Page 177 of 315
PDF/HTML Page 201 of 339
single page version
कर्पटेन सर्व शरीरं प्रच्छाद्य स्तनं दादाति । रात्रौ तु १गृहपिण्डारेण सह कुकर्म करोति (?) । तद्दर्शनात् संजातवैराग्योऽहं संवलार्थं२ सुवर्णशलाकां वंशयष्टिमध्ये निक्षिप्य तीर्थयात्रायां निर्गतः । अग्रे गच्छतश्च ममैकबटुको मिलितो न तस्य विश्वासं गच्छाम्यहं यष्टिरक्षां यत्नतः करोमि । तेनाकलिता सा यष्टिःसगर्मेति । एकदा रात्रौ कुंभकारगृहे निद्रां कृत्वा द्राद्गत्वा तेन निजमस्तके लग्नं कुथितं तृणमालोक्यातिकुक्कुटेन ममाग्रतो, हा हा मया परतृणमदत्तं ३
ममागत्य मिलितः । भिक्षार्थं गच्छतस्तस्यातिशुचिरयमिति मत्वा विश्वसितेन मया यष्टिः कुक्कुरादिनिवारणार्थं समर्पिता । तां गृहीत्वा स गतः (२) । ततो मया महाटव्यां गच्छतातिवृद्धपक्षिणोऽतिकुर्कुटं दृष्टं । यथा एकस्मिन् महति वृक्षे मिलिताः पक्षिगणो रात्रावेकेनातिवृद्धपक्षिणा निजभाषया भणितो रे रे पुत्राः ! अहं अतीव गन्तुं न शक्नोमि । સાથે વ્યભિચાર (કુકર્મ) કરે છે. તે દેખીને મને વૈરાગ્ય થયો અને મુસાફરીના ખર્ચ માટે સુવર્ણની લગડીને વાંસની લાકડીમાં નાખીને હું તીર્થયાત્રાએ નીકળ્યો છું.
૨. આગળ જતાં મને એક બ્રહ્મચારી છોકરો મળ્યો. હું તેનો વિશ્વાસ રાખતો નહિ. હું લાકડીની રક્ષા (તેનાથી) યત્નપૂર્વક કરતો અને લાકડી હું સાથે જ રાખતો. તેથી તે બાળક – છોકરો સમજી ગયો કે આ લાકડીની અંદર કંઈક ધન છે. એક દિવસ રાત્રે કુંભારના ઘેર ઊંઘ લઈ સવારે ત્યાંથી નીકળીને દૂર જતાં પોતાના મસ્તક પર સડેલું તણખલું લાગેલું જોઈને કપટવશ મારી આગળ તે બોલ્યો —
‘‘હાય હાય! પારકાનું તૃણ આપ્યા વિના મેં લીધું એમ કહીને પાછો જઈને કુંભારના ઘર આગળ ત્યાં જ તૃણ નાખીને દિવસના અંતે મને તે મળ્યો. જ્યારે મેં ભોજન કરી લીધું હતું. ‘‘આ બહુ પવિત્ર છે’’ એમ માની વિશ્વાસ લાવી મેં ભિક્ષા માટે જતાં તેને કૂતરાં વગેરે હાંકવા માટે લાકડી આપી. તે લઈને તે ચાલ્યો ગયો.
૩. પછી મહાઅરણ્યમાં થઈને જતાં એક અતિવૃદ્ધ પક્ષીનું મહાકપટ મારા જોવામાં આવ્યું. તે આ પ્રમાણે —
એક મોટા વૃક્ષ ઉપર ઘણા પક્ષીઓનું ટોળું મળ્યું હતું. રાત્રે એક અતિવૃદ્ધ પક્ષીએ પોતાની ભાષામાં કહ્યુંઃ ‘‘રે રે પુત્રો! હું બહુ ચાલી શકું તેમ નથી. ભૂખથી પીડિત થઈને १. पिण्डारो महिषी वाले क्षेपक्षेपण शाखि । २. शान्बलार्थमिति ख, ग । ३. हिसितं घ ।
Page 178 of 315
PDF/HTML Page 202 of 339
single page version
बुभुक्षितमनाः कदाचिद्भवत्पुत्राणां भक्षणं करोमि चित्तचापल्यादतो मम मुखं प्रभाते बध्वा सर्वेऽपि गच्छन्तु । तैरुक्तं हा हा जात ! पितामहस्त्वं किं तवैतत् संभाव्यते ? तेनोक्तं — ‘‘बुभुक्षितः किं न करोति पापं’’ इति । एवं प्रभाते तस्य पुनर्वचनात् तन्मुखं बद्ध्वा ते गताः । स च बद्धो गतेषु चरणाभ्यां मुखाद्बन्धनं१ दूरीकृत्वा तद्बालकान् भक्षयित्वा तेषामागमनसमये पुनः चरणाभ्यां बन्धनं मुखे संयोज्यातिकुर्कुटेन क्षीणोदरो भूत्वा स्थितः (३) । ततो नगरगतेन चतुर्थमतिकुर्कुटं दृष्टं मया । यथा तत्र नगरे एकश्चौरस्तपस्विरूपं धृत्वा बृहच्छिलां च मस्तकस्योपरि हस्ताभ्यामूर्ध्वं गृहीत्वा नगरमध्ये तिष्ठति दिवा रात्रौ चातिकुकुर्टेन ‘अपसर जीव पादं ददामि, अपसर जीव पादं ददामीति’ भणन् भ्रमति । ‘अपसरजीवेति’ चासौ भक्तसर्वजनैर्भण्यते । स च गर्तादिविजनस्थाने दिगवलोकनं कृत्वा सुवर्णभूषित- मेकाकिनं प्रणमन्तं तया शिलया मारयित्वा तद्रव्यं गृह्णाति (४) । इत्यतिकुर्कुटचतुष्टयमालोक्य કદાચિત્ ચિત્તની ચંચળતાને લીધે હું તમારાં બચ્ચાનું ભક્ષણ કરી જાઉં; તેથી સવારે મારું મુખ બાંધીને બધાં જાઓ.’’
પક્ષીઓએ કહ્યુંઃ ‘‘હાય હાય! બાપુ, તમે તો દાદા, તમને એ કેમ સંભવે?’’ તેણે કહ્યુંઃ ‘‘ભૂખ્યો શું પાપ નથી કરતો?’’ એમ સવારે તેના ફરીથી કહેવાથી તેનું મુખ બાંધીને (બધાં) ગયાં. તેઓ જ્યારે ગયાં ત્યારે બંધાયેલો તે બે પગથી મુખનું બંધન દૂર કરીને તેમનાં બચ્ચાં ખાઈ જતો અને તેમના આવવાના સમયે ફરીથી પગ વડે મુખે બંધન બાંધીને અતિકપટથી ભૂખ્યું (ક્ષીણ) પેટ કરીને પડી રહેતો.
૪. પછી એક નગરમાં જતાં ચોથું મહાકપટ મારા જોવામાં આવ્યું. તે આ રીતેઃ —
ત્યાં નગરમાં એક ચોર તપસ્વીનું રૂપ ધારણ કરીને બે હાથ વડે મસ્તક ઉપર મોટી શિલા ઊંચે પકડી રાખીને રાત – દિવસ અતિકપટથી ‘હે જીવ! આઘા ખસો, હું પગ માંડું છું. હે જીવ! આઘા ખસો, હું પગ માંડું છું.’ એમ બોલતો બોલતો ભમતો હતો. તેના સર્વ ભક્તજનો તેને ‘અપસર જીવ’ એવા નામથી કહેવા લાગ્યા. તે ચોર જ્યારે કોઈ તેને ખાડા આદિ નિર્જન સ્થાનમાં મળે તો બધી તરફ નજર નાખીને સુવર્ણથી વિભૂષિત, પ્રણામ કરતા એવા એકલા (માણસ)ને તે શિલાથી મારી નાખી તેનું ધન લઈ લેતો. १. बन्धनमुत्तार्य घ ।
Page 179 of 315
PDF/HTML Page 203 of 339
single page version
मया श्लोकोऽयं कृतः —
इति कथयित्वा तलारं धीरयित्वा सन्ध्यायां ब्राह्मणः शिक्यतपस्विसमीपं गत्वा तपस्विप्रतिचारकैर्निर्घाटयमानोजोऽपि रात्र्यन्धो भूत्वा तत्र पतित्वैकदेशे स्थितः । ते च प्रतिचारकाः रात्र्यन्धपरीक्षणार्थं तृणकट्टिकांगुल्यादिकं तस्याक्षिसमीपं नयन्ति । स च पश्यन्नपि न पश्यति । बृहद्रात्रौ गुहायामन्धकूपे नगरद्रव्यं ध्रियमाणमालोक्य तेषां खादनपानादिकं वालोक्य१ प्रभाते राज्ञा मार्यमाणस्तलारो रक्षितः तेन रात्रिदृष्टमावेद्य । स शिक्यस्थस्तपस्वी चौरस्तेन तलारेण बहुकदर्थनादिभिः कदर्थ्यमानो मृत्वा दुर्गतिं गतस्तृतीयाव्रतस्य ।
એવાં ચાર તીવ્ર કપટ જોઈને મેં આ શ્લોક બનાવ્યો છે —
પુત્રને નહિ સ્પર્શતી નારી, તૃણઅહિંસક બ્રાહ્મણ, વનમાં કાષ્ઠમુખ પક્ષી અને નગરમાં અપસરજીવક — એ ચાર મહાકપટ મેં જોયા.
