Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 139 sAmAyik PratimAdhArinu lakshaN,140 proshadh PratimAdhArinu lakshaN,141 sachitt tyAg PratimAdhArinu lakshaN,142 rAtribhukti tyAg PratimAdhArinu lakshaN,143 brahmcharya PratimAdhArinu lakshaN,144 Arambh tyAg PratimAdhArinu lakshaN,145 parigrah tyAg PratimAdhArinu lakshaN,146 anumati tyAg PratimAdhArinu lakshaN,147 uddishya tyAg PratimAdhArinu lakshaN,148 shreshTh gyAtAnu swarup,149 rtnatray dharmanA sevananu phaL,150 shrAvakni ishta praThanA ; TikAkArani mangLakAmanA; AdhyAtm atishaykshetra-SONGADH (Dist : BHAVNAGAR).

< Previous Page  


Combined PDF/HTML Page 17 of 17

 

Page 297 of 315
PDF/HTML Page 321 of 339
single page version

केवलमेतदेव धारयते अपि तु शीलसप्तकं चापि त्रिःप्रकारगुणव्रतचतुःप्रकारशिक्षाव्रतलक्षणं शीलम् ।।१३८।।

अधुना सामायिकगुणसम्पन्नत्वं श्रावकस्य प्ररूपयन्नाह

चतुरावर्त्तत्रितयश्चतुःप्रणामः स्थितो यथाजातः

सामयिको द्विनिषद्यस्त्रियोगशुद्धस्त्रिसन्ध्यमभिवन्दी ।।१३९।।

सामयिकः समयेन प्राक्प्रतिपादितप्रकारेण चरतीति सामयिकगुणोपेतः किंविशिष्टः ? चतुरावर्तत्रितयः चतुरो वारानावर्तत्रितयं यस्य एकैकस्य हि कायोत्सर्गस्य અણુવ્રતોને (ધારણ કરે છે). કેવળ એ જ ધારણ કરે છે એટલું જ નહિ, પરંતુ शील सप्तकं अपि’ ત્રણ પ્રકારનાં ગુણવ્રત અને ચાર પ્રકારનાં શિક્ષાવ્રતરૂપ શીલ છે એવા સાત પ્રકારનાં શીલને પણ ધારણ કરે છે (તે વ્રતિક શ્રાવક કહેવાય છે).

ભાવાર્થ :જે મિથ્યાત્વ, નિદાન અને માયાએ ત્રણ શલ્ય રહિત થઈને, અતિચાર રહિત પાંચ અણુવ્રતોને અને સાત શીલવ્રતોને અર્થાત્ ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતને પણ ધારણ કરે છે, તેને ગણધરાદિ દેવોએ વ્રતિક અર્થાત્ બીજી વ્રત પ્રતિમાધારી શ્રાવક માન્યો છે. ૧૩૮.

હવે શ્રાવક સામાયિક ગુણવ્રતથી સંપન્ન હોય છે, એમ પ્રરૂપણ કરી કહે છે

સામાયિક પ્રતિમાધાારીનું લક્ષણ
શ્લોક ૧૩૯

અન્વયાર્થ :[चतुरावर्त्तत्रितयः ] ચારે દિશાઓમાં ત્રણત્રણ આવર્ત્ત કરનાર [चतुः प्रणामः ] ચાર દિશાઓમાં (એકએક) પ્રણામ કરનાર, [यथाजातः ] અભ્યન્તર અને બાહ્ય પરિગ્રહની ચિંતાથી રહિત [स्थितः ] કાયોત્સર્ગથી સ્થિત, [द्विनिषद्यः ] બે આસન કરનાર (બે વાર બેસીને નમસ્કાર કરનાર), [त्रियोगशुद्धः ] મનવચનકાય એ ત્રણ યોગોને શુદ્ધ રાખીને [त्रिसंध्यम् ] સવાર, બપોર અને સાંજએ ત્રણ સંધ્યા સમયે [अभिवन्दी ] અભિવંદન કરનાર (અર્થાત્ ત્રણ સંધ્યા સમયે સામાયિક કરનાર) [सामयिकः ] સામાયિક પ્રતિમાધારી (શ્રાવક) છે.

ટીકા :सामयिकः’ સમયથી અર્થાત્ પૂર્વ પ્રતિપાદિત પ્રકારથી જે આચરણ કરે છે તે સામાયિકના ગુણોથી યુક્ત છે. તે કેવો છે? चतुरावर्त्तत्रितयः’ ચાર વખત


Page 298 of 315
PDF/HTML Page 322 of 339
single page version

विधाने ‘णमो अरहंताणस्य थोसामें’श्चाद्यन्तयोः प्रत्येकमावर्तत्रितयमिति एकैकस्य हि कायोत्सर्गविधाने चत्वार आवर्ता तथा तदाद्यन्तयोरेकैकप्रणामकरणाच्चतुःप्रणामः स्थित ऊर्ध्वकायोत्सर्गोपेतः यथाजातो बाह्याभ्यन्तरपरिग्रहचिन्ताव्यावृत्तः द्विनिषद्यो द्वे निषद्ये उपवेशने यस्य देववन्दनां कुर्वता हि प्रारंभे समाप्तौ चोपविश्य प्रणामः कर्तव्यः त्रियोगशुद्धः त्रयो योगा मनोवाक्कायव्यापाराः शुद्धा सावद्यव्यापाररहिता यस्य ? अभिवन्दी अभिवन्दत इत्यैवंशीलः कथं ? त्रिसध्यं ।।१३९।।

साम्प्रतं प्रोषधोपवासगुणव्रतं श्रावकस्य प्रतिपादयन्नाह (દરેક દિશામાં) ત્રણત્રણ આવર્ત્ત કરનારઅર્થાત્ એકએક દિશામાં કાયોત્સર્ગના વિધાનમાં णमो अरहंताणं થી थोस्सामि’ આદિ પાઠના અંતે પ્રત્યેક દિશામાં ત્રણ આવર્ત્તએમ ચાર વખત આવર્ત્ત કરનાર, चतुः प्रणामः’ તથા આદિ અને અંતમાં એક એક પ્રણામએમ ચાર પ્રણામ કરનાર, स्थितः’ સ્થિત અર્થાત્ ઊભા રહીને- કાયોત્સર્ગમાં સ્થિત, यथाजातः’ બાહ્યઅભ્યન્તર પરિગ્રહોની ચિંતાથી નિવૃત્ત, द्विनिषद्यः’ બે આસનો કરનાર અર્થાત્ દેવવંદના કરનારે પ્રારંભમાં અને સમાપ્તિ વખતે બેસીને પ્રણામ કરવા જોઈએ. त्रियोगशुद्धः’ ત્રણ યોગ અર્થાત્ મનવચનકાયના વ્યાપારો શુદ્ધ કરીને અર્થાત્ પાપયુક્ત વ્યાપારથી રહિત થઈને अभिवन्दी’ અભિવન્દે છે અર્થાત્ અભિવંદન કરવાનો જેનો સ્વભાવ છેતેવો તે કેવી રીતે (અભિવંદે છે)? त्रिसंध्यम्’ ત્રણ સંધ્યાઓના સમયે (અભિવંદે છે).

ભાવાર્થ :ચારે દિશાઓમાં દરેકમાં ત્રણત્રણ આવર્ત્તએમ કુલ બાર આવર્ત્ત અને એકએક દિશામાં એકએમ ચાર પ્રણામ કરી, અભ્યન્તર અને બાહ્ય પરિગ્રહ રહિત મુનિ સમાન ખડ્ગાસન કે પદ્માસન ધારણ કરી, મનવચનકાયએમ ત્રણ યોગ શુદ્ધ કરી; સવાર, બપોર અને સાંજેસંધ્યાના સમયે સામાયિક કરનાર વ્યક્તિ તૃતીય સામાયિક પ્રતિમાધારી કહેવાય છે.

