PDF/HTML Page 901 of 4199
single page version
હવે પૂછે છે કે પોતાના પરિણામને જાણતા એવા જીવને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ છે કે નથી? ગાથા ૭૬માં એમ હતું કે રાગને જાણતા એવા જીવને રાગ સાથે કર્તાકર્મભાવ નથી. અહીં એમ પ્રશ્ન છે કે પોતાના પરિણામને જાણતા એવા જીવને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ છે કે નથી? કેટલી સ્પષ્ટતા કરી છે! અહો! કોઈ ધન્ય ઘડીએ સમયસાર રચાઈ ગયું છે. જગતનાં સદ્ભાગ્ય કે આવી ચીજ રહી ગઈ. અહા! એણે તો કેવળીના વિરહ ભૂલાવ્યા છે. અહીં પૂછે છે કે પોતાના પરિણામને જાણવાનું કર્મ કરે છે એવા જીવને રાગ સાથે, પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ છે કે નહિ? પોતાના પરિણામને જાણવાનું કર્મ તો કરે છે તો ભેગું પરનું કાર્ય પણ કરે છે કે નહિ?
લોકોમાં કહેવાય છે ને કે એક ગાયનો ગોવાળ તે પાંચ ગાયોનો ગોવાળ. એક ગાયને ચારવા લઈ જાય તો ભેગી પાંચને ચારવા લઈ જાય એમાં શું? એમ આત્મા પોતાના પરિણામને જાણવાનું કર્મ કરે છે તો ભેગું પરનું રાગરૂપી કર્મ કરે છે કે નહિ? તેને રાગ સાથે કર્તાકર્મ સંબંધ છે કે નહિ? શિષ્યના આ પ્રશ્નનો ઉત્તર કહે છેઃ-
જુઓ, વસ્તુની સ્થિતિનું આ વર્ણન છે. ધર્મીને શું હોય છે અને અજ્ઞાનીને શું હોય છે એની આ વાત છે. ધર્મીને આત્માની-શુદ્ધ ચૈતન્યની દ્રષ્ટિ હોય છે. તેના જ્ઞાનનું સ્વપરપ્રકાશક સામર્થ્ય હોવાથી જ્ઞાનભાવે પરિણમતો જ્ઞાની સ્વ-પરને જેમ છે તેમ જાણે છે એની અહીં વાત છે. કહે છે-
‘પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય એવું, વ્યાપ્યલક્ષણવાળું આત્માના પરિણામસ્વરૂપ જે કર્મ, તેનામાં આત્મા પોતે અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતો, તે-રૂપે પરિણમતો અને તે-રૂપે ઊપજતો થકો, તે આત્મપરિણામને કરે છે.’
જ્ઞાનના જે પરિણામ (જ્ઞાનીને) થયા તે, તે કાળે પ્રાપ્ત થાય છે. ધ્રુવ છે એટલે કે તે કાળે તે જ થવાના છે એમ નિશ્ચિત છે. આ પ્રાપ્ય કર્મની વ્યાખ્યા છે. આત્માના જાણવાના જે પરિણામ થયા તે તે કાળે તે જ થવાના હતા તે થયા તેને પ્રાપ્ય એટલે ધ્રુવ કહેવાય છે. આત્મા તેને પહોંચી વળે છે. જાણવાના, દેખવાના, શ્રદ્ધવાના, જે પરિણામ છે તે આત્માનું પ્રાપ્ય કર્મ છે. એટલે કે તે કાળે તે (પરિણામ) ધ્રુવ છે. તે કાળે તે જ થવાના હતા જે થયા છે અને તેને આત્મા મેળવે છે, પહોંચે છે, પ્રાપ્ત કરે છે. વળી એ જ પરિણામને વિકાર્ય કર્મ કહે છે. પ્રથમ જે હતા તે પલટીને આ થયા માટે તેને વિકાર્ય કર્મ કહે છે. અને તે સમયે નવા ઊપજ્યા તેથી તેને નિર્વર્ત્ય કર્મ કહે છે.
PDF/HTML Page 902 of 4199
single page version
એના એ જ પરિણામને નિર્વર્ત્ય કર્મ કહે છે. આવું જે વ્યાપ્યલક્ષણવાળું (જ્ઞાન-શ્રદ્ધાનરૂપ) કર્મ તેમાં આત્મા પોતે અંતર્વ્યાપક થઈને તે પરિણામને કરે છે.
દ્રવ્યની નિર્મળ પર્યાય તે એનું વ્યાપ્યલક્ષણવાળું કાર્ય છે. તે વખતે એ જ કાર્ય થવાનું છે એવું જે આત્માના પરિણામસ્વરૂપ કર્મ એટલે કે જ્ઞાતા-દ્રષ્ટાના પરિણામ સ્વરૂપ- સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામસ્વરૂપ કર્મ, તેમાં આત્મા પોતે અંતર્વ્યાપક થઈને, આદિ- મધ્ય-અંતમાં વ્યાપે છે. જુઓ, દ્રવ્યદ્રષ્ટિવંતને જ્ઞાતા-દ્રષ્ટાના જે નિર્મળ પરિણામ થયા તેની આદિમાં આત્મા છે, મધ્યમાં આત્મા છે અને અંતમાં પણ આત્મા છે. તે રાગને જાણે છે માટે તેની આદિમાં રાગ છે એમ નથી. રાગ છે માટે જાણવાના પરિણામ થયા એમ રાગની અપેક્ષા નથી. પોતાના આત્મપરિણામને ગ્રહતાં-જાણતાં આત્માને રાગ સાથે કર્તાકર્મપણું છે એમ નથી. પોતે સ્વયં અંતર્વ્યાપક થઈને પોતાના જાણવાના પરિણામને આત્મા કરે છે. સંસ્કૃત પાઠમાં ‘સ્વયં’ શબ્દ પડયો છે. આત્મા સ્વયં પોતાના આત્મ-પરિણામને કરે છે.
પ્રશ્નઃ– આત્મા કાંઈ કરતો નથી ને?
ઉત્તરઃ– હા, પણ એ વાત અત્યારે અહીં નથી લેવી. અહીં તો અત્યારે પરથી અને રાગથી ભિન્ન પાડવું છે અને સ્વથી (નિર્મળ પર્યાયથી) અભિન્ન સિદ્ધ કરવું છે. દ્રવ્ય અને તેની નિર્મળ પર્યાયને અહીં અભેદ બતાવવી છે. કહ્યું ને કે આત્મા સ્વયં અંતર્વ્યાપક થઈને પોતાના આત્મપરિણામને કરે છે. અહા! જે નિર્મળ પર્યાય થઈ તે આત્માનું કર્તવ્ય છે. પોતાના જ્ઞાતા- દ્રષ્ટાના જે નિર્મળ પરિણામ થયા તેની આદિ-મધ્ય-અંતમાં આત્મા પોતે વ્યાપે છે. તે નિર્મળ પરિણામ આત્મા સ્વયં કરે છે એમ અહીં સિદ્ધ કરવું છે. માટે સ્વભાવના આશ્રયે જે વીતરાગી પર્યાય થઈ તે પરિણામને ગ્રહતો એટલે કે પ્રાપ્ત કરતો અને તે-રૂપે પરિણમતો અને ઊપજતો તે આત્મપરિણામને આત્મા કરે છે.
આ મૂળ વાત છે અને છે ઘણી ઊંચી. કહે છે કે જેનું લક્ષ ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય ઉપર છે એને જે પરિણામ થયા તે પરિણામની આદિમાં ભગવાન આત્મા છે. તે પરિણામને આત્મા ગ્રહે છે. ધર્મની જેને દશા થઈ છે એને શુભભાવ આવે, પણ તેને જાણવાનું કામ આત્મા કરે છે. તે પણ શુભભાવ છે માટે જાણે છે એમ નથી. સ્વપરપ્રકાશક એવા જ્ઞાનના પરિણમનની આદિમાં આત્મા પોતે જ છે. પરને જાણે છે માટે ત્યાં પરની અપેક્ષા છે એમ નથી. અહાહા...! દુનિયા સાથે મેળ ન ખાય એવી આ ગજબ વાત છે! (દુનિયા સાથે મેળ છે તે તોડે તો સમજાય એવી છે.)
આ વાણી (જિનવાણી) સાંભળે છે એ શું શુભભાવ નથી? એ શુભભાવ છે. અશુભથી બચવા એ શુભભાવ આવે છે. અહીં કહે છે કે શુભભાવના કાળે આત્મા (જ્ઞાની)
PDF/HTML Page 903 of 4199
single page version
જે સ્વપરપ્રકાશકપણે જ્ઞાનભાવે પરિણમે છે તે જ્ઞાનપરિણામનો આત્મા કર્તા છે; રાગનો (શુભભાવનો) કર્તા નથી. રાગને-શુભભાવને જાણવાના જે પરિણામ થયા તેનો આત્મા કર્તા છે. આ વસ્તુસ્થિતિ છે.
ભાઈ! આવી વસ્તુસ્થિતિનો અંદર નિર્ણય ન કરે ત્યાં સુધી ધર્મની શરૂઆત કેમ થાય? શ્રદ્ધા-જ્ઞાન-રમણતાના જે આત્મપરિણામ તેને ગ્રહતો, તે-રૂપે પરિણમતો અને તે-રૂપે ઊપજતો થકો તે પરિણામને આત્મા કરે છે. ગ્રહતો એ પ્રાપ્ય, પરિણમતો એ વિકાર્ય અને ઊપજતો એ નિર્વર્ત્ય કર્મ થયું. અહીં તો અત્યારે પરથી ભિન્ન પાડવાની વાત છે. પર્યાયથી દ્રવ્ય ભિન્ન છે અને પર્યાય પર્યાયને કરે છે એ વાત અહીં સિદ્ધ કરવી નથી. ખરેખર તો એમ છે કે પર્યાય પર્યાયને કરે છે, દ્રવ્ય કરતું નથી. પરંતુ અહીં તો પરરૂપે પરિણમતો નથી અને સ્વપણે પરિણમે છે એવો આત્મા પોતાના પરિણામને કરે છે એમ અહીં સાબીત કરવું છે.
ભાઈ! સ્વભાવદ્રષ્ટિ કરવાની આ વાત છે. અશુભથી બચવા શુભભાવ ભલે હો; શુભ છોડીને અશુભ કરવા એમ અહીં વાત નથી. શુભની રુચિ છોડીને દ્રવ્યની રુચિ કર-એમ અહીં વાત છે. સર્વથા શુદ્ધોપયોગ થાય ત્યારે શુભ છૂટી જાય છે. શુભોપયોગની દશા એ ધર્મીની (ધર્મની) દશા નથી, જે જાણવાના પરિણામ થાય તે ધર્મની દશા છે અને તેની આદિમાં આત્મા છે. આત્મા કર્તા થઈને જાણવાના પરિણામને કરે છે, તે-રૂપે પરિણમે છે, તે- રૂપે ઊપજે છે.
