Page 117 of 315
PDF/HTML Page 141 of 339
single page version
नरकतिर्यग्मनुष्यदेवलक्षणानामादर्शमिव ।।४४।। જાણવામાં દર્પણ સમાન છે – એમ શ્રુતજ્ઞાન (સમ્યગ્જ્ઞાન) જાણે છે.
‘‘.........કરણ એટલે ગણિત કાર્યના કારણરૂપ જે સૂત્ર, તેનો જેમાં ‘અનુયોગ’ અર્થાત્ અધિકાર હોય તે કરણાનુયોગ છે. આ અનુયોગમાં ગણિત – વર્ણનની મુખ્યતા છે.’’૧
‘‘કરણાનુયોગમાં જીવોની વા કર્મોની વિશેષતા તથા ત્રિલોકાદિકની રચના નિરૂપણ કરી જીવોને ધર્મમાં લગાવ્યા છે. જે જીવ ધર્મમાં ઉપયોગ લગાવવા ઇચ્છે છે તે જીવોનાં ગુણસ્થાન – માર્ગણાદિ ભેદ તથા ત્રણ લોકમાં નરક – સ્વર્ગાદિનાં ઠેકાણાં ઓળખી પાપથી વિમુખ થઈ ધર્મમાં લાગે છે. વળી જો એવા વિચારોમાં ઉપયોગ રમી જાય તો પાપપ્રવૃત્તિ છૂટી સ્વયં તત્કાળ ધર્મ ઊપજે છે, તથા તેના અભ્યાસથી તત્ત્વજ્ઞાનની પણ પ્રાપ્તિ થાય છે. વળી આવું સૂક્ષ્મ અને યથાર્થ પદાર્થકથન જૈનમતમાં જ છે, અન્ય ઠેકાણે નથી એવો તેનો મહિમા જાણી તે જૈનમતનો શ્રદ્ધાની થાય છે.
‘‘બીજું જે જીવ તત્ત્વજ્ઞાની હોય તે આ કરણાનુયોગનો અભ્યાસ કરે તો તેને આ તેના વિશેષણરૂપ ભાસે છે; જેમ જીવાદિક તત્ત્વોને પોતે જાણે છે, હવે તેના જ વિશેષ (ભેદ) કરણાનુયોગમાં કર્યા છે. તેમાં કોઈ વિશેષણ તો યથાવત્ નિશ્ચયરૂપ છે તથા કોઈ ઉપચાર સહિત વ્યવહારરૂપ છે. કોઈ દ્રવ્ય – ક્ષેત્ર – કાલ – ભાવાદિકનું સ્વરૂપ પ્રમાણાદિકરૂપ છે તથા કોઈ નિમિત્ત – આશ્રયાદિની અપેક્ષા સહિત છે, ઇત્યાદિ અનેક પ્રકારનાં વિશેષણ ત્યાં નિરૂપણ કર્યાં છે. તેને જેમ છે તેમ જાણીને આ કરણાનુયોગને અભ્યાસે તો એ અભ્યાસથી તત્ત્વજ્ઞાન નિર્મળ થાય છે......
‘‘વળી અન્ય ઠેકાણે ઉપયોગને લગાવે તો રાગાદિકની વૃદ્ધિ થાય તથા છદ્મસ્થનો ઉપયોગ નિરંતર એકાગ્ર રહે નહિ, માટે જ્ઞાની પુરુષ આ કરણાનુયોગના અભ્યાસમાં પોતાનો ઉપયોગ લગાવે છે, જે વડે કેવળજ્ઞાન વડે દેખેલા પદાર્થોનું જાણપણું તેને થાય છે. ભેદમાત્ર ત્યાં પ્રત્યક્ષ – અપ્રત્યક્ષનો જ છે, પણ ભાસવામાં વિરુદ્ધતા નથી. એ પ્રમાણે ૧. મોક્ષમાર્ગ પ્રકાશક, ગુજરાતી આવૃત્તિ, પૃષ્ઠ ૨૭૬.
Page 118 of 315
PDF/HTML Page 142 of 339
single page version
तथा१ —
‘सम्यग्ज्ञानं’ भावश्रुतरूपं । ‘विजानाति’ विशेषेण जानाति । कं ? ‘चरणानुयोगसमयं’ આ કરણાનુયોગનું પ્રયોજન જાણવું.’’૨
‘‘પરમેશ્વર તો વીતરાગ છે. ભક્તિ કરવાથી પ્રસન્ન થઈ કાંઈ કરતા નથી પણ ભક્તિ કરતાં જે મંદ કષાય થાય છે તેનું સ્વયં જ ઉત્તમ ફળ થાય છે. હવે કરણાનુયોગના અભ્યાસમાં તેનાથી (ભક્તિથી) પણ અધિક મંદ કષાય થઈ શકે છે, તેથી તેનું ફળ અતિ ઉત્તમ થાય છે. વળી વ્રત – દાનાદિક તો કષાય ઘટાડવાનાં બાહ્ય નિમિત્ત – સાધન છે અને કરણાનુયોગનો અભ્યાસ કરતાં ત્યાં ઉપયોગ જોડાઈ જાય ત્યારે રાગાદિક દૂર થાય છે, તેથી તે અંતરંગ નિમિત્ત સાધન છે; માટે તે વિશેષ કાર્યકારી છે.......૩ ૪૪.
અન્વયાર્થ : — [सम्यग्ज्ञानम् ] સમ્યગ્જ્ઞાન, [गृहमेध्यनागराणाम् ] ગૃહસ્થ, (શ્રાવક) અને મુનિઓનાં [चारित्रोत्पत्तिवृद्धिरक्षाङ्गम् ] ચારિત્રની ઉત્પત્તિ, વૃદ્ધિ અને રક્ષાના કારણભૂત એવા [चरणानुयोगसमयम् ] ચરણાનુયોગ શાસ્ત્રને [विजानाति ] જાણે છે.
ટીકા : — ‘सम्यग्ज्ञानं’ ભાવશ્રુતરૂપ જ્ઞાન, ‘विजानाति’ વિશેષ પ્રકારે જાણે છે. કોને? ‘चरणानुयोगसमयं’ ચારિત્રના પ્રતિપાદક આચારાદિ શાસ્ત્રને. કેવા (શાસ્ત્રને)? १. इतोग्रे क पुस्तके इयं गाथा समुपलभ्यते – तवचारित्तमुणीणं किरियाणं रिद्धिसहियाणं । उवसग्गं सण्णासं
૨. મોક્ષમાર્ગ પ્રકાશક – ગુજરાતી આવૃત્તિ પૃષ્ઠ ૨૭૨, ૨૭૩.
વધુ માટે જુઓ પૃષ્ઠ ૨૭૭ થી ૨૮૦, ૨૯૨, ૨૯૩. ૩. મોક્ષમાર્ગ પ્રકાશક, ગુજરાતી આવૃત્તિ, પૃષ્ઠ ૨૯૨.
Page 119 of 315
PDF/HTML Page 143 of 339
single page version
चारित्रप्रतिपादकं शास्त्रमाचाराङ्गादि । कथंभूतं ? ‘चारित्रोत्पत्तिवृद्धिरक्षाङ्गं’ चारित्रस्योत्पत्तिश्च वृद्धिश्च रक्षा च तासामङ्गं कारणं अंगानि वा कारणानि प्ररूप्यन्ते यत्र । केषां तदङ्गं ? ‘गृहमेध्यनगाराणां’ गृहमेधिनः श्रावकाः अनगारा मुनयस्तेषां ।।४५।। ‘चारित्रोत्पत्तिवृद्धिरक्षाङ्गम्’ ચારિત્રની ઉત્પત્તિ, વૃદ્ધિ અને રક્ષાના અંગની કારણની અથવા કારણોની – જેમાં પ્રરૂપણા કરવામાં આવી છે તેવા (શાસ્ત્રને). કોના ચારિત્રની ઉત્પત્તિ, વૃદ્ધિ અને રક્ષાનાં કારણભૂત? ‘गृहमेध्यनगाराणाम्’ શ્રાવકો અને મુનિઓનાં (ચારિત્રની ઉત્પત્તિ, વૃદ્ધિ અને રક્ષાના કારણભૂત).
ભાવાર્થ : — જે શાસ્ત્રમાં ગૃહસ્થ અને મુનિઓનાં ચારિત્રની ઉત્પત્તિ, વૃદ્ધિ અને રક્ષાનાં કારણોનું વર્ણન હોય તેને ચરણાનુયોગ કહે છે. આ અનુયોગ પણ સમ્યગ્જ્ઞાનનો વિષય છે, અર્થાત્ ગૃહસ્થ અને મુનિઓના ચારિત્રની ઉત્પત્તિ, વૃદ્ધિ અને રક્ષાનાં કારણભૂત ચરણાનુયોગ શાસ્ત્ર છે, એમ સમ્યગ્જ્ઞાન (ભાવશ્રુતજ્ઞાન) જાણે છે.
