Pravachan Ratnakar (Gujarati). Gatha: 84-85.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 49 of 210

 

PDF/HTML Page 961 of 4199
single page version

લોકોનો ઝઘડો છે ને કે વ્યવહારથી નિશ્ચય થાય અને નિમિત્તથી ઉપાદાનનું કાર્ય થાય-તેનો અહં ખુલાસો છે. ‘નિમિત્તથી’ એમ કહ્યુ એનો અર્થ જ એ છે કે નિમિત્ત છે બસ. સંસાર અવસ્થામાં પુદ્ગલકર્મનું નિમિત્ત છે. પણ નિમિત્તથી-કર્મથી જીવની સંસાર અવસ્થા કરાઈ છે એમ નથી. મિથ્યત્વાદિ જે વિકાર થાય તેમાં દર્શનમોહકર્મનો ઉદય નિમિત્ત છે, પણ એ વિકારની આદિમાં કર્મ નથી, આત્મા છે અહીં આ વાત સિદ્ધ કરવી છે કે કર્મનો ઉદય છે માટે વિકાર થયો છે એમ નથી.

પરમાત્મપ્રકાશની ગાથા ૬૮માં તો એમ સિદ્ધ કર્યું છે કે વિકારી દશાનું કર્તા પુદ્ગલકર્મનિમિત્ત તો નથી એ તો ઠીક, એનું કર્તા આત્મદ્રવ્ય પણ નથી. વિકારી પર્યાયનો કર્તા વિકારી પર્યાય છે. એક સમયમાં વિકાર જે મિથ્યાત્વાદિ પરિણામ થાય છે તેમાં તેના ષટ્કારકનું પરિણમન પર્યાયમાં સ્વતંત્ર છે; તેને દ્રવ્ય-ગુણની કે નિમિત્તથી અપેક્ષા નથી, કેમકે દ્રવ્ય-ગુણ ત્રિકાળ શુદ્ધ છે અને નિમિત્ત પરવસ્તુ છે.

જુઓ, દ્રવ્ય સિદ્ધ કરવું હોય ત્યારે એમ કહે કે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યો (ગુણ-પર્યાયો) કર્તા અને દ્રવ્ય તેનું કર્મ. પ્રવચનસાર ગાથા ૯૬માં આ વતા લીધી છે. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યો અર્થાત્ ગુણો અને પર્યાયો દ્રવ્યના કર્તા છે, કરણ છે, અધિકરણ છે, કેમકે એનાથી દ્રવ્યથી સિદ્ધ થાય છે. બીજી અપેક્ષાથી કહીએ તો ગુણ-પર્યાયોનું અર્થાત્ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યનું કર્તા, કરણ, અધિકરણ દ્રવ્ય છે કારણ કે દ્રવ્ય તેમાં વ્યાપક છે. ત્યાં વસ્તુની સ્થિતિ અર્થાત્ અસ્તિત્વ સિદ્ધ કરવાની વાત છે. અહીં એ વાત નથી.

અહીં કહે છે કે વિકારી પરિણામનો કર્તા વિકારી પર્યાય છે છતાં અભેદથી કહેતાં તેનો કર્તા આત્મા છે. વિકારની આદિમાં પર્યાય અથવા દ્રવ્ય આત્મા છે. પર્યાયને અભેદ ગણીને આત્માને કર્તા કહ્યો છે. તેવી રીતે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિર્વિકાર પર્યાય પોતાના ષટ્કારકથી પરિણમે છે છતાં ભેદથી તેનો કર્તા આત્મા છે એમ કહ્યું છે. અહીં તો એમ સિદ્ધ કરવું છે કે કર્મનો અભાવ થયો માટે મોક્ષમાર્ગ કે મોક્ષપદ પ્રગટ થયું- એમ નથી. ચાર ઘાતી કર્મન નાશ થતાં કેવળજ્ઞાન પ્રગટ થયું એમ તત્ત્વાર્થસૂત્રમાં આવે છે, પણ એ તો ત્યાં નિમિત્તથી વાત કરી છે. ખરેખર તો કેવળજ્ઞાનની પ્રાપ્તિના કાળમાં કેવળજ્ઞાન પ્રગટ થયું છે. તેની આદિમાં આત્મા છે. એથી સૂક્ષ્મ વિચારીએ તો કેવળજ્ઞાનની આદિમાં ખરેખર કેવળજ્ઞાનની પર્યાય છે. અરે! લોકોને પોતાની સ્વતંત્રતા શું ચીજ છે તે બેઠું નથી.

નિશ્ચયથી પર્યાયનું કર્તા દ્રવ્ય નથી, કેમકે પર્યાયની આદિમાં પર્યાય છે. સમ્યગ્દર્શન- જ્ઞાન-ચારિત્રની પર્યાયની આદિમાં આત્મા છે એ તો પર્યાયને દ્રવ્યમાં અભેદ ગણીને કહ્યું છે. સમ્યગ્દર્શનની પર્યાયમાં આખા દ્રવ્યની શ્રદ્ધા આવે છે, દ્રવ્ય આવતું નથી. સમ્યગ્જ્ઞાનની પર્યાયમાં દ્રવ્ય જેવું પરિપૂર્ણ છે તેવું તેનું જ્ઞાન આવે છે. ખરેખર તો


PDF/HTML Page 962 of 4199
single page version

દ્રવ્ય સંબંધીનું જ્ઞાન જે પર્યાયમાં આવે છે તે પર્યાયનું જ્ઞાન પર્યાયમાં આવે છે. વળી દ્રવ્ય છે માટે દ્રવ્યનું જ્ઞાન પર્યાયમાં થાય છે એમ નથી. જ્ઞાનની પર્યાયમાં એટલી તાકાત છે કે દ્રવ્યનું જ્ઞાન, પોતાનું જ્ઞાન અને લોકાલોકનું જ્ઞાન તે એક સમયમાં કરી લે છે. શ્રુતજ્ઞાનમાં પણ આવું સામર્થ્ય છે. લોકલોકનું જ્ઞાન પણ પર્યાયમાં પોતાથી થાય છે, લોકલોક છે માટે પર્યાયમાં એનું જ્ઞાન થાય છે એમ નથી. પર્યાયમાં દ્રવ્યનું જ્ઞાન થાય છતાં દ્રવ્ય પર્યાય આવતું નથી અહાહા...! દ્રવ્ય પર્યાયને સ્પર્શતું નથી અને પર્યાય દ્રવ્યને સ્પર્શતી નથી. અહો! વસ્તુની સ્વતંત્રતાની આવી અલૌકિક વાત છે! અહીં વાત લીધી નથી. અહીં તો એમ બતાવવું છે કે મોક્ષમાર્ગની પર્યાયમાં તેની આદિમાં આત્મા છે પણ કર્મનો અભાવ કે વ્યવહારનો રાગ તેની આદિમાં નથી. વ્યવહારનો રાગ છે તો નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટયો છે એમ નથી. નિશ્ચયથી તો સ્વભાવનો આશ્રય લે છે તે જ સાક્ષાત્ મોક્ષમાર્ગનું કારણ છે.

પ્રશ્નઃ– વ્યવહારથી થાય એમન માનીએ તો એકાંત નહિ થઈ જાય? ઉત્તરઃ– અરે ભગવાન! આ સમ્યક્ એકાંત છે. નિમિત્ત દેખીને, સહચારી દેખીને વ્યવહારના રાગને ઉપચારથી મોક્ષમાર્ગ કહ્યો છે. પંચાસ્તિકાયમાં શુભરાગને વ્યવહારસાધન કહ્યું છે. વ્યવહારસાધન અને નિશ્ચય સાધ્ય એમજ કહ્યું છે એ તો ભિન્ન સાધ્યસાધનની અપેક્ષાથી કહ્યું છે. પણ ભાઈ! સાધન બે નથી, સાધનનું નિરૂપણ બે પ્રકારે છે. સાધન તો એક જ છે. મોક્ષમાર્ગપ્રકાશમાં પંડિતપ્રવર ટોડરમલજીએ નિશ્ચય-વ્યવહારનું રહસ્ય અત્યંત સ્પષ્ટ ખોલી દીધું છે. ત્યાં કહ્યું છે કે - ‘મોક્ષમાર્ગ તો બે નથી પણ મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે. સાચું નિરૂપણ તે નિશ્ચય તથા ઉપચાર નિરૂપણ તે વ્યવહાર.’ આમ યથાર્થ મોક્ષમાર્ગ એક જ છે. મોક્ષમાર્ગ કહો, કારણ હો, ઉપાય હો કે સાધન કહો-તે એક જ છે, બે નથી. આ પરમ સત્ય છે. ત્યારે કોઈ કહે છે કે થોડું તમે ઢીલું મૂકો અને થોડું અમે ઢીલું મૂકીએ તો બંનેની એકતાથઈ જાય. પણ બાપુ! આમાં બાંધછોને કયાં અવકાશ છે? વસ્તુના સ્વરૂપનો નિર્ણય, સત્યનો નિર્ણય બાંધછોડથી કેમ થાય? ભાઈ! વિવાદથી કે બાંધછોડથી સત્ય હાથ ન આવે. સત્ય તો સત્યને જેમ છે તેમ સમજવાથી જ પ્રાપ્ત થાય. પ્રશ્નઃ– શાસ્ત્રમાં અકલંકદેવે બે કારણથી કાર્ય થાય એમ કહ્યું છે? ઉત્તરઃ– હા, પણ એ તો નિમિત્તનું ત્યાં જ્ઞાન કરાવ્યું છે. પ્રમાણજ્ઞાનમાં નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે પોતાની પર્યાય પોતાથી થાય છે એ વાતનો નિષેધ કરીને નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે એમ નથી. નિશ્ચયથી કાર્ય પોતાથી થયું છે, નિમિત્તથી નહિ એ વાતને રાખીને પ્રમાણમાં નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. અન્યથા પ્રમાણજ્ઞાન જ રહેશે નહિ. મોક્ષમાર્ગપ્રકાશકમાં સાતમાં અધિકારમાં અતિ સ્પષ્ટપણે કહ્યું છે કે યથાર્થ નિરૂપણ તે


PDF/HTML Page 963 of 4199
single page version

નિશ્ચય અને ઉપચા નિરૂપણ તે વ્યવહાર. વળી ત્યાં કહ્યું છે કે- વ્યવહારનય સ્વદ્રવ્ય-પરદ્રવ્યને વા તેના ભાવોને વા કારણ-કાર્યાદિને કોઈના કોઈમાં મેળવી નિરૂપણ કરે છે માટે એવા શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે તેથી તેનો ત્યાગ કરવો, વળી નિશ્ચયનય તેને જ યથાવત્ નિરૂપણ કરે વે તથા કોઈને કોઈમાં મેળવતો નથી તેથી એવા જ શ્રદ્ધાનથી સમ્યક્ત્વ થાય છે માટે તેનું શ્રદ્ધાન કરવું.’