હવે કહે છે-‘આમ આત્મા વડે કરવામાં આવતું જે આત્મપરિણામ તેને જ્ઞાની જાણતો હોવા છતાં, જેમ માટી પોતે ઘડામાં અંતર્વ્યાપક થઈને આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, ઘડાને ગ્રહે છે, ઘડારૂપે પરિણમે છે અને ઘડારૂપે ઊપજે છે તેમ, જ્ઞાની પોતે બાહ્યસ્થિત એવા પરદ્રવ્યના પરિણામમાં અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતો નથી, તે- રૂપે પરિણમતો નથી અને તે-રૂપે ઊપજતો નથી.’
જુઓ, સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને શાંતિના જે પરિણામ થયા તેને ગ્રહતો, તે-રૂપે પરિણમતો અને તે-રૂપે ઊપજતો આત્મા પોતાના પરિણામને કરે છે; પણ વ્યવહારના પરિણામને આત્મા કરતો નથી. પોતાના પરિણામને જાણતા એવા આત્માને પર સાથે કર્તાકર્મસંબંધ નથી. વ્યવહારનો શુભરાગ છે તેથી અહીં આત્મપરિણામ થયા છે એમ નથી. તથા વ્યવહારને જાણે છે તેથી તે વ્યવહારનો કર્તા છે એમ પણ નથી. આત્માના આશ્રયે થયેલા પરિણામનો કર્તા, ગ્રહનાર, પરિણમનાર આત્મા છે.
જુઓ, પ્રશ્ન એમ હતો કે પોતાના નિર્મળ પરિણામને જાણતો હોવા છતાં તે રાગના કાર્યનો કર્તા છે કે નહિ? આત્મા જાણવાનું કાર્ય તો કરે છે; તો રાગનો કર્તા થઈને ભેગું રાગનું કાર્ય કરે છે કે નહિ? એક ગાયનો ગોવાળ તે પાંચ ગાયનો ગોવાળ-એમ
PDF/HTML Page 904 of 4199
single page version
છે કે નહિ? તો કહે છે કે એમ નથી. ‘વસ્તુ સહાવો ધમ્મો’-વસ્તુનો સ્વભાવ ધર્મ છે. આત્મા વસ્તુ છે-તેનો સ્વભાવ જ્ઞાન, દર્શન, આનંદ છે. જ્યાં સ્વભાવની દ્રષ્ટિ થઈ ત્યાં સમ્યગ્દર્શન-જ્ઞાન- ચારિત્રરૂપ નિર્મળ પરિણામ થયા. તે નિર્મળ પરિણામને જ્ઞાની કરતો હોવા છતાં, અને તેને જાણતો હોવા છતાં, પરની સાથે તેને કર્તાકર્મભાવ નથી એમ કહે છે.
માટી પોતે ઘડામાં અંતર્વ્યાપક થઈને ઘડાને કરે છે. ઘડો થવાની આદિ-મધ્ય-અંતમાં માટી છે. કુંભારનો હાથ અડયો માટે કુંભાર ઘડો થવાની આદિમાં છે એમ નથી. કુંભાર પ્રસરીને ઘડો થતો નથી. ઘડારૂપ કાર્યમાં કુંભાર પ્રસરતો નથી, પણ માટી પોતે ઘડામાં પ્રસરીને-વ્યાપીને ઘડાને કરે છે, ઘડાને ગ્રહે છે. ઘડો તે માટીનું પ્રાપ્ય છે. તે સમયનું તે ધ્રુવ પ્રાપ્ય છે. વિકાર્ય છે તે વ્યય અને નિર્વર્ત્ય છે તે ઉત્પાદ છે તે વખતે જે પર્યાય થવાની હતી તે થઈ માટે તેને ધ્રુવ કહી છે. છે તો પર્યાય, પણ નિશ્ચિત છે તેથી ધ્રુવ કહી છે. અહીં એક સમયની પર્યાયમાં ઉત્પાદ-વ્યય-ધ્રુવ કહ્યા છે. અહો! આચાર્યની અજબ શૈલી છે! કહે છે કે માટી પોતે ઘડામાં અંતર્વ્યાપક થઈને ઘડાને ગ્રહે છે. ઘડાની પર્યાય તે માટીનું તે સમયનું ધ્રુવ છે, પ્રાપ્ય છે. અહાહા...! તે સમયની પર્યાય તે જ થવાની છે. જુઓ ને! બધું ક્રમબદ્ધ છે એમ અહીં સિદ્ધ કરે છે. કુંભાર ઘડાને કરે છે એ વાત જ નથી.
જેમ માટી ઘડામાં અંતર્વ્યાપક થઈને ઘડાને ગ્રહે છે, ઘડારૂપે પરિણમે છે, ઘડારૂપે ઉપજે છે તેમ આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ બાહ્યસ્થિત એવા પરદ્રવ્યનાં પરિણામમાં એટલે કે વ્યવહારરત્નત્રયના શુભરાગમાં અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને તેને ગ્રહતો નથી, તે-રૂપે પરિણમતો નથી, તે-રૂપ ઊપજતો નથી. શુભરાગની આદિમાં આત્મા નથી, મધ્યમાં આત્મા નથી, અંતમાં આત્મા નથી. રાગની આદિ-મધ્ય-અંતમાં પુદ્ગલ છે. ધર્મી જીવ જેમ વીતરાગી શુદ્ધ રત્નત્રયના પરિણામમાં અંતર્વ્યાપક થઈને, તેના આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને તે નિર્મળ પરિણામને ગ્રહે છે તેમ વ્યવહારના શુભરાગને તેના આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને ગ્રહતો નથી. રાગ છે એ તો પુદ્ગલનું પ્રાપ્ય કર્મ છે. પુદ્ગલ તેને ગ્રહે છે, પુદ્ગલ તે-રૂપે પરિણમે છે; પુદ્ગલ તે-રૂપે ઊપજે છે.
ભાઈ! ધ્યાન રાખે તો આ સમજાય એવું છે. આ તો સત્ના શરણે જવાની વાત છે. દુનિયા ન માને તેથી શું? સત્ તો ત્રિકાળ સત્ જ રહેશે. આત્મા અનંત શક્તિનું ધામ ચૈતન્યસ્વભાવી ભગવાન છે. એ ત્રિકાળી ધ્રુવ પ્રભુને ગ્રહતાં, એનો આશ્રય લેતાં જે શક્તિરૂપે છે તે વ્યક્તિરૂપે પ્રગટ થયો. ત્યાં જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના નિર્મળ પરિણામ થયા તેની આદિ-મધ્ય-અંતમાં આત્મા છે. પરંતુ રાગના આદિ-મધ્ય-અંતમાં આત્મા નથી. તેથી આત્મા રાગપરિણામને કરતો નથી. વ્યવહાર રત્નત્રયનો શુભરાગ જે બાહ્યસ્થિત પરદ્રવ્યના પરિણામ છે તેને આત્મા ગ્રહતો નથી. તેથી જ્ઞાની-ધર્મી તે શુભરાગનો કર્તા નથી.
PDF/HTML Page 905 of 4199
single page version
પ્રશ્નઃ– સવિકલ્પદ્વારથી નિર્વિકલ્પતાની વાત પંડિતપ્રવર શ્રી ટોડરમલજીએ રહસ્યપૂર્ણ ચિટ્ઠીમાં કરી છે ને? ઉત્તરઃ– ભાઈ! એનો અર્થ એવો છે કે આવો વિકલ્પ હતો તેને છોડીને નિર્વિકલ્પતા થાય છે, -આવું ત્યાં જ્ઞાન કરાવ્યું છે. પરંતુ આવા વિકલ્પ આવે માટે એનાથી નિર્વિકલ્પદશા થાય એમ અર્થ નથી. એ તરફનું લક્ષ છોડે ત્યારે નિર્વિકલ્પતા થાય છે. લોકોને શુભભાવ છોડવાનું આકરું પડે છે; પણ શું થાય? શુભભાવ તો જે નિગોદમાં જીવો પડયા છે તેમને પણ નિરંતર થાય છે. ક્ષણે શુભ, ક્ષણે અશુભ-એમ શુભાશુભની નિરંતર ધારા વહે છે. એક શરીરમાં નિગોદના જે અનંત જીવ છે તેમને ક્ષણેક્ષણે શુભાશુભ થયા જ કરે છે. એ કાંઈ નવીન નથી.
પ્રશ્નઃ– પ્રવચનસારની ગાથા ૨૪પમાં શુભોપયોગી પણ શ્રમણ છે એમ કહ્યું છે ને? ઉત્તરઃ– એ તો ધર્મપરિણત મુનિની વાત કરી છે. શુદ્ધોપયોગી નિરાસ્રવ છે અને શુભોપયોગ હોય ત્યાં સુધી સાસ્રવ છે. ધર્મપરિણત મુનિ ત્રણ કષાયના અભાવવાળો છે ત્યારે તો તેને મુનિ કહ્યો છે. તેને શુભોપયોગ હોય છતાં શ્રમણ કહેવામાં આવ્યો છે. પણ એકલા શુભભાવવાળા મુનિની ત્યાં વાત નથી. એવા શુભભાવ તો અજ્ઞાનીએ અનંતવાર કર્યા છે. શુભભાવ હો, પણ એ કાંઈ ધર્મ છે કે ધર્મનું કારણ છે એમ નથી. હોય છે એ જાણવા માટે છે. બાપુ! આવું વીતરાગનું કહેલું શુદ્ધ તત્ત્વ પકડે નહિ એને ધર્મ કેમ થાય?
હવે કહે છે-‘માટે, જો કે જ્ઞાની પોતાના પરિણામને જાણે છે તોપણ, પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું પરદ્રવ્યપરિણામસ્વરૂપ કર્મ, તેને નહિ કરતા એવા જ્ઞાનીને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ નથી.’ જ્ઞાની પોતાના પરિણામને જાણે છે, જાણવાનું કામ કરે છે. કરે છે માટે ભેગું રાગનું કાર્ય પણ તે કરે છે એમ નથી એમ કહે છે. જ્ઞાની પોતાના પરિણામ એટલે સમ્યગ્દર્શન- જ્ઞાન-ચારિત્રરૂપ શુદ્ધ રત્નત્રયના મોક્ષમાર્ગના પરિણામને કરે છે તોપણ પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું પર દ્રવ્ય પરિણામસ્વરૂપ કર્મ તેને તે કરતો નથી. તેથી તેને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ નથી. જુઓ, બે જ ભાગ પાડયા છે. એકકોર સ્વભાવ, બીજી કોર વિભાવ. ભાઈ! ભેદજ્ઞાન કરવાની આ વાત છે. વિભાવની સાથે જીવને એકતાબુદ્ધિ છે એ જ મહા મિથ્યાત્વની ગાંઠ છે. વિભાવમાં તાદાત્મ્યનો અભ્યાસ છે એ જ મિથ્યાત્વ છે. એ વિભાવ અને શુદ્ધ ચૈતન્યસ્વભાવની ભિન્નતા કરવી એ વસ્તુના સ્વભાવરૂપ સમ્યગ્દર્શન છે.
