Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 124,125,126 sanlekhanA dhAran karyA pachi shu karavu?,127,128,129 sanlekhanAnA atichAro,130 sanlekhanAnu phaL,131 mokshanu lakshaN,132 mukt jivonu varNan,133 mukt jivonA guNomA vikArano abhAv,134 mukt jivo shu kare chhe?,135 sanlekhanAdhArionu abhyuday phaL,136 shrAvakani agiyAr pratimA,137 darshan PratimAdhArinu lakshaN,138 vrat PratimAdhArinu lakshaN ; SamAdhimaraNni AvashyakatA.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 16 of 17

 

Page 277 of 315
PDF/HTML Page 301 of 339
single page version

समाश्रयो यत्तपस्तत्फलं यत एवं, तस्माद्यावद्विभवं यथाशक्ति समाधिमरणे प्रयतितव्यं प्रकृष्टो यत्नः कर्तव्यः ।।१२३।।

तत्र यत्नं कुर्वाण एवं कृत्वेदं कुर्यादित्याह

स्नेहं वैरं सङ्गं परिग्रहं चापहाय शुद्धमनाः
स्वजनं परिजनमपि च क्षान्त्वा क्षमयेत्प्रियैर्वचनैः ।।१२४।।
आलोच्य सर्वमेनः कृतकारितमनुमतं च निर्व्याजम्
आरोपयेन्महाव्रतमामरणस्थायि निश्शेषम् ।।१२५।। युगलं

કરવો તે तपःफलम्’ તપનું ફળ અર્થાત્ સફળ તપ છે, तस्मात्’ તેથી यावद्विभवम्’ યથાશક્તિ समाधिमरणे’ સમાધિમરણનો प्रयतितव्यम्’ પ્રયત્ન કરવો જોઈએ.

ભાવાર્થ :તપશ્ચરણ કરવાનું ફળ અન્તિમ ક્રિયા ઉપર આધાર રાખે છે, અર્થાત્ મૃત્યુ સમયે સમાધિમરણ કરવાથી જ તપશ્ચરણ ફળીભૂત થાય છે, જો સમાધિમરણ ન થયું તો જીવનભર જે જપતપ કર્યું તે બધું વૃથા છે, માટે સમાધિમરણ (સંલ્લેખના)ના વિષયમાં પોતાની પૂર્ણ શક્તિથી પ્રયત્ન કરવો જોઈએ.

‘‘મેં જે જીવનપર્યંત પુણ્યરૂપ કાર્ય કર્યું છે તેમાં ધર્મનું પાલન કર્યું છે, તે ધર્મને મારી સાથે લઈ જવા માટે આ એક સંલ્લેખના જ સમર્થ છેએવો વિચાર કરી શ્રાવકે અવશ્ય સમાધિમરણ કરવું જોઈએ.’’

‘‘હું મરણના સમયે અવશ્ય શાસ્ત્રોક્ત વિધિથી સમાધિમરણ કરીશએ રીતે ભાવનારૂપ પરિણતિ કરીને મરણકાળ આવે તે પહેલાં જ આ સંલ્લેખનાવ્રત પાળવું જોઈએ અર્થાત્ અંગીકાર કરવું જોઈએ.’’ ૧૨૩.

સમાધિમરણના વિષયમાં યત્ન કરનારે આવું કરીને આ કરવું જોઈએએમ કહે છે

સંલ્લેખનાની વિધિા
શ્લોક ૧૨૪૧૨૫

અન્વયાર્થ :સંલ્લેખનાધારી [स्नेहं ] રાગ, [वैरम् ] દ્વેષ, [सङ्ग ] મોહ [च ] ૧. જુઓ, પુરુષાર્થસિદ્ધિઉપાય ગુજરાતી આવૃત્તિ શ્લોક ૧૭૫૧૭૬.


Page 278 of 315
PDF/HTML Page 302 of 339
single page version

स्वयं क्षान्त्वा प्रियैर्वचनैः स्वजनं परिजनमपि क्षमयेत् किं कृत्वा ? अपहाय त्यक्त्वा कं ? स्नेहमुपकारके वस्तुनि प्रीत्यनुबन्धं वैरमनुपकारकं द्वैषानुबन्धं संगं पुत्रस्त्र्यादिकं ममेदमहमस्येत्यादिसम्बंधं परिग्रहं बाह्याभ्यन्तरं एतत्सर्वमपहाय शुद्धमना निर्मलचित्तः सन् क्षमयेत् तथा आरोपयेत् स्थापयेदात्मनि किं तत् ? महाव्रतम् कथंभूतं ? आमरणस्थायि मरणपर्यन्तं निःशेषं च पंचप्रकारमपि किं कृत्वा ? आलोच्य किं तत् ? एनो दोषं किं तत् ? सर्वं कृतकारितमनुमतं च स्वयं हि कृतं हिंसादिदोषं, कारितं हेतुभावेन, अनुमतमन्येन क्रियमाणं मनसा श्लाघितं एतत्सर्वमेनो निर्व्याजं दशालोचनादोषवर्जितं यथा भवत्येवमालोचयेत् दश हि आलोचनादोषा भवन्ति અને [परिग्रहम् ] પરિગ્રહને [अपहाय ] છોડીને [शुद्धमनाः ] શુદ્ધ મનવાળો થઈને [प्रियैः वचनैः ] પ્રિય વચનોથી [स्वजनम् ] પોતાનાં કુટુંબીજનોની [च ] અને [परिजनमपि ] નોકરચાકરોની પણ [क्षान्त्वा ] ક્ષમા માગી [क्षमयेत् ] સ્વયં ક્ષમા કરે.

સંલ્લેખનાધારી [कृतकारितम ] કૃત, કારિત [च ] અને [अनुमतम् ] અનુમોદિત [सर्वम् ] સમસ્ત [एनः ] પાપોની [निर्व्याजम् ] છલકપટ રહિત નિશ્ચલભાવથી [आलोच्य ] આલોચના કરીને [आमरणस्थायि ] જીવનપર્યંત ટકી રહે એવા [निःशेषम् ] સમસ્ત [महाव्रतं ] મહાવ્રતોને [आरोपयेत् ] ધારણ કરે.

ટીકા :प्रियैः वचनैः क्षान्त्वा’ પ્રિય વચનોથી સ્વયં ક્ષમા યાચીને स्वजनं परिजनमपि क्षमयेत्’ પોતાના કુટુંબીજનો અને નોકરચાકરોને પણ ક્ષમા કરે. શું કરીને? अपहाय’ છોડીને. શું (છોડીને)? स्नेहं’ રાગને અર્થાત્ ઉપકારક વસ્તુ પ્રત્યેના અનુરાગ સંબંધને, वैरं’ અનુપકારક (વસ્તુ) પ્રત્યેના દ્વેષરૂપ સંબંધને, सङ्कं’ મોહને અર્થાત્ આ પુત્ર, સ્ત્રી, આદિક મારાં અને હું તેમનોઇત્યાદિ સંબંધને અને परिग्रहं’ બાહ્ય તથા અભ્યંતર પરિગ્રહનેએ બધાંને છોડીને शुद्धमनाः’ નિર્મળ ચિત્તવાળા થઈને ક્ષમા કરે.

તથા आरोपयेत्’ આત્મામાં સ્થાપેધારણ કરે. શું તે? महाव्रतम्’ મહાવ્રતોને કેવાં (મહાવ્રતોને)? आमरणस्थायि’ મરણપર્યંત ટકી રહે તેવાં निःशेषम्’ પાંચે પ્રકારનાં (મહાવ્રતોને). શું કરીને? आलोच्य’ આલોચના કરીને. કોની? एनः’ દોષોની. કયા તે (દોષો)? सर्वं कृतकारितानुमतं’ સર્વ કૃત, કારિત અને અનુમોદિત (દોષોની)સ્વયં કરેલા હિંસાદિક દોષોની, હેતુભાવથી કરાયેલા દોષોની અને મનથી અનુમોદિત અન્યથી કરેલા દોષોનીએ બધા દોષોની निर्व्याजम्’ છલકપટરહિતનિશ્ચલભાવથી આલોચનાના દશ દોષો રહિત આલોચના કરે.


Page 279 of 315
PDF/HTML Page 303 of 339
single page version

तदुक्तं

आकंपिय अणुमाणिय जं दिट्ठं बादरं च सुहमं च
छन्नं सद्दाउलयं बहुजणमव्वत्त तस्सेवी ।।।। इति

एवंविधामालोचनां कृत्वा महाव्रतमारोप्यैतत् कुर्यादित्याह

शोकं भयमवसादं क्लेदं कालुष्यमरतिमपि हित्वा
सत्त्वोत्साहमुदीर्य च मनः प्रसाद्यं श्रुतैरमृतैः ।।१२६।।

આલોચનાના દશ દોષો છે. તે આ પ્રમાણે કહ્યા છે

आकंपिय अणुमाणिय जं दिट्ठं वादरं च सुहमं च
छन्नं सद्दाउलयं बहुजणमव्वत्त तस्सेवी ।।।। इति

૧. આકંપિત, ૨. અનુયાચિત, ૩. યદ્દ્રષ્ટ, ૪. બાદર, ૫. સૂક્ષ્મ, ૬. છન્ન, ૭. શબ્દાકુલિત, ૮. બહુજન, ૯. અવ્યક્ત અને ૧૦. તત્સેવીએ દશ આલોચનાના દોષ છે.