પ્રશ્નઃ– વ્યવહાર કહ્યો છે ને?

ઉત્તરઃ– હા, પરંતુ એનું ફળ સંસાર છે. સમયસાર ગાથા ૧૧ના ભાવાર્થમાં કહ્યું છે કે- “પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી જ છે-અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. વળી જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયનો હસ્તાવંબ જાણી બહુ કાર્યો છે; પણ એનું ફળ સંસાર જ છે.” જુઓ, વ્યવહાર આવે છે ખરો, એનું અનુસરણ કરવા લાયક નથી કેમકે એનું સંસાર જ છે.

ત્યારે કોઈ કહે છે કે આ તો એકાંત છે; એકાંત છોડી દેવું જોઈએ.

પણ ભાઈ! સમ્યક્ એકાંતનું જ્ઞાન થાય ત્યારે પર્યાય અને રાગનું એટલે કે અનેકાંતનું યથાર્થ જ્ઞાન થાય છે. સમ્યક્ એકાંતવાળાને સમ્યક્ અનેકાંતનું સાચું જ્ઞાન થાય છે. જેને સમ્યક્ એકાંતનું જ્ઞાન નથી એને અનેકાંતનું સાચું જ્ઞાન નથી. શ્રીમદ્ એકાંતનું જ્ઞાન નથી એને વિપરીત જ્ઞાન છે. એને એનકાંતનું સાચું જ્ઞાન નથી. શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે- ‘સમ્યક્ એકાંત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય અનેકાંત અન્ય હેતુએ ઉપકારી નથી..’ સમ્યક્ એકાંત એવા એટલે આત્માના આશ્રયથી જ્યાં દર્શન-જ્ઞાન પ્રગટ થયું ત્યાં અનેકાંતનું એટલે રાગ અને પર્યાયનું પણ સાચું જ્ઞાન હોય છે.

ભાઈ! આ તો અંતરમાં જવાની, પર્યાયને અંદર ઝુકાવવાની વાત છે. દ્રવ્યની સન્મુખ થઈ દ્રવ્યોના આશ્રય કરવાથી સમ્યગ્દર્શન થાય છે. પર્યાયના કે વ્યવહારના આશ્રયે સમ્યગ્દર્શન થતું નથી. અરે! નિર્મળ પર્યાયના આશ્રયે પણ ધર્મ પ્રગટ થતો નથી તો પછી રાગના કે વ્યવહારના આશ્રયે સમ્યગ્દર્શન થાય એ વાત કયાં રહી?

વાદવિવાદ મૂકીને પ્રભુ! આ સમજવા જેવું છે. ભાઈ! તું ભગવાન છો ને! છતાં તારી અશુદ્ધતા પણ મોટી! અનુભવપ્રકાશમાં શ્રી દીપચંદજીએ કહ્યું છે કે - ત્રણલોકના નાથ તીર્થંકરદ્રવના સમોસરણમાં અનંતવાર ગયો છતાં તે અુશદ્ધતા ન છોડી. ત્રણલોકના નાથ અર્હંત પરમાત્માની દિવ્ય વાણી અનંતવાર સાંભળી. સમોસરણમાં અનંતવાર મણિરત્ન્ના દીવ, હીરાના થાળ અને કલ્પવૃક્ષના ફૂલથી જિનભગવાનની પૂજા કરી. ‘જય હો, જય હો-’ એમ ભગવાનનો અનંતવાર જયજયકાર કર્યો. પરમાત્માપ્રકાશમાં પણ આવે છ કે ભવેભવે ભગવાનની પૂજા કરી. પણ ભાઈ! પરદ્રવ્યની પૂજાનો એ તો


PDF/HTML Page 964 of 4199
single page version

વિકલ્પ હતો. પ્રભુ! સ્વાશ્રય કર્યા વિના અશુદ્ધચા કેમ મટે? મહાવિદેહક્ષેત્રમાં જ્યાં સાક્ષાત્ તીર્થંકર બિરાજે છે ત્યાં અનંતવાર જન્મ્યો, પણ તેથ શું?

પ્રશ્નઃ– મહાવિદેહમાં જાય તો તો ધર્મ થાય ને?

ઉત્તરઃ– ભાઈ! એમ નથી. આત્મામાં જાય તો ધર્મ થાય. કહ્યું ને કે મહાવિદેહમાં અનંતવાર ગયો પણ સમ્યગ્દર્શન પામ્યો નહિ. જુઓ, સિદ્ધક્ષેત્રમાં જ્યાં પરમાત્મા બિરાજને છે તેમના પેટના ક્ષેત્રમાં નિગોદના અનંત જીવો અવગાહના લઈ પડયા છે. પરંતુ બન્નના ક્ષેત્ર અને ભાવ ભિન્ન છે. એકના કારણે બીજામાં કાંઈ થાય એમ જ નહિ.

આઠમી ગાથામાં આચાર્યદેવ શિષ્યને આત્માનો બોધ કરતાં કહે છે કે -‘દર્શન-જ્ઞાન- ચારિત્રને જે હંમેશા પ્રાપ્ત હોય તે આત્મા છે’ આટલો ભેદ પડયો માટે વ્યવહાર છે. પોતાની નિશ્ચય ચીજને સમજાવવામાં વ્યવહાર આવે છે. સમજ્યા વિના પોતાનું કાર્ય શી રીતે કરે? તેથી વ્યવહાર આવે છે. પણ ત્યાં જ કહ્યું છે કે ઉપદેશ કરનારે કે સાંભળનારે વ્યવહાર અનુસરવા યોગ્ય નથી. વળી પુરુષાર્થસિદ્ધયુપાયમાં તો એમ કહ્યું છે કે ધર્માત્મા સંતો અજ્ઞાનીને વ્યવહાર દ્વાર નિશ્ચય વસ્તુને સમજાવે છે ત્યાં જે એકલા વ્યવહારને પકડે છે તે ઉપદેશ સાંભળવાને પાત્ર જ નથી. ભાઈ! નિશ્ચયને સમજાવવા માટે વ્યવહાર કહ્યો છે એમ યથાર્થ સમજી દ્રવ્ય ઉપર દ્રષ્ટિ સ્થાપ. ભેદથી છે, સમજાવ્યુ પણ ભેદ ઉપર લક્ષ ન આપ, અભેદનું લક્ષ કર. અહાહા...! વસ્તુ તો આવી છે ધર્મ પણ આવો છે અને ધર્મી પણ આવો હોય છે.

પ્રશ્નઃ– પ્રથમ તો વ્યવહાર જ હોય ને?

ઉત્તરઃ– ના, વ્યવહાર પહેલો હોતો નથ. જ્યારે નિશ્ચય પ્રગટ થાય ત્યારે જે રાગ છે તેને વ્યવહાર કહેવામાં આવે છે.

પ્રશ્નઃ– વ્યવહાર કરતાં કરતાં ધર્મથઈ જાય એમ છે કે નહિ?

ઉત્તરઃ– એમ બીલકુલ નથી. રાગ કરતાં કરતાં અરાગ થઈ જાય એમ કેમ હોઈ શકે? રાગની દશાની દિશા પર તરફ છે અને અરાગી ધર્મની દશા સ્વ તરફ છે. અરે! પર તરફ લક્ષ કરૈ અને સ્વ તરફ આવે એમ કેવી રીતે બને? ન જ બને. ચાલે આથમણુ અને પહોંચે ઉગમણે એમ બને? ન જ બને. રાગ તો અંધકાર છે. તે અધંકારથી ચૈતન્યમય પ્રકાશ કેમ પ્રાપ્ત થાય? ન જ થાય. ભાઈ! વસ્તુ જ આવી છે. વ્યવહારથી નિશ્ચય થાય એ માન્યતા એક મોટું શલ્ય છે. જ્યાં વ્યવહારને સાધન કહ્યું છે ત્યાં ધર્મીને નિશ્ચય જે પ્રગટ છે એનો આરોપ આપીને ઉપચારથી કહ્યું છે ખરેખર વ્યવહાર તે સાધન નથી.

કળશ (૪૦) માં આવે છે કે ‘ઘીનો ઘડો’ છે તે માટીમય છે, ઘીમય નથી.


PDF/HTML Page 965 of 4199
single page version

‘ઘીનો ઘડો’ તો વ્યવહારથી કહ્યું. તેમ ભાઈ! તારી ચીજ-નિશ્ચય વસ્તુને સમજાવવા વ્યવહાર દ્વારા કહી. પણ ત્યાં જે એકલા વ્યવહારને જ પકડે છે તે દેશનાને પાત્ર નથી.

‘આદિ-મધ્ય-અંત’-કહીને આ ગાથામાં અલૌકિક વાત કરી છે. રાગ થાય વા સમ્યગ્દર્શન થાય એની આદિ-મધ્ય-અંતમાં આત્મા છે. કોઈ વ્યવહારની અપેક્ષા રાખીને સમ્યગ્દર્શન થયું છે એમ નથી. તથા નિમિત્તથી અપેક્ષા વિકારીથાય છે એમ નથી. ભાવાર્થમાં ઘણું ભરી દીધું છે.

પુદ્ગલકર્મના નિમિત્તે સંસારયુક્ત અથવા સંસારરહિત અવસ્થારૂપે આત્મા સ્વયં પરિણમન કરે છે. કર્મનું નિમિત્ત હો, પણ વિકારરૂપે પોતે સ્વયં પરિણમે છે. પ્રવચનસારમાં ૩૪માં ઈશ્વરનયન આવે છે. ત્યાં કહ્યું છે કે-‘આત્મદ્રવ્ય ઈશ્વરનયે પરતંત્રતા ભોગવનાર છે.’ પોતે સ્વતંત્રપણે કર્મને વશ થાય છે. કર્મ તેને આધીનકરે છે. એમ નથી. ધાવની દુકાને ધવડાવવામાં આવતા મુસાફરના બાળકની માફક જીવ સ્વતંત્રપણે પરવશ થાય છે. નિમિત્ત એને વશ કરે છે એવું ત્રણકાળમાં નથી. મૂળ નિયમ અને સિદ્ધાંત ન સમજે અને ઉપર ઉપરથી પકડે તો સત્ય વસ્તુ સમજમાં નહિ આવે. વ્યવહારથી થાય અને નિમિત્તથી થાય એમમાની લે તો નિશ્ચયનું સ્વરૂપ નહિ સમજાય.