આ પ્રતિમાધારી શ્લોક ૧૦૫માં દર્શાવ્યા પ્રમાણે સામાયિક શિક્ષાવ્રતના પાંચ અતિચારો ન લાગે તે માટે ખાસ સાવધાન રહે છે. તેને પ્રતિમાનું પાલન નિરતિચાર પૂર્વક જ હોય છે. ૧૩૯.

હવે શ્રાવકના પ્રોષધોપવાસ ગુણવ્રતનું પ્રતિપાદન કરી કહે છે


Page 299 of 315
PDF/HTML Page 323 of 339
single page version

पर्वदिनेषु चतुर्ष्वपि मासे मासे स्वशक्तिमनिगुह्य
प्रोषधनियमविधायी प्रणिधिपरः प्रोषधानशनः ।।१४०

प्रोषधेनानशनमुपवासो यस्यासौ प्रोषधानशनः किमनियमेनापि यः प्रोषधोपवासकारी सोऽपि प्रोषधानशनव्रतसम्पन्न इत्याहप्रोषधनियमविधायी प्रोषधस्य नियमोऽवश्यंभावस्तं विदधातीत्येवंशीलः क्व तन्निमयविधायी ? पर्वदिनेषु चतुर्ष्वपि द्वयोश्चतुर्दश्योर्द्वयोश्चाष्टम्योरिति किं चातुर्मासस्यादौ तद्विधायीत्याहमासे मासे किं कृत्वा ? स्वशक्तिमनिगुह्य तद्विधाने आत्मसामर्थ्यमप्रच्छाद्य किंविशिष्टः ? प्रणिधिपरः एकाग्रतां गतः शुभध्यानरत इत्यर्थः ।।१४०।।

પ્રોષધા પ્રતિમાધાારીનું લક્ષણ
શ્લોક ૧૪૦

અન્વયાર્થ :[मासे मासे ] પ્રત્યેક મહિને, [चतुर्षु अपि ] ચારેય [पर्वदिनेषु ] પર્વના દિવસોમાં અર્થાત્ બે અષ્ટમી અને બે ચતુર્દશીના દિવસે [स्वशक्तिम् ] પોતાની શક્તિ [अनिगुह्य ] છૂપાવ્યા વિના, [प्रणिधिपरः ] એકાગ્ર થઈ અર્થાત્ ધર્મધ્યાનમાં રત થઈ [प्रोषधनियमविधायी ] નિયમપૂર્વક પ્રોષધોપવાસ કરનાર [प्रोषधानशनः ] પ્રોષધોપવાસ પ્રતિમાધારી છે.

ટીકા :प्रोषधानशनः’ જેને પ્રોષધપૂર્વક ઉપવાસ છે તે પ્રોષધોપવાસી છે. જે અનિયમથી પ્રોષધોપવાસ કરે છે, તે શું પ્રોષધોપવાસ વ્રતથી યુક્ત છે? તે કહે છે प्रोषधनियमविधायी’ પ્રોષધનો નિયમ અર્થાત્ અવશ્ય કરવાનો ભાવતેને જે ધારણ કરે છે એવા સ્વભાવવાળો તે નિયમનું પાલન ક્યાં (ક્યારે) કરે છે? पर्वदिनेषु चतुर्ष्वपि’ ચારેય પર્વના દિવસે અર્થાત્ બે ચતુર્દશી અને બે અષ્ટમીના દિવસે. શું તે ચતુર્માસની આદિમાં તે કરે છે, તે કહે છેमासे मासे’ પ્રત્યેક મહિને (કરે છે). કઈ રીતે? स्वशक्तिमनिगुह्य’ તે કરવામાં આત્મશક્તિ છૂપાવ્યા વિના. કેવો થઈને? प्रणिधिपरः એકાગ્ર થઈનેશુભ ધ્યાનમાં રત થઈને એવો અર્થ છે.

ભાવાર્થ :જે દર મહિને બે અષ્ટમી અને બે ચતુર્દશીના દિવસે પોતાની શક્તિ છૂપાવ્યા વિના ધર્મધ્યાનમાં લીન થઈ નિયમથીવિધિપૂર્વક નિરતિચાર પ્રોષધોપવાસ કરે છે, તે પ્રોષધપ્રતિમાધારી કહેવાય છે. ૧૪૦. १. प्रणधिपरः घ । ૨. પ્રોષધોપવાસના અતિચાર માટે જુઓ શ્લોક ૧૧૦ની ટીકા.


Page 300 of 315
PDF/HTML Page 324 of 339
single page version

इदानीं श्रावकस्य सचित्तविरतिस्वरूपं प्ररूपयन्नाह

मूलफलशाकशाखाकरीरकन्दप्रसूनबीजानि

नामानि योऽपि सोऽयं सचित्तविरतो दयामूर्तिः ।।१४१।।

सोऽयं श्रावकः सचित्तविरतिगुणसम्पन्नः यो नात्ति न भक्षयति कानीत्याह मूलेत्यादिमूलं च फलं च शाकश्च शाखाश्च कोपलाः करीराश्च वंशकिरणाः कंदाश्च प्रसूनानि च पुष्पाणि बीजानि च तान्येतानि आमानि अपक्वानि यो नात्ति कथंभूतः सन् ? दयामूर्तिः दयास्वरूपः सकरुणचित्त इत्यर्थः ।।१४१।।

હવે શ્રાવકના સચિત્તવિરતિના સ્વરૂપની પ્રરૂપણા કરી કહે છે

સચિત્તત્યાગ પ્રતિમાધાારીનું લક્ષણ
શ્લોક ૧૪૧

અન્વયાર્થ :[यः ] જે [दयामूर्तिः ] દયામૂર્તિ (દયાળુ) થઈને [आमानि ] કાચાં [मूलफलशाकशाखाकरीरकन्दप्रसूनबीजानि ] મૂળ, ફળ, શાક, શાખા, કરીર, કન્દ, ફૂલ અને બીજ [न अत्ति ] ખાતો નથી, [सः अर्थ ] તે આ [सचित्तविरतः ] સચિત્તત્યાગ પ્રતિમાધારી છે.

ટીકા :सः अयं’ તે આ સચિત્તવિરતિગુણસંપન્ન શ્રાવક છે કે જે न अत्ति’ ખાતો નથી. શું (ખાતો નથી)? તે કહે છેमूलेत्यादि’ મૂળ, ફળ, શાક, શાખા (કુંપળ), કરીર (વંશકિરણ), કન્દ, ફૂલ અને બીજन आमानि’ એ કાચાં યા અપક્વ જે ખાતો નથી. કેવો થઈને? दयामूर्ति’ દયાસ્વરૂપ થઈને અર્થાત્ કરુણાચિત્તવાળો થઈને.

ભાવાર્થ :જે શ્રાવક કાચાં (અપક્વ, અશુષ્ક, સચિત્ત, અંકુરોત્પત્તિકારક) મૂળ (જડ), ફળ, શાક, ડાળી, કુંપળ, જમીનકંદ, ફૂલ અને બીજ વગેરે ખાતો નથી, તથા સચિત્ત પાણી પણ ગરમ કરીને પીએ છે અને સચિત્ત લવણ (મીઠું) પણ અગ્નિમાં શેકી તેને કૂટીપીસીને વાપરે છે, તે દયાની મૂર્તિ સચિત્તત્યાગ પ્રતિમાધારી કહેવાય છે.

મૂળ, ફળ, કન્દાદિએ વનસ્પતિનાં આઠ અંગ છે. એમાંથી કોઈ વનસ્પતિને ત્રણચારપાંચ આદિ અંગ હોય છે. તેને સચિત્તત્યાગી કાચાંઅપક્વસચિત્ત અવસ્થામાં

१. वंशकिरला इति ग।
૨. કરીરકોઈ પણ અંકુર, ગાંઠ, વાંસના અંકુર.


