Page 237 of 315
PDF/HTML Page 261 of 339
single page version
तथा सामायिके स्थिता ध्यायन्तु । कं ? भवं स्वोपात्तकर्मवशाच्चतुर्गतिपर्यटनं । कथंभूतं ? अशरणं न विद्यते शरणमपायपरिरक्षकं यत्र । अशुभमशुभकारणप्रभवत्वा- दशुभकार्यकारित्वाच्चाशुभं । तथाऽनित्यं चतसृष्वपि गतिषु पर्यटनस्य नियतकालतयाऽनित्यत्वादनित्यं । तथा दुःखहेतुत्वाद्दुःखं । तथानात्मानमात्मस्वरूपं न भवति । एवंविधं भवभावसामि एवंविधे भवे तिष्ठामीत्यर्थः । यद्येवंविधः संसारस्तर्हि मोक्षः कीद्रश इत्याह — मोक्षस्तद्विपरीतात्मा तस्मादुक्तभवस्वरूपाद्विपरीतस्वरूपतः शरणशुभादिस्वरूपः
અન્વયાર્થ : — હું [भवम् आवसामि ] એવા પ્રકારના સંસારમાં વસું છું કે જે [अशरणं ] અશરણ છે, [अशुभम् ] અશુભ છે, [अनित्यम् ] અનિત્ય છે, [दुःखम् ] દુઃખમય છે અને [अनात्मनम् ] અનાત્મરૂપ (પરરૂપ) છે અને [मोक्षः तद्विपरीतात्मा ] અને તેનાથી વિપરીત એવું મોક્ષનું સ્વરૂપ છે. (મોક્ષ તેનાથી વિપરીત સ્વરૂપવાળો છે) [इति ] — એ રીતે [सामयिके ] સામાયિકમાં સ્થિત જીવોએ [ध्यायन्तु ] વિચાર કરવો.
ટીકા : — ‘सामायि ध्यायन्तुके’ સામાયિકમાં સ્થિત જીવોએ આમ વિચારવું. ‘भवम्’ સ્વોપાર્જિત કર્મવશાત્ ચતુર્ગતિમાં પરિભ્રમણ કરવું તે ભવ છે – સંસાર છે. કેવો (સંસાર)? ‘अशरणम्’ જ્યાં મૃત્યુથી બચાવનાર કોઈ નથી તેવો અશરણરૂપ, ‘अशुभम्’ અશુભ કારણથી ઉત્પન્ન થવાથી તથા અશુભ કાર્ય કરનાર હોવાથી અશુભરૂપ, ‘अनित्यं’ ચારે ગતિઓમાં પરિભ્રમણનો કાળ નિયત (નિશ્ચિત) હોવાથી અનિત્યપણાને લીધે અનિત્યરૂપ, ‘दुःखम्’ દુઃખનું કારણ હોવાથી દુઃખરૂપ, તથા ‘अनात्मानम्’ જે આત્મસ્વરૂપ નથી એવા પ્રકારના સંસારમાં હું વસું છું. એવા પ્રકારના સંસારમાં હું વસું છું – રહું છું. જો એ સંસાર આવા પ્રકારનો હોય તો મોક્ષ કેવા પ્રકારનો છે તે કહે છે – ‘मोक्षस्तद्विपरीतात्मा’ ઉક્ત સંસારના સ્વરૂપથી તેનું સ્વરૂપ વિપરીત હોવાથી તે (મોક્ષ) શરણ, શુભ (સારું, પવિત્ર, શુદ્ધ આદિ) સ્વરૂપ છે. એમ સામાયિકમાં સ્થિત જીવોએ વિચારવું – ચિંતવન કરવું.
Page 238 of 315
PDF/HTML Page 262 of 339
single page version
इत्येवं ध्यायन्तु चिन्तयन्तु सामायिके स्थिताः ।।१०४।।
साम्प्रतं सामायिकस्यातीचारानाह —
व्यज्यन्ते कथ्यन्ते । के ते ? अतिगमा अतिचाराः । कस्य ? सामयिकस्य । कति ? पंच । कथं ? भावेन परमार्थेन । तथा हि । वाक्कायमानसानां दुष्प्रणिधानमित्येतानि त्रीणि ।
ભાવાર્થ : — વ્રતી જનોએ સામાયિક કરતી વખતે એવું વિચારવું કે હું જે સંસારમાં રહું છું તે અશરણ, અશુદ્ધ, અનિત્ય (પર્યાય અપેક્ષાએ), દુઃખરૂપ અને પરરૂપ છે અને મોક્ષ તેનાથી વિપરીત સ્વભાવરૂપ છે, અર્થાત્ તે શરણરૂપ, શુદ્ધ, નિત્ય, સુખરૂપ અને આત્મસ્વરૂપ છે – એમ ભેદજ્ઞાન કરવું. ૧૦૪.
હવે સામાયિકના અતિચારો કહે છે —
અન્વયાર્થ : — [वाक्कायमानसानाम् ] વચન, કાય અને મનની (યોગની) [दुःप्रणिधानानि ] ખોટી પ્રવૃત્તિ કરવી, (વાગ્દુઃપ્રણિધાન, કાયદુઃપ્રણિધાન, મનોદુઃપ્રણિધાન) [अनादरास्मरणे ] અનાદર કરવા અને સામાયિક – પાઠ ભૂલી જવો – એ [पञ्च ] પાંચ [भावेन ] પરમાર્થથી [सामाधिकस्य ] સામાયિકના [अतिगमाः ] અતિચારો [व्यज्यन्ते ] કહ્યા છે.
ટીકા : — ‘व्यज्यन्ते’ કહેવામાં આવ્યા છે. શું તે? ‘अतिगमाः’ અતિચારો. કોના? ‘सामायिकस्य’ સામાયિકના. કેટલા? ‘पञ्च’ પાંચ. કઈ રીતે? ‘भावेन’ પરમાર્થથી (ખરેખર) – તે આ પ્રમાણે છે ‘वाक्कायमानसानां दुःप्रणिधानानि’ – वाक्दुःप्रणिधानम् વચનની ખોટી પ્રવૃત્તિ કરવી. (અર્થાત્ શાસ્ત્રવિરુદ્ધ અશુદ્ધ પાઠ કરવો). ‘कायदुःप्रणिधानम्’ શરીરને સંયમરહિત અસ્થિર રાખવું (અર્થાત્ શરીરથી ખરાબ ચેષ્ટા કરવી). ‘मनःदुःप्रणिधानम्’ મનને આર્ત્ત – રૌદ્ર ધ્યાનથી ચંચળ કરવું (અર્થાત્ મનમાં ખરાબ વિચાર કરવા). — એ ત્રણ અને ‘अनादरास्मरणे’ સામાયિકનો અનાદર કરવો એટલે તેમાં ઉત્સાહ કરવો નહિ અને
Page 239 of 315
PDF/HTML Page 263 of 339
single page version
अनादरोऽनुत्साहः । अस्मरणमनैकाग्य्राम् ।।१०५।।
अथेदानीं प्रोषधोपवासलक्षणं शिक्षाव्रतं व्याचक्षाणः प्राह —
સામાયિકના પાઠને ભૂલી જવો અર્થાત્ સામાયિકમાં એકાગ્ર ન થવું. (એ બે અતિચાર – આ મળી કુલ પાંચ અતિચાર છે.)
ભાવાર્થ : — સામાયિક શિક્ષાવ્રતના પાંચ અતિચાર —
૧. વાક્દુઃપ્રણિધાન – વચનને ચલાયમાન કરવું.
૨. કાયદુઃપ્રણિધાન — કાયને – શરીરને અસ્થિર રાખવું – ચલાયમાન કરવું.
૩. મનદુઃપ્રણિધાન — મનને અન્યથા ચંચળ રાખવું – ચલાયમાન કરવું.
૪. અનાદર — સામાયિકમાં આદર ન કરવો – ઉત્સાહ ન રાખવો.
૫. વિસ્મરણ — એકાગ્રતાના અભાવમાં ચિત્તની વ્યગ્રતાથી સામાયિકનો પાઠ ભૂલી
જવો તે સ્મૃત્યનુપસ્થાન અતિચાર છે.૨ ૧૦૫.
