-૭૭]
×

PDF/HTML Page 2585 of 4199
single page version

ગાથા ૨૬૦–૨૬૧
दुक्खिदसुहिदे सत्ते करेमि जं एवमज्झवसिदं ते।
तं पावबंधगं वा पुण्णस्स व बंधगं होदि।।
२६०।।
मारिमि जीवावेमि य सत्ते जं एवमज्झवसिदं ते।
तं पावबंधगं वा पुण्णस्स व बंधगं होदि।।
२६१।।
दुःखितसुखितान् सत्त्वान् करोमि यदेवमध्यवसितं ते।
तत्पापबन्धकं वा पुण्यस्य वा बन्धकं भवति।। २६०।।
मारयामि जीवयामि वा सत्त्वान् यदेवमध्यवसितं ते।
तत्पापबन्धकं वा पुण्यस्य वा बन्धकं भवति।।
२६१।।

હવે, અધ્યવસાયને બંધના કારણ તરીકે બરાબર નક્કી કરે છે-ઠરાવે છે (અર્થાત્ મિથ્યા અધ્યવસાય જ બંધનું કારણ છે એમ નિયમથી કહે છે)ઃ-

કરતો તું અધ્યવસાન–‘દુખિત–સુખી કરું છું જીવને’,
તે પાપનું બંધક અગર તો પુણ્યનું બંદ્યક બને. ૨૬૦.
કરતો તું અધ્યવસાન–‘મારું જિવાડું છું પર જીવને’,
તે પાપનું બંધક અગર તો પુણ્યનું બંધક બને. ૨૬૧.

ગાથાર્થઃ– ‘(सत्त्वान्] હું જીવોને [दुःखितसुखितान्] દુઃખી-સુખી [करोमि] કરું છું’ [एवम्] આવું [यत् ते अध्यवसितं] જે તારું *અધ્યવસાન, [तत्] તે જ [पापबन्धकं वा] પાપનું બંધક [पुण्यस्य बन्धकं वा] અથવા પુણ્યનું બંધક [भवति] થાય છે.

[सत्त्वान्] હું જીવોને [मारयामि वा जीवयामि] મારું છું અને જિવાડું છું’ [एवम्] આવું [यत् ते अध्यवसितं] જે તારું અધ્યવસાન, [तत्] તે જ [पापबन्धकं वा] પાપનું બંધક [पुण्यस्य बन्धकं वा] અથવા પુણ્યનું બંધક [भवति] થાય છે. _________________________________________________________________ * જે પરિણમન મિથ્યા અભિપ્રાય સહિત હોય (-સ્વપરના એકત્વના અભિપ્રાય સહિત હોય) અથવા

વૈભાવિક હોય તે પરિણમન માટે અધ્યવસાન શબ્દ વપરાય છે. (મિથ્યા) નિશ્ચય કરવો, (મિથ્યા)
અભિપ્રાય કરવો-એવા અર્થમાં પણ તે શબ્દ વપરાય છે.

PDF/HTML Page 2586 of 4199
single page version

ટીકાઃ– મિથ્યાદ્રષ્ટિને જે આ અજ્ઞાનથી જન્મતો રાગમય અધ્યવસાય છે તે જ બંધનું કારણ છે એમ બરાબર નક્કી કરવું. અને પુણ્ય-પાપપણે (પુણ્ય-પાપરૂપે) બંધનું બે-પણું હોવાથી બંધના કારણનો ભેદ ન શોધવો (અર્થાત્ એમ ન માનવું કે પુણ્યબંધનું કારણ બીજું છે અને પાપબંધનું કારણ કોઈ બીજું છે); કારણ કે એક જ આ અધ્યવસાય ‘દુઃખી કરું છું’ મારું છું’ એમ અને ‘સુખી કરું છું, જિવાડું છું’ એમ બે પ્રકારે શુભ- અશુભ અહંકારરસથી ભરેલાપણા વડે પુણ્ય અને પાપ-બન્નેના બંધનું કારણ હોવામાં અવિરોધ છે (અર્થાત્ એક જ અધ્યવસાયથી પુણ્ય અને પાપ-બન્નેનો બંધ થવામાં કોઈ વિરોધ નથી).

ભાવાર્થઃ– આ અજ્ઞાનમય અધ્યવસાય જ બંધનું કારણ છે. તેમાં, ‘જિવાડું છું, સુખી કરું છું’ એવા શુભ અહંકારથી ભરેલો તે શુભ અધ્યવસાય છે અને ‘મારું છું, દુઃખી કરું છું’ એવા અશુભ અહંકારથી ભરેલો તે અશુભ અધ્યવસાય છે. અહંકારરૂપ મિથ્યાભાવ તો બન્નેમાં છે; તેથી અજ્ઞાનમયપણે બન્ને અધ્યવસાય એક જ છે. માટે એમ ન માનવું કે પુણ્યનું કારણ બીજું છે અને પાપનું કારણ બીજું છે. અજ્ઞાનમય અધ્યવસાય જ બન્નેનું કારણ છે.

*
સમયસાર ગાથા ૨૬૦–૨૬૧ઃ મથાળું

હવે, અધ્યવસાયને બંધના કારણ તરીકે બરાબર નક્કી કરે છે-ઠરાવે છે અર્થાત્ મિથ્યા અધ્યવસાય જ બંધનું કારણ છે એમ નિયમથી કહે છેઃ-

* ગાથા ૨૬૦–૨૬૧ઃ ટીકા ઉપરનું પ્રવચન *

હમણાં જ એક વકીલે પ્રશ્ન કર્યો હતો કે-શુભરાગથી પુણ્ય તો બંધાય ને? (એમ કે શુભરાગ કાંઈક ભલો છે).

ઉત્તરઃ– અરે ભાઈ! હું પરને જિવાડું છું કે સુખી કરું છું-એ અભિપ્રાય જ મિથ્યાત્વ છે. મિથ્યાદ્રષ્ટિને એનાથી પુણ્યબંધ થાય છે. છતાં મિથ્યાત્વની ભૂમિકામાં જે પુણ્યબંધ થાય તે ખરેખર તો પાપ જ છે.

ભાઈ! આ શરીર તો હાડ, માંસ ને ચામડાનો માળો છે; એ કાંઈ આત્મા નથી. અહા! એ તો સ્મશાનમાં ઝળહળ અગ્નિ સળગશે તેમાં ભસ્મીભૂત થઈ જશે. અને અંદર આત્મા તો જેની આદિ નથી, જેનો અંત-નાશ નથી એવી અનાદિ-અનંત અવિનાશી ચીજ છે. અહા! આવા ચિન્માત્ર એક પોતાના આત્માને જાણ્યા વિના આ બધી ક્રિયાઓ કરે પણ એ બધી સંસાર ખાતે છે. એનાથી સંસારની રઝળપટ્ટી બંધ નહિ થાય પ્રભુ!


PDF/HTML Page 2587 of 4199
single page version

અહા! કોઈ લાખો-કરોડોના ખર્ચે મંદિર બંધાવે ને તેમાં ભગવાનની પ્રતિમા સ્થાપના કરે તે શુભભાવ છે, એનાથી પુણ્યબંધ થાય; અશુભથી બચવા એવો શુભભાવ હોય છે, પણ એનાથી કોઈ ધર્મ થવો માની લે, વા એનાથી જન્મ -મરણરહિત થવાશે એમ માની લે તો તે મિથ્યા છે.

પણ એ (મંદિર વગેરે) ધર્મનું સાધન તો છે ને?

ધુળમાંય સાધન નથી, સાંભળને. એ તો રાગનું સાધન છે, શુભરાગનું બાહ્ય નિમિત્ત છે. એનાથી પોતાનું કલ્યાણ થશે એમ કોઈ માને તો એ વાતમાં કાંઈ માલ નથી. સમજાણું કાંઈ.......?