Page 301 of 315
PDF/HTML Page 325 of 339
single page version

अधुना रात्रिभुक्तिविरतिगुणं श्रावकस्य व्याचक्षाणः प्राह

अन्नं पानं खाद्यं लेह्यं नाश्नाति यो विभावर्याम्

स च रात्रिभुक्तिविरतः सत्त्वेष्वनुकम्पमानमनाः ।।१४२।।

स च श्रावको रात्रिभुक्तिविरतोऽभिधीयते यो विभावर्यां रात्रौ नाश्नाति न भुंक्ते किं तदित्याहअन्नमित्यादिअन्नं भक्तमुद्गादि, पानं द्राक्षादिपानकं, खाद्यं मोदकादि, लेह्यं रव्रादि किंविशिष्टः ? अनुकम्पमानमनाः सकरुणहृदयः केषु ? सत्त्वेषु प्राणिषु ।।१४२।। ખાતો નથી, પરંતુ તેમને અચિત્ત કરીનેઅગ્નિ વગેરેમાં પકવીને ખાય છે. ૧૪૧.

હવે શ્રાવકના રાત્રિભુક્તિવિરતિ ગુણનું વર્ણન કરી કહે છે

રાત્રિભુિરાત્રિભુકિકતત્યાગ પ્રતિમાધાારીનું લક્ષણતત્યાગ પ્રતિમાધાારીનું લક્ષણ
શ્લોક ૧૪૨

અન્વયાર્થ :[सत्त्वेषु ] પ્રાણીઓ પ્રત્યે [अनुकम्पमानमनाः ] દયાળુ ચિત્તવાળા થઈને [यः ] જે [विभावर्याम् ] રાત્રે [अन्नम् ] અન્ન, [पानम् ] પેય, [खाद्यम् ] ખાદ્ય, [लेह्यम् ] લેહ્ય પદાર્થો [न अश्नाति ] ખાતો નથી; [सः ] તે [रात्रिभुक्तिविरतः ] રાત્રિભુક્તિત્યાગ પ્રતિમાધારી શ્રાવક છે.

ટીકા :स च रात्रिभुक्तिविरतः’ તે શ્રાવક રાત્રિભોજનનો ત્યાગી કહેવાય છે, यः’ જે विभावर्याम्’ રાત્રે न अश्नाति’ ખાતો નથી. શું (ખાતો નથી)? તે કહે છે अन्नमित्यादि’ अन्नंઅન્ન અર્થાત્ દાળભાત વગેરે, पानंદ્રાક્ષાદિ (અર્થાત્ દૂધ, જળ આદિ) પીણુંપીવા યોગ્ય પદાર્થ, खाद्यंલાડુ આદિ (અર્થાત્ પેંડા, બરફી આદિ ખાદ્ય વસ્તુ), लेह्यं’પ્રવાહી પદાર્થરાબડી વગેરે. કેવો થઈને? अनुकम्पमानमनाः’ કરુણ હૃદયવાળો થઈને. કોની પ્રત્યે? सत्त्वेषु’ પ્રાણીઓ પ્રત્યે.

ભાવાર્થ :જે શ્રાવક દયાર્દ્રચિત્તવાળો થઈને રાત્રે અન્નદાળભાત વગેરે, પાન દૂધ, જળ આદિ પેય પદાર્થો, ખાદ્યલાડુ, પેંડા, બરફી આદિ અને લેહ્યરાબડી, ચટણી, આમ્રરસ વગેરેએ ચાર પ્રકારના આહારનો ત્યાગ કરે છે. (ખાતો નથી)તે १ द्रवद्रव्यं आम्रादि इति ख


Page 302 of 315
PDF/HTML Page 326 of 339
single page version

साम्प्रतमब्रह्मविरतत्वगुणं श्रावकस्य दर्शयन्नाह

मलबीजं मलयोनिं गलन्मलं पूतिगन्धि बीभत्सं
पश्यन्नङ्गमनङ्गाद्विरमति यो ब्रह्मचारी सः ।।१४३।।

अनङ्गात् कामाद्यो विरमति व्यावर्तते स ब्रह्मचारी किं कुर्वन् ? पश्यन् किं तत् ? अङ्गं शरीरं कथंभूतमित्याहमलेत्यादि मलं शुक्रशोणितं बीजं कारणं यस्य मलयोनिं मलस्य मलिनतायाः अपवित्रत्वस्य योनिः कारणं गलन्मलं गलन् स्रवन् मलो

मूत्रपुरीषस्वेदादिलक्षणो यस्मात् पूतिगंधि दुर्गन्धोपेतं बीभत्सं सर्वावयवेषु पश्यतां

बीभत्सभावोत्पादकं ।।१४३।। રાત્રિભોજનત્યાગ પ્રતિમાધારી છે.

કેટલાક આચાર્યો આ છઠ્ઠી પ્રતિમાધારીને દિવામૈથુનત્યાગી પણ કહે છે. તેને દિવસે મૈથુનનો (સ્ત્રીસંભોગનો) ત્યાગ હોય છે. ૧૪૨.

હવે શ્રાવકના અબ્રહ્મવિરતિ ગુણને દર્શાવીને કહે છે

બ્રÙચર્ય પ્રતિમાધાારીનું લક્ષણ
શ્લોક ૧૪૩

અન્વયાર્થ :[यः ] જે [अङ्गं ] શરીરને [मलबीजं ] રજોવીર્યરૂપ મળથી ઉત્પન્ન [मलयोनिं ] મલિનતાના કારણરૂપ [गलन्मलं ] મળમૂત્રાદિ વહેવડાવનારું, [पूतिगन्धि ] દુર્ગન્ધવાળું અને [बीभत्सम् ] ગ્લાનિયુક્ત [पश्यन् ] જોઈને [अनङ्गात् ] કામથી (કામસેવનથી) [विरमति ] વિરમે છે, [सः ] તે [ब्रह्मचारी ] બ્રહ્મચારી અર્થાત્ બ્રહ્મચર્ય પ્રતિમાધારી છે.

ટીકા :अनङ्गात्’ કામથી (કામસેવનથી) यः विरमति’ જે વિરક્ત થાય છે (વ્યાવર્ત થાય છેપાછો ફરે છે). सः ब्रह्मचारी’ તે બ્રહ્મચારી છે. શું કરીને? पश्यन्’ જોઈનેદેખીને. કોને (દેખીને)? अङ्गम्’ શરીરને. કેવા (શરીરને)? તે કહે છે मलेत्यादि’ मलबीजं વીર્ય અને લોહી (રજોવીર્યરૂપ મળ) જેની ઉત્પત્તિનું બીજ (કારણ) છે, मलयोनिं’ જે મલિનતાઅપવિત્રતાનું કારણ છે, गलन्मलं’ મળમૂત્ર સ્વેદાદિરૂપ મળ જેમાંથી ઝરે છેગળે છે, पूतिगन्धि’ જે દુર્ગંધયુક્ત છે અને बीभत्सं’ સર્વ અવયવોમાં १. प्रस्वेदादि घ०


Page 303 of 315
PDF/HTML Page 327 of 339
single page version

इदानीमारम्भविनिवृत्तिगुणं श्रावकस्य प्रतिपादयन्नाह

सेवाकृषिवाणिज्यप्रमुखादारम्भतो व्युपारमति
प्राणातिपातहेतोर्योऽसावारम्भविनिवृत्तः ।।१४४।।

यो व्युपारमति विशेषेण उपरतः व्यापारेभ्य आसमन्तात् जायते असावारम्भविनिवृत्तो દેખનારને જે બીભત્સભાવ (ગ્લાનિયુક્ત ભાવ) ઉત્પન્ન કરે છે. (તેવા શરીરને જોઈને).

ભાવાર્થ :જે વ્રતી શ્રાવક શરીરને રજોવીર્યથી ઉત્પન્ન, અપવિત્રતાનું કારણ, નવદ્વારથી મળ ઝરતું, દુર્ગન્ધ અને ગ્લાનિયુક્ત જાણી, કામસેવનનો સર્વથા ત્યાગ કરે છે તે બ્રહ્મચર્ય પ્રતિમાધારી છે.

