Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 90 bhogopabhog parimaN vratnA atichAr.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 13 of 17

 

Page 217 of 315
PDF/HTML Page 241 of 339
single page version

भोगोपभोगपरिमाणस्येदानीमतीचारानाह

विषयविषतोऽनुपेक्षानुस्मृतिरतिलौल्यमतितृषाऽनुभवौ
भोगोपभोगपरिमाव्यतिक्रमाः पञ्च कथ्यन्ते ।।९०।।

આવી રીતે ભોગ્ય વસ્તુઓનો પણ, તે ભોગવવાની લાલસારૂપ રાગજનિત ભાવહિંસાને ઘટાડવા માટે, કાળની મર્યાદાથી (નિયમરૂપ) ત્યાગ કરવો તે વ્રતી માટે યોગ્ય છે.

વળી પુરુષાર્થસિદ્ધિઉપાયમાં કહ્યું છે કે

‘‘બુદ્ધિમાન શ્રાવક પોતાની શક્તિનો વિચાર કરીને ખાવા યોગ્ય પદાર્થો પણ છોડે અને જે સર્વથા ન છૂટી શકે તેમાં એક દિવસ, એક રાત, બે દિવસ, એક અઠવાડિયું, પખવાડિયું વગેરેની મર્યાદા કરીને ક્રમેક્રમે છોડે.’’ (શ્લોક ૧૬૪ની ટીકા)

‘‘પ્રથમ કરેલી મર્યાદામાં ફરીથી પણ તે સમયની અર્થાત્ વર્તમાન સમયની પોતાની શક્તિનો વિચાર કરીને દરરોજ મર્યાદામાં પણ થોડી મર્યાદા કરવા યોગ્ય છે.’’ (શ્લોક ૧૬૫ની ટીકા)

‘‘જે ગૃહસ્થ આ રીતે મર્યાદારૂપ ભોગોથી સંતુષ્ટ થઈને ઘણા ભોગોને છોડી દે છે, તેને ઘણી હિંસાના ત્યાગથી અહિંસાવ્રત થાય છે.’’ (શ્લોક ૧૬૬ની ટીકા) ૮૮. ૮૯.

હવે ભોગોપભોગપરિમાણ વ્રતના અતિચાર કહે છે

ભોગોપભોગપરિમાણવ્રતના અતિચાર
શ્લોક ૯૦

અન્વયાર્થ :[विषयविषतः ] વિષયરૂપી વિષથી [अनुपेक्षा ] ઉપેક્ષા કરવી નહિ અર્થાત્ તેનો આદર કરવો, [अनुस्मृतिः ] ભોગવેલા વિષયોનું વારંવાર સ્મરણ કરવું, [अतिलौल्यम् ] ભોગ ભોગવ્યા છતાં ફરી ફરીને તે ભોગવવાની લોલુપતાતીવ્ર ઇચ્છા રાખવી, [अतितृषा ] ભવિષ્યકાળના ભોગોની પ્રાપ્તિ માટે અત્યંત ઇચ્છા રાખવી અને [अतिअनुभवः ] વર્તમાન વિષયની અત્યંત આસક્તિથી ભોગ ભોગવવા[पञ्च ] પાંચ [भोगोपभोगपरिमाव्यतिक्रमाः ] ભોગોપભોગપરિમાણવ્રતના અતિચાર [कथ्यन्ते ] કહેવાય છે.


Page 218 of 315
PDF/HTML Page 242 of 339
single page version

भोगोपभोगपरिमाणं तस्य व्यतिक्रमा अतीचाराः पंच कथ्यन्ते के ते इत्याह विषयेत्यादिविषय एव विषं प्राणिनां दाहसंतापादिविधायित्वात् तेषु ततोऽनुपेक्षा उपेक्षायास्त्यागस्याभावोऽनुपेक्षा आदर इत्यर्थः विषयवेदनाप्रतिकारार्थो हि विषयानुभवस्तस्मात्तत्प्रतीकारे जातेऽपि पुनर्यत्संभाषणालिंगनाद्यादरः सोऽत्यासक्ति- जनकत्वादतीचारः अनुस्मृतिस्तदनुभवात्प्रतीकारे जातेऽपि पुनर्विषयाणां सौंदर्यसुखसाधन- त्वादनुस्मरणमत्यासक्तिहेतुत्वादतीचारः अतिलौल्यमति-गृद्धिस्तत्प्रतीकारजातेऽपि पुनः पुनस्तदनुभवाकांक्षेत्यर्थः अतितृषा भाविभोगोपभोगा-देरतिगृद्ध्या प्राप्त्याकांक्षा अत्यनुभवो नियतकालेऽपि यदा भोगोपभोगावनुभवति तदाऽत्यासक्त्यानुभवति न पुनर्वेदना- प्रतीकारतयाऽतोऽतीचारः ।।९०।।

ટીકા :ભોગોપભોગપરિમાણના પાંચ અતિચારો કહેવામાં આવે છે. તે કયા છે તે કહે છે. विषयेत्यादि’ જેવી રીતે વિષ પ્રાણીઓને દાહ અને સંતાપ આદિ ઉત્પન્ન કરે છે, તેવી રીતે વિષય પણ પ્રાણીઓને દાહ અને સંતાપ આદિ ઉત્પન્ન કરે છે; તેથી વિષય વિષની સમાન છે. આ વિષયરૂપ વિષમાં અથવા વિષથી ઉપેક્ષા ન હોવીત્યાગ ન હોવો અર્થાત્ તેમના પ્રતિ આદરભાવ બન્યો રહેવો તે અનુપ્રેક્ષા નામનો અતિચાર છે. વિષયોનાં અનુભવઉપભોગ વિષયવેદનાના પ્રતિકાર માટે કરવામાં આવે છે; વિષયાનુભવથી વેદનાનો પ્રતિકાર થઈ ગયા પછી પણ ફરીફરી સંભાષણ તથા આલિંગન આદિમાં જે આદર છે તે અતિ આસક્તિજનક હોવાથી અતિચાર છે. अनुस्मृति’ વિષયના અનુભવથી વેદનાનો પ્રતિકાર થઈ ગયા પછી પણ સૌંદર્યસુખનું સાધન હોવાથી વિષયોનું વારંવાર સ્મરણ કરવું તે અનુસ્મૃતિ નામનો અતિચાર છે. અતિ આસક્તિનું કારણ હોવાથી તે અતિચાર છે. अतिलौल्यम्’ વિષયોમાં અતિગૃદ્ધિ રાખવી, વિષયાનુભવથી વેદનાનો પ્રતિકાર થઈ ગયા પછી પણ તેને વારંવાર ભોગવવાની આકાંક્ષા રાખવી તે અતિલૌલ્ય નામનો અતિચાર છે. अतितृषा’ આગામી ભોગોપભોગાદિની પ્રાપ્તિની અતિગૃદ્ધિપૂર્વક આકાંક્ષા રાખવી તે અતિતૃષા નામનો અતિચાર છે. अत्यनुभवो’ નિયતકાળમાં પણ જ્યારે ભોગ અને ઉપભોગને ભોગવે છે ત્યારે તે અતિઆસક્તિપૂર્વક ભોગવે છે પણ વેદનાના પ્રતિકારરૂપે તે ભોગવતો નથી, તેથી તે અત્યનુભવ નામનો અતિચાર છે.

ભાવાર્થ :ભોગોપભોગપરિમાણ વ્રતના પાંચ અતિચાર

૧. વિષયવિષાનુપ્રેક્ષાવિષયરૂપ વિષની ઉપેક્ષા નહિ કરવી અર્થાત્ સંભોગ પછી પણ

વાર્તાલાપ અને આલિંગન દ્વારા તેનો આદર કરવો.


Page 219 of 315
PDF/HTML Page 243 of 339
single page version

इति प्रभावचन्द्रविरचितायां समन्तभद्रस्वामिविरचितोपासकाध्ययनटीकायां
तृतीयः परिच्छेदः ।।।।
૨. અનુસ્મૃતિભોગવેલા વિષયોનું વારંવાર સ્મરણ કરવું.
૩. અતિલૌલ્યવર્તમાનમાં ભોગ ભોગવ્યા છતાં વારંવાર તેને ભોગવવાની ઇચ્છા

કરવી.

૪. અતિતૃષાભાવિ ભોગોની પ્રાપ્તિ માટે અત્યંત ઇચ્છા કરવી.
૫. અતિઅનુભવભોગ ભોગવવા છતાં, વિષયવેદનાના પ્રતિકારની ઇચ્છા વિના,

અત્યંત આસક્તિથી ભોગવવા.

