Pravachan Ratnakar (Gujarati). Gatha: 144.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 71 of 210

 

PDF/HTML Page 1401 of 4199
single page version

કથન કરવાની શક્તિ છે, પણ વસ્તુનું પરિણમન કરવાની શક્તિ નથી. હવે કોઈ જીવ શબ્દો સાંભળીને, તેનો વિકલ્પ મટાડીને ચિત્સ્વભાવનો પુંજ એવા આત્મામાં એકાગ્ર થાય છે તો તે સમકિતની દશાને, સ્વાનુભવની દશાને પામે છે. ત્યારે શબ્દોને નિમિત્ત કહેવામાં આવે છે. પણ નિમિત્તથી વસ્તુ જણાય છે, પ્રાપ્ત થાય છે એમ છે નહિ.

અરે! મુંબઈથી મદ્રાસ જતાં દરિયામાં એકાએક એરોપ્લેન તૂટી પડયું અને ૯૦ માણસો ક્ષણમાં મરણને શરણ થયા! ભાઈ! આવાં (મરણનાં) દુઃખ તેં અનંતવાર સહન કર્યાં છે. જે ક્ષણે દેહ છૂટવાનો હોય તે ક્ષણે છૂટી જાય, એક ક્ષણ પણ આગળ-પાછળ ન થાય. આ લસણ અને ડુંગળીની કટકીમાં અસંખ્ય શરીર છે. પ્રત્યેક શરીરમાં અનંત જીવો છે. તેલમાં નાખીને તળે ત્યાં તે જીવોના દુઃખનું શું કહેવું? એ બધા કંદમૂળ અનંતકાય અભક્ષ્ય છે. જૈન કે આર્યને એવો ખોરાક ન હોય. પણ અરે! એને તળીને ખાય! (નામધારી જૈનને પણ ન શોભે.) ભાઈ! સ્વરૂપને ભૂલીને આમ અનંતવાર તું તળાઈ ગયો છું, અનંતવાર ભરખાઈ ગયો છું. ભગવાન! તું તને ભૂલી ગયો! તું ચિત્સ્વભાવનો પુંજ છે પ્રભુ! અહીં કહે છે-એવા ચૈતન્યસ્વભાવ વડે પોતાનાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય કરાય છે. વિકલ્પમાત્ર આત્માના સ્વભાવમાં નથી. ધીરાનાં કામ છે, બાપા! આ તો વીતરાગનો માર્ગ છે. તે વીતરાગ ભાવથી જ પ્રગટ થાય છે. ત્રિકાળી તેજનો પુંજ પ્રભુ આત્મા છે, તે વડે ભાવિત થઈને નિર્મળ પર્યાયની દશા ઉત્પન્ન થાય છે અને તેને ધર્મ કહેવામાં આવે છે.

ભગવાન સર્વજ્ઞદેવનું આ ફરમાન છે. શ્રીમદે એકવાર કહ્યું કે અમારો નાદ કોણ સાંભળશે? કે એક તણખલાના બે ટુકડા કરવાની તાકાત આત્મામાં નથી. મતલબ કે જડની પર્યાયનો કર્તા આત્મા નથી. તણખલાના ટુકડા એના સ્વકાળે જે થવાના હોય તે તેના કારણે થાય છે, આંગળીથી નહિ, ચપ્પુથી નહિ કે આત્માથી નહિ. એ બધાં તો નિમિત્ત છે. નિમિત્ત છે, નિમિત્ત છે એ વાતનો અહીં નિષેધ નથી પણ નિમિત્તથી ઉપાદાનનું કાર્ય થાય એ વાતનો અહીં નિષેધ કરવામાં આવે છે.

અહો! શું સરસ વાત કરી છે! કે આત્માનો ચિત્સ્વભાવ છે; રાગભાવ નહિ, પુણ્યભાવ નહિ, સંસારભાવ નહિ, એક સમયનો પર્યાયભાવ પણ એનો સ્વભાવ નહિ. આવા પોતાના ચિત્સ્વભાવના પુંજ વડે પોતાનાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય કરાય છે. અહાહા...! પોતાની વીતરાગી નિર્મળ પર્યાય ઉત્પન્ન થાય, પૂર્વની પર્યાયનો વ્યય થાય અને ધ્રુવ ધ્રુવપણે રહે તે ચિત્સ્વભાવના પુંજ વડે કરાય છે, હોય છે.

ભાઈ! ક્ષણમાં આ દેહ સ્વકાળે છૂટી જશે. માટે ચિત્સ્વભાવના પુંજરૂપ તારી વસ્તુ છે તેની ભાવના કર. આ રાગની ભાવનામાં તને દુઃખનો અનુભવ છે. માટે વિકલ્પો છોડીને સ્વરૂપમાં સાવધાન થા.


PDF/HTML Page 1402 of 4199
single page version

હવે કહે છે-જ્ઞાનસ્વભાવના પુંજ વડે જ પોતાનાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય કરાય છે- એવું જેનું પરમાર્થસ્વરૂપ હોવાથી જે એક છે એવા ‘अपारम् समयसारम्’ અપાર સમયસારને હું, ‘समस्तां बंधपद्धतिम्’ સમસ્ત બંધપદ્ધતિને ‘अपास्य’ દૂર કરીને અર્થાત્ કર્મના ઉદયથી થતા સર્વ ભાવોને છોડીને ‘चेतये’ અનુભવું છું.

આવું જ આત્માનું પરમાર્થ સ્વરૂપ છે માટે તે એક છે. તેમાં વિકલ્પ આદિ બીજી ચીજ છે જ નહિ. આવા નિજ સ્વભાવની ભાવના થતાં એકરૂપ નિર્મળ દશા પ્રગટ થાય છે, પર્યાય અને દ્રવ્ય એકમેક થઈ જાય છે; એટલે કે ત્યાં ભેદનું લક્ષ રહેતું નથી.

પ્રભુ તું કોણ છો અને તને ધર્મ કેમ થાય એની આ વાત ચાલે છે. કહે છે-આવું જેનું પરમાર્થસ્વરૂપ હોવાથી જે એક છે એવા અપાર સમયસારને હું અનુભવું છું. જેનો જ્ઞાન, આનંદ, શાંતિ, સ્વચ્છતા ઇત્યાદિ-અપાર અનંત સ્વભાવ છે એવો સમયસાર છે. એવા સમયસારને હું સમસ્ત બંધપદ્ધતિને-વિકલ્પોને છોડીને અનુભવું છું. જુઓ, હું શુદ્ધ છું એવો વિકલ્પ પણ બંધપદ્ધતિરૂપ છે, તેને છોડીને હું સમયસારને અનુભવું છું. કર્મના ઉદયથી ઉત્પન્ન થતા સર્વ ભાવોને છોડીને હું અપાર એવા સમયસારને અનુભવું છું પંચમહાવ્રતનો જે વિકલ્પ ઉઠે છે તે બંધપદ્ધતિમય છે; તે વિકલ્પને છોડીને હું સમયસારને અનુભવું છું એમ આચાર્યદેવ કહે છે. માનો કે ન માનો; ભગવાન! માર્ગ તો આ છે.

સંવત ૪૯ની સાલમાં શ્રી કુંદકુંદાચાર્ય વિદેહક્ષેત્રમાં પધાર્યા હતા. આઠ દિવસ ત્યાં રહ્યા હતા. કેવળી અને શ્રુતકેવળીનો પરિચય કરીને પછી ભરતમાં પધાર્યા હતા. પોતે વીતરાગભાવમાં ઝૂલતા હતા. તેમણે આ પરમાગમ શાસ્ત્રો રચ્યાં છે. તેઓ એમ કહે છે કે છઠ્ઠા ગુણસ્થાને પંચમહાવ્રતાદિનો શુભરાગ હોય છે. તેને છોડીને મુનિ પોતાના ચિત્સ્વભાવને અનુભવે છે. મુનિને સાતમું ગુણસ્થાન નિર્વિકલ્પ ધ્યાનમાં પ્રગટ થાય છે. આવી અલૌકિક મુનિદશા છે.

* કશળ ૯૨ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘નિર્વિકલ્પ અનુભવ થતાં, જેના કેવળજ્ઞાનાદિ ગુણોનો પાર નથી એવા સમયસારરૂપી પરમાત્માનો અનુભવ જ વર્તે છે, ‘હું અનુભવું છું’ એવો પણ વિકલ્પ હોતો નથી-એમ જાણવું.’

ચોથા ગુણસ્થાને આત્માના સ્વરૂપનો નિર્વિકલ્પ અનુભવ થતાં જેના કેવળજ્ઞાનાદિ ગુણોનો પાર નથી એવા સમયસારરૂપી પરમાત્માનો અનુભવ જ વર્તે છે. પાંચમા ગુણસ્થાનવાળા શ્રાવકને તો સમ્યગ્દર્શન ઉપરાંત ઘણી શાંતિ વધી છે. અને મુનિદશાની તો શી વાત! એ તો પ્રચુર આનંદ અને શાંતિના સ્વામી છે. અહાહા...! કેવળજ્ઞાનાદિ એટલે એકલું જ્ઞાન, એકલું દર્શન, એકલું સુખ, એકલું વીર્ય, એકલી પ્રભુતા ઇત્યાદિ


PDF/HTML Page 1403 of 4199
single page version

અપાર અનંત-ગુણનો પિંડ પ્રભુ સમયસાર આત્મા છે. મુનિરાજને તેનું સ્વાનુભવમાં પ્રચુર સંવેદન છે. અનુભવ કાળે ‘હું અનુભવું છું’ એવો વિકલ્પ હોતો નથી; માત્ર પરમસ્વરૂપ પરમાત્માનો અનુભવ જ વર્તે છે.

આ લક્ષ્મીનો સ્વામી થાય એ તો જડનો સ્વામી છે; અને ધર્મી સ્વાનુભવજનિત આનંદનો સ્વામી છે. અહા! ધર્મીને નિર્વિકલ્પ અનુભવ થાય ત્યારે ‘હું અનુભવું છું’ એવો વિકલ્પ પણ રહેતો નથી એવી અદ્ભુત અલૌકિક ધર્મીની દશા છે.

[પ્રવચન નં. ૧૯૭-૧૯૮ * દિનાંક ૧૦-૧૦-૭૬ અને ૧૧-૧૦-૭૬]

PDF/HTML Page 1404 of 4199
single page version

पक्षातिक्रान्त एव समयसार इत्यवतिष्ठते–

सम्मद्दंसणणाणं एसो लहदि त्ति णवरि ववदेसं।
सव्वणयपक्खरहिदो भणिदो जो सो समयसारो।। १४४ ।।
सम्यग्दर्शनज्ञानमेष लभत इति केवलं व्यपदेशम्।
सर्वनयपक्षरहितो भणितो यः स समयसारः।। १४४ ।।

પક્ષાતિક્રાંત જ સમયસાર છે એમ નિયમથી ઠરે છે-એમ હવે કહે છેઃ-

સમ્યક્ત્વ તેમ જ જ્ઞાનની જે એકને સંજ્ઞા મળે,
નયપક્ષ સકલ રહિત ભાખ્યો તે ‘સમયનો સાર’ છે. ૧૪૪.