પરથી થાય એવી માન્યતાવાળાને પરનો આદર અને સ્વનો અનાદર છે. અહા! જેને રાગનાં રુચિ અને પ્રેમ છે તેને નિર્વિકાર નિજ ચૈતન્યમય ભગવાન પ્રતિ દ્વેષ કરે છે. રાગ- દ્વેષની આવી વ્યાખ્યા છે. વ્યવહારરત્નત્રયના રાગ પ્રત્યે જેને પ્રેમ છે તેને ભગવાન આત્મા પ્રતિ અરુચિ અને દ્વેષ છે. અને જેને ભગવાન આત્માની રુચિ થઈ છે તેને રાગની રુચિ ઉડી ગઈ છે. રાગ રહે છે પણ રાગની રુચિ ઉડી ગઈ છે. સમયસાર ગાથા ૭૩માં આવી ગયું છે કે વિકારનો સ્વામી પુદ્ગલ છે. રાગના સ્વામીપણે હું સદાય પરિણમતો નથી એવો હું નિમર્મ છું. આ ધર્મી સમકિતીની વાત છે. પણ સમ્યગ્દર્શન થયા પહેલાં પણ વિકલ્પ દ્વારા આવો જ નિર્ણય કરે છે કે ભવિષ્યમાં રાગ થશે એના સ્વામીએ હું નહિ પરિણમું. વ્યવહાર આવશે પણ વ્યવહારના સ્વામીપણે નહિ પરિણમું કેમકે હું તો નિમર્મ એટલે મમતારહિત છું. પ્રભુ! તારો માર્ગ આવો છે. તું વીતરાગસ્વરૂપ પ્રભુ છો. વ્યવહાર તો તારી પ્રભુતામાં લાંછન છે. રાગથી તારી પ્રભુતાને ઝાંખપ લાગી છે.

ચારે બાજુથી દેખો તો સત્ય સિદ્ધાંત ખડો થાય છે. પહેલો વ્યવહાર આવે છે એમ છે નહિ. જેને નિશ્ચયના આશ્રયે ધર્મ પ્રગટયો છે તેના રાગને વ્યવહાર કહેવામાં આવે છે કોઈ જગાએ એમ વાત આવે કે વ્યવહારથી શુદ્ધિની વૃદ્ધિ થાય છે. પણ એનો અર્થ એમ છે કે છઠ્ઠે ગુણસ્થાને જે નિર્મળ પરિણતિની શુદ્ધિ છે તે સાતમા ગુણસ્થાનમાં


PDF/HTML Page 966 of 4199
single page version

શુદ્ધિની વૃદ્ધિ થાય છે. પૂર્વની જે શુદ્ધિ છે તે પછીની શુદ્ધિની વૃદ્ધિનું કારણ છે. ત્યાં સાથે જે રાગ છે તેને ઉપચારથી શુદ્ધિની વૃદ્ધિનું કારણ કહ્યું છે. સર્વત્ર નિશ્ચય-વ્યવહારનું લક્ષણ આ પ્રમાણે જ જાણવું એમ શ્રી ટોડરમલજીએ કહ્યું છે. પંચાસ્તિકાયમાં વ્યવહાર સાધ્ય-સાધનની વાત કરી છે. ત્યાં આત્માનો સ્વનો આશ્રય લીધો છે. તે નિશ્ચય સાધન છે અને સાથે જે રાગ છે તેને ઉપચારથી સાધન કહ્યું છે, પણ તે ખરું સાધન નથી.

રાગથી ભિન્ન પ્રજ્ઞાછીણી વડે જે અનુભવ પ્રગટ થયો તે અનુભવ નિશ્ચય સાધન છે; સાથે જે રાગ છે તેને આરોપ આપીને ઉપચારથી સાધન કહ્યું છે. નિશ્ચય-વ્યવહારનો યથાર્થ અર્થ ન સમજે અને બીજો અર્થ કરે તો શું થાય? અનર્થ જ થાય. વસ્તુસ્થિતિ તો આવી છે ભાઈ!

આ પ્રમાણે આત્મા પોતાના રાગનો અથવા મોક્ષમાર્ગનો કર્તા-ભોક્તા છે, પુદ્ગલકર્મનો કર્તા-ભોક્તા કદી નથી. કર્મ નિમિત્ત પણ તેકર્મ આત્માના રાગનું અથવા મોક્ષમાર્ગનું કર્તા નથી. આત્મા પોતાના વિકારી-નિર્વિકારી પરિણમનનો કર્તા-ભોક્તા છે પણ પરનો- પુદ્ગલકર્મને કર્તા-ભોક્તા નથી. આવું જ વસ્તુસ્વરૂપ છે.

[પ્રવચનં. ૧૩૯ શેષ, ૧૪૦ થી ૧૪૨ * દિનાંદ ૨૮-૭-૭૬ થી ૩૧-૭-૭૬]

PDF/HTML Page 967 of 4199
single page version

ગાથા–૮૪

अथ व्यवहारं दर्शयति–

ववहारस्स दु आदा पोग्गलकम्मं करेदि णेयविहं।
तं चेव पुणो वेयइ पोग्गलकम्मं
अणेयविहं।। ८४।।

व्यवहारस्य त्वात्मा पुद्गलकर्म करोति नैकविधम्।
तच्चैव
पुनर्वेदयते पुद्गलकर्मानेकविधम्।। ८४।।

હવે વ્યવહાર દર્શાવે છેઃ-

આત્મા કરે વિધવિધ પુદ્ગલકર્મ–મત વ્યવહારનું,
વળી તે જ પુદ્ગલકર્મ આત્મા ભોગવે વિધવિધનું. ૮૪.

ગાથાર્થઃ– [व्यवहारस्य तु] વ્યવહારનયનો એ મત છે કે [आत्माः] આત્મા [नैकविधम्] અનેક પ્રકારના [पुद्गलकर्म] પુદ્ગલકર્મને [करोति] કરે છે [पुनः च] અને વળી [तद् एव] તે જ [अनेकविधम्] અનેક પ્રકારના [पुद्गलकर्म] પુદ્ગલકર્મને [वेदयते] તે ભોગવે છે.

ટીકાઃ– જેમ, અંદરમાં વ્યાપ્યવ્યાપકભાવથી માટી ઘડાને કરે છે અને ભાવ્યભાવકભાવથી માટી જ ઘડાને ભોગવે છે તોપણ, બહારમાં, વ્યાપ્યવ્યાપકભાવથી ઘડાના સંભવને અનુકૂળ એવા (ઇચ્છારૂપ અને હસ્તાદિકની ક્રિયારૂપ પોતાના) વ્યાપારને કરતો અને ઘડા વડે કરેલો પાણીનો જે ઉપયોગ તેનાથી ઊપજેલી તૃપ્તિને (પોતાના તૃપ્તિભાવને) ભાવ્યભાવકભાવ વડે અનુભવતો-ભોગવતો એવો કુંભાર ઘડાને કરે છે અને ભોગવે છે એવો લોકોનો અનાદિથી રૂઢ વ્યવહાર છે; તેવી રીતે, અંદરમાં વ્યાપ્યવ્યાપકભાવથી પુદ્ગલદ્રવ્ય કર્મને કરે છે અને ભાવ્યભાવકભાવથી પુદ્ગલદ્રવ્ય જ કર્મને ભોગવે છે તોપણ, બહારમાં, વ્યાપ્યવ્યાપકભાવથી અજ્ઞાનને લીધે પુદ્ગલકર્મના સંભવને અનુકૂળ એવા (પોતાના રાગાદિક) પરિણામને કરતો અને પુદ્ગલકર્મના વિપાકથી ઉત્પન્ન થયેલી વિષયોની જે નિકટતા તેનાથી ઊપજેલી (પોતાની) સુખદુઃખરૂપ પરિણતિને ભાવ્યભાવકભાવ વડે અનુભવતો-ભોગવતો એવો જીવ પુદ્ગલકર્મને કરે છે અને ભોગવે છે એવો અજ્ઞાનીઓનો અનાદિ સંસારથી પ્રસિદ્ધ વ્યવહાર છે.

ભાવાર્થઃ– પુદ્ગલકર્મને પરમાર્થે પુદ્ગલદ્રવ્ય જ કરે છે; જીવ તો પુદ્ગલકર્મની ઉત્પત્તિને અનુકૂળ એવા પોતાના રાગાદિક પરિણામોને કરે છે. વળી પુદ્ગલદ્રવ્ય જ પુદ્ગલકર્મને ભોગવે છે; જીવ તો પુદ્ગલકર્મના નિમિત્તથી થતા પોતાના રાગાદિક ________________________________________________________________________ ૧. સંભવ=થવું તે; ઉત્પત્તિ


PDF/HTML Page 968 of 4199
single page version

પરિણામોને ભોગવે છે. પરંતુ જીવ અને પુદ્ગલનો આવો નિમિત્તનૈમિત્તિકભાવ દેખીને અજ્ઞાનીને એવો ભ્રમ છે કે પુદ્ગલકર્મને જીવ કરે છે અને ભોગવે છે. આવો અનાદિ અજ્ઞાનને લીધે અનાદિ કાળથી પ્રસિદ્ધ વ્યવહાર છે. પરમાર્થે જીવ-પુદ્ગલની પ્રવૃત્તિ ભિન્ન હોવા છતાં, જ્યાં સુધી ભેદજ્ઞાન ન હોય ત્યાં સુધી બહારથી તેમની પ્રવૃત્તિ એક જેવી દેખાય છે. અજ્ઞાનીને જીવ-પુદ્ગલનું ભેદજ્ઞાન નહિ હોવાથી ઉપલક દ્રષ્ટિએ જેવું દેખાય તેવું તે માની લે છે; તેથી તે એમ માને છે કે જીવ પુદ્ગલકર્મને કરે છે અને ભોગવે છે. શ્રી ગુરુ ભેદજ્ઞાન કરાવી, પરમાર્થ જીવનું સ્વરૂપ બતાવીને, અજ્ઞાનીના એ પ્રતિભાસને વ્યવહાર કહે છે. * * * સમયસાર ગાથા ૮૪ઃ મથાળું હવે અજ્ઞાનીનો રૂઢ વ્યવહાર દર્શાવે છે. અજ્ઞાની શું માને છે તે સ્પષ્ટ કરીને ભેદજ્ઞાન કરાવે છે. * ગાથા– ૮૪ઃ ટીકા ઉપરનું પ્રવચન * ‘જેમ, અંદરમાં વ્યાપ્યવ્યાપકભાવથી માટી ઘડાને કરે છે અને ભાવ્યભાવકભાવથી માટી જ ઘડાને ભોગવે છે તોપણ, બહારમાં, વ્યાપ્યવ્યાપકભાવથી ઘડાના સંભવને અનુકૂળ એવા વ્યાપારને કરતો અને ઘડા વડે કરેલો પાણીનો જે ઉપયોગ તેનાથી ઊપજેલી તૃપ્તિને ભાવ્યભાવકભાવ વડે અનુવતો-ભોગવતો એવો કુંભાર ઘડાને કરે છે અને ભોગવે છે એવો લોકોના અનાદિથી રૂઢ વ્યવહાર છે’- શું કહે છે? કે વ્યાપ્યવ્યાપકભાવથી માટી ઘડાની પર્યાયને કરે છે, કુંભાર નહિ. પ્રશ્નઃ– આ વાત ગળે ઉતરતી નથી ને? ઉત્તરઃ– આ વાત ગળે ઉતારવી પડશે. વસ્તુનું સ્વરૂપ જ એમ છે. અહીં તો કહે છે કે વ્યવહારનો જે શુભરાગ છે તેને પોતાનું કર્તવ્ય માની તેનો કર્તા થાય છે. તેને આત્મા હેય થઈ જાય છે. રાગને ઉપાદેય માનનારે અમૃતસ્વરૂપ ભગવાન આત્માને હેય માન્યો છે. જેમ કોઈ મહાપુરુષ ઘેર આવે તેને છોડીને નાના બાળક સાથે વાત કરવા લાગી જાય તો તે મહાપુરુષનો અનાદર છે. તેમ ત્રણલોકનો નાથ ભગવાન અંદર મહાન ચીજ પડી છે તેની સન્મુખ ન થતાં રાગ સામે લક્ષ કરીને આનંદ માને તો તે ભગવાન આત્માનો અનાદર છે. પરમાત્મપ્રકાશ ગાથા ૩૬માં લખ્યું છે કે -“अत्र सदैव परमात्मा वीतरागनिविकल्प– समाधिरतानामुपादेयो भवत्यन्येषां इति भावार्थः” સદાય વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં લીન સાધુઓને તો આત્મા ઉપાદેય છે; મૂઢોને નહિ. અહાહા..! શું કહે છે? સાંભળ, ભાઈ! આત્મા જે શુદ્ધચૈતન્યઘન પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન છે તે નિર્વિકલ્પ સમાધિમાં લીન એવા સાધુઓને સદાય ઉપાદેય છે અને રાગ હેય છે.


