Ratnakarand Shravakachar (Gujarati). SanlekhanA pratimAdhikAr; Shlok: 122 sanlekhanAnu lakshAN,123 sanlekhanAni AvshyakatA ; 1. avichAr samAdhimaraN; 2. avichAr samAdhimaraN.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 15 of 17

 

Page 257 of 315
PDF/HTML Page 281 of 339
single page version

क्षितिगतमिव वटबीजं पात्रगतं दानमल्पमपि काले
फलति च्छायाविभवं बहुफलमिष्टं शरीरभृताम् ।।११६।।

अल्पमपि दानमुचितकाले पात्रगतं सत्पात्रे दत्तं शरीरभृतां संसारिणां इष्टं फलं बह्वनेकप्रकारं सुन्दररूपभोगोपभोगादिलक्षणं फलति कथंभूतं ? छायाविभवं छाया माहात्म्यं विभवः सम्पत् तौ विद्येते यत्र अस्यैवार्थस्य समर्थनार्थं क्षितीत्यादिदृष्टान्तमाह क्षितिगतं सुक्षेत्रे निक्षिप्तं यथा अल्पमपि वटबीजं बहुफलं फलति कथं ? छायाविभवं छाया आतपनिरोधिनी तस्या विभवः प्राचुर्यं यथा भवत्येवं फलति ।।११६।।

અલ્પદાનથી મહાફળની પ્રાપ્તિ
શ્લોક ૧૧૬

અન્વયાર્થ :જેવી રીતે [काले ] ઉચિત કાળેસમયે [क्षितिगतम् ] (ફળદ્રુપ) જમીનમાં વાવેલું [वटबीजं इव ] વડલાનું બીજ [छायाविभवं ] (મોટી) છાયાના વૈભવને અને [बहुफलम् ] બહુ ફળોરૂપે [फलति ] ફળ આપે છેફળે છે (પ્રાપ્ત કરે છે), તેવી રીતે [काले ] ઉચિત સમયે [पात्रगतम् ] પાત્રને આપેલું [अल्पंअपि ] થોડું પણ [दानं ] દાન [शरीरभृतां ] જીવોને [छायाविभवं ] ઉત્તમ ઐશ્વર્ય અને વિભૂતિયુક્ત [इष्टम् ] ઇચ્છિત [बहुफलम् ] ભોગોપભોગાદિરૂપ અનેક ફળોરૂપે [फलति ] ફળે છે.

ટીકા :काले’ ઉચિત કાળે पात्रगतं’ સત્પાત્રને આપેલું अल्पमपि दानं’ થોડું પણ દાન शरीरभृताम्’ સંસારી જીવોને इष्टं’ ઇચ્છિત बहुफलं’ ભોગોપભોગાદિરૂપ અનેક પ્રકારનાં સુંદર ફળરૂપે फलति’ ફળે છે. કેવાં (ફળરૂપે)? छायाविभवं’ છાયા એટલે માહાત્મ્ય અને વિભવ એટલે સંપત્બંને જ્યાં હોય તેવાં (અર્થાત્ મહા ઐશ્વર્ય અને વિભૂતિયુક્ત). આ જ અર્થના સમર્થન માટે क्षिति’ ઇત્યાદિનું દ્રષ્ટાન્ત આપે છે क्षितिगतम्’ સુક્ષેત્રે વાવેલું काले’ યોગ્ય સમયે अल्पमपि वटबीजमिव’ નાનું પણ વડલાનું બીજ જેમ बहुफलं फलति’ બહુ ફળરૂપે ફળે છે; કેવું (ફળે છે)? छायाविभवं’ તાપને રોકનારી છાયાતેના વિભવરૂપે અર્થાત્ વિશાળતારૂપે (પ્રચુરતારૂપે) ફળે છે તેમ.

ભાવાર્થ :જેમ ફળદ્રુપ જમીનમાં વાવેલું નાનું વડલાનું બીજ, યોગ્યકાળે વિશાળ છાયા અને અનેક ફળોરૂપે ફળે છે, તેમ યોગ્ય પાત્રને દીધેલું અલ્પ દાન પણ યોગ્ય સમયે જીવને (દાતારને) વિશાળ ઐશ્વર્ય, સંપત્તિ અને ઇચ્છાનુસાર અનેક ભોગોપભોગાદિ ફળરૂપે ફળે છે.


Page 258 of 315
PDF/HTML Page 282 of 339
single page version

तच्चैवंविधफलसम्पादकं दानं चतुर्भेदं भवतीत्याह

आहारौषधयोरप्युपकरणावासयोश्च दानेन
वैयावृत्यं ब्रुवते चतुरात्मत्वेन चतुरस्राः ।।११७।।
વિશેષ

રયણસારમાં કહ્યું છે કે

सप्पुरिसाणं दाणं कप्पतरुणं फलाण सोहं वा
लोहीणं दाणं जइ विमाण सोहा सव्वस्स जाणेह ।।

સત્પુરુષોને દાન કલ્પતરુઓનાં ફળની શોભા જેવું છે અને લોભીપાપી પુરુષોને આપેલું દાન મડદાની ઠાઠડીની શોભા જેવું છેએમ જાણ.

દાનમાં વિશેષતા

તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કેविधिद्रव्यदातृपात्रविशेषात्तद्विशेषः। અધ્યાય ૭/૩૯.

વિધિવિશેષ, દ્રવ્યવિશેષ, દાતૃવિશેષ અને પાત્રવિશેષથી દાનમાં વિશેષતા હોય છે. ૧. વિધિવિશેષનવધાભક્તિના ક્રમને વિધિવિશેષ કહે છે.

૨. દ્રવ્યવિશેષતપ, સ્વાધ્યાય વગેરેની વૃદ્ધિમાં કારણ એવા આહારાદિને દ્રવ્યવિશેષ કહે છે.

૩. દાતૃવિશેષજે દાતાર શ્રદ્ધા વગેરે સાત ગુણો સહિત હોય, તેને દાતૃવિશેષ કહે છે.

૪. પાત્રવિશેષજે સમ્યક્ચારિત્ર વગેરે ગુણો સહિત હોય, એવા મુનિ વગેરેને પાત્રવિશેષ કહે છે. ૧૧૬.

આવા પ્રકારનાં ફળને પ્રાપ્ત કરનાર દાનના ચાર ભેદ છે તે કહે છે

દાનના ચાર ભેદ
શ્લોક ૧૧૭

અન્વયાર્થ :[आहारौषधयोः अपि ] આહાર તથા ઔષધિ [च ] અને [उपकरणावासयोः ] જ્ઞાનનાં સાધન શાસ્ત્રાદિ ઉપકરણ તથા આવાસ (વસતિકા, સ્થાન)


Page 259 of 315
PDF/HTML Page 283 of 339
single page version

वैयावृत्यं दानं ब्रुवते प्रतिपादयंति कथं ? चतुरात्मत्वेन चतुःप्रकारत्वेन के ते ? चतुरस्राः पण्डिताः तानेव चतुष्प्रकारान् दर्शयन्नाहारेत्याद्याहआहारश्च भक्तपानादिः औषधं च व्याधिस्फोटकं द्रव्यं तयोर्द्वयोरपि दानेन न केवल तयोरेव अपि तु उपकरणावासयोश्च उपकरणं ज्ञानोपकरणादिः आवासो वसतिकादिः ।।११७।।

तच्चतुष्प्रकारं दानं किं केन दत्तमित्याह

श्रीषेणवृषभसेने कौण्डेशः सूकरश्च दृष्टान्ताः
वैयावृत्यस्यैते चतुर्विकल्पस्य मन्तव्याः ।।११८।।

चतुर्विकल्पस्य चतुर्विधवैयावृत्यस्य दानस्यैते श्रीषेणादयो दृष्टान्ता मन्तव्याः [चतुरात्मत्वेन दानेन ] એ ચાર પ્રકારનાં દાન કરીને [चतुरस्राः ] ચાર જ્ઞાનના ધારક ગણધર દેવો [वैयावृत्यम् ] વૈયાવૃત્યને ચાર પ્રકારના ભેદ રૂપે [ब्रुवते ] કહે છે.

ટીકા :चतुरस्राः चतुरात्मत्वेन वैयावृत्यं ब्रुवते’ પંડિતો દાનને ચાર પ્રકારે કહે છે. તે જ ચાર પ્રકારો દર્શાવીને કહે છેआहारेत्यादि’ ભોજન, પાનાદિને આહાર કહે છે. વ્યાધિનાશક દ્રવ્યને ઔષધ કહે છે. તે બંનેના દાનથી, કેવળ તે બંનેના દાનથી નહિ પણ उपकरणावासयोश्च’ જ્ઞાનનાં ઉપકરણ આદિ અને વસતિકાદિ (એ બંનેના દાનથી પણ) વૈયાવૃત્યદાન ચાર પ્રકારે છે.