ગાથાર્થઃ– [यः] જે [सर्वनयपक्षरहितः] સર્વ નયપક્ષોથી રહિત [भणितः] કહેવામાં આવ્યો છે [सः] તે [समयसारः] સમયસાર છે; [एषः] આને જ (-સમયસારને જ) [केवलं] કેવળ [सम्यग्दर्शनज्ञानम्] સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન [इति] એવી [व्यपदेशम्] સંજ્ઞા (નામ) [लभते] મળે છે. (નામ જુદાં હોવા છતાં વસ્તુ એક જ છે.)

ટીકાઃ– જે ખરેખર સમસ્ત નયપક્ષો વડે ખંડિત નહિ થતો હોવાથી જેનો સમસ્ત વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે એવો છે, તે સમયસાર છે; ખરેખર આ એકને જ કેવળ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનનું નામ મળે છે. (સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન સમયસારથી જુદાં નથી, એક જ છે.)

પ્રથમ, શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવ આત્માનો નિશ્ચય કરીને, પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે, પર પદાર્થની પ્રસિદ્ધિનાં કારણો જે ઇંદ્રિયદ્વારા અને મન દ્વારા પ્રવર્તતી બુદ્ધિઓ તે બધીને મર્યાદામાં લાવીને જેણે મતિજ્ઞાન-તત્ત્વને (-મતિજ્ઞાનના સ્વરૂપને) આત્મસંમુખ કર્યું છે એવો, તથા નાના પ્રકારના નયપક્ષોના આલંબનથી થતા અનેક વિકલ્પો વડે આકુળતા ઉત્પન્ન કરનારી શ્રુતજ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને શ્રુતજ્ઞાન-તત્ત્વને પણ આત્મસંમુખ કરતો, અત્યંત વિકલ્પરહિત થઇને, તત્કાળ નિજ રસથી જ પ્રગટ થતા, આદિ-મધ્ય-અંત રહિત, અનાકુળ, કેવળ એક, આખાય વિશ્વના ઉપર જાણે કે તરતો હોય તેમ અખંડ પ્રતિભાસમય, અનંત, વિજ્ઞાનઘન, પરમાત્મારૂપ સમયસારને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યક્પણે


PDF/HTML Page 1405 of 4199
single page version

(शार्दूलविक्रीडित)
आक्रामन्नविकल्पभावमचलं पक्षैर्नयानां विना
सारो यः समयस्य भाति निभृतैरास्वाद्यमानः स्वयम्।
विज्ञानैकरसः स एष भगवान्पुण्यः पुराणः पुमान्
ज्ञानं दर्शनमप्ययं किमथवा यत्किञ्चनैकोऽप्ययम्।। ९३ ।।

(शार्दूलविक्रीडित)
दूरं भूरिविकल्पजालगहने भ्राम्यन्निजौघाच्च्युतो
दूरादेव विवेकनिम्नगमनान्नीतो निजौघं बलात्।
विज्ञानैकरसस्तदेकरसिनामात्मानमात्माहरन्
आत्मन्येव सदा गतानुगततामायात्ययं तोयवत्।। ९४ ।।

દેખાય છે (અર્થાત્ શ્રદ્ધાય છે) અને જણાય છે તેથી સમયસાર જ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે.

ભાવાર્થઃ– આત્માને પહેલાં આગમજ્ઞાનથી જ્ઞાનસ્વરૂપ નિશ્ચય કરીને પછી ઇંદ્રિયબુદ્ધિરૂપ મતિજ્ઞાનને જ્ઞાનમાત્રમાં જ મેળવી દઈને, તથા શ્રુતજ્ઞાનરૂપી નયોના વિકલ્પોને મટાડી શ્રુતજ્ઞાનને પણ નિર્વિકલ્પ કરીને, એક અખંડ પ્રતિભાસનો અનુભવ કરવો તેજ ‘સમ્યગ્દર્શન’ અને ‘સમ્યગ્જ્ઞાન’ એવાં નામ પામે છે; સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન કાંઇ અનુભવથી જુદાં નથી.

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

શ્લોકાર્થઃ– [नयानां पक्षैः विना] નયોના પક્ષો રહિત, [अचलं अविकल्पभावम्] અચળ નિર્વિકલ્પભાવને [आक्रामन्] પામતો [यः समयस्य सारः भाति] જે સમયનો (આત્માનો) સાર પ્રકાશે છે [सः एषः] તે આ સમયસાર (શુદ્ધ આત્મા) - [निभृतैः स्वयम् आस्वाद्यमानः] કે જે નિભૃત (નિશ્ચળ, આત્મલીન) પુરુષો વડે સ્વયં આસ્વાદ્યમાન છે (-આસ્વાદ લેવાય છે, અનુભવાય છે) તે- [विज्ञान–एक–रसः भगवान्] વિજ્ઞાન જ જેનો એક રસ છે એવો ભગવાન છે, [पुण्यः पुराणः पुमान्] પવિત્ર પુરાણ પુરુષ છે; [ज्ञानं दर्शनम् अपि अयं] જ્ઞાન કહો કે દર્શન કહો તે આ (સમયસાર) જ છે; [अथवा किम्] અથવા વધારે શું કહીએ? [यत् किञ्चन अपि अयम् एकः] જે કાંઈ છે તે આ એક જ છે (-માત્ર જુદાં જુદાં નામથી કહેવાય છે). ૯૩.

આ આત્મા જ્ઞાનથી ચ્યુત થયો હતો તે જ્ઞાનમાં જ આવી મળે છે એમ હવે કહે છેઃ-

શ્લોકાર્થઃ– [तोयवत्] જેમ પાણી પોતાના સમૂહથી ચ્યુત થયું થકું દૂર ગહન વનમાં ભમતું હોય તેને દૂરથી જ ઢાળવાળા માર્ગ દ્વારા પોતાના સમૂહ તરફ બળથી


PDF/HTML Page 1406 of 4199
single page version

(अनुष्टुभ्)
विकल्पकः परं कर्ता विकल्पः कर्म केवलम्।
न जातु कर्तृकर्मत्वं सविकल्पस्य नश्यति।। ९५ ।।

વાળવામાં આવે; પછી તે પાણી, પાણીને પાણીના સમૂહ તરફ ખેંચતું થકું પ્રવાહરૂપ થઈને, પોતાના સમૂહમાં આવી મળે; તેવી રીતે [अयं] આ આત્મા [निज–ओधात् च्युतः] પોતાના વિજ્ઞાનઘનસ્વભાવથી ચ્યુત થયો થકો [भूरि–विकल्प–जाल–गहने दूरं भ्राम्यन्] પ્રચુર વિકલ્પજાળના ગહન વનમાં દૂર ભમતો હતો તેને [दूरात् एव] દૂરથી જ [विवेक–निम्न– गमनात्] વિવેકરૂપી ઢાળવાળા માર્ગ દ્વારા [निज–ओधं बलात् नीतः] પોતાના વિજ્ઞાનઘનસ્વભાવ તરફ બળથી વાળવામાં આવ્યો; [तद्–एक–रसिनाम्] કેવળ વિજ્ઞાનઘનના જ રસીલા પુરુષોને [विज्ञान–एक–रसः आत्मा] જે એક વિજ્ઞાનરસવાળો જ અનુભવાય છે એવો તે આત્મા, [आत्मानम् आत्मनि एव आहरन्] આત્માને આત્મામાં જ ખેંચતો થકો (અર્થાત્ જ્ઞાન જ્ઞાનને ખેંચતું થકું પ્રવાહરૂપ થઈને), [सदा गतातुगतताम् आयाति] સદા વિજ્ઞાનઘનસ્વભાવમાં આવી મળે છે.

ભાવાર્થઃ– જેમ જળ, જળના નિવાસમાંથી કોઇ માર્ગે બહાર નીકળી વનમાં અનેક જગ્યાએ ભમે; પછી કોઇ ઢાળવાળા માર્ગ દ્વારા, જેમ હતું તેમ પોતાના નિવાસસ્થાનમાં આવી મળે; તેવી રીતે આત્મા પણ મિથ્યાત્વના માર્ગે સ્વભાવથી બહાર નીકળી વિકલ્પોના વનમાં ભ્રમણ કરતો થકો કોઇ ભેદજ્ઞાનરૂપી ઢાળવાળા માર્ગ દ્વારા પોતે જ પોતાને ખેંચતો પોતાના વિજ્ઞાનઘનસ્વભાવમાં આવી મળે છે. ૯૪.

હવે કર્તાકર્મ અધિકારનો ઉપસંહાર કરતાં, કેટલાંક કળશરૂપ કાવ્યો કહે છે; તેમાં પ્રથમ કળશમાં કર્તા અને કર્મનું સંક્ષિપ્ત સ્વરૂપ કહે છેઃ-

શ્લોકાર્થઃ– [विकल्पकः परं कर्ता] વિકલ્પ કરનાર જ કેવળ કર્તા છે અને [विकल्पः केवलम् कर्म] વિકલ્પ જ કેવળ કર્મ છે; (બીજાં કોઈ કર્તા-કર્મ નથી;) [सविकल्पस्य] જે જીવ વિકલ્પસહિત છે તેનું [कर्तृकर्मत्वं] કર્તાકર્મપણું [जातु] કદી [नश्यति न] નાશ પામતું નથી.

ભાવાર્થઃ– જ્યાં સુધી વિકલ્પભાવ છે ત્યાં સુધી કર્તાકર્મભાવ છે; જ્યારે વિકલ્પનો અભાવ થાય ત્યારે કર્તાકર્મભાવનો પણ અભાવ થાય છે. ૯પ.

