PDF/HTML Page 2681 of 4199
single page version
किमेतदध्यवसानं नामेति चेत्–
एक्कट्ठमेव सव्वं चित्तं भावो य परिणामो।। २७१।।
एकार्थमेव सर्व चित्तं भावश्च परिणामः।। २७१।।
“અધ્યવસાન શબ્દ વારંવાર કહેતા આવ્યા છો, તે અધ્યવસાન શું છે? તેનું સ્વરૂપ બરાબર સમજવામાં નથી આવ્યું.” આમ પૂછવામાં આવતાં, હવે અધ્યવસાનનું સ્વરૂપ ગાથામાં કહે છેઃ-
પરિણામ, ચિત્ત ને ભાવ–શબ્દો સર્વ આ એકાર્થ છે. ૨૭૧.
ગાથાર્થઃ– [बुद्धिः] બુદ્ધિ, [व्यवसायः अपि च] વ્યવસાય, [अध्यवसानं] અધ્યવસાન, [मतिः च] મતિ, [विज्ञानम्] વિજ્ઞાન, [चित्तं] ચિત્ત, [भावः] ભાવ [च] અને [परिणामः] પરિણામ- [सर्व] એ બધા [एकार्थम् एव] એકાર્થ જ છે (-નામ, જુદાં છે, અર્થ જુદા નથી).
ટીકાઃ– સ્વ-પરનો અવિવેક હોય (અર્થાત્ સ્વ-પરનું ભેદજ્ઞાન ન હોય) ત્યારે જીવની ૧અધ્યવસિતિમાત્ર તે અધ્યવસાન છે; અને તે જ (અર્થાત્ જેને અધ્યવસાન કહ્યું તે જ) બોધનમાત્રપણાથી બુદ્ધિ છે, ૨વ્યવસાનમાત્રપણાથી વ્યવસાય છે, ૩મનનમાત્રપણાથી મતિ છે, વિજ્ઞપ્તિમાત્રપણાથી વિજ્ઞાન છે, ચેતનામાત્રપણાથી ચિત્ત છે, ચેતનના ભવનમાત્રપણાથી ભાવ છે, ચેતનના પરિણમનમાત્રપણાથી પરિણામ છે. (આ રીતે આ બધાય શબ્દો એકાર્થ છે.)
ભાવાર્થઃ– આ જે બુદ્ધિ આદિ આઠ નામોથી કહ્યા તે બધાય ચેતન આત્માના પરિણામ છે. જ્યાં સુધી સ્વપરનું ભેદજ્ઞાન ન હોય ત્યાં સુધી જીવને જે પોતાના _________________________________________________________________ ૧. અધ્યવસિતિ = (એકમાં બીજાની માન્યતાપૂર્વક) પરિણતિ; (મિથ્યા) નિશ્ચિતિ; (ખોટો) નિશ્ચય
ર. વ્યવસાન = કામમાં લાગ્યા રહેવું તે; ઉદ્યમી હોવું તે; નિશ્ચય હોવો તે. ૩. મનન = માનવું તે; જાણવું તે.
PDF/HTML Page 2682 of 4199
single page version
स्तन्मन्ये व्यवहार एव निखिलोऽप्यन्याश्रयस्त्याजितः।
सम्यङ्निश्चयमेकमेव तदमी निष्कम्पमाक्रम्य किं
शुद्धज्ञानघने महिम्नि न निजे बध्नन्ति सन्तो धृतिम्।। १७३।।
ને પરના એકપણાના નિશ્ચયરૂપ પરિણતિ વર્તે છે તેને બુદ્ધિ આદિ આઠ નામોથી કહેવામાં આવે છે.
‘અધ્યવસાન ત્યાગવાયોગ્ય કહ્યાં છે તેથી એમ સમજાય છે કે વ્યવહારનો ત્યાગ કરાવ્યો છે અને નિશ્ચયનું ગ્રહણ કરાવ્યું છે’ -એવા અર્થનું, આગળના કથનની સૂચનારૂપ કાવ્ય હવે કહે છેઃ-
શ્લોકાર્થઃ– આચાર્યદેવ કહે છે કેઃ- [सर्वत्र यद् अध्यवसानम्] સર્વ વસ્તુઓમાં જે અધ્યવસાન થાય છે [अखिलं] તે બધાય (અધ્યવસાન) [जिनैः] જિન ભગવાનોએ [एवम्] પૂર્વોક્ત રીતે [त्याज्यं उक्तं] ત્યાગવાયોગ્ય કહ્યાં છે [तत्] તેથી [मन्ये] અમે એમ માનીએ છીએ કે [अन्य–आश्रयः व्यवहारः एव निखिलः अपि त्याजितः] ‘પર જેનો આશ્રય છે એવો વ્યવહાર જ સઘળોય છોડાવ્યો છે.’ [तत्] તો પછી, [अमी सन्तः] આ સત્પુરુષો [एकम् सम्यक् निश्चयम् एव निष्कम्पम् आक्रम्य] એક સમ્યક્ નિશ્ચયને જ નિષ્કંપપણે અંગીકાર કરીને [शुद्धज्ञानघने निजे महिम्नि] શુદ્ધજ્ઞાનઘનસ્વરૂપ નિજ મહિમામાં (-આત્મસ્વરૂપમાં) [धृतिम् किं न बध्नन्ति] સ્થિરતા કેમ ધરતા નથી?
ભાવાર્થઃ– જિનેશ્વરદેવે અન્ય પદાર્થોમાં આત્મબુદ્ધિરૂપ અધ્યવસાન છોડાવ્યાં છે તેથી આ પરાશ્રિત વ્યવહાર જ બધોય છોડાવ્યો છે એમ જાણવું. માટે ‘શુદ્ધજ્ઞાનસ્વરૂપ પોતાના આત્મામાં સ્થિરતા રાખો’ એવો શુદ્ધનિશ્ચયના ગ્રહણનો ઉપદેશ આચાર્યદેવે કર્યો છે. વળી, “જો ભગવાને અધ્યવસાન છોડાવ્યાં છે તો હવે સત્પુરુષો નિશ્ચયને નિષ્કંપપણે અંગીકાર કરી સ્વરૂપમાં કેમ નથી ઠરતા-એ અમને અચરજ છે” એમ કહીને આચાર્યદેવે આશ્ચર્ય બતાવ્યું છે. ૧૭૩.
“અધ્યવસાન શબ્દ વારંવાર કહેતા આવ્યા છો. તે અધ્યવસાન શું છે? તેનું સ્વરૂપ બરાબર સમજમાં નથી આવ્યું.” આમ પૂછવામાં આવતાં હવે અધ્યવસાનનું સ્વરૂપ ગાથામાં કહે છે.
PDF/HTML Page 2683 of 4199
single page version
જેને અધ્યવસાન કહેવામાં આવ્યું છે તેને બરાબર ઓળખવા તેનાં બીજાં કેટલાંક પ્રચલિત નામો છે તે અહીં ગાથામાં કહે છે.
‘સ્વ-પરનો અવિવેક હોય (અર્થાત્ સ્વ-પરનું ભેદજ્ઞાન ન હોય) ત્યારે જીવની અધ્યવસિતિમાત્ર તે અધ્યવસાન છે;...’
‘જુઓ, શું કહ્યું? કે અનંતગુણનો પિંડ ચૈતન્યચિંતામણિ એક જ્ઞાયકભાવમાત્ર વસ્તુ તે હું સ્વ એમ અનુભવવાને બદલે હું પરને મારું-જિવાડું દુઃખી-સુખી કરું ઈત્યાદિ માને, હું નારકી, હું મનુષ્ય ઈત્યાદિ માને અને ધર્માદિ પરદ્રવ્યો જણાય ત્યાં હું ધર્માદિ પરદ્રવ્યોને જાણું છું, જાણનારો તે હું સ્વ એમ નહિ, પણ પરદ્રવ્યોને હું જાણું છું એમ પરથી એકત્વબુદ્ધિ કરે તે સ્વ-પરનો અવિવેક છે. આવો સ્વ-પરનો અવિવેક હોય ત્યારે અર્થાત્ સ્વ-પરનું ભેદજ્ઞાન ન હોય ત્યારે જીવની અધ્યવસિતિમાત્ર અર્થાત્ જીવની પરમાં પોતાપણાની માન્યતા-અભિપ્રાય તે અધ્યવસાન છે. આવું અધ્યવસાન મિથ્યાત્વરૂપ છે અને તેને અહીં આઠ નામોથી ઓળખાવે છેઃ-
‘અને તે જ (અર્થાત્ જેને અધ્યવસાન કહ્યું તે જ) બોધનમાત્રપણાથી બુદ્ધિ છે, વ્યવસાનમાત્રપણાથી વ્યવસાય છે, મનનમાત્રપણાથી મતિ છે, વિજ્ઞપ્તિમાત્રપણાથી વિજ્ઞાન છે,...’
‘લ્યો, પર મારાં ને પરનું હું કરી શકું એમ જાણવામાત્રપણાથી અધ્યવસાનને બુદ્ધિ પણ કહે છે. વ્યવસાય એટલે આખો દિ’ કામમાં-પ્રવૃત્તિમાં લાગ્યો રહે-આ બાયડી-છોકરાનું કરું, ને ધંધો કરું, ને કારખાનું ચલાવું, ને દેશનું કરું-એમ પરમાં ઉદ્યમી થઈ લાગ્યો રહે તે વ્યવસાય બધો મિથ્યા અધ્યવસાય છે. આ બધું પરનું કોણ કરે બાપુ! તને ખબર નથી ભાઈ! તું તો એક જ્ઞાનાનંદસ્વરૂપ છો ને પ્રભુ! પરને માટે તું પાંગળો છે ને! એને બદલે પરમાં ઉદ્યમી થઈને આ કરું ને તે કરું એમ કર્યા કરે છે એ ઊંધો વ્યવસાય છે.
