Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 36 samyagdrashti bija bhAvma mahApurush bane chhe,37 shuddh sanyagdrashtini indra padni prApti,38 samyagdrashti j chakravartipadne paN prApt kare chhe,39 samyagdrashti tirThankar paN thAy chhe,40 samyagdarshanThi moxni prApti,41 samyaktvanA mahimAno upsanhAr,42 samyakgyAnanu swarup lakshaN,43 prathmAnuyoganu swarup,44 karaNanuyoganu swarup ; GyAnAdhikAr; PrathamAnuyoganu prayojan.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 7 of 17

 

Page 97 of 315
PDF/HTML Page 121 of 339
single page version

यद्येतत्सर्वं न व्रजन्ति तर्हि भवान्तरे कीदृशास्ते भवन्तीत्याह

ओजस्तेजोविद्यावीर्य्यशोवृद्धिविजयविभवसनाथाः

माहाकुला महार्था मानवतिलका भवन्ति दर्शनपूताः ।।३६।।

‘दर्शनपूताः’ दर्शनेन पूताः पवित्रिताः दर्शनं वा पूतं पवित्रं येषां ते ‘भवन्ति’ ‘मानवतिलकाः’ मानवानां मनुष्याणां तिलका मण्डनीभूता मनुष्यप्रधाना इत्यर्थः पुनरपि कथंभूता इत्याह ‘ओज’ इत्यादि ओज उत्साहः तेजः प्रतापः कान्तिर्वा, विद्या सहजा अहार्या च बुद्धिः, वीर्यं विशिष्टं सामर्थ्यं, यशो विशिष्टा ख्यातिः वृद्धिः कलत्रपुत्रपौत्रादिसम्पत्तिः, विजयः पराभिभवेनात्मनो गुणोत्कर्षंः, विभवो વિશિષ્ટ ભેદજ્ઞાનના બળથી નરકગતિના કારણભૂત તીવ્ર સંકલેશ પરિણામોનો અભાવ હોય છે.’’ ૩૫

જો (સમ્યગ્દ્રષ્ટિ જીવો) એ બધાને (નારકી આદિ અવસ્થાને) પ્રાપ્ત કરતા નથી તો અન્ય ભવમાં તેઓ કેવા હોય છેકેવા થાય છે? તે કહે છે

સમ્યગ્દ્રષ્ટિ બીજા ભવમાં મહાપુરુષ બને છે
શ્લોક ૩૬

અન્વયાર્થ :[दर्शनपूताः ] શુદ્ધ સમ્યગ્દ્રષ્ટિ જીવો (સમ્યક્ત્વથી શુદ્ધપવિત્ર થયેલા જીવો) [ओजस्तेजोविद्यावीर्ययशोवृद्धिविजयविभवसनाथाः ] ઉત્સાહ, પ્રતાપ (કાંતિ), વિદ્યા, બલ, કીર્તિ, ઉન્નતિ, વિજય અને સંપત્તિ સહિત [माहाकुलाः ] ઉચ્ચ કુળવાળા [च ] અને [महार्थाः ] મહાપુરુષાર્થોના સાધક [मानवतिलका ] મનુષ્યોમાં શિરોમણિ [भवन्ति ] થાય છે.

ટીકા :दर्शनपूताः’ જેઓ સમ્યગ્દર્શનથી પવિત્ર છે એવા અર્થાત્ જેમનું સમ્યગ્દર્શન પવિત્ર (શુદ્ધ) છે એવા શુદ્ધ સમ્યગ્દ્રષ્ટિ જીવો, मानवतिलकाः’ મનુષ્યોના તિલકશોભારૂપ થાય છેમનુષ્યોમાં પ્રધાન (મુખ્ય) થાય છે. વળી શુદ્ધ સમ્યગ્દ્રષ્ટિ જીવો કેવા છે તે કહે છેओज’ ઇત્યાદિ, ओजस्’ ઉત્સાહ, तेजः’ પ્રતાપ (કાન્તિ), विद्या’ સહજ અહાર્ય (અતિશયરૂપ) બુદ્ધિ, वीर्यं’ વિશિષ્ટ બળસામર્થ્ય, यशो’ વિશિષ્ટ ખ્યાતિ, वृद्धः’ સ્ત્રીપૌત્રાદિરૂપ સંપત્તિ, विजयः’ પરના પરાભવથી પોતાના ગુણોનો ઉત્કર્ષ અને


Page 98 of 315
PDF/HTML Page 122 of 339
single page version

धनधान्यद्रव्यादिसम्पत्तिः, एतैः सनाथा सहिताः तथा ‘माहाकुला’ महच्च तत् कुलं च माहाकुलं तत्र भवाः ‘महार्था’ महान्तोऽर्था धर्मार्थकाममोक्षलक्षणा येषाम् ।।३६।। विभवः’ ધન, ધાન્ય, દ્રવ્યાદિ સંપત્તિએ સર્વથી યુક્ત છે જેઓ એવા તથા माहाकुलाः’ જેઓ ઉચ્ચ કુળમાં ઉત્પન્ન થાય છે એવા અને महार्थाः’ જેમને ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ મહાન અર્થો સાધ્ય છે એવા (અર્થાત્ જેઓ ધર્મ, અર્થ, કામ અને મોક્ષના સાધક છે એવા)સમ્યગ્દ્રષ્ટિ જીવો મનુષ્યના તિલક થાય છે.

ભાવાર્થ :શુદ્ધ સમ્યગ્દ્રષ્ટિ જીવો (મરીને) ઉત્સાહ, પ્રતાપ, કાંતિ, બળ, વિદ્યા, કીર્તિ, ઉન્નતિ, વિજય અને સંપત્તિ સહિત ઉચ્ચ કુળવાન અને ધર્મઅર્થાદિ પુરુષાર્થોના સાધક મનુષ્યોના શિરોમણિરાજા થાય છે.

વિશેષ

સમ્યગ્દ્રષ્ટિને શુદ્ધતાની સાથે સહચરરૂપે શુભભાવ પણ હોય છે. તે શુભભાવને અહીં વ્યવહારધર્મ સમજવો. તેના ફળરૂપે તેને લક્ષ્મી વગેરેનો સંયોગ થાય છે, પરંતુ તેને પુણ્યભાવનું કે તેના ફળરૂપ સંયોગી પદાર્થનું સ્વામિત્વ હોતું નથી, શ્રદ્ધામાંઅભિપ્રાયમાં તેનો સ્વીકાર નથી.

ચારિત્રની નબળાઈના કારણે તેનું સંયોગી પદાર્થ તરફ લક્ષ જાય છે, પરંતુ તે સંયોગી ભાવની સાથે પણ તે એકતા કરતો નથી, તેથી મોક્ષનો પુરુષાર્થ ચાલુ રાખી, તે બધાનો અભાવ કરી મોક્ષ પ્રાપ્ત કરે છે. તેનું નામ ધર્મઅર્થકામ અને મોક્ષનો પુરુષાર્થ છે એમ સમજવું. આ દ્રષ્ટિએ જ સમ્યગ્દ્રષ્ટિ જીવોને माहार्थाः’ અર્થાત્ ધર્મઅર્થકામ અને મોક્ષના સાધક કહ્યા છે.

જેમ ખેડૂત અનાજ માટે ખેતી કરે છે, પરંતુ તેને અનાજ સાથે અનાયાસે ખડની (ઘાસની) પણ પ્રાપ્તિ થાય છે, તેમ સમ્યગ્દ્રષ્ટિને મોક્ષ માટે પુરુષાર્થ વચ્ચે સહજપણે અનાયાસે ચક્રવર્તીપદાદિ પુણ્યની સામગ્રી મળ્યા વગર રહેતી નથી. (જુઓ, પરમાત્મપ્રકાશ ગાથા ૬૧, સંસ્કૃત ટીકા, અધ્યાય ૨ અને બૃહદ્ દ્રવ્યસંગ્રહ (હિન્દી) ગાથા ૩૮, પૃષ્ઠ ૧૫૧; (ગુજરાતી) પૃષ્ઠ ૧૮૧.)

આ પ્રકારની મોક્ષમાર્ગની સ્થિતિ ચોથા ગુણસ્થાનથી છઠ્ઠા ગુણસ્થાન સુધી હોય છે, આ દર્શાવવા માટે ટીકાકારે સમ્યગ્દ્રષ્ટિ જીવોને माहार्थाः’ કહ્યા છે.

વળી આ ગાથાથી એ ફલિત થાય છે કેસમ્યગ્દ્રષ્ટિ મોક્ષમાર્ગી છે અને તે


Page 99 of 315
PDF/HTML Page 123 of 339
single page version

तथा इन्द्रपदमपि सम्यग्दर्शनशुद्धा एव प्राप्नुवन्तीत्याह

अष्टगुणपुष्टितुष्टा दृष्टि विशिष्टाः प्रकृष्टशोभाजुष्टाः

अमराप्सरसां परिषदि चिरं रमन्ते जिनेन्द्रभक्ताः स्वर्गे ।।३७।।

ये ‘दृष्टिविशिष्टाः’ सम्यग्दर्शनोपेता ‘जिनेन्द्रभक्ताः’ प्राणिनस्ते ‘स्वर्गे’ ‘अमराप्सरसां परिषदि’देवदेवीनां सभायां ‘चिरं’ बहुतरं कालं ‘रमन्ते’ क्रीडन्ति મોક્ષમાર્ગની શરૂઆત ચોથા ગુણસ્થાનથી થાય છે. આના સમર્થનમાં પં. શ્રી દૌલતરામજીએ પણ ‘છઢાળા’ના ૩/૫માં કહ્યું છે કે

મધ્યમ અંતરઆતમ હૈં જે, દેશવ્રતી અનગારી,
જઘન કહે અવિરત સમદ્રષ્ટિ, તીનોં શિવમગચારી. ૩/૫.

