Pravachan Ratnakar (Gujarati). Gatha: 50-55.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 31 of 210

 

PDF/HTML Page 601 of 4199
single page version

ત્યારે એમ જ કહેવામાં આવે છે કે જેના ગુણ દર્શન-જ્ઞાન-ચારિત્ર તે જીવ. જો કોઈ બહુ સાધિક હોય (બુદ્ધિવાળો હોય) તોપણ આમ જ કહેવું પડે. આટલું કહેવાનું નામ વ્યવહાર છે.’ પણ એ વ્યવહારથી જણાવ્યું છે. કહેનારે કે સાંભળનારે વ્યવહાર અનુસરવા લાયક નથી. ભેદ પાડીને સમજાવવાનો વ્યવહાર છે, પણ તે વ્યવહારનું અનુસરણ ન કરવું, વસ્તુ ત્રિકાળ છે એનું અનુસરણ કરવું. સમયસાર ગાથા ૮ની ટીકામાં આની સ્પષ્ટતા કરેલી છે.

જેમાં ભવ અને ભવના ભાવનો અભાવ છે એવો ભગવાન આત્મા શુદ્ધ ચેતનાસિંધુ છે. બનારસીદાસે કહ્યું છે ને કેઃ-

‘કહૈ વિચચ્છન પુરુષ સદા મૈં એક હૌં,
અપને રસ સૌં ભર્યો આપની ટેક હૌં,
મોહકર્મ મમ નાંહિ નાંહિ ભ્રમકૂપ હૈ.
શુદ્ધ ચેતનાસિંધુ હમારૌ રૂપ હૈ.’

આ રાગાદિ ભાવ ચાહે શુભરાગ હોય તોપણ તે ભ્રમનો કૂવો છે, ભવનો કૂવો છે. જેનો બેહદ અપરિમિત જ્ઞાનસ્વભાવ છે એવો ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યનો દરિયો છે. એવા ચૈતન્યસમુદ્રમાં અવગાહન કર, એની સન્મુખ થઈ એમાં મગ્ન થઈ જા. તેથી આખા વિશ્વના ભાવોથી ભિન્ન એવા આનંદમાં તારું પ્રવર્તન થશે. આનું નામ ધર્મ છે.

કોઈ એમ કહે કે આનું કાંઈ સાધન ખરું કે નહિ? શ્રી પંચાસ્તિકાયમાં વ્યવહાર નિશ્ચયનું સાધન છે એમ આવે છે ને? ભાઈ! એ તો નિમિત્ત કેવું હોય છે તેની વાત કરી છે. એ વ્યવહાર કાંઈ સાધન નથી, નિશ્ચય જ સાધન છે. યથાર્થ સાધન તો એક જ છે; પણ સાથે રાગ કેવી જાતનો હોય છે તે દેખાડવા વ્યવહાર ઉપર સાધનનો ઉપચારથી આરોપ કર્યો છે.

અહીં કહ્યું છે ને કે આત્મા આત્માનો આત્મામાં જ અભ્યાસ કરો. તારા નિર્મળ પરિણમનમાં એક આત્માનો સાક્ષાત્ અનુભવ કરો. આ અનુભવ એ રત્નત્રયરૂપ ધર્મ છે, મોક્ષમાર્ગ છે. આમાં વ્યવહારનો નિષેધ આવી ગયો. કહ્યું ને કે જે વ્યવહારનો રાગ છે તે ચિત્શક્તિથી રિક્ત એટલે ખાલી છે તેથી તેને છોડ, અને ચૈતન્યસ્વભાવના સામર્થ્યનો દરિયો ભગવાન આત્મા છે એમાં પ્રવેશ કર, પર્યાયને એક શુદ્ધ ચૈતન્યસિંધુમાં નિમગ્ન કર. માર્ગ તો આ એક જ છે. ‘એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ.’

આ સમ્યક્ એકાન્ત છે. નિશ્ચયથી પણ થાય અને વ્યવહારથી પણ થાય એમ માનવું એ તો મિથ્યા અનેકાન્ત છે.


PDF/HTML Page 602 of 4199
single page version

* કળશ ૩પઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

આ આત્મા પરમાર્થે સમસ્ત અન્યભાવોથી રહિત ચૈતન્યશક્તિમાત્ર છે. ૧૪૮ કર્મની પ્રકૃતિ જે ભાવોથી બંધાય તે બધા ભાવો અચેતન છે. ચેતનના ભાવથી, ચૈતન્યના નિર્મળ પરિણમનથી બંધન ન પડે. બંધન તો ચૈતન્યથી ખાલી અચેતનભાવથી પડે. અચેતન-ભાવથી અચેતન પ્રકૃતિનું બંધન થાય.

વળી કોઈ એમ કહે છે કે જે ભાવથી પુણ્ય બંધાય તે પુણ્યભાવને તમે અધર્મ ન કહો? અરે ભાઈ! પુણ્યભાવ આત્માના આનંદના પ્રવર્તનથી વિરુદ્ધ ભાવ છે. આત્માના આનંદનું પ્રવર્તન ધર્મ છે તો પુણ્યભાવ અધર્મ છે એમ સહેજે તેમાં આવી જાય છે.

વસ્તુ નિત્ય, ધ્રુવ, આનંદનો નાથ ભગવાન આત્મા ચિન્માત્ર છે. તેના અનુભવનો અભ્યાસ કરો એમ ઉપદેશ છે. અબુધ જીવને સમજાવવા માટે વ્યવહાર દ્વારા સમજાવ્યું છે. પણ એ વ્યવહારને જ જે પકડી રાખે એ ઉપદેશ સાંભળવાને લાયક નથી. એવો જીવ ભગવાનની દેશનાને લાયક નથી એમ શ્રી પુરુષાર્થસિદ્ધયુપાયમાં કહ્યું છે.

હવે ચિત્શક્તિથી અન્ય જે ભાવો છે તે બધા પુદ્ગલદ્રવ્યસંબંધી છે એવી આગળની ગાથાની સૂચનિકારૂપે શ્લોક કહે છેઃ-

* કળશ ૩૬ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

चित्शक्ति–व्याप्त–सर्वस्व–सारः अयम् जीवः इयान् ચિત્શક્તિથી વ્યાપ્ત જેનો સર્વસ્વસાર છે એવો આ જીવ એટલો જ માત્ર છે. શું કહે છે? આ જ્ઞાનનું દળ, આનંદનું દળ, શાન્તિનું દળ એમ અનંત ગુણના દળથી મંડિત ચિત્શક્તિ જ જેનું સર્વસ્વ છે તે જીવ છે. એટલો જ માત્ર આત્મા છે. આ ચૈતન્યશક્તિથી પ્રસરવાપણું જેનું સર્વસ્વ છે એટલો જ આત્મા છે.

अतः अतिरिक्ताः अमी भावाः सर्वे अपि पौद्गलिकाः આ ચિત્શક્તિથી શૂન્ય જે આ ભાવો છે તે બધાય પુદ્ગલજન્ય છે, પુદ્ગલના જ છે. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ વિકલ્પ પુદ્ગલના જ છે. ચાહે વ્યવહારત્નત્રયના ભાવ હો કે તીર્થંકર નામકર્મ જે વડે બંધાય એ ભાવ હો એ બધા ભાવ ચિત્શક્તિથી ખાલી છે તેથી પુદ્ગલના જ છે, પુદ્ગલ સંબંધી છે.

પ્રશ્નઃ– રાગાદિ ભાવોને પુદ્ગલ કેમ કહ્યા?

ઉત્તરઃ– આત્માની ચૈતન્યજાતિના એ પરિણામ નથી. રાગાદિને ઉત્પન્ન કરે એવો આત્મામાં કોઈ ગુણ-સ્વભાવ નથી. તેથી એ ભાવો આત્માના નથી. વળી પર્યાયમાં ઉત્પન્ન થતા એ ભાવો પુદ્ગલના આશ્રયે ઉત્પન્ન થાય છે. તેથી એ બધા પુદ્ગલના જ છે એમ કહ્યું છે. જો આત્માના હોય તો તે આત્માથી ભિન્ન પડે નહીં.


PDF/HTML Page 603 of 4199
single page version

ચિત્શક્તિથી શૂન્ય આ બધા ભાવો પુદ્ગલના જ છે. પર્યાય આત્મા તરફ ઢળવાને બદલે પુદ્ગલ તરફ ઢળી તેથી ઉત્પન્ન થયેલા એ ભાવો પુદ્ગલસંબંધી છે. કયાંક એમ આવે કે રાગાદિ પોતાના અશુદ્ધ ઉપાદાનથી થાય છે, પરને લઈને થતા નથી; તેથી પર્યાયમાં ઉત્પન્ન થવાની તે ક્ષણ છે તેથી એ ઉત્પન્ન થયા છે. ત્યાં અશુદ્ધ ઉપાદાનની સ્વતંત્રતા બતાવવાનો હેતુ છે. જ્યારે અહીં એને પુદ્ગલજન્ય કહ્યા છે તેમાં શુદ્ધ ઉપાદાનમાં એ નથી તથા શુદ્ધ ઉપાદાનના કાર્યભૂત એ નથી એમ બતાવવાનો હેતુ છે.

ભાઈ! આ તારા પરમ હિતની વાત છે. ત્યારે એમાંથી કોઈ એમ પૂછે કે-ઉપદેશમાત્રથી લાભ ન થાય એમ આપ કહો છો અને હિતનો ઉપદેશ તો આપ આપો છો?

સમાધાનઃ– ભાઈ, વાણીના કાળે વાણી નીકળે છે અને સાંભળનારને પણ તેની યોગ્યતાના કાળે એવું નિમિત્ત હોય છે. પણ સાંભળે છે તેથી તથા સંભળાવનાર નિમિત્ત છે તેથી જ્ઞાન થાય છે એમ નથી. ત્યાં તો જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થવાની એ જન્મક્ષણ જ છે. શ્રી પ્રવચનસારની ૧૦૨ મી ગાથામાં જન્મક્ષણની વાત આવે છે. સ્વસન્મુખ થઈને નિર્મળ પર્યાય થાય તે કાળે તેવી નિર્મળતા થવાનો સ્વકાળ જ છે, અને નિમિત્તાદિ પણ એમ જ છે. છતાં રાગ કે નિમિત્ત છે માટે નિર્મળતા થાય છે એમ નથી. નિર્મળ પર્યાય થવાની યોગ્યતાના કાળે યથાર્થ ઉપદેશનું નિમિત્ત હોય અને ઉપદેશ સાંભળવાનો વિકલ્પ પણ હોય પણ તેથી એ નિમિત્ત કે વિકલ્પ જ્ઞાન કરી દે છે એમ નથી.