વ્યવસાય એટલે વ્યાપાર-પ્રવૃત્તિ, કેટલાક લોકો નથી કહેતા? કે હમણાં અમને ઘણો વ્યવસાય વધી ગયો છે, વ્યવસાય આડે નવરાશ નથી. કોઈ તો વળી કહે છે- મરવાય નવરાશ નથી. અરે ભાઈ! મરણ તો જોતજોતામાં આવી પડશે અને ત્યારે જેમાં તને વ્યવસાય આડે નવરાશ નથી એ બધું પડયું રહેશે. (તારે હાથ એમાંનું કાંઈ નહિ હોય). આ જોતા નથી પચીસ-પચીસ વરસના ફુટડા જુવાન-જોધ ચાલ્યા જાય છે? બાપુ! આ તારો વ્યવસાય બધો વિપરીત છે.
એને મનનમાત્રપણાથી મતિ કહે છે. પદાર્થોને વિપરીત જાણે-માને છે ને! તેથી
PDF/HTML Page 2684 of 4199
single page version
અધ્યવસાનને મતિ શબ્દથી પણ કહેવામાં આવે છે. મતિજ્ઞાન તે આ નહિ. આ તો જેમાં વિપરીત જાણવું-માનવું છે તેવા અધ્યવસાનને અહીં મતિ કહ્યું છે.
વળી વિજ્ઞપ્તિમાત્રપણાથી તે વિજ્ઞાન છે. જુઓ, વીતરાગવિજ્ઞાન તે આ નહિ. આ તો વિજ્ઞાન એટલે વિરુદ્ધ જ્ઞાન એમ વાત છે. હું પરને મારું-જિવાડું, હું નારકી-મનુષ્ય છું, પર ચીજો જણાય તે મારી છે-એવું સ્વરૂપથી વિરુધ્ધ જ્ઞાન છે ને? તેને અહીં વિજ્ઞાન શબ્દથી કહ્યું છે.
વળી, (તે જ અધ્યવસાન) ‘ચેતનામાત્રપણાથી ચિત્ત છે, ચેતનના ભવન- માત્રપણાથી ભાવ છે, ચેતનના પરિણમનમાત્રપણાથી પરિણામ છે.’
ચેતનના પરિણામ છે ને? તેથી તેને ચિત્ત પણ કહે છે, ભાવ પણ કહે છે ને પરિણામ પણ કહે છે. અહીં નિર્મળ ભાવ-પરિણામની વાત નથી. આ તો પર મારાં ને પરની ક્રિયા હું કરું-એવો મિથ્યા અભિપ્રાય જેમાં છે એ પરિણામની વાત છે.
કોઈ લોકો એમ કહે છે કે-અધ્યવસાનને જ બંધનું કારણ કહ્યું છે, પણ જિવાડવાનો ભાવ એ બંધનું કારણ નથી.
અરે ભાઈ! જ્યાં સુધી સ્વમાં એકતા થઈ નથી ત્યાં સુધી પરમાં એકત્વબુદ્ધિ પડેલી જ છે. તેથી પરમાં એકત્વબુદ્ધિસહિત જે પરિણામ-ભાવ છે તે બંધનું જ કારણ છે. અહા! તેને અધ્યવસાન કહો, ભાવ કહો, પરિણામ કહો, બુદ્ધિ કહો-બધું એકાર્થવાચક જ છે, સમજાણું કાંઈ...?
ભાવાર્થઃ– ‘આ જે બુદ્ધિ આદિ આઠ નામોથી કહ્યા તે બધાય ચેતન આત્માના પરિણામ છે. જ્યાં સુધી સ્વપરનું ભેદજ્ઞાન ન હોય ત્યાં સુધી જીવને જે પોતાના ને પરના એકપણાના નિશ્ચયરૂપ પરિણતિ વર્તે છે તેને બુદ્ધિ આદિ આઠ નામોથી કહેવામાં આવે છે.’ આ ભાવાર્થ કહ્યો.
‘અધ્યવસાન ત્યાગવાયોગ્ય કહ્યાં છે તેથી એમ સમજાય છે કે વ્યવહારનો ત્યાગ કરાવ્યો છે અને નિશ્ચયનું ગ્રહણ કરાવ્યું છે’ -એવા અર્થનું, આગળના કથનની સૂચનારૂપ કાવ્ય હવે કહે છેઃ-
આચાર્યદેવ કહે છે કેઃ- ‘सर्वत्र यद् अध्यवसानम्’ સર્વ વસ્તુઓમાં જે અધ્યવસાન થાય છે ‘अखिलं’ તે બધાંય ‘जिनैः’ જિન ભગવાનોએ ‘एवम्’ પૂર્વોક્ત રીતે ‘त्याज्यं उक्तं’ ત્યાગવાયોગ્ય કહ્યાં છે.
PDF/HTML Page 2685 of 4199
single page version
જુઓ, આ આગળની ગાથાનો ઉપોદ્ઘાત કરે છે. કહે છે-સર્વ વસ્તુઓમાં એટલે પોતાના આત્મા સિવાય વિશ્વની અનંતી પરવસ્તુઓમાં જે એકત્વબુદ્ધિ-અધ્યવસાન થાય છે તે સઘળાંય જિન ભગવાનોએ-વીતરાગ સર્વજ્ઞદેવોએ ત્યાગવાયોગ્ય કહ્યાં છે. અહાહા...! પરવસ્તુ ચાહે શરીરાદિ પરમાણુરૂપ હો, સ્ત્રી-પુત્ર-પરિવાર આદિ હો, દેવ- ગુરુ-શાસ્ત્ર હો, સાક્ષાત્ અરિહંત પરમાત્મા હો; તે મારાં છે અને હું એનો છું એવો એકત્વબુદ્ધિનો અધ્યવસાય સઘળોય ભગવાન જિનેશ્વરદેવે છોડાવ્યો છે. ખૂબ ગંભીર કળશ છે ભાઈ! આમાં તો જૈનદર્શનનો મર્મ ભર્યો છે.
એક કોર પોતે શુદ્ધ એક જ્ઞાયકભાવમાત્ર વસ્તુ સ્વ અને બીજી કોર વિશ્વની સમસ્ત વસ્તુઓ પર લીધી. અહાહા...! જગતની આ સર્વ વસ્તુ પ્રત્યેક ભિન્ન-ભિન્ન છે. તેમાં (અજ્ઞાનીને) એકત્વબુદ્ધિનો જે અધ્યવસાય છે તે બધોય છોડવાયોગ્ય છે એમ જિન ભગવંતોએ કહ્યું છે.
આ દેહ, મન, વાણી ઈત્યાદિ જડ માટી-ધૂળ છે, અને સ્ત્રી-પુત્ર-પરિવાર, દેવ- ગુરુ આદિ ભિન્ન પર જીવ છે, તથા ધર્માસ્તિકાય આદિ અચેતન પરદ્રવ્યો છે. તેમાં પોતાપણાનો અધ્યવસાય છે તે મિથ્યાત્વ છે; કેમકે પોતાપણું તો પોતાનામાં હોય કે પરમાં હોય? પરમાં પોતાપણું કદીય હોઈ શકે નહિ.
અહા! સર્વજ્ઞ પરમાત્મા ઇન્દ્રો, મુનિવરો ને ગણધરોની ઉપસ્થિતિમાં ધર્મસભામાં એમ ફરમાવતા હતા કે-પોતાના આત્મા સિવાય જેટલા કોઈ પદાર્થો છે-તેમાં હું (- અરિહંત) પણ આવી ગયો-તેમાં અધ્યવસાન કરે કે આ મારા છે અને એનાથી મને લાભ છે, હું એનું કાંઈ કરી શકું ને એ મારું કાંઈ કરી શકે-એ અધ્યવસાન ચારગતિમાં રખડવાના બીજરૂપ મિથ્યાત્વ છે અને તે સર્વ છોડવાયોગ્ય છે.
હવે કહે છે- ‘तत्’ તેથી ‘मन्ये’ અમે એમ માનીએ છીએ કે ‘अन्य–आश्रयः व्यवहारः एव निखिलः अपि त्याजितः’ પર જેનો આશ્રય છે એવો વ્યવહાર જ સઘળોય છોડાવ્યો છે.
અહાહા...! સંત ધર્માત્મા પ્રચુર અતીન્દ્રિય આનંદસહિત સ્વરૂપમાં કેલિ કરનારા મુનિવર ભગવાન આચાર્ય એમ કહે છે કે- જ્યારે ભગવાને પર વસ્તુઓમાં એકત્વબુદ્ધિના સર્વ અધ્યવસાયો છોડાવ્યા છે તો અમે સંતો એમ માનીએ છીએ કે પર જેનો આશ્રય છે એવો વ્યવહાર જ સઘળોય છોડાવ્યો છે. જોયું? ‘આશ્રય’ શબ્દ અહીં મૂક્યો છે ચોખ્ખો. પરનો-વ્યવહારનો આશ્રય કહો, સંબંધ કહો કે પરનું-વ્યવહારનું આલંબન કહો- બધું એક જ છે. આ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, દેવ-ગુરુ-શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધાનો વિકલ્પ-એ સર્વ પરાશ્રિત વ્યવહાર છે. એ પરિણામમાં પરનો આશ્રય- સંબંધ છે ને? એમાં સ્વનો સંબંધ નથી. તો અહીં કહે છે-એ સઘળોય પરાશ્રિત
PDF/HTML Page 2686 of 4199
single page version
વ્યવહાર ભગવાને છોડાવ્યો છે એમ અમે સમજીએ છીએ. જુઓ. આ ધર્માત્માની પ્રતીતિ!
અહાહા...! મુનિવરો-શુદ્ધ એક જ્ઞાયકતત્ત્વના આરાધકો, કેવળીના કેડાયતીઓ કેવળીના વારસદાર પુત્રો છે. કેવળ લેશે ને! તેથી તેઓ કેવળીના વારસદાર છે. અહા! એ મુનિપણું કોને કહે બાપા! લોકોને અંતરંગ મુનિદશાની ખબર નથી. મુનિપણું એ તો પરમેશ્વર (પરમેષ્ઠી) પદ છે. અંદરમાં જેને ત્રણ કષાયના અભાવવાળી વીતરાગી શાંતિ પ્રગટી છે અને જેમને અતીન્દ્રિય પ્રચુર-અતિ ઉગ્ર આનંદનું વેદન વર્તે છે એવા ધર્મના સ્થંભ સમાન મુનિવરો હોય છે. તેઓ કહે છે-અમે એમ માનીએ છીએ કે જ્યારે ભગવાને પરની એકત્વબુદ્ધિ છોડાવી છે તો પરાશ્રિત એવો સઘળોય વ્યવહાર છોડાવ્યો છે.