અહીં કહે છે-‘મિથ્યાદ્રષ્ટિને જે આ અજ્ઞાનથી જન્મતો રાગમય અધ્યવસાય છે તે જ બંધનું કારણ છે એમ બરાબર નક્કી કરવું.’

જોયું? મિથ્યા નામ અસત્ય દ્રષ્ટિ છે જેને તેને અજ્ઞાનથી જન્મતો જે આ રાગમય અધ્યવસાય છે તે જ બંધનું કારણ છે. ભગવાન આત્મા તો શુદ્ધ ચિન્માત્ર વસ્તુ છે; તેમાં રાગ-વિકાર છે નહિ. છતાં રાગ-વિકાર સાથે એકપણું માનવું તે અજ્ઞાનથી જન્મતો રાગમય અધ્યવસાય છે અને તે જ કહે છે, બંધનું કારણ છે. એમ નક્કી કરવું. (આ સામાન્ય કથન કર્યું)

હવે વિશેષ કહે છે- ‘અને પુણ્ય-પાપપણે બંધનું બે-પણું હોવાથી બંધના કારણનો ભેદ ન શોધવો;.....’

અહાહા.....! કહે છે- પુણ્ય-પાપરૂપ બંધમાં બેમાં કારણનો ભેદ ન પાડવો. એમ ન માનવું કે પુણ્યબંધનું કારણ બીજું છે અને પાપબંધનું કારણ કોઈબીજું છે. અહાહા...! ભગવાન આત્મસ્વભાવમાંથી તો રાગની ઉત્પત્તિ થતી નથી; પણ આ અજ્ઞાનથી જન્મતો રાગમય અધ્યવસાય એ એક જ શુભાશુભ બંધનું કારણ છે એમ કહે છે.

અરે! અનાદિકાળના પરિભ્રમણમાં એણે કોઈ દિ, સત્ય સાંભળ્‌યું નથી ને વિચાર્યું નથી. એમને એમ બિચારો ચારગતિમાં રખડી મર્યો છે. કદીક પાંચ-પચાસ કરોડની ધૂળવાળો શેઠિયો થયો તો પૈસાના અભિમાનમાં ચઢી ગયો કે-અમે કરોડોની લાગતથી મંદિર બંધાવ્યાં ને પ્રતિષ્ઠા કરાવી ને બીજાઓને સુખી કર્યા ઈત્યાદિ.

તો એથી (પૈસાથી) ધર્મ તો થાય ને?

ધૂળમાંય ધર્મ ન થાય, સાંભળને. પૈસાથી ધર્મ થાય તો ગરીબો બિચારા શું કરે? તેઓ ધર્મ કેવી રીતે કરે? પૈસામાં શું છે? એ તો ધૂળ-માટી છે, ભિન્ન ચીજ છે. એનાથી ધર્મ કેમ થાય?


PDF/HTML Page 2588 of 4199
single page version

અહાહા....! આત્મા શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ નિત્ય નિરંજન અંદર સદા ભગવાન સ્વરૂપે વિરાજે છે. અહા! આવા પોતાના સ્વરૂપને ભૂલીને રાગ સાથે એકત્વ પામી, ‘હું બીજાને જિવાડી શકું, મારી શકું, સુખી-દુઃખી કરી શકું- ‘એમ અજ્ઞાનમય અધ્યવસાય કરે એ પુણ્ય-પાપરૂપ બંધનું કારણ છે. વળી કહે છે-પુણ્ય-પાપરૂપે બંધનું બે-પણું હોવા છતાં બંધના કારણમાં ભેદ ન શોધવો. પુણ્યબંધનું કારણ જૂદું છે ને પાપબંધનું કારણ જૂદું છે એમ ન માનવું, કેમકે બંધનનું કારણ એક મિથ્યા અધ્યવસાય જ છે. અહાહા...! આ પૈસાવાળાનાં તો અભિમાન ગરી જાય એવું આ છે. (પણ સમજે તો ને?)

અહાહા...! તું નિત્ય નિરંજન શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ છો ને? તો ચૈતન્યપણાને છોડીને બીજું શું કરે? જાણનાર-દેખનાર પ્રભુ તું જે થાય તેને જાણે-દેખે, પણ ‘જે થાય એને કરે‘- એ તો મિથ્યા માન્યતા છે, અજ્ઞાન છે. આચાર્ય મહારાજ કહે છે કે-એ અજ્ઞાનમય અધ્યવસાય જ બંધનું કારણ છે, અનંત સંસારનું કારણ છે એમ નક્કી કરવું. ત્યાં (બંધના કારણમાં) એમ ન વિચારવું કે પુણ્યબંધનું કારણ બીજું છે ને પાપબંધનું કારણ બીજાું છે; કારણ કે એક જ આ અધ્યવસાય-પરને મારું-જિવાડું છું, પરને સુખી- દુઃખી કરું છું- તે, રાગમય (રાગની એકત્વબુદ્ધિપૂર્વક) હોવાથી બંધનું કારણ છે.

આમાંથી કોઈ લોકો એમ કાઢે છે કે જેને રાગની એકત્વબુદ્ધિ નથી એના પરિણામથી પ્રશસ્ત પદ મળે ને?

અરે ભગવાન! તને શું થયું છે આ? આ મોટા પૈસાવાળા શેઠ થાય, મોટા રાજા થાય કે દેવ થાય- એ પદ શું સારાં છે? અને એ શું ઈચ્છવા જોગ છે? ભાઈ! એ તો બધા ધૂળનાં પદ છે. સમ્યગ્દ્રષ્ટિ તો એને સડેલાં તણખલાં જેવાં ગણે છે. અહા! જેને રાગની એકત્વબુદ્ધિ નથી તે સમકિતીને રાગની ઈચ્છા નથી હોતી. તેને પુણ્યનીય ઈચ્છા નથી હોતી કે પાપનીય ઈચ્છા નથી હોતી. આ વાત નિર્જરા અધિકારમાં (ગાથા ર૧૦- રર૧માં) આવી ગઈ છે. સમકિતી સંસારના કોઈ પદની વાંછા નથી કરતો. અજ્ઞાનીને જ એવા પદોની વાંછા રહ્યા કરે છે. અહા! પુણ્ય ને પાપના ભાવ થાય, પણ જ્ઞાનીને એની ઈચ્છા નથી હોતી. એ તો જેમ બિલાડીની કેડ તૂટી ગઈ હોય પછી જરી હાલે પણ લૂલી થઈને હાલે તેમ રાગ જેને તૂટી ગયો છે (-ભિન્ન પડી ગયો છે) તેને અંદરમાં રાગ થાય પણ કેડ તૂટેલી બિલાડીની જેમ અધમૂઓ (મરવા પડયો હોય) તેમ થાય. આવી વાત બહુ કઠણ ભાઈ! દુનિયા બિચારી સમજ્યા વિના બહુ હેરાન થઈને મરી જાય છે.

અરે! લોકો બિચારા ધંધા વેપારમાં ને બાયડી-છોકરાં સાચવવામાં આખો દિ’


PDF/HTML Page 2589 of 4199
single page version

પડેલા રહીને એકલાં પાપનાં પોટલાં ભરે! એમાં વળી એકાદ કલાક માંડ કાઢીને સાંભળવા જાય તો ધર્મના નામે આવું સાંભળી આવે કે-દયા પાળો ને ઉપવાસ કરો ને ભગવાનની ભક્તિ-પૂજા કરો એટલે ધર્મ થઈ જાય. લ્યો, ત્યાં કુગુરુએ આમ ને આમ બિચારાને મારી નાખ્યા. અહીં કહે છે- હું બીજાની દયા પાળુ, બીજાને જિવાડું કે બીજાને સુખી કરું એવો -અધ્યવસાય અજ્ઞાન છે, મિથ્યાત્વ છે અને તે બંધનું કારણ છે.