જે કરે છે તે કરે જ છે, જે જાણે છે તે જાણે જ છે-એમ હવે કહે છેઃ-


PDF/HTML Page 1407 of 4199
single page version

(रथोद्धता)
यः करोति स करोति केवलं
यस्तु वेत्ति स तु वेत्ति केवलम्।
यः करोति न हि वेत्ति स क्वचित्
यस्तु वेत्ति न करोति स क्वचित्।। ९६ ।।
(इन्द्रवज्रा)
ज्ञप्तिः करोतौ न हि भासतेऽन्तः
ज्ञप्तौ करोतिश्च न भासतेऽन्तः।
ज्ञप्तिः करोतिश्च ततो विभिन्ने
ज्ञाता न कर्तेति ततः स्थितं च।। ९७ ।।

શ્લોકાર્થઃ– [यः करोति सः केवलं करोति] જે કરે છે તે કેવળ કરે જ છે [तु] અને [यः वेत्ति सः तु केवलम् वेत्ति] જે જાણે છે તે કેવળ જાણે જ છે; [यः करोति सः क्वचित् न हि वेत्ति] જે કરે છે તે કદી જાણતો નથી [तु] અને [यः वेत्ति सः क्वचित् न करोति] જે જાણે છે તે કદી કરતો નથી.

ભાવાર્થઃ– કર્તા છે તે જ્ઞાતા નથી અને જ્ઞાતા છે તે કર્તા નથી. ૯૬.

એવી જ રીતે કરવારૂપ ક્રિયા અને જાણવારૂપ ક્રિયા બન્ને ભિન્ન છે એમ હવે કહે છેઃ-

શ્લોકાર્થઃ– [करोतौ अन्तः ज्ञप्तिः न हि भासते] કરવારૂપ ક્રિયાની અંદરમાં જાણવારૂપ ક્રિયા ભાસતી નથી [च] અને [ज्ञप्तौ अन्तः करोतिः न भासते] જાણવારૂપ ક્રિયાની અંદરમાં કરવારૂપ ક્રિયા ભાસતી નથી; [ततः ज्ञप्तिः करोतिः च विभिन्ने] માટે જ્ઞપ્તિક્રિયા અને ‘કરોતિ’ ક્રિયા બન્ને ભિન્ન છે; [च ततः इति स्थितं] અને તેથી એમ ઠર્યું કે [ज्ञाता कर्ता न] જે જ્ઞાતા છે તે કર્તા નથી.

ભાવાર્થઃ– ‘હું પરદ્રવ્યને કરું છું’ એમ જ્યારે આત્મા પરિણમે છે ત્યારે તો કર્તાભાવરૂપ પરિણમનક્રિયા કરતો હોવાથી અર્થાત્ ‘કરોતિ’ ક્રિયા કરતો હોવાથી કર્તા જ છે અને જ્યારે ‘હું પરદ્રવ્યને જાણું છું’ એમ પરિણમે છે ત્યારે જ્ઞાતાભાવે પરિણમતો હોવાથી અર્થાત્ જ્ઞપ્તિક્રિયા કરતો હોવાથી જ્ઞાતા જ છે.

અહીં કોઈ પૂછે છે કે અવિરત-સમ્યગ્દ્રષ્ટિ આદિને જ્યાં સુધી ચારિત્રમોહનો ઉદય છે ત્યાં સુધી તે કષાયરૂપે પરિણમે છે તો તેને કર્તા કહેવાય કે નહિ? તેનું સમાધાનઃ-અવિરત- સમ્યગ્દ્રષ્ટિ વગેરેને શ્રદ્ધા-જ્ઞાનમાં પરદ્રવ્યના સ્વામીપણારૂપ કર્તાપણાનો અભિપ્રાય નથી; કષાયરૂપ પરિણમન છે તે ઉદયની બળજોરીથી છે; તેનો તે જ્ઞાતા છે; તેથી અજ્ઞાન સંબંધી કર્તાપણું તેને નથી. નિમિત્તની બળજોરીથી થતા પરિણમનનું ફળ કિંચિત્ હોય છે તે સંસારનું કારણ નથી. જેમ વૃક્ષની જડ કાપ્યા પછી તે વૃક્ષ કિંચિત્ કાળ રહે


PDF/HTML Page 1408 of 4199
single page version

(शार्दूलविक्रीडित)
कर्ता कर्मणि नास्ति नास्ति नियतं कर्मापि तत्कर्तरि
द्वन्द्वं विप्रतिषिध्यते यदि तदा का कर्तृकर्मस्थितिः।
ज्ञाता ज्ञातरि कर्म कर्मणि सदा व्यक्तेति वस्तुस्थिति–
र्नेपथ्ये बत नानटीति रभसा मोहस्तथाप्येष किम्।। ९८।।

अथवा नानटयतां, तथापि–

(मंदाक्रान्ता)
कर्ता कर्ता भवति न यथा कर्म कर्मापि नैव
ज्ञानं ज्ञानं भवति च यथा पुद्गलः पुद्गलोऽपि।
ज्ञानज्योतिर्ज्वलितमचलं व्यक्तमन्तस्तथोच्चै–
श्चिच्छक्तीनां निकरभरतोऽत्यन्तगम्भीरमेतत्।। ९९।।

અથવા ન રહે-ક્ષણે ક્ષણે તેનો નાશ જ થતો જાય છે, તેમ અહીં સમજવું. ૯૭.

ફરીને એ જ વાતને દ્રઢ કરે છેઃ-

શ્લોકાર્થઃ– [कर्ता कर्मणि नास्ति, कर्म तत् अपि नियतं कर्तरि नास्ति] કર્તા નક્કી કર્મમાં નથી, અને કર્મ છે તે પણ નક્કી કર્તામાં નથી- [यदि द्वन्द्वं विप्रतिषिध्यते] એમ જો બન્નેનો પરસ્પર નિષેધ કરવામાં આવે છે [तदा कर्तृकर्मस्थितिः का] તો કર્તાકર્મની સ્થિતિ શી? (અર્થાત્ જીવ-પુદ્ગલને કર્તાકર્મપણું ન જ હોય શકે.) [ज्ञाता ज्ञातरि, कर्म सदा कर्मणि] આ પ્રમાણે જ્ઞાતા સદા જ્ઞાતામાં જ છે અને કર્મ સદા કર્મમાં જ છે [इति वस्तुस्थितिः व्यक्ता] એવી વસ્તુસ્થિતિ પ્રગટ છે [तथापि बत] તોપણ અરે! [नेपथ्ये एषः मोहः किम् रभसा नानटीति] નેપથ્યમાં આ મોહ કેમ અત્યંત જોરથી નાચી રહ્યો છે? (એમ આચાર્યને ખેદ અને આશ્ચર્ય થાય છે.)

ભાવાર્થઃ– કર્મ તો પુદ્ગલ છે, તેનો કર્તા જીવને કહેવામાં આવે તે અસત્ય છે. તે બન્નેને અત્યંત ભેદ છે, જીવ પુદ્ગલમાં નથી અને પુદ્ગલ જીવમાં નથી; તો પછી તેમને કર્તાકર્મભાવ કેમ હોઈ શકે? માટે જીવ તો જ્ઞાતા છે તે જ્ઞાતા જ છે, પુદ્ગલકર્મનો કર્તા નથી; અને પુદ્ગલકર્મ છે તે પુદ્ગલ જ છે, જ્ઞાતાનું કર્મ નથી. આચાર્યે ખેદપૂર્વક કહ્યું છે કે-આમ પ્રગટ ભિન્ન દ્રવ્યો છે તોપણ ‘હું કર્તા છું અને આ પુદ્ગલ મારું કર્મ છે’ એવો અજ્ઞાનીનો આ મોહ (-અજ્ઞાન) કેમ નાચે છે? ૯૮.

અથવા જો મોહ નાચે છે તો ભલે નાચો; તથાપિ વસ્તુસ્વરૂપ તો જેવું છે તેવું જ છે- એમ હવે કહે છેઃ-

શ્લોકાર્થઃ– [अचलं] અચળ, [व्यक्तं] વ્યક્ત અને [चित्–शक्तीनां निकर–भरतः


PDF/HTML Page 1409 of 4199
single page version

अत्यन्त–गम्भीरम्] ચિત્શક્તિઓના (-જ્ઞાનના અવિભાગપરિચ્છેદોના) સમૂહના ભારથી અત્યંત ગંભીર [एतत् ज्ञानज्योतिः] આ જ્ઞાનજ્યોતિ [अन्तः] અંતરંગમાં [उच्चैः] ઉગ્રપણે [तथा ज्वलितम्] એવી રીતે જાજ્વલ્યમાન થઈ કે- [यथा कर्ता कर्ता न भवति] આત્મા અજ્ઞાનમાં કર્તા થતો હતો તે હવે કર્તા થતો નથી અને [कर्म कर्म अपि न एव] અજ્ઞાનના નિમિત્તે પુદ્ગલ કર્મરૂપ થતું હતું તે કર્મરૂપ થતું નથી; [यथा ज्ञानं ज्ञानं भवति च] વળી જ્ઞાન જ્ઞાનરૂપ જ રહે છે અને [पुद्गलः पुद्गलः अपि] પુદ્ગલ પુદ્ગલરૂપ જ રહે છે.

ભાવાર્થઃ– આત્મા જ્ઞાની થાય ત્યારે જ્ઞાન તો જ્ઞાનરૂપ જ પરિણમે છે, પુદ્ગલકર્મનો કર્તા થતું નથી; વળી પુદ્ગલ પુદ્ગલ જ રહે છે, કર્મરૂપે પરિણમતું નથી. આમ યથાર્થ જ્ઞાન થયે બન્ને દ્રવ્યના પરિણામને નિમિત્તનૈમિત્તિકભાવ થતો નથી. આવું જ્ઞાન સમ્યગ્દ્રષ્ટિને હોય છે. ૯૯.

ટીકાઃ– આ પ્રમાણે જીવ અને અજીવ કર્તાકર્મનો વેશ છોડીને બહાર નીકળી ગયા.

ભાવાર્થઃ– જીવ અને અજીવ બન્ને કર્તા-કર્મનો વેશ ધારણ કરી એક થઈને રંગભૂમિમાં દાખલ થયા હતા. સમ્યગ્દ્રષ્ટિનું જ્ઞાન કે જે યથાર્થ દેખનારું છે તેણે જ્યારે તેમનાં જુદાં જુદાં લક્ષણથી એમ જાણી લીધું કે તેઓ એક નથી પણ બે છે, ત્યારે તેઓ વેશ દૂર કરી રંગભૂમિમાંથી બહાર નીકળી ગયા. બહુરૂપીનું એવું પ્રવર્તન હોય છે કે દેખનાર જ્યાં સુધી ઓળખે નહિ ત્યાં સુધી ચેષ્ટા કર્યા કરે, પરંતુ જ્યારે યથાર્થ ઓળખી લે ત્યારે નિજ રૂપ પ્રગટ કરી ચેષ્ટા કરવી છોડી દે. તેવી રીતે અહીંપણ જાણવું.

જીવ અનાદિ અજ્ઞાન વસાય વિકાર ઉપાય બણૈ કરતા સો,
તાકરિ બંધન આન તણૂં ફલ લે સુખ દુઃખ ભવાશ્રમવાસો;
જ્ઞાન ભયે કરતા ન બને તબ બંધ ન હોય ખુલૈ પરપાસો,
આતમમાંહિ સદા સુવિલાસ કરૈ સિવ પાય રહૈ નિતિ થાસો.