હવે પ્રોષધોપવાસરૂપ શિક્ષાવ્રતનું વ્યાખ્યાન કરીને કહે છે —
અન્વયાર્થ : — [पर्वणि ] ચતુર્દશી [च ] અને [अष्टम्याम् ] અષ્ટમીના દિવસોએ [सदा ] સદાને માટે [इच्छाभिः ] વ્રતવિધાનની ઇચ્છાઓથી [चतुरभ्यवहार्य्याणाम् ] ચાર આહારોના (ખાદ્ય, સ્વાદ્ય, લેહ્ય અને પેય આહારોના) [प्रत्याख्यानम् ] ત્યાગને [प्रोषधोपवासः ] પ્રોષધોપવાસ [ज्ञातव्यः ] જાણવો જોઈએ, – કહેવો જોઈએ. १. तु शब्दः पादपूर्त्यर्थः । ૨.योगदुःप्रणिधानानादरस्मृत्यनुपस्थानानि ।। તત્ત્વાર્થસૂત્ર ૭/૩૩
મન, વચન, કાયા તો પુદ્ગલ છે, તેની ક્રિયા જીવ કરી શકતો નથી પણ તે સમયે અતિચારરૂપ
Page 240 of 315
PDF/HTML Page 264 of 339
single page version
प्रोषधोपवासः पुनर्ज्ञातव्यः । कदा ? पर्वणि चतुर्दश्यां । न केवलं पर्वणि, अष्टम्यां च । किं पुनः प्रोषधोपवासशब्दाभिधेयं ? प्रत्याख्यानं । केषां ? चतुरभ्यवहार्याणां चत्वारि अशनपानखाद्यलेह्यलक्षणानि तानि चाभ्यवहार्याणि च भक्षणीयानि तेषां । किं कस्यांचिदेवाष्टम्यां चतुर्दश्यां च तेषां प्रत्याख्यानमित्याह – सदा सर्वकालं । काभिः इच्छाभिर्व्रतविधानवाञ्छाभिस्तेषां प्रत्याख्यानं न १पुनर्व्यवहारकृतधरणकादिभिः ।।१०६।।
ટીકા : — ‘प्रोषधोपवासः ज्ञातव्यः’ પ્રોષધોપવાસ જાણવો જોઈએ. ક્યારે? ‘पर्वणि’ ચતુર્દશીના દિવસે; કેવળ ચતુર્દશીના દિવસે નહિ પરંતુ ‘अष्टम्यां च’ અષ્ટમીના દિવસોએ પણ; વળી ‘પ્રોષધોપવાસ’ શબ્દથી શું કહેવા યોગ્ય છે? ‘प्रत्याख्यानम्’ ત્યાગ. કોનો (ત્યાગ)? ‘चतुरभ्यवहार्य्याणाम्’ચાર – અશન, પાન, ખાદ્ય અને લેહ્યરૂપ ખાવા યોગ્ય આહારોનો. શું કોઈ અષ્ટમી ને ચતુર્દશીના દિવસે જ તેમનો ત્યાગ કરવો? તે કહે છે — ‘सदा’ સર્વકાળ (હંમેશા તેમનો ત્યાગ કરવો). શા વડે? ‘इच्छाभिः’ વ્રતવિધાનની ભાવનાઓથી તેમનો ત્યાગ કરવો, નહિ કે વ્યવહારે કરેલી ધારણા આદિથી.
ભાવાર્થ : — પ્રત્યેક ચતુર્દશી અને અષ્ટમીના દિવસે ખાદ્ય (રોટલી, દાળ, ભાત વગેરે), સ્વાદ્ય (લાડુ, પેંડા, બરફી આદિ), લેહ્ય (રાબડી, કેરીનો રસ આદિ) અને પેય (દૂધ, પાણી, છાશ આદિ) — એ ચાર પ્રકારના આહારોનો, વ્રત ધારણ કરવાની આંતરિક ઇચ્છાથી ત્યાગ કરવો તેને પ્રોષધોપવાસ શિક્ષાવ્રત કહે છે.
આ પ્રોષધોપવાસ આઠમ – ચૌદશ સિવાય અન્ય દિવસોમાં પણ વ્રત – વિધાનમાં ઇચ્છાથી કરવો જોઈએ. સામાયિકના સંસ્કારને સ્થિર કરવા માટે પણ તેની જરૂર છે.
પ્રોષધોપવાસ કરવાની વિધિ૨ —
૧. અષ્ટમી કે ચતુર્દશીના પૂર્વ દિવસે બપોરે (બે પહોર બાદ) ભોજન કરી, ૧૬ પ્રહર (૪૮ કલાક)ના ઉપવાસની પ્રતિજ્ઞા કરી. સર્વ આરંભનો ત્યાગ કરી એકાન્તમાં ધર્મધ્યાનપૂર્વક તે દિવસ વ્યતીત કરવો.
૨. પર્વનો (અષ્ટમી – ચતુર્દશીનો) આખો દિવસ અને રાત ધાર્મિક કાર્યોમાં પસાર કરવાં. १. न पुनर्व्यवहारे कृवसाकादिभिः (?) घ । ૨. પ્રોષધોપવાસની વિધિ માટે જુઓ, પુરુષાર્થસિદ્ધિ – ઉપાય શ્લોક ૧૫૨ થી ૧૫૬.
Page 241 of 315
PDF/HTML Page 265 of 339
single page version
उपवासदिने चोपोषितेन किं कर्तव्यमित्याह —
उपवासदिने परिहृतिं परित्यागं कुर्यात् । केषां ? पंचानां हिंसादीनां । तथा अलंक्रियारंभगंधपुष्पाणां अलंक्रिया मण्डनं आरंभो वाणिज्यादिव्यापारः गन्धपुष्पाणामित्युपलक्षणं रागहेतूनां गीतनृत्यादीनां । तथा स्नानाञ्जननस्यानां स्नानं च
૩. પર્વના પછીના દિવસે (નવમી યા પૂનમ કે અમાવાસ્યાના દિવસે) પૂજા, ભક્તિ, સ્વાધ્યાય આદિ આવશ્યક ધાર્મિક કાર્યો કરીને અતિથિજનોને વિધિપૂર્વક યોગ્ય આહાર આપીને એકાશન કરે.
શ્રી અમિતગતિ આચાર્યે અમિતગતિ કૃત શ્રાવકાચાર અધ્યાય ૬ શ્લોક ૯૧માં કહ્યું છે, કે વ્રતપ્રતિમા (બીજી પ્રતિમા) ધારી શ્રાવકને શક્તિ ન હોય તો પર્વના દિવસે એકવાર જળ માત્ર ગ્રહણ કરી અનુપવાસ યા એકવાર અન્ન – જળ ગ્રહણ કરી એકાશન પણ કરી શકે, પરંતુ પ્રોષધોપવાસમાં (ચોથી પ્રતિમામાં) તો ૧૬ પ્રહરનો જ અન્નજળનો ત્યાગ બતાવ્યો છે. ૧૦૬.
ઉપવાસ કરનારે ઉપવાસના દિને શું કરવું જોઈએ, તે કહે છે —
અન્વયાર્થ : — [उपवासे ] ઉપવાસના દિવસે [पंचानां पापानाम् ] પાંચ પાપો, [अलंक्रियारम्भगन्धपुष्पाणाम् ] અલંકાર ધારણ કરવા, ખેતી આદિનો આરંભ કરવો, ચંદન આદિ સુગંધિત પદાર્થોનો લેપ કરવો, પુષ્પમાળા ધારણ કરવી કે ફૂલ સૂંઘવાં, [स्नानाञ्जननस्यानाम् ] સ્નાન કરવું, કાજલ, સુરમાદિ અંજન આંજવું, તથા નાકથી છીંકણી આદિનું સૂંઘવું – એ બધાંનો [परिहृतिम् ] પરિત્યાગ [ कुर्यात् ] કરવો જોઈએ.