એમ કહી કોટવાળને ધીરજ આપીને સંધ્યાસમયે બ્રાહ્મણ સીંકામાં રહેવાવાળા તપસ્વી પાસે ગયો અને તપસ્વીના નોકરોએ તેને ત્યાંથી હાંકી કાઢવા માંડ્યો, પણ રાત્રિ – અંધ (રતાંધળો) થઈને ત્યાં એક ઠેકાણે પડી રહ્યો. તે નોકરો તે રતાંધળાની પરીક્ષા કરવા માટે તૃણ – કંડુક, આંગળી વગેરે તેની આંખ સમીપ લાવતા, પરંતુ તે દેખવા છતાં ન દેખતો રહ્યો.
પાછલી રાત્રે ગુફારૂપી અંધકૂપમાં રાખેલું નગરનું ધન તેણે જોયું અને તેમનાં ખાન – પાનાદિક પણ જોયાં. સવારે તેણે જે કાંઈ રાત્રે જોયેલું તે કહીને રાજા દ્વારા માર્યા જતા કોટવાળને બચાવ્યો.
કોટવાળે સીંકામાં બેસવાવાળા તપસ્વીને બહુ પ્રકારે દુઃખી કર્યો અને તે મરીને દુર્ગતિએ ગયો.
એ પ્રમાણે તૃતીય અવ્રતની કથા પૂર્ણ થઈ. ૩. १. खानपानस्त्र्यादिकं चालोक्य घ ।
Page 180 of 315
PDF/HTML Page 204 of 339
single page version
२
माता बहुसुन्दरी तरुणरण्डा पुंश्चली । सा एकदा बध्वा धर्तुं समर्पिताभरणं गृहीत्वा रात्रौ संकेतितजारपार्श्वे गच्छन्ती यमदण्डेन दृष्टा सेविता चैकान्ते । तदाभरणं चानीय तेन निजभार्याया दत्तं । तया च दृष्ट्वा भणितं — १मदीयमिदमाभरणं, मया श्वश्रूहस्ते धृतं’ तद्वचनमाकर्ण्य तेन चिन्तितं या मया सेविता सा मे जननी भविष्यतीति । ततस्तस्या जारसंकेतगृहं गत्वा तां सेवित्वा तस्यामासक्तो गूढवृत्त्या तया सह कुकर्मरतः स्थितः । एकदा तद्भार्ययाऽसहनादतिरुष्टया रजक्याः कथितं । मम भर्ता निजमात्रा सह तिष्ठति । रजक्या च मालाकारिण्याः कथितं । अतिविश्वस्ता मालाकारिणी च कनकमालाराज्ञीनिमित्तं पुष्पाणि
કોટવાળ (યમદંડ) કુશીલ ત્યાગના અભાવે દુઃખ પામ્યો.
આહીરદેશમાં નાસિક નગરમાં રાજા કનકરથ અને રાણી કનકમાળા હતા. યમદંડ તેમનો કોટવાલ હતો. તેની માતા બહુસુંદરી હતી. તે તરુણ અવસ્થામાં રાંડી હતી અને વ્યભિચારિણી હતી.
તે એક દિવસ પોતાની પુત્રવધૂએ રાખવા આપેલું ઘરેણું પહેરીને રાત્રે સંકેત પ્રમાણે પોતાના યાર પાસે જઈ રહી હતી. યમદંડે તેને દેખી અને એકાંતમાં તેનું સેવન કર્યું. તેણે તેનું ઘરેણું લાવીને પોતાની સ્ત્રીને આપ્યું. તેણે જોઈને કહ્યુંઃ ‘‘આ ઘરેણું મારું છે, મેં મારી સાસુને તે રાખવા આપ્યું હતું.’’
તેનું વચન સાંભળીને તેણે (કોટવાળે) વિચાર્યુંઃ ‘‘જેને મેં સેવી તે મારી માતા હોવી જોઈએ.’’ પછી તેના યારના સંકેત ગૃહે જઈને તેનામાં આસક્ત થઈ તેને સેવતો અને પોતાનું રૂપ છુપાવી તેની સાથે કુકર્મ (વ્યભિચાર) કરવામાં રત રહેતો.
એક દિવસ તેની સ્ત્રીએ સહન નહિ થવાથી બહુ રોષે ભરાઈને ધોબણને કહ્યુંઃ ‘‘મારો પતિ પોતાની માતા સાથે લાગુ છે.’’ ધોબણે આ વાત માલણને કહી. માલણ રાણીની અતિ વિશ્વાસપાત્ર હતી. તે જ્યારે કનકમાળા રાણી માટે પુષ્પો લઈને ગઈ ત્યારે १. आरक्षेण घ । २. अहीरदेशे ख, ग । ३. तलवरो घ । ४. मदीयमाभरणं घ ।
Page 181 of 315
PDF/HTML Page 205 of 339
single page version
गृहीत्वा गता । तया च पृष्टा सा कुतूहलेन, जानासि हे कामप्यपूर्वां१ वार्तां । तया च तलारद्विष्टतया कथितं राज्ञ्याः, देवि ! यमदण्डतलारो२ निजजनन्या सह तिष्ठति । कनकमालया च राज्ञः कथितं । राज्ञा च गूढपुरुषद्वारेण तस्य कुकर्म निश्चित्य ३तलारो ४
परिग्रहनिवृत्यभावात् श्मश्रुनवनीतेन बहुतरं दुःखं प्राप्तं ।
अस्त्ययोध्यायां श्रेष्ठी भवदत्तो भार्या धनदत्ता पुत्रो लुब्धदत्तः वाणिज्येन दूरं गतः । तत्र ५स्वमुपार्जितं तस्य चौरेर्नीतं । ततोऽतिनिर्धनेन६ तेन मार्गे आगच्छता तत्रैकदा गोदुहः७ तक्रं पातुं याचितं । तक्रे पीते स्तोकं नवनीतं कूर्चे लग्नमालोक्य गृहीत्वा चिन्तितं तेन वाणिज्यं भविष्यत्यनेन मे, एवं च तत्संचिन्वतस्तस्य श्मश्रुनवनीत इति नाम जातं । રાણીએ કુતુહલથી તેને પૂછ્યુંઃ ‘‘તમે કોઈ અપૂર્વ વાત જાણો છો?’’
માલણ કોટવાળ ઉપર દ્વેષ રાખતી હોવાથી તેણે રાણીને કહી દીધું કે ‘‘દેવી! યમદંડ કોટવાળ પોતાની માતા સાથે લાગુ છે.’’
કનકમાલાએ એ વાત રાજાને કહી. રાજાએ છૂપા માણસો દ્વારા તેનું કુકર્મ નક્કી કરીને કોટવાળને પકડ્યો અને તે દુર્ગતિએ ગયો.
આ ચતુર્થ અવ્રતની કથા છે. ૪. પરિગ્રહત્યાગના અભાવે શ્મશ્રુનવનીત અધિકતર દુઃખ પામ્યો.