આમ શ્રી સમયસારની (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં કર્તાકર્મનો પ્રરૂપક બીજો અંક સમાપ્ત થયો.

* * *
સમયસાર ગાથા ૧૪૪ઃ મથાળું

પક્ષાતિક્રાન્ત જ સમયસાર છે એમ નિયમથી ઠરે છે-એમ હવે કહે છેઃ-

હું અબદ્ધ છું, એક છું, શુદ્ધ છું-એવો જે પક્ષનો રાગ છે એને જે છોડી દે છે તે સમયસાર છે, એનું નામ આત્મા છે એમ નિયમથી ઠરે છે એ વાત હવે ગાથામાં કહે છે.


PDF/HTML Page 1410 of 4199
single page version

* ગાથા ૧૪૪ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘જે ખરેખર સમસ્ત નયપક્ષો વડે ખંડિત નહિ થતો હોવાથી જેનો સમસ્ત વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે એવો છે, તે સમયસાર છે; ખરેખર આ એકને જ કેવળ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનનું નામ મળે છે. (સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન સમયસારથી જુદાં નથી, એક જ છે.)’

હું શુદ્ધ છું, અબદ્ધ છું, એક છું-એવા જે નયપક્ષના વિકલ્પ ઉઠે તે વડે જે ખંડિત થતો નથી તે સમયસાર છે. શું કહ્યું? ભગવાન આત્મા સદા જ્ઞાનાનંદસ્વભાવી નિત્યાનંદ પ્રભુ છે; આ નયપક્ષનો વિકલ્પ છે તે તેની શાંતિનો ખંડ કરે છે. જે જીવ નયપક્ષના વિકલ્પ કરે છે તે આત્માની શાન્તિનો ખંડ એટલે ભંગ કરે છે. સમસ્ત નયપક્ષો વડે ખંડિત નહિ થતો હોવાથી એમ કહ્યું ત્યાં મતલબ એમ છે કે પૂર્વે નયપક્ષ વડે ખંડિત થતો હતો તે હવે શુદ્ધ ચૈતન્યસ્વરૂપના લક્ષે સમસ્ત નયપક્ષ છૂટી જવાથી જેને સર્વ વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે એવો તે સમયસાર છે. જુઓ, આ વીતરાગ સર્વજ્ઞદેવની વાણીનો સાર ભગવાન કુંદકુંદાચાર્યદેવ જાહેર કરે છે.

મહાવિદેહમાં વર્તમાનમાં સાક્ષાત્ સીમંધરસ્વામી સર્વજ્ઞપદે બિરાજી રહ્યા છે. પ૦૦ ધનુષ્યનો દેહ છે, ક્રોડ પૂર્વનું આયુષ્ય છે. અબજો વર્ષોથી બિરાજે છે અને હજુ અબજો વર્ષ પછી નિર્વાણપદને પામશે. ભગવાન કુંદકુંદાચાર્યદેવ ત્યાં પધાર્યા હતા. આઠ દિવસ ત્યાં રહીને ભરતમાં ભગવાનનો આ સંદેશ લાવ્યા છે. દેવસેન આચાર્ય નામના મહામુનિ થઈ ગયા. તેઓ શ્રી દર્શનસાર નામના શાસ્ત્રમાં કહે છે-‘(મહાવિદેહક્ષેત્રના વર્તમાન તીર્થંકરદેવ) શ્રી સીમંધરસ્વામી પાસેથી મળેલા દિવ્યજ્ઞાન વડે શ્રી પદ્મનંદિનાથે (શ્રી કુંદકુંદાચાર્યદેવે) બોધ ન આપ્યો હોત તો મુનિજનો સાચા માર્ગને કેમ જાણત?’ અહા! આવા શ્રી કુંદકુંદાચાર્યદેવ કહે છે કે જે ખરેખર સમસ્ત નયપક્ષો વડે ખંડિત નહિ થતો હોવાથી જેનો સમસ્ત વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે એવો છે તે સમયસાર છે. જડકર્મ, શરીરાદિ નોકર્મ અને વિકલ્પરૂપી ભાવકર્મથી જે રહિત થયો છે તે સમ્યક્ પ્રકારે સમયસાર છે. ખરેખર આ એકને જ કેવળ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનનું નામ મળે છે.

ભગવાન આત્મા જ્ઞાતા-દ્રષ્ટાના સ્વભાવથી, એકલા ચૈતન્યરસથી ભરેલું અનાદિ અનંત નિર્મળ તત્ત્વ છે. આત્મા ત્રિકાળી શુદ્ધ, એક, પરમ પવિત્ર પરમાત્મદ્રવ્ય છે એ તો બરાબર જ છે. પણ આવો જે નયપક્ષનો વિકલ્પ ઉઠે છે તે વસ્તુના સ્વભાવમાં નથી. વિકલ્પ છે તે ચૈતન્યસ્વભાવથી ભિન્ન છે. અંતરસ્વભાવની દ્રષ્ટિ થતાં જ સર્વ નયપક્ષના વિકલ્પ ખંડિત થઈને વિલય પામી જાય છે અર્થાત્ નાશ પામી જાય છે. (ઉત્પન્ન થતા નથી.) અહાહા...! હું જ્ઞાનસ્વભાવી ત્રિકાળી ધ્રુવ પરમાત્મદ્રવ્ય છું એવો વિકલ્પ પણ


PDF/HTML Page 1411 of 4199
single page version

જેમાં નથી એવો ચૈતન્યમહાપ્રભુ આત્મા છે. તેના ઉપર દ્રષ્ટિ પડતાં અર્થાત્ વર્તમાન જ્ઞાનની પર્યાય ત્રિકાળી દ્રવ્યમાં એકત્વ પામતાં સમસ્ત વિકલ્પનો વ્યાપાર જેને અટકી ગયો છે એવો તે સમયસાર છે. જેવો શુદ્ધ ચૈતન્યમય આત્મા છે તેવો નિર્વિકલ્પ અનુભવમાં આવતાં આ સમયસાર છે એમ જાણવામાં આવે છે અને એ જ આત્મા છે. આ અપૂર્વ વાત છે, ભાઈ! આ સિવાય રાગની કે વિકલ્પની વૃત્તિ ઉઠે તે અનાત્મા છે, જડ છે, અચેતન છે.

સ્વાનુભવ દશામાં પ્રગટ થતા સમ્યગ્દર્શન વિનાનાં વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ એકડા વગરનાં મીડાં છે. વળી એ રાગમાં તન્મય થવું એ મિથ્યાત્વભાવ છે. અહા! જીવ પૂર્વે અનંતવાર નગ્ન જૈન સાધુ થયો અને પંચમહાવ્રત અને અઠ્ઠાવીસ મૂલગુણનું એણે પાલન કર્યું. પણ એ તો બધો શુભરાગ હતો. તેમાં (શુભરાગમાં) એકતા કરીને પરિણમવું એ મિથ્યાત્વભાવ છે અને એનું ફળ સંસાર જ છે.

અહીં કહે છે-નયપક્ષથી રહિત થઈને જે પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપને અનુભવે છે તે સમયસાર છે. અહાહા...! એકલું જ્ઞાન-જ્ઞાન-જ્ઞાન! જાણગસ્વભાવનું દળ પ્રભુ આત્મા છે. તેની સન્મુખ થઈને તેને અનુભવતાં સમસ્ત વિકલ્પનો નાશ થઈ જાય છે અર્થાત્ ત્યારે કોઈ વિકલ્પ ઉત્પન્ન જ થતાં નથી. આને સમયસાર અર્થાત્ આત્મા કહે છે અને તે એકને જ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનનું નામ મળે છે. જુઓ, આ ચોથા ગુણસ્થાનની વાત છે. શ્રાવકપણું અને મુનિપણું તો તેનાથી આગળની કોઈ અદ્ભુત અલૌકિક દશાઓ છે. દેવ-ગુરુ-શાસ્ત્રનું બાહ્ય શ્રદ્ધાન કે નવતત્ત્વનું ભેદરૂપ શ્રદ્ધાન એ સમ્યગ્દર્શન નથી.

રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં પંડિતપ્રવર શ્રી ટોડરમલજીએ કહ્યું છે કે-‘‘જૈનમતમાં કહેલાં દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણેને માને છે તથા અન્યમતમાં કહેલાં દેવાદિ વા તત્ત્વાદિને માને નહિ તો એવા કેવળ વ્યવહારસમ્યક્ત્વ વડે તે સમ્યક્ત્વની નામને પામે નહિ, માટે સ્વ- પરભેદવિજ્ઞાનપૂર્વક જે તત્ત્વાર્થશ્રદ્ધાન હોય તે સમ્યક્ત્વ જાણવું.’’ વીતરાગસ્વભાવી શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા છે, તેનો અંતર-અનુભવ કરવો તે એકને સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન એવું નામ મળે છે, તે સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન સયમસારથી જુદા નથી, સમયસાર જ છે.

જેમ સિદ્ધ પરમાત્માને કોઈ પરદ્રવ્ય કે વિકલ્પ સાથે સંબંધ નથી તેમ પરમાનંદસ્વરૂપ ભગવાન આત્માને કોઈ પરદ્રવ્ય કે વિકલ્પ સાથે સંબંધ નથી. અરે ભાઈ! પરદ્રવ્યની વ્યવસ્થા કરે એવું આત્માનું સ્વરૂપ નથી. શુભાશુભ રાગ કરે એવું પણ આત્માનું સ્વરૂપ નથી. શુભાશુભ રાગનો જે કર્તા થાય એ મિથ્યાદ્રષ્ટિ છે, અનાત્મા છે. પરદ્રવ્યની કોઈ પર્યાયને આત્મા કરે (કરી શકે) એ તો વાત છે જ નહિ, પણ પોતાની પર્યાયમાં રાગ કરે, વિકલ્પ કરે (કર્તા થઈને) એ મિથ્યાદ્રષ્ટિ છે. જુઓ, આ કર્તાકર્મ અધિકાર


PDF/HTML Page 1412 of 4199
single page version

છે ને! વિકલ્પ કરવો એ ચૈતન્યના સ્વરૂપમાં નથી. તથાપિ કોઈ વિકલ્પનો કર્તા થાય અને વિકલ્પ પોતાનું કર્તવ્ય માને તે મિથ્યાદ્રષ્ટિ છે.

