Page 197 of 315
PDF/HTML Page 221 of 339
single page version
‘स्मर्तव्यो’ ज्ञातव्यः । कः ? ‘पापोपदेशः’ पापः पापोपार्जनहेतुरुपदेशः । कथंभूतः ? ‘कथाप्रसंगः’ कथानां तिर्यक्क्लेशादिवार्तानां प्रसंगः पुनः पुनः प्रवृत्तिः । किंविशिष्टः ? ‘प्रसवः’ प्रसूत इति प्रभवः उत्पादकः । केषामित्याह — ‘तिर्यगित्यादि’, तिर्यक्क्लेशश्च हस्तिदमनादिः, वाणिज्या च वाणिजां कर्म क्रयविक्रयादि, हिंसा च प्राणिवधः, ‘आरंभश्च’ कृष्यादिः, ‘प्रलम्भनं’ च वचनं तानि आदिर्येषां मनुष्यक्लेशादीनां तानि तथोक्तानि तेषाम् ।।७६।।
અન્વયાર્થ : — [तिर्य्यक्क्लेशवणिज्याहिंसारम्भप्रलम्भनादीनाम् ] તિર્યંચોને ક્લેશ ઉપજાવનારી, વાણિજ્યની (ખરીદવા – વેચવાના વ્યાપારની), હિંસાની, આરંભની તથા ઠગાઈ આદિની [कथाप्रसंग प्रसवः ] (પાપ ઉપજે એવી) કથાઓનો પ્રસંગ ઉત્પન્ન કરવો તેને [पापः उपदेशः ] પાપોપદેશ અનર્થદંડ [स्मर्तव्यः ] જાણવો.
ટીકા : — ‘स्मर्तव्यः’ જાણવો જોઈએ. શું? ‘पापः उपदेशः’ પાપનો ઉપદેશ-પાપ એટલે પાપ ઉપાર્જન કરવામાં કારણભૂત એવો ઉપદેશ. કેવો (ઉપદેશ)? ‘कथाप्रसंगः’ તિર્યંચ, ક્લેશાદિની વાર્તાઓના પ્રસંગરૂપ (ઉપદેશ) અર્થાત્ તેમની (વાર્તાઓની) વારંવાર પ્રવૃત્તિરૂપ (ઉપદેશ); કેવા પ્રકારનો? ‘प्रसवः’ ઉત્પન્ન કરે તે પ્રસવ – ઉત્પાદક. કોનો (ઉત્પાદક) તે કહે છે — ‘तिर्यगित्यादि’ तिर्यक्क्लेशः હાથીને દમનાદિ, ‘वणिज्या’ વાણિજ્યને ખરીદવા – વેચવાની ક્રિયા, ‘हिंसा’ પ્રાણીનો વધ, ‘आरम्भः’ ખેતી આદિ, ‘प्रलम्भनम्’ ઠગવું, વગેરે મનુષ્યને ક્લેશાદિરૂપ ઉક્ત કાર્યોને (ઉત્પન્ન કરે તેવી કથાઓના १. क्लेशतिर्यग्वणिज्यावधकारंभकादिषु पापसंयुतं वचनं पापोपदेशः । तद्यथाअस्मिन् देशे दासा दास्यः
पापसंयुक्तं वचनं पापोपदेशः । २. प्रसवः कथाप्रसङ्ग घ ।
Page 198 of 315
PDF/HTML Page 222 of 339
single page version
अथ हिंसादानं किमित्याह —
‘हिंसादानं ब्रुवन्ति’ । के ते ? ‘बुधा’ गणधरदेवादयः । किं तत् ? ‘दानं’ । यत्केषां ? ‘वधहेतूनां’ हिंसाकारणानां । केषां तत्कारणानामित्याह — ‘परश्वित्यादि’ । परशुश्च कृपाणश्च खनित्रं च ज्वलनश्चाऽऽयुधानि च क्षुरिकालकुटादीनि श्रृंगि च विषसामान्यं श्रृंखला च ता आदयो येषां ते तथोक्तास्तेषाम् ।।७७।। પ્રસંગને પાપોપદેશ અનર્થદંડ કહે છે.)
ભાવાર્થ : — તિર્યંચોને ક્લેશ ઉત્પન્ન કરે તેવો ઉપદેશ, વ્યાપાર સંબંધી ઉપદેશ, હિંસા તથા આરંભનો ઉપદેશ, છેતરપિંડીનો ઉપદેશ વગેરે નિષ્પ્રયોજન પાપના ઉપદેશને અર્થાત્ તેવાં પાપ ઉત્પન્ન કરે તેવી વાર્તાઓના પ્રસંગને વારંવાર ઉપસ્થિત કરવા; તેને પાપોપદેશ અનર્થદંડ કહે છે.૨ ૭૬.
હવે હિંસાદાન શું છે તે કહે છે —
અન્વયાર્થ : — [बुधाः ] ગણધરાદિક બુધ જનો, [वधहेतुनाम् ] હિંસાનાં કારણ એવા, [परशुकृपाणखनित्रज्वलनायुधश्रृङ्गिश्रृंखलादीनाम् ] ફરસી, તલવાર, કોદાળી – પાવડા, અગ્નિ, અસ્ત્ર – શસ્ત્ર (લડાઈનાં હથિયાર), વિષ, બેડી (સાંકળ) આદિનું [दानम् ] દેવું; તેને [हिंसादानं ] હિંસાદાન અનર્થદંડ [ब्रुवन्ति ] કહે છે.
ટીકા : — ‘हिंसादानं ब्रुवन्ति’ હિંસાદાન કહે છે. કોણ તે? ‘बुधाः’ ગણધરા- દેવાદિ; તે શું છે? ‘दानं’ દાન. કોના કારણરૂપ? ‘वधहेतूनाम्’ હિંસાનાં કારણોરૂપ. હિંસાના કારણોરૂપ શું – શું છે, તે કહે છે — ‘परश्वित्यादि’ ફરસી, કૃપાણ (તલવાર), કોદાળી – પાવડા, અગ્નિ, આયુધ (લડાઈનાં હથિયારો), છરી, કટારાદિ, કાલકૂટાદિ વિષ, १. विषशस्त्राग्निरज्जुकशादण्डादिहिंसोपकरणप्रदानींनाम्तिभेदात् हिंसाप्रदानमित्युच्यते । २. क्लेशतिर्यग्वाणिज्यावधकारंभकादिषु पापसंयुतं वचनं पापोपदेशः ।
Page 199 of 315
PDF/HTML Page 223 of 339
single page version
इदानीमपध्यानस्वरूपं व्याख्यातुमाह —
‘अपध्यानं शासति’ प्रतिपादयन्ति । के ते ? ‘विशदा’ विचक्षणाः । क्व ? ‘जिनशासने’ । किं तत् ? ‘आध्यानं’ चिन्तनं । कस्य ? ‘वधबंधच्छेदादेः’ । कस्मात् ? ‘द्वेषात्’ । न केवलं द्वेषादपि ‘रागाद्वा’ ध्यानं । कस्य ? ‘परकलत्रादेः’ ।।७८।। સાંકળ (બેડી) આદિનું દાન દેવું તેને હિંસાદાન કહે છે.
ભાવાર્થ : — મનુષ્ય તથા તિર્યંચોની હિંસાના કારણભૂત ફરસી, તલવાર, કોદાળી – પાવડા, અગ્નિ (બંદૂક, તોપ, બોમ્બ વગેરે), આયુધ (અસ્ત્ર – શસ્ત્ર), વિષ, બેડી (સાંકળ) આદિ હિંસાનાં સાધનો બીજાને આપવાં; તેને બુદ્ધિમાન આચાર્ય હિંસાદાન અનર્થદંડ કહે છે.૨ ૭૭.