ભાવાર્થ :દેશવ્રતી અર્થાત્ પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવક અને અનગારી અર્થાત્ છઠ્ઠા ગુણસ્થાનવર્તી મુનિબંને મધ્યમ અંતરાત્મા છે અને ચોથા ગુણસ્થાનવર્તી અવિરત સમ્યગ્દ્રષ્ટિ જઘન્ય અંતરાત્મા છે. આ ત્રણે અંતરાત્માઓ મોક્ષમાર્ગી છે. જો મોક્ષમાર્ગ ચોથા ગુણસ્થાનથી શરૂ થતો ન હોય તો અવિરત સમ્યગ્દ્રષ્ટિને પંડિતજી મોક્ષમાર્ગી કેમ કહે? ૩૬.

તથા ઇન્દ્રપદને પણ સમ્યગ્દર્શનથી શુદ્ધ (થયેલા) જીવો જ પ્રાપ્ત કરે છે એમ કહે છે

શુદ્ધ સમ્યગ્દ્રષ્ટિની £ન્દ્રપદની પ્રાપ્તિ
શ્લોક ૩૭

અન્વયાર્થ :[दृष्टिविशिष्टाः ] શુદ્ધ સમ્યગ્દ્રષ્ટિ સહિત [जिनेन्द्रभक्ताः ] જિનેન્દ્રના ભક્ત જીવો [स्वर्गे ] સ્વર્ગમાં [अष्टगुणपुष्टितुष्टाः ] આઠ ૠદ્ધિઓની પૂર્ણતાથી સંતુષ્ટ અને [प्रकृष्टशोभाजुष्टाः ] વિશેષ શોભા (સુંદરતા)થી યુક્ત થઈને [अमराप्सरसां ] દેવો અને અપ્સરાઓની [परिषदि ] સભામાં [चिरम् ] લાંબાકાળ સુધી [रमन्ते ] રમે છે.

ટીકા :જેઓ दृष्टिविशिष्टाः’ સમ્યગ્દર્શન સહિત जिनेन्द्रभक्ताः’ જિનેન્દ્રના ભક્તો છે તેઓ अमराप्सरसाम् परिषदि’ દેવદેવીઓની સભામાં चिरं’ લાંબા કાળ સુધી १. दृष्टिविशिष्टाः, जिनेन्द्रभक्ताः, स्वर्गे અને अमराप्सरसांએ શબ્દોની સંસ્કૃત ટીકા રહી ગઈ

લાગે છે.


Page 100 of 315
PDF/HTML Page 124 of 339
single page version

कथंभूताः ? अष्टगुणपुष्टितुष्टाः’ अष्टगुणा अणिमा, महिमा, लघिमा, प्राप्ति, प्राकाम्यं, ईशित्वं, वशित्वं, कामरूपित्वमितल्लक्षणास्ते च पुष्टिः स्वशरीरावयवानां सर्वदोषचितत्वं तेषां वा पुष्टिः परिपूर्णत्वं तया तुष्टाः सर्वदा प्रमुदिताः तथा ‘प्रकृष्टशोभाजुष्टा’ इतरदेवेभ्यः प्रकृष्टा उत्तमा शोभा तया जुष्टा सेविताः इन्द्राः सन्त इत्यर्थः ।।३७।।

तथा चक्रवर्तीत्वमपि त एव प्राप्नुवन्तीत्याह

नवनिधिसप्तद्वयरत्नाधीशाः सर्वभूमिपतयश्चक्रम्

वर्तयितुं प्रभवन्ति स्पष्टदृशः क्षत्रमौलिशेखरचरणाः ।।३८।। रमन्ते’ રમે છેક્રીડા કરે છે. કેવા થઈને? अष्टगुणपुष्टितुष्टाः’ આઠ ગુણોઅર્થાત્ અણિમા, મહિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઇશિત્વ, વશિત્વ અને કામરુપિત્વએ રૂપ આઠ ૠદ્ધિઓતેમની પૂર્ણતાથી સંતુષ્ટ અર્થાત્ સર્વદા પ્રમુદિત (આનંદિત) અથવા તે આઠ ૠદ્ધિઓ રૂપ ગુણોથી તેમના શરીરના અવયવોની સર્વદા પુષ્ટિવૃદ્ધિ થાય છે, તેનાથી સદા સંતુષ્ટ તથા प्रकृष्टशोभाजुष्टाः’ બીજા દેવોના કરતાં ઉત્કૃષ્ટઉત્તમ શોભાયુક્ત થઈને અર્થાત્ અન્ય દેવોથી સેવિત ઇન્દ્રો થઈને.

ભાવાર્થ :સમ્યગ્દ્રષ્ટિ જીવ મૃત્યુ પછી સ્વર્ગમાં ઇન્દ્ર પણ થાય છે. ત્યાં અણિમાદિ આઠ ૠદ્ધિઓની પૂર્ણતાથી આનંદિત થઈ વિશેષ સુંદર વૈક્રિયિક શરીર પ્રાપ્ત કરી, દેવ અને અપ્સરાઓની સભામાં લાંબા સમય સુધી રમે છે અને અન્ય દેવો તેની સેવા કરે છે.

આ ગાથા સૂચવે છે કે સમ્યક્ત્વની ભૂમિકામાં હેયબુદ્ધિએ કરેલા શુભ ભાવોના ફળરૂપે ઉપરોક્ત દર્શાવેલી અણિમાદિ આઠ ૠદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. સર્વે સમ્યગ્દ્રષ્ટિઓ જિનેન્દ્રના ભક્તો હોય છે. ૩૭.

તથા ચક્રવર્તી પદને પણ તે (શુદ્ધ સમ્યગ્દ્રષ્ટિઓ) જ પ્રાપ્ત કરે છેએમ કહે છે

સમ્યગ્દ્રષ્ટિ જ ચક્રવર્તીપદને પણ પ્રાપ્ત કરે છે
શ્લોક ૩૮

અન્વયાર્થ :[स्पष्टदृशः ] જેઓ નિર્મળ સમ્યગ્દ્રષ્ટિ જીવો છે તેઓ જ [नवनिधिसप्तद्वयरत्नाधीशाः ] નવનિધિ અને ચૌદ રત્નોના સ્વામી થયા થકા તથા


Page 101 of 315
PDF/HTML Page 125 of 339
single page version

ये ‘स्पष्टदृशो’ निर्मलसम्यक्त्वाः त एव ‘चक्रं’ चक्ररत्नं ‘वर्तयितुं’ आत्माधीनतया तत्साध्यनिखिलकार्येषु प्रवर्तयितुं ‘प्रभवन्ति’ ते समर्था भवन्ति कथंभूताः ? सर्वभूमिपतयः सर्वा चासौ भूमिश्च षट्खण्डपृथ्वी तस्याः पतयः चक्रवर्तिनः पुनरपि कथंभूताः ? ‘नवनिधिसप्तद्वयरत्नाधीशा’ नवनिधयश्च सप्तद्वयरत्नानि सप्तानां द्वयं तेन संख्यातानि रत्नानि चतुर्दश तेषामधीशाः स्वामिनः क्षत्रमौलिशेखरचरणाः क्षताद्दोषात् त्रायन्ते रक्षन्ति प्राणिनो ये ते क्षत्रा राजानस्तेषां मौलयो मुकुटानि तेषु शेखरा आपीठास्तेषु चरणानि येषां ।।३८।। [क्षत्रमौलिशेखरचरणाः ] જેમનાં ચરણોને રાજાઓના મુગટની કલગીઓ સ્પર્શે છે અર્થાત્ જેમના ચરણોમાં રાજાઓનાં મસ્તકો ઝૂકે છે એવા [सर्वभूमिपतयः ] સમસ્ત ભૂમિના (છ ખંડના) માલિક થયા થકા (અર્થાત્ ચક્રવર્તી થયા થકા) [चक्रम् ] ચક્ર (અર્થાત્ આજ્ઞા) [वर्तयितुम् ] વર્તાવવાને (ચલાવવાને) [प्रभवन्ति ] સમર્થ થાય છે.

ટીકા :જેઓ स्पष्टदृशो’ નિર્મળ સમ્યગ્દ્રષ્ટિ જીવો છે તેઓ જ चक्रं’ ચક્રરત્ન वर्तयितुम्’ તેનાથી (ચક્રથી) સાધ્ય સર્વકાર્યોમાં સ્વાધીનપણે પ્રવર્તાવવાને प्रभवन्ति’ સમર્થ થાય છે. કેવા છે તેઓ? सर्वभूमिपतयः’ સર્વભૂમિ અર્થાત્ છ ખંડ પૃથ્વીના પતિ (સ્વામી)અર્થાત્ ચક્રવર્તી છે એવા. વળી કેવા છે? नवनिधिसप्तद्वयरत्नाधीशाः’ નવનિધિઓ અને (સંખ્યાએ) ચૌદ રત્નોના સ્વામી છે એવા. क्षत्रमौलिशेखरचरणाः’ ક્ષત એટલે દોષથી જે પ્રાણીઓની રક્ષા કરે તે ક્ષત્રો એટલે રાજાઓ છે, તેમના મુકુટની કલગીઓ જેમનાં ચરણોને સ્પર્શે છે એવા તેઓ છે.

ભાવાર્થ :સમ્યગ્દ્રષ્ટિ જીવ નિર્મળ સમ્યક્ત્વના પ્રભાવથી સ્વર્ગથી ચ્યવી મનુષ્ય ભવમાં ચક્રવર્તી પણ થાય છે. તે વીસ હજાર દેશોના સમૂહરૂપ પૃથ્વીના છ ખંડનો સ્વામી હોય છે અને બધા દેશોમાં પોતાની આજ્ઞા (ચક્ર) પ્રવર્તાવવાને સમર્થ હોય છે. વળી તે બત્રીસ હજાર મુકુટબદ્ધ રાજાઓનો અધિપતિ અને નવનિધિ અને ચૌદ રત્નોનો સ્વામી હોય છે. ૩૮. १. मौलयो मस्तकानि तेषु शेखराणि मकुटानि तानि चरणेषु येषां घ० ૧. નવનિધિકાલ, મહાકાલ, પાંડુક, માણવ, શંખ, નૈસર્પ્ય, પદ્મ, પિંગ અને સર્વરત્ન. ૨. ચૌદ રત્નચક્ર, છત્ર, ખડ્ગ, દંડ, ચૂડામણિ, સેનાપતિ, ચર્મરત્ન, શિલ્પકાર, કાકિણી, ગૃહપતિ,

પુરોહિત, અશ્વ, ગજ અને સ્ત્રી.