‘‘ચરણાનુયોગમાં નાના પ્રકારનાં ધર્મસાધન નિરૂપણ કરી જીવોને ધર્મમાં લગાવીએ છીએ. જે જીવ હિત – અહિતને જાણતો નથી અને હિંસાદિ પાપકાર્યોમાં તત્પર થઈ રહ્યો છે, તેને જેમ તે પાપકાર્યોને છોડી ધર્મકાર્યોમાં જોડાય તેમ અહીં ઉપદેશ આપ્યો છે. તેને જાણી જિનધર્માચરણ કરવાને સન્મુખ થતાં તે જીવ ગૃહસ્થ – મુનિધર્મનું વિધાન સાંભળી પોતાનાથી જેવો ધર્મ સધાય તેવો ધર્મસાધનમાં લાગે છે. એવા સાધનથી કષાય પણ મંદ થાય છે અને તેના ફળમાં એટલું તો થાય છે કે તે કુગતિનાં દુઃખ ન પામતાં સુગતિનાં સુખ પામે. વળી એવા સાધનથી જૈનમતનાં નિમિત્ત પણ બન્યાં રહે છે. ત્યાં તેને તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થવાની હોય તો થઈ જાય.
‘‘બીજું જે જીવ તત્ત્વજ્ઞાની થઈ આ ચરણાનુયોગને અભ્યાસે છે તેને એ બધાં આચરણ પોતાના વીતરાગભાવ અનુસાર ભાસે છે. એકદેશ વા સર્વદેશ વીતરાગતા થતાં એવી શ્રાવક – મુનિની દશા થાય છે, કારણ કે એ એકદેશ – સર્વદેશ વીતરાગતા અને શ્રાવક – મુનિ દશાને નિમિત્ત – નૈમિત્તિકપણું હોય છે, એમ જાણી શ્રાવક – મુનિ ધર્મના ભેદોને ઓળખી જેવો પોતાને વીતરાગભાવ થયો હોય તેવો તે પોતાને યોગ્ય ધર્મ હોય તેને સાધે છે. તેમાં પણ જેટલો અંશ વીતરાગતા હોય છે તેને તે કાર્યકારી જાણે છે, જેટલો અંશ રાગ રહે છે તેને હેય જાણે છે તથા સંપૂર્ણ વીતરાગતાને પરમ ધર્મ માને છે.
Page 120 of 315
PDF/HTML Page 144 of 339
single page version
‘द्रव्यानुयोगदीपो’ १‘द्रव्यानुयोगसिद्धान्तसूत्रं तत्त्वार्थसूत्रादिस्वरूपो द्रव्यागमः स एव दीपः स । ‘आतनुते’ विस्तारयति अशेषविशेषतः प्ररूपयति । के ? ‘जीवाजीवसुतत्त्वे’ उपयोगलक्षणो जीवः तद्विपरीतोऽजीवः तावेव शोभने अबाधिते तत्त्वे वस्तुस्वरूपे आतनुते । तथा ‘पुण्यापुण्ये’ सद्वेद्यशुभायुर्नामगोत्राणि हि पुण्यं ततोऽन्यत्कर्मापुण्यमुच्यते, ते च मूलोत्तरप्रकृतिभेदेनाशेषविशेषतो द्रव्यानुयोगदीप आतमुते । तथा ‘बन्धमोक्षौ च’
એ પ્રમાણે ચરણાનુયોગનું પ્રયોજન છે.’’૨. ૪૫.
અન્વયાર્થ : — [द्रव्यानुयोगदीपः ] દ્રવ્યાનુયોગરૂપી દીપક [जीवाजीवसुतत्त्वै ] જીવ અને અજીવ સુતત્ત્વોને, [पुण्यापुण्ये ] પુણ્ય તથા પાપને [च ] અને [बन्धमोक्षौ ] બંધ તથા મોક્ષને [श्रुतविद्यालोकं ] ભાવશ્રુતજ્ઞાનનો પ્રકાશ થાય તેવી રીતે [आतनुते ] વિસ્તારપૂર્વક નિરૂપે છે – પ્રગટ કરે છે.
ટીકા : — ‘द्रव्यानुयोगदीपो’ દ્રવ્યાનુયોગ સિદ્ધાન્તસૂત્ર – તત્ત્વાર્થ સૂત્રાદિ સ્વરૂપ દ્રવ્યાગમ – એવો જ દીપક (અર્થાત્ દ્રવ્યાનુયોગરૂપી દીપક) તે ‘आतनुते’ વિસ્તારે છે અર્થાત્ સંપૂર્ણપણે પ્રરૂપે છે. કોને (પ્રરૂપે છે)? ‘जीवाजीवसुतत्त्वे’ જેનું લક્ષણ ઉપયોગ છે તે જીવ અને તેનાથી વિપરીત લક્ષણ જેનું છે તે અજીવ છે. તે બંને શોભન (સુંદર) – અબાધિત તત્ત્વોને – વસ્તુ સ્વરૂપને પ્રરૂપે છે. તથા ‘पुण्यापुण्ये’ શાતાવેદની, શુભઆયુ, શુભનામ અને શુભગોત્ર – એ પુણ્યકર્મ છે. અને તેનાથી અન્ય વિપરીત કર્મ (અર્થાત્ અશાતાવેદની, અશુભઆયુ, અશુભનામ અને અશુભગોત્ર) અપુણ્ય (પાપ) કર્મ કહેવાય છે. તેમને મૂલ પ્રકૃતિ અને ઉત્તર પ્રકૃતિના ભેદથી સમસ્ત વિષયોપૂર્વક દ્રવ્યાનુયોગરૂપી દીપક પ્રગટ કરે છે. તથા ‘बन्धमोक्षौ च’ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગરૂપ કારણોથી १. द्रव्यानुयोगः सिद्धान्तः ख ૨. મોક્ષમાર્ગ પ્રકાશક, ગુજરાતી આવૃત્તિ પૃષ્ઠ ૨૭૩.
Page 121 of 315
PDF/HTML Page 145 of 339
single page version
मिथ्यात्वाविरतिप्रमादकषाययोगलक्षणहेतुवशादुपार्जितेन कर्मणा सहात्मनः संश्लेषो बन्धः बन्धहेत्वभावनिर्जराभ्यां कृत्स्नकर्मविप्रमोक्षलक्षणो मोक्षस्तावप्यशेषतः द्रव्यानुयोगदीप आतनुते । कथं ? श्रुतविद्यालोकं श्रुतविद्या भावश्रुतं सैवालोकः प्रकाशो यत्र१ कर्मणि तद्यथा भवत्येवं जीवादीनि स प्रकाशयतीति ।।४६।। ઉપાર્જિત કરેલાં કર્મ સાથે આત્માનો સંશ્લેષ (ગાઢ સંબંધ) તે બંધ, બંધ હેતુનો અભાવ (આસ્રવનો અભાવ અર્થાત્ સંવર) અને નિર્જરાથી (સંવર અને નિર્જરા એ બંનેથી) સમસ્ત કર્મનો છૂટકારો થવો તે મોક્ષ છે. તે બંનેને બંધ અને મોક્ષને પણ દ્રવ્યાનુયોગરૂપી દીપક સંપૂર્ણપણે પ્રગટ કરે છે. કેવી રીતે? ‘श्रुतविद्यालोकं’ શ્રુતજ્ઞાન એટલે ભાવશ્રુતજ્ઞાન – તેનો પ્રકાશ જે રીતે થાય તે રીતે, તે (દ્રવ્યાનુયોગ દીપક) જીવાદિને પ્રકાશે છે.
ભાવાર્થ : — દ્રવ્યાનુયોગરૂપી દીપક, જીવ – અજીવ સુતત્ત્વોને, પુણ્ય – પાપને અને બંધ – મોક્ષ તત્ત્વોને, જે રીતે ભાવશ્રુતજ્ઞાનનો પ્રકાશ થાય તે રીતે, પ્રગટ કરે છે – વિસ્તારે છે. આ અનુયોગ પણ સમ્યગ્જ્ઞાનનો વિષય છે, અર્થાત્ જે જ્ઞાન જીવ – અજવ સુતત્ત્વોને, પુણ્ય – પાપ તત્ત્વોને અને બંધ – મોક્ષ તત્ત્વોને પ્રકાશિત કરે છે – જાણે છે તે દ્રવ્યાનુયોગ ભાવશ્રુતજ્ઞાન છે.