વિશેષ

ભોગોપભોગપરિમાણ વ્રતનો ધારક સચિત્ત વસ્તુઓના ત્યાગના અભ્યાસ માટે તે વસ્તુઓનો નિયમરૂપ ત્યાગ કરે છે. તે દ્રષ્ટિએ શ્રી ઉમાસ્વામીએ તત્ત્વાર્થસૂત્રમાં ઉપભોગપરિમાણ વ્રતના નીચે પ્રમાણે પાંચ અતિચાર આપ્યા છે

सचित्तसम्बन्धसम्मिश्राभिषवदुःपक्वाहाराः ।। અ. ૭/૩૫

સચિત્ત, સચિત્તસંબંધ, સચિત્તમિશ્ર, અભિષવ અને દુઃપકવએ પાંચ અતિચાર છે.

૧. સચિત્તાહારજીવ સહિત પુષ્પફળાદિનો આહાર કરવો.
૨. સચિત્તસંબંધાહારસચિત્ત વસ્તુઓથી સ્પર્શેલા પદાર્થોનો આહાર કરવો.
૩. સચિત્તસંમિશ્રાહારસચિત્ત પદાર્થો સાથે મિશ્ર થયેલા પદાર્થોનો આહાર કરવો.
૪. આભષવપુષ્ટિકારક પદાર્થોનો આહાર કરવો.
૫. દુઃપકવાહારસારી રીતે નહિ પકવેલા પદાર્થોનો આહાર કરવો તથા જે પદાર્થો

મહા મુશ્કેલીથી લાંબા સમય પછી પચે તેનો આહાર કરવો. ૯૦.

એ પ્રમાણે શ્રી સમન્તભદ્ર સ્વામી વિરચિત ઉપાસકાધ્યયનની
શ્રી પ્રભાચંદ્રવિરચિત ટીકામાં તૃતીય પરિચ્છેદ પૂર્ણ થયો.


Page 220 of 315
PDF/HTML Page 244 of 339
single page version

શિક્ષાવ્રતાધિાકાર

साम्प्रतं शिक्षाव्रतस्वरूपप्ररूपणार्थमाह

देशावकाशिकं वा सामयिकं प्रोषधोपवासो वा
वैयावृत्यं शिक्षाव्रतानि चत्वारि शिष्टानि ।।९१।।

शिष्टानि प्रतिपादितानि कानि ? शिक्षाव्रतानि कति ? चत्वारि कस्मात् ?

હવે શિક્ષાવ્રતના સ્વરૂપની પ્રરૂપણા માટે કહે છે

શિક્ષાવ્રતના પ્રકાર૧૧
૧૧
શ્લોક ૯૧

અન્વયાર્થ :[देशावकाशिकम् ] દેશાવકાશિક, [सामयिकम् ] સામાયિક, [प्रोषधोपवासः ] પ્રોષધોપવાસ [वा ] અને [वैयावृत्यम् ] વૈયાવૃત્ય[चत्वारि ] ચાર [शिक्षाव्रतानि ] શિક્ષાવ્રતો [शिष्टानि ] કહેવામાં આવ્યાં છે.

ટીકા :शिष्टानि’ કહેવામાં આવ્યાં છે. શું? शिक्षाव्रतानि’ શિક્ષાવ્રતો. કેટલાં? ચાર. શા કારણે? કારણ કે દેશાવકાશિક ઇત્યાદિ ચાર પ્રકારે છે. ૧. ‘તત્ત્વાર્થસૂત્ર’ અને ‘પુરુષાર્થસિદ્ધિઉપાય’ આદિ ગ્રંથોમાં ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત નીચે

પ્રમાણે આપેલાં છે
ગુણવ્રત૧. દિગ્વ્રત, ૨. દેશવ્રત, ૩. અનર્થદંડવ્રત.
શિક્ષાવ્રત૧. સામાયિક, ૨. પ્રોષધોપવાસ, ૩. ભોગોપભોગપરિમાણ અને ૪. અતિથિસંવિભાગ-
વ્રત (વૈયાવૃત).

રત્નકરણ્ડ શ્રાવકાચારમાં દેશવ્રતને શિક્ષાવ્રતમાં લીધું છે અને ભોગોપભોગપરિમાણને ગુણવ્રતમાં

લીધું છે.


Page 221 of 315
PDF/HTML Page 245 of 339
single page version

देशावकाशिकमित्यादिचतुःप्रकारसद्भावात् वाशब्दोऽत्र परस्परप्रकारसमुच्चये देशावकाशिकादीनां लक्षणं स्वयमेवाग्रे ग्रन्थकारः करिष्यति ।।९१।।

तत्र देशावकाशिकस्य तावल्लक्षणं

देशावकाशिकं स्यात्कालपरिच्छेदनेन देशस्य
प्रत्यहमणुव्रतानां प्रतिसंहारो विशालस्य ।।९२।।

देशावकाशिकं देशे मर्यादीकृतदेशमध्येऽपि स्तोकप्रदेशेऽवकाशो नियतकालमवस्थानं सोऽस्यास्तीति देशावकाशिकं शिक्षाव्रतं स्यात् कोऽसौ ? प्रतिसंहारो व्यावृत्तिः कस्य ? देशस्य कथंभूतस्य ? विशालस्य बहोः केन ? कालपरिच्छेदनेन दिवसादिकालमर्यादया

અહીં वा’ શબ્દ પરસ્પર પ્રકારના સમુચ્ચયના અર્થમાં છે. દેશાવકાશિક આદિનું લક્ષણ ગ્રંથકાર સ્વયં આગળ કરશે.

ભાવાર્થ :જેનાથી મુનિવ્રત પાળવાની શિક્ષા મળે તેને શિક્ષાવ્રત કહે છે. તેના ચાર પ્રકાર છે

૧. દેશાવકાશિક, ૨. સામાયિક, ૩. પ્રોષધોપવાસ અને ૪. વૈયાવૃત્ય. ૯૧. તેમાં પ્રથમ દેશાવકાશિક (શિક્ષાવ્રત)નું લક્ષણ કહે છે

દેશાવકાશિક શિક્ષાવ્રતનું લક્ષણ
શ્લોક ૯૨

અન્વયાર્થ :[प्रत्यहम् ] દરરોજ [कालपरिच्छेदनेन ] કાળના માપથી (અર્થાત્ નિયત કાળસુધી) મર્યાદા કરીને [विशालस्य देशस्य ] (દિગ્વ્રતમાં મર્યાદિત કરેલા) વિશાલ ક્ષેત્રનું [प्रतिसंहारः ] સંકોચવુંઘટાડવું તે [देशावकाशिकं ] દેશાવકાશિક શિક્ષાવ્રત [स्यात् ] છે. [अणुव्रतानाम् ] આ વ્રત અણુવ્રતના ધારકોનેશ્રાવકોને હોય છે.

ટીકા :देशावकाशिकं’ (દિગ્વ્રતમાં) મર્યાદિત કરેલા ક્ષેત્રની અંદર પણ (વધારે મર્યાદા કરીને) થોડા ક્ષેત્રમાં નિયત કાળ સુધી રહેવું તે દેશાવકાશ છે; આ દેશાવકાશ જે વ્રતનું પ્રયોજન છે તે દેશાવકાશિક શિક્ષાવ્રત છે. શું તે? विशालस्य देशस्य प्रत्यहं कालपरिच्छेदनेन प्रतिसंहारो’ દિગ્વ્રત નામના ગુણવ્રતમાં જીવનપર્યન્ત જે વિશાળ ક્ષેત્ર १. परस्परसमुचच्ये घ०


Page 222 of 315
PDF/HTML Page 246 of 339
single page version

कथं ? प्रत्यहं प्रतिदिनं केषां ? अणुव्रतानां अणूनि सूक्ष्माणि व्रतानि येषां तेषां श्रावकाणामित्यर्थः ।।९२।।

अथ देशावकाशिकस्य का मर्यादा इत्याह

गृहहारिग्रामाणां क्षेत्रनदीदावयोजनानां च
देशावकाशिकस्य स्मरन्ति सीम्नां तपोवृद्धाः ।।९३।।

तपोवृद्धाश्चिरन्तनाचार्या गणधरदेवादयः सीम्नां स्मरन्ति मर्यादाः प्रतिपाद्यन्ते નક્કી કર્યું હતું તેમાં કાળની મર્યાદા કરીને વધારે સંકોચ કરવો તે દેશાવકાશિક શિક્ષાવ્રત છે. अणुव्रतानाम्’ આ વ્રત અણુ (સૂક્ષ્મ) વ્રતધારીઓનેશ્રાવકોને હોય છે.