આ બ્રહ્મચારી પોતાની વિવાહિતા સ્ત્રીનો પણ સંબંધ કરે નહિ, તેની સાથે નિકટ એક સ્થાનમાં શયન કરે નહિ, પૂર્વે ભોગવેલા ભોગોનું ચિંતવન કરે નહિ, કામોદ્દીપન કરે તેવા પુષ્ટ આહારનો ત્યાગ કરે, રાગ ઉપજાવે તેવાં વસ્ત્રઆભૂષણ પહેરે નહિ, ગીત, નૃત્ય, વાદિત્રાદિનું શ્રવણ અને અવલોકન કરે નહિ, પુષ્પમાળા, સુગંધવિલેપન, અત્તર ફુલેલ આદિનો ત્યાગ કરે, શૃંગાર કથા, હાસ્ય કથારૂપ કાવ્યનાટકાદિકના પઠનશ્રવણનો ત્યાગ કરે અને તાંબુલાદિક રાગકારી વસ્તુઓથી દૂર જ રહે.

આ પ્રતિમાધારી શ્લોક ૬૦માં દર્શાવેલા બ્રહ્મચર્યાણુવ્રતના કોઈ અતિચારો લાગે નહિ તે માટે ખાસ સાવધાન રહે છે. તેને નિરતિચાર પ્રતિમાનું પાલન હોય છે. ૧૪૩.

હવે શ્રાવકના આરંભવિરતિ ગુણનું પ્રતિપાદન કરીને કહે છે

આરંભત્યાગ પ્રતિમાધાારીનું લક્ષણ
શ્લોક ૧૪૪

અન્વયાર્થ :[प्राणातिपातहेतोः ] જે પ્રાણોના વિયોજનના કારણભૂત હોય એવા [सेवाकृषिवाणिज्यप्रमुखात् ] નોકરી, ખેતી, વ્યાપાર આદિક [आरम्भतः ] આરંભથી (આરંભનાં કાર્યોથી) [यः ] જે [व्युपारमति ] વિરક્ત થાય છે, [असौ ] તે [आरम्भविनिवृत्तः ] આરંભવિનિવૃત્ત શ્રાવક છે (અર્થાત્ આરંભત્યાગપ્રતિમાધારી છે).

ટીકા :यः व्युपारमति’ જે વ્યાપારથી વિશેષતાપૂર્વક સર્વપ્રકારે નિવૃત્ત થાય છે.


Page 304 of 315
PDF/HTML Page 328 of 339
single page version

भवति कस्मात् ? आरम्भतः कथंभूतात् ? सेवाकृषिवाणिज्यप्रमुखात्, सेवाकृषिवाणिज्याः प्रमुखा आद्या यस्य तस्मात् कथंभूतान् ? प्राणातिपातहेतोः प्राणानामतिपातो वियोजनं तस्य हेतोः कारणभूतात् अनेन स्नपनदानपूजाविधानाद्यारंभादुपरतिर्निराकृता तस्य प्राणातिपातहेतुत्वाभावात् प्राणिपीडापरिहारेणैव तत्संभवात् वाणिज्याद्यारम्भादपि तथा संभवस्तर्हि विनिवृत्तिर्न स्यादित्यपि नानिष्टं प्राणिपीडाहेतोरेव तदारम्भात् निवृत्तस्य श्रावकस्यारम्भविनिवृत्तत्वगुणसम्पन्नतोपपत्तेः

।।१४४।।

असौ आरंभविनिवृत्तः’ તે આરંભવિનિવૃત્ત શ્રાવક છે (આરંભત્યાગ પ્રતિમાના ધારક છે). શાનાથી (નિવૃત્ત થાય છે)? आरंभतः’ આરંભથી (નિવૃત્ત થાય છે). કેવા (આરંભથી)? सेवाकृषिवाणिज्यप्रमुखात्’ સેવા, ખેતી, વાણિજ્ય જેમાં પ્રમુખ છે એવા (આરંભથી). કેવા (આરંભથી)? प्राणातिपातहेतोः’ પ્રાણોનો અતિપાત અર્થાત્ વિયોજનતેના કારણભૂત હોય તેવા (આરંભથી). આથી તો અભિષેક, દાન, પૂજાવિધાન આદિ આરંભથી નિવૃત્ત થવાનું નિરાકરણ થયું. (અર્થાત્ તેમનો ત્યાગ કરવાનું આ પ્રતિમામાં આવશ્યક નથી), કારણ કે તેમાં પ્રાણાતિપાતરૂપ હેતુનો અભાવ છે. તેનું કારણ એ છે કે પ્રાણીપીડાના પરિહારપૂર્વક જ તે ક્રિયાઓ કરવામાં આવે છે. અહીં શંકા થાય છેઃતો પછી એવી રીતે (પ્રાણીપીડાના પરિહારપૂર્વક) વાણિજ્ય આદિ આરંભથી નિવૃત્તિ કરવાનું (આવશ્યક) નહિ રહે? સમાધાનઃતે પણ અનિષ્ટ નથી. પ્રાણીપીડામાં કારણભૂત હોય એવા આરંભથી જ નિવૃત્ત થયેલા શ્રાવકને આરંભવિરતિરૂપ ગુણ ત્યાં પણ ધરે છે.

ભાવાર્થ :જે શ્રાવક જીવહિંસાના કારણભૂત નોકરી, ખેતી, વ્યાપાર આદિક આરંભનાં કાર્યોનો ત્યાગ કરે છે; તે આરંભત્યાગ પ્રતિમાધારી કહેવાય છે.

આ પ્રતિમાધારીને અભિષેક, દાન, પૂજા આદિ ધાર્મિક આરંભનાં કાર્યોનો ત્યાગ હોતો નથી, કારણ કે જેવાં નોકરી, ખેતી, વ્યાપાર આદિ આરંભનાં કાર્યો જીવહિંસાના કારણભૂત છે, તેવાં તે ધાર્મિક કાર્યો જીવહિંસાના કારણભૂત નથી. તે કાર્યોમાં અલ્પ જીવહિંસા થાય છે, પણ ધર્મી જીવને તે કરવાના હેતુનો અભાવ હોય છે. તેને અશુભ ભાવથી બચવા માટે આવો શુભભાવ હેયબુદ્ધિએ આવ્યા વિના રહેતો નથી. આવાં ધાર્મિક કાર્યોમાં તેને પુણ્ય બહુ અને પાપ અલ્પ થાય છે, તેથી એકંદરે તેને પુણ્યનો જ સંચય થાય છે. ૧૪૪. १. सम्पन्नत्वोपपत्तेः घ०


Page 305 of 315
PDF/HTML Page 329 of 339
single page version

अधुना परिग्रहनिवृत्तिगुणं श्रावकस्य प्ररूपयन्नाह

बाह्येषु दशसु वस्तुषु ममत्वमुत्सृज्य निर्ममत्वरतः
स्वस्थः सन्तोषपरः परिचित्तपरिग्रहाद्विरतः ।।१४५।।

परि समन्तात् चित्तस्थः परिग्रहो हि परिचित्तपरिग्रहस्तमाद्विरतः श्रावको भवति किं विशिष्टः सन् ? स्वस्थो मायादिरहितः तथा सन्तोषपरः परिग्रहाकाक्षांव्यावृत्त्या सन्तुष्टः तथा निर्ममत्वरतः किं कृत्वा ? उत्सृज्य परित्यज्य किं तत् ? ममत्वं मूर्च्छा क्व ? बाह्येषु दशसु वस्तुषु एतदेव दशधा परिगणनं बाह्यवस्तूनां दर्श्यन्ते

क्षेत्रं वास्तु धनं धान्यं द्विपदं च चतुष्पदम्
शयनासने च यानं कुप्यं भाण्डमिति दश ।।

હવે શ્રાવકના પરિગ્રહનિવૃત્તિગુણની પ્રરૂપણા કરીને કહે છે

પરિગ્રહત્યાગ પ્રતિમાધાારીનું લક્ષણ
શ્લોક ૧૪૫

અન્વયાર્થ :જે [बाह्येषु ] બાહ્ય [दशसु ] દસ પ્રકારની [वास्तुषु ] વસ્તુઓમાં [ममत्वम् ] મમતાને [उत्सृज्य ] છોડીને [निर्ममत्वरतः ] નિર્મમતામાં રત હોતા થકા [स्वस्थः ] સ્વમાં (આત્મસ્વરૂપમાં) સ્થિત અને [संतोषपरः ] સંતોષમાં તત્પર રહે છે, તે [परिचित्तपरिग्रहात् ] સર્વપ્રકારથી મનમાં સ્થિત પરિગ્રહથી [विरतः ] વિરક્ત છે(અર્થાત્ પરિગ્રહત્યાગ પ્રતિમાધારી છે).