PDF/HTML Page 969 of 4199
single page version

તથા જે રાગને ઉપાદેય માનીને રાગની રુચિમાં પડયા છે તેમને આત્મા હેય છે. સૂક્ષ્મ વાત છે ભાઈ! રાગ હેય છે એમ તો આવે છે પણ અહીં તો રાગની રુચિવાળાને આત્મા હેય છે એમ કહ્યુું છે.

આ અંતરના માર્ગની ઝીણી વાત છે લોકો રાડ નાખે પણ શું થાય? દય, દાન, વ્રત, ભક્તિ આદિનો રાગ વિભાવભાવ છે. તે તે સ્વભાવથી વિપરીત ભિન્ન ચીજ છે. તે વિભાવનો જે કર્તા થાય છે, તેનું વિભાવનું પરિણમન નવા કર્મના બંધમાં નિમિત્ત થાય છે; ત્યાં અજ્ઞાની માને છે કે નવાં કર્મ મે બાંધ્યાં. તેવી જ રીતે અજ્ઞાની જે હરખ-શોક ભોગવે છે તેમા કર્મનું નિમિત્ત છે ત્યાં અજ્ઞાની માને છે કે હું કર્મ ભોગવું છું. આ તેની જૂઠી માન્યતા છે.

અહીં બે દ્રવ્યો વચ્ચે ભેદજ્ઞાન કરાવવું છે. રાગનું પરિણમન અજ્ઞાની વ્યાપ્યવ્યાપકપણે પોતામાં પોતે કરે છે. રાગ મારું વ્યાપ્ય કર્મ અને રાગનો હું વ્યાપક કર્તા એમ અજ્ઞાની માને તો તે વાત અજ્ઞાનપણે ઠીક છે. અજ્ઞાની પોતાની ચીજને ભૂલીને વિકારનું પરિણમન વ્યાપ્યવ્યાપકભાવથી કરે છે એ વાત અજ્ઞાનદશામાં તો બરાબર છે. પરંતુ તેનું વિકારી પરિણમન નવા કર્મબંધમાં નિમિત્ત છે ત્યાં નિમિત્ત દેખીને મેં કર્મ બાંધ્યાં એવું જે અજ્ઞાની માને છે તે વિપરીત છે. હબખશોકના ભોગના કાળે કર્મ એમાં નિમિત્ત છે. તેથી કર્મ હું ભોગવું છું એમ તે માને છે એ વિપરીત છે.

અહીં તો પરનો કર્તા જીવ નથી એવું ભેદજ્ઞાન કરાવીને કર્મબંધનના કાળમાં જ્ઞાની (આત્મા) તેનું નિમિત્ત પણ નથી એ વાત સિદ્ધ કારવી છે. અહા! કર્મબંધનમાં આત્મદ્રવ્ય નિમિત્ત નથી એવો એનો સ્વાભવ છે. સમયસાર ગાથા ૧૦પ માં આવે છે કે -‘ ‘આ લોકમાં ખરેખર આત્મા સ્વભાવથી પૌદ્ગલિક કર્મને નિમિત્તભૂત નહિ હોવા છતાં પણ, અનાદિ અજ્ઞાનને લીધે પૌદ્ગલકિ કર્મને નિમિત્તરૂપ થતાં એવા અજ્ઞાનભાવે પરિણમતો હોવાથી નિમિત્તભૂત થતાં, પૌદ્ગલિક કર્મ ઉત્પન્ન થાય છે, તેથી ‘પૌદ્ગલિક કર્મ આત્માએ કર્યું’ એવો નિર્વિકલ્પ વિજ્ઞાનઘનસ્વભાવથી ભ્રષ્ટ, વિકલ્પપરાયણ અજ્ઞાનીઓનો વિકલ્પ છે; તે વિકલ્પ ઉપચાર જ છે, પરમાર્થ નથી.” અજ્ઞાની માનીલે છે કે હું કર્મબંધનનો કર્તા અને ભોક્તા છું ખરેખર એમ નથી. માત્ર ઉપચારથી જ અજ્ઞાનને કર્મબંધનનો કર્તા કહેવામાં આવે છે.

આત્મા સ્વભાવથી પૌદ્ગલિક કર્મનું નિમિત્ત નથી. દ્રવ્ય નિમિત્ત કેમ હોય? દ્રવ્ય નિમિત્ત નથી તો જેની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર છે એવો જ્ઞની પણ નવા કર્મબંધમાં નિમિત્ત નથી.

ભગવાન! વીતરાગનો માર્ગ બહું સૂક્ષ્મ છે. આ બહારનાં રૂપાંળાં શરીર વગેરેનાં જે આકર્ષણ (રુચિ) થાય છે એ બધો મિથ્યાત્વભાવ છે. અંદર પૂર્ણાનંદનો નાથ પરમાત્મા ત્રિકાળ સુંદર પડયો છે તેનું આકર્ષણ (રુચિ) છોડીને પરવસ્તુમાં આકર્ષણ


PDF/HTML Page 970 of 4199
single page version

થઈ જાય છે તે અજ્ઞાન છે. અજ્ઞાની આ બાહ્ય ચીજોની ચમક દેખીને તેની અધિકતામાં રાજી થઈ જાય છે પણ એ તો હાડકાંના ફોસ્ફરસની ચમક છે. અંદર ત્રણલોકનો નાથ ચૈતન્યસ્વરૂપ ભગવાન છે તે ચમત્કારિક વસ્તુ છે. અહા! આવો શુદ્ધ ચિદાનંદસ્વરૂપ ભગવાન જ્ઞાયક નવા કર્મબંધનમાં નિમિત્ત થાય એવો એનો સ્વભાવ નથી. જો સ્વભાવથી આત્મા નિમિત્ત થાય તો આત્મ વિકારસ્વરૂપ જ થઈ જાય. કમૃબંધનનું ઉપાદાન તો કર્મ જડ છે અને એમાં અજ્ઞાનીનો અજ્ઞાનભાવ નિમિત્ત છે, પણ આત્મદ્રવ્ય નિમિત્ત નથી.

જુઓ! આ તો ભગવાનની (કહેલી) ધર્મકથા ચાલે છે. એમાં લક્ષ બીજે જાય તો વાણીનો અનાદર થઈ જાય. એકભગવતારી ઈન્દ્રો જેને સાંભળવા આવે છે એવી ભગવાનની આ દિવ્ય વાણી છે. તે કોઈ મહાસૌભાગ્યથી સાંભળવા મળે છે. નિયમસાર ગાથા ૧૦૮માં આવે છે કે -‘ ‘ભગવાન અર્હંતના મુખારવિરંદથી નીકળેલો, (શ્રવણ માટે આવેલ) સકળ જનતાને શ્રવણનું સૌભાગ્ય મળે એવો, સુંદર-આનંદસ્યંદી (સુંદર-આનંદ ઝરતો), અનક્ષરાત્મક જે દિવ્યધ્વનિ, તેના પરિજ્ઞાનમાં કુશળ ચતુર્થજ્ઞાનધર (મનઃપર્યયજ્ઞાનધારી) ગૌતમમહર્ષિ ના મુખકમળથી નીકળેલી જે ચતુર વચનરચના, તેના ગર્ભમાં રહેલા રદ્ધાંતાદિ (સિદ્ધાંતાદિા) સમસ્ત શાસ્ત્રોના અર્થસમૂહના સાસ્સર્વસ્વરૂપ શુદ્ધ-નિશ્ચય-પરમ-આલોચનાના ચાર ભેદો છે.”

ભગવાન મુખમાંથી વાણી નીકળતી નથી. સર્વાંગેથી’ ધ્વનિ ઉઠે છે; પરંતુ લોકોની અપેક્ષાએ ‘મુખારવિંદથી’ એમ કહ્યું છે. સકળ જનતાને શ્રવણનું સૌભાગ્ય મળે એવી આનંદ ઝરતી વાણી ખરે છે. વાણીમાં આનંદસ્વરૂપ આત્માનું નિરૂપણ આવે છે એટલે વાણીને આનંદ દેનારી કહી છે. આ નિમિત્તનું કથન છે. ભગવાનની વાણીમાં વીતરાગતા બતાવી છે. વીતરાગતા કયારે પ્રગટે? સ્વનો આશ્રય કરે ત્યારે, આનંદની જે અનુવદશા પ્રગટે છે એ જિનવાણીનો સાર છે. આ દિવ્ય વાથી સાંભળીને ચાર જ્ઞાનના ધણી ભગવાન ગણધરદેવ સિદ્ધાંતની ગૂંથણી કરે છે. આવી દિવ્યધ્વનિ જેના કાને પડે એનું પણ મહા-સૌભાગ્ય છે. એ દિવ્યધ્વનિનો સાર આ પાંચ પરમાગમો અહીં ઉપર-નીચે કોતરાઈ ગયાં છે. વહા, દિવ્યધ્વનિ વાહ!!