નિમિત્તાદિ, વસ્તુની જન્મક્ષણ નીપજાવનાર નથી. જુઓ, વસ્તુની જે જન્મક્ષણ છે તે જન્મથી વ્યાપ્ત છે, ઉત્પાદ ઉત્પાદથી વ્યાપ્ત છે, વ્યય વ્યયથી વ્યાપ્ત છે અને ધ્રુવ ધ્રુવથી વ્યાપ્ત છે. પ્રવચનસારમાં આ વાત લીધી છે. આ પ્રવચનસાર તો દિવ્યધ્વનિનો સાર છે. ભગવાન એમ કહે છે કે-તું અમારી દિવ્યધ્વનિ સાંભળે છે એથી તને જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય છે એમ નથી, પરંતુ જ્ઞાનની પર્યાયનો જન્મક્ષણ છે તેથી ઉત્પન્ન થાય છે.

શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે પણ છેલ્લે કહ્યું છે કે-હે જીવો! હું સમજાવનાર છું અને તમે સમજનાર છો એવા મોહથી ન નાચો. વાણી અમે કરી છે એમ ન માનો. અમે તો જ્ઞાનમાં છીએ; તો વાણીને અમો કેમ કરીએ? જ્ઞાનમાં જ હું છું, વાણીમાં હું આવ્યો જ નથી તેથી હું સમજાવનાર છું એમ છે નહિ. અને વાણીથી તને સમજાયું એમ પણ નથી. આ તો દુનિયાથી તદ્ન જુદી વાત છે, ભાઈ


PDF/HTML Page 604 of 4199
single page version

ગાથા પ૦–પપ
जीवस्स णत्थि वण्णो ण वि गंधो ण वि रसो ण वि य फासो।
ण वि रूवं ण सरीरं ण वि संठाणं ण संहणणं।। ५० ।।
जीवस्स णत्थि रागो ण वि दोसो णेव विज्जदे मोहो।
णो पच्चया ण कम्मं णोकम्मं चावि से णत्थि।। ५१ ।।
जीवस्स णत्थि वग्गो ण वग्गणा णेव फड्ढया केई।
णो अज्झप्पट्ठाणा णेव य अणुभागठाणाणि।। ५२ ।।
जीवस्स णत्थि केई जोयट्ठाणा ण बंधठाणा वा।
णेव य उदयट्ठाणा ण मग्गणट्ठाणया केई।। ५३ ।।
णो ठिदिबंधट्ठाणा जीवस्स ण संकिलेसठाणा वा।
णेव विसोहिट्ठाणा णो संजमलद्धिठाणा वा।। ५४ ।।

_________________________________________________________________

એવા એ ભાવોનું વ્યાખ્યાન છ ગાથાઓમાં કરે છેઃ-

નથી વર્ણ જીવને, ગંધ નહિ, નહિ સ્પર્શ, રસ જીવને નહીં,
નહિ રૂપ કે ન શરીર, નહિ સંસ્થાન, સંહનને નહિ; પ૦.
નથી રાગ જીવને, દ્વેષ નહિ, વળી મોહ જીવને છે નહીં,
નહિ પ્રત્યયો, નહિ કર્મ કે નોકર્મ પણ જીવને નહીં; પ૧.
નથી વર્ગ જીવને, વર્ગણા નહિ, સ્પર્ધકો કંઈ છે નહીં,
અધ્યાત્મસ્થાન ન જીવને, અનુભાગસ્થાનો પણ નહીં; પ૨.
જીવને નથી કંઈ યોગસ્થાનો, બંધસ્થાનો છે નહીં,
નહિ ઉદ્રયસ્થાનો જીવને, કો માર્ગણાસ્થાનો નહીં; પ૩.
સ્થિતિબંધસ્થાન ન જીવને, સંકલેશસ્થાનો પણ નહીં,
સ્થાનો વિશુદ્ધિ તણાં ન, સંયમલબ્ધિનાં સ્થાનો નહીં; પ૪.

PDF/HTML Page 605 of 4199
single page version

णेव य जीवट्ठाणा ण गुणट्ठाणा य अत्थि जीवस्स।
जेण दु एदे सव्वे पोग्गलदव्वस्स परिणामा।। ५५ ।।

जीवस्य नास्ति वर्णो नापि गन्धो नापि रसो नापि च स्पर्शः।
नापि रूपं न शरीरं नापि संस्थानं न संहननम्।। ५० ।।

जीवस्य नास्ति रागो नापि द्वेषो नैव विद्यते मोहः।
नो प्रत्यया न कर्म नोकर्म चापि तस्य नास्ति।। ५१ ।।

जीवस्य नास्ति वर्गो न वर्गणा नैव स्पर्धकानि कानिचित्।
नो अध्यात्मस्थानानि नैव चानुभागस्थानानि।। ५२ ।।

जीवस्य न सन्ति कानिचिद्योगस्थानानि न बन्धस्थानानि वा।
नैव चोदयस्थानानि न मार्गणास्थानानि कानिचित्।। ५३ ।।

नो स्थितिबन्धस्थानानि जीवस्य न संकॢेशस्थानानि वा।
नैव विशुद्धिस्थानानि नो संयमलब्धिस्थानानि वा।। ५४ ।।

_________________________________________________________________

નથી જીવસ્થાનો જીવને, ગુણસ્થાન પણ જીવને નહીં,
પરિણામ પુદ્ગલદ્રવ્યના આ સર્વ હોવાથી નક્કી. પપ.

ગાથાર્થઃ– [जीवस्य] જીવને [वर्णः] વર્ણ [नास्ति] નથી, [न अपि गन्धः] ગંધ પણ નથી, [रसः अपि न] રસ પણ નથી [च] અને [स्पर्शः अपि न] સ્પર્શ પણ નથી, [रूपं अपि न] રૂપ પણ નથી, [न शरीरं] શરીર પણ નથી, [संस्थानं अपि न] સંસ્થાન પણ નથી, [संहननम् न] સંહનન પણ નથી; [जीवस्य] જીવને [रागः नास्ति] રાગ પણ નથી, [द्वेषः अपि न] દ્વેષ પણ નથી, [मोहः] મોહ પણ [न एव विद्यते] વિદ્યમાન નથી, [प्रत्ययाः नो] પ્રત્યયો (આસ્રવો) પણ નથી, [कर्म न] કર્મ પણ નથી [च] અને [नोकर्म अपि] નોકર્મ પણ [तस्य नास्ति] તેને નથી; [जीवस्य] જીવને [वर्गः नास्ति] વર્ગ નથી, [वर्गणा न] વર્ગણા નથી, [कानिचित् स्पर्धकानि न एव] કોઈ સ્પર્ધકો પણ નથી, [अध्यात्मस्थानानि नो] અધ્યાત્મસ્થાનો પણ નથી [च] અને [अनुभागस्थानानि] અનુભાગસ્થાનો પણ [न एव] નથી; [जीवस्य] જીવને [कानिचित् योगस्थानानि] કોઈ યોગસ્થાનો પણ [न सन्ति] નથી [वा] અથવા [बन्धस्थानानि न] બંધસ્થાનો પણ નથી, [च] વળી [उदयस्थानानि] ઉદયસ્થાનો પણ [न एव] નથી, [कानिचित् मार्गणास्थानानि न] કોઈ માર્ગણાસ્થાનો પણ નથી; [जीवस्य] જીવને [स्थितिबन्धस्थानानि नो] સ્થિતિબંધસ્થાનો પણ નથી [वा] અથવા [संक्लेशस्थानानि न] સંકલેશસ્થાનો પણ નથી, [विशुद्धिस्थानानि] વિશુદ્ધિસ્થાનો પણ [न एव] નથી [वा]


PDF/HTML Page 606 of 4199
single page version

नैव च जीवस्थानानि न गुणस्थानानि वा सन्ति जीवस्य।
येन त्वेते सर्वे पुद्गलद्रव्यस्य परिणामाः ।। ५५ ।।

_________________________________________________________________ અથવા [संयमलब्धिस्थानानि] સંયમલબ્ધિસ્થાનો પણ [नो] નથી; [च] વળી [जीवस्य] જીવને [जीवस्थानानि] જીવસ્થાનો પણ [न एव] નથી [वा] અથવા [गुणस्थानानि] ગુણસ્થાનો પણ [न सन्ति] નથી; [येन तु] કારણ કે [एते सर्वे] આ બધા [पुद्गलद्रव्यस्य] પુદ્ગલદ્રવ્યના [परिणामाः] પરિણામ છે.

ટીકાઃ– જે કાળો, લીલો, પીળો, રાતો અથવા ધોળો વર્ણ છે તે બધોય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧. જે સુરભિ અથવા દુરભિ ગંધ છે તે બધીયે જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૨. જે કડવો, કષાયલો, તીખો ખાટો અથવા મીઠો રસ છે તે બધોય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૩. જે ચીકણો, લૂખો, શીત, ઉષ્ણ, ભારે, હલકો, કોમળ અથવા કઠોર સ્પર્શ છે તે બધોય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૪. જે સ્પર્શાદિસામાન્યપરિણામમાત્ર રૂપ છે તે જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. પ. જે ઔદારિક, વૈક્રિયિક, આહારક, તૈજસ અથવા કાર્મણ શરીર છે તે બધુંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૬. જે સમચતુરસ્ત્ર, ન્યગ્રોધપરિમંડળ, સ્વાતિક, કુબ્જક, વામન અથવા હુંડક સંસ્થાન છે તે બંધુય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૭. જે વજ્રર્ષભનારાચ, વજ્રનારાચ, નારાચ, અર્ધનારાચ, કીલિકા અથવા અસંપ્રાપ્તાસૃપાટિકા સંહનન છે તે બધુંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૮. જે પ્રીતિરૂપ રાગ છે તે બધોય જીવને નથી કારણ તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૯. જે અપ્રીતિરૂપ દ્વેષ છે તે બધોય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧૦. જે યથાર્થ તત્ત્વની અપ્રતિપત્તિરૂપ (અપ્રાપ્તિરૂપ) મોહ છે તે બધોય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧૧. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ જેમનાં લક્ષણ છે એવા જે પ્રત્યયો તે બધાય જીવને નથી કારણ કે તે પુદ્ગલ-દ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧૨. જે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાયરૂપ કર્મ છે તે બધુંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧૩.