જુઓ, પહેલાં ‘अखिलं’ આવ્યું; એટલે કે બધાંય અધ્યવસાન ત્યાગવાયોગ્ય કહ્યાં. ને હવે પાછું ‘निखिलः’ (अन्याश्रयः... निखिलः अपि त्याजितः) આવ્યું; એટલે કે પર જેનો આશ્રય છે એવો વ્યવહાર જ સઘળોય છોડાવ્યો છે. અહાહા...! આ દયા, દાન, વ્રત, ભક્તિ ઈત્યાદિના પરિણામ બધાય પરાશ્રિત છે તેથી છોડાવ્યા છે. માર્ગ ખૂબ સૂક્ષ્મ ને ગંભીર છે ભાઈ!
અરે! મારગના ભાન વિના એ ૮૪ લાખ જીવ-યોનિમાં દુઃખી થઈ ને રખડયો છે. જરી શરીરથી કંઈક ઠીક સ્વસ્થ હોય, પાંચ-પચાસ લાખની સંપત્તિ હોય ને બાયડી જરા ઠીક રૂપાળી હોય એટલે એમ માને કે આપણે સુખી છીએ. અરે મૂઢ! મૂરખ છે કે શું? પાગલ થયો છે કે શું? શું આ બધા પૈસાવાળા સુખી છે?
પણ લોકો એમ કહે છે ને?
લોકો બધા કહે તો કહો; પણ તેઓ સુખી નથી, દુઃખી જ છે. બાપુ! આ શરીર નમણું ને રૂપાળું દેખાય એ ક્યાં તારું છે? એ તો જડ ધૂળ-માટી છે. તું મારું આવું રૂપાળું શરીર ને મારી આવી બાયડી ને મારી આટલી સંપત્તિ એમ માને એ તો તારી મૂર્ખાઈની-પાગલપણાની જાહેરાત છે. ત્રિલોકનાથ પરમાત્મા તો એમ ફરમાવે છે કે પરમાં મારાપણાની એકત્વબુદ્ધિનો અધ્યવસાય મિથ્યાત્વ છે અને તે સઘળોય છોડવા યોગ્ય છે. બાપુ! આ દેવ મારા ને ગુરુ મારા એવો અધ્યવસાય પણ ભગવાને છોડવાયોગ્ય કહ્યો છે. બહુ આકરી વાત!
અહાહા...! આ તો કળશ છે કળશ! બાર અંગનો સાર એક કળશમાં ભરી દીધો છે. આચાર્યદેવની ગજબ શૈલી છે. આમાં તો માર્ગને ખુલ્લં-ખુલ્લા જાહેર કરી દીધો છે. કહે છે-પર પદાર્થની એકત્વબુદ્ધિ જેમ ભગવાને છોડાવી છે તેમ પરના આશ્રયે થતા વ્યવહારના ભાવ સઘળાય ભગવાને છોડાવ્યા છે. અહાહા...! જેમ પરમાં એકત્વ-
PDF/HTML Page 2687 of 4199
single page version
બુદ્ધિ છોડવાયોગ્ય જ છે તેમ વ્રત, તપ, શીલ, સંયમના બાહ્ય પરિણામ, ર૮ મૂલગુણના વિકલ્પ, અને પંચમહાવ્રતાદિના પરિણામ કે જે મુનિને હોય છે તે બધાય પરાશ્રિત હોવાથી છોડવાયોગ્ય જ છે. ગજબ વાત છે ભાઈ!
અત્યારે હવે આમાં લોકોને મોટી તકરાર ને વાંધા છે, એમ કે આ બધું-દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા ઈત્યાદિ શ્રાવકનાં આચરણ ને મુનિનાં બાહ્ય આચરણ અમે કરીએ છીએ તે શું બધાં ખોટાં છે. આ શ્રાવકનાં ને મુનિનાં આચરણરૂપ વ્યવહારને નહિ સ્થાપો તો જૈનધર્મ જ નહિ રહે.
સમાધાનઃ– બાપુ! જૈનધર્મ તો એક વીતરાગભાવસ્વરૂપ છે, શુદ્ધ ચૈતન્યના પરિણમનસ્વરૂપ છે. વ્રતાદિનો રાગ કાંઈ જૈનધર્મ નથી. જો કે ધર્મીને તેવો વ્રતાદિનો રાગ હોય છે પણ એ કાંઈ ધર્મ નથી. વળી ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. વિના સમ્યગ્દર્શન જે કાંઈ બાહ્ય આચરણ છે તે બધાંય ખોટાં છે, એને વ્યવહાર પણ કહેતા નથી. મિથ્યાદ્રષ્ટિને વ્યવહાર ક્યાં છે? અહીં તો સમ્યગ્દ્રષ્ટિને જે બાહ્ય વ્રતાદિ વ્યવહાર છે તે સઘળોય ત્યાગવાયોગ્ય છે એમ આચાર્યદેવ ફરમાવે છે. અહાહા...! સમ્યગ્દ્રષ્ટિને મિથ્યાત્વનો ત્યાગ કરાવ્યો છે તે કારણથી અમે એમ માનીએ છીએ કે પર જેનો આશ્રય છે એવો વ્યવહાર જ સઘળોય સમકિતીને છોડાવ્યો છે એમ આચાર્યદેવ કહે છે. મારગ બહુ ઝીણો છે ભાઈ! આ તો કળશ જ એવો આવ્યો છે.
ભગવાન! તું અનંતકાળથી દુઃખના પંથે દોરાઈ ગયો છે. સ્વરૂપ પ્રતિ આંધળો થઈને તેં દુઃખમાં જ ભુસકા માર્યા છે. અહીં તને આચાર્ય ભગવાન સુખનો પંથ બતાવે છે. કહે છે-નિર્મળાનંદનો નાથ અતીન્દ્રિય આનંદનો સાગર એવા સ્વસ્વરૂપને ભૂલીને, આ શરીરાદિ મારાં છે ને એનાથી મને સુખ છે તથા પરનાં સુખ-દુઃખને હું કરું છું ઈત્યાદિ અનેક પ્રકારે જે તને પરમાં એકત્વબુદ્ધિનાં અધ્યવસાન છે તે સર્વને છોડી દે; ભગવાને તે સર્વ અધ્યવસાનોને છોડવાયોગ્ય કહ્યાં છે.
હા, પણ દયા, દાન, વ્રત, ભક્તિ ઈત્યાદિ વ્યવહાર તો કરવો ને? શાસ્ત્રમાં પણ વ્રતાદિ બાહ્ય આચરણનું વિધાન છે.
સમાધાનઃ– બાપુ! દયા, દાન, વ્રતાદિનો જે વ્યવહાર છે તે રાગ છે, ને રાગને કરવાનો અભિપ્રાય મિથ્યા અધ્યવસાન છે, મિથ્યાત્વ છે. એ તો આગળ આવી ગયું કે ઉપયોગભૂમિ રાગાદિક સાથે એકત્વ પામે તે મિથ્યાત્વ છે, બંધનું કારણ છે. આ કળશમાં પણ કહે છે કે- ભગવાને પર સાથે એકતાબુદ્ધિના સર્વ અધ્યવસાન છોડાવ્યા છે તે પરથી અમે (-મુનિવરો) એમ માનીએ છીએ કે વ્રતાદિનો સઘળોય વ્યવહાર ભગવાને છોડાવ્યો છે. અહા! સમકિતીને અસ્થિરતાના જેટલા વિકલ્પ આવે તે સઘળાય ભગવાને છોડવાયોગ્ય કહ્યા છે. સમજાણું કાંઈ...?
PDF/HTML Page 2688 of 4199
single page version
શાસ્ત્રમાં વ્રતાદિ બાહ્ય આચરણનું વિધાન છે એ તો વ્યવહારનય દર્શાવ્યો છે. ધર્મીને નિર્મળ રત્નત્રયરૂપ ધર્મની વીતરાગી પરિણતિ સાથે બહારમાં કેવો વ્યવહાર- શુભાચરણ હોય છે તેનું જ્ઞાન કરાવવાનું ત્યાં પ્રયોજન છે. એ તો બારમી ગાથામાં આવ્યું કે ધર્મીને પર્યાયમાં જે કિંચિત્ રાગ છે તે તે કાળે જાણેલો પ્રયોજનવાન છે, આદરેલો નહિ. અહા! ધર્મી પુરુષ સર્વરાગને-રાગમાત્રને હેય જ માને છે; કરવા યોગ્ય નહિ, આવી વાત છે.
જુઓ, स्वाश्रितो निश्चयः, पराश्रितो व्यवहार; જેટલો સ્વનો આશ્રય છે તે નિશ્ચય અને જેટલો પરનો આશ્રય છે તે વ્યવહાર. આ દયા પાળવી, વ્રત પાળવાં, દાન કરવું, ભક્તિ-પૂજા કરવાં ઈત્યાદિ સર્વ ભાવમાં પરનો આશ્રય છે તેથી તે વ્યવહાર છે. આચાર્ય કહે છે-પર જેનો આશ્રય છે એવો વ્યવહાર જ સઘળોય ભગવાને છોડાવ્યો છે. (મતલબ કે એક સ્વાશ્રય જ પ્રશંસાયોગ્ય છે). ભાઈ! આ તો જૈનદર્શનની સાર-સાર વાત છે. બહુ સરસ કળશ આવ્યો છે. આમાં નિશ્ચય-વ્યવહારના બે ફડચા કરી નાખ્યા છે; એમ કે પરાશ્રિત વ્યવહારને હેય જાણી ત્યાંથી હઠી એક સ્વના આશ્રયે જ પરિણમન કરવું યોગ્ય છે, ઈષ્ટ છે.
