Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 54 ahisAnuvratanA atichAr,55 satyAnuvratanA lakshaN,56 satyAnuvratanA atichAr,57 achauryANuvratanu lakshan,58 achauryANuvratanu atichAr,59 brahmcharyANuvratanu lakshaN,60 brahmcharyANuvratanA atichar,61 parigrah parimaN aNuvratanu lakshaN.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 9 of 17

 

Page 137 of 315
PDF/HTML Page 161 of 339
single page version

चरसत्त्वहिंसां न करोमि चरसत्त्वान् हिनस्मीति स्वयं वचनं नोच्चारयामीत्यर्थः वचसा चरसत्त्वहिंसां न कारयामि चरसत्त्वान् हिंसय हिंसयेति वचनं नोच्चारयामीत्यर्थः तथा वचसा चरसत्त्वहिंसां कुर्वन्तं नानुमन्ये, साधुकृतं त्वयेति वचनं नोच्चारयामीत्यर्थः तथा कायेन चरसत्त्वाहिंसां न करोमि, चरसत्त्वहिंसने दृष्टिमुष्टिसन्धाने स्वयं कायव्यापारं न करोमीत्यर्थः तथा कायेन चरसत्त्वहिंसां न कारयामि, चरसत्त्वहिंसने कायसंज्ञया परं न प्रेरयामीत्यर्थः तथा चरसत्त्वहिंसां कुर्वन्तमन्यं नखच्छोटिकादिना कायेन नानुमन्ये इत्युक्तम- हिंसाणुव्रतम् ।।५३।। ન આપુંઆણે સુંદર કર્યુંએવો મનમાં સંકલ્પ હું ન કરું. એવો અર્થ છે.

૪. એ પ્રમાણે વચનથી હું સ્વયં ત્રસ જીવોની હિંસા ન કરુંત્રસ જીવોની હિંસા કરું એવું વચન સ્વયં ઉચ્ચારું નહિએવો અર્થ છે. ૫. વચનથી ત્રસ જીવોની હિંસા હું (બીજા પાસે) ન કરાવુંત્રસ જીવોની ‘હિંસા કર, હિંસા કર’ એવું વચન હું ઉચ્ચારું નહિ. એવો અર્થ છે. ૬. તથા વચનથી ત્રસ જીવોની હિંસા કરનારને હું અનુમતિ આપું નહિ ‘તે ઠીક કર્યું’એવું વચન હું ઉચ્ચારું નહિ. એવો અર્થ છે.

તથા ૭. કાયથી, ત્રસ જીવોની હિંસા હું કરું નહિત્રસ જીવોની હિંસા કરવામાં દ્રષ્ટિ અને મુષ્ટિના સંધાનમાં હું સ્વયં કાયનો વ્યાપાર કરું નહિ. એવો અર્થ છે. ૮. તથા કાયથી ત્રસ જીવોની હિંસા હું (કોઈની પાસે) કરાવું નહિત્રસ જીવોની હિંસા કરવામાં કાયની સંજ્ઞાથી (સંકેતથી) બીજાને હું પ્રેરું નહિ. એવો અર્થ છે. ૯. તથા ત્રસ જીવોની હિંસા કરતા અન્યને નખ દ્વારા, ચપટી આદિરૂપ કાયથી હું અનુમતિ આપું નહિએમ અહિંસાણુવ્રત કહ્યું.

ભાવાર્થ :મનથી કૃત, કારિત અને અનુમોદનારૂપ, વચનથી કૃત, કારિત અને અનુમોદનારૂપ, તથા કાયથી કૃત, કારિત અને અનુમોદનારૂપએવા નવ સંકલ્પોથી ઇરાદાપૂર્વક ત્રસ જીવોની હિંસા કરવાનો ભાવ ન કરવો તેને અહિંસાણુવ્રત કહે છે. આ પ્રમાણે અહિંસાણુવ્રતીને સંકલ્પી હિંસાનો ત્યાગ હોય છે.

નવ સંકલ્પોથી (નવ કોટિથી) ત્રસ જીવોની હિંસાના ભાવનો ત્યાગ તો મુનિ અને શ્રાવક બંનેને હોય છે, પરંતુ સ્થાવર જીવોની હિંસાનો નવ કોટિએ ત્યાગ તો એકલા મુનિને જ હોય છે; શ્રાવકને હોતો નથી. १. करोमीत्यर्थ इति क ख पाठः


Page 138 of 315
PDF/HTML Page 162 of 339
single page version

વિશેષ
હિંસાદિના ત્યાગનું વિધાાન

‘‘હિંસાદિનો ત્યાગ બે પ્રકારે છેએક ઉત્સર્ગ ત્યાગ અને બીજો અપવાદ ત્યાગ. ઉત્સર્ગ એટલે સામાન્ય. સામાન્યપણે સર્વથા પ્રકારે ત્યાગ કરીએ તેને ઉત્સર્ગ ત્યાગ કહે છે. તેના નવ ભેદ છેમનથી પોતે કરવાનું ચિંતવે નહિ, બીજા પાસે કરાવવાનું ચિંતવે નહિ, અને કોઈએ કર્યું હોય તેને ભલું જાણે નહિ. વચનથી પોતે કરવાનું કહે નહિ, બીજાને કરાવવા માટે ઉપદેશ આપે નહિ, કોઈએ કર્યું હોય તેને ભલું કહે નહિ. કાયાથી પોતે કરે નહિ, બીજાને હાથ વગેરે દ્વારા પ્રેરણા આપી કરાવે નહિ અને કોઈએ કર્યું હોય તેને હસ્તાદિ વડે પ્રશંસે નહિ. આ નવ ભેદ કહ્યા.

અપવાદ ત્યાગ અનેક પ્રકારનો છે. આ નવ ભંગ કહ્યા તેમાંથી કેટલા ભંગોથી અમુક પ્રકારે ત્યાગ કરે, અમુક પ્રકારે ત્યાગ ન કરે, આ રીતે મારે આ કાર્ય કરવું, આ રીતે ન કરવુંએમ અપવાદ ત્યાગ ભિન્ન-ભિન્ન પ્રકારે છે. માટે શક્ય હોય તે રીતે ત્યાગ કરવો.’’

હિંસાના પ્રકારદ્રવ્યહિંસા અને ભાવહિંસા.

यत्खलुकषाययोगात्प्राणानां द्रव्यभावरूपानाम्
व्यपरोपणस्य करणं सुनिश्चिता भवति सा हिंसा ।।४३।।

‘‘કષાયરૂપે પરિણમેલા મન, વચન અને કાયાના યોગથી જે દ્રવ્યરૂપ અને ભાવરૂપ પ્રાણોનું વ્યપરોપણ કરવુંઘાત કરવો તે નિશ્ચયથી સારી રીતે નક્કી કરેલી હિંસા છે.’’

રાગાદિ ભાવોથી ચૈતન્ય પ્રાણોનો ઘાત થવો તે ભાવહિંસા છે, તેના બે પ્રકાર છે સ્વભાવ હિંસા અને પરભાવ હિંસા. તેમ જ ઇન્દ્રિય, બળ, આયુ અને શ્વાસોચ્છ્વાસરૂપ દ્રવ્ય પ્રાણોનો ઘાત થવો તે દ્રવ્યહિંસા છે. તેના પણ બે પ્રકાર છે. સ્વદ્રવ્ય હિંસા અને પરદ્રવ્ય હિંસા.

‘‘પોતાના મનમાં, વચનમાં કે શરીરમાં ક્રોધકષાય પ્રગટ થયો તેનાથી પ્રથમ તો ૧. પુરુષાર્થસિદ્ધિઉપાય, ગુજરાતી આવૃત્તિ શ્લોક ૭૫નો ભાવાર્થ. ૨. પુરુષાર્થસિદ્ધિઉપાય, ગુજરાતી આવૃત્તિ શ્લોક ૪૩.


Page 139 of 315
PDF/HTML Page 163 of 339
single page version

પોતાના શુદ્ધોપયોગરૂપ ભાવપ્રાણનો ઘાત થયો. આ હિંસા તો પોતાના ભાવપ્રાણની વ્યપરોપણથી થઈ. તે તો (દ્રવ્યહિંસા) પહેલાં જ થઈ, બીજી (દ્રવ્ય) હિંસા થાય કે ન પણ થાય. પાછળથી કદાચિત્ તીવ્ર કષાયરૂપ થાય અને પોતાના દીર્ઘ શ્વાસાદિથી અથવા હાથ -પગ વડે પોતાના અંગને પીડા ઉપજાવી અથવા આપઘાત કરી મરી ગયો, તે પોતાના દ્રવ્યપ્રાણના ઘાતરૂપ હિંસા થઈ.

વળી જે કષાયથી અન્ય જીવને કુવચન કહ્યાં, મર્મભેદી હાસ્ય કર્યું અથવા જે રીતે તેનું અંતરંગ પીડિત થઈ કષાયરૂપે પરિણમે તેવું કાર્ય કર્યું. ત્યાં પરના ભાવપ્રાણના વ્યપરોપણ (ઘાત)થી હિંસા થાય છે. જ્યાં કષાયના વશે પ્રમાદી થયો, બીજા જીવના શરીરને પીડા કરી અથવા પ્રાણનાશ કર્યો ત્યાં પરના દ્રવ્યપ્રાણના ઘાતથી (પરના દ્રવ્યપ્રાણની) હિંસા થઈ.....’’