ટીકા :परिचित्तपरिग्रहात् विरतः’ परिસર્વ પ્રકારથી મનમાં રહેલા પરિગ્રહતેનાથી વિરક્ત શ્રાવક છે. કેવા પ્રકારનો હોય? स्वस्थ’ માયાદિરહિત સ્વમાં સ્થિત (આત્મસ્વરૂપમાં સ્થિત) તથા संतोषपरः’ પરિગ્રહની આકાંક્ષાથી રહિત હોવાને લીધે સંતુષ્ટ (સંતોષમાં તત્પર) તથા निर्ममत्वरतः’ મમતારહિતપણામાં લીન (મમત્વરહિત) હોય. શું કરીને? उत्सृज्य’ છોડીને. શું તે? ममत्वं’ મૂર્છા (મમતાભાવ). શામાં? बाह्येषु दशसु वस्तुषु’ બાહ્ય દશ પ્રકારની વસ્તુઓમાં. એ દશ પ્રકારની બાહ્ય વસ્તુઓની ગણતરી કરી દર્શાવાય છે

क्षेत्रं वास्तु धनं धान्यं द्विपदं च चतुष्पदम्
शयनासने च यानं कुप्यं भाण्डमिति दश ।।


Page 306 of 315
PDF/HTML Page 330 of 339
single page version

क्षेत्रं सस्याधिकरणं च डोहलिकादि वास्तु गृहादि धनं सुवर्णादि धान्यं ब्रीह्यादि द्विपदं दासीदासादि चतुष्पदं गवादि शयनं खट्वादि आसनं विष्टरादि यानं डोलिकादि कुप्यं क्षौमकार्पासकौशेयकादि भाण्डं श्रीखण्डमंजिष्ठाकांस्यताम्रादि ।।१४५।।

साम्प्रतमनुमतिविरतिगुणं श्रावकस्य प्ररूपयन्नाह

अनुमतिरारम्भे वा परिग्रहे ऐहिकेषु कर्मसु वा

नास्ति खलु यस्य समधीरनुमतिविरतः स मन्तव्यः ।।१४६।।

सोऽनुमतिविरतो मन्तव्यः यस्य खलु स्फु टं नास्ति का सौ ? अनुमतिरभ्युपगमः

क्षेत्रंખેતરજ્યાં અનાજ થાય તે, वास्तुમકાન આદિ, धनंસુવર્ણાદિ, धान्यं ડાંગર આદિ, द्विपदंદાસીદાસ આદિ, चतुष्पदम्ગાય વગેરે, शयनंખાટલો વગેરે, आसनंઆસન, यानंવાહન, कुप्यंસુતરરેશમનાં કપડાં વગેરે, भाण्डम्ચંદન, મંજીષ્ઠ, કાંસાતાંબા આદિનાં વાસણએ દશ પ્રકારના બાહ્ય પરિગ્રહ છે.

ભાવાર્થ :જે શ્રાવક બાહ્ય દશ પ્રકારના પરિગ્રહોમાં મમતાભાવનો ત્યાગ કરીને, નિર્મમતામાં લીન થઈ આત્મામાં સ્થિત અને પરિગ્રહની ઇચ્છાથી રહિત છે (સંતુષ્ટ છે), તે પરિચિત્તપરિગ્રહત્યાગ પ્રતિમાધારી કહેવાય છે.

આ પ્રતિમાધારી શ્લોક ૬૨માં દર્શાવેલા પરિગ્રહપરિમાણ અણુવ્રતના પાંચ અતિચાર રહિત પ્રતિમાનું પાલન કરે છે. ૧૪૫.

હવે શ્રાવકના અનુમતિવિરતિ ગુણનું પ્રરૂપણ કરી કહે છે

અનુમતિત્યાગ પ્રતિમાધાારીનું લક્ષણ
શ્લોક ૧૪૬

અન્વયાર્થ :[खलु ] નિશ્ચયથી [यस्य ] જેને [आरम्भे ] આરંભનાં કાર્યોમાં, [परिग्रहे ] પરિગ્રહોમાં [वा ] અને [ऐहिकेषु ] વિવાહાદિ આ લોક સંબંધી [कर्मसु ] કાર્યોમાં [अनुमतिः ] અનુમોદના [न अस्ति ] હોતી નથી, [सः ] તે [समधीः ] સમાન બુદ્ધિવાળો (મમત્વબુદ્ધિ યા રાગ-દ્વેષ રહિત) શ્રાવક [अनुमतिविरतः ] અનુમતિત્યાગ પ્રતિમાધારી [मन्तव्यः ] મનાય છે.

ટીકા :सः अनुमतिविरतः मन्तव्याः’ તેને અનુમતિત્યાગવાળો માનવો જોઈએ.


Page 307 of 315
PDF/HTML Page 331 of 339
single page version

क्व ? आरंभे कृष्यादौ वा शब्दः सर्वत्र परस्परसमुच्चयार्थः परिग्रहे वा धान्यदासीदासादौ ऐहिकेषु कर्मसु वा विवाहादिषु किंविशिष्टः ? समधीः रागादिरहितबुद्धिः ममत्वरहितबुद्धिर्वा ।।१४६।।

इदानीमुद्दिष्टविरतिलक्षणगुणयुक्तत्वं श्रावकस्य दर्शयन्नाह

गृहतो मुनिवनमित्वा गुरूपकण्ठे व्रतान परिगृह्य
भैक्ष्याशनस्तपस्यन्नुत्कृष्टश्चेलखण्डधरः ।।१४७।।

यस्य खलु’ જેને નિશ્ચયથી नास्ति’ ન હોય. શું તે (ન હોય)? अनुमति’ અનુમોદના. શામાં? आरंभे’ કૃષિ આદિ આરંભનાં કાર્યોમાં. वा’ શબ્દ બધે પરસ્પર સમુચ્ચય અર્થમાં છે. परिग्रहे वा’ ધાન્ય, દાસી, દાસ આદિ પરિગ્રહોમાં ऐहिकेषु कर्मसु वा’ અને વિવાહાદિ આ લોકસંબંધી કાર્યોમાં. કેવા પ્રકારનો? समधीः’ રાગાદિરહિત બુદ્ધિવાળો યા મમત્વબુદ્ધિરહિતવાળો (શ્રાવક અનુમતિત્યાગવાળો મનાય છે).

ભાવાર્થ :જે ખેતી આદિ આરંભના કાર્યોમાં, ધનાદિ પરિગ્રહોમાં અથવા વિવાહાદિક આ લોક સંબંધી કાર્યોમાં અનુમતિ આપતો નથી, તે મમત્વ યા રાગદ્વેષરહિત વ્યક્તિને અનુમતિત્યાગ પ્રતિમાધારી માનવો. ૧૪૬.

