Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 62 parigrah parimaN aNuvratana atichAr,63 pAnchANuvrat dhAraN karwAnu phaL,64 pAnch aNuvratdhAriomA prasiddh thayelAnA nAm,65 hinsadi pAch avratomA (pApomA) prasiddh thayelAnA nAm ; MAtang chAndALni kathA; Dhandevani kathA; Nili kathA; JaykumArni kathA; Dhanshrini kathA; Satyaghoshni kathA; TApasani kathA.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 10 of 17

 

Page 157 of 315
PDF/HTML Page 181 of 339
single page version

अतिवाहनातिसंग्रहविस्मयलोभातिभारवहनानि
परिमितपरिग्रहस्य च विक्षेपाः पञ्च लक्ष्यन्ते ।।६२।।

‘विक्षेपाः’ अतिचाराः पंच ‘लक्ष्यन्ते’ निश्चीयन्ते कस्य ? ‘परिमितपरिग्रहस्य’ न केवलमहिंसाद्यणुव्रतस्य पंचातीचारा निश्चीयन्ते अपि तु परिमितपरिग्रहस्यापि चशब्दोऽत्रापिशब्दार्थे के तस्यातीचारा इत्याहअतिवाहनेत्यादि लोभातिगृद्धिनिवृत्त्यर्थं परिग्रहपरिमाणे कृते पुनर्लोभावेशवशादतिवाहनं करोति यावन्तं हि मार्गं बलीवर्दादयः सुखेन गच्छन्ति ततोऽप्यतिरेकेण वाहनमतिवाहनं अतिशब्दः प्रत्येकं लोभान्तानां सम्बध्यते इदं धान्यादिकमग्रे विशिष्टं लाभं दास्यतीति लोभावेशादतिशयेन तत्संग्रहं करोति

પરિગ્રહપરિણામ અણુવ્રતના અતિચાર૧૧
૧૧
શ્લોક ૬૨

અન્વયાર્થ :[अतिवाहनातिसंग्रहविस्मयलोभातिभारवहनानि ] અતિવાહન (હાથી, ઘોડા, બળદ વગેરેને તેના ગજા ઉપરાંત ચલાવવું), અતિસંગ્રહ (ધાન્યાદિનો અતિસંગ્રહ કરવો), અતિવિસ્મય (બીજાનો વૈભવ જોઈને અતિવિસ્મય પામવું; અતિખેદ કરવો), અતિલોભ (બહુ લોભ કરવો), અને અતિભારવહન (બહુ ભાર લાદવો) [पञ्च ] એ પાંચ [परिमितपरिग्रहस्य च ] પરિગ્રહપરિમાણ અણુવ્રતના [विक्षेपः ] અતિચાર [लक्ष्यन्ते ] કહેવામાં આવ્યા છે.

ટીકા :विक्षेपाः’ અતિચારો पञ्च लक्ष्यन्ते’ પાંચ નક્કી (નિશ્ચિત) કરવામાં આવ્યા છે. કોના? परिमितपरिग्रहस्य’ કેવળ અહિંસાદિ અણુવ્રતના પાંચ અતિચાર નક્કી કરવામાં આવ્યા છે એટલું જ નહિ, પરંતુ પરિમિત પરિગ્રહના પણ (પાંચ અતિચારો નિશ્ચિત છે.) અહીં च’ શબ્દ अपि’ શબ્દના અર્થમાં છે. તેના ક્યા અતિચારો છે? તે કહે છેअतिवाहनेत्यादि’ લોભની અતિગૃદ્ધિને (અતિ લોલુપતાને) નિવારવા માટે પરિગ્રહપરિમાણ કરી લીધા પછી પણ, લોભના આવેશમાં અધિક વાહન કરે છેઅર્થાત્ જેટલે રસ્તે બળદ આદિ સુખેથી જઈ શકે તેનાથી પણ અધિક (આગળ) ચલાવવું તે અતિવહન છે. વિસ્મય અને લોભને પણ अति’ શબ્દનો સંબંધ જોડવો. આ ધાન્યાદિ १. क्षेत्रवास्तुहिरण्यसुवर्णधनधान्यदासीदासकुप्यभाण्ड प्रमाणातिक्रमाः

(તત્ત્વાર્થસૂત્રઅધ્યાય ૭/૨૯)


Page 158 of 315
PDF/HTML Page 182 of 339
single page version

तत्प्रतिपन्नलाभेन विक्रीते तस्मिन् मूलतोऽप्यसंगृहीत्वादधिकेऽर्थे लब्धे लोभावेशादतिविस्मयं विषादं करोति विशिष्टेऽर्थे लब्धेऽप्यधिकलाभाकांक्षावशादतिलोभं करोति लोभावेशादधिक- भारारोपणमतिभारवाहनं ते विक्षेपाः पंच ।।६२।।

एवं प्ररूपितानि पंचाणुव्रतानि निरतिचाराणि किं कुर्वन्तीत्याह

पञ्चाणुव्रतनिधयो निरतिक्रमणाः फलन्ति सुरलोकं

यत्रावधिरष्टगुणा दिव्यशरीरं च लभ्यन्ते ।।६३।। આગળ વિશેષ લાભ આપશે એવા લોભના વશથી તેનો અતિશય સંગ્રહ કરવો તે અતિસંગ્રહ નામનો અતિચાર છે. તેના ચાલુ ફાયદાકારક ભાવે તે સંગ્રહ કરેલો મૂળ જથ્થો વેચવાથી અધિક લાભ થવો, તેથી પહેલાંથી જ વધારે સંગ્રહ કર્યો નહિ હોવાથી લોભાવેશથી વિષાદ પામે છે તે વિસ્મય નામનો અતિચાર છે. વિશિષ્ટ ધનની પ્રાપ્તિ થવા છતાં અધિક લાભની આશાથી અતિલોભ કરે છે. લોભને વશ થઈ અધિક ભાર લાદવો તે અતિભારવહન છે. તે વિક્ષેપો (અતિચારો) પાંચ છે.

ભાવાર્થ :પરિગ્રહપરિમાણઅણુવ્રતના પાંચ અતિચાર

૧. અતિવાહનહાથી, ઘોડા, બળદ આદિ અધિક સવારી રાખવી અને અધિક રસ્તે ચલાવવી.

૨. અતિસંગ્રહભવિષ્યમાં લાભ થશે એમ સમજી વસ્તુઓનો અધિક સંગ્રહ કરવો.

૩. અતિવિસ્મયબીજાનો લાભ જોઈ અત્યંત વિષાદ કરવો.

૪. અતિલોભવિશેષ લાભ થવા છતાં અધિક લાભની આશા રાખવી.

૫. અતિભારવહનમર્યાદાથી અધિક ભાર લાદવો. ૬૨.

એ પ્રમાણે પ્રરૂપેલાં અતિચારરહિત પાંચ અણુવ્રતો શું ફળ આપે છે તે કહે છે

પંચાણુવ્રત ધાારણ કરવાનું ફળ
શ્લોક ૬૩

અન્વયાર્થ :[निरतिक्रमणाः ] અતિચાર રહિત [पंचाणुव्रतनिधयः ] પાંચ १. प्रतिपन्न०


Page 159 of 315
PDF/HTML Page 183 of 339
single page version

‘फलन्ति’ फलं प्रयच्छन्ति के ते ? ‘पंचाणुव्रतनिधयः’ पंचाणुव्रतन्येव निधयो निधानानि कथंभूतानि ? ‘निरतिक्रमणा’ निरतिचाराः किं फलन्ति ? ‘सुरलोकं’ यत्र सुरलोके ‘लभ्यन्ते’ कानि ? ‘अवधिरवधिज्ञानं’ ‘अष्टगुणा’ अणिमामहिमेत्यादयः ‘दिव्यशरीरं च’ सप्तधातुविवर्जितं शरीरं एतानि सर्वाणि यत्र लभ्यन्ते ।।६३।।

इह लोके किं न कस्याप्यहिंसाद्यणुव्रतानुष्ठानफलप्राप्तिर्द्दष्टा येन परलोकार्थं तदनुष्ठीयते इत्याशंक्याह અણુવ્રતરૂપી નિધિઓ [सुरलोकम् ] સ્વર્ગલોકનું [फलन्ति ] ફળ આપે છે. [यत्र ] જ્યાં [अवधिः ] અવધિજ્ઞાન, [अष्टगुणाः ] આઠ ૠદ્ધિઓ [च ] અને [दिव्यशरीरम् ] સાત ધાતુઓથી રહિત સુંદર વૈક્રિયિક શરીર [लभ्यन्ते ] પ્રાપ્ત થાય છે.

ટીકા :फलन्ति’ ફળ આપે છે. કોણ તે? पंचाणुव्रतनिधयाः’ પાંચ અણુવ્રતરૂપી નિધિઓ. કેવી (નિધિઓ)? निरतिक्रमाः’ અતિચારરહિત, શું ફળ આપે છે? सुरलोकं’ સુરલોકનું (સ્વર્ગલોકનું). જ્યાં એટલે સુરલોકમાં પ્રાપ્ત થાય છે તે શું? अवधि’ અવધિજ્ઞાન, अष्टगुणाः’ અણિમા, મહિમા ઇત્યાદિ આઠ ૠદ્ધિઓ અને दिव्यशरीरम्’ સાત ધાતુથી રહિત દિવ્ય શરીરએ સર્વે જ્યાં પ્રાપ્ત થાય છે.