અયોધ્યામાં ભવદત્ત શેઠ અને તેની સ્ત્રી ધનદત્તા હતાં. તેમનો પુત્ર લુબ્ધદત્ત વેપારાર્થે દૂર (દેશ) ગયો. તેનું સ્વયં કમાયેલું (ધન) ચોરોએ લઈ લીધું. પછી બહુ નિર્ધન થઈને ત્યાં માર્ગે જતાં એક દિવસ તેણે ગોવાળિયાઓ પાસે છાશ પીવા માગી. છાશ પીતાં થોડુંક માખણ તેની મૂછ પર લાગ્યું, તેણે તે દેખ્યું અને લઈ લીધું. તેણે વિચાર્યુઃ ‘‘આનાથી મને વેપાર થશે.’’ આ રીતે તે પ્રતિદિન માખણનો સંગ્રહ કરવા લાગ્યો. જેથી તેનું ‘શ્મશ્રુનવનીત’ એવું નામ પ્રચલિત થઈ ગયું. १. कामष्यपूर्ववार्ता घ । २. तलवरो घ । ३. तलवरो घ । ४. निगृहीतो घ । ५. समुपार्जितं द्रव्यं तत्तस्य घ । ६. ततो निर्धनेन घ । ७. गोकुले ख-ग-घ ।
Page 182 of 315
PDF/HTML Page 206 of 339
single page version
एवमेकदा प्रस्थप्रमाणे घृते जाते घृतस्य१ भाजनं पादान्ते धृत्वा शीतकाले तृणकुटीरकद्वारे अग्निं च पादान्ते कृत्वा२ रात्रो संस्तरे पतितः संचिन्तयति, अनेन घृतेन बहुतरमर्थमुपार्ज्य सार्थवाहो भूत्वा ३सामन्तमहासामन्तराजाधिराजपदं प्राप्य क्रमेण सकलचक्रवर्ती भविष्यामि यदा, तदा च मे सप्ततलप्रासादे शय्यागतस्य पादान्ते४ समुपविष्टं स्त्रीरत्नं पादौ मुष्टया ग्रहीष्यति न जानासि पादमर्दनं कर्तुमिति स्नेहेन भणित्वा स्त्रीरत्नमेवंपादेन ताडयिष्यामि, एवं चिन्तयित्वा५
द्वारे संधुक्षितोऽग्निः सुतरां प्रज्वलितः । ततो द्वारे प्रज्वलिते निःसर्तुमशक्तो दग्धो मृतो दुर्गति गतः इच्छाप्रमाणरहितपंचमाव्रतस्य ।।६५।।
એ પ્રમાણે એક દિવસ પ્રસ્થપ્રમાણ ઘી થતાં, ઘીનું વાસણ પગની આગળ મૂક્યું અને શિયાળામાં ઘાસની ઝૂંપડીનાં બારણે પગની નજીક અગ્નિ સળગાવી બિસ્તરા પર પડી વિચાર કરવા લાગ્યોઃ ‘‘આ ઘીથી બહુ ધન કમાઈને હું વેપારી થઈશ અને ક્રમે – ક્રમે સામન્ત, મહાસામન્ત અને રાજાધિરાજનું પદ પ્રાપ્ત કરીને બધાનો ચક્રવર્તી થઈશ જ્યારે હું મારા સાત માળના મહેલમાં પલંગમાં પોઢીશ, ત્યારે પગ આગળ બેઠેલી મારી સુંદર સ્ત્રી હાથની મુઠ્ઠીથી મારા બે પગ દાબશે. (તે વખતે) ‘‘તને પગ દાબતાં આવડતું નથી’’ — એમ સ્નેહથી કહીને તે સુંદર સ્ત્રીને આવી રીતે પગથી લાત મારીશ.’’
એમ વિચારીને ચક્રવર્તીના રૂપના આવેશમાં પગ વડે લાત મારી; તેથી તે ઘીનું વાસણ પડી ગયું અને બારણા આગળ સળગાવેલો અગ્નિ તે ઘીથી વધુ પ્રજ્વલિત થયો. બારણું સળગતાં તે બહાર નીકળી શક્યો નહિ, તેથી તે બળીને મરી ગયો અને દુર્ગતિ પામ્યો.
આ પ્રમાણે ઇચ્છાપરિમાણરહિત પાંચમા અવ્રતની કથા છે. ૫.
ભાવાર્થ : — ૧. હિંસામાં ધનશ્રી શેઠ, ૨. અસત્યમાં સત્યઘોષ, ૩. ચોરીમાં એક તપસ્વી, ૪. કુશીલમાં યમદંડ કોટવાળ અને ૫. પરિગ્રહમાં શ્મશ્રુનવનીત (લુબ્ધદત્ત) વૈશ્ય — એ વિશેષપણે પ્રસિદ્ધ થયાં છે.
‘‘........કોઈ રૂડું આચરણ થતાં સમ્યક્ચારિત્ર થયું કહીએ છીએ. ત્યાં જેણે જૈનધર્મ અંગીકાર કર્યો હોય અથવા કોઈ નાની – મોટી પ્રતિજ્ઞા ગ્રહણ કરી હોય તેને શ્રાવક કહીએ १. तस्य घ । २. धृत्वा ग । ३. राज्यपदं । ४. तदुपविष्टं घ । ५. चिन्तयता नेम घ । ६. पतितं घ श्रवणोत्तमाः घ ।
Page 183 of 315
PDF/HTML Page 207 of 339
single page version
यानि चेतानि पंचाणुव्रतान्युक्तानि मद्यादित्रयत्यागसमन्वितान्यष्टौ मूलगुणा भवन्तीत्याह —
‘गृहिणामष्टौ मूलगुणानाहुः’ । के ते ? श्रमणोत्तमा जिनाः । किं तत् ? ‘अणुव्रतपंचकं’ । कैः सह ? ‘मद्यमांसमधुत्यागैः’ मद्यं च मांसं च मधु च तेषां त्यागास्तैः ।।६६।। છીએ. હવે શ્રાવક તો પંચમ ગુણસ્થાનવર્તી થતાં જ થાય છે, પરંતુ પૂર્વવત્ ઉપચારથી તેને શ્રાવક કહ્યો છે......’’૨
જેને પાછળથી પંચમ ગુણસ્થાન પ્રાપ્ત કર્યું હોય તેને જ આ ઉપચાર લાગુ પડે છે, બીજાને તે લાગુ પડતો નથી.
વ્રત સંબંધી જે દ્રષ્ટાંતો (કથારૂપે) આવ્યાં છે તે બધાં આ દ્રષ્ટિથી સમજવાં. ૬૫. જે આ પાંચ અણુવ્રત કહ્યાં તે મદ્યાદિ ત્રયના ત્યાગસહિત આઠ મૂલગુણ છે, એમ કહે છે —
અન્વયાર્થ : — [श्रमणोत्तमाः ] મુનિઓમાં ઉત્તમ ગણધરાદિક દેવ [मद्यमांस- मधुत्यागैः ] મદ્યત્યાગ, માંસત્યાગ અને મધુત્યાગ સાથે [अणुव्रतपंचकम् ] પાંચ અણુવ્રતોને (અહિંસાણુવ્રત, સત્યાણુવ્રત, અચૌર્યાણુવ્રત, બ્રહ્મચર્યાણુવ્રત અને પરિગ્રહપરિમાણઅણુવ્રતને) [गृहिणां ] ગૃહસ્થોનાં [अष्टौ ] આઠ [मूलगुणान् ] મૂલગુણ [आहुः ] કહે છે.
ટીકા : — ‘गृहिणां अष्टौ मूलगुणान् आहुः’ ગૃહસ્થોનાં આઠ મૂલગુણ કહે છે. કોણ તે (કહે છે)? ‘श्रमणोत्तमा’ ઉત્તમ શ્રમણો જિનો. કોને (કહે છે)? ‘अणुव्रतपञ्चकम्’ પાંચ અણુવ્રતોને, કોની સાથે? ‘मद्यमांसमधुत्यागौः’ મદ્ય (દારુ), માંસ અને મધુ (મધ) તેમના ત્યાગ સાથે. १. श्रवणोत्तमाः घ । ૨. ગુજરાતી મોક્ષમાર્ગ પ્રકાશક, અધ્યાય ૮, પૃષ્ઠ ૨૭૬.
Page 184 of 315
PDF/HTML Page 208 of 339
single page version
एवं पंचप्रकारमणुव्रतं प्रतिपाद्येदानीं त्रिप्रकारं गुणव्रतं प्रतिपादयन्नाह —
ભાવાર્થ : — ૧. મદ્યત્યાગ, ૨. માંસત્યાગ, ૩. મધુત્યાગ સહિત, ૪. અહિંસાણુવ્રત, ૫. સત્યાણુવ્રત, ૬. અચૌર્યાણુવ્રત, ૭. બ્રહ્મચર્યાણુવ્રત અને ૮. પરિગ્રહ-પરિમાણઅણુવ્રત — એ શ્રાવકના આઠ મૂલગુણ છે.
આઠ મૂલગુણ સંબંધી કેટલાક આચાર્યોની વિવક્ષામાં ભેદ છે, પણ તેમાં વિરોધ નથી.
શ્રી સમન્તભદ્રાચાર્યે આ ગ્રંથમાં (શ્લોક ૬૬માં) ત્રણ મકાર (મદ્ય, માંસ અને મધુ)ના ત્યાગ સહિત, અહિંસાદિ પાંચ અણુવ્રતના પાલનને આઠ મૂલગુણ કહ્યા છે.