આત્મા વિજ્ઞાનઘન પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ પરમાત્મા છે, એમાં પરનો અને વિકલ્પનો કયાં અવકાશ છે? ક્ષુલ્લક ધર્મદાસજીએ એને સપ્તમ્ દ્રવ્ય કહ્યું છે. સમયસાર ગાથા ૪૯ ની ટીકામાં અવ્યક્તના છ બોલ છે. તેમાં પહેલા બોલમાં કહ્યું છે કે-‘‘છ દ્રવ્યસ્વરૂપ લોક જે જ્ઞેય છે અને વ્યક્ત છે તેનાથી જીવ અન્ય છે માટે અવ્યક્ત છે.’’ છ દ્રવ્ય જ્ઞાનમાં જણાવા લાયક છે માટે વ્યક્ત છે. તેનાથી ભગવાન આત્મા ભિન્ન છે. છમાં હોવા છતાં છ દ્રવ્યથી ભિન્ન છે માટે તેને સપ્તમ્ દ્રવ્ય કહ્યું છે. એકકોર રામ અને એકકોર આખું ગામ, અર્થાત્ આ વિશ્વના છ દ્રવ્યો બધા આત્માથી ભિન્ન છે અને આત્મા એ સર્વથી ભિન્ન છે. પોતે સ્વને જાણતાં એ સર્વને જાણે એવો એનો જ્ઞાનસ્વભાવ છે. પોતાનો સ્વપરપ્રકાશકસ્વભાવ હોવાથી પોતાને જાણતાં એ બધું સહજ જણાઈ જાય છે. પરંતુ એકલું પરને જ જાણવું એ મિથ્યાજ્ઞાન છે. સ્વભાવમાં તન્મય થઈને પોતાને જાણતાં પર જણાઈ જાય તેને વ્યવહાર કહે છે. આનું નામ સમ્યગ્જ્ઞાન છે. સમ્યગ્જ્ઞાન સ્વરૂપના અનુભવ સહિત હોય છે. સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન એ કાંઈ આત્માથી જુદો ભાવ નથી. આટલી વાત પ્રથમ કરીને હવે શરૂઆત કેમ કરવી તે હવે કહે છેઃ-

‘પ્રથમ, શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવ આત્માનો નિશ્ચય કરીને-’ શું કહ્યું? કે વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરનાં જે શાસ્ત્રો છે તેના અવલંબનથી પ્રથમ જ્ઞાનસ્વભાવ આત્માનો નિશ્ચય કરવો. આ નિર્ણય પ્રથમ વિકલ્પ દ્વારા કરવાની વાત છે. નિર્વિકલ્પ થવા માટે જ્ઞાનસ્વભાવી આત્માનો વિકલ્પથી નિર્ણય કરવો એમ કહ્યું ત્યાં એમ ન સમજવું કે આ વિકલ્પાત્મક નિર્ણય નિર્વિકલ્પનું કારણ છે. આ તો વિકલ્પાત્મક નિર્ણય પ્રથમ દશામાં હોય છે એની અહીં વાત કરી છે. હું ત્રિકાળી શુદ્ધ જ્ઞાનસ્વભાવી નિત્યાનંદસ્વરૂપ પ્રભુ આત્મા છું એમ પ્રથમ શ્રુતજ્ઞાનના અવલંબનથી રાગમિશ્રિત વિચારથી નિર્ણય કરે છે. ‘શ્રુતજ્ઞાનના અવલંબનથી’-એમ કહ્યું એનો અર્થ એમ છે કે જીવ સર્વજ્ઞદેવ અને સાચા નિર્ગ્રંથ ગુરુ આગમની જે વાત કહે તે સાંભળીને નિર્ણય કરે છે. ગુરુએ કહ્યું-વિકલ્પથી માંડીને સર્વ લોકાલોકથી ભિન્ન તારો આત્મા શુદ્ધ જ્ઞાનસ્વભાવી છે તેને તું જાણ. આમ સાંભળીને પ્રથમ તે મનના સંબંધથી વિકલ્પાત્મક નિર્ણય કરે છે તેની આ વાત છે. સમ્યગ્દર્શન તો હજી પછીની વાત છે. આ તો (વિકલ્પના) આંગણામાં ઊભો રહીને પ્રથમ અંદરનો નિર્ણય કરે છે એની વાત છે.

પ્રથમ, આત્માના અનુભવની શરૂઆત જેને કરવી છે, જેને સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું છે તેણે પ્રથમ શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવ આત્માનો નિશ્ચય કરવો એમ કહે છે. દયા, દાન આદિના વિકલ્પ છે તે વિભાવ છે, ચૈતન્યનો સ્વભાવ નથી અને ભગવાન આત્મા એનાથી ભિન્ન એકલો જાણગ-જાણગસ્વભાવી ચૈતન્યનો પિંડ છે. અનાદિનું


PDF/HTML Page 1413 of 4199
single page version

આ જ પ્રભુ આત્માનું અસ્તિત્વ છે એમ શ્રીગુરુ પાસેથી સાંભળીને હું એકલો જ્ઞાનપુંજ નિર્વિકલ્પસ્વરૂપ આત્મા છું એમ વિકલ્પ દ્વારા પ્રથમ નિર્ણય કરે છે. હવે કહે છે-

આમ નિર્ણય કરીને, ‘પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે પર પદાર્થની પ્રસિદ્ધિનાં કારણો જે ઇંદ્રિય દ્વારા અને મન દ્વારા પ્રવર્તતી બુદ્ધિઓ તે બધીને મર્યાદામાં લાવીને જેણે મતિજ્ઞાન-તત્ત્વને (-મતિજ્ઞાનના સ્વરૂપને) આત્મસંમુખ કર્યું છે...’

શું કહે છે આ? -કે જ્ઞાનસ્વરૂપ આત્મા છે એવો વિકલ્પ દ્વારા નિર્ણય કર્યો પણ એમાં આત્માની પ્રગટ પ્રસિદ્ધિ ન થઈ. નિર્ણય તો કર્યો કે આત્મા કેવળજ્ઞાનસ્વભાવી (કેવળજ્ઞાન પર્યાયની વાત નથી) એટલે કે એકલો જ્ઞાનનો પિંડ છે, પણ એ વિકલ્પરૂપ નિર્ણયમાં આત્મપ્રસિદ્ધિ કહેતાં આત્મખ્યાતિ પ્રગટ ન થઈ. આ ટીકાનું નામ આત્મખ્યાતિ છે. આત્મખ્યાતિ જ પ્રયોજન છે ને? કહે છે-વિકલ્પ દ્વારા અવ્યક્તપણે આત્માનો નિર્ણય કર્યો પણ તેમાં આત્મપ્રસિદ્ધિ અર્થાત્ આત્માનુભવ ન થયો.

જુઓ, સર્વજ્ઞ પરમેશ્વરની જે વાણી છે તે દ્રવ્યશ્રુતરૂપ છે. ધવલમાં આવે છે કે કેવળી ભગવાન શ્રુતજ્ઞાન દ્વારા ઉપદેશ આપે છે. આશય એમ છે કે સમજનાર દ્રવ્યશ્રુતદ્વારા સમજે છે એટલે ભગવાનની વાણી દ્રવ્યશ્રુતરૂપ છે એમ કહ્યું છે. અને તે ભાવશ્રુતજ્ઞાન પ્રગટ થવામાં નિમિત્ત છે. ખરેખર વાણી તો જડ છે અને ભગવાન આત્મા ચૈતન્યમૂર્તિ અંદર ભિન્ન છે. પણ જે ભગવાનની વાણી સાંભળીને હું ભિન્ન ચૈતન્યતત્ત્વ છું એવો નિર્ણય કરી વિકલ્પરહિત થઈને અંતર-સ્વરૂપમાં એકાગ્ર થઈ જાય છે તેને વાણી ભાવશ્રુતજ્ઞાન પ્રગટ થવામાં નિમિત્ત થાય છે.

અહીં કહે છે કે ભગવાનની વાણી સાંભળીને હું જ્ઞાનસ્વભાવી આત્મા છું એવો વિકલ્પમાં નિર્ણય કર્યો પણ હજી આત્માની પ્રગટ પ્રસિદ્ધિ અર્થાત્ આત્માનો અનુભવ નથી થયો. જેમ કોઈ ઝવેરાતની દુકાનની બહાર આંગણામાં ઊભો રહે પણ અંદર દુકાનમાં પ્રવેશે નહિ તો તેને ઝવેરાતની કાંઈ સમજ નથી, તેમ વિકલ્પના આંગણામાં ઊભો રહીને નિર્ણય કરે કે આત્મા જ્ઞાનસ્વભાવી છે પણ અંદર વસ્તુમાં પ્રવેશે નહિ ત્યાંસુધી તેને આત્માનુભવ થતો નથી, આત્માની પ્રગટ પ્રસિદ્ધિ થતી નથી. વિકલ્પ દ્વારા નિર્ણય કરે પણ વિકલ્પમાં આત્માનુભવ પ્રગટ કરવાની ગુંજાશ (શક્તિ) નથી.

પર્યાયમાં આત્માની પ્રગટ પ્રસિદ્ધિ માટે મતિજ્ઞાન-તત્ત્વને આત્મસંમુખ કરવાની વાત કહે છે. જુઓ, આ સમ્યગ્દર્શન પ્રગટ કરવાની વિધિ બતાવે છે. બહારમાં દેવ-ગુરુ-શાસ્ત્ર અને નવતત્ત્વનું ભેદરૂપ શ્રદ્ધાન કરે એનું નામ સમ્યગ્દર્શન નથી. નવતત્ત્વને ભેદથી જાણે એ તો રાગ છે અને ભગવાન આત્મા તો ત્રિકાળ શુદ્ધ ભિન્ન જ્ઞાયક તત્ત્વ છે. અહાહા...! નિગોદની અવસ્થામાં જીવ હોય તે કાળે પણ તે ભિન્ન જ્ઞાયક તત્ત્વ છે. આવો જ્ઞાયકસ્વરૂપ આત્મા પર્યાયમાં પ્રગટ કેમ થાય એની અહીં વાત ચાલે છે.