પ્રશ્નઃ– આ કાળમાં આપે પણ આ સરસ કામ કર્યું છે! ઉત્તરઃ– કોણ કરે? છયે દ્રવ્યોમાં, પર્યાયની ઉત્પત્તિનો કાળ હોય, તે તે પર્યાય પ્રગટ થાય છે. તે પર્યાયની જન્મક્ષણ છે. પ્રવચનસાર ગાથા ૧૦૨માંઆવ્યું છે કે -દ્રવ્યની જે પર્યાયની ઉત્પત્તિનો કાળ હોય તે પર્યાય સ્વકાળે પોતાથી ઉત્પન્ન થાય છે. તેની પર્યાયની ઉત્પત્તિ બીજો કરી દે એમ છે જ નહિ. જન્મક્ષણ એટલે પર્યાયની ઉત્પત્તિનો કાળ હોય ત્યારે તે સ્વતંત્ર ઉત્પન્ન થાય છે. આ પરમાગમ-મંદિરના નિર્માણનો એનો કાળ હતો નથી તેથી તેના કાળે તે થયું છે, બીજાએ કોઈએ કર્યું છે એમ છે જ નહિ. બીજાએ કર્યું એમ કહેવું એ તો તે વખતે નિમિત્ત કોણ હતું એનું જ્ઞાન કરાવે છે.


PDF/HTML Page 971 of 4199
single page version

બે કારણ કહ્યાં છે ને?

હા, એક યથાર્થ કારણ છે અને બીજું ઉપચારથી કારણ છે. અજ્ઞાની વ્યાપ્યવ્યાપકપણે રાગને કરે છે. રાગનો વ્યાપક આત્મા અને રાગ એનું વ્યાપ્ય એમ અજ્ઞાનપણે છે. તે રાગ નવા કર્મબંધમાં નિમિત્ત છે. ત્યાં નિમિત્ત દેખીને મેં કર્મ બાંધ્યાં એમ અજ્ઞાની માને છે. અજ્ઞાનીએ કર્યા છે તો રાગ-દ્વેષ; તથાપિ કર્મબંધને મેં કહ્યું એવો તેનો જે વિકલ્પ છે તે ઉપચાર જ છે, પરમાર્થ નથી. આ વાત ગાથા ૧૦પ માં આવે છે.

જડકર્મના બંધની પર્યાયનો કર્તા આત્મા છે એમ બીલકુલ છે જ નહિ. કર્મબંધની જે પર્યાય થઈ તે પુદ્ગલજનું વ્યાપ્ય છે અને પુદ્ગલ તેમાં વ્યાપક એટલે કર્તા છે. એ આત્માનં વ્યાપ્ય કર્મ છે જ નહિ. અજ્ઞાની જેટલા રાગદ્વેષ કરે તેટલા પ્રમાણમાં નવા કર્મનો બંધ થાય છે. ત્યાં રાગદ્વેષમાં અજ્ઞાનીને વ્યાપ્યવ્યાપકપણું છે પણ કર્મબંધ સાતે એને વ્યાપ્યવ્યાપકપણું નથી. અજ્ઞાની રાગાદિ કરે છે, પણ કર્મબંધનનું કામ કરે છે એમ છે જ નહિ. અહીં તો એમ સિદ્ધ કરવું છે કે જે રાગ-દ્વેષને ઉપાદેય માનીને પરિણમે છે. એવા અજ્ઞાનીનું પરિણમન નવા કર્મબંધનમાં નિમિત્ત થાય છે. અરે! જેને ભગવાન આત્મા હેય થઈ ગયો છે એવો અજ્ઞાની જીવ નવન કર્મબંધનનું નિમિત્ત થાય છે. અરે પ્રભુ! આવો અવતા મળ્‌યો એમાં પોતાની શુદ્ધ ત્રિકાળી ચીજની દ્રષ્ટિ ન થઈ તો તારા ઉતારા કયાં થશે? પછી તને શરણ નહિ મે હોં! ભગવાન! હમણાં જ આ સમજણ કરી લેવા યોગ્ય છે.

કહે છે-અંદરમાં વ્યાપ્યવ્યાપકભાવથી માટી ઘડાને કરે છે અને ભાવ્યભાવકભાવથી માટી જ ઘડાને ભોગવે છે. જુઓ, માટી જ ઘડાનો કર્તા અને ભોક્તા છે, કુંભાર નહિ. માટી કર્તા થઈને ઘડારૂપ કાર્યને કરે છે અને માટી પોતે ભાવ્ય નામ ભોગવવા યોગ્ય ઘડારૂપ પર્યાયને ભાવકપણે ભોગવે છે. શ્રી અકલંકદેવ તત્ત્વાર્થરાજવાર્તિકમાં આ વાત લીધી છે કે પુદ્ગલ પણ પુદ્ગલને ભોગવે છે. પુદ્ગલમાં પણ ભોક્તા નામની શક્તિ છે. પુદ્ગલ પોતાની પર્યાયને કરે છે અને પોતાની પર્યાયને ભોગવે છે. અહાહા...! જૈનદર્શન બહુ સૂક્ષ્મ છે ભાઈ! તે સમજવા ઉપાયોગ સૂક્ષ્મ રાખીને ઘણો પ્રયત્ન કરવો જોઈએ. અનંતકાળમાં પોતાની વાસ્તવિક ચીજ શું છે તે લક્ષમાં લીધું નથી એટલે દુર્લભ લાગે પણ અશકય નથી; દુર્લભ તો છે.

માટી ઘડાની પર્યાયને કરે છે અને માટી ઘડાની પર્યાયને ભોગવે છે. અહીં ઘડાની પર્યાય માટી અંતર્વ્યાપક કહેલ છે એટલે બાહ્યવ્યાપક બીજી ચીજ છે એમ અર્થ નથી. બહારમાં બીજી ચીજ-કુંભાર તો પોતામાં વ્યાપ્યવ્યાપકભાવથી ઘડાની ઉત્પત્તિને અનુકૂળ એવા, ઈચ્છારૂપ અને હસ્તાદિની ક્રિયારૂપ, પોતાના વ્યાપારનેકરે છે અને ઘડા વડે કરેલો પાણીનો જે ઉપયોગ તેનાથી ઉપજેલી તૃપ્તિને ભાવ્યભાવકભાવથી ભોગવે છે.


PDF/HTML Page 972 of 4199
single page version

આ તો બહુ ગંભીર શાસ્ત્ર છે. સમયસાર જગતનું અજોડ ચક્ષુ છે. તેને સમજવા ધ્યાનથી બહુ અભ્યાસ કરવો જોઈએ. સંસારના ભણતરમાં બી. એ. એમ. એ. આદિ થવામાં કેટલાં વર્ષ મહેનત કરે છે! છતાં એ તો બધું અજ્ઞાન જ છે. અરે ભાઈ! અનંતવાર એ બધું કર્યું છે. આ તત્ત્વજ્ઞાનના અભ્યાસ માટે વખત લેવો જોઈએ. કુંભાર ઘડાની ઉત્પત્તિમાં અનુકૂળ એવા ઈચ્છારૂપ અને હસ્તાદિકની ક્રિયારૂપ પોતાના વ્યાપારને કરે છે. અને ઘડાના ઉપયોગથી ઉપજેલી તૃપ્તિને કુંભાર અનુભવે-ભોગવે છે. એવો કુંભાર ઘડાને કરે છે અને ભોગવે છે એવો લોકોનો અનાદિથી રૂઢ વ્યવહાર છે. અંદરમાં માટી ઘડાની પર્યાયને કરે છે અને ઘડાની પર્યાયને ભોગવે છે. બહારમાં કુંભાર પોતાની ઈચ્છા અને યોગના કંપનરૂપ પોતાના કાર્યને વ્યાપ્યવ્યાપકભાવથી કરે છે અને ઘડાના ઉપયોગથી ઉપજેલી તૃપ્તિને પોતે ભોગવે છે. આ દેખીને અજ્ઞાનની એમ લાગે છે કે ઘડાનો કર્તા અને ઘડાનો ભોક્તા કુંભાર છે. આવું માનનાર મિથ્યાદ્રષ્ટિ છે. ઘડાની પર્યાયમાં વ્યાપ્યવ્યાપક અને ભાવ્યભાક પુદ્ગલ છે. આત્મા (કુંભાર) ઘડાને કરે છે અને ભાવ્યભાવકપણે ભોગવે છે એમ છે જ નહિ. આ દ્રષ્ટાંત થયું. હવે સિદ્ધાંત કહે છે. - ‘તેવી રીતે, અંદરમાં વ્યાપ્યવ્યાપકભાવથી પુદ્ગલદ્રવ્ય કર્મને કરે છે અને ભાવ્યભાવકભાવથી પુદ્ગલદ્રવ્ય જ કર્મને ભોગવે છે.’ જુઓ, પુદ્ગલ વ્યાપક અને કર્મ એનું વ્યાપ્ય છે. તેથી જડકર્મને વ્યાપ્યવ્યાકભાવે પુદ્ગલ કરે છે. અને પુદ્ગલદ્રવ્ય જ કર્મને ભોગવે છે. પુદ્ગલ પોતે ભાવ્ય એટલે ભોગવવા યોગય કર્મની અવસ્થાને ભાવકપણે ભોગવે છે. પુદ્ગલદ્રવ્યમાં એવી ભોક્તા શક્તિ છે જેથી પુદ્ગલ કર્મને ભોગવે છે. કર્મની પ્રકૃતિબંધના ચાર પ્રકાર છેઃ પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ અને અનુભાગબંધ. તત્ત્વાર્થસૂત્રમાં આવે છે - ‘विपाको अनुभवः’ કર્મના વિપાકોના અનુભવ જીવ કરે છે. પણ આ તો વ્યવહારનું નિમિત્તથી કથન છે. ખરેખર કર્મનો અનુભવ જીવ કરતો નથી. કર્મનો વિપાક તો કર્મમાં છે. જીવ તો પોતાના રાગદ્વેષનો અનુભવ કરે છે. અહીં કહે છે કે વ્યાપ્યવ્યાપકભાવથી પુદ્ગલ કર્મનું કર્તા છે અને ભાવ્યભાવકભાવથી પુદ્ગલ જડકર્મનું ભોક્તા છે ‘તોપણ, બહારમાં, વ્યાપ્યાપકભાવથી અજ્ઞાનને લીધુ પુદ્ગલકર્મના સંભવને અનુકૂળ એવા પોતાના રાગાદિક પરિણામને કરતો અને પુદ્ગકર્મના વિપાકથી ઉત્પન્ન થયેલી વિષયોની જે નિકટતા તેનાથી ઊપજેલી પોતાની સુખદુઃખરૂપ પરિણતિને ભાવ્યભાવકભાવ વડે અનુભવતો-ભોગવતો એવો જીવ પુદ્ગલકર્મને કરે છે અને ભોગવે છે એવો અજ્ઞાનીઓનો સંસારથી પ્રસિદ્ધ વ્યવહારછે.’ બહારમાં જીવ અજ્ઞાના કારણે વ્યાપ્યવ્યાપકભાવથી પોતાના રાગાદિક પરિણામને કરે છે, અને વિષયોની નિકટતાથી ઊપજેલી પોતાની સુખદુઃખરૂપ પરિણતિને ભાવ્યભાવક-