ભાવાર્થ :વૈયાવૃત્ય (દાન)ના ચાર પ્રકાર છે(૧) આહારદાન, (૨) ઔષધદાન, (૩) ઉપકરણદાન, (૪) આવાસદાન. ૧૧૭.

આ ચાર પ્રકારનું કયું દાન કોણે આપ્યું તે કહે છે

દાન દેવામાં પ્રસિદ્ધ થયેલાનાં નામ
શ્લોક ૧૧૮

અન્વયાર્થ :[श्रीषेणवृषभसेने ] શ્રીષેણ રાજા, (એક શેઠની સુપુત્રી), વૃષભસેના, [कौण्डेशः ] કૌણ્ડેશ (નામનો કોટવાળ) [च ] અને [सूकरः ] શૂકર [एते ] એ (ક્રમથી) [चतुर्विकल्पस्य ] ચાર પ્રકારનાં [वैयावृत्यस्य ] વૈયાવૃત્યનાં [दृष्टान्ताः ] દ્રષ્ટાન્તો [मन्तव्याः ] માનવા યોગ્ય છે.

ટીકા :चतुर्विकल्पस्य’ ચાર પ્રકારનાં वैयावृत्यस्य’ વૈયાવૃત્યદાનનાં एते’


Page 260 of 315
PDF/HTML Page 284 of 339
single page version

तत्राहारदाने श्रीषेणो दृष्टान्तः अस्य कथा

मलयदेशे रत्नसंचयपुरे राजा श्रीषेणो राज्ञी सिंहनन्दिता द्वितीया अनिन्दिता च पुत्रौ क्रमेण तयोरिन्द्रोपेन्द्रौ तत्रैव ब्राह्मणः सात्यकिनामा, ब्राह्मणी जम्बू, पुत्री सत्यभामा पाटलिपुत्रनगरे ब्राह्मणो रुद्रभट्टो बटुकान् वेदं पाठयति तदीयचेटिकापुत्रश्च कपिलनामा तीक्ष्णमतित्वात् छद्मना वेदं श्रृण्वन् तत्पारगो जातो रुद्रभट्टेन च कुपितेन पाटलिपुत्रान्निर्घाटितः सोत्तरीयं यज्ञोपवीतं परिधाय ब्राह्मणो भूत्वा रत्नसंचयपुरे गतः सात्यकिना च तं वेदपारगं सुरूपं च दृष्ट्वा सत्यभामाया योग्योऽयमिति मत्वा सा तस्मै दत्ता सत्यभामा च रतिसमये बिटचेष्टां तस्य दृष्ट्वा कुलजोऽयं न भविष्यतीति सा सम्प्रधार्य चित्ते विषादं वहन्ती तिष्ठति एतस्मिन् प्रस्तावे रुद्रभट्टस्तीर्थयात्रां कुर्वाणो रत्नसंचयपुरे श्रीषेण’ શ્રીષેણ આદિ दृष्टान्ताः’ દ્રષ્ટાન્તો मन्तव्याः’ માનવાં. (શ્રીષેણ રાજા આહારદાનનું, વૃષભસેના ઔષધદાનનું, કૌંડેશ ઉપકરણદાનનું અને શૂકર આવાસદાનનું દ્રષ્ટાન્ત છે.)

આહારદાનમાં શ્રીષેણ દ્રષ્ટાંત રૂપે છે.

શ્રીષેણ રાજાની કથા

મલયદેશમાં રત્નસંચય નગરમાં શ્રીષેણ રાજા હતો. તેને એક સિંહનંદિતા અને બીજી અનિંદિતા નામની રાણીઓ હતી. તે બંનેને અનુક્રમે ઇન્દ્ર અને ઉપેન્દ્ર નામના બે પુત્રો હતા. ત્યાં જ એક સાત્યકી નામનો બ્રાહ્મણ હતો; તેની બ્રાહ્મણીનું નામ જંબુ અને પુત્રીનું નામ સત્યભામા હતું.

પાટલીપુત્ર નગરમાં એક રુદ્રભટ્ટ નામનો બ્રાહ્મણ બટુકોને (બાળકોને) વેદ શીખવતો હતો. તેની ચેટિકાનો (દાસીનો) પુત્ર કપિલ હતો, તે છૂપા વેશે (કપટથી), તીક્ષ્ણ બુદ્ધિના કારણે વેદનું શ્રવણ કરીને તેમાં પારંગત થયો. રુદ્રભટ્ટે ગુસ્સે થઈને તેને પાટલીપુત્રમાંથી કાઢી મૂક્યો. ખેસ નાખી તથા જનોઈ પહેરી તે બ્રાહ્મણ બનીને રત્નસંચય નગરમાં ગયો. સાત્યકીએ તેને વેદમાં પારંગત અને સુંદર રૂપવાળો દેખીને ‘આ સત્યભામાને યોગ્ય છે’ એમ માનીને કપિલને સત્યભામા આપી.

રતિ સમયે (કામક્રીડા સમયે) તેની વિટ જેવી (હલકા પુરુષ જેવી) ચેષ્ટા દેખીને, ‘આ કુળવાન હશે નહિ’ એમ ધારી સત્યભામા મનમાં વિષાદ (ખેદ) કરતી, તે દરમિયાન १. कर्णलब्ध्या वेदंश्रृण्वान घ २. सोत्तरीययज्ञोपवीतं घ


Page 261 of 315
PDF/HTML Page 285 of 339
single page version

समायातः कपिलेन प्रणम्य निजधवलगृहे नीत्वा भोजनपरिधानादिकं कारयित्वा सत्यभामायाः सकललोकानां च मदीयोऽयं पितेति कथितम् सत्यभामया चैकदा रुद्रभट्टस्य विशिष्टं भोजनं बहुसुवर्णं च दत्वा पादयोर्लगित्वा पृष्टंतात ! तव शीलस्य लेशोऽपि कपिले नास्ति, ततः किमयं तव पुत्रो भवति न वेति सत्यं मे कथय ततस्तेन कथितं, पुत्री ! मदीयचेटिकापुत्र इति एतदाकर्ण्य तदुपरि विरक्ता सा हठादयं मामभिगमिष्यतीति मत्वा सिंहनन्दिताग्रमहादेव्याः शरणं प्रविष्टा, तया च सा पुत्री ज्ञाता एवमेकदा श्रीषेणराजेन परमभक्त्या विधिपूर्वकमर्ककीर्त्यामितगतिचारणमुनिभ्यां दानं दत्तम् तत्फलेन राज्ञा सह भोगभूमावुत्पन्ना तदनुमोदनात् सत्यभामापि तत्रैवोत्पन्ना स राजा श्रीषेणो दानप्रथमकारणात् पारंपर्येण शान्तिनाथतीर्थंकरो जातः आहारदानफलम्

औषधदाने वृषभसेनाया दृष्टान्तः अस्याः कथा રુદ્રભટ્ટ તીર્થયાત્રા કરતોકરતો રત્નસંચય નગરમાં આવ્યો. કપિલ તેને પ્રણામ કરીને પોતાના ધવલગૃહમાં લઈ ગયો અને ભોજનવસ્ત્રાદિક કરાવીને (અપાવીને) સત્યભામા અને સર્વ લોકની સામે તેણે કહ્યું કે‘‘આ મારા પિતા છે.’’

એક દિવસ સત્યભામાએ રુદ્રભટ્ટને વિશિષ્ટ (ઉત્તમ) ભોજન તથા બહુ સુવર્ણ આપી, તેને પગે લાગીને પૂછ્યુંઃ ‘‘તાત! કપિલમાં આપના સ્વભાવનો એક અંશ પણ નથી; તેથી આ તમારો પુત્ર છે કે નહિ તે મને સત્ય કહો.’’

પછી તેણે કહ્યું, ‘‘પુત્રી! એ મારી ચેટિકાનો (રખાતનો) પુત્ર છે.’’ એ સાંભળીને તે તેના ઉપર વિરક્ત (ઉદાસીન) થઈ. અને ‘‘હઠથી આ મારી સાથે સંભોગ કરશે’’ એમ માનીને પ્રથમ મહાદેવી (પટ્ટરાણી) સિંહનંદિતાને શરણે ગઈ. તેણે પણ તેને પુત્રી તરીકે માનીને રાખી.