‘‘દ્રવ્યાનુયોગમાં દ્રવ્યોના અને તત્ત્વોના નિરૂપણ વડે જીવોને ધર્મમાં લગાવીએ છીએ. જે જીવ, જીવ – અજીવાદિ દ્રવ્યોને વા તત્ત્વોને ઓળખતો નથી તથા સ્વ – પરને જાણતો નથી, તેને હેતુ – દ્રષ્ટાન્ત – યુક્તિ અને પ્રમાણ – નયાદિ વડે તેનું સ્વરૂપ એ પ્રમાણે અહીં બતાવ્યું છે; કે જેથી તેને તેની પ્રતીતિ થઈ જાય અને તેના અભ્યાસથી અનાદિ અજ્ઞાનતા દૂર થઈ અન્ય મતનાં કલ્પિત તત્ત્વાદિક જૂઠાં ભાસે ત્યારે જૈનમતની પ્રતીતિ પણ થાય તથા જો તેના ભાવનો અભ્યાસ રાખે તો તેને તુરત જ તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય.
‘‘વળી જેને તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય – તત્ત્વજ્ઞાન થયું હોય તે જીવ આ દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરે તો તેને પોતાના શ્રદ્ધાન અનુસાર એ બધાં કથન પ્રતિભાસે છે. જેમ કોઈએ, કોઈ વિદ્યા શીખી લીધી હોય પણ જો તે તેનો અભ્યાસ રાખ્યા કરે, તો તે યાદ રહે, ન રાખે તો ભૂલી જાય, તેમ આને તત્ત્વજ્ઞાન તો થયું છે, પરંતુ જો તે १. तेन कर्मणि ग ।
Page 122 of 315
PDF/HTML Page 146 of 339
single page version
દ્રવ્યાનુયોગનો અભ્યાસ કર્યા કરે તો તે તત્ત્વજ્ઞાન ટકી રહે, ન કરે તો ભૂલી પણ જાય, અથવા સંક્ષેપતાથી તત્ત્વજ્ઞાન થયું હતું તે અહીં નાના યુક્તિ – હેતુ – દ્રષ્ટાન્તાદિ વડે સ્પષ્ટ થઈ જાય તો પછી તેમાં શિથિલતા થઈ શકે નહિ અને તેના અભ્યાસથી રાગાદિક ઘટવાથી અલ્પકાળમાં મોક્ષ સધાય. એ પ્રમાણે દ્રવ્યાનુયોગનું પ્રયોજન જાણવું......’’૨
‘‘શંકાઃ — દ્રવ્યાનુયોગરૂપ અધ્યાત્મ ઉપદેશ છે, તે ઉત્કૃષ્ટ છે અને તે ઉચ્ચ દશાને પ્રાપ્ત હોય તેને જ કાર્યકારી છે પણ નીચલી દશાવાળાઓને તો વ્રત – સંયમાદિનો જ ઉપદેશ આપવો યોગ્ય છે.’’
‘‘સમાધાનઃ – જિનમતમાં તો એવી પરિપાટી છે કે પહેલાં સમ્યક્ત્વ હોય, પછી વ્રત હોય; હવે સમ્યક્ત્વ તો સ્વ – પરનું શ્રદ્ધાન થતાં થાય છે તથા તે શ્રદ્ધાન કરી સમ્યગ્દ્રષ્ટિ થાય અને ત્યાર પછી ચરણાનુયોગ અનુસાર વ્રતાદિક ધારણ કરી વ્રતી થાય. એ પ્રમાણે મુખ્યપણે તો નીચલી દશામાં જ દ્રવ્યાનુયોગ કાર્યકાર છે તથા ગૌણપણે જેને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થતી ન જણાય તેને પહેલાં કોઈ વ્રતાદિકનો ઉપદેશ આપવામાં આવે છે માટે ઉચ્ચ દશાવાળાઓને અધ્યાત્મ ઉપદેશ અભ્યાસ કરવા યોગ્ય છે — એમ જાણી નીચલી દશાવાળાઓએ ત્યાંથી પરાઙ્મુખ થવું યોગ્ય નથી.’’૩ ૪૬.
१. प्रशस्तिकेयं ख पुस्तके नास्ति । ૨. મોક્ષમાર્ગ પ્રકાશક – ગુજરાતી આવૃત્તિ – પૃષ્ઠ ૨૭૪,
૩. મોક્ષમાર્ગ પ્રકાશક પૃષ્ઠ ૨૯૪, ૨૯૫.
Page 123 of 315
PDF/HTML Page 147 of 339
single page version
अथ चरित्ररूपं धर्मं व्याचिख्यासुराह —
‘चरणं’ हिंसादिनिवृत्तिलक्षणं चारित्रं । ‘प्रतिपद्यते’ स्वीकरोति । कोऽसौ ? ‘साधु’- र्भव्यः । कथंभूतः ? ‘अवाप्तसंज्ञानः’ । कस्मात् ? ‘दर्शनलाभात्’ तल्लाभोऽपि तस्य कस्मिन् सति संजातः ? ‘मोहतिमिरापहरणे’ मोहो दर्शनमोहः स एव तिमिरं तस्यापहरणे यथासम्भवमपशमे क्षये क्षयोपशमे वा । अथवा मोहो दर्शनचारित्रमोहस्तिमिरं ज्ञानावरणादि
હવે ચારિત્રરૂપ ધર્મનું વ્યાખ્યાન કરવા ઇચ્છનાર કહે છે —
અન્વયાર્થ : — [मोहतिमिरापहरणे ] દર્શનમોહરૂપી અંધકાર દૂર થતાં [दर्शनलाभात् ] સમ્યગ્દર્શનની પ્રાપ્તિથી [अवाप्तसंज्ञानः ] જેને સમ્યગ્જ્ઞાન પ્રાપ્ત થયું છે તેવો [साधुः ] ભવ્ય જીવ, [रागद्वेषनिवृत्यै ] રાગ – દ્વેષની નિવૃતિ માટે (રાગ-દ્વેષને દૂર કરવા માટે) [चरणम् ] સમ્યક્ચારિત્ર [प्रतिपद्यते ] ધારણ કરે છે.
ટીકા : — ‘चरणं’ હિંસાદિથી નિવૃત્તિરૂપ ચારિત્રને ‘प्रतिपद्यते’ સ્વીકારે છે – ધારણ કરે છે. કોણ તે? ‘साधुः’ ભવ્ય જીવ, કેવો (ભવ્ય જીવ)? ‘अवाप्तसंज्ञानंः’ જેને સમ્યગ્જ્ઞાન પ્રાપ્ત થયું છે તેવો. શાથી — (શા કારણથી)? ‘दर्शनलाभात्’ સમ્યગ્દર્શનની પ્રાપ્તિથી. તેની પ્રાપ્તિ પણ તેને શું થતાં થઈ? ‘मोहतिमिरापहरणे’ મોહ એટલે દર્શનમોહ (દર્શનમોહરૂપી) – અંધકાર – તે દૂર થતાં અર્થાત્ યથાસંભવ તેનો ઉપશમ, ક્ષય કે ક્ષયોપશમ થતાં – અથવા મોહ એટલે દર્શન – ચારિત્રમોહ અને તિમિર (અંધકાર) એટલે જ્ઞાનાવરણાદિ –
Page 124 of 315
PDF/HTML Page 148 of 339
single page version
तयोरपहरणे । अयमर्थः — दर्शनमोहापहरणे दर्शनलाभः । तिमिरापहरणे सति दर्शनलाभादवाप्तसंज्ञानः भवत्यात्मा । ज्ञानावरणापगमे हि ज्ञानमुत्पद्यमानं सद्दर्शनप्रसादात् सम्यग्व्यपदेशं लभते, तथाभूतश्चात्मा चारित्रमोहापगमे चरणं प्रतिपद्यते । किमर्थं ? ‘रागद्वेषनिवृत्त्यै’ रागद्वेषनिवृत्तिनिमित्तं ।।४७।। તે બંને દૂર થતાં (સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ). આનો અર્થ એ છે કે – દર્શનમોહ દૂર થતાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે અને જ્ઞાનાવરણાદિકરૂપ અંધકારનો નાશ થતાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિથી આત્મા સમ્યગ્જ્ઞાની થાય છે. જ્ઞાનાવરણનો અભાવ થતાં (ક્ષયોપશમ થતાં) જે જ્ઞાન ઉત્પન્ન (પ્રગટ) થાય છે, તે સમ્યગ્દર્શનના પ્રસાદથી સમ્યક્ નામ પામે છે. (જ્ઞાન સમ્યગ્જ્ઞાનની સંજ્ઞા પ્રાપ્ત કરે છે) અને આવો આત્મા, ચારિત્રમોહનો નાશ થતાં, ચારિત્ર અંગીકાર કરે છે. શા માટે?
કરે છે.)
ભાવાર્થ : — મિથ્યાત્વરૂપ અંધકાર દૂર થતાં – દર્શનમોહનીય અને અનંતાનુબંધી કષાય વેદનીય (ચારિત્રમોહનીય)નો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થતાં, સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થવાથી જેનું જ્ઞાન સમ્યગ્જ્ઞાન થયું છે તેવો ભવ્ય આત્મા, રાગ – દ્વેષને દૂર કરવા માટે ચારિત્ર અંગીકાર કરે છે.