અહાહા...! ખૂબી તો જુઓ આચાર્યદેવ કહે છે-બીજાને સુખી કરું ને જિવાડું એવો જે અધ્યવસાય તે પુણ્યબંધનું કારણ છે તથા બીજાને દુઃખી કરું ને મારું એવો જે અધ્યવસાય તે પાપબંધનું કારણ છે. પણ આ બન્નેમાં (પુણ્ય ને પાપ બંધમાં) કારણભેદ ન માનવો. બન્નેમાં એ અધ્યવસાય જે રાગમય છે તે એક જ બંધનું કારણ છે; બેમાં બે જુદાં જુદાં કારણ છે એમ નથી. એ જ વાત હવે કારણસહિત દર્શાવે છે-

“કારણ કે એક જ આ અધ્યવસાય ‘દુઃખી કરું છું, મારું છું ‘એમ અને ‘સુખી કરું છું, જિવાડું છું’ એમ બે પ્રકારે શુભ-અશુભ અહંકારરસથી ભરેલાપણા વડે પુણ્ય અને પાપ-બન્નેના બંધનું કારણ હોવામાં અવિરોધ છે”

જોયું? આ એક જ અધ્યવસાયને બે પ્રકારે શુભ-અશુભ અહંકારરસથી ભરેલાપણું છે. હું બીજાને સુખી કરી શકું કે જિવાડી શકું, પણ એનો અહંકાર ન કરવો એમ કેટલાક અર્થ કરે છે પણ એમ નથી બાપુ! શું થાય? જેને જેમ બેઠું હોય તેમ કહે. કહ્યું છે ને કે-

જામેં જિતની બુદ્ધિ હૈ, ઈતનો દિયો બતાય;
વાંકો બુરો ન માનિયે, ઓર કહાસેં લાય.

પરંતુ ભાઈ! આચાર્યદેવ એમ કહે છે કે-હું બીજાને જિવાડું કે સુખી કરું અને બીજાને મારું કે દુઃખી કરું એવી માન્યતા જ શુભાશુભ અહંકારરસથી ભરેલી મિથ્યાત્વરૂપ છે. હું બીજાને શુભ-અશુભ કરી શકું એવો અધ્યવસાય જ અહંકાર છે. મિથ્યાત્વ છે.

અહીં કહે છે- બીજાને હું શુભ-અશુભ કરું, જિવાડું ને મારું, સુખી કરું ને દુઃખી કરું એવો જે અહંકારરસથી ભરેલો અજ્ઞાનમય અધ્યવસાય છે તે એકથી જ પુણ્ય ને પાપનો બંધ થવામાં કોઈ વિરોધ નથી, અવિરોધ છે. હું જિવાડું ને સુખી કરું એવો રાગનો પરિણામ કરે અને હું મારું ને દુઃખી કરું એવો દ્વેષનો પરિણામ કરે, પણ એ બન્ને એક જ અજ્ઞાનમય અધ્યવસાય છે અને તે પુણ્ય-પાપના બંધનું કારણ થાય છે.

પ્રશ્નઃ– પુણ્ય બંધાય એ તો સારું ને?


PDF/HTML Page 2590 of 4199
single page version

ઉત્તરઃ– એ બંધાય છે એને સારું કેમ કહેવાય? અહાહા....! ભગવાન આત્મા અંદર આનંદનો નાથ પ્રભુ સદા અબદ્ધસ્વરૂપ મુક્તસ્વરૂપ છે. તે પુણ્યથી બંધાય એ સારું કેમ કહેવાય! એને પર્યાયમાં બંધ થાય એ સારું કેમ હોય? અરે ભાઈ! પાપ જો લોઢાની બેડી છે તો પુણ્ય સોનાની બેડી છે; પણ તે છે તો બેડી જ. લોઢાની બેડી કરતાંય સોનાની બેડીનું વજન બહુ અધિક હોય. એનો પછી ભાર લાગતાં હાડકાં ઘસાઈને બહુ દુઃખી થાય તેમ પુણ્યની રુચિના ભારથી તું દુઃખી થઈશ ભાઈ! દુનિયા તો આખી ગાંડી-પાગલ છે. એ તો પુણ્યને સારું કહે અને પુણ્યવંતને સારાં સર્ટીફિકેટ પણ આપે. પણ બાપુ! એ પાગલના સર્ટીફિકેટ શું કામનાં? ભગવાન! તું પુણ્યની રુચિમાં જ આજ લગી મરી ગયો છો.

અહા! આ મારગડા જુદા ભાઈ! આ તો વીતરાગનો મારગ નાથ! આવું મનુષ્યપણું તને અનંતવાર આવ્યું ભાઈ! પણ પુણ્યના રસમાં પાગલ તને અંદર ભગવાન છે એનું ભાન ન થયું. અહા! પોતાના ભાન વિના ક્યાંય કાગડા-કુતરા ને કીડાના ભવમાં દુઃખમાં સબડતો રઝળ્‌યો. હવે (આ ભવમાં) પણ જો અંતઃતત્ત્વની વાસ્તવિક દ્રષ્ટિ ના કરી, જેવું સ્વરૂપ છે તેવું પ્રતીતિમાં ને અનુભવમાં ન લીધું તો તારાં જન્મ-મરણનો આરો નહિ આવે; ચોરાસીના અવતારમાં ક્યાંય રઝળીને મરી જઈશ.

* ગાથા ર૬૦–ર૬૧ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘આ અજ્ઞાનમય અધ્યવસાય જ બંધનું કારણ છે. જુઓ, અહીં પુણ્પ-પાપ-એમ શબ્દો નથી લીધા, અહીં તો ‘હું આને જિવાડું-મારું છું; આને સુખી-દુઃખી કરું છું, એવો જે અજ્ઞાનમય અધ્યવસાય છે તે જ બંધનું કારણ છે એમ કહ્યું છે. હવે કહે છે -

‘તેમાં, ‘જિવાડું છું, સુખી કરું છું ‘એવા શુભ અહંકારથી ભરેલો તે શુભ અધ્યવસાય છે અને મારું છું, દુઃખી કરું છું ‘એવા અશુભ અહંકારથી ભરેલો તે અશુભ અધ્યવસાય છે. અહંકારરૂપ મિથ્યાભાવ તો બન્નેમાં છે; તેથી અજ્ઞાનમયપણે બન્ને અધ્યવસાય એક જ છે.’

અજ્ઞાનપણાની અપેક્ષાએ શુભ ને અશુભ બેય રાગ એક જ છે, અજ્ઞાન છે. ‘માટે એમ ન માનવું કે પુણ્યનું કારણ બીજાું છે અને પાપનું કારણ બીજું છે. અજ્ઞાનમય અધ્યવસાય જ બન્નેનું કારણ છે.’ અહા! અજ્ઞાનીને પુણ્ય પરિણામ હો કે પાપ પરિણામ હો, તે બન્નેમાં રહેલો મિથ્યાભાવ-અજ્ઞાનમય અધ્યવસાય જ અનંત સંસારનું કારણ છે; બહારની ક્રિયાથી બંધ નથી.