ત્યારે કોઈ વળી કહે છે-અહીં પરમાં એકત્વબુદ્ધિના અધ્યવસાનને બંધનું કારણ કહ્યું છે, તેથી કાંઈ દયાના ને વ્રતાદિના પરિણામ બંધનું કારણ નથી.
ભાઈ! એ તો મિથ્યાત્વ સહિતના પરની એકત્વબુદ્ધિના પરિણામ જે મિથ્યાદ્રષ્ટિને હોય છે તેને મુખ્ય ગણીને તેને બંધનું કારણ કહ્યું છે. બાકી દયા, દાન, વ્રત આદિના એકત્વબુદ્ધિરહિત જે પરિણામ સમ્યગ્દ્રષ્ટિને હોય છે તે પણ બંધનું જ કારણ છે. તે અલ્પ બંધનું કારણ હોવાથી (દીર્ધ સંસારનું કારણ નહિ હોવાથી) તેને ગૌણ ગણીને બંધમાં ગણ્યા નથી એ બીજી વાત છે, પણ તેથી જો તું એમ માનતો હોય કે એકત્વબુદ્ધિ વગરના રાગના પરિણામ (વ્યવહારના પરિણામ) કરવા જેવા છે, કેમકે તે બંધનું કારણ નથી, પણ મોક્ષનું કારણ છે તો તારી તે માન્યતા મિથ્યા-ખોટી છે; અર્થાત્ તને પરની એકત્વબુદ્ધિ મટી જ નથી.
બાપુ! વીતરાગનો મારગ-મોક્ષનો મારગ- તો એકલા વીતરાગભાવસ્વરૂપ છે; તે સ્વ-આશ્રિત છે; તેમાં પરાશ્રિત રાગનો એક અંશ પણ સમાઈ શકે નહિ. શું કીધું? જેમ આંખમાં રજ-કણ સમાય નહિ તેમ ભગવાનના મારગમાં રાગનો કણ પણ સમાય નહિ. અહા! મારગ તો શુદ્ધ ચૈતન્યસ્વભાવમય એક વીતરાગતામય જ છે. જેમ ભગવાન આત્મા એક ચૈતન્યસ્વભાવનો-વીતરાગસ્વભાવનો અતીન્દ્રિય આનંદ તે શાંતિનો પિંડ છે, તેમ તેના આશ્રયે પ્રગટેલો માર્ગ પણ તેવો અતીન્દ્રિય આનંદમય ને વીતરાગી શાંતિમય છે. ભાઈ! સરાગતા એ કાંઈ વીતરાગનો મારગ નથી.
PDF/HTML Page 2689 of 4199
single page version
લ્યો, આવી વાત! ચાલતા પ્રવાહથી જુદી છે ને? એટલે લોકોને બહુ આકરી લાગે ને રુચે નહિ. એને એમ લાગે છે કે વ્યવહારથી વિમુખ થશે તો ભ્રષ્ટ થઈ જશે.
અરે ભાઈ! એમ ભડકે છે શું? જરા ધીરો થઈને સાંભળ. અંદર પ્રભુ! તું આત્મા છો કે નહિ? અહાહા...! અનંત અનંત સ્વભાવોથી ભરેલો જ્ઞાનાનંદનો દરિયો પ્રભુ તું આત્મા છો. એની સન્મુખ જવું એનું જ નામ વ્યવહારથી વિમુખતા છે. તેથી વ્યવહારનો આશ્રય છોડશે તો તે નિશ્ચયમાં જશે; અહા! એ દુઃખને છોડી સુખમાં જશે. ભાઈ! વ્યવહારનો આશ્રય તો દુઃખ છે. તેથી તેનો આશ્રય છોડતાં અંદર આનંદમાં જશે. સમજાણું કાંઈ...?
અહીં કહે છે- ‘अन्याश्रयः व्यवहारः एव निखिलः अपि त्याजितः’ પર જેનો આશ્રય છે એવો વ્યવહાર જ સઘળોય છોડાવ્યો છે. ચાહે દેવ-ગુરુ-શાસ્ત્ર હો, જિનમંદિર, સમ્મેદશિખર, શત્રુંજય કે ગિરનાર હો; ભાઈ! એ બધું પર છે. આ આગમમંદિર આવડું મોટું છે તે પર છે. અરે, ભગવાન ઋષભનાથના વખતમાં કૈલાસ પર્વત પર ભરત ચક્રવર્તીએ ત્રણકાળની-ભૂત, વર્તમાન ને ભવિષ્યની ચોવીસીના સોનાનાં મંદિરો બનાવ્યાં હતાં. સોનાનાં મંદિરો હોં. પણ એમાં શું છે? એ બધું પર છે અને એના આશ્રયે થયેલો ભાવ પરાશ્રિત શુભભાવ છે (ધર્મ નહિ). જ્યાં સુધી પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી ધર્મીપુરુષ સ્વ-આશ્રયના આનંદમાં પણ હોય અને કિંચિત્ પરાશ્રયના આવા ભક્તિ આદિના શુભરાગમાં પણ હોય. પણ ધર્મીને એ શુભરાગ હેયબુદ્ધિએ હોય છે, તેને એનાં રુચિ, આદર કે મહિમા હોતાં નથી.
અહાહા...! અંદરમાં પોતાનું પરમ ચૈતન્યનિધાન પડયું છે. જેમાં જીવત્વ, ચિતિ, દ્રશિ, જ્ઞાન, સુખ, વીર્ય, પ્રભુત્વ, વિભુત્વ, સ્વચ્છતા, પ્રકાશ ઈત્યાદિ અનંત અનંત શક્તિઓ પ્રત્યેક પરમ પારિણામિકભાવે સ્થિત છે એવા પરમ પદાર્થ પ્રભુ આત્મા છે. પરમ પારિણામિક ભાવે એટલે શું? કે તે સહજ છે અને કોઈ કર્મના સદ્ભાવ કે અભાવની અપેક્ષાથી રહિત છે. શું કીધું? કે વસ્તુની શક્તિઓ સહજભાવે છે, એને કોઈની અપેક્ષા નથી. જુઓ, પર્યાયમાં વિકાર થાય તો કર્મના ઉદયનું નિમિત્ત છે, ને નિર્વિકાર થાય તો કર્મના અભાવનું નિમિત્ત છે. પણ વસ્તુ આત્મા ને એની શક્તિઓ કોઈની અપેક્ષાથી રહિત પરમ પારિણામિક ભાવે સ્થિર છે. આવી મહાન વસ્તુ પોતે છે, પણ એની ખબર વિના બિચારો ક્રિયાકાંડ કરી કરીને મરી ગયો છે. એને કહે છે-ભાઈ! વ્યવહારની રુચિ છોડીને હવે તારા ચૈતન્યનિધાનનો-પરમ સ્વભાવભાવનો-નિશ્ચયનો આશ્રય કર. તારા સુખ માટે આ જ કર્તવ્ય છે.
અહાહા...! કહે છે-પર જેનો આશ્રય છે એવો વ્યવહાર જ સઘળોય છોડાવ્યો
PDF/HTML Page 2690 of 4199
single page version
છે ‘तत्’ તો પછી, ‘अमी सन्तः’ આ સત્પુરુષો ‘एकम् सम्यक् निश्चयम् एव निष्कम्पम् आक्रम्य’ એક સમ્યક્ નિશ્ચયને જ નિષ્કંપપણે અંગીકાર કરીને ‘शुद्धज्ञानघने निजे महिम्नि’ વિજ્ઞાનઘનસ્વરૂપ નિજ મહિમામાં ‘धृतिम् किं न बध्नन्ति’ સ્થિરતા કેમ- ધરતા નથી?
અહાહા...! કહે છે- तत્ એટલે તો પછી સત્પુરુષો એક નિશ્ચયમાં સ્થિરતા કેમ કરતા નથી? અહા! સત્પુરુષ કોને કહીએ? કે જેણે પરાશ્રયનો ભાવ દ્રષ્ટિમાંથી છોડીને ત્રિકાળી સત્ પ્રભુ આત્માનો અંતરમાં સ્વીકાર કર્યો છે એવા સંત પુરુષ સત્પુરુષ છે. સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ આત્મા છે; તેના આશ્રયે જે સુખમાં પ્રવર્તે છે તે સંત મહાત્મા સત્પુરુષ છે. ભજનમાં આવે છે ને? કે-
જગતમાં એક સંત સુખિયા છે. એટલે શું? કે નિર્મળાનંદનો નાથ અનંત અનંત સ્વભાવો-શક્તિઓનો ભંડાર ભગવાન આત્માનો જેણે આશ્રય લીધો છે તે સંતો-સત્પુરુષો જગતમાં સુખી છે, અને પરથી એકત્વ માનીને પરના આશ્રયે થતા વિકારી ભાવમાં જે રોકાઈ પડયા છે, પરાશ્રિત ભાવથી જે લાભ માને છે તે દુરીજન એટલે દુર્જન જગતમાં દુઃખિયા છે. અહા! વ્યવહારથી લાભ થવાનું માને તે દુર્જન દુઃખિયા છે આકરી વાત બાપા!
ભાઈ! આ તો ‘जिनैःउक्तम्’ ત્રણ લોકના નાથ જિનેન્દ્ર ભગવંતોએ કહ્યું છે. હવે ભગવાનની ભક્તિ કરે અને ભગવાને જે કહ્યું છે તેને અંતરમાં ન સ્વીકારે તો તેને ભગવાનની-અર્હંતદેવની સાચી શ્રદ્ધા નથી. તેવી રીતે ગુરુની ભક્તિ કરે પણ જે પરાશ્રિત છે એવો સઘળોય વ્યવહાર અમે છોડાવવા માગીએ છીએ એમ ગુરુએ કહ્યું તે ન સ્વીકારે તેને ગુરુની શ્રદ્ધા નથી. અને તેવી રીતે તેને શાસ્ત્રની પણ શ્રદ્ધા નથી. આ પ્રમાણે અજ્ઞાની અનેક પ્રકારના ક્રિયાકાંડમાં પ્રવર્તવા છતાં તે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાથી રહિત દુર્જન દુઃખી જ છે.