PDF/HTML Page 1414 of 4199
single page version

કહે છે-આ ઇંદ્રિયો અને મન છે તે પર પદાર્થની પ્રસિદ્ધિનાં કારણો છે. સ્પર્શ, રસના, ઘ્રાણ, ચક્ષુ અને કર્ણ-એમ જે પાંચ ઇંદ્રિયો છે તે પર પદાર્થની પ્રસિદ્ધિનાં કારણો છે. ઇન્દ્રિયો વડે ભગવાન આત્મા પ્રસિદ્ધ થાય એવી ચીજ આત્મા નથી. વીતરાગની વાણી અને પંચ પરમેષ્ઠી ભગવાન એ બધાં પરદ્રવ્ય છે. ઇન્દ્રિયો અને મન દ્વારા આ બધા પર પદાર્થ પ્રસિદ્ધ થાય છે પણ આત્મા પ્રસિદ્ધ થતો નથી. ‘जो इंदिये जिणित्ता...’ એમ ગાથા ૩૧માં જે વાત કરી હતી એ વાત અહીં બીજી રીતે કહે છે. અહાહા...! ભગવાન આત્મા ચૈતન્યમૂર્તિ મહા ચૈતન્યહીરલો છે, તેની પ્રસિદ્ધિ માટે એટલે પર્યાયમાં તેનો અનુભવ કરવા માટે પર પદાર્થના પ્રસિદ્ધિનાં કારણો જે ઇન્દ્રિય દ્વારા અને મન દ્વારા પ્રવર્તતી બુદ્ધિઓ તે બધાને મર્યાદામાં લાવીને મતિજ્ઞાનતત્ત્વને આત્મસંમુખ કરવું એમ કહે છે.

શરીર, મન, વાણી એ બધા પર પદાર્થ છે. ભગવાનની પ્રતિમા પણ પર પદાર્થ છે. ત્રણલોકના નાથ સર્વજ્ઞદેવ સાક્ષાત્ સમોસરણમાં બિરાજમાન હોય તે પણ પર પદાર્થ છે. એ બધા પરપદાર્થ ઇન્દ્રિયો દ્વારા પ્રસિદ્ધિ થાય છે અર્થાત્ જણાય છે. અહીં તો સ્વદ્રવ્યને-આત્માને જાણવાની વાત છે. તેથી કહે છે-ઇન્દ્રિય અને મન દ્વારા પ્રવર્તતી જે બુદ્ધિઓ એટલે જ્ઞાનની અવસ્થાઓ-તે બધીને મર્યાદામાં લાવીને મતિજ્ઞાનતત્ત્વને આત્મસન્મુખ કરતાં આત્મા પ્રસિદ્ધ થાય છે. ઇન્દ્રિય અને મન દ્વારા પ્રવર્તતા જ્ઞાનનો જે પરસન્મુખ ઝુકાવ છે તેને ત્યાંથી સમેટી લઈને સ્વસન્મુખ કરતાં ભગવાન આત્મા જણાય છે, અનુભવાય છે.

જેને સમ્યગ્દર્શન પ્રગટ કરવું છે તે પ્રથમ સ્વરૂપનો વિકલ્પ દ્વારા નિશ્ચય કરીને પછી પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મન દ્વારા પર પદાર્થની પ્રસિદ્ધિ કરનારું જે જ્ઞાન તેને ત્યાંથી મર્યાદામાં લાવીને અર્થાત્ સમેટી લઈને જેણે મતિજ્ઞાનના સ્વરૂપને આત્મસંમુખ કર્યું છે એવો થાય છે. અહાહા...! મતિજ્ઞાનના સ્વરૂપને તેણે જાણનાર પ્રતિ વાળી દીધું છે, પરજ્ઞેયથી હઠાવીને મતિજ્ઞાનના સ્વરૂપને સ્વજ્ઞેયમાં જોડી દીધું છે. આવો માર્ગ અને આવી વિધિ છે. બાપુ! એને જાણ્યા વિના એમ ને એમ અવતાર પૂરો થઈ જાય છે! અરેરે! આવું સત્ય સ્વરૂપ સાંભળવા મળે નહિ તે બિચારા કે દિ ધર્મ પામે? કેટલાક તો મિથ્યાત્વને અતિ પુષ્ટ કરતા થકા સંપ્રદાયમાં પડયા છે. અહા! ક્રિયાકાંડના રાગમાં તેઓ બિચારા જિંદગી વેડફી નાખે છે!

અહીં કહે છે કે મતિજ્ઞાન જે મન અને ઇન્દ્રિયો દ્વારા પર પદાર્થ પ્રતિ ઝુકેલું હતું તેને ત્યાંથી વાળીને આત્મસંમુખ કર્યું છે એવો થયો છે. આ એક વાત થઈ. હવે બીજી વાત કરે છે-


PDF/HTML Page 1415 of 4199
single page version

‘તથા નાના પ્રકારના નયપક્ષોના આલંબનથી થતા અનેક વિકલ્પો વડે આકુળતા ઉત્પન્ન કરનારી શ્રુતજ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને શ્રુતજ્ઞાન-તત્ત્વને પણ આત્મસંમુખ કરતો, અત્યંત વિકલ્પરહિત થઈને,.. .’

જુઓ, શ્રુતજ્ઞાનના અનેક પ્રકારના નયપક્ષોના આલંબનથી અનેક પ્રકારના વિકલ્પો ઉત્પન્ન થાય છે. હું અબદ્ધ છું, એક છું, અભેદ છું, શુદ્ધ છું ઇત્યાદિ નયપક્ષના આલંબનથી અનેક વિકલ્પ ઉત્પન્ન થાય છે. તે બધા રાગના ભાવ આકુળતા ઉત્પન્ન કરનારા છે. હું બદ્ધ છું, અશુદ્ધ છું ઇત્યાદિ નયપક્ષના વિકલ્પ તો આકુળતા ઉત્પન્ન કરનારા છે જે, પણ હું અબદ્ધ છું, શુદ્ધ છું ઇત્યાદિ જે સ્વરૂપ સંબંધી વિકલ્પ છે તે પણ આકુળતા ઉત્પન્ન કરનારા છે. વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિનો જે રાગ છે એ તો આકુળતા ઉપજાવનાર છે જ, પણ નયપક્ષનો જે રાગ છે તે પણ આકુળતા ઉપજાવનારો છે, દુઃખકારી છે.

પરંતુ ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાનઘનસ્વરૂપ વસ્તુ છે. તેમાં રાગ અને દુઃખ કયાં છે? શ્રુતજ્ઞાનના વિકલ્પથી ઉત્પન્ન થતી આકુળતા તે વસ્તુમાં કયાં છે? હું પૂર્ણ છું, શુદ્ધ છું, નિર્લેપ છું -એવા જે વિકલ્પ ઊઠે તે આત્માથી ભિન્ન છે. આવા વિકલ્પથી ભિન્ન આત્માને અનુભવવો તે સમ્યગ્દર્શન છે.

રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં આવે છે કે-હવે સવિકલ્પ દ્વાર વડે નિર્વિકલ્પ પરિણામ થવાનું વિધાન કહીએ છીએ. ત્યાં આ સમ્યગ્દર્શન થયા પછીની વાત છે. આત્માનું જેને ભાન થયું છે તેને સ્વાનુભવ પૂર્વે ‘હું ચિદાનંદ છું, શુદ્ધ છું’ એવો વિકલ્પ ઊઠે છે. ત્યારપછી એવો વિચાર છૂટી જઈને સ્વરૂપ કેવળ ચિન્માત્ર ભાસવા લાગે અને પરિણામ સ્વરૂપ વિષે એકાગ્ર થઈ પ્રવર્તે તેને નિર્વિકલ્પ અનુભવ કહે છે અને એનું જ નામ શુદ્ધોપયોગ છે.

સમયસાર તો હવે ઘેર ઘેર પહોંચી ગયું છે. તેનાં સ્વાધ્યાય અને મનન કરવાં જોઈએ. દુકાનના ચોપડા ફેરવે છે પણ આ વીતરાગનો ચોપડો મન દઈને જુએ તો તારી સ્વરૂપલક્ષ્મીની તને ખબર પડે. અહો! આ (૧૪૪મી) ગાથા બહુ ઊંચી છે! ભાગ્યશાળીને કાને પડે એવી આ વાત છે. કહે છે-ભગવાન! તું તો ભાગવતસ્વરૂપ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છો. તેમાં હું આવો છું ને તેવો છું એવા નયવિકલ્પને કયાં અવકાશ છે? પરનું તું કરે અને પર તારું કરે એ વાત તો છે જ નહિ. અહીં તો કહે છે કે આકુળતાને ઉત્પન્ન કરનારા જે નયપક્ષના વિકલ્પ છે એનાથી ભગવાન! તું ભિન્ન છો. આવું તારું સ્વરૂપ નિર્વિકલ્પ અનુભવમાં પ્રસિદ્ધ થાય તેમ છે. નિર્વિકલ્પ અનુભવમાં ભગવાન આનંદનો નાથ પ્રસિદ્ધ થાય છે. તેથી શ્રુતજ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને એટલે કે શ્રુત-વિકલ્પથી હઠાવીને શ્રુતજ્ઞાનતત્ત્વને પણ આત્મસંમુખ કરવું એમ કહે છે.


PDF/HTML Page 1416 of 4199
single page version

જેમ મતિજ્ઞાનને સ્વાભિમુખ વાળ્‌યું છે તેમ શ્રુતજ્ઞાનના સ્વરૂપને પણ આત્મસન્મુખ વાળવું એમ કહે છે. શ્રુતજ્ઞાનની બુદ્ધિઓ એટલે જ્ઞાનની દશાઓ જે નયવિકલ્પમાં ગૂંચવાઈ પડી હતી તેને ત્યાંથી સમેટીને સ્વસન્મુખ વાળવી એમ કહે છે. જુઓ, આ ધર્મની વિધિ બતાવે છે. શીરો બનાવવાની વિધિ હોય છે ને? લોટને પહેલાં ઘીમાં શેકે, પછી સાકરનું પાણી નાખે તો શીરો તૈયાર થાય. પણ એના બદલે જો કોઈ સાકરના પાણીમાં લોટ શેકે અને પછી ઘી નાખે તો એવી વિધિથી શીરો તૈયાર નહિ થાય; શીરો તો શું, ગુમડા પર ચોપડવાની પોટીશ (લોપરી) પણ નહિ થાય. તેમ સમસ્ત નયપક્ષના વિકલ્પથી છૂટીને શ્રુતજ્ઞાનતત્ત્વ અંતર- સ્વરૂપમાં એકાગ્ર થાય ત્યારે આત્માનો નિર્વિકલ્પ અનુભવ થાય છે. આ સમ્યગ્દર્શન અને ધર્મ છે અને તે પ્રગટ કરવાની આ જ વિધિ છે.