ભાઈ! નવમી ગ્રૈવેયક જાય એવા શુભભાવ અનંતવાર કર્યા, છતાં એને ધર્મ થયો નહિ. અને એનાથી કોઈને ધર્મ થયો પણ નથી. વસ્ત્ર છોડયાં માટે મુનિપણું આવી ગયું એમ નથી. સ્વમાં ઉગ્ર આશ્રય થાય ત્યારે ચારિત્ર પ્રગટે છે. પરંતુ વ્યવહારની ક્રિયા પાળે છે માટે
PDF/HTML Page 906 of 4199
single page version
ચારિત્ર પ્રગટે છે એમ નથી. ચારિત્ર તો આત્માનો ગુણ છે, વીતરાગી શક્તિ છે. એનો આશ્રય લઈને વિશેષ એકાગ્ર થાય ત્યારે તેને ચારિત્રદશા પ્રગટ થાય છે. એવા ચારિત્રવંતને તે કાળમાં પંચમહાવ્રતાદિના પરિણામ હોય છે અને તેને વ્યવહાર કહેવામાં આવે છે. અજ્ઞાનીને વ્યવહાર કેવો? સમયસાર ગાથા ૪૧૩માં ત્રણ બોલ કહ્યા છે-તેઓ (અજ્ઞાનીઓ) અનાદિરૂઢ, વ્યવહારમૂઢ, નિશ્ચય પર અનારૂઢ વર્તતા થકા ભગવાન સમયસારને દેખતા- અનુભવતા નથી એમ કહ્યું છે. જેને આત્મદર્શન થયું નથી અને બાહ્ય વ્યવહારને પાળે છે તેને અનાદિરૂઢ વ્યવહારમૂઢ કહ્યો છે. જાણનાર જાગ્યો નથી તેને વ્યવહાર કેવો? આ વસ્તુસ્થિતિ છે.
અહીં કહે છે કે-જ્ઞાની પોતાના પરિણામને જાણે છે તોપણ પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું પરદ્રવ્યપરિણામસ્વરૂપ કર્મ તેને નહિ કરતા એવા જ્ઞાનીને પુદ્ગલ સાથે કર્તાકર્મપણું નથી. કેટલી સ્પષ્ટતા છે!
ગાથા ૭૬ માં કહ્યું હતું તે અનુસાર અહીં પણ ભાવાર્થ જાણવો. ત્યાં ગાથા ૭૬ માં ‘પુદ્ગલકર્મને જાણતો જ્ઞાની’ એમ હતું એને બદલે અહીં ‘પોતાના પરિણામને જાણતો જ્ઞાની’ એમ કહ્યું છે. બસ આટલો ફેર છે. લ્યો, ગાથા ૭૭ પૂરી થઈ.
PDF/HTML Page 907 of 4199
single page version
पुद्गलकर्मफलं जानतो जीवस्य सह पुद्गलेन कर्तृकर्मभावः किं भवति किं न भवतीति चेत्–
णाणी जाणंतो वि हु पोग्गलकम्मप्फलमणंतं।। ७८।।
ज्ञानी जानन्नपि खलु पुद्गलकर्मफलमनन्तम्।। ७८।।
હવે પૂછે છે કે પુદ્ગલકર્મના ફળને જાણતા એવા જીવને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ (કર્તાકર્મપણું) છે કે નથી? તેનો ઉત્તર કહે છે-
પરદ્રવ્યપર્યાયે ન પ્રણમે, નવ ગ્રહે, નવ ઊપજે. ૭૮.
ગાથાર્થઃ– [ज्ञानी] જ્ઞાની [पुद्गलकर्मफलम्] પુદ્ગલકર્મનું ફળ [अनन्तम्] કે જે અનંત છે તેને [जानन् अपि] જાણતો હોવા છતાં [खलु] પરમાર્થે [परद्रव्यपर्याये] પરદ્રવ્યના પર્યાયરૂપ [न अपि परिणमति] પરિણમતો નથી, [न गृह्णाति] તેને ગ્રહણ કરતો નથી અને [न उत्पद्यते] તે-રૂપે ઊપજતો નથી.
ટીકાઃ– પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય એવું, વ્યાપ્યલક્ષણવાળું સુખદુઃખાદિરૂપ પુદ્ગલકર્મફળસ્વરૂપ જે કર્મ (કર્તાનું કાર્ય), તેનામાં પુદ્ગલદ્રવ્ય પોતે અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતું, તે-રૂપે પરિણમતું અને તે-રૂપે ઊપજતું થકું, તે સુખદુઃખાદિરૂપ પુદ્ગલકર્મફળને કરે છે; આમ પુદ્ગલદ્રવ્ય વડે કરવામાં આવતું જે સુખદુઃખાદિરૂપ પુદ્ગલકર્મફળ તેને જ્ઞાની જાણતો હોવા છતાં, જેમ માટી પોતે ઘડામાં અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, ઘડાને ગ્રહે છે, ઘડારૂપે પરિણમે છે અને ઘડારૂપે ઊપજે છે તેમ, જ્ઞાની પોતે બાહ્યસ્થિત એવા પરદ્રવ્યના પરિણામમાં અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતો નથી, તે-રૂપે પરિણમતો નથી અને તે-રૂપે ઊપજતો નથી; માટે, જોકે જ્ઞાની સુખદુઃખાદિરૂપ પુદ્ગલકર્મના ફળને જાણે છે તોપણ, પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું પરદ્રવ્યપરિણામસ્વરૂપ કર્મ, તેને નહિ કરતા એવા તે જ્ઞાનીને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ નથી.
ભાવાર્થઃ– ૭૬મી ગાથામાં કહ્યું હતું તે અનુસાર અહીં પણ જાણવું. ત્યાં ‘પુદ્ગલકર્મને જાણતો જ્ઞાની’ એમ હતું તેને બદલે અહીં ‘પુદ્ગલકર્મના ફળને જાણતો જ્ઞાની’ એમ કહ્યું છે-એટલું વિશેષ છે.
PDF/HTML Page 908 of 4199
single page version
હવે પૂછે છે કે પુદ્ગલકર્મના ફળને જાણતા એવા જીવને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ છે કે નથી? ૭૬મી ગાથામાં પુદ્ગલકર્મ એટલે રાગને જાણતા જ્ઞાનીની વાત કરી હતી. અહીં પુદ્ગલકર્મનું ફળ જે હરખ-શોકના ભાવ તેને જાણતા જ્ઞાનીને પુદ્ગલ સાથે કર્તા-કર્મભાવ છે કે નથી?-તે વાત કરે છે. જુઓ, હરખશોકના ભાવ એ પુદ્ગલકર્મનું ફળ છે અને અતીન્દ્રિય આનંદ એ આત્માનું ફળ છે.
પ્રવચનસારમાં આવે છે કે શુદ્ધોપયોગરૂપ કર્મનું ફળ આનંદ છે. ત્યાં શુદ્ધોપયોગને કર્મ કહ્યું છે. આત્માના પરિણામ શુદ્ધોપયોગ છે, નિર્મળ શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર છે. તેનું કર્મફળ આનંદ છે. અહીં રાગદ્વેષના પરિણામ તે પુદ્ગલકર્મ છે. એનું ફળ હરખ, શોક, દુઃખ છે. અરે! ભગવાનના આ ભરતમાં વિરહ પડયા! સમોસરણસ્તુતિમાં આવે છે કે-રે! રે! સીમંધર જિનના વિરહા પડયા આ ભરતમાં’ -અને આ બધો ગોટો ઊઠયો. શિષ્ય પૂછે છે કે પુદ્ગલકર્મ જે શુભાશુભ રાગ છે એનું ફળ જે સુખ-દુઃખ, હરખ-શોક તેને જાણતા જ્ઞાનીને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ છે કે નથી? હરખ-શોકના ભાવ થાય એને જાણે છે એટલો સંબંધ તો છે, તો એને ભોગવે છે કે નહિ? એની સાથે કર્તાકર્મનો સંબંધ છે કે નહિ? આ પ્રશ્નનો ઉત્તર ગાથામાં કહે છે-
જુઓ, ‘परदव्वपज्जाए’–પરદ્રવ્યપર્યાય શબ્દ પાઠમાં પડયો છે. ૭૬, ૭૭ અને ૭૮ ત્રણે ગાથામાં આ શબ્દ પડયો છે. એટલે કે દયા, દાન આદિ વિકલ્પો અને હરખ-શોકના પરિણામ એ બધા પરદ્રવ્યની પર્યાયરૂપ પરિણામ છે એમ અહીં કહે છે. ‘પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય એવું, વ્યાપ્યલક્ષણવાળું સુખદુઃખાદિરૂપ પુદ્ગલકર્મ- ફળસ્વરૂપ જે કર્મ, તેનામાં પુદ્ગલદ્રવ્ય પોતે અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતું, તે-રૂપે પરિણમતું અને તે-રૂપે ઊપજતું થકું, તે સુખદુઃખાદિરૂપ પુદ્ગલ કર્મફળને કરે છે.’ શું કહે છે? જે હરખ-શોકના પરિણામ થાય છે તે પુદ્ગલનું પ્રાપ્ય એટલે ધ્રુવ છે. ધ્રુવ છે એટલે જે પરિણામ થવાના છે તે જ થયા છે; અને તેને પુદ્ગલ પ્રાપ્ત કરે છે, આત્મા પ્રાપ્ત કરતો નથી. જુઓ, અહીં દ્રવ્યદ્રષ્ટિ અને સ્વભાવની અપેક્ષાથી આ વાત છે. જ્યારે જ્ઞાનપ્રધાન શૈલી હોય ત્યારે એ સુખ-દુઃખના પરિણામનું ભોક્તાપણું જીવને છે, તથા રાગ-દ્વેષ, સુખ-દુઃખની અવસ્થા જીવની છે એમ કથન આવે. જીવ પોતે તે-રૂપે પરિણમે છે અને તેનું કર્તાપણું જીવને છે એમ જ્ઞાનનય જાણે છે. ત્રિકાળી સ્વભાવની અપેક્ષાએ વિકારી પરિણામ જીવના નથી. પરંતુ પર્યાયનું જ્ઞાન કરવાની અપેક્ષાથી વિકારી
PDF/HTML Page 909 of 4199
single page version
પરિણામ જીવની પર્યાયમાં પોતાથી થયા છે. આમ જ્યાં જે અપેક્ષાથી કથન હોય ત્યાં તે પ્રમાણે સમજવું જોઈએ.