ભાવાર્થ :(શ્લોક ૧૨૪) સમાધિમરણ કરનાર વ્યક્તિ ઉપકારક વસ્તુથી રાગ, અનુપકારક વસ્તુથી દ્વેષ, સ્ત્રીપુત્રાદિથી મમતાનો સંબંધ અને બાહ્યઅભ્યંતર પરિગ્રહ એ બધાંને છોડીને શુદ્ધ મનવાળો થઈને પ્રિયવચનોથી પોતાના કુટુંબીજનોની તથા નોકર ચાકરોની પણ ક્ષમા માગી, સ્વયં તેમને ક્ષમા કરે.

(શ્લોક ૧૨૫)તથા મન, વચન, કાય દ્વારા કૃત, કારિત અને અનુમોદિત સમસ્ત પાપોની નિર્દોષ આલોચના કરીને જીવનપર્યન્ત પાંચ મહાવ્રતોને ધારણ કરે.

(અહીં મહાવ્રતો ઉપચારથી કહ્યા છે, નહિ કે મુનિદશાના મહાવ્રત). ૧૨૪૧૨૫.

આ પ્રકારની આલોચના કરીને અને મહાવ્રત ધારણ કરીને, આ કરવું જોઈએ તે કહે છે

શ્લોક ૧૨૬

અન્વયાર્થ :[शोकम् ] શોક, [भयम् ] ભય, [अवसादम् ] વિષાદખેદ, [वलेदम् ] સ્નેહ, [कालुप्यं ] રાગદ્વેષ અને [अरतिम् अपि ] અપ્રેમને પણ [हित्वा ]


Page 280 of 315
PDF/HTML Page 304 of 339
single page version

प्रसाद्यं प्रसन्नं कार्यं किं तत् ? मनः कैः ? श्रुतैरागमवाक्यैः कथंभूतैः ? अमृतैः अमृतोपमैः संसारदुःखसन्तापापनोदकैरित्यर्थः किं कृत्वा ? हित्वा किं तदित्याहशोकमित्यादि शोकंइष्टवियोगे तद्गुणशोचनं, भयंक्षुत्पिपासादिपीडा- निमित्तमिहलोकादिभयं वा, अवसादं विषादं खेदं वा, क्लेदं स्नेहं, कालुष्यं क्वचि- द्विषये रागद्वेषपरिणतिं न केवलं प्रागुक्तमेव अपि तु अरतिमपि अप्रसत्तिमपि केवलमेतदेव कृत्वा किन्तु उदीर्य च प्रकाश्य च कं ? सत्त्वोत्साहं संल्लेखना- करणेऽकातरत्वं ।।१२६।।

इदानीं संल्लेखनां कुर्वाणस्याहारत्यागे क्रमं दर्शयन्नाह છોડીને [च ] અને [सत्त्वोत्साहम् ] બળ (ધૈર્ય) તથા ઉત્સાહને [उदीर्य ] પ્રગટ કરીને [अमृतैः ] અમૃત સમાન [श्रुतैः ] શાસ્ત્રોથી [मनः ] મન [प्रसाद्यम् ] પ્રસન્ન કરવું જોઈએ.

ટીકા :प्रसाद्यम्’ પ્રસન્ન કરવું જોઈએ. શું તે? मनः’ મન. શા વડે? श्रुतैः’ શાસ્ત્રવચનો વડે. કેવાં (વચનો)? अमृतैः’ અમૃત સમાન અર્થાત્ સંસારનાં દુઃખસંતાપને દૂર કરનાર (વચનો વડે). શું કરીને? हित्वा’ છોડીને. શું (છોડીને)? તે કહે છે शोकमित्यादि’ शोकं ઇષ્ટના (પ્રિયવસ્તુના) વિયોગમાં તેના ગુણ સંબંધી વારંવાર ચિન્તવન કરવું, भयंક્ષુધાતૃષાદિની પીડા નિમિત્તે આ લોકાદિમાં ભય, अवसादं’ વિષાદ અથવા ખેદ, क्लेदं સ્નેહ, कालुष्यं કોઈ વખતે વિષયમાં રાગદ્વેષરૂપ પરિણતિ, કેવળ પૂર્વે કહ્યાં એટલાં જ નહિ, પરંતુ अरतिमपि અરતિઅપ્રસક્તિ (અપ્રેમ) પણએ બધાંને છોડીને. કેવળ એટલું જ કરીને નહિ, પરંતુ उदीर्य પ્રગટ કરીને. શું? सत्त्वोत्साहम्’ સંલ્લેખના કરવામાં અકાયરતા (નિર્ભયતા).

ભાવાર્થ :શોક, ભય, વિષાદ, સ્નેહ, રાગદ્વેષ અને અપ્રેમને છોડીને તથા બળ અને ઉત્સાહ વધારીને અમૃત સમાન સુખકારક તથા સંસારનાં દુઃખ અને સંતાપને દૂર કરનાર શાસ્ત્રવચનો દ્વારા મનને પ્રસન્ન કરવું જોઈએ. તથા સંલ્લેખના કરવામાં કાયરતા લાવવી જોઈએ નહિ. ૧૨૬.

હવે સંલ્લેખના કરનારને આહાર ત્યાગનો ક્રમ દર્શાવીને કહે છે १. तद्गुणानुशोचनं घ


Page 281 of 315
PDF/HTML Page 305 of 339
single page version

आहारं परिहाप्य क्रमशः स्निग्धं विवर्द्धयेत्पानम्
स्निग्धं च हापयित्वा खरपानं पूरयेत्क्रमशः ।।१२७।।
खरपानहापनामपि कृत्वा कृत्वोपवासमपि शक्त्या
पञ्चनमस्कारमनास्तनुं त्यजेत्सर्वयत्नेन ।।१२८।।

स्निग्धं दुग्धादिरूपं पानं विवर्धयेत् परिपूर्णं दापयेत् किं कृत्वा ? परिहाप्य परित्याज्य कं ? आहारं कवलाहाररूपं कथं ? क्रमशः प्रागशनादिक्रमेण पश्चात् खरपानं कंजिकादि, शुद्धपानीयरूपं वा किं कृत्वा ? हापयित्वा किं ? स्निग्धं च स्निग्धमपि पानकं कथं ? क्रमशः स्निग्धं हि परिहाप्य कंजिकादिरूपं खरपानं पूरयेत् विवर्धयेत् पश्चात्तदपि परिहाप्य शुद्धपानीयरूपं खरपानं पूरयेदिति ।।१२७।।

સંલ્લેખનાધાારીને આહારત્યાગનો ક્રમ
શ્લોક ૧૨૭૧૨૮

અન્વયાર્થ :[क्रमशः ] ક્રમેક્રમે (સંલ્લેખનાધારીને) [आहारम् ] કવલાહાર [परिहार्य ] છોડાવીને [स्निग्धम् पानम् ] દૂધ આદિ સ્નિગ્ધપાન [विवर्द्धयेत् ] વધારે, [च ] પછી [क्रमशः ] ક્રમેક્રમે [स्निग्धम् ] દૂધ આદિ સ્નિગ્ધપાન [हापयित्वा ] છોડાવીને [खरपानं ] ખરપાન (કાંજી અને ગરમ જળ) [पूरयेत् ] વધારે.

પછી [खरपानहापनाम् ] ખરપાનનો પણ ત્યાગ [कृत्वा ] કરીને [शक्त्या ] શક્તિ અનુસાર [उपवासम् ] ઉપવાસ [कृत्वा ] કરીને [पञ्चनमस्कारमनाः ] પંચ નમસ્કાર મંત્રમાં ચિત્ત લગાવતા થકા [सर्वयत्नेन ] વ્રત આદિ સર્વ કાર્યોમાં તત્પર રહીને [तनुम् अपि ] શરીર પણ [त्यजेत् ] છોડે.

ટીકા :(શ્લોક ૧૨૭) स्निग्धं’ દૂધ આદિ સ્નિગ્ધ પાન विवर्धयेत्’ પૂરતા પ્રમાણમાં ગ્રહણ કરે. શું કરીને? परिहाप्य’ છોડાવીને. શું? आहारम्’ કવલાહાર. કઈ રીતે? क्रमशः’ ક્રમેક્રમે અર્થાત્ પહેલાં ભોજનાદિના ક્રમથી પછી કાંજી આદિ કે શુદ્ધ જળપાનના ક્રમથી. શું કરીને? हापयित्वा’ છોડાવીને. શું? स्निग्धं’ સ્નિગ્ધ પાન. કેવી રીતે? क्रमशः’ ક્રમશઃ સ્નિગ્ધ પેયને છોડાવીને खरपानं पूरयेत् क्रमशः’ કાંજી આદિ ખરપાનને વધારે, પછી તેને છોડાવીને શુદ્ધ જળરૂપ ખરપાનને વધારે. १. प्रकाशनादिक्रमेण घ


Page 282 of 315
PDF/HTML Page 306 of 339
single page version

खरपानहापनामपि कृत्वा कथं ? शक्त्या स्वशक्तिमनतिक्रमेण स्तोकस्तोकतरादिरूपं पश्चादुपवासं कृत्वा तनुमपि त्यजेत् कथं ? सर्वयत्नेन सर्वस्मिन् व्रतसंयमचारित्रध्यानधारणादौ यत्नस्तात्पर्यं तेन किंविशिष्टः सन् ? पंचनमस्कारमनाः पंचनमस्काराहितचित्तः ।।१२८।।

खरपानहापनामपि कृत्वा’ કાંજી અને ગરમજળનો પણ ત્યાગ કર્યા પછી. કેવી રીતે? शक्त्या’ પોતાની શક્તિ અનુસાર અર્થાત્ થોડોથોડો વધુ ત્યાગ કરીને; પછી उपवासं कृत्वा’ ઉપવાસ કરીને तनुमपि त्यजेत्’ શરીરનો પણ ત્યાગ કરે. કેવી રીતે? सर्वयत्नेन’ વ્રત, સંયમ, ચારિત્ર, ધ્યાન, ધારણાદિ સર્વ કાર્યોમાં યત્ન કરીનેતત્પર રહીને. કેવા થઈને? पंचनमस्कारमनाः’ પંચ નમસ્કાર મંત્રની આરાધનામાં ચિત્ત લગાવીને.