PDF/HTML Page 607 of 4199
single page version

જે છ પર્યાપ્તિયોગ્ય અને ત્રણ શરીરયોગ્ય વસ્તુ(-પુદ્ગલસ્કંધ)રૂપ નોકર્મ છે તે બધુંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧૪ જે કર્મના રસની શક્તિઓના (અર્થાત્ અવિભાગ પરિચ્છેદોના) સમૂહરૂપ વર્ગ છે તે બધોય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧પ. જે વર્ગોના સમૂહરૂપ વર્ગણા છે તે બધીયે જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧૬. જે મંદતીવ્ર રસવાળાં કર્મદળોના વિશિષ્ટ ન્યાસ(-જમાવ) રૂપ (અર્થાત્ વર્ગણાઓના સમૂહરૂપ) સ્પર્ધકો છે તે બધાય જીવને નથી કારણ કે તે પુદ્ગલ દ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧૭. સ્વપરના એકપણાનો અધ્યાસ હોય ત્યારે (વર્તતાં), વિશુદ્ધ ચૈતન્યપરિણામથી જુદાપણું જેમનું લક્ષણ છે એવાં જે અધ્યાત્મસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧૮. જુદી જુદી પ્રકૃતિઓના રસના પરિણામ જેમનું લક્ષણ છે એવાં જે અનુભાગસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૧૯. કાયવર્ગણા, વચનવર્ગણા અને મનોવર્ગણાનું કંપન જેમનું લક્ષણ છે એવાં જે યોગસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૨૦. જુદી જુદી પ્રકૃતિઓના પરિણામ જેમનું લક્ષણ છે એવાં જે બંધસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૨૧. પોતાનું ફળ ઉત્પન્ન કરવામાં સમર્થ કર્મ અવસ્થા જેમનું લક્ષણ છે એવાં જે ઉદયસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૨૨. ગતિ, ઇંદ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, લેશ્યા, ભવ્ય, સમ્યક્ત્વ, સંજ્ઞા અને આહાર જેમનાં લક્ષણ છે એવાં જે માર્ગણાસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૨૩. જુદી જુદી પ્રકૃતિઓનું અમુક મુદત સુધી સાથે રહેવું તે જેમનું લક્ષણ છે એવાં જે સ્થિતિબંધસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૨૪. કષાયના વિપાકનું અતિશયપણું જેમનું લક્ષણ છે એવાં જે સંકલેશસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૨પ. કષાયના વિપાકનું મંદપણું જેમનું લક્ષણ છે એવાં જે વિશુદ્ધિસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૨૬. ચારિત્રમોહના વિપાકની ક્રમશઃ નિવૃત્તિ જેમનું લક્ષણ છે એવાં જે સંયમલબ્ધિસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય


PDF/HTML Page 608 of 4199
single page version

(शालिनी)
वर्णाद्या वा रागमोहादयो वा
भिन्ना भावाः सर्व एवास्य पुंसः
तेनैवान्तस्तत्त्वतः पश्यतोऽमी
नो द्रष्टाः स्युर्द्रष्टमेकं परं स्यात्।। ३७ ।।

_________________________________________________________________ હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૨૭. પર્યાપ્ત તેમ જ અપર્યાપ્ત એવાં બાદર ને સૂક્ષ્મ એકેંદ્રિય, દ્વીંદ્રિય, ત્રીંદ્રિય, ચતુરિંદ્રિય અને સંજ્ઞી તથા અસંજ્ઞી પંચેંદ્રિય જેમનાં લક્ષણ છે એવાં જે જીવસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૨૮. મિથ્યાદ્રષ્ટિ, સાસાદન સમ્યગ્દ્રષ્ટિ, સમ્યગ્ મિથ્યાદ્રષ્ટિ, અસંયતસમ્યગ્દ્રષ્ટિ, સંયતાસંયત, પ્રમત્તસંયત, અપ્રમત્તસંયત, અપૂર્વકરણ-ઉપશમક તથા ક્ષપક, અનિવૃત્તિબાદરસાંપરાય-ઉપશમક તથા ક્ષપક, સૂક્ષ્મસાંપરાય-ઉપશમક તથા ક્ષપક ઉપશાંતકષાય, ક્ષીણકષાય, સયોગકેવળી અને અયોગકેવળી જેમનાં લક્ષણ છે એવાં જે ગુણસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૨૯. (આ પ્રમાણે આ બધાય પુદ્ગલદ્રવ્યના પરિણામમય ભાવો છે; તે બધા, જીવના નથી. જીવ તો પરમાર્થે ચૈતન્યશક્તિમાત્ર છે.)

હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

શ્લોકાર્થઃ– [वर्ण–आद्याः] જે વર્ણાદિક [वा] અથવા [राग–मोह–आदयः वा] રાગમોહાદિક [भावाः] ભાવો કહ્યા [सर्वे एव] તે બધાય [अस्य पुंसः] આ પુરુષથી (આત્માથી) [भिन्नाः] ભિન્ન છે [तेन एव] તેથી [अन्तःतत्त्वतः पश्यतः] અંતર્દષ્ટિ વડે જોનારને [अमी नो द्रष्टाः स्युः] એ બધા દેખાતા નથી, [एकं परं द्रष्टं स्यात्] માત્ર એક સર્વોપરી તત્ત્વ જ દેખાય છે-કેવળ એક ચૈતન્યભાવસ્વરૂપ અભેદરૂપ આત્મા જ દેખાય છે.

ભાવાર્થઃ– પરમાર્થનય અભેદ જ છે તેથી તે દ્રષ્ટિથી જોતાં ભેદ નથી દેખાતો; તે નયની દ્રષ્ટિમાં પુરુષ ચૈતન્યમાત્ર જ દેખાય છે. માટે તે બધાય વર્ણાદિક તથા રાગાદિક ભાવો પુરુષથી ભિન્ન જ છે.

આ વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંત જે ભાવો છે તેમનું સ્વરૂપ વિશેષતાથી જાણવું હોય તો ગોમ્મટસાર આદિ ગ્રંથોમાંથી જાણી લેવું. ૩૭.

* શ્રી સમયસાર ગાથા પ૦ થી પપઃ મથાળું *

ભગવાન આત્મા આનંદનો નાથ નિત્યાનંદ પ્રભુ ધ્રુવ છે. તેને આ બધા ભાવો જે ચૈતન્યશક્તિથી શૂન્ય છે તે નથી. તે બધાય ભાવો પુદ્ગલના પરિણામ છે તેમ છ ગાથાઓમાં કહે છેઃ-


PDF/HTML Page 609 of 4199
single page version

* ગાથા પ૦ થી પપઃ ટીકા ઉપરનું પ્રવચન *

જે કાળો, લીલો, પીળો, રાતો અથવા ધોળો વર્ણ છે તે બધોય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. કાળો, લીલો, પીળો, ઇત્યાદિ વર્ણ છે તે રંગ ગુણની પર્યાયો છે અને તેથી તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય છે. ભાષા જુઓ. ‘પુદ્ગલના પરિણામ’ એમ ન કહેતાં ‘પુદ્ગલદ્રવ્યના પરિણામમય’ એમ કહ્યું છે. રંગગુણની એ સઘળી પર્યાયો પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. અહીં જીવદ્રવ્યથી ભિન્ન ન કહેતાં, અનુભૂતિ કે જે પર્યાય છે તેનાથી ભિન્ન કહ્યું છે. આશય એમ છે કે ચૈતન્યસ્વભાવી નિજ આત્માનો અનુભવ થતાં, અનુભૂતિમાં આ રંગની પાંચેય પર્યાયોથી હું ભિન્ન છું એવું જ્ઞાન થાય છે. પર્યાય સ્વદ્રવ્ય તરફ વળતાં જે અનુભૂતિ થાય તે અનુભૂતિથી આ રંગની પાંચે પર્યાયો ભિન્ન રહી જાય છે. ૭૩મી ગાથામાં ‘સર્વ કારકોના સમૂહની પ્રક્રિયાથી પાર ઊતરેલી જે નિર્મળ અનુભૂતિ’-એમ અનુભૂતિનું વ્યાખ્યાન છે તે ત્રિકાળી શુદ્ધ અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા સંબંધી છે. તે બીજી વાત છે. અહીં તો એમ લેવું છે કે પરથી ખસીને સ્વદ્રવ્યમાં ઢળતાં જે સ્વાનુભૂતિ થાય છે તે સ્વાનુભૂતિથી રંગની પાંચેય પર્યાયો ભિન્ન છે.

૨. જે સુરભિ અથવા દુરભિ ગંધ છે તે બધીય જીવને નથી. ‘સમયસાર નાટક’માં આવે છે કે મુનિનો શ્વાસ સુગંધમય હોય છે. જેમને ઘણી નિર્મળતા પ્રગટી છે અને જેઓ અતીન્દ્રિય આનંદની મોજમાં પડયા છે તેઓ કોગળા ન કરે તોપણ દાંત પીળા થતા નથી. નિર્મળતાની દશામાં મુનિને શ્વાસમાં પણ સુગંધ આવે છે. અહાહા! ભગવાન નિર્મળાનંદ પ્રભુ જ્યાં જાગીને અંતરનો પટારો (નિધિ) ખોલે છે અને અંદર જુએ છે ત્યાં પર્યાયમાં અતીન્દ્રિય આનંદ આવે છે અને શ્વાસમાં સુગંધ આવે છે. છતાં તે સુગંધથી આત્મા (મુનિ) ભિન્ન છે. કારણ કે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી સુરભિ અથવા દુરભિ જે ગંધની પર્યાય છે તે અનુભૂતિથી ભિન્ન છે. એટલે કે જ્યારે સ્વરૂપનો અનુભવ થાય છે ત્યારે તે ગંધથી ભિન્ન પડે છે. ભિન્ન છે એમ કયારે કહેવાય? કે જ્યારે ગંધથી ખસીને આત્માની અનુભૂતિમાં આવે ત્યારે ભિન્ન છે એમ યથાર્થપણે કહેવાય.

૩. જે કડવો, કષાયલો, તીખો, ખાટો અથવા મીઠો રસ છે તે બધોય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે આત્માની અનુભૂતિથી પાંચેય રસ-પર્યાય ભિન્ન છે.