ભાવાર્થ :અતિચારરહિત પાંચ અણુવ્રતનું પાલન કરવાથી સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. ત્યાં અવધિજ્ઞાન, અણિમા, મહિમા, ગરીમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઇશિત્વ અને વશિત્વએ આઠ ૠદ્ધિઓ અને સાત ધાતુઓ રહિત દિવ્ય વૈક્રિયિક શરીર પ્રાપ્ત થાય છે.

આ ગાથા ઉપરથી સિદ્ધ થાય છે કે નિરતિચાર અણુવ્રતનું ફળ સંવરનિર્જરા નથી, પણ તેનાથી પુણ્યબંધ છે, કેમ કે સ્વર્ગગતિ કાંઈ વીતરાગ ધર્મનું ફળ નથી, પરંતુ તે શુભભાવનું ફળ છે.

ધર્મી જીવને પાંચમા ગુણસ્થાનકે આવા શુભભાવ આવ્યા વગર રહેતા નથી, પરંતુ તે તેમને શ્રદ્ધામાં હેય સમજે છે. ૬૩.

આ લોકમાં શું કોઈને પણ અહિંસાદિ અણુવ્રતનું પાલન કરવાથી ફળપ્રાપ્તિ દેખાઈ, જેથી પરલોકને માટે તેનું અનુષ્ઠાન કરવામાં આવે છે? એવી આશંકા કરી કહે છે १. किं कस्याप्य घ


Page 160 of 315
PDF/HTML Page 184 of 339
single page version

मातंगो धनदेवश्च वारिषेणस्ततः परः
नीली जयश्च संप्राप्ताः पूजातिशयमुत्तमम् ।।६४।।

हिंसादिविरत्यणुव्रतात् मातंगेन चांडालेन उत्तमः पूजातिशयः प्राप्तः

अस्य कथा

सुरम्यदेशे पोदनपुरे राज महाबलः नन्दीश्वराष्टभ्यां राज्ञा अष्टदिनानि

जीवामारणघोषणायां कृतायां बलकुमारेण चात्यन्तमांसाक्तेन कंचिदपि पुरुषमपश्यता

राजोद्याने राजकीयमेण्ढकः प्रच्छन्नेन मारयित्वा संस्कार्यं भक्षितः राज्ञा च मेण्ढकमारणवार्तामाकर्ण्य रुष्टेन मेण्ढकमारको गवेषयितुं प्रारब्धः तदुद्यानमालाकारेण च

પાંચ અણુવ્રતધાારીઓમાં પ્રસિદ્ધ થયેલાંનાં નામ
શ્લોક ૬૪

અન્વયાર્થ :[मातङ्ग] યમપાલ નામનો ચાંડાલ, [धनदेवः ] ધનદેવ શેઠ, [वारिषेणः ] વારિષેણ નામનો રાજકુમાર, [ततः परः ] તે પછી [नीली ] વણિકપુત્રી નીલી [च ] અને [जयः ] રાજપુત્ર જયકુમાર [उत्तमम् ] ઉત્તમ [पूजातिशयं ] આદરસત્કારને [संप्राप्ताः ] પામ્યાં છે.

ટીકા :અહિંસાણુવ્રતના પ્રભાવથી (યમપાલ) ચાંડાલ ઉત્તમ અતિ આદર સત્કાર પામ્યો.

૧. માતંગ (ચાંMાલ)ની કથા

પોદનાપુર નામના સુરમ્ય દેશમાં મહાબલ નામનો રાજા હતો. નન્દીશ્વરવ્રતની અષ્ટમીના દિવસે રાજાએ જ્યારે આઠ દિવસ સુધી જીવ નહિ મારવા માટે ઘોષણા કરી (ઢંઢેરો પીટાવ્યો), ત્યારે માંસ ખાવામાં અત્યંત આસક્ત બલકુમારે, રાજાના બગીચામાં કોઈપણ પુરુષને નહિ જોઈ, રાજાના મેંઢાને છૂપી રીતે મારીને તેને સંસ્કારી (પકાવી) ખાઈ ગયો. મેંઢાને માર્યાની વાત સાંભળીને રાજા રોષે ભરાયો અને તેણે મેંઢાના મારનારને १. पोदनापुरे कग पाठः २. पुत्रो बलः घ ३. राजाज्ञया घ ४. जीवामाणे घ ५. राज्योद्याने

ग पाठः ६. प्रच्छन्नो घ


Page 161 of 315
PDF/HTML Page 185 of 339
single page version

वृक्षोपरि चटितेन न तन्मारणं कुर्वाणो दृष्टः रात्रौ च निजभार्यायाः कथितं ततः प्रच्छन्नचरपुरुषेणाकर्ण्य राज्ञः कथितं प्रभाते मालाकारोऽप्याकारितः तेनैव पुनः कथितं मदीयामाज्ञां मम पुत्रः खण्डयतीति रुष्टेन राज्ञा कोट्टपालो भणितो बलकुमारं नवखण्डं कारयेति ततस्तं कुमारं मारणस्थानं नीत्वामातङ्गमानेतुं ये गताः पुरुषास्तान् विलोक्य मातङ्गेनोक्तं प्रिये ! मातङ्गो ग्रामं गत इति कथय त्वमेतेषामित्युक्त्वा गृहकोणे प्रच्छन्नो भूत्वा स्थितः तलारैश्चाकारिते मातङ्गे कथितं मातंग्या सोऽद्य ग्रामं गतः भणितं च तलारैः स पायोऽपुण्यवानद्य ग्रामं गतः कुमारमारणात्तस्य बहुसुवर्णरत्नादिलाभो भवेत् तेषां वचनमाकर्ण्य द्रव्यलुब्धया तया हस्तसंज्ञया स दर्शितो ग्रामं गत इति पुनः पुनर्भणन्त्या શોધવાનું શરૂ કર્યું. તે બગીચાના માળીએ વૃક્ષ ઉપર લપાઈને તે (મેંઢાને) મારતાં તેને (બલકુમારને) જોયો હતો. રાત્રે તેણે પોતાની સ્ત્રીને તે વાત કહી. પછી ગુપ્તચર પુરુષે તે સાંભળી રાજાને કહ્યું. સવારમાં માળીને પણ બોલાવવામાં આવ્યો, તેણે જ ફરીથી (રાજાને) વાત કહી.

‘મારો પુત્ર મારી આજ્ઞાનો ભંગ કરે છે’ એમ જાણી રોષે ભરાયેલા રાજાએ કોટવાળને કહ્યુંઃ

‘‘બલકુમારના નવ ટૂકડા કરો.’’ પછી તે કુમારને વધસ્થાને લઈ જઈને ચાંડાલને બોલાવા જે પુરુષો ગયા હતા તેમને જોઈને ચાંડાલે પોતાની સ્ત્રીને કહ્યુંઃ

‘‘પ્રિયે! ચાંડાલ ગામ ગયો છેએવું તું તેમને કહેજે.’’ એમ બોલીને તે ઘરના ખૂણે છૂપાઈ રહ્યો. જ્યારે કોટવાળોએ માતંગને બોલાવ્યો ત્યારે ચાંડાલણીએ કહ્યુંઃ ‘‘તે આજે ગામ ગયો છે.’’

કોટવાળોએ કહ્યુંઃ ‘‘તે પાપી પુણ્યહીન છે કે તે આજે ગામ ગયો, કારણ કે કુમારના વધથી તેને બહુ સુવર્ણરત્નાદિના લાભ થાત.’’

તેમનું બોલવું સાંભળીને, દ્રવ્યના લોભથી તેણે (ચાંડાલણીએ) ચાંડાલની બીકથી ‘તે ગામ ગયો છે,’ એમ વારંવાર બોલીને, હાથના ઇશારાથી તેને (ચાંડાલને) બતાવ્યો. પછી १. ततः प्रच्छन्नचरपुरुषेणाकर्ण्य राज्ञः कथितं इति पाठः घ पुस्तके नास्ति २. पुत्रोऽपि घ

३. यमपालमातङ्गं घ ४. मातङ्गं नेतुं घ ५. सौ अद्य घ ६. तथा मातङ्गभीतया ग-घ
पाठः


Page 162 of 315
PDF/HTML Page 186 of 339
single page version

ततस्तैस्तं गृहान्निःसार्य तस्य मारणार्थं स कुमारः समर्पितः तेनोक्तं नाहमद्य चतुर्दशीदिने जीवघातं करोमि ततस्तलारैः स नीत्वा राज्ञः कथितः, देव ! अयं राजकुमारं न मारयति तेन च राज्ञः कथितं सर्पदृष्टो मृतः श्मशाने निक्षिप्तः सर्वोषधिमुनिशरीरस्य वायुना पुनर्जीवितोऽहं तत्पार्श्वे चतुर्दशीदिवसे मया जीवाहिंसाव्रतं गृहीतमतोऽद्य न मारयामि देवो यज्जानाति तत्करोतु अस्पृश्यचाण्डालस्य व्रतमिति संचिन्त्य रुष्टेन राज्ञा द्वावपि गाढं बन्धयित्वा सुमारद्रहे निक्षेपितौ तत्र मातङ्गस्य प्राणात्ययेऽप्यहिंसाव्रतपरित्यजतो व्रतमाहात्म्याज्जलदेवतया जलमध्ये सिंहासनमणिमण्डपिकादुन्दभिसाधुकारादिप्रातिहार्यादिकं - कांदिसंग्रहः कृतं महाबलराजेन चैतदाकर्ण्य भीतेन पूजयित्वा निजच्छत्रतले स्नापयित्वा स्पृश्यो विविष्ट कृत इति प्रथमाणुव्रतस्य તેમણે (કોટવાળોએ) તેને ઘર બહાર કાઢીને, મારવા માટે તે કુમારને તેને સોંપ્યો.