Page 102 of 315
PDF/HTML Page 126 of 339
single page version

तथा धर्मचक्रिणोऽपि सद्दर्शनमाहात्म्याद् भवन्तीत्याह

अमरासुरनरपतिभिर्यमधरपतिभिश्च नूतपादाम्भोजाः
दृष्टया सुनिश्चितार्था वृषचक्रधरा भवन्ति लोकशरण्याः ।।३९।।

‘दृष्टया’ सम्यग्दर्शनमाहात्म्येन ‘वृषचक्रधरा भवन्ति’ वृषो धर्मः तस्य चक्रं वृषचक्रं तद्धरन्ति ये ते वृषचक्रधरास्तीर्थकराः किंविशिष्टाः ? ‘नूतपादाम्भोजाः’ पादावैवाम्भोजे, नूते स्तुते पादाम्भोजे येषां कैः ? ‘अमरासुरनरपतिभिः’ अमरपतयः ऊर्ध्वलोकस्वामिनः सौधर्मादयः, असुरपतयोऽधोलोकस्वामिनो धरणेन्द्रादयः, नरपतयः तिर्यग्लोकस्वामि- नश्चक्रवर्तिनः न केवलमेतैरेव नूतपादाम्भोजा, किन्तु ‘यमधरपतिभिश्च’ यमं व्रतं धरन्ति ये ते यमधरा मुनयस्तेषां पतयो गणधरास्तैश्च पुनरपि कथंभूतास्ते ? ‘सुनिश्चितार्था’ शोभनो

તથા સમ્યગ્દર્શનના માહાત્મ્યથી ધર્મચક્રી (તીર્થંકર) પણ થાય છે એમ કહે છે

સમ્યગ્દ્રષ્ટિ તીર્થંકર પણ થાય છે
શ્લોક ૩૯

અન્વયાર્થ :[दृष्टया ] જીવ સમ્યગ્દર્શનના માહાત્મ્યથી [अमरसुरनरपतिभिः ] દેવેન્દ્ર, ધરણેન્દ્ર અને ચક્રવર્તી દ્વારા [च ] તેમ જ [यमधरपतिभिः ] મુનિઓના સ્વામી ગણધરો દ્વારા [नूतपादाम्भोजाः ] જેમનાં ચરણકમળોની સ્તુતિ કરવામાં આવે છે એવા, [सुनिश्चितार्थाः ] જેમને ધર્માદિ પદાર્થોનો સારી રીતે (સંપૂર્ણપણે) નિશ્ચય થયો છે એવા તથા [लोकशरण्याः ] ત્રણ લોકના શરણભૂત એવા [वृषचक्रधराः ] ધર્મચક્રના ધારક તીર્થંકરો [भवन्ति ] થાય છે.

ટીકા :दृष्टया’ સમ્યગ્દર્શનના માહાત્મ્યથી वृषचक्रधरा भवन्ति’वृषः એટલે ધર્મતેનું ચક્ર તે વૃષચક્રધર્મચક્ર, તેને જે ધરે તે ધર્મચક્રના ધારકો તીર્થંકરો થાય છે. તે કેવા છે? नूतपादाम्भोजाः’ પાદ એ જ કમળોચરણકમળો જેનાં સ્તવવામાં આવે છે તેવા, કોની દ્વારા (પ્રશંસિત)? अमरासुरनरपतिभिः’ અમરપતિ એટલે ઊર્ધ્વલોકના સ્વામીસૌધર્મ આદિ, અસુરપતિ એટલે અધોલોકના સ્વામીધરણેન્દ્ર આદિ અને નરપતિ એટલે તિર્યગ્લોકના (મધ્યલોકના) સ્વામીચક્રવર્તીઓ દ્વારાફક્ત તેમના દ્વારા જ (તેમનાં) ચરણકમળો પ્રશંસિત છે, એટલું જ નહિ કિન્તુ यमधरपतिभिश्च’ જે યમ એટલે વ્રતને ધારણ કરે છે તે યમધરોમુનિઓ, તેમના પતિગણધરો, તેમના દ્વારા પણ (પ્રશંસિત છે).


Page 103 of 315
PDF/HTML Page 127 of 339
single page version

निश्चितः परिसमाप्ति गतोऽर्थो धर्मादिलक्षणो येषां तथा ‘लोकशरण्याः’ अनेकविध- दुःखदायिभिः कर्मारातिभिरुपद्रुतानां लोकानां शरणे साधवः ।।३९।।

तथा मोक्षप्राप्तिरपि सम्यग्दर्शनशुद्धानामेव भवतीत्याह

शिवमजरमरुजमक्षयमव्याबाधं विशोकभयशङ्कम्
काष्ठागतसुखविद्याविभवं विमलं भजन्ति दर्शनशरणाः ।।४०।।

વળી તેઓ કેવા છે? सुनिश्चितार्थाः’ જેમને ધર્માદિરૂપ અર્થ સારી રીતે નિશ્ચિત થયો છે અર્થાત્ પરિસમાપ્તિએ (પૂર્ણતાએ) પામ્યો છે, (અર્થાત્ જેમને ધર્માદિ પદાર્થોનો સમ્યક્ પ્રકારે સંપૂર્ણપણે નિશ્ચય થયો છેશ્રદ્ધાન થયું છે) તેવા તથા लोकशरण्याः’ અનેક પ્રકારના દુઃખદાયી કર્મશત્રુઓ દ્વારા ઉપદ્રવ પામેલા લોકોના જેઓ શરણભૂત છે એવા.

ભાવાર્થ :સમ્યગ્દ્રષ્ટિ જીવ મૃત્યુ બાદ સમ્યક્ત્વના માહાત્મ્યથી દેવેન્દ્ર, ધરણેન્દ્ર, ચક્રવર્તી તથા ગણધરો દ્વારા પૂજનીય થાય છે તથા ત્રણ લોકના શરણભૂત, ધર્મચક્રના ધારક તીર્થંકર પણ થાય છે.

તીર્થંકરદેવ ત્રણ લોકના અધિપતિઓ દ્વારા પૂજનીય છેએ બતાવે છે કે ત્રણ લોકમાં તીર્થંકરદેવનું પુણ્યફળ સૌથી ઉત્કૃષ્ટ છે. વળી જ્ઞાનીઓ અને ત્યાગીઓમાં ગણધર સૌથી મોટા છે, તેઓ પણ શ્રોતાઓની કોટિમાં બેસી ધર્મ શ્રવણ કરે છે, તે બતાવે છે કે ધર્મમાં પણ તીર્થંકરદેવ સૌથી ઉત્તમ છે. વિહારકાળે તેમની મહત્તાસૂચક એક ધર્મચક્ર તીર્થંકર ભગવાનની આગળ ચાલે છે.

આ પ્રમાણે ત્રણ લોકના રાજામહારાજાઓ, ઇન્દ્રો, જ્ઞાનીઓ, ત્યાગીઓ, ધર્માત્માઓસર્વે જેમને પૂજે છે, જેમનું શરણ લે છેએવા સામર્થ્યશાળી અલૌકિક પુરુષ તીર્થંકરદેવસમ્યગ્દર્શનના જ માહાત્મ્યથી થાય છે. ૩૯.

તથા મોક્ષની પ્રાપ્તિ પણ શુદ્ધ સમ્યગ્દ્રષ્ટિને જ થાય છે તે કહે છે

સમ્યગ્દર્શનથી મોક્ષની પ્રાપ્તિ
શ્લોક ૪૦

અન્વયાર્થ :[दर्शनशरणाः ] સમ્યગ્દર્શન જેમનું શરણ છે એવા જીવો [अजरम् ] ઘડપણરહિત, [अरुजम् ] રોગરહિત, [अक्षयम् ] ક્ષયરહિત, [अव्याबाधम् ]


Page 104 of 315
PDF/HTML Page 128 of 339
single page version

‘दर्शनशरणाः’ दर्शनं शरणं संसारापायपरिरक्षकं येषां, दर्शनस्य वा शरणं रक्षणं यत्र ते ‘शिवं’ मोक्षं भजन्त्यनुभवन्ति कथंभूतं ? ‘अजरं’ न विद्यते जरा वृद्धत्वं यत्र ‘अरुजं’ न विद्यते रुग्व्याधिर्यत्र ‘अक्षयं’ न विद्यते लब्धानन्तचतुष्टयक्षयो यत्र ‘अव्याबाधं’ न विद्यते दुःखकारणेन केनचिद्विविधा विशेषेण वा अबाधा यत्र ‘विशोकभयशङ्कं’ विगता शोकभयशङ्का यत्र ‘काष्ठागतसुखविद्याविभवं’ काष्ठां परमप्रकर्षं गतः प्राप्तः सुखविद्ययोर्विभवो विभूतिर्यत्र ‘विमलं’ विगतं मलं द्रव्यभावरूपकर्म यत्र ।।४०।। બાધારહિત, [विशोकभयशंकम् ] શોક, ભય તથા શંકા રહિત [काष्ठागतसुखविद्याविभवम् ] જ્યાં સુખ અને જ્ઞાનનો વૈભવ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે તેવાઅર્થાત્ સર્વોત્કૃષ્ટ સુખ અને સર્વોત્કૃષ્ટ જ્ઞાનસહિત, [विमलं ] મલરહિત, અર્થાત્ દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મરૂપ મલરહિત [शिवम् ] મોક્ષને [भजन्ति ] પામે છે.