હવે અપધ્યાનના સ્વરૂપનું વ્યાખ્યાન કરવાને કહે છે —
અન્વયાર્થ : — [जिनशासने विशदाः ] જિનશાસનમાં – જૈનધર્મમાં વિચક્ષણ પુરુષો [द्वेषात् ] દ્વેષના કારણે [वधबन्धच्छेदादेः ] વધ, બંધ અને છેદાદિનું [च ] અને [रागात् ] રાગના કારણે [परकलत्रादेः ] પારકી સ્ત્રી આદિનું [आध्यानम् ] વારંવાર ચિન્તવન કરવું તેને, [अपध्यानम् ] અપધ્યાન નામનો અનર્થદંડ [शासति ] કહે છે.
ટીકા : — ‘द्वेषात्’ દ્વેષના કારણે ‘वधबन्धच्छेदादेः’ વધ, બંધ અને છેદાદિનાં ‘आध्यानं’ ચિન્તનને તેમ જ ‘रागाद्वा’ રાગના કારણે ‘परकलत्रादेः’ પરસ્ત્રી આદિના ધ્યાનને ‘जिनशासने विशदाः’ જિનશાસનમાં વિચક્ષણ પુરુષો ‘अपध्यानं शासति’ અપધ્યાન નામનો અનર્થદંડ કહે છે. १. परेषां जयपराजयवधाऽङ्गच्छेदस्वहरणादि कथं स्यादिति मनसा चिन्तनमपध्यानं । २. विषशस्त्राग्निरज्जुकशादण्डादिहिंसोपकरणप्रदानं हिंसाप्रदानमित्युच्यते ।
Page 200 of 315
PDF/HTML Page 224 of 339
single page version
साम्प्रतं दुःश्रुतिस्वरूपं प्ररूपयन्नाह —
‘दुःश्रुतिर्भवति’ । कासौ ? ‘श्रुतिः’ श्रवणं । केषां ? ‘अवधीनां’ शास्त्राणां । किं कुर्वतां ? ‘कलुषयतां मलिनयतां’ किं तत् ? चेतः’ क्रोधमानमायालोभाद्याविष्टं चित्तं कुर्वतामित्यर्थः । कैः कृत्वेत्याह — ‘आरंभेत्यादि’ आरंभश्च कृष्यादिः संगश्च परिग्रहः तयोः प्रतिपादनं वार्तानीतौ विधीयते । ‘कृषिः पशुपाल्यं२ वाणिज्यं च वार्ता’ इत्यमिधानात्, साहसं
ભાવાર્થ : — રાગથી અન્યની સ્ત્રી તથા દ્વેષથી પરપુત્રાદિકનો વધ, બંધ અને છેદાદિ થાય – એવું ચિંતવન કરવું તેને જિનશાસનમાં કુશળ વિદ્વાનો અપધ્યાન અનર્થદંડ કહે છે.૩ ૭૮.
હવે દુઃશ્રુતિનું સ્વરૂપ પ્રરૂપણ કરી કહે છે —
અન્વયાર્થ : — [आरंभसङ्गसाहसमिथ्यात्वद्वेषरागमदमदनैः ] આરંભ, સંગ (પરિગ્રહ), સાહસ, મિથ્યાત્વ, દ્વેષ, રાગ, મદ અને વિષયભોગો દ્વારા [चेतः ] ચિત્તને [कलुषयताम् ] કલુષિત કરનાર, [अवधीनाम् ] શાસ્ત્રોનું [श्रुतिः ] શ્રવણ કરવું; તે [दुःश्रुति ] દુઃશ્રુતિ નામનો અનર્થદંડ [भवति ] છે.
ટીકા : — ‘दुःश्रुतिर्भवति’ દુઃશ્રુતિ છે. તે શું છે? ‘श्रुतिः’ શ્રવણ. કોનું (શ્રવણ)? ‘अवधीनाम्’ શાસ્ત્રોનું. શું કરતાં (શાસ્ત્રોનું)? ‘कलुषयताम्’ કલુષિત-મલિન કરતાં. કોને (મલિન કરતાં)? ‘चेतः’ ચિત્તને. ચિત્તને ક્રોધ, માન, માયા અને લોભથી આવિષ્ટ કરતાં એવો અર્થ છે. શા વડે કરીને? તે કહે છે — ‘आरंभेत्यादि’ આરંભ એટલે કૃષિ આદિ અને સંગ એટલે પરિગ્રહ બંને સંબંધી ધંધાનું પ્રતિપાદન નીતિશાસ્ત્રમાં કરવામાં આવ્યું છે. ‘‘कृषिः पशुपाल्यं वाणिज्यं च वार्ता’ કૃષિ, પશુપાલન, વાણિજ્ય સંબંધીનું પ્રતિપાદન તે १. हिंसारागादिप्रवर्धितदुष्टकथाश्रवणशिक्षणव्यावृत्तिरशुभश्रुतिरित्याख्यायते] । २. कृषिः पशुपाल्यवाणिज्या
Page 201 of 315
PDF/HTML Page 225 of 339
single page version
चात्यद्भुतं कर्म वीरकथायां प्रतिपाद्यते, मिथ्यात्वं चाद्वैतक्षणिकमित्यादि, प्रमाणविरुद्धार्थ- प्रतिपादकशास्त्रेण क्रियते, द्वेषश्च विद्वेषीकरणादिशास्त्रेणाभिधीयते रागश्च वशीकरणादि- शास्त्रेण विधीयते, मदश्च ‘वर्णानां ब्राह्मणो गुरु’रित्यादिग्रन्थाज्ज्ञायते, मदनश्च १
विलासपताकादिशास्त्रादुत्कटो भवति तैः एतैः कृत्वा चेतः कलुषयतां शास्त्राणां श्रुतिर्दुःश्रुतिर्भवति ।।७९।।
अधुना प्रमादचर्यास्वरूपं निरूपयन्नाह — વાર્તા છે એવા વચનથી સાહસ એટલે અતિ અદ્ભુત કર્મ – તેનું પ્રતિપાદન વીરકથામાં કરવામાં આવ્યું છે; મિથ્યાત્વનું પ્રતિપાદન – અદ્વૈત અને ક્ષણિક ઇત્યાદિ (અનેકાન્તવાદ) – તેનું વર્ણન પ્રમાણવિરુદ્ધ અર્થપ્રતિપાદક શાસ્ત્રથી કરવામાં આવ્યું છે. દ્વેષનું કથન વિદ્વેષ આદિ ઉત્પન્ન કરે તેવા શાસ્ત્રથી કરવામાં આવ્યું છે, રાગનું કથન વશીકરણાદિ શાસ્ત્રથી કરવામાં આવ્યું છે, ‘ચતુર્વર્ણોમાં બ્રાહ્મણ ગુરુ છે’ — ઇત્યાદિ ગ્રન્થથી મદનું (અહંકારનું હોવું જાણવામાં આવે છે.) અને રતિગુણવિલાસ પતાકાદિ શાસ્ત્રથી મદન ઉત્કૃષ્ટ (તીવ્ર – ઉગ્ર) બને છે. એ વડે (આરંભ, પરિગ્રહાદિ વડે) કરીને ચિત્તને કલુષિત કરનાર શાસ્ત્રોનું શ્રવણ તે દુઃશ્રુતિ અનર્થદંડવ્રત છે.
ભાવાર્થ : — જે આરંભ, પરિગ્રહ, સાહસ, મિથ્યાત્વ, દ્વેષ, રાગ, મદ અને મદન (કામ)નું કથન કરી ચિત્તને કલુષિત (મલિન) કરે તેવાં શાસ્ત્રોનું શ્રવણ કરવું; તેને દુઃશ્રુતિ અનર્થદંડ કહે છે.
કૃષિશાસ્ત્રાદિ આરંભનું, રાજવિદ્યા, વણિગ્વિદ્યાના ગ્રંથાદિ પરિગ્રહનું, વીરકથા – અભિમન્યુ નાટકાદિ સાહસનું, પ્રમાણવિરુદ્ધ અદ્વૈત શાસ્ત્રાદિ મિથ્યાત્વનું, કૌટિલ્યપુરાણાદિ રાગનું, વશીકરણશાસ્ત્રાદિ દ્વેષનું, ‘વર્ણોમાં બ્રાહ્મણ ગુરુ છે’ ઇત્યાદિ પ્રતિપાદક શાસ્ત્રાદિ મદનું અને રતિરહસ્ય, ભામિનીવિલાસ ગ્રંથાદિ મહાન (વિષયભોગ)નું પ્રતિપાદન કરી ચિત્તને કલુષિત કરે છે. માટે તેવાં શાસ્ત્રોનું (વિકથા) નાટક, ઉપન્યાસ, કહાની આદિનું પઠન, પાઠન, શ્રવણ અને મનન તે દુઃશ્રુતિ અનર્થદંડ છે. ૭૯.