તેણે (માતંગે) કહ્યુંઃ ‘‘આજે ચૌદશના દિવસે હું જીવનો ઘાત કરીશ નહિ.’’ પછી કોટવાલોએ તેને રાજા પાસે લઈ જઈને કહ્યુંઃ ‘‘દેવ! આ રાજકુમારને મારતો નથી.’’

તેણે (ચાંડાળે) રાજાને કહ્યુંઃ ‘‘સર્પદંશથી મરેલો સમજી મને સ્મશાનમાં નાખવામાં આવ્યો હતો, ત્યાં સર્વ ઔષધિમય મુનિના શરીરના વાયુથી હું ફરી જીવતો થયો અને તેમની (મુનિની) પાસે ચતુર્દશીના દિવસે જીવને નહિ મારવાનું મેં અહિંસાવ્રત ગ્રહણ કર્યું છે. તેથી આજે હું રાજકુમારને મારીશ નહિ. દેવને જે સૂઝ પડે તે કરે.’’

‘અસ્પૃશ્ય ચાંડાલને વળી વ્રત’! એમ વિચારીને ક્રોધે ભરાયેલા રાજાએ બંનેય (ચાંડાલ અને કુમાર બંનેને) મજબૂત બંધાવીને બાળકો મારવાના તળાવમાં ફેંકાવ્યા. તે બંનેમાં માતંગે પ્રાણનો નાશ થવાને વખતે પણ અહિંસાવ્રત છોડ્યું નહિ. તેથી વ્રતના માહાત્મ્યથી જળદેવતાએ જળની અંદર સિંહાસન, મણિમય મંડપ, દુન્દુભિ, સાધુકારાદિ પ્રાતિહાર્યાદિ કર્યાં. મહાબલિ રાજા તે સાંભળીને ભય પામ્યો અને તેનો સત્કાર કરીને તેને પોતાના છત્રની નીચે સ્નાન કરાવીને તેને સ્પૃશ્ય બનાવ્યો. આ પ્રમાણે પ્રથમ અણુવ્રતની કથા છે. ૧. १. शरीरस्पर्शि घ २. चाण्डालस्यापि घ ३. शिशुमारहृदे पाठः ग-घ पुस्तके ४. सिंहासनमणिमण्डपिकादेवदुंदुभि-साधुकारादिप्रातिहार्यकृतं घ ५. स्थापयित्वा ग ६. स स्पृश्यो विशिष्टः कृतः इति घ


Page 163 of 315
PDF/HTML Page 187 of 339
single page version

अनृतविरत्यणुव्रताद्धनदेवश्रेष्ठिना पूजातिशयः प्राप्तः

अस्य कथा

जम्बूद्वीपे पूर्वविदेहे पुष्कलावतीविषये पुण्डरीकिण्यां पुर्यां वणिजौ जिनदेवधनदेवौ स्वल्पद्रव्यौ तत्र धनदेवः सत्यवादी द्रव्यस्य लाभं द्वावप्यर्धमर्धं ग्रहीष्याव इति निःसाक्षिकां व्यवस्थां कृत्वा दूरदेशं गतौ बहुद्रव्यमुपार्ज्य व्याघुटय कुशलेन पुण्डरीकिण्यामायातौ तत्र जिनदेवो लाभार्धं धनदेवाय न ददाति स्तोकद्रव्यमौचित्येन ददाति ततो झकटके न्याये च सति स्वजनमहाजनराजाग्रतो निःसाक्षिकव्यवहारबलाज्जिनदेवो वदति न मयाऽस्य लाभार्धं भणितमुचितमेव भणितं धनदेवश्च सत्यमेव वदति द्वयोरर्धंमेव ततो राजनियमात्तयोर्दिव्यं दत्तं धनदेवः शुद्धो नेतरः ततः सर्वं द्रव्यं धनदेवस्य समर्पितं तथा सर्वैः पूजित

સત્યાણુવ્રતના પ્રભાવથી ધનદેવ શેઠ અતિ સત્કાર પામ્યો.

૨. ધાનદેવ શેLની કથા

જમ્બુદ્વીપમાં પૂર્વ વિદેહમાં પુષ્કલાવતી દેશમાં પુંડરીકિણી નામની નગરીમાં જિનદેવ અને ધનદેવ નામના બે નિર્ધન વણિકો હતા. તે બન્નેમાં ધનદેવ સત્યવાદી હતો. ‘દ્રવ્યનો જે લાભ થશે તેનો અર્ધોઅર્ધ આપણે બે વહેંચી લઈશું’ એમ કોઈની સાક્ષી વિના વ્યવસ્થા કરીને બન્ને દૂર દેશ ગયા. બહુ ધન કમાઈને તેઓ પાછા ફર્યા અને કુશળપૂર્વક પુંડરીકિણી નગરીમાં આવ્યા. તેમાં જિનદેવ ધનદેવને લાભનો અર્ધોભાગ આપતો નથી, તે તેને થોડુંક દ્રવ્ય ઉચિત ગણીને આપે છે. તેથી પહેલાં પોતાના કુટુંબ (કુટુંબીજનો) આગળ, પછી મહાજન આગળ અને છેવટે રાજા આગળ ન્યાય કરાવવામાં આવતાં સાક્ષી વિનાનો વ્યવહાર હોવાથી, જિનદેવ કહે છે કે, ‘‘મેં એને અર્ધોભાગ આપવાનો કહ્યો નથી, ઉચિત ભાગ જ આપવાનો કહ્યો છે.’’

‘‘બન્નેને (દરેકને) અર્ધુંઅર્ધું જ (આપવાનું ઠરાવવામાં આવ્યું છે)એમ ધનદેવ સાચેસાચું જ કહે છે. (એમ રાજાએ માન્યું).

પછી રાજકીય નિયમાનુસાર તે બન્નેને દિવ્ય ન્યાય આપ્યો. (અર્થાત્ બન્નેની હથેળીમાં સળગતો અંગારો રાખવામાં આવ્યો.) આ દિવ્ય ન્યાયથી ધનદેવ સાચો ઠર્યો પણ બીજો (જિનદેવ) નહિં. તેથી બધું દ્રવ્ય ધનદેવને આપવામાં આવ્યું અને સર્વ લોકોથી તે १. कटकेति पाठः २. न्यायस्य च घ


Page 164 of 315
PDF/HTML Page 188 of 339
single page version

साधुकारितश्चेति द्वितीयाणुव्रतस्य

चौर्यविरत्यणुव्रताद्वारिषेणेन पूजातिशयः प्राप्तः अस्य कथा स्थितीकरणगुण- व्याख्यानप्रघट्टके कथितेह दृष्टव्येति तृतीयाणुव्रतस्य

ततः परं नीली जयश्च ततस्तेभ्यः परं यथा भवत्येवं पूजातिशयं प्राप्तौ तत्राब्रह्मविरत्यणुव्रतान्नीली वणिक्पुत्री पूजातिशयं प्राप्ता

अस्याः कथा

लाटदेशे भृगुकच्छपत्तने राजा वसुपालः वणिग्जिनदत्तो भार्या जिनदत्ता पुत्री नीली अतिशयेन रूपवती तत्रैवापरः श्रेष्ठी समुद्रदत्तो भार्या सागरदत्ता पुत्रः सागरदत्तः एकदा महापूजायां वसन्तौ कायोत्सर्गेण संस्थितां सर्वाभरणविभूषितां नीलीमालोक्य सागरदत्तेनोक्तं પૂજિત બન્યો તથા ધન્યવાદને પ્રાપ્ત થયો.

આ પ્રમાણે દ્વિતીય અણુવ્રતની કથા છે. ૨. અચૌર્યાણુવ્રતના પ્રભાવે વારિષેણ પ્રસિદ્ધિ પામ્યો, તેની કથા સ્થિતિકરણગુણના વ્યાખ્યાનમાં કહી છે. તે અહીં પણ જોઈ લેવી.

આ તૃતીય અણુવ્રતની કથા છે. ૩. તે પછી નીલી અને જય અતિશય પૂજાસત્કાર પામ્યાં. તેમાં બ્રહ્મચર્યાણુવ્રતના લીધે નીલી નામની વણિકપુત્રી આદરસત્કાર પામી.

૪. નીલી કથા

લલાટ દેશમાં ભૃગુકચ્છ (ભરૂચ) નગરમાં વસુપાલ રાજા હતો અને જિનદત્ત નામનો વણિક હતો. તેની સ્ત્રીનું નામ જિનદત્તા હતું અને તેમની પુત્રીનું નામ નીલી હતું. તે અતિશય રૂપાળી હતી. ત્યાં જ સમુદ્રદત્ત નામનો બીજો શેઠ હતો, તેની સ્ત્રીનું નામ સાગરદત્તા અને પુત્રનું નામ સાગરદત્ત હતું.