૪. તેવી રીતે જે ચીકણો, લૂખો, શીત, ઉષ્ણ, ભારે, હલકો, કોમળ અથવા કઠોર સ્પર્શ છે તે બધોય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે.

પ. હવે પાંચમા બોલમાં ઉપરના ચારેય બોલને ભેગા કરીને કહે છે કે-જે


PDF/HTML Page 610 of 4199
single page version

સ્પર્શાદિ સામાન્યપરિણામમાત્ર રૂપ છે તે જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે.

૬. જે ઔદારિક, વૈક્રિયક, આહારક, તૈજસ અથવા કાર્મણ શરીર છે તે બધુંય જીવને નથી. જુઓ, કાર્મણ શરીર પણ જીવને નથી, જીવમાં નથી કારણ કે તે જડના પરિણામ હોવાથી ભિન્ન સ્વતંત્ર છે. આત્માને અને તેને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ પણ અહીં કહેવામાં આવ્યો નથી. અહીં એવી શૈલી લીધી છે કે પુદ્ગલના પરિણામને આત્મદ્રવ્યથી ભિન્ન ન કહેતાં અનુભૂતિથી ભિન્ન કહ્યા છે. જેણે પરથી ભિન્ન પડીને અનુભૂતિ વડે આત્માને જાણ્યો છે તેને તે સર્વ પર છે. સંસ્કૃત ટીકામાં ‘પોતાની અનુભૂતિ’ તેવો પાઠ નથી. પણ પંડિત શ્રી જયચંદજીએ ‘પોતાની અનુભૂતિ’ એમ લીધેલ છે તેથી અહીં ‘પોતાની’ શબ્દ કૌંસમાં લખેલ છે. અહા! આત્મા અખંડ નિર્મળાનંદસ્વરૂપ વસ્તુ છે અને તેની નિર્મળ દશા તે અનુભૂતિ છે. પરથી ભિન્ન પડીને આત્મસન્મુખ થઈ આત્માને જાણતાં અનુભૂતિની નિર્મળ દશા પ્રગટ થાય છે. તે અનુભૂતિથી કાર્મણશરીર આદિ ભિન્ન છે એમ અહીં કહે છે.

પંચાધ્યાયીમાં (નયાભાસના પ્રકરણમાં) એવો પ્રશ્ન ઉઠાવ્યો છે કે શરીર અને આત્માને ર્ક્તાકર્મ સંબંધ તો નથી, પરંતુ નિમિત-નૈમિત્તિક સંબંધ તો છે ને? એના ઉત્તરરૂપે ત્યાં (પદ્ય પ૭૧માં) કહ્યું છે કે દ્રવ્ય સ્વયં સ્વતઃ પરિણમનશીલ છે તો નિમિત્તપણાનું શું કામ છે? જુઓ ભાઈ, શરીર પોતાના કારણે પરિણમે છે અને આત્મા પણ પોતાના કારણે પરિણમે છે. પોતાની મેળે પરિણમવાનો તે દરેકનો સ્વભાવ છે. દ્રવ્ય સ્વતઃ પરિણમનશીલ છે એમ ત્યાં લીધું છે. ત્યારે કોઈ કહે કે-

પ્રશ્નઃ– કોઈ વખતે ઉપાદાનથી થાય અને કોઈ વખતે નિમિત્તથી થાય એમ સ્યાદ્વાદ કરો ને?

ઉત્તરઃ– ભાઈ, કાર્ય હંમેશા નિજ ઉપાદાનથી જ થાય અને કદીય નિમિત્તથી ન થાય એ સ્યાદ્વાદ છે. નિમિત્ત તો પર વસ્તુ છે. તેનું પરિણમન તેને લઈને અને સ્વનું પરિણમન સ્વને લઈને છે. તેમાં નિમિત્તનું શું કામ છે? ત્યારે તે કહે છે કે શરીર ચાલે છે તેમાં આત્માનું નિમિત્ત તો છે ને? ભાઈ, નિમિત્ત તો છે, પણ નિમિત્ત છે એનો અર્થ શું? શું નિમિત્ત છે માટે શરીર ચાલે છે, પરિણમે છે? તથા આત્માની અનુભૂતિનું પરિણમન, શું શરીર છે તેથી થાય છે? આ જે આત્માનુભૂતિ થઈ છે તે શું કાર્મણશરીરના ઉદ્રયના અભાવને કારણે થઈ છે-એમ છે? ના, એમ છે જ નહિ. (દરેકનું પરિણમન સ્વતંત્ર છે) બનારસીદાસે પણ કહ્યું છેઃ-

‘ઉપાદાન બલ જહાઁ તહાઁ, નહિ નિમિત્તકૌ દાવ.’

જ્યાં પોતાનું બળ (ઉપાદાન શક્તિ) છે ત્યાં નિમિત્ત શું કરે? સ્વ અને પરનું


PDF/HTML Page 611 of 4199
single page version

એકપણું ત્રણકાળમાં થતું નથી. માટે નિમિત્ત છે તેથી પોતાનામાં પરિણમન થાય છે એમ છે જ નહિ. શરીરનું પરિણમન, જીવનું નિમિત્ત છે તેથી થયું છે કે જીવની અનુભૂતિનું પરિણમન, નિમિત્ત છે માટે થયું છે એમ નથી. શરીરની પરિણતિ શરીરમાં અને આત્માની પરિણતિ આત્મામાં છે. આત્માના નિમિત્તે શરીરમાં પરિણતિ થઈ છે એમ નથી. તથા કર્મના ઉદ્રયનો અભાવ છે માટે અનુભૂતિનું પરિણમન થયું છે એમ પણ નથી. વસ્તુનું સ્વરૂપ જ આવું છે. કોઈ વખતે નિમિત્તથી અને કોઈ વખતે ઉપાદાનથી કાર્ય થાય એ સ્યાદ્વાદ નથી પણ ફુદડીવાદ છે, મિથ્યાવાદ છે. ત્રણે કાળ અને ત્રણે લોકમાં ચૈતન્યની કે જડની ક્રમબદ્ધ પરિણતિ પોતપોતાના ઉપાદાનથી થાય છે. એમાં પરની રંચમાત્ર અપેક્ષા નથી. ઉપાદાનનું પરિણમન નિમિત્તથી હંમેશાં નિરપેક્ષ જ થાય છે.

અહીં તો વિશેષ કાર્મણ શરીરની વાત લેવી છે. કાર્મણ શરીર નિમિત્ત છે માટે જીવમાં (રાગાદિ) પરિણમન થાય છે કે જીવમાં સ્વાનુભૂતિ પ્રગટ થઈ માટે કાર્મણ શરીર અકર્મ અવસ્થા રૂપ થાય છે એમ નથી. એવો એ બે વચ્ચે કોઇ સંબંધ નથી. અહીં કહે છે કે કાર્મણ શરીર આદિ જીવને નથી કારણ કે તે પુદ્ગલના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. કહેવું છે તો આત્માથી ભિન્ન પણ અહીં અનુભૂતિથી ભિન્ન કહ્યું કેમકે એ સર્વ શરીરથી ભિન્ન પડી નિજ ચૈતન્યસ્વભાવી આત્માનું લક્ષ કરતાં જે સ્વાનુભૂતિ પ્રગટ થઈ તે સ્વાનુભૂતિમાં હું દેહથી ભિન્ન છું એવો નિજ ચૈતન્યસ્વરૂપ વસ્તુનો અનુભવ થાય છે. બહુ ઝીણી વાત, ભાઈ.

જુઓ, પરમાણુ અને આત્માનો સ્વતંત્ર નિર્બાધ પરિણમનસ્વભાવ હોવાથી તેઓ ક્રમપ્રવાહરૂપે નિરંતર પરિણમ્યા કરે છે. તેમાં બીજો હોય તો પરિણમે એમ છે જ નહિ. કાળદ્રવ્ય ન હોય તો પરિણમન ન થાય એમ જ્યાં કહ્યું છે ત્યાં તો (યથાર્થ નિમિત્તનું જ્ઞાન કરાવી) કાળદ્રવ્યને સિદ્ધ કરવાનું પ્રયોજન છે. ખરેખર તો સર્વ દ્રવ્યોનો સ્વતંત્ર પરિણમનસ્વભાવ છે. ત્યાં કોઈ કહે કે કાળદ્રવ્ય પરિણમનમાં નિમિત્ત તો છે ને? (નિમિત્ત છે એની કોણ ના પાડે છે?) પણ તેથી સર્વ દ્રવ્યોમાં થતું પરિણમન શું કાળદ્રવ્યને લીધે છે? (ના, એમ નથી). દરેક પદાર્થનું પરિણમન પોતાના કારણે જ છે. દરેક પદાર્થ તે તે સમયે ક્રમસર-ક્રમબદ્ધ પ્રવાહરૂપે પરિણમે છે.

પ્રવચનસાર ગાથા ૯૩માં દ્રવ્ય સંબંધી વિસ્તારસમુદાય અને આયતસમુદાયની વાત આવે છે. દ્રવ્યમાં જે અનંતગુણો એક સાથે છે તે વિસ્તારસમુદાય છે અને ક્રમપ્રવાહરૂપે દોડતી જે પર્યાયો છે તે આયતસમુદાય છે. ત્યાં પર્યાયો જે છે તે ધારાવહી દોડતા ક્રમબદ્ધ-પ્રવાહરૂપે છે. વળી એમાં જ (પ્રવચનસારમાં) ગાથા ૧૦૨માં દરેક પદાર્થની જન્મક્ષણની વાત છે. એટલે કે પદાર્થમાં જે તે પર્યાયનો જન્મ-ઉત્પત્તિ થવાનો પોતાનો કાળ છે તેથી તે થાય છે. નિમિત્ત છે માટે તે પર્યાય ઉત્પન્ન થાય છે એમ નથી. નિમિત્ત


PDF/HTML Page 612 of 4199
single page version

નિમિત્તમાં છે અને ઉપાદાન (વસ્તુ) ઉપાદાનમાં છે. કોઈપણ સમયે જો નિમિત્તને લઈને ઉપાદાનમાં પરિણમન થાય તો ક્રમપ્રવાહરૂપે ઉપાદાન-વસ્તુ પરિણમે છે એ કયાં રહ્યું? પ્રત્યેક વસ્તુમાં પર્યાયનો ક્રમબદ્ધ પ્રવાહ થાય છે અને તે દોડતો થાય છે. એટલે વચ્ચે એક સમયનો પણ આંતરો પડતો નથી. તે પર્યાયોના પ્રવાહમાં વસ્તુમાં સ્વકાળે જે પર્યાય ઉત્પન્ન થાય ત્યારે નિમિત્ત હો ભલે, પણ તેમાં નિમિત્ત શું (કાર્ય) કરે? નિમિત્ત તો નિમિત્તના સ્વકાળમાં છે; બસ, એટલું જ.