હવે પ્રમાદચર્યા અનર્થદંડના સ્વરૂપનું નિરૂપણ કરી કહે છે — १. रतिविलासगुणपताकादि घ ।
Page 202 of 315
PDF/HTML Page 226 of 339
single page version
क्षितिसलिलदहनपवनारम्भं विफलं वनस्पतिच्छेदं ।
सरणं सारणमपि च १प्रमादचर्यां प्रभाषन्ते ।।८०।।
‘प्रभाषन्ते’ प्रतिपादयन्ति । कां ? ‘प्रमादचर्यां । किं तदित्याह — ‘क्षितीत्यादि’ । क्षितिश्च सलिलं च दहनश्च पवनश्च तेषामारम्भं क्षितिखननसलिलप्रक्षेपणदहनप्रज्वलन- पवनकरणलक्षणं । किंविशिष्टं ? ‘विफलं’ निष्प्रयोजनं । तथा ‘वनस्पतिच्छेदं’ विफलं । न केवलमेतदेव किन्तु ‘सरणं सारणमपि च’ सरणं स्वयं निष्प्रयोजनं पर्यटनं सारणमन्यस्य निष्प्रयोजनं गमनप्रेरणं ।।८०।।
અન્વયાર્થ : — [विफलम् ] કોઈ મતલબ (પ્રયોજન) વિના [क्षितिसलिलदहनपवनारम्भम् ] ક્ષિતિ – આરંભ (જમીન ખોદવી), સલિલ – આરંભ (પાણી વહેવડાવવું – ઢોળવું) દહન – આરંભ (અગ્નિ સળગાવવો), પવન – આરંભ (પવન નાખવો), [वनस्पतिच्छेदम् ] વનસ્પતિનો છેદ કરવો, [सरणम् ] સ્વયં ઘૂમવું, [सारणम् ] બીજાઓને ઘૂમાવવું – તેને [प्रमादचर्याम् ] પ્રમાદચર્યા (અનર્થદંડ) [प्रभाषन्ते ] કહે છે.
ટીકા : — ‘प्रभाषन्ते’ પ્રતિપાદન કરે છે – કહે છે. શું (કહે છે)? ‘प्रमादचर्याम्’ પ્રમાદચર્યા. તે શું છે? તે કહે છે — ‘क्षितीत्यादि’ જમીન, પાણી, અગ્નિ અને પવન તેમનો આરંભ અર્થાત્ જમીન ખોદવી, પાણીનું પ્રક્ષેપણ કરવું (ઢોળવું), અગ્નિ સળગાવવો અને પવન (ઉત્પન્ન) કરવારૂપ આરંભ. કેવો (આરંભ)? ‘विफलं’ નિષ્પ્રયોજન તથા ‘वनस्पतिच्छेदं’ નિષ્પ્રયોજન – વિફળ વનસ્પતિને છેદવી. કેવલ એ જ નહિ, પરંતુ ‘सरणं सारणमपि च’ સ્વયં નિષ્પ્રયોજન ભટકવું અને બીજાને નિષ્પ્રયોજન ભટકવા પ્રેરણા કરવી ( – એ બધી નિષ્પ્રયોજન આરંભજનક ક્રિયાને પ્રમાદચર્યા અનર્થદંડ કહે છે.)
ભાવાર્થ : — ક્ષિતિ આરંભ (જમીન ખોદવી), સલિલ આરંભ (પાણી ઢોળવું), દહનારંભ (અગ્નિ સળગાવવો), પવનારંભ (પવન ચલાવવો) તથા વનસ્પતિ તોડવી, નિષ્પ્રયોજન અહીં તહીં ભટકવું અને અન્યને વિના કારણ ભટકવા માટે પ્રેરણા કરવી વગેરે નિષ્પ્રયોજન આરંભજનક ક્રિયાને પ્રમાદચર્યા અનર્થદંડ કહે છે. ૮૦. १. प्रयोजनमन्तरेणापि वृक्षादिच्छेदन – भूमिकुट्टन – सलिलसेचन – वधकर्म प्रमादचरितमिति कथ्यते ।
Page 203 of 315
PDF/HTML Page 227 of 339
single page version
एवमनर्थदण्डविरतिव्रतं प्रतिपाद्येदानीं तस्यातीचारानाह —
कन्दर्पं कौत्कुच्यं मौखर्यमतिप्रसाघनं पञ्च ।
असमीक्ष्य चाधिकरणं व्यतीतयोऽनर्थदण्डकृद्विरतेः ।।८१।।
‘व्यतीतयो’ऽतीचारा भवन्ति । कस्य ? ‘अनर्थदण्डकृद्विरतेः’ अनर्थ निष्प्रयोजनं दण्डं दोषं कुर्वन्तीत्यनर्थदंडकृतः पापोपदेशादयस्तेषां विरतिर्यस्य तस्य । कति ? ‘पंच’ । कथमित्याह — ‘कन्दर्पेत्यादि’, रागोद्रेकात्प्रहासमिश्रो भण्डिमाप्रधानो वचनप्रयोगः कंदर्पः, प्रहासो भंडिमावचनं भंडिमोपेतकायव्यापारप्रयुक्तं कौत्कुच्यं, धाष्टर्यप्रायं बहुप्रलापित्वं मौखर्यं, यावतार्थेनोपभोगपरिभोगौ भवतस्ततोऽधिकस्य करणमतिप्रसाधनम्, एतानि चत्वारि,
એ પ્રમાણે અનર્થદંડવિરતિ વ્રતનું પ્રતિપાદન કરીને હવે તેના અતિચારો કહે છે —
અન્વયાર્થ : — [कन्दर्पम् ] મશ્કરી સાથે અશિષ્ટ વચન કહેવું, [कौत्कुच्यम् ] શરીરની કુચેષ્ટા સાથે અશિષ્ટ વચન કહેવું, [मौखर्यम् ] વૃથા બહુ બકવાદ કરવો, [अतिप्रसाधनम् ] ભોગોપભોગની સામગ્રી આવશ્યકતા કરતાં વધુ એકઠી કરવી, [च ] અને [असमीक्ष्य अधिकरणम् ] વિના વિચારે કામ કરવું — એ [पञ्च ] પાંચ [अनर्थदण्डकृद्विरतेः ] અનર્થદંડવિરતિ વ્રતના [व्यतीतयः ] અતિચારો છે.
ટીકા : — ‘व्यतीतयः’ અતિચારો છે. કોના? ‘अनर्थदंडकृद्विरतेः’ અનર્થદંડવિરતિ વ્રતના. अनर्थ નિષ્પ્રયોજન, दण्डं દોષ કરે તે, અનર્થદંડકૃત્ પાપોપદેશાદિ — તેમનાથી જેને વિરતિ છે, તેના (અનર્થદંડકૃત વિરતિ વ્રતના). કેટલા (અતિચારો)? પાંચ. ‘કેવા’ તે કહે છે — ‘कन्दर्पेत्यादि’ कंदर्प અર્થાત્ રાગની પ્રબળતાથી હાસ્યમિશ્રિત અશિષ્ટપ્રધાન વચનપ્રયોગ તે કંદર્પ, ‘कौत्कुच्यम्’ હાસ્ય અને અશિષ્ટ વચનસહિત કાયની કુત્સિત ચેષ્ટા કરવી તે કૌત્કુચ્ય, ‘मौखर्यम्’ ધૃષ્ટતાપૂર્વક બહુ બકવાદ કરવો તે મૌખર્ય, ‘अतिप्रसाधनम्’ જેટલા પ્રયોજનથી ભોગ અને ઉપભોગની (સામગ્રી) બને તેનાથી અધિક સામગ્રી એકત્ર કરવી (અર્થાત્ આવશ્યકતા કરતાં અધિક ભોગોપભોગની સામગ્રી એકત્ર કરવી તે અતિ
Page 204 of 315
PDF/HTML Page 228 of 339
single page version
असमीक्ष्याधिकरणं पंचमं असमीक्ष्य प्रयोजनमपर्यालोच्य आधिक्येन कार्यस्य करणमसमीक्ष्याधिकरणं ।।८१।।
साम्प्रतं भोगोपभोगपरिमाणलक्षणं गुणव्रतमाख्यातुमाह —
‘भोगोपभोगपरिमाणं’ भवति । किं तत् ? ‘यत्परिसंख्यानं’ परिगणनं । केषां ? પ્રસાધન એ ચાર અને પાંચમું ‘असमीक्ष्यअधिकरणम्’ પ્રયોજન વિચાર્યા વિના અધિકતાથી કાર્ય કરવું, તે અસમીક્ષ્ય – અધિકરણ અતિચારો છે.