એક દિવસ તેણે (રાણીએ) શ્રીષેણ રાજા સાથે પરમ ભક્તિથી વિધિપૂર્વક અર્કકીર્તિ અને અમિતગતિબે ચારણ મુનિઓને દાન દીધું. તેના ફળથી તે રાણી રાજા સાથે ભોગભૂમિમાં ઉત્પન્ન થઈ. તેના (દાનના) અનુમોદનથી સત્યભામા પણ ત્યાં જ અવતરી. તે રાજા શ્રીષેણ પ્રથમ (આહારદાનના) દાનના કારણે પરંપરાએ શાંતિનાથ તીર્થંકર થયા. આહારદાનનું આ ફળ છે. ૧.

ઔષધદાનમાં વૃષભસેનાનું દ્રષ્ટાન્ત છે.


Page 262 of 315
PDF/HTML Page 286 of 339
single page version

जनपददेशे कावेरीपत्तने राजोग्रसेनः, श्रेष्ठी धनपतिः, भार्या धनश्रीः, पुत्री वृषभसेना, तस्या धात्री रूपवती नामा एकदा वृषभसेनास्नानजलगर्तायां रोगगृहीतं कुक्कुरं पतितलुठितोऽत्थितं रोगरहितमालोक्य चिन्तितं धात्र्यापुत्रीस्नानजलमेवास्यारोग्यत्वे कारणम् ततस्तया धात्र्या निजजनन्या द्वादशवार्षिकाक्षिरोगगृहीतायाः कथिते तया लोचने तेन जलेन परीक्षार्थमेकदिने र्धोतेदृष्टी च शोभने जाते ततः सर्वरोगापनयने सा धात्री प्रसिद्धा तत्र नगरे संजाता एकदोग्रसेनेन रणपिंगलमंत्री बहुसैन्योपेतो मेघपिंगलोपरि प्रेषितः स तं देशं प्रविष्टो विषोदकसेवनात् ज्वरेण गृहीतः स च व्याघुटयागतः रूपवत्या च तेन जलेन नीरोगीकृतः उग्रसेनोऽपि कोपात्तत्र गतः तथा ज्वरितो व्याघुटयायातो रणपिंगलाज्जलवृत्तान्तमाकर्ण्य तज्जलं याचितवान् ततो मंत्र उक्तो धनश्रिया भोः श्रेष्ठिन् ! कथं नरपतेः शिरसि पुत्रीस्नानजलं क्षिप्यते ? धनपतिनोक्तं यदि पृच्छति राजा जलस्वभावं

વૃષભસેનાની કથા

જનપદદેશમાં કાવેરી શહેરમાં રાજા ઉગ્રસેન, શેઠ ધનપતિ, તેની સ્ત્રી ધનશ્રી, તેની પુત્રી વૃષભસેના અને તેની ધાવમાતા (ધાત્રી) રૂપવતી નામે હતાં.

એક દિવસ વૃષભસેનાના સ્નાનજળના ખાડામાં એક રોગગ્રસ્ત કૂતરું પડ્યું, આળોટ્યું અને નીકળ્યું. તેના રોગરહિત દેખીને ધાત્રીએ વિચાર્યુંઃ ‘‘પુત્રીનું સ્નાનજળ જ તેની આરોગ્યતાનું કારણ છે.’’

પછી તે ધાત્રીએ બાર વર્ષથી આંખના રોગથી પીડાતી પોતાની માતાને આ વાત કરી. એક દિવસ પરીક્ષા માટે તે જળથી પોતાનાં નેત્રો ધોતાં, તેની (ધાત્રીની માતાની) આંખો સારી થઈ ગઈ. આ ઘટનાથી તે ધાત્રી સર્વ રોગો મટાડનારી છે, એમ તે નગરમાં પ્રસિદ્ધ થઈ.

એક દિવસ રાજા ઉગ્રસેને બહુ સૈન્ય સાથે રણપિંગલ મંત્રીને મેઘપિંગલ ઉપર (ચઢાઈ કરવા) મોકલ્યો. મંત્રી જેવો જ તે દેશમાં પ્રવેશ્યો કે તરત જ ઝેરી પાણીના સેવનથી તાવે સપડાયો. તે જલદી પાછો આવ્યો અને રૂપવતી (ધાત્રી)એ તે જળથી (સ્નાનજળથી) તેને નીરોગી (રોગરહિત) કર્યો. રાજા ઉગ્રસેન પણ કોપથી ત્યાં (મેઘપિંગલના દેશમાં) ગયો અને તેવી રીતે તાવમાં સપડાઈ જલદી પાછો આવ્યો. રણપિંગલ પાસેથી જળની હકીકત સાંભળીને તેણે તે જળની યાચના કરી. પછી ધનશ્રીએ મંત્રીને (શેઠને) કહ્યું, ‘‘અરે શેઠ! રાજાના મસ્તક ઉપર પુત્રીનું સ્નાનજળ કેવી રીતે નખાય?’’


Page 263 of 315
PDF/HTML Page 287 of 339
single page version

तदा सत्यं कथ्यते न दोषः एवं भणिते रूपवत्या तेन जलेन नीरोगीकृत उग्रसेनः ततो नीरोगेण राज्ञा पृष्टा रूपवती जलस्य माहात्म्यम् तया च सत्यमेव कथितं ततो राज्ञा व्याहूतः श्रेष्ठी, स च भीतः राज्ञः समीपमायातः राजा च गौरवं कृत्वा वृषभसेनां परिणेतुं स याचितः ततः श्रेष्ठिना भणितं देव ! यद्यष्टाह्विकां पूजां जिनप्रतिमानां करोषि तथा पंजरस्थान् पक्षिगणान् मुञ्चसि तथा गुप्तिषु सर्वमनुष्यांश्च मुञ्चसि तदा ददामि उग्रसेनेन च तत् सर्वं कृत्वा परिणीता वृषभसेना पट्टरानी च कृता अतिवल्लभया तयैव च सह विमुच्यान्यकार्य क्रीडां करोति एतस्मिन् प्रस्तावे यो वाराणस्याः पृथिविचन्द्रो नाम राजा धृत आस्ते सोऽतिप्रचण्डत्वात्तद्विवाहकालेऽपि न मुक्तः ततस्तस्य या राज्ञी नारायणदत्ता तया मंत्रिभिः सह मंत्रयित्वा पृथिवीचन्द्रमोचनार्थं वाराणस्यां सर्वत्रावारितसत्कारा

ધનપતિએ કહ્યું, ‘‘જો રાજા જળના સ્વભાવ સંબંધી પૂછે તો સત્ય કહેવું, તેમાં દોષ નથી.’’

એમ કહેવામાં આવતાં રૂપવતીએ તે જળથી ઉગ્રસેન રાજાને નીરોગી કર્યો. પછી નીરોગી થયેલા રાજાએ રૂપવતીને જળના મહિમા વિષે પૂછ્યું અને તેણે સાચું જ કહ્યું.

પછી રાજાએ શેઠને બોલાવ્યો અને તે (શેઠ) ડરતાંડરતાં રાજાની સમીપે આવ્યો. રાજાએ તેનું બહુમાન કરી, વૃષભસેનાને પરણવાની (તેની પાસે) માગણી કરી. પછી શેઠે કહ્યું, ‘‘દેવ! જો તમે જિનપ્રતિમાઓની અષ્ટાહ્નિકા પૂજા કરો, પાંજરામાં પૂરેલાં સમસ્ત પક્ષીઓને છોડી મૂકો અને જેલમાં રાખેલા સર્વ મનુષ્યોને મુક્ત કરો તો હું તેને (વૃષભસેનાને) આપું.’’

રાજા ઉગ્રસેને તે બધું કર્યું અને વૃષભસેનાને પરણ્યો તથા તેને પટરાણી બનાવી. રાજા અન્ય બધાં કાર્યો છોડીને તે પ્રિય રાણી સાથે ક્રીડા કરવા લાગ્યો.

તે દરમિયાન જે વારાણસીનો પૃથિવીચંદ્ર નામનો રાજા પકડાયો હતો, તે બહુ પ્રચંડ (ઉગ્ર) હોવાથી વિવાહના સમયે પણ તેને છોડવામાં આવ્યો ન હતો. પછી તેની રાણી જે નારાયણદત્તા હતી તેણે મંત્રીઓની સાથે મંત્રણા કરીને પૃથિવીચંદ્રને છોડાવવા માટે વારાણસીમાં વૃષભસેના રાણીના નામે એવું ભોજનગૃહ ખોલાવ્યું કે જેમાં કોઈને માટે પ્રવેશ કરવાનો નિષેધ ન હતો. તેમાં ભોજન કરીને જેઓ કાવેરી નગરે ગયા હતા તે બ્રાહ્મણો આદિ પાસેથી તે વૃત્તાંત સાંભળીને કોપાયમાન થયેલી રૂપવતીએ કહ્યું, ‘‘હે વૃષભસેના! મને પૂછ્યા વગર તેં વારાણસીમાં ભોજનગૃહ શા માટે કરાવ્યું છે?’’