શ્રી અમૃતચંદ્રાચાર્યે પુરુષાર્થસિદ્ધિ – ઉપાયમાં ગાથા ૬૧માં કહ્યું છે કે, ‘‘હિંસાનો ત્યાગ કરવાની ઇચ્છા રાખનાર પુરુષે પ્રથમ જ યત્નપૂર્વક મદ્ય, માંસ અને મધુ તથા પાંચ ઉદુમ્બર ફળોનો ત્યાગ કરવો જોઈએ; અને શ્લોક ૪૨માં કહ્યું છે કે, ‘‘સમસ્ત હિંસાદિ પાંચ પાપ કહ્યાં છે તે હિંસા જ છે,’’ તેથી ત્રણ પ્રકારના ત્યાગમાં અહિંસાદિ પાંચ અણુવ્રતોનું પાલન પણ સ્વયં આવી જાય છે.
ચારિત્રપાહુડમાં ગાથા ૨૩, પૃષ્ઠ ૯૫ની હિન્દી ટીકામાં પંડિત જયચંદજી છાબડાએ લખ્યું છે કે —
‘‘પાંચ ઉદુંબર અને મદ્ય, માંસ અને મધુસહિત — આ આઠનો ત્યાગ કરવો તે આઠ મૂલગુણ છે, અથવા કોઈ ગ્રંથમાં એમ કહ્યું છે કે જો પાંચ અણુવ્રત પાળે અને મદ્ય, માંસ તથા મધુનો ત્યાગ કરે – એવા આઠ મૂલગુણ છે. આમાં વિરોધ નથી, વિવક્ષાભેદ છે.
પાંચ ઉદુંબર ફળ અને ત્રણ મકારનો ત્યાગ કરવામાં જે વસ્તુઓમાં સાક્ષાત્ ત્રસ જીવ દેખે તે સર્વને ભક્ષણ કરે નહિ.....તો આમાં તો અહિંસા – અણુવ્રત આવ્યું.......’’
આ પ્રમાણે આઠ મૂલગુણ સંબંધી આચાર્યોના કથનોના ભાવમાં ફેર નથી, એમ સમજવું. ૬૬.
એ પ્રમાણે પાંચ પ્રકારનાં અણુવ્રતોનું પ્રતિપાદન કરીને હવે ત્રણ પ્રકારનાં ગુણવ્રતોનું પ્રતિપાદન કરે છે —
Page 185 of 315
PDF/HTML Page 209 of 339
single page version
‘आख्यान्ति’ प्रतिपादयन्ति । कानि ? ‘गुणव्रतानि’ । के ते ? ‘आर्याः’ गुणैर्गुणवद्भिर्वा अर्यन्ते प्राप्यन्त इत्यार्यास्तीर्थकरदेवादयः । किं तद्गुणव्रतं ? ‘दिग्व्रतं’ दिग्विरतिं । न केवलमेतदेव किन्तु ‘अनर्थदण्डव्रतं’ चानर्थदण्डविरतिं । तथा ‘भोगोपभोग- परिमाणं’ सकृद्भुज्यत इति भोगोऽशनपानगन्धमाल्यादिः पुनः पुनरुपभुज्यत इप्युपभोगो १
कस्माद्गुणवतान्युच्यन्ते ? ‘अनुबृंहणात्’ वृद्धिं नयनात् । केषां ? ‘गुणानाम्’ अष्टमूल- गुणानाम् ।।६७।।
અન્વયાર્થ : — [आर्याः ] તીર્થંકર દેવાદિ [गुणानाम् ] આઠ મૂલગુણોની [अनुबृंहणात् ] વૃદ્ધિ કરનાર હોવાથી [दिग्व्रतम् ] દિગ્વ્રતને, [अनर्थदण्डव्रतम् ] અનર્થદંડવ્રતને [च ] અને [भोगोपभोगपरिमाणम् ] ભોગોપભોગપરિમાણ વ્રતને [गुणव्रतानि ] ગુણવ્રત [आख्यान्ति ] કહે છે.
ટીકા : — ‘आख्यान्ति’ કહે છે. શું? ‘गुणव्रतानि’ ગુણવ્રતો. કોણ તે (કહે છે)? ‘आर्याः’ ગુણોથી વા ગુણવાનોથી પ્રાપ્ત થાય તે આર્યો – તીર્થંકર દેવાદિ, તે કયું ગુણવ્રત? ‘दिग्व्रतं’ દિગ્વિરતિને, કેવલ એ જ નહિ, કિન્તુ ‘अनर्थदण्डव्रतम्’ અનર્થદંડવિરતિને તથા ‘भोगोपभोगपरिमाणम्’ એક વખત ભોગવાય તે ભોગ – ભોજન, પાન, ગંધ, માલા આદિ અને વારંવાર ભોગવાય તે ઉપભોગ — વસ્ત્ર, આભૂષણ, વાદન, સ્ત્રીજનનું સેવન આદિ – તે બંનેનું (ભોગ – ઉપભોગનું) કાળના નિયમનથી (મર્યાદાથી) અથવા જીવનપર્યંત પરિમાણ (મર્યાદા) કરવું તેને (ભોગોપભોગપરિમાણને) – એ ત્રણ ગુણવ્રતો કેમ કહેવાય છે? ‘अनुबृंहणात्’ વૃદ્ધિ કરવાથી. કોની? ‘गुणानाम्’ આઠ મૂલગુણોની.
ભાવાર્થ : — ૧. દિગ્વ્રત, ૨. અનર્થદંડવ્રત અને ૩. ભોગોપભોગપરિમાણવ્રત — એ ત્રણ ગુણવ્રત છે. તેઓ આઠ મૂલગુણોની વૃદ્ધિ કરે છે, તેથી તીર્થંકરદેવ તેમને ગુણવ્રત કહે છે. १. स्त्रीजनोपसेवनादि स्र जंफ नादि घ ।
Page 186 of 315
PDF/HTML Page 210 of 339
single page version
तत्र दिग्व्रतस्वरूपं प्ररूपयन्नाह —
‘दिग्व्रतं’ भवति । कोऽसौ ? ‘संकल्पः’ । कथंभूतः ? ‘अतोऽहं बहिर्न यास्यामी’त्येवंरूपः । किं कृत्वा ? ‘दिग्वलयं परिगणितं कृत्वा’ समर्याद कृत्वा । कथं ? ‘आमृति’ मरणपर्यन्तं यावत् । किमर्थं ? ‘अणुपापविनिवृत्त्यै’ सूक्ष्मस्यापि पापस्य विनिवृत्त्यर्थम् ।।६८।।
જે એક જ વખત ભોગવવામાં આવે તે ભોગ કહેવાય છે. જેમ કે ભોજન, પાન, ગંધ, પુષ્પ – માળા વગેરે. અને જે વારંવાર ભોગવવામાં આવે તેને ઉપભોગ કહેવાય છે. જેમ કે વસ્ત્ર, આભૂષણ, મકાન, વાદન, સ્ત્રીજન વગેરે. (જુઓ શ્લોક ૮૩).
ભોગ અને ઉપભોગ એ બંને પ્રકારની વસ્તુઓની ત્યાગ – મર્યાદા નિયમપૂર્વક અથવા યમપૂર્વક હોય છે. જે ત્યાગ અમુક કાળની મર્યાદાથી કરવામાં આવે તેને નિયમ કહે છે અને જે ત્યાગ જીવનપર્યંત કરવામાં આવે તેને યમ કહે છે. (જુઓ, શ્લોક ૮૭). ૬૭.
તેમાં દિગ્વ્રતના સ્વરૂપનું પ્રરૂપણ કરીને કહે છે —
અન્વયાર્થ : — [अणुपापविनिवृत्त्यै ] સૂક્ષ્મ પાપોથી (પણ) નિવૃત્ત (મુક્ત) થવા માટે [दिग्वलयम् ] દિશાઓના સમૂહને (દશે દિશાઓને) [परिगणितम् ] મર્યાદિત [कृत्वा ] કરીને [अतः ] એનાથી [बहिः ] બહાર [अहम् ] હું [आमृति ] મરણપર્યન્ત [न यास्यामि ] નહિ જાઉં, [इति ] એવો [संकल्पः ] સંકલ્પ વા પ્રતિજ્ઞા કરવી તે [दिग्व्रतं ] દિગ્વ્રત છે.