ભાવાર્થ : — અનર્થદંડવ્રતના પાંચ અતિચારો છે તે નીચે પ્રમાણે છે —
અધિકાર કરી લેવો. ૮૧. હવે ભોગોપભોગપરિમાણરૂપ ગુણવ્રતનું વ્યાખ્યાન કરવાને કહે છે —
અન્વયાર્થ : — [अवधौ ] પરિગ્રહપરિમાણ વ્રતમાં કરેલી પરિગ્રહની મર્યાદા હોતાં [रागरतीनाम् ] વિષયોના રાગથી થતી રતિને (આસક્તિને, લાલસાને) [तनुकृतये ] ઘટાડવા માટે [अक्षार्थानाम् ] ઇન્દ્રિય – વિષયોનું [अर्थवताम् अपि ] તેઓ (ઇન્દ્રિયસુખરૂપ) પ્રયોજનના સાધક હોવા છતાં પણ [परिसंख्यानम् ] પરિમાણ કરવું તે [भोगोपभोगपरिमाणम् ] ભોગોપભોગપરિમાણ નામનું ગુણવ્રત [उच्यते ] કહેવાય છે.
ટીકા : — ‘भोगोपभोगपरिमाणम्’ ભોગોપભોગપરિમાણ ગુણવ્રત છે. તે શું છે? ‘यत् परिसंख्यानम्’ પરિમાણ કરવું તે. કોનું (પરિમાણ) છે? ‘अक्षार्थानाम्’ ઇન્દ્રિયોના
Page 205 of 315
PDF/HTML Page 229 of 339
single page version
‘अक्षार्थाना’मिन्द्रियविषयाणां । कथंभूतानामपि तेषां ? ‘अर्थवतामपि’ सुखादिलक्षण- प्रयोजनसंपादकानामपि अथवाऽर्थवतां सग्रन्थानामपि श्रावकाणां । तेषां परिसंख्यानं । किमर्थं ? ‘तनूकृतये’ १कृशतरत्वकरणार्थं । कासां ? ‘रागरतीनां’ रागेण विषयेषु रागोद्रेकेण रतयः आसक्तयस्तासां । कस्मिन् सति ? ‘अवधौ’ विषयपरिमाणे ।।८२।।
अथ को भोगः कश्चोपभोगो यत्परिमाणं क्रियते इत्याशंक्याह —
વિષયોનું. તે કેવા હોવા છતાં? ‘अर्थवतामपि’ સુખાદિરૂપ પ્રયોજનના સંપાદક હોવા છતાં; અથવા પરિગ્રહ સહિત શ્રાવકોને પણ ઇન્દ્રિયોના વિષયોનું પરિમાણ કરવું તે. શા માટે? ‘तनूकृतये’ વધુ કૃશ કરવા માટે (વધુ ઘટાડવા માટે). કોને (ઘટાડવા માટે)? ‘रागरतीनां’ વિષયોના રાગની તીવ્રતાથી જે આસક્તિ (રતિ) થાય છે તેને (ઘટાડવા માટે). શું હોતાં? વિષયોનું પરિમાણ હોતાં.
ભાવાર્થ : — ઇન્દ્રિયોનાં વિષયોમાં રાગના ઉદ્રેકથી (પ્રબળતાથી) જે આસક્તિ થાય છે તેને ઘટાડવા માટે દિગ્વ્રતની મર્યાદાની અંદર પણ પ્રયોજનભૂત ઇન્દ્રિયોના વિષયોનું પણ પરિમાણ કરવું અર્થાત્ નિત્ય ઉપયોગમાં આવે તેવા ઇન્દ્રિયોના વિષયોનું નિયત સમય સુધી યા જીવનપર્યંત પરિમાણ કરવું – તેને ભોગોપભોગપરિમાણવ્રત કહે છે. ૮૨.
હવે ભોગ શું અને ઉપભોગ શું, જેનું પરિમાણ કરવામાં આવે છે? એવી આશંકા કરીને કહે છે —
અન્વયાર્થ : — [अशनप्रभृतिः ] ભોજન આદિક [पञ्चेन्द्रियः ] પાંચ ઇન્દ્રિયોના [विषयः ] વિષયો [भुक्त्वा ] ભોગવીને જે (વિષયો) [परिहातव्यः ] છોડી દેવા યોગ્ય છે તે [भोगः ] ભોગ છે અને [वसनप्रभृति ] જે વસ્ત્રાદિ વિષયો [भुक्त्वा ] ભોગવીને [पुनः ] ફરીથી [भोक्तव्यः ] ભોગવવા યોગ્ય છે, તે [उपभोगः ] ઉપભોગ છે. १. कृशत्वकरणाय घ० । २. भोगसंख्यानं पंचविधं त्रसघातप्रमादबहुवधानिष्टानुपसेव्यविषयभेदात् । मधु मांसं सदा परिहर्तव्यं त्रसघातं
Page 206 of 315
PDF/HTML Page 230 of 339
single page version
पंचेन्द्रियाणामयं ‘पाञ्चेन्द्रियो विषयः’ । ‘भुक्त्वा’ ‘परिहातव्य’ स्त्याज्यः स ‘भोगो’ऽशनपुष्पगंधविलेपनप्रभृतिः । यः पूर्वं भुक्त्वा पुनश्च भोक्तव्यः स ‘उपभोगो’ वसनाभरणप्रभृतिः वसनं वस्त्रम् ।।८३।।
१
त्रसहतिपरिहरणार्थं क्षौद्रं पिशितं प्रमादपरिहृतये ।
मद्यं च वर्जनीयं जिनचरणौ शरणमुपयातैः ।।८४।।
ટીકા : — ‘पाञ्चेन्द्रियः विषयः’ પાંચ ઇન્દ્રિયો સંબંધી વિષયો, ‘भुक्त्वा परिहातव्यस्त्याज्यः’ ભોગવીને જે છોડવા યોગ્ય છે, તે ‘भोगः’ ભોગ છે. જેમ કે ‘अशनप्रभृति’ ભોજન, પુષ્પ, ગંધ, વિલેપન વગેરે. જે (વિષયો) પહેલાં ‘भुक्त्वा’ ભોગવીને ‘पुनश्च भोक्तव्यः’ ફરીથી ભોગવવા યોગ્ય છે તે ‘उपभोगः’ ઉપભોગ છે, જેમ કે ‘वसनप्रभृतिः’ (વસ્ત્ર) આભૂષણ વગેરે.
ભાવાર્થ : — જે પાંચ ઇન્દ્રિયોનો વિષય (પદાર્થ) એકવાર ભોગવ્યા પછી ફરીથી ભોગવવા યોગ્ય રહે નહિ તેને ભોગ કહે છે; જેમ કે ભોજન, ગંધ, માળા વગેરે અને જે પદાર્થ વારંવાર ભોગવવામાં આવે છે તેને ઉપભોગ કહે છે; જેમ કે વસ્ત્ર, આભૂષણ વગેરે.