‘‘મહાપુરુષ ધ્યાનમાં લીન છે અથવા ગમનાદિમાં સાવધાનતાથી યત્નપૂર્વક પ્રવર્તે છે અને કદાચ એના શરીરના સંબંધથી કોઈ જીવના પ્રાણ પીડાયા તોપણ એને હિંસાનો દોષ નથી, કેમ કે એના પરિણામમાં કષાય હતો નહિ, તેથી પર જીવના પ્રાણને પીડા થાય તોપણ હિંસા નામ પામે નહિ.....’’

‘‘જે પ્રમાદી જીવ કષાયને વશ થઈને ગમનાદિ ક્રિયામાં યત્નરૂપ પ્રવર્તતો નથી અથવા બેસતાંઊઠતાં ક્રોધાદિ ભાવોમાં પરિણમે છે તો ત્યાં જીવ કદાચ મરે કે ન મરે પણ એને તો કષાયભાવ વડે અવશ્ય હિંસાનો દોષ લાગે છે; એટલે પર જીવના પ્રાણની પીડા ન થવા છતાં પણ પ્રમાદના સદ્ભાવથી હિંસા નામ પામે છે......’’

‘‘કારણ કે જીવ કષાયભાવો સહિત હોવાથી પહેલાં પોતા વડે જ પોતાને હણે છે અને પછીથી ભલે બીજા જીવોની હિંસા થાય કે ન થાય.....’’

‘‘પર જીવના ઘાતરૂપ જે હિંસા થાય છે તે બે પ્રકારની છેએક અવિરમણરૂપ (અવિરતિરૂપ) અને બીજી પરિણમનરૂપ. ૧. પુરુષાર્થસિદ્ધિઉપાય, ગુજરાતી આવૃત્તિ શ્લોક ૪૩નો ભાવાર્થ. ૨. પુરુષાર્થસિદ્ધિઉપાય, ગુજરાતી આવૃત્તિ શ્લોક ૪૫નો ભાવાર્થ. ૩. પુરુષાર્થસિદ્ધિઉપાય, ગુજરાતી આવૃત્તિ શ્લોક ૪૬નો ભાવાર્થ. ૪. પુરુષાર્થસિદ્ધિઉપાય, ગુજરાતી આવૃત્તિ શ્લોક ૪૭નો ભાવાર્થ.


Page 140 of 315
PDF/HTML Page 164 of 339
single page version

૧. અવિરમણરૂપ હિંસાકોઈ જીવ પર જીવની હિંસાના કાર્યમાં તો પ્રવર્તતો નથી, પરંતુ તેને હિંસાનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ નહિ હોવાથી તેને અંતરંગમાં અવિરતિનો ભાવ ઊભો છે; તેથી તેને અવિરમણરૂપ હિંસાનો દોષ છે, જેમ કે કોઈને કંદમૂળનો ત્યાગ નથી અને તે કોઈ વખતે ખાતો પણ નથી, છતાં અંતરંગમાં કંદમૂળ ખાવાનો ભાવ ઊભો હોવાથી, તે ભાવનો ત્યાગ નહિ હોવાથી તેને અવિરમણરૂપ હિંસાનો દોષ લાગે છે.

‘‘જે કાર્ય કરવાની આશા રહે તેની પ્રતિજ્ઞા લેવાતી નથી અને આશા રહે તેનાથી રાગ પણ રહે છે તથા એ રાગના ભાવથી કાર્ય કર્યા વિના પણ અવિરતિનો બંધ થયા જ કરે છે; માટે પ્રતિજ્ઞા અવશ્ય કરવી યોગ્ય છે. વળી કાર્ય કરવાનું બંધન થયા વિના પરિણામ કેવી રીતે રોકાશે? પ્રયોજન પડતાં તદ્રૂપ પરિણામ અવશ્ય થઈ જાય વા પ્રયોજન વિના પણ તેની આશા રહે છે, માટે પ્રતિજ્ઞા કરવી યોગ્ય છે......’’

૨. પરિણમનરૂપ હિંસાપર જીવના ઘાતમાં, જો જીવ મનથી, વચનથી કે કાયથી પ્રવર્તે તો તેને તે પરિણમનરૂપ હિંસા છે.

આ બંને ભેદોમાં પ્રમાદસહિત યોગનું અસ્તિત્વ છે. तस्मात्प्रमत्तयोगे नित्यं प्राणव्यपरोपणम् । તેથી પ્રમાદના યોગમાં નિરંતર પ્રાણઘાતનો સદ્ભાવ છે. જ્યારે જીવ ક્રોધાદિ ભાવહિંસાનો ત્યાગ કરી પ્રમાદરૂપ પરિણમન ન કરે તો જ તેને (પ્રાણઘાતનો) અભાવ હોઈ શકે. જ્યાં સુધી પ્રમાદ રહે છે ત્યાં સુધી હિંસાનો અભાવ કોઈ રીતે હોઈ શકતો નથી.

પ્રમત્તયોગ એ જ હિંસાનું વાસ્તવિક કારણ છે; કેવળ દ્રવ્યપ્રાણનો ઘાત થવો તે ખરી હિંસા નથી.

શ્રી ઉમાસ્વામીએ પણ ‘તત્ત્વાર્થ સૂત્ર’માં હિંસાનું લક્ષણ આપતાં કહ્યું છે કે प्रमत्तयोगात् प्राणव्यपरोपणं हिंसा । પ્રમાદના યોગથી યથાસંભવ દ્રવ્યપ્રાણ યા ભાવપ્રાણનો ઘાત કરવો તે હિંસા છે.

વળી સમયસાર ગાથા ૨૬૨માં કહ્યું છે કે

‘‘જીવોને મારો કે ન મારો, કર્મબંધ અધ્યવસાનથી (ઊંધી માન્યતા સાથે પાપભાવથીપ્રમત્તયોગથી) થાય છે.’’ ૧. મોક્ષમાર્ગ પ્રકાશકગુજરાતી આવૃત્તિ, અધ્યાય ૭, પૃષ્ઠ ૨૧૦. ૨. જુઓ પુરુષાર્થસિદ્ધિઉપાય, શ્લોક ૪૮ અને તેનો ભાવાર્થ.


Page 141 of 315
PDF/HTML Page 165 of 339
single page version

એ રીતે અજ્ઞાનથી આ જે હિંસામાં અધ્યવસાય કરવામાં આવે છે, તેમ અસત્ય, અદત્ત (ચોરી), અબ્રહ્મચર્ય અને પરિગ્રહમાં પણ જે (અધ્યવસાય) કરવામાં આવે તે બધોય પાપના બંધનું એકમાત્ર કારણ છે......’’

(શ્રી સમયસાર ગાથા ૨૬૩) આ પ્રમાણે હિંસાદિ પાંચે પાપોનાં જે પ્રમત્તયોગ છે તે જ હિંસા છે, પરંતું પ્રમત્તયોગશૂન્ય કેવળ બાહ્ય ક્રિયા તે હિંસા નથી. શ્રી કલ્યાણમંદિર સ્તોત્રમાં કહ્યું છે કે

यस्मात् क्रिया न प्रतिफलन्ति भावशून्याः । કારણ કે ભાવશૂન્ય ક્રિયાઓ હિંસા માટે યા કર્મબંધ માટે ફલીભૂત થતી નથી.

વ્રતના પાલનમાં ક્રિયા શરીરને આશ્રયે થાય છે. આ શારીરિક ક્રિયાથી જીવને પુણ્યપાપ કે ધર્મ થતો નથી, કારણ કે તે ક્રિયા જીવના અધિકારમાં નથી તથા તે ક્રિયા જીવ કરી શકતો જ નથી. પણ તે ક્રિયા વખતે અહિંસાદિના જે વિકલ્પ ઊઠે છે તે રાગ પણ જીવકૃત અપરાધ હોવાથી અર્થાત્ શુભરાગ હોવાથી બંધનું કારણ છે, તેથી માત્ર બાહ્ય હિંસાદિ (ભાવ) છૂટવાથી પાપની નિર્જરા થાય છેએમ માનવું તે યોગ્ય નથી. (જુઓ શ્રી નિયમસાર વ્યવહાર પ્રકરણ ગાથા ૫૬ થી ૫૯) પરંતુ તે વખતે સમ્યગ્દ્રષ્ટિ શ્રાવકને, જે અંતરંગ મિથ્યાત્વ અને અનંતાનુબંધી તથા અપ્રત્યાખ્યાન સંબંધી ક્રોધમાનમાયાલોભનો અભાવ છે, તે સંવરનું કારણ છે અને ત્યાં સ્વાશ્રય અનુસાર નિર્જરા થાય છે.

અંતરંગ શુદ્ધતા છે તે નિશ્ચયવ્રત છે અને સાથે જે શુભભાવ છે તે વ્યવહાર વ્રત છે અને તે નિશ્ચયવ્રતનું નિમિત્ત છે, કેમ કે એકદેશ વીતરાગતા સાથે આવો વ્યવહાર હેયબુદ્ધિએ હોય છે.