આ શ્લોકમાં આચાર્યે મુખ્ય બે બાબતો દર્શાવી છે – (૧) ચારિત્ર ધારણ કરનારની યોગ્યતા અને (૨) ચારિત્ર ધારણ કરવાનો ઉદ્દેશ્ય. જ્યારે જીવને સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, ત્યારે જ તે સમ્યક્ચારિત્ર ધારણ કરવાને પાત્ર બને છે; તે સિવાય તેનું ચારિત્ર મિથ્યાચારિત્ર નામ પામે છે. રાગ – દ્વેષાદિનો અભાવ કરવો તે સમ્યક્ચારિત્ર ધારણ કરવાનો ઉદ્દેશ્ય છે.૧
જેમ જે સમયે અંધકાર નાશ પામે છે તે જ સમયે પ્રકાશ ઉત્પન્ન થાય છે, (અંધકારનો નાશ અને પ્રકાશનો ઉત્પાદ બંને એક જ સમયે હોય છે.) તેમ જે સમયે દર્શનમોહાદિનો અભાવ થાય છે તે જ સમયે સમ્યક્ત્વની ઉત્પત્તિ થાય છે, અને જે સમયે સમ્યક્ત્વની ઉત્પત્તિ થાય છે તે જ સમયે પૂર્વનું મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન – બંને સમ્યક્રૂપે પરિણમે છે.
જેમ મેઘપટલનો અભાવ થતાંની સાથે જ (યુગપદ્) સૂર્યનો પ્રતાપ અને પ્રકાશ ૧. જુઓ પુરુષાર્થસિદ્ધિ – ઉપાય શ્લોક ૩૭, ૩૮.
Page 125 of 315
PDF/HTML Page 149 of 339
single page version
तन्निवृत्तावेव हिंसादिनिवृत्तेः संभवादित्याह — બંનેનો એકીસાથે આવિર્ભાવ થાય છે તેમ મિથ્યાત્વનો અભાવ થતાં જ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનની – બંનેની એક સાથે પ્રાપ્તિ થાય છે.૧
જોકે સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન એકી સાથે (યુગપદ્) ઉત્પન્ન થાય છે, તોપણ તે બંને અલગ – અલગ છે, કારણ કે બંનેના લક્ષણ ભિન્ન – ભિન્ન છે. સમ્યગ્દર્શનનું લક્ષણ શ્રદ્ધાન કરવું અને સમ્યગ્જ્ઞાનનું લક્ષણ જાણવું તે છે અને તે બંનેમાં કારણ – કાર્ય ભાવનો પણ ભેદ છે. સમ્યગ્દર્શન કારણ છે અને સમ્યગ્જ્ઞાન કાર્ય છે.૨ જેમ દીપકથી જ્યોતિ અને પ્રકાશ બંને એક સાથે પ્રગટ થાય છે, તોપણ લોકો કહે છે કે દીપકની જ્યોતિથી પ્રકાશ થાય છે, તેમ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન પણ જોકે એક સાથે ઉત્પન્ન થાય છે, તોપણ તે બંનેમાં કારણ – કાર્યભાવ છે, અર્થાત્ સમ્યગ્દર્શનના નિમિત્તે સમ્યગ્જ્ઞાન ઉત્પન્ન થાય છે, જ્યાં સુધી સમ્યગ્દર્શન હોતું નથી ત્યાં સુધી સમ્યગ્જ્ઞાન કહેવાતું નથી. સમ્યગ્દર્શન કારણ અને સમ્યગ્જ્ઞાન કાર્ય છે.૩ ૪૭.
તેમની (રાગ – દ્વેષાદિની) નિવૃત્તિ થતાં જ હિંસાદિની નિવૃત્તિ સંભવે છે – એમ કહે છે — १. यदाऽस्य दर्शनमोहस्योपशमात्क्षयोपशमाद्वा आत्मा सम्यग्दर्शनपर्यायेणाविर्भवति, तदैव तस्य मत्यज्ञान
૨.સમ્યક્ સાથૈ જ્ઞાન હોય, પૈ ભિન્ન આરાધૌ,
લક્ષણ શ્રદ્ધા જાન, દુહૂમેં ભેદ અબાધૌ;
સમ્યક્ કારણ જાન, જ્ઞાન કારજ હૈ સોઈ,
યુગપત્ હોતે હૂ, પ્રકાશ દીપકતૈં હોઈ. ૧. (છહઢાળા ૪ – ૧) ३. सम्यग्ज्ञानं कार्यं सम्यक्त्वं कारणं वदन्ति जनाः ।
Page 126 of 315
PDF/HTML Page 150 of 339
single page version
‘हिंसादेः निवर्तना’ व्यावृत्तिः कृता भवति । कुतः ? ‘रागद्वेषनिवृत्तेः’ । अयमत्र तात्पर्यार्थंः — प्रवृत्तरागादिक्षयोपशमादेः हिंसादिनिवृत्तिलक्षणं चारित्रं भवति । ततो भाविरागादिनिवृत्तेरेवं प्रकृष्टतरप्रकृष्टतमत्वाद् हिंसादि निवर्तते । देशसंयतादिगुणस्थाने रागादिहिंसादिनिवृत्तिस्तावद्वर्तते यावन्निःशेषरागादिप्रक्षयः तस्माच्च निःशेषहिंसादिनिवृत्तिलक्षणं परमोदासीनतास्वरूपं परमोत्कृष्टचारित्रं भवतीति । अस्यैवार्थस्य समर्थनार्थमर्थान्तरन्यास- माह — ‘अनपेक्षितार्थवृत्तिः कः पुरुषः सेवते नृपतीन्’ अनपेक्षिताऽनभिलषिता अर्थस्य
અન્વયાર્થ : — [रागद्वेषनिवृत्तेः ] રાગ – દ્વેષની નિવૃત્તિ થવાથી [हिंसादि निवर्त्तना ] હિંસા, જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહ — એ પાંચ પાપોથી નિવૃત્તિ [कृता भवति ] (સ્વયમેવ) થઈ જાય છે, કેમ કે [अनपेक्षितार्थवृत्तिः ] જેને કોઈ પ્રયોજનરૂપ ફળની પ્રાપ્તિની અભિલાષા નથી તેવો [कः पुरुषः ] કોણ પુરુષ [नृपतीन् ] રાજાઓની [सेवते ] સેવા કરે? (અર્થાત્ કોઈ નહિ.)
ટીકા : — ‘हिंसादेः निवर्तना कृता भवति’ હિંસાદિ પાંચ પાપોથી વ્યાવૃત્તિ (સ્વતઃ) થઈ જાય છે. શાથી? ‘रागद्वेषनिवृत्तेः’ રાગ – દ્વેષની નિવૃત્તિથી. અહીં તાત્પર્યાર્થ એ છે કે – (વર્તમાન) પ્રવર્તતા રાગાદિના ક્ષયોપશમાદિથી હિંસાદિ પાપોના ત્યાગરૂપ ચારિત્ર થાય છે. ત્યાર પછી આગામી કાળમાં થવાવાળા, રાગાદિભાવોની નિવૃત્તિથી આગળ – આગળ પ્રકૃષ્ટ, પ્રકૃષ્ટતર અને પ્રકૃષ્ટતમ એ રીતે હિંસાદિની નિવૃત્તિ થાય છે. અર્થાત્ દેશસંયતાદિ ગુણસ્થાનોમાં રાગાદિ ભાવની તથા હિંસાદિ પાપોની નિવૃત્તિ ત્યાં સુધી થતી રહે છે કે જ્યાં સુધી સમસ્ત રાગાદિનો ક્ષય અને તેથી થવાવાળું સમસ્ત હિંસાદિ પાપોના ત્યાગરૂપ પરમ ઉદાસીનતા સ્વરૂપ પરમોત્કૃષ્ટ ચારિત્ર થાય છે. આ જ અર્થના સમર્થન માટે ‘અર્થાન્તરન્યાસ’ કહે છે —
‘अनपेक्षार्थवृत्तिः कः पुरुषः सेवते नृपतीन्’ અર્થની – પ્રયોજનની – ફળની પ્રાપ્તિની
Page 127 of 315
PDF/HTML Page 151 of 339
single page version
प्रयोजनस्य फलस्य वृत्तिः प्राप्तिर्येन स तथाविधः पुरुषः को, न कोऽपि प्रेक्षापूर्वकारी, सेवते नृपतीन् ।।४८।। જેને અપેક્ષા નથી – અભિલાષા નથી, તેવો કોણ પુરુષ રાજાઓની સેવા કરે? અર્થાત્ કોઈ પણ બુદ્ધિમાન મનુષ્ય ન કરે.