પરંતુ આ વિધિ છોડી દઈને કોઈ અજ્ઞાનીઓ પહેલાં વ્રત, તપ, પૂજા, ભક્તિ, દયા, દાન આદિ કરવા મંડી પડે તો તેથી સમ્યગ્દર્શન નહિ થાય. જેમ સાકરના પાણીમાં લોટ શેકનારને ઘી, લોટ અને સાકર ત્રણે પાણીમાં ફોગટ જશે તેમ આત્માના ભાન વિના ક્રિયાકાંડમાં રોકાય તેનાં દર્શન, જ્ઞાન અને ચારિત્ર-ત્રણેમાં વિપરીતતા થશે અર્થાત્ તેને મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર થશે. ભાઈ! ચારિત્ર શું છે બાપુ! એની તને ખબર નથી. ચારિત્ર એટલે તો સ્વરૂપમાં ચરવું, રમવું, ઠરવું, સ્થિર થવું. પણ સ્વરૂપના શ્રદ્ધાન-જ્ઞાન વિના શામાં ચરવું અને શામાં રમવું? ચૈતન્યસ્વરૂપના અનુભવ વિના ચારિત્ર હોઈ શકે જ નહિ.

અહીં આત્માના અનુભવની વિધિ બતાવે છે. કહે છે-અનેક વિકલ્પો વડે આકુળતા ઉત્પન્ન કરનારી શ્રુતજ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને શ્રુતજ્ઞાનતત્ત્વને આત્મસંમુખ કરે છે તે વખતે જ વિકલ્પરહિત થયેલા તેને આત્મા સમ્યક્પણે દેખાય છે, શ્રદ્ધાય છે. વિકલ્પ છે તે બહિર્મુખ ભાવ છે. જે વિકલ્પમાં જ અટકી રહે છે તે બહિરાત્મા છે. તેથી શ્રુતજ્ઞાનની બુદ્ધિઓને જે મર્યાદામાં લાવીને શ્રુતજ્ઞાનને અંતરમાં આત્માભિમુખ વાળે છે તેને આત્માનુભવ અને આત્મદર્શન થાય છે. આ સમ્યગ્દર્શન પામવાની રીત છે.

સંપ્રદાયમાં તો આ વાત ચાલતી જ નથી. વ્રત કરો, તપ કરો, જાત્રા કરો-બસ, આવી વિકલ્પની, રાગની વાતો છે. અહીં તો કહે છે કે હું જ્ઞાનસ્વરૂપ આત્મા છું એવો વિકલ્પ ઉઠે તે આકુળતામય રાગ છે; તે પર તરફ જતી બુદ્ધિને અંતરમાં વાળવી તે સ્વાનુભવની રીત છે.

પ્રથમ કહ્યું કે મતિજ્ઞાન તત્ત્વને આત્મસંમુખ કરવું. અહીં કહ્યું કે શ્રુતજ્ઞાનતત્ત્વને પણ આત્મસંમુખ વાળવું. અહાહા...! આમાં કેટલો પુરુષાર્થ છે! આખી દિશા (પરથી સ્વદ્રવ્ય તરફ) બદલી નાખવાની વાત છે. હવે કહે છે-

શ્રુતજ્ઞાનતત્ત્વને પણ આત્મસંમુખ કરતો, અત્યંત વિકલ્પ રહિત થઈને, તત્કાળ


PDF/HTML Page 1417 of 4199
single page version

નિજરસથી જ પ્રગટ થતા, આદિ-મધ્ય-અંત રહિત, અનાકુળ, કેવળ એક, આખાય વિશ્વના ઉપર જાણે કે તરતો હોય તેમ અખંડ પ્રતિભાસમય, અનંત, વિજ્ઞાનઘન, પરમાત્મરૂપ સમયસારને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યક્પણે દેખાય છે (અર્થાત્ શ્રદ્ધાય છે) અને જણાય છે, તેથી સમયસાર જ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે.’

મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન આત્મસંમુખ થતાં જે અનુભવ થાય તેમાં અત્યંત વિકલ્પ રહિતપણું છે. હું આવો છું અને આવો નથી એવા વિકલ્પને પણ જો અવકાશ નથી તો પછી પરનું આ કરવું અને તે કરવું એ વાત કયાં રહી? અહા! આમ થતાં અત્યંત વિકલ્પ રહિત થઈને તત્કાળ નિજરસથી જ આત્મા પ્રગટ થાય છે. અંતરમાં જ્યાં દ્રષ્ટિ પડી, જ્ઞાનની દશા જ્યાં જ્ઞાતા તરફ વળી કે તરત જ તે જ ક્ષણે નિજરસથી જ ભગવાન આત્મા પ્રગટ થાય છે. નિજરસ એટલે જ્ઞાનરસ, ચૈતન્યરસ, આનંદરસ, શાંતરસ, સમરસ, વીતરાગરસથી તત્કાળ ભગવાન આત્મા પ્રસિદ્ધ થાય છે.

આત્મા આદિ, મધ્ય અને અંતરહિત વસ્તુ છે. એને આદિ કયાં છે? અંત કયાં છે? એ તો છે, છે ને છે. એને મધ્ય કેવો? આનંદકંદ પ્રભુ જ્ઞાનનો પિંડ અનાદિ-અનંત એવો ને એવો વિરાજમાન છે. કયારે ન હતો? કયારે નહિ હોય? સદાય છે, છે, છે. આવો ત્રિકાળ અસ્તિરૂપ ભગવાન આત્મા છે. તેને વિકલ્પરહિત થઈને જ્યારે સ્વસન્મુખ થઈને જીવ અનુભવે છે ત્યારે તે જ ક્ષણે તે નિજરસથી પ્રગટ પ્રસિદ્ધ થાય છે. તે વિકલ્પથી પ્રગટ થતો નથી. હું શુદ્ધ છું એવો જે વિકલ્પ ઊઠે છે તે વ્યવહાર છે અને એનાથી આત્મા પ્રસિદ્ધ થતો નથી.

વિકલ્પના આશ્રયે સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન પ્રગટ થતું નથી પણ અંતરમાં સ્વભાવ- સન્મુખ થતાં તત્કાળ નિજરસથી જ આત્મા પ્રગટ થાય છે. ‘નિજરસથી જ’-એમ ‘જ’ નાખ્યો છે. સમ્યક્ એકાન્ત કર્યું છે. એટલે નિજરસથી પણ થાય અને વિકલ્પના રાગથી પણ થાય એવું એનું સ્વરૂપ નથી. ટીકામાં છે-‘स्वरसत एव व्यक्तिभवन्तम्’-મતલબ કે નિજરસથી જ આત્મા પ્રગટ થાય છે. (અન્યથી નહિ.) માર્ગ તો આ છે, બાપુ! તને ન બેસે તેથી વિરોધ કરે, પણ શું થાય? ખરેખર તો તું પોતાનો જ વિરોધ કરે છે; કેમકે પરનો વિરોધ શું કોઈ કરી શકે છે? (પરમાં કોઈ કાંઈ કરી શકતું નથી).

અહીં કહે છે-રાગ અને નયપક્ષના વિકલ્પોને છોડી જ્યાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનતત્ત્વને અંતર્મુખ વાળ્‌યું ત્યાં તત્કાળ નિજરસથી જ ભગવાન આત્મા પ્રસિદ્ધ થાય છે. પહેલાં વિકલ્પની આડમાં અપ્રસિદ્ધ હતો તે નિર્વિકલ્પ થતાં પ્રસિદ્ધ થાય છે. અહાહા...! શું ટીકા છે? એકલો અમૃતરસ રેડયો છે. આત્મપ્રસિદ્ધિ થતાં સમ્યગ્દર્શન થયું, સમ્યગ્જ્ઞાન થયું, સમ્યક્ચારિત્ર થયું- એમ અનંતગુણનો નિર્મળ રસ વ્યક્ત થયો. વસ્તુ છે તે અનંતગુણમય છે. તેમાં જ્ઞાન મુખ્ય છે, જ્ઞાન સાથે સર્વ અનંતગુણ અવિનાભાવી છે.


PDF/HTML Page 1418 of 4199
single page version

આખું જે ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છે એની સન્મુખ થતાં તે તત્કાળ નિજરસથી જ પ્રગટ થાય છે; આદિ-મધ્ય-અંતરહિત, અનાદિ અનંત પરમાત્મરૂપ સમયસાર તે વખતે જ સમ્યક્પણે શ્રદ્ધાય છે, જણાય છે. વસ્તુ તો ત્રિકાળ છે, ને છે. પહેલાં ન હતો અને હવે થયો એમ નથી. પર્યાયમાં પ્રસિદ્ધિ આવી છે છે ત્યાં પ્રસિદ્ધિમાં આવી એવી ચીજ જે છે એ તો આદિ-મધ્ય- અંતરહિત ત્રિકાળ છે. અનાદિથી ભગવાન આત્મા તો જ્ઞાન અને આનંદના સ્વરૂપે જ છે. આવો તે નિર્મળાનંદનો નાથ પ્રભુ શ્રુતના વિકલ્પોની આકુળતાને છોડીને નિરાકુળ આનંદરૂપે પર્યાયમાં પ્રગટ થાય છે. સમ્યગ્દર્શન પ્રગટ થતાં નિરાકુળ આનંદનો સ્વાદ ભેગો જ હોય છે. અનાકુળ, કેવળ એક આખાય વિશ્વના ઉપર જાણે તરતો હોય તેમ જ્ઞાની નિજ આત્માને અનુભવે છે. કેવળ એકને જ અનુભવે છે-એટલે કે આ દ્રવ્ય અને આ પર્યાય એવો ભેદ પણ ત્યાં અનુભવમાં નથી.

કેવળ એક એવો જે જ્ઞાયકસ્વભાવભાવ આખા વિશ્વના ઉપર જાણે કે તરતો હોય એમ પરમાત્મરૂપ સમયસારને જ્ઞાની અનુભવે છે. વિકલ્પથી માંડીને આખો જે લોકાલોક તેનાથી ભિન્ન ભગવાન આત્મા તરતો હોય એમ જ્ઞાની અનુભવે છે. ભાઈ! આ ભગવાનની સીધી વાણીનો સાર છે. કહે છે-આખા વિશ્વ ઉપર જાણે તરતો હોય એવો એટલે કે વિશ્વથી ભિન્ન પોતાને જ્ઞાની અનુભવે છે. ભિન્ન છું કે અભિન્ન છું એવો વિકલ્પ પણ એમાં કયાં છે? આ અનુભવ કરું છું એવું પણ ત્યાં અનુભવમાં નથી. પાણીનું ગમે તેટલું દળ હોય છતાં તુંબડી તો ઉપર તરે છે, તેમ વિકલ્પથી માંડીને આખા લોકાલોકથી ભગવાન આત્મા ભિન્નપણે જાણે તરતો હોય એવું જ્ઞાનીને અનુભવાય છે.

સમજાય એટલું સમજો, બાપુ! બાર અંગનો સાર આ છે. સમ્યગ્દર્શન શું ચીજ છે અને તે કેમ પ્રગટ થાય એની આ વાત ચાલે છે. ચારિત્ર તો બહુ આગળની વાત છે, પ્રભુ! કહે છે- ભગવાન આત્મા સદા સિદ્ધસ્વરૂપ પરમાત્મા છે. નાટક સમયસારમાં આવે છે કે-

‘‘ચેતનરૂપ અનૂપ અમૂરત, સિદ્ધ સમાન સદા પદ મેરો.’’