અહાહા...! અહીં કહે છે- ‘એક સમ્યક્ નિશ્ચયને જ નિષ્કંપપણે અંગીકાર કરીને...’ જોયું? એક કહેતાં જેમાં બીજી ચીજ (રાગાદિ) નથી એવા સત્ય નિશ્ચયસ્વરૂપ ત્રિકાળી ધ્રુવ પરમાત્મદ્રવ્યને જ નિષ્કંપપણે અંગીકાર કરીને તેમાં જ ઠર-એમ કહે છે. પહેલાં છોડવાયોગ્ય કહ્યું ત્યાં ‘व्यवहारः एव’ વ્યવહાર જ સઘળોય છોડ એમ કહ્યું. ને હવે ઠરવામાં પણ ‘एव’ શબ્દ વડે એક નિશ્ચયમાં જ ઠર એમ કહ્યું; મતલબ કે વ્યવહારના- અસ્થિરતાના રાગના-કંપમાં ન જા, પણ નિષ્કંપ એક નિશ્ચયમાં જ ઠર એમ કહે છે. ગજબનો કળશ છે ભાઈ!
અરે ભાઈ! તું વ્યવહાર-વ્યવહાર કરે છે પણ ભગવાને કહેલો વ્યવહાર-વ્રત,
PDF/HTML Page 2691 of 4199
single page version
સમિતિ, ગુપ્તિ આદિ પરાશ્રિત ભાવ-તો અભવિ પણ કરે છે પણ તેને કદીય આત્મલાભ થતો નથી. આ વાત આગળ ગાથા ર૭૩ માં આવે છે. કેટલાક લોકોને આ ખટકે છે. વ્યવહારનો પક્ષ છે ને? પણ ભાઈ! વ્યવહાર કોને કહેવાય તેની તને ખબર જ નથી. વાસ્તવમાં તો જેને એક સમ્યક્ નિશ્ચય શુદ્ધ આત્મદ્રવ્યનો અંતરમાં અનુભવ થયો છે તે સમકિતીને વ્રતાદિના વિકલ્પ જે હેયબુદ્ધિએ હોય છે તેને વ્યવહાર કહે છે, અને તે ભગવાને છોડાવ્યો છે-એમ વાત છે. જેને અંતરંગમાં નિશ્ચયનો અનુભવ જ નથી થયો તેને વ્યવહાર છે જ ક્યાં? તેને હેય-ઉપાદેયબુદ્ધિ છે જ ક્યાં? (તેને તો રાગની એકત્વબુદ્ધિ જ છે.)
અહા! વીતરાગ સર્વજ્ઞદેવની ધર્મસભામાં અતિ વિનયવાન થઈ ઇન્દ્રો ને ગણધરદેવો ભગવાનના શ્રીમુખેથી નીકળેલી જે પરમ અમૃત તત્ત્વની વાત સાંભળતા હતા તે આ વાત છે. કહે છે-સત્પુરુષો એક એટલે જેમાં પેલો વ્યવહાર નહિ એવા ભિન્ન શુદ્ધ નિશ્ચયને જ અંગીકાર કરી એમાં ઠરો. આવું હવે ઓલા વ્યવહારના પક્ષવાળાને આકરું લાગે પણ ભાઈ! આ તો તારા હિતની, તારા ઉદ્ધારની વાત છે.
અહાહા...! વસ્તુ આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ શુદ્ધ એક નિશ્ચય નિરુપાધિ નિષ્કંપસ્વરૂપ છે અને આ વ્યવહારનો વિકલ્પ-રાગ તો કંપ છે, ઉપાધિ છે. અહા! તે રાગના કંપથી અને ઉપાધિથી છૂટીને નિષ્કંપ નિરુપાધિ શુદ્ધ ચૈતન્યતત્ત્વમાં સ્થિતિ કરો એમ કહે છે. લ્યો, અહીં રાગને છોડવાયોગ્ય તથા ઉપાધિ કહે છે, બંધનું કારણ કહે છે, ત્યારે કોઈ લોકો એને લાભદાયક માને છે! બહુ ફેર ભાઈ! શું થાય! ભગવાનના વિરહ પડયા! કેવળી-શ્રુતકેવળી રહ્યા નહિ ને કેવળીના કેડાયતો પણ જોવા મળે નહિ અને આ બધા વિવાદ ઊભા કર્યા! ભાઈ! આ સર્વ વિવાદ મટી જાય એવી તારા હિતની વાત છે કે સર્વ પરાશ્રયના ભાવની રુચિ છોડીને એક શુદ્ધ ચૈતન્યતત્ત્વની રુચિ કરી તેમાં જ ઠરી જા.
શ્રી સમયસાર નાટકમાં શ્રી બનારસીદાસે આ કળશનો ભાવ આ પ્રમાણે પ્રગટ કર્યો છેઃ-
PDF/HTML Page 2692 of 4199
single page version
અસંખ્યાત લોકપ્રમાણ જેટલા વ્યવહારભાવ છે તેટલા મિથ્યાત્વભાવ છે, કેમકે વ્યવહાર છે તે મારો છે, એથી મને લાભ છે, એ ભલો છે એમ રાગથી એમાં એકત્વ છે ને? અહાહા...! આ વ્યવહાર ભલો છે એવી માન્યતામાં દયા, દાન આદિ જેટલા વિકલ્પ ઊઠે તેટલા મિથ્યાત્વભાવ છે. ગજબ વાત છે ભાઈ! આ તો કેવળી-સર્વજ્ઞ પરમેશ્વરે કહેલી વાત છે.
જેને મિથ્યાત્વ ગયું અને સમ્યગ્દર્શન થયું તે જીવ નિશ્ચયસ્વરૂપમાં લીન હોવાથી વ્યવહારથી મુક્ત છે અર્થાત્ તેને વ્યવહારની રુચિ નથી.
તે જીવ વ્યવહારને છોડીને નિર્વિકલ્પ અર્થાત્ એક નિશ્ચયને જ નિરુપાધિ અર્થાત્ નિષ્કંપપણે અંગીકાર કરીને આત્મસ્વરૂપમાં સમાધિ સાધી અર્થાત્ સ્થિરતા કરીને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગમાં લાગી જાય છે. આવો જીવ પરમ એવી શુદ્ધોપયોગદશામાં પરમ ધ્યાનની દશામાં સ્થિર થઈને નિર્વાણપદને પામે છે, રાગમાં- વ્યવહારમાં રોકાતો નથી. આવી વાતુ બાપા!
જુઓ, આમાં મિથ્યાત્વભાવ ને વ્યવહારભાવ એક છે એમ કહ્યું છે, કેમકે એને વ્યવહારની રુચિ છે ને? વ્યવહાર ભલો છે એવી માન્યતામાં વ્યવહારના જેટલા ભાવ છે તે મિથ્યાત્વરૂપ છે. સમજાણું કાંઈ...?
અહાહા...! આત્મા શુદ્ધજ્ઞાનઘનસ્વરૂપ પ્રભુ અંદર એકલા આનંદનું દળ છે. જેમ સક્કરકંદ, ઉપરની લાલ છાલને છોડીને, અંદર એકલી મીઠાશનો-સાકરનો પિંડ છે તેમ ભગવાન આત્મા, બહારની વ્યવહારના વિકલ્પરૂપ છાલને છોડીને, અંદર એકલો ચિદાનંદનો કંદ છે. અહીં કહે છે-આવા ચિદાનંદઘનસ્વરૂપ નિજ મહિમામાં સત્પુરુષોધર્મી પુરુષો સ્થિરતા કેમ ધરતા નથી? આમ આશ્ચર્ય પ્રગટ કરીને આચાર્યદેવ પ્રેરણા કરે છે કે ધર્મી જીવોએ નિષ્કંપપણે નિશ્ચયસ્વરૂપને અંગીકાર કરીને તત્કાલ તેમાં જ ઠરીઠામ સ્થિર થઈ જવું જોઈએ. અહાહા...! આચાર્ય કહે છે- અંદર નિષ્કંપ નિરુપાધિ આનંદનો નાથ પડયો છે ને પ્રભુ! તેમાં જ લીન થઈ જા ને; આ વ્યવહારમાં કંપ-વામાં શું છે? આમ સત્પુરુષોને નિષ્પ્રમાદી રહેવાની પ્રેરણા કરી છે.
‘જિનેશ્વરદેવે અન્ય પદાર્થોમાં આત્મબુદ્ધિરૂપ અધ્યવસાન છોડાવ્યાં છે તેથી આ પરાશ્રિત વ્યવહાર જ બધોય છોડાવ્યો છે એમ જાણવું.’
શું કહે છે? કે દેવાધિદેવ સર્વજ્ઞ પરમેશ્વરે પુદ્ગલ પરમાણુ ને અન્ય જીવથી માંડીને વિશ્વમાં જેટલા કોઈ અનંતા પર પદાર્થ છે તે હું છું, તે મારા છે અને તેનાથી મને લાભ છે એવાં પરમાં આત્મબુદ્ધિરૂપ અધ્યવસાન છોડાવ્યાં છે. કેમ?
PDF/HTML Page 2693 of 4199
single page version
કેમકે તે પરવસ્તુ કાંઈ પોતે આત્મા નથી. આ શરીર કાંઈ આત્મા નથી અને સ્ત્રી-પુત્રાદિ કાંઈ આ આત્મા (-પોતે) નથી. ભાઈ! પરમાં આત્મબુદ્ધિ કરવી એ મિથ્યાત્વ-ભાવ સંસારની-દુઃખની પરંપરાનું કારણ છે.