જે ભોગ – ઉપભોગની વસ્તુઓને ભોગવવામાં આવતાં દ્રવ્યહિંસા થાય તે તો સર્વથા ત્યાજ્ય છે, પરંતુ જે વસ્તુઓ ભોગવવામાં આવતાં દ્રવ્યહિંસા તો નથી થતી, પણ તેને ભોગવવાની લાલસારૂપ રાગજનિત ભાવહિંસા અવશ્ય થાય છે; માટે તેને ઘટાડવા માટે તેવી વસ્તુઓનું કાળની મર્યાદાથી પરિમાણ કરવું યોગ્ય છે. ૮૩.
દારૂ આદિ પદાર્થ ભોગરૂપ હોવા છતાં, (તેમાં) ત્રસ જીવોનો ઘાત થતો હોવાના કારણે અણુવ્રતધારીઓએ તેનો ત્યાગ કરવો એમ કહે છે —
અન્વયાર્થ : — [जिनचरणौ ] જિનેન્દ્રદેવના ચરણોના [शरणम् ] શરણે [उपयातैः ] ગયેલા (શ્રાવકોએ) [त्रसहतिपरिहरणार्थम् ] ત્રસ જીવોની હિંસા દૂર કરવા માટે [क्षौद्रं ] મધુ, [पिशितम् ] માંસનો [च ] અને [प्रमादपरिहृतये ] પ્રમાદનો પરિહાર (ત્યાગ) કરવા માટે [मद्यम् ] દારૂનો [वर्जनीयम् ] ત્યાગ કરવા યોગ્ય છે. १. मद्यादिरूपभोगरूपोऽपि घ ।
Page 207 of 315
PDF/HTML Page 231 of 339
single page version
‘वर्जनीयं’ । किं तत् ? क्षौद्रं’ मधु । तथा ‘पिशितं’ । किमर्थं ? ‘त्रसहतिपरिहरणार्थं’ त्रसानां द्वीन्द्रियादीनां हतिर्वधस्तत्परिहरणार्थं । तथा ‘मद्यं च’ वर्जनीयं । किमर्थं ? ‘प्रमादपरिहृतये’ माता भार्यति विवेकाभावः प्रमादस्तस्य परिहृतये परिहारार्थं । कैरेतद्वर्जनीयं ? ‘शरणमुपयातैः’ शरणमुपगतैः । कौ ? ‘जिनचरणौ’ श्रावकैस्तत्त्याज्यमित्यर्थः ।।८४।।
तथैतदपि तैस्त्याज्यमित्याह —
ટીકા : — ‘वर्जनीयं’ ત્યાગ કરવા યોગ્ય છે. શું તે? ‘क्षौद्रं’ મધ તથા ‘पिशितं’ માંસ શા માટે? ‘त्रसहितपरिहारणार्थं’ બે ઇન્દ્રિયાદિ ત્રસ જીવોનો ઘાત દૂર કરવા માટે તથા ‘मद्यं च’ દારૂનો પણ ત્યાગ કરવા યોગ્ય છે. શા માટે? ‘प्रमादपरिहृतये’ ‘આ માતા છે, આ ભાર્યા છે’ એવા વિવેકનો અભાવ તે પ્રમાદ, તેનો પરિહાર કરવા માટે. કોના દ્વારા તે ત્યાગવા યોગ્ય છે? ‘शरणमुपयातैः’ શરણે ગયેલા શ્રાવકો દ્વારા. કોના (શરણે)? ‘जिनचरणौ’ જિનેન્દ્રદેવના ચરણોના, (જિનના ચરણોના શરણે ગયેલા) શ્રાવકો દ્વારા તે (મધ, માંસ અને દારૂ) ત્યાગવા યોગ્ય છે. એવો અર્થ છે.
ભાવાર્થ : — મધ (મધુ) અને માંસ ખાવાથી ત્રસ જીવોની હિંસા થાય છે અને દારૂ (મદિરા) પીવાથી ઉન્મત્તતા – પાગલપણું આવે છે, સત્ અને અસત્નો વિવેક રહેતો નથી અર્થાત્ અતિ પ્રમાદની ઉત્પત્તિ થાય છે અને ત્રસહિંસા પણ થાય છે. માટે જિનેન્દ્રદેવના ભક્તોએ ત્રસહિંસા અને પ્રમાદને દૂર કરવા માટે મધ, માંસ અને દારૂનો સર્વથા જીવનપર્યંત ત્યાગ કરવો જોઈએ.
અફીણ, ગાંજો, ચરસ, ભાંગ, તમાકુ વગેરે ચીજો પ્રમાદ વધારનારી તથા આત્માના સ્વભાવને વિકારી કરે છે, માટે તેવી ચીજોનો પણ ત્યાગ કરવો જોઈએ. ૮૪.
તેવી રીતે તેમણે આનો પણ (સર્વથા) ત્યાગ કરવો એમ કહે છે —
અન્વયાર્થ : — (ભોગોપભોગપરિમાણ વ્રતમાં) [अल्पफलबहुविघातात् ] ફળ થોડું १. केतक्यर्जुनपुष्पादीनि बहुजन्तुयोनिस्थानानि श्रृङ्गवेरमूलकहरिद्रानिम्बकुसुमादीन्यनन्तकायव्यपदेशार्हाणि
Page 208 of 315
PDF/HTML Page 232 of 339
single page version
‘अवहेयं’ त्याज्यं । किं तत् ? ‘मूलकं’ । तथा ‘श्रृङ्गवेराणि’ आर्द्रकाणि । किं विशिष्टानि ? ‘आर्द्राणि’ अशुष्काणि१ । तथा नवनीतं च । निम्बकुसुममित्युपलक्षणं सकलकुसुमविशेषाणां तेषां । तथा कैतकं केतक्या इदं कैतकं गुधरा इत्येवं, इत्यादि सर्वमवहेयं । कस्मात् ‘अल्पफलबहुविघातात्’ । अल्पं फलं यस्यासावल्पफलः, बहूनां त्रसजीवानां विघातो विनाशो बहुविघातः अल्पफलश्चासौ बहुविघातश्च तस्मात् ।।८५।। અને સ્થાવર જીવોની હિંસા અધિક હોવાથી [आर्द्राणि ] સચિત્ત [श्रृंगवेराणि ] અદરક, [मूलम् ] કંદમૂળ, [नवनीतनिम्बकुसुमम् ] માખણ, લીમડાનો કોર, [कैतकम् ] કેતકીનાં ફૂલ [इति ] અનેક [एवम् ] એવા પ્રકારની અન્ય વસ્તુઓનો [अवहेयं ] ત્યાગ કરવો જોઈએ.
ટીકા : — ‘अवहेयम्’ ત્યાગ કરવો જોઈએ. શું તે? ‘मूलकं’ કંદમૂળ તથા ‘श्रृंगवेराणि’ આદુ કેવું? ‘आर्द्राणि’ સચિત્ત – લીલી – સૂકાયેલી નહિ (અપકવ) તથા ‘नवनीतनिम्बकुसुमम्’ નવનીત (માખણ) અને લીમડાનો કોર, તેનાં ઉપલક્ષણોથી સર્વ પુષ્પ – વિશેષો તેમનો તથા ‘कैतकम्’ કેતકીનાં ફૂલ ઇત્યાદિ સર્વનો ત્યાગ કરવો જોઈએ. શા માટે (તેમનો ત્યાગ કરવો જોઈએ)? ‘अल्पफलबहुविघातात्’ અલ્પ ફળ અને બહુ ત્રસ જીવોને વિઘાત – નાશ થતો હોવાથી (તેમનો ત્યાગ કરવો જોઈએ.)
ભાવાર્થ : — જે ખાવાથી ફળ (લાભ) થોડું અને સ્થાવર ત્રસ જીવોની હિંસા અધિક થાય તેવાં સચિત્ત હળદર, કંદમૂળ આદિ સર્વ પ્રકારનાં જમીનકંદ; માખણ, લીમડા અને કેતકી આદિનાં સર્વ પ્રકારનાં ફૂલ તથા એવી બીજી વસ્તુઓનો ભોગોપભોગ વ્રતધારીએ સર્વથા ત્યાગ કરવો જોઈએ. એવી વસ્તુઓનું પરિમાણ હોય નહિ પણ જીવનપર્યંત તેમનો ત્યાગ જ હોય.