મોક્ષમાર્ગપ્રકાશકમાં પૃષ્ઠ ૨૬૦માં કહ્યું છે કે

‘‘....બાહ્ય વ્રતાદિક છે તે તો શરીરાદિ પરદ્રવ્યાશ્રિત છે, અને પરદ્રવ્યનો પોતે કર્તા નથી, માટે તેમાં કર્તૃત્વબુદ્ધિ પણ ન કરવી તથા તેમાં મમત્વ પણ ન કરવું, એ વ્રતાદિકમાં ગ્રહણત્યાગરૂપ પોતાનો શુભોપયોગ થાય છે તે પોતાના આશ્રયે છે અને તેનો પોતે કર્તા છે, માટે તેમાં કર્તૃત્વબુદ્ધિ પણ માનવી તથા ત્યાં મમત્વ પણ કરવું, પરંતુ એ શુભોપયોગને બંધનું જ કારણ જાણવું પણ મોક્ષનું કારણ ન જાણવું; કારણ કે બંધ અને મોક્ષને તો પ્રતિપક્ષપણું છે, તેથી એક જ ભાવ પુણ્યબંધનું પણ કારણ થાય અને મોક્ષનું પણ કારણ


Page 142 of 315
PDF/HTML Page 166 of 339
single page version

तस्येदानीमतीचारानाह

छेदनबन्धनपीडनमतिभारारोपणं व्यतीचाराः
आहारवारणापि च स्थूलवधाद्व्युपरतेः पञ्च ।।५४।।

‘व्यतीचारा’ विविधा विरूपका वा अतीचारा दोषाः कति ? ‘पंच’ कस्य ? થાય એમ માનવું એ ભ્રમ છે. તેથી વ્રતઅવ્રત એ બંને વિકલ્પ રહિત, જ્યાં પરદ્રવ્યના ગ્રહણત્યાગનું કાંઈ પ્રયોજન નથી એવો ઉદાસીન વીતરાગ શુદ્ધોપયોગ તે જ મોક્ષમાર્ગ છે. નીચલી દશામાં કેટલાક જીવોને શુદ્ધોપયોગ અને શુભોપયોગનું યુક્તપણું હોય છે, તેથી એ વ્રતાદિ શુભોપયોગને ઉપચારથી મોક્ષમાર્ગ કહ્યો છે, પણ વસ્તુવિચારથી જોતાં શુભોપયોગ મોક્ષનો ઘાતક જ છે. આ રીતે જે બંધનું કારણ છે તે જ મોક્ષનું ઘાતક છે એવું શ્રદ્ધાન કરવું. શુદ્ધોપયોગને જ ઉપાદેય ગણી તેનો ઉપાય કરવો તથા શુભોપયોગ અશુભોપયોગને હેય જાણી તેના ત્યાગનો ઉપાય કરવો.....’’

આ શ્લોકની ટીકામાં આચાર્યે કહ્યું છે કેअत्र कृतवचनं कर्तुः स्वातंत्र्य प्रतिपत्त्यर्थम्’ અહીં ‘કૃત વચન’ એ કર્તાની સ્વાતંત્ર્યની પ્રતિપત્તિ અર્થે છે. આ બતાવે છે કે જીવ પોતાના ભાવોનો સ્વતંત્રપણે કર્તા છે. કર્મ મંદ પડ્યા એટલે કાર્ય થયું એમ નથી, પણ તે સ્વતંત્રપણે થયું છે, તેનો કર્તા કર્મ નથી. જો કર્મ તેનો કર્તા હોય તો બંને દ્રવ્યોની એકતાનો પ્રસંગ આવે જે સિદ્ધાન્ત વિરુદ્ધ છે. ૫૩.

હવે તેના (અહિંસાણુવ્રતના) અતિચાર કહે છે

અહિંસાણુવ્રતના અતિચાર
શ્લોક ૫૪

અન્વયાર્થ :[छेदनबन्धनपीडनम् ] (કાન, નાક આદિનું) છેદન, બંધન (ઇચ્છિત સ્થાને જતાં રોકવું), પીડન (લાકડી, ચાબૂક આદિથી મારવું), [अतिभारारोपणम् ] શક્તિથી અધિક ભાર લાદવો, [च ] અને [आहारवारणा ] સમયસર પૂરતાં આહારપાણી ન દેવાં[पञ्च ] પાંચ [स्थूलवधात् ] સ્થૂળ હિંસાથી [व्युपरतेः ] વિરતિના (અર્થાત્ સ્થૂળ હિંસા ત્યાગના અહિંસાણુવ્રતના) [व्यतीचाराः ] અતિચારો છે.

ટીકા :व्यतीचारा’ વિવિધ અથવા વ્રતને વિરૂપ વિકૃત કરનારા દોષો કેટલા?


Page 143 of 315
PDF/HTML Page 167 of 339
single page version

‘स्थूलवधाद् व्युपरतेः’ कथमित्याह ‘छेदनेत्यादि’ कर्णनासिकादीनामवयवानामपनयनं छेदनं, अभिमतदेशे गतिनिरोधहेतुर्बन्धनं, पीडा दण्डकशाद्यभिघातः, ‘अतिभारारोपणं’ न्याय्यभारादधिकभारारोपणं न केवलमेतच्चतुष्टयमेव किन्तु ‘आहारवारणापि च’ आहारस्य अन्नपानलक्षणस्य वारणा निषेधो धारणा वा निरोधः ।।५४।। પાંચ. કોના? स्थूलवधाद्व्युपरतेः’ સ્થૂળ હિંસાથી વિરતિના (અર્થાત્ અહિંસાણુવ્રતના). કેવા? તે કહે છેछेदनेत्यादि’ કાન, નાક આદિ અવયવોને કાપવા તે છેદન, ઇષ્ટ સ્થાને જતા અટકાવવાનો જે હેતુ થાય છે તે બંધન, લાકડી, ચાબૂક આદિથી મારવું તે પીડન પીડા, अतिभारारोपणं’ ઉચિત (વ્યાજબીન્યાયી) ભારથી અધિક ભાર લાદવો, કેવલ આ ચાર જ (અતિચાર) છે એટલું જ નહિ, કિન્તુ आहारवारणापि च’ અન્નપાનરૂપ આહારનો નિષેધનિરોધ કરવો (કટકે કટકે થોડોક દેવો) એમ પાંચમો અતિચાર પણ છે.

ભાવાર્થ :વ્રતના એકદેશ ભંગને અતિચાર કહે છે અને વ્રતભાવ ભંગ કરવામાં નિરર્ગલ (સ્વચ્છન્દ) પ્રવૃત્તિ હોવી તેને અનાચાર કહે છે. અતિચારથી વ્રતનો ભંગ થતો નથી, પણ દોષ લાગે છે અને અનાચારથી વ્રતનો ભંગ થાય છે.

સ્થૂળ હિંસા ત્યાગના અર્થાત્ અહિંસાણુવ્રતના મુખ્ય પાંચ અતિચારો છે.

૧. છેદનમનુષ્ય વા પશુનાં નાકકાન છેદવાં,

૨. બંધનબાંધી રાખવું, ઇચ્છિત સ્થાને જવા ન દેવું,

૩. પીડનદંડાચાબૂક આદિથી મારવુંપીડા કરવી,

૪. અતિભાર લાદવોગજા ઉપરાંત અધિક ભાર ભરવો,

૫. અન્ન-પાનનો નિરોધસમયસર પૂરતાં આહારપાણી આપવાં નહિ.

નોંધઃઆ શ્લોક (૫૪)માં જે પર પદાર્થોની ક્રિયાઓ છે તે જીવ કરી શકતો નથી, પરંતુ તેને અંગે જીવને જે ભાવ થાય છે તે પ્રમાદ ભાવને અતિચાર કહેવામાં આવે છે.

અતિચાર સંબંધી બધી ગાથાઓમાં આ પ્રમાણે સમજવું. ૫૪. ૧. વિષયોમાં પ્રવૃત્તિને અતિચાર અને અતિ આસક્તિને અનાચાર કહે છે.