ભાવાર્થ :દિગ્વ્રતમાં જીવનપર્યન્ત કરેલી વિશાળ ક્ષેત્રની મર્યાદાને પ્રતિદિન કાળ વિભાગથી ઘટાડીને, સંકુચિત ક્ષેત્રની મર્યાદાની બહારના ક્ષેત્રમાં ગમનાગમનાદિ વ્યવહારિક પ્રવૃત્તિનો ત્યાગ કરવો તે અણુવ્રતધારી શ્રાવકોનું દેશાવકાશિક શિક્ષાવ્રત છે. તેને દેશવ્રત પણ કહે છે.

દેશવ્રતમાં ઘટાડેલી મર્યાદાની બહાર નિયત કાળ સુધી ગમનાગમનાદિ પ્રવૃત્તિ નહિ હોવાથી તથા ઇચ્છાનો નિરોધ હોવાથી દ્રવ્યહિંસા અને ભાવહિંસાની રક્ષા થાય છે અને ત્યાં ભોગોપભોગની નિવૃત્તિ હોવાથી પાંચ પાપોનો સર્વથા ત્યાગ થઈ જાય છે. આથી દેશવ્રતીને મર્યાદા બહાર અમુક કાળ સુધી ઉપચારથી મહાવ્રત છે. ૯૨.

હવે દેશાવકાશિક (શિક્ષાવ્રત)ની કઈ મર્યાદાઓ છે તે કહે છે

દેશાવકાશિક વ્રતમાં ક્ષેત્રની મર્યાદા
શ્લોક ૯૩

અન્વયાર્થઅન્વયાર્થ :::::[तपोवृद्धाः ] ગણધરદેવાદિક ચિરન્તન આચાર્ય [गृहहारिग्रामाणाम् ] (પ્રસિદ્ધ), ઘર, છાવણી, ગામ [च ] અને [क्षेत्रनदीदावयोजनानां ] ક્ષેત્ર, નદી, જંગલ તથા (અમુક) યોજનને [देशावकाशिकस्य ] દેશાવકાશિક વ્રતની [सीम्नाम् ] મર્યાદા [स्मरन्ति ] કહે છે.

ટીકા :तपोवृद्धाः’ લાંબા કાળના આચાર્યો ગણધરદેવાદિ सीम्नां स्मरन्ति’

ईश्’એ ધાતુઓના

મર્યાદા કહે છે. અહીં सीम्नाम्’ શબ્દ स्मृ, अर्थ, दय्, અને


Page 223 of 315
PDF/HTML Page 247 of 339
single page version

सीम्नामित्यत्र ‘‘स्मृत्यर्थदयीशां कर्म’’ इत्यनेन षष्ठी केषां सीमाभूतानां ? गृहहारिग्रामाणां हारिः कटकं तथा क्षेत्रनदी दावयोजनानां च दावो वनं कस्यैतेषां सीमाभूतानां ? देशावकाशिकस्य देशनिवृत्तिव्रतस्य ।।९३।।

एवं द्रव्याविधं योजनावधिं चास्य प्रतिपाद्य कालावधिं प्रतिपादयन्नाह

संवत्सरमृतुमयनं मासचतुर्मासपक्षमृक्षं च
देशावकाशिकस्य प्राहुः कालावघिं प्राज्ञाः ।।९४।।

કર્માર્થે છઠ્ઠી વિભક્તિમાં છે. કઈ મર્યાદાભૂત (વસ્તુઓને)? गृहहारिग्रामाणाम्’ ઘર, હારિ (કટકમથકસેનાની છાવણી) અને ગામને તથા क्षेत्रनदी दावयोजनानां च’ ક્ષેત્ર, નદી, વન અને યોજનને (આટલા યોજન સુધી). કોની તે મર્યાદાઓ છે? देशावकाशिकस्य’ દેશાવકાશિક વ્રતનીદેશવિરતી વ્રતની.

ભાવાર્થ :દેશાવકાશિક વ્રતમાં આવાગમનાદિના ક્ષેત્રની મર્યાદા, કાળ વિભાગથી, કોઈ પ્રસિદ્ધ ઘર, ગલી (છાવણી), ગામ, ક્ષેત્ર, નદી, વન અને અમુક યોજન (સુધી) દ્વારા કરવામાં આવે છેએમ ગણધરદેવાદિ કહે છે. આ મર્યાદાઓ પોતાની આવશ્યકતાનુસાર પ્રતિદિન યથાશક્તિ કરવામાં આવે છે.

દિગ્વ્રતમાં મર્યાદિત ક્ષેત્ર વિશાળ હોય છે અને તે ક્ષેત્રની બહાર મનવચન કાયાદિની પ્રવૃત્તિનો ત્યાગ જીવનપર્યન્ત હોય છે, જ્યારે દેશવ્રતમાં મર્યાદિત કરેલું ક્ષેત્ર બહુ નાનું હોય છે અને તે નાના ક્ષેત્રની બહાર આવાગમનાદિ તથા મનવચનકાયની પ્રવૃત્તિનો ત્યાગ અમુક દિવસ, મહિનાદિ કાળવિભાગથી કરવામાં આવે છે. દિગ્વ્રત કરતાં દેશવ્રતમાં પાપવિરતિનું ક્ષેત્ર બહુ વિશાળ હોય છે. દિગ્વ્રતમાં હિંસાદિ પાપની વિરતિ જીવનપર્યંત હોય છે, જ્યારે દેશવ્રતમાં પાપની વિરતિ (ત્યાગ) અમુક કાળમર્યાદાથી હોય છે, આટલો બંનેમાં તફાવત હોય છે. ૯૩.

એ પ્રમાણે તેની (દેશાવકાશિક વ્રતની) દ્રવ્યાવધિ અને યોજનાવિધિનું પ્રતિપાદન કરીને (હવે) કાળાવધિનું પ્રતિપાદન કરી કહે છે

દેશાવકાશિકવ્રતની કાળમર્યાદા
શ્લોક ૯૪

અન્વયાર્થ :[प्राज्ञाः ] ગણધરદેવાદિક બુદ્ધિમાન પુરુષ [संवत्सरम् ] १. ‘अधीगर्थदयेशां कर्मणि’ पाणिनीय सूत्र


Page 224 of 315
PDF/HTML Page 248 of 339
single page version

देशावकाशिकस्य कालावधिं कालमर्यादां प्राहुः के त ? प्राज्ञाः गणधरदेवादयः किं तदित्याह संवत्सरमित्यादिसंवत्सरं यावदेतावत्येव देशे मयाऽवस्थातव्यं तथा ऋतुमयनं वा यावत् तथा मासचतुर्मासपक्षं यावत् ऋक्षं च चन्द्रभुक्त्या आदित्यभुक्त्या वा इदं नक्षत्रं यावत् ।।९४।।

एवं देशावकाशिकव्रते कृते सति ततः परतः किं स्यादित्याह

सीमान्तानां परतः स्थूलेतरपश्चपापसंत्यागात्
देशावकाशिकेन च महाव्रतानि प्रसाध्यन्ते ।।९५।।

એક વર્ષ [ऋतुः ] બે માસ, [अयनम् ] છ માસ, [मासचतुर्मासपक्षम् ] એક માસ, ચાર માસ, પક્ષ (પખવાડિયુંપંદર દિવસ) [च ] અને [ऋक्षं ] એક નક્ષત્ર સુધીએ રીતે [देशावकाशिकस्य ] દેશાવકાશિકવ્રતની [कालावधिं ] કાળની મર્યાદા [प्राहुः ] કહે છે.

ટીકા :देशावकाशिकस्य कालावधिं प्राहुः’ દેશાવકાશિકવ્રતની કાળમર્યાદા કહે છે. (કોણ કહે છે?) प्राज्ञाः’ ગણધરદેવાદિ. ‘તે શું છે?’ તે કહે છેसंवत्सरमित्यादि’ એક વર્ષ સુધી મારે આટલા જ ક્ષેત્રમાં રહેવું, તથા ऋतु’ એટલે બે માસ, अयनं’ એટલે છ માસ તથા એક માસ, ચાર માસ, એક પખવાડિયું અને ऋक्षं’ એટલે ચંદ્રભુક્તિ વા આદિત્યભુક્તિ આ નક્ષત્ર સુધી (મારે એકલા જ ક્ષેત્રમાં રહેવુંએવી સમયની મર્યાદાને દેશાવકાશિકવ્રતની કાળમર્યાદા કહે છે.)

ભાવાર્થ :દેશાવકાશિકવ્રતમાં કાળની મર્યાદા, એક વર્ષ (બે વર્ષ આદિ), બે માસ (વસન્ત, હેમન્ત આદિ છ ૠતુ), છ માસ (અયનઉત્તરાયણ અને દક્ષિણાયન), માસ, ચાતુર્માસ (વર્ષાકાળ, શીતકાળ અને ઉષ્ણકાળ), પક્ષ (શુકલ પક્ષ અને કૃષ્ણપક્ષ) અને ૠક્ષ (નક્ષત્ર) સુધી યથાશક્તિ દરરોજ કરવામાં આવે છે. ૯૪.