હવે શ્રાવક ઉદ્દિશ્યવિરતિરૂપ ગુણથી યુક્ત હોય છેએમ દર્શાવીને કહે છે

ઉિ÷શ્યત્યાગ પ્રતિમાધાારીનું લક્ષણ
શ્લોક ૧૪૭

અન્વયાર્થ :[गृहतः ] ઘેરથી [मुनिवनम् ] મુનિના વનમાં [इत्वा ] જઈને [गुरूपकण्ठे ] ગુરુની પાસે [व्रतानि ] વ્રતો [परिगृह्य ] ગ્રહણ કરીને [तपस्यत् ] તપ કરતાં, [भैक्षाशनः ] ભિક્ષાથી મળેલું ભોજન કરનાર થતા [चेलखण्डधरः ] કૌપીન (લંગોટી) અને ખંડવસ્ત્ર ધારણ કરનાર (વ્યક્તિ) [उत्कृष्टः ] ઉત્કૃષ્ટ શ્રાવક (ક્ષુલ્લક યા ઐલક) છે. १. भैक्षाशनम् घ (भिक्षा एवं भैक्षं स्वार्थेसुण् तद् अश्नागिति भैक्षाशनः प्रत्ययः अथवा भिक्षाणां समूहोभैक्षं

समूहार्थेऽण् प्रत्ययः)


Page 308 of 315
PDF/HTML Page 332 of 339
single page version

उत्कृष्ट उद्दिष्टविरतिलक्षणैकादशगुणस्थानयुक्तः श्रावको भवति कथंभूतः ? चेलखण्डधरः कौपीनमात्रवस्त्रखण्डधारकः आर्यलिंगधारीत्यर्थः तथा भैक्ष्याशनो भिक्षाणां समूहो भैक्ष्यं तदश्नातीति भैक्ष्याशनः किं कुर्वन् ? तपस्यन् तपः कुर्वन् किं कृत्वा ? परिगृह्य गृहीत्वा कानि ? व्रतानि क्व ? गुरूपकण्ठे गुरुसमीपे किं कृत्वा ? इत्वा गत्वा किं तत् ? मुनिवनं मुन्याश्रमं कस्मात् ? गृहतः ।।१४७।।

तपः कुर्वन्नपि यो ह्यागमज्ञः सन्नेवं मन्यते तदा श्रेयोज्ञाता भवतीत्याह

पापमरातिर्धर्मो बन्धुर्जीवस्य चेति निश्चिन्वन्
समयं यदि जानीते श्रेयोज्ञाता ध्रुवं भवति ।।१४८।।

ટીકા :उत्कृष्टः’ ઉદ્દિષ્ટત્યાગરૂપ અગિયારમી પ્રતિમાધારી શ્રાવક છે. કેવો છે? चेलखण्डधरः’ કૌપીન અને ખંડવસ્ત્ર ધારણ કરનાર અર્થાત્ આર્યલિંગધારીએવો અર્થ છે. भैक्ष्याशनः’ ભિક્ષાનો સમૂહ તે ભૈક્ષ્ય, તેનું ભોજન કરનાર (ભિક્ષાથી ભોજન કરનાર). શું કરતો? तपस्यन्’ તપ કરતો. શું કરીને? परिगृह्य’ ગ્રહણ કરીને. શું (ગ્રહણ કરીને)? व्रतानि’ વ્રતો. ક્યાં (ગ્રહીને)? गुरूपकण्ठे’ ગુરુની સમીપમાં. શું કરીને? इत्वा જઈને. શું તે? मुनिवनं’ મુનિના આશ્રમે (જઈને). ક્યાંથી? गृहतः’ ઘેરથી (જઈને).

ભાવાર્થ :જે ઘર છોડીને મુનિના આશ્રમે જઈને ગુરુની સમીપે વ્રત ધારણ કરીને તપ કરે છે, ભિક્ષાથી ભોજન કરે છે (અર્થાત્ પોતાના માટે બનાવેલું ભોજન લેતા નથી, પરંતુ શ્રાવક પોતાના માટે બનાવેલા ભોજનમાંથી ભક્તિપૂર્વક ભોજન આપે તો તે લઈ શકે છે) અને કૌપીન (લંગોટી) તથા ખંડવસ્ત્ર (એવી ચાદર કે જેનાથી માથું ઢાંકે તો પગ ખુલ્લા રહે અને પગ ઢાંકે તો માથું ખુલ્લું રહે) ધારણ કરે છે, તે ઉત્કૃષ્ટ શ્રાવક ક્ષુલ્લક યા ઐલકઉદ્દિષ્ટત્યાગ પ્રતિમાધારી છે. ૧૪૭.

તપ કરતો થકો અને નિશ્ચયથી આગમને જાણતો થકો જે શ્રાવક આવું માને છે તે ત્યારે શ્રેષ્ઠ જ્ઞાતા થાય છે, એમ કહે છે

શ્રેÌ જ્ઞાતાનું સ્વરુપ
શ્લોક ૧૪૮

અન્વયાર્થ :[पापं ] પાપ [जीवस्य ] જીવનો [अरातिः ] શત્રુ છે [च ] અને


Page 309 of 315
PDF/HTML Page 333 of 339
single page version

यदि समयं आगमं जानीते आगमज्ञो यदि भवति तदा ध्रुवं निश्चयेन श्रेयोज्ञाता उत्कृष्टज्ञाता स भवति किं कुर्वन् ? निश्चिन्वन् कथमित्याहपापमित्यादि पापमोधर्मोऽरातिः शत्रुर्जीवस्यानेकापकारकत्वात् धर्मश्च बन्धुर्जीवस्यानेकोपकारकत्वादित्येवं निश्चिन्वन् ।।१४८।।

इदानीं शास्त्रार्थानुष्ठातुः फलं दर्शयन्नाह [धर्मः ] ધર્મ [बन्धुः ] જીવનો મિત્ર છે, [इति ]એમ [निश्चिन्वन् ] નિશ્ચય કરતો થકો શ્રાવક [यदि ] જો [समयम् ] શાસ્ત્રને [जानीते ] જાણે છે, તો તે [ध्रुवम् ] નિશ્ચયથી [श्रेयोज्ञाता ] શ્રેષ્ઠ જ્ઞાતા અથવા કલ્યાણનો જ્ઞાતા [भवति ] થાય છે.

ટીકા :यदि समयं जानीते’ જે સમયને એટલે આગમને જાણે છે અર્થાત્ જે આગમનો જ્ઞાતા છે તો ध्रुवं’ નિશ્ચયથી श्रेयोज्ञाता भवति’ તે ઉત્કૃષ્ટ જ્ઞાતા છે, શું કરતો થકો? निश्चिन्वन्’ નિશ્ચય કરતો થકો. કેવી રીતે? તે કહે છેपापमित्यादि’ પાપ જ અર્થાત્ અધર્મ જ (મિથ્યારત્નત્રય જ) અનેક અપકારનું કારણ હોવાથી જીવનો શત્રુ છે અને ધર્મ જ (સમ્યક્રત્નત્રય જ) અનેક ઉપકારનું કારણ હોવાથી જીવનો મિત્ર છે આવો નિશ્ચય કરતો થકો.

ભાવાર્થ :જીવનો અપકારક હોવાથી પાપ (અધર્મ) શત્રુ છે અને ઉપકારક હોવાથી ધર્મ (રત્નત્રયધર્મ) મિત્ર છેએવો નિર્ણય કરીને જે શાસ્ત્રને જાણે છે, તે જ શ્રેષ્ઠ જ્ઞાતા છે.

ઉત્કૃષ્ટ ઉદ્દિશ્યત્યાગી વાનપ્રસ્થ આશ્રમમાં છે. તે તપસ્વી પણ છે, પરંતુ જો તે આત્માના સ્વભાવવિભાવ ન જાણે તો તે આત્મશ્રેયનો જ્ઞાતાભોક્તા થતો નથી.