Page 264 of 315
PDF/HTML Page 288 of 339
single page version

वृषभसेनाराज्ञीनाम्ना कारितास्तेषु भोजनं कृत्वा कावेरीपत्तनं ये गतास्तेभ्यो ब्राह्मणादिभ्यस्तं वृत्तान्तमाकर्ण्य रुष्टया रूपवत्या भणिता वृषभसेने ! त्वं मामपृच्छन्ती वाराणस्यां कथं सत्कारान् कारयसि ? तया भणितमहं न कारयामि किन्तु मम नाम्ना केनचित्कारणेन केनापि कारिताः तेषां शुद्धि कुरु त्वमिति चरपुरुषैः कृत्वा यथार्थ ज्ञात्वा तया वृषभसेनायाः सर्वं कथितम् तया च राजानं विज्ञाप्य मोचितः पृथिवीचन्द्रः तेन च चित्रफलके वृषभसेनोग्रसेनयो रूपे कारिते तयोरधो निजरूपं सप्रणामं कारितम् स फल- कस्तयोर्दर्शितः भणिता च वृषभसेना राज्ञीदेवि ! त्वं मम मातासि त्वत्प्रसादादिदं जन्म सफलं मे जातं तत उग्रसेनः सन्मानं दत्वा भणितवान्त्वया मेघपिंगलस्योपरि गंतव्यमित्युक्त्वा स च ताभ्यां वाराणस्यां प्रेषितः मेघपिंगलोऽप्येतदाकर्ण्य ममायं

તેણે કહ્યું, ‘‘મેં ભોજનગૃહ કરાવ્યું નથી, પરંતુ મારા નામે કોઈએ કોઈ કારણથી તે કરાવેલ છે, તમે તેનો પત્તો મેળવો.’’

છૂપા પુરુષો દ્વારા યથાર્થ જાણીને જેણે (રૂપવતીએ) વૃષભસેનાને બધું કહ્યું અને તેણે રાજાને વિજ્ઞાપના (વિનતી) કરી પૃથિવીચંદ્રને છોડાવ્યો.

તેણે (પૃથિવીચન્દ્રે) ચિત્રના પાટિયા ઉપર (ચિત્રબોર્ડ ઉપર) વૃષભસેના અને રાજા ઉગ્રસેન બંનેનું રૂપચિત્ર દોરાવ્યું અને તે બંનેની નીચે પ્રણામ કરતા એવા પોતાનું રૂપ (ચિત્ર) દોરાવ્યું. તે ચિત્રબોર્ડ તે બંનેને બતાવ્યું અને વૃષભસેનાને કહ્યું, ‘‘દેવી! તમે મારી માતા છો, તમારી કૃપાથી મારો આ જન્મ સફળ થયો.’’

પછી રાજા ઉગ્રસેન તેનું સન્માન કરી બોલ્યો, ‘‘તારે મેઘપિંગળ ઉપર ચડાઈ કરવી.’’

એમ કહીને તેને બંને સાથે વારાણસી મોકલ્યો. મેઘપિંગળ પણ એ સાંભળીને ‘‘આ પૃથિવીચંદ્ર મારો મર્મભેદી છે.’’ એવો વિચાર કરીને આવ્યો અને રાજા ઉગ્રસેનની બહુ મહેરબાનીથી તેનો સામન્ત થયો.

‘‘આ સ્થાને બેઠેલા એવા મારી પાસે જે પ્રાભૃત (ભેટ) આવશે તેનો અર્ધો ભાગ મેઘપિંગળને અને અર્ધો ભાગ હું વૃષભસેનાને આપીશ.’’ એવી ઉગ્રસેને વ્યવસ્થા કરી.

એક દિવસ બે રત્નકંબલ આવી. નામાંકિત કરીને એક એક કંબલ તે બંનેને આપી. એક દિવસ મેઘપિંગળની વિજ્યા નામની રાણી મેઘપિંગળની કંબલ ઓઢીને પ્રયોજનવશાત્ રૂપવતી પાસે ગઈ, ત્યાં કંબલની અદલાબદલી થઈ ગઈ. એક દિવસ વૃષભસેનાવાળી


Page 265 of 315
PDF/HTML Page 289 of 339
single page version

पृथिवीचन्द्रो मर्मभेदीति पर्यालोच्यागत्य चोग्रसेनस्यातिप्रसादितः सामन्तो जातः उग्रसेनेन चास्थानस्थितस्य यन्मे प्राभृतमागच्छति तस्यार्धं मेघपिंगलस्य दास्यामि अर्धं च वृषभसेनाया इति व्यवस्था कृता एवमेकदा रत्नकंबलद्वयमागतमेकैकं सनामाङ्कं कृत्वा तयोर्दत्तं एकदा मेघपिंगलस्य राज्ञी विजयाख्या मेघपिंगलकम्बलं प्रावृत्य प्रयोजनेन रूपवतीपार्श्वे गता तत्र कम्बलपरिवर्तो जातः एकदा वृषभसेनाकम्बलं प्रावृत्त्य मेघपिंगलः सेवायामुग्रसेनसभायामागतः राजा च तमालोक्यातिकोपाद्रक्ताक्षो बभूव मेघपिंगलश्च तं तथाभूतमालोक्य ममोपरि कुपितोऽयं राजेति ज्ञात्वा दूरं नष्टः वृषभसेना च रुष्टेनोग्रसेनेन मारणार्थं समुद्रजले निक्षिप्ता तया च प्रतिज्ञा गृहीता यदि एतम्मादुपसर्गादुद्धरिष्यामि तदा तपः करिष्यामीति ततो व्रतमाहात्म्याज्जलदेवतया तस्याः सिंहासनादिप्रातिहार्यं कृतम् तच्छ्रुत्वा पश्चात्तापं कृत्वा राजा तमानेतुं गतः आगच्छता वनमध्ये गुणधरनामाऽवधिज्ञानी मुनिद्रर्ष्टिः स च वृषभसेनया प्रणम्य निजपूर्वभवचेष्टितं पृष्टः कथितं च भगवता यथापूर्वभवे त्वमत्रैव ब्राह्मणपुत्री नागश्री नामा जातासि राजकीयदेवकुले सम्मार्जनं કંબલ ઓઢીને મેઘપિંગળ, રાજા ઉગ્રસેનની સભામાં તેની સેવામાં આવ્યો. તેને જોઈને અતિકોપથી રાજાની આંખો લાલચોળ થઈ ગઈ. મેઘપિંગળ તેને તેવો જોઈને, ‘‘આ રાજા મારા ઉપર ગુસ્સે થયો છે’’એમ જાણીને દૂર ભાગ્યો. ગુસ્સે થયેલા ઉગ્રસેને વૃષભસેનાને મારવા માટે સમુદ્રના પાણીમાં ફેંકી. તેણે (વૃષભસેનાએ) પ્રતિજ્ઞા કરી કે, ‘‘જો હું આ ઉપસર્ગમાંથી બચીશ તો તપ કરીશ.’’

પછી વ્રતના માહાત્મ્યથી, જળદેવતાએ તેનું સિંહાસનાદિ પ્રાતિહાર્ય કર્યું. તે સાંભળીને રાજાને પશ્ચાત્તાપ થયો અને તે તેને લેવા ગયો. પાછા આવતાં રાજાએ વનમાં ગણધર નામના અવધિજ્ઞાની મુનિ દીઠા; તેમને પ્રણામ કરી વૃષભસેનાએ પોતાના પૂર્વભવની કરણી પૂછી.

ભગવાને કહ્યું, ‘‘પૂર્વભવમાં તું અહીં જ નાગશ્રી નામની બ્રાહ્મણ પુત્રી તરીકે જન્મી હતી. રાજાના દેવકુળમાં તું કચરો કાઢતી. તે દેવકુળમાં એક દિવસ બપોર પછી કિલ્લાની અંદર પવનરહિત ખાડામાં મુનિદત્ત નામના મુનિ પદ્માસને કાયોત્સર્ગમાં બેઠા હતા. તેણે (બ્રાહ્મણ પુત્રીએ) ગુસ્સે થઈને કહ્યું, ‘‘કટકમાંથી (સેનાની છાવણીમાંથી) રાજા પાછા ફર્યા છે, તેઓ અત્રે આવશે, માટે ઊઠો, ઊઠો. મારે કચરો વાળવો છે.’’