પ્રાપ્ય એટલે ધ્રુવ-એટલે કે હરખ-શોકના પરિણામ તે સમયે જે થવાના છે તે જ થયા છે-તે પ્રાપ્ય, વિકાર્ય એટલે પરિણમતું અને નિર્વર્ત્ય એટલે ઊપજતું, એવું વ્યાપ્યલક્ષણવાળું સુખ-દુઃખ, હરખ-શોક, રતિ-અરતિ આદિ જે પરિણામ છે તે પુદ્ગલકર્મફળસ્વરૂપ છે એમ કહે છે. ભગવાન આત્માનો પાક તો આનંદસ્વરૂપ છે. એનું ફળ તો આનંદ છે. નિત્યાનંદસ્વરૂપ પ્રભુ આત્મા-એનું શુદ્ધોપયોગરૂપ જે કર્મ તેનું ફળ આનંદ છે. પર્યાયમાં અતીન્દ્રિય આનંદનું ફળ આવે તે આત્માના પરિણામ છે. અને સુખદુઃખના જે વિભાવ પરિણામ છે તે આત્માના પરિણામ નહિ, એ તો પુદ્ગલના પરિણામ છે. હરખ-શોક આદિના પરિણામ પુદ્ગલકર્મફળસ્વરૂપ છે.
પ્રશ્નઃ– આપ વિકારી પરિણામને પુદ્ગલના પરિણામ કેમ કહો છો?
ઉત્તરઃ– ભાઈ! વિકાર છે તે વસ્તુના સ્વરૂપમાં નથી. વસ્તુમાં એટલે આત્મામાં એવો કોઈ ગુણ કે શક્તિ નથી જે વિકારને કરે. તેથી તેને પર ગણીને પુદ્ગલના પરિણામ કહીને ભિન્ન પાડી નાખ્યા, અને ચૈતન્યસ્વરૂપ આત્માને તેનાથી ભિન્ન કરી નાખ્યો છે. ચૈતન્યસ્વરૂપને દ્રવ્ય-ગુણ-પર્યાયથી ભિન્ન પાડી વિકારથી ભેદજ્ઞાન કરાવ્યું છે. ચૈતન્યના દ્રવ્ય-ગુણથી તો વિકાર ભિન્ન છે જ, પરંતુ પર્યાયથી પણ વિકારને ભિન્ન પાડવા તેને પુદ્ગલના પરિણામ કહ્યા છે. એકાંત છોડીને જે અપેક્ષા હોય તે અપેક્ષાથી યથાર્થ સમજવું જોઈએ.
પુદ્ગલકર્મફળ જે કર્તાનું કાર્ય થયું તેનામાં પુદ્ગલદ્રવ્ય અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય- અંતમાં વ્યાપીને તે હરખ-શોકરૂપ પુદ્ગલકર્મફળને કરે છે. હરખ-શોકના ભાવ કરે એવી આત્મામાં કોઈ શક્તિ નથી. આનંદનો નાથ એવો ભગવાન આત્મા હરખ-શોક આદિરૂપે કેમ પરિણમે? એ તો આનંદરૂપે પરિણમે એવો તેનો સ્વભાવ છે. ધર્મ પણ આનંદરૂપ જ છે. એ આનંદના પરિણામ તે જીવનું પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્યરૂપ કર્મ છે અને હરખ-શોક આદિ વિકારના પરિણામ પુદ્ગલનું કર્મ છે. કહે છે કે હરખ-શોક આદિ ભાવમાં પુદ્ગલદ્રવ્ય અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને તેને કરે છે. હરખ-શોકની પર્યાયમાં, જીવની નબળાઈ હતી માટે એ ભાવ થયો એમ નહીં. જીવની નબળાઈથી વિપરીતપણે પરિણમ્યો માટે હરખશોક થવામાં જીવનો કાંઈક અંશ છે એ વાત અહીં નથી. સ્વભાવમાં વિભાવ છે જ નહિ પછી એનો અંશ કય ાંથી આવ્યો? મધ્યસ્થ થઈને પોતાનો પક્ષ છોડીને સમજે તો આ સમજાય એવું છે.
અહો! આચાર્ય ભગવંતોએ કમાલ કામ કર્યાં છે. દિગંબર આચાર્યો ધર્મના સ્થંભ હતા. તેઓએ ધર્મની સ્થિતિ યથાવત્ ઊભી રાખી છે. અહીં કહે છે કે પુણ્ય-
PDF/HTML Page 910 of 4199
single page version
પાપના ભાવનું ફળ જે હરખશોકના પરિણામ એ પુદ્ગલનું કાર્ય છે, જીવનું નહિ; સ્વદ્રવ્યસ્વરૂપ ભગવાન આત્માનું એ કાર્ય નહિ. પુદ્ગલ તેમાં આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને તેને ગ્રહે છે, પહોંચે છે. તે કાળનું તે પુદ્ગલનું વ્યાપ્ય છે, આત્માનું નહિ. પુદ્ગલકર્મ તે-રૂપે પરિણમતું, તે-રૂપે ઊપજતું થકું તે સુખદુઃખાદિ પુદ્ગલકર્મફળને કરે છે.
હવે કહે છે-‘આમ પુદ્ગલદ્રવ્ય વડે કરવામાં આવતું જે સુખદુઃખાદિરૂપ પુદ્ગલકર્મફળ તેને જ્ઞાની જાણતો હોવા છતાં, જેમ માટી પોતે ઘડામાં અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, ઘડાને ગ્રહે છે, ઘડારૂપે પરિણમે છે અને ઘડારૂપે ઊપજે છે તેમ, જ્ઞાની પોતે બાહ્યસ્થિત એવા પરદ્રવ્યના પરિણામમાં અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતો નથી, તે-રૂપે પરિણમતો નથી અને તે-રૂપે ઊપજતો નથી.’
જુઓ, પુદ્ગલકર્મફળને જ્ઞાની જાણે છે એ વ્યવહાર કહ્યો. તે સંબંધીનું જ્ઞાન થાય છે તેથી કર્મફળને જાણે છે એમ કહ્યું. ખરેખર તો જ્ઞાની પોતાને જાણે છે. જેવી સુખદુઃખની કલ્પના થઈ એવું જ જ્ઞાન અહીં જાણે છે તેથી એનું જ્ઞાન છે એમ કહ્યું પણ જ્ઞાન તો આત્માનું છે. જેવો હરખશોકનો ભાવ થાય તેવું તે પ્રકારનું અહીં જ્ઞાન થાય છે. તેથી કહ્યું કે જ્ઞાની પુદ્ગલકર્મફળને જાણતો, જેમ માટી ઘડામાં અંતર્વ્યાપક થઈને ઘડાને ગ્રહે છે તેમ, જ્ઞાની પોતે બાહ્યસ્થિત એવા પરદ્રવ્યના પરિણામમાં અંતર્વ્યાપક થઈને તેને ગ્રહતો નથી. હરખશોકના પરિણામને ધર્મી જીવ ગ્રહતો નથી, તે-રૂપે પરિણમતો નથી, તે-રૂપે ઊપજતો નથી. પુદ્ગલકર્મના ઉદયમાં લક્ષ જતાં જે સુખદુઃખના પરિણામ થાય એ પુદ્ગલના પરિણામ છે; ભગવાન આત્માના એ ભાવ છે જ નહિ. અહીં તો જ્ઞાનીની વ્યાખ્યા છે ને? ધર્મી જીવની દ્રષ્ટિ ત્રિકાળી સ્વભાવ ઉપર હોવાથી, નિર્વિકારી દશા એનું પ્રાપ્ય, વિકાર્ય, નિર્વર્ત્ય કર્મ છે, પણ વિકાર એનું કર્મ નથી. જ્ઞાની વિકારનો કર્તા નથી.
અહાહા...! માટી ઘડામાં વ્યાપીને ઘડાને ગ્રહે છે, કુંભાર નહિ. ઘડાની આદિમાં માટી છે, કુંભાર તેની આદિમાં નથી. માટી ઘડામાં અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં પ્રસરીને ઘડાને ગ્રહે છે, પણ કુંભાર ઘડામાં પ્રસરે છે એમ નથી. ઘડાની પર્યાય તે માટીનું પ્રાપ્ય છે, ધ્રુવ છે. તે કાળે ઘડાની પર્યાય ધ્રુવ છે એટલે ચોક્કસ છે અને માટી તેને ગ્રહે છે. પૂર્વની પર્યાય જે પિંડરૂપ હતી તેનો વ્યય થઈને ઘડાની પર્યાય થઈ તે માટીનું વિકાર્ય છે, કુંભારનું નહિ. કુંભારની પર્યાયમાં કુંભાર હોય. કુંભાર પોતાની પર્યાયમાં વ્યાપીને પોતાની પર્યાયનો કર્તા થાય, પણ ઘડાનો નહિ. પરની પર્યાયમાં કુંભારનું વ્યાપ્યવ્યાપકપણું કયાં છે? (નથી જ)
તેમ જ્ઞાની પોતે બાહ્યસ્થિત એવા પરદ્રવ્યના પરિણામમાં અંતર્વ્યાપક થઈને, આદિ- મધ્ય-અંતમાં વ્યાપીને તેને ગ્રહતો નથી. નિર્મળ જ્ઞાન અને આનંદ એ
PDF/HTML Page 911 of 4199
single page version
ભગવાન આત્માની પર્યાય છે અને સુખ-દુઃખના પરિણામ એ તો બાહ્યસ્થિત એવા પરદ્રવ્યની પર્યાય છે. એને જ્ઞાની જાણતો હોવા છતાં તેમાં પોતે અંતર્વ્યાપક થઈને, પ્રસરીને ગ્રહતો નથી, તે-રૂપે પરિણમતો નથી, ઊપજતો નથી; કેમકે ભગવાન આત્મા પોતે જ્ઞાતા-દ્રષ્ટાના ભાવસ્વરૂપ છે. બહુ ઝીણી વાત, ભાઈ!