(જુઓ શ્રી અમિતગતિ આચાર્યકૃત સામાયિક પાઠ, શ્લોક ૯)

२. बन्धवधच्छेदातिभारारोपणान्नपाननिरोधाः

(તત્ત્વાર્થસૂત્ર અધ્યાય ૭૨૫)


Page 144 of 315
PDF/HTML Page 168 of 339
single page version

एवमहिंसाणुव्रतं प्रतिपाद्येदानीमनृतविरत्यणुव्रतं प्रतिपादयन्नाह

स्थूलमलीकं न वदति न परान् वादयति सत्यमपि विपदे
यत्तद्वदंन्ति सन्तः स्थूलमृषावादवैरमणम् ।।५५।।

‘स्थूलमृषावादवैरमणं’ स्थूलश्चासौ मृषावादश्च तस्माद्वैरमणं विरमणमेव वैरमणं ‘तद्वदन्ति’ के ते ? ‘सन्तः’ सत्पुरुषाः गणधरदेवादयः तत्किं, सन्तो यन्न वदन्ति ‘अलीकमसत्यं’ कथंभूतं ? ‘स्थूलं’ यस्मिन्नुक्ते स्वपरयोर्वधबन्धादिकं राजादिभ्यो भवति तत्स्वयं तावन्न वदति तथा ‘परान’न्यान् तथाविधमलीकं न वादयति न केवलमलीकं किन्तु ‘सत्यमपि’ चोरोऽयमित्यादिरूपं न स्वयं वदति न परान् वादयति किंविशिष्टं यदुक्तं

એ પ્રમાણે અહિંસાણુવ્રતનું પ્રતિપાદન કરીને હવે અનૃતવિરતિ અણુવ્રતનું (સત્યાણુવ્રતનું) પ્રતિપાદન કરતા કહે છે

સત્યાણુવ્રતનું લક્ષણ
શ્લોક ૫૫

અન્વયાર્થ :[यत् ] પુરુષ જે [स्थूलं ] સ્થૂળ [अलीकम् ] જૂઠઅસત્ય [न वदति ] ન તો પોતે બોલે છે અને [न ][परान् ] બીજાંઓની પાસે [वादयति ] બોલાવે છે તથા [विपदे ] (અન્યની) આપત્તિ માટે (અર્થાત્ અન્યનો ઘાત થાય તેવું) [सत्यम् अपि ] સત્ય પણ [न वदति न परान् वादयति ] પોતે બોલતો નથી અને બીજાઓને બોલાવતો નથી, [तत् ] તેને [सन्तः ] ગણધરાદિક મહાપુરુષો [स्थूलमृषावादवैरमणम् ] સ્થૂળ જૂઠથી વિરતિરૂપ (અર્થાત્ સત્યાણુવ્રત) [वदन्ति ] કહે છે.

ટીકા :यत् स्थूलमृषावादवैरणम्’ જે સ્થૂળ અસત્ય વચન તેનાથી વિરતિ તેને સ્થૂળ સત્યાણુવ્રત કહે છે. કોણ તે? सन्तः’ ગણધરદેવાદિ સન્ત પુરુષો. તે શું? સંતો કે જે બોલતા નથી. अलीकमसत्यम्’ અસત્ય (જૂઠ). કેવું (જૂઠ)? स्थूलम्’ સ્થૂળ જૂઠ અર્થાત્ જે બોલવાથી રાજાદિ તરફથી સ્વપરનો વધબંધ આદિ થાય તેવું (જૂઠ), वदति’ પ્રથમ તો પોતે બોલતો નથી અને परान् न वादयति’ બીજા પાસે તેવું જૂઠ બોલાવતો નથી; કેવળ જૂઠ નહિ કિન્તુ ‘આ ચોર છે’ ઇત્યાદિ રૂપ सत्यमपि’ સત્ય પણ સ્વયં બોલતો નથી અને અન્ય પાસે બોલાવતો નથી. કેવું (સત્ય)? જે બોલેલું વચન સત્ય


Page 145 of 315
PDF/HTML Page 169 of 339
single page version

सत्यमपि परस्य ‘विपदे’ऽपकाराय भवति ।।५५।।

साम्प्रतं सत्याणुव्रतस्यातीचारानाह હોવા છતાં બીજાને विपदे’ અપકારરૂપ થાય તેવું (તેવું સત્ય પણ પોતે બોલે નહિ).

ભાવાર્થ :જે બોલવાથી રાજાદિ સ્વપરનો વધબંધાદિ કરે તેને સ્થૂળ જૂઠ કહે છે. સત્યાણુવ્રતી આવું જૂઠ સ્વયં બોલે નહિ અને બીજા પાસે બોલાવે નહિ. સત્ય પણ જો અન્યને અહિતકરવિઘાતક હોય તો તેવું સત્ય પણ તે બોલે નહિ. જેમ કે પાસે થઈને હરણ જતું જોયું હોય, છતાં શિકારી તેને (વ્રતીને) તે વિષે પૂછે તો તે સત્ય કહે નહિ, કારણ કે તેવું બોલવાથી શિકારી દ્વારા હરણનો ઘાત થવા સંભવ છે, તેથી અન્યને આપત્તિ આવી પડે તેવું સત્ય વચન પણ પોતે બોલે નહિ, તેમ જ અન્ય પાસે બોલાવે નહિ, આવા સ્થૂળ અસત્ય ત્યાગને ગણધરાદિ મહાપુરુષો સત્યાણુવ્રત કહે છે.

વિશેષ

‘‘જે કાંઈ પ્રસાદ કષાયના યોગથી સ્વપરને હાનિકારક અથવા અન્યથારૂપ વચન કહેવામાં આવે છે, તેને અનૃત (જૂઠું) વચન જાણવું.......’’

‘‘અસત્ય સામાન્યરૂપે ગર્હિત, પાપ સહિત અને અપ્રિયએમ ત્રણ પ્રકારનું માનવામાં આવ્યું છે......’’

સત્યઅણુવ્રતધારી ક્રોધમાનમાયાલોભ વશ એવું વચન ન કહે જેથી અન્યનો ઘાત થાય, અન્યને અપવાદ લાગેકલંક ચઢે, કલહ, વિસંવાદ પેદા થાય, વિષયાનુરાગ વધી જાય, મહા આરંભમાં પ્રવૃત્તિ થાય, અન્યને આર્ત્તધ્યાન થઈ જાય, પરના લાભમાં અન્તરાય આવે, પરની આજીવિકા બગડી જાય, પોતાનો અને પરનો અપયશ થાય, આપદા આવે, અનર્થ પેદા થાય, અન્યનો મર્મચ્છેદ થાય, રાજા દંડ કરે, ધનની હાનિ થાય વગેરે........આવાં સત્ય વચન હોય તોપણ તેને જૂઠાં વચન છે. વળી તે ગાલીનાં વચન, અપમાનનાં વચન, તિરસ્કારનાં વચન, અહંકારનાં વચન વગેરે બોલે નહિ, કારણ કે તે કષાયયુક્ત હોવાથી અસત્ય વચનો છે. વળી તે જિનસૂત્રને અનુકૂળ તથા સ્વપરના હિતરૂપ, બહુ પ્રલાપરહિત, પ્રામાણિક, સંતોષ ઉપજાવનાર, ધર્મનો ઉદ્યોત કરનાર વચન કહેએવાં વચન બોલનાર ગૃહસ્થી સ્થૂળ અસત્યનો ત્યાગી છે. ૧. જુઓ પુરુષાર્થસિદ્ધિઉપાય, શ્લોક ૯૧ અને ૯૫ થી ૧૦૧. ૨. જુઓ, શ્રી રત્નકરંડ શ્રાવકાચારપંડિત સદાસુખદાસકૃત હિન્દી ટીકા પૃષ્ઠ ૮૨.


Page 146 of 315
PDF/HTML Page 170 of 339
single page version

परिवादरहोभ्याख्यापैशुन्यं कूटलेखकरणं च
न्यासापहारितापि च व्यतिक्रमाः पञ्च सत्यस्य ।।५६।।

‘परिवादो’ मिथ्योपदेशोऽभ्युदयनिःश्रेयसार्थेषु क्रियाविशेषेष्वन्यस्यान्यथा- प्रवर्तनमित्यर्थः ‘रहोऽभ्याख्या’ रहसि एकान्ते स्त्रीपुंसाभ्यामनुष्ठितस्य क्रियाविशेषस्याभ्याख्या

પુરુષાર્થસિદ્ધિઉપાયમાં કહ્યું છે કે

‘‘.....આ બધાં જ વચનોમાં પ્રમત્તયોગ જ એક હેતુ કહેવામાં આવ્યો છે, તેથી અસત્ય વચનમાં પણ (પ્રમત્તયોગનો સદ્ભાવ હોવાથી) હિંસા નિશ્ચિત થાય છે.’’ (શ્લોક ૯૯)

‘‘જૂઠ વચનના ત્યાગી મહામુનિ હેય અને ઉપાદેયનો વારંવાર ઉપદેશ કરે છે. ત્યાં પાપની નિંદા કરતાં પાપી જીવને (પોતાના દોષના કારણે) તેમનો ઉપદેશ બૂરો લાગે છે, અથવા કોઈને ધર્મોપદેશ ખરાબ લાગે તે દુઃખ પામે, પણ તે આચાર્યોને (ઉપદેશ સાંભળનારની લાગણી દુઃખાવા છતાં) જૂઠનો દોષ લાગતો નથી. કેમ કે તેમને પ્રમાદ (કષાય) નથી, પ્રમાદપૂર્વક વચનમાં જ હિંસા છે. તેથી જ કહ્યું છે કે પ્રમાદ સહિત યોગથી વચન બોલવાં તે જ જૂઠ જે, અન્યથા નહિ.’’ (શ્લોક ૧૦૦નો ભાવાર્થ). ૫૫

હવે સત્યાણુવ્રતના અતિચારો કહે છે

સત્યાણુવ્રતના અતિચારો
શ્લોક ૫૬

અન્વયાર્થ :[परिवादरहोभ्याख्या ] મિથ્યા (ખોટો) ઉપદેશ દેવો, કોઈની ગુપ્ત ક્રિયાને પ્રગટ કરી દેવી, [पैशुन्यम् ] અન્યનો અભિપ્રાય જાણી તેને ઇર્ષાથી પ્રગટ કરવો, [कूटलेखकरणम् ] ખોટો લેખ (દસ્તાવેજ) લખવો, [च ] અને [न्यासापरिहारितापि ] ગીરો રાખેલી વસ્તુને પણ અંશે હડપ કરી જવાનાં (પચાવી પાડવાનાં વચનો બોલવાં) [पञ्च ] પાંચ [सत्यस्य ] સત્યાણુવ્રતના [व्यतिक्रमाः ] અતિચારો છે.