PDF/HTML Page 973 of 4199
single page version

ભાવથી જીવ ભોગવે છે. જેમ ઘડાની અવસ્થામાં કુંભારનો રાગ વ્યાપક છે એમ નથી તેમ પુદ્ગલકર્મની અવસ્થામાં જીવનો રાગ વ્યાપક થઈને પુદ્ગલકર્મ કરે છે એમ નથી. પુદ્ગલદ્રવ્ય જ વ્યાપ્યવ્યાપકપણે કર્મ કરે છે અને પુદ્ગલદ્રવ્ય જ ભાવ્યભાવકભાવથી જડ કર્મને ભોગવે છે. જે કાળે જડકર્મનો પુદ્ગલકર્તા અને ભોક્તા થાય છે તે કાળમાં જીવ તેને અનુકૂળ રાગ-દ્વેષ કરે છે. નિમિત્તને અનુકૂળ કહેવામાં આવે છે, અને સામેની ચીજ ઉપાદાનને અનુરૂપ કહેવામાં આવે છે. ગાથા ૮૬માં અનુકૂળ અને અનુરૂપની વાત આવે છે. નૈમિત્તિકને અનુરૂપ કહે છે. કર્મ પોતાથી બંધાય છે તેમાં અજ્ઞાનીના રાગ-દ્વેષ અનુકૂળ છે એટલે નિમિત્ત છે.

આ તો સિદ્ધાંતની ભાષા છે. થોડા શબ્દોમાં ગંભીર ભાવો ભર્યા છે. જડકર્મ પોતામાં પોતાના કારણે વ્યાપ્યવ્યાપકપણે એટલે કર્તાકર્મપણે પરિણમે છે. તેમાં જીવના વિકારી પરિણામ અનુકૂળ નિમિત્ત છે. તેમ જડકર્મ પોતામાં ભાવ્યભાવકપણે પોતાને ભોગવે છે. ત્યાં જીવના વિકારી પરિણામ અનુકૂળ નિમિત્ત છે. કર્તા-ભોક્તાપણે પુદ્ગલકર્મની અવસ્થા તો પોતે પોતાથી થઈ છે તે કાળે જીવના રાગાદિ પરિણામ અનુકૂળ નિમિત્ત છે. નિમિત્ત છે તો પુદ્ગલકર્મની પર્યાય થઈ છે એમ નથી. આવી વસ્તુ છે, ભાઈ! થોડો ન્યાય ફરે તો આખી વસ્તુ ફરી જાય. જેમ કોઈ નદીના કાંઠે ઊભો રહીને પાણીને જુએ તેમ પુદ્ગલમાં જ્યારે કાર્ય થાય છે ત્યારે નજીકમાં કાંઠે રહેલી જે ભિન્ન ચીજ છે તેને એનું નિમિત્ત કહેવામાં આવે છે. આવી સર્વજ્ઞ પરમેશ્વરની દિવ્યધ્વનિમાં આવેલી આ વાત છે.

પ્રથમ માટીનું દ્રષ્ટાંત આપીને સિદ્ધાંત સમજાવ્યો છે. કર્મની જ્ઞાનાવરણરૂપ જે અવસ્થા થાય તેમાં પરમાણુ પોતે અંતર્વ્યાપક થઈને વ્યાપ્ય કર્મની પર્યાયને કરે છે, તેમાં જીવનો રાગ નિમિત્ત છે. તેમ વિપાકને પ્રાપ્ત થયેલી તે કર્મની પર્યાય છૂટી જાય છે ત્યાં પુદ્ગલ તે કર્મની પર્યાયને ભોગવે છે. કર્મની અવસ્થા ભાવ્ય અને પુદ્ગલ તેનું ભાવક છે; અને તેમાં અજ્ઞાનીનો રાગ તેને અનુકૂળ નિમિત્ત છે. તે રાગને કરતો અને વિષયોની નિકટતાથી ઊપજેલી પોતાની સુખદુઃખરૂપ પરિણતિને ભોગવતો (અજ્ઞાની) જીવ પુદ્ગલકર્મને કરે છે અને ભોગવે છે એવો અજ્ઞાનીઓનો અનાદિ સંસારથી પ્રસિદ્ધ વ્યવહાર છે, અને તે જૂઠો વ્યવહાર છે.

જુઓ, અજ્ઞાની ભાવ્યભાવકભાવથી વિષયોની નિકટતાથી ઊપજેલી પોતાની સુખદુઃખરૂપ પરિણતિને ભોગવે છે પણ વિષયોને ભોગવતો નથી. સ્ત્રીના શરીરને, દાળ- ભાત-લાડુને કે મોસંબી ના રસને તે ભોગવતો નથી. સ્ત્રી, શરીર, કુટુંબ, ધનસંપત્તિ ઈત્યાદિ જે નિકટ આવ્યાં છે તેમાં લક્ષ કરીને અજ્ઞાની પોતાના હરખશોકના પરિણામને ભાવ્યભાવકપણે ભોગવે છે પણ તે પર પદાર્થોને ભોગવતો નથી. વીંછીના ડંખને તે ભોગવતો


PDF/HTML Page 974 of 4199
single page version

નથી પણ તે ડંખ -સમયે જે દ્વેષ ના વિકારી પરિણામ થાય તેને તે ભોગવે છે. કર્મવિપાકને અનુકૂળ જે જે કલ્પના થાય તેને તે અનુભવે છે. અનુકૂળનો અર્થ નિમિત્ત છે, પણ નિમિત્ત કર્તા નથી. ઈષ્ટોપદેશ ગાથા ૩પ માં આવે છે કે કાર્યની ઉત્પત્તિમાં જે અનુકૂળ નિમિત્ત હોય છે તે બધાં ધર્માસ્તિકાયવત્ ઉદાસીન નિમિત્ત છે. પ્રેરક નિમિત્ત હો કે ઉદાસીન. કાર્યની ઉત્પત્તિમાં તે ઉદાસીન નિમિત્ત જ છે. પરને નિકટ દેખીને હું પરને ભોગવું છું એવી માન્યતા અજ્ઞાન છે, મિથ્યાત્વ છે.

આવી પરમ સત્ય વાત બહાર આવી છે. કોઈ ન માને તો ન માનો, વા આ તો નિશ્ચય છે એમ કહી નિંદા કરે તો કરો; પણ માર્ગ તો આજ છે ભાઈ! નિયમસારમાં (ગાથા ૧૮૬માં) આવે છે કે લોકાત્તર એવો જિનેશ્વરભગવાનનો માર્ગ જેને ન બેસે તે સ્વરૂપવિકળ લોકો માર્ગની નિંદા કરે તો તું માર્ગની અભક્તિ કરીશ નહી; ભક્તિ જ કરજે.

એક છોકરો હતો. એક બીજા છોકરાએ તેને થપાટ મારી. ત્યારે ત્યાંથી પસાર થતા કોઈ સજ્જન પુરુષે તેને ઠપકો આપ્યો. તો તે બીજો છોકરો કહેવા લાવ્યો. - “શાસ્ત્રમાં તો એમ આવે છે કે કોઇ કોઈને મારી શકતું નથી.” અરે ભાઈ! આવા કુતર્ક ન શોભે. મારવાનો જે ભાવ (ક્રોધનો) થયો તે આત્માનું કાર્ય છે અને તે આત્માની પોતાની હિંસાનો જ ભાવ છે. પરદ્રવ્યોનો આત્મા કર્તા-ભોક્તા નથી પણ પોતાના રાગદ્વેષ પરિણામોનો તો અજ્ઞાની અવશ્ય કર્તા-ભોક્તા છે.

* ગાથા ૮૪ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘પુદ્ગલકર્મને પરમાર્થે પુદ્ગલદ્રવ્ય જ કરે છે; જીવ તો પુદ્ગલકર્મની ઉત્પત્તિને અનુકૂળ એવા પોતાના રાગાદિક પરિણામોને કરે છે.’

જુઓ, પુદ્ગલકર્મ છે તે પર્યાય છે અને તેને પુદ્ગલદ્રવ્ય જ કરે છે, જીવ નહિ. જીવ તો પુદ્ગલકર્મની ઉત્પત્તિને અનુકૂળ એવા પોતાના રાગ-દ્વેષના પરિણામને કરે છે. કર્મનો બંધ થાય એમાં જીવના રાગાદિ પરિણામ નિમિત્ત છે; પણ એનાથી પુદ્ગલકર્મની પર્યાય થાય છે એમ નથી. લ્યો, અહીં તો નિમિત્તથી થતું નથી એમ સ્પષ્ટ કહ્યું છે.

‘વળી પુદ્ગલદ્રવ્ય જ પુદ્ગલકર્મને ભોગવે છે; જીવ તો પુદ્ગલકર્મના નિમિત્તથી થતા પોતાના રાગાદિક પરિણામોને ભોગવે છે.’ અહીં એમ કહ્યું કે પુદ્ગલકર્મના નિમિત્તથી થતા પોતાના પરિણામોને જીવ ભોગવે છે. જીવ પોતાના વિકારી પરિણામને કરે છે અને તે પરિણામ ભોગવે છે. જીવ કર્મને ભોગવે છે એમ છે જ નહિ પુદ્ગલદ્રવ્ય જ પુદ્ગલકર્મને ભોગવે છે.

‘પરંતુ જીવ અને પુદ્ગલનો આવો નિમિત્તનૈમિત્તિકભાવ દેખીને અજ્ઞાનીને એવો ભ્રમ છે કે પુદ્ગલકર્મને જીવ કરે છે અને ભોગવે છે’ હું રાગદ્વેષ કરું છું તો પુદ્ગલ-


PDF/HTML Page 975 of 4199
single page version

કર્મનો બંધ થાય છે એમ અજ્ઞાની ભ્રમથી માને છે મેં રાગદ્વેષ કર્યો તેથી કર્મને બંધાવું પડયું એમ અજ્ઞાની માને છે. પણ એમ છે નહિ. તે સમયે કર્મની પર્યાય જે થવા યોગ્ય હતી તે પુદ્ગલથી થઈ છે. તેની ઉત્પત્તિની તે જન્મક્ષણ છે. રાગ કર્યો માટે ચારિત્રમોહનો બંધ થયો એમ છે જ નહિ. કર્મનું પરિણમન પોતાથી સ્વકાળે સ્વતંત્ર થયું છે. આમ વસ્તુસ્થિતિ છે. છતાં જીવ પુદ્ગલકર્મને કરે છે અને ભોગવે છે. એવો અજ્ઞાનીનો અનાદિકાળથી પ્રસિદ્ધ વ્યવહાર છે.