દરેક દ્રવ્યની કાળલબ્ધિ હોય છે. છયે દ્રવ્ય કાળલબ્ધિ સહિત છે. એટલે કે દ્રવ્યની જે સમયે જે પર્યાય થાય છે તે તેની કાળલબ્ધિ છે. તે સમયે નિમિત્ત હો ભલે, પણ નિમિત્તના કારણે પર્યાય થઈ છે એમ નથી. પર્યાય સ્વકાળે પોતાથી જ થાય છે, નિમિત્તથી નહિ-એમ કહેવું તે અનેકાન્ત છે, સ્યાદ્વાદ છે. બે કારણથી કાર્ય થાય છે એમ કહ્યું હોય ત્યાં તો નિમિત્તનું જ્ઞાન કરાવવાનું પ્રયોજન છે. નિશ્ચયથી તો તે તે સમયનું કાર્ય પોતાથી જ થયું છે. આ નિશ્ચય રાખીને નિમિત્તનું જ્ઞાન કરાવવા વ્યવહારથી કહેવાય છે કે બે કારણથી કાર્ય થયું છે, અને ત્યારે પ્રમાણજ્ઞાન થાય છે. પ્રમાણજ્ઞાનમાં, કાર્ય પોતાથી જ થાય છે એ નિશ્ચયની વાત રાખીને, નિમિત્તનું જ્ઞાન કરાવવા નિમિત્તથી થાય છે એમ કહ્યું છે. પ્રમાણજ્ઞાનમાં, નિશ્ચયનો નિષેધ કરીને નિમિત્તથી કાર્ય થાય છે એમ કહ્યું નથી. પ્રમાણજ્ઞાનમાં, જે પરિણમન થાય છે તે નિશ્ચયથી સ્વ-આશ્રયે પોતાથી જ થાય છે એ વાત રાખીને પ્રમાણનું જ્ઞાન કરાવવા નિમિત્તને ભેળવ્યું છે. જો નિશ્ચયને છોડી દે તો પ્રમાણજ્ઞાન જ સાચું ન થાય. નિશ્ચયની વાતને જેમ છે તેમ (યથાર્થ) રાખીને પ્રમાણજ્ઞાન કરાવ્યું છે. ઉપાદાનનું યથાર્થ જ્ઞાન કરાવીને નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે.

નયચક્રમાં આવે છે કે-પ્રમાણ પૂજ્ય નથી પણ નિશ્ચયનય પૂજ્ય છે.

પ્રશ્નઃ– પ્રમાણ કેમ પૂજ્ય નથી?

ઉત્તરઃ– કારણ કે એમાં પર્યાયનો (વ્યવહારનો) નિષેધ થતો નથી. જ્યારે નિશ્ચયનયમાં પર્યાયનો નિષેધ થાય છે.

પ્રશ્નઃ– નિશ્ચયનયમાં તો એક દ્રવ્ય જ માત્ર છે, જ્યારે પ્રમાણજ્ઞાનમાં તો દ્રવ્ય-પર્યાય બન્નેય આવે છે. માટે તે પ્રમાણજ્ઞાન પૂજ્ય કેમ નહિ?

ઉત્તરઃ– કારણ કે નિશ્ચયનયમાં પર્યાયનો નિષેધ છે અને સ્વનો આશ્રય છે. પર્યાયના નિષેધપૂર્વક સ્વનો આશ્રય કરે છે તેથી નિશ્ચયનય પૂજ્ય છે. આવી ખુલ્લી ચોખ્ખી વાત છે. કોઈ બીજા પ્રકારે માને તો માનો, પણ તેથી વસ્તુસ્વરૂપ કાંઈ બદલાઈ જતું નથી.

પ્રશ્નઃ– જો ઉપાદાનથી જ (કાર્ય) થતું હોય તો આપે બોલવાની (પ્રવચન કરવાની) કાંઈ જરૂર નથી. પણ આપ બોલો તો છો? આપ નિમિત્તનો આશ્રય જ્યારે લો છો ત્યારે તો બીજાને સમજાવી શકો છો. માટે નિમિત્ત સિદ્ધ થઈ ગયું.


PDF/HTML Page 613 of 4199
single page version

ઉત્તરઃ– ભગવાન! નિમિત્ત તો છે. (છે એનો કોણ નિષેધ કરે?). પણ નિમિત્ત કરે શું? ભાઈ! શરીરના એકેએક રજકણનો તે તે કાળે પરિણમવાનો સ્વભાવ છે તેથી તે પોતાના કારણે સ્વકાળે પરિણમે છે. તેમાં નિમિત્તનો દાવ જ કયાં છે? રમતમાં દાવ આવે ત્યારે પાસા નાખે છે. પણ અહીં તો નિમિત્તનો દાવ જ આવતો નથી. કહ્યું છે ને કે-

‘એક ચક્રસૌં રથ ચલૈ રવિકૌ યહૈ સ્વભાવ.’

જેમ સૂર્યનો રથ એક પૈડાથી ચાલે છે તેમ દરેક પદાર્થ એકલા પોતાના પરિણમન- સ્વભાવથી જ પરિણમે છે, તેમાં બીજાની અપેક્ષા નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ શુદ્ધરત્નત્રયના પરિણમનમાં પણ પરની અપેક્ષા નથી. શ્રી નિયમસારની બીજી ગાથાની ટીકામાં આવે છે કે ‘નિજ પરમાત્મતત્ત્વનાં સમ્યક્-શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ શુદ્ધરત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે.’ આમ નિશ્ચય મોક્ષમાર્ગને વ્યવહારની કે નિમિત્તની અપેક્ષા છે જ નહિ. આ પરમ વીતરાગના શાસ્ત્રનું કથન છે.

પ્રશ્નઃ– તો વ્યવહારનય શી રીતે પ્રયોજનવાન છે?

ઉત્તરઃ– તેને જાણવો તે પ્રયોજનવાન છે. બારમી ગાથાની ટીકામાં આવે છે કે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. તે કઈ રીતે? કે નિશ્ચયસ્વભાવનો આશ્રય થતાં સ્વાનુભૂતિ પ્રગટ થાય છે, સમ્યગ્દર્શન થાય છે છતાં પર્યાયમાં અપૂર્ણતા તથા રાગનો અશુદ્ધતાનો ભાગ તે તે કાળે હોય છે. તેને તે તે કાળે જાણવો-तदात्वे प्रयोजनवान् પ્રયોજવાન છે. જ્યાં સુધી પૂર્ણ શુદ્ધતા થાય નહીં ત્યાં સુધી પર્યાયમાં જે અશુદ્ધતાનો ભાગ છે તેને તે સમયે જાણવો-એમ વ્યવહારનય જાણેલો પ્રયોજનવાન છે. વ્યવહારનય છે, વ્યવહારનયનો વિષય પણ છે; પરંતુ વ્યવહારનય જાણેલો પ્રયોજનવાન છે, આદરેલો નહિ.

ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે તે નિશ્ચયનયનો વિષય છે. જ્યારે પર્યાયમાં જે સાધકપણું છે, અપૂર્ણતા છે અર્થાત્ શુદ્ધતા તેમ જ અશુદ્ધતાના અંશો છે એ બધો વ્યવહારનયનો વિષય છે. તેને તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. વ્યવહારનય આશ્રય કરવા લાયક નથી માટે વ્યવહારનય છે જ નહિ એમ નથી. જો વ્યવહારનય હોય જ નહિ તો ચોથું, પાંચમું, છઠ્ઠું, આદિ ગુણસ્થાનો બનશે જ નહિ. અને તો પછી તીર્થનો જ નાશ થશે, અર્થાત્ પર્યાયના જે ભેદ છે તે રહેશે જ નહિ. માટે જેમ નિશ્ચયનયનો વિષય છે, તેમ વ્યવહારનયનો પણ વિષય તો છે પણ તે આશ્રય કરવા લાયક નથી એમ યથાર્થ સમજવું.

અહીં કાર્મણ શરીરની વાત ચાલે છે. જે કર્મનો ઉદ્રય છે તે જડની પર્યાય છે, પુદ્ગલના પરિણામમય છે. માટે તે ભગવાન આત્માથી ભિન્ન છે એમ કહે છે. પાઠમાં તો શરીરને આત્માથી ભિન્ન ન કહેતાં અનુભૂતિથી ભિન્ન કહ્યું છે, કેમકે રાગ, કર્મ અને શરીરની પરિણતિથી લક્ષ છોડીને જેણે એક ચૈતન્યસ્વભાવી આત્માના લક્ષે અનુભૂતિ પ્રગટ કરી છે તેને તેઓ ભિન્ન છે એમ જણાય છે. શરીરાદિને કહેવા છે તો આત્માથી ભિન્ન, પણ


PDF/HTML Page 614 of 4199
single page version

જ્યારે શરીરાદિથી ભિન્ન પરિણતિ કરે ત્યારે ભિન્ન છે એમ ખ્યાલ આવે ને? તેથી તે શરીરાદિ અનુભૂતિથી ભિન્ન છે એમ અહીં કહ્યું છે.

ઔદારિક શરીર પુદ્ગલમય પરિણામ છે. તેનું ક્ષણે ક્ષણે જે પરિણમન થાય છે તે જડ પુદ્ગલમય છે. તે જીવમય નથી કે જીવના પરિણામમય નથી. અંદર આત્મા છે માટે તે ચાલે છે, પરિણમે છે એમ નથી. તેવી રીતે રાગનું નિમિત્ત છે માટે કાર્મણ શરીરનું પરિણમન થાય છે એમ નથી. રાગ છે માટે તે વખતે કર્મને ચારિત્રમોહપણે પરિણમવું પડે છે એમ નથી. તે વખતે પરમાણુમાં તે રીતે પરિણમવાનો સ્વકાળ છે તેથી તે રીતે તે પરિણમે છે. એમાં રાગની કાંઈ અપેક્ષા નથી. તેમ આહારક ઋદ્ધિધારી મુનિને પ્રશ્ન પૂછવાનો વિકલ્પ આવ્યો માટે આહારક શરીર બન્યું એમ નથી. તે સમયે આહારક શરીરનો પરિણમવાનો કાળ હતો માટે તે આહારક શરીર બન્યું છે. જીવે તેને બનાવ્યું એમ કહેવું એ બધી (વ્યવહારની) વાતો છે.