ટીકા :दर्शनशरणाः’ જેમને સમ્યગ્દર્શન શરણ છેઅર્થાત્ સમ્યગ્દર્શન જેમનું સંસારનાં દુઃખમાંથી રક્ષણ કરનાર છેઅથવા જેમને સમ્યગ્દર્શનનું શરણ છેરક્ષણ છે, તેઓ शिवं भजन्ति’ મોક્ષ પામે છેઅનુભવે છે. કેવા (મોક્ષને)? अजरं’ જ્યાં જરા એટલે ઘડપણ નથી, अरुजम्’ જ્યાં રુજ એટલે રોગવ્યાધિ નથી, अक्षयम्’ જ્યાં પ્રાપ્ત થયેલા અનંત ચતુષ્ટયનો ક્ષય નથી, अव्याबाधम्’ જ્યાં કોઈ દુઃખ પડવાથી અથવા વિવિધ પ્રકારથી બાધા નથી, विशोकभयशंकम्’ જ્યાં શોક, ભય અને શંકાનો નાશ થઈ ગયો છે, काष्ठागतसुखविद्याविभवम्’ જ્યાં સુખ અને જ્ઞાનનો વિભવવિભૂતિ પરાકાષ્ઠાએ પહોંચી છે તથા विमलं’ જ્યાં દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મરૂપ મળનો નાશ થયો છે તેવા (મોક્ષને પામે છે.)

ભાવાર્થ :સમ્યગ્દ્રષ્ટિ જીવ મોક્ષ પણ પ્રાપ્ત કરે છે. જ્યાં ઘડપણ, રોગ, ક્ષય, બાધા, શોક, ભય અને શંકાનો તથા દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મરૂપ મલનો સર્વથા અભાવ હોય છે તથા નવ ક્ષાયિક લબ્ધિઓ તથા અનંતદર્શનાદિ અનંતચતુષ્ટયનો સદા સદ્ભાવ હોય છે. ૪૦. १. शरणं संसारापायपरिरक्षकं येषां, दर्शनस्य वा शरणं रक्षणं यत्र ते शिवं घ० २. चतुष्टयस्वरूपस्य घ० ३. द्रव्यभावस्वरूपं कर्म घ०


Page 105 of 315
PDF/HTML Page 129 of 339
single page version

यत्प्राक् प्रत्येकं श्लोकैः सम्यग्दर्शनस्य फलमुक्तं तद्दर्शनाधिकारस्य समाप्तौ संग्रहवृत्तेनोपसंहृत्य प्रतिपादयन्नाह

देवेन्द्रचक्रमहिमानममेयमानम्
राजेन्द्रचक्रमवनीन्द्रशिरोर्चनीयम्
धर्मेन्द्रचक्रमधरीकृतसर्वलोकम्
लब्ध्वा शिवं च जिनभक्तिरुपैति भव्यः
४१

‘शिवं’ मोक्षं ‘उपैति’ प्राप्नोति कोऽसौ ? ‘भव्यः’ सम्यग्दृष्टिः कथंभूतः ? ‘जिनभक्तिः’ जिने भक्तिर्यस्य किं कृत्वा ? ‘लब्ध्वा’ कं ? ‘देवेन्द्रचक्रमहिमानं’ देवानामिन्द्रा देवेन्द्रास्तेषां चक्रं संघातस्तत्र तस्य वा महिमानं विभूतिमाहात्म्यं कथंभूतं ? ‘अमेयमानं’ अमेयोअपर्यन्तं मानं पूजा ज्ञानं वा यस्य तममेयमानं तथा ‘राजेन्द्रचक्रं’

પૂર્વે પ્રત્યેક શ્લોક દ્વારા જે સમ્યગ્દર્શનનું ફળ કહ્યું તે સમ્યગ્દર્શનનો અધિકાર સમાપ્ત કરતાં સંગ્રહ વૃત્તિથી (સંક્ષેપરૂપે) ઉપસંહાર કરી પ્રતિપાદન કરતાં કહે છે

સમ્યક્ત્વના મહિમાનો ઉપસંહાર
શ્લોક ૪૧

અન્વયાર્થ :[जिनभक्तिः ] જિનેન્દ્રની ભક્તિવાળો જિનભક્ત [भव्यः ] ભવ્ય (સમ્યગ્દ્રષ્ટિ જીવ) [अमेयमानम् ] અપરિમિત પ્રતિષ્ઠા અથવા જ્ઞાન સહિત [देवेन्द्रचक्रमहिमानम् ] દેવેન્દ્રોના સમૂહના મહિમાને (ઐશ્વર્યને), [अवनीन्द्रशिरोर्चनीयम् ] રાજાઓના મસ્તક દ્વારા પૂજનીય [राजेन्द्रचक्रम् ] ચક્રવર્તીના ચક્રરત્નને [च ] અને [अधरीकृतसर्वलोकम् ] સર્વ લોકને જેણે નીચાં કરી દીધાં છે અર્થાત્ સર્વ લોકમાં જે ઉત્તમ છે તેવા [धर्मेन्द्रचक्रम् ] ધર્મેન્દ્રના (તીર્થંકરના) ચક્રને (પદને) [लब्ध्वा ] પ્રાપ્ત કરી [शिवम् ] મોક્ષ [उपैति ] પામે છે.

ટીકા :जिनभक्तिः भव्यः शिवं उपैति’ જેને જિનેન્દ્રદેવમાં ભક્તિ છે તેવો સમ્યગ્દ્રષ્ટિ જીવ મોક્ષને પ્રાપ્ત કરે છે. તે શુંશું પ્રાપ્ત કરીને મોક્ષને પ્રાપ્ત કરે છે? देवेन्द्रचक्रमहिमानम्’ દેવોના ઇન્દ્રો તે દેવેન્દ્રો, તેના સમૂહના મહિમાનેવિભૂતિના માહાત્મ્યને પ્રાપ્ત કરે છે. अमेयमानम्’ જેનું માન (જે માહાત્મ્યનો પ્રભાવ)પૂજા, જ્ઞાન


Page 106 of 315
PDF/HTML Page 130 of 339
single page version

लब्ध्वा राज्ञामिन्द्राश्चक्रवर्तिनस्तेषां चक्रं चक्ररत्नं किं विशिष्टं ? ‘अवनीन्द्रशिरोऽर्चनीयं’ अवन्यां निजनिजपृथिव्वां इन्द्रा मुकुटबद्धा राजानस्तेषां शिरोभिरर्चनीयं तथा ‘धर्मेन्द्रचक्रं’ लब्ध्वा धर्मस्तस्योत्तमक्षमादिलक्षणस्य चारित्रलक्षणस्य वा इन्द्रा अनुष्ठातारः प्रणेतारो वा तीर्थकरादयस्तेषां चक्रं संघातं धर्मेन्द्राणां वा तीर्थकृतां सूचकं चक्रं धर्मचक्रं कथंभूतं ? ‘अधरीकृतसर्वलोकं’ अधरीकृतो भृत्यतां नीतः सर्वलोकस्त्रिभुवनं येन तत् एतत्सर्वं लब्ध्वा पश्चाच्छिवं चोपैति भव्य इति ।।४१।। અપરિમિત (અમાપ) હોય છે, તથા राजेन्द्रचक्रम्’ રાજાઓના ઇન્દ્રો તે રાજેન્દ્રો ચક્રવર્તીઓ, ચક્રવર્તીઓના ચક્રરત્નને પ્રાપ્ત કરે છે. अवनींद्रशिरोऽर्चनीयम्’ કે જે પોતપોતાની પૃથ્વીઓના અધિપતિ મુકુટબદ્ધ રાજાઓનાં મસ્તકો દ્વારા પૂજનીય હોય છે, તથા धर्मेन्द्रचक्रम्’ ધર્મેન્દ્રચક્રનેઉત્તમ ક્ષમાદિરૂપ અથવા ચારિત્રરૂપ ધર્મના ઇન્દ્રોના અનુષ્ઠાતા અથવા પ્રણેતાતીર્થંકર આદિના સમૂહને અથવા ધર્મેન્દ્રોનાતીર્થંકરોના સૂચક ધર્મચક્રને પ્રાપ્ત કરે છે. अधरीकृतसर्वलोकम्’ કે જેણે સર્વ લોકને (ત્રણ ભુવનને) દાસરૂપ બનાવ્યા છે (પોતાના મહિમા આગળ ત્રણ ભુવનને જેણે તુચ્છ (હલકા) કરી દીધા છે નીચે પાડી દીધા છે)એ બધું પ્રાપ્ત કરીને પછી સમ્યગ્દ્રષ્ટિ જીવ મોક્ષ પામે છે.

ભાવાર્થ :આ અંતિમ શ્લોકમાં આચાર્ય શ્લોક ૩૬ થી ૪૧ સુધીનો ઉપસંહાર કરતાં કહે છે કેસમ્યક્ત્વના પ્રભાવે સમ્યગ્દ્રષ્ટિ જીવ ઉત્તમ સાંસારિક સુખ હેયબુદ્ધિએ ભોગવીઅર્થાત્ ઉત્તમ મનુષ્યપણું, ઇન્દ્રની અપરિમિત વિભૂતિ, બત્રીસ હજાર મુકુટબદ્ધ રાજાઓ દ્વારા પૂજનીય ચક્રવર્તીપદ અને ત્રૈલોક્ય પૂજ્ય તીર્થંકરપદ પ્રાપ્ત કરીને અંતે મોક્ષ પામે છે.

સમ્યક્ત્વ આત્માનો શુદ્ધ પરિણામ છે, તેનાથી સંવરનિર્જરા પૂર્વક મોક્ષની પ્રાપ્તિ થાય છે. અહીં જે સમ્યક્ત્વનું ફળ લૌકિક સુખ બતાવ્યું છે તે ઉપચરિત કથન છે; વાસ્તવમાં તે સમ્યક્ત્વનું ફળ નથી પણ ભૂમિકાનુસાર વર્તતા તેના સહચરરૂપ પ્રશસ્ત શુભ રાગનું તે ફળ છે, એમ સમજવું.