ટીકા : — ‘दिग्व्रतं’ દિગ્વ્રત છે, તે શું છે? ‘संकल्पः’ સંકલ્પ, કેવો (સંકલ્પ)? ‘अतः बहिः न यास्यामि’ ‘હું આનાથી બહાર નહિ જાઉં’ — એવા પ્રકારનો. શું કરીને? ‘दिग्वलयं परिगणितं कृत्वा’ દિશાઓના સમૂહની (દશે દિશાઓની) સીમા બાંધીને (તેમની મર્યાદા કરીને) શી રીતે? ‘आमृति’ મરણપર્યન્ત. શા માટે? ‘अणुपापविनिवृत्त्यै’ સૂક્ષ્મ પાપની (પણ) નિવૃત્તિ માટે.
Page 187 of 315
PDF/HTML Page 211 of 339
single page version
तत्र दिग्वलयस्य परिगणितत्वे कानि मर्यादा इत्याह —
मकराकरसरिदटवीगिरिजनपदयोजननानि मर्य्यादाः ।
प्राहुर्दिशां दशानां प्रतिसंहारे प्रसिद्धानि ।।६९।।
‘प्राहुर्मर्यादाः’ । कानीत्याह — ‘मकराकरेत्यादि’ — मकराकरश्च समुद्रः सरितश्च नद्यो
ભાવાર્થ : — સૂક્ષ્મ પાપોથી પણ બચવા માટે દશે દિશાઓની મર્યાદા કરીને (પરિમાણ કરીને), ‘તેની બહાર હું જીવનપર્યંત જઈશ નહિ’ એવા સંકલ્પને – પ્રતિજ્ઞાને દિગ્વ્રત કહે છે.
પાંચ ગુણસ્થાનવર્તી અણુવ્રતધારીને સ્થૂળ પાપોનો તો હંમેશા સર્વત્ર ત્યાગ હોય છે, પરંતુ સૂક્ષ્મ પાપોનો ત્યાગ હોતો નથી. તેને સૂક્ષ્મ પાપ સંબંધી અત્યાગભાવ હોવાથી દ્રવ્યહિંસાના અભાવમાં પણ તેને સૂક્ષ્મ પાપ સંબંધી કર્મબંધ થાય છે. આ નિરર્થક કર્મબંધ અટકાવવા માટે તથા ત્યાગભાવની વૃદ્ધિ માટે તે દશે દિશાઓની મર્યાદા કરી, મર્યાદાની બહાર જીવનપર્યન્ત નહિ જવાની પ્રતિજ્ઞા કરે છે. આ પ્રતિજ્ઞાથી મર્યાદા બહાર પાંચે પાપનો (સ્થૂળ અને સૂક્ષ્મનો) સર્વથા જીવનપર્યન્ત ત્યાગ થઈ જવાથી તેનો તે ત્યાગ મહાવ્રત જેવો હોય છે. (જુઓ ગાથા ૭૦)
દિગ્વ્રતમાં ક્ષેત્ર સીમિત (મર્યાદિત) રહેવાથી ત્યાગભાવમાં વૃદ્ધિ થાય છે — અહિંસાવ્રત પુષ્ટ થાય છે અને લોભવૃત્તિ મર્યાદિત થઈ જાય છે. ૬૮.
ત્યાં દિગ્વ્રતનું પરિમાણ કરવામાં મર્યાદા કેવા પ્રકારની હોય છે તે કહે છે —
અન્વયાર્થ : — ગણધરાદિક [दशानाम् ] ૧દશે [दिशाम् ] દિશાઓનું [प्रतिसंहारे ] પરિમાણ કરવામાં (સંકોચ કરવામાં) [प्रसिद्धानि ] પ્રસિદ્ધ [मकराकर- सरिदटवीगिरिजनपदयोजनानि ] સમુદ્ર, નદી, જંગલ, પર્વત, દેશ અને યોજનને [मर्यादाः ] મર્યાદા [प्राहुः ] કહે છે.
ટીકા : — ‘प्राहुर्मर्यादाः’ મર્યાદા કહે છે. કોને કહે છે? ‘मकराकरेत्यादि’ ૧. ચાર દિશાઓ — પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ; ચાર વિદિશાઓ – ઇશાન, અગ્નિ, નૈૠત્ય અને વાયવ્ય;
Page 188 of 315
PDF/HTML Page 212 of 339
single page version
गंगाद्याः, अटवी दंडकारण्यादिका, गिरिश्च पर्वतः सह्यविन्ध्यादिः, जनपदो देशो वराट१ – वापीतटादिः, ‘योजनानि’ विंशतित्रिंशदादिसंख्यानि । किंविशिष्टान्येतानि ? ‘प्रसिद्धानि’ दिग्विरतिमर्यादानां दातुर्गृहीतुश्च प्रसिद्धानि । कासां मर्यादाः ? ‘दिशां’ । कतिसंख्यावच्छिन्नानां ‘दशानां’ । कस्मिन् कर्त्तव्ये सति मर्यादाः ? ‘प्रतिसंहारे’ इतः परतो न यास्यामीति व्यावृतौ ।।६९।। मकराकरः એટલે સમુદ્ર, सरितः ગંગા વગેરે નદીઓ, अटवी દંડકારણ્ય આદિ જંગલો, गिरिः સહ્યાદ્રિ, વિન્ધ્યાદિ પર્વત, जनपदः વિરાટ, વાપીતટ આદિ દેશ અને ‘योजनानि’ વીસ, ત્રીસ આદિ સંખ્યામાં યોજનો, તેઓ કેવા પ્રકારનાં છે? ‘प्रसिद्धानि’ દિગ્વિરતિની મર્યાદાઓ આપનાર અને ગ્રહણ કરનારને પ્રસિદ્ધ (જાણીતાં) છે. કોની મર્યાદા? ‘दिशां’ દિશાઓની. કેટલી સંખ્યાના વિભાગવાળી (દિશાઓની)? ‘दशानां’ દશ. ક્યા કર્તવ્યમાં મર્યાદા? ‘प्रतिसंहारे’ ‘અહીંથી બીજે (આગળ) જઈશ નહિ’ એવી મર્યાદારૂપ – વ્યાવૃત્તિરૂપ કાર્યમાં.
ભાવાર્થ : — દિગ્વ્રતમાં, લોકમાં સમુદ્ર, નદી, જંગલ, પર્વત, દેશ, યોજન વગેરે જે પ્રસિદ્ધ છે, તેનાથી ચાર દિશા, ચાર વિદિશા અને ઉપર તથા નીચે – એમ દશે દિશામાં જવા – આવવા માટે પ્રતિજ્ઞાપૂર્વક મર્યાદા કરી જિંદગીપર્યંત આ મર્યાદાની બહાર ન જવું – તેને દિગ્વ્રત કહે છે.
અહીં પહાડ વગેરે તથા હવાઈ જહાજથી ઉપર ચડવાની અપેક્ષાએ ઉપરની દિશામાં અને કૂવા કે સમુદ્રાદિમાં નીચે જવાની અપેક્ષાએ નીચેની દિશાનું ગ્રહણ સમજવું. ઉપર – નીચે જવા માટે જે મર્યાદા બાંધી હોય તે મર્યાદાની બહાર ન જવું.
દિગ્વ્રતના ધારક પુરુષો એવો નિયમ કરે છે કે હું અમુક દિશામાં અમુક સમુદ્ર સુધી, અમુક નદી સુધી, અમુક અટવી સુધી, અમુક દેશ સુધી કે આટલા યોજન સુધી જઈશ, તેની બહાર નહિ જાઉં.
પરિગ્રહની લાલસાઓ ઓછી થતાં એમ કરવાથી હિંસાદિ પાપ સ્વયમેવ અટકી જાય છે. ૬૯. १. वरतटादिः घ ।
Page 189 of 315
PDF/HTML Page 213 of 339
single page version
एवं दिग्विरतिव्रतं धारयतां मर्यादातः परतः किं भवतीत्याह —
‘अणुव्रतानि प्रपद्यन्ते’ । कां ? ‘पंचमहाव्रतपरिणतिं’ । केषां ? ‘धारयतां’ । कानि ? ‘दिग्व्रतानि’ । कुतस्तत्परिणतिं प्रपद्यन्ते । ‘अणुपापप्रतिविरतेः’ सूक्ष्ममपि पापं प्रतिविरतेः व्यावृत्तेः । क्व ? ‘बहिः’ । कस्मात् ? ‘अवधेः’ कृतमर्यादायाः ।।७०।।
એ પ્રમાણે દિગ્વિરતિ વ્રત ધારણ કરનારાઓને મર્યાદાની બહાર શું થાય છે તે કહે છે —
અન્વયાર્થ : — [अवधेः ] કરેલી મર્યાદાની [बहिः ] બહાર [अणुपापंप्रतिविरतेः ] સૂક્ષ્મ પાપોના ત્યાગથી [दिग्व्रतानि ] દિગ્વ્રતો [धारयताम् ] ધારણ કરનારાઓનાં [अणुव्रतानि ] અણુવ્રત, [पञ्चमहाव्रतपरिणतिम् ] પાંચ મહાવ્રતોની પરિણતિને (સદ્રશતાને) [प्रपद्यन्ते ] પ્રાપ્ત થાય છે.