ટીકા : — ‘उपवासदिने’ ઉપવાસના દિવસે ‘परिहृतिं’ પરિત્યાગ ‘कुर्यात्’ કરવો જોઈએ. કોનો? ‘पञ्चानां पापानां’ હિંસાદિ પાંચ પાપોનો તથા ‘अलंक्रियारम्भगन्ध- पुष्पाणाम्’ શણગાર, આરંભ અર્થાત્ વાણિજ્યાદિ વ્યાપાર, ગંધ (તેલ – અત્તર વગેરે), પુષ્પોનો અને ઉપલક્ષણથી રાગના કારણરૂપ ગીત, નૃત્યાદિનો તથા ‘स्नानाञ्जननस्यानाम्’
Page 242 of 315
PDF/HTML Page 266 of 339
single page version
अञ्जनं च नस्यञ्च तेषाम् ।।१०७।। સ્નાન, અંજન અને નસ્યનો (અર્થાત્ નાકે સૂંઘવાની વસ્તુઓ આદિનો) પરિત્યાગ કરવો જોઈએ.
ભાવાર્થ : — ઉપવાસના દિવસે હિંસાદિ પાંચ પાપોનો, શૃંગાર, વ્યાપારાદિ આરંભ, ગંધ, પુષ્પમાલા, ગીત, નૃત્યાદિ, સ્નાન, અંજન અને સૂંઘવાની વસ્તુ આદિનો ત્યાગ કરવો જોઈએ.
‘સુભાષિત રત્નસંદોહ’માં ઉપવાસનું લક્ષણ આપતાં કહ્યું છે કે —
उपवासः स विज्ञेयः शेषं लंघनकं विदुः।।
જ્યાં કષાય, વિષય અને આહારનો ત્યાગ કરવામાં આવે છે તેને ઉપવાસ જાણવો, બાકીનાને લાંઘણ કહે છે.
કેવળ આહારનો ત્યાગ કરે પણ કષાયનો અને ઇન્દ્રિયોના વિષયો તરફના રાગભાવનો ત્યાગ ન કરે; તો તે ઉપવાસ નથી પણ લાંઘણ છે.
પ્રોષધોપવાસધારી શ્રાવકને ઉપચારથી પાંચ મહાવ્રતનું પાલન થાય છે – અહિંસા આદિની પુષ્ટિ થાય છે.
શ્રી પુરુષાર્થસિદ્ધિ – ઉપાય ગુજરાતી આવૃત્તિ શ્લોક ૧૫૮ – ૧૫૯ – ૧૬૦ની ટીકા અને ભાવાર્થમાં કહ્યું છે કે —
‘‘નિશ્ચયથી દેશવ્રતી શ્રાવકને ભોગોપભોગના પદાર્થો સંબંધી સ્થાવર હિંસા અર્થાત્ એકેન્દ્રિય જીવોની હિંસા થાય છે, પરંતુ ત્રસ હિંસાનો પૂર્ણ ત્યાગી જ છે. જ્યારે તે ઉપવાસમાં સમસ્ત આરંભ – પરિગ્રહ અને પાંચે પાપનો સંપૂર્ણ ત્યાગ કરી દે છે, ત્યારે તેને ઉપવાસમાં સ્થાવર હિંસા પણ થતી નથી. આ કારણે પણ તેને અહિંસા મહાવ્રતનું પાલન થાય છે.’’ (શ્લોક ૧૫૮ ટીકા).
‘‘ઉપવાસધારી પુરુષને વચનગુપ્તિ પાળવાથી સત્ય મહાવ્રતનું પાલન થાય છે, દીધા વિનાની સમસ્ત વસ્તુઓનો ત્યાગ હોવાથી અચૌર્ય મહાવ્રતનું પાલન થાય છે, સંપૂર્ણ મૈથુન કર્મનો ત્યાગ હોવાથી બ્રહ્મચર્ય મહાવ્રતનું પાલન થાય છે અને શરીરમાં જ મમત્વ – પરિણામ ન હોવાથી પરિગ્રહત્યાગ મહાવ્રતનું પાલન થાય છે. એ રીતે ઉપચારથી પાંચે મહાવ્રત તે પાળી શકે છે.’’ (શ્લોક ૧૫૯ની ટીકા).
Page 243 of 315
PDF/HTML Page 267 of 339
single page version
एतेषां परिहारं कृत्वा किं तद्दिनेऽनुष्ठातव्यमित्याह —
उपवसन्नुपवासं कुर्वन् । धर्मामृतं पिबतु धर्म एवामृतं सकलप्राणिनामाप्यायकत्वात् तत् पिबतु । काभ्यां ? श्रवणाभ्यां । कथंभूतः ? सतृष्णः साभिलाषः पिबन् न पुनरुपरोधादिवशात् । पाययेद् वान्यान् स्वयमवगतधर्मस्वरूपस्तु अन्यतो धर्मामृतं पिबतु
શ્રાવકના મહાવ્રતમાં અને મુનિઓના મહાવ્રતમાં ફેર છે, કારણ કે —
‘‘વાસ્તવમાં જેને પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ – માન – માયા – લોભનો અભાવ થઈ ગયો છે તે જ મહાવ્રતી સંયમી કહેવાય છે, પણ જેને તે કષાયોનો અભાવ થયો નથી પણ તેને દ્રવ્યરૂપ પાંચે પાપોનો અભાવ થઈ ગયો હોય તો તેને ઉપચારથી મહાવ્રત છે, ખરી રીતે મહાવ્રત નથી. કેમ કે પૂર્ણ સંયમ (છઠ્ઠા) પ્રમત્ત ગુણસ્થાનમાં જ શરૂ થાય છે અને પ્રમત્ત ગુણસ્થાન પ્રત્યાખ્યાનાવરણ કષાયના અભાવ વિના થતું નથી........’’ (શ્લોક ૧૬૦નો ભાવાર્થ).
તેમનો પરિહાર (ત્યાગ) કરીને ઉપવાસના દિવસે શું કરવું જોઈએ તે કહે છે —
અન્વયાર્થ : — [उपवसन् ] ઉપવાસ કરનાર વ્યક્તિએ [सतृष्णः ] અભિલાષપૂર્વક (ઉત્કંઠિત થતા થકા) [श्रवणाभ्याम् ] કાન દ્વારા, [धर्मामृतम् ] ધર્મરૂપી અમૃતને પીઓ [वा ] અને [अतन्द्रालुः ] આલસ્ય રહિત થતા થકા [ज्ञानध्यानपरः ] જ્ઞાન અને ધ્યાનમાં તત્પર (લવલીન) [भवतु ] રહો.
ટીકા : — ‘उपवसन् धर्मामृतम् पिबतु’ સર્વ પ્રાણીઓને પુષ્ટિ અને તૃપ્તિ આપનાર હોવાથી જ ધર્મ અમૃત છે. તે ધર્મામૃતને ઉપવાસ કરનાર પીઓ. શા વડે? ‘श्रवणाभ्याम्’ કાન વડે. કેવા વર્તતા થકા? ‘सतृष्णः’ અભિલાષાપૂર્વક, નહિ કે કોઈના દબાણથી ‘पाययेत् वा अन्यान्’ પોતે ધર્મનું સ્વરૂપ (વિશેષપણે) ન જાણ્યું હોય, તો તે અન્ય દ્વારા ધર્મામૃત પીઓ અને જો પોતે ધર્મનું સ્વરૂપ (વિશેષપણે) જાણ્યું હોય, તો જેમણે ધર્મનું
Page 244 of 315
PDF/HTML Page 268 of 339
single page version
अन्यानविदिततत्स्वरूपान् पाययेत् तत् । ज्ञानध्यानपरो भवतु, ज्ञानपरो द्वादशानुप्रेक्षाद्युपयोगनिष्ठः ।
ध्यानपरः आज्ञापायविपाकसंस्थानविचयलक्षणधर्मध्याननिष्ठो वा भवतु । किंविशिष्टः ? अतन्द्रालुः निद्रालस्यरहितः ।।१०८।। સ્વરૂપ જાણ્યું નથી એવા બીજાઓને ધર્મામૃતનું પાન કરાવો. ‘ज्ञानध्यानपरो भवतु’ જ્ઞાનપરાયણ એટલે બાર અનુપ્રેક્ષા (ભાવના) આદિના ઉપયોગમાં તત્પર રહો.