ભાવાર્થ : — રાગ – દ્વેષની નિવૃત્તિ થવાથી (અર્થાત્ ભાવહિંસા દૂર થતાં) હિંસાદિક પાંચ પાપના ત્યાગરૂપ ચારિત્રની સ્વયં ઉત્પત્તિ થાય છે. જેને ધન – પ્રાપ્તિની ઇચ્છા ન હોય તે પુરુષ રાજાઓની સેવા કેમ કરે? ન જ કરે; તેમ જે પુરુષને રાગ – દ્વેષનો અભાવ છે તે હિંસાદિ પાપકાર્ય કેમ કરે? ન જ કરે.
હિંસાના બે પ્રકાર છે — એક ભાવહિંસા અને બીજી દ્રવ્યહિંસા. પ્રમત્તયોગ અર્થાત્ રાગાદિભાવની ઉત્પત્તિને ભાવહિંસા કહે છે અને પોતાના યા પર જીવના દ્રવ્યપ્રાણોના અભાવને – વિયોગને – ઘાતને દ્રવ્યહિંસા કહે છે.
શ્રી અમૃતચંદ્રાચાર્યે ‘પુરુષાર્થસિદ્ધ્યુપાય’માં અહિંસા – હિંસાનું લક્ષણ દર્શાવતાં કહ્યું છે કે —
વાસ્તવમાં રાગાદિનું પ્રગટ ન થવું તે અહિંસા છે અને રાગાદિ ભાવોની ઉત્પત્તિ હોવી તે હિંસા છે. આ જૈન આગમનું (જૈન સિદ્ધાંતનું) સંક્ષિપ્ત રહસ્ય છે.
વળી આગળ કહે છે કે કેવળ દ્રવ્ય પ્રાણોની હિંસા તે વાસ્તવમાં હિંસા નથી —
યોગ્ય આચરણવાળા (સમિતિપૂર્વક આચરણ કરવાવાળા) સત્ પુરુષને (મુનિને), રાગાદિના આવેશ વિના, કેવળ દ્રવ્યપ્રાણોના વિયોગથી જ હિંસા થતી નથી.
આથી સ્પષ્ટ છે કે વાસ્તવમાં ભાવહિંસા જ હિંસા છે. દ્રવ્યહિંસા તે હિંસા નથી, કારણ કે પ્રમત્તયોગવાળા પુરુષને અંતરંગમાં ભાવહિંસા છે, તેથી બાહ્યમાં દ્રવ્યહિંસા નહિ હોવા છતાં તેને હિંસાનું પાપ લાગે છે અને કર્મનો બંધ થાય છે, કિન્તુ સમિતિપૂર્વક આચરણ કરનાર મુનિને ભાવહિંસાનો અભાવ હોવાથી તેના પગ તળે કોઈ જીવ અચાનક
Page 128 of 315
PDF/HTML Page 152 of 339
single page version
अत्रापरः प्राह — चरणं प्रतिपद्यतं इत्युक्तं तस्य तु लक्षणं नोक्तं तदुच्यतां, इत्याशंक्याह —
‘चारित्रं’ भवति । कासौ ? ‘विरतिः’ र्व्यावृत्तिः । केभ्यः ? ‘हिंसानृतचौर्येभ्यः’ हिंसादीनां स्वरूपकथनं स्वयमेवाग्रे ग्रन्थकारः करिष्यति । न केवलमेतेभ्य एव विरतिः — આવીને મરી જાય અને દ્રવ્યહિંસા થાય તોપણ તેનાથી તેને રંચમાત્ર પણ બંધ થતો નથી, કારણ કે કર્મબંધનો નિયમ દ્રવ્યહિંસા અનુસાર નથી, પરંતુ ભાવહિંસા અનુસાર છે.
વળી તત્ત્વાર્થસૂત્રમાં શ્રી ઉમાસ્વામીએ કહ્યું છે કે —
પ્રમત્તયોગથી ભાવ તથા દ્રવ્યપ્રાણોનો ઘાત (વિયોગ) તે હિંસા છે, અર્થાત્ એકલા દ્રવ્યપ્રાણોનો ઘાત થવો તે હિંસા નથી, પરંતુ પ્રમત્તયોગથી (સ્વરૂપની અસાવધાનીથી – રાગાદિની ઉત્પત્તિથી) ચૈતન્યપ્રાણોનો ઘાત થવો તે હિંસા છે. પ્રમત્તયોગ એ હિંસાનું વાસ્તવિક કારણ છે. દ્રવ્યપ્રાણોનો ઘાત થવો એ હિંસાનું ખરું કારણ નથી. ૪૮.
અહીં કોઈ કહે છે — ‘ચારિત્ર અંગીકાર કરે છે’ એમ કહ્યું, કિન્તુ તેનું લક્ષણ તો કહ્યું નહિ, તેથી તે કહો – એવી આશંકા કરી કહે છે —
અન્વયાર્થ : — [संज्ञस्य ] સમ્યગ્જ્ઞાની જીવનું [पापप्रणालिकाभ्यः ] જેઓ પાપના દ્વારરૂપ (કારણરૂપ) છે એવા [हिंसानृतचौर्येभ्यः ] હિંસા, જૂઠ અને ચોરીથી [च ] અને [मैथुनसेवापरिग्रहाभ्याम् ] મૈથુનસેવન (કુશીલ) અને પરિગ્રહથી [विरतिः ] વિરક્ત હોવું તે [चारित्रम् ] ચારિત્ર છે.
ટીકા : — ‘चारित्रम्’ ચારિત્ર છે. શું તે? ‘विरतिः’ વ્યાવૃત્તિ (પાછા હઠવું તે). કોનાથી? ‘हिंसानृतचौर्येभ्यः’ હિંસા, જૂઠ અને ચોરીથી. હિંસાદિનું સ્વરૂપકથન ગ્રંથકાર સ્વયં જ આગળ કરશે. કેવળ એનાથી (હિંસાદિથી) જ વિરતિ છે એટલું જ નહિ, પરંતુ
Page 129 of 315
PDF/HTML Page 153 of 339
single page version
अपि तु ‘मैथुनसेवापरिग्रहाभ्यां’ । एतेभ्यः कथंभूतेभ्यः ? ‘पापप्रणालिकाभ्यः’ पापस्य प्रणालिका इव पापप्रणालिका आस्रवणद्वाराणि ताभ्यः । कस्य तेभ्यो विरतिः ? ‘संज्ञस्य’ सम्यग्जानातीति संज्ञः तस्य हेयोपादेयतत्त्वपरिज्ञानवतः ।।४९।। ‘मैथुनसेवापरिग्रहाभ्याम्’ મૈથુનસેવન અને પરિગ્રહથી પણ (વિરતિ છે.) કેવા તેમનાથી? ‘पापप्रणालिकाभ्यः’ જેઓ પાપરૂપી પ્રણાલિકાઓ – આસ્રવદ્વારો છે – તેમનાથી. વિરતિ કોને હોય છે? ‘संज्ञस्य’ હેય – ઉપાદેય તત્ત્વોના પરિજ્ઞાનથી યુક્ત સમ્યક્પ્રકારે જાણનાર એવા સંજ્ઞ (સમ્યગ્જ્ઞાની) તેમને (તેમનાથી વિરતિ હોય છે.)
ભાવાર્થ : — પાપના કારણભૂત હિંસા, જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહ — એ પાંચ પાપોથી (એકદેશ વા સર્વદેશ) વિરક્ત થવું અર્થાત્ તેમનો વીતરાગભાવ વડે ત્યાગ કરવો તે સમ્યગ્જ્ઞાનીનું સમ્યક્ચારિત્ર છે.
જે હિંસાદિ પાપભાવ થાય છે તેનાથી વિરતિ થતાં જ – વિરક્ત ભાવ થતાં જ હિંસાદિ દ્રવ્યક્રિયાઓનો સ્વયં ત્યાગ થઈ જાય છે. તેમનો ત્યાગ કરવો એ વ્યવહારનયનું કથન છે. વાસ્તવમાં જીવ પરદ્રવ્યોના ગ્રહણ – ત્યાગ કરી શકતો નથી. અજ્ઞાન અવસ્થામાં અશુદ્ધ નિશ્ચયનયે તે ગ્રહણ – ત્યાગનો માત્ર ભાવ કરી શકે, જ્ઞાન અવસ્થામાં પર પદાર્થો અને તેમનાં ગ્રહણ – ત્યાગનો વિકલ્પ બંને પોતાના જ્ઞાનમાં જ્ઞેયરૂપે જ પ્રવર્તે છે.
ચારિત્રરૂપ ખરો ત્યાગ ભાવ હેય – ઉપાદેય તત્ત્વોને સમ્યક્પ્રકારે જાણનાર જ્ઞાનીને જ હોય છે. મિથ્યાદ્રષ્ટિ – અજ્ઞાનીને હોતો નથી.