સાધારણ વનસ્પતિ અને કંદમૂળાદિમાં અનંત નિગોદિયા જીવ રહે છે. તેમનો ભક્ષ કરવાથી બહુ સ્થાવર જીવોની હિંસા થાય છે, માટે તેમનો સર્વથા ત્યાગ કરવો જોઈએ.
જે વનસ્પતિના પાનમાં રેખા, ગાંઠો, સંધિઓ પ્રત્યક્ષ જોવામાં આવે, જેમાં તંતુઓ હોય અને જે તોડવાથી એક સરખું સમભાગે તૂટે નહિ – વાંકીચુંકી તૂટે તે નિગોદિયા જીવરહિત પ્રત્યેક વનસ્પતિ છે. પરંતુ જેના પાનમાં રેખાઓ, ગાંઠો પ્રગટ ન હોય અને જે તોડવાથી સમભાગે તૂટે તે નિગોદિયા જીવસહિત સાધારણ વનસ્પતિ છે.
પ્રત્યેક વનસ્પતિને આશ્રયે એક જ જીવ રહે છે, જ્યારે સાધારણ વનસ્પતિના १. अपक्वानि घ ।
Page 209 of 315
PDF/HTML Page 233 of 339
single page version
प्रासुकमपि यदेवंविधं तत्त्याज्यमित्याह —
१यदनिष्टं तदव्रतयेद्यच्चानु२पसेव्यमेतदपि जह्यात् ।
अभिसन्धिकृता विरतिर्विषयाद्योग्याद्व्रतं भवति ।।८६।।
‘यदनिष्टं’ उदरशूलादिहेतुतया प्रकृतिसात्म्यकं यन्न भवति ‘तद्व्रतयेत्’ व्रतनिवृत्तिं कुर्यात् त्यजेदित्यर्थः । न केवलमेतदेव व्रतयेदपितु ‘यच्चानुपसेव्यमेतदपि जह्यात्’ । यच्च यदपि गोमूत्र – करभदुग्ध – शंखचूर्ण – ताम्बूलोद्गाललाला – मूत्र – पुरीष – श्लेष्मादिकमनुपसेव्यं આશ્રયે અનંત નિગોદિયા સ્થાવર જીવો રહે છે; માટે અનંત સ્થાવર જીવોની હિંસાથી બચવા માટે તેવી વનસ્પતિનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. (પૃથ્વી આદિ એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચતુરિન્દ્રિય અને તિર્યંચ ગતિવાળા જ છે.) વધુ માટે જુઓ પુરુષાર્થસિદ્ધિ – ઉપાય ગુજરાતી આવૃત્તિ શ્લોક ૧૬૨નો ભાવાર્થ. ૮૫.
પ્રાસુક હોવા છતાં જે આવાં પ્રકારનાં (અનિષ્ટ અને અનુપસેવ્ય) હોય, તેમનો પણ ત્યાગ કરવો જોઈએ એમ કહે છે —
અન્વયાર્થ : — (આ ભોગોપભોગપરિમાણ વ્રતમાં [यद् ] જે વસ્તુ [अनिष्टम् ] અનિષ્ટ (અહિતકર) હોય, [तत् ] તે [व्रतयेत् ] છોડવી જોઈએ [च ] અને [यत् ] જે [अनुपसेव्यत् ] (સારા માણસોને) સેવન કરવા યોગ્ય ન હોય [एतद् अपि ] તે પણ [जह्यात् ] છોડવું જોઈએ; કારણ કે [योग्यात् ] યોગ્ય [विषयात् ] વિષયોથી [अभिसन्धिकृत्वा ] અભિપ્રાયપૂર્વક કરેલો [विरतिः ] ત્યાગ તે [व्रतं ] વ્રત [भवति ] છે.
ટીકા : — ‘यदनिष्टम्’ પેટમાં ચૂંક આદિ આવવાના કારણે જે પ્રકૃતિને માફક ન આવે તેવી વસ્તુ અનિષ્ટ છે, ‘तद्व्रतयेत्’ તેનાથી (તેવી અનિષ્ટ ચીજથી) નિવૃત્તિ કરવી જોઈએ, તેનો ત્યાગ કરવો જોઈએ તેવો અર્થ છે. ફક્ત તેનો જ ત્યાગ કરવો એટલું જ નહિ, કિન્તુ ‘यच्चानुपसेव्यमेतदपि जह्यात्’ ગોમૂત્ર (ગાયનું મૂત્ર), ઊંટડીનું દૂધ, શંખચૂર્ણ, १. यानवाहनाभरणादिषु एतावदेवेष्टमतोऽन्यदनिष्टमित्यनिष्टान्निवर्तनं कर्तव्यं । २. न ह्यसति अभिसन्धिनियमे
Page 210 of 315
PDF/HTML Page 234 of 339
single page version
प्रासुकमपि शिष्टलोकानामास्वादनायोग्यं एतदपि जह्यात् व्रतं कुर्यात् । कुत एतदित्याह – १
पूर्विका या विरतिः सा यतो व्रतं भवति ।।८६।। પાન ખાઈને બહાર કાઢેલી લાળ, મૂત્ર, વિષ્ટા, લીંટ આદિ પ્રાસુક હોવા છતાં શિષ્ટજનોને (સજ્જનોને) સ્વાદ કરવા યોગ્ય ન હોય – એવી અનુપસેવ્ય (નહિ સેવન કરવા યોગ્ય) વસ્તુઓનો પણ ત્યાગ કરવો જોઈએ — તેનાથી નિવૃત્તિ કરવી જોઈએ. શા માટે? તે કહે છે — ‘अभिसन्धीत्यादि’ અનિષ્ટ અને અનુપસેવ્ય હોવાથી છોડવા યોગ્ય વિષયથી અભિપ્રાયપૂર્વક જે વિરતિ (નિવૃત્તિ) થાય છે, તે વ્રત છે.
ભાવાર્થ : — જે વસ્તુ શારીરિક પ્રકૃતિને વિરુદ્ધ હોય, રોગાદિકને વધારનારી હોય, પ્રકૃતિને માફક આવતી ન હોય, (જેમ ખાંસીવાળા દરદીને ખાંડ વગેરે માફક ન હોય તેમ) તે અનિષ્ટ છે અને શિષ્ટજનોને જે સેવન કરવા યોગ્ય નથી તેવી ચીજો જેવી કે ગોમૂત્ર, વિષ્ટા, લીંટ આદિ અનુપસેવ્ય છે. તે બંને પ્રકારની અનિષ્ટ અને અનુપસેવ્ય ચીજોનો ત્યાગ કરવો જોઈએ, કારણ કે સેવન કરવા યોગ્ય પાંચ ઇન્દ્રિયોના વિષયોનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કરવો, તેને જ વ્રત કહે છે.
આવા વ્રતો સમ્યગ્દ્રષ્ટિ સહિત પંચમ ગુણસ્થાને હોય છે. એ વ્રતોમાં ‘પરવસ્તુને છોડવાનું કથન’ તેનો અર્થ એવો નથી કે પરવસ્તુ ગ્રહી યા છોડી શકાય છે; પણ જ્ઞાનીને તે ભૂમિકામાં અકષાયસ્વભાવના આલંબન અનુસાર એ વસ્તુનો રાગ ઉત્પન્ન થતો નથી; તેથી ઉપચરિત અસદ્ભૂત વ્યવહારનયથી ‘પરનો ત્યાગ કર્યો’ એમ કહેવામાં આવે છે.