સંસારનાં દુઃખોથી બચાવી જે પ્રાણીઓને ઉત્તમ સુખમાં ધારણ કરે તે ધર્મ છે. તે જ ધર્મ જીવને મિત્ર સમાન છે. શુભભાવરૂપ ધર્મવ્યવહારધર્મ જીવને સંસારનું કારણ છે, તેથી તેને તે શત્રુ સમાન છે. ૧૪૮.

હવે શાસ્ત્રના અર્થનું આચરણ કરનારને શું ફળ પ્રાપ્ત થાય છે, તે દર્શાવીને કહે છે


Page 310 of 315
PDF/HTML Page 334 of 339
single page version

(इन्द्रवज्राच्छन्दः)
येन स्वयं वीतकलङ्कविद्याद्रष्टिक्रियारत्नकरण्डभावं
नीतस्तमायाति पतीच्छयेव सर्वार्थसिद्धिस्त्रिषु विष्टपेषु ।।१४९।।

येन भव्येन स्वयं आत्मा स्वयंशब्दोऽत्रात्मकवाचकः नीतः प्रापितः कमित्याह वीतेत्यादि, विशेषेण इतो गतो नष्टः कलंको दोषो यासां ताश्च ता विद्यादृष्टिक्रियाश्च ज्ञानदर्शनचारित्राणि तासां करण्डभावं तं भव्यं आयाति आगच्छति कासौ ? सर्वार्थसिद्धिः धर्मार्थकाममोक्षलक्षणार्थानां सिद्धिर्निष्पत्तिः कर्त्री कयेवायाति ? पतीच्छयेव स्वयम्बरविधानेच्छयेव क्व ? त्रिषु विष्टयेषु त्रिभुवनेषु ।।१४९।।

રત્નત્રયધાર્મના સેવનનું ફળ
શ્લોક ૧૪૯

અન્વયાર્થ :[येन ] જે ભવ્યે [स्वयम् ] પોતાના આત્માને [वीतकलङ्कविद्यादृष्टिक्रियारत्नकरण्डभावं ] કલંક રહિત (નિર્દોષ) સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રરૂપી રત્નોનો પટારો [नीतः ] બતાવ્યો છે, [तम् ] તેને [त्रिषु विष्टपेषु ] ત્રણ લોકમાં [पतीच्छया इव ] સ્વયંવર વિધાનથી પતિ તરીકે વરવાની ઇચ્છા રાખનારી સ્ત્રીની જેમ [सर्वार्थसिद्धिः ] સર્વ અર્થોની સિદ્ધિ અર્થાત્ ધર્મઅર્થાદિ ચાર પુરુષાર્થની સિદ્ધિ [आयाति ] પ્રાપ્ત થાય છે.

ટીકા :येन’ જે ભવ્યે स्वयम्’ પોતાના આત્માનેઅહીં स्वयं શબ્દ આત્મા વાચક છેनीतः’ પ્રાપ્ત કરાવ્યો છે. કોને (પ્રાપ્ત કરાવ્યો છે)? તે કહે છેवीतेत्यादि’ વિશેષ કરીને જેમનો દોષ (કલંક) નાશ પામ્યો છેતેવાં સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, સમ્યક્ચારિત્ર ત્રણેના પટારારૂપ ભાવને (પ્રાપ્ત કરાવ્યો છે) तं’ તેને (તે ભવ્યને) आयाति’ આવે છે (પ્રાપ્ત થાય છે). કોણ તે? सर्वार्थसिद्धिः’ ધર્મઅર્થકામમોક્ષરૂપ અર્થોની (પ્રયોજનોની) સિદ્ધિપ્રાપ્તિ. કોની જેમ આવે છે? पतीच्छया इव’ સ્વયંવર વિધાનથી પતિ તરીકે વરવાની ઇચ્છા રાખનારીની જેમ. ક્યાં? त्रिषु विष्टपेषु’ ત્રણ ભુવનમાં.

ભાવાર્થ :જેમ જે મનુષ્યની પાસે બહુમૂલ્ય રત્નો હોય છે તેને વરવા કન્યાઓ ઉત્સુક હોય છે, તેમ જે ભવ્ય જીવે પોતાના આત્માને નિર્દોષ સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન


Page 311 of 315
PDF/HTML Page 335 of 339
single page version

रत्नकरण्डकं कुर्वतश्च मम यासौ सम्यक्त्वसम्पत्तिर्वृद्धिंगता सा एतदेव कुर्यादित्याह

(मालिनीछन्दः)
सुखयतु सुखभूमिः कामिनं कामिनीव,
सुतमिव जननी मां शुद्धशीला भुनक्तु
कुलमिव गुणभूषा कन्यका संपुनीता-
ज्जिनपतिपदपद्मप्रेक्षिणी दृष्टिलक्ष्मीः
।।१५०।।

અને સમ્યક્ચારિત્રરૂપી રત્નોનો પટારો બતાવ્યો છે, ત્રણે લોકમાં તેને જ સર્વોત્તમ પતિ બનાવવાની ઇચ્છાથી ધર્મઅર્થકામમોક્ષની સિદ્ધિરૂપી સ્ત્રી અનાયાસે પ્રાપ્ત થાય છે.

જે શ્રાવક અતિચાર રહિત નિશ્ચયના લક્ષ્યે વ્યવહાર રત્નત્રયની સાધના કરે છે, તેને સંપૂર્ણ પ્રયોજનોની સિદ્ધિ અવશ્ય પ્રાપ્ત થાય છે અર્થાત્ તેને સ્વર્ગના સુખપૂર્વક મોક્ષસુખની સિદ્ધિ થાય છે.

પં. દૌલતરામજીએ કહ્યું છે કે

બારહ વ્રતકે અતિચાર, પન પન ન લગાવૈ,
મરણસમય સંન્યાસ ધારિ, તસુ દોષ નશાવૈ;
યોં શ્રાવકવ્રત પાલ, સ્વર્ગ સોલમ ઉપજાવૈ,
તહંતૈ ચય નરજન્મ પાય, મુનિ હ્વૈ શિવ જાવૈ. ૧૫.
(છઢાળા ૪/૧૫) ૧૪૯.

રત્નકરણ્ડક શ્રાવકાચારની રચના કરતાં મને (શ્રી સમન્તભદ્રસ્વામીને) જ સમ્યક્ત્વરૂપે સમ્પત્તિની વૃદ્ધિ થઈ છે, તે આટલું જ કરે એમ કહે છે

શ્રાવકની £ષ્ટપ્રાર્થના
શ્લોક ૧૫૦

અન્વયાર્થ :[जिनपतिपद्मप्रेक्षिणी ] જિનેન્દ્રભગવાનનાં ચરણકમળોમાં દ્રષ્ટિ કરનાર (શ્રદ્ધા કરનાર) [दृष्टिलक्ष्मीः ] સમ્યગ્દર્શનરૂપી લક્ષ્મી [सुखभूमिः ] સુખની