એ પ્રમાણે દેશાવકાશિક વ્રત કરવામાં આવતાં તેની (મર્યાદાની) બહાર શું થાય છે? તે કહે છે

દેશવ્રતીને મર્યાદા બહાર ઉપચારથી મહાવ્રત
શ્લોક ૯૫

અન્વયાર્થ :[सीमान्तानाम् ] (દેશાવકાશિક વ્રતમાં કરેલી) સીમા (મર્યાદા)ની


Page 225 of 315
PDF/HTML Page 249 of 339
single page version

प्रसाध्यन्ते व्यवस्थाप्यन्ते कानि ? महाव्रतानि केन ? देशावकाशिकेन च न केवलं दिग्विरत्यापितु देशावकाशिकेनापि कुतः ? स्थूलेतरपंचपापसंत्यागात् स्थूलेतराणि च तानि हिंसादिलक्षणपंचपापानि च तेषां सम्यक् त्यागात् क्व ? सीमान्तानां परतः देशावकाशिकव्रतस्य सीमाभूता ये ‘अन्ताधर्मा’ गृहादयः संवत्सरादिविशेषाः तेषां वा अन्ताः पर्यन्तास्तेषां परतः परस्मिन् भागे ।।९५।। [परतः ] બહાર [स्थूलेतरपञ्चपापसंत्यागात् ] સ્થૂળ અને સૂક્ષ્મબંને પ્રકારનાં પાપોનો ત્યાગ હોવાથી [देशावकाशिकेन ] દેશાવકાશિક વ્રત દ્વારા [महाव्रतानि ] મહાવ્રત [प्रसाध्यन्ते ] (ઉપચારથી) સિદ્ધ થાય છે.

ટીકા :प्रसाध्यन्ते’ સાધવામાં આવે છેસ્થાપવામાં આવે છે. શું? महाव्रतानि’ મહાવ્રત. કોની દ્વારા? देशावकाशिकेन च’ દેશાવકાશિકવ્રત દ્વારા અર્થાત્ ન કેવલ દિગ્વિરતિવ્રત દ્વારા પરંતુ દેશાવકાશિકવ્રત દ્વારા પણ. શાથી? स्थूलेतरपञ्चपापसंत्यागात्’ સ્થૂળ અને સૂક્ષ્મ હિંસાદિરૂપ પાંચ પાપોના સમ્યક્ ત્યાગથી. કયા (ત્યાગ)? सीमान्तानां परतः’ દેશાવકાશિકવ્રતની સીમા (મર્યાદા)રૂપ ગૃહાદિ અંત (અંતિમ હદરેખા) સુધી તથા સંવત્સરાદિ કાળવિશેષના અંત સુધી, (દેશાવકાશિકવ્રતમાં કરેલી) મર્યાદાની બહારના ભાગમાં (ક્ષેત્રમાં) હિંસાદિ પાપોના ત્યાગથી ઉપચારથી મહાવ્રત સાધિત થાય છે.

ભાવાર્થ :દેશાવકાશિકવ્રતની ક્ષેત્રમર્યાદાની બહાર દિગ્વ્રતની જેમ દેશવ્રતીને પણ સ્થૂળ અને સૂક્ષ્મ બંને પ્રકારનાં પાપોનો અભાવ હોવાથી તેનું દેશવ્રત મર્યાદા બહાર મહાવ્રત જેવું થઈ જાય છેઅર્થાત્ તેનું દેશવ્રત મર્યાદા બહાર ઉપચારથી મહાવ્રત છે, પરંતુ સાક્ષાત્ મહાવ્રત નથી, કારણ કે તેને મહાવ્રતના ભાવને ઘાતવામાં નિમિત્તરૂપ પ્રત્યાખ્યાનાવરણ કષાયનો સદ્ભાવ છે.

‘‘જે મનુષ્યે જીવનપર્યન્ત દક્ષિણમાં કન્યાકુમારી અને ઉત્તરમાં હિમાલય સુધીની દિગ્વ્રતની મર્યાદા કરી છે, તે હંમેશા તો હિમાલય કે કન્યાકુમારી જતો નથી, તેથી તે પ્રતિજ્ઞા કરે છે કે ‘હું અમુક દિવસ સુધી ભાવનગરમાં જ રહીશ, તેની બહાર જઈશ નહિ.’ તો તેટલા સમય સુધી ભાવનગરની હદની બહારના પ્રદેશમાં અહિંસાનું સર્વ પ્રકારે પાલન હોવાથી તેનું દેશાવકાશિકવ્રત ઉપચારથી મહાવ્રત નામ પામે છે. ૯૫. ૧. જુઓ, શ્લોક ૭૧નો ભાવાર્થ.


Page 226 of 315
PDF/HTML Page 250 of 339
single page version

इदानीं तदतिचारान् दर्शयन्नाह

प्रेषणशब्दानयनं रूपाभिव्यक्तिपुद्गलक्षेपौ
देशावकाशिकस्य व्यपदिश्यन्तेऽत्ययाः पञ्च ।।९६।।

अत्यया अतिचाराः पंच व्यपदिश्यन्ते कथ्यन्ते के ते ? इत्याह प्रेषणेत्यादिमर्यादीकृते देशे स्वयं स्थितस्य ततो बहिरिदं कुर्विति विनियोगः प्रेषणं मर्यादीकृतदेशाद्बहिर्व्यापारं कुर्वतः कर्मकरान् प्रति खात्करणादिः शब्दः तद्देशाद्बहिः प्रयोजनवशादिदमानयेत्याज्ञापनमानयनं मर्यादीकृतदेशे स्थितस्य बहिर्देशे कर्म कुर्वतां कर्मकरणां स्वविग्रहप्रदर्शनं रूपाभिव्यक्तिः तेषामेव लोष्ठादिनिपातः पुद्गलक्षेपः ।।९६।।

હવે તેના (દેશાવકાશિક વ્રતના) અતિચારો દર્શાવીને કહે છે

દેશાવકાશિક વ્રતના પાંચ અતિચારો
શ્લોક ૯૬

અન્વયાર્થ :(દેશાવકાશિક વ્રતમાં કહેલી મર્યાદાની બહાર) [प्रेषणशब्दानयनं ] પ્રેષણ (મોકલવું), શબ્દ (શબ્દ કરવો), આનયન (મંગાવવું), [रूपाभिव्यक्तिपुद्गलक्षेपौ ] રૂપાભિવ્યક્તિ (પોતાનું રૂપ બતાવવું) અને પુદ્ગલક્ષેત્ર (પથ્થર આદિ ફેંકવા)[पञ्च ] પાંચ [देशावकाशिकस्य ] દેશાવકાશિક વ્રતના [अत्ययाः ] અતિચારો [व्यपदिश्यन्ते ] કહેવામાં આવ્યા છે.

ટીકા :अत्ययाः’ અતિચારો. કોના? देशावकाशिकस्य’ દેશાવકાશિક વ્રતના દેશવ્રતના. કેટલાં? पञ्च व्यपदिश्यन्ते’ પાંચ કહેવામાં આવ્યા છે. ‘કયા તે?’ તે કહે છેप्रेषणेत्यादि’ મર્યાદિત ક્ષેત્રમાં પોતે ઊભો હોય ત્યાંથી બહાર ‘આ કરો’ એવો વિનિયોગ તે प्रेषणः’ (મોકલવું તે), મર્યાદિકૃત ક્ષેત્રની બહાર કામ કરતા નોકરો પ્રતિ તાલી, ખાંસી આદિનો શબ્દ કરવો તે शब्दः’, તે ક્ષેત્રની બહાર પ્રયોજનવશ ‘આ લાવો’ એવી આજ્ઞા કરવી તે आनयनं’ (મંગાવવું), મર્યાદિકૃત ક્ષેત્રમાં (પોતે) ઊભો હોય ત્યાંથી બહારના ક્ષેત્રમાં કામ કરતા કાર્યકરોને પોતાનું શરીર બતાવવું તે रूपाभिव्यक्तिः’ અને તેમના પ્રતિ કાંકરાપથ્થર આદિ ફેંકવા તે पुद्गलक्षेपः’ છે.