ભાવાર્થ :(શ્લોક ૧૨૭) સંલ્લેખના કરતી વખતે અન્નાહારનો ત્યાગ કરીને ક્રમેક્રમે દૂધ આદિ સ્નિગ્ધપાન લે અને પછી દૂધ આદિ સ્નિગ્ધપાનનો પણ ત્યાગ કરીને કાંજી અને ગરમ જળ લે.

(શ્લોક ૧૨૮) કાંજી અને ગરમ જળનો પણ ત્યાગ કરીને શક્તિ અનુસાર ઉપવાસ કરીને પાંચ નમસ્કાર મંત્રના સ્વરૂપમાં મન લગાવી, શરીરનો પણ ત્યાગ કરે.

વિશેષ

સમાધિપૂર્વક દેહનો ત્યાગ થવો તેમાં આત્મઘાતનો દોષ નથી. ‘‘નિશ્ચયથી ક્રોધાદિ કષાયોથી ઘેરાયેલો જે પુરુષ શ્વાસનિરોધ, જળ, અગ્નિ, વિષ, શસ્ત્રાદિથી પોતાના પ્રાણનો ઘાત કરે તે ખરેખર આત્મઘાત છે. પરંતુ અવશ્ય થવાવાળું મરણ થતાં, કષાય સંલ્લેખનાના કૃશ કરવા માત્રના વ્યાપારમાં પ્રવર્તમાન પુરુષને રાગાદિભાવોના અભાવમાં આત્મઘાત નથી.’’

તેના મરણમાં જો રાગદ્વેષ થાય તો જ આત્મઘાત થાય, પણ જે સંલ્લેખના વખતે વિશેષ સ્વસન્મુખ થઈ રાગદ્વેષનો ત્યાગ કરી રહ્યો છે તેને આત્મઘાતનો દોષ લાગી શકે નહિ, કારણ કે પ્રમત્તયોગરહિત અને આત્મજ્ઞાનસહિત જે અવશ્ય નાશવંત શરીર સાથે રાગ ઓછો કરે છે, તેને હિંસાદિનો દોષ લાગતો નથી. १. स्वशक्त्यनतिक्रमेण घ ૨. પુરુષાર્થસિદ્ધિઉપાય, શ્લોક ૧૭૭૧૭૮.


Page 283 of 315
PDF/HTML Page 307 of 339
single page version

સંલ્લેખના પણ અહિંસા છે, કારણ કે

‘‘આ સંન્યાસમરણમાં હિંસાના હેતુભૂત કષાય ક્ષીણતાને પામે છે, તેથી સંન્યાસને (સંલ્લેખનાને) પણ (આચાર્યોએ) અહિંસાની પ્રસિદ્ધિ માટે કહેલ છે.’’

સમાધિામરણની આવશ્યકતા

‘‘રોગાદિક થતાં યથાશક્તિ ઔષધ કરે, પણ જ્યારે અસાધ્ય રોગ થઈ જાય, કોઈ રીતે ઉપચારથી લાભ ન થાય ત્યારે આ શરીર દુષ્ટ સમાન સર્વથા ત્યાગ કરવા યોગ્ય કહ્યું છે અને ઇચ્છિત ફળદાતા ધર્મ વિશેષતાથી પાલન કરવા યોગ્ય કહ્યું છે. મરણ બાદ બીજું શરીર પણ મળે છે, પરંતુ ધર્મપાલન કરવાની યોગ્યતા મળવી અતિશય દુર્લભ છે. આથી વિધિપૂર્વક દેહના ત્યાગમાં દુઃખી ન થતાં સંયમપૂર્વક મનવચનકાયનો ઉપયોગ આત્મામાં એકત્રિત કરવો જોઈએ અને ‘‘જન્મ, જરા અને મૃત્યુ શરીર સંબંધી છે, મને નથી’’એવું ચિન્તવન કરી, નિર્મમત્વી થઈ વિધિપૂર્વક આહાર ઘટાડી, પોતાના ત્રિકાળી અકષાય જ્ઞાતામાત્ર સ્વરૂપના લક્ષે કાયા કૃષ કરવી જોઈએ અને શાસ્ત્રામૃતના પાનથી કષાયો પાતળા પાડવા જોઈએ. પછી ચાર પ્રકારના સંઘની (મુનિ, આર્જિકા, શ્રાવક, શ્રાવિકાની) સાક્ષી વડે સમાધિમરણમાં સાવધાનઉદ્યમવંત થવું.’’

‘‘........જે જીવ પોતાની પૂર્વાવસ્થામાં ધર્મથી વિમુખ રહે છે અર્થાત્ જેણે તત્ત્વજ્ઞાનપૂર્વક વ્રતનિયમાદિ ધર્મારાધના નથી કરી. તે જીવ અંતકાળમાં ધર્મસન્મુખ અર્થાત્ સંન્યાસયુક્ત કદી થઈ શકતો નથી; કેમ કે ચંદ્રપ્રભચરિત્ર પ્રથમ સર્ગમાં કહ્યું છે કે

‘‘चिरन्तनाभ्यासनिबन्धनेरिता गुणेषु दोषेषु च जायते मतिः। ’’ અર્થાત્ ચિરકાળના અભ્યાસથી પ્રેરિત બુદ્ધિ ગુણોમાં યા દોષોમાં ઉત્પન્ન થાય છે.....માટે સમાધિમરણ તે જ ધારણ કરી શકે છે કે જે પ્રથમ અવસ્થાથી જ ધર્મની આરાધનામાં બરાબર સાવધાન રહેલો હોય.......

સમાધિમરણ વખતે આરાધકને નીચે પ્રમાણે ઉપદેશ આપી તેને આત્મસન્મુખ કરી સ્વરૂપમાં સ્થિર કરવા પ્રયત્ન કરવો

‘‘હે જિતેન્દ્રિય! તું ભોજનશયનાદિરૂપ કલ્પિત પુદ્ગલોને હજી પણ ઉપકારી ૧. પુરુષાર્થસિદ્ધિઉપાય, શ્લોક ૧૭૯.


Page 284 of 315
PDF/HTML Page 308 of 339
single page version

સમજે છે? અને એમ માને છે કે, આમાંથી કોઈ પુદ્ગલ એવાં પણ છે કે મેં ભોગવ્યાં નથી.’’ એ તો મહાન આશ્ચર્યની વાત છે! ભલા, વિચાર તો કર કે આ મૂર્તિક પુદ્ગલ તારા અરૂપીમાં કોઈ પ્રકારે મળી શકે તેમ છે? માત્ર ઇન્દ્રિયોના ગ્રહણપૂર્વક તેને અનુભવીને તેં એમ માની લીધું છે કે, ‘હું જ તેનો ભોગ કરું છું.’ તો હે દૂરદર્શી! હવે ભ્રાન્તબુદ્ધિને સર્વથા છોડી દે અને નિર્મળ જ્ઞાનાનંદમય આત્મતત્ત્વમાં લવલીન થા. આ તે જ સમય છે કે જેમાં જ્ઞાની જીવ શુદ્ધતામાં સાવધાન રહે છે અને ભેદજ્ઞાનના બળથી ચિન્તવન કરે છે કે, ‘‘હું અન્ય છું અને એ પુદ્ગલ દેહાદિ મારાથી સર્વથા ભિન્નજુદા જ પદાર્થ છે. માટે હે મહાશય! પરદ્રવ્યોથી મોહ તુરત જ છોડ અને પોતાના આત્મામાં નિશ્ચલસ્થિર રહેવાનો પ્રયત્ન કર. જો કોઈ પુદ્ગલમાં આસક્ત રહીને મરણ પામીશ તો યાદ રાખજે, કે હલકાતુચ્છ જંતુ થઈ તારે આ પુદ્ગલોનું ભક્ષણ વારંવાર કરવું પડશે. આ ભોજનથી તું શરીરનો ઉપકાર કરવા ચાહે છે તે કોઈ રીતે પણ યોગ્ય નથી, કેમ કે શરીર એવું કૃતઘ્ની છે કે તે કોઈના કરેલા ઉપકારને માને નહિ, માટે ભોજનની ઇચ્છા છોડી કેવળ આત્મહિતમાં ચિત્ત જોડવું તે જ બુદ્ધિમત્તા છે.’’