ટીકા : — ‘अणुव्रतानि प्रपद्यन्ते’ અણુવ્રતો પ્રાપ્ત થાય છે. કોને? ‘पञ्चमहाव्रतपरिणतिम्’ પાંચ મહાવ્રતોની પરિણતિને. કોનાં (અણુવ્રત)? ‘धारयताम्’ ધારણ કરનારાઓનાં. શું? ‘दिग्व्रतानि’ દિગ્વ્રતો. શાથી તેમની (મહાવ્રતોની) પરિણતિને પ્રાપ્ત થાય છે? ‘अणुपापंप्रतिविरतेः’ સૂક્ષ્મ પાપોના (પણ) ત્યાગથી. કયાં? ‘बहिः’ બહાર. કોની (બહાર)? ‘अवधेः’ કરેલી મર્યાદાની (બહાર).
ભાવાર્થ : — કરેલી મર્યાદાની બહાર સૂક્ષ્મ હિંસાદિક પાપોના ત્યાગથી, દિગ્વ્રતધારીઓનાં અણુવ્રત પાંચ મહાવ્રતોના પરિણામને પ્રાપ્ત થાય છે અર્થાત્ ઉપચારથી તેઓ મહાવ્રત કહેવાય છે, પરંતુ અંતરંગમાં મહાવ્રતોના નિમિત્તરૂપ ઘાતક પ્રત્યાખ્યાનાવરણ કષાયની સત્તા રહેવાથી તેઓ પરમાર્થતઃ મહાવ્રત કહી શકાતાં નથી.
દિગ્વ્રતધારીને કરેલી મર્યાદાની બહાર તૃષ્ણા ઘટી જાય છે. બહારના ક્ષેત્ર સંબંધી કોઈ પ્રકારનો વિકલ્પ મનમાં ઉત્પન્ન થતો નથી અને ત્રસ – સ્થાવર જીવોની હિંસાના આસ્રવભાવનો અભાવ થાય છે. આ કારણથી તે મર્યાદા બહારના ક્ષેત્રમાં મહાવ્રતી સમાન આચરણ કરે છે. ૭૦.
Page 190 of 315
PDF/HTML Page 214 of 339
single page version
तथा तेषां तत्परिणतावपरमपि हेतुमाह : —
‘चरणमोहपरिणामा’ भावरूपाश्चारित्रमोहपरिणतयः । ‘कल्प्यन्ते’ उपचर्यन्ते । किमर्थं ? महाव्रतनिमित्तं । कथंभूताः सन्तः ? ‘सत्वेन’ ‘दुःखधारा’ अस्तित्वेन महता कष्टेनावधार्यमाणाः सन्तोऽपि तेऽस्तित्वेन लक्षयितुं न शक्यन्त इत्यर्थः । कुतस्ते दुखधाराः ? ‘मन्दतरा’ अतिशयेनानुत्कटाः । मन्दतरत्वमप्येषां कुतः ? ‘प्रत्याख्यानतनुत्वात्’ । प्रत्याख्यान- शब्देन हि प्रत्याख्यानावरणाः द्रव्यक्रोधमानमायालोभा गृह्यन्ते । नामैकदेशे हि प्रवृत्ताः शब्दा नाम्न्यपि वर्तन्ते भीमादिवत् । प्रत्याख्यानं हि सविकल्पेन हिंसादिविरतिलक्षणः संयमस्तदा-
તથા તેમને (અણુવ્રતોને) મહાવ્રતોના પરિણામને પણ પ્રાપ્ત થવામાં બીજું કારણ કહે છે —
અન્વયાર્થ : — [प्रत्याख्यानतनुत्वात् ] પ્રત્યાખ્યાનાવરણ કષાયનો મંદ ઉદય હોવાથી [मंदतराः ] અત્યંત મંદ અવસ્થાને પ્રાપ્ત થયેલ, [सत्त्वेनदुःखधाराः ] અસ્તિત્વપણે (તેઓ છે એવા હયાતી રૂપે) મહામુશ્કેલીથી જાણવામાં આવે તેવા [चरणमोहपरिणामाः ] ચારિત્રમોહનીયનાં પરિણામોને [महाव्रताय प्रकल्प्यन्ते ] મહાવ્રત જેવા કલ્પવામાં આવે છે.
ટીકા : — ‘चरणमोहपरिणामाः’ ભાવરૂપ ચારિત્રમોહના પરિણામો ‘प्रकल्प्यन्ते’ કલ્પવામાં આવે છે – ઉપચારથી કહેવામાં આવે છે. શા રૂપે? મહાવ્રત તરીકે. કેવાં તે પરિણામો? ‘सत्त्वेन दुःखधाराः’ ‘તેઓનું અસ્તિત્વ છે’ – એમ મહામુશ્કેલીએ નિર્ધાર કરી શકાય તેવા – અસ્તિપણે પણ તેઓ લક્ષમાં ન આવી શકે તેવા. શાથી તેઓ મહામુશ્કેલીએ નિર્ધાર કરી શકાય તેવા છે? ‘मन्दतराः’ અતિશય મંદ છે એવા હોતા થકા. તેઓ અતિમંદ પણ શાથી છે? ‘प्रत्याख्यानतनुत्वात्’ પ્રત્યાખ્યાન શબ્દથી પ્રત્યાખ્યાનાવરણ દ્રવ્ય ક્રોધ – માન – માયા – લોભ સમજવાં, કારણ કે નામના એકદેશને કહેનારા શબ્દો આખા નામને પણ બતાવે છે, ભીમાદિની માફક. (જેમ ભીમ કહેવાથી ભીમસેન સમજાય છે
Page 191 of 315
PDF/HTML Page 215 of 339
single page version
वृण्वन्ति ये ते प्रत्याख्यानावरणा द्रव्यक्रोधादयः, यदुदये ह्यात्मा कार्स्न्यात्तद्विरतिं कर्तुं न शक्नोति, अतो द्रव्यरूपाणां क्रोधादीनां तनुत्वान्मन्दोदयत्वाद्भावरूपाणामेषां मन्दतरत्वं सिद्धं ।
ननु कुतस्ते महाव्रताया कल्प्यन्ते न पुनः साक्षान्महाव्रतरूपा भवन्तीत्याह : —
તેમ) કેમ કે પ્રત્યાખ્યાન શબ્દનો અર્થ વિકલ્પપૂર્વક હિંસાદિ પાપોના ત્યાગરૂપ સંયમ થાય છે; તે સંયમને જે આવરણ કરે તેઓ અર્થાત્ જેમના ઉદયથી આ જીવ હિંસાદિ પાપોનો સંપૂર્ણપણે ત્યાગ કરવા માટે સમર્થ થઈ શકતો નથી તેઓ પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભ કહેવાય છે. તેથી દ્રવ્યરૂપ ક્રોધાદિના પાતળાપણાના નિમિત્તે – મંદ ઉદયના નિમિત્તે ભાવરૂપ ચારિત્રમોહના પરિણામોનું અત્યંત મંદપણું સિદ્ધ છે.
ભાવાર્થ : — ‘પ્રત્યાખ્યાનાવરણ’ કષાયનું મંદ પરિણમન હોવાથી ચારિત્રમોહનીય કર્મના પરિણામ પણ મન્દતર થઈ જાય છે. તેઓ ‘છે’ વિદ્યમાન છે એવું પણ મહા મુશ્કેલીથી નક્કી કરી શકાય છે, કિન્તુ તે પરિણામો મહાવ્રતોને વિકૃત કરે છે, કારણ કે તેમને પ્રત્યાખ્યાનાવરણ કષાયનો ઉદય છે અને જ્યાં સુધી કષાય – વેદનીયની ત્રીજી ચોકડી (પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ – માન – માયા – લોભ)નો અભાવ ન કરે, ત્યાં સુધી મહાવ્રત પ્રગટે નહિ — એવો સિદ્ધાન્ત છે.