આવી સૂક્ષ્મ વાત પકડાય નહિ એટલે શુભભાવ કરો, શુભભાવથી ધર્મ થશે એમ કેટલાક માને છે. પણ ભાઈ! એવો આ માર્ગ નથી. શુભભાવ એ આત્માનું કર્તવ્ય નથી. એ ધર્મ નથી, એનાથી ધર્મ નથી અને એ ધર્મનું કારણ પણ નથી. આ વાત સાંભળીને કેટલાક કહે છે કે આમાં કાંઈક સુધારો કરો. અરે ભાઈ! શું સુધારો કરવો? શુભભાવ જે કર્મનું પ્રાપ્ય છે, પુદ્ગલના પરિણામ છે તેનાથી જીવના પરિણામને લાભ થાય એમ કેમ બને? જે પુદ્ગલનું કાર્ય છે એનાથી આત્માને સમ્યગ્દર્શનનું કાર્ય થાય એમ કદીય બની શકે ખરું? એમ કદીય ન બને. કેમકે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના વીતરાગી પરિણામમાં તેના આદિ-મધ્ય-અંતમાં ભગવાન આત્મા અંતર્વ્યાપક થઈને તેને ગ્રહે છે. એ નિર્મળ પરિણામ જીવનું પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય કર્મ છે, પુદ્ગલનું નહિ. નિર્મળ પરિણામની આદિમાં આત્મા છે, તેની આદિમાં શુભભાવ નથી.
શુભભાવ તો પૂર્વે અનંતવાર થયા છે. શુભભાવની શું વાત કરવી? નવમી ગ્રૈવેયક જાય એવા શુભભાવ પણ અનંતવાર થયા છે. છતાં એવો શુભભાવ પણ ધર્મનું કારણ થયો નહિ. ભાઈ! ધર્મની વીતરાગી પર્યાય થાય એનું કારણ તો પોતે શુદ્ધ ત્રિકાળી દ્રવ્ય છે. તેના કારણ તરીકે શુભભાવને માનવો એ તો મોટી હિંસા છે. અહીં સ્પષ્ટ કહે છે ને કે જ્ઞાની પોતે બાહ્યસ્થિત એવા પરદ્રવ્યના પરિણામમાં, હરખ-શોકના પરિણામમાં અંતર્વ્યાપક થઈને તેને ગ્રહતો નથી; તેને જાણે છે, એ પણ પોતામાં રહીને તે કાળે જે પરિણામ (જ્ઞાનના) થવાના છે તે પ્રાપ્યને જાણે છે. જેમ રાગ-દ્વેષના, સુખ દુઃખના ભાવ તે કાળે જે ધ્રુવપણે-નિશ્ચિતપણે જે થવાના છે તેને પુદ્ગલ પ્રાપ્ત કરે છે તેમ ભગવાન આત્મા તે જ કાળે સ્વ અને પરને જાણે એવા જે પ્રાપ્ય-ધ્રુવ છે તે જ જ્ઞાનપરિણામને પ્રાપ્ત કરતો, તે-રૂપે પરિણમતો અને તે-રૂપે ઊપજતો પોતાના કર્મને-વીતરાગી પરિણામને કરે છે. અરે! જન્મ-મરણથી છૂટવાનો પંથ તો આ છે, ભાઈ! ન સમજાય અને કઠણ પડે એટલે શું માર્ગ બદલાઈ જાય? કદી ન બદલાય. હરખશોક, સુખ-દુઃખ આદિ વિકારી દશા તે પુદ્ગલકર્મનું ફળ છે, તે આત્માનું ફળ નથી.
પ્રશ્નઃ– તો શું જ્ઞાનીને પર્યાયમાં દુઃખ છે જ નહિ?
ઉત્તરઃ– ભાઈ! એમ સમજવું યથાર્થ નથી. અહીં તો વસ્તુ અને તેના સ્વભાવની અપેક્ષાએ વાત છે. દ્રષ્ટિ અને દ્રષ્ટિના વિષયની અપેક્ષાએ આ વાત છે. પણ તે વખતે જે જ્ઞાન થાય છે તે જ્ઞાન તો ત્રિકાળીને પણ જાણે છે અને વર્તમાન જે દુઃખની પરિણતિ
PDF/HTML Page 912 of 4199
single page version
છે તેને પણ જાણે છે કે મારામાં મને આ દુઃખની પરિણતિ છે; તેને ભોગવે પણ છે. આ સ્યાદ્વાદ વચન છે. રાગને ભોગવે છે એવો ભોક્તા નય છે અને રાગને કરે છે એ કર્તાનય છે. રંગરેજ જેમ રંગને કરે છે તેમ ભગવાન આત્મા જેટલો રાગરૂપે પરિણમે છે તેટલો એ રાગનો કર્તા છે. રાગ કરવા લાયક છે એમ નહિ, પણ પરિણમે છે માટે કર્તા કહેવામાં આવે છે. જુઓ તો ખરા સંતોની આત્મલીલા! જાણે અને વેદે-જ્ઞાનપ્રધાન કથનમાં એમ વાત આવે, અને દ્રષ્ટિ અને દ્રષ્ટિના વિષયની પ્રધાનતાથી એમ કહે કે રાગનું પરિણામ તે પુદ્ગલનું કાર્ય છે, જીવનું નહિ; કેમકે દ્રષ્ટિ છે તે પૂર્ણાનંદનો નાથ પ્રભુ શુદ્ધ ચૈતન્યઘન જે આત્મા છે તેને પકડે છે. એટલે એની પરિણતિ નિર્મળ જ થાય.
જ્ઞાની, જે અશુદ્ધ પરિણામ થયા તેને પોતામાં રહીને જાણે પણ તેને પકડે નહિ, ગ્રહે નહિ, વેદે નહિ. ગજબ વાત કરી છે ને! અહાહા...! દ્રષ્ટિ પૂર્ણાનંદના નાથને પકડે એટલે એના પરિણમનમાં વિકાર અને સુખદુઃખ હોઈ શકે નહિ. આ અપેક્ષાએ વિકારી પરિણામનું કર્મ અને હરખશોકનું કાર્ય પુદ્ગલમાં નાખી એને જાણનાર રાખ્યો છે. પણ તેથી સર્વથા એમ ન માની લેવું કે જ્ઞાનીને સુખદુઃખ છે જ નહિ. જુઓ, ટીકાકાર આચાર્ય અમૃતચંદ્રસ્વામી સ્વયં ત્રીજા કળશમાં કહે છે કે મારી પરિણતિ હજુ (સંજ્વલન) રાગાદિની વ્યાપ્તિ વડે કલુષિત છે. હજુ પર્યાયમાં કલુષિત ભાવ છે પણ આ ટીકાના કાળમાં મારી દ્રષ્ટિનું જોર નિર્મળ ચૈતન્યસ્વભાવ પર છે તેથી મને અવશ્ય પરમ વિશુદ્ધિ થશે. અહો! આચાર્યની કોઈ ગજબ ગંભીર શૈલી છે!
પંચાસ્તિકાયમાં તો આચાર્યદેવે એમ સિદ્ધ કર્યું છે કે એની પરિણતિમાં જે વિકાર છે એનું જ (પર્યાયનું) કર્તવ્ય છે, પર્યાયનું સ્વતંત્ર કાર્ય છે. જેટલે દરજ્જે રાગ થાય છે તેટલે દરજ્જે રાગ એનો કર્તા, રાગ એનું કર્મ, રાગનું સાધન પણ રાગ પોતે, રાગનો આધાર પણ રાગ ઇત્યાદિ. દ્રવ્ય-ગુણ એનું કારણ નથી. ત્યાં પર્યાયનું અસ્તિત્વ સિદ્ધ કરવું છે ને. તેથી કહે છે કે સુખદુઃખના પરિણામ સ્વયં ષટ્કારકરૂપે પરિણમીને પોતાથી સ્વતંત્ર થાય છે. પરંતુ અહીં દ્રવ્યદ્રષ્ટિની મુખ્યતાથી વાત છે. પર્યાયદ્રષ્ટિ ગઈ અને દ્રવ્યદ્રષ્ટિ થઈ ત્યારે ત્યારે સુખ-દુઃખના પરિણમનનું વેદન જ્ઞાનીને નથી. વળી એ જ વખતે સાથે રહેલું જ્ઞાન એમ જાણે છે કે જેટલું સુખદુઃખનું પરિણમન છે એટલું મારું કર્તૃત્વ અને ભોક્તૃત્વ છે. અહા! આવી જ્ઞાનીની અજબ લીલા છે!
અરે પ્રભુ! તું કયાં છો? તો કહે છે કે હું તો મારા જાણવાના પરિણમનમાં છું. જેટલું રાગનું પરિણમન થાય તે પુદ્ગલનું છે. હું તો એનો જાણનાર છું. તથા પર્યાયને જોઉં છું તો રાગ અને સુખદુઃખનું જેટલું કર્તૃત્વ અને વેદન છે તે મારામાં છે એમ જાણું છું. આમ બંને અપેક્ષાનું જ્ઞાન યથાર્થ હોય છે.
દ્રષ્ટિ અને દ્રષ્ટિના વિષયમાં તો વિકારી પરિણમનનું કર્તવ્ય અને વેદન છે જ નહિ. ભગવાન આત્મા અનંતગુણનો પિંડ છે. એમાં વિકારને કરે એવો કયો ગુણ છે? એકેય
PDF/HTML Page 913 of 4199
single page version
નહિ. એ અપેક્ષાએ ગુણીને પકડતાં ભગવાન આત્મામાં રાગનું કર્તવ્ય અને સુખદુઃખનું વેદન નથી. દ્રષ્ટિનો વિષય તો એકલો અભેદ છે. દ્રષ્ટિના વિષયમાં ભેદ અને પર્યાય નથી. દ્રષ્ટિ પોતે નિર્વિકલ્પ છે અને તેનો વિષય પણ અભેદ નિર્વિકલ્પ છે. એના વિષયમાં જે બધા ગુણો છે તે પવિત્ર છે. અહાહા...! આવા પવિત્ર ધ્યેયવાળી દ્રષ્ટિ એમ માને છે કે આ રાગના દયા, દાન, વ્રતાદિના અને સુખદુઃખના જે પરિણામ થયા તે બધું પુદ્ગલનું કાર્ય છે, હું તો તેનો જાણનાર (સાક્ષી) છું, હું એનો કરનારો કે એનો ભોગવનારો નહિ; પરંતુ દ્રષ્ટિની સાથે જે જ્ઞાન (પ્રમાણજ્ઞાન) છે તે તે કાળે ત્રિકાળી શુદ્ધનેય જાણે છે અને વર્તમાન થતા રાગ અને સુખ-દુઃખના વેદનની દશાને પણ જાણે છે. જાણે છે એટલે કે રાગનું વેદન પર્યાયમાં છે એમ જાણે છે.