‘‘હે આરાધક! શ્રુતસ્કંધનું एगो मे सासदो आदा’ ઇત્યાદિ વાક્ય णमो अरिहंताणं’ ઇત્યાદિ પદ અને अर्हं’ ઇત્યાદિ અક્ષરએમાંથી જે તને રુચિકર લાગે તેનો આશ્રય કરીને તારા ચિત્તને તન્મય કર. હે આર્ય! ‘હું એક શાશ્વત આત્મા છું’ એ શ્રુતજ્ઞાનથી પોતાના આત્માનો નિશ્ચય કર. સમસ્ત ચિંતાઓથી પૃથક્ થઈને પ્રાણવિસર્જન કર અને જો તારું મન ક્ષુધાપરિષહથી અથવા કોઈ ઉપસર્ગથી વિક્ષિપ્ત (વ્યગ્ર) થઈ ગયું હોય તો નરકાદિ વેદનાઓનું સ્મરણ કરીને જ્ઞાનામૃતરૂપ સરોવરમાં પ્રવેશ કર, કેમ કે અજ્ઞાની જીવ શરીરમાં આત્મબુદ્ધિ અર્થાત્ ‘હું દુઃખી છું, હું સુખી છું’એવા સંકલ્પ કરીને દુઃખી થયા કરે છે, પરંતુ ભેદજ્ઞાની જીવ આત્મા અને દેહને ભિન્નભિન્ન માનીને દેહને કારણે સુખીદુઃખી થતો નથી, પણ વિચારે છે કે ‘મને મરણ જ નથી તો પછી ભય કોનો? મને રોગ નથી પછી વેદના કેવી? હું બાળક, તરુણ વા વૃદ્ધ નથી તો પછી મનોવેદના કેવી?’ હે મહાભાગ્ય! આ જરાક જેટલા શારીરિક દુઃખથી કાયર થઈને પ્રતિજ્ઞાથી જરાપણ ચ્યુત ન થઈશ.......શું તું ધીરવીર પાંડવોનું ચરિત્ર ભૂલી ગયો છે? જેમને લોઢાનાં ઘરેણાં અગ્નિથી તપાવીને શત્રુઓએ પહેરાવ્યાં હતાં તોપણ તેઓ તપસ્યાથી કિંચિત્ પણ ચ્યુત ન થતાં આત્મધ્યાનથી મોક્ષ પામ્યા. સુકોમળ કુમારનું શરીર શિયાળે ત્રણ દિવસ સુધી ભક્ષ કર્યા છતાં કિંચિત્ પણ તેઓ માર્ગચ્યુત ન થયા. તેનું તને શું


Page 285 of 315
PDF/HTML Page 309 of 339
single page version

अधुना संल्लेखनाया अतिचारानाह

जीवितमरणाशंसे भयमित्रस्मृतिनिदाननामानः
संल्लेखनातिचाराः पञ्च जिनेन्द्रैः समादिष्टाः ।।१२९।।

जीवितं च मरणं च तयोराशंसे आकांक्षे भयमिहपरलोकभयं इहलोकभयं हि क्षुत्पिपासापीडादिविषयं परलोकभयंएवंविधदुर्धरानुष्ठानाद्विशिष्टं फलं परलोके भविष्यति न वेति मित्रस्मृतिः बाल्याद्यवस्थायां सहक्रीडितमित्रानुस्मरणं निदानं भाविभोगाद्याकांक्षणं एतानि पंचनामानि येषां ते तन्नामानः संल्लेखनायाः पंचातिचाराः जिनेन्द्रैस्तीर्थकरैः समादिष्टा आगमे प्रतिपादिताः ।।१२९।। સ્મરણ નથી? તેમનું અનુકરણ કરી જીવનધન આદિમાં નિર્વાંછક થઈ અંતરબાહ્ય પરિષહના ત્યાગપૂર્વક સામ્યભાવથી નિરુપાધિમાં સ્થિર થઈ આનંદામૃતનું પાન કર......વગેરે......’’ ૧૨૭૧૨૮.

હવે સંલ્લેખનાના અતિચારો કહે છે

સંલ્લેખનાના અતિચારો
શ્લોક ૧૨૯

અન્વયાર્થ :[जीवितमरणाशंसे ] જીવવાની તથા મરણની આકાંક્ષા કરવી, [भयमित्रस्मृतिनिदाननामानः ] ભય કરવો, મિત્રોને યાદ કરવા અને આગામી ભવમાં ભોગોની ઇચ્છા કરવી[पञ्च ] પાંચ [संल्लेखनातिचाराः ] સંલ્લેખનાના અતિચારો છેએમ [जिनेन्द्रैः ] જિનેન્દ્ર ભગવાન દ્વારા [समादिष्टाः ] કહેવામાં આવ્યું છે.

ટીકા :जीवितमरणाशंसे’ જીવન અને મરણની આકાંક્ષા, भयमित्रस्मृतिः’ भयंઆ લોક તથા પરલોકનો ભય, ક્ષુધાતૃષાની પીડાદિ સંબંધી આ લોકનો ભય, અને આવા દુર્ધર અનુષ્ઠાનથી (તપશ્ચરણથી) પરલોકમાં વિશિષ્ટ ફળ મળશે કે નહિતે પરલોકનો ભય, मित्रस्मृतिः’ બાલ્યાદિ અવસ્થામાં જે મિત્રો સાથે ક્રીડા કરી હતી તેનું સ્મરણ, निदानं’ ભાવિ ભોગો આદિની આકાંક્ષાતે નામના સંલ્લેખનાના પાંચ અતિચારો છેએમ जिनेन्द्रैः समादिष्टाः’ તીર્થંકરોએ કહ્યું છેઆગમમાં પ્રતિપાદન કર્યું છે. १. मरणशंसाभयमित्रस्मृति घ ૨. જુઓ, પુરુષાર્થસિદ્ધિઉપાય, ગુજરાતી આવૃત્તિ શ્લોક ૧૭૮નો વિશેષ.


Page 286 of 315
PDF/HTML Page 310 of 339
single page version

एवंविधैरतिचारै रहितां संल्लेखनां अनुतिष्ठन् कीदृशं फलं प्राप्नोत्याह

निःश्रेयसमभ्युदयं निस्तीरं दुस्तरं सुखाम्बुनिधिम्
निःपिबति पीतधर्मा सर्वैर्दुःखैरनालीढः ।।१३०।।

निष्पिबति आस्वादयति अनुभवति वा कश्चित् संल्लेखनानुष्ठाता किं तत् ?

ભાવાર્થ :સંલ્લેખનાના પાંચ અતિચારો

૧. જીવિતાશંસાસંલ્લેખના ધારણ કરીને જીવવાની ઇચ્છા કરવી.

૨. મરણશંસારોગાદિના ઉપદ્રવોથી ગભરાઈ જઈ મરણની ઇચ્છા કરવી.

૩. ભયઆ લોક અને પરલોકનો ભય.

૪. મિત્રસ્મૃતિ(મિત્રાનુરાગ)મિત્ર આદિની પ્રીતિનું સ્મરણ કરવું.

૫. નિદાનઆગામી ભવમાં સાંસારિક વિષયભોગોની ઇચ્છા કરવી. ૧૨૯.

આવા પ્રકારના અતિચારો રહિત સંલ્લેખના કરનારને કેવું ફળ પ્રાપ્ત થાય છે, તે કહે છે

સંલ્લેખનાનું ફળ
શ્લોક ૧૩૦

અન્વયાર્થ :[पीतधर्माः ] ધર્મરૂપી અમૃતનું પાન કરનાર સંલ્લેખનાધારી જીવો [सर्वैः दुःखैः अनालीढः ] સર્વ દુઃખોથી અણસ્પર્શાયેલા રહેતા થકા (સર્વ દુઃખોથી રહિત થતા થકા) [दुस्तरम् ] દુસ્તર (ઘણા કાળે સમાપ્ત થવાવાળા) [अभ्युदयम् ] અભ્યુદયને (સ્વર્ગના અહમિન્દ્રાદિના સુખની પરંપરાને) અને [निस्तीरम् ] અંતરહિત [सुखाम्बुनिधिम् ] સુખના સાગરસ્વરૂપ [निःश्रेयसम् ] મોક્ષને [निःपिबति ] આસ્વાદે છેઅનુભવે છે.

ટીકા :निष्पिबति’ આસ્વાદે છેઅનુભવે છે. કોણ? કોઈ સંલ્લેખના ધારણ १. जीवीतमरणाशंसामित्रानुरागसुखानुबन्धनिदानानि ।। [તત્ત્વાર્થસૂત્ર-અધ્યાય ૭/૩૭] ૨. આ ‘ભય’ અતિચારને બદલે ‘તત્ત્વાર્થસૂત્ર’ તથા ‘પુરુષાર્થસિદ્ધિઉપાય’માં

‘सुखानुबन्ध’પૂર્વકાળમાં
ભોગવેલા ભોગોને યાદ કરવાએ નામનો અતિચાર આપ્યો છે.