વિશેષ

સમ્યગ્દ્રષ્ટિને દર્શનમોહનો અભાવ હોવાથી તેમને સત્યાર્થ શ્રદ્ધાન, સત્યાર્થ જ્ઞાન પ્રગટ હોય છે અને મિથ્યાત્વ સાથે અનંતાનુબંધી કષાયનો પણ અભાવ હોવાથી તેને સ્વરૂપાચરણચારિત્ર પણ અંશે હોય છે. १. तत्सर्वं लब्ध्वा पश्चाच्च शिवमुपैति भव्य इति घ०


Page 107 of 315
PDF/HTML Page 131 of 339
single page version

इति प्रभाचन्द्रविरचितायां समन्तभद्रस्वामिविरचितोपासकाध्ययनटीकायां
प्रथमः परिच्छेदः ।।।।

જોકે અપ્રત્યાખ્યાનાવરણના ઉદયને લીધે તેને દેશચારિત્ર અને પ્રત્યાખ્યાનાવરણના ઉદયને લીધે સકલચારિત્ર પ્રગટ્યું નથી, તોપણ તેને દેહાદિક પરદ્રવ્ય તથા રાગદ્વેષાદિ કર્મજનિત પરભાવમાં એવું દ્રઢ ભેદજ્ઞાન થયું છે કે તે પોતાના જ્ઞાન-દર્શનરૂપ જ્ઞાન- સ્વભાવમાં જ આત્મબુદ્ધિ રાખે છે અને પર્યાયમાં આત્મબુદ્ધિ સ્વપ્નમાં પણ રાખતો નથી.

સમ્યગ્દ્રષ્ટિ ચિંતવન કરે છે કે‘ભગવાન અને પરમાગમનું શરણ ગ્રહી, અંતર્મુખ થઈ, જ્ઞાનદ્રષ્ટિથી અવલોકન કર. સ્પર્શ, રસ, ગંધ, વર્ણાદિએ તારું સ્વરૂપ નથી, તે પુદ્ગલનું સ્વરૂપ છે. ક્રોધાદિ કષાયભાવ કર્મજનિત વિકાર છે, તે તારા સ્વરૂપથી ભિન્ન છે. દેવ, મનુષ્યાદિક પર્યાય તથા મનુષ્યાદિક ચાર ગતિ આત્માનું સ્વરૂપ નથી, તે કર્મજનિત છે, વિનાશિક છે.’

વળી તે ચિંતવે છે કે‘હું ગોરો કે શ્યામ નથી, રાજા કે રંક નથી, બળવાન કે નિર્બળ નથી, સ્વામી કે સેવક નથી, રૂપવાન કે કુરૂપ નથી, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય નથી, સ્ત્રી કે પુરુષ નથી, હું દેહ, ઇન્દ્રિયો કે મન નથી; કારણ કે એ સર્વે કર્મના ઉદયજનિત પુદ્ગલના વિકાર છે. એ રૂપ આત્માનું નથી, મારું સ્વરૂપ તો જ્ઞાતાદ્રષ્ટા છે વગેરે.’

સમ્યગ્દ્રષ્ટિને આવું ભેદજ્ઞાન હોવાથી તેને પરમાં આત્મબુદ્ધિ, પર્યાયબુદ્ધિ, નિમિત્તબુદ્ધિ, વ્યવહારબુદ્ધિ અને કર્તાબુદ્ધિ છૂટી જાય છે, તેથી પરભાવોથી વિમુખ થઈ તે સ્વસન્મુખ થાય છે અને સત્ય શ્રદ્ધાજ્ઞાનના બળથી યા જ્ઞાનવૈરાગ્ય શક્તિના પ્રભાવથી તે આત્મસ્વરૂપમાં સ્થિર થવાનો નિરંતર અભ્યાસ કરે છે અને નિર્વિકારઅતીન્દ્રિય આનંદનો અનુભવ કરે છે.

આવો અતીન્દ્રિય આનંદનો અનુભવ કરવો તે પણ સમ્યક્ત્વનો જ મહિમા છે, માટે મોક્ષાર્થીએ પ્રથમ તેને જ ધારણ કરવું જોઈએ. આત્માર્થીને સાંસારિક સુખ તો ધાન્ય સાથે ઘાસની જેમ સહજ પ્રાપ્ય છે. ૪૧.

એ પ્રમાણે શ્રી સમન્તભદ્ર સ્વામી વિરચિત
ઉપાસકાધ્યયનની પ્રભાચંદ્ર વિરચિત ટીકામાં
પહેલો પરિચ્છેદ પૂર્ણ થયો. ૧.


Page 108 of 315
PDF/HTML Page 132 of 339
single page version

જ્ઞાનાધિાકાર

अथ दर्शनरूपं धर्मं व्याख्याय ज्ञानरूपं तं व्याख्यातुमाह

अन्यूनमनतिरिक्तं याथातथ्यं विना च विपरीतात्
निःसन्देहं वेद यदाहुस्तज्ज्ञानमागमिनः ।।४२।।

‘वेद’ वेत्ति ‘यत्तदाहुर्ब्रुवते ‘ज्ञानं भावश्रुतरूपं के ते ? ‘आगमिनः’ आगमज्ञाः कथं वेद ? ‘निःसन्देहं’ निःसंशयं यथा भवति तथा ‘बिना च विपरीतात्’ विपरीताद्विपर्ययाद्विनैव विपर्ययव्यवच्छेदेनेत्यर्थः तथा ‘अन्यूनं’ परिपूर्णं सकलं वस्तुस्वरूपं

હવે સમ્યગ્દર્શનરૂપ ધર્મનું વ્યાખ્યાન કરીને જ્ઞાનરૂપ ધર્મનું વ્યાખ્યાન કરવાને કહે છે

સમ્યગ્જ્ઞાનનું સ્વરુપ (લક્ષણ)
શ્લોક ૪૨

અન્વયાર્થ :[यत् ] જે (વસ્તુસ્વરૂપને) [अन्यूनम् ] ન્યૂનતા રહિત, [अनतिरिक्तं ] અધિકતારહિત, [विपरीतात् विना ] વિપરીતતા વિનાવિપરીતતા રહિત, [च ] અને [निःसंदेहम् ] સંદેહરહિત [याथातथ्यं ] જેમ છે તેમ [वेद ] જાણે છે, [तत् ] તેને [आगमिनः ] ગણધરો યા શ્રુતકેવલીઓ [ज्ञानं ] સમ્યગ્જ્ઞાન [आहुः ] કહે છે.

ટીકા :यद् वेद तद् आगमिनः ज्ञानं आहुः’ જે (નીચેની રીતે) જાણે છે તેને આગમના જાણનારા (ગણધરો અથવા શ્રુતકેવલીઓ) ભાવશ્રુતરૂપ જ્ઞાન કહે છે. કેવી રીતે જાણે છે? निःसंदेहं’ નિઃસંશયપણે विना च विपरीतात्’ વિપર્યય રહિત જવિપર્યયના વ્યવચ્છેદ પૂર્વકએવો અર્થ છે. તથા अन्यूनं’ પરિપૂર્ણસકલ વસ્તુસ્વરૂપને નહિ કે ન્યૂન વિકલ વસ્તુસ્વરૂપને.


Page 109 of 315
PDF/HTML Page 133 of 339
single page version

यद्वेद ‘तद्ज्ञानं’ न न्यूनं विकलं तत्स्वरूपं यद्वेद तर्हि जीवादिवस्तुस्वरूपेऽविद्यमानमपि सर्वथानित्यत्वक्षणिकत्वाद्वैतादिरूपं कल्पयित्वा यद्वेत्ति तदधिकार्थंवेदित्वात् ज्ञानं भविष्यतीत्यहत्राह‘अनतिरिक्तं’ वस्तुस्वरूपादनतिरिक्तमनधिकं यद्वेद तज्ज्ञानं न पुनस्तद्वत्स्वरूपादधिकं कल्पनाशिल्पिकल्पितं यद्वेद एवं चैतद्विशेषणचतुष्टय- सामर्थ्याद्यथाभूतार्थवेदकत्वं तस्य संभवति तद्दर्शयति‘यथातथ्यं’ यथावस्थितवस्तुस्वरूपं यद्वेद तद्ज्ञानं भावश्रुतं तद्रूपस्यैव ज्ञानस्य जीवाद्यशेषार्थानामशेषविशेषतः केवलज्ञानवत् साकल्येन स्वरूपप्रकाशनसामर्थ्यसम्भवात् तदुक्तं

स्याद्वादकेवलज्ञाने सर्वतत्त्वप्रकाशने
भेदः साक्षादसाक्षाच्च ह्यवस्त्वन्यतमं भवेत् ।।।। इति ।।

પ્રશ્નઃતો પછી જીવાદિ વસ્તુસ્વરૂપમાં અવિદ્યમાન હોવા છતાં સર્વથા નિત્યત્વ, સર્વથા ક્ષણિકત્વ અને સર્વથા અદ્વૈત ઇત્યાદિરૂપ કલ્પીને જે જાણે તે અધિકાર્થનું જાણનારું હોવાથી જ્ઞાન છે ને?