એક દિવસ વસંતૠતુમાં મહાપૂજાને વખતે કાયોત્સર્ગમાં બેઠેલી સર્વ આભૂષણોથી વિભૂષિત નીલીને જોઈને સાગરદત્ત બોલ્યોઃ १. लाटदेशे ग २. कान्योत्सर्गस्थिता घ


Page 165 of 315
PDF/HTML Page 189 of 339
single page version

किमेषापि देवता काचिदेतदाकर्ण्य तन्मित्रेण प्रियदत्तेन भणितंजिनदत्तश्रेष्ठिन इयं पुत्री नीली तद्रूपालोकनादतीवासक्तो भूत्वा कथमियं प्राप्यत इति तत्परिणयनचिन्तया दुर्बलो जातः समुद्रदत्तेन चैतदाकर्ण्य भणितःहे पुत्र ! जैनं मुक्त्वा नान्यस्य जिनदत्तो ददातीमां पुत्रिकां परिणेतुं ततस्तौ कपटश्रावको जातौ परिणीता च सा, ततः पुनस्तौ बुद्धभक्तौ जातौ, नील्याश्च पितृगृहे गमनमपि निषिद्धं, एवं वंचने जाते भणितं जिनदत्तेनइयं मम न जाता कूपादौ वा पतिता यमेन वा नीता इति नीली च श्वसुरगृहे भर्तुः वल्लभा भिन्नगृहे जिनधर्ममनुतिष्ठन्ती तिष्ठति दर्शनात् संसर्गाद्वचनधर्मदेवाकर्णनाद्वा कालेनेयं बुद्धभक्ता भविष्यतीति पर्यालोच्य समुद्रदत्तेन भणितानीलीपुत्रि ! ज्ञानिनां वन्दकानामस्मदर्थं भोजनं देहि ततस्तया वन्दकानामामंत्र्याहूय च तेषामेकैका

‘‘શું આ પણ કોઈ દેવી છે?’’ તે સાંભળીને તેના મિત્ર પ્રિયદત્તે કહ્યુંઃ ‘‘જિનદત્ત શેઠની આ પુત્રી નીલી છે.’’ તેનું રૂપ જોઈને તે (સાગરદત્ત) ઘણો આસક્ત થયો અને ‘કેવી રીતે આ પ્રાપ્ત થાય’, એમ તેને પરણવાની ચિંતાથી તે દૂબળો થઈ ગયો. સમુદ્રદત્ત તે સાંભળીને બોલ્યોઃ

‘‘હે પુત્ર! જૈન સિવાય બીજા કોઈને જિનદત્ત આ (પોતાની) વહાલી પુત્રીને પરણાવતો નથી. પછી તે બંને (પિતાપુત્ર) કપટી શ્રાવકો થયા અને તેને પરણાવવામાં આવી. પછી તેઓ બંને (સમુદ્રદત્ત અને તેનો પુત્ર) ફરી બુદ્ધના ભક્તો થયા. નીલીને તેના પિતાના ઘેર જવાની પણ મનાઈ કરવામાં આવી. આ રીતે ઠગાઈ થતાં જિનદત્તે કહ્યુંઃ

‘‘આ મારી પુત્રી જ નથી અથવા કૂવાદિમાં પડી છે અથવા યમ તેને ઉપાડી ગયો છે. (મરી ગઈ છે.)’’

નીલી પોતાના પતિને વહાલી હતી, તેથી સસરાને ઘેર જુદા ઘરમાં જિનધર્મનું આચરણ કરતી હતી.

બૌદ્ધ સાધુઓના દર્શનથી, સમાગમથી, તેમનાં વચન, ધર્મ અને દેવનાં નામ સાંભળવાથી કોઈ કાલે આ બુદ્ધની ભક્ત થશે એમ વિચાર કરીને સમુદ્રદત્તે નીલીને કહ્યુંઃ

‘‘પુત્રી, જ્ઞાની બૌદ્ધ સાધુઓને આપણી વતી ભોજન આપો.’’ પછી તેણે બૌદ્ધ સાધુઓને આમંત્રી બોલાવ્યા અને તેમની એક એક જૂતીને બારીક १. किमेषा घ २. विभिन्न घ


Page 166 of 315
PDF/HTML Page 190 of 339
single page version

प्राणहितातिपिष्टा संस्कार्य तेषामेव भोक्तुं दत्ता तैर्भोजनं भुक्त्वा गछद्भिः पृष्टंक्व प्राणहिताः ? तयोक्तं भवन्त एव ज्ञानेन जानन्तु यत्र तास्तिष्ठन्ति, यदि पुनर्ज्ञानं नास्ति तदा वमनं कुर्वन्तु भवतामुदरे प्राणहितास्तिष्ठन्तीति एवं वमने कृते दृष्टानि प्राणहिताखण्डानि ततो रुष्टश्च श्वसुरपक्षजनः ततः सागरदत्तभगिन्या कोपात्तस्या असत्यपरपुरुष दोषोद्भावना कृता तस्मिन् प्रसिद्धिं गते सा नीली देवाग्रे संन्यासं गृहीत्वा कायोत्सर्गेण स्थिता, दोषोत्तारे भोजनादौ प्रवृत्तिर्मम नान्यथेति ततः क्षुभितनगरदेवतया आगत्य रात्रौ सा भणिताहे महासति ! मा प्राणत्यागमेवं कुरु, अहं राज्ञः प्रधानानां पुरजनस्य स्वप्नं ददामि लग्ना यथा नगरप्रतोल्यः कीलिता महासतीवामचरणेन संस्पृश्य उद्धटिष्यन्यतीति ताश्च प्रभाते भवच्चरणं स्पृष्ट्वा एवं वा उद्धटिष्यन्तीति पादेन प्रतोलीस्पर्शं कुर्यास्त्वमिति भणित्वा राजादीनां तथा स्वप्नं दर्शयित्वा पत्तनप्रतोलीः कीलित्वा स्थिता सा नगरदेवता प्रभाते कीलिताः प्रतोलीर्दृष्ट्वा राजादिभिस्तं स्वप्नं स्मृत्वा नगरस्त्रीचरणताडनं પીસીને અને સંસ્કારીને (વઘારીને) તેમને જ ખાવા આપી. ભોજન કરીને જ્યારે તેઓ જવા લાગ્યા ત્યારે તેમણે પૂછ્યુંઃ (‘‘અમારી) જૂતીઓ ક્યાં છે?’’

તેણે નીલીએ કહ્યુંઃ ‘‘આપ જ જ્ઞાનથી જાણી લો કે તે ક્યાં છે? જો જ્ઞાન ન હોય તો આપ વમન (ઊલટી) કરો, આપની જૂતીઓ આપના પેટમાં છે.’’

એ રીતે વમન કરવામાં આવ્યું અને તેમાં જૂતીઓના કકડા જોવામાં આવ્યા. તેથી શ્વસુરપક્ષનાં માણસો રોષે ભરાયા.

પછી સાગરદત્તની બહેને કોપને લીધે તેના ઉપર પરપુરુષ સાથેના દોષનો (વ્યભિચારનો) જૂઠો આરોપ મૂક્યો, તે જાહેર થતાં તે નીલી જિનેન્દ્રદેવની આગળ ‘‘દોષ દૂર થશે તો હું ભોજનાદિમાં પ્રવૃત્તિ કરીશ, નહિ તો નહિ’’ એમ બોલીને (પ્રતિજ્ઞા કરીને) કાયોત્સર્ગે બેઠી. પછી ક્ષોભ પામેલા નગરદેવતાએ રાત્રે આવીને તેને કહ્યુંઃ ‘‘હે મહાસતી, આ રીતે પ્રાણત્યાગ ન કર. હું રાજાને, પ્રધાનોને અને પુરજનોને સ્વપ્નું દઉં છું કે બંધ થઈ ગયેલા નગરના દરવાજા મહાસતીના ડાબા ચરણસ્પર્શથી ખૂલશે, અને તે (દરવાજા) પ્રભાતમાં તમારા ચરણના સ્પર્શથી ખૂલશે, માટે તમે પાદથી દરવાજાનો સ્પર્શ કરજો.’’