[પ્રવચન નં. ૩૧૭ (ચાલુ) *દિનાંક ૧૨-ર-૭૭]

PDF/HTML Page 2591 of 4199
single page version

ગાથા–૨૬૨

एवं हि हिंसाध्यवसाय एव हिंसेत्यायातम्।

अज्झवसिदेण बंधो सत्ते मारेउ मा व मारेउ।
एसो बंधसमासो जीवाणं णिच्छयणयस्स।।
२६२।।
अध्यवसितेन बन्धः सत्त्वान् मारयतु मा वा मारयतु।
एष बन्धसमासो जीवानां निश्चयनयस्य।।
२६२।।

‘આ રીતે ખરેખર હિંસાનો અધ્યવસાય જ હિંસા છે એમ ફલિત થયું’-એમ હવે કહે છેઃ-

મારો–ન મારો જીવને, છે બંધ અધ્યવસાન થી,
–આ જીવ કેરા બંધનો સંક્ષેપ નિશ્ચયનય થકી. ૨૬૨.

ગાથાર્થઃ– [सत्त्वान्] જીવોને [मारयतु] મારો [वा मा मारयतु] અથવા ન મારો- [बन्धः] કર્મબંધ [अध्यवसितेन] અધ્યવસાનથી જ થાય છે. [एषः] આ, [निश्चयनयस्य] નિશ્ચયનયે, [जीवानां] જીવોના [बन्धसमासः] બંધનો સંક્ષેપ છે.

ટીકાઃ– પર જીવોને પોતાના કર્મના ઉદયની વિચિત્રતાના વશે પ્રાણોનો વ્યપરોપ (-ઉચ્છેદ, વિયોગ) કદાચિત્ થાઓ, કદાચિત્ ન થાઓ, -‘હું હણું છું’ એવો જે અહંકારરસથી ભરેલો હિંસામાં અધ્યવસાય (અર્થાત્ હિંસાનો અધ્યવસાય) તે જ નિશ્ચયથી તેને (હિંસાનો અધ્યવસાય કરનારા જીવને) બંધનું કારણ છે, કેમ કે નિશ્ચયથી પરનો ભાવ એવો જે પ્રાણોનો વ્યપરોપ તે પરથી કરાવો અશક્ય છે (અર્થાત્ તે પરથી કરી શકાતો નથી).

ભાવાર્થઃ– નિશ્ચયનયે બીજાના પ્રાણોનો વિયોગ બીજાથી કરી શકાતો નથી; તેના પોતાના કર્મના ઉદયની વિચિત્રતાવશ કદાચિત્ થાય છે, કદાચિત્ નથી થતો. માટે જે એમ માને છે-અહંકાર કરે છે કે ‘હું પર જીવને મારું છું’, તેનો તે અહંકારરૂપ અધ્યવસાય અજ્ઞાનમય છે. તે અધ્યવસાય જ હિંસા છે-પોતાના વિશુદ્ધ ચૈતન્યપ્રાણનો ઘાત છે, અને તે જ બંધનું કારણ છે. આ નિશ્ચયનયનો મત છે.

અહીં વ્યવહારનયને ગૌણ કરીને કહ્યું છે એમ જાણવું. માટે તે કથન કથંચિત્ (અર્થાત્ અપેક્ષાપૂર્વક) છે એમ સમજવું; સર્વથા એકાંતપક્ષ તો મિથ્યાત્વ છે.

*

PDF/HTML Page 2592 of 4199
single page version

સમયસાર ગાથા ર૬રઃ મથાળું

‘આ રીતે ખરેખર હિંસાનો અધ્યવસાય જ હિંસા છે એમ ફલિત થયું’-

એમ હવે કહે છે -

* ગાથા ર૬રઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘પર જીવોને પોતાના કર્મના ઉદયની વિચિત્રતાના વશે પ્રાણોનો વ્યપરોપ (- ઉચ્છેદ, વિયોગ) કદાચિત થાઓ, કદાચિત ન થાઓ, - “ હું હણું છું” એવો જે અહંકારરસથી ભરેલો હિંસામાં અધ્યવસાય (અર્થાત્ હિંસાનો અધ્યવસાય) તે જ નિશ્ચયથી તેને (હિંસાનો અધ્યવસાય કરનારા જીવને) બંધનું કારણ છે, કેમ કે...’

શું કહ્યું? સામો પર જીવ એના કર્મને કારણે એટલે એનો આયુકર્મનો ઉદય હોય તો, આને મારવાના તીવ્ર દ્વેષ પૂર્વક ચેષ્ટા હોય તોય કદાચિત્ ન મરે. અહીં કહે છે કે તે મરે કે ન મરે તેના પ્રાણોનો ઉચ્છેદ થાય કે ન થાય, હું હણું છું-એવો અહંકારરસથી ભરેલો જે અધ્યવસાય આને છે તે જ નિશ્ચયથી તેને બંધનું કારણ છે. સામા જીવને આયુષ્યનો ઉદય હોય તો આને મારવાના ભાવ હોય અને મારવા પ્રવૃત્ત થાય તોય ન મરે, અને સામા જીવને આયુષ્યનો ક્ષય થાય તો આ જિવાડવાના ભાવથી જિવાડવા પ્રયત્ન કરે તોય ન જીવે, મરી જાય; એ તો બધું સામા જીવની દેહમાં રહેવાની સ્થિતિની યોગ્યતા મુજબ એના આયુકર્મને અનુસરીને થાય છે. તેથી કહે છે કે- સામો જીવ મરે કે ન મરે, એની સાથે હિંસાનો સંબંધ નથી, પણ આને હિંસામાં જે અહંકારયુક્ત અજ્ઞાનમય અધ્યવસાય થાય છે તે જ હિંસા ને બંધનું કારણ છે. સમજાણું કાંઈ....?

હવે એનું કારણ સમજાવતાં કહે છે-‘કેમકે નિશ્ચયથી પરનો ભાવ એવો જે પ્રાણોનો વ્યપરોપ તે પરથી કરાવો અશક્ય છે (અર્થાત્ તે પરથી કરી શકાતો નથી).

શું કહે છે? કે બીજા જીવના પ્રાણ-પાંચ ઈન્દ્રિય, મન-વચન-કાય તથા શ્વાસોચ્છ્વાસ ને આયુ-એ પરનો ભાવ છે; એ કાંઈ આત્માના ભાવ નથી, પરભાવરૂપ (પરની હયાતીરૂપ) એવા એ પ્રાણોનો નાશ નિશ્ચયથી બીજા કોઈથી કરી શકાતો નથી. અહાહા....! તારા ભાવથી બીજાના પ્રાણોનો નાશ કરાવો અશક્ય છે. એના પ્રાણોનો નાશ થવો કે ન થવો એ તો એના આયુકર્મને લીધે છે. તારા ભાવને કારણે બીજાનું મરણ આદિ બની શકતું નથી. હવે આવી તો ચોખવટ છે, છતાં કોઈ પંડિતો આમાં ગોટા વાળે છે.


PDF/HTML Page 2593 of 4199
single page version

* ગાથા ર૬રઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘નિશ્ચયનયે બીજાના પ્રાણોનો વિયોગ બીજાથી કરી શકાતો નથી; તેના પોતાના કર્મના ઉદયની વિચિત્રતાવશ કદાચિત્ થાય છે, કદાચિત્ નથી થતો. ’

મતલબ કે તેના આયુકર્મનો ક્ષય થઈ ગયો હોય તો એના પ્રાણોનો વિયોગ થાય, અન્યથા ન થાય; પરંતુ એમાં તારું કાંઈ કર્તવ્ય નથી અર્થાત્ ત્યાં તું એને મારી કે જિવાડી શકતો નથી.

‘માટે જે એમ માને છે- અહંકાર કરે છે કે ‘હું પર જીવને મારું છું,’ તેનો તે અહંકારરૂપ અધ્યવસાય અજ્ઞાનમય છે. તે અધ્યવસાય જ હિંસા છે- પોતાના વિશુદ્ધ ચૈતન્યપ્રાણનો ઘાત છે, અને તે જ બંધનું કારણ છે. આ નિશ્ચયનયનો મત છે.