બાર ૧અનુપ્રેક્ષાનાં નામ —
૧. અધ્રુવ (અનિત્ય), ૨. અશરણ, ૩. સંસાર, ૪. એકત્વ, ૫. અન્યત્વ, ૬. અશુચિ, ૭. આસ્રવ, ૮. સંવર, ૯. નિર્જરા, ૧૦. લોક, ૧૧. બોધિદુર્લભ અને ૧૨. ધર્મભાવના. જિનેશ્વરે એ બાર અનુપ્રેક્ષાઓ (ભાવનાઓ) કહી છે. (તેમાં તત્પર રહો).
ધ્યાનપરાયણ એટલે કે આજ્ઞાવિચય, અપાયવિચય, વિપાકવિચય અને સંસ્થાનવિચય — એ ચાર પ્રકારનાં ધર્મધ્યાનમાં તત્પર રહો૨. કેવા થઈને? ‘अतन्द्रालु’ નિદ્રા અને આલસ્ય રહિત થઈને.
ભાવાર્થ : — ઉપવાસ કરનાર વ્યક્તિ આલસ્ય રહિત અને ઉત્કંઠા સહિત થઈને ધર્મરૂપી અમૃતનું સ્વયં પાન કરે અને બીજાઓને તેનું પાન કરાવે તથા જ્ઞાન અને ધર્મધ્યાનમાં લવલીન રહે. ૧૦૮. १. अनित्याशरणसंसारैकत्वान्यत्वाशुच्यास्रवसंवरनिर्जरालोकबोधिदुर्लभधर्मस्वाख्यातत्त्वानुचिन्तनमनुप्रेक्षाः।
૨. ધર્મધ્યાનના આ ચાર પ્રકાર સંબંધી જુઓ, (તત્ત્વાર્થસૂત્ર અધ્યાય ૯/૩૬.)
Page 245 of 315
PDF/HTML Page 269 of 339
single page version
अधुना प्रोषधोपवासस्य लक्षणं कुर्वन्नाह —
चत्वारश्च ते आहाराश्चाशनपानखाद्यलेह्यलक्षणाः । अशनं हि भक्तमुद्गादि, पानं हि पेयमथितादि, खाद्यं मोदकादि, लेह्यं रब्रादि, तेषां विसर्जनं परित्यजनमुपवासोऽभिधीयते । प्रोषधः पुनः सकृद्भुक्तिर्धारणकदिने एकभक्तविधानं । यत्पुनरुपोष्य उपवासं कृत्वा पारणकदिने आरम्भंसकृद्भुक्तिमाचरत्यनुतिष्ठति स प्रोषधोपवासोऽभिधीयते इति ।।१०९।।
હવે પ્રોષધોપવાસને તેનું લક્ષણ કરીને કહે છે —
અન્વયાર્થ : — [चतुराहारविसर्जनम् ] ચાર પ્રકારના આહારનો (અશન, ખાદ્ય, લેહ્ય અને પેયનો) સર્વથા ત્યાગ કરવો તે [उपवासः ] ઉપવાસ છે અને [सकृद्भुक्तिः ] એક વાર ભોજન કરવું તે [प्रोषधः ] પ્રોષધ છે (એકાશન છે). અને [यद् ] જે [उपोष्य ] ઉપવાસ કર્યા પછી [आरंभम् ] પારણાને દિવસે એકવાર ભોજન [आचरति ] કરે છે, [सः ] તે [प्रोषधोपवासः ] પ્રોષધોપવાસ છે.
ટીકા : — ‘चतुराहारविसर्जनम्’ અશન, ખાદ્ય, પાન અને લેહ્યના ભેદથી ચાર પ્રકારનો આહાર છે. અશન એટલે રોટલી, દાળ, ભાત, આદિ ખાદ્ય એટલે લાડુ વગેરે, પાન એટલે દૂધ, પાણી વગેરે અને લેહ્ય એટલે રાબડી વગેરે. તે ચાર પ્રકારના આહારનો ત્યાગ કરવો તેને ‘उपवासः’ ઉપવાસ કહે છે. ‘प्रोषधः’ એકવાર ભોજન કરવું તેને પ્રોષધ કહે છે અને ધારણાના દિવસે (ઉપવાસના પહેલાંના દિવસે) એકવાર ભોજન કરીને ‘उपोष्य’ પર્વના દિવસે ઉપવાસ કરીને જે પારણાને દિવસે ‘आरंभम्’ એકવાર ભોજન ‘आचरति’ કરે છે. ‘स प्रोषधोपवासः’ તેને પ્રોષધોપવાસ કહે છે.
ભાવાર્થ : — અશન, ખાદ્ય, લેહ્ય અને પેય — એ ચાર પ્રકારના આહારનો બાર પ્રહર સર્વથા ત્યાગ કરવો તે ઉપવાસ છે અને દિવસે એકવાર ભોજન કરવું તે પ્રોષધ યા એકાશન છે. ધારણા અને પારણાના દિવસે એકાશન અને બંનેના વચ્ચેના દિવસે
Page 246 of 315
PDF/HTML Page 270 of 339
single page version
अथ केऽस्यातीचारा इत्याह —
प्रोषधोपवासस्य व्यतिलंघनपंचकमतिविचारपंचकं । तदिदं पूर्वार्धप्रतिपादितप्रकारं । तथा हि । ग्रहणविसर्गास्तरणानि त्रीणि । कथंभूतानि ? अदृष्टमृष्टानि दृष्टं दर्शनं जन्तवः सन्ति न सन्तीति वा चक्षुपावलोकनं मृष्टं मदुनोपकरणेन प्रमार्जनं तदुभौ न विद्येते येषु ग्रहणादिषु तानि तथोक्तानि । तत्र बुभुक्षापीडितस्यादृष्टस्यार्हदादिपूजोपकरणस्यात्मपरिधानाद्यर्थस्य च ઉપવાસ કરવો અર્થાત્ સોળ પ્રહર સુધી ચારે આહારોનો ત્યાગ કરવો તેને પ્રોષધોપવાસ કહે છે. ૧૦૯.
હવે તેના (પ્રોષધોપવાસના) કયા અતિચારો છે તે કહે છે —
અન્વયાર્થ : — [यत् ] જે [अदृष्टमृष्टानि ] જોયા વિના તથા સંમાર્જન કર્યા વગર (સાફ કર્યા વગર) [ग्रहणविसर्गास्तरणानि ] (પૂજાનાં ઉપકરણો) ગ્રહણ કરવાં, મળમૂત્રાદિનો ત્યાગ કરવો અને બિસ્તરો પાથરવો તથા [अनादरास्मरणे ] આવશ્યક આદિમાં અનાદર કરવો અને યોગ્ય ક્રિયાઓ ભૂલી જવી [तद् इदम् ] તે આ [प्रोषधोपवासव्यतिलङ्घनपंचकम् ] પ્રોષધોપવાસ (શિક્ષાવ્રત)ના પાંચ અતિચાર છે.