એવું તે બોલતી રહી અને મુનિ ત્યાં કાયોત્સર્ગ કરીને મૌનથી સ્થિત રહ્યા. પછી


Page 266 of 315
PDF/HTML Page 290 of 339
single page version

करोषि तत्र देवकुले चैकदाऽपराह्ने प्राकाराभ्यन्तरे निर्वातगर्तायां मुनिःदत्तनामा मुनिः पर्यंककायोत्सर्गेण स्थितः त्वया च रुष्टया भणितः कटकाद्राजा समायातो- ऽत्रागमिष्यतीत्युत्तिष्ठोत्तिष्ठ सम्मार्जनं करोमि लग्नेति ब्रुवाणायास्तत्र मुनिः कायोत्सर्गं विधाय मौनेन स्थितः ततस्त्वय कचवारेण पूरयित्वोपरि सम्मार्जनं कृतम् प्रभाते तत्रागतेन राज्ञा तत्प्रदेशे क्रीडता उच्छ्वसितनिःश्वसितप्रदेशं दृष्ट्वा उत्खन्य निःसारितश्च स मुनिः ततस्त्वयात्मनिन्दां कृत्वा धर्मे रुचिः कृता परमादरेण च तस्य मुनिस्त्वया तत्पीडोपशमनार्थं विशिष्टमौषधदानं वैयावृत्यं च कृतम् ततो निदानेन मृत्वेह धनपतिधनश्रियोः पुत्री वृषभसेना नाम जातासि औषधदानफलात् सर्वौषधर्द्धिफलं जातम् कचवारपूरणात् कलङ्किता च इति श्रुत्वात्मानं मोचयित्वा वृषभसेना तत्समीपे आर्यिका जाता औषधदानस्य फलम्

श्रुतदाने कौण्डेशो दृष्टान्तः अस्य कथा

कुरुमणिग्रामे गोपालो गोविन्दनामा तेन च कोटरादुद्धृत्य चिरन्तनपुस्तकं प्रपूज्य

કચરાથી (તે ખાડો) પૂરીને તેણે ઉપર સંમાર્જન (સાફસૂફ) કર્યું.

પ્રભાતમાં ત્યાં આવેલા રાજા તે પ્રદેશમાં ક્રીડા કરતાંકરતાં તે સ્થાને પહોંચ્યો, ત્યારે ઉચ્છ્વાસનિઃશ્વાસના કારણે ઊંચાનીચા થતા તે પ્રદેશને જોઈને (તે પ્રદેશને) ખોદાવીને મુનિને બહાર કાઢ્યા. પછી તેણે (બ્રાહ્મણ પુત્રીએ) આત્મનિંદા કરીને ધર્મમાં રુચિ કરી. તે મુનિની પીડાને શાંત કરવા માટે તેણે પરમ આદરથી વિશિષ્ટ (ઉત્તમ) ઔષધદાન અને વૈયાવૃત્ય કર્યું. પછી નિદાનથી મરીને અહીં તું ધનપતિ અને ધનશ્રીને ત્યાં વૃષભસેના નામની પુત્રી તરીકે જન્મી છે. ઔષધદાનના ફળથી તને સર્વોષધૠદ્ધિનું ફળ પ્રાપ્ત થયું છે અને કચરો પૂરવાને કારણે તું કલંકિત થઈ છે.’’

આમ સાંભળીને પોતાની જાતને રાજાથી છોડાવીને વૃષભસેના તેમના સમીપે આર્જિકા થઈ. આ ઔષધદાનનું ફળ છે. ૨.

શ્રુતના ઉપકરણના દાનમાં કૌંડેશ દ્રષ્ટાન્ત છે.

કાyMેશની કથા

કુરુમણિ ગામમાં ગોવિન્દ નામનો ગોવાળિયો હતો. તેણે પુરાતન પુસ્તકનો १. कुरुमरि इति ग, घ० कुमार ख


Page 267 of 315
PDF/HTML Page 291 of 339
single page version

भक्त्या पद्मनन्दिमुनये दत्तम् तेन पुस्तकेन तत्राटव्यां पूर्वभट्टारकाः केचित् किल पूजां कृत्वा कारयित्वा च व्याख्यानं कृतवन्तः कोटरे धृत्वा च गतवन्तश्च गोविन्देन च बाल्यात्प्रभृति तं दृष्ट्वा नित्यमेव पूजा करता वृक्षकोटरस्यापि एष स गोविन्दो निदानेन मृत्वा तत्रैव ग्रामकूटस्य पुत्रोऽभूत् तमेव पद्मनन्दिमुनिमालोक्य जातिस्मरो जातः तपो गृहीत्वा कोण्डेशनामा महामुनिः श्रुतधरोऽभूत् इति श्रुतदानस्य फलम्

वसतिदाने सूकरो दृष्टान्तः अस्य कथा

मालवदेशे घटग्रामे कुम्भकारो देविलनामा नापितश्च धमिल्लनामा ताभ्यां पथिकजनानां वसतिनिमित्तं देवकुलं कारितम् एकदा देविलेन मुनये तत्र प्रथमं वसतिर्दत्ता धमिल्लेन च पश्चात् परिव्राजकस्तत्रानीय धृतः ताभ्यां च धमिल्लपरिव्राजकाभ्यां निःसारितः કોટરમાંથી (બખોલમાંથી) ઉદ્ધાર કરીને તથા ભક્તિથી તેનું પૂજન કરીને પદ્મનન્દિ મુનિને તે આપ્યું. તે પુસ્તક દ્વારા તે જંગલમાં કોઈ પૂર્વ ભટ્ટારકોએ તેની પૂજા કરી તથા કરાવીને, વ્યાખ્યાન કર્યું હતું અને તેને કોટરમાં (બખોલમાં) મૂકીને ચાલ્યા ગયા હતા. ગોવિન્દ બાળપણથી તે શાસ્ત્ર જોઈને નિત્ય તેની પૂજા કરતો. ફરીથી તેનાં દર્શન થાય તે માટે તેણે તેને વૃક્ષના કોટરમાં સ્થાપિત કર્યું. તે ગોવિન્દ નિદાનથી મરીને તે ગામમાં જ ગ્રામકૂટનો પુત્ર થયો. તે જ પદ્મનંદિ મુનિને જોઈને તેને જાતિસ્મરણ થયું. તપ ધારણ કરીને તે કૌંડેશ નામનો શ્રુતધર મહામુનિ થયો.

એ પ્રમાણે શ્રુતદાનનુંશ્રુતના ઉપકરણના દાનનું ફળ છે. ૩.

વસતિના દાનમાં સૂકર દ્રષ્ટાન્ત છે.

સૂકરની કથા

માલવ દેશમાં ઘટ ગામમાં દેવિલ નામનો કુંભાર અને ધમિલ્લ નામનો હજામ હતો. તે બંનેએ મુસાફરોને રહેવા માટે દેવકુળ કરાવ્યું.

એક દિવસ દેવિલે મુનિને ત્યાં પહેલા રાખ્યા અને પછી ધમિલ્લે ભિક્ષુકને ત્યાં લાવી રાખ્યો. ધમિલ્લ અને ભિક્ષુક બંને દ્વારા કાઢી મૂકાયેલા તે મુનિ વૃક્ષના મૂળમાં રાત્રે ડાંસમચ્છરશીત આદિ સહન કરતા ઠર્યા. પ્રભાતે દેવિલ અને ધમિલ્લબંને તે કારણે પરસ્પર યુદ્ધ કરીને મર્યા અને વિન્ધ્યદેશમાં અનુક્રમે મોટો ભૂંડ અને વાઘ તરીકે २. वृक्षस्य इति ग० पूजां कृत्वा वृक्षकोटरे स्थापितं इति ख० ३. देवलनामा


Page 268 of 315
PDF/HTML Page 292 of 339
single page version

स मुनिर्वृक्षमूले रात्रौ दंशमशकशीतादिकं सहमानः स्थितः प्रभाते देविलधमिल्लौ तत्कारणेन परस्परं युद्धं कृत्वा मृत्वा विन्ध्ये क्रमेण सूकरव्याध्रौ प्रौढौ जातौ यत्र च गुहायां स सूकरस्तिष्ठति तत्रैव च गुहायामेकदा समाधिगुप्तत्रिगुप्तमुनि आगत्य स्थितौ तौ च दृष्ट्वा जातिस्मरो भूत्वा देविलचरसूकरो धर्ममाकर्ण्य व्रतं गृहीतवान् तत्प्रस्तावे मनुष्यगन्धमाघ्राय मुनिभक्षणार्थं स व्याघ्रोऽपि तत्रायातः सूकरश्च तयो रक्षानिमित्तं गुहाद्वारे स्थितः तत्रापि तौ परस्परं युध्वा मृतौ सूकरो मुनिरक्षणाभिप्रायेण शुभाभिसन्धित्वात् मृत्वा सौधर्मे महद्धिंको देवो जातः व्याघ्रस्तु मुनिभक्षणाभिप्रायेणातिरौद्राभिप्रायत्वान्मृत्वा नरकं गतः वसतिदानस्य फलम् ।।११८।।

यथा वैयावृत्यं विदधता चतुर्विधं दानं दातव्यं तथा पूजाविधानमपि कर्तव्य- मित्याह જન્મ્યા અને મોટા થયા.