ભાવાર્થ :દેશાવકાશિક વ્રતના પાંચ અતિચાર


Page 227 of 315
PDF/HTML Page 251 of 339
single page version

एवं देशावकाशिकरूपं शिक्षाव्रतं व्याख्यायेदानीं सामायिकरूपं तद्व्याख्यातुमाह

आसमयमुक्ति मुक्तं पञ्चाघानामशेषभावेन
सर्वत्र च सामायिकाः सामायिकं नाम शंसन्ति ।।९७।।
૧. પ્રેષણ‘આ કરો’ એમ કહીને કોઈને મર્યાદાની બહાર મોકલવો.
૨. શબ્દમર્યાદાની બહાર કામ કરતા નોકર વગેરેને તાલી, ખાંસી આદિનો શબ્દ
કરી ઇશારો કરવો.
૩. આનયન‘આ લાવો’ એમ કહી મર્યાદાની બહારથી કોઈ વસ્તુ મંગાવવી.
૪. રૂપાભિવ્યક્તિમર્યાદાની બહાર કામ કરતા માણસોને પોતાનું શરીર આદિ
બતાવી સૂચના કરવી.
૫. પુદ્ગલક્ષેપમર્યાદાની બહાર કામ કરતા માણસોને ઇશારો કરવા માટે કંકર,
પથ્થર આદિ ફેંકવા.

પોતે મર્યાદાની અંદર ઊભો રહે, પરંતુ મર્યાદા બહાર કામ કરતા માણસો પ્રતિ આવા ઇશારા કરે તે યા તેમની સાથે આવી રીતે સંબંધ રાખે તે અતિચાર છે, અર્થાત્ વ્રતનો એકદેશ ભંગ છે.

એ પ્રમાણે દેશાવકાશિકરૂપ શિક્ષાવ્રતનું વ્યાખ્યાન કરીને હવે સામાયિકરૂપ શિક્ષાવ્રતનું વ્યાખ્યાન કરવાને કહે છે

સામાયિક શિક્ષાવ્રતનું લક્ષણ
શ્લોક ૯૭

અન્વયાર્થ :[सामायिकाः ] આગમના જાણનારગણધરદેવાદિ [अशेषभावेन ] સર્વ ભાવથી (અર્થાત્ મનવચનકાય અને કૃતકારિતઅનુમોદનાથી) [सर्वत्र ] સર્વત્ર (અર્થાત્ મર્યાદાની બહાર અને અંદર) [आसमयमुक्ति ] સામાયિક માટે નિશ્ચિત કરેલા સમય સુધી (અર્થાત્ સામાયિક માટે કરેલી પ્રતિજ્ઞાનો સમય પૂર્ણ થાય ત્યાં સુધી) ૧. દેશવ્રતના અતિચારआनयनप्रेष्यप्रयोगशब्दरूपानुपातपुद्गलक्षेपाः

(તત્ત્વાર્થસૂત્ર અધ્યાય ૭/૩૧.)


Page 228 of 315
PDF/HTML Page 252 of 339
single page version

सामयिकं नाम स्फु टं शंसन्ति प्रतिपादयन्ति के ते ? सामयिकाः समयमागमं विन्दन्ति ये ते सामायिका गणधरदेवादयः किं तत् ? मुक्तं मोचनं परिहरणं यत् तत् सामयिकं केषां मोचनं ? पंचाघानां हिंसादिपंचपापानां कथं ? आसमयमुक्ति वक्ष्यमाणलक्षणसमयमोचनं आ समन्ताद्व्याप्य गृहीतनियमकालमुक्तिं यावदित्यर्थः कथं तेषां मोचनं ? अशेषभावेन सामस्त्येन न पुनर्देशतः सर्वत्र च अवधेः परभागे अपरभागे च अनेन देशावकाशिकादस्य भेदः प्रतिपादितः ।।९७।। [पंचाघानाम् ] પાંચ (હિંસાદિ) પાપોના [मुक्तं ] ત્યાગને [सामयिकं नाम ] સામાયિક નામનું શિક્ષાવ્રત [शंसन्ति ] કહે છે.

ટીકા :सामयिकं नाम शंसन्ति’ ખરેખર સામાયિક (શિક્ષાવ્રત) કહે છે સામાયિકનું પ્રતિપાદન કરે છે. કોણ તે? सामयिकाः’ સમય એટલે આગમને (શાસ્ત્રને) જે જાણે છે તે સામાયિકોગણધરદેવાદિ. શું તે? मुक्तं’ જે છોડવું તેત્યાગવું તે સામાયિક છે. કોનું ત્યાગવું? पञ्चाघानाम्’ હિંસાદિ પાંચ પાપોનું. કઈ રીતે? आसमयमुक्ति’ કરવા ધારેલી પ્રતિજ્ઞાનો સમય છૂટેસર્વ તરફથી વ્યાપ્ત અર્થાત્ પૂરો થાય ત્યાં સુધીસામાયિક માટે સ્વીકારેલો નિશ્ચિત કાળ છૂટે અર્થાત્ પૂર્ણ થાય ત્યાં સુધી એવો અર્થ છે. તેમનું (પાંચ પાપોનું) કઈ રીતે મોચનત્યાગ? अशेषभावेन’ (તે ત્યાગ) સમસ્ત ભાવથી (સંપૂર્ણરૂપથી), એકદેશથી નહિ; અને सर्वत्र’ સર્વત્ર અર્થાત્ મર્યાદાની બહાર અને અંદર. આનાથી દેશાવકાશિકના ભેદનું (સામાયિક શિક્ષાવ્રતનું) પ્રતિપાદન કરવામાં આવ્યું છે.

ભાવાર્થ :સામાયિક વખતે કરેલી મર્યાદાની અંદર અને બહારસર્વત્ર (બધી જગ્યાએ) સામાયિક માટે નિશ્ચિત કરેલા સમય સુધી, હિંસાદિ પાંચે પાપોના મનવચન કાય અને કૃતકારિતઅનુમોદનાથી કરેલા ત્યાગને ગણધરદેવાદિ સામાયિક શિક્ષાવ્રત કહે છે.

પોતાની કરેલી મર્યાદામાં પણ સામાયિકના નિશ્ચિત કાળ સુધી ભોગોપભોગનો સર્વથા ત્યાગ કરવાથી, સામાયિક વ્રતધારી શ્રાવક પણ મુનિવત્ પાંચ પાપોથી સર્વથા રહિત થઈ જાય છે.

સામાયિક વ્રતમાં હિંસાદિ પાંચે પાપોનો સર્વથા ત્યાગ હોય છે અને રાગદ્વેષના ત્યાગરૂપ સર્વ પ્રાણીઓ પ્રત્યે સામ્યભાવ હોય છે. વળી કહ્યું છે કે


Page 229 of 315
PDF/HTML Page 253 of 339
single page version

आसमयमुक्तीत्यत्र यः समयशब्दः प्रतिपादितस्तदर्थं व्याख्यातुमाह

मूर्धरुहमुष्टिवासोबन्धं पर्य्यङ्कबन्धनं चापि
स्थानमुपवेशनं वा समयं जानन्ति समयज्ञाः ।।९८।।

समयज्ञा आगमज्ञाः समयं जानन्ति किं तत् ? मूर्धरुहमुष्टिवासोबन्धं, बन्धशब्दः प्रत्येकमभिसम्बद्धयते मूर्धरूहाणां केशानां बन्धं बन्धकालं समयं जानन्ति तथा मुष्टिबन्धं

समता सर्वभूतेषु संयमे शुभभावना
आर्त्तरौद्रपरित्यागस्तद्धि सामायिकं व्रतम् ।।

સર્વ પ્રાણીઓ તરફ સમતાભાવ, સંયમ (ઇન્દ્રિયસંયમ અને પ્રાણીસંયમ) માટે શુભ ભાવના અને આર્ત્ત તથા રૌદ્ર પરિણામનો ત્યાગતે સામાયિક વ્રત છે.

‘‘રાગદ્વેષના ત્યાગથી બધા ઇષ્ટઅનિષ્ટ પદાર્થોમાં સામ્યભાવને અંગીકાર કરીને આત્મતત્ત્વની પ્રાપ્તિનું મૂળકારણ સામાયિક છે તે વારંવાર કરવું, તેને સામાયિક શિક્ષાવ્રત કહે છે.’’

‘‘સમ્’’ એટલે એકરૂપ અને ‘અય’ એટલે આત્માના સ્વરૂપમાં ગમનતે ‘સમય’ થયું. એવો ‘સમય’ જેનું પ્રયોજન છે તેને સામાયિક કહે છે. આ સામાયિક સમતાભાવ વિના થઈ શકે નહિ.’’ ૯૭

आसमयमुक्तिः’ અહીં જે સમય શબ્દ કહ્યો છે તેના અર્થનું વ્યાખ્યાન કરવાને કહે છે

સમય શબ્દનો અર્થ
શ્લોક ૯૮

અન્વયાર્થઅન્વયાર્થ :::::[समयज्ञाः ] શાસ્ત્રના જાણકાર જ્ઞાની પુરુષ [मूर्धरुहमुष्टि- वासोबन्धं ] કેશબંધ, મુષ્ટિબંધ અને વસ્ત્રબંધના (કાળને), [पर्य्यङ्कबन्धनं ] પદ્માસનના કાળને [चापि ] વળી [स्थानम् ] ઊભા રહેવાના કાળને [वा ] અથવા [उपवेशनम् ] બેસવાના કાળને [समयं ] સમય [जानन्ति ] જાણે છેકહે છે.