અહા! ‘હું પર જીવને મારી શકું છું’ એવો જે ભાવ તે પોતાના શુદ્ધ ચૈતન્યમય જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવપ્રાણનો ઘાત છે. તેવી રીતે ‘હું પરને જિવાડી શકું છું’ એવો ભાવ પણ પોતાના શુદ્ધ ચૈતન્ય જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવપ્રાણનો ઘાત છે. તે જ નિશ્ચયે બંધનું કારણ છે. હવે કહે છે -

‘અહીં વ્યવહારનયને ગૌણ કરીને કહ્યું છે એમ જાણવું.’ બીજાના મરણ-જીવનના પ્રસંગમાં આના મારવાના કે જિવાડવાના ભાવ નિમિત્ત હોય છે એમ જાણી વ્યવહારથી (આરોપ કરીને) એમ કહેવાય કે આણે આને માર્યો, આણે આને જિવાડયો. આવો વ્યવહારનય છે તે અહીં ગૌણ છે. માટે તે કથન કથંચિત્ (કોઈ અપેક્ષા પૂર્વક) છે એમ સમજવું, સર્વથા એકાંતપક્ષ તો મિથ્યાત્વ છે. એમ કે પર જીવ મરે ત્યાં પોતાને મારવાનો અધ્યવસાય તો હોય છતાં એમ કહે કે-મને બંધ નથી કેમ કે પરને કોઈ મારી શકે નહિ- તો આવો એકાંત પક્ષ મિથ્યાત્વ છે. સમજાણું કાંઈ.....? પોતાને જે મારવાનો અધ્યવસાય છે તે નિયમથી બંધનનું કારણ છે.

[પ્રવચન નં. ૩૧૭*દિનાંક ૧ર-ર-૭૭]

PDF/HTML Page 2594 of 4199
single page version

ગાથા ૨૬૩–૨૬૪

अथाध्यवसायं पापपुण्ययोर्बन्धहेतुत्वेन दर्शयति–

एवमलिए अदत्ते अबंभचेरे परिग्गहे चेव।
कीरदि अज्झवसाणं जं तेण दु बज्झदे पावं।। २६३।।
तह वि य सच्चे दत्ते बंभे अपरिग्गहत्तणे चेव।
कीरदि अज्झवसाणं जं तेण दु बज्झदे पुण्णं।। २६४।।
एवमलीकेऽदत्तेऽब्रह्मचर्ये परिग्रहे चैव।
क्रियतेऽध्यवसानं यत्तेन तु बध्यते पापम्।। २६३।।
तथापि च सत्ये दत्ते ब्रह्मणि अपरिग्रहत्वे चैव।
क्रियतेऽध्यवसानं यत्तेन तु बध्यते पुण्यम्।। २६४।।

હવે, (હિંસા-અહિંસાની જેમ સર્વ કાર્યોમાં) અધ્યવસાયને જ પાપ-પુણ્યના બંધના કારણપણે દર્શાવે છેઃ-

એમ અલીકમાંહી, અદત્તમાં, અબ્રહ્મ ને પરિગ્રહ વિષે
જે થાય અધ્યવસાન તેથી પાપબંધન થાય છે. ૨૬૩.
એ રીત સત્યે, દત્તમાં, વળી બ્રહ્મ ને અપરિગ્રહે
જે થાય અધ્યવસાન તેથી પુણ્યબંધન થાય છે. ૨૬૪.

ગાથાર્થઃ– [एवम्] એ રીતે (અર્થાત્ પૂર્વે હિંસાના અધ્યવસાય વિષે કહ્યું તેમ) [अलीके] અસત્યમાં, [अदत्ते] અદ્રત્તમાં, [अब्रह्मचर्ये] અબ્રહ્મચર્યમાં [च एव] અને [परिग्रहे] પરિગ્રહમાં [यत्] જે [अध्यवसानं] અધ્યવસાન [क्रियते] કરવામાં આવે [तेन तु] તેનાથી [पापं बध्यते] પાપનો બંધ થાય છે; [तथापि च] અને તેવી જ રીતે [सत्ये] સત્યમાં, [दत्ते] દત્તમાં, [ब्रह्मणि] બ્રહ્મચર્યમાં [च एव] અને [अपरिग्रहत्वे] અપરિગ્રહમાં [यत्] જે [अध्यवसानं] અધ્યવસાન [क्रियते] કરવામાં આવે [तेन तु] તેનાથી [पुण्यं बध्यते] પુણ્યનો બંધ થાય છે.

ટીકાઃ– એ રીતે (-પૂર્વોકત રીતે) અજ્ઞાનથી આ જે હિંસામાં અધ્યવસાય કરવામાં આવે છે તેમ અસત્ય, અદત્ત, અબ્રહ્મચર્ય અને પરિગ્રહમાં પણ જે


PDF/HTML Page 2595 of 4199
single page version

(અધ્યવસાય) કરવામાં આવે, તે બધોય પાપના બંધનું એકમાત્ર (-એકનું એક) કારણ છે; અને જે અહિંસામાં અધ્યવસાય કરવામાં આવે છે તેમ જે સત્ય, દત્ત, બહ્મચર્ય અને અપરિગ્રહમાં પણ (અધ્યવસાય) કરવામાં આવે, તે બધોય પુણ્યના બંધનું એકમાત્ર કારણ છે.

ભાવાર્થઃ– જેમ હિંસામાં અધ્યવસાય તે પાપબંધનું કારણ કહ્યું છે તેમ અસત્ય, અદત્ત (-વગર દીધેલું લેવું તે, ચોરી), અબ્રહ્મચર્ય અને પરિગ્રહ-તેમનામાં અધ્યવસાય તે પણ પાપબંધનું કારણ છે. વળી જેમ અહિંસામાં અધ્યવસાય તે પુણ્યબંધનું કારણ છે તેમ સત્ય, દત્ત (-દીધેલું લેવું તે), બ્રહ્મચર્ય અને અપરિગ્રહ-તેમનામાં અધ્યવસાય તે પણ પુણ્યબંધનું કારણ છે. આ રીતે, પાંચ પાપોમાં (અવ્રતોમાં) અધ્યવસાય કરવામાં આવે તે પાપબંધનું કારણ છે અને પાંચ (એકદેશ કે સર્વદેશ) વ્રતોમાં અધ્યવસાય કરવામાં આવે તે પુણ્યબંધનું કારણ છે. પાપ અને પુણ્ય બન્નેના બંધનમાં, અધ્યવસાય જ એક માત્ર બંધ-કારણ છે.

*
સમયસાર ગાથા ૨૬૩–૨૬૪ઃ મથાળું

હવે (હિંસા-અહિંસાની જેમ સર્વ કાર્યોમાં) અધ્યવસાયને જ પાપ-પુણ્યના બંધના કારણપણે દર્શાવે છે-

* ગાથા ૨૬૩–૨૬૪ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘એ રીતે (-પૂર્વોક્ત રીતે) અજ્ઞાનથી આ જે હિંસામાં અધ્યવસાય કરવામાં આવે છે તેમ....’

અહીં શું કહેવું છે? કે બીજાની હિંસા હું કરી શકું છું એવો જે અધ્યવસાય કરવામાં આવે છે તે બંધનું કારણ છે. અહીં અધ્યવસાય એટલે મિથ્યાદ્રષ્ટિને જે એકત્વબુદ્ધિના પરિણામ હોય છે તેની વાત છે. મિથ્યાદ્રષ્ટિનો એ અધ્યવસાય બંધનું કારણ છે.