‘પરમાર્થે જીવ-પુદ્ગલની પ્રવૃત્તિ ભિન્ન હોવા છતાં, જ્યાં સુધી ભેદજ્ઞાન ન હોય ત્યાં સુધી બહારથી તેમની પ્રવૃત્તિ એક જેવી દેખાય છે.’ રાગના નિમિત્તે કર્મબંધન થયું ત્યાં નિમિત્તને દેખનારાઓને પોતાથી પરમાં કાર્ય થયું એમ દેખાય છે, અજ્ઞાનીને જીવ-પુદ્ગલનું ભેદજ્ઞાન નહિ હોવાથી, બન્નેની ભિન્નતા નહિ ભાસી હોવાથી ઉપલક ‘દ્રષ્ટિએ જેવું દેખાય તેવું માની લે છે; તેથી તે એમ માને છે કે જીવ પુદ્ગલકર્મને કરે છે અને ભોગવે છે.

‘શ્રી ગુરુ ભેદજ્ઞાન કરાવી, પરમાર્થ જીવનું સ્વરૂપ બતાવીને, અજ્ઞાનીના એ પ્રતિભાસને વ્યવહાર કહે છે.’ કર્મની પર્યાયને આત્મા કરતો નથી અને કર્મની પર્યાય વિકાર ઉત્પન્ન કરતી નથી. - આવું સમજાવવાનું પ્રયોજન પરથી સ્વનું ભેદજ્ઞાન કરાવવાનું છે. અહા! જડકર્મનો કર્તા તો આત્મા નથી પણ એ સમયે જે રાગ થાય છે તે રાગનો કર્તા નિશ્ચયે આત્મા નથી.

શ્રી ગુરુ ભેદજ્ઞાન કરાવે છે એટલે ભેદજ્ઞાન કરવાનો ઉપદેશ આપે છે. કરાવે કોણ? અને ઉપદેશ આપે છે એમ કહેવું એ પણ વ્યવહારનું વચન છે. વાણીના કાળે વાણી થાય છે. વાણીની ઉત્પત્તિની તે જન્મક્ષણ છે તેથી વાણી ઉત્પન્ન થઈ છે. વિકલ્પ થયો કે હું બોલું તેથી ભાષાની પર્યાય થઈ છે એમ નથી. શ્રી ગુરુ ભેદજ્ઞાન કરાવવા સમજાવે છે કે-ભાઈ! રાગ તારું કર્તવ્ય નથી. રાગનું કર્તવ્ય માને ત્યાં સુધી અજ્ઞાન છે. રાગના નિમિત્તે કર્મ બંધાય ત્યાં તે કાળે પુદ્ગલમાં કર્મપર્યાય થવાનો કાળ છે તેથી કર્મબંધની દશા થઈ છે, તારા કારણે થઈ નથી. તેં રાગ કર્યો માટે ત્યાં કર્મબંધન થયું એમ માને એ મિથ્યાત્વ છે.

અજ્ઞાનીના એ પ્રતિભાસને વ્યવહાર કહે છે. હવે અજ્ઞાનીના આ વ્યવહારને દૂષણ દે છે. હું પરનો કર્તા-ભોક્તા છું એવો અજ્ઞાનીનો જે વ્યવહાર છે તે સદોષ છે. મિથ્યાત્વસહિત છે એમ કહે છે.

પ્રશ્નઃ– અજ્ઞાનીને તો વ્યવહાર હોતો નથી?

ઉત્તરઃ– હા, જ્ઞાની કે જેને નિજ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્માનું ભાન થયું છે તેને સહચરપણે જે રાગ હોય છે તેને વ્યવહાર કહેવામાં આવે છે. પણ એ વાત અહીં નથી.


PDF/HTML Page 976 of 4199
single page version

અહીં તો અજ્ઞાનીના રાગને વ્યવહાર કહ્યો છે. એનો અર્થ એમ છે કે અજ્ઞાની અનાદિથી રૂઢપણે હું પરદ્રવ્યનો કર્તા-ભોક્તા છું એવી વિપરીત માન્યતા સહિત જે એની રાગાદિ પ્રવૃત્તિ છે તેને અજ્ઞાનીઓનો અહીં પ્રસિદ્ધ વ્યવહાર છે એમ કહ્યું છે. અહા! જે રાગ થયો તે પોતાની જીવની પર્યાય છે અને તેના નિમિત્તે જે કર્મબંધન થયું તે જડ પુદ્ગલની પર્યાય છે. આમ હોવા છતાં અનાદિ સંસારથી અજ્ઞાનીઓ ભ્રમથી માને છે કે મને રાગ થયો તો કર્મબંધન થયું. આવા વિપરીત અજ્ઞાનમય વિકલ્પને અહીં અજ્ઞાનીનો પ્રસિદ્ધ વ્યવહાર કહ્યો છે.

[પ્રવચન નં. ૧૪૩, ૧૪૪ * દિનાંક ૧-૮-૭૬ થી ૨-૮-૭૬]
ॐ ॐ ॐ ॐ

PDF/HTML Page 977 of 4199
single page version

ગાથા–૮પ

अथैनं दूषयति–

जदि पोग्गलकम्ममिणं कुव्वदि तं चेव वेदयदि आदा।
दोकिरियावदिरित्तो
पसज्जदे सो जिणावमदं।। ८५।।

यदि पुद्गलकर्मेदं करोति तच्चैव वेदयते आत्मा।
द्विक्रियाव्यतिरिक्तः
प्रसजति स जिनावमतम्।। ८५।।

હવે આ વ્યવહારને દૂષણ દે છેઃ-

પુદ્ગલકરમ જીવ જો કરે, એને જ જો જીવ ભોગવે,
જિનને
અસંમત દ્વિક્રિયાથી અભિન્ન તે આત્મા ઠરે. ૮પ.

ગાથાર્થઃ– [यदि] જો [आत्मा] આત્મા [इदं] [पुद्गलकर्म] પુદ્ગલકર્મને [करोति] કરે [च] અને [तद् एव] તેને જ [वेदयते] ભોગવે તો [सः] તે આત્મા [द्विक्रियाव्यतिरिक्तः] બે ક્રિયાથી અભિન્ન [प्रसजति] ઠરે એવો પ્રસંગ આવે છે- [जिनावमतं] જે જિનદેવને સંમત નથી.

ટીકાઃ– પ્રથમ તો, જગતમાં જે ક્રિયા છે તે બધીયે પરિણામસ્વરૂપ હોવાથી ખરેખર પરિણામથી ભિન્ન નથી (-પરિણામ જ છે); પરિણામ પણ પરિણામીથી (દ્રવ્યથી) ભિન્ન નથી કારણ કે પરિણામ અને પરિણામી અભિન્ન વસ્તુ છે (-જુદી જુદી બે વસ્તુ નથી). માટે (એમ સિદ્ધ થયું કે) જે કોઈ ક્રિયા છે તે બધીયે ક્રિયાવાનથી (દ્રવ્યથી) ભિન્ન નથી. આમ, વસ્તુસ્થિતિથી જ (અર્થાત્ વસ્તુની એવી જ મર્યાદા હોવાને લીધે) ક્રિયા અને કર્તાનું અભિન્નપણું (સદાય) તપતું હોવાથી, જીવ જેમ વ્યાપ્યવ્યાપકભાવથી પોતાના પરિણામને કરે છે અને ભાવ્યભાવકભાવથી તેને જ અનુભવે-ભોગવે છે તેમ જો વ્યાપ્યવ્યાપકભાવથી પુદ્ગલકર્મને પણ કરે અને ભાવ્યભાવકભાવથી તેને જ ભોગવે તો તે જીવ, પોતાની અને પરની ભેગી મળેલી બે ક્રિયાથી અભિન્નપણાનો પ્રસંગ આવતાં સ્વ-પરનો પરસ્પર વિભાગ અસ્ત થઈ જવાથી (નાશ પામવાથી), અનેકદ્રવ્યસ્વરૂપ એક આત્માને અનુભવતો થકો મિથ્યાદ્રષ્ટિપણાને લીધે સર્વજ્ઞના મતની બહાર છે.

ભાવાર્થઃ– બે દ્રવ્યોની ક્રિયા ભિન્ન જ છે. જડની ક્રિયા ચેતન કરતું નથી, ચેતનની ક્રિયા જડ કરતું નથી. જે પુરુષ એક દ્રવ્યને બે ક્રિયા કરતું માને તે મિથ્યાદ્રષ્ટિ છે, કારણ કે બે દ્રવ્યની ક્રિયા એક દ્રવ્ય કરે છે એમ માનવું તે જિનનો મત નથી.


PDF/HTML Page 978 of 4199
single page version

સમયસાર ગાથા ૮પઃ મથાળું

હવે આ વ્યવહારને દૂષણ દે છે.

* ગાથા ૮પઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘પ્રથમ તો, જગતમાં જે ક્રિયા છે તે બધીય પરિણામસ્વરૂપ હોવાથી ખરેખર પરિણામથી ભિન્ન નથી (-પરિણામ જ છે)’

અહીં ક્રિયા એમ કેમ કહ્યું? પરિણામ ન કહેતાં ક્રિયા કહેવાનો આશય એમ છે કે વસ્તુમાં સહજપણે પલટતી અવસ્થા-પરિણામ હોય છે; તે પલટતી અવસ્થા-પર્યાયને ક્રિયા કહેવામાં આવે છે. કહ્યું છે ને કે-

“કર્તા પરિનામી દરવ, કરમરૂપ પરિનામ,
કિરિયા પરજયકી ફિરની, વસ્તુ એક ત્રય નામ.”

પ્રશ્નઃ– પલટતી અવસ્થામાં એક મટીને બીજી અવસ્થા થઈ ત્યાં નિમિત્ત છે તો બીજી અવસ્થા થઈને?