જુઓ, વસ્તુ અને વસ્તુના સ્વભાવનું જે પરિણમન છે એનાથી સુખદુઃખના પરિણામ બાહ્યસ્થિત છે. અંતરમાં કે અંતરની પરિણતિમાં એ ક્યાં છે? (નથી). ધર્મી જીવ બાહ્યસ્થિત એવા પરદ્રવ્યપરિણામમાં અંતર્વ્યાપક થઈને આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને એને ગ્રહતો નથી. એટલે કે એ પરદ્રવ્યપરિણામ એનાથી થયા છે એમ નથી. શુદ્ધસ્વભાવથી સુખદુઃખના વિકારી પરિણામ કેમ થાય? પરંતુ પર્યાયમાં પોતાની યોગ્યતાથી સુખદુઃખના જે પરિણામ થાય તેને જોનારું જ્ઞાન એમ જાણે છે કે પર્યાયમાં સુખદુઃખનું વેદન છે. અહાહા...! માર્ગ તો આવો છે, પ્રભુ! આવો ભગવાનનો અનેકાંત માર્ગ છે. અનેકાંત એટલે અનેક અંત-ધર્મ. સ્વભાવની દ્રષ્ટિએ રાગના પરિણામ જીવના નહિ અને પર્યાયદ્રષ્ટિએ જોતાં એ પરિણામ જીવના છે. ભાઈ! વસ્તુનું સ્વરૂપ આવું છે. ભગવાને કાંઈ કર્યું નથી, ભગવાને તો જેવું જાણ્યું તેવું કહ્યું છે.
હવે કહે છે-‘માટે, જોકે જ્ઞાની સુખદુઃખાદિરૂપ પુદ્ગલકર્મના ફળને જાણે છે તોપણ, પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું પરદ્રવ્યપરિણામસ્વરૂપ કર્મ, તેને નહિ કરતા એવા જ્ઞાનીને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ નથી.’ હરખશોકના ભાવને જ્ઞાની કરતો નથી એમ કહે છે. તેને જાણે ભલે, પોતાની જ્ઞાનપર્યાયની આદિમાં જ્ઞાતા છે તેથી જાણે ભલે, પણ એને કરે અને ભોગવે તે જ્ઞાનીનું સ્વરૂપ નથી.
૭૬મી ગાથામાં કહ્યું હતું તે અનુસાર અહીં પણ ભાવાર્થ જાણવો. ત્યાં ‘પુદ્ગલકર્મને જાણતો જ્ઞાની’ એમ કહ્યું હતું તેને બદલે અહીં ‘પુદ્ગલકર્મના ફળને જાણતો જ્ઞાની’ એમ કહ્યું છે-એટલું વિશેષ છે. ગાથા ૭૮ પૂરી થઈ.
PDF/HTML Page 914 of 4199
single page version
जीवपरिणामं स्वपरिणामं स्वपरिणामफलं चाजानतः पुद्गलद्रव्यस्य सह जीवेन कर्तृकर्मभावः किं भवति किं न भवतीति चेत्–
पोग्गलदव्वं पि तहा परिणमदि सएहिं भावेहिं।। ७९।।
पुद्गलद्रव्यमपि तथा परिणमति स्वकैर्भावैः।। ७९।।
હવે પૂછે છે કે જીવના પરિણામને, પોતાના પરિણામને અને પોતાના પરિણામના ફળને નહિ જાણતા એવા પુદ્ગલદ્રવ્યને જીવ સાથે કર્તાકર્મભાવ (કર્તાકર્મપણું) છે કે નથી? તેનો ઉત્તર કહે છેઃ-
પરદ્રવ્યપર્યાયે ન પ્રણમે, નવ ગ્રહે, નવ ઊપજે. ૭૯.
ગાથાર્થઃ– [तथा] એવી રીતે [पुद्गलद्रव्यम् अपि] પુદ્ગલદ્રવ્ય પણ [परद्रव्यपर्याये] પરદ્રવ્યના પર્યાયરૂપ [न अपि परिणमति] પરિણમતું નથી, [न गृह्णाति] તેને ગ્રહણ કરતું નથી અને [न उत्पद्यते] તે-રૂપે ઊપજતું નથી; કારણ કે તે [स्वकैः भावैः] પોતાના જ ભાવોથી (-ભાવોરૂપ) [परिणमति] પરિણમે છે.
ટીકાઃ– જેમ માટી પોતે ઘડામાં અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને ઘડાને ગ્રહે છે, ઘડારૂપે પરિણમે છે અને ઘડારૂપે ઊપજે છે તેમ જીવના પરિણામને, પોતાના પરિણામને અને પોતાના પરિણામના ફળને નહિ જાણતું એવું પુદ્ગલદ્રવ્ય પોતે પરદ્રવ્યના પરિણામમાં અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતું નથી, તે-રૂપે પરિણમતું નથી અને તે-રૂપે ઊપજતું નથી; પરંતુ પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું પોતાના સ્વભાવરૂપ કર્મ (કર્તાનું કાર્ય), તેનામાં (તે પુદ્ગલદ્રવ્ય) પોતે અંતર્વ્યાપક થઈને આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને જ ગ્રહે છે, તે-રૂપે જ પરિણમે છે અને તે-રૂપે જ ઊપજે છે; માટે જીવના પરિણામને, પોતાના પરિણામને અને પોતાના પરિણામના ફળને નહિ જાણતું એવું પુદ્ગલદ્રવ્ય પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું પરદ્રવ્યપરિણામસ્વરૂપ કર્મ, તેને નહિ કરતું હોવાથી, તે પુદ્ગલદ્રવ્યને જીવ સાથે કર્તાકર્મભાવ નથી.
PDF/HTML Page 915 of 4199
single page version
अज्ञानात्कर्तृकर्मभ्रममतिरनयोर्भाति तावन्न यावत्
ભાવાર્થઃ– કોઈ એમ જાણે કે પુદ્ગલ કે જે જડ છે અને કોઈને જાણતું નથી તેને જીવની સાથે કર્તાકર્મપણું હશે. પરંતુ એમ પણ નથી. પુદ્ગલદ્રવ્ય જીવને ઉત્પન્ન કરી શકતું નથી, પરિણમાવી શકતું નથી તેમ જ ગ્રહી શકતું નથી તેથી તેને જીવ સાથે કર્તાકર્મપણું નથી. પરમાર્થે કોઈ પણ દ્રવ્યને કોઈ અન્ય દ્રવ્યની સાથે કર્તાકર્મભાવ નથી. હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ- શ્લોકાર્થઃ– [ज्ञानी] જ્ઞાની તો [इमां स्वपरपरिणतिं] પોતાની અને પરની પરિણતિને [जानन् अपि] જાણતો પ્રવર્તે છે [च] અને [पुद्गलः अपि अजानन्] પુદ્ગલદ્રવ્ય પોતાની અને પરની પરિણતિને નહિ જાણતું પ્રવર્તે છે; [नित्यम् अत्यन्त–भेदात्] આમ તેમનામાં સદા અત્યંત ભેદ હોવાથી (બન્ને ભિન્ન દ્રવ્યો હોવાથી), [अन्तः] તે બન્ને પરસ્પર અંતરંગમાં [व्याप्तृव्याप्यत्वम्] વ્યાપ્યવ્યાપકભાવને [कलयितुम् असहौ] પામવા અસમર્થ છે. [अनयोः कर्तृकर्मभ्रममतिः] જીવ-પુદ્ગલને કર્તાકર્મપણું છે એવી ભ્રમબુદ્ધિ [अज्ञानात्] અજ્ઞાનને લીધે [तावत् भाति] ત્યાં સુધી ભાસે છે (-થાય છે) કે [यावत्] જ્યાં સુધી [विज्ञानार्चिः] (ભેદજ્ઞાન કરનારી) વિજ્ઞાનજ્યોતિ [क्रकचवत् अदयं] કરવતની જેમ નિર્દય રીતે (ઉગ્ર રીતે) [सद्यः भेदम् उत्पाद्य] જીવ-પુદ્ગલનો તત્કાળ ભેદ ઉપજાવીને [न चकास्ति] પ્રકાશિત થતી નથી. ભાવાર્થઃ– ભેદજ્ઞાન થયા પછી, જીવને અને પુદ્ગલને કર્તાકર્મભાવ છે એવી બુદ્ધિ રહેતી નથી; કારણ કે જ્યાં સુધી ભેદજ્ઞાન થતું નથી ત્યાં સુધી અજ્ઞાનથી કર્તાકર્મભાવની બુદ્ધિ થાય છે.
હવે પૂછે છે કે જીવના પરિણામને, પોતાના પરિણામને, પોતાના પરિણામના ફળને નહિ જાણતા એવા પુદ્ગલદ્રવ્યને જીવ સાથે કર્તાકર્મભાવ છે કે નથી? અહીં જીવના પરિણામ એટલે વીતરાગી નિર્મળ પરિણામ, પોતાના પરિણામ એટલે રાગાદિ પરિણામ અને પોતાના પરિણામનું ફળ એટલે સુખદુઃખના પરિણામ-આ બધાને નહિ જાણતું એવું જે પુદ્ગલદ્રવ્ય તેને જીવ સાથે કર્તાકર્મભાવ છે કે નથી? જુઓ, જીવને સ્વભાવની દ્રષ્ટિ થતાં જે સ્વભાવનું નિર્મળ પરિણમન થયું તેને પુદ્ગલ જાણતું નથી. તેમ પુદ્ગલપરિણામ જે રાગાદિ ભાવ તેને પુદ્ગલ જાણતું નથી. તેમ
PDF/HTML Page 916 of 4199
single page version
પુદ્ગલપરિણામનું ફળ જે સુખદુઃખાદિ તેને પુદ્ગલ જાણતું નથી. આમ આત્માના પરિણામ, પુદ્ગલના પરિણામ અને પુદ્ગલપરિણામના ફળને-એ ત્રણેને પુદ્ગલ જાણતું નથી; કેમકે એ જડ છે. તો આવા પુદ્ગલદ્રવ્યને જીવ સાથે કર્તાકર્મભાવ છે કે નથી?