અહીં વિશેષ એમ કહે છે કે ભગવાને પરમાં આત્મબુદ્ધિરૂપ અધ્યવસાન છોડાવ્યાં છે તેથી પરાશ્રિત વ્યવહાર જ સઘળો છોડાવ્યો છે એમ જાણવું. લ્યો, આ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઈત્યાદિ વ્યવહારના સર્વ વિકલ્પ ભગવાને છોડાવ્યા છે એમ કહે છે; કેમકે એમાં આત્મા નથી. લોકોને આ ખટકે છે પણ ભાઈ! વ્યવહારરત્નત્રયના એ સઘળા પરિણામ પરાશ્રિત ભાવ છે, દુઃખરૂપ છે. અહીં તો આ ચોકખી વાત છે કે પરાશ્રિત ભાવ સઘળાય છોડીને સ્વ-આશ્રય કર; શુદ્ધજ્ઞાનઘનસ્વરૂપ પોતે આત્મા છે તેનો આશ્રય કરી તેમાં સ્થિર થા; આ એક જ સુખનો ઉપાય છે. અહા! રાગ-પરાશ્રિતભાવ ચાહે એકત્વબુદ્ધિનો હો કે અસ્થિરતાનો હો-એ સઘળોય પરભાવ છોડવાયોગ્ય જ છે, તેમાં આત્મબુદ્ધિ કરવી તે મિથ્યાત્વભાવ છે. હવે કહે છેઃ-
‘માટે શુદ્ધજ્ઞાનસ્વરૂપ પોતાના આત્મામાં સ્થિરતા રાખો-એવો શુદ્ધનિશ્ચયના ગ્રહણનો ઉપદેશ આચાર્યદેવે કર્યો છે. !
અહા! પોતે શુદ્ધ જ્ઞાનઘનસ્વરૂપ પ્રભુ આત્મા છે. તે એકના જ આશ્રયે તેમાં જ સ્થિરતા કરીને શુદ્ધ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને ગ્રહણ કર-એમ શુદ્ધનિશ્ચયના ગ્રહણનો ઉપદેશ આચાર્યદેવે કર્યો છે.
લ્યો, આ રીતે ઉપદેશ છે, છતાં કોઈ લોકો વ્રત, તપ, ભક્તિ, પૂજા ઈત્યાદિ વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય એમ પ્રરૂપણા કરે છે. પણ બાપુ! એ વ્યવહાર તો સઘળોય અહીં છોડવાયોગ્ય કહ્યો છે કેમકે એનાથી નિશ્ચય થાય જ નહિ; ઉલટું એની રુચિ બંધનું-સંસારનું જ કારણ બને છે. ભાઈ! પરના લક્ષે થતા ભાવમાંથી કદીય સ્વનું લક્ષ- આશ્રય ન થાય. એટલે તો પરાશ્રિત વ્યવહાર સઘળો છોડાવ્યો છે. હવે આ મોટી અત્યારે લોકોને તકરાર છે, પણ ભાઈ! માંડ મનુષ્યપણું મળ્યું, અને ધર્મ પામવાનો અવસર આવ્યો ત્યારે વિવાદમાં રહીશ તો ધર્મ ક્યારે પામીશ? સ્વનો આશ્રય કરવો બસ એ એક જ સુખી થવાનો ધર્મનો પંથ છે. સમજાણું કાંઈ...?
એ તો આગળ ગાથાઓમાં આવે છે કે- જો વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય તો અભવ્ય પણ જિનવરે કહેલો પરાશ્રિત વ્યવહાર-વ્રત, સમિતિ, ગુપ્તિ, તપ, શીલ ઈત્યાદિ-પરિપૂર્ણ અખંડપણે પાળે છે અને તેથી તેનો મોક્ષ થવો જોઈએ; પણ એનો મોક્ષ કદીય થતો નથી. બહુ આકરી વાત ભાઈ!
ત્યારે એ લોકો એમ કહે છે કે-એ તો અભવ્યની વાત છે. અરે ભાઈ! એ તો દ્રષ્ટાંત અભવ્યનું છે; બાકી આમાં ક્યાં અભવિની વાત છે?
PDF/HTML Page 2694 of 4199
single page version
અહીં તો સિદ્ધાંત આ છે કે જેમ અભવિ જીવ વ્રતાદિને પાળવા છતાં જ્ઞાનઘન પ્રભુ આત્માનો આશ્રય કદી કરતો નથી તો તે સદા ચારગતિરૂપ સંસારમાં જ રખડે છે તેમ ભવિ જીવ પણ જો પરના આશ્રયે કલ્યાણ માની બાહ્ય વ્રતાદિમાં પ્રવર્તે અને જ્ઞાનઘનસ્વરૂપ પોતાના આત્માનો આશ્રય ન કરે તો તે પણ સંસારમાં રખડે જ છે. હવે આવું યથાર્થ સમજે નહિ ને એકાંત તાણે એ વીતરાગના શાસનમાં કેમ હાલે? (ન જ હાલે).
ભાઈ! અહીં આચાર્યદેવનું એમ કહેવું છે કે-જો ભગવાને પરના આશ્રયે થતું અધ્યવસાન અને પરનો આશ્રય (-અસ્થિરતા) -એમ બેય છોડાવ્યા છે તો હવે એક સ્વનો જ આશ્રય લેવાનો રહ્યો. તો પછી સત્પુરુષો એક નિશ્ચયને જ -જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્માને જ -અસ્થિર થયા વિના, પ્રમાદ છોડીને નિષ્કંપપણે અંગીકાર કરીને તેમાં જ કેમ ઠરતા નથી? આમ આચાર્યદેવે આશ્ચર્ય પ્રગટ કર્યું છે.
એ તો આચાર્યદેવ પહેલાં અજ્ઞાનદશામાં હતા ત્યારે નહોતા ઠરતા, પણ હવે શું છે? (એમ કે હવે શાનું આશ્ચર્ય છે?)
ઉત્તરઃ– એ પહેલાં કેમ અંદર નહોતા ઠરતા એનું અત્યારે આશ્ચર્ય થાય છે; અને હવે અંતઃસ્થિરતા પોતે કરી છે તેથી સત્પુરુષો અંદર કેમ સ્થિરતા કરતા નથી? -એમ આશ્ચર્ય કરીને અંતઃસ્થિરતા કરવાની તેમને પ્રેરણા કરી છે.
અહાહા...! આત્મા અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ શ્રદ્ધા, જ્ઞાન ને વીતરાગતાના સ્વભાવથી ભરેલો જ્ઞાનાનંદનો દરિયો છે. અહાહા...! તે એક એક ગુણની ઈશ્વરતાના- પરિપૂર્ણ પ્રભુતાના સ્વભાવથી પૂરણ ભરેલો છે. પણ એમાં શરીરાદિ પરવસ્તુ નથી, વ્યવહારરત્નત્રયનો રાગ એમાં નથી; અને પરવસ્તુમાં ને વ્યવહારના રાગમાં તે (- આત્મા) નથી. ભાઈ! આ ન્યાયથી તો સમજવું પડશે ને! આ કાંઈ વાણિયાના વેપાર જેવું નથી કે આ લીધું ને આ દીધું; આ તો અંતરનો વેપાર! આખી દિશા ને દશા બદલી નાખે. આચાર્યદેવ અહીં કહે છે કે ભાઈ! તારી પર તરફના આશ્રયની દિશાવાળી જે દશા છે તે દુઃખમય છે અને તે ભગવાને છોડાવી છે તો પછી હવે સ્વના આશ્રયની દિશાવાળી, શુદ્ધ એક નિશ્ચયસ્વરૂપ ભગવાન જ્ઞાનાનંદના આશ્રયની દિશાવાળી દશા કે જે અત્યંત સુખમય છે તેને નિષ્કંપપણે કેમ પ્રગટ કરતા નથી? લ્યો, આવી વાત છે!
પ્રશ્નઃ– પણ આ પ્રમાણે તો એક નિશ્ચયનો પક્ષ ખડો થાય છે! ઉત્તરઃ– ભાઈ! નિશ્ચયના વિકલ્પનો પક્ષ જુદી ચીજ છે ને એક નિશ્ચયનું-ભગવાન જ્ઞાનાનંદસ્વરૂપનું-લક્ષ જુદી ચીજ છે. આવે છે ને કે- (ગાથા-ર૭ર)
PDF/HTML Page 2695 of 4199
single page version
ત્યાં નિશ્ચયના વિકલ્પની વાત નથી, પણ નિશ્ચયસ્વરૂપના-સ્વના લક્ષ- આશ્રયની વાત છે. જ્યાં સ્વનો આશ્રય કીધો ત્યાં વિકલ્પ ક્યાં રહ્યો પ્રભુ? ત્યાં તો એકલો સ્વાનુભવ મંડિત નિરાકુળ આનંદનો અનુભવ છે. ઓલા’ હું બદ્ધ છું ને હું અબદ્ધ છું’ - એવા જે વિકલ્પ છે એ નયપક્ષ છે. એ નયપક્ષને તો ભગવાને છોડાવ્યો છે. હું શુદ્ધ છું, અબદ્ધ છું એવો વિકલ્પ છે તે (નિશ્ચયનો) નયપક્ષ છે, તે પરના આશ્રયે ઉત્પન્ન થાય છે; તેને ભગવાને છોડાવ્યો છે. બહુ સૂક્ષ્મ વાત પ્રભુ! ભગવાનનો મારગ બહુ સૂક્ષ્મ છે. અહીં તો એક શુદ્ધ નિશ્ચય જે પોતે સ્વ તેનો આશ્રય કરી તેમાં જ સત્પુરુષો કેમ ઠરતા નથી? -એમ આચાર્યદેવ અચરજ કરે છે. સમજાણું કાંઈ...?