ધર્મીને-સમકિતીને પરમાં એકત્વબુદ્ધિ નથી; છતાં હિંસા-અહિંસાદિના પરિણામ તો હોય છે, પણ એનો તે કર્તા નથી, સ્વામી નથી. તેથી એ પરિણામથી તેને જે બંધ થાય છે તેને અહીં ગૌણ ગણવામાં આવેલ છે.

બીજાને હું મારી-જિવાડી શકું છું એવો પરિણામ-અધ્યવસાય અહંકારયુક્ત મિથ્યાત્વ છે. એવો અધ્યવસાય ધર્મી જીવને નથી. છતાં એને અસ્થિરતાના કારણે (મારી શકું, જિવાડી શકું એમ નહિ) હિંસા-અહિંસાનો વિકલ્પ-પરિણામ થાય છે, પણ ત્યાં મેં હિંસા કરી કે મેં દયા પાળી-એમ તે માનતો નથી. હું તો નિમિત્તમાત્ર


PDF/HTML Page 2596 of 4199
single page version

છું એમ તે માને છે. તેથી એ અસ્થિરતાના પરિણામથી એને કિંચિત્ બંધ હોવા છતાં, એકત્વબુદ્ધિજનિત બંધ તેને નહિ હોવાથી, બંધ નથી એમ કહેવામાં આવે છે.

જ્ઞાનીને પરિપૂર્ણ અબંધદશા નથી એ અપેક્ષા લઈએ ત્યારે, જો કે એકત્વબુદ્ધિ નથી છતાં, જે અસ્થિરતાના પરિણામ છે તે પણ બંધનું કારણ છે એમ કહીએ. પરંતુ અજ્ઞાનીને એકત્વબુદ્ધિનો અધ્યવસાય જ મુખ્યપણે બંધનું કારણ છે એ અપેક્ષાએ જ્ઞાનીને જે કિંચિત્ અસ્થિરતાના કારણે બંધ થાય છે તેને ગૌણ ગણી તેને બંધ નથી એમ કહેવામાં આવ્યું છે. સમજાણું કાંઈ...?

એમ જોઈએ તો ‘અધ્યવસાય’ શબ્દ ચાર રીતે વપરાય છેઃ- ૧. મિથ્યાશ્રદ્ધાનરૂપ સ્વ-પરની એકત્વબુદ્ધિનો અધ્યવસાય તે બંધનું કારણ છે, ૨. પરમાં સુખ છે, પુણ્યથી ધર્મ છે, પાપમાં મઝા છે- ઈત્યાદિ સ્વ-પર સંબંધી મિથ્યાબુદ્ધિસહિત વિભાવભાવ તે અધ્યવસાય બંધનું કારણ છે.

૩. પરમાં એકત્વબુદ્ધિ ન હોય છતાં પરસન્મુખતાના જે વિભાવ પરિણામ જ્ઞાનીને થાય છે તે કિંચિત્ બંધનું કારણ છે. ત્યાં એકત્વબુદ્ધિજનિત અનંત સંસારના કારણરૂપ બંધ નથી તેથી એને ગૌણ ગણી બંધ ગણવામાં આવેલ નથી એ બીજી વાત છે, બાકી એ પરિણામ છે એ અપેક્ષાએ તે અધ્યવસાય બંધનું કારણ છે. અહીં તે ગૌણ છે.

૪. જે પરિણામમાં પ્રજ્ઞાછીણી વડે રાગ ને આત્માનો ભેદ કરીને શુદ્ધ ચૈતન્યસ્વભાવી આત્મામાં એકત્વ કર્યું છે એવા નિર્મળ પરિણામને પણ અધ્યવસાય કહે છે, તે અધ્યવસાય મોક્ષનું કારણ છે.

આ પ્રમાણે જ્યાં જે અર્થ થતો હોય ત્યાં યથાસ્થિત તે અર્થ કરવો જોઈએ અજ્ઞાનીને પરમાં એકતાબુદ્ધિપૂર્વક જે અધ્યવસાય છે તે બંધનું જ કારણ છે, જ્યારે જ્ઞાનીને પરની એકતાબુદ્ધિરહિત પરિણામ હોય છે તે મુખ્યપણે બંધનું કારણ નથી. ભાઈ! આવો મોટો ફેર છે. પોતાને મન ફાવે તેમ અર્થ કરે તે ન ચાલે. સમજાણું કાંઈ....?

એ તો આગળ આવી ગયું (બંધ અધિકારની શરૂઆતની ગાથાઓમાં) કે સમ્યગ્દ્રષ્ટિ ઉપયોગમાં રાગનું એકત્વ કરતો નથી માટે તેને બંધ નથી; અસ્થિરતાના પરિણામને ત્યાં ગણ્યા નથી. જ્યારે મિથ્યાદ્રષ્ટિ ઉપયોગમાં રાગને એક કરે છે. શું કીધું? કે મિથ્યાદ્રષ્ટિ, પોતે છે તો નિત્ય નિરંજન જ્ઞાનના નિર્મળ ઉપયોગસ્વરૂપ, પણ તે ઉપયોગભૂમિમાં રાગથી એકત્વ કરે છે અને માટે તે અધ્યવસાય તેને બંધનું જ કારણ થાય છે. તથા જે જ્ઞાનના પરિણામ ભગવાન જ્ઞાયકના ત્રિકાળી નિર્મળ ઉપયોગમાં એકત્વ કરે છે તે અધ્યવસાય મોક્ષનું કારણ બને છે. આવી વાત છે. જ્યાં જેમ હોય તેમ યોગ્ય સમજવું જોઈએ.


PDF/HTML Page 2597 of 4199
single page version

અહીં કહે છે-‘એ રીતે અજ્ઞાનથી આ જે હિંસામાં અધ્યવસાય કરવામાં આવે છે તેમ અસત્ય, અદત્ત, અબ્રહ્મચર્ય, અને પરિગ્રહમાં પણ જે (અધ્યવસાય) કરવામાં આવે, તે બધોય પાપના બંધનું એકમાત્ર (-એકનું એક) કારણ છે.’

શું કીધું? જૂઠું બોલવાની ભાષા હું કરી શકું છું-એ અધ્યવસાય મિથ્યાત્વ છે, બંધનું જ કારણ છે. બોલવાપણે જે વચન છે તે તો ભાષાવર્ગણાનું કાર્ય છે. ભાઈ! તને જૂઠું બોલવાના અશુભ ભાવ થાય તે ભાવ અને જૂઠાં વચન સાથે તું એકત્વ કરે, તે ક્રિયામાં અહંકાર કરે તે મિથ્યા શલ્ય છે પ્રભુ! અને તે પાપબંધનું જ એકમાત્ર કારણ છે. આ કોઈ લોકો અમે જૂઠું બોલીને અમારાં કામ હોશિયારીથી પાર પાડીએ છીએ એમ નથી કહેતા? અહીં કહે છે- ભગવાન! એ તારું મિથ્યા શલ્ય છે અને તને અનંત સંસારનું કારણ છે. લ્યો, આવું! બિચારાઓને ખબર ન મળે અને ક્યાંય સંસારમાં રઝળી મરે.

તેવી રીતે અદત્તગ્રહણ-બીજાની ચીજ હું ચોરીને લઈ શકું છું એવો અધ્યવસાય પણ મિથ્યાત્વ છે ને પાપબંધનું કારણ છે. ભાઈ! અદત્તગ્રહણમાં થતી જડની ક્રિયામાં અને તને થતા ચોરીના અશુભભાવમાં અહંકાર કરે કે કેવી અમે સિફતથી ચોરી કરી? પણ એ અધ્યવસાય મહા પાપબંધનું કારણ છે એમ કહે છે.