ટીકા : — ‘प्रोषधोपवास व्यतिलङ्घनपञ्चकम्’ પ્રોષધોપવાસના પાંચ અતિચારો- તેના પ્રકારો આ શ્લોકના પૂર્વાર્ધમાં બતાવવામાં આવ્યા છે. તે આ પ્રમાણે છે — ‘ग्रहणविसर्गास्तरणानि’ ગ્રહણ, ત્યાગ અને આસ્તરણ (પથારી પાથરવી) — એ ત્રણ (અતિચારો). તે કેવા છે? ‘अदृष्टमृष्टानि’ दृष्टं જોયેલા – જંતુઓ છે કે નહિ તે આંખથી અવલોકવું (બારીકાઈથી તપાસવું) અને ‘मृष्टं’ સાફ કરેલા – કોમળ ઉપકરણથી (પીંછી આદિથી) સાફ કરવું; જે ગ્રહણાદિમાં તે બંને (દ્રષ્ટ અને મૃષ્ટરૂપ ક્રિયાઓ) ન હોય તેને અદ્રષ્ટમુષ્ટ કહે છે. (અદ્રષ્ટમૃષ્ટનો સંબંધ ગ્રહણ, વિસર્ગ અને આસ્તરણ એ ત્રણેયની સાથે છે તેથી અદ્રષ્ટમૃષ્ટગ્રહણ, અદ્રષ્ટમૃષ્ટવિસર્ગ અને અદ્રષ્ટમૃષ્ટ – આસ્તરણ — એ ત્રણ અતિચાર થાય છે.) તેમાં અદ્રષ્ટમૃષ્ટગ્રહણ અતિચારમાં ક્ષુધાથી પીડાતા માણસને અર્હન્તાદિની પૂજાનાં
Page 247 of 315
PDF/HTML Page 271 of 339
single page version
ग्रहणं भवति । तथा अदृष्टमुष्टायां भूमौ मूत्रपुरीषादेरुत्सर्गो भवति । तथा अदृष्टमृष्टे प्रदेशे आस्तरणं संस्तरोपक्रमो भवतीत्येतानि त्रीणि । अनादरास्मरणे च द्वे । तथा आवश्यकादौ हि बुभुक्षापीडितत्वादनादरोऽनैकाग्रतालक्षणमस्मरणं च भवति ।।११०।। ઉપકરણો (સાધનો) તથા પોતાને પહેરવાનાં કપડાં આદિ વસ્તુઓનું દેખ્યા વિના અને સાફ કર્યા વિના ગ્રહણ હોય છે. અદ્રષ્ટમૃષ્ટવિસર્ગ અતિચારમાં ભૂખથી પીડાતા માણસને દેખ્યા વિનાની અને સાફ કર્યા વિનાની ભૂમિ ઉપર મળ મૂત્રાદિનો ત્યાગ હોય છે અને અદ્રષ્ટમૃષ્ટઆસ્તરણ અતિચારમાં ભૂખથી પીડાતા માણસને દેખ્યા વિનાના તથા સાફ કર્યા વિનાના સ્થાનમાં બિસ્તરો પાથરવાનો હોય છે — એવા ત્રણ (અતિચારો હોય છે).
‘अनादरास्मरणे’ અનાદર અને અસ્મરણ (વિસ્મરણ) – એ બે (અતિચારો) ક્ષુધાની પીડાના કારણે (તેને) આવશ્યકાદિ કાર્યોમાં (અવશ્ય કરવા યોગ્ય ધાર્મિક ક્રિયાઓમાં) અનાદર (અનુત્સાહ) — ઉપેક્ષાભાવ હોય છે અને એકાગ્રતા ન હોવારૂપ વિસ્મરણ હોય છે.
ભાવાર્થ : — પ્રોષધોપવાસ શિક્ષાવ્રતના પાંચ અતિચાર૧ —
૧. અદ્રષ્ટમૃષ્ટગ્રહણ — (અપ્રત્યવેક્ષિત અપ્રમાર્જિત આદાન) — જોયા વિના અને સાફ કર્યા વિના અરહંતાદિની પૂજાનાં ઉપકરણો ગ્રહણ કરવાં વા વસ્ત્ર – પાત્રાદિને જોયા વિના — યત્નાચાર વિના ઘસેડીને લેવાં.
૨. અદ્રષ્ટમૃષ્ટવિસર્ગ — (અપ્રત્યવેક્ષિત અપ્રમાર્જિત ઉત્સર્ગ) — જમીન ઉપર જીવ – જંતુઓ છે કે નહિ તે નેત્રો વડે જોયા વગર તથા કોમળ ઉપકરણથી (પીંછી આદિથી) ભૂમિનું સંમાર્જન (સાફ) કર્યા વગર મળમૂત્રાદિનો ત્યાગ કરવો.
૩. અદ્રષ્ટમૃષ્ટઆસ્તરણ — (અપ્રત્યવેક્ષિત અપ્રમાર્જિત સંસ્તરોપક્રમણ) – જોયા વિનાની અને સાફ કર્યા વિનાની જમીન ઉપર શયન કે આસન માટે બિસ્તરો યા વસ્ત્ર પાથરવું.
૪. અનાદર — ક્ષુધા – તૃષાની પીડાથી આવશ્યક ધાર્મિક ક્રિયાઓમાં અનાદર યા નિરુત્સાહથી પ્રવર્તવું. १. अप्रत्यवेक्षिताप्रमार्जितोत्सर्गादानसंस्तरोपक्रमणानादरस्मृत्यनुपस्थानानि।।
Page 248 of 315
PDF/HTML Page 272 of 339
single page version
इदानीं वैयावृत्यलक्षणशिक्षाव्रतस्य स्वरूपं प्ररूपयन्नाह —
भोजनादिदानमपि वैयावृत्यमुच्यते । कस्मै दानं ? तपोधनाय तप एव धनं यस्य तस्मै । किंविशिष्टाय ? गुणनिधये गुणानां सम्यग्दर्शनादीनां निधिराश्रयस्तस्मै । तथाऽगृहाय भावद्रव्यागाररहिताय । किमर्थं ? धर्माय धर्मनिमित्तं । किंविशिष्टं तद्दानं ?
૫. અસ્મરણ — (સ્મૃત્યનુપસ્થાન) પ્રોષધોપવાસના દિવસે કરવા યોગ્ય ધાર્મિક ક્રિયાઓનું વિસ્મરણ થવું – ભૂલી જવું.
ક્ષુધા – તૃષાદિથી પીડાતી વ્યક્તિ પ્રમાદથી જોયા વિના અને સાફસૂફી કર્યા વિના, ભગવાનની પૂજા આદિનાં ઉપકરણો તથા પોતાનાં વસ્ત્રાદિ ગ્રહણ કરે છે, જમીન ઉપર મળ – મૂત્ર ફેંકે છે અને પોતાનો બિસ્તરો વગેરે પાથરે છે; આવશ્યક ધર્મક્રિયાઓમાં આદર કરતો નથી તથા તે ક્રિયાઓ ભૂલી જાય છે. આમ કરવાથી તેના પ્રોષધોપવાસ વ્રતમાં દોષ (અતિચાર) લાગે છે. ૧૧૦.
હવે વૈયાવૃત્યરૂપ શિક્ષાવ્રતના સ્વરૂપનું પ્રરૂપણ કરીને કહે છે —
અન્વયાર્થ : — [गुणनिधये ] સમ્યગ્દર્શનાદિ ગુણના ભંડાર તથા [अगृहाय ] ગૃહત્યાગી [तपोधनाय ] તપરૂપ ધનથી યુક્ત એવા મુનિને [विभवेन ] વિધિ, દ્રવ્ય આદિ સંપત્તિના અનુસારે [अनपेक्षितोपचारोपक्रियं ] પ્રતિદાન અને મંત્રલાભ આદિ પ્રત્યુપકારની અપેક્ષા રાખ્યા વિના [धर्माय ] રત્નત્રયરૂપ ધર્મની વૃદ્ધિ માટે [दानम् ] જે આહારાદિનું દાન દેવામાં આવે છે, તે [वैयावृत्यम् ] વૈયાવૃત્ય શિક્ષાવ્રત છે.