Page 287 of 315
PDF/HTML Page 311 of 339
single page version

निःश्रेयसं निर्वाणं किंविशिष्टं ? सुखाम्बुनिधिं सुखसमुद्रस्वरूपं तर्हि सपर्यन्तं तद्भविष्यतीत्याहनिस्तीरं तीरात्पर्यन्तान्निष्क्रान्तं कश्चित्पुनस्तदनुष्ठाता अभ्युदयमहमिन्द्रादिसुखपरंपरां निष्पिबति कथंभूतं ? दुस्तरं महता कालेन प्राप्यपर्यन्तं किंविशिष्टः सन् ? सर्वैर्दुःखैरनालीढः सर्वैः शारीरमानसादिभिर्दुःखैरनालीढोऽसंस्पृष्टः कीदृशः सन्नेतद्द्वयं निष्पिबति ? पीतधर्मा पीतोऽनुष्ठितो धर्म उत्तमक्षमादिरूपः चारित्रस्वरूपो वा येन ।।१३०।।

किं पुनर्निःश्रेयसशब्देनोच्यत इत्याह

जन्मजरामयमरणैः शौकैर्दुःखैर्भयैश्च परिमुक्तम्
निर्वाणं शुद्धसुखं निःश्रेयसमिष्यते नित्यम ।।१३१।।

કરનાર. શું તે निःश्रेयसम्’ નિર્વાણને. કેવા પ્રકારના (નિર્વાણને)? सुखाम्बुनिधिम्’ સુખસમુદ્રસ્વરૂપ. તો તે (સમુદ્ર) શું અંતવાન હશે? તે કહે છેनिस्तीरम्’ તીર (કાંઠા)ને ઉલ્લંઘન કરી ગયેલાઅપાર. વળી કોઈ તેને (સંલ્લેખનાને) ધારણ કરનાર अभ्युदयं’ અહમિન્દ્રાદિનાં સુખની પરંપરાને निष्पिबति’ ભોગવે છે. કેવા (અભ્યુદયને)? જેનો અંત ઘણા લાંબા કાળે પ્રાપ્ત થાય એવા (અભ્યુદયને). કેવા પ્રકારના થતા થકા? सर्वैः दुःखै अनालीढः’ સર્વ શારીરિક અને માનસિક દુઃખોથી અણસ્પર્શાયેલા થતા થકા. કેવો થઈને તે અભ્યુદય અને મોક્ષ બંનેને અનુભવે છે? पीतधर्माः’ ઉત્તમક્ષમાદિરૂપ વા ચારિત્રસ્વરૂપ ધર્મનું જેણે આચરણ કર્યું છે તેવો થઈને.

ભાવાર્થ :જેણે ઉત્તમક્ષમાદિ ધર્મને યા સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રસ્વરૂપ ધર્મને ધારણ કર્યો છેએવા સંલ્લેખનાધારી શ્રાવક, સમસ્ત શારીરિક અને માનસિક દુઃખોથી રહિત થઈને દુસ્તર અભ્યુદયને (ઇન્દ્રાદિનાં સુખને) અને અપાર (અંતરહિત) સુખના સાગરરૂપ મોક્ષને અનુક્રમે અનુભવે છે. ૧૩૦.

વળી ‘નિઃશ્રેયસ’ શબ્દથી શું કહેવાય છે તે કહે છે

મોક્ષનું લક્ષણ
શ્લોક ૧૩૧

અન્વયાર્થ :[जन्मजरामयमरणैः ] જન્મ, ઘડપણ, રોગ અને મૃત્યુથી [शोकैः ]


Page 288 of 315
PDF/HTML Page 312 of 339
single page version

निःश्रेयसमिष्यते किं ? निर्वाणं कथंभूतं ? शुद्धसुखं शुद्धं प्रतिद्वन्द्वरहितं सुखं यत्र तथा नित्यं अविनश्वरस्वरूपं तथा परिमुक्तं रहितं कैः ? जन्मजरामयमरणैः, जन्म च पर्यायान्तरप्रादुर्भावः जरा च वार्द्धक्यं, आमयाश्च रोगाः, मरणं च शरीरादिप्रच्युतिः तथा शोकैर्दुःखैर्भयैश्च परिमुक्तं ।।१३१।।

इत्थंभूते च निःश्रेयसे कीदृशाः पुरुषाः तिष्ठन्तीत्याह

विद्यादर्शनशक्तिस्वास्थ्यप्रह्लादतृप्तिशुद्धियुजः
निरतिशया निरवधयो निःश्रेयसमावसन्ति सुखम् ।।१३२।।

શોકથી, [दुःखैः ] દુઃખોથી [च ] અને [भयैः ] સાત ભયોથી [परिमुक्तं ] સર્વથા રહિત એવો [शुद्धसुखम् ] શુદ્ધ સુખસ્વરૂપ તથા [नित्यम् ] નિત્ય(અવિનાશી) એવો [निर्वाणं ] નિર્વાણ (સર્વ કર્મરહિત આત્માની વિશુદ્ધ અવસ્થા) [निःश्रेयसम् ] મોક્ષ [इष्यते ] કહેવાય છે.

ટીકા :निःश्रेयसमिष्यते’ મોક્ષ કહેવાય છે. શું? निर्वाणम्’ નિર્વાણ. કેવો (નિર્વાણ)? शुद्धसुखम्’ પ્રતિપક્ષરહિત જ્યાં સુખ છે તેવો, તથા नित्यम्’ અવિનશ્વર સ્વરૂપ અને परिमुक्तं’ સર્વથા રહિત એવો. શાનાથી (રહિત)? जन्मजरामयमरणैः’ जन्म બીજી પર્યાયનો ઉત્પાદ, जरा ઘડપણ, आमयाः રોગો, मरणं શરીરાદિનો નાશ(એ બધાંથી રહિત એવો), તથા शोकैर्दुःखैर्भयैश्चपरिमुक्तम्’ શોક, દુઃખ અને ભયથી રહિત એવો (નિર્વાણ).

ભાવાર્થ :જન્મ, ઘડપણ, રોગ, મૃત્યુ, શોક, દુઃખ અને ભયથી રહિત અવિનશ્વર, અતીન્દ્રિય સાચા સુખરૂપ અને સર્વ કર્મરહિત આત્માની વિશુદ્ધ અવસ્થા (નિર્વાણ) તે મોક્ષ કહેવાય છે. ૧૩૧.

આવા મોક્ષમાં કેવા પ્રકારના પુરુષો (આત્માઓ) રહે છે, તે કહે છે

મુમુકકત જીવોનું વર્ણનત જીવોનું વર્ણન
શ્લોક ૧૩૨

અન્વયાર્થ :[विद्यादर्शनशक्तिस्वास्थ्यप्रह्लादतृप्तिशुद्धियुजः ] કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંતવીર્ય, પરમ વીતરાગતા, અનંતસુખ, તૃપ્તિ, વિષયોની આશાથી રહિતપણું અને વિશુદ્ધિ (કર્મરહિતપણું)(એ બધાંથી) યુક્ત [निरतिशयाः ] ગુણોની ન્યૂનાધિકતા રહિત અને [निरवधयः ] કાળાવધિ રહિત જીવો [सुखम् ] સુખસ્વરૂપ [निःश्रेयसम् ] મોક્ષમાં [आवसन्ति ] વસે છે.


Page 289 of 315
PDF/HTML Page 313 of 339
single page version

निःश्रेयसमावसन्ति निःश्रेयसे तिष्ठन्ति के ते इत्याहविद्येत्यादि विद्या केवलज्ञानं, दर्शनं केवलदर्शनं, शक्तिरनन्तवीर्यं, स्वास्थ्यं परमोदासीनता, प्रह्लादोऽनन्तसौख्यं, तृप्तिर्विषयानाकांक्षा, शुद्धिर्द्रव्यभावस्वरूपकर्ममलरहितता, एता युञ्जन्ति आत्मसम्बद्धाः कुर्वन्ति ये ते तथोक्ताः तथा निरतिशया अतिशयाद्विद्यादिगुणहीनाधिक- भावान्निष्क्रान्ताः तथा निरवधयो नियतकालावधिरहिताः इत्थंभूता ये ते निःश्रेयसमावसन्ति सुखं सुखरूपं निःश्रेयसं अथवा सुखं यथा भवत्येवं ते तत्रावसन्ति ।।१३२।।

अनन्ते काले गच्छति कदाचित् सिद्धानां विद्याद्यन्यथाभावो भविष्यत्यतः कथं निरतिशया निरवधयश्चेत्याशंकायामाह

काले कल्पशतेऽपि च गते शिवानां न विक्रिया लक्ष्या
उत्पातोऽपि यदि स्यात् त्रिलोकसंभ्रान्तिकरणपटुः ।।१३३।।

ટીકા :निःश्रेयसम् आवसन्ति’ મોક્ષમાં વસે છે. કોણ તે મોક્ષમાં વસે છે? તે કહે છેविद्येत्यादि’ विद्या કેવળજ્ઞાન, दर्शनं કેવળદર્શન, शक्तिः અનંતવીર્ય, स्वास्थ्य પરમ ઉદાસીનતા (પરમ વીતરાગતા), प्रह्लादः અનંતસુખ, तृप्तिः વિષયોની આકાંક્ષાનો અભાવ, शुद्धिः દ્રવ્યકર્મભાવકર્મરૂપ મળથી રહિતતા. એ બધાયથી યુક્ત તે તથા निरतिशया’અતિશય અર્થાત્ વિદ્યાદિ ગુણોની હીનાધિકતાથી રહિત તથા निरवधयः’ નિયતકાળની અવધિરહિતઆવાં પૂર્વોક્ત વિશેષણોથી વિશિષ્ટ જે જીવો છે તે મોક્ષમાં વસે છે, અથવા મોક્ષમાં સુખપૂર્વક વસે છે.