ટીકા :समयज्ञाः’ આગમના જાણનારાજાણકાર, समयं जानन्ति’ સમય કહે છે. તે શું છે? मूर्धरुहमुष्टिवासोबन्धं’ बन्ध શબ્દ પ્રત્યેક સાથે સંબંધ રાખે છે. ૧. પુરુષાર્થસિદ્ધિઉપાય, ગુજરાતી આવૃત્તિ શ્લોક ૧૪૮ ટીકાભાવાર્થ.


Page 230 of 315
PDF/HTML Page 254 of 339
single page version

वासोबन्धं वस्त्रग्रन्थि पर्यङ्कबन्धनं चापि उपविष्टकायोत्सर्गमपि च स्थानमूर्ध्वकायोत्सर्ग उपवेशनं वा सामान्येनोपविष्टावस्थानमपि समयं जानन्ति ।।९८।।

एवंविधे समये भवत् यत्सामायिकं पंचप्रकारपापात् साकल्येन व्यावृत्तिस्वरूपं तस्योत्तरोत्तरा वृद्धिः कर्तव्येत्याह

एकान्ते सामयिकं निर्व्याक्षेपे वनेषु वास्तुषु च
चैत्यालयेषु वापि च परिचेतव्यं प्रसन्नधिया ।।९९।।

परिचेतव्यं वृद्धिं नेतव्यं किं तत् ? सामायिकं क्व ? एकान्ते मूर्धरुहबंध’ કેશોના બંધનેબંધનકાળને સમય કહે છે, તથા मुष्टिबन्धं’ મૂઠીબંધનના કાળને (અર્થાત્ મૂઠી બંધ રહે ત્યાં સુધીના કાળને), वासोबन्धं’ વસ્ત્રબંધનના કાળને (અર્થાત્ વસ્ત્રમાં ગાંઠ રહે ત્યાં સુધીના કાળને), पर्यंकबन्धनं’ પદ્માસનના કાળને અર્થાત્ ઉપવિષ્ટ કાયોત્સર્ગના કાળને, स्थानम्’ ઊર્ધ્વ કાયોત્સર્ગના કાળને અને उपवेशनम्’ સામાન્યતઃ ઉપવિષ્ટ આસનના કાળને પણ સમય કહે છે.

ભાવાર્થ :જ્યાં સુધી ચોટલીમાં ગાંઠ (બંધન) રહે, મૂઠી બાંધેલી રહે, વસ્ત્રમાં ગાંઠ રહે, પર્યંકાસનપદ્માસન રહે અને ખડ્ગાસન રહે ત્યાં સુધીના કાળને જ્ઞાની પુરુષો સામાયિક માટેનો સમય કહે છે. ૯૮.

એવા પ્રકારના સમયમાં, પાંચ પ્રકારનાં પાપોથી સર્વથા વ્યાવૃત્તિરૂપ જે સામાયિક થાય તેની ઉત્તરોત્તર વૃદ્ધિ કરવી જોઈએ, એમ કહે છે

સામાયિકની વૃદ્ધિયોગ્ય સ્થાન
શ્લોક ૯૯

અન્વયાર્થ :[निर्व्याक्षेपे ] ઉપદ્રવ રહિત [एकान्ते ] એકાંત સ્થળમાં, [वनेषु ] વનમાં, [वास्तुषु ] એકાંત ઘર યા ધર્મશાળાઓમાં [च ] અને [चैत्यालयेषु ] ચૈત્યાલયોમાં, [अपि च ] તથા પર્વતની ગુફા આદિમાં પણ, [प्रसन्नधिया ] પ્રસન્ન ચિત્તથી [सामायिकं ] સામાયિકની [परिचेतव्यम् ] વૃદ્ધિ કરવી જોઈએ.

ટીકા :परिचेतव्यम्’ વધારવી જોઈએ. શું તે? सामायिकम्’ સામાયિક. કયાં? एकान्ते’ સ્ત્રી, પશુ અને નપુંસકથી રહિત પ્રદેશમાં. કેવા (પ્રદેશમાં)? १. एवंविधसमये घ


Page 231 of 315
PDF/HTML Page 255 of 339
single page version

स्त्रीपशुपाण्डुकिविवर्जिते प्रदेशे कथंभूते ? निर्व्याक्षेपे चित्तव्याकुलतारहिते

शीतवातदंशमशकादिबाधावर्जित इत्यर्थः इत्थंभूते एकान्ते क्व ? वनेषु अटवीषु, वास्तुषु च गृहेषु, चैत्यालयेषु च अपिशब्दाद्गिरिगह्वरादिपरिग्रहः केन चेतव्यं ? प्रसन्नधिया प्रसन्ना अविक्षिप्ता धीर्यस्यात्मनस्तेन अथवा प्रसन्नासौ धीश्च तया कृत्वा आत्मना परिचेतव्यमिति ।।९९।।

इत्थंभूतेषु स्थानेषु कथं तत्परिचेतव्यमित्याह

व्यापारवैमनस्याद्विनिवृत्त्यामन्तरात्मविनिवृत्त्या
सामयिकं बध्नीयादुपवासे चैकभुक्ते वा ।।१००।।

निर्व्याक्षेपे’ ચિત્તની વ્યાકુળતા રહિત (પ્રદેશમાં), શીત, વાત, ડાંસ, મચ્છર આદિની બાધા (ઉપદ્રવ) રહિત (પ્રદેશમાં)એવો અર્થ છે. આવા એકાન્તમાં. ક્યાં? वनेषु’ વનમાં જંગલમાં, वास्तुषु’ (નિર્જન) ઘરોમાં, चैत्यालयेषु च’ ચૈત્યાલયોમાં अपि च’ અને अपि’ શબ્દથી ગિરિગુફા આદિમાં સમજવું. શા વડે વધારવું જોઈએ? प्रसन्नधिया’ પ્રસન્નચિત્તવાળા આત્માએ અથવા પ્રસન્નચિત્તથી આત્માએ (સામાયિક) વધારવી જોઈએ.

ભાવાર્થ :ડાંસમચ્છર આદિ પરિષહના ઉપદ્રવરહિત સ્થાનમાં, સ્ત્રીપશુ નપુંસકાદિથી રહિત એકાન્તમાં, વનમાં, એકાન્ત ઘરમાં યા ધર્મશાળામાં, ચૈત્યાલયોમાં અને પર્વતની ગુફા આદિમાં પ્રસન્ન (એકાગ્ર) ચિત્તથી સામાયિક કરવી જોઈએ અને સદા તેની વૃદ્ધિ કરવી જોઈએ. ૯૯.

આવા પ્રકારનાં સ્થાનોમાં સામાયિકને કઈ રીતે વધારવી તે કહે છે

સામાયિકની વૃદ્ધિ કરવાની રીત
શ્લોક ૧૦૦

અન્વયાર્થ :[व्यापारवैमनस्यात् ] શરીરાદિની ચેષ્ટા અને મનોવ્યગ્રતાથી [विनिवृत्याम् ] નિવૃત્ત થતાં [अन्तरात्माविनिवृत्या ] માનસિક વિકલ્પોની નિવૃત્તિ કરીને [उपवासे ] ઉપવાસના દિને [च ] અને [एकभुक्ते ] એકાશનના દિને [सामयिकं ] સામાયિક [बध्नीयात् ] કરવું (વધારવું) જોઈએ. १. ‘वाय्वग्निदोषाद् वृषणौ तु यस्य नाशं गतौ वातकपाण्डुकिः सः’ इति पाण्डुकिलक्षणम् २. चैकभक्ते वा घ


Page 232 of 315
PDF/HTML Page 256 of 339
single page version

बध्नीयादनुतिष्ठेत् किं तत् ? सामयिकं कस्यां सत्यां ? विनिवृत्त्यां कस्मात् ? व्यापारवैमनस्यात् व्यापारः कायादिचेष्टा वैमनस्यं मनोव्यग्रता चित्तकालुष्यं वा तस्माद्विनिवृत्यामपि सत्यां अन्तरात्मविनिवृत्या कृत्वा तद्बध्नीयात् अन्तरात्मनो मनोविकल्पस्य विशेषेण निवृत्या कस्मिन् सति तस्यां तया तद्बध्नीयात् ? उपवासे चैकभुक्ते वा ।।१००।।

इत्थंभूतं तत्किं कदाचित्परिचेतव्यमन्यथा चेत्यत्राह

सामयिकं प्रतिदिवसं यथावदप्यनलसेन चेतव्यं
व्रतपञ्चकपरिपूरणकारणमवधानयुक्तेन ।।१०१।।

ટીકા :बध्नीयात्’ કરવું જોઈએ. શું તે? सामयिकं’ સામાયિક. શું થતાં? विनिवृत्याम्’ નિવૃત્ત થતાં. કોનાથી? व्यापारवैमनस्यात्’ व्यापारः કાયાદિની ચેષ્ટા, वैमनस्यं’ મનની વ્યગ્રતાચિત્તની કલુષતાતેમનાથી (કાયચેષ્ટા અને મનોવ્યગ્રતાથી) નિવૃત્તિ હોવા છતાં अंतरात्मविनिवृत्या’ ખાસ કરીને (માનસિક) વિકલ્પોની નિવૃત્તિ કરીને તે (સામાયિક) કરવું જોઈએ. તે નિવૃત્તિ થતાં ક્યારે તે કરવું જોઈએ (વધારવું જોઈએ)? उपवासे चैकभुक्ते वा’ ઉપવાસના દિવસે અથવા એકાશનના દિવસે.