ટીકા : — ‘दानं वैयावृत्यं’ ભોજનાદિના દાનને પણ વૈયાવૃત્ય કહે છે. કોને દાન? ‘तपोधनाय’ તપ જેનું ધન છે તેને – મુનિને. કેવા પ્રકારના (મુનિ)? ‘गुणनिधये’ જેમને સમ્યગ્દર્શનાદિ ગુણોનો નિધિ છે – આશ્રય છે એવા તથા ‘अगृहाय’ ભાવ અને દ્રવ્ય ગૃહથી જે રહિત છે એવા (અર્થાત્ જે ભાવલિંગી અને દ્રવ્યલિંગી ગૃહત્યાગી છે એવા). શા માટે
Page 249 of 315
PDF/HTML Page 273 of 339
single page version
अनपेक्षितोपचारोपक्रियं उपचारः प्रतिदानं उपक्रिया मंत्रतंत्रादिना प्रत्युपकरणं ते न अपेक्षिते येन । कथं तद्दानं ? विभवेन विधिद्रव्यादिसम्पदा ।।१११।।
न केवलं दानमेव वैयावृत्यमुच्यतेऽपि तु — (દાન આપવું)? ‘धर्माय’ ધર્મના કારણે. કેવા પ્રકારનું તે દાન? ‘अनपेक्षितोपचारोपक्रियम् उपचार’ એટલે પ્રતિદાન (બદલામાં કોઈ વસ્તુનું દાન દેવું) અને उपक्रिया એટલે મંત્ર – તંત્રાદિ દ્વારા પ્રત્યુપકાર કરવો – તે બંનેની જેમાં અપેક્ષા નથી તેવું દાન (અર્થાત્ પ્રતિદાન અને પ્રત્યુપકારની અપેક્ષા રાખ્યા વિના દાન દેવું ). કઈ રીતે તે દાન (દેવું)? ‘विभवेन’ વિધિ અને દ્રવ્યાદિની સમ્પદાપૂર્વક.
ભાવાર્થ : — સમ્યગ્દર્શનાદિ ગુણો સહિત ગૃહત્યાગી મુનિને, સ્વ – પરના ધર્મની વૃદ્ધિ માટે કોઈ બદલાની (પ્રતિદાનની) તથા મંત્ર – તંત્રાદિ દ્વારા પ્રત્યુપકારની આશા રાખ્યા વિના પોતાની શક્તિ અનુસાર વિધિપૂર્વક ચાર પ્રકારનું દાન આપવું, તેને વૈયાવૃત્ય શિક્ષાવ્રત કહે છે. તેને અતિથિસંવિભાગ વ્રત પણ કહે છે.
મોક્ષ માટે ઉદ્યમી, સંયમી અને અંતરંગ – બહિરંગમાં જે શુદ્ધ હોય છે તેવા વ્રતી પુરુષોને અતિથિ પુરુષો કહે છે. તેમને શુદ્ધ મનથી આહાર, ઔષધિ, ઉપકરણ અને વસ્તિકાનું (વિશ્રાન્તિસ્થાનનું) દાન કરવું; તે ૧અતિથિસંવિભાગ છે.
શ્રી ઉમાસ્વામીએ તત્ત્વાર્થસૂત્રમાં દાનનું લક્ષણ નીચે પ્રમાણે આપ્યું છે —
अनुग्रहार्थं स्वस्यातिसर्गो दानम् ।। અધ્યાય ૭/૩૮
પોતાના અને પરના ઉપકાર માટે ધનાદિકનો વા સ્વાર્થનો ત્યાગ કરવો તે દાન છે.
દાનથી પુણ્યબંધ થાય તે તો પોતાનો ઉપકાર છે અને જો તેનાથી પાત્રના સમ્યક્ત્વાદિ ગુણોની વૃદ્ધિ થાય તો તે પરનો ઉપકાર છે. ૧૧૧.
કેવળ દાન જ વૈયાવૃત્ય કહેવાય છે એટલું જ નહિ, પણ સંયમી જનોની સેવા પણ વૈયાવૃત્ય કહેવાય છે; એમ કહે છે — ૧. પોતાના માટે તૈયાર કરેલા ભોજનમાંથી યા પોતાને માટે રાખેલી વસ્તુઓમાંથી, અતિથિને (ત્યાગી
Page 250 of 315
PDF/HTML Page 274 of 339
single page version
व्यापत्तयो विविधा व्याध्यादिजनिता आपदस्तासां व्यपनोदो विशेषेणापनोदः स्फे टनं यत्तद्वैयावृत्यमेव । तथा पदयोः संवाहनं पादयोर्मर्दनं । कस्मात् ? गुणरागात् भक्तिवशादित्यर्थः — न पुनर्व्यवहारात् दृष्टफलापेक्षणाद्वा । न केवलमेतावदेव वैयावृत्यं किन्तु अन्योऽपि संयमिनां १देशसकलव्रतानां सम्बन्धी यावान् यत्परिमाण उपग्रह उपकारः स सर्वो वैयावृत्यमेवोच्यते ।।११२।।
अथ किं दानमुच्यत इत्यत आह —
અન્વયાર્થ : — [गुणरागात् ] ગુણોના અનુરાગને લીધે – ભક્તિના કારણે [संयमिनाम् ] વ્રતીઓની [व्यापत्तिव्यपनोदः ] આપત્તિ (દુઃખ) દૂર કરવી, [पदयो संवाहनं ] તેમનાં ચરણ દાબવા [च ] અને [अन्यः अपि ] તે સિવાય અન્ય પણ [यावान् ] જેટલો [उपग्रह ] ઉપકાર કરવો – તે સર્વે [वैयावृत्यं ] વૈયાવૃત્ય છે.
ટીકા : — ‘व्यापत्तिव्यपनोदः’ વ્યાધિ આદિ જનિત વિવિધ આપદાઓને વિશેષ કરીને દૂર કરવી તે વૈયાવૃત્ય છે, તથા ‘पदयोः संवाहनं’ ચરણ દાબવા (તે પણ વૈયાવૃત્ય છે). શા કારણથી? ‘गुणरागात्’ ગુણાનુરાગથી – ભક્તિવશાત્ એવો અર્થ છે, પણ નહિ કે વ્યવહારથી અથવા કોઈ ઇષ્ટ ફળની અપેક્ષાથી (ઇચ્છાથી). કેવળ આટલું જ વૈયાવૃત્ય છે એમ નથી, પરંતુ ‘अन्यः अपि’ અન્ય પણ ‘संयमिनाम्’ દેશસંયમી અને સકલસંયમીઓ સંબંધી ‘यावान् उपग्रहः’ જેટલો ઉપકાર તે સર્વ વૈયાવૃત્ય જ કહેવાય છે.
ભાવાર્થ : — ગુણાનુરાગથી વ્રતી જનોનું દુઃખ દૂર કરવું, માર્ગજન્ય થાકને દૂર કરવા માટે તેમના પગ દાબવા અને અન્ય જેટલો તેમનો ઉપકાર કરવો; તે બધું વૈયાવૃત્ય કહેવાય છે. ૧૧૨.
હવે દાન કોને કહે છે તે કહે છે — १. देशसकलयतीनां घ ।
Page 251 of 315
PDF/HTML Page 275 of 339
single page version
दानमिष्यते । कासौ ? प्रतिपत्तिः गौरवं आदरस्वरूपा । केषां ? आर्याणां सदृर्शनादिगुणोपेतमुनीनां । किंविशिष्टानां ? अपसूनारम्भाणां सूनाः पंचजीवघातस्थानानि । तदुक्तम् —
खंडनी उल्खलं, पेषणी घरट्टः, चुल्ली चुलूकः, उदकुम्भः उदकघटः, प्रमार्जनी बोहारिका । सूनाश्चारंभाश्च कृष्यादयस्तेऽपगता येषां तेषां । केन प्रतिपत्तिः कर्तव्या ?
અન્વયાર્થ : — [सप्तगुणसमाहितेन ] સાત ગુણ સહિત [शुद्धेन ] કૌલિક, આચારિક તથા શારીરિક શુદ્ધિ સહિત [दात्रा ] શ્રાવક દ્વારા [अपसूनारम्भाणां ] પાંચ સૂના અને આરંભ રહિત, [आर्याणाम् ] સમ્યગ્દર્શન આદિ ગુણો સહિત મુનિઓના [नवपुण्यैः ] નવધા ભક્તિપૂર્વક જે [प्रतिपत्तिः ] આહારાદિક દ્વારા ગૌરવ (આદર) કરવામાં આવે છે, તે [दानम् ] દાન [इष्यते ] કહેવાય છે.
ટીકા : — ‘दानम् इष्यते’ દાન કહેવાય છે. શું તે? ‘प्रतिपत्तिः’ ગૌરવ કરવું- આદરપૂર્વક દાન આપવું. કોને? ‘आर्याणाम्’ સમ્યગ્દર્શનાદિ ગુણો સહિત મુનિઓને. કેવા (મુનિઓ)? ‘अपसूनारम्भाणाम्’ પાંચ સૂના અને આરંભ રહિત એવા (મુનિઓ).