ટીકા :परिवादो’ મિથ્યા ઉપદેશ અર્થાત્ સ્વર્ગ અને મોક્ષની પ્રયોજનવાળી ક્રિયાવિશેષોમાં કોઈનું અન્યથા સમાપન કરવું તે પરિવાદ (મિથ્યા ઉપદેશ) છે. रहोऽभ्याख्या’

એકાંતમાં સ્ત્રીપુરુષ દ્વારા કરેલી કોઈ વિશિષ્ટ ક્રિયાને પ્રગટ કરવી તે


Page 147 of 315
PDF/HTML Page 171 of 339
single page version

प्रकाशनं ‘पैशुन्यं’ अंगविकारभ्रूविक्षेपादिभिः पराभिप्रायं ज्ञात्वा असूयादिना तत्प्रकटनं साकारमंत्रभेद इत्यर्थः ‘कूटलेखकरणं’ च अन्येनानुक्तमननुष्ठितं यत्किंचिदेव तेनोक्त- मनुष्ठितं चेति वंचनानिमित्तं कूटलेखकरणं कूटलेखक्रियेत्यर्थः ‘न्यासापहारिता’ द्रव्यनिक्षेप्तु- र्विस्मृतसंख्यस्याल्पंसंख्यं द्रव्यमाददानस्य एवमेवेत्यभ्युपगमवचनं एवं परिवादादयश्चत्वारो न्यासापहारिता पंचमीति सत्यस्याणुव्रतस्य पंच ‘व्यतिक्रमाः’ अतीचारा भवन्ति ।।५६।। રહોભ્યાખ્યા છે. पैशुन्यम्’ શરીરની ચેષ્ટાથી અને ભવાંની ક્રિયા આદિથી બીજાનો અભિપ્રાય જાણીને, ઇર્ષાથી તે પ્રગટ કરવો તે સાકાર મંત્રભેદ છેએવો અર્થ છે. कूटलेखकरणम्’ બીજા દ્વારા કાંઈપણ નહિ કહેલા અને નહિ કરેલાને ‘તેણે કહ્યું છે અને તેણે કર્યું છે’ એમ તેને ઠગવાના હેતુથી જૂઠો દસ્તાવેજ (લેખ) લખવો તે કૂટલેખ ક્રિયા છેએવો અર્થ છે. न्यासापहारिता’ વસ્તુ ગીરો મૂકનાર (Depositor) વસ્તુની સંખ્યા ભૂલી જાય અને ઓછી વસ્તુ માગે તો લેનારને હા, એટલી જ છે, એ જ છેએવું વચન કહેવું તે (ન્યાસાપહારિતા) છે. એ પ્રમાણે પરિવાદ (મિથ્યોપદેશ). આદિ ચાર અને ન્યાસાપહારિતા પાંચમુંએમ બધા મળી सत्यस्य’ સત્યાણુવ્રતના પાંચ व्यतिक्रमाः’ અતિચારો છે.

ભાવાર્થ :સત્યાણુવ્રતના પાંચ અતિચાર છે

૧. પરિવાદમિથ્યા ઉપદેશ; અભ્યુદય અને કલ્યાણકારક કાર્યોમાં અન્યથા ઉપદેશ

દેવો.

૨. રહોભ્યાખ્યાસ્ત્રીપુરુષો દ્વારા એકાન્તમાં કરેલી ક્રિયાને પ્રગટ કરવી.
૩. પૈશુન્ય (સાકાર મંત્ર ભેદ)ચાડી કરવી અથવા શરીરની અને ભવાંની ચેષ્ટાથી

બીજાનો અભિપ્રાય જાણી લઈ ઇર્ષાથી તે પ્રગટ કરવો.

૪. કૂટલેખ ક્રિયાબીજાને ઠગવા માટે ખોટો દસ્તાવેજ કરવો.
૫. ન્યાસાપહારગિરો મૂકેલી વસ્તુને ગિરો મૂકનાર ભૂલથી ઓછી વસ્તુ માગે તો

તેને તેટલી જ આપવી. નોંધઃઉપરની ક્રિયાઓમાં નબળાઈને લીધે પ્રવર્તે છે, તેથી તે અતિચાર છે. ૫૬. १. मिथ्योपदेशरहोभ्याख्यानकूटलेखक्रियान्यासापहारसाकारमंत्रभेदाः (તત્ત્વાર્થસૂત્ર અધ્યાય ૭/૨૬)


Page 148 of 315
PDF/HTML Page 172 of 339
single page version

अधुना चौर्यविरत्यणुव्रतस्य स्वरूपं प्ररूपयन्नाह

निहितं वा पतितं वा सुविस्मृतं वा परस्वमविसृष्टं

न हरति यन्न च दत्ते तदकृशचौर्य्यादुपारमणम् ।।५७।।

‘अकृशचौर्यात्’ स्थूलचौर्यात् ‘उपारमणं तत् ‘यत् न हरति’ न गृह्णाति किं तत् ? ‘परस्वं’ परद्रव्यं कथंभूतं ? ‘निहितं’ वा धृतं तथा ‘पतितं वा’ तथा ‘सुविस्मृतं’ वा अतिशयेन विस्मृतं वाशब्दः सर्वत्र परस्परसमुच्चये इत्थंभूतं परस्वं ‘अविसृष्टं’ अदत्तं यत्स्वयं न हरति न दत्तेऽन्यस्मै तदकृशचौर्यादुपारमणं प्रतिपत्तव्यम् ।।५७।।

હવે અચૌર્યાણુવ્રતના સ્વરૂપનું પ્રરૂપણ કરી કહે છે

અચૌર્યાણુવ્રતનું લક્ષણ
શ્લોક ૫૭

અન્વયાર્થ :[निहितं वा ] રાખેલી, [पतितं वा ] પડેલી અથવા [सुविस्मृतं वा ] તદ્દન ભૂલાઈ ગયેલી [परस्वं ] એવી પરવસ્તુને [अविसृष्टम् ] આપ્યા વિના [यत् न हरति च दत्ते ] ન લેવી કે ન કોઈ બીજાને આપવી [तत् ] તે [अकृशचौर्य्यात् ] સ્થૂળ ચોરીથી [उपारमणम् ] વિરક્ત થવું છે. (અર્થાત્ અચૌર્યાણુવ્રત છે).

ટીકા :अकृशचौर्यात्’ સ્થૂળ ચોરીથી उपरमणम् तत्’ નિવૃત્ત થવું તેને, यत् न हरति’ ન લેવી, કોને (ન લેવી)? परस्वं’ પર વસ્તુને, કેવી (પરવસ્તુને)? निहितं’ રાખેલી (મૂકેલી), पतितं वा’ કે પડેલી, सुविस्मृतं वा’ કે બિલકુલ વિસ્મૃત થયેલી, ‘વા’ શબ્દ બધેય પરસ્પર સમુચ્ચય અર્થમાં છે. આવી પરવસ્તુને अविसृष्टम्’ આપ્યા વિના સ્વયં ન લેવી અને બીજાને ન દેવી તેને अकृशचौर्यादुपारमणम्’ સ્થૂળ ચોરીથી નિવૃત્ત થવું કહે છે. (અર્થાત્ તેને અચૌર્યાણુવ્રત કહે છે.)

ભાવાર્થ :કોઈની મૂકેલી, પડેલી કે ભૂલેલી વસ્તુને આપ્યા વિના ન તો પોતે (સ્વયં) લેવી અને ન બીજાને આપવી, તેને અચૌર્યાણુવ્રત કહે છે.

‘‘પ્રમાદના યોગથી આપ્યા વિના સુવર્ણવસ્ત્રાદિ પરિગ્રહનું ગ્રહણ કરવું તેને જ ચોરી કહે છે; તે જ વધનું કારણ હોવાથી હિંસા છે.’’ ૧. પુરુષાર્થસિદ્ધિઉપાય ગુજરાતી આવૃત્તિ શ્લોક ૧૦૨.


Page 149 of 315
PDF/HTML Page 173 of 339
single page version

પોતાને ચોરી કરવાનો ભાવ થયો તે સ્વભાવહિંસા અને પોતાને ચોર માનવામાં આવતાં, પોતાના પ્રાણનો પોતા વડે વિયોગ કરવામાં આવે તો તે સ્વદ્રવ્યહિંસા છે.

જે જીવની વસ્તુ ચોરવામાં આવી તેને અંતરંગમાં પીડા થઈ, તે તેની (પર) ભાવહિંસા છે અને તે વસ્તુના નિમિત્તે તેના જે દ્રવ્યપ્રાણ પુષ્ટ હતા તે પુષ્ટ પ્રાણોનો નાશ થયો, તે તેની (પર) દ્રવ્યહિંસા છે.