અહાહા...! આ ઉપદેશ તો જુઓ! એકકોર ચિદાનંદઘન પ્રભુ આત્મા ને એકકોર અનંતા વિકારના પરિણામ. આ દેવ-ગુરુ-શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધા આદિ પરિણામ એ બધા વિકારના પરિણામ છે. આગળ ગાથા ર૭૬-ર૭૭ માં આવશે કે આચારાંગ આદિ શાસ્ત્રનું જ્ઞાન છે તે શબ્દશ્રુત છે, કેમકે તે જ્ઞાનનો આશ્રય શબ્દશ્રુત છે, પણ આત્મા નથી; તેથી શબ્દશ્રુતનું જ્ઞાન છે તે આત્માનું જ્ઞાન નથી. લ્યો, આ પ્રમાણે ત્યાં વ્યવહારનો નિષેધ કર્યો છે. વળી નવતત્ત્વની જે શ્રદ્ધા છે એનો વિષય (-આશ્રય) જીવાદિ નવ પદાર્થો છે, પણ આત્મા નથી; તેથી તે આત્માનું શ્રદ્ધાન નથી. આ પ્રમાણે ત્યાં વ્યવહારનો નિષેધ કર્યો છે. તેવી રીતે છકાયના જીવોની દયા-રક્ષાના પરિણામ છે તેનો આશ્રય છકાયના જીવ છે, પણ આત્મા નથી. તેથી તે વ્યવહારચારિત્ર કાંઈ આત્માનું ચારિત્ર નથી. આ પ્રમાણે વ્યવહારચારિત્રનો નિષેધ કર્યા છે. અહીં (આ કળશમાં) એ ત્રણેય પ્રકારે જે વ્યવહારરત્નત્રયના પરિણામ છે તેને છોડાવ્યા છે. બહુ ગંભીર વાત છે ભાઈ!
અહાહા...! ભગવાન! તું કોણ છો? ને તારી હયાતીમાં શું ભર્યું છે? અહાહા...! તું સચ્ચિદાનંદસ્વરૂપ આનંદનો નાથ આત્મા છો ને પ્રભુ? ને તારી હયાતિમાં એકલાં જ્ઞાન ને આનંદ (વગેરે અનંતગુણ) ભર્યા છે ને. તો તેમાં એકત્વ કરીને, આ પરવસ્તુ મારી છે એવી પરમાં એકત્વબુદ્ધિ છોડી દે; અને સાથે જે આ પરના આશ્રયે દયા, દાન, વ્રત આદિના ભાવ થાય છે તે પણ છોડી દે, કેમકે એ સઘળા પરાશ્રયે થયેલા વિકારના ભાવ દુઃખરૂપ છે. અહા! આનંદકંદ પ્રભુ આત્માને છોડીને આ પર તરફની હોંશુના જેટલા પરિણામ થાય છે એ બધા દુઃખરૂપ છે. તારે સુખી થવું હોય તો બધાય વ્યવહારના ભાવોને છોડી દે, અને શુદ્ધ એક નિશ્ચયને જ અંગીકાર કરી તેમાં જ લીન થઈ જા.
અરે! આવી વાત એના કાનેય ન પડે તો એ ક્યાં જાય? બિચારે શું કરે? ભાઈ! જીવન (અવસર) ચાલ્યું જાય છે હોં. આ તત્ત્વની સમજણ ન કરી તો દેહ
PDF/HTML Page 2696 of 4199
single page version
છૂટીને ક્યાંય સંસારસમુદ્રમાં ડૂબી જઈશ. બાપુ! આ દેહ કાંઈ તારો નથી કે તે તારી પાસે રહે, અને (વ્યવહારનો) રાગેય તારો નથી કે તે તારી પાસે રહે. તારી પાસે રહેલી ચીજ તો અનંત જ્ઞાન, આનંદ ને વીતરાગી શાંતિથી ભરેલો ભગવાન આત્મા છે. માટે તેમાં તલ્લીન થઈને રહેને પ્રભુ!
અહાહા...! આચાર્ય કહે છે-તું સ્વઘરમાં રહેને પ્રભુ! તું પરઘરમાં કેમ ભટકે છે? નિર્મળાનંદનો નાથ ચિદાનંદઘન પ્રભુ તારું સ્વઘર છે. એ સ્વઘરને છોડીને પરઘર- પરવસ્તુમાં કેમ ભમે છે? અહા! પરઘરમાં ભમે એ તો એકલું દુઃખ છે, પરાશ્રિતભાવમાં રહે એ દુઃખ છે; માટે જ્યાં એકલું સુખ છે તે સ્વઘરમાં આવીને વસ; ત્યાં તને નિરાકુલ આનંદ થશે. અહા! પરભાવ (વ્યવહારના ભાવ) દુઃખરૂપ છે છતાં તેને છોડીને સત્પુરુષો અંદર સુખથી ભરેલા સ્વઘરમાં આવીને કેમ વસતા નથી? એ મહાન અચંબો છે.
પરવસ્તુની એકત્વબુદ્ધિ મિથ્યા છે, અસત્ય છે અને તેથી દુઃખરૂપ છે. સ્વના આશ્રયરૂપ એકતા તે સદ્બુદ્ધિ છે, અને સ્વ-પરની એકત્વબુદ્ધિ અસદ્બુદ્ધિ છે, મિથ્યાબુદ્ધિ છે.
સાથે પોતાના સત્ને ભેળવનારી-એકમેક કરનારી બુદ્ધિ અસદ્બુદ્ધિ છે, મિથ્યાબુદ્ધિ છે. તે મિથ્યા હોવાથી દુઃખદાયક અને દુઃખરૂપ છે, અને તેથી તે છોડાવવામાં આવી છે. આચાર્ય કહે છે-ભગવાને પર સાથેની એકત્વબુદ્ધિ છોડાવી છે તેથી અમે તને પરને આશ્રયે થતા બધાય ભાવોને, તેઓ દુઃખરૂપ છે એમ જાણીને છોડાવીએ છીએ તો તું ત્યાંથી (પરાશ્રયથી) હઠીને સ્વના આશ્રયમાં અંદર કેમ આવતો નથી? અહા! પરવસ્તુ મારી છે એમ માનવું એ જુઠું છે, પરમાં સુખબુદ્ધિ કરવી એ જૂઠી છે. તેથી અમે તને સર્વ પરાશ્રયનો દુઃખરૂપ ભાવ છોડાવીએ છીએ તો પછી અહીં સ્વમાં-સુખરૂપ સ્વરૂપમાં આવી કેમ ઠરતો નથી? લ્યો, આવું આશ્ચર્ય આચાર્યદેવ પ્રગટ કરે છે.
તારી દયા તો પાળ, તારી કરુણા કરને પ્રભુ! આ પરના આશ્રયે થયેલા (દયા, આદિના) ભાવથી તો તારા સ્વભાવનો ઘાત થાય છે, તારા સ્વરૂપની તેમાં હિંસા થાય છે, કેમકે તેમાં સ્વરૂપનો અનાદર થાય છે.
ને પછી કહેવા લાગ્યા- આ મહારાજનું આવું સાંભળીએ તો કોઈને કામના ન રહીએ અર્થાત્ કોઈનું કામ ન કરી શકીએ.
PDF/HTML Page 2697 of 4199
single page version
ત્યારે કહ્યું-અરે ભાઈ! ક્યા કામમાં તારે રહેવું છે? બાપુ! તને પરનાં કામ કરવાની હોંશુ છે પણ શું તું પરનાં કામ કરી શકે છે? કદાપિ નહિ; કેમકે પર પદાર્થો- પરમાણુ વગેરે સૌ પોતાના કાર્યને સ્વતંત્ર કરીને ઊભા (-અવસ્થિત) છે. તે પોતપોતાનું કાર્ય પ્રતિસમય પોતે જ કરી રહ્યા છે ત્યાં તું શું કરે? તું કહે કે હું આનું કાર્ય કરી દઊં એ તો કેવળ મિથ્યાબુદ્ધિ છે. પછી ડોકટરને થયું કે આ સાંભળવાથી તો કદાચ (પરનાં કામ) કરવાની હોંશુ નાશ પામી જશે. તેની સાંભળવા આવવું બંધ કર્યું.
લોકોત્તર વ્યવહાર જે જિનવરદેવે પંચમહાવ્રતાદિનો કહેલો છે તે પણ દુઃખરૂપ છે એવું ભગવાન જિનવરદેવનું વચન છે. એને છોડીને અહીં તો સ્વરૂપમાં જ સમાઈ જવાની વાત છે. સમજાણું કાંઈ...?
PDF/HTML Page 2698 of 4199
single page version
णिच्छयणयासिदा पुण मुणिणो पावंति णिव्वाणं।। २७२।।
निश्चयनयाश्रिताः पुनर्मुनयः प्राप्नुवन्ति निर्वाणम्।। २७२।।
હવે આ અર્થને ગાથામાં કહે છેઃ-
નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની. ૨૭૨.
ગાથાર્થઃ– [एवं] એ રીતે (પૂર્વોક્ત રીતે) [व्यवहारनयः] (પરાશ્રિત એવો) વ્યવહારનય [निश्चयनयेन] નિશ્ચયનય વડે [प्रतिषिद्धः जानीहि] નિષિદ્ધ જાણ; [पुनः निश्चयनयाश्रिताः] નિશ્ચયનયને આશ્રિત [मुनयः] મુનિઓ [निर्वाणम्] નિર્વાણને [प्राप्नुवन्ति] પામે છે.
ટીકાઃ– આત્માશ્રિત (અર્થાત્ સ્વ-આશ્રિત) નિશ્ચયનય છે, પરાશ્રિત (અર્થાત્ પરને આશ્રિત) વ્યવહારનય છે. ત્યાં, પૂર્વોક્ત રીતે પરાશ્રિત સમસ્ત અધ્યવસાન (અર્થાત્ પોતાના ને પરના એકપણાની માન્યતાપૂર્વક પરિણમન) બંધનું કારણ હોવાને લીધે મુમુક્ષુને તેનો (-અધ્યવસાનનો) નિષેધ કરતા એવા નિશ્ચયનય વડે ખરેખર વ્યવહારનયનો જ નિષેધ કરાયો છે, કારણ કે વ્યવહારનયને પણ પરાશ્રિતપણું સમાન જ છે (-જેમ અધ્યવસાન પરાશ્રિત છે તેમ વ્યવહારનય પણ પરાશ્રિત છે, તેમાં તફાવત નથી). અને આ વ્યવહારનય એ રીતે નિષેધવાયોગ્ય જ છે; કારણ કે આત્માશ્રિત નિશ્ચયનયનો આશ્રય કરનારાઓ જ (કર્મથી) મુક્ત થાય છે અને પરાશ્રિત વ્યવહારનયનો આશ્રય તો એકાંતે નહિ મુક્ત થતો એવો અભવ્ય પણ કરે છે.