ઉત્તરઃવસ્તુસ્વરૂપથી અનધિકપણે જે જાણે છે તે જ્ઞાન છે, પરંતુ તે વસ્તુસ્વરૂપથી અધિક કલ્પનારૂપ શિલ્પીથી કલ્પિત કરાયેલું જે જાણે છે તે જ્ઞાન નથી. એ રીતે આ ચાર વિશેષણોના સામર્થ્યથી તે યથાભૂત પદાર્થનું જાણનારું હોય છે, એમ હવે દર્શાવે છે

याथातथ्यम्’ યથાસ્થિત વસ્તુસ્વરૂપને જે જાણે છે તે ભાવશ્રુતરૂપ જ્ઞાન છે; કારણ કે એવા રૂપવાળા જ્ઞાનને જ કેવળજ્ઞાનની માફક જીવાદિ સમસ્ત પદાર્થોના સ્વરૂપને સમસ્ત વિશેષો સહિત પ્રકાશવાનું સામર્થ્ય છે. તેથી (આપ્તમીમાંસામાં) કહ્યું છે કે

स्याद्वादकेवलज्ञाने, सर्वतत्त्वप्रकाशने
भेदः साक्षादसाक्षाच्च, ह्यवस्त्वन्यतमं भवेत् ।।।। इति ।।

१. नपुनर्न्यूनं घ० २. जीवादिवस्तु घ प्रतौ ‘तर्हि जीवादिवस्तुस्वरूपेऽविद्यमानमपि

सर्वथानित्यत्वक्षणिकत्वाद्वैतादिरूपं कल्पयित्वा यद्वेत्ति तदधिकार्थवेदित्वात् ज्ञानं भविष्यतीत्यत्राह
अनतिरिक्तं वस्तुस्वरूपादनतिरिक्तं’ इत्यस्य स्थाने ‘जीवादिवस्तुस्वरूपादनधिकं यद्वेद तज्ज्ञानं’ इत्येव
पाठः
३. विदितत्वात् ग०


Page 110 of 315
PDF/HTML Page 134 of 339
single page version

अतस्तदेवात्र धर्मत्वेनाभिप्रेतं तस्यैव मुख्यतो मूलकारणभूततया स्वर्गापवर्गसाधन- सामर्थ्यसंभवात् ।।।।

સર્વ તત્ત્વોનું પ્રકાશન કરવામાં, સ્યાદ્વાદ (શ્રુતજ્ઞાન) અને કેવળજ્ઞાનમાં પરોક્ષ અને પ્રત્યક્ષની અપેક્ષાએ જ ભેદ છે, તેનાથી બીજું (જ્ઞાન) અવસ્તુરૂપ છે. તેથી તે જ (ભાવશ્રુતરૂપ સમ્યગ્જ્ઞાન જ) ધર્મ છેએવો અભિપ્રાય છે; કારણ કે મુખ્યપણે મૂળ કારણ હોવાથી તેનામાં સ્વર્ગ અને મોક્ષના સાધનનું સામર્થ્ય છે.

ભાવાર્થ :જે વસ્તુના સ્વરૂપને, ન્યૂનતા, અધિકતા, વિપરીતતા અને સંદેહ રહિત જેમ છે તેમ જાણે છે, તેને ગણધરો યા શ્રુતકેવલીઓ ‘સમ્યગ્જ્ઞાન’ કહે છે; અર્થાત્ જે વસ્તુસ્વરૂપને સંશય (સંદેહ), વિપર્યય અને અનધ્યવસાય રહિત જેમ છે તેમ જાણે છે તેને સમ્યગ્જ્ઞાન કહે છે. આ પ્રમાણજ્ઞાનનું લક્ષણ છે. નિત્યઅનિત્યરૂપ, સામાન્ય વિશેષરૂપ એવું વસ્તુસ્વરૂપ જેમ છે તેમ જે જ્ઞાન જાણે તેને જ સત્યાર્થજ્ઞાનપ્રમાણજ્ઞાન સમ્યગ્જ્ઞાન કહે છે.

વિશેષ

આ શ્લોકની ટીકામાં સમ્યગ્જ્ઞાનને (૧) ભાવશ્રુતરૂપ જ્ઞાન, (૨) યથાભૂત અને (૩) જીવાદિ સમસ્ત પદાર્થોના સ્વરૂપને કેવળજ્ઞાનવત્ સંપૂર્ણપણે પ્રકાશન કરવાના સામર્થ્યવાળું કહ્યું છે; કારણ કે

(૧) ભાવશ્રુતજ્ઞાન જેનું સ્વરૂપ છે એવા જ્ઞાનીને, અભેદરૂપ ભાવશ્રુતજ્ઞાનસ્વરૂપ શુદ્ધાત્માનું જ્ઞાન હોવાથી, તે પરથી અત્યંત વિરક્ત હોય છે. તેથી તે જ્ઞાની, કર્મના ઉદયના સ્વભાવને સ્વયં જ છોડી દે છે. (શ્રી સમયસાર ગાથા ૩૧૮ની ટીકા)

(૨) યથાભૂતयाथातथ्यं’ જે વસ્તુસ્વરૂપ છે તેમ જાણે તે જ્ઞાન ભાવશ્રુતરૂપ છે.

(૩) કેવળજ્ઞાનવત્ચોથાપાંચમા ગુણસ્થાનવર્તી જીવો પણ સમ્યગ્જ્ઞાની હોવાથી, ૧.સંશય (સંદેહ)‘विरुद्धानेककोटिस्पर्शिज्ञानं संशयः’‘આ પ્રમાણે છે કે આ પ્રમાણે છે’એવું જે

પરસ્પર વિરુદ્ધતાપૂર્વક બે પ્રકારરૂપ જ્ઞાન તેને સંશય કહે છે.

વિપર્યય (વિભ્રમ) ‘विपरीतैककोटी निश्चयो विपर्ययः’વસ્તુસ્વરૂપથી વિરુદ્ધતાપૂર્વક ‘આમ જ છે’

એવું એકરૂપ જ્ઞાન તે વિપર્યય છે.

અનધયવસાય (વિમોહ)‘किमित्यालोचनमात्रमनध्यवसायः’‘કંઈક છે’ એવો નિર્ધારરહિત વિચાર

તેનું નામ અનધ્યવસાય છે.


Page 111 of 315
PDF/HTML Page 135 of 339
single page version

તેમને ભાવશ્રુતજ્ઞાન હોય છે અને તે જ્ઞાન સકળ પદાર્થોને પ્રકાશવાને સમર્થ હોવાથી તેને કેવળજ્ઞાનવત્ કહ્યું છે.

આવું જ્ઞાન ભૂતાર્થત્રિકાળી ધ્રુવસ્વાત્માના આશ્રય વિના કોઈને પ્રગટ થઈ શકે નહિ.

જ્યાં સમ્યગ્જ્ઞાન હોય ત્યાં આત્મિક સુખ અભિન્ન હોય છે, કેમ કે જ્ઞાન અને સુખનું અભિન્નપણું છે. (જુઓ શ્રી પ્રવચનસાર ગાથા ૫૩ની શ્રી અમૃતચંદ્રાચાર્યકૃત ભૂમિકા).

‘‘.......પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વોમાં સંશય, વિપર્યય અને અનધ્યવસાયરૂપ જે જાણવું થાય છે તેનું નામ મિથ્યાજ્ઞાન છે, પણ અપ્રયોજનભૂત પદાર્થોને યથાર્થ જાણે અથવા અયથાર્થ જાણે તેની અપેક્ષાએ કાંઈ મિથ્યાજ્ઞાનસમ્યગ્જ્ઞાન નથી; જેમ મિથ્યાદ્રષ્ટિ દોરડીને દોરડી જાણે તેથી (તેનું જ્ઞાન) કાંઈ સમ્યગ્જ્ઞાન નામ પામે નહિ તથા સમ્યગ્દ્રષ્ટિ દોરડીને સાપ જાણે તેથી (તેનું જ્ઞાન) કાંઈ તે મિથ્યાજ્ઞાન નામ પામે નહિ.

‘‘........અહીં તો સંસારમોક્ષના કારણભૂત સત્યઅસત્ય જાણવાનો નિર્ધાર કરવો છે, એટલે દોરડીસર્પાદિકનું યથાર્થ વા અન્યથા જ્ઞાન કાંઈ સંસારમોક્ષનું કારણ નથી, માટે એની અપેક્ષાએ અહીં મિથ્યાજ્ઞાનસમ્યગ્જ્ઞાન કહ્યું નથી; પણ પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વોને જાણવાની અપેક્ષાએ જ મિથ્યાજ્ઞાનસમ્યગ્જ્ઞાન કહ્યું છે અને એ જ અભિપ્રાયથી સિદ્ધાન્તમાં મિથ્યાદ્રષ્ટિના સર્વ જાણવાને મિથ્યાજ્ઞાન જ કહ્યું તથા સમ્યગ્દ્રષ્ટિના સર્વ જાણવાને સમ્યગ્જ્ઞાન કહ્યું.

‘‘કારણ કે મિથ્યાદ્રષ્ટિ જાણે છે ત્યાં તેને સત્તાઅસત્તાનો વિશેષ (ભેદ) નથી, તેથી તે કારણ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા વા ભેદાભેદ વિપરીતતા ઉપજાવે છે.......એ પ્રમાણે મિથ્યાદ્રષ્ટિના જાણવામાં વિપરીતતા હોય છે.

‘‘જેમ દારૂનો કેફી મનુષ્ય માતાને પોતાની સ્ત્રી માને તથા સ્ત્રીને માતા માને, તેમ મિથ્યાદ્રષ્ટિમાં અન્યથા જાણવું હોય છે. વળી જેમ કોઈ કાળમાં એ કેફી મનુષ્ય માતાને માતા વા સ્ત્રીને સ્ત્રી પણ જાણે, તોપણ તેને નિશ્ચયરૂપ નિર્ધાર વડે શ્રદ્ધાનપૂર્વક જાણવું ન હોવાથી તેને યથાર્થ જ્ઞાન કહેતા નથી. તેમ મિથ્યાદ્રષ્ટિ કોઈ કાળમાં કોઈ પદાર્થને સત્ય પણ જાણે, તોપણ તેના નિશ્ચયરૂપ નિર્ધારથી શ્રદ્ધાન સહિત જાણતો નથી, તેથી તેને સમ્યગ્જ્ઞાન કહેતા નથી; અથવા સત્ય જાણે છતાં એ વડે પોતાનું અયથાર્થ જ પ્રયોજન


Page 112 of 315
PDF/HTML Page 136 of 339
single page version

तस्य विषयभेदाद्भेदान् प्ररूपयन्नाह

प्रथमानुयोगमर्थाख्यानं चरितं पुराणमपि पुण्यम्
बोधिसमाधिनिधानं बोधति बोधः समीचीनः ।।४३।।

સાધે છે, તેથી તેને સમ્યગ્જ્ઞાન કહેવાતું નથી. એ પ્રમાણે મિથ્યાદ્રષ્ટિના જ્ઞાનને મિથ્યાજ્ઞાન કહીએ છીએ.