તેવી રીતે અબ્રહ્મમાં વિષયનો-મૈથુનનો જે ભાવ છે તે અશુભભાવ છે. ત્યાં તે મૈથુનના અશુભભાવની અને શરીરની ક્રિયા જે મૈથુનની થાય તે હું કરી શકું છું એવો અધ્યવસાય મિથ્યાત્વભાવ છે. અહાહા....! ભગવાન આત્મા શુદ્ધ એક જ્ઞાયકભાવમાત્ર બ્રહ્માનંદસ્વરૂપ છે; અને શરીર તો જડ ભિન્ન છે. ત્યાં વિષયસેવનમાં શરીરની ક્રિયા જે થાય તે હું કરું છું એમ માને તે મિથ્યાત્વ છે. તેનું ફળ અનંત સંસાર છે.

તેમ પરિગ્રહમાં હું વસ્ત્ર રાખી શકું છે, પૈસા રાખી શકું છું, પૈસા કમાઈ શકું છું, પૈસાની વ્યવસ્થા કરી શકું છું. સોનું-ચાંદી-જવાહરાત રાખી શકું છું. , શરીર, વાણી ઈત્યાદિ પરની ક્રિયા કરી શકું છું એવો જે પરના પરિગ્રહરૂપ એકત્વનો અધ્યવસાય છે તે મિથ્યાત્વ છે અને તે ચારગતિરૂપ સંસારમાં રખડવાનું કારણ છે.

આ પ્રમાણે અજ્ઞાનીને અસત્ય, અદત્ત, અબ્રહ્મ, અને પરિગ્રહમાં જે પરના એકત્વરૂપ અધ્યવસાય છે તે પાપબંધનું કારણ છે.

અહા! વીતરાગનો મારગ બહુ જુદો છે ભાઈ! જે જ્ઞાનની પર્યાયનું પરિણમન એકલું પરસન્મુખપણે થાય તે મિથ્યાત્વસહિત હોવાથી મિથ્યાજ્ઞાન છે અને તે બંધનું- સંસારનું કારણ બને છે. જ્યારે જે જ્ઞાનનું પરિણમન ભગવાન જ્ઞાયકની સન્મુખ થઈને થાય તે સમ્યગ્જ્ઞાન છે અને તે મોક્ષનું કારણ છે. ત્યાં જ્ઞાનીને જરા ભૂમિકાયોગ્ય


PDF/HTML Page 2598 of 4199
single page version

હિંસા, જૂઠ, અદત્ત, અબ્રહ્મ ને પરિગ્રહ સંબંધી કિંચિત્ અશુભ રાગ અસ્થિરતામાં થાય છે પણ તેમાં એ બધું હું કરી શકું છું એવા મિથ્યા અભિપ્રાયનો અનંતો રસ તેને તુટી ગયો હોય છે તેથી જે અલ્પ રસ સહિત બંધ પડે છે તેને અહીં ગણતરીમાં લીધો નથી, કેમકે તે નિર્જરી જવા ખાતે હોય છે.

એના અસ્થિરતાના પરિણામને મુખ્ય કરીને ગણીએ તો તેને એ પાપબંધનું કારણ છે, પણ તેને અહીં ગૌણ કરી, અજ્ઞાનીને જે પરમાં એકત્વબુદ્ધિસહિત અધ્યવસાય છે તેને જ પાપબંધનું એકમાત્ર કારણ ગણ્યું છે.

હવે બીજી વાત જરા ઝીણી. શું કહે છે? કે- ‘અને જે અહિંસામાં અધ્યવસાય કરવામાં આવે છે તેમ જે સત્ય, દત્ત, બ્રહ્મચર્ય અને અપરિગ્રહમાં પણ (અધ્યવસાય) કરવામાં આવે તે બધોય પુણ્યના બંધનું એકમાત્ર કારણ છે.

અહા! અહિંસામાં હું પરને જીવાડી શકું છું, બીજા જીવોની દયા પાળી શકું છું’ એવો જે અધ્યવસાય છે તે મિથ્યાત્વ છે ને પુણ્યબંધનું કારણ છે. આવું લ્યો! ભાઈ! આ તો વીતરાગના કાયદા બાપુ!

અહાહા...! ત્રણલોકના નાથ સર્વજ્ઞ પરમાત્મા જેને એક સમયમાં સત્ય અને અસત્ય બધું જ્ઞાનમાં આવ્યું એ ભગવાનની વાણીમાં આ આવ્યું કે- પરની અહિંસા કરી શકું છું, એકેન્દ્રિયાદિ છ કાયના જીવોની દયા કરી શકું છું એવો અભિપ્રાય મિથ્યા છે અને તે પુણ્યબંધનું કારણ છે. ભાઈ! પુણ્યબંધનું કારણ કહ્યું માટે હરખાવા જેવું નથી હોં; કેમ કે પુણ્યને પાપ-બન્નેમાંય બંધનું કારણ તો અહંકારયુક્ત એક મિથ્યા અધ્યવસાય જ છે. તેથી પુણ્ય સારું-ભલું ને પાપ ખરાબ એમ ફેર ન પાડવો. બન્ને બંધની અપેક્ષાએ સમાન જ છે.

જેમ અહિંસામાં તેમ સત્યમાં- હું સત્ય બોલું છું, વા ભાષા સત્ય કરી શકું છું એવો અધ્યવસાય તે મિથ્યાત્વભાવ છે. અરે ભાઈ! જે ભાષા બોલાય તે તો જડ શબ્દવર્ગણાનું કાર્ય છે. તેને ચેતન કેમ કરે. ? તથાપિ હું (-ચેતન) આમ સત્ય વચન બોલી શકું છું, અને હું બોલું તો બોલાય ને ન બોલું તો ન બોલાય એમ જે માને છે તે મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે. અહા! સત્ય બોલવાનો ભાવ અને ભાષાના જડ પરમાણુઓની ક્રિયા હું કરું છું એમ જે માને છે તે મિથ્યાત્વભાવ છે. ત્યાં સત્ય બોલવાના શુભભાવથી પુણ્યબંધ થાય છે પણ સાથે અનંત સંસારનું બીજ એવું મિથ્યાત્વ તો ઊભું જ છે.

તેમ દત્તમાં, દીધા વિના લેવું નહિ, દીધેલું લેવું-એવો અચૌર્યનો ભાવ તે શુભભાવ છે. ત્યાં એ શુભભાવનો હું સ્વામી છું, ને દીધેલી પર ચીજ હું લેવી હોય તો લઉં, ન લેવી હોય તો ન લઉં- એમ પરદ્રવ્યની ક્રિયાનો હું સ્વામી છું એવો


PDF/HTML Page 2599 of 4199
single page version

અધ્યવસાય કરે તે મિથ્યાત્વભાવ છે. ભાઈ! પરદ્રવ્ય આવે તે એના કારણે ને ન આવે તે પણ એના કારણે; એમાં તારું કાંઈ કર્તવ્ય નથી, છતાં તે દીધેલું હું લઈ શકું છું આવો શુભ અધ્યવસાય પુણ્યબંધનું કારણ છે અને ભેગું મિથ્યાત્વ તો ઊભું જ છે.

તેમ બ્રહ્મચર્યમાં, ‘હું શરીરથી બ્રહ્મચર્ય પાળી શકું છું’ એવો અધ્યવસાય મિથ્યાત્વભાવ છે; એનાથી પુણ્યબંધન થાય છે. અહા! શરીર તો જડ ભિન્ન દ્રવ્ય છે. આને બ્રહ્મચર્ય પાળવાનો ભાવ થયો હોય ત્યાં શરીરની વિષયની ક્રિયા ન થઈ તો ‘મેં ન કરી તો ન થઈ’- એમ જડની ક્રિયાનું કર્તાપણું માને તે અધ્યવસાય મિથ્યાત્વ છે; કેમકે શરીરની ક્રિયા જે સમયે જે થાય તે તો તેના રજકણો સ્વતંત્રપણે કરે છે. ત્યાં હું વિષય ન સેવું એવો ભાવ શુભભાવ છે તેથી પુણ્યબંધ થાય છે પણ સાથે મિથ્યાત્વ તો ઊભું જ છે.