ભાવાર્થ :મનવચનકાયની પ્રવૃત્તિ અને મનની વ્યગ્રતાથી નિવૃત્ત થતાં, મનના વિકલ્પોને રોકી ઉપવાસ યા એકાશનના દિવસે વિશેષ રીતિથી સામાયિક કરવું જોઈએ, જેથી તેની વૃદ્ધિ થાય.

‘‘તે સામાયિક રાત્રિ અને દિવસના અંતે એકાગ્રતાપૂર્વક અવશ્ય કરવું જોઈએ અને જો અન્ય સમયે કરવામાં આવે તો તે સામાયિક કાર્ય દોષનો હેતુ નથી, પણ તે ગુણને માટે જ હોય છે.’’ ૧૦૦.

આવા પ્રકારનું સામાયિક શું ક્યારેક કરવું જોઈએ કે અન્ય રીતે? તે અહીં કહે છે

પ્રતિદિન સામાયિક કરવાનો ઉપદેશ
શ્લોક ૧૦૧

અન્વયાર્થ :[अनलसेन ] આલસ્યરહિત અને [अवधानयुक्तेन ] ચિત્તની ૧. પુરુષાર્થસિદ્ધિઉપાય ગુજરાતી આવૃત્તિ શ્લોક ૧૪૯.


Page 233 of 315
PDF/HTML Page 257 of 339
single page version

चेतव्यं वृद्धिं नेतव्यं किं ? सामायिकं कदा ? प्रतिदिवसमपि न पुनः कदाचित् पर्वदिवस एव कथं ? यथावदपि प्रतिपादितस्वरूपानतिक्रमेणैव कथंभूतेन ? अनलसेनाऽऽलस्यरहितेन उद्यतेनेत्यर्थः तथाऽवधानयुक्तेनैकाग्रचेतसा कुतस्तदित्थं परिचेतव्यं ? व्रतपंचकपरिपूरणकारणं यतः व्रतानां हिंसाविरत्यादीनां पंचकं तस्य परिपूरणत्वं महाव्रतरूपत्वं तस्य कारणं यथोक्तसामायिकानुष्ठानकाले हि अणुव्रतान्यपि महाव्रतत्वं प्रतिपद्यन्तेऽतस्तत्कारणं ।।१०१।। એકાગ્રતાથી યુક્ત શ્રાવકે [व्रतपंचकपरिपूरणकारणं ] જે પાંચ વ્રતોની પૂર્તિના કારણ છે, એવું [सामयिकम् ] સામાયિક [प्रतिदिवसं अपि ] દરરોજ પણ [यथावद् अपि ] યોગ્યવિધિ અનુસાર જ [परिचेतव्यम् ] કરવું જોઈએ.

ટીકા :चेतव्यं’ વધારવું જોઈએ. કોને? सामयिकं’ સામાયિકને. ક્યારે प्रतिदिवसमपि’ કદાચિત્ અર્થાત્ પર્વના દિવસે જ ફક્ત નહિ, પરંતુ દરરોજ (તેની વૃદ્ધિ કરવી જોઈએ). કઈ રીતે? यथावदपि’ શાસ્ત્રોક્ત સામાયિકના સ્વરૂપનું (વિધિનું) ઉલ્લંઘન કર્યા વગર જ (અર્થાત્ વિધિ પ્રમાણે). કેવાં થઈને? अनलसेन’ આલસ્ય (આળસ) રહિતતત્પર થઈને એવો અર્થ છે, તથા अवधानयुक्तेन’ ચિત્તની એકાગ્રતાથી યુક્ત થઈને. શ્રાવકે શા માટે આવા સામાયિકને વધારવું જોઈએ? व्रतपञ्चकपरिपूरणकारणम्’ કારણ કે તે સામાયિક હિંસાવિરતિ આદિ પાંચ વ્રતોની પરિપૂર્ણતાનુંમહાવ્રતરૂપતાનું કારણ છે. યથોક્ત સામાયિકના અનુષ્ઠાન (આચરણ) કાળે અણુવ્રતો પણ મહાવ્રતપણાને પામે છે. તેથી તે (સામાયિક) તેનું (મહાવ્રતનું) કારણ છે.

ભાવાર્થ :આળસરહિત એકાગ્રચિત્તથી શ્રાવકે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દરરોજ સામાયિક કરવું જોઈએ, કારણ કે વિધિપૂર્વક કરેલા સામાયિકના કાળે અણુવ્રતો પણ મહાવ્રતપણાને પામે છેઅર્થાત્ અણુવ્રતો પણ ઉપચારથી મહાવ્રત થઈ જાય છે. એમ સામાયિક મહાવ્રતનું કારણ છે.

સામાયિક કાળે અણુવ્રતીને હિંસાદિ પાંચે પાપોનો, મુનિવત્ સર્વથા ત્યાગ હોય છે, તેથી તેનું અણુવ્રત મહાવ્રત સદ્રશ છે, પરંતુ સાક્ષાત્ મહાવ્રત નથી, કારણ કે મહાવ્રતનો ઘાતક પ્રત્યાખ્યાનાવરણ કષાય હજુ વિદ્યમાન છે.

સામાયિક કરવાની સ્થૂળ વિધિા

‘‘......શ્રાવકે બંને સમયે (સવારસાંજ) અથવા ત્રણ સમય (સવાર, બપોર અને સાંજ) બે ઘડી, ચાર ઘડી કે છ ઘડી સુધી પાંચે પાપોનો તથા આરંભપરિગ્રહનો ત્યાગ


Page 234 of 315
PDF/HTML Page 258 of 339
single page version

एतदेव समर्थयमानः प्राह

सामयिके सारम्भाः परिग्रहा नैव सन्ति सर्वेऽपि

चेलोपसृष्टमुनिरिव गृही तदा याति यतिभावं ।।१०२।।

सामयिके सामायिकावस्थायां नैव सन्ति न विद्यन्ते के ? परिग्रहाः सङ्गाः कथंभूताः सारम्भाः कृष्याद्यारम्भसहिताः कति ? सर्वेऽपि बाह्याभ्यन्तराश्चेतनेतरादिरूपा वा यत एवं ततो याति प्रतिपद्यते कं ? यतिभावं यतित्वं कोऽसौ ? गृही श्रावकः કરીને એકાન્ત સ્થાનમાં શુદ્ધ મન કરીને પહેલાં પૂર્વ દિશામાં નમસ્કાર કરવા; પછી નવ વાર નમસ્કાર મંત્રનો જાપ કરવો, પછી ત્રણ આવર્તન કરવા, એક શિરોનતિ કરવી આ રીતે ચારે દિશાઓમાં કરીને ખડ્ગાસન અથવા પદ્માસન કરીને સામાયિક કરવું અને જ્યારે સામાયિક પૂર્ણ થઈ જાય ત્યારે અંતે પણ શરૂઆતની પેઠે નવ વાર નમસ્કાર મંત્રનો જાપ, ત્રણત્રણ આવર્તન અને એકએક શિરોનતિ એ જ પ્રમાણે કરવી......’’