જે ગુફામાં તે ભૂંડ રહેતો હતો તે જ ગુફામાં એક દિવસ સમાધિગુપ્ત અને ત્રિગુપ્ત નામના બે મુનિ આવીને રહ્યા. તે બંનેને જોઈને શૂકર થયેલા દેવિલને જાતિસ્મરણ થયું અને ધર્મનું શ્રવણ કરીને તેણે વ્રત અંગીકાર કર્યું.

તે દરમિયાન મનુષ્યની ગંધ સૂંઘીને મુનિનું ભક્ષણ કરવા માટે વાઘ પણ ત્યાં આવ્યો. ભૂંડ તે બંનેની રક્ષા નિમિત્તે ગુફાના દ્વારે ઊભો રહ્યો. ત્યાં પણ તેઓ બંને એકબીજા સાથે લડી મરણ પામ્યા. ભૂંડ મુનિની રક્ષાના અભિપ્રાયથીશુભ ભાવથી મરીને સૌધર્મસ્વર્ગમાં મહાૠદ્ધિવાળો દેવ થયો અને વાઘ મુનિના ભક્ષણના અભિપ્રાયથી અતિરૌદ્ર અભિપ્રાયને લીધે મરીને નરકે ગયો.

વસતિદાનનું આ ફળ છે. ૪.

ભાવાર્થ :(શ્લોક ૧૧૮) આહારદાનમાં શ્રીષેણ રાજા, ઔષધદાનમાં શેઠની પુત્રી વૃષભસેના, શાસ્ત્રદાનમાં કૌંડેશ કોટવાલ અને આવાસદાનમાં શૂકર (ભૂંડ) ખાસ કરીને પ્રસિદ્ધ થયાં છે. ૧૧૮.

જેમ વૈયાવૃત્ય કરનારે ચાર પ્રકારનું દાન કરવું જોઈએ, તેમ પૂજાવિધાન પણ કરવું જોઈએએમ કહે છે


Page 269 of 315
PDF/HTML Page 293 of 339
single page version

देवाधिदेवचरणे परिचरणं सर्वदुःखनिर्हरणम्

कामदुहि कामदाहिनि परिचिनुयादादृतो नित्यम् ।।११९।।

आदृतः आदरयुक्तः नित्यं परिचिनुयात् पुष्टं कुर्यात् किं ? परिचरणं पूजां किंविशिष्टं ? सर्वदुःखनिर्हरणं निःशेषदुःखविनाशकं क्व ? देवाधिदेवचरणे देवानामिन्द्रादीनामधिको वन्द्यो देवो देवाधिदेवस्तस्य चरणः पादः तस्मिन् कथंभूते ? कामदुहि वाञ्छितप्रदे तथा कामदाहिनि कामविध्वंसके ।।११९।।

पूजामाहात्म्यं किं क्वापि केन प्रकटितमित्याशंक्याह

અર્હત્પૂજાનું વિધાાન
શ્લોક ૧૧૯

અન્વયાર્થઅન્વયાર્થ :::::[कामदुहि ] ઇચ્છિત ફળ દેનાર [कामदाहिनी ] અને વિષયવાસનાની ઇચ્છાનો નાશ કરનાર [देवाधिदेवचरणे ] દેવોના દેવ અરહંતદેવનાં ચરણમાં [सर्वदुःखनिर्हरणम् ] સર્વ દુઃખોને નાશ કરનારી [परिचरणम् ] પૂજા [आदृत ] આદરયુક્તભક્તિયુક્ત થઈને [नित्यम् ] હંમેશાપ્રતિદિન [परिचिनुयात् ] કરવી જોઈએ.

ટીકા :आदृत’ આદરયુક્ત થઈને, नित्यं परिचिनुयात्’ નિત્ય પુષ્ટ કરવી જોઈએ. શું? परिचरणं’ પૂજા. કેવા પ્રકારની (પૂજા)? सर्वदुःखनिर्हरणम्’ સર્વ દુઃખોનો વિનાશ કરનાર. ક્યાં (પૂજા)? देवाधिदेवचरणे’ દેવોના ઇન્દ્રોને અધિક વંદ્ય દેવતે દેવાધિદેવ, તેમનાં ચરણપાદ, તેમાં; કેવાં (ચરણમાં)? कामदुहि’ વાંચ્છિત (ફળ) દેનાર તથા कामदाहिनि’ વિષયવાસનાનો વિધ્વંસ (નાશ) કરનાર (ચરણમાં).

ભાવાર્થ :ભગવાનની પૂજા સર્વ દુઃખોનો નાશ કરનારી છે, માટે ભક્તિભાવયુક્ત થઈને શ્રાવકે, અરહંત દેવના વાંચ્છિત ફળ આપનાર તથા વિષયવાસનાને દૂર કરનાર ચરણમાં નિત્ય પૂજા કરવી જોઈએ. ૧૧૯.

શા કારણે, ક્યાં અને કોણે પૂજાનું માહાત્મ્ય પ્રગટ કર્યુંએવી આશંકા કરીને કહે છે


Page 270 of 315
PDF/HTML Page 294 of 339
single page version

अर्हच्चरणसपर्यामहानुभावं महात्मनामवदत्
भेकः प्रमोदमत्तः कुसुमेनैकेन गजगृहै ।।१२०।।

मेको मण्डूकः प्रमोदमत्तो विशिष्टधर्मानुरागेण हृष्टः अवदत् कथितवान् किमित्याहअर्हदित्यादि अर्हतश्चरणौ अर्हच्चरणौ तयोः सपर्या पूजा तस्याः महानुभावं विशिष्टं माहात्म्यं केषामवदत् ? महात्मनां भव्यजीवानां केन कृत्वा ? कुसुमेनैकेन क्व ? राजगृहे

अस्य कथा

मगधदेशे राजगृहनगरे राजा श्रेणिकः, श्रेष्ठी नागदत्तः, श्रेष्ठिनी भवदत्ता नागदत्तः श्रेष्ठी सर्वदा मायायुक्तत्वान्मृत्वा निजप्राङ्गणवाप्यां भेको जातः तत्र चागतामेकदा

પૂજાનું માહાત્મ્ય
શ્લોક ૧૨૦

અન્વયાર્થ :[प्रमोदमत्तः ] આનંદઘેલા [भेकः ] દેડકાએ [राजगृहे ] રાજગૃહી નગરીમાં [एकेन कुसुमेन ] એક ફૂલથી [महात्मानाम् ] ભવ્યજીવોની આગળ [अर्हच्चरणसपर्यामहानुभावम् ] અરહન્ત ભગવાનનાં ચરણોની પૂજાનું વિશિષ્ટ માહાત્મ્ય [अवदत् ] પ્રગટ કર્યું (બતાવ્યું).

ટીકા :भेकः’ દેડકાએ, प्रमोदमत्तः’ આનંદઘેલાવિશિષ્ટ ધર્માનુરાગથી હર્ષ પામેલા (દેડકાએ) अवदत्’ દર્શાવ્યું. શું? તે કહે છેअर्हदित्यादि’ અરહંતનાં ચરણો તેમની सपर्या’ પૂજા; તેના महानुभावम्’ વિશિષ્ટ માહાત્મ્યને (પ્રભાવને) દર્શાવ્યું. કોને દર્શાવ્યું? महात्मानाम्’ ભવ્યજીવોને. કઈ રીતે? एकेन कुसुमेन’ એક ફૂલ વડે. ક્યાં? राजगृहे’ રાજગૃહી નગરીમાં.

ભાવાર્થ :રાજગૃહ નગરીમાં આનંદમસ્ત બનેલા એક દેડકાએ એક ફૂલથી અરહંતદેવનાં ચરણોની પૂજાનો મહિમા મહાપુરુષોની વચ્ચે પ્રગટ કર્યો.