ભગવાન આત્મા સદાય સિદ્ધસ્વરૂપ છે. તેમાં સંસારના વિકલ્પ તો દૂર રહો, નયપક્ષના વિકલ્પ પણ એના સ્વરૂપમાં નથી. આવા નિજસ્વભાવ તરફ ઝુકવાથી આત્મા નિજરસથી જ પ્રગટ થાય છે. રાગ અને નયના વિકલ્પથી તે પ્રસિદ્ધ થાય એવી ચીજ તે નથી. અહો! જૈનદર્શન-વીતરાગદર્શન કોઈ અલૌકિક ચીજ છે! આ વાત બીજે કયાંય છે નહિ.

દિગંબર સંતો કહે છે-ભગવાન! તારી વર્તમાન મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની પર્યાય પર તરફ ઝુકે છે તેથી તને પરપદાર્થની પ્રસિદ્ધિ થાય છે. હવે સ્વપદાર્થની પ્રસિદ્ધિ માટે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના તત્ત્વને અંતરસ્વભાવ તરફ વાળીને સ્વસન્મુખ


PDF/HTML Page 1419 of 4199
single page version

થા; તેથી આત્મા નિજરસથી જ પર્યાયમાં પ્રગટ થશે. આત્મા નિર્વિકલ્પ, વીતરાગભાવથી જ પ્રગટ થાય છે. માર્ગ આવો છે, ભાઈ!

ભગવાન આત્મા નયપક્ષના વિકલ્પની લાગણીથી પ્રગટ થાય એવી વસ્તુ નથી; કેમકે વિકલ્પથી તો આત્મા ખંડિત થાય છે. હું શુદ્ધ છું, અબદ્ધ છું, સિદ્ધસ્વરૂપ છું-ઇત્યાદિ જે બધા નયવિકલ્પ છે તે વડે અખંડ આત્મામાં ખંડ પડે છે, ભેદ પડે છે. ભગવાન આત્મા અનંત-અનંત જ્ઞાનનો પિંડ પ્રભુ અભેદ વિજ્ઞાનઘનસ્વભાવ છે. તેમાં અંતર્દ્રષ્ટિ કરતાં તે નિજરસથી જ તત્ક્ષણ પર્યાયમાં પ્રગટ થાય છે. કોઈ દેવ-ગુરુ-શાસ્ત્રથી નહિ, કે વિકલ્પથી પણ નહિ; પણ નિજરસથી જ પ્રગટ થાય છે. એમ અહીં સ્પષ્ટ કહ્યું છે.

સમ્યગ્દર્શન એટલે ધર્મનું પ્રથમ સોપાનઃ તેની અહીં વાત ચાલે છે. જ્ઞાનની દશા પર તરફના ઝુકાવથી ખસીને જ્યાં સ્વસન્મુખ થઈ ત્યાં નિજરસથી જ ભગવાન આત્મા પર્યાયમાં પ્રસિદ્ધ થાય છે, અનુભવાય છે. ત્યાં જે અનુભવમાં આવ્યો તે આત્મા કેવો છે? તો કહે છે- આદિ-મધ્ય-અંતરહિત, અનાકુળ આનંદનું ધામ, કેવળ એક, જાણે આખાય વિશ્વના ઉપર તરતો હોય તેવો વિશ્વથી ભિન્ન અખંડ પ્રતિભાસમય વસ્તુ આત્મા છે. પર્યાયમાં વસ્તુ પરિપૂર્ણ, અખંડ પ્રતિભાસમય પ્રતિભાસે છે. પર્યાયમાં દ્રવ્ય આવતું નથી, પણ પરિપૂર્ણ અખંડ દ્રવ્યનો પર્યાયમાં પ્રતિભાસ થાય છે. આખી વસ્તુના પૂર્ણ સામર્થ્યનું પર્યાયમાં જ્ઞાન થાય છે. વિકલ્પથી છૂટીને અંતરમાં જાય છે તેને વર્તમાન જ્ઞાનની દશામાં ત્રિકાળી એકરૂપ અખંડનો પ્રતિભાસ થાય છે.

લોકોને આવો સત્યમાર્ગ સાંભળવા મળતો નથી એટલે બહારની ક્રિયાકાંડની કડાકૂટમાં જિંદગી નિષ્ફળ વિતાવી દે છે. અહીં કહે છે કે ભગવાન આત્મા જીવતી-જાગતી ચૈતન્યજ્યોત વિશ્વથી ભિન્ન અનાદિ-અનંત વસ્તુ છે. જાણે વિશ્વની ઉપર તરતી હોય એવી વિશ્વથી ભિન્ન છે. અહાહા...! શુદ્ધ ચૈતન્યવસ્તુ વિશ્વની સાથે કદીય તન્મય નથી. અહા! પર તરફનું વલણ છોડીને આવા પરિપૂર્ણ સ્વદ્રવ્યમાં જે જ્ઞાનની પર્યાય ઝુકે છે તે પર્યાયમાં આખાય પદાર્થનું પરિજ્ઞાન કરવાનું સામર્થ્ય છે અને તે સમ્યગ્જ્ઞાન છે.

દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો અને પંચમહાવ્રતનો જે વ્યવહાર ને વિકલ્પ ઉઠે છે તે શુભરાગ છે. તે શુભરાગ આકુળતામય છે. દુઃખરૂપ છે. તેનાથી શું આત્માનું સુખ પ્રાપ્ત થાય? ન થાય. અરે, હું શુદ્ધ છું, અબદ્ધ છું, એક છું -એવો નિર્ણય જે વિકલ્પમાં થયો તે વિકલ્પ પણ દુઃખરૂપ છે અને તેનાથી આત્માનું સુખ પ્રાપ્ત ન થાય તો સ્થૂળ રાગની તો શું વાત કહેવી? શ્રુતના સૂક્ષ્મ વિકલ્પ પણ છૂટીને, જ્ઞાનની દશામાં જેને ત્રિકાળી ધ્રુવ, કેવળ એક, અનાકુળ, અખંડ વિજ્ઞાનઘનસ્વરૂપ સ્વદ્રવ્યનો પ્રતિભાસ થાય તેને આત્મા અને આત્માનું સુખ પર્યાયમાં પ્રગટ થાય છે. આવું જ વસ્તુસ્વરૂપ છે, અને આવો જ માર્ગ છે.


PDF/HTML Page 1420 of 4199
single page version

અત્યારે તો માર્ગમાં ખૂબ ગરબડ થઈ છે. શુભરાગ કરતાં કરતાં ધર્મ થાય એવી પ્રરૂપણા થવા લાગી છે; પરંતુ તે યથાર્થ નથી. અહીં કહે છે-ભગવાન આત્મા અનંત વિજ્ઞાનઘનસ્વરૂપ વસ્તુ છે. તેમાં ‘હું શુદ્ધ છું’ એવો વિકલ્પ પણ પ્રવેશી શકતો નથી. અહા! આ તો ૧૪૪ મી ગાથા છે! જેમ સરકારમાં ૧૪૪ મી કલમ છે કે બે માણસો ભેગા ન થઈ શકે અને થાય તો દંડપાત્ર થાય તેમ ભગવાનની આ ૧૪૪ મી કલમ છે કે આત્મા અને રાગ કદી ભેગા ન થાય; અને (અભિપ્રાયમાં) થાય તો ચારગતિરૂપ સંસારની જેલ થાય. ગજબ વાત છે ૧૪૪ માં! ૧૪૪ નો આંક છે એના અંકોનો સરવાળો ૧+૪+૪=૯ આવે. આ નવની ગુણક સંખ્યાના અંકો પણ મળીને નવ થાય છે; જેમકે-

૯×૧= ૯ ૯×૨=૧૮; ૧+૮=૯ ૯×૩=૨૭; ૨+૭=૯ ૯×૪=૩૬; ૩+૬=૯ ઇત્યાદિ. આ નવનો અંક (નવ કેવળલબ્ધિ પ્રગટ કરનાર) વીતરાગભાવનો સૂચક છે.

જ્ઞાતાદ્રવ્યમાં એકાગ્ર થયેલી જ્ઞાનની પર્યાયમાં આદિ-મધ્ય-અંતરહિત અનાદિઅનંત, કેવળ એક, અખંડ પ્રતિભાસમય, અનંત, વિજ્ઞાનઘનરૂપ વસ્તુનો જે પ્રતિભાસ થયો તે પરમાત્મરૂપ સમયસાર છે. અહાહા...! આત્માની શક્તિ, એનું સામર્થ્ય, એનું સ્વરૂપ પરમાત્મરૂપ છે. આત્માનું સિદ્ધસ્વરૂપ કહો કે પરમાત્મસ્વરૂપ કહો-એક જ વાત છે. આવા અખંડ પ્રતિભાસમય પરમાત્મરૂપ સમયસારને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યક્પણે દેખાય છે; દેખાય છે એટલે શ્રદ્ધાય છે અને જણાય છે. તેથી સમયસાર જ સમ્યગ્દર્શન અને સમ્યક્જ્ઞાન છે.

આત્માનો અનુભવ એટલે શુદ્ધ દ્રવ્યનો અનુભવ, અનાદિ અનંત, કેવળ એક, અખંડ પ્રતિભાસમય, અનંત વિજ્ઞાનઘન પરમાત્મરૂપ સમયસારનો અનુભવ. આ અનુભવમાં આત્મા સમ્યક્પણે દેખાય છે, શ્રદ્ધાય છે. આનું નામ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે અને તે ભગવાન સમયસારથી ભિન્ન નથી, એક જ છે ભાઈ, દેવ-શાસ્ત્ર-ગુરુની બાહ્ય શ્રદ્ધા તે સમ્યગ્દર્શન અને લઈ લ્યો વ્રત એટલે ચારિત્ર-એમ કેટલાક માને છે પણ એ તો તદ્ન વિપરીત માન્યતા છે.

પરમાત્મરૂપ આત્મદ્રવ્યની સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનની દશાઓ કેવી હોય છે તે અહીં સમજાવે છે. જ્યારે આત્મા વિજ્ઞાનઘનસ્વરૂપ નિજ પરમાત્મરૂપ સમયસારનો અનુભવ કરે છે તે સમયે જ આત્મા સમ્યક્ પ્રકારે દેખવામાં આવે છે અને તે જ સમયે આત્માનાં સમ્યક્ શ્રદ્ધાન અને જ્ઞાન પ્રગટ થાય છે.