તેવી રીતે અપરિગ્રહમાં, હું પરિગ્રહરહિત છું, વસ્ત્ર છોડીને નગ્ન થયો છું અને ઘરબાર સર્વ છોડયાં છે-એવો જે અપરિગ્રહનો અભિમાનયુક્ત અધ્યવસાય છે તે મિથ્યાત્વભાવ છે કેમકે પર વસ્તુના ગ્રહણ-ત્યાગ આત્મામાં ક્યાં છે? અરે ભાઈ! નગ્નપણું એ તો શરીરની જડની અવસ્થા છે. તેનું તું (-ચેતન) કેમ કરે? અને વસ્ત્રાદિ તારામાં કે દિ ‘હતાં તે તેં છોડયાં? વાસ્તવમાં પરવસ્તુનાં ગ્રહણ-ત્યાગ પોતાને માને એ મિથ્યાત્વભાવ છે. પરવસ્તુને હું છોડું એવો અધ્યવસાય પુણ્યબંધનું કારણ થાય છે, પણ સાથે મિથ્યાત્વ તો ઊભું જ છે.

આ પ્રમાણે પાંચ અવ્રત છે તે પાપ છે અને પાંચ મહાવ્રત છે તે પુણ્ય છે; અને ‘તે હું કરું’ એવો જે અધ્યવસાય છે તે મિથ્યાત્વ છે અને તે પાપ ને પુણ્યબંધનું કારણ થાય છે. મહાવ્રતના પરિણામ પણ હું કરું એવી જે એકત્વબુદ્ધિ છે તે મિથ્યાત્વસહિત પુણ્યબંધનું કારણ છે, પણ જરીય ધર્મ નથી. સમજાણું કાંઈ....?

કોઈ લોકો વળી કહે છે- શુભભાવમાં અશુભભાવની જેટલી નિવૃત્તિ છે તેટલો ધર્મ છે અને શુભનો ભાવ જેટલો છે તે પુણ્ય-બંધનું કારણ છે. આ શું કહે છે સમજાણું? એમ કે ભલે મિથ્યાત્વ હોય, પણ શુભભાવમાં જેટલી અશુભથી નિવૃત્તિ છે તેટલી સંવર નિર્જરા છે અને જે રાગ બાકી છે તે આસ્રવ છે. એક શુભભાવથી બેય થાય છે- પુણ્યબંધેય થાય છે ને સંવર-નિર્જરા થાય છે.

અરે ભાઈ! આ તો મહા વિપરીત વાત છે. અહીં આ ચોકખું તો છે કે- અહિંસાદિ મહાવ્રતમાં પર તરફના એકત્વબુદ્ધિના પરિણામ જે છે તે મિથ્યાત્વ છે; તે બધોય અધ્યવસાય પુણ્યબંધનું એકમાત્ર કારણ છે, જરીયે ધર્મનું (-સંવર નિર્જરાનું) કારણ નથી. અર્થાત્ મિથ્યાત્વસહિતનો જે શુભભાવ છે તે એકલા પુણ્ય-બંધનું કારણ છે, અને જરીય ધર્મનું (-સંવર-નિર્જરાનું) કારણ નથી.


PDF/HTML Page 2600 of 4199
single page version

* ગાથા ર૬૩–ર૬૪ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘જેમ હિંસામાં અધ્યવસાય તે પાપબંધનું કારણ કહ્યું છે તેમ અસત્ય, અદત્ત, અબ્રહ્મચર્ય અને પરિગ્રહ-તેમનામાં અધ્યવસાય તે પણ પાપબંધનું કારણ છે.’

જેમ ‘હું પરને મારી શકું છું’- એવો અધ્યવસાય પાપબંધનું કારણ છે તેમ ‘હું જૂઠું બોલી શકું છું,’ પારકી ચીજ છીનવી શકું છું, દીધા વિના હું મારી તાકાતથી બીજાને લૂંટી શકું છું, વિષયસેવનાદિ કરી શકું છું, સ્ત્રીના શરીરને ભોગવી શકું છું તથા ધનાદિ સામગ્રીનો યથેષ્ટ સંગ્રહ કરી શકું છું-ઈત્યાદિ અસત્ય, અદત્ત, અબ્રહ્મ ને પરિગ્રહ સંબંધી જે અધ્યવસાય છે તે સઘળોય પાપબંધનું કારણ છે એમ કહે છે.

લ્યો, આમાં કોઈ વળી કહે છે- ‘મેં કર્યું’ એવું અભિમાન હોય તો એમાં પાપબંધ થાય પણ ‘કરે’- એમાં એને બંધનું કારણ ન થાય, એમ કે ‘કરી શકું છું’ એમ માને એમાં પાપબંધ ન થાય. એમનું કહેવું છે કે ‘કરી તો શકે છે’ પણ કરે એનું અભિમાન ન કરવું.

અહા! આવડો મોટો ફેર! અહીં તો એમ કહે છે કે-‘હું પરનું કરી શકું છું’ એવો જે અભિપ્રાય છે તે જ મિથ્યાત્વનો અહંકાર છે, અથવા અહંકારરૂપ મિથ્યાત્વ છે. તારી માન્યતામાં બહુ ફેર ભાઈ! અરે! ભગવાનના વિરહ પડયા! કેવળી કોઈ રહ્યા નહિ, અવધિજ્ઞાન આદિ ઋદ્ધિનો અભાવ થઈ ગયો ને બાપના મૂઆ પછી ‘બાપ આમ કહેતા હતા ને તેમ કહેતા હતા’ એમ દીકરાઓ જેમ ખેંચતાણ કરી અંદર અંદર લડે તેમ આ દુષમ કાળમાં લોકો વાદ-વિવાદે ચઢયા છે, મન ફાવે તેમ ખેંચતાણ કરે છે.

હવે કહે છે-‘વળી જેમ અહિંસામાં અધ્યવસાય તે પુણ્યબંધનું કારણ છે તેમ સત્ય, દત્ત, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ-તેમનામાં અધ્યવસાય તે પણ પુણ્યબંધનું કારણ છે’

જેમ હું જીવદયા પાળું છું, પર જીવોની રક્ષા કરી શકું છું-એવો અધ્યવસાય પુણ્યબંધનું કારણ છે તેમ હું સત્ય બોલી શકું છું, સત્યની વ્યાખ્યા કરી શકું છું, બીજાને ઉપદેશ દઈ શકું છું એવો અધ્યવસાય પણ પુણ્યબંધનું કારણ છે, તેમ દત્તમાં એટલે દીધેલું લેવું તેમાં- આ હું દીધેલું લઉં છું, દીધા વિના ન લઉ એવો જે અહંકારયુક્ત અધ્યવસાય છે તે પુણ્યબંધનું કારણ છે, ભગવાન! તે દીધેલું લીધું એમ માને પણ પરદ્રવ્યને લેવું- દેવું- આત્મામાં છે ક્યાં? ભગવાન! તું એક જ્ઞાયકભાવ છે ને? એમાં ‘મેં દીધેલું લીધું’- એનો ક્યાં અવકાશ છે? જગતની પ્રત્યેક ચીજ આવે જાય તે સ્વતંત્ર છે.

તેમ બ્રહ્મચર્યમાં- આ શરીર મેં બ્રહ્મચર્યમાં રાખ્યું છે એવો અધ્યવસાય પુણ્ય-