મેMક (દેMકા)ની કથા

મગધદેશમાં રાજગૃહ નગરમાં રાજા શ્રેણિક, શેઠ નાગદત્ત અને શેઠાણી ભવદત્તા હતાં. તે નાગદત્ત શેઠ સર્વદા માયાચારી હોવાથી મરીને પોતાના આંગણાની વાવમાં દેડકો


Page 271 of 315
PDF/HTML Page 295 of 339
single page version

भवदत्ताश्रेष्ठिनीमालोक्य जातिस्मरो भूत्वा तस्याः समीपे आगत्य उपर्युत्प्लुत्य चटितः तया च पुनः पुनर्निर्घाटितो रटति, पुनरागत्य चटति च ततस्तया कोऽप्ययं मदीयो इष्टो भविष्यतीति सम्प्रधार्यावधिज्ञानी सुव्रतमुनिः पृष्टः तेन च तद्वृत्तान्ते कथिते गृहे नीत्वा परमगौरवेणासौ धृतः श्रेणिकमहाराजश्चेकदा वर्धमानस्वामिनं वैभारपर्वते समागतमाकर्ण्य आनन्दभेरीं दापयित्वा महता विभवेन तं वन्दितुं गतः श्रेष्ठिन्यादौ च गृहजने वन्दनाभक्त्यर्थं गते स भेकः प्रांगणवापीकमलं पूजानिमित्तं गृहीत्वा गच्छन् हस्तिनः पादेन चूर्णयित्वा मृतः पूजानुरागवशेनोपार्जितपुण्यप्रभावात् सौधर्मे महर्द्धिकदेवो जातः अवधिज्ञानेन पूर्वभववृत्तान्तं ज्ञात्वा निजमुकुटाग्रे भेकचिह्नं कृत्वा समागत्य वर्धमानस्वामिनं वन्दमानः श्रेणिकेन दृष्टः ततस्तेन गौतमस्वामी भेकचिह्नेऽस्य किं कारणमिति पृष्टः तेन च पूर्ववृत्तान्तः कथितः तच्छ्रुत्वा सर्वे जनाः पूजातिशयविधाने उद्यताः संजाता इति ।।१२०।। થયો. ત્યાં એક દિવસ ભવદત્તા શેઠાણીને આવેલી જોઈને તેને જાતિસ્મરણ થયું અને તેની સમીપે આવીનેકૂદીને તેના ઉપર પડ્યો. તે (શેઠાણી) તેને વારંવાર પાછો હઠાવતી અને તે ટર્રટર્ર શબ્દ કરતો ફરીથી આવીને તેને ચાટતો હતો. પછી આ કોઈ મારો પ્રિય હશે એમ ધારીને તેણે અવધિજ્ઞાની સુવ્રતમુનિને પૂછ્યું.

જ્યારે તેણે તેનું વૃત્તાન્ત કહ્યું, ત્યારે તેને ઘેર લઈ જઈને પરમ ગૌરવથી (માનથી) રાખવામાં આવ્યો.

એક દિવસ શ્રેણિક મહારાજ, વર્ધમાનસ્વામીને વૈભાર પર્વત પર આવેલા સાંભળીને આનંદભેરી વગડાવી મહાવૈભવથી (ઠાઠમાઠથી) તેમને વંદના કરવા ગયા. શેઠાણી આદિ ઘરનાં માણસો જ્યારે વંદનાભક્તિ માટે ગયાં ત્યારે તે દેડકો આંગણાની વાવમાંનું કમળ પૂજાનિમિત્તે ગ્રહણ કરીને (વંદના માટે) જતાં, હાથીના પગ તળે ચગદાઈને મરી ગયો. પૂજાના અનુરાગના કારણે ઉપાર્જિત પુણ્યના પ્રભાવથી તે સૌધર્મ સ્વર્ગમાં મહાૠદ્ધિધારી દેવ થયો.

અવધિજ્ઞાનથી પૂર્વભવનું વૃત્તાન્ત જાણીને પોતાના મુગટના અગ્રભાગમાં દેડકાનું ચિહ્ન કરીને આવ્યો અને શ્રેણિકે તેને વર્ધમાનસ્વામીને વંદના કરતો જોયો. પછી તેણે (શ્રેણિકે) તેને દેડકાનું ચિહ્ન કેમ છે? તેનું કારણ ગૌતમસ્વામીને પૂછ્યું અને તેમણે તેનો પૂર્વવૃત્તાન્ત કહી સંભળાવ્યો. તે સાંભળીને બધા ભવ્યજીવો (જિન) પૂજાતિશયવિધાનમાં ઉદ્યમશીલ (તત્પર) થયા. ૧૨૦. १. भव्यजना इति ख०


Page 272 of 315
PDF/HTML Page 296 of 339
single page version

इदानीमुक्तप्रकारस्य वैयावृत्यस्यातीचारानाह

हरितपिधाननिधाने ह्यनादरास्मरणमत्सरत्वानि
वैयावृत्त्यस्यैते व्यतिक्रमाः पञ्च कथ्यन्ते ।।१२१।।

पंचैते आर्यापूर्वार्धकथिता वैयावृत्त्यस्य व्यतिक्रमाः कथ्यन्ते तथाहि हरितपिधाननिधाने हरितेन पद्मपत्रादिना पिधानं झंपनमाहारस्य तथा हरिते तस्मिन् निधानं स्थापनं तस्य अनादरः प्रयच्छतोऽप्यादराभावः अस्मरणमाहारादिदानमेतस्यां वेलायामेवंविधपात्राय दातव्यमिति आहार्यवस्तुष्विदं दत्तमदत्तमिति वा स्मृतेरभावः मत्सरत्वमन्यदातृदानगुणासहिष्णुत्वमिति ।।१२१।।

હવે ઉક્ત પ્રકારના વૈયાવૃત્યના અતિચાર કહે છે

વૈયાવૃત્યના અતિચાર
શ્લોક ૧૨૧

અન્વયાર્થ :[हि ] ખરેખર [हरितपिधाननिधाने ] હરિત (સચેત) વસ્તુથી ઢાંકવું, હરિત વસ્તુમાં રાખવું, [अनादरास्मरणमत्सरत्वानि ] આદર ન કરવો, નવધાભક્તિ આદિ ભૂલી જવી ને ઇર્ષા કરવી [एते ][पञ्च ] પાંચ [वैयावृत्यस्य ] વૈયાવૃત્યના [व्यतिक्रमाः ] અતિચારો [कथ्यन्ते ] કહેવાય છે.

ટીકા :पंचैते’ શ્લોકના (આર્યાના) પૂર્વાર્ધમાં કહેલા એ પાંચ वैयावृत्यस्य व्यतिक्रमाः कथ्यन्ते’ વૈયાવૃત્યના અતિચારો કહેવાય છે. તે આ પ્રમાણે છે हरितपिधाननिधाने’ હરિત (સચિત્ત) કમળના પત્ર આદિથી આહારનું ઢાંકવું તથા સચિત્ત પત્રાદિમાં આહાર अनादरास्मरणमत्सरत्वानि’ તેનો અનાદરઆપતાં છતાં પણ આદર ન હોવો, અસ્મરણઆહાર આદિ દાન આ વેળાએ આવા પ્રકારના પાત્રને આપવું જોઈએ તથા ભોજનની વસ્તુમાં આ આપી કે ન આપીએવી સ્મૃતિનો અભાવ હોવો અને મત્સરત્વ અર્થાત્ અન્ય દાતારના દાનગુણોને સહન નહિ કરવાએ પાંચ વૈયાવૃત્યના અતિચારો છે. १. आच्छादनं इति ख० २. अन्यदातृगुणोऽसहिष्णुत्वमिति घ०


Page 273 of 315
PDF/HTML Page 297 of 339
single page version

इति प्रभाचन्द्रविरचितायां समन्तभद्रस्वामिविरचितोपासकाध्ययनटीकायां
चतुर्थः परिच्छेदः

ભાવાર્થ :૧. આપવાની વસ્તુને કમળપત્રાદિ હરિત (સચિત્ત) વસ્તુથી ઢાંકવી. ૨. આપવાની વસ્તુને સચિત્ત વસ્તુમાં મૂકવી; ૩. દાન દેવામાં અનાદર કરવો, ૪. દાન દેવાની વિધિ, સમય અને પાત્રાદિનું ભૂલી જવું અને ૫. બીજાના દાનગુણની ઇર્ષાબુદ્ધિ કરવીએ પાંચ વૈયાવૃત્યના (અતિથિસંવિભાગના) અતિચાર છે.

એ પ્રમાણે શ્રી સમન્તભદ્રસ્વામી વિરચિત ઉપાસકાધ્યયનની
શ્રી પ્રભાચંદ્રવિરચિત સંસ્કૃત ટીકામાં ચોથો પરિચ્છેદ પૂર્ણ થયો. ૪.