વૈક્રિયક શરીર અનેક રૂપ ધારણ કરે છે. તે વૈક્રિયક શરીરના પરમાણુઓની પર્યાય પુદ્ગલમય છે. જીવની ઇચ્છા છે માટે તે અનેક રૂપ ધારણ કરે છે એમ નથી. જે તે ક્ષણે જે રૂપે પરિણમવાનો તેનો સ્વકાળ છે તે રૂપે તે સ્વયં પરિણમે છે. આ પ્રમાણે ઔદારિક, વૈક્રિયક, આહારક, તૈજસ અને કાર્મણ શરીર-બધાય જીવને નથી, કારણ કે તે પુદ્ગલ-દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. નિજ શુદ્ધ પરમાત્માની અનુભૂતિમાં તેઓ ભિન્ન ભાસે છે તેથી તે જીવને નથી. પરથી ભિન્ન પડીને જ્યારે આત્માનુભૂતિ કરે છે ત્યારે તે અનુભૂતિથી શરીરના પરિણામ તદ્ન ભિન્ન રહી જાય છે.

જુઓ, ઔદારિક, વૈક્રિયક, આદિ શરીર (શરીરપણે) છે ખરાં, પણ તે બધાંય જીવને નથી. જીવ તો શરીર વિનાનો ચૈતન્યરૂપે ત્રિકાળ છે. વિશ્વમાં વસ્તુઓ અનંત છે. જે અનંત છે તે અનંતપણે કયારે રહે? કે જ્યારે એકબીજાના કાર્યને કરે નહિ ત્યારે. એકબીજામાં ભળે નહિ તો અનંત અનંતપણે રહે. જો એકથી બીજાનું કાર્ય થાય તો પૃથક્પણે અનંત વસ્તુ રહે નહીં. જો દરેક વસ્તુની પરિણતિ પોતાથી થાય અને બીજાથી ન થાય એમ રહે તો જ અનંત વસ્તુઓની અનંતપણે હયાતી સિદ્ધ થાય. તેથી જીવ અને ઔદારિક આદિ શરીર જેમ છે તેમ પૃથક્ પૃથક્ સમજવાં જોઈએ.

૭. સમચતુરસ્ત્ર્રસંસ્થાન જે શરીરનો આકાર છે તે પણ પુદ્ગલમય પરિણામ છે. તે તેના પોતાના કારણે થાય છે. નામકર્મનો ઉદ્રય નિમિત્ત છે માટે થાય છે એમ નથી. અહા! ગજબ વાત છે! અંદર પુણ્યનો ઉદ્રય છે માટે પૈસા આવે છે એમ નથી, કારણ કે ઉદયના પરિણામ ભિન્ન છે અને જે પૈસા આવે છે એની પરિણતિ ભિન્ન છે. માટે કર્મને લઈને પૈસા આવે છે એ વાત યથાર્થ નથી. સાતાના ઉદ્રયને લઈને અનુકૂળ સંજોગો મળે છે એમ કહેવું એ પણ કથનમાત્ર છે, વસ્તુસ્વરૂપ એમ નથી. તેવી રીતે અસાતાના ઉદ્રયને


PDF/HTML Page 615 of 4199
single page version

લઈને શરીરમાં રોગ થાય છે તે પણ નિમિત્તનું કથન છે. બાકી તો શરીરના પરમાણુઓને રોગરૂપે પરિણમવાનો કાળ હોવાથી રોગરૂપે પરિણમે છે. સમચતુરસ્ત્ર સંસ્થાનની જેમ ન્યગ્રોધપરિમંડળ, સ્વાતિ, કુબ્જક, વામન અથવા હુંડક સંસ્થાન-તે બધાય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. આ શરીરનો જે આકાર છે તે બધો જડનો આકાર છે, પુદ્ગલના પરિણામમય છે. આત્માને લઈને તેમાં કાંઈ થાય છે એમ તો નથી, પણ પૂર્વે જે શુભાશુભભાવ કરેલા ત્યારે જે કર્મ બંધાયાં હતાં તે કર્મને લઈને એમાં કાંઈ થાય છે એમ પણ નથી.

૮. હવે સંહનનની-હાડકાંની મજબૂતાઈની વાત કરે છે. વજ્રર્ષભનારાચ સંહનન વિના કેવળજ્ઞાન ન થાય એમ આવે છે ને? ભાઈ, નિશ્ચયથી તો કેવળજ્ઞાનની પર્યાય પોતાના કારણે થાય છે, દ્રવ્યના તથા ગુણના કારણે થાય છે એમ પણ નથી. તે પર્યાયનું પરિણમન, પોતાના ષટ્કારકથી તે રૂપે પરિણમવાનો કાળ છે તેથી થાય છે, વજ્રર્ષભનારાચ સંહનન નિમિત્ત છે માટે કેવળજ્ઞાન થાય છે એમ નથી. સ્ત્રીને ત્રણ સંહનન હોય છે, અને તેથી તેને કેવળજ્ઞાન થાય નહીં એમ શાસ્ત્રમાં આવે છે. એ તો સ્ત્રી પર્યાયમાં કેવળજ્ઞાન થવાની યોગ્યતા નથી તેથી થતું નથી ત્યારે નિમિત્ત કેવું હોય છે તેનું ત્યાં જ્ઞાન કરાવ્યું છે. સ્ત્રીનું શરીર છે માટે સાધુપણું આવતું નથી એમ નથી. પરંતુ સ્ત્રીનો દેહ હોય તેને આત્માની પરિણતિનું છઠ્ઠું ગુણસ્થાન આવે એવી યોગ્યતા જ હોતી નથી એમ નિમિત્તનું ત્યાં યથાર્થ જ્ઞાન કરાવ્યું છે.

જેને પૂર્ણજ્ઞાન થવાનું છે તેના શરીરની દશા નગ્ન જ હોય છે. વસ્ત્ર હોય અને મુનિપણું આવે તથા વસ્ત્ર સહિતને કેવળજ્ઞાન થાય એ વસ્તુનું સ્વરૂપ જ નથી. છતાં પરદ્રવ્ય છે માટે કેવળજ્ઞાન નથી એમ નથી. ભારે વિચિત્ર! એક બાજુ એમ કહે કે વસ્ત્ર સહિતને મુનિપણું આવે નહીં અને વળી પાછું એમ કહે કે પરદ્રવ્ય નુકશાન કરે નહિ! ભાઈ, મુનિપણાની દશા છે તે સંવર-નિર્જરાની દશા છે. હવે જે સંવર-નિર્જરાની દશા છે તે કાળમાં વિકલ્પની એટલી જ મર્યાદા છે કે તેમાં વસ્ત્રાદિગ્રહણનો (હીન) વિકલ્પ હોઈ શકે નહીં. તેથી જેને વસ્ત્ર-ગ્રહણનો વિકલ્પ છે તેને તે ભૂમિકામાં મુનિપણું સંભવિત નથી. તેથી જે કોઈ વસ્ત્ર સહિત મુનિપણું માને છે તેને આસ્રવસહિત સાતેય તત્ત્વની ભૂલ છે. તેથી તો શ્રી કુંદકુંદાચાર્યદેવે કહ્યું છે કે વસ્ત્રનો ધાગો પણ રાખીને જો કોઈ મુનિપણું માને કે મનાવે તો તે નિગોદમાં જાય છે. (અષ્ટપાહુડ) અહીં કહે છે કે સંહનનમાત્ર જીવને નથી. જે વજ્રર્ષભનારાચ, વજ્રનારાચ, નારાચ, અર્ધનારાચ, કીલિકા, અથવા અસંપ્રાપ્તાસૃપાટિકા સંહનન છે તે બધુંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે.


PDF/HTML Page 616 of 4199
single page version

૯. હવે રાગની વાત કરે છે. જે પ્રીતિરૂપ રાગ છે તે બધોય જીવને નથી. આ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ શુભરાગ છે-તે બધોય જીવને નથી, કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય છે અને તેથી અનુભૂતિથી ભિન્ન છે. આકરી વાત, ભાઈ! અહીં કહે છે કે જે મહાવ્રતના પરિણામ છે તે પુદ્ગલના પરિણામ છે. સ્વભાવમાં તો એવો કોઈ ગુણ નથી જે રાગરૂપે પરિણમે. છતાં પર્યાયમાં જે રાગ થાય છે તે નિમિત્તને આધીન થતાં થાય છે. માટે જે રાગ થાય છે તેને પુદ્ગલના પરિણામમય કહ્યો છે. જુઓ, વ્યવહારરત્નત્રયના ભાવને પણ પુદ્ગલના પરિણામ કહ્યા છે. માટે જે વ્યવહારરત્નત્રયથી નિર્જરા થવી માને છે તે અચેતન પુદ્ગલથી ચૈતન્યભાવ થવો માને છે. પણ એ ભૂલ છે.

ભગવાન આત્મા ચૈતન્યસ્વરૂપ જ્ઞાનપુંજી પ્રભુ આનંદનો કંદ છે પ્રીતિરૂપ રાગ સઘળોય તેને નથી કેમ કે તે પુદ્ગલના પરિણામમય છે. ત્રિકાળી શુદ્ધ ચૈતન્યના અંતરમાં ઢળેલી પર્યાય જે અનુભૂતિ તે અનુભૂતિથી રાગ ભિન્ન રહી જાય છે. અહાહા....! ત્રિકાળી શુદ્ધ ઉપાદાનમાં નિમગ્ન થયેલી અનુભૂતિથી રાગ સઘળોય ભિન્ન રહી જાય છે. ભાઈ! જેને પ્રીતિરૂપ રાગનો પ્રેમ છે, મંદ રાગનો પ્રેમ છે તેને ખરેખર પુદ્ગલનો પ્રેમ છે, તેને આનંદનો નાથ ભગવાન આત્માનો પ્રેમ નથી. જેને શુભરાગનો પ્રેમ છે તે આત્માના પડખે ચડયો જ નથી. તેને આત્મા પ્રત્યે અનાદર છે. અહીં કહે છે કે સ્વદ્રવ્યના આશ્રયે જે નિર્મળ અનુભૂતિ પ્રગટ થાય છે તે અનુભૂતિથી શુભાશુભ સઘળોય રાગ પર તરીકે ભિન્ન રહી જાય છે તેથી રાગ બધોય જીવને નથી.