એમ કહીને રાજા વગેરેને તેવું સ્વપ્નું દઈને તે નગરદેવતાએ નગરના દરવાજા બંધ કરી દીધા. પ્રભાતમાં બંધ થઈ ગયેલા દરવાજા જોઈને રાજા વગેરેને તે સ્વપ્નું યાદ આવ્યું १. मृष्टा ग घ नगर सर्वस्त्री २. ‘ताश्च प्रभाते ३. भवच्चरणं स्पृष्ट्वा एवं व उद्धटिष्यन्तीति’ इति

पङ्क्तिः घ पुस्तके नास्ति


Page 167 of 315
PDF/HTML Page 191 of 339
single page version

प्रतोलीनां कारितं न चैकापि प्रतोली कयाचिदप्युद्धटिता सर्वासां पश्चान्नीली तत्रोत्क्षिप्य नीता तच्चरणस्पर्शात् सर्वा अप्युद्धटिताः प्रतोल्यः, निर्दोषा राजादिपूजिता च नीली जाता चतुर्थाणुव्रतस्य

परिग्रहविरत्यणुव्रताज्जयः पूजातिशयं प्राप्तः

अस्य कथा

कुरुजांगलदेशे हस्तिनागपुरे कुरुवंशे राजा सोमप्रभः, पुत्रो जयः परिमितपरिग्रहो भार्यासुलोचनायामेव प्रवृत्तिः एकदा पूर्वविद्याधर भवकथानानन्तरं समायातपूर्वजन्मविद्यौ

हिरण्यधर्मप्रभावतीविद्याधररूपमादाय च मेर्वादौ वन्दनाभक्तिं कृत्वा कैलासगिरौ

भरतप्रतिष्ठापितचतुर्विशतिजिनालयान् वन्दितुमायातौ सुलोचनाजयौ तत्प्रस्तावे च सौधर्मेन्द्रेण जयस्य स्वर्गे परिग्रहपरिमाणव्रतप्रशंसा कृता तां परीक्षितुं रतिप्रभदेवः समायातः ततः અને નગરની સ્ત્રીઓના ચરણથી દરવાજાઓનું તાડન કરાવરાવ્યું, પરંતુ કોઈ પણ દરવાજો કોઈથી ઊઘડ્યો નહિ. બધાની પછી નીલીને ઊંચકીને ત્યાં લાવ્યા, તેના ચરણસ્પર્શથી બધા દરવાજા ખૂલી ગયા અને નિર્દોષ નીલીનો રાજાદિએ પૂજાસત્કાર કર્યો.

ચતુર્થ અણુવ્રતની આ કથા છે. ૪. પરિગ્રહવિરતિ અણુવ્રતના પ્રભાવથી જયકુમાર અતિશય સત્કાર પામ્યો.

૫. જયકુમારની કથા

કુરુજાંગલ દેશમાં હસ્તિનાપુરમાં કુરુવંશમાં સોમપ્રભ રાજા હતો. તેના પુત્ર જયને પરિગ્રહપરિમાણ અણુવ્રત હતું. તેને પોતાની ભાર્યા સુલોચનામાં જ પ્રવૃત્તિ હતી. એક દિવસ પૂર્વેના વિદ્યાધરના ભવના કથન પછી પૂર્વ જન્મની વિદ્યા જેમને પ્રગટ થઈ હતી તેવા જયકુમાર અને સુલોચના હિરણ્યધર્મા અને પ્રભાવતી વિદ્યાધરનું રૂપ ધારણ કરીને મેરુ આદિ ઉપર વંદનાભક્તિ કરીને કૈલાસગિરિ ઉપર ભરત દ્વારા પ્રતિષ્ઠાપિત ચોવીસ જિનાલયોની વંદના કરવા આવ્યાં, તે દરમિયાન સૌધર્મ ઇન્દ્રે સ્વર્ગમાં જયકુમારના પરિગ્રહપરિમાણ વ્રતની પ્રશંસા કરી. તેની પરીક્ષા કરવા માટે રતિપ્રભા નામનો દેવ આવ્યો. પછી સ્ત્રીનું રૂપ લઈ १. ‘भवकथनानन्तरं समायातपूर्वजन्मविद्यो हिरण्यधर्मप्रभावती’ इत्यंशो घ० पुस्तके नास्ति २. जन्माद्यः ग-घ ३. वर्म ग-घ


Page 168 of 315
PDF/HTML Page 192 of 339
single page version

स्त्रीरूपमादाय चतसृभिर्बिलासिनीभिः सह जयसमीपं गत्वा भणितो जयः सुलोचनास्वयंवरे येन त्वया सह संग्रामः कृतः तस्यं नमिविद्याधरपते राज्ञीं सुरूपामभिनवयौवनां सर्वविद्याधारिणीं तद्विरक्तचित्तामिच्छ, यदि तस्य राज्यमात्मजीवितं च वाञ्छसीति एतदाकर्ण्य जयेनोक्तंहे सुन्दरि ! मैवं ब्रूहि, परस्त्री मम जननीसमानेति ततस्तया जयस्योपसर्गे महति कृतेऽपि चित्तं न चलितं ततो मायामुपसंहृत्य पूर्ववृत्तं कथयित्वा प्रशस्य वस्त्रादिभिः पूजयित्वा स्वर्गं गत इति पंचमाणुव्रतस्य ।।१८।।

एवं पंचानामहिंसादिव्रतानां प्रत्येकं गुणं प्रतिपाद्येदानीं तद्विपक्षभूतानां हिंसाद्यव्रतानां दोषं दर्शयन्नाह ચાર વિલાસિનીઓ (દેવાંગનાઓ) સાથે જયકુમારની પાસે આવી બોલ્યોઃ

‘‘જય! સુલોચનાના સ્વયંવરમાં જેણે તમારી સાથે લડાઈ કરી હતી તે નમિ વિદ્યાધરની હું રાણી છું. હું અત્યંત રૂપવતી છું, નવ યૌવનવતી છું, બધી વિદ્યાઓને ધારણ કરું છું અને મારું ચિત્ત તેનાથી (નમિ વિદ્યાધર રાજાથી) વિરક્ત થયું છે. જો તેના રાજ્યની અને પોતાના જીવનની ઇચ્છા હોય તો મને સ્વીકારો.’’

એ સાંભળીને જયકુમારે કહ્યુંઃ ‘‘હે સુંદરી! એમ બોલ મા. પરસ્ત્રી મને માતા સમાન છે.’’

પછી તેણે (રતિપ્રભદેવે) જય ઉપર મહાન ઉપસર્ગ કર્યો, છતાં તેનું (જયનું) ચિત્ત ચલિત થયું નહિ. પછી માયા સંકેલીને તેણે (દેવ) પૂર્વ વૃત્તાન્ત કહ્યું અને પ્રશંસા કરી તથા તેનો વસ્ત્રો આદિ દ્વારા સત્કાર કરી સ્વર્ગે ગયો.

એ પ્રમાણે પાંચમા અણુવ્રતની કથા સમાપ્ત. ૫.

ભાવાર્થ :(શ્લોક ૬૪)૧. અહિંસાણુવ્રતમાં યમપાલ ચાંડાલ, ૨. સત્યાણુ- વ્રતમાં ધનદેવ શેઠ, ૩. અચૌર્યાણુવ્રતમાં શ્રેણિકનો પુત્ર વારિષેણ, ૪. બ્રહ્મચર્યાણુવ્રતમાં એક વૈશ્યની પુત્રી નીલી અને ૫. પરિગ્રહપરિમાણ અણુવ્રતમાં રાજપુત્ર જયકુમાર વિશેષરૂપથી પ્રસિદ્ધિ પામ્યાં છે. ૬૪.

એ પ્રમાણે પાંચ અહિંસાદિક વ્રતો પૈકી દરેકના ફળનું પ્રતિપાદન કરી હવે તેનાં પ્રતિપક્ષી ભૂત હિંસાદિ અવ્રતોના દોષ દર્શાવી કહે છે १. नमिविद्याधराधिपते घ


Page 169 of 315
PDF/HTML Page 193 of 339
single page version

धनश्रीसत्यघोषौ च तापसारक्षकावपि
उपाख्येयास्तथा श्मश्रुनवनीतो यथाक्रमम् ।।६५।।

धनश्रीश्रेष्ठिन्या हिंसातो बहुप्रकारं दुःखफलमनुभूतं सत्यघोषपुरोहितेनानृतात् तापसेन चौर्यात् आरक्षकेन कोट्टपालेन ब्रह्माणि वृत्यभावात् ततोऽव्रतप्रभवदुःखानुभवने उपाख्येया दृष्टान्तत्वेन प्रतिपाद्याः के ते धनश्रीसत्यघोषौ च न केवलं एतौ एवं किन्तु तापसारक्षकावपि तथा तेनैव प्रकारेण श्मश्रुनवनीतो वणिक्, यतस्तेनापि परिग्रहनिवृत्यभावतो बहुतरदुःखमनुभूतं यथाक्रमं उक्तक्रमानतिक्रमेण हिंसादिविरत्यभावे एते उपाख्येयाः प्रतिपाद्याः तत्र धनश्री हिंसातो बहुदुःखं प्राप्ता

હિંસાદિ પાંચ અવ્રતોમાં (પાપોમાં) પ્રસિદ્ધ થયેલાનાં નામ

શ્લોક ૬૫

અન્વયાર્થ :[धनश्रीसत्यघोषौ च ] ધનશ્રી (શેઠાણી) અને સત્યઘોષ (પુરોહિત) [तापसारक्षकौ अपि ] એક તાપસી અને કોટવાલ (યમદંડ) [तथा ] અને [श्मश्रुनवनीतः ] શ્મશ્રુનવનીત (વણિક) [यथाक्रमम् ] અનુક્રમે હિંસાદિ પાંચ પાપમાં [उपाख्येयाः ] ઉપાખ્યાન કરવા યોગ્ય છેદ્રષ્ટાંત દેવા યોગ્ય છે.