આ રીતે ચોરી કરવાથી ચોરી કરનારની તથા જેની ચોરી થઈ તેની દ્રવ્યહિંસા અને ભાવહિંસાએમ બંને પ્રકારની હિંસા થાય છે.

ધનધાન્યાદિ પદાર્થો મનુષ્યના બાહ્યપ્રાણ છે, તેનું હરણ થતાં યા નાશ થતાં તેને પોતાના પ્રાણઘાત જેટલું દુઃખ થાય છે.

પ્રમાદનું નામ જ હિંસા છે અને ચોરીમાં પ્રમાદ અવશ્ય છે, માટે જ્યાં ચોરી છે ત્યાં અવશ્ય જ હિંસા છે; પરંતુ પ્રમત્તયોગ વિના પર પદાર્થને કોઈના આપ્યા વિના ગ્રહણ કરવામાં ચોરીનો દોષ નથી.

અરહંત ભગવાનને કર્મનોકર્મ વર્ગણાઓનું ગ્રહણ હોવા છતાં તેમને ચોરીનો દોષ લાગતો નથી, કારણ કે તેમને પ્રમત્તયોગનો અભાવ છે. માટે જ્યાં હિંસા નથી ત્યાં ચોરી નથી અને જ્યાં ચોરી નથી ત્યાં તે પ્રકારની હિંસા પણ નથી.

શ્રાવક કૂવાનદીનું પાણી, ખાણની માટી વગેરે કોઈને પૂછ્યા વિના ગ્રહણ કરે તોપણ તે ચોરી નથી, પરંતુ મુનિ જો તે ગ્રહણ કરે તો તેમને ચોરીનો દોષ લાગે, કારણ કે શ્રાવકને એકદેશ ત્યાગ હોય છે અને મુનિને સર્વથા ત્યાગ હોય છે.

अदत्तादानं स्तेयम् । (તત્ત્વાર્થસૂત્ર અધ્યાય ૭/૧૫)

પ્રમાદના યોગથી દીધા વગર કોઈપણ વસ્તુને ગ્રહણ કરવી તે ચોરી છે. જ્યાં લેવાદેવાનો સંભવ હોય ત્યાં ચોરીનો વ્યવહાર થાય છે; તેથી કર્મવર્ગણા અને નોકર્મવર્ગણાઓનું ગ્રહણ તે ચોરી નથી.

મુનિરાજને ગામનગર વગેરેમાં પર્યટન કરતાં, શેરીદરવાજો વગેરેમાં પ્રવેશ કરવાથી ‘અદત્તાદાન’નો દોષ લાગતો નથી, કેમ કે તે સ્થાનો બધાને આવવાજવા માટે ખૂલ્લાં છે અને સાર્વજનિક શેરી વગેરેમાં પ્રવેશ કરતાં મુનિને પ્રમત્તયોગ હોતો નથી. ૫૭. ૧. જુઓ, પુરુષાર્થસિદ્ધિઉપાય ગુજરાતી આવૃત્તિ, શ્લોક ૧૦૨ થી ૧૦૬ અને તેમનો ભાવાર્થ.


Page 150 of 315
PDF/HTML Page 174 of 339
single page version

तस्येदानीमतिचारानाह

चौरप्रयोगचौरार्थादानविलोपसदृशसन्मिश्राः
हीनाधिकविनिमानं पञ्चास्तेये व्यतीपाताः ।।५८।।

‘अस्तेये’ चौर्यविरमणे ‘व्यतीपाता’ अतीचाराः पंच भदन्ति तथा हि चौरप्रयोगः चोरयतः स्वयमेवान्येन वा प्रेरणं प्रेरितस्य वा अन्येनानुमोदनं चौरार्थादानं च अप्रेरितेनाननुमतेन तच चोरेणानीतस्यार्थस्य ग्रहणं विलोषश्च उचितन्यायादन्येन प्रकारेणार्थस्यादानं विरुद्धराज्यातिक्रम इत्यर्थः विरुद्धराज्ये स्वल्पमूल्यानि महार्घणि द्रव्याणीति कृत्वा स्वल्पतरेणार्थेन गृह्णाति सदृशन्मिश्रश्च प्रतिरूपकव्यवहार इत्यर्थः सदृशेन तैलादिना

હવે તેના (અચૌર્યાણુવ્રતના) અતિચારો કહે છે

અચૌર્યાણુવ્રતના અતિચાર
શ્લોક ૫૮

અન્વયાર્થ :[चौरप्रयोगचौरार्थादानविलोपसदृशसन्मिश्राः ] ચૌરપ્રયોગ (ચોરીનો ઉપાય બતાવવો) ચૌરાર્થાદાન (ચોરીની વસ્તુ ખરીદવી), વિલોપ (રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું), સદ્રશસંમિશ્ર (હલકીભારે સદ્રશ વસ્તુઓનું મિશ્રણ કરી વેચવું) અને [हीनाधिकविनिमानं ] હીનાધિકવિનિમાન (માપતોલા ઓછાંવત્તાં રાખવાં) [पञ्च ] પાંચ [अस्तेय ] અચૌર્યાણુવ્રતમાં [व्यतीपातः ] અતિચારો છે.

ટીકા :अस्तेय’ ચોરીથી વિરમણમાં અર્થાત્ અચૌર્યાણુવ્રતમાં व्यतीपाताः’ અતિચારો पञ्च’ પાંચ છે. તે આ પ્રમાણે છેचौरप्रयोगः’ ચોરી કરનારને સ્વયં પ્રેરણા કરવી યા બીજા દ્વારા પ્રેરણા કરવી યા પ્રેરિતને અન્ય દ્વારા અનુમોદના કરવી, चौर्यार्थादानं’ અપ્રેરિત અને અનનુમોદિત ચોર દ્વારા લાવેલી ચીજોનું ગ્રહણ કરવું, विलोपः’ ઉચિત ન્યાયથી અન્ય પ્રકારે (નીતિ વિરુદ્ધ) વસ્તુને ગ્રહણ કરવી, વિરુદ્ધ રાજ્યમાં જઈને નીતિ વિરુદ્ધ વસ્તુ આપવીલેવી તે વિરુદ્ધ રાજ્યાતિક્રમ છે એવો અર્થ છે. વિરુદ્ધ રાજ્યમાં મહાવધારે કિંમતની વસ્તુઓને ઓછી કિંમતની વસ્તુઓ કહીને બહુ થોડા ધનથી લાવે છે, सदृशसन्मिश्रः’ સમાન રૂપરંગવાળી વસ્તુઓનું સંમિશ્રણ અથવા પ્રતિરૂપક વ્યવહાર એવો અર્થ છે; સમાન તેલ આદિ સાથે ઘી આદિનું સંમિશ્રણ કરે છે,


Page 151 of 315
PDF/HTML Page 175 of 339
single page version

सन्मिश्रं घृतादिकं करोति कृत्रिमैश्च हिरण्यादिभिर्वचनापूर्वकं व्यवहारं करोति हीनाधिकविनिमानं विविधं नियमेन मानं विनिमानं मानोन्मानमित्यर्थः मानं हि प्रस्थादि, उन्मानं तुलादि, तच्च हीनाधिकं, हीनेन अन्यस्मै ददाति, अधिकेन स्वयं गृह्णातीति ।।५८।।

साम्प्रतमब्रह्मविरत्यणुव्रतस्वरूपं प्रतिपादयन्नाह બનાવટી સુવર્ણ આદિથી વંચનાપૂર્વક વ્યવહાર કરે છે. (બનાવટી સુવર્ણાદિ વેચી ઠગાઈ કરે છે.) हीनाधिकविनिमानं’ નિયમથી વિવિધ માન તે વિનિમાન, માન અને ઉન્માન એવો અર્થ છે; માન એટલે પ્રસ્થાદિ પાલી, ગજ, તોલા વગેરે માપવાનાં સાધન અને ઉન્માન એટલે ત્રાજવાં, બાટ વગેરે તે તોલવાનાં સાધનતે હીનાધિક ઓછાંવત્તાં રાખીને ઓછા માપથી અન્યને આપે છે અને અધિક માપથી સ્વયં લે છે.

ભાવાર્થ :અચૌર્યાણુવ્રતના પાંચ અતિચાર

૧. ચૌરપ્રયોગચોરીનો ઉપાય બતાવવોચોરી કરવાની પ્રેરણા કરવી.

૨. ચૌરાર્થદાનચોરીની વસ્તુ ખરીદવી.

૩. વિલોપ (વિરુદ્ધ રાજ્યાતિક્રમ)રાજ્યના કાયદાથી વિરુદ્ધ વર્તવું.

૪. સદ્રશસન્મિશ્ર (પ્રતિરૂપક વ્યવહાર)હલકીભારે ચીજોનું સંમિશ્રણ કરી ઊંચી કિંમતે વેચવું.

૫. હીનાધિક વિનિમાન (હીનાધિક માનોન્માન)માપતોલા ઓછાંવત્તાં રાખવાં; ઓછા માપથી આપવું અને અધિક માપથી લેવું.