ભાવાર્થ :મુક્ત જીવો અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય, પરમ ઉદાસીનતા અને અનંતસુખથી યુક્ત થઈને તથા વિષયોની આશાથી, દ્રવ્યકર્મભાવકર્મરૂપ મળથી અને અષ્ટગુણોની ન્યૂનાધિકતાથી રહિત થઈને અનંતકાળ સુધી સુખપૂર્વક મોક્ષમાં રહે છે. ૧૩૨.

અનંતકાળ જતાં, કોઈ સમયે સિદ્ધોના જ્ઞાનાદિનો અન્યથા ભાવ થઈ જશે તો તેમને નિરતિશયતા અને નિરવધિપણું કેવી રીતે હોયએવી આશંકા થતાં કહે છે

મુમુકકત જીવોના ગુણોમાં વિકારનો અભાવત જીવોના ગુણોમાં વિકારનો અભાવ
શ્લોક ૧૩૩

અન્વયાર્થ :[यदि ] જો [त्रिलोकसम्भ्रान्तिकरणपटुः ] ત્રણ લોકોમાં


Page 290 of 315
PDF/HTML Page 314 of 339
single page version

न लक्ष्या न प्रमाणपरिच्छेद्या कासौ ? विक्रिया विकारः स्वरूपान्यथाभावः केषां ? शिवानां सिद्धानां कदा ? कल्पशतेऽपि गते काले तर्हि उत्पातवशात्तेषां विक्रिया स्यादित्याहउत्पातोऽपि यदि स्यात् तथापि न तेषां विक्रिया लक्ष्या कथंभूतः उत्पातः ? त्रिलोकसम्भ्रान्तिकरणपटुः त्रिलोकस्य सम्भ्रान्तिरावर्त्तस्तत्करणे पटुः समर्थः ।।१३३।।

ते तत्राविकृतात्मानः सदा स्थिताः किं कुर्वन्तीत्याह

निःश्रेयसमधिपन्नास्त्रैलोक्यशिखामणिश्रियं दधते
निष्किट्टिकालिकाच्छविचामीकरभासुरात्मानः ।।१३४।।

ખળભળાટ ઉત્પન્ન કરવામાં સમર્થએવો [उत्पातः ] ઉત્પાત [अपिस्यात् ] પણ થાય [च ] અને [कल्पशते काले ] સેંકડો કલ્પકાળો [गते अपि ] વીતી જાય, તોપણ [शिवानां ] સિદ્ધોમાં [विक्रिया ] વિકાર [न लक्ष्या ] જોવામાં આવતો નથી.

ટીકા :न लक्ष्या’ પ્રમાણજ્ઞાનથી જાણી શકાય તેવો નથી. શું તે? विक्रिया’ વિકાર અર્થાત્ સ્વરૂપથી અન્યથા ભાવ; કોના? शिवानाम्’ સિદ્ધોના. ક્યારે? कल्पशतेऽपि गते काले’ સેંકડો કલ્પકાળ વહી જાય તોપણ, તે ઉત્પાતને લીધે તેમને વિક્રિયા હશે? તે કહે છેउत्पातोऽपि यदि स्यात्’ જો ઉત્પાત (ખળભળાટ) થાય તોપણ તેમનામાં વિક્રિયા માલૂમ પડતી નથી. કેવો ઉત્પાત? त्रिलोकसंभ्रान्तिकरणपटुः’ ત્રણ લોકમાં ક્ષોભ કરવામાં સમર્થ એવો.

ભાવાર્થ :ત્રણ લોકમાં ખળભળાટ ઉત્પન્ન કરે તેવો ઉત્પાત (ઉપદ્રવ) થઈ જાય યા સેંકડો કલ્પકાળ પણ વીતી જાય, તોપણ સિદ્ધોના ગુણોમાં યા સ્વભાવ આદિમાં કોઈ વિકાર (પરિવર્તન) થતો નથી અર્થાત્ તેઓ અનંતકાળ સુધી અનંતસુખમાં મગ્ન રહે છે. ૧૩૩.

તે વિકારથી રહિત (શુદ્ધ) આત્માઓ ત્યાં સદા રહીને શું કરે છે, તે કહે છે

મુમુકકત જીવો શું કરે છે?ત જીવો શું કરે છે?
શ્લોક ૧૩૪

અન્વયાર્થ :[निष्किट्टिकालिकाच्छविचामीकरभासुरात्मानः ] કીટ અને ૧. વીસ કોડાકોડી સાગર વર્ષનો એક કલ્પકાળ થાય છે.


Page 291 of 315
PDF/HTML Page 315 of 339
single page version

निःश्रेयसमधिपन्नाः प्राप्तास्ते दधते धरन्ति कां ? त्रैलोक्यशिखामणिश्रियं त्रैलोक्यस्य शिखा चूडाऽग्रभागस्तत्र मणिश्रीः चूडामणिश्रीः तां किंविशिष्टाः सन्त इत्याहनिष्किट्टेत्यादि किट्टं च कालिका च ताभ्यां निष्क्रान्ता सा छविर्यस्य तच्चामीकरं च सुवर्णं तस्येव भासुरो निर्मलतया प्रकाशमान आत्मा स्वरूपं येषां ।।१३४।।

एवं संल्लेखनामनुतिष्ठतां निःश्रेयसलक्षणं फलं प्रतिपाद्य अभ्युदयलक्षणं फलं प्रतिपादयन्नाह

पूजार्थाज्ञैश्वर्यैर्बलपरिजनकामभोगभूयिष्ठैः
अतिशयितभुवनमद्भुतमभ्युदयं फलति सद्धर्मः ।।१३५।।

કાલિમાંથી રહિત કાંતિવાળા સુવર્ણ સમાન જેમનું સ્વરૂપ પ્રકાશી રહ્યું છે, એવા [निःश्रेयसम् अधिपन्नाः ] મોક્ષ પામેલા સિદ્ધ પરમેષ્ઠી [त्रैलोक्यशिखामणिश्रियं ] ત્રણ લોકના અગ્રભાગ પર રહેલા ચૂડામણિની શોભાને [दधते ] ધારણ કરે છે.

ટીકા :निःश्रेयसमधिपन्नाः’ મોક્ષ પામેલા તેઓ दधते’ ધારણ કરે છે. શું (ધારણ કરે છે)? त्रैलोक्यशिखामणिश्रियं’ ત્રણ લોકની શિખાચૂડાઅગ્રભાગ પર રહેલા મણિની શોભાને. કેવા પ્રકારના થઈને? તે કહે છેनिष्किट्टेत्यादि’ કીટ અને કાલિમાએ બંનેથી રહિત કાંતિવાળા સુવર્ણ સમાન જેનું સ્વરૂપ નિર્મળતાથી પ્રકાશી રહ્યું છે તેવા થઈને.

ભાવાર્થ :મોક્ષ પામેલા પુરુષો કીટ અને કાલિમાથી રહિત જેમની છબી છે, તથા શુદ્ધ (ચોખ્ખા) સુવર્ણસમાન દેદીપ્યમાન જેમનું સ્વરૂપ છે તેવા થઈને ત્રણ લોકની ચૂડામણિની (શિખામણિની) શોભાને ધારણ કરે છે. ૧૩૪.

એ પ્રમાણે સંલ્લેખના કરનારાઓના મોક્ષરૂપી ફળનું પ્રતિપાદન કરીને તેમના અભ્યુદયરૂપ ફળનું પ્રતિપાદન કરતાં કહે છે

સંલ્લેખનાધાારીઓનું અભ્યુદયરુપ ફળ
શ્લોક ૧૩૫

અન્વયાર્થ :[सद्धर्मः ] સંલ્લેખનાથી ઉપાર્જિત વિશિષ્ટ પુણ્ય [बलपरिजनकामभोगभूयिष्ठैः ] બળ, પરિવાર અને કામભોગથી પરિપૂર્ણ એવા [पूजार्थज्ञैश्वर्यैः ] પ્રતિષ્ઠા, ધન અને આજ્ઞાના ઐશ્વર્ય વડે [अतिशयित भुवनम् ] જે


Page 292 of 315
PDF/HTML Page 316 of 339
single page version

अभ्युदयं इन्द्रादिपदावाप्तिलक्षणं फलति अभ्युदयफलं ददाति कोऽसौ ? सद्धर्मः संल्लेखनानुष्ठानोपार्जितं विशिष्टं पुण्यं कथंभूतमभ्युदयं ? अद्भुतं साश्चर्यं कथंभूतं तदद्भुतं ? अतिशयितभुवनं यतः कैः कृत्वा ? पूजार्थज्ञैश्वर्यैः ऐश्वर्यशब्दः पूजार्थाज्ञानां प्रत्येकं सम्बध्यते किंविशिष्टैरेतैरित्याहबलेत्यादि बलं सामर्थ्यं परिजनः परिवारः कामभोगौ प्रसिद्धौ एतद्भूयिष्ठा अतिशयेन बहवो येषु एतैरुपलक्षितैः पूजादिभिरतिशयितभुवनमित्यर्थः ।।१३५।।

साम्प्रतं योऽसौ संल्लेखनानुष्ठाता श्रावकस्तस्य कति प्रतिमा भवन्तीत्याशंक्याह

श्रावकपदानि देवैरेकादश देशितानि येषु खलु

स्वगुणाः पूर्वगुणैः सह संतिष्ठन्ते क्रमविवृद्धाः ।।१३६।। લોકોત્તમ હોવાથી [अद्भुतम् ] આશ્ચર્યજનક છે, એવા [अभ्युदयम् ] અભ્યુદયરૂપે (ઇન્દ્રાદિ પદની પ્રાપ્તિરૂપે) [फलति ] ફળે છે (પ્રાપ્ત કરે છે).