ઉત્તરઃ– ના, એમ નથી. ક્રિયા કહેતાં પરિણામનું પલટવું વસ્તુનું સ્વરૂપ છે. એક અવસ્થા બદલીને બીજી થાય છે ત્યાં લોકોને ભ્રમથી એમ લાગે છે કે નિમિત્ત આવ્યું માટે અવસ્થા બદલીને બીજી અવસ્થા થઈ છે; પરંતુ એમ છે જ નહિ. અહીં કહ્યું ને કે -પ્રથમ તો જગતમાં જે ક્રિયા છે તે પરિણામસ્વરૂપ છે અને તે પરિણામ જ છે. જડ અને ચેતનની પલટતી અવસ્થારૂપ જે ક્રિયા છે તે બધી પરિણામસ્વરૂપ છે.

ભાઈ! આ તો તત્ત્વજ્ઞાનની મૂળ પ્રયોજનભૂત વાત છે. બીજી વાતને જાણો કે ન જાણો, પણ આ પ્રયોજનભૂત તત્ત્વની વાત તો અવશ્ય જાણવી જોઈએ. કહે છે કે -જે ક્રિયા છે તે પરિણામસ્વરૂપ છે અને તે પરિણામ જ છે. પલટતી ક્રિયા તે દ્રવ્યનું કર્મ એટલે કાર્ય છે. પરિણામ કહો, કર્મ કહો, કાર્ય કહો કે વ્યાપ્ય કહો- એ બધું એક જ છે. વાસ્તવમાં પરિણામસ્વરૂપ ક્રિયા પરિણામથી ભિન્ન નથી. આ શરીરના હાલવાચાલવાની બદલતી અવસ્થારૂપ જે ક્રિયા થઈ તે શું આત્માએ વિકલ્પ કર્યો માટે ત્યાં શરીરમાં ક્રિયા થઈ? તો કહે છે કે ના, એમ નથી. એ પલટવારૂપ ક્રિયા પોતાના (દ્રવ્યના) પરિણામસ્વરૂપ છે. અહાહા...! આ આંગળીની હલવાની જે ક્રિયા થઈ તે ક્રિયા પોતાના પરિણામસ્વરૂપ છે. અહીં ક્રિયા અને પરિણામ ભિન્ન નથી એમ બતાવ્યું છે.

વળી, ‘પરિણામ પણ પરિણામીથી (દ્રવ્યથી) ભિન્ન નથી કારણ કે પરિણામ અને પરિણામી અભિન્ન વસ્તુ છે.’ જુઓ, જડ અને ચેતનમાં જે ક્રિયા છે તે બધીય પરિણામસ્વરૂપ છે અને તે પરિણામથી ભિન્ન નથી; અને તે પરિણામ પરિણામીથી ભિન્ન નથી, પરિણામી જ છે.


PDF/HTML Page 979 of 4199
single page version

પ્રશ્નઃ– પરિણામ પરિણામીથી ભિન્ન છે એમ આવે છે ને?

ઉત્તરઃ– હા, પણ એ વાત અહીં નથી. અહીં તો પરથી ભિન્ન પાડવાની વાત છે. સમયસાર ગાથા ૩૨૦ની ટીકામાં અને પરમાત્મપ્રકાશ ગાથા ૬૮માં જે એમ કહ્યું છે કે આત્મા મોક્ષપરિણામનો કર્તા નથી એ તો ત્યાં ત્રિકાળી શુદ્ધ ચૈતન્યસ્વરૂપની દ્રષ્ટિ કરાવવાની અપેક્ષાથી પરિણામ અને પરિણામીને ભિન્ન કહ્યા છે. જ્યારે અહીં પરથી ભિન્ન અને પોતાના દ્રવ્ય-પર્યાયથી અભિન્ન વસ્તુ છે એમ સિદ્ધ કરવું છે. તેથી કહે છે -ક્રિયા પરિણામસ્વરૂપ હોવાથી પરિણામથી ભિન્ન નથી અને પરિણામ પણ પરિણામીથી ભિન્ન નથી. પરિણામ અને પરિણામી અભિન્ન વસ્તુ છે, બે જુદી જુદી વસ્તુ નથી. પરિણામ પરિણામીએ કર્યા છે, કોઇ પરવસ્તુ એનો કર્તા છે એમ નથી યઆ વસ્તુસ્થિતિ અહીં સિદ્ધ કરી છે.

પ્રવચનસારમાં (ગાથા ૯૬માં) એમ કહ્યું છે કે-ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય દ્રવ્યના કર્તા, કરણ અને અધિકરણ છે. દ્રવ્ય છે તે ઉત્પાદ-વ્યયનું કર્તા છે એમ વાત તો આવે છે પણ ત્યાં તો ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય દ્રવ્યના કર્તા અને દ્રવ્ય કાર્ય છે એમ કહ્યું છે. એ તો ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય વડે દ્રવ્યના અસ્તિત્વની સિદ્ધિ કરવાની ત્યાં વાત છે. ભાઈ! જે અપેક્ષાથી જ્યાં જે વાત હોય તે અપેક્ષાથી ત્યાં યથાર્થ સમજવું જોઈએ.

અહીં પરિણામ અને પરિણામી ભિન્ન નથી એમ સિદ્ધ કરવું છે. અહીં પરિણામ પરથી ભિન્ન છે અને પરથી પરિણામ થતાં નથી એ વાત સિદ્ધ કરવા માગે છે. ક્રિયા પરિણામથી ભિન્ન નથી અને પરિણામ પરિણામીથી ભિન્ન નથી. જુઓ, માટીના પિંડમાંથી જે ઘડો થયો તે ક્રિયા થઈ. તે ક્રિયા પરિણામસ્વરૂપ છે, માટીના કર્મસ્વરૂપ એટલે કે કાર્યસ્વરૂપ છે. એ ક્રિયા પરિણામસ્વરૂપ હોવાથી પરિણામ જ છે. અને તે ઘડારૂપ પરિણામ (પરિણામીથી) માટીથી અભિન્ન છે. તથાપિ તે ઘડારૂપ પરિણામ કુંભારથી ભિન્ન છે. કુંભારથી ઘડો થયો છે એમ છે જ નહિ. તેવી રીતે ચોખા જે પાકે છે તે પાણીથી પાકે છે એમ નથી. ચોખા પાકવાની જે અવસ્થા થઈ તે પલટતી ક્રિયા છે. તે ક્રિયા પરિણામસ્વરૂપ છે અને પરિણામ છે તે પરિણામી દ્રવ્યથી અભિન્ન છે. માટે ચોખા પાકવાના પરિણામનું કર્તા (ચોખાનું) દ્રવ્ય છે, પાણી નહિ. ભાઈ! આ તો અધ્યાત્મનું કોઈ અલૌકિક લોજીક છે!

પ્રશ્નઃ– પાણી અગ્નિથી ઉનું થતું દેખાય છે ને?

ઉત્તરઃ– એમ નથી; અગ્નિથી પાણી ઉનું થયું નથી. પાણીની પર્યાય પહેલાં શીતરૂપ હતી તે પલટીને ગરમ થઈ. તે ક્રિયા પરિણામસ્વરૂપ છે અને પરિણામથી અભિન્ન જ છે. વળી તે પરિણામ પણ પરિણામીથી ભિન્ન નથી; પણ અગ્નિથી ભિન્ન જ છે. માટે અગ્નિથી પાણી ઉનું થયું છે એમ છે જ નહિ.

વિશ્વમાં અનંત દ્રવ્યો છે. તે અનંત અનંતપણે કયારે રહે? પોતાના પરિણામને


PDF/HTML Page 980 of 4199
single page version

પોતે ઉપજાવે તો અનંત અનંતપણે રહી શકે. પરથી ઉપજે તો બધો ખીચડો થઈ જાય અને અનંત અનંતપણે ન રહે.

પ્રશ્નઃ– તો શું અગ્નિ વિના પાણી ઉનું થયું છે? ઉત્તરઃ– હા, અગ્નિ વિના પાણી ઉનું થયું છે; કેમકે અગ્નિની પર્યાય અને પાણીની પર્યાય વચ્ચે અન્યોન્યાભાવ છે. જેમ બે દ્રવ્યો-જડ અને ચેતન દ્રવ્યો વચ્ચે અત્યંતાભાવ છે તેમ પરમાણુ, પરમાણુની પર્યાય વચ્ચે અન્યોન્યાભાવ છે. બાપુ! આ તો ધર્મની અતિ સૂક્ષ્મ વાત છે. એને સમજવા બુદ્ધિને સૂક્ષ્મ કરવી જોઈએ. કહ્યું છે ને કે- ‘હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે.’ જેમ ભરેલું ગાડું ચાલ્યું જતું હોય ત્યાં એની નીચે ચાલતા કુતરાનું માથું ઉપર ગાડાને અડકે એટલે કુતરું માની લે કે ગાડાનો ભાર હું ખેંચું છું. તેમ દુકાને બેસી માલની લે-વેચના વિકલ્પ કરે ત્યાં માને કે આ વેપારની બધી ક્રિયા મારાથી થાય છે. તે અજ્ઞાની પણ આ કુતરાના જેવી મિથ્યા કલ્પના કરે છે.

પ્રશ્નઃ– હા, પણ ગાડુ બળદથી તો ચાલે છે ને? ઉત્તરઃ– ના, ગાડુ બળદથી ચાલતું નથી પણ તે પોતાથી ચાલે છે. એક એક રજકણ પોતાની પર્યાયથી સ્વતંત્ર ગતિ કરે છે. પરના કારણે ગતિ થતી નથી. પ્રશ્નઃ– મોટર પેટ્રોલથી ચાલે છે એ તો દેખીતું સત્ય છે ને?

ઉત્તરઃ– ના, મોટર પેટ્રોલથી ચાલે છે એમ બીલકુલ નથી. મોટરનો એક એક પરમાણુ પોતાની ક્રિયાવર્તી શક્તિથી સ્વતંત્ર ગતિ કરે છે. ભાઈ! આવા શુદ્ધ નિર્ભેળ તત્ત્વની ખબર વિના કોઈ બહારથી વ્રત -પડિમા લઈ લે અને તેથી ધર્મ થશે એમ માને પણ એથી તો મિથ્યાત્વ થાય છે. આવી વાત છે.

પ્રશ્નઃ– મોટર ચાલે એને લઈને અંદરના મુસાફરની ગતિ થાય છે એ તો બરાબર છે ને?

ઉત્તરઃ– ના, એમ નથી. મોટરની ગતિ મોટરના કારણે થાય છે અને મુસાફરની ગતિ મુસાફરના પોતાના કારણે થાય છે. કોઈનાથી કોઈની ગતિ છે એમ છે જ નહિ. સમજાય છે કાંઈ? હા, સમજાય તો છે પણ અંદર વાત બેસતી નથી. સમજીને બેસાડે તો બેસે એમ છે. દરેક પરમાણુ અને દરેક જીવની અવસ્થા પ્રથમ હતી તે પલટીને બીજી થઈ તે ક્રિયા છે. તે ક્રિયા પરિણામસ્વરૂપ હોવાથી પરિણામથી