ટીકા :ધનશ્રી શેઠાણીએ હિંસાને લીધે બહુ પ્રકારનું દુઃખફળ અનુભવ્યું. સત્યઘોષ પુરોહિતે અસત્યને લીધે, તાપસે ચોરીના કારણે, આરક્ષક કોટવાલે બ્રહ્મમાં વૃત્તિના અભાવને લીધે (અર્થાત્ અબ્રહ્મભાવકુશીલના લીધે) અને લુબ્ધદત્ત શ્મશ્રુનવનીતે પરિગ્રહની તૃષ્ણાને લીધે બહુ દુઃખ અનુભવ્યું. તેથી અવ્રત (પાપ) જનિત દુઃખ અનુભવવામાં (પ્રસિદ્ધ થયેલી વ્યક્તિઓનાં નામ) દ્રષ્ટાંત તરીકે કહેવા યોગ્ય છે. તે કોણ? ધનશ્રી અને સત્યઘોષ કેવળ એ બે જ નહિ, કિન્તુ તાપસ અને આરક્ષક (કોટવાળ) પણ, તથા તે જ પ્રકારે પ્રસિદ્ધ શ્મશ્રુનવનીત વણિક પણ, કારણ કે તેણે પણ પરિગ્રહત્યાગના અભાવે અધિક દુઃખ ભોગવ્યું. ક્રમનું ઉલ્લંઘન કર્યા વિનાક્રમાનુસાર હિંસાદિના ત્યાગના અભાવમાં (હિંસાદિ પાપોમાં) તેમને (દ્રષ્ટાન્તરૂપે) કહેવાં યોગ્ય છે. તેમાં ધનશ્રી હિંસાથી બહુ દુઃખ પામી.


Page 170 of 315
PDF/HTML Page 194 of 339
single page version

अस्याः कथा

लाटदेशे भृगुकच्छपत्तने राजा लोकपालः वणिग्धनपालो भार्या धनश्री मनागपि जीववधेऽविरता तत्पुत्री सुन्दरी पुत्रो गुणपालः अपुत्रकाले धनश्रिया यः पुत्रबुद्ध्या कुण्डलो नाम बालकः पोषितः, धनपाले मृते तेन सह धनश्रीः कुकर्मरता जाता गुणपाले च गुणदोषपरिज्ञानके जाते धनश्रिया तच्छंकितया भणितः कुण्डलः प्रसरे गोधनं चारयितुमटव्यां गुणपालं प्रेषयामि, लग्नस्त्वं तत्र तं मारय येनावयोर्निरंकुशमवस्थानं भवतीति ब्रुवाणां मातरमाकर्ण्य सुन्दर्या गुणपालस्य कथितंअद्य रात्रौ गोधनं गृहीत्वा प्रसरे त्वामटव्यां प्रेषयित्वा कुण्डलहस्तेन माता मारयिष्यत्यतः सावधानो भवेस्त्वमिति धनश्रिया च रात्रिपश्चिमप्रहरे गुणपालो भणितोहे पुत्र कुंडलस्य शरीरं विरूपकं वर्तते अतः प्रसरे गोधनं गृहीत्वाद्य त्वं व्रजेति स च गोधनमटव्यां नीत्वा काष्ठं च वस्त्रेण पिधाय

૧. ધાનશ્રીની કથા

લલાટદેશમાં ભૃગુકચ્છ (ભરૂચ) નગરમાં લોકપાલ રાજા હતો અને ધનપાલ વણિક હતો. તેને ધનશ્રી નામની સ્ત્રી હતી. ધનશ્રી જીવનો વધ કરવામાં જરા પણ અટકતી નહિ. તેને સુંદરી નામની પુત્રી અને ગુણપાલ નામનો પુત્ર હતો. જ્યારે ધનશ્રીને પુત્ર ન હતો થયો ત્યારે તેણે કુંડલ નામના બાળકને પુત્રબુદ્ધિથી ઉછેર્યો હતો. વખત જતાં જ્યારે ધનપાલ મરી ગયો ત્યારે ધનશ્રી તે કુંડલની સાથે કુકર્મ કરવા લાગી. અહીં ગુણપાલ જ્યારે ગુણદોષ સમજતો થયો, ત્યારે તેના વિષે શંકાશીલ બની ધનશ્રીએ (કુંડલને) કહ્યું ઃ ‘સવારે ગોધન (પશુધન) ચારવા માટે હું ગુણપાલને જંગલમાં મોકલીશ, ત્યાં તું તેની પાછળ પડીને મારજે, જેથી આપણે બે નિરંકુશ (સ્વચ્છંદપણે) રહી શકીએ.’’

પોતાની માતાને આવું બોલતી સાંભળી સુંદરીએ ગુણપાલને કહ્યુંઃ ‘‘આજે રાત્રે ગોધન એકઠું કરીને સવારમાં તને જંગલમાં મોકલી માતા કુંડલના હાથે તને મરાવશે (કુંડલ પાસે મરાવશે), તું સાવધાન રહેજે.’’

રાત્રિના છેલ્લા પહોરે ધનશ્રીએ ગુણપાલને કહ્યુંઃ ‘‘હે પુત્ર! કુંડલના શરીરે ઠીક નથી, તેથી સવારે ગોધન લઈને આજે તું જા.’’

તે ગોધન લઈને જંગલમાં ગયો અને લાકડાને વસ્ત્રથી ઢાંકી છૂપાઈ રહ્યો. કુંડલે १. मनागपि न जोववधविरता घ २. परिज्ञायके घ ३. तत्सक्ततया ४. प्रेषयामो लग्नास्त्वं घ ५. अत्र घ ६. ‘च’ शब्दो नास्ति घ


Page 171 of 315
PDF/HTML Page 195 of 339
single page version

तिरोहितो भूत्वा स्थितः कुण्डलेन चागत्य गुणपालोऽयमिति मत्वा वस्त्रप्रच्छादितकाष्ठे घातः कृतो गुणपालेन च स खङ्गेन हत्वा मारितः गृहे आगतो गुणपालो धनश्रिया पृष्टः क्व रे कुण्डलः तेनोक्तं कुण्डलवार्तामयं खङ्गोऽभिजानाति ततो रक्तलिप्तं बाहुमालोक्य स तेनैव खङ्गेन मारितः तं च मारयन्तीं धनश्रियं दृष्ट्वा सुन्दर्या मुशलेन सा हता कोलाहले जाते कोट्टपालैर्धनश्रीर्धृत्वा राज्ञोऽग्रे नीता राज्ञा च गर्दभारोहणे कर्णनासिकाछेदनादिनिग्रहे कारिते मृत्वा दुर्गतिं गतेति प्रथमाव्रतस्य

सत्यघोषोऽनृताद्बहुदुःखं प्राप्तः

इत्यस्य कथा

जंबूद्वीपे भरतक्षेत्रे सिंहपुरे राजा सिंहसेनो राज्ञी रामदत्ता, पुरोहितः श्रीभूतिः ब्रह्मसूत्रे कर्तिकां बध्वा भ्रमति वदति च यद्यसत्यं ब्रवीमि तदाऽनया कर्तिकया निजजिह्वाच्छेदं करोमि एवं कपटेन वर्तमानस्य तस्य सत्यघोष इति द्वितीयं नाम संजातम् આવીને ‘આ ગુણપાલ છે’ એમ માની વસ્ત્રથી ઢાંકેલા કાષ્ઠ (લાકડા) ઉપર ઘા કર્યો અને ગુણપાલે તેને તલવારથી મારી નાખ્યો. જ્યારે ગુણપાલ ઘેર આવ્યો ત્યારે ધનશ્રીએ પૂછ્યું, ‘‘અરે, કુંડલ ક્યાં છે?’’

તેણે કહ્યું, ‘‘કુંડલની વાત તો તલવાર જાણે છે.’’ પછી લોહીથી ખરડાયેલા બાહુને જોઈને, તેણે (ગુણપાલે) જ તલવારથી તેને માર્યો છે. (એમ માની) તેને મારતી ધનશ્રીને જોઈને, સુન્દરીએ તેને (ધનશ્રીને) મુશલથી (સાંબેલાથી) મારવા લાગી. (તેનાથી) કોલાહલ થતાં કોટવાળોએ ધનશ્રીને પકડી અને રાજા પાસે લઈ ગયા. રાજાએ તેને કાનનાકના છેદનાદિરૂપ શિક્ષા કરાવી ગધેડા ઉપર બેસાડી. તે મરીને દુર્ગતિએ ગઈ.

એ પ્રમાણે પ્રથમ હિંસાપાપની કથા છે. ૧.

સત્યઘોષ અસત્યથી બહુ દુઃખ પામ્યો.

૨. સત્યઘાોષની કથા

જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં સિંહપુર નગરમાં સિંહસેન રાજા હતો. તેને રામદત્તા નામની રાણી હતી અને શ્રીભૂતિ નામનો પુરોહિત હતો. તે (પુરોહિત) પોતાની જનોઈએ નાનું ચપ્પુ બાંધીને ફરતો હતો અને કહેતો હતો કે, ‘‘જો હું અસત્ય બોલું તો આ ચપ્પા १. रोहणं घ


Page 172 of 315
PDF/HTML Page 196 of 339
single page version

लोकाश्च विश्वस्तास्तत्पार्श्वे द्रव्यं धरन्ति च तद्द्रव्यं किंचितेषां समर्प्य स्वयं गृह्णाति पूत्कर्तुं बिभेति लोकः न च पूत्कृतं राजा शृणोति अथैकदा पद्मखण्डपुरादागत्य समुद्रदत्तो वणिक्पुत्रस्तत्र सत्यघोषपार्श्वेऽनर्घाणि पंच माणिक्यानि धृत्वा परतीरे द्रव्यमुपार्जयितुं गतः तत्र च तदुपार्ज्य व्याघुटितः स्फु टितप्रवहण एकफलकेनोत्तीर्य समुद्रं धृतमाणिक्यवांछया सिंहपुरे सत्यघोषसमीपमायातः तं च रंकसमानमागच्छन्तमालोक्य तन्माणिक्यहरणार्थिना सत्यघोषेण प्रत्ययपूरणार्थं समीपोपविष्टपुरुषाणां कथितं अयं पुरुषः स्फु टितप्रवहणः ततो ग्रहिलो जातोऽत्रागत्य माणिक्यानि याचिष्यतीति तेनागत्य प्रणम्य चोक्तं भो सत्यघोषपुरोहित ! ममार्थोपार्जनार्थं गतस्योपार्जितार्थस्य महाननर्थो जात इति मत्वा यानि मया तव रत्नानि धर्तुं समर्पितानि तानीदानीं प्रसादं कृत्वा देहि, येनात्मानंस्फु टितप्रवहणात् વડે હું મારી જીભ કાપી નાખું.’’