ટીકા :अभ्युदयंफलति’ ઇન્દ્રાદિ પદની પ્રાપ્તિ જેનું સ્વરૂપ છેએવા અભ્યુદયરૂપઉત્કર્ષરૂપ ફળ આપે છે. કોણ તે? सद्धर्मः’ સંલ્લેખના ધારણ કરવાથી ઉપાર્જિત વિશિષ્ટ પુણ્ય. કેવો (અભ્યુદય)? अद्भुतम्’ આશ્ચર્યજનક. અભ્યુદય કેવો છે? આશ્ચર્યજનક અભ્યુદય લોકમાં સર્વોત્તમ છે. શા વડે કરીને? पूजार्थाज्ञैश्वर्यैः’ પૂજાઐશ્વર્ય વડે, અર્થઐશ્વર્ય વડે અને આજ્ઞાઐશ્વર્ય વડે કરીને. આવાં લક્ષણવાળા પૂજાઐશ્વર્ય વડે વગેરેથી તે અભ્યુદય લોકમાં સર્વોત્તમ છેએવો અર્થ છે.

ભાવાર્થ :સંલ્લેખનાદિ ધર્મથી પ્રતિષ્ઠા, ધન અને આજ્ઞાનું ઐશ્વર્ય તથા બળ, નોકરચાકર અને કામભોગની અધિકતાથી લોકાતિશાયી આશ્ચર્યકારક ઇન્દ્રાદિપદની પ્રાપ્તિરૂપ અભ્યુદય (ઉત્કર્ષ) પ્રાપ્ત થાય છે. ૧૩૫.

હવે જે સંલ્લેખના કરનાર શ્રાવક છે તેની કેટલી પ્રતિમાઓ હોય છે? એવી આશંકા કરીને કહે છે

શ્રાવકની અગિયાર પ્રતિમા (પદસ્થાન)
શ્લોક ૧૩૬

અન્વયાર્થ :[देवैः ] સર્વજ્ઞદેવ દ્વારા [श्रावकपदानि ] શ્રાવકનાં પદ (સ્થાન


Page 293 of 315
PDF/HTML Page 317 of 339
single page version

देशितानि प्रतिपादितानि कानि ? श्रावकपदानि श्रावकगुणस्थानानि श्रावकप्रतिमा इत्यर्थः कति ? एकादश कैः ? देवैस्तीर्थंकरैः येषु श्रावकपदेषु खलु स्फु टं सन्तिष्ठन्तेऽवस्थितिं कुर्वन्ति के ते ? स्वगुणाः स्वकीयगुणस्थानसम्बद्धाः गुणाः कैः सह ? पूर्वगुणैः पूर्वगुणस्थानवर्तिगुणैः सह कथंभूताः ? क्रमविवृद्धाः सम्यग्दर्शनमादिं कृत्वा एकादशपर्यन्तमेकोत्तरवृद्ध्या क्रमेण विशेषेण वर्धमानाः ।।१३६।। પ્રતિમા) [एकादश ] અગિયાર [देशितानि ] કહેવામાં આવ્યાં છે. [येषु ] જેમાં [खलु ] નિશ્ચયથી [स्वगुणाः ] પોતાના પ્રતિમા સંબંધી ગુણો [पूर्वगुणैः सह ] પૂર્વ (પ્રતિમાના) ગુણોસહિત (તેમના ગુણોના પાલન સહિત) [क्रमविवृद्धाः ] ક્રમથી વધતાં જતાં [संतिष्ठन्ते ] રહે છે.

ટીકા :देशितानि’ પ્રતિપાદન કરવામાં આવ્યાં છે (કહેવામાં આવ્યાં છે). શું? श्रावकपदानि’ શ્રાવકનાં પદશ્રાવકનાં ગુણસ્થાનોશ્રાવકની પ્રતિમાઓએવો અર્થ છે. કેટલી (પ્રતિમાઓ)? एकादश’ અગિયાર. કોના દ્વારા (કહેવામાં આવી છે)? देवैः’ તીર્થંકરો દ્વારા. येषु’ જેમાં અર્થાત્ શ્રાવકનાં પદોમાં (સ્થાનોમાં) खलु’ નિશ્ચયથી संतिष्ठन्ते’ રહે છેસ્થિતિ કરે છે. કોણ તે? स्वगुणाः’ પોત-પોતાના ગુણસ્થાન સંબંધી ગુણો. કોની સાથે (રહે છે)? पूर्वगुणैः सह’ પૂર્વ ગુણસ્થાનવર્તી ગુણો સાથે. કેવા (તે ગુણો છે)? क्रमविवृद्धाः’ ક્રમેક્રમે વધતા જતા અર્થાત્ સમ્યગ્દર્શનથી શરૂ કરી અગિયાર પદ સુધી (અગિયારમી પ્રતિમા સુધી) એકએક ઉત્તર પ્રતિમાના ગુણોની વૃદ્ધિથીક્રમથી વિશેષથી વધતા જતા. (ગુણો રહે છે.)

ભાવાર્થ :સર્વજ્ઞદેવે શ્રાવકનાં અગિયાર સ્થાન (પદશ્રેણિપ્રતિમાકક્ષા) કહ્યાં છે. તે નીચે પ્રમાણે છે

૧. દર્શન પ્રતિમા, ૨. વ્રત પ્રતિમા, ૩. સામાયિક પ્રતિમા, ૪. પ્રોષધ પ્રતિમા, ૫. સચિત્તત્યાગ પ્રતિમા, ૬. રાત્રિભોજનત્યાગ પ્રતિમા, ૭. બ્રહ્મચર્ય પ્રતિમા, ૮. આરંભત્યાગ પ્રતિમા, ૯. પરિગ્રહત્યાગ પ્રતિમા, ૧૦. અનુમતિત્યાગ પ્રતિમા અને ૧૧. ઉદ્દિષ્ટત્યાગ પ્રતિમા.

આગલી (ઉત્તર) પ્રતિમા ધારણ કરનારને પૂર્વેની સર્વ પ્રતિમાઓનું પાલન અવશ્ય હોય છે. આથી આગળની (ઉત્તર) પ્રતિમાનું આચરણ તેની પૂર્વેની સર્વ પ્રતિમાઓના આચરણ સાથે (તેના ગુણોના પાલન સાથે) ક્રમેક્રમે વૃદ્ધિ પામે છે; જેમ કે બ્રહ્મચર્ય પ્રતિમાનું પાલન કરનારને તેની પૂર્વેની દર્શનાદિક છ પ્રતિમાઓનું આચરણ નિયમથી હોય છે. ૧૩૬.


Page 294 of 315
PDF/HTML Page 318 of 339
single page version

एतदेव दर्शयन्नाह

सम्यग्दर्शनशुद्धः संसारशरीरभोगनिर्विण्णः
पञ्चगुरुचरणशरणो दर्शनिकस्तत्त्वपथगृह्यः ।।१३७।।

दर्शनमस्यास्तीति दर्शनिको दर्शनिकश्रावको भवति किंविशिष्टः ? सम्यग्दर्शनशुद्धः सम्यग्दर्शनं शुद्धं निरतिचारं यस्य असंयतसम्यग्दृष्टेः कोऽस्य विशेष इत्यत्राह संसारशरीरभोगनिर्विण्ण इत्यनेनास्य लेशतो व्रतांशसंभवात्ततो विशेषः प्रतिपादितः एतदेवाहतत्त्वपथगृह्यः तत्त्वानां व्रतानां पंथानो मार्गा मद्यादिनिवृत्तिलक्षणा अष्टमूलगुणास्ते गृह्याः पक्षा यस्य पंचगुरुचरणशरणं पंचगुरवः पंचपरमेष्ठिनस्तेषां चरणाः शरणमपायपरिरक्षणोपायो यस्य ।।१३७।।

તે જ દર્શાવીને કહે છે

દર્શન પ્રતિમાધાારીનું લક્ષણ
શ્લોક ૧૩૭

અન્વયાર્થ :[सम्यग्दर्शनशुद्धः ] જેઓ અતિચાર (દોષ) રહિત હોવાથી સમ્યગ્દર્શનથી શુદ્ધ છે, [संसारशरीरभोगनिर्विण्णः ] જેઓ સંસાર, શરીર અને ભોગોથી વિરક્ત છે, [पंचगुरुचरणशरणः ] જેને પંચ પરમેષ્ઠીના ચરણનું શરણ છે અને [तत्त्वपथगृह्यः ] તત્ત્વોના માર્ગરૂપ આઠ મૂળ ગુણોને જેઓ ધારણ કરી રહ્યા છે, તેઓ [दर्शनिकः ] દર્શનિક શ્રાવક છે.