સૂના અર્થાત્ પાંચ જીવઘાતનાં સ્થાનો તે નીચે કહ્યાં છે —
पंचसूना गृहस्थस्य, तेन मोक्षं न गच्छति।।
ખાંડણિયામાં ખાંડવું, ચક્કીમાં (ઘંટીમાં) દળવું, ચૂલો યા સગડી સળગાવવી, પાણી ભરવું અને ઝાડુ કાઢવું (કચરો વાળવો) – એ પાંચ સૂના છે.
સૂના અને કૃષિ આદિ આરંભથી જે રહિત છે તેમને (મુનિઓને) કોની દ્વારા
Page 252 of 315
PDF/HTML Page 276 of 339
single page version
सप्तगुणसमाहितेन । तदुक्तं —
इत्येतैः सप्तभिर्गुणैः समाहितेन सहितेन तु दात्रा२ दानं दातव्यं । कैः कृत्वा ? नवपुण्यैः । तदुक्तं —
પ્રતિપત્તિ (દાન) કરવું જોઈએ? ‘सप्तगुणसमाहितेन’ સાત ગુણ સહિત (દાતાર દ્વારા).
શ્રદ્ધા, સંતોષ, ભક્તિ, જ્ઞાન, નિર્લોભતા, ક્ષમા અને સત્ત્વ – એ સાત ગુણો જેને હોય, તેને દાતાર કહે છે.
આ સાત ગુણો સહિત દાતારે દાન આપવું જોઈએ. શું કરીને? ‘नवपुण्यैः’ નવધાભક્તિ કરીને.
१.श्रद्धाशक्तिरलुब्धत्वं भक्तिर्ज्ञानं दया क्षमा ।
इति श्रद्धादयः सप्त गुणाः स्युर्गृहमेधिनाम् ।। इति ‘घ’ पुस्तके पाठः । २.तदात्र घ० ३.‘घ’ पुस्तके अस्य श्लोकस्य स्थाने निम्नांकितः श्लोको वर्तते —
‘प्रतिग्रहोच्चस्थानं च पाद्क्षालनमर्चनम् ।
प्रणामो योगशुद्धिश्च भिक्षाशुद्धिश्च तेन वा ।। ૪.
દાતારના સાત ગુણ, નવધાભક્તિ, દેવા યોગ્ય આહાર અને પાત્રાદિ સંબંધી વિશેષ જ્ઞાન માટે જુઓ ‘પુરુષાર્થસિદ્ધિ – ઉપાય’ શ્લોક ૧૬૮ થી ૧૭૧.
Page 253 of 315
PDF/HTML Page 277 of 339
single page version
एतैर्नवभिः पुण्यैः पुण्योपार्जनहेतुभि ।।११३।।
પડગાહવું, ઉચ્ચસ્થાન આપવું, ચરણ – પ્રક્ષાલન, પૂજન, પ્રણામ, મનશુદ્ધિ, વચનશુદ્ધિ, કાયશુદ્ધિ અને એષણા (ભોજન) શુદ્ધિ – એ નવ પ્રકારની ભક્તિ છે.
પુણ્યોપાર્જનના હેતુથી એ નવ પ્રકારની ભક્તિથી (દાતારે પાત્રને દાન આપવું જોઈએ).
ભાવાર્થ : — સાત ગુણો સહિત શ્રાવક, ભદ્રપરિણામથી પાંચ સૂના અને આરંભ રહિત મુનિને, નવધાભક્તિપૂર્વક શુદ્ધ આહારાદિ આપે તેને દાન કહે છે.
દાનને પાત્ર કોણ? ‘‘મોક્ષના કારણરૂપ ગુણોનો અર્થાત્ સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રરૂપ ગુણોનો સંયોગ જેમાં હોય તેને પાત્ર કહે છે. તેના ત્રણ પ્રકાર છે —
૧. જઘન્ય પાત્ર (વ્રતરહિત સમ્યગ્દ્રષ્ટિ), ૨. મધ્યમ પાત્ર (દેશવ્રતી શ્રાવક) અને ૩. ઉત્તમ પાત્ર (મહાવ્રતી મુનિ).’’
જે જીવ સમ્યગ્દ્રષ્ટિ છે તે જ દાનને પાત્ર છે. ઉપરોક્ત ત્રણ પ્રકારના પાત્રો સુપાત્ર છે. સમ્યક્ત્વરહિત બાહ્યવ્રત પાળનાર તે કુપાત્ર છે અને જેને સમ્યગ્દર્શન નથી, તેમ જ બાહ્યવ્રત – ચારિત્ર પણ નથી તે અપાત્ર છે.
‘અપાત્ર જીવોને દુઃખથી પીડિત દેખીને તેમના ઉપર દયાભાવ વડે તેમનું દુઃખ દૂર કરવાની ભાવના ગૃહસ્થ અવશ્ય કરે, પણ તેમના પ્રત્યે ભક્તિભાવ ન કરે, કેમ કે તેના પ્રત્યે ભક્તિભાવ કરવો તે તેમના પાપની અનુમોદના છે. કુપાત્રને યોગ્ય રીતે (કરુણાબુદ્ધિ વડે) આહારાદિ દાન દેવું જોઈએ.’’૨
‘‘ખરેખર જ્યારે આપણો અંતરંગ કષાય જે લોભ છે તેનો ત્યાગ થાય છે, ત્યારે જ આપણા પરિણામ બાહ્ય વસ્તુમાં વિતરણ કરવાના થાય છે. તેથી લોભ કષાયનો ત્યાગ જ ખરું દાન છે અને લોભ કષાય ભાવહિંસાનો એક ભેદ છે; તેથી જે સત્પુરુષ દાન કરે છે તે જ ખરી રીતે અહિંસાવ્રત પાળે છે.’’
‘‘પોતાને માટે બનાવેલું ભોજન ‘હું મુનિમહારાજને આપું છું’ એમ ત્યાગભાવનાનો ૧. પુરુષાર્થસિદ્ધિ – ઉપાય, શ્લોક ૧૭૧. ૨. ગુજરાતી મોક્ષશાસ્ત્ર, પૃષ્ઠ ૬૨૬.
Page 254 of 315
PDF/HTML Page 278 of 339
single page version
इत्थं दीयमानस्य फलं दर्शयन्नाह —
विमार्ष्टि स्फे टयति । खलु स्फु टं । किं तत् ? कर्म पापरूपं । कथंभूतं ? निचितमपि उपार्जितमपि पुष्टमपि वा । केन ? गृहकर्मणा सावद्यव्यापारेण । कोऽसौ कर्त्री ? प्रतिपूजा दानं । केषां अतिथीनां न विद्यते तिथिर्येषां तेषां । किंविशिष्टानां ? गृहविमुक्तानां સ્વીકાર કરી તથા શોક અને વિષાદનો ત્યાગ કરી, જેનો લોભ શિથિલ (મંદ) થયો છે એવા શ્રાવકને અવશ્ય અહિંસા હોય છે.’’
‘‘આ અતિથિસંવિભાગ – વૈયાવૃત્ય શિક્ષાવ્રતમાં દ્રવ્યઅહિંસા તો પ્રગટ છે જ, કેમ કે દાન દેવાથી બીજાની ક્ષુધા – તૃષાની પીડા મટે છે તથા દાતા લોભનો ત્યાગ કરે છે, તેથી ભાવઅહિંસા પણ થાય છે અર્થાત્ દાન કરનાર અહિંસા વ્રતનું પાલન કરે છે.’’૧ ૧૧૩.