(સામાયિકની વિધિ માટે જુઓશ્લોક ૧૩૯ની ટીકા)

એનું જ (સામાયિક કાળમાં અણુવ્રત મહાવ્રતપણાને પ્રાપ્ત થાય છે એનું જ) સમર્થન કરીને કહે છે

સામાયિક વ્રતધાારી મુનિ તુલ્ય છે
શ્લોક ૧૦૨

અન્વયાર્થ :[सामयिके ] સામાયિકના સમયમાં [सारम्भाः ] કૃષિ આદિ આરંભ સહિત [सर्वेऽपि ] બધાય અંતરંગ અને બહિરંગ [परिग्रहाः ] પરિગ્રહો [न एव सन्ति ] હોતા જ નથી, તેથી [तदा ] તે સમયે [गृही ] ગૃહસ્થ, [चेलोपसृष्टमुनिः इव ] વસ્ત્ર ઓઢેલા (ઉપસર્ગગ્રસ્ત) મુનિ સમાન [यतिभावम् ] મુનિભાવને (મુનિપણાને) [याति ] પ્રાપ્ત કરે છે.

ટીકા :सामयिके’ સામાયિકની અવસ્થામાં (સામાયિક કાળે) नैव सन्ति’ હોતા જ નથી. શું (હોતા નથી)? परिग्रहाः’ પરિગ્રહો. કેવા? सारम्भाः’ કૃષિ આદિ આરંભ સહિત. કેટલા? सर्वेऽपि’ બધાય અર્થાત્ ચેતનઅચેતનરૂપ બાહ્ય અને આભ્યન્તર (પરિગ્રહો). તેથી याति’ પ્રાપ્ત કરે છે. શું? यतिभावं’ મુનિપણાને. કોણ તે? गृही’ ૧. પુરુષાર્થસિદ્ધિઉપાય ગુજરાતી આવૃત્તિ, શ્લોક ૧૪૯નો ભાવાર્થ.


Page 235 of 315
PDF/HTML Page 259 of 339
single page version

कदा ? सामायिकावस्थायां क इव ? चेलोपसृष्टमुनिरिव चेलेन वस्त्रेण उपसृष्टः उपसर्गवशाद्वेष्टितः स चासौ मुनिश्च स इव तद्वत् ।।१०२।।

तथा सामायिकं स्वीकृतवन्तो ये तेऽपरमपि किं कुर्वन्तीत्याह

शीतोष्णदंशमशकपरीषहमुपसर्गमपि च मौनधराः

सामयिकं प्रतिपन्ना अधिकुर्वीरन्नचलयोगाः ।।१०३।। શ્રાવક. ક્યારે? सामायिके’ સામાયિકની અવસ્થામાં. કોની જેમ? चेलोपसृष्टमुनिः इव’ ઉપસર્ગના કારણે વસ્ત્રથી વેષ્ટિત (ઓઢાડેલા) મુનિની જેમ.

ભાવાર્થ :સામાયિકના સમયે સામાયિક વ્રતધારી શ્રાવકને. સર્વે પ્રકારના આરંભ અને અંતરંગ તથા બહિરંગ પરિગ્રહોનો સર્વથા અભાવ હોવાથી ઉપસર્ગના કારણે વસ્ત્રવેષ્ટિત મુનિ સમાન મુનિપણાને તે પ્રાપ્ત કરે છે.

પરિમિત વસ્ત્રધારી અણુવ્રતી શ્રાવકને, સામાયિક વખતે સર્વ આરંભ અને પરિગ્રહનો ભાવથી ત્યાગ હોય છે. તે સમયે તેનું ચિત્ત ધર્મધ્યાનનાં સાધનોમાં મગ્ન હોય છે. પહેરેલાં વસ્ત્રો ઉપર તેને મૂર્ચ્છા હોતી નથી. આથી ઉપસર્ગ વખતે વસ્ત્ર ઓઢેલા મુનિ સમાન તે છે. કારણ કે બાહ્યમાં બંને વસ્ત્રસહિત છે, પણ મમત્વહીન છે અને અંતરંગમાં બંને આરંભ અને પરિગ્રહ ભાવથી રહિત છે.

‘‘શ્રાવક જે વખતે સામાયિક કરી રહ્યો છે, ત્યારે ખરી રીતે તેની તે વખતની અવસ્થા મુનિ સમાન જ છે. તેના પરિણામોમાં અને મુનિના પરિણામોમાં વિશેષ તફાવત નથી. ભેદ ફક્ત એટલો જ છે કે મુનિ દિગંબર છે અને શ્રાવક વસ્ત્ર સહિત છે. મુનિ મહારાજે પ્રત્યાખ્યાનાવરણ કષાયનો ત્યાગ કરી દીધો છે અને શ્રાવકે હજુ સુધી તે કષાયનો ત્યાગ કર્યો નથી.’’ ૧૦૨.

તથા સામાયિકને સ્વીકૃત કરવાવાળા જે ગૃહસ્થ છે તેઓ બીજું શું કરે છે તે કહે છે

સામાયિકમાં પરિષહ અને ઉપસર્ગ સહન કરવાનો ઉપદેશ
શ્લોક ૧૦૩

અન્વયાર્થ :[सामयिकं ] સામાયિકને [प्रतिपन्नाः ] ધારણ કરનારાઓએ ૧. પુરુષાર્થસિદ્ધિઉપાય ગુજરાતી આવૃત્તિ, શ્લોક ૧૫૦નો ભાવાર્થ.


Page 236 of 315
PDF/HTML Page 260 of 339
single page version

अधिकुर्वीरन् सहेरन्नित्यर्थः के ते ? सामयिकं प्रतिपन्नाः सामायिकं स्वीकृत- वन्तः किंविशिष्टाः सन्तः ? अचलयोगाः स्थिरसमाधयः प्रतिज्ञातानुष्ठाना- परित्यागिनो वा तथा मौनधरास्तत्पीडायां सत्यामपि क्लीवादिवचनानुच्चारकाः दैन्यादिवचनानुच्चारकाः कमधिकुर्वीरन्नित्याहशीतेत्यादिशीतोष्णदंशमशकानां पीडाकारिणां तत्परिसमन्तात् सहनं तत्परीषहस्तं, न केवलं तमेव अपि तु उपसर्गमपि च देवमनुष्यतिर्यक्कृतं ।।१०३।।

तं चाधिकुर्वाणाः सामायिके स्थिता एवंविधं संसारमोक्षयोः स्वरूपं चिन्तयेयुरित्याह [मौनधराः ] મૌન ધરીને તથા [अचलयोगाः ] યોગોની પ્રવૃત્તિને અચળ (સ્થિર) કરીને [शीतोष्णदंशमशकपरीषहम् ] શીત, ઉષ્ણ, ડાંસ, મચ્છર આદિ પરિષહોને [च ] અને [उपसर्गम् ] ઉપસર્ગને [अपि ] પણ [अधिकुर्वीरन् ] સહન કરવાં જોઈએ.

ટીકા :अधिकुर्वीरन्’ સહન કરવાં જોઈએ એવો અર્થ છે. કોણે તે? सामायिकं प्रतिपन्नाः’ સામાયિકનો જેમણે સ્વીકાર કર્યો છે તેઓએ. કેવા પ્રકારના વર્તતા તેઓ? अचलयोगाः’ સ્થિર સમાધિવાળા આ (સામાયિકના) અનુષ્ઠાનની પ્રતિજ્ઞાનો પરિત્યાગ નહિ કરતા થકા તથા मौनधराः’ તેની પીડા હોવા છતાં નામર્દ આદિનાં વચનો નહિ બોલતા અર્થાત્ દીન વચનોનું ઉચ્ચારણ નહિ કરતા (તેઓ). શું સહન કરવું જોઈએ? તે કહે છેशीतोष्णेत्यादि’ પીડાકારી શીત, ઉષ્ણ, ડાંસ, મચ્છર આદિને સર્વ પ્રકારે સહન કરવાં તે પરિષહતેને; કેવળ તેને જ નહિ, પરંતુ उपसर्गमपि च’ દેવમનુષ્ય તિર્યંચ કૃત ઉપસર્ગને પણ (સહન કરવો જોઈએ).

ભાવાર્થ :સામાયિક કરનાર શ્રાવકે મૌન ધારણ કરી તથા મનવચનકાયની પ્રવૃત્તિને રોકીસ્થિર કરી શીતઉષ્ણડાંસમચ્છરાદિ બાવીસ પરિષહોને તથા દેવ મનુષ્યતિર્યંચ કૃત ઉપસર્ગોને પણ સહન કરવા, અર્થાત્ પરિષહો અને ઉપસર્ગ સંબંધી પીડા હોવા છતાં મૌન સેવી તેને સહન કરવી; પરંતુ સ્વીકારેલી સામાયિકની પ્રતિજ્ઞાને છોડવી નહિ તેમ જ નમાલાં યા દીન વચનો બોલવાં નહિ. ૧૦૩.

તેને (પરિષહ અને ઉપસર્ગને) સહન કરતાં, સામાયિકમાં સ્થિત (શ્રાવકોએ) આ પ્રકારનું સંસારમોક્ષનું સ્વરૂપ વિચારવું જોઈએ એમ કહે છે