આ કાર્યો નબળાઈને લીધે થાય છે પણ આસક્ત ભાવે થતાં નથી. તે દોષ તો છે જ, પરંતુ તેથી વ્રતનો સંપૂર્ણ ભોગ થતો નથી, તેથી તેને અતિચાર કહે છે. ૫૮.

હવે અબ્રહ્મવિરતિ અણુવ્રતના અર્થાત્ (બ્રહ્મચર્યાણુવ્રતના) સ્વરૂપનું પ્રતિપાદન કરી કહે છે १. स्तेनप्रयोगतदाहृतादानविरुद्धराज्यातिक्रमहीनाधिकमानोन्मानप्रतिरूपक व्यवहाराः

(तत्त्वार्थसूत्र अध्याय ७/२७)


Page 152 of 315
PDF/HTML Page 176 of 339
single page version

न तु परदारान् गच्छति न परान् गमयति च पापभीतेर्यत्
सा परदारनिवृत्तिः स्वदारसन्तोषनामापि ।।५१।।

‘सा परदारनिवृत्तिः’ यत् ‘परदारान्’ परिगृहीतानपरिगृहीतांश्च स्वयं ‘न च’ नैव गच्छति तथा ‘परानन्यान्’ परदारलम्पटान् न गमयति परदारेषु गच्छतो यत्प्रयोजयति न कुतः ? ‘पापभीतेः’ पापोपार्जनभयात् न पुनः नृपत्यादिभयात् न केवलं सा परदारनिवृत्तिरेवोच्यते किन्तु ‘स्वदारसन्तोषनामापि’ स्वदारेषु सन्तोषः स्वदारसन्तोषस्तन्नाम यस्याः ।।५९।।

બ્રÙચર્યાણુવ્રતનું લક્ષણ
શ્લોક ૫૯

અન્વયાર્થ :[यत् ] જે [पापभीतेः ] પાપના ભયથી [न तु ] ન તો પોતે [परदारान् ] પરસ્ત્રી પાસે [गच्छति ] જવું [च ] અને [न परान ] ન તો બીજાઓને (પરસ્ત્રી પાસે) [गमयति ] મોકલવું [सा ] તે [परदारनिवृत्तिः ] પરસ્ત્રી ત્યાગ અથવા [स्वदारसंतोषनाम् अपि ] સ્વદારસંતોષ નામનું અણુવ્રત (બ્રહ્મચર્યાણુવ્રત) કહેવાય છે.

ટીકા :પુરુષ જે सा परदारनिवृत्तिः’ જે परदारान्’ પરિગૃહિત (વિવાહિત) અને અપરિગૃહિત (અવિવાહિત) પરસ્ત્રી પાસે સ્વયં જતો નથી (પરસ્ત્રી સાથે સ્વયં રમતો નથી) તથા परान्’ બીજાઓને પરસ્ત્રી પાસે લંપટ પુરુષોને મોકલતો નથી, પરસ્ત્રી પાસે જવા કોઈને પ્રેરતો નથી. શાથી? पापभीतेः’પાપના ભયથી, (પાપ ઉપાર્જન કરવાના ભયથી), પણ નહિ કે રાજાદિના ભયથી, તેને કેવળ પરસ્ત્રી ત્યાગ કહેતા નથી, કિન્તુ स्वदार- संतोषनामापि’ સ્વદારસંતોષ નામનું (સ્વસ્ત્રીમાં સંતોષ નામનું) અણુવ્રત પણ કહે છે.

ભાવાર્થ :જે પાપના ભયથી નહિ કે રાજાદિના ભયથી ન તો સ્વયં પરસ્ત્રીને ભોગવે છે અને ન તો લંપટ પુરુષો દ્વારા ભોગવાવે છે, તેની તે ક્રિયા પરદારનિવૃત્તિ યા સ્વદારસંતોષ નામનું બ્રહ્મચર્યાણુવ્રત કહેવાય છે.

જેને સ્વસ્ત્રીથી સંતોષ હોય છે તેને પરસ્ત્રીત્યાગ સ્વયં હોય છે. જેમ પુરુષ સંબંધી બ્રહ્મચર્યાણુવ્રત છે, તેમ સ્ત્રીસંબંધી પણ બ્રહ્મચર્યાણુવ્રત સમજવું અર્થાત્ સ્ત્રીએ સ્વયં પર १. परदारान् कख पाठः पुष्पमध्यगतो पाठः ग पुस्तके नास्ति २. अपि तु ख-ग पाठः ३. यस्य क पाठः


Page 153 of 315
PDF/HTML Page 177 of 339
single page version

तस्यातीचारानाह
अन्यविवाहाकरणानङ्गक्रीडाविटत्वविपुलतृषः
इत्वरिकागमनं चास्मरस्य पञ्च व्यतीचाराः ।।६०।।

‘अस्मरस्या’ ब्रह्मनिवृत्त्यगुणव्रतस्य पंच व्यतीचाराः कथमित्याह - પુરુષ સાથે રમવું નહિ અને અન્ય સ્ત્રીને તેમ કરવા પ્રેરવી નહિ.

વિશેષ

પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદના પરિણમનરૂપ રાગભાવ (પ્રમાદ) સહિતના યોગથી સ્ત્રીપુરુષ મળીને કામસેવનનો ભાવ કરવો તે કુશીલ છે. તેમાં પ્રાણીવધનો સર્વત્ર સદ્ભાવ હોવાથી હિંસા થાય છે.

સ્ત્રીની યોનિ, નાભિ, કુચ (સ્તન) અને કાખમાં મનુષ્યાકારના અસંખ્ય પંચેન્દ્રિય જીવ ઉત્પન્ન થાય છે; તેથી સ્ત્રી સાથે કામસેવન કરવાથી આ જીવોની દ્રવ્યહિંસા થાય છે. અને સ્ત્રીપુરુષ બંનેને કામરૂપ પરિણામ થાય છે, તેનાથી તે બંનેને ભાવહિંસા થાય છે. ૫૯.

તેના (બ્રહ્મચર્યાણુવ્રતના) અતિચાર કહે છે

બ્રÙચર્યાણુવ્રતના અતિચાર
શ્લોક ૬૦

અન્વયાર્થ :[अन्यविवाहाकरणानङ्गक्रीडाविटत्वविपुलतृषः ] અન્ય વિવાહકરણ (બીજાનો વિવાહ કરવો), અનંગક્રીડા (કામસેવનના અંગો છોડી અન્ય અંગોથી વિષયસેવન કરવું), વિટત્વ (ગાળો બોલવી, અશ્લિલ વચન બોલવાં), વિપુલ તૃષા (વિષય સેવનમાં બહુ ઇચ્છા રાખવી) [च ] અને [इत्वरिकागमन ] ઇત્વરિકાગમન (વ્યભિચારિણી સ્ત્રીને ત્યાં આવજા કરવી)[पञ्च ] પાંચ [अस्मरस्य ] બ્રહ્મચર્યાણુવ્રતના [व्यतीचाराः ] અતિચારો છે.

ટીકા :अस्मरस्य’ અબ્રહ્મત્યાગ અણુવ્રતના (બ્રહ્મચર્યાણુવ્રતના) પાંચ અતિચારો १. अस्य ग पाठः ૨. જુઓ પુરુષાર્થસિદ્ધિઉપાય ગુજરાતી આવૃત્તિ, શ્લોક ૧૦૭ અને તેનો ભાવાર્થ તથા શ્લોક ૧૦૮

થી ૧૧૦.


Page 154 of 315
PDF/HTML Page 178 of 339
single page version

‘अन्येत्यादि’कन्यादानं विवाहोऽन्यस्य विवाहोऽन्यविवाहः तस्य आ ‘समन्तात्’ करणं, तच्च अनङ्गक्रीडा च अंगं लिंगं योनिश्च तयोरन्यत्र मुखादिप्रदेशे क्रीडा अनङ्गक्रीडा ‘विटत्वं’ भण्डिमाप्रधानकायवाक्यप्रयोगः विपुलतृट् च कामतीव्राभिनिवेशः ‘इत्वरिकागमनं’ च परपुरुषानेति गच्छतीत्येवं शीला इत्वरी पुंश्चली कुत्सायां के कृते ‘इत्वरिका’ भवति तत्र गमनं चेति ।।६०।।

अथेदानीं परिग्रहविरत्यणुव्रतस्य स्वरूपं दर्शयन्नाह

धनधान्यादिग्रन्थं परिमाय ततोऽधिकेषु निःस्पृहता
परिमितपरिग्रहः स्यादिच्छापरिमाणनामापि ।।६१।।

છે. કેવા? તે કહે છે. अन्येत्यादि’ કન્યાદાન તે વિવાહ, समन्तात्’ પૂરી રીતેથી આ અન્યનો વિવાહ કરવો, अनंगक्रीडा’ અનંગક્રીડા, विटत्वं’ બીભત્સ પ્રધાનક્રિયામાં કાયવચનનો પ્રયોગ કરવો, विपुलतृष्’ કામસેવનમાં તીવ્ર ઇચ્છા રાખવી, इत्वरिकागमनं’ પરપુરુષો પાસે જવાનો જેનો સ્વભાવ છે તે ઇત્વરી એટલી વ્યભિચારિણી સ્ત્રી તેને ત્યાં જવું. इत्वरिका’ શબ્દમાં क’ પ્રત્યય ખરાબ અર્થમાં છે.