આ પ્રમાણે આપવામાં આવેલા દાનનું ફળ દર્શાવીને કહે છે —
અન્વયાર્થ : — [खलु ] ખરેખર જેમ [वारि ] જળ [रुधिरम् ] લોહીને [अलम् ] સારી રીતે [धावते ] ધૂએ છે, (સાફ કરે છે) તેમ [गृहविमुक्तानाम् ] ગૃહત્યાગી [अतिथीनाम् ] અતિથિજનોને [प्रतिपूजा ] આપેલું યથાયોગ્ય આહારાદિ દાન, [गृहकर्मणा ] ગૃહકાર્યથી [निचितं ] સંચિત કરેલાં [कर्म अपि ] પાપોનો પણ [खलु ] ખરેખર [विमार्ष्टि ] નાશ કરે છે.
ટીકા : — ‘विमार्ष्टि’ નાશ કરે છે. ‘खलु’ ખરેખર – નક્કી. શું તે? ‘कर्म’ પાપરૂપ કર્મને. કેવાં (કર્મને)? ‘निचितं अपि’ ઉપાર્જિત – પોષેલાં (કર્મને) પણ. ‘केन’ શા વડે (ઉપાર્જિત)? ‘गृहकर्मणा’ પાપયુક્ત વ્યાપાર વડે. કર્તા કોણ? ‘प्रतिपूजा’ દાન. કોને? ‘अतिथीनां’ જેમને (આવવા માટે) કોઈ તિથિ (દિવસ) નિશ્ચિત નથી તેવા અતિથિજનોને. ૧. જુઓ પુરુષાર્થસિદ્ધિ – ઉપાય ગુજરાતી આવૃત્તિ, શ્લોક ૧૭૩ – ૧૭૪ ટીકા તથા ભાવાર્થ.
Page 255 of 315
PDF/HTML Page 279 of 339
single page version
गृहरहितानां । अस्यैवार्थस्य समर्थनार्थं दृष्टान्तमाह — रुधिरमलं धावते वारि । अलं शब्दो यथार्थे । अयमर्थो रुधिरं यथा मलिनमपवित्रं च वारि कर्तृ निर्मलं पवित्रं च धावते प्रक्षालयति तथा दानं पापं विमार्ष्टि ।।११४।।
साम्प्रतं नवप्रकारेषु प्रतिग्रहादिषु क्रियमाणेषु कस्मात् कि फलं सम्पद्यत इत्याह —
तपोनिधिषु यतिषु । प्रणतेः प्रणामकरणादुच्चैर्गोत्रं भवति । तथा કેવા પ્રકારના (અતિથિઓને)? ‘गृहविमुक्तानाम्’ ગૃહરહિત (ગૃહત્યાગી). આ જ અર્થનું સમર્થન કરવા માટે દ્રષ્ટાન્ત કહે છે – ‘रुधिरमलं धावते वारि’ ‘अलं’ શબ્દ યથાર્થના અર્થમાં છે. અર્થ આ છે — જેમ મલિન – અપવિત્ર રુધિરને નિર્મળ – પવિત્ર પાણી (કર્તા) ધૂએ છે – સારી રીતે સાફ કરે છે (અર્થાત્ જેમ પાણી રુધિરથી મેલને સાફ કરે છે), તેમ દાન પાપને ધોઈ નાખે છે – દૂર કરે છે.
ભાવાર્થ : — જેમ જળ રુધિરને (લોહીને) પૂરતી રીતે સાફ કરે છે, તેમ ગૃહત્યાગી અતિથિજનોને આપેલું આહારાદિનું દાન, પાપમય ગૃહકાર્યોથી સંચિત (ઉપાર્જિત) કરલાં પાપને પણ નક્કી નાશ કરે છે. ૧૧૪.
હવે પડિગાહના આદિ નવ પ્રકારનાં પુણ્યકાર્યો કરતાં શેનાથી શું – શું ફળ પ્રાપ્ત થાય છે? તે કહે છે —
અન્વયાર્થ : — [तपोनिधिषु ] તપસ્વી મુનિઓને [प्रणतेः ] પ્રણામ કરવાથી [उच्चैर्गोत्रं ] ઉચ્ચ ગોત્ર, [दानात् ] દાન દેવાથી [भोगः ] ભોગ, [उपासनात् ] (તેમની) ઉપાસનાથી [पूजा ] પ્રતિષ્ઠા – માન્યતા, [भक्तेः ] (તેમની) ભક્તિથી [सुंदररूपं ] સુંદર રૂપ અને [स्तवनात् ] (તેમની) સ્તુતિ કરવાથી [कीर्तिः ] કીર્તિ (પ્રાપ્ત થાય છે.)
ટીકા : — ‘तपोनिधिषु’ તપના નિધાનરૂપ યતિઓ પ્રત્યે ‘प्रणतेः’ પ્રણામ કરવાથી ‘उच्चैः गोत्रंः’ ઉચ્ચ ગોત્ર પ્રાપ્ત થાય છે તથા ‘दानात्’ ભોજનશુદ્ધિરૂપ દાનથી ભોગની
Page 256 of 315
PDF/HTML Page 280 of 339
single page version
दानादशनशुद्धिलक्षणाद्भोगो भवति । उपासनात् प्रतिग्रहणादिरूपात् सर्वत्र पूजा भवति । भक्तेर्गुणानुरागजनितान्तःश्रद्धाविशेषलक्षणायाः सुन्दररूपं भवति । स्तवनात् श्रुतजल- धीत्यादिस्तुतिविधानात् सर्वत्र कीर्तिर्भवति ।।११५।।
नन्वेवंविधं विशिष्टं फलं स्वल्पं दानं कथं सम्पादयतीत्याशंकाऽपनो- दार्थमाह — સામગ્રી પ્રાપ્ત થાય છે. ‘उपासनात्’ પ્રતિગ્રહાદિરૂપ ઉપાસનાથી ‘पूजा’ સર્વત્ર પૂજા – સન્માન પ્રાપ્ત થાય છે. ‘भक्तेः’ ગુણાનુરાગથી ઉત્પન્ન થયેલી શ્રદ્ધા – વિશેષરૂપ ભક્તિથી ‘सुन्दररूपं’ સુંદર રૂપ પ્રાપ્ત થાય છે. (ગુણોના અનુરાગથી અંતરંગમાં જે શ્રદ્ધા ઉત્પન્ન થાય છે તેને ભક્તિ કહે છે.) મુનિઓની એવી ભક્તિ કરવાથી સુંદર રૂપ પ્રાપ્ત થાય છે અને ‘स्तवनात्’ સ્તવનથી અર્થાત્ ‘આપ શ્રુતસાગર છો’ ઇત્યાદિ સ્તુતિ કરવાથી ‘कीर्तिः’ સર્વત્ર કીર્તિ (યશ) પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ : — વીતરાગ મુનિરાજને નમસ્કાર કરવાથી ઇન્દ્રપણું આદિ ઉચ્ચગોત્ર, દાન દેવાથી ભોગોપભોગની સામગ્રી, નવધા ભક્તિથી (ઉપાસનાથી) સર્વમાન્ય ઉચ્ચ પદ, ભક્તિ (શ્રદ્ધા)થી સુંદર રૂપ અને સ્તુતિ કરવાથી સર્વત્ર કીર્તિ પામે છે.
ઉત્તમ પાત્રને દાન દેવાથી ઉત્તમ ભોગભૂમિ, મધ્યમપાત્રને દાન દેવાથી મધ્યમ ભોગભૂમિ અને જઘન્ય પાત્રને દાન દેવાથી જઘન્ય ભોગભૂમિ તથા કુપાત્રને દાન દેવાથી કુભોગભૂમિ મળે છે.
‘‘.......આત્માનું જ્ઞાન અને આચરણ નહિ હોવાથી જે પરમાર્થશૂન્ય છે એવા અજ્ઞાની છદ્મસ્થ વિપરીત ગુરુ પ્રત્યે સેવા – ભક્તિથી વૈયાવૃત્ય તથા આહારાદિક ક્રિયાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે, તેનું ફળ નીચ દેવ અને નીચ મનુષ્યપણું છે.’’૧ ૧૧૫.
સ્વલ્પ દાન આવા પ્રકારનાં વિશિષ્ટ ફળને કેવી રીતે આપે? એવી આશંકાને દૂર કરવા માટે કહે છે — ૧. જુઓ, હિન્દી પ્રવચનસાર પૃષ્ઠ ૩૫૦, તથા