પ્રશ્નઃએ મિથ્યાજ્ઞાનનું કારણ શું છે?

ઉત્તરઃમોહના ઉદયથી જે મિથ્યાત્વભાવ થાય છેસમ્યગ્ભાવ થતો નથી એ જ મિથ્યાજ્ઞાનનું કારણ છે. જેમ વિષના સંયોગથી ભોજનને પણ વિષરૂપ કહેવામાં આવે છે, તેમ મિથ્યાત્વના સંબંધથી જ્ઞાન પણ મિથ્યાજ્ઞાન નામ પામે છે.

એ જ પ્રમાણે જીવને પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વ તથા અપ્રયોજનભૂત અન્ય પદાર્થોને યથાર્થ જાણવાની શક્તિ હોય, પણ ત્યાં જેને મિથ્યાત્વનો ઉદય હોય તે તો અપ્રયોજનભૂત હોય તેને જ વેદે છેજાણે છે, પણ પ્રયોજનભૂતને જાણતો નથી. જો તે પ્રયોજનભૂતને જાણે તો સમ્યગ્જ્ઞાન બની જાય, પણ મિથ્યાત્વનો ઉદય હોવાથી તેમ બની શકતું નથી. માટે ત્યાં પ્રયોજનભૂતઅપ્રયોજનભૂત પદાર્થો જાણવામાં જ્ઞાનાવરણનું નિમિત્ત નથી, પરંતુ મિથ્યાત્વનો ઉદયઅનુદય જ કારણભૂત છે.’’ ૪૨.

તેના (સમ્યગ્જ્ઞાનના) વિષયભેદથી પ્રથમાનુયોગરૂપ ભેદનું પ્રરૂપણ કરતાં કહે છે

પ્રથમાનુયોગનું સ્વરુપ
શ્લોક ૪૩

અન્વયાર્થ :[समीचीनः बोधः ] સમ્યગ્જ્ઞાન છે તે [अर्थाख्यानम् ] જેમાં પરમાર્થરૂપ વિષયનું વ્યાખ્યાન છે એવા, [चरितं ] જેમાં કોઈ એક મહાપુરુષના ચરિત્રનું વ્યાખ્યાન આવે છે એવા, [पुराणम् अपि ] જેમાં ત્રેસઠ શલાકાપુરુષોની કથા આવે છે એવા, [पुण्यम् ] જેને સાંભળવાથી પુણ્ય ઊપજે છે એવા અને [बोधिसमाधिनिधानम् ] જે બોધિ અને સમાધિ એ બંને વિષયોનું નિધાન છે એવા (અર્થાત્ તેને સાંભળવાથી બોધિ અને સમાધિ પ્રાપ્ત થાય છે એવા) [प्रथमानुयोगम् ] પ્રથમાનુયોગને [बोधति ] જાણે છે. ૧. જુઓ, મોક્ષમાર્ગ પ્રકાશક, ગુજરાતી આવૃત્તિ, અધ્યાય ૪, પૃષ્ઠ ૮૮ થી ૯૦.


Page 113 of 315
PDF/HTML Page 137 of 339
single page version

‘बोधः समीचीनः’ सत्यं श्रुतज्ञानं ‘बोधति’ जानाति कं ? प्रथमानुयोगं किं पुनः प्रथमानुयोगशब्देनाभिधीयते इत्याह‘चरितं पुराणमपि’ एकपुरुषाश्रिता कथा चरितं त्रिषष्टिशलाकापुरुषाश्रिता कथा पुराणं तदुभयमपि प्रथमानुयोगशब्दाभिधेयं तस्य प्रकल्पितत्वव्यवच्छेदार्थमर्थाख्यानमिति विशेषणं, अर्थस्य परमार्थस्य विषयस्याख्यानं प्रतिपादनं यत्र येन वा तं तथा ‘पुण्यं’ प्रथमानुयोगं हि श्रृण्वंता पुण्यमुत्पद्यते इति पुण्यहेतुत्वात्पुण्यं तदनुयोगं तथा ‘बोधिसमाधिनिधानं’ अप्राप्तानां हि सम्यग्दर्शनादीनां प्राप्तिर्बोधिः, प्राप्तानां तु पर्यन्तप्रापणं समाधिः, ध्यानं वा धर्म्यं शुक्लं च समाधिः तयोर्निधानं तदनुयोगं हि श्रृण्वतां सद्दर्शनादेः प्राप्त्यादिकं धर्म्यध्यानादिकं च भवति ।।४३।।

ટીકા :समीचीनः बोधः प्रथमानुयोगम् बोधति’ સત્ય શ્રુતજ્ઞાન પ્રથમાનુયોગને જાણે છે. વળી ‘પ્રથમાનુયોગ’ શબ્દથી શું કહેવામાં આવે છે? તે કહે છેचरितं पुराणमपि’એક પુરુષને આશ્રિત કથા તે ‘ચરિત’ અને ત્રેસઠ શલાકા પુરુષોને આશ્રિત કથા તે ‘પુરાણ’તે બંનેને (ચરિત અને પુરાણને) પ્રથમાનુયોગ શબ્દથી કહેવાય છે. તેના (પ્રથમાનુયોગના) પ્રકલ્પિતપણાના વ્યવચ્છેદ (નાશ) માટે अर्थाख्यानम्’ એવું વિશેષણ છે. અર્થનું અર્થાત્ પરમાર્થરૂપ વિષયનું આખ્યાન એટલે પ્રતિપાદન જેમાં થાય છે અથવા જેનાથી થાય છે એવો (પ્રથમાનુયોગ છે) તથા पुण्यम्’ પ્રથમાનુયોગને સાંભળનારાઓને પુણ્ય ઊપજે છે એવા પુણ્યહેતુપણાને લીધે તે અનુયોગ (પ્રથમાનુયોગ) પુણ્યરૂપ છે; તથા बोधिसमाधिनिधानं’ ખરેખર નહિ પ્રાપ્ત થયેલાં સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ તે ‘બોધિ’ અને પ્રાપ્ત થયેલાંનું (સમ્યગ્દર્શનાદિનું) અંતે (પૂર્ણતાએ) પહોંચવું તે ‘સમાધિ’ અથવા ધર્મધ્યાન અને શુક્લધ્યાનતે સમાધિ. તે બંનેના (બોધિ અને સમાધિના) નિધાનરૂપ (ખજાનારૂપ) એવા પ્રથમાનુયોગના સાંભળનારાઓને સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ આદિ અને ધર્મધ્યાનાદિક થાય છે.

ભાવાર્થ :કથા, ચરિત્ર અને પુરાણરૂપ ગ્રંથોને પ્રથમાનુયોગ કહે છે. પરમાર્થના અને તેના સાધક પુરુષોનું જેમાં વર્ણન (કથન) હોય તે આખ્યાન ગ્રંથો છે, જેમાં કોઈ એક પુરુષને આશ્રિત વર્ણન હોય તે ચરિત્ર ગ્રંથો છે અને જેમાં ત્રેસઠ શલાકા પુરુષોને આશ્રિત વર્ણન હોય તે પુરાણ ગ્રંથો છે. ૧. ધર્મ, અર્થ, કામ અને મોક્ષએ ચાર પુરુષાર્થોનું તથા તેમના સાધક પુરુષોનું કથન તે અર્થાખ્યાન. ૨. ત્રેસઠ શલાકા પુરુષો૯ નારાયણ, ૯ પ્રતિનારાયણ, ૯ બળભદ્ર, ૧૨ ચક્રવર્તી અને ૨૪ તીર્થંકરો.


Page 114 of 315
PDF/HTML Page 138 of 339
single page version

આ પ્રથમાનુયોગનાં શાસ્ત્રોનાં શ્રવણ, પઠન, મનન અને ચિંતનાદિથી પુણ્ય, બોધિ (રત્નત્રય) અને સમાધિની પ્રાપ્તિ થાય છે, કારણ કે તેઓ પુણ્યરૂપ તથા પુણ્યનું કારણ છે અને બોધિ તથા સમાધિનો ખજાનો છે; અર્થાત્ જે સમ્યગ્જ્ઞાન, આખ્યાન, ચરિત્ર અને પુરાણોરૂપ શાસ્ત્રોને જાણે છે તે ભાવશ્રુત જ્ઞાનને આચાર્ય પ્રથમાનુયોગ કહે છે. આ અનુયોગ સમ્યગ્જ્ઞાનનો વિષય છે.

વિશેષ

‘‘જૈનમતમાં ઉપદેશ ચાર અનુયોગનો આપ્યો છે. પ્રથમાનુયોગ, કરણાનુયોગ, ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગએ ચાર અનુયોગ છે. ત્યાં તીર્થંકરચક્રવર્તી આદિ મહાન પુરુષોનાં ચરિત્ર જેમાં નિરૂપણ કર્યાં હોય તે ‘પ્રથમાનુયોગ’ છે, ગુણસ્થાનમાર્ગણાદિરૂપ જીવનું, કર્મોનું વા ત્રિલોકાદિનું જેમાં નિરૂપણ હોય તે ‘કરણાનુયોગ’ છે, ગૃહસ્થમુનિના ધર્મ આચરણ કરવાનું જેમાં નિરૂપણ હોય તે ‘ચરણાનુયોગ’ છે તથા છ દ્રવ્ય, સાત તત્ત્વાદિક અને સ્વપર ભેદવિજ્ઞાનાદિકનું જેમાં નિરૂપણ હોય તે ‘દ્રવ્યાનુયોગ’ છે.’’