કરેલી મર્યાદાઓની બહારના ક્ષેત્રોમાં સ્થાવર જીવોની હિંસા, ચોરી આદિ સૂક્ષ્મ પાપોની પ્રવૃત્તિઓનો તથા પોતાના નિમિત્તે થવા સંભવિત વિરોધી, આરંભી અને ઉદ્યમી સ્થૂળ હિંસાનો પરિત્યાગ હોવાથી, ગુણવ્રતી શ્રાવકનાં અણુવ્રત ઉપચારથી મહાવ્રતપણાને પામે છે. ૭૧.
તેમાં (દિગ્વ્રતમાં મર્યાદાની બહાર શ્રાવકનાં અણુવ્રતોમાં) મહાવ્રતની કલ્પના કેમ કરવામાં આવે છે (અર્થાત્ ઉપચારથી તેઓ મહાવ્રત કેમ કહેવાય છે) અને તેઓ સાક્ષાત્ મહાવ્રતરૂપ કેમ નથી? તે કહે છે —
અન્વયાર્થ : — [हिंसादीनाम् ] હિંસા આદિક [पञ्चानाम् ] પાંચ [पापानाम् ]
Page 192 of 315
PDF/HTML Page 216 of 339
single page version
‘त्यागस्तु’ पुनर्महाव्रतं भवति । केषां त्यागः ‘हिंसादीनां’ ‘पंचानां’ । कथंभूतानां ‘पापानां’ पापोपार्जनहेतुभूतानां । कैस्तेषां त्यागः ‘मनोवचःकायैः’ । तैरपि कैः कृत्वा त्यागः ? ‘कृतकारितानुमोदैः’ । अयमर्थ : — हिंसादीनां मनसा कृतकारितानुमोदैस्त्यागः । तथा वचसा कायेन चेति । केषां तैस्त्यागो महाव्रतं ? ‘महतां’ प्रमत्तादिगुणस्थानवर्तिनां विशिष्टात्मनाम् ।।७२।। પાપોનો [मनोवचःकायैः ] મન, વચન અને કાયથી તથા [कृतकारितानुमोदैः ] કૃત, કારિત અને અનુમોદનાથી [त्यागः ] ત્યાગ કરવો તે [महताम् ] (છઠ્ઠા આદિ ગુણસ્થાનવર્તી) મહાપુરુષોનું [महाव्रतम् ] મહાવ્રત છે.
ટીકા : — ‘त्यागस्तु’ ત્યાગ મહાવ્રત છે. કોનો ત્યાગ? ‘हिंसादीनां पञ्चानाम्’ હિંસાદિ પાંચનો. કેવા (પાંચનો)? ‘पापानाम्’ પાપના ઉપાર્જનમાં કારણભૂત (હિંસાદિ પાપોનો). તેમનો ત્યાગ કોની દ્વારા? ‘मनोवचःकायैः’ મન, વચન અને કાય દ્વારા. વળી તેથી પણ શી રીતે ત્યાગ? ‘कृतकारितानुमोदैस्त्यागः’ કૃત, કારિત અને અનુમોદનાથી ત્યાગ. અર્થ એ છે કે – હિંસાદિનો (પાંચ પાપોનો) મનથી કૃત, કારિત અને અનુમોદનાથી ત્યાગ; વચનથી કૃત, કારિત અને અનુમોદનાથી ત્યાગ અને કાયથી કૃત, કારિત અને અનુમોદનાથી ત્યાગ. તેમનાથી (કૃત, કારિત અને અનુમોદનાદિ નવ કોટિથી) ત્યાગરૂપ મહાવ્રત કોને હોય છે? ‘महताम्’ પ્રમત્તાદિ ગુણસ્થાનવર્તી વિશિષ્ટ મહાત્માઓને. (હિંસાદિ પાંચ પાપોનો કૃત, કારિત અને અનુમોદના આદિ નવ કોટિથી ત્યાગ કરવો – તે મહાવ્રત છે.)
ભાવાર્થ : — મન, વચન, કાય તથા કૃત, કારિત, અનુમોદનાના ભાવથી – એ નવ વિકલ્પોથી અર્થાત્ મનથી કૃત, કારિત, અનુમોદના ભાવથી; વચનથી કૃત, કારિત, અનુમોદનાભાવથી અને કાયથી કૃત, કારિત, અનુમોદનાભાવથી — એમ નવ કોટિથી હિંસાદિક પાપોનો પરિત્યાગ કરવો તે મહાવ્રત કહેવાય છે. તે મહાવ્રત પ્રમત્તસંયત નામના છઠ્ઠા ગુણસ્થાનથી જ હોય છે, કેમ કે તેમને કષાયની ત્રણ ચોકડીનો અભાવ હોય છે.
દિગ્વ્રતધારીઓને પણ મર્યાદા બહાર પાંચ પાપોનો નવ કોટિથી ત્યાગ હોય છે; પરંતુ તેમનો તે ત્યાગ સાક્ષાત્ મહાવ્રતરૂપ નથી, કારણ કે તેમના મહાવ્રતને વિકૃત કરે યા ઘાતે તેવો પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ – માન – માયા – લોભનો ઉદય નિમિત્ત હોય છે. તેથી દિગ્વ્રતધારીઓને કરેલી મર્યાદાની બહાર પાંચ પાપોનો ત્યાગ સાક્ષાત્ મહાવ્રતરૂપ હોતો નથી, પરંતુ તે ઉપચરિત મહાવ્રતરૂપ હોય છે. ૭૨.
Page 193 of 315
PDF/HTML Page 217 of 339
single page version
इदानीं दिग्विरतिव्रतस्यातिचारानाह —
‘दिग्विरतेरत्याशा’ अतीचाराः ‘पंच मन्यन्तेऽ’भ्युपगम्यन्ते । तथा हि । अज्ञानात् प्रमादाद्वा ऊर्ध्वदिशोऽधस्ताद्दिशस्तिर्यंग्दिशश्च व्यतीपाता १विशेषेणातिक्रमणानि त्रयः । तथाऽज्ञानात् प्रमादाद्वा ‘क्षेत्रवृद्धिः’ क्षेत्राधिक्यावधारणं । तथाऽ‘वधीनां’ दिग्विरतेः कृतमर्यादानां ‘विस्मरणं’ मिति ।।७३।।
હવે દિગ્વિરતિ વ્રતના અતિચાર કહે છે —
અન્વયાર્થ : — અજાણતાથી અથવા પ્રમાદથી [ऊर्ध्वाधस्तात्तिर्यग्व्यतिपाताः ] ઉપર, નીચે તથા તિર્યક્ દિશાઓની મર્યાદાનું ઉલ્લંઘન કરવું. [क्षेत्रवृद्धिः ] ક્ષેત્રની મર્યાદા વધારી લેવી અને [अवधीनाम् ] કરેલી મર્યાદાઓની [विस्मरणम् ] ભૂલી જવી તે [पञ्च ] પાંચ [दिग्विरतेः ] દિગ્વ્રતના [अत्याशाः ] અતિચારો [मन्यन्ते ] માનવામાં આવ્યા છે.
ટીકા : — ‘दिग्विरतेरत्याशाः’ દિગ્વ્રતના અતિચારો ‘पञ्च मन्यन्ते’ પાંચ માનવામાં આવ્યા છે તે આ પ્રમાણે છે — અજ્ઞાનથી (અજાણતાથી) વા પ્રમાદથી, ‘ऊर्ध्वाधस्तात्तिर्यग्व्यतिपाताः’ નીચેની દિશા, ઉપરની (ઊર્ધ્વ) દિશા તથા તિર્યક્ દિશાઓની મર્યાદાઓનું ઉલ્લંઘન કરવું, તેમનો વિશેષ પ્રકારે અતિક્રમ કરવો — એ ત્રણ (અતિચારો) તથા અજાણતાથી કે પ્રમાદથી ‘क्षेत्रवृद्धिः’ ક્ષેત્રની વૃદ્ધિ કરવી અને ‘अवधीनां’ દિગ્વ્રતની કરેલી મર્યાદાઓનું ‘विस्मरणं’ વિસ્મરણ થવું ( – એ પાંચ દિગ્વ્રતના અતિચારો છે.)
ભાવાર્થ : — દિગ્વ્રતના પાંચ અતિચારો માનવામાં આવ્યા છે અને તે નીચે પ્રમાણે છેઃ — १. विशेषातिक्रमणानि घ ।
Page 194 of 315
PDF/HTML Page 218 of 339
single page version
१
અજાણતાથી કે પ્રમાદથી —
વૃક્ષ આદિના શિખર ઉપર કરેલી મર્યાદાની બહાર ચઢવું.
સમુદ્ર આદિમાં કરેલી મર્યાદા કરતાં વધુ નીચે ઊતરવું.