પુરુષાર્થસિદ્ધિ – ઉપાયમાં કહ્યું છે કે —
‘‘અજ્ઞાનપૂર્વક ચારિત્ર સમ્યક્ નામ પામતું નથી, તેથી સમ્યગ્જ્ઞાનની પછી સમ્યક્ચારિત્રની આરાધના કરવી કહી છે.’’૧
અર્થાત્ સમ્યગ્દર્શનપૂર્વક સમ્યગ્જ્ઞાન વિના જે બાહ્ય ચારિત્ર પાળે છે તે બધું બાલચારિત્ર યા મિથ્યાચારિત્ર કહેવાય છે.
શ્રાવકને એકદેશ વીતરાગતા થતાં નિમિત્ત – નૈમિત્તિક સંબંધ તરીકે વ્રતનું પાલન હોય છે, તેને વ્યવહારચારિત્ર કહે છે અને તે એકદેશ વીતરાગતા સાથે હેયબુદ્ધિએ હોય છે. ૪૯. १. न हि सम्यग्व्यपदेशं चारित्रमज्ञानपूर्वकं लभते ।
Page 130 of 315
PDF/HTML Page 154 of 339
single page version
तच्चेत्थंभूतं चारित्रं द्विधा भिद्यत इत्याह —
हिंसादिविरतिलक्षणं ‘यच्चरणं’ प्राक्प्ररूपितं तत् सकलं विकलं च भवति । तत्र ‘सकलं’ परिपूर्णं महाव्रतरूपं । केषां तद्भवति ? ‘अनगाराणां’ मुनीनां । किंविष्टानां ‘सर्वसंगविरतानां’ बाह्याभ्यन्तरपरिग्रहरहितानां । ‘विकलम’ परिपूर्णं अणुव्रतरूपं । केषां तद्भवति ‘सागाराणां’ गृहस्थानां । कथंभूतानां ? ‘ससंगानां’ सग्रन्थानाम् ।।५०।।
આવા ચારિત્રના બે પ્રકારે ભેદ પડે છે – એમ કહે છે —
અન્વયાર્થ : — [तत् ] તે [चरणं ] ચારિત્ર [सकलं विकलं ] સકલચારિત્ર અને વિકલચારિત્રના ભેદથી બે પ્રકારનું છે. તેમાંથી [सकलं ] સકલચારિત્ર [सर्वसंगविरतानाम् ] સર્વ પરિગ્રહોથી રહિત, [अनगाराणाम् ] મુનિઓને હોય છે અને [विकलं ] વિકલચારિત્ર [ससंगानाम् ] પરિગ્રહયુક્ત [सागाराणां ] ગૃહસ્થીને હોય છે.
ટીકા : — હિંસાદિથી વિરતિરૂપ ‘यच्चरणम्’ જે ચારિત્ર પહેલાં પ્રરૂપ્યું (કહ્યું) તે ‘सकलं विकलं’ સકલ અને વિકલ — એમ બે પ્રકારે છે. તેમાં ‘सकलं’ સકલચારિત્ર પરિપૂર્ણ મહાવ્રતરૂપ છે. કોને તે હોય છે? ‘अनागाराणाम्’ અનગારોને – મુનિઓને. કેવા (મુનિઓને)? ‘सर्वसंगविरतानां’ સર્વ પરિગ્રહોથી વિરક્ત – બાહ્ય અને અભ્યન્તર પરિગ્રહોથી રહિત (મુનિઓને). ‘विकलं’ વિકલચારિત્ર અપરિપૂર્ણ અણુવ્રતરૂપ છે. તે કોને હોય છે? ‘सागाराणाम्’ સાગારોને – ગૃહસ્થોને. કેવા (ગૃહસ્થોને)? ‘ससंगानाम्’ સંગ – પરિગ્રહ સહિત (પરિગ્રહ – એકદેશ બાહ્ય – અભ્યંતર પરિગ્રહ સહિત).
ભાવાર્થ : — આ અગાઉ હિંસાદિના ત્યાગરૂપ જે ચારિત્ર કહ્યું છે તેના બે પ્રકાર છે — સકલચારિત્ર અને વિકલચારિત્ર. સકલ (સર્વદેશ) ચારિત્ર હિંસાદિના પરિપૂર્ણ ત્યાગરૂપ સર્વ વિરતિરૂપ — મહાવ્રતરૂપ હોય છે અને તે ક્ષેત્ર, વાસ્તુ, હિરણ્યાદિ દશ પ્રકારના બાહ્ય પરિગ્રહો અને મિથ્યાત્વ, કષાયાદિ ચૌદ પ્રકારના અભ્યન્તર પરિગ્રહો – એમ ચોવીસ પરિગ્રહોથી રહિત મુનિઓને હોય છે. વિકલચારિત્ર હિંસાદિના એકદેશ વિરતિરૂપ –
Page 131 of 315
PDF/HTML Page 155 of 339
single page version
तत्र१ विकलमेव तावच्चारित्रं व्याचष्टे —
ત્યાગરૂપ – અણુવ્રતરૂપ હોય છે અને તે ગૃહાદિ એકદેશ પરિગ્રહ સહિત ગૃહસ્થોને હોય છે.
જો મુનિ અભ્યંતર પરિગ્રહથી રહિત ન હોય અને માત્ર બાહ્ય પરિગ્રહથી જ રહિત હોય તો તેવા મુનિને મિથ્યાદ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિ કહ્યા છે.
પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવકના સંબંધમાં પણ એમ જ સમજવું. જો તેને અભ્યંતર પરિગ્રહ અર્થાત્ મિથ્યાત્વ, અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાન સંબંધી ક્રોધ – માન – માયા – લોભ ન છૂટ્યાં હોય અને માત્ર બાહ્ય એકદેશ પરિગ્રહનો જ ત્યાગ હોય તો તે પણ મિથ્યાદ્રષ્ટિ દ્રવ્યલિંગી શ્રાવક કહેવાય છે.
શ્રી સમયસાર ગાથા ૪૧૪ની ટીકામાં શ્રી જયસેનાચાર્યે કહ્યું છે કે —
‘‘........શાલિતંદુલને બહિરંગ તુષ વિદ્યમાન હોતાં, અભ્યંતર તુષનો ત્યાગ કરી શકાતો નથી. અભ્યંતર તુષનો ત્યાગ થતાં, બહિરંગ તુષનો ત્યાગ નિયમથી હોય છે જ. આ ન્યાયથી સર્વ સંગના પરિત્યાગરૂપ બહિરંગ દ્રવ્યલિંગ હોતાં, ભાવલિંગ હોય કે ન હોય, નિયમ નથી. પરંતુ અભ્યંતરમાં ભાવલિંગ હોતાં, સર્વ સંગના પરિત્યાગરૂપ દ્રવ્યલિંગ હોય જ છે......’’૨ ૫૦.
તેમાં પ્રથમ વિકલચારિત્ર કહે છે —
અન્વયાર્થ : — [गृहिणाम् ] ગૃહસ્થોનું [चरणं ] (વિકલ) ચારિત્ર १. तद इति ग पुस्तके । २. ‘‘न हि शालितंदुलस्य बहिरंगतुषे विद्यमाने सत्यभ्यंतरतुषस्य त्यागः कर्तृमायाति । अभ्यंतरतुषत्यागे
भवत्येवेति.......’’(श्री समयसार गाथा ४१४ श्री जयसेनाचार्यकृत टीका पृष्ठ ५३९)
Page 132 of 315
PDF/HTML Page 156 of 339
single page version
‘गृहिणां’ सम्बन्धि यत् विकलं चरणं तत् ‘त्रेधा’ त्रिप्रकारं । ‘तिष्ठति’ भवति । किं विशिष्टं सत् ? ‘अणुगुणशिक्षाव्रतात्मकं’ सत् अणुव्रतरूपं गुणव्रतरूपं शिक्षाव्रतरूपं सत् । त्रयमेव । तत्प्रत्येकं । ‘यथासंख्यं’ । ‘पंचत्रिचतुर्भेदमाख्यातं’ प्रतिपादितं । तथा हि — अणुव्रतं पंचभेदं गुणव्रतं त्रिभेदं शिक्षाव्रतं चतुर्भेदमिति ।।५१।।
तत्राणुव्रतस्य तावत्पंचभेदान् प्रतिपादयन्नाह —
[अणुगुणशिक्षाव्रतात्मकम् ] અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રતરૂપ હોતું થકું [त्रेधा ] ત્રણ પ્રકારે [तिष्ठति ] છે. તે [त्रयं ] ત્રણ પ્રકારનું ચારિત્ર [यथासंख्यम् ] અનુક્રમે [पञ्चत्रिचतुर्भेदम् ] પાંચ, ત્રણ અને ચાર ભેદરૂપ [आख्यातम् ] કહ્યું છે.