આગળની ૭૬-૭૭-૭૮ ગાથાઓમાં એમ હતું કે-
પુદ્ગલકર્મના ભાવને જાણતા એવા આત્માને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ છે કે નથી? આ એક વાત કરી.(૭૬)
પોતાના નિર્મળ પરિણામને જાણતા એવા જીવને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ છે કે નથી? આ બીજી વાત કરી.(૭૭)
પુદ્ગલકર્મના ફળને જાણતા એવા જીવને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ છે કે નથી? આ ત્રીજી વાત કરી.(૭૮)
હવે અહીં ચોથી વાત કરે છે કે જીવના પરિણામને, પોતાના પરિણામને અને પોતાના પરિણામના ફળને નહિ જાણતા એવા પુદ્ગલદ્રવ્યને જીવ સાથે કર્તાકર્મભાવ છે કે નથી? રાગ કર્તા અને આત્મા રાગનું કાર્ય-એવો કર્તાકર્મભાવ છે કે નથી? આવું સમજવાની જિજ્ઞાસા થઈ છે એવા શિષ્યને અહીં ઉત્તર આપે છેઃ-
જુઓ, અહીં આ ગાથામાં ‘પરદ્રવ્યની પર્યાય’ એમ શબ્દ છે એનો અર્થ આત્માની નિર્મળ પર્યાય એમ થાય છે. આ પહેલાંની ત્રણ ગાથાઓમાં ‘પરદ્રવ્ય પર્યાય’ એટલે રાગ અને હરખશોકની પર્યાયની વાત હતી. અહા! સંતોએ કેવી કરુણા કરીને સત્ય જાહેર કર્યું છે! સર્વજ્ઞ ભગવાને કહેલી વાત જગત સમક્ષ જાહેર કરી છે. કહે છે-
‘માટી પોતે ઘડામાં અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને ઘડાને ગ્રહે છે, ઘડારૂપે પરિણમે છે અને ઘડારૂપે ઊપજે છે.’ માટે માટી કર્તા છે અને ઘડો માટીનું કર્મ છે, કુંભારનું નહિ. કેટલાક કહે છે કે બે કર્તા હોય ત્યારે સામગ્રી પૂરી થાય છે. ઘડાના બે કર્તા-એક માટી અને બીજો કુંભાર-આમ બે કર્તા વડે ઘડારૂપી કાર્ય થાય એમ કહે છે તેનો અહીં નિષેધ કરે છે. ઘડારૂપી કાર્ય માટીથી પોતાથી જ થયું છે તેમાં કુંભાર જે નિમિત્ત છે તેને તો આરોપ કરીને કર્તા કહેવામાં આવે છે. ખરેખર નિમિત્તે કાર્ય કર્યું છે એમ છે જ નહિ. વાસ્તવિકપણે નિમિત્ત પરના કાર્યનો કર્તા છે જ નહિ.
ઘડાનો કર્તા કુંભાર ત્રણકાળમાં નથી. તેમ શરીરની, ભાષાની જે અવસ્થા થાય, દાળ, ભાત, રોટલીની ખાવાની જે ક્રિયા થાય તે ક્રિયાને તે તે કાળે જ્ઞાની તે પ્રકારના પોતાના જ્ઞાનના પરિણામથી જાણે છે, પરંતુ તે કાર્યનો તે કર્તા નથી. જુઓ, આ પુસ્તક
PDF/HTML Page 917 of 4199
single page version
આમ ઊંચું થયું, આ ભાષા બોલાઈ-એ બધું કાંઈ જીવનું કાર્ય નથી. આ ચશ્માથી જીવ દેખે- જાણે છે-એમ નથી. જીવ પોતાના જ્ઞાનથી જાણે છે, ચશ્માથી નહિ. પોતે પોતાની પર્યાયથી જીવ જાણે છે.
અનાદિનો ઊંધો અભ્યાસ છે એટલે લોકોને આ સમજવું કઠણ પડે છે. એક ભાઈ કહે કે આ વિષય ઉપર ચર્ચા કરો. અરે ભાઈ! ચર્ચા કોની સાથે કરવી? આ તો પોતાના હિત માટે સમજવાની વાત છે. તેણે કહ્યું કે આ ચશ્માથી જણાય છે કે નહિ? શું ચશ્મા વિના જણાય છે? ત્યારે કહ્યું કે બાપુ! ચર્ચા આવી ગઈ. (થઈ ગઈ). ભાઈ! આ મારગડા તદ્ન જુદા છે. અહાહા...! ઉપાદાન અને નિમિત્ત બન્ને સ્વતંત્ર છે. જ્ઞાન પોતે જ્ઞાનથી જાણે છે, ચશ્માથી નહિ, અને ઇન્દ્રિયોથી પણ નહિ.
અન્યમતવાળા ઇન્દ્રિયોને પ્રમાણમાં ગણે છે. ઇન્દ્રિયો અને પદાર્થ બન્ને મળીને તેઓ પ્રમાણ કહે છે. પણ એમ છે નહિ. જેમાં જ્ઞાન નથી તે પ્રમાણ કેવું? ઇન્દ્રિયાદિ પ્રમાણ છે જ નહિ. આત્માનું જ્ઞાન સ્વ-પરને જાણે છે તે પ્રમાણજ્ઞાન છે. અરે! લોકોને કયાં ખબર છે! સ્વયંસિદ્ધ સ્વતંત્ર વસ્તુ પોતે-તેને પરાધીન માની બેઠા. અરે! એ તો મહા વિપરીત દ્રષ્ટિ છે. તેઓ કહે છે-શું ચશ્મા વિના જણાય? આંખો બંધ કરો તો જણાય? ઇત્યાદિ. અરે ભાઈ! આંખો બંધ થાય કે ખુલ્લી થાય-એ ક્રિયા તો જડની છે. એને શું આત્મા કરી શકે છે? બીલકુલ નહિ.
અહીં કહે છે-માટી પોતે ઘડામાં અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને ઘડાને ગ્રહે છે. એટલે કે ઘડાની પર્યાય તે કાળે માટીનું પ્રાપ્ય છે. માટીની પિંડ અવસ્થા પલટીને ઘડારૂપે પરિણમે છે તે માટીનું વિકાર્ય છે અને માટી ઘડારૂપે ઊપજે છે તે માટીનું નિર્વર્ત્ય છે. અહા! માટીનું ઘડારૂપે થવું, પરિણમવું અને નિપજવું તે એકલી માટીનું કાર્ય છે. આ દ્રષ્ટાંત આપીને હવે સિદ્ધાંત સમજાવે છે.
‘તેમ જીવના પરિણામને, પોતાના પરિણામને અને પોતાના પરિણામના ફળને નહિ જાણતું એવું પુદ્ગલદ્રવ્ય પોતે પરદ્રવ્યના પરિણામમાં અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતું નથી, તે-રૂપે પરિણમતું નથી અને તે-રૂપે ઊપજતું નથી.’
જુઓ, જીવના સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના વીતરાગી પરિણામ તે અહીં પરદ્રવ્યના પરિણામ છે અને રાગ-દ્વેષ તથા હરખ-શોકના પરિણામ તે પુદ્ગલદ્રવ્યના પોતાના પરિણામ છે. તે બધાને પુદ્ગલદ્રવ્ય જાણતું નથી, કેમકે તે જડ છે. નહિ જાણતું એવું એ પુદ્ગલદ્રવ્ય, જીવના જે જ્ઞાતા-દ્રષ્ટાના શુદ્ધરત્નત્રયના પરિણામ તેમાં અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને તેને ગ્રહતું નથી, પહોંચતું નથી. જીવના સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ પુદ્ગલની અપેક્ષાએ અહીં પરદ્રવ્યના પરિણામ છે. તે પરિણામમાં (શુદ્ધ રત્નત્રયમાં) અંતર્વ્યાપક થઈને પુદ્ગલ તેને ગ્રહતું નથી. અહાહા...! પુદ્ગલ-
PDF/HTML Page 918 of 4199
single page version
દ્રવ્યના જે રાગના પરિણામ, હરખ-શોકના પરિણામ-તે જીવના શુદ્ધ જ્ઞાતા-દ્રષ્ટાના પરિણામને ગ્રહતા નથી, પહોંચતા નથી, તે-રૂપે પરિણમતા નથી. ગજબ વાત છે! જીવના પરિણામ (જ્ઞાતા-દ્રષ્ટાના ભાવ) જે જીવનું પ્રાપ્ય છે તેને પુદ્ગલ પ્રાપ્ત કરતું નથી. પોતાના પરિણામ જે રાગાદિ ભાવ અને હરખ-શોકના પરિણામ તેને પુદ્ગલ પ્રાપ્ત કરે છે; જાણતું નથી છતાં પુદ્ગલ પોતાના પરિણામને પ્રાપ્ત કરે છે, પરંતુ પરદ્રવ્યના-જીવના પરિણામને પ્રાપ્ત કરતું નથી. જો તે (પુદ્ગલ) જાણે તો તે ચેતનદ્રવ્ય થઈ જાય. પણ એમ નથી. પાંચ અજીવ દ્રવ્યો જાણતાં નથી છતાં તે કાળે તેના જે પરિણામ થાય તે તેનું પ્રાપ્ય કર્મ છે. જડની-પુદ્ગલની જે અવસ્થા થાય તે તેનું-પુદ્ગલનું પ્રાપ્ય કર્મ છે. જે અવસ્થા થવાના કાળે થઈ તેને પરમાણુએ પ્રાપ્ત કરી છે, પરમાણુ તેને પહોંચી વળ્યું છે, આત્માનું જ્ઞાન ત્યાં પહોંચી વળ્યું નથી. તેમ પુદ્ગલદ્રવ્ય એટલે રાગાદિ વિકારના પરિણામ (શુભભાવ) પોતે અંતર્વ્યાપક થઈને જીવના શુદ્ધ વીતરાગી પરિણામને પહોંચતા નથી, તે-રૂપે પરિણમતા કે ઊપજતા નથી. બાપુ! આવો વીતરાગનો પંથ એક જ હિતરૂપ અને આરાધ્ય છે. શ્રીમદે કહ્યું છે ને- ‘સર્વજ્ઞનો
આવો ભગવાનનો માર્ગ છે. તેનું શરણ લે. તે વિના બીજું કાંઈ શરણ નથી. ભાઈ! પુદ્ગલના રાગપરિણામ, પુદ્ગલકર્મનું ફળ એવા હરખશોકના પરિણામ-એને પુદ્ગલ જાણતું નથી. એવું પુદ્ગલદ્રવ્ય પરદ્રવ્યના એટલે આત્માના જે જ્ઞાતા-દ્રષ્ટાસ્વરૂપ પરિણામ તેમાં અંતર્વ્યાપક થઈને તેને ગ્રહતું નથી, તે-રૂપે પરિણમતું નથી, તે-રૂપે ઊપજતું નથી. ‘પરંતુ પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું પોતાના સ્વભાવરૂપ કર્મ, તેનામાં (તે પુદ્ગલ દ્રવ્ય) પોતે અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને જ ગ્રહે છે, તે-રૂપે જ પરિણમે છે અને તે-રૂપે જ ઊપજે છે.’ કર્તાનું જે કાર્ય-રાગાદિ અને હરખશોકના પરિણામ તેમાં પુદ્ગલ અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને તેને ગ્રહે છે, તે-રૂપે પરિણમે છે અને તે-રૂપે ઊપજે છે, પરંતુ આત્માના નિર્મળ વીતરાગી પરિણામને તે ગ્રહતું નથી, પહોંચતું નથી. હવે કહે છે-‘માટે જીવના પરિણામને, પોતાના પરિણામને અને પોતાના પરિણામના ફળને નહિ જાણતું એવું પુદ્ગલદ્રવ્ય પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું પરદ્રવ્યપરિણામસ્વરૂપ કર્મ, તેને નહિ કરતું હોવાથી, તે પુદ્ગલદ્રવ્યને જીવ સાથે કર્તાકર્મભાવ નથી.’