ભાવાર્થઃ– આત્માને પરના નિમિત્તથી જે અનેક ભાવો થાય છે તે બધા વ્યવહારનયના વિષય હોવાથી વ્યવહારનય તો પરાશ્રિત છે, અને જે એક પોતાનો સ્વાભાવિક ભાવ છે તે જ નિશ્ચયનયનો વિષય હોવાથી નિશ્ચયનય આત્માશ્રિત છે. અધ્યવસાન પણ વ્યવહારનયનો જ વિષય છે તેથી અધ્યવસાનનો ત્યાગ તે વ્યવહારનયનો જ ત્યાગ છે, અને પહેલાંની ગાથાઓમાં અધ્યવસાનના ત્યાગનો ઉપદેશ છે તે
PDF/HTML Page 2699 of 4199
single page version
વ્યવહારનયના જ ત્યાગનો ઉપદેશ છે. આ પ્રમાણે નિશ્ચયનયને પ્રધાન કરીને વ્યવહારનયના ત્યાગનો ઉપદેશ કર્યો છે તેનું કારણ એ છે કે-જેઓ નિશ્ચયના આશ્રયે પ્રવર્તે છે તેઓ જ કર્મથી છૂટે છે અને જેઓ એકાંતે વ્યવહારનયના જ આશ્રયે પ્રવર્તે છે તેઓ કર્મથી કદી છૂટતા નથી.
હવે આ અર્થને ગાથામાં કહે છેઃ-
અહીં મૂળ મુદ્દાની રકમની વાત છે. શું કહે છે? કે- ‘આત્માશ્રિત (અર્થાત્ સ્વ-આશ્રિત) નિશ્ચયનય છે, પરાશ્રિત (અર્થાત્ પરને આશ્રિત) વ્યવહારનય છે.’
અહીં ‘સ્વ-આશ્રિત’ માં સ્વનો અર્થ ત્રિકાળી દ્રવ્યસ્વભાવ લેવા, પણ દ્રવ્ય-ગુણ- પર્યાય એમ ત્રણ ન લેવાં. ‘સ્વ-આશ્રિત’ એટલે ત્રિકાળી ધ્રુવ એક જ્ઞાયકભાવને આશ્રિત. અહાહા...! એક જ્ઞાયકભાવ એ જ નિશ્ચય એમ અહીં લેવું છે. સમજાણું કાંઈ...?
એમ તો દ્રવ્ય એક જ્ઞાયકભાવમાત્ર વસ્તુ, એની અનંત શક્તિઓ (-ગુણો) અને પર્યાય-એ ત્રણેનું અસ્તિત્વ તે સ્વનું-પોતાનું અસ્તિત્વ છે. પણ અહીં ‘સ્વ’ માં એ વાત લેવી નથી. અહીં તો મુખ્ય (મુખ્ય તે નિશ્ચય, ગૌણ તે વ્યવહાર) સિદ્ધ કરવા ત્રિકાળી અભેદ એકરૂપ વસ્તુને મુખ્ય કરીને એક સમયની અવસ્થાને ગૌણ કરી નાખવી છે. અહીં અભેદ એક શુદ્ધનિશ્ચય વસ્તુનું લક્ષ કરાવવા ત્રિકાળી એક જ્ઞાયકસ્વભાવભાવ છે તે સ્વ છે, નિશ્ચય છે એમ લેવું છે. અહાહા...! જેમાં કર્મ નથી, પુણ્ય-પાપના ભાવ નથી, એક સમયની પર્યાય ને પર્યાયભેદ નથી કે ગુણભેદ નથી એવો અખંડ એકરૂપ સ્વભાવ ત્રિકાળી એક જ્ઞાયકભાવ તે નિશ્ચયનયનો વિષય છે. ‘स्वाश्रितो निश्चयः’ સ્વના આશ્રયે જ નિશ્ચય છે. સ્વનો આશ્રય કરનારને સમકિત થાય છે.
સમ્યગ્દર્શન-ધર્મનું પહેલું પગથિયું-અને ધર્મ કેમ થાય એની આ વાત ચાલે છે. જૈનદર્શનના પ્રાણ સમી ગાથા ૧૧ માં ન આવ્યું કે-
‘भूदत्थमस्सिदो खलु सम्माइट्ठी हवइ जीवो’
અહાહા...! નિર્મળાનંદનો નાથ ત્રિકાળી ધ્રુવ એક જ્ઞાયકભાવમય વસ્તુ પ્રભુ આત્મા જ ભૂતાર્થ છે, સત્યાર્થ છે અને એના આશ્રયે જીવ સમ્યગ્દ્રષ્ટિ થાય છે. અહા! અંદર ત્રણ લોકનો નાથ એક જ્ઞાયકસ્વભાવી સત્યાર્થ પ્રભુ છે તેને મુખ્ય કરીને, નિશ્ચય
PDF/HTML Page 2700 of 4199
single page version
કહીને તેની આગળ પર્યાયને ગૌણ કરીને, તેને વ્યવહાર કહીને નથી એમ કહી દીધી છે. ઝીણી વાત પ્રભુ!
પ્રશ્નઃ– હવે આમાં કેટકેટલું યાદ રાખવું? ઉત્તરઃ– ભાઈ! આ એક જ યાદ રાખવું છે કે ત્રિકાળી અભેદ એક જ્ઞાયકભાવમાત્ર વસ્તુ આત્મા તે જ ખરેખર હું છું અને જે ભેદ ને પર્યાય છે તે બધોય વ્યવહાર છે. ભાઈ! એ સર્વ વ્યવહારને અભૂતાર્થ કહીને ભૂતાર્થ એક સ્વ-સ્વરૂપનો આશ્રય કરાવ્યો છે. અહાહા...! એક સ્વ-સ્વરૂપ જ સત્ય છે, બાકી આખું જગત (પર્યાયભેદ ને ગુણભેદ સુદ્ધાં) અસત્ય છે. જગતની સઘળી ચીજો એની પોતપોતાની અપેક્ષાએ સત્ય છે, પણ પોતાનું સ્વ જે એક જ્ઞાયકભાવ તેની અપેક્ષાએ એ બધી અસત્ય છે. અહાહા...! ત્રિકાળી સત્ની અપેક્ષા એના ગુણભેદ ને પર્યાય પણ અસત્ છે.
અહીં ‘આત્માશ્રિત’ -પહેલા શબ્દનો અર્થ ચાલે છે. આત્માશ્રિત એટલે સ્વ- આશ્રિત એટલે કે ત્રિકાળી એક જ્ઞાયકભાવને આશ્રિત નિશ્ચયનય છે. એ ધ્રુવ નિત્યાનંદ પ્રભુનો આશ્રય કરનારી તો પર્યાય છે, પણ એ પર્યાયને પર્યાયનો આશ્રય નથી પણ નિત્યાનંદ પ્રભુ ધ્રુવનો આશ્રય છે. ઝીણી વાત છે પ્રભુ! આ તો જન્મ-મરણના બીજની સત્તાનો નાશ કરવાની વાત છે. અહાહા...! પોતાની શુદ્ધ સત્તાને પ્રગટ કરીને પુણ્ય-પાપ આદિ ભાવનો નાશ કરવાની આ વાત છે. પ્રભુ! તારી સત્તાને દ્રષ્ટિમાં ઉત્પાદ કરવાની પ્રગટ કરવાની આ વાત છે. (એમ કે સાવધાન થઈને ધીરજથી સાંભળ).
૧૧ મી ગાથામાં આવ્યું ને કે-જ્ઞાયકસ્વભાવ વસ્તુ તિરોભૂત અર્થાત્ દ્રષ્ટિમાંથી દૂર છે તે જાણવામાં આવતાં, દ્રષ્ટિમાં આવતાં આવિર્ભૂત થાય છે. પ્રગટ થાય છે. જ્ઞાયકભાવ તો છે તે છે, પણ એને જ્યારે દ્રષ્ટિમાં લીધો ત્યારે જ્ઞાયકભાવ પ્રગટયો, આવિર્ભૂત થયો એમ કહેવાય છે. જેના પૂર્ણ અસ્તિત્વની ખબર નહોતી, જેની પ્રતીતિ નહોતી એના પૂર્ણ અસ્તિત્વની જ્યાં પ્રતીતિ આવી તો પૂર્ણ અસ્તિત્વ પ્રગટયું એમ કહેવામાં આવે છે.
અહીં ટીકામાં આત્મા એટલે સ્વને આશ્રિત કેમ લીધું? કેમકે વ્યવહાર છે તે પરાશ્રિત છે, તેથી આત્મા એટલે સ્વ-એમ લીધું. સ્વ એટલે કોણ? તો કહે છે-એક પોતાનો સહજ સ્વાભાવિક ભાવ, એક જ્ઞાયકભાવ, નિત્યાનંદસ્વભાવ, ધ્રુવભાવ, એકરૂપ સામાન્યભાવ તે સ્વ છે અને તે નિશ્ચયનયનો વિષય છે, અર્થાત્ સમ્યગ્દર્શનનો વિષય છે, તેથી જેને સમ્યગ્દર્શન પ્રગટ કરવું હોય તેણે ત્રિકાળી એક જ્ઞાયકભાવનો આશ્રય લેવો જોઈએ.
આત્માશ્રિત એટલે આત્માના દ્રવ્ય-ગુણ-પર્યાય એમ ત્રણ થઈને આત્મા અને એનો આશ્રય લેવો એમ કોઈ કહે તો એ અહીં વાત નથી. અહીં તો આત્માશ્રિત એટલે સ્વ-આશ્રિત ને સ્વ એટલે ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયકભાવ. ભાઈ! સમ્યગ્દર્શન-