ટીકા : — ‘गृहिणाम्’ ગૃહસ્થો સંબંધી જે ‘विकलं चरणं’ વિકલચારિત્ર છે, તે ‘त्रेधा तिष्ठति’ ત્રણ પ્રકારે છે. કેવા (પ્રકારે) છે? ‘अणुगुणशिक्षाव्रतात्मकं सत्’ તે અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રતરૂપ ત્રણ પ્રકારે છે. તે ‘त्रयमेव’ એ ત્રણેમાં ‘यथासंख्यं पञ्चत्रिचतुर्भेदं’ પ્રત્યેકના અનુક્રમે પાંચ, ત્રણ અને ચાર ભેદ ‘आख्यातम्’ કહ્યા છે. તે આ પ્રમાણે – અણુવ્રત પાંચ પ્રકારનાં, ગુણવ્રત ત્રણ પ્રકારનાં અને શિક્ષાવ્રત ચાર પ્રકારનાં છે.
ભાવાર્થ : — ગૃહસ્થોનું વિકલ (એકદેશ) ચારિત્ર ત્રણ પ્રકારે છે – અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રત અને તે દરેકના અનુક્રમે પાંચ, ત્રણ અને ચાર ભેદ છે, અર્થાત્ અણુવ્રતના પાંચ ભેદ, ગુણવ્રતના ત્રણ ભેદ અને શિક્ષાવ્રતના ચાર ભેદ છે.
જે ગૃહવાસ છોડવાને અસમર્થ છે, તે સમ્યગ્દ્રષ્ટિ ઘરમાં રહી ઉપરોક્ત બાર પ્રકારનું વ્યવહારચારિત્ર પાળી શકે છે. ૫૧.
તેમાં પ્રથમ અણુવ્રતના પાંચ ભેદોનું પ્રતિપાદન કરીને કહે છે —
અન્વયાર્થ : — [पापेभ्यः ] પાપ – આસ્રવના દ્વારરૂપ [स्थूलेभ्यः ] સ્થૂળ [प्राणातिपातवितथव्याहारस्तेयकाममूर्च्छाभ्यः ] પ્રાણોનું વિયોજન (હિંસા), વિતથવ્યાહાર
Page 133 of 315
PDF/HTML Page 157 of 339
single page version
‘अणुव्रतं’ विकलव्रतं । किं तत् ? ‘व्युपरमणं’ व्यावर्तनं यत् । केभ्यः इत्याह- ‘प्राणेत्यादि’, प्राणानामिन्द्रियादीनामतिपातश्चातिपतनं वियोगकरणं विनाशनं । ‘वितथव्याहारश्च’ वितथोऽसत्यः स चासौ व्याहारश्च शब्दः । ‘स्तेयं’ च चौर्यं । ‘कामश्च’ मैथुनं । ‘मूर्च्छा’ च परिग्रहः मूर्च्छा च मूर्च्छ्यते लोभावेशात् परिगृह्यते इति मूर्च्छा इति व्युत्पत्तेः । तेभ्यः । कथंभूतेभ्यः ? ‘स्थूलेभ्यः’ । अणुव्रतधारिणो हि सर्वसावद्यविरतेरसंभवात् स्थूलेभ्य एव हिंसादिभ्यो व्युपरमणं भवति । स हि त्रसप्राणातिपातान्निवृत्तो न स्थावरप्राणातिपातात् । तथा पापादिभयात् परपीडादिकारणमिति मत्वा स्थूलादसत्यवचन्निवृत्तो न तद्विपरीतात् । तथान्यपीडाकरात् राजादिभयादिना परेण परित्यक्तादप्यदत्तार्थात् स्थूलान्निवृत्तो न तद्विपरीतात् । तथा उपात्ताया अनुपात्ताश्च पराङ्गनायाः पापभयादिना निवृत्तो नान्यथा इति स्थूलरूपाऽब्रह्मनिवृत्तिः । तथा धनधान्यक्षेत्रादेरिच्छावशात् कृतपरिच्छेदा इति (જૂઠ), સ્તેય (ચોરી), કામ (કુશીલ) અને મૂર્ચ્છા (પરિગ્રહ) — એમનાથી [व्युपरमणम् ] જે વિરમવું (વિરક્ત થવું) તે [अणुव्रतं ] અણુવ્રત [भवति ] છે.
ટીકા : — ‘अणुव्रतं’ એટલે વિકલ વ્રત. તે શું છે? ‘व्युपरमणं’ જે વિરામ પામવું, વ્યાવૃત્ત થવું (પાછા હઠવું) તે. કોનાથી (વિરમવું)? તે કહે છે — ‘प्राणेत्यादि’ પ્રાણોનો એટલે ઇન્દ્રિયો આદિનો વિયોગ કરવો – વિનાશ કરવો તે ‘प्राणातिपातः’ પ્રાણહિંસા, ‘वितथव्याहारश्च’ वितथ એટલે અસત્ય (જૂઠો) અને व्याहार એટલે શબ્દ – અસત્ય શબ્દવ્યવહાર – અસત્ય વચન બોલવું અર્થાત્ જૂઠ, ‘स्तेयं’ એટલે ચોરી, ‘कामः’ એટલે મૈથુન અને ‘मूर्च्छा’ એટલે પરિગ્રહ – વ્યુત્પત્તિ પ્રમાણે લોભના આવેશમાં જેનાથી મૂર્ચ્છિત થઈ જાય – પરિગ્રહાય તે મૂર્ચ્છા. (હિંસા, જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહ – એ પાંચ પાપોથી (વિરમવું). તે કેવા છે? ‘स्थूलेभ्यः’ સ્થૂળ છે, કારણ કે અણુવ્રતધારીને સર્વ પાપોથી વિરતિ હોતી નથી; તેથી તેને સ્થૂળ હિંસાદિથી જ વિરતિ હોય છે. તે ત્રસપ્રાણના ઘાતથી (હિંસાથી નિવૃત્ત હોય છે, પરંતુ નહિ કે સ્થાવરપ્રાણના ઘાતથી; તથા પાપાદિના ભયથી બીજાને પીડાનું કારણ માની, તે સ્થૂળ અસત્ય વચનથી નિવૃત્ત હોય છે, પરંતુ તેનાથી વિપરીત વચનથી (સૂક્ષ્મ અસત્ય વચનથી) નહિ. તથા અન્યને પીડાકારક અને રાજાદિના ભયાદિથી અન્યે ત્યજી દીધેલ હોવા છતાં પણ નહિ દીધેલા સ્થૂળ અર્થથી (ધનાદિથી) તે નિવૃત્ત હોય છે, પરંતુ તેનાથી વિપરીત અર્થથી (અર્થાત્ સાર્વજનિક માટી, પાણી વગેરે પદાર્થોથી) નહિ. તથા પાપના ભયાદિથી ગૃહિત યા અગૃહિત પરસ્ત્રીથી તે નિવૃત્ત હોય છે, પરંતુ અન્યથા નહિ (પોતાની સ્ત્રીથી નહિ). એમ તેને સ્થૂળરૂપ અબ્રહ્મથી
Page 134 of 315
PDF/HTML Page 158 of 339
single page version
स्थूलरूपात् परिग्रहान्निवृत्तिः । कथंभूतेभ्यः प्राणातिपातादिभ्यः ? ‘पापेभ्यः’ पापास्रवण- द्वारेभ्यः ।।५२।। (મૈથુનથી) નિવૃત્તિ હોય છે. તથા ધન, ધાન્ય, ક્ષેત્રાદિનું ઇચ્છાવશ પરિમાણ કરવું એવા સ્થૂળરૂપ પરિગ્રહથી નિવૃત્તિ છે. કેવાં પ્રાણહિંસાદિથી (નિવૃત્તિ હોય છે)? ‘पापेभ्यः’ પાપાસ્રવના દ્વારરૂપ (હિંસાદિથી).
ભાવાર્થ : — હિંસા, જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહના એકદેશ અર્થાત્ સ્થૂળ ત્યાગને અણુવ્રત કહે છે. તેના પાંચ ભેદ છે —
૧. અહિંસાણુવ્રત, ૨. સત્યાણુવ્રત, ૩. અચૌર્યાણુવ્રત, ૪. બ્રહ્મચર્યાણુવ્રત અને ૫. પરિગ્રહપરિમાણાણુવ્રત.૧
અણુવ્રતી ત્રસ જીવોની રક્ષાનો ભાવ કરી શકે, પરંતુ સ્થાવર જીવોની રક્ષા કરી શકે નહિ. તેને ૨સંકલ્પી હિંસાનો ત્યાગ હોય છે; પરંતુ આરંભી, ઉદ્યોગી અને વિરોધી હિંસાનો ત્યાગ હોતો નથી.
રાજ્ય કે સમાજ દંડે, લોકમાં અપકીર્તિ થાય કે જીવનો ઘાત થાય તેવું અસત્ય વચન બોલે નહિ, પરંતુ હાસ્ય – મશ્કરીમાં કદાચ જૂઠું બોલે તો તેનાથી વ્રતનો ભંગ થતો નથી.