ભાવાર્થ :બ્રહ્મચર્યાણુવ્રતના પાંચ અતિચાર

૧. પરવિવાહકરણબીજાનો વિવાહ કરવો.

૨. અનંગક્રીડાકામસેવનનાં અંગો છોડી, મુખહસ્તાદિક અંગોથી કામસેવન કરવું.

૩. વિટત્વબીભત્સ વચન બોલવાં.

૪. અતિતૃષાવિષયસેવનમાં તીવ્ર ઇચ્છા રાખવી.

૫. ઇત્વરિકાગમનવ્યભિચારિણી સ્ત્રીને ત્યાં આવજા કરવી. ૬૦

હવે (એકદેશ) પરિગ્રહવિરતિ અણુવ્રતનું સ્વરૂપ બતાવી કહે છે

પરિગ્રહપરિમાણ અણુવ્રતનું લક્ષણ
શ્લોક ૬૧

અન્વયાર્થ :[धनधान्यादिग्रन्थं ] ધનધાન્યાદિ દશ પરિગ્રહોનું [परिमाण ] १. परविवाहकरणेत्वरिकापरिगृहीतापरिगृहीतागमनानंगक्रीडाकामतीव्राभिनिवेशाः

(तत्त्वार्थसूत्रअध्याय ७/२८)


Page 155 of 315
PDF/HTML Page 179 of 339
single page version

‘परिमितपरिग्रहो’ देशतः परिग्रहविरतिरणुव्रतं स्यात् कासौ ? या ‘ततोऽधिकेषु निस्पृहता’ ततस्तेभ्य इच्छावशात् कृतपरिसंख्यातेभ्योऽर्थोभ्योऽधिकेष्वर्थेषु या निस्पृहता वाञ्छाव्यावृत्तिः कि कृत्वा ? ‘परिमाय’ देवगुरुपादाग्रे परिमितं कृत्वा कं ? ‘धनधान्यादिग्रन्थं’ धनं गवादि, धान्यं ब्रीह्यादि आदिशब्दाद्दासीदासभार्यागृहक्षेत्रद्रव्य- सुवर्णरूप्याभरणवस्त्रादिसंग्रहः स चाखौ ग्रन्थश्च तं परिमाय स च परिमित परिग्रहः ‘इच्छापरिमाणनामापि’ स्यात्, इच्छायाः परिमाणं यस्य स इच्छापरिमाणस्तन्नाम यस्य स तथोक्तः ।।६१।। પરિમાણ કરીને [ततः ] તેનાથી [अधिकेषु ] વધારે [निस्पृहता ] ઇચ્છા ન રાખવી તે [परिमितपरिग्रहः ] પરિગ્રહ પરિમાણવ્રત [अपि ] અથવા [इच्छापरिमाणनामा ] ઇચ્છાપરિમાણ નામનું વ્રત [स्यात् ] છે.

ટીકા :धनधान्यादिग्रंथम्’ ગાય, ભેંસાદિ ધન, ચોખાદિ અનાજ અને દાસ, દાસી, ભાર્યા, ગૃહ, ક્ષેત્ર, દ્રવ્ય, સુવર્ણ, ચાંદી, આભરણ, વસ્ત્રાદિનો સંગ્રહએવા સંગ્રહરૂપ પરિગ્રહનું परिमाय’ દેવગુરુના પાદ આગળ (દેવગુરુની સમક્ષ) પરિમાણ કરીને न तोऽधिकेषु निस्पृहता’ તેનાથીઇચ્છા પ્રમાણે સંખ્યાથી મર્યાદિત કરેલી વસ્તુઓથી અધિક વસ્તુઓમાં ઇચ્છા રહિત થવુંવાંછા રહિત થવું તે परिमितपरिग्रहः’ એકદેશ પરિગ્રહવિરતિરૂપ અણુવ્રત છે. इच्छापरिमाणनाम अपि’ તે પરિમિત પરિગ્રહમાં પોતાની ઇચ્છાનુસાર પરિગ્રહનું પરિમાણ કરવામાં આવે છે તેથી તેનું બીજું નામ ‘ઇચ્છાપરિમાણ’ પણ છે.

ભાવાર્થ :ક્ષેત્ર (ખેતર), વાસ્તુ (મકાન આદિ), હિરણ્ય (રૂપિયાચાંદી આદિ), સ્વર્ણ (સોનું યા સુવર્ણનાં ઘરેણાં), ધન (ગાય આદિ), ધાન્ય (અનાજ), દાસી, દાસ, કુપ્ય (વસ્ત્રાદિ) અને ભાણ્ડ (વાસણ આદિ)એ દશ પ્રકારના પરિગ્રહનું પરિમાણ કરીને તેનાથી અધિકમાં વાંછા (ઇચ્છા) ન કરવી તેને પરિગ્રહપરિમાણ અણુવ્રત કહે છે. તેને ઇચ્છાપરિમાણ અણુવ્રત પણ કહે છે.

વિશેષ

પુરુષાર્થસિદ્ધિઉપાયમાં કહ્યું છે કે

મોહના ઉદયનિમિત્તે ઉત્પન્ન થયેલ મમત્વરૂપ પરિણામ જ મૂર્ચ્છા છે, અને જે મૂર્ચ્છા છે તે જ પરિગ્રહ છે. (શ્લોક ૧૧૧)


Page 156 of 315
PDF/HTML Page 180 of 339
single page version

तस्यातिचारानाह

તત્ત્વાર્થસૂત્રમાં શ્રી ઉમાસ્વામીએ પણ મૂર્ચ્છાને જ પરિગ્રહ કહ્યો છે

‘‘मूर्च्छा परिग्रहः। ’’ અધ્યાય ૭/૧૭ બાહ્ય ધનધાન્યાદિ પદાર્થોમાં તથા અંતરંગ ક્રોધાદિ કષાયોમાં મમત્વભાવ રાખવો તે મૂર્ચ્છા છે.’’

જ્યાં જ્યાં મૂર્ચ્છા છે ત્યાં ત્યાં અવશ્ય પરિગ્રહ છે અને જ્યાં મૂર્ચ્છા નથી ત્યાં પરિગ્રહ પણ નથી. મૂર્ચ્છાની પરિગ્રહ સાથે વ્યાપ્તિ છે.

કોઈ જીવ નગ્ન છે, બાહ્ય પરિગ્રહથી રહિત છે, પણ જો તેને અંતરંગમાં મૂર્ચ્છા અર્થાત્ મમત્વપરિણામ હોય તો તે પરિગ્રહવાન જ છે; અને એક મમત્વના ત્યાગી દિગંબર મુનિને ઉપકરણરૂપ પીછી, કમંડળ હોવા છતાં પણ અંતરંગમાં મમત્વ નહિ હોવાથી તે વાસ્તવિક પરિગ્રહથી રહિત જ છે. (શ્લોક ૧૧૨નો ભાવાર્થ)

ધનધાન્યાદિ બાહ્ય વસ્તુ મૂર્ચ્છા ઊપજાવવામાં નિમિત્તમાત્ર છે; તેથી તેમાં કારણમાં કાર્યનો ઉપચાર કરીને તેને ઉપચારથી પરિગ્રહ કહ્યો છે. વાસ્તવમાં પરિગ્રહનું લક્ષણ મૂર્ચ્છા જ છે.

અંતરંગ ૧૪ પ્રકારના પરિગ્રહો હિંસાના પર્યાય હોવાથી તેમાં હિંસા સિદ્ધ જ છે અને દશ પ્રકારના બહિરંહ પરિગ્રહોમાં મમત્વપરિણામ જ હિંસાભાવને નિશ્ચયથી પ્રાપ્ત થાય છે. (શ્લોક ૧૧૯).

કેવળીને સમવસરણાદિ વિભૂતિ હોય છે. પણ મમત્વપરિણામ વિના તે પરિગ્રહ નથી. જે કોઈ પરિગ્રહને અંગીકાર કરીને કહે કે મારે તો તેમાં મમત્વપરિણામ નથી, તો તે અસત્ય છે, કારણ કે મમત્વ વિના તે અંગીકાર થાય નહિ.

જ્યાં પ્રમાદયોગ છે ત્યાં જ નિશ્ચયથી પરિગ્રહ છે અને જ્યાં પ્રમાદયોગ (મમત્વ) નથી, ત્યાં પરિગ્રહ નથીએમ સમજવું. ૬૧.

તેના (પરિગ્રહપરિમાણ અણુવ્રતના) અતિચાર કહે છે ૧. અંતરંગ ચૌદ પરિગ્રહઃ૧. મિથ્યાત્વ, ૨. હાસ્ય, ૩. રતિ, ૪. અરતિ, ૫. શોક, ૬. ભય,

૭. જુગુપ્સા, ૮. પુરુષવેદ, ૯. સ્ત્રીવેદ, ૧૦. નપુંસકવેદ, ૧૧. ક્રોધ, ૧૨. માન, ૧૩. માયા
અને ૧૪. લોભ.