ટીકા :જેને સમ્યગ્દર્શન છે તે दर्शनिकः’ દર્શનિક શ્રાવક છે. તે કેવો છે? सम्यग्दर्शनशुद्धः’ જેને શુદ્ધઅતિચારરહિત સમ્યગ્દર્શન છે. અસંયત સમ્યગ્દ્રષ્ટિથી તેને શી વિશેષતા છે, તે અહીં કહે છેसंसारशरीरभोगनिर्विण्णः’ સંસાર, શરીર અને ભોગોથી જે વિરક્ત છે, કારણ કે તેને લેશતઃ વ્રતનો અંશ હોય છે તેથી (સમ્યગ્દ્રષ્ટિથી) તેનાથી વિશેષ કહ્યું છે. તે જ કહે છેतत्त्वपथगृह्यः’ તત્ત્વોના અર્થાત્ વ્રતોના માર્ગરૂપ મદ્યાદિના ત્યાગરૂપ આઠ મૂળગુણોને ગ્રહવા યોગ્ય સમજીને જેણે ધારણ કર્યા છે અને पंचगुरुचरणशरणः’ પાંચ ગુરુઓ અર્થાત્ પંચ પરમેષ્ઠીતેમનાં ચરણો જેમને શરણ છે જેમને દુઃખોથી પરિરક્ષણના ઉપાયરૂપ છે(તે દર્શનિક શ્રાવક છે). १. पन्था मार्गो घ०


Page 295 of 315
PDF/HTML Page 319 of 339
single page version

ભાવાર્થ :જેને નિરતિચાર (શુદ્ધ) સમ્યગ્દર્શન છે, તથા કિંચિત્ વિશેષ પ્રકારે સ્વસન્મુખતા વડે સંસાર, શરીર અને ઇન્દ્રિય ભોગોથી જે વિરક્ત (ઉદાસીન) છે, જેને અધિકતર પંચપરમેષ્ઠીનાં ચરણનું જ શરણ છે અર્થાત્ તેમનું જ ધ્યાન કરે છે અને સર્વજ્ઞભાષિત જીવાદિક તત્ત્વોનું જેને શ્રદ્ધાન છેતત્ત્વોનો માર્ગ જેણે અંગીકાર કર્યો છે, બાહ્યમાં જેને સાત વ્યસન સહિત પાંચે પાપોની પ્રવૃત્તિ છૂટી ગઈ છે અર્થાત્ મદ્યાદિના ત્યાગરૂપ આઠ મૂળગુણો જેણે ધારણ કર્યા છે, અંશતઃ વ્રતોનો અભ્યાસી છે તે દર્શનિક શ્રાવક છે.

જિનેન્દ્રદેવ, સિદ્ધાંત શાસ્ત્ર અને દિગમ્બર તપસ્વીએ ત્રણેને ઉપાસકાધ્યયનમાં તત્ત્વ કહ્યાં છે અને સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રને માર્ગ કહ્યો છે. તત્ત્વ અને માર્ગનો જેને પક્ષ છેતે તરફ જેનું વલણ છે તે દર્શનિક શ્રાવક આ પાક્ષિક શ્રાવક કહેવાય છે.૧

વિશેષ

જે સ્યાદ્વાદરૂપ પરમાગમ દ્વારા નિશ્ચયવ્યવહારરૂપ બંને નયોથી નિર્ણયપૂર્વક સ્વતત્ત્વ અને પરતત્ત્વને જાણી શ્રદ્ધાન દ્રઢ કરે છે, જે જાતિકુળાદિ આઠ મદ રહિત છે, જોકે અપ્રત્યાખ્યાનાવરણ કર્મના ઉદયમાં જોડાવારૂપ ચારિત્રદોષની બળજબરીથી તેને વિષયોમાં રાગ વર્તે છે તથા ગૃહારંભની પ્રવૃત્તિ હોય છે, છતાં અભિપ્રાયમાં તેનો જરાયે આદર નથી, તેને ભલો માનતો નથી, તેનું સ્વામીપણું નથી, શ્રદ્ધામાં તેનો નિષેધ વર્તે છે; જેને રત્નત્રયના ધારક ધર્મી જીવો પ્રત્યે અનુરાગ હોય છે, જે ભેદવિજ્ઞાનના બળથી પોતાના જ્ઞાયકસ્વભાવને રાગદ્વેષાદિથી ભિન્ન અનુભવે છે ને પોતાના આત્માથી દેહને વસ્ત્રસમાન ભિન્ન જાણે છે, જે અષ્ટાદશ દોષરહિત સર્વજ્ઞ વીતરાગદેવની જ દેવબુદ્ધિથી આરાધના કરે છે, અહિંસામય ધર્મને જ ધર્મ માને છે, આરંભપરિગ્રહ રહિત ગુરુને જ ગુરુ માને છેતે દર્શનિક શ્રાવક છે.

વળી તે માને છે કે કોઈ જીવ કોઈને મારે નહિ કે જીવાડે નહિ, કોઈને સુખી કરે નહિ કે દુઃખી કરે નહિ, પરંતુ પોતાનાં પૂર્વ સંચિત કર્મના ઉદયથી તેની તેવી દશા થાય છે.

વળી સમ્યગ્દ્રષ્ટિને એવો નિશ્ચય હોય છે કે જે જીવને જે દેશમાં, જે કાળમાં, १. भयवसणमलविवज्जिय संसारसरीरभोगणिव्वण्णो

अठ्ठगुणंगसमग्गो दंसणसुद्धो हु पंचगुरुमत्तो ।।।।
(શ્રી રયણસારશ્રી કુન્દકુન્દાચાર્ય)


Page 296 of 315
PDF/HTML Page 320 of 339
single page version

तस्येदानीं परिपूर्णदेशव्रतगुणसम्पन्नत्वमाह

निरतिक्रमणमणुव्रतपञ्चकमपि शीलसप्तकं चापि
धारयते निःशल्यो योऽसौ व्रतिनां मतो व्रतिकः ।।१३८।।

व्रतानि यस्य सन्तीति व्रतिको मतः केषां ? व्रतिनां गणधरदेवादीनां कोऽसौ ?

निःशल्यो, मायामिथ्यानिदानशल्येभ्यो निष्क्रान्तो निःशल्यः सन योऽसौ धारयते किं

तत् ? निरतिक्रमणमणुव्रतपंचकमपि पंचाप्यणुव्रतानि निरतिचाराणि धारयते इत्यर्थः જે વિધાનથી જન્મમરણ, લાભઅલાભ યા સુખદુઃખ થાય છે, તે જિનેન્દ્ર ભગવાનના દિવ્યજ્ઞાનમાં જણાયું છે અને તે પ્રમાણે તે જીવને તે દેશમાં, તે કાળમાં, તે વિધાનથી જન્મમરણ, લાભઅલાભ આદિ નિયમથી થાય છે. તેને દૂર કરવાને કોઈ ઇન્દ્ર, અહમિન્દ્ર, નરેન્દ્ર કે જિનેન્દ્ર સમર્થ નથી.

આવો સમ્યગ્દ્રષ્ટિ દર્શનિક શ્રાવક પ્રથમ પદનો (પ્રતિમાનો) ધારક હોય છે. ૧૩૭. હવે શ્રાવક પરિપૂર્ણ દેશવ્રતના ગુણોથી સંપન્ન હોય છે, એમ કહે છે

વ્રત પ્રતિમાધાારીનું લક્ષણ
શ્લોક ૧૩૮

અન્વયાર્થ :[यः ] જે [निःशल्य ] માયા, મિથ્યાત્વ અને નિદાનએ ત્રણ શલ્યોથી રહિત થઈને [निरतिक्रमणम् ] અતિચાર રહિત [अणुव्रतपंचकम् ] પાંચ અણુવ્રતોને [चापि ] અને [शीलसप्तकम् ] સાત શીલવ્રતોને પણ [धारयते ] ધારણ કરે છે, [असौ ] તે [व्रतीनाम् ] વ્રતધારીઓને [व्रतिकः ] વ્રત પ્રતિમાધારી [मतः ] માનવામાં આવે છે.

ટીકા :व्रतिकः मतः’ જેને વ્રત છે તે વ્રતિક માનવામાં આવ્યો છે. કોનાથી માનવામાં આવ્યો છે? व्रतिनाम्’ વ્રતીઓથીગણધરદેવાદિથી. તે કોણ? निःशल्यः’ મિથ્યાત્વ, નિદાન અને માયાએ શલ્યોથી यः असौ’ જે રહિત થતા થકા धारयते’ ધારણ કરે છે. કોને (ધારણ કરે છે)? निरतिक्रमणमणुपंचकम् अपि’ નિરતિચાર પાંચે १. व्रतान्यस्यास्तीति व्रती मनः घ० २. निःशल्यः तन् घ० ૩. જુઓ, પં. સદાસુખદાસકૃત શ્રી રત્નકરણ્ડ શ્રાવકાચારની હિન્દી ટીકાનો ભાવાર્થ પૃષ્ઠ. ૪૦૨.