१. सचित्तनिक्षेपाविधानपरव्यपदेशमत्सर्यकालातिक्रमाः ।। (તત્ત્વાર્થસૂત્રઅધ્યાય ૭/૩૬)


Page 274 of 315
PDF/HTML Page 298 of 339
single page version

સંલ્લેખના પ્રતિમાધિાકાર

अथ सागारेणाणुव्रतादिवत् संल्लेखनाप्यनुष्ठातव्या सा च किं स्वरूपा कदा चानुष्ठातव्येत्याह

उपसर्गे दुर्भिक्षे जरसि रुजायां च निःप्रतीकारे
धर्माय तनुविमोचनमाहुः संल्लेखनामार्याः ।।१२२।।

आर्या गणधरदेवादयः संल्लेखनामाहुः किं तत् ? तनुविमोचनं शरीरत्यागः कस्मिन् सति ? उपसर्गे तिर्यङ्मनुष्यदेवाचेतनकृते निःप्रतीकारे प्रतीकारागोचरे एतच्च

હવે શ્રાવકોના અણુવ્રતાદિની જેમ સંલ્લેખના પણ કરવી જોઈએ. વળી તેનું શું સ્વરૂપ છે અને ક્યારે કરવી જોઈએ તે કહે છે

સંલ્લેખનાનું લક્ષણ
શ્લોક ૧૨૨

અન્વયાર્થ :[आर्याः ] ગણધરાદિક દેવ, [निःप्रतीकारे ] પ્રતિકારરહિત એવા (જેને દૂર કરવાનો કોઈ ઇલાજ ન જોવામાં આવે એવા) [उपसर्गे ] ઉપસર્ગ આવી પડતાં, [दुर्भिक्षे ] દુષ્કાળ પડતાં, [जरसि ] ઘડપણ આવતાં [च ] અને [रुजायां ] રોગ થતાં, [धर्माय ] ધર્મ માટે (ધર્મની આરાધના માટે) [तनुविमोचनम् ] શરીરનો ત્યાગ કરવો તેને [संल्लेखनाम् ] સંલ્લેખના [आहुः ] કહે છે.

ટીકા :आर्याः’ ગણધરદેવાદિ संल्लेखनामाहुः’ સંલ્લેખના કહે છે. શું તે? तनुविमोचनम्’ શરીરનો ત્યાગ. શું થતાં? उपसर्गे’ તિર્યંચ, મનુષ્ય, દેવ અને અચેતન દ્વારા કરાયેલો ઉપસર્ગ થતાં. કેવો ઉપસર્ગ? निष्प्रतीकारे’ ઉપાયરહિત (જેનો ઉપાય થઈ


Page 275 of 315
PDF/HTML Page 299 of 339
single page version

विशेषणं दुर्भिक्षजरारुजानां प्रत्येकं सम्बन्धनीयं किमर्थं तद्विमोचनं ? धर्माय रत्नत्रयाराधनार्थं न पुनः परस्य ब्रह्महत्याद्यर्थं ।।१२२।। શકે નહિ તેવો). આ વિશેષણનો दुर्भिक्ष, जरा અને रुजा’એ પ્રત્યેક સાથે સંબંધ જોડવો. (અર્થાત્ ઉપાયરહિત દુર્ભિક્ષના સમયે, ઉપાયરહિત ઘડપણમાં અને ઉપાયરહિત રોગના સમયે). શા માટે તેનો ત્યાગ કરવો? धर्माय’ ધર્મ માટે અર્થાત્ રત્નત્રયની આરાધના માટે, પણ નહિ કે બીજાના આત્મઘાતાદિ માટે (સંલ્લેખના કહી છે.)

ભાવાર્થ :બેઈલાજ (નિરુપાય) ઉપસર્ગ આવી પડતાં, દુષ્કાળ પડતાં, ઘડપણ આવતાં અને અસાધ્ય રોગ થતાં, રત્નત્રયસ્વરૂપ ધર્મની આરાધના માટે કષાયને કૃષ કરીને શરીરનો ત્યાગ કરવો તેને સંલ્લેખના કહે છે.

વિશેષ

સંલ્લેખનાને સમાધિમરણ યા સંન્યાસમરણ પણ કહે છે. સમ્યક્પ્રકારે કષાય અને કાયને કૃષ કરવી તેને સંલ્લેખના કહે છે.

કષાયોને કૃષ કરવામંદ કરવા તે નિશ્ચય સંલ્લેખના છે અને કષાય મંદ થતાં આહારજળ આદિ પ્રત્યે ઉપેક્ષાભાવ થવો અને તેના કારણે શરીરનું કૃષ થવું તે વ્યવહાર સંલ્લેખના છે.

ચિત્તને શાંત અર્થાત્ રાગદ્વેષની મંદતા યુક્ત કરવું તેને સમાધિ કહે છે અને પર પદાર્થો પ્રત્યેના મમત્વભાવનો ત્યાગ કરવો, તેને સંન્યાસ કહે છે.

તેથી કાયકષાયને કૃષ કરી, સ્વરૂપનું ધ્યાન કરી, શાંત ચિત્તથી શરીરનો ત્યાગ કરવો તે સમાધિમરણ છે. તેના બે ભેદ છે

૧. અવિચાર સમાધિમરણ અને ૨. સવિચાર સમાધિમરણ.

૧. અવિચાર સમાધિમરણ

અચાનક દેવ, મનુષ્ય, તિર્યંચ અથવા અચેતનકૃત ઉપસર્ગ આવી પડે, ઘરમાં લાગેલી આગમાંથી બચવાનો ઉપાય રહે નહિ, દરિયામાં વહાણ ડૂબવાની તૈયારીમાં હોય. એકાએક સર્પ કરડે અને તેના ઉપાય માટે કોઈ સમય રહે નહિ, પ્રાણઘાતક ડાકૂ ઘેરી લેએવા અચાનક પ્રશ્ન ઉપસ્થિત થતાં પોતાના શરીરને સ્વયમેવ વિનાશ સન્મુખ આવેલું જાણી સંન્યાસ ધારણ કરવો, તે અવિચાર સમાધિમરણ છે.


Page 276 of 315
PDF/HTML Page 300 of 339
single page version

संल्लेखनायां भव्यैर्नियमेन प्रयत्नः कर्तव्यः, यतः

अन्तक्रियाधिकरणं तपःफलं सकलदर्शिनः स्तुवते
तस्माद्यावद्विभवं समाधिमरणे प्रयतितव्यम् ।।१२३।।

सकलदर्शिनः स्तुवते प्रशंसन्ति किं तत् ? तपःफलं तपसः फलं तपःफलं सफलं तप इत्यर्थः कथंभूतं सत् ? अन्तःक्रियाधिकरणं अन्ते क्रिया संन्यासः तस्या अधिकरणं

૨. સવિચાર સમાધિમરણ

સંયમનું પાલન ન થઈ શકે તેવું જીર્ણ શરીર થઈ ગયું હોય, તેવું ઘડપણ આવી જાય, દ્રષ્ટિ અતિ મંદ થઈ જાય, પગે ચાલી શકાય નહિ, અસાધ્ય રોગ થઈ જાય, મરણ કાળ અતિ નિકટ આવેઆવી દશામાં પોતાના શરીરને પાકાં પાન સમાન અથવા તેલરહિત દીપક સમાન સ્વયં વિનાશ સન્મુખ જાણી કાયકષાયની કૃષતા માટે અંતમાં ચાર પ્રકારના આહારનો ત્યાગ કરી ધર્મધ્યાન સહિત મરણ કરવું, તે સવિચાર સમાધિમરણ છે.

જો મરણમાં કોઈ સંદેહ હોય તો મર્યાદાપૂર્વક એવી પ્રતિજ્ઞા કરવામાં આવે કે ‘‘જો આ ઉપસર્ગમાં મારું મરણ થઈ જશે તો મારે આહારાદિકનો સર્વથા ત્યાગ છે અને કદાચિત્ જીવન બાકી રહેશે તો આહારાદિકને ગ્રહણ કરીશ.’’ ૧૨૨.

સંલ્લેખના વિષયમાં ભવ્યોએ નિયમથી પ્રયત્ન કરવો જોઈએ, તેથી કહે છે

સંલ્લેખનાની આવશ્યકતા
શ્લોક ૧૨૩

અન્વયાર્થ :[सकलदर्शिनः ] સર્વજ્ઞદેવ [अन्तक्रियाधिकरणम् ] અંત સમયે જે સંન્યાસનું ધારણ કરવું તેને [तपःफलम् ] તપનું ફળ [स्तुवते ] કહે છે. [तस्मात् ] તેથી [यावद्विभवम् ] યથાશક્તિ [समाधिमरणे ] સંન્યાસનો (સમાધિમરણનો) [प्रयतितव्यम् ] પ્રયત્ન કરવો જોઈએ.

ટીકા :सकलदर्शिनः स्तुवते’ સર્વજ્ઞદેવ કહે છે. શું કહે છે? अन्तक्रियाधिकरणम्’ અન્તક્રિયાનો અર્થાત્ મરણ સમયે સંન્યાસનો (સમાધિમરણનો) આશ્રય १. संल्लेखनायां च भव्यः घ० २. अन्तक्रियाधिकरणम्, इति पाठान्तरम्