કરેલી મર્યાદાનું ઉલ્લંઘન જો અજાણતાં યા અસાવધાનીથી કરવામાં આવે તો તેથી અનાચારનો દોષ થતો નથી, પરંતુ અતિચારનો દોષ લાગે છે. જો ઇરાદાપૂર્વક જાણી જોઈને યા લોભવશાત્ મર્યાદાનું ઉલ્લંઘન કરવામાં આવે તો તેથી વ્રતભંગ થાય છે. આ વાત ટીકાકારે ‘अज्ञानात् प्रमादात् वा’ શબ્દો દ્વારા સ્પષ્ટ કરી છે. ૭૩.
હવે અનર્થદંડની વિરતિસ્વરૂપ બીજા ગુણવ્રતનું વ્યાખ્યાન કરતાં કહે છે —
અન્વયાર્થ : — [व्रतधरागण्य ] વ્રતધારીઓમાં પ્રધાન તીર્થંકરદેવ, [दिगवधेः ] દિશાઓની (કરેલી) મર્યાદાની [अभ्यन्तरम् ] અંદર [अपार्थकेभ्यः ] પ્રયોજનરહિત [सपापयोगेभ्यः ] પાપસહિત મન, વચન, કાયની પ્રવૃત્તિઓથી [विरमणम् ] અટકવું (વિરક્ત થવું) તેને [अनर्थदण्डव्रतम् ] અનર્થદંડવ્રત [विदुः ] કહે છે. १. इदानीं द्वितीयमनर्थदण्डव्रतं इति ख ।
Page 195 of 315
PDF/HTML Page 219 of 339
single page version
‘अनर्थदण्डव्रतं विदु’र्जानन्ति । के ते ? ‘व्रतधराग्रण्यः’ व्रतधारणां यतीनां मध्येऽग्रण्यः प्रधानभूतास्तीर्थंकरदेवादयः । ‘विरमणं व्यावृत्तिः । केभ्यः ? ‘सपापयोगेभ्यः’ पापेन सह योगः सम्बन्धः पापयोगस्तेन सह वर्तमानेभ्यः पापोपदेशाद्यनर्थ- दण्डेभ्यः । किंविशिष्टेभ्यः ? ‘अपार्थकेभ्यः’ निष्प्रयोजनेभ्यः । कथं तेभ्यो विरमणं । ‘अभ्यन्तरं दिगवधेः’ दिगवधेरभ्यन्तरं यथा भवत्येवं तेभ्यो विरमणं । अतएव दिग्विरतिव्रतादस्य भेदः । तद्व्रते हि मर्यादातो बहिः पापोपदेशादिविरमणं अनर्थदण्डविरतिव्रते तु ततोऽभ्यन्तरे तद्विरमणं ।।७४।।
अथ के ते अनर्थदण्डा यतो विरमणं स्यादित्याह —
ટીકા : — ‘अनर्थदण्डव्रतं विदुः’ અનર્થદંડવ્રત જાણે છે – કહે છે. કોણ તે (કહે છે) ‘व्रतधरागण्यः’ વ્રતધારી મુનિઓમાં પ્રધાનભૂત તીર્થંકરદેવ આદિ, (કોને કહે છે?) ‘विरमणम्’ વ્યાવૃત્તિને (વિરક્તિને), કોનાથી (વ્યાવૃત્તિ,) ‘सपापयोगेभ्यः’ પાપસહિત યોગ એટલે સંબંધ – તે પાપયોગ (યોગ) સહિત વર્તતા પાપોપદેશાદિ અનર્થદંડથી (વ્યાવૃત્તિ). કેવા અનર્થદંડોથી? अपाथकेभ्यः’ નિષ્પ્રયોજન (અનર્થદંડથી). તેમનાથી કેવી રીતે વ્યાવૃત્તિ? ‘अभ्यंतरंदिगवधेः’ દિશાઓની મર્યાદાની અંદર થાય તેમનાથી વ્યાવૃત્તિ. તેથી દિગ્વિરતિવ્રતથી આનો ભેદ છે – આનું જુદાપણું છે. કારણ કે દિગ્વ્રતમાં મર્યાદાની બહાર પાપોપદેશાદિથી વિરતિ (વ્યાવૃત્તિ) હોય છે અને અનર્થદંડવિરતિ વ્રતમાં તો મર્યાદાની અંદર તેનાથી (અર્થાત્ પાપોપદેશાદિથી) વ્યાવૃત્તિ હોય છે.
ભાવાર્થ : — દિગ્વ્રતમાં કરેલી મર્યાદાની અંદર નિષ્પ્રયોજન (બેમતલબ) પાપોપદેશાદિરૂપ પાપપૂર્ણ મન – વચન – કાયની પ્રવૃત્તિથી વિરમવું – વિરક્ત થવું, તેને તીર્થંકરદેવાદિ અનર્થદંડવ્રત કહે છે.
દિગ્વ્રતમાં અને અનર્થદંડવ્રતમાં ફેર (તફાવત) એ છે કે —
દિગ્વ્રતમાં કરેલી મર્યાદાની બહાર પાપોપદેશાદિ સંબંધી મન – વચન – કાયની પ્રવૃત્તિથી વ્યાવૃત્તિ (વિરક્તિ) હોય છે, જ્યારે અનર્થદંડવ્રતમાં દિગ્વ્રતથી કરેલી મર્યાદાની અંદર પ્રયોજનરહિત પાપોપદેશાદિની પ્રવૃત્તિથી વ્યાવૃત્તિ હોય છે. ૭૪.
હવે તે અનર્થદંડ કયા છે કે જેનાથી વ્યાવૃત્તિ હોવી જોઈએ? તે કહે છે —
Page 196 of 315
PDF/HTML Page 220 of 339
single page version
दंडा इव दण्डा अशुभमनोवाक्कायाः परपीडाकरत्वात्, तान्न धरन्तीत्यदण्डधरा गणधरदेवादयस्ते प्राहुः । कान् ? ‘अनर्थदण्डान्’ । कति ? ‘पंच’ । कथमित्याह ‘पापेत्यादि’ । पापोपदेशश्च हिंसादानं च अपध्यानं च दुःश्रुतिश्च एताश्चतस्रः ‘प्रमादचर्या’ चेति पंचामी ।।७५।।
तत्र पापोपदेशस्य तावत् स्वरूपं प्ररूपयन्नाह —
અન્વયાર્થ : — [अदण्डधराः ] મન, વચન અને કાયના યોગથી અશુભ પ્રવૃત્તિરૂપ દંડથી રહિત ગણધરાદિક [पापोपदेशहिंसादानापध्यानदुःश्रुतीः ] પાપોપદેશ, હિંસાદાન, અપધ્યાન, દુઃશ્રુતિ અને [प्रमादचर्यां ] પ્રમાદચર્યા — એ [पञ्च ] પાંચને [अनर्थदण्डान् ] અનર્થદંડ [प्राहुः ] કહે છે.
ટીકા : — ‘अदण्डधराः’ મન, વચન, કાયની અશુભ પ્રવૃત્તિ બીજાને પીડાકારક હોવાથી તે દંડ સમાન છે. તે દંડને જે ધારણ કરતા નથી (અર્થાત્ તે અશુભ પ્રવૃત્તિરૂપ દંડથી જે રહિત છે) એવા જે ગણધરદેવાદિ ‘प्राहुः’ કહે છે. કોને કહે છે? ‘अनर्थदण्डान्’ અનર્થદંડને. તે કેટલા છે? ‘पञ्च’ પાંચ. કઈ રીતે? તે કહે છે ‘पापेत्यादि’ પાપોપદેશ, હિંસાદાન, અપધ્યાન અને દુઃશ્રુતિ — એ ચાર (અનર્થદંડ) અને પાંચમો ‘प्रमादचर्या’ પ્રમાદચર્યા (અનર્થદંડ).
ભાવાર્થ : — પ્રયોજન વિના મન – વચન – કાયરૂપ યોગની પરને પીડાકારક અશુભ પ્રવૃત્તિને અનર્થદંડ કહે છે. તેના પાંચ ભેદ કહ્યા છે —
૧. પાપોપદેશ, ૨. હિંસાદાન, ૩. અપધ્યાન, ૪. દુઃશ્રુતિ અને ૫. પ્રમાદચર્યા. દરેકનું સ્વરૂપ ગ્રન્થકાર સ્વયં આગળ બતાવશે. ૭૫. તેમાં (પાંચ અનર્થદંડોમાં) પ્રથમ પાપોપદેશનાં સ્વરૂપનું પ્રરૂપણ કરીને કહે છે — १. अनर्थदण्डः पंचधाऽपध्यानपापोपदेशप्रमादाचरितहिंसाप्रदानाशुभश्रुतिभेदात् ।।