‘‘प्रथमानुयोगः प्रथमं मिथ्यादृष्टिमव्रतिकमव्युत्पन्नं वा प्रतिपाद्यमाश्रित्य प्रवृत्तोऽनुयोगोऽधिकारः प्रथमानुयोगः। ’’

અર્થઃપ્રથમ અર્થાત્ મિથ્યાદ્રષ્ટિઅવ્રતી, વિશેષ જ્ઞાન રહિત શિષ્યને ઉદ્દેશી પ્રવૃત્ત થયેલો અનુયોગ અર્થાત્ અધિકાર તે પ્રથમાનુયોગ છે.

પ્રથમાનુયોગનું પ્રયોજન

‘‘પ્રથમાનુયોગમાં તો સંસારની વિચિત્રતા, પુણ્યપાપનાં ફળ તથા મહાપુરુષોની પ્રવૃત્તિ ઇત્યાદિ નિરૂપણથી જીવોને ધર્મમાં લગાવ્યા છે. જે જીવ તુચ્છ બુદ્ધિવાન હોય તે પણ આ અનુયોગથી ધર્મસન્મુખ થાય છે, કારણ કે જીવ સૂક્ષ્મ નિરૂપણને સમજતો નથી, પણ લૌકિક વાર્તાઓને જ જાણે છે તથા ત્યાં તેનો ઉપયોગ પણ લાગે છે. પ્રથમાનુયોગમાં પણ લૌકિક પ્રવૃત્તિરૂપ નિરૂપણ હોવાથી તેને તે બરાબર સમજી શકે છે. ૧. અને ૩. મોક્ષમાર્ગ પ્રકાશક ગુજરાતી આવૃત્તિ પૃષ્ઠ ૨૭૧, ૨૭૨, વધુ માટે જુઓ પૃષ્ઠ ૨૭૪

થી ૨૭૭ તથા ૨૮૯, ૨૯૧.

૨. ગોમ્મટસાર જીવકાંડ ગાથા ૩૬૧૩૬૨ની ટીકા.


Page 115 of 315
PDF/HTML Page 139 of 339
single page version

तथा

लोकालोकविभक्तेर्युगपरिवृत्तेश्चतुर्गतीनां च
आदर्शमिव तथामतिरवैति करणानुयोगं च ।।४४।।

‘‘વળી લોકમાં તો રાજાદિકની કથાઓમાં પાપ છોડવાનું વા પુણ્યનું પોષણ છે. ત્યાં રાજાદિક મહાપુરુષોની કથા સાંભળે છે, પરંતુ તેનું પ્રયોજન જ્યાંત્યાંથી પાપને છોડી ધર્મમાં લગાવવાનું પ્રગટ કર્યું છે. તેથી તે જીવ કથાઓની લાલચ વડે પણ તેને વાંચે સાંભળે તો પાછળથી પાપને બૂરું તથા ધર્મને ભલો ગણી ધર્મમાં રુચિવાન થાય છે. એ પ્રમાણે તુચ્છ બુદ્ધિવાનોને સમજાવવા માટે આ અનુયોગ છે......

‘‘વળી જે જીવોને તત્ત્વજ્ઞાન થયું હોય તેઓ આ અનુયોગ વાંચેસાંભળે તો તેમને આ ઉદાહરણરૂપ ભાસે છે. જેમ કે જીવ અનાદિનિધન છે તથા શરીરાદિ સંયોગી પદાર્થ છેએમ જાણતો હતો. હવે પુરાણાદિકમાં જીવોનાં ભવાન્તરનું નિરૂપણ કર્યું છે તે એ જાણવામાં ઉદાહરણરૂપ થયું.

‘‘વળી આ શુભઅશુભશુદ્ધોપયોગને જાણતો હતો, વા તેના ફળને જાણતો હતો. હવે પુરાણોમાં તે ઉપયોગોની પ્રવૃત્તિ તથા તેનું ફળ જીવોને જે થયું હોય તેનું નિરૂપણ કર્યું છે. એ જ આ જાણવામાં ઉદાહરણરૂપ થયું,.......

‘‘.......ધર્માત્મા છે તે, ધર્મીઓની પ્રશંસા અને પાપીઓની નિંદા જેમાં હોય એવી કોઈ પુરાણ પુરુષોની કથા સાંભળવાથી ધર્મમાં અતિ ઉત્સાહવાન થાય છે. એ પ્રમાણે આ પ્રથમાનુયોગનું પ્રયોજન જાણવું.’’ ૪૩.

૨. કરણાનુયોગનું સ્વરુપ
શ્લોક ૪૪

અન્વયાર્થ :[तथा ] તેવી જ રીતે (પ્રથમાનુયોગના પ્રકારે) [मतिः ] સમ્યગ્જ્ઞાન (મનનરૂપ શ્રુતજ્ઞાન) [आदर्शम् इव ] દર્પણની જેમ [लोकालोकविभक्तेः ] १. संपादनार्थमुपलब्धेषु पुस्तकेषु ‘क’ पुस्तके इतोग्रे इयं गाथा समुपलभ्यते ‘अह उड्ढतिरियलोए दिसि

विदिसि जं पमाणियं भणियं करणाणिउगं सिद्धं दीवसमुद्दा जिणग्गेहा’ गाथेयं करणानुयोगस्य
लक्षणपरा, केनचित् ‘लोकालोकेति श्लोकस्य टीकायामवतारिता, लेखकप्रमादेन च प्रथमानुयोगलक्षणे
संमिलिता भवेदिति प्रतिभाति


Page 116 of 315
PDF/HTML Page 140 of 339
single page version

‘तथा’ तेन प्रथमानुयोगप्रकारेण, ‘मति’र्मननं श्रुतज्ञानं अवैति जानाति कं ? ‘करणानुयोगं’ लोकालोकविभागं पंचसंग्रहादिलक्षणं कथंभूतमिव ? ‘आदर्शमिव’ यथा आदर्शो दर्पणो मुखादेर्यथावत्स्वरूपप्रकाशकस्तथा करणानुयोगोऽपि स्वविषयस्यायं प्रकाशकः ‘लोकालोकविभक्तेः’ लोक्यन्ते जीवादयः पदार्था यत्रासौ लोकस्त्रिचत्वारिं- शदधिकशतत्रयपरिमितरज्जुपरिमाणः, तद्विपरीतोऽलोकोऽनन्तमानावच्छिन्नशुद्धाकाश- स्वरूपः तयोर्विभक्ति-र्विभागो भेदस्तस्याः आदर्शमिव तथा ‘युगपरिवृत्तेः’ युगस्य कालस्योत्सर्पिण्यादेः परिवृत्तिः परावर्तनं तस्या आदर्शमिव तथा ‘चतुर्गतीनां च’ લોકઅલોકના વિભાગનાસ્વરૂપના [युगपरिवृत्तेः ] યુગોના (અર્થાત્ કાલના પરિવર્તનના) સ્વરૂપના [च ] અને [चतुर्गतीनाम् ] ચાર ગતિઓના સ્વરૂપના પ્રકાશક એવા [करणानुयोगम् च ] કરણાનુયોગને પણ [अवैति ] જાણે છે.

ટીકા :तथा’ તે પ્રથમાનુયોગના પ્રકારે मतिः मनिनं श्रुतज्ञानं’ મતિ એટલે મનનશ્રુતજ્ઞાન, अवैति’ જાણે છે. કોને (જાણે છે)? करणानुयोगं’ કરણાનુયોગને અર્થાત્ પંચસંગ્રહાદિરૂપ લોકઅલોકના વિભાગને; કોની માફક? आदर्शमिव’ જેમ આદર્શ એટલે દર્પણ મુખાદિના યથાવત્ સ્વરૂપને પ્રકાશે છે, તેમ કરણાનુયોગ પણ પોતાના વિષયને પ્રકાશે છે.

लोकालोकविभक्तेः’ જેમાં જીવાદિ પદાર્થો જણાય તે લોક, તે ત્રણસો તેંતાલીશ (૩૪૩)થી અધિક ઘન રાજુ પ્રમાણ છે. તેનાથી વિપરીત સ્વરૂપવાળો અલોક છે, તે અનંત પ્રમાણ અને અવચ્છિન્ન શુદ્ધ આકાશસ્વરૂપ છે. તે બંનેના વિભાગને (ભેદને) આદર્શની જેમ પ્રકાશે છે, તથા युगपरिवृत्तेः’ યુગનાકાલનાઉત્સર્પિણી આદિના પરિવર્તનને દર્પણની જેમ પ્રકાશે છે. અને चतुर्गतिनाम् च’ નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિરૂપ ચાર ગતિઓના (સ્વરૂપને) દર્પણની જેમ પ્રકાશે છેવર્ણવે છે.

ભાવાર્થ :જેમ દર્પણ મુખાદિ વસ્તુઓને જેમ છે તેમ બતાવે છે, તેમ જે શાસ્ત્ર પાંચ દ્રવ્યોના (જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને કાલના) સમૂહરૂપ લોક અને તેનાથી વિપરીત સ્વરૂપવાળા શુદ્ધ અનંત અલોકના વિભાગને, ઉત્સર્પિણીઅવસર્પિણીરૂપ કલ્પકાલના પરિવર્તનને અને નરકાદિ ચાર ગતિઓના સ્વરૂપને, જેમ છે તેમ બતાવે તેને કરણાનુયોગ કહે છે. આ અનુયોગ પણ સમ્યગ્જ્ઞાનનો વિષય છે, અર્થાત્ કરણાનુયોગ, લોકઅલોકના વિભાગને, યુગના પરિવર્તનને અને ચતુર્ગતિઓના સ્વરૂપને યથાવત્ १. मतिज्ञानं न श्रुतज्ञानम् इति ग पुस्तके ।