એ રીતે કપટથી વર્તતાં તેનું સત્યઘોષ એવું બીજું નામ પડ્યું. લોકો તેના ઉપર વિશ્વાસ રાખી તેની પાસે પોતાનું ધન મૂકી જતાં. તે દ્રવ્યમાંથી કંઈક તેમને (રાખવાવાળાને) પાછું આપી, બાકીનું સ્વયં લઈ લેતો. લોકો તેનો બૂમાટ કરતાં ડરતા હતા. રાજા પણ તે બૂમાટ સાંભળતો નહિ.

હવે એક દિવસ પદ્મખંડનગરથી આવીને સમુદ્રદત્ત નામના વણિકપુત્રે ત્યાં સત્યઘોષની પાસે પાંચ અમૂલ્ય માણેક રાખી બીજે કાંઠે (દેશે) ધન કમાવા ગયો. ત્યાં તે કમાઈને પાછો ફરતો હતો ત્યારે (રસ્તામાં) તેનું વહાણ ભાંગ્યું. તે લાકડાના એક પાટિયાની મદદથી સમુદ્ર તરી ગયો અને રાખેલા માણિક્ય લેવાની ઇચ્છાથી સિંહપુરમાં સત્યઘોષ પાસે આવ્યો. તેને એક ગરીબ જેવો આવતો જોઈને, તે માણિક્યને લઈ લેવાની (હડપ કરવાની) ઇચ્છા કરતા સત્યઘોષે, વિશ્વાસ બેસાડવા માટે પોતાની પાસે બેઠેલા પુરુષોને કહ્યું, ‘‘આ પુરુષનું વહાણ તૂટી જવાથી તે પાગલ થઈ ગયો છે, તે અહીં આવીને માણેક (રત્નો) માગશે.’’

તે આવ્યો અને પ્રણામ કરીને બોલ્યો, ‘‘રે સત્યઘોષ પુરોહિત! હું ધન કમાવા સારું ગયેલો, પરંતુ ધન કમાઈને આવતાં મારા પર ઘણું સંકટ આવી પડ્યું, એમ જાણીને મેં તમને જે રત્નો સાચવવા સોપ્યાં હતાં તે હવે મહેરબાની કરીને મને આપો; જેથી વહાણ ભાંગવાથી દ્રવ્યહીન થયેલી મારી જાતનો હું ઉદ્ધાર કરું.’’ १. ऽनर्घ्याणि घ २. ऽत्रागत्या मां रत्नानि घ ३. गतस्योपार्जितार्थस्यापि घ


Page 173 of 315
PDF/HTML Page 197 of 339
single page version

गतद्रव्यं समुद्धरामि तद्वचनमाकर्ण्य कपटेन सत्यघोषेण समीपोपविष्टा जना भणिता मया प्रथमं यद् भणितं तद् भवतां सत्यं जातं तैरुक्तं भवन्त एव जानन्त्ययं ग्रहिलोऽस्मात् स्थानान्निःसार्यंतामित्युक्त्वा तैः समुद्रदत्तो गृहान्निःसारितः ग्रहिल इति भण्यमानः पत्तने पूत्कारं कुर्वन् ममानध्यपंचमाणिक्यानि सत्यघोषेण गृहीतानि तथा राजगृहसमीपे चिंचावृक्षमारुह्य पश्चिमरात्रे पूत्कारं कुर्वन् षण्मासान् स्थितः तां पूत्कृतिमाकर्ण्य रामदत्तया भणितः सिंहसेनःदेव ! नावं पुरुषः ग्रहिलः राज्ञापि भणितं किं सत्यघोषस्य चौर्यं संभाव्यते ? पुनरुक्तं राज्ञ्या देव ! संभाव्यते तस्य चोर्यं यतोऽयमेतचादृशमेव सर्वदा वचनं ब्रवीति एतदाकर्ण्य भणितं राज्ञा यदि सत्यघोषस्यैतत् संभाव्यते तदा त्वं परीक्षयेति लब्धादेशया रामदत्तया सत्यघोषो राजसेवार्थमागच्छनाकार्य पृष्टःकिं बृहद्वेलायामागतोऽसि ? तेनोक्तंमम ब्राह्मणीभ्राताद्य प्राघूर्णकः समायातस्तं भोजयतो बृहद्वेला लग्नेति पुनरप्युक्तं तयाक्षणमेकमत्रयोपविश ! ममातिकौतुकं जातं अक्षक्रीडां

તે વચન સાંભળીને કપટથી સત્યઘોષે સમીપ બેઠેલા લોકોને કહ્યું, ‘‘જુઓ, મેં તમને પહેલાં જે વાત કહી હતી તે સત્ય નીકળી.’’

તેમણે કહ્યું, ‘‘આ પાગલ છે તે આપ જાણો છો. આ સ્થાનેથી તેને કાઢી મૂકો.’’ એમ બોલીને સમુદ્રદત્તને તેઓએ પાગલ કહી કાઢી મૂક્યો. નગરમાં પોકારીને તે (સમુદ્રદત્ત) કહેવા લાગ્યો, કે ‘‘સત્યઘોષે મારાં પાંચ અમૂલ્ય રત્નો લઈ લીધાં છે’’ અને રાજગૃહની નજીકમાં એક આમલીના વૃક્ષ ઉપર ચડીને છ મહિના સુધી પાછલી રાત્રે તેમ પોકારતો રહ્યો. તેના પોકાર સાંભળીને રામદત્તાએ સિંહસેનને કહ્યું, દેવ! આ માણસ પાગલ નથી.’’

રાજાએ પણ કહ્યું, ‘‘શું સત્યઘોષને ચોરી સંભવે છે?’’ રાણીએ ફરીથી કહ્યું, ‘‘દેવ! તેને ચોરી સંભવે છે’’ કારણ કે એ (માણસ) સદા આવું જ વચન બોલે છે.’’

એ સાંભળી રાજાએ કહ્યું, ‘‘જો સત્યઘોષને ચોરી સંભવતી હોય તો તમે પરીક્ષા કરો.’’ આદેશ પ્રાપ્ત કરીને રામદત્તાએ રાજસેવા માટે આવતા સત્યઘોષને બોલાવી પૂછ્યું, ‘‘આટલા બધા મોડા કેમ આવ્યા છો?’’

તેણે કહ્યું, ‘‘મારી બ્રાહ્મણીનો ભાઈ આજે મહેમાન તરીકે આવ્યો હતો, તેને જમાડતાં બહુ વખત લાગ્યો.’’ १. कपटोपेतसत्य घ


Page 174 of 315
PDF/HTML Page 198 of 339
single page version

कुर्मः राजापि तत्रैवागतस्तेनाप्येवं कुर्वित्युक्तं ततोऽक्षद्यूते क्रीडया संजाते रामदत्तया निपुणमतिविलासिनी कर्णे लगित्वा भणिता सत्यघोषः पुरोहितो राज्ञीपार्श्वे तिष्ठति तेनाहं ग्रहिलमाणिक्यानि याचितुं प्रेषितेति तद्ब्राह्मण्यग्रे भणित्वा तानि याचयित्वा च शीघ्रमागच्छेति ततस्तया गत्वा याचितानि तद्ब्राह्मण्या च पूर्व सुतरां निषिद्धया न दत्तानि तद्विलासिन्या चागत्य देवीकर्णे कथितं सा न ददातीति ततो जितमुद्रिकां तस्य साभिज्ञानं दत्त्वा पुनः प्रेषिता तथापि तया न दत्तानि ततस्तस्य कर्तिकायज्ञोपवीतं जितं साभिज्ञानं दत्तं दर्शितं च तया ब्राह्मण्या तद्दर्शनात्तुष्टया भीतया च समर्पितानि माणिक्यानि तद्विलासिन्याः तया च रामदत्तायाः समर्पितानि तया च राज्ञो दर्शितानि तेन च बहुमणिक्यमध्ये निक्षेप्याकार्य च ग्रहिलो भणितः रे निजमाणिक्यानि परिज्ञाय गृहाण तेन च तथैव गृहीतेषु तेषु राज्ञा रामदत्तया च वणिक्पुत्रःप्रतिपन्नः ततो राज्ञा

રાણીએ ફરીથી કહ્યું, ‘‘થોડીક વાર અહીં બેસો, મને ઘણું કૌતુક થયું છે. આપણે અક્ષયક્રીડા કરીએ (ચોપાટ ખેલીએ).’’ રાજા પણ ત્યાં આવી ગયો. તેણે પણ ‘એમ કરો’ એમ કહ્યું.