જે ચીજો ખાવા યોગ્ય હોય અને તેમાં જીવહિંસાનો પણ અભાવ હોય, પરંતુ કોઈ કારણવશાત્ પોતાને અનુકૂળ ન હોય, હાનિકારક હોય તો તેવી ચીજો અનિષ્ટ છે, જેમ કે ખાંસીના રોગીને ઘી – દૂધ હાનિકારક છે, અનિષ્ટ છે. વાતના દરદીને ભાત, અડદની દાળ વગેરે અનિષ્ટ છે, કફના દરદીને ખાંડની ચીજો અનિષ્ટ છે તથા જે પદાર્થ ખાવાથી પ્રમાદ, આલસ્ય, નિદ્રા વગેરે ઉત્પન્ન થાય; સ્વાધ્યાય, સામાયિક આદિ ધર્મધ્યાનમાં બાધા આવે તે સર્વ પદાર્થો ભક્ષ્ય હોવા છતાં પોતાને માટે અનિષ્ટ છે.
જે ચીજો અનિષ્ટ ન હોય તથા ચિંતાજનક પણ ન હોય, પરંતુ અનંતકાય અને १. ‘अभिसन्धीत्यादिअनिष्टतया अनुपसेव्यतया च व्यावृत्तेर्योग्याद् विषयाद्’ इति पंक्तिः घ प्रतौ नास्ति ।
Page 211 of 315
PDF/HTML Page 235 of 339
single page version
અભક્ષ્ય હોવાથી ડુંગળી, લસણ આદિ ચીજોનો ખાવામાં ઉપયોગ કરવામાં આવતો નથી. તો તેવી ચીજો અનુપસેવ્ય છે અર્થાત્ સેવન કરવા યોગ્ય નથી.
આ પ્રમાણે જે પદાર્થો ભક્ષ્ય હોય – ખાવા યોગ્ય હોય અને જીવહિંસાથી રહિત હોય, પરંતુ પોતાને માટે અનિષ્ટ હોય અને ઉચ્ચ કુલીનજનો માટે અનુપસેવ્ય હોય તો વ્રતધારીએ તેવા પદાર્થોનો સર્વથા ત્યાગ કરવો જોઈએ.
નીચેના પાંચ પ્રકારના પદાર્થોનો વ્રતીએ સર્વથા ત્યાગ કરવો જોઈએ —
નીમ અને કેતકીનાં ફૂલ આદિ.
વગેરે.
૫. અનુપસેવ્ય ચીજો — શિષ્ટજનોમાં સેવન કરવા યોગ્ય ન હોય તેવી ચીજો.
આ ઉપરાંત નીચેની બાવીસ અભક્ષ્ય ચીજો જેમાં ઉપરોક્ત પાંચ પ્રકારની ચીજોનો પણ સમાવેશ થાય છે, તેનો પણ વ્રતીએ ત્યાગ કરવો જોઈએ.
ઓલા, ઘોરવડા, નિશિભોજન, બહુબીજા, રીંગણા, અથાણાં, વડ, પીપળ, ઉમર, અનાનસ (કઠ), અંજીર (પાકરફળ), અજાણ્યા ફળ તથા કંદમૂળ, માટી, વિષ, આમિષ (માંસ – ઇંડા), મધુ, માખણ, મદિરાપાન, અતિ તુચ્છ ફળ, તુષાર, ચલિતરસ — એ જિનમતમાં બાવીસ અભક્ષ્ય કહ્યા છે.
ત્રસ જીવોનો ઘાત થાય છે.
ખાવાથી અસંખ્યાત ત્રસ જીવોની ઉત્પત્તિ થાય છે.
Page 212 of 315
PDF/HTML Page 236 of 339
single page version
રાત્રે બરાબર ન દેખાવાથી હિંસાના પાપ સિવાય આરોગ્યતાને પણ નુકશાન થાય છે. માખી ખાવામાં આવે તો ઊલટી થાય, કીડી ખાવામાં આવે તો પેશાબમાં બળતરા થાય, વાળ ખાવામાં આવે તો સ્વરભંગ થાય, જૂ ખાવામાં આવે તો જલોદર થાય અને મકડી (કરોળીયો) ખાવામાં આવે તો કોઢ થાય વગેરે.
પપૈયા જેમાં બહુ બી હોય છે તે વગેરે.
તેલમાં યા વિના તેલમાં કેટલાક દિવસ રાખવાથી તેમાં ત્રસ જીવોની ઉત્પત્તિ થાય છે. ચોવીસ કલાક પછી અથાણું અભક્ષ્ય છે.
પાકર ફળ — એ પાંચ ઉદુમ્બર ફળ સાક્ષાત્ ત્રસ જીવોનું ઘર છે.
૨૦. અતિતુચ્છ ફળ તે સપ્રતિષ્ઠિત વનસ્પતિ છે, અનંત જીવોની રાશિ છે.
૨૧. તુષાર – બરફ જે અસંખ્ય ત્રસ જીવોની રાશિ છે.
સમયની હોય, તેમાં ત્રસ જીવોની ઉત્પત્તિ થઈ જાય છે.
આ ચીજો ખાવાથી વિશેષ હિંસા થાય છે. આઠ મૂળ ગુણોમાં દોષ આવે છે અને અનેક રોગ ઉત્પન્ન થાય છે; માટે તેઓ વ્રતી માટે સર્વથા ત્યાજ્ય છે.
(નોંધ — અભક્ષ્ય વસ્તુઓ સંબંધી વધુ હકીકત માટે જુઓ, બાલબોધ જૈનધર્મ ભાગ – ૪ પાઠ છઠ્ઠો) ૮૬.
Page 213 of 315
PDF/HTML Page 237 of 339
single page version
तच्च द्विधा भिद्यत इति —
नियमो यमश्च विहितौ द्वेधा भोगोपभोगसंहारात् ।
नियमः परिमितकालो यावज्जीवं यमो ध्रियते ।।८७।।
‘भोगोपभोगसंहारात्’ भोगोपभोगयोः संहारात् परिमाणात् तमाश्रित्य । ‘द्वेधा विहितौ’ द्वाभ्यां प्रकाराभ्यां द्वेधा व्यवस्थापितौ । कौ ? ‘नियमो यमश्चे’त्येतौ । तत्र को नियमः कश्च यम इत्याह — ‘नियमः परिमितकालो वक्ष्यमाणः परिमितः कालो यस्य भोगोपभोगसंहारस्य स नियमः । ‘यमश्च यावज्जीवं ध्रियते’ ।।८७।।
તેના (ભોગોપભોગના ત્યાગના) બે પ્રકાર છે —
અન્વયાર્થ : — [भोगोपभोगसंहारे ] ભોગોપભોગના પરિમાણનો આશ્રય કરીને [नियमः ] નિયમ [च ] અને [यमः ] યમ – એવા [द्वेधा ] બે પ્રકારે [विहितौ ] કહેવામાં આવ્યા છે; તેમાં [परिमितकालो ] નિયત કાળની મર્યાદાપૂર્વક કરેલો ત્યાગ તે [नियमः ] નિયમ છે અને જે ત્યાગ [यावज्जीवनम् ] જીવનપર્યન્ત [ध्रियते ] ધારણ કરવામાં આવે છે તે [यमः ] યમ છે.
ટીકા : — ‘भोगोपभोगसंहारात्’ ભોગ – ઉપભોગના પરિમાણની અપેક્ષાએ અર્થાત્ ભોગ અને ઉપભોગના પરિમાણનો આશ્રય કરીને ‘द्वेधा विहितौ’ બે પ્રકારો કહેવામાં આવ્યા છે. કયા? ‘नियमो यमश्च’ નિયમ અને યમ એવા બે. તેમાં નિયમ શું? અને યમ શું? તે કહે છે — ‘नियमः परिमितकालो’ ધારેલા નિયત કાળ સુધી ભોગોપભોગનું પરિમાણ કરવામાં આવે છે તે નિયમ છે અને જીવનપર્યન્ત ભોગોપભોગનું પરિમાણ ધારણ કરવામાં આવે છે તે યમ છે.
ભાવાર્થ : — ભોગોપભોગ પરિમાણ વ્રતમાં નિયમ અને યમ – એમ બે પ્રકારના ત્યાગનું વિધાન કરવામાં આવ્યું છે. તે જે ત્યાગ ઘડી, કલાક આદિ નિયત સમયની મર્યાદાથી કરવામાં આવે છે તે નિયમ કહેવાય છે અને જે ત્યાગ જીવનપર્યંત કરવામાં આવે છે તે યમ કહેવાય છે.