જુઓ, આ નિષ્કર્ષ કાઢયો કે પરદ્રવ્યપરિણામસ્વરૂપ કર્મ એટલે જીવના જ્ઞાતા-દ્રષ્ટાના જે શુદ્ધ વીતરાગી પરિણામ તેને પુદ્ગલદ્રવ્ય કરતું નથી માટે પુદ્ગલદ્રવ્યને જીવની સાથે
PDF/HTML Page 919 of 4199
single page version
કર્તાકર્મભાવ નથી, એટલે કે રાગ અને હરખશોકના પરિણામ તે જ્ઞાતાના વીતરાગી પરિણામના કર્તા અને જ્ઞાતાના જે વીતરાગી પરિણામ થયા તે એનું કર્મ એમ છે નહિ. અહાહા...! વ્યવહારરત્નત્રયના પરિણામ નિશ્ચયથી જ્ઞાતાના વીતરાગી પરિણામના કર્તા નથી. વ્યવહારરત્નત્રયના પરિણામ તે પુદ્ગલના પરિણામ છે. તે પુદ્ગલના પરિણામ પોતાને જાણે નહિ, પોતાના પરિણામના ફળને જાણે નહિ અને જ્ઞાતા-દ્રષ્ટાના વીતરાગી પરિણામને ય જાણે નહિ. એ બધાને નહિ જાણતા એવા વ્યવહારરત્નત્રયના પરિણામના કાળમાં જીવના જ્ઞાતા-દ્રષ્ટાના વીતરાગી પરિણામ થયા માટે તે વ્યવહારરત્નત્રયના-રાગના પરિણામ કર્તા અને જ્ઞાતા-દ્રષ્ટાના પરિણામ કર્મ એમ છે નહિ. અહો! અદ્ભુત વાત છે! પ્રશ્નઃ– ‘હેતુ નિયતકો હોઈ’ એમ કહ્યું છે ને? ઉત્તરઃ– ભાઈ! વ્યવહારરત્નત્રયને જ્યાં કારણ કહ્યું હોય ત્યાં નિમિત્તનું જ્ઞાન કરાવવા સહચર દેખીને આરોપથી ઉપચાર કરીને કથન કર્યું છે એમ સમજવું. નિશ્ચય સમ્યગ્દર્શન પોતાના (સ્વભાવના) આશ્રયે પ્રગટ થયું તે કાળે જે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ છે તે સમકિત નથી. તે સમકિતની પર્યાય નથી છતાં નિશ્ચય સમકિતનો સહચર દેખીને તેને વ્યવહારથી સમકિત કહ્યું છે. છે તો બંધનું જ કારણ તોપણ ઉપચારથી સમકિત કહીને હેતુ કહ્યો છે. નિશ્ચય-વ્યવહારનું સર્વત્ર આવું જ સ્વરૂપ છે. એનું મોક્ષમાર્ગપ્રકાશકમાં ખૂબ સ્પષ્ટીકરણ કર્યું છે. જુઓ, ભેદાભેદરત્નત્રયના આરાધક જીવોને ગૃહસ્થ આહાર-પાણી આપે છે એવું શાસ્ત્રમાં આવે છે. ભાવલિંગી મુનિ છે તે ભેદાભેદરત્નત્રયના આરાધક છે એટલે શું? તેનો સેવે છે તો એક અભેદરત્નત્રયને; પરંતુ ત્યાં રાગનો-વ્યવહારનો ભાવ જે ભૂમિકા અનુસાર છે તેને આરોપથી રત્નત્રય કહ્યા છે. અહાહા...! મહામુનિવર સંત અંદર અભેદ અંતર-આનંદની રમતમાં રમે છે, ત્યાં તેમને દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો જરા વિકલ્પ છે. તેને નિશ્ચયરત્નત્રયનો સહચર દેખીને, તેને તે આરાધે છે એમ કહ્યું છે. આરાધે છે તો નિશ્ચયરત્નત્રયને, પણ તેઓ સહચર દેખીને ભેદરત્નત્રયને આરાધે છે એમ ઉપચારથી કહ્યું છે. અહીં ખરેખર તો આહાર વખતે પણ મુનિને ભેદાભેદ રત્નત્રય છે, એકલો વ્યવહાર છે એમ નથી-એમ સિદ્ધ કરવું છે. આહાર લેતી વખતે પણ અભેદરત્નત્રય છે વાત ત્યાં કહેવી છે. અહીં કહે છે કે જે ભેદ છે, રાગ છે એ તો પુદ્ગલનું કાર્ય છે. તેને આત્મા (મુનિવર) કેમ આરાધે? ધર્મીને તો અભેદ ચૈતન્યના આશ્રયનો અનુભવ વેદનમાં છે. તે કાળે જે રાગ છે તેને વ્યવહારથી આરોપ કરીને આરાધે છે એમ કહ્યું છે. આરાધે છે તો અભેદને એકને જ, પણ બીજી ચીજમાં (નિમિત્તમાં) આરાધનાનો આરોપ આપીને તેને આરાધે છે એમ કહ્યું છે. મોક્ષમાર્ગપ્રકાશકમાં પંડિતપ્રવર શ્રી ટોડરમલજીએ, નિશ્ચય-વ્યવહારની બહુ સરસ વાત કરી છે. ત્યાં સ્પષ્ટ કહ્યું છે કે-‘મોક્ષમાર્ગ તો બે
PDF/HTML Page 920 of 4199
single page version
નથી પણ મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે.’ તેમ આરાધકપણું બે પ્રકારે નથી, તેનું કથન બે પ્રકારે છે. એમ સાધકપણું બે નથી, સાધકપણાનું કથન બે પ્રકારે છે. આત્માનો અનુભવ તે નિશ્ચય સાધન છે અને તે કાળે રાગની મંદતાનો જે ભાવ તેને સહચર દેખી ઉપચારથી સાધન કહ્યું છે; ખરેખર તે સાધન નથી.
અહીં કહે છે કે પુદ્ગલદ્રવ્યને જીવ સાથે કર્તાકર્મભાવ નથી. એટલે કે પુદ્ગલદ્રવ્યના પરિણામ જે રાગાદિ ભાવ, હરખશોકના ભાવ તે જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ આત્માના નિર્મળ વીતરાગી પરિણામને ગ્રહતા નથી, પહોંંચતા નથી, તે-રૂપે પરિણમતા નથી અને તે-રૂપે ઊપજતા નથી. રાગભાવ કર્તા અને જ્ઞાનાનંદના પરિણામ તેનું કર્તવ્ય-એવો કર્તાકર્મસંબંધ છે જ નહિ.
વ્યવહારરત્નત્રય કારણ અને નિશ્ચયરત્નત્રય કાર્ય-એવાં કથન શાસ્ત્રમાં આવે છે. આચાર્યશ્રી જયસેનની ટીકામાં પણ બહુ આવે છે. પણ એ તો (વ્યવહારની) કથનની શૈલી છે. ભાઈ! વીતરાગનાં વચનો પૂર્વાપર વિરોધરહિત હોય છે. એક તરફ કહે કે રાગના પરિણામ તે જીવના મોક્ષમાર્ગના પરિણામને કરે નહિ અને બીજી તરફ કહે કે વ્યવહાર મોક્ષમાર્ગ નિશ્ચય મોક્ષમાર્ગનું કારણ છે-આમ પરસ્પર વિરોધી કથનો જે અપેક્ષાથી છે તે અપેક્ષાથી યથાર્થ સમજવાં જોઈએ. અપેક્ષાથી યથાર્થ સમજતાં વિરોધ રહેશે નહિ.
‘કોઈ એમ જાણે કે પુદ્ગલ કે જે જડ છે અને કોઈને જાણતું નથી તેને જીવની સાથે કર્તાકર્મપણું હશે. પરંતુ એમ પણ નથી.’ પુદ્ગલ તો જડ છે જ. પણ આત્મામાં વ્યવહારશ્રદ્ધાનો જે રાગ થાય તે પણ અચેતન, જડ છે. પંચમહાવ્રતનો ભાવ કે શાસ્ત્ર ભણવાનો વિકલ્પ-એ બધા ચેતન નથી, જડ છે. રાગ છે તે રાગને (પોતાને) જાણતો નથી અને તે આત્માને ય જાણતો નથી. તેથી તે જડ છે. આવા અચેતન રાગને જીવની સાથે કર્તાકર્મપણું હશે એમ કોઈ જાણે તો એમ નથી. રાગના પરિણામ તે કર્તા અને ધર્મીના જાણવાના પરિણામ તે રાગનું કર્મ-એવું કોઈ માને તો તે એમ નથી એમ કહે છે. પુદ્ગલદ્રવ્ય જીવને ઉત્પન્ન કરી શકતું નથી અર્થાત્ રાગનો ભાવ તે જીવની સમ્યગ્દર્શન-જ્ઞાનની પર્યાયને ઉત્પન્ન કરી શકતો નથી.
આત્મા તો જ્ઞાનસ્વરૂપ છે. માટે રાગની પર્યાયનું જ્ઞાન કર્તા અને રાગ તેનું કર્મ-એમ ભલે ન હોય. પણ જડ પુદ્ગલ તો જાણતું નથી; તો એને આત્મા સાથે કર્તાકર્મસંબંધ છે કે નહિ? વ્યવહારરત્નત્રયનો રાગ જે શુભોપયોગરૂપ છે તે કર્તા અને ધર્મીના સ્વને આશ્રયે થયેલા જે સ્વપરને જાણવાના પરિણામ તે એનું કાર્ય-આમ કર્તાકર્મપણું છે કે નહિ? તો કહે છે કે-ના, એવું કર્તાકર્મપણું નથી. ઝીણી વાત, ભાઈ. સમજવી કઠણ પડે પણ શું થાય?