Page 312 of 315
PDF/HTML Page 336 of 339
single page version

मां सुखयतु सुखिनं करोतु कासौ ? दृष्टिलक्ष्मीः सम्यग्दर्शनसम्पत्तीः किंविशिष्टेत्याहजिनेत्यादि जिनानां देशतः कर्मोन्मूलकानां गणधरदेवादीनां पतयस्तीर्थंकरास्तेषां पदानि सुबन्ततिङ्न्तानि पदा वा तान्येव पद्मानि तानि प्रेक्षते श्रद्दधातीत्येवंशीला अयमर्थःलक्ष्मीः पद्मावलोकनशीला भवति दृष्टिलक्ष्मीस्तु जिनोक्तपदपदार्थप्रेक्षणशीलेति कथंभूता सा ? सुखभूमिः सुखोत्पत्तिस्थानं केव कं ? कामिनं कामिनीव यथा कामिनी कामभूमिः कामिनं सुखयति तथा मां दृष्टिलक्ष्मीः सुखयतु तथा सा मां भुनक्तु रक्षतु केव ? सुतमिव जननी किंविशिष्टा शुद्धशीला जननी हि शुद्धशीला सुतं रक्षति नाशुद्धशीला दुश्चारिणी दृष्टिलक्ष्मीस्तु ઉત્પત્તિના સ્થાનરૂપ હોતી થકી, [मां ] મને એવી રીતે [सुखयतु ] સુખી કરે કે જેવી રીતે [कामिनं कामिनी इव ] સુખની ભૂમિ કામિની કામી પુરુષને સુખી કરે છે. [शुद्धशीलाः ] પવિત્ર શીલવાળી હોતી થકી, (અતિચાર રહિત સાત શીલોથી યુક્ત હોતી થકી) [मां ] મને એવી રીતે [भुनक्तु ] પાળે કે જેવી રીતે [जननी सुतम् इव ] પવિત્ર શીલવાળી માતા પોતાના પુત્રને પાળે છે અને [गुणभूषा ] આઠ મૂળગુણરૂપી અલંકારથી યુક્ત હોતી થકી, [मां ] મને એવી રીતે [संपुनीतात् ] પવિત્ર કરે કે જેવી રીતે [कन्यका कुलम् इव ] ગુણવતી કન્યા કુળને પવિત્ર કરે છે. તેમ તે (સમ્યગ્દર્શનરૂપી લક્ષ્મી) મને પવિત્ર કરે.

ટીકા :मां सुखयतु’ મને સુખી કરે. કોણ તે? दृष्टिलक्ष्मीः’ સમ્યગ્દર્શનરૂપી લક્ષ્મીસંપત્તિ. કેવા પ્રકારની (લક્ષ્મી)? તે કહે છેजिनेत्यादि’ જિનોના અર્થાત્ એકદેશ કર્મોનું ઉન્મૂલન (નાશ) કરનાર ગણધરદેવાદિના પતિઓ (સ્વામીઓ) જે તીર્થંકરોતેમનાં ચરણરૂપી કમળોને જે દેખે છેશ્રદ્ધે છે, તેવા સ્વભાવવાળી (લક્ષ્મી) અર્થાત્ જેમ લક્ષ્મી પદ્મને (કમળને) અવલોકન કરવાના સ્વભાવવાળી છે, તેમ સમ્યગ્દર્શનરૂપી લક્ષ્મી જિનપતિ દ્વારા નિરૂપિત પદાર્થો અને વચનોમાં શ્રદ્ધાન કરવાના સ્વભાવવાળી છે. કેવી છે તે? सुखभूमिः’ સુખના ઉત્પત્તિસ્થાનરૂપ છે. કોનીકોની જેમ? कामिनं कामिनी इव’ જેમ કામિનીકામની ઉત્પત્તિનું સ્થાન (સ્ત્રી) પોતાના કામીને સુખી કરે છે, તેમ સમ્યગ્દર્શનરૂપી લક્ષ્મી મને સુખી કરે, તથા सा मां भुनक्तु’ તે મારી રક્ષા કરે. કોની જેમ? सुतम् जननी इव’ માતા પુત્રને રક્ષે છે તેમ. કેવા પ્રકારની (જનની)? शुद्धशीला’ પવિત્ર શીલવતી માતા જ પોતાના પુત્રની રક્ષા કરે છે, પરંતુ અશુદ્ધ


Page 313 of 315
PDF/HTML Page 337 of 339
single page version

गुणव्रतशिक्षाव्रतलक्षणशुद्धसप्तशीलसन्विता मां भुनक्तु तथा सा मां सम्पुनीतात् सकलदोषकलङ्कं निराकृत्य पवित्रयतु किमिव ? कुलमिव गुणभूषा कन्यका अयमर्थ : कुलं यथा गुणभूषा गुणाऽलङ्कारोपेता कन्या पवित्रयति श्लाध्यतां नयति तथा दृष्टिलक्ष्मीरपि गुणभूषा अष्टमूल गुणैरलंकृता मां सम्यक्पुनीतादिति ।।१५०।।

येनाज्ञानतमो विनाश्य निखिलं भव्यात्मचेतोगतम्
सम्यग्ज्ञानमहांशुभिः प्रकटितः सागारमार्गोऽखिलः
स श्रीरत्नकरण्डकामलरविः संसृत्सरिच्छोषको
जीयादेष समन्तभद्रमुनिपः श्रीमान् प्रभेन्दुर्जिनः
।।।।

શીલવતી માતા (દુશ્ચારિણી માતા) નહિ; તેમ ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતરૂપી અર્થાત્ નિરતિચાર સાત શીલથી યુક્ત સમ્યગ્દર્શનલક્ષ્મી પણ મારી રક્ષા કરે, તથા सा मां संपुनीतात्’ તે મને પવિત્ર કરેસર્વ દોષરૂપ કલંકને દૂર કરી મને પવિત્ર કરે. કોની જેમ? कुलम् इव गुणभूषा कन्यका’ જેમ ગુણવતી કન્યા કુળને (પવિત્ર) કરે છે તેમ. અર્થ એ છે કેજેમ ગુણરૂપી અલંકારોથી યુક્ત ગુણવતી કન્યા કુળને પવિત્ર કરે છે પ્રશંસાપાત્ર કરે છે, તેમ અષ્ટ મૂળગુણરૂપી અલંકારોથી ગુણવતી સમ્યગ્દર્શનરૂપી લક્ષ્મી પણ મને સમ્યક્ પ્રકારે પવિત્ર કરે.

ભાવાર્થ :જેમ કોઈ કામિની (સ્ત્રી) પોતાના કામીને સુખી કરે છે તેમ સમ્યગ્દર્શનરૂપી લક્ષ્મી મને સુખી કરે; જેમ કોઈ શીલવતી માતા પોતાના પુત્રનું લાલન પાલન કરે છે તેમ સપ્તશીલોથી યુક્ત સમ્યગ્દર્શનરૂપી લક્ષ્મી મારી રક્ષા કરે અને જેમ ગુણવતી કન્યા કુળને ઉજ્જ્વળ કરે છે (પવિત્ર કરે છે) તેમ અષ્ટ મૂળગુણયુક્ત સમ્યગ્દર્શનરૂપી લક્ષ્મી મને પવિત્ર કરે.

ટીકાકારની મંગળકામના

જેમણે ભવ્ય આત્માના ચિત્તમાં વ્યાપ્ત સમસ્ત અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરીને, સમ્યગ્જ્ઞાનરૂપી સૂર્યનાં મહા કિરણો દ્વારા સઘળો શ્રાવકમાર્ગ પ્રકાશિત કર્યો છે, તેઓ સંસારરૂપી નદીના શોષક શ્રી રત્નકરણ્ડકરૂપી તેજસ્વી સૂર્ય સમાન અને ચંદ્રની ક્રાંતિવાળા (प्रभेन्दुः) શ્રીમાન્ જિન સમન્તભદ્રાચાર્ય જય પામો. १. निरस्य इति ख०


Page 314 of 315
PDF/HTML Page 338 of 339
single page version

इति प्रभाचन्द्रविरचितायां समन्तभद्रस्वामीविरचितोपासकाध्ययनटीकायां
पंचमः परिच्छेदः

આમાં ટીકાકારે ગ્રન્થકર્તા શ્રીમત્ સમન્તભદ્રાચાર્યનો અને प्रभेन्दुः’ શબ્દથી પોતાના ‘પ્રભાચંદ્ર’ નામનો નિર્દેશ કર્યો છે, ‘શ્રી રત્નકરણ્ડ’ શબ્દથી ગ્રંથના નામનો પણ નિર્દેશ કર્યો છે. ૧૫૦.

એ પ્રમાણે શ્રી સમન્તભદ્રસ્વામીવિરચિત ઉપાસકાધ્યનની
શ્રી પ્રભાચંદ્રવિરચિત ટીકામાં પાંચમો પરિચ્છેદ પૂર્ણ થયો. ૫.
12345678901234567890123456789012123456
સમાપ્ત