પ્રશ્નઃ– રાગને પુદ્ગલ પરિણામમય કેમ કહ્યો? શાસ્ત્રમાં તો એમ આવે છે કે જીવને દસમા ગુણસ્થાન સુધી રાગ હોય છે?

ઉત્તરઃ– ભાઈ! રાગ છે તે વસ્તુદ્રષ્ટિથી જોતાં સ્વભાવભૂત નથી. રાગમાં ચૈતન્યના નૂરનો અંશ નથી. આત્મા ચિન્માત્રસ્વરૂપ ભગવાન અનંતશક્તિથી મંડિત મહિમાવંત પદાર્થ છે, પણ તેમાં એકેય શક્તિ એવી નથી જે રાગ ઉત્પન્ન કરે, વિકારરૂપે પરિણમે. છતાં પર્યાયમાં જે રાગ થાય છે તે પર્યાયનો ધર્મ છે. નિમિત્તને આધીન થઈ પરિણમતાં પર્યાયમાં રાગ થાય છે. (સ્વભાવને આધીન થતાં રાગ થતો નથી). તથા તે સ્વાનુભૂતિથી ભિન્ન પડી જાય છે. માટે અસંખ્યાત પ્રકારે થતો સઘળોય શુભાશુભ રાગ, જીવસ્વભાવરૂપ નહિ હોવાથી તથા અનુભૂતિથી ભિન્ન પડી જતો હોવાથી નિશ્ચયથી પુદ્ગલ પરિણામમય કહ્યો છે. જોકે અશુદ્ધ નિશ્ચયથી રાગને જીવની પર્યાય કહી છે, પરંતુ અશુદ્ધ નિશ્ચય છે એ જ વ્યવહારનય છે. પર્યાયનું યથાર્થ જ્ઞાન કરાવવા સિદ્ધાંતમાં અશુદ્ધનિશ્ચયનયથી એટલે કે અસદ્ભૂત વ્યવહારનયથી દસમા ગુણસ્થાન સુધી જીવને રાગ હોય છે એમ કહ્યું છે. વાસ્તવમાં રાગ પરરૂપ અચેતન જડ પુદ્ગલ- પરિણામમય છે. રાગ જો જીવનો હોય તો કદીય જીવથી ભિન્ન પડે નહિ તથા જીવની જે (રાગ રહિત) નિર્મળ અનુભૂતિ


PDF/HTML Page 617 of 4199
single page version

થાય છે તે થાય જ નહિ. ભાઈ! આ તો વીતરાગ સર્વજ્ઞનો માર્ગ કોઈ અલૌકિક છે! (તેને ખૂબ રુચિથી સમજવો જોઈએ).

૧૦. જે અપ્રીતિરૂપ દ્વેષ છે તે બધોય જીવને નથી. અસંખ્ય પ્રકારના જે અણગમારૂપ દ્વેષના ભાવ છે તે બધાય જીવને નથી કારણ કે જ્યારે અનુભૂતિ થાય છે ત્યારે તે દ્વેષભાવ ભિન્ન રહી જાય છે. દ્વેષભાવમાં ચૈતન્યના જ્ઞાનનો અંશ નથી. તેથી તે જીવથી અન્ય અજીવ પુદ્ગલ-પરિણામમય છે. આ અજીવ અધિકાર ચાલે છે ને? જીવ તો ચૈતન્યમય ચિત્સ્વરૂપ છે. તેની ચૈતન્યશક્તિનો અંશ દ્વેષમાં નથી. માટે દ્વેષ સઘળોય અચેતન અજીવ છે કેમકે અનુભૂતિથી તે ભિન્ન છે.

૧૧. જે યથાર્થ તત્ત્વની અપ્રતિપત્તિરૂપ મોહ છે તે બધોય જીવને નથી. વાસ્તવિક ચિદ્ઘનસ્વરૂપ ચિદાનંદમય આત્માની વિપરીત માન્યતારૂપ મોહ છે. એવો મોહભાવ બધોય આત્માને નથી કારણ કે તે પુદ્ગલપરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. અહાહા! જેણે નિજ ચૈતન્યમય સ્વદ્રવ્યનો આશ્રય લીધો છે તે મિથ્યાત્વના પરિણામથી ભિન્ન પડી જાય છે. તેનામાં મિથ્યાત્વના પરિણામ રહેતા નથી એમ અહીં કહે છે. ચૈતન્યના સત્ત્વરૂપ જે આત્મા છે તેનાથી અનેક વિપરીત માન્યતારૂપ મોહ છે. એ સઘળોય મોહ જીવને નથી કેમકે ચૈતન્યના સત્ત્વમાં તેનો પ્રવેશ નથી અને શુદ્ધ ચૈતન્યનો એકનો અનુભવ કરતાં એ બધીય મિથ્યા માન્યતારૂપ મિથ્યાત્વનો નાશ થઇ જાય છે. જગતમાં તત્ત્વના સ્વરૂપથી વિપરીત અનેક મિથ્યા માન્યતાઓ હોય છે. તે બધીય જડ પુદ્ગલના પરિણામમય હોવાથી સ્વાનુભૂતિથી ભિન્ન છે. એટલે કે સ્વાનુભૂતિ થતા એ બધીય મિથ્યા માન્યતાઓનો અભાવ થઈ જાય છે માટે તે જીવને નથી.

૧૨. હવે આસ્ત્રવની વાત કરે છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ જેમનાં લક્ષણ છે એવા જે પ્રત્યયો એટલે કે આસ્રવો-તે બધાય જીવને નથી. અહીં કષાયમાં પ્રમાદ ગર્ભિત થઈ જાય છે. અહીં મલિન પર્યાયને-ભાવાસ્રવને પુદ્ગલના પરિણામમય કહ્યા છે, કારણ કે પોતે જ્યાં ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માનો આશ્રય કરે છે ત્યાં આસ્રવના પરિણામ અનુભૂતિથી ભિન્ન રહી જાય છે. મિથ્યાત્વ તો ત્યારે ન જ હોય પણ અન્ય આસ્રવો પણ ભિન્ન રહી જાય છે. આ જડ મિથ્યાત્વાદિની વાત નથી. આ તો જે મલિન પરિણામરૂપ આસ્રવો-મિથ્યાત્વભાવ, અવિરતિભાવ, છઠ્ઠા ગુણસ્થાનનો પ્રમાદ કષાયભાવ, અને યોગ છે તે જીવના પરિણામ નથી કેમકે તે અનુભૂતિથી ભિન્ન છે. જો તે ચૈતન્યસ્વરૂપ જીવના પરિણામ હોય તો સદાય ચૈતન્યની સાથે રહે. પણ એમ નથી કેમકે ચૈતન્યના અનુભવથી તેઓ ભિન્ન રહી જાય છે.

આત્મા શુદ્ધ ચૈતન્યમૂર્તિ ભગવાન છે. તેના પરિણામ, જ્ઞાન અને આનંદમય જ હોય છે. ચિત્શક્તિ જેનું સર્વસ્વ છે એવી ચૈતન્યમય વસ્તુના પરિણામ ચૈતન્યની જાતના જ


PDF/HTML Page 618 of 4199
single page version

હોય. શુદ્ધ ચૈતન્યસ્વભાવના આશ્રયે ઉત્પન્ન થયેલ પરિણામ શુદ્ધ ચૈતન્યમય જ હોય. પરંતુ આ આસ્રવો બધાય પુદ્ગલ પરિણામમય હોવાથી સ્વાનુભૂતિથી ભિન્ન છે. તેથી તે જીવને નથી. અહો! આચાર્યદેવે સ્વભાવની દ્રષ્ટિ કરી સ્વાનુભૂતિની નિર્મળ પરિણતિ પ્રગટ કરવાની શું પ્રેરણા કરી છે!

તો મોક્ષમાર્ગપ્રકાશકમાં સાતમા અધિકારમાં શ્રીમાન્ પંડિતપ્રવર ટોડરમલજીએ એમ કહ્યું છે કે-‘ભાવકર્મ એ આત્માનો ભાવ છે અને તે નિશ્ચયથી આત્માનો જ છે, પરંતુ કર્મના નિમિત્તથી થાય છે તેથી વ્યવહારથી તેને કર્મનો કહીએ છીએ’ વળી પંચાસ્તિકાયમાં પણ ભાવકર્મ આત્માનો ભાવ છે એમ કહ્યું છે. તે ભાવકર્મ થાય છે તે પોતાનો છે અને પોતાથી થાય છે એમ તેમાં કહ્યું છે. કર્મનો કહેવો એ તો નિમિત્તથી-વ્યવહારથી કહેવાય છે. નિશ્ચયથી તો વિકારના પરિણામ જીવમાં થાય છે અને તેને જીવ કરે છે. ઉપર કહ્યું તે બન્ને શાસ્ત્રોમાં શૈલી જુદી છે. એમાં રાગ પોતાની પર્યાયમાં થાય છે તે તેમ જ્ઞાન કરાવવાનું પ્રયોજન છે. (સ્વભાવને ઓળખે નહિ અને) કોઈ એમ માની લે કે આસ્રવના પરિણામ જડથી છે અને જડના છે તેને પર્યાયનું યથાર્થ જ્ઞાન કરાવવા એમ કહ્યું કે ભાવકર્મ જીવના પરિણામ છે. (અન્યથા તે આસ્રવોથી નિવૃત્ત થવા શા માટે ઉપાય કરે?)