સમાજ કે રાજ્ય તેને ચોર ઠરાવે તેવું ચોરીનું કાર્ય કરે નહિ, કોઈની રસ્તામાં પડેલી ચીજ ઊઠાવે નહિ કે કોઈના આપ્યા સિવાય ચીજ લે નહિ, પરંતુ સર્વના ઉપયોગ માટે જે ચીજો જેમ કે માટી, પાણી, હવા વગેરે ખુલ્લી મૂકી હોય તેને આપ્યા વગર લઈ શકે.
તેને વિવાહિત કે અવિવાહિત પરસ્ત્રીનો ત્યાગ હોય છે, પરંતુ પોતાની સ્ત્રીનો ત્યાગ હોતો નથી.
ધન – ધાન્યાદિ દશ પ્રકારના પરિગ્રહનું પરિમાણ તેણે આવશ્યકતાનુસાર નક્કી કર્યું હોય છે. નક્કી કરેલી મર્યાદાની બહારની ચીજોનો તેને ત્યાગ હોય છે.
આ રીતે અણુવ્રતીને પાંચે પાપોનો સ્થૂળપણે ત્યાગ હોય છે. (અણુવ્રતનું પાલન ૧. અમિતગતિ શ્રાવકાચારાદિમાં ‘રાત્રિભોજન ત્યાગ’ને પણ છઠ્ઠું અણુવ્રત કહ્યું છે. ૨. જે દેવી – દેવતાઓ માટે, મંત્રસિદ્ધિ માટે. ઔષધિમાં ખાવા માટે, તન્ત્રસિદ્ધિ માટે ત્રેન્દ્રિયાદિ ત્રસ
Page 135 of 315
PDF/HTML Page 159 of 339
single page version
तत्राद्यव्रतं व्याख्यातुमाह —
કરતાં, તેને રાજ્ય કે સમાજના નીતિ – નિયમોનું સહેજે પાલન થઈ જાય છે, તે રાજ્ય કે સમાજનો કદી ગુન્હેગાર બનતો નથી.)
ત્રસ જીવોની સંકલ્પી હિંસાનો ત્યાગ તે સ્થૂળ હિંસાનો ત્યાગ છે, જે વચન બોલવાથી અન્ય પ્રાણીનો ઘાત થાય, ધર્મ બગડી જાય, અન્યને અપવાદ લાગે, કલહ – સંકલેશ – ભયાદિક પ્રગટે, તેવાં વચનો ક્રોધાદિવશ ન બોલવાં તે સ્થૂળ અસત્યનો ત્યાગ છે; આપ્યા વિના અન્યનું ધન લોભવશ છલ કરીને ગ્રહણ કરવું નહિ તે સ્થૂળ ચોરીનો ત્યાગ છે; પોતાની વિવાહિત સ્ત્રી સિવાય સમસ્ત અન્યની સ્ત્રીઓમાં કામની અભિલાષાનો ત્યાગ તે સ્થૂળ કામ (મૈથુન)નો ત્યાગ છે; ધન – ધાન્યાદિ દશ પ્રકારના પરિગ્રહનું પરિમાણ કરી તેનાથી અધિક પરિગ્રહનો ત્યાગ તે સ્થૂળ પરિગ્રહનો ત્યાગ છે.
‘‘આત્માના શુદ્ધોપયોગરૂપ પરિણામોનો ઘાત થવાના હેતુથી આ બધું (હિંસાદિ પાંચ પાપ) હિંસા જ છે. અનૃત (જૂઠ) વચનાદિકના ભેદ કેવળ શિષ્યોને સમજાવવા માટે ઉદાહરણરૂપ કહ્યા છે.૧ ૫૨.
તેમાં પ્રથમ વ્રતનું (અહિંસાણુવ્રતનું) પ્રત્યાખ્યાન કરવા માટે કહે છે —
અન્વયાર્થ : — [यत् ] જે [योगत्रयस्य ] મન, વચન અને કાય એ ત્રણ યોગના [कृतकारितानुमननात् ] કૃત, કારિત અને અનુમોદનારૂપ [संकल्पात् ] સંકલ્પથી [चरसत्त्वान् ] ત્રસ જીવોને [न हिनस्ति ] ન હણવું, [तत् ] તેને (ક્રિયાને) [निपुणाः ] વસ્તુસ્વરૂપનો વિચાર કરવામાં નિપુણ આચાર્યાદિક [स्थूलवधात् ] સ્થૂળ હિંસાથી [विरमणम् ] વિરતિ અર્થાત્ અહિંસાણુવ્રત [आहुः ] કહે છે. ૧. પુરુષાર્થસિદ્ધિ – ઉપાય શ્લોક ૪૨.
Page 136 of 315
PDF/HTML Page 160 of 339
single page version
‘चरसत्त्वान्’ त्रसजीवान् । ‘यन्न हिनस्ति’ । तदाहुः ‘स्थूलवधाद्विरमणं’ । के ते ? ‘निपुणाः’ हिंसादिविरतिव्रतविचारदक्षाः । कस्मान्न हिनस्ति ? ‘संकल्पात्’१ संकल्पं हिंसाभिसंधिमाश्रित्य । कथंभूतात् संकल्पात् ? ‘कृतकारितानुमननात्’ कृतकारितानुमनन- रूपात् । कस्य सम्बन्धिनः ? ‘योगत्रयस्य’ मनोवाक्कायत्रयस्य । अत्र कृतवचनं कर्तुः स्वातंत्र्यप्रिपत्त्यर्थं । २कारितानुविधानं परप्रयोगापेक्षमनुवचनं । ३अनुमननवचनं प्रयोजकस्य मानसपरिणामप्रदर्शनार्थं । तथा हि — मनसा चरसत्त्वहिंसां स्वयं न करोमि, चरसत्त्वान् हिनस्मीति मनःसंकल्पं न करोमीत्यर्थः । मनसा चरसत्त्वहिंसामन्यं न कारयामि, चरसत्त्वान् हिंसय हिंसयेति मनसा प्रयोजको न भवामीत्यर्थः । तथा अन्यं चरसत्त्वहिंसां कुर्वन्तं मनसा नानुमन्ये, सुन्दरमनेन कृतमिति मनःसंकल्पं न करोमीत्यर्थः । एवं वचसा स्वयं
ટીકા : — ‘चरसत्त्वान्’ ત્રસ જીવોને ‘यन्नहिनस्ति’ જે ન હણવું ‘तत्’ તેને (તે ક્રિયાને) ‘स्थूलवधाद्विरमणम्’ સ્થૂળ હિંસાથી વિરમણ (વિરતિ) કહે છે. (અર્થાત્ અહિંસાણુવ્રત કહે છે.) કોણ તે (કહે છે?) ‘निपुणाः’ હિંસાદિ વિરતિરૂપ વ્રતના (અહિંસાણુવ્રતાદિના) વિચારમાં દક્ષ (કુશલ) આચાર્યાદિક. કેવી રીતે હણતા નથી? ‘संकल्पात्’ સંકલ્પથી અર્થાત્ ‘હું મારું – હું હિંસા કરું’ એવા સંકલ્પનો – અભિપ્રાયનો આશ્રય કરીને (હણતા નથી); કેવા સંકલ્પથી? ‘कृतकारितानुमननात्’ – કૃત, કારિત અને અનુમોદનારૂપ (સંકલ્પથી), કોના સંબંધી? ‘योगत्रयस्य’ મન, વચન અને કાય એ ત્રણ યોગના (સંબંધી).
અહીં ‘કૃત’ વચન કર્તાના સ્વાતંત્ર્યની પ્રતિપત્તિ અર્થે છે, ‘કારિત’નું વિધાન પરની ક્રિયાની અપેક્ષા સૂચવતું કથન છે, ‘અનુમનન’નું વચન (‘અનુમોદન’નું વચન) પ્રયોજકના માનસનું પરિણામ દર્શાવવા માટે છે.
તે આ પ્રમાણે ૧. મનથી ત્રસ જીવોની હિંસા હું સ્વયં કરું નહિ – ત્રસ જીવોને હું હણું એવો મનમાં સંકલ્પ ન કરું. એવો અર્થ છે. ૨. મનથી ત્રસ જીવોની હિંસા બીજા પાસે હું ન કરાવું – ‘ત્રસ જીવોની હિંસા કરો – હિંસા કરો’ એમ મનથી હું પ્રેરક – પ્રયોજક ન થાઉં. એવો અર્થ છે. ૩. તથા ત્રસ જીવોની હિંસા કરતા અન્યને હું મનથી અનુમતિ १. संकल्पात् — हिंसाभिसन्धिमाश्रित्य ग घ पुस्तकयोः । २. कारितानिधानं ग घ पुस्तकयोः । ३. अनुवचनं ख पुस्तके । अनुमननं वचनं ग पुस्तके । अनुमतवचन घ० ।