Page 214 of 315
PDF/HTML Page 238 of 339
single page version
तत्र परिमितकाले तत्संहारलक्षणनियमं दर्शयन्नाह —
युगलं । नियमो भवेत् । किं तत् ? प्रत्याख्यानं । कया ? कालपरिच्छित्या । तामेव कालपरिच्छितिं दर्शयन्नाह — अद्येत्यादि, अद्येति प्रवर्तमानघटिकाप्रहरादिलक्षणकालपरिच्छित्या
વ્રતીને ભક્ષ્ય વસ્તુઓનો નિયમરૂપ ત્યાગ હોય છે અને અભક્ષ્ય વસ્તુઓનો યમરૂપ ત્યાગ હોય છે. (વધુ માટે જુઓ શ્લોક ૮૮ – ૮૯નો ભાવાર્થ અને વિશેષ). ૮૭.
તેમાં નિયત કાળના વિષયમાં, તેનો (ભોગોપભોગનો) ત્યાગરૂપ નિયમ દર્શાવીને કહે છે.
અન્વયાર્થ : — [भोजनवाहनशयनस्नानपवित्राङ्गरागकुसुमेषु ] ભોજન, વાહન, શય્યા (પથારી), સ્નાન, પવિત્ર અંગ વિલેપન, પુષ્પો [ताम्बूलवसनभूषणमन्मथसंगीतगीतेषु ] પાન, વસ્ત્ર, અલંકાર, કામભોગ, સંગીત અને ગીતના વિષયમાં, [अद्य ] આજ, [दिवा ] એક દિવસ, [रजनी ] એક રાત, [पक्षः ] એક પખવાડિયું, [मासः ] એક માસ [ऋतुः ] બે માસ [वा ] અથવા [अयनं ] છ માસ [इति ] એ પ્રમાણે [कालपरिच्छित्त्या ] કાળ વિભાગથી (કાળની મર્યાદાથી) [प्रत्याख्यानं ] ત્યાગ કરવો તે (ભોગોપભોગપરિમાણ વ્રતમાં) [नियमः ] નિયમ [भवेत् ] છે.
ટીકા : — ‘भोजनेत्यादि’ ભોજન, ઘોડા આદિરૂપ વાહન, પલંગ આદિરૂપ શયન, સ્નાન, કેસરાદિના વિલેપનરૂપ પવિત્ર અંગરાગ; આ પવિત્ર અંગરાગ અંજન અને તિલકાદિનું ઉપલક્ષણ છે. અંગરાગ સાથે પવિત્ર વિશેષણ આપવામાં આવ્યું છે તે દોષને દૂર કરવા માટે આપવામાં આવ્યું છે. તેનાથી સદોષ ઔષધ આદિ અંગરાગનું નિરાકરણ
Page 215 of 315
PDF/HTML Page 239 of 339
single page version
प्रत्याख्यानं । तथा दिवेति । रजनी रात्रिरिति वा । पक्ष इति वा । मास इति वा । ऋतुरिति वा मासद्वयं । अयनमिति वा षण्मासा । इत्येवं कालपरिच्छित्या प्रत्याख्यानं । केष्वित्याह — भोजनेत्यादि भोजनं च, वाहनं च घोटकादि, शयनं च पल्यङ्कादि, स्नानं च, पवित्राङ्गरागश्च पवित्रश्चासावङ्गरागश्च कुंकुमादिविलेपनं । उपलक्षणमेतदञ्जनतिलकादीनां पवित्रविशेषणं दोषापनयनार्थं तेनौषधाद्यङ्गरागो निरस्तः । कुसुमानि च तेषु विषयभूतेषु । तथा ताम्बूलं च वसनं च वस्त्रं भूषणं च कटकादि मन्मथश्च कामसेवा संगीतं च गीतनृत्यवादित्रत्रयं गीतं च केवलं नृत्यवाद्यरहितं तेषु च विषयेषु अद्येत्यादिरूपं कालपरिच्छित्या यत्प्रत्याख्यानं स नियम इति व्याख्यातम् ।।८८ – ८९।। થાય છે અને પુષ્પો — આ વિષયોમાં તથા તામ્બૂલ (પાન), વસન (વસ્ત્ર), કટકાદિ (આભૂષણ), મન્મથ (કામસેવન), જેમાં ગીત, નૃત્ય અને વાજિંત્ર એ ત્રણેય હોય એવું સંગીત અને જેમાં નૃત્ય, વાદિત્ર રહિત એકલું ગીત હોય એવું ગીત – આ બધા વિષયોમાં કાળવિભાગથી જે ત્યાગ કરવામાં આવે છે તે નિયમ છે; એમ કહેવામાં આવ્યું છે. ‘अद्येत्यादि’ ચાલુ દિવસમાં એક ઘડી, એક પ્રહરાદિ કાળનું પરિમાણ કરીને ત્યાગ કરવો તે આજનો ત્યાગ છે. એક દિવસ, એક રાત, એક પક્ષ (પખવાડિયું), એક માસ, બે માસ, છ માસ — એ પ્રમાણે કાળવિભાગથી ભોજનાદિનો ‘प्रत्याख्यानम्’ ત્યાગ કરવો તે ‘नियमः भवेत्’ નિયમ કહેવાય છે.
ભાવાર્થ : — ભોજન, વાહન (રથ, ઘોડા, પાલખી, મોટર વગેરે), શયન (ખાટ, પલંગ, ગાદી – તકીયા, રજાઈ વગેરે), સ્નાન (ગરમ જળ, ચોકી આદિ સાધન), પવિત્ર અંગરાગ (સાબુ, તેલ, અત્તર, ફુલેલ આદિ સુગંધિત વસ્તુઓથી વિલેપનાદિ), કુસુમ (પુષ્પમાળા વગેરે), તામ્બૂલ (પાન – સોપારી, ઇલાયચી આદિ મુખવાસની વસ્તુઓ), વસન (વસ્ત્ર, ઘોતી, ચાદર, પગરખાં, ટોપી, કોટ, ખમીસ વગેરે), ભૂષણ (બંગડી, બાજૂબંધ, કંકણ, કુંડલ, મુકુટ, હાર, વીંટી વગેરે), મન્મથ (સ્ત્રીભોગ), સંગીત (નૃત્ય, વાદ્ય, ગાયન સહિત રાગોનું સાંભળવું, નાટકાદિનું જોવું), ગીત (સ્ત્રીઓનાં ગીત – વસંત રાગ વગેરે) — એ ભોજનાદિ બાર ભોગ – ઉપભોગની વસ્તુઓનો ઘડી, પ્રહર, દિવસ, રાત્રિ, પક્ષ, માસ, ૠતુ (બે માસ) અને અયન (છ માસ), આદિ કાળની મર્યાદાપૂર્વક ત્યાગ કરવો તે નિયમ છે.
અયોગ્ય (અભક્ષ્ય) ભોગોપભોગની ચીજોનો સર્વથા ત્યાગ કરવો જોઈએ અને
Page 216 of 315
PDF/HTML Page 240 of 339
single page version
યોગ્ય (ભક્ષ્ય) ભોગોપભોગની વસ્તુઓનું પ્રમાણ કરવું જોઈએ. તેના માટે નીચેના ૧૭ નિયમો નિત્ય કરવા જોઈએ —
૧૧. અમુક આભૂષણ પહેરીશ.
૧૨. ગાડી, ઘોડા, તાંગા, રેલ, મોટર સાયકલ આદિ અમુક વાહનનો ઉપયોગ કરીશ.
૧૩. અમુક બિસ્તર, પલંગ આદિનો શયન માટે ઉપયોગ કરીશ.
૧૪. ખુરશી, ટેબલ, બેન્ચ, ગાદી, તકિયા આદિ અમુક આસનો ઉપયોગમાં લઈશ.
૧૫. સચિત્ત (લીલું શાક)