અહીં આ ગાથામાં અપેક્ષા જુદી છે. ભાવકર્મ પ્રથમ આત્માના (અવસ્થામાં) સિદ્ધ કરી પછી તે જીવને નથી એમ કહ્યું છે. અહાહા! આત્મા ચૈતન્યસ્વરૂપ જ્ઞાયકસ્વભાવી આખું અભેદ ચૈતન્યદળ છે. એનો અનુભવ કરતાં આસ્રવો અનુભવમાં (જ્ઞાનમાં) સ્વપણે આવતા નથી, જુદા જ રહી જાય છે. માટે તેઓ નિશ્ચયે જીવના નથી. અહીં દ્રષ્ટિ અપેક્ષાએ કથન કર્યું છે. ભાઈ! વીતરાગ પરમેશ્વરનો માર્ગ સૂક્ષ્મ છે. (જ્યાં જે શૈલી હોય તે યથાર્થ સમજવી જોઈએ)

એક બીજુ એમ કહે કે મિથ્યાત્વના બે પ્રકાર છે, એક જીવ મિથ્યાત્વ અને બીજુ અજીવ મિથ્યાત્વ. (સમયસાર ગાથા ૧૬૪/૬પ) ભાઈ! એ કઈ અપેક્ષાએ કહ્યું છે? એ તો જીવના પરિણામ જીવમાં અને જડના પરિણામ જડમાં એટલું બતાવવા કહ્યું છે. જ્યારે અહીં તો કહે છે કે ચૈતન્યસ્વરૂપ જે ત્રિકાળી શુદ્ધ આત્મા છે તેના તે આસ્રવ પરિણામ નથી, કારણ કે અનુભૂતિની પર્યાય નિજ ચૈતન્યસ્વભાવમાં ઢળતાં તે આસ્રવો અનુભૂતિથી ભિન્ન રહી જાય છે, અનુભવમાં આવતા નથી. ભાઈ, આ તો અંતરના અનુભવની વાત છે. તે કાંઈ કોરી પંડિતાઈથી પાર પડે એમ નથી.

અહાહા....! ચૈતન્યસ્વરૂપી જે જીવવસ્તુ છે તેને મિથ્યાત્વાદિ આસ્રવો નથી. કેમ તેને નથી? કેમકે ચૈતન્યસ્વરૂપ ભગવાનની અનુભૂતિ કરતાં તે આસ્રવો જુદા રહી જાય છે. તેનું (આસ્રવનું) અસ્તિત્વ ભલે હો, પરંતુ તે અસ્તિત્વ પર અજીવ તરીકે રહી જાય છે. આસ્રવો જીવને નથી તેથી તેઓ પર્યાયમાં તદ્ન ઉત્પન્ન જ થતા નથી એમ નથી. એ


PDF/HTML Page 619 of 4199
single page version

તો આગળના ગુણસ્થાને જાય ત્યારે (ક્રમશઃ) ઉત્પન્ન ન થાય. પરંતુ નીચેના ગુણસ્થાને (યથાસંભવ) ઉત્પન્ન તો થાય છે, પરંતુ અનુભૂતિમાં આવતા નથી. આત્માનુભવ થતાં મિથ્યાત્વના પરિણામ તો ઉત્પન્ન જ થતા નથી. પરંતુ બીજા આસ્રવો તો છે. પરંતુ સ્વરૂપમાં ઢળેલી જે અનુભૂતિ તે અનુભૂતિથી તેઓ ભિન્ન રહી જાય છે માટે તે જીવના નથી, પુદ્ગલના પરિણામ છે. અહો વસ્તુનું સ્વરૂપ! અહો સમયસાર! એમાં કેટકેટલું ભર્યું છે, હેં!

ત્યારે કોઈ વળી એમ કહે છે કે (સોનગઢમાં) એકલું સમયસાર શાસ્ત્ર જ વાંચે છે. ભાઈ! એમાં દોષ શું છે? સમયસાર નાટકમાં શ્રી બનારસીદાસજીએ શું કીધું છે? ત્યાં કહ્યું છે કેઃ-

‘પાંડે રાજમલ્લ જિનધર્મી,
સમયસાર નાટકકે મમી;
તિન ગિરંથકી ટીકા કીની,
બાલબોધ સુગમ કર દીની.
ઇહિ વિધિ બોધ-વચનિકા ફૈલી,
સમૈ પાય અધ્યાતમ સૈલી;
પ્રગટી જગમાંહિ જિનવાણી,
ઘર ઘર નાટક કથા બખાની.’

જગતમાં જિનવાણીનો પ્રચાર થયો અને ઘેર ઘેર સમયસાર નાટકની ચર્ચા થવા લાગી. હવે એની ચર્ચા ફેલાઈ એટલે શું અન્ય શાસ્ત્રો ખોટાં છે એમ અર્થ છે? અન્ય શાસ્ત્રોનો પ્રચાર ઓછો છે એટલે એ ખોટાં છે એમ ઠરાવાય? બાપુ! એમ અર્થ ન થાય. વળી ત્યાં જ આગળ એમ લખ્યું છે કે રૂપચંદ આદિ વિવેકી પંડિતો પાંચેય એક સ્થાનમાં બેસીને પરમાર્થની જ ચર્ચા કરતા હતા, બીજી કાંઈ નહિ-‘પરમારથ ચર્ચા કરૈ, ઇનકે કથા ન ઔર.’ એથી શું એ એકાન્ત થઈ ગયું? પણ જેની બુદ્ધિ મલિન છે તે એને સમજી શકે નહિ તો શું થાય? ભાઈ! સમયસાર એ તો દિવ્યધ્વનિનો સાર છે.

૧૩. જે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાયરૂપ કર્મ છે તે બધુંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. શું કહ્યું? કે જીવને આઠ કર્મ નથી કારણ કે તે પરદ્રવ્ય છે. તે પરદ્રવ્ય કેમ છે? કારણ કે કર્મના સંગે તેના તરફના વલણનો જે ભાવ હતો તે સ્વદ્રવ્યની અનુભૂતિથી ભિન્ન પડી જાય છે માટે.

પ્રશ્નઃ– કર્મ તો આત્માને રોકે છે એમ આવે છે ને?

ઉત્તરઃ– આત્માને કોણ રોકે? પોતે (વિકારમાં) રોકાય છે ત્યારે ‘કર્મ રોકે છે’


PDF/HTML Page 620 of 4199
single page version

એમ કહેવામાં આવે છે. કર્મ તો જડ છે. શું જડ આત્માને રોકી શકે છે? ‘કર્મ બિચારે કૌન, ભૂલ મેરી અધિકાઈ.’ ભૂલ મારી પોતાની જ છે. ‘અધિકાઈ’ એટલે અધિક એમ નહીં, પણ પોતાની ભૂલને કારણે વિકાર થાય છે. અહીં ગાથામાં કહે છે કે અંદર અનુભૂતિ થતાં એ વિકારના પરિણામ ભિન્ન રહી જાય છે, અનુભવમાં આવતા નથી. આવો જૈન પરમેશ્વરનો માર્ગ લોકોએ લૌકિક જેવો કરી નાખ્યો છે.

પ્રશ્નઃ– જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય તો જ્ઞાન ઉઘડે ને?

ઉત્તરઃ– (ના). પોતાની યોગ્યતાથી જ્ઞાન ઉઘડે છે તેવી રીતે પોતાની યોગ્યતાથી આત્મામાં (પર્યાયમાં) વિકાર થાય છે.

પ્રશ્નઃ– જીવનો સ્વભાવ તો કેવળજ્ઞાન છે. છતાં વર્તમાનમાં જે સંસાર અવસ્થા છે તથા જ્ઞાનમાં ઓછપ છે તે કર્મના ઉદયને કારણે છે કે કર્મના ઉદય વિના છે?

ઉત્તરઃ– વર્તમાન સંસાર અવસ્થામાં જ્ઞાનની જે ઓછપ છે તે પોતાના કારણે છે. કર્મના ઉદયને કારણે થઈ છે એમ નથી. એનું ઉપાદાનકારણ પોતે આત્મા છે. પોતાની યોગ્યતાથી જ જ્ઞાનમાં ઓછપ થઈ છે, કર્મના કારણે નહિ. કર્મ તો જડ પરવસ્તુ છે. તેથી જ્ઞાનાવરણાદિ કર્મો ખરેખર કાંઈ કરતાં નથી. પોતાનું અશુદ્ધ ઉપાદાન છે તેથી જ્ઞાનમાં ઓછપ થઈ છે. કર્મ તો ત્યાં નિમિત્ત માત્ર છે. કર્મ માર્ગ આપે તો ક્ષયોપશમ થાય એમ નથી. પોતાની યોગ્યતાથી પોતામાં અને કર્મના કારણે કર્મમાં ક્ષયોપશમ થાય છે. કર્મના ઉદયને કારણે જ્ઞાન હીણું છે એમ નથી. પણ પોતે જ્યારે જ્ઞાનની હીણી દશારૂપે પરિણમે ત્યારે જ્ઞાનાવરણીય કર્મ નિમિત્તમાત્ર છે.

પરંતુ અહીં બીજી વાત છે. અહીં તો એમ કહે છે કે, વસ્તુ જે શુદ્ધ ચૈતન્ય-સ્વભાવી આત્મા છે એમાં ઢળતાં તે કર્મના પરિણામ અનુભવમાં આવતા નથી, અનુભૂતિથી ભિન્ન પરપણે રહી જાય છે. કર્મના જે પરિણામ છે તે જડ પુદ્ગલથી નીપજેલા છે. તેથી શુદ્ધ ચૈતન્યસ્વભાવી આત્માથી તેઓ ભિન્ન છે એ વાત તો છે જ પરંતુ અહીં તો એમ કહે છે કે શુદ્ધ ચૈતન્યવસ્તુનો અનુભવ કરતાં, તે કર્મો તરફના વલણવાળી જે વિકારી દશા તે અનુભૂતિથી ભિન્ન રહી જાય છે. માટે તે આઠેય કર્મ જીવને નથી. આયુ, વેદનીય આદિ કર્મ જીવને નથી.

આગળ ૬૮મી ગાથામાં આવે છે કે જવપૂર્વક જે જવ થાય છે તે જવ છે. તેમ પુદ્ગલથી પુદ્ગલ થાય. ત્યાં અપેક્ષા એમ છે કે જીવના સ્વભાવમાં વિકાર નથી તથા વિકાર ઉત્પન્ન કરે એવી જીવની કોઈ શક્તિ કે સ્વભાવ નથી. છતાં પર્યાયમાં વિકાર છે તો એનો ર્ક્તા કોણ છે તો કહે છે કે પુદ્ગલ ત્યાં પર્યાયબુદ્ધિ છોડાવવા એમ કહ્યું કે ચૌદેય ગુણસ્થાન જીવને નથી. ત્યારે મોક્ષમાર્ગ પ્રકાશકમાં એમ આવે છે કે-‘તત્ત્વનિર્ણય કરવામાં કાંઈ