પછી જ્યારે જુગાર રમાતો હતો, ત્યારે રામદત્તા રાણીએ નિપુણમતિ નામની સ્ત્રીને કાને લગાડી (કાનમાં) કહ્યું, ‘‘સત્યઘોષ પુરોહિત રાણી પાસે બેઠો છે, તેણે મને પાગલનાં રત્નો માગવા મોકલી છે,એમ તેની બ્રાહ્મણીની આગળ કહીને તે (રત્નો) માગીને જલદી આવ.’’

પછી નિપુણમતિએ જઈને તે (રત્નો) માંગ્યાં, પહેલાં તો તે બ્રાહ્મણીએ બહુ નકાર કરી તે આપ્યાં નહિ. તે દાસી સ્ત્રીએ આવીને રાણીના કાનમાં કહ્યું, ‘‘તે આપતી નથી.’’ પછી તેના ઓળખાણ ચિહ્ન તરીકે પુરોહિતની જીતેલી વીંટી આપીને તેને ફરીથી મોકલી. છતાં તેણે ન આપ્યાં. પછી તેનું ચપ્પુ અને જનોઈ જીતી લીધેલાં તે તેના ઓળખાણચિહ્ન તરીકે આપ્યાં અને તે (બ્રાહ્મણી)ને બતાવ્યાં. તે જોઈને તે દુષ્ટ બ્રાહ્મણીએ ‘નહિ આપું તો પુરોહિત ગુસ્સે થશે’ એવા ભયથી તે રત્નો તે વિલાસીનીદાસીને દીધાં અને દાસીએ રામદત્તાને સોંપ્યાં. તેણે રાજાને બતાવ્યાં. રાજાએ તે રત્નોને બહુ રત્નોમાં ભેળવ્યાં અને પાગલને બોલાવી કહ્યું, ‘‘રે, તારાં પોતાનાં રત્નો ઓળખીને લઈ લે.’’

તેણે તે જ (પોતાનાં જ રત્ન) ગ્રહણ કર્યાં, ત્યારે રાજા અને રાણીએ તેને વણિકપુત્ર १. हृष्टया तया घ


Page 175 of 315
PDF/HTML Page 199 of 339
single page version

सत्यघोषः पृष्टःइदं कर्म त्वया कृतमिति तेनोक्तं देव ! न करोमि, किं ममेद्दशं कर्तुं युज्यते ? ततोऽतिरुष्टेन तेन राज्ञा तस्य दण्डत्रयं कृतं गोमयभृतं भाजनत्रयं भक्षय, मल्लमुष्टिघातत्रयं वा सहस्व, द्रव्यं वा सर्वं देहि तेन च पर्यालोच्य गोमयं खादितुमारब्धं तदशक्तेन मुष्टिघातः सहितुमारब्धः तदशक्तेन द्रव्यं दातुमारब्धं एवं दण्डत्रयमनुभूय मृत्वातिलोभवशाद्राजकीयभांडागारे अगंधनसर्पो जातः तत्रापि मृत्वा दीर्घसंसारी जात इति द्वितीयाव्रतस्य

तापसश्चौर्याद्बहुदुःखं प्राप्तः

इत्यस्य कथा

वत्सदृश कौशाम्बीपुरे राजा सिंहरथो राज्ञी विजया तत्रैकश्चौरः कौटिल्येन तापसो શેઠ તરીકે સ્વીકાર્યો. અર્થાત્ ત્યારે તેઓએ જાણ્યું કે તે પાગલ નથી પણ વણિકપુત્ર છે.

પછી રાજાએ સત્યઘોષને પૂછ્યું, ‘‘તેં આ કાર્ય કર્યું છે?’’ તેણે કહ્યું, ‘‘દેવ! મેં કર્યું નથી. શું મને આવું કરવું યોગ્ય છે?’’ પછી બહુ ગુસ્સે થયેલા રાજાએ તેને ત્રણ શિક્ષાઓ કરી.

‘‘૧. ત્રણ થાળી છાણનું ભ્રમણ કર. ૨. મલ્લના મુક્કાઓનો માર સહન કર, અથવા ૩. સર્વ ધન આપી દે.’’

તેણે વિચાર કરીને પહેલાં છાણ ખાવાનું શરૂ કર્યું. તે ખાઈ નહિ શકવાથી મુક્કા માર સહન કરવાનું શરૂ કર્યું. તે સહન નહિ થવાથી દ્રવ્ય આપવું આરંભ્યું. તેમ કરવા અશક્ત હોવાથી તેણે છાણનું ભ્રમણ કર્યું અને વળી મુક્કામાર પણ ખાધો.

એ રીતે ત્રણ શિક્ષાઓ ભોગવી તે મરણ પામ્યો અને અતિ લોભના લીધે રાજાના ભાંડાગારમાં અંગધન જાતિનો સાપ થયો. ત્યાંથી પણ મરીને દીર્ઘ સંસારી થયો.

એ પ્રમાણે દ્વિતીય અવ્રતની કથા છે. ૨. તાપસ ચોરીને લીધે બહુ દુઃખ પામ્યો.

૩. તાપસની કથા

વત્સદેશમાં કૌશામ્બી પુરીનો રાજા સિંહસ્થ હતો. તેની રાણીનું નામ વિજયા હતું. ત્યાં १. त्वया कृतं किं न कृतमिति घ २. अंगध घ


Page 176 of 315
PDF/HTML Page 200 of 339
single page version

भूत्वा परभूमिमस्पृशदवलम्बमान शिक्यस्थो दिवसे पंचाग्निसाधनं करोति रात्रौ च कौशांबीं मुषित्वा तिष्ठति एकदा महाजनान्मुष्टं नगरमाकर्ण्य राज्ञा कोट्टपालो भणितो रे सप्तरात्रमध्ये चौरं निजशिरो वाऽऽनय ततश्चौरमलभमानश्चिन्तापरः तलारोऽपराह्णे बुभुक्षितब्राह्मणेन केनचिदागत्य भोजनं प्रार्थितः तेनोक्तंहे ब्राह्मण ! अच्छान्दसोऽसि मम प्राणसन्देहो वर्तते त्वं च भोजनं प्रार्थयसे एतद्वचनमाकर्ण्य पृष्टं ब्राह्मणेन कुतस्ते प्राणसन्देहः ? कथितं च तेन तदाकर्ण्य पुनः पृष्टं ब्राह्मणेनअत्र किं कोऽप्यतिनिस्पृहवृत्तिपुरुषोऽप्यस्ति ? उक्तं तलारेणअस्ति विशिष्टस्तपस्वी, न च तस्यैतत् सम्भाव्यते भणितं ब्राह्मणेनस एव चौरो भविष्यति अतिनिस्पृहत्वात् श्रूयतामत्र मदीया कथामम ब्राह्मणी महासती परपुरुषशरीरं न स्पृशतीति निजपुत्रस्याप्यतिकुक्कुटात् એક ચોર કપટથી તાપસ બનીને બીજાની ભૂમિને નહિ સ્પર્શ કરતા એવા લટકતા સીંકા પર બેસી દિવસે પંચાગ્નિ તપ કરતો હતો અને ત્યાં કૌશામ્બીમાં ચોરી કરીને રહેતો હતો.

એક દિવસ મહાજન પાસેથી નગરને લુંટાયેલું સાંભળીને રાજાએ કોટવાળને કહ્યું, ‘‘રે, સાત રાતની અંદર ચોરને લાવ કે તારા મસ્તકને (લાવ).’’

પછી ચોર નહિ મળવાથી કોટવાળ ચિંતાતુર થયો. બપોરે કોઈ ભૂખ્યા બ્રાહ્મણે એક દિવસે આવી તેની પાસે ભોજન માગ્યું. તેણે કહ્યું, ‘‘રે, બ્રાહ્મણ! તું સ્વેચ્છાચારી છે. મને મારા પ્રાણની પડી છે અને તું ભોજનની માગણી કરે છે.’’

એ વચન સાંભળીને બ્રાહ્મણે પૂછ્યું, ‘‘તમને પ્રાણની કેમ પડી છે?’’ અને તેણે (કોટવાળે) કારણ કહ્યું તે સાંભળીને બ્રાહ્મણે ફરીથી પૂછ્યું, ‘‘અહીં શું વળી કોઈ અતિ નિસ્પૃહ પુરુષ રહે છે?’’

કોટવાળે કહ્યું, ‘‘વિશિષ્ટ તપસ્વી રહે છે, પણ તેને તે (ચોરી) સંભવતી નથી.’’ બ્રાહ્મણે કહ્યું, ‘‘અતિનિઃસ્પૃહ હોવાને લીધે તે જ ચોર હશે. આ બાબતમાં મારી વાત સાંભળો.

૧. મારી બ્રાહ્મણી પોતાને મહાસતી ગણાવીને પરપુરુષના શરીરને સ્પર્શતી નથી, તેથી પોતાના પુત્રને પણ કપટથી બધું શરીર ઢાંકીને ધવડાવે છે; પરંતુ રાત્રે ઘરના પીંડારા १. मस्पृशन् विलम्ब्यमान घ २. तन्नगर घ ३. भविष्यतीति निःस्पृहत्वात् घ